Category Archives: આરોગ્ય

જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

images[2] (7)જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

આપણને ઘણીવાર અનુભવ થતા હોય છે કે જેને આપણે ખૂબ પ્રિય ગણાતા હોઈએ છીએ તે જ દુઃખનું કારણ બનતા હોય છે. આપણી લાગણીઓ એમના દ્વારા ઘવાતી હોય છે. કોઈ સ્વજનનું ઓચિંતું મૃત્યુ અથવા પ્રિયજનની બેવફાઈ કે જુદાઈ આપણને વિશ્વાસઘાતની લાગણીમાં ફેંકી દે છે. આવું અનેક વાર બનતા આપણે લોકોમાં વિશ્વાસ મૂકતા બંધ પણ થઈ જઈએ છીએ. મેં ઘણા સંબંધીઓ જોયા છે જેઓ પોતાના અંગત લોકો પર અને ઘણીવાર તો પોતાના પેટના જણ્યા પર પણ વિશ્વાસ મૂકી શકતા નથી. લગભગ અવિશ્વાસુ પ્રકૃતિના અનેક માણસો આપણને લાઇફમાં જોવા મળતા હોય છે. આ વિશ્વાસ સાથેના સ્ટ્રગલ અને દુઃખની પાછળનું એક મૂળ કારણ તાદાત્મ્ય-અટૅચમન્ટ છે.

Don’t Fight Life, Flow with it.

જીવન એક વહેતી  નદી છે, કલકલ કરતું વહેતું ઝરણું છે. મોટાભાગે તો આપણે આ નદીના પ્રવાહમાં તરતા હોઈએ છીએ, વહેતા હોઈએ છીએ. અને વહેવાની મજા માણતાં હોઈએ છીએ. પણ ક્યારેક આ મુસાફરીમાં કોઈ ચોક્કસ પૉઇન્ટ પર તાદાત્મ્ય સાધીને ઉભા થઈ જઈએ છીએ અને જરા પણ ખસવાનો ઇનકાર કરી દઈએ છીએ. કુદરતી પ્રવાહમાં વહેવાનો ઇનકાર કરીને લડાઈ શરુ કરી દઈએ છીએ. અહીં દુઃખની શરૂઆત થઈ જાય છે. જીવન લડવા કરતા એની સાથે વહેવામાં દુઃખની માત્રા ઓછી થતી જાય છે આવું મહત્વનું લેસન શીખવે છે મેડિટેશન.

જ્યારે તમારી આંખો બંધ હોય, કુદરતી શ્વાસ ઉચ્છવાસ ચાલતા હોય, કોઈ આસ્તિક હોય તો મંત્ર બોલતા હોય કે પ્રાર્થના કરતા હોય, બુદ્ધ જેવા કોઈ કહેવાતા નાસ્તિક હોય તો ફક્ત આ પ્રક્રિયાને જોતા હોય, વિચારો આવતા અને જતા હોય છે….સહેલું લાગે છે પણ અઘરું છે. ઘણીવાર આપણે આવેલા વિચારોની વેબમાં ગૂંથાઈ જઈએ છીએ. વિચારોની વેબસાઇટ ગજબની માયા છે. ક્યારે અંદર સામેલ થઈ જઈએ યાદ પણ ના રહે. અને ઘણીવાર પાછાં સચેત થઈને નિરીક્ષણ કરવા લાગતા હોઈએ છીએ. પણ બંને વખતે આપણે શ્વાસોચ્છ્શ્વાસ  પર પાછાં આવી જતા હોઈએ ત્યારે લાંબા સમયે ભાન થાય છે વર્તમાન ક્ષણનું, ઑલ ઇઝ વેલ..

જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વિચાર, કે પછી વસ્તુ સાથે મજબૂત રીતે જોડાઈ જઈએ છીએ ત્યારે આપણે ઇચ્છાઓ વધી જાય છે, આપણે તે ક્ષણને વધુ લંબાવા માંગતા હોઈએ છીએ કે પછી ડરવા લાગીએ છીએ. આ ઇચ્છા અને ભય દુઃખનું કારણ બનતી  હોય છે. દાખલા તરીકે આપણે કોઈ પ્રિયજન સાથે બેઠાં હોઈએ કે જેની સાથે આપણે પ્રેમમાં હોઈએ, અને એકબીજાનું સાંનિધ્ય માનતા હોઈએ ત્યારે ઇચ્છા જાગે કે આનો અંત આવે જ નહિ.  કઈ રીતે આ ક્ષણોને લંબાવી દઉં? મેડિટેશન વર્તમાનની ક્ષણોમાં ગૂંથાઈ જવા મદદ કરે છે. આપણે પ્રિયજન બાજુમાં હોય છતાં ભૂત કે ભવિષ્યમાં ઊતરી જતા હોઈએ છીએ. આપણે જાણતા હોઈએ છીએ કે આ ક્ષણો કાયમ ટકવાની નથી છતાં એમાંથી સંપૂર્ણ વર્તમાનનો આનંદ માનવાનું મેડિટેશન શીખવે છે. જીવન સદાય વહેતું છે.

હવે જ્યારે કોઈ દુઃખ પહોચાડે ત્યારે પણ દુઃખની લાગણીઓ પણ વહેતા ઝરણામાં વહી જવાની છે, પણ આપણે એની સાથે તાદાત્મ્ય બાંધી લઈએ જોડાઈ જઈએ તો આ દુઃખની ઘડીઓ  લંબાવી દઈએ છીએ.  બસ આ દુઃખની ક્ષણો સાથે મજબૂતાઈથી ના જોડાઈ જઈએ તો દુઃખની લાગણી પણ ઓછી થતી જવાની. પણ જે બન્યું છે એની સાથે જોડાયેલા રહીએ તો દુઃખ વધતું જવાનું અને આપણે ડરના માર્યા જેતે વ્યક્તિ વિષે અવિશ્વાસ વધારતા જવાના. લાંબા ગાળે આપણે કોઈના પર વિશ્વાસ રાખી શકતા નથી.

જો આપણે નિયમિત આ શ્વાસ ઉચ્છવાસ પ્રત્યે જાગૃત રહેવાનું ધ્યાન નિયમિત કરીએ તો આપણે જોઈ શકીએ કે વિચારો સતત આવતાજતા હોય છે. કોઈવાર ગ્રેટ અનુભવ થતો હોય અને કોઈવાર ઉદાસ. આમ શીખવા મળે કે લોકો પણ કોઈવાર પ્રેમ કરતા હોય છે અને કોઈવાર નફરત. જે પણ સારી કે ખરાબ ક્ષણો છે તે ઊભી રહેવાની નથી. જો સારી કે ખરાબ પળો  ટકવાની નથી તો પેલો ભય પણ શું કામ રાખવાનો? કોઈ ચોક્કસ અનુભવ પ્રત્યે તાદાત્મ્ય સાધ્યા વગર  જીવનમાં ખુલ્લાપણું રાખવાનું મેડિટેશન શીખવે છે. ધારોકે કોઈએ આપણને ઈજા કરી કે ઇમોશનલ હર્ટ કર્યું, તો આપણે તે દુઃખદાયી યાદોમાં રત રહેવાને બદલે એમાંથી શીખી શકીએ કે આમ કેમ બન્યું? આપણા ખુલ્લાપણા કે અવેરનેસ વડે આપણી જાતને પૂછી શકીએ કે આ વ્યક્તિ આપણને હર્ટ  કરે તે પહેલા એનો કોઈ સંકેત મળેલો ખરો?

અવેરનેસ વડે આપણે આપના ભૂતકાળના અનુભવો વડે શીખી શકીએ અને દુઃખ નિવારણ તરફ પણ વધી શકીએ. અવેરનેસ વડે ભય વગર હિંમતથી આપણે જે બનવાનું છે તેનો સામનો કરી શકીએ. જીવનમાં કંઈક નવું આવે તો સાથે એના રિસ્ક પણ લેતું આવે. એનો સ્વીકાર કરવાની અવેરનેસ જોઈએ જ.

મેડિટેશન કોઈ દુઃખ નહિ આપે તેવી વેક્સિન તો છે નહિ. દુઃખદાયી અનુભવો પણ જીવનનો એક ભાગ જ છે. મેડિટેશન વડે આપણે પોતાની જાતની કેર કરતા અને પોતાની જાતને ચાહતા શીખી જઈએ છીએ. આપણે જેવા છીએ તેવા આપણી જાતને ચાહતા થઈએ તો બીજાને પણ પ્રેમ કરતા વધુ સારી રીતે થઈ શકીએ.

મેડીટેશન શીખવે છે કે સુખી થવાની તમામ શક્યતાઓ આપણી અંદર જ મોજૂદ છે. જ્યારે અપને વર્તમાનમાં જીવતા હોઈએ ત્યારે ઑલ ઇઝ વેલનો બેલ વાગતો હોય છે. આમ આપણે ભય અને ઇચ્છાઓ સાથે તાદાત્મ્ય વધારવાનું ઓછું કરવાનું  ધ્યાન વડે શીખી શકીએ છીએ.

એક નદીમાં તમે બીજી વાર પગ મૂકી શકતા નથી. જીવન પણ એક વહેતી નદી જેવું છે જે સતત બદલાયા કરતું હોય છે. મેડીટેશન આ નદીમાં વચ્ચે આવતી તમામ વસ્તુઓનો સ્વીકાર શીખવે છે. આપણે વિશ્વાસ મૂકતા શીખી જઈએ છીએ કે કાયમ બધું સારું થાય તેવું જરૂરી નથી, પણ ગમે તે થાય હું તો હંમેશા ખુશીમાં જ રહીશ. મેડીટેશન જીવન ઝરણામાં વહેતા શીખવે છે, એમાંથી આનંદ મેળવતા શીખવે છે. અને વર્તમાનમાં શ્વાસ સાથે જીવતા શીખવે છે.

 

 

જે પોષતું તે મારતું, જે મારતું તે ક્યારેક પોષતું હતું.

Vicia faba: Broad Beans
Vicia faba: Broad Beans (Photo credit: pamsai)

જે પોષતું તે મારતું, જે મારતું તે ક્યારેક પોષતું હતું.

જો તમને ડાયાબિટીસ હોય તો તમે એકલાં નથી, આશરે ૧૭૧ મિલિયન લોકો ડાયાબિટીસ વડે પીડાય છે. અલ્ઝાઈમર, હાઈ કોલેસ્ટેરોલ આવા મારી નાખે તેવા રોગો કેમ થતા હશે? આવા રોગો પેદા કરતા જિન્સ genes શું કામ ઇવોલ્વ થયા હશે? એક નાની પ્લેટ fava beans ખાવાથી કોઈ મરી જાય ખરું? ભૂમધ્ય સમુદ્ર કાંઠે આવેલા દેશોમાં તો વટાણા(Fava beans )  રોજનો ખોરાક છે. Favism કોઈ એન્ઝાઈમ ( Glucose-6-phosphate dehydrogenase deficiency ) ની ઊણપથી થતો રોગ છે. fava ખાવાથી રીએક્શન આવતું હોય છે. કોઈ એવું ના સમજી કે લે fava ખાવાથી જ આ રોગ થાય છે. આ રોગ વારસાગત હોય છે. અને આ રોગ હોય તે બધાને fava ખાવાથી રીએક્શન આવે તેવું પણ નથી. આ રોગની સાઇડ ઇફેક્ટ એ છે કે મેલેરિયા સામે રક્ષણાત્મક કામ કરતો હોય છે. આપણે મેડિકલ સાયન્સના ઊંડાણમાં જવું નથી તે આપણો વિષય પણ નથી, પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે મલેરિયા સામે લડવા માટે કદાચ આ પ્રકારનું ઈવોલ્યુશન થયું હોવું જોઈએ.

ફાયદો થાય એવું હોય તેમ વિકાસ થતો હોય છે. ઉત્ક્રાન્તિના ક્રમમાં બિનજરૂરી વસ્તુઓ વિકસે નહિ. Sharon Moalem નામના ઇવોલ્યુશનરી ફીજીયોલોજીસ્ટ અને તેના પત્રકાર સાથીદારે Survival of the Sickest નામની એક જબરદસ્ત બુક લખી છે. આમાં આવી અકલ્પનીય અસંખ્ય વાતો લખી છે કે રોગો પણ કેમ ઇવોલ્વ થયા હશે?  ઘણા રોગો બાય પ્રોડક્ટની જેમ વળગ્યા છે. ઓચિંતી પડતી અતિશય ઠંડી કે હિમયુગમાંથી બચવા ઉત્તર યુરોપીયંસનાં પૂર્વજોના શરીરમાં કોઈ જીનેટીકલી ફેરફાર થયા હોય જેની બાય પ્રોડક્ટ તરીકે આજે ડાયાબિટીસ વળગ્યો છે. tree frogs પર જણાવતા આ લોકો કહે છે કે બરફની જેમ થીજાવી દે તેવી કાતિલ ઠંડીમાં આ દેડકા આરામથી બચી જાય છે, ડાયાબિટીક મેટાબોલીઝમ વાપરીને આ દેડકા સર્વાઈવ થઈ જાય છે. મેલેરિયા સામે રોગપ્રતિકારક શક્તિ મેળવવાની બાયપ્રોડક્ટ એટલે favism એવું આ વૈજ્ઞાનિકોનું કહેવું છે. Bubonic પ્લેગમાથી બચવા માટે જે જિનેટિક ફેરફાર થયા તેની બાયપ્રોડક્ટ અલ્ઝાઈમર તરીકે મળી છે.

આમ ફાયદા સાથે ક્યાંક નુકશાન પણ થયું છે. સાદો દાખલો જોઈએ તો તાવ આવે શરીરનું ટેમ્પરેચર વધી જાય તે રોગ નથી પણ શરીરમાં ઘૂસેલા હાનિકારક બેક્ટ્રિયાને મારવાની જહેમતનું પરિણામ છે. ચાલો બીજો આવો સિમ્પલ દાખલો જોઈએ. વિષુવવૃત અને તેની આસપાસ પુષ્કળ ગરમી પડતી હોય ત્યાં રહેનારા લોકોની ચામડી કાળી હોય છે. કાળી ત્વચા મતલબ કલર પીગમેન્ટ પુષ્કળ. આ કાળી ત્વચામાં સૂર્યના હાનિકારક કિરણોને અંદર પ્રવેશ કરતા તકલીફ પડવાની. જેથી ત્વચાના કેન્સર વગેરેથી બચી જવાય. હવે જ્યાં પુષ્કળ ઠંડી પડતી હોય છે તેવા ઉત્તર યુરોપના લોકો ખૂબ ગોરા હોય મતલબ કલર પીગમેન્ટ ઓછા. આવું ઈવોલ્યુશન એટલાં માટે થયું કે અહી સૂર્યના કિરણો ત્વચા પર સીધા પડે તેવી સ્થિતિનો અભાવ હોય છે, જેથી કલર પીગમેન્ટ ઓછા હોય તો સૂર્યના કિરણો જે વિટામિન ડી માટે જરૂરી છે તે પ્રવેશી શકે. અહી સહેજ તડકો પડે લોકો ખુશ થઈ જાય, આજે વેધર સારું છે. કપડા કાઢી ફરવા લાગે. બને એટલાં ઓછા કપડા પહેરે જેથી શક્ય વધુ સૂર્યના કિરણો મેળવી શકાય. હું ભારતમાં તડકાથી ત્રાસેલો, અહી મને શાંતિ લાગે. હવે આ ગોરા લોકો આફ્રિકા પહોચી જાય અને ઉઘાડા ફરવા લાગે તો સ્કીન કેન્સર થવાનો ભય વધી જાય અને કાળી ત્વચા ધરાવતા લોકોને યુરોપમાં વિટામિન ડી ની ઊણપ સતાવે, કારણ કાળી ત્વચામાં સૂર્યના કિરણો જલદી પ્રવેશે નહિ.

આપણાં પૂર્વજો જુદા વાતાવરણમાં ઇવોલ્વ થયેલા અને અત્યારે જુદું વાતાવરણ જીવવા માટે ઉપલબ્ધ છે. આ બધા ઈવોલ્યુશનરી મિસમેચનાં દાખલા છે. ઓબેસિટી પણ આવો હ્યુમન નેચર અને મૉર્ડન જમાનાનો મિસમેચ દાખલો છે. આપણાં પૂર્વજો હન્ટર ગેધરર હતા. એમને શિકાર કરીને ખોરાક મેળવવા ખુબ મહેનત કરવી પડતી. એટલે તે લોકો પુષ્કળ પોષણ ધરાવતો ખોરાક વિપુલ પ્રમાણમાં ખાઈ લેતા. ફરી ખોરાક ના મળે ત્યાં સુધી ચાલી જાય. હવે આપણી ફીજીકલ એક્ટીવીટી ઘટી ગઈ છે અને ખોરાક જૂની ટેવ મુજબ ચાલુ રહ્યો છે. ઘણા ફીજીકલ એક્ટીવીટી  વધારે તો સાથે ખોરાક પણ વધારતા જતા હોય છે.

Hadza hunter-gatherer પર થયેલા એક રિસર્ચ મુજબ આ લોકો પશ્ચિમના લોકો કરતા જરાય વધુ કેલેરી એક દિવસમાં બાળતા  નથી. આ લોકો આખો દિવસ ખુબ ફીજીકલ એક્ટીવીટી  કરતા હોય છે અને એમનું મેટાબોલીઝમ પણ ધીમું હોતું નથી. છતાં અમેરિકન્સ અને યુરોપીયંસ ખુબ જાડિયા કેમ હોય છે? મતલબ આ જાડિયા પુષ્કળ ખાતા હોય છે. મતલબ અહી હ્યુમન બોડી જેટલું ખાવા માટે ડીઝાઈન થઈ હોય તેના કરતા ખુબ ખવાઈ જાય છે. આપણી ખુબ ખાવાની તેવો બાળકોને પણ આપતા હોઈએ છીએ. અમેરિકન બાળકો ખુબ જાડા હોય છે. ઘણીવાર તો પુખ્ત માનસ કરતા પણ વધુ વજન ધરાવતા હોય છે. જાડિયા બાળકો પર થયેલા અભ્યાસ મુજબ તેઓ એમના મિત્રો સાથે હોય તો વધુ ખાતા હોય છે. એકલાં હોય તો ઓછું ખાતા હોય છે. અને મિત્રો જો પાતળા થીન હોય તો આ જાડિયા ૩૦૦ કેલેરી વધારાની ખાઈ જતા હોય છે.

હાં તો મિત્રો જે પોષતું તે મારતું અને જે મારતું તે…………

 

વેદનાનું સોહામણું સત્ય-૩

Amygdala
Amygdala (Photo credit: JSlattum)

વેદનાનું સોહામણું સત્ય-૩

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રૉનિક પેએનના બતાવી ગયા છે તે જોઈએ.

ક્રૉનિક બૅક પેએન વિષે મારો પોતાનો અનુભવ છે કે સારા ફિઝિઅથેરપિસ્ટ પાસેથી નિયમિત કરવાની સાદી અને સરળ કસરતો શીખી લેવી જોઈએ. અને તે કસરતો નિયમિત કરવાથી ઘણો ફાયદો થાય છે. કરોડના મણકાની ગાદીઓમાં સોજા આવ્યા હોય ત્યારે આવો દુખાવો થતો હોય છે. મણકા કોઈ કારણસર સાવ નજીવા આઘાપાછી થઈ ગયા હોય અને એના લીધે નર્વ દબાતી પણ હોઈ શકે. સ્પાઇનલ કૉર્ડને લગતી કસરતો કરવાથી આમાં ફાયદો થતો હોય છે. સ્પાઇનલ કૉર્ડને બંને બાજુ સ્નાયુઓનો એક ઊભો પટ્ટો હોય છે. એને મજબૂત કરવાની કસરત કરવાથી જ્યારે કશું કામ કરીએ તો સ્પાઇનલ કૉર્ડ પર ઓછો બોજો પડે અને પેલાં સ્નાયુઓ વજન ઝીલી લે. આ બધી કસરતો કરવાથી સ્પાઇનલ કૉર્ડ મૂળ સ્થિતિમાં  આવી જવાથી દુખાવો બંધ થઈ જતો હોય છે.

આપણે આખો દિવસ આરામદાયક સોફામાં બેસતા હોઈએ, કમ્પ્યુટર પર બેસતા હોઈએ અને બીજા એવા ઘણી પોઝિશનમા કામ કરતા હોઈએ છીએ, જે સ્પાઇનલ કૉર્ડ માટે નુકસાનકારક હોય છે. માટે દુખાવો બંધ થઈ ગયા પછી પણ સ્પાઇનલ કૉર્ડને એની મૂળ સ્થિતિમાં જાળવી રાખવા આ બધી કસરતો નિયમિત કરવી જોઈએ. ગરમ પાણીથી બૅકને બરોબર શેક આપવાથી સખત થઈ ગયેલા સ્નાયુઓ ઢીલાં પડે પછી કસરત કરવી જોઈએ. સ્નાયુ અકડાઈ ગયા હોય અને કસરત કરીએ તો વધારે અકડાઈ જવાનો ભય રહે છે. જો દુખાવો વધુ થતો હોય તો આવી કસરત પછી બૅક ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ખૂબ ફાયદો થતો હોય છે.

ભારતમાં શેક કરવાનું મહાત્મ્ય વધુ છે પણ કોલ્ડ-પૅક મૂકવાનું મહત્વ લોકો સમજતા નથી. કોલ્ડ-પૅક વિષે ઘણી ગેરસમજ હોય છે. જેતે ભાગ ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ત્યાંથી લોહી હઠી જાય છે, ૧૫ મિનિટ પછી કોલ્ડ-પૅક હટાવી લેવાથી તે જગ્યાએ લોહીનો ધસારો પુષ્કળ વધી જાય છે જે હિલીંગ માટે ખૂબ ફાયદાકારક છે. બીજું કોલ્ડ-પૅક મૂકવાથી જેતે ભાગ તાત્કાલિક બહેરો બની જવાથી દુખાવાની અનુભૂતિ હંગામી રીતે ઓછી થઈ જાય છે.

મન શરીરને કંટ્રોલ કરી શકે છે. ક્રૉનિક પેએન માટે ઘણીબધી સારવાર કરાવ્યા પછી કંટાળેલા લોકો માટે માઈન્ડ કંટ્રોલ રીત અપનાવવા જેવી છે. જ્યારે આપણને કોઈ ઈજા થાય કે કોઈ આપણું અપમાન કે અવહેલના કરે ત્યારે દુઃખના સિગ્નલ સેન્સરી પાથ-વે અને ઇમોશનલ પાથવે દ્વારા બ્રેનમાં પહોચતાં હોય છે. આ દુઃખના અનુભવનું લાગણીશીલ પાસું બ્રેનના amygdale અને anterior cingulated cortex માં જતુ હોય છે. આમ માઈન્ડબૉડી ટ્રીટમન્ટ જેવી કે મેડિટેશન, યોગા આ ઇમોશનલ નેટવર્કને ઉપયોગમાં લેતી હોય છે. ચાલો સાવ મફતમાં અતિ કીમતી સરળ રીતો જોઈએ.

૧) આંખો બંધ કરી અંધારા રૂમમાં એકદમ રિલૅક્સ થઈને બેસો.

૨) ઊંડા શ્વાસ લેવાનું શરુ કરો. શરૂમાં થોડા ઝડપથી શ્વાસ લેવાના પછી ધીમે ધીમે નૉર્મલ શ્વાસ લેવા જોઈએ. કોઈ પણ જાતના પ્રયત્ન વગર નૉર્મલ શ્વાસોચ્છ્વાસ પર આવી જવાનું.

હવે થોડી કાલ્પનિક ટેક્નિક જોઈએ. એમાંથી કોઈ પણ એક અપનાવો અને નિયમિત આચરવાનું શરુ કરીએ.

૧) શરીરના દુખાવા વગરના કોઈ ભાગને પસંદ કરીને એના પર ધ્યાન કેન્દ્રિત કરો. અને જુઓ કે તમારું મન દુખાવા તરફથી બીજે તરફ ડાયવર્ટ થાય છે કે કેમ? મન આતા માજી સટકેલ જેવું હોય છે, છટકેલ હોય છે, સીધું ઠરીને બેસે નહિ.

૨) માનસિક રીતે શરીરના દુખાવાયુક્ત ભાગને બાકીના શરીરથી જુદો સમજો, અલગ પાડો. આ ભાગ મારા શરીરનો હિસ્સો નથી તેવી કલ્પના કરો.

૩) કલ્પના કરો કે દુખ દેતા ભાગને બહેરાશનું ઇન્જેક્શન મારીને કે કોઈ જાદુઈ દવા વડે બહેરો બનાવી દીધો છે.

૪) ભૂતકાળમાં મુસાફરી કરો જ્યારે કોઈ દુખાવો હતો નહિ. સાજાસમા હતા તેવો ભૂતકાળમાં જતા રહેવું.

૫) ક્રૉનિક પેએનને એક પ્રતીક આપો, દાખલા તરીકે લાઉડ મ્યૂઝિકનું અને તેનું વૉલ્યૂમ ધીરે ધીરે ઓછું કરો.

૬) કોઈ હકારાત્મક આનંદદાયક કલ્પના કરો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.

૭) દુખાવા તરફથી ધ્યાન બીજે વળવા મનમાં ધીમે ધીમે ગણવાનું(કાઉન્ટ) શરુ કરો.

આમ તો આ બધું કદાચ મૂર્ખા જેવું લાગે પણ ઘણાબધાને ફાયદાકારક બનેલું છે. ખાસ તો આ પ્રૅક્ટિસ દિવસમાં ત્રણવાર ૩૦ મિનિટ કરવી જોઈએ. ઉપરની કોઈ પણ એક પ્રકારની પદ્ધતિને પકડી રાખવી. બધી પદ્ધતિઓ સાથે અપનાવવી નહિ. એકવાર આમાં માસ્ટરી આવી જશે પછી એનો ફાયદો લેતા વાર નહિ લાગે.

ઓશોએ એક દાખલો નોંધ્યો હતો- અંગ્રેજોના જમાનામાં કાશી નરેશને… બનારસ-કાશીના રાજાને એપેન્ડીક્સ થયેલું. અંગ્રેજ ડૉક્ટર ઑપરેશન કરવાના હતા.ઑપરેશન પહેલા અનિસ્થટાઇઝ તો આપવો પડે ને? કાશી નરેશે કહ્યું કે હું જાગૃત રહેવાની સાધના કરું છું માટે મારે અનિસ્થટાઇઝ લઈને બેભાન બનવું નથી. ડૉક્ટરોએ ઘણું સમજાવ્યા પણ રાજહઠ સબળ હતી. કાશી નરેશે કહ્યું મને ગીતાનું પુસ્તક આપો હું વાંચીશ અને તમે ઑપરેશન કરજો. સાચું ખોટું મને ખબર નથી કેમકે હું ત્યારે હાજર નહોતો પણ કહેવાય છે કે દુનિયાનું પહેલું અને છેલ્લું ઑપરેશન હતું જે અનિસ્થટાઇઝ આપ્યા વગર કરાયેલું. કાશી નરેશે શરીરના જે તે ભાગ પ્રત્યેથી તેમનું ધ્યાન હટાવી લીધું હશે. અઘરું છે પણ અશક્ય નથી.

એક જાત અનુભવ લખું, હસવાનું નહિ. અમે ત્રણ પિતરાઈ ભાઈઓએ ચાલતા અંબાજી સંઘમાં માણસાથી અંબાજી જવા નીકળેલા. આસો મહિનાની પૂનમે પહોચવાનું હતું. સંઘ તો બહુ મોટો હતો. છ દિવસની ચાલતી મુસાફરી હતી. બપોર સુધી ચાલવાનું પછી રસ્તામાં આવતા વડનગર, તારંગા, દાંતા જેવા સ્થળોએ રાતવાસો કોઈ ધરમશાળામાં કરવાનો. દાંતા છેલ્લું સ્ટૉપિજ હતું. ત્યાં સુધીમાં તો અમારા બધાના પગમાં ભારે દુખાવો શરુ થઈ ચૂક્યો હતો. પગમાં ફોલ્લા પડવાથી ઘણાબધા તો બસમાં બેસીને ભાગી પણ ગયેલા.

સંઘના આયોજકો તરફથી એકવાર સાંજે પાકું ભોજન મળતું. અમે તો બપોરના પહોચી ગયેલા. બપોરે રાજસ્થાની દાલબાટીની મજા માણી લીધેલી. મારા એક કઝન જરા વધુ પડતી દાલબાટી ખાઈ ગયેલા. સાંજે પાછું ચૂરમાના લાડુનું પાકું જમણ કર્યું. દાંતાથી અંબાજી નજીક હોવાથી સંઘમાંથી કેટલાક લોકો રાત્રેજ અંબાજી જવા નીકળી ગયા. અમે ત્રણ જણા પણ  રાતે નીકળી ગયા. મારા પગ ખૂબ દુખતા હતા. ઢીંચણ કામ કરતા નહોતા. બીજા કઝનની પણ એવી જ હાલત હતી અને ત્રીજા ભાઈને ખૂબ ખાધેલું તે પેટમાં ભયાનક ચૂંક આવવાની શરુ થઈ ગયેલી. છતાં અમે ચાલે રાખતા હતા.

મારા આ પિતરાઈ ભાઈ મિલિટરીમાં હતા. અંબાજીના જંગલોમાં રીંછ ફરતા હોય છે. અમે ત્રણ જણા એકલાં જતા હતા, બાકીના રાત્રે નીકળી ગયેલા સંઘના મિત્રો ખૂબ આગળ જતા રહેલા. અચાનક રસ્તાની એકબાજુ દૂર અમે રીંછ ફરતા જોયા. અમને જલદી ખ્યાલ આવ્યો નહિ પણ આર્મિમાં  જોબ કરેલી તે ભાઈ ઓળખી ગયા કે આ ટોળું રીંછનું છે. બસ અમે ત્રણ જણા જે ભગવા માંડ્યા કે આવ અંબાજી ઢૂંકડું દોઢેક કલાક ખૂબ ભાગ્યા હોઈશું. અંબાજી પહોચ્યા પછી ખયાલ આવ્યો કે મારો પગનો અતિશય દુખાવો ભાગતી વખતે ગાયબ હતો. જે ભાઈ પેટમાં દુખાવાને લીધે રોડ પર આળોટતા હતા તે પણ દોઢ કલાક માટે ઑલિમ્પિક ગોલ્ડ જીતવા જતા હોય તેમ ભાગેલા. અંબાજી આવી ગયા પછી પાછો દુખાવો શરુ થયો.

ઉપર લખેલી માઈન્ડ કંટ્રોલ પદ્ધતિઓ અપનાવી જુઓ, અઘરી છે પણ અશક્ય નથી…

વેદનાનું સોહામણું સત્ય-૨

વેદનાનું સોહામણું સત્ય-૨

ક્રૉનિક પેએન કઈ રીતે શરુ થઈ જતા હોય છે તે અંકમાં જોયું.

કમરનો દુખાવો, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે વગેરે ને ક્રૉનિક પેએનમાં બદલવાનું લગભગ આપણાં હાથમાં છે. આવા દુખાવા કવચિત દરેકને થતા હોય છે. જંગલમાં અમુક રસ્તા વપરાયા વગરના પડી રહ્યા હોય છે. પછી કાલક્રમે રસ્તા જેવું રહે જ નહિ. પણ આજ રસ્તા પાછાં વારંવાર વાપરવાનું શરુ કરી દઈએ તો સરસ મજાની પગદંડી ફરી તૈયાર થઈ જતી હોય છે. બસ આમજ વારંવાર દુખાવાની અનુભૂતિ કરવાની ટેવ પડી જાય તો દુખાવાનું ક્રૉનિક પેએનમાં રૂપાંતરણ થતા વાર લાગતી નથી.

મને પોતાને પાંચેક વર્ષ પહેલા બૅક પેએન થયેલું. સ્ટોઅરમાં મારી ઊભા રહેવાની પદ્ધતિ ખોટી હોવાથી કમરમાં દુખાવો શરુ થઈ ગયેલો. બેસવાના પણ ફાંફાં થઈ ગયેલા. ભયાનક દુખાવો થાય. ડૉકટરે રાબેતામુજબ પેએન-કિલર લખી આપી અને ફિઝિઅથેરપિસ્ટ જોડે જવાનું સૂચવી દીધું. ક્રૉનિક પેએનમાં ડૉક્ટર્સ,

૧)Opiate મેડિકેશન જેવા કે ઑક્સિકોડીન,

૨) nonsteroidal anti-inflammatory મેડિકેશન જેવા કે બૃફેન, નેપ્રોક્સિન,

 ૩) કસરત,

૪) tricyclic antidepressants,

૫) ઍક્યુપંચર

૬) ઈલેક્ટ્રિકલ સ્ટિમ્યૂલેશન વગેરે ઉપાય તરીકે સૂચવતા હોય છે. મને બૃફેન જેવી દવાની અસર ઓછી થતી હોવાથી અફીણમાંથી બનતી ઑક્સિકોડીન જે નાર્કો-પેએન કિલર તરીકે ઓળખાય છે તેવી દવા લખી આપેલી. આ દવાથી સરસ મજાનું ઘેન ચડતું. આનંદ આનંદ થઈ જાય લેવાથી. ૩૦ ટકા અમેરિકાનો ક્રૉનિક પેએન વડે પીડાતા હોય છે. અહી ડૉક્ટર્સ છૂટથી ડ્રગ જેવી દવાઓ લખી આપતા હોય છે. અને અમુક લોકો જાતેજ હેરોઇન જેવા અફીણમાંથી  બનતા ડ્રગ લેવાનું શરુ કરી દેતા હોય છે. અમુક રાજ્યોમાં મેડિકલ મૅરિહ્વાન એટલે ગાંજો, લાઇસન્સ ધરાવતી દુકાનોમાં મળતો થઈ ગયો છે.

ઑક્સિકોડીન જેવી દવાઓનો  પ્રૉબ્લેમ એ થાય કે તેની ટેવ પાડવા માંડે પછી દુખાવો બંધ કરવા મોટો ડૉસ લેવો પડે અને તમે ડ્રગ ઍડિક્ટ બની જાવ. માઈકલ જેક્શન અને વ્હીટની આમાં જ દેવ થઈ ગયા. તે સમયે મારા ફિઝિઅથેરપિસ્ટ બહેન નિરાલી પટેલ હતા. તેમણે મને સરસ કસરત બતાવેલી. કમરનો ક્રૉનિક દુખાવો રોજની ફક્ત દસ મીનીટની કસરત વડે મટાડી શકાય છે. કમરના ભાગે સ્નાન કરતી વખતે ગરમ પાણી વધારે પડવા દઈ, સ્નાન કર્યા બાદ ફક્ત દસ મિનિટ કસરત કરી લઈએ તો કદી કમરના દુખાવા માટે દવા લેવી નો પડે તે મારો જાત અનુભવ છે. શારીરિક દુખાવાને નાબૂદ કરવો સહેલો છે, પણ માનસિક રીતે ક્રૉનિક પેએનમાં તબદીલ થયા પછી એનો ઉપાય અઘરો થઈ પડે છે.

શરીરમાં જ્યાં ઈજા થઈ હોય તે અસર પામેલા ભાગની અંદર રહેલા નર્વ સેલ ઇલેક્ટ્રિકલ સિગ્નલ બ્રેનને મોકલવાના શરુ કરી દેતા હોય છે. આ ઇલેક્ટ્રિકલ સિગ્નલનું નિયમન ખાસ પ્રકારના gene દ્વારા થતું હોય છે. આ જીનને બ્લૉક કરી દેવાથી નર્વ સેલ દ્વારા થતા ઇલેક્ટ્રિકલ સિગ્નલના ઝબકારાનું પ્રમાણ ઓછું કરી શકાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો આના ઉપર પ્રયોગ કરી રહ્યા છે. જિનેટિકલી એન્જિનિઅર્ડ ઉંદરોમાં પેએન સેન્સિટિવ ન્યુરૉન્સમાં HCN2 જીન નાબૂદ કરી નાખેલો. નૉર્મલ ઉંદરો ઠંડી, ગરમ વસ્તુ અડતા ત્વરિત પ્રતિક્રિયા કરતા પણ HCN2 gene વગરના ઉંદરો બધું લાંબા સમય સહન કરી લેતા. HCN2 બ્લૉકર માર્કેટમાં આવતા બીજા દસ વર્ષ લાગશે.

વધુ પડતું વજન ક્રૉનિક પેએનમાં વધારો કરતું હોય છે. કસરત કરો, વજન ઘટાડો.  મજબૂત સ્નાયુ દર્દ આપતા સાંધાઓને વધુ સારી રીતે સહી શકે છે. જરૂર જણાય ત્યાં પેએન કિલર લેવી પડતી હોય છે. સરસ મજાની ઊંઘ દુખાવામાં રાહત પમાડે છે. ક્રોનિક પેઇન વડે પીડાતા લોકો પોતાને એકલાં પડી ગયા હોય તેવું  અનુભવતા હોય છે. મનની અસર શરીર ઉપર પડતી હોય છે અને શરીરની મન ઉપર. ડિપ્રેશનનાં લીધે  ક્રૉનિક પેએન, ડાયબીટિઝ, ઓબેસિટી, હાર્ટ ડિઝીઝ, અડિક્શન વગેરે થવાની શક્યતા વધતી હોય છે. ક્રૉનિક મેન્ટલ સ્ટ્રેસ, મસલ પેએનમાં વધારો કરે છે.

Fibromyalgia અને rheumatoid arthritis વગેરેમાં ચેરિ, સોયાબીન, ઑરિન્જ, ક્રૅન્બરિ, કૉલિફ્લાઉઅર, કિવિ બધા ફાયદાકારક છે. જ્યારે ચૉકોલટ, ઈંડા, માંસ, ઘઉં, મકાઈ, વગેરે સોજા વધારી દુખાવો વધારી મૂકે છે. ચેરિમાં anti-oxidants હોય છે જે સોજાને ઉતારે છે. બીજું એમાં melatonin નામનું હૉર્મોન હોય છે જે માનવ શરીરમાં pineal gland માં બનતું હોય છે. જે સારી ઊંઘ લાવતું હોય છે. સારી ઊંઘ મતલબ ઓછું પેએન.

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રોનિક પેઈનના બતાવી ગયા છે તે પછી બીજા અંકમાં જોઈશું.

વેદનાનું સોહામણું સત્ય-૧

વેદનાનું સોહામણું સત્ય-૧

વેદનાનું સોહામણું સત્ય

તન અને મનની પીડા, દર્દ, વેદનાનો અનુભવ દરેકને થતો હોય છે. શરીરના કોઈ ભાગને ઈજા થાય ત્યારે દર્દ થતું હોય છે, પીડા થતી હોય છે.આ પીડા હંગામી હોય છે અને ઘણાને કાયમી થઈ જતી હોય છે. માથાનો દુખાવો, કમરનો દુખાવો જેવા દુખાવા હઠીલાં હનુમાનની જેમ કાયમી સ્વરૂપ ધારણ કરી લે ત્યારે એને આપણે Chronic pain કહીએ છીએ. લગભગ ૩ કરોડ અમેરિકાનો આવા કાયમી હઠીલાં દુખાવાથી પીડાતા હોય છે. ઉપાય મુશ્કેલ છે, છતાં લાગણીઓ, સહાનૂભુતિ અને ક્યારેક સેક્સ એની તીવ્રતાને ઓછી કરવામાં સહાયભૂત બને છે.

દર્દ, પીડા કે વેદના આપણને જીવતા રાખે છે. સર્વાઇવલ માટે અત્યંત જરૂરી પરિબળ છે. પીડા થવી મહત્વપૂર્ણ વૉર્નિંગ સિગ્નલ છે, જેને અવગણી શકાય તેવું હોતું નથી. ગરમ સ્ટવને અડી જવાય કે કશું અજાણતાં વાગી જાય દર્દ એની ફરજ ત્વરિત બજાવે છે. પીડા થવી એકજાતની અલર્ટ સિસ્ટમ છે, પણ આ અલર્ટ સિસ્ટમ વાંકાચૂંકા રસ્તે ચાલવા માંડે ત્યારે ક્રૉનિક પેએનમાં સ્થિત થઈ જાય છે. કંઈક રહસ્યમય રીતે અસાધારણ દુખાવો થયા જ કરતો હોય છે જેને મટાડવો મુશ્કેલ થઈ જાય છે. દુખાવો ક્યાંથી શરુ થાય છે તે સમજવું જ મુશ્કેલ બની જતું હોય છે. ભાવનાઓ, અપેક્ષાઓ અને મેમરી બધું ભેગું થઈને ક્રૉનિક પેએન થવા માટે સહાયભૂત બનતું હોય છે.

હાર્ટબ્રેઇક સાથે હાર્ટબર્ન જોડાઈ જતું હોય છે. બધા દુખાવા માથામાંથી આવતા હોય છે. pain matrix નામે જાણીતા બ્રેનના વિભાગમાં દર્દનું કારણ, દર્દનું વર્ગીકરણ બધું થતું હોય છે. દુખાવા વિવિધ પ્રકારના હોય છે. કોઈ શૂળની જેમ ભોંકાતા હોય છે, કોઈ સણકા સ્વરૂપે ફરજ બજાવતા હોય છે. ‘ભોગવે તે જાણે’ એવું હોય છે.

બ્રેનનો anterior cingulate cortex વિભાગ દુખાવા નોંધણી દફતર તરીકે કામ કરતો હોય છે, જે શારીરિક પીડાને માનસિક પીડામાં ફેરવી ચિંતિત કરવામાં ભાગ ભજવતો હોય છે. આ વિભાગ માનસિક પીડા અને શારીરિક ઈજામાં ભેદભાવ કરવાનું મુનાસિબ સમજતો નથી કે એને આવડતું નથી. પેટમાં દુખે તો પણ આ ભાગ સક્રિય બની જતો હોય છે અને કોઈ અવહેલના કરે કે પત્ની રિસાઈને પિયર જતી રહે તો પણ આ ભાગ સક્રિયતા જતાવતો હોય છે. M. Catherine Bushnell , Director of the Mc Gill University Centre for Research on Pain કહે છે ” Change the mood , and it changes the Pain.” આ કે

કૅથરીનનો એક પેશન્ટ હતો જેનું બ્રેન ડૅમિજ થઈને sensory વિભાગ ખલાસ થઈ ગયેલો, બાકીનું cingulate સારું હતું. એની આંખો બંધ કરાવીને આ લોકો એના હાથે કશું તીક્ષ્ણ પદાર્થ વડે ભોંકતા તો એને કશી અસર થતી નહિ. કયા હાથે આ લોકો પ્રયોગ કરે છે તે પણ કહી શકતો નહિ. ફક્ત એને ગમતું નથી એટલું જ લાગતું. ઈજાની દુખ દર્દની અનુભૂતિ થતી નહિ. બ્રેનનો આ વિભાગ સહાનૂભુતિ વડે પણ સક્રિય બની જતો હોય છે.

પતિપત્ની કે પ્રેમીઓ વચ્ચે ખૂબ તાદાત્મ્ય હોય તો એક જણને પીડા થતી હોય અને બીજું પાત્ર જોતું હોય તો એનું સિન્ગ્યુંલેટ તરત રિસ્પૉન્સ આપતું હોય છે. જેટલું તાદાત્મ્ય વધારે તેટલો રિસ્પૉન્સ વધુ. મતલબ તમારું સ્નેહીજન પીડા ભોગવતું હોય તો તે પીડા તમને પણ થવાની છે. દાખલા તરીકે તમારી પત્ની પ્રસૂતિની પીડા ભોગવતી હોય તો તમને તે સમયે પેટમાં દુખાવો થવાની શક્યતા છે જો તમે અતિશય સ્નેહગાંઠ વડે જોડાયેલા હોવ તો…અને એવા દાખલા નોંધાયેલા પણ છે. જો તમે વધુ પડતા લાગણીશીલ હોવ ભાવુક હોવ તો તમને તમારા પોતાના દર્દનો અહેસાસ પણ વધુ થવાનો.

ક્રૉનિક પેએન વડે પીડાતા લોકોને ઘણા neurotic કહેતા હોય છે. “Pain-prone personality” આઇડિઆને સંશોધકો બહુ માનતા નથી. માનવ સર્જિત બળાત્કાર કે હત્યાકાંડ કે પછી કુદરતી હોનારતો જેવી કે ભૂકંપ કે સુનામી જેણે અનુભવ્યા હોય તે લોકો એક ટ્રૉમૅમાં જીવતા હોય છે. એમનો Pain matrix વિભાગ ખૂબ ઍક્ટિવ બની ગયેલો જોવા મળ્યો છે. બિહેવ્યર ટેક્નિક વડે આવા દુખ દરદનો ઉપાય કરવો પડતો હોય છે.

મસલ્સની જેમ જે તે બ્રેન સર્કિટનો જેમ વધુ ઉપયોગ થાય તેમ તે બ્રેન સર્કિટ મજબૂત બનતી જતી હોય છે. જેમ કે તમારે હાર્મોનિયમ વગાડતા શીખવું હોય તો વારંવાર વગાડવું પડે તેમ તેમ એમાં ઉપયોગમાં આવતી બ્રેન સર્કિટ વધુને વધુ મજબૂત, પાવરફુલ અને એ

ઍક્ટિવ બનતી હોય છે જે હાર્મોનિયમ શીખવામાં મદદરૂપ થાય. પણ વારંવાર જૉઇન્ટ પેએન અનુભવતા આ કરામત ક્રૉનિક પેએન બની જતા વાર નથી લગાડતી. Gavril Pasternak , Director ઑફ molecular neuropharmacology at Memorial Sloan -Kettering Cancer Center in New York City કહે છે ” Pain pathways are like a trail in the forest , if you have a path that is already worn , it is easier to follow and it becomes strengthened .” દુખ દર્દનાં રસ્તા જંગલની કેડીઓ જેવા હોય છે. આ કેડીઓ પર કોઈ અવરજવર ના હોય તો જીર્ણશીર્ણ થઈ ગઈ હોય છે. પણ એકવાર રોજ અવરજવર ચાલુ થઈ જાય તો રૂડા રૂપાળાં સરસ મજાના રસ્તા ઉભા થઈ જતા હોય છે.

ન્યુઅરૉલજિકલ પ્રોસેસ છે જ એવો કે જેમ સંગીતમાં પ્રવીણ બની શકાય છે તેમ દર્દ વધુ અનુભવવાનું પણ શીખી શકાય છે. મતલબ દર્દ કે પીડા તમારે વધુ અનુભવવી હોય તો તમારા હાથમાં છે. fibromyalgia જેવા ક્રૉનિક સંધિવા જેવા રોગોમાં સામાન્ય સ્પર્શ પણ ઘણાને ખૂબ વેદના આપતો હોય છે જેટલો કમરના અસહ્ય દુખાવા સમયે આપતો હોય. એવા પણ દાખલા નોંધાયા છે કે કોઈ અસાધારણ અને અસાધ્ય ઈજા થઈ હોય અને પગ કાપી નાખવો પડ્યો હોય અને તે પગ ના હોવા છતાં તે પગમાં દર્દનો અહેસાસ થતો હોય છે.

ભયાનક ટૉર્ચર થયું હોય તેવા લોકોમાં જે તે અંગ સારા થઈ ગયા હોવા છતાં તે અંગોમાં પીડા થતી હોય તેવું અનુભવાતું હોય છે. બ્રેન સર્કિટમાં દર્દ એક ડામની જેમ અંકિત થઈ ગયું હોય છે. આમ દર્દ હોય તેના કરતા એનો અહેસાસ વધુ કરવાનું શીખવું હોય તો શીખી શકાય છે તેમ દર્દ હોય તેના કરતા ઓછો અહેસાસ કરવાનું પણ શીખી શકાય છે.

વધુ પછી….

કરીએ કદર કસરતની

 

કરીએ કદર કસરતની
આપણ ગુજરાતીઓના દિલમાં હનુમાનજી વસેલા છે પણ અખાડો નહિ. આપણે હનુમાનજીને તેલ ચડાવી તેલનો બગાડ કરીએ છીએ પણ જાતે તેલ માલીશ કરીને હનુમાનજી જેવું શરીર સૌષ્ઠવ કેળવવાનું વિચારતા નથી. આપણે ગુજરાતીઓ અખાડાપ્રેમી પ્રજા નથી. આપણે કસરતના દીવાના જરાય નથી. આપણાં યુવાનોને માણેકચંદ ખાવામાં ખૂબ રસ પડે પણ પ્રો. માણેકરાવનાં અખાડામાં જવામાં જરાય રસ નો પડે. એવા કેટલાય  ગુજરાતી યુવાનો હશે જેમણે ક્યારેય અખાડો જોયો નહિ હોય., અને એવો મરાઠી યુવાન ભાગ્યેજ જોવા મળશે જેણે અખાડો ના જોયો હોય. ઉત્તરપ્રદેશ અને બિહારની પ્રજા અખાડાપ્રેમી છે. હરિયાણા પંજાબની પ્રજા પણ ખૂબ અખાડાપ્રેમી છે. અમદાવાદમાં સારા એવા પ્રમાણમાં અખાડા છે કારણ અમદાવાદમાં થોડો સમય મરાઠા રાજ કરી ગયા હતા. વડોદરામાં ગલીએ ગલીએ એક અખાડો હોય જ. જ્યાં જ્યાં ગાયકવાડનું રાજ તપતું હતું તે દરેક ગામમાં એક અખાડો,એક પ્રાથમિક શાળા અને એક લાઇબ્રેરી હોવી જ જોઈએ તે સરકારી નિયમ હતો. અમારું માણસા ગાયકવાડની આણ નીચે નહોતું. માટે આજે પણ ત્યાં અખાડો નથી. આઝાદી પછી વિજાપુર તાલુકો હોવાથી પિતાશ્રીને વકીલાત કરવા વિજાપુરમાં વસવું પડેલું. વિજાપુર ગાયકવાડી ગામ હોવાથી ત્યાં અખાડો હતો. એક  સરસ મજાની વિશાલ લાઇબ્રેરી હતી. અમારા પુરાણી સાહેબ અમને તે અખાડામાં લઈ જતા. દંડ બેઠક મરાવતા, કુસ્તીના દાવપેચ શીખવતા. પુરાણી ભાઈઓએ ગુજરાતમાં અખાડા પ્રવૃત્તિ શરુ કરવામાં મહત્વનો ફાળો આપેલો પણ કસરત પ્રત્યે સ્વાભાવિક ઉપેક્ષાએ ધીમે ધીમે પુરાણી ભાઈઓની મહેનત માથે પડી હતી. વડોદરાનું લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર હજુ અંબુભાઈ પુરાણીની યાદ આપતું ઊભુ છે. વડોદરામાં હજુ પણ પ્રોફેસર માણેકરાવનો અખાડો ઊભો છે. એમની યાદમાં એક રોડનું નામ પ્રોફેસર માણેકરાવ રોડ પણ આપેલું છે.
મારા પિતાશ્રી પોતે અખાડીયન હતા. અમને સૂર્ય નમસ્કાર કરાવતા. વાંચવાનો અને કસરત કરવાનો શોખ અમને પિતાશ્રી તરફથી મળેલો. સૂર્યનમસ્કાર સારી કસરત છે.એમાં અમુક આસનો, દંડ, બેઠક, સ્ટ્રેચિંગ બધું ભેગું આવી જાય. પણ સલમાનખાન જેવું બોડી બનાવવું હોય તો સૂર્યનમસ્કાર નો ચાલે. આપણે સલમાનખાનના ઉઘાડા શરીરને જોઈ ખુશ  થનારી પ્રજા છીએ પણ એના જેવી મહેનત કરી શરીર બનાવવાવાળી નહિ. દારાસિંહ અને ધર્મેન્દ્ર જેવા અભિનેતાઓ બોલીવુડમાં હતા પણ એમની કોઈ અસર કે પ્રેરણા જોવા નહોતી મળતી. સલમાનખાન આવ્યા પછી અને તેના પછીના મોટાભાગના  અભિનેતાઓ શરીર બનાવીને આવવા માંડ્યા પછી યુવાનોમાં જિમ જવાનો શોખ વધ્યો હશે. ભારતમાં અખાડા પ્રવૃત્તિ શરુ કરવામાં આદિ શંકરાચાર્યનો બહુ મોટો ફાળો રહ્યો છે. નાગા બાવાઓની એક આખી જમાત ઊભી કરી હતી જે શસ્ત્રો વાપરવામાં પણ નિષ્ણાત હતી. વિજાપુરમાં ખાક ચોક તરીકે ઓળખાતું એક મંદિર હતું. ત્યાં કાયમ ધૂણો ધખતો અને ત્યાં આવતા બાવાઓ કસરત કરતા, કુસ્તી પણ કરતા. અમે નાના બાળકો ત્યાં જોવા પણ જતા. ગોસ્વામી અટક લખાવતો યુવાન જો માયકાંગલો હોય તો તે આદિ શંકરાચાર્યનું અપમાન કહેવાય. આર્યસમાજી મહર્ષિ દયાનંદ સરસ્વતી પોતે પહેલવાન હતા. પાખંડીઓનાં સ્વર્ગ સમાન ગુજરાતમાં આ ગુજરાતના રત્નને સભાનપણે ઉપેક્ષિત કરાયા છે પણ હરિયાણાએ એમનું ખૂબ માન જાળવ્યું છે.
ગાંધીજીને પણ કસરત પ્રત્યે અણગમો હતો. અખાડામાં તો ગુંડાઓ જાય તેવો પૂર્વગ્રહ ધરાવતા હતા. અહિંસાને અખાડા પ્રત્યે સ્વાભાવિક અણગમો હોય. ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયમાં અહિંસક ધર્મનું પ્રભુત્વ  વધ્યું હતું. અહિંસાનો અતિરેક કુમારપાળ રાજાના સમયમાં થઈ ગયેલો. માથામાં પડેલી ‘જુ’ મારવાની પણ મનાઈ હતી. “યથા રાજા તથા પ્રજા, યથા ગુરુ તથા ઘેંટા.”  અહિંસા આવી અખાડાનું ઉઠમણું થઈ ગયું. ધર્મોની આપણાં સમાજ ઉપર ભારે અસર હોય છે. ગુજરાતમાં જૈન ધર્મ,  વૈષ્ણવ અને સ્વામીનારાયણ સંપ્રદાયનું ખૂબ જોર છે. આ ત્રણેમાંથી એકેય અખાડાપ્રિય નથી. નાગાબાવાઓ ગિરનારમાં છુપાઈ ગયા છે. વડોદરામાં પોળે પોળે અખાડા હોવા છતાં એમાં મહારાષ્ટ્રીયન ભાઈઓ જ વધુ જોવા મળે. છતાં એકંદરે વડોદરામાં કસરત પ્રત્યે પ્રેમભાવ સારો એવો જોવા મળે. એનું મૂળ કારણ ગાયકવાડ રાજાઓ છે. મહારાજા ખંડેરાવ ગાયકવાડ પોતે જબરા મલ્લ હતા. આખા વડોદરા રાજ્યમાંથી મજબૂત અને પહેલવાન જેવા માણસો ભેગાં કરતા. રાજના ખર્ચે ટ્રેનિંગ અપાતી અને એમની સાથે મહારાજા જાતે કુસ્તીમાં ઊતરતા. અતિશયોક્તિ હોઈ શકે પણ એવું કહેવાતું કે ખંડેરાવ મહારાજા તાંબા કે પિત્તળની કથરોટ હાથ વડે ચીરી નાખતા.
વડોદરા ગયા પછી હું મીસેકો જિમમાં જતો. મીસેકો જિમના નાયડુ સાહેબ બોડી બિલ્ડરોની સ્પર્ધા પણ યોજતા. મીસેકોના પહેલવાનો એમના મસલ્સનાં ટુકડે ટુકડા બતાવી સ્પર્ધા જીતી જતા. મને નકલ ઉપર પુશ અપ કરવાનો શોખ હતો. બહુ સમયથી છોડી દીધા છે છતાં હું આજે પણ રોડ ઉપર કે રફ રસ્તા કે પ્લાસ્ટર કે ટાઈલ્સ પર નકલ ઉપર પુશ અપ કરી શકું છું. નકલ એટલે હાથનો પંજો નહિ, મુઠ્ઠી જમીન પર મૂકીને કરવામાં આવતા પુશ અપ. ઘણા યુવાનોને સામાન્ય કસરત, બોડી બિલ્ડિંગ માટે કરવામાં આવતી વેઇટ લીફટીંગની કસરતો વિષે સમજ જરાય હોતી નથી. વડોદરામાં અભ્યાસ કર્યા બાદ હું થોડા વર્ષ માણસા રહેલો. તે સમયે પી.એસ.આઈ. ની જોબ માટે ઘણા બધા અમારા રાજપૂત યુવાનોએ એપ્લાય કરેલું. એમાં પ્રથમ લેખિત પરીક્ષા હતી અને એમાં પાસ થાય પછી ફીજીકલ ફિટનેશ ટેસ્ટ આપવાનો હતો. આ બધા માણસા કૉલેજના મેદાનમાં દોડવાની પ્રેક્ટીસ કરવા જતા. આમાં ઘણા બધા યુવાનો તો આમજ રમવા સમય પસાર કરવા જતા, તેઓને કોઈ ફીજીકલ ફિટનેશ ટેસ્ટ આપવાનો હતો નહિ. સાંજે બધા ભેગાં થઈએ તો ઘણા કહે આજે તો ૫૦ કિલો વજન ઊચકી કસરત કરી, કોઈ કહે આજે ૬૦-૭૦  કિલો ઊચકી કસરત કરી. મને સાંભળી ખૂબ નવાઈ લગતી કે આટલું  બધું વજન ઊચકી આ લોકો કઈ કસરત કરતા હશે? એક દિવસ હું જાતે જોવા ગયો. આ મિત્રો એક બારની બે બાજુ પ્લેટો ભરાવી ઊચકતા ખભે સુધી લાવીને ફેંકી દેતા, કસરત પૂરી. મને ખૂબ હસવું આવ્યું. મેં કહ્યું આ કસરત ના કહેવાય. ચાલો હું બતાવું તેમ કરો. મેં ખાલી પાંચ પાંચ અને ઘણાને તો ખાલી અઢી અઢી કિલો વજનની  પ્લેટો ભરાવીને બાયસેપ અને ટ્રાયસેપ માટે દસ દસના ત્રણ સેટ મરાવ્યા. આટલું ઓછું વજન જોઇને તે લોકો હસતા હતા મારી ઉપર. મેં કહ્યું એકવાર સેટ મારો તો ખરા પછી કહેજો. પછી મેં દરેકને બે બાજુ પાંચ પાંચ કિલોની પ્લેટો ભરાવી કૉલેજમાંથી એક બેંચ મંગાવી બેન્ચપ્રેસ મરાવી. આટલું જ વજન ઉચકાવી ફક્ત દસ દસ બેઠકો મરાવી. બીજા દિવસે પુચ્છ્યું,  કેવું છે ભાઈઓ?  બધા કહે તમે શું કરાવ્યું યાર? હલાતું પણ નથી. છાતીનાં મસલ્સ તો પહેલીવાર એવા દુખે છે  કે ના પૂછો વાત. મેં કહ્યું ૬૦-૭૦ અને ઘણાં તો ૧૦૦ કિલો ઊચકીને કસરત કરતા હતા ને બધા? ૫-૧૦ કિલોમાં ફટ ગઈ? વર્કઆઉટ કોને કહેવાય તે જ ખબર હોતી નથી. પી.એસ.આઇની લેખિત પરીક્ષામાં તે સમયે લગભગ બધા પાસ થઈ ગયા હતા, પણ કસરતના અભાવે ફક્ત એક જ ભાઈ ફીજીકલ ટેસ્ટમાં પાસ થયેલા. કારણ તે ભાઈ કૉલેજની બાસ્કેટબોલની ટીમમાં હતા. આજે તે ભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર છે. આશરે દસેક યુવાનોએ લેખિતમાં પાસ હોવા છતાં સીધા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જોબ ગુમાવી હતી.
જિમમાં આધુનિક વેઇટ લીફટીંગ કરીને કરવામાં આવતી કસરતોમાં પરિણામ જલદી મળે છે. પણ તે પ્રમાણે સારા પ્રોટીન યુક્ત પૌષ્ટિક ખોરાક પણ ખાવા પડે. નહીતો મસલ્સ વધીને વજન વધવાના બદલે વજન ઓછું થતું જાય. હા અતિશય વજન હોય અને વજન ઓછું કરવા કસરત કરતા હોવ તો જુદી વાત છે. છતાં સપ્રમાણ ખોરાક તો જરૂરી જ હોય છે. આવા વર્કઆઉટમાં મસલ્સ જલદી વધે તેમ છોડી દેતા મસલ્સ ઊતરી પણ જલદી જાય. માટે વર્કઆઉટ લાંબા સમય નિયમિત કરવા જરૂરી છે. યુવાનીમાં પાંચ વર્ષ સતત વર્ક આઉટ કરો તો પછી બોડી સરસ જામી જાય. જૂની અખાડાની કસરતોમાં મગદળ ફેરવવા, દંડ બેઠક મારવી, કુસ્તી કરવી મુખ્ય હતા. હવેના આધુનિક સાધનોની મદદ વડે થતા વર્કઆઉટમાં શરીરના દરેક મસલ્સ માટે અલાયદી વજન ઊચકીને કરવાની કસરત હોય છે. આમાં તમે જો દરેક મસલ્સને અનુરૂપ પ્રમાણસર કસરત ના કરો તો શરીર પણ સપ્રમાણ વધે નહિ. મતલબ તમે બાવડાં મજબૂત બતાવવા ખાલી બાયસેપ અને ટ્રાયસેપ જ માર્યા કરો અને સોલ્ડરની કસરત ઓછી કરો તો પરિણામ સામે જ હોય છે. મારા જાત અનુભવથી મેં એવા યુવાનો જોયા છે જેમના શરીરના ઉપરના અંગ ચેસ્ટ, બાયસેપ, બેક, સોલ્ડર, સિક્સ પેક બધું ઊડીને આંખે વળગે તેવું હોય પણ પગ જુઓ તો પાતળા હોય. થાઈ, પગની પીંડીઓ બધું સાવ પાતળું હોય. વર્કઆઉટ કરતા યુવાનોમાં આ ખામી મેં મોટાભાગે જોઈ છે. શરીરના ઉપરના ભાગો માટે પાગલની જેમ વર્ક આઉટ કરતા યુવાનો શરીરના નીચેના ભાગો માટે ઉપેક્ષા કરતા હોય છે. બાયસેપ વધારવાની સૌને પડી હોય છે. કેમકે ટૂંકી બાયની ટીશર્ટ  પહેરી રોફ  જમાવી શકાય. પહેલી નજર બાવડાં ઉપર જતી હોય છે.
મસલ્સને રીકવર થતા ૨૪ થી ૪૮  કલાક જોઈતાં હોય છે માટે જો ભારે વજન ઊચકીને વર્કઆઉટ કરતા હોવ તો એક દિવસ વચમાં વર્કઆઉટ કર્યા વગર જવા દેવો હિતાવહ છે. આમ વીકમાં ચાર દિવસ વર્કઆઉટ કરવો શરીર માટે ઉત્તમ છે. રોજ કરવો હોય તો એક દિવસ શરીરના ઉપરના ભાગનો અને બીજા દિવસે નીચેના મતલબ પગ અને થાઈ વગેરે માટે વર્કઆઉટ કરવો ઉત્તમ ગણાય. વોર્મ અપ કર્યા વગર કોઈ દિવસ વર્ક આઉટ શરુ કરાય જ નહિ. વર્કઆઉટ વખતે મસલ્સને પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન  જોઈએ. એટલે શરીરને ગરમ કરવાની કસરતો પહેલી કરવી જોઈએ. જેથી કોશોને પૂરતો ઓક્સિજન મળવાનું શરુ થઈ જાય. ગુજરાતમાં ખૂબ ગરમી હોય છે. આ બધી કસરતો દોઢ બે કલાક કાઢી નાખે. ખૂબ પરસેવો થતો હોય છે. માટે વચમાં વચમાં થોડા થોડા પ્રમાણમાં પાણી પીતાં રહેવું પણ હિતાવહ છે. આવી ભારે કસરતોમાં કમરમાંથી બેન્ડ થઈને વજન ક્યારેય ના ઊચકવા. સ્પાઈનલ કોર્ડનું ધ્યાન રાખીને વજન ઊચકવું,  નહીતો કાયમ માટે બેકપેઈન થઈ જવાની સંભાવના વધી જાય છે. શાકાહારી મિત્રોએ સારા એવા પ્રમાણમાં દૂધ અને દહીંનો ઉપયોગ કરવો જરૂરી છે. મસલ્સ માટે પ્રોટીન મહત્વના છે માટે કઠોળ ખૂબ ખાવા પડે. જિમમાં હાજર નિર્દેશકની સલાહ સૂચન મુજબ કસરત કરવી યોગ્ય છે.
સ્ટ્રેસ, તણાવ દૂર કરવા જો  સિગારેટ પીતાં હોઈએ કે એક પેગ શરાબનો મારતા હોઈએ તો એના કરતા થોડા દંડ બેઠક મારી લેવા સારા. સ્ટ્રેસ દૂર કરવા માટે કસરત બહુ ઊચી ચીજ છે. બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાતના યુવાનો કમજોર દેખાય છે તેનું મુખ્ય કારણ કસરત પ્રત્યે ઉપેક્ષા છે. હિંસા કરવા માટે નહિ પણ હિંસાથી બચવા તો કસરત કરો?  

 

ઓરલ સેક્સ વિષે કડવું સત્ય.

Oral  sex  વિષે કોઈ અજાણ્યું હોય તેવું આજે સંભવ નથી. ગુજરાતીમાં મુખમૈથુન કહેવાય. છાપાંમાં સેક્સ વિશેની કોલમોમાં એની ચર્ચા ખૂબ થતી હોય છે. ડો પ્રકાશ કોઠારી જેવા સેક્સોલોજીસ્ટ કહેશે જાતીય અંગોની સ્વચ્છતાનું ધોરણ સાચવી ઓરલ સેક્સ કરો તો કશું વાંધાજનક નથી. એક ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટને કોઈએ સવાલ કર્યો કે ઓરલ સેક્સ ચાલુ કોણે કર્યું હશે? એમણે ચિમ્પાન્ઝીના પિતરાઈ બોનોબોનો એક ઓરલ સેક્સ કરતો ફોટો જ મૂકી દીધો. માળાં હારા વાંદરા એ ઓછા નથી!!

ખાજુરાહોનાં ભવ્ય મંદિરોના શિલ્પોમાં મુખમૈથુન દર્શાવતી પ્રતિમાઓ જાણીતી છે. ઓરલ સેક્સ વાજબી છે કે નહિ તેની ચર્ચા આપણે ડોક્ટર્સ અને સંતો ઉપર છોડી દઈએ.  સ્વામી સચ્ચિદાનંદનું એક વ્યક્તવ્ય વાંચ્યાનું યાદ આવે છે. મળમૂત્ર વિસર્જન કરતા અંગો હોય ત્યાં બેક્ટેરિયા વધુ પ્રમાણમાં હોવાના, ત્યાં મોઢાં ઘાલવા એમની(સ્વામીજી) બુદ્ધિમાં ઊતરતું નહોતું, અસ્વાભાવિક લાગે. મને એ વાંચીને તે સમયે ખૂબ હસવું આવેલું. ખાજુરાહોની ઓરલ સેક્સ દર્શાવતી પ્રતિમાઓનું સમર્થન કરનારાઓના કમનસીબે સ્વામીજીની વાત નવા અભ્યાસ મુજબ સાચી પડી રહી છે.

Reverend Bryan Fischer, અમેરિકાના એક જબરાં રેડિયો કૉમેન્ટેટર છે. જોકે એમની નામના ધર્મ અને સંસ્કૃતિના રખેવાળોના વહાલા તરીકેની છે. સજાતીય લગ્નો વિરુદ્ધ સખત ફટકાબાજી કરવા માટે જાણીતા છે. એબોર્શન, નેશનલ હેલ્થકેર, સજાતીય લગ્નો, ગે એડોપ્શન બધાનો સખત વિરોધ કરતા હોય છે. હમણાં તેમણે ડેમોક્રેટ્સ અને ઓરલ સેક્સ ઉપર જબરદસ્ત હુમલો કર્યો. એમના રેડીઓ શોમાં એમણે બે દાવા કર્યા કે ઓરલ સેકસના લીધે અમેરિકામાં head -neck કેન્સરમાં નાટકીય વધારો નોંધાયો છે અને બીજું એમાં બીલ ક્લીન્ટન મુખ્ય ગુનેગાર છે. હહાહાહાં બિચારાં ક્લીન્ટન? મોનીકાનું ભૂત હજુ ધૂણે છે.

Reverend Fischer કહે છે ઓરલ સેક્સ તમારી તંદુરસ્તી માટે હાનિકારક છે. કમનસીબે તેઓ સાચા છે. Throat -mouth કેન્સર વધી રહ્યા છે, દર વર્ષે ૩૫,૦૦૦ નવા કેસ નોંધાય છે. multiple oral sex પાર્ટનર ધરાવનારાઓમાં ગળા અને મુખના કેન્સર વધી રહ્યા છે તેવું ૨૦૦૭ નો એક અભ્યાસ કહે છે. એક બીજો અભ્યાસ જણાવે છે કે oral સેક્સ અને open-mouth kissing, human papillomavirus ને એકબીજામાં ફેલાઈ જવા માટે સગવડ વધારે છે. અભ્યાસ મુજબ ૧૪-૬૯ ઉંમર ધરાવતા ૭ % લોકો oral HPV વડે સંક્રમિત જોવા મળ્યા છે. ઓરલ સેક્સની પોપ્યુલારીટી વધતા અને ખાસ કરીને યુવાન લોકોમાં, ડોક્ટર્સને ત્યાં જાતીય અંગો સ્થિત cold sore herpes જતાવતાં દર્દીઓની સંખ્યા વધવા લાગી. ૧૯૯૩મા (ક્લીન્ટન પ્રમુખ બન્યા) University of Wisconsin માં ૩૧% વિદ્યાર્થીઓ genital sores herpes વડે પીડાતા હતા, ૨૦૦૧મા (ક્લીન્ટને ગાદી છોડી) ૭૮% વિદ્યાર્થીઓ આ ભયાનક રોગ વડે પીડાતા નોંધાયા. જોકે અને દુઃખદ અકસ્માત ગણી શકાય.

google Ngram Viewer મુજબ  જાણવા મળ્યું છે કે અમેરિકામાં ઓરલ સેક્સનું પ્રમાણ બીલ ક્લીન્ટન મોનિકાને મળ્યા તે પહેલા ત્રણ દાયકાથી વધ્યું છે. એટલે એવું કહી શકાય કે ત્રણ દાયકાથી અમેરિકામાં જે મુખમૈથુન વધતા ગયા હતા એના ચક્કરમાં ક્લીન્ટન પણ આવી ગયા, નહિ કે ક્લીન્ટનને કારણે ઓરલ સેક્સમાં વધારો થયો.

હા તો મિત્રો હવે ઓરલ સેક્સ કરવું કે નહિ તમારે જાતે વિચારવાનું છે.

“રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન”

Man with the golden arm

“રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન”

ઘણા ભણેલા ગણેલા લોકોને પણ પૂરતી માહિતીના અભાવે રક્તદાન કરવાનું આવે તો આઘાપાછા થતા જોયા હશે. કોઈ ગુરુ ઘંટાલને રૂપિયા ધરી દેવા કરતા એક બોટલ લોહીનું દાન કરવું વધુ ઉત્તમ અને વાજબી છે. રક્તદાન બે પ્રકારનું હોય છે, ૧) whole blood donations ૨) plateletpheresis donations . પહેલા પ્રકારના બે રક્તદાન વચ્ચેનો સમયગાળો ૫૬ દિવસનો હોવો જોઈએ અને બીજા પ્રકારના બે રક્તદાન વચ્ચેનો સમયગાળો ત્રણ દિવસનો હોવો જોઈએ તેવો યુ.એસ.માં નિયમ છે. ટૂંકમાં ૫૬ દિવસે ફરી રક્તદાન કરી શકાય છે. સ્ત્રીઓ  દર ચાર મહીને અને ૧૬-૧૭ વર્ષના યુવાનો દર છ મહીને રક્તદાન કરી શકે છે.

Man with the golden arm તરીકે ઓળખાતો ઑસ્ટ્રેલિયાનો James Harrison આશરે ૨૦ લાખ બાળકો જે Rhesus disease વડે પીડાતા હતા તેમને પોતાના રક્તદાન વડે જીવન આપવામાં કારણભૂત બન્યો છે. ૧૯૩૬માં જન્મેલો જેમ્સ ૧૩ વર્ષની વયે ફેંફસાની સર્જરી માટે દાખલ થયેલો ત્યારે તેને ૧૩ લીટર લોહીની જરૂર પડેલી. એને સમજાઈ ગયું કે રક્તદાન મહાદાન છે અને જીવનદાન આપી શકે છે. ૧૮ વર્ષનો થયો અને તેણે રક્તદાન આપવાનું શરુ કરી દીધું હતું. ૫૬ વર્ષની ઉંમર સુધીમાં તેણે એક હજાર વખત રક્તદાન કરેલું છે. તેના બ્લડમાં Rhesus disease વિરુદ્ધ ભાગ્યેજ ઉપલબ્ધ એવા એન્ટીબોડી હોવાથી આજ સુધી બે મિલિયન બાળકોને જીવનદાન આપવા સક્ષમ બન્યો છે.

હા! તો મિત્રો રક્તદાન કરો, ચા કોફી સાથે બે ચાર બિસ્કુટ ખાઈને કોઈનું જીવન બચાવવામાં કારણભૂત થવાના છીએ તેવું વિચારી ખુશ થાઓ.

શા માટે છોકરાઓ એમના યૌન શોષણની વાત છુપાવતા હશે?

શા માટે છોકરાઓ એમના યૌન શોષણની વાત છુપાવતા હશે?Hard Truths About Human Nature.

જાતીય શોષણ કોઈનું પણ થાય છોકરો હોય કે છોકરી બાળક હોય કે યુવાન, તેઓ મોટાભાગે આ વાત છુપાવતા હોય છે. અનિચ્છાએ સર્જાતા કોઈ પણ વચ્ચેના જાતીય સંબંધને શોષણ જ કહેવાય. નાના બાળકોનું જાતીય શોષણ થાય ત્યારે તેઓ કશું બોલી શકતા નથી, કોઈને કહી શકતા નથી. મોટેરાં એમની વાત સાચી નહીં માને તેવો ડર હોય છે અને સાથે સાથે યૌન શોષણ કરનાર વ્યક્તિની આપેલી ધમકી પણ કામ કરી જતી હોય છે. છતાં એવું જાણવામાં આવ્યું છે કે છોકરીઓના થયેલા જાતીય શોષણ વધુ બહાર આવી જાય છે છોકરાઓના ઓછા બહાર આવે છે.
Penn State sex abuse scandal હમણાં બહુ ચગ્યું હતું. ફૂટબોલ કોચ Jerry Sandusky પંદર વર્ષમાં આશરે દસ છોકરાઓનું યૌન શોષણ કરી ચૂક્યા હતા. યૌન શોષણ ખાલી છોકરીઓનું જ થાય તેવું નથી હોતું. છોકરાઓનું પણ યૌન શોષણ થતું હોય છે પણ જલદી બહાર નથી આવતું. Karyl Mcbride , Ph.D. કહે છે એમને છોકરાઓ પાસેથી એમના થયેલા યૌન શોષણ વિશેની માહિતી કઢાવતા તકલીફ પડતી હોય છે. એક તો લોકો માનવા તૈયાર હોતા નથી કે જાતીય શોષણ થયું છે, બીજું સમજવું મુશ્કેલ કે અજુગતું લાગતું હોય છે કે પુખ્ત વયના લોકો નાના બાળકો પ્રત્યે જાતીય આકર્ષણ અનુભવી શકે છે. અમેરિકાની જેલોમાં યૌન શોષણના ગુનામાં સંડોવાયેલા કેદીઓના થયેલા અભ્યાસ મુજબ છોકરા છોકરીઓના યૌન શોષણમાં વધારો નોંધાયો છે અને એમાં પણ છોકરાઓના શોષણ થયા હોવા છતાં એમના રિપોર્ટ બહુ નોંધાતાં નથી તેવી હકીકત પણ સામે આવી છે.
એક તો એક નાનું બાળક એના પર થયેલા યૌન શોષણ વિષે વાત કરવામાં ખૂબ મુશ્કેલી અનુભવતું હોય છે. એક તો પોતે ગિલ્ટી ફીલ કરતું હોય છે, બીજું શોષણ કરનારાની ધમકી સામે ઊભી હોય છે, અને બીજો ડર હોય છે કે કોઈ એમની વાત માનશે નહિ. વધારામાં એમના કુટુંબમાં કોઈ પ્રૉબ્લેમ ઊભો થાય તે ઇચ્છતાં હોતા નથી. આ કારણો સામાન્ય છે, પણ ભોગ બનનાર છોકરાઓ માટે થોડા વધારાના કારણો જોઈએ કે કેમ છોકરાઓ જલદી જણાવતા નથી.
૧) આપણાં કલ્ચરમાં પુરુષો શોષિત થવા માટે સર્જાયા નથી તે વાત માનસિકતામાં ઘૂસેલી હોય છે. એટલે પહેલું તો identity of manhood પર ખતરો લાગી જાય છે. જો હું શોષિત હોઉં તો પુરુષ હોઈ શકું ખરો?
૨) પુરુષપ્રધાન સમાજમાં પુરુષ માટે મદદ માંગવી નબળાઈની નિશાની ગણાય. મુશ્કેલ પરિસ્થિતિમાંથી લડીને બહાર આવવાનું  હોય મદદ માંગવાની ના હોય. ફેમિલી થેરાપીસ્ટ Terry Real  મેલ ડિપ્રેશન પર લખતા આ માનસિકતા વિષે એમના પુસ્તકમાં (I Don’t Want To Talk About It) સારી એવી ચર્ચા કરે છે.
૩) જેમ કેટલાક લોકોને Hemophobia હોય છે, તેમ આપણી સંસ્કૃતિને Homophobia લાગેલો  છે. આપણો સમાજ મહદંશે હોમોફોબીક છે. એટલે જ્યારે કોઈ છોકરાનું યૌન શોષણ થાય છે ત્યારે એની sexual idenity પર સવાલ ઊભો થઈ જતો હોય છે. છોકરાઓને સવાલ સતાવતો હોય છે કે જો તે પુરુષ હોવા છતાં બીજા પુરુષ દ્વારા યૌન શોષણ ભોગ બને તો એનો અર્થ  શું તે gay છે ? અમેરિકામાં ૮-૧૦ વર્ષના શોષિત છોકરાઓ દ્વારા આવા સવાલ એમની સારવાર કરનારને પૂછવામાં આવેલા છે. લોકો મને ‘ગે’ તો સમજી નહિ લે ને? આવો સવાલ ઊઠતા નાના છોકરાઓ ચુપ રહીને સહન કરવાનું શીખી લે છે નહિ કે ફરિયાદ કરવાનું. gay નું લેબલ લગાવતા આપણાં સમાજને જરાય વાર લાગતી નથી.  બસ આ લેબલના ડરે છોકરાઓ છોકરીઓના પ્રમાણમાં વધુ ચુપ રહેતા જોવા મળ્યા છે. હેમોફોબિયા એટલે લોહી જોઇને ચક્કર આવી જાય, ગભરાઈ  જવાય અને હોમોફોબિઆ એટલે gay અને લેસ્બીયન લોકો પ્રત્યે નેગેટિવ નફરતની લાગણી.
૪)જ્યારે યંગ છોકરાના genital એરિયાને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે erection થતું હોય છે જે દેખાતું હોય છે, આવું ફીમેલ વીકટીમમાં  થતું નથી, એટલે કે દેખાતું નથી.  સ્પર્શ બંનેને છોકરો હોય કે છોકરી આનંદ અર્પતો હોય છે, અને કારણમાં ગ્રેટ કન્ફ્યૂજન પેદા થતું હોય છે. ” Did I want this?” ” If it feels good, is it my fault?” ” If there is pleasure, I must be the one in the wrong.”
૫) સ્ત્રીઓ દ્વારા પણ છોકરાઓનું યૌન શોષણ થતું હોય છે. કોઈ ઉંમરલાયક સ્ત્રી દ્વારા કોઈ છોકરાનું જાતીય  શોષણ થાય તો એને લકી માનવામાં આવતો હોય છે. અને એમાં શોષણ કરનાર પોતે બાળકની માતા હોય તો તમે કલ્પના કરી શકો કે રિપોર્ટ કરવો કેટલો મુશ્કેલ, પેલાં નાના બાળક માટે તારાજી ઊભી કરવાની? આવા દાખલા ભારતમાં બહાર આવવું મુશ્કેલ છે. અમેરિકામાં સ્ત્રી દ્વારા છોકરાઓના યૌન શોષણનાં દાખલા બહાર આવી જાય છે. એમાં મોટાભાગે છોકરાઓ મોટા થઈ ગયા પછી કેસ કરતા હોય છે. એમાં પૈસા પડાવવાની દાનત પણ હોય છે. છતાં એમની નાની ઉમરમાં પુખ્ત સ્ત્રી દ્વારા યૌન શોષણ થયું હોય છે તે હકીકત ભૂંસાઈ નથી જવાની. ન્યુયોર્કમાં એક પંજાબી મહિલા શિક્ષિકાએ સ્કૂલમાં ભણતા નાના છોકરાઓનું યૌન શોષણ કરેલું. વર્ષો વીતી ગયા. છોકરાઓ યુવાન થઈ ગયા અને પોલીસમાં ભરતી પણ થઈ ગયેલા. ત્યાર પછી પેલી મહિલા ટીચર પર કેસ કરેલો. એને જેલમાં જવું પડેલું.
૬) અસહાયતા અને અગાઉ જણાવ્યું તેવા કન્ફયુઝન ફીલિંગ્સનો પ્રભાવ ઓછો કરવા છોકરાઓ એમનું શોષણ થયું છે તે કહેવા કે માનવા તૈયાર થતા નથી.
જો હું બીગ ટફ guy હોઉં તો મારી સાથે આવું બન્યું નથી, આ લાગણી છોકરાઓની હોય છે. અસહાયતાની લાગણીને જીતવા વધુ અગ્રેસીવ બનતા હોય છે. અથવા તો ડ્રગ કે આલ્કોહોલ લઈને લાગણીઓ પ્રત્યે numb બનતા હોય છે. છેવટે ડીપ્રેશનમાં ફસાઈ જતા હોય છે. છોકરાઓને વધુને વધુ realistic બને તેવું શિક્ષણ આપવું જોઈએ. તેમની સાથે પણ યૌન શોષણ થઈ શકે છે તેને બહાર લાવવું જોઈએ તેવું ઠસાવવું પડે. યૌન શોષણ વિષે એજ્યુકેશન બાળકો તથા એમના વાલીઓને આપવું જોઈએ. સેક્સ ઓફેન્ડર આપણાં કલ્ચરમાં નાર્સિસ્ટિક આત્મશ્લાઘાની વિકૃતિ વળગેલા લોકો હોય છે. એમનામાં સહાનુભૂતિ, તાદાત્મ્યનો અભાવ જોઈ શકાય તેવો હોય છે.

મૃત્યુને પેલે પાર

મૃત્યુને પેલે પાર
  મૃત્યુ પછીના જીવનમાં માનવું ભારત માટે નવું નથી. આપણે ભારતીયો સતત પરલોકની ચિંતા કરતા હોઈએ છીએ. પુનર્જન્મ થવાનો જ છે એવી માન્યતાએ ભારતને સાવ  ધીમું પાડી દીધું છે. આજે નહિ તો કાલે અને આ જન્મે નહિ તો આવતે જન્મે કામ પૂરું કરીશું. નવા જન્મે સુખી થવા માટેની ચિંતા અને પળોજણમાં લગભગ હાલનો જન્મ બગાડીએ છીએ. ક્યારેક કોઈને એક્સીડેન્ટ થાય તો મોતના અનુભવ લઈને પાછાં આવ્યાના દાખલા પણ ચર્ચાતા હોય છે. શરીરમાંથી જીવ બહાર નીકળી ગયાનો અનુભવ પણ ઘણાને થતો હોય છે, અને જીવ પાછો શરીરમાં આવી જતો હોય છે. જીવ ક્યાંક મુસાફરી કરીને પાછો આવ્યાની અનુભૂતિ ઘણા વર્ણવતા હોય છે. આવા અનુભવને near-death experience (NDE)કહેવાય છે. આવા પારલૌકિક અનુભવ ખાલી ભારતમાં થાય છે તેવું પણ નથી. ૧૮ મિલિયન અમેરિકનો આવો અનુભવ થયાનું કબૂલે છે. હવે અમેરિકાના એક કરોડ કરતા વધુ અને ભારતના એક અબજ કરતા વધુ લોકો માનતા હોય કે આત્મા શરીર છોડી જાય છે અને ભગવાનને મળવા જાય છે કે મળે છે કે એવા બીજા અનેક  પૂરાવા રજૂ કરવાથી આ બધી બાબતો સત્ય બની જતી નથી. લોકો એમને થયેલા અનુભવો વિષે ખોટો અર્થ કરી લેતા હોય છે, વિપર્યાસ કરતા હોય છે. optical illusion આનું બહેતર ઉદાહરણ છે. બ્રેઈનમાં મૅમરી સ્ટોર થયેલી હોય છે તે જેવી માહિતી બહાર મોકલે તેવું ઘણીવાર દેખાતું હોય છે. એટલે કહેવત છે કે ઘણીવાર આંખે જોયેલું પણ સાચું હોતું નથી. હમણાં હું મારા શ્વશુરને ઘેર ગયેલો. બારણું ખોલતા અંદર જરા અંધારાં જેવું હોય તે સ્વાભાવિક હતું. અંદર દૂર મારા શ્વસુરજી ઉભા હતા પણ મને ક્ષણવાર માટે એમના બદલે મારા સાળાશ્રી જણાયા. બ્રેઇને  આંખો દ્વારા મળેલી માહિતીનું ખોટું પ્રોસેસિંગ ક્ષણવાર માટે કરી નાખ્યું. આખો દિવસ મંદિરમાં મૂર્તિઓ આગળ કાલાવાલા કર્યા હોય તો ભગવાન દેખાઈ જાય તે સ્વાભાવિક છે. રામકૃષ્ણ પરમહંસને મહાકાલી સાથે વાતો કરવાના ભ્રમમાંથી મુક્ત કરવા માટે યોગીરાજ તોતાપુરી સ્વામીને સારી એવી તકલીફ પડેલી.
     Kevin Nelson (The Spiritual Doorway in the Brain) નોંધે છે કે હ્રદયમાંથી ધકેલાતું ૨૦ ટકા બ્લડ સીધું બ્રેઈન તરફ જાય છે. બેભાન થતા પહેલા ઘણીવાર આ બ્લડ ફ્લો ૬ % સુધી ઘટી શકે છે. જ્યારે બ્લડ પ્રેશર ખૂબ નીચું જતું રહે અને નબળાઈને કારણે મૂર્છા આવે ત્યારે હૃદય સાથે સીધું જોડાણ ધરાવતી મોટી vagus nerve સભાન અવસ્થાને REM sleep તરફ વાળી મૂકે છે. જોકે બધા લોકોને આવું સીધી રીતે REM sleep તરફ વળવાનું શક્ય નથી બનતું, પણ ઘણા બધા ઝટ અસર થાય તેવા વિવિધ  આભાસ થતા હોય છે, આને REM intrusion કહે છે. જાગૃત અને ઊંઘ વચ્ચેની અવસ્થા દરમ્યાન આવું ખાસ થતું હોય છે. રેમ અવસ્થા એટલે આપણે ઊંઘમાં સ્વપ્ના જોતા હોઈએ તે અવસ્થા કહેવાય અને આ અવસ્થા સમયે શરીર સાવ શીથીલ થઈ જતું હોય છે. આ સ્વપ્નાવસ્થા અને જાગૃત અવસ્થા વચ્ચે ઝોલા ખવડાવતું મીકેનીઝમ NDEs  અનુભવની વાતો કરનારા લોકોમાં પણ કામ કરતું હોય છે.  rem intrusion દરમ્યાન લકવો (sleep paralysis )થઈ ગયો હોય તેવો અનુભવ થતો હોય છે. આમાં સંપૂર્ણ જાગૃત હોઈએ તેવા અનુભવ સાથે ભારવિહીન હોઈએ તેવું લાગે, શરીરની બહાર હોઈએ તેવા અનુભવ સાથે દિગ્મૂઢ થઈ જવાય. રેમ સ્લિપ દરમ્યાન બ્રેઈનના પ્લેઝર સેન્ટર ઉત્તેજિત થતા હોય છે, એના લીધે  એક પરમ શાંતિ અને એકતાનો અનુભવ પણ થતો હોય છે જે NDEs દરમ્યાન પણ નોંધાયો છે. ઊંઘના ચાર તબક્કાઓ હોય છે. પહેલા ત્રણ ભાગને NREM- Non Rapid eye movement  સ્લિપ કહેવામાં આવે છે, અને ચોથા તબક્કાને REM એટલે કે Rapid eye movement કહેવામાં આવે છે. NREM નો ત્રીજો તબક્કો ઊંડી ઊંઘનો છે. ત્યાર પછી રેમ આવે તેમાં આંખો કશું જોઈ રહી હોય તેમ પોપચાં પાછળ ઝડપથી ફરતી હોય છે, સપના જોવાના શરૂ થઈ ચૂક્યા હોય છે.  ઊંઘવા માંગતો વ્યક્તિ ધીમે ધીમે ચોથા રેમ તબક્કામાં  પ્રવેશ કરે અને તરત જાગી જાય ત્યારે પણ  ઉપર મુજબનો અનુભવ થતો હોય છે.
Near-Death experiences વખતે કોઈ ટનલ, બોગદામાંથી પસાર થતા હોય તેવા લાખો અનુભવ પણ નોંધાયા છે. મૂર્છા પામતા પહેલા “tunnel vision ” અનુભવમાંથી પસાર થયાના દાખલા ખૂબ જાણીતા છે. નેત્રપટલનાં કેન્દ્ર કરતા એના પરિઘ તરફ બ્લડ ફ્લો વધારે ઓછો થતા દ્ગષ્ટિ ફલક કોમ્પ્રેસ્ડ થાય છે, અને તેના લીધે ટનલ વિઝન ઇફેક્ટ પેદા થતી હોય છે એવું  Neurophysiology નું માનવું છે. મૂળ આંખો તરફ લોહી ઓછું વહે તેમાં આવી ઇફેક્ટ પેદા થતી હોય છે.
     બીજો NDEs વિશેનો અનુભવ  શરીરની બહાર હોઈએ તે છે. આત્મા શરીર બહાર નીકળી ગયો છે તેવો અનુભવ થતો હોય છે. આ પણ એક જાતનું ઇલ્યુઝન છે. અચાનક જાગી જવાથી, એનિસ્થીઝયામાંથી બહાર આવતા, આંચકી કે તાણ આવે ત્યારે, માઇગ્રેન  થાય  ત્યારે ઘણાને આત્મા શરીરમાંથી બહાર નીકળી ગયો હોય તેવા અનુભવ થતા હોય છે. હવે આ બધા કારણો વખતે આત્મા શરીર બહાર નીકળી જાય તેવું માનવાને કોઈ કારણ નથી. ૧૯૫૦મા Penfield નામના ન્યુરોસર્જન seizures ઉપર સંશોધન કરી રહ્યા હતા. બ્રેઇનમા ટ્યુમર હોય કે કોઈ જખમ થયો હોય તે seizure માટે કારણભૂત છે કે નહિ તે વિષે સંશોધન કરતા હતા. બ્રેઈનના cerebral cortex નો તાગ મેળવવા એમણે સેંકડો જાગૃત દર્દીઓના બ્રેઈનને stimulate કરેલા. બ્રેઈનમાં આપણું ફીજીકલ બોડી ક્યાં છે તેનો તાગ મેળવવો હતો.
  એક પેશન્ટ temporal lobe seizures વડે પીડાતો હતો. Penfield વિદ્યુત કરંટ વડે દર્દીના બ્રેઈનને ઉત્તેજિત કરતા હતા. આ દર્દીના temporoparietal region stimulate કરતા દર્દીને લાગ્યું એનો આત્મા શરીર બહાર આવી ગયો છે. અને stimulation બંધ કરતા આત્મા પાછો શરીરમાં આવી ગયો છે તેવો  અનુભવ થયો. હવે ન્યુરોલોજીસ્ટ જાણી ચૂક્યા છે કે બ્રેઈનનો temporoparietal region  શરીરની રૂપરેખા કે નકશાને સંભાળવાનું કામ કરે છે. જ્યારે બહારથી આ વિભાગને કરંટ આપવામાં આવે છે ત્યારે તે કામ કરવાનું બંધ કરતા શરીરનો નકશો મન કે દ્ગષ્ટિ આગળ તરવા લાગે છે.  બ્રેઈનમાં  temporoparietal region આપણાં શરીરની રૂપરેખાનું પ્રતિનિધિત્વ કરે છે. આઈરીશ લેખક ક્રિસ્ટી બ્રાઉન આખા શરીરે લકવા ગ્રસ્ત હતો. જન્મથી દસ વર્ષ સુધી એને મેન્ટલી  રીટારડેડ સમજવામાં આવ્યો હતો. એ બોલી પણ ના શકતો. એનું બ્રેઈન ફક્ત ડાબા પગને જ કંટ્રોલ કરી શકતું હતું. ચાલી પણ ના શકતો. એણે ડાબા પગ વડે ચિત્રો દોર્યા, જુના જમાનાનું ટાઇપ રાઈટર ચલાવ્યું ને મોટો લેખક બની ગયો. સેરેબ્રલ પાલ્સીનો એ શિકાર હતો. બ્રેઈનનો આ  વિભાગ શરીરનું બેલેન્સ જાળવવાનું કામ કરે છે. બાળકને જન્મ સમયે ઓક્સિજન  એટલે કે શ્વાસ   લેવામાં કોઈ ગરબડ ઊભી થાય કે આચકી આવે તો આ સેરેબ્રલ  વિભાગમાં ગરબડ થાય છે. આમ બ્રેઈન ચાલતું હોવા છતાં શરીરને સેરેબ્રલ વિભાગમાં ખામી હોવાથી કોઈ આદેશ આપી શકતું નહોતું. stephen hawking પણ હાલ એવી હાલતમાં છે. એમનું શરીર બ્રેઈનનાં કોઈ મેસેજ લઈ શકતું નથી. આમ જુઓ તો એમનો આત્મા શરીર બહાર કાયમ સ્થિત હોય તેવું જ છે ને?  temporoparietal region માં કશી ગરબડ થતા કે ઈજા થતા આત્મા શરીર બહાર નીકળી ગયો છે તેવું લાગતું હશે. એક તો આપણે આત્મા, પરમાત્મા અને પુનર્જન્મ જેવી માન્યતાઓમાં અગાઉથી સંપૂર્ણ રત હોઈએ અને આવી કોઈ ઈજા થાય અને શરીર હલનચલન કરવા હંગામી અસમર્થ બની જાય ત્યારે પેલી પૂર્વગ્રહિત ધારણાઓ પણ આત્મા બહાર નીકળી ગયો છે તેવું માનવા પ્રેરતી હોઈ શકે.
સપના પણ આવી બાબતોમાં ખૂબ મહત્વનું કામ કરતા હોય છે. ઘણા લોકો સપનાને સત્ય સમજતા હોય છે. અથવા એ બહાને લોકોને લલ્લુ બનાવતા હોય છે. અમારા એક વૃદ્ધ સંબંધી મહિલા ઘણીવાર લોકોને લલ્લુ બનાવતા કહેતા કે આજે કાનુડો મને મળવા આવેલો. પછી ખબર પડી કે સપનામાં કાનુડો આવેલો. ખરેખર કાનુડાનું સપનું પણ આવ્યું હશે કે કેમ? પણ લોકો એમની પાસે કશી શક્તિ છે સમજી પુછવા આવતા. ઘણીવાર મૃત સગા સપનામાં આવે તો ભૂત થયા છે તેવું પણ લોકો માનતા હોય છે. સપનામાં આવતી મૃત વ્યક્તિઓના લીધે પણ પુનર્જન્મ છે તેવી ધારણા બંધાઈ જતી હોય છે. ટ્રેડિશનલ સમાજોના મોટાભાગના રીલીજીયસ આઈડીયા સપનાઓની પેદાશ છે તેવું Jackson Steward Lincoln અને  Sir Edward Tylor (The dream in Native American and other primitive cultures)કહે છે. સપનામાં જોએલી વાતો ધાર્મિક રીતિ રિવાજ બની જતી હોય છે.
ભગવાન, એન્જલસ, ભૂત, મૃત્યુ પામેલા પૂર્વજો આવી અદ્રશ્ય ગણાતી વ્યક્તિઓ  શા માટે દેખાતી હશે? આવી બધી બાબતોમાં માનવું ઉત્ક્રાન્તિના વારસામાં જન્મજાત મળેલું હોય છે. The Oxford psychologist Justin Barrett has suggested that the prevalence of beliefs of this kind may in part be explained by our possessing a Hyper-sensitive Agent Detection Device, or H.A.D.D. આપણે આસપાસની દુનિયાનું બે રીતે પૃથક્કરણ કરતા હોઈએ છીએ એક તો કુદરતી કારણો વિચારીને  અને બીજું વ્યક્તિને અનુલક્ષીને વિચારતા હોઈએ છીએ. દાખલા તરીકે વૃક્ષ ઉપરથી કેરી નીચે પડી તો એક કારણ એવું હોય કે પવન આવ્યો અને કેરી નીચે પડી ગઈ બીજું કારણ એવું હોય કે મગનભાઈને કેરી ખાવાનું મન થયેલું એમણે વૃક્ષ હલાવ્યું અને કેરી નીચે પડી. આપણે જે વાતાવરણમાં જીવીએ છીએ ત્યાં આસપાસ અસરકર્તા બહુબધા વ્યક્તિઓ રહેતા હોય છે. ફેમિલી મેમ્બર્સ, મિત્રો, દુશ્મનો, હરીફો, હુમલાખોરો, શિકાર અને શિકારી આવા અનેક આસપાસ હોય છે. આપણે આવા પ્રતિનિધિઓ બાબતે વધારે પડતા સેન્સીટીવ, ઓવર સેન્સીટીવ બનવા ઇવોલ્વ થયેલા છીએ. એમને જાણવા અને ઓળખવા સર્વાઈવલ અને રીપ્રોડક્શન માટે મદદરૂપ થતું હોય છે. એટલે પાછળ કોઈ સુસવાટા મારે કે પવન જોરથી આવે તો આપણે તત્ક્ષણ પાછાં ફરીને કોઈ છે કે નહિ તે જોવાનો પહેલો પ્રયાસ કરીશું. પહેલો વિચાર એવો નહિ આવે કે ખાલી પવન છે. આમ કાલ્પનિક અસંખ્ય પ્રીડેટર વિષે વિચારવું બહેતર બની જાય એક રીયલ પ્રીડેટરનાં મુખમાં સ્વાહા થઈ જવા કરતા. Thus evolution will select for an inheritable tendency to not just detect – but over detect – agency. We have evolved to possess (or, perhaps more plausibly, to be) hyper-active agency detectors. એટલે ભલે કોઈ ના દેખાય પણ કોઈ છે  તેવું વિચારવા આપણે ઇવોલ્વ થયેલા છીએ. આ વલણનાં લીધે સ્પીરીટ, ઘોસ્ટ, એન્જલસ, ભગવાન, રાધાકૃષ્ણના રાસ બધું દેખાતું હોય છે. કેટલાક સ્માર્ટ લોકો આ ખૂબીનો દુરુપયોગ કરીને ખૂબ રૂપિયા કમાય છે જેને આપણે ધર્મગુરુ કે કથાકાર કહીએ છીએ.

ટેવ મુક્તિ

English: An ashtray with a rose, Logo of the W...
English: An ashtray with a rose, Logo of the World No Tobacco Day of the WHO Deutsch: Ein Aschenbecher mit Rose, Logo des Nichtrauchertages der WHO (Photo credit: Wikipedia)
ટેવ મુક્તિ
    દરેક માણસને સારી ખોટી ટેવો વળગેલી હોય છે. અમુક ટેવો ખૂબ ખતરનાક હોય છે. સીધી આરોગ્યને નુકસાનકારક હોય છે. આજે વિશ્વ  તંબાકુ દિન નહિ, પણ “World No Tobacco Day ”  છે. વર્ષે દહાડે આશરે ૫૪ લાખ લોકો તમ્બાકુના વિવિધ પ્રકારે અતિસેવન કરવાથી દેવ થઈ જતા હોય છે. દર વર્ષની ૩૧ મેં નાં દિવસે ગણાતો આ વિશ્વ તંબાકુ નિષેધ દિન ૧૯૮૭મા WHO દ્વારા નક્કી કરવામાં આવેલો. Ash tray, રાખદાનીમાં ગુલાબનું તાજું ફૂલ વિશ્વ તંબાકુ નિષેધ દિવસનું પ્રતીક છે.
ચાલો તંબાકુ અને એવી અનેક ટેવો સીધી નુકશાન કારક હોય છે પણ ઘણાંને દેખીતી નજરે આમ ખોટી ના કહેવાય છતાં નુકશાન કરે તેવી ટેવો હોય છે. કોઈને કાયમ વધુ પડતું ઘી ખાવાની ટેવ હોય છે. ઘણા સંબંધીઓ મેં જોયા છે હાર્ટની, હાઈ બીપીની તકલીફ હોય ડોકટરે નાં પાડી હોય કે કોલેસ્ટેરોલ વધુ છે ઘી વગેરે ખાવું નહિ, પણ ઘી ખાધા વગર ચાલે નહિ. ભલે યુવાનીમાં ઘી ખાવું જરૂરી લાગતું  હોય પણ અમુક ઉંમર પછી ઘી ખાવું જરૂરી હોતું નથી. ઘણાંને ગળપણ ખાવાની ખૂબ આદત હોય છે. મીઠાઈ ખાધા વગર ચાલે નહિ, ભલે વધુ પડતી શુગર નુકસાનકારક જ કેમ ના હોય? ચાલો આ બધી તો ખાવાની આદતો થઈ.
ઘણા છોકરાઓને સ્કૂલમાં બંક મારવાની આદત હોય છે. તો કોઈને ભણવાનું ગમતું નથી, મિત્રો સાથે પાર્ટી માણવાનું કે પછી ફિલ્મો જોવાની આદત હોય છે. ભણવાને બદલે મિત્રો સાથે રખડવાની ટેવે કેટલાય હોશિયાર છોકરાઓને અભ્યાસ બગાડતા મે જોયા છે. અને પછી સારી ડિગ્રી મળી ના હોય ત્યારે જોઈએ તેવી જોબ મળે નહિ ત્યારે પસ્તાવો કરતા પણ જોયા છે. માબાપ ઘણું કહે, ટોકે પણ માનતા હોતા નથી. મિત્રો સાથે રખડી ખાતા હોય છે. મિત્રો હોવા ખૂબ સારી બાબત છે. પણ એ મિત્રોના રવાડે ચડી ભણતર નો બગાડાય.
આવી તો અનેક ખરાબ આદતો આપણને હોય છે, કારણ? કારણકે આપણું બ્રેઈન સમજતું હોય છે કે  આ બધી આદતો સર્વાઈવલ માટે સારી છે. મૂડના હોય કે સારી લાગણી અનુભવાતી ના હોય ત્યારે ચા પીએ, કોફી પી લઈએ, મીઠાઈનો એક ટુકડો ખાઈએ   કે બુધાલાલ તંબાકુ ચુના સાથે મસળીને મુખમાં ભરીએ કે મિત્રો સાથે ભમવા નીકળી પડીએ  ત્યારે સારું લાગતું હોય છે. આમ બ્રેઈનને અનુભવ મળતો હોય છે કે મીઠાઈના ટુકડામાં, એક ચોકલેટમાં, એક કપ ચામાં, ચપટી તમ્બાકુમાં કે મિત્રોના સંગમાં બેડ ફીલિંગ્સ ને ગુડ ફીલિંગ્સમાં બદલી નાખવાની ક્ષમતા છે. મેમલ બ્રેઈન પ્રમાણે બેડ ફીલિંગ્સ બરાબર સર્વાઈવલ થ્રેટ્સ અનિષ્ટનું સૂચન. મેમલ બ્રેઈન માટે જે કઈ પણ બેડ ફીલિંગ્સની પાછળ પડી ભગાડે તે સર્વાઈવલ માટે સારું ગણાય.
એકાદ દિવસ કોઈ કારણવશ આપણે પોતાને ઉપેક્ષિત સમજીએ ત્યારે એકાદ મીઠાઈનો ટુકડો સારું અનુભવ કરાવે કે કોઈ છોકરો પોતાને ઉપેક્ષિત અનુભવ કરે અને મિત્રો સાથે ફરવા નીકળી પડે ત્યારે સારું લાગતું હોય છે, ત્યારે આ અનુભવ બ્રેઈનમાં એક કનેક્શન ઊભું કરે છે. ઉપેક્ષાની લાગણીનો અનુભવ કુદરતના રાજમાં સર્વાઈવલ માટે ભયજનક ગણાય. એકલાં પડેલા મેમલ પ્રિડેટર દ્વારા હંમેશા ચવાઈ જતા હોય છે. મીઠાઈનો એક ટુકડો, ચપટી તમાકુ, એક કપ ચા સિંહના જડબામાંથી બચાવે છે. આમ મીઠાઈના ટુકડાનો કે ચપટી તંબાકુનો વિરોધ બ્રેઈનને એવું લાગે કે તમે અર્જન્ટ ભયજનક પરિસ્થિતિમાં આવી ગયા છે, બ્રેઈન ચીસ પાડશે કે કશું કરો. અને આ સિગ્નલ એટલાં સખત હોય છે કે બુધાલાલ મુખમાં અંદર.
ખોટી ટેવોને બદલવી પડતી હોય છે. પાઈપમાં પાણી વહેતું હોય છે તેમ બ્રેઈનમાં ઈલેક્ટ્રીસીટી વહેતી હોય છે. પાણી પણ સરળતાથી વહી શકાય તે તરફ જતું હોય છે. બ્રેઈનમાં કોઈ મોટી ચેનલ આપણે બનાવીએ તો ઈલેક્ટ્રીસીટી તે તરફ વહી જતી હોય છે. સુખાનુબોધ માટેના રસ્તા આપણે બ્રેઈનમાં બનાવી ચૂક્યા હોઈએ છીએ. આમ કંઈક નવું કરવા માટે પહેલા નવો neural pathway બનાવવો પડે છે. એટલે ખોટી ટેવનો ન્યુરલ પાથ બદલવા નવો  ન્યુરલ પાથવે બનાવવો પડે છે.  બહુ કઠિન છે આ કામ કારણ જ્યારે બેડ ફિલ કરતા હોઈએ ત્યારે પેલો જૂની જાણીતો હાઈવે સેવા કરવા તૈયાર જ ઊભો હોય છે.  આખી જીંદગી લોકો નવો રાજમાર્ગ બનાવી શકતા નથી. મરી જવાય તો કઈ નહિ પણ નવો માર્ગ બનાવી શકતા નથી. નામ યાદ રહ્યું નથી પણ જે અમેરિકન  વિખ્યાત કેન્સર સર્જને આખી જીંદગી કેન્સર યુક્ત  ફેંફસાના ઓપરેશન કરેલા તે પોતે સિગારેટ છોડી નહિ શકવાના કારણે ફેંફસાના કેન્સરના કારણે દેવ થઈ ગયેલા.
ધારો કે તમે ઉપેક્ષા અનુભવો તો ગાજર ખાવાના ખરા? હાસ્યાસ્પદ લાગશે. ગાજર કોઈ સંતોષ નહિ અર્પે. મીઠાઈનો ટુકડો જરૂર સંતોષ આપશે. કારણ ફેટ અને શુગર કુદરતના રાજમાં સર્વાઈવલ માટે મુખ્ય ગણાતા હોય છે. તંબાકુ નકલી ડોપામીન છે, ચામાં પણ શુગર અને ડોપામીન ઇફેક્ટ મળતી હોય છે, કોફીનું કેફીન તો ઓર ઉત્તેજિત કરી મૂકે. અને મિત્રો સાથે મુવી જોવા જવું તો ઓર મજાનું, એમાં તો સામાજિક સ્વીકાર છે. આ બધા હેપી કેમિકલ રીલીઝ કરતા ન્યુરલ હાઈવે બનાવતા હોય છે. આમાં ગાજર બિચારું સાવ નકામું લાગે. હેપી કેમિકલ રીલીઝ કરે નહિ તેવી ગાજરની પીપુડી અહીં વાગે નહિ. પણ રિપીટેશન પુનરાવર્તન ન્યુરલ પાથવે બનાવી શકે છે. જ્યારે ખરાબ અનુભવીએ ત્યારે ગાજર ખાઈએ તો નવો રસ્તો બનતો જતો હોય છે. અને તમે જો ૪૫ દિવસ આનું રિપીટેશન કરો તો એક પૂરતી મોટી ચેનલ બ્રેઈનમાં  બની શકે છે. બુધાલાલની જગ્યા ગાજર લઈ શકે છે. જસ્ટ આતો દાખલો આપ્યો કે ખરાબ ટેવો  બદલવા ગાજર ખાવા જેવી નિર્દોષ ટેવ પાડી શકાય છે. જો કે ઉંદર કાઢતા સાપ ના ઘૂસી જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. મેમલ બ્રેઈન એટલું બધું જોરદાર હોય છે કે તમે જોખમ અનુભવો તે પહેલા મીઠાઈનો ટુકડો મોઢામાં મુકાવી દેતું હોય છે. ૨૦૦ મિલયન વર્ષનો ઉત્ક્રાંતિનો અનુભવ છે એની પાસે.
માનો કે એક છોકરાના સાયન્સમાં કે ગણિતમાં માર્ક્સ ઓછા આવ્યા, દુખી થઈ ગયો અને મિત્રો સાથે ફરવા કે મુવી જોવા ગયો. અચાનક એની બેડ ફીલિંગ્સ ગુડ ફીલિંગ્સમાં બદલાઈ ગઈ. મેમલ બ્રેઈન માટે શું થયું સમજો. શૈક્ષણિક અસફલતાની વિપદા(થ્રેટ) મિત્ર સાથે પાર્ટીમાં કે ફિલમ જોવા જવાથી દૂર થઈ ગઈ. મિત્રો સાથે જવાથી સામાજિક સ્વીકાર મળે જે હેપી કેમિકલ રીલીઝ કરે. એનાથી આનંદ મળે સુખ મળે. એક નવો ન્યુરલ રાજમાર્ગ બનવાનું શરુ  થઈ ગયું. જ્યારે જ્યારે સ્કૂલ કે કૉલેજ બાબતે કશું પણ ખરાબ  ફિલ થાય કે મિત્રો સાથે ઊપડી જવાનું નક્કી થઈ ગયું. બસ આમ ને આમ નવો ન્યુરલ રાજમાર્ગ રેતી, સિમેન્ટ,  કપચી નંખાઈ જઈને મજબૂત બની જવાનો. હવે આ છોકરો વિચારતો પણ હશે કે એણે ભવિષ્ય માટે એકેડેમિક સ્કીલ મેળવવી પણ જરૂરી છે. પણ જ્યારે તે મિત્રો સાથે પાર્ટીમાં જવાને બદલે લાઇબ્રેરીમાં જતો હશે ત્યારે કોઈ સિંહ વડે ખવાઈ જતો હોય તેવું લાગતું હશે. એને સમજ નહિ પડતી હોય કે શું થઈ રહ્યું છે. લાઇબ્રેરી છોડીને મિત્રો સાથે જતા રહેવામાં શાંતિ મળતી હશે. આમ ને આમ અભ્યાસ બગડતો જવાનો.
હવે આ રખડી ખાવાની ટેવ છોડવા શું કરવું પડે? નવો રાજમાર્ગ બનાવવો પડે. એવા મિત્રોની દોસ્તી કરાવી પડે જે રખડવામાં નહિ પણ ઠરીને બેસીને અભ્યાસ કરવામાં માનતા હોય. અને એવા મિત્રોના સહવાસમાં સામાજિક સ્વીકારનું સુખ અને આનંદ મળે. શરૂમાં તો અઘરું લાગે. પણ ૪૫ દિવસ ઠરીને બેસી રહે અને અભ્યાસ કરે તો નવો ન્યુરલ રાજમાર્ગ તૈયાર થઈ જાય. કોઈ પણ હિસાબે મન મક્કમ કરીને જૂની ટેવને તાબે નાં થાવ તો પણ બ્રેઈન તે ટેવ વગર જીવવાનું શીખી લેતું હોય છે. અથવા આપણે નવી નિર્દોષ ટેવ પાડવી પડે.
એક મનોવૈજ્ઞાનિકનો નોંધેલો દાખલો લખું. જેન નામની એક છોકરી કોઈ છોકરા સાથે ડેટ પર જવાની હતી. તે નર્વસ હતી, પણ ડેટ પર જવાનું હોવાથી નવો ડ્રેસ ખરીદવા ગઈ તો એની બેચેની દૂર થઈ ગઈ. હવે પેલી ગ્રેટ ડેટ પતી ગઈ ને નર્વસનેસ પાછી આવી. જેનનું બ્રેઈન સામાજિક સ્વીકાર ઝંખતું હતું. સામાજિક જોડાણ વગર મેમલ બ્રેઈન આપત્તિ સમજતું હોય છે. જેન નવી ડેટ પર જવાની કલ્પના કરી ડ્રેસ ખરીદવા ચાલી જતી. ધીમે ધીમે શોપિંગ કરવા જવાનો ન્યુરલ પાથવે એણે ઊભો કરી લીધો. આ વ્યર્થ ખરીદી કરવાના રોગે પરિસ્થિતિ બગડવા લાગી. એની પાસે પૈસા રહ્યા નહિ. એની કાર રિપેર કરવાના પણ પૈસા રહ્યા નહિ. એક મિત્રને મોલમાં લઈ જવા વિનંતી કરી પણ એણે ના પાડી દીધી. બધા એનો રોગ જાણતા હતા. બીજા દિવસે તે બીમાર પડી ગઈ. એક અઠવાડિયું શોપિંગ કર્યા વગરનું ગયું. એને લાગતું હતું કે શોપિંગ કર્યા વગર મરી જવાની છે. પણ તે મરી નહિ. એના બ્રેઈનને પણ લાગવા લાગ્યું કે શોપિંગ કર્યા વગર આમ કઈ મરી નથી જવાતું. ઘણા દિવસ વીતી ગયા. સાજી થયા પછી એની શોપિંગ કરવાની ઇચ્છા ઉછાળો મારતી પણ વધુ એક દિવસ રાહ જોઉં તેમ કહી મન મનાવી લેતી. ૪૫ દિવસ પછી એને લાગ્યું કે શોપિંગ કર્યા વગર ચાલે.
તમે નવો ન્યુરલ પાથવે ૪૫ દિવસમાં બનાવી શકો છો, શરત એટલી છે કે ૪૪ દિવસ સિંહ તમને ખાઈ રહ્યો છે તે દુઃખદ  લાગણી સહન કરવી પડશે. હહાહાહાહા!!!!આવું મારી મોટી બહેન  Loretta Graziano Breuning, Ph.D. કહે છે.

પ્યાર પહેલી સુગંધનો-Love At First Smell

પ્યાર પહેલી સુગંધનો-Love At First Smell

ધૂપદીપ ગુગળની ગંધ ના ગમે તેવો કોઈ હિંદુ હશે નહિ, લોબાનની ગંધ ના ગમે તેવો કોઈ મુસ્લિમ નહિ હોય. આ બે સુગંધ સાથે લોકોનું સાંસ્કૃતિક જોડાણ હોય છે. ગંધનું આપણાં જીવનમાં ખૂબ મહત્વ હોય છે. મનગમતી સુવાસ તણાવ ઓછો કરે છે, સરસ ઊંઘ લાવવામાં મદદ કરે છે. આત્મવિશ્વાસ વધારે છે. ગંધ એટલે સુગંધ અને દુર્ગંધનું ભાવનાઓ સાથે જોડાણ થઈ જતું હોય છે. મંદિરમાં જઈને ઘણાને શાંતિ મળતી હોય તેનું કારણ મંદિરમાં ફેલાવાતી ધૂપદીપની સુગન્ધ સાથે પવિત્ર શાંતિની ભાવનાનું કંડીશનિંગ હોય છે. સ્મેલ અને ઈમોશન્સની ક્ષમતાનાં મૂળિયા બ્રેઈનમાં એક ખાસ માળખામાં હોય છે જેને લીમ્બીક સીસ્ટમ કહેતા હોય છે. હિપોકેમ્પસ એરિયા નવી સ્મૃતિઓ ઘડવાનું કામ કરતું હોય છે. ટૂંકમાં સુગંધ મૅમરી ઘડવામાં અને તેને ફરી રિકોલ કરવામાં મદદરૂપ થતી હોય છે. નાં સમજાયું? સીધું સાદું સમજાવું કે ભણવા બેસો તો દાખલા તરીકે ચમેલીની સુગંધ ધરાવતી અગરબત્તી સળગાવો, અને પરીક્ષા આપવા જાવ ત્યારે ચમેલીની સુગંધવાળું અત્તર કે તેલ લગાવીને જાઓ. અરે ભાઈ પરીક્ષા ખંડમાં કોઈ અગરબત્તી સળગાવવા ના દે. આમ લાગણીઓ સાથે જે તે સુગંધ જોડાયેલી હોય છે. આમ જેની સૂંઘવાની ક્ષમતા ખલાસ થઈ ગઈ હોય તેવા લોકો સ્ટ્રેસથી પીડાતા હોય છે. અને જે લોકો ગંભીર તણાવના માનસિક રોગથી પીડાતા હોય તેવા લોકોની સૂંઘવાની શક્તિ જતી રહી હોય છે. સૂંઘવાની શક્તિ સંપૂર્ણ રીતે નાશ પામે તેને Anosmia કહે છે, ઘ્રાણેન્દ્રિયનો અભાવ. Alzheimer , Parkinson જેવા ન્યુરોલોજીકલ ડીસઓર્ડરનું શરૂઆતના લક્ષણમાં સૂંઘવાની ક્ષમતા ઓછી થઈ જવી હોય છે.

ઓસ્ટ્રેલીયન સાયકોલોજીસ્ટ John Prescott કહે છે માઈન્ડ અને બોડીનાં અર્થપૂર્ણ જોડાણના લીધે આનંદદાયક સુગંધ પીડા સહન કરવામાં મદદરૂપ બને છે. ખાસ તો મીઠી સુગંધ દુખ અને પીડા ઓછી કરે છે. મને યાદ છે અમે નાના હતા ત્યારે કશું વાગે તો મારા ‘બા’ એક ચમચી ખાંડ ખવડાવી દેતા. જો કે એમને આ બધી ખબર નહિ હોય મને પણ આજ સુધી નહોતી. એવું પણ હોય કે ગળ્યું ખાઈને એના સ્વાદમાં પીડા ભૂલી જવાય.

ખાસ સુગંધને ત્વરિત ઇનસ્ટંટ રીલેક્ષ થવા પણ વાપરી શકાય છે. Sensory psychologist Pamela Dalton કહે છે એક ખાસ પ્રકારની સુગંધ પસંદ કરો જે હવામાં ફેલાતી હોય ત્યારે શાંત થવા માટે ધ્યાન કરો. આ પ્રક્રિયાને વારંવાર દોહરાવો. થોડા વખત પછી ભલે તમે ધ્યાનમાં ના બેસો પણ ફક્ત આ સુગંધ તમને તણાવમુક્ત બનાવી શાંત કરી દેશે.

Bryan Raudendush , વેસ્ટ વર્જીનીયાનાં સાયકોલોજીસ્ટનાં રિસર્ચ પ્રમાણે પીપરમીન્ટની સ્મેલ સવારે જાગીએ ત્યારે બ્રેઈનમાં જે એરિયા એક્ટીવ થઈ જતો હોય છે તેને એક્ટીવ કરવામાં ગમે ત્યારે કારણભૂત બનતી હોય છે. આ સ્મેલની અસર તળે કસરતબાજ વધુ પુશ અપ કરતા માલૂમ પડ્યા છે.

સુગંધ વિષે અગાઉ એક લેખ લખી ચૂક્યો છું. દરેક માનવીની એક યુનિક ગંધ હોય છે અને આ ગંધનું કારણ હોય છે જેતે માનવીની યુનિક ઈમ્યુન સીસ્ટમ. અને આ યુનિક ઈમ્યુન સીસ્ટમનું કારણ છે Histocompatibility complex જિન્સનું ઝૂમખું. આમ આપણી odorprint આપણી ફિંગરપ્રિન્ટ જેટલી જ યુનિક હોય છે. એટલે સ્ત્રીને એવા પુરુષની ગંધ પ્રિય લાગશે જેની ગંધ તેની પોતાની ગંધ કરતા સાવ અલગ જ હોય.

એટલે Love At First Sight, નહિ પણ Love At First Smell વધુ સાચું છે. સાયકોલોજીસ્ટ Rachel Herz વિષે અગાઉ હું લખી ચૂક્યો છું. સ્મેલ શાસ્ત્રના આ પ્રકાંડ pundit પાસે એમની ખાસ મિત્ર Estelle Campenni કબૂલ કરે છે કે પહેલી વાર એ એના પતિને મળી અને તેની ગંધ એને એટલી બધી ગમી ગયેલી કે એણે નક્કી કરી દીધેલું કે લગ્ન આની સાથે જ કરીશ. એ કોઈ કોલોન કે લક્સ સાબુની ગંધ નહોતી. Sexual attraction remains one of life’s biggest mysteries. ઘણીવાર એવું લાગતું હોય કે જીવનસાથી ઊંચો હોવો જોઈએ, કે પત્નીને સરસ રસોઈ બનાવતા આવડવી જોઈએ, કે છોકરો પૈસાવાળો જોઈએ, કે પતિદેવ સલમાનખાન જેવી બોડી ધરાવતા હોવા જોઈએ. આવું બધું મળવા છતાં પણ ભંગાણ થઈ જતા હોય છે. કેટલાક સંશોધકોનું માનવું છે કે સેકસુઅલ વિશ્વમાં ગંધ રહસ્યમય પરિબળ છે.

કોઈ પણ જાતની ગંધ નાકની અંદર રહેલા chemoreceptor નામના સેન્સરી સેલને ઉત્તેજિત કરે છે. એનાથી ઉત્પન્ન થતા વિદ્યુત તરંગો બ્રેઈનમાં પહોંચે છે. બ્રેઈન આ તરંગોનું વિશ્લેષણ કરે છે અને સ્પેસિફિક ગંધમાં ભાષાંતર કરે છે, અને આપણને ગંધનો અનુભવ થાય છે. રસપ્રદ વાત એ છે કે સ્મેલ બીજી સેન્સીસ કરતા કંઈક વધુ છે. એનું જોડાણ બ્રેઈનના એવા વિભાગ સાથે છે જ્યાં લાગણીઓ અને શીખવાની પ્રક્રિયાનું પ્રોસેસિંગ થતું હોય છે જેને આપણે લીમ્બીક સીસ્ટમ કહીએ છીએ. લીમ્બીક સિસ્ટમમાં amygdala અને hippocampus સમાયેલા છે જે બિહેવિયર, મૂડ અને સ્મરણ શક્તિ માટે ખૂબ મોટો ભાગ ભજવતા હોય છે. આમ બીજી ઇન્દ્રિયો કરતા ઘાણેન્દ્રિય વધારે સેન્સીટીવ છે.

Melissa એક હેઈર ડ્રેસર છે. બચપણમાં માથામાં વાગ્યું હશે અને એની ઘાણેન્દ્રિય બંધ થઈ ગઈ. એણે કોઈ પણ જાતની ગંધની અનુભૂતિ થતી નથી. રસોઈ બળી જાય તો પણ એને ખ્યાલ આવતો નથી. એના માટે ઘરમાં બીજાની મદદ લેવી પડે છે. ઘરમાં બધે સ્મોક ડીટેકટર લગાવી રાખ્યા છે. સ્મેલ સેન્સ જવાની સાથે ટેસ્ટ સેન્સ પણ જતી રહી છે. મેલીસાની સ્મેલ સેન્સ જતા રહેવાનું કારણ હેડ ઇન્જરી હતું. MRI દ્વારા થયેલા પરીક્ષણો મુજબ બ્રેઈનના olfactory bulb પર થયેલી ઈજાના કારણે ૮૮ % , subfrontal region પર થયેલી ઈજાના કારણે ૬૦% અને temporal lobe પર થયેલી ઈજાને કારણે ૩૨% લોકો anosmia વડે પીડાતા હોય છે.

ઓરેન્જની સ્મેલ બેચેની દૂર કરે છે. Cedar, Lavender અને Vanilla ની સ્મેલ ટૅન્શન ઓછું કરે છે. લેમન અને જાસ્મિનની સુગંધ ચિંતન શક્તિ વધારે છે. ક્રૉસવર્ડ પઝલ્સ ઉકેલવા હોય તો બે ટીપાં લીંબુનો રસ ચાખી લો. કસરત કરતા પીપરમિન્ટ બોડી લોશન લગાવો. જાસ્મિન ઊંઘ સરસ લાવે છે. Rosemary અને ગ્રેપફ્રુટ જોમ જુસ્સો વધારે છે. તજ અને વેનીલાની ગંધ સર્જનાત્મકતા વધારે છે.

ઘણા માણસોને ખૂબ ચિંતા હોય છે કે એમના મુખમાંથી ખરાબ વાસ તો નહિ આવતી હોય ને? વારંવાર હાથ મુખ આગળ લઈ જઈને કોઈ ના જુએ તેમ ચેક કરતા હોય છે. Olfactory Reference Syndrome વડે પીડાતા લોકોને વહેમ હોય છે કે એમની ગંધ ખરાબ છે અને આસપાસના લોકોને ગમતી નહિ હોય. આવા સિન્ડ્રોમથી પીડાતા લોકો વારંવાર સ્નાન કરતા હોય છે, deodorants, માઉથવોશ, પર્ફ્યૂમ, મિંટ યુક્ત ચ્યુંઈંગ ગમ વગેરેનો અતિશય ઉપયોગ કરતા હોય છે. નજીકના અંગત લોકોને એમની ગંધ માટે વારેવારે પૂછતાં હોય છે. એકલાં રહેવાનું પસંદ કરતા હોય છે, સામાજિક સંબંધો ઓછા રાખતા હોય છે. કપડા વારંવાર બદલાતા હોય છે.

પ્યારા મિત્રો આમ ગંધનું, સુગંધનું જીવનમાં ખૂબ મહત્વ છે. પહેલી નજરનો પ્રેમ થવાનું કારણ નજર નહિ પણ એકબીજાની યુનિક ગંધ હોય છે. કારણ રૂપાળા અગણિત ચહેરા આસપાસ રોજ જોતા હોઈએ જ છીએ પણ પ્યાર થઈ જતો નથી.

રેફ:- Rachel Herz is the author of The Scent of Desire and on the faculty at Brown University.

હું છું, મારા Genes.

હું છું, મારા Genes.

કેરિયર કાઉન્સેલર Paula Wishart ( Ann Arbor , Michigan ) ને ૪૦ વર્ષે એક રહસ્ય જાણવા મળ્યું કે એના જિન્સમાં Lynch Syndrome વસી રહ્યો છે. કોલોન કેન્સર માટે જવાબદાર આ જીનેટીક્સ મ્યુટેશન વારસાગત લોહીમાં ઊતરતું હોય છે. સ્ત્રીઓમાં ગર્ભાશયનું કેન્સર પણ આને કારણે થતું હોય છે. આ મહિલાના દાદા અને પરદાદા પણ કોલોન કેન્સરના કારણે મૃત્યુ પામેલા તો ઘરમાં એવી વાયકા ચાલતી કે ફૅમિલીમાં કોઈ ખરાબ લોહી વહી રહ્યું છે.

Lynch Syndrome કાતરિયામાં છુપાયેલા ખૂની દરિન્દા જેવો છે જે ડઝન જુદા જુદા રસ્તે મારી શકે છે. આ રોગ માટે ટેસ્ટ શરુ થયા છે તેવું જાણ્યા પછી પણ આ મહિલાની કાકીએ એની ઉપેક્ષા કરેલી. એની કાકી કોલોન કેન્સરમાં ગઈ, થોડા સમય પછી તેની દીકરી, અને પછી દીકરો પણ ગયો. Wishart પોતે જાણવા માટે ડરતી હતી પણ વધુ ડરતી હતી ના જાણવા વિષે. રોગ છે તેવું જાણવું પણ ઘણાને ગમતું હોતું નથી. ડર લાગતો હોય છે. મારા એક સગા ખૂબ દૂબળા પડી ગયેલા અને સાવ કમજોર થઈ ગયેલા, પણ એમને ડર લાગતો કે ડૉક્ટર ટીબી છે તેવી નિદાન કરી દેશે તો? એટલે ડૉક્ટર પાસે જતા નહિ. વિશાર્તની માતાનો ટેસ્ટ પોજીટીવ આવ્યો હતો, એ અને તેનો ભાઈ પણ નસીબદાર નહોતા.

થોડા સમય પહેલા આપણે વિનાશક જીવલેણ મજબૂરીઓ વિષે જાણતા નહોતા. એટલે બધું ભગવાનના હાથમાં હતું. પછી ડોકટરો ભગવાનની જગ્યા લેવા લાગ્યા. જીવલેણ કમજોરીઓ વિષે આ લોકો જાણવા લાગ્યા હતા. હવે genomics ક્રાંતિએ આખી રમત ફરીથી બદલી નાખી છે. રોગોની માહિતી વિષે શુભ અને અશુભ ગૂંચવાડો ઊભો થઈ ગયો છે. જીનેટીક્સ ટેસ્ટ રોગોની આગોતરી જાણકારી વિષે મહત્વનું કામ કરે છે. જીવલેણ રોગો માટે કોઈ એક જિન્સ કારણભૂત હોતો નથી. એ ઘણા બધા જિન્સની ક્રિકેટ મેચ જેવું છે. જે હજુ વૈજ્ઞાનિકો માટે સમજવું અઘરું છે. જો કે આગોતરી જાણકારી લાભદાયી હોય છે. પેટ સ્કેન વડે Alzheimer રોગ વિષે અગાઉથી પેશન્ટમાં એના કોઈ લક્ષણ નાં દેખાય છતાં જાણી શકાય છે.

પણ આવી આગોતરી જાણકારી ઝેરી બની જતી હોય છે. અગાઉથી જિન્સ ચેક કરાવી પોતાના મોતની જાણકારી સાથે જીવવું શું યોગ્ય છે? કે આવી આગોતરી માહિતી ખુદ જીવલેણ નથી લાગતી? એક સ્ત્રીનું કહેવું હતું કે ” હું જાણું છું કે મને સ્તન કેન્સર છે અને તેનું કારણ Alpha-1 મ્યુટેશન છે, પણ ભગવાને આ જિન્સ મને જ કેમ આપ્યા? ભગવાને હું સંભાળી ના શકું તેવા જિન્સ મને શું કામ આપ્યા?”

આપણે ખરાબ ઘટનાઓના કારણો વિષે જાણવા ઉત્સુક હોઈએ છીએ. આપણે જાણવા માંગતા હોઈએ છીએ કે આ કરુણ ઘટનાનું કારણ શું? અને એના માટે કોને જવાબદાર ગણવા? જીનેટીક્સ ટેસ્ટ તમને તેના છુપા બાયોલોજીકલ પ્રોસેસની જાણકારી આપે છે. જોકે ખાનપાન,રહેણીકરણી, આબોહવા, વાતાવરણ, ટેવો આ બધું પણ જીવલેણ રોગો માટે જવાબદાર હોય છે. સાથે સાથે વારસામાં મળેલા જિન્સ અને જિન્સમાં થતા મ્યુટેશન પણ જવાબદાર હોય છે.

મારા એક કાકાશ્રી પોલીસખાતામાં હતા. રિટાયર થયા ત્યારે ડી.વાય.એસ.પી. હતા. બેઠી દડીના, વીંછીનાં આંકડા જેવી મૂછો રાખતા. સ્મોકિંગ કરતા, નિયમિત ડ્રીંક કરતા. બહારગામ જવાનું હોય તો એમની બેગમાં ડ્રીંક લઈને જતા. પણ મેં ક્યારેય સાંભળ્યું નથી કે એમને કોઈ ગંભીર બીમારીમાં દવાખાને દાખલ કર્યા હોય. આશરે ૮૫ વર્ષે તંદુરસ્ત હાલતમાં અચાનક ગુજરી ગયેલા. લાંબા આયુષ્ય માટે કારણભૂત જિન્સ છે FOXO3A વાંચો અહીં Flachsbart et al. 2009 અને 2008 .. અને સ્ત્રીઓના લાંબા આયુષ્ય માટે કારણભૂત છે જિન્સ FOXO1A.

Telomeres જિન્સના છેડા ઉપર બેસાડેલી કેપ સમજો. આ કેપ નાની હોય તો જિન્સ ડેમેજ થવાના ચાન્સ વધી જતા હોય છે. આ કેપ ટૂંકી અને ઘસાયેલી હોય એટલાં રોગ વધુ થવાના. બાળકોના જિન્સ ઉપરના telomeres ચેક કરીને જાણી શકાય છે કે બાળકો મોટા થઈને અમુક રોગો સાથે તણાવયુક્ત થઈને આક્રમક હિંસક વલણ ધરાવશે. બાળકોમાં આ telomeres ઘસાઈને ટૂંકા હોવાનું કારણ જણાયું છે મોટાઓ દ્વારા થતી શારીરિક સતામણી, શારીરિક સજા, બે કરતા વધુ હિંસક બનાવનો અનુભવ, સતત મળતી ધમકી. આ telomeres ઘસાઈ જવાનું બીજું કારણ હોય છે નબળો પ્રદૂષિત ખોરાક, કસરતનો અભાવ, સ્મોકિંગ, વિટામિન D ની ખામી, રેડીએશન, ડાયાબીટીસ જેવા રોગો. બસ તો બાળકોને સતત ધમકાવશો નહિ, શારીરિક સજા કરવી નહિ અને સ્કૂલ કે બહાર કોઈ સતત ડરાવતું નાં હોય તેનું ધ્યાન રાખવું. Dean Ornish અને એના સાથીઓ દ્વારા ૨૦૦૮ માં થયેલા એક પાયલોટ અભ્યાસ મુજબ હેલ્ધી ખોરાક, તનાવમુક્ત જીવનશૈલી તમારા telomeres ની લંબાઈ વધારીને સારું જીવન અર્પી શકે છે. હું અગાઉ લેખ લખી ચૂક્યો છું કે ધ્યાન કરો અને telomeres વધારો.

Bipolar disorder, anxiety, psychosis, panic attacks, suicide, depression, schizophrenia, OCD, alcoholism, eating disorders, આ બધા રોગોમાં વરસમાં મળેલા જિન્સ જવાબદાર હોય છે. Dr. Jehannine Austin , કહે છે સ્કીજોફ્રેનિયા,બાયપોલર ડીસઓર્ડર, OCD અને સ્કીજોઅફેક્ટીવ ડીસઓર્ડર જેવા મેન્ટલ રોગોમાં જિન્સ ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે જ્યારે આલ્કોહોલીઝમ, પેનિક ડીસઓર્ડર અને મેજર ડીપ્રેશનમાં જિન્સ નાનકડો ભાગ ભજવતા હોય છે.
ADHD
Depression
Bipolar disorder
Anxiety
Panic attacks
Substance abuse
Alcoholism
Attempted or committed suicide
Schizophrenia
Seizure disorder
Dementia/Alzheimer’s
ઉપર જણાવેલા તથા બીજા મેજર મેન્ટલ રોગો વારસાગત હોવાનું અભ્યાસમાં જણાયું છે. માતાપિતામાં આવા રોગ હોય ત્યારે બાળકોમાં એના ચાન્સ વધી જતા હોય છે. ADHD માબાપમાં હોય તો બાળકોમાં ઉતારવાનો ચાન્સ ૭૫% હોય છે. સ્કીજોફ્રેનિયા ૬૪ ટકા બાળકોમાં ઉતારવાનો ચાન્સ હોય છે અને bipolar ૫૯ % રેટ ધરાવે છે. ફૅમિલીની મેન્ટલ હેલ્થ હિસ્ટ્રી જાણી લેવી ઉત્તમ છે. જેનાથી નિદાન અને ઉપાયમાં સાવધાની વર્તી શકાય છે. ભારતમાં આવી બધી બાબતોનું મહત્વ આપણે સમજતા નથી તે કરુણતા છે. આપણે માનસિક બીમાર છીએ તેવું આપણે માની જ શકતા નથી. આવી ચકાસણી કે વિચાર કરવામાં નાનમ સમજતા હોઈએ છીએ. મેન્ટલ હેલ્થ એવો વિષય છે કે જેના વિષે જાહેરમાં આપણે વાત કરતા ખચકાતા હોઈએ છીએ.

૬ થી ૧૮ વર્ષના ૪૫ મિલિયન યુથ જ્યારે ઓર્ગેનાઈઝ્ડ સ્પોર્ટમાં ભાગ લઈ રહ્યા હોય ત્યારે અમેરિકામાં ACTN3 જિન્સ ચેક કરાવીને નક્કી કરવાની સવલત પણ આવી ગઈ છે કે તમારું બાળક ફૂટબોલ સારું રમી શકશે કે લોંગ ડિસ્ટન્સ રનીંગમાં આગળ વધશે.

ભારતમાં સંગીતનો સમૃદ્ધ વારસો બાળકોમાં ઊતરતો આપણે જોયો છે અને અનુભવ્યો પણ છે. મહાન સંગીતકારોના વારસદારો પણ મહાન સંગીતકાર બનેલા છે તેવા અગણિત દાખલા ભારતમાં છે. સંગીતની પ્રતિભા બાળકોમાં ઊતરવાની શક્યતા બાળકોમાં ૫૦% હોય છે. સંગીત ક્ષમતા સાથે જોડાયેલા જિન્સ વિષે એક અભ્યાસમાં જણાયું છે. ફેમિલી બેક ગ્રાઉન્ડ ભલે ના હોય પણ આ જિન્સ જો હોય તો એવા લોકો સંગીત ક્ષમતા ધરાવે છે.

બધું જિન્સ પર ઢોળી દેવું તે પણ ડહાપણ નથી. આપણે અનુભવ વડે જે ન્યુરલ નેટવર્ક બનાવ્યું હોય તે રીતે જીવન લાભદાઈ બનતું હોય છે. અને આ અનુભવો આપણાં જિન્સ અને આસપાસના વાતાવરણ વડે ઘડાતા હોય છે તે પણ હકીકત છે. જન્મ પછી જેમ જેમ અનુભવ થતા જાય તેમ તેમ ન્યુરલ નેટવર્ક ઘડતું જાય છે. ચર્ચિલના ફાધર એને કાયમ લુઝર કહેતા. એની માતા ભાગ્યેજ એને નોટિસ કરતી. ચર્ચિલના પિતાને એના પિતા લુઝર કહેતા. એની માતા સામાજિક કામોમાં વ્યસ્ત રહેતી. ચર્ચિલ ડિપ્રેશન વડે પણ પીડાતો હતો. એના પિતા પાસેથી કડવાશ અને અવહેલના શીખ્યો. માતા પાસેથી જોખમ લઈને સામાજિક રીતે વિજયી બનવાનું શીખ્યો. જુદાજુદા પેરન્ટસ પાસેથી મળેલી સારી ખોટી લાગણીઓ પામી અનુભવો વડે ઘડાયેલો ચર્ચિલ વિશ્વયુદ્ધમાં વિજેતા બનેલો. આમ બચપણમાં મળેલા અનુભવો થકી જે ન્યુરલ નેટવર્ક બને છે તે આખી જીંદગી આપણી સેવા કરતું હોય છે.

પ્રેમ, રસાયણોનો ફુવારો. Hard Truths About Human Nature.

પ્રેમ, રસાયણોનો ફુવારો. Hard Truths About Human Nature.

પ્રેમ વિષે ખૂબ લખાય છે. પણ પ્રેમ પેદા કરતા રસાયણો વિષે કશું ખાસ લખાતું નથી. પ્રેમ હૃદયથી થાય છે તેવું માનનારા સમજી લે કે હૃદય ખાલી શરીરમાં લોહી ફેરવનારો પંપ માત્ર છે. જેને આપણે પ્રેમની પરિભાષામાં હૃદય તરીકે ઓળખીએ છીએ તે બ્રેનમાં રહેલા લાગણી અને કલ્પના વિભાગ છે. પ્રેમ માટે કારણભૂત અનેક રસાયણો છે. પ્રે

પ્રેમ સાદી ભાષામાં કહીએ તો કેમિકલ લોચા છે. એ ખાલી નારંગીનો રસ નથી, પણ નારંગી, મોસંબી, કેરી, પાઈનેપલ, એમ જુદાજુદા ફળોના રસનું કૉકટેલ છે. પ્રેમ હંમેશા સુખ આપતો નથી. પ્રેમીઓને દુખી દુખી કરી મૂકવાની એની તાસીર સમજી લેવી જોઈએ. આ તાસીર સમજવા મૅમલ બ્રેનની તાસીર સમજી લેવી જરૂરી છે. પ્રેમમાં કાયમ ચડાવ ઉતાર કેમ થતા હશે ? સતત પ્રેમના સુખમાં કેમ જિવાતું નથી ?

Love triggers Dopamine:  Dopamine એક સુંદર લાગણી છે જ્યારે તમને કોઈ ખોવાયેલી ચાવી જડી જાય. બસ આ ખોવાયેલી ચાવી બ્રેન કાયમ શોધ્યા કરતું હોય છે. પ્રાણીઓ કાયમ ખોરાક અને સમાગમની  શોધમાં ફર્યા કરતા હોય છે. અને જ્યારે આ જરૂરિયાત પૂરી થાય કે તરત ન્યુરોકેમિકલ ડોપમીન મોજું ધસી આવે છે. પણ આ કાયમ મૌજા હી મૌજા નાં હોય. આ મોજું આ ફુવારો બહુ નાનો હોય. મોજું ઊંચે જઈને નીચે પછડાય તે એની જૉબ છે. તમારી જરૂરિયાત ફરી પૂરી કરવા માટે એક તક સૂચવે છે. એટલે આપણને જ્યારે કોઈ ચાવી મળી જાય એટલે આપણે સુખનો અનુભવ કરતા હોઈએ છીએ. પણ આ સુખ કાયમ ટકી રહે, મોજું ઊંચે ચડી રહે નીચે આવેજ નહિ તેવું વિચારીએ છીએ. અહીં માર ખાઈ જઈએ છીએ.

આપણને કોઈ પ્રેમી પાત્ર મળી જાય ત્યારે એનું સુખ કાયમ મળતું રહે તેવી ઇચ્છા ધરાવતા હોઈએ છીએ. પણ સુખનું મોજું કાયમ ઊંચે ચડેલું રહે નહિ, ત્યારે આપણે પ્રેમી પાત્રને બ્લેમ કરતા હોઈએ છીએ કે આ બદલાઈ ગયું છે. ભાઈ કોઈ બદલાઈ જતું નથી નાં આપણે નાં આપણું પ્રેમી. અને એનો અર્થ એવો નથી કે ડોપમીન લાગણી મેળવવા કાયમ પ્રેમીજન બદલતા રહીએ. કહેવાનો મતલબ એટલો જ છે કે કાયમ આ મોજું  ઊંચે ચડેલું રહે તે રીતે આપણે ઈવૉલ્વ થયેલા જ નથી.

Love triggers Oxytocin:  ઑક્સિટોસિન ન્યુરોકેમિકલ વિશ્વાસનું જનક છે. Orgasm સમયે તેનો સ્ત્રાવ થતો હોય છે. જ્યારે પ્રેમીજનનો હાથ હાથમાં લઈએ ત્યારે થોડી માત્રામાં તે સ્ત્રવે છે. પ્રાણીઓ તેમના બચ્ચાને ચાટતાં હોય ત્યારે પણ તે સ્ત્રવે છે. માતા બાળકને ધવરાવતી વખતે એના માથે હાથ ફેરવતી હોય ત્યારે પણ એનો સ્ત્રાવ થતો હોય છે જે અદ્ભુત આનંદ અર્પે છે.

આપણી મનપસંદ રાજકીય પાર્ટી જીતે ત્યારે અને ક્રિકેટ મેચ જીતી જઈએ ત્યારે નીકળતી રેલી અને ધમાલ વખતે પણ આનો સ્ત્રાવ થતો હોય છે. મૅમલ પ્રાણીઓ કાયમ ઑક્સિટોસિન રિલીસ કરતા હોય છે. સગાઓ સાથે અને પોતાના સમૂહ સાથે જોડાણ અનુભવે કે તરત આનો સ્ત્રાવ થવાનો. જે વ્યક્તિ સાથે જેટલું વધારે જોડાણ અનુભવો તેટલો આનો સ્ત્રાવ વધુ થવાનો. More touch, more oxytocin, more trust. પણ હ્યુમન બ્રેન માટે ટ્રસ્ટ ખૂબ કૉમ્પ્લિકેટેડ હોય છે.

આપણી અપેક્ષાઓ પ્રમાણે આપણે કોઈના ઉપર વિશ્વાસ કરતા હોઈએ છીએ, અને આપણી અપેક્ષાઓ એટલી બધી ગૂંચવાડા ભરેલી હોય છે તેનો કોઈ અંદાજ આપણને હોતો નથી. કાળક્રમે આપણું પ્રેમીજન આપણી અપેક્ષાઓ પૂરી કરવા માટે નિષ્ફળ જતું હોય છે. તેમ આપણે પણ એની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કાયમ સફળ થતા નથી.

આપણાં મૅમલ બ્રેન માટે વિશ્વાસ ગુમાવવો જીવલેણ કટોકટી હોય છે, લાઇફ થ્રેટનીંગ. એક ઘેટું એના ટોળાથી છૂટું પડી જાય તો એનું ઑક્સિટોસિન નીચું ઊતરી જાય છે, અને cortisol ઊંચે ચડી જાય છે. જે એને ભય પમાડે છે. જેથી ઘેટું મોટીવેટ થાય કે કોઈ જીવતું ચાવી જાય તે પહેલા ટોળામાં પાછું જતું રહે. માનવની કોઈ અપેક્ષા પુરી થાય નહીં તો cortisol મૅમલ બ્રેન માટે ઇમર્જન્સી ઊભી કરી દેતું હોય છે. જે સર્વાઇવલ માટે જરુરી હોય છે.

Love triggers serotonin:  માનસન્માન મળે તો અદ્ભુત આનંદ આવતો હોય છે, તેનું કારણ છે સેરોટોનિનનો સ્ત્રાવ. પ્રાણી જગતમાં સામાજિક સર્વોપરિતા સમાગમની સાથે સાથે વંશ વારસોના સર્વાઇવલની તક વધારી દેતું હોય છે. કોઈ સચેતન રીતે લાંબા સમયના લક્ષ્યને લીધે પ્રાણીઓ એકબીજા ઉપર ધાક જમાવે છે તેવું નથી, તેઓ ધાક જમાવે છે કે સિરોટોનિન આનંદ અર્પે છે. જ્યારે કોઈ આપણાં સ્ટૅટ્સ માન મોભાને સન્માને છે ત્યારે આપણે ખુશી અનુભવીએ છીએ.

હાઈ-સ્ટૅટ્સ, માન મોભો સમાગમની તકો વધારી દે છે તે હકીકત છે. પ્રિયજન આપણને માનસન્માન આપે છે. આપણો મોભો વધારે છે. બીજા લોકો આ રીતે સન્માન આપે તેમાં મદદરૂપ પણ થાય છે. પણ આપણું બ્રેન કાયમ વધારે ને વધારે માન સન્માન મેળવીને વધારે ને વધારે સિરોટોનિન આનંદ ઇચ્છતું હોય છે. જેટલું વધારે માન મળે તેટલું વધારે સુખ મળતું હોય છે આમ માન મેળવાની ઇચ્છા વધતી જતી હોય છે. એટલાં માટે લોકો એમના પ્રિયજન પાસે સતત ડિમાન્ડ કર્યા જ કરતા હોય છે. જેટલી ડિમાન્ડ પૂરી થાય તેટલું વધારે માન મળ્યું તેમ સમજાતું હોય છે. બસ અહીં માર ખાઈ જવાય છે. કાયમ અપેક્ષા કે ડિમાન્ડ પૂરી થાય તેવું બને નહિ.

પ્રાણીઓ સમાગમ માટે સાથીની બાબતે ખાસ પસંદગી ધરાવતા હોય છે. Free love is not the way of nature. એક પ્રાથમિક કસોટીમાં ઉત્તીર્ણ થવું સેક્સ માટે જરૂરી હોય છે. માદા સક્રિય રીતે  ફળદ્રુપ હોય ત્યારે પ્રાણીઓ સમાગમ કરતા હોય છે. ફીમેલ ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે જ સમાગમ કરતી હોય છે. બાકીના સમયમાં તે ગર્ભવતી હોય કે એના બચ્ચાને ઉછેરતી હોય. માદા ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે હીટમાં આવતી હોય છે. ઑવુલ્યેશન વગર નર ચિમ્પૅન્ઝી માદામાં રસ લેતા નથી. પણ  જ્યારે આ તક ઊભી થાય છે ત્યારે તેઓ કોઈ પણ ભોગે તેને ઝડપી લેવા તૈયાર થઈ જતા હોય છે.

વંશ વારસો પેદા કરવા માટે પ્રોત્સાહક બને તે રીતે હૅપી કેમિકલ ઈવૉલ્વ થયેલા હોય છે. લાખો વર્ષ લાગી કુદરતના રાજમાં બચ્ચા બહુ બચતા નહિ. જાતજાતની બીમારીઓ અને અસલામત, નિષ્ઠુર જંગલના કાનૂન હેઠળ જેટલા વધુ બાળકો પેદા થાય તેટલા સારા તેવું હતું. એમાંથી જે બચ્યા તે ખરા. ભલે આજે બર્થ કંટ્રોલના જમાનામાં તમે બાળકો પેદા કરવાનું બહુ વિચારતા ના હોવ પણ તમારું મૅમલ બ્રેન એ રીતે જ ઇવોલ્વ થયેલું છે કે જેટલા વારસો પેદા થાય તેટલા વધુ સારું. Natural selection created a brain that rewards reproductive behavior with happy chemicals.

પ્રેમ પ્રોત્સાહન છે રીપ્રૉડક્શન માટે. એટલાં માટે તે પુષ્કળ હૅપી રસાયણનો સ્ત્રાવ કરે છે. રીપ્રૉડક્ટિવ બિહેવ્યર માટે સેક્સ સમાગમ ફક્ત એક પાસું છે. પ્રેમ ખૂબ મહત્વનું પાસું છે, તે પ્રેરણા આપે છે જેથી આપણે આપણાં પ્રિયજન આડે આવતા મોટા પહાડોને દૂર કરી શકીએ. અને ઉત્ક્રાંતિનો ક્રમ સચવાય તે માટે વંશ વારસનું  બચવું પણ તેટલું જ મહત્વનું છે. એને માટે જરૂરી છે ઉચ્ચ કોટીના સાથીદાર પર વિશ્વાસ અને ભાવનાત્મક અટૅચમન્ટ. બસ આ બધું ભેગું મેળવવા માટે ન્યુરોકેમીકલ્સ એમની જૉબ કરતા હોય છે બીજું કઈ નહિ. હવે આ કેમિકલ્સ કોઈ ભાષાકીય શબ્દો વાપરવાનું જાણતા નથી, અને આપણે પાગલ પ્રોત્સાહક વર્તણૂક માટે શબ્દો શોધીએ છીએ.

હૅપી કેમિકલ આપણને એવી માહિતી અર્પતા હોય છે કે જેની વ્યાખ્યા કરવી મુશ્કેલ હોય છે. માનો કે ટીવી પર મેચ જોતા હોઈએ. સચિન ૧૦૦મિ સદી પૂરી કરવા જઈ રહ્યો હોય. સ્ટેડિઅમમાં  હજારો લોકો ઉત્તેજિત હોય. આપણે પણ અહીં ઘરમાં ઉત્તેજિત બનીને ખુશીના માર્યા ઝૂમતા હોઈએ. આપણે સમજતા હોઈએ કે હજારો લોકો મારા રિઍક્શનને સમજે છે સાથ આપે છે, ત્યારે શ્રીમતીજીને એમાં કોઈ રસ ના હોય તો એવું  ફીલ થાય કે લાખો લોકો મારી સાથે છે તો આ ઘરના માણસને શું થયું છે ? રાજકારણ, ધર્મ, સ્પૉર્ટ્સ અને બીજી સામૂહિક ઍક્ટિવિટિ ઑક્સિટોસિન સ્ત્રાવ માટે કારણભૂત હોય છે. આપણને એક વિશ્વાસ પેદા થતો હોય છે.

આપણને સુખ અર્પતા કેમિકલ્સ કાયમ જોઈતાં હોય છે. થોડા રૉમૅન્સ દ્વારા જોઈતાં હોય છે થોડા જીવનના બીજા પાસા દ્વારા, નો મૅટર ગમે ત્યાંથી. હૅપી રસાયણનો ફુવારો છૂટે છે અને બંધ થઈ જાય છે, પણ શામાટે તે સમજાઈ જાય તો આપણે ન્યુરોકેમિકલ્સ સિગ્નલ વડે કન્ફ્યૂઝ થવાને બદલે આપણી વર્તણૂક મૅનેજ કરી શકીએ તેમ છીએ. ૨૦૦ મિલ્યન્સ વર્ષની લાંબી દડમજલ કરીને આ મૅમલ બ્રેન વિકસેલું છે. એને તમે સમજી શકો પણ જીતી ના શકો.

હા! તો પોતાની જાતને કે પ્રિયજનને બ્લેમ કરવાની જરૂર જ નથી કે કાયમ હૅપી કેમિકલ્સ સ્ત્રાવ થવાનો જ નથી. May be nothing is wrong; you are just living with the operating system that has kept mammals alive for millions of years. 

व्यसनेषु किम् दरिद्रता ?

व्यसनेषु किम् दरिद्रता ?  

વર્ષો પહેલા ચા પીવી વ્યસન ગણાતું. આજે ચા પીવી કે પીવો એક સહજ જરૂરિયાત ગણાય છે. અમારા એક સંબંધી કહેતા કે વર્ષો પહેલા ચાનું આટલું ચલન નહોતું. સવારે ઊઠીને લોકો imagesશિરામણ કરતા. યાને બ્રેકફાસ્ટમાં બાજરાના રોટલા સાથે દૂધ પિવાતું. ચા અંગ્રેજો લાવ્યા. શરૂમાં કોઈ ચા પીતું નહિ, માટે ચાના પ્રચાર માટે મફત ચા પિવડાવતા. આજે નવી પેઢી જાણે તો નવાઈ લાગે કે રેલવે સ્ટેશને ચા મફત મળતી. એકવાર પ્રચાર થઈ ગયો અને ચા વગર ચાલે નહિ તેવું થઈ ગયું પછી ચાનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. અમે નાના હતા અને ચા પીએ તો મોટેરાંને ગમતું નહિ.

ચા વ્યસન ગણાય અને તેને છોડવું જોઈએ તેવી વાતો થતી. હું છેક ૧૧માં ધોરણમાં બરોડા ભણવા આવ્યો ત્યાર પછી ચા પીતો થયેલો. તમાકુ પણ ભારતમાં અંગ્રેજો લાવ્યા. મુઘલ બાદશાહના દરબારમાં અંગ્રેજોએ તમાકુ પીવાનું પ્રદર્શન કરેલું. ત્યારે  બાદશાહે કહેલું કે તમે મોઢામાંથી ધુમાડા કાઢો છો, અમારા જાદુગરો તો અગ્નિ કાઢે છે. બાકી સિગારેટ, બીડી કે તમાકુ પીવાનું વ્યસન છોડવું સૌથી દુષ્કર મનાય છે.

          વ્યસન એટલે શું? એક એવું બંધન એક એવી વર્તણૂક જેમાંથી છટકવું મુશ્કેલ. જેટલા વ્યસન હળવા એટલાં છોડવા મુશ્કેલ. તમે દારુ પીવાનું છોડી શકો પણ ચા નહિ. છતાં એક હકીકત છે કે કશું પણ કર્યા વગર કોઈ થેરપી લીધા વગર સૌથી વધુ લોકોએ વ્યસન છોડેલા છે. જે નથી છોડી શકતા તેની સરખામણીએ છોડનારા વધુ હોય છે. હા એક કરતા વધુ પ્રયત્નો કરવા પડતા હોય છે, અને છતાં સ્મોકિંગ, ડ્રિન્કિંગ અને ડ્રગ લેવાનું છૂટતું નથી હોતું તેવા લોકોએ પણ વારંવાર પ્રયત્નો કરીને વ્યસન છોડેલા છે.

                  આમ પરિવર્તન કુદરતના નિયમ પ્રમાણે ટેવોમાં અને સ્વભાવમાં પણ આવતું હોય છે. બચપનમાં તોફાની હોય તે મોટો થતા શાંત બની જતો હોય છે. પરિસ્થિતિ પણ ભાગ ભજવતી હોય છે. વિયેટનામ વોર વખતે ૯૦ ટકા અમેરિકન સૈનિકો હેરોઇન ઍડિક્ટ બની ગયેલા હતા. પણ જેવું વોર ખતમ થયું અને પોતાના ઘેર પાછાં ફર્યા પછી મોટાભાગના સૈનિકો આ વ્યસનથી મુક્ત થઈને સામાન્ય પ્રવાહમાં જોડાઈ ગયેલા.

          છૂટવું મુશ્કેલ એવા વ્યસનમાં સ્મોકિંગ સૌથી પહેલા નંબરે છે છતાં કોઈ જાતના નિકોટીન પૅચ, નિકોટીનયુક્ત ચ્યુઇંગ ગમ કે હિપ્નોટિઝ્મ વગેરેની મદદ વગર સ્મોકિંગ છોડનારા સૌથી વધુ છે. હેરોઈનનું ઇન્જેક્શન લઈને બાળકો અને પત્ની સાથે તમે કાકરિયા ગાર્ડનમાં કે ફન રીપબ્લીકમાં ફરવા ના જઈ શકો. કોકેન લઈને તમે બાળકો સાથે ગણપતિ જોવા કે કમાટીબાગમાં ફરવા કે નવરાત્રિમાં ગરબા જોવા કઈ રીતે જવાના ?

     સોશિઅલ સ્મોકર નામ સાંભળ્યું છે ? કોઈ સામાજિક પ્રસંગે કે એવો કોઈ મેળાવડો હોય અને કોઈ મિત્ર જરા બહાર અલગ જઈને સિગારેટનો ટેસડો લેતા હોય અને તમે ત્યાં અચાનક પહોચી જાવ અને નવાઈ સાથે પૂછો કે તમે સિગારેટ પીવો છો ? મને ખબર નહોતી. તો કદાચ જવાબ મળશે કે ના!ના! હું તો આવો કોઈ પ્રસંગ હોય ત્યારે જ પીવું છું રોજ નથી પીતો. અમેરિકન હશે તો કહેશે, “Oh no, I don’t, I’m just social smoker.” આવા સામાજિક ફૂંકણીયા મિત્રોને ખબર નથી કે તેઓ ચેન સ્મોકર જેટલા જ ઍડિક્ટ કહેવાય, ક્યારે લપસણી સીડી પર લપસીને કાયમી ફૂંકવાની આદતમાં સરી પડવાના ખબર પણ નહિ પડે.

સેન્ટર ફૉર ડિઝીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અમેરિકાના ૨૦૦૮ના સર્વે મુજબ અમેરિકામાં દર વર્ષે ૪,૪૩,૦૦૦ લોકો ફક્ત સિગારેટ પીવાથી મૃત્યુ પામે છે. એમાંથી ૧,૨૮૦૦૦ તો ફેફસાંના કેન્સરમાં દેવ થઈ જતા હોય છે. બાકીના બીજા સિગારેટનાં લીધે થતા હ્રદયરોગ, હાઈપરટેન્શન, સ્ટ્રોક, અલ્ઝાઈમર  અને એવા બીજા રોગોનાં કારણે પ્રભુના રાજ્યમાં પ્રવેશ મેળવી લેતા હોય છે. Dr Joseph DiFranza, medical researcher at the University of Massachusetts Medical School કહે છે સોશિઅલ સ્મોકર એટલે,

૧) દિવસમાં પાંચ કરતા ઓછી સિગારેટ પીતા હોય,

૨) રોજ સિગારેટ પીવાનું જરૂરી સમજતા ના હોય,

૩) એવું સમજતા હોય કે સિગારેટ પીવાની તલપને રોકી શકતા હોય છે.

આવા મિત્રો માનતા હોય છે કે તેઓ સ્મોકિંગ કંટ્રોલ કરી શકે છે કેમકે તેઓ બે ચાર પાંચ કે સાત દિવસ સિગારેટ પીતા નથી હોતા. પણ સત્ય એ હોય છે કે ગમે તેટલા લાંબા સમય સુધી પોતાની જાતને રોકી રાખે એમની નિકોટીન માટેની તલપ, ઇચ્છા અંદર નમ્રતા પૂર્વક ભેગી થતી જતી હોય છે. ધીમે ધીમે આ સુષુપ્તિ સમય ઓછો થતો જતો હોય છે અને ભાઈલો નિયમિત સિગારેટ ફૂંકતો થઈ જતો હોય છે.

          અઠવાડિયે એકાદ સિગારેટથી શરુ કરનાર હેવી સ્મોકર કેમ બની જતો હશે? કારણ કે બ્રેન નિકોટીન પ્રત્યે બહુ ઝડપથી સંવેદનશીલ બની જતું હોય છે. નિકોટીનનાં કારણે  બ્રેનની અંદર રહેલા અડિક્શન માટે જવાબદાર એરિઅની ડેન્સિટીમાં વધારો થતો હોય છે. ફક્ત એક સિગારેટ આ પ્રોસેસ શરુ કરી શકે છે. એક સિગારેટ ફૂંક્યા પછી ફક્ત બે જ દિવસમાં ફરી સિગારેટ પીવાની ઇચ્છા જાગે છે તેવું ડૉ. ડીફ્રાન્ઝાનું કહેવું છે. એમના રિસર્ચ પ્રમાણે અઠવાડીએ ફક્ત બે સિગારેટ ફૂંકતા ટીનેજર બે વર્ષમાં પુખ્ત માણસની જેમ હેવી સ્મોકર બની જતા હોય છે.

અમેરિકન નેશનલ સર્વે પ્રમાણે ૧૮ થી ૨૫ વર્ષની ઉંમર ડ્રગ્ઝ અને ઍલકહૉલ વાપરવા પિક પિરિઅડ ગણાય છે. આ ઉંમરે યુવાનો સૌથી વધુ આવા વ્યસનમાં ફસાતા હોય છે. ૨૨ ટકા અમેરિકન આ ઉંમરના ગાળામાં સૌથી વધુ ડ્રગ્ઝ અને ઍલકહૉલ વાપરતા જણાયા છે, એની કમ્પૅરિઝનમાં ૫૫ થી ૫૯ વર્ષના ફક્ત ત્રણ ટકા જ જણાયા હતા. આમ મોટાભાગના લોકો એમના વ્યસનો ઉપર વિજય મેળવી લેતા હોય છે.

   ૪૦-૫૦ વર્ષ પહેલા અમેરિકામાં ઍડિક્ટ લોકોને ખરાબ ગણવામાં આવતા. એમનામાં શિસ્તનો અભાવ અને કોઈ નૈતિકતા વગરના માનવામાં આવતા, ચારિત્રહીન કહેવાતા. ભારતમાં તો હજુ પણ એવું મનાય છે. પછી નવો આઇડિઆ આવ્યો કે અડિક્શન એ રોગ છે જેવા કે ટી.બી. અલ્ઝાઈમર. એનો અર્થ એવો કે આવા ભારે વ્યસની લોકો ખરાબ માણસો નથી, ફક્ત બીમાર છે. આમ લોકો ઍડિક્ટને ઘૃણા મળવી ઓછી થઈ. સાવ અનૈતિક ગણાવું તેના કરતા બીમાર સમજે તે સારું. જોકે આ નવી સમજે વ્યસની પ્રત્યે ભાવુક સહકાર વધ્યો.

    ખરેખર અડિક્શન અને રોગમાં ઘણો ફરક હોય છે. અડિક્શનમાં કોઈ ટી.બી. જેવા ચેપી જંતુ હોતા નથી. ડાયબીટિઝમાં હોય તેવો  કોઈ પથલૉજિકલ કે બાયલૉજિકલ પ્રોસેસ હોતો નથી, કે અલ્ઝાઈમર જેવી બાયલૉજિકલી ડીજેનરેટિવ કંડિશન હોતી નથી. રોગ જેવી એક સ્થિતિ બંનેમાં સરખી હોય છે કે ધ્યાનમાં નાં લો તો જીવલેણ નીવડે. ન્યુરોબાયલૉજિકલ આઇડિઆ પ્રમાણે ક્રૉનિક બ્રેન ડિઝીઝ કહેતા હોય છે. આને રોગ કરતા રોગના ચિન્હ તરીકે વધુ ઓળખવામાં આવે છે. અડિક્શન એ કૉમન સાઇકૉલોજિકલ સિમ્પ્ટમ છે. અડિક્શન કમ્પલ્સિવ બિહેવ્યર સમજો જેવી કે અકારણ ખરીદી કર્યા કરવી, વધુ પડતી કસરત કરવી, આખો દિવસ ઘર સાફ કર્યા કરવું, રામનામથી નોટબુક ભર્યા કરવી કે આખો દિવસ ફેસબુક ઉપર બેસી રહેવું.

          વ્યસન છોડવા કોણે પ્રયત્ન નહિ કર્યા હોય ? ૮૦ ટકા શરાબી હવે નહિ પીવું કહીને એકવાર બૉટલ ફોડી ચૂક્યા હોય છે, ૬૦-૯૦ ટકા લોકો સિગારેટ છોડીને ફરી પીવાનું  શરુ કરી દેતા હોય છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં ૪૨  મિલ્યન સિગારેટ ફૂંકનારા લોકો સામે ૪૮ મિલ્યન લોકો સિગારેટ છોડી ચૂક્યા છે. પાકા શરાબીમાંથી  ત્રીજા ભાગના લોકો બીજા વર્ષે ચાલુ રાખતા હોય છે. કોકેનનાં બંધાણીઓમાંથી અર્ધા સારવાર લઈને પાંચ વર્ષમાં એમાંથી બહાર નીકળી ગયા હોય છે.

                વ્યસન છોડીને ફરી શરુ થઈ જવું હવે સારી નિશાની મનાય છે કે ચાન્સ છે એનાથી છૂટવાનો. કદી છોડવાનો વિચાર જ ના કરતા હોય તેના કરતા તો સારું કે એમના મનમાં વ્યસન છોડવાનો વિચાર તો એકવાર આવેલો.  G.Alan Marlatt, professor of psychology and director of the Addictive Behaviors Research Center at the University of Washington કહે છે વ્યસન ફરી શરુ થઈ જવું સાયકલ ચલાવતા શીખવા જેવું છે, સાઇકલ શીખતા લગભગ બધા એકવાર તો ગબડતા જ હોય છે. વ્યસનની જે તલપ લાગે છે તેમાંથી છૂટવા માટે કોઈ નવી ટેક્નિક શોધવી પડશે. કંઈક નવું શીખવા અને જાણવા મળે. આમ વ્યસન ફરી શરુ થઈ જવા કોઈ મોટું ડિઝાસ્ટર નથી.

  ઇન્ટરનેટ અડિક્શન વ્યાપક રોગચાળો છે કે પછી ઘેલછા ? ત્રણમાંથી એક વ્યક્તિ માનતો હોય છે કે ઇન્ટરનેટ રોટી, કપડા, મકાન, હવા અને પાણી જેટલું જ જરૂરનું છે. હ્યુમન સર્વાઇવલ માટે ટેક્નૉલોજિની જરૂરિયાત ફરજિયાત નથી તે હકીકત છે. ઇન્ટરનેટ એક સાધન માત્ર છે. કોરિયામાં ઇન્ટરનેટ અડિક્શન મોસ્ટ સીરિઅસ પ્રૉબ્લેમ બની ચૂક્યો છે. ચાઈના પણ ખૂબ સ્ટ્રગલ કરી રહ્યું છે આના નિવારણ માટે. અઠવાડીયામાં ૩૮ કલાકથી વધુ ઇન્ટરનેટ વાપરવું પ્રોબ્લમટિક ગણાય છે. કોરિયામાં ૨૦૦ હૉસ્પિટલમાં ૧૦૦૦ કાઉન્સેલર ઇન્ટરનેટ ઍડિક્ટ લોકોની સારવાર માટે પ્રયત્નો કરી રહ્યા છે.

 અમેરિકામાં ૮-૧૮ વર્ષના બાળકો રોજ ૮-૧૨  કલાક નેટ, ટીવી, કમ્પ્યૂટર, એમ્પિ-૩ પ્લેયર અને વિડિઓ ગેઈમ પર હોય છે. વધારે પડતા ઇન્ટરનેટ વપરાશ સામે બાળકો માટે કોઈ કાયદા છે નહિ. આમાં તો કાયદા કરતા માબાપની સમજ અને બાળકો પ્રત્યે ધ્યાન રાખવાની તૈયારી જ કામ લાગે.

   અડિક્શન અને અડિક્ટિવ બિહેવ્યર સાઇકૉલોજિકલ પેએન અને બેચેનીમાં ત્વરિત રાહત આપે છે. મન તણાવયુક્ત થઈ જાય તો એકાદ સિગારેટ ફૂંકી લેવાથી રાહત થઈ જાય છે. પણ આ રાહત હંગામી હોય છે, પ્રૉબ્લેમનું  કોઈ કાયમી નિવારણ હોતું નથી. અડિક્ટિવ બિહેવ્યરની સીરિઅસ સાઇડ ઇફેક્ટ એ હોય છે કે તે ઇમોશનલ પેએન અને બેચેની દૂર કરવાની સાથે  લાગણીવિહીન પણ કરી નાખે છે. અડિક્શન ભાવશૂન્ય બનાવી નાખે છે.

  આપણે ખાલી સિગારેટ, ઍલકહૉલ અને નશાકારક ડ્રગ્ઝ વિષયક અડિક્શનને મહત્વ આપતા હોઈએ છીએ. એક સિગારેટ, એક ગ્લાસ વાઈન, એક કપ ચા કે કોફી કે એક વૅલિયમની જરૂર છે, તો સમજી લો કે આ ચીજો આપણે પેએન-કિલર તરીકે વાપરીએ છીએ. ખોરાક પણ ક્યારેક અડિક્શનનું કારણ બનતો હોય છે. ઇટીંગ ડિસૉર્ડર વડે પીડાતા લોકો ઇમોશનલ  પ્રસન્નતા માટે ખૂબ ખાતા હોય છે. આ બહુ વહેલું બચપણથી શરુ થઈ જતું હોય છે. જે બાળકો ખૂબ લાગણી ભૂખ્યા હોય, ધ્યાન દોરવા માંગતા હોય કે સ્પેશલ કાળજી ઇચ્છતા હોય તે ખૂબ ખાતા હોય છે.

ઘરમાં મહેમાન આવે ત્યારે બાળકો ખૂબ ધમાલ કરતા હોય છે અથવા ખાવાનું માંગતા હોય છે. આપણે  વધુ પડતું ખાઈને તૃપ્ત થતા હોઈએ તો એવું કહેવા માંગતા હોઈએ છીએ કે “મારે કોઈની પાસેથી કશાની જરૂર નથી, હું મારી જાતે પોષણ મેળવી શકું છું.”  ખાવામાં અરુચિ બતાવી ખાવાનું ના પાડનાર પણ આજ કહેતો હોય છે કે મારે કોઈ પાસેથી ખોરાક મેળવવાની જરૂર નથી, મારે કોઈની પાસેથી કશાની જરૂર નથી. આમ અતિશય ખાનારો અને વધુ પડતો ઉપવાસી બંનેની માનસિકતા સરખી હોય છે. આમ ખોરાક પણ અડિક્ટિવ રસ્તે વપરાતો હોઈ શકે.

          કામ  કરવું સમાજમાં સ્વીકાર્ય હોય છે. ઘણીબધી હરકતો એવી હોય છે કે તેને અડિક્શન માનવું અઘરું હોય છે. વધુ પડતા કામ કરનારા વર્કહૉલિક હોય છે. સતત કામ કર્યા જ કરતા હોય છે. ઘણા ફિટનેશ ફનૅટિક હોય છે. આ બધી પ્રવૃત્તિઓ બ્રેનમાં ડોપામીન રિલીસ કરતી હોય છે અને રિવૉર્ડ સિસ્ટમને ઉત્તેજિત કરે છે, જે સુખાનુબોધ અર્પે છે. આમ એક રીતે ડ્રગ જેવું કામ આપે છે.

               આમ વારંવાર કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ પેએન કિલરનું કામ કરીને આપણને ભાવશૂન્ય બનાવી અડિક્ટિવ બનાવી નાખે છે. વધારે પડતું કામ કરવું, અર્થ વગરની બિનજરૂરી ખરીદી કર્યા કરવી, વધુ પડતી કસરત કર્યા કરવી, આખો દિવસ ટીવી જોયા કરવું, ઇન્ટરનેટ  પર આખો દિવસ બેસી રહેવું, રીડિંગ, ગેમ્બલિંગ, લિસ્ટ બહુ લાંબું થતું જાય છે. જોઈ લો, વિચારી લો કે કોઈ સામાન્ય પ્રવૃત્તિ રિપેટિટિ, કમ્પલ્સિવ તો નથી બની ચૂકી ને ? એક સંબંધી સન્નારીને આખો દિવસ ઘર સાફ કરવાનું અબ્સેશન મેં જોએલું છે. હું મજાકમાં કહેતો કે નગરપાલિકામાં સફાઈ કામદારની જગ્યા ખાલી પડી છે. એમના  ધર્મપતિદેવ પણ કહેતા કે મારા ઘરમાં કોઈ ગયા જનમની સફાઈ કામદાર આવી ગઈ લાગે છે.

    નાના બાળકોને ગુસ્સે થાય તો પોતાની જાતે પગ પછાડે છે કે હાથ પછાડે છે. આમ ઇમોશનલી હર્ટ થાય ત્યારે બાળકો પોતાની જાતને પ્રહાર કરી મન વાળતા હોય છે. પાછળથી એમને સમજ આવે છે કે પોતાના ગુપ્ત અવયવોને સ્પર્શ કરવામાં આનંદ આવે છે. આમ સાઇકલૉજિકલ પેએનથી દૂર ભગવા માટે હસ્તમૈથુન કરતા થઈ જતા હોય છે. આમ ઇન્સ્ટન્ટ ટૅન્શન રિલીવર તરીકે આના ઍડિક્ટ બનતા વાર લાગતી નથી.  આમ સેક્સ પણ અડિક્શન બની શકે છે. પોર્ન સાહિત્ય વાંચવું, પોર્ન મૂવિ જોયા કરવા અને સમાગમ વખતે ફૅન્ટસીમાં રાચવું આવી કમ્પલ્સિવ સેકસુઅલ ઍક્ટિવિટિ અને પ્રોમિસ્ક્યુઇટી ભાવશૂન્ય બનાવી નાખે છે.

 અમુક વ્યસનો શરીરને હાનિકર્તા  છે. અમુક અડિક્શન મનને હાનિકર્તા છે. વ્યસનો અપાર છે. કોઈ પણ વસ્તુ કે ક્રિયાને વ્યસન બનાવી શકાય છે. કોઈ પણ વસ્તુના ઍડિક્ટ બની શકાય છે.

 

 

રાસાયણિક તત્વજ્ઞાન-૬, સુખની જૈવિક પરિભાષા. ( Hard Truths About Human Nature)

રાસાયણિક તત્વજ્ઞાન-૬, સુખની જૈવિક પરિભાષા ( Hard Truths About Human Nature)

સુખની જૈવિક પરિભાષા

આપણા મેમલિઅન પૂર્વજોનાં જીવનમૃત્યુ વિશેના ભયાનક અનુભવો થકી આપણું બ્રેન સુખદુઃખ અર્પતા રસાયણો મુક્ત કરે છે અને તેના વડે સુખની, આનંદની કે દુઃખની અનુભૂતિ થાય છે તે હકીકત છે. આ હકીકત માનવીય લાગણીઓ માટે ધ્રુજાવે તેવું સત્ય છે. સુખ અર્પતા દરેક કેમિકલનો હેતુ સર્વાઇવલ માટેનો હોય છે. બ્રેન જ્યારે કોઈ ખાસ ફરજ બજાવવાની હોય ત્યારે જ હૅપી કેમિકલનો એક નાનો ડૉસ રિલીસ  કરતું હોય છે. આમ આપણને તો સદા સુખનો અનુભવ કરવો હોય છે, પણ તે શક્ય બનતું નથી. જો આ કેમિકલ્સ વિષે સામાન્ય સમાજ આવી જાય તો કોઈ ફિલૉસફી ના કરી શકે તે કામ આ સમજ કરી શકે તેમ છે.

બીજા પ્રત્યે શુભ ભાવના પેદા થવી તે માટે મૅમલ બ્રેન ઈવૉલ્વ થયેલું છે. આપણાં સરીસર્પ પૂર્વજો બીજા માટે સારું ફિલ કરતા નથી. સર્વાઇવલ માટે કામ લાગે તે માટે થઈને મૅમલ બ્રેને  હકારાત્મક ન્યુરો કેમિસ્ટ્રી વિકસાવેલી છે. છતાં કાયમ માટે બીજા મૅમલ ભાઈઓ માટે સદા હૂંફાળી અને પ્રેમાળ લાગણી પેદા થાય નહિ તે પણ હકીકત છે. આમ સર્વાઇવલ ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખતું  હોવાથી મૅમલ બ્રેન કાયમ નિર્ણય લેવા ટેવાયેલું હોય છે કે એના માટે સારું કોણ છે કે જેના વડે સર્વાઇવલ માટે સહાય બને.

નાનું બ્રેન ધરાવતા મૅમલ ખોરાક, સાથીદાર (Mates), અને પ્રિડેટર એટલે કે હુમલાખોર વિષે ત્વરિત નિર્ણય લઈ લેતા હોય છે. પ્રાણીઓ ખોરાકની શોધમાં નીકળે તો હુમલાખોરની શક્યતા પણ વધી જાય. છતાં ખોરાકની શોધમાં નીકળવું તો પડે જ. હવે કયું અગત્યનું તે નિર્ણય લેવાનું કામ બ્રેને કરવું પડે. જેમ બ્રેન વધુ મોટું તેમ સામાજિક જોડાણ વધતું જાય છે. સામાજિક જોડાણ સંભવિત પ્રિડેટર થી બચાવે છે, અને સાથે સાથે ખોરાક અને સાથીદાર માટે હરીફાઈ પણ વધારે છે. આમ બ્રેન દરેક ખૂણો તપાસીને નિર્ણય લેતું હોય છે. બ્રેન નિર્ણય કઈ રીતે લેતું હશે ?

આપણે ઘરમાં જરૂર પડે લાઈટ ઑન ઑવ કરીએ છીએ તેમ ન્યુરો કેમિકલ્સનો સ્ત્રાવ ઑન ઑવ કરીને બ્રેન નિર્ણય લેવા ટેવાયેલું હોય છે. હૅપી કેમિકલ્સ એક રસ્તો છે શરીર માટે જણાવવાનો કે આ વસ્તુ સારી છે હજુ વધુ મેળવો. આપણે જન્મ લઈએ ત્યારથી ન્યુરૉન્સ વિદ્યુત સંદેશા મોકલવાનું શીખી ગયા હોય છે. જેના વડે હૅપી કેમિકલ્સનાં સ્ત્રાવ થતા હોય છે. આમ એક ન્યુઅરલ સર્કિટ તૈયાર થતી હોય છે જે ભવિષ્યમાં ફરજ બજાવવા તૈયાર હોય છે.

માનવોની સુખની પરિભાષા બીજા મૅમલ પ્રાણીઓ કરતા અલગ હોય છે. માનવીની સુખ પામવાની રીત પણ બીજા પ્રાણીઓ કરતા અલગ હોય છે. પ્રાણીઓ એમના ભૂતકાળના  અનુભવ પ્રમાણે પુનરાવર્તન કરતા હોય છે. જ્યારે મનુષ્ય નવા નવા રસ્તા શોધી કાઢવા ટેવાયેલો હોય છે. ભૂતકાળના અનુભવોમાં માનસિક રીતે તડજોડ કરીને મનુષ્ય નવા રસ્તા શોધી કાઢતો હોય છે. આમ ટૂંક સમયના સુખના બદલે લાંબા સમયનું સુખ મેળવવાની એની ખેવના વધતી જાય છે. કારણ એની પાસે બીજા પ્રાણીઓ કરતા વધુ મોટું બ્રેન અને વધુ ન્યુરૉન્સ છે.

પ્રાણીઓ સુખની કોઈ વ્યાખ્યા કરતા નથી. તેઓ સુખી નાં હોય તો વિચારતા નથી કે શું ખોટું થયું છે ? કે આ દુનિયાને શું થયું છે ? તેમને કોઈ આશ્ચર્ય થતું નથી. પણ મનુષ્ય પાસે ભૂતકાળના  અનુભવ, વર્તમાન સ્થિતિ અને કાલ્પનિક ભવિષ્ય સાથે ટકરાઈ જવા માટે પુષ્કળ ન્યુરૉન્સ છે. જેથી મનુષ્ય નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. આમ સુખની માત્રા ઓછી થઈ જાય ત્યારે કુદરતી એની રાહ જોવાને બદલે આપણે કશું કરવા માંગતા હોય છીએ. થોભો અને રાહ જુઓ, ગીતાકારે આને જ અનાસક્ત યોગ કહ્યો લાગે છે શું માનવું છે મિત્રો ?

હ્યુમન બ્રેન એક પૅટર્ન શોધી કાઢતું હોય છે. આ પૅટર્ન પ્રમાણે સુખનાં ફુવારા મેળવવાની કાયમ ઇચ્છા રાખતું હોય છે. ઘણીવાર આ પ્રમાણે બનતું પણ હોય છે, પણ ઘણીવાર આપણે ખોટા પડતા હોઈએ છીએ અને એનો અંત દુઃખ સાથે પરિણમતો હોય છે. નીકળીએ છીએ સુખની શોધમાં અને મળે છે દુઃખ. આપણું કૉર્ટેક્સ હૅપી કેમિકલ્સ ઉપર કોઈ પણ જાતનો કાબુ ધરાવતું નથી. તે ખાલી સંકેતો મેળવી શકે છે. આ પૅટર્ન ક્યારેક ગૂંચવાડા વાળી હોય છે, કારણ તે એક જુદી દુનિયામાં ઉત્ક્રાંતિ પામેલી હોય છે.

આપણાં ન્યુરો કેમિકલ્સનાં સુર તાલ આપણાં DNA માટે શું સારું છે તેની સાથે જોડાયેલ હોય છે.   આપણાં પોતાના ઊંચા ખયાલ સાથે એને કોઈ લેવાદેવા નથી. એટલે સુખની શોધ દુઃખમાં પરિણમતી હોય છે. મૅમલ બ્રેન એવા નિર્ણય લેતું હોય છે જે કૉર્ટેક્સને ગલત લાગતા હોય છે, પણ લાંબા અંતરે જોઈએ તો DNA માટે સારા પણ હોઈ શકે. કોઈ સારા ઘરની દીકરી કોઈ મવાલી સાથે ભાગી જાય ત્યારે કૉર્ટેક્સને બહુ તકલીફ થતી હોય છે. પણ મોટાભાગે મૅમલ બ્રેઈન જીતી જતું હોય છે કેમકે તે હૅપી કેમિકલ્સ ઉપર કંટ્રોલ ધરાવતું હોય છે.

હા ! તો મિત્રો કેવી લાગી આ રાસાયણીક ગીતા ?

 

સ્વપ્નસરિતા-૨ (Hard Truths About Human Nature)

Sir Edward Tylor was responsible for forming t...
Image via Wikipedia

સ્વપ્ન સરિતા-૨ (Hard Truths About Human Nature)

 રોજ રાત્રે આપણે ઊંઘી જઈએ પછી સ્વપ્ન સરિતામાં ડૂબકાં ખાવા પહોચી જતા હોઈએ છીએ. હા! એનો  સમય દરેક વ્યક્તિએ અને સંજોગો પ્રમાણે ભિન્ન ભિન્ન હોય તે સ્વાભાવિક છે. રેમ પહેલાનો તબક્કો ઊંડી ઊંઘનો હોય છે. માનવ બ્રેઈન વિષે ખૂબ સંશોધન ચાલી રહ્યું છે. સાધુ સંતો, મહાત્માઓની જેમ હવામાં ગોળીબાર કરવાનું વિજ્ઞાનની તાસીરમાં હોય નહિ. છતાં REM બાયોલોજિક રહસ્ય છે તેવું વિજ્ઞાન કબૂલ કરે જ છે. MRI અને FMRI વડે બ્રેઈન વિશેના રહસ્ય ઉકેલવાનાં પ્રયત્નો ચાલુ જ છે. રેમના સાદા અર્થમાં ઊંઘની એવી અવસ્થા જેમાં vivid સપના જોઈ શકીએ છીએ. સ્વપ્નમાં લીમ્બીક સિસ્ટમમાં રહેલા amygdala ખાસ સક્રિય હોય છે. સપનામાં બ્રેઈનના  બીજા સક્રિય ભાગો anterior cingulate gyrus, the parahippocampal gyrus and ventromedial or orbitofrontal cortex હોય છે. The dorsolateral prefrontal cortex is de-activated in REM. Neurochemically, REM sleep demonstrates high activation levels in forebrain dopaminergic and cholinergic circuits as well as cessation of activation in the noradrenergic locus ceruleus and the serotoninergic raphe nucleus. Note that this pattern of activation and deactivation strikingly replicates the pattern associated with impulsive aggression in the waking state.
    સ્વપ્નમાં આમ aggression ખૂબ હોય છે. આમ ૬૦% પુરુષોના અને ૫૧% સ્ત્રીઓના સપનાઓમાં આક્રમકતા ક્યાંક ને ક્યાંક સંકળાયેલી નોંધાયેલી છે. સપના જોનારા વ્યક્તિઓમાં ૪૦% પુરુષો અને ૩૦% સ્ત્રીઓ પોતે જ આક્રમણ કરતા નોંધાયેલા છે. સપનામાં જોવાતી વ્યક્તિઓમાં પુરુષોમાં ત્રણ અને સ્ત્રીઓમાં ચાર સાથે કોઈ પણ પ્રકારની આક્રમકતા જોડાયેલી હોય છે. સપનાઓમાં જોવાતી ૮૦% વ્યક્તિઓ અજાણી હોય છે. આ અજાણી વ્યક્તિઓ મોટા ભાગે પુરુષો હોય છે અને તે સ્ત્રીઓ કરતા પુરુષોના સપનાઓમાં વધારે આવતી હોય છે. આમ અજાણી વ્યક્તિ સપનામાં આવે તો તે સપનામાં ફીજીકલ aggression ઉત્પન્ન થતું હોય છે. REM Behavior Disorder (RBD) વડે પીડાતી વ્યક્તિઓ માટે સપના હકીકત બની જતા હોય છે અને ઊંઘમાં ચીસો પાડવી, મુક્કા મારવા લાતો મારવી, પથારીમાંથી કૂદી પડવું, લડવું ઝઘડવું વગેરે વગેરે કરતા હોય છે. આમ રેમ આક્રમકતા સાથે જોડેલી ઊંઘની સ્થિતિ વધુ હોય છે. એવું પણ નથી કે કાયમ સપનામાં લડતા જ હોઈએ.
      Ref —International Review of Neurobiology, 92, 69-86.; McNamara, P. (2008). Nightmares: The science and solution of those frightening visions during sleep. Westport, CT: Praeger Perspectives.McNamara, P. (2004). An evolutionary psychology of sleep and dreams. Westport, CT: Praeger/Greenwood Press. Barrett, D., & McNamara, P. (Eds.). (forthcoming, 2012). Encyclopedia of sleep and dreams (3 volumes). Westford, CT: ABC-CLIO. McNamara, P., Nunn, C. L., & Barton, R. A.
      એક એકલવાયી ૩૦ વર્ષની પત્ની એક પુરુષ સાથે સપનામાં સંસર્ગ કરતી હોય છે, કે તે પુરુષ તેનો પતિ નથી. એક ૨૦ વર્ષનો  યુવાન સપનામાં અજાણ્યા વ્યક્તિઓ ઉપર મશીનગન ચલાવતો હોય છે, એક વ્યક્તિ વળી સ્વપ્નમાં દુશ્મન પર હથોડા વડે હુમલો કરે છે. જાગતા હોઈએ ત્યારે આવું કદાપિ આપણે હકીકતમાં કરી શકીએ નહિ. આમ સપનામાં કોઈને જીવલેણ માર્યું હોય પણ તે વ્યક્તિને કોઈ જેલમાં પૂરું દેતું નથી. યશવંતભાઈ લખતા હતા ને કે સપનામાં પણ સપનું. સપનામાં પણ ખબર હોય છે પેલી પત્નીને કે જે પુરુષ સાથે સંસર્ગ કરે છે તે એનો પતિ નથી, આવું પુરુષોનું પણ સમજવું. છતાં તે સપનામાં આવું વર્તન કરે છે, અને સુખ, ઇચ્છા, તૃપ્તિ સાથે શરમ પણ અનુભવે જ છે. આમ સપના આપણી નકારાત્મક લાગણીઓ ખાસ ઉજાગર કરતા હોય છે. ખાસ તો નફરત, ભય, ગુસ્સો, આક્રમકતા વગેરે વગેરે લાગણીઓનું નિષ્કાસન સપનામાં થઈ જતું હોય છે. સપના આમ એક માનસિક ઔષધની ગરજ સારતા હોય છે.
   શું પ્રાણીઓ પણ સપના જોતા હશે ખરા? પ્રાણીઓની ભાષા બોડી લૅન્ગ્વેજ હોય છે. એક બિલાડી ઉંદરને જુએ એટલે એની પૂંછ ટટ્ટાર થઈને જુદી રીતે  હાલવા લાગે. ટૂંકમાં શિકાર કે ખોરાક જોઇને એનું શરીર ખાસ પ્રકારની સ્થિતિમાં આવી જાય. વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરેલા છે તે મુજબ આવી જ બોડી લૅન્ગ્વેજ બિલાડીમાં ઊંઘતી વખતે રેમ અવસ્થામાં જોવા મળેલી છે. એક અનુમાન છે કે બિલાડી પણ ઊંઘમાં આપણી જેમ ઉંદરના સપના જોતી હોવી જોઈએ.  મેમલ્સમાં રેમ સ્લિપ જોવા મળે છે. પાણીમાં રહેતા મેમલ્સમાં રેમ ક્લિયર નોંધાયું નથી. પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ રેમ અવસ્થામાં ઊંઘ લેતા જોવા મળે છે. સરીસર્પ રેમ અને નોનરેમ બંનેના કમ્બાઈન લક્ષણો નોંધાયેલા છે. આમ સરીસર્પની રેમ અવસ્થા વિષે વૈજ્ઞાનિકો બહુ જાણતા નથી.
    સપનાંમાંથી ઘણીવાર જાગી જઈને ફરી સપનામાં સરી જતા હોઈએ છીએ. અથવા તો લાગે કે આપણે સપનું જોઈ રહ્યા છીએ અને થોડીવાર પછી જાગૃત થતા હોઈએ છીએ. અથવા ઘણીવાર લાગે કે જાગી ગયા છીએ પણ ખરેખર જાગેલા હોતા નથી. અર્ધજાગૃત અવસ્થા જેવું  કહી શકાય. આવી અવસ્થામાં અજબ, શંકાશીલ અનુભવ થતું હોય છે. એક ચાઇનીઝ ફીલોસોફરને સપનું આવ્યું કે પોતે પતંગિયું બનીને ઊડી રહ્યો છે, પણ અર્ધજાગૃત અવસ્થામાં લાગ્યું કે પોતે માનવ છે. હવે એને અજબ અનુભવ થયો કે ખરેખર હું માનવ છું? હું માનવ સપનામાં પતંગિયું બનીને ઊડી રહ્યો છું કે પતંગિયું સપનું જોઈ રહ્યું છે કે માનવ બની ગયું છે? False awakenings, જાગીને જોયું તો જગત દીસે નહિ.
    ટ્રેડિશનલ સમાજોના મોટાભાગના રીલીજીયસ આઈડીયા સપનાઓની પેદાશ છે તેવું Jackson Steward Lincoln અને  Sir Edward Tylor (The dream in Native American and other primitive cultures)કહે છે. સપનામાં જોએલી વાતો ધાર્મિક રીતિ રિવાજ બની જતી હોય છે. યુરોપીયંસ પહેલીવાર અમેરિકા આવ્યા  ત્યારથી માર્ક કરતા કે નેટિવ અમેરિકન્સ એમના સપનાઓને ખૂબ મહત્વ સતત આપતા હતા. જાગૃત જીવન તો મુશ્કેલીઓ  અને હાડમારીઓથી ભરેલું હતું, જ્યારે સપના એમને શક્તિ અર્પતા હતા. અતીન્દ્રિય શક્તિઓ સપના જોનાર વ્યક્તિ સાથે વાતો કરતી હતી, એને તકલીફ પહોચાડી શકતી હતી, આદેશ આપતી હતી. આમ સ્પીરીટ અને  soul નો આઈડીયા આવ્યો. જે વ્યક્તિઓ મૃત્યુ પામી હોય છે તે પણ સપનામાં દેખાતી હોય છે. આમ મૃત્યુ પછીના જીવનનો આઈડીયા આવ્યો. અને આ મૃત વ્યક્તિઓ એમના જીવન વિષે વાતો કરતી હોય છે, સપનામાં ચેતવતી પણ હોય છે, આમ આત્મા અમર છે તેનો ખ્યાલ આવ્યો. આત્માની અમરતાની ધાર્મિક વાતો સપનાની પેદાશ છે, બાય પ્રોડક્ટ કહેવાય. મૃત પૂર્વજો એટલી બધીવાર સપનામાં આવતા કે પછી એમની ભક્તિ કરવાનું મન નાં થાય તો નવાઈ. પશુઓ પણ સપનામાં ખૂબ આવતા, આમ કેટલાક પશુઓની પણ પૂજા શરુ થઈ ગઈ. એક આત્મા બીજા શરીરમાં ઘૂસી જાય તેવો વિચાર પણ સપના દ્વારા ફેલાયો કહીએ તો ખોટું નથી. કારણ લોકો સપના જોતા હોય છે કે વ્યક્તિઓ અને સ્પીરીટ ક્યારેક એનિમલ બની જતા હોય છે અને એનિમલ વ્યક્તિઓ. જોકે રીલીજીયસ આઈડીયા પેદા થવાના બીજા અનેક કારણો હશે, ગ્રેટ ડીબેટનો વિષય છે, છતાં આ એક કારણ પણ હોવું જોઈએ.
  સપના મસાલેદાર ખીચડી જેવા હોય છે. દાખલા તરીકે થોડા મહિના કે દિવસો પહેલા તમે કોઈ ભાલા ફેંકની સ્પર્ધા ટીવી પર જોઈ હોય, પછી કોઈ ફિલ્મમાં ઘોડાની રેસ જોઈ હોય અને દિવસે ભદ્ર આગળ લાલ દરવાજે કશું ખરીદવા ગયા હોય અને રાત્રે સપનું આવે તો હાથમાં ભાલો લઈને ભદ્ર આગળથી તમે ગાંધીરોડ પર ઘોડા બેસીને જઈ રહ્યા છો અને આગળથી લાલબસ પસાર થઈ જાય છે તેવું પણ જોઈ શકો. તમારું બચપણ જ્યાં પસાર કર્યું હશે તેના સપના હજુ વૃદ્ધ થયા હશો તો પણ આવશે. મારે મારા પિતાશ્રી સાથે લાગણીઓનું જોડાણ ખૂબ હતું. આજે પણ તેઓ સાથે હું સપનામાં નાનો બાળક હોઉં તેમ ફરતો હોઉં છું. અમુક ચોક્કસ પરિસ્થિતિમાં અને દિવસોમાં એમનું સપનું આવે જ છે. મેં જાતે માર્ક કર્યું કે કોઈ તકલીફ હોય કે બીમારી હોય કે કોઈ મૂંઝવણ ભરી સ્થિતિ કે દિવસો હોય ત્યારે એમનું સપનું ખાસ આવે છે. બચપણ અને યુવાનીમાં કાયમ એમનું માર્ગદર્શન મેળવ્યું હોય, સહારો, સાથ અને હૂંફ મેળવી હોય તેની માંગ આજે પણ સપના દ્વારા વ્યક્ત થાય છે તેવું મારું તારણ છે. સપનાની ખીચડી થઈ જતી હોય છે અને માટે તે ઢંગધડા વગરના લાગતા હોય છે. પણ તમે યાદ રાખીને વિશ્લેષણ કરો તો ક્યાંક એનો તાળો મળી પણ જાય, અને નાં મળે તો બહુ દુખી થવા જેવું નથી. સ્વપ્ન સરિતાના ઊંડાણ અતલ હોય છે. બસ ડૂબકાં મારો, રીલેક્સ થઈ જાવ અને સવારે તાજામાજા થઈને કામ કરવા નીકળી પડો.

ભયથી અભય તરફ.(Hard Truths About Human Nature).

One of several versions of the painting "...
Image via Wikipedia

ભય થી અભય તરફ

       અરે! એમાં બીવાનું શું ? કોઈ વ્યક્તિ સામાન્ય વસ્તુથી ડરે ત્યારે આપણે આવું ઉચ્ચારીયે છીએ. પણ આવું ઉચ્ચારનાર પણ કોઈ વસ્તુથી ડરતો તો હોય છે. “મને નાનપણમાં કૂતરાની ખૂબ બીક લાગતી, આમ તો હું કૂતરાથી બીતો નહિ, પણ એકવાર શ્વાન મહાશય કરડી ગયા અને પછી જે ઇન્જેક્શન લેવા પડ્યા ત્યારથી કૂતરાંની બહુ બીક લાગે છે,” આવું મારા એક મિત્રે મને જણાવ્યું, ત્યારે મને કોઈ નવાઈ લાગી નહિ.  જો કે મને પણ નાનપણમાં કૂતરાનો ડર જરૂર લાગતો.

ડર સ્વાભાવિક છે. ડર  સર્વાવલ માટે જરૂરી પણ છે. ડર લાગે નહીતો તો તમે ભાગો નહિ. અને સામે કોઈ સાપ કે હિંસક પ્રાણી હોય તો ? જીવ ગયો સમજો. આમ ડરના જરૂરી હૈ. પણ ઘણીવાર કારણ વગર ડર લાગે ત્યારે વિચારવું જરૂરી છે. ઘણીવાર સ્પિસિફિક ફોબિઆ બેસિક anxiety disorder ગણાય છે. ડૉગ ફોબિઆ, જ્યારે પણ કૂતરાને જોઈએ ત્યારે ખૂબ ડર લાગે, હાર્ટની ધડકન  વધી જાય, પરસેવો વળી જાય, ધ્રુજારી ફરી વળે, શ્વાસ ઝડપી અને ટૂંકા થઈ જાય.

આમ જ્યારે કોઈ પ્રસંગ એવો ઊભો થાય, કે કોઈ આવી ભયજનક પરિસ્થિતિનો સામનો થાય જેમ કે કોઈ કૂતરું કરડી જાય પછી કાયમ તેનો ભય લાગે, આમ ફોબિઆ ક્રિએટ થતો હોય છે. ઘણીવાર માબાપ કાયમ ચેતવતા હોય કે ફલાણા ભાઈના કૂતરાથી સાવધ રહેવું. જોકે એમાં એમનો ઇરાદો ચેતવવાનો હોય છે, પણ ઘણીવાર આવી રીતે અતિશય ચેતવણી પણ ફોબિઆ ઊભો કરવામાં મદદ કરતી હોય છે.

Agoraphobia એટલે જાહેર જગ્યા, પબ્લિક પ્લેસ કે માર્કેટ પ્લેસનો ડર. ફોબિઆ જાત જાતના હોય છે. પક્ષીના પીંછાનો પણ ફોબિઆ હોય છે. અરે ગભરુ એવા કબૂતરનો પણ ફોબિઆ હોય છે. અરે શ્વેત અને અશ્વેત લોકોના ફોબિઆ પણ જુદા જુદા હોય છે. આમ તો પાંચ  પ્રકાર ફોબીઆના પાડેલા છે.

  ૧) Animal Type. ( કૂતરા, સાપ, ઉંદર, વંદો અને બીજા પ્રાણીઓ).

            ૨) Natural -environment type . (વાવાઝોડા, વરસાદ, પાણી, કુદરતી તોફાનો).

            ૩) Blood -injection injury type .

            ૪) Situational type. (એર ટ્રાવેલ કે એલિવેટર).

            ૫) આ લિસ્ટમાં નાં હોય તે બધા.

          આફ્રિકન અમેરિકન લોકોમાં શ્વેત લોકો કરતા કૂતરાં, સાપ, ઉંદર અને કરોળિયાનો ડર વધારે હોય છે. સામાજિક ફિઅર જેવા કે મૂર્ખાં દેખાશું, કોઈ કામમાં સફળ નહિ થવાય, અને લોકો ટીકા કરશે તેવા ફોબિઆ અશ્વેત લોકોમાં વધુ જોવા મળ્યા છે. કૂતરાથી સાવચેત રહોના પાટિયા પણ એના ડરમાં વધારો કરતા હોય છે.

કબૂતર સાવ ગભરુ દેખાતું હોય છે, અને હોય પણ છે. છતાં એનો ડર લાગતો હોય તેવી એક વિદેશી મહિલાને ટીવી ઉપર જોએલી. કબૂતર જોઇને ચીસાચીસ કરી મૂકે. જે વસ્તુનો ભય લાગતો હોય તેનો સામનો કરવો તે પણ ઉપાય બની શકે. આ બાઈને પહેલા તો કબૂતરના ફોટા બતાવીને ટેવ પાડવામાં આવી કે કબૂતર કોઈ ભય માટે કારણરૂપ નથી. ફોટા જોઇને પણ ચીસો પડતી હતી. ધીમે ધીમે કબૂતર નજીક લઇ જવાતી. આમ ધીમે ધીમે માંડ માંડ કબૂતરનો ભય દુર થયો. વિમાની અકસ્માતમાંથી બચ્યા હોય તેમને પણ ઘણીવાર વિમાનમાં બેસવાનો ડર લાગતો હોય છે.  ફોબિઆનું લિસ્ટ બહુ લાંબુ છે.

ડર લાગે ત્યારે Adrenalin ફ્લો વધી જતો હોય છે. હવે કારણવગર ડર લાગતો હોય ત્યારે એના ફ્લોને કંટ્રોલ કરવાથી ડર ઓછો થઈ જતો હોય છે. આ હૉર્મોન્સ સ્ત્રાવ વધી જાય તો નુકશાન કારક છે. કોઈ વાર મોત પણ મળી જાય. એનું નિવારણ કરવા,

 ૧) સૌ પ્રથમ તમારા હાથ અને પગના સ્નાયુને તંગ બની ગયા હોય તેને ઢીલાં છોડી દો,

 ૨) થોડા ઊંડા શ્વાસ લો,

 ૩) ધ્યાન બે આંખો વચ્ચે કેન્દ્રિત કરો,

 ૪) એક હાથ કપાળ ઉપર મૂકો, અને

૫) બીજો હાથ માથા પાછળ નીચે રાખો.

             આટલું કરવાથી ઝડપથી શાંત થઈ જવાશે. ડર ઓછો થઈ જશે, બેચેની ઓછી થઈ જશે તણાવ મુક્ત થવું હોય તો પૂર્વની ઘણી બધી ટેક્નિક બહુ કામ લાગી જાય છે. પશ્ચિમના મેડિકલ સાયન્સ મુજબ રોગના કારણો શોધો, એની ઍક્ટિવ દવા શોધો. વંઠેલ બીમારીઓમાં મન મક્કમ રાખી લડાયક ખમીર રાખો. જ્યારે પૂર્વના આરોગ્ય વિષયક જ્ઞાન મુજબ, શારીરિક  ઘટકોમાં બૅલન્સ ખોરવાય અને શક્તિ પ્રવાહ ક્યાંક રોકાય તો બીમારીઓ આવતી હોય છે. ઉપાયમાં હર્બલ દવાઓ, થોડી આસનો જેવી હલનચલન, ખાવાપીવામાં પરેજી. અને મેડીટેશન.

આપણું નાનું મગજ જેવું કે amygdala અથવા hypothalamus કોઈ ભયજનક મુશ્કેલી આવે ત્યારે સચેત થઈ જતા હોય છે, અને સર્વાઇવલ માટે શું કરવું, ભાગવું કે લડવું તે સૂચવતા હોય છે. એના માટે જે કામ લાગે તેવા હૉર્મોન્સનો સ્ત્રાવ કરતા હોય છે. પણ ઘણીવાર આ બ્રેન સેન્ટર કારણ વગર વધારે સેન્સિટિવ બની જતા હોય છે. આપણાં જુના અનુભવોને વર્તમાનમાં લાવીને હાયપર સેન્સિટિવ બની જતા હોય છે અને આપણે તણાવ ,બેચેની અને ભય પામતા હોઈએ છીએ. ખરેખર સાપ સામે આવે કે વાઘ આવે તો ભય લાગે તે સ્વાભાવિક છે, પણ સાપનો ફોટો કે ટીવી શો જોઇને પણ ધ્રુજારી વછૂટી જાય તે અસ્વાભાવિક છે.

પ્રાણીઓને કોઈ ભયજનક મુશ્કેલી આવે તો બ્લડ પ્રેશર વધી જાય અને સ્ટ્રેસ હૉર્મોન્સ એમને ભાગવા માટે સૂચવે સાથે એક્સ્ટ્રા એનર્જી આવી જાય, અને ભયજનક મુશ્કેલી ટળી જતા નૉર્મલ બની જતા હોય છે. જ્યારે  આપણે માનવપ્રાણીઓ સદાય સ્ટ્રેસમાં જીવતા હોઈએ છીએ, અને નૉર્મલ બનતા નથી. જેથી સ્ટ્રેસ હૉર્મોન્સનું નિવારણ જલદી થતું નથી. હાઈ બ્લડ પ્રેશર માટે પ્રાણીઓને રોજ એક ટેબ્લેટ ખાવી પડતી નથી, આપણે ખાવી પડતી હોય છે. ખેર ધ્યાન મેડીટેશન આપણાં મનને ઓવર રિએક્ટ કરવામાંથી બચાવે છે, માનસિક ઇમ્બૅલન્સ કરેક્ટ કરે છે. આપણાં ગુસ્સાને કાબુમાં કરે છે. માનસિક મુશ્કેલીઓ સામે જે ડર હોય છે તેને કંટ્રોલ કરે છે. આમ ઈમ્યુન સિસ્ટમમાં પણ વધારો થાય છે અને ક્રૉનિક  કે વંઠેલ રોગો સામે લડી પણ શકાય છે.

     અમેરિકામાં હાર્વર્ડ મેડિકલ સ્કૂલના John Kabat-Zinn નામના એક સંશોધકે ધ્યાનનો એક પ્રોગ્રામ ડિવલપ કર્યો છે. નામ આપ્યું છે Mindfulness-Based Stress Reduction Therapy (MBSR). બુદ્ધના અનાપાનસતી કે વિપશ્યના ધ્યાન કહો કોઈ ફરક નથી. આ મેડીટેશનમાં મહત્વનું છે શ્વાસ ઉપર ફોકસ કરવું અને મન બીજે ભટકતું હોય ભૂત કે ભવિષ્યમાં એને વર્તમાનમાં સ્થિત કરવું.  Richard Davidson અને તેના સાથીઓ દ્વારા ૨૦૦૩માં એક સ્ટડી થયેલો તે મુજબ તંદુરસ્ત લોકોના એક સમૂહને આઠ અઠવાડિયા આ પ્રકારે ધ્યાન કરાવતા તેમના બ્રેનમાં થતી ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટિની પૅટર્ન બદલાઈ ગઈ હતી. એમના બ્રેનના ડાબી બાજુના ભાગ વધારે સક્રિય બન્યા હતા. એમના શરીરમાં antibody વધ્યા હતા. એમની રોગપ્રતિકારક શક્તિ પણ ઇન્ફ્લુએન્ઝા જેવા રોગ સામે વધી હતી.

   ધ્યાનથી બીજો એક ફેરફાર ધ્યાનમાં આવ્યો છે કે બ્રેનના hippocampus વિભાગના ગ્રે મૅટરમાં વધારો થયેલો, જે વિભાગ મૅમરી અને લર્નિગ માટે મહત્વના હોય છે, અને amygdale વિભાગના ગ્રે મૅટરમાં ઘટાડો નોંધાયો જે pre-cortical alarm system માટે ઇનિશિએટર છે. આનાથી એવું તારણ નીકળે કે meditation increases conscious control over emotional, behavioral, and attentional response to threat.

  Chris Brown અને તેના સાથીઓ (University of Manchester) જણાવે છે કે માઈન્ડફુલનેસ ધ્યાન પ્રયોગથી જ્યારે કોઈ દર્દ થાય તેવું બને જેવું કે સામાન્ય ઇલેક્ટ્રિક શૉક લાગે કે કોઈ ગરમ વસ્તુને હાથ લાગી જાય ત્યારે prefrontal કૉર્ટેક્સમાં થતી અસામાન્ય હલચલ ઓછી કરે છે. એનાથી જે લોકો નિયમિત ધ્યાન કરતા હોય તેમને દર્દ બીજા લોકો કરતા ઓછું થતું હોય છે.

બીજો એક મોટો ફેરફાર ધ્યાન કરતા એ થતો હોય છે કે બ્રેનમાં થતી ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટિ જમણા વિભાગથી ડાબા વિભાગ તરફ સક્રિયતા દાખવતી હોય છે જેના લીધે પૉઝિટિવ લાગણીઓ જેવી કે પ્રેમ અને કરુણામાં વધારો થતો હોય છે.

Simple Breath Awareness Meditation Instructions:

                #  આરામદાયક શાંત, કોઈ દખલ ના કરે તેવી જગ્યા પસંદ કરવી.

#  આસન ઉપર કરોડરજ્જુ સીધી રહે તેમ બેસવું.

#  શ્વાસ અંદર જાય અને બહાર જાય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.

#  શ્વાસને નૉર્મલ વહેવા દેવો, એના લયમાં કોઈ ફેરફાર કરવો નહિ.

   એની જાતે  કોઈ   ફેરફાર થાય તે જોતા રહેવું.

#  મન બીજે જતું રહે તે પણ જોવું અને મૃદુતાથી પાછું વાળીને ફરી શ્વાસ    ઉપર કેન્દ્રિત  કરવું.

#  શ્વાસોચ્છવાસને ઑબ્ઝર્વ કરવાનું ૧૫-૨૦ મિનિટ ચાલુ રાખવું. 

કારણ વગરના ભય નાબૂદ કરવા માટે ધ્યાન બહુ મદદરૂપ થાય છે. તણાવમુક્ત રહેવા માટે પણ મદદરૂપ થાય છે. ધ્યાન બ્રેનની કસરત છે, એને કોઈ ધર્મ સાથે સાંકળવાની જરૂર નથી. ધ્યાન કહેવાતા ધર્મથી પરે છે. બાવાઓ ધ્યાન કરતા નથી, ખાલી કથાઓ કરે છે. “Meditation is the medicine for mind, anybody can use It.” ઔષધ તો ફક્ત ઔષધ છે. કોઇપણ બીમાર એને વાપરી શકે છે. અમુક ઔષધ બીમાર ના હોવ છતાં ઈમ્યુન સિસ્ટમ વધારવા લોકો વાપરતા હોય છે, જેમકે ચ્યવનપ્રાશ. મેડિસિન ઉપર ધર્મનું લેબલ કોઈ મારતું નથી. ડિપ્રેશન, ચિંતા, ફોબિઆ મનની બીમારી છે. મહાવીરે આખી જિંદગીમાં ક્યારેય પ્રાર્થના કરી નથી. ઉપરના રિસર્ચ રિપૉર્ટ ઉપરથી સમજાય છે કે ધ્યાન કરતા બુદ્ધ અને મહાવીરે અભયના સૂત્રો આપ્યા. પ્રેમ અને કરુણા વડે જગને જીતવાનો દાખલો આપ્યો. Amygdala માં થતી કારણ વગરની કલ્પનાઓ દ્વારા રચાતી વિવિધ છબીઓને (ભગવાન) નકારી, નિર્ગ્રંથ બન્યા, અભય પામ્યા.

ભય થી અભય તરફ.(Hard Truths About Human Nature).