મેરી સાંસો કો જો મહેકા રહી હૈ,યે પહેલે પ્યારકી ખુશ્બુ. Hard Truths About Human Nature.

મેરી સાંસો કો જો મહેકા રહી હૈ,
યે પહેલે પ્યારકી ખુશ્બુ.
તેરી સાંસોસે શાયદ આ રહી હૈ.
 
 
બદલતે રીશ્તેનું ઉપરનું ગીત ખૂબ કર્ણપ્રિય છે. મારું ફેવરીટ છે. રચનાકારને કદાચ ખબર નહિ હોય પણ એમાં ઈવોલ્યુશનરી સાયંસ, બાયોલોજી અને સાયકોલોજી સમાયેલી છે. Rachel Herz (Ph .D).Brown  Uni ગંધ સુગંધ જ્ઞાનની  આ મહારાણી શું કહે છે?
યુ.એસ.ગ્રેટીંગસ કાર્ડ એસોસિયેશન કહે છે કે વેલેન્ટાઇન ડે નિમિત્તે ૮૫% ટકા કાર્ડની  ખરીદી સ્ત્રીઓ દ્વારા થાય છે. એનો મતલબ એ છે કે સ્ત્રીઓ ચૂંટે છે તેમની પસંદ. સ્ત્રીઓ પસંદ કરનાર છે. એમના હાથમાં છે પુરુષોની પસંદગી. ઘણા બધા સર્વે સાબિત કરે છે કે પુરુષની પસંદનું મહત્તમ  મહત્વ  હંમેશા સુંદર, આકર્ષક અને સેક્સી ફિગર અને દેખાવ ધરાવતી સ્ત્રી હોય છે. બીજું પછી આવે. સ્ત્રીઓને મન વધારે મહત્વ હાઈ સ્ટેટસ, પાવર, રીસોર્સીસ અને પૈસો છે. પણ સાવ એવું નથી. આવનાર બાળક માટે પુરતા રીસોર્સીસ અને સલામતી જોઈએ. પણ આવનાર બાળક હેલ્ધી પણ જોઈએ, આકર્ષક પણ જોઈએ. ભૌતિક ફાયદા સારા છે, પણ તે પુરુષ હેલ્ધી બાળક આપે તે પણ જોવાનું. તે કઈ રીતે પારખવાનું? શરીર જોઇને? કૈક અંશે સત્ય.
પણ ઈવોલ્યુશનનાં ક્રમમાં  બીજું પણ રહસ્ય માનવજાતમાં છે. એ રહસ્ય છે ઈમ્યુન સિસ્ટમમાં. ઈમ્યુન સીસ્ટમનાં જિન્સનું એક અલગ જૂથ હોય છે, એને કહેવાય છે Histocompatibility complex (MHC) દરેકની આ ઈમ્યુન સીસ્ટમ યુનિક હોય છે. અને આ ઈમ્યુન સિસ્ટમની એક અલગ ગંધ હોય છે. માટે દરેકની ઈમ્યુન સિસ્ટમની સાથે દરેકની શરીરની મહેક યુનિક હોય છે. જેવી રીતે ફિંગર પ્રિન્ટ દરેકની યુનિક હોય છે. સાવ અલગ પ્રકારની ઈમ્યુન સીસ્ટમ અને ગંધ પસંદ કરવામાં આવે તો બે જુદી જુદી જાતની સીસ્ટમ ભેગી થઈને હેલ્ધી વારસો પેદા થાય. આ ગંધ સેક્સુઅલી એટ્રેક્શન પેદા કરે તેવી પણ હોવી જોઈએ. પુરુષની સ્મેલ સારી હોય તો પછી બીજી વાતોનું મહત્વ ઓછું થઇ જાય. અને સ્ત્રી બેટર ધેન  એવરેજ પસંદ કરવા ટેવાયેલી હોય છે. ચાલો થોડા ઊંડા ઉતરીએ.
૧૯૫૯ માં Peter karlson જર્મન બાયો કેમિસ્ટ અને Martin Luscher સ્વીસ Entomologist બંને એમની જતું જગતની લેબમાં કામ કરતા હતા. એમણે જોયું કે એક ઉધઈ કેમિકલ છોડે છે અને બીજી ઉધઈની વર્તણુક બદલાઈ જાય છે. આ થયું કેમિકલ કોમ્યુનીકેશન. એમણે શબ્દ શોધી કાઢ્યો Pheromones એક જાતનું કેમિકલ એટ્રેક્શન. આનો સાદો અર્થ થાય છે ઉત્તેજના વાહક. આ કેમિકલને સુગંધ હોય પણ ખરી અને ના પણ હોય છતાં કામ તો કરે જ. Pheromones પ્રજોત્પત્તિ માટે માદા પુરતી ફળદ્રુપ છે અને તૈયાર છે તે સૂચવતા હોય છે. ફળદ્રુપતાનું સિગ્નલ જો આવી રીતે Pheromones ના બતાવે તો માદા હીટમાં  હોય છતાં વાંદરાઓ એને ઇગ્નોર કરતા હોય છે. ફેરોમોનેસને ઘ્રાણેન્દ્રિય દ્વારા અને Vomeronasal Organ દ્વારા પકડી લેવાતા હોય છે. આ અંગ પશુઓમાં પુરતું વિકસેલું હોય છે, માનવ ભૃણમાં હોય છે પણ જન્મ  થયા પછી નદારદ થઇ જાય છે. અને આના ટીસ્યુ તાળવામાં ઉપર હોય છે. પશુઓ એક બીજાને ચાટીને Pheromones ની માહિતી લેતા હોય છે.
Pheromones  બે પ્રકારના હોય છે એક પ્રાથમિક હોય છે જે લોંગ ટર્મ કામ કરતા હોય છે. બીજા releaser સિગ્નલ હોય છે જે તત્ક્ષણ કામ કરતા હોય છે જેવા કે મેટિંગની ઉત્તેજના. Martha McClintock નામની એક મહિલા વૈજ્ઞાનીકે એક સર્વે કરેલો કે હોસ્ટેલમાં સાથે રહેતી છોકરીઓ લગભગ એક સમયે ઋતુચક્રમાં આવતી હોય છે. તેમાં આ Pheromones  ભાગ ભજવે છે. છોકરીઓના પરસેવામાં આ હોય છે જે એકબીજાની વસ્તુઓની આપલે વખતે અને સ્પર્શ વખતે એકબીજાને અસર કરે છે જેનાં લીધે ધીમે ધીમે છોકરીઓ એક સમયે પીરીયડમાં આવતી થઇ જતી હોય છે. Androstadionnone જે Testosterone માંથી બને છે જે પુરુષોના પસીનામાં હોય છે. સ્ત્રીઓમાં ઓછું હોય છે. આ એક હ્યુમન સેક્સ હાર્મોન છે.
Saul  miller  અને Jon  manner નો ટીશર્ટ સર્વે જાણવા જેવો છે. એક કોલેજની છોકરીઓ ઓવુલ્યેશન અન્ડ્મોચન તબક્કામાં  હોય તેમના રાત્રે પહેરેલા ટીશર્ટ લીધા, બીજી જે છોકરીઓ એવા તબક્કામાં ના હોય તેમના ટીશર્ટ લીધા અને થોડા ટીશર્ટ કોઈએ પહેર્યા ના હોય તેવા લીધા, મતલબ શરીરની ગંધ વગરના. થોડા છોકરાઓને ભેગા કર્યા. એમને કહેવામાં આવ્યું કે દરેક ટીશર્ટ છોકરીઓએ પહેરેલા છે. પહેલા આ છોકરાઓના Testosterone લેવલ ચેક કરી લેવામાં આવ્યા. પછી ૧૫ મીનીટના સેશનમાં ત્રણ વખત ખૂબ જોરથી અને લાંબા અને ઊંડા શ્વાસે આ ટીશર્ટ સુંઘવાના જણાવવામાં આવ્યું. દરેકને જુદા જુદા ટીશર્ટ આપવામાં આવ્યા. સુંઘ્યા પછી દરેકના Testosterone લેવલ ફરી ચેક કરવામાં આવ્યા. જે છોકરીઓ ઓવુલ્યેશન તબક્કામાં હતી એમના ટીશર્ટ સુંઘનારનું Testosterone લેવલ વધી ગયેલું. જે છોકરીઓ એ તબક્કામાં નહોતી એનું ટીશર્ટ સુંઘનારના અને જે ટીશર્ટ કોઈએ પહેરેલું જ નહિ તેના સુંઘનારના Testosterone લેવલ સામાન્ય હતા તે જ રહેલા. ઓવુલ્યેશન અવસ્થામાં સ્ત્રીની સુગન્ધ સૌથી વધુ આનંદદાયક હોય છે.
જુઓ મિત્રો, આપણે અત્તર, સેન્ટ, પરફ્યુમ અને ડીઓડરન્ટ વગેરેનાં અતિ ઉપયોગે આપણી ફિંગર પ્રિન્ટ જેવી યુનિક ગંધ ગુમાવી બેઠા છીએ. આ બધાનો વિવેકથી ઉપયોગ થાય તો ઈવોલ્યુશનની સેવા થશે.
શુરુ યે સીલસીલા તો ઉસી દિનસે હુઆ થા,
અચાનક તુને જીસદીન મુજે યુહી છુઆ થા.
લહેર જાગી જો ઉસ તનબદન મેં જો મનમે  આજ ભી દહેકા રહી હૈ.
યે પહલે પ્યારકી ખુશ્બુ તેરી સાંસો સે શાયદ આ રહી હૈ…..
બહોત તરસા હૈ યે દીલ તેરે સપનેયે સજાકે,
યે દીલકી બાત સુનલે મેરી બાહોમે આકે,
જગાકર અનોખી પ્યાસ મનમે યે મીઠી આગ જો દહેકા રહી હૈ.
યે પહલે પ્યારકી ખુશ્બુ તેરી સાંસો સે શાયદ આ રહી હૈ…..
યે આંખે બોલતી હૈ,જો હમ ના બોલ પાયે.
દબી વો પ્યાસ મનકી નજરમે ઝીલમીલાયે.
હોઠોપે તેરી હલકી હસી હૈ,યે મેરી ધડકન બહેકતી જા રહી હૈ.
યે પહલે પ્યારકી ખુશ્બુ તેરી સાંસો સે શાયદ આ રહી હૈ…..
 
 
 
Rachel Herz

28 thoughts on “મેરી સાંસો કો જો મહેકા રહી હૈ,યે પહેલે પ્યારકી ખુશ્બુ. Hard Truths About Human Nature.”

 1. rightly said…….

  તારી બાંહોમાં સમાયીને,
  તારાથી આગળ થાવું છે!
  હોઠો પર રટણ શ્રીજીનું ને,
  શ્વાશોમાં સુગંધ તારી ભરીને ,
  મારે નિંદ્રાધીન થાવું છે .
  ‘પિયુની’
  http://piyuninopamrat.wordpress.com/2010/12/06/

  Like

 2. dear brother,
  this article will be useful for chemical students, also there is so much strong bad odors around like ciggarete smoke, tobacco, vehicular traffic, wrong kinds of perfumes, gidc smoke,there is hardly any use and detection.Moths use scents,both males and females produce pheromones,a chemical that have certain odors.During courtship,a female gives off a pheromone.A male finds the female by detecting the odor of the pheromone with his antennae.Man is also an animal.New subject to understand more about evolutionary aspects.

  Like

 3. ગંધ-સુગંધનું આખું શાસ્ત્ર છે. જંકફૂડ કે ખોટા આહાર કે દારૂ પીનારાના પરસેવા ગંધાવા માંડે છે. આવા પરસેવાની ગંધ અત્તર કે પરફ્ય઼ુમથી દબાતી નથી. બ્રાહ્મણો ચૂરમાનાં લાડુમાં ખસખસ લગાવતાં તેનથી બે ફ઼ાયદા થતા એક નશો આવે અને બીજું તેનાથી પરસેવામાં વાસ ના આવે. ગંધ પારખવાના લાખો કોષો આપણા નાકમાં આવેલા છે. તે નકામાં થવાથી ગંધ પારખી શકાતી નથી.

  સ્ત્રીઓ તેમના પતિની અમુક પ્રકારની શરીરના પરસેવાની ગંધ પારખી શકે છે. અને અમુક પ્રકારની સુગંધથી સેક્સુઅલી ઉત્તેજિત થાય છે. સ્ત્રીઓને ડોમિનેટ પુરુષની ગંધ ઓળખાઇ જાય છે. સ્ત્રી પાસે તેના પતિ જેવું જ શરીર ધરાવતો પુરુષ રાતના અંધારામાં જઈને સુઈ જાય તો સ્ત્રીને ગંધ પરથી ખબર પડી જાય છે કે અલગ પુરુષ છે. ૯૦ ટકા સ્ત્રીઓ પુરુષના વસ્ત્રોને સુંઘીને ઓળખી કાઢે છે.

  ઘણાં નાનાં બાળકો માતાની સાડી કે દુપટ્ટો લઈને જ સૂવે તે વગર સૂઇ ન શકે. આખી રાત માતાની સાડી લઈને સૂતા બાળકો માતાને વળગીને સૂતાં હોય તેવી લાગણી અનુભવે છે. આવી સુગંધને ‘કમ્ફર્ટ સ્મેલ’ કહેવાય છે. સગાઓના વસ્ત્રોનું પણ વ્યસન થઇ જાય છે.

  Like

  1. બહુ સુંદર માહિતી આપી.બાળકો માતાની સુગંધ ઓળખતા હોય છે.માટે સાડી એમને માતા સમકક્ષ લગતી હોય છે.આભાર.

   Like

  2. સાચું કહ્યું મિતાબહેન. મગજ ગંધ પ્રત્યે બહુ સચોટ રીતે કેળવાયેલું હોય છે. ભોજનની વાત જ લો તો કહે છે કે સ્વાદ જીભ દ્વારા બહુ ઓછી માત્રામાં અને નાક દ્વારા વધુ માત્રામાં પરખાય છે. માટે જ તો શરદી (કોમન કોલ્ડ) માં નાક બંધ થાય ત્યારે બધું જ જમવાનું બેસ્વાદ લાગે છે.

   અનુભવ એમ કહે છે કે લાંબા સહવાસ પછી (ધ્યાનપૂર્વકનો હોય તો !) બે લોકો એકબીજાના ’મૂડ’, ’લાગણી’ અને ’વિચાર’ ને પણ નાકની મદદથી પારખી શકે છે. સહચરી ગુસ્સે થાય તે પહેલાં જ પલાયન થવામાં આ આવડત મદદરૂપ બને ખરી !

   આ ગંધના શાસ્ત્રને સરખી રીતે સમજવાથી એ બાબત પણ સ્પષ્ટ થશે કે ક્યારેક પ્રથમ મુલાકાતે જ, અકારણ જ, કોઇ વ્યક્તિ આપણને કેમ ગમતી કે અણગમતી બની જાય છે.

   એક વિચાર એ પણ આવ્યો કે લગ્નસંબંધે છોકરો-છોકરી જોવા જનારને પરસ્પર એકબીજાનું કોઇ વસ્ત્ર (જેમકે રૂમાલ) આપવાનો રિવાજ પણ રાખવો જોઇએ. (૭૦ કે ૮૦ના દાયકાનાં હિન્દી ફિલ્મોમાં આ રૂમાલોની આપ-લે જોવા મળી જશે) બંન્નેની કેમિસ્ટ્રિ મળશે કે નહીં તેનો આછેરો અંદાજ કદાચ લાગે ખરો.

   કૃત્રિમ અત્તર વગેરેના વધુ પ્રમાણમાં ઉપયોગને ટાળવો એ બહુ સારી વાત છે. ક્યાંક વાંચેલું કે અત્તર, આફ્ટરસેવ, ડિઓ જેવા સુગંધી દ્રવ્યોનો છંટકાવ કરી બાગ-બગીચે ફરવા જનારને કારણે વનસ્પતિઓના કુદરતી ક્રમમાં પણ વિક્ષેપ પડે છે. કોઇ વધુ જાણતું હોય તો જણાવશોજી. બાપુ આ પ્રકારના લેખો દ્વારા સારી સમાજસેવા કરે છે. આગળ વધુ જાણવાની રાહ રહેશે. આભાર.

   Like

   1. ફિલ્મોમાં પણ સાંપ્રત સમાજનું પ્રતિબિંબ હોય છે.તે સમયે ખરેખર રૂમાલની આપલે થતી,પણ વડીલો જોઈ ના જાય તે રીતે.આભાર.

    Like

 4. ઉત્તમ માહિતીપ્રદ લેખ.
  આ વિષયે કેટલીક પુરક માહિતીઓની લિંક્સ, કોઇને વધુ અભ્યાસ કરવાનું મન હોય તો.
  * Rachel Herz
  * Evolutionary biology
  * histocompatibility complex
  * Pheromones
  * Androstadienone
  * ટીશર્ટ સર્વે
  * માદાની ગંધ (ઓરિજીનલ રિસર્ચ પેપર)
  આભાર.

  Like

  1. ખૂબ આભાર,મિત્રોને સમય હોય તો બધી લીંક અભ્યાસ કરવા જેવી છે.તો ભવિષ્યમાં મારા લેખો વિષે સમજવું સહેલું થઇ પડશે.મંદિરની ઘંટડીઓ વચમાં આવતી ઓછી થશે.

   Like

 5. Dear brother,
  nice article once again. I just thought is there any connection between nice smell or pheromones and extramarital affairs. considering your knowledge and writing powers we would like to have an article about factors behind extramarital relations.It would be really nice if you consider my reqest and oblize.

  Like

  1. મહાન આદર્શવાદી દેશના નાગરિકો માટે આવા લેખો લખવા ભયજનક છે.હું ભારત આવીશ તો દંડા લઇ બધા સ્વાગત કરશે.

   Like

 6. જુઓ મિત્રો,આપણે અત્તર,સેન્ટ,પરફ્યુમ અને ડીઓડરન્ટ વગેરેનાં અતિ ઉપયોગે આપણી ફિંગર પ્રિન્ટ જેવી યુનિક ગંધ ગુમાવી બેઠા છીએ.આ બધાનો વિવેકથી ઉપયોગ થાય ……………..
  A nice Post with the Scientitic Informations of Human Sexuality.Lower Animals have preseved this & utilise it via the Sense of Smell which in turn is linked to the Chemical-mediators from within the Body.
  Human Beings are the Only Animals who with the Wisdom, mask this Nature’s Gift with our “perfumes Etc”….But the Divine has given the “alternative mechanisms” such as “touch”Etc which also trigger the Chemical Mediators within the Body of Men & Women.
  Bhupendrasinhji, it was nice of you to post the “Science Advances” as your Post.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your VISIT/COMMENT on Chandrapukar for the Kavy-Post.
  Hope to see you again !
  Inviting your READERS to my Blog too !

  Like

  1. સ્પર્શ દ્વારા પણ કેમીકલ્સની આપલે થતી હોય જ છે.પ્રતિભાવ અનેમુલાકાત બદલ ખૂબ આભાર.

   Like

 7. dEAR BROTHER,
  SOME DEASES ARE ALSO CURED BY AROMATIC TREAMENT, THIS SUPPORTS THERE IS SOME TRUTH IN THE SCIENCE OF SMELL. I SMELL SOMETHING HERE.
  YOU ALSO SMELL DANGERS. SNIFFING DOGS CAN DETECT EXPLOSIVES.

  Like

 8. વાહ રાઓલ બાપુ !! સરસ છે !! ને મજા પડી ગય કેમ કે વિષય એકદમ નજીક નો ને ભણતો આવ્યો છું એનો પર છે !!
  MHC જો ગંધ ને પસંદ કરવા માં મદદ કરે એટલી જ નાપસંદ માં પણ.. અમુક લોકો ને હું મળ્યો હોવ પેલી વાર તો પણ અણગમો થઇ જાય કારણ કે Pheremones એ એવું સિગ્નલ આપે કે માણસ ની ટેવ સારી નહિ હોઈ!! ફક્ત ને ફક્ત સુગંધ પર થી!! Vomeronasal ઓર્ગન વિષે પેલી વાર સાંભળ્યું!! ( એટલા સમય થી ભણ્યો એમાં પણ કઈ આવો ઉલેખ નથી!!) MHC અને Pheromones બેય related ખરા પણ સરખા નહિ.
  બાકી વિનોદ ને વાત એ છે કે ઘણી બોડી સ્પ્રે વાળા એવી જાહેરાત કરે કે અમારી સ્પ્રે લગાડો એટલે opposite sex વાળા ના pheromones attract થશે તમારી તરફ !! માર્કેટિંગ તુત છે પણ ચાલે છે ને ચાલવાનું છે impress કરવાનું કોને ના ગમે !! :))

  Like

 9. The subject is interesting and experienced in daily life… that’s true that the smell is one of the factor which decides to be or not to be with the person. At the same-time I think that – If the good smell is so important to decide the sex-partner then who will be friendly with the ‘Bad-Odor” person?… but… I’ve heard some female saying” wow!! I love petrol smell” OR ” Why don’t you smoke… I love Cigarette’s smell”… OR … “Love the smell of rusted-iron”… so, it does not matter a good smell or a bad smell… it is the internal instinct that decides the “Male Factor” where testosterone have very little chance to play… but … it is more like some bad smell too can be “macho enough” for some. What do you say?

  Like

 10. વધુ જાણવા મળ્યું……ખુબ સરસ અને માહિતી સભર લેખ….આભાર….

  Like

  1. તોરલ ઘણાબધાને આવું થતું હોય છે. મારા એક કજિનને આવું જ છે. કશું ઘરમાં બળે તો એમણે સ્મેલ ઓછી આવે. જોકે સ્ત્રીઓની સુંઘવાની શક્તિ વધુ તીવ્ર હોય છે. મેં એના વિષે એક લેખ લખેલો છે હું લીંક આપીશ.

   Like

 11. Dear Bhupendrasinhji VAH…and aape sunder Nirupaan karyu…Yes Ghana ni GHANENDRIYA gahni j TEEVRA….jem ke Agerbatti ke Dhup…ghana ne Daru ni…..ghanane Fulona SUVAS ni…..like that Non-veg Item ma kahe vaye che ke MACHHLI Randhata KHUBAJ ghandhaye…aamara Baroda ma aamari uper Christian Family ne Haar Friday..MACHHI…we have to change our LUNCH TIME….!!!!
  Ola ek bahene khubaz SACHHOT vaat lakhi..Manna Palav ni….ghana nana Balako ne Maa Kapad no rumal ke Duchho aapi rakhe…ane te balak kadach tene MATA samazi Anandit….HINCHO…kaheta ghana…
  God bless you Jay shree krishna Jay Mataji
  Sanatbhai Dave

  Like

 12. ખૂબ માહિતીસભર લેખ છે.

  તુ ધરતી પે ચાહે જહાભી રહેગી તુજે તેરી ખૂશ્બુ સે પેહચાન લુંગા
  -ફિલ્મ “જીત”

  Like

 13. Bhupendrasinh – રસપ્રદ -સુગંધિત વિષય… સંશોધન પૂર્ણ સાચી વાત મહેકતા માણસો એક આકર્ષણ-અપાર્કાષણ નાં અનુભવ અજાણતા જ કરાવે છે. અને આ માદા ની અન્ડ્મોચન વખતે સુગંધ-નું-સિગનલ નો દરેક-જાણે કુદરત માં જોયેલો હોય તે શ્વાન-જાત (કુતરા) ની ભાદરવા માં શરુ-થતી-સીઝન… એય ને.. એક માદા-શ્વાન પાછળ બીજા નર-શ્વાન ની લાઈન લાગી હોય. આવી જ સુગંધિત-સિગ્નલ-ની-સીઝન માં સ્ત્રીઓ દર મહીને પ્રવેશે છે અને તેમના હોર્મોન્સ પણ ૪-૫ દિવસ માટે બદલાય છે અને બદલાવ ની સુંદર-બહાર લાવે છે .
  અનુભવ પ્રમાણે: સ્ત્રી-નાં-અંડમોચન વખતે ફક્ત તેમની સુગંધ જ નહિ નજર માં ધાર, હોઠ-ઉપર-સ્મિત, વાળ વારેઘડીએ સરખા કરે કે વાળ ને ઝટકા મારે, શ્વાસ ની રફતાર બદલાયા કરે અને કમર માં અનેરી લચક આવે છે. તમે બધું સરસ રીતે સન્ક્ષિપ્ત માં કેમિકલ-રીએકશન સમજાવ્યું.
  Satya Oza – મને બહુ આશ્ચર્ય થાય છે કે પુરુષો ઘણીવાર એટલો ડીઓડ્રેન્ટ લગાવે કે પોતાની Sexuality -Plain -Flat કરી નાખે. એક રવિવાર ની સાંજે ઘરમાં હું કસરત કરતો હતો અને ડોર-બેલ વાગ્યો, ફક્ત બોક્ષ-શોર્ટ્સ, sleevless- vest અને પરસેવે રેબ-ઝેબ મેં દરવાજો ખોલ્યો… સામે બિલ્ડીંગ ની-બે સુંદર- સ્ત્રીઓ હતી અને બિલ્ડીંગ ની મીટીંગ નું આમંત્રણ જ આપવા આવેલી. તેઓ એ શરૂઆત તો કરી પણ થોડીવાર રહી ને તેઓ નાં હાવ-ભાવ બદલાયા, ના હસવા ની વાત માં ખીલ-ખીલ હસવા લાગી, વાળ ને ઝાટક્યા, અને દરવાજો વટાવી સોફા ઉપર બેઠી પોતાની ડીટેલ માં ઓળખાણ આપી અને કયા ફ્લેટ માંથી આવે છે તે જણાવ્યું અને લાંબી-લાંબી વાતો કરી અને હું AC ચાલુ કરી ને પરસેવા -થી-સુકાતો જોતો જ રહ્યો. હજુ લીફ્ટ માં મળે તો શરમાય ને જુવે છે. શક્ય છે તેમને પરસેવા ની સુગંધ યાદ હોય. (ના-ના, આ વાત ને સમજવા માં મારી ભૂલ નથી, બધું જાણતા હોવા છતાં મારા જેવા સારા માણસો આવા-સિગ્નલો થી દુર જ રહે તે સારું… 😉 )
  મારા એક મિત્ર ને બહારગામ જ્યારે પણ થવાનું થાય ત્યારે તેની પત્ની તેના પતિ નો આગલા દિવસ નું T -shirt ઓશિકા(bolster ) ને પહેરાવી ને તેને વળગી ને જ રાત્રે સુઈ જાય. જેના થી તેને તે બાજુ માં હોય તેમ લાગે છે. અને સુરક્ષિત અનુભવ કરે છે.
  પણ આજ Testosterone કે Pheromones કે Androstadienone બંધ ઐર્કન્ડીશંદ રૂમ માં આખી ઓફીસ કે ઘરના લોકો ને અકળાવી નાખે છે, એટલે પરફ્યુમ કે ડિયોડ્રેન્ટ નો ઉપયોગ થોડો-થોડો અચૂક કરવોજ… પણ પોતાની આગવી સુગંધ ગુમાવા માં તમે કદાચ એક સારા-પાત્ર ને ગુમાવી દો – એમ પણ બને.

  Like

 14. આપણે પહેલાં તો બે વખત શરીરને ખૂણે ખાચરે સાબુ લગાવીને આપની કુદરતી ગંધ દૂર કરીએં પછી સ્પ્રે .. પરફયુમ ..અત્તર .. વગેરેની બનાવટી ગંધ લગાડીને ખુદ બનાવટી બનીએ છીએ .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s