English: An ashtray with a rose, Logo of the World No Tobacco Day of the WHO Deutsch: Ein Aschenbecher mit Rose, Logo des Nichtrauchertages der WHO (Photo credit: Wikipedia)
ટેવ મુક્તિ
દરેક માણસને સારી ખોટી ટેવો વળગેલી હોય છે. અમુક ટેવો ખૂબ ખતરનાક હોય છે. સીધી આરોગ્યને નુકસાનકારક હોય છે. આજે વિશ્વ તંબાકુ દિન નહિ, પણ “World No Tobacco Day ” છે. વર્ષે દહાડે આશરે ૫૪ લાખ લોકો તમ્બાકુના વિવિધ પ્રકારે અતિસેવન કરવાથી દેવ થઈ જતા હોય છે. દર વર્ષની ૩૧ મેં નાં દિવસે ગણાતો આ વિશ્વ તંબાકુ નિષેધ દિન ૧૯૮૭મા WHO દ્વારા નક્કી કરવામાં આવેલો. Ash tray, રાખદાનીમાં ગુલાબનું તાજું ફૂલ વિશ્વ તંબાકુ નિષેધ દિવસનું પ્રતીક છે.
ચાલો તંબાકુ અને એવી અનેક ટેવો સીધી નુકશાન કારક હોય છે પણ ઘણાંને દેખીતી નજરે આમ ખોટી ના કહેવાય છતાં નુકશાન કરે તેવી ટેવો હોય છે. કોઈને કાયમ વધુ પડતું ઘી ખાવાની ટેવ હોય છે. ઘણા સંબંધીઓ મેં જોયા છે હાર્ટની, હાઈ બીપીની તકલીફ હોય ડોકટરે નાં પાડી હોય કે કોલેસ્ટેરોલ વધુ છે ઘી વગેરે ખાવું નહિ, પણ ઘી ખાધા વગર ચાલે નહિ. ભલે યુવાનીમાં ઘી ખાવું જરૂરી લાગતું હોય પણ અમુક ઉંમર પછી ઘી ખાવું જરૂરી હોતું નથી. ઘણાંને ગળપણ ખાવાની ખૂબ આદત હોય છે. મીઠાઈ ખાધા વગર ચાલે નહિ, ભલે વધુ પડતી શુગર નુકસાનકારક જ કેમ ના હોય? ચાલો આ બધી તો ખાવાની આદતો થઈ.
ઘણા છોકરાઓને સ્કૂલમાં બંક મારવાની આદત હોય છે. તો કોઈને ભણવાનું ગમતું નથી, મિત્રો સાથે પાર્ટી માણવાનું કે પછી ફિલ્મો જોવાની આદત હોય છે. ભણવાને બદલે મિત્રો સાથે રખડવાની ટેવે કેટલાય હોશિયાર છોકરાઓને અભ્યાસ બગાડતા મે જોયા છે. અને પછી સારી ડિગ્રી મળી ના હોય ત્યારે જોઈએ તેવી જોબ મળે નહિ ત્યારે પસ્તાવો કરતા પણ જોયા છે. માબાપ ઘણું કહે, ટોકે પણ માનતા હોતા નથી. મિત્રો સાથે રખડી ખાતા હોય છે. મિત્રો હોવા ખૂબ સારી બાબત છે. પણ એ મિત્રોના રવાડે ચડી ભણતર નો બગાડાય.
આવી તો અનેક ખરાબ આદતો આપણને હોય છે, કારણ? કારણકે આપણું બ્રેઈન સમજતું હોય છે કે આ બધી આદતો સર્વાઈવલ માટે સારી છે. મૂડના હોય કે સારી લાગણી અનુભવાતી ના હોય ત્યારે ચા પીએ, કોફી પી લઈએ, મીઠાઈનો એક ટુકડો ખાઈએ કે બુધાલાલ તંબાકુ ચુના સાથે મસળીને મુખમાં ભરીએ કે મિત્રો સાથે ભમવા નીકળી પડીએ ત્યારે સારું લાગતું હોય છે. આમ બ્રેઈનને અનુભવ મળતો હોય છે કે મીઠાઈના ટુકડામાં, એક ચોકલેટમાં, એક કપ ચામાં, ચપટી તમ્બાકુમાં કે મિત્રોના સંગમાં બેડ ફીલિંગ્સ ને ગુડ ફીલિંગ્સમાં બદલી નાખવાની ક્ષમતા છે. મેમલ બ્રેઈન પ્રમાણે બેડ ફીલિંગ્સ બરાબર સર્વાઈવલ થ્રેટ્સ અનિષ્ટનું સૂચન. મેમલ બ્રેઈન માટે જે કઈ પણ બેડ ફીલિંગ્સની પાછળ પડી ભગાડે તે સર્વાઈવલ માટે સારું ગણાય.
એકાદ દિવસ કોઈ કારણવશ આપણે પોતાને ઉપેક્ષિત સમજીએ ત્યારે એકાદ મીઠાઈનો ટુકડો સારું અનુભવ કરાવે કે કોઈ છોકરો પોતાને ઉપેક્ષિત અનુભવ કરે અને મિત્રો સાથે ફરવા નીકળી પડે ત્યારે સારું લાગતું હોય છે, ત્યારે આ અનુભવ બ્રેઈનમાં એક કનેક્શન ઊભું કરે છે. ઉપેક્ષાની લાગણીનો અનુભવ કુદરતના રાજમાં સર્વાઈવલ માટે ભયજનક ગણાય. એકલાં પડેલા મેમલ પ્રિડેટર દ્વારા હંમેશા ચવાઈ જતા હોય છે. મીઠાઈનો એક ટુકડો, ચપટી તમાકુ, એક કપ ચા સિંહના જડબામાંથી બચાવે છે. આમ મીઠાઈના ટુકડાનો કે ચપટી તંબાકુનો વિરોધ બ્રેઈનને એવું લાગે કે તમે અર્જન્ટ ભયજનક પરિસ્થિતિમાં આવી ગયા છે, બ્રેઈન ચીસ પાડશે કે કશું કરો. અને આ સિગ્નલ એટલાં સખત હોય છે કે બુધાલાલ મુખમાં અંદર.
ખોટી ટેવોને બદલવી પડતી હોય છે. પાઈપમાં પાણી વહેતું હોય છે તેમ બ્રેઈનમાં ઈલેક્ટ્રીસીટી વહેતી હોય છે. પાણી પણ સરળતાથી વહી શકાય તે તરફ જતું હોય છે. બ્રેઈનમાં કોઈ મોટી ચેનલ આપણે બનાવીએ તો ઈલેક્ટ્રીસીટી તે તરફ વહી જતી હોય છે. સુખાનુબોધ માટેના રસ્તા આપણે બ્રેઈનમાં બનાવી ચૂક્યા હોઈએ છીએ. આમ કંઈક નવું કરવા માટે પહેલા નવો neural pathway બનાવવો પડે છે. એટલે ખોટી ટેવનો ન્યુરલ પાથ બદલવા નવો ન્યુરલ પાથવે બનાવવો પડે છે. બહુ કઠિન છે આ કામ કારણ જ્યારે બેડ ફિલ કરતા હોઈએ ત્યારે પેલો જૂની જાણીતો હાઈવે સેવા કરવા તૈયાર જ ઊભો હોય છે. આખી જીંદગી લોકો નવો રાજમાર્ગ બનાવી શકતા નથી. મરી જવાય તો કઈ નહિ પણ નવો માર્ગ બનાવી શકતા નથી. નામ યાદ રહ્યું નથી પણ જે અમેરિકન વિખ્યાત કેન્સર સર્જને આખી જીંદગી કેન્સર યુક્ત ફેંફસાના ઓપરેશન કરેલા તે પોતે સિગારેટ છોડી નહિ શકવાના કારણે ફેંફસાના કેન્સરના કારણે દેવ થઈ ગયેલા.
ધારો કે તમે ઉપેક્ષા અનુભવો તો ગાજર ખાવાના ખરા? હાસ્યાસ્પદ લાગશે. ગાજર કોઈ સંતોષ નહિ અર્પે. મીઠાઈનો ટુકડો જરૂર સંતોષ આપશે. કારણ ફેટ અને શુગર કુદરતના રાજમાં સર્વાઈવલ માટે મુખ્ય ગણાતા હોય છે. તંબાકુ નકલી ડોપામીન છે, ચામાં પણ શુગર અને ડોપામીન ઇફેક્ટ મળતી હોય છે, કોફીનું કેફીન તો ઓર ઉત્તેજિત કરી મૂકે. અને મિત્રો સાથે મુવી જોવા જવું તો ઓર મજાનું, એમાં તો સામાજિક સ્વીકાર છે. આ બધા હેપી કેમિકલ રીલીઝ કરતા ન્યુરલ હાઈવે બનાવતા હોય છે. આમાં ગાજર બિચારું સાવ નકામું લાગે. હેપી કેમિકલ રીલીઝ કરે નહિ તેવી ગાજરની પીપુડી અહીં વાગે નહિ. પણ રિપીટેશન પુનરાવર્તન ન્યુરલ પાથવે બનાવી શકે છે. જ્યારે ખરાબ અનુભવીએ ત્યારે ગાજર ખાઈએ તો નવો રસ્તો બનતો જતો હોય છે. અને તમે જો ૪૫ દિવસ આનું રિપીટેશન કરો તો એક પૂરતી મોટી ચેનલ બ્રેઈનમાં બની શકે છે. બુધાલાલની જગ્યા ગાજર લઈ શકે છે. જસ્ટ આતો દાખલો આપ્યો કે ખરાબ ટેવો બદલવા ગાજર ખાવા જેવી નિર્દોષ ટેવ પાડી શકાય છે. જો કે ઉંદર કાઢતા સાપ ના ઘૂસી જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. મેમલ બ્રેઈન એટલું બધું જોરદાર હોય છે કે તમે જોખમ અનુભવો તે પહેલા મીઠાઈનો ટુકડો મોઢામાં મુકાવી દેતું હોય છે. ૨૦૦ મિલયન વર્ષનો ઉત્ક્રાંતિનો અનુભવ છે એની પાસે.
માનો કે એક છોકરાના સાયન્સમાં કે ગણિતમાં માર્ક્સ ઓછા આવ્યા, દુખી થઈ ગયો અને મિત્રો સાથે ફરવા કે મુવી જોવા ગયો. અચાનક એની બેડ ફીલિંગ્સ ગુડ ફીલિંગ્સમાં બદલાઈ ગઈ. મેમલ બ્રેઈન માટે શું થયું સમજો. શૈક્ષણિક અસફલતાની વિપદા(થ્રેટ) મિત્ર સાથે પાર્ટીમાં કે ફિલમ જોવા જવાથી દૂર થઈ ગઈ. મિત્રો સાથે જવાથી સામાજિક સ્વીકાર મળે જે હેપી કેમિકલ રીલીઝ કરે. એનાથી આનંદ મળે સુખ મળે. એક નવો ન્યુરલ રાજમાર્ગ બનવાનું શરુ થઈ ગયું. જ્યારે જ્યારે સ્કૂલ કે કૉલેજ બાબતે કશું પણ ખરાબ ફિલ થાય કે મિત્રો સાથે ઊપડી જવાનું નક્કી થઈ ગયું. બસ આમ ને આમ નવો ન્યુરલ રાજમાર્ગ રેતી, સિમેન્ટ, કપચી નંખાઈ જઈને મજબૂત બની જવાનો. હવે આ છોકરો વિચારતો પણ હશે કે એણે ભવિષ્ય માટે એકેડેમિક સ્કીલ મેળવવી પણ જરૂરી છે. પણ જ્યારે તે મિત્રો સાથે પાર્ટીમાં જવાને બદલે લાઇબ્રેરીમાં જતો હશે ત્યારે કોઈ સિંહ વડે ખવાઈ જતો હોય તેવું લાગતું હશે. એને સમજ નહિ પડતી હોય કે શું થઈ રહ્યું છે. લાઇબ્રેરી છોડીને મિત્રો સાથે જતા રહેવામાં શાંતિ મળતી હશે. આમ ને આમ અભ્યાસ બગડતો જવાનો.
હવે આ રખડી ખાવાની ટેવ છોડવા શું કરવું પડે? નવો રાજમાર્ગ બનાવવો પડે. એવા મિત્રોની દોસ્તી કરાવી પડે જે રખડવામાં નહિ પણ ઠરીને બેસીને અભ્યાસ કરવામાં માનતા હોય. અને એવા મિત્રોના સહવાસમાં સામાજિક સ્વીકારનું સુખ અને આનંદ મળે. શરૂમાં તો અઘરું લાગે. પણ ૪૫ દિવસ ઠરીને બેસી રહે અને અભ્યાસ કરે તો નવો ન્યુરલ રાજમાર્ગ તૈયાર થઈ જાય. કોઈ પણ હિસાબે મન મક્કમ કરીને જૂની ટેવને તાબે નાં થાવ તો પણ બ્રેઈન તે ટેવ વગર જીવવાનું શીખી લેતું હોય છે. અથવા આપણે નવી નિર્દોષ ટેવ પાડવી પડે.
એક મનોવૈજ્ઞાનિકનો નોંધેલો દાખલો લખું. જેન નામની એક છોકરી કોઈ છોકરા સાથે ડેટ પર જવાની હતી. તે નર્વસ હતી, પણ ડેટ પર જવાનું હોવાથી નવો ડ્રેસ ખરીદવા ગઈ તો એની બેચેની દૂર થઈ ગઈ. હવે પેલી ગ્રેટ ડેટ પતી ગઈ ને નર્વસનેસ પાછી આવી. જેનનું બ્રેઈન સામાજિક સ્વીકાર ઝંખતું હતું. સામાજિક જોડાણ વગર મેમલ બ્રેઈન આપત્તિ સમજતું હોય છે. જેન નવી ડેટ પર જવાની કલ્પના કરી ડ્રેસ ખરીદવા ચાલી જતી. ધીમે ધીમે શોપિંગ કરવા જવાનો ન્યુરલ પાથવે એણે ઊભો કરી લીધો. આ વ્યર્થ ખરીદી કરવાના રોગે પરિસ્થિતિ બગડવા લાગી. એની પાસે પૈસા રહ્યા નહિ. એની કાર રિપેર કરવાના પણ પૈસા રહ્યા નહિ. એક મિત્રને મોલમાં લઈ જવા વિનંતી કરી પણ એણે ના પાડી દીધી. બધા એનો રોગ જાણતા હતા. બીજા દિવસે તે બીમાર પડી ગઈ. એક અઠવાડિયું શોપિંગ કર્યા વગરનું ગયું. એને લાગતું હતું કે શોપિંગ કર્યા વગર મરી જવાની છે. પણ તે મરી નહિ. એના બ્રેઈનને પણ લાગવા લાગ્યું કે શોપિંગ કર્યા વગર આમ કઈ મરી નથી જવાતું. ઘણા દિવસ વીતી ગયા. સાજી થયા પછી એની શોપિંગ કરવાની ઇચ્છા ઉછાળો મારતી પણ વધુ એક દિવસ રાહ જોઉં તેમ કહી મન મનાવી લેતી. ૪૫ દિવસ પછી એને લાગ્યું કે શોપિંગ કર્યા વગર ચાલે.
તમે નવો ન્યુરલ પાથવે ૪૫ દિવસમાં બનાવી શકો છો, શરત એટલી છે કે ૪૪ દિવસ સિંહ તમને ખાઈ રહ્યો છે તે દુઃખદ લાગણી સહન કરવી પડશે. હહાહાહાહા!!!!આવું મારી મોટી બહેન Loretta Graziano Breuning, Ph.D. કહે છે.
Indian Parliament Building Delhi India (Photo credit: Wikipedia)
1. We live in a nation where Rice is Rs.40/- per kg and Sim Card is free. 2. Pizza reaches home faster than Ambulance and Police. 3. Car loan @ 5% but education loan @ 12%. 4. Students with 35% get in elite institutions thru quota system and those with 90% get out because of merit.
5. Where a millionaire can buy a cricket team instead of donating the money to any charity. 2 IPL teams are auctioned at 3300 crores and we are still a poor country where people starve for 2 square meals per day.
6. Where the footwear, we wear, are sold in AC showrooms, but vegetables, that we eat, are sold on the footpath. 7. Where everybody wants to be famous but nobody wants to follow the path to be famous. 8. Assembly complex buildings are getting ready within one year while public transport bridges alone take several years to be completed. 9. Where we make lemon juices with artificial flavours and dish wash liquids with real lemon. Think about it!
If you cross the The North Korean border illegally, you get . . .12 years hard labour in an isolated prison …..
If you cross the Iranian border illegally, you get . . . detained indefinitely ….. If you cross the Afghan border illegally, you get . . . shot . . . If you cross the Saudi Arabian border illegally, you get ….. jailed ….. If you cross the Chinese border illegally, you get …..kidnapped and may be never heard of – again …. If you cross the Venezuelan border illegally, you get ….. branded as a spy and your fate sealed ….. If you cross the Cuban border illegally, you get ….. thrown into a political prison to rot ….. If you cross the British border illegally, you get ….. arrested, prosecuted, sent to prison and be deported after serving your sentence ….. Now …. if you were to cross the Indian border illegally, you get ….. 1. A ration card 2. A passport ( even more than one – if you please ! ) 3. A driver’s license 4. A voter identity card 5. Credit cards 6. A Haj subsidy 7. Job reservation 8. Special privileges for minorities 9. Government housing on subsidized rent 10. Loan to buy a house 11. Free education 12. Free health care 13. A lobbyist in New Delhi , with a bunch of media morons and a bigger bunch of human rights activists promoting your cause 14. The right to talk about secularism, which you have not heard about in your own country ! 15. And of-course ….. voting rights to elect corrupt politicians who will promote your community for their selfish interest in securing your votes !!! 16. and right to fight election for MLA or MP
Hats off ….. to the ….. A. Corrupt and communal Indian politicians B. The inefficient and corrupt Indian police force C. The silly pseudo-secularists in India , who promote traitors staying here D. The amazingly lenient Indian courts and legal system. That’s why people like Afzal Guru are still alive, same will happen with Kasab. E. WE self centered Indian citizens, who are not bothered about the dangers to our own country. F. The illogically brainless human-rights activists, who think that terrorists deserve to be dealt with by archaic laws meant for an era, when human beings were human beings.
કોઈ સાયકીયાટ્રીસ્ટને પૂછવાની જરૂર નથી કે આજે દુનિયા ફેસબુક પાછળ પાગલ થઈ ગઈ છે. આશ્ચર્યજનક આંકડા જણાવે છે કે આશરે ૮૦૦ મિલિયન લોકો દર મહીને ફેસબુક વાપરે છે. યુ.એસ.એ. સ્થિત આશરે ૧૫ કરોડ ૬૮ લાખ લોકો, બ્રાઝીલના ૪ કરોડ ૮૦ લાખ, ભારતના ૪ કરોડ ૬૩ લાખ, ઈન્ડોનેશિયાના ૪ કરોડ ૨૫ લાખ લોકો નિયમિત ફેસબુક નો ઉપયોગ કરે છે. આપણાં પાડોશી દેશ પાકિસ્તાનના ૬૪ લાખ લોકો ફેસબુક યુઝર છે. ચીન વસ્તીમાં નંબર વન ભલે હોય પણ આશરે ૫ લાખ ૫૦૦૦ ચીનાઓ જ ફેસબુકમાં માને છે. એના કરતા ગરીબ અને ભૂખે મરતાં દેશ જણાતા ઇથિયોપિયામાં ૫ લાખ ૩૭૦૦૦ લોકો ફેસબુકના દીવાના છે. સૌથી ઓછા ફેસબુક પાગલો વેટિકન સિટીમાં રહે છે, ફક્ત ૨૦ જણા, બાકીના વેટિકન લોકોને અતિપાગલ માનવા હોય તો માની શકાય. આમ લગભગ આખી દુનિયા ફેસબુક પાછળ દીવાની છે એની પાછળનું વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક , રાસાયણિક રહસ્ય સમજવા જેવું છે.
ફેસબુક ઘેનની પાછળ જવાબદાર રહસ્યમય પ્રવાહીનું નામ છે, dopamine. ડોપામીન એક બ્રેઈન કેમિકલ છે જે આનંદદાયક ભાવનાઓ સાથે જોડાયેલું છે. આપણે સ્વાદિષ્ટ ભોજન કરીએ, પૈસા બનાવીએ, સેક્સમાં ઊતરીએ કે પછી કોકેન, ભાંગ કે ગાંજાનો નશો કરીએ ડોપામીનનાં આનંદદાયક નાનકડા ફુવારા બ્રેઈનમાં છૂટીને ખુશી અર્પતા હોય છે, બરાબર તે જ રીતે બ્રેઇનમા રહેલા રીવોર્ડ રસ્તે ડોપામીન રીલીઝ થાય છે જ્યારે આપણે ફેસબુક ઉપર ખાસ પસંદ કરીને ફોટો મૂકીએ છીએ કે સરસ મજાનું પ્રોફાઈલ પિક્ચર મૂકીને મિત્રોનું સ્વાગત કરીએ છીએ. વર્ચ્યુઅલ ફ્રેન્ડશીપ પણ રીયલ ફ્રેન્ડશીપની જેમ ડોપામીન હેપીનેસ આપે છે.
કરુણ વાતો અને દુઃખદ ઘટનાઓ પણ મિત્રો સાથે શેર કરીએ છીએ એની પાછળ મળે છે મિત્રોનો વિશ્વાસ અને સહાનૂભુતિ જે oxytocin હેપીનેસ આપે છે જે love hormone તરીકે ઓળખાય છે. સંકટ સમયે stress hormone cortisol જે પીડા આપે છે તેનું શમન કરવાનું કામ મિત્રોના લાગણીશીલ પ્રત્યુત્તર કરતા હોય છે. મિત્રોના સારા પ્રતિભાવ બ્રેઈનના રીવોર્ડ વિભાગને ઉત્તેજિત કરતા હોય છે. આમ તો ફેસબુક આપણાં બ્રેઈનને એપ્રિલફૂલ બનાવે છે કે આપણાં ચાહતા આસપાસ છે, જે સર્વાઈવલ માટે જરૂરી છે. આપણાં શુભેચ્છકો આસપાસ હોય તો સર્વાઇવલના ચાન્સ વધી જાય. ફોટોગ્રાફી હમણાં શરુ થઈ, બહુ બહુ તો ૨૦૦ વર્ષ થયા હશે, ફોટોગ્રાફી પહેલા લાખો વર્ષ થયા હ્યુમન બ્રેઈન ઇવોલ્વ થયે. ફોટા જોઇને માનવી પ્રત્યક્ષ છે તેવું અચેતન રૂપે ફિલ થતું હોય છે. સિનેમાની શોધ પણ હમણાં થઈ કહેવાય. હ્યુમન ઈવોલ્યુશનની સરખામણીએ આ બધી શોધોનો આજે જન્મ થયો હોય તવું કહેવાય. મુવી જોવા બેઠાં હોઈએ ત્યારે સામે પડદો છે તે બધું ભુલાઈ જાય છે. બધું રીયલ હોય તેવું જ લાગતું હોય છે. મુવી જોતા જોતા કરુણ ઘટના દર્શાવતા દ્ગશ્યો આવે તો લોકો ચોધાર આંશુડે રડતા હોય છે. અમુક લેવલે પિક્ચર અને પીપલ વચ્ચે તફાવત છે તે યાદ રાખવામાં બ્રેઈન અસફળ થતું હોય છે. ફેસબુક પર ચેટિંગ કરીએ ત્યારે રૂબરૂ વાતો કરતા હોઈએ તેવું જ ફિલ થતું હોય છે.
૨૦૦૪ સુધીમાં ફેસબુક ઉપર ૧૨૫ બિલિયન ફ્રેન્ડશીપ કનેક્શન થયા હતા, બે બિલિયન લાઈક્સ અને એક બિલિયન કોમેન્ટ્સ આવી ગઈ હતી. ડોપામીન લોડ રીલીઝ થવા માટે ફેસબુક ઉત્તેજક માધ્યમ બનતું હોય છે, જે એકલતાની સફળ દવા બની જાય છે. આજે હજારોની ભીડ વચ્ચે માનવી જ્યારે સાવ એકલો પડી ગયો છે ત્યારે ફેસબુક રાહત આપે છે. જોકે બધા માણસો એકલતા અનુભવતા હોય તેવું પણ નથી. અહીં ફેસબુક જુદી રીતે કામ કરે છે. નૉવેલ્ટી, નવીનતા પણ બ્રેઇનમા હેપી કેમિકલ્સ રીલીઝ કરવા જવાબદાર બનતી હોય છે. ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદીએ, કોઈ નવું કપડું, નવા ઘરેણા, ફર્નિચર ત્યારે જે સુખ મળતું હોય છે થોડા દિવસ તે ન્યુરોકેમિસ્ટ્રીને આધારે છે. ઘરમાં નવું ફર્નિચર આવે અને કોઈ બીજું જુએ નહિ તો પણ મજા આવે નહિ. બે વખાણના શબ્દોની આશા બ્રેઈન રાખતું હોય છે. ભારતમાં તો અતિથિ દેવો ભવઃ હિસાબે કોઈ ને કોઈ ઘરમાં આવી જતું હોય છે એટલે કામ પતી જાય. પણ અહીં અમેરિકા અતિથિ દેવો ભવઃ મૅનર વગરનું લાગે. આપણાં ગુજરાતીઓ ઘરમાં કશું નવું લાવે તો કોને બતાવે? અ સત્યનારાયણની કથા રાખી દો, કામ પૂરું. અમારા શ્રીમતીજીના એક મહિલા સંબંધી ક્યારેક ખૂબ આગ્રહ કરીને ઘરે બોલાવે, તો હું શ્રીમતીને કહું કે નક્કી આ તમારા સંબંધી કોઈ નવા ડ્રેસ કે જ્વેલરી ખરીદી લાવ્યા હશે. અને હું કાયમ સાચો પડતો હોઉં છું.
ઘણા લોકોને વ્યર્થ ખરીદી કરવાનો રોગ લાગેલો હોય છે. જોકે જ્યાં જરૂરી વસ્તુ ખરીદવાના ફાંફાં હોય ત્યાં વ્યર્થ ખરીદીની વાત ક્યાંથી હોય? પણ મેં અહીં એવી સંબંધી મહિલાઓ જોઈ છે જે આખો દિવસ Macy’s અને kohls જેવા સ્ટોરોમાં ફર્યા કરતી હોય અને કામ વગરના ડ્રેસીસ ખરીદ્યા કરતી હોય છે. એમના ઘરમાં એક દુકાન બનાવી શકાય તેટલા કપડા મેં પોતે જોયા છે એમાંથી ઘણાના તો પહેરવાનો વારો પણ આવતો નથી. આમ નવીનતા પણ સુખાનુબોધ અર્પે છે. આ હેપી કેમિકલ ઉપર ફેસબુકે બહુ મોટું માર્કેટ કવર કર્યું છે, અહીં રોજ આશરે ૩૦૦ મિલિયન નવી પોસ્ટ મુકાય છે. વળી ફેસબુકે એમાં ગેઈમ એડ કરી છે, જેને રમીને ૧૦૦ મિલિયન યુઝર્સ ડોપામીન ડોઝ મેળવે છે. અને આમાનું ઇન્વિટેશન ફીચર ડોપામીન સાથે ઓક્સીટોસીન સુખાનુંબોધ પણ આપે છે જે આપણે મિત્રો સાથે ગપ્પા મારીને મેળવતા હોઈએ છીએ.
ચાલો થોડું વધુ ખોતરીયે. બ્રેઇનમા mirror neuron હોય છે. જ્યારે કોઈ લાગણી દર્શાવે છે ત્યારે આ મિરર ન્યુરોન્સ કામ કરતા હોય છે. આ ન્યુરોન્સ સહાનૂભુતિ સાથે તાદાત્મ્યની અનુભૂતિ કરાવતા અનુકરણશીલ હોય છે. જ્યારે કોઈ આપણને સ્માઈલ આપે છે ત્યારે આપણે કોઈ કારણ જાણ્યા વગર સામે સ્માઈલ આપીએ છીએ. એ કરામત મિરર ન્યુરોનની છે. લાગણીઓ ચેપી હોય છે. બધા ચેપ ખરાબ હોતા નથી. ફેસબુક પોજીટીવ લાગણીઓનો શીતલ જળનો ફુવારો છે. યે દિલ માંગે more. Dopamine અને oxytocin ખૂબ પાવરફુલ સ્ટફ છે.
Nadkarni અને Hofmann (૨૦૧૨) નામના મનોવૈજ્ઞાનિકો દ્વારા એક સ્ટડી થયેલો કે કયા મનોવૈજ્ઞાનિક કારણો ફેસબુક યુઝ કરવા માટે કારણભૂત હોય છે. માનવની બે મૂળભૂત સામાજિક જરૂરિયાતો હોય છે. માનવ બીજા સાથે સામાજિક રીતે જોડાવા અને બીજા દ્વારા સ્વીકાર્ય બને તે રીતે ડીઝાઈન થયો છે. જેટલું ફેસબુક યુઝ વધુ કરો તેટલા વધુ કનેક્ટેડ રહી શકાય છે. વધુને વધુ ફ્રૅન્ડ રીક્વેસ્ટ મળતી જતી હોય છે. બીજી મહત્વની મૂળભૂત જરૂરિયાત સેલ્ફ પ્રેઝન્ટેશન છે. જે ફેસબુક દ્વારા વ્યક્ત કરી શકાય છે. ફેસબુક ઉપર વ્યક્તિ પોતાને સામાજિક રીતે વધારે appealing સાબિત કરી શકતો હોય છે. આજે જ્યારે અત્યાધુનિક જમાનામાં રિશ્તો નાતે સારી રીતે જાળવી રાખવા મુશ્કેલ બનતું જાય છે, કહેવાતા સમાજ ધીમે ધીમે ઓગળી રહ્યા છે અને વધારે ને વધારે લોકો એકલતા અનુભવી રહ્યા છે ત્યારે આ આધુનિક ટેક્નોલૉજી મદદમાં આવી રહી છે. ભારતીય સમાજ માટે એકલતા આવવાની હજુ વાર છે, પણ અમેરિકન સમાજ માટે એકલતા અનિવાર્ય અંગ બની ચૂકી છે.
ફેસબુક ઉપર ઘણા લોકોના હજારો મિત્રો હોય છે અને કેટલાંના બહુ ઓછા. કોઈ માનશે? આ બ્રેઈનની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે. એક તાજો સ્ટડી બતાવે છે કે જે લોકોના ખૂબ મિત્રો હોય તેમની આંખની ઉપરના ભાગે કપાળની અંદર આવેલો બ્રેઈનનો orbital prefrontal cortex વિભાગ જરા મોટો હોય છે. આ વિભાગ ખૂબ જટિલ ચિંતન મનન કરતો હોય છે પોતાના વિષે અને બીજા શું વિચારતા હશે તેના વિષે. નવા તાજાં અભ્યાસ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકો ખૂબ મોટા સામાજિક નેટવર્ક દ્વારા જોડાયેલા હોય છે જેમાં ફેસબુક પણ સામેલ કરી શકાય છે તેવા લોકોના બ્રેઈનમાં આવેલું કલ્પના અને લાગણીઓનું નિયમન કરતું તંત્ર amygdala પણ મોટું હોય છે. મોટા પ્રમાણમાં સામાજિક સંબંધો જાળવી રાખવા માટે સારો એવો બ્રેઈનપાવર જોઈએ. વિપુલ પ્રમાણમાં સામાજિક સંબંધો સાચવી રાખવા સરળ હોતું નથી. મેમરીમાં બહુ બધું ભરી રાખવું પડતું હોય છે. ઘણા બધા નામ, ઘણા બધા ચહેરા, એમની સાથે થયેલા વ્યવહારના ડેટા, હજુ આ લોકો મિત્રો છે કે દુશ્મન બની ગયા છે, મિત્રોની તકલીફો , એમની સુખદ દુઃખદ ઘટનાઓ, એમના ભૂતકાળ, વર્તમાન, આવું ઘણું બધું પુષ્કળ પ્રમાણમાં યાદ રાખવું પડતું હોય છે. કોણ કોની સાથે કેવાં સંબંધો રાખે છે, કેવાં જોડાણો કરે છે, આજે મિત્ર કાલે દુશ્મન પણ બની શકે છે આવું ઘણું બધું વિચારવું પડતું હોય છે. આપણે કૉમ્પ્લેક્સ હાઈલી કમ્પેટિટિવ સોસાયટીમાં જીવીએ છીએ, જ્યાં સારી સામાજિક સ્કીલ જરૂરી છે.
તો મિત્રો કોકેન લેનારાની, અતિશય ખરીદી કરનારાની અને ફેસબુક પર પુષ્કળ સમય ગાળનારા મિત્રોની બ્રેઈન કેમિસ્ટ્રી લગભગ લગભગ સરખું કામ કરતી હોય છે. પણ કોકેન લેવું હાનિકારક છે, વ્યર્થ ખરીદી કરવી પણ નકામું છે અને ફેસબુક પર કેટલો સમય ગાળવો તે આપણે નક્કી કરવાનું છે.
Ref :-
** Powell J., Lewis P.A., Roberts, N., García-Fiñana, M, & Dunbar, R.I.M. 2012. Orbital prefrontal cortex volume predicts social network size: an imaging study of individual differences in humans. Proceedings of the Royal Society of London B, in press.
**Nadkarni, A. & Hofmann, S. G. (2012). Why do people use Facebook?Personality and Individual Differences, Vol.52(3), Feb 2012, pp. 243-249.
सत्यमेव जयते नानृतं, આ ત્રણ શબ્દો મંડૂક ઉપનિષદનાં એક શ્લોકનાં છે. આનો અર્થ એ થાય કે સત્યનો વિજય થાય છે, જે સત્ય ના હોય તેનો નહિ. નાનૃતં શબ્દમાં ઋત શબ્દ સમાયેલો છે. ઋત નો અર્થ સત્ય થાય છે. ઋતનો બીજો અર્થ ઋતુ એટલે કે સીઝન પણ થાય છે. ઋતુઓ બદલાઈ જાય છે કાલચક્ર પ્રમાણે તેમ સત્ય પણ બદલાઈ જતું હોય છે. મંડૂક એટલે મસ્તક. આખો શ્લોક વાંચવો છે?
અર્થાત સત્યનો વિજય થાય છે, જે સત્ય ના હોય તેનો નહિ. સત્ય વડે દેવયાન માર્ગ પરિપૂર્ણ છે. તેના દ્વારા કામના રહિત ઋષિગણ તે પરમપદને મેળવતા હોય છે, જ્યાં સત્યના શ્રેષ્ઠ ભંડાર રૂપ પરમાત્માનો નિવાસ છે.
પહેલો સવાલ તો એ છે કે સત્ય કોને માનવું? આ સત્ય જડે તો સમજ પડે કે કોનો વિજય થાય છે. આપણને જે સત્ય લાગતું હોય તે બીજાને ના પણ લાગે. તો પછી સત્ય કોને સમજવું? સત્ય જડ્યા વગર ભારત સરકારે રાષ્ટ્રીય એમ્બ્લમ નીચે આ શ્લોકના પ્રથમ બે શબ્દો મૂકીને લોકોને એક આભાસી દિલાસો આપી દીધો છે કે ચિંતા ના કરો સત્યનો હંમેશા વિજય થાય છે, તે પણ આશરે ૮૦૦ વર્ષની ગુલામી બાદ. સરકાર ચલાવતા નેતાઓ કહ્યે જાય છે કે સત્યનો વિજય થાય છે ચિંતા નાં કરો અમને પૈસા સ્વીસ બેન્કોમાં મૂકવા દો તમતમારે મજૂરી કરે રાખો. આત્મા પરમાત્માની વાતો બાવાઓ, બાપુઓ અને સંતો મહંતો માટે બાજુ પર રાખીએ આપણે સત્યમેવ જયતે શો વિષે જોઈએ.
સત્યમેવ જયતે ટીવી શોમાં આમીરખાન કોઈ નવા મુદ્દા લાવ્યો નથી. વર્ષોથી આ બધી બદીઓ ચાલુ જ છે. એમાં કોઈને કશું ખોટું લાગતું નથી. જેને અસર થાય કે પીડા થાય કે સહન કરવાનું આવે તેને અસત્ય લાગે, બાકી બીજાને સત્ય લાગતું હોય છે. શાસ્ત્રોએ શીખવ્યું છે કે દીકરાથી વંશ રહે. શાસ્ત્રો પુરુષોએ લખ્યા છે. એટલે કન્યા ભૃણ હત્યા કરનારાને એમાં કશું ખોટું દેખાતું નથી. દહેજ લેનારને દહેજ લેવામાં સત્ય દેખાતું હોય છે. દહેજ માટે વહુને પરેશાન કરવામાં સાસુમાને એમાં ગૌરવ જણાતું હોય છે, પરેશાન થનારી વહુને ભલે અસત્ય લાગે. ગર્ભ પરીક્ષણ ચાલુ થયા ત્યારે તો હું કદાચ ટીનેજર હતો, આજે ૫૫ થયા છે. ત્યારની કન્યા ભૃણ હત્યાઓ ચાલુ જ છે. જોયાનું ઝેર છે આમીરે આ ઝેર ટીવીના પડદે બતાવ્યું છે. આપણી બીમારીઓ આપણે જોઈ શકતા નથી અને જોવી ગમતી નથી. બીમારીઓ બતાવનારાઓને નેગેટિવ થીંક કરે છે, પોજીટીવ નથી, પોજીટીવ બનવું જોઈએ, સારું ઘણું છે સારી બાબતો બતાવવી જોઈએ, બીજા દેશોમાં પણ આવું ચાલતું હોય છે ત્યારે કેમ કહેતા નથી, બીજા ધર્મોમાં પણ ચાલે છે, બીજા સમાજોમાં પણ ચાલે છે, બીજા સામાજો વિષે લખી જુઓ ટાંટિયા ભાગી નાખશે, આવા જાતજાતના એક્સક્યુઝ કાઢવામાં આવતા હોય છે. મૂળે રોગીષ્ટ છીએ અને રોગ દુનિયા જાણી જાય છે તેની શરમ આવે છે. સારું છે તેને ગાવાની શું જરૂર છે? સારુ તો આગળ વધતું જ રહેવાનું છે, પહેલું કામ બીમારી જોવાનું કરવું જોઈએ જેથી રોગનો નાશ કરી શકાય. હમણાં એક અંગત સંબંધીને JFKહોસ્પિટલમાં દાખલ કરેલા. એમને એક જ કીડની છે અને તે બરોબર કામ કરતી નહોતી. આખું બોડી ચેકપ થઈ ગયું. જે અંગો સારા હતા ને બરોબર કામ કરતા હતા તેની ડોકટર્સ કોઈ ચર્ચા કરતા નહોતા. જે અંગ બીમાર જણાયા તેની પાછળ પડી ગયેલા. ચાર પાંચ જુદા જુદા સ્પેશીયાલીસ્ટ રોજ આવતા હતા. છ દિવસે ઘેર જવાની રજા મળી. મેં મારા તે સંબંધીને કહ્યું પણ ખરું કે આ ડોક્ટર્સ નેગેટિવ થીન્કર છે, પોજીટીવ નથી. તમારું હાર્ટ સારું ચાલે છે તેની કોઈ ચર્ચા કરતા નથી. લીવર અને કિડનીની જ ચિંતા કરે છે, બગડેલી વસ્તુની ચિંતા કરે છે. સારી વસ્તુઓ પણ જોવી જોઈએ ને? એ સંબંધીએ હસતા હસતા કહ્યું આ બધા તમારા જેવા છે.
મોટો પ્રશ્ન એ પણ છે કે શો બનાવનારો આમીર ધર્મે મુસલમાન છે. કોઈ અમિતાભ બચ્ચન , ઋત્વિક રોશને કે અક્ષયકુમારે આ શો બનાવ્યો હોત તો??એટલે હવે નવો નારો શરુ થયો કે બુરખા પર આમીરે શો બનાવવો જોઈએ. બુરખો પહેરવામાં કોની હત્યા થઈ? કોઈ બુરખો પહેરવાની નાં પાડે અને તેની હત્યા ભારતમાં કરવામાં આવે તો આમીરે ચોક્કસ બતાવવું જોઈએ. બુરખો પહેરવાથી શું એબોર્શન થઈ જાય છે? કે સળગી જવાય છે? બુરખો પહેરાવવા માટે બળજબરી થતી હોય અત્યાચાર થતા હોય તો ચોક્કસ ખોટી વાત છે. સ્ત્રીઓનું બચપણમાં ધાર્મિક બ્રેઈન વોશિંગ કરવામાં આવે તો બુરખો એમના શોખથી પહેરતી હોય છે. હું અહીં મારા યુરોલોજીસ્ટ ડૉક્ટર પાસે જાઉં છું ત્યાં એમની દીકરી આધુનિક જીન્સ અને ટોપ સાથે માથે એક પણ બાલ નાં દેખાય તે રીતે માથું ઢાંકીને ફડફડાટ સ્પેનીશ અને ઇંગ્લીશમાં રિસેપ્શન કાઉન્ટર સંભાળતી હોય છે. હું પહેલીવાર અમેરિકા આવ્યો ત્યારે પ્લેઇનમાં અમારી સાથે સ્વ. શમ્મીકપૂર, એમના ધર્મપત્ની અને આફતાબ શિવદાસાની હતા. શમ્મીકપુરના શ્રીમતીજી એ સાડી બરોબર માથે કવર કરીને રાખેલી હતી.
ઘણી સ્ત્રીઓની ખૂદની ઇચ્છા હોય છે કે તેમને પેટે દીકરો અવતરે. લગભગ સ્ત્રીને દીકરો જોઇતો હોય છે અને પુરુષને દીકરી વહાલી લાગતી હોય છે. આમ ઘણી બધી ગર્ભવતી માતાઓની પણ કન્યા ભૃણ હત્યામાં સંમતિ હોય છે. એમને પણ દીકરો જોઇતો હોય છે. માતા પણ સીધી સાદી ઓરત છે એના પણ ગમા અણગમા હોય છે. એવરેજ માતાઓને દીકરો વધારે વહાલો હોય છે અને એવરેજ બાપને દીકરી વધુ વહાલી હોય છે. આવા અનેક મુદ્દાઓ આમીર ચાતરી ગયો છે. સમય ઓછો પડતો હશે કે ઘણા બધા મુદ્દા નાહક વિવાદ જગાવી કોર્ટોના ચક્કર મારતો કરી દે તેવા હોવાથી જાણી જોઇને છોડી દીધા હશે. ભારતમાં ભણવાથી કોઈ એજ્યુકેટેડ બની જતું નથી. ભણવાથી કોઈ નૈતિક બની જતું નથી. માટે ડોક્ટર્સ અને તે પણ મહિલા ડોક્ટર્સમાં મુખેથી જે સંભાળવા મળ્યું તેમાં કોઈ નવું નથી, બીજી આશા પણ શું રાખી શકો? પૈસા માટે આ દેશનો કહેવાતો ઉચ્ચ ગણાતો નાગરિક ગમેતેટલી નીચી કક્ષાએ ઊતરવા તૈયાર છે તે સ્ટીંગ ઓપરેશનમાં જોઈ લીધું ને? અને તે પણ ભણેલા ડોક્ટર્સ અને જેને લોકો ભગવાન માનતા હોય તેવા, એમાં પાછી મહિલા ડોક્ટર્સ. કહેવાતા ભગવાનોએ આ દેશનું સત્યાનાશ વાળી નાખ્યું છે.
પણ અહીં રિવાજ છે કે બીમારીઓ ગરીબોને માથે નાખી દો. અભણનાં માથે નાખી દો. કોઈ પણ પ્રશ્ન આવે કે પહેલો ઉત્તર એ હોય કે એજ્યુકેશનનો અભાવ છે માટે આવું થાય છે. ગરીબો પાસે કે અભણો પાસે દહેજ આપવા કે માંગવા જેટલી હેસિયત હોય ખરી?? ઑર્થોપેડિક સર્જન જ એના ભણતરનો ખર્ચ કાઢવા દહેજ માંગે ને? અંધશ્રદ્ધાની વાત આવે કે ગરીબો અને અભણોને સુધારો. સચિનની ધરમ પત્ની પોતે ડૉક્ટર છે. એક હાથ ચાલાકી કરતા જાદુગરમાં ગાંડો થતા રોકતી નહિ હોય? નાં રોકે, પોતે પણ માનતી હશે. ભણતર અહીં ટેકનીકલ નૉલેજ છે જે ફક્ત કમાણીનું સાધન માત્ર છે, કોઈ માનસિક ચેતના ઊર્ધ્વ કરવાનો માર્ગ નથી. ઉચ્ચ ડિગ્રી કોઈ નૈતિકતાની ગેરંટી નથી. નાની નાની અંધશ્રદ્ધાઓ દૂર કરવાની કથા કરનારા મોટી અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે. એમને કહેવાતા ભણેલાઓની અંધશ્રદ્ધા દેખાતી હોતી નથી કે આંખ આડા કાન કરતા હોય છે. ગરીબો વળી ક્યાં ગુરુ પૂનમે લાઈન લગાવી ઉભા રહેવાના હતા?
બાળકોનું જાતીય શોષણ ધાર્મિક સંસ્થાઓમાં ખૂબ થતું હોય છે. પણ એ બધું બહાર આવવું મુશ્કેલ. કોણ કહેવાનું? ક્યાંક કોઈ કિસ્સા બહાર આવે તો ધાર્મિક સંસ્થાઓના આર્થિક રખેવાળો બધી વાત દબાવી દેવા પુષ્કળ પૈસા વાપરી નાખતા હોય છે. નાની ઉંમરના સંન્યાસીઓ જ્યાં રહેતા હોય ત્યાં ૧૦૦ ટકા બાલ સંતો અને સાધ્વીઓનું જાતીય શોષણ મોટા સંતો અને મુનિઓ કરવાના જ તે હકીકત છે. બ્રહ્મચર્યની બકવાસ અવૈજ્ઞાનિક માન્યતાઓએ અને નાની ઉંમરમાં સંન્યાસ આપવાની પ્રથાએ આ દેશના બાળકોને જીવતા દોજખમાં ઝીંકી દીધા છે. નાના બાળકોનું જાતીય શોષણ સગાવહાલાઓ દ્વારા વિશેષ થતું હોય છે. આત્મજ્ઞાનના ભારતને ચડેલા આફરાએ નાના બાળકોને પણ સંડોવી દીધા છે. જે નાના બાળકોને સામાન્યજ્ઞાનની સમજ ના હોય તેને આત્મજ્ઞાનને રવાડે ચડાવી દેવા મૂર્ખામી નહિ તો બીજું શું? ભલભલાં પંડિતોને આત્મજ્ઞાન શું છે, સમજ નથી પડતી. જે નાના બાળકનું બચપણમાં જાતીય શોષણ થયું હોય તે મોટો થઈને બીજા બાળકનું જાતીય શોષણ કરવા પ્રેરાય પણ ખરો. એવા બાળકો મોટા થઈને ગે બની જવાની પણ શક્યતા છે. બચપણની પીડા જુવાનીમાં આનંદ અર્પતી પણ થઈ જાય. માનસ વિકૃત બની જવાની પૂરી શક્યતાઓ છે. ચાલો આમીરે બતાવેલા યુવાન હરીશે બીજી ચેનલ પર ગે હોવાનું કબૂલ્યું છે, પણ એનાથી બાળકોનું જાતીય શોષણ થાય છે તે મુદ્દો ઉડી થોડો જવાનો છે? બીજી ટીવી ચેનલ પર હરીશે એના પર સાત વર્ષનો હતો ત્યારથી જાતીય શોષણ થતું હતું તે જણાવ્યું જ છે. હરીશ સાત વર્ષનો હતો ત્યારે તો ગે નહિ હોય. એના માસાએ એનું શોષણ કરી એને ગે બનાવી દીધો. એની માતા બોલી ગઈ હતી કે એમની બહેનની જિંદગીનો સવાલ હતો માટે માસાજી સંડોવાયા હતા તેવું અનુમાન કરી શકાય તેમ છે.
બાળકોના જાતીય શોષણ બાબતે સજા કરવાના કોઈ મજબૂત કાયદા ઘણા બધા દેશોમાં નથી હોતા. એમાં ભારત પણ સામેલ છે તે જાણી નવાઈ લાગે તેવું છે. બાળકના મુખમાં જાતીય અંગ નાખવું તેને હાઇકોર્ટનો જજ ગુનો માનતો નથી, પેનીટ્રેશન સાબિત નથી થતું તે મહાશયના મનમાં. કે પછી બેંક બેલેન્સ ખાનગીમાં વધી ગયું હોઈ શકે. ફરી કહું કે આ દેશમાં પૈસા માટે ગમે તેટલી નીચ કક્ષાએ પહોચી જવા કહેવાતો ઉચ્ચ કક્ષાનો માણસ પહોચી જવા તૈયાર હોય છે. હમણાં એક ડૉક્ટર ગર્ભપાત કરેલા ભૃણની સાબિતી ના રહે માટે એના કૂતરાને ખવડાવી દેતો હતો. પૈસાને પાપ માનતી પ્રજા જ પૈસાની પાછળ પડેલી છે. છતાં કાળા વાદળને એક રૂપેરી કોર જરૂર હોય છે. શોષિતોની સેવા કરનારી ઘણી સંસ્થાઓ હોય છે. એમના માટે લડનારી સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ હોય છે. આવી સંસ્થાઓને કામ કરવા પૈસાનું ભંડોળ જોઈએ તેને આમિરના શો દ્વારા મદદ મળવાની છે. એસ.એમ.એસ દ્વારા મળનારી રકમ જેટલી બીજી રકમ રિલાયન્સ ફાઉન્ડેશન ઉમેરીને આપશે.
ધરમ, કરમ, પુનર્જન્મ, લોકપરલોક, કરમના ફળ આવી અનેક બાબતોના અફીણ ઘોળીને સુતેલી પ્રજાને જગાડવાનું કામ આજ સુધી અનેક સુધારકો કરતા આવ્યા છે તેમાં એક નામ આમિરનું ઉમેરાઈ જશે બીજું શું??
We consider ourselves very smart but when it comes
to real testing,we fail,the answer is keep exercising your
mind & you will become the smartest & the most intelligent person.
Try This..
This is a test for Intelligent People. I have determined that you qualify.
The following short quiz consists of 4 questions and will tell you if you are qualified to be a professional. Scroll down for each answer. The questions are NOT that difficult. But don’t scroll down UNTIL you have answered the question!
The correct answer is:
Open the refrigerator, put in the giraffe, and close the door.
This question tested whether you tend to do simple things
In an overly complicated way.
2. How do you put an elephant into a refrigerator?
Did you say, Open the refrigerator,
Put in the elephant,
And close the
Refrigerator?
Wrong Answer.
Correct Answer: Open the refrigerator, take out the giraffe,
Put in the elephant and close the door.
This tested your ability to think through the repercussions of your previous actions.
3. The Lion King is hosting an animal conference. All the animals attend….except one.
Which animal does not attend?
Correct Answer: The Elephant.
The elephant is in the refrigerator.
You just put him in there.
This tested your memory.
Okay, even if you did not answer the first three questions correctly,
You still have one more chance to show your true abilities.
4. There is a river you must cross but it is used by crocodiles, and you do not have a boat. How do you manage?
Correct Answer: You jump into the river and swim across.
Have you not been listening?
All the crocodiles are attending the animal conference.
This tested whether you learn quickly from your mistakes.
According to Anderson Consulting Worldwide, around 90% of the professionals they tested got all questions wrong, but many preschoolers got several correct answers. Anderson Consulting says this conclusively disproves the theory that most professionals have the brains of a four-year-old.
Send this out to frustrate all of your smart friends…
PS: Just the fact that I sent it to you should make you feel good.
Regards,
કૂતરા અને બીજા પ્રાણીઓ આવનારા ભૂકંપને પારખવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે કે નહીં તે વિષય વૈજ્ઞાનિકો માટે હંમેશા ગરમાગરમ ચર્ચાનો વિષય રહ્યો છે. ભૂકંપ આવે તેની આગાહી કરવામાં કૂતરા અને બીજા પ્રાણીઓ માહેર હોય છે તેવું ઘણાનું માનવું છે. મહદંશે સાચું પણ છે. આવા પ્રાણીઓની વર્તણૂકનો અભ્યાસ કરીને ભૂકંપની આગાહી કરી શકાય છે. કૂતરા પાસે સૂંઘવાની વિશિષ્ટ ક્ષમતા હોય છે તે તો જગજાહેર છે. પણ આવી બીજી કોઈ સાયકિક સેન્સરી એબિલીટી હોય તે ચર્ચાનો વિષય છે. આલ્પ્સ પર્વત ઉપર ફરવા જનારા ટુરિસ્ટને આવનારા હિમપ્રપાત વિષે કૂતરા દ્વારા ચેતવવાના સેંકડો પુરાવા મળ્યા છે. આવી દુર્ગમ પર્વતમાળામાં ફસાયેલા લોકોને બચાવનારી રેસ્ક્યુ ટીમને આવનારા avalanche સ્થળેથી કૂતરા દ્વારા દૂર લઈ જઈને સેફ રસ્તે લઈ જવાના અનેક દાખલા નોંધાયા છે. ત્યાં સુધી કે ભૂકંપ આવવાનો હોય તેના થોડા કલાકો કે ઘણીવાર દિવસ પહેલા તે બાજુ જવાનો કૂતરા ઇનકાર કરતા હોય તેવું વર્તન કરતા જોવા મળ્યા છે.
કૂતરા દ્વારા આવી ભૂકંપની આગાહીનો દાખલો ઈશા પૂર્વે ૩૭૩મા ગ્રીસમાં નોંધાયેલો છે. ચીન અને જાપાનમાં તો કૂતરા, ઉંદર, સાપ, ચકલી સ્થળાંતર કરવા માંડે તેને ભયાનક ધરતીકંપ માટેની રાષ્ટ્રીય ચેતવણી ગણવાનો રિવાજ છે. કૂતરા અને આવા બીજા પ્રાણીઓની વિચિત્ર વર્તણૂક દ્વારા ચેતીને ૧૯૭૫મા ચીનના Haicheng શહેરના સત્તાવાળાઓએ ત્યાંના ૯૦,૦૦૦ લોકોને શહેર છોડીને સલામત સ્થળે ખસી જવાના આદેશો આપેલા. થોડા કલાક પછી ત્યાં ૭.૩ મેગ્નીટ્યુડ ભૂકંપે શહેરની ૯૦ ટકા ઈમારતો ધરાશાઈ કરી નાખેલી.
શિયાળામાં ઘણા લોકોને ડિપ્રેશન અને ઍંગ્ઝાયટિનાં હુમલા આવતા હોય છે. કૂતરા પરનાં આવા Seasonal Affective Disorder વિષે Stanley Coren Ph.D. નામના સાયકોલોજીસ્ટ અભ્યાસ કરી રહ્યા હતા. સપ્ટેમ્બર થી એપ્રિલ આઠ મહિના માટે ૨૦૦ કૂતરાની વર્તણૂકનાં અહેવાલ એમના માલિકો દ્વારા એમને નિયમિત મળતા હતા. રિસર્ચ ચાલુ હતું. એક ખાસ દિવસ ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૧નાં દિવસે કૂતરાઓમાં બેચેની વધી ગઈ. એક જ દિવસમાં ૧૯૩ કૂતરા બેચેન હતા અને એમની બિહેવિયર વિચિત્ર લાગતા રિપોર્ટ આવી ગયા. ૪૭ ટકા કૂતરા તે દિવસે વધારે પડતા વિચિત્ર હરકત કરતા હતા અને ૪૯ ટકા કૂતરામાં સારા એવા પ્રમાણમાં ઍંગ્ઝાયટિ જણાઈ બીજા દિવસે પેસિફિક નોર્થવેસ્ટમાં ૬.૮ ભૂકંપ આવેલો જેના આંચકા કેનેડા vancouver લાગેલા જ્યાં આ સંશોધન ચાલતું હતું.
એક શક્યતા વૈજ્ઞાનિકોને એવી લાગે છે કે ભૂકંપની આગાહીમાં પ્રાણીઓમાં રહેલી સંભાળવાની ખાસ ક્ષમતા કામ કરતી હશે. ધરતીની અંદર નીચે થતી seismic એક્ટીવીટી આ પ્રાણીઓ સાંભળી શકતા હશે. જે કૂતરાના કાન મોટા લબડી પડેલા હતા તેવા કૂતરામાં આવી એક્ટીવીટી થોડી ઓછી જણાઈ. ધ્વનિ મોજા પ્રવેશ માર્ગને મોટા લબડી પડેલા કાન ઢાંકી દેતા હતા. આવા ઢંકાયેલા કાન ધરાવતા કૂતરા પર પણ જુદા જુદા હર્ટઝ અને ડેસીબલ સાઉન્ડ વાપરીને સંશોધન થયું. સવાલ હતો હાઈ ફ્રિકવન્સી સાઉન્ડનો. જમીન નીચે ખડકો ખેંચાઈને તૂટતા પેદા થતા ધ્વનિ મોસ્ટ ક્રીટીકલ ગણાતા હોય છે.
બીજું એવું તારણ પણ છે કે જે પ્રાણીઓ પ્રમાણમાં નાનું મસ્તક ધરાવતા હોય છે તેની હાઈ ફ્રિકવન્સી ધ્વનિ સંભાળવાની ક્ષમતા વધુ હોય છે. આમાં ઈવોલ્યુશનરી અને અનુકૂલન કારણ કામ કરતું હોય તેમ લાગે છે. પ્રાણીઓ અવાજની દિશા અને અંતરની ગણતરી સમયના અનુંશન્ધાનમાં ચોકસાઈપૂર્વક કરતા હોય છે. દાખલા તરીકે મારી જમણી બાજુથી અવાજ આવે તો મારા જમણા કાને પહેલો પડે પછી ડાબા કાને પડે ભલે તેમાં સમયનો તફાવત સાવ નજીવો સેકન્ડના દસમાં ભાગ જેટલો કેમ નાં હોય? આ સમયના તફાવતને ગણતરીમાં લઈને પ્રાણીઓ અવાજની દિશા અને અંતર માપી લેતા હોય છે. બે કાન દ્વારા મળતા અવાજનો સમય ડિફરન્સ જેટલો ઓછો તેટલી ગણતરી ચોક્કસ હોય છે. નાનું મસ્તિક બે કાન વચ્ચે અંતર સ્વાભાવિક ઘટાડી દે છે. અહીં સમય ડિફરન્સ ઓછો થઈ જાય છે. આમ કુદરતે નાનું મસ્તિક આપ્યું તો ધ્વનિ તંત્ર સારું બનાવી દીધું. બહુ ઊંડા નહીં ઊતરીએ તો ચાલશે. એના માટે વૈજ્ઞાનિકો ખૂબ મહેનત કરે છે. આ વૈજ્ઞાનીકે નાની હેડ સાઇઝ અને મોટી હેડ સાઇઝ ધરાવતા કૂતરા જુદા જુદા તારવી પરીક્ષણ કરી લીધા. ભૂકંપના મોજા નાનું મસ્તક ધરાવતા કૂતરા જલદી પારખી લેતા જણાયા.
તારણ એવું હતું કે ભૂકંપના ૨૪ કલાક પહેલા કૂતરાની બિહેવિયર બદલાઈ જવાની શરુ થઈ જતી હતી. જે કૂતરા સાંભળવાની ક્ષમતા ધરાવતા નહોતા કે નજીવી ધરાવતા હતા તેમને કોઈ અસર થતી નહોતી, લબડી પડેલી ચામડી વડે ઢંકાયેલા કાન ધરાવતા કૂતરા પર ઓછી અસર થતી હતી. નાનું મસ્તક ધરાવતા કૂતરા વધારે અસર પામતા હતા. આ કોઈ અંતિમ સત્ય છે તેવું નથી, પણ કૂતરાઓની હાઈ ફ્રિકવન્સી સાઉન્ડ પ્રત્યેની સ્પેશીયલ સેન્સીવીટી સાથેની સાંભળવાની વિશિષ્ટ ક્ષમતા ભૂકંપ અને avalanches પધારી રહ્યા છે તેની આગાહી કરી શકે છે.
As u already know that facebook ceo and founder mark zukerburg has stolen the idea of facebook from two twin brother in harvard university in 2001….. later on they complaint and got 65 million dollar in 2007. In 2009 they started a new project(ZURKER) and launched the beta version in dec 2011.You can join it now and become a share holder of this website.This rocking feature of share is added by them. currently there are thousands of member joining this web site in uk alone per day….totally free , new features than facebook and g+…join today and become share holder now from india …. dont use different country ip to join….. because as beta it is limited to 7 country only. India n US ppl can create their account ….
facebook worth 50 billion today but its users getting 0% ……. so this new idea is invoked by the twin.
એક તો આ વેબસાઈટમાં ફેક આઈડી બનાવી શકાતાં નથી. તમારા ઇન્વીટેશન વડે જેટલા મિત્રો બને એટલા તમારા શેર મફતમાં વધતા જવાના. ભવિષ્યમાં ફાયદો થાય કે નાં થાય ક્યાં ઘરના ફદીયા કાઢવાના છે? ફેસબુક બીલીયન્સ ઓફ ડોલર્સ કમાય છે, પણ વાપરનારાનાં હાથમાં શૂન્ય. એક નજર મારો આ વેબસાઈટ ઉપર http://www.zurker.com/i-178071-sslrgjcklc
ધૂપદીપ ગુગળની ગંધ ના ગમે તેવો કોઈ હિંદુ હશે નહિ, લોબાનની ગંધ ના ગમે તેવો કોઈ મુસ્લિમ નહિ હોય. આ બે સુગંધ સાથે લોકોનું સાંસ્કૃતિક જોડાણ હોય છે. ગંધનું આપણાં જીવનમાં ખૂબ મહત્વ હોય છે. મનગમતી સુવાસ તણાવ ઓછો કરે છે, સરસ ઊંઘ લાવવામાં મદદ કરે છે. આત્મવિશ્વાસ વધારે છે. ગંધ એટલે સુગંધ અને દુર્ગંધનું ભાવનાઓ સાથે જોડાણ થઈ જતું હોય છે. મંદિરમાં જઈને ઘણાને શાંતિ મળતી હોય તેનું કારણ મંદિરમાં ફેલાવાતી ધૂપદીપની સુગન્ધ સાથે પવિત્ર શાંતિની ભાવનાનું કંડીશનિંગ હોય છે. સ્મેલ અને ઈમોશન્સની ક્ષમતાનાં મૂળિયા બ્રેઈનમાં એક ખાસ માળખામાં હોય છે જેને લીમ્બીક સીસ્ટમ કહેતા હોય છે. હિપોકેમ્પસ એરિયા નવી સ્મૃતિઓ ઘડવાનું કામ કરતું હોય છે. ટૂંકમાં સુગંધ મૅમરી ઘડવામાં અને તેને ફરી રિકોલ કરવામાં મદદરૂપ થતી હોય છે. નાં સમજાયું? સીધું સાદું સમજાવું કે ભણવા બેસો તો દાખલા તરીકે ચમેલીની સુગંધ ધરાવતી અગરબત્તી સળગાવો, અને પરીક્ષા આપવા જાવ ત્યારે ચમેલીની સુગંધવાળું અત્તર કે તેલ લગાવીને જાઓ. અરે ભાઈ પરીક્ષા ખંડમાં કોઈ અગરબત્તી સળગાવવા ના દે. આમ લાગણીઓ સાથે જે તે સુગંધ જોડાયેલી હોય છે. આમ જેની સૂંઘવાની ક્ષમતા ખલાસ થઈ ગઈ હોય તેવા લોકો સ્ટ્રેસથી પીડાતા હોય છે. અને જે લોકો ગંભીર તણાવના માનસિક રોગથી પીડાતા હોય તેવા લોકોની સૂંઘવાની શક્તિ જતી રહી હોય છે. સૂંઘવાની શક્તિ સંપૂર્ણ રીતે નાશ પામે તેને Anosmia કહે છે, ઘ્રાણેન્દ્રિયનો અભાવ. Alzheimer , Parkinson જેવા ન્યુરોલોજીકલ ડીસઓર્ડરનું શરૂઆતના લક્ષણમાં સૂંઘવાની ક્ષમતા ઓછી થઈ જવી હોય છે.
ઓસ્ટ્રેલીયન સાયકોલોજીસ્ટ John Prescott કહે છે માઈન્ડ અને બોડીનાં અર્થપૂર્ણ જોડાણના લીધે આનંદદાયક સુગંધ પીડા સહન કરવામાં મદદરૂપ બને છે. ખાસ તો મીઠી સુગંધ દુખ અને પીડા ઓછી કરે છે. મને યાદ છે અમે નાના હતા ત્યારે કશું વાગે તો મારા ‘બા’ એક ચમચી ખાંડ ખવડાવી દેતા. જો કે એમને આ બધી ખબર નહિ હોય મને પણ આજ સુધી નહોતી. એવું પણ હોય કે ગળ્યું ખાઈને એના સ્વાદમાં પીડા ભૂલી જવાય.
ખાસ સુગંધને ત્વરિત ઇનસ્ટંટ રીલેક્ષ થવા પણ વાપરી શકાય છે. Sensory psychologist Pamela Dalton કહે છે એક ખાસ પ્રકારની સુગંધ પસંદ કરો જે હવામાં ફેલાતી હોય ત્યારે શાંત થવા માટે ધ્યાન કરો. આ પ્રક્રિયાને વારંવાર દોહરાવો. થોડા વખત પછી ભલે તમે ધ્યાનમાં ના બેસો પણ ફક્ત આ સુગંધ તમને તણાવમુક્ત બનાવી શાંત કરી દેશે.
Bryan Raudendush , વેસ્ટ વર્જીનીયાનાં સાયકોલોજીસ્ટનાં રિસર્ચ પ્રમાણે પીપરમીન્ટની સ્મેલ સવારે જાગીએ ત્યારે બ્રેઈનમાં જે એરિયા એક્ટીવ થઈ જતો હોય છે તેને એક્ટીવ કરવામાં ગમે ત્યારે કારણભૂત બનતી હોય છે. આ સ્મેલની અસર તળે કસરતબાજ વધુ પુશ અપ કરતા માલૂમ પડ્યા છે.
સુગંધ વિષે અગાઉ એક લેખ લખી ચૂક્યો છું. દરેક માનવીની એક યુનિક ગંધ હોય છે અને આ ગંધનું કારણ હોય છે જેતે માનવીની યુનિક ઈમ્યુન સીસ્ટમ. અને આ યુનિક ઈમ્યુન સીસ્ટમનું કારણ છે Histocompatibility complex જિન્સનું ઝૂમખું. આમ આપણી odorprint આપણી ફિંગરપ્રિન્ટ જેટલી જ યુનિક હોય છે. એટલે સ્ત્રીને એવા પુરુષની ગંધ પ્રિય લાગશે જેની ગંધ તેની પોતાની ગંધ કરતા સાવ અલગ જ હોય.
એટલે Love At First Sight, નહિ પણ Love At First Smell વધુ સાચું છે. સાયકોલોજીસ્ટ Rachel Herz વિષે અગાઉ હું લખી ચૂક્યો છું. સ્મેલ શાસ્ત્રના આ પ્રકાંડ pundit પાસે એમની ખાસ મિત્ર Estelle Campenni કબૂલ કરે છે કે પહેલી વાર એ એના પતિને મળી અને તેની ગંધ એને એટલી બધી ગમી ગયેલી કે એણે નક્કી કરી દીધેલું કે લગ્ન આની સાથે જ કરીશ. એ કોઈ કોલોન કે લક્સ સાબુની ગંધ નહોતી. Sexual attraction remains one of life’s biggest mysteries. ઘણીવાર એવું લાગતું હોય કે જીવનસાથી ઊંચો હોવો જોઈએ, કે પત્નીને સરસ રસોઈ બનાવતા આવડવી જોઈએ, કે છોકરો પૈસાવાળો જોઈએ, કે પતિદેવ સલમાનખાન જેવી બોડી ધરાવતા હોવા જોઈએ. આવું બધું મળવા છતાં પણ ભંગાણ થઈ જતા હોય છે. કેટલાક સંશોધકોનું માનવું છે કે સેકસુઅલ વિશ્વમાં ગંધ રહસ્યમય પરિબળ છે.
કોઈ પણ જાતની ગંધ નાકની અંદર રહેલા chemoreceptor નામના સેન્સરી સેલને ઉત્તેજિત કરે છે. એનાથી ઉત્પન્ન થતા વિદ્યુત તરંગો બ્રેઈનમાં પહોંચે છે. બ્રેઈન આ તરંગોનું વિશ્લેષણ કરે છે અને સ્પેસિફિક ગંધમાં ભાષાંતર કરે છે, અને આપણને ગંધનો અનુભવ થાય છે. રસપ્રદ વાત એ છે કે સ્મેલ બીજી સેન્સીસ કરતા કંઈક વધુ છે. એનું જોડાણ બ્રેઈનના એવા વિભાગ સાથે છે જ્યાં લાગણીઓ અને શીખવાની પ્રક્રિયાનું પ્રોસેસિંગ થતું હોય છે જેને આપણે લીમ્બીક સીસ્ટમ કહીએ છીએ. લીમ્બીક સિસ્ટમમાં amygdala અને hippocampus સમાયેલા છે જે બિહેવિયર, મૂડ અને સ્મરણ શક્તિ માટે ખૂબ મોટો ભાગ ભજવતા હોય છે. આમ બીજી ઇન્દ્રિયો કરતા ઘાણેન્દ્રિય વધારે સેન્સીટીવ છે.
Melissa એક હેઈર ડ્રેસર છે. બચપણમાં માથામાં વાગ્યું હશે અને એની ઘાણેન્દ્રિય બંધ થઈ ગઈ. એણે કોઈ પણ જાતની ગંધની અનુભૂતિ થતી નથી. રસોઈ બળી જાય તો પણ એને ખ્યાલ આવતો નથી. એના માટે ઘરમાં બીજાની મદદ લેવી પડે છે. ઘરમાં બધે સ્મોક ડીટેકટર લગાવી રાખ્યા છે. સ્મેલ સેન્સ જવાની સાથે ટેસ્ટ સેન્સ પણ જતી રહી છે. મેલીસાની સ્મેલ સેન્સ જતા રહેવાનું કારણ હેડ ઇન્જરી હતું. MRI દ્વારા થયેલા પરીક્ષણો મુજબ બ્રેઈનના olfactory bulb પર થયેલી ઈજાના કારણે ૮૮ % , subfrontal region પર થયેલી ઈજાના કારણે ૬૦% અને temporal lobe પર થયેલી ઈજાને કારણે ૩૨% લોકો anosmia વડે પીડાતા હોય છે.
ઓરેન્જની સ્મેલ બેચેની દૂર કરે છે. Cedar, Lavender અને Vanilla ની સ્મેલ ટૅન્શન ઓછું કરે છે. લેમન અને જાસ્મિનની સુગંધ ચિંતન શક્તિ વધારે છે. ક્રૉસવર્ડ પઝલ્સ ઉકેલવા હોય તો બે ટીપાં લીંબુનો રસ ચાખી લો. કસરત કરતા પીપરમિન્ટ બોડી લોશન લગાવો. જાસ્મિન ઊંઘ સરસ લાવે છે. Rosemary અને ગ્રેપફ્રુટ જોમ જુસ્સો વધારે છે. તજ અને વેનીલાની ગંધ સર્જનાત્મકતા વધારે છે.
ઘણા માણસોને ખૂબ ચિંતા હોય છે કે એમના મુખમાંથી ખરાબ વાસ તો નહિ આવતી હોય ને? વારંવાર હાથ મુખ આગળ લઈ જઈને કોઈ ના જુએ તેમ ચેક કરતા હોય છે. Olfactory Reference Syndrome વડે પીડાતા લોકોને વહેમ હોય છે કે એમની ગંધ ખરાબ છે અને આસપાસના લોકોને ગમતી નહિ હોય. આવા સિન્ડ્રોમથી પીડાતા લોકો વારંવાર સ્નાન કરતા હોય છે, deodorants, માઉથવોશ, પર્ફ્યૂમ, મિંટ યુક્ત ચ્યુંઈંગ ગમ વગેરેનો અતિશય ઉપયોગ કરતા હોય છે. નજીકના અંગત લોકોને એમની ગંધ માટે વારેવારે પૂછતાં હોય છે. એકલાં રહેવાનું પસંદ કરતા હોય છે, સામાજિક સંબંધો ઓછા રાખતા હોય છે. કપડા વારંવાર બદલાતા હોય છે.
પ્યારા મિત્રો આમ ગંધનું, સુગંધનું જીવનમાં ખૂબ મહત્વ છે. પહેલી નજરનો પ્રેમ થવાનું કારણ નજર નહિ પણ એકબીજાની યુનિક ગંધ હોય છે. કારણ રૂપાળા અગણિત ચહેરા આસપાસ રોજ જોતા હોઈએ જ છીએ પણ પ્યાર થઈ જતો નથી.
વડોદરાના રાજવીઓ માટે ત્યાની પ્રજામાં અનહદ માન અને ગૌરવની લાગણી આજે પણ જળવાઈ રહી છે. મહારાજા સયાજીરાવને કોણ નહિ ઓળખાતું હોય? મહારાજા પ્રતાપસિંહરાવ અને મહારાણી શાન્તાદેવીના બીજા નંબરના પુત્ર મહારાજા રણજીતસિંહ ગાયકવાડ એક બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર હતા. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં ભણેલા પોસ્ટ ગ્રેજ્યુએટ એવા આ મહારાજા શાસ્ત્રીય સંગીતમાં પણ નિષ્ણાંત હતા. લોકસભામાં ૧૯૮૦ અને ૧૮૮૪ એમ બેવાર ચૂંટાયા પણ હતા. આમ રાજકારણી પણ હતા.
તેઓશ્રી એક સારા ચિત્રકાર, સંગીતકાર અને ક્રિયેટીવ શિલ્પકાર હતા. ૧૫ ડીસેમ્બર ૧૯૬૪મા મહારાણી શુભાન્ગીદેવી સાથે પરણેલા આ મહારાજાને ત્રણ સંતાનો હતા. એમાંના મોટા કુંવરી અલૌકિકા રાજે જસદણનાં દરબાર સત્યજીતકુમાર ખાચર સાથે પરણેલા, બીજા રાજકુમારી અંજના રાજે શ્રી અપ્રતિમ સેનગુપ્તા સાથે અને એમના રાજકુમાર સમરજીતસિંહ ગાયકવાડ વાંકાનેરનાં રાજકુંવરી રાધીકાકુમારી સાથે પરણેલા છે.
એમનું બનાવેલું એક શિલ્પ બ્રિટનની ડરહામ યુનીવર્સીટીમાં મુકાયેલું છે.
આજે ૧૦ મેં, ૨૦૧૨ નાં રોજ કેન્સરની બીમારીના કારણે વડોદરાના સરળ સાલસ અને લોકપ્રિય એવા મહારાજાની અવસાન થયું છે. એમની કલાપ્રીતી વડે લોકોમાં સદાય જીવંત રહેવાના એવા મહારાજા રણજીતસિંહ ગાયકવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
કેરિયર કાઉન્સેલર Paula Wishart ( Ann Arbor , Michigan ) ને ૪૦ વર્ષે એક રહસ્ય જાણવા મળ્યું કે એના જિન્સમાં Lynch Syndrome વસી રહ્યો છે. કોલોન કેન્સર માટે જવાબદાર આ જીનેટીક્સ મ્યુટેશન વારસાગત લોહીમાં ઊતરતું હોય છે. સ્ત્રીઓમાં ગર્ભાશયનું કેન્સર પણ આને કારણે થતું હોય છે. આ મહિલાના દાદા અને પરદાદા પણ કોલોન કેન્સરના કારણે મૃત્યુ પામેલા તો ઘરમાં એવી વાયકા ચાલતી કે ફૅમિલીમાં કોઈ ખરાબ લોહી વહી રહ્યું છે.
Lynch Syndrome કાતરિયામાં છુપાયેલા ખૂની દરિન્દા જેવો છે જે ડઝન જુદા જુદા રસ્તે મારી શકે છે. આ રોગ માટે ટેસ્ટ શરુ થયા છે તેવું જાણ્યા પછી પણ આ મહિલાની કાકીએ એની ઉપેક્ષા કરેલી. એની કાકી કોલોન કેન્સરમાં ગઈ, થોડા સમય પછી તેની દીકરી, અને પછી દીકરો પણ ગયો. Wishart પોતે જાણવા માટે ડરતી હતી પણ વધુ ડરતી હતી ના જાણવા વિષે. રોગ છે તેવું જાણવું પણ ઘણાને ગમતું હોતું નથી. ડર લાગતો હોય છે. મારા એક સગા ખૂબ દૂબળા પડી ગયેલા અને સાવ કમજોર થઈ ગયેલા, પણ એમને ડર લાગતો કે ડૉક્ટર ટીબી છે તેવી નિદાન કરી દેશે તો? એટલે ડૉક્ટર પાસે જતા નહિ. વિશાર્તની માતાનો ટેસ્ટ પોજીટીવ આવ્યો હતો, એ અને તેનો ભાઈ પણ નસીબદાર નહોતા.
થોડા સમય પહેલા આપણે વિનાશક જીવલેણ મજબૂરીઓ વિષે જાણતા નહોતા. એટલે બધું ભગવાનના હાથમાં હતું. પછી ડોકટરો ભગવાનની જગ્યા લેવા લાગ્યા. જીવલેણ કમજોરીઓ વિષે આ લોકો જાણવા લાગ્યા હતા. હવે genomics ક્રાંતિએ આખી રમત ફરીથી બદલી નાખી છે. રોગોની માહિતી વિષે શુભ અને અશુભ ગૂંચવાડો ઊભો થઈ ગયો છે. જીનેટીક્સ ટેસ્ટ રોગોની આગોતરી જાણકારી વિષે મહત્વનું કામ કરે છે. જીવલેણ રોગો માટે કોઈ એક જિન્સ કારણભૂત હોતો નથી. એ ઘણા બધા જિન્સની ક્રિકેટ મેચ જેવું છે. જે હજુ વૈજ્ઞાનિકો માટે સમજવું અઘરું છે. જો કે આગોતરી જાણકારી લાભદાયી હોય છે. પેટ સ્કેન વડે Alzheimer રોગ વિષે અગાઉથી પેશન્ટમાં એના કોઈ લક્ષણ નાં દેખાય છતાં જાણી શકાય છે.
પણ આવી આગોતરી જાણકારી ઝેરી બની જતી હોય છે. અગાઉથી જિન્સ ચેક કરાવી પોતાના મોતની જાણકારી સાથે જીવવું શું યોગ્ય છે? કે આવી આગોતરી માહિતી ખુદ જીવલેણ નથી લાગતી? એક સ્ત્રીનું કહેવું હતું કે ” હું જાણું છું કે મને સ્તન કેન્સર છે અને તેનું કારણ Alpha-1 મ્યુટેશન છે, પણ ભગવાને આ જિન્સ મને જ કેમ આપ્યા? ભગવાને હું સંભાળી ના શકું તેવા જિન્સ મને શું કામ આપ્યા?”
આપણે ખરાબ ઘટનાઓના કારણો વિષે જાણવા ઉત્સુક હોઈએ છીએ. આપણે જાણવા માંગતા હોઈએ છીએ કે આ કરુણ ઘટનાનું કારણ શું? અને એના માટે કોને જવાબદાર ગણવા? જીનેટીક્સ ટેસ્ટ તમને તેના છુપા બાયોલોજીકલ પ્રોસેસની જાણકારી આપે છે. જોકે ખાનપાન,રહેણીકરણી, આબોહવા, વાતાવરણ, ટેવો આ બધું પણ જીવલેણ રોગો માટે જવાબદાર હોય છે. સાથે સાથે વારસામાં મળેલા જિન્સ અને જિન્સમાં થતા મ્યુટેશન પણ જવાબદાર હોય છે.
મારા એક કાકાશ્રી પોલીસખાતામાં હતા. રિટાયર થયા ત્યારે ડી.વાય.એસ.પી. હતા. બેઠી દડીના, વીંછીનાં આંકડા જેવી મૂછો રાખતા. સ્મોકિંગ કરતા, નિયમિત ડ્રીંક કરતા. બહારગામ જવાનું હોય તો એમની બેગમાં ડ્રીંક લઈને જતા. પણ મેં ક્યારેય સાંભળ્યું નથી કે એમને કોઈ ગંભીર બીમારીમાં દવાખાને દાખલ કર્યા હોય. આશરે ૮૫ વર્ષે તંદુરસ્ત હાલતમાં અચાનક ગુજરી ગયેલા. લાંબા આયુષ્ય માટે કારણભૂત જિન્સ છે FOXO3A વાંચો અહીં Flachsbart et al. 2009 અને 2008 .. અને સ્ત્રીઓના લાંબા આયુષ્ય માટે કારણભૂત છે જિન્સ FOXO1A.
Telomeres જિન્સના છેડા ઉપર બેસાડેલી કેપ સમજો. આ કેપ નાની હોય તો જિન્સ ડેમેજ થવાના ચાન્સ વધી જતા હોય છે. આ કેપ ટૂંકી અને ઘસાયેલી હોય એટલાં રોગ વધુ થવાના. બાળકોના જિન્સ ઉપરના telomeres ચેક કરીને જાણી શકાય છે કે બાળકો મોટા થઈને અમુક રોગો સાથે તણાવયુક્ત થઈને આક્રમક હિંસક વલણ ધરાવશે. બાળકોમાં આ telomeres ઘસાઈને ટૂંકા હોવાનું કારણ જણાયું છે મોટાઓ દ્વારા થતી શારીરિક સતામણી, શારીરિક સજા, બે કરતા વધુ હિંસક બનાવનો અનુભવ, સતત મળતી ધમકી. આ telomeres ઘસાઈ જવાનું બીજું કારણ હોય છે નબળો પ્રદૂષિત ખોરાક, કસરતનો અભાવ, સ્મોકિંગ, વિટામિન D ની ખામી, રેડીએશન, ડાયાબીટીસ જેવા રોગો. બસ તો બાળકોને સતત ધમકાવશો નહિ, શારીરિક સજા કરવી નહિ અને સ્કૂલ કે બહાર કોઈ સતત ડરાવતું નાં હોય તેનું ધ્યાન રાખવું. Dean Ornish અને એના સાથીઓ દ્વારા ૨૦૦૮ માં થયેલા એક પાયલોટ અભ્યાસ મુજબ હેલ્ધી ખોરાક, તનાવમુક્ત જીવનશૈલી તમારા telomeres ની લંબાઈ વધારીને સારું જીવન અર્પી શકે છે. હું અગાઉ લેખ લખી ચૂક્યો છું કે ધ્યાન કરો અને telomeres વધારો.
Bipolar disorder, anxiety, psychosis, panic attacks, suicide, depression, schizophrenia, OCD, alcoholism, eating disorders, આ બધા રોગોમાં વરસમાં મળેલા જિન્સ જવાબદાર હોય છે. Dr. Jehannine Austin , કહે છે સ્કીજોફ્રેનિયા,બાયપોલર ડીસઓર્ડર, OCD અને સ્કીજોઅફેક્ટીવ ડીસઓર્ડર જેવા મેન્ટલ રોગોમાં જિન્સ ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે જ્યારે આલ્કોહોલીઝમ, પેનિક ડીસઓર્ડર અને મેજર ડીપ્રેશનમાં જિન્સ નાનકડો ભાગ ભજવતા હોય છે. ADHD
Depression
Bipolar disorder
Anxiety Panic attacks
Substance abuse
Alcoholism
Attempted or committed suicide
Schizophrenia
Seizure disorder
Dementia/Alzheimer’s
ઉપર જણાવેલા તથા બીજા મેજર મેન્ટલ રોગો વારસાગત હોવાનું અભ્યાસમાં જણાયું છે. માતાપિતામાં આવા રોગ હોય ત્યારે બાળકોમાં એના ચાન્સ વધી જતા હોય છે. ADHD માબાપમાં હોય તો બાળકોમાં ઉતારવાનો ચાન્સ ૭૫% હોય છે. સ્કીજોફ્રેનિયા ૬૪ ટકા બાળકોમાં ઉતારવાનો ચાન્સ હોય છે અને bipolar ૫૯ % રેટ ધરાવે છે. ફૅમિલીની મેન્ટલ હેલ્થ હિસ્ટ્રી જાણી લેવી ઉત્તમ છે. જેનાથી નિદાન અને ઉપાયમાં સાવધાની વર્તી શકાય છે. ભારતમાં આવી બધી બાબતોનું મહત્વ આપણે સમજતા નથી તે કરુણતા છે. આપણે માનસિક બીમાર છીએ તેવું આપણે માની જ શકતા નથી. આવી ચકાસણી કે વિચાર કરવામાં નાનમ સમજતા હોઈએ છીએ. મેન્ટલ હેલ્થ એવો વિષય છે કે જેના વિષે જાહેરમાં આપણે વાત કરતા ખચકાતા હોઈએ છીએ.
૬ થી ૧૮ વર્ષના ૪૫ મિલિયન યુથ જ્યારે ઓર્ગેનાઈઝ્ડ સ્પોર્ટમાં ભાગ લઈ રહ્યા હોય ત્યારે અમેરિકામાં ACTN3 જિન્સ ચેક કરાવીને નક્કી કરવાની સવલત પણ આવી ગઈ છે કે તમારું બાળક ફૂટબોલ સારું રમી શકશે કે લોંગ ડિસ્ટન્સ રનીંગમાં આગળ વધશે.
ભારતમાં સંગીતનો સમૃદ્ધ વારસો બાળકોમાં ઊતરતો આપણે જોયો છે અને અનુભવ્યો પણ છે. મહાન સંગીતકારોના વારસદારો પણ મહાન સંગીતકાર બનેલા છે તેવા અગણિત દાખલા ભારતમાં છે. સંગીતની પ્રતિભા બાળકોમાં ઊતરવાની શક્યતા બાળકોમાં ૫૦% હોય છે. સંગીત ક્ષમતા સાથે જોડાયેલા જિન્સ વિષે એક અભ્યાસમાં જણાયું છે. ફેમિલી બેક ગ્રાઉન્ડ ભલે ના હોય પણ આ જિન્સ જો હોય તો એવા લોકો સંગીત ક્ષમતા ધરાવે છે.
બધું જિન્સ પર ઢોળી દેવું તે પણ ડહાપણ નથી. આપણે અનુભવ વડે જે ન્યુરલ નેટવર્ક બનાવ્યું હોય તે રીતે જીવન લાભદાઈ બનતું હોય છે. અને આ અનુભવો આપણાં જિન્સ અને આસપાસના વાતાવરણ વડે ઘડાતા હોય છે તે પણ હકીકત છે. જન્મ પછી જેમ જેમ અનુભવ થતા જાય તેમ તેમ ન્યુરલ નેટવર્ક ઘડતું જાય છે. ચર્ચિલના ફાધર એને કાયમ લુઝર કહેતા. એની માતા ભાગ્યેજ એને નોટિસ કરતી. ચર્ચિલના પિતાને એના પિતા લુઝર કહેતા. એની માતા સામાજિક કામોમાં વ્યસ્ત રહેતી. ચર્ચિલ ડિપ્રેશન વડે પણ પીડાતો હતો. એના પિતા પાસેથી કડવાશ અને અવહેલના શીખ્યો. માતા પાસેથી જોખમ લઈને સામાજિક રીતે વિજયી બનવાનું શીખ્યો. જુદાજુદા પેરન્ટસ પાસેથી મળેલી સારી ખોટી લાગણીઓ પામી અનુભવો વડે ઘડાયેલો ચર્ચિલ વિશ્વયુદ્ધમાં વિજેતા બનેલો. આમ બચપણમાં મળેલા અનુભવો થકી જે ન્યુરલ નેટવર્ક બને છે તે આખી જીંદગી આપણી સેવા કરતું હોય છે.
શું લાગણીઓ ચેપી હોય છે ? કોઈ કન્યા વિદાયની ઘડી હોય. કન્યા માતાપિતા, ભાઈ, બહેન, સગાવહાલાઓને ભેટીને રડતી હોય, કે વિદાય વસમી લાગતી હોય છે. તો ત્યાં ઊભેલા સહુ રડતા હોય છે. અરે કોઈ અજાણ્યો ત્યાંથી પસાર થતો હોય અને બે ઘડી ખાલી જોવા ઊભો રહી ગયો હોય તો તે પણ ભાવુક બની જતો હોય છે. આપણે આપણી લાગણીઓ, ભાવનાઓ વહેંચતા હોઈએ છીએ અને એનાથી અસર પણ પામતા હોઈએ છીએ. આપણી લાગણીઓ સીધેસીધી વાતો દ્વારા, ફોન પર વાતો કરીને, ઇ-મેલ કરીને, ફેસબુક અને ટ્વિટર પર લખીને કે પછી કોઈ પણ શબ્દ વાપર્યા વગર ફેલાવતા હોઈએ છીએ. અને તેનો પ્રભાવ પણ પડતો હોય છે. કોઈ આપણી સામે હસે તો આપણે તરત અનુકરણ કરીને સામું હાસ્ય ફેંકીએ છીએ. કોઈ રડતું હોય તો ભલે રડીએ નહિ પણ થોડી ઉદાસી તો આવી જ જાય છે અને એને મદદરૂપ થવાની ઇચ્છા જાગે છે.
નાના બાળકોમાં આ ચેપ અટકાવી શકાય તેવો હોતો નથી. અમે બે વર્ષથી વધુ ઉંમરના બાળકોનું પ્લે સેન્ટર ચલાવતા હતા ત્યારે મને અનુભવ છે કે એક બાળક રડવા માંડે તો એક પછી એક બધા રડવા લાગે. શું આવો લાગણીઓનો ચેપ લાગવો ફાયદાકારક હોય છે ?
આ લાગણીઓના ચેપનું વલણ મુખ્યત્વે બીજી વ્યક્તિના ભાવ પ્રદર્શન અને ભાવભંગિમાંની અજાણતાં કે અચેતન રૂપે નકલ કરી ભાવનાત્મક રીતે તેની નજીક જવાનું હોય છે. વિકાસના ક્રમ તરીકે મૂલવીએ તો આ ચેપ સર્વાઇવલ માટે જરૂરી હોય છે. દાખલા તરીકે મૅમલ સમૂહમાં રહેવા ટેવાયેલા હોય છે. ત્યાં કોઈ હુમલાખોર આવે તો ભયની લાગણી ફક્ત એક નહિ પણ આખા સમૂહમાં ફેલાઈ જતી હોય છે, અને પછી આખું ટોળું ભાગી જઈને બચી જતું હોય છે. સિંહ એક હરણની પાછળ પડ્યો હોય તો ફક્ત એકને જ ભય લાગે તો તે ભાગી જાય અને બીજામાં આ ભયની લાગણીનો ચેપ ફેલાય નહિ તો બીજા ઉભા રહે તો મર્યા સમજો.
આમ સમૂહમાં એકને ભય લાગે તો એનો ચેપ બધામાં ફેલાઈ જતો હોય છે જે સમૂહના સર્વાઇવલ માટે અત્યંત જરૂરી છે. શિકાગો યુનિવર્સિટીમાં કરેલા રિસર્ચ પ્રમાણે સંશોધકોએ જોયું કે એક ઉંદર તણાવમાં હોય તો એને જોઇને બીજા ઉંદર પણ તણાવમાં આવી જતા હતા. એક ઉંદરને પીડા થતી હોય તે જોઇને બીજા પણ એવી જ પીડા અનુભવતા હતા. જ્યારે કોઈના દુખ કે પીડા પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ થાય ત્યારે આપણે તેની પીડાનો અનુભવ કરતા હોઈએ છીએ. એના પ્રત્યે તાદાત્મ્ય અનુભવતા હોઈએ છીએ.
આમ લાગણીઓનો ચેપ ખરેખર માનવજાતની સેવા કરતો આવ્યો છે. આપણાં પૂર્વજો ભાષા શીખ્યા હશે તે પહેલા સર્વાઇવલ માટે આ ચેપ એમની ખૂબ મદદ કરતો હશે. મૂળભૂત મૅમલ બ્રેન લિમ્બિક સિસ્ટમનું આ મેકનિઝમ અદ્ભુત છે જેને મનોવૈજ્ઞાનિકો માસ સાઇકૉલોજી કે મોબ સાઇકૉલોજી કે ટોળાની માનસિકતા તરીકે પણ વર્ણવતા હોય છે. આમ હકારાત્મક લાગણીઓનો ચેપ લાગે ત્યાં સુધી તો બરોબર છે. પણ સર્વાઇવલ માટે હાલની પરિસ્થિતિ મુજબ જરૂરી નાં હોય છતાં નકારાત્મક લાગણીઓનો ચેપ જ્યારે આખા સમૂહ કે દેશ કે રાજ્ય કે ગામ કે શહેરોને લાગી જાય છે ત્યારે સામૂહિક હત્યાકાંડો સર્જાય છે અને તેમાં લાખો હજારો નિર્દોષ માર્યા જાય છે.
કુદરતે માનવજાતને બીજા પ્રાણીઓ કરતા બહુ મોટું મનન ચિંતન કરી શકે તેવું કૉર્ટેક્સ આપ્યું છે. લિમ્બિક સિસ્ટમતો બધા સસ્તન પ્રાણીઓ પાસે છે. પણ કૉર્ટેક્સની સાઇઝમાં ફેર હોય છે. આમ સૌથી મોટું બ્રેન વિકાસના ક્રમમાં આપણને મળ્યું હોય ત્યારે એનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. પણ આપણે કાયમ ભાવનાઓના પૂરમાં તણાઈ જતા હોઈએ છીએ, તાવ ચડી જતો હોય છે. ક્રિકેટ ફીવર, નિર્મળ બાબા ફીવર આવા તો અનેક જાતના તાવ ચડી જતા હોય છે. અમુક લોકો આ તાવ ચડાવી દેવાના નિષ્ણાત હોય છે અને લોકો પાસે એમનું ધાર્યું કરાવી લેતા હોય છે. આમ આ સામૂહિક સર્વાઇવલ માટે વિકસેલું મેકનિઝમ સમૂહના નુકશાનનું કારણ બને છે.
પ્રેમ, કરુણા, મૈત્રી, ખુશી, સહકાર અને સદ્ભાવ જેવી પૉઝિટિવ લાગણીઓનો ચેપ લાગે અને ફેલાય તો સમૂહ કે સમાજ માટે ફાયદાકારક બને છે. દુખ, વેર, ક્રોધ, હતાશા જેવી નેગેટિવ લાગણીઓનો ચેપ સ્વાભાવિક સમાજ માટે નુકશાન કારક જ હોય. આપણે આનંદિત હોઈએ તો આજુબાજુ બધાને આનંદિત કરી મૂકીએ છીએ. દુખીકે ઉદાસ હોઈએ તો આજુબાજુ બધાને દુખી કે ઉદાસ કરી મૂકીએ છીએ.
આમ સુખ વહેંચવાથી, આનંદ વહેંચવાથી સુખ આનંદ વધે છે, અને દુખ વહેંચવાથી દુખ વધે છે. જોકે દુખ વહેંચવાથી આપણાં દુખે દુખી થનારની સહાનુભૂતિ મળી જાય તેટલો દીલાસાજનક ફાયદો જણાતો હોય છે. ચાલો હું એકલો દુખી નથી બીજા પણ મારા જેવા છે. સર્વાઇવલ માટે આપણું દુખ કે આપણી તકલીફ બીજાને જણાવવામાં કોઈ વાંધો નથી, ફક્ત ખોટી સહાનુભૂતિ મેળવવાની ટેવ ના પડી જાય તેટલી તકેદારી રાખવી જરૂરી છે.
૨૦૧૨ નું વર્ષ ૧૦૦ મી વર્ષ ગાંઠ બનવાનું છે, એક કરુણાંતિકા માટેનું. એટલાન્ટીક મહાસમુદ્ર ૧૫૦૦ માનવોનું કબ્રસ્તાન બન્યો હતો.
હા! મિત્રો દુનિયાનું સૌથી વધુ વૈભવશાળી અને કદી ડૂબે નહિ તેવા ગણાતું જહાજ ટાઈટેનિક એપ્રિલ ૧૪, ૧૯૧૨માં એક જબરદસ્ત હિમશિલા ટકરાવાથી ડૂબી ગયેલું. સુકાન ફેરવનારા William McMaster Murdoch ખૂબ અનુભવી ફર્સ્ટ ઓફિસર હતા. ટાઈટેનિકની સફર અને ફરજ દરમ્યાન વિશાળ કદ ધરાવતો કાળો ન્યુફાઉન્ડલેન્ડ ડોગ એમનો સાથીદાર હતો. આ ઉમદા જાતિના કૂતરાનું નામ હતું રીગેલ. RMS Olympic ઉપર તેઓ ફરજ બજાવતા ત્યારે પણ આ કૂતરાને સાથે જ રાખતા. તે વિનાશક રાત્રે ટાઈટેનિક પર સ્થિત મૉર્ડન કૅનલ ફેસીલીટીમાં બીજા કુતરાઓ સાથે રીગેલને પણ સલામત રાખવામાં આવ્યો હતો. ટાઈટેનિકને રેકૉર્ડ બ્રેક સમયે ન્યુયોર્ક પહોચાડી દેવા માટે મુર્ડોક વ્યસ્ત હતા.
ટાઈટેનિક મુવી આવ્યા પછી આપણે ટાઈટેનિક વિષે ઘણું બધું જાણીએ છીએ. એના ઉપર ઘણી ડોક્યુમેન્ટ્રી પણ બની ચૂકી છે. પણ ક્યાંય ટાઈટેનિક ઉપર રહેલા કૂતરાઓ વિષે ઉલ્લેખ કરાયો નથી. આજે પણ હું ટાઈટેનિકનો જન્મ કઈ રીતે થયો તે અને ડૂબી કઈ રીતે ગયું તે વિષયે ટીવી ઉપર શો જોતો હતો પણ ક્યાંય એના ઉપર રહેલા કૂતરા વિષે કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નહિ. કદાચ જરૂર લાગી નહિ હોય. આવી કરુણ ઘટના સમયે કૂતરાને કોણ યાદ રાખે?
રીગેલ એકલો ટાઈટેનિક ઉપર નહોતો. બીજા ૧૨ કૂતરા ટાઈટેનિક ઉપર હતા. જોહ્ણ જેકોબ એસ્ટોરનાં બે Airedales , હેરી એન્ડરસનનો Chow Chow , રોબર્ટ ડેનિયલનો ચેમ્પિયન ફ્રેંચ બુલ ડોગ નામ હતું Gamin de Pycombe, વિલિયમ ડુલેનો ફોકસ ટેરીયર, વિલિયમ કાર્ટર ફૅમિલીના બે King Charles Spaniels , એન ઈશામનો વિશાલ ગ્રેટ ડેન, આ બધા કૂતરા સિવાય જે તે મુસાફરો પાસે એમની સાથે રહેતા બીજા કૂતરા પણ હતા. નાના પોમેરિયન અને Pekingese કૂતરા એમના માલિકો સાથે જહાજ ઉપર હતા.
જહાજનાં ક્રુમેમ્બર રોજ ડેક ઉપર આ કૂતરાઓને ફેરવતા. ચોક્કસ સમયે રોજ ફેરવતા કૂતરા એક પરેડ જેવું લાગતું. મુસાફરો એનો આનંદ માણતા. ૧૫ એપ્રિલના રોજ એક ડોગ શો પણ રાખેલો જે પળ ફરી કદી આવી નહિ.
ગાઢ ધુમ્મસ અને અંધારી રાત્રે એક મોટી હિમશિલા ટાઈટેનિક સાથે અથડાઈ ગઈ અને unsinkable જહાજ ડૂબવાનું શરુ થઈ ગયું. આ ઘાતક રાત્રે ૧૫૨૨ મુસાફરો મૃત્યુ પામ્યા હતા, ૭૧૪ બચી ગયા હતા. વિશ્વના ઇતિહાસમાં એક મોટી કરુણાંતિકા સર્જાઈ ગઈ. આમાં પેલાં કૂતરાઓની ચિંતા કોણ કરે? છતાં થોડી ઘણી આધારભૂત માહિતી મળે છે તે જોઈએ.
જહાજ પર લાઇફ બોટો ઓછી સંખ્યામાં હતી. થોડી અવ્યવસ્થા આવી પળે સર્જાય એમાં પણ નવાઈ નહિ. ઉતાવળમાં પહેલી લાઇફબોટ પેસેન્જર ભરી રવાના કરી તેમાં સીટો ખાલી હતી. હેનરી અને માયરા હાર્પર એના Pekingese કૂતરા લઈને બેસી ગયા હતા. એલીઝાબેથ અને માર્ગરેટ એના ટચુકડા પોમેરિયન લઈને બેસી ગયેલા. આ કૂતરાની હાજરીનો કોઈએ વિરોધ કરેલો નહિ. લાઇફબોટ બહુ હતી નહિ. રડતી આંખે હેલન બિશપે એના કૂતરા Frou Frou ને કેબીનમાં પડતો મૂક્યો હતો. આ કૂતરો એના કપડા પકડીને કહી રહ્યો હતો કે મને એકલો છોડીને જઈશ નહિ. Ann Isham નો Great Dane ખૂબ વિશાળ હતો, લાઇફબોટમાં એટલી જગ્યા નહોતી. અને જ્યાં માણસ બચાવવાના હોય ત્યાં આવડા મોટા કૂતરાને કોણ બેસવા દે? પણ વહાલા કૂતરાને કેમ મુકાય? એણે કૂતરા વગર બેસવાની નાં પાડી. પાછળથી એનું મૃત શરીર મળ્યું, એના હાથ એના વહાલા કૂતરાને વળગેલા હતા. મરતાં સુધી એણે કૂતરાને અળગો કર્યો નહોતો.
રીગેલ કૅનલ ફેસીલીટીમાં બીજા કૂતરા સાથે હતો. મુર્ડોક માટે માનવ બચાવ કામગીરી મહત્વની હતી. કૂતરા બચાવ માટે કોઈ તક હતી જ નહિ. મુર્ડોક બચાવ કામગીરી બાબતે સખત મહેનત કરતો હતો. એક મોટું મોજું આવ્યું અને મુર્ડોક પર ફરી વળ્યું, ત્યાર પછી મુર્ડોક ફરી કદી દેખાયો નહિ.
બંધ પાંજરામાં પુરાયેલા કૂતરા માટે મોત ભયાનક બને તે પહેલા કોઈ અજાણ્યા મુસાફરે બધા કૂતરા છોડી મૂક્યા હતા. લગભગ બધા કૂતરા અતિશય ઠંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. પણ રીગેલ માટે નિયતિ જુદી હતી. બરફ જેવા પાણીમાં તરવું જ જ્યાં મુશ્કેલ હોય ત્યાં જીવવું પણ મુશ્કેલ હોય તે સ્વાભાવિક છે. અતિશય ઠંડા સમુદ્રમાં કૂતરો લાંબુ તરીને કઈ રીતે બચી જાય તે એક સવાલ હતો. નૉર્થ એટલાન્ટીક સમુદ્રની કઠોર પરિસ્થિતિમાં બચવા માટે Newfoundland dog સક્ષમ રીતે ઊછરેલા હોય છે. એ જાત એ રીતે ઇવોલ્વ થયેલી હોય છે. Webbed feet, rudder-like tail અને water -resistant coat આ કૂતરાની ખાસિયત હોય છે જે એને જબરદસ્ત તરવાની ક્ષમતા આપે છે. હાઈપોથર્મિયા સામે લડવા માટે જે બોડી મીકેનીઝમ ધ્રુવીય સફેદ રીંછ પાસે હોય છે તે મીકેનીઝમ આ કૂતરા પાસે પણ હોય છે. ટાઈટેનિક ડૂબેલું તેનાથી ઉત્તરમાં ૪૦૦ માઈલ દૂર કેનેડામાં આ જાતના કૂતરા માછીમારોને મદદ કરતા હોય છે. આ કૂતરાઓએ આમ કેટલાય લોકોને ઠંડા સમુદ્રમાંથી બચાવેલા લોકોની દંતકથાઓ છે.
પ્રથમ તો રીગેલ એના માલિકને શોધવા મથ્યો હશે. પછી લાઇફબોટ નંબર ૪ નજીક રહીને તરવાનું ચાલુ રાખેલું. વળી અ કૂતરાનાં કદ કાઠી ખૂબ મોટા એને બોટમાં કઈ રીતે લેવો? જ્યાં બોટના માનવો કાતિલ ઠંડી વડે ધ્રુજતા હતા ત્યાં આ કૂતરો આરામથી ઠંડા સમુદ્રમાં તરતો હતો. ટાઈટેનિકને આ મહાસામુદ્રમાં ગરક થઈ ગયે બે કલાક વીતી ગયા હતા. Carpathia નામનું એક પેસેન્જર શીપ બચાવ માટે આવી પહોચ્યું હતું. હું ખૂબ અંધારું હતું. કાર્પેથીયાનાં ક્રુમેમ્બર બુમો પાડતા હતા. લાઇફબોટમાં બચેલા લોકોને બચાવી લેવાનું મુખ્ય ધ્યેય હતું. લાઇફબોટ-૪ થોડી દૂર બીજી બોટો કરતા વખુટી પડી ગયેલી હતી. શક્ય તેટલા મુસાફરોને લાઇફ બોટોમાંથી બચાવી કાર્પેથીયાનાં ક્રુમેમ્બર હજુ બુમો પાડતાં હતા કે કોઈ રહી ગયું હોય તો બચાવી લેવાય. છેવટે કોઈ રિસ્પૉન્સ નાં મળતા શિપને ત્યાંથી રવાના કરવાનું મુનાસિબ માની લેવામાં આવ્યું. નાનકડી ચાર નંબરની લાઇફબોટનાં મુસાફરોની હાલત ખરાબ હતી. કાતિલ ઠંડીમાં ધ્રુજતા આ મુસાફરોના ગળામાંથી અવાજ નીકળે તેવી કોઈ શક્યતા રહી નહોતી. અને બચાવ માટે આવેલું શીપ આ કરુણ ઘટના સ્થળથી દૂર થવાની તૈયારી કરી રહ્યું હતું. હવે રીગેલ વહારે ધાયો. એણે હાડ થીજાવી દે તેવા ઠંડા પાણીમાં તરતા તરતા ભસવાનું ચાલુ કર્યું. કાર્પેથીયાનાં કૅપ્ટન Arthur Henry Rostron હવે ચમક્યા કે હજુ કોઈ બોટ બાકી રહી ગઈ લાગે છે. તત્ક્ષણ એમણે શિપને થોભાવી દીધું. લાઇફબોટ આગળ તરતા તરતા એણે બોટ બતાવી દીધી હતી. રીગેલ સાથે બધા પેસેન્જર બચાવી લેવાયા અને શીપ ઉપર લઈ લેવાયા.
બીજા દિવસે કાર્પેથીયા ન્યુયોર્ક પહોચ્યું ત્યારે ન્યુયોર્ક હેરાલ્ડ દૈનિકમાં પૅસેન્જરને બચાવી લેવામાં રીગેલનો મહત્વનો ફાળો દર્શાવતી સ્ટોરી પ્રસિદ્ધ થઈ હતી. રીપોર્ટરે એ પણ જણાવ્યું કે આ કૂતરાના માલિક મૃત્યુ પામ્યા હતા પણ એક Brigg નામના કૃમેમ્બરે એને દત્તક લઈ લીધો હતો. પણ પછી ભૂલ જણાઈ કે Brigg લાઇફ બોટમાંનો કોઈ પેસેન્જર હતો અને આ કૂતરાને રાખી લેનારો ૬૨ વર્ષનો કાર્પેથીયાનાં કૅપ્ટનનો જમણા હાથ સમાન કૃમેન બ્રાઉન હતો. Brown ત્યાર પછી ટૂંક સમયમાં રિટાયર થઈ ગયો હતો અને રીગેલને લઈને પોતાના વતન સ્કોટલેંડ જતો રહ્યો હતો. ટાઈટેનિક ટ્રેજેડીના આ હીરોએ બાકીની જીંદગી કાતિલ ઠંડા પાણીનો સામનો કર્યા વગર પૂરી કરી.
જ્યારે જ્યારે ભારતમાં રહેતા મિત્રો સાથે વાતો થાય કે સંવાદ થાય કે પછી ફોન પર વાતો થાય કે ઑન લાઇન વાતો થાય ત્યારે એવું ચર્ચાતું હોય છે કે ભારતમાં સોશિઅલ લાઇફ જેવું વધુ હોય છે જ્યારે અમેરિકામાં સોશિઅલ લાઇફ જેવું ઓછું હોય છે. અથવા તો સોશિઅલ લાઇફ જેવું કઈ હોતું નથી. અમેરિકામાં રહેતા ભારતીયો પણ આવું જ માનતા હોય છે. ઍવરિજ ભારતીયના મુખે એવું સંભાળવા મળવાનું કે અમેરિકામાં કલ્ચર જેવું કઈ છે નહિ. કલ્ચર તો આપણું ભારતનું જ. અમેરિકન સમાજ એટલે પશ્ચિમનો સમાજ સમજવો.
હમણાં એક મિત્ર સાથે ઑન લાઇન વિડિઓ ચૅટિંગ દ્વારા વાતો થયેલી. તેઓ પોતે ડૉક્ટર છે અને એમની દીકરી અમેરિકામાં છે, દીકરો પણ વિદેશ ભણે છે. એમનું અમેરિકામાં કાયમ આવનજાવન હોય છે. તેઓને બંને જગ્યાએ રહેવાનો અનુભવ છે, એમના મુખે સાંભળ્યું કે અમેરિકામાં જીવન મેકૅનિકલ લાગે, જ્યારે ભારતમાં સામાજિક વધુ લાગે. મહદંશે એમનું કહેવું સાચું છે.
અમેરિકામાં કલ્ચર જેવું કઈ છે નહિ તેવું કહેવું વધારે પડતું છે. અહીં પણ કલ્ચર છે, પણ થોડું અલગ છે. આપણાં કલ્ચર સાથે મૅચ થાય તેવું નથી માટે એવું લાગે કે કલ્ચર જેવું કઈ છે નહિ. બાકી એમની રીતે આ લોકો એમના કલ્ચરમાં જીવે જ છે અને ખૂબ મજાથી જીવે છે. કદાચ આ લોકોને આપણાં કલ્ચરમાં કોઈ દમ લાગતો નહિ હોય. આપણાં કલ્ચરના રીતરિવાજો જોઈ જાણી આ લોકોને પણ ઘણું હસવા જેવું અને નવાઈ જેવું લાગતું હોય છે. દરેક કલ્ચરમાં ખામીઓ સાથે ખૂબીઓ પણ હોય જ છે. દરેક કલ્ચરમાં સારું ખોટું હોય જ છે. એવું પણ હોય કે આપણને ખોટું લાગતું હોય તે બીજા કલ્ચર માટે સારું ગણાતું હોય.
પશ્ચિમનું કલ્ચર પ્રાઇવસિમાં માનતું વધારે છે. સામાજિક ગઠબંધન ઓછું હોય તેવું લાગતું હોય છે. એના ઘણા બધા કારણો હોઈ શકે. લગભગ અહીં વસતા કે ભારતમાં વસતા મોટાભાગના ભારતીયોના મુખે સાંભળ્યા પછી કે ભારતમાં લોકો સામાજિક વધુ હોય છે અને અહીં ઓછા ત્યારે વિચાર કરવા મજબૂર થઈ જવાયું.
આમ મોટાભાગે આપણે ભારતના લોકો માનતા હોઈએ છીએ કે આપણે દુનિયાના લોકો કરતા વધુ સામાજિક છીએ. એટલે ઘણીવાર પ્રશ્ન થાય કે સાચે જ ભારતના લોકો વધુ સામાજિક છે ? જો જવાબ ‘હા’ હોય તો, શા માટે આપણે વધુ સામાજિક છીએ ? સામાજિક હોવા પાછળનું મુખ્ય કારણ જે તે પ્રદેશનું ભૌગોલિક કારણ જવાબદાર હોય છે. હવામાન પ્રમાણે રહેણીકરણી કે જીવન પદ્ધતિ બનતી હોય છે. એટલે કે જેવી કાર્યપદ્ધતિ હોય તે પ્રમાણમાં સામાજિક માળખું તૈયાર થાય.
ભારતની ભૌગોલિક પરિસ્થિતિને આધારે જોઈએ તો ભારત કૃષિપ્રધાન દેશ છે. સૌથી પહેલા સમાજની રચના નાના નાના સમૂહો દ્વારા થઈ અને સમૂહના લોકો સાથે મળી ખેતી કરતા. પછીથી તે ખેતી દરેક કુટુંબ પ્રમાણે થવા લાગી. ખેતીની સાથે પશુ પાલન પણ જરૂરી બન્યું. ખેતી તથા પશુપાલન માટે કુટુંબના દરેક સભ્ય હળીમળીને કામ કરતા. તેથી કુટુંબ વ્યવસ્થા વધુ મજબૂત બની. ભારતમાં કુટુંબવ્યવસ્થા પણ વિશાળ છે. એટલે કે સંબંધોની વિશાળતા છે. જેમ કે કાકા, મામા, માસી, ફોઈ, માતાના અને પિતાના સગા તે સાથે નજીકના અને દૂરનાં અને આ બધા સાથે સામાજિક જોડાણ પણ રહે તેવી સામાજિક મેળાવડા અને ઉત્સવોની પરંપરા વધુ વિકસી છે.
ખેતીપ્રધાન સમાજ હોય ત્યાં સામાજિક ગઠબંધન વધુ હોય તે સ્વાભાવિક છે. ખેતીમાં એકબીજાનો સહકાર વધુ જોઈએ. ખેતીપ્રધાન સમાજમાં સંયુક્ત કુટુંબ હોય તો વધુ મદદ મળે. ખેતીકામ જ એવું હોય છે કે એકલાં માણસનું કામ નહિ. જેમ જેમ ભારતમાં ઉદ્યોગ ધંધાઓ વધવા લાગ્યા તેમ તેમ કુટુંબો વિભક્ત થવા લાગ્યા છે. એમાં કશું ખોટું પણ નથી. સંયુક્ત કુટુંબના ઘણા બધા ફાયદા હોય છે, પણ વ્યક્તિગત સ્વતંત્રતા ઓછી હોય, પ્રાઇવસિ ઓછી મળે. ઘણીવાર નોકરી ધંધા માટે મજબૂરી હોય છે બહાર નીકળવું પડતું હોય છે. આમ સંયુક્ત કુટુંબ ઓછા થતા જવાના.
અમેરિકન સમાજ પ્રાઇવસિમાં ખૂબ માનતો હોવાથી સંયુક્ત કુટુંબ ઓછા હોય છે. પણ હવે આ લોકોને સંયુક્ત કુટુંબ એટલે મલ્ટીજનરેસ્નલ એટલે કે દાદા દાદી સાથેના કુટુંબોની મહત્તા સમજાવા લાગી છે. હાલનાં એક સર્વે પ્રમાણે અમેરિકામાં ૪ મિલ્યન એટલે ૪૦ લાખ ફેમિલી એવા છે જેમાં દાદાદાદી, પુત્ર, પૌત્રાદી સાથે રહે છે.
ભારતમાં મુખ્ય ત્રણ ઋતુઓ અને તેની પેટા ઋતુઓ પણ ત્રણ એમ છ ઋતુઓનો લાભ મળે છે. આ કારણ પણ થોડે ઘણે અંશે જવાબદાર ગણી શકાય. આવી અલગ અલગ ઋતુઓના કારણે જ ખેતી મુખ્ય વ્યવસાય તરીકે છે. દરેક ઋતુમાં સમાજ કાર્યરત પણ રહે. અને વચ્ચે મળતા સમયમાં ઉત્સવપ્રિય પણ રહી શકે. ભારતની જૂની જીવનપદ્ધતિ જોતા લાગશે કે અમુક સમયગાળો જ ઉત્સવોનો રહેતો જ્યારે ખેતીના કાર્યો ઓછા હોય ત્યારે જ. એટલે આમ જોતા ખૂબ જ મહેનત કર્યાં પછી નવરાશના સમયમાં મેળા, ઉત્સવો, સામાજિક પ્રસંગોના આયોજન થતા. આમ સામાજિક ગઠબંધન મજબૂત થતું.
પશ્ચિમમાં શિયાળો ખૂબ લાંબો છે. મુખ્ય બે જ ઋતુઓ છે, ઉનાળો અને શિયાળો. અહીં વરસાદ ગમે ત્યારે આવી જાય. સ્પેશલ ચોમાસું ફક્ત ભારતીય ઉપમહાખંડમાં જ છે. ઔદ્યોગિક ક્રાંતિ પશ્ચિમમાં પહેલી થઈ. નોકરીઓનું મહત્વ વધવા લાગ્યું તો સંયુક્ત કુટુંબની જરૂર ખાસ રહી નહિ. એકબીજાના સહકારની ખાસ જરૂર રહી નહિ. જેમ જેમ પ્રજા સ્વાવલંબી થતી જાય તેમ તેમ સ્વાર્થી પણ બનતી જવાની. જેમ પ્રજા પરાવલંબી તેમ સામાજિક વધુ રહેવાની. પરસ્પર સહકારની વધુ જરૂર હોય ત્યાં સામાજિક સંબંધો સારા રાખવા જ પડે છૂટકો નથી હોતો. જેમ પ્રજા પરસ્પર અવલંબી તેમ સામાજિક વધુ રહેવાની.
ઉત્ક્રાંતિવાદ પ્રમાણે જોઈએ તો મૅમલ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છે તે મુજબ માનવ સામાજિક પ્રાણી છે. એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય માનવ વધતે ઓછે અંશે સામાજિક તો રહેવાનો જ છે, ભલે પછી ભારતનો હોય કે પશ્ચિમનો. જો ખેતી કરતો હશે તો તેવા સમાજમાં રહેવાનો, જો નોકરી કરતો હશે તો એવું સર્કલ ઊભું કરશે. ઉદ્યોગપતિ હશે તો એના જેવા બીજા લોકો સાથે હરીફાઈ સાથે સામાજિક સંબંધો તો રાખશે જ. જ્યાં માણસ હશે ત્યાં હરીફાઈ અને સહકાર બંને સાથે રહેવાના.
એક બીજું કારણ એવું પણ છે કે જ્યાં સર્વાઇવલ માટે પરિસ્થિતિ નાજુક હોય ત્યાં સામાજિક ગઠબંધન વધુ રહેવાનું. એટલે જ્યારે લોકો પાસે પૈસો વધતો જાય છે ત્યારે લોકો વધુ સ્વાર્થી બનતા જતા હોય છે. કે હવે બીજા લોકોનો સહકાર ઓછો હશે તો ચાલશે, પૈસો છે બધું ખરીદી શકાય છે. પહેલા ગામડાઓમાં લગ્ન હોય એટલે બધી વ્યવસ્થા જાતે કરવી પડતી. બધી જરૂરી વસ્તુઓ આજુબાજુથી કે ગામમાંથી ઉઘરાવવી પડતી. મહિનાઓથી તૈયારી કરવી પડતી. એમ સામાજિક સંબંધો જળવાઈ રહેતા. આજે બધી સગવડ વેચાતી મળે છે. ખાલી ખીસા ભરેલા જોઈએ. એમ બીજા કોઈ પર બહુ આધાર રાખવો પડે નહિ.
હવે તમે શહેરમાં રહેતા હો તો ફક્ત બે દિવસમાં લગ્નપ્રસંગ ઊભો કરી શકો છો. મને યાદ છે અને મેં જોએલું છે લગ્ન પ્રસંગ હોય તો મહીના પહેલા દરજી ઘેર બેસાડતા. દરજીભાઈ એમનું મશીન લઈને જ આવી જતા. આખો દિવસ સીવ્યા કરતા. આજની પેઢીના યુવાનો માની પણ નહિ શકે આ વાત. હવે આજે દરજીની જ જરૂર રહી નથી. બધા કપડા રેડીમેડ મળી જાય છે.
આમ જેમ સુખ સગવડ વધતી જવાની, બધું પૈસાથી ખરીદી શકાય તેવું બનવા લાગે તેમ એકબીજાના સહકારની જરૂર બહુ રહે નહિ તેમ લોકો સ્વલક્ષી બનતા જવાના. લોકો એકલપટા થતા જવાના. ગામડાં કરતા શહેરના લોકો વધુ સ્વલક્ષી નથી લાગતા ? અમેરિકન લોકો સ્વકેન્દ્રી વધુ લાગે છે તેનું કારણ આ જ છે. અહીં કોઈના ઉપર આધાર રાખવો પડતો નથી. અહીંની વ્યવસ્થા જ એવી છે કે કોઈના ઉપર બહુ આધાર રાખવો પડે નહિ. તો પછી સામાજિક સહકારની જ્યાં બહુ જરૂર ના હોય તો આ સમાજ સામાજિક ઓછો લાગે તેમાં નવાઈ શું?
જ્યારે લોકો પાસે સંપદા ઓછી હોય, રિસોઅર્સ ઓછા હોય ત્યારે સર્વાઇવલ માટે પરિસ્થિતિ નાજુક હોય છે. આમ જ્યારે રિસોઅર્સ ઓછા હોય અથવા બીજા કોઈ કારણસર પોતાનું રક્ષણ કરવા પ્રજા અસમર્થ હોય ત્યારે લોકો એમના સામાજિક જોડાણ પ્રત્યે વધુ આધાર રાખતા થઈ જતા હોય છે. ભલે લોહીનો નાતો ના હોય પણ વિશ્વાસ, કરુણા, સહભાવ, સદભાવ, સહાનુભૂતિ દ્વારા વિશિષ્ટ સંબંધો બનાવી એક સામૂહિક સર્વાઇવલની પદ્ધતિ અખત્યાર કરતા હોય છે. આમ જે લોકો પાસે લિમિટેડ રિસોઅર્સિસ હોય છે તે લોકો જુદી સ્ટ્રેટેજી પસંદ કરતા હોય છે, આ લોકો તેમના લિમિટેડ રિસોઅર્સિસ બીજા લોકોને વહેંચતા માલૂમ પડ્યા છે.
આમ ઓછી સંપદા સ્વાર્થ અને લોભને ઓછી કરે છે.જ્યારે પૈસો અને સંપદા ખૂબ વધી જાય ત્યારે તેવા લોકોની નજર બીજા પ્રત્યેથી હટી જાય છે. હવે બીજાની જરૂર ખાસ રહી નથી. આમ એમની બીજા પ્રત્યેથી લાગણી પણ ઓછી થઈ જતી હોય છે. હવે એની પાસે ખૂબ સંપત્તિ છે હવે બીજાનું શું કામ ? આમ આ લોકો સંપત્તિ ઉપર વધુ આધાર રાખતા હોય છે સિવાય લોકો પર.
અમેરિકામાં જુઓ તો દરેક પાસે લગભગ કાર હોય છે. હાલ અહીં મંદી ચાલી રહી છે. ટીવીમાં જાતજાતના સર્વે આવતા હોય છે. ટીવીમાં એવું પણ સાંભળ્યું કે અહીં ગરીબીરેખા નીચે જીવતા લોકો પાસે પણ ફ્રિઝ, ટીવી, કાર જેવા સાધનો હોય છે. લગભગ બધું કામ ઑન લાઇન પતી જતું હોય છે. કોઈ તકલીફ હોય તો ટેલિફોન હાથમાં લો ૯૧૧ દબાવો પાંચ દસ મીનીટમાં પોલીસ હાજર. જરૂર લાગે તો સાથે ઍમ્બ્યુલન્સ પણ આવી જાય. બાજુની દીવાલે રહેતા પાડોશીની પણ જરૂર રહે નહિ, તો પાડોશીને પણ કોણ ઓળખે ? આમ વધુ પડતી સુખ સગવડ માણસને એકલપટો બનાવી દે તેમાં નવાઈ નહિ. આવા એકલવાયા સમાજના ગેરલાભ પણ હોય છે. લોકો મશીન જેવા થઈ જતા હોય છે. પરિસ્થિતિ વિષમ હોય ત્યાં લોકો સામાજિક વધુ હોય.
એટલે પેલાં સંબંધી કહેતા હતા તે સાચું છે કે અહીં જીવન યાંત્રિક વધુ લાગે. યાંત્રિક જીવન હોય ત્યાં તણાવ વધુ હોય. ભારતમાં આ બાબતે તણાવ ઓછો લાગે. ભારતના સમાજિક હોવાના ફાયદા વિષે એક વાત લખું. અમેરિકા રહેતા એક મિત્ર સાથે મેડિસિન બાબતે વાર્તાલાપ થયેલ. એ મિત્ર વર્ષો સુધી ભારતમાં રહેલા. આરામદાયક જિંદગી હતી. પેઢી પર બેસી નોકરો સાથે કામ લેતા. અમેરિકામાં હંમેશાં લોકો પોતાની પાસે પેએન કિલર રાખતા હોય છે નાની મોટી બીમારીમાં પેએન કિલર લઈ લે. તે મિત્ર કહે કે ભારતમાં હતા ત્યારે પોતાના વ્યવસાયમાં ૧૪-૧૫ કલાક કામ કરતા માણસો સાથે કામ લેવાનું હોય તેમાં અને માણસ ના આવે તો જાતે કામ કરવાનું છતાં ક્યારેય સ્ટ્રેસ કે થાક ના લાગતો. કારણ દિવસ દરમ્યાન આસપાસમાં લોકોને મળતા રહેવાનું. એકબીજાની સાથે વાતો કરવાથી મન હળવાશ અનુભવતું. ઘરે જઈને કુટુંબ સાથે બેસીને વાતો કરતા રાત્રે મિત્રોને મળીએ. આ બધામાં સ્ટ્રેસ રહે નહીં. જ્યારે અમેરિકામાં ૯ થી ૫.૩૦ ની જોબ માં ૪.૩૦ થી ઘડિયાળ જોવાનું ચાલુ થઈ જાય. જો શિફ્ટ જોબ હોય તો પછીની શિફ્ટનો કર્મચારી ના આવે ત્યાં સુધીમાં તો સ્ટ્રેસ શરુ થઈ જાય.
દસ પંદર હજાર વર્ષ પહેલા આખી દુનિયાના તમામ સમાજો હન્ટર-ગેધરર હતા. આવા સમાજો હાલ પણ છે. અહીં પુરુષો શિકાર કરવા જાય અને સ્ત્રીઓ ખોરાક જેવાકે ફળફળાદિ, કંદમૂળ, ખાવાલાયક અને ઔષધ માટે વપરાય તેવા લીલા શાકભાજી એકઠા કરે. આવા સમાજોમાં સ્ત્રી પુરુષનું સ્થાન સરખું હતું અને છે. સ્ત્રી પુરુષ કરતા અહીં કમજોર ગણવામાં નહોતી આવતી. સંશોધકોનું માનવું છે કે ખેતી શરુ થઈ અને શારીરિક બળની જરૂર વધુ પડવા લાગી. આમ પુરુષનું મહત્વ વધવા લાગ્યું. ધીમે ધીમે સ્ત્રી પુરુષ આધારિત વધુ બનવા લાગી. જ્યાં જીવન બીજા પર આધારિત હોય ત્યાં સહકાર સ્વયંભુ સ્થપાઈ જતો હોય છે. પશ્ચિમની સ્ત્રીઓ કમાતીધમાતી થઈ ગઈ છે તો સ્ત્રીઓ પુરુષો પર આધારિત નથી. જરા વાંકું પડ્યું કે છુટા.
આપણે ત્યાં હવે ડિવોર્સનાં પ્રમાણ વધવા માંડ્યા છે તેનું મુખ્ય કારણ સ્ત્રીઓ કમાતી થઈ ગઈ છે તે પણ હોઈ શકે. પશ્ચિમની નકલ કે આંધળું અનુકરણ કરતા હોઈએ એવું સાવ નથી. આપણે ખોટી બુમો પાડતા હોઈએ એવું લાગે છે. મૂળ કારણ છે ભારતમાં સ્ત્રી હવે સ્વતંત્ર બનવા લાગી છે કે કમાણી કરવા લાગી છે. હવે તેને પુરુષ પર સંપૂર્ણ આધાર રાખવો પડતો નથી. હવે એને એનું સ્વમાન યાદ આવવાનું જ છે.
આપણા ગ્રામ્યજીવન અને શહેરીજીવન વિષે ધ્યાનથી જોશો તો પણ ભેદ સમજી જવાશે. જે લોકો ભારતમાં એકબીજા પ્રત્યે ખૂબ સામાજિક લાગતા હોય તે લોકો પણ અહીં આવીને એકબીજા પ્રત્યે જરૂર પૂરતો સંબંધ રાખતા થઈ જતા હોય છે એમાં કોઈનો દોષ કાઢવો નકામો છે. આમ ભારતમાં પ્રેમભાવ, સદભાવ, સહકાર વધુ છે. લોકો સામાજિક વધુ છે. જ્યારે પશ્ચિમનો સમાજ ઓછો સામાજિક લાગે છે તે પણ સ્વાભાવિક છે. અમેરિકામાં કલ્ચર જેવું કશું નથી તેવું કહેવું પણ વધુ પડતું છે.
સ્વતંત્રતા શીખવાની-૪ Hard Truths About Human Nature.
મને લાગે છે ધર્મોના ઉદભવ પછી, ધર્મોનો વ્યાપ વધે તે માટે તેમના નીતિનિયમો, માન્યતાઓ વગેરેનું શિક્ષણ આપવાનાં પ્રયત્નમાં શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હોવી જોઈએ. બાકી લાખો વર્ષ લગી ગુરુકુળ, સ્કૂલ, વિદ્યાપીઠ, કૉલેજ કે યુનિવર્સિટી વગર સમાજ ચાલતો હતો અને ઉત્તરોત્તર પ્રગતિ પણ કરતો જ હતો. નાલંદા આવી જ એક બૌદ્ધ યુનિવર્સિટી હતી, જેમાં બૌદ્ધ ધર્મનું શિક્ષણ મેળવવા લોકો દૂર દૂરથી આવતા હતા. મદરેસાઓ પણ આમ જ શરુ થઈ હોવી જોઈએ. તેમ પશ્ચિમમાં ચર્ચ લોકોને સુધારવા સ્કૂલો શરુ કરવા લાગ્યું હશે. બાકી કળા, કારીગરી, કૌશલ તો લોકો પેઢી દર પેઢી વડીલો પાસેથી સ્કૂલ કૉલેજમાં ગયા વગર શીખી જતા હતા.
મોટામસ ભવ્ય રાજમહેલો, કિલ્લાઓ, મીનાક્ષી મંદિર, ચીનની દીવાલ, ખાજુરાહો અને અંગકોરવાટ જેવા બેજોડ મંદિરો, પીરામીડો કયા IIT કે MIT માં ભણેલા એન્જિનિઅરોએ બનાવેલા ? અંગ્રેજો આખી દુનિયામાં ફેલાયા અને આખી દુનિયામાં સ્કૂલો ફેલાઈ ગઈ. હવે તો સ્કૂલ કૉલેજ વગરની દુનિયા કલ્પવી મુશ્કેલ છે.
પરિવર્તન અને પ્રગતિના માર્ગમાં પાછાં ફરવાનો કોઈ રસ્તો હોતો નથી. અને જઈએ તો યોગ્ય પણ ના કહેવાય. ફરી પાછાં આપણે હન્ટર-ગેધરર બની જવાના નથી. સ્કૂલ કૉલેજોનો નાશ પણ કરી શકાય નહિ. હવે દરજીનો દીકરો દરજી જ બને કે લુહારનો દીકરો લુહાર બને તેવું રહ્યું નથી. એક સુથારનો દીકરો દુનિયાની મોટી ગણાતી ટેલીકૉમ કંપનીનો સર્વોચ્ચ વડો પણ બની શકે છે. અને તે ગર્વ લેવા જેવી બાબત છે. આમ સ્કૂલ કૉલેજને ઉવેખી શકીએ તેમ પણ નથી. છતાં આપણે હન્ટર ગેધરર સમાજના ડહાપણ અપનાવી બહેતર સમાજ કે બહેતર શિક્ષણ વ્યવસ્થા બનાવી શકીએ તેમ છીએ. બાળકો આપણે શીખવીએ તો જ શીખે તે વાત ભૂલી જવી જોઈએ. બાળકો એમના કામનું શીખી જ લેતા હોય છે તેવી કુદરતની લાખો વર્ષ જૂની ડિઝાઇન છે. છ મહિનાના બાળકથી નિરીક્ષણ ચાલુ કરો, જુઓ તમને શું શું જોવા મળે છે.
થોડા દિવસનું બાળક પણ નવી વસ્તુ તરફ પહેલું જુએ છે. છ મહિનાનું બાળક દરેક આસપાસની વસ્તુને સમજવાનો વૈજ્ઞાનિક અભિગમ રાખતું હોય છે. વસ્તુને દબાવશે, પકડશે, ઉલટસુલટ કરશે, નીચે નાખશે, ઊચકશે, ફરી નીચે નાખશે, ચાખશે, એક વૈજ્ઞાનિકને કામ પર જુઓ અને એક બાળકનું નિરીક્ષણ કરો બંનેમાં સામ્ય દેખાશે. અરે આસપાસના લોકોની બેસિક સાઇકૉલોજી પણ બાળક સમજતું થઈ જતું હોય છે કે આ ડાહ્યાંને કઈ રીતે ખુશ રાખવા. એના પછી ભાષાકીય જ્ઞાન તરફ આગળ વધો તો કોઈ નવી ભાષા શીખવાનો પ્રયત્ન કરતા એક પુખ્ત માણસને આંખે પાણી આવે છે. હજારો શબ્દો, અસંખ્ય વ્યાકરણના નિયમો બાળક રમતમાં શીખી જતું હોય છે. અરે દ્વિભાષી પરિવાર કે વાતાવરણ હોય તો બાળક બે ભાષાઓ પણ શીખી લેતું હોય છે. ચાર વર્ષનું બાળક એની માતૃભાષામાં માહેર હોય છે. બે થી સત્તર વર્ષ સુધીમાં એક બાળક ૬૦,૦૦૦ શબ્દો શીખી લેતું હોય છે.
ફિઝિકલ ગણીએ તો સૌથી પહેલું મહત્વનું કામ બાળક શીખતું હોય તો તે છે બે પગે ઉભા થઈને ચાલવાનું. આપણે ચોપગાં પશુઓમાંથી ઉત્ક્રાંતિ પામ્યા છીએ. માટે બાળક જન્મે તેવું તરત બે પગે ચાલી શકતું નથી. બે પગે ચાલવાનું શીખવા માટે તેને અપાર મહેનત કરવી પડે છે. આશરે ૭૦ લાખ વર્ષો પહેલા આપણાં અને ચિમ્પૅન્ઝીના પૂર્વજો કૉમન હતા. લગભગ ૪૦ લાખ વર્ષ પહેલા આપણાં કોઈ પૂર્વજ ‘કપિનર’ Australopithecus afarensisની ઍન્કલની ડિઝાઇન થોડી બદલાઈ અને બે પગે ચાલવામાં સરળતા આવવા લાગી.આ પવિત્ર ઘટના આફ્રિકાના સવાના પ્રદેશમાં બનેલી. આખી માનવજાત માટે આ પવિત્ર સ્થળ ગણાવું જોઈએ.
ઇવલૂશનનાં ઇતિહાસમાં આ અદ્ભુત પરિવર્તન હતું. આમ બે પગે ચાલવું આપણે હજુ પણ શીખવું પડે છે. બાળક ચાલવાનું પુરજોશમાં શીખતું હોય ત્યારે એવરેજ રોજના છ કલાક ચાલતું હોય છે અને ૯૦૦૦ ડગલા ભરતું હોય છે, જેની લંબાઈ ૨૯ ફૂટબોલના મેદાન જેટલી થાય (Adolph et al., 2003, Child Development, 74, 475 -497). બાળક ઊભું થાય છે, ચાલે છે, પડે છે, દોડે છે, કુદકા મારે છે, ચડે છે આમ કસરત ચાલુ જ હોય છે.
આજે પણ ઘણા માબાપ બાળકોને સ્કૂલમાં મૂકતાં નથી ઘેર શિક્ષણ આપે છે. હમણાં કોઈ મિત્રે આવા દાખલા ફેસબુક પર મૂક્યા પણ હતા. આવા “non-school schools” વડે શિક્ષણ પામેલા બાળકો સફળતા પામી ચૂકેલાં છે. શિક્ષણ હવે એક કૉર્પરટ બિઝિનસ બની ગયો છે. એક બે વર્ષના બાળકને પણ નર્સરી અને કે.જી. માં અડ્મિશન માટે તૈયાર થવું પડતું હોય છે, એના ઇન્ટરવ્યૂ લેવાય છે, આના જેવી મોટી બીજી કઈ કરુણતા હોય ? મારા શ્રીમતી વડોદરામાં ઘરમાં આવું પ્લે સેન્ટર ચલાવતા હતા જેમાં બાળકોને તૈયાર કરવામાં આવતા કે જેથી કે.જી.માં લેવાતા ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાય અને અડ્મિશન મળી જાય. આવા ત્રીસેક બે વર્ષના ભૂલકાઓ જોડે હું ખૂબ મસ્તી કરતો. ત્રણચાર કલાક ઘરમાં ધમાલ મચી જતી.
“Adults do not control children’s education; children educate themselves.”
આ વિચારધારા સાથે શરુ થયેલી છેલ્લા ૪૦ વર્ષથી અમેરિકાના શૈક્ષણિક જગતનું best-kept secret રહેલી, ૧૦ એકર જમીનમાં Victorian mansion ધરાવતી The Sudbury Valley School, Framingham, Massachusetts , એક સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી બેનમુન સ્કૂલ છે. ચાર વર્ષના બાળકોથી પ્રવેશ શરુ થાય છે. હાઈસ્કૂલ એડ્યુકેશન સાથે અભ્યાસ પૂર્ણ થાય છે. અહી ના કોઈ ટેસ્ટ છે, ના કોઈ પરીક્ષા, ના કોઈ ગોલ્ડ સ્ટાર, પાસનાપાસ થવાની કોઈ ચિંતા નહિ, કોઈ ફરજિયાત કોર્સના બંધન નહિ, કોઈ અપેક્ષા નહિ, કોઈ જબરદસ્તી નહિ, કોઈ અવૉર્ડ નહિ, કોઈ રિવૉર્ડ નહિ, કોઈ ખુશામત પણ નહિ.
અહી ૨૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે ૧૦ જણાનો ફૂલ ટાઈમ સ્ટાફ છે, પણ આ કોઈ શિક્ષક જેવા નથી. આ બધા બાળકો માટે કાકા, કાકી, માસા, માસી જેવા લાગે, એમના ખોળામાં બેસી જવાય, ખભે ચડી મસ્તી કરી શકાય, એમની આગળ રડી પણ શકાય. અહી નાનામોટા દરેક બાળકનો સરખો વોટ છે. બધા બાળકોની સ્વતંત્રતા સચવાય માટે અહી રૂલ્સ છે. અહીંથી બહાર પડેલા બાળકો ડૉક્ટર, એન્જિનિઅર, વૈજ્ઞાનિક, કલાકાર, લૉયર, સંગીતકાર અને ઉદ્યોગપતિ બનેલા છે.
આ સ્કૂલનો કૉન્સેપ્ટ અમેરિકન શિક્ષણવિદો માટે પચાવવો અઘરો છે. એટલે આ લોકો એને ઇગ્નોર કરે છે, પણ હવે એમાંથી બહાર પડેલા વિદ્યાર્થીઓ દ્વારા એનું રહસ્ય બહાર પડવા લાગ્યું છે અને હાલ આખી દુનિયામાં થઈને આવી બે ડઝન સ્કૂલો સ્થપાઈ ચૂકી છે. આગામી ૫૦ વર્ષોમાં આખી દુનિયાના શિક્ષણવિદોને આની નોંધ લેવી પડશે ને આ કૉન્સેપ્ટ અપનાવવો પડશે.
“Children educate themselves; we don’t have to do it for them.” આ સૂત્ર પર ચાલતી The Sudbury Valley School અજોડ સ્કૂલ છે.
સ્વતંત્રતા શીખવાની.-૩ Hard Truths About Human Nature.
સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ.
આ જુનું પુરાણું સૂત્ર ભારતનું લાગે છે ને ? મૂળ આ સૂત્ર ભારતનું નથી. આ સૂત્ર પશ્ચિમથી આયાત થયેલું હતું. હવે તો જોકે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા મારવાનું બંધ થઈ ગયું છે. અંગ્રેજોના જમાનામાં કારકુન પેદા કરવા ભારતમાં મૅકોલે દ્વારા શિક્ષણ પદ્ધતિ દાખલ કરાઈ ત્યાર પછી આ સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ ચાલુ થયેલું. બાકી પ્રાચીન ગુરુકુળ પદ્ધતિમાં શીખવવાની પદ્ધતિ લગભગ હન્ટર-ગેધરર સમાજો જેવી હશે તેવું મને લાગે છે. ગુરુકુળ પદ્ધતિમાં રાજા અને રંક સાથે ભણી શકતા પણ તે બ્રાહ્મણ અને ક્ષત્રિય હોય તો જ..
ગુરુકુળ પદ્ધતિનો ભારતમાં એક મોટો ડ્રૉબેક એ હતો કે તેમાં ઊચ્ચવર્ણનાં બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાય બીજા કોઈને ભણવાનો અધિકાર નહોતો. ક્ષત્રિયોમાં પણ ઉચ્ચ રાજઘરાનાનાં સંતાનો સિવાય કોણ ભણવા જતું હશે ? મૅકોલેની શિક્ષણ પદ્ધતિમાં લાખ દોષો હતા, પણ એનો એક ફાયદો એ થયો કે સમાજના તમામ વર્ગને ભણવા જવાનો ચાન્સ મળ્યો. હજુ આપણે જૂનીપુરાણી મૅકોલે પદ્ધતિમાં કોઈ ખાસ ફેરફાર કર્યો હોય તેમ લાગતું નથી. આપણે જૂનીપુરાણી વસ્તુઓના શોખીન છીએ. એને સંગ્રહી રાખવામાં માહેર છીએ. હવે આ સડેલી મૅકોલે પદ્ધતિમાં સુધારો કરવો જોઈએ.
પશ્ચિમનાં શિક્ષણનાં ઇતિહાસમાં એક સમય એવો હતો કે શીખવવું અને મારવું સમાનાર્થી શબ્દો હતા. બાળકો માટે શીખવવું અને મારવું કે સજા કરવી બધું સરખું જ હતું. મતલબ ટીચિંગ સાથે બીટિંગ જોડાયેલું હતું, અને આ પશ્ચિમનું દૂષણ ભારતમાં અંગ્રેજો સાથે પ્રવેશી ચૂક્યું હતું. ધોતિયાધારી હાથમાં સોટી ધરાવતા શિક્ષકો બાળકો માટે યમદૂત જેવા લાગતાં હશે. ચાલો બાઈબલનાં પ્રૉવર્બ્સ શું કહે છે તે જોઈએ :
• “Do not withhold correction from a child, for if you beat him with a rod, he will not die. You shall beat him with a rod and deliver his soul from hell.” (Proverbs 22:13-14)
• “Foolishness is bound up in the heart of a child, but the rod of correction shall drive it far from him.” (Proverbs 22:15)
• “Blows that hurt cleanse away evil, as do stripes the inner depths of the heart.” (Proverbs 20:30)
• “He that spares his rod hates his son, but he that loves him chastens him.” (Proverbs 13:24)
આમ આજ્ઞાપાલન શીખવવું પડે અને સજા એ શીખવવાનો રાજમાર્ગ હતો. ૧૭, ૧૮ અને ૧૯મી સદી સુધી પશ્ચિમમાં ચર્ચ સ્કૂલો ચલાવતું હતું. આ સ્કૂલો શીખવવાને બદલે સુધાર સ્કૂલો વધુ હતી. બાળકો natural sinner છે તેવી માની લીધેલી ધારણાઓ પર આ સુધાર સ્કૂલો ચાલતી. બાળકોને આજ્ઞાંકિત બનાવી એમના આત્માને બચાવી શુદ્ધ સેવકો બનાવવા માટે ભગવાનનો ડર લાગવો જોઈએ. એમ શિક્ષકોનો પણ ડર લાગવો જોઈએ, પિતાનો પણ ડર લગાવો જોઈએ. એમ જે ઉપરી હોય તે બધાનો ડર લાગવો જોઈએ.
આજે પણ સ્કૂલોમાં પહેલું આજ્ઞાપાલન શીખવવામાં આવે છે અને સજા એ શીખવવાનો મુખ્ય રસ્તો હોય છે. સ્કૂલનાં નિયમો પાળવા પડે. હવે મારવાનું લગભગ બંધ થઈ ગયું છે. એક સજા તો ઓછી થઈ પણ માર્ક્સ આપવાની પદ્ધતિ પ્રાથમિક સખ્તાઈ બની ગઈ છે. ખૂબ ઊંચા માર્ક્સ મેળવવા એજ જીવનની સફળતા છે તેવું દરેકના બાળકોના, વાલીઓના અને શિક્ષકોના મનમાં સમાઈ ગયું છે. અમુક હદથી ઓછા ટકા હોય તો સ્કૂલથી અટકી જવું પડતું હોય છે. કૉલેજમાં જવા માટે તો ખૂબ ઊંચી ટકાવારી જોઈએ. અને જે બાળકો આ ઊંચી ટકાવારી ના મેળવી શકે તેમનું તો જીવનજ અસફળ થઈ ગયું. આમ શિક્ષક દ્વારા માર ખાવા કરતા ઓછા માર્ક્સ આવવા બહુ મોટી સજા બની જતું હોય છે.
ચાર્મી કાયમ ઊંચા માર્ક્સ લાવતી વિદ્યાર્થીની હતી. પરીક્ષકને લાગ્યું કે ચોરી કરે છે લાલ શાહી વડે માઈનસ ૩૦ માર્ક્સ પુરવણીમાં લખી નાખ્યા. હવે બચારી સો માર્કસનું સાચે સાચું લખે તો પણ ૭૦ સમજવાના. અને ૭૦ માર્કસનું સાચું લખે તો ૪૦ સમજવાના. બસ જીવન અસફળ થઈ ગયું, આના બદલે શિક્ષકે બે લાફા મારી લીધા હોત કે અંગૂઠા પકડાવી લીધા હોત તો સારું થાત. આત્મહત્યા કરવા કૂદી પડી અને બચી ગઈ પણ પગ ભાંગી બેઠી.
હમણાં મારા દીકરા હરપાલસિંહ સાથે ચર્ચા કરતા જાણ્યું કે અહીં ન્યુ જર્સીમાં સ્કૂલોમાં નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે ટીચરે વિધાર્થીની નોટબુક કે પેપરમાં લાલશાહી વડે કોઈ રિમાર્ક કરવું નહિ. બ્લ્યુ કે બ્લેક ઇન્ક વડે જ લખવું. કારણ લાલ રંગ આક્રમક હોવાથી બાળકો લાલ શાહી જોઈ વ્યગ્ર થઈ શકે છે. આપણે બાળકોને મારવા કરતા ઓછા વધતા માર્ક્સ આપીને સંતોષ અનુભવીએ પણ માર્ક્સ પદ્ધતિ depression, anger, cynicism વધારે છે. Any coercive teaching is an act of aggression.
આપણે બાળકો ઉપર આપણાં અધૂરાં સપના થોપી દેતા હોઈએ છીએ. બાળકોની રુચી, યોગ્યતા, પસંદ અને માનસિકતા મુજબ એમને જે ભણવું હોય તેમાં દાખલ કરવા જોઈએ. પણ બધા માબાપને એમના બાળકોને પહેલા ડૉક્ટર પછી એન્જિનિઅર બનાવવા હોય છે. બાળકોને એમની અણગમતી લાઈનમાં ભણાવવા તેમના આત્મા ઉપર હુમલા સમાન છે. હવે આ માર્ક્સ કઈ રીતે આપાય છે તે આપણે સહુ જાણીએ છીએ. શિક્ષકે પીધેલ એક સારી કે ખરાબ ચા કે કૉફિ પણ માર્ક્સ ઉપર અસર કરી શકે છે.
ગ્રેડ સિસ્ટમ, માર્ક્સ સિસ્ટમ કરતા થોડી સારી હશે. માર્ક્સ સિસ્ટમનો હળવો પ્રકાર ગ્રેડ સિસ્ટમ લાગે છે. ૮૦ માર્ક્સ લાવનાર અને ૯૦ માર્ક્સ લાવનાર બંનેની ગ્રેડ ‘B’ હોય એટલો ફેર પડે. ઘણી જગ્યાએ A, A+, A++ વપરાતું હોય છે. આવું જ B ગ્રેડનું સમજવું. છતાં સાવ જૂની ઘરેડ મૅકોલેના જમાનાની પકડી રાખવી તેના કરતા થોડું ઇવલૂશન કરવું તો પડે જ. બળદગાડી પરથી સીધા એરપ્લેન પર તો આવી જવાતું નથી. માર્કસની મૅરથન પડતી મૂકી કશું નવું અપનાવવાનો સમય હવે પાકી ચૂક્યો છે.
સત્તાવાર આંકડા મુજબ અમેરિકામાં ૪ થી ૧૭ વર્ષની આયુ ધરાવતા બાળકોમાં ૮% બાળકો ADHD વડે પીડાતા માલૂમ પડ્યા છે. Attention Deficit Hyperactivity Disorder વડે પીડાતા બાળકોમાં છોકરીઓના પ્રમાણમાં છોકરાઓ ત્રણ ઘણા વધુ હોય છે. ચાલો આંકડા ગમે તે કહેતા હોય આ ADHD છે શું? સીધી સાદી વ્યાખ્યા મુજબ બાળકો સ્કૂલનાં વાતાવરણમાં ગોઠવાઈ જતા નથી કે અનુકૂલન સાધી શકતા નથી. શિક્ષકોના અબ્ઝર્વેશન મુજબ સ્કૂલમાં બાળકની ડોકમાં દુખાવો થતો હોય, ભણવામાં ધ્યાન આપતું નાં હોય, અસાઇન્મન્ટ પુરા કરતું ના હોય, વધારે પડતું હલનચલન કરી આખા વર્ગને ખલેલ પહોચાડતું હોય, વધારે પડતું બોલ્યા કરતું હોય ત્યારે બાળક ADHD વડે પીડાતા હોવાની શક્યતા છે તેમ કહેવાય. મૂળ તો ઇવલૂશનરી મિસમૅચિંગનો દાખલો છે.
લાખો વર્ષ થયા માનવને ઉત્ક્રાંતિ પામે. એમાં લાખો વર્ષ લાગી કોઈ સ્કૂલો હતી નહિ. બાળકો જે જરૂરી હોય તે રમતગમતમાં શીખી લેતા હતા. બધું પ્રેક્ટિકલ શીખવવામાં આવતું, કે શીખી જતા. આવી બંધ ચાર દીવાલો વચ્ચે બેસીને બાળકો લાખો વર્ષ લાગી કશું શીખ્યા નહોતા. શું બાળકો આપણે શીખવીએ તો જ શીખતા હોય છે ? જાતે કશું શીખતા નહિ હોય ??-
સ્વતંત્રતા શીખવાની-૨ Hard Truths About Human Nature.
આ હન્ટર-ગેધરર સમાજ વિષે જાણી લેવું અત્યંત જરૂરી છે. ગેરસમજ થવાના ૧૦૦ ટકા ચાન્સ છે. હન્ટર-ગેધરર સમાજ કોઈ યુદ્ધખોર આદિવાસી સમાજ નથી. આવા સમાજ હજુ છે પણ બહુ ઓછા. હન્ટર-ગેધરર સમાજવાદમાં માનતા લોકશાહી સમાજ હોય છે. આપણાં મનમાં હન્ટર-ગેધરર નામ આવે એટલે બિહામણા ચહેરા ઊપસી આવે. માણસને ખાઈ જાય તેવા ક્રૂર લોકો હશે તેવી છબી ઊપસી આવે. પણ એવું નથી જે ક્રૂર આદિવાસી સમાજો છે તે ખેતીપ્રધાન સમાજોના પૂર્વજો છે.
Napoleon Chagnnon નામના લેખકે “The fierce people” નામનું પુસ્તક લખીને દક્ષિણ અમેરિકાના ઍમેઝન વિસ્તારમાં રહેતા Yanomami નામના ક્રૂર આદિવાસી સમાજને વિખ્યાત કરી મૂકેલો. આ સમાજ હન્ટિંગ ગેધરિંગ કરતો હોય છે, પણ એમણે જાતે ઉગાડેલા પાકમાંથી ગેધરિંગ કરતો હોય છે. વળી આ સમાજ બાકીની દુનિયાથી સાવ અલિપ્ત રહી શક્યો નથી. ખરેખર તો આ ક્રૂર આદિવાસી સમાજ ઉપર સ્પૅનિશ, ડચ, અને પોર્ટ્યૂગીઝ લોકો દ્વારા લગભગ નિકંદન કાઢી નાખે તેવા હુમલા થયેલા છે અને આ સમાજની વ્યક્તિઓને ગુલામ તરીકે વેચવામાં પણ આવેલી છે.
રિઅલ હન્ટર-ગેધરર સમાજો ખાલી પેટ ભરવા પૂરતા શિકાર કરે છે. અને એમના જાતિભાઈના શિકાર કદાપી કરતા નથી. ૨૦મી સદીમાં આશરે ડઝન જેટલા આવા સમાજોના અભ્યાસ એમની સાથે રહીને ઍન્થ્રપૉલજિસ્ટ લોકોએ કરેલા છે. ભલે એમની સંસ્કૃતિ જુદી પડતી હોય પણ એમની કૉમન રહેણીકરણી સાવ સરખી હતી. એક તો બાળકો સહિત ૨૦ થી ૫૦ વ્યક્તિઓના સમૂહમાં રહેવાનું. બીજા આવા નજીકના સમૂહ શાંતિપૂર્ણ સંબંધ સાથે મિત્રાચારી, લોહીની સગાઈ અને સહકાર હોવાનો. મોટાભાગના આવા સમાજ યુદ્ધની પરિસ્થિતિથી અજાણ્યા. અને યુદ્ધ જેવું જાણતા હોય તે નજીકમાં યુદ્ધખોર સમાજ રહેતા હોય તો તેની અસર કે બચાવ માટે નાછૂટકે લડવું પડે. બાકી મૂળ હન્ટર-ગેધરર સમાજો શાંતિપ્રિય સમાજ હોય છે. દરેકને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સમાનતા, સહકાર અને બાળ ઉછેર પદ્ધતિ Non-directive , હન્ટર ગેધરર સમાજની ખૂબી છે. અહીં નિર્ણય લોકશાહી રીતે લેવાતા હોય છે કોઈ નેતા જેવું ખાસ હોતું નથી.
હન્ટર-ગેધરર સમાજ માનતો હોય છે કે કોઈના ઉપર કંટ્રોલ કરવો બૂરી બાબત છે, ભલે તે બાળક હોય. આ લોકો પ્રત્યક્ષ રીતે બાળકોને કશું શીખવતા નથી. પણ એવી પરિસ્થિતિ ઊભી કરે જેથી બાળકોને શીખવામાં હેલ્પ મળે. આ લોકોને એમના બાળકોમાં ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધા હોય છે. એમના બાળકોને કશું શીખવાની ઉત્સુકતા કે પ્રેરણા ના થાય ત્યાં સુધી કશું શીખવતા નથી.
હન્ટર-ગેધરર બાળકો દુનિયાના સૌથી સ્વતંત્ર બાળકો છે. આ લોકો માનતા હોય છે કે બાળકોમાં સેન્સ હોય છે. બાળકો સમજદાર હોય છે ચોવીસે કલાક એમના ઉપર મોટેરાઓએ ધ્યાન રાખવાની જરૂર હોતી નથી. બાળક ચાર વર્ષનું થાય એટલે મુક્ત રીતે એને રમવા દેવાનું શરુ થઈ જાય. અહીં બાળકોને આખો દિવસ બેરોકટોક રમવાની છૂટ હોય છે. એમની જાતે જે શીખવું હોય તે બાળકો જોઇને શીખતા જતા હોય છે. એટલે નિયમિત એમના ઉપર ચોકીદારી બંધ.
અહીં બાળકોને તમામ ટૂલ્સ, સાધનો, અરે! ડેન્જર ગણાતા છરી જેવા હથિયાર રમવાની પણ છૂટ હોય છે. ઝેર પાયેલા તીર વગેરે બાળકોથી સલામત રીતે દૂર રાખવામાં આવે છે. બાળકોને નાના રમી શકાય તેવા તીર કામઠા બનાવી આપવામાં આવતા હોય છે. આ લોકો સમજતા હોય છે કે બાળકો જોઇને, સાંભળીને અને ભાગ લઈને બધું શીખતા હોય છે. માટે અહીં બાળકોને બધી પ્રવૃત્તિમાં સાથે રાખવામાં આવતા હોય છે.
કામ કરવાની જગ્યાએ બાળકો ઘણીવાર અડચણરૂપ બનતા હોય છે અને એના લીધે કામ ખૂબ ધીમું પડી જતું હોવા છતાં આ લોકોની બાળકો પ્રત્યેની ધીરજ અમાપ છે. ક્યારેય બાળકોને ટોકતા નથી કે કાઢી મૂકતા નથી. બાળકો ખભા ઉપર ચડી જાય કે ખોળામાં બેસી જાય કે કામમાં ગમેતેટલી અડચણ કરે કદી ટોકતા નથી. અહીં બાળકોને કશું શીખવું હોય તો આભાર માની ખુશ થઈને શીખવવાની પદ્ધતિ છે. અહીં જે કઈ આવડતું હોય જે કઈ વિશિષ્ટ આવડત હોય તેને વિશિષ્ટ બનાવી રાખવાની પદ્ધતિ નથી. વિદ્યા અહીં ગુપ્ત નથી, કે નથી કીમતી. જેને શીખવું હોય તે મફત શીખી શકે છે.
હન્ટર એટલે પુરુષો શિકાર કરે અને ગેધરર એટલે સ્ત્રીઓ ખાવાનું એકઠું કરે. ફળફળાદી, કંદમૂળ, ખવાય તેવા ભાજીપાલો બધું એકઠું કરવાનું કામ સ્ત્રીઓ કરતી હોય છે. અહીં સ્ત્રી પુરુષની સમાનતા છે તેટલી બીજે ક્યાંય નહિ હોય. આ બધી બાબતો ઘણો અનુભવ અને હોશિયારી માંગી લેતી હોય છે. કયા કંદ ખવાય, કયા છોડા કે ફળ ખાવા લાયક છે કયા નથી બહુ ધ્યાન રાખવા જેવું હોય છે. આ સ્ત્રીઓનું વનસ્પતિ જ્ઞાન અદ્ભુત હોય છે.
Aka કલ્ચરની એક સ્ત્રીએ ઇન્ટરવ્યૂમાં જણાવેલું કે એની માતા જાતજાતના જંગલી કંદમૂળ અને મશરૂમ લાવીને બધાની વચ્ચે પાથરીને જણાવતી કે કયા ખાવાલાયક છે ને કયા નથી. બાળકોને શીખવવાની અહીં બીજી આડકતરી રીત છે વાર્તાઓ કહેવાની. પુરુષો એમના શિકારની ટ્રિપની વાર્તાઓ કહેતી હોય છે અને સ્ત્રીઓ એમના ગેધરિંગ કામની. કલાહારી રણમાં વસેલી Ju/’hoan હન્ટર-ગેધરર સમાજ વિષે પહેલી વાર અભ્યાસ કરનાર Elizabeth Marshall Thomas નામની મહિલા કહે છે અહીંની ૬૦ વટાવી ચૂકેલી સ્ત્રીઓ ગ્રેટ storytellers હોય છે. વાર્તાઓ બાળકોને અનુલક્ષીને હોતી નથી, પણ વાર્તાઓ બાળકો સંભાળે છે એને પચાવે છે અને એમાંથી શીખે છે.
આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, New Guinea, દક્ષિણ અમેરિકા વસેલા હન્ટર-ગેધરર સમાજો વિષે ઍન્થ્રપૉલજિસ્ટ વૈજ્ઞાનિકોએ ખૂબ સંશોધન કરેલું છે. Jonathan Ogas અને Peter Gray નામના બે સંશોધકોએ આવા નવ સ્કૉલર ઍન્થ્રપૉલજિસ્ટનો સંપર્ક સાધી એક પ્રશ્નોત્તરી તૈયાર કરી તેના જવાબ મેળવી આવા સમાજોની શિક્ષણ પદ્ધતિનું જબરદસ્ત તારણ કાઢેલું છે. ત્રણ આફ્રિકા, એક મલેશિયા, એક ફિલીપીન્સ અને એક ન્યુ ગીની એમ કુલ છ આવા હન્ટર-ગેધરર સમાજનો અભ્યાસ કરવામાં આવેલો.
આપણને થતું હશે આવા જંગલી લોકોને વળી શીખવાનું શું હોય ? અહીં ક્યા ડૉક્ટર, એન્જિનિઅર કે વકીલ બનવાનું છે? નાં ભાઈ નાં અહીં ખૂબ શીખવાનું હોય છે. કદાચ આપણાં કરતા ઘણું વધારે. છોકરાઓને ત્રણસો ચારસો જાતના મૅમલ્સ અને પક્ષીઓ વિષે ભણવાનું હોય છે. કારણ એમના શિકાર કરતી વખતે એમની જીવન પદ્ધતિઓ વિષે જાણવું જરૂરી હોય છે. એમનો પીછો કરવો દરેકના પગલા ઓળખવા, એમના અવાજ કાઢવા ઘણું બધું શીખવાનું હોય છે. તીર, કામઠા, બ્લોગન્સ, ડાર્ટ, નેટ બધું બનાવવાનું અને વાપરવાનું શીખવાનું હોય છે.
છોકરીઓને પણ હજારો પ્રકારના ફળ, ફૂલ, કંદમૂળ, લીલા ભાજીપાલા, નટ્સ, અનાજ, બધું ઓળખવાનું હોય છે. ઘા પડ્યા હોય ત્યારે દવાદારૂ કરવાના. ત્યાં ક્યા એમ.ડી. હાજર હોય કે ગાઇનિકોલોજીસ્ટ હાજર હોવાના? બધું જાતે જ શીખવાનું અને ક્યારેક તો આ બધું કોઇના શીખવ્યા વગર શીખવાનું. અહીં કોઈ સ્કૂલ હોતી નથી. બધું જાતે જોવાનું, અનુભવવાનું અને શીખવાનું. વળી અહીં કોઈ પુછયા વગર પરાણે કોઈ શીખવે નહિ. અહીં મોટેરાં બાળકોમાં દાખલ કરે નહિ. હા એમની જાતે શીખવાની ઉત્સુકતા બતાવે તો હોશે હોશે શીખવે બાકી નહિ.
અહીં બાળકોને રમવાનો પુષ્કળ સમય છે. લગભગ આખો દિવસ બાળકો રમ્યા કરતા હોય છે. બાળકો મોટેરાંની પ્રવૃત્તિઓ જોતા હોય છે એમની રમતમાં એની નકલ કરતા હોય છે અને એમાંથી ક્યારે એ જ પ્રવૃત્તિમાં કાબેલ બની જતા હોય છે તેની ખબર પણ પડતી નથી હોતી.
મોટેરાઓ તરીકે આપણાં બાળકો પ્રત્યે અને દુનિયાના બાળકો પ્રત્યે આપણી કેટલીક જવાબદારીઓ હોય છે. આપણી ફરજ છે કે આપણે બાળકોને સલામત, તંદુરસ્ત સન્માનનીય વાતાવરણ પૂરું પાડીએ જેથી બાળકો એમનો વિકાસ કરી શકે નહિ કે આત્મહત્યા. બાળકોને તાજી હવા પૂરી પાડવાની આપણી ફરજ છે, યોગ્ય ભોજન પૂરું પાડવાની આપણી ફરજ છે, પ્રદુષણમુક્ત જગ્યા જ્યાં બાળક રમી શકે તે પૂરી પાડવી આપણી ફરજ છે.
બાળકોને સારો ખોરાક, કપડા, રહેઠાણ અને સારું તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડી શકીએ તેમ નાં હોઈએ તો બાળકો પેદા કરવાનો આપણને કોઈ હક નથી. દારુણ ગરીબીમાં જીવતા અને ભીખ માંગી ખાતા લોકોને બાળકો પેદા કરવાનો હક ના હોવો જોઈએ અથવા સમજીને પેદા ના કરવા જોઈએ. અતિશય તણાવ પેદા કરતું, અને અતિશય ભાર સહિતનું ભણતર બાળકોના માથે મારવાની જવાબદારીમાંથી ફક્ત મુક્ત થવા જેવું છે.
સ્વતંત્રતા શીખવાની-૧ Hard Truths About Human Nature.
જ્યારે જ્યારે શિક્ષણ ક્ષેત્રે પરીક્ષા અને પરિણામનો માહોલ સર્જાય છે ત્યારે વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો વધી જતા હોય છે. સમાચાર પત્રોમાં વાંચીને ઘણું દુઃખ સૌને થતું હોય છે. ક્યારેક સામટાં એક કરતા વધુ વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો બનતા આપણે શોકમાં ઘેરાઈ જતા હોઈએ છીએ. હમણાં કોઈ તેજસ્વી વિદ્યાર્થીની ચાર્મીએ આત્મહત્યા કરવા ચાલુ પરીક્ષાએ ભૂસકો મારેલો, કેમકે તે ચોરી કરે છે તેવું માની સુપર્વાઇઝર પુરવણીમાં લાલ અક્ષરથી ૩૦ માર્ક્સ માઈનસ લખી દે છે. તેના સમાચાર ફેસબુક પર કોરિયાથી મિત્ર નરેન્દ્રભાઈએ મૂક્યા ત્યારે એમના શબ્દોમાં વ્યક્ત થતો આજના શિક્ષણ શાસ્ત્રીઓ પ્રત્યેનો રોષ ખરેખર શોચવા જેવો હતો. આજની પુરાણી માર્ક્સ પધ્ધતિ બદલવાનો સમય હવે આવી ચૂક્યો છે.
એક વ્યક્તિ(વિદ્યાર્થી) કશું શીખે તે માટે મદદરૂપ થવા બીજી વ્યક્તિ(શિક્ષક) કોઈ ખાસ વર્તણૂક કરે, આ થઈ શીખવવાની સાદી વ્યાખ્યા. આમાં મૂળ શીખવાનું તો હોય છે શીખનારે, શીખવનારે શીખવાની પ્રક્રિયામાં ફક્ત મદદ કરવાની હોય છે. હવે ઘરમાં કોઈ તમને પધ્ધતિસર ચા બનાવવાનું શીખવે તો પેલી વ્યાખ્યા મુજબ શીખવ્યું કહેવાય, પણ તમે ઘરમાં કોઈને ચા બનાવતા ફક્ત જોઇને શીખી જાવ તો ચા બનાવનારે તમને કશું શીખવ્યું નથી. તો એને શિક્ષક કઈ રીતે કહેવાય ? વગર શીખવ્યે શીખવનાર આપણો પહેલો શિક્ષક હોય છે આપણી માતા અને પિતા.
શિક્ષણ બે પ્રકારનું હોય છે એક છે સ્કિલ મતલબ કુશળતા, પ્રાવીણ્ય, કળા કારીગરી. અને બીજું છે માહિતીપ્રદ. પ્રાણીઓ પણ એમના બચ્ચાઓને કૌશલ શીખવતા હોય છે. સસ્તન પ્રાણીઓ ખાસ તો શિકારી પ્રાણીઓ એમના Cubs ને સારી એવી માત્રામાં તાલીમ આપતા હોય છે. સર્વાઇવ થવા શિકાર કરવાનું કૌશલ્ય ખાસ શીખવું પડે. એના માટે આ બચ્ચા આખો દિવસ દોડધામ અને રમત એકબીજા સાથે કરતા હોય છે. પણ છતાં એમને શિકાર કરવાની ખાસ તાલીમ આપતા નોંધાયું છે.
Timothy Caro નામના પ્રોફેસરે ચિતા ફેમિલીનાં જીવન કવનને ફિલ્મમાં ઊતારતા ખાસ જોયું કે Cheetah માતા પહેલા એના કબ આગળ મારેલું નાનું સસલું કે હરણ લાવીને મૂકે છે. કબ આની ઉપર હુમલો કરતા હોય છે અને પછી ખાતા હોય છે. પછી જેમ બચ્ચા મોટા થાય તેમ માતા જીવતા સસલા કે નાના હરણ લાવીને ધરે છે. કબ આતુરતા પૂર્વક એમની પાછળ પડે છે પકડવા માટે. આમાં ઘણીવાર મોંઘું પડી જતું હોય છે. કબ અનુભવી હોતા નથી અને પેલું જીવતું હરણ દોડીને છટકી પણ જતું હોય છે અને ભૂખ્યા રહેવું પડતું હોય છે. ઘણીવાર શિકાર છટકી જાય તો માતા પોતે દોડીને પકડી લાવે છે અને ફરી કબ આગળ છોડી દે છે.
આમ બચ્ચા શિકારને પકડતા શીખી જતા હોય છે. માતા એમને વારંવાર આ બધી પ્રૅક્ટિસ કરાવતી હોય છે. આમ કબ મોટા થતા જાતે શિકાર કરવાનું શીખી જતા હોય છે. અકસ્માતે પ્રાણીઓની વર્તણૂકને ડૉક્યુમેન્ટરીમાં ઉતારતાં પ્રાણીવિદ છક થઈ ગયા કે ચિતા માતા જાણી જોઇને હેતુપૂર્વક પરિસ્થિતિ ઊભી કરતી હતી. પહેલા મરેલા શિકાર લાવતી હતી, પછી જીવતા શિકાર લાવતી હતી, શિકાર છટકી જાય તો પોતે દોડીને પકડી લાવી ફરી જીવતું કબ આગળ છોડી દેતી. આમ ભરપૂર પ્રૅક્ટિસ કરાવતી હતી. Caro એ નોંધ્યું કે ઘણીવાર શિકાર કબ અને માતા બધા પાસેથી છટકી જતો તો ભૂખે રહેવાનો પણ વારો આવી જતો. પણ વળતરમાં કબ સ્કિલ શીખતા જતા હતા.
આવીજ વર્તણૂક બીજા શિકારી પ્રાણોમાં પણ જોવા મળેલી છે. Meerkats માતા પણ એના pups ને ભયાનક ડંખ મારતા વીંછી ખાવાની કુશળતા શીખવતી હોય છે. પ્રથમ તે મરેલા વીંછી લાવીને બચ્ચા આગળ મૂકતી હોય છે. બચ્ચા એની પર હુમલો કરતા હોય છે પછી ખાતા હોય છે. પછી માતા જીવતા વીંછી લાવતી હોય છે પણ એમના ભયાનક ડંખ પહેલેથી ઊખેડી લેતી હોય છે જેથી બિન અનુભવી બચ્ચાને જોખમ ના રહે. બચ્ચા કુશળ થઈ જાય પછી માતા જીવતા ડંખ સહિત વીંછી લાવવાનું શરુ કરે છે. આમ બચ્ચા ભયાનક વીંછી મારીને ખાતા શીખી જતા હોય છે.
આપણે બાળકોને શીખવવા માટે થઈને પ્રૅક્ટિસ કરવા મોટાભાગે મટિરિયલ ઉપલબ્ધ કરવાનું વિચારતા નથી. પણ આ એક બહુ કીમતી રસ્તો છે બાળકોને શીખવવાનો. ચિતા અને મરકેટ માતાની જેમ આપણે બાળકોને વસ્તુઓ, સાધનો, ટૂલ્સ, રમકડા પૂરું પાડીને શીખવવાની શરૂઆત કરાવી જોઈએ.
આપણ માનવોની કેટલીક મર્યાદાઓ હોય છે. બધું પ્રેક્ટીકલ શીખવી શકતા નથી. આપણે મોટાભાગે બધું જોઇને શીખતા હોઈએ છીએ. આપણાં બાળકો બધું જોઈ જોઇને શીખતા હોય છે. મોટાભાગનું એમને શીખવવું પડતું હોતું નથી. બાળકો ગુડ ઑબ્ઝર્વર હોય છે. જે વસ્તુ કે વર્તણૂક તમને ગમતી ના હોય તે બાળકોના દેખાતા કરશો નહિ. છતાં ઘણી વસ્તુઓ નિદર્શન કરીને શીખવી શકાતી હોય છે.
માનવ સિવાયના પ્રાણીઓમાં નિદર્શન કરીને કોઈ શીખવતું નથી, પણ ચિમ્પૅન્ઝીમાં માતા એના બચ્ચાને કવચ કોટલાવાળાં ફળો કઈ રીતે તોડવા તેનું નિદર્શન કરીને શીખવતી હોય છે. દા.ત. નાળિયેર જેવા ફળ પથ્થર પર ગોઠવવા એના પર બીજા પથ્થર કે લાકડા વડે તોડવા બધું બચ્ચાને શીખવવામાં આવતું હોય છે. નાના ચિમ્પૅન્ઝીને આ બધું શીખવતા વર્ષો લાગી જતા હોય છે. Cristopher અને Hedwige નામના બે સંશોધકોએ આ બધું દસ્તાવેજી ચિત્રોમાં કંડારેલું છે.
આમ શીખવવાની પ્રક્રિયા એક વ્યક્તિની (The teacher) એવી વર્તણૂક છે જે બીજા વ્યક્તિને (The pupil ) શીખવામાં મદદરૂપ થતી હોય છે. આવી બિહેવ્યર non-human પ્રાણીઓમાં પણ હોય છે. ખેતીની શરૂઆત થયે આશરે ૧૦,૦૦૦ વર્ષ થયા છે. આમ ૧૦,૦૦૦ વર્ષ પહેલાં આખી દુનિયાના તમામ લોકો Hunter-Gatherers હતા. આપણી શીખવાની અને શીખવવાની પ્રક્રિયા હન્ટર ગેધરર જીવન શૈલીની જરૂરિયાતો મુજબ વિકાસ પામેલી છે.