All posts by Bhupendrasinh Raol

વિચારવાની બારીઓ ખોલીને બેઠેલો સીધોસાદો માનવી.

ગુડ લીશનીંગ,પ્રજ્ઞા અને અદ્વૈતવાદ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,પ્રેરણા–દિશા ગોહિલ.

*૨૫૦૦ વર્ષ પહેલા ભગવાન બુદ્ધે કહેલું કે જેને સાંભળવાની કળા(આર્ટ ઓફ ગુડ લીશનીગ)નથી આવડતી એનું શરીર અખાલાની જેમ વધે છે પણ એની પ્રજ્ઞા એટલે બુદ્ધી નથી વધતી.એના પછી ઈ.સ.૧૯૧૨ માં ફ્રેંચ મનોવૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિનયે એ જાહેર કર્યું કે માણસ ની શારીરિક અને માનસિક ઉંમર જુદી જુદી હોય છે.આપણે વડીલોનો હમેશા આદર કરીએ છીએ.કે ભાઈ ઉંમર વધવા સાથે એમના અનુભવોને આધારે એ વધારે બુદ્ધિશાળી હોય છે.પણ જો એમણે સારા શ્રોતા બનવાની વિદ્યા અમલમાં ના મૂકી હોય તો?બુદ્ધી ને ઉંમર સાથે ખાસ લેવાદેવા નથી.
*એક નાનું બાળક જન્મે છે,એ બોલતા શીખે છે બધું સાંભળીને.જો બાળક જનમ થી બહેરું હોય તો ભલે એનું સ્વર તંત્ર સારું હોય છતાં એ બોલતા શીખતું નથી.કારણ એ સાંભળે તો એના બ્રેન માં બધું સ્ટોર થાય પછી બોલતા શીખે.જન્મ થી બહેરું બાળક મૂંગું પણ હોય છે.સંભાળીએ તો આપણે બધાજ છીએ પણ સંભાળવાની કળા કોને આવડે છે,એ મહત્વનું છે.ઘણા લોકોને એમની વાતો કરવામાં જ રસ હોય છે,બીજાની વાત સાંભળવામાં જરા પણ રસ ધરાવતા નથી.
*સ્વામી વિવેકાનંદ ૩૨ કે ૩૩ વર્ષ ની ઉંમરમાં દિવંગત થઇ ગયા.આટલી નાની શારીરિક ઉંમરમાં એમની માનસિક ઉંમર કેટલી?૩૦૦,૫૦૦,કે ૧૦૦૦ વર્ષ?અને એમની સ્મરણ શક્તિ?દુનિયા માં એમના જેટલો મેમરી પાવર ધરાવતો કોઈ હજુ પેદા થયો નથી.અને આદ્ય જગદગુરુ શંકરાચાર્ય પણ એટલીજ નાની ઉંમર માં દિવંગત થયેલા.એટલી નાની ઉંમરમાં એમણે કેટલા બધા પુસ્તકો લખ્યા,ભાષ્યો કર્યા,ટીકાઓ લખી.આખા ભારત વર્ષના તમામ પંડિતોને શાસ્ત્રાર્થ માં હરાવ્યા.અને અદ્વૈતવાદ જેવા વૈજ્ઞાનિકવાદની સ્થાપના કે શોધ કરી.ફક્ત ૮માં વર્ષે સન્યાસ લીધેલો.આમારી પેઢીમાં આઠ વર્ષના બાળકને કશું ના આવડે,હમણા ની વાત જુદી છે.અત્યારે તો આઠ વર્ષ ના બાળકો ખુબજ હોશિયાર હોય છે.પણ લગભગ આઠમી સદીમાં જન્મેલા આદ્ય જગદગુરુ શંકરાચાર્ય ના જમાનામાં આઠ વર્ષનું બાળક સન્યાસ લેવાની વાત કરે મતલબ એની માનસિક ઉંમર કેટલી હશે?લો ઓફ સીન્ગ્યુંલારીટી શું છે?અદ્વૈતવાદ નથી તો શું છે?ભલે એની શોધ નું શ્રેય  આજના વૈજ્ઞાનિકોના ફાળે જતું.આજના ધર્મગુરુઓને એનું ભાન જ નથી.એમનો ધર્મ આ ખવાય,આના ખવાય,મંત્ર ,તંત્ર અને કથાવાર્તા અને કર્મકાંડો માં જ સમાઈ ગયો છે.દ્વૈત એટલે બે.અદ્વૈત એટલે એકજ.આ જગત માં કશું બે નથી.બધું એકજ છે.પદાર્થ અને એનર્જી એકજ છે.કશું નાશ પામતું નથી ફક્ત રૂપાંતર થાય છે.હુજ બ્રહ્મ છું,અહં બ્રહ્મમાસ્મી,સર્વ ખલુ ઈદમ બ્રહ્મ આજ તો લો ઓફ સીન્ગ્યુંલારીટી છે.નરસિંહ મહેતા કહે છે,બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે,નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોયે.
*સારા વક્તા બનતા  પહેલા સારા શ્રોતા બનવું જરૂરી છે.Fort Myers,Florida થી દિશા ગોહિલ લખે છે,I truly believe that a person who is good listener has more chance to learn new things and to learn from mistakes of others.આ લેખ લખવા પાછળ એમની જ તો પ્રેરણા છે. 
*વર્લ્ડ વોર સમયે અમેરિકન સૈનિકોની સરેરાશ ઉંમર ફક્ત ૧૩ વર્ષ ની હતી. 
*તમે કેટલું સાંભળો છો એ મહત્વનું નથી કેટલી ઉત્કટતાથી,તલ્લીનતાથી,ધ્યાન દઈને,એનું મહત્વ સમજી હૃદય માં ઉતારવા માટે સાંભળો છો એ મહત્વનું છે.
*હવે ભગવાન બુદ્ધ ના ઉપદેશ અનુસાર ફક્ત અખાલાની જેમ શરીર વધારવું છે કે પછી પ્રજ્ઞા પણ વધારવી છે?    

અમેરિકન માબાપ નો પ્રેમ

                                 કોણ કહે છે અમેરિકા માં ફેમીલી વેલ્યુજ ખલાશ થઇ ગઈ છે?થઇહશે પણ સાવ નહિ.અમરિકાના કેલીફોર્નીયા સ્ટેટ ના વાલેન્સિયા ની કોલેજ ના અંગ્રેજીના પ્રોફેસર માઈકલ અને એમની ઘરરખ્ખું પત્ની સુઝાન એમની સ્કીજોફ્રેનીયા થી પીડાતી ૭ વરસ ની દીકરી જેની ને દુનિયાભર ની જેટલી આપી શકાય તેટલી ખુશીઓ આપવા રાતદિવસ મહેનત કરી રહ્યા છે.નાનું બાળક જન્મે ત્યારે રોજની ૨૦ કલાક ઊંઘ લેતું હોય છે.જેની ફક્ત રોજના ૪ કલાક અને સતત ૨૦ મિનીટ થી વધારે કદી ઊંઘી નથી.પાચ વરસ ની થતા સુધીમાં ધીરે ધીરે માબાપ ને ખબર પડી ચુકી હતી એમની વહાલસોઈ દીકરી ગંભીર માનસિક બીમારીનો ભોગ બની ચુકી છે.હમેશા ઈલુજન માં જીવતી હિંસક બની જતી દીકરી જેની માબાપ ના ચહેરા નખ વડે ઉતરડી નાખતા વાર નથી લગાડતી.અખો દિવસ એના કાલ્પનિક મિત્રો જોડે રમતી વાતો કરતી,જેની ના લગભગ ૨૦૦ જેટલા કેટ,રેટ,ડોગ અને બર્ડસ એવા કાલ્પનિક મિત્રો છે.હિંસક બનતા ક્યારેક પોતાની ડોક ભાગવાનો પણ પ્રયત્ન કરતી હોય છે.એની હિંસકતા એના નાના ભાઈ બોધી માટે મુશ્કેલી ના સર્જે માટે માબાપે બાજુમાં જ જુદા એપાર્ટમેન્ટમાં જેનીને રાખવાનો અણગમતો નિર્ણય લેવો પડ્યો છે.સાથે એમાં કોઈ પણ ધારદાર વસ્તુ ના હોય એનું ધ્યાન પણ રાખ્યુજ છે,સાથે સાથે બંને માબાપ માંથી કોઈ એકની સતત હાજરી પણ હોયજ છે.શ્રી કૃષ્ણ ને થયે ૫૦૦૦ વરસ થયા અને શ્રી રામ ને એનાથી પણ વધારે.હવે આપણે એમને ફક્ત કલ્પનામાં જ વિચારવાનાને?હવે શ્રી કૃષ્ણ અને જશોદાના બાળપ્રેમ ને યાદ કરી રડતા કથાકારો કે શ્રી રામ સીતાજીની વનવાસ ની વાતો યાદ કરી રડતા અને શ્રોતાઓને રડાવતા કથાકારો વધતે,ઓછે અંશે સ્કીજોફ્રેનીક તો નહિ હોય ને?કે પછી પ્રજાને ઈમોશનલી બ્લેકમેલ કરી પોતાના રોટલા શેકતા બોર્ન એક્ટરો?મને તો લાગે છે લોકોનું બ્રેન વોશ કરનારા ઈમોશનલ બ્લેકમેલરો જ છે.માનીએ કે એમનું જીવન(શ્રીરામ,કૃષ્ણ) એક સંદેશો હોય,એમનું લખેલું કે કહેલું જ્ઞાન (ગીતાજી)લાખો વરસો લગી એવુંને એવું તાજું લાગે.એમની જીવન ઝરમર પ્રેરણા રૂપ  હોય.પણ રોજ એનીએજ કથાઓ આજે અહી કાલે બીજે.આજે પાણીમાં(જહાજ),કાલે હવા(પ્લેન)માં,આજે મુંબઈ માં કાલે હિમાલયમાં.એકવાર વાચી લીધી કે સાંભળી લીધી,ટીવીમાં જોઈ લીધી,કે સ્કુલમાં ભણી લીધી બહુ થયું.જેને જે સંદેશો લેવો હોય તે લઇ લે.
                 મરમેડ ગર્લ શિલોહ પેપીન ૧૦ વરસ ની જન્મી ત્યારથી બંને પગ ભેગા જોઈન્ટ.આવું બાળક ૩ દિવસમાંજ મરી જાય.નાતો રેક્ટમ મળે ના યુરીન જવાની કોઈ વ્યવસ્થા.બે હોલ,નાના કાણા માંથી બધું બહાર આવે તેને સાચવવાનું.જે બાળક ત્રણ દિવસ માં મરી જાય તેવું હોય તેને દસ વરસનું કરતા લેસ્લી માતા ને એલ્મેર પિતા તથા ચાઈલ્ડ સ્પેશીયાલીસ્ટ મેથ્યુ હેડ ને કેટલી તકલીફ પડી હશે ?અને હજુ  જીંદગી બાકી છે.કેટલીક વિષમ શારીરક પરિસ્થિતિને કારણે ના તો ડોક્ટર્સ એનું ઓપરેશન કરીને બે પગ છુટા પાડી શકે છે.વંદન છે આ માતા પિતાઓને.અમેરિકામાં ફેમીલી વેલ્યુજ સાવ ખલાસ નથી થઇ ગઈ.        

ભારતમાં અભિનેતાઓને હીરો કેમ કહેતા હશે?

અભિનેતાઓ ને ભારતમાં હીરો કેમ કહેતા હશે? ભારતમાં એક ખુબ ખોટો રીવાજ ચાલી રહ્યો છે.ફિલ્મી અભિનેતાઓને હીરો કહેવાનો.અને અભિનેત્રીઓને હિરોઈન કહેવાનો.આખી દુનિયામાં બીજે ક્યાય આવો રીવાજ નથી.હીરો કોને કહેવાય?જેણે દેશ માટે સમાજ માટે કશું કર્યું હોય,બલિદાન આપ્યું હોય.જેને લોકો પોતાનો આદર્શ ગણે.દા.ત. ગાંધીજી,સુભાષ બાબુ,ઝાંસીની રાણી,મંગલ પાંડે,અબ્દુલ કલામ,ઈન્દિરાજી,રાજીવ ગાંધી,જમશેદજી તાતા,રાણા પ્રતાપ,શિવાજી,ગુરુ ગોવિંદસિંહ,અને આવા બીજા અનેક હજારો લોકો માટે પ્રેરણાદાયી હોય તેવા મહાપુરુષોને હીરો કહેવાય.અરે યુદ્ધ માં પોતાનો જીવ આપી દેતો એક સૈનિક પણ હીરો કહેવાય,પણ આ ફિલ્મી  લોકોને હીરો કઈ રીતે કહેવાય?ફિલ્મી અભિનેતાઓનો ક્રેજ બધે હોય છે,પણ બહુબહુ તો મુવી સ્ટાર કહે.પણ કોઈ હીરો ના કહે,એક ભારત સિવાય.પત્રકારો પણ હીરો ના કહે.ના તો કોઈ મેગેજીન કે નાતો કોઈ છાપા આ લોકોને હીરો કહે.ભારત માં છાપા અને પત્રકારોની ફરજ બને છે આવી ભૂલો સુધારવાની.કોઈ ગાંધીજી માટે કહે કે એ મારા હીરો છે એ વ્યાજબી છે.કોઈ અભિનેતા માટે કોઈ માણસ પર્સનલી કહે એના પુરતો હીરો તો ઠીક,પણ આખાદેશ માટે હીરો કહેવો એ ખોટું છે.આ લોકો દેશ ના હીરો નથીજ.

અફીણીયુ ચીન, ચોખા ખાધા?

imagesવરસો પહેલા ચીન સાવ કંગાળ હતું. આપણે એક બીજાને સામે મળીએ ત્યારે કેમ છો? મજામાં છો ? એમ પૂછીએ છીએ. જયારે ચીનમાં લોકો એકબીજાની સામે મળે ત્યારે ચોખા ખાધા? એમ પૂછતાં હતા. ચોખા ખાવાના નસીબ પણ નહોતા. ચોખા ખાવા મળે તો ભગવાન મળ્યા. વાયા હોગકોગ બ્રિટીશરોએ ચીનમાં અફીણનો જબરદસ્ત વેપાર શરુ કરેલો. આખું ચીન અફીણ ખાઈ ને મસ્ત રહેતું હતું, ચીન અફીણીયુ એમ કહેવાતું. લોકો આળસુ બની ચુક્યા હતા. કોઈ ઝેર વેચે, કોઈ લાડવા, શું ખરીદવું એ તમારે પસંદ કરવાનું છે. બે ચાર વરસના બાળક ને રાજા, સમ્રાટ બનાવેલો રાજવંશનો હતો માટે. એના સંડાશને સોનાની વાટકીમાં લઈને સુંઘીને રાજાના દરબારીઓ સ્વર્ગનો આનંદ માણતાં. એવું આ ચીન આપણા થી પણ ગયેલું હતું. બાળક રાજા જુવાન થયો ને એકી સાથે બે સ્ત્રીઓ સાથે પરણાવ્યો, રીવાજ હતો. એમાં આપણને વાંધો નથી. હહાહાહા.. પછી ક્રાંતિ થઇ રાજા ભાગ્યો પરદેશ. જાપાનની સહાય લઇ પ્રયત્ન કરી જોયો પણ જાપાન ખુદ વિશ્વયુદ્ધમાં હારી ગયું. રાજા ગયો દેશદ્રોહના આરોપમાં જેલમાં. માઓ આવ્યા ને ચીન જાગ્યું. માઓ એ સુત્ર આપ્યું રીલીજન ઇજ પોઈજન. ધર્મ એક અફીણ છે. આજે ચીન ક્યાં છે?અમેરિકાનો પણ પનો ટૂંકો પડે છે. રાજકારણમાં કોઈ પણ ધર્મોની ડખલ ના જોઈએ. બધા પોતપોતાના ધર્મો પાળે પણ કાયદા કાનુન ને વહીવટીય ક્ષેત્રોમાં ધર્મની ડખલ ના હોવી જોઈએ. જે ધર્મ તમને બહાદુર બનાવે એની સરાહના કરો. કોઈ કહેશે પાછો ધર્મ ક્યાં આવ્યો વચમાં?

૧૭ મી સદીમાં આપણે અંગ્રેજોના ગુલામ બન્યા, અને એ જ ૧૭ મી સદીમાં અમેરિકા એ અંગ્રેજોની ગુલામી ફગાવી દીધી હતી. આપણે ફક્ત ગાંધીજીને જ રાષ્ટ્રપિતા માન્યા. બીજા જેimagesCAAM4DQQ લોકોએ બલિદાનો આપ્યા એ બધા ગયા ભાડમાં. અમેરિકા એ એક નહિ ઘણા બધાને ફાઉન્ડર ફાધર માન્યા, જ્યોર્જ વોશીન્ગ્ટન, જોહન એડમ્સ, બેન્જામીન ફ્રેન્કલીન. આ બધા એ નક્કી કરેલું કે આ દેશનું ભલું ચાહવું હોય તો રાજકીય બાબતોમાં ધર્મની , ચર્ચની ડખલ ના જોઈએ. એક સમયનું સાવ કંગાળ અને જાતજાતની અંધ માન્યતાઓથી ઘેરાયેલું ચીન આજે ક્યાં પહોચી ગયું છે? અહીતો વાતવાતમાં લોકોની ધાર્મિક લાગણીયો દુભાઈ જાય છે. નાતો તમે કોઈ રસ્તા વચ્ચેનું મંદિર કે મસ્જીદ હટાવી શકો, ના તો તમે કોઈ ગુનેગાર ને ફાંસી કે સજા આપી શકો, ના તો તમે કોઈ ગેરવાજબી ફતવા જાહેર કરવાવાળાને પકડી શકો, ના તો તમે કોઈ બાળકોના બલી ચડાવનારા ગુરુ ને સજા કરી શકો. લોકો રસ્તા પર ઉતરી આવે, પોલીસ સુધ્ધાને ઝૂડી નાખે. આજ બહાદુરો કોઈ આંતકવાદી કે કોમવાદી આંતક ફેલાવવા આવે ત્યારે પૂંછડી દબાવીને ભાગી જાય. પાછો દોષ બીજાને દેવાનો, કે ચીન નાલાયક છે, પાકિસ્તાન આંતકવાદીઓ મોકલે છે, અમેરિકા નકામું છે આપણ ને મદદ કરતુ નથી ને પાકિસ્તાનને પૈસા આપે છે. આભાર માનો અમેરિકાનો કે હેડલી ને રાણાને એફ બી આઈ એ પકડી લીધા. નહીતો ૨૬/૧૧ ની વરસીએ બીજા કેટલાય નિર્દોષો માર્યા ગયા હોત. જર્મની એ રાજ રમત રમીને મ્યુનિક ઓલોમ્પિકમાં ઈઝરાઈલના ખેલાડીઓને મારનારા અરબ ત્રાસવાદીઓને છોડી દીધેલા. એ બધા પોતાના દેશમાં હીરો બની ગયેલા. મોસાદે(જાસુસી સંસ્થા) કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફરિયાદ કર્યા વગર ગુપચુપ દરેકે દરેક કવાત્રાબજોને અને એમાં સંડોવાયેલા ત્રાસવાદીને વીણી વીણી ને આફ્રિકા ને સાઉથ અમેરિકાના નાના નાના દેશોમાં છુપાઈ ને રહેતા હતા ત્યાંથી શોધી શોધીને મારી નાખ્યા. એવી ખુમારી જોઈએ. આ ઈઝરાઈલનો પ્રદેશ કેટલો?ફક્ત આપણા કચ્છ જેટલો

આપણે હમેશા બીજા ને દોષ દેવામાં ચબરાક છીએ. આપણ ને આપણા દોષ દેખાતા નથી. બીજા ને દોષ દઈને આપણી નબળાઈઓ ઢાંકવાની આદત પડી ગઈ છે. યુદ્ધ થાય તો ચીન ને આપણે ના હરાવી શકીએ એ કડવી હકીકત છે. પાકિસ્તાન પાસે આપણા કરતા વધારે પરમાણુ બોમ્બ છે. ઓબામાં ચીન ને વધારે મહત્વ આપે ને મનમોહન ને કે ભારત ને ના આપે એમાં ઓબામાં નો શું દોષ? જે વધારે કામનો હોય ને મજબુત હોય એની પાસે સૌકોઈ જાય એ સીધીસાદી વાત છે. તમારામાં પાણી ના હોય તો કોઈ શું કરે? એમાં ઓબામાને ખરાબ ચીતરીને ભારતની કમજોરી ઢાંકવાનો પ્રયાસ બેવકૂફી જ છે. તમને મજબુત બળવાન થતા કોણે રોક્યા છે? ચીન સમજી ગયું કોઈને કગરવા નથી ગયું ને આપબળે બધી રીતે મજબુત થવા લાગ્યું તો સૌકોઈ એના ભણી જોવાના જ છે. સમર્થ કો નહિ દોષ ગુસાઇ. ચીન નબળું હોત તો તિબેટ ચીનનો ભાગ છે એવું ઓબામાં કે કોઈ ના કહેત. તમે બળવાન હોત તો સૌ કોઈ કાશ્મીર તમારું જ છે એમ કહેત. તમે જાતે મજબુત થવા લાગો ઓબમાતો શું ચીન પણ તમને મદદ કરવા દોડી આવશે. ઢીલા માણસ ને બધા પજવે બળવાન ને પજવવા થી સૌ દુર ભાગે અને ઉલટાનું મસ્કા મારે. આપણે ફક્ત ડહાપણ ની વાતો કરવામાં મશહુર છીએ. શરુ થી જ આ ચાલતું આવ્યું છે. મુસલમાનો આપણાં પર ચડી આવ્યા. તો તમને સામનો કરતા કોણે રોક્યા હતા? અંગ્રેજો રાજ કરી ગયા તો તમને કોઈએ ના પડી હતી કે સામા ના થસો. ગુજરાત જેવડું ઇંગ્લેન્ડ અને મુઠ્ઠી ભર અંગ્રેજો રાજ કરી ગયા એમાં અંગ્રેજોનો શું વાંક? તમે તો દુનિયા ની સૌથી ડાહ્યી પ્રજા છો. સર્વઇવલના યુદ્ધમાં જે મજબુત હોય તે રાજ કરે નબળો હોય તે મરે એ કુદરતનો નિયમ ભારત માટે જુદો થોડો હોય? કુદરત માટે બધા સરખા છે. આપણે અંગ્રેજોના ગુલામ બન્યા એ સદીમાં તો અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુક્યા હતા. એતો અંગ્રેજોનો પથારો બહુ લાંબો થઇ ગયો હતો, લગભગ આખી દુનિયામાં, ને અંગ્રેજોનું રાજ એના જ ભાર થી તુટવા લાગ્યું હતું એટલે તમારા સત્યાગ્રહ ને અહિંસા કામ કરી ગઈ. મક્કા મદીનાથી આખી દુનિયા ને મુસલમાન બનાવવાની જેહાદ શરુ થઇ, ઈરાન, તુર્કી નબળા હતા તે ગયા. બધા યુરોપના દેશો એક થઈને ધર્મયુધ્ધો કૃઝેડસ લડ્યા ને વિયેના માં ૯/૧૧ ના દિવસે પ્રથમ હાર થઇ. જેહાદ અટકી. લોકો સમજે છે કે અમરિકાનો ઈમરજન્સી નંબર ૯/૧૧ છે, એટલે લાદેને એ દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો ને તોડ્યા. એવું નથી જ વિયેનામાં એ દિવસે હારેલા ને અટકી ગયેલી જેહાદ ફરી એ દિવસે શરુ થઇ છે. તમે નબળા પડ્યા તો ગયા, એ કુદરતનો નિયમ છે.

ચીન બળવાન ને મુઘલોના ધાડા રોકવા મશહુર દીવાલ બનાવી દીધી, ને બચી ગયું.. મહંમદ ગઝની કેટલી વાર સોમનાથ લુટી ગયો? હજારો બ્રાહ્મણો શિવજીનું ત્રીજું નેત્ર ખુલવાની રાહ જોતા લિંગ ને લપેટાઈ ને મરી ગયા પણ કોઈએ તલવાર ના ખેચી. શિવજી કોઈ વ્યક્તિ નથી ને એમનું લિંગ એ મેલ જેનેટલ સર્જનનું પ્રતિક માત્ર છે. એ કઈ રીતે લડવાનું હતું કે ત્રીજું નેત્ર ખોલવાનું હતું? પણ આવા મુર્ખ ખયાલો ને અહીન્સકો ની આજ્ઞા પાળતા કમજોર નબળા સોલંકી રાજાઓ કોઈ એ પ્રતિકાર ના કર્યો. થોડા બહાદુર રાજપૂતોને લઈને ફક્ત ને ફક્ત મરવા માટે જ લાઠીના કુંવર હમીરજી નીકળ્યા ને બધા માર્યા ગયા. હજુ આપણી મેંનટાલીટી એની એજ છે. હજુ આપણે કોઈ સાથ આપે એની જ રાહ જોઈએ છીએ. અમરિકા સહારો આપે કે રશિયા સહારો આપે તો ઉંધા વળી જઈશું, ને બધાને ચીન કે પાકિસ્તાન ને ચપટીમાં ચોળી નાખીશું ની ડમફાસો મારીએ છીએ. પણ જાતે મજબુત કે બળવાન થવાનો વિચાર સુધ્ધા નથી આવતો. પ્રજા ના ટેક્ષ ના નાણાં માંથી ૩૧ કરોડ ખર્ચી જે દેશ આખાનો ગુનેગાર છે જેણે નિર્દોષ પ્રજાને બહાદુર અફસરોને માર્યા છે,એ કસાબ ને સાચવી રાખવામાં કઈ વિદેશનીતિ કે દુરન્દેશી સરકાર રાખતી હશે? એક અફજલ કે કસાબ ને સજા કરતા કોણ ના પડે છે? પાકિસ્તાન, અમેરિકા કે ચીન? કમજોર ને કોણ ભાઈબાપલા કરે? ચીન આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કહેવાયું. ભારત આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કરતા કોઈએ રોકી રાખ્યા છે? તમે ચીન ની જેમ બળવાન થસો તો એવું પણ લખી શકશો.ચીન, પાકિસ્તાન કે અમેરિકા કોઈને દોષ દીધા વગર તમારું ઘર મજબુત કરો તો બધા તમારી આગળ પૂછડી પટપટાવસે, નહીતો બચકાં ભરશે.imagesCAGBCRTL

અંધશ્રદ્ધા,માતાજીને જીભ ચડાવી.

                           પ્રથમ તો આવી આવી અંધ શ્રદ્ધાઓ ફેલાવે છે કોણ?ગુરુઓ.ભણેલા ગણેલા લોકોના ગુરુઓ જરા વધારે સોફેસ્ટીકેટેડ,વધારે ચાલક,ભપકાવાળા,હોશિયાર અને ભણેલા હોય છે.જયારે આ ભૂવાઓ,જંતર મંતર કરવાવાળા અભણ લોકોના ગુરુઓ હોય છે.અજ્ઞાત ભવિષ્ય વિશે દરેક ના મનમાં એક ભય,એક ફોબિયા હોય છે.જેનો આ ચાલક ગુરુઓ પુરેપુરો લાભ ઉઠાવે છે.અમારી કૃપા થી,અમે કહીએ તેમ કરો તો જ તમારું સારું થશે.કશું ખોટું થાય તો કર્મ નો નિયમ આગળ કરતા વાર કેટલી?કર્મ તો તમારે ભોગવવું પડે.આ ચક્કર માં બધાજ પડેલા છે.આ ગરીબ ના અચેતન મનમાં આવું ઘુસેલું હસેજ.ભગવાન કે માતાજી કોઈ વ્યક્તિ નથીજ કે થોડા પ્રસાદ કે જીભ ચડાવવાથી પ્રસન્ન થાય.આ ગુરુઓની કથાઓ જ અંધશ્રદ્ધા થી ભરેલી હોય છે.એમાં કશીજ વૈજ્ઞાનિકતા હોતી નથી.જો તમારી અંદર વૈજ્ઞાનિક એપ્રોચ અભિગમ જ ના હોય તો તમારા ઉચ્ચ ભણતર,ડીગ્રી નો કશોજ અર્થ નથી.એક મોટા સંત હમણા ના છાપાઓમાં ખુબ ચગેલા છે,રેડીઓ પરની એમની કથા માં મેં જાતે સાભળેલું કે એક મહાન સંત નું ગળું બાદશાહે કપાવ્યું તો ગળામાંથી એક નસ માંથી દૂધ અને બીજી નસ માંથી લોહી નીકળ્યું,અરે ભૈલા ગળું કપાય તો લોહી જ નીકળે દ્દુધ ના નીકળે પણ સ્ટુપીડ લોકો તાળીઓ પાડે.હવે બીજા એક મોટા કથાકાર ખુબજ પ્રતિષ્ઠા ધરાવતા,એક ટીવી ટોક શો માં હોસ્ટ નો સવાલ કે બાપુ તમે મેટ્રિક માં ત્રણ વાર નાપાસ થયેલા અને ભજનના ચક્કર માં ભણતર બગડ્યું તો બાપુ નો જવાબ ગર્વ થીકે ભણતર ઉપર ભજન ની જીત થઇ,અને સ્ટુપીડ શ્રોતાઓ તાળીઓ પાડવા લાગ્યા.બાળકો પહેલા માબાપ ની નકલ કરેછે,અને સમાજ,લોકો ગુરુઓની વાત માને છે.મોટા માણસોએ એક શબ્દ પણ બોલતા પહેલા વિચારવું પડે જયારે આખો સમાજ એમને પૂજ્ય માની અનુસરવા અંધ બનીને ઉભો હોય.જો બધા ભજન જ કરશે તો ભણશે કોણ?બાપુ તો રોજીરોટી માટે કથા કરે ને એમાં એમની માસ્ટરી હોય,બીજા કાઈ ભજન કરી રોટલા ના રળી શકે.આને તો ખાલી જીભ ચડાવી.અભણ છે બિચારો.પણ ખુબજ ડાહી,પૈસાવાળી,હોશિયાર કહેવાતી કોમ ના ગુરુઓ અમેજ કૃષ્ણ સ્વરૂપ છીએ એવું બ્રેન વોશ કરી,એમને બધુજ અર્પણ કરો એવું ઠસાવી,ભક્તોની સ્ત્રીઓ,દીકરીઓ સુધ્ધાનું સેકસુઅલ શોષણ કરે છેજ.મારો જાતનો અનુભવ લખું,એક મિત્ર સાથે અમદાવામાં ઘરેણા ને લગતું કામ હતું તો અમે એક સોનીભાઇ ને ત્યાં ગયેલા.ત્યાં એમના મહારાજશ્રીનો ફોન આવ્યો.મહારાજશ્રીને બહાર જવાનું હશે તો કંપની માટે સોની ની દીકરી જે સ્કુલ માં ૧૧કે ૧૨ માં ધોરણમાં ભણતી હશે એને મોકલી આપવા માટે હુકમ ફોન પર કરતા હતા.સોનીભાઈએ સ્કૂલમાંથી એમ રજા નહિ મળે એવા બહાના કાઢ્યા પણ મહારાજશ્રી નાં માન્યાં,સોનીભાઈ નું મોઢું તો બગડી ગયેલું કે આજે દીકરીનો આ મહારાજશ્રી ઉપયોગ કરી લેશે,પણ શું કરે?મહારાજ શ્રીની કૃપા નો ભંગ થઇ જાય.મારી જોડેના મિત્ર અને પેલા સોની ભાઈ ના ગુરુ એકજ હતા.એટલે એ લોકોની વાતો પરથી હું બધું સમજી ગયો.રે હિંદુ તારી લાચારી…હોંશે હોંશે પોતાની પત્નીઓ અને દીકરીઓને ગુરુઓને ધરાવનારા આ દંભી  ભક્તો એમના થુન્કેલા પાન પણ ચાટી જાય છે,એમની એંઠી પતરાળી માંથી પ્રસાદ ખાવા પડાપડી કરે છે આને શું કહેશો?આવું તો બધેજ ચાલી રહ્યું છે.આતો જીભ કાપી ને લોહી નીકળ્યું એટલે તમને લાગી આવ્યું ,પેલા ભણેલા લોકો ની સ્ત્રીઓના આત્માનું હનન થાય છે ત્યારે?કેમ કે આની જેમ એ પ્રકાશ માં નથી આવતું.ભવિષ્ય સારું કે ખોટું તમારેજ ભોગવવાનું છે અને એમાંથી રસ્તો પણ તમારેજ કાઢવાનો છે.મહેનત પણ તમારેજ કરવાની છે.એકલા ભારત ની વાત નથી,આખી દુનિયામાં ચાલે છેજ.પણ એનાથી ભારતમાં ચાલે છે એને વ્યાજબી ના ઠરાવાય.આ બધું ક્યારે દુર થાય? એકલા એજ્યુકેશન થી ના દુર થાય.એજ્યુકેશન ની સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમ,એપ્રોચ આવે તો જ દુર થાય.એને માટે કોઈ પણ મુરખો ગુરુ જયારે,જ્યારે અવૈજ્ઞાનિક વાત કરે,ત્યારે ત્યારે લોકોએ તો ખરોજ પણ મીડિયા અને પ્રેસે પણ સમાજ પ્રત્યે ફરજ સમજી વિરોધ નોધાવી એ મૂરખ ગુરુનો જવાબ માંગવો જોઈએ.

નમાલી સરકાર અને ત્રાસવાદ

                                          રાજનેતાઓ કોઈ પણ પક્ષ ના હોય ભગવા ઝંડા ધારી  હોય કે બીજા કોઈએ કશું ઉકાળ્યું નથી.બધા સરખાજ છે.કારગીલ માં આપણી હદ માં ત્રણ ત્રણ માળની બંકરો બની ચુકી હતી.અને પાકિસ્તાની સેના આપણા ઘરમાં જ ઘુસેલી હતી,સંસદ પર હુમલો અને કંદહાર માં સામે જઈને મૂકી આવનારા આ જ ભગવા ધારીઓ નેતા પદે હતા.બધાને થતું હશે હું વારેઘડીયે ધર્મ ને કેમ વચમાં લાવું છું?સવાર થી તે સાજ સુધી તમારા દરેક વર્તન પર ધર્મ ની અસર હોય છે.તમારું ઘડતર અને સાયકોલોજી ધર્મ થકી જ ઘડાય છે.ગીતાજી મારું ઓલ ટાઈમ ફેવરીટ પુસ્તક છે. સમજો એ યુધ્ધના મેદાન માં રચાયું છે.કોઈ ઘર માં કે જંગલ કે આશ્રમ માં નહિ.અને જયારે અર્જુન નમાલો થઇ ને ઘેલા કાઢવા માંડ્યો અને અહિંસા ના બકવાસ ગાણાં ગાવા લાગ્યો ત્યારે ગીતાજી ની રચના થઇ છે.આજનો હિંદુ નમાલો કાયર થઇ ચુક્યો છે એનો હું જરૂર વિરોધી છું.રાજસૂય યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞો કરી દુનિયા જીતવા નીકળતા એ હિંદુઓ નો હું સમર્થક છું.અહિંસા ફક્ત નિર્દોષ માટે હોય દોશી ને આતતાયી માટે કે ત્રાસવાદી માટે ના હોય.હિદુ કોણ હતા?જેમના ધનુષબાણ અને સુદર્શન ચક્ર અને પરશુ દોશી લોકોને સજા કરવા હમેશા તત્પર હતા,એમના આ હિદુ અનુયાયીઓને આ શું થયું છું. ?કેમ નમાલા થઇ ગયા છે?.આપણાં દરેક અવતાર કે ભગવાન ના હાથ માં કાતિલ વેપન્સ છે,ભલે તે સ્ત્રી(માં અંબા,માં દુર્ગા) હોય.સ્ત્રીઓ પણ નમાલી કે કાયર ના હતી.જો તમે નમાલી અહિંસા ને કાયરતા ના પાઠ ભણાવતા ૨૨૦૦૦ સંપ્રદાયોને હિંદુ ધર્મ માનતા હોવ તો એ હિંદુ વિષે જ હું વિરુધ લખું છું.આપણે તો અહિંસક આપણે તો અહિંસક ના જ ગાણા હમેશા ધર્મગુરુ ઓ દ્વારા ગવાતા હોય ત્યારે તમે પ્રજા પર એની અસર પડવાનીજ.પ્રજા કાયર બની ચુકી છે.એજ કાયર પ્રજામાંથી નેતાઓ ચૂંટાતા હોય છે એમના માં બહાદુરી ક્યાંથી આવે?કુવા(પ્રજા) માં હોય તો હવાડા(નેતા) માં આવેને?.એક કસાબ ને સાચવવાનો ખર્ચ પણ કેટલો બધો?શહીદ ભગત સિંહજી ને ફાંસી આપી લાહોર માં ત્યારે એક પણ પત્થર ફેકાયો નહોતો.એ દિવસ થી ભારતની જવાની ખતમ થઇ ગઈ એવું એક ભારે વિવાદાસ્પદ ગણાતા સંતે કહેલું. કોઈ માનવ સાકળ કે વિરોધ નોધાયો ના હતો કેમ?.ઉત્તર માં ગુરુ ગોવીન્દ્સીન્હેં,મધ્યમાં રાણા પ્રતાપે અને દક્ષીણ માં શિવાજી મહારાજે આ ત્રણ જણે સમયે સમયે તલવારો ના ખેંચી હોત તો આપણાં બધા સાથે અહીન્સકો પણ નમાજ પઢતા હોત.આપણ ને કાયર તા ના પાઠ કોણ ભણાવે છે?બોર્ડર પર લશ્કર હમેશા યુદ્ધ(હિંસા) કરવા તૈયાર છે ત્યારે આપણે અહિંસા ના ગાણા ગાઈ શકીએ છીએ.એક જમાદાર પ્લેટફોર્મ પર મુંબઈ માં ખાલી ખુરશીઓ ફેંકી ને ત્રાસવાદીને ભગાડતા જીવ આપી દે છે,અને હજારો કાયરો ભાગતા હોય.કેટલા બહાદુર અફસરોએ જીવ આપ્યા છે અને તમે એક કસાબ ને ફાંસી ના આપીને પેલા દિવંગત અફસરો ની શું કીમત કરી?ફરી કોઈ અફસર કે પોલીસ આવી રીતે વ્યર્થ જીવ આપવા તૈયાર નહિ થાય.સરકાર અને તેપણ નમાલી કાયર સરકાર ક્યાં સુધી તમારું રક્ષણ કરશે?સ્વરક્ષણ માટેના પણ કાયદા છે.એમ કોઈ ફાંસી નથી ચડાવી દેતું.જોકે આ સરકારોનું ઠેકાણું નહિ કોઈ ત્રાસવાદીને મારો તો બહાદુરીનું પ્રમાણપત્ર આપવાને બદલે મર્ડર ના ચાર્જ માં જેલ માં પણ ધકેલી દે.મુંબઈ માં મરાયા કે બીજા ત્રાસવાદી હુમલામાં મરાયા,એ કોઈ પણ હોય એ દરેક મારા પોતાના મરાયા એવી લાગણી બીજા લોકોને કેમ થતી નથી?ભારતના કોઈ પણ ખૂણા માં ત્રાસવાદ કે બીજા કોઈ વાદ માં મરાય એ બધા મારા પોતાના જ મરાયા એવી લાગણી દરેક ભારતીય ને થવી જોઈએ.હવે જયારે પણ ત્રાસવાદી હુમલો થાય ત્યારે પ્રજા ભાગવાને બદલે સામી થાય અને પીઠ ને બદલે છાતીમાં ગોળી ખાય.ત્યારે જ બહાદુરી પૂર્વક માર્યા ગયેલા મુંબઈ પોલીસ ના જવાનો,અફસરો અને નિર્દોષ નાગરિકોને ને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.

ભારતીયો સ્પેલિંગ ચેમ્પિયન.

                          …….અમેરિકામાં દર વરસે સ્પેલિંગ ની સ્પર્ધા થાય છે.જેમાં અઘરા સ્પેલીન્ગ્સ બોલવાના હોય છે.૨૦૦૮ ના આ સ્પર્ધા ના વિજેતા૧૪ વરસના  સમીર મિશ્રા ને ન્યુરોસર્જન બનવું છે.જયારે ચાલુ ૨૦૦૯ ના વિજેતા ૧૩ વરસની કાવ્યા શિવ શંકર ને પણ ન્યુરોસર્જન જ બનવું છે.૧૯૮૫ માં સૌ પ્રથમ જીતવા વાળા ભારતીય હતા બાલુ નટરાજન.બાલુ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક રોલમોડેલ છે.૨૯૩ સ્પર્ધકો ની વચ્ચે વોશીન્ગ્ટન માં પ્રથમ આવનારી કાવ્યા ની પ્રેરણા ૧૯૯૯મ પ્રથમ આવનારી  નુપુર લાલા છે,જે એમ.આઈ.ટી ની બ્રેન અને કોગ્નીટીવ સાયંસ લેબ માં રીસર્ચ કરે છે.આ સ્પર્ધા માં છેલા દસ વરસ થી ભારતીયો નું રાજ ચાલે છે.છેલ્લા દસ વરસ માં ૭ ભારતીયમૂળ  ના સ્પર્ધકો પ્રથમ આવેલા છે.કુલ્લે ૯  ભારતીયો વિજયી બનેલા છે.૧૯૮૫માં બાલુ નટરાજન,,,,૧૯૮૮માં રાગેશ્રી રામચન્દ્રન,,,,,,,,૧૯૯૯માં નુપુર લાલા,,,,,,,,,૨૦૦૦માં જ્યોર્જ  થમ્પી,,,,,,,૨૦૦૨માંપ્રત્યુશ્ બુદ્દીગા,,,,,,૨૦૦૩માં સાઇ ગુન્તુરી,,,,,,,,,૨૦૦૫માં અનુરાગ કશ્યપ,,,,,,,,,૨૦૦૮માં સમિર્ મીશ્રા,,,,,,,૨૦૦૯માં કાવ્યા  શિવ શંકર.ભારતીય અને ચાઇનીસ વિદ્યાર્થીઓ ભણવામાં મૂળ અમેરિકન્સ કરતા આગળ છે એતો ઓબામાં ને પણ કહેવું અને કબૂલવું પડે છે.      
 

શ્રીયંત્ર થી ધન વધે? કે મંત્ર જપવાથી બુદ્ધી વધે?

           પ્રથમ તો આ લેખ વાચી કોઈએ એમની ધાર્મિક લાગણી દુભાવવી નહિ.અને કોઈપણ પૂર્વગ્રહ મનમાં રાખીને વાંચવો નહિ. કારણ આ દેશમાં વાતવાતમાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ જાય છે. કોઈપણ મંત્રને વખોડવાનો કોઈ હેતુ નથી. ફક્ત બ્રેઈનની સામાન્ય સમજ આપવાનો પ્રયત્ન જ માત્ર છે.
             માનવીનું બ્રેઈન બનાવીને ભગવાને હાથ ધોઈ નાખ્યા હશે. આખા શરીરનું કંટ્રોલ બ્રેઈન અને તેના મોકલેલ કેમિકલ મેસેજ દ્વારા થતું હોય છે. બ્રેઈનના જુદા જુદા વિભાગો જાતજાતના કામ કરતા હોય છે. ડાબોડી લોકોનું જમણું બ્રેઈન વધારે કામ કરતુ હોય છે, એમજ જમણા હાથે કામ કરનારા લોકોનું ડાબું બ્રેઈન વધારે એક્ટીવ હોય છે. આઈરીશ લેખક ક્રિસ્ટી બ્રાઉન આખા શરીરે લકવા ગ્રસ્ત હતો. જન્મથી દસ વર્ષ સુધી એને મેન્ટલી  રીટારડેડ સમજવામાં આવ્યો હતો. એ બોલી પણ ના શકતો. એનું બ્રેઈન ફક્ત ડાબા પગને જ કંટ્રોલ કરી શકતું હતું. ચાલી પણ ના શકતો. એણે ડાબા પગ વડે ચિત્રો દોર્યા, જુના જમાનાનું ટાઇપ રાઈટર ચલાવ્યું ને મોટો લેખક બની ગયો. ના તો એણે કોઈ મંત્રો જપ્યા હતા, નાતો કોઈ શ્રી યંત્રની પૂજા કરી હતી. સેરેબ્રલ પાલ્સીનો એ શિકાર હતો. બ્રેઈનનો એ વિભાગ શરીરનું બેલેન્સ જાળવવાનું કામ કરે છે. બાળકને જન્મ સમયે ઓક્સીજન એટલે કે સ્વાસ લેવામાં કોઈ ગરબડ ઉભી થાય કે આચકી આવે તો આ સેરેબ્રલ વિભાગમાં ગરબડ થાય છે.
           મહાન વૈજ્ઞાનિક ન્યુટનની કેબીનમાં બેસતો આવો જ લકવા ગ્રસ્ત વૈજ્ઞાનિક સ્ટીવન હોકિન્સ એની બિંગ બેંગ થીઅરી માટે જાણીતો છે. એના વિષે લખવું એ નાના મોઢે મોટી વાત જેવું થશે. શ્રી યંત્રોની પૂજા કરવાથી કે બુદ્ધી માંગતા મંત્રો જપવાથી કશું ના વળે. બ્રેઈનને એક્ટીવ રાખવું પડે , ગહન અભ્યાસ કરવો પડે, ચિંતન કરવું પડે. તમે કોઈ ધંધો કે નોકરી ના કરો તો શ્રી યંત્રની સતત પૂજા પણ પૈસા ના આપે. ના તો તમારો માનસિક વિકાસ થાય. આપણે મંત્રો જપવામાજ રહી ગયા. જુના જમાનાના ઋષીઓ આવા નહતા. એ લોકોએ જાતજાતના સિદ્ધાન્તોની શોધો કરી છે. સતત મંત્ર જપવાથી એ મંત્ર તમારા સબ કોન્શીયાશ માઈન્ડમાં સ્ટોર થઇ જાય, બીજું શું થાય? તમને ઊંઘમાં પણ કોઈ પૂછે તો તમે રટી જાવ ભૂલ ના થાય, બીજું શું ? બ્રેઈનની આજ કારીગરીનો ઉપયોગ જુના ગ્રંથોને સાચવવામાં કરવામાં આવેલો. છાપકામ(પ્રિન્ટીંગ) વિદ્યા અહી ના હતી. લખવાનું બહુ પાછળથી આવ્યું. કાગળ ને પ્રિન્ટીંગ ચીનાઓની શોધ છે. હજારો વર્ષોથી , હજારો ગ્રંથો ફક્ત કંઠસ્થ રાખીને સાચવેલા છે.  આખાને આખા ગ્રંથો પેઢી દર પેઢી સતત રટણ કરી ને, જપીને સબ કોન્શીયશ માઈન્ડમાં સ્ટોર કરીને સાચવેલા છે. આ એક ભગીરથ કાર્ય હતું.  એમાંથી જ કદાચ જપ જપવાનું ચાલુ થયું હશે.
        દા.ત.ગાયત્રી મંત્રમાં સૂર્યનારાયણ પાસે બુદ્ધી માગી છે. ઋષિ વિશ્વામિત્રે એની રચના કરી હતી. ઋષિઓને ખબર હશે  કે આ સૂર્યનારાયણ આપણાજન્મદાતા છે. એટલે એમની પાસે બુદ્ધી માગી. એમાં કશું ખોટું નથી. કે  હે ભગવાન મને બુદ્ધી આપજે જેથી હું શાસ્ત્રોનું અધ્યયન કરી શકું. સારું બ્રેઈન આપજે કોઈ ગરબડ વગરનું જેથી હું અભ્યાસ કરી શકું. બધા જોડે સારું બ્રેઈન હોતું નથી કે પછી ઉપયોગ કરતા આવડતું ના હોય. રોજ બેચાર વાર ગાયત્રી મંત્ર બોલી, ભગવાન જોડે સારી બુદ્ધી માગી, એ આપીછે કે નહિ એની ખાતરી કરવા જે તે વિષયના અભ્યાસમાં ખુંપી જવું એજ ગાયત્રી મંત્રનો સાચો ઉપયોગ મને તો લાગે છે.  હવે આ મંત્ર સતત જાપો તો એ મંત્ર ગોખાઈ જાય. તમારા બ્રેઈન માં સ્ટોર થઇ જાય, એનાથી આઈનસ્ટૈનની થીઅરી ઓફ રીલેટીવીટી કઈ રીતે સમજાઈ  જાય? એના માટે તમારે એ થીઅરીનો જ અભ્યાસ કરવો પડે. આઈનસ્ટૈનને કોઈ દિવસ મંત્ર જપતા જાણ્યા નથી. બુદ્ધી માગવાથી થોડી મળી જાય, એના માટે સતત અભ્યાસ કરવો પડે. હજારો વર્ષોથી ગાયત્રી મંત્ર જપતા આપણે પાછળ કેમ પડ્યા?  ગાયત્રીના પ્રચારક  અને ગાયત્રી પરિવારના સ્થાપક પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્ય ખાલી મંત્ર જપીને બેસી નથી રહ્યા. તેઓશ્રીએ વેદો અને શાસ્ત્રોનું ગહન અધ્યયન પણ કરેલું છે. એના લીધે આટલુ બધું સાહિત્ય રચીને આપણા માટે મુક્યું છે. જે તે વિષયનું જ્ઞાન મેળવવા જે તે વિષયમાં ખુંપી જવું પડે. મહામુલા ગ્રંથોને પ્રિન્ટીંગના જ્ઞાનના અભાવે સતત જપીને, કંઠસ્થ રાખીને જીવતા રાખવાના પ્રયત્નોમાં આપણે સફળ થયા પણ એમાં જ આપણે દિશા ચાતરી ગયા ને મંત્રો જપી જપીને બુદ્ધી મળી જશે, ધન મળી જશે, જાતજાતની વિદ્યા મળી જશે એવું વિચારી બુદ્ધિહીન બની ફક્ત અને ફક્ત ગોખણીયા જ બની ગયા, અને બાકી દુનિયાથી પાછળ પડી ગયા. મને પોતાને નાનપણમાં કોઈ પણ અર્થની ખબર વગર ગીતાના પ્રથમ બે અધ્યાય મોઢે હતા. એક પણ શ્લોકનો અર્થ ખબર નહતી. ફક્ત પિતાશ્રીએ નિયમ રાખેલો કે રોજ બે અધ્યાય વાચવા. ઊંઘમાંથી ઉઠાડી કોઈ પૂછે તો પણ એ શ્લોકો હું બોલી શકતો..
             દુનિયાને શૂન્યની સાથે મેથ્સ, યોગ, આયુર્વેદ, કામસૂત્ર, કોટન કપડાને કલર કરવાનું જ્ઞાન, લાકડમાંનો કાર્બન લોખંડમાં ઉમેરી  સ્ટેઈનલેસસ્ટીલ બનાવવા  જેવું ધાતુ વિજ્ઞાન આપવાવાળા આપણે પછાત રહી ગયા. ચરક ફીઝીશ્યન હતા, શુશ્રુત સર્જન હતા, કપાળમાંથી ચામડી લઈને યુદ્ધમાં તૂટેલા નાકની પ્લાસ્ટિક સર્જરી કરતા હતા. એમણે જે સર્જન મેન્યુઅલ લખ્યું છે એ આજે પણ સર્જનો પાળે છે. વાળના બે ભાગ કરે તેવા સાધનો હતા એમની પાસે એવું સાભળ્યું છે. આ બધું મારા ઘરનું નથી લખતો, “પ્રાચીન લોકોએ દુનિયા ને શું આપ્યું?  (ઇન્ડિયન્સ)”, એવી એક યુંરોપીયને  બનાવેલ ડોક્યુમેન્ટ્રી જોઈ હતી. ઘણું બધું હતું એમાં ભારતે દુનિયાને  આપેલ, આતો થોડા દાખલા જ આપ્યા છે.  ક્યાં ભૂલ થઇ આપણી? કેમ પાછળ પડી ગયા?  પી એમ રૂમ, સ્મશાન ગૃહ, લેબર રૂમ બધામાંથી મરેલા માનવ અંગોનો તંત્ર મંત્રમાં ઉપયોગ કરવા વેપાર થાય છે જાણી શરમ આવે છે. શ્રી યંત્રની પૂજા કરીને કોઈને ધન કમાવું છે કે કોઈને  મંત્ર જાપીને બુદ્ધી મેળવવી છે, કોઈને ગુરુઓના આશીર્વાદ કે ધબ્બા ખાઈને સુખી થવું છે, કે કોઈને જીભ ચડાવી માનતા પૂરી કરવી છે, કે કોઈને મરેલા માનવના અંગોની પૂજા કરીને ઇચ્છાઓ પૂરી કરવી છે, એક પોતાની જીભ કાપે છે, બીજો બીજાના અંગ વાપરે છે, બધાને  વિના પ્રયત્ને, સહેલાયથી બધું મેળવી લેવું છે. બ્રેઈનમાં રહેલી મહાન શક્તિઓનો કોઈને ઉપયોગ કરવો નથી. હાથમાં માળા લઈને સતત મંત્રો જપતા બાવાઓની બુદ્ધીહીનતા શું નથી દેખાતી? એક મંત્ર સારી રીતે બ્રેઈનમાં સ્ટોર થઇ જાય પછી એને સતત જપવાનો શો અર્થ? કોઈ મેડીકલનો વિદ્યાર્થી  કે ડોક્ટર કોઈ રોગ ની દવા યાદ કરીલે કે ગોખીલે પછી?  રોજ હાથમાં માળા લઈને ક્રોસીન ક્રોસીન કે બ્રુફેન બ્રુફેન જપ્યા કરે તો?  ગાંડો જ લાગશે. નાતો મંત્રો જપવાથી કે નાતો યંત્રોની પૂજા કરવાથી, ધન મળે કે બુદ્ધી વધે. ધન મળે ધંધો પાણી  કે જોબ કરવાથી અને બુદ્ધી વધે અભ્યાસ કરવાથી.    

અગ્નિપરીક્ષા.


……એક બાળક જન્મે છે,ત્યારે એની હાર્ડ ડિસ્ક કોરી હોય છે. એ જુએ છે, સાભળે છે, ચાટે છે, સ્પર્શ કરેછે, નકલ કરે છે અને ધીરે ધીરે એની હાર્ડ ડિસ્ક ભરાય છે, માહિતી બ્રેનમાં ભેગી થાય છે અને એ રીતે એનું ઘડતર થાય છે. એવી રીતે એક સમાજનું ઘડતર થાય છે, મોટા મહામાનવોના અચાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, આદેશો, ઉપદેશો થકી. અચેતન રૂપે બાળક જેમ વડીલો પાસેથી બધું શીખે છે તેમ સમાજના લોકોના અચેતન મનમાં મહાપુરુષોની અસર હોય છે. બધી મનોવૈજ્ઞાનિક બાબતો છે.

એક હંમેશનો સળગતો સવાલ છે ભારતમાં સ્ત્રીઓની અગ્નિપરિક્ષા લેવાતી ક્યારે બધ થશે? આપણાં પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓને એક વસ્તુ સમજવાથી વિશેષ કશું નથી. દ્રૌપદીને એક વસ્તુ ની જેમ બધા ભાઈઓએ વહેચી ને ભોગવી, શું માતાશ્રી ને એવું ના કહી શકાય કે આ વસ્તુ નથી એક સ્ત્રી છે? શું માતુશ્રી એટલા નાદાન હતા કે નારાજ થઇ જાય? કે પછી માતુશ્રીએ પોતે જુદા જુદા પુરુષો થકી પુત્રો પ્રાપ્ત કરેલા એટલે એમાં કશું અયોગ્ય નહિ લાગ્યું હોય? કે પછી રીવાજ હશે? પણ સ્ત્રીને વસ્તુ થી મોટો દરરજો નહોતો. એટલે જુગારમાં બધું ખૂટ્યું તો વસ્તુની જગ્યાએ પોતાની પત્નીને મૂકી શક્યાં. એક કૃષ્ણ સિવાય આખા પૌરાણિક કાલમાં કોઈએ સ્ત્રીઓનું સન્માન કર્યું નથી. રામે પણ નહિ.

પોતાના એરિયામાં એક અસહાય, શારીરિક રીતે પોતાનાથી ઓછી શક્તિ ધરાવનાર સ્ત્રી ઉપર બળાત્કાર ના કરીને ફક્ત સમજાવટથી પોતાને તાબે કરવાના પ્રયત્નો કરનાર રાવણ આજકાલના ગેંગ રેપ કરનારા લોકો કરતા સારો હતો. પ્રિય પત્નીની અગ્નિપરિક્ષા લેવાય ગઈ હોવા છતાં ધોબી ભાઈના ટોણા થી તેને ઠપકો, કે સજા કરી સમાજમાં એક સારો સ્ત્રી સનમાનનો દાખલો બેસાડવાનો ચાન્સ ગુમાવી, તેના પેટમાં ટ્વીન્સ અને વાલ્મીકિને કદાચ ગાયનેક સુવાવડ શાસ્ત્રનું જ્ઞાન ના હોય તેના ભરોસે જંગલમાં છોડી, ભારત વર્ષની ભવિષ્યમાં જન્મ લેનારી તમામ સ્ત્રીઓને સદાય લેવાતી અગ્નિપરિક્ષાઓમા હોમી દેનાર મહાપુરુષ રામની કથાઓ  હજારો વરસો થી ભારતની પ્રજાના બ્રેન પર હથોડાની જેમ ઠોકાતી હોય અને એને વ્યાજબી ઠરાવવાના પ્રયત્નોમાં રોજ નવા બહાના શોધતા હોય, કે સીતાજી તો પતિનું ખરાબ નાદેખાય એટલે જાતે ગયેલા, એમનો પડછાયો હતો, આવી બાપુઓ અને ફિલ્મકારોની વ્યર્થ વાતો સમાજમાં ચાલતી હોય ત્યાં સ્ત્રીઓની અવદશા થવાનીજ.

લેટેસ્ટ સમાચારોમાં સ્ત્રીને શંકા થી જલાવી દીધાના, બળાત્કારોના, ગેંગ રેપના સમાચાર થી છાપાઓ ભરેલા હોય છે. રોજ નવા ફૂટી નીકળતા બાપુઓ, રોજ નવા રામાયણો, કોઈ કહે પ્રેમનું મહાકાવ્ય, અરે આતો શોકનું મહાકાવ્ય બની ગયું  છે. ધરતીમાં સમાય જવું , સરયુંમાં જળ સમાધિ આ બધા ફક્ત અને ફક્ત રૂપાળા શબ્દો જ છે આત્મહત્યા થી વિશેષ કશું નથી. નવા પરિક્ષેપ્માં કથાઓ કહેવાનો વખત છે, કે આ  બધી ભૂલો છે અને ફરી સમાજ દોહરાવે નહિ. ઈતિહાસના આ વર્સ્ટ દાખલાઓ છે. એને બેસ્ટ મનાવવાનું બંધ કરો. બાપુઓ, ગુરુઓ, અને મહારાજ્શ્રીઓ થી સમાજ ચેતે,  એમની વ્યર્થ, અવૈજ્ઞાનિક, વહેમોથી ભરેલી ખોટી દંભી વાતો ના માને  એવું થાય, અને આ બધી કથાઓ સમાજના લોકોના બ્રેન પર હથોડા મારવાનું બંધ નહિ કરે ત્યાં સુધી સ્ત્રીઓની અગ્નિપરિક્ષા લેવાનું બધ નહિ થાય.

તિલક કરે રઘુવીર

               તુલસીદાસજી મહાન કવિ હતા.એ વાતમાં કોઈ શંકા નથી. રામચરિતમાનસ એ એમની મહાન કવિતા છે. કવિઓની કલ્પનાના ઘોડાઓનો કોઈ અંત હોતો નથી. આ એક મહાકાવ્ય છે. જે લોકભોગ્ય ભાષામાં લોકોને જલ્દીથી સમજાય એ રીતે લખાયેલું હોય.એમાં મૂળ વાલ્મીકી રામાયણ જેવુંજ હોય એતો શક્ય નથી. થોડી ઘણી કવિની કલ્પનાઓ પણ ઉમેરેલી હોયજ.બીજું એપણ હકીકત છે કે જયારે તુલસીદાસે આ મહા કાવ્ય લખેલું ત્યારે એને એ જમાનાના પ્રકાંડ પંડિતોએ સંમતી કે માન્યતા આપીજ ના હતી. એ પંડિતો એને માન્યતા આપવા તૈયાર જ નહોતા. કારણ પછી મૂળ વાલ્મીકી રામાયણ લોકો વાચેજ નહિ ને,અને ઘણો બધો માહિતી દોષ રહી જાય. છેવટે એવું જ થયું છે.
              આજે કોઈ વાલ્મીકી રામાયણ વાચતુજ નથી.માંડ માંડ કોઈ પંડિતે તુલસીદાસજીની ફેવર કરી અને ભાષા તો લોકભોગ્ય હતી જ જોત જોતામાં એ લોકપ્રિય રામાયણ તરીકે સ્થાપિત થઇ ગયું.મૂળ વાલ્મીકી રામાયણ ભુલાઈ જ  ગયું. એ જમાના પ્રમાણે તુલસીદાસે લખી નાખ્યું ઢોલ,ગંવાર,શુદ્ર,પશુ નારી સબ તાડન(મારના,ધોકાના) અધિકારી. મૂળ રામાયણની ઘણી બધી વાતો આમાં નહિજ હોય,અને એવી રીતે મૂળ રામાયણમાં નહોય એવી વાતો પણ કવિની કલ્પનાએ ઉમેરી હોય. જેવું કે હવે મોરારીબાપુ રામાયણના સ્થાપિત કથાકાર થઇ ચુક્યા છે. હવે એમની કથા સાંભળો એટલે બાપુ કહે તે જ સાભળવાનું.એમાં બાપુના વિચારો ઉમેરવાનું ખુબજ સ્વાભાવિક છે. હવે બાપુને એક વાર આસ્થા ટીવી પર સાભળીને છક થઇ જવાયું, બાપુ કહે મારો રામ વાલીનો વધ કરેજ નહિ. શ્રી રામે તાડના ઝાડ પાછળથી છુપાઈને વાલીને સુગ્રીવ લડતા હતા ત્યારે તીર મારીને વધ કરેલો. હવે બાપુની રામ પ્રત્યેની અથાગ ભક્તિએ શંકા કરી હોય કે રામ આવું છુપાઈને મારવાનું કામ ના કરે. જરૂર કઈ બીજું તથ્ય હોવું જોઈએ. હવે આ વાત રોજ થાય અને બાપુની કથા જ લોકો સાંભળતાં હોય તો ધીરે ધીરે સાબિત થઇ જાય કે રામે વાલીનો વધ નથી કર્યો. પછી મૂળ  વાલ્મીકી અને તુલસીદાસ પણ ખોટા થઇ જાય. અને આવું બધું સમયાંતરે થતું જ આવ્યું છે.
             શ્રી રામે એક શુદ્ર તપ કરતો હતો,બ્રાહ્મણોની ફરિયાદના આધારે એનો પણ વધ કરેલો.હવે આજે  યોગ્ય ના લાગે.તો કથાકાર એ સાચી વાત ને છુપાવી શકે અથવા કહેજ નહિ. પછી કોઈ કહેશે સાચા શ્લોકો જ ખોટા છે કોઈ ના કહેવાથી ઉમેરાયા છે. શ્રી રામે સીતાજીનો ત્યાગ કરેલો એ હકીકત ને જ કથાકારો અને ટીવી સીરીયલ મેકરોએ સુંદર રીતે મરોડી નાખીજ છે ને. પતિનું ખોટું ના દેખાય એટલે જાતે જ જતા રહેલા, સીતાજી નહિ એમનો પડછાયો હતો. લોકો તો સીરીયલ જ જુવે ને વાલ્મીકિને કોણ પૂછે છે? સોનાનું હરણ હોય કદી? હોય તો શો કેસમાં હોય, સોનેરી ટપકા ધરાવતા હરણ હતા, એના ચર્મના વસ્ત્રો સીતાજીને પ્રિય હતા. એ જમાનામાં ક્યાં કપડાની મિલો હતી કે વણકરોની હાથશાળ હતી?  શ્રી રામ ક્ષત્રીય હતા.મનુસ્મૃતિમાં લખેલ છે કે ક્ષત્રિયોને શિકાર કરવાનો હક છે. જો એક રાજા કે ક્ષત્રીય એક હરણ કે બકરું પણ ના મારી શકે તો યુદ્ધમાં માણસોને કઈ રીતે મારી શકે? વાલ્મીકી રામાયણનો આધાર ટાંકીને એક જાણીતા લેખકે લખેલું કે રામસીતાને હરણનું માંસ પણ પ્રિય હતું.૧૪ વરસ જંગલમાં શું ખાધું?  ખાલી ફાળોથી પેટ ના ભરાયને રાક્ષશો સામે લડાય પણ નહિ. હવે એ જમાનામાં ક્યાં હાથ શાળો હતી કે રેશમના કીમતી વસ્ત્રો પહેરી શકાય.રેશમની શોધ તો ચીનમાં થએલી.એ લોકો મૃગ ચર્મના વસ્ત્રોજ પહેરતા. લોકો તો જુવે એજ માને. સાચી વાતો ભૂલી જાય. ખોટી વાતો સાચી થઇ જાય.એ જમાનાના પંડિતો  પણ તુલસીદાસના રામાયણને સાચું માનતા ના હતા.  પણ ધીરે ધીરે એસ્ટાબ્લીશ થઇ ગયું.
        તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર,  શું તુલસીદાસ અને શ્રી રામ સમકાલીન હતા.તુલસીદાસને થયે  ૫૦૦ વરસ થયા હશે. શ્રી રામને થયે કેટલો સમય થયો? બીજા પાંચસો વર્ષ પછી લોકો ગાશે કે ચિત્રકૂટ(મહુવા) કે ધામ્ પે  ભઈ સંતનકી ભીડ મોરારીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. આજ સુધી એજ થતું આવ્યું છે ને? અને હવે કોને ટાઈમ છે કે વાલ્મીકિનું રામાયણ ખોલીને વાચે. વચ્ચે કોઈએ રામચરિતમાનસમાં ઘણી બધી ભૂલો કાઢેલી. ગ્રામરની વાત જવાદો પંડિતો અને શાસ્ત્રીઓ એને સાચું જ નહોતા માનતા. વાલ્મિકીએ એક મહાકાવ્ય લખ્યું, બીજું તુલસીદાસે લખ્યું, ત્રીજું મોરારીબાપુએ રટયુ એમાં વાલ્મીકી તો ક્યારનાયે ખોવાઈ ગયા છે.

મારો રામ વાલીને ના મારે,ભણતર હાર્યુ ને ભજન જીત્યું.

મોરારિદાસ પ્રભુદાસ હરીયાણી ની ઓફિસિયલ વેબ્સાઈટ ખોલી “આપકી અદાલત” રજત શર્મા નો પ્રોગ્રામ જોયો.બાપુને સવાલ પૂછવામાં આવ્યો કે બાપુ તમે ભજન ના ચક્કર માં ભણતર બગાડ્યું.પ્રોગ્રામ હિન્દી માં છે.બાપુ ગર્વ થી જવાબ આપેકે ના એવું નહિ ભણતર હારી ગયું ભજન આગળ.હવે બાપુ જેવા મોટા માણસ સમાજ ને આવો સંદેશો આપે તે કેટલું વ્યાજબી છે?તો પછી ભણશે કોણ?બધા કઈ કાબેલ ના હોય ભજન કરી જીવન નિર્વાહ ચલાવવા.જયારે આખો સમાજ તમને આદર્શ માની અનુસરવા આંધળો બની ઉભો હોય ત્યારે આવું ના બોલાય.અને મુર્ખ ઓડીયન્સ તાળીઓ પાડે.બાપુએ એવું કહેવું જોઈએ કે ભાઈ મારે તો રોજીરોટીનો સવાલ હતો એટલે ભજન રામકથા કરવી પડી પણ તમે બધા ભણજો.ભણ્યા વગર ઉદ્ધાર નથી.બાપુ પોતે એમાં કબુલ કરે છે કે રોજીરોટી માટે એમણે રામકથા ત્રણ માણસો આગળ શરુ કરેલી.. હવે એક વાર આસ્થા ટીવી પર બાપુ બોલતા હતા કે મારો રામ વાલી ને નાં મારે,રામે તાડ ના ઝાડ પાછળથી છુપાઈને વાલીને મારેલો.વાલ્મીકી ખોટા,તુલસીદાસ ખોટા.એક ગુજરાતી ચેનલ પર બાપુનો ઇન્ટરવ્યું છે.શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી મર્ડર ના કેસ માં ફસેલા અને જયલલિતાએ જેલમાં પુરાવેલા એની વાત નીકળી બાપુ કહે કાયદો કાયદાનું કામ કરે પણ એક ધરમ ગુરુ પર એટલી  બધી કડકાઈ ના રાખવી જોઈએ.શંકરાચાર્ય નિર્દોષ હોય કે દોષી એ વાત બાજુ પર મુકીએ પણ મારા મતે સામાન્ય માણસ માટે કડકાઈ ના કરો તો ઠીક પણ ધરમ ગુરુ માટે તો કડક માં કડક સજા હોવી જોઈએ.કેમ કે આખો સમાજ એમનું અનુકરણ  કરવા અંધ બની ને ઉભો હોય છે.એમના દોષ તો જરા પણ ચલાવી લેવા ના જોઈએ.પૂજ્ય મોરારી બાપુ સારા માણસ છે.અસ્મિતા અને બીજા પર્વો યોજે છે.સર્વધર્મ સમભાવ માટે કામ કરે છે..ત્રણ શ્રોતાઓથી આજે બાપુ ત્રણ લાખ શ્રોતાઓ સુધી પહોચી ગયા છે,એનો અહંકાર બાપુ ની નમ્રતામાં પળે પળે છલકાય છેવાલ્મિકીએ રામાયણ રચ્યું,તુલસીદાસે કવિતા કરી,મોરારીબાપુએ રટયુ એમાં વાલ્મીકીતો ભુલાઈ જ ગયા છે.નમ્રતામાં અહંકાર,અહંકારમાં નમ્રતા કે નમ્ર અહંકાર જોવો હોય,માણવો હોય તો મોરારીબાપુના ટીવી ઇન્ટરવ્યું જોઈ લેવા.

ભીમના સ્પેસમાં ફેકેલા હાથી અને માથા પડે ધડ લડે.

ભારત થી એક સબંધી એન્જીનીઅર આવેલા.તેમની સાથે બ્રીજવોટર માં આવેલ બાલાજી મંદિર જઈ ને પાછા ફરતા કાર માં ચર્ચા ચાલી.તેઓ કહે મહાભારત ના યુદ્ધ પછી કુરુક્ષેત્ર ના મેદાન માં મરેલા હાથી ઓ પડેલા.એટલા બધા હાથીઓના મૃતદેહો નો નિકાલ ક્યાં કરવો એવી સમસ્યા ઉભી થઇ.તો ભીમે બધા હાથીઓને સુંઢ પકડી આકાશ માં ફેકી દીધા તે હજુ પાછા પૃથ્વી પર આવ્યા નથી.પહેલા કદાચ માનવામાં નહતું આવતું પણ હવે વિજ્ઞાન કહેછે કે સ્પેસ માં ગુરુત્વ આકર્ષણ ના હોય તો સ્પેસ માં થી હાથીઓ ક્યાંથી પાછા આવે?મેં કહ્યું સ્પેસ માં ગુરુત્વાકર્ષણ ના હોય તેથી કોઈ વસ્તુ પછી પૃથ્વી પર ના આવે ત વાત સાચી,પણ તમે વિચારો કે પૃથ્વી ના ગુરુત્વા કર્ષણ માં થી સ્પેસ માં જવા માટે કેટલો ફોર્સ જોઈએ?કેટલી સ્પીડ જોઈએ?એક રોકેટ ને કેટલું બધું બળતણ જોઈએ?ત્યારે પૃથ્વી ના ગુરત્વાકર્ષણ માં થી છટકી ને સ્પેસ માં જવાય.એક ગમે તેટલા બળવાન માણસ થી એક હાથી ને ઉચકી સ્પેસ સુધી પહોચી જાય એ રીતે ફેકવાનું શક્ય નથી.થોડું પણ ફીઝીક્સ નું જ્ઞાન હોય તો વિચારો,એટલી બધી સ્પીડ માણસ કઈ રીતે મેળવી શકે?અને તે પણ હાથી જેવા ભારે પ્રાણી ઉચકી ને?ઈમ્પોસીબલ છે.મેં વર્લ્ડ ના સ્ટ્રોંગઇસ્ટ માણસો ની સ્પર્ધા જોઈ છે ટીવી માં.એ લોકો ટ્રક ,નાનકડું પ્લેન પણ ખેચી જાય છે.કદાચ હાથી ને ધક્કો મારી પડી દે કે પછી પાટિયું મૂકી છાતી પર હાથી ને ચલાવે પણ ખરા પણ હાથી તો શું એક નાનકડો પથ્થર પણ સ્પેસ માં ના ફેકી શકે.મેં પોતે પણ નાનપણ માં આવાત સાંભળેલી.અને હજુ પણ લોકો સાચી માને છે આવી બકવાસ વાતોને.આપણે ચમત્કારો ની વાતો ને સાંભળી અભિભૂત થઇ જઈએ છીએ,પણ હકીકત માં આવું શક્ય નથી આવું વિચારતા પણ નથી. ધાર્મિક મહા પુરુષોએ અમે કહીએ તેજ સાચું અમારામાં શંકા કરાવી નહિ,અને શંકા કરોતો પાપ લાગે.લોકો ના બ્રેન વોશ કરી દીધા.કે હજુ પણ એક એન્જીનીઅર એવી વાતો માં માને કે માથું કપાય છતાં ધડ લડે ને ભીમ ના હાથી ની વાત સાંભળી હસવું કે રડવું?પાછી ચર્ચા ચાલી કે અમારા સૌરાષ્ટ્રમાં એક રાજપૂત નું માથું કપાઈ ગયેલું છતાં ધડ ૧૨ ગાઉ ચાલતું લડેલું.  કોઈ યુદ્ધ માં રાજપૂત યોદ્ધા નું માથું કપાયા પછી પણ ધડ લડતું રહ્યું એવી વાતો સાભળી કોઈ પણ રાજપૂત બચ્ચો પોરસાઈ જાય એ સ્વાભાવિક છે.પણ જરા વિચારો માથું કપાયા પછી લોહી એટલું બધું વહી જતું હોય છે કે બાકીનું શરીર એક ડગલું પણ ચાલવા અસમર્થ બને.બીજું આખા શરીર નો કંટ્રોલ બ્રેન કરતુ હોય છે.એટલે જયારે માથું કપાય ને દુર પડ્યું હોય ત્યારે બ્રેન ના મેસેજ મળ્યા વગર બાકીનું શરીર કઈ રીતે ચાલે?કોઈ કહે ગુસ્સો મનમાં હોય એટલે આવું  થાય પણ ગુસ્સો તો બ્રેન માં હોય એ તો દુર પડ્યું હોય.બ્રેન માં સેરેબ્રલ નામનો વિભાગ છે એને જરા પણ તકલીફ થાય તો બ્રેન બાકીના શરીર ને કંટ્રોલ કરી શકાતું નથી.એક પેઈન કીલર ગોળી ખાવ તો માથું દુખતું હોવા છતાં તમને દુખાવાની  અસર થતી નથી કેમ કે પેલી ગોળીએ બ્રેન ને મળતા મેસેજ રોકી દીધા.આવી મોમાંથા વગર ની વાતો લોકોએ   કરીને રજપૂતો ને તમે વધારે બહાદુર છો,એવું ભરાવીને એમના રોટલા શેકી ખાધા.દરેક રાજપૂત ના કુળ માં ,વંશ માં આવી કથાઓ ગોઠવેલી છે.આમ તો હવે આવું બધું થવાનું નથી પણ એક વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એ માટે આ ચર્ચા કરી છે.

સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો?

એક લેખ આવ્યો છે જાણીતા ન્યુજ પેપરમાં, ધાર્મિક કથાઓ સ્ત્રીઓ માટે આશું ઉપચાર કથાઓ છે તેવું લેખકનું કહેવું છે.

સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો? ક્યાં સુધી મૂર્ખી બનાવતા રહેશો? આજ તો ચાલાકી છે,પુરુષ પ્રધાન સમાજ ની.સ્ત્રીઓના સબ  કોન્શિયસ બ્રેનમાં નાનપણ થીજ ભરવી દેવાનું, કે અમે તમને ગમે તેટલું હેરાન કરીએ તમારે અમને જ પ્રેમ કરવાનો. અમે તમને તમારો વાંક ના હોય છતાં , વનમાં મોકલીએ ભલે તમારા પેટમાં અમારા બાળકો હોય, પાડોશીના કહેવાથી અમે તમારા પર શંકા કરીએ ને ઘરમાંથી કાઢી મુકીએ, અથવા ગુસ્સો આવે તો બાળી પણ મુકીએ, અમે તમને પૈસા ખૂટે તો જુગારમાં પણ મૂકી દઈએ, છતાં તમારે અમને જ પ્રેમ કરવાનો કેમ સીતાજી કરતા હતા તો તમારું શું જાય છે? પાછા લેખક શ્રી જાણે હજારો સ્ત્રીઓને પૂછીને આવ્યા હોય તેમ લખે છે કે સ્ત્રીઓને સીતાજી ની જેમ સફર(પીડાવું) થવું છે, કે પિયર વાસ કે વન વાસ ભોગવવો છે, સ્ત્રીઓ સીતાજીની કથાની રાહ જુએ છે . બાવાઓ ને કથાકારોએ બ્રેન વોશ કરવાનું ભારતમાં ચાલુ જ રાખેલું છે. હવે તેમાં આ પણ ઉમેરાયા.  સ્ત્રીઓના સરળ હૃદયનો ક્યાં સુધી લાભ લેશો? સીતાજીએ આપણા રામજી ને માફ નથી કર્યાં. એટલે તો લવકુશ સાથે યુદ્ધ કર્યાં પછી ઓળખાણ પડ્યા પછી સીતાજી પાછા અયોધ્યા નથી ગયા. અને એમ કોઈના કહેવાથી ધરતી ફાટી પણ નથી જતી. હજારો, સેકડો વરસ ધરતીમાં એનર્જી ભેગી થાય પછી ધરતીકંપ થાય, અને એમાં ભાગ્યેજ ફાટે. સીતાજી ધરતીમાં સમાય ગયા એવી સ્ત્રીઓને ભરમાંવવાની વાતો બધ કરવી જોઈએ. એવા રૂપાળા શબ્દો વાપરવાનું બધ કરવું  જોઈએ, આ બધા રૂપાળા શબ્દો છે, આત્મહત્યાથી કે ભૂગર્ભમાં ઉતરી ગયા વિશેષ કશું નથી. ટીવી સીરીયલ મેકરો ને કથાકારો પાછા આખી વાર્તા ને સુંદર રીતે મરોડી નાખે કે એતો સીતાજી પતિનું ખરાબ ના દેખાય માટે જાતે વન માં ગયેલા, અથવા સીતાજીનો પડછાયો હતો વિગેરે વિગેરે.

કથાકારો રડીને ઈમોશનલ બ્લેકમેલ કરે છે.  હું નાનો હતો ત્યારે કોઈની  કથા હતી, કથા કરતા કરતા કથાકાર રડવા લાગ્યા, આમેય રડવા માટે જાણીતા જ હતા. બાલકૃષ્ણની વાતો આવે એટલે લાલો..લાલો કરીને કાયમ રડતા..મને થયું આ માણસ આવા ઘેલા કેમ કાઢતો હશે? કૃષ્ણને થયે ૫૦૦૦ વરસ થયા. હમણા કોઈ બગીચામાં ઉભો ઉભો કોઈ માણસ એના માની લીધેલા મિત્ર જોડે વાતો કરે, ઘેલા કાઢે તો આપણે એને સ્કીજોફ્રેનીક કહીશું. હમણા મેં ઓપ્રાહના શો માં આવી એક નાની બાળકી ને જોઈ એ એના માની લીધેલા રેટ, કેટ અને બીજી એક ફ્રેન્ડની સાથે આખો દિવસ રમતી હોય છે અને વાતો કરતી હોય છે. વાસ્તવમાં એની જોડે કોઈ જ હોતું નથી. કાલ્પનિક મિત્રો હોય છે. હવે થાય છે કે આ બધું ઈમોશનલ બ્લેકમેલ જ છે. જોયું બાપુ જેવા મહાત્મા કેવા  રડી પડ્યા કેટલા સરળ હૃદયના છે. એમાંય સ્ત્રીઓને ભોળવવી સહેલું છે. એટલેજ સ્ત્રીઓ કથામાં વધારે હોય છે. વધારે પડતી સરળતા મુર્ખામી છે. ભવિષ્ય અજ્ઞાત હોય છે, એનો ડર ફોબિયા દરેકના મનમાં હોય એનો આ બાવાઓ ભરપુર ફાયદો ઉઠાવે છે.

ચમત્કારથી વગર મહેનતે કશું મળી જતું હોય તો કોને ના ગમે?  એટલેજ તો હિમાલય થી આવેલા બાપુઓ સુપર બાપુ બની જાય.  રોગો માટે કંઠી, બદલી માટે કંઠી, સંતાનો માટે કંઠી, આ બધી મુર્ખામી છે. એમાં ગર્વ લેવા જેવું શું છે. ગોંડલ કોલેજની કન્યા ચાલુ લેકચરે બાપુએ આપેલી માળા સંતાડી રામ રામ કરે છે, લેખક કહે છે તમે એના પર કટાક્ષ ના કરી શકો બોલો આ સવાયા બાપુ ને શું કહેવું? એ મૂર્ખી છે, એનું બ્રેન કોઈ બાપુએ વોશ કરી નાખ્યું છે કે ભજન કરતા ભણતર નીચું છે. ભજનની જીત થાય છે ભણતર ઉપર. એક જાણીતા કથાકાર બાપુનો ટીવીમાં શો જોયો, હોસ્ટ પૂછે કે બાપુ તમે ભજનના ચક્કરમાં ભણતર બગાડ્યું, બાપુ ગર્વ થી કહે નાં એમ નહિ ભજનની જીત થઇ ભણતરની હાર થઇ. મુર્ખ શ્રોતાઓ તાળીઓ પાડવા લાગ્યા. બોલો હવે આવા મહાત્મા ઓ જ જયારે આવો સંદેશો આપે તો ભણશે કોણ? પછી પેલી કોલેજ કન્યા ચાલુ લેકચરે માળા જ ફેરવેને?  જે બાપુઓ વધારે લોકોને ગમે છે એ લોકો વધારે ચાલક છે, એ લોકો માસ સાયકોલોજી જાણે છે, પોતે રડે છે, બીજાને રડાવે છે અને ભોળા લોકોના દિલ જીતી લે છે. ધાર્મિક કથાઓ આંસુ ઉપચાર કે બ્રેન વોશિંગ?

Published in Divyabhaskar.co.in/oct 14. 2009.

હિંદુ ધર્મ અને અહિંસા

              પ્રાચીન હિંદુ ધર્મ અને અહિંસા બાર ગાઉનું છેટું. આપણો પૌરાણિક ઈતિહાસ યુધ્ધોથી ભરેલો છે. રામાયણ , મહાભારત અને તમામ પુરાણો યુધ્ધોથી ભરેલા છે, સુર અસુર સંગ્રામોથી ભરેલો છે. ઘણી વાર તો એવું થાય કે આ લોકોને કોઈ કામધંધો જ નથી. વાતવાતમાં યુદ્ધ,અને તે પણ વરસો વરસ ચાલે. આર્યો મધ્ય એશિયાથી આવ્યા, ત્યારે અહી વસેલા દ્રવિડિયન લોકોએ એમની પૂજા કરી થોડું સ્વાગત કર્યું હશે? ઘણા બધા યુદ્ધો લડયા પછી હારીને ઘુસવા દીધા હશે. દેવ દાનવોના યુદ્ધો એજ હતા. તુર્કમેનિસ્તાનમાં રશિયાના એક મોટા અર્કીયોલોજીસ્ટને આના પુરાવા પણ મળ્યા છે. ચાર પૈડાવાળા રથને કાર્ટ કહેવાય તેવા રથ પણ મળ્યા છે. આખી વસાહત મળી છે. માઈકલ વુડ નામના હિસ્ટોરિયનની બી.બી.સી. ની સ્ટોરી ઓફ ઇન્ડિયા નામની ડોક્યુમેન્ટરી જોવી રહી. ૧૦૦૦૦ વર્ષનો ઈતિહાસ છ કલાકમાં સમાવતા એને તકલીફ પડી હતી એવું એ કહે છે.
           સરાસર યુદ્ધોથી ભરેલો આપણો આ ઈતિહાસ જોતા હિંદુ ધર્મ કઈ રીતે અહિંસક કહેવાય? અને એમાં થોડી કોઈ ગાળ છે? યજ્ઞોમાં પશુ ઓનું બલિદાન અપાતું હતું. અશ્વમેઘ યજ્ઞો થતા હતા. અશ્વનું બલિદાન અપાતું હતું. માંસાહાર સામાન્ય હતો. બુદ્ધ ધર્મ આવ્યો અને તેનો ભયંકર પ્રચાર અને પ્રસાર થવા લાગ્યો, અને હિંસાનો વિરોધ થવા લાગ્યો, ત્યારે હિદુ ધર્મનું બચવું મુશ્કેલ થયું. હિદુ ધર્મને બચાવવા માટે તે સમયના મહાપૃષોએ શરુ કર્યું કે અમે પણ અહિંસક છીએ, અમારો હિદુ ધર્મ પણ અહિંસામાં માને છે. અમે પણ શાકાહારી છીએ, આતો વેદોના ખોટા અર્થ કરી લોકો યજ્ઞોમાં પશુઓના બલિદાન આપે છે. છૂટકો જ નહતો. ભગવાન બુદ્ધ દસ દસ હજાર શિષ્યોનો મોટો કાફલો લઇને ફરતા હતા. લોકોને કશું નવું જોઈતું હતું.બુદ્ધમ શરણં ગચ્છામીનો નારો ચારે તરફ ગુંજતો હતો. નો ચોઈસ્,અહિંસક બન્યા  વગર. હવે યજ્ઞોમાં નાલીએર હોમવા લાગ્યા. પશુઓના માથાને બદલે નાલીએર દેખાવા માંડ્યા. પશુઓને બદલે કોળા વધેરવાનું શરુ થયું. જૂની ટેવ અને રીવાજ એકદમ તો છૂટે નહિ. ખાલી સ્વરૂપ બદલ્યું.નાલીએર હોમવાનો ને કોળા વધેરવાનું આવ્યું ક્યાંથી? આ વિચાર અને કોન્સેપ્ટ આવ્યો ક્યાંથી? અહીસક બન્યા પણ વધેરવાનું તો ચાલુજ છે. માનસિકતા તો એનીએજ છે.
         પણ આખો ઈતિહાસ તપાસો.ભગવાન બુદ્ધના હાથમાં શું છે?  ભગવાન મહાવીરના હાથમાં શું છે? કદી વિચાર્યું છે?અને આપણા તમામ દેવો,અવતારો,દેવીઓના હાથમાં શું છે?  વેપન્સ, હથિયારો છે. એક માં સરસ્વતી સિવાય દરેકના હાથમાં હથિયાર, કાતિલ હથિયારો છે. શા માટે? અને એમાં કશું ખોટું પણ શું છે? સર્વાઈવલના યુદ્ધમાં લડ્યા વગર કોણ જીવવા દે? જે ફીટ છે, મજબુત છે એને જ લોકો જીવવા દેમાઈકલ વુડ કહે છે અહિંસા મોસ્ટ ડેન્જરસ આઈડિયા છે. બુદ્ધનો  ધરમ પાળતા ચીન,જાપાન, અને બીજા દેશો ક્યાં યુદ્ધ નથી કરતા? બધા કરે છે. અહિંસાએ ભારતના લોકોને નબળા, કાયર બનાવ્યા. એક નાનકડું ઈઝરાઈલ આજુબાજુ બધાને ડરાવે છે, અને આપણા આવડા મોટા દેશ ને એક નાનું પાકિસ્તાન, અરે બંગલા દેશ કે એક સામાન્ય ત્રાસવાદી ડરાવી જાય છે. પ્રજાને ખોટું શીખવવાનું નેતાઓ અને ધર્મગુરુઓએ બંધ કરવું જોઈએ. મુંબઈમાં એક ત્રાસવાદીને બહાદુર જમાદાર ખાલી ખુરશીઓ તેની ઉપર ફેકી પોતાનો જીવ આપી ભગાડે અને હજારો લોકો જોઈ ને ભાગવા માંડે અને શું અહિંસા કહેવાય? લ્યાનત છે એવી અહિંસા ઉપર. હજારો લોકો પીઠ બતાવી ભાગે એને બદલે એજ હજારો લોકો ત્રાસવાદી ની સામે દોડે તો? ભારતમાં કોઈ ત્રાસવાદી ફરી પ્રવેશવાની પણ હિંમત ના કરે.