Category Archives: Psychology

રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-૩(Hard Truths About Human Nature)

 રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-૩(Hard Truths About Human Nature)

૧૧. પ્રસિદ્ધિ કે ખ્યાતિ

દરેક માનવ સમૂહમાં બહુ થોડા માણસો લોકોનું ધ્યાન ખેંચવા માટે કારણભૂત બનતા હોય છે. એમની વિશિષ્ટ પ્રતિભા એમને પ્રસિદ્ધ બનાવતી હોય છે. અને આમ તેઓ એમનો મોભો સમાજમાં બનાવી લેતા હોય છે. Attention is the ultimate scarce resource. હ્યુમન માઇન્ડ ફેમિલિઅર ફેસ પ્રત્યે જલદી રિસ્પૉન્ડ કરતું  હોય છે. જ્યારે કોઈ ફેમસ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે આપણું મન એમાં પરિચિત ચહેરો શોધતું હોય છે. પણ તમે જ્યારે કોઈ ફેમસ વ્યક્તિ પ્રત્યે ધ્યાન આપો ત્યારે એવું સમજશો નહિ તેમને પણ તમારી ફિકર છે. તેઓ વળી બીજા ફેમસ  વ્યક્તિ તરફ ખેંચાતા હોય છે, તમારી તરફ એમનું ધ્યાન કે ફિકર હોતી નથી. દરેક કલ્ચરમાં સેલિબ્રિટિ લોકોનું આગવું સ્થાન હોય છે.

૧૨. ધન, દોલત..

અબજોપતિને બીજા અબજપતિથી ઊંચા રહેવાની સતત ફિકર હોય છે. ભલે આપણે કહીએ કે પૈસો કોઈ સુખ આપતો નથી, પણ આવું કહેનારા હંમેશા પૈસાની ફિરાકમાં રહેતા હોય છે. જોકે અહી તુલના સરખાં જોડે થતી હોય છે. લખપતિ એના જેવા બીજા લખપતિ સાથે તુલના કરતો હોય અબજોપતિ સાથે નહિ.

આજે ધનદોલત વડે તમામ રિસોઅર્સિસ મેળવી શકાય છે. અને સ્ટૅટ્સ પણ વધી જતું હોય છે. તમારા માતાપિતા, ભાઈ બહેન, મિત્રો, પાડોશી કરતા જો તમે ઓછા પૈસા ધરાવતા હશો તો તમે ચોક્કસ દુખી રહેવાના. અરે તમારા પતિ કે પત્ની કરતા પણ ઓછું બૅંક બૅલન્સ ધરાવતા હશો તો મનોમન દુખી રહેવાના. પહેલા ધનની વ્યાખ્યા જુદી હશે, જેમકે જેની પાસે વધુ ગાયો હોય તે ધનવાન ગણાતો હોય. હવે જેની પાસે વધુ પૈસા કે બૅંક બૅલન્સ હોય તે વધુ ધનવાન ગણાય. પણ ધનદોલત ઓછું હોય તો મૅમલ બ્રેન સ્ટેટ્સ માટે જોખમ સમજતું હોય છે.

ધનની પોતાની આગવી હાઇઆરાર્કી હોય છે. અને ધન વડે વળી કોઈ પણ જાતની સ્ટૅટ્સ હાઇઆરાર્કી ઊભી કરી શકાય છે. પૈસા વડે બધું ખરીદી શકાય છે, દેખાવ સુધારી શકાય, ડિગ્રી ખરીદી શકાય, રાજકારણ ખેલી શકાય, ભલે બેટ પકડ્યું નાં હોય જિંદગીમાં પણ બી.સી.સી.આઈ. કે આઈ.સી.સી નાં ચેર મેન બની શકાય છે. Money can buy symbols of status in the hierarchy of your choice.

આપણે ધન ઇચ્છીએ છીએ કે કોઈના શરણમાંથી દૂર નીકળી શકાય. મૅમલ બ્રેન નાછૂટકે કોઈનું શરણું સ્વીકારે છે. પૈસા વડે સ્વતંત્રતા મેળવી શકાય છે. પણ પૈસા મેળવવા માટે ઘણા લોકોને શરણમાં કરવા પડે છે. ઘણા બધા લોકો ઉપર હક જમાવવો પડતો હોય છે. અને એમાં જ હૅપી કેમિકલનો સ્ત્રાવ વધીને સુખ મેળવાતું હોય છે. પણ પછી આપણાં કરતા કોઈને કોઈ તો વધારે ધનવાન હોય જ છે, એટલે આ સુખની પ્રાપ્તિ માટે ઓર મહેનત કરવી પડતી હોય છે. એટલે ધન વડે સંતોષ મળતો નથી.

આજે મુકેશ અંબાણી ત્રીસ માળનું મકાન બનાવશે તો વિજય માલ્યા વળી ચાલીસ માળનું બનાવશે. ત્રીસ માળમાં તે વાપરવાનો તો છે એક જ બેડરૂમ અને એક જ સોફા. એને સુવા માટે તો એક ગરીબ જેટલી જ જગ્યાની જરૂર પડશે. આમ એક રીતે જોઈએ તો કેટલા પણ પૈસા કમાવ ઍલ્ફા સ્ટૅટ્સ માટે કોઈ ગૅરન્ટી હોતી નથી. અને આ વધુને  વધુ ધન કમાવાનું ચક્ર ચાલતું જ રહે છે. અન્લિમિટેડ સ્ટૅટ્સ ગોલ આપણને કાયમ ગરીબ રાખતો હોય છે, ભલે આપણી પાસે ગમે તેટલા રૂપિયા હોય. The only escape from this trap is to feel comfortable when you’re in the subordinate position.

 

૧૩. ક્રાઇમ ( ગુનાખોરી )

ક્રાઈમની દુનિયાના બેતાજ બાદશાહોને કોણ નહિ ઓળખતું  હોય?  ઘણા લોકો મોભો જમાવવા હિંસાનો આશરો લેતા હોય છે. માનવ સમૂહ આક્રમક ડૉમિનન્સ નિવારવા કાયદા કાનૂન બનાવે છે. માનવ એની સર્વોપરી બનવાની ઇચ્છા સંતોષવા માટે કોઈને મારી શકે છે, ખૂન કરી શકે છે, ચોરી કરે છે, બળાત્કાર કરી શકે છે. લૉ-બ્રેકર્સ એમનું પોતાનું સામૂહિક ગ્રૂપ બનાવી લેતા હોય છે.

આપણે ઘણીવાર ગુનેગારોનો બચાવ કરતા હોઈએ છીએ કે એમને એમના ફેમિલીની જીવતા રાખવા મજબૂરીથી કાયદો તોડ્યો હશે. પણ ઘણા લોકો કાયદા કાનૂન તોડી જરૂર કરતા વધુ ભેગું કરતા હોય છે. આક્રમકતા ખરેખર તો ખોરાકની તત્કાલીન જરૂરિયાત હતી. કોઈપણ મૅમલને આક્રમક બન્યા વગર ખોરાક મળે નહિ. આમ આક્રમકતા માનવને ડૉમિનન્ટ ફીલ કરાવે છે, જે મૅમલ બ્રેનને ગમતું હોય છે.

મૅમલ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છે. એટલે જે વ્યક્તિ સમાજના સામૂહિક સર્વાઇવલ માટે ખતરારૂપ હોય તેને આપણે સમૂહમાંથી હાંકી કાઢીએ છીએ અને એકલો પાડી દઈએ છીએ તે વ્યવસ્થા છે જેલ. ક્રાઇમની વ્યાખ્યા પણ સમયાંતરે બદલાતી હોય છે. મહાભારત કાળમાં સ્ત્રીઓનું અપહરણ કોઈ ક્રાઇમ ગણાતું નહોતું. પુરુષ પ્રધાન સમાજમાં ફીમેલ પુખ્ત થાય એટલે ઇન બ્રીડિંગ રોકવા પોતાના ગ્રૂપ બહાર કરી દેવાતી. બીજા ગ્રૂપના મર્દો આવી પુખ્ત થવા આવેલી સ્ત્રીઓને ઉઠાવી જતા.

ક્રિમિનલ્સ પણ એક રીતે સેલિબ્રિટિ હોય તેમ વર્તન કરતા હોય છે. અને લોકો પણ એવી પ્રતિક્રિયા આપતા હોય છે. સમાજ પ્રત્યે નાનામોટા મનદુઃખ દરેકને હોય છે. ગ્રૂપમાં રહેવાનો આ એક મોટો ડ્રૉબેક છે. અને જ્યારે કોઈ સમૂહ સામે અવાજ ઉઠાવે છે અને ક્રિમિનલ બની જાય છે ત્યારે આવા મનદુઃખ પામેલા લોકોમાં તે હીરો બની જતો હોય છે. સોરઠી બહારવટિયા પોતના અંગત કૌટુંબિક સર્વાઇવલ માટે જે તે રાજ સામે બહારવટે ચડતા અને એનો ભોગ બનતા ગરીબ કિસાનો અને પૈસાદાર વર્ગ. આ એક રીતે જોઇએ તો ક્રાઇમ જ કહેવાય. આ દંભી ભગતડા એક હાથમાં બંદુક રાખતા અને એક હાથમાં માળા કે તસબી.

હા! તો મિત્રો આમાં મેં  નવું શું કહ્યું ? બધા આ બધું જાણે છે. પણ એક ફરક છે. ફરક છે મેં મૅમલ બ્રેનને લક્ષ્યમાં લઈને એક નવા વૈજ્ઞાનિક અભિગમ દ્વારા જણાવ્યું છે. કે આટ આટલાં ધર્મોના શિક્ષણ, એથિક્સ, સદાચારની વાતો છતાં આપણે તે એવાને એવા જ છીએ. કશું બદલાતું હોય તેમ જણાતું નથી, કારણ છે લાખો કરોડો વર્ષથી અનેક રીતે સર્વાઇવલ પામેલું મૅમલ બ્રેન. હવે દસ હજાર વર્ષથી ખેતી શરુ કરીને કે બે પાંચ હજાર વર્ષથી લગ્ન વ્યવસ્થા શોધી કાઢીને લાખો કરોડો વર્ષથી મૅમલ બ્રેનને મળેલી સર્વાઇવલની ડિઝાઇનને કઈ રીતે અતિક્રમી શકશો?

રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-2.(Hard Truths About Human Nature)

 રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-2.

૨. શક્તિ

આજે હવે જ્યારે આપણે સભ્ય બની ચૂક્યા છીએ ત્યાં કોઈને મારવું સભ્યતા ગણાય નહિ. છતાં શારીરિક  તાકાત માનવ ઇતિહાસમાં સર્વાઇવ થવાનું એક મહત્વનું પરિબળ રહ્યું છે. જે શારીરિક રીતે બળવાન હોય તેના સર્વાઇવ થવાના ચાન્સ વધુ હતા. આમ હાઈ સ્ટૅટ્સ માટે મજબૂત શરીર, બળવાન શરીર અગત્યનું હતું. આજના જેવા આધુનિક હથિયાર તો તે સમયે હતા નહિ,  ત્યારે શરીરની મજબૂતાઈ અને લડવાની ક્ષમતા મહત્વની હતી.

જે બળવાન હોય તે પોતાનું ગ્રૂપ ઊભું કરીને એનો લીડર બની શકતો, અને   ઊંચો માન મોભો પ્રાપ્ત કરી શકતો. આપણાં પૌરાણિક પાત્રો જુઓ તમામ બળવાન યોદ્ધાઓ હતા. ઇન્દ્ર, ભીમ, દુર્યોધન, કૃષ્ણ, બલરામ, હનુમાન, વાલી, સુગ્રીવ આવા તો અનેક બળવાન પાત્રોની કથાઓ આપણે સાંભળી છે. અરે! અંધ ધૃતરાષ્ટ્ર પણ લોખંડની પ્રતિમાને  ભીંસી નાખે તેવું અતુલ બળ ધરાવતા હતા તેવી કથા છે.

અંગ્રેજો આવ્યા તે પહેલાના લગભગ તમામ રાજાઓ  શારીરિક  બળવાન હતા. પોતાના કુટુંબની રક્ષા માટે પણ શારીરિક બળ જરૂરી હતું. અને આખું કુટુંબ શારીરિક બળ મેળવીને આવનારા તોફાનો સામે લડી શકતું અને આમ પાવર મેળવીને પોતાનું ગ્રૂપ બનાવી સત્તા હાસિલ કરી શકતું. આજે પણ જુઓ લડવા જવાનું નથી હોતું છતાં લોકો જિમ્નેઝિઅમ અને અખાડામાં જઈને શરીર બનાવતા હોય છે. એક રોગો સામે લડી શકાય અને સ્ટૅટ્સ પણ વધી જાય. સ્ત્રીને પણ સ્નાયુબદ્ધ શરીર ધરાવતો પુરુષ પહેલો ગમે તે સ્વાભાવિક છે. આજે સલમાનખાન  કેમ આટલો બધો લોકપ્રિય છે?

૩. ગૌરવ, પ્રતિષ્ઠા અને સન્માન

ઘણી સંસ્કૃતિમાં પ્રતિષ્ઠા અને ગૌરવ જીવન મૃત્યુનો સવાલ બની જતો હોય છે. સ્ટૅટ્સ ઓછું થઈ ના જવું જોઈએ ભલે મૃત્યુ આવે. સિસિલિઅન લોકો સ્ત્રીઓને ઘર બહાર નીકળવા દેતા નહિ. એમાં એમનું સન્માન જળવાતું, અને સ્ત્રી ઉપર શક જાય તો એની હત્યા પણ કરી નખાતી. આમ ઓનર કિલિંગ આજે પણ ઘણા દેશોમાં ચાલુ જ છે. આવું ભારતમાં ઉચ્ચ વર્ણના ગણાતા લોકોમાં પણ હતું. વિધવા વિવાહ ઉચ્ચ વર્ણમાં થતા નહિ તે પણ એક જાતનું ધીમું મૃત્યુ જ હતું યુવાન સ્ત્રીઓ માટે.

આમ પ્રતિષ્ઠા સમૂહના સર્વાઇવલ માટે કારણભૂત ગણાતી. પછી આ સમૂહ કુટુંબ હોય, સમાજ હોય કે ગામ અથવા દેશ જ કેમ નાં હોય?  આધુનિક જમાનામાં આપણું પ્રોફેશનલ રેપ્યુટેશન કે નામ બગડી જાય તો ખતરો પેદા થઈ જાય છે. એક સારા વકીલ કે સારા ડૉક્ટર તરીકે જે નામ મેળવ્યું હોય તે ગુમાવવું પાલવે નહિ. જો કોઈ સંજોગ કે વ્યક્તિ આ નામ બગાડે તો જીવવાની ક્ષમતા ઉપર જોખમ આવી જાય છે. એટલે આપણું મૅમલ બ્રેન રેપ્યુટેશનની ખૂબ ચિંતા કરતું હોય છે. મૅમલ બ્રેન જાણતું હોય છે કે ગ્રૂપ, સમાજ કે સમૂહનો અસ્વીકાર એટલે સર્વાઇવલ માટે ખતરો. આમ પ્રતિષ્ઠા માટે ગૌરવ જાળવવા કાજે લોકો મોત પણ વહોરી લેતા હોય છે.

૪. દેખાવ, દીદાર (Looks)

શારીરિક બાહ્ય દેખાવ પણ સ્ટૅટ્સ માટે અગત્યનો છે. સારો દેખાવ સારી તંદુરસ્તી સૂચવે છે. સારા જેનિસ સૂચવે છે. મૅમલ બ્રેન તંદુરસ્ત અને સુંદર સાથીની પસંદગી પહેલા કરે છે. સુંદર ચહેરો ભલે સર્વાઇવલ માટે અગત્ય ધરાવતો નાં હોય પણ સુંદર ચહેરો ધરાવનારા લોકોની આસપાસ રહેવાનું કે ફરતા રહેવાનું લોકોને ગમતું હોય છે. જુદા જુદા સમાજ માટે સુંદરતાની વ્યાખ્યા જુદી જુદી હોય છે તે વાત અલગ છે. અને સારો ફેસ અને ખરાબ ફેસ વચ્ચે ફરક થોડા મીલીમીટર કાર્ટિલેજનો જ હોય છે. પણ આવા સામાન્ય ફરક પણ સ્ટૅટ્સ માટે મહત્વના બની જતા હોય છે માટે લોકો પોતાના દેખાવની ખૂબ જ ફિકર કરતા હોય છે. અબજો ડૉલર્સનો સૌન્દર્ય પ્રસાધન બિઝિનસ અમસ્તો નથી ચાલતો. એની પાછળ છે મૅમલ બ્રેન અને સોશિઅલ ડૉમિનન્સ હાઇઆરાર્કી અને સ્ટૅટ્સ. એક અભ્યાસ એવું પણ જણાવે છે કે માબાપ વગરનાં રૂપાળાં બાળકો પ્રમાણમાં વધું સર્વાઇવ થઈ જતાં હોય છે. જો કે સુંદરતાની વ્યાખ્યા જુદી જુદી હોય છે.

૫. શિક્ષણ  કે  કેળવણી

એડ્યુકેશન સ્ટૅટ્સ વધારે છે. સ્કૂલમાં પણ હોશિયાર વિદ્યાર્થીનું સ્ટૅટ્સ ઊંચું હોય છે. સારી ડિગ્રી અને ઉચ્ચ શિક્ષણ મેળવીને સ્ટૅટ્સમાં ચોક્કસ વધારો કરી શકાય છે. જ્ઞાનમાં વધારો થાય તે પણ સ્ટૅટ્સ વધારે છે. અભ્યાસની વર્તમાનમાં એક મજા હોય છે ભવિષ્ય માટે કમાણીનું અને સ્ટૅટ્સનું સાધન હોય છે. મૅમલ બ્રેઇન સર્વાઇવ માટે અને જીવનમાં જેની જરૂર પડે તે વિષે તમામ માહિતી મેળવવા ઇચ્છતું હોય છે. કારણ આ માહિતી અને એના વિશ્લેષણ ઉપર એના સર્વાઇવલનો આધાર હોય છે. કોઈ પણ સ્કિલ મેળવવા માટે અભ્યાસ કરવો પડતો જ હોય છે. સ્પેશલ સ્કિલ ધરાવતા લોકોનું સ્ટૅટ્સ પણ ઊંચું હોય તે સ્વાભાવિક છે. R.M.P. ડૉક્ટર પાસે જવાને બદલે આપણે સ્પેશલિસ્ટ પાસે જવાનું વધારે પસંદ કરીએ છીએ. ડોક્ટર્સ, વૈજ્ઞાનિક, પ્રોફેસર, પ્રિન્સિપાલ વગેરેનું સમાજમાં સ્ટૅટ્સ ઊંચું ગણાય ભલે પગાર કે કમાણી ઓછી હોય.

 

૬.ધર્મ અને ધાર્મિકતા

ધાર્મિક સંગઠન અને સ્પિરિચ્યુઅલ ગ્રુપ્સમાં પણ સામાજિક મોભો છતો થતો હોય છે. ધાર્મિક ગુરુઓના પણ સ્ટૅટ્સ અને રૅન્ક હોય છે. ૧૦૮ કે ૧૦૦૮ મહામંડલેશ્વર, ધર્મધુરંધર, આવી તો જાતજાતની પદવીઓ હોય છે. મૂળે ધર્મ પણ એક મૅમલ બ્રેન ધરાવતા માનવોનું જ ગ્રૂપ છે. એક વિચારધારાને માનવાવાળાઓનો સમૂહ માત્ર છે.  એની પાછળ પણ મૅમલ બ્રેન કામ કરતું હોય છે. હિંદુ એક બહુ મોટું ગ્રૂપ કહેવાય, પણ આવડું મોટું ગ્રૂપ એક નેતાગીરી નીચે ચાલે નહિ.

દરેકને ઍલ્ફા બનવું હોય છે. માટે પછી એમાં નાના ગ્રૂપ બનતા જાય અને એક જ ગણાતી વિચારધારામાં પણ ફાંટાં પડતા જાય છે. આમ સ્ટૅટ્સ માટેની મહેચ્છા અલગ વાડો ઊભો કરીને સંપ્રદાય બનાવી દેતા હોય છે. હવે જુઓ વિડમ્બના કેવી છે? કહેવાય બધા હિંદુ પણ એક કહેશે સ્ત્રીઓના મુખ જોવાય નહિ અને બીજો કહેશે તમારી સ્ત્રીઓ અમને અર્પણ કરો.

જો તમને કશું આવડે નહિ, સ્ટૅટ્સ મેળવવાના કોઈ મોંઘાં રસ્તા અખત્યાર કરવા અઘરા હોય મેટ્રિકમાં વારંવાર નાપાસ થતા હોવ તો શરૂમાં એવા ગ્રામ્ય લોકોમાં કથા શરુ કરી દો. એના માટે વાલ્મીકિ અને તુલસીદાસ બહુ મોટું કામ કરી ગયા છે. બસ થોડી હોશિયારી વક્તા તરીકેની તો હોવી જોઈએ. બસ પછી તો ભણેલા, અભણ અને ભણેલા અભણ બધા તમને ગૃપના મુખિયા બનાવી દેશે. એમાં એક તો પૈસા પણ ખૂબ મળે અને ધાર્મિક  ગુરુ તરીકેનું સૌથી ઊંચું સ્ટૅટ્સ પ્રાપ્ત થઈ જાય. આ સ્ટૅટ્સ વળી એટલું બધું ઊંચું કે તમામ ઊંચા સ્ટૅટ્સ વાળા પગમાં પડીને તમારું સ્ટૅટ્સ રોજ રોજ હાઈ કરતા જ જાય.

તમે જુઓ દરેક સાધુ કે મહાત્મા પહેલા સંસાર ભલે છોડે પણ એનું મૅમલ બ્રેન નવો સંસાર રચી દેતું હોય છે. એક નવો આશ્રમ બનાવી એક નવું ગૃપ ઊભો કરી દેતો હોય છે. અને તેનો વડો બની ઍલ્ફા બની જતો હોય છે. એક જ ગુરુના બે સરખી ક્ષમતા ધરાવતા ચેલા હશે અને એકને ગાદી મળતા બીજો નારાજ થઈને પોતાનું અલગ ગૃપ એટલે કે સંપ્રદાય બનાવી લેશે અને સ્ટૅટ્સ મેળવી લેશે. પોતાની અલગ સોશિઅલ હાઇઆરાર્કી ઊભી કરી દેશે. એના માટે થોડી ચેરિટી, થોડી સમાજસેવા પણ કરવી પડે. થોડા પૈસા જાય પણ અનેક ગણું પાછું મળતું હોય છે. બે પાંચ હજાર કરોડ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા પાછળ વાપરો લોકોને બધા હિસાબ ક્યાં મોઢે રહેવાના છે ? ૫૫ હજાર કરોડ ભેગાં કરી લો. અબજો રૂપિયા મળતા હોય તો લાખો રૂપિયા મૂડી રોકાણ કરવું પડે. આ કોઈ સેવા નથી લૂંટ જ છે.

એકવાર હાઈ-સ્ટૅટ્સ અને પૈસા મળી જાય પછી મોટા ભાગના સાધુઓ સ્ત્રીઓ પાછળ કેમ ફસાતા હોય છે? કારણ રીપ્રૉડક્ટિવ સકસેસ મેળવવી તે જેનિસમાં સમાયેલું હોય છે. અને હાઈ-સ્ટૅટ્સ વગર સ્ત્રી મળતી નથી કુદરતના રાજમાં. છેવટે સાધુઓ, સંતો, બાપુઓ સ્ત્રીઓ પાછળ લાગી પડે છે. ભૂલી જાય છે ધર્મ ધ્યાન. ધર્મ પણ એક બહાનું છે સ્ટૅટ્સ મેળવવાનું અને ઍલ્ફા બનવાનું. પછી સ્ત્રીઓ તો ઑટમૅટિક પાછળ આવતી હોય છે. કેટલી બુદ્ધિશાળી યોજના ? અમે જ ભગવાન છીએ, અમને ધરાવીને બધું વાપરી શકો તેમ  તમારી સ્ત્રીઓ પણ ધરાવો. સદીઓ સુધી વારસદારોને પણ મહેનત કરવી ના પડે, ના કમાવાની, ના તો રીપ્રૉડક્ટિવ સક્સેસની.

દરેક બ્રેન સ્પિરિચ્યુઍલિટિની વિવિધ વ્યાખ્યા કરવા તેની રીતે સ્વતંત્ર છે. પણ મોટાભાગે આવા સ્પિરિચ્યુઅલ લીડર ટીપીકલ મેમલીઅન ઍલ્ફા બની રહીને પોતાના ફાયદા જ જોતા હોય છે. આમ ઘણા લોકો એમની સ્ટૅટ્સ હાઇઆરાર્કી સ્પિરિચ્યુઍલિટિની આસપાસ શોધતા હોય છે, અને બનાવી પણ લેતા હોય છે. પછી ધર્મ, ધ્યાન, યોગ  બધું બાજુ ઉપર રહી જતું હોય છે. ફાઈવ સ્ટાર સગવડ ધરાવતા આશ્રમ બનાવતા હોય છે.

૭. કામ(work)

સોશિઅલ હાઇઆરાર્કી કામ ઉપર નોકરી ઉપર સાવ સામાન્ય છે. કામ ઉપર સ્ટૅટ્સ શોધવું સામાન્ય છે. પોતાના સાથી કામદારો સાથે સ્ટૅટ્સ બતાવવાની  લડાઈ કાયમ ચાલતી જ હોય છે. એમાં ઑફિસ પૉલિટિક્સ રમાતું હોય છે. એમાં જે માહેર હોય તેનું સ્ટૅટ્સ વધી જતું હોય છે. જોકે આધુનિક વર્કપ્લેસ ઉપર આવા વિખવાદ ના સર્જાય તેવી વ્યવસ્થા કરાતી હોય છે. દરેકની એક પોઝિશન હોય એટલે બીજામાં ડખલ થાય નહિ. છતાં મૅમલ બ્રેન એનું કામ કરતું હોય છે.

૮. સામાજિક જીવન

નવરાશના સમયે આપણે મિત્રો બનાવતા હોઈએ છીએ અને સમય પસાર કરતા હોઈએ છીએ. સ્ટૅટ્સ એનો રોલ અહી પણ ભજવે છે. વાનરોમાં પણ સ્ટૅટ્સ વધારવામાં મદદરૂપ થાય તેવા મિત્રો બનાવતા હોય છે. સામાજિક જોડાણનું મહત્વ વાનરો ખૂબ જાણતા હોય છે. તેઓ એકબીજાના વાળ ફંફોસે છે, ખાવાનું શેર કરે છે, અને બહારના લોકો સાથે લડાઈ થાય તો એકબીજાને મદદ કરે છે. હાઈ-સ્ટૅટ્સ ધરાવતાને મદદ કરે છે. જેથી તે સમય આવે એની મદદ કરે અને એનું સ્ટૅટ્સ વધારવામાં મદદ કરે. નેતાઓ આ જ રીતે પક્ષના કાર્ય કર્તાનો સંગઠનનાં બહાને ઉપયોગ કરતા હોય છે. બધે ગાંધી વૈદ્યનું સહિયારું ચાલતું હોય છે. દરેકની પોતાનો સ્વાર્થ હોય છે. મિત્રતા એવા લોકો સાથે થતી હોય છે જે એકબીજાનું સ્ટૅટ્સ વધારે.

૯. સંસ્કૃતિ (કલ્ચર)

ભારતીય સંસ્કૃતિ, ગુજરાતી કલ્ચર, પંજાબી કલ્ચર, પશ્ચિમનું કલ્ચર કે સંસ્કૃતિ દરેક એકબીજાથી ભિન્ન હોય છે. દરેક કલ્ચરની વિવિધતામાં સારા અને નરસા તત્વો હોય છે. આપણાં કલ્ચરની ઘણી બાબતો આપણને ગમતી હોતી નથી, ધારીએ કે બીજું કલ્ચર ઘણું સારું હશે. તેમ બીજા કલ્ચરના લોકો પણ એવું જ માનતા હોય છે. ઘણી વાર બીજા કલ્ચરમાં આપણાં કરતા વધુ પ્રૉબ્લેમ હોઈ શકે. દરેક કલ્ચરના પોત પોતાના પ્રશ્નો હોય છે. ઘણા કલ્ચરમાં ડૉમેસ્ટિક વાયલન્સ સામાન્ય ગણાતો હોય ત્યાં બીજા કલ્ચરમાં નાનપણથી બાળકોને નૉનવાયલન્સનાં પાઠ ભણાવાતા હોય છે. હાઈ કલ્ચર સોશિઅલ ડૉમિનન્સની તૃષ્ણા પૂરી કરવામાં બહુ મોટો ભાગ ભજવતું હોય છે.

દરેક સંસ્કૃતિમાં કલા, સંગીત અને સાહિત્ય તમને સ્ટૅટ્સ બનાવવા માટે તક આપતા હોય છે. તમને તક આપે છે તમારી જાતને પુરવાર કરવાની, તમારા વિચારો પ્રદર્શિત કરવાની. સંસ્કૃતિ  બીજા કોઈને તકલીફ પહોચાડ્યા વગર તમારી સોશિઅલ હાઇઆરાર્કી ઊભી કરવામાં મદદ કરે છે. જેમ જેમ સમાજ સભ્ય થતો જાય વેલ કલ્ચર્ડ બનતો જાય તેમ એનામાં હિંસા ઓછી થતી જતી હોય છે.

કલાકાર કોઈને નુકશાન પહોચાડ્યા વગર પોતાનું સ્ટૅટ્સ ઊભું કરી શકતો હોય છે. માટે એક સ્તાલીન કે હિટલર જેવો નેતા, એક આશારામ, એક નિત્યાનંદ, એક સત્ય સાંઈબાબા એનું સ્ટૅટ્સ બનાવી પ્રથમ આવે અને કોઈ પંડિત રવિશંકર, ઉદયશંકર, બિસ્મિલ્લાખાન, ટાગોર, પિકાસો કે લતા મંગેશકર નંબર વન બને તેમાં આસમાન જમીનનો ફરક છે.

૧૦. રાજકારણ

જે રાજકારણી આપણાં સ્ટૅટ્સને સન્માન આપે છે તે આપણાં હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ વધારે છે અને જે આપણાં સ્ટૅટ્સને માન આપતા નથી તે આપણને દુઃખી કરી મૂકતા હોય છે. જે નેતાને આપણો ટેકો જોઈતો હોય તેની વાતો આપણાં સ્ટૅટ્સની ઇચ્છાને અપીલ કરતી હોય તેવી હોય છે. આપણી ઘણીબધી મહેચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરવી અસંભવ હોય છે તેની પરવા કર્યા વગર આપણે રાજકારણીઓને ભાંડીએ છીએ. સરકારી સ્ટૅટ્સ મેળવવાનો  ગેટ વે છે, રાજકારણ..અને સરકાર ઑફિશલ સ્ટૅટ્સ હાઇઆરાર્કી ઊભી કરતી હોય છે. પણ સરકારી અફસર પાસે મર્યાદિત સ્ટૅટ્સ હાઇઆરાર્કી હોય છે.

નેતાઓ એને કાળ પ્રમાણે મર્યાદિત પાવર આપતા હોય છે. નેતાઓ અને અફસરો બંને વચ્ચે આમ સ્ટૅટ્સ માટે હરીફાઈ ચાલતી હોય છે. જેવી કે હાલ મોદી સરકાર અને આઈ.પી.એસ. અધિકારીઓ વચ્ચે ચાલે છે. જેમ કે ચૂંટણી કમિશ્નર શેશન સરકારને ગાંઠતા નહિ. કોઈ વાર સૂપ્રીમ કૉર્ટ પણ નેતાઓને ખખડાવતી હોય છે.

જીવન અસલામત હોય છે અને આપણે ઇચ્છતા હોઈએ છીએ કે સરકાર બધું સરળ કરી આપે. સરકાર સંભવ સર્વ સ્વીકૃત ઉપાય શોધવાનો પ્રયત્ન કરતી હોય છે. દેશ કે રાજ્ય એટલે સેલ્ફ ઇન્ટરેસ્ટિડ મૅમલ્સનું  એક બહુ મોટું ટોળું કે સમૂહ કહી શકાય. તમામને સંતોષ આપવો અને સર્વસ્વીકૃત  ઉપાય શોધવા અસંભવ હોય છે. છતાં સરકાર શક્ય પ્રયત્નો કરીને સર્વાઈવ થવા મદદ કરતી હોય છે.

કુદરતમાં લગભગ દરેક મૅમલ પ્રાણી સમૂહ પાસે નેતા હોય જ છે. બબુન વાનરનું ટોળું સિંહ આવે એટલે ભાગીને વૃક્ષ ઉપર ચડી જતું હોય છે. ઍલ્ફા બબુન એને ત્યાંથી જતા રહેવા મજબૂર નાં કરે ત્યાં સુધી કોઈ નીચે ઊતરશે નહિ. વરુ અને ચિમ્પૅન્ઝીનાં ટોળા એના ઍલ્ફા લીડરને અનુસરતા હોય છે અને ખોરાકની શોધમાં અને બીજા સમૂહ સાથે લડવામાં મદદ કરતા હોય છે. માનવ સમૂહ પણ એના નેતા પાસેથી પ્રટેક્શન ઇચ્છતા હોય છે, પછી તે સરકાર હોય, કોઈ સ્થાનિક નેતા હોય કે કોઈ બુટલેગર કેમ ના હોય?

ઘણા લોકો નેતાઓથી અને એમના કામથી નિરાશ થતા હોય છે. ઘણી વાર એમની પોતાની અસફલતા અને નિરાશાને ખોરાક પૂરો પાડતા હોય છે નેતાઓ સામે દ્ગષ્ટિ રાખીને. જંગલમાં વાનરો મોટાભાગે એમના લીડરને જોયા કરતા હોય છે. “તાકતે રહતે સાંજ સવેરે.” પ્રયોગશાળામાં વાનરો એમના નેતાનો ફોટો જોવા માટે ખોરાકની આપલે કરતા હોય છે. મૅમલ બ્રેન લીડર ઉપર ફોકસ કરતું હોય છે કારણ લીડર આપણી સામાજિક સર્વોપરિતાને પોષતો હોય છે.

છેવટે નેતા બની ગયા એક વાર સ્ટૅટ્સ પ્રાપ્ત થઈ ગયું લગભગ મોટાભાગના નેતા, સાધુઓ અને ગુરુઓની જેમ સ્ત્રી પાછળ લાગી જાય છે. પછી સ્ત્રી સામે  ”તાકતે રહતે સાંજ સવેરે.” નેતા બન્યા પછી એમના સેક્સ સ્કૅન્ડલ કેમ વધી જાય છે? કોઈના સ્કૅન્ડલ બહાર આવે, કોઈના આવે નહિ. પશ્ચિમ હોય કે પૂર્વ નેતાઓ બધા એક સમાન સેક્સ સ્કૅન્ડલમાં ફસાતા હોય છે.

મૅમલ્સ નેતા નબળો પડતા એને નીચો પાડવા પ્રયત્ન કરતા હોય છે. ખરાબ નેતાને હટાવવા મૅમલ્સ એકબીજા સાથેના મતભેદ ભૂલીને સહકારથી કામ લેતા હોય છે. એકવાર જુનો નેતા વિદાય લે એટલે નવો નેતા ગાદી સાંભળી લેતો હોય છે. તાકાત અને સીનિઑરિટી એમાં ભાગ ભજવતી હોય છે. આપણું મૅમલ બ્રેન કાયમ નોટિસ કરતું હોય છે કે કોઈ ને કોઈ આપણાં ઉપર હક જમાવવા પ્રયત્ન કરતું જ હોય છે. આમ રાજકારણ પણ મૅમલ લાઇફનો એક ભાગ છે.

રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-1 (Hard Truths About Human Nature)

રાસાયણિક તત્વજ્ઞાન-૪, માનવી પદ-પ્રતિષ્ઠા, માન, મોભો (સ્ટૅટ્સ-Status) ઈચ્છ્તુ પ્રાણી.

Bonobo
Bonobo

 

દરેક માણસ પ્રથમ બની રહેવા ઇચ્છતો હોય છે. પોતાના ગૃપમાં નંબર વન બનવું તેવી સ્વાભાવિક ઇચ્છા ધરાવતો હોય છે. એના માટે પ્રાણીઓ મોટાભાગે સીધી લડાઈ વહોરી લેતા હોય છે. મુખ્ય કારણ છે રીપ્રૉડક્ટીવ સકસેસ. રીપ્રૉડક્ટીવ સકસેસ માટે મેલને ફીમેલ જોઈએ અને ફીમેલને મેલ જોઈએ. જે પ્રથમ હોય, હાઈસ્ટૅટસ ધરાવતું પ્રાણી હોય તેને મેલ કે ફીમેલ જલદી મળે તે હકીકત છે.

Status=સ્ટૅટસ, સામાજિક અથવા કાનૂની સ્થિતિ કે સ્થાન, હોદ્દો, પદ, સામાજિક પ્રતિષ્ઠા કે મોભો, દશા, હાલત, દરજ્જો.

નર ચિમ્પૅન્ઝીની  મૅટિંગ સફળતા એના ગૃપમા એનું સ્ટૅટ્સ કેટલું છે તેના ઉપર આધાર રાખે છે. જ્યારે ફીમેલ ચિમ્પૅન્ઝીનું સ્ટૅટ્સ જેટલું ઊંચું તેટલી તેના બચ્ચા જીવતા રહેવાની શક્યતા વધુ. એક માતાને એના બાળકો જીવતા રહે અને મોટા થઈ જાય તેમાં સ્ટૅટ્સ દેખાતું હોય છે, એમાં જ એના જીવનની સફળતા જણાતી હોય છે. ચિમ્પ સભાનપણે સ્ટૅટ્સની ચિંતા કરતા હોતા નથી. પણ જે મેલ ચિમ્પ સ્ટૅટ્સને અવગણે છે તે નિરાશા પ્રાપ્ત કરતા હોય છે, અને જે ફીમેલ ચિમ્પ એના સ્ટૅટ્સની ફિકર કરતી નથી તેના બચ્ચા મોટા થાય તે પહેલા મૃત્યુ પામતા હોય છે. અનહૅપી કેમિકલ એમને કહેતા હોય છે કે અલ્યા કશું કરો. નર એની ફિટનેશ કાયમ બતાવતા હોય છે જ્યારે માદા બેસ્ટ નરને આકર્ષવા પ્રયત્ન કરતી હોય છે.

પ્રાણીઓ જિનેટીક્સ સમજતા હોતા નથી, પણ એમના જીન જીવતા રહેવા માટે મદદરૂપ થાય તેવી રીતે એમની વર્તણૂક ઘડાતી જતી હોય છે. વાનર એમના નજીકના લોહીમાં સંભોગ કરવાનું ટાળતા હોય છે. તેઓ આવા સંભોગના જોખમ જાણતા હોય તેવું નથી. છતાં એમની વર્તણૂક એવી હોય છે કે આવા સંસર્ગ ટાળતા હોય છે.

નર અને માદા પુખ્ત થાય એટલે તરત એમનું ગૃપ બદલી નાખશે. આવું કોઈ પ્લૅનિંગ કરતા હોય તેવું તો હોય નહિ. તેઓ ખાલી એમની ન્યુરોકેમિસ્ટ્રીને અનુસરતા હોય છે. સમય જતા in -breeders કરતા  Incent અવૉઇડીંગ બિહેવ્યર ધરાવનારા પાસે મજબૂત વારસદારો હોય છે, અને આવું અચેતન રૂપે અનુભવતા એવી વર્તણૂક ઘડાતી  હોય કે નજીકના સંભોગ ટાળવા સારું છે. માનવ જાતમાં પણ શરૂમાં નજીકના લોહીમાં વારસો પેદા કરવાનું ચાલુ હતું, મુસ્લિમ કલ્ચરમાં આજે પણ છે. ઘણા કલ્ચરમાં યોગ્ય ગણાતું નથી, આ એક  વિવાદાસ્પદ બાબત છે. પણ પ્રાણીઓ એમનું ગૃપ બદલી નાખે છે તે હકીકત છે.

મૅમલ જાણી જોઇને સ્ટૅટ્સ ઇચ્છતા હોય તેવું નથી, તેઓ ફક્ત એમના બ્રેનમાં રિલીસ થતા હૅપીકેમિકલ્સને અનુસરતા હોય છે, અને આ બ્રેન નૅચરલી એમની સર્વાઇવલ બિહેવ્યર માટે સિલૅક્ટ થયા હોય છે. આમ ડૉમિનન્ટ બનવાની ઇચ્છા કે તેવી વર્તણૂક જીનમાં પાસ થતી હોય છે. બીજાની વર્તણૂક જોઇને શીખવા માટે બ્રેન પરફેક્ટલી  ડિઝાઈન થયું છે. આમ dominance-seeking વડીલો પાસેથી યુવાનો તેવી વર્તણૂક શીખતા જતા હોય છે. આમ જીનમાં મળેલી અને જોઇને એમ બે પ્રકારે બિહેવ્યર ઘડાતી જતી હોય છે અને ચક્ર આગળ વધતું જાય છે.

સહકારની ભાવના પણ આવા ઊંચાં પ્રકારના સસ્તન પ્રાણીઓમાં સર્વાઇવલ સ્ટ્રેટેજી તરીકે વિકસતી હોય છે. બ્રેન સર્વાઇવલ ઉપર ફોકસ કરતું હોય છે. સહકાર એક જાતની સામૂહિક રીતે સર્વાઇવલ થવાની રીતભાત છે. અહિંસા, સર્વધર્મ સમભાવ, સદભાવ, સદાચાર, પરમાર્થ, પરોપકાર અને એકબીજા ઉપર વિશ્વાસ મૂકવો  આ બધી સામૂહિક રીતે સર્વાઇવ થવાની ટેક્નિક છે.

દરેક જાતિ-પ્રજાતિની બિહેવ્યર અલગ હોય છે કેમ કે તેઓ અલગ અલગ વાતાવરણમાં સર્વાઇવલ પામ્યા હોય છે. આમ વિવિધ પ્રકારનું અનુકૂલન ભલે વિકસાવ્યું હોય પણ એની પાછળ એક  જ કૉમન બ્રેન કામ કરતું હોય છે. બોનોબો(Bonobo) તેમની હિપી સ્ટાઇલ માટે પ્રખ્યાત છે. ચિમ્પનાં પિત્રાઈ ભાઈ જ છે, પણ સાવ અલગ છે. ફ્રી લવ કરવામાં માનતા હોય છે અને નવાઈ લાગશે  hallucinogenic herbs ખાઈને મસ્ત બની જતા હોય છે.

આપણે મનુષ્યો પણ સોમરસ, હોમા, ગાંજો, ચરસ, હશીશ, કોકો, કોકેન, હેરોઇન અને આવા અનેક ડ્રગ્ઝનો ઉપયોગ કરીએ છીએ. બોનોબો માતૃપ્રધાન સમાજ છે. અહી નર બોનોબો એની માતા પાસેથી સ્ટૅટ્સ પ્રાપ્ત કરતો હોય છે. અને આવા નરની ડૉમિનન્ટ માતાનું ધ્યાન ખેંચી માદા એનું સ્ટૅટ્સ પ્રાપ્ત કરતી હોય છે. આમ સવાના(આફ્રિકા) બોનોબોમાં  નર પુખ્ત બનતા એને હાંકી કાઢવામાં આવે  છે, ત્યાં માતા અને પુત્રીનું જોડાણ પ્રાથમિક છે, જ્યારે સવાના ચિમ્પમાં  માદા પુખ્ત બનતા તેને હાંકી કાઢવામાં આવે છે, ત્યાં પિતા પુત્રનું જોડાણ પ્રાથમિક છે. તેમ,

“આપણાં પુરુષ પ્રધાન સમાજમાં દીકરીઓને પરણાવીને સલૂકાઈથી હાંકી કાઢવામાં આવે છે. ભલે કહીએ કે દીકરી વહાલનો દરિયો પણ સવાના ચિમ્પ  માનસિકતા દીકરી તો પારકી થાપણ કહીને એને વિદાય કરી દે છે.” પરમ્પરા પાળવાની મજબૂરી પણ કામ કરી જતી હોય છે. અને પરમ્પરા એ મોટા સામાજિક ગ્રૂપનો નિયમ છે, અને ગૃપ બહાર જવાનું મૅમલ બ્રેન ભાગ્યેજ વિચારે.

માનવજાત માટે સ્ટૅટ્સ જાતજાતનું અને ભાતભાતનું હોય છે. પુરુષનું સ્ટૅટ્સ ઘોડા ઉપર અને સ્ત્રીનું એના ઝવેરાતમાં છલકાતું હોય છે. અરે! ઘર વગરના ભિખારીનું પણ એક સ્ટૅટ્સ હોય છે, ડ્રગ ડીલરનું પણ એક સ્ટૅટ્સ હોય છે. માનવો ભેગાં થાય કે તરત સ્ટૅટ્સ હાઇઆરાર્કી ઊભરી આવશે, કારણ બ્રેઈન એકબીજા સાથે કમ્પૅરિઝન કરવાનું શરુ કરી દેતું હોય છે. ગમતાનો ગુલાલ અને અણગમતાંની નિંદા સ્ટૅટ્સ માટેની અંતઃપ્રેરણા છે.

પ્રાણીઓ કોઈ ફિલૉસફી જાણતા નથી, તેઓ ફક્ત હૅપી અને અનહૅપી કેમિકલ્સને અનુસરતા હોય છે. તેઓ કોઈ હાઇઆરાર્કી પ્લાન કરતા નથી. સિમ્પ્લિ જેનાથી ડર લાગે તેને સમર્પિત થઈ જતા હોય છે અને જેનાથી ડર ના લાગે ત્યાં ધાક જમાવતા હોય છે, ડૉમિનન્ટ બની જતા હોય છે. ન્યુરો-કેમિકલનો ધક્કો હાઇઆરાર્કી ઊભી કરી દેતો હોય છે.

કોઈ સરળ મનુષ્ય સવાલ કરશે કે શા માટે ડૉમીનન્ટ બનવું જોઈએ ? આદિમ કે પ્રથમ મૅમલ પાસેથી એનો જવાબ મળશે. સમૂહમાં રહેવું ફાયદાકારક કે પ્રિડેટરથી બચી જવાય. કોઈ એકલાં  સરીસર્પને એક ટુકડો ખાવા મળી જાય તો વાંધો ના આવે. પણ મૅમલ તો ગૃપમા રહે અને આખું ટોળું એક ટુકડો ખાવા ધસી જાય તો? એટલે જે નબળા હશે તે થોડા પાછળ રહેવાના, જબરાં ખાઈ લે પછી ખાવું સારું. આમ બચી જવાય અને લાંબો સમય જીવતા રહી શકાય, આમ આવી હેબિટ ઘડાવાની. આમ નૅચરલ સિલેક્શન મૅમલને ગૃપમા રહેવાની ટેક્નિક શીખવતું હોય છે. દરેક માનવ હોય કે પ્રાણી એનું સ્થાન ક્યાં અને કેટલું છે તે જાણતું હોય છે.

ડૉમિનન્ટ ગ્રૂપને દોરવણી આપે છે, પણ એના ફાયદા પહેલા જુએ છે. પણ આ વસ્તુ ચોક્કસ હોતી નથી. જેટલું બ્રેન કૉર્ટેક્સ મોટું તેટલું વિચારવાનું વધુ. અહી ક્યારે ધાક જમાવવી અને ક્યારે શરણે થઈ જવું તે નક્કી હોતું નથી. સમય અને સંજોગોને અનુસરવું પડતું હોય છે. જે સામો મળે તે દરેક ઉપર તમે ધાક જમાવી શકો નહિ, ડૉમિનન્ટ બની શકો નહિ, નહી તો સર્વાઇવ થઈ રહ્યા. કાયમ એવું કરવા જાઓ તો પરિણામમાં ઈજા અને જાનનું જોખમ. અને લાંબે ગાળે રીપ્રૉડક્શન સફળતા મળે નહિ. પણ સાથે સાથે બધાને શરણે થઈ જાઓ તો પણ ખોટું.  તો તમને જીવવા જેટલું ભોજન પણ મળે નહિ અને DNA જીવતા રાખવા પાર્ટનર પણ મળે નહિ.

સબ્મિશન, શરણે થઈ જવું તે પણ સર્વાઇવલ માટે ફાયદાકારક હોય છે. એનાથી ઈજા ટાળી શકાય છે, જેથી જીવતા રહીને જેનિસ ફેલાવી શકો. “જીવતો નર ભદ્રા પામે”, ભદ્રા એટલે ગાય, પૃથ્વી, સુખ, કલ્યાણ, દુર્ગા અને સ્ત્રીનું નામ છે. ભદ્રા ઉતત્થ્ય ઋષિની પત્ની હતી જેને વરુણ લઈ ગયો હતો. આમ જીવતા રહો તો સ્ત્રી પણ મળે. અવૉઇડ ઇન્જરી એટલે આજે નહિ તો કાલે જેનિસ ફેલાવીશું. અને ગૃપ છોડીને જવું તો કદાપિ હિતકારી બનતું નથી. સામાન્ય ઈજામાંથી બચ્યા પણ એકલું પ્રાણી શિકારીના હાથમાં જલદી આવી જાય તે હકીકત છે. આમ ક્યારે શરણે થવું ક્યારે ડૉમિનન્ટ થવું તે જુદી જુદી પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે.

જેમ કે વ્યક્તિ એકલો હોય અને નબળો હોય ત્યારે સબ્મિટ થવું અને મજબૂત હોય ત્યારે ડૉમિનન્ટ થવું. મૅમલ બ્રેન સતત સંઘર્ષ કર્યા કરતું હોય છે, વિચાર્યા કરતું હોય છે. નિર્ણય લીધા કરતું હોય છે. વાનર કોઈ શબ્દો વાપરતા નથી, કે ચિમ્પ જેવા એપ્સ વિવેચન કરતા નથી  કે આપણા પૂર્વજો કોઈ થીઅરી વિચારતા નહોતા. તેઓ ફક્ત લાગે કે જીતાય તેવું છે તો પોતાનો દાવો મક્કમપણે રજૂ કરતા અને લાગે કે જીતવું મુશ્કેલ છે તો મેદાન છોડી દેવું સારું. એટલે ગમે તેટલા ઉચ્ચ આદર્શોની વાતો કરીએ પણ કરોડો વર્ષોની વર્તણૂક જે જીનમાં મળેલી છે તે જતી નથી.

મૅમલ બ્રેન બીજા સાથે સરખામણી કરતી વખતે ભૂતકાળના અનુભવને લક્ષ્યમાં લેતું હોય છે. આપણી પાસે વળી સૌથી મોટું બ્રેન છે. અને એટલે જ લાંબું બચપણ છે. આમ અનુભવો થકી શીખવા માટે ન્યુરોકેમિકલ્સ મદદ કરતા હોય છે. આમ કોઈ જરૂરિયાત પૂરી થાય કે આનંદ અનુભવાય છે. અને તે મેમરીમાં સ્ટોર થઈ જાય છે. તેમ ગરબડ થાય કે દુઃખી થઈ જવાય છે તે પણ મેમરીમાં સ્ટોઅર થઈ જાય છે. આમ હૅપી કેમિકલ્સ, ન્યુરો કેમિકલ્સ ન્યુરૉન્સ સાથે રિઅલ જોડાણ સાધતા હોય છે.

જો તમે બગડેલા પૈસાદાર લોકોમાં સ્ટૅટ્સ જોતા હોવ તો ઘણું ગુમાવી રહ્યા છો. સ્ટૅટ્સ પામવાનો પૈસા ખાલી એક જ ઉપાય છે. બીજા અનેક ઉપાય દ્વારા સામાજિક સ્ટૅટ્સ અને માનસિક સ્ટૅટ્સ પામી શકાય છે. ક્યાં અને કઈ રીતે?  ચાલો થોડા નમૂના જોઈએ.

, કુટુંબ

સ્ટૅટ્સની તૃષ્ણા કુટુંબમાં અનેક રીતે જોવા મળતી હોય છે. બાળકોનો ઉછેર કરવો અને બાળકોના સ્ટૅટ્સની ફિકર કરવી તે એક બેસિક રીપ્રૉડક્ટિવ સફળતાનું ઉદાહરણ છે. જાગૃત રીતે જણાશે નહિ. પણ આપણે જાણીએ છીએ કે કયા ફેમિલી મેમ્બરને રિસ્પેક્ટ આપવું અને કયા સામે શરણે થઈ જવું જેથી શાંતિ જળવાઈ રહે. આપણે આ બધું કુટુંબમાં રહીને અનુભવથી અચેતન રૂપે શીખતા હોઈએ છીએ. આમ કુટુંબ આપણો પહેલો સામાજિક અનુભવ છે જેને આપણે બ્રેનમાં સ્ટોઅર કરતા હોઈ છીએ.

કૌટુંબિક સભ્યો એકબીજાને ખૂબ મદદ કરતા હોય છે, સર્વાઇવ થવા માટે. પણ માન મોભા અને સ્ટૅટ્સ માટેની આંતરિક સ્ટ્રગલ કાયમ કૌટુંબિક સભ્યો વચ્ચે ચાલુ જ હોય છે. એક બીજા ઉપર ડૉમિનેટ થવા માટે શબ્દો, પૈસા, આક્રમકતા, સાથે લાગણીઓ પણ વપરાતી હોય છે. ખૂબ પ્રેમ કરીને પણ કોઈને શરણે લાવી શકાય છે, એના ઉપર હાવી થઈ શકાય છે. ઇમોશનલ  અત્યાચાર કરી શકાય છે. ઇમોશનલ બ્લેક મેઇલ કરી શકાય છે. કુટુંબના વડા જરૂરી નથી ઘરમાં પાવરફુલ હોય તો બહાર પણ હોય. ઘણા બહાર બહાદુર હોય અને ઘરમાં બકરી પણ બની જતા હોય છે.

આમ કુટુંબ એ આપણું પહેલું ગૃપ છે જ્યાં મૅમલ બ્રેન સાથે આપણે ગૃપમાં જીવતા હોઈએ છીએ. કોઈ ઘરમાં માતુશ્રી ધાક જમાવતા હોય છે, ક્યાંક પિતાશ્રી. પિતા વૃદ્ધ બનતા કોઈ ઘરમાં કમાતા મોટાભાઈશ્રીનું ચલણ હોય છે, અંદરખાને ભાભીશ્રીનું ચલણ પણ હોઈ શકે. તો કોઈ કમાતી ધમાતી હિટલર દીદી પણ ધાક જમાવતી હોય છે. ક્યાંક મિસિઝ કૌશિક પાંચ વહુઓ ઉપર નિયમો અને શિસ્તના બહાને દાદાગીરી કરતા હોય છે, ક્યાંક આભા પ્રેમ અને ડાહી  ડાહી વાતો કરીને ઘરમાં ધાક જમાવી દેતી હોય છે.

હાઈ-સ્ટૅટ્સ ધરાવતા ફેમિલીમાં જન્મ લેવો એટલે કાયમ સુખ હોય તે માનવું ભૂલભરેલું હોય છે. એમના માન, મોભાને જાળવવા બાળકોને ખૂબ તકલીફ ઉઠાવવી પડતી હોય છે. હાઈ સ્ટૅટ્સ ધરાવતા  ફેમિલીના બાળકોનું એમના ફેમિલીમાં સ્ટૅટ્સ સાવ નીચું હોય છે. એમને કાયમ આજ્ઞાંકિત બની રહેવું પડતું હોય છે. બહાર એમને એમના કુટુંબના મોટા નામે જે માન મોભો મળે છે તેની તેમને બહુ મોટી ટેરિબલ કિંમત ચૂકવવી પડતી હોય છે. એકાદ નાની વાત પણ જો એમનું કુટુંબ સ્વીકારે નહિ તો એમને બધું ગુમાવવું પડતું હોય છે.

માન મોભો અને કુટુંબનું મોટું નામ સાચવવા માટે બાળકોની લાગણીઓનું, ઇચ્છાઓનું અને ખુદ બાળકોનું બલિદાન લેવાઈ જતું હોય છે. મેં જાતે એવા મારા સંબંધમાં રૉયલ કુટુંબોમાં એમના સંતાનોના જીવન જોયા છે. ખૂબ તણાવ યુક્ત જીવન જીવતા હોય છે.  ક્યારેક એવા સંતાનો બળવો પોકારીને એમનું સ્ટૅટ્સ સાબિત કરતા હોય છે. ભલે આવા બાળકો પાસે ખાવાનું પુષ્કળ હોય પણ બીજા મૅમલની જેમ એમના બાળકો પણ સર્વાઇવલ માટે જોખમ અનુભવતા હોય છે.

રાસાયણિક તત્વજ્ઞાન-૩, માનવ જન્મ અતિ કઠિન.(Hard Truths About Human nature).

 રાસાયણિક તત્વજ્ઞાન-૩,
માનવ જન્મ અતિ કઠિન.(Hard Truths About Human nature).75216-65718

દરેક મૅમલ પાસે કૉર્ટેક્સ છે, પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે. જેટલું કૉર્ટેક્સ નાનું  તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરોકેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું, જે તે બચપણથી શીખ્યું હોય. જેમ કૉર્ટેક્સ મોટું તેમ એના ઑટમૅટિક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોઅર કરેલા અનુભવો લક્ષમાં લઈને અડજસ્ટ કરશે. બસ અહી જ તકલીફ થતી હોય છે.

પ્રાણીઓ પાસે બ્રેન નાનું હોય છે, ન્યુરૉન્સ ઓછા હોય છે, માટે વિચારવાનું ખાસ હોતું નથી. ન્યુરોકેમિસ્ટ્રી જેમ દોરે તેમ દોરાવાનું. સર્વાઇવલ માટે લડ્યા કરવાનું, એક સ્ટ્રેસ પૂરો થાય એટલે બીજો જ્યાં સુધી ઊભો નાં થાય ત્યાં સુધી શાંતિ. માનવ પાસે મોટું વિચારશીલ બ્રેન છે, પુષ્કળ ન્યુરૉન્સ છે. માટે એકલાં ન્યુરોકેમિકલ ઉપર આધાર રાખવાનો હોય નહિ. મોટા બ્રેનમાં ઘણી બધી મૅમરી પણ ભરેલી હોય. એટલે માનવે જાત જાતની નવી નવી વ્યવસ્થાઓ શોધી કાઢી. હૅપી કેમિકલનો સ્ત્રાવ આનંદ આપતો હોય છે. પ્રાણીઓમાં તો નબળા પ્રાણીને મારીને દબાવીને ડૉમિનન્ટ બની જવાય, અને સિરોટોનીન(serotonin) સ્ત્રવે એટલે ખુશ. પણ માનવોમાં આવું કરી શકાય નહિ. એટલે માનવજાતે ચડતા ઊતરતા દરજ્જાની સર્વોપરી બનવાની એક સામાજિક વ્યવસ્થા શોધી કાઢી.

બે માનવ ભેગાં થાય, બાર થાય કે બે લાખ કોણ ઊંચું અને કોણ નીચું અચેતન રૂપે સરખામણી શરુ, અને ઉંચો સાબિત કરવાનું શરુ થઈ જાય. બહુ જટિલ રીતો માનવ બ્રેન શોધી કાઢતું હોય છે. દા.ત. મેં લખવાનું શરુ કર્યું ત્યારે મને કોઈ ઓળખતું નહોતું. મને થતું કે વિચારોનું બહુ મોટું યુદ્ધ મનમાં ચાલી રહ્યું છે, એને શબ્દોમાં પરોવીએ, કોઈ વાંચે કે ના વાંચે નિજાનંદ માટે લખીએ. પણ પ્રતિભાવ શરુ થયા, બહુ સારું લખો છો, આવા એક બ્લૉગની જરૂર હતી, વગેરે વગેરે.

હવે સાચો નિજાનંદ શરુ થયો. હવે લાઇકના ઝબુકીયાં, કૉમેન્ટ્સ, પ્રતિભાવો, થતા વખાણ, વાદવિવાદ બધું મજા અર્પવા લાગ્યું. મિત્રોની કૉમેન્ટ્સ ના આવે તો ડોપમીન(dopamine) સ્ત્રાવ ઓછો થઈ જતો લાગ્યો. પોસ્ટ બેત્રણ દિવસ ટૉપ ઉપર રહે તો વળી ઓર મજા આવે. હું તો નિજાનંદ માટે લખું છું, મને કોઈની પડી નથી કોઈ વાંચે કે ના વાંચે તે એક દંભ થઈ ગયો કે નહીં ?  દરેક માનવ પોતપોતાની રીતે Social dominance hierarchy ઊભી કરી નાખતો હોય છે.

રમતવીરની એની પોતાની દુનિયા હોય છે, ઘણાને ટપાલ ટીકીટો ભેગી કરવાનો હોબી હોય છે. એક ઉદ્યોગપતિને જૂની પુરાણી ઍન્ટિક ગાડીઓ ભેગી કરવાનો શોખ હતો. હવે ટપાલ ટીકીટો ભેગી કરનારા, કે સિક્કા ભેગા કરનારાઓ, કે જૂની પુરાની ગાડીઓ ભેગા કરનારાઓમાં પ્રથમ આવવાનું મહત્વનું બની જવાનું.  ધન ભેગું કરીને સમાજમાં સર્વોપરી બનવાનું ઘણું બધું ધ્યાન અને મહેનત માંગી લે તેવું હોય છે, પણ માણસ નવા સામાજિક નુસખા શોધી કાઢતો હોય છે. આકર્ષકતા, નૉલેજ, શારીરિક સામર્થ્ય, આધ્યાત્મિકતા, પદ, પ્રતિષ્ઠા વગેરે ઉપર આધારિત ઊંચા નીચાની એક પૅટર્ન શોધી કાઢવામાં આવે છે.

દરેક માનવીનું બ્રેન સ્વતંત્ર છે પોતાની રીતે એના અનુભવો અને માહિતી પ્રમાણે પોતાની હાઇઆરાર્કી બનાવવા માટે. આનાથી પોતાનું સ્ટૅટ્સ વધે તો સુખ અર્પતું હોય છે. જો બીજા તમારું સ્ટૅટ્સ કબૂલ કરે તો હૅપી કેમિકલનો ફ્લો બ્રેનમાં વધી જતો હોય છે. જો કે આપણે કહેતા હોઈએ છીએ કે સુખ દુખ મને કોઈ અસર કરતું નથી. કે તમે ભલે કબૂલ નાં કરો, પણ હૅપી કેમિકલ એક હકીકત છે, સનાતન સત્ય છે.

પ્રથમ આવવું સુખ આપતું હોય છે. પછી ભલે એના રસ્તા અલગ અલગ હોય. ભલે ગીતાના અનાસક્ત  યોગની વાતો કથાકારો કરતા હોય કે કથામાં જાત જાતની ફિલૉસફી ફાડતા હોય, પણ એમની પ્રથમ બની રહેવાની સ્ટાઇલ અલગ હોય છે. બાબા રામદેવની અસ્કયામતો ૧૧૦૦૦ કરોડનાં જંગી અંકે પહોચી ગઈ છે તેવું કહેવાય છે. હાઈ-સ્ટૅટ્સની બાબાની હાઇઆરર્કી યોગને સીડી બનાવી ક્યાંથી ક્યાં પહોચી ગઈ ? આપણી રીપ્રૉડક્ટિવ સફળતા એકદમ તરત હાઈ-સ્ટૅટ્સને અનુલક્ષીને  હોતી નથી. કારણ આપણે માનવોએ રીપ્રૉડક્ટિવ સકસેસ માટે  અસંદિગ્ધ કૉન્સેપ્ટ ઊભા કરેલા છે. જે પ્રથમ આવે તેને સ્ત્રી ઉપલબ્ધ થાય અને DNA  ટ્રાન્સ્ફર કરી શકીએ. બાબા ભલે એમના DNA ટ્રાન્સ્ફર ના કરે પણ પ્રથમ આવવું  અને હૅપી કેમિકલનો સ્ત્રાવ એ સનાતન સત્ય છે.

પણ કેમિકલ લોચો એ થાય છે કે આ ન્યુરોકેમિકલ્સ આખો દિવસ રિલીસ થાય નહિ. માટે હૅપી રહેવા હાઈ-સ્ટૅટ્સને, સામાજિક સર્વોપરિતાને, રોજ રોજ અપડેટ કરતા રહેવું પડતું હોય છે. પણ ઘણીવાર આપણે ખૂબ પ્રયત્નો છતાં પદ, પ્રતિષ્ઠા, માન સન્માન, સામાજિક સ્વીકાર, હાઈસ્ટૅટ્સ સોશિડૉમિનેશન મેળવવામાં ફેલ જતા હોઈએ છીએ. ઘણીવાર જે સ્ટૅટ્સ ઑલરેડી મેળવેલું હોય તે પણ ખતરામાં પડી  જતું જણાય છે, ત્યારે આપણે ભલે કહીએ કે મને કોઈ ફરક પડતો નથી, સુખ દુઃખમાં હું  સમાન છું, પણ અનહૅપી કેમિકલ્સ સ્ત્રવે તે હકીકત છે સનાતન સત્ય છે.

ગુરુઓ કે મહાન આત્માઓ ભલે કહે કે મહત્વાકાંક્ષા રાખવી નહિ, કે સ્ટૅટ્સની ચિંતા કરવી નહિ. પણ તે લોકો પણ જાતે મિલ્યન્સ ઑફ યર્સ થી ઘડાયેલી આ વ્યવસ્થા બહાર જઈ શકતા નથી. મૅમલ બ્રેન હંમેશા હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ ઇચ્છતું હોય છે અને અનહૅપી કેમિકલનો સ્ત્રાવ અવૉઇડ કરતું હોય છે. મહાત્માઓ  શું કરી શકવાના હતા?

ઘણીવાર લોકો આ અથડામણ ટાળવા માટે કહેતા હોય કે મને તો પદ પ્રતિષ્ઠાની કઈ પડી નથી. અને બીજાની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરતા હોય છે, અને આમ તે લોકોની પ્રતિષ્ઠાની ભૂખ બીજાની પ્રતિષ્ઠામાં, પદમાં અને સ્ટૅટ્સમાં પૂરી થતી હોય છે. જેમ કે ભારતની ટીમ જીતે તો આખા દેશના લોકોના બ્રેનમાં સિરોટોનીન સ્ત્રાવ વધી  જાણે કોઈ મહાજંગ જીતી ગયા હોય તેમ ખુશ થઈ ઉઠતા હોય છે. એમાય સામે પાકિસ્તાનની ટીમ હોય અને જીતી જવાય તો ?? ભલે હું કદી ક્રિકેટ રમ્યો હોઉં નહિ, પણ  અહી ટીવી ઉપર જોઇને આનંદ અનુભવતો હોઉં છું. પ્રથમ આવવાની મહેનત તો ખેલાડીઓ કરે છે, એમાં મારું યોગદાન કેટલું ? પણ એમના પ્રથમમાં મારો પ્રથમ સમાઈ જવાનો.

માનવમનની સોશિઅલ ડૉમિનન્સ  હાઇઆરાર્કી એટલી બધી કૉમ્પ્લિકેટેડ છે કે ના પૂછો વાત, આ દરેક સાહિત્યકારો, પત્રકારો, કે બીજા કોઈપણ દરેકને પોતાના ક્ષેત્રમાં તો પ્રથમ આવવું જ હોય છે, એમાં હું પણ મારી રીતે આવી જાઉં.  હમણાં એક ભાઈએ મને જણાવ્યું કે ન્યુ જર્સીમાં ૩૦૦ મિલ્યન્સ ડૉલર્સનું મંદિર બને છે, તે વખતે તેમના મુખ ઉપર ભાવ જાણે તેઓ પોતે ગ્રીનીઝ બુકમાં રિકૉર્ડ નોંધાવવાના હોય તેવો હતો.

મૅમલ બ્રેન એની સર્વાઇવલ સ્ટ્રેટેજીનાં રિપૉર્ટ કૉર્ટેક્સને શબ્દોમાં આપતું નથી. એ ખાલી ન્યુરોકેમિકલનાં સ્ત્રાવ કરતું હોય છે. આપણી જુદી જુદી જરૂરીયાતોને લક્ષ્યમાં લઈને તે ખૂબ સ્ટ્રગલ કરતું હોય છે. આપણે જેમ કાર ચલાવતી વખતે  બ્રેક અને એક્સલરેટર વારંવાર વારાફરતી મારતા હોઈએ છીએ. તેમ મૅમલ બ્રેન વારાફરતી વારંવાર કેમિકલ્સ રિલીસ કર્યા કરતું હોય છે, આનો કોઈ અલ્ટિમેટ ઉપાય છે નહિ. એટલે આપણને બીજાની જોહુકમી કે પદ પ્રતિષ્ઠાની હોડ જલદી જણાય છે પણ પોતાની હોડ જણાતી નથી. બીજાની  social dominance માટેની ઇચ્છા આપણને ચેતવતી હોય છે કે આપણું social dominance ખતરામાં છે.

મૅમલ બ્રેન સાથે માનવ તરીકે જન્મ લેવો અતિ કઠિન કામ છે. હતાશાઓનો કોઈ પાર હોતો નથી. મૅમલ બ્રેન સીધા કેમિકલ્સ રિલીસ કરતું હોય છે અને વિચારશીલ કૉર્ટેક્સ એના માટે દવા તરીકે, ઉપાય તરીકે જાત જાતના નુસખા શોધતું હોય છે. પ્રૉબ્લેમ એ છે કે કૉર્ટેક્સ શબ્દોની ભાષા જાણે છે અને મૅમલ બ્રેન શબ્દોની ભાષા જાણતું નથી, ફક્ત કેમિકલની ભાષા જાણે છે, એટલે માનવોને સમજ પડતી નથી કે તેઓ શું કરી રહ્યા હોય છે.

દરેકને પ્રથમ આવવું હોય છે. પ્રથમ બનવાની હોડ સારી નહિ તેવા ઉપદેશો આપનાર પણ પ્રથમ આવવાની હોડમાં સામેલ હોય છે. એટલે સારા ગણાતા માનવોને લાગે કે દુનિયા ખરાબ છે. દુઃખ સિવાય અહી કશું નથી. માટે બુદ્ધે કહ્યું કે સંસાર દુખ છે. આપણે જે Frustrations ભોગવીએ છીએ તે આ પૃથ્વી પહેલા પગરણ મૂકનાર માનવે પણ ભોગવ્યા જ હશે, તેવું રિસર્ચ કહે છે. દરેક જણ આ વિચિત્ર ન્યુરોકેમિકલ્સની વ્યવસ્થાને મૅનેજ કરવા ખૂબ સ્ટ્રગલ ચેતન કે અચેતન રૂપે કરતા હોય છે. ખાસ તો પોતાના મૅમલ બ્રેનને સમજવું અને સ્વીકારવું તે જ ઉત્તમ છે.

આપણું બ્રેન કુદરતી રીતે હેપીનેસ માટે સિલેક્ટ થયેલું નથી, તે સિલેક્ટ થયું છે reproductive success માટે. સંતાનો કે વારસદારો ખૂબ પેદા કરો તેવો કોઈ હેતુ આજના લોકો માટે ખાસ નાં હોય તે સ્વાભાવિક છે. પણ આપણું બ્રેન વિકાસ પામ્યું ત્યારે મોટાભાગના લોકો વારસદાર પેદા થાય તે પહેલા જ નાશ પામી જતા. વારસો પેદા કરવા તે મુખ્ય માપ તોલ ગણાતું કે માણસ કેટલો સફળ છે. ભલે તે હેતુ અચેતન રૂપે હોય.

હવે આજે શક્ય બન્યું છે કે સેક્સ ભોગવીને પણ બર્થ કંટ્રોલ સાધનો વડે વારસો પેદા ના કરવા હોય તો તે વાત બની શકે છે. એટલે આધુનિક માનવી એની શક્તિઓ બીજા ભવ્ય વારસા મૂકતો જવામાં વાપરી શકે છે. જેવું કે કળા, નૃત્ય, ટેક્નોલૉજી, અને બીજું ઘણું બધું પાછળની પેઢીના જીવનને ભવ્ય બનાવી શકે છે. સ્ટીવ જૉબ ભાવી પેઢીની હથેળીમાં ફોન વત્તા કમ્પ્યૂટર આપીને ગયા. ૧૯૫૫માં આ જગત આઈનસ્ટાઇનને ગુમાવે છે અને સ્ટીવ જૉબને મેળવતું હોય છે. ઘણા બધા સંતાનો  પેદા કરવા તેના બદલે ઓછા પણ સક્ષમ પેદા કરવા તે આધુનિક માનવીનું પ્રયોજન હોય છે.

આપણે કરોડો વર્ષના વારસા રૂપે મળેલા બ્રેન સાથે જ જીવવાનું હોય છે. આપણે બેસિક મેમલિઅન બ્રેન  મળેલું  છે તેમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી. એનો કોઈ ઉપાય નથી. આપણે ફક્ત એક જ કામ કરી શકીએ કે ન્યુઅરલ નવા રસ્તા બનાવીને લિમ્બિક સિસ્ટમ સાથે જોડી શકીએ,  તે ખૂબ કપરું કામ  છે. આપણે આપણાં પોતાના મૅમલ બ્રેનને મૅનેજ કરી શકીએ, બીજો કોઈ કરી શકે નહિ. આપણે કાયમ ઇચ્છતા હોઈએ કે કાયમ હૅપી કેમિકલ્સ રિલીસ થયા કરે અને આનંદિત રહ્યા કરીએ, પણ આપણું યંત્ર તે રીતે વિકાસ પામેલું નથી. સર્વાઇવલ માટે કામ લાગે ત્યાં ત્યાં હૅપી કેમિકલ્સ રિવૉર્ડ રૂપે રિલિસ થતા હોય છે. એટલે જો હૅપી કેમિકલ્સનાં હૉજમાં આખો દિવસ સ્નાન કર્યા કરીએ તો સર્વાઇવલ માટે જે કરવાનું હોય તે કરે કોણ ?

આ કેમિકલ લોચા નાહિંમત કરનારા છે. માટે મૅમલ બ્રેનને સમજવાને બદલે લોકો સંસાર છોડીને ભાગી જતા હોય છે. ન્યુરોકેમિકલ રિવૉર્ડ માટે જોખમ લેવું પડતું હોય છે. કારણ જોખમ reproductive success માટે અનિવાર્ય છે, જે ખાલી સર્વાઇવલ પૂરતું નથી  હોતું.  હૅપી કેમિકલ્સનાં ડૉસ માટે, પણ કાયમ નવી નવી તક શોધવી પડતી હોય છે. કારણ આજ બ્રેન આપણાં પૂર્વજોના સર્વાઇવલ માટે કારણભૂત બનેલું હોય છે. માટે સતત ઉદ્યમ કરતા રહેવું, ’ઉદ્યમો ભૈરવ’….પણ સાધુઓ આ વાત સમજ્યા નહિ અને સંસાર છોડીને ભાગી ગયા, સાથે મૅમલ બ્રેન તો લેતા જ ગયા અને ત્યાં જંગલમાં કે આશ્રમમાં એક નવો સંસાર વસાવીને ફરી પાછા એના એજ.

રાસાયણિક તત્વજ્ઞાન-૨, રુદન. (Hard Truths About Human Nature)

) રુદન, આંસુ, રડવુંimagesCAS3KD5M

માનવજાતનું બાળક એટલે દુનિયાનું સૌથી નાજુક સહેજમાં ભાંગી પડે તેવું જીવબીજ છે. હરણનું બચ્ચું જન્મ્યા પછી બેત્રણ કલાકમાં ઊભું થઈ જતું હોય છે અને બીજા દિવસ એના ટોળા સાથે દોડતું થઈ જતું હોય છે. હાથીનું મદનિયું એના પહેલું  ભોજન મેળવતા પહેલા તો ચાલતું થઈ જાય છે કે બે ડગલા ચાલ્યા વગર એની માતાનું સ્તન એના નસીબમાં હોતું નથી. કાચિંડો જન્મે એટલે કે ઈંડામાંથી બહાર નીકળે એટલે તરત દોડતો થઈ જાય છે કે પૂરતી ઝડપે દોડે નહિ તો એના માબાપ જ ખાઈ જવા તૈયાર ઉભા હોય છે. માનવબાળ જન્મતા સાથે આવી કોઈ સર્વાઇવલ સ્કિલ શીખીને પેદા થતું નથી સિવાય કે મદદ માટે રડવાનું અને અનુભવે શીખવાનું.

તાજું જન્મેલું બાળક રડે છે કે તે દૂધ શું છે જાણતું નથી. તે રડે છે કારણ લો બ્લડ શુગરનાં કારણે બ્રેન ઇમર્જન્સી અલર્ટ સિગ્નલ cortisol રિલીસ કરે છે. દરેક પ્રાણીઓમાં cortisol સર્વાઇવલ વર્તણૂક ઊભી કરતું હોય છે. જેવું કે ખોરાકની શોધ કરવી કે પ્રિડેટર જોઇને ભાગવું. માનવ જન્મજાત સર્વાઇવલ નૉલેજ લઈને પેદા થતો નથી. આપણે જન્મીએ છીએ પુષ્કળ ન્યુરૉન્સ વચ્ચે થોડા કનેક્શન લઈને. એટલે બાળક રડવા સિવાય કઈ કરી શકતું નથી.

કલ્પના કરો, સર્વાઇવલ જોખમમાં છે અને કશું કરી શકવા સક્ષમ નથી, અને આ સ્થિતિમાં જ આપણે જન્મીએ છીએ. સારા નસીબે રુદન કામ કરી જતું હોય છે. મદદ આવી મળે છે. માતા આવી જાય છે બાળકને દૂધ પીવા મળી જાય છે, ખોરાક મળી જાય છે. બાળક રાહત અનુભવે છે. સારું અનુભવે છે. સુખનો આવિર્ભાવ થાય છે. બ્રેન અહી શીખવાનું શરુ કરે છે, ધીમે ધીમે રાહત અને સુખની અપેક્ષા માટે રુદન જાગૃત સંદેશા વ્યવહારનું સાધન બની જાય છે.

ચાલો રડવાથી ભૂખ તો મટી ગઈ એવું શીખ્યા કે તરત નવી નવી જુદી જુદી ઇમર્જન્સી ઊભી થતી રહેવાની જ છે. કે જે વ્યક્તિ(માતા) તમારો સ્ટ્રેસ દૂર કરે છે તે ક્યારેક અદ્રશ્ય પણ થઈ જતી હોય છે. કે પડી જવાય તો વાગે છે અને દર્દ થાય છે. દર્દ થાય એટલે cortisol  સ્ત્રાવ થવાનો અને તમે શું કરી શકો? ખાલી રડવાનું કરી શકો,

એટલે સૌ પહેલો અનુભવ માનવજાતનો એ છે કે જો કોઈ તમને સાંભળે નહિ, તો મરી ગયા સમજવાનું, કોઈ સાંભળે નહિ, આપણને કોઈ ધ્યાનમાં  લે નહિ તો બચવું મુશ્કેલ સમજવુ અને એમાથી બચવા રડવું એ માનવ બાળકનો સૌ પહેલો અનુભવ સૌથી પહેલી સર્વાઇવલ ટેક્નિક છે. આ અનુભવ પાયાની પહેલી ઈંટ છે. બાળક આ કોઈ મનન ચિંતન કરીને વિચારતું નથી તે અનુભવ કરે છે શબ્દ વગરની ન્યુરોકેમિકલની ભાષા વડે. એટલે આપણને કોઈ સાંભળે  અને ધ્યાનમાં લે તે જીવનનો આધાર બની જાય છે.

સમય જતા પુખ્ત બનતા જતા cortisol સ્ત્રાવની પ્રતિક્રિયા જાતજાતની ગૂંચવાડાવાળી બનતી જતી જતી હોય છે. પુખ્ત માનવને આંતરિક નિર્બળતા કે અસલામતીનું ભાન સભાનપણે હોતું નથી. આદિમ આંતરિક નિર્બળતા ક્યાંથી આવે છે તે ખબર હોતી નથી. Primal Fragility ની સમજણ મુક્તિદાયક છે

દાખલા તરીકે બાળક ધ્યાન ખેંચવા પહેલું તો રડવાનું કરે. પછી જેમ જેમ મોટું થાય તેમ ધ્યાન ખેંચવા ધમાલ મસ્તી કરે. કોઈ વાર રિસાઈ જાય, ચોપડા ફાડે, કપડા ગંદા કરે, મહેમાન ઘરમાં આવે એટલે એના પ્રત્યે ધ્યાન ઓછું થવાનું સ્વાભાવિક બને તો પેટ ભરેલું હોય છતાં ખાવાનું માંગે, કે ધમાલે ચડી જાય કે સરખી વાત કરવા ના દે. પતિદેવ ઘરમાં આવે કે પત્નીને માથું દુખાવા લાગે. વાસણો પછાડે, બાળકોને વિનાકારણે કે નજીવા કારણે ઝૂડવાનું શરુ થઈ જાય. જાતજાતના અને ભાતભાતના વ્યવહાર નાનામોટા દરેકમાં,  સ્ત્રી પુરુષ દરેકમાં,  વૃદ્ધોમાં પણ જોવા મળશે.

નૅચરલ સિલેકશને માનવબાળને આવું સાવ નાજુક કેમ પેદા કર્યું હશે? માતાના ગર્ભમાં મોટું બ્રેન વિકસ્યું હોય છે. મોટું બ્રેન ધરાવતું અપક્વ શિશુ જલદી બહાર આવી જાય તે ઇચ્છનીય છે. Nervous સિસ્ટમ પૂર્ણ વિકસિત થાય તે પહેલા બાળક જન્મતું હોય છે. આપણી Prematurity ઘણા બધા ફાયદા આપતી હોય છે.

એક તો બાળક ખૂબ નાજુક હોય છે કે જો તે સ્ટ્રૉન્ગ communicator ના હોય તો સર્વાઇવ થાય નહિ. માતા પણ બાળકના સિગ્નલ્સ સમજે નહિ તો એના જીન-DNA  જે એણે બાળકમાં રોપ્યા છે તે બચે નહિ. માનવજાતમાં બેસ્ટ કમ્યુનિકેશન સ્કિલ ખીલી છે તેનું કારણ આ છે. અને સ્ત્રીઓ કેમ વધુ ઇમોશનલ હોય છે તે પણ આના કારણે કે તાજું જન્મેલું બાળક કોઈ ભાષા જાણતું નથી. એના કારણે માતાની જવાબદારી વધી જતી હોય છે. એટલે સ્ત્રીઓ પ્રાઇમરી કેઅર ગિવર હોવાથી એમના બ્રેનના લાગણીઓ દર્શાવતા ભાગ વધુ  સક્રિય બને તે રીતે ઈવૉલ્વ થયેલી હોય છે.

જેને આપણે દિલથી, હૃદયથી વિચારીએ છીએ તેમ કહીએ છીએ તે દિલ એટલે હૃદય નહિ બ્રેનનો ઇમોશન્સ દર્શાવતો ભાગ જ છે. જેની પાસે દિમાગ હોય તેણે સમજી લેવું કે હૃદય એક લોહી ધકેલવાનો પંપ માત્ર છે. ત્યાં કોઈ વિચાર તંત્ર છે જ નહિ.

બીજું આપણે  ખાસ વાતાવરણ માટે પ્રિપ્રોગ્રામ્ડ સર્વાઇવલ ટેક્નિક શીખ્યા વગર જન્મીએ છીએ, એના કારણે બીજા પ્રાણીઓ એમના એરિઅ-ક્ષેત્રફળ બહાર નીકળે તો મૃત્યુ પામતા હોય છે, જ્યાં માનવ જાત ગમે ત્યાં જીવી શકવાની ક્ષમતા મેળવી લેતી હોય છે. ઉત્તર ધ્રુવના આર્ક્ટિક સર્કલમાં પણ ચુચી લોકો રહેતા હોય છે.

પણ આપણે આની ખૂબ મોટી  કિંમત ચૂકવવી પડે છે. આપણે બધું જ શીખવું પડતું હોય છે. બાળક એનો હાથ એના ચહેરા સામે લાવે ત્યારે એને ખબર હોતી નથી કે આ હાથ એની સાથે જોડાયેલો હોય છે, એને અનુભવથી શીખવું પડતું હોય છે કે હાથ એના શરીરનો ભાગ જ છે.

“The bigger a creature’s brain, the longer its childhood”

ઉંદરનું બચ્ચું બે મહિનામાં એના જીવવા પૂરતી સર્વાઇવલ ટેક્નિક શીખી લેતું હોય છે, જે માનવબાળને શીખતા બે દાયકા લાગી જતા હોય છે. માનવ પાસે પુષ્કળ ન્યુરૉન્સ છે માટે એને ખૂબ એનર્જી અને ઑક્સિજન જોઈએ. બાકી સર્વાઇવ થાય નહિ. પણ એના લીધે આપણા પૂર્વજ આધારિત જ્ઞાન પૂરતા આપણે સીમિત રહેતા નથી. આપણા ખુદના અનુભવો વડે પુષ્કળ નૉલેજ મેળવી શકીએ છીએ.

અનુભવો વડે બાળક નવા neural pathways બનાવી શકે છે. બાળક Myelin નામનું  ફૅટી આવરણ ચડાવી ન્યુઅરલ પાથવે બનાવી શકે છે, જેવું કે વિદ્યુત તાર ઉપર ઇન્સ્યુલેશન હોય છે. Myelinated  ન્યુરૉન્સ ખૂબ ઝડપી અને કાર્યક્ષમ હોય છે.

ન્યુબૉર્ન બેબી કરતા બે વર્ષનું બાળક ઓછા ન્યુરૉન્સ વાપરે છે. એના લીધે ઘણી બધી જગ્યાએ ધ્યાન વહેચાવાને બદલે અનુભવો વડે શીખવાનું હોય ત્યાં એક વસ્તુ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકાય. આમ બાળકના નહિ વાપરેલા ન્યુરૉન્સ ક્ષીણ થવા લાગતા જે નવા ન્યુઅરલ પાથવે બનાવ્યા હોય ત્યાં ઇલેક્ટ્રિસિટીનો ફ્લો વધી જતો હોય છે, જે લાભદાયી હોય છે.

બાળક શીખે છે આનંદ અને સુખની ભાવના થકી. બાળકનો તણાવ દૂર થઈ જાય એટલે હૅપી ન્યુરોકેમિકલ સ્ત્રાવ થવા લાગે અને આનંદની લાગણી થવા લાગે. જ્યાં જ્યાં રાહત મળે આનંદ મળે સુખ મળે ત્યાં Dopamine , serotonin અને oxytocin જેવા હૅપી કેમિકલ્સ નવા નવા કનેક્શન બ્રેનમાં કરતા જવાના.

આપણે નવું ન્યુઅરલ નેટવર્ક યુવાનીમાં પણ બનાવી શકવા સક્ષમ હોઈએ છીએ. છતાં બચપણમાં બનાવેલું મૉડલ કાયમ કામ કરતું હોય છે. બચપણની આપણી જરૂરિયાતો મુજબ ગોઠવેલી શીખેલી અપેક્ષાઓ હજુ કાયમ હોય છે. એને બદલવાની ઘણી ઇચ્છા હોય પણ બ્રેન એનો વિરોધ કરતું હોય છે એને નવા ન્યુઅરલ રસ્તા કરતા જે સ્યૂપર હાઈવે બનાવેલો હોય છે તેણે અનુસરવાનું જ ગમતું હોય છે.

કુદરતના બધા ક્રીચરની જેમ આપણે પણ આપણી સર્વાવલ જરૂરિયાતો માટે બહાર ભટકવું પડતું હોય છે. આપણે જે અપેક્ષાઓ ધારણાઓ બાંધી હોય તે જગત કાયમ પૂરી કરે તેવું બનતું નથી હોતું. ઘણીવાર સર્વાઇવલ ખતરામાં પડતું જણાય છે cortisol સ્ત્રાવ વધી જતો હોય છે, અને મદદ માટે આપણે રુદનના નવા પુખ્ત નુસખા શોધી કાઢીએ છીએ. પણ મોટાભાગે કોઈ સાંભળતું હોતું નથી. પત્ની રસોડામાં વાસણો પછાડે છે પણ પતિદેવ છાપામાં માથું નાખીને ચુપચાપ બેઠાં હોય છે. પતિદેવની આવી હરકતો જોઈ પત્ની આંખ આડા કાન કરી દેતી હોય છે, ત્યારે કોઈ નિર્ણય લેતા પહેલા આપણે આપણી આંતરિક નિર્બળતા જાણી લેવી હિતાવહ છે.

રાસાયણિક તત્વજ્ઞાન-૧(Hard Truths About Human Nature)

રાસાયણિક તત્વજ્ઞાન-૧(Hard Truths About Human Nature)

   જીવન એક રાસાયણિક તથ્ય, અદ્ભુત મૅમલ બ્રેન

 આવો જરા મૅમલ બ્રેન વિષે પ્રાથમિક માહિતી મેળવીએ. ઊંડા સંશોધન, બ્રેન વિષે ન્યુઅરૉલજિસ્ટ ઉપર છોડીએ. મૅમલ બ્રેન એટલે દરેક મૅમલ એટલે સસ્તન પ્રાણીઓ પાસે સામાન્યતઃ હોય છે.

 * Limbic સિસ્ટમ, જે દરેક મૅમલ પાસે યૂનીક હોય છે.

 * Medulla અને Cerebellum જે દરેક મૅમલને સરીસર્પ(જમીન પર પેટે ઘસડીને ચાલતું ઠંડા લોહીવાળું પ્રાણી) પાસેથી વારસામાં મળેલું     છે.

 * Small Cortex -દરેક મૅમલમાં એની સાઇઝ જુદી જુદી હોય છે.evolutioncompare

 ખાલી માનવજાતમાં Pre-Frontal Cortex હોય છે. જે મૅમલ બ્રેનમાં સમાવેશ થતું નથી. આપણું મોટું મગજ ખૂબ હોશિયારીપૂર્વક અનેક બાબતોનું પૃથ્થકરણ કરી શકે છે જે નાનું બ્રેન(મૅમલ બ્રેન) કરી શકતું નથી. આપણી જ્ઞાનેન્દ્રિયો જે માહિતી આપતી હોય કે જે અનુભવતી હોય તેના સિવાય કે તેના ઉપર આધાર રાખ્યા  સિવાય પણ માનવજાત પાસે માહિતીનું સર્જન કરવાની  અજોડ ક્ષમતા છે. ટૂંકમાં મોટું મગજ નાના મગજ  કરતા ક્વૉલિટીની દ્રષ્ટીએ જરા જુદું પડી જાય છે.

 ભાષા એક અમૂર્ત વિશિષ્ટ કળા છે. લાર્જ કૉર્ટેક્સને એનું વિશ્લેષણ કરવું પડતું હોય છે. પણ લિમ્બિક સિસ્ટમ કોઈ ભાષા વાપરતું નથી. એટલે લિમ્બિક સિસ્ટમ કૉર્ટેક્સને કોઈ શબ્દોમાં માહિતી આપતું નથી. એ દુનિયાને પ્રતિભાવ આપે છે ન્યુરોકેમિકલ છોડીને. આપણું કૉર્ટેક્સ આ પ્રતિક્રિયાને સમજવા પ્રયત્ન કરતું હોય છે, પણ એની અંદર શું ચાલે તેની ખબર હોતી નથી. આપણું કૉર્ટેક્સ નિરીક્ષણ કરીને શીખતું હોય છે.

 આપણે ન્યુરોકેમિસ્ટ્રિ વિષે જાણતા હોતા નથી. સુખ અને દુખ વિષે વિચારો કર્યા કરતા હોઈએ છીએ. જાતજાતની ફિલૉસફી ગોઠવતા હોઈએ છીએ. છેવટે કશું નાં સૂજે તો સાક્ષીભાવ રાખવાનું વિચારીએ છીએ. અને આવું કહેનાર ‘ગીતા’ મહાન પુસ્તક બની જાય છે. પણ તમે જો આ ન્યુરોકેમિકલ્સની પ્રતિક્રિયા વિષે ધ્યાન કેન્દ્રિત કરશો તો એની ચોક્કસ પૅટર્ન જાણી શકશો. કૉર્ટેક્સ સાથે જોડાયેલી લિમ્બિક સિસ્ટમને સમજવાનું ખુદ કૉર્ટેક્સ માટે સહેલું નથી.

 પ્રાણીઓની બિહેવ્યર વિષે અભ્યાસ કરવાથી મદદ મળી શકે છે. કારણ કે પ્રાણીઓ ખાસ વિચાર કર્યા વગર તેમના ન્યુરોકેમિકલને અનુસરતા હોય છે. પ્રાણીઓની બિહેવ્યર પૅટર્ન ઘણું બધું આપણી લિમ્બિક સિસ્ટમ વિષે શીખવી શકે છે.images=-=-=-

 સૌ પ્રથમ મૅમલ જે ઉત્ક્રાન્તિના ક્રમમાં પેદા થયું હશે તેને તેનું બ્રેન સરીસર્પ(Reptile)પાસેથી વારસામાં મળ્યું હશે. પછી તેમાં નવા ભાગ વિકાસ પામ્યા અને ઉમેરાયા. સરીસર્પ એકલવાયું ક્રીચર છે. જે સામાજિક નિર્ણય લઈ શકે તેવું બ્રેઈન ધરાવતું નથી. આદિમ મૅમલ ગૃપમાં રહેવાથી સમૃદ્ધ થયા. કેમકે સમૂહમાં સલામતી હોય છે. એકલાં રહેતા મૅમલ કરતા સમૂહમાં રહેતા મૅમલનો સર્વાઇવલ રેટ ઊંચો હોય. એકબીજાને સહન કરીને સમૂહમાં રહેવું પડે. અને આમ કરતા એમની વસ્તી વધવાના ચાન્સ પણ વધી જાય.

 આમ નૅચરલ સિલેક્શન ધીમે ધીમે સામાજિક વ્યવહારની આવડત તરફ દોરવા લાગ્યું  અને આમ મૅમલનું બ્રેન સ્ટ્રક્ચર વિકાસ પામવા લાગ્યું. આ રીતે એમાં સમાયા Hypothalamus, Hippocampus,  Amygdala અને બીજા થોડા બીજા ભાગો જે બધું ભેગું થઈને લિમ્બિક સિસ્ટમ બન્યું. આ સ્ટ્રક્ચર ન્યુરોકેમિકલ્સ છોડે જે સામાજિક વ્યવહારને એક ચોક્કસ રૂપ અર્પે છે. દરેક મૅમલ પાસે રેપ્ટાઇલ બ્રેન ઉપર લિમ્બિક સિસ્ટમ હોય છે, જે બીજા જીવ જંતુ પાસે હોતી નથી.

 આ લિમ્બિક સિસ્ટમ એક સ્તનધારી પ્રાણીને બીજા સ્તનધારી પ્રાણીઓ સાથે હકારાત્મક પ્રતિભાવ આપવા સક્ષમ બનાવે છે. એક સરીસર્પ પાસે બીજા સરીસર્પ માટે કોઈ હૂંફાળી લાગણી હોતી નથી. રેપ્ટાઇલની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હંમેશા સંભવિત આક્રમણકારી વિષે સચેત હોય છે, કોઈ સમાજિક જોડાણ માટે નહિ. ખાલી લિમ્બિસિસ્ટમ પાસે એમના જાત ભાઈ માટે સારી ભાવના હોય છે.

 મૅમલ એમના જાતિના દરેક માટે એકસરખી સારી ભાવના ધરાવતા હોતા નથી. તેઓ સામાજિક નિર્ણય લેતા હોય છે. લિમ્બિક સિસ્ટમ અને રેપ્ટાઇલ બ્રેન સંપીને કામ કરતા હોય છે અને મૅમલને દોરવણી આપતા  હોય છે, સામે આવેલ મૅમલ જો હકારાત્મક કેમિકલ સ્ત્રાવ માટે કારણભૂત હોય તો એને આવકારો અને એની સામે જાઓ, અને જે નકારાત્મક કેમિકલ સ્ત્રાવ માટે કારણભૂત બને તેનાથી દૂર રહો. આ એફિશન્ટ ડિઝાઈન મિલ્યસં ઑફ યર્સ થી કામ કરી રહી છે.

 દરેક મૅમલ પાસે કૉર્ટેક્સ છે, પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે. જેટલું કૉર્ટેક્સ નાનું  તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરોકેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું, જે તે બચપણથી શીખ્યું હોય. જેમ કૉર્ટેક્સ મોટું તેમ એના ઑટમૅટિક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોઅર કરેલા અનુભવો લક્ષમાં લઈને અડજસ્ટ કરશે. બસ અહી જ તકલીફ થતી હોય છે.

 આપણાં પિતરાઈ એપ્સ કરતા આપણું કૉર્ટેક્સ ત્રણ ઘણું મોટું હોય છે. અને એપ્સનું કૉર્ટેક્સ સામાન્ય વાનર કરતા ત્રણ ઘણું મોટું હોય છે, અને વાનરનું કૉર્ટેક્સ વળી કૂતરાં કરતા મોટું હોય છે. છતાં શબ્દો વાપર્યા વગર પણ કૂતરાં અને વાનરો એમની જટિલ સામાજિક વ્યવસ્થામાં જીવતા હોય છે. તેઓ ન્યુરોકેમિકલ ઉપર વધુ આધાર રાખતા હોય છે.

 ન્યુરોકેમિકલનાં ઓચિંતા ધક્કા વિષે સામાન્ય પ્રતિક્રિયાનાં બદલે તેના જુદા જુદા વિકલ્પ કૉર્ટેક્સ શોધી કાઢતું હોય છે.  સામાન્ય પ્રતિક્રિયા તો પ્રાણીઓ આપતા જ હોય છે, પણ માનવ પાસે બહુ મોટું વિચારવંત બ્રેન છે જે જાત જાતના વિકલ્પ શોધી કાઢતું હોય છે. દરેક પ્રાણી  પાસે સાવ નાનું તો નાનું પણ કૉર્ટેક્સ હોય છે જે એને આ પ્રતિક્રિયામાં પાછલાં અનુભવો ઉમેરવાનું શીખવતું હોય છે, એના વિકલ્પ શોધવાનું શીખવતું હોય છે. જેમ કૉર્ટેક્સ મોટું તેમ નવા નવા વિકલ્પ શોધવાની ક્ષમતા વધુ. માનવ જાત પાસે ઘણું મોટું કૉર્ટેક્સ હોવાથી તે ઘણા બધા ગહન અને જટિલ વિકલ્પ શોધી કાઢતું હોય છે, અને તેથી લિમ્બિક સિસ્ટમ જે પડદા પાછળ કામ કરતી હોય છે તે ધ્યાનમાં લેતા નથી, દરગુજર કરીએ છીએ.

 આપણાં મેમલિઅન ન્યુરોકેમિકલ્સ બે જાતના હોય છે, Neurotransmitters અને Hormones . ન્યુરોટ્રૅનિઝમટર બ્રેનમાં રહેતા હોય છે અને હૉર્મોન્સ બ્લડમાં ભળી શકતા હોય છે. બંને સાથેજ સંપીને સ્ટેટ્સ અને હેપિનેસ માટે કામ કરતા હોય છે. માટે ન્યુરોકેમિકલ્સ કહીશું તો અસ્થાને નહિ ગણાય.

 માનવ જાતે સદાય માટે એની વર્તણૂક માટે જાત જાતની ફિલૉસફી શોધી કાઢી છે. અને ન્યુરોકેમિકલ્સ અને લિમ્બિક સિસ્ટમને ધ્યાનમાં લીધી નથી. આપણે પદ, પ્રતિષ્ઠા અને સામાજિક મોભો ઇચ્છતા પ્રાણી છીએ તેવું સ્વીકારવાનું આપણી ફિલૉસફીએ શીખવ્યું નથી. આપણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતોમાંથી ઊંચા આવતા જ નથી.

પ્રાણીઓ વચ્ચે માનવ પ્રાણી.

Mesolimbic dopaminergic and serotonergic pathways.
Mesolimbic dopaminergic and serotonergic pathways. (Photo credit: Wikipedia)

પ્રાણીઓ વચ્ચે માનવ પ્રાણી.

મૅમલ(mammal) એટલે સસ્તન પ્રાણીઓના બ્રેન વિષે ઘણું બધું વાંચ્યા પછી આ દુનિયાને જેવી છે તેવી સ્વીકારવામાં મને ખૂબ મદદ મળી છે, પણ એનો એવો અર્થ નથી કે હું આજથી લાંચ લેવાનું શરુ કરી દઉં કે કોઈ માફિયા ટોળીનો સભ્ય બની જાઉં. લોકોના આપખુદ વલણ કે જોહુકમી કરવાની આદત જોઈ મને ખૂબ ગુસ્સો આવતો, પણ હવે થાય છે કે આ લોકો ફક્ત એમની ન્યુરોકેમિસ્ટ્રિને અનુસરે છે. કેમકે દરેક મૅમલને કોઈ ને કોઈ ઉપર સત્તા ચલાવવાનું ગમતું હોય છે.

આ ન્યુરોકેમિસ્ટ્રિ વારસામાં મળેલી છે. દરેક મૅમલ પાસે એક બ્રેન(Brain) સ્ટ્રક્ચર હોય છે જે રસાયણોનો સ્ત્રાવ કરતું હોય છે જેને આપણે માનવો સુખ, આનંદ કે હેપિનેસ તરીકે જાણીએ છીએ તે dopamine, serotonin, oxytocin and endorphins જેવા અનેક ન્યુરોકેમિકલ્સનું પરિણામ હોય છે. કમનસીબે મૅમલ બ્રેન કાયમ આનો સ્ત્રાવ કરી શકતું નથી. પણ સર્વાઇવલ માટે કશું કરીએ ત્યારે એના રિવૉર્ડ તરીકે આ કેમિકલ્સનો સ્ત્રાવ થાય છે અને દરેક મૅમલ સુખની અનુભૂતિ કરતું હોય છે.

મૅમલ્સ સામાજિક છે, સમૂહમાં રહેવા ઈવૉલ્વ થયેલા છે, અને દરેક સમુહને એક નેતાની જરૂર હોય છે. એટલે દરેક સસ્તન પ્રાણીઓનો કોઈ નેતા હોય છે. અને આ રીતે સુખના કારણભૂત રસાયણનાં સ્ત્રાવ માટે સત્તા એક સાધન બની જાય છે. આપણે માનીએ છીએ કે પ્રાણીઓ સુખ દુઃખની લાગણીઓ અનુભવી શકતા નહિ હોય, પણ એવું નથી.

આપણે મનુષ્યો પાસે લિમ્બિક સિસ્ટમ છે જે દરેક પ્રાણી જગત પાસે સામાન્યતઃ છે. એ સિવાય આપણી પાસે મોટું Cortex છે. એ ચોક્કસ છે કે આપણે પશુઓ કરતા થોડા જુદા છીએ. શરીરનાં પ્રમાણમાં સરખાવીએ તો કોઈ પણ પ્રાણી કરતાં આપણી પાસે સૌથી મોટુ બ્રેન છે. આપણી પાસે વિચાર કરી શકે તેવું મોટું બ્રેન છે. અને તેના વડે આપણે ન્યુરોકેમિકલ્સના ધક્કાને રોકી શકીએ છીએ કશું નવી વિચારી શકીએ છીએ. પણ આપણું કૉર્ટેક્સ આપણને સુખી આનંદિત કરી શકતું નથી. કારણ હૅપી કેમિકલ્સ ઉપર તેનો કોઈ કંટ્રોલ નથી. એટલે ગમે તેટલી ફિલૉસફી ફાડીએ આપણે સુખ દુઃખની લાગણીઓ ઉપર કાબૂ કરી શકતા નથી. અને જે કહેતા હોય કે તેઓ કરી શકે છે તે ખોટું છે.

એટલે તમે સતત સુખમાં રહી શકતા નથી તેમ સતત દુઃખમાં રહી શકતા નથી. કારણ આ રસાયણો ઉપર મૅમલ બ્રેનનો કાબૂ છે. મૅમલ બ્રેન પાસેથી જ તમે એને મેળવી શકો છો, અને તે મૅમલ બ્રેન એને વધારાના શક્તિના પુરવઠા તરીકે જ વાપરાતું હોય છે જે સર્વાઇવલ માટે મદદરૂપ થાય.

સર્વાઇવલ આપણે સમજીએ તે નહિ, મૅમલ બ્રેન જે આપણને પ્રાણીઓ પાસેથી લાખો કરોડો વર્ષોના અનુભવો થકી સર્વાવલ ટેક્નિક શીખીને વારસામાં મળેલું છે તે જે સમજે છે તે સમજવું. એટલે ઓચિંતો સર્પ નજીક આવી જાય તો ભલભલાં આત્મજ્ઞાની કૂદી પડતા હોય છે. આપણે જેને માથાની પાછળનામ ભાગે આવેલું નાનુ મગજ કહીએ છીએ તે જ આ મૅમલ બ્રેન કે લિમ્બિક સિસ્ટમ છે.

એટલે જ્યારે તમે નાનામાં નાની બાબતમાં પણ બીજા કોઈથી પોતાને જરા એકાદ ઇંચ પણ ઊંચા સાબિત કરો ત્યારે મૅમલ બ્રેન તેને નોટિસ કરતું હોય છે, અને પ્રતિભાવમાં હૅપી કેમિકલનો સ્ત્રાવ કરતું હોય છે જે તમને સુખ અર્પતું હોય છે. જેમ કે “મેરી શર્ટ તુમ્હારી શર્ટ સે જ્યાદા સફેદ હૈ.” અહી પૈસાનો કોઈ સવાલ નથી. અમીરી, હાઈ-સ્ટૅટસ તો સુખ અર્પે જ છે, પણ બીજાની સરખામણીએ આપણા પોતાના મનમાં કેટલા ઊંચા સાબિત કરીએ તેનો સવાલ છે. એમાં સાવ નગણ્ય ગણાય તેવી બાબતો પણ સામેલ થઈ જાય. પણ એવું કરવામાં ઊંચા સાબિત કરવામાં જીવનું જોખમ આવી ના પડે તે પણ મૅમલ બ્રેન ધ્યાન રાખતું હોય છે. ક્યારે સત્તા ચલાવવી અને ક્યારે સત્તાશાળી સામે સમર્પિત થઈ જવું તે મૅમલ બ્રેન જાણતું હોય છે અને તે અનુભવો પોતાના વારસદારોને જીનમાં આપતું જતું હોય છે.

જ્યારે કોઈ આપણાં ઉપર સત્તા ચલાવી જાય ત્યારે મૅમલ બ્રેન દુઃખી કરતા કેમિકલ્સ છોડતું હોય છે જેનાથી દૂર રહેવા અને એનો ઉપાય કરવા પ્રેરાતા હોઈએ છીએ જેથી સારી લાગણી અનુભવી શકાય. કૈક નવું પ્રાપ્ત કરીએ ત્યારે મૅમલ બ્રેન Dopamine  રિલીસ કરતું હોય છે તેવી રીતે કોઈના ઉપર સત્તા જમાવવાનો ચાન્સ મળી જાય ત્યારે Serotonin સ્ત્રવતું હોય છે, અને જ્યારે કોઈની સાથે લાગણી વડે જોડાઈએ જે ભવિષ્યમાં સર્વાઇવલ માટે જરૂરી છે ત્યારે Oxytocin સ્ત્રવતું હોય છે.

મૅમલ બ્રેન વિષે પહેલા ખાસ કોઈ સંશોધન થયેલું નહોતું. અતિ પ્રાચીન લિમ્બિક સિસ્ટમ વિષે આપણે કશું જાણતા નહોતા. ભારતમાં તો આ વિષે કે બ્રેન વિષે કે મનોવિજ્ઞાન કે ન્યુરોસાયન્સ વિષે કશું સંશોધન થતું નથી. એવી બધી માથાકૂટ કોણ કરે? પશ્ચિમના વૈજ્ઞાનિકો કરશે પછી અપનાવી લેશું અને સાથે સાથે એ ભૌતિકવાદીઓને ગાળો દેતા જઈશું.

આપણે કોઈ એક નેતાને ગાળો દઈએ છીએ, પણ દરેક નેતાને ગાળો પડતી જ હોય છે, ગાંધીજી હોય, જવાહર હોય કે વલ્લભભાઈ એમના સમયમાં એમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ  લોકો વધારે પાવરફુલ નેતાનો કે ગ્રૂપનો સાથ ઇચ્છતા હોય છે જેથી એમની પર્સનલ જરૂરિયાતો સંતોષી શકાય. અને તેવું બને નહિ તો હતાશ નિરાશ થઈ જતા હોય છે, અપસેટ થઈ જતા હોય છે. અને તે ગ્રૂપ છોડી દેતા હોય છે. કોઈના દ્વારા સત્તા ચલાવાય તેવું કોઈને ગમતું નથી, સાથે સાથે ભુલાઈ જતું હોય છે કે તેઓને પણ સત્તા ચલાવવાનું ગમતું જ હોય છે. સવાલ “આપણો સમાજ” નથી, સવાલ છે સુખ અર્પતા રસાયણોનાં સ્ત્રાવની ખોજનો.

હું હંમેશા લો-પ્રોફાઇલ રહ્યો છું, કોઈ મોટું પદ પ્રતિષ્ઠા ઇચ્છતો નથી, કે ડિઝાઇનર કપડા પહેરી કૉક્ટેલ પાર્ટીમાં જતો નથી. પણ હું હૅપી કેમિકલ્સ ઈચ્છું અને અનહૅપી કેમિકલ્સની અવગણના કરું તે સ્વાભાવિક છે. આપણે કાયમ હૅપી કેમિકલ્સનો ધોધ સદા વહે તેવી રીતે ઈવૉલ્વ થયા નથી, તેવી રીતે બન્યા નથી. હૅપી કેમિકલ્સની અવિરત શોધ માનવીને ક્યારેક સેલ્ફ destructive બનાવી દેતી હોય છે. અને વધુ દુખ પામતા હોય છે.

જો આપણે આપણી બ્રેન કેમિસ્ટ્રિ સમજી શકીએ તો દુઃખદાયી ઘટનાઓ નિવારી શકીએ છીએ. માનો કે મારા હૅપી કેમિકલ્સને મૅનેજ કરવાનું શીખી લઉં ,  છતાં મારે આ દુનિયામાં જીવવાનું છે જ્યાં દરેક જણ મૅમલ બ્રેન ધરાવે છે. અને દરેક જણ હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ વધે તેમ ઇચ્છતા જ હોય છે. અને એના માટે જાતજાતના રસ્તા અખત્યાર કરતા હોય છે. અને દુઃખી કેમિકલ્સથી દૂર રહેવા ઇચ્છતા હોય છે. આમ  હું બીજા મૅમલ્સ વચ્ચે  અવશ્યંભાવી, અપરિહાર્ય મૅમલ છું.

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

Photograph of Charles Darwin
Photograph of Charles Darwin (Photo credit: Wikipedia)

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન  (Evolutionary psychology)

 

ભારતમાં મનોવિજ્ઞાનની બહુ કદર થતી નથી. મનોવિજ્ઞાન વિષય લઈને ભણનારા બહુ ઓછા લોકો હોય છે. મનોવિજ્ઞાનમાં ભારતીયોને ખાસ રસ હોતો નથી કે એનું મહત્વ પણ જણાતું નથી. અને એટલે જ ખૂબ પ્રાચીન સંસ્કૃતિ હોવા છતાં આપણે કોઈ ફ્રૉઈડ જેવો મનોવિજ્ઞાની પકવી શક્યા નથી. ફ્રૉઈડને આધુનિક મનોવિજ્ઞાનનો જનક કહેવામાં આવે છે. એના પછી ઍડલર, પછી કાર્લ જુંગ, આપણે આમાંનો કોઈ હજુ સુધી પકવી શક્યા નથી, ઇચ્છા પણ લાગતી નથી.

આટલાં મોટા ગુજરાત રાજ્યમાં સાઇકાયટ્રિસ્ટ કેટલા? કૉલિજમાં આર્ટસનાં વિદ્યાર્થી નાછૂટકે મનોવિજ્ઞાન લેતા હોય છે. આપણાં લેખકો, પત્રકારો પણ મનોવિજ્ઞાન વિષે ખાસ લક્ષ ધરાવતા નથી હોતા. આપણી કૉલિજમાં કોઈ જાતનું મનોવૈજ્ઞાનિક રિસર્ચ થતું નથી. પશ્ચિમના દેશો આ વિષે ખૂબ સંશોધન કરતા હોય છે. બહુ બહુ તો ભણવા ખાતર મનોવિજ્ઞાન ભણી લઈએ છીએ, પણ નવું એમાં કશું ઉમેરી શકતા નથી. અરે લેટેસ્ટ અપડેટ થયેલું મનોવિજ્ઞાન પણ કૉલિજોમાં ભણાવતા હશે કે કેમ?

સમાન્યતઃ શરૂઆત તો આપણે કરીએ છીએ, પણ પછી શું થાય છે કે બધું ઠપ્પ. ૨૫૦૦ વર્ષ પહેલા બુદ્ધે થોડા મનોવૈજ્ઞાનિક સત્યો કહેલા. ન્યુઅરૉ-સાયંસનાં ખાં લોકોના બુદ્ધ આજે પણ પ્રિય છે. આપણાં દરેક બુદ્ધીજીવીને જરા આગળ પ્રગતિ જણાય કે આધ્યાત્મિકતાનો આફરો ચડી જતો હોય છે, અને પ્રખર ચિંતક બનવાનો રોગ લાગી જતો હોય છે, આત્મસાક્ષાત્કારની પળોજણમાં એમની અંદર રહેલા પ્રતિભાના આત્માને ભૂલી જતા હોય છે.

એવી જ રીતે આપણે ઉત્ક્રાંતિના વિષયને પણ બહુ અગત્યતા આપતા નથી. આપણે ઉત્ક્રાંતિમાં ખાસ માની શકતા નથી. એટલે જ આપણે ડાર્વિન પકવી શક્યા નથી. આપણી પુનર્જન્મની ધારણા, લોક પરલોક, સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરે ધારણાઓ ઉત્ક્રાંતિના ક્રમ, વિકાસના ક્રમને માનવા ઇનકાર દેતી હોય છે. એક કોષી જીવથી માંડીને આજના મનુષ્ય સુધી બહુ લાંબી મજલ આપણે કાપી છે. પણ આપણે માની શકતા નથી. એક કોષી જીવનથી માંડીને આજે આધુનિક મનુષ્ય તરીકે જન્મ્યા તે પહેલાના તમામ જીવન વિશેના અનુભવ આપણે જીનમાં(Gene) સાથે લઈને જન્મ્યા છીએ તેને ઉજાગર કરવાનું વિજ્ઞાન એટલે ઇવલૂશનરી  સાઇકૉલોજી, ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

 ઇવલૂશનરી સાઇકૉલોજી મનોવિજ્ઞાન કરતા કંઈક વધુ છે. એમાં ખાલી મનોવિજ્ઞાન નથી. Human Nature, Social sciences, Psychology, physiology, evolutionary physiology, computational theory of mind, cognitive psychology, evolutionary biology, behavioral ecology, artificial intelligence, genetics, ethology, anthropology, archaeology, biology, zoology, sociobiology, આ બધું આમાં લક્ષ્યમાં લેવામાં આવે છે. એમાં ઇવલૂશનરી સાયન્સ, સાઇકૉલોજી અને ન્યુરોસાયન્સ પણ સમાયેલું છે. ઇવલૂશનરી સાઇકૉલોજીનાં મૂળિયા ડાર્વિનના થીઅરી ઑફ નૅચરલ સિલેક્શનમાં સમાયેલા છે. ડાર્વિને એના પુસ્તકમાં શું ભાખેલું તે જોઈએ,

“In the distant future I see open fields for far more important researches. Psychology will be based on a new foundation, that of the necessary acquirement of each mental power and capacity by gradation.”

—Charles Darwin, The Origin of Species, 1859, p. 449.

૨૦મી સદીના અડધમાં W.D.Hamilton નામના વૈજ્ઞાનિકે ૧૯૬૪મા Inclusive Fitness ઉપર એક રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યું હતું અને Robert Trivers નામના વૈજ્ઞાનિકે ૧૯૭૨માં Reciprocity અને Parental investment એવી બે થીઅરી આપી જેણે મનોવિજ્ઞાનમાં ઉત્ક્રાંતિ વિષે વિચારવા વૈજ્ઞાનિકોને મજબૂર કરવાનું શરુ કર્યું. માનવ પોતાના જેનિસ(genes) દ્વારા એના અનુભવો સંતાનોમાં ટ્રાન્સ્ફર કરતો હોય છે. હેમિલ્ટનની થીઅરીએ માનવમાં પરોપકારની વૃત્તિ, આત્મબલિદાન, સ્વબલિદાનની ભાવના કઈ રીતે વિકસી તેનું કારણ  શોધી કાઢેલું. પરોપકાર, પરમાર્થ બલિદાન સાથે સ્વાર્થની ભાવના પૂર્વજો પાસેથી વારસામાં મળતી હોય છે. ઘણી જાતો પ્રજાતિઓ પુષ્કળ વારસો પેદા કરતી હોય છે અને કેટલીક જાતિઓ પ્રજાતિઓ ઓછા વારસદાર પેદા કરતી હોય છે. સર્વાઇવલની બધી ટેક્નિક છે. ઓછા પણ ખૂબ મજબૂત વારસો પેદા કરવા અથવા વધુ સંખ્યામાં પેદા કરવા જેથી સર્વાઇવ થઈ જવાય.

નૅચરલ સિલેક્શન, સેક્સ્યૂઅલ સિલેક્શન, અડૉપ્શન બધું આમાં આવરી લેવાય છે. આપણાં પૂર્વજો કેવી રીતે કઈ કઈ નવી ટેક્નિક વિકસાવીને સર્વાઇવ થયા હશે તે તમામ અનુભવો જેનિસ(Genes-જનિન તત્વ) દ્વારા આપણને મળતા જ હોય છે. અને હાલના આપણાં અનુભવો આપણે આપણાં સંતાનોમાં આપણે ટ્રાન્સ્ફર કરતા હોઈએ છીએ. આમ ઇવલૂશનરી સાઇકૉલોજીનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે.

પ્રાણીઓની વર્તણુકનો ખૂબ અભ્યાસ થઈ રહ્યો છે. કારણ આપણે પણ એક રીતે પ્રાણી જ છીએ. પ્રાણીઓ પાસેથી આપણને લિમ્બિક સિસ્ટમ(Limbic system) મળેલી છે. લિમ્બિક સિસ્ટમ ન્યુરોકેમિકલ્સ છોડે છે. લિમ્બિક સિસ્ટમ શબ્દોની ભાષા જાણતી નથી, એની ભાષા ન્યુરોકેમિકલ્સ છે. પ્રાણીઓ પણ હર્ષ શોક, પીડાની લાગણી અનુભવી શકે છે. ઉત્ક્રાંતિના ક્રમમાં લાખો કરોડો વર્ષો થયા છે માનવ અવસ્થાએ પહોચતા. જેથી લાખો કરોડો વર્ષોના અનુભવો આપણાં જીનમાં છે. માનવીય વર્તણૂક ઉપર આ બધાની શું અસર પડતી હોય છે તેનો સમાવેશ અને અભ્યાસ આમાં થતો જ હોય છે.

હું પુનર્જન્મમાં માનતો નથી, કે હું ફરી જન્મ લઈશ, પણ મારા જીન(Gene) મારા ત્રણ દીકરાઓમાં છે. એ રીતે મારો પુનર્જન્મ થઈ ચૂક્યો છે. પણ એક સમયે આ જેનિસ(Genes) જીવ જંતુ, સરીસર્પ, પશુ, એપ્સ અને આદિમાનવ હશે. આજે મારામાં આધુનિક માનવ તરીકે લાંબી મજલ કાપીને ઉપસ્થિત થયા છે, અને આમ આગળ વધતા જશે, નવી નવી પરિસ્થિતિઓને અનુકૂળ થતા જશે, યેનકેન પ્રકારે સર્વાઇવ થતા જશે, અને તમામ અનુભવો સાથે આગળ વધતા જશે, ઇમ્પ્રૂવ થતા જશે. એટલે જ મારી રીતે ઇવલૂશનરી સાઇકૉલોજીને જન્મોજન્મના સંસ્કારનું વિજ્ઞાન સમજુ છું.

 

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન

સતત સુખ પામવાની ચિંતામાં દુખી થયા કરવું ? Hard Truths About Human Nature.

સતત સુખ પામવાની ચિંતામાં દુઃખી થયા કરવું   ???

English: Modified version of Dopamineserotonin...
English: Modified version of Dopamineserotonin.gif. (Photo credit: Wikipedia)

 આપણે કાયમ સુખી રહેવા ઇચ્છતા હોઈએ છીએ.પણ તે શક્ય નથી. હર્ષ અને શોકની લાગણી વારાફરતી આવતી જતી હોય છે.એટલે ડાહ્યાં માનવોએ સુખ અને દુખને એક સિક્કાની બે બાજુ ગણાવ્યા છે. હવે હૅપી કેમિકલ વિષે આપણે જાણી ચૂક્યાં છીએ. આ રસાયણો સતત સ્ત્રવે નહિ. એક સમયે એનો ડૉસ ટોચ ઉપર પહોચી જાય તો એકદમ ઉલ્લાસ ઉલ્લાસ જણાય છે, પણ તરત જ આ રસાયણ એની નૉર્મલ ગતિ તરફ પ્રયાણ કરતું હોય છે. બસ ત્યાં તકલીફ શરુ થઈ જાય છે. બ્રેન વિચારવા લાગે કે કશું ખોટું થયું છે. સુખની ચરમસીમા કાયમ ટકતી નથી. આમ તો પરિસ્થિતિ સામાન્ય જ હોય છે. પણ એકવાર મોટો ડૉસ આનંદનો મળી જાય તો સામાન્ય ડૉસ ઓછો લાગે તેવું છે.

ગોળ ખાધા પછી ચા પીએ તો મોળી લાગે છે. એ જ ચા રોજ મીઠ્ઠી લગતી હોય છે. એમાં શુગરનું પ્રમાણ રોજના જેટલું સરખું હોય છતાં ગોળ ખાધા પછી ફિક્કી લાગશે. બસ આવું જ આપણને લાગતું હોય છે. કોઈ મિત્ર ઘણા દિવસે મળવા આવે તો હર્ષ અને ઉલ્લાસથી મન આનંદિત થઈ જાય છે, પણ એ ગયા પછી એક બેચેની, એક ઉદાસી છવાઈ જતી હોય છે, દુખી થઈ જવાતું હોય છે. કેમ ? ઑક્સિટોસિન લેવલ જે હાઈ થયું હોય તે નૉર્મલ થઈ જતા આવું બનતું હોય છે.

ન્યુરોકેમિકલ્સ કાયમ ટોચ ઉપર રહે નહિ. એમાં ચડાવ ઉતાર આવતો હોય છે. આવા સમયે નકારાત્મક વિચારો કરવાને બદલે સમજવું જોઈએ કે કેમિકલ્સ એની નૉર્મલ સ્થિતિએ પહોચી ગયું છે જે જરૂરનું છે, નહી તો ઇમર્જન્સી વખતે કામ શું લાગશે ? હવે તો મારા વાચક ને ખબર છે કે  dopamine,  serotonin,  endorphins,  oxytocin  જુદી જુદી જાતની  happiness  અર્પતા હોય છે.

કોઈ રેસ, હરીફાઈ કે કોઈ કામ પત્યા પછી આપણને થોડું ખરાબ લાગણી થતી હોય છે, કોઈ ઉદાસી છવાઈ જતી હોય છે. પછી એના કારણો શોધવા ઊંડા ઊતરી જતા હોઈએ છીએ.કે ભાઈ બરોબર દોડી શક્યા નહિ. કે ઇનામ મળ્યું નહિ. કે રમતની પસંદગી ખોટી થઈ ગઈ, કે પછી કામ કર્યું પણ સમાજે કે લોકોએ એનો આભાર માન્યો નહિ. કે લેખ તો નવો ખૂબ જહેમત કરીને મૂક્યો પણ મિત્રોએ જોઈએ તેવા પ્રતિભાવ આપ્યા નહિ.

માનો કે રમત જીતી ગયા છતાં dopamine નું સ્તર છેક ટોચ ઉપર પહોચેલું જેણે ખૂબ આનંદ આપ્યો તે ત્યાં કાયમ તો રહેવાનું નથી. એટલે જીત્યા પછી પણ ઉદાસી તો આવવાની જ. અને ભલે આ નેગેટિવ લાગણીની ઉપેક્ષા કરો, પણ ઠંડી ઉદાસી થોડું દુખ તો રેવાનું જ કે પેલું ગોળ ખાધા પછી ચા ફિક્કી લાગે તેમ. તો જે સારી ખોટી લાગણી પેદા થાય તે કેમ થઈ એની ચિંતા કર્યા વગર એને સ્વીકારી લેવી તે જ ઉત્તમ ઉપાય જેથી ફરી પાછું dopamine તેની તીક્ષ્ણ ધાર બતાવી શકે. આનું લેવલ ઊંચું રાખવાની મથામણમાં ચિમ્પૅન્ઝી સમય બરબાદ કરતી આખો દિવસ ઉધઈ ખોતરીને ખાવાની ચેષ્ટા કર્યા કરતા હોય છે.

કોઈ રમત રમતી વખતે પગ મચકોડાઈ ગયો, પણ ચાલુ રમતે એનો અહેસાસ નહિ થાય, કેમ? Endorphin હાજર છે. પણ રમત પૂરી થયા પછી દુખાવો શરુ થવાનો ત્યારે થશે કે પગ મચકોડાયો ત્યારે કેમ કશું થયું નહિ ? બસ દુઃખી થઈ જવાનાં એક તો શારીરિક પીડા અને ઉપરથી માનસિક.

કોઈ સામૂહિક કામ લઈને બેઠાં હોઈએ, કોઈ સમાજનું કે જ્યાં એક માણસનું કામ ના હોય ટીમ વર્કની જરૂર પડે. એકબીજાના વિશ્વાસે કામ ચાલતું હોય ત્યાં કોઈ સાથી આડો ફાટે કે જરા વિરોધ વ્યક્ત કરે કે કોઈ ખુલાસો પૂછે તો એવું થશે કે કોનો વિશ્વાસ રાખવાનો ? દુઃખી દુઃખી થઈ જવાતું હોય છે. Oxytocin લેવલ અહી જરા ઓછું થઈ જતું હોય છે. આનું લેવલ કાયમ ઊંચું રાખવાની મથામણ દુખ નોતરતી હોય છે. આનું લેવલ જાળવી રાખવા વાનરો એકબીજાના વાળ સતત ફંફોસ્યા કરતા હોય છે.

કોઈ પરિષદના મુખ્ય મહેમાન હોઈએ ભાષણ વગેરે કે ઉદ્ઘાટન વિધિ પતિ ગયા પછી થોડી વાર એક અજંપો છવાઈ જતો હોય છે. Serotonin લેવલ નૉર્મલ થઈ જતા આવું થતું હોય છે. આનું લેવલ સતત ઊંચું રાખવાની મથામણ કરતા ચિમ્પ બુમો પાડતા ચિચિયારીઓ પાડતાં હોય છે અને બીજા સાથીદારોને મારતા હોય છે.

આપણું Cortex જાણતું નથી હોતું કે કેમ સુખ અર્પતા રસાયણો એકદમ ઓછા થઈ ગયા ? લિમ્બિક સિસ્ટમ જે આ ન્યુરોકેમિસ્ટ્રીને કંટ્રોલ કરતી હોય છે તે આપણને પ્રાચીન મૅમલ્સ તરફથી વારસામાં મળેલી છે જે કોઈ શબ્દોની ભાષા જાણતી નથી. એને તો એક સીધી સાદી રીત આવડે છે કે સર્વાઇવ માટે સારું હોય ઉપયોગી હોય ત્યારે હૅપી કેમિકલ્સ છોડો અને સર્વાઇવ માટે ખરાબ હોય ખતરો હોય ત્યારે અનહૅપી કેમિકલ્સ છોડો.

હવે સર્વાઇવલ માટેની પરિભાષા લિમ્બિક સિસ્ટમ માટે અને cortex  માટે અલગ અલગ હોય છે. કારણ cortex  શીખે છે આપણાં અનુભવો ઉપરથી જ્યારે લિમ્બિક સિસ્ટમ આપણાં પૂર્વજો કે જેઓ પ્રાણીઓ હતા તેમને જે જરૂર લાગી હોય તેના સંદર્ભમાં તૈયાર થયેલી અને વારસામાં મળેલી હોય છે. કૉર્ટેક્સમાં વાયરિંગ બચપણથી થયેલું હોય છે. માટે જ્યારે કોઈ નવો અનુભવ થાય છે છતાં આપણે કશું શીખતા નથી.અને એના દોરવાયા દોરવાઈ જઈને પછી વિમાસણ અને નિરાશામાં ઘેરાઈ જઈએ છીએ. સિવાય કે નવું વાયરિંગ કરીને નવો ન્યુઅરલ રાજમાર્ગ બનાવીએ.

એટલે સતત સફળતા તો મળે નહિ. બધાને કાયમ નંબર વન ઉપર પહોચવું હોય પણ પહોચવાનો તો એક જ. એટલે નિષ્ફળતા મળે એટલે દુખી થઈ જવાના. ત્યારે ઍડીસનનું વાક્ય યાદ કરવું કે  “I have not failed. I’ve just found 10,000 ways that won’t work.”

 

 

 

Corruption, મજૂરથી મંત્રી સુધી.root causes.(Hard Truths About Human Nature)

      Corruption, મજૂરથી મંત્રી સુધી.

         માનવજાત કોઈને કોઈ નેતાને લીડરને અનુસરવા ઈવૉલ્વ થયેલી છે. એ નેતા પછી ધાર્મિક હોય કે રાજકારણી હોય, ગામનો સરપંચ હોય કે પછી સમાજનો આગેવાન. ટોળાનો મુખિયા હોય કે પછી ઘરના વડીલ હોય,  પિતાશ્રી હોય કે પછી માતુશ્રી હોય. લતીફ પણ હોઈ શકે અને અન્ના હજારે પણ હોઈ શકે. સજીવ જગતમાં સસ્તન પ્રાણીઓ સમૂહમાં કોઈ ઍલ્ફા નેતાના કાબૂ નીચે જીવવા ટેવાયેલા હોય છે. આ નેતા સમૂહના બીજા લોકોનું અમુક સમયે રક્ષણ કરતા હોય છે, પણ એમના અંગત રસને પ્રથમ પ્રાધાન્ય અર્પતા હોય છે. રિસોઅર્સિસ અને રીપ્રૉડક્ટિવ(સંતાન પેદા કરવા)  તક ઉપર પણ એમનો પહેલો કાબૂ ધરાવતા હોય છે.

                 સિંહ એના ટોળાનો નેતા હોય તો શિકાર ઉપર પહેલો હક તેનો હોય છે, સમૂહના બીજા સભ્યોને તગેડી મૂકશે, ધરાઈ ગયા પછી બીજાને ભાગ મળશે. મોટાભાગે શિકાર સિંહણ સમૂહ કરતો હોય છે. છતાં સિંહ દોટ મૂકીને ખાવા આવી જશે. ઍલ્ફા ચિમ્પ પણ ખોરાક અને માદા ચિમ્પ પર પહેલો હક ધરાવશે. જેવી રીતે પ્રજા કમાય છે, મહેનત કરે છે અને ટૅક્સ ભરે છે તેમાંથી નેતાઓ સ્વિસ બૅન્કમાં મૂકી આવે છે.

                  સસ્તન પ્રાણીનો મહત્વનો ગુણધર્મ છે કે બની શકે તેટલા વિખવાદ નિવારવા, ઝગડા નિવારવા. કારણ વિખવાદમાં જીવ જાય તેવી ઈજાઓ ઍલ્ફા દ્વારા મળતી હોય છે. એટલે જીતવાની શક્યતા ન હોયતો વિખવાદમાં પડવું નહિ અને સમર્પણ કરી લેવું તેવી રીતનું બ્રેન ઇવલૂશનનાં ક્રમમાં વિકસ્યું છે. એમના DNA જીવતા રાખવા માટે આવું જરૂરી છે. કુદરતનો આ નજરિયો લોકોને અપસેટ કરી નાખવા પૂરતો છે. શાંતિપૂર્ણ સહકાર વડે જીવવામાં ખૂબ સલામતી છે.

સહકાર પણ સર્વાઇવલની એક તરકીબ છે. આમ શાંતિપૂર્ણ સહકાર વડે જીવવાની ભાવના આવી એટલે નેતાને અનુસરવાની ભાવના ચાલુ થઈ, અને એમ mammal ઈવૉલ્વ થયા, એમ એમનું બ્રેન ઈવૉલ્વ થયું. પરંતુ તક મળે નેતા બનવાની કોશિશ જારી રાખવી તે પણ એટલું જ સાચું. એટલે મૅમલ જાણતા હોય છે કે નેતાને ગૃપનાં વડાને એના પોતાના અંગત ફાયદામાં વધારે રસ છે છતાં એની રાહબરી હેઠળ જીવતા હોય છે.

         પ્રાણીઓ સમય પૂરતાં સહકાર કરતા હોય છે. પણ મોટા બ્રેન ધરાવતા સસ્તન સમાજ ઊભો કરતા હોય છે. સામાજિક સહકાર ધરાવતું જોડાણ ઊભું કરતા હોય છે. એક મજબૂત માણસ એનાથી થોડા નબળા માનવ સાથે સામાજિક જોડાણ ઊભું કરે છે કે જેથી કોઈ ત્રીજાને પછાડી શકાય, કોઈ ત્રીજા ઉપર કાબૂ કરી શકાય. એમાં નબળાનો સાથ અને સહકાર અને સંમતિ હોય છે.તમે સામાજિક જોડાણ કરો છો જેથી તમને એક્સ્ટ્રા રિસોઅર્સિસ મળે, રીપ્રૉડક્ટિવ તક મળે અને તમારા બાળકોને સલામતી મળે.

પરંતુ ઍલ્ફા લગભગ તમામ બેનિફિટ એકલો હડપ કરી જતો હોય છે. અને તમને જ્યારે કોઈ વિખવાદ થાય તો એકલાં ભોગવવા છોડી દેતો હોય છે. એટલે ઘણીવાર તમામ પસંદગી ખરાબ હોય છે, કોઈ ચૉઇસ રહેતી નથી છતાં એમાંથી શક્ય સારી ચૉઇસ કરવી પડતી હોય છે. કારણ સામાજિક સહકારના માળખા વગર તમે જીવી શકો નહિ. સમૂહ વગર પ્રિડેટરનાં જડબામાં ચવાઈ જવાનું સરળ બની જતું હોય છે. સસ્તનનું બ્રેન સામાજિક જોડાણ દ્વારા સર્વાઇવ થવા માટે ઈવૉલ્વ થયેલું છે. બધા જ ચોર હોય ત્યાં શક્ય ઓછો ચોર નેતા પસંદ કરવો પડતો હોય છે.

 મૅમલ ઘણી વાર એકબીજાને સહકાર આપતા હોય છે લીડરને પછાડવા. એમાં જીવલેણ ઈજાનો ભય હોય જ છે, અને નવો નેતા એમ કઈ ઝડપથી સર્વોચ્ચ બની જતો નથી. આમાં ઘણીવાર બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે, આ બહુ સરળ નથી. અને શક્ય ત્યાં મૅમલ સમાધાન કરવા ઈવૉલ્વ થયેલા છે. ધીમે ધીમે સામાજિક જોડાણ દ્વારા ગ્રૂપ નેતા દ્વારા આપણે બેનિફિટ વધુને વધુ મેળવતા થતા જતા હોઈએ છીએ. પરંતુ આ પ્રોસિજર ખૂબ ધીમો હોય છે જલદી નજરમાં આવતો નથી.

પહેલાના ગૃપનેતાઓ(રાજાઓ) લગભગ તમામ ફાયદા લઈ જતા હતા. રાજાશાહી જુઓ લોકોને બહુ બેનિફિટ મળતા નહોતા. તમારા રોસોઅર્સિસ એ લોકો હડપ કરી જતા અને ગમે ત્યા ગમે તે રીતે વાપરી શકતા. આજે લીડર પાસે એક ફૉર્મ્યૂલા હોય છે તમારા ટૅક્સ લઈને એમાંથી તમારા ફાયદા માટે એને વાપરવા પડે છે. પહેલાના ગૃપનેતાને કશું કહી શકાતું નહિ, કહો એની સજા મળતી. જ્યારે આજે તમે લીડરને જાહેરમાં ખુલ્લા પાડી શકો છો.

       નવા નેતા બનવાની ઇચ્છા ધરાવનારે જુના નેતા કરતા વધારે બેનિફિટ આપવાની બાંહેધરી આપવી પડતી હોય છે. નેતાઓ એમની તરફથી ખૂબ લાભ મળશે તેવું વધારી વધારીને કહેતા હોય છે. લોકો ઉપરછલ્લું મૂલ્યાંકન કરતા હોય છે. બ્રેન ન્યુઅરલ સર્કિટ વડે માહિતી ફિલ્ટર કરતું હોય છે, કે શું નૉર્મલ છે. આપણે ઊંડું મૂલ્યાંકન કરવા ટેવાયેલા નથી હોતા. સામાજિક જોડાણના સભ્ય બનાવવાનો મતલબ સલામતી. મૅમલ સામાજિક જોડાણ દ્વારા ઘણી બધી જાતની સલામતી ઇચ્છતા હોય છે. સામાજિક જોડાણ છૂટી જાય તો મૅમલ  બ્રેન સર્વાઇવ થવામાં તકલીફ અનુભવતું હોય છે. એટલે લીડર કે ઍલ્ફાના સત્યો વિષે બખાળા કરો તો સમાજ બહાર ધકેલાઈ જવાનો ડર સતાવતો હોય છે.

પહેલા પણ આવા લોકો નાત બહાર મુકાઈ જતા. એટલે મોટાભાગના લોકો આવી લીડર વિરુદ્ધની માહિતી ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે. અને લીડરે જે માહિતી આપી હોય તેના ઉપર વિશ્વાસ કરી લેતા હોય છે. અથવા જે લોકો જાણતા હોય છે કે અમુક નેતાઓ ખૂબ ભ્રષ્ટ છે પણ એમનું મૅમલ બ્રેન ઇગ્નોર કરતું હોય છે. જ્યાં સુધી કોઈ નવો નેતા પોતાના સમર્થકો વધારવા જુના નેતાના કૌભાંડ બહાર ના લાવે. છેવટે નવા નેતાને પણ એના અંગત ફાયદામાં જ રસ હોય છે.

          નેતાઓ કરપ્ટ હોય છે કારણ એમને એમના અંગત ફાયદામાં જ રસ હોય છે. ઘણીવાર સાવ સામાન્ય ગરીબ ફેમિલીમાંથી આવેલા હોય છે. હાઈ-સ્ટૅટસ વગર પડેલી તકલીફો એમનું બ્રેન જાણતું હોય છે. ધન વગર પડેલી તકલીફો એમનું બ્રેન જાણતું હોય છે, માટે અમર્યાદ ધન ભેગું કરી લેવા મથતાં હોય છે. નેતાઓ કરપ્ટ હોય છે કારણ નેતાઓ કરપ્ટ પ્રજામાંથી ચૂંટાઈ આવતા હોય છે. નેતાઓ કરપ્ટ હોય છે કે જે તે સમાજને કરપ્શન ખરાબ છે તેવું માનસિક રીતે લાગતું નથી. નેતાઓ કરપ્ટ છે કેમકે આખો સમાજ કરપ્ટ છે.

                અમારા પરમ મિત્ર સુનીલ અમીન ઉવાચ “મજૂરથી માંડીને મંત્રી સુધી બધા કરપ્ટ છે.” આપણે માહિતીનું સાચું મૂલ્યાંકન કરવાનું શીખવું જોઈએ. આપણાં ન્યુરૉન્સને કામે લગાડવા જોઈએ. કરપ્શન ખરાબ છે તેવું નવું વાયરિંગ (cortex) બ્રેનમાં કરવું પડશે. એના માટે નાળિયેર વધેરવાનું સૌ પહેલા બંધ કરવું પડશે.

સૌજન્ય અને Ref :-Loretta Graziano Breuning, Ph.D., (speaks internationally on
corrupt practices and their mammalian roots as Professor Emerita of
International Management at California State University, East Bay, and a Docent
at the Oakland Zoo.).

 

 

 

 

 

 

 

 

 

 

શાહજહાં-Mammalian ટ્રેજેડી. Hard Truths About Human Nature.

શાહજહાં-Mammalian ટ્રેજેડી. Hard Truths About Human Nature.

શાહેજહાંનો કરુણ ઇતિહાસ આપણે જાણીએ છીએ. એના દીકરા ઔરંગઝેબે એને નજરકેદ કરી  રાખેલો આગ્રાના લાલ કિલ્લામાં. ત્યાંથી સામે યમુના કિનારે દેખાતા તાજમહાલને આખો દિવસ  જોયા કરતો, જ્યાં એની પ્રિય પત્ની સદાને માટે પોઢી ગઈ હતી. એના બીજા દીકરાઓને એનાં એક  દીકરા ઔરંગઝેબે કતલ કરી નાખેલા અને પિતાને નજરકેદ કરી દિલ્હીની ગાદી કબજે કરી લીધી  હતી. ઔરંગઝેબ આવું કેમ કરી શક્યો? અકબર સામે જહાંગીરે બળવો કરેલો, શાહજહાએ જહાંગીર  સામે બળવો કરેલો. અને શાહજહાં સામે ઔરંગઝેબે બળવો કર્યો. mammals  એટલેકે સ્તનધારી સર્વાઈવ સ્કીલ શીખે છે એમના બચપણ દરમ્યાન. mammals બચપણથી મળેલા અનુભવો દ્વારા જીવનમાં સર્વાઈવ થવાની  કરામતો શીખતા હોય છે. એટલે જે અનુભવો નાનપણમાં થયા હોય તેનું  બેજીક વાયરિંગ (cortex) કોર્ટેક્સની અંદર ગૂંથાઈ  જતુ હોય છે, જે આખી જીંદગી કામ આપતું હોય છે. આ  વાયરિંગ ગૂંથાતા બહુ લાંબો સમય લેતું હોય છે. માટે માનવજાતનું બાળપણ બીજા પ્રાણીઓની  સરખામણીએ ખૂબ લાંબું હોય છે.
જે ન્યુરલ સર્કિટ આપણે ખૂબ લાંબો સમય લઈને બનાવી હોય તે  એકદમ ફેંકી શકાતી નથી. આ સર્કિટ આખી જીંદગી સેવા કરતી હોય છે. આની જાળ બહુ જટિલ હોય  છે, અને મોટાભાગના સ્તનધારી એની નિશ્રામાં મરણ પામતા હોય છે. ગમેતેટલી સલાહ આપો પણ  કેટલાક માણસો ધૂમ્રપાન છોડી શકતા નથી, કે જ્યારે ભ્રષ્ટાચાર કરવાની તક પ્રાપ્ત થાય  છે ત્યારે કાયદાની અવગણના કરે છે. આ બધી સર્વાઈવલ ટેકનીક્સ આપણે સખતપણે પકડી રાખીએ  છીએ છો ને ઘણીવાર તે ફાયદાને બદલે નુકશાન કરતી હોય.  કારણ આપણે તે બચપણમાં શીખ્યા  છીએ. આપણી માનસિકતામાં જડાઈ ગઈ હોય છે.
મોટાભાગે મુઘલ બાદશાહો  નાનપણથી આજ સર્વાઈવલ ટેકનીક્સ અજાણ રીતે અચેતન રૂપે શીખ્યા હતા. પિતા સામે બળવો  કરો, ભાઈઓને મારી નાખો અને રાજગાદી કબજે કરો. હાલનું સરસ ઉદાહરણ બેનજીર ભુટ્ટો છે. એના  પિતાએ ખૂબ ભ્રષ્ટાચાર કર્યો, એમને લટકાવી દીધા, બદલો લેવા તેણે પણ ગાદી કબજે કરી  અનેકગણો ભ્રષ્ટાચાર કર્યો અને તેનું પણ મોત થયું, હવે તેમના પતિ પણ એજ માર્ગે  છે, કહેવાય છે વારંવાર સ્વીત્ઝર્લેન્ડની મુલાકાત લેતા હોય છે.
આપણે ગમેતેટલી સદાચારની વાતો કરીએ, ધર્મધ્યાન કરીએ, ટીલા ટપકાં કરીએ, મંદિરો  બાંધીએ, કરોડો સંતો પેદા કરીએ પણ ભ્રષ્ટાચારમાં આપણે નંબર વન કેમ છીએ? બચપણથી  કોર્ટેક્સમાં જો વાયરિંગ કરીને બેઠાં હોઈએ છીએ. આપણે દુકાન ઉપર ગ્રાહકોને છેતરીએ  છીએ, બાળકો જોતા હોય છે. આપણે નોકરી ઉપર ઉપરના પૈસા લીધા વગર કામ કરતા નથી, બાળકો  સમજતા હોય છે. આપણે સવારની શરૂઆત ભગવાનને પ્રસાદ ધરાવી સાથે ભ્રષ્ટાચારની શરૂઆત કરતા  હોઈએ છીએ, બાળકો રોજ જોતા હોય છે, એમાં જોડાતા હોય છે. આપણે સર્વાઈવ થવા જૂઠું બોલતા  હોઈએ છીએ, બાળકો નિરીક્ષણ કરતા હોય છે. આપણે કોઈનો ફોન આવે તો ઘરમાં નથી એવું કહી દે  તેવી આજ્ઞા બાળકોને કે પત્નીને કરીએ છીએ, તે બાળકો અચેતન મનમાં ગ્રહણ કરતા હોય  છે. આપણે ધર્મની પૂંછડી બની આખો દિવસ ફરતા હોઈએ છીએ અને લોકોના લોહી ચૂસતા શરમ  અનુભવતા નથી તે, બાળકો ગાંઠે બાંધી લેતા હોય છે. આપણે ડુંગળી લસણ ખાતા નથી અને બેંકો  ખાઈ જઈએ છીએ તે સર્વાઈવલ સ્કીલનું વાયરિંગ બાળકો એમના કોર્ટેક્સમાં કરતા જતા હોય  છે. બાળક લગભગ ૨૦ વર્ષનું થાય ત્યાં સુધી આ બધી ટેકનીક્સ શીખી ચૂક્યું હોય છે, પછી  આખી જીંદગી અવશપણે એને અનુસરતું હોય છે.
આપણે સંતો સાધુઓ પેદા કરીએ છીએ તે પણ એક  સર્વાઈવલ સ્કીલ છે. વગર મહેનતે રોટલા રળવાની સ્કીલ છે. આપણે વારસાગત ગાદી મેળવી વગર  કષ્ટ પામ્યે સર્વાઈવ થતા ભ્રષ્ટ સંતો, સાધુઓ અને મહારાજોની એક શ્રુંખલા પેદા કરી  ચૂક્યા છીએ. સંતો પોતેજ ભ્રષ્ટ છે, પ્રજાને શું શીખવશે? આજ ભ્રષ્ટ સંતોના પગ પકડી આપણે  સર્વાઈવ થવું છે તેમાં બાળકોને પણ જોડીએ છીએ, સારા સંસ્કારના બહાને.કોઈક ભાગ્યેજ વીરલો એવો હોય કે યુવાનીમાં નવું વાયરિંગ કરી  શકે.એના માટે મક્કમ મનોબળ જોઈએ,નવી સર્વાઈવલ સ્કીલ પેદા કરી શકે.એના માટે એને ખૂબ  મહેનત કરવી પડે છે.નવો ન્યુરલ હાઈવે બનાવવો ખૂબ હાર્ડ વર્ક માંગી લેતો હોય છે.આવા  લોકો તક મળે છતાં લાંચ લેતા નથી.તક મળે છતાં ભ્રષ્ટાચાર કરતા નથી.
ભારતમાં કેટલા બધાં સમાજ સુધારકો પેદા થયા?ગાંધીજી,વિવેકાનંદ,રામ મોહનરાય આવા અનેક લોકે કોર્ટેક્સમાં નવું વાયરીંગ કર્યું અને પ્રજાને નવું વાયરીંગ કરવા ખૂબ શિખામણ આપી.પણ આ લોકો દરેકના ઘરમાં જઈને તો ના રહી શકે કે નાના બાળકોનું વાયરીંગ બદલાઈ જાય?આપણી સર્વાઈવલ સ્કીલ જ એવી છે.જુઓ આશરે ૧૨ મી કે ૧૩ મી સદીથી મુસ્લિમ આક્રમણકારો ભારત ઉપર જુલમ કરવા લાગ્યા હતા તે છેક ૧૭ મી સદીમાં ઢીલા પડ્યા.આ ગાળા દરમ્યાન ભક્તિ મુવમેન્ટ ખૂબ ચાલી.સેંકડો ભક્તો ભગવાનને પોકારો કરતા પેદા થયા.ભયંકર આક્રમણો અને તકલીફોના સમયે આપણે યોદ્ધાઓ પેદા કરવાને બદલે ભક્તો પેદા કર્યા.જેના દાદા કોઈ ઘોડેસવારની  રૂપિયાની પડી ગયેલી થેલી પાછી આપવા માઇલો સુધી એની પાછળ દોડ્યા  હોય તેમના સંતાનો પાસેથી ભ્રષ્ટાચારની અપેક્ષા કઈ રીતે રાખી શકાય??આ સૌરાષ્ટ્રમાં બનેલી સત્ય ઘટના છે. એમના સંતાનો આજે પણ ભ્રષ્ટાચાર કરી શકતા નથી..
Ref -Dr. Loretta Graziano Breuning –આ મહિલાની સેવા ભારત સરકારે લેવા જેવી છે, ભ્રષ્ટાચાર દુર કરવા બાબતે.

Dr. Loretta Graziano Breuning is Professor Emerita  of International Business at California State University, East Bay, where she  taught for 20 years. She specializes in bribery practices around the globe, and  has consulted with the U.S. State Department and the Department of Commerce.

અજ્ઞાન છે બંધન,અને જ્ઞાન છે મુક્તિનો માર્ગ.

imagesCAAA2GKCઅજ્ઞાન છે બંધન, અને જ્ઞાન છે મુક્તિનો માર્ગ.

ઉપરનું શીર્ષક ફિલોસોફીકલ છે, પણ મારે ફિલોસોફીકલ નહિ બીજી વાત કરવી છે. ઘણી વાર રોગનું નિદાન થઈ જાય તો રોગ લગભગ અદ્રશ્ય થઈ જતો હોય છે. કોઈ વાર દવાની જરૂર પડે અને કોઈ વાર તો દવાની જરૂર જ ના પડે. કે ભાઈ રોગ શાનાથી થયો છે તે કારણ જડી જાય તો દવા વગર મુક્તિ મળી જાય છે. માનવ સ્વભાવના જટિલ સત્યો વિષે જે લખવામાં આવે છે તે કોઈ અરાજકતા ફેલાવવા માટે નહિ. જે સંસ્કાર ઉત્ક્રાન્તિના ક્રમમાં જિન્સમાં મળ્યા છે તે હાલની સમાજવ્યવસ્થા માટે કોઈ વાર ઝોખમી બનીજતા હોય છે. તો એની સમજ હોય કે આ તો ઈવોલ્યુશનરી ફોર્સ ખેંચી રહ્યો છે તો એના દબાણથી મુક્ત થઈ શકાય. માનવસમાજ પોલીગમસ હતો,  બહુપતિત્વ અને બહુપત્નીત્વ સામાન્ય હતું. હવે જ્યારે માનવસમાજ લગભગ મોટાભાગે મનોગમસ બની ચૂક્યોછે,  ત્યારે સ્ત્રી અવિશ્વસનીય છે તેવું માનવાનું ટાળી શકાય .લગ્નવ્યવસ્થાને લીધેસ્ત્રી પાસે કોઈ ચોઈસ ના રહી હોય અને લગ્ન પછી કોઈ હાઈટેસ્ટાટોરીન લેવલ ધરાવતા કોઈ પુરુષના સંપર્કમાં આવી જવાય અને જો ઈવોલ્યુશનરી ફોર્સના દબાણમાં આવી લગ્નેતર સંબંધ બંધાઈ જવાની તૈયારી થઈ ગઈ હોય તેવામાં સમજ આવી જાય કે આ તો ઈવોલ્યુશનરી ફોર્સ દબાણ કરી રહ્યો છે ચેતો ભાઈ, બચો!! તો બચી શકાય અને લગ્નજીવન તૂટતું બચી જાય. સમજી લેવાય કે આવું આકર્ષણ એ ફક્ત કોપી પાછળ મૂકી જવાનું એક ઉત્ક્રાંતિનું જિન્સમાં રહેલું દબાણ માત્ર છે અને બાળકો તો છે જ અને આરામથી મોટા થઈ રહ્યા છે હવે કોઈ પ્રયોજન નથી, ઉત્ક્રાંતિનો ક્રમતો સચવાઈ ગયો છે. તો એવા  કર્ષણમાં ખેંચાઈ જવાનું કોઈ કારણ નથી તો બચી શકાય. મોટા ભાગે સ્ત્રીઓ પર અવિશ્વાસ એમના ઉપર જુલમનું કારણ બનતો હોય છે. ઈવોલ્યુશનની હિસ્ટ્રીમાં સ્ત્રી માઈલ્ડ પ્રોમિસ્ક્યુઅસ રહી છે. આ અવિશ્વાસરાખવાનું હવે મનોગમસ સમાજમાં કોઈ કારણ નથી. પુરુષ તો ૧૦૦ ટકા પ્રોમિસ્ક્યુઅસ છે,  સ્ત્રી માઈલ્ડ છે. આ બધા ઈવોલ્યુશનરી ફોર્સ સમજી લેવાય તો બચી શકાય,  કજિયા કંકાસ,  મારઝૂડ અને ઝગડાથી બચી શકાય.

જે પુરુષોમાં ટેસ્ટાટોરીન લેવલ હાઈ હોય તે આક્રમક રહેવાના. અને સ્ત્રી હાઈટેસ્ટાટોરીન લેવલ ધરાવતા પુરુષને પ્રથમ પસંદ કરતી હોય તે સ્વભાવિક છે, હવે બંને જણા આ વાત સમજતા હોય કે હાઈટેસ્ટાટોરીન લેવલ અગ્રેસિવનેસ લાવે છે તો એનાથી બચી શકાય કે નહિ? રોગનું નિદાન જ દવા બની જાય. એના માટે રમતગમત શ્રેષ્ઠ ઉપાયછે. ક્રિકેટ,  હોકી,  બેઝબોલ, ફૂટબોલ, વોલી બોલ વગેરે રમતો હિંસા બહાર કાઢવાનું કામ આરામથી કરી શકતી હોય છે. રોજ કલાક બે કલાક ફૂટબોલને લાતો મારી મારી ઘેર આવી બૈરીને લાત મારવાનું મન નહિ થાય. હિંસા તો માનવીની અંદર જિન્સમાં સમાયેલી છે. સંપૂર્ણ અહિંસક સમાજ અશક્ય વાત છે. સંપૂર્ણ વ્યક્તિગત અહિંસા મહાવીરની જેમ શક્ય છે. એના માટે પછી કોઈ કાનમાં ખીલા ઠોકી જાય તો ચુપ બેસવાનું. જે હાલ સંપૂર્ણ અહિંસક સમાજ દેખાય છે તે બીજા લોકોના રક્ષણ હેઠળ.. આર્મી અને પોલીસના રક્ષણ હેઠળ. બાકી એકલાં તેમનું અસ્તિત્વ જ ના રહે. એટલે એક તો સ્પર્મ કોમ્પીટીશન પુરુષોને હિંસક બનાવતી હોય છે અને બીજું હાર્ડશિપ પણ હિંસક બનાવતી હોય છે. ત્રીજું પુરુષપ્રધાન સમાજ હિંસક રહેવાના. શક્ય ઓછો હિંસક સમાજ બનાવવો હોય તો સમાજ સ્ત્રી પ્રધાન બનાવી દો. આખી પૃથ્વી પર સ્ત્રીપ્રધાન વ્યવસ્થા આવી જાય તો હિંસા નદારદ થઈ જાય.

ઓરમાન માતાપિતા દ્વારા સંતાનો ઉપર અત્યાચાર થયાની દંતકથાઓ ઘણી બધી સાંભળી હશે. બાળકોની હત્યા પણ સ્ટેપ પેરેન્ટ્સ દ્વારા થઈ જતી હોય છે. એવા સર્વે પણ છે. માટે મેં લખ્યું હતું કે સ્ટેપ પેરેન્ટ્સ બાળકો માટે ખૂબ જોખમી છે. કેમકે બીજાના જિન્સ મોટા કરવા અને પાળવા પોષવામાં ઉત્ક્રાન્તિના ક્રમનો હેતુ સરતો નથી. માટે બીમાર, કમજોર સિંહને તગેડી મૂકી કોઈ નવો સિંહ ટોળાનો કબજો લે ત્યારે પ્રથમ કામ નાના બચ્ચાને મારી નાખવાનું કરે છે. એને એના જિન્સ પોષવા છે, બીજા ના નહિ. હવે જો આ ફોર્સ સમજાઈ જાય સ્ટેપપેરેન્ટ્સ ને તો નાહક ગુસ્સાથી બચી શકાય અને બાળકો બચી જાય.  કેલીફોર્નીયાના માજી ગવર્નર ,હોલીવુડના સ્ટાર, પ્રોફેશનલ બોડીબિલ્ડર એવા અર્નોલ્ડ હવે એમની સુંદર કેનેડી ફૅમિલીની મેમ્બર એવી પત્નીથી છુટા પડશે. ચાર સંતાનો હતા, એક તો ૨૧વર્ષનું છે અને ઈવોલ્યુશનરી ફોર્સમાં  ખેંચાઈ ગયા. હાઉસમેડને સંતાનની ગિફ્ટ આપી બેઠાં. જેવું સંતાન થયું ને પેલીએ એના પતિથી ડિવોર્સ લઈ લીધેલાં. હવે બહુ લાંબુ લગ્નજીવન વિતાવેલ અને આદર્શ ગણાતું કપલ છૂટું પડી જશે, આ બાબતે હિલેરી ક્લીન્ટને બહુ ઊંચી સમજદારી બતાવી હતી અને એમનું લગ્નજીવન અખંડરહ્યું.

કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા,સુખ,દુખ અને ભય જેવી લાગણીઓ કુદરત સ્વાભાવિક મૂકે છે. એમાં એનો હેતુ ઉત્ક્રાંતિનો છે. પણ એના ફોર્સ સમજીએ તો એના દુષ્પરિણામથી બચી શકાય. માટે મેં સીધા દાખલા આપીને પુસ્તકનો મુખ્ય હેતુ બતાવી દીધો છે. સુખ અને દુઃખ ન્યુરોકેમિકલ્સ આધારિત હોય છે.એના ચડાવ ઉતાર સમજી શકીએ તો નાહકના ડીપ્રેશનથી બંચી શકાય. પ્રાચીન મનીષીઓએ એમના અનુભવો દ્વારા એમના ચિંતન દ્વારા તત્વજ્ઞાન ઘણું દર્શાવ્યું પણ આધુનિક ન્યુરોસાયંસ અને બાયોલોજીથી અજ્ઞાન હતા.. આ પુસ્તકને રાસાયણિક ગીતા સમજવી હોય તો સમજી શકો છો..

 

 

 

સૈયા ભયો જુલમી, (ડોમેસ્ટિક વાયલન્સ) Hard Truths About Human Nature.

 સૈયા ભયો જુલમી.Hard Truths About Human Nature.
મેં નાનપણમાં ઘણી સ્ત્રીઓને એમના પતિ દ્વારા માર ખાતી જોઈ છે.મોટા ભાગે પછાત અને અભણ પ્રજામાં આવું ખાસ જોવા મળતું.બલિયો રાવળ એની પત્નીના વાળ

છે હિંમત મારવાની?

પકડીને માથા ભીંતે પછાડતો,પછી નીચે પડેલી પત્નીને લાતો મારતો.નાતરિયા કોમ હતી,પણ એની પત્ની કદી એને છોડીને ગઈ નહિ.ત્યારે મને ખૂબ નવાઈ લાગતી.ડોમેસ્ટિક વાયલન્સનાં આવા બનાવો કોયડા જેવા છે.આ માર ખાતી સ્ત્રીઓમાંથી ત્રણ ભાગની તો પતિને છોડીને જતી રહેતી હોય છે.છતાં એક નાનકડો હિસ્સો આવી એબ્યુસિવ રીલેશનશીપ છોડતી નથી.અત્યાચાર સહન કરતી હોય છે.અપમાન સહન કરતી હોય છે.આ એક રહસ્ય છે,પણ આવી સ્ત્રીઓને કોઈ પૂછે તો કહેશે તેમના પતિને ખૂબ પ્રેમ કરે છે તેવો જવાબ મળતો હોય છે.ઇમોશનલ અટેચમંટ,આસક્તિ એને જોડાઈ  રહેવા મજબૂર કરતી હોય છે.ઘણી વાર હિંસક પાર્ટનર દ્વારા ગંભીર શારીરિક ઈજા થવાનો ડર પણ રહેતો હોય અને ઘણી વાર મોત પણ મળી જતું હોય છે.છતાં આવા હિંસક પાર્ટનર જોડે રહેવામાં શું ફાયદો થતો હશે?

ઉત્ક્રાન્તિના ક્રમમાં જીવન કરતા પણ એક વસ્તુ મહત્વની વધારે બની જતી હોય છે તે છે રીપ્રોડક્ટીવ સકસેસ.જીવન મહત્વનું છે,સર્વાઈવ થવું તે પણ મહત્વનું છે.તેટલું જ મહત્વનું છે વંશ આગળ  વધવામાં સફળતા.યુનાઈટેડ સ્ટેટ્સ અને યુનાઈટેડ કિંગડમ બંને જગ્યાનો એક સર્વે બતાવે છે કે જે સ્ત્રીઓ આવા હિંસક પાર્ટનર દ્વારા ગર્ભવતી થતી હોય છે તેમને દીકરાઓ વધુ જન્મતા હોય છે દીકરીઓ ઓછી.અથવા ઘણાને દીકરીઓ નહિવત્ હોય છે.આક્રમકતા આધાર રાખતી હોય છે testosterone લેવલ ઉપર.જેમ testosterone લેવલ હાઈ તેમ માણસ વધારે આક્રમક અને હિંસક હોય.જે ખેલાડીઓ ઓલોમ્પિક ગોલ્ડ મેડલ મેળવી જતા હોય છે તેમનું   testosterone લેવલ ખૂબ જ હાઈ હોય છે.અને આ મળે છે વારસામાં પિતા તરફથી.એટલે હિંસક અને આક્રમક પિતાના દીકરાઓ પણ એવાજ આક્રમક હોય છે.અગાઉ આપણે જોઈ ગયા છીએ ટી શર્ટ સર્વે મુજબ કે હાઈ testosterone લેવલ ધરાવતા પુરુષોને સ્ત્રીઓ સેક્સ્યુઅલ પાર્ટનર તરીકે પ્રથમ પસંદ કરતી હોય છે.

           હાલની સુસંસ્કૃત સમાજ વ્યવસ્થામાં ભલે હિંસક લોકો જેલોમાં વધારે રહેતા હોય,કે સમાજ એમને બહિષ્કૃત કરતો હોય પણ આપણું બ્રેઈન આ જાણતું નથી.આપણું બ્રેઈન આપણાં પૂર્વજો કઈ રીતે સર્વાઈવ થયા હતા,કઈ કંડીશનમાં જીવતા હતા તે મુજબ ઇવોલ્વ થયું હોય છે.એનો વિકાસ એ રીતે થયો હોય છે.એ સમયે હિંસક માણસો,આક્રમક માણસોને મેટિંગ તક વધારે મળતી હતી.અને એમના વંશ વારસો વધતા જતા હતા.ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં છે કે આક્રમક,હિંસક અને નિર્દયી માનવો મહાન યોદ્ધા અને સફળ રાજકર્તા બનેલા છે જે આજે પણ ચાલુ જ છે.આવા સત્તાધારી કે વર્ચસ્વ ધરાવતા પિતાઓમાં એમના સંતાનોનું રક્ષણ કરવાની કાબેલિયત પણ વધુ હોય તે સ્વાભાવિક છે.આક્રમક બાપના છોકરાને હાથ તો લગાવી જુઓ?એટલે સહન કરતી સ્ત્રીઓને પણ આવો પાર્ટનર ક્યાંથી મળવાનો જે એના સંતાનોનું રક્ષણ કોઈ પણ ભોગે કરી શકે.વળી ઓરમાન બાપ તો ઓર ખતરનાક ગણાય.સ્ટેપ ફાધરને પોતાના જિન્સ ના હોય તો કોઈ રસ ના હોય તેને મોટા કરવામાં.એમા ઉત્ક્રાંતિનો  હેતુ સરે નહિ.એટલે આવા પિતા દ્વારા નાના બાળકોને વધુ ખતરો અચેતન રૂપે હોય છે.
              આ બધી વાતો આદિ પૂર્વજોની છે.અને તે રીતે આપણું બ્રેઈન ઘડાયું હોય છે.અને આજે પણ હકીકત હોય છે.આમાં અપવાદ હોય.કેનેડા અને બીજા દેશોના સર્વે બતાવે છે કે સ્ટેપ પેરન્ટસ નાના બાળકો માટે ખતરનાક બની જતા હોય છે,ક્રૂર રીતે મારતા હોય છે અને કોઈ વાર જીવ લઇ લેતા હોય છે.કોઈ નવો સિંહ ટોળાંનો કબજો લે ત્યારે પહેલું કામ તે ટોળાના નાના બચ્ચાઓને મારી નાખવાનું કામ કરશે.બીમાર,કમજોર તગેડી મુકાયેલા સિંહના જિન્સ ઉછેરવામાં તેને રસ ના હોય.પેલા નાના બચ્ચોને મારી નાખ્યા વગર એમની માતા સિંહણ પણ મેટિંગ માટે તૈયાર ના થાય.

જોકે આજે સ્ત્રીઓએ હિંસક પુરુષો પસંદ કરવા જરૂરી નથી.જોબલેસ પુરુષો કરતા વળી સારી જોબ ધરાવતા પુરુષો એમની પત્નીઓને વધુ ઝૂડતા હોય તેવું પણ જોવા મળ્યું છે એક સર્વેમાં,અને તે પણ અમેરિકામાં.બીજું ખાસ કારણ તો પત્ની ઉપર અવિશ્વાસ હોય કે બીજા જોડે જતી તો નથી ને?એના વિષે અગાઉના લેખમાં ચર્ચા થઇ ચુકી છે.ઈવોલ્યુશનની હિસ્ટ્રીમાં સ્ત્રી માઈલ્ડ પ્રોમિસ્ક્યુઅસ રહી છે.જ્યારે મનોગમીમાં સાથે રહેવાનું આવે છે ત્યારે જિન્સમાં મળેલો અવિશ્વાસ દુર થાય નહિ ત્યારે અપમાન અને પજવણી સ્ત્રીઓની શરુ થતી હોય છે.પછી બહાના ભલે જુદા હોય.એમાં પણ યુવાન સ્ત્રીઓ વધુ ભોગ બનતી હોય છે.વૃદ્ધ સ્ત્રી રીપ્રોડક્ટીવ વેલ્યૂ ખાસ ધરાવતી નથી.તેમના પતિઓ એના ઉપર ત્રાસ ગુજારતા ઓછા થઈ જવાના.પણ યુવાન સ્ત્રીઓ રીપ્રોડક્ટીવ વેલ્યૂ હાઈ ધરાવતી હોય છે,તેમના પતિઓ દ્વારા ત્રાસ વધુ ફેલાવાતો હોય છે.ખાસ તો યુવાન માનવ વધુ આક્રમક હોય છે વૃદ્ધ કરતા.તો યુવાન પતિ દ્વારા વધુ સતામણી થતી હોય તે સ્વાભાવિક છે.પણ પ્રૌઢ માણસની પત્ની વધારે યુવાન હોય તો એને ત્રાસ વધુ મળવાનો.અવિશ્વાસનું પ્રમાણ વધી જવાનું. આ બધું વૈજ્ઞાનિકો દ્વારા સર્વે કરીને સાબિત કરવામાં આવ્યું છે.

  ચીમ્પાઝીનું જીવન આ બાબતમાં ખૂબ ક્રૂર હોય છે,માદા ચીમ્પને નર ચીમ્પ  દ્વારા રૂટીન લાઈફમાં ખૂબ માર મારવામાં આવતો હોય છે.જોકે બોનોબોમાં આવી ક્રૂરતા ઓછી જોવા મળે છે.

કહેવાતી પવિત્ર ગણાતી લગ્નવ્યવસ્થા ભારત જેવા દેશોમાં હોય ત્યાં એકવાર લગ્ન થઈ ગયા પછી ડિવોર્સ લેવાનું પાપ ગણાતું હોય,ત્યાં પડ્યું પાનું નિભાવી લેવાનું.એમાં હિંસક,નિર્દય સ્વભાવ ધરાવતો પતિ મળી ગયો તો પછી સમાજ શું કહેશે તેવું માની સ્ત્રીઓ જુલમ સહન કર્યા કરતી હોય છે.જોકે હવે તેનું પ્રમાણ ઓછું થવા લાગ્યું છે.હવે ડીવોર્સનું પ્રમાણ વધતું પણ જાય છે.

 સ્ત્રીઓને સહન કરવા પડતા અપમાન અને માર વિષે હવે સામાજિક કારણો બીજા વિદ્વાન મિત્રો ઉપર છોડું છું.

સ્ત્રી mildly promiscuous.(Hard Truths About Human Nature)

સ્ત્રી mildly promiscuous.(Hard Truths About Human Nature)
મનૉગમી  એક સામાજિક વ્યવસ્થા છે અને પોલીગમી બાયોલોજીકલ વ્યવસ્થા છે. મતલબ પોલીગમી આપણાં જિન્સમાં છે. એક તો સ્ત્રી મજબૂત જિન્સ ઉછેરવા માંગતી હોય છે સાથે સાથે તે જિન્સ જીવતા રહે તે પણ એટલું જરૂરી છે. માટે સ્ત્રીની પસંદગીમાં દુવિધા રહેતી હોય છે. સ્ત્રી અન્ડ્મોચન સમયે મજબૂત, રફ, ટફ હાઈ લેવલ ટેસ્ટાટોરીન ધરાવતા પુરુષ તરફ આકર્ષણ અનુભવતી હોય છે, પણ પછીના સમયે સૌમ્ય અને સહકારની ભાવના ધરાવતા પુરુષ તરફ ઢળતી જોવા મળતી હોય છે. કારણ હવે ટ્રાન્સ્ફર થયેલા જિન્સ મોટા કરવાના છે. ખેર આ બધી બાબતો ધ્યાનમાં લેવાતા ઇવોલ્યુશનના ઇતિહાસમાં સ્ત્રી mildly promiscuous રહી છે. અલ્પ પ્રમાણમાં અવિશ્વસનીય રહી છે. જ્યારે શક્ય તેટલાં જિન્સ જુદે જુદે વિકસે અથવા ફેલાય તેવી જિનેટિક પોલીગમી માનસિકતા ધરાવતો પુરુષ ૧૦૦ ટકા અવિશ્વસનીય રહ્યો છે, પ્રોમીસ્ક્યુઅસ રહ્યો છે. પુરુષ વિશ્વસનીય રહ્યો હોય તો કાયદા કાનૂન અને મજબુરીમાં વિશ્વસનીય રહ્યો હોય છે.

મનૉગમી હમણાં આવી છે, લાખો વર્ષથી માનવજાત પોલીગમી રહી છે. જે પુરુષ પાસે વિપુલ સંપદા હોય તેની પાસે એક કરતા ઘણી સ્ત્રીઓ રહેતી. ધારોકે ૫૦% પુરુષો પાસે બે સ્ત્રીઓ હોય એનો મતલબ ૫૦% પુરુષો સ્ત્રી વગર રહી જવાના, એવી રીતે ૨૫ % પુરુષો પાસે ચાર સ્ત્રીઓ હોય તો ૭૫ % પુરુષો સ્ત્રી વગર રહી જવાના. આશરે ૬૦ થી ૭૦ ટકા પુરુષો જિન્સ ટ્રાન્સ્ફર કર્યા વગર રહી જતા હતા. મનૉગમી આવી તો પુરુષોને ફાયદો થયો છે. આ રહી ગયેલા પુરુષો યેનકેન પ્રકારે જિન્સ ટ્રાન્સ્ફર કરવા પ્રયત્ન કરતા જ રહેવાના. સ્ત્રી પણ મજબૂત જિન્સ માટે લાલચ ધરાવતી રહેવાની. એમાં કહેવાતી બેવફાઈ જન્મ લેવાની. કુદરતનાં કાનૂનમાં કોઈ બેવફાઈ જેવું હોતું નથી. પણ આવું  કઈ રીતે જાણવું કે સ્ત્રી અલ્પ પ્રમાણમાં અવિશ્વસનીય રહી છે? કોઈ વ્યવહારગત મેટિંગ જેવી સીસ્ટમ ફોસિલ તો છોડતી નથી.

ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ અને સાયકોલોજિસ્ટ શું વિચારે છે?

સ્ત્રીની અલ્પ અવિશ્વસનીયતાના પુરાવા આ લોકોને પુરુષના જનનાંગ પરથી દેખાય છે. પહેલો પુરાવો વૃષણ છે, જે પ્રાણી જાતિની માદા વધારે promiscuous તેના નરનાં વૃષણની સાઇઝ શરીરના વજનના પ્રમાણમાં મોટી હોય છે. કારણ આ જાતિની માદા ટૂંકા સમયમાં એક કરતા વધારે નર સાથે સંસર્ગ કરતી હોય તો તે promiscuous  છે, અંડ સુધી પહોચવા માટે જુદા જુદા નરના સ્પર્મ હરીફાઈ કરતા હોય છે. આ પ્રોસેસને સ્પર્મ કોમ્પીટીશન કહેવાય છે. આનો સરળ ઉપાય ઉત્ક્રાન્તીએ શોધ્યો હોય સ્પર્મની સંખ્યામાં વધારો. સીલ્વરબેક ગોરીલાની માદાઓ એક જ મજબૂત આક્રમક નરના સખત કાબૂમાં જીવતી હોય છે અહી સ્પર્મ કોમ્પીટીશન હોતી નથી. તો ગોરીલાના વૃષણ તેના વજનના 0.૦૨% હોય છે, અને સ્પર્મ  સંખ્યા એક વખતમાં ૫૦ મિલિયન હોય છે. જ્યારે ચીમ્પાન્ઝીમાં માદા અને નર વચ્ચે કોઈ ખાસ “pair-bonding “હોતું નથી. અહી માદાઓ ખૂબ promiscuous  છે. તો અહી ચીમ્પના વૃષણ એના શરીરના વજનના ૦.૦૩% હોય છે. જ્યારે એક વખતના સ્પર્મની સંખ્યા ૬૦૦ મિલિયન છે. ગોરીલા કરતા ૧૫ ગણા મોટા વૃષણ અને ૧૨ ગણું સ્પર્મ ઉત્પાદન વધારે.

આ હિસાબે માનવજાત  ગોરીલા અને ચીમ્પાન્ઝીની મધ્યમાં આવે છે. જુઓ અહી માનવજાતના વૃષણ શરીરના વજનના પ્રમાણમાં  ૦.૦૪ થી ૦.૦૮% છે અને સ્પર્મ ઉત્પાદન એક વખતનું ૨૫૦ મિલિયન છે. એ હિસાબે માનવ સ્ત્રી ગોરીલા માદા કરતા વધુ પણ ચીમ્પની માદા કરતા ઓછી promiscuous  છે.

ચાલો એક વધુ પુરાવો જોઈએ તે છે પુરુષના જનનાંગનો વિશિષ્ટ આકાર. આ શોધ્યું છે પ્રોફેસર Gordon G. Gallup, Jr (State University of New York – Albany) અને તેમના  સાથી મિત્રોએ. ગોરીલા અને ચિમ્પાન્ઝી માનવજાત જેવું સક્રિય મન ધરાવે છે તેવું કૂતરા અને બિલાડા ધરાવતા નથી આવું એમણે ૪૦ વર્ષોના રિસર્ચ દરમ્યાન જાત જાતના પ્રયોગોના અંતે શોધેલું છે. ગોર્ડન હાલના બહુ મોટા ઈવોલ્યુશનરી સાયકોલોજીના નિષ્ણાત ગણાય છે. ગોર્ડન બહુ સારા વક્તા છે અને  NorthEastern Evolutionary Psychological Society ની પહેલી વાર્ષિક મીટિંગમાં

એક ઐતિહાસિક ભાષણમાં એમણે જણાવ્યું કે માનવ જાતના નરની જનેન્દ્રીય બીજી જાતો કરતા વિશિષ્ટ છે હવે થોડું અંગ્રેજીમાં વાંચો. The shape of the human penis is quite distinct from that of many other primate species.  In particular, the glans (“head”) of the human penis is shaped like a wedge. The diameter of the posterior glans is larger than the penis shaft itself, and the coronal ridge, which rises at the interface between the glans and the shaft, is positioned perpendicular to the shaft, In addition, the human male during copulation engages in repeated thrusting motions before he ejaculates. The combined effect of the particular shape of the penis glans and the repeated thrusting motions during intercourse is to draw foreign semen back away from the cervix. If a female copulated with more than one male within a short period of time, this would allow subsequent males to “scoop out” semen left by others before ejaculating. In other words, according to Gallup, the human penis is a “semen displacement device.” It is designed and used to remove other men’s semen from the cervix before the man ejaculates.
If women did not engage in extensive extra-pair copulations throughout human evolutionary history, then the human penis would not be shaped as it is (like a wedge or scoop), and the human male would not engage in repeated thrusting motions during intercourse before ejaculating. Clear evidence of women’s promiscuity throughout evolutionary history is in the size and shape of men’s genitals. men have testes which are larger than gorillas and orangutans (whose females are largely sexually exclusive to their mates) but smaller than bonobos and chimpanzees (whose females are highly promiscuous), and men have an unusually large penis.

હ્યુમન ઈવોલ્યુશન બહુ લાંબો પ્રોસેસ છે, લાખો વર્ષોનો. એના જટિલ કોયડા ઉકેલવાનો વૈજ્ઞાનિકો પ્રયાસ કરતા હોય છે. ગોર્ડને ખૂબ પ્રયોગો કર્યા છે, આર્ટીફીસીયલ જનેન્દ્રીયો બનાવી, અને રીયલ સ્ત્રી પુરુષોના સંસર્ગનો અભ્યાસ કરીને તારણો કાઢેલા છે. માનવું ના માનવું આપણી મરજીની વાત છે.

વેશ્યાવૃત્તિ.Look!Hard Truths About Human Nature.

Prostitute in Tijuana, Mexico.
Image via Wikipedia
વેશ્યાવૃત્તિ
  M. Keith Chen અને Laurie R. Santos દ્વારા કરાયેલા એક રસપ્રદ સંશોધન  ઉપર,  “Monkeys are people too,”  પુસ્તકમાં Levitt અને Dubner નામના મહાનુભાવો ચર્ચા કરે છે
આ સંશોધન કરાયું છે capuchin  જાતના વાનરો ઉપર. એક નાનકડા કેપુચીન વાનરોના જૂથ આગળ પૈસાના થોડા સિક્કા રજુ કર્યા. આ વાનરોને ધીરે ધીરે પૈસાનું મહત્વ શીખવ્યું. અને આ સિક્કા કઈ રીતે વાપરવા તે શીખવ્યું. કોઈ વસ્તુની લેવડદેવડ પૈસા દ્વારા કરી શકાય, એમ એની ખરીદ શક્તિ સમજાવાઈ. બહુ ધીરજ અને ચીવટથી બધું શીખવાડ્યું કે સિક્કાની એક કિંમત છે અને એનાથી ખોરાક, ફળો વગેરે ખરીદી શકાય. જેવું સિક્કાનું પૈસાનું મહત્વ સમજાઇ ગયું કે એની કિંમત છે, એક નર વાનરે માદા વાનરને સિક્કો આપ્યો. શેના માટે? નવાઈ લાગશે સેક્સ માટે ભાઈએ સિક્કો આપેલો.
હા! મિત્રો કેપુચીન વાનરોમાં વેશ્યાવૃત્તિ સહજ છે. માનવ સિવાયની પ્રાણીઓની જાતો વેશ્યાવૃત્તિ આચરતી હોય છે તે નવું સંશોધન નથી.   Frans de Waal અને બીજા (primatologists)વૈજ્ઞાનિકોએ નોધેલું છે કે માનવજાતની લગભગ સમકક્ષ એવો બોનોબો જાતના એપ્સ વેશ્યાવૃત્તિ આચરતા હોય છે. તેઓ ખોરાક કે ફળો માદા વાનરોને આપે છે સેક્સના બદલે. હવે વાનરો અને એપ્સ  વેશ્યાવૃત્તિ સહજ રીતે નિયમિત આચરતા હોય તો વેશ્યાગીરી અને સેકસના વેપારનું મૂળ બહુ જુનું ઉત્ક્રાન્તિના ક્રમમાં જ છુપાયેલું છે. ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં આપણે માનવ ઉદભવ્યા તે પહેલા  વેશ્યાવૃત્તિ ચાલતી હતી એનો મતલબ  વેશ્યાવૃત્તિ પ્રોસ્ટીટ્યુશન સૌથી જુનો વેપાર છે.
આપણે માનીએ છીએ કે વેશ્યાવૃત્તિ ના હોવી જોઈએ. એમાં સ્ત્રીઓનું શોષણ જ છે. છતાં આ ચાલતું જ હોય છે. મેં પણ વાચેલું કે શ્રી રામ લંકા વિજય કરી પાછા આવ્યા ત્યારે ભરતજી સામે સ્વાગત કરવા ગયેલા ત્યારે શ્રી રામની સેનાનો થાક ઉતારવા વેશ્યાઓ સાથે લઇ ગયેલા. આપણને આજે આ વાંચવું યોગ્ય નહિ લાગે. બાપુઓ પણ આ વાત છુપાવતા  હોય છે. મોટાભાગે રામ કથા તુલસીની વંચાય છે, વાલ્મિકીની નહિ. એ સમયે કદાચ યોગ્ય મનાતું હશે. અથવા સહજ મનાતું હશે.
સેક્સનો મુખ્ય હેતુ પ્રાણીઓમાં તો એમના જિન્સ ટ્રાન્સફર કરવાનો અને વંશ આગળ વધારવાનો જ હોય છે. એના માટે માદાને ફોસલાવવા માટે ફળ અને ખોરાક આપીને ખુશ કરવાનો હોઈ શકે. સેક્સ વેપારના મૂળ અહી શરુ થતા હશે. એવું પણ હોય કે બળવાન નર પાસેથી માદા મેળવવી તે લોઢાનાં ચણા ચાવવા જેવું હોય. ત્યારે ફળ અને ખોરાક આપી બદલામાં સહજ રીતે વિના કોઈ લડાઈ સેક્સ માણી લઇ વંશ આગળ વધારી શકાય. અને એમાંથી વેપાર શરુ થઇ ગયો હોઈ શકે. અને આ વેપાર ઉત્ક્રાન્તિના ક્રમમાં માનવજાતને પણ વારસામાં મળ્યો. ગમે તેટલી બુમો પાડો લોહીનો વેપાર નકામો છે, માનીએ પણ છીએ કે લોહીનો વેપાર મતલબ વેશ્યાગીરી ના હોવી જોઈએ. પણ તે બંધ કેમ નથી થતું????

બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.

બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.

કોણ નહિ ઇચ્છતું હોય કે એમનું બાળક બુદ્ધિશાળી બને? બધાને એમનું બાળક બુદ્ધિશાળી અને સ્માર્ટ હોય તેવી ખેવના હોય છે. નવા બનેલા માતાપિતા એમના બાળકની નાનીનાની સ્માર્ટ વર્તણૂકને મિત્રોમાં ગાઈ વગાડીને કહેતા હોય છે, ગર્વ અનુભવતા હોય છે. આધુનિક મનોવિજ્ઞાન, બાયોલોજી અને ઇવોલ્યુશનરી સાયન્સ થોડી નાની નાની બાબતો કહે છે જે તમારા બાળકને વધુ સ્માર્ટ બનાવી શકે છે, વધુ બુદ્ધિશાળી બનાવી શકે છે.

રિસર્ચ કહે છે કે બાળકની માથાની સાઇઝ જન્મના પહેલા વર્ષમાં વિકાસ પામે, વધે તે પાછળથી એની બુદ્ધિમત્તા ઉપર અસર કરે છે. જન્મ સમયે બાળકના બ્રેઈનની સાઇઝ ગમે તેટલી હોય તેની કોઈ ચિંતા કરવાની નથી. પ્રથમ વર્ષમાં કેટલી વધે તે મહત્વનું છે. એટલે બાળક જન્મે અને પહેલા વર્ષમાં એના માથાની, બ્રેઈનની સાઇઝ જેટલી વિકસે તેટલું સારું. જે પાછળથી બાળક મોટું થાય તો એની બુદ્ધિમત્તા ઉપર અસર થવાની છે. એટલે જન્મ પછીનું એક વર્ષ ખૂબ મહત્વનું છે, સાંભળો છો? નવા બનેલા કે બનવાના છો તેવા માતાપિતા?

ડીએનએ સિન્થેસિસ અને જ્ઞાનતંતુઓના  વિકાસમાં ચાવી રૂપ હાર્મોન જન્મના પ્રથમ વર્ષમાં ખૂબ ઝડપથી વિકાસ પામે છે. અને આ વિકાસની ઝડપને ખૂબ બળ આપે છે સ્પર્શ. જયારે એક માતા બાળકને સ્પર્શ કરવાનું બંધ કરે છે ત્યારે ડીએનએ સિન્થેસિસ રોકાઈ જાય છે. અને ગ્રોથ હાર્મોનનો સ્ત્રાવ ઘટી જાય છે. મનોવૈજ્ઞાનિક રીતે બાળક સર્વાઈવ મોડ તરફ જતું રહે છે. આપણાં પૂર્વજ આદિમાનવ બાળકને આખો દિવસ સતત ઊચકીને ફરતા રહેતા. અને બાળકને સાથે જ સુવાડતા. આજે પણ આપણે સાથે જ સુવાડીયે છીએ. એક વર્ષનું થાય ત્યાં સુધી બાળકને સતત સ્પર્શ આપતા રહો. માતૃત્વની કેડીએ બ્લોગમાં જઈને કાંગારું પદ્ધતિ વિષે વધુ માહિતી મેળવી લેવા વિનંતી છે.

માતાનું ધાવણ ખૂબ મહત્વનું છે. માતાના ધાવણ જેવી કોઈ ફૉર્મ્યુલા શ્રેષ્ઠ નથી. બાળકો માટે મળતા તૈયાર ખોરાકના ડબલાં ખૂબ રિસ્કી છે. બાળકની ઈમ્યુન સીસ્ટમ અને ન્યુરો ટ્રાન્સમીટર્સનાં વિકાસ માટે માતાનું ધાવણ મહત્વનું છે, તૈયાર ડબલાં જોઈએ તેવો વિકાસ કરી શકતા નથી. ફૉર્મ્યુલા ફીડીંગ ડાયાબીટીસ અને બીજા રોગોનું કારણ બની શકે છે. બ્રેસ્ટ ફીડીંગ બ્રેઈનના વિકાસને ખૂબ ગતિ આપે છે, સાથે સાથે માતા સાથે લાગણીભર્યા સામાજિક સંબંધો અને વાસ્તવિક બુદ્ધિમત્તાનાં વિકાસને વેગ આપે છે. માતાના ધાવણનો કોઈ અપવાદ શોધાયો નથી. એની તુલનામાં બીજું કોઈ આવી શકે નહિ. આપણાં પૂર્વજો બાળકને ૨ થી ૫ વર્ષ સુધી માતાનું ધાવણ આપતા હતા. બે, ત્રણ કે પાંચ  વર્ષ માતાને ધાવેલું બાળક ભવિષ્યમાં ક્યારેય માતાની અવહેલના કરી શકે નહિ. માંડ છ મહિના ધાવેલું બાળક ભવિષ્યમાં માતાની અવહેલના કરે તો ફરિયાદ કરવી નહિ.

બાળકને બને તેટલું તનાવમુક્ત રાખો. જેટલું ઓછું રડે તેટલું સારું. એનાથી ન્યુરોન્સ નાશ પામતા હોય છે. માટે બાળકના હલનચલન ઉપરથી એની જરૂરિયાતો સમજી લો. એક વર્ષ સુધી આટલું ધ્યાનમાં લેવું જરૂરી છે. બાળક બોલી શકાતું નથી માટે એની જરૂરિયાતો સમજવી મહત્વની છે.

દરેક સ્તનધારી પ્રાણીઓ આ બાળ ઉછેરની પ્રાથમિક પદ્ધતિ ૩૦ મિલિયન વર્ષથી અપનાવે છે. આપના પૂર્વજો પણ અપનાવતા હતા. પણ આધુનિક જમાનામાં આપણે ભૂલતા જઈએ છીએ. આપણે બાળકને પૂરતું માતાનું ધાવણ આપતાં નથી. તો હવે યાદ રાખો,
૧)સતત સ્પર્શ આપો. નીચે મૂકશો નહિ.

૨)શાંત રાખો. તનાવમુક્ત રાખો.

૩)ઓછામાં ઓછું એક વર્ષ તો ધવડાવો. માતાના ધાવણ ઉપર જ રાખો.

REFERENCES
Darcia Narvaez, Ph.D.,Catharine R. Gale, PhD, Finbar J. O’Callaghan, PhD, Maria Bredow, MBChB, Christopher N. Martyn, DPhil and the Avon Longitudinal Study of Parents and Children Study Team (October 4, 2006). “The Influence of Head Growth in Fetal Life, Infancy, and Childhood on Intelligence at the Ages of 4 and 8 Years”. PEDIATRICS Vol. 118 No. 4 October 2006, pp. 1486-1492. http://pediatrics.aappublications.org/cgi/content/short/118/4/1486.
Hewlett, B., & Lamb, M. (2005). Hunter-gatherer childhoods.New York: Aldine.
Schanberg, S. (1995). The genetic basis for touch effects. In T. Field (Ed.), Touch and Early Experience (pp. 67-80). Mahwah, NJ: Erlbaum

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

ProcesionMercedes
Image via Wikipedia

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ પણ સમાજને ફંફોસો, કોઈને કોઈ પ્રકારનો ધર્મ લોકો પાળતા હશે. ભલે એમાં વિવિધતા હોય, માન્યતાઓ અને નીતિનિયમો જુદા જુદા હોય પણ ધર્મ અને ધાર્મિકતા બધે જોવા મળશે. માટે એવું વિચારાય છે કે માનવ ધાર્મિક બનવા ઇવોલ્વ થયો છે. શું તે સાચું છે? ચાલો ઇવોલ્યુશનરી સાયકોલોજી શું કહે છે જોઈએ.

વિકાસના ક્રમમાં માનવને જિન્સમાં મળેલું છે એક માનવ વંશનું ઝરણું વહેતું રાખવું, બીજું જીવતા રહેવા કોઈ પણ ઉપાય શક્ય કરતા રહેવું, કોઈ પણ હિસાબે સર્વાઈવ થવું. સર્વાઈવ થવાનો એક લાંબો પ્રોસિજર છે માનવ વંશનું ઝરણું વહેતું રાખવું. માનવ પોતાના જિન્સ બીજી પેઢી એટલે પોતાના સંતાનોમાં ટ્રાન્સ્ફર કરી, એક રીતે પોતે જીવતો રહે છે. હાલનું શરીર ભલે કુદરતના નિયમ આધારિત નાશ પામે તે જીવતો છે એના ટ્રાન્સ્ફર કરેલા જિન્સને લઈને. ઉલટાની એમાં પેઢી દર પેઢી પ્રગતિ થાય છે, વિકાસ થાય છે માટે વિકાસ પામતો જતો જીવંત છે. હજારો વર્ષ પછી પણ હું જીવતો જ હોઈશ અને તે પણ વધુ વિકાસ પામેલો.
આના માટે માનવ નર હંમેશા આતુર હોય છે એનું બીજ સ્ત્રીમાં રોપી દેવા. કોઈ પણ સારી સ્ત્રી જોઈ, એની સુગન્ધ ભાવી ગઈ કે તે ઉતાવળો થવાનો એનું બીજ પ્રત્યારોપણ કરી દેવા. એના માટે સ્ત્રીની હા છે તેવી ધારણા બાંધી સાંનિધ્ય કેળવવા દોડી જવાનો. હવે દર વખતે સ્ત્રીની હા ના હોય. સ્ત્રી ખાલી સામાન્ય મિત્રાચારી પણ ઇચ્છતી હોય. આગળ વધવા તૈયાર ના હોય. એમાં ભાઈની ઑફરના જવાબમાં લાફો પણ મળે, ચપ્પલ પણ મળી જાય. હવે ભૂલ તો થઈ ગઈ. કોઈ વાંધો નહિ, ફરી બીજે ટ્રાય ચાલુ. ફરી લાફો મળે પણ વારંવાર ટ્રાય ચાલુ જ રહેવાના. વારંવાર ભૂલ થાય પણ ટ્રાય ચાલુ કેમ રહેતા હોય છે? હવે ચાલો ભાઈ સમજી ગયા કે કોઈ સ્વીકારતું નથી, અને કોઈ સ્ત્રી સંપર્કમાં આવી છતાં ભાઈ તરફથી અગાઉની કરેલી ભૂલોના લીધે, મળેલા ઇન્કારને લીધે પ્રયત્ન થયો નહિ. તે જ સમયે આ સ્ત્રી ખરેખર તૈયાર હતી રીપ્રોડક્શન માટે. હવે ચાન્સ ગુમાવ્યો. કિંમત ચૂકવવી પડી બહુ મોટી કે ચાન્સ ગુમાવ્યો. આ થઇ ફોલ્સ નેગેટીવ એરર. કુદરત કોઈ ચાન્સ લેવા માંગતી નથી. ભૂલોના લીધે બહુ મોટી કિંમત ચૂકવવી પડે તે માન્ય નથી. એટલે એક પણ ચાન્સ ગુમાવવો ના હોય તો વારંવાર ભૂલ થાય છતાં પ્રયત્ન કરતા રહેવો તે માટે માનવ ઇવોલ્વ થયેલો છે. એટલે વારંવાર ઇનકાર મળશે પણ કોઈ વાર તો હકાર મળશે આવું વિચારવું, આ થઇ ફોલ્સ પોજીટીવ એરર. ચાન્સ ગુમાવવો પાલવે નહિ માટે માનવ ભૂલો વારંવાર કરશે પણ એની મોટી કિંમત ચૂકવવી ના પડે તે પહેલું જોવાનું માનવ શીખ્યો છે ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં. આને એરર મૅનેજમેન્ટ કહેવાય. એરર ભલે થાય કોસ્ટ ચૂકવવી ના પાલવે. માટે માનવ વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો છે, Overinfer.

હવે બીજો દાખલો વિચારીએ. આપણો કોઈ પૂર્વજ આફ્રિકાના ગાઢ જંગલમાં ફરી રહ્યો છે. એવામાં કોઈ વિચિત્ર અવાજો આવે છે અને એક મોટું ફળ વૃક્ષ ઉપરથી એના માથે પડે છે. બે ધારણાઓ છે. એક તો પવનના સુસવાટાનો અવાજ છે અને ગુરુત્વાકર્ષણને લીધે ફળ વૃક્ષ પરથી નીચે એના માથા ઉપર પડ્યું છે. બીજી ધારણા છે કોઈ હુમલાખોર એનો શિકાર કરવા ચેતવણી રૂપ અવાજો કરી રહ્યો છે અને કોઈ બીજો કોઈ હુમલાખોર વૃક્ષ પર છુપાયો છે અને તે કશું મારી નાખવા ફેંકી રહ્યો છે. હવે ખરેખર પવનનો સુસવાટાનો અવાજ નથી અને સાચે જ કોઈ હુમલાખોરો મારી નાખવા તૈયાર છે અને એણે ધાર્યું કે આતો પવનનો અવાજ છે તો એ માર્યો જવાનો. જીવ જવાનો. આ થઈ ફોલ્સ નેગેટિવ એરર. આવું તો પાલવે નહિ. માટે જ્યારે જ્યારે આવી અણધારી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે તે પહેલો વિચાર હુમલાખોર જીવ લેવા આવ્યો છે તેવું જ વિચારશે. હવે હુમલાખોર નહિ હોય તો કોઈ નુકશાન નથી. ભલે ધારણા બાંધી લીધી ભૂલ કરી. પણ ખરેખર હુમલાખોર હોય તો બાંધેલી ધારણા કામ લાગી જાય અને સામો હુમલો કરી કે ભાગી જઈને બચી  જવાય. માટે ધારણા બાંધી લેવામાં ભૂલ વારંવાર થાય તો ચાલે પણ જીવ ગુમાવવો ના પાલવે. આ થઈ ફોલ્સ પોજીટીવ એરર. એટલે પાછળ કોઈ કાવતરું છે, કોઈ નુકશાન પહોચાડવા પ્રયત્નશીલ છે તેવું માની લેવા માનવ અવિશ્વાસુ બનવા પેરનાઈડ(Paranoid)બનવા વિકસ્યો છે.

પ્રથમ માનવ Overinfer બનવા વિકસ્યો, વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો. શેના વિષે? જે વસ્તુ ના હોય, જે સંજોગ કદી ઉભા થવાના ના હોય, જેનું અસ્તિત્વ જ ના હોય તેના વિષે વધુ પડતી ધારણાઓ બાંધી એમાં પ્રાણ ફૂંકવા માટે ઉત્સાહિત બનવાનું શીખ્યો છે, એવી રીતે એનું બ્રેઈન વિકસ્યું છે. એટલે પવનના સુસવાટા પણ એણે કોઈ જીવંત વ્યક્તિ લાગવાના. વીજળીના ચમકારા પણ જીવંત. બધામાં જીવ પૂરવાનું શીખ્યો. જે વસ્તુ સમજમાં આવે નહિ તેમાં પણ જીવંત દેખાવા લાગ્યું. સતત મનન અને પૂર્વગ્રહ યુક્ત ચિંતન એને સુપર નેચરલ વસ્તુઓમાં માનતો કરી દીધો. એમાંથી ભગવાન પેદા થયો. પહેલા ભગવાન વાવાઝોડા, ભૂકંપ અને ડીઝાસ્ટર મોકલનાર લાગતો હશે. પછી એને ખુશ કરવા પ્રયત્નો કરવા લાગ્યો. યજ્ઞો કરવા, ભાગ આપવો. એમાંથી ધર્મ પેદા થવા લાગ્યો. વીજળીના ચમકારે આકાશવાણી કરી ભગવાન સંવાદ કરવા લાગ્યો. એટલે ધર્મ એ બાય પ્રોડક્ટ છે. એટલે માનવ ધાર્મિક બનવા સર્જાયો નથી, પણ આતંકિત બનવા સર્જાયો છે, પેરનાઈડ બનવા સર્જાયો છે. માનવ ધાર્મિક છે કારણ આતંકિત છે, પેરનાઈડ છે.ધોળકિયા સાહેબ સાચું કહે છે કે“માણસ ધાર્મિક બનવા સર્જાયો છે એવું નથી. એ માત્ર મગજની પ્રવૃત્તિ છે. ધર્મ અને ભગવાન માણસની શોધ છે.”

માનવ ધાર્મિક છે કેમકે માનવ ભયભીત છે. આ ભયનો ઉપયોગ કરી સાધુબાવા, ગુરુઓ માનવને વધારે ભયભીત કરે છે, પછી એમાંથી બચવાના ઉપાય તરીકે એમના રોટલા પાણી કાઢ્યા કરતા હોય છે.

મેરી સાંસો કો જો મહેકા રહી હૈ,યે પહેલે પ્યારકી ખુશ્બુ. Hard Truths About Human Nature.

મેરી સાંસો કો જો મહેકા રહી હૈ,
યે પહેલે પ્યારકી ખુશ્બુ.
તેરી સાંસોસે શાયદ આ રહી હૈ.
 
 
બદલતે રીશ્તેનું ઉપરનું ગીત ખૂબ કર્ણપ્રિય છે. મારું ફેવરીટ છે. રચનાકારને કદાચ ખબર નહિ હોય પણ એમાં ઈવોલ્યુશનરી સાયંસ, બાયોલોજી અને સાયકોલોજી સમાયેલી છે. Rachel Herz (Ph .D).Brown  Uni ગંધ સુગંધ જ્ઞાનની  આ મહારાણી શું કહે છે?
યુ.એસ.ગ્રેટીંગસ કાર્ડ એસોસિયેશન કહે છે કે વેલેન્ટાઇન ડે નિમિત્તે ૮૫% ટકા કાર્ડની  ખરીદી સ્ત્રીઓ દ્વારા થાય છે. એનો મતલબ એ છે કે સ્ત્રીઓ ચૂંટે છે તેમની પસંદ. સ્ત્રીઓ પસંદ કરનાર છે. એમના હાથમાં છે પુરુષોની પસંદગી. ઘણા બધા સર્વે સાબિત કરે છે કે પુરુષની પસંદનું મહત્તમ  મહત્વ  હંમેશા સુંદર, આકર્ષક અને સેક્સી ફિગર અને દેખાવ ધરાવતી સ્ત્રી હોય છે. બીજું પછી આવે. સ્ત્રીઓને મન વધારે મહત્વ હાઈ સ્ટેટસ, પાવર, રીસોર્સીસ અને પૈસો છે. પણ સાવ એવું નથી. આવનાર બાળક માટે પુરતા રીસોર્સીસ અને સલામતી જોઈએ. પણ આવનાર બાળક હેલ્ધી પણ જોઈએ, આકર્ષક પણ જોઈએ. ભૌતિક ફાયદા સારા છે, પણ તે પુરુષ હેલ્ધી બાળક આપે તે પણ જોવાનું. તે કઈ રીતે પારખવાનું? શરીર જોઇને? કૈક અંશે સત્ય.
પણ ઈવોલ્યુશનનાં ક્રમમાં  બીજું પણ રહસ્ય માનવજાતમાં છે. એ રહસ્ય છે ઈમ્યુન સિસ્ટમમાં. ઈમ્યુન સીસ્ટમનાં જિન્સનું એક અલગ જૂથ હોય છે, એને કહેવાય છે Histocompatibility complex (MHC) દરેકની આ ઈમ્યુન સીસ્ટમ યુનિક હોય છે. અને આ ઈમ્યુન સિસ્ટમની એક અલગ ગંધ હોય છે. માટે દરેકની ઈમ્યુન સિસ્ટમની સાથે દરેકની શરીરની મહેક યુનિક હોય છે. જેવી રીતે ફિંગર પ્રિન્ટ દરેકની યુનિક હોય છે. સાવ અલગ પ્રકારની ઈમ્યુન સીસ્ટમ અને ગંધ પસંદ કરવામાં આવે તો બે જુદી જુદી જાતની સીસ્ટમ ભેગી થઈને હેલ્ધી વારસો પેદા થાય. આ ગંધ સેક્સુઅલી એટ્રેક્શન પેદા કરે તેવી પણ હોવી જોઈએ. પુરુષની સ્મેલ સારી હોય તો પછી બીજી વાતોનું મહત્વ ઓછું થઇ જાય. અને સ્ત્રી બેટર ધેન  એવરેજ પસંદ કરવા ટેવાયેલી હોય છે. ચાલો થોડા ઊંડા ઉતરીએ.
૧૯૫૯ માં Peter karlson જર્મન બાયો કેમિસ્ટ અને Martin Luscher સ્વીસ Entomologist બંને એમની જતું જગતની લેબમાં કામ કરતા હતા. એમણે જોયું કે એક ઉધઈ કેમિકલ છોડે છે અને બીજી ઉધઈની વર્તણુક બદલાઈ જાય છે. આ થયું કેમિકલ કોમ્યુનીકેશન. એમણે શબ્દ શોધી કાઢ્યો Pheromones એક જાતનું કેમિકલ એટ્રેક્શન. આનો સાદો અર્થ થાય છે ઉત્તેજના વાહક. આ કેમિકલને સુગંધ હોય પણ ખરી અને ના પણ હોય છતાં કામ તો કરે જ. Pheromones પ્રજોત્પત્તિ માટે માદા પુરતી ફળદ્રુપ છે અને તૈયાર છે તે સૂચવતા હોય છે. ફળદ્રુપતાનું સિગ્નલ જો આવી રીતે Pheromones ના બતાવે તો માદા હીટમાં  હોય છતાં વાંદરાઓ એને ઇગ્નોર કરતા હોય છે. ફેરોમોનેસને ઘ્રાણેન્દ્રિય દ્વારા અને Vomeronasal Organ દ્વારા પકડી લેવાતા હોય છે. આ અંગ પશુઓમાં પુરતું વિકસેલું હોય છે, માનવ ભૃણમાં હોય છે પણ જન્મ  થયા પછી નદારદ થઇ જાય છે. અને આના ટીસ્યુ તાળવામાં ઉપર હોય છે. પશુઓ એક બીજાને ચાટીને Pheromones ની માહિતી લેતા હોય છે.
Pheromones  બે પ્રકારના હોય છે એક પ્રાથમિક હોય છે જે લોંગ ટર્મ કામ કરતા હોય છે. બીજા releaser સિગ્નલ હોય છે જે તત્ક્ષણ કામ કરતા હોય છે જેવા કે મેટિંગની ઉત્તેજના. Martha McClintock નામની એક મહિલા વૈજ્ઞાનીકે એક સર્વે કરેલો કે હોસ્ટેલમાં સાથે રહેતી છોકરીઓ લગભગ એક સમયે ઋતુચક્રમાં આવતી હોય છે. તેમાં આ Pheromones  ભાગ ભજવે છે. છોકરીઓના પરસેવામાં આ હોય છે જે એકબીજાની વસ્તુઓની આપલે વખતે અને સ્પર્શ વખતે એકબીજાને અસર કરે છે જેનાં લીધે ધીમે ધીમે છોકરીઓ એક સમયે પીરીયડમાં આવતી થઇ જતી હોય છે. Androstadionnone જે Testosterone માંથી બને છે જે પુરુષોના પસીનામાં હોય છે. સ્ત્રીઓમાં ઓછું હોય છે. આ એક હ્યુમન સેક્સ હાર્મોન છે.
Saul  miller  અને Jon  manner નો ટીશર્ટ સર્વે જાણવા જેવો છે. એક કોલેજની છોકરીઓ ઓવુલ્યેશન અન્ડ્મોચન તબક્કામાં  હોય તેમના રાત્રે પહેરેલા ટીશર્ટ લીધા, બીજી જે છોકરીઓ એવા તબક્કામાં ના હોય તેમના ટીશર્ટ લીધા અને થોડા ટીશર્ટ કોઈએ પહેર્યા ના હોય તેવા લીધા, મતલબ શરીરની ગંધ વગરના. થોડા છોકરાઓને ભેગા કર્યા. એમને કહેવામાં આવ્યું કે દરેક ટીશર્ટ છોકરીઓએ પહેરેલા છે. પહેલા આ છોકરાઓના Testosterone લેવલ ચેક કરી લેવામાં આવ્યા. પછી ૧૫ મીનીટના સેશનમાં ત્રણ વખત ખૂબ જોરથી અને લાંબા અને ઊંડા શ્વાસે આ ટીશર્ટ સુંઘવાના જણાવવામાં આવ્યું. દરેકને જુદા જુદા ટીશર્ટ આપવામાં આવ્યા. સુંઘ્યા પછી દરેકના Testosterone લેવલ ફરી ચેક કરવામાં આવ્યા. જે છોકરીઓ ઓવુલ્યેશન તબક્કામાં હતી એમના ટીશર્ટ સુંઘનારનું Testosterone લેવલ વધી ગયેલું. જે છોકરીઓ એ તબક્કામાં નહોતી એનું ટીશર્ટ સુંઘનારના અને જે ટીશર્ટ કોઈએ પહેરેલું જ નહિ તેના સુંઘનારના Testosterone લેવલ સામાન્ય હતા તે જ રહેલા. ઓવુલ્યેશન અવસ્થામાં સ્ત્રીની સુગન્ધ સૌથી વધુ આનંદદાયક હોય છે.
જુઓ મિત્રો, આપણે અત્તર, સેન્ટ, પરફ્યુમ અને ડીઓડરન્ટ વગેરેનાં અતિ ઉપયોગે આપણી ફિંગર પ્રિન્ટ જેવી યુનિક ગંધ ગુમાવી બેઠા છીએ. આ બધાનો વિવેકથી ઉપયોગ થાય તો ઈવોલ્યુશનની સેવા થશે.
શુરુ યે સીલસીલા તો ઉસી દિનસે હુઆ થા,
અચાનક તુને જીસદીન મુજે યુહી છુઆ થા.
લહેર જાગી જો ઉસ તનબદન મેં જો મનમે  આજ ભી દહેકા રહી હૈ.
યે પહલે પ્યારકી ખુશ્બુ તેરી સાંસો સે શાયદ આ રહી હૈ…..
બહોત તરસા હૈ યે દીલ તેરે સપનેયે સજાકે,
યે દીલકી બાત સુનલે મેરી બાહોમે આકે,
જગાકર અનોખી પ્યાસ મનમે યે મીઠી આગ જો દહેકા રહી હૈ.
યે પહલે પ્યારકી ખુશ્બુ તેરી સાંસો સે શાયદ આ રહી હૈ…..
યે આંખે બોલતી હૈ,જો હમ ના બોલ પાયે.
દબી વો પ્યાસ મનકી નજરમે ઝીલમીલાયે.
હોઠોપે તેરી હલકી હસી હૈ,યે મેરી ધડકન બહેકતી જા રહી હૈ.
યે પહલે પ્યારકી ખુશ્બુ તેરી સાંસો સે શાયદ આ રહી હૈ…..
 
 
 
Rachel Herz