Corruption, મજૂરથી મંત્રી સુધી.root causes.(Hard Truths About Human Nature)

      Corruption, મજૂરથી મંત્રી સુધી.

         માનવજાત કોઈને કોઈ નેતાને લીડરને અનુસરવા ઈવૉલ્વ થયેલી છે. એ નેતા પછી ધાર્મિક હોય કે રાજકારણી હોય, ગામનો સરપંચ હોય કે પછી સમાજનો આગેવાન. ટોળાનો મુખિયા હોય કે પછી ઘરના વડીલ હોય,  પિતાશ્રી હોય કે પછી માતુશ્રી હોય. લતીફ પણ હોઈ શકે અને અન્ના હજારે પણ હોઈ શકે. સજીવ જગતમાં સસ્તન પ્રાણીઓ સમૂહમાં કોઈ ઍલ્ફા નેતાના કાબૂ નીચે જીવવા ટેવાયેલા હોય છે. આ નેતા સમૂહના બીજા લોકોનું અમુક સમયે રક્ષણ કરતા હોય છે, પણ એમના અંગત રસને પ્રથમ પ્રાધાન્ય અર્પતા હોય છે. રિસોઅર્સિસ અને રીપ્રૉડક્ટિવ(સંતાન પેદા કરવા)  તક ઉપર પણ એમનો પહેલો કાબૂ ધરાવતા હોય છે.

                 સિંહ એના ટોળાનો નેતા હોય તો શિકાર ઉપર પહેલો હક તેનો હોય છે, સમૂહના બીજા સભ્યોને તગેડી મૂકશે, ધરાઈ ગયા પછી બીજાને ભાગ મળશે. મોટાભાગે શિકાર સિંહણ સમૂહ કરતો હોય છે. છતાં સિંહ દોટ મૂકીને ખાવા આવી જશે. ઍલ્ફા ચિમ્પ પણ ખોરાક અને માદા ચિમ્પ પર પહેલો હક ધરાવશે. જેવી રીતે પ્રજા કમાય છે, મહેનત કરે છે અને ટૅક્સ ભરે છે તેમાંથી નેતાઓ સ્વિસ બૅન્કમાં મૂકી આવે છે.

                  સસ્તન પ્રાણીનો મહત્વનો ગુણધર્મ છે કે બની શકે તેટલા વિખવાદ નિવારવા, ઝગડા નિવારવા. કારણ વિખવાદમાં જીવ જાય તેવી ઈજાઓ ઍલ્ફા દ્વારા મળતી હોય છે. એટલે જીતવાની શક્યતા ન હોયતો વિખવાદમાં પડવું નહિ અને સમર્પણ કરી લેવું તેવી રીતનું બ્રેન ઇવલૂશનનાં ક્રમમાં વિકસ્યું છે. એમના DNA જીવતા રાખવા માટે આવું જરૂરી છે. કુદરતનો આ નજરિયો લોકોને અપસેટ કરી નાખવા પૂરતો છે. શાંતિપૂર્ણ સહકાર વડે જીવવામાં ખૂબ સલામતી છે.

સહકાર પણ સર્વાઇવલની એક તરકીબ છે. આમ શાંતિપૂર્ણ સહકાર વડે જીવવાની ભાવના આવી એટલે નેતાને અનુસરવાની ભાવના ચાલુ થઈ, અને એમ mammal ઈવૉલ્વ થયા, એમ એમનું બ્રેન ઈવૉલ્વ થયું. પરંતુ તક મળે નેતા બનવાની કોશિશ જારી રાખવી તે પણ એટલું જ સાચું. એટલે મૅમલ જાણતા હોય છે કે નેતાને ગૃપનાં વડાને એના પોતાના અંગત ફાયદામાં વધારે રસ છે છતાં એની રાહબરી હેઠળ જીવતા હોય છે.

         પ્રાણીઓ સમય પૂરતાં સહકાર કરતા હોય છે. પણ મોટા બ્રેન ધરાવતા સસ્તન સમાજ ઊભો કરતા હોય છે. સામાજિક સહકાર ધરાવતું જોડાણ ઊભું કરતા હોય છે. એક મજબૂત માણસ એનાથી થોડા નબળા માનવ સાથે સામાજિક જોડાણ ઊભું કરે છે કે જેથી કોઈ ત્રીજાને પછાડી શકાય, કોઈ ત્રીજા ઉપર કાબૂ કરી શકાય. એમાં નબળાનો સાથ અને સહકાર અને સંમતિ હોય છે.તમે સામાજિક જોડાણ કરો છો જેથી તમને એક્સ્ટ્રા રિસોઅર્સિસ મળે, રીપ્રૉડક્ટિવ તક મળે અને તમારા બાળકોને સલામતી મળે.

પરંતુ ઍલ્ફા લગભગ તમામ બેનિફિટ એકલો હડપ કરી જતો હોય છે. અને તમને જ્યારે કોઈ વિખવાદ થાય તો એકલાં ભોગવવા છોડી દેતો હોય છે. એટલે ઘણીવાર તમામ પસંદગી ખરાબ હોય છે, કોઈ ચૉઇસ રહેતી નથી છતાં એમાંથી શક્ય સારી ચૉઇસ કરવી પડતી હોય છે. કારણ સામાજિક સહકારના માળખા વગર તમે જીવી શકો નહિ. સમૂહ વગર પ્રિડેટરનાં જડબામાં ચવાઈ જવાનું સરળ બની જતું હોય છે. સસ્તનનું બ્રેન સામાજિક જોડાણ દ્વારા સર્વાઇવ થવા માટે ઈવૉલ્વ થયેલું છે. બધા જ ચોર હોય ત્યાં શક્ય ઓછો ચોર નેતા પસંદ કરવો પડતો હોય છે.

 મૅમલ ઘણી વાર એકબીજાને સહકાર આપતા હોય છે લીડરને પછાડવા. એમાં જીવલેણ ઈજાનો ભય હોય જ છે, અને નવો નેતા એમ કઈ ઝડપથી સર્વોચ્ચ બની જતો નથી. આમાં ઘણીવાર બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે, આ બહુ સરળ નથી. અને શક્ય ત્યાં મૅમલ સમાધાન કરવા ઈવૉલ્વ થયેલા છે. ધીમે ધીમે સામાજિક જોડાણ દ્વારા ગ્રૂપ નેતા દ્વારા આપણે બેનિફિટ વધુને વધુ મેળવતા થતા જતા હોઈએ છીએ. પરંતુ આ પ્રોસિજર ખૂબ ધીમો હોય છે જલદી નજરમાં આવતો નથી.

પહેલાના ગૃપનેતાઓ(રાજાઓ) લગભગ તમામ ફાયદા લઈ જતા હતા. રાજાશાહી જુઓ લોકોને બહુ બેનિફિટ મળતા નહોતા. તમારા રોસોઅર્સિસ એ લોકો હડપ કરી જતા અને ગમે ત્યા ગમે તે રીતે વાપરી શકતા. આજે લીડર પાસે એક ફૉર્મ્યૂલા હોય છે તમારા ટૅક્સ લઈને એમાંથી તમારા ફાયદા માટે એને વાપરવા પડે છે. પહેલાના ગૃપનેતાને કશું કહી શકાતું નહિ, કહો એની સજા મળતી. જ્યારે આજે તમે લીડરને જાહેરમાં ખુલ્લા પાડી શકો છો.

       નવા નેતા બનવાની ઇચ્છા ધરાવનારે જુના નેતા કરતા વધારે બેનિફિટ આપવાની બાંહેધરી આપવી પડતી હોય છે. નેતાઓ એમની તરફથી ખૂબ લાભ મળશે તેવું વધારી વધારીને કહેતા હોય છે. લોકો ઉપરછલ્લું મૂલ્યાંકન કરતા હોય છે. બ્રેન ન્યુઅરલ સર્કિટ વડે માહિતી ફિલ્ટર કરતું હોય છે, કે શું નૉર્મલ છે. આપણે ઊંડું મૂલ્યાંકન કરવા ટેવાયેલા નથી હોતા. સામાજિક જોડાણના સભ્ય બનાવવાનો મતલબ સલામતી. મૅમલ સામાજિક જોડાણ દ્વારા ઘણી બધી જાતની સલામતી ઇચ્છતા હોય છે. સામાજિક જોડાણ છૂટી જાય તો મૅમલ  બ્રેન સર્વાઇવ થવામાં તકલીફ અનુભવતું હોય છે. એટલે લીડર કે ઍલ્ફાના સત્યો વિષે બખાળા કરો તો સમાજ બહાર ધકેલાઈ જવાનો ડર સતાવતો હોય છે.

પહેલા પણ આવા લોકો નાત બહાર મુકાઈ જતા. એટલે મોટાભાગના લોકો આવી લીડર વિરુદ્ધની માહિતી ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે. અને લીડરે જે માહિતી આપી હોય તેના ઉપર વિશ્વાસ કરી લેતા હોય છે. અથવા જે લોકો જાણતા હોય છે કે અમુક નેતાઓ ખૂબ ભ્રષ્ટ છે પણ એમનું મૅમલ બ્રેન ઇગ્નોર કરતું હોય છે. જ્યાં સુધી કોઈ નવો નેતા પોતાના સમર્થકો વધારવા જુના નેતાના કૌભાંડ બહાર ના લાવે. છેવટે નવા નેતાને પણ એના અંગત ફાયદામાં જ રસ હોય છે.

          નેતાઓ કરપ્ટ હોય છે કારણ એમને એમના અંગત ફાયદામાં જ રસ હોય છે. ઘણીવાર સાવ સામાન્ય ગરીબ ફેમિલીમાંથી આવેલા હોય છે. હાઈ-સ્ટૅટસ વગર પડેલી તકલીફો એમનું બ્રેન જાણતું હોય છે. ધન વગર પડેલી તકલીફો એમનું બ્રેન જાણતું હોય છે, માટે અમર્યાદ ધન ભેગું કરી લેવા મથતાં હોય છે. નેતાઓ કરપ્ટ હોય છે કારણ નેતાઓ કરપ્ટ પ્રજામાંથી ચૂંટાઈ આવતા હોય છે. નેતાઓ કરપ્ટ હોય છે કે જે તે સમાજને કરપ્શન ખરાબ છે તેવું માનસિક રીતે લાગતું નથી. નેતાઓ કરપ્ટ છે કેમકે આખો સમાજ કરપ્ટ છે.

                અમારા પરમ મિત્ર સુનીલ અમીન ઉવાચ “મજૂરથી માંડીને મંત્રી સુધી બધા કરપ્ટ છે.” આપણે માહિતીનું સાચું મૂલ્યાંકન કરવાનું શીખવું જોઈએ. આપણાં ન્યુરૉન્સને કામે લગાડવા જોઈએ. કરપ્શન ખરાબ છે તેવું નવું વાયરિંગ (cortex) બ્રેનમાં કરવું પડશે. એના માટે નાળિયેર વધેરવાનું સૌ પહેલા બંધ કરવું પડશે.

સૌજન્ય અને Ref :-Loretta Graziano Breuning, Ph.D., (speaks internationally on
corrupt practices and their mammalian roots as Professor Emerita of
International Management at California State University, East Bay, and a Docent
at the Oakland Zoo.).

 

 

 

 

 

 

 

 

 

 

12 thoughts on “Corruption, મજૂરથી મંત્રી સુધી.root causes.(Hard Truths About Human Nature)”

  1. ખુબ સરસ લેખ રાઓલ સર,

    સામાન્ય કે ગરીબ ફ઼ેમિલીમાં થી આવતા નેતાઓ જ કરપ્ટ થયા છે તેવું નથી. પરંપરાગત રીતે ધનીક કુટુંબો માં થી આવતા નેતાઓ ને પણ આ ચેપી રોગ લાગુ પડ્યો છે.

    આજ નાં યુગ માં સર્વોપરીતા કાયમ રાખવા માટે પુષ્કળ નાણાં ની જરૂરીયાત રહે છે. અને એ જરૂરીયાત જ વધુ નાણાં ભેગાં કરવાની લાલચ જન્માવે છે. તદુપરાંત રીટાયરમેન્ટ પ્લાનિંગ પણ નેતા પોતાના કાર્યકાળ દરમ્યાન કરી લે છે. સંતાનો ને પણ સર્વાઇવલમાં તકલીફ઼ ના પડે એવી વ્યવસ્થા ગોઠવે છે. આ ફ઼ક્ત નેતાઓ માટે લાગુ નથી પડતુ. મનુષ્યજાત આખી ને લાગુ પડે છે, કારણ કે સર્વાઇવ તો બધા ને થવું છે.

    યહાં હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈ, અંજામ-એ-ગુલિસ્તાં ક્યા હોગા,..!!

    Liked by 1 person

    1. કારણો ઘણા બધા હોય છે.એમાનું એક કારણ દારુણ ગરીબી પણ હોય છે.બાકી તાતા ને ક્યા ખોટ હતી?છતાં ૨ જી સ્પ્રેકટમમાં ફસાયા કે નહિ?સેલ્ફ ઇન્ટરેસ્ટ.ધીરુભાઈ અંબાણીએ દારુણ ગરીબી જોઈ હતી માટે કૌભાંડો કરીને અબજોપતિ બન્યા હતા.

      Liked by 1 person

  2. ભુપેન્દ્રસિંહ આપનો લખેલ લેખ સારી જાણકારી આપતો છે.

    વિષય બદલવાનો ઈરાદો નથી. અગાઉ ના લેખોમાં ભગવાન વિષે પણ લખાણ હતું માટે:

    ભગવાન —– સર્વ વ્યાપી છે.
    ભગવાન —- ની સૌ ભગવાન ની પૂજા કરે છે.
    ભગવાન —- વ્યાખ્યા અને વ્યાખ્યા રહિત પણ છે.
    ભગવાન —- ના અનેક સ્વરૂપો છે.
    ભગવાન —– આમ જનતા નું અફીણ છે.
    ભગવાન —– માણસે બનાવેલ છે.
    ભગવાન —– પાસે અઢળક સંપત્તિ છે. (કેરલા ના મદિર ના સમાચાર)

    ભગવાન શબ્દ બદલીને ભ્રષ્ટાચાર કરું તો કેમ?
    સર્વે વાંચકમિત્રો એ તેમની કલ્પના શક્તિ થી આ લખાણ માં ઉમેરો કરવો.

    Like

    1. ભાઈ સારું શોધી લાવ્યા છો.ભગવાન અને ભ્રષ્ટાચાર સાથે સાથે તો નથી ચાલી રહ્યા ને?

      Like

  3. “આપણે માહિતીનું સાચું મૂલ્યાંકન કરવાનું શીખવું જોઈએ.આપણાં ન્યુરોન્સને કામે
    લગાડવા જોઈએ.કરપ્શન ખરાબ છે તેવું નવું વાયરિંગ cortex માં કરવું પડશે.એના માટે
    નાળિયેર વધેરવાનું સૌ પહેલા બંધ કરવું પડશે.” — કોર્ટેક્ષમાં નવું વાયરિંગ કરવું પડશે…પણ નવું વાયરિંગ કઈ રીતે થાય ? આ પણ સમજાવ્યું એ ખરે જ સરસ કામ કર્યું. પ્રશ્નો અને વાંધાઓ તો બધા જ મુકી શકે છે, મુકે છે. માર્ગ પણ સુચવવો હવે જરૂરી ગણાય. (તો એ પ્રકારે અન્ય માર્ગો પણ બીજા મિત્રોએ વિચારતા થાય, કશુંક વધુ ઉપયોગી જાણવા, સમજવા, આચરવા મળે) મને લાગે છે આપે શરૂઆત કરી એ સારી વાત છે.

    એ વાત તદ્દન સાચી છે કે આપણે માત્ર નેતાઓને જ ભ્રષ્ટ ભ્રષ્ટ કહી અને હાથ ખંખેરી નાંખીએ તે ના ચાલે. કારણ નેતાઓ પણ આપણામાંથી જ આવે છે. કુવામાં હોય તેવું અવેડામાં આવે. ૧૦૦-૨૦૦ રૂ. કે દારૂની એકાદ કોથળી માટે મત આપી આવતા આપણે કે એથી પણ કંઇક વધુ મળતા લાભની લાલચે નેતા ચૂંટી કાઢતા આપણે વ્યક્તિગત લાભના મુદ્દે સાચા ગણાયે પરંતુ સામાજીક જવાબદારીની બાબતે મધમાખી કે કીડી-મંકોડા કરતા હજુ પછાત ગણાયે.

    કરપ્શન મોટાભાગે આર્થિક મુદ્દો છે પણ કરપ્શન પાછળ માણસનું આર્થિક બૅકગ્રાઉન્ડ ચોક્કસ ભૂમિકા નિભાવતું જ હોય તેમ ના કહી શકાય. આપે આ વાતનું સારૂં ઉદા. પણ આપ્યું. આપે પ્રથમ ઉપાય તો સોલિડ બતાવ્યો જ, આ ઉપરાંતના પણ અન્ય મુળભૂત ઉપાયો પણ સૌ સાથે મળી વિચારીએ તેવી ઈચ્છા છે. આ ઉપાયોમાં કેટલાક સહ્‌ય પણ હોઇ શકે અને કેટલાક અનિવાર્યપણે જલદ પણ હોઇ શકે. ભ્રષ્ટાચારના રોગનું નિદાન ઈ.સા. અને એ માધ્યમે વિજ્ઞાન કરી આપે છે પણ ઉપાયો માટે અન્ય શાસ્ત્રો પણ કદાચ ફંફોળવા પડે.

    આ સ_રસ રીતે અને વિગતવાર આલેખાયેલા લેખ બદલ ધન્યવાદ. આભાર.

    Like

    1. ભાઈ “એ વાત તદ્દન સાચી છે કે આપણે માત્ર નેતાઓને જ ભ્રષ્ટ ભ્રષ્ટ કહી અને હાથ ખંખેરી નાંખીએ તે ના ચાલે. કારણ નેતાઓ પણ આપણામાંથી જ આવે છે. કુવામાં હોય તેવું અવેડામાં આવે. ૧૦૦-૨૦૦ રૂ. કે દારૂની એકાદ કોથળી માટે મત આપી આવતા આપણે કે એથી પણ કંઇક વધુ મળતા લાભની લાલચે નેતા ચૂંટી કાઢતા આપણે વ્યક્તિગત લાભના મુદ્દે સાચા ગણાયે પરંતુ સામાજીક જવાબદારીની બાબતે મધમાખી કે કીડી-મંકોડા કરતા હજુ પછાત ગણાયે. ”
      બહુ સરસ વાત કીધી.આજ વાત લોરેટા પણ કહેતી હોય છે કે નેતાઓને એકલા બ્લેમ કરશો નહિ.ભાઈ મારા આ લેખનો સાચો શ્રેય લોરેટાને જાય છે.અન્ય શાસ્ત્રોની બાબતમાં આપ વિચારો અને ફંફોળી શકો છો.બીજા શાસ્ત્રોનું મહત્વ પણ જરાય ઓછું નહિ હોય.એ માટે દીપકભાઈનું માર્ગદર્શન મળ્યું હોત,જુગલભાઈ,અરવિંદભાઈ જેવા બીજા અનેક મિત્રોનું માર્ગદર્શન મળ્યું હોત તો ઘણું સારું થાત.દીપકભાઈ રીસાયા લાગે છે.ઘણી વાર રોગનું સાચું નિદાન થાય અને મૂળ કારણો જડે તો એજ દવા બની જતા હોય છે.

      Like

  4. dear brother,
    Previously i had commented in one of your articles in similar lines regarding the corruption. i had quoted some one who had said ” We get the government we deserve “. To change the present situation major operation on our society is to be carried out. Our education system, election system is getting costlier day by day.
    Now a days everybody seems to be anxious to declare their assets, declaration of assets has become a farce, a big joke. Even RTI act will also face the same future, same for Lokpal Bill. The world will go on. The good values and teachings of our ancient hindu religion is twisted beyond repair, many of the anomalies and wrong beliefs you yourself have previously pointed out in many articles of this blog. There lies the roots of corruption. Thank you.

    Like

  5. નેતાઓ કરપ્ટ છે કેમકે આખો સમાજ કરપ્ટ છે.

    This is not true.

    To give you my example: I paid (without willingness) the bribe to get my passport out of police station. The reason being, I wouldn’t get my passport easily or will have to run around the police officer to get my passport back, which will take a lot of time, patience & heart burn.

    2nd example: I didn’t pay bribe to get my income tax refind & waited it for 4 years.
    I filed several applications & follow up to get it in the end.

    There is a kahevat in Gujarati – Yatha raja tatha praja.
    If people see that work doesn’t get done by honest means & rulers are corrupt, they have this option available to them
    1) by force: example of passport case above
    2) by choice: people paying money to the executive (govt employee) to get things done in favor of him/her, flouting the rules.

    Most people in India pay bribe (not by choice). A bribe paid to traffic police is to avoid the hassle (of time & mental agony), which I think is by choice. In that case, if there is some mechanism, whereby it is easier to pay the fine than to pay bribe, people won’t pay bribe, methinks.

    So the premise of everybody in samaj is corrupt is plain wrong.
    If everyone is corrupt, we won’t have scam cases coming out & everyone will be happy buying each other out.

    The law & its enforcement will send signal to people that this is not a banana republic. If we see that top politicians are send to jail one by one & harshest penalty for messing people’s lives, it will send shivers to others who indulge in this.

    Loot of thousands of millions or thousand rupees if punished, will set the example.
    Thank god that the law is blind (impartial) because people have chosen to look the other way, when it comes to doing the public duty.

    Like

    1. A few correction:

      If people see that work doesn’t get done by honest means & rulers are corrupt, they pay bribe

      refind = refund.

      thanks!!

      Like

  6. લાલો લભ વિના ના લોટે–ભ્રષ્ટાચારનો આમુખ્ય ધ્યેય દુનિયાના કોઇ પણ માનવિને ભુલવા દેતુ નથિ તેથિ જ

    માનવિ તેતેનિ આસપાસ પોતાનુ વર્તુળ રચ્યા કરે છે—

    ” જ્યા જ્યા નજર મારિ ઠરે ત્યાત્યા ભૂત આ ભ્રષ્ટાચારનુ,

    ખોળિયુ ખાઇ રહ્યુ આ, કેન્સર ભ્રષ્ટાચારનુ “—— આથિ વિશેષ શુ કહિ શકાય?

    Like

  7. ગુંડાઓ,ભ્રષ્ટાચારી નેતાઓ ને છાવરવા માં કાયદાઓ સાથે-સાથે આપણી દોગલી દ્રષ્ટી પણ જવાબદાર છે.
    ધર્મ,જાતિ,જ્ઞાતિ,અને પક્ષ વગેરેની આડ લઇને આપણે આવા લોકોને આડકતરુ સમર્થન આપતા હોઈએ છીએ.

    Like

Leave a comment