Category Archives: Evolutionary Psycology

જિંદગીમાં એક વાઘ જોઈએ…

untitled-2

જિંદગીમાં એક વાઘ જોઈએ…

દરેકની જિંદગીમાં ક્યાંક ને ક્યાંક કોઈ વાવાઝોડું આવતું હોય છે, કોઈ ઝંઝાવાત આવતો હોય છે. કોઈ અતિ વહાલું સ્વજન ગુજરી જતા જીવન નૈયા ડૂબી ગઈ હોય એવું લાગતું હોય છે. કોઈ ધંધામાં નુકશાન થતા લાઇફબોટ પોતેજ ડૂબી ગઈ હોય તેવી ક્ષણો આવી જતી હોય છે. તેવા સમયે જીવન નૈયા પર એક વાઘની જરૂરત ઊભી થતી હોય છે. લાઇફબોટનું ઉપલું કવર ખોલીને નીચે જોતા એક વાઘ છુપાયેલો નજરે ચડવો જરૂરી બની જતો હોય છે. વાઘ બહુ ક્રૂર પ્રાણી જરૂર છે, પણ એના મેમલ બ્રેઈનમાં ઓક્સીટોસીન જરૂર સ્ત્રવતા હોય છે. આ વાઘ જ જીવન જીવવાની મહેચ્છા પેદા કરી જતો હોય છે. એક આશા જગાવતો હોય છે. આ વાઘ જીવન આગળ ધપવા પામે તેવું કશુંક કરી જતો હોય છે. આ વાઘ એક સાહસ પેદા કરી જતો હોય છે. આ વાઘ કોઈ પણ બની શકે, કોઈ પણ હોઈ શકે.

મારા પિતાશ્રી ઓચિંતાં ફક્ત ચાર દિવસ બીમાર રહીને સિવિયર હાર્ટએટેકમાં ગુજરી ગયા ત્યારે મારું પણ વહાણ આ ઝંઝાવાતમાં સાવ ડૂબી ગયેલું. પણ મારી લાઇફબોટમાં થોડા વાઘ હતા. સૌથી મોટો વાઘ મારા કાયમ બીમાર રહેતા માતુશ્રી હતા. મારી શ્રીમતી હતી, મારા બે બાળકો પણ હતા. થોડા આઘાત પછી મારું ફોકસ મારા કાયમ બીમાર રહેતા માતુશ્રીની ચિંતા કરવામાં રહેવા લાગ્યું. હું મારી લાગણીઓમાં ડૂબી મરવાને બદલે પત્નીનાં સહકાર વડે માતાની સારસંભાળમાં પડી ગયો. મારા પિતા મારા માટે સર્વસ્વ હતા પણ એમના ગયા પછી બીજા પ્રત્યેના ધ્યાને મને આગળ ધપતો રાખ્યો. લગભગ દરેકના જીવનમાં આવી આકરી ક્ષણો આવતી જ હોય છે ત્યારે કોઈ વાઘ આગળ ધપવામાં જરૂર મદદ કરતો હોય છે.

જીવનની અદ્ભુત નાવમાં મુસાફરી કરતા બચપણમાં થોડા ખરાબ અનુભવો પણ થઈ જતા હોય છે. ઝંઝાવાતો આવી જતા હોય છે અને લોકો એને સહન પણ કરી જતા હોય છે. છતાં આશા રાખું કે દરેકની જીવન નૈયા પર એક વાઘ કુદરતી ભેટ તરીકે હોય. આપણી પોતાની લાગણીઓ, ભાવનાઓ અને જરૂરિયાતો સિવાય પણ આપણું ધ્યાન કોઈના પ્રત્યે હોય તે પણ જરૂરી છે. Without focus, we become self-absorbed, passive, and confused.  આપણે મુશ્કેલીઓનાં લીધે નાશ પામી જતા નથી પણ આપણું ધ્યાન કોઈના પ્રત્યે હોય નહિ તો જરૂર ખતમ થઈ જવાના.

પૂર્વ અને પશ્ચિમ પાસે સુખને જોવાની દ્ગષ્ટિ જુદી જુદી છે. પશ્ચિમનાં લોકો  જીવન પ્રવાહને સર્જીને સુખ પામે છે પૂર્વનાં લોકો જીવન પ્રવાહને સમજીને સુખ માને છે. પશ્ચિમ પાસે સર્જનાત્મકતા છે, પૂર્વ પાસે સમજ છે, જીવન પ્રવાહને સમજવાનું ડહાપણ છે. કેન્દ્રિત મન એક સાધન બની જાય છે. કોઈ બીજા પ્રત્યે કેન્દ્રિત મન હોય તો જીવવા માટે એક બળ મળે છે, એક હેતુ મળે છે, અકારણ જોખમ લેવાનું ટાળવાની આદત પડે છે. જ્યારે એક લાઇફ પાર્ટનર જિંદગીમાં હોય તો તમે વધારે જીવી શકો છો. થોડા બાળકો હોય, ભલે મુશ્કેલીઓ સર્જાતા હોય પણ તમે ઓર વધારે જીવી શકો છો. આપણે કોઈ વૃદ્ધ ગુજરી જાય તો એમના સંબંધીઓને કહેતા સાંભળ્યા હશે કે દાદા કે દાદી ચાર પેઢી જોઇને ગયા. પુત્ર પૌત્રાદી લાંબી જીંદગી માટે ચોક્કસ કારણભૂત બનતાં હોય છે. અરે એક કૂતરું જીવનમાં આવી ગયું હોય તો પણ લોકો વધારે જીવતા હોય છે. એટલે પશ્ચિમના એકલવાયા લોકો કૂતરા પાળતા હોય છે. This is in part so because focusing on other creatures causes us to produce more oxytocin, a calming hormone in both men and women.

ઘરના બારણે કોઈ પ્રિયજનની રાહ જોવી ડિપ્રેશન ઓછું કરનાર બની જતું હોય છે. આપણા કમભાગ્ય માટે કે વિપદા વિષે બીજાને દોષ દેવો કે સંજોગોને દોષ દેવો આપણને ઇનએક્ટીવ બનાવી દેવા પૂરતું છે. બીજા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવામાં ઘણી એનર્જી વપરાતી હોય છે માટે આપણે તેનાથી ઘણીવાર બચતા હોઈએ છીએ પણ કોઈના પ્રત્યે ધ્યાન ના આપવું વળી વધુ મોંઘું પડી જતું હોય છે.

ઘણીવખત આ વાઘ અથવા ફોકલ પોઇન્ટ આપણું મન ખુદ બની શકે છે. મેડીટેશનની વાતો બધી આજ છે. આપણે આપણા મન પર ધ્યાન કેન્દ્રિત કરીએ, મેડીટેશન કરીએ, વાસ્તવિકતાના આયનામાં જોઈએ ત્યારે આપણા વિચારો અને લાગણીઓને જોઈ શકીએ છીએ એમાં ખોવાયા વગર. ખોવાયા તો ગિયા..ઠાકુર તો ગિયા જેવું..અહાહાહા ! મેડીટેશન કરવાથી બ્રેઈન પર થતા અસાધારણ પરિણામો ન્યુરોસાયન્સ પરના અસંખ્ય અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યા છે, (Buddha’s Brain– by Rick Hanson). થોડું મિનિટનું ધ્યાન વધુ આનંદ અને આંતરિક શાંતિનો અનુભવ કરાવે છે.

એક ૫૫ વર્ષની સ્પેનીશ વિધવા મહિલાએ મને એકવાર કહેલું કે મારો હસબન્ડ મરી ગયે છ મહિના થયા છે, મને એના વગર ખૂબ તકલીફ થાય છે પણ આખી જીંદગી હું એની પાછળ રડી ના શકું. આપણે ભલે ભૌતિકવાદી કહીને આ લોકોને વખોડીએ પણ એની મેન્ટલી રીટાર્ડેડ છોકરી માટે એ બધા દુખ ભૂલીને કામે વળી ગયેલી મેં જોએલી છે. ડૂબતી જીવન નૌકામાં એક વાઘ શોધવા માટે જરૂર છે ફક્ત ખુલ્લી આંખની. શોધી કાઢો એને જે તમારામાંથી શ્રેષ્ઠને બહાર કાઢે. એની કાળજી રાખો એનું ધ્યાન રાખો..તોફાનો આવવાથી જીંદગી કાઈ અટકી જતી નથી.તોફાનો જિંદગીના ભાગરૂપ જ છે.

લંડનના પાંચ પાંચ પબ્લિશિંગ કંપનીઓ તરફથી રીજેક્ટ થયા બાદ   Knopf Canada દ્વારા ૨૦૦૧મા પબ્લીશ થયેલી, Man Booker Prize for Fiction સાથે બીજા અનેક એવૉર્ડ જીતી ગયેલી,  Yann Martel લિખિત ફૅન્ટસી એડવેન્ચર નૉવેલ   Life of Pi  પરથી આજ નામની એક જબરદસ્ત ફિલ્મ બની ચૂકી છે. સમુદ્રી તોફાનમાં પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા અને લાઇફ બોટ પર સાથીદાર તરીકે ભયાનક રૉયલ બેન્ગોલ ટાઈગર સાથે ૨૨૭ દિવસ પછી સર્વાઇવ થઈ જતા એક ભારતીય છોકરાની વાત લઈને આવેલું આ મુવી સહુએ જોવા જેવું છે.

આ લેખ કુદરતી કે માનવસર્જિત આફતોમાં  પોતાના અંગત સ્વજનોને ગુમાવી સર્વસ્વ ગુમાવ્યાની અનુભૂતિ કરતા તથા પોતાના પ્રેમીજનોને સામાજિક પરમ્પરાઓ અથવા બીજા સંજોગોવશાત ગુમાવીને હતાશાની લાગણી અનુભવતા યુવાન યુવતીઓને સમર્પિત…

સ્ત્રીઓની અવ્યાખ્યેય ચરમસીમા..Elusive Orgasm અને તાંત્રિક સેક્સ..

સ્ત્રીઓની અવ્યાખ્યેય ચરમસીમા..Elusive Orgasm અને તાંત્રિક સેક્સ

સંભોગમાં સ્ત્રીઓને પ્રાપ્ય થતી ચરમસીમા બહુ મોટો પૉપ્યુલર ટૉપિક ગણાતો હતો. હવે વૈજ્ઞાનિકો આ ટૉપિક પર ડિબેટ કરી કરીને થાકી પણ ગયા છે. માસ્ટર એન્ડ જોહ્નસન વર્સસ ફ્રૉઇડ, ક્લિટોરલ વર્સસ વજાઇનલ (clitoral versus vaginal) ડિબેટ ચાલ્યા જ કરતી. ફ્રૉઈડ માનતો કે ફીમેલ ઑર્ગેઝમના ખાસ કારણો રીપ્રૉડક્ટિવ ફંક્શન સાથે જોડાયેલા છે માટે આ ઑર્ગેઝમ vaginal penetration વડે વધુ મળતું હોય નહિ કે ફક્ત  clitoral સ્ટિમ્યૂલેશન..

મતલબ એવો થાય કે સંભોગ સમયે સ્ત્રીઓને ચરમસીમા સમયે જે પરમાનંદ મળતો હોય છે તેના સાંધા ક્યાંક ને ક્યાંક સ્ત્રીને ગર્ભવતી બનવામાં જોડાયેલા છે. માટે આ ચરસીમાંનો આનંદ પુરુષ લિંગના યોનિમાર્ગ પ્રવેશ સાથે જોડાયેલો છે નહિ કે ફક્ત  ક્લિટરિસને- clitoris સહેલાવીને ઉત્તેજિત કરવામાં. અમુક વૈજ્ઞાનિકો માનતા હોય છે કે સ્ત્રીની યોનિના અંદર ઊંડે  ‘G’ સ્પોટ હોય છે તે ચરમસીમાનો આનંદ આપતો હોય છે. સેક્સ થેરપી લૉબી માટે ડિબેટ નૉર્મલ ઑર્ગેઝમ વર્સસ ઓર્ગેઝ્મિક ડીસફંક્શન માત્ર છે. તેમનો ઇરાદો ચરમસીમા વધારે અને બહેતર બને તેટલાં પૂરતો છે ભલે ને ગમે ત્યાંથી આવે? રોટલાથી કામ છે કે ટપ ટપથી?? સંભોગમાં સ્ત્રીને ચરમસીમા પ્રાપ્ત થવી જોઈએ  ક્લિટરિસ-clitoris-ભગ્નશિશ્નને સહેલાવીને ઉત્તેજિત કરવાથી પ્રાપ્ત થાય કે પછી લિંગના યોની પ્રવેશ વડે પ્રાપ્ત થાય બહેતર હોવી જોઈએ બસ..

અનુકૂલનશાસ્ત્રી Desmond Morris જેવા કહેતા હોય છે કે ફીમેલ  ઑર્ગેઝમ ઈવૉલ્વ-ઉત્ક્રાંતિ પામ્યું છે કેમકે સંભોગ પછી તેના લીધે સ્ત્રી આરામથી પડી રહેતી હોય છે અને તે પુરુષના સ્પર્મ-શુક્રાણુઓની સ્ત્રીના અંડ તરફની દોડમાં પૂરતી ઝડપ આપવા માટે મદદરૂપ છે. મોરીસે ક્યાંકથી ફિલ્મ મેળવેલી છે કે ચરમસીમા વખતે સ્ત્રીને જે આફ્ટરશૉક આવતા હોય છે તે સમયે ગર્ભાશય વંકાઈને શુક્રાણુઓને ઉપર ફંગોળે છે. જો કે ઘણા વૈજ્ઞાનિકો આ વાતને માનતા નથી. તેઓનું કહેવું છે કે સ્પર્મ-શુક્રાણુ સાલમન માછલી જેવા  ભારે તરવૈયા છે જે સામા પ્રવાહે તરીને કૂદીને પોતાના ગંતવ્ય સ્થાને પહોચી જતી હોય છે.

ઘણા વૈજ્ઞાનિકો માનતા હોય છે કે પુરુષ કે સ્ત્રીને પ્રાપ્ત થતી ચરમસીમા કશું નથી ફક્ત સેક્સ્યુઅલ ઍક્ટિવિટિમાં મળતો એક રિવૉર્ડ માત્ર છે. Donald Symonsin The Evolution of Sex (1979) માનતા કે ફીમેલ ઑર્ગેઝમ ઇવલૂશનરી અકસ્માત માત્ર છે. જે સ્ત્રીઓને આ ચરમસીમા પ્રાપ્ત નથી તે પણ બાળકો પેદા કરતી જ હોય છે. ઉત્ક્રાંતિ ફક્ત એટલું જ ઇચ્છતી હોય છે કે સ્ત્રી અને પુરુષ સમાગમ કરવા પ્રેરાય.  Female mammals in estrus want to mate. જે સમાજોમાં ઑર્ગેઝમ ભાગ્યેજ જોવામાં આવે છે ત્યાં વળી બર્થ રેટ ઘણો હાઈ છે.

અમુક સમાજોમાં તો સ્ત્રીઓના ક્લિટરિસ બચપણમાં કાપી નાખવામાં આવે છે. ત્યાં સ્ત્રીઓને ચરમસીમા શું કહેવાય ખબર હશે કે કેમ?? બાળકો પેદા કરવામાં ચરમસીમાની જરૂર ના હોય તો પછી તે આવી કેમ? એની જરૂર શું? એવું બને કે ચરમસીમાની લાલચમાં સ્ત્રી પુરુષ વારંવાર સંભોગ કરવા પ્રેરાય અને પોતાની એક કૉપિ પાછળ મૂકતા જવાનો ઉત્ક્રાંતિનો હેતુ પાર પડે. કે બીજું કાઈ હશે?

ફીમેલ ઑર્ગેઝમ વિષે Stephen J. Gould (“Freudian Slip” in Natural History, 1987) કહે છે- the female orgasm is like the male nipples. What are male nipples for? Answer, nothing. પુરુષને છાતીમાં નિપલની શું જરૂર છે? એને ક્યાં બાળકોને દૂધ પાવાનું છે? છતાં છે તે હકીકત છે. મેલ નિપલ એ સેક્સ ક્રોમસોમ સજીવનું સેક્સ્યુઅલ ભવિષ્ય નક્કી કરે તે પહેલા જન્મ સાથે મળેલુ પૅકિજ છે. પૅકિજ એટલે પૅકિજ એમાં અમુક વસ્તુઓ ફ્રીમાં મળતી હોય છે.

કોઈ સ્ત્રી સંપૂર્ણ સ્ત્રી નથી તેમ કોઈ પુરુષ સંપૂર્ણ પુરુષ નથી હોતો. ફરક ખાલી ટકાવારીનો  હોય છે. અર્ધનારીશ્વર નટેશ્વર કૉન્સેપ્ટ આનું પ્રતીક હતું.. સ્ત્રીમાં પુરુષ અને પુરુષમાં સ્ત્રી સમાયેલ હોય છે. આમ પુરુષને સંપૂર્ણ સ્તન હોય નહિ પણ એના અવશેષ મળેલા છે જે કશા કામના નથી, છતાં એને મર્દન કરવાથી હળવો આનંદ મળી શકતો હોય છે. બસ એવી જ રીતે સ્ત્રીઓના ક્લિટરિસનું સમજવું. સ્ત્રીના ક્લિટરિસને વૈજ્ઞાનિકો પુરુષના લિંગ સાથે સરખાવતા હોય છે. જેમ પુરુષને નિપલ મળેલી છે તેમ લિંગના અવશેષ તરીકે સ્ત્રીને ક્લિટરિસ-ભગ્નશિશ્ન(ફ્રી પૅકિજ) મળેલું છે, જેથી તેને ઉત્તેજિત કરતા સ્ત્રી પણ આનંદ મેળવી શકે છે.

સંભોગમાં ચરમસીમા પ્રાપ્ત થતી હોય અવર્ણનીય આનંદ મળતો હોય તેનું રી-પ્રૉડક્ટિવ ફંક્શનમાં કશું કામ ના હોય તેવું માનવું અનુકૂલન શાસ્ત્રના પંડિતો માટે મુશ્કેલ હોય છે. Melvin Konner (Why the Reckless Survive, 1990) આ ડિબેટમાં ઝંપલાવી માને છે કે પુરુષની નજર તેના સ્પર્મ જેટલા ફેલાય તેટલાં સારા ઉપર હોય છે.  Males look to spread their sperm and so a “quick fix” orgasm suits them: get one; go for more.

પુરુષને ચરમસીમા જલદી પ્રાપ્ત થઈ જતી હોય છે. સ્ત્રીને ખૂબ વાર લાગતી હોય છે. સ્ત્રી પાસે લિમિટેડ અંડનો જથ્થો હોય છે. એટલે તેના માટે ક્વૉલિટીનો સવાલ છે. એને નબળા જેનિસ ઉછેરવામાં રસ નથી. તે પાર્ટનર પસંદ કરવામાં ચુસ્ત નિયમોનું પાલન કરવામાં માનતી હોય છે. તે એવો પાર્ટનર પસંદ કરતી હોય જેને લાંબા સમય સુધી તેનામાં રસ હોય, કો-ઑપરેટિવ હોય, lover with the slow hand હોય, એને સંભોગમાં પણ લાંબું ખેંચીને પરાકાષ્ઠાએ પહોચાડે. ઘણા માનતા હોય છે કે અમુક સ્ત્રીઓને એક સંભોગમાં અનેકવાર પરાકાષ્ઠાનો અનુભવ થતો હોય છે.

આપણે જોયું કે  Don Symons માનતા હતા કે સ્ત્રીઓને મળતો પરાકાષ્ઠાનો આનંદ અકસ્માત છે. જ્યારે Steven Gould and Mel Konner માને છે કે ઑર્ગેઝમ કોઈ અકસ્માત નથી એના ઍડપ્ટેશનલ ફાયદા છે. સ્ત્રીને લાંબો સમય એકવાર નહિ પણ અનેકવાર ઑર્ગેઝમનો અનુભવ કરાવે તેવા ધૈર્યવાન સાથીની તલાશી આના વડે પૂરી થાય તો ઇવલૂશનનો હેતુ સરે. ક્લિટરિસ પુરુષની નિપલ સમાન હોય છે. પુરુષની નિપલને હળવું મર્દન કરવાથી આનંદ મળતો હોય છે. હોમસેક્સ્યુઅલ આવા આનંદની ફસલ લણતાં હોય છે. પણ આ આનંદ પુખ્ત સ્ત્રીના સ્તન મર્દન કે નિપલ મર્દન જેટલો ધોધમાર કહી શકાય નહિ. અમુક સ્ત્રીઓ તો ખાલી નિપલ મર્દન વડે પણ પરાકાષ્ઠાએ પહોચી જતી હોય છે.

પુરુષને એની નિપલ દ્વારા મળતા આનંદને pre-pubescent girl (તરુણાવસ્થા તરફ ડગ માંડી રહેલી) નિપલ સ્ટીમ્યુલેશન સાથે સરખાવી શકાય. ક્લિટરિસ આપણે જાણીએ છીએ કે પુરુષના શિશ્ન સ્વરૂપ છે માટે એને ભગ્નશિશ્ન કહે છે, બરોબર તરુણાવસ્થા તરફ ડગ માંડી રહેલા છોકરાના શિશ્ન જેવું..કે જ્યાંથી સ્ખલન થતું નથી. પુખ્ત સ્ત્રીમાં વજાઇનલ સ્ત્રાવ થતા હોય છે પણ તે ક્લિટરિસ તરફથી થતા નથી.  The pleasure an adult female gets from stimulation of her non-ejaculating clitoris is functionally the same as the pleasure a pre-pubescent boy gets from the stimulation of his non-ejaculating penis.

110826-108697તાંત્રિક સંભોગમાં સ્ખલન રોકીને કલાકો સુધી જોડા સંભોગાવસ્થામાં રહેતા હોય છે. એના માટે સ્ત્રી પુરુષ બંનેએ ધીરજ રાખવી પડે છે. અકારણ ઉત્તેજના રોકવી પડે છે. વધુ પડતી ઉત્તેજના સ્ખલનમાં પરિણમે છે. સ્ખલન વગર પરાકાષ્ઠાએ પહોચવાની કળા એનું નામ તાંત્રિક સંભોગ..અને જો તમે સ્ખલન રોકી શકો તો સ્ત્રીને વારંવાર અનેકવાર ચરમસીમાએ પહોચાડી શકો છો. By postponing ejaculation can have many orgasms without ejaculating; and that  the blissful state described is precisely the condition of of pre-pubescent masturbatory pleasure in boys, where the lack of ejaculation means that if the “blissful vertiginous state” can be achieved, it can be maintained (if not for hours on end) at least for a long time.

સ્ખલન થાય એટલે થાકનો અનુભવ થાય છે. સ્ખલન થયા પછી બીજી વાર સંભોગમાં ઊતરવા માટે અમુક સમય જોઈએ. પણ સ્ખલન જ થયું ના હોય તો તમે વારંવાર સંભોગમાં ઊતરી શકો છો. રટગર યુનિના Robin Fox, Ph.D., D.Sc.  સ્ખલન વગરના તાંત્રિક સંભોગને એક તરુણ અવસ્થા તરફ ડગ માંડતા છોકરાની  સ્ખલન વગરની એના લિંગ સાથેની રમતના આનંદ સાથે સરખાવે છે, આ છોકરામાં હજુ  seminal fluid પેદા કરતી પુરુષ ગ્રંથિઓ વિકસી નથી. પણ પુખ્ત વયના પૂરતા testosterone ધરાવતા તાંત્રિક બૌદ્ધ સાધુઓને આ ઝડપી સ્ખલન વડે મળતા પરાકાષ્ઠા અનુભવને રોકવાની પ્રેકટીશ માટે ગમે ત્યાં સ્ત્રી પાર્ટનર માટે મોકલવામાં આવતા. નૉર્મલ સંભોગ પછી થાક અને શક્તિ ગુમાવાય છે તેવી ગેરમાન્યતાને  લીધેલી નિરાશા પેદા થતી હોય છે તેવું તાંત્રિક સંભોગમાં થતું નથી. સંભોગ તંદુરસ્ત જીવન માટે જરૂરી છે તેવી જ રીતે સ્ત્રીને પણ સંભોગમાં પરાકાષ્ઠા પ્રાપ્ત થાય તે જરૂરી છે. પરાકાષ્ઠા વગર સ્ત્રીને અધૂરું અધૂરું લાગશે કંઈક ખૂટી રહ્યું છે તેવું લાગે તેમાં કોઈ શંકા નથી..

હોરરની મજા હેલોવીન

હોરરની મજા હેલોવીન..

આપણે ત્યાં કાળીચૌદસનો દિવસ ભૂતપ્રેતનો દિવસ ગણાય છે. તે દિવસે તાંત્રિક વિદ્યામાં માનતા લોકો સ્મશાને જઈને વિધિવિધાન, સાધના વગેરે કરતા હોય છે. અહિ અમેરિકામાં આપણી કાળીચૌદશ જેવો જ હેલોવીન Halloween તહેવાર આવે છે. બંને તહેવારોનો સમયગાળો પણ લગભગ એક જ હોય છે. એકવાર કાળીચૌદશ અને હેલોવીન એકજ દિવસે હતું. હેલોવીન માટેની તૈયારીઓ લોકો અગાઉથી કરતા હોય છે. ઘર આગળ હાડપિંજર અને ભૂતપ્રેત જેવા પૂતળા મુકાઈ જાય છે. ટીવી પર ભૂતપ્રેતના હોરર મુવીનો મારો શરુ થઈ જતો હોય છે. કેસરી રંગના કોળાઓનો બહુ મોટો વેપાર થઈ જાય. લોકો ઘર આગળ આવા કોળા મૂકે. આ દિવસે નાના બાળકો પણ ભૂતપ્રેતની વેશભૂષામાં આવી જાય અને ઘેર ઘેર “Trick or treat?” બોલતા જાય અને ચોકલેટો કે કેન્ડી ઉઘરાવતા જાય. The word “trick” refers to a (mostly idle) “threat” to perform mischief on the homeowners or their property if no treat is given. બાળકોને આ દિવસે જલસો થઈ જતો હોય છે. ઢગલો ચોકલેટ કેન્ડી મળી જતી હોય છે. આપણા ભારતીય બાળકો પણ ખૂબ ઉત્સાહભેર ભૂતપ્રેત, મોન્સ્ટર બનીને ભાગ લેતા હોય છે. અહીંના લોકો આવા તહેવાર ઊજવીને બાળકોના મનમાંથી  ભૂતપ્રેતનો ડર આવી રીતે કદાચ ભગાડી મૂકતા હશે.

 

આપણે ત્યાં હોરર મુવી બનાવવા માટે રામસે બ્રધર્સ પ્રખ્યાત હતા. જોકે એની ક્વોલીટી બહુ વખાણવા જેવી નહોતી. અહિ હોરર મૂવીનું બહુ મોટું માર્કેટ છે. ઘણાબધાને સ્કેરી મુવી જોવાનો શોખ હોય છે અને એવા પુસ્તકો વાંચવાનો પણ શોખ હોય છે. મને પોતાને હોરર મુવી જોવાના ગમે છે.  The Exorcist જેવા મુવી જોવા ભારતમાં પણ પડાપડી થતી હતી. ઘણા લોકો આવા ભાય પમાડે તેવા મુવી જોઈ શકતા નથી. ઢીલાં માણસોએ જોવા હિતાવહ પણ નથી. મને આવા મુવી જોવાનો શોખ છે અને મને તે જોયા પછી કદી એવા ભયજનક સપના આવતા પણ નથી. શા માટે લોકોને આવા ભય પમાડે તેવા મુવી જોવા ગમતા હશે?

 

હેલોવીન, કાળીચૌદશ, સ્કેરી મુવી અને હોરર નવલકથાઓ વગેરે વગેરે આપણને સાચી ભયજનક પરિસ્થિતિમાં મૂક્યા વગર આપણી અંદર ખૂબ ઊંડે રહેલા મૃત્યુ અને બીજા આંતરિક અંધકાર વિશેના ભયનો પ્રત્યક્ષ સામનો કરાવે છે. અચાનક ભયજનક સ્થિતિમાં આવી જઈએ તો એનો સામનો કરવા અધિક બળ જોઈએ. ભયનો સામનો કરવા ભાગવા માટે અથવા લડવા માટે પણ અધિક બળ જોઈએ.  adrenaline કેમિકલ આ બળ આપતું હોય છે. અચાનક લાગતી બીકને ફન અને મનોરંજનમાં ફેરવવા માટેની કળા રૂપે હેલોવીન, કાળીચૌદશ, સ્કેરી મુવી કે હોરર વાર્તાઓનું અસ્તિત્વ આવ્યું હોવું જોઈએ..એક રીતે મૃત્યુનો અહેસાસ આપણે જીવંત છીએ તેની ખાતરી કરાવતો હોય છે. આમ આપણી અંદર રહેલું ડિફેન્સ મીકેનીઝમ આપણને જીવન વિષે આશાવાદી બનાવે છે. ડીપ્રેસ્ડ લોકોમાં આ ડિફેન્સ મીકેનીઝમ ભાંગી પડેલું હોય છે. ડીપ્રેસ્ડ લોકો પેસમિસ્ટિક (pessimistic) અને સિનિકલ (cynical) હોય છે, પણ સંશોધકોનું કહેવું છે કે ડીપ્રેસ્ડ લોકો દુનિયાને વધારે પડતા વાસ્તવિક દ્રષ્ટિએ જોતા હોય છે. અને વાસ્તવિકતા કડવી હોય છે.

 

એરિસ્ટોટલ કહેતો કે કદરૂપી અને દુઃખદ વસ્તુઓમાંથી પણ આપણે શીખતા હોઈએ છીએ. આપણે ક્યાંક જતા હોઈએ અને કોઈ એક્સીડેન્ટ જોઈએ. ઘાયલ વ્યક્તિ અને લોહી વગેરે જોઈને ભય અને સૂગ પેદા થતી હોય છે. આ ભય અને સૂગ ચડવી એક જાતના સિગ્નલ છે જે ભવિષ્યમાં સર્વાઈવલ માટે કામ લાગતા હોય છે.

 

બાળકોને અમુક ઉંમર સુધી આવા સ્કેરી મુવી બતાવવા જોઈએ નહિ. ૧૨ વર્ષ સુધીના બાળકો પર બહુ ખોટી અસર પડવાની શક્યતા હોય છે. તેમને અંધારાનો ડર લાગી જતો હોય છે. અંધારામાં સૂઈ શકતા નથી.   •Children under 5 have problems distinguishing reality and fantasy in media. •Children under 7 are usually scared by spooky fantasy (e.g., The Incredible Hulk, sharks in Finding Nemo). It doesn’t much matter what the adult says (‘it’s not real’) because it feels real to the child. •Children 8-12 are most frightened by realistic violence (e.g., people breaking in the home, storms).

બાળકો હેલોવીન પર હાડપિંજર દોરેલા કપડા પહેરીને મજા કરશે, ચોકલેટ ભેગી કરશે પણ એવા મુવી જોવા તેમના માટે હિતાવહ નથી. બાળક ફૅન્ટસી ઇન મીડિયા અને રીયાલીટી વચ્ચેનો તફાવત સમજતું ના થઈ જાય ત્યાં સુધી આવા મુવી કે અન્ય મીડિયાથી દુર રાખવા સારા..

પહેલા શું આવ્યું? સંગીત કે શબ્દો?

 પહેલા શું આવ્યું? સંગીત કે શબ્દો?

પહેલું કોણ મરઘી કે ઈંડું?  આવા સવાલના જવાબ હોતા નથી. આમ એક સવાલ એવો પણ પુછાય છે કે પહેલા શું આવ્યું? મ્યુઝિક કે લૅન્ગ્વેજ? સંગીત કે શબ્દો? ટ્રેડિશનલ એવું માનવામાં આવે છે કે મ્યુઝિક એ ભાષાની ઈવોલ્યુશનરી બાય-પ્રોડક્ટ છે. ભાષા એવી સ્કીલ છે જે માનવીને બીજા પ્રાણીઓ કરતા યુનિક બનાવે છે. ભાષાના લીધે માનવી અદ્વિતીય બન્યો છે. એટલે ભાષાનો રોલ માનવી માટે ઉત્ક્રાંતિના ક્રમમાં બહુ મહત્વનો ગણાયો છે. એમાં મ્યુઝિકનું મહત્વ કોઈને દેખાયું નહિ. ભાષાની બાય-પ્રોડક્ટ ગણીને એનું મહત્વ ઓછું આંકવામાં આવ્યું.

પણ હવે આ ટ્રેડિશન ચેઇન્જ થવા લાગ્યો છે.  Daniel Levitin, Michael Thaut, Ian Cross, Silvia Bencivello,  અને  David Huron જેવા સંશોધકો અને લેખકો નવી થિયરી લઈને આવ્યા છે. તેઓના કહ્યા પ્રમાણે મ્યુઝિક ભાષાની કોઈ બિનજરૂરી બાય-પ્રોડક્ટ નથી, પણ બ્રેઈન માટે મહત્વનું કોર ફંકશન છે.

મૉર્ડન હ્યુમન બ્રેઈન વિકસે આશરે ૫૦,૦૦૦-૧૦૦,૦૦૦ વર્ષ થયા છે. આર્કીઓલોજીકલ પુરાવા રૂપે   ગુફાચિત્રો, કલાત્મક હથિયાર અને શિલ્પો વગેરે મળેલું છે જે આશરે ૭૦,૦૦૦ વર્ષ જુનું છે. સૌથી જુનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમૅન્ટ થોડા વર્ષો પહેલા જર્મનીમાંથી મળેલું છે અને તે છે હાડકામાંથી બનાવેલી વાંસળી. આ વાંસળી ૪૦,૦૦૦ વર્ષ જૂની છે. આ પુરાવા આપણા પૂર્વજોના વિકસેલા બ્રેઈન માટેની નાનકડી સાબિતી છે. કે આપણા પૂર્વજ એવા આદિમાનવ પાસે કળા અને સર્જનાત્મકતા હતી, એની પાસે સંગીતની સમજ હતી.

ઈવોલ્યુશનનો મહત્વનો નિયમ છે ‘સર્વાઈવલ ઑફ ધ ફીટેસ્ટ’ અને જે લોકો લાંબું જીવ્યા હોય અને તેમના જિન્સ બીજી પેઢીમાં પાસ કર્યા હોય તેમની પાસે જીવવા માટે જે તકલીફો પડતી હોય તે પ્રશ્નો ઉકેલવાની આવડત હતી. તેમને અતિશય ઠંડીમાં જીવન પસાર કરવાના રસ્તા આવડતા હતા અને વાઘના પંજાથી દૂર રહેવાનું પણ આવડતું હતું. સર્જનાત્મકતા એક રીતે પ્રશ્નો સોલ્વ કરવાની આવડત જ હોય છે.

ઈવોલ્યુશનરી ડેવલપમેન્ટ ચાઈલ્ડ ડેવલપમેન્ટ માટે આયના જેવું ગણાય છે. બાળકો ગાતા હોય છે, નાચતા હોય છે રમતા હોય છે અને આમ ભાષા શીખતા હોય છે ચિંતન મનન કરતા શીખતા હોય છે અને સોશિયલ અને ઇમોશનલ સ્કીલ શીખતા હોય છે. Perhaps it is through singing, dancing, and playing that early humans developed their cognitive, language, social, and emotional skills as well.

Anthony Brandt કહે છે બોલચાલની ભાષા એક વિશિષ્ટ પ્રકારનું સંગીત છે. તાજાં જન્મેલા બાળકો તમે જે બોલો છો, તમે જે ભાષામાં બોલો છો તેનો અવાજ પહેલા સાંભળતા હોય છે, શબ્દોનું સંગીત પહેલા સાંભળતા હોય છે, એમને તે શબ્દોના અર્થની  ખબર હોતી નથી, અર્થની સમજ પછી આવે છે. બાળકો પહેલા તમારા શબ્દોનું સંગીત સંભાળે છે પછી તેના અર્થ સમજે છે. ન્યુબોર્ન સ્વર, વ્યંજન, સ્પીચ સાઉન્ડ, એની પીચ, રીધમ વગેરેનો તફાવત સમજવાની એબીલીટી ધરાવતા હોય છે. સંગીત એટલે અવાજ સાથેની સર્જનાત્મક રમત..આપણે મોટા લોકો કોઈ અવાજ સાંભળીએ એટલે તેનો અર્થ સમજવાની કોશિશ કરીએ છીએ. બાળકો અવાજ ભલે તે શબ્દના સ્વરૂપે હોય કે ભાષાના સ્વરૂપે હોય તે રિધમિક પૅટર્ન સમજવાનો પ્રયત્ન કરતા હોય છે. શબ્દોના અર્થ તેમના માટે પછી આવે છે. આ રિધમિક અને phonemic  પેટ્રન એમના બ્રેઈનમાં સ્ટોર થઈ જતી હોય છે અને ત્યાર પછી એના અર્થ સમજતા હોય છે. સંગીત અને સુરની સમજનો સમય ધીમો હોય છે અને શબ્દોની સમજનો સમય ટૂકો હોય છે તેના કારણે સંગીત કે સુરની સમજ વહેલી શરુ હોવા થઈ હોવા છતાં લેન્ગ્વેજની સમજ મોડી શરુ થઈ હોવા છતાં શબ્દોની સમજ રેસમાં આગળ વધી ગઈ હોય છે આમ સુર અને શબ્દોની સમજનો સમય સરખો થઈ જતો હોય છે.

શરૂમાં ન્યુબોર્ન માટે એમની માતૃભાષા અને બીજી ભાષાઓ વચ્ચેનો તફાવત સમજવાની આવડત કે સમજ હોતી નથી. ધીમે ધીમે એકાદ વર્ષમાં તેમણે આ તફાવત સમજાવા લાગતો હોય છે. તેવી રીતે તેમના નેટિવ મ્યુઝિક અને બીજી સંસ્કૃતિના મ્યુઝિકને સમજવામાં પણ સમય લાગતો હોય છે. બાલક તેના પ્રથમ વર્ષમાં ક્રમશઃ પોતાની ભાષા અને પોતાના કલ્ચરના મ્યુઝિકની ઓળખ મેળવતું હોય છે. જુદા જુદા વ્યંજનના અવાજને ઓળખવા માટે બ્રેઈનના temporal lobe  વિભાગમાં ઝડપથી પ્રોસેસિંગ થવું જરૂરી હોય છે. તેજ રીતે જુદા જુદા વાજિંત્રોના સંગીત અને માત્રાઓ સમજવા કે ઓળખવા માટે તે જ ઝડપથી બ્રેઈનમાં પ્રોસેસિંગ થવું જરૂરી હોય છે. દાખલા તરીકે તમારે ‘બા’ અને ‘દા’ વચ્ચેના તફાવતને સમજવા બ્રેઈનમાં જે ઝડપથી પ્રોસેસિંગ થવું જોઈએ તે જ ઝડપથી પિયાનો અને ટ્રમ્પેટના સંગીત વચ્ચેના તફાવત સમજવા પ્રોસેસિંગ થવું જરૂરી છે. જો તમે આ પ્રોસેસિંગ ના કરી શકો તો પિયાનો અને ટ્રમ્પેટ વચ્ચેનો તફાવત સમજી નહિ શકો. આમ સંગીત કરતા શબ્દોની સમજ આગળ નીકળી જતી હોય છે. From a musical perspective, speech is a concert of phonemes and syllables. જે લોકો સ્પીચ અને રીડિંગ ડીસઓર્ડર વડે પીડાતા હોય છે ત્યાં મ્યુઝિક થેરાપી ખૂબ લાભ આપતી હોય છે. જે લોકો Dyslexia વડે પીડાતા હોય છે તે લોકો મ્યુઝિકની રીધમ સમજવામાં પણ કાચાં હોય છે. સ્ટ્રોકના  કારણે જે લોકોને બોલવાની તકલીફ હોય કે ભાષાની તકલીફ ઊભી થાય છે તેવા લોકોને એમાંથી બહાર નીકળવા માટે મ્યુઝિક આશીર્વાદરૂપ રહ્યું છે. કારણ બચપણમાં સંગીતે જ એમને ભાષા શીખવી હોય છે.

કહેવાય છે કે માનવી પક્ષીઓની સુરની ભાષા સાંભળી જોઈને શરૂમાં એમના જેવા સુરની ભાષા શીખ્યો હોવો જોઈએ પછી એમાં શબ્દો આવ્યા હોવા જોઈએ. માનવી આફ્રિકાથી મિડલ ઈસ્ટ થઈને સીધો દક્ષિણ ભારત પહોચેલો ત્યાં સુધીમાં એનામાં ઘણી બધી ખૂબીઓ સામેલ થઈ ગઈ હોવી જોઈએ. કેરાલામાં વર્ષમાં અમુક ચોક્કસ દિવસોમાં એક ખાસ કોમના માણસો એમના નાનાં બાળકોને લઈને ઘાસના બનાવેલા વિશાલ ઘરમાં અમુક દિવસો માટે પુરાઈ જતા હોય છે. ત્યાં રોજ સુરની ટ્રેનિંગ ચાલતી હોય છે. આ સુર કોઈ ભારતીય શાસ્ત્રીય સંગીતના હોતા નથી કે નથી કોઈ પણ જાતના હાલના ચાલતા સંગીતના. ફક્ત પક્ષીઓ ગાતા હોય તે રીતના કોઈને પણ સમજ ના પડે તેવા સુરના રાગડા રાત દિવસ ચલતા હોય છે. મોટેરાં લોકો બાળકોને એની તાલીમ આપતા હોય છે. અમુક દિવસે તાલીમ પૂરી થઈ જાય પછી પેલું ઘાસનું વિશાલ ઘર સળગાવી દઈને આ અજીબોગરીબ સુરોત્સવની પૂર્ણાહુતિ થઈ જાય છે. પશુપક્ષીઓ પાસેથી શીખેલી સુરની ભાષા શીખવવાની આ પદ્ધતિસરની તાલીમ તો નહિ હોય ને? શું માનવી સૂરને શબ્દોમાં ફેરવવાની કળા અહીંથી તો નહિ શીખ્યો હોય ને?

If you are interested in reading more about the connection between music and evolution, I recommend the following books:

તમારો અતિલોભ તે પાપનું મૂળ, મારો નહિ. Hard Truths About Human Nature.

તમારો અતિલોભ તે પાપનું મૂળ, મારો નહિ.

આપણે ઘણીવાર બીજા લોકોના લોભિયા હોવા વિષે ટીકા કરતા હોઈએ છીએ. લોભ બહુ સારો નહિ, અતિલોભ પાપનું મૂળ, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, લોભને થોભ નહિ આવી બધી અનેક કહેવતો વાપરતા હોઈએ છીએ. મનોવૈજ્ઞાનિકો પણ લોભ વિષે આવી ટીકાઓ કરતા હોય છે. ધનિકોનો સમાજ વધતે અંશે લોભી વધુ હોય છે ત્યારે મનોવૈજ્ઞાનિકો પણ લોભી સમાજની નિંદા કરતા હોય છે, પણ એકલદોકલ વ્યક્તિના લોભને મનોવૈજ્ઞાનિકો વાજબી ગણતા હોય છે અને ઘણીવાર મહિમાન્વિત કરતા હોય છે.

સંશોધકોએ કેટલાક લોકોને ધ અલ્ટીમેટમ ગેઇમ રમાડી હતી. આમાં ભાગ લેનારી વ્યક્તિઓને દરેકને દસ દસ ડોલર્સ આપવામાં આવેલા. હવે દસ ડોલર્સમાંથી અમુક ડોલર્સ બીજી કોઈ પણ વ્યક્તિને આપવાનાં હતા. પોતાની ઇચ્છા મુજબ આપવાનાં હતા. સ્વાભાવિક છે મહત્તમ ભાગ પોતે જ રાખે. મતલબ પાંચ ડોલર્સ કરતા ઓછા જ આપે. હવે લેનાર વ્યક્તિને આપેલો ભાગ પસંદ ના આવે તો લેવાનો ઇન્કાર કરવાની છૂટ હતી. પણ પછી શરત એવી હતી કે લેનાર વ્યક્તિ ઇન્કાર કરે તો બંને પાર્ટીમાંથી કોઈને એકપણ ડોલર મળે નહિ.

રિઝલ્ટ એ આવ્યુંકે લગભગ દરેકે બીજા વ્યક્તિને ત્રણ ડોલર્સ ઑફર કરેલા અને લેનારાઓએ ઇન્કાર કરેલો અને બંને જણા ડોલર વગર રહેલા. આમ ત્રણ ડોલર્સ લેવાનો ઇન્કાર કરનારાઓ બીજાના સાત ડોલર્સ મેળવાના આનંદને ઠોકર મારી. મને ફાયદો ના થાય તો તને પણ નહિ. આમાં આપણને સાત ડોલર્સ મેળવવાનો આગ્રહ રાખનારનો લોભ દેખાશે પણ ત્રણ ડોલર્સ મળતા હતા તે ગુમાવનારનો લોભ નહિ દેખાય. મારા માટે આ એક જાતનો લોભ છે, જે મનોવૈજ્ઞાનિકોને પણ નથી દેખાતો. ઉલટાના એને વાજબી ગણતા હોય છે. મતલબ એ થાય કે તમે જે મેળવવાની ઇચ્છા રાખો છો તે બીજા પાસે છે તેને સજા આપવી વાજબી છે.

જો આપણા એક બાળકને ત્રણ રૂપિયાની ગિફ્ટ આપીએ તો એ ફેંકી દેવાનો અને ગુસ્સે થઈને જેમતેમ બોલવાનો જો એના ભાઈને ૭ રૂપિયાની ગિફ્ટ આપી હશે તો..એની માતા પણ કહેવાની કે બેને સરખી ગિફ્ટ આપી નથી તો આવું જ થવાનું. આમ મનોવૈજ્ઞાનિકો પણ “underdog” પ્રત્યે સહાનુભૂતિ બતાવતા હોય છે અને તેને ગ્લોરીફાઈ પણ કરતા હોય છે. આશા રાખીએ કે એવું શીખવવું જોઈએ કે ભાઈ તને જે મળ્યું છે તેના પ્રત્યે ધ્યાન રાખ અને ખુશ થા બીજા પાસે શું છે તેની ચિંતા કર્યા વગર. જો કે આપણે કહેવત સાંભળી તો હશે કે કોઈના મહેલ જોઈ આપણી ઝૂંપડી ના સળગાવી દેવાય..

મૂળ વાત એ છે કે આપણને આપણો સ્વાર્થ દેખાતો નથી. આપણો લોભ દેખાતો નથી. આપણો સેલ્ફ ઇન્ટરેસ્ટ દેખાતો નથી બીજાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ તરત દેખાય છે તે વેરી ઇન્ટરેસ્ટિંગ છે. સ્વાર્થ હોવો બૂરી વાત નથી. સેલ્ફ ઇન્ટરેસ્ટ રાખવા  માટે બ્રેઈન ઇવોલ્વ થયેલું જ છે. જેથી આપણા સર્કલ બહારની વ્યક્તિ સ્વાર્થ જતાવે તો આપણે તેની નિંદા કરીએ છીએ. પણ આપણા મિત્રો, સગાવહાલાઓ અને સંબંધીઓના સ્વાર્થને આવકારીએ છીએ. અથવા ઉપેક્ષા કરીએ છીએ. બીજાની આવી નકારાત્મક લાક્ષણિકતાઓ આપણને જલદી દેખાય છે પણ એજ લાક્ષણિકતા આપણામાં હોય તો સ્વીકારી શકતા નથી આ ટેવને સિગ્મંડ ફ્રોઈડ પ્રોજેક્શન કહેતો. પ્રોજેક્શન બધે જ હોય છે, મારામાં તમારામાં સહુમાં કારણ હ્યુમન કોર્ટેક્ષને(મોટું મગજ) એની સાથે જોડાયેલા મેમલબ્રેઇનને (નાનું મગજ) સમજવામાં તકલીફ પડે છે.

મેમલ બ્રેઈન વધતા ઓછા ન્યુરોકેમિકલ્સ છોડતું હોય છે, પણ એની પાસે શા માટે વધારે કે ઓછા ન્યુરોકેમિકલ્સ છોડે છે તેનું વર્ણન કરવા કોઈ શબ્દોની ભાષા નથી. મેમલ બ્રેઈન શબ્દોની ભાષા જાણતું નથી. મેમલ બ્રેઈન પાસે અક્ષરધામ નથી. એની ભાષા છે ન્યુરોકેમિકલ્સ. એની પાસે રાસાયણિક ભાષા છે. જ્યારે કોઈ વાત કે વસ્તુ તમારા રસની અને ફાયદાની હોય ત્યારે તે સુખ અનુભવાય તેવા ન્યુરોકેમિકલ સ્ત્રવતું હોય છે. તે સમયે આપણું કોર્ટેક્ષ જે વિચારવંત છે, મનનશીલ છે જે શબ્દોની ભાષા જાણે છે તે આ સુખ અનુભવાય છે તેના વર્ણન માટે પુરાવા એકઠા કરી લે છે. જ્યારે કોઈ જોખમ અનુભવાય કે એની જાણ થાય ત્યારે મેમલ બ્રેઈન તેવા કેમિકલ જેવા કે કોર્ટિસોલ રીલીઝ કરે છે. આ દુઃખદાયી અનુભવને વર્ણવા કોર્ટેક્ષ પુરાવા ઉભા કરી લેતું હોય છે.

બીજા લોકોની ફાયદાની આકાંક્ષા આપણને દુઃખદાયી લાગતી હોય છે અને આપણા ફાયદાની આકાંક્ષા સુખદાયી લાગતી હોય છે. કોર્ટેક્ષ એની વ્યાખ્યા કરી લેતું હોય છે.

હું એવું નથી કહેતો કે લોભ સારો છે. હું એવું કહેવા માંગું છું કે આપણું બ્રેઈન self-seeking છે. અને જ્યારે આપણે આ જાણતા નથી કે સમજતા નથી ત્યારે થનારા નુકશાન કે હાની વિષે અતિશયોક્તિ કરી બેસીએ છીએ. આપણે બીજાના સેલ્ફ સીકીન્ગને નોટિસ કરીએ છીએ આપણા નહિ..છેવટે પરિણામ હતાશામાં આવે છે. આપણા અન્ડર ડોગ ફીલિંગ્સના ઈવોલ્યુશનરી મૂળ જાણી લેવા જોઈએ.

આપણા સામાજિક સંબંધોની વ્યાખ્યા કરવાનો આપણા મેમલ બ્રેઈન પાસે સાવ સાદો રસ્તો છે. તે ક્ષણે ક્ષણે સરખામણી બીજા સાથે કર્યા કરતું હોય છે કે તમે એક ડગલું ઉપર કે આગળ છો કે એક ડગલું નીચે કે પાછળ છો. હું નથી કહેતો કે આવી સરખામણી કરવી જોઈએ પણ તમે ઇચ્છો કે ના ઇચ્છો આપણું એનિમલ બ્રેઈન આપણી જાણ બહાર કર્યા જ કરતું હોય છે. આપણે એક સ્ટેપ ઉપર હોઈએ બીજાથી તો આપણું મેમલ બ્રેઈન સેરોટોનીન રીલીઝ કરતું હોય છે જે સુખ આપતું હોય છે. અને જ્યારે આપણે એક સ્ટેપ નીચે હોઈએ ત્યારે આપણે સર્વાઈવલ માટે થ્રેટ અનુભવીએ છીએ અને આપણું એનિમલ બ્રેઈન સ્ટ્રેસ કેમિકલ રીલીઝ કરે છે જે દુઃખદાયી હોય છે. એક ડગલું ઉપર ઉઠાવવાની કોશિશનો સારો હેતુ એ હોય છે કે તમે એકલાં સર્વાઈવ થવા પ્રયત્ન કરી રહ્યાં છો. પણ હવે બીજા લોકો પણ સર્વાઈવ થવાના પ્રયત્ન રૂપે એક ડગલું ઉપર ઊઠવા ટ્રાય કરે તો આપણી ન્યુરોકેમિકલ્સની એલાર્મ વગાડતી ઘંટડીઓ વાગવા માંડે કે ભાઈ જોખમ છે. એક ડગલું  ઉપર રહેવું મતલબ ડોમીનંસ, હવે ડોમીનંસ એટલે આક્રમણ સમજવું નહિ..

આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.   Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે. અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good  પૂરતી હોય છે. જ્યારે આપણે પોતાને ઇક્વાલિટી Loving પર્સન તરીકે જોઈને સામે બેઠેલાં અનેક ધારેલા કે માનેલા લોભી લોકોને જોઈએ છીએ ત્યારે આપણે પોતાને થોડા સુપીરીયર સમજીએ છીએ અને  આપણને આપણી સુપીરીયર બનવાની ઇચ્છાઓની જાણ પણ હોતી નથી. ઘણા મહાત્માઓ પોતાને અતિશય નમ્ર જતાવતા હોય છે સામે બેઠેલાં અહંકારીઓના ટોળાઓ કરતા એક ડગલું સુપીરીયર. સામે બેઠેલાં હજારો લોભિયાને લોભ ખરાબ છે તેવો ઉપદેશ આપતા મહાન સંતોની સુપીરીયર બનવાની ભાવના એમની જાણ બહાર હવે સમજાય છે? આજ સંતોના લોભની કોઈ સીમા હોતી નથી. લોભ પાપનું મૂળ છે કહેનારા પાંડુરંગ દાદા ૪૦૦ કરોડના ઢગલા પર બેઠેલાં હતા. લોભ ખરાબ છે તેવું કહેનારા આશારામ કે મોરારીબાપુ કેટલું ધન ધરાવે છે કોઈને ખબર નથી. લોભ અચ્છા નહિ હૈ કહેનારા બાબા રામદેવ ૧૧૦૦૦ કરોડની થપ્પી પર બેસીને પોતે નંબર વનના સ્થાન પર છે તેનો સેરેટોનીન સુખાનુંબોધ માણી રહ્યાં છે. આજ સાધુઓ પ્રજાને લોભ સારો નહિ, પૈસો પાપ છે કહી ગિલ્ટી અનુભવ કરાવતા હોય છે. લોકોની અંદર રહેલા સ્વાભાવિક માયા, મમતા, કામ(સેક્સ) ક્રોધ, મોહ, લોભ, અહંકાર, મહત્વાકાંક્ષા, ડર વગેરે ખરાબ છે અને તમે એમાં સપડાયેલા પાપી નીચ છો તેવું ભરાવી ઉપરથી ભગવાનનો ડર બતાવી તેમાંથી બહાર કાઢવાના ચાર્જ રૂપે ધનના ઢગલા ભેગાં કરી લેતા હોય છે. માટે હું કહેતો હોઉં છું કે અતિશય નમ્રતા બતાવવી એક જાતનો અહંકાર છે. બીજા લોકોને ભાજીમૂળા જેવા છે તેવું બતાવવાની એક સભ્ય રીત છે. The urge to be special is always there because the serotonin feels good.

આપણે આપણા self-seeking બાબતે આપણી જાત સાથે જૂઠું બોલીએ છીએ ત્યારે આપણે બીજાના  સેલ્ફ સીકિંગ માટે અતિશયોક્તિ કરતા હોઈએ છીએ. આપણને બીજા લોકો અતિસ્વાર્થી લાગતા હોય છે. જ્યારે આપણે અનુભવીએ કે આપણે એક ડગલું નીચે છીએ ત્યારે સામેવાળા પ્રત્યે શત્રુતા પેદા થતી હોય છે. તેના જ પ્રત્યે આવી શત્રુતાની ભાવના ધરાવતા અનેક સામાજિક ભાગીદારો આપણને મળી જવાના. અને આવા સોશિયલ સપોર્ટ મળતા આપણને આપણો દ્રષ્ટિકોણ સાચો જ લાગવાનો કે જે પેલી ગેમમાં સાત ડોલર્સ લઈ ગયો તે તો આપણા ખીસાના જ હતા. અને આમ દુખમાં વધારો થવાનો. પણ પછી તરત તમે કહેવાના કે સાલો લોભિયો છે આપણે નથી તમે પોતાને સુપીરીયર સમજવાના જે વળી સારુ ફીલ કરાવશે. Self righteousness is a way to put yourself on top without the mess and bother of competing for resources.

ખોરાક સંગ્રહ કરવાનું શોધ્યા પહેલા અને પૈસાની શોધ થયા પહેલા આપણે જાણતા નહોતા કે આવતીકાલનું ભોજન ક્યાંથી આવશે..ત્યારે મેમલ એટલું જ કરી શકતા કે સામાજિક રીતે ઉપર રહો. એના માટે એક્સ્ટ્રા એનર્જી વાપરો.

 Natural selection built a brain that is always looking for a way to get ahead. If you hate this in people, you will end up hating everyone, and you won’t even know why. It’s not easy being a mammal with large cortex.

નિષિદ્ધ સંભોગ No Incest

નિષિદ્ધ સંભોગ

લગભગ દરેક ધર્મ હોય દેશ હોય કે જાતિ-પ્રજાતિ કે સમાજ હોય એમાં એક સામાન્ય નિયમ છે કે “Don’t have sex with first degree relatives.” ફર્સ્ટ ડિગ્રી રિલેટીવ એટલે ૫૦ ટકા જિન્સ સરખાં હોય એવા વ્યક્તિઓ. આમાં માબાપ, સંતાનો, ભાઈબહેનો આવી જાય. મુસ્લિમોમાં પણ એક પેટે અવતરેલા ભાઈ બહેનો વચ્ચે સેક્સ નિષિદ્ધ છે. નોન-હ્યુમન એટલે પ્રાણીઓ પણ આવા અગમ્યગમન રોકવાની યોજના ઇવોલ્વ કરી ચૂક્યા હોય છે તેની સાબિતી વૈજ્ઞાનિકોને મળી ચૂકી છે. અરે વનસ્પતિ પણ anti-incest મીકેનીઝમ ધરાવતી હોય છે.

માનવજાત સામાજિક અને મનોવૈજ્ઞાનિક સ્તરે આવા સંભોગ પ્રત્યે વિરોધનું મીકેનીઝમ ધરાવે છે( Miami psychologists Debra Lieberman and Adam Smith). થોડા અપવાદો બાદ કરતા ભાઈ બહેનો અને માતાપિતાના એમના સંતાનો સાથેના લગ્નો માનવ સંસ્કૃતિમાં હંમેશા નિંદાને પાત્ર રહ્યા છે. ક્યારેક પિતા અને દીકરીના અને ભાઈ બહેન વચ્ચેના સેક્સ સંબંધની વાત સાંભળી મોટાભાગના લોકો અપસેટ થઈ જતા હોય છે. Jonathan Haidt નામના મનોવૈજ્ઞાનિકે એક અભ્યાસ કરેલો. એક સ્ટોરી બનાવેલી કે એક ભાઈબહેન ગર્ભધારણ રોકી શકાય તેવા તમામ ઉપાયો કરીને સેક્સ કરે છે તો તમારું શું માનવું છે? ભલેને પ્રેગનન્સી રોકી શકાય તેવા ઉપાય કરેલા હોય પણ સર્વેમાં ભાગ લેનારા તમામે આવા સેક્સને ગેરવાજબી ગણાવેલો.

વંદા અને ચિમ્પાન્ઝી anti-incest મીકેનીઝમ ધરાવે છે તેનો અભ્યાસ થઈ ચૂક્યો છે. શા માટે incest એવોઈડ કરવાનું મીકેનીઝમ કુદરત અને માનવમાં વિકસ્યું હશે? ઉત્તર સાવ સહેલો છે, કે નજીકના લોહીના સગા સાથે સમાગમ વડે જન્મ પામતા બાળકો સીરીયસ ખામીઓ લઈને પેદા થતા હોય છે. ચેકોસ્લોવાકિયામાં એક અભ્યાસ કરવામાં આવેલો. આમાં એવા બાળકો સામેલ કરાયેલા જેમના પિતા એમના ફર્સ્ટ ડિગ્રી રિલેટીવ હતા. બધા માબાપ ખૂબ હેલ્ધી હતા. ૪૨ ટકા બાળકો જન્મથી કોઈ ને કોઈ સીરીયસ ખામી લઈને પેદા થયા હતા. એમના ઘણા વહેલા મૃત્યુ પામેલા અને ૧૧ ટકા બાળકો માનસિક ક્ષતિગ્રસ્ત હતા. આવા ચાર અભ્યાસ થયેલા એમાં સરેરાશ ૪૦ ટકા બાળકો autosomal recessive disorders, congenital physical malformations, or severe intellectual deficits ધરાવતા હતા. અને ૧૪ ટકા બાળકો mild mental disabilities ધરાવતા હતા. સગા ભાઈ બહેન દ્વારા અને પિતા અને દીકરી દ્વારા પેદા થયેલા બાળકોમાં ૫૦ ટકા માનસિક ક્ષતિગ્રસ્ત હતા અને વહેલા મૃત્યુ પામેલા હતા.

ટૂંકમાં ફર્સ્ટ ડિગ્રી રિલેટીવ વચ્ચે સંભોગ એટલાં માટે દરેક સંસ્કૃતિમાં અક્ષમ્ય ગણવામાં આવેલો છે.

લસણની ગંધ પ્રિય કે અપ્રિય ?

લસણની ગંધ પ્રિય કે અપ્રિય ?

અમુક સંપ્રદાયોમાં લસણ ડુંગળી ખાવાની મનાઈ ફરમાવેલી હોય છે. તામસિક ખોરાક ગણાય છે. લસણ ડુંગળી  ખાનારો તામસિક ગણાય. ખોરાક માત્ર ખોરાક હોય છે એમાં જાતજાતના ન્યુટ્રિશન હોય છે. ઘી દુધને સાત્વિક ખોરાક ગણવામાં આવે છે. અને ઘી જેવી જ સરખી ધરાવતું માંસ તામસિક ગણાય છે. લસણ ડુંગળી ખાધા પછી ખાસ તો મોઢામાંથી લસણ ડુંગળીની તીવ્ર વાસ આવતી હોય છે. કદાચ એના લીધે પણ મનાઈ ફરમાવેલી હોઈ શકે. બીજું એક માઈન્ડમાં કંડીશનિંગ થઈ જાય કે લસણ ડુંગળીની વાસ આવે તો ખરાબ ગણાય, બાકી કાયમ લસણ ડુંગળી ખાનારા કુટુંબમાં એની વાસ કોઈને ખરાબ લાગતી નથી.

માનવીના પરસેવાની ગંધમાં તેની જેન્ડર, જિનેટિક સુસંગતતા અને એની રીપ્રોડક્ટીવ અવસ્થા વિશેની અદ્ભુત માહિતી સંગ્રહાયેલી હોય છે. દરેક માનવીની યુનિક ઈમ્યુન સીસ્ટમ માટે કારણભૂત જિન્સનું જૂથ માનવીની યુનિક ગંધ માટે પણ જવાબદાર હોય છે. આપણે અચેતનરૂપે શરીરની ગંધ શ્વાસમાં લઈએ છીએ અને તેના ઉત્પાદક પ્રત્યે આકર્ષાઈએ છીએ. શરીરની ગંધ પાછળ આમ સેકસુઅલ સિલેક્શન થિયરી જ કામ કરતી હોય છે. We sniff out the best mates. એરેન્જ મેરેજમાં આ લાભ જતો કરવો પડતો હોય છે.

આપણી નાસિકા નીચે આનાથી પણ વધુ રંધાતું હોય છે એવું સંશોધકો માનતા હોય છે. ઉત્ક્રાન્તિના ક્રમને ધ્યાનમાં લઈને આપણે આપણાં લાઇફ પાર્ટનરની તંદુરસ્તીને નજરઅંદાઝ ના કરી શકીએ. એના પોષણયુક્ત ખોરાક લેવાની આદત વડે જાણી શકીએ કે એની તંદુરસ્તી કેવી હશે. સારી તંદુરસ્તી ઉત્તમ ફર્ટીલીટી અને મજબૂત  સ્ટેમિના દર્શાવે છે. પ્રાણી જગતમાં ઢગલો પુરાવા છે કે તંદુરસ્ત ખોરાક ખાવાવાળા સેક્સમાં વધુ ઊતરતા હોય છે. Meadow voles-એક જાતના ઉંદરમાં નર અને માદા એવા પાર્ટનરની ગંધ પસંદ કરે છે જે હાઈ પ્રોટીનયુક્ત ખોરાક ખાતા હોય છે. જે પ્રાણીઓને જે તે દિવસમાં ખોરાક ઉપલબ્ધ થતો નથી તે દિવસે એટ્રેક્ટીવ ગંધ ઓછી પેદા કરતા હોય છે. આ બધું જીવવિજ્ઞાનીઓ સંશોધનો બાદ કહેતા હોય છે.

તો પછી સ્ટ્રોંગ સ્મેલ મારતા હેલ્ધી ખોરાક લીધા પછી શું થતું હશે? જેવા કે લસણ…

સંશોધકોએ એક ગ્રૂપને ગાર્લિક ક્રીમ ચીઝ લગાવેલી બ્રેડ સ્લાઈસ એક અઠવાડિયા માટે રોજ ખાવાની સૂચના આપેલી. અને ત્યાર પછી બીજા અઠવાડીએ સાદી ક્રીમ ચીઝ લગાવેલી બ્રેડ ખવડાવેલી. આ સમયે દરેકે એક પેડ બગલમાં પહેરી રાખવાના હતા. પછી થોડી સ્ત્રીઓને પેલાં પેડ સૂંઘીને કઈ ગંધ એટ્રેક્ટીવ લાગી તે જણાવવાનું હતું. પુરુષો તો એના એજ હતા, પણ જ્યારે તે લોકો ગાર્લિક ચીઝ બ્રેડ ખાતા હતા તે સમયે બગલમાં પહેરેલા પેડની ગંધ સ્ત્રીઓને વધુ એટ્રેક્ટીવ અને સુખદાયી લાગેલી અને તે જ પુરુષોએ જે અઠવાડીએ સાદી ચીઝ લગાવેલી બ્રેડ ખાધેલી તે સમયના પહેરેલા પેડની ગંધ ઓછી એટ્રેક્ટીવ લાગેલી. આ પ્રાથમિક પરિણામો માનવામાં ના આવે તેવા હતા અને લસણનો ખાવામાં ઉપયોગ શરીરની ગંધ માટે હકારાત્મક છે તે માનવું પડે એવું  થયું.

વૈજ્ઞાનિકોનું માનવું થયું કે લસણ એના antioxidants વડે શરીરની ગંધ પર પ્રભાવી બને છે, જે ખરાબ ગંધ વિરુદ્ધ રક્ષણાત્મક બને છે અને બીજું લસણ એન્ટીબાયોટીક ગુણ પણ ધરાવે છે જે બગલમાં પેદા થતી ખરાબ ગંધ ઓછી કરે છે. બંને રીતે જોઈએ તો લસણનો ઉપયોગ અને તેના વડે પેદા થતી શરીરની ગંધ તમારા હેલ્ધી મેટાબોલીઝમની જાહેરાત કરે છે. ચાલો સીધી રીતે લસણ ખાવાથી મુખમાંથી આવતી ગંધ અપ્રિય લગતી હશે પણ તેના પેટમાં પચ્યા પછી અને લોહીમાં ભળ્યા પછી તેના વડે શરીરને પ્રાપ્ત થતી આડકતરી ગંધ અપ્રિય નહિ પણ ખુબ પ્રિય લાગે તેવી હોય છે, જે તમારી સારી તંદુરસ્તીની ચાડી ખાતી હોય છે. અને સારા તંદુરસ્ત લાઇફ પાર્ટનર કોને ના ગમે??

બે પગ વચ્ચે અટવાયેલું બ્રહ્મચર્ય અને ચારિત્ર્ય. Hard Truths About Human Nature.

બે પગ વચ્ચે અટવાયેલું બ્રહ્મચર્ય અને ચારિત્ર્ય. Hard Truths About Human Nature.

ભારતના પૌરાણિક કાલના બે મહાન ઋષિઓ કયા? દરેકના મનમાં પહેલું નામ વસિષ્ઠ તો આવી જ જવાનું. બીજામાં કોઈ વિશ્વામિત્ર, કણ્વ, ગૌતમ, કપિલ કે યાજ્ઞવલ્ક્યનું નામ લઈ શકે. પણ એક ઋષિ છે જેમણે પહેલીવાર વિંધ્યાચલ ઓળંગ્યો હતો તે હતા અગત્સ્ય ઋષિ. આ વસિષ્ઠ અને અગત્સ્ય બંને ભાઈઓ હતા. એક જ માની કુખે અવતરેલા, પણ બંનેના પિતા જુદા જુદા હતા. આવા મહાન ગણાતા જ્ઞાની ઋષિઓની માતાને આજના ભારતની માન્યતાઓ મુજબ ચારિત્રહીન કહેવાય ખરી?

ભારતમાં ચારિત્રની પરિભાષા બે પગ વચ્ચે અટકી ગઈ છે, બે પગ વચ્ચેના થોડા સ્નાયુઓમાં સમાઈ ગઈ છે.

સત્ય બોલવું, સમાજે ઘડેલા નીતિનિયમો મુજબ નૈતિક જીવન જીવવું, ભ્રષ્ટાચાર ના કરવો, ચોરી ના કરવી, વણ જોઇતી હિંસા ના કરવી આવું અને બીજું ઘણુબધું ચારિત્ર્યની પરિભાષામાં આવી જાય. પણ આ બધું આપણે ખૂબ કરતા હોઈએ છીએ. આપણી ચારિત્ર્યની વ્યાખ્યા ખૂબ સાંકડી બની ગઈ છે કે બનાવવામાં આવી છે. એક તો લગ્ન કર્યા ના હોય તો સેક્સ ના કરી શકો. અને લગ્ન કર્યા હોય તો પતિપત્ની સિવાયના બીજા પાત્ર સાથે સેક્સ ના કરી શકો. બસ આ બેમાં આપણી ચારિત્ર્યની પરિભાષા સમાઈ ગઈ છે. અને એમાય જો પતિપત્ની બ્રહ્મચર્યના વ્રત લઈલે તો ખલાસ મહાન ચારિત્રવાન ગણાવાના. ગાંધીજીએ આવા વ્રત પતિપત્નીને લેવડાવી કેટલાયના જીવન રોળી નાખેલા. અજ્ઞાનતાની હદ તો એ સુધી કે સેક્સ નહિ કરવાનું વ્રત લેવડાવીને પણ અમુકના લગ્ન કરાવેલા. બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો અને ચારિત્ર્ય એટલે પતિપત્ની સિવાય સેક્સ ના કરવો આવી પરિભાષા ધીમે ધીમે અસ્તિત્વમાં આવી હશે.

જિનેટીકલી માનવજાત પોલીગમસ છે. બહુગામી છે. એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે અને એક સ્ત્રી અનેક પુરુષો સાથે. પોતાની કોપી પાછળ મૂકતાં જવાની ભાવના જિન્સમાં હોય છે. સર્વાઈવલ અને રીપ્રોડક્શન સક્સેસ મહત્વની ઉત્ક્રાંતિ માટે બાબતો છે. પુરુષ એના જિન્સ જેટલા દૂર દૂર ફેલાય તે માટે પ્રયત્નશીલ હોય છે. અને મધર નેચરને બળવાન જિન્સ ફેલાય તેની ખેવના હોય છે. પુરુષ પાસે અબજો સ્પર્મ હોય છે, સ્ત્રી પાસે લીમીટેડ અંડ જથ્થો હોય છે. સ્ત્રીના માથે જિન્સ ઉછેરવાની મહત્તમ જવાબદારી મધર નેચરે નાખેલી છે. લગભગ દરેક મેમલ્સમાં સ્ત્રી જ બાળકને ઉછેરવાની જવાબદારી સંભાળે છે. નર એના સ્પર્મદાન કરીને રવાના થઈ જતો હોય છે. બહુ થોડા, આંગળીને વેંઢે ગણી શકાય તેટલા મેમલ્સમાં નર એમાં મદદ કરતો હોય છે. જિન્સ ઉછેરવામાં નર મદદ કરતો હોય માદાને એમાં Owl monkey અને માનવજાત શ્રેષ્ઠ ઉદાહરણ છે. માટે સ્ત્રીને એક તો બળવાન જિન્સ જોઈએ અને તે જિન્સ ઉછેરવા હેલ્પફુલ થાય તેવો પુષ્કળ રીસોર્સીસ ધરાવતો હાઈ સ્ટેટ્સ ધરાવતો પુરુષ જોઈએ. બળવાન હાઈ સ્ટેટ્સ ધરાવતા પુરુષો અનેક સ્ત્રીઓ રાખતા અને સ્ત્રીઓ પણ એમના હરમમાં સામેલ થવામાં ગૌરવ સમજતી.

આમ બધાને સ્ત્રી મળે નહિ. તો થોડા ડાહ્યાં અને મજબૂર ગણો તો મજબૂર કે સમજદાર ગણો એવા પુરુષોએ સ્વેચ્છાએ રીપ્રોડક્શન સક્સેસ પરથી પોતાનો દાવો ઉઠાવી લીધો. જેથી સમાજમાં કે સમૂહમાં સ્ત્રી માટેની હરીફાઈમાં થતી ગરબડો ઓછી થઈ જાય અને સમૂહ શાંતિ અનુભવી શકે. સનતકુમાર જેવા ઋષિ સમૂહ સ્વેચ્છાએ હરીફાઈમાંથી બહાર નીકળી ગયા. સમાજે પણ આવા પુરુષોને ખૂબ માન આપ્યું. આવા નાનકડા સમૂહો અભ્યાસમાં લાગી ગયા. આ વિશ્વ અને બ્રહ્માંડનાં મૂળિયા ક્યાં છે તે શોધવા સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સતત બ્રહ્મમાં કે બ્રહ્મના ભ્રમમાં વિચરવા લાગ્યા તો કહેવાયા બ્રહ્મચારી. ઘણા પરણેલા અભ્યાસીઓ(ઋષિઓ) પણ સતત બ્રહ્મને વિચારતા તો આ લોકો પણ બ્રહ્મચારી જ કહેવાતા. બ્રહ્મચર્યનો અર્થ સેક્સ ના કરવો તેવો હતો જ નહિ. કૃષ્ણ પણ બ્રહ્મચારી જ કહેવાતા હતા. બ્રહ્મ અને બ્રહ્માંડનો વિચાર કરવાવાળા આઈનસ્ટાઈનોમાં પરણેલા ભેગાં મજબૂર મહાત્મા જેવા કુંવારાના સંખ્યા વધવા લાગી એમાં ધીમે ધીમે બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો આવી પરિભાષા ઘડાવા લાગી. ધીમે ધીમે સાચા અભ્યાસુ આઈનસ્ટાઈનો ઘટવા લાગ્યા અને સ્ત્રી મળવાની શક્યતા ના હોય તેવા ચાલો જંગલમાં તપ કરીશું સ્વર્ગમાં સોળ વરસથી કદી મોટી ના થતી અપ્સરાઓ ભોગવીશું વિચારીને ભાગવા લાગ્યા, એમાં થોડા આલસ્ય શિરોમણીઓ પણ ઉમેરાયા. સેક્સ કરવા ના મળે તેવી ટોળકી આમાં વધવા લાગી એટલે બ્રહ્મચર્યની આખી સમજ જ બદલાઈ ગઈ. બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો એવું પ્રસ્થાપિત થઈ ગયું. આજના લગભગ તમામ ધાર્મિક સંપ્રદાયો અને મહાત્માઓ આવી સુફીયાણી અવૈજ્ઞાનિક સલાહો આપતા હોય છે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, એમાં મહાત્મા ગાંધીજી પણ આવી ગયા. બ્રહ્માકુમારીવાળા વળી પતિપત્નીને ભાઈબહેનની જેમ જીવવાની સલાહ આપતા હોય છે. આવી અવૈજ્ઞાનિક વાતો માનવાવાળા હજારો કપલ માનસિક સ્ટ્રેસ વેઠતા હોય છે.

પુરુષને પોતાના જિન્સ ઉછેરવાની ફિકર હોય છે જ્યારે સ્ત્રીને પોતાના સાથે બળવાન મજબૂત પુરુષના જિન્સ ઉછેરવાની પડી હોય છે જે એક કુદરતી પ્રેરણા ગણો કે ઈવોલ્યુશનરી ઈમ્પલ્સ ગણો. આમાં સ્ત્રી લગ્નવ્યવસ્થા નહોતી ત્યારે મજબૂત પુરુષ જોડે જોડી બનાવી લેતી. અને જ્યારે ફરી હાજર હોય તેના કરતા મજબૂત જિન્સ દેખાય તો જુના પુરુષને છોડતા વિચાર ના કરતી. બસ આમાં જ ઋષિ વસિષ્ઠની માતાએ બે જુદા જુદા મજબૂત જિન્સ ધરાવતા પુરુષો પાસેથી બે મહાન ઋષિ થઈ શક્યા તેવા બાળકો મેળવ્યા, એક હતા વસિષ્ઠ અને બીજા હતા અગત્સ્ય. માતા કુંતીના પતિદેવ પાંડુ રાજા પાંડુ મતલબ એનીમિયા વડે પીડાતા હતા. યુધીષ્ઠીર, ભીમ અને અર્જુન પાંડુના પુત્રો નહોતા. તેવી રીતે પાંડુની બીજી રાની માદ્રીના પુત્રો સહદેવ અને નકુલ પણ બાયોલોજીકલી  પાંડુના પુત્રો નહોતા. પણ આમાં કશું ખરાબ ગણાતું નહોતું. તે સમયે ચરિત્રની સમજ જુદી હતી. લગ્નવ્યવસ્થા આવી ચૂકી હતી પણ જૂની સમજ ચાલુ હતી કે મજબૂત જિન્સ પતિ સિવાય બીજેથી મળે તો પણ ઉછેરી શકાય તેમાં કશું ખોટું નથી. છતાં પુરુષને ફક્ત પોતાના જિન્સ ઉછેરવાની વધારે પડી હોય છે પારકા નહિ.

સિંહના એક પરિવારનો કબજો તે પરિવારના જુના નેતા સાથે ભારે યુદ્ધ પછી નવો બળવાન સિંહ લઈ લે, તો પહેલું કામ તે પરિવારમાં રહેલા તમામ નાના બચ્ચાઓને મારી નાખવાનું કરશે. લગ્નવ્યવસ્થા પાકે પાયે ઘૂસી ચૂકી હતી. ધીમે ધીમે મનોગમી પ્રસરવા લાગી તેમ તેમ દરેકને સ્ત્રી ઉપલબ્ધ થવા લાગી. કમજોરને પણ પોતાના જિન્સ ઉછેરવાની તક મળવા લાગી. આપણે ત્યાં તો ગાંડાને પણ સ્ત્રી ઉપલબ્ધ મેં જોઈ છે. હવે આ સ્ત્રી મજબૂત જિન્સ શોધવા બીજે દ્ગષ્ટિ દોડાવે તેવી શક્યતાઓ પણ વધવા લાગી. કમજોરને હંમેશા ફિકર રહેવાની કે મારી સ્ત્રી મજબૂત જિન્સની શોધમાં બીજા પુરુષ પાસે તો જતી નહિ હોય ને? આ બધું અનકોન્શિયસલી થતું હોય છે. એક કરતા વધુ પત્નીઓ રાખતા હોય તેમને પણ આવી શંકા જતી જ હોય. તો પરણેલી સ્ત્રી બીજા પુરુષ પાસે મજબૂત જિન્સ  શોધવા જાય તે ખરાબ ગણવાનું પુરુષોએ શરુ કર્યું. પારકા જિન્સ હું શું કામ ઉછેરું?

આમ પતિ સિવાય બીજા પુરુષ સાથે સંસર્ગ કરતી સ્ત્રીને ચારિત્રહીન ગણવાનું શરુ થઈ ગયું. પુરુષોએ સ્ત્રીઓનું પણ બ્રેઈન વોશિંગ કરી નાખ્યું કે બીજા પુરુષ પાસે જવું ચારિત્ર્યહીનતા ગણાય. જેમ જેમ કમજોર લોકો વધતા ગયા તેમ તેમ તેમની સ્ત્રી બીજે જશે તો એવી ફિકર વધવા લાગી, તેમ તેમ ચારિત્ર્ય સેક્સ પૂરતું સીમિત થવા લાગ્યું. કમજોર પ્રાણીઓ તેમની વસ્તી ખૂબ વધારતા હોય છે જેથી સર્વાઈવ થઈ જવાય. તેમ ચારિત્ર્યની વ્યાખ્યા બે પગ વચ્ચે વધુને વધુ સીમિત થતી જાય છે. પરદેશોમાં પણ પરણેલી સ્ત્રી બીજા પુરુષ સાથે જાય તો વ્યભિચાર ગણાય જ છે. તો પછી સ્ત્રીઓ પણ પુરુષોને શું કામ ક્ષમા કરે? પુરુષો બીજી સ્ત્રી પાસે જાય તો તેઓને પણ બેવફા ગણવાનું શરુ થઈ ગયું. સ્ત્રીઓ તો ઘણીવાર ઈવોલ્યુશનરી ઈમ્પલ્સ સહન કરી લેતી હોય છે પણ પુરુષો સહન કરી શકતા નથી. બીલ ક્લીન્ટન કે અર્નોલ્ડ જેવા પકડાઈ જાય છે. વ્યભિચારી ગણાઈ જાય છે.

ચારિત્ર્ય દિમાગમાં હોવું જોઈએ પણ રહ્યું નહિ બે પગ વચ્ચે સ્થિત થઈ ગયું.

હાઈસ્કૂલ કે દિન ભૂલા ના દેના…Hard Truths About Human nature.

હાઈસ્કૂલ કે દિન ભૂલા ના દેના…Hard Truths About Human nature.

સ્કૂલ કે હાઈસ્કૂલમાં પસાર કરેલા દિવસો આપણે ક્યારેય ભૂલી શકતા નથી. કૉલેજમાં પસાર કરેલા દિવસો પણ ભુલાતા નથી. કદાચ કૉલેજમાં પસાર કરેલા દિવસો ભૂલી જવાય, જો કે તદ્દન ભૂલી જવા તો નામુમકીન છે પણ હાઈસ્કૂલ તો આપણાં બ્રેઇનમા વસેલી હોય છે. સ્કૂલમાં ભણતા હોઈએ તે દિવસોમાં આપણું બ્રેઈન પુખ્ત હોતું નથી. એમાં કોઈ સખત ન્યુરલ વાયરિંગ થયેલું હોતું નથી. સામાજિક સંબંધો ઘડવાની હજુ શરૂઆત છે. કિશોરાવસ્થામાં વધી રહેલો માનવ છોડ, સમાજના વૃક્ષને વળગીને ઉપર ચઢવાનું હજુ શીખતો હોય છે. ક્યાં ટેકો લેવો અને ક્યાં છોડી દઈને આગળ વધવાનું હજુ શીખતો હોય છે..

મેમલ સ્ટેટસ માટે પોતાના ગ્રૂપ, ટ્રૂપ પેક કે હર્ડમાં હંમેશા હરીફાઈમાં ઊતરતા હોય છે. કારણ એમ કરવું રીપ્રોડક્ટીવ સક્સેસને પ્રમોટ કરતું હોય છે. હ્યુમન પણ એમ જ કરતા હોય છે, અને કોઈ બાહ્યાડંબર કે સભ્યતા વગર એડલેસન્ટ (adolescent) પણ એમજ કરતા હોય છે. સ્કૂલમાં જબરાં છોકરા ધાક જમાવીને પોતાનું ગ્રૂપ ઊભું કરી લેતા હોય છે. સ્કૂલનાં અનુભવો કાયમ આપણી સાથે રહેતા હોય છે. તરુણાવસ્થાનાં વર્ષો એક મેન્ટલ મોડલ બાંધતા હોય છે કે દુનિયા કઈ રીતે કામ કરે છે-how the world works. કદાચ આપણે આપણાં મનમાં રહેલી તરુણાવસ્થાથી એક અંતર ભલે રાખવા માંગતા હોઈએ પણ આપણાં બનાવેલા ન્યુરલ પાથવે સત્ય હોય છે.

There is no free love in nature . દરેક જાતી-પ્રજાતિમાં સેક્સ માટે પ્રાથમિક ક્વોલીફાઈંગ રમતોમાંથી પાસ થવું પડતું હોય છે. ઓલોમ્પીકમાં પ્રવેશ મળે તે માટે પણ પહેલા પ્રિ-ક્વોલીફાઈંગ મેચો રમવી પડતી હોય છે. એના માટે વર્ષો જહેમત કરવી પડતી હોય છે. પ્રાણીઓ પણ આ આવડત કેળવવા વર્ષો વિતાવી નાખતા હોય છે. જે ખાસિયતો વડે હાઈસ્કૂલમાં પૉપ્યુલર બનાય છે તેમાં અને આપણાં પૂર્વજ મેમલ્સને રીપ્રોડક્ટીવ સક્સેસ પ્રમોટ કરતી ખાસિયતોમાં કોઈ ફરક હોતો નથી. ફીજીકલ સ્ટ્રેન્થ, આકર્ષકતા, સામાજિક જોડાણ અને જોખમ લેવાનું સાહસ આ બધી લાક્ષણિકતાઓ જરૂરી હોય છે. નેચરલ સિલેકશને બ્રેઈન એવું બનાવ્યું છે કે જે આ લાક્ષણિકતાઓની ચિંતા કરતું હોય છે કેમકે તે સર્વાઈવલ માટે જરૂરી છે. માનવોમાં શાર્પ બુદ્ધિ, અભ્યાસમાં તેજસ્વિતા, વિવિધ કળાઓમાં મહારત (ગાયન, વાદન, ચિત્રકલા, લેખન, કવિતા) બધી વધારાના ખાસિયતો ગણાય.

હાઈસ્કૂલમાં કરેલી મેમલીયન સ્ટ્રગલ બ્રેઈનમાં ગૂંથાઈ જતી હોય છે. તરુણોમાં કાયમી ન્યુરલ સર્કિટ એક સારા કારણ માટે સેટ થઈ જતી હોય છે. સેક્સ માટે સાથીદાર મળે તે પહેલા મેમલ પોતાના ગ્રૂપને છોડી બીજા ગ્રૂપમાં જતા રહેતા હોય છે. નવા વાતાવરણમાં સર્વાઈવ માટે એમને ઘણુબધું શીખવું પડતું હોય છે. આપણ માનવોમાં પણ લગ્ન કરીને બીજા ગામ અને બીજા સમૂહમાં રહેવા જવું પડતું હોય છે. નવી ભાષા, નવા રીવાજો નવી ભૂગોળ શીખવી પડતી હોય છે.Puberty દરમ્યાન  રીવાયરીંગ થઈ શકે તેવું બ્રેઈન નેચરલ સિલેકશનની દેન છે. આ બધું જાણબહાર થતું હોય છે. પ્રાણીઓ કોન્શિયસ અવેરનેસ વગર ઇન-બ્રીડિંગ રોકતાં હોય છે. ચિમ્પાન્ઝી મેલ ડોમિનન્ટ સમાજ છે, ત્યાં માદા ચીમ્પે મેટિંગ પાર્ટનર મળે તે પહેલા ગ્રૂપ છોડવું પડે છે. બોનોબો ફીમેલ ડોમિનન્ટ સમાજ છે ત્યાં નરે ગ્રૂપ છોડવું પડતું હોય છે. આપણાં પુરુષપ્રધાન સમાજમાં છોકરીઓને ડોલીમાં બેસાડી સભ્ય રીતે વળાવી દેવાય છે. કન્યાવિદાય એ દીકરીઓને કાઢી મૂકવાનો અતીસભ્ય પ્રકાર ગણાય. હાઈસ્કૂલ સ્ટુડન્ટ આમ અજાગૃતપણે  સુખદાયી અને દુઃખદાયી ન્યુરોકેમિકલ સાથે ન્યુરોન્સને સંલગ્ન કરતા હોય છે.

આ નાટકમાં સેરોટોનીન મહત્વનો ચાવીરૂપ ભાગ ભજવતું હોય છે. સેરોટોનીન સુખદાયી ન્યુરોકેમીકલ છે. સામાજિક રીતે પ્રભુત્વ ધરાવતા વાનરમાં સેરોટોનીન લેવલ ઊંચું જતું હોય છે. વધારે પડતા અગ્રેસિવ વાંદરાને નાતબહાર મૂકવામાં આવે છે જંગલમાં એકલો પછી મરી જતો હોય છે. પણ જે વાનર કાયમ શરણે જ થઈ જતો હોય તેનું સેરોટોનીન લેવલ ખૂબ નીચે જતું રહેતું હોય છે. તરુણાવસ્થામાં આપણે બીજા લોકો વચ્ચે આપણી જાતને જાળવવાનું અને એક મુકામ આપવાનું શીખવું પડતું હોય છે. આપણે બીજા લોકો વડે ઘેરાયેલા હોઈએ છીએ. આ સમય હતાશાજનક હોય છે પણ જીવન જીવવાની કળા ભેટમાં આપતો આ સમય હોય છે.

આપણું બ્રેઈન સતત નક્કી કરતું હોય છે કે ક્યારે શરણે થવું અને ક્યારે પ્રભુત્વ મેળવવું. ક્યારે દાદાગીરી કરવી અને ક્યારે હથિયાર હેઠાં મેલી દેવા તે બ્રેઈન સતત નક્કી કર્યા કરતું હોય છે. આપણે કહેતા હોઈએ કે મને તો બીજાની કાઈ પડી નથી, પણ આદર કે માન મળતા સેરોટોનીન સ્ત્રવતું હોય છે જે સારું લાગતું હોય છે. અને જેમ સારું લાગે તેમ વધુ ને વધુ મેળવવાની ઇચ્છા થતી હોય છે. દરેક તક એની સાથે રીસ્ક અને રીવોર્ડ લેતી આવતી હોય છે. સમય જતા આપણે સેરોટોનીન સ્ત્રવે અને કોર્ટિસોલ દૂર રહે તેવી વર્તણુંક શીખી જતા હોઈએ છીએ. મોટાભાગનું બ્રેઈન વાયરિંગ કિશોરાવસ્થામાં થતું હોય છે કારણ તે સમયે બ્રેઈન લચીલું હોય છે. શીખવા માટે તત્પર હોય છે.

અસલામતીની ભાવના કુદરતી હોય છે. પ્રાણી જગતમાં તો બચ્ચાઓને પુખ્ત થતા મોટા પ્રાણીઓ વચ્ચે પોતાની જગ્યા બનાવી પડતી હોય છે. આપણ માનવોમાં હાઈસ્કૂલમાં ભણતા હોઈએ ત્યારે પણ માતાપિતાનો ખૂબ સપોર્ટ મળતો જ હોય છે. પણ સ્કૂલમાં બીજા સહાધ્યાયીઓ ઉપર પ્રભુત્વ મેળવવાની હરીફાઈમાં માતાપિતા બહુ મદદ કરી શકતા નથી. ઉલટાના વધુ પડતા ચોખલિયા અને નૈતિકતા ધરાવતા માતાપિતા બાળકોને ધમકાવી સીધી લીટીના બનાવવાની ઘેલછા ધરાવતા હોય છે. આમેય સ્કૂલમાં બાળકો અસહાયતા અને અસલામતી અનુભવતા જ હોય છે એમાં આવા માતાપિતા ધરાવતા બાળકો વધુ અસહાયતા અનુભવતા હોય છે. સ્કૂલમાં માનમરતબો તો તમારે જાતે જ મેળવવો પડતો હોય છે.

પર્સનલ પાવરની સમજ પુખ્ત બનતા આવતી જતી હોય છે. પોતાની જાતને પાવરલેસ અનુભવવા લાગો તેમ હતાશા વધતી જવાની, ડિપ્રેશન વધતું જવાનું. ડિપ્રેશન એટલે ડીસઓર્ડર ઑફ પાવર.. આત્મિક શક્તિની આંતરિક સૂઝ ઊભી કરવી તે જ ઉપાય છે. આ શક્તિ કોઈ આપી શકે નહિ. કે કોઈની પાસેથી ઉછીની લઈ શકો નહિ. જીવનના અનુભવો લઈને જેમ વિકાસ પામતા જઈએ તેમ આસપાસના લોકો સાથે તડજોડ કરવાનું, વાટાઘાટો કરવાનું અને સહકાર આપવાનું શીખી જવાતું હોય છે. તરુણો આવી તડજોડ અણઘડ રીતે કરતા હોય છે કેમકે તેઓ હજુ શીખી રહ્યાં છે.સમય જતા બધી આવડત આવી જતી હોય છે. અને આત્મશ્રદ્ધા પણ વધતી જતી હોય છે.

આપણને જે બ્રેઈન વારસામાં મળેલું છે તે સતત ઇચ્છતું હોય છે કે કોઈ ને કોઈ તેને નોટિસ કર્યા કરે. કોઈ ધ્યાનમાં લે જાણે એના વગર જીવન થંભી ના જવાનું હોય? દરેક મેમલીયન સમૂહમાં કેટલાક એવા હોય કે બીજાનું ધ્યાન વધુ ખેંચતા હોય છે. તમારા પાછલાં મેળવેલા અનુભવો દ્વારા ધ્યાન ખેંચવાના જુદા જુદા તરીકા તમે અપનાવતા હોવ છો. ધ્યાન ખેંચવાના તરીકા રૂપે ન્યુરલ સર્કિટ તરુણાવસ્થામાં બનાવી ચૂક્યા હોઈએ છીએ જે પુખ્તવયે સેવા કરવા હાજર જ હોય છે. કોઈ રમતગમતમાં આગળ વધી ધ્યાન ખેંચતા હોય છે કોઈ અભ્યાસમાં તેજસ્વી બનીને ધ્યાન ખેંચતા હોય છે. કોઈ અદ્ભુત ચિત્ર દોરીને કોઈ કવિતા લખીને ધ્યાન ખેંચતા હોય છે. જેમ પાઈપમાં પાણી વહેતું હોય છે તેમ ઓછામાં ઓછી વાંકાચૂકા રસ્તે બ્રેઈનમાં ઈલેક્ટ્રીસીટી વહેતી હોય છે. તરુણાવસ્થામાં ન્યુરોપ્લાસ્ટીસીટી પીક પર હોય છે. જ્યારે જ્યારે ન્યુરો કેમિકલ સ્ત્રવે ન્યુરોન્સ કનેક્ટ થતા હોય છે. આમ સુખ અર્પતી વસ્તુઓની સર્કિટ જે તરુણાવસ્થામાં બની હોય છે તે ભવિષ્યમાં પણ આજ રીતે કામ આપે છે. જ્યારે દુખ અનુભવો ત્યારે પેલાં ન્યુરલ પાથવે પર અનહેપી કેમિકલ છવાઈ જતા હોય છે. આમ ભવિષ્યમાં એનાથી દૂર રહેવાની આવડત પણ કેળવાઈ જતી હોય છે. આમ પુખ્ત બનતા ભળે તમે રીવાયરીંગ કરી, નવા પોલીશ્ડ રસ્તા બનાવો પણ એના કોરમાં મધ્યમાં તરુણ અવસ્થાએ બનાવેલ ન્યુરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ કામ કરતું હોય છે. આમ પુખ્તવયે કિશોર બનવાની કે તે સમયની લાગણીઓને ફરી અનુભવી તાબે થઈ બાલીશ હરકતો કરવાની જરૂર નથી હોતી, જરૂર છે તેની પ્રમાણિતતા સ્વીકારવાની નહીં કે વખોડવાની……

જે પોષતું તે મારતું, જે મારતું તે ક્યારેક પોષતું હતું.

Vicia faba: Broad Beans
Vicia faba: Broad Beans (Photo credit: pamsai)

જે પોષતું તે મારતું, જે મારતું તે ક્યારેક પોષતું હતું.

જો તમને ડાયાબિટીસ હોય તો તમે એકલાં નથી, આશરે ૧૭૧ મિલિયન લોકો ડાયાબિટીસ વડે પીડાય છે. અલ્ઝાઈમર, હાઈ કોલેસ્ટેરોલ આવા મારી નાખે તેવા રોગો કેમ થતા હશે? આવા રોગો પેદા કરતા જિન્સ genes શું કામ ઇવોલ્વ થયા હશે? એક નાની પ્લેટ fava beans ખાવાથી કોઈ મરી જાય ખરું? ભૂમધ્ય સમુદ્ર કાંઠે આવેલા દેશોમાં તો વટાણા(Fava beans )  રોજનો ખોરાક છે. Favism કોઈ એન્ઝાઈમ ( Glucose-6-phosphate dehydrogenase deficiency ) ની ઊણપથી થતો રોગ છે. fava ખાવાથી રીએક્શન આવતું હોય છે. કોઈ એવું ના સમજી કે લે fava ખાવાથી જ આ રોગ થાય છે. આ રોગ વારસાગત હોય છે. અને આ રોગ હોય તે બધાને fava ખાવાથી રીએક્શન આવે તેવું પણ નથી. આ રોગની સાઇડ ઇફેક્ટ એ છે કે મેલેરિયા સામે રક્ષણાત્મક કામ કરતો હોય છે. આપણે મેડિકલ સાયન્સના ઊંડાણમાં જવું નથી તે આપણો વિષય પણ નથી, પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે મલેરિયા સામે લડવા માટે કદાચ આ પ્રકારનું ઈવોલ્યુશન થયું હોવું જોઈએ.

ફાયદો થાય એવું હોય તેમ વિકાસ થતો હોય છે. ઉત્ક્રાન્તિના ક્રમમાં બિનજરૂરી વસ્તુઓ વિકસે નહિ. Sharon Moalem નામના ઇવોલ્યુશનરી ફીજીયોલોજીસ્ટ અને તેના પત્રકાર સાથીદારે Survival of the Sickest નામની એક જબરદસ્ત બુક લખી છે. આમાં આવી અકલ્પનીય અસંખ્ય વાતો લખી છે કે રોગો પણ કેમ ઇવોલ્વ થયા હશે?  ઘણા રોગો બાય પ્રોડક્ટની જેમ વળગ્યા છે. ઓચિંતી પડતી અતિશય ઠંડી કે હિમયુગમાંથી બચવા ઉત્તર યુરોપીયંસનાં પૂર્વજોના શરીરમાં કોઈ જીનેટીકલી ફેરફાર થયા હોય જેની બાય પ્રોડક્ટ તરીકે આજે ડાયાબિટીસ વળગ્યો છે. tree frogs પર જણાવતા આ લોકો કહે છે કે બરફની જેમ થીજાવી દે તેવી કાતિલ ઠંડીમાં આ દેડકા આરામથી બચી જાય છે, ડાયાબિટીક મેટાબોલીઝમ વાપરીને આ દેડકા સર્વાઈવ થઈ જાય છે. મેલેરિયા સામે રોગપ્રતિકારક શક્તિ મેળવવાની બાયપ્રોડક્ટ એટલે favism એવું આ વૈજ્ઞાનિકોનું કહેવું છે. Bubonic પ્લેગમાથી બચવા માટે જે જિનેટિક ફેરફાર થયા તેની બાયપ્રોડક્ટ અલ્ઝાઈમર તરીકે મળી છે.

આમ ફાયદા સાથે ક્યાંક નુકશાન પણ થયું છે. સાદો દાખલો જોઈએ તો તાવ આવે શરીરનું ટેમ્પરેચર વધી જાય તે રોગ નથી પણ શરીરમાં ઘૂસેલા હાનિકારક બેક્ટ્રિયાને મારવાની જહેમતનું પરિણામ છે. ચાલો બીજો આવો સિમ્પલ દાખલો જોઈએ. વિષુવવૃત અને તેની આસપાસ પુષ્કળ ગરમી પડતી હોય ત્યાં રહેનારા લોકોની ચામડી કાળી હોય છે. કાળી ત્વચા મતલબ કલર પીગમેન્ટ પુષ્કળ. આ કાળી ત્વચામાં સૂર્યના હાનિકારક કિરણોને અંદર પ્રવેશ કરતા તકલીફ પડવાની. જેથી ત્વચાના કેન્સર વગેરેથી બચી જવાય. હવે જ્યાં પુષ્કળ ઠંડી પડતી હોય છે તેવા ઉત્તર યુરોપના લોકો ખૂબ ગોરા હોય મતલબ કલર પીગમેન્ટ ઓછા. આવું ઈવોલ્યુશન એટલાં માટે થયું કે અહી સૂર્યના કિરણો ત્વચા પર સીધા પડે તેવી સ્થિતિનો અભાવ હોય છે, જેથી કલર પીગમેન્ટ ઓછા હોય તો સૂર્યના કિરણો જે વિટામિન ડી માટે જરૂરી છે તે પ્રવેશી શકે. અહી સહેજ તડકો પડે લોકો ખુશ થઈ જાય, આજે વેધર સારું છે. કપડા કાઢી ફરવા લાગે. બને એટલાં ઓછા કપડા પહેરે જેથી શક્ય વધુ સૂર્યના કિરણો મેળવી શકાય. હું ભારતમાં તડકાથી ત્રાસેલો, અહી મને શાંતિ લાગે. હવે આ ગોરા લોકો આફ્રિકા પહોચી જાય અને ઉઘાડા ફરવા લાગે તો સ્કીન કેન્સર થવાનો ભય વધી જાય અને કાળી ત્વચા ધરાવતા લોકોને યુરોપમાં વિટામિન ડી ની ઊણપ સતાવે, કારણ કાળી ત્વચામાં સૂર્યના કિરણો જલદી પ્રવેશે નહિ.

આપણાં પૂર્વજો જુદા વાતાવરણમાં ઇવોલ્વ થયેલા અને અત્યારે જુદું વાતાવરણ જીવવા માટે ઉપલબ્ધ છે. આ બધા ઈવોલ્યુશનરી મિસમેચનાં દાખલા છે. ઓબેસિટી પણ આવો હ્યુમન નેચર અને મૉર્ડન જમાનાનો મિસમેચ દાખલો છે. આપણાં પૂર્વજો હન્ટર ગેધરર હતા. એમને શિકાર કરીને ખોરાક મેળવવા ખુબ મહેનત કરવી પડતી. એટલે તે લોકો પુષ્કળ પોષણ ધરાવતો ખોરાક વિપુલ પ્રમાણમાં ખાઈ લેતા. ફરી ખોરાક ના મળે ત્યાં સુધી ચાલી જાય. હવે આપણી ફીજીકલ એક્ટીવીટી ઘટી ગઈ છે અને ખોરાક જૂની ટેવ મુજબ ચાલુ રહ્યો છે. ઘણા ફીજીકલ એક્ટીવીટી  વધારે તો સાથે ખોરાક પણ વધારતા જતા હોય છે.

Hadza hunter-gatherer પર થયેલા એક રિસર્ચ મુજબ આ લોકો પશ્ચિમના લોકો કરતા જરાય વધુ કેલેરી એક દિવસમાં બાળતા  નથી. આ લોકો આખો દિવસ ખુબ ફીજીકલ એક્ટીવીટી  કરતા હોય છે અને એમનું મેટાબોલીઝમ પણ ધીમું હોતું નથી. છતાં અમેરિકન્સ અને યુરોપીયંસ ખુબ જાડિયા કેમ હોય છે? મતલબ આ જાડિયા પુષ્કળ ખાતા હોય છે. મતલબ અહી હ્યુમન બોડી જેટલું ખાવા માટે ડીઝાઈન થઈ હોય તેના કરતા ખુબ ખવાઈ જાય છે. આપણી ખુબ ખાવાની તેવો બાળકોને પણ આપતા હોઈએ છીએ. અમેરિકન બાળકો ખુબ જાડા હોય છે. ઘણીવાર તો પુખ્ત માનસ કરતા પણ વધુ વજન ધરાવતા હોય છે. જાડિયા બાળકો પર થયેલા અભ્યાસ મુજબ તેઓ એમના મિત્રો સાથે હોય તો વધુ ખાતા હોય છે. એકલાં હોય તો ઓછું ખાતા હોય છે. અને મિત્રો જો પાતળા થીન હોય તો આ જાડિયા ૩૦૦ કેલેરી વધારાની ખાઈ જતા હોય છે.

હાં તો મિત્રો જે પોષતું તે મારતું અને જે મારતું તે…………

 

વેદનાનું સોહામણું સત્ય-૩

Amygdala
Amygdala (Photo credit: JSlattum)

વેદનાનું સોહામણું સત્ય-૩

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રૉનિક પેએનના બતાવી ગયા છે તે જોઈએ.

ક્રૉનિક બૅક પેએન વિષે મારો પોતાનો અનુભવ છે કે સારા ફિઝિઅથેરપિસ્ટ પાસેથી નિયમિત કરવાની સાદી અને સરળ કસરતો શીખી લેવી જોઈએ. અને તે કસરતો નિયમિત કરવાથી ઘણો ફાયદો થાય છે. કરોડના મણકાની ગાદીઓમાં સોજા આવ્યા હોય ત્યારે આવો દુખાવો થતો હોય છે. મણકા કોઈ કારણસર સાવ નજીવા આઘાપાછી થઈ ગયા હોય અને એના લીધે નર્વ દબાતી પણ હોઈ શકે. સ્પાઇનલ કૉર્ડને લગતી કસરતો કરવાથી આમાં ફાયદો થતો હોય છે. સ્પાઇનલ કૉર્ડને બંને બાજુ સ્નાયુઓનો એક ઊભો પટ્ટો હોય છે. એને મજબૂત કરવાની કસરત કરવાથી જ્યારે કશું કામ કરીએ તો સ્પાઇનલ કૉર્ડ પર ઓછો બોજો પડે અને પેલાં સ્નાયુઓ વજન ઝીલી લે. આ બધી કસરતો કરવાથી સ્પાઇનલ કૉર્ડ મૂળ સ્થિતિમાં  આવી જવાથી દુખાવો બંધ થઈ જતો હોય છે.

આપણે આખો દિવસ આરામદાયક સોફામાં બેસતા હોઈએ, કમ્પ્યુટર પર બેસતા હોઈએ અને બીજા એવા ઘણી પોઝિશનમા કામ કરતા હોઈએ છીએ, જે સ્પાઇનલ કૉર્ડ માટે નુકસાનકારક હોય છે. માટે દુખાવો બંધ થઈ ગયા પછી પણ સ્પાઇનલ કૉર્ડને એની મૂળ સ્થિતિમાં જાળવી રાખવા આ બધી કસરતો નિયમિત કરવી જોઈએ. ગરમ પાણીથી બૅકને બરોબર શેક આપવાથી સખત થઈ ગયેલા સ્નાયુઓ ઢીલાં પડે પછી કસરત કરવી જોઈએ. સ્નાયુ અકડાઈ ગયા હોય અને કસરત કરીએ તો વધારે અકડાઈ જવાનો ભય રહે છે. જો દુખાવો વધુ થતો હોય તો આવી કસરત પછી બૅક ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ખૂબ ફાયદો થતો હોય છે.

ભારતમાં શેક કરવાનું મહાત્મ્ય વધુ છે પણ કોલ્ડ-પૅક મૂકવાનું મહત્વ લોકો સમજતા નથી. કોલ્ડ-પૅક વિષે ઘણી ગેરસમજ હોય છે. જેતે ભાગ ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ત્યાંથી લોહી હઠી જાય છે, ૧૫ મિનિટ પછી કોલ્ડ-પૅક હટાવી લેવાથી તે જગ્યાએ લોહીનો ધસારો પુષ્કળ વધી જાય છે જે હિલીંગ માટે ખૂબ ફાયદાકારક છે. બીજું કોલ્ડ-પૅક મૂકવાથી જેતે ભાગ તાત્કાલિક બહેરો બની જવાથી દુખાવાની અનુભૂતિ હંગામી રીતે ઓછી થઈ જાય છે.

મન શરીરને કંટ્રોલ કરી શકે છે. ક્રૉનિક પેએન માટે ઘણીબધી સારવાર કરાવ્યા પછી કંટાળેલા લોકો માટે માઈન્ડ કંટ્રોલ રીત અપનાવવા જેવી છે. જ્યારે આપણને કોઈ ઈજા થાય કે કોઈ આપણું અપમાન કે અવહેલના કરે ત્યારે દુઃખના સિગ્નલ સેન્સરી પાથ-વે અને ઇમોશનલ પાથવે દ્વારા બ્રેનમાં પહોચતાં હોય છે. આ દુઃખના અનુભવનું લાગણીશીલ પાસું બ્રેનના amygdale અને anterior cingulated cortex માં જતુ હોય છે. આમ માઈન્ડબૉડી ટ્રીટમન્ટ જેવી કે મેડિટેશન, યોગા આ ઇમોશનલ નેટવર્કને ઉપયોગમાં લેતી હોય છે. ચાલો સાવ મફતમાં અતિ કીમતી સરળ રીતો જોઈએ.

૧) આંખો બંધ કરી અંધારા રૂમમાં એકદમ રિલૅક્સ થઈને બેસો.

૨) ઊંડા શ્વાસ લેવાનું શરુ કરો. શરૂમાં થોડા ઝડપથી શ્વાસ લેવાના પછી ધીમે ધીમે નૉર્મલ શ્વાસ લેવા જોઈએ. કોઈ પણ જાતના પ્રયત્ન વગર નૉર્મલ શ્વાસોચ્છ્વાસ પર આવી જવાનું.

હવે થોડી કાલ્પનિક ટેક્નિક જોઈએ. એમાંથી કોઈ પણ એક અપનાવો અને નિયમિત આચરવાનું શરુ કરીએ.

૧) શરીરના દુખાવા વગરના કોઈ ભાગને પસંદ કરીને એના પર ધ્યાન કેન્દ્રિત કરો. અને જુઓ કે તમારું મન દુખાવા તરફથી બીજે તરફ ડાયવર્ટ થાય છે કે કેમ? મન આતા માજી સટકેલ જેવું હોય છે, છટકેલ હોય છે, સીધું ઠરીને બેસે નહિ.

૨) માનસિક રીતે શરીરના દુખાવાયુક્ત ભાગને બાકીના શરીરથી જુદો સમજો, અલગ પાડો. આ ભાગ મારા શરીરનો હિસ્સો નથી તેવી કલ્પના કરો.

૩) કલ્પના કરો કે દુખ દેતા ભાગને બહેરાશનું ઇન્જેક્શન મારીને કે કોઈ જાદુઈ દવા વડે બહેરો બનાવી દીધો છે.

૪) ભૂતકાળમાં મુસાફરી કરો જ્યારે કોઈ દુખાવો હતો નહિ. સાજાસમા હતા તેવો ભૂતકાળમાં જતા રહેવું.

૫) ક્રૉનિક પેએનને એક પ્રતીક આપો, દાખલા તરીકે લાઉડ મ્યૂઝિકનું અને તેનું વૉલ્યૂમ ધીરે ધીરે ઓછું કરો.

૬) કોઈ હકારાત્મક આનંદદાયક કલ્પના કરો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.

૭) દુખાવા તરફથી ધ્યાન બીજે વળવા મનમાં ધીમે ધીમે ગણવાનું(કાઉન્ટ) શરુ કરો.

આમ તો આ બધું કદાચ મૂર્ખા જેવું લાગે પણ ઘણાબધાને ફાયદાકારક બનેલું છે. ખાસ તો આ પ્રૅક્ટિસ દિવસમાં ત્રણવાર ૩૦ મિનિટ કરવી જોઈએ. ઉપરની કોઈ પણ એક પ્રકારની પદ્ધતિને પકડી રાખવી. બધી પદ્ધતિઓ સાથે અપનાવવી નહિ. એકવાર આમાં માસ્ટરી આવી જશે પછી એનો ફાયદો લેતા વાર નહિ લાગે.

ઓશોએ એક દાખલો નોંધ્યો હતો- અંગ્રેજોના જમાનામાં કાશી નરેશને… બનારસ-કાશીના રાજાને એપેન્ડીક્સ થયેલું. અંગ્રેજ ડૉક્ટર ઑપરેશન કરવાના હતા.ઑપરેશન પહેલા અનિસ્થટાઇઝ તો આપવો પડે ને? કાશી નરેશે કહ્યું કે હું જાગૃત રહેવાની સાધના કરું છું માટે મારે અનિસ્થટાઇઝ લઈને બેભાન બનવું નથી. ડૉક્ટરોએ ઘણું સમજાવ્યા પણ રાજહઠ સબળ હતી. કાશી નરેશે કહ્યું મને ગીતાનું પુસ્તક આપો હું વાંચીશ અને તમે ઑપરેશન કરજો. સાચું ખોટું મને ખબર નથી કેમકે હું ત્યારે હાજર નહોતો પણ કહેવાય છે કે દુનિયાનું પહેલું અને છેલ્લું ઑપરેશન હતું જે અનિસ્થટાઇઝ આપ્યા વગર કરાયેલું. કાશી નરેશે શરીરના જે તે ભાગ પ્રત્યેથી તેમનું ધ્યાન હટાવી લીધું હશે. અઘરું છે પણ અશક્ય નથી.

એક જાત અનુભવ લખું, હસવાનું નહિ. અમે ત્રણ પિતરાઈ ભાઈઓએ ચાલતા અંબાજી સંઘમાં માણસાથી અંબાજી જવા નીકળેલા. આસો મહિનાની પૂનમે પહોચવાનું હતું. સંઘ તો બહુ મોટો હતો. છ દિવસની ચાલતી મુસાફરી હતી. બપોર સુધી ચાલવાનું પછી રસ્તામાં આવતા વડનગર, તારંગા, દાંતા જેવા સ્થળોએ રાતવાસો કોઈ ધરમશાળામાં કરવાનો. દાંતા છેલ્લું સ્ટૉપિજ હતું. ત્યાં સુધીમાં તો અમારા બધાના પગમાં ભારે દુખાવો શરુ થઈ ચૂક્યો હતો. પગમાં ફોલ્લા પડવાથી ઘણાબધા તો બસમાં બેસીને ભાગી પણ ગયેલા.

સંઘના આયોજકો તરફથી એકવાર સાંજે પાકું ભોજન મળતું. અમે તો બપોરના પહોચી ગયેલા. બપોરે રાજસ્થાની દાલબાટીની મજા માણી લીધેલી. મારા એક કઝન જરા વધુ પડતી દાલબાટી ખાઈ ગયેલા. સાંજે પાછું ચૂરમાના લાડુનું પાકું જમણ કર્યું. દાંતાથી અંબાજી નજીક હોવાથી સંઘમાંથી કેટલાક લોકો રાત્રેજ અંબાજી જવા નીકળી ગયા. અમે ત્રણ જણા પણ  રાતે નીકળી ગયા. મારા પગ ખૂબ દુખતા હતા. ઢીંચણ કામ કરતા નહોતા. બીજા કઝનની પણ એવી જ હાલત હતી અને ત્રીજા ભાઈને ખૂબ ખાધેલું તે પેટમાં ભયાનક ચૂંક આવવાની શરુ થઈ ગયેલી. છતાં અમે ચાલે રાખતા હતા.

મારા આ પિતરાઈ ભાઈ મિલિટરીમાં હતા. અંબાજીના જંગલોમાં રીંછ ફરતા હોય છે. અમે ત્રણ જણા એકલાં જતા હતા, બાકીના રાત્રે નીકળી ગયેલા સંઘના મિત્રો ખૂબ આગળ જતા રહેલા. અચાનક રસ્તાની એકબાજુ દૂર અમે રીંછ ફરતા જોયા. અમને જલદી ખ્યાલ આવ્યો નહિ પણ આર્મિમાં  જોબ કરેલી તે ભાઈ ઓળખી ગયા કે આ ટોળું રીંછનું છે. બસ અમે ત્રણ જણા જે ભગવા માંડ્યા કે આવ અંબાજી ઢૂંકડું દોઢેક કલાક ખૂબ ભાગ્યા હોઈશું. અંબાજી પહોચ્યા પછી ખયાલ આવ્યો કે મારો પગનો અતિશય દુખાવો ભાગતી વખતે ગાયબ હતો. જે ભાઈ પેટમાં દુખાવાને લીધે રોડ પર આળોટતા હતા તે પણ દોઢ કલાક માટે ઑલિમ્પિક ગોલ્ડ જીતવા જતા હોય તેમ ભાગેલા. અંબાજી આવી ગયા પછી પાછો દુખાવો શરુ થયો.

ઉપર લખેલી માઈન્ડ કંટ્રોલ પદ્ધતિઓ અપનાવી જુઓ, અઘરી છે પણ અશક્ય નથી…

વેદનાનું સોહામણું સત્ય-૨

વેદનાનું સોહામણું સત્ય-૨

ક્રૉનિક પેએન કઈ રીતે શરુ થઈ જતા હોય છે તે અંકમાં જોયું.

કમરનો દુખાવો, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે વગેરે ને ક્રૉનિક પેએનમાં બદલવાનું લગભગ આપણાં હાથમાં છે. આવા દુખાવા કવચિત દરેકને થતા હોય છે. જંગલમાં અમુક રસ્તા વપરાયા વગરના પડી રહ્યા હોય છે. પછી કાલક્રમે રસ્તા જેવું રહે જ નહિ. પણ આજ રસ્તા પાછાં વારંવાર વાપરવાનું શરુ કરી દઈએ તો સરસ મજાની પગદંડી ફરી તૈયાર થઈ જતી હોય છે. બસ આમજ વારંવાર દુખાવાની અનુભૂતિ કરવાની ટેવ પડી જાય તો દુખાવાનું ક્રૉનિક પેએનમાં રૂપાંતરણ થતા વાર લાગતી નથી.

મને પોતાને પાંચેક વર્ષ પહેલા બૅક પેએન થયેલું. સ્ટોઅરમાં મારી ઊભા રહેવાની પદ્ધતિ ખોટી હોવાથી કમરમાં દુખાવો શરુ થઈ ગયેલો. બેસવાના પણ ફાંફાં થઈ ગયેલા. ભયાનક દુખાવો થાય. ડૉકટરે રાબેતામુજબ પેએન-કિલર લખી આપી અને ફિઝિઅથેરપિસ્ટ જોડે જવાનું સૂચવી દીધું. ક્રૉનિક પેએનમાં ડૉક્ટર્સ,

૧)Opiate મેડિકેશન જેવા કે ઑક્સિકોડીન,

૨) nonsteroidal anti-inflammatory મેડિકેશન જેવા કે બૃફેન, નેપ્રોક્સિન,

 ૩) કસરત,

૪) tricyclic antidepressants,

૫) ઍક્યુપંચર

૬) ઈલેક્ટ્રિકલ સ્ટિમ્યૂલેશન વગેરે ઉપાય તરીકે સૂચવતા હોય છે. મને બૃફેન જેવી દવાની અસર ઓછી થતી હોવાથી અફીણમાંથી બનતી ઑક્સિકોડીન જે નાર્કો-પેએન કિલર તરીકે ઓળખાય છે તેવી દવા લખી આપેલી. આ દવાથી સરસ મજાનું ઘેન ચડતું. આનંદ આનંદ થઈ જાય લેવાથી. ૩૦ ટકા અમેરિકાનો ક્રૉનિક પેએન વડે પીડાતા હોય છે. અહી ડૉક્ટર્સ છૂટથી ડ્રગ જેવી દવાઓ લખી આપતા હોય છે. અને અમુક લોકો જાતેજ હેરોઇન જેવા અફીણમાંથી  બનતા ડ્રગ લેવાનું શરુ કરી દેતા હોય છે. અમુક રાજ્યોમાં મેડિકલ મૅરિહ્વાન એટલે ગાંજો, લાઇસન્સ ધરાવતી દુકાનોમાં મળતો થઈ ગયો છે.

ઑક્સિકોડીન જેવી દવાઓનો  પ્રૉબ્લેમ એ થાય કે તેની ટેવ પાડવા માંડે પછી દુખાવો બંધ કરવા મોટો ડૉસ લેવો પડે અને તમે ડ્રગ ઍડિક્ટ બની જાવ. માઈકલ જેક્શન અને વ્હીટની આમાં જ દેવ થઈ ગયા. તે સમયે મારા ફિઝિઅથેરપિસ્ટ બહેન નિરાલી પટેલ હતા. તેમણે મને સરસ કસરત બતાવેલી. કમરનો ક્રૉનિક દુખાવો રોજની ફક્ત દસ મીનીટની કસરત વડે મટાડી શકાય છે. કમરના ભાગે સ્નાન કરતી વખતે ગરમ પાણી વધારે પડવા દઈ, સ્નાન કર્યા બાદ ફક્ત દસ મિનિટ કસરત કરી લઈએ તો કદી કમરના દુખાવા માટે દવા લેવી નો પડે તે મારો જાત અનુભવ છે. શારીરિક દુખાવાને નાબૂદ કરવો સહેલો છે, પણ માનસિક રીતે ક્રૉનિક પેએનમાં તબદીલ થયા પછી એનો ઉપાય અઘરો થઈ પડે છે.

શરીરમાં જ્યાં ઈજા થઈ હોય તે અસર પામેલા ભાગની અંદર રહેલા નર્વ સેલ ઇલેક્ટ્રિકલ સિગ્નલ બ્રેનને મોકલવાના શરુ કરી દેતા હોય છે. આ ઇલેક્ટ્રિકલ સિગ્નલનું નિયમન ખાસ પ્રકારના gene દ્વારા થતું હોય છે. આ જીનને બ્લૉક કરી દેવાથી નર્વ સેલ દ્વારા થતા ઇલેક્ટ્રિકલ સિગ્નલના ઝબકારાનું પ્રમાણ ઓછું કરી શકાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો આના ઉપર પ્રયોગ કરી રહ્યા છે. જિનેટિકલી એન્જિનિઅર્ડ ઉંદરોમાં પેએન સેન્સિટિવ ન્યુરૉન્સમાં HCN2 જીન નાબૂદ કરી નાખેલો. નૉર્મલ ઉંદરો ઠંડી, ગરમ વસ્તુ અડતા ત્વરિત પ્રતિક્રિયા કરતા પણ HCN2 gene વગરના ઉંદરો બધું લાંબા સમય સહન કરી લેતા. HCN2 બ્લૉકર માર્કેટમાં આવતા બીજા દસ વર્ષ લાગશે.

વધુ પડતું વજન ક્રૉનિક પેએનમાં વધારો કરતું હોય છે. કસરત કરો, વજન ઘટાડો.  મજબૂત સ્નાયુ દર્દ આપતા સાંધાઓને વધુ સારી રીતે સહી શકે છે. જરૂર જણાય ત્યાં પેએન કિલર લેવી પડતી હોય છે. સરસ મજાની ઊંઘ દુખાવામાં રાહત પમાડે છે. ક્રોનિક પેઇન વડે પીડાતા લોકો પોતાને એકલાં પડી ગયા હોય તેવું  અનુભવતા હોય છે. મનની અસર શરીર ઉપર પડતી હોય છે અને શરીરની મન ઉપર. ડિપ્રેશનનાં લીધે  ક્રૉનિક પેએન, ડાયબીટિઝ, ઓબેસિટી, હાર્ટ ડિઝીઝ, અડિક્શન વગેરે થવાની શક્યતા વધતી હોય છે. ક્રૉનિક મેન્ટલ સ્ટ્રેસ, મસલ પેએનમાં વધારો કરે છે.

Fibromyalgia અને rheumatoid arthritis વગેરેમાં ચેરિ, સોયાબીન, ઑરિન્જ, ક્રૅન્બરિ, કૉલિફ્લાઉઅર, કિવિ બધા ફાયદાકારક છે. જ્યારે ચૉકોલટ, ઈંડા, માંસ, ઘઉં, મકાઈ, વગેરે સોજા વધારી દુખાવો વધારી મૂકે છે. ચેરિમાં anti-oxidants હોય છે જે સોજાને ઉતારે છે. બીજું એમાં melatonin નામનું હૉર્મોન હોય છે જે માનવ શરીરમાં pineal gland માં બનતું હોય છે. જે સારી ઊંઘ લાવતું હોય છે. સારી ઊંઘ મતલબ ઓછું પેએન.

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રોનિક પેઈનના બતાવી ગયા છે તે પછી બીજા અંકમાં જોઈશું.

વેદનાનું સોહામણું સત્ય-૧

વેદનાનું સોહામણું સત્ય-૧

વેદનાનું સોહામણું સત્ય

તન અને મનની પીડા, દર્દ, વેદનાનો અનુભવ દરેકને થતો હોય છે. શરીરના કોઈ ભાગને ઈજા થાય ત્યારે દર્દ થતું હોય છે, પીડા થતી હોય છે.આ પીડા હંગામી હોય છે અને ઘણાને કાયમી થઈ જતી હોય છે. માથાનો દુખાવો, કમરનો દુખાવો જેવા દુખાવા હઠીલાં હનુમાનની જેમ કાયમી સ્વરૂપ ધારણ કરી લે ત્યારે એને આપણે Chronic pain કહીએ છીએ. લગભગ ૩ કરોડ અમેરિકાનો આવા કાયમી હઠીલાં દુખાવાથી પીડાતા હોય છે. ઉપાય મુશ્કેલ છે, છતાં લાગણીઓ, સહાનૂભુતિ અને ક્યારેક સેક્સ એની તીવ્રતાને ઓછી કરવામાં સહાયભૂત બને છે.

દર્દ, પીડા કે વેદના આપણને જીવતા રાખે છે. સર્વાઇવલ માટે અત્યંત જરૂરી પરિબળ છે. પીડા થવી મહત્વપૂર્ણ વૉર્નિંગ સિગ્નલ છે, જેને અવગણી શકાય તેવું હોતું નથી. ગરમ સ્ટવને અડી જવાય કે કશું અજાણતાં વાગી જાય દર્દ એની ફરજ ત્વરિત બજાવે છે. પીડા થવી એકજાતની અલર્ટ સિસ્ટમ છે, પણ આ અલર્ટ સિસ્ટમ વાંકાચૂંકા રસ્તે ચાલવા માંડે ત્યારે ક્રૉનિક પેએનમાં સ્થિત થઈ જાય છે. કંઈક રહસ્યમય રીતે અસાધારણ દુખાવો થયા જ કરતો હોય છે જેને મટાડવો મુશ્કેલ થઈ જાય છે. દુખાવો ક્યાંથી શરુ થાય છે તે સમજવું જ મુશ્કેલ બની જતું હોય છે. ભાવનાઓ, અપેક્ષાઓ અને મેમરી બધું ભેગું થઈને ક્રૉનિક પેએન થવા માટે સહાયભૂત બનતું હોય છે.

હાર્ટબ્રેઇક સાથે હાર્ટબર્ન જોડાઈ જતું હોય છે. બધા દુખાવા માથામાંથી આવતા હોય છે. pain matrix નામે જાણીતા બ્રેનના વિભાગમાં દર્દનું કારણ, દર્દનું વર્ગીકરણ બધું થતું હોય છે. દુખાવા વિવિધ પ્રકારના હોય છે. કોઈ શૂળની જેમ ભોંકાતા હોય છે, કોઈ સણકા સ્વરૂપે ફરજ બજાવતા હોય છે. ‘ભોગવે તે જાણે’ એવું હોય છે.

બ્રેનનો anterior cingulate cortex વિભાગ દુખાવા નોંધણી દફતર તરીકે કામ કરતો હોય છે, જે શારીરિક પીડાને માનસિક પીડામાં ફેરવી ચિંતિત કરવામાં ભાગ ભજવતો હોય છે. આ વિભાગ માનસિક પીડા અને શારીરિક ઈજામાં ભેદભાવ કરવાનું મુનાસિબ સમજતો નથી કે એને આવડતું નથી. પેટમાં દુખે તો પણ આ ભાગ સક્રિય બની જતો હોય છે અને કોઈ અવહેલના કરે કે પત્ની રિસાઈને પિયર જતી રહે તો પણ આ ભાગ સક્રિયતા જતાવતો હોય છે. M. Catherine Bushnell , Director of the Mc Gill University Centre for Research on Pain કહે છે ” Change the mood , and it changes the Pain.” આ કે

કૅથરીનનો એક પેશન્ટ હતો જેનું બ્રેન ડૅમિજ થઈને sensory વિભાગ ખલાસ થઈ ગયેલો, બાકીનું cingulate સારું હતું. એની આંખો બંધ કરાવીને આ લોકો એના હાથે કશું તીક્ષ્ણ પદાર્થ વડે ભોંકતા તો એને કશી અસર થતી નહિ. કયા હાથે આ લોકો પ્રયોગ કરે છે તે પણ કહી શકતો નહિ. ફક્ત એને ગમતું નથી એટલું જ લાગતું. ઈજાની દુખ દર્દની અનુભૂતિ થતી નહિ. બ્રેનનો આ વિભાગ સહાનૂભુતિ વડે પણ સક્રિય બની જતો હોય છે.

પતિપત્ની કે પ્રેમીઓ વચ્ચે ખૂબ તાદાત્મ્ય હોય તો એક જણને પીડા થતી હોય અને બીજું પાત્ર જોતું હોય તો એનું સિન્ગ્યુંલેટ તરત રિસ્પૉન્સ આપતું હોય છે. જેટલું તાદાત્મ્ય વધારે તેટલો રિસ્પૉન્સ વધુ. મતલબ તમારું સ્નેહીજન પીડા ભોગવતું હોય તો તે પીડા તમને પણ થવાની છે. દાખલા તરીકે તમારી પત્ની પ્રસૂતિની પીડા ભોગવતી હોય તો તમને તે સમયે પેટમાં દુખાવો થવાની શક્યતા છે જો તમે અતિશય સ્નેહગાંઠ વડે જોડાયેલા હોવ તો…અને એવા દાખલા નોંધાયેલા પણ છે. જો તમે વધુ પડતા લાગણીશીલ હોવ ભાવુક હોવ તો તમને તમારા પોતાના દર્દનો અહેસાસ પણ વધુ થવાનો.

ક્રૉનિક પેએન વડે પીડાતા લોકોને ઘણા neurotic કહેતા હોય છે. “Pain-prone personality” આઇડિઆને સંશોધકો બહુ માનતા નથી. માનવ સર્જિત બળાત્કાર કે હત્યાકાંડ કે પછી કુદરતી હોનારતો જેવી કે ભૂકંપ કે સુનામી જેણે અનુભવ્યા હોય તે લોકો એક ટ્રૉમૅમાં જીવતા હોય છે. એમનો Pain matrix વિભાગ ખૂબ ઍક્ટિવ બની ગયેલો જોવા મળ્યો છે. બિહેવ્યર ટેક્નિક વડે આવા દુખ દરદનો ઉપાય કરવો પડતો હોય છે.

મસલ્સની જેમ જે તે બ્રેન સર્કિટનો જેમ વધુ ઉપયોગ થાય તેમ તે બ્રેન સર્કિટ મજબૂત બનતી જતી હોય છે. જેમ કે તમારે હાર્મોનિયમ વગાડતા શીખવું હોય તો વારંવાર વગાડવું પડે તેમ તેમ એમાં ઉપયોગમાં આવતી બ્રેન સર્કિટ વધુને વધુ મજબૂત, પાવરફુલ અને એ

ઍક્ટિવ બનતી હોય છે જે હાર્મોનિયમ શીખવામાં મદદરૂપ થાય. પણ વારંવાર જૉઇન્ટ પેએન અનુભવતા આ કરામત ક્રૉનિક પેએન બની જતા વાર નથી લગાડતી. Gavril Pasternak , Director ઑફ molecular neuropharmacology at Memorial Sloan -Kettering Cancer Center in New York City કહે છે ” Pain pathways are like a trail in the forest , if you have a path that is already worn , it is easier to follow and it becomes strengthened .” દુખ દર્દનાં રસ્તા જંગલની કેડીઓ જેવા હોય છે. આ કેડીઓ પર કોઈ અવરજવર ના હોય તો જીર્ણશીર્ણ થઈ ગઈ હોય છે. પણ એકવાર રોજ અવરજવર ચાલુ થઈ જાય તો રૂડા રૂપાળાં સરસ મજાના રસ્તા ઉભા થઈ જતા હોય છે.

ન્યુઅરૉલજિકલ પ્રોસેસ છે જ એવો કે જેમ સંગીતમાં પ્રવીણ બની શકાય છે તેમ દર્દ વધુ અનુભવવાનું પણ શીખી શકાય છે. મતલબ દર્દ કે પીડા તમારે વધુ અનુભવવી હોય તો તમારા હાથમાં છે. fibromyalgia જેવા ક્રૉનિક સંધિવા જેવા રોગોમાં સામાન્ય સ્પર્શ પણ ઘણાને ખૂબ વેદના આપતો હોય છે જેટલો કમરના અસહ્ય દુખાવા સમયે આપતો હોય. એવા પણ દાખલા નોંધાયા છે કે કોઈ અસાધારણ અને અસાધ્ય ઈજા થઈ હોય અને પગ કાપી નાખવો પડ્યો હોય અને તે પગ ના હોવા છતાં તે પગમાં દર્દનો અહેસાસ થતો હોય છે.

ભયાનક ટૉર્ચર થયું હોય તેવા લોકોમાં જે તે અંગ સારા થઈ ગયા હોવા છતાં તે અંગોમાં પીડા થતી હોય તેવું અનુભવાતું હોય છે. બ્રેન સર્કિટમાં દર્દ એક ડામની જેમ અંકિત થઈ ગયું હોય છે. આમ દર્દ હોય તેના કરતા એનો અહેસાસ વધુ કરવાનું શીખવું હોય તો શીખી શકાય છે તેમ દર્દ હોય તેના કરતા ઓછો અહેસાસ કરવાનું પણ શીખી શકાય છે.

વધુ પછી….

લાલ રંગ ભય (ખતરા) કે રુક જાઓ (STOP) .

લાલ રંગ ભય (ખતરા) કે રુક જાઓ (STOP) .
લાલ રંગ લવ, રોમાન્સ અને સેક્સનું પ્રતીક ગણાય છે. એના મૂળિયા ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં પડેલા છે. આપણાં પ્રાઈમેટ પૂર્વજો માંકડા, ચિમ્પાન્ઝી જેવા બીજા એપ્સમાં જુઓ તો માદા હીટમાં આવે ત્યારે એમના જનીન અંગો ફૂલીને લાલચોળ ગુલાબી જેવો રંગ પકડી લેતા હોય છે. આ નર માટે સિગ્નલ હોય છે. માનવજાતમાં પણ સ્ત્રી એની ફલદ્રુપતાની ચરમસીમાએ હોય છે ત્યારે એના મુખ પર પણ કોઈ ગજબની લાલી છવાઈ જતી હોય છે. આમ લાલ રંગ લવ અને રોમાન્સ સાથે જોડાઈ ગયો.
આમ છતાં લાલ રંગ ખતરાની નિશાની તરીકે પણ જોવાય છે. એના બે ત્રણ  કારણો છે.  એક કારણ ઈવોલ્યુશન સાથે જોડાયેલું છે. સર્વાઈવલ માટે દરેક પ્રાણીને બે વસ્તુ મુખ્ય જરૂરિયાતની હોય છે. એક તો ખોરાક અને બીજું પોતાના જિન્સ નવી પેઢીમાં ટ્રાન્સ્ફર કરવા. આ બંને માટે પ્રાણી જગતમાં ખૂબ હરીફાઈ હોય છે. ચાલો ખોરાક તો મળી જાય પણ પોતાના જિન્સ ટ્રાન્સ્ફર કરવા માટે માદા મેળવવા ખૂબ લડાઈ લડવી પડતી હોય છે. આલ્ફા નરને પણ ખૂબ લડાઈ લડ્યા પછી આલ્ફા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય છે અને પછી માદાઓ ભોગવવા મળતી હોય છે. માદા પણ નબળા નરને જલદી હાથ મૂકવા દેતી નથી. બીજું આલ્ફા પદ સાચવી રાખવાનું પણ સાવ સહેલું નથી. આ પદ સાચવી રાખવા માટે પણ કાયમ લડાઈઓ લડવી પડતી હોય જ છે. અને જ્યારે લડાઈ થાય ત્યારે સૌથી પહેલું શું વહે છે? સૌથી પહેલું લાલ રંગનું લોહી વહે છે. આ લોહી જો વધુ વહી જાય તો મોત મળે છે. એટલે લોહીનો લાલ રંગ બહુ વહી જાય તો જીવન સમાપ્ત. આમ આપણાં જિન્સમાં પ્રોગ્રામિંગ થયેલું હોય કે જેમ લાલ રંગ રોમાન્સનો છે તેમ જોખમનો પણ છે. કારણ લવ અને રોમાન્સ પામવા જતા પણ પહેલા તો લાલ રંગનું લોહી વહાવવાનું જોખમ તો ઊભું જ હોય છે. ભલે અત્યારે સામાજિક વ્યવસ્થાઓને લીધે માનવજાતને સ્ત્રી મેળવવા લોહી ભલે ના વહાવવું પડતું હોય પણ મેમલ બ્રેઈનમાં થયેલા પ્રોગ્રામિંગ ભૂસવા સરળ નથી.
એક કારણ એવું પણ છે કે જ્યારે કોઈ વસ્તુ હદ બહાર ગરમ થાય કે સળગે ત્યારે લાલ રંગ પકડી લે છે. લાકડા, કોલસો સળગે ત્યારે લાલ રંગ પકડી લેતા હોય છે. જ્વાળામુખી ફાટે ત્યારે લાવા લાલ રંગનો હોય છે. અગ્નિનો રંગ લાલ છે. હવે આવી તપેલી લાલ વસ્તુને પકડીએ તો શું થાય? આ રીતે પણ લાલ રંગ જોખમના પ્રતીક તરીકે માનસિકતામાં ઘૂસી જાય તેમાં શું નવાઈ?
લાલ રંગ ભયના સિગ્નલ તરીકે વપરાય છે. ટ્રાફિક સિગ્નલ પર થોભવા માટે લાલ રંગ વપરાય છે. બીજે પણ જ્યાં જીવનું જોખમ હોય ત્યાં લાલ રંગ ચેતવણી માટે વપરાય છે. તેનું કારણ ભૌતિકવિજ્ઞાનમાં છે. લાલ રંગના કિરણોની વેવલેન્થ હાઈએસ્ટ હોય છે. બીજા રંગના કિરણો  air molecule વડે વેરવિખેર થઈ જતા હોય છે ત્યાં લાલ રંગના કિરણો બહુ ઓછા વેરવિખેર થતા હોય છે તેનું કારણ એની હાઈએસ્ટ વેવલેન્થ છે. આમ લાલરંગના કિરણો બહુ લાંબે સુધી જઈ શકતા હોય છે. એટલે ઘણા દૂરના અંતરેથી પણ લાલ રંગ જલદી દેખાઈ જાય છે.  જોખમ તો વહેલું દેખાઈ જાય તો જ સારું ને?
દાંત અને જડબા વચ્ચે કુદરતનો રંગ લાલ છે. 
 

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. Hard Truths About Human Nature.

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. Hard Truths About Human Nature.

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

પ્રેમના પુષ્પો કોઈના દિલમાં ખીલે તો પ્રથમ કયો રંગ યાદ આવે? વૅલેન્ટાઇન દિવસે કાર્ડ ઉપર દોરેલા લાલ રંગના હૃદય પર કોણ ઓળઘોળ નહિ થતું હોય? લાલરંગ લવ અને સેક્સનું પ્રતીક છે.  સ્ત્રી જ્યારે scarlet રંગછટામાં નીખરીને સામે ઊભી હોય ત્યારે પુરુષને ખૂબ appealing લાગતી હોય છે.

કસુંબી=scarlet – સ્કારલિટ,  કિરમજી, લાલચોળ, નારંગી ઝાંયવાળો રાતો રંગ.

દંતકથા હોય કે સંસ્કૃતિને લક્ષ્યમાં લો, લાલ રંગ રૉમૅન્સ સખત રીતે સાથે જોડાયેલો છે. ‘ એ લાલ રંગ કબ મુઝે છોડેગા?’ કાકાનું( રાજેશખન્ના) ફિલ્મમાં ગાયેલું આ ગીત સારું એવું પ્રખ્યાત હતું.  પુરુષોને સ્ત્રી ઉપર લાલ રંગ ગમે છે તેના મૂળિયા ઇવલૂશનરી ભૂતકાળમાં છુપાએલા છે. બબુન, માંકડા, ચિમ્પૅન્ઝી જેવા આપણાં ફીમેલ પ્રાઇમેટ સંબંધીઓ જ્યારે એમની ફલદ્રુપતાની ટોચે હોય, મતલબ અંડમોચન, ઑવુલ્યેશન સમયમાં હોય ત્યારે એમના ગુપ્તાંગ લાલચોળ બની જતા હોય છે, જે નર માટે સિગ્નલ હોય છે. નર આ જોઈ સમજી જાય કે સમાગમ માટે આ મહત્વનો સમય છે. આમ આ લાલ રંગ નરને આકર્ષતો હોય છે. આવી જ રીતે માનવજાતમાં પણ સ્ત્રી જ્યારે ovulation સમયમાંથી પસાર થતી હોય ત્યારે બ્લડ વેસલ ઍક્ટિવિટિ વધી જવાથી એના ચહેરા લાલ ગુલાબી રંગ પકડી લેતા હોય છે.

આમ સામાજિક અને બાયલૉજિકલ લાલ રંગ રૉમૅન્સ સાથે જોડાઈ ગયો છે. આપણે ત્યાં પણ લગ્નસમયે કન્યા લાલ શેડ આધારિત કપડાંમાં શોભતી હોય છે. લાલ રંગની બંગડીઓ, લાલ રંગની સાડીઓ સ્ત્રીની પહેલી પસંદ હોય છે. આધુનિક યુવતીઓમાં પણ લાલ રંગની ટી-શર્ટ વધુ પ્રચલિત હોય છે. ટૂંકમાં સ્ત્રી જ્યારે લાલ રંગે સજધજ  હોય તો પુરુષ એના પ્રત્યે વધુ આકર્ષાય તે હકીકત છે. સ્ત્રી ઉપરનો લાલ રંગ શબ્દો વગરનું એક આમંત્રણ છે. પરંતુ તમારે વિવેક રાખવો.  

વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કરેલો. ઑન-લાઈન ડેટિંગ સાઇટ્સ ઉપર કેટલી સ્ત્રીઓ રૅજિસ્ટર કરવામાં આવી. આ બધી યુવતીઓ ૨૦ થી ૩૦ વર્ષ ઉંમર ધરાવતી હતી. આ સ્ત્રીઓએ એમના પ્રોફાઇલમાં કલર ફોટા મૂકવાના હતા. ફોટા ચેસ્ટ સુધીના રાખવાના હતા. એકલો  ફેસ હોય તો કયા રંગના કપડાંમાં સજ્જ છે તે દેખાય નહિ. નવેક મહિના સુધી પ્રયોગ ચાલવાનો હતો. હવે આ સ્ત્રીઓને મળવા ઉત્સુક પુરુષોના આવતા ઈ-મેલ  ડેટા(ડૅટૅ) કલેક્ટ કરવામાં આવતા હતા. ફોટોશૉપની મદદ વડે આ સ્ત્રીઓના ચેસ્ટ એરિઅમાં દેખાતા કપડાઓનો રંગ ચોક્કસ સમયાંતરે બદલવામાં આવતો હતો. કપડાના બદલાતા રંગ, બ્લેક, વાઇટ, યેલો, બ્લૂ, ગ્રીન અને રૅડ હતા. અભ્યાસ પૂરો થયા પછી ૨૬ સ્ત્રીઓના ડેટા તૈયાર હતા. ૨૦૬૩ પુરુષોએ ઈ-મેલ કર્યા હતા.

જ્યારે આ સ્ત્રીઓના કપડા લાલ રંગના પ્રોફાઇલમાં બતાવ્યા હતા તે સમયમાં સૌથી વધારે ડેટિંગ ઑફર પુરુષો દ્વારા ઈ-મેલ વડે  આવી હતી. અને સૌથી ઓછી બ્લેક કપડા સમયે. આ પ્રયોગ Gueguen and Jacob નામના વૈજ્ઞાનિકોએ કરેલો.

” બિંદીયા ચમકેગી, ચૂડી ખનકેગી, ગજરા મહેકેગા.”—- ભારતીય સ્ત્રીઓના કપાળમાં લાલ રંગનો ચાંદલો અને હાથમાં પહેરેલી લાલ ચૂડીઓ શું સૂચવે છે?? લાલ રંગ ભય (ખતરા) કે રુક જાઓ (STOP) .

લાલ રંગ લવ, રૉમૅન્સ અને સેક્સનું પ્રતીક ગણાય છે. એના મૂળિયા ઉત્ક્રાંન્તિના ઇતિહાસમાં પડેલા છે. આપણાં પ્રાઇમેટ પૂર્વજો માંકડા, ચિમ્પૅન્ઝી જેવા બીજા એપ્સમાં જુઓ તો માદા હીટમાં આવે ત્યારે એમના જેનિટલ અંગો ફૂલીને લાલચોળ ગુલાબી જેવો રંગ પકડી લેતા હોય છે. આ નર માટે સિગ્નલ હોય છે. માનવજાતમાં પણ સ્ત્રી એની ફલદ્રુપતાની ચરમસીમાએ હોય છે ત્યારે એના મુખ પર પણ કોઈ ગજબની લાલી છવાઈ જતી હોય છે. આમ લાલ રંગ લવ અને રૉમૅન્સ સાથે જોડાઈ ગયો.

આમ છતાં લાલ રંગ ખતરાની નિશાની તરીકે પણ જોવાય છે. એના બે ત્રણ  કારણો છે.  એક કારણ ઇવલૂશન સાથે જોડાયેલું છે. સર્વાઇવલ માટે દરેક પ્રાણીને બે વસ્તુ મુખ્ય જરૂરિયાતની હોય છે. એક તો ખોરાક અને બીજું પોતાના જેનિસ નવી પેઢીમાં ટ્રાન્સ્ફર કરવા. આ બંને માટે પ્રાણી જગતમાં ખૂબ હરીફાઈ હોય છે. ચાલો ખોરાક તો મળી જાય પણ પોતાના જેનિસ ટ્રાન્સ્ફર કરવા માટે માદા મેળવવા ખૂબ લડાઈ લડવી પડતી હોય છે.

ઍલ્ફા નરને પણ ખૂબ લડાઈ લડ્યા પછી ઍલ્ફા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય છે અને પછી માદાઓ ભોગવવા મળતી હોય છે. માદા પણ નબળા નરને જલદી હાથ મૂકવા દેતી નથી. બીજું ઍલ્ફા પદ સાચવી રાખવાનું પણ સાવ સહેલું નથી. આ પદ સાચવી રાખવા માટે પણ કાયમ લડાઈઓ લડવી પડતી હોય જ છે. અને જ્યારે લડાઈ થાય ત્યારે સૌથી પહેલું શું વહે છે? સૌથી પહેલું લાલ રંગનું લોહી વહે છે. આ લોહી જો વધુ વહી જાય તો મોત મળે છે. એટલે લોહીનો લાલ રંગ બહુ વહી જાય તો જીવન સમાપ્ત. આમ આપણાં જીનમાં પ્રોગ્રામિંગ થયેલું હોય કે જેમ લાલ રંગ રૉમૅન્સનો છે તેમ જોખમનો પણ છે. કારણ લવ અને રૉમૅન્સ પામવા જતા પણ પહેલા તો લાલ રંગનું લોહી વહાવવાનું જોખમ તો ઊભું જ હોય છે. ભલે અત્યારે સામાજિક વ્યવસ્થાઓને લીધે માનવજાતને સ્ત્રી મેળવવા લોહી ભલે ના વહાવવું પડતું હોય પણ મૅમલ બ્રેનમાં થયેલા પ્રોગ્રામિંગ ભૂસવા સરળ નથી.

એક કારણ એવું પણ છે કે જ્યારે કોઈ વસ્તુ હદ બહાર ગરમ થાય કે સળગે ત્યારે લાલ રંગ પકડી લે છે. લાકડા, કોલસો સળગે ત્યારે લાલ રંગ પકડી લેતા હોય છે. જ્વાળામુખી ફાટે ત્યારે લાવા લાલ રંગનો હોય છે. અગ્નિનો રંગ લાલ છે. હવે આવી તપેલી લાલ વસ્તુને પકડીએ તો શું થાય? આ રીતે પણ લાલ રંગ જોખમના પ્રતીક તરીકે માનસિકતામાં ઘૂસી જાય તેમાં શું નવાઈ?

લાલ રંગ ભયના સિગ્નલ તરીકે વપરાય છે. ટ્રૅફિક સિગ્નલ પર થોભવા માટે લાલ રંગ વપરાય છે. બીજે પણ જ્યાં જીવનું જોખમ હોય ત્યાં લાલ રંગ ચેતવણી માટે વપરાય છે. તેનું કારણ ભૌતિકવિજ્ઞાનમાં છે. લાલ રંગના કિરણોની વેવ-લેન્થ હાયેસ્ટ હોય છે. બીજા રંગના કિરણો  air molecule વડે વેરવિખેર થઈ જતા હોય છે ત્યાં લાલ રંગના કિરણો બહુ ઓછા વેરવિખેર થતા હોય છે તેનું કારણ એની હાયેસ્ટ વેવ-લેન્થ છે. આમ લાલરંગના કિરણો બહુ લાંબે સુધી જઈ શકતા હોય છે. એટલે ઘણા દૂરના અંતરેથી પણ લાલ રંગ જલદી દેખાઈ જાય છે.  જોખમ તો વહેલું દેખાઈ જાય તો જ સારું ને?

દાંત અને જડબા વચ્ચે કુદરતનો રંગ લાલ છે.download

 

જોડે રેજો રાજ-૪ Hard Truths about Human Nature.

જોડે રેજો રાજ-૪ Hard Truths about Human Nature.

મૅમલમાં pair-bonding બહુ ઓછું જોવા મળે, લગભગ ના બરોબર. ગ્રેટ એપ્સમાં ચિમ્પૅન્ઝી, ગરિલા, બોનોબો વગેરેમાં પેઅર બૉન્ડિંગ હોતું નથી. ગૃપના નેતાજી બધી માદાઓને ભોગવતા હોય છે. બોનોબોમાં ગૃપ નેતા માતાજી હોય છે તે વાત જુદી છે. ગિબનમાં પેઅર બૉન્ડિંગ હોય છે. પણ એમાં માદા ગિબન ઇમર્જન્સીમાં બૂમ પાડે અને નર ગિબન જલદી આવે નહિ તો ખલાસ, માદા એને ઊભો મેલીને બીજો ભાયડો પસંદ કરી લેતી હોય છે.

પોતાના જેનિસ સહેલાઈથી મોટા કરવા હોય તો પેઅર બૉન્ડિંગ જરૂરી બની જાય છે. નાના નાના કારણોસર પેઅર બૉન્ડિંગ છૂટું પડી ના જાય, પેર અલગ પડી ના જાય માટે ધીમે ધીમે પેઅર બૉન્ડિંગને એક વિધિ આપવાનું શરુ થયું, કે તમારા સહજીવન શરુ થયા  સમયે આ વિધિ કરેલી છે, માટે નજીવા કારણોસર આવેશમાં આવીને છુટા પડાય નહિ. આવું ગોઠવીને સમૂહના બુદ્ધિશાળી આગેવાનોએ એક નવો કૉન્સેપ્ટ ઊભો કર્યો તેનું નામ લગ્નવિધિ, અને આ કર્મકાંડને આધારે સહજીવન શરુ થયા તેને કહેવાય લગ્નવ્યવસ્થા.

પેઅર બૉન્ડિંગ શરુ નહોતું થયું ત્યાં સુધી સંતાનો આખા સમૂહના કહેવાતા, ત્યાં આખો સમાજ ભેગાં થઈને બાળકોને ઉછેરતો હોય. પેઅર બૉન્ડિંગ શરુ થયા, એટલે સંતાનોની ઉછેરવાની જવાબદારી માતાપિતાની આવી ગઈ. હવે આ પેઅરમાંથી એક જુદું પડી જાય તો એકલાં પિતા કે એકલી માતાએ સંતાનને ઉછેરવું પડે. અમેરિકામાં હાલ એજ થઈ રહ્યું છે. સૌથી વધુ સિંગલ પૅરન્ટ અમેરિકામાં છે. બાળકોના ઉછેર બાબતે લગ્નવ્યવસ્થા  ખૂબ ઉત્તમ પુરવાર થાય છે. સિંગલ પૅરન્ટ દ્વારા ઉછેરાયેલા બાળકોની માનસિકતા અલગ રહેવાની તે નક્કી છે. માતાના સ્નેહ અને પિતાના રક્ષણ અને હૂંફ વચ્ચે ઊછરેલા બાળકોની માનસિકતા અલગ હોય તે સ્વાભાવિક છે.

મોટાભાગના મૅમલ પૉલીગમસ(બહુગામી) હોય છે, તેમ માનવજાત બહુગમન કરતું મૅમલ છે. લગ્નવ્યવસ્થા હતી છતાં પૉલીગમી ચાલુ જ હતી, પણ લગ્નવ્યવસ્થા એ મનૉગમી તરફનું પહેલું ચરણ હતું એવું મને લાગે છે. અમુક જગ્યાએ પુરુષો ઘણીબધી સ્ત્રીઓ સાથે લગ્ન કરી પૉલીગમી આચરતા તો ઘણા સમાજોમાં સ્ત્રીઓ બહુ પતિઓ રાખતી. ભારતમાં પણ ઘણા સમાજોમાં બહુપતિત્વ(પૉલીઍન્ડ્રી) ચાલુ હતું. તિબેટ બહુપતિત્વનું  ઉત્તમ ઉદાહરણ છે.

પૉલીગમી જીનમાં હોય છે અને મનૉગમી સામાજિક વ્યવસ્થા છે. બંનેના ટકરાવમાં માનવજાત ફસાઈ ગઈ છે. મનૉગમીમાં એક સ્ત્રી અને એક પુરુષ સંસર્ગ કરતા હોય છે. લગ્ન વ્યવસ્થા દ્વારા હાલ મોટાભાગના દેશોમાં આ પ્રથા કાયદાથી અપનાવાય છે. એક પત્ની કે એક પતિ હોવો તે મનૉગમી.

માનવજાતે હમણાં સુધી પૉલીગમી આચરી છે. મનૉગમી બહુ જૂની વાત નથી. આમ ઐતિહાસિક રીતે જોઈએ તો માનવજાત પૉલીગમસ બહુ લાંબો સમય રહી છે. મજબૂત, વિપુલ રિસોઅર્સ અને હાઈ સ્ટૅટ્સ ધરાવતા પુરુષો અસંખ્ય સ્ત્રીઓ રાખતા. એક પુરુષ ચાર સ્ત્રીઓ રાખે મતલબ બાકીના ત્રણ સ્ત્રી વગર રહી જવાના. હમણાં બ્રિટનમાં એક પુરુષ એની સાથે સાત સ્ત્રીઓ રાખે છે તે જોયું, મતલબ બીજા છ પુરુષોનો ચાન્સ ગયો. આમ ઇવલૂશનની હિસ્ટરીમાં ત્રીજા ભાગના પુરુષો એમના જેનિસ ટ્રાન્સ્ફર કર્યા વગર જ દેવ થઈ ગયા છે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. છતાં મનૉગમી બહુ ઝડપથી ફેલાઈ ગઈ.

જ્યારે આપણે લગ્ન કરીએ ત્યારે વિચારીએ છીએ કે આપણું એક વ્યક્તિ સાથેનું પેઅર બૉન્ડિંગ કાયમ માટે છે. મેરેજ કૉનસેપ્ટની અંદર મનૉગમી ખૂબ ઊંડે ધરબાયેલી છે. છતાં મનૉગમીનો ઇતિહાસ સાવ નવો છે. નેપાળમાં ૧૯૬૩માં મનૉગમી કાયદેસર થઈ. પુરુષોને સેક્સ્યૂઅલ વેરાયટિ અને શૉર્ટ ટર્મ યુનિયનમાં રસ હોય છે, જ્યારે સ્ત્રીઓને એમના બાળકોના ઉછેરમાં ઍક્ટિવ ભાગ ભજવે તેવા હેલ્થી, વેલ્થિ અને હાઈ સ્ટૅટ્સ ધરાવતા પુરુષમાં રસ હોય છે. છતાં આજે મનૉગમી સમાજ પર હાવી થઈ ગઈ છે.

બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સિટીના Joseph Henrich નામના એક વૈજ્ઞાનિકે એક રસપ્રદ સ્ટડી બહાર પાડ્યો છે. હાઈ-સ્ટૅટ્સ ધરાવતા પુરુષો એક્સ્ટ્રા પત્નીઓ મેળવી જતા ક્યારેક ત્રણ કે ચાર. આમ બાકીના લો-સ્ટૅટ્સ પુરુષો માટે સ્ત્રીઓનો દુકાળ વર્તાય. આમ લો-સ્ટૅટ્સ પુરુષો સ્ત્રીઓ માટે બેબાકળા બની જવાના, સાથે સ્ત્રી મેળવવા હિંસક બનતા વાર લાગે નહિ. હેનરીક અને તેના સાથીઓના અભ્યાસમાં ધ્યાનમાં આવ્યું કે પૉલીગમસ સમાજોમાં ક્રાઇમ રેટ વધારે હોય છે. જ્યાં દરેકને સ્ત્રી ઉપલબ્ધ હોય છે ત્યાં પુરુષો એમના કુટુંબ અને સમાજ માટે કામ કરવામાં વ્યસ્ત વધુ જોવા મળે છે. મનૉગમી સમાજ માટે ફાયદાકારક છે. પૉલીગમી નેચરલ સિલેક્શન છે, મનૉગમી ગૃપ સિલેક્શન છે.

૧) મનૉગમીનો પહેલો ફાયદો એ છે કે તે ક્રાઇમ રેટ ઓછો કરે છે. એક પુરુષ ત્રણ કે ચાર સ્ત્રીઓ રાખીને બેઠો હોય તો બાકીના રહી ગયેલા સ્ત્રી પામવા માટે કોઈ પણ જોખમ ખેડવા તૈયાર રહેવાના. અભ્યાસ જણાવે છે કે કુંવારા પુરુષો પોતાનું એક ગૃપ બનાવતા હોય છે અને તે ખૂબ જોખમી અને ગંભીર ક્રાઇમ જેવા કે મર્ડર, રૅપ, સ્ત્રીઓનું કિડનેપિંગ કરતા વિચારતા નથી. પરણેલા પુરુષો આવું ઓછું કરતા હોય છે. મનૉગમીનાં કારણે દરેકને સ્ત્રી મળી રહેતી હોવાથી સિંગલ પુરુષોની સંખ્યા ઓછી થતી હોવાથી ક્રાઇમ રેટ નીચો જાય છે.

૨) મનૉગમીનો બીજો ફાયદો સ્ત્રીઓ અને છોકરીઓ માટે ફાયદાકારક છે. પૉલીગમીમાં એક પુરુષ અનેકવાર લગ્ન કરતો હોય છે. આમ અનેક સ્ત્રીઓ સાથે લગ્નો એક સાથે તો ના થઈ જાય. પહેલી પત્ની અને છેલ્લી પત્ની વચ્ચે ઉમરનો ખાસો તફાવત રહેવાનો. અનમેરીડ સ્ત્રીઓનો સપ્લાય ઓછો હોય ત્યાં ગમે તે ઉંમરનો પુરુષ હોય નવું લગ્ન યંગ એજની સ્ત્રી સાથે જ કરવાનો. આમ પતિ પત્ની વચ્ચે ઉમરનો તફાવત મોટો થતો જવાનો. જુવાન પત્નીને સાચવવી પણ વધારે પડે. લોખંડી પંજો તેની ઉપર ધરી રાખવો પડે. નહી તો કાગડા અને કોયલ જેવું થાય.

મને એક દાખલો યાદ છે. મારું બચપણ વિજાપુરમાં ગુજરેલું. ત્યાં એક હાઈ-સ્ટૅટ્સ ધરાવતા વ્યક્તિ હતા તેમણે નવ વાર લગ્ન કરેલા. તેમની નવમી પત્ની ખૂબ નાની હતી. આ નવમી પત્નીના ઑરમાન દીકરાઓ એમના કરતા મોટા હતા. અરે એમની ઑરમાન પુત્રવધુઓ પણ એમનાથી મોટી હતી. આમ બહુ મોટી એજ ગેપ અવિશ્વાસમાં પરિણમતી હોય છે ત્યાં ડોમેસ્ટિક વાયલન્સ ખૂબ વધી જતું હોય છે.

સામે છેડે મનૉગમીમાં age ગેપ ઓછી થઈ જતી હોય છે. યુવાન સ્ત્રીઓ પર પ્રેશર ઓછું થતું હોય છે. ઓછી થતી જતી એજ ગેપ લોકશાહી અને સ્ત્રી પુરુષ સમાન છે તે મુદ્દા તરફ લઈ જતી હોય છે.

૩) મનૉગમી ઘરેલું શાંતિ લાવે છે. પૉલીગમસ ઘરમાં અનેક સ્ત્રીઓ એક જ ઘરમાં રહેતી હોય છે. એકબીજા સાથે લોહીના સંબંધ ભાગ્યે જ હોય. આમ આ સ્ત્રીઓ વચ્ચે વિખવાદ કાયમ રહેવાના. હિંસા, મર્ડર, કુડકપટથી ભરેલો રજવાડાઓનો ઇતિહાસ આપણે ક્યાં નથી જાણતા? એમાં રાણીઓ વચ્ચેની હરીફાઈઓ જ મુખ્ય હતી. મનૉગમસ મેરેજમાં આવું બધું સાવ ઓછું થઈ જાય તે સ્વાભાવિક છે.

૪) મનૉગમી  પિતા અને બાળક વચ્ચેના સંબંધો માટે ફાયદાકારક છે. પૉલીગમીમાં પુરુષનું ધ્યાન વધારે ને વધારે સ્ત્રીઓ મેળવવા તરફ વધુ હોય છે. મલ્ટિપલ વાઇવ્સના મલ્ટિપલ ચિલ્ડ્રન્સ પ્રત્યે પિતા પૂરતું ધ્યાન આપી શકતો નથી. મનૉગમીમાં પિતા બાળક પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકે છે.

આમ મનૉગમીમાં પુરુષ એક જવાબદાર પિતા અને પતિ બનવા તરફ વધુ ધ્યાન આપી રહ્યો હોય છે. મનૉગમીનો મુખ્ય ગેરફાયદો એ છે કે એના વડે નવી પેઢીમાં મજબૂત જેનિસ પાસ કરવાનો ઉત્ક્રાંન્તિનો મુખ્ય હેતુ સરતો નથી. મનૉગમી અને લગ્નવ્યવસ્થાને લીધે બીમાર, કમજોર, વિકલાંગ, માનસિક વિકલાંગ, માનસિક બીમારીઓથી પીડાતા, ભયાનક રોગો વડે પીડાતા અને દરિદ્ર જે પોતાના સંતાનોનું પોષણ સરખું કરી શકે તેમ ના હોય તેવાં દરેકને સ્ત્રી મળી જતી હોવાથી પ્રજા ધીમે ધીમે એવી બીમાર જેનિસ ધરાવતી વધતી જ જાય છે.

 

 

 

 


 

જોડે રેજો રાજ-૩ Hard Truths About Human Nature

જોડે રેજો રાજ-૩ Hard Truths About Human Nature.300px-Socrates-Alcibiades[1]

એક નાના બાળકને છોડી માતા જતી રહે તો એને મોટા કરવાની જવાબદારી પિતાના માથે આવી પડે અને પિતા છોડીને જતો રહે તો માતાના માથે તમામ જવાબદારી આવી પડે. આ બધું એકલાં એકલાં કરવું ખૂબ તકલીફ આપે તેવું હોય છે. અને બાળક  મોટું ના થાય તો ઉત્ક્રાંતિનો હેતુ સરે પણ નહિ. બંને જણા એ બાળકમાં ટ્રાન્સ્ફર કરેલા જેનિસ અવર્થે જાય. બેમાંથી એક જણાએ પણ જવાબદારી નિભાવી બાળકને મોટું તો કરવું જ પડે. પણ એમાં બાળકના સર્વાઇવલનો રેટ બહુ ઓછો થઈ જાય. એમાં વળી માનવ બાળક ખૂબ નબળું બીજા પ્રાણીઓના બચ્ચાની સરખામણીએ. આમ ધીમે ધીમે જોડે રહેવાનો સમય વધતો ચાલ્યો. એમાં પાછું બીજું બાળક આવી જાય એટલે પાછું જોડે રહેજો રાજ વધી જવાનું. આમ ધીમે ધીમે લગ્ન વ્યવસ્થાનું સ્વરૂપ ઘડાતું ગયું.

પ્રાચીન ભારતમાં લગ્નવિધિમાં ૧) શિલા અરોહાણમ, ૨) લજ્જા હોમમ્મ, ૩) સપ્તપદી વગેરે મહત્વની વિધિ હતી. તે સમયે પણ દેવતાઓનો ત્રાસ ઓછો નહોતો. આ દેવતાઓ કદાચ સમાજના બહુ મોટા આગેવાનો હોવા જોઈએ. છોકરી જન્મી તો મોટી થાય ત્યારે પહેલો ટેસ્ટ કરવાનો અધિકાર આ ત્રણ દેવતાઓનો રહેતો. આ આર્યમાન, વરુણ અને પુષણ દેવતાઓ બહુ પાવરફુલ હતા. છોકરી ગર્ભ ધારણ કરવા સક્ષમ થાય ત્યાં સુધી આ ત્રણ દેવતાઓની કેદમાં ગણાતી. સમૂહની તમામ માદાઓને ભોગવવાનો પહેલો હક ઍલ્ફા નરનો હોય છે. ઘણા  રાજામહારાજાઓ એમના હરમમાં પુષ્કળ સ્ત્રીઓ ભેગી કરતા.

ચીનમાં રાજા પહેલીવાર એકી સાથે બે સ્ત્રીઓ સાથે પરણે એવો રિવાજ હતો. એટલે જ્યારે વર કન્યાનો હાથ એના પિતા આગળ માંગે તો પિતા કન્યાનો હાથ આપવા તૈયાર તો થઈ જાય પણ પેલાં દેવતાઓ સહેલાઈથી છોડે નહિ. કન્યા ઉપરનો દાવો જતો કરે નહિ. દેવતાઓના પાશમાંથી કન્યાને મુક્ત કરવા એવો ચોક્કસ સમય મુહૂર્ત પસંદ કરવાનું કે દેવતાઓના ચોકીદાર ઊંઘતા  હોય. કન્યા ફૂલનો હાર એકબીજાને પહેરાવીને કે એક્સ્ચેન્જ કરીને વરને સંમતિ આપે કે દેવતાઓના પાશમાંથી મુક્ત કરો. દેવતાઓ મારા વાલા એકદમ છોડે નહિ, ગુસ્સે થાય અટૅક પણ કરે.

એક ઊંચી ખસે નહિ તેવી શિલા ઉપર આરોહણમ કરી લેવાનું. વરુણ પાછો પાણીનો દેવ ઊંચી ખસે નહિ તેવી શિલા યોગ ગણાય. હવે વરકન્યાની મદદમાં કન્યાનો ભાઈ દોડતો આવે. દેવતાઓને ઘીમાં લથબથ ચોખા આપો લજ્જા હોમમ્મ, છોડો મારી બહેનને હું તમને ચોખા મમરા ઘી બધું આપું છું. એકવાર નહિ ત્રણ વાર ઘણી જગ્યાએ ચાર વાર. વરકન્યાના હાથ પકડાવી  અગ્નિની આજુબાજુ ફરીને દેવતાઓને પાછાં કન્ફ્યુજ કરવા પડે. આટલી લાંચ આપ્યા પછી પણ વરુણ કન્યાના વાળ પકડી રાખે, તો વર સેંથામાં સિંદૂર પૂરીને મુક્ત કરાવે. અને પછી સપ્તપદી દ્વારા એકબીજાને સાથ સહકારના વચન અપાય. સમાજના ઍલ્ફા નેતાની પકડમાંથી કન્યાને છોડાવવાની વિધિ સિમ્બૉલિક રીતે લગ્નવિધિમાં પ્રવેશી હોવી જોઈએ.

સમજો લગ્નવ્યવસ્થા એ મનૉગમીની શરૂઆતનું પ્રાથમિક ચરણ છે. મૂળભૂત મોટાભાગના મૅમલ પૉલીગમસ હોય છે. વધારે સ્ત્રીઓ સાથે લગ્નો કરીને પણ પુરુષો પૉલીગમી આચરતા હોય છે. એક સ્ત્રી સાથે ડિવોર્સ  લઈને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા પણ એકજાતની પૉલીગમી જ થઈ.છતાં એક સ્ત્રી સાથે હોય ત્યારે બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવો નહિ કે રાખી શકાય નહિ તેવા કાયદા મનૉગમીની તરફેણ કરતા હોય છે.

ત્રેતાયુગમાં પેઅર-બૉન્ડિંગ શરુ થયું નહોતું એટલે સંતાનો આખા સમાજના સંતાનો કહેવાતા. દ્વાપરયુગમાં જોડલા બનાવીને રહેવાનું શરુ થયું એટલે સંતાનો માબાપ વડે ઓળખવાની શરૂઆત થઈ ચૂકી હતી. અને કળિયુગમાં લગ્નવ્યવસ્થા સરસ રીતે આકાર પામી ચૂકી હતી તો સંતાનો માતાપિતા વડે ઓળખાતા તો થઈ ગયા સાથે સાથે કાકા, મામા, કાકી, મામી માસામાસી સંબંધો શરુ થઈ ગયા. ભીષ્મ આ બધું જ્ઞાન આપે છે તે દ્વાપરયુગ હજુ ચાલુ હતો અને ભીષ્મ કળિયુગની વાતો પણ કરતા હોય છે. રામ ત્રેતાયુગમાં થયા પણ એમના સીતા સાથે લગ્ન થયા અને એકબીજા પ્રત્યે કમિટમન્ટ પણ દર્શાવે છે. હવે ભીષ્મના કહ્યા પ્રમાણે ત્રેતાયુગમાં પેઅર-બૉન્ડિંગ હતું નથી તો સમજો આ બધી વાતો અને યુગના ઉલ્લેખો એક વર્તુળમાં  સિમ્બૉલિક છે. સમાજનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ કૉમ્પ્લેક્સિટિ વધતી જાય છે.

પશ્ચિમમાં લગ્નવ્યવસ્થા તૂટતી જાય છે. એક રીતે એવું પણ કહી શકાય કે તે સમાજમાં ખુલ્લાપણું વધતું જાય છે, ઑપન્નેસ વધતી જાય છે. હવે તે સમાજ કલિયુગ તરફથી દ્વાપરયુગ તરફ કદાચ ત્રેતાયુગ તરફ પ્રયાણ કરી રહ્યો તેમ લાગે છે. ભારતમાં લીવ ઇન રિલેશનશિપને માન્યતા કાયદા દ્વારા આપી દેવાઈ છે. શહેરોમાં એનું પ્રમાણ વધતું જાય છે. અત્યંત ધીમી ગતિએ ભારતીય સમાજ પણ દ્વાપરયુગ તરફ વધી રહ્યો છે. ભીષ્મ પિતામહે બેચાર શ્લોકમાં ઇવલૂશન ઑવ હ્યુમન પેઅર બૉન્ડિંગનું વર્ણન કરી નાખ્યું. પણ જેમ જેમ પેઅર-બૉન્ડિંગ વિકાસ થતો ગયો તેમ એમાં બીજી વ્યક્તિઓની દખલનો વિકાસ કે ઇવલૂશન ઘટતું ગયું. pair-bonding મજબૂત થતું ગયું તેમ માલિકી ભાવના પણ વધતી ચાલી. માલિકી ભાવના વધતી ચાલી તેમ બીજાઓની દખલ ગમે નહિ તે સ્વાભાવિક છે. આ બીજાઓ એટલે જુના મિત્રો અને મહેમાનો પણ હોઈ શકે. આજે પણ કોઈ મિત્ર પરણી જાય તો જુના મિત્રો સાથે સંબંધ ઓછા કરી નાખતો હોય છે, અને જુના મિત્રો કહેતા પણ હોય છે કે સાલો પરણ્યા પછી બદલાઈ ગયો છે.

સૉક્રેટિસ એની પત્ની ઝેન્થીપીને એના ખાસ મિત્ર Alcibiades ને સોંપી દેવા માટે જાણીતો છે. ગ્રીક અને રોમન કલ્ચરમાં આવા અનેક દાખલાઓ છે.   “इष्टान्मित्रान्विभवान्स्वास्चदारान्” જરૂરિયાત સમયે સાચો મિત્ર એને કહેવાય જે પોતાની સ્ત્રી પણ સોંપી દે, આવું ફેમસ ઋષિ સનત્કુમાર ઉદ્યોગપર્વમાં કહે છે. સાચા મિત્રની છ ક્વૉલિટી યુધિષ્ઠીર વર્ણવે છે, જેમાંની છઠ્ઠી ઉપર કહી તે છે. સ્ત્રીને મિત્રોમાં શેઅર કરવી સહજ હતું જેમ આજે ફેસબુક પર ફોટા શેઅર કરીએ છીએ.

પાણિની વ્યાકરણ માટે પ્રખ્યાત છે.  द्वयोर्मित्रयोरंपत्यम्द्वैमित्री અહીં પાણિની કહે છે ગ્રામ-ધર્મ મુજબ એક મિત્ર બીજા મિત્રને એની સ્ત્રી સોંપે અને તે સ્ત્રી ગર્ભવતી થાય અને જે સંતાન થાય તેને द्वैमित्री કહેવાય અને તેની પાલન પોષણની જવાબદારી બંને મિત્રોની ગણાય. ૧૯મી સદી સુધી મિત્ર અથવા મહેમાનની સેવામાં પત્ની મોકલવી આમ વાત હતી. આમાં મહેમાનોની સેવામાં દાસીઓ, નોકરાણીઓ મોકલવાનું પણ સામાન્ય હતું.

imagesCA5GJDC8મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ સુદર્શન એમની પતિને કહે છે ગૃહસ્થ ધર્મ મુજબ મહેમાનને ક્યારેય અસુખ પેદા થવું ના જોઈએ, મહેમાનની ઇચ્છા સમાગમ કરવાની થાય તો મહેમાનને આનંદિત રાખવાના તારા અને મારા ધર્મ મુજબ સમાગમની ના પાડવી નહિ. હવે સુદર્શન ઘરમાં હતા નહિ અને કોઈ મહેમાન આવ્યા હશે તેમની ઇચ્છા સમાગમની પૂરી કરવામાં આવેલી જાણી ઋષિ સુદર્શન એમની પત્નીના આભારી થયેલા કે તે ગૃહસ્થ ધર્મ સારી રીતે બજાવ્યો છે.

ભીષ્મે કહેલી બીજી સ્ટોરી જુઓ- ગૌતમ ઋષિ બહાર ગયેલા હતા. એમની પત્ની સાથે ઇન્દ્ર આવીને સમાગમ કરી ગયો. ઋષિ ગુસ્સે થયા અને એમના પુત્રને એની માતાને મારી નાખવા આજ્ઞા કરી ગુસ્સામાં આશ્રમ છોડી તપસ્યા કરવા વનમાં ગયા. ગુસ્સો શમતા પાછાં આવ્યા તો પુત્રે માતાને મારી નહોતી અને પિતાને સમજાવ્યા કે વિવેકબુદ્ધિ રાખી વિચારો કે માતાએ ફક્ત આતિથ્ય ધર્મનું પાલન કર્યું છે. ઋષિ શાંત પડી ગયા.

ત્રીજી સ્ટોરી રામાયણના ગૌતમ ઋષિની જુઓ એમને એમની પત્નીને અહલ્યાને શિલા પથ્થર બનાવી દીધેલી. ચોથી સ્ટોરી જુઓ જમદગ્નિ ઋષિની પત્ની રેણુકાએ તો કોઈ સમાગમ પણ નહોતો કર્યો ખાલી ચિત્રરથ ગંધર્વ સામે કામાંધ નજરે ફક્ત જોએલું જ. પણ ઋષિ ગુસ્સે થયા અને પુત્ર પરશુરામને આજ્ઞા કરીને રેણુકાનું મસ્તક હણાવી નાખ્યું. આ બધી વાર્તાઓ હકીકતમાં બની કે નહિ તે જવાદો, મૂળ વાત છે જેમ પેર-બોન્ડીંગ વધતું ગયું તેમ વિશ્વાસઘાત શબ્દનું મહત્વ વધતું ચાલ્યું. બેવફાઈ પતિ તો ઠીક પુત્ર દ્વારા પણ સહન કરવામાં આવતી નહિ. પાચમી વાર્તા રામની જુઓ રામને ખબર હતી કે સીતા પવિત્ર છે છતાં અગ્નિપરીક્ષા લીધી હતી.

આમ જોઈએ તો બધા યુગો સતયુગ, ત્રેતા, દ્વાપર, કલિયુગ બધા ઘણીવાર સંગાથે ચાલતા હોય છે.

વધુ પછી—

ઓરલ સેક્સ વિષે કડવું સત્ય.

Oral  sex  વિષે કોઈ અજાણ્યું હોય તેવું આજે સંભવ નથી. ગુજરાતીમાં મુખમૈથુન કહેવાય. છાપાંમાં સેક્સ વિશેની કોલમોમાં એની ચર્ચા ખૂબ થતી હોય છે. ડો પ્રકાશ કોઠારી જેવા સેક્સોલોજીસ્ટ કહેશે જાતીય અંગોની સ્વચ્છતાનું ધોરણ સાચવી ઓરલ સેક્સ કરો તો કશું વાંધાજનક નથી. એક ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટને કોઈએ સવાલ કર્યો કે ઓરલ સેક્સ ચાલુ કોણે કર્યું હશે? એમણે ચિમ્પાન્ઝીના પિતરાઈ બોનોબોનો એક ઓરલ સેક્સ કરતો ફોટો જ મૂકી દીધો. માળાં હારા વાંદરા એ ઓછા નથી!!

ખાજુરાહોનાં ભવ્ય મંદિરોના શિલ્પોમાં મુખમૈથુન દર્શાવતી પ્રતિમાઓ જાણીતી છે. ઓરલ સેક્સ વાજબી છે કે નહિ તેની ચર્ચા આપણે ડોક્ટર્સ અને સંતો ઉપર છોડી દઈએ.  સ્વામી સચ્ચિદાનંદનું એક વ્યક્તવ્ય વાંચ્યાનું યાદ આવે છે. મળમૂત્ર વિસર્જન કરતા અંગો હોય ત્યાં બેક્ટેરિયા વધુ પ્રમાણમાં હોવાના, ત્યાં મોઢાં ઘાલવા એમની(સ્વામીજી) બુદ્ધિમાં ઊતરતું નહોતું, અસ્વાભાવિક લાગે. મને એ વાંચીને તે સમયે ખૂબ હસવું આવેલું. ખાજુરાહોની ઓરલ સેક્સ દર્શાવતી પ્રતિમાઓનું સમર્થન કરનારાઓના કમનસીબે સ્વામીજીની વાત નવા અભ્યાસ મુજબ સાચી પડી રહી છે.

Reverend Bryan Fischer, અમેરિકાના એક જબરાં રેડિયો કૉમેન્ટેટર છે. જોકે એમની નામના ધર્મ અને સંસ્કૃતિના રખેવાળોના વહાલા તરીકેની છે. સજાતીય લગ્નો વિરુદ્ધ સખત ફટકાબાજી કરવા માટે જાણીતા છે. એબોર્શન, નેશનલ હેલ્થકેર, સજાતીય લગ્નો, ગે એડોપ્શન બધાનો સખત વિરોધ કરતા હોય છે. હમણાં તેમણે ડેમોક્રેટ્સ અને ઓરલ સેક્સ ઉપર જબરદસ્ત હુમલો કર્યો. એમના રેડીઓ શોમાં એમણે બે દાવા કર્યા કે ઓરલ સેકસના લીધે અમેરિકામાં head -neck કેન્સરમાં નાટકીય વધારો નોંધાયો છે અને બીજું એમાં બીલ ક્લીન્ટન મુખ્ય ગુનેગાર છે. હહાહાહાં બિચારાં ક્લીન્ટન? મોનીકાનું ભૂત હજુ ધૂણે છે.

Reverend Fischer કહે છે ઓરલ સેક્સ તમારી તંદુરસ્તી માટે હાનિકારક છે. કમનસીબે તેઓ સાચા છે. Throat -mouth કેન્સર વધી રહ્યા છે, દર વર્ષે ૩૫,૦૦૦ નવા કેસ નોંધાય છે. multiple oral sex પાર્ટનર ધરાવનારાઓમાં ગળા અને મુખના કેન્સર વધી રહ્યા છે તેવું ૨૦૦૭ નો એક અભ્યાસ કહે છે. એક બીજો અભ્યાસ જણાવે છે કે oral સેક્સ અને open-mouth kissing, human papillomavirus ને એકબીજામાં ફેલાઈ જવા માટે સગવડ વધારે છે. અભ્યાસ મુજબ ૧૪-૬૯ ઉંમર ધરાવતા ૭ % લોકો oral HPV વડે સંક્રમિત જોવા મળ્યા છે. ઓરલ સેક્સની પોપ્યુલારીટી વધતા અને ખાસ કરીને યુવાન લોકોમાં, ડોક્ટર્સને ત્યાં જાતીય અંગો સ્થિત cold sore herpes જતાવતાં દર્દીઓની સંખ્યા વધવા લાગી. ૧૯૯૩મા (ક્લીન્ટન પ્રમુખ બન્યા) University of Wisconsin માં ૩૧% વિદ્યાર્થીઓ genital sores herpes વડે પીડાતા હતા, ૨૦૦૧મા (ક્લીન્ટને ગાદી છોડી) ૭૮% વિદ્યાર્થીઓ આ ભયાનક રોગ વડે પીડાતા નોંધાયા. જોકે અને દુઃખદ અકસ્માત ગણી શકાય.

google Ngram Viewer મુજબ  જાણવા મળ્યું છે કે અમેરિકામાં ઓરલ સેક્સનું પ્રમાણ બીલ ક્લીન્ટન મોનિકાને મળ્યા તે પહેલા ત્રણ દાયકાથી વધ્યું છે. એટલે એવું કહી શકાય કે ત્રણ દાયકાથી અમેરિકામાં જે મુખમૈથુન વધતા ગયા હતા એના ચક્કરમાં ક્લીન્ટન પણ આવી ગયા, નહિ કે ક્લીન્ટનને કારણે ઓરલ સેક્સમાં વધારો થયો.

હા તો મિત્રો હવે ઓરલ સેક્સ કરવું કે નહિ તમારે જાતે વિચારવાનું છે.