સ્ત્રીઓની અવ્યાખ્યેય ચરમસીમા..Elusive Orgasm અને તાંત્રિક સેક્સ..

સ્ત્રીઓની અવ્યાખ્યેય ચરમસીમા..Elusive Orgasm અને તાંત્રિક સેક્સ

સંભોગમાં સ્ત્રીઓને પ્રાપ્ય થતી ચરમસીમા બહુ મોટો પૉપ્યુલર ટૉપિક ગણાતો હતો. હવે વૈજ્ઞાનિકો આ ટૉપિક પર ડિબેટ કરી કરીને થાકી પણ ગયા છે. માસ્ટર એન્ડ જોહ્નસન વર્સસ ફ્રૉઇડ, ક્લિટોરલ વર્સસ વજાઇનલ (clitoral versus vaginal) ડિબેટ ચાલ્યા જ કરતી. ફ્રૉઈડ માનતો કે ફીમેલ ઑર્ગેઝમના ખાસ કારણો રીપ્રૉડક્ટિવ ફંક્શન સાથે જોડાયેલા છે માટે આ ઑર્ગેઝમ vaginal penetration વડે વધુ મળતું હોય નહિ કે ફક્ત  clitoral સ્ટિમ્યૂલેશન..

મતલબ એવો થાય કે સંભોગ સમયે સ્ત્રીઓને ચરમસીમા સમયે જે પરમાનંદ મળતો હોય છે તેના સાંધા ક્યાંક ને ક્યાંક સ્ત્રીને ગર્ભવતી બનવામાં જોડાયેલા છે. માટે આ ચરસીમાંનો આનંદ પુરુષ લિંગના યોનિમાર્ગ પ્રવેશ સાથે જોડાયેલો છે નહિ કે ફક્ત  ક્લિટરિસને- clitoris સહેલાવીને ઉત્તેજિત કરવામાં. અમુક વૈજ્ઞાનિકો માનતા હોય છે કે સ્ત્રીની યોનિના અંદર ઊંડે  ‘G’ સ્પોટ હોય છે તે ચરમસીમાનો આનંદ આપતો હોય છે. સેક્સ થેરપી લૉબી માટે ડિબેટ નૉર્મલ ઑર્ગેઝમ વર્સસ ઓર્ગેઝ્મિક ડીસફંક્શન માત્ર છે. તેમનો ઇરાદો ચરમસીમા વધારે અને બહેતર બને તેટલાં પૂરતો છે ભલે ને ગમે ત્યાંથી આવે? રોટલાથી કામ છે કે ટપ ટપથી?? સંભોગમાં સ્ત્રીને ચરમસીમા પ્રાપ્ત થવી જોઈએ  ક્લિટરિસ-clitoris-ભગ્નશિશ્નને સહેલાવીને ઉત્તેજિત કરવાથી પ્રાપ્ત થાય કે પછી લિંગના યોની પ્રવેશ વડે પ્રાપ્ત થાય બહેતર હોવી જોઈએ બસ..

અનુકૂલનશાસ્ત્રી Desmond Morris જેવા કહેતા હોય છે કે ફીમેલ  ઑર્ગેઝમ ઈવૉલ્વ-ઉત્ક્રાંતિ પામ્યું છે કેમકે સંભોગ પછી તેના લીધે સ્ત્રી આરામથી પડી રહેતી હોય છે અને તે પુરુષના સ્પર્મ-શુક્રાણુઓની સ્ત્રીના અંડ તરફની દોડમાં પૂરતી ઝડપ આપવા માટે મદદરૂપ છે. મોરીસે ક્યાંકથી ફિલ્મ મેળવેલી છે કે ચરમસીમા વખતે સ્ત્રીને જે આફ્ટરશૉક આવતા હોય છે તે સમયે ગર્ભાશય વંકાઈને શુક્રાણુઓને ઉપર ફંગોળે છે. જો કે ઘણા વૈજ્ઞાનિકો આ વાતને માનતા નથી. તેઓનું કહેવું છે કે સ્પર્મ-શુક્રાણુ સાલમન માછલી જેવા  ભારે તરવૈયા છે જે સામા પ્રવાહે તરીને કૂદીને પોતાના ગંતવ્ય સ્થાને પહોચી જતી હોય છે.

ઘણા વૈજ્ઞાનિકો માનતા હોય છે કે પુરુષ કે સ્ત્રીને પ્રાપ્ત થતી ચરમસીમા કશું નથી ફક્ત સેક્સ્યુઅલ ઍક્ટિવિટિમાં મળતો એક રિવૉર્ડ માત્ર છે. Donald Symonsin The Evolution of Sex (1979) માનતા કે ફીમેલ ઑર્ગેઝમ ઇવલૂશનરી અકસ્માત માત્ર છે. જે સ્ત્રીઓને આ ચરમસીમા પ્રાપ્ત નથી તે પણ બાળકો પેદા કરતી જ હોય છે. ઉત્ક્રાંતિ ફક્ત એટલું જ ઇચ્છતી હોય છે કે સ્ત્રી અને પુરુષ સમાગમ કરવા પ્રેરાય.  Female mammals in estrus want to mate. જે સમાજોમાં ઑર્ગેઝમ ભાગ્યેજ જોવામાં આવે છે ત્યાં વળી બર્થ રેટ ઘણો હાઈ છે.

અમુક સમાજોમાં તો સ્ત્રીઓના ક્લિટરિસ બચપણમાં કાપી નાખવામાં આવે છે. ત્યાં સ્ત્રીઓને ચરમસીમા શું કહેવાય ખબર હશે કે કેમ?? બાળકો પેદા કરવામાં ચરમસીમાની જરૂર ના હોય તો પછી તે આવી કેમ? એની જરૂર શું? એવું બને કે ચરમસીમાની લાલચમાં સ્ત્રી પુરુષ વારંવાર સંભોગ કરવા પ્રેરાય અને પોતાની એક કૉપિ પાછળ મૂકતા જવાનો ઉત્ક્રાંતિનો હેતુ પાર પડે. કે બીજું કાઈ હશે?

ફીમેલ ઑર્ગેઝમ વિષે Stephen J. Gould (“Freudian Slip” in Natural History, 1987) કહે છે- the female orgasm is like the male nipples. What are male nipples for? Answer, nothing. પુરુષને છાતીમાં નિપલની શું જરૂર છે? એને ક્યાં બાળકોને દૂધ પાવાનું છે? છતાં છે તે હકીકત છે. મેલ નિપલ એ સેક્સ ક્રોમસોમ સજીવનું સેક્સ્યુઅલ ભવિષ્ય નક્કી કરે તે પહેલા જન્મ સાથે મળેલુ પૅકિજ છે. પૅકિજ એટલે પૅકિજ એમાં અમુક વસ્તુઓ ફ્રીમાં મળતી હોય છે.

કોઈ સ્ત્રી સંપૂર્ણ સ્ત્રી નથી તેમ કોઈ પુરુષ સંપૂર્ણ પુરુષ નથી હોતો. ફરક ખાલી ટકાવારીનો  હોય છે. અર્ધનારીશ્વર નટેશ્વર કૉન્સેપ્ટ આનું પ્રતીક હતું.. સ્ત્રીમાં પુરુષ અને પુરુષમાં સ્ત્રી સમાયેલ હોય છે. આમ પુરુષને સંપૂર્ણ સ્તન હોય નહિ પણ એના અવશેષ મળેલા છે જે કશા કામના નથી, છતાં એને મર્દન કરવાથી હળવો આનંદ મળી શકતો હોય છે. બસ એવી જ રીતે સ્ત્રીઓના ક્લિટરિસનું સમજવું. સ્ત્રીના ક્લિટરિસને વૈજ્ઞાનિકો પુરુષના લિંગ સાથે સરખાવતા હોય છે. જેમ પુરુષને નિપલ મળેલી છે તેમ લિંગના અવશેષ તરીકે સ્ત્રીને ક્લિટરિસ-ભગ્નશિશ્ન(ફ્રી પૅકિજ) મળેલું છે, જેથી તેને ઉત્તેજિત કરતા સ્ત્રી પણ આનંદ મેળવી શકે છે.

સંભોગમાં ચરમસીમા પ્રાપ્ત થતી હોય અવર્ણનીય આનંદ મળતો હોય તેનું રી-પ્રૉડક્ટિવ ફંક્શનમાં કશું કામ ના હોય તેવું માનવું અનુકૂલન શાસ્ત્રના પંડિતો માટે મુશ્કેલ હોય છે. Melvin Konner (Why the Reckless Survive, 1990) આ ડિબેટમાં ઝંપલાવી માને છે કે પુરુષની નજર તેના સ્પર્મ જેટલા ફેલાય તેટલાં સારા ઉપર હોય છે.  Males look to spread their sperm and so a “quick fix” orgasm suits them: get one; go for more.

પુરુષને ચરમસીમા જલદી પ્રાપ્ત થઈ જતી હોય છે. સ્ત્રીને ખૂબ વાર લાગતી હોય છે. સ્ત્રી પાસે લિમિટેડ અંડનો જથ્થો હોય છે. એટલે તેના માટે ક્વૉલિટીનો સવાલ છે. એને નબળા જેનિસ ઉછેરવામાં રસ નથી. તે પાર્ટનર પસંદ કરવામાં ચુસ્ત નિયમોનું પાલન કરવામાં માનતી હોય છે. તે એવો પાર્ટનર પસંદ કરતી હોય જેને લાંબા સમય સુધી તેનામાં રસ હોય, કો-ઑપરેટિવ હોય, lover with the slow hand હોય, એને સંભોગમાં પણ લાંબું ખેંચીને પરાકાષ્ઠાએ પહોચાડે. ઘણા માનતા હોય છે કે અમુક સ્ત્રીઓને એક સંભોગમાં અનેકવાર પરાકાષ્ઠાનો અનુભવ થતો હોય છે.

આપણે જોયું કે  Don Symons માનતા હતા કે સ્ત્રીઓને મળતો પરાકાષ્ઠાનો આનંદ અકસ્માત છે. જ્યારે Steven Gould and Mel Konner માને છે કે ઑર્ગેઝમ કોઈ અકસ્માત નથી એના ઍડપ્ટેશનલ ફાયદા છે. સ્ત્રીને લાંબો સમય એકવાર નહિ પણ અનેકવાર ઑર્ગેઝમનો અનુભવ કરાવે તેવા ધૈર્યવાન સાથીની તલાશી આના વડે પૂરી થાય તો ઇવલૂશનનો હેતુ સરે. ક્લિટરિસ પુરુષની નિપલ સમાન હોય છે. પુરુષની નિપલને હળવું મર્દન કરવાથી આનંદ મળતો હોય છે. હોમસેક્સ્યુઅલ આવા આનંદની ફસલ લણતાં હોય છે. પણ આ આનંદ પુખ્ત સ્ત્રીના સ્તન મર્દન કે નિપલ મર્દન જેટલો ધોધમાર કહી શકાય નહિ. અમુક સ્ત્રીઓ તો ખાલી નિપલ મર્દન વડે પણ પરાકાષ્ઠાએ પહોચી જતી હોય છે.

પુરુષને એની નિપલ દ્વારા મળતા આનંદને pre-pubescent girl (તરુણાવસ્થા તરફ ડગ માંડી રહેલી) નિપલ સ્ટીમ્યુલેશન સાથે સરખાવી શકાય. ક્લિટરિસ આપણે જાણીએ છીએ કે પુરુષના શિશ્ન સ્વરૂપ છે માટે એને ભગ્નશિશ્ન કહે છે, બરોબર તરુણાવસ્થા તરફ ડગ માંડી રહેલા છોકરાના શિશ્ન જેવું..કે જ્યાંથી સ્ખલન થતું નથી. પુખ્ત સ્ત્રીમાં વજાઇનલ સ્ત્રાવ થતા હોય છે પણ તે ક્લિટરિસ તરફથી થતા નથી.  The pleasure an adult female gets from stimulation of her non-ejaculating clitoris is functionally the same as the pleasure a pre-pubescent boy gets from the stimulation of his non-ejaculating penis.

110826-108697તાંત્રિક સંભોગમાં સ્ખલન રોકીને કલાકો સુધી જોડા સંભોગાવસ્થામાં રહેતા હોય છે. એના માટે સ્ત્રી પુરુષ બંનેએ ધીરજ રાખવી પડે છે. અકારણ ઉત્તેજના રોકવી પડે છે. વધુ પડતી ઉત્તેજના સ્ખલનમાં પરિણમે છે. સ્ખલન વગર પરાકાષ્ઠાએ પહોચવાની કળા એનું નામ તાંત્રિક સંભોગ..અને જો તમે સ્ખલન રોકી શકો તો સ્ત્રીને વારંવાર અનેકવાર ચરમસીમાએ પહોચાડી શકો છો. By postponing ejaculation can have many orgasms without ejaculating; and that  the blissful state described is precisely the condition of of pre-pubescent masturbatory pleasure in boys, where the lack of ejaculation means that if the “blissful vertiginous state” can be achieved, it can be maintained (if not for hours on end) at least for a long time.

સ્ખલન થાય એટલે થાકનો અનુભવ થાય છે. સ્ખલન થયા પછી બીજી વાર સંભોગમાં ઊતરવા માટે અમુક સમય જોઈએ. પણ સ્ખલન જ થયું ના હોય તો તમે વારંવાર સંભોગમાં ઊતરી શકો છો. રટગર યુનિના Robin Fox, Ph.D., D.Sc.  સ્ખલન વગરના તાંત્રિક સંભોગને એક તરુણ અવસ્થા તરફ ડગ માંડતા છોકરાની  સ્ખલન વગરની એના લિંગ સાથેની રમતના આનંદ સાથે સરખાવે છે, આ છોકરામાં હજુ  seminal fluid પેદા કરતી પુરુષ ગ્રંથિઓ વિકસી નથી. પણ પુખ્ત વયના પૂરતા testosterone ધરાવતા તાંત્રિક બૌદ્ધ સાધુઓને આ ઝડપી સ્ખલન વડે મળતા પરાકાષ્ઠા અનુભવને રોકવાની પ્રેકટીશ માટે ગમે ત્યાં સ્ત્રી પાર્ટનર માટે મોકલવામાં આવતા. નૉર્મલ સંભોગ પછી થાક અને શક્તિ ગુમાવાય છે તેવી ગેરમાન્યતાને  લીધેલી નિરાશા પેદા થતી હોય છે તેવું તાંત્રિક સંભોગમાં થતું નથી. સંભોગ તંદુરસ્ત જીવન માટે જરૂરી છે તેવી જ રીતે સ્ત્રીને પણ સંભોગમાં પરાકાષ્ઠા પ્રાપ્ત થાય તે જરૂરી છે. પરાકાષ્ઠા વગર સ્ત્રીને અધૂરું અધૂરું લાગશે કંઈક ખૂટી રહ્યું છે તેવું લાગે તેમાં કોઈ શંકા નથી..

12 thoughts on “સ્ત્રીઓની અવ્યાખ્યેય ચરમસીમા..Elusive Orgasm અને તાંત્રિક સેક્સ..”

  1. Daoism and Tantrism are both experiential approaches to life, and share similar microcosmic-macrocosmic theories of the human body as an inner mirror of outer Nature. The body-centered cosmology of each has led to a spectrum conscious subtle-body love making.

    Like

  2. સાહેબ,
    ચરમસીમાની ખાસ જરૂર હોય છે. ના હોય તો એ વખતે માણસ ગાંડો હોય છે, મહેનત કરી કરી ને મરી જાય. ચરમસીમાને મગજ સાથે સંબધ છે. જનનાંગોમાં લગભગ બધી જગ્યાએ સેન્સર સેલ્સ આવેલા છે. કોઇ જગ્યાએ વધુ કોઇ જગ્યાએ ઓછા. ઘર્ષણ પામતા જ મગજ ચાર્જ થવા લાગે. ચાર્જ એક હદ પર પહોંચે એટલે ખલ્લાસ. પત્યુ. યહુદીઓ અને મુસ્લિમો ખસી એટલા માટે કરાવે છે કે જલ્દી ઉત્તેજન આપનાર ભાગને કઢી નાખવા(સ્ત્રીમાં) અથવા સંવેદના ઓછી કરવી(પુરુષમાં, આગલો ભાગ ખુલો કરે જેથી એ ભાગની ચામડી જાડી થાય). જેથી મગજને ચાર્જ ધીમે ધીમે મળે અને લાંબો સમય આનંદ કરી શકે.

    Like

  3. વિજ્ઞાન સામાન્ય રીતે શારીરિક ફેરફારોને ધ્યાનમાં લે છે. પશ્ચિમમાં વિજ્ઞાનની બોલબાલાને કારણે માનવીના ‘લાગણી તંત્ર’ (Fellings) ને બદલે ‘ચેતાતંત્ર’ (Nerves System) ધ્યાનમાં લઈ સંશોધનો થાય છે. ભારતીય શાસ્ત્રોએ માનવીય લાગણીઓને, વૈચારીક ફેરફારોને ધ્યાનમાં લઈને સમાગમ અને ચરમસીમાને સમજાવ્યું છે. વાત્સ્યાયનના લખાણોમાં સમાગમ ક્રિયા લાગણીઓને, વૈચારીક ફેરફારોને ધ્યાનમાં લઈ સમજાવી છે. ઇન્ટરનેટ પર આ શાસ્ત્રીય સંદર્ભો મળવા શક્ય લાગતા નથી. મૂળ કામશાસ્ત્રમાં વાત્સ્યાયને ઝીણામાં ઝીણી બાબતોને ધ્યાનમાં લીધી છે. શયનગૃહમાં રાખવામાં આવેલા (આજના સ્ટીરીયોના બદલે…) સીતાર પર ક્યા રંગનું કવર ચડાવવું જોઈએ એની પણ ચર્ચા કરી છે. અહી ચરમસીમાની ક્ષણને ‘વિચાર શુન્યતા’ની ક્ષણ કહેવામાં આવી છે (ચેતાતંત્રની ઉત્તેજનાની peak નહી) અને રજનીશજી પણ આ મુદ્દાને હાઈલાઈટ કરી ચરમસીમાની ક્ષણને ‘સમાધી’ની ‘ક્ષણિક અનુભુતિ’ કહે છે. સમાગમમાં ચરમસીમા એક એવી ક્ષણ છે જે ક્ષણે સ્ત્રી-પુરુષ બંને એક સાથે ‘વિચાર શુન્યતા’ પ્રાપ્ત કરે, જે ક્વચિત પ્રાપ્ત થતી ક્ષણ છે. વારંવાર કે એક વખતના સમાગમ દરમ્યાન વધુ વખત પ્રાપ્ત થતી ચરમસીમા એ ચેતાતંત્રની ઉત્તેજનાની peak છે.

    Like

  4. Bhupendrasinh – Nice beginning and interesting findings … though I would like to present the subject as simple as possible here …

    વૈજ્ઞાનિકો પોતાની રીતે સ્ત્રીઓની સેક્સ-ચરમસીમા વિષે સંશોધનો કરશે અને મનો-વૈજ્ઞાનિકો પોતાની રીતે તારણો મેળવશે …
    પણ મને સમજાય છે તે:: સેક્સ-ની-ચરમસીમા એ મશ્તીષ્કમાંથી ઉદભવતી ચરમ-સીમા છે … ચરમ-સીમા પાછળ ઘણા પરિબળો કામ કરે છે … જેમકે: સેક્સ-વિષે-ની-કિશોરાવસ્થામાં વાંચેલી પુસ્તિકાઓ (mills and boon), પ્રથમ જોયેલી બ્લુ-ફિલ્મ, પ્રથમ પોતાની ચહીતી-વ્યક્તિ સાથેનો સંભોગ કે પછી પ્રથમ-સંભોગનાં બળજબરીવાળા / બાળાત્કારનાં અનુભવથી સેક્સની વાત માત્રથી ગભરાઈ જવું … દરેક પ્રથમ કે દ્વિતીય અનુભવ-વાંચન-બ્લુંફિલ્મ તે સ્ત્રીઓ-પુરુષોના મશ્તીષ્ક કલ્પના અને બેસ્ટ-સેક્સની વ્યાખ્યા છોડી જાય છે અને તેઓ તેવુજ કરવા-અનુભવવા પ્રરાય છે … અને અંતે પોતાના જીવનમાં તેઓ સતત તેવાજ પ્રકારનાં સેક્સથી ચરમ-સીમાનો આનંદ અનુભવે છે …
    અંગો પરનાં સ્પર્શ અને ચરમ સીમાનાં અનુભવની વાત કરીએ તો – ચહેરા પર શરૂઆત કાનની બુટથી થાય છે, આગળ વધી ચિબુક (દાઢી) થી આગળ જઈ ને હોઠ ઉપર અટકે છે … સ્તન-મર્દનથી શરૂઆત થાય અને ભીનાશ નિપ્પલ ઉપર ફેલાવાય અને બગલ-પ્રદેશ સુધી સ્પર્શ લઇ જવાય છે … નાભીથી શરૂઆત કરીને નીચે સરકી ‘ક્લીટોરીસ’ સુધી પહોંચાય છે અને ફકત કલીટોરીસ મર્દનથી જ સૌથી વધારે આસાનીથી ચરમ-સીમાએ તમારો સાથી પહોંચી શકે છે … છંતાય ફક્ત કાનની-બુટ, કે ફક્ત સાથળ ઉપર ઘર્ષણ, કે ફક્ત નિપ્પલ ઉપર ભીનું મર્દન, કે નાં માન્યામાં આવે પણ ફક્ત પગનો અંગુઠો ચૂસવાથી પણ ચરમ-સીમાએ પહોંચતા હોવાનું અનુભવાયું / આલેખાયું છે …
    આપણા પ્રાચીન ગ્રંથોમાં મહિલાઓને તેમના શારીરિક લક્ષણોને આધારે પદ્મિની, ચિત્રીણી, શંખિણી અને હસ્તિની જેવા પ્રકારોમાં વહેંચવામાં આવી હતી. ગ્રંથોમાં હંસ જેવી ડોક અને કમળ જેવી નાજુકતાવાળી મહિલાને પદ્મિની, ગોળ અને ભરાવદાર નિતંબ તથા સંપૂર્ણ વિકસીત સ્તનો ધરાવતી મહિલાને ચિત્રીણી, લાંબા પગ ધરાવતી મહિલાને શંખિણી તથા હાથી જેવી મલપતી ચાલ ધરાવતી મહિલાની હસ્તિની ગણાવવામાં આવી છે. સાથે-સાથે આ ચારેય ને અલગ-અલગ રીતે ભોગવવી તેમ આલેખાયું છે – પદ્મિની: ખુબજ હળવાશ થી ફોસ્લાવી-પંપાળી અને વિશ્વાસ કેળવી હળવે-હલેસે ભોગવવી, ચિત્રીણી: અતિશય વખાણ કરી અને લાંબા ફોરપ્લેથી વધારે સંતુષ્ટ થાય છે, એને સંભોગમાં ઓછો રસ હોય છે … જયારે … શંખિણીને ટૂંકા ફોરપ્લે અને લાંબા-સમયનો સંભોગ પસંદ હોય છે … હસ્તિની:: આ પ્રકારની સ્ત્રીને લાંબા-સમયનો ફોરપ્લે-સેક્સપ્લે-પોસ્ટપ્લે, એટલે ખુબજ લાંબા સમયનો સહવાસ-સંભોગ પસંદ હોય છે …
    આ બધુ તો બધાએ પોતાના અનુભવ સંશોધનને આધારે લખેલું છે … તમારા અનુભવ અને તમારી સાથીની ચરમ-સીમાની વ્યાખ્યાઓ અલગ-અલગ હોઈ શકે છે … તમે તમને અનુસરો અને શારીરિક-સુખની ચરમ-સીમા માણો …
    સેક્સની ચરમ સીમાનાં કોઈ જ કાયદા નથી … તમને ગમે અને તમારા સાથીને ગમે તેજ ‘જી-સ્પોટ’ … આ વિષયમાં ગૂંચવાયા વગર ફક્ત શારીરિક-ચરમ-સીમામાં ધ્યાન આપો …

    Like

  5. સાચો પ્રેમ જ હોય તો ચરમ સીમા ની ખબર પડે
    બાકી વાસના થી થતા પ્રેમ માં ના પડે. જેટલી સેક્ષ
    તલપ પુરુષ હોય છે તેટલી સ્ત્રી માં પણ હોય છે.
    પરંતુ મન નો પ્રેમ અને પછી તન નો પ્રેમ જોડાય તો
    ચરમ સીમા પણ થાકી જાય. ચરમ સીમા લાવવી
    પણ એટલી જરૂરી છે જેમ ઓશો એ કહ્યું હતું.
    એકબીજા ને મન થી ચાહો એટલે તડપવાનું તો આવે જ.
    બસ આ તડપ્યા પછી જ્યારે તમે સેક્ષ માટે મળો
    ત્યારે જે આનંદ ની અનુભૂતિ થાય તેવી કદી ક્યારેય
    કોઈ પણ રીતે નાં થાય તેવી અનુભૂતિ થાય છે.
    પછી સમય ક્યાં જાય તેની ખબર ના પડે.પછી
    કદાચ ૨ કે ૩ કલાક પણ ઓછા જ પડે.

    Like

  6. the whole topic is about sexual orgasm in humans. some facts regarding other species could have been included. while other species follow certain seasons or periods for sexual copulation, the most famous one is that of “bhadarvo” for dogs, the question is why mankind is following 24×7 season? Is there any evolutionary psycology involved? Because even women produce an egg once in a month only so physically they must be ready only during that time.

    Like

Leave a comment