Category Archives: વિવાદ

નેતૃત્વ, સડેલી સત્તા, સેક્સ અને ત્રાસવાદ.

Deutsch: Sigmund Freud, Begründer der Psychoan...
Image via Wikipedia

નેતૃત્વ, સડેલી સત્તા, સેક્સ અને ત્રાસવાદ.

 કિંગ જ્યોર્જ ત્રીજાએ એના અમેરિકન ચિત્રકાર બેન્જામીન વેસ્ટને પૂછ્યું કે આ જ્યોર્જ વોશિંગટન  અમેરિકાની સ્વતંત્રતાની લડાઈ માનો કે જીતી જાય પછી શું કરશે? વેસ્ટે જવાબ આપ્યો કે “He will return to his farm.” બ્રિટનનો શહેનશાહ આશ્ચર્ય સાથે પોકારી ઊઠ્યો કે જો તે આવું કરશે તો દુનિયાનો સૌથી મહાન પુરુષ હશે. ડિસેમ્બર ૨૩, ૧૭૮૩ જ્યોર્જ વોશીન્ગ્ટન માઉન્ટ વેરનોન તરફ રવાના થઈ ગયા. એમની લડાઈમાં સાથ આપનારા ઘણા બધાએ એમને સત્તા ઉપર રહેવા જણાવ્યું, અને અમેરિકાના રાજા બનાવવા પણ તૈયાર થઈ ગયા હતા. સ્વતંત્રતા મળી ચૂકી હતી, હેતુ પૂર્ણ થઈ ચૂકયો હતો. ૧૩ વર્ષ પછી ફરી એમણે આ વાત દોહરાવી હતી. ૧૭૮૭મા એમને ફીલાડેલ્ફીયામાં ભરાનારા કોનસ્ટીટ્યુશનલ કન્વેન્શનમાં હાજરી આપવા મનાવી લેવાયા. નવું બંધારણ ઘડવાનું હતું. ૧૭૮૯મા તેઓ અમેરિકાના પહેલા પ્રમુખ તરીકે ચૂંટાયા. ૧૭૯૨મા ફરી પ્રમુખ બન્યા. ત્રીજી વાર એમણે પ્રમુખ બનવાનું નકાર્યું અને એમના ખેતરો તરફ પાછાં વળી ગયા. અબ્રાહમ લિંકન કહેતા કે તમારે કોઈ માણસના ચારિત્ર્યની પરીક્ષા કરવી હોય તો એને સત્તા આપી જુઓ, પાવર આપી જુવો. બે વાર જ્યોર્જ વોશિંગટન સત્તા અને વર્ચસ્વ છોડીને મહાન પુરુષોની હરોળમાં આજે પણ અડીખમ ઉભા છે.
    મહાત્મા ગાંધીજીએ પણ આજ કર્યું હતું. ફરક એટલો છે કે વોશિંગટને જરૂર પડે સત્તા સંભાળી, દેશને સ્થિર કર્યો અને પાછાં વળી ગયા. સફળ નેતૃત્વના આ બે અજોડ દાખલા છે. નેતૃત્વ અને સત્તાનો ફરક અહીં દેખાય છે?
         ૧૭૯૯મા વોશિંગટન મૃત્યુ પામ્યા, જે વર્ષે નેપોલિયન બોર્નાપાર્ટ ફ્રાન્સના શહેનશાહ બન્યા. સત્તા મેળવવાનું પાગલપન એમને આખા યુરોપ ઉપર ચડાઈ કરવા પ્રેરી ગયું. તે કહેતા કે “Power is my mistress .” કોઈ એને મારી પાસેથી છીનવી નહિ શકે. પછીનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. સત્તાનો દુરુપયોગ ખાલી રાજકારણીઓ કે વિજેતાઓ કરતા હોય છે તેવું પણ નથી, સત્તાનો દુરુપયોગ મેનેજર્સ, પતિપત્ની, માતાપિતા સાથે લિસ્ટ ઘણું લાંબું બનશે. નેતૃત્વ ટકાવી રાખવાની લાલચ આ દુરુપયોગ કરાવતી હોય છે. સત્તા મેળવવાની લાલચ ભ્રષ્ટ બનાવતી હોય છે. ક્યારેક લઘુતાગ્રંથિનું પરિણામ પણ હોય છે. આને નેપોલિયન કૉમ્પ્લેક્સ પણ કહેતા હોય છે, જે કોઈને કોઈના ઉપર કંટ્રોલ કરવા માટે દોરતો હોય છે, આજે એને Control Freak કહેતા હોય છે. થોમસ જેફરસન કહેતા કે સાચા નેતાને એના સાથી નાગરિકો ઉપર સત્તાની કસરત કરવામાં આનંદ આવતો નથી. સાચા નેતાનું એક લક્ષ્ય હોય છે. પોતાના વિષે ઉંચો ખ્યાલ અને આત્મવિશ્વાસ ધરાવતો સાચો નેતા પોતાના સ્વાર્થ માટે બીજાને હાની પહોચાડતો નથી. સાચા નેતાનું લક્ષ્ય એના સમૂહનું લક્ષ્ય હોય છે, ભલે પછી સમૂહ કંપની હોય, જ્ઞાતિનું મંડળ કે પછી  દેશ હોય. જો તમને નેતા બનવાની ઇચ્છા જાગી હોય તો પહેલા ચકાસી લો કે તમારે કોઈ ધ્યેય હાંસિલ કરવું છે જે તમારા સમૂહનું હોય કે ખાલી પાવર અને પોજીશન જોઈએ છે?
    સત્તા, પાવર અને પોજીશન સાથે સેક્સનું કનેક્શન આપણે જાણીએ છીએ કે સહજ છે. ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન આનો જવાબ આપી ચૂક્યું છે. સમાજના આધાર સ્તંભ ગણાતા લોકો સેક્સ સ્કેન્ડલમાં કેમ સપડાતા હશે? સત્તા, સેક્સ અને પૈસા આ ત્રણનું ગઠબંધન અજબ છે. અમેરિકાના રાજકારણમાં જુઓ. Congressmen Weiner, Gingrich, અને  Foley, Senators Edwards, Vitter, Ensign, અને  Craig, Governors Sanford, Spitzer, Blagojevich, અને  Schwarzenegger આતો થોડા નમૂના છે.  Wall Street તપાસો Bernie Madoff અને  Ken Lay, Arthur Anderson, Dominque Strauss-Kahn , Hollywood તપાસો  Mel Gibson, Charlie Sheen, OJ Simpson, Jesse James. ખેલ જગતમાં ટાઈગર વુડ અને ભારતના દાખલા આપણે જાણીએ છીએ.
    જે લોકો પબ્લિક ફિગર હોય છે તેને અહં પ્રેમી બનવું  કે આત્મશ્લાઘામાં રાચવું પોસાય નહિ. છતાં આવી પ્રસિદ્ધ વ્યક્તિઓ Narcissistic mindset ડેવલપ કરી લેતા હોય છે. એક તો પબ્લિક ફિગર બનવું એટલે કોઈનું ધ્યાન એમની તરફ સતત ખેંચાય તેવી ઇચ્છા હોય. એકવાર પબ્લિક ફિગર બની ગયા પછી લોકોથી બચવા નોકરચાકર અને રક્ષકો વડે ઘેરાયેલા રહેવું. આમ narcissistic bubble માં ઘૂસી ગયા. બીજું રોજંદા લાઇફના તણાવમાંથી મુક્ત, તે કામ બીજા નોકર વર્ગ કરી લે. ત્રીજું મીડીયાનું સતત એમની તરફ ધ્યાન. મીડિયા આખો દિવસ એમની પાછળ લાગેલું હોય. એટલે એવું લાગે કે હું ખૂબ મહત્વનો છું. ચોથું ખુશામત કરનારાઓનો પાર રહે નહિ. પાંચમું સફળ સેલીબ્રીટી, ખેલાડીઓ, અને રાજકારણીઓ ખૂબ ધન રળતા હોય છે. અને પૈસા વડે કશું પણ અને ક્યારે પણ ખરીદી શકાય છે. આમ સત્તા બને ભ્રષ્ટ અને પછી સેક્સ સ્કેન્ડલ શરુ.
  ઓસ્કાર વિનર ફિલ્મ ડાયરેક્ટર Roman Polanski  આજે ૭૬ વર્ષનો છે, ત્રીસ વર્ષ પહેલા ૧૩ વર્ષની મોડેલ પર રેપ કરેલો તે  બદલ પકડાયો હતો. ૬૮ વર્ષનો લેજન્ડરી રોક મ્યુઝિક પ્રોડ્યૂસર Phil Spector, Lana Clarkson નામની અભિનેત્રીનું ખૂન કરવાનાં ગુનામાં સપડાયો હતો.
    સત્તા જ્યારે ભ્રષ્ટ બને ભલે પછી ઘરમાં હોય, બહાર હોય કે ગામ કે દેશમાં હોય સરમુખત્યારશાહી આવે ત્રાસવાદ ઊભો થવાનો અને ઘરેલું હિંસા પણ ઊભી થવાની. ગ્લોબલ ટેરરીઝમ એટલે ડોમેસ્ટિક વાયોલન્સનો મોટો પ્રકાર. ત્રાસવાદીઓ લોકોને એવી રીતે જ ત્રાસ આપતા હોય છે જેમ કે ઘરમાં કોઈ હિંસક પતિ એની પત્ની કે બાળકો પર જુલમ કરતો હોય. રાજકીય જેહાદીઓની ત્રાસ આપવાની મેન્ટાલીટી નિર્દોષ લોકોના ખૂન કરાવતી જોવા મળે છે. ડિક્ટેટર વળી એના દેશના નાગરિકો ઉપર ત્રાસ વર્તાવતો હોય છે. મૂળ એમનો હેતુ બીજા લોકો પર કંટ્રોલ કરવાનો હોય છે. એમના રસ્તા સાચા અને એમનું નિશાના પર હોય તેનો રસ્તો ખોટો છે તેવું માનતા હોય છે. ધીમે ધીમે ફીજીકલી હિંસા ઉપર ઊતરી આવવું. અને પછી હત્યા ઉપર આવી જવું.  આવી માનસિકતા બચપણથી શરુ થઈ જતી હોય છે. એક તો ઘરમાં હિંસાનું વાતાવરણ હોય. માતાપિતા દ્વારા બાળકો ઉપર ત્રાસ થતો હોય. બાળકો જે પીડા ભોગવી હોય તે પીડા બીજાને આપવાનું શીખતા હોય છે. ત્રાસ વેઠનાર ભવિષ્યમાં ત્રાસ આપનાર બની જતો હોય છે. ઘરમાં રોજ જે દેખાતું હોય તે નૉર્મલ છે તેવું જણાતું હોય છે. પતિ રોજ પત્નીને ઝૂડતો હોય તો રોજ જોનારા બાળકોને આ ઘટના સહજ લગાવી સંભવ છે.
   પાકિસ્તાન, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં ઘરેલું હિંસા સામે કોઈ સખત કાયદા છે નહિ. ધાર્મિક સ્કૂલમાં જિહાદના નામે હિંસા શીખવતી હોય છે. ઘરમાં પ્રેમ, સહકાર, વિશ્વાસ અને અહિંસાનું વાતાવરણ હોય તો બાળકો પણ એજ શીખશે. સેક્સ અને પાવર હિસ્ટેરીયા અને ટેરરીઝમનાં મૂળ છે.
   વિક્ટોરિયન યુગમાં બ્રિટનમાં ખૂબ મર્યાદા પાલવમાં આવતી. સ્ત્રીઓને ખાલી વસ્તુ કે રમકડું સમજવામાં આવતી. સ્ત્રીઓ પાસે ખાસ લીગલ પ્રૉપર્ટી રાઈટ્સ હતા નહિ. સ્ત્રીઓને માનવ નહિ પણ સુંદર ડ્રેસમાં સજ્જ ઢીંગલી વધુ ગણવામાં આવતી. સ્ત્રીઓને થોડું આપો, ક્યારેક જ આપો અને પરાણે આપો. બસ અહીં હિસ્ટેરીયા શરુ થયો. Sigmund Freud આના ઇલાજ માટે એક નવી ટેક્નિક શોધી કાઢેલી “talking cure” .બચપણમાં વેઠેલી પીડાઓ વાતો કરીને બહાર કાઢવી. જે સ્ત્રીઓએ બચપણમાં જાતીય સતામણી ભોગવી હોય તેને એક તો પાવરલેસનેસ વર્તાય અને બીજું પોતે સાવ નિર્બળ છે નાજુક છે તેવું અનુભવતી હોય છે. એનાથી સેક્સ પ્રત્યે પ્રતિકૂળ વલણ પેદા થાય અથવા સેક્સ પ્રત્યે વધારે પડતું ધ્યાન પેદા થાય. હવે છોકરાઓમાં જો બચપણમાં જાતીય સતામણી ભોગવી હોય તો આખી જીંદગી ક્રોધ મનમાં રહે, અને સત્તાધારી સામે એક બદલો લેવાની ભાવના પેદા થાય. અને એવું નક્કી કરવા માંગતા હોય જાણે કે તેઓ પણ ડોમિનન્ટ બની શકે છે. ઇસ્લામિક દેશોમાં સ્ત્રીઓનું સ્ટેટ્સ નીચું છે. બચપણમાં જાતીય સતામણીનો ભોગ છોકરા છોકરી બંને બનતા હોય છે અને જાતીય આનંદને દબાવી રાખવાનું વલણ આ બધું ભેગું થઈને ત્રાસવાદનાં વૃક્ષ માટે ફળદ્રુપ જમીન છે. સ્ત્રીઓને મારવાનું સહજ છે, કોઈ સવાલ ના જોઈએ. વેસ્ટર્ન વર્લ્ડમાં ક્રાઇમ અને પીડોફીલીયા કહેવાય છે ત્યાં પૂર્વ અને મધ્ય પૂર્વના દેશોમાં કોઈ ગણકારતું પણ નથી.
 Dr. Tawfik Hamid નામના એક ડોકટરે બે પુસ્તકો લખ્યા છે  The Roots of Jihad and Inside Jihad  તેઓ ઈજીપ્તમાં મેડિકલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે ટેરરીસ્ટ ઑર્ગનિઝેશન સાથે જોડાયેલા હતા. આજે તેઓ ઇસ્લામિક સ્કોલર તરીકે વોશિંગટનમાં ટેરરીઝમ પોલિસી કન્સલટન્ટ  છે. ટેરરીસ્ટ મુવમેન્ટ માટે કઈ રીતે યુવાનોને કન્વીન્સ કરવામાં આવે છે તે તેઓએ જાતે અનુભવેલું છે. ઍક્સ્ટ્રીમ સેકસુઅલ ફ્રસ્ટ્રેશન ભોગવતા યુવાનો જલદી શિકાર બની જતા હોય છે. એક તો લગ્ન વગર સેક્સ ભોગવવા નાં મળે અને આર્થિક અસમર્થ ૪૦ વર્ષ સુધી લગ્ન થયા ના હોય. મૃત્યુ પછી ૭૨ સુંદર કુંવારી છોકરીઓ એમની રાહ જોતી હોય.
    Dr. Tawfik Hamid શું લખે છે,  “The over-stimulated sexual desires of young Muslims … the hopelessness in soon having a marital relationship, and dreams of beautiful women waiting in paradise engender frustration, anxiety and anger. These factors encourage young Muslims to join radical Islamic groups where they then become steeped in terrorist Islamic beliefs such as committing suicidal attacks on infidels to go immediately to paradise as martyrs so they can enjoy the beautiful ladies there, especially the 72 virgins.” (pages 54-56, The Roots of Jihad)
    આમ કરપ્ટ સત્તા, પાવર અને પૈસો સેક્સ તરફ ઢસડી જાય છે અને વિકૃત સેક્સ ત્રાસવાદ તરફ ઢસડી જાય છે.  બ્રેઈન પાછલાં અનુભવોનું ભવિષ્યની યોજનામાં નિરૂપણ કરતું હોય છે. એક ઉંદરને ખોટા રસ્તે પનીરનો ટુકડો લેવા જતા કરન્ટ આપીએ તો તે શીખી જાય છે કે હવે તે રસ્તે જવું નહિ. નેતાઓ પણ આવી રીતે શીખી શકે છે કે જો કાયદો તોડીશું તો મુશ્કેલીમાં મુકાઈ જાશું.
“Absolute power corrupts absolutely.”

Beta mammal વ્યથા, મનોવ્યથા.(Hard Truths About Human Nature).

Beta mammal વ્યથા, મનોવ્યથા.(Hard Truths About Human Nature).
       એક માર્ગદર્શક આપણને સીડી ચડવા માટે મદદ કરે ત્યાં સુધી તો સારું છે, પણ તે ફક્ત સમર્થક કે અનુયાયી જ ઇચ્છતો હોય અને તમારું કોઈ વજૂદ રહેવા દેવું ના હોય તો?
    દરેક વાનર અને એપ્સ સમૂહનો એક ઍલ્ફા નેતા હોય છે અને તેના સમર્થક તરીકે એક અથવા બે beta નર હોય છે. આમ beta ટ્રૂપનો બીજા નંબરનો ઍલ્ફા પણ કહી શકાય. મૅમલ સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલા છે, અને સમૂહનો એક નેતા હોય. ઍલ્ફાને પણ આખા સમૂહને કંટ્રોલ કરવા એક બે બીજા નરની જરૂર પડતી હોય છે. પ્રાણીઓમાં ઍલ્ફા બનવું શક્તિ પ્રદર્શન અને આક્રમક વલણ દાખવ્યા વગર શક્ય નથી હોતું. પણ માનવ પાસે સરસ વિચારવંત બ્રેન હોય છે જેથી તે ઍલ્ફા બનવા ખાલી શક્તિ પ્રદર્શનને બદલે જુદી જુદી રીતે પણ અપનાવે છે. વાનર અને ચિમ્પૅન્ઝી સમૂહના beta નર હાઈએસ્ટ સ્ટ્રેસ લેવલ વેઠતાં હોય છે તેવું વૈજ્ઞાનિકોનું  સંશોધન કહે છે. આ બીજા નંબરનો નેતા સૌથી વધુ તણાવ અનુભવતો ટોચનો એકલવાયો હોય છે અને સમૂહના બીજા સભ્યો ઉપર કઠોર વર્તન દાખવતો હોય છે. કેમ?
   Beta વાનર કે ચિમ્પૅન્ઝી માટે સૌથી વધુ મેળવવાનું હોય છે અને સૌથી વધુ ગુમાવવાનું પણ હોય છે. ઍલ્ફાનું પદ હાથવેંતમાં હોય છે. અને તે ના મળતા સૌથી વધુ તણાવયુક્ત પણ હોય છે. આપણે બહુ ઊંચા પદ માટે ઠેકડા ના મારીએ તો બહુ ગુમાવવાનું પણ બહુ હોતું નથી.  beta વાનર ઍલ્ફાની નજદીક રહેવા ખૂબ મહેનત કરતા હોય છે, અને ઘણીવાર કોઈ મોટો રિવૉર્ડ મેળવ્યા વગર બધું જ ગુમાવી પણ બેસતા હોય છે. ઍલ્ફા તમારો ઉપયોગ કરવા માંગતો હોય છે, એના સમર્થક ના રહો તો તે તમારું સર્વસ્વ છીનવી લેતો હોય છે. જેના માટે અને જેના વિકાસ માટે તથા તેના ટોચ પર બની રહે તે માટે સખત મહેનત કરી હોય તે તમારું સામાજિક જીવન બરબાદ કરી શકે છે. ઍલ્ફાને હંમેશા ડર લાગતો હોય છે કે નંબર ટુ એનું સ્થાન પડાવી લેશે.
    માનવ પહેલા નાનો સમૂહ બનાવીને રહેતો હશે. એનો એક નેતા રહેતો હશે. પછી કોઈ બળવાન સમૂહ નેતા બીજા સમૂહ પર આક્રમણ કરીને બીજા સમૂહ કાબૂ કરી લેતો હશે. આમ મોનાર્કી અસ્તિત્વમાં આવી. આમ રાજાશાહીમાં રાજા ઍલ્ફા નેતા બન્યો, અને એને મદદકર્તા મંત્રી કે સેનાપતિ કે નાનોભાઈ કે બીજા સમર્થક બીજા નંબરના નેતા બન્યા. રાજાને સતત ચિંતા રહેતી હશે કે બે નંબર એનું સ્થાન પડાવી ના લે. દરેક ઍલ્ફા માટે એના જિન્સ સર્વાઇવ થાય તે મહત્વનું હોય છે. એના સંતાનને કોઈ તકલીફ વગર ઍલ્ફાનું સ્થાન મળી જાય તો કેવું સારું?
    આમ રાજાશાહી પવિત્ર, રાજવંશ પવિત્ર, રાજા ભગવાન એવું ઠસાવી દેવાયું. આમ પેઢી દર પેઢી વારસો રાજા બને જાય. પ્રૉબ્લેમ એ થાય કે રાજાને એક સંતાન તો હોય નહિ અને રાજા તો એક જ બને. પહેલા અને સૌથી મોટા સંતાનને રાજા બનાવવાનું રિવાજથી નક્કી કરાયું. આમ ઘણીવાર બીજા સંતાનો ક્યારેક મંત્રી, ક્યારેક સેનાપતિ બનતા. અથવા નાની નાની જાગીરી  વારસામાં મળી હોય તેને બાહુબળે વધારી વળી અલગથી રાજા બની શકાય. અથવા તો બીજા વારસદારોને મારી ને રાજા બની જવાય, અને કોઈ વાર ખુદ રાજા જે પિતા પણ હોય છે તેની પણ હત્યા કરવામાં આવતી. આપણે મુઘલ બાદશાહોનો ઇતિહાસ જાણીએ છીએ. રાજાને વળી  અનેક રાણીઓ હોય. આમ રાણીઓ પણ પોતપોતાના સંતાન રાજા બને તેવી યોજનાઓ આગોતરી કરવા લાગતી. સૌથી મોટા બાળ કુંવર માટે જીવનું હંમેશા જાનનું ખૂબ મોટું જોખમ રહેતું.
    ઇતિહાસ ગવાહ છે કે કેટલાય સેનાપતિ ખુદ રાજા બની ગયા હતા. મંત્રી પણ રાજા બની જતા. શાહજીનું સ્થાન બીજા નંબરનું રહેતું જે શિવાજીની પસંદગીનું નહોતું. શિવાજીની ઍલ્ફા બનવાની તીવ્ર ઈચ્છાએ પિતાની અસહમતીની પરવા કર્યા વગર સ્વબળે રાજા બનીને જ રહ્યા. અને એમના રાજવંશના બ્રાહ્મણ મંત્રીઓ પેશ્વા, છેવટે રાજા બની ગયા. beta હંમેશા નંબર વન ઉપર દ્ગષ્ટિ રાખતો હોય છે, ઍલ્ફા નબળો પડે તેની રાહ જોવાતી હોય છે. સતત ઍલ્ફાની નજીક રહેવામાં ભવિષ્યમાં લાભ હોય છે. જેથી ઍલ્ફા કોઈ કારણવસ  ખસી જાય તો ઍલ્ફા બનવાનો મોકો beta પ્રાપ્ત કરી શકે. આમ ઍલ્ફાની સતત નજીક રહેવા માટે ત્રીજા ચોથા નંબર ઉપર ક્રૂરતા રાખવી પડતી હોય છે, એમને સતત દબાવવા પડતા હોય છે. આમ નંબર બે એની નીચેની વ્યક્તિઓ તરફ રુક્ષ હોય છે, એમની સતત અવહેલના કરતો હોય છે. નંબર બે એના પછીની હરોળમાંથી કોઈ પ્રતિભાશાળી હોય તો એને વહેલો નાશ કરી દેવા જાતજાતના નુસખા અપનાવે છે. આ સ્ટ્રેટેજી કાયમ રહેતી હોય છે.
  ભારતીય રાજકારણ જુઓ. ભારતની આઝાદીની લડતનાં સર્વોચ્ચ ઍલ્ફાનું પદ ગાંધીજી નિભાવતા હતા. એમના ખાસ બે સહાયક જવાહર અને સરદાર હતા. ગાંધીજી વૃદ્ધ બની ચૂક્યા હતા અને એમને રાજ કરવામાં કોઈ ખાસ રસ નહોતો, એમનું ધ્યેય ફક્ત ભારતની આઝાદી હતું. જિન્નાહ ગાંધીજી પહેલા કોંગ્રેસમાં સ્થાન જમાવી ચૂક્યા હતા. જિન્નાહ પાક મુસલમાન નહોતા, સિગરેટ પીતા, શરાબ પીતા મુલ્લાઓના વિરોધી હતા. અમુક સમયે ગાંધીજી કરતા વધુ સેક્યુલર લાગતા, ખાસ તો ખિલાફતની ચળવળ વખતે. પણ ગાંધીજીના પ્રભાવ અને સંત જેવા આચારવિચારને કારણે પ્રજામાં માન વધતા  એમનું મહત્વ ઘટ્યું. મૅમલ બ્રેન બળવો પોકારી ઊઠ્યું. સામે પક્ષે જવાહર પણ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન, સર્વોચ્ચ ઍલ્ફા બનવાનું ટાળી શકે તેમ નહોતા. આમ એમના આદિમ મૅમલ બ્રેને અલગ પાકિસ્તાનની માગણી કરી. ગાંધીજીને જિન્નાહ વડાપ્રધાન બને તેમાં કોઈ વાંધો નહોતો. પણ જવાહરનું આદિમ મૅમલ બ્રેન માનવા તૈયાર નહોતું.
  બે મૅમલ બ્રેનની માનસિક લડાઈ અને એક મહાન ભારતના બે ભાગલા અને લટકામાં દસ લાખ માણસોની હત્યા. હવે જવાહરની આડે આવે એવો એક માણસ બચ્યો સરદાર વલ્લભભાઈ પટેલ. જવાહર નાના બાળકની જેમ રિસાઈ ગયા. સરદાર ખસીને નંબર બે નું સ્થાન મેળવીને સંતોષ પામ્યા. સરદારની સતત અવહેલના થતી રહી. રજવાડા ભેગાં કરવાનું એમના સિવાય કોઈ કરી શકે તેમ નહોતું. બંને વચ્ચે ખાસ સંબંધ રહ્યો નહોતો. સરદારને પણ નંબર વન બનવાની કોઈ મહેચ્છા હતી નહિ, વૃદ્ધ અને બીમાર હતા. એમની સલાહ અવગણીને કાશ્મીરનો પ્રશ્ન યુનોમાં ખેંચી ગયા એના પરિણામ આજે પણ ભારત ભોગવી રહ્યું છે.
   શાસ્ત્રીજી અવસાન પામ્યા ત્યારે કામરાજ એન્ડ કંપની કિંગ મેકર હતી. મોરારજી કોઈને ગાંઠે તેમ નહોતા. કામરાજ એન્ડ કંપનીએ નરમ દેખાતી છોકરી ઈન્દિરાજીને વડાપ્રધાન બનાવી મૂક્યા. પણ બાઈ ભારે સ્ટ્રોંગ ડોમિનન્ટ મૅમલ બ્રેન ધરાવતી હતી તે આ ખંધા વૃદ્ધોને ખબર નહોતી. સત્તા મળ્યા પછી ઈન્દિરાજીએ બધાને હડસેલી મૂક્યા. જેમ તેમ કરીને જનતા પાર્ટીએ સત્તા હાંસલ કરી અને મોરારજી વડપ્રધાન બન્યા, પણ બીજી  હરોળના તમામ નેતાઓને    નંબર વન બનવું હતું. સત્તા મળી ગઈ હતી હવે કોંગ્રેસનો ડર નહોતો એટલે મોરારજીના પગ ખેંચાયા. પહેલા સત્તા ઉપર હોય તેની સામે એક સંપ થઈને લડો અને સત્તા મળી જતા અંદર અંદર લડો. જિન્નાહ ખૂબ સારા વકીલ હતા, બૅરિસ્ટર હતા. જવાહર પોતે પણ કેટલા બુદ્ધિશાળી હતા, ડીસ્કવરી ઑફ ઇન્ડિયા નામનું એક ઐતિહાસિક પુસ્તક પણ લખેલું. પણ મૅમલ બ્રેઈન આગળ કોઈ ફિલૉસફી ચાલતી નથી.
   ભાજપા જુઓ, બાજપાઈની પ્રચંડ પ્રતિભા આગળ અડવાણી ફક્ત બે નંબર બનીને રહી ગયા હતા. આટલાં વર્ષે સાવ વૃદ્ધ બની ચૂક્યા છે પણ વડાપ્રધાનના દાવેદાર છે. નંબર બે ઉપર ટકી રહેવા માટે નીચલી હરોળના નેતાઓને કદ પ્રમાણે કાયમ વેતરતા રહ્યા છે. ક્યારેક તો ચાન્સ મળશે. ઘણીવાર કોઈ તકલીફકર્તા ના પણ હોય છતાં મૅમલ બ્રેન સ્થાન ટકાવી રાખવા સતત પ્રયત્નો કર્યા કરતું હોય છે. ભાજપના જેટલા પ્રભાવશાળી નેતાઓ હતા તે એક પછી એક અડવાણી દ્વારા વેતરાતા રહ્યા. એમાં સ્થાનિક નેતાઓનું  મૅમલ બ્રેન પણ સહયોગ કરતું હોય છે. આખા ભારતમાંથી ભાજપની  સંસદમાં ફક્ત અને ફક્ત બે સીટો જ આવેલી, એમાંની એક મહેસાણાની ડૉ. એ.કે.પટેલ જીતી લાવેલા.
આવા ભાજપના કપરાં સંજોગોમાં કેશુભાઈ અને શંકરસિંહ ભાજપના ઉત્થાન માટે તન તોડીને મહેનત કરતાં હતા. રોજ સવારની ચા સાથે બેસીને પીતા. ગુજરાતનું એક ગામ આ લોકોએ ફરવામાં જોવામાં બાકી નહિ રાખ્યું હોય. બંને જણાની મહેનતે ગુજરાતમાં ભાજપા જીતી ગયું, ૪૦ વર્ષ ભાજપ માટે કામ કરનારા શંકરસિંહે સ્વેચ્છાએ નંબર બે બનવાનું સ્વીકાર્યું. સત્તા મળ્યા પછી એમની અવહેલના શરુ થઈ. છેવટે એટલાં બધા ઇગ્નોર કરવામાં આવ્યા કે એમણે બળવો પોકાર્યો. આપણે દગો કહીએ છીએ પણ દગો બંને અરસપરસ કરતા હોય છે. છેવટની વાત બધા જાણે છે.
શંકરસિંહને દગાખોર કહેનારા કેશુભાઈ અને નલીન ભટ્ટ આજે ખૂદ દગો અનુભવી રહ્યા છે.  ઇતિહાસ સર્જનારા ડૉ. એ. કે. પટેલ આજે ક્યા છે?  યુપીમાં કલ્યાણસિંહને હટાવવામાં આવ્યા. દિલ્હીમાં મદનલાલ ખુરાના ગયા. ઉમાભારતી પણ ગયા અને પાછા આવ્યા. જશવંતસિંહ જેવા કાબેલ નેતાને પણ જવું પડેલું. કેશુભાઈ પણ ગયા. મોદી એકલાં હાથે ચૂંટણી લડ્યા, બાકી અડવાણીના પ્રીતિપાત્ર હવે રહ્યા નથી. વર્ષો સુધી ભાજપ માટે રાજસ્થાનને સાચવનારા ભૈરોસિંહ શેખાવતને પણ સહન કરવું પડ્યું. ભાજપની થીંક ટેંક ગણાતા ગોવિન્દાચાર્ય પણ ગયા. આવા તો કેટલા ગયા હશે? શું બધા ખરાબ હતા? બધા શિસ્ત વગરના હતા? બધા પક્ષની વિરુદ્ધ હતા? કડવાણીનું Beta મૅમલ બ્રેન ભાજપમાં કોઈ સારો નેતા રહેવા દેતું નથી. પ્રજા પાસે કોઈ સારો વિકલ્પ તો હોવો જોઈએ ને? સાવ સડેલા સફરજનના ટોપલામાંથી ઓછામાં ઓછું સડેલું સફરજન એણે શોધવાનું છે.
   કોંગ્રેસમાં આજે ભલે વડાપ્રધાન મનમોહન સિંહ હોય પણ ઍલ્ફાનું સ્થાન સોનિયા ગાંધી સંભાળે છે. અહી તો વળી જૂની રાજાશાહી જેવું છે, વારસદાર નાનો હોય ત્યાં સુધી મજબૂરી છે. રાહુલ ગાંધી વારસદાર તરીકે બેસી જવાના. હું કોઈની તરફેણ કરતો નથી ફક્ત મૅમલ બ્રેન વિષે ચર્ચા કરું છું. ધર્મો અને સંપ્રદાયોમાં પણ આજ પૅટર્ન કામ કરતી હોય છે. ઍલ્ફા ગુરુ બનવાની લ્હાયમાં રોજ નવા સંપ્રદાયો, પેટા સંપ્રદાયો રોજ ફૂટી નીકળે છે. એક જ વૈષ્ણવ સંપ્રદાયના કેટલા બધા ફાંટાં છે? એક જ સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલા બધા ફાંટાં પડી ચૂક્યા છે. હરિપ્રસાદ અને પ્રમુખસ્વામી એક જ ગુરુના ચેલા, પણ બે નંબરે રહીને જીવવાનું ફાવ્યું નહિ અને હરિપ્રસાદે પોતાનો અલગ પંથ બનાવી નાખ્યો.
રાજાશાહી હોય કે લોકશાહી હોય, સરમુખત્યારશાહી હોય કે મીલીટરી શાસન ઍલ્ફા નેતાના સહાયક, સમર્થક એવા beta નેતાને કાયમ સખત તણાવમાં જીવવું પડતું હોય છે, ક્યારે ઍલ્ફા રિટાયર થાય તેની રાહ જોવી પડતી હોય છે, નીચેના નેતાઓ એની સમકક્ષ બની ના જાય તેમ વ્યવસ્થા કરવી પડતી હોય છે. અને આટલી બધી મહેનત પછી પણ ઘણીવાર કોઈ રિવૉર્ડ મેળવ્યા વગર ઍલ્ફા બન્યા વગર, સર્વોચ્ચ સ્થાને પહોચ્યા વગર દુનિયા છોડી દેવી પડતી હોય છે.
અડવાણીનું પણ એમજ થવાનુ છે. વડાપ્રધાન બન્યા વગર “હમ તો ચલે પરદેશ પરદેશી હો ગયે….”
 thCAE1MK8P

રાસાયણિક તત્વજ્ઞાન-૫ Good and Evil. ( Hard Truths About human Nature).

A section of DNA; the sequence of the plate-li...
Image via Wikipedia

રાસાયણિક તત્વજ્ઞાન-૫ ( Hard Truths About human Nature).

સાચું ખોટું, સારું નરસું, યોગ્ય અને અયોગ્ય. Good and Evil .

આપણું શરીર રસાયણોનું એક બહુ મોટું કોમ્બિનેશન છે. મૅમલ બ્રેન રસાયણની ભાષા જાણે છે. શબ્દો પછી આવ્યા. બ્રેનની ભાષા છે ન્યુરોકેમિકલ્સ. માટે આ લેખમાળાને મેં બ્લૉગમાં રાસાયણિક તત્વજ્ઞાન નામ અર્પ્યું છે. જ્યારે કોઈ માણસ આપણા સ્ટૅટ્સને મદદકર્તા થાય કે એને આગળ વધારવા કઈ પણ કરે તો આપણે એને સારું કહીશું. કે ભાઈ સારો માણસ છે. આપણાં મોભાને હેલ્પ મળે તો આપણું વલણ તે બનાવ કે માણસ સારો છે તેવું રહેવાનું. પણ કોઈ આપણા સ્ટૅટસને પડકારે કે જોખમરૂપ થાય તો આપણું વલણ બદલાઈ જશે કે આ તો  ખરાબ છે.

બ્રેન કોઈ તટસ્થ, સ્થૂળ, વસ્તુલક્ષી મશીન નથી. તે પોતાનું ભલું જોવા ઉત્ક્રાંતિ પામેલું છે. આ બાયસ દરેકમાં હોવાનો. આ પક્ષપાત આપણને પોતાનામાં  દેખાતો નથી. મૅમલ બ્રેનને પોતાના ભલામાં રસ હોય છે. ક્યારેક આ રસ અતિ સાંકડો સ્વકેન્દ્રી બની જતો હોય છે. આપણો મેમલિઅન bias રિઅલ હોય છે. એટલે વ્યક્તિગત રસ આપણને વધારે પક્ષપાતી બનાવે છે. આપણા મોભાને રંગ અર્પે તે આપણો ન્યાય હોય છે. એથિક્સ અને મૉરલ્સ ખાલી શબ્દો જ બની રહેતા હોય છે, જો મૅમલ બ્રેન એને ક્રિયામાં નાં ઢાળે તો. આમ સાચા અને ખોટા વચ્ચે ભેદ જરૂર હોય છે પણ કોઈ વ્યક્તિગત ન્યાય કરી શકે નહિ.

આપણાં સ્ટૅટસને આપણાં રસ, કે ફાયદાને પડકારનાર કોઈ પણ વસ્તુ ખરાબ કે ખોટી બની શકે છે, ભલે તે બીજાની દ્રષ્ટીએ સારી હોય. આપણે જોઈ શકતા નથી કે કઈ રીતે ન્યુરોકેમિકલ્સ આપણાં નૈતિકતાનાં ધોરણોને ભીંજવી દેતા હોય છે. દરેક બ્રેન દુનિયાને પોતાના રસ અને ફાયદાની દ્રષ્ટીએ જોતું હોય છે. એટલે આપણને બીજાનો પક્ષપાત દેખાય છે પોતાનો નહિ. એટલે એથિક્સ અને મૉરલ્સની ચર્ચાઓ બીજા ઉપર કેન્દ્રિત હોય છે. બીજા એ શું કરવું તે ઉપર એનો આધાર છે. બીજા લોકોએ આપણી સામાજિક સર્વોપરિતા કઈ રીતે તૃપ્ત કરવી તે આપણું નીતિશાસ્ત્ર હોય છે.

મૅમલ બ્રેન સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલું છે. સમૂહ સાથે મજબૂત સંબંધો હંમેશા હૅપી કેમિકલ્સનાં સ્ત્રાવને વધારે છે. આ સમૂહ સાથેના સંબંધોમાં તણાવ પેદા થાય કે તરત અનહૅપી કેમિકલ્સ આપણને ચેતવતા હોય છે. દરેક મૅમલ સમૂહ જાણતું હોય છે કે કયું વર્તન સહન કરવા જેવું છે અને કયું નહિ. પશુઓ શબ્દો વગર નિર્ણય લેતા હોય છે, કોની સામે જવું અને કોનાથી ભાગવું. આ નિર્ણય એમના પાછલાં અનુભવોની શ્રુંખલા યાદ કરીને લેવાતા હોય છે. માનવપ્રાણી પણ અમૂર્ત વિચારણા હેઠળ આમ જ કરતું હોય છે.

ઘણી મોટી જાહેર સંસ્થા હોય કે નાનું મિત્રોનું ગૃપ હોય માનવ સમૂહ અમુક વર્તનને સરાહે છે અને અમુકને વખોડે છે. સમૂહના પ્રતિભાવ વડે દરેક માણસ વ્યક્તિગત સર્વાઇવલ સ્ટ્રેટેજી નક્કી કરી લેતો હોય છે. આપણાં જીવના અનુભવો આધારિત ન્યુઅરલ રસ્તો આપણે બનાવ્યો હોય તે રીતે ન્યુરોકેમિકલ્સ આપણને દોરતા હોય છે. આમ દરેક મૅમલ પ્રાણી સતત સહકાર અને સ્પર્ધા વચ્ચે ઝોલા ખાયા કરતું હોય છે. એટલે કયા સંજોગમાં કઈ શ્રેષ્ઠ યોજના વડે  આપણી મહત્તમ જરૂરિયાત પૂરી થાય તે મૅમલ બ્રેન સ્પષ્ટ પણે જોઈ શકતું હોય છે.

આમ સર્વાઇવલ માટે ફાયદાકારક હોય તે રીતે ક્યારે ધાક જમાવવી અને ક્યારે શરણે થઈ જવું તે મૅમલ બ્રેન નક્કી કરી લેતું હોય છે. આમ સર્વોપરી બનવાની અંતઃપ્રેરણા માટે બધું ખરાબ નથી અને બધું સારું પણ નથી હોતું. એનો સારા અને ખોટા માટે ઉપયોગ કરી શકો તે વાત જુદી છે. આ પ્રેરણા વડે તમે દુનિયાને દોરી શકો છો, દુનિયા માટે કોઈ ફાયદાકારક મહાન ભાગ ભજવી શકો છો, તમારા બાળકોનું રક્ષણ કરી શકો છો અને સાથે સાથે તમે ખતરનાક રાક્ષસ પણ બની શકો છો.

આપણા આસપાસના વાતાવરણની પ્રતિક્રિયા મુજબ આપણે સારા ખોટાંની સમજ કેળવતા હોઈએ છીએ. જે વર્તન આપણને લાડુ  ખવડાવે તે સારું અને નાં ખવડાવે તે ખોટું. આમ દરેક વખતે સ્વાર્થ વડે લાડવા ખવાતા નથી. ક્યારેક કોઈનો વિશ્વાસ જીતીને કોઈનું કામ કરીને લાડવા મેળવાય છે. અનુભવ શીખવે છે ક્યારે ટ્રસ્ટ કરવો અને ક્યારે નહિ. લાડવા એટલે રિવૉર્ડ સમજવો, આમ મળેલા રિવૉર્ડ આધારે દરેક બ્રેન પાછલાં અનુભવો દ્વારા શીખતું હોય છે.

આમ આપણાં સર્વાઇવલ માટે આપણે જે નક્કી કર્યું હોય તેમ બીજાએ પણ કરેલું હોય. આપણે જે ધ્યેય નક્કી કર્યું હોય તેમ બીજાએ પણ કરેલું હોય. આપણે દુકાન કરવાનું વિચાર્યું હોય તેમ બીજાએ પણ કર્યું હોય. વળી આપણી બાજુમાં જ આવીને બેસી જાય ત્યારે તકલીફ થતી હોય છે. એકબીજાની વિકનેસ અને સ્ટ્રેન્થ જોવાનું શરુ થઈ જતું હોય છે.

ડૉમિનેટ થવાની urge મૅમલને રિસ્ક લેવા પ્રેરતી હોય છે. નબળા લોકોનું રક્ષણ કરવા જેવા સારા કામ પણ થતા હોય છે, આમાં કોઈવાર જીવ પણ જતો રહેતો હોય છે. તમે ભલે તમારા વારસદારની ફિકર ના કરો અને જોખમ ખેડો પણ મૅમલ બ્રેન સતત તોલમાપ કરતું હોય છે કે ક્યારે જોખમ લેવું અને ક્યારે નાં લેવું. શબ્દો વગર મૅમલ બ્રેન પાછળ વારસો મૂક્યા વગર મરી જઈએ તેવું રિસ્ક લેવાનું અવૉઇડ કરતું હોય છે. પણ તમારા પાછલાં અનુભવો કહેતા હોય કે વારસો  માટે લાભદાયી છે રિસ્ક લેવાનું તો મૅમલ બ્રેન જોખમ ખેડતું પણ હોય છે.

મેમલીઅન ડૉમિનંસ હાઇઆરાર્કી આપણને જીવનમાં ઘણીવાર નિરાશ કરી નાખતી હોય છે. કારણ આ ચડતા ઊતરતા દરજ્જાની વ્યવસ્થા જીન પાસ કરવાની શક્યતા ઓછી કરી નાખતી હતી. એટલે અનહૅપી કેમિકલ્સ ઉત્તેજિત થતા હોય છે. અને હવે આનો વિરોધ કરવો પડશે તેવું જરૂરી લાગે. પણ ડૉમિનન્ટનો વિરોધ કરવાથી હેપીનેસ મળશે તે નક્કી હોતું નથી. હા વિરોધ કરવાથી એક નાનો ડૉસ હૅપી કેમિકલનો જરૂર મળી જાય. પણ તરત પાછાં પછડાવાનું થાય, આમ નિરાશા ફરી વધારે જોરથી આવે. હવે ફરી પેલાં હૅપી કેમિકલ્સનાં  નાના ડૉસ માટે ફરી વિરોધ કરવાનો. છેવટે મોટા પ્રયત્નો પણ નિષ્ફળ જતા હોય છે.

સ્ટૅટ્સ ફ્રસ્ટ્રેશન માંથી મૂક્ત થવાનો  સાચો રસ્તો છે બ્રેનને સમજવાનો. સ્ટૅટ્સ ડિસપૉઇન્ટમન્ટ મૅમલ બ્રેન માટે જીવ જોખમમાં છે તેવું છે. પ્રાણીઓની દુનિયામાં તેવું જ છે. DNA કાયમ માટે નાશ પામી જતા. હાયર રૅન્ક હોય તે સાથી મેળવી શકતો અને DNA પાસ કરી શકતો, અને આ રીપ્રડક્શન ગેમના માહેર અને સફળ ખેલાડીઓ એવા આપણાં પૂર્વજોના આપણે વારસો છીએ, તો એ અનુભવ આપણાં જીનમાં હોય કે નહિ?

આપણું મૅમલ બ્રેન આપણું ભલું જોતું હોય તેમ બીજાનું તેનું જોતું હોય. દરેકના બ્રેનનો જોવાનો અંદાજ અલગ હોય છે. કારણ દરેક બ્રેન તેના યુનિક અનુભવો વડે ઘડાયેલું હોય છે. હા કેટલાક અનુભવો સરખાં હોઈ શકે. આપણે નિર્બળ બાળક તરીકે જન્મ્યા હોઈએ છીએ. આપણી નિર્બળતા પુખ્ત થઈએ ત્યારે પણ જાણતા હોઈએ છીએ. આપણે જે ઇચ્છીએ તે મળતું હોતું નથી, આપણને જે મળવું જોઈએ તે બીજા મેળવી જતા હોય છે. પરિણામ સ્વરૂપ મળે છે નિષ્ફળતા અને વિચારીએ છીએ કે આ દુનિયાને શું થયું છે? દુનિયા બડી બૂરી ચીજ છે.

Each bull’s legacy is threatened by the other bulls. કોઈ આખલો આમ સચેતન વિચારતો નથી, પણ હરીફ આવીને ઊભો રહે એટલે ન્યુરોકેમીકલ્સનું મોજું  ઊછળવાનું.

જીન ફેલાવીને આપણે સફળતા કદી માપતા નથી. પણ રીપ્રૉડક્ટિવ સફળતા બાબતે  જ્યારે પ્રાણીઓનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે આપણી અને તેમની વચ્ચે કેટલું બધું સામ્ય છે તે જણાઈ આવે છે. પ્રાણીઓ સતત એકબીજાના ફર્ટિલિટિ ઇન્ડિકેટર ચેક કર્યા કરતા હોય છે, જે માનવોથી ખાસ જુદું હોતું નથી, (દા.ત. કોઈ મોટા ગુરુજીનો અધિકૃત ચેલો ગુરુજીની કોઈ ભક્ત હોય એવી સુંદર સ્ત્રીને કહેતો હોય આજે સ્વામીજીએ તને સેવા માટે પસંદ કરી છે). પ્રાણીઓ એમના સંતાનોને આગળ રાખતાં હોય છે, જેમ આપણે રાખતાં હોઈએ છીએ. પ્રાણીઓ એમનું સ્ટૅટ્સ વધારીને સંસર્ગની શક્યતા વધારતા હોય છે તેમ માનવો પણ. જે બાબતો રીપ્રૉડક્ટિવ સફળતા માટે કામ લાગે તેવી હોય તે તરફ આપણું મૅમલ બ્રેન તરત દોરવાતું હોય છે ભલે બ્રહ્મચર્યના વ્રત લઈને મઠમાં બેઠાં હોય કે ઘણા બધા પુત્ર પૌત્રાદી જ કેમ નાં હોય.

રીપ્રૉક્ટિસફળતા માટે કામ લાગે તેવા ફૅક્ટર, સારી તંદુરસ્તી, દેખાવ, હાઈસ્ટૅટ્સ, સલામતી, બાળકોની સલામતી વગેરે તરફ મૅમલ બ્રેન પહેલું ફોકસ કરવાનું. કારણ ભલે તમે સચેતન ધ્યાન આપો નહિ પણ મૅમલ બ્રેન તમારી ઇમોશનલ કેમિસ્ટ્રી ઉપર કાબુ ધરાવે છે. એનો મતલબ એ નથી કે પુષ્કળ બાળકો પેદા કરો તો જ સુખ મળે, કારણ આપણું કૉર્ટેક્સ ઘણી બધી વધારાની માહિતી ભેગી કરીને બેઠું હોય છે. પણ જો તમે ખાલી કૉર્ટેક્સને મહત્વ આપશો અને મૅમલ બ્રેનને ઇગ્નોર કરશો તો વાત બનશે નહિ, ભલે જીવનમાં ગમે તેટલા સફળ હશો. હું મૅમલ બ્રેનને  અનુસરવાને ઓછું સમજવાનું વધુ કહું છું. 

કુદરતના રાજમાં નર અને માદા બંનેની રીપ્રૉડક્ટિવ સફળતાની સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે. નરની ક્વૉન્ટિટી આધારિત અને માદાની ક્વૉલિટી આધારિત હોય છે. માદાને બાળક પાછળ પુષ્કળ સમય વિતાવવો પડતો હોય છે, અને એક જિંદગીમાં મર્યાદિત બાળકો પેદા કરી શકે. એની સફળતા બાળક મોટું થઈ જાય તેમાં હોય છે. એના માટે ઉત્તમ ન્યુટ્રિશન, ઉત્તમ સંરક્ષણ અને ઉત્તમ પૈતૃક જીન જરૂરી છે. હાઈ-સ્ટૅટ્સ આમાં મદદરૂપ થાય.

નર માટે વધારેમાં વધારે  સંસર્ગ તક મળે તો વધુ સફળતા. એમાં અડચણ હોય બીજા નર. તો મજબૂત બનીને ડરાવીને ભગાડી મૂકો. અથવા શક્ય તેટલી માદાનો વિશ્વાસ જીતીને સફળતા મેળવો. બીજા નર સાથે સામાજિક સહકાર સંસર્ગની તક વધારો. The mammal brain never stops seeking reproductive success.

જેવી સામાન્ય જરૂરિયાતો પૂરી થઈ જાય કે તરત સ્ટૅટ્સ વધારવાનું શરુ થઈ જાય. મૅમલ બ્રેન માટે સર્વાઇવલ અને સ્ટૅટ્સ બંને એક જ છે. સફળતાના માપદંડ માટે હવે કોઈ વસ્તી વધારવાની જરૂર છે નહિ. જરૂર છે મૅમલ બ્રેનને સમજવાની. હવે આપણે ફરી છીએ બાળકો પેદા કર્યા વગર સેક્સ માણી શકીએ છીએ. આપણે અનેક જાતનો ભવ્ય વારસો પેદા કરી શકીએ છીએ.

 

અમર પિયાલો.

અમર પિયાલો.

          અમર પિયાલો મારા ગુરુજીએ પાયો. હવે આ ગુરુજી અમર પ્યાલો જુદી જુદી રીતે પીતા હોય છે અને શિષ્યોને પિવડાવતા હોય છે. જેવા ગુરુ અને જેવા શિષ્યો. સૌથી મોટો ભય હોય thતો તે મૃત્યુનો છે. અમર બની જઈએ તો આ ભય રહે નહિ. આમતો સાયન્સની ભાષામાં કહીએ તો પદાર્થનો નાશ થતો નથી, મૅટરનું એનર્જીમાં અને એનર્જીનું મૅટરમાં રૂપાંતર થતું હોય છે. એક ફ્રેંચ વૈજ્ઞાનિકે પાણી ઉપર પ્રયોગ કરેલો. પાણીમાં રહેલા હાઇડ્રોજન અને ઑક્સિજનને છુટા પાડી વજન કરેલું. બંનેના વજનનો સરવાળો બરોબર પેલાં પાણીના વજન બરોબર જ થયેલો. જો કે આ વૈજ્ઞાનિક પાછો ફ્રેંચ રાજાનો ટૅક્સ કલેક્ટર હતો અને ફ્રેંચ રૅવલ્યૂશન શરુ થયું એમાં આ ભાઈને પણ લોકોએ ગિલટીન ઉપર સુવડાવી મસ્તક બાકીના દેહથી નોખું પાડી દીધેલું.

    આપણાં પૂર્વજ આદિમ માનવો કરતા આપણી પાસે ત્રણ ઘણું મોટું બ્રેન છે. આપણી પાસે કૉર્ટેક્સ બીજા પ્રાણીઓ કરતા બહુ મોટું છે, પણ એમાં એક નુકશાન એ છે કે આપણે ખૂબ વિચારીએ છીએ. ખાસ તો ભવિષ્યનું ખૂબ વિચારીએ છીએ. ભવિષ્યનું વિચારીને આપણાં સર્વાઇવલ માટેની યોજના વિચારી શકીએ તે ઘણું સારું છે, પણ ઘણીવાર નાહકનું વિચારીને ભયભીત થઈને આખી જીંદગી ચિંતાતુર રહેતા હોઈએ છીએ. ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તે આપણે જાણતા નથી.

      અમરત્વ એક તો પદાર્થનો નાશ થતો નથી, ખાલી રૂપાંતર થાય છે તે રીતે શક્ય છે. બીજી રીત છે તમારા જેનિસ, તમારા DNA આગળ વધતા રહે, ફેલાતા રહે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સ્ફર થતા રહે તે રીતે શક્ય બને, બાકી વ્યક્તિગત શારીરિક અમરત્વ કોઈ પણ હિસાબે શક્ય નથી. કુદરત ઇચ્છતી હોય છે કે જીવન ચક્ર આગળ ધપતું રહે. એટલે કોઈ પણ પ્રાણી કે સજીવ પુખ્ત થાય એટલે એની પહેલી ઇચ્છા એનો વંશ આગળ વધે, એની ઝેરૉક્સ કોપી પાછળ મૂકતું જાય તે હોય છે. અને બીજી ઇચ્છા એનું પોતાનું જીવન શક્ય તેટલો સમય ચાલુ રહે. આ બંને ઇચ્છાઓ એકબીજાની પૂરક છે. જીવન ચાલુ રહે તો DNA ફેલાવી શકાય.

આમ દરેક પ્રાણી માટે રીપ્રડક્ટિવ સફળતા અતિ મહત્વની છે. એના માટે સ્વાભાવિક છે કે પુરુષને એના જીન ટ્રાન્સ્ફર કરવા માટે સ્ત્રીની અને તેવી રીતે સ્ત્રીને પુરુષની જરૂર પડે. સ્ત્રી એના શરીરમાં એગ્સનો લિમિટેડ જથ્થો લઈને જન્મતી હોય છે, માટે એના પાર્ટનર પુરુષના જીનની મજબૂત ક્વૉલિટિ એના માટે મહત્વની છે. અને તે જીન ઉછેરવા માટે પુષ્કળ રિસોઅર્સિસ હોય તે મહત્વનું છે. જ્યારે પુરુષ પાસે અબજો સ્પર્મનો  અનલિમિટેડ અમર્યાદ જથ્થો હોય છે. આમ  એના માટે જેટલા જેનિસ ફેલાય દૂર દૂર સુધી તે મહત્વનું હોય છે. આ ફન્ડમેન્ટલ બાબત દરેક માનવમાં સ્વાભાવિક હોય છે.

  હવે જુઓ આ DNA ફેલાવવાની શક્યતા માટે માનવ પ્રાણી  કશું પણ કરવાની હદ સુધી પહોચી જશે. એની પાસે કોઈ પણ પ્રાણી કરતા બહુ મોટું બ્રેન છે. વળી  સ્ત્રીને માટે જીન ટ્રાન્સ્ફર કરવા પૂરતું નથી, એને ઉછેરવાની મોટા કરવાની મહત્તમ જવાબદારી પણ નિભાવતી હોય છે. એનું કારણ છે એની પાસે રહેલો લિમિટેડ એગ્સનો જથ્થો. પુરુષને એની ખાસ પડી હોતી નથી. કારણ એની પાસે અનલિમિટેડ સ્પર્મનો જથ્થો હોય છે. આમ સ્ત્રી હાઈ સ્ટૅટ્સ અને પુષ્કળ રિસોઅર્સિસ ધરાવતા પુરુષને પહેલો પસંદ કરે તે સહજ છે. આ બાબત પુરુષને પણ ખબર હોય છે, જેથી હાઈ સ્ટૅટ્સ કમાવા માટે તે કઈ પણ કરતો હોય છે.

   જુઓ એક વાર હાઈ સ્ટૅટ્સ અને પૂરતું ધન કમાઈ લીધા પછી પુરુષના ચક્કર સ્ત્રી પાછળ ચાલુ થઈ જતા હોય છે. આમ તો લગ્ન વ્યવસ્થાને લઈને લગભગ દરેક પુરુષને સ્ત્રી તો મળી જતી હોય છે, પણ પેલી જેટલા ફેલાય તેટલા DNA ફેલાવવાની અંતઃપ્રેરણા, અને મળેલું મોટું બ્રેન જાતજાતના નુસખા શોધી કાઢે છે. સચેતન રૂપે નહિ ,પણ અચેતન રૂપે વિવિધ ઉપાય અજમાવાતા હોય છે. કોઈ ધર્મ કે ધર્મનું જ્ઞાન, ફિલૉસફી, નૈતિકતા પાઠ, એથિક્સ, મરૅલિટી બધું આ urge પાસે પાણી ભરે છે. આ અંતઃપ્રેરણા પાસે કોઈનું કશું ચાલતું નથી. ૮૦ વરસના નારાયણ દત્ત તિવારી હોય કે ૩૦ વર્ષના ધર્મગુરુ નિત્યાનંદ હોય, યુવાન દીકરો અને  દીકરી ધરાવતા વૃદ્ધ મહાગુરુ ઍશોઆરામ બાપુ હોય બધા આ અંતઃપ્રેરણા પાછળ પાગલ થઈને એની પૂર્તિ કરવા ઝઝૂમતા હોય છે.

  લિબીયાના ગદ્દાફી સિમ્પલ મૅમલ બ્રેન, ફાંસીવાદી પરિબળોને હટાવવા મેદાનમાં આવીને પોતે જ ફાંસીવાદી બની ગયો. લિબીયાનો ઍલ્ફા નર બનીને ૪૦ સુંદર, મજબૂત સ્ત્રી અંગરક્ષકો ધરાવતો સરમુખત્યાર બની બેઠો. મન ફાવે ત્યારે આ સ્ત્રી બૉડી ગાર્ડનો ઉપયોગ કરી શકાય. સ્ત્રી અંગરક્ષક રાખવાનો ઇતિહાસ નવો નથી. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ૩૦૦ ધનુર્ધારી  સ્ત્રી અંગરક્ષકો વડે કાયમ ઘેરાયેલો રહેતો હતો.

ચીનના રાજાઓ અસંખ્ય સ્ત્રીઓ એમના હરમમાં રાખતા. અરે ચીનના રાજા પહેલીવાર લગ્ન કરે ત્યારે એક સાથે બે સ્ત્રીઓ સાથે લગ્ન કરવા ફરજિયાત રિવાજ હતો. ઘણા ગામ ધણીઓ ગામમાં કોઈ પણ પુરુષ પરણીને આવે તેની સ્ત્રી સાથે પહેલી રાત ભોગવતા. ઘણા વૈષ્ણવ આચાર્યો બ્રેન વૉશ કરી ભક્તોની સ્ત્રીઓમાં અમરત્વના ઝંડા ગાડી દેતા હોય છે. જેટલા જીન દૂર દૂર ફેલાય તેટલી રીપ્રડક્ટિવ સકસેસ વધારે. આશરે ૧૬ મિલ્યન લોકોમાં ચંગીઝખાનના જીન હાલ મોજૂદ છે.

શ્રી રામ કરતા કૃષ્ણ વધારે અમર હોય તે શક્યતા વધારે છે. એવા ધાર્મિક તાંત્રિક પંથો પણ અસ્તિત્વ ધરાવે છે જે ઉપરથી સામાન્ય ભક્તિ સંપ્રદાય હોય તેવું લાગે, અંદરથી અમર પિયાલો સાધવાની કોશિશ જિનેટિકલી કરતા હોય છે. એમના સામાન્ય વપરાશના શબ્દો ઊંચી ફિલૉસફી દર્શાવતા હોય પણ અસલી સંકેત જુદા હોય છે. એમના કાચાં ચેલા બધું જાણતાં ના હોય તેવા, પાકા ચેલા એમના વિશ્વાસુ ઇનર સર્કલમાં હોય તેવા જે એમના ગૂઢ કાર્યોમાં સામેલ હોય. કાચાંનું પૂરું બ્રેન વૉશ થઈ જાય પછી પાકો બની જાય. આવા તાંત્રિક પંથો જાહેરમાં આવે નહિ. વિવેકાનંદને પણ સૌરાષ્ટ્રમાં તાંત્રિક પંથનો અનુભવ થયેલો. એક ગુરુના ચેલા બધા ગુરુભાઈ એટલે એમની પત્નીઓ પણ સામૂહિક. અલખ ધણી એવો શબ્દ પણ વાપરી શકાય, જેથી અર્થ થાય કે ઉપરવાળો ધણી. પણ એક અર્થ એવો પણ થાય કે કોઈ એક ધણી નહિ, બધા ગુરુ ભાઈ સંસર્ગ કરી શકે.

    સ્ત્રી પણ હાઈ સ્ટૅટ્સ ધરાવતાની બીજી ત્રીજી કે ચોથી પત્ની બનવા તૈયાર થશે પણ સ્ટૅટ્સ વગરના અને ગરીબની પહેલી પત્ની બનવા જિનેટિકલી તૈયાર નહિ થાય. આજે ભલે મનૉગમી નૉર્મલ લાગે પણ હતી નહિ. મનૉગમી શરુ થઈ ગ્રીક લોકોના સમયમાં. પહેલા ગૃપ નાના હતા. બહુ મોટા ગૃપના, સમૂહના નેતા બનવું હોય તો મોટી સંખ્યામાં બીજા પુરુષોનો સાથ જોઈએ. એના માટે દરેકને સ્ત્રી ઉપલબ્ધ થાય તો સહકાર વધે, ટૅક્સની આવક વધે. એટલે પૉલીગમસ લોકોએ સંખ્યાબળ વધારવા મનૉગમસ બનવાનું સ્વીકાર્યું, અને સ્વાભાવિક છે મનૉગમસ સમાજ બહુ ઝડપથી વિકાસ પામે, બહુ સંખ્યક ઝડપથી બની જાય.

મેસોપોટેમીયા અને એલેક્ઝાડ્રીયાનાં સૈન્યો સમગ્ર યુરોપને ધમરોળવા લાગ્યા, સિકંદર છેક ભારત સુધી આવી ગયેલો. આમ લશ્કરી જરૂરિયાતે ધીમે ધીમે યુરોપને મનૉગમસ સમાજમાં પરિવર્તિત કરી નાખ્યું. એમાં ક્રિસ્ચન ધર્મની મહોર રોમન સમયે લાગી ગઈ. દુનિયાની વસ્તી વધતી ચાલી. આમ દરેકને સ્ત્રી મળવા લાગી, બાકી કુદરતના રાજમાં ગરીબ કે ભિખારી પાસે સ્ત્રી હોય નહિ, આમ સ્ત્રીઓની પણ સંખ્યા વધતી ચાલી તો તેમની પાસે પણ ચૉઇસ રહી નહિ. એની શારીરિક ઇચ્છાઓ માટે ક્વૉલિટી જોવાનું બંધ થયું. જેને તેને વરવા લાગી કે મજબૂરી સમજો.

ભિખારીને વરીને સ્ત્રી ભિખારણ બની ગઈ અને બાળકો ઉછેરવાની શક્તિ હોય નહિ તો પણ બાળકો પેદા કરવા લાગી. એક દુષ્ચક્ર ચાલુ થયું, જેનો કોઈ અંત ના હોય. “કૌન બનેગા કરોડપતિ” જોતા જોતા મને હસવું આવતું. ‘એકજ આશા બચી હતી, અમારા બાળક માટે એક આશા હતી જે આજે પૂરી થઈ, બાળકને સારું એડ્યુકેશન આપવાનું હતું તે ઇચ્છા આજે પૂરી થઈ.’  આવા સંવાદો સાંભળી મને થતું કે શું આ ‘કૌન બનેગા કરોડપતિ’ પ્રોગ્રામ માટે બાળકો પેદા કર્યા હતા ? આ પ્રોગ્રામ રજુ થવાનો છે તેની ખબર હતી ? આ પ્રોગ્રામની રાહ જોતા હતા ? પોતાના ખાવાના ફાકા હોય તો બાળકો પેદા શું કામ કરવા પડે ?

મોટું બ્રેન ભવિષ્યની ખૂબ ચિંતા કરે, સદીઓ સુધી પેઢી દર પેઢી જીન ટ્રાન્સ્ફર થશે તેની ખાતરી શું? અમરત્વનું શું ? અલ્કેમી, રસાયણ, કોઈ ચ્યવનપ્રાશ શોધો. નહીતો પછી કોઈ સાધના, કોઈ તંત્ર, યંત્ર, બાળકોના બલિદાન, કોઈ થીઅરી, કોઈ સિદ્ધાંત શોધી કાઢો. નહીતો પછી મન મનાવો કે આત્મા અમર છે કે એનો નાશ થતો નથી. નહીતો પછી વારંવાર જન્મ લેશું, પરલોકમાં કે સ્વર્ગમાં વસીને કે ગોલોક કે અક્ષરધામમાં જઈને પણ અમરત્વ તો મેળવીશું જ. અમરત્વ એટલે  પદાર્થનો નાશ થતો નથી કે પછી જ્યાં સુધી હોમો-સેપિન માનવનો એક પણ અંશ જીવતો  છે ત્યાં સુધી આપણે અમર જ છીએ ??

ભયથી અભય તરફ.(Hard Truths About Human Nature).

One of several versions of the painting "...
Image via Wikipedia

ભય થી અભય તરફ

       અરે! એમાં બીવાનું શું ? કોઈ વ્યક્તિ સામાન્ય વસ્તુથી ડરે ત્યારે આપણે આવું ઉચ્ચારીયે છીએ. પણ આવું ઉચ્ચારનાર પણ કોઈ વસ્તુથી ડરતો તો હોય છે. “મને નાનપણમાં કૂતરાની ખૂબ બીક લાગતી, આમ તો હું કૂતરાથી બીતો નહિ, પણ એકવાર શ્વાન મહાશય કરડી ગયા અને પછી જે ઇન્જેક્શન લેવા પડ્યા ત્યારથી કૂતરાંની બહુ બીક લાગે છે,” આવું મારા એક મિત્રે મને જણાવ્યું, ત્યારે મને કોઈ નવાઈ લાગી નહિ.  જો કે મને પણ નાનપણમાં કૂતરાનો ડર જરૂર લાગતો.

ડર સ્વાભાવિક છે. ડર  સર્વાવલ માટે જરૂરી પણ છે. ડર લાગે નહીતો તો તમે ભાગો નહિ. અને સામે કોઈ સાપ કે હિંસક પ્રાણી હોય તો ? જીવ ગયો સમજો. આમ ડરના જરૂરી હૈ. પણ ઘણીવાર કારણ વગર ડર લાગે ત્યારે વિચારવું જરૂરી છે. ઘણીવાર સ્પિસિફિક ફોબિઆ બેસિક anxiety disorder ગણાય છે. ડૉગ ફોબિઆ, જ્યારે પણ કૂતરાને જોઈએ ત્યારે ખૂબ ડર લાગે, હાર્ટની ધડકન  વધી જાય, પરસેવો વળી જાય, ધ્રુજારી ફરી વળે, શ્વાસ ઝડપી અને ટૂંકા થઈ જાય.

આમ જ્યારે કોઈ પ્રસંગ એવો ઊભો થાય, કે કોઈ આવી ભયજનક પરિસ્થિતિનો સામનો થાય જેમ કે કોઈ કૂતરું કરડી જાય પછી કાયમ તેનો ભય લાગે, આમ ફોબિઆ ક્રિએટ થતો હોય છે. ઘણીવાર માબાપ કાયમ ચેતવતા હોય કે ફલાણા ભાઈના કૂતરાથી સાવધ રહેવું. જોકે એમાં એમનો ઇરાદો ચેતવવાનો હોય છે, પણ ઘણીવાર આવી રીતે અતિશય ચેતવણી પણ ફોબિઆ ઊભો કરવામાં મદદ કરતી હોય છે.

Agoraphobia એટલે જાહેર જગ્યા, પબ્લિક પ્લેસ કે માર્કેટ પ્લેસનો ડર. ફોબિઆ જાત જાતના હોય છે. પક્ષીના પીંછાનો પણ ફોબિઆ હોય છે. અરે ગભરુ એવા કબૂતરનો પણ ફોબિઆ હોય છે. અરે શ્વેત અને અશ્વેત લોકોના ફોબિઆ પણ જુદા જુદા હોય છે. આમ તો પાંચ  પ્રકાર ફોબીઆના પાડેલા છે.

  ૧) Animal Type. ( કૂતરા, સાપ, ઉંદર, વંદો અને બીજા પ્રાણીઓ).

            ૨) Natural -environment type . (વાવાઝોડા, વરસાદ, પાણી, કુદરતી તોફાનો).

            ૩) Blood -injection injury type .

            ૪) Situational type. (એર ટ્રાવેલ કે એલિવેટર).

            ૫) આ લિસ્ટમાં નાં હોય તે બધા.

          આફ્રિકન અમેરિકન લોકોમાં શ્વેત લોકો કરતા કૂતરાં, સાપ, ઉંદર અને કરોળિયાનો ડર વધારે હોય છે. સામાજિક ફિઅર જેવા કે મૂર્ખાં દેખાશું, કોઈ કામમાં સફળ નહિ થવાય, અને લોકો ટીકા કરશે તેવા ફોબિઆ અશ્વેત લોકોમાં વધુ જોવા મળ્યા છે. કૂતરાથી સાવચેત રહોના પાટિયા પણ એના ડરમાં વધારો કરતા હોય છે.

કબૂતર સાવ ગભરુ દેખાતું હોય છે, અને હોય પણ છે. છતાં એનો ડર લાગતો હોય તેવી એક વિદેશી મહિલાને ટીવી ઉપર જોએલી. કબૂતર જોઇને ચીસાચીસ કરી મૂકે. જે વસ્તુનો ભય લાગતો હોય તેનો સામનો કરવો તે પણ ઉપાય બની શકે. આ બાઈને પહેલા તો કબૂતરના ફોટા બતાવીને ટેવ પાડવામાં આવી કે કબૂતર કોઈ ભય માટે કારણરૂપ નથી. ફોટા જોઇને પણ ચીસો પડતી હતી. ધીમે ધીમે કબૂતર નજીક લઇ જવાતી. આમ ધીમે ધીમે માંડ માંડ કબૂતરનો ભય દુર થયો. વિમાની અકસ્માતમાંથી બચ્યા હોય તેમને પણ ઘણીવાર વિમાનમાં બેસવાનો ડર લાગતો હોય છે.  ફોબિઆનું લિસ્ટ બહુ લાંબુ છે.

ડર લાગે ત્યારે Adrenalin ફ્લો વધી જતો હોય છે. હવે કારણવગર ડર લાગતો હોય ત્યારે એના ફ્લોને કંટ્રોલ કરવાથી ડર ઓછો થઈ જતો હોય છે. આ હૉર્મોન્સ સ્ત્રાવ વધી જાય તો નુકશાન કારક છે. કોઈ વાર મોત પણ મળી જાય. એનું નિવારણ કરવા,

 ૧) સૌ પ્રથમ તમારા હાથ અને પગના સ્નાયુને તંગ બની ગયા હોય તેને ઢીલાં છોડી દો,

 ૨) થોડા ઊંડા શ્વાસ લો,

 ૩) ધ્યાન બે આંખો વચ્ચે કેન્દ્રિત કરો,

 ૪) એક હાથ કપાળ ઉપર મૂકો, અને

૫) બીજો હાથ માથા પાછળ નીચે રાખો.

             આટલું કરવાથી ઝડપથી શાંત થઈ જવાશે. ડર ઓછો થઈ જશે, બેચેની ઓછી થઈ જશે તણાવ મુક્ત થવું હોય તો પૂર્વની ઘણી બધી ટેક્નિક બહુ કામ લાગી જાય છે. પશ્ચિમના મેડિકલ સાયન્સ મુજબ રોગના કારણો શોધો, એની ઍક્ટિવ દવા શોધો. વંઠેલ બીમારીઓમાં મન મક્કમ રાખી લડાયક ખમીર રાખો. જ્યારે પૂર્વના આરોગ્ય વિષયક જ્ઞાન મુજબ, શારીરિક  ઘટકોમાં બૅલન્સ ખોરવાય અને શક્તિ પ્રવાહ ક્યાંક રોકાય તો બીમારીઓ આવતી હોય છે. ઉપાયમાં હર્બલ દવાઓ, થોડી આસનો જેવી હલનચલન, ખાવાપીવામાં પરેજી. અને મેડીટેશન.

આપણું નાનું મગજ જેવું કે amygdala અથવા hypothalamus કોઈ ભયજનક મુશ્કેલી આવે ત્યારે સચેત થઈ જતા હોય છે, અને સર્વાઇવલ માટે શું કરવું, ભાગવું કે લડવું તે સૂચવતા હોય છે. એના માટે જે કામ લાગે તેવા હૉર્મોન્સનો સ્ત્રાવ કરતા હોય છે. પણ ઘણીવાર આ બ્રેન સેન્ટર કારણ વગર વધારે સેન્સિટિવ બની જતા હોય છે. આપણાં જુના અનુભવોને વર્તમાનમાં લાવીને હાયપર સેન્સિટિવ બની જતા હોય છે અને આપણે તણાવ ,બેચેની અને ભય પામતા હોઈએ છીએ. ખરેખર સાપ સામે આવે કે વાઘ આવે તો ભય લાગે તે સ્વાભાવિક છે, પણ સાપનો ફોટો કે ટીવી શો જોઇને પણ ધ્રુજારી વછૂટી જાય તે અસ્વાભાવિક છે.

પ્રાણીઓને કોઈ ભયજનક મુશ્કેલી આવે તો બ્લડ પ્રેશર વધી જાય અને સ્ટ્રેસ હૉર્મોન્સ એમને ભાગવા માટે સૂચવે સાથે એક્સ્ટ્રા એનર્જી આવી જાય, અને ભયજનક મુશ્કેલી ટળી જતા નૉર્મલ બની જતા હોય છે. જ્યારે  આપણે માનવપ્રાણીઓ સદાય સ્ટ્રેસમાં જીવતા હોઈએ છીએ, અને નૉર્મલ બનતા નથી. જેથી સ્ટ્રેસ હૉર્મોન્સનું નિવારણ જલદી થતું નથી. હાઈ બ્લડ પ્રેશર માટે પ્રાણીઓને રોજ એક ટેબ્લેટ ખાવી પડતી નથી, આપણે ખાવી પડતી હોય છે. ખેર ધ્યાન મેડીટેશન આપણાં મનને ઓવર રિએક્ટ કરવામાંથી બચાવે છે, માનસિક ઇમ્બૅલન્સ કરેક્ટ કરે છે. આપણાં ગુસ્સાને કાબુમાં કરે છે. માનસિક મુશ્કેલીઓ સામે જે ડર હોય છે તેને કંટ્રોલ કરે છે. આમ ઈમ્યુન સિસ્ટમમાં પણ વધારો થાય છે અને ક્રૉનિક  કે વંઠેલ રોગો સામે લડી પણ શકાય છે.

     અમેરિકામાં હાર્વર્ડ મેડિકલ સ્કૂલના John Kabat-Zinn નામના એક સંશોધકે ધ્યાનનો એક પ્રોગ્રામ ડિવલપ કર્યો છે. નામ આપ્યું છે Mindfulness-Based Stress Reduction Therapy (MBSR). બુદ્ધના અનાપાનસતી કે વિપશ્યના ધ્યાન કહો કોઈ ફરક નથી. આ મેડીટેશનમાં મહત્વનું છે શ્વાસ ઉપર ફોકસ કરવું અને મન બીજે ભટકતું હોય ભૂત કે ભવિષ્યમાં એને વર્તમાનમાં સ્થિત કરવું.  Richard Davidson અને તેના સાથીઓ દ્વારા ૨૦૦૩માં એક સ્ટડી થયેલો તે મુજબ તંદુરસ્ત લોકોના એક સમૂહને આઠ અઠવાડિયા આ પ્રકારે ધ્યાન કરાવતા તેમના બ્રેનમાં થતી ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટિની પૅટર્ન બદલાઈ ગઈ હતી. એમના બ્રેનના ડાબી બાજુના ભાગ વધારે સક્રિય બન્યા હતા. એમના શરીરમાં antibody વધ્યા હતા. એમની રોગપ્રતિકારક શક્તિ પણ ઇન્ફ્લુએન્ઝા જેવા રોગ સામે વધી હતી.

   ધ્યાનથી બીજો એક ફેરફાર ધ્યાનમાં આવ્યો છે કે બ્રેનના hippocampus વિભાગના ગ્રે મૅટરમાં વધારો થયેલો, જે વિભાગ મૅમરી અને લર્નિગ માટે મહત્વના હોય છે, અને amygdale વિભાગના ગ્રે મૅટરમાં ઘટાડો નોંધાયો જે pre-cortical alarm system માટે ઇનિશિએટર છે. આનાથી એવું તારણ નીકળે કે meditation increases conscious control over emotional, behavioral, and attentional response to threat.

  Chris Brown અને તેના સાથીઓ (University of Manchester) જણાવે છે કે માઈન્ડફુલનેસ ધ્યાન પ્રયોગથી જ્યારે કોઈ દર્દ થાય તેવું બને જેવું કે સામાન્ય ઇલેક્ટ્રિક શૉક લાગે કે કોઈ ગરમ વસ્તુને હાથ લાગી જાય ત્યારે prefrontal કૉર્ટેક્સમાં થતી અસામાન્ય હલચલ ઓછી કરે છે. એનાથી જે લોકો નિયમિત ધ્યાન કરતા હોય તેમને દર્દ બીજા લોકો કરતા ઓછું થતું હોય છે.

બીજો એક મોટો ફેરફાર ધ્યાન કરતા એ થતો હોય છે કે બ્રેનમાં થતી ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટિ જમણા વિભાગથી ડાબા વિભાગ તરફ સક્રિયતા દાખવતી હોય છે જેના લીધે પૉઝિટિવ લાગણીઓ જેવી કે પ્રેમ અને કરુણામાં વધારો થતો હોય છે.

Simple Breath Awareness Meditation Instructions:

                #  આરામદાયક શાંત, કોઈ દખલ ના કરે તેવી જગ્યા પસંદ કરવી.

#  આસન ઉપર કરોડરજ્જુ સીધી રહે તેમ બેસવું.

#  શ્વાસ અંદર જાય અને બહાર જાય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.

#  શ્વાસને નૉર્મલ વહેવા દેવો, એના લયમાં કોઈ ફેરફાર કરવો નહિ.

   એની જાતે  કોઈ   ફેરફાર થાય તે જોતા રહેવું.

#  મન બીજે જતું રહે તે પણ જોવું અને મૃદુતાથી પાછું વાળીને ફરી શ્વાસ    ઉપર કેન્દ્રિત  કરવું.

#  શ્વાસોચ્છવાસને ઑબ્ઝર્વ કરવાનું ૧૫-૨૦ મિનિટ ચાલુ રાખવું. 

કારણ વગરના ભય નાબૂદ કરવા માટે ધ્યાન બહુ મદદરૂપ થાય છે. તણાવમુક્ત રહેવા માટે પણ મદદરૂપ થાય છે. ધ્યાન બ્રેનની કસરત છે, એને કોઈ ધર્મ સાથે સાંકળવાની જરૂર નથી. ધ્યાન કહેવાતા ધર્મથી પરે છે. બાવાઓ ધ્યાન કરતા નથી, ખાલી કથાઓ કરે છે. “Meditation is the medicine for mind, anybody can use It.” ઔષધ તો ફક્ત ઔષધ છે. કોઇપણ બીમાર એને વાપરી શકે છે. અમુક ઔષધ બીમાર ના હોવ છતાં ઈમ્યુન સિસ્ટમ વધારવા લોકો વાપરતા હોય છે, જેમકે ચ્યવનપ્રાશ. મેડિસિન ઉપર ધર્મનું લેબલ કોઈ મારતું નથી. ડિપ્રેશન, ચિંતા, ફોબિઆ મનની બીમારી છે. મહાવીરે આખી જિંદગીમાં ક્યારેય પ્રાર્થના કરી નથી. ઉપરના રિસર્ચ રિપૉર્ટ ઉપરથી સમજાય છે કે ધ્યાન કરતા બુદ્ધ અને મહાવીરે અભયના સૂત્રો આપ્યા. પ્રેમ અને કરુણા વડે જગને જીતવાનો દાખલો આપ્યો. Amygdala માં થતી કારણ વગરની કલ્પનાઓ દ્વારા રચાતી વિવિધ છબીઓને (ભગવાન) નકારી, નિર્ગ્રંથ બન્યા, અભય પામ્યા.

ભય થી અભય તરફ.(Hard Truths About Human Nature).

રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-૩(Hard Truths About Human Nature)

 રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-૩(Hard Truths About Human Nature)

૧૧. પ્રસિદ્ધિ કે ખ્યાતિ

દરેક માનવ સમૂહમાં બહુ થોડા માણસો લોકોનું ધ્યાન ખેંચવા માટે કારણભૂત બનતા હોય છે. એમની વિશિષ્ટ પ્રતિભા એમને પ્રસિદ્ધ બનાવતી હોય છે. અને આમ તેઓ એમનો મોભો સમાજમાં બનાવી લેતા હોય છે. Attention is the ultimate scarce resource. હ્યુમન માઇન્ડ ફેમિલિઅર ફેસ પ્રત્યે જલદી રિસ્પૉન્ડ કરતું  હોય છે. જ્યારે કોઈ ફેમસ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે આપણું મન એમાં પરિચિત ચહેરો શોધતું હોય છે. પણ તમે જ્યારે કોઈ ફેમસ વ્યક્તિ પ્રત્યે ધ્યાન આપો ત્યારે એવું સમજશો નહિ તેમને પણ તમારી ફિકર છે. તેઓ વળી બીજા ફેમસ  વ્યક્તિ તરફ ખેંચાતા હોય છે, તમારી તરફ એમનું ધ્યાન કે ફિકર હોતી નથી. દરેક કલ્ચરમાં સેલિબ્રિટિ લોકોનું આગવું સ્થાન હોય છે.

૧૨. ધન, દોલત..

અબજોપતિને બીજા અબજપતિથી ઊંચા રહેવાની સતત ફિકર હોય છે. ભલે આપણે કહીએ કે પૈસો કોઈ સુખ આપતો નથી, પણ આવું કહેનારા હંમેશા પૈસાની ફિરાકમાં રહેતા હોય છે. જોકે અહી તુલના સરખાં જોડે થતી હોય છે. લખપતિ એના જેવા બીજા લખપતિ સાથે તુલના કરતો હોય અબજોપતિ સાથે નહિ.

આજે ધનદોલત વડે તમામ રિસોઅર્સિસ મેળવી શકાય છે. અને સ્ટૅટ્સ પણ વધી જતું હોય છે. તમારા માતાપિતા, ભાઈ બહેન, મિત્રો, પાડોશી કરતા જો તમે ઓછા પૈસા ધરાવતા હશો તો તમે ચોક્કસ દુખી રહેવાના. અરે તમારા પતિ કે પત્ની કરતા પણ ઓછું બૅંક બૅલન્સ ધરાવતા હશો તો મનોમન દુખી રહેવાના. પહેલા ધનની વ્યાખ્યા જુદી હશે, જેમકે જેની પાસે વધુ ગાયો હોય તે ધનવાન ગણાતો હોય. હવે જેની પાસે વધુ પૈસા કે બૅંક બૅલન્સ હોય તે વધુ ધનવાન ગણાય. પણ ધનદોલત ઓછું હોય તો મૅમલ બ્રેન સ્ટેટ્સ માટે જોખમ સમજતું હોય છે.

ધનની પોતાની આગવી હાઇઆરાર્કી હોય છે. અને ધન વડે વળી કોઈ પણ જાતની સ્ટૅટ્સ હાઇઆરાર્કી ઊભી કરી શકાય છે. પૈસા વડે બધું ખરીદી શકાય છે, દેખાવ સુધારી શકાય, ડિગ્રી ખરીદી શકાય, રાજકારણ ખેલી શકાય, ભલે બેટ પકડ્યું નાં હોય જિંદગીમાં પણ બી.સી.સી.આઈ. કે આઈ.સી.સી નાં ચેર મેન બની શકાય છે. Money can buy symbols of status in the hierarchy of your choice.

આપણે ધન ઇચ્છીએ છીએ કે કોઈના શરણમાંથી દૂર નીકળી શકાય. મૅમલ બ્રેન નાછૂટકે કોઈનું શરણું સ્વીકારે છે. પૈસા વડે સ્વતંત્રતા મેળવી શકાય છે. પણ પૈસા મેળવવા માટે ઘણા લોકોને શરણમાં કરવા પડે છે. ઘણા બધા લોકો ઉપર હક જમાવવો પડતો હોય છે. અને એમાં જ હૅપી કેમિકલનો સ્ત્રાવ વધીને સુખ મેળવાતું હોય છે. પણ પછી આપણાં કરતા કોઈને કોઈ તો વધારે ધનવાન હોય જ છે, એટલે આ સુખની પ્રાપ્તિ માટે ઓર મહેનત કરવી પડતી હોય છે. એટલે ધન વડે સંતોષ મળતો નથી.

આજે મુકેશ અંબાણી ત્રીસ માળનું મકાન બનાવશે તો વિજય માલ્યા વળી ચાલીસ માળનું બનાવશે. ત્રીસ માળમાં તે વાપરવાનો તો છે એક જ બેડરૂમ અને એક જ સોફા. એને સુવા માટે તો એક ગરીબ જેટલી જ જગ્યાની જરૂર પડશે. આમ એક રીતે જોઈએ તો કેટલા પણ પૈસા કમાવ ઍલ્ફા સ્ટૅટ્સ માટે કોઈ ગૅરન્ટી હોતી નથી. અને આ વધુને  વધુ ધન કમાવાનું ચક્ર ચાલતું જ રહે છે. અન્લિમિટેડ સ્ટૅટ્સ ગોલ આપણને કાયમ ગરીબ રાખતો હોય છે, ભલે આપણી પાસે ગમે તેટલા રૂપિયા હોય. The only escape from this trap is to feel comfortable when you’re in the subordinate position.

 

૧૩. ક્રાઇમ ( ગુનાખોરી )

ક્રાઈમની દુનિયાના બેતાજ બાદશાહોને કોણ નહિ ઓળખતું  હોય?  ઘણા લોકો મોભો જમાવવા હિંસાનો આશરો લેતા હોય છે. માનવ સમૂહ આક્રમક ડૉમિનન્સ નિવારવા કાયદા કાનૂન બનાવે છે. માનવ એની સર્વોપરી બનવાની ઇચ્છા સંતોષવા માટે કોઈને મારી શકે છે, ખૂન કરી શકે છે, ચોરી કરે છે, બળાત્કાર કરી શકે છે. લૉ-બ્રેકર્સ એમનું પોતાનું સામૂહિક ગ્રૂપ બનાવી લેતા હોય છે.

આપણે ઘણીવાર ગુનેગારોનો બચાવ કરતા હોઈએ છીએ કે એમને એમના ફેમિલીની જીવતા રાખવા મજબૂરીથી કાયદો તોડ્યો હશે. પણ ઘણા લોકો કાયદા કાનૂન તોડી જરૂર કરતા વધુ ભેગું કરતા હોય છે. આક્રમકતા ખરેખર તો ખોરાકની તત્કાલીન જરૂરિયાત હતી. કોઈપણ મૅમલને આક્રમક બન્યા વગર ખોરાક મળે નહિ. આમ આક્રમકતા માનવને ડૉમિનન્ટ ફીલ કરાવે છે, જે મૅમલ બ્રેનને ગમતું હોય છે.

મૅમલ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છે. એટલે જે વ્યક્તિ સમાજના સામૂહિક સર્વાઇવલ માટે ખતરારૂપ હોય તેને આપણે સમૂહમાંથી હાંકી કાઢીએ છીએ અને એકલો પાડી દઈએ છીએ તે વ્યવસ્થા છે જેલ. ક્રાઇમની વ્યાખ્યા પણ સમયાંતરે બદલાતી હોય છે. મહાભારત કાળમાં સ્ત્રીઓનું અપહરણ કોઈ ક્રાઇમ ગણાતું નહોતું. પુરુષ પ્રધાન સમાજમાં ફીમેલ પુખ્ત થાય એટલે ઇન બ્રીડિંગ રોકવા પોતાના ગ્રૂપ બહાર કરી દેવાતી. બીજા ગ્રૂપના મર્દો આવી પુખ્ત થવા આવેલી સ્ત્રીઓને ઉઠાવી જતા.

ક્રિમિનલ્સ પણ એક રીતે સેલિબ્રિટિ હોય તેમ વર્તન કરતા હોય છે. અને લોકો પણ એવી પ્રતિક્રિયા આપતા હોય છે. સમાજ પ્રત્યે નાનામોટા મનદુઃખ દરેકને હોય છે. ગ્રૂપમાં રહેવાનો આ એક મોટો ડ્રૉબેક છે. અને જ્યારે કોઈ સમૂહ સામે અવાજ ઉઠાવે છે અને ક્રિમિનલ બની જાય છે ત્યારે આવા મનદુઃખ પામેલા લોકોમાં તે હીરો બની જતો હોય છે. સોરઠી બહારવટિયા પોતના અંગત કૌટુંબિક સર્વાઇવલ માટે જે તે રાજ સામે બહારવટે ચડતા અને એનો ભોગ બનતા ગરીબ કિસાનો અને પૈસાદાર વર્ગ. આ એક રીતે જોઇએ તો ક્રાઇમ જ કહેવાય. આ દંભી ભગતડા એક હાથમાં બંદુક રાખતા અને એક હાથમાં માળા કે તસબી.

હા! તો મિત્રો આમાં મેં  નવું શું કહ્યું ? બધા આ બધું જાણે છે. પણ એક ફરક છે. ફરક છે મેં મૅમલ બ્રેનને લક્ષ્યમાં લઈને એક નવા વૈજ્ઞાનિક અભિગમ દ્વારા જણાવ્યું છે. કે આટ આટલાં ધર્મોના શિક્ષણ, એથિક્સ, સદાચારની વાતો છતાં આપણે તે એવાને એવા જ છીએ. કશું બદલાતું હોય તેમ જણાતું નથી, કારણ છે લાખો કરોડો વર્ષથી અનેક રીતે સર્વાઇવલ પામેલું મૅમલ બ્રેન. હવે દસ હજાર વર્ષથી ખેતી શરુ કરીને કે બે પાંચ હજાર વર્ષથી લગ્ન વ્યવસ્થા શોધી કાઢીને લાખો કરોડો વર્ષથી મૅમલ બ્રેનને મળેલી સર્વાઇવલની ડિઝાઇનને કઈ રીતે અતિક્રમી શકશો?

રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-2.(Hard Truths About Human Nature)

 રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-2.

૨. શક્તિ

આજે હવે જ્યારે આપણે સભ્ય બની ચૂક્યા છીએ ત્યાં કોઈને મારવું સભ્યતા ગણાય નહિ. છતાં શારીરિક  તાકાત માનવ ઇતિહાસમાં સર્વાઇવ થવાનું એક મહત્વનું પરિબળ રહ્યું છે. જે શારીરિક રીતે બળવાન હોય તેના સર્વાઇવ થવાના ચાન્સ વધુ હતા. આમ હાઈ સ્ટૅટ્સ માટે મજબૂત શરીર, બળવાન શરીર અગત્યનું હતું. આજના જેવા આધુનિક હથિયાર તો તે સમયે હતા નહિ,  ત્યારે શરીરની મજબૂતાઈ અને લડવાની ક્ષમતા મહત્વની હતી.

જે બળવાન હોય તે પોતાનું ગ્રૂપ ઊભું કરીને એનો લીડર બની શકતો, અને   ઊંચો માન મોભો પ્રાપ્ત કરી શકતો. આપણાં પૌરાણિક પાત્રો જુઓ તમામ બળવાન યોદ્ધાઓ હતા. ઇન્દ્ર, ભીમ, દુર્યોધન, કૃષ્ણ, બલરામ, હનુમાન, વાલી, સુગ્રીવ આવા તો અનેક બળવાન પાત્રોની કથાઓ આપણે સાંભળી છે. અરે! અંધ ધૃતરાષ્ટ્ર પણ લોખંડની પ્રતિમાને  ભીંસી નાખે તેવું અતુલ બળ ધરાવતા હતા તેવી કથા છે.

અંગ્રેજો આવ્યા તે પહેલાના લગભગ તમામ રાજાઓ  શારીરિક  બળવાન હતા. પોતાના કુટુંબની રક્ષા માટે પણ શારીરિક બળ જરૂરી હતું. અને આખું કુટુંબ શારીરિક બળ મેળવીને આવનારા તોફાનો સામે લડી શકતું અને આમ પાવર મેળવીને પોતાનું ગ્રૂપ બનાવી સત્તા હાસિલ કરી શકતું. આજે પણ જુઓ લડવા જવાનું નથી હોતું છતાં લોકો જિમ્નેઝિઅમ અને અખાડામાં જઈને શરીર બનાવતા હોય છે. એક રોગો સામે લડી શકાય અને સ્ટૅટ્સ પણ વધી જાય. સ્ત્રીને પણ સ્નાયુબદ્ધ શરીર ધરાવતો પુરુષ પહેલો ગમે તે સ્વાભાવિક છે. આજે સલમાનખાન  કેમ આટલો બધો લોકપ્રિય છે?

૩. ગૌરવ, પ્રતિષ્ઠા અને સન્માન

ઘણી સંસ્કૃતિમાં પ્રતિષ્ઠા અને ગૌરવ જીવન મૃત્યુનો સવાલ બની જતો હોય છે. સ્ટૅટ્સ ઓછું થઈ ના જવું જોઈએ ભલે મૃત્યુ આવે. સિસિલિઅન લોકો સ્ત્રીઓને ઘર બહાર નીકળવા દેતા નહિ. એમાં એમનું સન્માન જળવાતું, અને સ્ત્રી ઉપર શક જાય તો એની હત્યા પણ કરી નખાતી. આમ ઓનર કિલિંગ આજે પણ ઘણા દેશોમાં ચાલુ જ છે. આવું ભારતમાં ઉચ્ચ વર્ણના ગણાતા લોકોમાં પણ હતું. વિધવા વિવાહ ઉચ્ચ વર્ણમાં થતા નહિ તે પણ એક જાતનું ધીમું મૃત્યુ જ હતું યુવાન સ્ત્રીઓ માટે.

આમ પ્રતિષ્ઠા સમૂહના સર્વાઇવલ માટે કારણભૂત ગણાતી. પછી આ સમૂહ કુટુંબ હોય, સમાજ હોય કે ગામ અથવા દેશ જ કેમ નાં હોય?  આધુનિક જમાનામાં આપણું પ્રોફેશનલ રેપ્યુટેશન કે નામ બગડી જાય તો ખતરો પેદા થઈ જાય છે. એક સારા વકીલ કે સારા ડૉક્ટર તરીકે જે નામ મેળવ્યું હોય તે ગુમાવવું પાલવે નહિ. જો કોઈ સંજોગ કે વ્યક્તિ આ નામ બગાડે તો જીવવાની ક્ષમતા ઉપર જોખમ આવી જાય છે. એટલે આપણું મૅમલ બ્રેન રેપ્યુટેશનની ખૂબ ચિંતા કરતું હોય છે. મૅમલ બ્રેન જાણતું હોય છે કે ગ્રૂપ, સમાજ કે સમૂહનો અસ્વીકાર એટલે સર્વાઇવલ માટે ખતરો. આમ પ્રતિષ્ઠા માટે ગૌરવ જાળવવા કાજે લોકો મોત પણ વહોરી લેતા હોય છે.

૪. દેખાવ, દીદાર (Looks)

શારીરિક બાહ્ય દેખાવ પણ સ્ટૅટ્સ માટે અગત્યનો છે. સારો દેખાવ સારી તંદુરસ્તી સૂચવે છે. સારા જેનિસ સૂચવે છે. મૅમલ બ્રેન તંદુરસ્ત અને સુંદર સાથીની પસંદગી પહેલા કરે છે. સુંદર ચહેરો ભલે સર્વાઇવલ માટે અગત્ય ધરાવતો નાં હોય પણ સુંદર ચહેરો ધરાવનારા લોકોની આસપાસ રહેવાનું કે ફરતા રહેવાનું લોકોને ગમતું હોય છે. જુદા જુદા સમાજ માટે સુંદરતાની વ્યાખ્યા જુદી જુદી હોય છે તે વાત અલગ છે. અને સારો ફેસ અને ખરાબ ફેસ વચ્ચે ફરક થોડા મીલીમીટર કાર્ટિલેજનો જ હોય છે. પણ આવા સામાન્ય ફરક પણ સ્ટૅટ્સ માટે મહત્વના બની જતા હોય છે માટે લોકો પોતાના દેખાવની ખૂબ જ ફિકર કરતા હોય છે. અબજો ડૉલર્સનો સૌન્દર્ય પ્રસાધન બિઝિનસ અમસ્તો નથી ચાલતો. એની પાછળ છે મૅમલ બ્રેન અને સોશિઅલ ડૉમિનન્સ હાઇઆરાર્કી અને સ્ટૅટ્સ. એક અભ્યાસ એવું પણ જણાવે છે કે માબાપ વગરનાં રૂપાળાં બાળકો પ્રમાણમાં વધું સર્વાઇવ થઈ જતાં હોય છે. જો કે સુંદરતાની વ્યાખ્યા જુદી જુદી હોય છે.

૫. શિક્ષણ  કે  કેળવણી

એડ્યુકેશન સ્ટૅટ્સ વધારે છે. સ્કૂલમાં પણ હોશિયાર વિદ્યાર્થીનું સ્ટૅટ્સ ઊંચું હોય છે. સારી ડિગ્રી અને ઉચ્ચ શિક્ષણ મેળવીને સ્ટૅટ્સમાં ચોક્કસ વધારો કરી શકાય છે. જ્ઞાનમાં વધારો થાય તે પણ સ્ટૅટ્સ વધારે છે. અભ્યાસની વર્તમાનમાં એક મજા હોય છે ભવિષ્ય માટે કમાણીનું અને સ્ટૅટ્સનું સાધન હોય છે. મૅમલ બ્રેઇન સર્વાઇવ માટે અને જીવનમાં જેની જરૂર પડે તે વિષે તમામ માહિતી મેળવવા ઇચ્છતું હોય છે. કારણ આ માહિતી અને એના વિશ્લેષણ ઉપર એના સર્વાઇવલનો આધાર હોય છે. કોઈ પણ સ્કિલ મેળવવા માટે અભ્યાસ કરવો પડતો જ હોય છે. સ્પેશલ સ્કિલ ધરાવતા લોકોનું સ્ટૅટ્સ પણ ઊંચું હોય તે સ્વાભાવિક છે. R.M.P. ડૉક્ટર પાસે જવાને બદલે આપણે સ્પેશલિસ્ટ પાસે જવાનું વધારે પસંદ કરીએ છીએ. ડોક્ટર્સ, વૈજ્ઞાનિક, પ્રોફેસર, પ્રિન્સિપાલ વગેરેનું સમાજમાં સ્ટૅટ્સ ઊંચું ગણાય ભલે પગાર કે કમાણી ઓછી હોય.

 

૬.ધર્મ અને ધાર્મિકતા

ધાર્મિક સંગઠન અને સ્પિરિચ્યુઅલ ગ્રુપ્સમાં પણ સામાજિક મોભો છતો થતો હોય છે. ધાર્મિક ગુરુઓના પણ સ્ટૅટ્સ અને રૅન્ક હોય છે. ૧૦૮ કે ૧૦૦૮ મહામંડલેશ્વર, ધર્મધુરંધર, આવી તો જાતજાતની પદવીઓ હોય છે. મૂળે ધર્મ પણ એક મૅમલ બ્રેન ધરાવતા માનવોનું જ ગ્રૂપ છે. એક વિચારધારાને માનવાવાળાઓનો સમૂહ માત્ર છે.  એની પાછળ પણ મૅમલ બ્રેન કામ કરતું હોય છે. હિંદુ એક બહુ મોટું ગ્રૂપ કહેવાય, પણ આવડું મોટું ગ્રૂપ એક નેતાગીરી નીચે ચાલે નહિ.

દરેકને ઍલ્ફા બનવું હોય છે. માટે પછી એમાં નાના ગ્રૂપ બનતા જાય અને એક જ ગણાતી વિચારધારામાં પણ ફાંટાં પડતા જાય છે. આમ સ્ટૅટ્સ માટેની મહેચ્છા અલગ વાડો ઊભો કરીને સંપ્રદાય બનાવી દેતા હોય છે. હવે જુઓ વિડમ્બના કેવી છે? કહેવાય બધા હિંદુ પણ એક કહેશે સ્ત્રીઓના મુખ જોવાય નહિ અને બીજો કહેશે તમારી સ્ત્રીઓ અમને અર્પણ કરો.

જો તમને કશું આવડે નહિ, સ્ટૅટ્સ મેળવવાના કોઈ મોંઘાં રસ્તા અખત્યાર કરવા અઘરા હોય મેટ્રિકમાં વારંવાર નાપાસ થતા હોવ તો શરૂમાં એવા ગ્રામ્ય લોકોમાં કથા શરુ કરી દો. એના માટે વાલ્મીકિ અને તુલસીદાસ બહુ મોટું કામ કરી ગયા છે. બસ થોડી હોશિયારી વક્તા તરીકેની તો હોવી જોઈએ. બસ પછી તો ભણેલા, અભણ અને ભણેલા અભણ બધા તમને ગૃપના મુખિયા બનાવી દેશે. એમાં એક તો પૈસા પણ ખૂબ મળે અને ધાર્મિક  ગુરુ તરીકેનું સૌથી ઊંચું સ્ટૅટ્સ પ્રાપ્ત થઈ જાય. આ સ્ટૅટ્સ વળી એટલું બધું ઊંચું કે તમામ ઊંચા સ્ટૅટ્સ વાળા પગમાં પડીને તમારું સ્ટૅટ્સ રોજ રોજ હાઈ કરતા જ જાય.

તમે જુઓ દરેક સાધુ કે મહાત્મા પહેલા સંસાર ભલે છોડે પણ એનું મૅમલ બ્રેન નવો સંસાર રચી દેતું હોય છે. એક નવો આશ્રમ બનાવી એક નવું ગૃપ ઊભો કરી દેતો હોય છે. અને તેનો વડો બની ઍલ્ફા બની જતો હોય છે. એક જ ગુરુના બે સરખી ક્ષમતા ધરાવતા ચેલા હશે અને એકને ગાદી મળતા બીજો નારાજ થઈને પોતાનું અલગ ગૃપ એટલે કે સંપ્રદાય બનાવી લેશે અને સ્ટૅટ્સ મેળવી લેશે. પોતાની અલગ સોશિઅલ હાઇઆરાર્કી ઊભી કરી દેશે. એના માટે થોડી ચેરિટી, થોડી સમાજસેવા પણ કરવી પડે. થોડા પૈસા જાય પણ અનેક ગણું પાછું મળતું હોય છે. બે પાંચ હજાર કરોડ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા પાછળ વાપરો લોકોને બધા હિસાબ ક્યાં મોઢે રહેવાના છે ? ૫૫ હજાર કરોડ ભેગાં કરી લો. અબજો રૂપિયા મળતા હોય તો લાખો રૂપિયા મૂડી રોકાણ કરવું પડે. આ કોઈ સેવા નથી લૂંટ જ છે.

એકવાર હાઈ-સ્ટૅટ્સ અને પૈસા મળી જાય પછી મોટા ભાગના સાધુઓ સ્ત્રીઓ પાછળ કેમ ફસાતા હોય છે? કારણ રીપ્રૉડક્ટિવ સકસેસ મેળવવી તે જેનિસમાં સમાયેલું હોય છે. અને હાઈ-સ્ટૅટ્સ વગર સ્ત્રી મળતી નથી કુદરતના રાજમાં. છેવટે સાધુઓ, સંતો, બાપુઓ સ્ત્રીઓ પાછળ લાગી પડે છે. ભૂલી જાય છે ધર્મ ધ્યાન. ધર્મ પણ એક બહાનું છે સ્ટૅટ્સ મેળવવાનું અને ઍલ્ફા બનવાનું. પછી સ્ત્રીઓ તો ઑટમૅટિક પાછળ આવતી હોય છે. કેટલી બુદ્ધિશાળી યોજના ? અમે જ ભગવાન છીએ, અમને ધરાવીને બધું વાપરી શકો તેમ  તમારી સ્ત્રીઓ પણ ધરાવો. સદીઓ સુધી વારસદારોને પણ મહેનત કરવી ના પડે, ના કમાવાની, ના તો રીપ્રૉડક્ટિવ સક્સેસની.

દરેક બ્રેન સ્પિરિચ્યુઍલિટિની વિવિધ વ્યાખ્યા કરવા તેની રીતે સ્વતંત્ર છે. પણ મોટાભાગે આવા સ્પિરિચ્યુઅલ લીડર ટીપીકલ મેમલીઅન ઍલ્ફા બની રહીને પોતાના ફાયદા જ જોતા હોય છે. આમ ઘણા લોકો એમની સ્ટૅટ્સ હાઇઆરાર્કી સ્પિરિચ્યુઍલિટિની આસપાસ શોધતા હોય છે, અને બનાવી પણ લેતા હોય છે. પછી ધર્મ, ધ્યાન, યોગ  બધું બાજુ ઉપર રહી જતું હોય છે. ફાઈવ સ્ટાર સગવડ ધરાવતા આશ્રમ બનાવતા હોય છે.

૭. કામ(work)

સોશિઅલ હાઇઆરાર્કી કામ ઉપર નોકરી ઉપર સાવ સામાન્ય છે. કામ ઉપર સ્ટૅટ્સ શોધવું સામાન્ય છે. પોતાના સાથી કામદારો સાથે સ્ટૅટ્સ બતાવવાની  લડાઈ કાયમ ચાલતી જ હોય છે. એમાં ઑફિસ પૉલિટિક્સ રમાતું હોય છે. એમાં જે માહેર હોય તેનું સ્ટૅટ્સ વધી જતું હોય છે. જોકે આધુનિક વર્કપ્લેસ ઉપર આવા વિખવાદ ના સર્જાય તેવી વ્યવસ્થા કરાતી હોય છે. દરેકની એક પોઝિશન હોય એટલે બીજામાં ડખલ થાય નહિ. છતાં મૅમલ બ્રેન એનું કામ કરતું હોય છે.

૮. સામાજિક જીવન

નવરાશના સમયે આપણે મિત્રો બનાવતા હોઈએ છીએ અને સમય પસાર કરતા હોઈએ છીએ. સ્ટૅટ્સ એનો રોલ અહી પણ ભજવે છે. વાનરોમાં પણ સ્ટૅટ્સ વધારવામાં મદદરૂપ થાય તેવા મિત્રો બનાવતા હોય છે. સામાજિક જોડાણનું મહત્વ વાનરો ખૂબ જાણતા હોય છે. તેઓ એકબીજાના વાળ ફંફોસે છે, ખાવાનું શેર કરે છે, અને બહારના લોકો સાથે લડાઈ થાય તો એકબીજાને મદદ કરે છે. હાઈ-સ્ટૅટ્સ ધરાવતાને મદદ કરે છે. જેથી તે સમય આવે એની મદદ કરે અને એનું સ્ટૅટ્સ વધારવામાં મદદ કરે. નેતાઓ આ જ રીતે પક્ષના કાર્ય કર્તાનો સંગઠનનાં બહાને ઉપયોગ કરતા હોય છે. બધે ગાંધી વૈદ્યનું સહિયારું ચાલતું હોય છે. દરેકની પોતાનો સ્વાર્થ હોય છે. મિત્રતા એવા લોકો સાથે થતી હોય છે જે એકબીજાનું સ્ટૅટ્સ વધારે.

૯. સંસ્કૃતિ (કલ્ચર)

ભારતીય સંસ્કૃતિ, ગુજરાતી કલ્ચર, પંજાબી કલ્ચર, પશ્ચિમનું કલ્ચર કે સંસ્કૃતિ દરેક એકબીજાથી ભિન્ન હોય છે. દરેક કલ્ચરની વિવિધતામાં સારા અને નરસા તત્વો હોય છે. આપણાં કલ્ચરની ઘણી બાબતો આપણને ગમતી હોતી નથી, ધારીએ કે બીજું કલ્ચર ઘણું સારું હશે. તેમ બીજા કલ્ચરના લોકો પણ એવું જ માનતા હોય છે. ઘણી વાર બીજા કલ્ચરમાં આપણાં કરતા વધુ પ્રૉબ્લેમ હોઈ શકે. દરેક કલ્ચરના પોત પોતાના પ્રશ્નો હોય છે. ઘણા કલ્ચરમાં ડૉમેસ્ટિક વાયલન્સ સામાન્ય ગણાતો હોય ત્યાં બીજા કલ્ચરમાં નાનપણથી બાળકોને નૉનવાયલન્સનાં પાઠ ભણાવાતા હોય છે. હાઈ કલ્ચર સોશિઅલ ડૉમિનન્સની તૃષ્ણા પૂરી કરવામાં બહુ મોટો ભાગ ભજવતું હોય છે.

દરેક સંસ્કૃતિમાં કલા, સંગીત અને સાહિત્ય તમને સ્ટૅટ્સ બનાવવા માટે તક આપતા હોય છે. તમને તક આપે છે તમારી જાતને પુરવાર કરવાની, તમારા વિચારો પ્રદર્શિત કરવાની. સંસ્કૃતિ  બીજા કોઈને તકલીફ પહોચાડ્યા વગર તમારી સોશિઅલ હાઇઆરાર્કી ઊભી કરવામાં મદદ કરે છે. જેમ જેમ સમાજ સભ્ય થતો જાય વેલ કલ્ચર્ડ બનતો જાય તેમ એનામાં હિંસા ઓછી થતી જતી હોય છે.

કલાકાર કોઈને નુકશાન પહોચાડ્યા વગર પોતાનું સ્ટૅટ્સ ઊભું કરી શકતો હોય છે. માટે એક સ્તાલીન કે હિટલર જેવો નેતા, એક આશારામ, એક નિત્યાનંદ, એક સત્ય સાંઈબાબા એનું સ્ટૅટ્સ બનાવી પ્રથમ આવે અને કોઈ પંડિત રવિશંકર, ઉદયશંકર, બિસ્મિલ્લાખાન, ટાગોર, પિકાસો કે લતા મંગેશકર નંબર વન બને તેમાં આસમાન જમીનનો ફરક છે.

૧૦. રાજકારણ

જે રાજકારણી આપણાં સ્ટૅટ્સને સન્માન આપે છે તે આપણાં હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ વધારે છે અને જે આપણાં સ્ટૅટ્સને માન આપતા નથી તે આપણને દુઃખી કરી મૂકતા હોય છે. જે નેતાને આપણો ટેકો જોઈતો હોય તેની વાતો આપણાં સ્ટૅટ્સની ઇચ્છાને અપીલ કરતી હોય તેવી હોય છે. આપણી ઘણીબધી મહેચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરવી અસંભવ હોય છે તેની પરવા કર્યા વગર આપણે રાજકારણીઓને ભાંડીએ છીએ. સરકારી સ્ટૅટ્સ મેળવવાનો  ગેટ વે છે, રાજકારણ..અને સરકાર ઑફિશલ સ્ટૅટ્સ હાઇઆરાર્કી ઊભી કરતી હોય છે. પણ સરકારી અફસર પાસે મર્યાદિત સ્ટૅટ્સ હાઇઆરાર્કી હોય છે.

નેતાઓ એને કાળ પ્રમાણે મર્યાદિત પાવર આપતા હોય છે. નેતાઓ અને અફસરો બંને વચ્ચે આમ સ્ટૅટ્સ માટે હરીફાઈ ચાલતી હોય છે. જેવી કે હાલ મોદી સરકાર અને આઈ.પી.એસ. અધિકારીઓ વચ્ચે ચાલે છે. જેમ કે ચૂંટણી કમિશ્નર શેશન સરકારને ગાંઠતા નહિ. કોઈ વાર સૂપ્રીમ કૉર્ટ પણ નેતાઓને ખખડાવતી હોય છે.

જીવન અસલામત હોય છે અને આપણે ઇચ્છતા હોઈએ છીએ કે સરકાર બધું સરળ કરી આપે. સરકાર સંભવ સર્વ સ્વીકૃત ઉપાય શોધવાનો પ્રયત્ન કરતી હોય છે. દેશ કે રાજ્ય એટલે સેલ્ફ ઇન્ટરેસ્ટિડ મૅમલ્સનું  એક બહુ મોટું ટોળું કે સમૂહ કહી શકાય. તમામને સંતોષ આપવો અને સર્વસ્વીકૃત  ઉપાય શોધવા અસંભવ હોય છે. છતાં સરકાર શક્ય પ્રયત્નો કરીને સર્વાઈવ થવા મદદ કરતી હોય છે.

કુદરતમાં લગભગ દરેક મૅમલ પ્રાણી સમૂહ પાસે નેતા હોય જ છે. બબુન વાનરનું ટોળું સિંહ આવે એટલે ભાગીને વૃક્ષ ઉપર ચડી જતું હોય છે. ઍલ્ફા બબુન એને ત્યાંથી જતા રહેવા મજબૂર નાં કરે ત્યાં સુધી કોઈ નીચે ઊતરશે નહિ. વરુ અને ચિમ્પૅન્ઝીનાં ટોળા એના ઍલ્ફા લીડરને અનુસરતા હોય છે અને ખોરાકની શોધમાં અને બીજા સમૂહ સાથે લડવામાં મદદ કરતા હોય છે. માનવ સમૂહ પણ એના નેતા પાસેથી પ્રટેક્શન ઇચ્છતા હોય છે, પછી તે સરકાર હોય, કોઈ સ્થાનિક નેતા હોય કે કોઈ બુટલેગર કેમ ના હોય?

ઘણા લોકો નેતાઓથી અને એમના કામથી નિરાશ થતા હોય છે. ઘણી વાર એમની પોતાની અસફલતા અને નિરાશાને ખોરાક પૂરો પાડતા હોય છે નેતાઓ સામે દ્ગષ્ટિ રાખીને. જંગલમાં વાનરો મોટાભાગે એમના લીડરને જોયા કરતા હોય છે. “તાકતે રહતે સાંજ સવેરે.” પ્રયોગશાળામાં વાનરો એમના નેતાનો ફોટો જોવા માટે ખોરાકની આપલે કરતા હોય છે. મૅમલ બ્રેન લીડર ઉપર ફોકસ કરતું હોય છે કારણ લીડર આપણી સામાજિક સર્વોપરિતાને પોષતો હોય છે.

છેવટે નેતા બની ગયા એક વાર સ્ટૅટ્સ પ્રાપ્ત થઈ ગયું લગભગ મોટાભાગના નેતા, સાધુઓ અને ગુરુઓની જેમ સ્ત્રી પાછળ લાગી જાય છે. પછી સ્ત્રી સામે  ”તાકતે રહતે સાંજ સવેરે.” નેતા બન્યા પછી એમના સેક્સ સ્કૅન્ડલ કેમ વધી જાય છે? કોઈના સ્કૅન્ડલ બહાર આવે, કોઈના આવે નહિ. પશ્ચિમ હોય કે પૂર્વ નેતાઓ બધા એક સમાન સેક્સ સ્કૅન્ડલમાં ફસાતા હોય છે.

મૅમલ્સ નેતા નબળો પડતા એને નીચો પાડવા પ્રયત્ન કરતા હોય છે. ખરાબ નેતાને હટાવવા મૅમલ્સ એકબીજા સાથેના મતભેદ ભૂલીને સહકારથી કામ લેતા હોય છે. એકવાર જુનો નેતા વિદાય લે એટલે નવો નેતા ગાદી સાંભળી લેતો હોય છે. તાકાત અને સીનિઑરિટી એમાં ભાગ ભજવતી હોય છે. આપણું મૅમલ બ્રેન કાયમ નોટિસ કરતું હોય છે કે કોઈ ને કોઈ આપણાં ઉપર હક જમાવવા પ્રયત્ન કરતું જ હોય છે. આમ રાજકારણ પણ મૅમલ લાઇફનો એક ભાગ છે.

રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-1 (Hard Truths About Human Nature)

રાસાયણિક તત્વજ્ઞાન-૪, માનવી પદ-પ્રતિષ્ઠા, માન, મોભો (સ્ટૅટ્સ-Status) ઈચ્છ્તુ પ્રાણી.

Bonobo
Bonobo

 

દરેક માણસ પ્રથમ બની રહેવા ઇચ્છતો હોય છે. પોતાના ગૃપમાં નંબર વન બનવું તેવી સ્વાભાવિક ઇચ્છા ધરાવતો હોય છે. એના માટે પ્રાણીઓ મોટાભાગે સીધી લડાઈ વહોરી લેતા હોય છે. મુખ્ય કારણ છે રીપ્રૉડક્ટીવ સકસેસ. રીપ્રૉડક્ટીવ સકસેસ માટે મેલને ફીમેલ જોઈએ અને ફીમેલને મેલ જોઈએ. જે પ્રથમ હોય, હાઈસ્ટૅટસ ધરાવતું પ્રાણી હોય તેને મેલ કે ફીમેલ જલદી મળે તે હકીકત છે.

Status=સ્ટૅટસ, સામાજિક અથવા કાનૂની સ્થિતિ કે સ્થાન, હોદ્દો, પદ, સામાજિક પ્રતિષ્ઠા કે મોભો, દશા, હાલત, દરજ્જો.

નર ચિમ્પૅન્ઝીની  મૅટિંગ સફળતા એના ગૃપમા એનું સ્ટૅટ્સ કેટલું છે તેના ઉપર આધાર રાખે છે. જ્યારે ફીમેલ ચિમ્પૅન્ઝીનું સ્ટૅટ્સ જેટલું ઊંચું તેટલી તેના બચ્ચા જીવતા રહેવાની શક્યતા વધુ. એક માતાને એના બાળકો જીવતા રહે અને મોટા થઈ જાય તેમાં સ્ટૅટ્સ દેખાતું હોય છે, એમાં જ એના જીવનની સફળતા જણાતી હોય છે. ચિમ્પ સભાનપણે સ્ટૅટ્સની ચિંતા કરતા હોતા નથી. પણ જે મેલ ચિમ્પ સ્ટૅટ્સને અવગણે છે તે નિરાશા પ્રાપ્ત કરતા હોય છે, અને જે ફીમેલ ચિમ્પ એના સ્ટૅટ્સની ફિકર કરતી નથી તેના બચ્ચા મોટા થાય તે પહેલા મૃત્યુ પામતા હોય છે. અનહૅપી કેમિકલ એમને કહેતા હોય છે કે અલ્યા કશું કરો. નર એની ફિટનેશ કાયમ બતાવતા હોય છે જ્યારે માદા બેસ્ટ નરને આકર્ષવા પ્રયત્ન કરતી હોય છે.

પ્રાણીઓ જિનેટીક્સ સમજતા હોતા નથી, પણ એમના જીન જીવતા રહેવા માટે મદદરૂપ થાય તેવી રીતે એમની વર્તણૂક ઘડાતી જતી હોય છે. વાનર એમના નજીકના લોહીમાં સંભોગ કરવાનું ટાળતા હોય છે. તેઓ આવા સંભોગના જોખમ જાણતા હોય તેવું નથી. છતાં એમની વર્તણૂક એવી હોય છે કે આવા સંસર્ગ ટાળતા હોય છે.

નર અને માદા પુખ્ત થાય એટલે તરત એમનું ગૃપ બદલી નાખશે. આવું કોઈ પ્લૅનિંગ કરતા હોય તેવું તો હોય નહિ. તેઓ ખાલી એમની ન્યુરોકેમિસ્ટ્રીને અનુસરતા હોય છે. સમય જતા in -breeders કરતા  Incent અવૉઇડીંગ બિહેવ્યર ધરાવનારા પાસે મજબૂત વારસદારો હોય છે, અને આવું અચેતન રૂપે અનુભવતા એવી વર્તણૂક ઘડાતી  હોય કે નજીકના સંભોગ ટાળવા સારું છે. માનવ જાતમાં પણ શરૂમાં નજીકના લોહીમાં વારસો પેદા કરવાનું ચાલુ હતું, મુસ્લિમ કલ્ચરમાં આજે પણ છે. ઘણા કલ્ચરમાં યોગ્ય ગણાતું નથી, આ એક  વિવાદાસ્પદ બાબત છે. પણ પ્રાણીઓ એમનું ગૃપ બદલી નાખે છે તે હકીકત છે.

મૅમલ જાણી જોઇને સ્ટૅટ્સ ઇચ્છતા હોય તેવું નથી, તેઓ ફક્ત એમના બ્રેનમાં રિલીસ થતા હૅપીકેમિકલ્સને અનુસરતા હોય છે, અને આ બ્રેન નૅચરલી એમની સર્વાઇવલ બિહેવ્યર માટે સિલૅક્ટ થયા હોય છે. આમ ડૉમિનન્ટ બનવાની ઇચ્છા કે તેવી વર્તણૂક જીનમાં પાસ થતી હોય છે. બીજાની વર્તણૂક જોઇને શીખવા માટે બ્રેન પરફેક્ટલી  ડિઝાઈન થયું છે. આમ dominance-seeking વડીલો પાસેથી યુવાનો તેવી વર્તણૂક શીખતા જતા હોય છે. આમ જીનમાં મળેલી અને જોઇને એમ બે પ્રકારે બિહેવ્યર ઘડાતી જતી હોય છે અને ચક્ર આગળ વધતું જાય છે.

સહકારની ભાવના પણ આવા ઊંચાં પ્રકારના સસ્તન પ્રાણીઓમાં સર્વાઇવલ સ્ટ્રેટેજી તરીકે વિકસતી હોય છે. બ્રેન સર્વાઇવલ ઉપર ફોકસ કરતું હોય છે. સહકાર એક જાતની સામૂહિક રીતે સર્વાઇવલ થવાની રીતભાત છે. અહિંસા, સર્વધર્મ સમભાવ, સદભાવ, સદાચાર, પરમાર્થ, પરોપકાર અને એકબીજા ઉપર વિશ્વાસ મૂકવો  આ બધી સામૂહિક રીતે સર્વાઇવ થવાની ટેક્નિક છે.

દરેક જાતિ-પ્રજાતિની બિહેવ્યર અલગ હોય છે કેમ કે તેઓ અલગ અલગ વાતાવરણમાં સર્વાઇવલ પામ્યા હોય છે. આમ વિવિધ પ્રકારનું અનુકૂલન ભલે વિકસાવ્યું હોય પણ એની પાછળ એક  જ કૉમન બ્રેન કામ કરતું હોય છે. બોનોબો(Bonobo) તેમની હિપી સ્ટાઇલ માટે પ્રખ્યાત છે. ચિમ્પનાં પિત્રાઈ ભાઈ જ છે, પણ સાવ અલગ છે. ફ્રી લવ કરવામાં માનતા હોય છે અને નવાઈ લાગશે  hallucinogenic herbs ખાઈને મસ્ત બની જતા હોય છે.

આપણે મનુષ્યો પણ સોમરસ, હોમા, ગાંજો, ચરસ, હશીશ, કોકો, કોકેન, હેરોઇન અને આવા અનેક ડ્રગ્ઝનો ઉપયોગ કરીએ છીએ. બોનોબો માતૃપ્રધાન સમાજ છે. અહી નર બોનોબો એની માતા પાસેથી સ્ટૅટ્સ પ્રાપ્ત કરતો હોય છે. અને આવા નરની ડૉમિનન્ટ માતાનું ધ્યાન ખેંચી માદા એનું સ્ટૅટ્સ પ્રાપ્ત કરતી હોય છે. આમ સવાના(આફ્રિકા) બોનોબોમાં  નર પુખ્ત બનતા એને હાંકી કાઢવામાં આવે  છે, ત્યાં માતા અને પુત્રીનું જોડાણ પ્રાથમિક છે, જ્યારે સવાના ચિમ્પમાં  માદા પુખ્ત બનતા તેને હાંકી કાઢવામાં આવે છે, ત્યાં પિતા પુત્રનું જોડાણ પ્રાથમિક છે. તેમ,

“આપણાં પુરુષ પ્રધાન સમાજમાં દીકરીઓને પરણાવીને સલૂકાઈથી હાંકી કાઢવામાં આવે છે. ભલે કહીએ કે દીકરી વહાલનો દરિયો પણ સવાના ચિમ્પ  માનસિકતા દીકરી તો પારકી થાપણ કહીને એને વિદાય કરી દે છે.” પરમ્પરા પાળવાની મજબૂરી પણ કામ કરી જતી હોય છે. અને પરમ્પરા એ મોટા સામાજિક ગ્રૂપનો નિયમ છે, અને ગૃપ બહાર જવાનું મૅમલ બ્રેન ભાગ્યેજ વિચારે.

માનવજાત માટે સ્ટૅટ્સ જાતજાતનું અને ભાતભાતનું હોય છે. પુરુષનું સ્ટૅટ્સ ઘોડા ઉપર અને સ્ત્રીનું એના ઝવેરાતમાં છલકાતું હોય છે. અરે! ઘર વગરના ભિખારીનું પણ એક સ્ટૅટ્સ હોય છે, ડ્રગ ડીલરનું પણ એક સ્ટૅટ્સ હોય છે. માનવો ભેગાં થાય કે તરત સ્ટૅટ્સ હાઇઆરાર્કી ઊભરી આવશે, કારણ બ્રેઈન એકબીજા સાથે કમ્પૅરિઝન કરવાનું શરુ કરી દેતું હોય છે. ગમતાનો ગુલાલ અને અણગમતાંની નિંદા સ્ટૅટ્સ માટેની અંતઃપ્રેરણા છે.

પ્રાણીઓ કોઈ ફિલૉસફી જાણતા નથી, તેઓ ફક્ત હૅપી અને અનહૅપી કેમિકલ્સને અનુસરતા હોય છે. તેઓ કોઈ હાઇઆરાર્કી પ્લાન કરતા નથી. સિમ્પ્લિ જેનાથી ડર લાગે તેને સમર્પિત થઈ જતા હોય છે અને જેનાથી ડર ના લાગે ત્યાં ધાક જમાવતા હોય છે, ડૉમિનન્ટ બની જતા હોય છે. ન્યુરો-કેમિકલનો ધક્કો હાઇઆરાર્કી ઊભી કરી દેતો હોય છે.

કોઈ સરળ મનુષ્ય સવાલ કરશે કે શા માટે ડૉમીનન્ટ બનવું જોઈએ ? આદિમ કે પ્રથમ મૅમલ પાસેથી એનો જવાબ મળશે. સમૂહમાં રહેવું ફાયદાકારક કે પ્રિડેટરથી બચી જવાય. કોઈ એકલાં  સરીસર્પને એક ટુકડો ખાવા મળી જાય તો વાંધો ના આવે. પણ મૅમલ તો ગૃપમા રહે અને આખું ટોળું એક ટુકડો ખાવા ધસી જાય તો? એટલે જે નબળા હશે તે થોડા પાછળ રહેવાના, જબરાં ખાઈ લે પછી ખાવું સારું. આમ બચી જવાય અને લાંબો સમય જીવતા રહી શકાય, આમ આવી હેબિટ ઘડાવાની. આમ નૅચરલ સિલેક્શન મૅમલને ગૃપમા રહેવાની ટેક્નિક શીખવતું હોય છે. દરેક માનવ હોય કે પ્રાણી એનું સ્થાન ક્યાં અને કેટલું છે તે જાણતું હોય છે.

ડૉમિનન્ટ ગ્રૂપને દોરવણી આપે છે, પણ એના ફાયદા પહેલા જુએ છે. પણ આ વસ્તુ ચોક્કસ હોતી નથી. જેટલું બ્રેન કૉર્ટેક્સ મોટું તેટલું વિચારવાનું વધુ. અહી ક્યારે ધાક જમાવવી અને ક્યારે શરણે થઈ જવું તે નક્કી હોતું નથી. સમય અને સંજોગોને અનુસરવું પડતું હોય છે. જે સામો મળે તે દરેક ઉપર તમે ધાક જમાવી શકો નહિ, ડૉમિનન્ટ બની શકો નહિ, નહી તો સર્વાઇવ થઈ રહ્યા. કાયમ એવું કરવા જાઓ તો પરિણામમાં ઈજા અને જાનનું જોખમ. અને લાંબે ગાળે રીપ્રૉડક્શન સફળતા મળે નહિ. પણ સાથે સાથે બધાને શરણે થઈ જાઓ તો પણ ખોટું.  તો તમને જીવવા જેટલું ભોજન પણ મળે નહિ અને DNA જીવતા રાખવા પાર્ટનર પણ મળે નહિ.

સબ્મિશન, શરણે થઈ જવું તે પણ સર્વાઇવલ માટે ફાયદાકારક હોય છે. એનાથી ઈજા ટાળી શકાય છે, જેથી જીવતા રહીને જેનિસ ફેલાવી શકો. “જીવતો નર ભદ્રા પામે”, ભદ્રા એટલે ગાય, પૃથ્વી, સુખ, કલ્યાણ, દુર્ગા અને સ્ત્રીનું નામ છે. ભદ્રા ઉતત્થ્ય ઋષિની પત્ની હતી જેને વરુણ લઈ ગયો હતો. આમ જીવતા રહો તો સ્ત્રી પણ મળે. અવૉઇડ ઇન્જરી એટલે આજે નહિ તો કાલે જેનિસ ફેલાવીશું. અને ગૃપ છોડીને જવું તો કદાપિ હિતકારી બનતું નથી. સામાન્ય ઈજામાંથી બચ્યા પણ એકલું પ્રાણી શિકારીના હાથમાં જલદી આવી જાય તે હકીકત છે. આમ ક્યારે શરણે થવું ક્યારે ડૉમિનન્ટ થવું તે જુદી જુદી પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે.

જેમ કે વ્યક્તિ એકલો હોય અને નબળો હોય ત્યારે સબ્મિટ થવું અને મજબૂત હોય ત્યારે ડૉમિનન્ટ થવું. મૅમલ બ્રેન સતત સંઘર્ષ કર્યા કરતું હોય છે, વિચાર્યા કરતું હોય છે. નિર્ણય લીધા કરતું હોય છે. વાનર કોઈ શબ્દો વાપરતા નથી, કે ચિમ્પ જેવા એપ્સ વિવેચન કરતા નથી  કે આપણા પૂર્વજો કોઈ થીઅરી વિચારતા નહોતા. તેઓ ફક્ત લાગે કે જીતાય તેવું છે તો પોતાનો દાવો મક્કમપણે રજૂ કરતા અને લાગે કે જીતવું મુશ્કેલ છે તો મેદાન છોડી દેવું સારું. એટલે ગમે તેટલા ઉચ્ચ આદર્શોની વાતો કરીએ પણ કરોડો વર્ષોની વર્તણૂક જે જીનમાં મળેલી છે તે જતી નથી.

મૅમલ બ્રેન બીજા સાથે સરખામણી કરતી વખતે ભૂતકાળના અનુભવને લક્ષ્યમાં લેતું હોય છે. આપણી પાસે વળી સૌથી મોટું બ્રેન છે. અને એટલે જ લાંબું બચપણ છે. આમ અનુભવો થકી શીખવા માટે ન્યુરોકેમિકલ્સ મદદ કરતા હોય છે. આમ કોઈ જરૂરિયાત પૂરી થાય કે આનંદ અનુભવાય છે. અને તે મેમરીમાં સ્ટોર થઈ જાય છે. તેમ ગરબડ થાય કે દુઃખી થઈ જવાય છે તે પણ મેમરીમાં સ્ટોઅર થઈ જાય છે. આમ હૅપી કેમિકલ્સ, ન્યુરો કેમિકલ્સ ન્યુરૉન્સ સાથે રિઅલ જોડાણ સાધતા હોય છે.

જો તમે બગડેલા પૈસાદાર લોકોમાં સ્ટૅટ્સ જોતા હોવ તો ઘણું ગુમાવી રહ્યા છો. સ્ટૅટ્સ પામવાનો પૈસા ખાલી એક જ ઉપાય છે. બીજા અનેક ઉપાય દ્વારા સામાજિક સ્ટૅટ્સ અને માનસિક સ્ટૅટ્સ પામી શકાય છે. ક્યાં અને કઈ રીતે?  ચાલો થોડા નમૂના જોઈએ.

, કુટુંબ

સ્ટૅટ્સની તૃષ્ણા કુટુંબમાં અનેક રીતે જોવા મળતી હોય છે. બાળકોનો ઉછેર કરવો અને બાળકોના સ્ટૅટ્સની ફિકર કરવી તે એક બેસિક રીપ્રૉડક્ટિવ સફળતાનું ઉદાહરણ છે. જાગૃત રીતે જણાશે નહિ. પણ આપણે જાણીએ છીએ કે કયા ફેમિલી મેમ્બરને રિસ્પેક્ટ આપવું અને કયા સામે શરણે થઈ જવું જેથી શાંતિ જળવાઈ રહે. આપણે આ બધું કુટુંબમાં રહીને અનુભવથી અચેતન રૂપે શીખતા હોઈએ છીએ. આમ કુટુંબ આપણો પહેલો સામાજિક અનુભવ છે જેને આપણે બ્રેનમાં સ્ટોઅર કરતા હોઈ છીએ.

કૌટુંબિક સભ્યો એકબીજાને ખૂબ મદદ કરતા હોય છે, સર્વાઇવ થવા માટે. પણ માન મોભા અને સ્ટૅટ્સ માટેની આંતરિક સ્ટ્રગલ કાયમ કૌટુંબિક સભ્યો વચ્ચે ચાલુ જ હોય છે. એક બીજા ઉપર ડૉમિનેટ થવા માટે શબ્દો, પૈસા, આક્રમકતા, સાથે લાગણીઓ પણ વપરાતી હોય છે. ખૂબ પ્રેમ કરીને પણ કોઈને શરણે લાવી શકાય છે, એના ઉપર હાવી થઈ શકાય છે. ઇમોશનલ  અત્યાચાર કરી શકાય છે. ઇમોશનલ બ્લેક મેઇલ કરી શકાય છે. કુટુંબના વડા જરૂરી નથી ઘરમાં પાવરફુલ હોય તો બહાર પણ હોય. ઘણા બહાર બહાદુર હોય અને ઘરમાં બકરી પણ બની જતા હોય છે.

આમ કુટુંબ એ આપણું પહેલું ગૃપ છે જ્યાં મૅમલ બ્રેન સાથે આપણે ગૃપમાં જીવતા હોઈએ છીએ. કોઈ ઘરમાં માતુશ્રી ધાક જમાવતા હોય છે, ક્યાંક પિતાશ્રી. પિતા વૃદ્ધ બનતા કોઈ ઘરમાં કમાતા મોટાભાઈશ્રીનું ચલણ હોય છે, અંદરખાને ભાભીશ્રીનું ચલણ પણ હોઈ શકે. તો કોઈ કમાતી ધમાતી હિટલર દીદી પણ ધાક જમાવતી હોય છે. ક્યાંક મિસિઝ કૌશિક પાંચ વહુઓ ઉપર નિયમો અને શિસ્તના બહાને દાદાગીરી કરતા હોય છે, ક્યાંક આભા પ્રેમ અને ડાહી  ડાહી વાતો કરીને ઘરમાં ધાક જમાવી દેતી હોય છે.

હાઈ-સ્ટૅટ્સ ધરાવતા ફેમિલીમાં જન્મ લેવો એટલે કાયમ સુખ હોય તે માનવું ભૂલભરેલું હોય છે. એમના માન, મોભાને જાળવવા બાળકોને ખૂબ તકલીફ ઉઠાવવી પડતી હોય છે. હાઈ સ્ટૅટ્સ ધરાવતા  ફેમિલીના બાળકોનું એમના ફેમિલીમાં સ્ટૅટ્સ સાવ નીચું હોય છે. એમને કાયમ આજ્ઞાંકિત બની રહેવું પડતું હોય છે. બહાર એમને એમના કુટુંબના મોટા નામે જે માન મોભો મળે છે તેની તેમને બહુ મોટી ટેરિબલ કિંમત ચૂકવવી પડતી હોય છે. એકાદ નાની વાત પણ જો એમનું કુટુંબ સ્વીકારે નહિ તો એમને બધું ગુમાવવું પડતું હોય છે.

માન મોભો અને કુટુંબનું મોટું નામ સાચવવા માટે બાળકોની લાગણીઓનું, ઇચ્છાઓનું અને ખુદ બાળકોનું બલિદાન લેવાઈ જતું હોય છે. મેં જાતે એવા મારા સંબંધમાં રૉયલ કુટુંબોમાં એમના સંતાનોના જીવન જોયા છે. ખૂબ તણાવ યુક્ત જીવન જીવતા હોય છે.  ક્યારેક એવા સંતાનો બળવો પોકારીને એમનું સ્ટૅટ્સ સાબિત કરતા હોય છે. ભલે આવા બાળકો પાસે ખાવાનું પુષ્કળ હોય પણ બીજા મૅમલની જેમ એમના બાળકો પણ સર્વાઇવલ માટે જોખમ અનુભવતા હોય છે.

માનવ વંશની એક જ જાત, માનવ.

The six human races
Image via Wikipedia

માનવ વંશની એક જ જાત, માનવ.

            માનવ વંશની કોઈ અલગઅલગ જ્ઞાતિ  નથી. માનવ વંશની એક જ કોમ છે, તે છે માનવ. નાત, જાત, કોમ બધું સામાજિક છે. ભારતમાં જ્ઞાતિ પ્રથા ચુસ્ત છે, તેટલી બીજા દેશોમાં ખાસ નથી. આખી દુનિયાનો માનવ વંશ એક જ છે. ભલે બધા નાક નકશે જુદાજુદા દેખાય પણ બાયોલોજીકલી જીનેટીકલી આખી માનવ જાત એક જ છે. Species  એટલે એક જ સરખાં લક્ષણો અને ગુણધર્મ ધરાવતા સજીવ. જે એક બીજા સાથે સંસર્ગ કરીને એમના જેવી જ જાતિને જન્મ આપે. માનવ આખી દુનિયામાં ગમે ત્યાં જઈને બીજા માનવ સાથે સંસર્ગ કરીને બીજો માનવ પેદા કરી શકે છે.  એમ ઘેટા અને માનવ જુદી જુદી જાત કહેવાય. હવે માનવ ઘેંટીને પ્રેગ્નન્ટ બનાવવા પ્રયત્ન કરે તો શક્ય નથી. એમ ઘોડા કે ગધેડા અલગ species  કહેવાય. હવે એમના રંગ રૂપ અને સાઇઝ પ્રમાણે આપણે અરબી ઘોડા કે કાઠિયાવાડી ઘોડા અલગ તારવીએ પણ એમાં અરબી ઘોડો એવું કહે કે હું જુદી જાત છું તો ? બધા ઘોડા આખરે ઘોડા જ છે. છતાં ઘોડા અને ગધેડા જીનેટીકલી એટલાં બધા સરખાં છે કે એકબીજા સાથે સંસર્ગ કરીને ખચ્ચર પેદા કરી શકાય છે.
           માનવ અને ચીમ્પ કે બોનોબો આવી રીતે જીનેટીકલી ખૂબ સરખાં છે. પણ નૈતિક રીતે યોગ્ય ગણાતું નહિ હોય જેથી કોઈ વૈજ્ઞાનીકે ખાનગીમાં બંને વચ્ચે લેબમાં ટેસ્ટ ટ્યૂબ દ્વારા નવી જાતી પેદા કરવાનો પ્રયત્ન કર્યો પણ હોઈ શકે. પણ આજના આધુનિક વિજ્ઞાનને એની કોઈ ખબર છે નહિ. એટલે  જ્યાં સુધી માનવ જાતને સંબંધ છે ત્યાં સુધી ” There is only one species, the human species, only one race-human race.”
    છતાં નોર્વે, નાઈજીરિયા, જાપાન, ભારત કે રશિયાના લોકો જુદા જુદા દેખાય છે. અને રેસિઝમ પણ દુનિયામાં ખતમ થયું નથી. કાયદેસર ભલે રેસિઝમ ખતમ ગણાયું હોય, પણ માનસિક સ્તરે રેસિઝમ હજુ ચાલુ છે. ભારતમાં જ્ઞાતિવાદનાં મૂળિયા પાંચ હજાર કરતા વધુ વર્ષોથી જામેલા છે. બીજા કોઈ દેશમાં એની જાળ આટલી મજબૂત નહિ હોય.
   બાયોલોજીકલ કહીએ તો કોઈ races છે નહિ. પણ સામાજિક સ્તરે વિચારીએ તો એનું અસ્તિત્વ છે. શારીરક રીતે જોઈએ તો પણ માનવ સમૂહ જુદા જુદા ભલે પડી જતા હોય પણ તે આખરે સામાજિક વર્ગીકરણ છે. જેવી રીતે કે આપણે કોઈને રંગ ઉપરથી જુદા પાડીએ કે મોટા કાન અને ટૂંકા પગ, કે સાવ નાના બુચિયા નાક, કે નાના કાન અને મોટા પગવાળાં સમૂહ જુદા જુદા પાડી શકીએ પણ જીનેટીકલી આપણે સહુ સમાન છીએ. અને આવા જુદા જુદા શારીરિક લક્ષણો પેદા થવાનું કારણ ભૌગોલિક છે, વાતાવાવરણ છે અને જિન્સમાં થતા સામાન્ય ફેરફાર છે, મ્યુટેશન છે.
  માનવ જાત પેદા થઈ આફ્રિકામાં અને પહેલો સમૂહ યુરેશિયા જવા રવાના થતા સુધી એક લાખ વર્ષ સુધી તો ત્યાં ઇવોલ્વ થતી રહી. એટલે એવું કહેવાય કે આપણે ઇન્ડિયન આફ્રિકન છીએ કે અમેરિકન આફ્રિકન છીએ, કે જાપાનીઝ આફ્રિકન છીએ. એટલે મોટાભાગના જીનેટીકલી પરિવર્તન આફ્રિકામાં થયા છે. આપણે માટે તો ઘણા ઊંચા મસાઈ અને ઠીંગણાં પિગ્મી બંને અશ્વેત છે.  Humans are quite homogeneous genetically when compared to large territorial mammals like wolves.
         નોર્વે, નાઈજીરિયા અને જાપાનીઝ ખૂબ જુદા જુદા દેખાય છે. જાણે ત્રણ જુદી જુદી જાતી. પણ એનું મુખ્ય કારણ ત્રણે દેશો એકબીજાથી ખૂબ દૂર છે. અને સરખામણીએ ભારત અંદાજે આ ત્રણે વચ્ચે આવેલો છે. ૨૦૦ વર્ષ પહેલા આખી પૃથ્વી ઉપર જેટલી જનસંખ્યા નહિ હોય તેના કરતા વધુ આજે એક અબજ જનસંખ્યા ખાલી ભારત ધરાવે છે. એટલે જુઓ ભારતમાં ખૂબ વેરાયટી જોવા મળશે. પૂર્વના એશીયન જેવા કાળા સીધા વાળ ભારતમાં જોવા મળશે, આફ્રિકન જેવી અશ્વેત સ્કીન જોવા મળશે, યુરોપિયન જેવા ચહેરાના ફીચર જોવા મળશે. જેમ જેમ પ્રદેશો વચ્ચે અંતર વધતું જશે તેમ તેમ ફેરફાર વધતા જવાના.
   ઋત્વિક રોશન અને ઐશ્વર્યા રાય યુરોપિયન ફેસ કટ ધરાવે છે, રજનીકાંત રંગે ડાર્ક સ્કીન ભલે ધરાવે પણ એનું નાક આફ્રિકન નથી. માલાસિંહા જાપાનીઝ ઢીંગલી જેવા દેખાતા. દક્ષિણ ભારતીયો કરતા કાશ્મીરી સાવ અલગ દેખાતા હોય છે. અને જેમ પૂર્વ ભારત તરફ ખસતા જાવ તેમ નાક નાના થતા જતા હોય છે. પશ્ચિમોત્તર ભારતમાં નાક લાંબા થતા જતા હોય છે. ભારતમાં તમને દુનિયાની કોઈપણ જાતનું મિશ્રણ જોવા મળશે.
     જર્મન ફીજીશીયન Blumenbach ૧૭૭૬માં દુનિયાના જુદા જુદા ભાગમાં વસેલા લોકોની ખોપરીઓનો અભ્યાસ કરતો હતો. યુરોપિયન માટે એણે પહેલીવાર Caucasian શબ્દ વાપરેલો, તે પ્રદેશની કોઈ સ્ત્રીની ખોપરીનો અભ્યાસ કરતા તેને તે સૌથી વધુ સુંદર લાગી હતી. રશિયાની દક્ષિણે જ્યોર્જીયામાં Caucasus ગિરિમાળા આવેલી છે. હવે આપણે જાણીએ છીએ કે કોકેશિયન શબ્દ શ્વેત લોકો માટે વાપરીએ છીએ, પણ રશિયન લોકો માટે તે અશ્વેત છે. અમેરિકામાં વળી બે જ ભાગ છે, શ્વેત અને અશ્વેત. કોઈ ભારતીય આપણને ગમે તેટલો ગોરો લાગતો હોય, પણ અહીંની પોલીસ ટીકીટ આપે ત્યારે કલરના ખાનામાં બ્લેક જ લખવાનો. અહીં શ્વેત અને અશ્વેતની વચ્ચેનો રંગ ધરાવનારા લોકો માટે ઘઉં વર્ણ જેવો કોઈ રંગ નથી. ભારતમાં રંગનું વર્ણન કરતું કોઈ ખાનું હોતું નથી.
       ન્યુયોર્ક શહેર બહુ પચરંગી શહેર છે, હું ઘણીવાર જઈ આવ્યો છું. અહીંના સબવેમાં(ભૂગર્ભ ટ્રેઇન) મુસાફરી કરતા મેં માર્ક કર્યું છે કે અહીં દુનિયાભરના લોકોનું મિશ્રણ જોવા મળે છે.  સ્કીન કલર,ચહેરાના આકાર, વાળાના કલર અને એનું બંધારણ જોઈએ તો Caucasoid , Mongoloid , Negroid એમ ત્રણ જાતના લોકો હોય છે. જોકે આ વર્ગીકરણ અવૈજ્ઞાનિક છે તેવું હાલના સોશિયોકલ્ચર અને બાયોલોજીકલ એન્થ્રોપોલોજીસ્ટ, ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ માનતા હોય છે. સ્કીન કલર, વાળાના કલર તથા બંધારણ, આંખોનો કલર, નાકની લંબાઈ પહોળાઈ, પાતળા કે જાડા હોઠ વગેરે લક્ષ્યમાં લઈને જુઓ તો ન્યુયોર્કના સબવેમાં તમામ પ્રકારનું કોમ્બીનેશન જોવા મળશે. કોઈના વાળ કાળા સીધા જોવા મળશે સાથે ચહેરો શ્વેત એની આંખો બ્લ્યુ અને નાક તીક્ષ્ણ લાંબું હશે. સૌથી વધુ વિવિધતા મેક્સિકન અને દક્ષિણ અમેરિકન  દેશોના સ્પેનીશ લોકોમાં જોવા મળતી હોય છે. અહીંના સ્પેનીશ ભાષા બોલતા લોકો મૂળ યુરોપિયન સ્પેનીશ નહિ, બલ્કે મૂળ સ્થાનિક અમેરિકન દેશી સાથેનું એમનું મિશ્રણ છે. જેટલી વિવિધતા ભારતીય લોકોમાં જોવા મળે છે તેટલી સ્પેનીશ લોકોમાં જોવા મળે છે. ટોટલી શ્વેત એટલે એકદમ ગોરી ચામડી, સોનેરી સીધા વાળ, બ્લ્યુ આંખો, પાતળા લાંબા નાક, અને સાવ પાતળા હોઠ. ટોટલી અશ્વેત એટલે કાળી અથવા બ્રાઉન સ્કીન, કાળા કર્લી વાળ, કાળી અથવા ડાર્ક બ્રાઉન આંખો, મોટા પહોળા નાક, અને જાડા મોટા હોઠ. આ બધાનું મિશ્રણ તમને અહીં સબવેમાં જોવા મળશે. જેવું કે tan skin, લાઈટ બ્રાઉન આંખો, બ્રાઉન વાંકડિયા વાળ,બહુ મોટા કે નાના નહિ તેવા નાક અને હોઠ.
      ઘણા લોકો શ્વેત અશ્વેતનું મિશ્રણ હોય છે, અડધા શ્વેત અને અડધા અશ્વેત ફીચર્સ ધરાવતા હોય,પણ અમેરિકામાં આ બધા અશ્વેત જ ગણાય. બ્રાઝીલમાં તેવું નથી. આવા લોકો માટે બ્રાઝીલમાં એમના રંગરૂપ પ્રમાણે જુદા જુદા નામ આપતા હોય છે. કોઈની સ્કીન ગોરી હોય, સોનેરી વાંકડિયા વાળ હોય, પહોળું નાક હોય, જાડા હોઠ હોય તેને બ્રાઝીલમાં sarará,કહેતા હોય છે. આ શબ્દમાં a ની ઉપર જે ચિન્હ છે તેનો અલગ ઉચ્ચાર હોય છે, આપણાં કાના માતર જેવો. હવે કોઈનો સ્કીન કલર કાળો હોય, કાળા સીધા વાળ હોય, આંખો બ્રાઉન હોય, નાક સાંકડા હોય અને હોઠ પાતળા હોય તો એને બ્રાઝીલમાં cabo verde કહેતા હોય છે.
   દુનિયા જેમ જેમ આધુનિક જમાનો આગળ વધતો જાય છે, લોકો એકબીજા દેશોમાં જતા થઈ ગયા છે, દુનિયા નાની થતી જાય છે, સંસ્કૃતિઓના આદાનપ્રદાન વધતા જાય છે તેમ તેમ આવું કોમ્બીનેશન પણ વધતું જવાનું. તેમ તેમ જ્ઞાતિ આધારિત વર્ગીકરણ ઓછું થતું જવાનું છે.
    ચાલો ગણિત અને તર્કની દ્રષ્ટીએ વિચારીએ કે માનવજાત એક જ છે, કોઈ અલગ અલગ જાતી નથી. દરેક માણસને, હું  કે તમે દરેકને બાયોલોજીકલ એક માતા અને એક પિતા એમ બે પેરેન્ટ્સ હોય છે, પિતાના માતા પિતા અને માતાના માતા પિતા એમ ચાર ગ્રાન્ડ પેરેન્ટ્સ, આઠ ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય છે. આવી રીતે આગળ વધતા જઈએ તો ૧૦ જનરેશનનાં ગણીએ તો ૧૦૨૪ પૂર્વજો થાય, આમતો પછી હજારો અને કિલોમાં એન્સેસ્ટર ગણી શકાય. ૨૦ જનરેશન ગણીએ તો ૧,૦૪૮,૫૭૬ સાથે મીલીયંસ અને ૪૦ જનરેશન સાથે ૧,૦૯૯,૫૧૧,૬૨૭,૭૭૬ અને ટ્રીલીયન પૂર્વજો થઈ જાય, આમ આગળ ને આગળ ગણતરી વધારતા જઈએ તો કોઈ પાર રહે નહિ. હવે મૉર્ડન મેડીસીન આવ્યા પહેલા આયુષ્ય બહુ ઓછું હતું. હાલ ૮૦ કે ૯૦ વર્ષની એક પેઢી ગણીએ તેવું હતું નહિ. અને માનવ જાતની ઉત્પત્તિ થયે ૨૦૦,૦૦૦ વર્ષ થયા. છોડો બધી ગણતરી. આટલાં બધા માનવો પહેલા હતા નહિ. બહુ ઓછા માનવો હતા, મતલબ હાલના દરેકનાં  મારા કે તમારા ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ- ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ વગેરે વગેરે, અરે આખી દુનિયાના ગ્રેટ- ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ એક જ હતા. ભલે આપણે સહુ જુદાજુદા દેખાઈએ, બાયોલોજીકલ આપણે એકબીજા સાથે અંગત રીતે સંબંધી છીએ.
            એક નવો તર્ક વિચારીએ. હું મારા શરીર ઉપર અને શરીરની અંદર અગણિત અબજો અબજો બેક્ટેરિયા, માઈટ્સ, પરોપજીવી સાથે જીવતો એક સજીવ છું તે હકીકત છે. હવે આજે મારું એક ફેમિલી છે. એનો હું કેન્દ્ર છું. પણ વર્ષો પહેલા આવું નહોતું, હું મારા પિતાશ્રીના કુટુંબનો એક ભાગ હતો. મારા ભાઈઓ અને બહેન સાથે પિતાશ્રીની આસપાસ ફરતા હતા. આમ જીવનચક્રની ગાડી પાછળ કરતા જઈએ તો મારા પિતાશ્રી વળી એમના પિતાશ્રીના કુટુંબના એક ભાગ માત્ર હતા, કેન્દ્ર નહોતા. આમ જીવનચક્રની ગાડી રિવર્સ કરતા જઈએ તો એક દિવસ ત્યાં આવશે કે પહેલો માનવ સમૂહ પેદા થયો હતો. એના કરતા વધુ રિવર્સ કરતા જઈએ તો આપણા પિતરાઈ ચિમ્પાન્ઝીના ફૅમિલીમાં પહોચી જઈશું. પણ આમ રિવર્સ ને રિવર્સ કરતા જ જઈએ તો કરોડો વર્ષ પહેલા પૃથ્વી ઉપર જીવન શરુ થયું ત્યાં પહોચી જવાશે. એક ડગલું(અબજો વર્ષનું) વધારે રિવર્સ જઈશું તો પૃથ્વી પેદા થઈ અને સુરજદાદાના કુટુંબનો ભાગ બની ત્યાં પહોચી જવાશે. જેમ હું અબજો જીવ જંતુઓ, બેક્ટેરિયા સાથે હરતો ફરતો એક સજીવ વ્યક્તિ છું કે તેમ જ આ પૃથ્વી પણ અબજો અબજો જીવ, જંતુ, પ્રાણીઓ,માનવો, વનસ્પતિ સાથે સૂર્યની આસપાસ હરતી ફરતી એક વ્યક્તિ સમજી લો. આ પૃથ્વી માટે, સૌર મંડળ માટે, આ ગેલેક્ષી માટે આપણે કોઈ બેક્ટેરિયાથી વધુ મહત્વ ધરાવીએ છીએ ખરા??
         આ વિશાલ, અનંત, યુનિવર્સ જેમાં અબજો તારા ધરાવતી અબજો ગેલેક્સીઓ છે તેના સંદર્ભમાં ગણીએ તો પૃથ્વી એક જ વ્યક્તિ કે એક જ આત્મા ગણી શકાય કે નહિ???

રંગ બદલે કાચિંડા રંગ બદલે, કોઈ વાર કપડાં પણ. (Hard Truths About Human Nature).

 

 

 

Cover of "Some Like It Hot"
Cover of Some Like It Hot

રંગ બદલે કાચિંડા રંગ બદલે, કોઈ વાર કપડાં પણ. (Hard Truths About Human Nature).

     “Some Like It Hot” નામનું એક મુવી ૧૯૫૯માં આવેલું.  Marilyn Monroe, Tony Curtis, and Jack Lemmon. અભિનીત આ ફિલ્મ અમેરિકન ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ દ્વારા “greatest American comedy film of all time” ગણવામાં આવે છે. બે પુરુષ અભિનેતાઓ એમનું જીવન બચાવવા માટે સ્ત્રીના કપડા પહેરીને મહિલાઓ દ્વારા ચલાવાતા મ્યુઝીક બેન્ડમાં જોડાઈ જતા હોય છે.પ્રેમ અને છેતરપીંડી ધરાવતી આ ફિલ્મમાં પુરુષો નિર્દોષ મહિલાનું પાત્ર ભજવે છે. સ્ત્રીના પોષક, સેક્સ અને ગરમાગરમ અભિનેત્રી મેરિલીન મનરોની હાજરી આ ફિલ્મને ખુબ મનોરંજક બનાવે છે. આપણી બોલીવુડની ઘણી બધી મનોરંજક ફિલ્મોમાં પુરુષ અભિનેતાઓ  સ્ત્રીઓના કપડા પહેરી સ્ત્રી તરીકે પાત્ર ભજવીને હાસ્યની છોળો ઉડાડતા જોવા મળે છે. ઘણા બધા અભિનેતાઓ ક્યારેક ને ક્યારેક સ્ત્રીના કપડા પહેરેલા ભારતીય ફિલ્મોમાં જોવા મળેલા જ છે. ગોવિંદા, કમલ હાસન, વગેરેની આવા પાત્રો ભજવેલી ફિલ્મો ખૂબ પ્રખ્યાત થયેલી.
     Transvestism  ટ્રૅન્સ્વેસ્ટિઝમ, Cross-dressing  , Transvestic fetishism , એક રહસ્યમય જીવન, શું માનવજાત સિવાય બીજે અસ્તિત્વ ધરાવે છે ખરું? શું આવી છેતરપીંડી માનવ જીવન સિવાય બીજે કશે જોવા મળે ખરી?

Transvestism એટલે સાદો અર્થ એ થાય કે પુરુષો સ્ત્રીઓના કપડા પહેરે. ક્રોસ ડ્રેસિંગ પ્રેકટીશ પણ કહી શકો. માનસિક રીતે આમાં ઘણા બધા ભાગ પાડી શકાતા હોય છે. ઘણા લોકો પુરુષ દેહમાં સ્ત્રૈણ આત્મા ધરાવતા હોય છે. ઘણા જીનેટીકલી ડિફેક્ટ કારણે પણ આવા હોય છે. આપણે ત્યાં માસીબા કહીને સન્માન કરીએ છીએ તેવા લોકો સ્ત્રીઓના કપડા પહેરીને ફરતા હોય છે.

ફિલ્મોમાં અને ઘણી જગ્યાએ મનોરંજન માટે પુરુષો સ્ત્રીઓના કપડા પહેરી જોનારને હસાવતા હોય છે. એમાં કોઈ માનસિક ક્ષતિ જેવું હોતું નથી. Transvestic fetishism માં સ્ત્રીના કપડા કામોત્તેજક તરીકે પહેરતા હોય છે. સ્ત્રીઓ જે જે વસ્તુઓ વાપરતી હોય તેનો સંગ્રહ પણ કરતા હોય છે. ઘણા આવા પરિવેશમાં જાતે જાતે ફોટા પણ પાડતા હોય છે, અને રહસ્યમય ગુપ્ત કાલ્પનિક જીવન જીવતા હોય છે. જોકે આ બહુ ઊંડો વિષય છે. મનોવૈજ્ઞાનિકો માટે પણ ઘણો માથાના દુખાવા જેવો વિષય છે.

     Augrabies flat lizards, સાઉથ આફ્રિકામાં આવેલા Augrabies Falls National Park થઈને વહેતી ઓરેન્જ નદીના કિનારે આવેલા ખડકોમાં રહેતા આ અપૂર્વ રેપ્ટાઈલ આવી જીવન શૈલી ધરાવતા હોય છે. કુદરતનું આ અદ્ભુત સર્જન નાના જીવ જંતુની  શોધમાં સીધું નીચે માથે સડસડાટ ૧૦૦ મીટર નીચું ઉતરી શકે છે. ખડકોની તિરાડમાં જીવવા માટે ટેવાયેલું આ સર્જન એની પુંછડી પોતાના શરીરે વીંટાળીને ઠંડી અને પ્રીડેટરથી પોતાને બચાવે છે. માદા બે વર્ષે એના ઈંડા ખડકની તિરાડમાં મુકાતી હોય છે.

  આ લિઝાર્ડનો ખોરાક છે black fly. નદીના કિનારે ખાસ જગ્યાએ આ માંખીઓનો બહુ મોટો સમુદાય ઉડતો  રહેતો હોય છે. આ કાચિંડા પોતાનો એરિયા કબજે કરતા હોય છે. બીજા નર કાચિંડાને ખદેડી મૂકી કદમાં મોટો અને બળવાન કાચિંડો પોતાની રીયલ એસ્ટેટનું રક્ષણ કરતો હોય છે. એનાથી એક તો બ્લેક ફ્લાયનો મોટો જથ્થો ખાવા મળે અને માદાઓ સાથે રાસ રમવા મળે. અહી વિપુલ  ખોરાકની સંભાવના એટલે સારો એરિયા, અને શક્તિશાળી નરને મળે સારો એરિયા અને માદાઓ સારો એરિયા પસંદ કરે જ્યાં સારો ખોરાક મળે જે પેલા બાહુબળીયા નરના કબજામાં હોય. આતો સામાન્ય સામાજિક ગોઠવણ થઈ, એમાં નવાઈ જેવું ખાસ નથી. કુદરતનો ક્રમ છે.
          પણ અહી નર કાચિંડો સંપૂર્ણ પુખ્ત બને એના શરીર ઉપર સરસ મજાના પીળા, ઓરેન્જ, લીલા અને જુદાજુદા વાદળી રંગ ઉપસી આવે છે. પુખ્ત નર માદા કરતા ખૂબ મોટો હોય છે. આ રંગ એટલે એક જાતનું Visual communication સમજવું. જેટલો નર પાવરફુલ, મજબુત, આક્રમક અને કદમાં મોટો તેટલા રંગ ખૂબ ભડકીલા અને ખીલેલા સમજવા. એક જાતનો સંદેશો કે જુઓ એક બળવાન નર અહી ઉભો છે, સરસ મજાના વિપુલ ખોરાકના બંદોબસ્ત સાથે. એક જાહેરાત જેવું. કલર ઉપરથી ખબર પડી જાય કે નર કેટલો બળવાન છે, બ્રાઈટ કલર કામ વગરની લડાઈ રોકાવાનું સાધન પણ બની જાય. ઓછા બ્રાઈટ કલર ધરાવતા નર એની સાથે લડાઈ કરવાનું માંડી વાળે. બ્રાઈટ કલર શક્તિ પ્રદર્શન કરતા હોય છે. એનાથી બે કામ થાય એકતો માદા આકર્ષાય અને કામ વગરની લડાઈ ટળી જાય. ખાસ તો પેટની નીચેનો abdomen  ભાગમાં ઓરેન્જ અને પીળા રંગના પટ્ટા નરની રેન્ક બતાવતા હોય છે. બે નર સામસામે તે રંગનો એરિયા ઝાબકાવે અને જેનો રંગ ઢીલો પડે તે નીચી મૂંડીએ લડ્યા વગર રવાના થઈ જાય. આ થયું એક પ્રમાણિક કોમ્યુનીકેશન. પણ એની બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે.
         Kestrel નામનું પક્ષી આ સરીસર્પ ગણાતા પ્રાણીને ખોરાક બનાવે છે, તે પસંદ કરે છે સરસ તગડા ભોજનને. નેચરલ સિલેકશન કાચિંડાને લગભગ ખડકની તિરાડ જેવો રંગ આર્પે છે જેથી ખડક સાથે એનો રંગ ભળી જાય અને સહેલાઈથી કોઈનું ભોજન બનતા અટકી જવાય. માદા અને પુખ્ત બન્યો ના હોય તેવો નર આછો બદામી અને થોડા ડાર્ક અને લાઈટ રંગના પટ્ટા ધરાવે જેથી ખડકની તિરાડમાં ભળી જાય. પણ ભડકીલા બ્રાઈટ રંગ ધરાવનારા કાચીંડાને એના પ્રમાણિક કલર સંદેશાની બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. તે સહેલાઈથી પેલા પક્ષીનું ભોજન બની જતો હોય છે.
          કિશોરાવસ્થા સુધી બંને નર માદા સરખો રંગ ખડક જેવો ધરાવતા હોય છે. પણ નર જેમ મોટો થતો જાય તેમ એનો રંગ બદલાતો જતો હોય છે. પણ જે યંગ નર સક્ષમ ના બની શકે અને  એનો આત્મવિશ્વાસ ઓછો હોય અને  તે સંપૂર્ણ પુખ્ત નરનાં આક્રમણનો ભોગ બની શકે તેમ હોય અને માદાને આકર્ષી શકે તેમ ના હોય, છતાં સેક્સુઅલી મેચ્યોર બની ગયો હોય અને ફૂલ કલર ધારણ કરે તે પહેલાના સમય પુરતો તે હજુ એનો માદા જેવો રંગ જાળવી રાખતો હોય છે. આને વૈજ્ઞાનિકો મેલ ડ્રેસ્ડ ઈન ફીમેલ ક્લોથ કહેતા હોય છે. એના પોતાના ફાયદા પણ છે.
          મોટો, બ્રીલીયન્ટ, શક્તિશાળી નર એની રીયલ એસ્ટેટ વચ્ચે ઊભો ઊભો કાળી માંખીઓના વિશાલ સમુદાયને ભોજન તરીકે જોતો જોતો ગર્વથી અસંખ્ય માદાઓ તરફ નજરું મેળવતો હોય છે, સાથે સાથે કોઈ બીજો નર એના રાજ્યમાં ઘુસી તો ગયો નથીને તેની પણ ખાતરી કરતો હોય છે. અને કોઈ એવો દેખાય તો એની પાછળ પડી નસાડી મુકાતો હોય છે, પણ પેલા માદા જેવા દેખાતા નર બચી જતા હોય છે અને પ્રમાણિક છેતરપીંડીનો લાભ લીધે રાખતા હોય છે, માદા જેવા દેખાઈને હવે સાથે રહેલી માદાઓ સાથે યથેચ્છ ભોગ ભોગવવાની અગણિત તક મળતી હોય છે. પણ વળી મુશ્કેલી નેચરલ સિલેકશન કરતુ હોય છે. માદાના pheromones અલગ હોય છે અને નરના અલગ. માળાની ગંધ અલગ હોય છે અને નરની ગંધ અલગ હોય છે.  એટલે પેલા સરદાર મહાશય કાયમ બધાને સુંઘ્યા કરતા હોય છે અને જીભ કાઢી ચાટીને ખાતરી કરતા હોય છે. યંગ નર ભલે એમની રહસ્યમય જિંદગી માદા જેવા દેખાઈને વિતાવતા હોય પણ એમની ગંધ તો નરની હોય છે. ચોરી તો પકડાઈ જ જાય. હવે શું કરવું. એટલે પછી સરદાર નજીક આવે તો ત્યાંથી રવાના થઈ જવું સારું. ખરુંને??
  આ odd  સ્ટોરી માનવજાતના અનુભવને મળતી નથી આવતી??

રાસાયણિક તત્વજ્ઞાન-૩, માનવ જન્મ અતિ કઠિન.(Hard Truths About Human nature).

 રાસાયણિક તત્વજ્ઞાન-૩,
માનવ જન્મ અતિ કઠિન.(Hard Truths About Human nature).75216-65718

દરેક મૅમલ પાસે કૉર્ટેક્સ છે, પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે. જેટલું કૉર્ટેક્સ નાનું  તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરોકેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું, જે તે બચપણથી શીખ્યું હોય. જેમ કૉર્ટેક્સ મોટું તેમ એના ઑટમૅટિક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોઅર કરેલા અનુભવો લક્ષમાં લઈને અડજસ્ટ કરશે. બસ અહી જ તકલીફ થતી હોય છે.

પ્રાણીઓ પાસે બ્રેન નાનું હોય છે, ન્યુરૉન્સ ઓછા હોય છે, માટે વિચારવાનું ખાસ હોતું નથી. ન્યુરોકેમિસ્ટ્રી જેમ દોરે તેમ દોરાવાનું. સર્વાઇવલ માટે લડ્યા કરવાનું, એક સ્ટ્રેસ પૂરો થાય એટલે બીજો જ્યાં સુધી ઊભો નાં થાય ત્યાં સુધી શાંતિ. માનવ પાસે મોટું વિચારશીલ બ્રેન છે, પુષ્કળ ન્યુરૉન્સ છે. માટે એકલાં ન્યુરોકેમિકલ ઉપર આધાર રાખવાનો હોય નહિ. મોટા બ્રેનમાં ઘણી બધી મૅમરી પણ ભરેલી હોય. એટલે માનવે જાત જાતની નવી નવી વ્યવસ્થાઓ શોધી કાઢી. હૅપી કેમિકલનો સ્ત્રાવ આનંદ આપતો હોય છે. પ્રાણીઓમાં તો નબળા પ્રાણીને મારીને દબાવીને ડૉમિનન્ટ બની જવાય, અને સિરોટોનીન(serotonin) સ્ત્રવે એટલે ખુશ. પણ માનવોમાં આવું કરી શકાય નહિ. એટલે માનવજાતે ચડતા ઊતરતા દરજ્જાની સર્વોપરી બનવાની એક સામાજિક વ્યવસ્થા શોધી કાઢી.

બે માનવ ભેગાં થાય, બાર થાય કે બે લાખ કોણ ઊંચું અને કોણ નીચું અચેતન રૂપે સરખામણી શરુ, અને ઉંચો સાબિત કરવાનું શરુ થઈ જાય. બહુ જટિલ રીતો માનવ બ્રેન શોધી કાઢતું હોય છે. દા.ત. મેં લખવાનું શરુ કર્યું ત્યારે મને કોઈ ઓળખતું નહોતું. મને થતું કે વિચારોનું બહુ મોટું યુદ્ધ મનમાં ચાલી રહ્યું છે, એને શબ્દોમાં પરોવીએ, કોઈ વાંચે કે ના વાંચે નિજાનંદ માટે લખીએ. પણ પ્રતિભાવ શરુ થયા, બહુ સારું લખો છો, આવા એક બ્લૉગની જરૂર હતી, વગેરે વગેરે.

હવે સાચો નિજાનંદ શરુ થયો. હવે લાઇકના ઝબુકીયાં, કૉમેન્ટ્સ, પ્રતિભાવો, થતા વખાણ, વાદવિવાદ બધું મજા અર્પવા લાગ્યું. મિત્રોની કૉમેન્ટ્સ ના આવે તો ડોપમીન(dopamine) સ્ત્રાવ ઓછો થઈ જતો લાગ્યો. પોસ્ટ બેત્રણ દિવસ ટૉપ ઉપર રહે તો વળી ઓર મજા આવે. હું તો નિજાનંદ માટે લખું છું, મને કોઈની પડી નથી કોઈ વાંચે કે ના વાંચે તે એક દંભ થઈ ગયો કે નહીં ?  દરેક માનવ પોતપોતાની રીતે Social dominance hierarchy ઊભી કરી નાખતો હોય છે.

રમતવીરની એની પોતાની દુનિયા હોય છે, ઘણાને ટપાલ ટીકીટો ભેગી કરવાનો હોબી હોય છે. એક ઉદ્યોગપતિને જૂની પુરાણી ઍન્ટિક ગાડીઓ ભેગી કરવાનો શોખ હતો. હવે ટપાલ ટીકીટો ભેગી કરનારા, કે સિક્કા ભેગા કરનારાઓ, કે જૂની પુરાની ગાડીઓ ભેગા કરનારાઓમાં પ્રથમ આવવાનું મહત્વનું બની જવાનું.  ધન ભેગું કરીને સમાજમાં સર્વોપરી બનવાનું ઘણું બધું ધ્યાન અને મહેનત માંગી લે તેવું હોય છે, પણ માણસ નવા સામાજિક નુસખા શોધી કાઢતો હોય છે. આકર્ષકતા, નૉલેજ, શારીરિક સામર્થ્ય, આધ્યાત્મિકતા, પદ, પ્રતિષ્ઠા વગેરે ઉપર આધારિત ઊંચા નીચાની એક પૅટર્ન શોધી કાઢવામાં આવે છે.

દરેક માનવીનું બ્રેન સ્વતંત્ર છે પોતાની રીતે એના અનુભવો અને માહિતી પ્રમાણે પોતાની હાઇઆરાર્કી બનાવવા માટે. આનાથી પોતાનું સ્ટૅટ્સ વધે તો સુખ અર્પતું હોય છે. જો બીજા તમારું સ્ટૅટ્સ કબૂલ કરે તો હૅપી કેમિકલનો ફ્લો બ્રેનમાં વધી જતો હોય છે. જો કે આપણે કહેતા હોઈએ છીએ કે સુખ દુખ મને કોઈ અસર કરતું નથી. કે તમે ભલે કબૂલ નાં કરો, પણ હૅપી કેમિકલ એક હકીકત છે, સનાતન સત્ય છે.

પ્રથમ આવવું સુખ આપતું હોય છે. પછી ભલે એના રસ્તા અલગ અલગ હોય. ભલે ગીતાના અનાસક્ત  યોગની વાતો કથાકારો કરતા હોય કે કથામાં જાત જાતની ફિલૉસફી ફાડતા હોય, પણ એમની પ્રથમ બની રહેવાની સ્ટાઇલ અલગ હોય છે. બાબા રામદેવની અસ્કયામતો ૧૧૦૦૦ કરોડનાં જંગી અંકે પહોચી ગઈ છે તેવું કહેવાય છે. હાઈ-સ્ટૅટ્સની બાબાની હાઇઆરર્કી યોગને સીડી બનાવી ક્યાંથી ક્યાં પહોચી ગઈ ? આપણી રીપ્રૉડક્ટિવ સફળતા એકદમ તરત હાઈ-સ્ટૅટ્સને અનુલક્ષીને  હોતી નથી. કારણ આપણે માનવોએ રીપ્રૉડક્ટિવ સકસેસ માટે  અસંદિગ્ધ કૉન્સેપ્ટ ઊભા કરેલા છે. જે પ્રથમ આવે તેને સ્ત્રી ઉપલબ્ધ થાય અને DNA  ટ્રાન્સ્ફર કરી શકીએ. બાબા ભલે એમના DNA ટ્રાન્સ્ફર ના કરે પણ પ્રથમ આવવું  અને હૅપી કેમિકલનો સ્ત્રાવ એ સનાતન સત્ય છે.

પણ કેમિકલ લોચો એ થાય છે કે આ ન્યુરોકેમિકલ્સ આખો દિવસ રિલીસ થાય નહિ. માટે હૅપી રહેવા હાઈ-સ્ટૅટ્સને, સામાજિક સર્વોપરિતાને, રોજ રોજ અપડેટ કરતા રહેવું પડતું હોય છે. પણ ઘણીવાર આપણે ખૂબ પ્રયત્નો છતાં પદ, પ્રતિષ્ઠા, માન સન્માન, સામાજિક સ્વીકાર, હાઈસ્ટૅટ્સ સોશિડૉમિનેશન મેળવવામાં ફેલ જતા હોઈએ છીએ. ઘણીવાર જે સ્ટૅટ્સ ઑલરેડી મેળવેલું હોય તે પણ ખતરામાં પડી  જતું જણાય છે, ત્યારે આપણે ભલે કહીએ કે મને કોઈ ફરક પડતો નથી, સુખ દુઃખમાં હું  સમાન છું, પણ અનહૅપી કેમિકલ્સ સ્ત્રવે તે હકીકત છે સનાતન સત્ય છે.

ગુરુઓ કે મહાન આત્માઓ ભલે કહે કે મહત્વાકાંક્ષા રાખવી નહિ, કે સ્ટૅટ્સની ચિંતા કરવી નહિ. પણ તે લોકો પણ જાતે મિલ્યન્સ ઑફ યર્સ થી ઘડાયેલી આ વ્યવસ્થા બહાર જઈ શકતા નથી. મૅમલ બ્રેન હંમેશા હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ ઇચ્છતું હોય છે અને અનહૅપી કેમિકલનો સ્ત્રાવ અવૉઇડ કરતું હોય છે. મહાત્માઓ  શું કરી શકવાના હતા?

ઘણીવાર લોકો આ અથડામણ ટાળવા માટે કહેતા હોય કે મને તો પદ પ્રતિષ્ઠાની કઈ પડી નથી. અને બીજાની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરતા હોય છે, અને આમ તે લોકોની પ્રતિષ્ઠાની ભૂખ બીજાની પ્રતિષ્ઠામાં, પદમાં અને સ્ટૅટ્સમાં પૂરી થતી હોય છે. જેમ કે ભારતની ટીમ જીતે તો આખા દેશના લોકોના બ્રેનમાં સિરોટોનીન સ્ત્રાવ વધી  જાણે કોઈ મહાજંગ જીતી ગયા હોય તેમ ખુશ થઈ ઉઠતા હોય છે. એમાય સામે પાકિસ્તાનની ટીમ હોય અને જીતી જવાય તો ?? ભલે હું કદી ક્રિકેટ રમ્યો હોઉં નહિ, પણ  અહી ટીવી ઉપર જોઇને આનંદ અનુભવતો હોઉં છું. પ્રથમ આવવાની મહેનત તો ખેલાડીઓ કરે છે, એમાં મારું યોગદાન કેટલું ? પણ એમના પ્રથમમાં મારો પ્રથમ સમાઈ જવાનો.

માનવમનની સોશિઅલ ડૉમિનન્સ  હાઇઆરાર્કી એટલી બધી કૉમ્પ્લિકેટેડ છે કે ના પૂછો વાત, આ દરેક સાહિત્યકારો, પત્રકારો, કે બીજા કોઈપણ દરેકને પોતાના ક્ષેત્રમાં તો પ્રથમ આવવું જ હોય છે, એમાં હું પણ મારી રીતે આવી જાઉં.  હમણાં એક ભાઈએ મને જણાવ્યું કે ન્યુ જર્સીમાં ૩૦૦ મિલ્યન્સ ડૉલર્સનું મંદિર બને છે, તે વખતે તેમના મુખ ઉપર ભાવ જાણે તેઓ પોતે ગ્રીનીઝ બુકમાં રિકૉર્ડ નોંધાવવાના હોય તેવો હતો.

મૅમલ બ્રેન એની સર્વાઇવલ સ્ટ્રેટેજીનાં રિપૉર્ટ કૉર્ટેક્સને શબ્દોમાં આપતું નથી. એ ખાલી ન્યુરોકેમિકલનાં સ્ત્રાવ કરતું હોય છે. આપણી જુદી જુદી જરૂરીયાતોને લક્ષ્યમાં લઈને તે ખૂબ સ્ટ્રગલ કરતું હોય છે. આપણે જેમ કાર ચલાવતી વખતે  બ્રેક અને એક્સલરેટર વારંવાર વારાફરતી મારતા હોઈએ છીએ. તેમ મૅમલ બ્રેન વારાફરતી વારંવાર કેમિકલ્સ રિલીસ કર્યા કરતું હોય છે, આનો કોઈ અલ્ટિમેટ ઉપાય છે નહિ. એટલે આપણને બીજાની જોહુકમી કે પદ પ્રતિષ્ઠાની હોડ જલદી જણાય છે પણ પોતાની હોડ જણાતી નથી. બીજાની  social dominance માટેની ઇચ્છા આપણને ચેતવતી હોય છે કે આપણું social dominance ખતરામાં છે.

મૅમલ બ્રેન સાથે માનવ તરીકે જન્મ લેવો અતિ કઠિન કામ છે. હતાશાઓનો કોઈ પાર હોતો નથી. મૅમલ બ્રેન સીધા કેમિકલ્સ રિલીસ કરતું હોય છે અને વિચારશીલ કૉર્ટેક્સ એના માટે દવા તરીકે, ઉપાય તરીકે જાત જાતના નુસખા શોધતું હોય છે. પ્રૉબ્લેમ એ છે કે કૉર્ટેક્સ શબ્દોની ભાષા જાણે છે અને મૅમલ બ્રેન શબ્દોની ભાષા જાણતું નથી, ફક્ત કેમિકલની ભાષા જાણે છે, એટલે માનવોને સમજ પડતી નથી કે તેઓ શું કરી રહ્યા હોય છે.

દરેકને પ્રથમ આવવું હોય છે. પ્રથમ બનવાની હોડ સારી નહિ તેવા ઉપદેશો આપનાર પણ પ્રથમ આવવાની હોડમાં સામેલ હોય છે. એટલે સારા ગણાતા માનવોને લાગે કે દુનિયા ખરાબ છે. દુઃખ સિવાય અહી કશું નથી. માટે બુદ્ધે કહ્યું કે સંસાર દુખ છે. આપણે જે Frustrations ભોગવીએ છીએ તે આ પૃથ્વી પહેલા પગરણ મૂકનાર માનવે પણ ભોગવ્યા જ હશે, તેવું રિસર્ચ કહે છે. દરેક જણ આ વિચિત્ર ન્યુરોકેમિકલ્સની વ્યવસ્થાને મૅનેજ કરવા ખૂબ સ્ટ્રગલ ચેતન કે અચેતન રૂપે કરતા હોય છે. ખાસ તો પોતાના મૅમલ બ્રેનને સમજવું અને સ્વીકારવું તે જ ઉત્તમ છે.

આપણું બ્રેન કુદરતી રીતે હેપીનેસ માટે સિલેક્ટ થયેલું નથી, તે સિલેક્ટ થયું છે reproductive success માટે. સંતાનો કે વારસદારો ખૂબ પેદા કરો તેવો કોઈ હેતુ આજના લોકો માટે ખાસ નાં હોય તે સ્વાભાવિક છે. પણ આપણું બ્રેન વિકાસ પામ્યું ત્યારે મોટાભાગના લોકો વારસદાર પેદા થાય તે પહેલા જ નાશ પામી જતા. વારસો પેદા કરવા તે મુખ્ય માપ તોલ ગણાતું કે માણસ કેટલો સફળ છે. ભલે તે હેતુ અચેતન રૂપે હોય.

હવે આજે શક્ય બન્યું છે કે સેક્સ ભોગવીને પણ બર્થ કંટ્રોલ સાધનો વડે વારસો પેદા ના કરવા હોય તો તે વાત બની શકે છે. એટલે આધુનિક માનવી એની શક્તિઓ બીજા ભવ્ય વારસા મૂકતો જવામાં વાપરી શકે છે. જેવું કે કળા, નૃત્ય, ટેક્નોલૉજી, અને બીજું ઘણું બધું પાછળની પેઢીના જીવનને ભવ્ય બનાવી શકે છે. સ્ટીવ જૉબ ભાવી પેઢીની હથેળીમાં ફોન વત્તા કમ્પ્યૂટર આપીને ગયા. ૧૯૫૫માં આ જગત આઈનસ્ટાઇનને ગુમાવે છે અને સ્ટીવ જૉબને મેળવતું હોય છે. ઘણા બધા સંતાનો  પેદા કરવા તેના બદલે ઓછા પણ સક્ષમ પેદા કરવા તે આધુનિક માનવીનું પ્રયોજન હોય છે.

આપણે કરોડો વર્ષના વારસા રૂપે મળેલા બ્રેન સાથે જ જીવવાનું હોય છે. આપણે બેસિક મેમલિઅન બ્રેન  મળેલું  છે તેમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી. એનો કોઈ ઉપાય નથી. આપણે ફક્ત એક જ કામ કરી શકીએ કે ન્યુઅરલ નવા રસ્તા બનાવીને લિમ્બિક સિસ્ટમ સાથે જોડી શકીએ,  તે ખૂબ કપરું કામ  છે. આપણે આપણાં પોતાના મૅમલ બ્રેનને મૅનેજ કરી શકીએ, બીજો કોઈ કરી શકે નહિ. આપણે કાયમ ઇચ્છતા હોઈએ કે કાયમ હૅપી કેમિકલ્સ રિલીસ થયા કરે અને આનંદિત રહ્યા કરીએ, પણ આપણું યંત્ર તે રીતે વિકાસ પામેલું નથી. સર્વાઇવલ માટે કામ લાગે ત્યાં ત્યાં હૅપી કેમિકલ્સ રિવૉર્ડ રૂપે રિલિસ થતા હોય છે. એટલે જો હૅપી કેમિકલ્સનાં હૉજમાં આખો દિવસ સ્નાન કર્યા કરીએ તો સર્વાઇવલ માટે જે કરવાનું હોય તે કરે કોણ ?

આ કેમિકલ લોચા નાહિંમત કરનારા છે. માટે મૅમલ બ્રેનને સમજવાને બદલે લોકો સંસાર છોડીને ભાગી જતા હોય છે. ન્યુરોકેમિકલ રિવૉર્ડ માટે જોખમ લેવું પડતું હોય છે. કારણ જોખમ reproductive success માટે અનિવાર્ય છે, જે ખાલી સર્વાઇવલ પૂરતું નથી  હોતું.  હૅપી કેમિકલ્સનાં ડૉસ માટે, પણ કાયમ નવી નવી તક શોધવી પડતી હોય છે. કારણ આજ બ્રેન આપણાં પૂર્વજોના સર્વાઇવલ માટે કારણભૂત બનેલું હોય છે. માટે સતત ઉદ્યમ કરતા રહેવું, ’ઉદ્યમો ભૈરવ’….પણ સાધુઓ આ વાત સમજ્યા નહિ અને સંસાર છોડીને ભાગી ગયા, સાથે મૅમલ બ્રેન તો લેતા જ ગયા અને ત્યાં જંગલમાં કે આશ્રમમાં એક નવો સંસાર વસાવીને ફરી પાછા એના એજ.

રાસાયણિક તત્વજ્ઞાન-૨, રુદન. (Hard Truths About Human Nature)

) રુદન, આંસુ, રડવુંimagesCAS3KD5M

માનવજાતનું બાળક એટલે દુનિયાનું સૌથી નાજુક સહેજમાં ભાંગી પડે તેવું જીવબીજ છે. હરણનું બચ્ચું જન્મ્યા પછી બેત્રણ કલાકમાં ઊભું થઈ જતું હોય છે અને બીજા દિવસ એના ટોળા સાથે દોડતું થઈ જતું હોય છે. હાથીનું મદનિયું એના પહેલું  ભોજન મેળવતા પહેલા તો ચાલતું થઈ જાય છે કે બે ડગલા ચાલ્યા વગર એની માતાનું સ્તન એના નસીબમાં હોતું નથી. કાચિંડો જન્મે એટલે કે ઈંડામાંથી બહાર નીકળે એટલે તરત દોડતો થઈ જાય છે કે પૂરતી ઝડપે દોડે નહિ તો એના માબાપ જ ખાઈ જવા તૈયાર ઉભા હોય છે. માનવબાળ જન્મતા સાથે આવી કોઈ સર્વાઇવલ સ્કિલ શીખીને પેદા થતું નથી સિવાય કે મદદ માટે રડવાનું અને અનુભવે શીખવાનું.

તાજું જન્મેલું બાળક રડે છે કે તે દૂધ શું છે જાણતું નથી. તે રડે છે કારણ લો બ્લડ શુગરનાં કારણે બ્રેન ઇમર્જન્સી અલર્ટ સિગ્નલ cortisol રિલીસ કરે છે. દરેક પ્રાણીઓમાં cortisol સર્વાઇવલ વર્તણૂક ઊભી કરતું હોય છે. જેવું કે ખોરાકની શોધ કરવી કે પ્રિડેટર જોઇને ભાગવું. માનવ જન્મજાત સર્વાઇવલ નૉલેજ લઈને પેદા થતો નથી. આપણે જન્મીએ છીએ પુષ્કળ ન્યુરૉન્સ વચ્ચે થોડા કનેક્શન લઈને. એટલે બાળક રડવા સિવાય કઈ કરી શકતું નથી.

કલ્પના કરો, સર્વાઇવલ જોખમમાં છે અને કશું કરી શકવા સક્ષમ નથી, અને આ સ્થિતિમાં જ આપણે જન્મીએ છીએ. સારા નસીબે રુદન કામ કરી જતું હોય છે. મદદ આવી મળે છે. માતા આવી જાય છે બાળકને દૂધ પીવા મળી જાય છે, ખોરાક મળી જાય છે. બાળક રાહત અનુભવે છે. સારું અનુભવે છે. સુખનો આવિર્ભાવ થાય છે. બ્રેન અહી શીખવાનું શરુ કરે છે, ધીમે ધીમે રાહત અને સુખની અપેક્ષા માટે રુદન જાગૃત સંદેશા વ્યવહારનું સાધન બની જાય છે.

ચાલો રડવાથી ભૂખ તો મટી ગઈ એવું શીખ્યા કે તરત નવી નવી જુદી જુદી ઇમર્જન્સી ઊભી થતી રહેવાની જ છે. કે જે વ્યક્તિ(માતા) તમારો સ્ટ્રેસ દૂર કરે છે તે ક્યારેક અદ્રશ્ય પણ થઈ જતી હોય છે. કે પડી જવાય તો વાગે છે અને દર્દ થાય છે. દર્દ થાય એટલે cortisol  સ્ત્રાવ થવાનો અને તમે શું કરી શકો? ખાલી રડવાનું કરી શકો,

એટલે સૌ પહેલો અનુભવ માનવજાતનો એ છે કે જો કોઈ તમને સાંભળે નહિ, તો મરી ગયા સમજવાનું, કોઈ સાંભળે નહિ, આપણને કોઈ ધ્યાનમાં  લે નહિ તો બચવું મુશ્કેલ સમજવુ અને એમાથી બચવા રડવું એ માનવ બાળકનો સૌ પહેલો અનુભવ સૌથી પહેલી સર્વાઇવલ ટેક્નિક છે. આ અનુભવ પાયાની પહેલી ઈંટ છે. બાળક આ કોઈ મનન ચિંતન કરીને વિચારતું નથી તે અનુભવ કરે છે શબ્દ વગરની ન્યુરોકેમિકલની ભાષા વડે. એટલે આપણને કોઈ સાંભળે  અને ધ્યાનમાં લે તે જીવનનો આધાર બની જાય છે.

સમય જતા પુખ્ત બનતા જતા cortisol સ્ત્રાવની પ્રતિક્રિયા જાતજાતની ગૂંચવાડાવાળી બનતી જતી જતી હોય છે. પુખ્ત માનવને આંતરિક નિર્બળતા કે અસલામતીનું ભાન સભાનપણે હોતું નથી. આદિમ આંતરિક નિર્બળતા ક્યાંથી આવે છે તે ખબર હોતી નથી. Primal Fragility ની સમજણ મુક્તિદાયક છે

દાખલા તરીકે બાળક ધ્યાન ખેંચવા પહેલું તો રડવાનું કરે. પછી જેમ જેમ મોટું થાય તેમ ધ્યાન ખેંચવા ધમાલ મસ્તી કરે. કોઈ વાર રિસાઈ જાય, ચોપડા ફાડે, કપડા ગંદા કરે, મહેમાન ઘરમાં આવે એટલે એના પ્રત્યે ધ્યાન ઓછું થવાનું સ્વાભાવિક બને તો પેટ ભરેલું હોય છતાં ખાવાનું માંગે, કે ધમાલે ચડી જાય કે સરખી વાત કરવા ના દે. પતિદેવ ઘરમાં આવે કે પત્નીને માથું દુખાવા લાગે. વાસણો પછાડે, બાળકોને વિનાકારણે કે નજીવા કારણે ઝૂડવાનું શરુ થઈ જાય. જાતજાતના અને ભાતભાતના વ્યવહાર નાનામોટા દરેકમાં,  સ્ત્રી પુરુષ દરેકમાં,  વૃદ્ધોમાં પણ જોવા મળશે.

નૅચરલ સિલેકશને માનવબાળને આવું સાવ નાજુક કેમ પેદા કર્યું હશે? માતાના ગર્ભમાં મોટું બ્રેન વિકસ્યું હોય છે. મોટું બ્રેન ધરાવતું અપક્વ શિશુ જલદી બહાર આવી જાય તે ઇચ્છનીય છે. Nervous સિસ્ટમ પૂર્ણ વિકસિત થાય તે પહેલા બાળક જન્મતું હોય છે. આપણી Prematurity ઘણા બધા ફાયદા આપતી હોય છે.

એક તો બાળક ખૂબ નાજુક હોય છે કે જો તે સ્ટ્રૉન્ગ communicator ના હોય તો સર્વાઇવ થાય નહિ. માતા પણ બાળકના સિગ્નલ્સ સમજે નહિ તો એના જીન-DNA  જે એણે બાળકમાં રોપ્યા છે તે બચે નહિ. માનવજાતમાં બેસ્ટ કમ્યુનિકેશન સ્કિલ ખીલી છે તેનું કારણ આ છે. અને સ્ત્રીઓ કેમ વધુ ઇમોશનલ હોય છે તે પણ આના કારણે કે તાજું જન્મેલું બાળક કોઈ ભાષા જાણતું નથી. એના કારણે માતાની જવાબદારી વધી જતી હોય છે. એટલે સ્ત્રીઓ પ્રાઇમરી કેઅર ગિવર હોવાથી એમના બ્રેનના લાગણીઓ દર્શાવતા ભાગ વધુ  સક્રિય બને તે રીતે ઈવૉલ્વ થયેલી હોય છે.

જેને આપણે દિલથી, હૃદયથી વિચારીએ છીએ તેમ કહીએ છીએ તે દિલ એટલે હૃદય નહિ બ્રેનનો ઇમોશન્સ દર્શાવતો ભાગ જ છે. જેની પાસે દિમાગ હોય તેણે સમજી લેવું કે હૃદય એક લોહી ધકેલવાનો પંપ માત્ર છે. ત્યાં કોઈ વિચાર તંત્ર છે જ નહિ.

બીજું આપણે  ખાસ વાતાવરણ માટે પ્રિપ્રોગ્રામ્ડ સર્વાઇવલ ટેક્નિક શીખ્યા વગર જન્મીએ છીએ, એના કારણે બીજા પ્રાણીઓ એમના એરિઅ-ક્ષેત્રફળ બહાર નીકળે તો મૃત્યુ પામતા હોય છે, જ્યાં માનવ જાત ગમે ત્યાં જીવી શકવાની ક્ષમતા મેળવી લેતી હોય છે. ઉત્તર ધ્રુવના આર્ક્ટિક સર્કલમાં પણ ચુચી લોકો રહેતા હોય છે.

પણ આપણે આની ખૂબ મોટી  કિંમત ચૂકવવી પડે છે. આપણે બધું જ શીખવું પડતું હોય છે. બાળક એનો હાથ એના ચહેરા સામે લાવે ત્યારે એને ખબર હોતી નથી કે આ હાથ એની સાથે જોડાયેલો હોય છે, એને અનુભવથી શીખવું પડતું હોય છે કે હાથ એના શરીરનો ભાગ જ છે.

“The bigger a creature’s brain, the longer its childhood”

ઉંદરનું બચ્ચું બે મહિનામાં એના જીવવા પૂરતી સર્વાઇવલ ટેક્નિક શીખી લેતું હોય છે, જે માનવબાળને શીખતા બે દાયકા લાગી જતા હોય છે. માનવ પાસે પુષ્કળ ન્યુરૉન્સ છે માટે એને ખૂબ એનર્જી અને ઑક્સિજન જોઈએ. બાકી સર્વાઇવ થાય નહિ. પણ એના લીધે આપણા પૂર્વજ આધારિત જ્ઞાન પૂરતા આપણે સીમિત રહેતા નથી. આપણા ખુદના અનુભવો વડે પુષ્કળ નૉલેજ મેળવી શકીએ છીએ.

અનુભવો વડે બાળક નવા neural pathways બનાવી શકે છે. બાળક Myelin નામનું  ફૅટી આવરણ ચડાવી ન્યુઅરલ પાથવે બનાવી શકે છે, જેવું કે વિદ્યુત તાર ઉપર ઇન્સ્યુલેશન હોય છે. Myelinated  ન્યુરૉન્સ ખૂબ ઝડપી અને કાર્યક્ષમ હોય છે.

ન્યુબૉર્ન બેબી કરતા બે વર્ષનું બાળક ઓછા ન્યુરૉન્સ વાપરે છે. એના લીધે ઘણી બધી જગ્યાએ ધ્યાન વહેચાવાને બદલે અનુભવો વડે શીખવાનું હોય ત્યાં એક વસ્તુ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકાય. આમ બાળકના નહિ વાપરેલા ન્યુરૉન્સ ક્ષીણ થવા લાગતા જે નવા ન્યુઅરલ પાથવે બનાવ્યા હોય ત્યાં ઇલેક્ટ્રિસિટીનો ફ્લો વધી જતો હોય છે, જે લાભદાયી હોય છે.

બાળક શીખે છે આનંદ અને સુખની ભાવના થકી. બાળકનો તણાવ દૂર થઈ જાય એટલે હૅપી ન્યુરોકેમિકલ સ્ત્રાવ થવા લાગે અને આનંદની લાગણી થવા લાગે. જ્યાં જ્યાં રાહત મળે આનંદ મળે સુખ મળે ત્યાં Dopamine , serotonin અને oxytocin જેવા હૅપી કેમિકલ્સ નવા નવા કનેક્શન બ્રેનમાં કરતા જવાના.

આપણે નવું ન્યુઅરલ નેટવર્ક યુવાનીમાં પણ બનાવી શકવા સક્ષમ હોઈએ છીએ. છતાં બચપણમાં બનાવેલું મૉડલ કાયમ કામ કરતું હોય છે. બચપણની આપણી જરૂરિયાતો મુજબ ગોઠવેલી શીખેલી અપેક્ષાઓ હજુ કાયમ હોય છે. એને બદલવાની ઘણી ઇચ્છા હોય પણ બ્રેન એનો વિરોધ કરતું હોય છે એને નવા ન્યુઅરલ રસ્તા કરતા જે સ્યૂપર હાઈવે બનાવેલો હોય છે તેણે અનુસરવાનું જ ગમતું હોય છે.

કુદરતના બધા ક્રીચરની જેમ આપણે પણ આપણી સર્વાવલ જરૂરિયાતો માટે બહાર ભટકવું પડતું હોય છે. આપણે જે અપેક્ષાઓ ધારણાઓ બાંધી હોય તે જગત કાયમ પૂરી કરે તેવું બનતું નથી હોતું. ઘણીવાર સર્વાઇવલ ખતરામાં પડતું જણાય છે cortisol સ્ત્રાવ વધી જતો હોય છે, અને મદદ માટે આપણે રુદનના નવા પુખ્ત નુસખા શોધી કાઢીએ છીએ. પણ મોટાભાગે કોઈ સાંભળતું હોતું નથી. પત્ની રસોડામાં વાસણો પછાડે છે પણ પતિદેવ છાપામાં માથું નાખીને ચુપચાપ બેઠાં હોય છે. પતિદેવની આવી હરકતો જોઈ પત્ની આંખ આડા કાન કરી દેતી હોય છે, ત્યારે કોઈ નિર્ણય લેતા પહેલા આપણે આપણી આંતરિક નિર્બળતા જાણી લેવી હિતાવહ છે.

રાસાયણિક તત્વજ્ઞાન-૧(Hard Truths About Human Nature)

રાસાયણિક તત્વજ્ઞાન-૧(Hard Truths About Human Nature)

   જીવન એક રાસાયણિક તથ્ય, અદ્ભુત મૅમલ બ્રેન

 આવો જરા મૅમલ બ્રેન વિષે પ્રાથમિક માહિતી મેળવીએ. ઊંડા સંશોધન, બ્રેન વિષે ન્યુઅરૉલજિસ્ટ ઉપર છોડીએ. મૅમલ બ્રેન એટલે દરેક મૅમલ એટલે સસ્તન પ્રાણીઓ પાસે સામાન્યતઃ હોય છે.

 * Limbic સિસ્ટમ, જે દરેક મૅમલ પાસે યૂનીક હોય છે.

 * Medulla અને Cerebellum જે દરેક મૅમલને સરીસર્પ(જમીન પર પેટે ઘસડીને ચાલતું ઠંડા લોહીવાળું પ્રાણી) પાસેથી વારસામાં મળેલું     છે.

 * Small Cortex -દરેક મૅમલમાં એની સાઇઝ જુદી જુદી હોય છે.evolutioncompare

 ખાલી માનવજાતમાં Pre-Frontal Cortex હોય છે. જે મૅમલ બ્રેનમાં સમાવેશ થતું નથી. આપણું મોટું મગજ ખૂબ હોશિયારીપૂર્વક અનેક બાબતોનું પૃથ્થકરણ કરી શકે છે જે નાનું બ્રેન(મૅમલ બ્રેન) કરી શકતું નથી. આપણી જ્ઞાનેન્દ્રિયો જે માહિતી આપતી હોય કે જે અનુભવતી હોય તેના સિવાય કે તેના ઉપર આધાર રાખ્યા  સિવાય પણ માનવજાત પાસે માહિતીનું સર્જન કરવાની  અજોડ ક્ષમતા છે. ટૂંકમાં મોટું મગજ નાના મગજ  કરતા ક્વૉલિટીની દ્રષ્ટીએ જરા જુદું પડી જાય છે.

 ભાષા એક અમૂર્ત વિશિષ્ટ કળા છે. લાર્જ કૉર્ટેક્સને એનું વિશ્લેષણ કરવું પડતું હોય છે. પણ લિમ્બિક સિસ્ટમ કોઈ ભાષા વાપરતું નથી. એટલે લિમ્બિક સિસ્ટમ કૉર્ટેક્સને કોઈ શબ્દોમાં માહિતી આપતું નથી. એ દુનિયાને પ્રતિભાવ આપે છે ન્યુરોકેમિકલ છોડીને. આપણું કૉર્ટેક્સ આ પ્રતિક્રિયાને સમજવા પ્રયત્ન કરતું હોય છે, પણ એની અંદર શું ચાલે તેની ખબર હોતી નથી. આપણું કૉર્ટેક્સ નિરીક્ષણ કરીને શીખતું હોય છે.

 આપણે ન્યુરોકેમિસ્ટ્રિ વિષે જાણતા હોતા નથી. સુખ અને દુખ વિષે વિચારો કર્યા કરતા હોઈએ છીએ. જાતજાતની ફિલૉસફી ગોઠવતા હોઈએ છીએ. છેવટે કશું નાં સૂજે તો સાક્ષીભાવ રાખવાનું વિચારીએ છીએ. અને આવું કહેનાર ‘ગીતા’ મહાન પુસ્તક બની જાય છે. પણ તમે જો આ ન્યુરોકેમિકલ્સની પ્રતિક્રિયા વિષે ધ્યાન કેન્દ્રિત કરશો તો એની ચોક્કસ પૅટર્ન જાણી શકશો. કૉર્ટેક્સ સાથે જોડાયેલી લિમ્બિક સિસ્ટમને સમજવાનું ખુદ કૉર્ટેક્સ માટે સહેલું નથી.

 પ્રાણીઓની બિહેવ્યર વિષે અભ્યાસ કરવાથી મદદ મળી શકે છે. કારણ કે પ્રાણીઓ ખાસ વિચાર કર્યા વગર તેમના ન્યુરોકેમિકલને અનુસરતા હોય છે. પ્રાણીઓની બિહેવ્યર પૅટર્ન ઘણું બધું આપણી લિમ્બિક સિસ્ટમ વિષે શીખવી શકે છે.images=-=-=-

 સૌ પ્રથમ મૅમલ જે ઉત્ક્રાન્તિના ક્રમમાં પેદા થયું હશે તેને તેનું બ્રેન સરીસર્પ(Reptile)પાસેથી વારસામાં મળ્યું હશે. પછી તેમાં નવા ભાગ વિકાસ પામ્યા અને ઉમેરાયા. સરીસર્પ એકલવાયું ક્રીચર છે. જે સામાજિક નિર્ણય લઈ શકે તેવું બ્રેઈન ધરાવતું નથી. આદિમ મૅમલ ગૃપમાં રહેવાથી સમૃદ્ધ થયા. કેમકે સમૂહમાં સલામતી હોય છે. એકલાં રહેતા મૅમલ કરતા સમૂહમાં રહેતા મૅમલનો સર્વાઇવલ રેટ ઊંચો હોય. એકબીજાને સહન કરીને સમૂહમાં રહેવું પડે. અને આમ કરતા એમની વસ્તી વધવાના ચાન્સ પણ વધી જાય.

 આમ નૅચરલ સિલેક્શન ધીમે ધીમે સામાજિક વ્યવહારની આવડત તરફ દોરવા લાગ્યું  અને આમ મૅમલનું બ્રેન સ્ટ્રક્ચર વિકાસ પામવા લાગ્યું. આ રીતે એમાં સમાયા Hypothalamus, Hippocampus,  Amygdala અને બીજા થોડા બીજા ભાગો જે બધું ભેગું થઈને લિમ્બિક સિસ્ટમ બન્યું. આ સ્ટ્રક્ચર ન્યુરોકેમિકલ્સ છોડે જે સામાજિક વ્યવહારને એક ચોક્કસ રૂપ અર્પે છે. દરેક મૅમલ પાસે રેપ્ટાઇલ બ્રેન ઉપર લિમ્બિક સિસ્ટમ હોય છે, જે બીજા જીવ જંતુ પાસે હોતી નથી.

 આ લિમ્બિક સિસ્ટમ એક સ્તનધારી પ્રાણીને બીજા સ્તનધારી પ્રાણીઓ સાથે હકારાત્મક પ્રતિભાવ આપવા સક્ષમ બનાવે છે. એક સરીસર્પ પાસે બીજા સરીસર્પ માટે કોઈ હૂંફાળી લાગણી હોતી નથી. રેપ્ટાઇલની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હંમેશા સંભવિત આક્રમણકારી વિષે સચેત હોય છે, કોઈ સમાજિક જોડાણ માટે નહિ. ખાલી લિમ્બિસિસ્ટમ પાસે એમના જાત ભાઈ માટે સારી ભાવના હોય છે.

 મૅમલ એમના જાતિના દરેક માટે એકસરખી સારી ભાવના ધરાવતા હોતા નથી. તેઓ સામાજિક નિર્ણય લેતા હોય છે. લિમ્બિક સિસ્ટમ અને રેપ્ટાઇલ બ્રેન સંપીને કામ કરતા હોય છે અને મૅમલને દોરવણી આપતા  હોય છે, સામે આવેલ મૅમલ જો હકારાત્મક કેમિકલ સ્ત્રાવ માટે કારણભૂત હોય તો એને આવકારો અને એની સામે જાઓ, અને જે નકારાત્મક કેમિકલ સ્ત્રાવ માટે કારણભૂત બને તેનાથી દૂર રહો. આ એફિશન્ટ ડિઝાઈન મિલ્યસં ઑફ યર્સ થી કામ કરી રહી છે.

 દરેક મૅમલ પાસે કૉર્ટેક્સ છે, પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે. જેટલું કૉર્ટેક્સ નાનું  તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરોકેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું, જે તે બચપણથી શીખ્યું હોય. જેમ કૉર્ટેક્સ મોટું તેમ એના ઑટમૅટિક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોઅર કરેલા અનુભવો લક્ષમાં લઈને અડજસ્ટ કરશે. બસ અહી જ તકલીફ થતી હોય છે.

 આપણાં પિતરાઈ એપ્સ કરતા આપણું કૉર્ટેક્સ ત્રણ ઘણું મોટું હોય છે. અને એપ્સનું કૉર્ટેક્સ સામાન્ય વાનર કરતા ત્રણ ઘણું મોટું હોય છે, અને વાનરનું કૉર્ટેક્સ વળી કૂતરાં કરતા મોટું હોય છે. છતાં શબ્દો વાપર્યા વગર પણ કૂતરાં અને વાનરો એમની જટિલ સામાજિક વ્યવસ્થામાં જીવતા હોય છે. તેઓ ન્યુરોકેમિકલ ઉપર વધુ આધાર રાખતા હોય છે.

 ન્યુરોકેમિકલનાં ઓચિંતા ધક્કા વિષે સામાન્ય પ્રતિક્રિયાનાં બદલે તેના જુદા જુદા વિકલ્પ કૉર્ટેક્સ શોધી કાઢતું હોય છે.  સામાન્ય પ્રતિક્રિયા તો પ્રાણીઓ આપતા જ હોય છે, પણ માનવ પાસે બહુ મોટું વિચારવંત બ્રેન છે જે જાત જાતના વિકલ્પ શોધી કાઢતું હોય છે. દરેક પ્રાણી  પાસે સાવ નાનું તો નાનું પણ કૉર્ટેક્સ હોય છે જે એને આ પ્રતિક્રિયામાં પાછલાં અનુભવો ઉમેરવાનું શીખવતું હોય છે, એના વિકલ્પ શોધવાનું શીખવતું હોય છે. જેમ કૉર્ટેક્સ મોટું તેમ નવા નવા વિકલ્પ શોધવાની ક્ષમતા વધુ. માનવ જાત પાસે ઘણું મોટું કૉર્ટેક્સ હોવાથી તે ઘણા બધા ગહન અને જટિલ વિકલ્પ શોધી કાઢતું હોય છે, અને તેથી લિમ્બિક સિસ્ટમ જે પડદા પાછળ કામ કરતી હોય છે તે ધ્યાનમાં લેતા નથી, દરગુજર કરીએ છીએ.

 આપણાં મેમલિઅન ન્યુરોકેમિકલ્સ બે જાતના હોય છે, Neurotransmitters અને Hormones . ન્યુરોટ્રૅનિઝમટર બ્રેનમાં રહેતા હોય છે અને હૉર્મોન્સ બ્લડમાં ભળી શકતા હોય છે. બંને સાથેજ સંપીને સ્ટેટ્સ અને હેપિનેસ માટે કામ કરતા હોય છે. માટે ન્યુરોકેમિકલ્સ કહીશું તો અસ્થાને નહિ ગણાય.

 માનવ જાતે સદાય માટે એની વર્તણૂક માટે જાત જાતની ફિલૉસફી શોધી કાઢી છે. અને ન્યુરોકેમિકલ્સ અને લિમ્બિક સિસ્ટમને ધ્યાનમાં લીધી નથી. આપણે પદ, પ્રતિષ્ઠા અને સામાજિક મોભો ઇચ્છતા પ્રાણી છીએ તેવું સ્વીકારવાનું આપણી ફિલૉસફીએ શીખવ્યું નથી. આપણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતોમાંથી ઊંચા આવતા જ નથી.

પ્રાણીઓ વચ્ચે માનવ પ્રાણી.

Mesolimbic dopaminergic and serotonergic pathways.
Mesolimbic dopaminergic and serotonergic pathways. (Photo credit: Wikipedia)

પ્રાણીઓ વચ્ચે માનવ પ્રાણી.

મૅમલ(mammal) એટલે સસ્તન પ્રાણીઓના બ્રેન વિષે ઘણું બધું વાંચ્યા પછી આ દુનિયાને જેવી છે તેવી સ્વીકારવામાં મને ખૂબ મદદ મળી છે, પણ એનો એવો અર્થ નથી કે હું આજથી લાંચ લેવાનું શરુ કરી દઉં કે કોઈ માફિયા ટોળીનો સભ્ય બની જાઉં. લોકોના આપખુદ વલણ કે જોહુકમી કરવાની આદત જોઈ મને ખૂબ ગુસ્સો આવતો, પણ હવે થાય છે કે આ લોકો ફક્ત એમની ન્યુરોકેમિસ્ટ્રિને અનુસરે છે. કેમકે દરેક મૅમલને કોઈ ને કોઈ ઉપર સત્તા ચલાવવાનું ગમતું હોય છે.

આ ન્યુરોકેમિસ્ટ્રિ વારસામાં મળેલી છે. દરેક મૅમલ પાસે એક બ્રેન(Brain) સ્ટ્રક્ચર હોય છે જે રસાયણોનો સ્ત્રાવ કરતું હોય છે જેને આપણે માનવો સુખ, આનંદ કે હેપિનેસ તરીકે જાણીએ છીએ તે dopamine, serotonin, oxytocin and endorphins જેવા અનેક ન્યુરોકેમિકલ્સનું પરિણામ હોય છે. કમનસીબે મૅમલ બ્રેન કાયમ આનો સ્ત્રાવ કરી શકતું નથી. પણ સર્વાઇવલ માટે કશું કરીએ ત્યારે એના રિવૉર્ડ તરીકે આ કેમિકલ્સનો સ્ત્રાવ થાય છે અને દરેક મૅમલ સુખની અનુભૂતિ કરતું હોય છે.

મૅમલ્સ સામાજિક છે, સમૂહમાં રહેવા ઈવૉલ્વ થયેલા છે, અને દરેક સમુહને એક નેતાની જરૂર હોય છે. એટલે દરેક સસ્તન પ્રાણીઓનો કોઈ નેતા હોય છે. અને આ રીતે સુખના કારણભૂત રસાયણનાં સ્ત્રાવ માટે સત્તા એક સાધન બની જાય છે. આપણે માનીએ છીએ કે પ્રાણીઓ સુખ દુઃખની લાગણીઓ અનુભવી શકતા નહિ હોય, પણ એવું નથી.

આપણે મનુષ્યો પાસે લિમ્બિક સિસ્ટમ છે જે દરેક પ્રાણી જગત પાસે સામાન્યતઃ છે. એ સિવાય આપણી પાસે મોટું Cortex છે. એ ચોક્કસ છે કે આપણે પશુઓ કરતા થોડા જુદા છીએ. શરીરનાં પ્રમાણમાં સરખાવીએ તો કોઈ પણ પ્રાણી કરતાં આપણી પાસે સૌથી મોટુ બ્રેન છે. આપણી પાસે વિચાર કરી શકે તેવું મોટું બ્રેન છે. અને તેના વડે આપણે ન્યુરોકેમિકલ્સના ધક્કાને રોકી શકીએ છીએ કશું નવી વિચારી શકીએ છીએ. પણ આપણું કૉર્ટેક્સ આપણને સુખી આનંદિત કરી શકતું નથી. કારણ હૅપી કેમિકલ્સ ઉપર તેનો કોઈ કંટ્રોલ નથી. એટલે ગમે તેટલી ફિલૉસફી ફાડીએ આપણે સુખ દુઃખની લાગણીઓ ઉપર કાબૂ કરી શકતા નથી. અને જે કહેતા હોય કે તેઓ કરી શકે છે તે ખોટું છે.

એટલે તમે સતત સુખમાં રહી શકતા નથી તેમ સતત દુઃખમાં રહી શકતા નથી. કારણ આ રસાયણો ઉપર મૅમલ બ્રેનનો કાબૂ છે. મૅમલ બ્રેન પાસેથી જ તમે એને મેળવી શકો છો, અને તે મૅમલ બ્રેન એને વધારાના શક્તિના પુરવઠા તરીકે જ વાપરાતું હોય છે જે સર્વાઇવલ માટે મદદરૂપ થાય.

સર્વાઇવલ આપણે સમજીએ તે નહિ, મૅમલ બ્રેન જે આપણને પ્રાણીઓ પાસેથી લાખો કરોડો વર્ષોના અનુભવો થકી સર્વાવલ ટેક્નિક શીખીને વારસામાં મળેલું છે તે જે સમજે છે તે સમજવું. એટલે ઓચિંતો સર્પ નજીક આવી જાય તો ભલભલાં આત્મજ્ઞાની કૂદી પડતા હોય છે. આપણે જેને માથાની પાછળનામ ભાગે આવેલું નાનુ મગજ કહીએ છીએ તે જ આ મૅમલ બ્રેન કે લિમ્બિક સિસ્ટમ છે.

એટલે જ્યારે તમે નાનામાં નાની બાબતમાં પણ બીજા કોઈથી પોતાને જરા એકાદ ઇંચ પણ ઊંચા સાબિત કરો ત્યારે મૅમલ બ્રેન તેને નોટિસ કરતું હોય છે, અને પ્રતિભાવમાં હૅપી કેમિકલનો સ્ત્રાવ કરતું હોય છે જે તમને સુખ અર્પતું હોય છે. જેમ કે “મેરી શર્ટ તુમ્હારી શર્ટ સે જ્યાદા સફેદ હૈ.” અહી પૈસાનો કોઈ સવાલ નથી. અમીરી, હાઈ-સ્ટૅટસ તો સુખ અર્પે જ છે, પણ બીજાની સરખામણીએ આપણા પોતાના મનમાં કેટલા ઊંચા સાબિત કરીએ તેનો સવાલ છે. એમાં સાવ નગણ્ય ગણાય તેવી બાબતો પણ સામેલ થઈ જાય. પણ એવું કરવામાં ઊંચા સાબિત કરવામાં જીવનું જોખમ આવી ના પડે તે પણ મૅમલ બ્રેન ધ્યાન રાખતું હોય છે. ક્યારે સત્તા ચલાવવી અને ક્યારે સત્તાશાળી સામે સમર્પિત થઈ જવું તે મૅમલ બ્રેન જાણતું હોય છે અને તે અનુભવો પોતાના વારસદારોને જીનમાં આપતું જતું હોય છે.

જ્યારે કોઈ આપણાં ઉપર સત્તા ચલાવી જાય ત્યારે મૅમલ બ્રેન દુઃખી કરતા કેમિકલ્સ છોડતું હોય છે જેનાથી દૂર રહેવા અને એનો ઉપાય કરવા પ્રેરાતા હોઈએ છીએ જેથી સારી લાગણી અનુભવી શકાય. કૈક નવું પ્રાપ્ત કરીએ ત્યારે મૅમલ બ્રેન Dopamine  રિલીસ કરતું હોય છે તેવી રીતે કોઈના ઉપર સત્તા જમાવવાનો ચાન્સ મળી જાય ત્યારે Serotonin સ્ત્રવતું હોય છે, અને જ્યારે કોઈની સાથે લાગણી વડે જોડાઈએ જે ભવિષ્યમાં સર્વાઇવલ માટે જરૂરી છે ત્યારે Oxytocin સ્ત્રવતું હોય છે.

મૅમલ બ્રેન વિષે પહેલા ખાસ કોઈ સંશોધન થયેલું નહોતું. અતિ પ્રાચીન લિમ્બિક સિસ્ટમ વિષે આપણે કશું જાણતા નહોતા. ભારતમાં તો આ વિષે કે બ્રેન વિષે કે મનોવિજ્ઞાન કે ન્યુરોસાયન્સ વિષે કશું સંશોધન થતું નથી. એવી બધી માથાકૂટ કોણ કરે? પશ્ચિમના વૈજ્ઞાનિકો કરશે પછી અપનાવી લેશું અને સાથે સાથે એ ભૌતિકવાદીઓને ગાળો દેતા જઈશું.

આપણે કોઈ એક નેતાને ગાળો દઈએ છીએ, પણ દરેક નેતાને ગાળો પડતી જ હોય છે, ગાંધીજી હોય, જવાહર હોય કે વલ્લભભાઈ એમના સમયમાં એમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ  લોકો વધારે પાવરફુલ નેતાનો કે ગ્રૂપનો સાથ ઇચ્છતા હોય છે જેથી એમની પર્સનલ જરૂરિયાતો સંતોષી શકાય. અને તેવું બને નહિ તો હતાશ નિરાશ થઈ જતા હોય છે, અપસેટ થઈ જતા હોય છે. અને તે ગ્રૂપ છોડી દેતા હોય છે. કોઈના દ્વારા સત્તા ચલાવાય તેવું કોઈને ગમતું નથી, સાથે સાથે ભુલાઈ જતું હોય છે કે તેઓને પણ સત્તા ચલાવવાનું ગમતું જ હોય છે. સવાલ “આપણો સમાજ” નથી, સવાલ છે સુખ અર્પતા રસાયણોનાં સ્ત્રાવની ખોજનો.

હું હંમેશા લો-પ્રોફાઇલ રહ્યો છું, કોઈ મોટું પદ પ્રતિષ્ઠા ઇચ્છતો નથી, કે ડિઝાઇનર કપડા પહેરી કૉક્ટેલ પાર્ટીમાં જતો નથી. પણ હું હૅપી કેમિકલ્સ ઈચ્છું અને અનહૅપી કેમિકલ્સની અવગણના કરું તે સ્વાભાવિક છે. આપણે કાયમ હૅપી કેમિકલ્સનો ધોધ સદા વહે તેવી રીતે ઈવૉલ્વ થયા નથી, તેવી રીતે બન્યા નથી. હૅપી કેમિકલ્સની અવિરત શોધ માનવીને ક્યારેક સેલ્ફ destructive બનાવી દેતી હોય છે. અને વધુ દુખ પામતા હોય છે.

જો આપણે આપણી બ્રેન કેમિસ્ટ્રિ સમજી શકીએ તો દુઃખદાયી ઘટનાઓ નિવારી શકીએ છીએ. માનો કે મારા હૅપી કેમિકલ્સને મૅનેજ કરવાનું શીખી લઉં ,  છતાં મારે આ દુનિયામાં જીવવાનું છે જ્યાં દરેક જણ મૅમલ બ્રેન ધરાવે છે. અને દરેક જણ હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ વધે તેમ ઇચ્છતા જ હોય છે. અને એના માટે જાતજાતના રસ્તા અખત્યાર કરતા હોય છે. અને દુઃખી કેમિકલ્સથી દૂર રહેવા ઇચ્છતા હોય છે. આમ  હું બીજા મૅમલ્સ વચ્ચે  અવશ્યંભાવી, અપરિહાર્ય મૅમલ છું.

मा फ़लेशु कदाचन (Hard Truths About Human Nature)

मा फ़लेशु कदाचन(Hard Truths About Human Nature)

 આપણે માનવો આંબો વાવવા માટે ટેવાયેલા છીએ. એનું ખૂબ કાળજીથી જતન કરીએ છીએ. નિયમિત પાણી દઈએ છીએ. કોઈ પ્રાણી એનો નાશ કરી ના જાય માટે એની આજુબાજુ નાનકડી વાડ બનાવીએ છીએ. આપણને ખબર હોય છે કે એની કેરીઓ ખાવા નથી મળવાની. પશુઓ ખાલી બચ્ચાં પેદા કરવા પૂરતું ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે અને માનવો બાળકોના બાળકોનું પણ જતન કરીએ છીએ. જેથી તેઓ એમની રીતે નવી કેડી કંડારીને એમની રીતે જીવી શકે. આપણે વારસો મૂકતા જઈએ છીએ. કારણ આપણે માનવો છીએ.

વારસામાં આપણે ખાલી બાળકો જ મૂકતા નથી જતા. બીજું ઘણું બધું મૂકતા જઈએ છીએ. વારસામાં ખાલી આપણાં જીન મૂકતા જઈએ તેટલું પૂરતું નથી. પણ એ જેનિસ ખૂબ સારી રીતે ભવિષ્યમાં જીવે તેવું ઘણું બધું મૂકતા જઈએ છીએ. નવા વિચારો, નવી નવી શોધો, નવા નવા આદર્શો, નવી નવી પદ્ધતિઓ ઘણું બધું મૂકતા જઈએ છીએ. ભલે  એના ફળ આપણને ચાખવા ના મળે. આપણો યુનિક અર્ક અસંખ્ય રૂપે જીવતો હોય છે.

          Reproductive સફળતાને મદદરૂપ થાય તેવું કઈ પણ કરીએ ત્યારે Mammalian limbic સિસ્ટમ હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ કરે છે. તમે ભલે reproductive success  માટે  ચિંતિત ના હોવ,  પણ તમારા હૅપી કેમિકલ્સ એની ચિંતા કરતા જ હોય છે. કુદરતનો આભાર માન્યા વગર પશુઓ ફક્ત એમના જેનિસ સર્વાઇવ થાય તેની ચિંતા અભાનપણે કરતા હોય છે. પશુઓ એ જ કરતા હોય જે એમના હૅપી કેમિકલ્સના સ્ત્રાવ માટે કારણભૂત હોય અને દુખ પમાડે તેવાને અવૉઈડ કરતા હોય છે.

              આપણું બ્રેન આપણે વારસામાં શું મૂકતા જઈએ છીએ તેનું અભાનપણે ચિંતા કરતું હોય છે, કારણ તે આપણાં હૅપી કેમિકલ્સનાં સ્ત્રાવ માટે કારણભૂત બનતું હોય છે. જરૂરી નથી કે વારસામાં ધનની મદદ વડે ચણેલી કોઈ મોટી ઇમારત મૂકતા જવું, કે પૌત્રપૌત્રાદીને કોઈ વાનગીની રૅસિપિ શીખવતા જવું. વારસામાં એક જ્ઞાનનું બીજ રોપતા જવું જે કાલક્રમે ફૂટીને વૃક્ષ બની જશે તેવો વિશ્વાસ હોવો જરૂરી છે.

એક વૈચારિક આંબો રોપતા જવું ભલે એની કેરીઓ ચાખવા પોતાને કદી મળે નહિ. બહુ અઘરું છે આવું કરવું, પણ વિચારો આજે આપણે ઘણું સારું જીવન જીવી રહ્યા છીએ કે ખૂબ સારા ફળ પ્રાપ્ત કરી રહ્યા છે કે એના બીજ આપણાં પૂર્વજોએ વાવેલા છે, જેઓ એના છોડ પર ખીલેલા સુંદર ફૂલ જોવા આજે જીવતા નથી.

Gregor mendel જિનેટિક્સનાં શોધક, એમના મૃત્યુના ૨૦ વર્ષ પછી એમની પોતે પબ્લિશ કરેલી સંશોધન બુક ઉપર વૈજ્ઞાનિકોનું ધ્યાન ગયું હતું. અને આજે ત્યાર પછીના વૈજ્ઞાનિકોએ જિનેટિક ને એક મહાવૃક્ષ રૂપે વિકસાવી દીધું છે. લગભગ મોટાભાગના લોકો એમના વાવેલા વૃક્ષોનાં ફળ ચાખ્યા વગર મૃત્યુ પામતા હોય છે.  ક્રિસ્ટોફર કોલંબસને મરતાં સુધી ખબર નહોતી એણે કોઈ ખંડ શોધી કાઢ્યો છે. વિન્સેન્ટ વાન્ગૉંગ અમૂલ્ય ચિત્રો મૂકતો ગયેલો એક પણ સેન્ટ કમાયા વગર. તિલક અને ગોખલે જેવા અનેક સ્વતંત્રતા માટે લડેલા સેનાનીઓ લાલ કિલ્લા ઉપર લહેરાતો તિરંગો જોવા જીવ્યા નહોતા.

આશરે ૬૦૦ વર્ષ પહેલા જૂનાગઢના ઉચ્ચ ગણાતા બ્રાહ્મણ નાગરી નાતના નરસિંહ મહેતાએ અસ્પૃશ્યતા નિવારણ માટેનું એક નાનકડું બીજ હરીજનવાસમાં ભજન ગાઈને રોપેલું.  એના ૫૦૦ વર્ષ પછી પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી નામના વણિકે એને ખૂબ પાણી પાયું. અને આજે ? જો લોકો એવું વિચારે કે હું જે વાવું તેના ફળ મને આજે જ ચાખવા મળવા જોઈએ, બાકી વાવું નહિ, તો આજે આપણે જે નવી દુનિયા જોઈ રહ્યા છીએ તે હોય નહિ.

૨૫૦૦ વર્ષ પહેલા ભારતે દુનિયાને લોકશાહીનો આદર્શ એક બીજ રૂપે આપેલો. આજે લગભગ થોડાક દેશો બાદ કરતા બધે લોકશાહી ચાલે છે. આજે આકાશે આંબતી ઈમારતો જોઈએ છીએ એનું કારણ છે ઈસુના ૩૩૦૦ વર્ષ પહેલા શૂન્યની શોધ પહેલા ભૂમિતિનું જ્ઞાન હરપ્પન લોકોને હતું.

ચાખવાનો આનંદ માણ્યાં વગર સુંદર ફળ  ઊતરશે જ એવી દ્રષ્ટિ કેળવતા નવું નવું વાવેતર કરતા જવું એનું નામ જીવન. ઘણીવાર નિરાશા ઊપજતી હોય છે કે દુનિયા તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળતો હોતો નથી. કે દુનિયા અને લોકો આપણાં કરેલા કામને કે વાવેતરને નજર અંદાજ કરતી હોય છે, ધ્યાનમાં લેતી નથી. અહી જ શ્રી કૃષ્ણે કહ્યું છે કે નિષ્કામ ભાવે કર્મ કરે રાખ કે અનાસક્ત થઈને કામ કરે રાખ. કારણ તમે દુનિયાને કંટ્રોલ કરી ના શકો. છતાં પ્રમાણિક બનીને કહું કે નિરાશા તો થાય જ છે કે ફિલૉસફી પુસ્તકોમાં સારી લાગતી હોય છે.

પશુઓ એમના જીનને જીવતા રાખવા માટે ખૂબ જહેમત ઉઠાવતા હોય છે, પણ અચેતન રૂપે. તેઓ સભાનપણે જાણતાં નથી હોતા છતાં જહેમત કરે રાખતા હોય છે, જીવ સટોસટની લડાઈ લડે રાખતા હોય છે. બસ એમના હૅપી કેમિકલ્સ સ્ત્રવે તેવું કરે રાખવું અને દુઃખ પમાડે તેવા રસાયણ સ્ત્રવે તેને અવૉઇડ કરવું. એમની પાસે પૂરતા ન્યુરૉન્સ હોતા નથી કે ભવિષ્યની કલ્પના કરે. તેઓ જાણતા હોત નથી કે એમના વગર પણ દુનિયા એક દિવસ ચાલવાની જ છે. આપણે માનવો પાસે પુષ્કળ ન્યુરૉન્સ છે,  ભવિષ્યની કલ્પના છે. આપણને આપણી મરણશીલતાનું  મહાભારે બોજરૂપ જ્ઞાન છે.

 આપણું cortex આપણાં પોતાના મૃત્યુની એક અમૂર્ત છબી ઉપજાવી શકે છે,  જે આપણા સર્વાઇવલ કેન્દ્રિત reptile બ્રેનની બહાર જઈને આપણને દિવસના જીવંત અજવાળાથી પણ ડરાવે છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે દ્રાક્ષ ખાટી છે છોડો, ઘણીવાર વિચારીએ છીએ કે દુનિયા ગઈ ભાડમાં આપણે શું ? અને ઘણીવાર આપણે દુનિયાને બદલી નાખીએ તેવો અહંકાર લઈને દોડીએ છીએ. દુનિયા એક વહેતો મહાસાગર છે, આપણે એને સ્થિર કરીને આપણી એક છાપ એના ઉપર મારવા ઇચ્છીએ છીએ. પણ એવું થતું નથી. આખી દુનિયા તમે બદલી શકો નહી.

પશુઓ શું કરે છે એમનો વારસો બચાવવા ? એક પછી એક પડકાર ઝીલીને પાર ઊતરે છે અચેતનરૂપે, અભાનપણે. આપણે સર્વાઇવલ માટેના પડકારો સર્જનાત્મક રીતે જીતી શકીએ. આપણે નવી નવી સર્જનાત્મક સર્વાઇવલ સ્કિલ વારસામાં મૂકી જઈ શકીએ છીએ  અને એ રીતે દુનિયા ઉપર એક સિક્કો મારી શકીએ. એક નવો વિચાર, એક નવો આદર્શ, એક નવું સંશોધન, એક નવું વિજ્ઞાન, એક નવું બીજ રોપી શકીએ. જેના ફળ આપણાં વારસદારોને ચાખવા મળે. અને એ રીતે આપણાં જેનિસ જીવતા રહે.  વૈજ્ઞાનિકોનું નવું સંશોધન કહે છે કે આપણે આપણાં અનુભવોમાંથી કેળવેલા વિશિષ્ટ ગુણ,  વિશિષ્ટ લક્ષણ,  લાક્ષણિકતા,  ખાસિયત આપણાં વારસદારોમાં જેનિસ દ્વારા મોકલી શકીએ છીએ. પશુઓ એમના જેનિસ ફેલાવવા માટે ખૂબ મથતાં હોય છે સાથે સાથે એમના જીવનના અનુભવો એમના વારસોમાં દાખલ કરતા હોય છે. આપણાં અનન્ય અનોખાં જીવનનાં અજોડ અનુભવો દ્વારા ઘડાયેલા અનુપમ જેનિસનું ફળ એટલે આપણો વારસો.

 

સતત સુખ પામવાની ચિંતામાં દુખી થયા કરવું ? Hard Truths About Human Nature.

સતત સુખ પામવાની ચિંતામાં દુઃખી થયા કરવું   ???

English: Modified version of Dopamineserotonin...
English: Modified version of Dopamineserotonin.gif. (Photo credit: Wikipedia)

 આપણે કાયમ સુખી રહેવા ઇચ્છતા હોઈએ છીએ.પણ તે શક્ય નથી. હર્ષ અને શોકની લાગણી વારાફરતી આવતી જતી હોય છે.એટલે ડાહ્યાં માનવોએ સુખ અને દુખને એક સિક્કાની બે બાજુ ગણાવ્યા છે. હવે હૅપી કેમિકલ વિષે આપણે જાણી ચૂક્યાં છીએ. આ રસાયણો સતત સ્ત્રવે નહિ. એક સમયે એનો ડૉસ ટોચ ઉપર પહોચી જાય તો એકદમ ઉલ્લાસ ઉલ્લાસ જણાય છે, પણ તરત જ આ રસાયણ એની નૉર્મલ ગતિ તરફ પ્રયાણ કરતું હોય છે. બસ ત્યાં તકલીફ શરુ થઈ જાય છે. બ્રેન વિચારવા લાગે કે કશું ખોટું થયું છે. સુખની ચરમસીમા કાયમ ટકતી નથી. આમ તો પરિસ્થિતિ સામાન્ય જ હોય છે. પણ એકવાર મોટો ડૉસ આનંદનો મળી જાય તો સામાન્ય ડૉસ ઓછો લાગે તેવું છે.

ગોળ ખાધા પછી ચા પીએ તો મોળી લાગે છે. એ જ ચા રોજ મીઠ્ઠી લગતી હોય છે. એમાં શુગરનું પ્રમાણ રોજના જેટલું સરખું હોય છતાં ગોળ ખાધા પછી ફિક્કી લાગશે. બસ આવું જ આપણને લાગતું હોય છે. કોઈ મિત્ર ઘણા દિવસે મળવા આવે તો હર્ષ અને ઉલ્લાસથી મન આનંદિત થઈ જાય છે, પણ એ ગયા પછી એક બેચેની, એક ઉદાસી છવાઈ જતી હોય છે, દુખી થઈ જવાતું હોય છે. કેમ ? ઑક્સિટોસિન લેવલ જે હાઈ થયું હોય તે નૉર્મલ થઈ જતા આવું બનતું હોય છે.

ન્યુરોકેમિકલ્સ કાયમ ટોચ ઉપર રહે નહિ. એમાં ચડાવ ઉતાર આવતો હોય છે. આવા સમયે નકારાત્મક વિચારો કરવાને બદલે સમજવું જોઈએ કે કેમિકલ્સ એની નૉર્મલ સ્થિતિએ પહોચી ગયું છે જે જરૂરનું છે, નહી તો ઇમર્જન્સી વખતે કામ શું લાગશે ? હવે તો મારા વાચક ને ખબર છે કે  dopamine,  serotonin,  endorphins,  oxytocin  જુદી જુદી જાતની  happiness  અર્પતા હોય છે.

કોઈ રેસ, હરીફાઈ કે કોઈ કામ પત્યા પછી આપણને થોડું ખરાબ લાગણી થતી હોય છે, કોઈ ઉદાસી છવાઈ જતી હોય છે. પછી એના કારણો શોધવા ઊંડા ઊતરી જતા હોઈએ છીએ.કે ભાઈ બરોબર દોડી શક્યા નહિ. કે ઇનામ મળ્યું નહિ. કે રમતની પસંદગી ખોટી થઈ ગઈ, કે પછી કામ કર્યું પણ સમાજે કે લોકોએ એનો આભાર માન્યો નહિ. કે લેખ તો નવો ખૂબ જહેમત કરીને મૂક્યો પણ મિત્રોએ જોઈએ તેવા પ્રતિભાવ આપ્યા નહિ.

માનો કે રમત જીતી ગયા છતાં dopamine નું સ્તર છેક ટોચ ઉપર પહોચેલું જેણે ખૂબ આનંદ આપ્યો તે ત્યાં કાયમ તો રહેવાનું નથી. એટલે જીત્યા પછી પણ ઉદાસી તો આવવાની જ. અને ભલે આ નેગેટિવ લાગણીની ઉપેક્ષા કરો, પણ ઠંડી ઉદાસી થોડું દુખ તો રેવાનું જ કે પેલું ગોળ ખાધા પછી ચા ફિક્કી લાગે તેમ. તો જે સારી ખોટી લાગણી પેદા થાય તે કેમ થઈ એની ચિંતા કર્યા વગર એને સ્વીકારી લેવી તે જ ઉત્તમ ઉપાય જેથી ફરી પાછું dopamine તેની તીક્ષ્ણ ધાર બતાવી શકે. આનું લેવલ ઊંચું રાખવાની મથામણમાં ચિમ્પૅન્ઝી સમય બરબાદ કરતી આખો દિવસ ઉધઈ ખોતરીને ખાવાની ચેષ્ટા કર્યા કરતા હોય છે.

કોઈ રમત રમતી વખતે પગ મચકોડાઈ ગયો, પણ ચાલુ રમતે એનો અહેસાસ નહિ થાય, કેમ? Endorphin હાજર છે. પણ રમત પૂરી થયા પછી દુખાવો શરુ થવાનો ત્યારે થશે કે પગ મચકોડાયો ત્યારે કેમ કશું થયું નહિ ? બસ દુઃખી થઈ જવાનાં એક તો શારીરિક પીડા અને ઉપરથી માનસિક.

કોઈ સામૂહિક કામ લઈને બેઠાં હોઈએ, કોઈ સમાજનું કે જ્યાં એક માણસનું કામ ના હોય ટીમ વર્કની જરૂર પડે. એકબીજાના વિશ્વાસે કામ ચાલતું હોય ત્યાં કોઈ સાથી આડો ફાટે કે જરા વિરોધ વ્યક્ત કરે કે કોઈ ખુલાસો પૂછે તો એવું થશે કે કોનો વિશ્વાસ રાખવાનો ? દુઃખી દુઃખી થઈ જવાતું હોય છે. Oxytocin લેવલ અહી જરા ઓછું થઈ જતું હોય છે. આનું લેવલ કાયમ ઊંચું રાખવાની મથામણ દુખ નોતરતી હોય છે. આનું લેવલ જાળવી રાખવા વાનરો એકબીજાના વાળ સતત ફંફોસ્યા કરતા હોય છે.

કોઈ પરિષદના મુખ્ય મહેમાન હોઈએ ભાષણ વગેરે કે ઉદ્ઘાટન વિધિ પતિ ગયા પછી થોડી વાર એક અજંપો છવાઈ જતો હોય છે. Serotonin લેવલ નૉર્મલ થઈ જતા આવું થતું હોય છે. આનું લેવલ સતત ઊંચું રાખવાની મથામણ કરતા ચિમ્પ બુમો પાડતા ચિચિયારીઓ પાડતાં હોય છે અને બીજા સાથીદારોને મારતા હોય છે.

આપણું Cortex જાણતું નથી હોતું કે કેમ સુખ અર્પતા રસાયણો એકદમ ઓછા થઈ ગયા ? લિમ્બિક સિસ્ટમ જે આ ન્યુરોકેમિસ્ટ્રીને કંટ્રોલ કરતી હોય છે તે આપણને પ્રાચીન મૅમલ્સ તરફથી વારસામાં મળેલી છે જે કોઈ શબ્દોની ભાષા જાણતી નથી. એને તો એક સીધી સાદી રીત આવડે છે કે સર્વાઇવ માટે સારું હોય ઉપયોગી હોય ત્યારે હૅપી કેમિકલ્સ છોડો અને સર્વાઇવ માટે ખરાબ હોય ખતરો હોય ત્યારે અનહૅપી કેમિકલ્સ છોડો.

હવે સર્વાઇવલ માટેની પરિભાષા લિમ્બિક સિસ્ટમ માટે અને cortex  માટે અલગ અલગ હોય છે. કારણ cortex  શીખે છે આપણાં અનુભવો ઉપરથી જ્યારે લિમ્બિક સિસ્ટમ આપણાં પૂર્વજો કે જેઓ પ્રાણીઓ હતા તેમને જે જરૂર લાગી હોય તેના સંદર્ભમાં તૈયાર થયેલી અને વારસામાં મળેલી હોય છે. કૉર્ટેક્સમાં વાયરિંગ બચપણથી થયેલું હોય છે. માટે જ્યારે કોઈ નવો અનુભવ થાય છે છતાં આપણે કશું શીખતા નથી.અને એના દોરવાયા દોરવાઈ જઈને પછી વિમાસણ અને નિરાશામાં ઘેરાઈ જઈએ છીએ. સિવાય કે નવું વાયરિંગ કરીને નવો ન્યુઅરલ રાજમાર્ગ બનાવીએ.

એટલે સતત સફળતા તો મળે નહિ. બધાને કાયમ નંબર વન ઉપર પહોચવું હોય પણ પહોચવાનો તો એક જ. એટલે નિષ્ફળતા મળે એટલે દુખી થઈ જવાના. ત્યારે ઍડીસનનું વાક્ય યાદ કરવું કે  “I have not failed. I’ve just found 10,000 ways that won’t work.”

 

 

 

સુખ દુખ મનમાં ના આણીએ રે ઘટ સાથે ઘડિયા રે.Hard Truths About Human Nature.

સુખ દુખ મનમાં ના આણીએ રે ઘટ સાથે ઘડિયા રેuntitled-=-=-=-

માનવ શરીર અદ્ભુત રસાયણોનું એક સંયોજન છે. આ હાલતા ચાલતા રસાયણોના સુંદર સરોવરમાં આત્મા કઈ બાજુ વિચરતો હશે તે ખબર નથી.  હવેના નવા આધુનિક ફિલૉસફર કોઈ ધર્મ ગુરુની જગ્યાએ બાયોલોજિસ્ટ, સાઇકૉલાજિસ્ટ અને ન્યુઅરોલોજિસ્ટ હોય છે.આ લોકોના કહેવા પ્રમાણે બ્રેન જ આત્મા છે. ચાર્વાકનાં દિવસો પાછાં આવશે.

 સુખ દુખની લાગણી પણ બ્રેન કેવાં રસાયણો છોડે છે તેના ઉપર આધારિત છે.

Endorphin happiness: – શારીરિક ક્ષતિ સમયે આ રસાયણ લેપનું કામ કરે છે. પ્રિડેટરથી બચવા ઈજા થઈ હોય છતાં ભાગવું પડતું હોય છે. તે સમયે આ રસાયણ ઈજાનો અહેસાસ કરવા દેતું નથી, અને ભાગેલા પગે પણ તમે દોડી શકો છો.પણ સતત એનો સ્ત્રાવ યોગ્ય નથી. બાકી તમને ઈજાનો અહેસાસ થાય જ નહી તો એની સારવાર કરો નહિ. માટે ઇમર્જન્સી માટે આ રસાયણ ઉપલબ્ધ હોય તે જ સારું. જો બ્રેન સતત આને છોડ્યા કરે તો તમે ભાગેલા પગે દોડ્યા જ કરવાના, પછી સાવ ભાગી પડવાના, થઈ જવાના મૃત્યુને હવાલે.  

“endorphin high ” વિષે સાંભળ્યું હશે. એન્ડોરફીન નળ ખોલોને આનંદ મેળવો, પણ એન્ડોરફીન શા માટે ઉત્ક્રાંતિ પામ્યું છે તે સમજી લઈએ તો ખ્યાલ આવશે કે એન્ડોરફીન હાઈ જીવન માટે કાયમ વાસ્તવિક નથી. એન્ડોરફીન દુઃખાવાને બ્લૉક કરે છે. પેએન ના થાય તે રણકાર સારો છે, પણ કાયમ જો એન્ડોરફીન હાઈ રહે તો  સળગતા સ્ટવ ઉપરથી તમે હાથ હટાવશો ક્યારે? તમે ભાંગેલા પગે ચાલ્યાં કરશો. લાંબા સમયે સ્થિતિ ખરાબ થવાની. જ્યારે સર્વાઇવલ માટે ત્વરિત ગંભીર સ્થિતિ ઊભી થાય ત્યારે જ ભાગ્યેજ એન્ડોરફીન રિલીસ થતું હોય છે.

દાખલા તરીકે મૅમલ પર કોઈ હુમલો કરે તેવા સમયે એના ઘાને પંપાળવા ઊભું રહે તો માર્યું જાય, માટે ઘાનો દુઃખાવો એન્ડોરફીન રિલીસ કરે તો ઘા હોવા છતાં, પગ ભાંગેલો કે ઈજા ગ્રસ્ત હોવા છતાં ભાગી જવામાં આવે. હવે ભાગવામાં સફળ થઈ ગયા કે એન્ડોરફીન ગાયબ અને દુઃખાવો શરુ. હવે દુઃખાવો જરૂરી છે કેમ કે થયેલ ઈજા માટે હવે ધ્યાન આપવું પડશે. હવે દુઃખાવાને ઇગ્નોર  કરવો સર્વાઇવલ માટે નુકશાન છે. અને સર્વાઇવલ થયેલા જ એમના જીન પાસ કરી શકે છે. ભયજનક પરિસ્થિતિમાંથી ભાગી છૂટવા માટે એન્ડોરફીન સિસ્ટમ વિકસેલી છે નહિ કે એમાં કાયમ હાઈપર રહેવા.

હ્યુમન બ્રેન શારીરિક પેએન સિગ્નલ મળતા એન્ડોરફીન મુક્ત કરે છે. પણ જાતે જ ઈજા કરીને એન્ડોરફીન અનુભવવું લાંબા સમયે ફાયદાકારક નથી. દોડવીર માટે જો યોગ્ય પ્રમાણમાં દોડે તો પૂરતો દુઃખાવો એન્ડોરફીન સ્ત્રાવ માટે પૂરતો હોય છે, પણ એટલો બધો ના હોય કે શરીરને ઈજા પહોચે. એન્ડોરફીન સ્ત્રાવ માટે સલામત રસ્તા ભાગ્યેજ હોય છે. વધારે પડતા ઉપવાસ, ભૂખે મરવું, શરીરને ઈજા પહોચાડવી, અમુક ધાર્મિક જુલૂસ વખતે શરીરને જાત જાતની રીતે ઈજા પહોચાડવામાં આવતી હોય છે, આમ અનેક પ્રકારે લોકો euphoria અનુભવતા હોય છે.

એન્ડોરફીન ઇમોશનલ પેએન વખતે મુક્ત થતા નથી. કોઈનું હૃદય પ્રેમમાં નિષ્ફળતા મળતા ભાગી પડે તો એન્ડોરફીન મુક્ત થાય નહિ. દુઃખાવો એક જાતની માહિતી છે કે શરીરમાં ગરબડ છે હવે એને સુધારો. આમ દુખાવામાંથી દરેક વખતે શીખવાનું છે, એને અવગણવાને બદલે. આમ euphoria લલચાવે છે. અફીણ અને એમાંથી બનતાં ડ્રગ રાસાયણિક રીતે એન્ડોરફીન જેવા છે. ઇમોશનલ પેએન માટે દરેક કલ્ચરમાં આવા ડ્રગ લેવાતા હોવાનું સામાન્ય છે.

દુઃખાવો, દર્દ બ્રેનનું અદ્ભુત નજરાણું છે. ભયજનક સ્થિતિમાં જાગૃત કરે છે. દર્દ મૂળભૂત પાયો છે સર્વાવલ માટેનો. મૅમલ પ્રાણીઓ કરતા પહેલા સરીસર્પે વિકસાવેલ અદ્ભુત પૅટર્ન છે. દર્દ ઉપર ધ્યાન આપીને એને સમજીને દૂર કરવાનું છે નહી કે એના ઉપર સુખનો લેપ લગાવીને ભૂલવાનું.

કાચિંડો ઠંડા લોહીનું પ્રાણી છે. તડકામાં પડી રહેલો જોઈને લાગે કે ભાઈ આનંદમાં છે. પણ એવું નથી, અહી તો ખતરો છે કોઈ હુમલાખોરનો. ભાઈ ખડક નીચે હોય તો હાઇપથર્મિઅ વડે મરી જાય. માટે ઠંડી લાગે પેએન થાય ભાઈ તડકામાં આવે છે, અને દર્દ દૂર થાય કે પાછાં ખડક નીચે છુપાઈ જવાના. લો બૉડિ ટેમ્પરેચર કાચિંડામાં ન્યુરો કેમિકલ મુક્ત  કરે છે જે હ્યુમન માટે દર્દનું કારણ હોય છે. આ દર્દ દૂર ના થાય ત્યાં સુધી કાચિંડો તડકો ખાય છે.

આપણાં સરીસર્પ પૂર્વજો પાસેથી દરેક મૅમલે આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મેળવેલી છે. રેપ્ટાઈલ પાસે હેપીનેસ અનુભવ કરવાની શક્તિ હોતી નથી. ફક્ત પેએન વખતે આખું શરીર હટાવી લેવું તે જાણતું હોય છે. સરીસર્પ ગ્રેટ સર્વાઇવર છે, કેમકે પેએન અવૉઇડ કરવાનું એમનું બ્રેન બખૂબી જાણે છે. દર્દમાંથી મુક્ત થયા પછી તેઓ કોઈ સુખ અનુભવતા નથી, બસ દર્દ પહેલાની સ્થિતિમાં પાછાં ફરી જાય છે. ડેન્જર સ્થિતિમાં કાચિંડો કે મગર કદી હતાશ થતા નથી કે આ દુનિયાને શું થયું છે, તેમની પાસે પૂરતાં ન્યુરૉન્સ નથી આવું બધું વિચારવા માટે.

માનવ પાસે પુષ્કળ ન્યુરૉન્સ છે. સંભવિત, કાલ્પનિક  દર્દ ઊભું કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સામાજિક અપેક્ષાભંગ સમયે આપણે લાગણીઓના દર્દ ઉભા કરીએ છીએ, જાણે સર્વાઇવલ માટે ખતરો. એન્ડોરફીન એમાં કોઈ રાહત આપે નહિ.

એન્ડોરફીન સુખાનુબોધ પામવા માટે પોતાના શરીરને પીડા આપનારા સ્વપીડક લોકો દુનિયાના દરેક ખૂણે, દેશ, વિદેશમાં મળી આવશે. કોઈપણ જાતી હોય કે કોઈ પણ ધર્મ પાળતા હોય સ્વપીડન સુખાનુબોધ પામનારા મળી આવશે. શરીરને કષ્ટ આપવાનાં જાતજાતના નુસખા શોધી કાઢશે. કોઈ ધર્મના નામે તો કોઈ રિવાજના નામે, કોઈ ફૅશનના નામે. ખડેશ્વરી બાબા બેસવાનું નામ નહિ લે, ભલે પગ સૂજીને થાંભલો થઈ ગયા હોય. કોઈ શરીરને ચાબુક ફટકારશે, કોઈ અતિ આકરાં ઉપવાસ કરશે. કોઈ ભાદરવા પૂનમે સેંકડો માઈલ ચાલીને અંબાજી જશે, તો કોઈ ગિરનારની પ્રદક્ષિણા કરશે, કોઈ પાવાગઢ ઉપર ચડશે. કોઈ ધાર્મિક જુલૂસ વખતે શરીરને મારી મારીને લોહીલુહાણ કરી નાખશે.

નકલી એન્ડોરફીન સુખાનુબોધ પામવા માટે સતત તંબાકુ મોઢામાં ભરી નાખનારા પણ હોય છે. કોકેન, હેરોઈન, અફીણ અને તેની બનાવટો નકલી એન્ડોરફીન આનંદ આપતા હોય છે. ગાંજો ચરસ પીને ભગવાન જોડે તાર મેળવી બેસી રહેનારા પણ હોય છે.

Dopamine happiness: – જ્યારે તમે કોઈ નક્કી કરેલા ધ્યેયની પ્રાપ્ત થવાની અણી ઉપર પહોચી જાઓ ત્યારે બ્રેન આ રસાયણ છોડે છે જે તમને ખૂબ આનંદ સાથે ધ્યેયની ફિનિશ લાઈન પસાર કરવા એક્સ્ટ્રા એનર્જી અર્પે છે. આ એક રિઝર્વ ટાંકી છે શક્તિની.જે અણીના સમયે કામ લાગે છે. જો સતત આ રસાયણ છૂટ્યા કરે તો અણીના સમયે ગરબડ થઈ જાય. એટલે મહત્વના ધ્યેય પ્રાપ્તિ માટે આ રસાયણ છેલ્લા સમયે ઉપલબ્ધ ત્થાય તે જ સારું.

રમત જગતમાં દોડવીરો ફિનિશ લાઈન આવતા છેલ્લું જોર લગાવતા હોય છે. એક દાખલો યાદ આવે છે ફ્લાઈંગ શીખ મિલ્ખાસિંઘ ઑલિમ્પિકમાં ૪૦૦ મીટરની દોડમાં ભાગ લઈ રહ્યા હતા. ૩૦૦ મીટર સુધી તેઓ સૌથી આગળ હતા. એક ભૂલ થઈ ગઈ, એમણે પાછળ વળીને જોયું તો બાકીના બધા હરીફો  ખૂબ પાછળ હતા. બસ ખુશ થઈ ગયા હવે મને કોઈ પાછળ પાડી નહિ શકે, હવે ફક્ત ૧૦૦ મીટર જ બાકી રહ્યું હતું. બસ મારું માનવું છે કે Dopamine સ્ત્રાવ વહેલો થઈ ગયો હશે. છેલ્લા ૧૦૦ મીટરમાં તે ધીમાં પડી ગયા ખૂબ જોર લગાવ્યું પણ ફક્ત ૧૦૦ મીટરમાંબીજા લોકો આગળ નીકળી ગયા અને તેઓ ચોથા નંબરે આવ્યા. ફરી કદી ઑલિમ્પિક જીતી શક્યા નહિ.

Oxytocin happiness: – આપણી આસપાસના લોકો ઉપર વિશ્વાસ આવતો જાય ત્યારે આ રસાયણ સ્ત્રવે છે. એક માતા બાળકને સ્તનપાન કરાવે ત્યારે બંને Oxytocin વડે મળતા આનંદથી ભરાઈ જતા હોય છે. બંને વચ્ચે એક આત્મીય સંબંધ રચાય છે. જ્યારે સમાન વિચારસરણી ધરાવતા માનવો એકબીજાને મળે છે ત્યારે જે આનંદ અને તૃપ્તિ મળે છે તેનું કારણ આ રસાયણ છે. કોઈ વહાલાનો સંદેશો મળે છે અને મન જે આનંદની અનુભૂતિથી ભરાઈ જાય છે તે આ રસાયણ છે. કોઈ વહાલી વ્યક્તિ ઘરે આવે આવે ને હરખપદુડા થઈ મન નાચી ઊઠે છે તેનું કારણ આ રસાયણ છે. પણ તમે સતત આ આનંદ અનુભવી ના શકો કારણ બધા વિશ્વાસ કરવા લાયક હોતા નથી. બધા ઉપર વિશ્વાસ મૂકવો સર્વાઇવલ માટે ખતરનાક છે.

Serotonin happiness: – જ્યારે તમને પોતાની જાતનું મહત્વ લાગે ત્યારે જે આનંદ મળતો હોય છે તે આ રસાયણનું કારણ છે. જ્યારે તમે પોતાની જાતને સર્વોપરી સમજો ત્યારે ખૂબ આનંદ મળતો હોય છે. આ સુખની લાગણી માટે મૅમલ કાયમ પ્રયત્ન કરતા હોય છે. Mammals વર્ચસ્વ ઇચ્છતા હોય છે કે Serotonin નો સ્ત્રાવ બહુ આનંદ પમાડતો હોય છે. Dominant પ્રાણીઓ વધુ ખોરાક મેળવી શકતા હોય છે જે એમની શારીરિક ક્ષમતા અને મજબૂતાઈ વધારે છે. એનાથી દુશ્મનોને અને હરીફોને ભગાડી મૂકી સેક્સમાં સફળતા મેળવી એમને એમના DNA જીવતા રાખવા માટે મદદકર્તા બનતી હોય છે.

Dominant માદા પણ એક્સ્ટ્રા ખોરાક મેળવી શકતી હોય છે. જે એના બચ્ચા માટે પોષણક્ષમ ખોરાકની વ્યવસ્થા હોય છે. એ હુમલાખોરને ભગાડી શકે છે. એની પાછળ ફરતા અનેક નરથી દૂર ભાગીને મજબૂત નરો વચ્ચે લડાઈ પછી જે જીતે તેના મજબૂત જીન મેળવી શકે છે.

સર્વોપરિતા ખાલી સેક્સ પૂરતી હોતી નથી, તે સર્વાવલનો એક ઉપાય છે, અને સેક્સ પણ સર્વાવલનું એક અગત્યનું પાસું છે. પણ સર્વોપરી બનવાના પ્રયત્નમાં બાધા આવે તો અને એમાં ઈજા થવાનો ભય જણાય તો આ રસાયણ છૂટવાનું ઓછું થઈ જાય છે. બ્રેન સતત આનું સંચાલન કરતું હોય છે કે સુપિરિઅર બનવામાં કોઈ જોખમ તો નથી ને?

દરેક રસાયણ ખુશી આનંદ આપતું  હોય છે. એનાથી ભવિષ્યમાં સુખ મેળવાની ચાવી પ્રાપ્ત થતી હોય છે. દરેક રસાયણ એનું કામ કરતું નિષ્ઠા પૂર્વક કરતું હોય છે. જે તમને પ્રોત્સાહિત કરતું હોય છે, જેના વડે તમારા DNA  જીવતા રાખીશ શકો છો. એક સસ્તન પ્રાણીને કોઈ વૃક્ષ ઉપરથી ફળ ખાવા માટે મળી ગયું તો dopamine રિલીસ થશે. ભલે પ્રયત્ન કરીને મળ્યું કે વિના પ્રયત્ને. જે એની મૅમરીમાં જોડાઈ જશે. એનાથી ફરીથી તે ફળ મેળવામાં સહાયતા થવાની.

આ સુખ અર્પતા રસાયણો એટલો બધો આનંદ આપતા હોય છે કે આપણું મોટું Cortex સતત એને કઈ રીતે મેળવી શકાય તેની ખોજ કર્યા કરતું હોય છે. એપ્સ સતત એકબીજાના શરીર પરના વાળ સવારતા  હોય છે એનાથી Oxytocin દ્વારા મળતો વિશ્વાસનો જનક આનંદ મળતો હોય છે.

માતા બાળકને સ્તનપાન કરાવતી વખતે એના માથા ઉપર હાથ ફેરવ્યા કરતી હોય છે. મિત્રો એકબીજાને ફોન પર મૅસેજ મોકલ્યા કરતા હોય છે. પ્રેમીઓ એકબીજાનું સતત સાંનિધ્ય ઇચ્છતા હોય છે, કારણ છે Oxytocin. પતિ પત્ની એકબીજા ઉપર હાવી થવાનો પ્રયત્ન કર્યા કરતા હોય છે, પિતા સંતાન ઉપર રૉફ જમાવ્યા કરતા હોય છે, સગા સંબંધી એકબીજાને નીચા પાડવાનો પ્રયત્ન કરતા હોય છે. કારણ છે Serotonin. એપ્સ Endorphin માટે પોતાના શરીરને ઈજા પહોચાડતા નથી, પણ માનવો એવું કરી શકે છે. પોતાના શરીર ઉપર સાટકા મારીને માંગનારા લોકોનો આખો એક વર્ગ ફરતો હોય છે. પોતાના શરીરને પીડા આપનારા સ્વપીડ્ન વૃત્તિ ધરાવનારા લોકો પણ હોય છે, કારણ છે Endorphin.

આ બધા હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ બ્રેન અમુક ચોક્કસ લિમિટેડ માત્રામાં અને ચોક્કસ કારણો વશ જ કરતું હોય છે. એનો સતત સ્ત્રાવ થાય તો એ કામ કરે નહિ. ઉત્ક્રાંન્તિના ક્રમમાં વિકાસના ક્રમમાં એવી રીતે જ બ્રેન ઇવોલ્વ થયેલું છે. તમે સતત દુખ અને સતત સુખની લાગણીમાં જીવી શકો નહિ. આ રસાયણો વધ ઘટ થયા કરતા હોય છે, એમાં તમે સમજો કે કશું ખોટું થઈ રહ્યું છે તો તમે દુખી થઈ જવાના કે સુખ હંમેશા સતત સાથ કેમ આપતું નથી. બ્રેન એના પુરાવા અને કારણો શોધવા માંડશે. સતત સુખ પામવાની ચિંતામાં દુખી થયા કરશો. માટે નરસિંહ કહેતા કે સુખ દુખ મનમાં ના આણીએ રે ઘટ સાથે રે ઘડિયા રે.

જ્યારે તમે કોઈની ઉપર ટ્રસ્ટ મૂકો છો, તેનો વિશ્વાસ કરો છો ત્યારે Oxytocin  સ્ત્રાવ થતો હોય છે જે તમને સુખ અર્પે છે. અને એના લીધે બ્રેનમાં વધારે વિશ્વાસ મૂકીને સલામતી મેળવવાનું  વાયરિંગ થતું જતું હોય છે. પણ જ્યારે કોઈ તમારો વિશ્વાસ તોડે છે, તમને દગો આપે છે ત્યારે બ્રેન Cortisol નો સ્ત્રાવ કરતું હોય છે, અને તે દુખ અને પીડાનો અહેસાસ કરાવે છે જેનાથી વાયરિંગ થાય છે કે એના કારણો દૂર કરો. એના કારણો થી દૂર રહો. વિશ્વાસ નહિ મૂકીને Oxytocin નાં આનંદથી વંચિત રહેવાનું થતું હોય છે. અને વિશ્વાસ મૂક્યા પછી વિશ્વાસઘાત થાય તો ? એટલે બ્રેન પસંદગી કરવા ટેવાયેલું હોય છે. કોઈની ઉપર વિશ્વાસ મૂકવાનો હોય ત્યારે આપણાં ત્રણ બ્રેન એક સાથે કામ કરતા હોય છે, Reptile (સરિસર્પ) બ્રેન, Mammal  બ્રેન અને Cortex.

સરીસર્પ બ્રેન હંમેશા પેએનને અવૉઇડ કરવા માટે ઈવૉલ્વ થયેલું હોય છે.  કાચિંડા અને ગરોળી ત્રણ સામાન્ય નિયમ જાણે છે. એક તો મોટી ગરોળી સામે આવે તો ભાગો, નાની આવે તો ખાઈ જાવ અને સરખી સાઇઝની આવે તો સંસર્ગ કરો. ઈંડામાંથી બહાર આવતા જ કાચિંડા ભાગવા માંડે છે, નહી તો એમના માબાપ એમને ખાઈ જવા તૈયાર હોય છે. નબળાને બીજો કોઈ ખાઈ જાય તે પહેલા માબાપ જ ખાઈ જઈને રીસાઇકલીંગ કરી નાખતા હોય છે.

સરીસર્પ સામાજિક રીતે એકબીજા સાથે જોડાઈને સર્વાઇવ થતા નથી, તે Oxytocin કાયમ બનાવતા નથી, ફક્ત સેક્સ પૂરતાં ઑક્સિટોસિન બનાવતા હોય છે. એટલે ફક્ત સેક્સ પૂરતાં જ બે સરીસર્પ ભેગાં થતાં હોય છે. મેમલિઅન બ્રેન ટોળામાં રહીને સલામતી શોધતા હોય છે. મૅમલ જન્મતાની સાથે પુષ્કળ Oxytocin ઉત્પન્ન કરતા હોય છે જેથી માતા સાથે સામાજિક બંધન બાંધી શકાય અને જેનાથી સર્વાઇવ થઈ શકાય, ધીમે ધીમે Mammal આખા ટોળા સાથે સામાજિક રીતે બંધાઈ જાય છે, માતા દૂર થતી જાય છે. ટોળાનું એક પણ સભ્ય ના દેખાય તો એનું બ્રેન Cortisol  સ્ત્રાવ કરતું હોય છે. ટોળાથી દૂર રહેવું ખતરનાક છે.

સાવ નબળાને ટોળું હુમલાખોર સામે જાણી જોઇને ધકેલી પણ દેતું હોય છે, જેથી બાકીનાને બચાવી શકાય. પરંતુ મોટા Mammal  બ્રેન Cortex માં સતત વિશ્લેષણ કર્યા કરતા હોય છે કે કોનો વિશ્વાસ કરવો અને કોનો નહિ. ગિબન વાનર સાથીદાર ઉપર વિશ્વાસ મૂકે છે, પણ ઇમર્જન્સી વખતે સાદ પાડવા છતાં સાથીદાર ના આવે તો સંબંધ ખલાસ થઈ જાય છે. બીજો સાથીદાર તરત શોધી લેવામાં આવે છે.

સ્વાભાવિક છે કે સિંહની બાજુમાં ઘેટું મૂકો તો ચવાઈ જવાનું. માટે કુદરત એને છોડી દે છે કે તું જાતે જ નિર્ણય લેતા શીખ કે સિંહ જોડે ઉભા રહેવાય ખરું ? બસ  એમજ વિશ્વાસ મૂકવા જેવો છે કે નહિ તે નિર્ણય આપણે જાતે લેવાનું શીખવાનું છે. અને આ રીતે જ આપણે ઇવોલ્વ થયા હોઈએ છીએ. અને આ ગુણ વારસામાં સંતાનોને આપતા જઈએ છીએ.

સ્મૃતિયર્વણા-૨

સ્મૃતિયર્વણા-૨

    જુઓ ધર્મો તર્કહીન, બુદ્ધિહીન, સૂઝસમજવિહોણા વિચારો જેવા કે અપરાધભાવ, અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા વગેરેને પ્રોત્સાહિત કરતા હોય છે. ગુરુ હોય પયગમ્બર કે એમના શાસ્ત્રો પવિત્ર ગ્રંથો હોય એમને ખાલી વિશ્વાસના સહારે માનવા પડે. કોઈ લોજિક હોય કે ના હોય, બસ વિશ્વાસ રાખો. ધર્મો તર્કહીન કર્મકાંડોને અમલમાં મુકાવતા હોય છે. ધર્મો ધન જેવા છે. ધન ભાગલા પડાવે. કહેવાતું ભલે હશે કે ધર્મ જોડે છે. હા જોડવાનું કામ પણ કરતા હોય છે, એક ધર્મ કે સંપ્રદાયને માનવાવાળા લોકો વચ્ચે. પણ મોટાભાગે ધર્મોએ માનવ માનવ વચ્ચે ભાગલા વધુ પડાવ્યા હશે જોડવાને બદલે. એક જ ગુરુ કે પયગંબરના અનુયાયીઓ વચ્ચે એકતા પણ બીજા માટે? જુદા જુદા ધર્મો વચ્ચે તો વિરોધ હોય, સ્વાભાવિક છે. અરે એક જ ધર્મના ફાંટાં અને સંપ્રદાયો વચ્ચે પણ એના માનનારા એકબીજાના દુશ્મન હોય છે. સવાલ અગી ધર્મનો રહેતો નથી, ગુરુનું વ્યક્તિત્વ, પૈસો અને પ્રોપર્ટીનો સવાલ હોય છે. હમણાં એક બહેન કહેતા હતા કે એમના પતિદેવ વડતાલ સ્વામિનારાયણમાં માને છે, હવે તેમાં પણ બે ભાગ પડી ગયા છે, પણ બાપ્સ વાળાને ખૂબ ગાળો ભાંડે છે. સંપ્રદાયો તો ખરા, એમાં વળી પેટા સંપ્રદાય.

દરેક ધર્મ ચુસ્ત રીતે માનતા હોય છે કે પોતે એકલાં જ સત્ય ધરાવે છે. સત્યનો ઇજારો એકલાં એમની પાસે હોય છે, બીજા જૂઠા હોય છે. ભલે આપણે સૂત્રો લખીએ કે સત્ય એકજ છે પણ વિદ્વાનોએ જુદીજુદી રીતે કહ્યું છે , તો ઝગડો શેનો છે? ચોપડે ચીતરવામાં આવા વાક્યો બહુ સારા લાગતા હોય છે, કોઈ માને છે ખરું? જો બધા ધર્મોના ફોલોઅર્સ આવું માને તો કોઈ ઝગડો જ ના રહે. પણ આવું કોઈ માનતું નથી. દરેકને પોતાનો ધર્મ જ સત્ય લાગતો હોય છે. મહાન વૈજ્ઞાનિક માઈકલ ફેરાડે ખ્રિસ્તી ધર્મના એક પેટા સંપ્રદાયમાં(Sandemanians) માનતા હતા. આ લોકો પ્રમાણિકપણે માનતા હોય છે કે સત્યના દ્વારની ચાવી ફક્ત આ લોકો પાસે જ હોય છે અને સ્વર્ગના દરવાજા ખાલી આ લોકો માટે જ ખૂલતા હોય છે.

                  એક નોંધવા જેવું સત્ય કે રાજકીય મદદ વગર ધર્મો ફેલાતા નથી. રોમન સમ્રાટ Constantine, ખ્રિસ્તી ધર્મને બાથમાં લીધો(Edith of Milan in 313 A.D.)ત્યાર પછી ખ્રિસ્તી ધર્મે જબરદસ્ત છલાંગ લગાવી. મક્કાની કુરેશ જાતિને મહમંદે હરાવી નહિ ત્યાં સુધી એમનો ધર્મ ફેલાવવો મુશ્કેલ હતો. તાકાતવર ખાલીફાઓની તલવારના જોરે ઇસ્લામ ફેલાયો છે. મૌર્ય સમ્રાટ બિન્દુસાર શ્રેણિકના સહકાર વગર જૈન અને બૌદ્ધ ધર્મનો ફેલાવો મુશ્કેલ હતો. ગુરુ ગોવિંદસિંહે એમના શિષ્યોમાં સૈનીકબળ દાખલ કર્યું, લડાયક બળ ઉમેર્યું ત્યારે આજે શીખ ધર્મ ઊભો રહી શક્યો છે. આર્યોનો રાજા મહાબળવાન ગણાતો ઇન્દ્ર હતો, જયારે રામ અને કૃષ્ણ પોતે રાજાઓ હતા. કોઈપણ ધર્મ એની શરૂઆતના સમયમાં રાજ્ય અને રાજાના સહકાર વગર ટકવો મુશ્કેલ છે. કોઈ પણ ધર્મ જુઓ ધર્મના નામે ખૂબ હિંસા થઈ છે. ક્રિશ્ચિયાનિટી પ્રેમની વાતો કરશે, પણ એના નામે અનેક હત્યાકાંડો ચડેલા છે. ઘણા દેશોમાં પથ્થર મારી મારીને મારી નાખવાની પ્રથા હજુ આજે પણ ચાલે છે. હિટલર લાખોમાં કરોડોમાં એક પાકતો હોય છે અને તાલીબાનો પણ ખૂબ ઓછા હશે. પણ એથી કાઈ ધર્મની જવાબદારી શું ઓછી થઈ જાય? આપણે હિંદુઓ બહુ સહિષ્ણુ ઉદાર , દયાળુ ગણાઈએ પણ તે અર્ધું જ સાચું છે, અને હાલ સાચું છે. હિંદુ રાજા પુષ્યમિત્ર શુંગ (૧૮૭-૧૫૭ બીસી)જેણે બૌદ્ધ મૌર્ય સામ્રાજ્યનો અંત લાવી દીધેલો, બુદ્ધ સાધુની ખોપરી લાવનારને સોનાનું દાન આપતો. સૈનિક શક્તિ આગળ હારી જનારી પ્રજા  સહિષ્ણુતા કેળવી લેતી હોય છે. અને જીતનારા  અસહિષ્ણુ બની જતા હોય છે.

જ્ઞાનની તંદુરસ્ત તરસનું નામ છે આધ્યાત્મિકતા. એમાં પ્રાપ્ત થતી સફળતામાંથી જન્મ લેતો ધર્મ એક જ સત્ય ઉપર અવલમ્બન રાખતો હોય છે . હું ખાલી ધર્મના નામે ચાલતા દંભના પડદા ચીરવાનું કામ કરું છું.  લોકો તર્કહીન બુદ્ધિહીન કહેવાતા ધર્મોનું પાલન કરતા હોય અને એના નામે અઢળક તૂત ચાલતા હોય ત્યારે એકાદ આવી સર્ચ લાઈટ નાખવાનું મુનાસિબ છે કે નહિ? કોઈ ધર્મપુસ્તક ઉપરથી ટપક્યું નથી. કોઈ ભગવાન એને કહેવા કે લખવા આવતો નથી. જેતે સમયના જરૂરી આચારવિચાર, પ્રાર્થનાઓ  જેતે ઋષિ કે મસીહા કરતા હોય છે તેનું વર્ણન હોય છે. પ્રોફેટનો અર્થ પ્રાચીન સમયમાં પોએટ થાય.

             મૉર્ડન બ્રેઈન ઇમેજિંગ ટેકનીક્સ જેવી કે એમ આર આઈ, પેટ સ્કેન વડે જાણવા મળે છે કે બ્રેઈન સર્કિટ વાંકીચુકી ચાલવા લાગે કે વિકૃત રીતે દોડવા લાગે ત્યારે ધર્મના ધક્કા બ્રેઈનને લાગતા હોય છે. લોકોને  હલૂસિનેશન ભ્રમ થતા હોય છે. ના દેખાવાની વસ્તુઓ દેખાતી હોય છે. અતીન્દ્રિય અનુભવો થતા હોય છે. ધાર્મિક હલૂસિનેશન સ્કીજોફ્રેનીક લોકોમાં સામાન્ય હોય છે આવું મનોવૈજ્ઞાનિકો કહેતા હોય છે. સાયન્સની Neurotheology શાખા હવે પ્રગતિમાં છે(Newsweek  May 7,2001 અથવા Readers’ Digest Dec.2001). માનસિક બીમારી અને આધ્યાત્મિક અંતર્દર્શન બંને ઓળખવાનું બહુ અઘરું છે. Salvia  Divinorum એવી વનસ્પતિ છે કે તેને  લેવાથી આધ્યાત્મિક અનુભૂતિ થવા લાગે, કૃષ્ણની રાસલીલા હાલ દેખાવા લાગે. આત્મા શરીરની બહાર નીકળીને કામ કરતો હોય તેવું લાગે. એનો મોટો ડોઝ લેવાઈ જાય તો કોમામાં જતા રહેવાય અને સ્મૃતિ ભ્રંશ થઈ જાય. આનો ઉપયોગ કરવાવાળા ટાઈમ અને સ્પેસમાં મુસાફરી કરી હોય તેવા અનુભવો એમણે નોંધ્યા છે. આ દવા ખાનારને  પારલૌકિક અતીન્દ્રિય અનુભવો થતા હોય છે. દિવ્ય માનવો દેખાતા હોય છે. આ બાવાઓ ગાંજો કેમ પીતા હોય છે હવે સમજ પડી?

                   ચાર વર્ષની ઉંમરે બાળક વિચાર અને ઇચ્છા વચ્ચેનો ભેદ ઓળખવા લાગતું હોય છે. ચાર વર્ષની ઉંમરે બાળક ઇચ્છા અને રીયલ વસ્તુ વચ્ચેનો ભેદ કરવા માંડતું હોય છે. જો બ્રેઈન ક્લિયર તફાવત કરતુ ના  થાય તો બાળક સમજવામાં તકલીફ પડે છે અને માનતું હોય કે જે રમકડું એને જોઈતું હતું તે એની પાસે છે જ. સંસ્કૃતિઓ પણ એમની બાલ્યાવસ્થામાં માનતી હોય છે કે એમના વિચારો સત્ય છે. ઘણા બધા પ્રમાણિક સારા માણસો માનતા હોય છે કે ભગવાન છે જ કેમકે તેમણે એને ઇચ્છ્યો હોય છે. શ્રદ્ધાના જાદુમાં હવે લાખો લોકોને શ્રદ્ધા રહી નથી.