શરાબ…થોડી થોડી પીયા કરો.(નહિ પીવો તો ચાલશે).

શરાબ..થોડી થોડી પીયા કરો.(નહિ પીવો તો ચાલશે).
imagesca31i5o0ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતીમાં એના વિષે લખવા માટે કોઈ બંધી નથી. છતાં કોઈને શરાબ વિષે પ્રાથમિક માહિતી ના વાંચવી હોય તો છૂટ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કદાચ છાનોમાનો વધારે પીવાઈ જતો હશે. દારૂબંધીના લીધે પોલીસ  ખાતાને પ્રધાનોને બખમ બખ્ખા છે, ખાસ તો ગૃહ પ્રધાનને. આપણે ત્યાં દેશી દારૂ પીવાય છે. જે મહુડા, સડેલો ગોળ વિગેરેનો બને છે. લઠ્ઠો પીને પણ લોકો મરી જાય ત્યારે થોડા દિવસ લોકો ચમકે છે, પછી ભૂલાઈ  જાય છે. મહુડાનો શુદ્ધ દારૂ કોઈ વિદેશી શરાબને ટક્કર મારે તેવો હોય છે. આથો લાવવા માટે એને અમુક દિવસ પાણીમાં પલાળીને માટલામાં રાખવામાં આવે છે. યીસ્ટ નામના બેક્ટેરિયા આથો લાવે અને એમાં રહેલી સુગરનું આલ્કોહોલમાં રૂપાંતર કરે. પછી ડીસ્ટીલેશન દ્વારા આલ્કોહોલ જુદો પાડી લેવાય.
ગુજરાતમાં દરેક વિદેશી શરાબને લોકો વાઈન કહે છે. પણ વાઈન અને લીકર જુદી વસ્તુ છે. વાઈન ગુજરાતમાં ખાસ મળતો નથી. ગુજરાતમાં જે વિદેશી દારૂ  મળે છે તે  લગભગ નકલી જ છે, બીજું બોટલ ઉપર બ્રાંડ ભલે જુદી જુદી વ્હીસ્કી, કે વોડકા લખેલું હોય અંદર બધું એક જ હોય છે. છતાં  સારો દારુ પણ મળતો જ હશે. વાઈન દ્રાક્ષમાંથી બને છે. છતાં એમાં જુદા જુદા ફ્રુટ પણ વપરાય છે. આર્કિયોલોજીકલ પુરાવા મુજબ ૮ હજાર વર્ષ પહેલા જ્યોર્જીયા અને ઈરાનમાં વાઈન બનતો તેવું જાણવા મળ્યું છે. એના પહેલા પણ ચીનમાં વાઈન બનતો હતો. પણ ગ્રીસમાં લગભગ સાડા છ હજાર વર્ષ પહેલા વાઈન બનતો હતો. વાઈનનાં જુદા જુદા પ્રકાર નો આધાર જેતે દ્રાક્ષ ઉપર છે. જેવાકે Pinot  noir , chardonnay , cabernet sauvignon , Gamay અને Merlot છે. રેડ વાઈન લાલ અને કાળી દ્રાક્ષમાંથી બને ,અને વાઇટ વાઈન લીલી દ્રાક્ષ માંથી બને છે.  દ્રાક્ષને છુંદીને તેના રગડાને અમુક દિવસ પલાળવામાં આવે એમાં પણ દ્રાક્ષમાં રહેલી કુદરતી શર્કરાને યીસ્ટ આલ્કોહોલમાં પરિવર્તિત કરે છે. વાઈનમાં ૧૦ થી ૧૪ % આલ્કોહોલ હોય છે. કોઈ કોઈમાં થોડો વધારે હોય. પણ લીકર જેટલો આલ્કોહોલ એમાં ના હોય. ઝંડુનો દ્રાક્ષાસવ પણ એક જાતનો વાઈન જ કહેવાય.images6
રેડ વાઈનમાં એન્ટી ઓક્સીડેન્ટ ખૂબ  હોય છે. પ્રમાણસર પીવાથી હૃદય રોગમાં ફાયદો કરે છે. વધારે પીવાથી નુકશાન કરે તે સ્વાભાવિક છે. સ્પાર્કલિંગ  વાઈનમાં ગેસ ઉમેરવામાં આવે છે સોડાંની જેમ. શેમ્પેન સ્પાર્કલિંગ  વાઈન જ કહેવાય. એના પરથી લાકડાનો દાટો ઉડાડો અને હલાવો એટલે જોરથી પિચકારીઓ ઉડે. રેડ વાઈન રૂમ ટેમ્પરેચરમાં પીવાય છે, જયારે વાઈટ વાઈન અને શેમ્પેન ફ્રીજ માં  ઠંડા કરેલા પીવાય છે. રેડ વાઈનને પીતાં પહેલા થોડો સમય ખુલ્લો રખાતો હોય છે, જેથી હવામાંનો ઓક્સીજન એમાં ભળે આને બ્રીધીંગ માટે રાખેલો કહેવાય છે. અથવા મેચ્યોર થાય તેવું પણ કહેવાય છે. વાઈનની બોટલના ડાટા કે બુચ પોચા લાકડાના હોય છે. જેને ખોલવા ખાસ પ્રકારના વાઈન ઓપનર રાખવા પડે. આ ખાસ પ્રકારના લાકડાના બુચને બોટલની અંદરનો વાઈન સ્પર્શ પામી શકે માટે બોટલને વાઈન શોપમાં આડી મુકવામાં આવતી હોય છે, જેથી લાકડામાંની અરોમા વાઈનમાં જાય. જો કે હવે ઘણી બોટલોને પ્લાસ્ટિકના બુચ પણ મારવામાં આવે છે. ભોજન કરતા કરતા વાઈન પીવાની મજા કૈક ઓર જ હોય છે.
images7હાર્ડ લીકરમાં વ્હીસ્કી,  બ્રાન્ડી,  રમ,  વોડકા, ટકીલા અને જીન આવે છે. રમ શેરડી અને મોલાસીસમાંથી બને છે. રમની શરૂઆત ભારતમાં થયેલી તેવું કહેવાય છે. જયારે બ્રાંડી દ્રાક્ષ અને કેટલાક  ફ્રુટમાંથી બને છે. જ્યારે વ્હીસ્કી, વોડકા અનાજ જેવા કે ઘઉં, જવ, રાયમાંથી બને છે. કેટલાક વોડકા પોટેટો માંથી બનાવવામાં આવે છે. આમાં ૩૫ થી ૪૦% આલ્કોહોલ હોય છે. ઘણી બ્રાંડમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે પણ રાખવામાં આવે છે. ટકીલા અગેવ નામના પ્લાન્ટમાંથી બને છે. અગેવ પ્લાન્ટમાં જે કીડા પડે તે પણ કોઈ કોઈ ટકીલાની બ્રાંડના શરાબની બોટલ માં નાખેલો જોવા મળે છે. ટકીલા પી ને લોકો મીઠું અને લીંબુ ચૂસતા હોય છે.
‘નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ’પણ બોટલ શરાબ પીતી નથી. જુનો શરાબ સારો માટે કાચની બોટલમાં નાં રખાય કારણ બોટલ શરાબ પીતી નથી કે શરાબ કાચ ને પીતો નથી. માટે દરેક વાઈન અને હાર્ડ લીકર ને જૂનો  કરવા માટે બનાવીને ઓકટ્રીના લાકડાના પીપમાં ભરી રાખવામાં આવે છે. આને એજિંગ કહેવાય છે. જાણીતી બ્રાંડ જોની વોકર સ્કોચ વ્હીસ્કી  રેડ લેબલ જૂનો ના હોય, બ્લેક લેબલ ૧૨ વર્ષ જૂનો  હોય, ગ્રીન લેબલ ૧૫ વર્ષ જૂનો, ગોલ્ડ લેબલ ૧૮ વર્ષ જૂનો  અને બ્લ્યુ લેબલ ૨૧ વર્ષ જૂનો  હોય. એવીજ રીતે શિવાજ(chivas) રીગલ સ્કોચ  ૧૨ વર્ષ,  શિવાજ ગોલ્ડ ૧૮ વર્ષ અને રોયલ સેલ્યુટ ૨૧ વર્ષ જૂનો  હોય છે.  આ ૨૧ વર્ષ સ્કોચ વ્હીસ્કીની એક ૭૫૦ ml ની બોટલ આશરે ૧૭૫ થી ૨૦૦ ડોલરમાં વેચાય છે.  લંડનમાં બનતા એક  જિનનું બ્રાંડ નેઈમ બોમ્બે શેફાયર છે. અને બીજા એક જિન નું નામ(Tanqueray) માં રંગપુરનું નામ ઉમેરેલું છે. આ રંગપુર બાંગ્લાદેશમાં આવેલું છે. રંગપુર લાઈમ એક ઓરેન્જ અને લીંબુની વચ્ચે નું ખૂબ  ખાટું ફળ છે.  જિન મૂળભૂત રીતે Juniper berries  માંથી બને છે.  જિનને બનાવતી વખતે તેમાં લીંબુ અને કડવી મોસંબીનો ઉપયોગ થતો હોય છે.images1-3
ફ્રાંસનાં cognec એરિયામાં બનેલી બ્રાન્ડી ઉંચી જાતની ગણાય છે. એમાં રેમી માર્ટીન અને હેનેસી પ્રખ્યાત છે. ૩૦ વર્ષ જૂની રેમી માર્ટીનની લુઈ નામની બ્રાંડ ની એક ૭૫૦ ml ની બોટલ આશરે ૧૨૦૦ થી ૧૫૦૦ ડોલરમાં મળે છે.  ‘હુઈ કિતની મહેંઘી શરાબ કે થોડી થોડી પીયા કરો’.  નેપોલિયન બ્રાન્ડી ચાર વર્ષ જૂની હોય છે. વોડકાની શરૂઆત રશિયામાં થયેલી. રશિયાની નજીકના યુરોપના દેશોમાં વોડકા વધારે લોકપ્રિય ગણાય છે. જર્મન લોકો બીયર વધારે પીતા હોય છે. બીયર જવમાંથી બને છે. એમાં પાણી વધુ હોય અલોકોહોલ ઓછો. બેલ્જીયમ અને જર્મન બનાવટના બીયર વધારે વખણાતા હોય છે. બધી ઉંચી  જાતના શરાબ,વાઈન કે લીકર ને જુના કરવા માટે સેલારમાં મૂકી રખાતા હોય છે.
અહી અમેરિકામાં ભારતીય બનાવટના ઓલ્ડ મન્ક રમ, અને બેંગ્લોરની અમૃત ડીસ્ટીલરીની અમૃત બ્રાંડની વ્હીસ્કી પણ મળે છે. અમૃત વ્હીસ્કી આમ તો મોંઘી છે. ટીપીકલ ઇન્ડિયન ટેસ્ટ ધરાવતી આ વ્હીસ્કી થોડી સ્વિટ પણ લાગે છે. અમૃત વ્હીસ્કીના લગભગ દસેક પ્રકાર છે. ૭૫૦ ML નાં ૫૬ ડોલરથી માંડીને ૧૪૦ ડોલર સુધીનો એનો ભાવ છે. બ્લેક લેબલ વ્હીસ્કીનો સ્વાદ એકવાર ભાવી જાય તો પછી બીજી બ્રાંડ જલદી ભાવે નહિ. એનો અસલી સ્વાદ પામવો હોય તો ઓન રોક પીવાની મજા આવે. પાણી કે સોડા ઉમેરવાથી સ્વાદ હળવો થઈ જાય. અહી સોડા એટલે પેપ્સી અને કોક ને લોકો સોડા કહેતા હોય છે. આપણે ભારતમાં જે સોડા કહીએ છીએ એને અહી ક્લબ સોડા કહેવાય છે. મારું પ્રિય ડ્રીંક બ્લેક લેબલ ઓન રોક, રોક એટલે બરફના ટુકડા પાણી વગેરે કશું ઉમેરવાનું નહિ. ઓછું પીવાનું પણ ક્લાસિક પીવાનું.. વોડકા ફળોના જ્યુસ સાથે પીવાય. ઓરેન્જ જ્યુસ, ક્રેન્બેરી જ્યુસ વગેરેમાં ઉમેરીને વોડકા પીવાય. ટલ્લી થવું હોય તો ૫૦ ML નાં શોટ નીટ મારી લેવાના.  images=-=-
શરાબ વિષે થોથા ભરાય તેટલું બધું જાણવાનું હોય છે, પણ બધું જરૂરી નથી. વાઈન, વોડકા, બ્રાન્ડી બધું રસોઈ બનાવતી વખતે અને ખાસ પ્રકારની કેકમાં પણ ઉમેરવામાં છે. યુરોપિયન સ્ટાઈલની રસોઈ વાઈન વાપર્યા વગરની ભાગ્યેજ હોય છે. જુઇશ અને ક્રિશ્ચિયન ધાર્મિક અવસરે પણ વાઈન વાપરવાનું મહત્વ છે. વધારે પડતા પાકા ફળો ખાઈને વાનરો ખૂબ  હાઈપર થઇ જતા હશે તેવું નિરીક્ષણમાં આવ્યા પછી માનવ જાતે શરાબ બનાવવાનું શીખી ને પીવાનું શરૂ  કર્યું હશે તેવું મનાય છે. ભલે પુરાવા નાં મળે પણ શરાબની શોધ ભારતમાં જ થઇ હોવી જોઈએ. એટલે શરાબ પીવો તે વાંદરાને નિસરણી આપ્યા જેવું કહેવાય.
એકવાર પીવાનું શરૂ કરો એટલે પછી તેનાથી ટેવાતા જવાય છે. કોઈ પણ ઝેર શરીરમાં નાખો તેનો નાશ કરવાનું કામ લીવર કરે છે. એટલે શરાબીનું લીવર વધારે કામ કરતું થાય છે.imagescaa3hyuv અને શરાબ પછી નશો ઓછો આપે એટલે એનું લેવાનું  પ્રમાણ વધતું જાય છે. આ દુષ્ચક્રમાંથી છૂટવું અઘરું છે. જેમ ટોલરેન્સ વધતું જાય તેમ શરાબ લેવાનું  પ્રમાણ વધતું જવાનું. પીનારને એમાં બહાદુરીનો અનુભવ થાય કે મને તો નશો થતો નથી. એમ પીવાનું પણ વધતું જાય. શરાબીનું લીવર બીજા કરતા પ્રમાણમાં કદમાં મોટું હોય છે. ડોક્ટર ને ખબર પડી જ જાય કે ભાઈ શરાબી છે. પછી એક દિવસ લીવર કકડભૂસ થઇને તૂટી પડે છે.  લીવરનો સોરાયસીસ થઇ જાય છે. લાંબો સમય શરાબ પીવાથી અનિન્દ્રા નો રોગ લાગે છે. શરાબ પીવો તોજ ઊંઘ આવે અને નશો ઉતરી જાય અને શરીરમાંથી શરાબના લીધે પાણીનું પ્રમાણ ઓછું થઇ જવાથી  ઊંઘ પણ ઉડી જાય.
હુઈ ઇતની મહેંઘી શરાબ કે થોડી થોડી પીયા કરો…અથવા નહિ પીવો તો ચાલશે..

33 thoughts on “શરાબ…થોડી થોડી પીયા કરો.(નહિ પીવો તો ચાલશે).”

  1. ભૂપેન્દ્રસિંહજી,

    પાષાણયુગમાં પણ લોકો નશો કરવા માટે જાતે ઘરે ડાંગર, મધ અને ફળોમાંથી શરાબ બનાવી લેતાં.

    માહિતી લેખ તરીકે લેખ સરસ. પરંતુ શરાબથી હેલ્થ, પૈસા અને ચારિત્ર્યની બરબાદી.

    આલ્કોહોલ બેફામ પીવાથી લીવર, અનેક જાતનાં કૅન્સર, હાઇ બ્લડપ્રેશર, હ્રદયના અને શરીરનાં બીજાં અંગોના સ્નાયુઓ નબળા પડે છે. પેઇનકિલર ડિપ્રેશન કે અમુક દવાઓ લેતાં હોય તેણે આલ્કોહોલ લેવાથી નુકશાન થાય છે. ગર્ભવતી સ્ત્રીએ આલ્કોહોલનું સેવન ના કરવું હોઇએ.

    આલ્કોહોલની જાહેરાતના કારણે ભારત સહિત તમામ દેશોમાં ૧૨ ટકાનો વધારો થયો છે.

    Like

    1. મીતાજી
      સાચી વાત છે.શરાબ થી અનેક રોગો લાગુ પડે છે.માટે તો મેં લખ્યું છે કે નહિ પીવો તો ચાલશે.પહેલું તો લીવર ખરાબ થઇ જાય અને બ્રેન ના ન્યુરોન્સ નાશ પામે છે.ખાલી રેડ વાઈન પ્રમાણસર પીવાથી ફાયદો નોધાયો છે.પણ પ્રમાણભાન ના રહે તો નકામું છે.બાકી તો તંબાકુ ખુબ જ નુકશાનકારક હોવા છતાં લોકો ખાધે રાખે છે.હાલ ના ભારતીય યુગ ને ગુટખા યુગ પણ કહી શકો કલિયુગ ને બદલે.હસવા ની વાત એ છે કે મારા દીકરા યુવરાજ ને ફ્રેકચર ને લીધે હોસ્પિટલ માં દાખલ કરેલો.ત્યાં હોસ્પિટલ માં સીડી ના પગથીયે અમુક જગ્યાએ ખાસ તો કોર્નર માં ઠેર ઠેર જગ્યાએ ભગવાન ના ફોટા લગાડેલા.મને થાય કે આ ભગવન ના ફોટા દાદર માં દીવાલો પર કેમ લગાવ્યા હશે?પછી ખબર પડી કે લોકો ગુટખા ખાઈ ને સીડી ચડતા ઉતરતા ગંદી થુંક ની લાલ કલર ની પિચકારીઓ મારતા હતા.એટલે જ્યાં પિચકારી મારતા હોય તેવી બધી જગ્યાએ ભગવાન ના ફોટા લગાડેલા.હવે થૂંકો ભગવાન ઉપર.જો કે એ નુસખો કારગત નીવડેલો.પણ લોકોએ નવી જગ્યાઓ શોધી કાઢેલી થૂંકવાની.આભાર.

      Like

  2. ગુજરાતમાં “પીવા” માટે “પીણા” અંગે જાણવું જરૂરી નથી એટલું “(છાનું) પીવાની રીત” અંગે જાણવું જરૂરી છે એટલે સમદુ:ખિયાને મદદ રૂપ થવા માટે લાલ નહી પણ લીલી બત્તી બતાવી હતી http://rajniagravat.wordpress.com/2010/05/26/drink/

    Like

    1. રજનીભાઈ,
      એકવાર એક મિત્ર સાથે ભારતમાં ફોન પર વાત કરતો હતો.એ ભાઈ શોખીન હતા.વાતવાત માં એમણે મને કહ્યું કે સ્કોચ લાકડામાંથી બને છે.એટલે મેં જવાબ આપેલો કે લાકડામાંથી નાં બને પણ લાકડાના પીપ માં એજિંગ માટે રાખવામાં આવે છે.બીજું ગુજરાત માં કાયમ વિદેશી દારૂ ને ઈંગ્લીશ દારૂ અથવા જરા વધારે હોશિયાર હોય તો વાઈન કહેતા હોય છે.એમને ખબર જ હોતી નથી કે વાઈન શું છે?અહી જ્યું જર્સી માં તો મોટાભાગ ના મહાકાય લીકર સ્ટોર આપણાં ગુજરાતીઓ ના જ છે.અહી પણ ગુજરાતીઓ અને પંજાબીઓ જ મોંઘા બ્લેક લેબલ જેવા શરાબ પીતાં હોય છે,બાકી મોટાભાગ ના અમેરિકાનો સસ્તો દારૂ જ ખોળતાં હોય છે.વ્હાઈટ પીપલ વાઈન વધારે પીતાં હોય છે.મેક્સિકન બીયર વધારે લેતા હોય.એટલે મને થતું કે શરાબ વિષે ગુજરાત માં ખાસ કોઈ જાણતું ના હોય તે સ્વાભાવિક છે,બંધી ના લીધે માટે લેખ ઘસડી નાખ્યો.આભાર.

      Like

  3. શ્રી ભુપેન્દ્રસિંહજી,
    આ તો વિકિપીડિયા પર મુકવા જેવો માહિતી લેખ થયો. બહુ જ સ_રસ (નશાયુક્ત !) માહિતીઓ આપી. આપ શરાબ વિશે (પણ) સારૂં એવું જ્ઞાન ધરાવો છો !!
    પ્રાચિન ગ્રંથોમાં ’સોમરસ’નો ઉલ્લેખ આવે છે તે કદાચ આજના આ શરાબને લગતો કોઇ રસ જ હશે. પ્રમાણસરની કોઇ પણ વસ્તુ ગુણકારી હોઇ શકે છે, પ્રમાણ બહાર તો દુધ પણ આફરો ચઢાવે. આપે શરાબની લિવર પર થતી ભયાનક આડઅસરનો ઉલ્લેખ કરી અને વિષયનું સારૂં સમતોલન કર્યું છે.
    આ સંદર્ભે એક જોક મારી દઉં;
    એક ગેરકાયદે શરાબ બનાવી વેંચનારને પકડી કોર્ટમાં રજુ કરાયો.
    સરકારી વકિલે દલિલ કરી કે આનો શરાબ બહુ સારો બનતો હોવાથી વેંચાણ પણ બહુ જ કરે છે અને વધુમા વધુ લોકો આનો જ શરાબ પી અને પાયમાલ થાય છે તેથી આ આરોપીને સખ્ખત સજા ફટકારવી જોઇએ.
    જજ સાહેબે ત્યારબાદ જ્યુરી મેમ્બર્સને કહ્યું કે આપલોકો આરોપી પાસેથી કશી વધુ વિગત જાણવા માંગો છો ?
    ત્યારે જ્યુરી મેમ્બર્સે કહ્યું કે આરોપી શરાબ બનાવવા માટે કયા કયા તત્વો કેટલા પ્રમાણમાં વાપરે છે તેની યાદી જ્યુરી સમક્ષ રજુ કરાય તો વધુ ખબર પડે !!!!!

    બાકી તાર્કિક રીતે એ પણ ખરૂં કે શરાબ કરતાતો જાહેરમાં ધૂમ્રપાન (તેની પેસિવ ઇફેક્ટને કારણે) સમાજને માટે વધુ નૂકશાનકારક છે. અને અંતે આખો લેખ વાંચ્યા પછી મારી અલ્પબુદ્ધિમાં ઉઠેલો એક સવાલ ,,,,, છાસને દુધનો વાઇન કહેવાય કે નહીં ?
    હવે ખબર પડી કે અમારા વિદેશી સગાઓ અહીં દેશમાં આવતાવેંત જ ધબેડીને પીવાની પાછળ કેમ પડી જાય છે ! (અહીં ૧૦૦-૨૦૦ રૂ.માં તો ધરવ થઇ જાય !!)
    આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ,
      આપના પેલા વીકીસોર્સ એકાઉન્ટ માં મૂકી દો.રાજપૂત સિવાય આનાથી સારું કોણ લખી શકે?મજાક કરું છું.છાસ ને દૂધ નો વાઈન? કેહવું પડે!!તાર્કિક રીતે તો એમજ થયું ને?પણ એનો નશો કેમ ચડતો નહિ હોય?

      Like

      1. અશોકભાઈનો બહુ જ સરસ પ્રશ્ન! વાઈનમાં યીસ્ટ વડે કાર્બોદિતોનું આથવણ થઈને આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઈડ બને છે જ્યારે છાશમાં બેક્ટેરિયા વડે લેક્ટિક એસિડ. નશો આલ્કોહોલથી ચઢે છે, એસિડ પાચનક્રિયા વેગીલી બનાવે છે.

        અથાણું એ કેરીનો ઘન સ્વરૂપનો વાઈન કહેવાય?

        Like

        1. અથાણું એ કેરીનો ઘન સ્વરૂપનો વાઈન કહેવાય? આ પાછો નવો સવાલ?કોઈ બાયોલોજીસ્ટ ને પૂછવું પડે.અશોકભાઈ ને રોજ છાસ પી ને નશો ચડતો હતો,હવે નહિ ચડે.

          Like

  4. બીયર સારો. વધારે આલ્કોહોલ નહીને બિચારો ગુજરાતમાં માર્જીન ઓછું હોવાથી મળેય નહી. ક્યારેક બહાર જવાનું થાય ત્યારે મિત્ર તરીકે કામ આપે.

    બાકી, ઈંગ્લિશ દારુ તો અહીં મળે જ છે..

    Like

    1. બીયર સારો પણ ઓછો ચડે માટે વધારે પીવાઈ જાય છે.અને પછી પરિણામ સરખુજ આવે.અમેરિકા માં સૌથી વધારે એક્સીડેન્ટ હાર્ડ લીકર પીવા વાળા નહિ પણ બીયર પીવાવાળા કરે છે,એવો સરકારી રીપોર્ટ છે.એના કરતા એક એકાદ પેગ વ્હીસ્કી સારી.

      Like

  5. Don’t driink and drive, just drink. Be a designated drinker. (Just kidding.)
    હિમાલયની તળેટીમાં બે શિયાળા વિતાવવા પડ્યા હતા ત્યારે પણ મેં દારૂ પીધો નહોતો. ત્યાર બાદ ગુજરાતના જંગલમાં એક આદિવાસી સજ્જનનો મહેમાન થયો ત્યારે તેમનું માન રાખવા અડધો પેગ પીધો. તેમણે પણ વધારે આગ્રહ ન કર્યો. રાતના લીંપણવાળા ઓરડામાં કાથાના ખાટલામાં સુતો. મારા શરીર રૂપી ટ્રેમ્પોલીન પર આખી રાત ચાંચડો નાચ્યા. એક પણ મટકું ઊંઘી ન શક્યો. સવારે મારા સાથીદારને પૂછ્યું કે તેને ઊંઘ આવેલી કે નહિ. તો કહે “દારૂ પી ને સુઈ ગયો તે સવાર સુધી.” ત્યારે સમજાયું કે આદિવાસી અને ગીરીજન ભાઈ બહેનો દારૂ શા માટે પીએ છે. મને લાગે છે કે સુતા પહેલા થોડો દારૂ પીવાની કાયદેસર છૂટ અપાવી જોઈએ. પ્રતિબંધ છાકટા થવા પર હોવો જોઈએ, નહિ કે થોડો પ્રમાણસર પીવા પર.

    Like

    1. આ અડધા પેગે જ રામાયણ કરી.બેત્રણ ચડાવી ગયા હોત તો ચાન્ચડ થાકી ગયા હોત.સુતા પહેલા દારૂ પીવાની ટેવ પછી અનિન્દ્રા લાવી શકે.નશો ઉતરી જાય પછી ઊંઘ પણ ઉડી જાય.અને થોડું પીવાની છૂટ આપે તો થઇ રહ્યું.એક પેગ બીજો પેગ પીવા માટે ખુબ પ્રોત્સાહન આપે છે.અને બે ભેગા થાય પેટ માં પછી બીજા ચાર પેગ પીવાનું દબાણ કરે છે.પછી?છાકટા!!!!!

      Like

  6. mr.brsinh raol,khub moj ki ya,ab to pine do yaro.technically the article rates very high.but this is a poison mixed with amrut=sharab,compare it with a lady who is a mixure of patni and premika. one must learn to use such mixtures in small doses. the article says that you must have had patiyala doses of both hinglish and desi and now because you are in america ,english daru.this could not be true also, it is an assumption big B. increase our knowledge in mastering the art in how not to get caught by polish and wife.

    Like

  7. ભુપેન્દ,

    “શરાબ”વિષે માહિતીઓ આપતા, જુદા જુદા નામે વેચાતી શરાબોનું વર્ણન સુંદર હતું !….તમારા “જ્ઞાન” કે “રીસર્ચ”ને મારા વંદન !

    શરાબ પીવું એ ગુનો નથી (જગતને નિહાળી..ગુજરાતને નહી).પણ, એક વાર શરાબ શરૂં એટલે અંતે એ માનવીને “કેદી” કરે છે (ફક્ત થોડાં જ છટકે છે). એવી રીતે કેદી થયેલો માનવી, કદી એના એવી હાલતની કબુલાત ના કરે !..એ પીતો રહે, અને અન્યને પાતો જાય….માનવ શરીર પણ કેટ્લું સહન કરી શકે ??

    પછી તો જુદા જુદા ઘેરલાભોનું વર્ણન કર્યું જ છે !

    મારો સવાલ તમોને કે અન્યને એટલો જ કે…..અન્ય રાજ્યોમાં દારૂ પીવાની છુટ, તો ગુજરાત રાજ્યમાં “દારૂબંધી” ચાલુ છે તે યોગ્ય કહેવાય???…દારૂબંધી હોય કે ના હોય “જે પીવના તે પીવાના જ “…ડોકટરોની સલાહની અસર જરા પણ ના હોય …અરે, મરણ નજીક હોય ત્યારે પણ જરા અસર નહી…અહી માનવ દુરબર્તાના દર્શન થાય છે….આવી જ દુરબર્તા માનવીને “અંધકાર”રૂપી કાર્યો કરવા પ્રેરણાઓ આપે છે !

    બસ, ફક્ત મારા વિચારો !>>>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you & your Readers to Chandrapukar !

    Like

    1. ગુજરાત માં દારૂબંધી એટલા માટે નથી કે સરકાર ને નેતાઓ ને ગુજરાત ની જનતા ની દરકાર છે,પણ એટલા માટે છે કે એમના ખીસા આ બંધી થી ખુબ ભરાય છે.જનતા તો પીવાવાળા પીવે જ છે,એ ન્યાયે પીવે જ છે.કદાચ છાનામાના વધારે ઠોકી જતી હશે.પણ બંધી ને લીધે પોલીસ ખુબ કમાય છે અને એમાંથી ભાગ નેતાઓ ને જાય છે.માટે રીયલ સરકાર ની આવક માં ઘટાડો થાય છે,જે ટેક્ષ રૂપે સરકાર ની તિજોરી માં જાય.પણ નેતાઓ ના ખીસા ભરાઈ જાય છે.માટે કોઈ પણ પક્ષ ગુજરાત માં આવે તે પર્શનલ હેતુ માટે બંધી છોડતા નથી.પ્રજા નાં આરોગ્ય ની પડી હોય તો આટલો બધો દારુ ગુજરાત માં મળે જ નહિ.એક જમાના માં ભાઈ લતીફ નું એકચક્રી રાજ હતું શરાબ વેચાણ માં.એ હોલસેલ વેપારી હતા,આખા ગુજરાત ના.કોઈ નાનો વેપારી બીજે થી દારૂ લે તો એનું મર્ડર થઇ જતું.એક ક્લબ માં ૯ પુરા નવ માણસો ને ગોળીઓ થી ઉડાવી દેવામાં આવેલા કેમ કે એ લોકો બીજે થી દારૂ લાવી ને વેચતા હતા.અમુક બોર્ડર પર ના નેતાઓ ની પોતાની ડીસ્ટીલરી એટલે ફેક્ટરી બાજુના બંધી વિહોણા રાજ્ય માં હોય છે.પછી ત્યાંથી માલ એમની રહેમ નજર હેઠળ ગુજરાત માં આવી જાય છે.એટલે ગુજરાત માં બંધી પ્રજાનાં હિત માટે નથી,નેતાઓ ના હિત માટે છે.આભાર

      Like

  8. Dadabhai,
    Excellent piece of information. But Smoking and Drinking are always injurious to health. One may find out reasons for Drinking…. actually its just not required…. Its not a medicine nor a requirement especially for Indian weather… if that is so for cold western and European weather.. I am not sure… If it is really required as a medicine…than it has to be taken as a MEDICINE ONLY.
    Its now actually become a fashion, fascination and so called “Status symbol” nowadays in Top class culture. Only thing you require at such times is a very strong will power and a very good sense of self confidence to deny the pressures of “just taste it… just once… just for my sake…”
    Its not the glass of champagne in your hand which will impress the crowd….
    Its just YOU and what you are, and how and what you talk does the trick…
    Even if alone Stand tall and confident with a glass of fresh orange juice……
    I have seen people putting away their glasses… if want to come and talk to us.

    Like

    1. સુજ્ઞ બહેના,
      ખૂબ આભાર આપનો.અહી ભારત જેવા ગરમ દેશ માં શરાબ ની જરૂર નથી.ખુબ જ થાડા પ્રદેશો માં કદાચ જરૂર હશે.પણ એમાય શરાબ વગર જીવી શકાય છે.લોકો જીવે જ છે.અને હેલ્થ માટે ખુબ નુકશાનકારક છે તે મેં લખ્યું જ છે.જનતા હોવા છતાં લોકો છોડતા નથી.મેડીસીન તરીકે એક પેગ સારો પણ એ એક પેગ પછી બીજો પેગ પીવા મજબુર કરી દેતો હોય છે.બે પેગ પેટમાં જાય પછી?પછી સત્યાનાશ.અમે પણ ખુબ મોજ માંણી છે પણ હેલ્થ નાં ભોગે નહિ.અમને કદી કોઈ ની ગુલામી ફાવતી નથી,એમાં ગુરુઓ અને વ્યસન પણ ખાસ આવી જાય છે.

      Like

      1. dear big b,
        dava and daru ,mava and masala,java and sumatra and so on .they all go together.and very hard to leave. show some way to forget them.people know their harmful effects yet they use it.and enjoy it. good article indeed.

        Like

        1. શરાબ વિષે આટ્લી માહિતિ પહેલા ક્યાંયે જાણવા મળી નથી, ભારતમાં પ્રાચિન યુગમાં ,એટલે કે ગૌતમભુધ્ધયુગમાં તક્ષશિલા પાસેના નગર “કપિશા” ની કાપિશેયી સુરા ખુબ વખણાતી, જે દ્રાક્ષમાં થી બનતી હતી, એક સાહેબે સોમરસનો ઉલ્લેખ કર્યો છે, જે મારી જાણ મુજબ ભાંગ નો પર્યાય છે, આજે પણ અફઘાન પટાણો ભાંગ ને હોમ કહે છે, જે સોમ નુ અપભ્રંસ હોય તેમ લાગે છે, પઠાણો મુળ આર્ય પ્રજાના ભેળસેળ ન થયેલા વંશજો છે, એત્લે આર્યો નુ માનિતુ પીણુ સોમ એ ભાં ગ હોવાનો ઘણો સંભવ છે.હું કોએ અભ્યાસી નથી, પણ આવુ બધુ વાંચવામાં આવ્યુ છે, જે તકમળતા પીરસી દેવાનો લોભ છુટતો નથી….!

          Like

          1. સાચી વાત છે.પાકિસ્તાન માં આજે પણ હોમા મળે છે.જે ભાંગ નથી પણ એના જેવું એફેડ્રીન ધરાવતું માદક દ્રવ્ય જ છે.હોમા ભારત નો છોડ જ નથી,તે મધ્ય એશિયા નો ઠંડા પ્રદેશ નો પ્લાન્ટ છે.આજના પથાનો આર્યો હોવા નાં જ.ખાલી ધર્મ પરિવર્તન છે.સોમરસ એ હોમા છે અને મદિરા શબ્દ પુરાણો માં આવે છે તે શરાબ છે.આભાર.

            Like

    1. આજથી શરાબ શરુ અને દૂધ બંધ?અમારા એક ત્રીજા વર્ગ નાં રાજવી નવરાત્રી માં ઉપવાસ કરતા ફક્ત ચીકન ખાઈ ને,કોઈ પૂછે તો કહેતા કે ચીકન તો ફ્રુટ કહેવાય.હા!હા!હા!

      Like

  9. Daru pidha pachi ungh ave te- magaj na neurones ni vacche no sampark todi nakhvo e che ane, daru utare etle ungh ude em nahi parantu, sharir ma pani ni kami vartay etle ungh udati hoy che.

    Anyway, nice info in short.

    Like

  10. શરાબ અંગે જાત જાતના અભિપ્રાયો અપાય છે. પીનારો પીવાના અને ન પીનારો વિરુદ્ધમાં બોલે છે.પણ સારા સારા સાહિત્યકારો અને બુદ્ધિજીવી લોકો પીવે છે તો કઈક તો હકારાત્મક કહી શકાય તેવું હોવું જોઈએ.

    Like

  11. t દુખિયા ..દરિદ્રો થી માંડી ધનાઢ્યો ..કોઈ પ્રેમિકા ને પામવા તો કોઈ પ્રેમિકા ની ઠોકર થી ઘાયલ થઇ…કોઈ ઈમ્પ્રેશ થવા તો કોઈ ઇમ્પ્રેશન પાડવા ..ડીપ્રેશન થી દુર રહેવા તો કોઈ દેવી ને ખુશ કરવા, તો કોઈ દેવી કે દેવ ને બલિદાન આપવા ના બહાને…અને તેનું તાત્કાલિક ફળ મેળવવા ..તો કોઈ વેદ પુરાણો માં દેવો દ્વારા થયેલા મદ્ય પાન ના ઓઠા ઓ તળે દારૂ ને એક યા બીજી રીતે ગટ ગટાવે છે….કોઈ વીસ વાળી કોથળી પી ને સંતોષ અનુભવે તો કોઈ બે હજાર માં મળતી બ્લેક્ડોગ પી ને પણ નથી ધરાતા !! ભારત માં દૂધ થી માંડી દારૂ સુધી કઈ વસ્તુ ભેળસેળ રહિત છે તે ખરીદનાર અને વહેચનાર ના વિશ્વાસે વહાણ ચાલે છે..અહી લોકો શીયાળા માં “રમ” કે બ્રાન્ડી સારી અને અને ઉનાળે જીન,વોડકા સારી તો કોઈ વ્હીસ્કી ને બારેમાસ અને દરેક ઋતુ માં અનુકુળ દારૂ ગણે છે, ગુજરાત ની સરહદો ની નજીક આવેલા પ્રાંતો માં ગુજરાતી ઓ મોટા ભાગે દારૂ પીવા જ જાય છે, અને ગુજરાત નું હૂંડિયામણ અન્ય રાજ્યો માં ઢસડાય જાય છે.અહી મળતા દારૂ ઓ મોટા ભાગે સિન્થેટીક આલ્કોહોલ નો ઉપયોગ કરી બનાવવા માં આવે છે જેમાં ૪૨.૨ % આલ્કોહોલ હોય છે, જ્યારે દેશી દારૂ માં શું હોય તે સંશોધન નો વિષય છે, મેં એવું પણ સાંભળ્યું છે કે કોઈ એવી ટ્યુબ આવે છે જેને ગરમ પાણી માં ડાઈલ્યુટ કરી દો એટલે દેશી દારૂ જેવીજ સુંગંધ સ્વાદ અને નશા વાળું પીણું ઉપલબ્ધ !!! મેં એવા ઘણા મિત્રો જોયા છે કે જેમાં ના “ચઢવા ” ની હરીફાઈઓ માં એક વ્યક્તિ દીઠ એક બોટલ ખાલી થતી હોય છે.અને તો પણ નશા નું નામ ના હોય, તેવા શરાબી ઓ સામાન્ય સ્થિતિ માં કાર્યબોજ વધે ત્યારે ડિપ્રેસ થઈ છાતી માં દુખવા થી માંડી ને કબજિયાત,ચર્મરોગ વગેરે ફરિયાદો કરતા કરતા સાંજ પડવા ની રાહ જોઈ “પીવા” નો ક્રમ જાળવી રાખતા હોઈ છે. ભારતીય સૈન્ય ના જવાનો ને પણ અમુક માત્રા માં “કોટો” ફાળવવા માં આવે છે તેનો શરાબી લોકો અવળો અર્થ કાઢી “કઈ નુકશાન નથી થતું ” તેવો વહેમ રાખી ઢીચ્યે રાખે છે…આજે આપે આ વિષય માં સંક્ષેપ માં સારી માહિતી સાથે ચેતવણી પણ આપી દીધી એ બદલ આપનો ખુબ આભાર ..અને દરેક પીવા વાળા ને વિનંતી કે ૬૦ એમ.એલ નો એક એવા બે પેગ થી વધારે પીશો તો …ઈંગ્લીશ ડોક્ટર્સ પણ તમને બચાવી નહિ શકે !!!

    Like

  12. વ્હા સાહેબ સરસ લેખ. મારો મિત્ર કહેતો હતો કે જેમ જુનો દારુ તેમ તે વધુ નશો ઉત્પન કરાવે અને તેની કિમંત પણ વધારે હોય. તે વાત મે તમારો આ લેખ વાંચ્યો પછી સાચી લાગી. એક ગીત યાદ આવી ગયુ “ઔર નશીલી હો વાઈન પુરાની આન્ટી.” 🙂

    Like

  13. Dear Sir,

    Excellent article! Only one thing to point out. Yeast and bacteria are two different microorganisms. Yeast is eukaryote and bacteria is prokaryote.

    Keep drinking!

    Cheers!

    Like

  14. Dear Sir,

    Nice article as always! Just a little correction: yeast and bacteria are different. Yeast is eukaryote and bacteria is prokaryote.

    Keep drinking.

    Cheers!

    Like

  15. સરસ લેખ…..
    મારી તમામ ( તથાકથિત) રૂઢિચુસ્તતા અને સુફિયાણી માન્યતાઓ ને થોડી ક્ષણો પુરતી આઘે મૂકી ને વાંચ્યો……!! મજા પડી…. પીવું – નાં પીવું, ક્યાં,, ક્યારે ને કેટલું પીવું એ તો સંસ્કાર- અનુકુળતા- ઉપલબ્ધી – બહાનું કે બજેટ ને આધીન હોઈ શકે….. પણ હા , શરાબ-વાઈન- દારુ- વિષે ઘણું જાણવા મળ્યું એ તો ચોક્કસ છે….
    મારા એક નોનગુજરાતી મિત્ર મને કહેતા કે ‘ યાર, મેં ગુજરાતી ઓ કો પીતે દેખતા હું તો દુખ હોતા હૈ…. બસ ચાર યાર ઇકઠ્ઠે હુયે – દારુ લાયે- ગ્લાસ ભરે – યહા વહા દેખા ઔર….ઘટક…… , કોણ સી ચીજ કિસ કે સાથ ઓર કૈસે પી જાય એ નહિ જાનતે યા તો નાહી ઉસકી બ્લેન્ડ કે બારે મેં પતા હોતા હૈ…”
    માહિતી સભર…
    આભાર….

    Like

  16. ….not PSORIASIS….but CIRRHOSIS ..of liver.

    fine coverage…

    Somras…..from Som lata….was..possibly psychedelic substance..or substances…like LSD….!!

    Like

Leave a comment