Category Archives: જ્ઞાન વિજ્ઞાન

ક્ષુધાતુરદરિદ્રાણામ્ પ્રિયા: પીનપયોધરા:

ક્ષુધાતુર, દરિદ્રાણામ્ પ્રિયહ્ પીનપયોધરા124650-123409

એમાં કોઈ નવાઈ નથી કે ઘણાં પુરુષોને પુષ્ટ ભરાવદાર(buxom) સ્ત્રી ગમતી હોય છે જ્યારે અમુક પુરુષોની પહેલી પસંદ પાતળી પરમાર હોય છે. પાતળી પરમાર માટે હાલ ઝીરો ફિગર શબ્દ વપરાય છે. એક બહુ જુનું લોકગીત છે. ”માડી હું તો બાર બાર વરસે આવીયો, ક્યાં ગઈ મારી પાતળી પરમાર ?” બહુ ઇમોશનલ ગીત છે. પિયરના ગામની દિશા બાજુ ખાટલામાં ઓશિકુ ના મૂકવા દે તેવી સાસુના જમાનાનું ગીત છે. ખેર બહુ જૂનો સવાલ છે કે અમુક પુરુષોને હુષ્ટ્પુષ્ટ મોટાં ભરાવદાર ઉરજ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય છે જ્યારે અમુકને પાતળી માપસરનાં ઉરજ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય છે. જોકે આવી પસંદ નાપસંદીમાં અનેક કારણો અને પરિબળો ભાગ ભજવતાં હોય છે છતાં તાજેતરમાં થયેલાં બે અભ્યાસ  આના ઉપર સારો એવો પ્રકાશ પાડે છે.

એવા કયાં પરિબળ પુરુષને આવી મનોવૃત્તિ ધરાવવા માટે ખેંચતાં હશે? માનવ સ્ત્રી માટે સ્તનનું માપ ચરબી સંગ્રહ સૂચક(signal of fat reserves) ગણાતું હોય છે. પુરુષો માટે “resource security” અને “resource insecurity” ની ભાવના નાનાં-મોટાં સ્તન ગમવા માટે ભાગ ભજવતી હશે ખરી ? મતલબ જે લોકો સંપત્તિવાન છે અથવા ઓછી સંપદા ધરાવે છે તેનો આ પસંદગી બાબતે પ્રભાવ પડે ખરો ? Viren Swami અને Martin Tovée નામના બે મનોવૈજ્ઞાનિકોએ આના ઉપર રસપ્રદ અભ્યાસ કર્યો છે.

પહેલાં અભ્યાસમાં ફાઈનૅન્શલ સિક્યુરિટી સ્તન સાઇઝ પસંદગી બાબતે સંબંધ ધરાવે કે નહી તે ચકાસવામાં આવેલું. આર્થિક રીતે ગરીબ, મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકોને આમાં સામેલ કરવામાં આવેલાં. ભાગ લેનારાઓને પાંચ જુદી જુદી સાઇઝ્નાં સ્તન ધરાવતી સ્ત્રીઓના ફોટા બતાવી કંઈ સ્ત્રી આકર્ષક લાગે છે તે જણાવી ક્રમાંક આપવાનો હતો. બહુ સાદો પ્રયોગ હતો. આર્થિક રીતે નિમ્ન સ્તર ધરાવનારાઓએ મોટાં સ્તનને પહેલો ક્રમાંક આપ્યો હતો. સાદું તારણ એવું નીકળ્યું કે ગરીબ લોકોને મોટાં સ્તન ગમતાં હોય છે.

બીજા પ્રયોગમાં “food security” ધ્યાનમાં લેવામાં આવી હતી. આમાં ફક્ત શ્વેત બ્રિટીશ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવેલા, કારણ ethnicity પણ બહુ મોટો ભાગ સ્તન સાઇઝ પસંદ બાબતે ભાગ ભજવતી હોય છે. આફ્રિકન પ્રજાને નાના સ્તન ક્યારેય ગમે નહી. ભાગ લેનારા અમુક ભૂખ્યા હતાં અને અમુક ભૂખ વગરના તૃપ્ત હતા. પ્રયોગાત્મક અભ્યાસનો સમય પણ સાંજનો ૬ થી ૭ રાખેલો કે ત્યારે ભૂખ પણ બરોબર લાગી હોય. સ્ત્રીઓના ફોટા પણ પહેલા અભ્યાસમાં રાખેલા તે જ રાખેલાં. સાદું તારણ એ નીકળ્યું કે ભૂખ્યાજનો એ ભૂખ વગરના તૃપ્ત લોકોની સરખામણીએ મોટાં સ્તન પસંદ કરેલાં.

ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જોઈએ તો મોટાં સ્તન તાજાં જન્મેલાં બાળક માટે વિપુલ ખોરાકની સંભાવના ધરાવતાં હોય છે. મોટાં સ્તન ફલદ્રુપતા સાથે સંબંધ ધરાવતાં estradiol હૉર્મોન લેવલ સૂચક પણ છે. Christopher Burris અને  Armand Munteanu નામના સંશોધકો માને છે કે જે પુરુષોને પિતા બનવાની ખાસ ઇચ્છા ના હોય તેને મોટાં સ્તન ખાસ અપીલિંગ લાગતાં નથી. આ હાઇપૉથિસિસ ચકાસવા કેટલાક કૉલિજ યુવાનો સાથે ઑન-લાઇન અભ્યાસ કરવામાં આવેલો. પહેલાં એમની પિતા બનવાની ઇચ્છા ક્રમાંક આપીને ચકાસી લેવાઈ હતી. પછી એમને સ્ત્રીઓના ચિત્રો આપવામાં આવેલાં જેની સ્તન સાઇઝ ઇચ્છા મુજબ ફેરવી શકતા હતાં. સાદું તારણ એવું નીકળ્યું કે જેઓ બાળકોથી મુક્ત રહેવા ઇચ્છતાં હતા તેઓએ નાનાં સ્તન પસંદ કરેલાં.

સ્તન સાઇઝ પસંદગી બાબતે કોઈ ચોક્કસ ધારણા બાંધી લેવી જરૂરી નથી. અનેક પરિબળ આમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ ભજવતાં હોઈ શકે. કોઈને વિધ્યા બાલન ગમે કોઈને દીપિકા પડુકોણ. દક્ષિણ ભારતની ફિલ્મોમાં દૂબળી અભિનેત્રી ચાલતી નહી. Ethnicity પણ બહુ મોટો ભાગ ભજવતી હોય છે. ઍવરિજ દક્ષિણ ભારતીયને ભૂખ્યો હોય, તૃપ્ત હોય, દરિદ્ર હોય કે ધનવાન મોટાં સ્તન જ ગમવાનાં તે હકીકત છે. છતાં ઉપરના પ્રયોગો અને તેનાં તારણ કેવો ઉરજવૈભવ પસંદ છે તે બાબતે આપણાં મનના ઊંડા અતલમાં જરૂર થોડો પ્રકાશ તો ફેંકે જ છે તે પણ હકીકત છે.

સ્તન આકર્ષણ મહા કર્ષણ

કુચાકર્ષણ મહા કર્ષણ

એક તાજું જન્મેલું બાળક રડે છે કે તે દૂધ શું છે જાણતું નથી. તે રડે છે કારણ લો બ્લડ શુગરનાં કારણે બ્રેન ઇમર્જન્સી અલર્ટ સિગ્નલ cortisol રિલીસ કરે છે. સારા નસીબે રુદન કામ કરી20130513-123131.jpg જતું હોય છે. મદદ આવી મળે છે. માતા આવી જાય છે બાળકને દૂધ પીવા મળી જાય છે, ખોરાક મળી જાય છે. બાળક રાહત અનુભવે છે. સારું અનુભવે છે. સુખનો આવિર્ભાવ થાય છે. બ્રેન અહીં શીખવાનું શરુ કરે છે. આમ એક બાળકનો પૃથ્વી પર અવતરણ થવાની સાથે સર્વાઇવલનો પહેલો અનુભવ એની માતાના સ્તન સાથેની ઓળખ સાથે થતો હોય છે. આમ ઉરજની ઓળખ પહેલી ઓળખ કાયમ ઉરમાં જડાઈ જાય છે. આખી જિંદગી એનું આકર્ષણ મહા કર્ષણ તરીકે દિલોદિમાગ પર છવાઈ જતું હોય છે. પીનપયોધર હાઈ estrogen લેવલ દર્શાવે છે જે ઉચ્ચ ફળદ્રુપતા સાથે જોડાયેલ છે. પીનપયોધરા કોને ના ગમે?

સ્વ. રાજકપૂર ‘રામ તેરી ગંગા મૈલી’ ચિત્રપટમાં અભિનેત્રી મંદાકિનીનાં ઉરમંડન સાથે એના કુચાગ્ર બહુ કલાત્મક રીતે દર્શાવવામાં સફળ થયેલા. એમની ફિલ્મોની તમામ અભિનેત્રીઓ જબરજસ્ત સ્તનવૈભવ ધરાવતી અને તે કલાત્મક રીતે જતાવવામાં રાજકપૂર જબરા નિષ્ણાત હતા. ઉંમર નિદર્શન, ફલદ્રુપતાની નિશાની, માતાની યાદ સાથે એના દ્વારા પોષણ મળતું બધી ભેગું થઈને સ્તન કાયમ માટે દિમાગમાં જડાયેલા રહેતા હોય છે.

આદિવાસી સમાજો જ્યાં સ્ત્રીઓ ટૉપલેસ ફરતી હોય છે ત્યાં ઉરોજ વિષે ખાસ દેખીતું આકર્ષણ હોતું નથી તેવું કહેવાય છે, ત્યાં સ્તન ફક્ત દુધના કૅન તરીકે ઓળખાતા હોય છે. આવા સમાજોમાં પણ સંસર્ગ પહેલાની રમત તરીકે કુચાગ્ર મર્દન તો થતું જ હોય છે. સ્તન મર્દન સ્ત્રીઓને ઉત્તેજિત કરવામાં ચાવીરૂપ ભાગ ભજવતું હોય છે. કામોત્તેજના સમયે સ્તનવૈભવમાં(volume) વધારો થાય છે તેવું Masters and Johnson નું કહેવું છે.

બાળક જ્યારે માતાને ધાવતું હોય છે ત્યારે માતા પણ બાળકના માથે હાથ ફેરવતી હોય છે, એને લાડ કરતી હોય છે, એને પંપાળતી હોય છે. આ સમયે માતા અને બાળક બંનેના બ્રેનમાં વિશ્વાસનું જનક, પ્રેમનું જનક બ્રેન કેમિકલ ઑક્સિટોસિન સ્ત્રાવ વધી જતો હોય છે જે માતા અને બાળક સાથે સામાજિક જોડાણ વધારવામાં ખૂબ મહત્વનો ફાળો આપતું હોય છે. Oxytocin is often referred to as the “cuddling hormone” . માતાને વહાલ ઊભરાઈ જાય તો તરત એના બાળકને ખોળામાં લઈને સ્તનપાન કરાવતી હોય છે. બાળક સ્તનપાન કરતું બંધ થઈ જાય ત્યારે પણ વહાલ ઊભરાય ત્યારે છાતી સાથે જડી દેવાનો એક શિરસ્તો ઊભો થઈ જાય છે.

Oxytocin નું એક બીજું મહત્વનું કામ છે milk let-down response દૂધ નીચે ઉતારવાનું. ખેડૂત મિત્રોને અનુભવ હશે કે ગાય કે ભેંસના થાનમાં દૂધ ભરેલું હોય પણ આંચળોમાં નીચે એકદમ આવતું નથી. દેશી ગાયો અને ભેંસોમાં ખાસ આ પ્રૉબ્લેમ હોય છે. એનું બચ્ચું એને વળગાડો એટલે ગાય કે ભેંસના બ્રેનમાં Oxytocin સ્ત્રવે પછી દૂધ આંચળોમાં નીચે આવે, પછી એનું બચ્ચું ખસેડી ગાયને દોહવાનું શરુ થતું હોય છે. બચ્ચું કોઈ કારણસર મરી ગયું હોય કે બીજા કોઈ કારણસર દૂધ થાનમાં ભરેલું હોય છતાં આંચળોમાં નીચે ઊતરતું નથી ત્યારે પશુપાલકો પશુને Oxytocin ઇન્જેક્શન આપતા હોય છે ત્યારે તરત દૂધ નીચે ઊતરી આવે છે.

ઘણી સ્ત્રીઓ સ્તનપાન કરાવતી વખતે ચરમસીમાએ પહોચી જતી હોય છે તેવું પણ કહેવાય છે. સ્ત્રી સમાગમ વખતે ઉત્તેજિત થાય ત્યારે એના clitoris, vagina, cervix ત્રણેનું પ્રતિનિધિત્વ કરતા નકશા (sensory maps )એના parietal cortex માં ઝબૂકવા લાગે છે. ઘણી સ્ત્રીઓમાં કુચાગ્ર મર્દન સમયે આ ત્રણે નકશા સામટાં ઝબૂકવા લાગે છે તેવું FMRI વડે જાણવા મળેલું છે. આમ પુરુષો માટે તો ખરા જ સ્ત્રીઓ માટે પણ સ્તન જાતીય જીવનમાં ખૂબ મહત્વના હોય છે. પુરુષોને એવરેસ્ટ જેવો ઉન્નત ઉરજવૈભવ જોવો ગમતો હોય છે તો સ્ત્રીને પણ તે એવો ધરાવે છે તે બતાવવાનું ગમતું હોય છે સીના તાન કે…

20130513-152313.jpg

મળી માતૃભાષા મને ગૂજરાતી

મળી માતૃભાષા મને ગૂજરાતીuntitled=-=-=

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગૂજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગૂજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પના ભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી.
નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી.
-શ્રી ઉમાશંકર જોશીuntitled-=-=--

ગુજરાતી સૌમ્ય ભાષા છે. વેદકાલિન “ળ” એણે જાળવી રાખ્યો છે જે પછીના સંસ્કૃતમાં પણ નથી, આવી વૈભવ ભરેલી માતૃભાષા તરીકે ગુજરાતી મને મળી છે તેનો મને ગર્વ કેમ ના હોય? ગુજરાતની આસપાસના પ્રદેશોમાં બોલાતી બીજી ભાષાઓ એની સાથે તાળી દઈ રમતી સખીઓ છે. મતલબ આ બીજી ભાષાઓમાં પણ ગુજરાતીને મળતા અઢળક શબ્દો હોય છે. ગુણવાળી, રસભરેલી કાનમાં અમૃત સીંચતી જેને બોલતા છાતીમાં ભાવ ભરાઈ જાય તેવી માતૃભાષા દરેક ગુજરાતીના મુખે રમતી હોવી જોઈએ. શું સન ૧૯૫૫ માં કવિને અંદેશો આવી ગયો હશે કે આ માતૃભાષા બચાવવા ગુજરાતી પ્રેમીઓને પ્રયત્નો કરવા પડશે ? કે કહેવું પડ્યું ‘રમો માતૃભાષા મુખે ગૂજરાતી’. આ કોઈ સૈનિકોની પરેડ નથી. આ તો રમત છે. માતૃભાષા તો આપણાં હૈયામાં રમતી હોય છે, હોઠ પર વિલસતી હોય છે, હાસ્ય બની રેલાતી હોય છે, આંખોમાં બોલતી હોય છે, અશ્રુ બની ટપકતી હોય છે. બીજી ભાષાઓ પરેડની જેમ કૂચ કરતી હોય છે.

મુનિ હેમચંદ્રાચાર્યના આશિષ પામેલી, નરસિંહ-મીરાંના આશીર્વાદ વડે સમૃદ્ધ બનેલી આ ગુજરાતીને પ્રેમભટ, અખો અને ભક્ત ધીરા જેવા કવિઓ મળ્યા છે. નર્મદ, કાન્ત અને ગોવર્ધનરામે એની પૂજા કરી છે. નાન્હાલાલે એમની ભવ્ય કલ્પનાઓ વડે સજાવી છે. સત્ય-અહિંસાના પૂજારી એવા ગાંધીની ગિરા છે, ‘નમો ધન્ય ગાંધી-ગિરા ગૂજરાતી’. ગાંધી માટે અહોભાગ્ય કે ગુજરાતી એમની માતૃભાષા હતી અને ગુજરાતી માટે પણ અહોભાગ્ય કે ગાંધીને હૈયે તે રમતી હતી..
જ્યારે ઉપરની સાવ સરળ પણ બેનમુન કવિતા અમર ભટ્ટના કંઠે સાંભળીયે તો છાતી બે ઇંચ ફૂલી જાય. હા ! તો મિત્રો,

નૉર્થ અમેરિકાની લિટરરી અકૅડમિ તરફથી ગયા રવિવારે સરસ મજાનો પ્રોગ્રામ હતો. રાબેતા મુજબ દિલીપ ભટ્ટ તો સાથે હોય જ, પણ આ વખતે જનકભાઈ પણ સાથે હતા. ગુજરાતી ભાષાની સેવા માટે એને સમ્રુદ્ધ કરવા ગણો કે એની સમ્રુદ્ધિ સાચવવા કહો કેટ કેટલાં લોકો પ્રયત્નો કરતાં રહે છે આપણને ખબર હોતી નથી. આપણી પાસે ગુજરાતી કવિઓ અને એમની રચનાઓનો સમૃદ્ધ વારસો છે. એનો મહિમા કરીએ તો પણ ગુજરાતી ભાષાની સેવા ગણાય કે નહીં ?

ગઝલો અત્યારે ગલીએ ગલીએ લખાય છે. જાણે એક ઊભરો આવી ગયો છે. કવિતાઓ તો બહુ લખાય છે, પણ સારી કવિતા લખે છે કોણ ? આપણી પાસે શબ્દવૈભવથી શોભતી અઢળક કવિતાઓ છે પણ ગાય છે કોણ ? એ કામ આજકાલ અમર ભટ્ટ કરી રહ્યાં છે. કવિતાને વાંચવી અને સાંભળવામાં બહુ ફરક પડતો હોય છે. એમાંય અમર ભટ્ટ જેવો શાસ્ત્રીય સંગીતનો જાણતલ જ્યારે કવિતા ગાય ત્યારે કવિતા હ્રદય સોંસરવી ઊતરી જાય. એમાંય વળી શ્રી ઉમાશંકર જોશી કે શ્રી રમેશ પારેખ જેવા ભાવસમૃદ્ધ કવિઓની અદ્ભુત રચનાઓ સાંભળવા મળે તો બાગ બાગ થઈ જવાય અને આંખના ખૂણે અશ્રુબિંદુઓ આવી ને થંભી જાય તો નવાઈ નહીં.

અમર ભટ્ટે શ્રી ઉમાશંકર જોશીની સમગ્ર કવિતાઓમાંથી પસાર થઈ ને પસંદ કરેલી કવિતાઓનું સ્વરાંકન કરીને એક ઑડિઓ સી.ડી બહાર પાડેલી છે. આ કવિતાઓમાંથી પસાર થવું શબ્દો એમના પ્રયોજેલા છે. એવી રીતે મરીઝ અને મનોજ ખંડેરીયાની કવિતાઓમાંથી પસાર થઈને એમણે બીજા આલબમ બહાર પાડેલાં છે તેનું વિમોચન પણ હતું. આ વિમોચન પાછું આપણા કસુંબલ કવિશ્રી ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીના શુભહસ્તે હતું.

અમર ભટ્ટ, દર્શના ઝાલા, ફોરમ અને ફાલ્ગુનીએ એમના કેળવાયેલા કંઠે જુદા જુદા કવિઓને ગાઈને એવા તો રસતરબોળ કરી દીધાં કે સમય ક્યાં પસાર થઈ ગયો સમજ જ ના પડી. અમુક કવિતાઓ એમની આગવી સ્ટાઇલમાં ખાલી સંભળાવી અને અમુક ગાઈને સંભળાવી. શ્રી વિનોદ જોશીની એક હૃદયસ્પર્શી રચના  ‘ કૂંચી આપો બાઈજી તમે કિયા પટારામાં મેલી મારી મહિયરની શરણાઈજી’, એક વહુ સાસુને કગરતી હોય કે મને ચાવી આપો તમે કયા પટારામાં મારા પિયરની શરણાઈ મેલી છે ? એક વહુની વ્યથા તો જુઓ? ભિખુદાન ગઢવીના શબ્દોમાં કહું તો પિયરના ગામની દિશામાં ખાટલા પર ઓશિકુ ના મૂકવા દે તેવો સાસુઓનો જમાનો હવે તો રહ્યો નહીં હોય તેવી આશા રાખીએ. શરણાઈ તો બિસ્મિલ્લાખાન વગાડતા હતાં અહીં તો શરણાઈ એક પ્રતીક છે. પિયરની સુખદ સ્મૃતિઓ પટારામાં ધરબીને જીવવાનું ? આજુબાજુ કોઈ જોઈ તો નથી રહ્યું ને ચકાસી મે છાનામાના મારી આંખના ખૂણા લૂછી લીધેલાં. કૂંચી શબ્દ અમે તો વાપરેલો છે, ચાવી માટે વપરાતો આ શબ્દ આજની પેઢી વાપરતી નથી. હવે તો ચાવી ને બદલે ‘કિ’ વપરાતું થઈ ગયું છે. સંગીત મઢી કવિતા ખરેખર તમારાં હ્રદય સોંસરવી ઊતરી જતી હોય છે.

કૃષ્ણ દવેને યાદ કર્યા, વાંસલડી.કૉમ, મોરપિચ્છ.કૉમ, .કૉમ વૃંદાવન આખું. કાનજીની વેબ સાઇટ એટલી બધી મોટી છે કે કયા કયા નામ રાખવા? મીરાં.કૉમ રાખીયે તો પાછી રાધા રિસાઈ જાય..હાહાહાહા..

‘જનની જોડ સખી નહીં જડે રે લોલ’ ઢાળમાં લખાએલી અને ગવાએલી શ્રી મકરંદ દવેની એક દીકરીઓ ઉપરની કવિતાની પંક્તિ ‘બાપુની ઢાલ બને દીકરો રે લોલ, દીકરી તો તેજની કટાર રે’ સાંભળી મારે ફરી આંખના ખૂણા લૂછવા પડ્યા. હવે આ દેશમાં કટાર જેવી તેજ દીકરીઓ ઉછેરવાનો સમય પાકી ગયો છે. આપણી ગુજરાતી કવિતાએ આદિકવિ નરસિંહથી માંડીને આજના અનિલ ચાવડા સુધીની કેટલી બધી લાંબી સમૃદ્ધ દડમજલ કાપી છે.

ઉમાશંકર કહે છે, ‘ કવિતા એ આત્માની માતૃભાષા છે. એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં.’ અઢળક ઢળિયો શામળિયો જેવા આ પ્રોગ્રામમાં લગભગ મોટાભાગના કવિઓને યાદ કરી ગુજરાતી ભાષાનો મહિમા ગવાયો એનો કેફ હજુ ઊતર્યો નથી, ઉતારવો પણ નથી..

‘આટલું બધું હેત કદી હોતું હશે ? એક પારેવું વાદળ ભરી રોતું હશે ?’—સુરેશ દલાલ

‘કવિતાને અમર કરી દેવી હોય તો એને સંગીત વડે મઢી દો’—– રાઓલ ભૂપેન્દ્રસિંહ…

બાર ગાઉ એ બોલી બદલાય

images

બાર ગાઉ એ બોલી બદલાય
બાર ગાઉ એ બોલી બદલાય તે કહેવત ખાલી ભારત માટે થોડી સાચી હોય? આખી દુનિયામાં આ ટ્રેન્ડ ચાલતો હોય છે. એટલે તમે લખવામાં ભાષા શુદ્ધિ નો આગ્રહ રાખી શકો બાકી બોલવામાં કદી રાખી શકો નહીં. હું વિજાપુર(મહેસાણા), નડિયાદ(ચરોતર) અને વડોદરા ઊછરેલો છું માટે મારી બોલવાની ભાષામાં આ ત્રણે વિસ્તારની બોલીનો લહેકો આવી જવાનો તે હકીકત છે. મતલબ હું શુદ્ધ મહેસાણી, શુદ્ધ ચરોતર કે શુદ્ધ બરોડીયન ભાષા બોલતો નથી ત્રણે વિસ્તારની મસાલા ખીચડી જેવી ભાષા બોલુ છું. મારા નાનાભાઈ વળી બરોડા નથી રહેલા તેઓ જામનગર વસેલા છે તો એમની ભાષામાં મહેસાણા, ચરોતર ભેળો સૌરાષ્ટ્રનો રોટલો પણ ભળેલો છે. મારા જીજાબા એટલે બહેનશ્રી વળી સાબરકાઠાં પરણાવેલાં છે એટલે એમની ભાષામાં મહેસાણા, ચરોતર સાથે ઈડર વિસ્તારનો ફેમસ મકાઈનો રોટલો અને અડદની દાળ પણ ભળેલા છે, એમાં બહેનનું પાછું રૉયલ ફેમિલી એટલે ‘આપ પધારો’, ‘આપ બિરાજો’, ‘જી હુકમ’, ‘કાકોસા’, ‘કાકીસા’, ‘ભાભીસા’, ‘ફુવાસા’, જીજાસા’, સાથે નાના બે વરસના જ કેમ ના હોય દીકરાને બાપુ અને દીકરીને બૈજીલાલ કહેવાનો મીઠડો માનવાચક ધારો છે.

‘લૅબુ, મૅઠુ અને પૉણી આવ્યું એટલે સમજો મહેસાણા આવ્યું. ઉચ્ચારણની ભાષામાં આમ અલગ અલગ વિસ્તારમાં થોડો થોડો ફેરફાર તો રહેવાનો જ. આનો કોઈ ઉપાય નથી. એકલાં ભારતમાં જ આવું હોય તેવું પણ નથી. અમેરિકામાં પણ થોડા થોડા ફેરફાર સાથે જ અન્ગ્રેજી બોલાય છે. દરેકનો પોતાની માત્રુભાષાનો ટોન બીજી ભાષામાં આવી જવાનો તે હકીકત છે. આપણે ભલે ભારતમાં બ્રિટીશ અંગ્રેજી ભણ્યા હોઈએ પણ દક્ષિણ ભારતીય અંગ્રેજી બોલશે અને ઉત્તર ભારતીય અંગ્રેજી બોલશે એ બેઉમાં ફરક પડવાનો. ઉત્તર ભારતીય હિંદી બોલે અને આપણે ગુજરાતી હિંદી બોલીયે તેમાં પણ આભ જમીનનો ફરક પડી જતો હોય છે. હું બરોડા રહેતો ત્યારે અમારી ઉપરના માળે થોડા કેરાલીયન મિત્રો રહેતા. એકવાર આવા એક કેરાલીયન મિત્રે પુચ્છ્યું ‘કાના કાયા?’ મને સમજ પડી નહી. હું શું? શું? એમ પૂછવા લાગ્યો. બાજુમાં ઊભેલા મિત્ર અરવિંદભાઈ કહે શું બાઘાં મારે છે? ખાના ખાયા? એવું પૂછે છે.

જોડણીની દ્રષ્ટીએ જોઈએ તો આપણે હળાહળ ખોટું ગુજરાતી લખીએ છીએ, અને હળાહળ ખોટું અંગ્રેજી બોલીએ છીએ. એમાં બધાં જ આવી જાય, પત્રકારો, માસ્તરો, વ્યાખ્યાનકારો, સૌરાષ્ટ્રનો હોય કે ગુજરાતનો કે ભારતનો હોય, વળી પોતાની માત્રુભાષાનો લહેકો પણ એમાં લાવવાનાં જ. એમાં ગુગલનો ગુજરાતી લખવાનો સૉફ્ટ્વેર જે વાપરે તે જે થોડું ઘણું સાચું ગુજરાતી લખતો હોય તે પણ ભૂલી જવાનો. કારણ એમાં તમે શબ્દ આખો લખો અને સ્પેસ દબાવો આખા શબ્દનું ગુજરાતી થઈ જાય. એમાં મનફાવે તેમ જોડણી લખાઈ જવાની. એમાં ‘ઍ’ અને ‘ઑ’ આવતો નથી. એટલે તમે એના બદલે ‘એ’ અને ‘ઓ’ થી ચલવી લેવાના. મને ખબર હતી કે ‘મૅમલ’ સાચો શબ્દ છે, પણ હું ‘મેમલ’ વડે ચલાવી લેતો હતો. આવા તો અનેક શબ્દો છે જેની સાચી જોડણી વગર ચલાવી લેવું પડતું. એના માટે વિશાલ મોણપરાનું પ્રમુખ ટાઈપેડ સારુ, એમાં એક એક અક્ષરનું ગુજરાતી થવા માંડે એટલે તમે સાચું લખી શકો. પણ ગુગલનુ સહેલુ પડતું હોવાથી અને ઝડપથી લખાતું હોવાથી મોટાભાગે તે જ વપરાય છે. એટલે જેને થોડી ઘણી પણ જોડણી સાચી આવડતી હોય તેણે વિશાલભાઈનો સૉફ્ટ્વેર વાપરવો અથવા ‘બરહા’ વાપરવું સારુ રહેશે. ગુજરાતી જોડણી માટે સાર્થ જોડણીકોશ મળે છે. આ જોડણીકોશ વાંચીને એને પબ્લિશ કરનારાઓ ઉપર એક વિદ્વાન મિત્રે એમાં રહેલી ભૂલો બેત્રણ પાનાં ભરીને મોકલી, તો સામે આભાર માનતો પત્ર આવ્યો, તો એમાંથી પણ ભૂલો શોધીને મોકલવામાં આવી તો પછી પેલાં લોકોએ પત્ર લખવાનું જ બંધ કરી દીધું. હાહાહાહા!!!

ગુજરાતીના આટલાં બધાં શબ્દોની જોડણી કોને યાદ રહે? સામાન્યજનનુ તો કામ જ નહીં. એટલે એના માટે એક ઝુંબેશ શરુ થઈ કે જોડણીની પળોજણ છોડીએ એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ વાપરીએ. આને ઊંઝા જોડણી નામ અપાયું છે. ઘણાં બધા બ્લૉગર મિત્રો ઊંઝા જોડણી વાપરે છે. એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ વાપરો તો મોટાભાગે જોડણીની સમસ્યા મટી જાય. જો કે ઊંઝા જોડણીમાં લખેલું કોઈ સપાટ ચહેરા વાળો મતલબ મોઢાં પર કોઈ ભાવ દેખાય નહીં તેવા જૉહ્ન અબ્રાહમ જેવા ઍક્ટરની સિનેમા જોતાં હોઈએ તેવું લાગતું હોય છે. જ્યારે સાચી-ખોટી જોડણીમાં લખેલુ દિલીપકુમાર-અમિતઆભ-પરેશ રાવલ જેવા ઉત્તમ અભિનેતાની ફિલમ જોતાં હોઈએ તેવું લાગતું હોય છે. મને એવું લાગે છે, તમને શું લાગે છે મને ખબર નથી. ઊંઝા જોડણીનો સારો એવો પ્રચાર થઈ રહ્યો છે, પણ ઘણા સાહિત્યકારો એનાથી નારાજ છે. એમને લાગે છે આ ઊંઝા જોડણીવાળા ગુજરાતી ભાષાનો નાશ કરી નાખશે. ઊંઝા જોડણીવાળા કહે છે અમારી જોડણી વૈજ્ઞાનીક છે. તો સ્વરપેટી ઉપર આધારિત જોડણી કઈ રીતે અવૈજ્ઞાનિક કહેવાય?

અમેરિકાની વાત કરું તો, અહીં ઉત્તર અમેરિકાના યુ.એસ.એ નામના દેશના ઉત્તરમાં રહેલાં રાજ્યો અને ટેકસાસ જેવાં દક્ષિણમાં રહેલાં રાજ્યોની અંગ્રેજીની બોલચાલની લઢણ ખાસી જુદી પડી જાય છે. એમાં વળી અશ્વેત પ્રજાએ એની પોતાની આગવી લઢણ વિકસાવી છે. અમદાવાદમાં વાહન ચલાવો તો આખી દુનિયામાં ચલાવો પાસ થઈ જાવ તેવું અહીં કહેવાય કે અશ્વેત લોકોનું બોલેલુ અંગ્રેજી સમજી શકો તો પછી ગમે ત્યાં જાવ અંગ્રેજી સમજવામાં વાંધો આવે નહીં. યુ.એસ.એ નીચે આવેલા મેક્સિકો અને એની પણ નીચે આવેલા દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા દેશોમાં સ્પેનિશ ભાષા બોલાય છે. આ દેશોને લૅટિન અમેરિકન દેશો અથવા સ્પેનિશ દેશો પણ કહેવાય છે.

યુરોપના સ્પેનમાંથી આ દેશો ઉપર આક્રમણ થયેલું. આ બધા દેશો ઉપર યુરોપના સ્પેનની હકૂમત ચાલવા લાગી. મેક્સિકોની માયા અને પેરુની ઈન્કા સંસ્કૃતિનો નાશ કરી નાખવામાં આવ્યો. આશરે ૧૭ હજાર વર્ષ પહેલા વાયા સાયબીરીયા થી માનવો ધીમે ધીમે આ અમેરિકા ખંડમાં અલાસ્કા થી પ્રવેશ કરવા લાગેલા.એમાં જુદી જુદી સંસ્કૃતિઓ અહીં વિકસેલી જેવી કે Mesoamerica(the Olmec, the Toltec, the Teotihuacano, the Zapotec, the Mixtec, the Aztec, and the Maya) and the Andes (Inca, Moche, Chibcha, Cañaris). આમાં માયા સંસ્કૃતિના એમના પોતાના લેખિત રિકૉર્ડ મળે છે. આ બધી સંસ્કૃતિઓ ઘણી વિકસેલી હતી. ખેતીવાડી બાંધકામ બધામાં નિષ્ણાત હતી. ઍઝટેક લોકોએ એક ભવ્ય શહેર બનાવેલું Tenochtitlan, જે પુરાણું મેક્સિકો હતું. ત્યાં લગભગ ૨૦૦,૦૦૦ લોકો રહેતા હશે. તે લોકો ખગોળીય અને ગણિતશાસ્ત્ર જ્ઞાનમાં માહેર હતા.

૧૪૯૨માં કોલંબસની સફર પછી યુરોપિયન લોકોનાં ધાડા આવવાનું અહીં ચાલુ થયું. એ લોકો ગુલામ તરીકે ખેતી કરવા માટે આફ્રિકન લોકો ને લઈને આવ્યા, અને સાથે સાથે જાત જાતનાં મૂળ અહીંના લોકો માટે નવા એવા રોગો લઈ ને આવ્યા. એમાં અહીંની સ્થાનિક પ્રજા મરવા માંડી, બંને વચ્ચે યુદ્ધો થવા લાગ્યા. રીતસરનું જેનસાઇડ શરુ થયું અને સ્થાનિક જાતિઓનો નાશ કરવાનું ચાલુ થયુ. આપણે માનીયે છિયે તેમ સ્થાનિક કહેવાતી રેડ ઈન્ડિયન્સ જાતિઓ સાવ ખતમ નથી થઈ ગઈ પણ એમનું સંકરણ થઈ ગયું છે. જો કે શુદ્ધ રુપે ખતમ થઈ ગઈ છે તેમ કહી શકાય. યુરોપીયન્સ અને સ્થાનિક જાતિઓનું ભેગું થઈ ને જે ક્રોસ બ્રીડિંગ થઈ ગયુ છે તે આજની અમેરિકન સ્પેનિશ પ્રજા કહેવાય છે.

મૂળ અમેરિકન પ્રજા ઉત્તર ધૃવમાં રહેતી પ્રજાના જીન ધરાવતી હાથ પગ ટૂંકા, ઊંચાઈ સાવ ઓછી આપણા ગુરખા જેવી. અત્યારે હું ન્યુ જર્સીના ફ્રિહોલ્ડ વિસ્તારમાં જાઉં તો કહેવાતા સ્પેનિયા જોઈ એવું લાગે કે આ તો આપણાં ગુરખાને ઊંચા કહેવડાવે તેવાં છે. ગોળમટોળ બેઠીદડીના સાવ બટકા આપણાં ગુરખા જ જોઈ લો. કલર પણ ઘંઉવર્ણ બહુ ઊજળા નહી. આ પ્રજામાં એટલી બધી વિવિધતા છે કે ના પૂછો વાત. એકદમ ગોરા ઊંચા થી માંડીને સાવ બટકા અને અશ્વેત પણ મળી આવે. ભલે ગીતામાં ક્રુષ્ણે કહ્યું હોય કે વર્ણસંકર પ્રજાનો નાશ થાય પણ ભારતમાં પણ એટલું બધું સંકરણ થયેલું છે કે ના પૂછો વાત. દક્ષિણ અમેરિકા ખંડ અને ઉત્તર અમેરિકા ખંડ વચ્ચે એક નાની પટ્ટી રૂપ જોડાણ છે જેમાં નાના દેશો આવેલા છે. આ નાની પટ્ટીમાં હોન્ડુરાસ, નિકારાગુઆ, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, કોસ્ટારિકા, પનામા જેવા દેશો આવેલા છે. જ્યારે નીચે દક્ષિણ અમેરિકા ખંડમાં વેનેઝુએલા, ગુયાના, સુરીનામ, કોલમ્બિયા, ઇક્વાડોર, બ્રાઝીલ, બોલિવિયા, પેરુગ્વે, ઉરુગ્વે, ચીલી, આર્જેન્ટીના વગેરે સ્વતંત્ર દેશો છે. આ બધા દેશોની પ્રજા હિસ્પાનીક કહેવાય છે. વચ્ચે નાના નાના ટાપુઓ રૂપે ઘણા બધા દેશો છે જેવા ક્યુબા, ડોમોનીકન રિપબ્લિક, પોર્ટૄરીકો. આ દેશોની પ્રજા લાતીનો કહેવાય છે. બોલે છે બધાં સ્પેનિશ પણ બધાનું સ્પેનિશ અલગ અલગ છે. પણ જેમ આપણે ગુજરાતના કોઈ પણ ભાગમાં બોલાતું થોડું અલગ ગુજરાતી સમજી જઈએ છિયે તેમ આ પ્રજા પણ અલગ અલગ પ્રકારનું બોલાતું સ્પેનિશ સમજી જતી હોય છે.

ચાલો ફરી અંગ્રેજી ઉપર આવીયે તો શેક્સપિયર પહેલાં જે અંગ્રેજી વપરાતું હતું તે ઓલ્ડ અંગ્રેજી સાવ જુદું હતું, આજે કોઈને સમજાય નહી તેવું. શેક્સપિયરે નવા અંગ્રેજીના વિકાસમાં ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ક્રાન્તિ અને વિકાસની વાતો કરનારા માટે નવું અંગ્રેજી જરૂરી હતું. નવું અંગ્રેજી રિબેલિયન ભાષા હતી. એકલાં શેક્સ્પિયરે ખુદ ૨૦-૨૫૦૦૦ શબ્દો નવા પ્રયોજ્યા હશે. એટલે તો અંગ્રેજી સાહિત્યમાં એનું આટલું બધું માન છે. અંગ્રેજીમાં આજે રોજ નવા શબ્દો ઉમેરાય છે અને તે પણ દુનિયાની તમામ ભાષાઓમાંથી. સંસ્કૃતની વાત કરીયે તો વેદોનું સંસ્કૃત અલગ છે. પાણિનીનું પરફેક્ટ વ્યાકરણ સહીતનુ સંસ્કૃત અલગ પડી જાય છે. વેદ કાળના સંસ્કૃતમાં ‘ળ’ છે, પાણિનીના સંસ્કૃતમાં ‘ળ’ નથી. વળી ગુજરાતીમાં ‘ળ’ છે. પ્રાકૃત અને પાલી અશુદ્ધ સંસ્કૃત જ કહેવાય. તો આજની ભારતની ગુજરાતી સહિત અનેક ભાષાઓ અશુદ્ધ સંસ્કૃત કહી શકીયે.

આપણે હળાહળ ખોટું ગુજરાતી લખીએ છિયે અને હળાહળ ખોટું અંગ્રેજી બોલીયે છિયે. ચાલો થોડા નમૂના બતાવું.. આપણે અંગ્રેજીના of ને ઑફ કહીએ છિયે ખરેખર ઑવ છે. Dose ડોઝ ખોટું છે એને ડૉસ કહેવાય. Planning પ્લાનિંગ ખોટું છે પ્લૅનિંગ કહેવાય. Efficient એફિશિયન્ટ ખોટું છે એફિશન્ટ કહેવાય. adoption એડોપ્શન ખોટું છે અડૉપ્શન કહેવાય. Protection પ્રોટેક્શન ખોટું છે પ્રટેક્શન કહેવાય. avoid એવૉઈડ ખોટું છે અવૉઈડ કહેવાય. Violence વાયોલેન્સ ખોટું વાયલન્સ સાચું. accelerator ઍક્સિલેટર ખોટું છે એક્સલરેટર કહેવાય. ફિલૉસૉફી ખોટું ફિલૉસફી કહેવાય. Alpha આલ્ફા ખોટું છે ઍલ્ફા કહેવાય. Monogamy મૉનોગેમી ખોટું મનૉગમી કહેવાય તેવી રીતે polygamy પૉલીગેમી પણ ખોટું છે પૉલીગમી કહેવાય. release રિલીઝ પણ ખોટું રિલીસ કહેવાય. બિહેવિયર પણ ખોટું બિહેવ્યર કહેવાય. થાકી ગયો યાર…છોડો આવા તો અનેક શબ્દો છે જે આપણે ખોટા બોલીયે છિયે અને લખીએ પણ છિયે..

ગીર-ગુજરાતની શાન શતમ જીવમ પુંડરીકમ

images0-

ગીર-ગુજરાત કી શાન સિંહ મેરી જાન

સમગ્ર ગુજરાતનું ગૌરવ અરે ભારતનું કહો તો પણ ચાલે એવા એશિયાટિક સિંહને મધ્યપ્રદેશમાં વસાવવા બાબતે ગુજરાત સરકારે તો શક્ય વિરોધ સુપ્રીમ કોર્ટમાં કરી જોયો છે. એટલે ગુજરાત સરકારને ભાન્ડવી નકામું છે. ઍઝ યૂઝુઅલ આપણી માનસિકતા પ્રમાણે આ બાબતે પણ લાગણીઓમાં તણાઈ જવાના. આપણા ભારતમાં તજજ્ઞોનું કોણ સાંભળે છે? અને એમની સલાહસૂચન પણ કોણ ગણકારે છે? એવું હોત તો મચ્છુ ડેમ તૂટ્યો જ નાં હોત. અને જે ભયાનક તારાજી થઈ હતી તે થઈ નાં હોત. ડેમ બનાવવાની અને બનાવીને નામ કમાઈ લેવાની લ્હાયમાં તજજ્ઞોની સલાહની અવગણના તજજ્ઞ એવા ગુજરાત સરકારના એન્જીનીયરો જ કરી બેઠેલા.

૧૯૫૬મા ઉત્તરપ્રદેશની સરકારે ઇન્ડિયન બોર્ડ ફોર વાઈલ્ડલાઈફ આગળ એક પ્રપોઝલ મૂકી હતી. ૯૬ ચોરસ કિલોમીટરનો એરિયા ધરાવતી ચંદ્રપ્રભા વાઈલ્ડલાઈફ સૅંક્ચ્યૂઅરી નું વાતાવરણ લગભગ ગીર જેવું હોવાથી ત્યાં થોડા સિંહ ગીરમાંથી લાવીને વસાવવાની યોજના હતી. ૧૯૫૭મા ત્યાં એક નર અને બે માદા એમ એક જોડ સિંહની ત્યાં લવાયેલી પણ ખરી. થોડા વધ્યા અને ૧૯૬૫મા એકદમ નાશ થઈ ગયો. આફ્રિકન સિંહ કરતા ગીરનો સિંહ થોડો સંસ્કારી લાગે છે. હહાહાહાહા આફ્રિકન સિંહને પાંચથી સાત પત્નીઓ જોઈએ. ગીરના સિંહ થોડા શરમાળ લાગે છે આ બાબતમાં. આફ્રિકન સિંહ રાજપૂત રાજાઓ અને જમીનદારો જેવો. ઓછામાં ધરાય નહિ. ગીરનો સિંહ શ્રીમંત વાણિયા શેઠ શાહુકાર જેવો કહેવાય બે અથવા વધુમાં વધુ ત્રણ શ્રીમતી વડે ચલાવી લે. ભૂમિનો પ્રતાપ આનું નામ..

જ્યારે તમે કોઈ બ્રીડનું અચાનક નવી જગ્યાએ સ્થાનાન્તરણ કરો ત્યારે અતિશય ધ્યાન રાખવું પડે. એની સ્પેશીયલ કાળજી રાખવી પડે. કેપ્ટીવીટીમાં ઉછેરો અને જંગલમાં છુટા સર્વાઈવ થવા છોડી દો આ બે બાબતમાં ઘણો ફરક હોય છે. અમેરિકા અને યુરોપના પ્રાણી સંગ્રહાલયોમાં આવી રીતે સિંહ ઉછેરવાનો પ્રોગ્રામ ચાલી જ રહ્યો છે. આ લોકો આફ્રિકન અને એશીયાટીક બંને બ્રીડનું ક્રૉસિંગ પણ કરતા હોય છે. પણ આ બધું સલામત અને તજજ્ઞોની દેખભાળ હેઠળ થતું હોય છે. આમ અત્યારે ગીરના સિંહ ગણો કે એશિયાટિક સિંહ ગણો European Endangered Species Programme for Asiatic lions ( EEP ) પાસે ૧૦૦ સિંહ છે.

એશિયાટિક સિંહ ખાલી ગીરમાં જ રહ્યાં છે તે સિંહનું કમનસીબ છે અને આપણી માનવજાતની શરમ છે. પર્શિયન ભાષામાં ઈરાન નો અર્થ લેન્ડ ઑફ આર્યન્સ થાય છે. આમ આર્યભૂમિ કહો કે આર્યાવર્ત કહો ઈરાનમાં એશિયાટિક સિંહ હતા. પેલેસ્ટાઇન, મેસોપોટેમીયા, બલુચિસ્તાન, સીરિયા, ભારતમાં-પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતમાં એશિયાટિક સિંહ વસતા જ હતા. યુફ્રેટ્રીસ નદીના ઉપરવાસમાં ૧૮૭૦ સુધી આ સિંહ નોંધાયા છે. ઈરાનમાં પણ મોટા પ્રમાણમાં ફેલાયેલા આ સિંહ ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગયા. ઝર્ગોશની પહાડીઓ અને શિરાઝનાં જંગલોમાં ૧૮૭૦ સુધી આ સિંહ વ્યાપક પ્રમાણમાં વસતા હતા. ૧૯૪૪મા ઈરાનમાં karun નદીના કિનારેથી એક સિંહણનું મડદું મળેલું. ૧૯૬૩મા પાંચની સંખ્યા ધરાવતા છેલ્લા સિંહ પરિવારનો નાશ કરીને ઈરાનીઓએ ખુબ જલસો કર્યો ત્યારે એમના રાષ્ટ્રીય ધ્વજ ઉપર સિંહ બિરાજમાન હતો, છે ને કરુણતા? નર સિંહ તો આગાઉથી જ મારી નંખાયો હતો અને માદા સિંહ સાથે ચાર બચ્ચા પણ હતા. ૧૯૭૯માં ઇસ્લામિક ક્રાંતિ થઈ ત્યાં સુધી ઈરાનના રાષ્ટ્રીય ધ્વજ ઉપર હાથમાં તલવાર લઈને સિંહનું ચિત્ર બિરાજમાન હતું. ભલા સિંહને વળી તલવારની જરૂર પડે ખરી?

ભારતમાં જોઈએ તો ઝારખંડ જિલ્લાના પલામાઉ એરિયામાં ૧૮૧૪ માં આ સિંહ છેલ્લે દેખાયા હતા. બરોડા, હરિયાણા અને અમદાવાદ વિસ્તારમાં ૧૮૩૦ સુધી હતા. પાકિસ્તાન સિંધનાં કોટ દાજી અને મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં ૧૮૪૦ સુધી એશિયાટિક સિંહ દેખાયા હતા. ૧૮૫૭ના બળવા વખતે બ્રિટીશરોએ ૩૦૦ સિંહ મારી નાખેલા. ગ્વાલિયર અને રેવા મધ્યપ્રદેશમાં છેલ્લો સિંહ ૧૮૭૦મા મરાયો હતો. ગુના-મધ્યપ્રદેશ, ડીસા અને પાલનપુર વિસ્તારમાં ૧૮૮૦ સુધી આ સિંહ હતા ત્યાર પછી એમનો સફાયો થઈ ગયો. સલામ કરો જૂનાગઢના નવાબને કે એમણે સખત કાયદો કર્યો અને સિંહના શિકાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો બાકી આજે સમ ખાવા એક પણ એશિયાટિક સિંહ બચ્યો નાં હોત.

સિંહ વિષે બધી લોકોક્તિઓ સાચી હોતી નથી. ગીરમાં એક લોકવાયકા છે કે ગોવિંદો નામનો સિંહ એની જોડીદાર સિંહણ મરી જતા માથા પછાડી ને મરી ગયેલો. ગપ્પા મારવામાં શું કામ પાછળ રહેવું? લોકકવિઓ સિંહોને પણ છોડતા નથી.

સિંહ સિંહણની પાછળ માથા પછાડી ને મરી જાય તેવો પ્રેમી હોતો નથી. તદ્દન ખોટી વાત છે. સિંહ મરેલો શિકાર ખાતો નથી કે બીજાનો કરેલો શિકાર ખાતો નથી તે વાત પણ ખોટી છે. ખાસ તો સિંહના ટોળામાં જે સિંહણો હોય છે તેજ શિકાર કરે છે. પછી સિંહ ત્યાં આવી ને બધી સિંહણો ને ભગાડી મૂકે છે. પછી લહેરથી પેટ ભરીને વધેલું સિંહણો માટે છોડી દે છે. સિંહ ભાગ્યેજ શિકારમાં જોડાય છે. ભાઈ તૈયાર રોટી ખાવાવાળા છે. ટોળાં સિવાય એકલાં રહેતા સિંહો ને ચોક્કસ શિકાર કરવો પડે. ટોળામાંના નર બચ્ચા મોટા થતા તગડી મૂકવામાં આવે છે. ટોળાનો માલિક સિંહ ઘરડો થતા બીજો કોઈ જુવાન સિંહ એની સાથે લડી એને તગડી મૂકી ને ટોળાનો માલિક બની જાય છે. અને પહેલું કામ ટોળામાં રહેલા નાના બચ્ચાઓ ને મારી નાખવાનું કરે છે. એ બચ્ચાઓને બચાવવા એમની માં સિંહણ જીવના જોખમે સિંહનો સામનો કરે છે, પણ બળવાન અને પુષ્કળ શારીરિક બળ ધરાવતા સિંહ સામે હારી જાય છે, અને નજર સામે પોતાના બચ્ચાને મારતા જોઈ રહે છે. છે ને હૃદય દ્રાવક? કુદરતના રાજ્યમાં NO અહિંસા. પછી એજ સિંહણ ગરમીમાં આવીને પેલાં સિંહ જોડે સંસર્ગ કરીને બચ્ચા જણે છે. પોતાના છોકરાઓને મારનાર જોડે પ્રેમ? Any morality? There is no morality in ‘The world of Nature.

કેટ એટલે બિલાડીના કુલમાંના ચાર સૌથી મોટા પ્રાણીઓમાં આ સિંહ ભાયડો આવે છે. પેન્થેરા લીઓ એનું વૈજ્ઞાનિક નામ છે. ઘણા સિંહ ૨૫૦ કિલો સુધીના વજનમાં હોય છે. ૧૦,૦૦૦ વર્ષ પહેલા સિંહ આખી દુનિયામાં ફેલાયેલા હતા ને માનવ જાત પછી એમની વસ્તી બીજા પ્રાણીઓમાં સૌથી વધારે હતી. સિંહ સામાજિક પ્રાણી છે. જંગલમાં સતત લડતા હોવાનું હોવાથી સરેરાશ આયુષ્ય ૧૪ વર્ષ નું હોય છે, જ્યારે પાળેલા સિંહ મતલબ પ્રાણી બાગ માં ૨૦ વધારે વર્ષ જીવી શકે છે. હવે ખાલી આફ્રિકાના ઘાસિયા મેદાનો અને ગીરમાં જ બચ્યા છે. છેલ્લા બે દાયકામાં લગભગ ૫૦% વસ્તી ઓછી થઈ ગઈ છે. સંસ્કૃતમાં સિંહ પુંડરીકમ કહેવાય છે. સિંહનું જૂનામાં જુનું ફોસિલ ૩૫ લાખ વર્ષ પહેલાનું મળેલું છે. ટાયગર, જેગુઆર ને લેપર્ડ એ સિંહના પિત્રાઈ કહેવાય. કૉમન પૂર્વજોમાંથી ૧૯ લાખ વર્ષ પહેલા જેગુઆરને સિંહ છુટા પડેલા જ્યારે લેપર્ડ દસ લાખ ને આશરે વાઘ ૨૫૦૦૦ વર્ષ પહેલા છુટા પડેલા. મતલબ વાઘ, જેગુઆર, લેપર્ડ અને સિંહ બધાના પૂર્વજ એક જ હતા.
૧) P.l.persica, એશિયાટિક લાયન એક સમયે ઈરાન, પાકિસ્તાન, ટર્કી, બાંગ્લાદેશ બધે ફેલાયેલા હતા. હવે ગીરમાં ફક્ત ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે બચ્યા છે.
૨) P.l.leo, બાર્બેરી લાયન ઈજીપ્ત ને મોરોક્કોમાં હતા. બહુ વિશાલ દેહયષ્ટિ ધરાવતા હતા. ૧૯૨૨ માં આ શાખાનો છેલ્લો સિંહ મોરોક્કોમાં મરાયો હતો.
૩) P.l,senegalensis, વેસ્ટ આફ્રિકન લાયન સેનેગલ અને નાઈજીરિયામાં મળે છે.
૪) P.l,azandica નોર્થ ઈસ્ટ કોન્ગો લાયન કોન્ગોમાં મળે છે.
૫) P.l.nubica, મસાઈ લાયન ઈથિયોપિયા, કેન્યા, તાન્ઝાનિયા, મોઝામ્બિકમાં મળે છે.
૬) P.l. bleyenberghi, કતંગા લાયન નામિબિયા, બોત્સવાના, અંગોલા, કતંગા, ઝામ્બીયા, ઝીમ્બાબ્વેમાં મળે છે.
૭) P.l. krugeri, ટ્રાન્સવાલ લાયન ટ્રાન્સવાલ અને કૃગર નેશનલ પાર્કમાં જોવા મળે છે.
૮) P.l.,nubica Tsavo સાવો લાયન કેન્યા ને સાવો નેશનલ પાર્ક માં છે.

એક સમયે કેનેડા યુકોન વેલી થી છેક પેરુ ને શ્રીલંકામાં પણ સિંહ હતા. નર સિંહ ને માદા વાઘ એટલે વાઘણ સાથે ક્રોસ કરીને લાયઘર નામનું પ્રાણી પેદા કરેલું છે. જે ખુબ વિશાલ લગભગ ૧૦૦૦ પાઉન્ડ સુધી નું વજન ધરાવે છે. એવી રીતે સિંહણ ને વાઘ વચ્ચે ક્રોસ કરીને ટાઈગોન પણ પેદા કરેલ છે. કશું કામ ના હોય તો સિંહ ૨૦ કલાક આરામ કરે છે. ભૂખ લાગે તો જ ઉભા થવાનું. સિંહ ને લગભગ ૭ કિલો ને સિંહણ ને આશરે ૫ કિલો માંસ રોજ ખાવા જોઈએ.

આફ્રિકન સિંહ બહુ મોટો પરિવાર ધરાવતો હોય છે. એના પરિવારમાં બે થી માંડીને સાત સાત સિંહણ હોય છે અને ઘણીવાર આવા એક કરતા વધુ સિંહણ ગ્રૂપ ઉપર કાબુ ધરાવતો હોય છે, જ્યારે ગીરનો સિંહ પ્રમાણમાં નાનો પરિવાર ધરાવતો હોય છે. મોટાભાગે બે જ સિંહણ અને એના બચ્ચાં એના પરિવારમાં હોય છે. સિંહ મોટાભાગે બહુ મોટા શિકાર શોધતો હોય છે. ૨૦૦ થી ૫૦૦ કિલો વજનના મોટા પ્રાણીઓ ઉપર હાથ અજમાવવો એના માટે રમતવાત છે. ગીરના સિંહ મોટાભાગે ૫૦ કિલોના ચિતલ ઉપર વધારે હાથ સાફ કરતા હોય છે. આફ્રિકન સિંહ કરતા કદ કાઠીમાં ગીર સિંહ થોડો નાનો હોય છે.

ગીરના માલધારી જીવન સાથે સિંહ વણાઈ ગયેલો છે. શુદ્ધ શાકાહારી આ પ્રજાને સિંહ માટે માન છે. આ પ્રજા સિંહનો નાશ કરે તેવી જરાય નથી. જે નાશ થયો છે તે બ્રીટીશરોએ એમના શોખ માટે કર્યો છે અને તેમના વાદે ચડેલા રાજામહારાજાઓએ કર્યો છે. મધ્યપ્રદેશની બદમાશ ટોળીઓ છેક ગીર આવીને સિંહ મારી જતી હોય એમને તો મધ્યપ્રદેશમાં વસાવેલા સિંહ ઘરઆંગણે મારવા મળી જવાના. ગીરમાં સિંહની વસ્તી વધી છે માટે એમને બીજે વસાવવા પડે છે? તમારી માનવ વસ્તી વધે છે તેનું શું? સિંહ પહેલા ૧૦૦ જ હતા હવે વધી ગયા છે તેવી દલીલ થાય છે. અલ્યા ભાઈ તમે બધા મારી નાખ્યા તો ૧૦૦ વધેલા બાકી તો બહુ હતા. બહુ બધા હતા તે લોકો ભૂલી જાય છે. બરોડા, અમદાવાદ, પાલનપુર અને ડીસા વિસ્તારમાં પણ સિંહ હતા. હું માનું છું બનાસકાંઠામાં સિંહ ફરી વસાવવા જોઈએ. ત્યાં ગીર જેવા શાકાહારી માલધારીઓ જ વસે છે. ત્યાં વાતાવરણ પણ ગીર જેવું લગભગ છે. સિંહ એની મેળે જગ્યા શોધી નવા નવા વિસ્તારમાં ધીમે ધીમે અનુકૂલન સાધતા વધતા જાય અને ફેલાતા જાય તે વધુ બહેતર છે, પણ આપણે વધારેલી બેહદ વસ્તી અને સિમેન્ટના જંગલ એમાં અવરોધક બનવાના. માટે પ્રેક્ટીકલી તે શક્ય નથી તો સિંહનું સ્થાનાંતરણ કરવું પડે છે તે મજબૂરી સમજી તે માટે અતિશય કાળજી રાખવી પડે અને તે નૈતિક રીતે રખાય તો જ પ્રયોગ સફળ થાય. બનાસકાંઠા અને કચ્છ જેવાં વિસ્તારમાં સિંહને વસાવવામાં ગુજરાત સરકારને શું વાંધો આવે? આશરે પાંચેક હજાર વર્ષથી સિંહ ભારતમાં વસવા આવેલા છે તેવું કહેવાય છે તો અત્યાર સુધી કોઈ ચેપી રોગ નહોતાં નડતા અને હવે નડે છે? HIV જેવો FIV રોગ ડોમેસ્ટિક કેટને થતો હોય છે. તેવો રોગ વાઈલ્ડ કેટ વાઘ સિંહ જેવાને થાય તો આ જાતિઓ તો નષ્ટ જ થઈ જાય. એવો ભય એક બાયોલોજીસ્ટ ને ઉપજ્યો. એણે આખી દુનિયામાંથી વાઈલ્ડ કેટ પ્રાણીઓના જિન્સ એકઠાં કર્યા અને રિસર્ચમાં એવું આવ્યું કે વાઈલ્ડ કેટ શ્રેણીના પ્રાણીઓ આ ભયાનક FIV રોગ સામે પ્રતિકાર શક્તિ તો હજારો વર્ષોથી કેળવી ચુક્યા છે. આ રોગ ખાલી ઘરેલું પાળેલી બિલાડીઓ ને જ થાય છે.

નિષ્ણાતો સલાહ આપે કે હવે સિંહ બીજે વસાવવા જોઈએ તે સાચી વાત છે. પણ આપણે નિષ્ણાંતોની એક સલાહ માનીએ છીએ પણ આ લોકોએ આપેલી બીજી કાળજી રાખવાની સલાહો ભૂલી જઈએ છીએ. તજજ્ઞોએ મચ્છુ ડેમ બંધાવાની સલાહ આપી તે માની લીધી પણ ડેમ બાંધવામાં જે જે તકેદારીઓ રાખવાની હતી તેના વિષે તજજ્ઞોએ કરેલા સૂચનો ફગાવી દીધા હતા. પછી કહીએ કે તજજ્ઞોએ તો કહેલું બંધ બાંધવાનું એમાં તૂટી જાય તો અમે શું કરીએ? અહીં પણ આવું જ થવાનું છે. તજજ્ઞો સલાહ બધી બાજુની આપીને છૂટી જવાના, સુપ્રીમ કોર્ટ ચુકાદો આપીને છૂટી જવાની, ગુજરાત સરકાર કચવાતા મને ચુકાદો માથે ચડાવીને છૂટી જવાની પણ નૈતિકતામાં નહિ માનનારા લોકો આ પ્રયોગ પહેલાની જેમ ફરીવાર નિષ્ફળ બનાવીને જ જંપશે. ત્યારે નૈતિકતાનાં અતિશય બણગાં ફૂંકનાર લોકો અસહાય બનીને જોયા કરશે પણ એમાં મરો તો બિચારાં એશિયાટિક સિંહનો જ થવાનો છે. સારું છે કે ગીરમાં છે એટલાં બધા સિંહ કુનો-મધ્યપ્રદેશ નથી મોકલવાના. imagesCAFIG65R

વિજ્ઞાન પરીકથા(science fiction novel) ‘અંતહીન યાત્રા’ નું વિમોચન

10005વિજ્ઞાન પરીકથા(science fiction novel) ‘અંતહીન યાત્રા’ નું વિમોચન

ગુજરાતીમાં સાયન્સ ફિક્શન નવલકથાઓ બહુ ઓછી લખાતી હોય છે. એનું મૂળ કારણ આપણે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા પ્રત્યે ઉદાસીન છીએ. કદાચ હિન્દી અને બીજી ભારતીય ભાષાઓમાં પણ વિજ્ઞાન પરીકથાઓ બહુ ઓછી લખાઈ હશે. આપણે એવા સાયન્સ ફિક્શન મુવી પણ બહુ બનાવતાં નથી. એક બાળકની જિજ્ઞાસા કે ‘પૃથ્વી ધરી ઉપર ફરતી અટકી જાય તો?’ આટલી સુંદર સાયન્સ ફિક્શન નવલકથા અને તે પણ ગુજરાતી સાહિત્યમાં આપશે તે કોઈ માની પણ નહિ શકે. આ નવલકથાના બે લેખકો છે. શ્રી પ્રકાશ વૈદ્ય સાહિત્યકાર અને નાટ્યકાર છે. શ્રી પ્રદીપસિંહ રાઓલ જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી એન્જીનીયર હતા. તેઓએ બિરલા ઇન્સ્ટીટયુટ ઑફ ટેક્નોલૉજી એન્ડ સાયન્સ, પીલાનીમાંથી એમ.એસ.સી ફીજીક્સ અને બી.ઈ. સિવિલ એમ બે ડિગ્રી હાંસિલ કરેલી છે. પીલાની બિરલાનું વતન થાય તે જાણ સારું લખું છું, અને દેશની અગ્રગણ્ય ગણાતી આ કૉલેજનાં સ્થાપક બિરલા ફેમિલી જ છે. આમ એક નાટ્યકાર અને એક ભૌતિકશાસ્ત્રી સાથે સાથે સિવિલ એન્જીનીયર એવા બે મિત્રોએ આ નવલકથા લખવાનું વર્ષો પહેલા શરુ કરેલું. 10007

પૃથ્વી ધરી ઉપર ફરતી અટકી જાય તો કેવી ગંભીર સમસ્યાઓ પેદા થાય તેના વર્ણન અને કલ્પના માટે એમનું ભૌતિકશાસ્ત્રનું જ્ઞાન પણ કામે લાગ્યું છે. આ પુસ્તકમાં પર્યાવરણ બચાવો તેવો સંદેશો પણ વણી લેવાયો છે. અહીં પણ પરગ્રહવાસી એલિયન આવે છે પણ તે પશ્ચિમની કલ્પના આધારિત ચિત્રવિચિત્ર મોઢાવાળા નથી. લેખકો તમને સાહિત્ય અને વિજ્ઞાનનો સંગમ કરીને નાના ગામડાથી માંડીને અમેરિકા, નાસા, અને દૂર ગેલેક્ષીઓની સફર કરાવશે. વેદકાળથી વિજ્ઞાનકાળ સુધીની અદ્ભુત રોમાંચિત સફર કરાવશે.

ડૉ. જે.જે.રાવલ
ડૉ. જે.જે.રાવલ
આ કથા વિષે ડૉ જીતેન્દ્ર જટાશંકર રાવલ નામના વૈજ્ઞાનીકે બહુ સુંદર અભિપ્રાય આપ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ગામમાં ૧૯૪૩મા જન્મેલા આ ગુજરાતી વૈજ્ઞાનિક Astrophysicist છે. Nehru Planetarium, Bombay નાં ડાયરેક્ટર તરીકે વર્ષો સુધી સેવા આપી ચૂક્યા છે. તેઓ The Indian Planetary Society નાં પ્રમુખ છે. આ કથાના લેખકો માટે સૌભાગ્યની વાત એ છે કે આ પુસ્તકના વિમોચન પ્રસંગે ડૉ. જે. જે. રાવલ ખુદ હાજરી આપવાના છે.

આ નવલકથાના વાચકો માટે એક સુંદર યોજના વાચકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે મૂકવામાં આવી છે. આ નવલકથા વાંચીને એનો ટુંકસાર લખીને મોકલવાનો રહેશે. જે વાચકનો ટુંકસાર સર્વશ્રેષ્ઠ હશે તેને ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. એ વિષે વધુ વિગતો વિમોચન પ્રસંગે જાહેર કરશે.

વિમોચન સ્થળ : કુંવરબાઈ જૈન ધરમશાળા, જેલ રોડ. જામનગર
એપ્રિલ ૨૮, ૨૦૧૩ સમય : સવારે ૯ થી ૧૨

તમામ મિત્રોને અનુકૂળતા પ્રમાણે આ પ્રસંગે હાજર રહેવા જાહેર નિમંત્રણ છે. જામનગર અને એની આસપાસ રહેતા મિત્રો માટે તો ડૉ.જે.જે.રાવલ ને સાંભળવાનો અણમોલ અવસર છે.
અલ્યા ભાઈ હું તો સંજોગોવસાત હાજરી આપી શકવાનો નથી તો મારા તરફથી મારા પ્રતિનિધિ તરીકે તમે તો જશો તેવી અપેક્ષા રાખી શકું?

પ્રાપ્તિસ્થાન
*અશોક પ્રકાશન મંદિર : રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ ફોન- ૦૭૯-૨૨૧૪-૦૭૭૦
* નવભારત સાહિત્ય મંદિર : ૧૩૪ પ્રિન્સેસ સ્ટ્રીટ. શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૨ ફોન- ૨૨૦૧ ૭૨૧૩
* નવભારત સાહિત્ય મંદિર : જૈન દેરાસર પાસે, ગાંધી રોડ અમદાવાદ તથા ૨૦૨, પેલીકન હાઉસ, આશ્રમ રોડ અમદાવાદ
* બુક સેલ્ફ : ૧૬, સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે , અમદાવાદ.

સમજમાં નાં આવે આ સ્નેહબંધન Hard Truths About Human Nature.

સમજમાં ના આવે આ સ્નેહબંધન

યત્રનાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:|
યત્ર એતાસ્તુ ન પૂજ્યન્તે તત્ર સર્વા અફલા ક્રિયા:||

કહેનારનાં દેશમાં બુધે ઢોર પાંસરું, બુધે નાર પાંસરી કે ઢોલ ગંવાર શૂદ્ર પશુ નારી સબ તાડન કે અધિકારી એવું પણ કહેવાય છે. કેમ કે આવું કહેનારા મહાપુરુષો જુદા જુદા હોય છે. જ્યારે imagesનારીની પૂજા નથી થતી ત્યાં બધી ક્રિયાઓ અફળ જાય છે તેવું કહેનારનાં દેશમાં સ્ત્રીને ચૂંથીને એની યોનિમાં જીવલેણ સળિયા પણ ભોંકાયા છે. સ્ત્રીઓ પ્રત્યે જોવાનો દરેકનો નજરિયો અલગ અલગ હોય છે. અંગત ગાઢ સંબંધોમાં સામેની જાતિના વ્યક્તિ પ્રત્યે માનસન્માન અને એને ગમાડવાની લાગણી અનેક બાબતો વડે ઘડાતી હોય છે.

હેટરોસેકસ્યુઅલ-વિજાતીય સંબંધોમાં તમારા પ્રેમીજન બાબતે તમારું વલણ કેવું છે તેનો આધાર વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે તમારું વલણ કેવું છે તેના ઉપર પણ આધાર રાખે છે. દાખલા તરીકે તમે પુરુષ હોવ તો તમારી પત્ની કે પ્રેમિકા પ્રત્યે વલણ કેવું છે તેનો આધાર સમસ્ત સ્ત્રી જાતિ પ્રત્યે કેવું વલણ છે તેના ઉપર પણ આધાર રાખે તેમાં નવાઈ નહિ.

સામાન્યતઃ પુરુષોનો સ્ત્રીઓ પ્રત્યે બે પ્રકારનો દ્રષ્ટિકોણ હોય છે, “hostile” and “benevolent” sexism. હૉસ્ટાઇલ એટલે દુશ્મનાવટભર્યું અને બિનૅવલન્ટ એટલે હિતકારી મદદકર્તા. સ્ત્રીને સ્ત્રી સમજવામાં કોઈ વાંધો નથી પણ સ્ત્રીને જાતિ કે લિંગના આધારે એના પ્રત્યે કંઈક અલગ વર્તાવ કરવો કે અણછાજતું વર્તન કરવું તેને અંગ્રેજીમાં સેક્સિઝમ કહેતા હોય છે. આવું અણછાજતું વર્તન કરનારને સેક્સિસ્ટ કહેતા હોય છે. Benevolent sexism જરા વિરોધાભાસી લાગશે. હિતકારી અણછાજતું વર્તન? સ્ત્રી પુરુષના સંબંધોમાં હિતકારી વલણ હકારાત્મક બાબત બની શકે. હિતકારી હોય કે શત્રુતાવાળું અણછાજતું તો અણછાજતું જ રહેવાનું. Sexism in any form is still sexism.

હૉસ્ટાઇલ સેક્સિસ્ટ એવું માનતા હોય છે કે સ્ત્રીઓ પ્રપંચયુક્ત હોય છે, એમને સ્પેશલ કાયદા કે આરક્ષણને લીધે અમારી જૉબ છીનવાય છે, સ્ત્રીઓ વિનાશક છે. નારી નરકની ખાણ કે બુધે નાર પાંસરી કહેનારા હૉસ્ટાઇલ સેક્સિસ્ટ હોય છે. સ્ત્રીઓના મુખ નાં જોવાય કહેનારા પણ સ્ત્રીઓ પ્રત્યે ચીડ, ગુસ્સો અને રોષના બંદરે નાવ લાંગરીને બેઠેલા હૉસ્ટાઇલ સેક્સિસ્ટ મહાપુરુષો જ છે. સ્વાભાવિકપણે સ્ત્રીઓ માટે સારા પાર્ટનર પુરવાર થવું આવા લોકો માટે મુશ્કેલ છે અને ખાસ તો આવું શત્રુતાવાળું વલણ રાખનારને સ્ત્રી પહેલા તો પસંદ જ ના કરે.

બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષો તો તમને ઠેર ઠેર મળી જવાના. બસમાં સ્ત્રી પ્રવેશ કરે ઊભા થઈને બેસવાની જગ્યા આપનારા પુરુષો તમને જોવા મળતા જ હશે. કોઈ અશક્ત કે જેને ખરેખર જરૂર હોય, જેવી કોઈ બાળકને તેડીને ઊભેલી સ્ત્રીને જગ્યા આપે તો બરોબર છે. બિનૅવલન્ટ સેક્સિસ્ટ ભલે એક રીતે સારા લાગે પણ ખરેખર આવા પુરુષો સ્ત્રી સ્વાતંત્ર્ય માટે વધુ જોખમી હોય છે. તેઓ સ્ત્રીને નાજુક, અસહાય, કમજોર સમજતા હોય છે. તેઓ સમજતાં હોય છે કે સ્ત્રીને હમેશાં પુરુષોના રક્ષણ નીચે જીવવું જોઈએ. સ્ત્રીને કાયમ પુરુષ પ્રટેક્શનની જરૂર હોય જ છે. સ્ત્રી પુરુષના રક્ષણ અને મદદ વગર જીવી જ ના શકે. સ્ત્રીએ હમેશાં પુરુષોની આજ્ઞામાં રહેવું જોઈએ જેથી એમનું રક્ષણ થાય. એકંદરે આવા. બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષોની નિશ્રામાં જીવતી સ્ત્રીઓ પણ માનતી થઈ જતી હોય છે કે એમને સતત રક્ષણની જરૂર છે. આમ કોઈપણ પ્રકારનું સેક્સિઝમ સ્ત્રીની મેન્ટલ હેલ્થ, એની કામ કરવાની ક્ષમતા, સુખની લાગણીઓ વગેરે માટે હાનિકારક હોય છે.

હૉસ્ટાઇલ સેક્સિસ્ટ તો તરત પરખાઈ જતો હોય છે. Non-sexist અને બિનૅવલન્ટ સેક્સિસ્ટ વચ્ચે ભેદ પારખવો બહુ મુશ્કેલ હોય છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય કહેનારો આપણો તો ઍવરિજ આખો સમાજ સ્ત્રીઓના હિત માટે એની સાથે અણછાજતું વર્તન કરનારો ( બિનૅવલન્ટ સેક્સિસ્ટ) છે. પહેલા સ્ત્રી નાની હોય ત્યારે માતાપિતા ભાઈઓના રક્ષણ હેઠળ જીવવાનું, પછી પતિના રક્ષણ હેઠળ જીવવાનું પછી ઘરડી થાય એટલે પુત્રોના રક્ષણ હેઠળ જીવવાનું.images=-==

Non-sexist બિનજરૂરી ભાવ બતાવનારો કે સ્ત્રીના કામમાં મદદના બહાને પણ બિનજરૂરી દખલ દેનારો હોય નહિ. સ્ત્રીને સ્ત્રીનું કામ કરવા દો જરૂર પડશે તો મદદ કરીશું. સ્ત્રી એના પગ ઉપર ઊભી રહેવા પૂરતી સક્ષમ અને સ્વતંત્ર છે. ઓશો કહેતા કે બાળકોના હિત માટે ફાયદા માટે ભલા માટે આપણે આપણા બાળકો ઉપર ઘણી ક્રૂરતા આચરતા હોઈએ છીએ. એવી રીતે સ્ત્રીઓના ભલા માટે મદદ માટે આપણે એમની સાથે ક્રૂરતા કરતા હોઈએ છીએ પણ એ માનવું મુશ્કેલ છે.

આ સિવાય સ્ત્રી પુરુષ વચ્ચે સ્નેહબંધનનો પ્રકાર હોય છે જેને attachmentstyle કહેતા હોય છે. સ્ત્રીપુરુષના સંબંધો બહુ કૉમ્પ્લેક્સ હોય છે. Attachment style રોમૅન્ટિક રિલેશનશીપ તરફ આગળ વધતા તમારા માતાપિતાએ તમારો ઉછેર કઈ રીતે કર્યો છે તેના પર આધાર રાખતી હોય છે. જો તમે બચપણમાં અવગણના, અનાદર સહન કર્યા હોય, પૂરતી સલામતી અનુભવી ના હોય તો મોટા થઈને તમારો પાર્ટનર તમને છોડી દેશે તેવું સતત લાગ્યા કરતું હોય છે. જો તમે તમારા માતાપિતા કે કેરગીવર પાસેથી પૂરતી સલામતી અને આદર અનુભવી ચૂક્યા હશો તો પુખ્તવયે તમારા પાર્ટનર માટે તમને ખૂબ વિશ્વાસ રહેવાનો જ છે. Attachment style-સ્નેહબંધન, અનુરાગમાં પણ secure-સલામત અને insecure-અસલામત એમ બે પ્રકાર માનવામાં આવતા હોય છે. Insecure અટૅચમંટ સ્ટાઇલમાં વળી મનોવૈજ્ઞાનિકો વધુ વિભાગ પાડતા હોય છે. Anxiously-આતુરતાપૂર્વક જોડાયેલા વળી અસ્વસ્થ કાયમ ગભરાતાં હોય છે. એમને કાયમ કોઈની જરૂર પડતી જ હોય છે. Avoidant અટૅચમંટ સ્ટાઇલ ધરાવતા લોકો વળી એમની અસલામતી અંતર રાખીને જતાવતાં હોય છે. કદી નજીક આવશે નહિ આમ એમના પાર્ટનર સાથે ઈમોશનલી નજદીકિયા રાખી શકતાં નથી.

High in hostile sexism લોકોને પ્રથમ તો સ્ત્રીને જો પસંદ કરવા દેવામાં આવે તો પસંદ કરતી જ નથી અને કદાચ રૉમૅન્સ ડિપાર્ટમેન્ટમાં યેનકેન પ્રકારે સફળ થઈ ગયા તો એમને hostile માંથી ધીમે રહીને benevolent sexist બનવા તરફ ઢળવું પડતું હોય છે. આવા લોકોને આ વિષયમાં સંશોધન કરનાર Union College social psychologist Joshua Hart પરસ્પર વિરોધી લાગણીવાળા ambivalent sexist કહે છે.

આતુરતાપૂર્વક સ્નેહબંધનમાં જોડાયેલાં ચિંતાતુર લોકો બિનૅવલન્ટ સેક્સિસ્ટ બની જતા હોય છે. જ્યારે ઉપેક્ષિત થયેલા સ્નેહબંધનમાં હૉસ્ટાઇલ સેક્સિસ્ટ બની જાય તો નવાઈ નહિ. Anxiously attached મહાપુરુષોની સ્થિતિ વળી બહુ કૉમ્પ્લિકેટેડ હોય છે. દિલોજાન દોસ્ત વગર જીવી જ નહિ શકાય તેવું માનતા હોય છે. તેમની સ્ત્રીઓને છેવટે benevolent sexism ની પગદંડી ઉપર મૂકી દેતા હોય છે. આમ સ્ત્રીઓને પરતંત્ર બનાવી દેતા હોય છે. પત્ની સાથે Anxiously attached મહાપુરુષ કહી ગયા છે કે ઢોલ, ગંવાર, શૂદ્ર, પશુ, નારી સબ તાડન કે અધિકારી…

બેસ્ટ રોમૅન્ટિક પાર્ટનર એ છે કે જે સલામતી અનુભવતો સ્નેહબંધનમાં જોડાયેલો સ્ત્રીઓ પ્રત્યે સાનુકૂળ વલણ ધરાવતો હોય હિતકારી બનવાની આડમાં સ્ત્રીની સ્વતંત્રતા ઉપર તરાપ મારે નહિ. જો કે આ બધી વાતો ભારતીય સમાજ માટે ગળે ઊતારવી અઘરી પડશે. કારણકે કહેવાતા ઉચ્ચ આદર્શો, સમાજમાં દાખલા બેસાડવાના બહાના, રાજધર્મ, પ્રજાધર્મ વગેરે વગેરે અનેક બહાને અને છેવટે સ્ત્રીઓના લાભ માટે સ્ત્રીઓ ઉપર જુલમ ગુજારવામાં કશું બાકી રાખ્યું નથી. અગ્નિપરીક્ષા લીધી તો કહે સમાજમાં દાખલો બેસાડવાનો છે. અલ્યા કયો દાખલો? શેનો દાખલો? એનો કોઈ વાંક તો બતાવો? ગર્ભવતીનો ત્યાગ તો કહે સમાજમાં દાખલો બેસાડવાનો છે. અલ્યા ભાઈ પાછો શેનો દાખલો? ધોબીએ મહેણું માર્યું હતું. તો જાવ ધોબીને એક લાફો મારો અને સમાજમાં દાખલો બેસાડો. દાખલા જ્યાં બેસાડવાના છે ત્યાં નથી બેસાડવા અને જ્યાં નથી બેસાડવાના ત્યાં બેસાડીએ છીએ

 

સોમવારની સવાર ઉદાસી કે નામ..

imagesસોમવારની સવાર ઉદાસી કે નામ..
જો કે ઘણા બધા માટે તો રવિવારની સાંજ જ ઉદાસી વડે છવાઈ જતી હોય છે કે સાલું કાલે સોમવાર સવારે વહેલું ઊઠીને કામે જવું પડશે. સોમવારની કામ પર જવાની ચિંતા રવિવાર સાંજથી જ ચાલુ થઈ જાય. એ ચિંતામાં તો અમેરિકામાં રવિવાર સાંજે લીકર સ્ટોરો ઉપર દારૂનું વેચાણ પણ ઓછું થઈ જતું હોય છે. આમ સોમવાર મોટાભાગના લોકોને ઉદાસ લાગતો હોય છે. અમેરિકામાં તો વિકએન્ડનું ખૂબ મહત્વ. શુક્રવારથી આપણને મળતા લોકો હૅપી વિકેન્ડની દુવાઓ દેતા થઈ જતા હોય છે. શુક્રવારે બૅન્કમાં જઈને છુટા પડતા રૂપાળી ક્લાર્ક મીઠું મલપતી હૅપી વિકએન્ડ અવશ્ય બોલવાની. સોમવાર જેમ ઉદાસ લાગતો હોય છે તેમ શુક્રવાર ઉત્સાહી લાગતો હોય છે કે ચાલો આજે છેલ્લો દિવસ કાલથી બે દિવસની રજા.

મને એક ભાઈ શુક્રવારે બોલ્યા કે આજે છેલ્લો દિવસ, હું તો ચમકી ગયો. કે શું થયું? મેં પૂછ્યું કાલથી જૉબ નથી આવવાનાં? બીજે જૉબ મળી? તબિયત તો સારી છે ને? હું તો મનમાં ગભરાઈ ગયેલો કે સ્વર્ગમાં જતા એ.સી. બોગીમાં બુકિંગ કરાવી નાખ્યું છે કે શું? કે પછી સદેહે સ્વર્ગમાં લઈ જવાની ગેરંટી આપતા સ્વામી સજીવન થયા કે શું? તો કહે નાં યાર ! આજે શુક્રવાર કામનો છેલ્લો દિવસ ને? અહાહાહા

શુક્રવાર સાંજે અહીં ડોક્ટર્સ ઓફિસો વહેલી બંધ થઈ જતી હોય છે. આપણા ગુજરાતી-ભારતીય ડોક્ટર્સની વાત નથી કરતો. એ લોકો તો શનિ-રવી પણ એમના સેવાકેન્દ્રો ખુલ્લા રાખીને બેસતા હોય છે જેથી પ્રજાને કોઈ તકલીફ ના પડે. શુક્રવાર સાજ અહીં દારૂની દુકાનો ઉપર જબરદસ્ત વકરો થવાની સંભાવના લઈને આવતી હોય છે. અમેરિકન્સ એમાય સ્પેનીશ લોકો ખાસ, શુક્રવાર સાંજથી બીયર પીવાનું શરુ કરી દેતા હોય છે. એમાં ફાયદો ન્યુ જર્સીમાં તો આપણા ભારતીયોને જ છે કારણ? અરે! ન્યુ જર્સીમાં મોટાભાગના લીકર સ્ટોર આપણા ભારતીયોના એમાય ગુજરાતીઓના એમાય પટેલોના છે. હહાહાહાહા

સોમવાર સવારે સ્કૂલમાં જવાનું બાળકોને આકરું પડતું હોય છે કેમકે રવિવારે જલસા કર્યા હોય ને? ગૃહિણીઓને શનિ-રવિ સાસ-વહુની એકતા કપૂરની સીરીયલો જોઇને જે મજા લીધી હોય, મુવી જોયા હોય, ટૅલેન્ટ હન્ટ પ્રોગ્રામની ભરમાર જોઈ હોય તેમને આ સોમવાર ક્યાંથી આવ્યો એવું લાગતું હોય છે.

Sy-Miin Chow of University of Virginia નું રિસર્ચ એવું કહે છે કે સોમવારની ઉદાસી માટે કામ પર જવાની બાબતમાં નકારાત્મક વલણ કારણભૂત નથી, પણ વિકેન્ડમાં જે ઉલ્લાસ અનુભવ્યો હોય છે તે ઓછો થઈ જાય છે તે કારણભૂત છે. મતલબ કામ પર ચડવું પડશે તેની ઉદાસી હોતી નથી પણ જે આનંદ ઉલ્લાસનો પ્રચંડ ભાવાવેશ અનુભવ્યો હોય છે તે ઓછો થઈ જાય છે તેની ઉદાસી સોમવારે આવતી હોય છે. કામચોરોની વાત જુદી છે. કામચોર માટે પ્રત્યેક દિવસની સવાર ઉદાસી લઈને જ ઊગતી હોય છે. શનિ-રવિ મોજ મજા સાથે જોડાયેલા હોય છે. એક જાતનું માઈન્ડ કંડીશનિંગ થઈ જતું હોય છે. સંશોધકોના કહેવા પ્રમાણે આપણા બ્રેઈનમાં ડ્રમ પર પડતી તાલબદ્ધ થાપટોની જેમ ઉલ્લાસ અને ઉદાસીની થાપટો નિયમિત પડતી હોય છે. એ બે થાપટો વચ્ચેનો સમય ગાળો દરેક માનવીનો અલગ અલગ હોય છે. આમ ઉલ્લાસ અને ઉદાસીના તબલાં આપણી અંદર તાલબદ્ધ વાગ્યાં કરતાં હોય છે.

એક અભ્યાસ એવું પણ કહે છે કે સોમવારે આપઘાતનું પ્રમાણ વધુ હોય છે. પણ અમેરિકાનો એક અભ્યાસ એવું પણ જતાવે છે કે અમેરિકામાં બુધવાર આપઘાત કરનારાઓ માટે ફેવરીટ છે. Augustine Kposowa, a sociology professor at the University of California નું કહેવું એવું છે કે જૉબ સ્ટ્રેસ ધીમે ધીમે વધતો બુધવાર જેવા વચ્ચેના દિવસે ટોચ ઉપર એવો પહોચી જાય કે હેન્ડલ કરવો મુશ્કેલ લાગી શકે. ગુરુવારથી તો રાહત થવા લાગતી હોય કે ચાલો હવે કામ કરવા માટે એક શુક્રવાર જ આડો રહ્યો છે પછી તો આરામ જ છે. સંખ્યાબંધ સંશોધન બતાવે છે કે સોમવારે કાર્ડીઓવસ્ક્યુલર રિસ્ક વધી જતું હોય છે. મતલબ સોમવારે હાર્ટઍટેક અને સ્ટ્રોક આવવાની શક્યતા વધુ હોય છે. કામ પર પાછાં ફરવાનું ભારણ ભલભલાંને ઍટેક લાવી દે તેવું હોય છે. પણ જેને કામ કરવામાં રાહત મળતી હોય એવા કામગરા લોકોને વળી સોમવારે હાર્ટએટેકનું જોખમ ઘટી પણ જતું હોય તેવું પણ એક અભ્યાસમાં જણાયું છે. આવી સરખી શક્યતાઓ રિટાયર લોકો માટે પણ હોય રહેતી હોય છે. નિવૃત્તિ ઍટેક લાવી શકે છે અને નિવારી પણ શકે છે. એક અભ્યાસ એવું પણ બતાવે છે કે વીકેન્ડમાં ખૂબ પીધું હોય વધુ પડતા જલસા કર્યા હોય તો બી.પી. વધીને સોમવારે કાર્ડીઓવસ્ક્યુલર રિસ્ક વધી જતું હોય છે. આમ એકંદરે સોમવાર જોખમી તો ખરો.

જો તમે તમારા કામને ચાહતાં હશો તો સોમવાર ઉદાસ જરાય નહિ લાગે. જે ગૃહિણીઓ એમના બાળકોની સારસંભાળમાં કાયમ રહેતી હોય તેને સોમવારે રાહત લાગવાની.. થોડીક સેલ્ફ-અવેરનેસની જરૂર છે. આપણી અંદર વાગતા ઉલ્લાસ અને ઉદાસીના તબલાની રીધમ જાણી લેવી જરૂરી છે. આપણી વિશિષ્ટ પ્રકૃતિને લગતી રીધમ ઓળખી લેવી હિતાવહ છે.

એક બીજા સાથેની સરખામણી-comparing mind ઉદાસીમાં, દુખમાં વધારો કરતી હોય છે. પાડોશી બહુ ઉલ્લાસથી ભરેલો દેખાતો હોય પણ એના દુખ અલગ હોય છે તે આપણને દેખાતા નથી. સુખી અને સંપૂર્ણ દેખાતા જોડા પણ અંદરથી દુખી હોય કોણ જોવા જાય છે? અબજપતિના એના પોતાના દુખ અને ઉદાસી હોય છે. મુકેશ અંબાણી આપણા કરતા વધુ સુખી હશે? જરાય નહિ..બુદ્ધ કહેતા દુખ્ખ- suffering એનાથી કોઈ મુક્ત હોતું નથી. બીમારી, ઈજા, ઘડપણ, પ્રિયજનોની જુદાઈ દરેકને પીડતી હોય છે, અબજપતિ પણ એનાથી મુક્ત હોતો નથી. આપણે આપણા અનુભવો અને ભૂતકાળના માઈન્ડ કંડીશનિંગની પ્રોડક્ટ છીએ. આપણે બાળકોને કાયમ કહ્યા કરીએ કે આ બરોબર નથી તે બરોબર નથી તો એનું માઈન્ડ કંડીશનિંગ થઈ જવાનું કે તે જે પણ કરે છે તે બરોબર નથી અને તેની પ્રત્યેક સવાર એક ઉદાસી લઈને ઊગશે. આપણા વડીલોએ પણ આપણા માટે આજ કરેલું હશે..હહાહાહાહા …. ક્યારેક તો બાળકો સારું કામ કરતા જ હશે ને? કોઈવાર ભૂલ થાય તો ટોકવું અને કાયમ ટોકવું બેમાં ફરક હોય છે. વડીલોને એક વહેમ હોય છે કે પોતે કરે અને માને તે મહાન હોય છે. યુવાનો કરે તે હંમેશા ખોટું હોય તેવો વહેમ લઈને પણ કેટલાક વડીલો ફરતા હોય છે. આપણી ઉદાસીના, દુખના ઊંડા મૂળિયા આ કંડીશનિંગમાં છુપાયેલા હોય તો જાણી લેવા સારા..

દુખ અને ઉદાસીને દૂર કરવા ફોર્સ કરવો એને બળ આપવાનું કામ કરતો હોય છે. દુઃખ અને ઉદાસીને પ્રેમ કરવામાં પણ જોખમ છે, પછી જશે જ નહિ. એની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો. આવો પધારો હું ઓળખી ગયો છું તમને, બેસો અને ચા પીને રવાના થઈ જાવ. એટલાં માટે બુદ્ધે પ્રેમ શબ્દ ઉપર ભાર મૂક્યો નથી. બુદ્ધ જન્મ્યા હશે ત્યાં સુધીમાં પ્રેમ શબ્દનો અર્થ બદલાઈ ગયો હશે માટે એમણે પ્રેમના બદલે ‘કરુણા’ અને ‘મૈત્રી’ શબ્દ આપ્યો. આખી દુનિયામાં આજ સુધીમાં બે સૌથી મહાન ડાહ્યાં માણસો ભારતમાં જન્મ્યા ભલે આપણે એમની કદર ના કરી કે એમના ડહાપણનો જોઈએ તેવો લાભ લીધો નહિ. એક હતા બુદ્ધ અને બીજા હતા મહાવીર. મહાવીરે પણ રાગ નહિ વિરાગ નહિ અને ‘વિતરાગ’ શબ્દ આપ્યો. દુઃખ અને ઉદાસી વેધરની જેમ જીવનના એક ભાગ છે. ચોમાસું આવે છે થોડા મહિના રહીને જતું રહે છે. ઉદાસી મનમાં ઉદ્ભવે છે થોડી ક્ષણો ટકે છે અને પછી જતી રહે છે.

ઘણીવાર વાતાવરણ કે સ્થળ બદલાઈ જાય તો મૂડ બદલવામાં મદદરૂપ થઈ જાય તેવું પણ બનતું હોય છે. કોઈ પસંદગીની જગ્યાએ ફરી આવીએ કે કોઈ બગીચામાં લટાર મારી આવવામાં ઉદાસી ગાયબ થઈ જાય. તિબેટન બૌદ્ધિષ્ટ ટીચર Pema Chödrön કહે છે દુઃખ અને ઉદાસીનો આસ્વાદ બધા માટે સરખો જ હોય છે. એવા કોઈ સ્ટ્રગલ કરતા બીજા માનવીને મદદ કરીએ તો સમજાય કે આપણે એકલાં નથી આ જગતમાં જેને દુઃખ અને ઉદાસી પીડા આપી રહી છે. એનું દુઃખ દૂર કરવાના પ્રયત્નોમાં આપણું ક્યારે ગાયબ થઈ જાય ખબર પણ ના પડે.

ઉદાસીના સમયને આનંદ કે હળવી મજાનો સમય પણ બનાવી શકાય. ગમતા મુવી જોઈ શકાય, ચિત્ર દોરી શકાય, ચેસ રમી શકાય, ગમતું સંગીત સાંભળી શકાય, આ સોમવારની ઉદાસી ક્યાંથી ક્યાં ખેંચી ગઈ? હહાહાહાહા

Semantic મૅમરી તમે વારસામાં આપી શકો? એક તાજો પૂરાવો

શ્રી જુગલકીશોર વ્યાસ
શ્રી જુગલકીશોર વ્યાસ

‘સ્મૃતિ જનમ પહેલાની’ આવો એક લેખ હમણાં તાજો જ લખીને મૂકેલો છે. મિત્રો હજુ તેને વાગોળતા હશે. અનેક પ્રકારની મૅમરી હોય છે એમાં ત્રણ મુખ્ય પ્રકાર ૧) Episodic memory- ઍપિસૉડિક- પ્રાસંગિક કથાત્મક, કથા ઘટકોવાળું કોઈ ખાસ પ્રસંગની યાદગીરી બ્રેઈનમાં સ્ટોર થઈ જાય તેને પ્રાસંગિક સ્મૃતિ પણ કહી શકાય. દાખલા તરીકે ગઈ સાલ કોઈ બર્થડે પાર્ટીમાં ગયા હોઈએ તે ઇવેન્ટની મધુર યાદોને એપીસોડીક મૅમરી કહી શકાય. ૨) Semantic memory- કોઈ ખાસ પ્રકારની માહિતી જે સત્ય હોય તેને semantic મૅમરી કહેવાય છે. જેમકે મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન છે અને ઓબામાં અમેરિકાના પ્રૅસિડેન્ટ છે. કે ૩૧ પ્રાઈમ નંબર છે. અંતમાં ૩) Procedural memory-કાર્યપ્રણાલિ-કામ કરવાની પદ્ધતિ,કંઈક કરવું, બલ્બ બદલવો કે તરવું કઈ રીતે કે સાઈકલ કઈ રીતે ચલાવવી… procedural memory વારસામાં મળી શકતી હોય છે. હવે semantic મૅમરી તમે વારસામાં આપી શકો કે નહિ? સિમૅન્ટિક એટલે શબ્દોના ફેરફારને લગતી ભાષાશાસ્ત્રની શાખા, અર્થનિર્ધારણ શાસ્ત્ર, અભિધાશાસ્ત્ર. કેટલાં જાણીતાં તત્વચિંતકો, મનોવૈજ્ઞાનિકો અને ભાષાશાસ્ત્રીઓનું માનવું છે કે સિમૅન્ટિક મૅમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી. અમુક આવી સ્મૃતિઓ વારસાગત મળતી હોય છે. આનો એક અદ્ભુત પૂરાવો મને બ્લોગ જગતમાં વડીલ મિત્ર જુગલભાઈના લખેલા એક લેખ જે અંગત અનુભવ આધારે છે તેમાં જણાયો.

જુગલકિશોર વ્યાસ પોતે ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે એમનો બ્લોગ નેટ ગુર્જરી પોતે એક શાળા જ છે. એમણે મારો સ્મૃતિ જનમ પહેલાની કદાચિત્ વાંચ્યો હશે. બહુ વ્યસ્ત માણસ છે માટે ના પણ વાંચ્યો હોય. એમણે તે લેખમાં બચપણનાં અનુભવો લખ્યા છે. જુગલકિશોર હજુ સ્કૂલે ગયા નથી. શાળાનું પગથિયું ચડવાને હજુ વાર છે. કોઈ વડીલ સાથે શહેરના રેલવે સ્ટેશને બેઠાં હશે. ત્યાં કોઈ દુકાનનું ચીતરેલું પાટિયું એમને આકર્ષી ગયું. ઘેર આવીને કક્કો બારાખડી શીખ્યા વગરના બાળ જુગલે ‘કમલબિટરખસ’ એવું લખી બતાવેલું. કક્કો શીખ્યા વગરનું એ પહેલું લખાણ કઈ રીતે લખી શક્યા? બ્રેઈનમાં cerebral cortex ની અંદર ન્યુરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેઈન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરોન્સને ભવિષ્યમાં કૉમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મૅમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. આવો જિનેટિક કોડ જુગલભાઈને પિતા દ્વારા જિન્સમાં મળ્યો જ હોય એનું ડીકોડીંગ જુગલભાઈના બ્રેઈને કરી નાખ્યું હશે. અને કક્કો શીખ્યા વગરના બાળ જુગલે પેલાં બોર્ડમાં લખેલો શબ્દ લખી નાખ્યો. લાઇફનું પહેલું કોપી પેસ્ટ…

બીજો દાખલો.. એમના પિતાજી સાહિત્યના શોખીન હતા. શાસ્ત્રો બહુ વાંચેલા અને ‘હવેલી સંગીત’નાં જાણકાર હતા. એક તો સંગીતજ્ઞનાં બ્રેઈન બીજા કરતા થોડા મોટા હોય. મેટ્રિક થતા પહેલા જુગલભાઈને લાઇબ્રેરીમાંથી કોઈ સર્જકનું શીખરીણી છંદમાં લખેલું કાવ્ય ખુબ ભાવી ગયું હશે. તેવા જ ભાવવાળું એક કાવ્ય લખીને પિતાશ્રીને બતાવ્યું. તો પિતાશ્રીએ એને વખાણ્યું. જુગલભાઈએ વટભેર કહી દીધું શીખરીણી છંદમાં છે. પિતાશ્રીએ જવાબમાં કહ્યું ખોટી વાત છે. શીખરીણી છંદમાં નથી. ત્યાં બેઠેલા ને એમણે શીખરીણી છંદ વિશેનું જ્ઞાન તત્કાલીન આપ્યું. ફક્ત અડધો કલાકમાં જુગલભાઈ શુદ્ધ શીખરીણીમાં રચના લઈને પિતાશ્રી સમક્ષ હાજર થઇ ગયા. એમનાં પિતાશ્રીએ જો આ જગ્યાએ બેચાર કલાક બગાડીને જો મને શીખરીણી છંદ શીખવ્યો હોત તો પણ હું એ છંદમાં કવિતા રચી શક્યો ના હોત તે હકીકત છે. અહીં સિમૅન્ટિક મૅમરીનું ડીકોડીંગ થયેલું સ્પષ્ટ દેખાય છે. બધા હોશિયાર કવિતા કેમ લખી શકતા નથી? અને બધા કવિઓ છંદમાં કવિતા કેમ લખી શકતા નથી? હા તમે પૂરતો રસ લઈને મહેનત કરો તો અવશ્ય કવિતા તે પણ છંદમાં લખી શકો. પણ અડધો કલાકમાં શીખરીણી શીખી અને એમાં જ કવિતા રચી નાખવી તે પેલી સિમૅન્ટિક મૅમરીનું ડીકોડીંગ વધુ લાગે છે જે પિતાશ્રી દ્વારા જિન્સમાં મળેલી જ છે. હવે તમે જો રસ લઈ મહેનત કરી છંદમાં કવિતા કરવાનું શીખી જાવ તો શીખતી વખતે જે ન્યુરલ નેટવર્ક બનતું હશે તે સ્મૃતિઓ જિનેટિક કોડ વડે તમારા બાળકમાં જરૂર જવાની.. સિમૅન્ટિક મૅમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી તેવું વૈજ્ઞાનિકો કહેતા જ હોય છે.

મારા પિતાશ્રી વકીલ હતા ને વાંચવાના ખૂબ શોખીન હતા પણ સાહિત્ય કરતા ફિલોસોફી બહુ વાંચતા. એ જમાનામાં છોકરાઓના હાથમાં ગુલશનનંદાની વેવલી પ્રેમકથાઓની પોકેટબુક્સ રહેતી ત્યારે મારા હાથમાં સસ્તી પડે માટે ઓશોની કહેલી શબ્દોમાં ઊતારેલી પૉકેટબુક રહેતી. અમારી તો સાત પેઢીમાં કોઈએ કવિતા શું જોડકણા પણ નહિ લખ્યાં હોય. લગભગ મારા દાદાશ્રીની પેઢીથી તલવાર ચલાવવાનું બંધ થયું હશે. બાકી આગળની બધી પેઢીઓ તલવાર ચલાવવાનો મુખ્ય બિઝનેસ કરતી હતી. હહાહાહાહાહાહા!!!

ટૂંકમાં સિમૅન્ટિક મૅમરી વારસામાં મળી શકતી હોય છે તેનો પૂરાવો અહીં જુગલભાઈના દાખલા ઉપરથી મળે છે. આપણા પૂર્વજો બ્રેઈન વિષે ખાસ જાણતા નહોતા તો આવા દાખલાઓ પરથી પુનર્જન્મ વિષે ધારણા બંધી લેતા હોવા જોઈએ. હકીકતમાં આપણી હયાતીમાં જ આપણો પુનર્જન્મ આપણા બાળકો રૂપે થઈ જતો હોય છે.imagesCAQSTKHA

તુલસીદાસ કહ ગયે ભારતકો ઐસા કલજુગ આવેગા સમરથ કો નહિ દોષ ગુંસાઈ કૌવા હીરો બન જાવેગા.

untitledતુલસીદાસ કહ ગયે ભારતકો ઐસા કલજુગ આવેગા સમર્થ કો નહિ દોષ ગુંસાઈ કૌવા હીરો બન જાવેગા.

જો કે આમાં તો કાગડાનું અપમાન છે પણ આજનો દિવસ ચલાવી લોં યારો. કૌવા એટલે ક્રિમિનલ સમજી લેવું. કાયમ લાકડા લડાવતા નારદ મુનીએ ‘ભક્તિસૂત્ર’ લખ્યા પછી કુદરતે આ દેશની પ્રજામાં રહેલાં બુદ્ધિ અને તર્કના જિન્સ જાણે પાછાં ખેંચી લેવાનું ધાર્યું હોય તેમ લાગે છે. એક જમાનો હતો કપિલનું સાંખ્ય, ગૌતમનું ન્યાય, પતંજલિનું યોગ, જૈમીનીનું પૂર્વ મીમાંસા, કણાદનું વૈશેષિક ભારતની ભૂમિ ઉપર તર્ક અને બુદ્ધિનો ઝંડો લહેરાવતું હતું. કદાચ ભારત પહેલો એવો દેશ હશે જ્યાં લીમ્બીક સિસ્ટિમ ઉપર તર્ક અને બુદ્ધિનો કાબૂ મેળવવાનો પ્રયાસ શરુ થયો હશે. ત્યારે બાકીની દુનિયાના દેશો પુરા એનિમલ બ્રેઈન ઉપર આધાર રાખતા હતા. એક સમયે અહં બ્રહ્માસ્મિનાં અતિઅહંકારી નારાઓ વડે ગુંજતો આ દેશ આજે આખો દિવસ કાલાવાલા કરતો, તાળીઓ પાડતો, મંજીરા વગાડતો ગરીબડો લાચાર ભાવનાઓના પૂરમાં વહીને રોતલ બની ચૂક્યો છે ત્યાં ક્રિમિનલ હીરો બની જવાના તેમાં નવાઈ જ નહિ. પ્રજા ગુંડાઓને મારી શકતી નથી કે સજા કરી શકતી નથી ત્યારે ગુંડાઓ આદર્શ બની જતા હોય છે. ગુંડામાં પ્રજાને અન્યાય સામે માથું ઊચકનાર હીરો દેખાય તેમાં પણ નવાઈ નહિ.

ભાવનાઓના પૂરમાં તણાઈ જતી આ એજ પ્રજા છે જે એક દિવસ સંજય દત્તના ઘર ઉપર પથ્થર ફેંકતી હતી. આ એ જ પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓ છે જે આજે સંજય દત્તને માફી અપાવવા બહાર પડી સુપ્રીમ કોર્ટનું અપમાન કરવા નીકળી પડ્યા છે. માટે તુલસી કહી ગયા કે સમર્થ કો નહિ દોષ ગુંસાઈ. અહીં સમર્થ માણસ ગમે તેટલાં દુષ્કર્મ કરે એને કોઈ દોષ લાગતો નથી. પણ આ સંજય દત્ત કઈ રીતે ફસાઈ ગયો? એના બાપ તો કૉન્ગ્રેસના મહાન નેતા હતા. એક નગરપાલિકા બરોના સભ્યના છોકરાને આ દેશમાં બોલી શકાતું નથી ત્યાં સુનીલદત્ત જેવા બીગ શોટ નો છોકરો કેમ ફસાઈ ગયો? નક્કી પુરાવા સંગીન હશે. શક્ય એટલાં ખોખલા કરવાનો ટ્રાય તો કરાયો જ છે. કારણ પેલી ૭૦ વર્ષની મુસ્લિમ ડોસીને હથિયાર રાખવાના કેસમાં સજા થઈ તે ટાડા કાયદા અનુસાર થઈ અને આ મહારથીને ખાલી બિનપરવાનેદાર હથિયાર રાખવાનો સાદો ગુનો દાખલ કરાયો છે. ૩૩ વર્ષની ઉંમર કાચી કહેવાય ખરી? બેત્રણ લાયસન્સવાલા હથિયાર ઘરમાં હોવા છતાં આવા ખતરનાક હથિયાર ઘરમાં રાખવાનું કામ કરવું મતલબ તમે કાવતરામાં પુરા સંડોવાયેલા હોવા જ જોઈએ. તે સમયે પોલીસને જાણ કરી બહુ મોટો હત્યાકાંડ નિવારી શકાયો હોત તો ‘મેરે દેશકો મૈ ચાહતા હું’ જેવા વાક્યો આજે રડતા રડતા બોલાય છે તે સાર્થક થયા હોત. દાઉદની પાર્ટીમાં અનિલકપુર પણ નાચવા જતો હતો એણે હથિયાર કેમ ના રાખ્યા? સલમાનનો બાપ મુસ્લિમ છે માં હિંદુ એણે ભાઈબંધી રાખી હશે હથિયાર કેમ નાં રાખ્યા? શાહરૂખ દાઉદભાઈની ચમચાગીરી કરી ચૂક્યો હશે એણે હથિયાર કેમ નાં રાખ્યા? ભાઈના પૈસા આખી ફિલ્મી દુનિયામાં ફરતા હતા એમના ટપોરી નિર્માતાઓ દ્વારા. એટલે આખી ફિલ્મી દુનિયા એમની કદમબોસી કરતી હતી પણ હથિયાર ખાલી સંજયદત્તે જ રાખ્યા છે.

૨૫૫ મૃત્યુ, ૭૦૦ ઘાયલ અને એના લીધે હજારો પીડાયા તેની કોઈ કિંમત જ નહિ. અરે આના કરતા તો પેલી અમદાવાદની ગરીબ મુસ્લિમ બાઈ સારી જેણે પોતાના પતિના કાવતરાની વાત પોલીસને કહી દીધી અને એક ઓર હત્યાકાંડ થતો રહી ગયો. બાઈટીંગ માટે ટેબલ પર પ્લેઇટમાં પડેલા મસાલેદાર કાજુ જેવા કાત્જુ સાહેબ એકવાર બોલી ગયા કે ભારતની ૯૦ ટકા પ્રજા મૂર્ખ છે. હવે એને સાબિત કરવા પોતે મહામુર્ખ બની સંજયદત્તને માફ કરવાના આંદોલનમાં કૂદી પડ્યા છે. ફિલ્મ ઉદ્યોગ તો તૂટી પડે કેમકે એના ૩૫૦ કરોડ દાવ પર લાગ્યા છે. ફિલ્મી દુનિયા જેટલી કોઈ દોગલી દુનિયા બીજી હશે ખરી?

મુંબઈમાં પહેલા કરીમલાલા અને એના ભત્રીજાઓ સમદખાન અને આલમઝેબની ગેંગનો ડંકો વાગતો હતો. એમાં પાછો એક વરદરાજન મુદલિયાર કરીને મદ્રાસી ગૅંગ્સ્ટર પણ હતો. દાઉદ ભાઈ નવા હતા, અને પગ જમાવવા મહેનત કરતા હતા. ધીરે ધીરે દાઉદ ભાઈએ બધાને ખલાસ કર્યા, લોકો દાઉદને હીરો જ માનવા લાગેલા. જ્યારે બૉમ્બ બ્લાસ્ટ કરાવ્યા પછી લોકો જાગ્યા કે આ હીરો નથી ત્રાસવાદી છે. ફૂલનદેવી બચપણથી જ ડાકુઓની ગેંગમાં હતી ને જે સરદાર બદલાય એની રખાત બની રહેતી હતી. ચાલો એને અન્યાય થયો હશે માની લઈએ. હવે જે ડાકુ ટોળકીએ એના પર બળાત્કાર કરેલા એમાંના કોઈ ડાકુને એ મારી શકી ના હતી. પણ જે ગામમાં આ બનાવ બનેલો એ ગામમાં જઈ એણે ૨૦ નિર્દોષ લોકોને લાઈનમાં ઉભા રાખી ને ઉડાવી દીધા. આ લોકોનો વાંક એટલો કે ભરી બંદુકે ઊભેલા ડાકુઓ વારાફરતી એના પર બળાત્કાર કરતા હતા ત્યારે વિરોધ કેમ ના કર્યો? આ ૨૦ મૃતાત્મામાંથી કોઈ એકના વારસદારે એને ઉડાવી દીધી. શેખર કપૂરે એની ફિલ્મ બનાવી ને હીરો બનાવી દીધી ને મુલાયમે તો એને રાજકારણમાં લઈને હદ જ વટાવી દીધી હતી. મને અન્યાય થાય તો મારાથી કાઈ બંદૂક લઈને નાં નીકળી પડાય. સમૂહના રક્ષણ માટે સમાજની વ્યવસ્થા માટે અરાજકતા નાં ફેલાય માટે કાયદા કાનૂન બનાવ્યા હોય છે. હવે એ પાળવામાં ભૂલ કરો સમાજ તમને દંડ કરે છે.

મને પોતાને પણ નાનપણમાં સોરઠી બહારવટિયાઓની વાતો વાંચી ને એમના પ્રત્યે અહોભાવ થતો ને એ ભાવનગરના પ્રજા વત્સલ રાજાઓ માટે ઘૃણા થતી. કેમ? લેખકોની આ જ તો કળા છે. સોરઠી બહારવટિયાને કરવેરા કે જમીન બાબતે રજવાડા જોડે મન દુખ થાય એટલે નીકળી પડતા બંદુકો ખેંચીને. મરો કોનો? ગરીબ ખેડૂતોનો અને પૈસાદાર વાણિયાઓનો. એમની પ્રશસ્તિમાં લોકો કવિતા કરે. આ બહારવટિયા પાછાં ઢોંગી એક હાથમાં માળા ફેરવે ને બીજા હાથે બંદુક ચલાવે. લોકો તો ગાંડા ગાંડા થઈ જાય. આ તો ભગત કહેવાય, પુણ્ય શાળી જીવ. ભૂપત બહારવટિયાએ પુરા નવ પટેલોને એકજ લાઈનમાં ઉભા રાખીને એક જ ૩૦૩ ગોળીથી મારી નાખેલા એવી વાતો વાંચેલી. તમને રાજ સામે વાંધો હોય તો રાજ સામે લડો, પણ એમાં તમે કાચાં પડો એટલે નિર્દોષ લોકોને મારો એમાં કઈ બહાદુરી? ભૂપત ખોટો પાકિસ્તાન ભાગી ગયો. અહીં હોત તો ફૂલનની જેમ સૌરાષ્ટ્રમાં ક્યાંક ચૂંટણી લડવા ટીકીટ મળી જાત. ચિત્રલેખામાં જગ્ગાડાકુના વેરનાં વળામણા સ્ટોરી આવતી હતી પછી એનું પુસ્તક બહાર પડેલું. ભાગલા પહેલા એ હાલના પાકિસ્તાનમાં અને પછી ભારતમાં ડાકુગીરી કરતો હતો. ઘણા લોકોને મારી નાખ્યાં હશે. હવે આ નૉવેલ વાંચો તો ક્યારેય એના પ્રત્યે તમને ઘૃણા ના થાય. હીરો જ લાગે. માસ્ટર માંધોસિંહ, મોહરસિંહ અને માનસિંહ આ બધા ચંબલના ગુનેગારો ને આપણાં વાર્તાકારોએ હીરો જ બનાવી દીધેલા છે. સોરઠી બહારવટિયાઓએ ખુબ કાળા કામો કરેલા છે. સોરઠના રાજાઓ એટલાં બધા ખરાબ ના હતા. આજ રાજાઓએ સમાધાન કરી ને આજ બહારવટિયાઓને પ્રજાના જાનમાલની રક્ષા માટે ગળે લગાવ્યા હતા. હમણાં એક એન્જીનીયર આવેલા, કહે આ બહારવટિયા ખુબ જ પવિત્ર ,કોઈ બાઈ ને સુવાવડ થતી ન હોય ને બાળક અટકી ગયું હોય તો એમના ચોયણાનું નાડુ પાણીમાં બોળીને એ પાણી પેલી બાઈને પાઈ દેવાનું. તરત જ છુટકારો થઈ જાય. એ જમાનામાં ચોયણો પહેરતા. આ ચોયણો ક્યારે ધોયો હોય ખબર નહિ. ચોયણાના નાડા અને ડીલીવરીને કોઈ સંબંધ ખરો? નાડુ જ શું કામ, બીજું કશું બોળીને કેમ નહિ? ડોકટરોએ આ લોકોના જુના નાડા ભેગાં કરી રાખવા જોઈએ, ખોટી મહેનત કર્યા વગર નાડુ બોળી પાણી પાઈ દેવાનું. મોટા ગજાંના લેખકો પણ આવી અંધ શ્રદ્ધા ફેલાવતા, ત્યારે આજે પણ એક એન્જીનીયર આવી ગાંડી વાતોમાં વિશ્વાસ રાખે છે. આ બહારવટિયા કોઈ જુના નથી. આઝાદી પહેલાના ગાંધીજીના સમકાલીન છે. દરેક રજવાડાને બહારવટિયાઓની સમસ્યા નડતી હતી. એટલે છેલભાઈ દવે કરીને એક બાહોશ બ્રાહ્મણ ડી.એસ.પીને બધા રજવાડાઓ તેમના રાજ્યના પોલીસ વડા તરીકે રાખતા હતા. વારાફરતી ઘણા બધા રજવાડાઓમાં એમણે સેવા આપીને મોટા ભાગના બહારવટિયા ઓનો નાશ કરેલો.

કદી શેખર કપૂરે પેલાં ૨૦ ફૂલન દેવીએ મારેલા નિર્દોષોના ઘરની મુલાકાત લીધી છે? એમના ઘરના હાંલ્લાં કઈ રીતે રંધાતા હશે એની ફિકર કરી છે? કોઈ સૈનિકના ઘરના ઇન્ટરવ્યું લઈને આપણાં કોઈ લેખકને નૉવેલ લખવાનું કદી સૂજ્યું છે? આ સંજય દત્ત, ટાયગર મેમણ કે દાઉદ ઇઝરાયલમાં હોત અને આવા કામ કર્યા હોત તો શું થાત? મોસાદના જાસૂસોની ગોળીઓ ક્યારની એમની છાતીઓમાં ધરબાઈ ચૂકી હોત. કોઈ કેસ નહિ, કોઈ ફરિયાદ નહિ. મ્યુનિક ઓલોમ્પીકમાં ઇઝરાયલનાં ખેલાડીઓની હત્યા કરનારા અને તે કાવતરામાં ભાગ લેનારા પરોક્ષ અપરોક્ષ તમામ લોકોની એક પછી એક મોસાદ દ્વારા છુટ્ટી કરી નાખવામાં આવેલી. કોઈ આંતરરાષ્ટ્રીય ફરિયાદ નહિ. કારણ બધા બીજા દેશોમાં રહેતા હતા. શરૂમાં કોઈને ખબર પડી નહિ. પણ એક પછી એક કાવતરાબાજો અદ્રશ્ય થવા લાગ્યા ત્યારે બીજા ચેત્યા. પોતાના ખુદના દેશમાંથી ભાગવા લાગ્યા. આફ્રિકાના અને લેટીન અમેરિકાના દેશોમાં જઈને છુપાઈ ગયેલા પણ ઇઝરાયલ છોડે? એમનું પગેરું દબાવી એક એક જણને સાફ કરેલા. સંજુબાબા અમેરિકામાં હોત તો ૧૫૦ વર્ષની સજા મળી ગઈ હોત, ગમે તેટલી સારી વર્તણૂક કરે સજા માફ પણ થાય છતાં જેલમાં મરે જ છૂટકો…

આ સંજુબાબાને બદલે તમે કે મેં એ.કે.૫૬ રાખી હોત તો?

સ્મૃતિ જનમ પહેલાની

સ્મૃતિ જનમ પહેલાનીimages-=

હિંદુ ધર્મ કે વિચારધારામાં પુનર્જન્મની ધારણા છે, તેવી બીજા ધર્મોમાં નથી. ઘણાને એમના જુના જન્મો યાદ છે તેવો દાવો પણ કરતા હોય છે. કોઈ મજબૂત પુરાવા મળતા નથી છતાં હજારો વર્ષથી આવી માન્યતા ચાલે જ રાખતી હોય છે. પુરાણોમાં પણ આવી અનેક વાર્તાઓ આવતી હોય છે કે ફલાણા આગલાં જનમમાં આમ હતા અને બીજા જન્મમાં આવી રીતે જનમ લીધેલો. આમ આ માન્યતાને બળ મળ્યા કરતું હોય છે. કોઈ વિવેકાનંદ કે શંકરાચાર્ય જેવા ખૂબ નાની ઉંમરમાં ઘણું બધું અચીવમન્ટ કરીને મૃત્યુ પામતા હોય ત્યારે યોગભ્રષ્ટ આત્મા હશે, ગયા જનમનું બાકી કામ પૂરું કરવા આવ્યા હશે તેવું કહેવાતું હોય છે.

પુનર્જન્મ હોય છે કે નહિ તે ચર્ચા બાજુ ઉપર મૂકીએ પણ આપણા પૂર્વજોની કોઈ સ્મૃતિ વારસામાં આપણને મળે ખરી? આનો જવાબ બ્લેક ઍન્ડ વાઇટમાં નહીં મળે. મેમરી કયા અર્થમાં લઈએ છે તે ઉપર આનો ઉત્તર આધાર રાખે છે. આપણને આપણા ત્રીજી ચોથી પેઢીના પરદાદાના લગ્નપ્રસંગની યાદ આવવાની નથી. છતાં આપણા પૂર્વજોની થોડી સ્મૃતિઓ આપણને વારસામાં મળે છે તેની શક્યતા જરૂર છે.

વિવિધ પ્રકારની સ્મૃતિમાં ઉપર જોયું તેમાં ત્રણ પ્રકાર મુખ્ય છે.

૧) Episodic memory– ઍપિસૉડિક- પ્રાસંગિક કથાત્મક, કથા ઘટકોવાળું

કોઈ ખાસ પ્રસંગની યાદગીરી બ્રેનમાં સ્ટોઅર થઈ જાય તેને પ્રાસંગિક સ્મૃતિ પણ કહી શકાય.  દાખલા તરીકે ગઈ સાલ કોઈ બર્થડે પાર્ટીમાં ગયા હોઈએ તે ઇવેન્ટની મધુર યાદોને ઍપિસૉડિક મેમરી કહી શકાય.

૨) Semantic memory – કોઈ ખાસ પ્રકારની માહિતી જે સત્ય હોય તેને semantic મેમરી કહેવાય છે. જેમકે મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન છે અને ઓબામા અમેરિકાના પ્રેસિડન્ટ છે. કે ૩૧ પ્રાઇમ નંબર છે. અંતમાં

૩) Procedural memory – કાર્યપ્રણાલિ-કામ કરવાની પદ્ધતિ,કંઈક કરવું, બલ્બ બદલવો કે તરવું કઈ રીતે કે સાઇકલ કઈ રીતે ચલાવવી… Procedural memory વારસામાં મળી શકતી હોય છે.

હું એક કૅન્ગરૂ(કાંગારુ) વિષે ડૉક્યુમેન્ટરી  જોતો હતો. હવે કાંગારુના બચ્ચા અવિકસિત અધૂરાં પેદા થતા હોય છે. પછી માતાના પેટ આગળ એક કોથળી હોય છે તેમાં મોટાં થતાં હોય છે. હવે માદા કાંગારુ એક બચ્ચાને જનમ આપે છે તે અવિકસિત એકાદ આંગળીનું બચ્ચું માતાની યોનિમાંથી બહાર નીકળતા વેત તરત જ માતાની રુવાંટી પકડતું પકડતું ઉપર તરફ ગતિ કરવા લાગે છે. મને નવાઈ લાગી આ સાવ અવિકસિત માંસના લોચા જેવું હજુ આંખો જેવું કશું દેખાતું નથી સીધું ગરોળી ચડે તેમ ઉપર ચડીને પેલી કોથળીમાં ગરક થઈ ગયું. એને કોણે શિખવાડ્યું કે અહીં ઉપર એને રહેવા માટેની કોથળી તૈયાર છે? પણ એની માતા પણ આવી જ રીતે ઉપર ચડીને પેલી કોથળીને શરણે થઈ ગઈ હશે તે સ્મૃતિ આ બચ્ચાને માતાના જિન્સ દ્વારા વારસામાં મળી છે, માટે તે પણ જન્મતાવેંત ઉપર ચડીને કોથળીમાં સમાઈ ગયેલું.

માનવબાળ જન્મે છે તેને માતાનું સ્તનપાન કઈ રીતે કરવું કોણ શીખવે છે ? છતાં બલ્બ બદલવાનું બાળક પિતાને બલ્બ બદલાતાં જોઇને શીખતું હોય છે. તાજાં જન્મેલા બાળકોને તરવાનું શીખવવું પડતું નથી તેના પ્રયોગો જર્મનીમાં થયેલા છે. એટલે કામ કરવાની પદ્ધતિની કઈ સ્મૃતિઓ આપણે વારસામાં લઈને પેદા થઈએ છીએ તે સંશોધનનો વિવાદાસ્પદ વિષય છે.

હવે સવાલ એ છે કે episodic and semantic મેમરી તમે વારસામાં આપી શકો કે નહિ? સિમૅન્ટિક એટલે શબ્દોના ફેરફારને લગતી ભાષાશાસ્ત્રની શાખા, અર્થનિર્ધારણ શાસ્ત્ર, અભિધાશાસ્ત્ર. કેટલાં જાણીતાં તત્વચિંતકો, મનોવૈજ્ઞાનિકો અને ભાષાશાસ્ત્રીઓનું માનવું છે કે  સિમૅન્ટિક મેમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી. અમુક આવી સ્મૃતિઓ વારસાગત મળતી હોય છે. ન્યાય અને નૈતિકતા વિષે વગર શીખે આખી દુનિયામાં બધે એક જ જાતના સરખાં ખ્યાલો હોય છે.

સ્વિસ મનોવૈજ્ઞાનિક અને સાઇકોથેરપિસ્ટ Carl Gustav Jung,  analytical સાઇકૉલોજીનાં શરુ કરનાર એમની collective unconscious થીઅરી માટે જાણીતા છે. સરળ ભાષામાં કહીએ તો સામૂહિક અચેતન કે આખા સમૂહનું કે સામુદાયિક મનસ કહી શકાય. કલેક્ટિવ અન્કૉન્શયસ, વ્યક્તિગત અચેતન કરતા ભિન્ન એવી સ્મૃતિઓ છે જે કૉમન પૂર્વજો દ્વારા મળેલી વ્યક્તિગત પણ સર્વસામાન્ય હોય છે. દાખલા તરીકે આગમાં હાથ નાખીએ તો દાઝી જવાય તે સર્વસામાન્ય સ્મૃતિ છે જે બધાને ખબર જ હોય છે.

સામૂહિક અચેતન વિષે ભલે આપણે સભાન ના હોઈએ પણ આગ નજીક જતા દુનિયાના દરેક માનવીને એકસરખી જ લાગણી થતી હોય છે. આપણા પૂર્વજો જાણતા હતા કે આગ નજીક જવું ભયજનક છે. અને તે સ્મૃતિઓ આપણને વારસામાં મળતી હોય છે જીન દ્વારા..આધુનિક જમાનામાં Noam Chomsky નામના ભાષાશાસ્ત્રી સિમૅન્ટિક મેમરીનાં સમર્થનમાં યુનિવર્સલ ગ્રામર શબ્દ વાપરતા સમજાવે છે કે The universal grammar can be understood as an inherited network of language structures that is common to all of us. વૈશ્વિક વ્યાકરણ ભાષા ગમે તે હોય એક જ હોય છે.

બ્રેનમાં cerebral cortex ની અંદર ન્યુઅરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરૉન્સને ભવિષ્યમાં કમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મેમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. જો કે વૈજ્ઞાનિકોને આના વધુ રહસ્યો હજુ શોધવાના બાકી છે.

જન્મથી અંધ લોકોમાં દ્ગષ્ટિને લગતી કોઈ છબી એમના બ્રેનમાં હોવી ના જોઈએ તે સ્વાભાવિક છે. છતાં એવા પુરાવા મળ્યા છે કે અમુક જન્મથી અંધ લોકો ચક્ષુગમ્ય કલ્પના કરી શકતા હોય છે. કદાચ એવું બને કે એમના માતાપિતા તો દેખતાં હોય છે ત્યારે અમુક દ્ગષ્ટિ વિષયક સ્મૃતિઓ એમના અંધ સંતાનને જિનેટિક કોડ તરીકે જિન્સમાં આપી ચૂક્યાં હોય એટલે ભલે અંધ હોય પણ ચક્ષુગમ્ય અનુભૂતિ માણી શકતા હોવા જોઈએ.

એટલે આપણો પુનર્જન્મ થતો ના હોય પણ આપણા અનુભવો, ગુણો, વિશિષ્ટ શક્તિઓ કે આવડત અને મેમરી આપણે જિનેટિક કોડ તરીકે વારસદારોમાં ટ્રાન્સ્ફર કરતા હોઈએ એટલે એવું લાગે કે આપણો પુનર્જન્મ થાય છે, એમ એ ધારણા મજબૂત બનતી જાય તેમાં કોઈ નવાઈ નહિ.. ઘરમાં કોઈ દાદા વર્ષો પૂર્વે મૃત્યુ પામ્યા હોય અને એ જ ઘરમાં કોઈ નવા બાળકનો જન્મ થાય તે મોટું થાય ત્યારે એની ગતિવિધિઓમાં પેલા દાદાના વર્તન જેવું સામ્ય જોઈ ઘણા બોલી ઊઠતા હોય છે કે દાદા ફરી જન્મ્યા લાગે છે.દાદા એમની વિશિષ્ટ આવડતોની મેમરી એમના જિનેટિક કોડ દ્વારા પૌત્રમાં આપી ચૂક્યા હોય અને પૌત્રમાં એના ચમકારા દેખાતા હોય તો પછી દાદા ફરી જન્મ્યા હોય તેવું લાગે જ ને?

એવું નથી લાગતું કે અલ્લારખાં સાહેબે એમની તમામ  Procedural Memories જિનેટિક કોડ દ્વારા ઝાકીરહુસેનમાં ભરી દીધી છે? અને ઝાકીરહુસેનનાં નાના ભાઈ તો વળી તબલા શું, પ્લાસ્ટીકની ડોલ આપો, ડબ્બા આપો કે થાળી ચમચી આપો ગમે તે આપો એમનું અદ્ભુત કૌશલ્ય બતાવતા જ રહે છે.

આનો એક અદ્ભુત પૂરાવો મને બ્લૉગ જગતમાં વડીલ મિત્ર જુગલભાઈના લખેલા એક લેખ જે અંગત અનુભવ આધારે છે તેમાં જણાયો.

જુગલકિશોર વ્યાસ પોતે ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે એમનો બ્લૉગ નેટ ગુર્જરી પોતે એક શાળા જ છે. એમણે મારો સ્મૃતિ જનમ પહેલાની કદાચિત્ વાંચ્યો હશે. બહુ વ્યસ્ત માણસ છે માટે ના પણ વાંચ્યો હોય. એમણે તે લેખમાં બચપણનાં અનુભવો લખ્યા છે. જુગલકિશોર હજુ સ્કૂલે ગયા નથી. શાળાનું પગથિયું ચડવાને હજુ વાર છે. કોઈ વડીલ સાથે શહેરના રેલવે સ્ટેશને બેઠાં હશે. ત્યાં કોઈ દુકાનનું ચીતરેલું પાટિયું એમને આકર્ષી ગયું. ઘેર આવીને કક્કો બારાખડી શીખ્યા વગરના બાળ જુગલે ‘કમલબિટરખસ’ એવું લખી બતાવેલું. કક્કો શીખ્યા વગરનું એ પહેલું લખાણ કઈ રીતે લખી શક્યા?

બ્રેનમાં cerebral cortex ની અંદર ન્યુરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરૉન્સને ભવિષ્યમાં કમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મેમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. આવો જિનેટિક કોડ જુગલભાઈને પિતા દ્વારા જિન્સમાં મળ્યો જ હોય એનું ડીકોડીંગ જુગલભાઈના બ્રેને કરી નાખ્યું હશે. અને કક્કો શીખ્યા વગરના બાળ જુગલે પેલાં બૉર્ડમાં લખેલો શબ્દ લખી નાખ્યો. લાઇફનું પહેલું કૉપિ પેસ્ટ…

બીજો દાખલો.. એમના પિતાજી સાહિત્યના શોખીન હતા. શાસ્ત્રો બહુ વાંચેલા અને ‘હવેલી સંગીત’નાં જાણકાર હતા. એક તો સંગીતજ્ઞનાં બ્રેઈન બીજા કરતા થોડા મોટા હોય. મેટ્રિક થતા પહેલા જુગલભાઈને લાઇબ્રેરીમાંથી કોઈ સર્જકનું શીખરીણી છંદમાં લખેલું કાવ્ય ખુબ ભાવી ગયું હશે. તેવા જ ભાવવાળું એક કાવ્ય લખીને પિતાશ્રીને બતાવ્યું. તો પિતાશ્રીએ એને વખાણ્યું. જુગલભાઈએ વટભેર કહી દીધું શીખરીણી છંદમાં છે. પિતાશ્રીએ જવાબમાં કહ્યું ખોટી વાત છે. શીખરીણી છંદમાં નથી. ત્યાં બેઠેલા ને એમણે શીખરીણી છંદ વિશેનું જ્ઞાન તત્કાલીન આપ્યું. ફક્ત અડધો કલાકમાં જુગલભાઈ શુદ્ધ શીખરીણીમાં રચના લઈને પિતાશ્રી સમક્ષ હાજર થઇ ગયા. એમનાં પિતાશ્રીએ આ જગ્યાએ બેચાર કલાક બગાડીને જો મને શીખરીણી છંદ શીખવ્યો હોત તો પણ હું એ છંદમાં કવિતા રચી શક્યો ના હોત તે હકીકત છે. અહીં સિમૅન્ટિક મેમરીનું ડીકોડીંગ થયેલું સ્પષ્ટ દેખાય છે.

બધા  હોશિયાર કવિતા કેમ લખી શકતા નથી? અને બધા કવિઓ છંદમાં કવિતા કેમ લખી શકતા નથી ? હા તમે પૂરતો રસ લઈને મહેનત કરો તો અવશ્ય કવિતા તે પણ છંદમાં લખી શકો. પણ અડધો કલાકમાં શીખરીણી શીખી અને એમાં જ કવિતા રચી નાખવી તે પેલી સિમૅન્ટિક મેમરીનું ડીકોડીંગ વધુ લાગે છે જે પિતાશ્રી દ્વારા જિન્સમાં મળેલી જ છે. હવે તમે જો રસ લઈ મહેનત કરી છંદમાં કવિતા કરવાનું શીખી જાવ તો શીખતી વખતે જે ન્યુઅરલ નેટવર્ક બનતું હશે તે સ્મૃતિઓ જિનેટિક કોડ વડે તમારા બાળકમાં જરૂર જવાની.. સિમૅન્ટિક મેમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી તેવું વૈજ્ઞાનિકો કહેતા જ હોય છે.

મારા પિતાશ્રી વકીલ હતા ને વાંચવાના ખૂબ શોખીન હતા પણ સાહિત્ય કરતા ફિલૉસફી બહુ વાંચતા. એ જમાનામાં છોકરાઓના હાથમાં ગુલશનનંદાની વેવલી પ્રેમકથાઓની પૉકેટ-બુક રહેતી ત્યારે મારા હાથમાં સસ્તી પડે માટે ઓશોની કહેલી શબ્દોમાં ઊતારેલી પૉકેટબુક રહેતી. અમારી તો સાત પેઢીમાં કોઈએ કવિતા શું જોડકણા પણ નહિ લખ્યાં હોય. લગભગ મારા દાદાશ્રીની પેઢીથી તલવાર ચલાવવાનું બંધ થયું હશે. બાકી આગળની બધી પેઢીઓ તલવાર ચલાવવાનો મુખ્ય બિઝનેસ કરતી હતી. હહાહાહાહાહાહા!!!

ટૂંકમાં સિમૅન્ટિક મેમરી વારસામાં મળી શકતી હોય છે તેનો પૂરાવો અહીં જુગલભાઈના દાખલા ઉપરથી મળે છે. અમેરિકામાં જન્મેલાં બાળકો માટે ગુજરાતીમાં બોલવું અઘરું પડતું હોય છે. ઘરમાં બોલાતું હોય તેટલું જ ગુજરાતી આવડે. તે પણ બોલતા લખતાં નહિ. અમેરિકામાં વસતા મિત્ર ચિરાગ પટેલે એમના દીકરાને ભારતમાં વડોદરા ભણવા મૂક્યો છે. અમેરિકામાં જન્મ્યા અને ૧૧ વર્ષ ઉછર્યા છતાં આ વર્ષે વડોદરા ભણવાનું શરુ કર્યું તો ગુજરાતી વિષયમાં ૧૦૦/૧૦૦ ગુણ લાવ્યો અને હિન્દીમાં લખી/વાચી/કવિતા ગોખી શકવાની ક્ષમતા પ્રગટી વળી, આ જ ઉંમરથી qbasicમાં કમ્પ્યુટરનાં પ્રોગ્રામ લખતો થઇ ગયો છે.આપણા પૂર્વજો બ્રેન વિષે ખાસ જાણતા નહોતા તો આવા દાખલાઓ પરથી પુનર્જન્મ વિષે ધારણા બંધી લેતા હોવા જોઈએ. હકીકતમાં આપણી હયાતીમાં જ આપણો પુનર્જન્મ આપણા બાળકો રૂપે થઈ જતો હોય છે.

 

 

 

 

 

 

 

 

પ્રેમપુષ્પનું રાસાયણિક પૃથક્કરણ

images===પ્રેમપુષ્પનું રાસાયણિક પૃથક્કરણ

ચાલો પ્રેમના પુષ્પનું ડિસેક્શન કરીએ. પ્રેમ આંધળો છે કે આંધળા બન્યા વગર પ્રેમ ના થાય તેવા મહાવરા આપણે સાંભળીએ છીએ. પ્રેમ તો હ્રદયથી થાય દિમાગથી નાં થાય તેવું પણ સંભાળીએ છીએ. ખરેખર તો પ્રેમ દિમાગથી જ થાય છે. કારણ હૃદય તો માત્ર શરીરમાં લોહી ધકેલવાનો પંપ માત્ર છે. જેને આપણે પ્રેમ હ્રદયથી થાય તેવું કહીએ છીએ તે કહેવાતું હ્રદય પણ દિમાગના કેટલાક ભાગ જ છે. ગમે તે હોય પ્રેમ આ પૃથ્વી પરનું સૌથી અર્થસભર અને શક્તિમાન પરિબળ છે અને હોવું જ જોઈએ તેવું માનીને ચાલો દિમાગના દરિયામાં ડૂબકી લગાવીએ જ્યાં પ્રેમ પેદા થાય છે.

પ્રેમ અડિક્ટિવ છે, મતલબ વ્યસન જેવું છે. તમાકુ, ચા, કે કોફી પીવાની આદત પડી જાય તેવું પ્રેમનું પણ છે. ખાસ તો નવા નવા પ્રેમી પંખીડાઓ માટે પ્રેમ એક વ્યસન છે. કારણ પ્રેમ બ્રેનમાં ventral tegmentalarea (VTA) ને ઉત્તેજે છે જે dopamine નામના આનંદદાયક ન્યુરોટ્રૅનિઝ્મટરનાં ફુવારા બ્રેનમાં રહેલા રિવૉર્ડ સેન્ટરમાં છોડે છે, જે પ્રેમીઓમાં હળવી narcotic ઇફેક્ટ પેદા કરે છે. જે લોકો ભારે દુખાવામાં નર્કૉટિક પેએન કિલર ખાતા હશે તેમને ખબર હશે. આવી દવા ખાધા પછી હળવો નશો અનુભવાતો હોય છે. જે આનંદદાયક લાગતો હોય છે. અને લાંબા સમય સુધી આવી દવાનું સેવન કરવાનું મન થાય છે, તેની ટેવ પડી જાય છે. તે જ સમયે પ્રેમની અનુભૂતિ સ્ટ્રેસ હૉર્મોન norephinephrine પણ છોડે છે જે હાર્ટ રેટ અને બ્લડ-પ્રેશરમાં વધારો કરે છે જેની અસર methamphetamine જેવા અસરકારક addictive સમકક્ષ હોય છે.

પ્રેમ અબ્સેસિવ હોય છે તમારા મનનો કબજો બળજબરીથી લઈ લેતો હોય છે. જ્યારે તમારું દિમાગ મતલબ બ્રેન પ્રેમ ગ્રસિત હોય છે ત્યારે ન્યુરોટ્રૅનિઝ્મટર serotonin સ્ત્રાવમાં ઘટાડો થતો હોય છે. આ કેમિકલ તમને અચોક્કસતા અને અસ્થિરતાની મનોદશા સામે રક્ષણ આપે છે. હવે એમાં ઘટાડો થાય એટલે જ્યાં તમને ચોક્કસતા અને સ્થિરતા દેખાય ત્યાં નાના બાળકનો ઘૂઘરો રમવા બેસી જવાના. એક વ્યાખ્યા મુજબ પ્રેમ unpredictable કહેવાય છે. It’s a prime target for obsession. આપણે નથી કહેતા આનું કાઈ ઠેકાણું નહીં ગમે તે કરી નાખે. પ્રેમમાં પડેલો માણસ ગમે તે કરી નાખે. પ્રેમમાં પાગલ કે પાગલ પ્રેમી, પ્રેમાંધ કે પ્રેમ આંધળો છે જેવા શબ્દો એમાં જ ઉદ્ભવ્યા છે, જે સત્યની બિલકુલ નજીક છે.

પ્રેમ બેપરવા, અવિચારી, દુ:સાહસિક બનાવે છે. કમાન્ડ અને કંટ્રોલ કારણભૂત બ્રેનનો prefrontal cortex  વિભાગ પ્રેમમાં નીચલાં ગિઅરમાં આવી જાય છે. તે જ સમયે threat-response system એટલે જોખમ સામે ચેતવણી આપતું ચાવીરૂપ amygdala પણ નીચલાં ગિઅરમાં આવી જાય છે. બંનેની સંયુક્ત અસર હેઠળ પ્રેમમાં પડેલો માનવી ગમે તેવા જોખમ લેવા તૈયાર થઈ જતો હોય છે પેલાં તુલસીદાસની જેમ. સીધાસાદા દેખાતા માનવી પણ પ્રેમની અસરમાં મરવા મારવા પર ઊતરી જતા હોય છે.

પ્રેમ(Love) અને કામેચ્છા(Lust) બ્રેનમા સાથે રહેતા હોય છે જરૂરી નથી એક જ વ્યક્તિ તરફ બંને સાથે અનુભવાય. પ્રેમ અને કામેચ્છા બંને જુદા જુદા હોય છે પણ બ્રેનમાં એકબીજા ઉપર હાવી થઈ જતા હોય છે. એકબીજામાં ગૂંથાઈ જતા હોય છે. બંને હાઇપર બનાવતા હોય છે અને બંને અડિક્ટિવ હોય છે. બંને બ્રેનમાં એક જ વિભાગો ઉપર અસર કરતા હોય છે. એટલે શરૂમાં પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ અનુભવતા હોઈએ છીએ. પણ જરૂરી નથી કે પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ જાગે. એવું પણ બને કે પ્રેમ એક વ્યક્તિ તરફ અનુભવાય અને કામેચ્છા બીજી વ્યક્તિ માટે જાગે. લાંબા સહજીવનમાં ભેદ ઊઘડી આવતો હોય છે.

લાંબા સહજીવનમાં કામેચ્છા ઓછી થતી જતી હોય છે અને પ્રેમ વધતો જતો હોય છે, ત્યારે બ્રેનમા ventral pallidum વિભાગમાં સક્રિયતા વધી જતી હોય છે જે long-term pair-bonding and attachment માટે કારણભૂત ઑક્સિટોસિન અને vasopressin જેવા રસાયણો સ્ત્રાવ માટે જવાબદાર હોય છે. આમ લવ અને લસ્ટ જુદા જુદા છે પણ એકબીજામાં ગૂંથાઈ જતા હોવાથી એમાં ભેદ કરવો મુશ્કેલ થઈ પડે છે. જેના પ્રત્યે લવ અનુભવીએ તેના પ્રત્યે લસ્ટ પણ જાગે છે. અને જેના પ્રત્યે લસ્ટ જાગે તેના પ્રત્યે લવ પણ જાગતો હોય છે.

લવ માટે ઑક્સિટોસિન જેવા વિશ્વાસ જગાવતા ન્યુરોકેમિકલ્સનું પ્રભુત્વ મહત્વનું છે જ્યારે કામેચ્છા માટે ટૅસ્ટાસ્ટરોન જેવાં male ન્યુરોટ્રૅનિઝ્મટરનું પ્રભુત્વ જરૂરી છે. સ્ત્રીઓમાં પણ આ હૉર્મોન થોડા અંશે હોય જ છે. જે સ્ત્રીઓમાં ટૅસ્ટાસ્ટરોન હૉર્મોન થોડા વધુ હોય તો એમની કામેચ્છા પ્રબળ હોય છે. લવ અને લસ્ટ વચ્ચેનો ભેદ સરળતાથી જાણવો હોય તો સમજો દીકરી પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ. માતા પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ..

જો દીકરીઓને ખૂબ પ્રેમ કરશો તો બંનેમાં ઑક્સિટોસિનનું લેવલ વધશે. દીકરીઓ વણજોઈતા પ્રેમના ચક્કરમાં ફસાતી બચશે. લસ્ટ ઘણીબધી સ્ત્રીઓ કે પુરુષો પ્રત્યે અનુભવી શકો પ્રેમ અમુક સ્ત્રીઓ કે પુરુષો પ્રત્યે જ અનુભવી શકો. કોઈ બુદ્ધ મહાવીર તમામ લોકો પ્રત્યે પ્રેમ અને કરુણા અનુભવી શકતા હોય છે અને એટલે આપણે તેમણે ભગવાન કહીએ છીએ.

પ્રેમમાં પડેલા પુરુષના visual cortex માં સ્ત્રીની સરખામણીએ ઍક્ટિવિટિ ખૂબ વધી જતી હોય છે. ભાઈના ડોળા ચકળવકળ થયા કરતા હોય છે. ચક્ષુગમ્ય બળદ…

પ્રેમમાં પડેલી સ્ત્રીઓ બધું વિસ્તૃત વિગતવાર યાદ રાખતી હોય છે. પ્રેમમાં પડેલી સ્ત્રીના બ્રેનમાં રહેલું hippocampus ખૂબ ઍક્ટિવ થઈ જતું હોય છે જે મેમરી સાથે સંલગ્ન હોય છે. આમેય પુરુષ કરતા સ્ત્રીઓનું hippocampus વધારે જગ્યા રોકતું હોય છે. એટલે પહેલો પ્યાર પુરુષ જલદી ભૂલી જતો હશે સ્ત્રીઓ જલદી ભૂલતી નહીં હોય. એટલે પ્રેમમાં પડેલી સ્ત્રીઓ જેતે સમયની સ્મૃતિઓ વધુ સારી રીતે યાદ રાખતી હોય છે. ઝીણામાં ઝીણી વસ્તુ કે બનાવ પણ એમને યાદ રહેતો હોય છે.

નૈના મિલાકે, નયન થી નયન મળે તો જાણે જાદુ થઈ ગયો. ગોરી તુને પાગલ બનાયા, આંખોમે જો કાજલ લગાયા..નયના બરસે રીમઝીમ..નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? આંખો વિષે અઢળક કવિતાઓ લખાઈ છે. અને લખાતી રહે છે. તાજાં જન્મેલા બાળકો માટે અને પ્રેમમાં પડેલા માટે Eye contact ભાવનાત્મક જોડાણ માટે મહત્વનો હોય છે. પ્રેમીઓ એકબીજાની આંખોમાં આંખો મેળવીને જોયા કરતા હોય છે. નજરથી નજર મળે અને પછી એક ભુવનમોહિની સ્મિત ફેંકાય ખલાસ પ્રેમી ઘાયલ થઈને ઢળી પડે. નજર પછી સ્મિત અને પછી અવાજનું માધુર્ય આગળ આવે. પ્રેમીઓના અવાજની ક્વૉલિટી પણ બદલાઈ જતી હોય છે.

અવિશ્વસનીયતા અને મનૉગમી ન્યુરોકેમિકલ્સ દ્વારા પ્રભાવિત થતી હોય છે. મનૉગમી અને Promiscuity વિષે વૈજ્ઞાનિકોને voles એક જાતના ઉંદર ઉપર સંશોધન કરતા ઘણી બધી મહત્વની માહિતી ઉપલબ્ધ થઈ છે. એક જાતના voles મનોગમસ હોય છે, મતલબ નર માદા જોડી બનાવીને રહે છે, એકબીજાને આખી જિંદગી વફાદાર રહેતા હોય છે. બીજા પ્રકારના voles જોડી બનાવતા નથી. પૉલીગમસ છે. હવે જિનેટિકલી બંને ૯૯ ટકા આઇડેન્ટિકલ છે. હવે વૈજ્ઞાનિકોએ પેલાં અવિશ્વસનીય પૉલીગમસ ગણાતા voles માં ઑક્સિટોસિન અને vasopressin નામના ન્યુરોકેમિકલ્સ જે વિશ્વાસવર્ધક ગણાય છે અને માનવોમાં pair-bonding માટે જવાબદાર ગણાય છે તે ઇન્જેકટ કરતા પેલાં કહેવાતા બેવફા ઉંદરો એકદમ વફાદાર બની ગયા અને જોડી બનાવીને રહેવા લાગ્યા, ટૂંકમાં મનૉગમસ બની ગયા.

Women and men can just be friends…(well, at least women think so). સ્ત્રી અને પુરુષ ફક્ત સારા મિત્રો ના બની શકે? બની શકે તેવું એટ-લીસ્ટ સ્ત્રીઓ વિચારતી હોય છે. પુરુષો મિત્રતા કરતા કૈંક વધુ ઇચ્છતા હોય છે. સ્ત્રીઓ એમના બ્રેનમાં સાદી મિત્રતા અને રોમૅન્ટિક લાગણીઓ ભેગી કર્યા વગર અલગ અલગ રાખી શકતી હોય છે. એટલે પ્રેમની દિવ્ય અનુભૂતિ સ્ત્રીઓ પામી શકતી હોય છે ત્યાં પુરુષો એને ચૂકી જતા હોય છે. પ્લેટૉનિક પ્રેમ સ્ત્રીઓ માટે શક્ય હોય છે માટે કોઈ મીરાં એના કૃષ્ણને ભજતી આખી જિંદગી એમજ વ્યતીત કરી શકતી હોય છે.

હા! તો મિત્રો પ્રેમનું પાયથાગોરસ પ્રમેય ઉકેલવાનો શક્ય પ્રયાસ કર્યો છે. ભારતીય માનસિકતા મુજબ પ્રેમ મહાન અને લસ્ટ ખરાબ છે તેવું ગણિત ગણવું જરૂરી નથી. ઉત્ક્રાંતિ માટે લવ અને લસ્ટ બંને મહત્વનાં છે. લસ્ટ વગર જેનિસ ટ્રાન્સ્ફર કરવા મુશ્કેલ અને લવ વગર ટ્રાન્સ્ફર કરેલા જિન્સ ઉછેરવા મુશ્કેલ.

images-=-=

અમેરિકન મૂડીવાદનાં વિકાસનો ફૂટેલો ફુગ્ગો

imagesCAZZGSEU

સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે. પણ સમૂહમાં એકબીજા સાથે હરીફાઈ પણ ખૂબ હોય છે. ખોરાક મેળવવો હોય કે માદા મેળવવી હોય તો ખૂબ હરીફાઈનો સામનો કરવો પડતો હોય છે. અને આ બધું મજબૂત હોય તેને અને જે તે સમૂહમાં ઊંચું સ્થાન ભોગવતો હોય તેને જલદી ઉપલબ્ધ થાય. આમ મેમલ સ્ટેટ્સ સીકિંગ બનવા ઇવોલ્વ થયેલા જ છે. મંદિરના ઓટલે ભીખ માંગતા ભિખારીને પૂછો તો એની મહેચ્છા પણ એક દિવસ અંબાણી બનવાની હોય છે. સમાજમાં ઊંચાંમાં ઊંચું સ્થાન પામવાની મહેચ્છા કોની ના હોય? અને એના માટે જે કરવું પડે તે કરવા મેમલ સદાય તૈયાર હોય છે. જોડકણા લખતાં દરેક કવિને ઉમાશંકર જોશી કે કલાપી જેવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનું મન હોય છે. બાબા રામદેવ વૈરાગી બાવાજીને એકવાર ઝી ટીવીના લીટલ ચેમ્પ પ્રોગ્રામમાં સાંભળેલા કહેતા હતા ‘જિંદગીમે એકબાર પ્રથમ આના હૈ’ એવી ખ્વાહિશ બચપણથી જ હતી. એક સ્થાન પ્રાપ્ત થાય તો એનાથી ઊંચેની અપેક્ષા તરત થવાની. હાઈ સ્ટેટ્સ ઇચ્છવું આપણા જિન્સમાં હોય છે. એમાં રામદેવનો કોઈ વાંક જ નથી..વૈરાગીઓમાં પણ પ્રથમ આવવાની સ્પર્ધા તો ઊભી જ હોય છે. મંડલેશ્વર, મહામંડલેશ્વર, પીઠાધીશ, એમના ય આગવા રજવાડા હોય છે, વડતાલ સંસ્થાન. હું પહેલો શાહી સ્નાન કરું એમાં તો ૧૭૬૦મા કુંભ મેળામાં ૧૮૦૦૦ બાવાઓ એકબીજાને મારીને સ્વર્ગે પહોચી ગયેલા. આટલાં બાવાઓ અંગ્રેજો સામે લડ્યા અને મર્યા હોત તો આઝાદી મળી ગઈ હોત..મૂળ વાત એ છે કે આપણે સસ્તન-મેમલ પ્રાણી હાઈ સ્ટેટ્સ સીકિંગ છીએ.

બે મેમલ ભેગાં થાય એટલે કમ્પેરીજન શરુ, કોણ ઊંચું કોણ નીચું? તારી સાડી કરતા મારી વધુ સફેદ કે મોંઘી છે. એટલે સામ્યવાદ અને સમાજવાદ જેવા બધાને સરખાં એક સમાન ગણવા જેવા ઉચ્ચ આદર્શો અને અમૂર્ત વિચારણાઓનું મેમલ બ્રેઈન પ્રોસેસિંગ કરી શકતું નથી. આ બધા સુંદર સુંદર વિચારો કોર્ટેક્ષ કરતું હોય છે. તે પણ એને અન્યાય થાય એટલે કરતું હોય છે. એક મજૂરને લાગે કે હું મજૂરી કરીને કદી ઊંચો આવવાનો નથી કે મિલમાલિક જેટલાં પૈસા કમાવાનો નથી તો એને તરત સામ્યવાદ યાદ આવી જશે. રાજાશાહી ખરાબ છે એને નાબૂદ કરી નાખવી જોઈએ તેવી હાકલ કરી આંદોલનો કરનારા નેતાઓ આજે સવાયા રાજાઓ બની બેઠાં છે કે નહિ? સલીમે તો અકબર સામે ખાલી બળવો જ કરેલો, ઔરંગઝેબે ખાલી એના પિતાને કેદ કરી ને ફક્ત ભાઈઓને જ મારી નાખેલા. આપણા નેતાઓએ એમના અહંકાર પોષવા, પ્રથમ સ્થાન પામવા, ભારત અને પાકિસ્તાનની રાજગાદી પર બેસવા, શક્ય સમાધાન ના કરીને એક મહાન દસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના બે દેશમાં ભાગલા પાડી સરહદ ઉપર ૧૦ થી ૨૫ લાખ માણસોને અંદર અંદર કપાવી માર્યા હતા. આટલાં માણસો અંગ્રેજો સામે લડતા મરાયા હોત તો આ દેશ સામે આજે કોઈ આંગળી ઊંચી કરી શકવાની તાકાત ધરાવતું નાં હોત.

એટલે કેપિટાલિઝમ મેમલ બ્રેઈનને ભાવતી વસ્તુ છે. મનફાવે તેમ મુક્ત વ્યાપાર કરો, પૈસા કમાવો અને હાઈ સ્ટેટસ પ્રાપ્ત કરો..એટલે એવું તત્વજ્ઞાન ચાલે છે કે ઓછામાં ઓછી સરકારી દખલ ઉદ્યોગ વ્યાપારમાં હોવી જોઈએ. એનો મતલબ એવો પણ નથી કે સરકારના હસ્તક્ષેપ વગર જ બધું ચાલે જાય. તદ્દન અસહાય અને આર્થિક રીતે નાજુક લોકોના રક્ષણ માટે અસરકારક અને નવી પોલિસી હોવી જોઈએ. મૂડીવાદનો આત્યંતિક પ્રકાર છેલ્લા ૩૦-૪૦ વર્ષમાં આખી દુનિયામાં પ્રસરી ગયો છે, ચીન અને રશિયા પણ બાકાત નથી, અને તે ખૂબ ઊંડી મુશ્કેલી સર્જી રહ્યો છે તે વાત આપણે નકારીએ છીએ. સામ્યવાદ ફેઇલ કેમ ગયો? કારણ ૨૦૦૦ કરોડ વર્ષથી વિકસેલા મેમલ બ્રેઈન માટે અનુકૂળ નહોતો. બધાની પોજીશન સરખી હોય તો શું કામનું? ડૉક્ટર- એન્જીનીયર કરતા મજૂર વધુ કમાતો હોય તો ડૉક્ટર બનીને કામ શું છે? અને સૌ સરખાં જ હોય તો પછી મહેનત કરીને પ્રોગ્રેસ કરવો કોણે કીધું? હવે આપણા માનવીય પૂર્વજો અને પ્રાણિજ પૂર્વજોએ તો કરોડો વર્ષ લગી એકબીજા સાથે કમ્પેરીજન કરેલી જ છે. એટલે સામ્યવાદ સફળ થયો નહિ, ઊલટાનું નવાઈની વાત એ છે કે આજે સામ્યવાદી કહેવાતા ચીનમાં ૨૧૩ અબજોપતિઓ છે. રશિયામાં ૮૮ અબજોપતિઓ છે.  દબાવી રાખેલી સ્પ્રિંગ છટકી છે. ચીન કેવું સડસડાટ આર્થિક વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે? મૂડીવાદના પ્રણેતાઓ એક સિદ્ધાંતમાં માનતા હોય છે કે માનવજાત રેશનલ છે બજારની ગતિવિધિઓ (વિવેકપૂર્ણ) રેશનલ હોય છે. પણ આ સિદ્ધાંત આજે ધોવાઈ ચૂક્યો છે. ખરેખર માનવજાત અને તેનું બજાર રેશનલ હોય સમજદારીપૂર્વકનું હોય તો જ મૂડીવાદ અત્યંત સફળ થાય. પણ એવું થતું નથી. કારણ માનવ રેશનલ હોતો નથી. એક માણસ આખી જિંદગીમાં કેટલા રૂપિયા વાપરી શકે? એક સાથે કેટલાં વિમાનમાં મુસાફરી કરવાનો છે? છતાં જ્યારે અમેરિકામાં મહામંદી આવી, બળતું ઘર સંભાળવાનું ઓબામાને માથે આવ્યું તે સમયે દેશને બચાવી લેવા અહીંની જાયન્ટ કંપનીઓના સર્વેસર્વાઓ ઓબામા પાસે સરકારી સહાય લેવા ગયેલા ત્યારે આ અબજોપતિ ભિખારીઓ પોતાના વિમાનમાં ગયેલા. તમારા ઘર આગળ એક કારના ફાંફાં હોય છે અને આ ઓબામા પાસે ભીખ માંગવા ગયેલા અમુક કહેવાતાં લુચ્ચા ભિખારીઓના ઘર આગળ પ્રાઇવેટ પાંચ પાંચ પ્લેન પડેલા હતા. એવરેજ માનવ રેશનલ હોતો નથી.

મૂડીવાદની આત્યંતિક સ્વતંત્રતા રેશનલ બ્રેઈન વગર પચે નહિ. માટે મૂડીવાદનો પાયાનો સિદ્ધાંત છે Human beings are rational and markets behave rationally. મૂડીવાદ તમને કમાવાની છૂટ આપે છે તર્ક અને બુદ્ધિ સાથે. હું લખતો હોઉં છું કે માનવ પોલીગમસ છે. એમાં એક માણસ ચાર સ્ત્રીઓ રાખે મતલબ સમાજમાં રહેલા ત્રણ પુરુષો સ્ત્રી વગરના રહેવાના સ્વાભાવિક છે. એમ એક ધીરુભાઈ ૯૦,૦૦૦ કરોડ ભેગાં કરીને મરી જાય તો એનો મતલબ બાકીના ૮૯૦૦૦ લોકો પાસે એક એક કરોડ હોવાની સંભાવના હતી તે શૂન્ય થઈ ગઈ.. ત્રણે સીઝન પિયતની મતલબ પાણીની કે સિંચાઈની પૂરતી સગવડ હોય તો એક સીમિત કુટુંબને આરામથી જીવવા માટે ૨૫-૩૦ વીઘા જમીન પૂરતી છે. પણ હું ૧૦૦ વીઘા ભેગી કરીને બેસી જાઉં તો બીજા ત્રણ ખેતી પર નભતા ફેમિલી માટે જીવવાનું સમાપ્ત થઈ જાય કે નહિ? આ તો સાદા દાખલા આપું છું.

માંગ અને પુરવઠા પ્રમાણે કિંમત અંકાય તો બરોબર છે. પણ પુરવઠા અને સેવાઓની હોય તેના કરતા ઓછી કિંમત આંકીને તે પૂરી પાડી કંપનીઓ અને ઈકોનોમી સમૃદ્ધ થવા લાગે તો એક દિવસ વિકાસનો ફુગ્ગો ફૂટી જવાનો. કારણ આ પૃથ્વી ઉપર રીસોર્સીસ લિમિટેડ છે, અસીમ નથી.. દરેકને પોતાનું ઘર હોય તેવું અમેરિકન ડ્રીમ અમુક દાયકા પહેલા શરુ થયેલું. બેંકો કશું પૂછે નહિ. બેપાંચ હજાર ડોલર્સ ડાઉનપેમેન્ટ ભરો તો પણ બેંકો બેત્રણ લાખ ડોલર્સની લોન આપી દે. આવકના ઠેકાણા હોય નહિ. હપ્તા ક્યાંથી ભરાશે તેની કોઈ તપાસ કરે નહિ. ધીમે ધીમે ગોટાળા બહાર આવવા લાગ્યા. અમેરિકન ડ્રીમ બેંકો માટે કાળ બની ગયું. મારું એકાઉન્ટ છે તે વકોવિયા બેંક નાદાર થઈ ગઈ કેમકે તેણે એક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીને ટેકઓવર કરેલી. ટેકઓવર મોંઘું પડી ગયું પોતેજ વેલ્સ ફારગો બેંક પાસે વેચાઈ ગઈ. ન્યુ જર્સીમાં લાખ ડોલર્સના ઘરના ત્રણચાર લાખ ભાવ બોલતા હતા. આજે for sale લખેલા પાટિયા લાખો અમેરિકન ઘર આગળ લાગી ગયા છે. પ્રૉબ્લેમ એ છે કે મૂળ લાખનું ઘર ચાર લાખમાં લીધું હોય તેને પાછું લાખમાં કઈ રીતે વેચવું? અને બેંક પણ ચાર લાખ લોન આપી ચૂકી હોય તે પણ ક્યાં જાય? અમેરિકન વિકાસના સાપે છછુંદર ગળી લીધો છે. ઓબામા આવ્યા તેમણે લિમિટેડ સમય માટે યોજના શરુ કરેલી કે જે પહેલીવાર ઘર ખરીદે તેનો પાકો દસ્તાવેજ થઈ જાય એટલે ઓબામા સરકાર ૮૦૦૦ ડોલર્સ ટૅક્સમાં રાહત રૂપે પાછાં આપે. છતાં કોઈ ખાસ ફરક પડ્યો નહિ. આઠ હજાર ડોલર્સ લેવા પહેલા બેચાર લાખનું ઘર ખરીદવું પડે અને તેને માટે લોન લેવા ૨૦ ટકા ડાઉનપેમેન્ટ ભરવું પડે તે ક્યાંથી લાવવું? સબસિડી ભલે લોકોને સારી લાગે પણ લાંબાગાળે દેશની ઈકોનોમી માટે ઘાતક છે. દરેક યુગ તેમના સમયમાં એક દંતકથા લઈને જીવતા હોય છે, આજનો યુગ આર્થિક વિકાસનું મિથ ગળે વળગાડીને જીવતો છે. સાચો વિકાસ તો દૂર પણ વિકાસની ફક્ત વાત કરો તો પ્રજા તમને ખભે ઉપાડીને ફરવા લાગે.

છેલ્લા ૫૦ વર્ષોમાં ગ્લોબલ ઈકોનોમી પાંચ ગણી વધી ચૂકી છે, અને હાલનો વિકાસનો રેટ જાળવી રાખશે તો ૨૧૦૦ ની સાલ સુધીમાં ૮૦ ગણી વધશે. વૈશ્વિક અર્થકારણ જે એક્સ્ટ્રા ઓર્ડીનરી હરણફાળ ભરી રહ્યું છે તેવું ઇતિહાસમાં કદી બન્યું નથી, જે ગંભીર બાબત ગણાય કેમકે આપણી પૃથ્વી પરની ઇકોલોજી સાવ નાજુક છે કે જેના ઉપર આપણું સર્વાઈવલ આધાર રાખે છે. કદાચ ભવિષ્યની પેઢી માટે આપણે પૃથ્વી પર કશું જીવવા માટે બચવા નહિ દઈએ.

પશ્ચિમનો મૂડીવાદ એના વિકાસની સ્થિરતા પર વિશ્વાસ ધરાવતો હતો. ધીમી મક્કમ ગતિનો વિકાસ. પણ વિકાસ જ્યારે અસ્થિરતા જતાવે ત્યારે રાજકર્તાઓ હેબતાઈ જતા હોય છે, ગભરાઈ જતા હોય છે. ધંધોવેપાર બચવા માટે ફાંફે ચડી જતો હોય છે, લોકો નોકરીઓ ગુમાવે છે, અનેક લોકો એમના ઘર સુધ્ધા ગુમાવે છે. લોકો પાગલ બની જતા હોય છે, બહુધા અવ્યવહારુ એવા આદર્શવાદી બની જતા હોય છે અને ક્રાંતિ લાવવાની વાતો કરવા લગતા હોય છે. પણ આ આર્થિક ઉત્પાત તમને નવી દિશામાં શોચવા મજબૂર કરે છે.

અત્યારે દુનિયા પર global corporate capitalism ચાલી રહ્યું છે. નેતાઓ રાજકર્તાઓ ખાલી કાયદો વ્યવસ્થા સંભાળે છે, ખરું રાજ તો ઉદ્યોગપતિઓ કરતા હોય છે. Bob Burnett કહે છે The modern world is ruled by multinational corporations and governed by a capitalistic ideology that believes: Corporations are a special breed of people, motivated solely by self-interest. Corporations seek to maximize return on capital by leveraging productivity and paying the least possible amount for taxes and labor. આ લોકો અત્યંત લોભિયા છે. એમનો મુખ્ય સિદ્ધાંત કોઈ પણ ભોગે નફો કરવાનો જ હોય છે. પહેલા એક ઉદ્યોગગૃહને વિકસતા દાયકાઓ અને પેઢીઓ વીતી જતી. હમણાં સ્વૈચ્છિક રિટાયર થનારા રતન તાતા જમશેદજીની પાંચમી પેઢીના છે. એક માસ્તરનો દીકરો અને સાંજે નાતમાં જમણવાર હોય તો સવારે ભૂખ્યા રહેવાના આદેશ અપાઈ જાય તેવા ફૅમિલીનાં ધીરુભાઈ અંબાણી ફક્ત એમની એક જ પેઢીમાં જ્યારે મૃત્યુ પામે ત્યારે ૯૦,૦૦૦ કરોડનું સામ્રાજ્ય મૂકતા જાય મતલબ સમથીંગ રોંગ, દાલમે કુછ કાલા હૈ, કે પછી આખી દાળ જ કાળી છે.

૧) ગ્લોબલ કૉર્પોરેશન અતિશય મોટા હોય છે જેનો સરખો વહીવટ કરવો મુશ્કેલ પડી જાય. જેમ કે આખી દુનિયા પર રાજ કરનારું બ્રિટન બધે સરખો વહીવટ કરી શક્યું નહિ એના ભારથી જ તૂટી પડ્યું. ૨) ગ્લોબલ કૉર્પોરેશન સામાન્ય સમાજને ઘૃણાથી જોતા હોય છે. એમનો મુખ્ય હેતુ ભયંક સ્વાર્થનો હોય છે જે તેમને સામાન્યજનજીવન થી દૂર રાખે છે. ૩) ગ્લોબલ કૉર્પોરેશન સુપર વેલ્ધી લોકો ચલાવતા હોય છે તેઓ કાયદા કાનૂનને ગણકારતા નથી. તેઓ ઇકોનૉમીને મનફાવે તેમ મરોડી નાખતા હોય છે. ૪) ગ્લોબલ કૉર્પોરેશન કુદરતી રીસોર્સીસને લગભગ ખાલી કરી નાખતા હોય છે એનો વિનાશ કરી નાખતા હોય છે. ૫) ગ્લોબલ કૉર્પોરેશન મીડિયા પર સખત કાબુ ધરાવતા હોય છે. લોકો રૂપિયાવાળા થઈ જવાના છે તેવું ખોટું ચિત્ર ઉપસાવતા હોય છે. ખરેખર મધ્યમવર્ગની હાડમારીઓ વધતી જતી હોય છે અને ગરીબી વધુને વધુ ફેલાતી જતી હોય છે. તો પછી કરવું શું? નાનું કુટુંબ સુખી કુટુંબ સૂત્ર અહીં પણ અપનાવવું પડે. small is beautiful.. સ્થાનિક લોકો સ્થાનિક કુદરતી સંપદા ઉપયોગ કરી ધનસંપત્તિ પેદા કરે. વર્કરોને વહીવટમાં નફાનુકશાનમાં સામેલ કરવા જોઈએ. પર્યાવરણને પણ ધ્યાનમાં લેવું પડે. ગ્લોબલ કૉર્પોરેશન પર સરકારની આંખ સતત ફરતી રહેવી જોઈએ. ગવર્નમેન્ટ કંટ્રોલ જોઈએ. પણ મૂળ લોચો અહીં વાગે છે કે સરકાર ચલાવનારા ખુદ ભ્રષ્ટ હોય છે તેઓ આવા ઉદ્યોગપતિઓ પાસે વેચાઈ જતા હોય છે. જેમ કે જે તે સમયના નાણાપ્રધાન વી.પી. સિંહ અંબાણીનાં ઉદ્યોગગૃહ પાછળ પડી ગયેલા. પણ કહેવાય છે ઉચ્ચ રાજકર્તાને ધીરુભાઈએ ખરીદી લીધા અને વી.પી.સિંહને જ ભગાડી મુકાયા.

પહેલા આવા મોટા ઉદ્યોગગૃહો નહોતા ત્યારે રાજાઓ હતા. તમામ જમીન વગેરે રાજાઓનું હતું. રાજાઓ અને વેપારીઓ ત્યારે કેપિટાલિઝમ ચલાવતા હતા. રાજાઓ સર્વેસર્વા હતા. પણ એમને બકાલું કરવાનો સમય હોય નહિ. વેપાર ધંધો વાણિયા કે વેપારીવર્ગ કરતો. તે સમયે રાજાઓ અને વેપારીઓ વચ્ચે સામાન્ય પ્રજા સેન્ડવીચ બનતી, એનો મરો થતો. રાજાને વહીવટ ચલાવવા પૈસા ખૂટે તો નગરના તમામ શ્રેષ્ઠીઓને બોલાવી પૈસા લઈ લેતા. જો કોઈ આનાકાની કરે તો લાલ આંખ બતાવતા..મોરબીના સર વાઘજી તે માટે ફેમસ હતા. નગરશેઠ કોઈવાર ખોટો ખોટો ઉપકાર જતાવી રાજાને પૈસા ધરી દેતા. ખબર કે છેવટે રાજા ધમકાવીને પણ પૈસા તો પડાવી જ લેશે. કોઈ જગડુશાહ કે ભામાશા જેવા નીતિવાન વણિકો સ્વેચ્છાએ પોતાના પૈસા પ્રજા પાછળ વાપરતા..મહમદ બેગડાના રાજમાં દુકાળ પડ્યો. એણે વેપારીઓને તાકીદ કરીકે અનાજનાં સંગ્રહ કરેલા ભંડાર છુટા મૂકો પ્રજા ભૂખે મરે છે. પણ વેપારીઓ માન્યા નહિ. બેગડાને ખબર પડી કે આ વેપારીઓ માનતા નથી. એણે લશ્કર મોકલી બેચાર વેપારીઓને પકડી મંગાવ્યા અને જાહેરમાં શુળીએ ચડાવી દીધા. બીજા દિવસથી અનાજ છૂટું થઈ ગયું. ટૂંકમાં ત્યારે રાજાઓ અને વેપારીઓ મૂડીવાદ ચલાવતા હતા. તે પણ એક જાતનો ઍક્સ્ટ્રીમ મૂડીવાદ જ હતો. દુનિયાભરના લોકો એનાથી ત્રાસી ગયા અને રાજાશાહી ખતમ થઈ ગઈ. હવે નવા બની બેઠેલા રાજાઓ જે નેતાના નામે ઓળખાય છે તે અને ઉદ્યોગપતિઓ કેપિટાલિઝમ ચલાવે છે. એમાં સામાન્યજન સેન્ડવિચની જેમ પીસાય છે. નેતાઓ ઉદ્યોગગૃહો પાસેથી યેનકેન પ્રકારે ફંડ ઉઘરાવે છે. નેતાઓ અને ઉદ્યોગપતિઓની મિલીભગતથી પ્રજા પરેશાન થવાની જ છે. એટલે વચમાં સામ્યવાદ આવ્યો પણ સફળ થયો નહિ.

મુક્ત વેપારથી શું ફરક પડ્યો? પહેલા તાતા, બિરલા અને બજાજ જેવા થોડા ઉદ્યોગપતિઓ રાજ કરતા હતા, એના બદલે એમાં થોડા નવા ઉમેરાયા બીજું શું? ઊલટાંની હવે એમાં વિદેશી કંપનીઓ ઉમેરાશે સરવાળે મરો તો સામાન્ય પ્રજાનો જ છે. પહેલા ઘરના લોકો લૂંટતા હતા હવે વિદેશીઓ પણ લૂંટમાં ઉમેરાશે. મુક્ત વેપાર પણ થવો જોઈએ અને હરીફાઈ પણ વધવી જોઈએ જેથી પ્રજાને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત થાય પણ આ બધું સરકારી નિયંત્રણ હેઠળ થવું જોઈએ અને સરકારમાં પ્રમાણિક પ્રજાનું હિત ઇચ્છતા હોય તેવા નેતાઓની હાજરી હોવી જોઈએ. કુદરતી સંપદાને ક્ષતિ પહોચાડ્યા વગર એનો પ્રમાણિક અને જરૂર પૂરતો ઉપયોગ કરીને વિકાસ થવો જોઈએ. ખેતી લાયક જમીનમાં મોટા મોટા ઉદ્યોગો સ્થાપી દેવાથી કોઈ વિકાસ થઈ જતો નથી. ખેતી માટે જમીન જ નહિ બચે તો પ્રજા શું સી.એન.જી ગેસ ખાઈને જીવવાની છે? કે નિરમાનો ડીટરજન્ટ ખાઈને જીવવાની છે?

આઝાદી પછી રાજાઓ અને જમીનદારોને પૂરતું વળતર કે કિંમત ચૂકવીને એમની મિલકતો કબજે લેવાનો કાયદો હતો. સરદાર પટેલ અને મુનશી તે બાબતે સજાગ હતા. એમને રાજાઓ અને જમીનદારોની કદર હતી. પણ પછીના નેતાઓને આ ગમતું નહોતું. એમને બધું સાવ મફતમાં પડાવી લેવું હતું માટે કાયદામાં સુધારા કરી નાખ્યા. સરકાર ઇચ્છે તો પાણીના મુલે બધું પડાવી લે. એ સુધારા આજે ખેડૂતોને નડી રહ્યા છે. સરકાર ખેડૂતો પાસેથી મફતના ભાવે જમીનો એક્વાયર કરીને ઉદ્યોગપતિઓને આપતી હોય છે. સ્વાર્થી ઉદ્યોગપતિઓ અને લાંચિયા ભ્રષ્ટ નેતાઓ આગળ ખેડૂતો શું કરી લેવાના હતા? શહેરી મધ્યમવર્ગને વિકાસની વાતો કરી આંજી નાખ્યા પછી નેતાઓનું કામ સરળ થઈ જતું હોય છે. ખરું ભારત ગામડાઓમાં વસેલું છે. ખાલી ઉદ્યોગપતિઓ કે ઉધોગોનાં વિકાસને વિકાસ ના કહેવાય. વિકાસ સમગ્રતયા હોવો જોઈએ. વિકાસની ગાડી જાપાનની બુલેટ ટ્રેનની ગતિએ દોડતી ના હોવી જોઈએ. વિકાસ સ્થિર, ધીમો અને મક્કમ ગતિએ આગળ વધતો હોવો જોઈએ. મોટા મોટા ઉદ્યોગગૃહોને બદલે નાના નાના એકમોને વિકાસની તક મળવી જોઈએ. ભારતની ૭૫ ટકા ધનસંપત્તિ ગણ્યાગાંઠ્યા આશરે સોએક ફેમિલી પાસે હશે અને ૭૫ ટકા વસ્તી રોજના ૨૦ રૂપિયા કમાવા માટે ફાંફાં મારતી હશે.

અમેરિકન વિકાસનો ફુગ્ગો ભમ્મ્મ દઈને ફૂટી ચૂક્યો છે. કાલે ગુજરાતનો અને ભારતનો ફૂટી નાં જાય તો નવાઈ નહિ. મૂડીવાદ ભલે મેમલ બ્રેઈનને અનુકૂળ હોય પણ એની સફળતા માટે બજારની ગતિવિધિઓ રેશનલ હોવી જરૂરી છે. કેવો જબરદસ્ત વિરોધાભાસ? બે વિરોધાભાસ વચ્ચે જીવવું એનું નામ તો જીવન છે.

Ref- Tim Jackson, author of Prosperity without Growth – economics for a finite planet
Lock_Key_Present Economy

ચુંબન રહસ્ય (Science of Kiss)

ચુંબન રહસ્ય (Science of Kiss)136497-136496

“Kiss me and you will see how important I am,” Sylvia Plath (October 27, 1932 – February 11, 1963) was an American poet, novelist and short story writer) નામની ફક્ત ત્રીસ વર્ષની ઉંમરે દુનિયા છોડી ગયેલી એક કવિયત્રીની આ એક પ્રસિદ્ધ પંક્તિ છે. આ એક સ્ત્રીની સંવેદના છે કે એક ચુંબન કરો પછી ખયાલ આવશે કે તે કેટલી મહત્વની છે. એક ચપટી સિંદૂરની કિંમત તો હવે દંભ બનીને રહી જવાનો છે, એની શરૂઆત થઈ ચૂકી છે પણ એક ચપટી ચુંબન તો કાયમ કિંમતી રહેવાનું જ છે. સખ્યભાવ અને સૌજન્ય દર્શાવવા, માન આપવા અને માતા-પિતા દ્વારા કરાતાં ચુંબનો સિવાય કામોદ્દીપક ચુંબનો દરેક સંસ્કૃતિમાં માન્ય છે. આખી દુનિયામાં બહુમતી લોકો આવું શૃંગારિક ચુંબન કરતી વખતે ઉત્તેજના, આનંદ, અણઆવડત, કઢંગાપણું, વૈચારિક ગભરાટ મહેસૂસ કરતા હોય છે. મુખરસ(સલાઇવ) અને જમતી વખતે સલાડની આપલે જેવો અનુરાગનો આચાર ઇચ્છનીય પળો તરીકે મહત્વનો હોય છે. ચુંબન કામકેલીનું અવિભાજ્ય અંગ છે.

અમુક વિશેષજ્ઞોનું માનવું છે કે સંભવિત સેક્સ્યૂઅલ પાર્ટનરની ઇન્ફર્મેશન એકઠી કરવાના મેકનિઝમ તરીકે ચુંબન ઈવૉલ્વ થયેલું છે. ચુંબન શારીરિક સજ્જડ નિકટતા પ્રદાન કરતું હોય છે, એટલું નિકટવર્તી કે તમે સૂંઘી શકો અને સ્વાદ પણ લઈ શકો. આપણી રોગપ્રતિકારક શક્તિઓ અને જિનેટિક સંબંધિત માહિતી ધરાવતા ગૂઢ રસાયણોનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ આપણા ચહેરાની આસપાસ વધુ હોય છે. આપણી લાળ(saliva) હોર્મોનલ સંદેશાઓ ધરાવતી હોય છે. વ્યક્તિના શ્વાસની મહેક, ઓષ્ઠની લહેજત, અને દંતસ્પર્શ સંવેદના વ્યક્તિની તંદુરસ્તી અને હાઇજિન પ્રત્યે ઇશારા દર્શાવી સંતાનોત્પાદક સુયોગ્યતા જતાવતી હોય છે.

માનસિક રીતે જોઈએ તો ચુંબન વ્યક્તિ પ્રત્યેની નિકટતા, ગાઢ અંગતતા અને વિશ્વાસની અભિવ્યક્તિને બળવત્તર કરતું હોય છે. આમ ચુંબન ઘ્રાણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિયને સમીપતાનાં ઉત્સવમાં ભાગ લેવા આમંત્રિત કરી એને વધુ ઊંડાણ અર્પતું હોય છે. વધારામાં ચુંબન બીજી વ્યક્તિને આપણા નાજુક અંગત સ્થાન એવા મુખમાં પ્રવેશ આપી ચેપી રોગ પામવાનું જોખમ લેવા સંમતિ દર્શાવતું હોય છે. આવી રોગ પામવાની શક્યતા હોય છતાં ચુંબન થવા દેવા મતલબ સામેની વ્યક્તિ પર વિશ્વાસ હોય છે, એક નિકટતા હોય છે. ખાસ તો ચુંબન સ્ત્રીઓમાં રહેલી સૂગને(Disgust) દૂર રાખવા પ્રેરતું હોય છે. મતલબ માનસિક નિકટતા વગર ચુંબન શક્ય હોતું નથી. માટે માનસિક સમીપતા વગરની સેક્સ્યૂઅલ પ્રવૃત્તિઓમાં ચુંબન ખાસ સામેલ થતું નથી.

ચુંબન એટલે કામોદ્દીપક મોહક પ્રલોભન, સ્ત્રીઓના હોઠ અને ઔષ્ઠ્ય ધ્વનિને નકારવાનું બહુ મુશ્કેલ. લાલ રંગ આમેય કામોત્તેજક હોય છે. માટે સ્ત્રીઓ એને લાલ રંગે રંગતી હોય છે. પુરુષોને ભીનું ચુંબન કરવાનું ગમતું હોય છે માટે ચુંબનમાં પુરુષો જિહ્વાની સામેલગીરી સ્ત્રીઓ કરતા વધુ ઇચ્છતા હોય છે. ભીનું મુખ અને એમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતી જિહ્વા કામોત્તેજના વધારી સમાગમને વિશિષ્ટ બનાવી દે છે. પુરુષોને ભીનું ચુંબન વધુ ગમતું હોય છે કેમકે પુરુષોનાં મુખરસમાં testosterone હોય છે જે સ્ત્રી અને પુરુષ બંનેમાં કામ ઉદ્દીપન માટે જવાબદાર હોય છે જેથી ભીના ચુંબન દ્વારા પુરુષ એનું testosterone સ્ત્રીનાં મુખમાં પ્રવેશ કરાવી એની કામોત્તેજના વધારી મૂકવાનું કામ કરતો હોય છે.

ઇવલૂશનરી ઍન્થ્રપૉલજિસ્ટ હેલન ફિશર (Rutgers University, New Jersey) કહે છે ચુંબન વિકાસના ક્રમમાં સંતાનોત્પાદક વ્યૂહરચના તરીકે ત્રણ તબક્કાઓમાં કામ કરે છે. એક તો ચુંબન કામોત્તેજના વધારી બહુવિધ(મલ્ટિપલ) પાર્ટનર સાથે સંભોગ કરવા ઇચ્છા પ્રેરક બનતું હોય છે. ત્યાર પછી રોમૅન્ટિક પ્રેમની ભઠ્ઠીમાં ઈંધણ ઉમેરી એને વધારે પ્રજ્વલિત કરી બહુવિધ પાર્ટનરમાંથી એક પસંદ કરી તેના પ્રત્યે મોહ ઉત્પન્ન કરવા પ્રેરક બનતું હોય છે. અને પછી તે પાર્ટનર સાથે મજબૂત સામાજિક જોડાણ(ફેવિકોલ બૉન્ડ) વધારી બંને પાર્ટનરનાં Genes ધરાવતા સંતાનો ઉછેરવા પ્રેરકબળ બનતું હોય છે.

Robert Gallup (University of Albany, New York) અને તેમના સાથીઓએ કરેલા સંશોધન મુજબ શૉર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વ ધરાવતું હોય છે. રોમૅન્ટિક રિલેશનશીપ માટે સુંદર ચુંબન એકલું પૂરતું હોતું નથી પણ સ્ત્રીઓ પરનો અભ્યાસ બતાવે છે કે ચુંબન કરનાર પુરુષ પાત્રની ગંધ અને સ્વાદ પણ વધુ વજન ધરાવતો હોય છે જે આગળ ચુંબન કરવા દઈને સંબંધ આગળ ધપાવવા મદદરૂપ બને. આમ અસફળ ચુંબન સંભવિત સાથી ગુમાવવાનું કારણ પણ બની શકે. પુરુષને ચુમ્બનમાં અને સ્ત્રીને ચુંબનની ગુણવત્તામાં વધુ રસ હોય છે. પુરુષ ચુંબન પછી સીધો સમાગમની ઇચ્છા ધરાવતો હોય છે. અને ચુંબન સમાગમ તરફ દોરી જાય તેને good kiss સમજતો હોય છે. આમ પુરુષ ચુંબન માટે ઉતાવળો હોય છે અને ચુંબન પછી સમાગમમાં ઊતરવાનું દબાણ સ્ત્રીને કરતો હોય છે, એની ફરિયાદ સ્ત્રીઓને રહેતી હોય છે.

સ્ત્રીઓ માટે ચુંબન કીમતી હોય છે. ઓવુલ્યેશન સમયે  સંભવિત પાર્ટનરની ઇન્ફર્મેશન ભેગી કરવાનો અનકોન્શયસ તરીકો એટલે ચુંબન. જે સ્ત્રી અને પુરુષ પોતાને આકર્ષક ગણાવતા હોય તેઓ ચુંબનને વધુ મહત્વ આપતા હોય છે. જે લોકો વધુ આકર્ષક હોય છે તેઓ પાસે સેક્સૂઅલ ઑપ્શન પણ વધુ હોય તે સ્વાભાવિક છે. તો તેવા લોકો માટે પાર્ટનર પસંદ કરવા અને તેને લલચાવવા માટે ચુંબન એક ટૂલ(tool) બની જતું હોય છે. શૉર્ટ ટર્મ રિલેશનશીપ માટે સમાગમ દરમ્યાન કે સમાગમ પછી કરાતા ચુંબન કરતા સમાગમમાં ઊતરતા પહેલાનું ચુંબન વધુ મહત્વનું બની રહેતું હોય છે તેવું અભ્યાસ બતાવે છે. જ્યારે લોંગ ટર્મ રિલેશનશીપમાં સમાગમ પહેલા, સમાગમ દરમ્યાન કે સમાગમ પછીનાં ચુંબનો સરખું જ મહત્વ ધરાવતા હોય છે તેવું અભ્યાસ જણાવે છે.

ચુંબન લોંગ ટર્મ રિલેશનશીપની ક્વૉલિટી સુધારવામાં પણ મહત્વનું બની રહેતું હોય છે. Kory Floyd (Arizona State University) કરેલા સંશોધન મુજબ વધુ ચુંબન કરવાનું સૂચવ્યા પછી તે સૂચના અમલમાં મૂક્યા પછી તે લોકોના કલેસ્ટરૉલ અને સ્ટ્રેસ હૉર્મોન ઘટ્યા હતા. Wendy Hill (Lafayette College Pennsylvania) કરેલા સંશોધન મુજબ રોજનું પંદર મિનિટ ચુંબન કરનાર લોકોના stress hormone cortisol લેવલમાં ઘટાડો નોંધાયો હતો. તારણ એવું નીકળે છે કે ટૂંકા ગાળાના સંબંધમાં ચુંબન સમાગમ તરફ વધુ ઝોક ધરાવતું સંભવિત સાથીની પસંદગી અને પ્રલોભન તરીકે વપરાતું જણાય છે. જ્યારે લાંબા ગાળાના સંબંધમાં ચુંબન માનસિક સમીપતાની અભિવ્યક્તિ તરીકે અને સંબંધમાં નિકટતા વધારવામાં બહુ કામ લાગે છે. પુરુષ માટે ચુંબન સીધું સેક્સમાં ઉતારવાનો ગેટવે અને ઓવરટાઈમ ઘટાડવાનો નુસખો જ્યારે સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વનું, તંદુરસ્ત પાર્ટનરની પસંદગી અને સંબંધ લાંબો લાંબો સમય ટકાવી રાખવાનું તેને બળવત્તર બનાવવાનું મહત્વનું પ્રેરકબળ બનતું હોય છે. પુરુષને ચુંબન સાથે સેક્સમાં વધુ રસ હોય છે જ્યારે સ્ત્રીને ચુંબન વખતે સેક્સ કરતા જે તે પુરુષના સ્વાદ અને સુગંધમાં રસ વધુ હોય છે.

હમણાં વૅલન્ટાઇન ડે ઉપર એક મિત્રે ફેસબુક ઉપર ફ્રેંચ કિસ French kiss કરીને વૅલન્ટાઇન દિવસ ઊજવી મોજ કરવાનું સૂચવ્યું હતું. બંધ બાથરૂમમાં કપડાં પહેરીને સ્નાન કરતી મોટાભાગની પ્રજાને ખબર તો હોવી જોઈ ણે કે ફ્રેંચ કિસ કોને કહેવાય? અહીં તો કિસ કરવાથી ગર્ભવતી બની જવાય તેવું ભણેલી છોકરીઓ માનતી હોય ત્યાં કિસ કરવાની વાત કરવી મહાપાપ બની જાય. અમેરિકા જેવા ઍડ્વાન્સ દેશમાં પણ છોકરીઓ આવું ક્યારેક માનતી હોય છે. તો ઘણા દેશોમાં પત્નીને ચુંબન કરવા માટે પણ રાત પડે તેની રાહ જોવી પડતી હોય છે.

ચુંબન માટે અંગ્રેજીમાં જુદાજુદા શબ્દ વૈભવ છે જેવા કે smooching, necking, snogging, making out, lip locking, bussing (archaic), and osculation. પ્રેમીઓ માટે ચુંબન સૌથી વધારે કામોદ્દીપક બની રહેતું હોય છે પણ કામપ્રચૂર સાહિત્યમાં પણ ચુંબન વિષે ખાસ લખાતું નથી તે જરા વિષમ જણાય છે. ચુંબન સાહિત્યમાં ઉપેક્ષિત બનેલું છે. એનું એક કારણ એવું પણ હોઈ શકે કે ચુંબન સેક્સ સિવાય બીજા સામાન્ય પ્રસંગે પણ વપરાતું હોય છે. આપણે ત્યાં તો સગા સંબંધીઓ કે ઓળખીતાંને મળીએ ત્યારે ચુંબન કરવાનો રિવાજ નથી.

પશ્ચિમની સંસ્કૃતિમાં એકબીજાને મળતી વખતે ગાલ સાથે ગાલ અડાડી ચુંબન કરવાની રસમ છે તેમાં મોટાભાગે હોઠ ગાલને અડતા હોતા નથી. આમાં આભાર, ધન્યવાદ અને આવકારની ભાવના દર્શાવાતી હોય છે. પોપની વીંટી કે રાજાના હાથને ચુંબન કરવાનો રિવાજ હોય છે, એમાં ઊંડો આદર અને વફાદારી દર્શાવાતી હોય છે. Dice પાસાને ચુંબન કરીને ફેંકવામાં ગુડ લક ઇચ્છવામાં આવતું હોય છે. બાળક પડી જાય કે કશું વાગે તો એને ઊચકીને ચુંબન કરવામાં આવે એમાં એના આરોગ્યની કામના ભરેલી હોય છે.

એક એવું ચુંબન પણ હોય છે જેમાં નિંદા (condemnation- કૉન્ડેમ્નેશન), દગાખોરી ભરેલી હોય છે તેને Judas’ kiss કહેવામાં આવે છે. The Mafia’s kiss of death, “kiss my ass” જેવા રૂઢિપ્રયોગ પણ વપરાતા હોય છે. આમ ચુંબન વ્યાપક erotic અને non-erotic અર્થોમાં વપરાતું હોવાથી શૃંગારિક સાહિત્યમાં પણ એનો ઉપયોગ ઓછો થતો હોય છે.

કવિરાજ Percy Bysshe Shelley માટે ચુંબન એટલે “ પ્રેમીઓના હોઠ ઉપર આત્માથી આત્માનું મિલન” છે. “Soul meeting soul on lovers’ lips” ચુંબન માટે આનાથી વધુ સારી કોઈ વ્યાખ્યા હોય તો જણાવો. પ્રેમની ઊંડી અભિવ્યક્તિ માટે પ્રેમીઓ એકબીજાના હોઠ સાથે હોઠ ભીડીને ચુંબન કરતા હોય છે પણ પણ અને પણ આત્માથી આત્માના મિલન માટે પ્રેમીઓ હોઠ સાથે હોઠ ભીડીને અને જિહ્વા સાથે જિહ્વાનો સ્પર્શ કરીને આ મિલનને અલૌકિકતા અર્પતા હોય છે-open-mouth kissing with tongue contact. આને અંગ્રેજી બોલતા જગતમાં French kissing કહેવામાં આવે છે. બધા નહિ પણ મોટાભાગના લોકો જીભ સાથે જીભના સ્પર્શ વડે કરાયેલા ચુંબનને અત્યંત ગાઢ લાગણીઓની અભિવ્યક્તિ તરીકે સ્વીકારતા હોય છે. ઘણા એને સંભોગ જેવી પ્રક્રિયાનો અંશ જ માનતા હોય છે. ધંધાદારી સેક્સ વર્કર પણ ચુંબન કરવા દેતી હોતી નથી, કે ચુંબન એમના માટે વધુ પડતી લાગણી ગણાતી હોય છે.

ચુંબન વિશેના સૌથી જુના ઉલ્લેખ સંસ્કૃત સાહિત્યમાં મળે છે, છતાં ચુંબનને સૌથી વધુ ઉપેક્ષાનો સમાનો ભારતમાં જ કરવો પડે છે. પ્રાચીન યુરોપમાં લોકો ચુંબન તો કરતા હશે પણ એના ઉલ્લેખ ગ્રીક સાહિત્યમાં પણ બહુ ઓછાં જોવા મળે છે. ઓસ્ટ્રેલીયા, તાહિતી અને આફ્રિકન લોકોમાં ચુંબન પ્રચલિત કરનારા યુઅરપિઅન હતા. એશન(એશિયાનાં) દેશોમાં ચુંબન ખાનગીમાં થાય છે જાહેરમાં નહિ. જાહેરમાં ચુંબન કરવું અસભ્ય ગણાય છે. ભારતમાં પતિપત્ની જાહેરમાં ચુંબન કરતા નથી. જૂની ફિલ્મોમાં ચુંબન દ્ગશ્યો હોય તો સેન્સર બોર્ડ દ્વારા કાપી નખાતાં.

એકવાર ઐશ્વર્યા અને અભિષેક ઓપ્રાહનાં શોમાં ચુંબન વિષે ચર્ચા કરતા હતા. ચુંબન એ પ્રેમની લાગણી અભિવ્યક્ત કરવાનું પશ્ચિમના સમાજમાં સામાન્ય પણ મહત્વનું છે. પણ ભારતીય ફિલ્મ અને દર્શકો માટે ખાસ જરૂરી નથી, પણ એના બદલામાં અમારી પાસે સૉન્ગ છે, એવી ચબરાક ચર્ચા કરતા ઐશ્વર્યા, અભિષેકને કમ-ઑન બેબી કહી ચુંબન કરવા નિમંત્રણ આપે છે. અભિષેક ઐશ્વર્યાને ચુંબન કરતા દર્શકોની તાળીઓથી સ્ટુડીઓ ગાજી ઊઠે છે.

માનવી સિવાય આ રહસ્યમય ચુંબન કરનારી ફક્ત બે જ જાતો જાણવામાં આવી છે, એક છે ચિમ્પૅન્ઝી અને બીજી છે બોનોબો. સંલગ્નતા જતાવવા અને ગ્રૂપમાં ઊભું થયેલું ટૅન્શન ઓછું કરવા માટે આ બંને જાતો ચુંબન કરતી હોય છે. પરંતુ ફક્ત માનવો અને બોનોબો સંભોગ દરમ્યાન ગાઢ ચુંબન કરતા હોય છે.

ચુંબન કઈ રીતે ઉત્ક્રાંતિ પામ્યું તે વિષે વૈજ્ઞાનિકોમાં જાતજાતના ખ્યાલો પ્રવર્તે છે. ઘણા વૈજ્ઞાનિકોને ચુંબનનાં મૂળિયાં સસ્તન પ્રાણીઓના બચ્ચાંની માતાને ધાવવાની પ્રક્રિયામાં દેખાય છે. ઘણા પ્રાણીઓ ખોરાક ચાવીને પોતાના બચ્ચાના મોઢામાં મૂકે છે તેમાં ઘણાને ચુંબનના મૂળ દેખાય છે. વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે ચુંબન દરમ્યાન બે વ્યક્તિઓના નાક એકબીજાની નજીક આવે છે જેના લીધે એકબીજાના શરીરમાંથી છૂટતા pheromones ની ગંધ પામી શકાય. આ એવા કેમિકલ છે જે આકર્ષણ, આસક્તિ, અનુરાગ અને વળગણ માટે કારણભૂત હોય છે.

ચુંબન dopamine, serotonin, endorphins જેવા ન્યુરોટ્રૅનિઝ્મટર્સ કહો કે ન્યુરોકેમીકલ્સ કહો એમાં વધારો કરે છે. Dopamine કામેચ્છાને નિયંત્રિત કરતું હોય છે જ્યારે serotonin અને endorphins એને ઉન્નત કરે છે. ચુંબન લોહીમાં oxytocin હૉર્મોન વધારે છે જે વ્યક્તિઓ વચ્ચે વિશ્વાસ અને અનુરાગ વધારે છે, સાથે સાથે સ્ટ્રેસ હોર્મોન cortisol લેવલ ઘટાડે છે. આમ ચુંબન બ્લડ પ્રેશર ઓછું કરે છે અને એના લીધે અસ્વસ્થતા પણ ઘટે છે.

ચુંબન સહઅસ્તિત્વ ક્ષમતા ચકાસવામાં પણ કામ લાગે છે. એક સર્વે એવું જણાવે છે કે ૫૯ ટકા પુરુષો અને ૬૬ ટકા સ્ત્રીઓ ફક્ત એમના પાર્ટનર ચુંબન ખરાબ રીતે કરે છે માટે સંબંધ તોડી નાખવા માંગતા હતા.

પહેલા વિશ્વયુદ્ધ સુધી ખુદ ફ્રેંચ લોકો જિહ્વાસ્પર્શચુંબન(French kissing) શબ્દ વિષે જાણતા નહોતા. છે ણે મજાની વાત? અંગ્રેજ અને અમેરિકન સૈનિકો પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ફ્રાન્સમાં લડેલા. ત્યારે આ ફ્રાંસ માટે વિદેશી એવા અંગ્રેજ અને અમેરિકન સૈનિકોએ જોયું કે જીભ વડે જીભનો સ્પર્શ કરીને ચુંબન કરવા ફ્રેંચ લોકોમાં સામાન્ય છે, સહજ છે. એટલે તે લોકોએ આવા પ્રકારનાં ચુંબનને ફ્રેંચ કિસિંગ શબ્દ અર્પી દીધો. તો પછી ફ્રેંચ લોકો આવા ચુંબનને શું કહેતા હશે? ફ્રેંચ લોકો baiser amoureux (the kiss of love) or baiser avec la langue (kissing with the tongue) તરીકે ઓળખાતા હોય છે.

અભ્યાસ એવું જતાવે છે કે ચુંબન કામોદ્દીપક તરીકે પુરુષ કરતા સ્ત્રીમાં વધુ અસરકારક બનતું હોય છે. મતલબ એક સારું ચુંબન પુરુષ કરતા સ્ત્રીને વધુ વિહ્વળ બનાવી શકે છે. માટે સ્ત્રીઓ સંભોગ પહેલા, સંભોગ સમયે અને સંભોગ પછી ચુંબન વધુ ઇચ્છતી હોય છે. મનોવૈજ્ઞાનિકો કે સેકસોલોજિસ્ટ પાસે ચુંબન વિષયક ફરિયાદો સ્ત્રીઓ જ વધુ કરતી હોય છે. માટે ચુંબન સ્ત્રી માટે કેટલું અગત્યનું છે તે સમજી લો. એક સારું ચુંબન સ્ત્રીનો આખો દિવસ સુધારી શકે છે અને એક સારું ચુંબન પુરુષની આખી રાત સુધારી શકે છે.

ચુંબન આપણને પોતાના પ્રત્યે સભાન બનાવે છે. ખાસ તો તાજગીભર્યા શ્વાસોચ્છ્વાસ માટે ચુંબન તમને ખૂબ સભાન બનાવે છે. એના લીધે શ્વાસમાં દુર્ગંધ નાં મારે તે માટેના ઉપાયોની વસ્તુઓનું એક આખું બઝાર ઊભું થયેલું છે. જેવાકે breath mints, toothpaste, and dental floss વગેર વગેરે.

૧૦૪૧ પુખ્ત વયના લોકોને સારા ચુંબન વિષે પૂછતા જાણવા મળ્યું કે તાજગીભર્યા શ્વાસ, ચોખ્ખા દાંત સારા ચુંબન માટે પૂર્વપેક્ષિત છે. મોટાભાગના લોકોને પોચા અને થોડા ભીના હોઠ વધુ પસંદ હતા. સામા પાત્ર માટે લાગણી, ફિકર અને તમારી પ્રેમમાં દ્ગઢતા તમે ચુંબનમાં ચોક્કસ ઠાલવી શકો છો. છતાં સારા ચુંબનની શરૂઆત બંધ હોઠ વડે થાય છે તે હકીકત છે. આપણે બહુ સંસ્કારી પ્રજા છીએ માટે ભારતમાં ચુંબન ખૂબ ઉપેક્ષિત છે.

નાના બાળકો સિવાય કરાતા દરેક ચુમ્બનમાં આપણે સેક્સ કૉન્શ્યસ થઈ જતા હોઈએ છીએ. આપણે બંધ હોઠના હોઠ સાથેના ચુંબન ખાસ કરતા નથી. બહુ ખુશ થઈએ જોઈએ કોઈના પ્રત્યે તો ગાલ પર ચુંબન કરતા હોઈએ છીએ. જોકે બાળકોને પુષ્કળ ચૂમીઓ ભરીને વહાલ કરવાનું ભારતમાં સામાન્ય છે. દીકરીઓને કપાળમાં ચુંબન કરવાની રસમ અજાણતાં પળાતી હોય છે. પશ્ચિમના જગતમાં પતિપત્ની અને પોતાના સંતાનો દીકરી હોય કે દીકરો બંધ હોઠના હોઠ સાથેના ચુંબન કરવા સહજ છે. બાળકોને ગુડનાઈટ કિસ કરીને સુવાડાવવાનો પણ અહીં રિવાજ છે.

હા! તો મિત્રો આજથી કામ પર જતા પોત પોતાના જીવનસાથીને એક તસતસતું ચુંબન ચોટાડવાનું પાકું ને?

References:

Kirshenbaum. Sheril. The Science of Kissing: What Our Lips Tell Us. Grand Central Publishing, 2011.

Ryan, Christopher and Cacilda Jetha. Sex at Dawn: The Prehistoric Origins of Modern Sexuality. Harper-Collins, 2010.

Teifer, Lenore. “The Kiss: The Kinsey Institute 50th Anniversary Lecture,” Oct. 24, 1998.

ડિપ્રેશન ફાયદાકારક?

imagesCA42X1ZUડિપ્રેશન ફાયદાકારક?
જો હું કહું કે ડિપ્રેશન ફાયદાકારક છે તો તમે માનશો ખરા? ચાલો બીજો સવાલ કરું કે તાવ આવે તે પણ અમુક અંશે ફાયદાકારક છે તો માનશો? તાવ આવવો મતલબ શરીરનું ઉષ્ણતામાન વધવું. પણ ઉષ્ણતામાન વધે છે કેમ? આપણને તાવ આવે મતલબ શરીર એની અંદર રહેલા કોઈ ઇન્ફૅક્શન સાથે કામ પાર પડી રહ્યું છે. હવે જો તાવ ઉતારવાની દવા લઈએ એનો મતલબ શરીરના કામમાં આપણે દખલ કરી રહ્યા છીએ. તાવ દ્વારા શરીર એને લાગેલા ચેપ સામે લડતું હોય છે અથવા તે લડાઈનું પરિણામ તાવમાં જણાતું હોય છે. દવા દ્વારા તાવ ઊતારીને આપણે શરીરની ક્ષમતા ઓછી તો નથી કરી રહ્યા ને? જો કે તાવ આવે તો ડૉક્ટરની સલાહ લઈને પગલા ભરવા સારા. હદ બહારનું ટેમ્પરેચર શરીરને કે મગજને નુકશાન કરી શકે છે. ઈવોલ્યુશનરી સયાકોલોજીને ધ્યાનમાં લઈએ તો ડિપ્રેશનનો પણ કોઈ હેતુ અવશ્ય હોય છે.

ડિપ્રેશન એટલે ગુજરાતીમાં કહીએ તો ઉત્સાહભંગ, ખિન્નતા, માનસિક ઉદાસીનતા એવો અર્થ થાય. ડીપ્રેશનના પણ અમુક લોકોને સમયાંતરે હુમલા આવતા હોય છે. અમુક સમય ડિપ્રેશન રહે પછી જતું રહે. ચર્ચિલને ડીપ્રેશનના હુમલા અવારનવાર આવતા એવું કહેવાય છે. લગભગ દરેકને જીવનમાં આવા ઉત્સાહભંગ સમયનો અનુભવ થતો હોય છે, ભલે ખબર ના પડે કે આ ડિપ્રેશન છે. Paul Andrews, a clinical psychologist, અને Andrew Thompson, a psychiatrist બંને સંશોધકોનું કહેવું છે કે ડિપ્રેશન અમુક અંશે પેલાં તાવની જેમ ફાયદાકારક છે.

Depression leads to more analytical thinking. કોઈ ગંભીર પ્રશ્ન ઉદ્ભવે અને તેના ઉકેલ માટે આપણે વિચારીએ તે સ્વાભાવિક છે. પણ જો તમે ડિપ્રેશન મહેસુસ કરતા હોવ તો પેલાં પ્રશ્ન વિષે વિચારવાની દિશા બદલાઈ જતી હોય છે તેવું આ બંને વૈજ્ઞાનિકોને સંશોધન સમયે જાણવામાં આવ્યું છે. આવી વ્યક્તિ મોટી ગંભીર સમસ્યાને એક સાથે ઉકેલવાને બદલે નાના વિભાગમાં વહેંચીને એને ઝડપથી ઉકેલી શકે છે. ઘણીવાર કોઈ સમસ્યા સામટી ઉકેલવા જાઓ તો અઘરું પડે એને થોડી થોડી ઉકેલવામાં સરળ પડે. સામાજિક સમસ્યાઓ જ્યારે આપણે ડિપ્રેશન અવસ્થામાં હોઈએ તો વધુ સારી રીતે ઉકેલી શકતા હોઈએ છીએ તેવું સંશોધન કહે છે.

Depression makes us more focused. ડીપ્રેશનમાં વિચારવાયુ ઊપડતો હોય છે. એકની એક વસ્તુને વાગોળ્યા કરવાનું થતું હોય છે. કોઈ એક ચિંતા પકડાઈ જાય મનમાં તો દિશા બદલાતી નથી. એક જ વિચાર વારંવાર આવતો હોય છે. ડિપ્રેશન માટેની દવાઓ પણ આ વિચારવાયુને ટાર્ગેટ કરતી હોય છે. પણ Andrews અને Thompson આને પેલાં તાવ સાથે સરખાવે છે. તાવ કોઈવાર સારો સાબિત થતો હોય છે તેમ ડિપ્રેશન અનુભવતા લોકો એક સમસ્યા વિષે વધુ પડતા ગંભીર બની બીજી નાની નાની સમસ્યાઓ પ્રત્યે દોરવાઈ જતા નથી. વિચાર વિચાર વિચાર વિશ્લેષણ વિશ્લેષણ વિશ્લેષણ અને જ્યાં સુધી સમસ્યા હાલ નાં થાય ત્યાં સુધી વિચાર વિચાર વિચાર વિશ્લેષણ વિશ્લેષણ વિશ્લેષણ..તો દવાઓ અને આલ્કોહોલ લઈને ચિંતન, મનન, ઊંડી વિચારણા બંધ કરવાનું એવોઈડ કરવું જોઈએ. સમસ્યાનાં ચિંતનમાંથી ભાગવા માટે આપણે આલ્કોહોલ લેતા હોઈએ છીએ. અને એમ કરીને ખુદ સમસ્યાથી ભાગતા હોઈએ છીએ. દારુ પીને હળવા થવું મતલબ શાહમૃગની જમે રેતીમાં મુખ છુપાવવું. સમસ્યા કરતા એને હલ કરવાનું ચિંતન વધુ પરેશાન કરતું હોય છે. હહાહાહાહાહા….

Physical symptoms keep us on target. ડીપ્રેશનમાં એકાંત ગમતું હોય છે. એકલાં રહેવાની ઇચ્છા થતી હોય છે. લિબિડો મતલબ જાતીય સુખ ભોગવાની ઇચ્છામાં ઘટાડો થતો હોય છે. થાક વર્તાય છે. ઊંઘ પણ ઓછી થઈ જતી હોય છે. તો શરીર આવા ચિન્હો દર્શાવી તમને જાણ કરતું હોય છે કે સમસ્યાને જલદી ઉકેલો. સમસ્યાને હળવેથી લેશો નહિ. સમસ્યા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરો. શરીરને થતી પીડા, દુઃખ, દર્દ કામના છે તેના વગર ખબર ના પડે કે ક્યાં પ્રૉબ્લેમ છે.

Andrews અને Thompson ડિપ્રેશન માટે તરત દવાઓ કે દારુ લઈને તેના ચિન્હો નાશ કરવાના પક્ષમાં નથી. જૈવિક અથવા બાયોલોજીકલી બહુ થોડા લોકો ડિપ્રેશન વડે પીડાતા હોય છે. તેમના માટે દવાઓ કામની છે, હિતાવહ છે. મોટાભાગના લોકો સંજોગોવશાત ડિપ્રેશન વડે પીડાતા હોય છે, જે એક દિશાસૂચક છે કે ભાઈ સમસ્યા ગંભીર બનતી જાય છે તેના પ્રત્યે ધ્યાન દો એને હલ કરો. ઘરેલું સંબંધોમાં તણાવ આવી જાય કે બીજી કોઇપણ સામાજિક કે આર્થિક સમસ્યા હોય ત્યારે લોકો ડિપ્રેશન વડે પીડાતા હોય છે. ડિપ્રેશન પોતે રોગ નથી પણ ક્યાંક રોગ છે તેની જાણ કરતું ચિન્હ છે, તાવ પોતે સ્વતંત્ર રોગ નથી ક્યાંક ઇન્ફૅક્શન છે તેની જાણ કરતું એલાર્મ છે. વિચારો સાથે વાતો કરો, અભિવ્યક્તિને અર્થસભર લખાણમાં પરિવર્તિત કરીને ચિંતન મનન વધારી સમસ્યાના હલ તરફ આગળ વધો. ઓશો કહેતા કે ભાગો મત જાગો.
Food for thought. Give it a think. હહાહાહાહાહાહા!!!

Reference: Andrews, P. & Thompson, J.A. (2009). The bright side of being blue: Depression as an adaption for analyzing complex problems. Psychological Review, 116 (3), 620-654.

નાયક નહિ મહાનાયક હું મૈ….All Time Hero…

imagesCASVS5MKનાયક નહિ મહાનાયક હું મૈ….All Time Hero…
કોઈ વાર્તા, નાટક, કવિતા કે ફિલ્મના મુખ્ય પાત્રને આપણે નાયક કે હીરો તરીકે વર્ણવતા હોઈએ છીએ. આ એક સીધીસાદી વ્યાખ્યા છે. પણ હવે ભારતમાં તો હીરો શબ્દ ફિલ્મના મુખ્ય પાત્ર પૂરતો સીમિત બની ચૂક્યો છે. એમાય અમિતાભ બચ્ચન જેવા ખુબ સારા અભિનેયતાઓને લોકો સદીના મહાનાયક તરીકે ઓળખાતા થઈ ગયા છે. ખરેખર હીરો કોને કહેવાય? જેણે સમાજ માટે કોઈ બલિદાન આપ્યું હોય, જેણે સમાજ માટે કોઈ ઊચ્ચ આદર્શ સ્થાપ્યો હોય, જેનું સમગ્ર જીવન સમાજ માટે પ્રેરણારૂપ હોય, જે સમાજ માટે જીવ્યો હોય અને મર્યો હોય તેને હીરો કહેવાય. અહીં અમેરિકામાં હોલીવુડની ફિલ્મોના નાયકોને હીરો કહેવાનો ચાલ નથી. અમેરિકન મીડિયા પણ આ લોકોને હીરો કહેતું નથી. બહુ બહુ તો મૂવી સ્ટાર કહેતા હોય છે. અમેરિકન મીડિયા માટે એમના હીરો અહીંના સૈનિકો છે. હમણાં સુપર બોલ રમાય ગઈ. બાલ્ટીમોર અને સાનફ્રાન્સિસ્કો વચ્ચેની આ રમત જોવા આખું અમેરિકા ટીવી પર બેસી ગયું હતું. શરૂઆત સેન્ડીહુક સ્કૂલનાં બાળકોએ કોરસ ગાઈને કરી હતી. આ એ સ્કૂલનાં બાળકો હતા જે સ્કૂલમાં હમણાં ૨૦ ભૂલકાઓ સાથે ૨૬ જણની હત્યાનો દુઃખદ બનાવ બનેલો હતો. અમેરિકન ઓનર માટે ગીત ગવાતું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં લડી રહેલી અમેરિકન સૈનિકોની ટ્રૂપ બતાવવામાં આવી હતી. અહીંનું મીડિયા કે પ્રજા એમના સૈનિકોને કદી ભૂલતું નથી.
જેનું સમગ્ર જીવન એક આદર્શ હોય તેને હીરો કહીએ તે જ વધુ યોગ્ય છે કે નહિ? હીરો માટે મને ત્રણ પ્રકાર સૂજે છે. ૧) પરિસ્થિતિજન્ય (Situational Heroes), ૨) જીવનપર્યંત (Life-Long Heroes), ૩) ૨૬/૧૧ Heroes. આ પરિસ્થિતિજન્ય હીરો એવા હોય છે જે કોઈ ચોક્કસ સંજોગોમાં એમનું heroic બિહેવિયર બતાવી જતા રહેતા હોય છે અને ફરી કદી એમના વિષે સંભળાતું પણ નથી હોતું. દાખલા તરીકે કોઈ નદીમાં ડૂબી રહ્યું છે. આવો હીરો આવશે પાણીમાં કૂદી પડશે, ડૂબતાને બચાવી પાછો ભીડમાં ખોવાઈ જશે. લાઇફ લોંગ હીરો એવા હોય છે જેમનું સમગ્ર જીવન heroism માટે એક વસિયતનામા સમાન હોય છે. આમાં ગાંધીજી, સુભાષ, ભગતસિંહ, માર્ટીન લ્યુથર કિંગ, જ્યોર્જ વોશિંગ્ટન, લિંકન, નેલ્શન માંડેલા અને મધર થેરેસા જેવા અનેક આવી જાય.. ૨૬/૧૧ હીરો એવા હોય છે કે જેમણે કારકિર્દી જ એવી પસંદ કરી છે જેમાં એમણે કાયમ એમનું હેરોઈઝમ બતાવવું પડતું હોય છે. આમાં ફાયરફાઈટર, પોલીસ, મીલીટરીનાં જવાનો આવી જાય.

જીવનપર્યંત જે લોકો સામાન્ય જન માટે હીરો રહ્યા છે તેવી મહાન પ્રતિભાઓમાં નિર્ણાયક નિશ્ચયાત્મક બાબત એ રહી હોય છે કે આવા લોકો દ્રઢ મનોબળ ધરાવતા હોય છે સાથે સાથે ખુબ હિંમતવાળા હોય છે. દયાળુ, પ્રેમાળ અને ઉમદા સ્વભાવ ધરાવતા હોય છે. બુદ્ધિશાળી અને પડકારોને પહોચી વળવાની ગજબની તાકાત ધરાવતા હોય છે. મહત્વાકાંક્ષી અને જોખમ લેનારા હોય છે. અને સૌથી મહત્વની બાબત એ કે આવા લોકો પ્રમાણિક હોય છે. બધા હીરોમાં આ બધા ગુણો નાં પણ હોય પણ મોટાભાગના હીરોમાં મહત્તમ આ બધા ગુણો હોય છે. લોંગ લાઇફ હીરોને એક ખાસ રાજકીય વાતાવરણ બહુ પહેલેથી મળેલું હોય છે. મતલબ જાહેરજીવનમાં બહુ વહેલા પ્રવેશી ચૂક્યા હોય છે. માર્ટીન લ્યુથર કિંગ આવી મોટાભાગની ક્ષમતા ધરાવતા હતા. બીજા હીરો સાથે આવા હીરોની સરખામણી પણ થતી હોય છે અને એ રીતે એમના heroism ની ડેપ્થ પણ મપાય જતી હોય છે. માર્ટીન લ્યુથર કિંગને ગાંધીજી સાથે સરખાવવામાં આવતાં. ગાંધીજીને એમના માનસિક ગુરુ કહીએ તો પણ ચાલે.

હીરો પણ કાલક્રમે જુના થઈ જતા હોય છે. પછી પ્રજા નવા હીરોને પૂજવા લાગતી હોય છે. ગાંધીજી બહુ જુના નથી. એમને જોનારા ઘણા જીવતા પણ હશે. ઝાંસીની રાણી, તાત્યા ટોપે અને નાનાસાહેબ જુના થઈ ગયા. લિંકન અને જ્યોર્જ વોશિંગ્ટનની સરખાણીએ લ્યુથરકિંગ હજુ નવા કહેવાય. પ્રજામાં એના આવા હીરોની માહિતી કયા પ્રકારે અને કેટલી મળે છે તેના વિષે કેટલું જાણવા અને શીખવા મળે છે તે પણ મહત્વનું હોય છે. ગાંધી વિષે પાઠ્યપુસ્તકો કે ઐતિહાસિક પુસ્તકો દ્વારા કશું ભણાવવામાં જ નાં આવે તો નવી પેઢી ભૂલી જાય. ઇન્ટરનેટ, ટીવી, રેડીઓ, શાળાના પાઠ્યપુસ્તકો, મેન્ગેઝીન્સ વગરે દ્વારા એમની માહિતી વારંવાર લોકોમાં ફેલાતી રહે તો એમની પ્રસિદ્ધિ ટકી રહે.

ભારતમાં તો બહુ સરળ છે કે હીરોને ભગવાન બનાવી એનું મંદિર બનાવી દો હજારો વર્ષ લગી પૂજાતા રહેવાના.

અમેરિકાના સિવિલ રાઈટ્સ ઇતિહાસનું અમર પાનું એવા માર્ટીન લ્યુથર કિંગની ૩૯ વર્ષના હતા અને હત્યા થઈ ગયેલી. ગાંધીજીની પણ હત્યા થઈ ગઈ હતી. ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી તેવો રૂઢિપ્રયોગ કાયમ વાપરવામાં આવતો હોય છે. સામે દલીલ થતી હોય છે કે એકલાં ગાંધીજીએ આઝાદી નથી અપાવી, બહુ બધાનો એમાં ફાળો છે. આજે ગાંધીજી આવે અને એમને પૂછો તો તેઓ પણ એવું જ કહેશે કે ભાઈ મેં એકલાએ આઝાદી નથી અપાવી, બહુ બધા લોકોએ બલિદાન આપ્યા છે. મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે અને સમૂહનો એક નેતા હોય છે. એકલો નેતા પણ કશું કરી શકતો નથી. એના હાથ નીચે બીજી હરોળના અનેક નેતાઓ કામ કરતા હોય છે. ગાંધીજીએ આઝાદી અપાવી કહેનાર પણ જાણતો જ હોય છે કે એકલાં ગાંધીજી કશું કરી શકવાના નહોતા..આઝાદીના જંગમાં લડનારા લાખો લોકોને ગાંધીજીએ સબળ નેતૃત્વ પૂરું પાડેલું તે હકીકત છે. હવે જો એકલાં ગાંધીજીએ આઝાદી ના આપવી હોય તો આઝાદી વખતે જે કાઈ ખરાબ બને તેમાં એકલાં ગાંધીજી જવાબદાર ના હોય. ભાગલા પડ્યા, કોમી તોફાનોમાં લાખો લોકો મર્યા બધા માટે સહુ જવાબદાર હોય. કારણ સૌના સહિયારા પ્રયત્ને જ આઝાદી મળેલી. પણ આ બધા માટે એકલાં ગાંધીજીને જવાબદાર માની એમની હત્યા કરાઈ. લાગણીઓ ઉપર બુદ્ધિ અને તર્કનો કાબૂ નાં હોય ત્યારે આવી ગેરસમજ થતી હોય છે. જે ભારતની હંમેશાની નબળાઈ રહી છે.

સામાન્ય માણસમાં પણ ઘણીવાર અમુક સંજોગોમાં એમની અંદર રહેલો હીરો જાગી જતો હોય છે. મુંબઈના રેલવે સ્ટેશન પર ત્રાસવાદી મશીનગન વડે અંધાધૂંધ ગોળીઓ છોડતો હતો ત્યારે એક સામાન્ય પોલીસની અંદરનો ૨૬/૧૧ હીરો, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી જાગી ઊઠેલો. હાથમાં કશું હતું તો નહિ. ખાલી ખુરશીઓ ફેંકીને એણે પેલાંને ભગાડેલો અને પોતે ચારણી થઈને પડેલો. ત્યારે શનિવારે તેલ નાળિયેર ચડાવનારા હજારો હનુમાન ભક્તો પૂંછ દબાવીને ભાગતા હતા. અંધારાંમાંથી પસાર થવું હોય તો હનુમાન ચાલીસા ગાનારી પ્રજાને ફિલ્મોમાં બહાદુરી બતાવનારા હકીકતમાં બહાદુર હોય નહિ તેવા પાત્રોમાં એમનો હીરો જણાય તેમાં શું નવાઈ? imagesCA4DHHN5

જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે.

images જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે.
હમણાં એક દિવસ જય વસાવડાનો ઈન્ટરવ્યું જોતો હતો. એમણે પ્રાથમિક શિક્ષણ ઘરમાં લીધેલું સ્કૂલમાં ગયા વગર. એમનાં માતાપિતા બંને શિક્ષક હતા. એમનું માનવું હતું કે જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે. જય વસાવડાને મુખે બોલાયેલું આ વાક્ય મને બહુ સ્પર્શી ગયું. બાળક જન્મે પછી બધું જોઈ જોઈ અને સાંભળીને શીખતું હોય છે. બોલવાની ભાષા બાળક સાંભળીને શીખતું હોય છે. જન્મથી બહેરાં બાળકો સ્વરપેટી સારી હોવા છતાં બોલવાનું શીખી શકતાં નથી. શબ્દો સાંભળો, બ્રેઈનમાં એની માહિતી સ્ટોર થાય પછી સ્વરપેટી બોલવાનું શીખે ને? બ્રેઈનમાં શબ્દ વિષયક માહિતી ભંડાર હોય જ નહિ તો શું શીખવાનાં? કાનબહેરાંની જેમ અમુક માણસો બ્રેઈનબહેરાં પણ હોય છે. કાન તો એમનાં સાંભળે પણ એમનું બ્રેઈન સાંભળે જ નહિ. અથવા એમનું મનગમતું જ એમને સાંભળવું હોય છે.

પહેલાના જમાનામાં લખવાનું શરુ થયું નહોતું ત્યારે સાંભળીને જ બધું શિખાતું. વારંવાર એકની એક વાત સાંભળો તો વગર સમજે બ્રેઇનમા સ્ટોર થઈ જાય. એમાં રટણ આવ્યું. એકનાં એક શ્લોક વારંવાર રટવાનાં જેથી લાંબે ગાળે લોંગ ટર્મ મેમરીમાં અડ્ડો જમાવી દે. શાસ્ત્રો યાદ રાખવાનો બીજો કોઈ ઉપાય નહોતો. મને પોતાને વારંવાર રોજ સાંજે રટી રટીને ગીતાજીના બે અધ્યાય મોઢે હતા તે પણ કોઈ અર્થની સમજ વગર..બ્રેઈનની આ કમાલનો ઉપયોગ શાસ્ત્રો યાદ રાખી જાળવી રાખવામાં પેઢીઓને પેઢીઓ સુધી થયેલો. એમાં આવી ગોખણપટ્ટી. ગોખણપટ્ટી કોઈ ક્રિયેટીવ કામ નથી. આપણે કોઈ વિષય બાબતે સંભાળીએ સમજીએ એના ઉપર મનન કરીએ પછી યાદ રાખીએ તો એમાં કોઈ સર્જનાત્મકતા જણાય. બુદ્ધિ ખીલે અને સમજ પણ વધે. માટે ૨૫૦૦ વર્ષ પહેલાં બુદ્ધે કહેલું કે જેને સાંભળવાની કળા નથી આવડતી એનું શરીર તો આખલાની જેમ વધે છે પણ એની પ્રજ્ઞા નથી ખીલતી. સાંભળતાં તો બધા જ હોય છે પણ સાંભળવાની કલામાં કેટલા માહેર હોય છે? કાનબહેરાં હોવું તે કુદરતના હાથમાં છે પણ બ્રેઈનબહેરાં હોવું તે આપણી પોતાની ખામી છે. ૧૦૦ વર્ષ પહેલા ફ્રેંચ મનોવૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિનયે કહે છે કે માણસની માનસિક અને શારીરિક ઉંમરમાં ફેર હોય છે. જે બુદ્ધ જરા જુદી રીતે ૨૫૦૦ વર્ષ પૂર્વે ભારતમાં કહી ગયા હતા. ૩૨-૩૩ વર્ષે મૃત્યુ પામેલા આદિ શંકરાચાર્ય અને સ્વામી વિવેકાનંદની માનસિક ઉંમરનો અંદાજ મારી શકાય ખરો? ૩૨-૩૩ પાછળ એક મીંડું લગાવો કે બે લગાવો.

આપણે મેકોલેને કાયમ ગાળો દઈએ છીએ પણ ગોખણપટ્ટી તો આપણી પ્રાચીન ધરોહર છે. હજુએ ભારતમાં ચાલુ જ છે. જ્યારે પશ્ચિમે ખુદ મેકોલેની શિક્ષણ પદ્ધતિ ફગાવી દીધી છે તો આપણે શું કામ પકડી રાખી છે? વેપાર કરવા? આપણે તો ગોખીને બધું યાદ રાખી લેતા હતા માટે લખવાનું સુજતુ જ નહોતું. લખવાની શરૂઆત ચીનાઓએ કરી હતી. પછી આપણે પણ શરુ કર્યું ભોજપત્રો ઉપર લખવાનું. એટલે આવ્યું વાંચીને શીખવાનું. સાંભળીને શીખવાનું એક મર્યાદામાં હોય પણ વાંચીને શીખવામાં કોઈ લીમીટ નહિ. વાંચીને પણ ગોખવાનું શરુ થઈ ગયું. જૂની ટેવો ભૂલાય? આર્ટ ઑફ લીશનીંગ સાથે આર્ટ ઑફ રીડિંગ પણ એટલી જ મહત્વની છે. અત્યારે બુદ્ધ હોત તો જરૂર કહેત કે જેને વાંચવાની કલા આવડતી નથી તેમના શરીર પાડાની જેમ વધે છે પણ એમની ડીક્ષનેરીમાં પ્રજ્ઞા નામનો શબ્દ હોતો નથી.. યોગાનુયોગ જુઓ આ જ જય વસાવડાએ લીધેલાં ઇન્ટર્વ્યૂમાં બરકમદાર એવા શ્રી. ચંદ્રકાંત બક્ષી કહેતા હતા કે ગુજરાતી લેખકો અભણ છે, વાંચતા જ નથી. વિવેચકો પણ અભણ છે. લેટીન અમેરિકન દેશોના લેખકોને પણ બક્ષીબાબુ વાંચતા રહેતા. Kim Peek નામનો અમેરિકન સ્પેશીયલ ક્ષમતા ધરાવતો હતો. આપણે કોઈ પુસ્તક વાંચીએ તો સામે પુસ્તકના બે પાના હોય છે. આ ભાઈલો જમણી આંખે જમણું આને ડાબી આંખે ડાબું પાનું વાંચતો. એમાં આખું પુસ્તક વાંચતા માંડ એકાદ કલાક લાગતો અને વળી વાંચ્યા પછી આખું પુસ્તક બ્રેઇનમા કાયમ માટે સ્ટોર થઈ જાય. એનું બ્રેઈન એવેરેજ માનવી કરતા ખુબ મોટું હતું. જો કે આ તો અપવાદરૂપ કેસ કહેવાય.

એટલે સમજીને સાંભળવાનું જેટલું મહત્વનું છે તેટલું જ સમજીને વાંચવાનું પણ હવે મહત્વનું ગણાય. સાંભળવાની અવેજમાં વાંચીને પણ ચલાવી શકાય. આજકાલ અખબારોમાં નવા લેખકોના લેખો વાંચીએ તો એમનાં વાંચનના અભાવની છબી તરત જણાઈ જતી હોય છે. મેં ઓનલાઈન દિવ્યભાસ્કરમાં આર્ટિકલ નીચે પ્રતિભાવ આપવાનું શરુ કરેલું. એમાંથી બે ચાર લાંબા પ્રતિભાવો આર્ટિકલ તરીકે મુકાયા હતા. બસ એમાં જ મારું લખવાનું શરુ થયેલું. જો કે મારા પ્રતિભાવો બહુ જલદ રહેતા હોવાથી પછી તે લોકોએ પબ્લીશ કરવાનું બંધ કરેલું તે વાત જુદી છે. હહાહાહા

આખી દુનિયામાં સ્કૂલ કૉલેજોમાં શિક્ષણ પદ્ધતિ બદલાઈ ગઈ છે પણ આપણી હજુ મેકોલેના જમાનાની ચાલુ જ છે. આપણે ગોખણીયા બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ પેદા કરીએ છીએ પણ ક્રિયેટીવ ઈન્ટેલીજન્ટ નહિ. હમણાં મિત્ર નિખીલભાઈએ લીધેલાં એક ઈન્ટરવ્યુંમાં ભારતના એક જાણીતા વૈજ્ઞાનિક ડૉ જે. જે. રાવલ કહેતા હતા કે ગોખણપટ્ટીનાં જમાનામાં ભારતમાં આઇન્સ્ટાઇન ક્યાંથી પેદા થવાના? એટલે સાંભળીને, વાંચીને પછી એ બધું સમજીને શીખવાનું શીખી જઈએ તો પછી ભયો ભયો…

imagesCAEF2EL8રમવાની ઉંમરમાં રમવું જોઈએ પણ મને કદી લખોટીઓ રમતા આવડી નહિ. ભમરડો ફેરવતા પણ આવડે નહિ. પતંગ ચઢાવતા હજુએ આવડતું નથી. ક્રિકેટ પણ ભાગ્યેજ બચપણમાં રમ્યો હોઈશ. અખાડામાં અને જિમમાં જવાનો શોખ ખરો. આ બધું કેમ આવડ્યું નહિ? કે ભાઈ મને વાંચવામાંથી ટાઈમ જ નહોતો મળતો..હહાહાહાહાહા imagesCAL19NA4

એક પાતળો પડદો કૌમાર્યપટલ Hymen ઇજ્જતનો સવાલ…

એક પાતળો પડદો કૌમાર્યપટલ Hymen ઇજ્જતનો સવાલ

સ્ત્રીની ઇજ્જત થોડા સેન્ટિમીટરનાં પડદામાં કેમ છુપાઈ ગઈ હશે? ઇજ્જત, આબરૂ કોને કહેવાય? કુંવારી સ્ત્રીની ઇજ્જત ફક્ત એક પડદામાં કેમ સમાઈ ગઈ હશે જે સાવ નાનકડો અને ગમેuntitled ત્યારે તૂટી જાય તેવો હોય છે. મૂળ સવાલ Virginity નો છે. વર્જિન હોવામાં જ ઇજ્જત સમાઈ કઈ રીતે જાય? એકલાં ભારતમાં નહિ આખી દુનિયામાં સ્ત્રી વર્જિન હોય તેવું ઇચ્છાતું હતું. વર્જિન છે તેની ખાતરી મેળવવાનું સાધન પેલો કૌમાર્યપટલ Hymen હોય છે જે લગભગ ૪૩% સ્ત્રીઓમાં જ સાબૂત હોય છે. બેબી ગર્લ જેમ જેમ મોટી થતી જાય તેમ Hymen પાતળો પડતો જાય છે. ઘણી સ્ત્રીઓમાં એની ઇલૅસ્ટિસિટી ખુબ વધુ હોય છે જેથી એકાદ ઇન્ટર્કૉઅર્સમાં તૂટે પણ નહિ. જ્યારે આશરે ૫૭ % સ્ત્રીઓમાં આ નાજુક પડદો એમજ તૂટી જતો હોય છે.

બાઇસિકલ ચલાવવાથી, કસરત કરવાથી, કૂદવાથી કે બીજી રમતગમતો રમવાથી તૂટી જતો હોય છે જે પેલી છોકરીને ખબર પણ હોય નહિ તેવું પણ બની શકે. હ્યુમન ઇવલૂશનમાં સ્ત્રી આખી જ ખુબ કીમતી હોય તો પછી તેની વર્જિનિટિ કેમ કીમતી ના હોય? એટલે હ્યુમન ઇવલૂશન અને સેક્સ્યૂઅલ રીપ્રડક્ટિવ સક્સેસ માટે પણ સ્ત્રી ખુબ કીમતી છે. આ બાબતમાં સ્ત્રીની ઇજ્જત ખરેખર ખુબ છે જેની કદર પુરુષોએ કરવી પડે, એનો આભાર માનવો પડે. પણ પુરુષપ્રધાન સમાજે ઊલટા ચોર કોટવાલ કો ડાટે એવું કરીને આ ઇજ્જત સાચવવાની જવાબદારી સ્ત્રીના માથે નાખી દીધી.

લાભ એમને પોતાને લેવાનો છે અને આ લાભ મળે નહી તો દોષી સ્ત્રીને માનવાનું શરુ કરી દીધું. એમની ભૂલોનો ભોગ પણ સ્ત્રીને બનવાનું અને એમની ભૂલની સજા પણ સ્ત્રીને આપવાની. આતો કોઈ આપણા ઘરમાં ચોરી કરી જાય અને જજ સાહેબ સજા ચોરને બદલે આપણને આપે તેવું છે.
આમ સ્ત્રીની ઇજ્જત સેક્સ્યૂઅલ રીપ્રડકશન માટે છે તો ખરી જ. એના ઇવલૂશનરી કારણોમાં જરા ઊંડાં ઊતરવાની કોશિષ કરીએ. એક અંગ્રેજી ગીતના શબ્દો છે,
“Some guys have all the luck. Some guys have all the pain.”

ધારી લો કે એક સમાજમાં સ્ત્રી અને પુરુષ પચાસ પચાસ ટકા છે અને પૉલીગમી પર કાયદેસર પ્રતિબંધ છે. તો એવું હોવું જોઈએ કે ૫૦ પુરુષ પરણેલા હોવા જોઈએ અને ૫૦ સ્ત્રીઓ પણ પરણેલી હોવી જોઈએ. પણ વાસ્તવમાં એવું હોતું નથી. કદી લગ્ન કર્યા નાં હોય તેવા પુરુષોની સંખ્યા કે ટકાવારી વધુ હોય છે. સ્ત્રીઓની એવી ટકાવારી ઓછી હોય છે. લગ્નવ્યવસ્થા જ્યાં સખત મજબૂત હોય તેવા દેશોની વાત જુદી હશે. પણ અમેરિકામાં એવું જ છે, અહી કુંવારા પુરુષો વધુ હોય છે, કુંવારી સ્ત્રીઓ ઓછી.

રીપ્રડક્ટિવ સક્સેસનો આધાર એક સ્ત્રી કે પુરુષ એના લાઇફ ટાઈમમાં કેટલાં સંતાન પેદા કર્યા તેના પર હોય છે. ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ reproductive success જેમ વધુ તેમ બૅટર ગણાય. તો એવરેજ સંતાન પેદા કરી શકવાની ક્ષમતા સ્ત્રીની કેટલી અને પુરુષની કેટલી? મતલબ સ્ત્રી અને પુરુષની ઍવરિજ reproductive success કેટલી હોઈ શકે? સરખી હોઈ શકે? ધારો કે એક સામાન્ય સ્ત્રી એની લાઇફમાં વધુમાં વધુ કેટલા બાળકો પેદા કરી શકે? આશરે ગણીએ તો સ્ત્રીની લાઇફમાં ૨૫ વર્ષ એવા હોય છે યુવાનીના કે બાળકો પેદા કરી શકે. ૧૫-૪૦ વર્ષનો ગાળો કે ગણો કે થોડો આઘોપાછો ગણો. દર વર્ષે ગર્ભવતી થાય તો વધુમાં વધુ ૨૫ બાળકો થઈ શકે.

ટૂંકમાં સ્ત્રી પાસે બાળકો હોવાની મર્યાદા ૧-૨૫ હોઈ શકે. સ્ત્રી ઇચ્છે અને એને પુરુષ ના મળે તેવું બને નહિ. કોઈ પુરુષ ના પાડે તેવું બને નહિ. સાવ ગાંડી-પાગલ રખડતી ભટકતી સ્ત્રીઓને પણ પુરુષોએ ગર્ભવતી બનાવેલી છે. સામે પુરુષની બાળકો પેદા કરી શકવાની ક્ષમતા કે રેંજ જુઓ. થીઅરી પ્રમાણે  જો એક પુરુષને રોજ નવી નવી એક એક ફળદ્રુપ સ્ત્રી મળે તો વર્ષના ૩૬૫ બાળકો પેદા કરી શકે. તો ૫૦ વર્ષમાં ૧૮૨૫૦ બાળકો પેદા કરી શકે. વાસ્તવમાં આવું બનતું નથી તે વાત જુદી છે. મોરોક્કોના સમ્રાટ Moulay Ismael the Bloodthirsty(૧૬૭૨-૧૭૨૭) ૮૮૮ સંતાનો હોવાનો રિકૉર્ડ ધરાવે છે. કેટલાક ચીનના રાજાઓ એના કરતા પણ વધારે સંતાનો ધરાવતા એવું કહેવાય છે. કડવું સત્ય એવું પણ છે કે અમુક પુરુષોને સ્ત્રી નસીબ હોતી નથી. મૂર્ખાં, કુરૂપ, બીમાર, માયકાંગલા, કમજોર, નિર્ધન, દરિદ્ર એવા પુરુષોને પોતાના સંતાનના બાપ બનાવવા કોઈ સ્ત્રી તૈયાર થાય નહિ.

આમ પુરુષની રેંજ ૦ થી શરુ થઈને ખુબ હાઈ હોય છે. કેટલાક reproductive jackpot winners હોય છે. આવા માણસ જોડે એવું કયું સાઇકૉલોજીકલ અને ફિઝિકલ adaptations  હશે જેના લીધે તે અસંખ્ય સ્ત્રીઓ પામી શક્યો અને માનવજાતના માનસરોવરમાં એના પેદા કરેલા સૌથી વધુ હંસલા તરતા મૂકી શક્યો? કડવું સત્ય છે કે એવા કેટલાય પુરુષો હોય છે જેમનાં વડે સ્ત્રીઓ કદાપિ ગર્ભવતી બનવાનું ઇચ્છતી નથી.

સ્ત્રી પુરુષની રીપ્રડક્ટિવ સફળતામાં ખુબ વિસંગતિ છે. “reproductive jackpot winners” પુરુષો  સિરિઅલ મેરેજ અને મલ્ટિપલ રિલેશનશીપ દ્વારા અસંખ્ય સ્ત્રીઓ પ્રાપ્ત કરી લેતા હોય છે. પૉલીગમી ભલેને ગેરકાયદે હોય પણ ડિવૉર્સ લઈને વારંવાર મેરેજ કરતા કોણ રોકે છે? આવા પુરુષો સ્ત્રીઓને પોતાના તરફ આકર્ષવા અસફળ રહેતા હોય તેવા પુરુષો માટે કોઈ ચાન્સ રહેવા દેતા નથી.

આમ રીપ્રડક્ટિવ સફળતા બાબતે પુરુષોમાં વિસંગતિ ઊંચા પ્રમાણમાં હોય છે. ક્યારેક ખુબ સફળતા મળે અથવા ચાન્સ જ ના મળે. સ્ત્રીઓ માટે તેવું હોતું નથી. માટે પુરુષો આ બાબતે ખુબ ડેસ્પરેટ હોય છે. અને ખુબ મોટું રિસ્ક લેતા ખચકાતાં નથી. સ્ત્રીઓ માટે જેકપોટનો સવાલ નથી તો અસફળતાનો પણ સવાલ નથી. તો પુરુષોએ જાતજાતના સાઇકલૉજિકલ અને સામાજિક અનુકૂલન સાધ્યા છે. સફળતા માટે જાતજાતના મનોવૈજ્ઞાનિક અને સામાજિક રસ્તાઓ શોધી કાઢ્યા છે.

પહેલું તો મનૉગમી શોધી નાખી. મનૉગમી સામાજિક છે, પૉલીગમી બાયલૉજિકલ છે. લગ્નવ્યવસ્થા શોધી કાઢી, દરેક પુરુષ બાયલૉજિકલી એવું ઇચ્છતો હોય કે મારા જ જેનિસ સૌથી વધુ ફેલાયેલા હોવા જોઈએ બીજાના નહિ. એમાં એવું આવ્યું કે સ્ત્રીએ બીજા પુરુષ જોડે કોઈ પણ ભોગે જવું જોઈએ નહિ. તો એમાં મનોવૈજ્ઞાનિક રસ્તો એવો શોધાયો કે જો આવું થાય તો પાપ કહેવાય, ચારિત્રહીન કહેવાય, વ્યભિચાર કહેવાય. કૌમાર્યપટલ ફક્ત મારાથી જ ભેદાવો જોઈએ. બીજા કોઈએ તોડેલો હોય તો ચારિત્રહીન કહેવાય. પહેલી રાત્રે બ્લડ નાં નીકળે તો લોચો પડી ગયો ક્યાંક જઈ આવી હશે. ચારિત્રહીન નથી તેની સાબિતી જોઈએ.

યુરોપમાં અને ઘણાબધા દેશોમાં લોહીવાળી ચાદર સવારે બધાને ભેગી કરીને બતાવવામાં આવતી હતી.. હજુ લંડનના મ્યુઝિયમમાં ચૅસ્ટિટિ બેલ્ટ જોવા મળશે. પુરુષ બહાર જાય અને ઘણા દિવસો પાછો આવવાનો નાં હોય તો યોનીપ્રદેશ ફરતો બેલ્ટ બાંધી તાળું મારી ચાવી જોડે લઈ જાય. આવા બેલ્ટ મોટાભાગે લોખંડના પણ બનતા. કેટલી બધી તકેદારી???

મર્યા પછી પણ પોતાની સ્ત્રી બીજાના જેનિસ ઉછેરીલે તેવું ના બનવું જોઈએ એમાં સતીત્વનો કૉન્સેપ્ટ આવ્યો. ભારતમાં આજસુધીમાં લાખો સ્ત્રીઓને આગમાં જીવતી હોમી દીધી હશે. ખુદ સ્ત્રીઓના બ્રેનમાં ચારિત્રહીન, વ્યભિચાર, બેવફાઈ, પતિપરમેશ્વર જેવા અનેક શબ્દોનું અર્થઘટન નાનપણથી હાર્ડ વાયરિંગ કરી ભરી દેવાનું જેથી સ્ત્રી પોતેજ એની કાળજી લે.

બળાત્કાર થયેલી છોકરીનો પોતાનો કોઈ વાંક હોતો નથી છતાં સમાજ એના પ્રત્યે નફરતથી કેમ જોતો હોય છે? ઊલટા ચોર કોટવાલ કો ડાટે જેવો ન્યાય થાય છે. સીતાજીનો કોઈ વાંક નહોતો છતાં હવે શ્રી રામની મજબૂરી સમજાય છે ને કેમ અગ્નિપરીક્ષા લીધી હશે? લાકડા સળગાવી પ્રવેશ થોડો કરાવ્યો હશે? એમાં તો કોઈ પણ સળગીને મરી જાય. કડક સળગી જવાય તેવા પ્રશ્નો પૂછ્યા હશે, આશંકાઓ દર્શાવી હશે, કોઈ તજજ્ઞ જોડે શારીરિક પરીક્ષણ કરાવ્યું હશે. કોઈપણ ખુબ પ્રેમ કરતી અને વફાદાર સ્ત્રી માટે આ બધું અગ્નિપરીક્ષા જ કહેવાય.

આમ સ્ત્રી કોઈ પરપુરુષ સામે જુએ તો પણ કુલટા ગણાઈ જાય અને પુરુષ બધે ફરતો ફરે તો કૃષ્ણ કનૈયાલાલ કહી ગર્વ અનુભવે. સેક્સ્યૂઅલ રીપ્રડકશન માટે ખરેખર સ્ત્રી કીમતી છે, ભારે કીમતી છે. કારણ એક તો લિમિટેડ એગ્ઝ લઈને જન્મે છે, એની સંતાન પેદા કરવાની ક્ષમતાની રેંજ પણ લિમિટેડ છે. તો પુરુષોએ એની ઇજ્જત સાચવવાની છે. સ્ત્રીને કશું થાય તો untitled===પુરુષોએ લજ્જિત થવાનું છે. એક સ્ત્રી પર બલાત્કાર થાય તો પુરુષોએ શરમ અનુભવવાની જરૂર છે. એના બદલે પુરુષો સ્ત્રીને લજ્જિત કરે છે.

ઘણાં દેશોમાં ખાસ તો અમુક મુસ્લિમ દેશોમાં એક છોકરી પર બલાત્કાર થાય તો પેલો હરામી તો છૂટી જાય છે પણ પેલી છોકરીને પથ્થર મારી મારીને મારી નાખવામાં આવે છે. એક નાના પડદામાં સ્ત્રીની ઇજ્જત કઈ રીતે સમાઈ જાય? પણ પુરુષોએ સમાવી દીધી છે. સ્ત્રી પોતે પણ એવું માનતી થઈ ગઈ હતી..એટલે કોઈ બળજબરી કરી પેલો પડદો તોડી નાખે તો રડી ઊઠતી કે ‘ માં ઉસને મેરી ઇજ્જત લૂંટ લી’…

યુરોપના કોઈ ગામમાં એક ભાઈને દસેક દિવસ માટે બહારગામ જવાનું હશે. એણે એની પત્નીના બિકીની એરિઅમાં ચૅસ્ટિટિ બેલ્ટ બાંધ્યો તાળું માર્યું અને ચાવી એના ખાસ મિત્રને આપી કહ્યું કે ભાઈ હું દસેક દિવસ માટે બહારગામ જાઉં છું. કોઈ ઇમર્જન્સીમાં બેલ્ટ ખોલવો પડે તો તને ચાવી આપી રાખું છું. મને તારા પર વિશ્વાસ છે. આટલું કહી તેણે ઘોડો મારી મૂક્યો. એકાદ કલાક પછી એણે જોયું કે કોઈ બીજો ઘોડેસવાર માર માર કરતો એની પાછળ આવી રહ્યો છે. તે થોભી ગયો. પેલો પાછળ આવતો ઘોડેસવાર એનો ખાસ મિત્ર જ હતો જેને તે ચાવી આપીને આવેલો. એને નવાઈ લાગી કે આ કેમ પાછળ આવ્યો હશે? નજીક આવતા જ પેલાં પાછળ આવનાર મિત્રે બૂમ પાડી કહ્યું અરે તે તો ખોટી ચાવી આપી છે…