Category Archives: અહેવાલ

કલાકાર રાજવી.

કલાકાર રાજવી.

 
Made by Maharaja Ranjitsinh

વડોદરાના રાજવીઓ માટે ત્યાની પ્રજામાં અનહદ માન  અને ગૌરવની લાગણી આજે પણ જળવાઈ રહી છે. મહારાજા સયાજીરાવને કોણ નહિ ઓળખાતું હોય? મહારાજા પ્રતાપસિંહરાવ અને મહારાણી શાન્તાદેવીના બીજા નંબરના પુત્ર મહારાજા રણજીતસિંહ ગાયકવાડ એક બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર હતા. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં ભણેલા પોસ્ટ ગ્રેજ્યુએટ એવા આ મહારાજા શાસ્ત્રીય સંગીતમાં પણ નિષ્ણાંત હતા. લોકસભામાં ૧૯૮૦ અને ૧૮૮૪ એમ બેવાર ચૂંટાયા પણ હતા. આમ રાજકારણી પણ હતા.

 તેઓશ્રી એક સારા ચિત્રકાર, સંગીતકાર અને ક્રિયેટીવ શિલ્પકાર હતા. ૧૫ ડીસેમ્બર ૧૯૬૪મા મહારાણી શુભાન્ગીદેવી સાથે પરણેલા આ મહારાજાને ત્રણ સંતાનો હતા. એમાંના મોટા કુંવરી અલૌકિકા રાજે જસદણનાં દરબાર સત્યજીતકુમાર ખાચર સાથે પરણેલા, બીજા રાજકુમારી અંજના રાજે શ્રી અપ્રતિમ સેનગુપ્તા સાથે અને એમના રાજકુમાર સમરજીતસિંહ ગાયકવાડ વાંકાનેરનાં રાજકુંવરી રાધીકાકુમારી સાથે પરણેલા છે.
એમનું બનાવેલું એક શિલ્પ બ્રિટનની ડરહામ યુનીવર્સીટીમાં મુકાયેલું છે.
આજે ૧૦ મેં, ૨૦૧૨ નાં રોજ કેન્સરની બીમારીના કારણે વડોદરાના સરળ સાલસ અને લોકપ્રિય એવા મહારાજાની અવસાન થયું છે. એમની કલાપ્રીતી વડે લોકોમાં સદાય જીવંત રહેવાના એવા મહારાજા રણજીતસિંહ ગાયકવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

Rigel, ટાઈટેનિકનો હિરોઇક શ્વાન.

Rigel, ટાઈટેનિકનો હિરોઇક શ્વાન.

૨૦૧૨ નું વર્ષ ૧૦૦ મી વર્ષ ગાંઠ બનવાનું છે, એક કરુણાંતિકા માટેનું. એટલાન્ટીક મહાસમુદ્ર ૧૫૦૦ માનવોનું કબ્રસ્તાન બન્યો હતો.

હા! મિત્રો દુનિયાનું સૌથી વધુ વૈભવશાળી અને કદી ડૂબે નહિ તેવા ગણાતું જહાજ ટાઈટેનિક એપ્રિલ ૧૪, ૧૯૧૨માં એક જબરદસ્ત હિમશિલા ટકરાવાથી ડૂબી ગયેલું. સુકાન ફેરવનારા William McMaster Murdoch ખૂબ અનુભવી ફર્સ્ટ ઓફિસર હતા. ટાઈટેનિકની સફર અને ફરજ દરમ્યાન વિશાળ કદ ધરાવતો કાળો ન્યુફાઉન્ડલેન્ડ ડોગ એમનો સાથીદાર હતો. આ ઉમદા જાતિના કૂતરાનું નામ હતું રીગેલ. RMS Olympic ઉપર તેઓ ફરજ બજાવતા ત્યારે પણ આ કૂતરાને સાથે જ રાખતા. તે વિનાશક રાત્રે ટાઈટેનિક પર સ્થિત મૉર્ડન કૅનલ ફેસીલીટીમાં બીજા કુતરાઓ સાથે રીગેલને પણ સલામત રાખવામાં આવ્યો હતો. ટાઈટેનિકને રેકૉર્ડ બ્રેક સમયે ન્યુયોર્ક પહોચાડી દેવા માટે મુર્ડોક વ્યસ્ત હતા.

ટાઈટેનિક મુવી આવ્યા પછી આપણે ટાઈટેનિક વિષે ઘણું બધું જાણીએ છીએ. એના ઉપર ઘણી ડોક્યુમેન્ટ્રી પણ બની ચૂકી છે. પણ ક્યાંય ટાઈટેનિક ઉપર રહેલા કૂતરાઓ વિષે ઉલ્લેખ કરાયો નથી. આજે પણ હું ટાઈટેનિકનો જન્મ કઈ રીતે થયો તે અને ડૂબી કઈ રીતે ગયું તે વિષયે ટીવી ઉપર શો જોતો હતો પણ ક્યાંય એના ઉપર રહેલા કૂતરા વિષે કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નહિ. કદાચ જરૂર લાગી નહિ હોય. આવી કરુણ ઘટના સમયે કૂતરાને કોણ યાદ રાખે?

રીગેલ એકલો ટાઈટેનિક ઉપર નહોતો. બીજા ૧૨ કૂતરા ટાઈટેનિક ઉપર હતા. જોહ્ણ જેકોબ એસ્ટોરનાં બે Airedales , હેરી એન્ડરસનનો Chow Chow , રોબર્ટ ડેનિયલનો ચેમ્પિયન ફ્રેંચ બુલ ડોગ નામ હતું Gamin de Pycombe, વિલિયમ ડુલેનો ફોકસ ટેરીયર, વિલિયમ કાર્ટર ફૅમિલીના બે King Charles Spaniels , એન ઈશામનો વિશાલ ગ્રેટ ડેન, આ બધા કૂતરા સિવાય જે તે મુસાફરો પાસે એમની સાથે રહેતા બીજા કૂતરા પણ હતા. નાના પોમેરિયન અને Pekingese કૂતરા એમના માલિકો સાથે જહાજ ઉપર હતા.

જહાજનાં ક્રુમેમ્બર રોજ ડેક ઉપર આ કૂતરાઓને ફેરવતા. ચોક્કસ સમયે રોજ ફેરવતા કૂતરા એક પરેડ જેવું લાગતું. મુસાફરો એનો આનંદ માણતા. ૧૫ એપ્રિલના રોજ એક ડોગ શો પણ રાખેલો જે પળ ફરી કદી આવી નહિ.

ગાઢ ધુમ્મસ અને અંધારી રાત્રે એક મોટી હિમશિલા ટાઈટેનિક સાથે અથડાઈ ગઈ અને unsinkable જહાજ ડૂબવાનું શરુ થઈ ગયું. આ ઘાતક રાત્રે ૧૫૨૨ મુસાફરો મૃત્યુ પામ્યા હતા, ૭૧૪ બચી ગયા હતા. વિશ્વના ઇતિહાસમાં એક મોટી કરુણાંતિકા સર્જાઈ ગઈ. આમાં પેલાં કૂતરાઓની ચિંતા કોણ કરે? છતાં થોડી ઘણી આધારભૂત માહિતી મળે છે તે જોઈએ.

જહાજ પર લાઇફ બોટો ઓછી સંખ્યામાં હતી. થોડી અવ્યવસ્થા આવી પળે સર્જાય એમાં પણ નવાઈ નહિ. ઉતાવળમાં પહેલી લાઇફબોટ પેસેન્જર ભરી રવાના કરી તેમાં સીટો ખાલી હતી. હેનરી અને માયરા હાર્પર એના Pekingese કૂતરા લઈને બેસી ગયા હતા. એલીઝાબેથ અને માર્ગરેટ એના ટચુકડા પોમેરિયન લઈને બેસી ગયેલા. આ કૂતરાની હાજરીનો કોઈએ વિરોધ કરેલો નહિ. લાઇફબોટ બહુ હતી નહિ. રડતી આંખે હેલન બિશપે એના કૂતરા Frou Frou ને કેબીનમાં પડતો મૂક્યો હતો. આ કૂતરો એના કપડા પકડીને કહી રહ્યો હતો કે મને એકલો છોડીને જઈશ નહિ. Ann Isham નો Great Dane ખૂબ વિશાળ હતો, લાઇફબોટમાં એટલી જગ્યા નહોતી. અને જ્યાં માણસ બચાવવાના હોય ત્યાં આવડા મોટા કૂતરાને કોણ બેસવા દે? પણ વહાલા કૂતરાને કેમ મુકાય? એણે કૂતરા વગર બેસવાની નાં પાડી. પાછળથી એનું મૃત શરીર મળ્યું, એના હાથ એના વહાલા કૂતરાને વળગેલા હતા. મરતાં સુધી એણે કૂતરાને અળગો કર્યો નહોતો.

રીગેલ કૅનલ ફેસીલીટીમાં બીજા કૂતરા સાથે હતો. મુર્ડોક માટે માનવ બચાવ કામગીરી મહત્વની હતી. કૂતરા બચાવ માટે કોઈ તક હતી જ નહિ. મુર્ડોક બચાવ કામગીરી બાબતે સખત મહેનત કરતો હતો. એક મોટું મોજું આવ્યું અને મુર્ડોક પર ફરી વળ્યું, ત્યાર પછી મુર્ડોક ફરી કદી દેખાયો નહિ.

બંધ પાંજરામાં પુરાયેલા કૂતરા માટે મોત ભયાનક બને તે પહેલા કોઈ અજાણ્યા મુસાફરે બધા કૂતરા છોડી મૂક્યા હતા. લગભગ બધા કૂતરા અતિશય ઠંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. પણ રીગેલ માટે નિયતિ જુદી હતી. બરફ જેવા પાણીમાં તરવું જ જ્યાં મુશ્કેલ હોય ત્યાં જીવવું પણ મુશ્કેલ હોય તે સ્વાભાવિક છે. અતિશય ઠંડા સમુદ્રમાં કૂતરો લાંબુ તરીને કઈ રીતે બચી જાય તે એક સવાલ હતો. નૉર્થ એટલાન્ટીક સમુદ્રની કઠોર પરિસ્થિતિમાં બચવા માટે Newfoundland dog સક્ષમ રીતે ઊછરેલા હોય છે. એ જાત એ રીતે ઇવોલ્વ થયેલી હોય છે. Webbed feet, rudder-like tail અને water -resistant coat આ કૂતરાની ખાસિયત હોય છે જે એને જબરદસ્ત તરવાની ક્ષમતા આપે છે. હાઈપોથર્મિયા સામે લડવા માટે જે બોડી મીકેનીઝમ ધ્રુવીય સફેદ રીંછ પાસે હોય છે તે મીકેનીઝમ આ કૂતરા પાસે પણ હોય છે. ટાઈટેનિક ડૂબેલું તેનાથી ઉત્તરમાં ૪૦૦ માઈલ દૂર કેનેડામાં આ જાતના કૂતરા માછીમારોને મદદ કરતા હોય છે. આ કૂતરાઓએ આમ કેટલાય લોકોને ઠંડા સમુદ્રમાંથી બચાવેલા લોકોની દંતકથાઓ છે.

પ્રથમ તો રીગેલ એના માલિકને શોધવા મથ્યો હશે. પછી લાઇફબોટ નંબર ૪ નજીક રહીને તરવાનું ચાલુ રાખેલું. વળી અ કૂતરાનાં કદ કાઠી ખૂબ મોટા એને બોટમાં કઈ રીતે લેવો? જ્યાં બોટના માનવો કાતિલ ઠંડી વડે ધ્રુજતા હતા ત્યાં આ કૂતરો આરામથી ઠંડા સમુદ્રમાં તરતો હતો. ટાઈટેનિકને આ મહાસામુદ્રમાં ગરક થઈ ગયે બે કલાક વીતી ગયા હતા. Carpathia નામનું એક પેસેન્જર શીપ બચાવ માટે આવી પહોચ્યું હતું. હું ખૂબ અંધારું હતું. કાર્પેથીયાનાં ક્રુમેમ્બર બુમો પાડતા હતા. લાઇફબોટમાં બચેલા લોકોને બચાવી લેવાનું મુખ્ય ધ્યેય હતું. લાઇફબોટ-૪ થોડી દૂર બીજી બોટો કરતા વખુટી પડી ગયેલી હતી. શક્ય તેટલા મુસાફરોને લાઇફ બોટોમાંથી બચાવી કાર્પેથીયાનાં ક્રુમેમ્બર હજુ બુમો પાડતાં હતા કે કોઈ રહી ગયું હોય તો બચાવી લેવાય. છેવટે કોઈ રિસ્પૉન્સ નાં મળતા શિપને ત્યાંથી રવાના કરવાનું મુનાસિબ માની લેવામાં આવ્યું. નાનકડી ચાર નંબરની લાઇફબોટનાં મુસાફરોની હાલત ખરાબ હતી. કાતિલ ઠંડીમાં ધ્રુજતા આ મુસાફરોના ગળામાંથી અવાજ નીકળે તેવી કોઈ શક્યતા રહી નહોતી. અને બચાવ માટે આવેલું શીપ આ કરુણ ઘટના સ્થળથી દૂર થવાની તૈયારી કરી રહ્યું હતું. હવે રીગેલ વહારે ધાયો. એણે હાડ થીજાવી દે તેવા ઠંડા પાણીમાં તરતા તરતા ભસવાનું ચાલુ કર્યું. કાર્પેથીયાનાં કૅપ્ટન Arthur Henry Rostron હવે ચમક્યા કે હજુ કોઈ બોટ બાકી રહી ગઈ લાગે છે. તત્ક્ષણ એમણે શિપને થોભાવી દીધું. લાઇફબોટ આગળ તરતા તરતા એણે બોટ બતાવી દીધી હતી. રીગેલ સાથે બધા પેસેન્જર બચાવી લેવાયા અને શીપ ઉપર લઈ લેવાયા.

બીજા દિવસે કાર્પેથીયા ન્યુયોર્ક પહોચ્યું ત્યારે ન્યુયોર્ક હેરાલ્ડ દૈનિકમાં પૅસેન્જરને બચાવી લેવામાં રીગેલનો મહત્વનો ફાળો દર્શાવતી સ્ટોરી પ્રસિદ્ધ થઈ હતી. રીપોર્ટરે એ પણ જણાવ્યું કે આ કૂતરાના માલિક મૃત્યુ પામ્યા હતા પણ એક  Brigg નામના કૃમેમ્બરે એને દત્તક લઈ લીધો હતો. પણ પછી ભૂલ જણાઈ કે Brigg લાઇફ બોટમાંનો કોઈ પેસેન્જર હતો અને આ કૂતરાને રાખી લેનારો ૬૨ વર્ષનો કાર્પેથીયાનાં કૅપ્ટનનો જમણા હાથ સમાન કૃમેન બ્રાઉન હતો. Brown ત્યાર પછી ટૂંક સમયમાં રિટાયર થઈ ગયો હતો અને રીગેલને લઈને પોતાના વતન સ્કોટલેંડ જતો રહ્યો હતો. ટાઈટેનિક ટ્રેજેડીના આ હીરોએ બાકીની જીંદગી કાતિલ ઠંડા પાણીનો સામનો કર્યા વગર પૂરી કરી.

બાપુ,વળી વૈજ્ઞાનિક અને પાછો કવિ? ગુજરાતી પણ?? જોક જેવું લાગે છે ને?

એક તો બાપુ(રાજપૂત) પ્રોફેસર હોય તે ઘણાને નવું લાગતું હશે. પણ હવે ઘણા બધા બાપુઓ પ્રોફેસર હોય છે. બાપુ સાહિત્યકાર તરીકે પણ કેટલા? આંગળીના વેઢે ગણીએ તેટલા. ગુજરાતી જ્યાં વૈજ્ઞાનિક તરીકે બહુ ઓછો જોવા મળે ત્યાં એક ગુજરાતી બાપુ વળી વૈજ્ઞાનિક? અસંભવ!   ભારત સરકારની બેંગ્લોરમાં આવેલી  National Aerospace Laboratories.નેશનલ એરો સ્પેસ લેબમાં ડેપ્યુટી ડાયરેક્ટર અને સાયન્ટીસ્ટ G  તરીકે ત્રણ દાયકા રીસર્ચ કાર્ય કરીને નિવૃત્ત થયા પછી સાઉથ આફ્રિકાની સરકારની ઓફર સ્વીકારી દોઢ વર્ષ ત્યાના વૈજ્ઞાનિકોને ગાઇડન્સ આપી

Dr. J. R. Raol was born in 1947 in India. He has BE(1972) and ME(1974) degrees from MS University of Baroda, Vadodara and PhD from McMaster University, Canada. He worked as a scientist in National Aerospace Laboratories, Bangalore for nearly three decades. He has been fellow/senior member/member of many professional societies/bodies and has served on many administrative/ technical/ examination committees. He has reviewed technical papers for several International Journals and visited several countries on deputation. He has guided several Master/Doctoral level students. He has authored (jointly) three technical books (one published by IEE/IET, London, UK, 2004; two by CRC Press, USA, 2008/2009) in the area of his work and specialization and has also published 150 papers/reports. He has also authored a book ‘Poetry of Life’ (Trafford Publishing, USA, Sept. 2009) containing 110 poems. His research interests are modeling, parameter estimation, data fusion, flight mechanics modeling & analysis, fuzzy systems, genetic algorithms, neural networks and robotics. His reading interests are science, evolution and philosophy.

હાલ બેંગલોરની કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા એક પોએટ સાયન્ટીસ્ટ ડૉ જીતેન્દ્ર રાઓલ મારા મોટાભાઈ છે તેનો મને ખૂબ ગર્વ છે.

 

Dr. Jitendra R. Raol, Professor EmeritusDept. of Electronics and Communications Engg.M. S Ramaiah Institute of Technology, Bangalore,

1. Modelling and Parameter Estimation of Dynamic Systems. IEE/IET Control Book SeriesVol. 65, London, UK, August 2004. (Raol JR, Girija G, and J. Singh), (with MODEST SW inMATLAB). www.theiet.org

.

2. Flight Mechanics Modeling and Analysis. CRC Press (Taylor & Francis), Florida, USA,August 2008. (Raol JR and J. Singh), (with SW in MATLAB).www.crcpress.com

3. Multi-sensor Data Fusion with MATLAB. CRC Press (Taylor & Francis), Florida, USA, Dec.2009. (Raol JR). (with SW in MATLAB) www.crcpress.com

4. Mobile Intelligent Autonomous System. CRC Press (Taylor & Francis), Florida, USA, Aug.2012. (Eds. Raol J R & Ajith K Gopal). www.crcpress.com

.

5. Poetry of Life, JIRARA, Trafford Publishing, Sept. 2009, IN, USA, http://www.trafford.com.અંગ્રેજી કવિતાઓ

6. Sandy Bonds, JIRARA, 2010, http://www.pothi.com.અંગ્રેજી કવિતાઓ

7. Timeless Quest: Free Verses and Thoughts – In Search of Meaning of Life, JIRARA,February 2012, http://www.pothi.com.અંગ્રેજી કવિતાઓ

*૮ . રીટાયર સાયન્ટીસ્ટ અને ડેપ્યુટી ડાયરેક્ટર ,નેશનલ એરો સ્પેસ લેબોરેટરી, National ( N.A.L.), ભારત સરકાર.

૯ . ૧૫૦ રીસર્ચ પેપર્સ.

૧૦.સાઉથ આફ્રિકાની સરકારની ઓફર લઈને ત્યાના વૈજ્ઞાનિકોને દોઢ વર્ષ ગાઈડન્સ આપ્યું.

व्यसनेषु किम् दरिद्रता ?

व्यसनेषु किम् दरिद्रता ?  

વર્ષો પહેલા ચા પીવી વ્યસન ગણાતું. આજે ચા પીવી કે પીવો એક સહજ જરૂરિયાત ગણાય છે. અમારા એક સંબંધી કહેતા કે વર્ષો પહેલા ચાનું આટલું ચલન નહોતું. સવારે ઊઠીને લોકો imagesશિરામણ કરતા. યાને બ્રેકફાસ્ટમાં બાજરાના રોટલા સાથે દૂધ પિવાતું. ચા અંગ્રેજો લાવ્યા. શરૂમાં કોઈ ચા પીતું નહિ, માટે ચાના પ્રચાર માટે મફત ચા પિવડાવતા. આજે નવી પેઢી જાણે તો નવાઈ લાગે કે રેલવે સ્ટેશને ચા મફત મળતી. એકવાર પ્રચાર થઈ ગયો અને ચા વગર ચાલે નહિ તેવું થઈ ગયું પછી ચાનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. અમે નાના હતા અને ચા પીએ તો મોટેરાંને ગમતું નહિ.

ચા વ્યસન ગણાય અને તેને છોડવું જોઈએ તેવી વાતો થતી. હું છેક ૧૧માં ધોરણમાં બરોડા ભણવા આવ્યો ત્યાર પછી ચા પીતો થયેલો. તમાકુ પણ ભારતમાં અંગ્રેજો લાવ્યા. મુઘલ બાદશાહના દરબારમાં અંગ્રેજોએ તમાકુ પીવાનું પ્રદર્શન કરેલું. ત્યારે  બાદશાહે કહેલું કે તમે મોઢામાંથી ધુમાડા કાઢો છો, અમારા જાદુગરો તો અગ્નિ કાઢે છે. બાકી સિગારેટ, બીડી કે તમાકુ પીવાનું વ્યસન છોડવું સૌથી દુષ્કર મનાય છે.

          વ્યસન એટલે શું? એક એવું બંધન એક એવી વર્તણૂક જેમાંથી છટકવું મુશ્કેલ. જેટલા વ્યસન હળવા એટલાં છોડવા મુશ્કેલ. તમે દારુ પીવાનું છોડી શકો પણ ચા નહિ. છતાં એક હકીકત છે કે કશું પણ કર્યા વગર કોઈ થેરપી લીધા વગર સૌથી વધુ લોકોએ વ્યસન છોડેલા છે. જે નથી છોડી શકતા તેની સરખામણીએ છોડનારા વધુ હોય છે. હા એક કરતા વધુ પ્રયત્નો કરવા પડતા હોય છે, અને છતાં સ્મોકિંગ, ડ્રિન્કિંગ અને ડ્રગ લેવાનું છૂટતું નથી હોતું તેવા લોકોએ પણ વારંવાર પ્રયત્નો કરીને વ્યસન છોડેલા છે.

                  આમ પરિવર્તન કુદરતના નિયમ પ્રમાણે ટેવોમાં અને સ્વભાવમાં પણ આવતું હોય છે. બચપનમાં તોફાની હોય તે મોટો થતા શાંત બની જતો હોય છે. પરિસ્થિતિ પણ ભાગ ભજવતી હોય છે. વિયેટનામ વોર વખતે ૯૦ ટકા અમેરિકન સૈનિકો હેરોઇન ઍડિક્ટ બની ગયેલા હતા. પણ જેવું વોર ખતમ થયું અને પોતાના ઘેર પાછાં ફર્યા પછી મોટાભાગના સૈનિકો આ વ્યસનથી મુક્ત થઈને સામાન્ય પ્રવાહમાં જોડાઈ ગયેલા.

          છૂટવું મુશ્કેલ એવા વ્યસનમાં સ્મોકિંગ સૌથી પહેલા નંબરે છે છતાં કોઈ જાતના નિકોટીન પૅચ, નિકોટીનયુક્ત ચ્યુઇંગ ગમ કે હિપ્નોટિઝ્મ વગેરેની મદદ વગર સ્મોકિંગ છોડનારા સૌથી વધુ છે. હેરોઈનનું ઇન્જેક્શન લઈને બાળકો અને પત્ની સાથે તમે કાકરિયા ગાર્ડનમાં કે ફન રીપબ્લીકમાં ફરવા ના જઈ શકો. કોકેન લઈને તમે બાળકો સાથે ગણપતિ જોવા કે કમાટીબાગમાં ફરવા કે નવરાત્રિમાં ગરબા જોવા કઈ રીતે જવાના ?

     સોશિઅલ સ્મોકર નામ સાંભળ્યું છે ? કોઈ સામાજિક પ્રસંગે કે એવો કોઈ મેળાવડો હોય અને કોઈ મિત્ર જરા બહાર અલગ જઈને સિગારેટનો ટેસડો લેતા હોય અને તમે ત્યાં અચાનક પહોચી જાવ અને નવાઈ સાથે પૂછો કે તમે સિગારેટ પીવો છો ? મને ખબર નહોતી. તો કદાચ જવાબ મળશે કે ના!ના! હું તો આવો કોઈ પ્રસંગ હોય ત્યારે જ પીવું છું રોજ નથી પીતો. અમેરિકન હશે તો કહેશે, “Oh no, I don’t, I’m just social smoker.” આવા સામાજિક ફૂંકણીયા મિત્રોને ખબર નથી કે તેઓ ચેન સ્મોકર જેટલા જ ઍડિક્ટ કહેવાય, ક્યારે લપસણી સીડી પર લપસીને કાયમી ફૂંકવાની આદતમાં સરી પડવાના ખબર પણ નહિ પડે.

સેન્ટર ફૉર ડિઝીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અમેરિકાના ૨૦૦૮ના સર્વે મુજબ અમેરિકામાં દર વર્ષે ૪,૪૩,૦૦૦ લોકો ફક્ત સિગારેટ પીવાથી મૃત્યુ પામે છે. એમાંથી ૧,૨૮૦૦૦ તો ફેફસાંના કેન્સરમાં દેવ થઈ જતા હોય છે. બાકીના બીજા સિગારેટનાં લીધે થતા હ્રદયરોગ, હાઈપરટેન્શન, સ્ટ્રોક, અલ્ઝાઈમર  અને એવા બીજા રોગોનાં કારણે પ્રભુના રાજ્યમાં પ્રવેશ મેળવી લેતા હોય છે. Dr Joseph DiFranza, medical researcher at the University of Massachusetts Medical School કહે છે સોશિઅલ સ્મોકર એટલે,

૧) દિવસમાં પાંચ કરતા ઓછી સિગારેટ પીતા હોય,

૨) રોજ સિગારેટ પીવાનું જરૂરી સમજતા ના હોય,

૩) એવું સમજતા હોય કે સિગારેટ પીવાની તલપને રોકી શકતા હોય છે.

આવા મિત્રો માનતા હોય છે કે તેઓ સ્મોકિંગ કંટ્રોલ કરી શકે છે કેમકે તેઓ બે ચાર પાંચ કે સાત દિવસ સિગારેટ પીતા નથી હોતા. પણ સત્ય એ હોય છે કે ગમે તેટલા લાંબા સમય સુધી પોતાની જાતને રોકી રાખે એમની નિકોટીન માટેની તલપ, ઇચ્છા અંદર નમ્રતા પૂર્વક ભેગી થતી જતી હોય છે. ધીમે ધીમે આ સુષુપ્તિ સમય ઓછો થતો જતો હોય છે અને ભાઈલો નિયમિત સિગારેટ ફૂંકતો થઈ જતો હોય છે.

          અઠવાડિયે એકાદ સિગારેટથી શરુ કરનાર હેવી સ્મોકર કેમ બની જતો હશે? કારણ કે બ્રેન નિકોટીન પ્રત્યે બહુ ઝડપથી સંવેદનશીલ બની જતું હોય છે. નિકોટીનનાં કારણે  બ્રેનની અંદર રહેલા અડિક્શન માટે જવાબદાર એરિઅની ડેન્સિટીમાં વધારો થતો હોય છે. ફક્ત એક સિગારેટ આ પ્રોસેસ શરુ કરી શકે છે. એક સિગારેટ ફૂંક્યા પછી ફક્ત બે જ દિવસમાં ફરી સિગારેટ પીવાની ઇચ્છા જાગે છે તેવું ડૉ. ડીફ્રાન્ઝાનું કહેવું છે. એમના રિસર્ચ પ્રમાણે અઠવાડીએ ફક્ત બે સિગારેટ ફૂંકતા ટીનેજર બે વર્ષમાં પુખ્ત માણસની જેમ હેવી સ્મોકર બની જતા હોય છે.

અમેરિકન નેશનલ સર્વે પ્રમાણે ૧૮ થી ૨૫ વર્ષની ઉંમર ડ્રગ્ઝ અને ઍલકહૉલ વાપરવા પિક પિરિઅડ ગણાય છે. આ ઉંમરે યુવાનો સૌથી વધુ આવા વ્યસનમાં ફસાતા હોય છે. ૨૨ ટકા અમેરિકન આ ઉંમરના ગાળામાં સૌથી વધુ ડ્રગ્ઝ અને ઍલકહૉલ વાપરતા જણાયા છે, એની કમ્પૅરિઝનમાં ૫૫ થી ૫૯ વર્ષના ફક્ત ત્રણ ટકા જ જણાયા હતા. આમ મોટાભાગના લોકો એમના વ્યસનો ઉપર વિજય મેળવી લેતા હોય છે.

   ૪૦-૫૦ વર્ષ પહેલા અમેરિકામાં ઍડિક્ટ લોકોને ખરાબ ગણવામાં આવતા. એમનામાં શિસ્તનો અભાવ અને કોઈ નૈતિકતા વગરના માનવામાં આવતા, ચારિત્રહીન કહેવાતા. ભારતમાં તો હજુ પણ એવું મનાય છે. પછી નવો આઇડિઆ આવ્યો કે અડિક્શન એ રોગ છે જેવા કે ટી.બી. અલ્ઝાઈમર. એનો અર્થ એવો કે આવા ભારે વ્યસની લોકો ખરાબ માણસો નથી, ફક્ત બીમાર છે. આમ લોકો ઍડિક્ટને ઘૃણા મળવી ઓછી થઈ. સાવ અનૈતિક ગણાવું તેના કરતા બીમાર સમજે તે સારું. જોકે આ નવી સમજે વ્યસની પ્રત્યે ભાવુક સહકાર વધ્યો.

    ખરેખર અડિક્શન અને રોગમાં ઘણો ફરક હોય છે. અડિક્શનમાં કોઈ ટી.બી. જેવા ચેપી જંતુ હોતા નથી. ડાયબીટિઝમાં હોય તેવો  કોઈ પથલૉજિકલ કે બાયલૉજિકલ પ્રોસેસ હોતો નથી, કે અલ્ઝાઈમર જેવી બાયલૉજિકલી ડીજેનરેટિવ કંડિશન હોતી નથી. રોગ જેવી એક સ્થિતિ બંનેમાં સરખી હોય છે કે ધ્યાનમાં નાં લો તો જીવલેણ નીવડે. ન્યુરોબાયલૉજિકલ આઇડિઆ પ્રમાણે ક્રૉનિક બ્રેન ડિઝીઝ કહેતા હોય છે. આને રોગ કરતા રોગના ચિન્હ તરીકે વધુ ઓળખવામાં આવે છે. અડિક્શન એ કૉમન સાઇકૉલોજિકલ સિમ્પ્ટમ છે. અડિક્શન કમ્પલ્સિવ બિહેવ્યર સમજો જેવી કે અકારણ ખરીદી કર્યા કરવી, વધુ પડતી કસરત કરવી, આખો દિવસ ઘર સાફ કર્યા કરવું, રામનામથી નોટબુક ભર્યા કરવી કે આખો દિવસ ફેસબુક ઉપર બેસી રહેવું.

          વ્યસન છોડવા કોણે પ્રયત્ન નહિ કર્યા હોય ? ૮૦ ટકા શરાબી હવે નહિ પીવું કહીને એકવાર બૉટલ ફોડી ચૂક્યા હોય છે, ૬૦-૯૦ ટકા લોકો સિગારેટ છોડીને ફરી પીવાનું  શરુ કરી દેતા હોય છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં ૪૨  મિલ્યન સિગારેટ ફૂંકનારા લોકો સામે ૪૮ મિલ્યન લોકો સિગારેટ છોડી ચૂક્યા છે. પાકા શરાબીમાંથી  ત્રીજા ભાગના લોકો બીજા વર્ષે ચાલુ રાખતા હોય છે. કોકેનનાં બંધાણીઓમાંથી અર્ધા સારવાર લઈને પાંચ વર્ષમાં એમાંથી બહાર નીકળી ગયા હોય છે.

                વ્યસન છોડીને ફરી શરુ થઈ જવું હવે સારી નિશાની મનાય છે કે ચાન્સ છે એનાથી છૂટવાનો. કદી છોડવાનો વિચાર જ ના કરતા હોય તેના કરતા તો સારું કે એમના મનમાં વ્યસન છોડવાનો વિચાર તો એકવાર આવેલો.  G.Alan Marlatt, professor of psychology and director of the Addictive Behaviors Research Center at the University of Washington કહે છે વ્યસન ફરી શરુ થઈ જવું સાયકલ ચલાવતા શીખવા જેવું છે, સાઇકલ શીખતા લગભગ બધા એકવાર તો ગબડતા જ હોય છે. વ્યસનની જે તલપ લાગે છે તેમાંથી છૂટવા માટે કોઈ નવી ટેક્નિક શોધવી પડશે. કંઈક નવું શીખવા અને જાણવા મળે. આમ વ્યસન ફરી શરુ થઈ જવા કોઈ મોટું ડિઝાસ્ટર નથી.

  ઇન્ટરનેટ અડિક્શન વ્યાપક રોગચાળો છે કે પછી ઘેલછા ? ત્રણમાંથી એક વ્યક્તિ માનતો હોય છે કે ઇન્ટરનેટ રોટી, કપડા, મકાન, હવા અને પાણી જેટલું જ જરૂરનું છે. હ્યુમન સર્વાઇવલ માટે ટેક્નૉલોજિની જરૂરિયાત ફરજિયાત નથી તે હકીકત છે. ઇન્ટરનેટ એક સાધન માત્ર છે. કોરિયામાં ઇન્ટરનેટ અડિક્શન મોસ્ટ સીરિઅસ પ્રૉબ્લેમ બની ચૂક્યો છે. ચાઈના પણ ખૂબ સ્ટ્રગલ કરી રહ્યું છે આના નિવારણ માટે. અઠવાડીયામાં ૩૮ કલાકથી વધુ ઇન્ટરનેટ વાપરવું પ્રોબ્લમટિક ગણાય છે. કોરિયામાં ૨૦૦ હૉસ્પિટલમાં ૧૦૦૦ કાઉન્સેલર ઇન્ટરનેટ ઍડિક્ટ લોકોની સારવાર માટે પ્રયત્નો કરી રહ્યા છે.

 અમેરિકામાં ૮-૧૮ વર્ષના બાળકો રોજ ૮-૧૨  કલાક નેટ, ટીવી, કમ્પ્યૂટર, એમ્પિ-૩ પ્લેયર અને વિડિઓ ગેઈમ પર હોય છે. વધારે પડતા ઇન્ટરનેટ વપરાશ સામે બાળકો માટે કોઈ કાયદા છે નહિ. આમાં તો કાયદા કરતા માબાપની સમજ અને બાળકો પ્રત્યે ધ્યાન રાખવાની તૈયારી જ કામ લાગે.

   અડિક્શન અને અડિક્ટિવ બિહેવ્યર સાઇકૉલોજિકલ પેએન અને બેચેનીમાં ત્વરિત રાહત આપે છે. મન તણાવયુક્ત થઈ જાય તો એકાદ સિગારેટ ફૂંકી લેવાથી રાહત થઈ જાય છે. પણ આ રાહત હંગામી હોય છે, પ્રૉબ્લેમનું  કોઈ કાયમી નિવારણ હોતું નથી. અડિક્ટિવ બિહેવ્યરની સીરિઅસ સાઇડ ઇફેક્ટ એ હોય છે કે તે ઇમોશનલ પેએન અને બેચેની દૂર કરવાની સાથે  લાગણીવિહીન પણ કરી નાખે છે. અડિક્શન ભાવશૂન્ય બનાવી નાખે છે.

  આપણે ખાલી સિગારેટ, ઍલકહૉલ અને નશાકારક ડ્રગ્ઝ વિષયક અડિક્શનને મહત્વ આપતા હોઈએ છીએ. એક સિગારેટ, એક ગ્લાસ વાઈન, એક કપ ચા કે કોફી કે એક વૅલિયમની જરૂર છે, તો સમજી લો કે આ ચીજો આપણે પેએન-કિલર તરીકે વાપરીએ છીએ. ખોરાક પણ ક્યારેક અડિક્શનનું કારણ બનતો હોય છે. ઇટીંગ ડિસૉર્ડર વડે પીડાતા લોકો ઇમોશનલ  પ્રસન્નતા માટે ખૂબ ખાતા હોય છે. આ બહુ વહેલું બચપણથી શરુ થઈ જતું હોય છે. જે બાળકો ખૂબ લાગણી ભૂખ્યા હોય, ધ્યાન દોરવા માંગતા હોય કે સ્પેશલ કાળજી ઇચ્છતા હોય તે ખૂબ ખાતા હોય છે.

ઘરમાં મહેમાન આવે ત્યારે બાળકો ખૂબ ધમાલ કરતા હોય છે અથવા ખાવાનું માંગતા હોય છે. આપણે  વધુ પડતું ખાઈને તૃપ્ત થતા હોઈએ તો એવું કહેવા માંગતા હોઈએ છીએ કે “મારે કોઈની પાસેથી કશાની જરૂર નથી, હું મારી જાતે પોષણ મેળવી શકું છું.”  ખાવામાં અરુચિ બતાવી ખાવાનું ના પાડનાર પણ આજ કહેતો હોય છે કે મારે કોઈ પાસેથી ખોરાક મેળવવાની જરૂર નથી, મારે કોઈની પાસેથી કશાની જરૂર નથી. આમ અતિશય ખાનારો અને વધુ પડતો ઉપવાસી બંનેની માનસિકતા સરખી હોય છે. આમ ખોરાક પણ અડિક્ટિવ રસ્તે વપરાતો હોઈ શકે.

          કામ  કરવું સમાજમાં સ્વીકાર્ય હોય છે. ઘણીબધી હરકતો એવી હોય છે કે તેને અડિક્શન માનવું અઘરું હોય છે. વધુ પડતા કામ કરનારા વર્કહૉલિક હોય છે. સતત કામ કર્યા જ કરતા હોય છે. ઘણા ફિટનેશ ફનૅટિક હોય છે. આ બધી પ્રવૃત્તિઓ બ્રેનમાં ડોપામીન રિલીસ કરતી હોય છે અને રિવૉર્ડ સિસ્ટમને ઉત્તેજિત કરે છે, જે સુખાનુબોધ અર્પે છે. આમ એક રીતે ડ્રગ જેવું કામ આપે છે.

               આમ વારંવાર કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ પેએન કિલરનું કામ કરીને આપણને ભાવશૂન્ય બનાવી અડિક્ટિવ બનાવી નાખે છે. વધારે પડતું કામ કરવું, અર્થ વગરની બિનજરૂરી ખરીદી કર્યા કરવી, વધુ પડતી કસરત કર્યા કરવી, આખો દિવસ ટીવી જોયા કરવું, ઇન્ટરનેટ  પર આખો દિવસ બેસી રહેવું, રીડિંગ, ગેમ્બલિંગ, લિસ્ટ બહુ લાંબું થતું જાય છે. જોઈ લો, વિચારી લો કે કોઈ સામાન્ય પ્રવૃત્તિ રિપેટિટિ, કમ્પલ્સિવ તો નથી બની ચૂકી ને ? એક સંબંધી સન્નારીને આખો દિવસ ઘર સાફ કરવાનું અબ્સેશન મેં જોએલું છે. હું મજાકમાં કહેતો કે નગરપાલિકામાં સફાઈ કામદારની જગ્યા ખાલી પડી છે. એમના  ધર્મપતિદેવ પણ કહેતા કે મારા ઘરમાં કોઈ ગયા જનમની સફાઈ કામદાર આવી ગઈ લાગે છે.

    નાના બાળકોને ગુસ્સે થાય તો પોતાની જાતે પગ પછાડે છે કે હાથ પછાડે છે. આમ ઇમોશનલી હર્ટ થાય ત્યારે બાળકો પોતાની જાતને પ્રહાર કરી મન વાળતા હોય છે. પાછળથી એમને સમજ આવે છે કે પોતાના ગુપ્ત અવયવોને સ્પર્શ કરવામાં આનંદ આવે છે. આમ સાઇકલૉજિકલ પેએનથી દૂર ભગવા માટે હસ્તમૈથુન કરતા થઈ જતા હોય છે. આમ ઇન્સ્ટન્ટ ટૅન્શન રિલીવર તરીકે આના ઍડિક્ટ બનતા વાર લાગતી નથી.  આમ સેક્સ પણ અડિક્શન બની શકે છે. પોર્ન સાહિત્ય વાંચવું, પોર્ન મૂવિ જોયા કરવા અને સમાગમ વખતે ફૅન્ટસીમાં રાચવું આવી કમ્પલ્સિવ સેકસુઅલ ઍક્ટિવિટિ અને પ્રોમિસ્ક્યુઇટી ભાવશૂન્ય બનાવી નાખે છે.

 અમુક વ્યસનો શરીરને હાનિકર્તા  છે. અમુક અડિક્શન મનને હાનિકર્તા છે. વ્યસનો અપાર છે. કોઈ પણ વસ્તુ કે ક્રિયાને વ્યસન બનાવી શકાય છે. કોઈ પણ વસ્તુના ઍડિક્ટ બની શકાય છે.

 

 

2011 in review, સરવૈયું.

શ્રી દીપકભાઈ પ્રતિભાવ આપવામાં પ્રથમ રહ્યા, શ્રી અશોકભાઈ, શ્રી રશ્મીકાંત દેસાઈ અને ભાઈશ્રી દર્ષિત સૌથી વધુ કોમેન્ટ્સ આપનારા મિત્રો. તમામનો ખૂબ ખૂબ આભાર. બીજા  અનેક મિત્રોએ એમના બહુમૂલ્ય પ્રતિભાવો આપીને ખૂબ આભારી કર્યો છે. ફેસબુક્માથી વાંચકોનો અવિરત પ્રવાહ વહ્યે જાય છે. તમામ બ્લોગર તથા ફેસબુક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મારા વિચારો અને લખાણો પ્રત્યે સહમતી અને અસહમતી દર્શાવનારા મિત્રોનો પરમ સ્નેહ એમના પ્રતિભાવોમાં છલકાય છે તે હું જોઈ શકું છું. મિત્રોનો સ્નેહ એજ મારી મૂડી છે.એ બદલ તમામ મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભાર.  Madison Square Garden before NY Ranger game on...
Image via Wikipedia

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

Madison Square Garden can seat 20,000 people for a concert. This blog was viewed about 66,000 times in 2011. If it were a concert at Madison Square Garden, it would take about 3 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

આ છે મારું ભારત.

આ છે મારું ભારત.
*We owe a lot to the Indians,who taught us how to count,without wich no
worthwhile scientific discovery have been made!—Albert Einstein
*If there is one place on the face of earth where all the dreams of living
men have found a home from the very earliest days when man began the dream of
existence, it is India!–Romaine Rolland, French scholar
*India conquered and dominated China culturally for 20 centuries without
ever having to send single soldier across her border!—Hu Shih,former
Ambassador of China to USA.
*If I were asked under what sky the human mind has most fully developed some
of its choicest gifts,has most deeply pondered on the greatest problems of
life,and has found solutions,I should point ti India.–Max Mueller,German
scholar.
*India- The land of vedas,the remarkable works contain not only religious
ideas for a perfect life,but also facts which science has proved
true.Electricity,radium,eletronics,airship,all were known to the seers who
founded the Vedas.–Wheeler Wilcox,American poet.
*When I read the Bhagavat-Gita and reflect about how God created this
Universe everything else seems so superflous.–Albert Einstein
*India was the motherland of our race,and Sanskrit the mother of Europe‘s
languages:she was the mother our philosophy; mother,through the Arabs,of much of
our mathematics;mother,through the Buddha,of the ideals embodied in
Christianity;mother,through the village community,of self-government and
democeacy.Mother India is in many ways the mother of us all.-Will
Durant,American historian
*India has two million gods,and worship them all.In religion all other
countries are paupers;India is the only millionaire.–Mark Twain.
*આજે સ્વતંત્રતા દિવસે દુનિયાના બેસ્ટ કમાન્ડો તૈયાર કરનારા શિફૂજી(shifuji)
દીપક દુબેને ઝી ટીવીના લીટલ ચેમ્પ શોમાં “મેરા રંગ દે બસંતી ચોલા’ ગીત ઉપર એક
બાળકની જેમ રડતા જોઈ દિલ તો શું ભરાય? આંખોમાં આંશુ આવી ગયા.જે નાનલા બાળ ગાયકને
સપોર્ટ કરવા આવેલા તેના કપાળે જલિયાવાલા બાગની માટીનું તિલક લગાવી કહ્યું કે જે
ખોટું લાગતું હોય તેને હિંમતથી કહી દો કે ખોટું છે.ખોટું ચલાવી લેવાની ભારતીયોને
આદત પડી ચૂકી છે.એક કરોડ ભારતીય મહિલાઓને સ્વસુરક્ષા શીખવવાનું મિશન પ્રહાર “સશક્ત
હી સુરક્ષિત ” ધ્યેય પૂરું કરવા કટિબદ્ધ શ્રી દીપક દુબે આજ સુધી ૨૭ લાખ સ્ત્રીઓને
તૈયાર કરી ચૂક્યાં છે.હઠયોગનાં આ માસ્ટર Shifuji Deepak Dubey
(Shifu means A Shaolin Gong-Fu Master) is A Warrior Monk of 32nd Generation of
Shaolin Warrior Monks from Shaolin Temple shifu deepak dubeyChina,Which is Headed By Da Shifuji Shi De Yang ( The Supper
Grand Grand Master of Shaolin Temple China)( Headmaster of Shaolin
Warrior
Monks & Team Captain of Shaolin Warriors ).He is the Only
Indian of his Generation to be trained under the Great
Da Shifu Grand Master
Shi De Yang & Accepted as a Warrior Monk in
The
Temple,
કલ્લારીપયટુ,દુનિયાની તમામ માર્શલ આર્ટની જનની એવી ભારતના
કેરાલાની પ્રખ્યાત કલારી આર્ટના નિષ્ણાંત દીપક દુબેએ પોતાની મીલીટરી ફૂંગ ફૂ શૈલી
વિકસાવી છે.વધુ શું કહું અહી ક્લિક કરી એમની વેબ્સાઈટ જ જોઈ
લો.shri Dipak dubey

મહાન આત્મા, તંત્ર, બ્રહ્મચર્ય.

Manu & Abha

મહાન આત્મા, તંત્ર, બ્રહ્મચર્ય.

Joseph Lelyveld નામના એક પુલિત્ઝર પ્રાઇઝ વિનર પત્રકારે એક પુસ્તક લખ્યું  છે “Great  Soul” MAHATMA  GANDHI  AND  HIS  STRUGGLE  WITH  INDIA …આ પુસ્તક ઉપર નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રતિબંધ મૂક્યો છે. આવી રીતે જિન્નાહ વિશેના જશવંત સિંહે લખેલા પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકીને એને બહુ પ્રખ્યાત કરી દીધેલું. આનું પણ આવું જ થવાનું છે.

ગાંધીજીએ ૩૭ વર્ષની ઉંમરે છેલ્લો યજ્ઞ કહીને બ્રહ્મચર્યનું વ્રત લીધેલું. બ્રહ્મચર્યનો અર્થ એવો થાય કે બ્રહ્મમાં ચર્યા. બ્રહ્મમાં સતત રમમાણ રહેવું તે. દરેકમાં પરમ આત્માને અનુભવવો તે. પણ ગાંધીજીનો મતલબ જુદો હશે, કે ભાઈ સેક્સ કરવો નહિ. સ્ત્રી સાથે સંસર્ગ કરવો નહિ. એનું કારણ પણ બહુ જુનું હતું. ગાંધીજી ૧૩ વર્ષે ૧૪ વર્ષના કસ્તુરબા સાથે ૧૮૮૩માં પરણેલા. બાળ સહજ જાતીય વૃત્તિમાં રસ સ્વાભાવિક વધુ હશે. એમના પિતા ખૂબ બીમાર હતા. એમની સેવા તે કરતા. પણ રાત્રે એમનો રસ કસ્તુરબા સાથે વહેલી તકે પહોચી જવામાં રહેતો. એક દિવસ એ જલ્દી પહોચી ગયા અને એમનામાં રત થઈ ગયા અને આ બાજુ પિતાએ દેહ છોડ્યો. બસ એ દિવસથી ગાંધીજીને કામરસથી છુટકારો મેળવવો હતો. છેક ૩૭ વર્ષે એમણે બ્રહ્મચર્યનું વ્રત લઈ લીધું કામ વાસના ઉપર વિજય મેળવવા માટે. બસ ત્યારથી જાતજાતના પ્રયોગો કરતા રહેતા.

પ્રાચીન સમયમાં ભારતમાં બ્રહ્મચર્યનો અર્થ સેક્સ ના કરવો તેવો નહિ હોય. કારણ લગભગ  તમામ ઋષિમુનીઓ પરણેલા હતા, એક કરતા વધારે પત્નીઓ પણ રાખતા. પણ ઉત્ક્રાન્તિના ઈતિહાસમાં બધા પુરુષોને સ્ત્રીઓ ઉપલબ્ધ થતી નહિ. સક્ષમ પુરુષો વધુ સ્ત્રીઓ મેળવી જતા. એટલે જે પુરુષોને સ્ત્રીઓ ઉપલબ્ધ થતી નહિ હોય તેવા છગનોએ વીર્યમાં મહાન શક્તિ છે તેને બચાવવું જોઈએ તેવી હમ્બગ વાતો ફેલાવીને બ્રહ્મચર્યનો અર્થ સેક્સ નહિ કરવો તેવું ઠસાવી દીધું હશે. એટલે અમને સ્ત્રીઓ ઉપલબ્ધ નથી કે અમને સ્ત્રીઓ પસંદ કરતી નથી તેવું નીચાજોણું દેખાવા દેવું ના હોય માટે અમે બ્રહ્મચારી છીએ કે અમે બ્રહ્મચર્યનું વ્રત લીધું છે તેવું કહેતા હશે.

ભારતીય અધ્યાત્મિક જગતમાં કહેવાતા મોક્ષ, આત્મસાક્ષાત્કાર, સમાધિ  કે જ્ઞાન માટે ત્રણ રસ્તા છે. એક છે ભક્તિ જેમાં સંપૂર્ણ સમર્પણ છે, બીજો છે યોગ જેમાં ત્યાગ ત્યાગ અને ત્યાગ છે ત્રીજો છે તંત્ર જેમાં ભોગવો અને છુટકારો મેળવો. એકમાં અસહાયતા છે. બીજામાં નકારાત્મકતા છે ત્રીજામાં હકારાત્મકતા છે. તંત્રમાં બધું સ્વીકાર્ય છે. કોઈને છોડવાનું નથી. સેક્સને પણ ભોગવીને છોડવાનો છે, નફરત કરીને નહિ. પણ તંત્રના નામે ખૂબ વ્યભિચાર ચાલતા આમ પ્રજા એનો વિરોધ કરવા લાગી હશે. એકલાં ભોજ રાજાએ હજારો તાંત્રિકોને શુળીએ ચડાવી દીધા હતા. તંત્ર પછી ભૂગર્ભમાં ચાલ્યું ગયું. લોકો કહેતા હશે કે પશ્ચિમ પાસેથી આપણે કહેવાતી વિકૃત્તિઓ શીખીએ છીએ. ના એવું નથી. આપણે એ લોકને શીખવી હશે. એ લોકો તો ડાર્ક  એજમાં જીવતા હતા, ત્યારે આપણે એકદમ સુસંસ્કૃત હતા. ઓરલ, એનિમલ અને ગ્રૂપ સેકસના શિલ્પ ખજુરાહોમાં કોણે બનાવ્યા હતા?  યુરોપીયન્સ બનાવવા આવ્યા હતા?

વડોદરાનાં કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે આજે પણ જાઓ અને પ્રદક્ષિણા કરો અને ઉપર જરા નજર કરો. મંદિર ફરતે નાની નાની મૂર્તિઓની હારમાળા છે જાણે મીનીએચર ખાજુરાહો. જલ્દી કોઈની નજરે ચડે તેમ નથી. આ તંત્ર માર્ગ હતો. સેક્સને વગોવવાનો નથી, ભોગવીને છોડવાનો છે. એમાં રહેલી ઉત્તેજનાથી મુક્ત થવાનું હશે. તંત્રમાં એક પ્રયોગ કરવામાં આવતો. નગ્ન સ્ત્રીની પૂજા કરવામાં આવતી. નગ્નતાની કોઈ ઉત્તેજના ના રહે. અહી અમેરિકામાં નગ્ન બીચ હોય છે. જ્યાં લોકો સમુદ્રની મજા બિલકુલ નિર્વસ્ત્ર માણતા હોય છે ત્યાં કપડા એલાઉ હોતા નથી. પ્રાણીઓ નગ્ન હોય છે માટે કસમયની કોઈ ઉત્તેજના હોતી નથી. બ્રિટનમાં એક સમયે ખૂબ મલાજો હતો, સ્ત્રીઓની પગની પાની પણ ના દેખાય એટલાં લાંબા વસ્ત્રો(ગાઉન)પહેરવામાં આવતા. ત્યારે કોઈના પગની પાની દેખાઈ જાય તો સિસકારા બોલી ઊઠતા. વસ્ત્રોએ માનવોને કાયમ ઉત્તેજિત મનોદશામાં મૂકી દીધા છે. બસ ગાંધીજી આવા અજાણપણે તાંત્રિક પ્રયોગો કરતા રહેતા. સ્ત્રીઓ સાથે નગ્ન સુવાના પ્રયોગો કરતા રહેતા.

Young Dr.sushila Nayar

જેડ આડમ્સ નામના ઈતિહાસકારે જગતભરના પુસ્તકાલયો અને ૧૦૦ થી વધુ ફેંદી, ગાંધીજીના અંતેવાસીઓ  અને સગાવહાલાને મળીને એક પુસ્તક લખેલું ગાંધીજીની સેક્સ લાઇફ વિષે ‘ગાંધી નેકેડ એમ્બીશન’. મોટા માણસની એબ પશ્ચિમમાં તો આડેધડ પ્રગટ થાય છે એમાં કોઈને કશું લાગતું નથી. પણ અહી ધરતીકંપ થઈ જતો હોય છે. મોનિકા પ્રકરણ થયા પછી પણ બીલ ક્લીન્ટનનું માન એટલું જ છે. મોનિકા ક્લીન્ટન સમાચાર પહેલીવાર ટીવી પર પ્રગટ થયાને એક ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ બૂમ પાડી ઊઠેલી એના ઘરમાં કે આતો થવાનું જ હતું. આતો ઉત્ક્રાંતિનો ક્રમ છે. ગાંધીજી માટે ટૂંકી પોતડી પહેરવી, સાદું જીવન જીવવું, લીમડાની કડવી ચટણી ખાવી સહેલું હતું, પણ બ્રહ્મચર્ય પાળવું અતિ કઠિન હતું. માટે અતિ ઉત્સાહમાં ઇન્ડિયન ઓપીનીયનમાં લખી ચૂકેલા કે દરેક હિન્દુસ્તાની જે આદર્શ જીવન જીવવા માંગતો હોય તેને લગ્ન કરવા નહિ અને અને કરે તો બ્રહ્મચર્ય પાળવું. અને આવી ફરજ એમના આશ્રમમાં ફરજિયાત પડાવવાની હિંસા કર્યા કરતા. બસ અહી એમણે તાંત્રિક પ્રયોગો શરુ કર્યા આશ્રમની સ્ત્રીઓ સાથે સૂવું, સ્નાન કરવું અને છતાં બ્રહ્મચર્ય પાળવું. આશ્રમમાં રહેતા સ્ત્રી પુરુષોએ પતિ પત્ની હોય છતાં અલગ સુવાનું. સેકસના  વિચારો આવે તો ઠંડા પાણીથી સ્નાન અરધી રાત્રે પણ કરી લેવાનું. ગાંધીજીના સેક્રેટરી અને અંગત ડૉક્ટર યુવાન એવા સુશીલા નૈયર એમની સાથે એક બાથરૂમમાં સ્નાન કરતા તેનો વાંધો બીજા આશ્રમવાસીઓને આવતો. બીજી બહેનોને પણ આવો લહાવો લેવો  હોય તેમને સુશીલા નૈયરની ઈર્ષ્યા આવતી. સુશીલા નૈયરે ઈન્ટરવ્યું લેતા પુછેલા સવાલના જવાબમાં ગાંધીજી સાથે નગ્ન સ્નાન કરતા તેનો ઇનકાર કરેલો નહિ.

આશ્રમની સ્ત્રીઓ એમના પતિ સાથે સૂતી નહિ, પણ ગાંધીજી સાથે બ્રહ્મચર્યના પ્રયોગો કરવા સુવા તૈયાર થઈ જતી. ગાંધીજી નખશિખ પ્રમાણિક હતા. કશું છુપાવતા નહિ. એમના પત્રો દ્વારા બધું જાણવા મળેલું છે પણ ઘણા બધા પત્રોનો નાશ કરવામાં આવ્યો છે. લેખક જેડ આડમ્સ લખે છે કે ગાંધીજીએ બ્રહ્મચર્યનો વિચાર નવેસરથી રજૂ કરેલો, તેઓ કહેતા કે જે વ્યક્તિ ઈશ્વરના સાંનિધ્યમાં સતત જીવે છે તે જાગરૂકતા કે અજાગ્રત અવસ્થામાં વીર્ય સ્ખલન કરે તેનો વાંધો નહિ, એવી વ્યક્તિ સ્ત્રી સાથે નગ્ન સૂઈને બ્રહ્મચર્ય પાળી શકે છે, ફક્ત એનો ઇરાદો વાસનામય ના હોવો જોઈએ. ગાંધીજીની વાતો કોઈ સમજી શક્યું નહિ. એમની સાથે નગ્ન સુવાના પ્રયોગો કરતી યુવાન  મનુ અને આભાનાં કુટુંબમાં ખૂબ વિવાદ જાગ્યો. એક ભત્રીજાની દીકરી હતી અને એક ભત્રીજાના દીકરાની વહુ હતી. ઘણા બધાએ આશ્રમમાંથી રાજીનામું આપ્યું અને છુટા થયા. ગાંધીજીના આવા પ્રયોગો જવાહરને અકુદરતી અને એબ્સર્ડ લાગતા. નેતાઓને થતું કે બ્રહ્મચર્યના આવા પ્રયોગો શું કામ કરતા હશે? અને પાછા જાહેર કેમ કરતા હશે? ભારતમાં ખાનગીમાં બધું ચાલે. પણ ખાનગી રાખે તો ગાંધીજી શાના? વલ્લભભાઈએ પણ અણગમો રજૂ કરેલો. મોરારાજીદેસાઈને પણ મનુ અને આભાને ટેકવીને ગાંધીજી ચાલતા તે ના ગમતું. મહાત્મા થયા તો શું થયું, આમ નાની છોકરીઓને ખભે ટેકવીને ચલાય? આવું મોરારજી કહેતા. અહી ભારતીય મનોદશા વ્યક્ત થાય છે.

ભારતમાં પુરુષો એકબીજાને ખભે હાથ રાખીને ચાલે વળગે તો લોકોને કશું અજુગતું લાગે નહિ, પણ કોઈ સ્ત્રીને ખભે હાથ મુકીને ચાલે તો ખરાબ ગણાય. જયારે પશ્ચિમમાં ઊંધું છે. અહી પુરુષો એકબીજા પર વધારે ભાવ વ્યક્ત કરે, ખભે ટેકવીને ચાલે તો લોકો સમજે ગે હશે, સજાતીય હશે. પશ્ચિમ જગતમાં સ્ત્રી મિત્ર હોય તે કુદરતી ગણાય. સ્કુલમાં પણ કોઈ છોકરો કે છોકરી વિજાતીય મિત્રો ના રાખે અને છોકરો છોકરા સાથે જ કે છોકરી છોકરી સાથે જ મિત્રતા રાખે તો  શંકાની નજરે જુએ. કોઈ ખામી હશે જરા જોજો એવી સુચના માબાપને અપાતી હોય છે. જોકે હવે તો આ સમાજ એટલો બધો સ્વતંત્ર અને છૂટછાટ વાળો બની ગયો છે કે એમાં પણ કોઈને અજુગતું લાગતું નથી.
રામાનુજ દત્ત ચૌધરીના પત્ની અને રવીન્દ્રનાથ ટાગોરના દૂરના ભત્રીજી સરલાદેવી ચૌધરી ગાંધીજી ઉપર ભરપૂર પ્રેમ વરસાવતા. કાલેન્બાશ નામના  જર્મન મિત્રને ગાંધીજીએ

Saraladevi

લખેલું કે હું એમને મારી બૌદ્ધિક પત્ની માનું છું. બૌદ્ધિક સાથીદારી કસ્તુરબા આપી નહિ શક્યા હોય. ગાંધીજી અસ્વસ્થ હોય ત્યારે સરલાદેવીને ઉષ્માભર્યા પત્રો લખતા. બંને વચ્ચે આધ્યાત્મિક સાથીદારી શક્ય છે કે નહિ તેની ચર્ચા પણ થયેલી.

જર્મન જ્યું કાલેનબાશ દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી સાથે જોડાયેલો હતો. Joseph Lelyveld  “Great Soul” માં કાલેન્બાશ અને ગાંધીજી વચ્ચે અતિ અંગત અને અસંદિગ્ધ સંબંધો હતા તેવું નોંધે છે. કાલેનબાશને ગાંધીજીએ ૨૫૦ પત્રો લખેલા તેનું લીલામ બ્રિટનમાં થયેલું. ગાંધીજીએ એક પત્ર કાલ્નેબાશને લખેલો. એના લીધે ખૂબ વિવાદ જાગ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલનાં રીવ્યુંઅર એન્ડ્ર્યુ રોબર્ટ અને લંડનના ડેઈલી મેલનાં લેખોએ ખૂબ વિવાદ જગાવ્યો છે અને એના લીધે આ પુસ્તક ઉપર ગાંધીના ગુજરાતમાં પ્રતિબંધ મુકાયો છે. પત્રમાં ગાંધીજીએ લખેલા વાક્યો “Your portrait(the only one)stands on my mantelpiece in the bedroom. The mantelpiece is opposite to the bed. The eternal toothpick is there. The corns, cottonwool and vaseline are a constant reminder. The pen I use in each letter it traces makes me think of you. If, therefore, I wanted to dismiss you from my thoughts, I could do it………………The point to illustrate is to show to you and me how completely you have taken possession of my body. This is slavery with a vengeance.”આ પત્રે ગાંધીજીને સજાતીય ચીતરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. કાલેન્બાશ સાથે પત્રવ્યવહાર કરતી વખતે ગાંધીજી પોતાને અપર હાઉસ અને કાલેન્બાશને લોઅર હાઉસ તરીકે સંબોધન કરતા. બે પુરુષ મિત્રો વચ્ચે ખુબ પ્રેમભાવ હોય તો ભારતમાં અજુગતું લાગે નહિ, પણ પશ્ચિમના  સમાજમાં ગે હશે તેવું સમજાય તેમાં અજુગતું નથી. એવા તો કેટલાય પત્રોમાં ગાંધીજીએ અંતેવાસીઓને સલાહ આપી છે વેસેલીન કઈ રીતે અને ક્યા વાપરવું. વેસેલીન પગે લગાવવામાં અને એનિમા લેવામાં આશ્રમમાં વપરાતું.

Lelyveld  નોધે છે કે ગાંધીજીની હત્યાના એક દિવસ પહેલા મનુને ગાંધીજીએ કહેલું કે કોઈ મને  ગોળી મારે અને એની ગોળી મારી છાતી ઉપર વાગે ત્યારે કોઈ આહ વગર મારા મુખમાંથી રામનું નામ નીકળે તો જ મને સાચો મહાત્મા માનજો. એક સપ્તાહ પહેલા બોમ્બ નાખીને એમની હત્યાનો પ્રયાસ થઇ ચુક્યો હતો, અંતે એમને સમજ પડી ગયેલી કે કોઈ મારી હત્યા કરવાનું છે. મનુને ગોડસે એ ધક્કો મારીને હડસેલી મુકેલી. ગોળીના અવાજે મનુનાં કાનમાં ક્ષણ માટે બહેરાશ લાવી દીધેલી. મનુ હે!રામ! સાંભળવા માટે અપેક્ષિત પૂર્વનિર્ધારિત તૈયાર હતી. ગોડસે અને વિષ્ણુ કરકરે કહેતા કે ખાલી દુખ ભર્યા આહ!શબ્દો જ નીકળ્યા છે. એમની પાછળ ચાલતા શીખ વ્યાપારી ગુરુબચનસિંગે કશું પ્રાર્થના જેવું સાંભળેલું. પ્યારેલાલ કહેતા બે શબ્દો રામ રામ  નીકળ્યા છે. જે હોય તે એમનું મહાત્માપણું બે શબ્દો રામ રામ માટે મોહતાજ નહોતું. ઓશો કહેતા કે ગાંધી જેવો માણસ હજાર વર્ષે પણ પેદા થાય નહિ. આઈનસ્ટાઇન કહેતા કે આવો માણસ પૃથ્વી પર ફરતો હતો તેવું ભવિષ્યમાં કોઈ માની પણ નહિ શકે. દુનિયાભરના કેટલાય સફળ ક્રાંતિકારી રાજનેતાઓએ એમનામાંથી પ્રેરણા લીધી છે.

ગાંધીજીને જીવતા હતા ત્યારેજ કોંગ્રેસીઓએ કોરાણે મૂકી દીધેલા. હવે આઝાદી મળી ગઈ હતી, હવે એમની જરૂર નહોતી. નાના બાળકની જેમ રિસાઈને જવાહરે વડાપ્રધાનપદ મેળવી લીધું હતું. દોઢસો વર્ષ દેશસેવા માટે જીવવાની ઈચ્છા ધરાવનાર ગાંધીજીની જીજીવિષા મરી પરવારી હતી. ભાગલાનું અને તેના લીધે થયેલી લાખોની હત્યાએ ગાંધીજીનું હૃદય તોડી નાખ્યું હતું. એ પારાવાર દુખી હતા. ગાંધીજીની કલ્પનાનું આદર્શ  ભારત આજે બની શક્યું નથી. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું  નવ સંઘરવું. ચોરી કરવી આપણો ધર્મ બની ચુક્યો છે, વણ જોઈતા ૧૫૦૦ બિલિયન ડોલર્સ ભારતના મહા ચોરોએ સ્વીસ બેન્કોમાં સંગ્રહી રાખ્યા છે. આજ ચોરો સરકારમાં બિરાજે  છે. બાબા રામદેવ કે અન્ના હજારે ગમે તેટલાં ઉપવાસ કરો પૈસા પાછા આવવાના નથી. જે લોકો લાવી શકે છે તેમના જ પૈસા સ્વીસ બેન્કોમાં છે.

જેમનું જીવન એક ખુલ્લી કિતાબ હતું એવા એક સ્વપ્નીલ ભારતીયે સેવેલું આદર્શ ભારત, ક્યા છે? વિડમ્બના એ છે કે એમની હત્યા કરનારા ગોડસેના અસ્થી અખંડ હિન્દુસ્તાન બને તેની રાહ જોતા હજુ મૂકી રખાયા છે. વર્ષમાં એકવાર એની પૂજા થાય છે. બંનેનું સ્વપ્ન અખંડ હિન્દુસ્તાન હતું.

હાશ!ઘર આવી ગયું.

BMTC Volvo
Image via Wikipedia

હાશ!ઘર આવી ગયું.
   *એક કહેવત છે કે ધરતીનો છેડો ઘર.આપણ દરેકને ઘણી વાર ઘર છોડી બહાર જવાનું થતું હોય છે.કોઈ સારા માઠા પ્રસંગે કે રજાઓમાં કોઈ પ્રવાસનું આયોજન કર્યું હોય ત્યારે રૂટિન જિંદગીથી કંટાળી ગયા હોઈએ ત્યારે ચેઇન્જ માટે બહાર જઈએ છીએ.ફરવાની ખૂબ મજા આવતી હોય છે.આનંદ પણ ખૂબ મેળવતા હોઈએ છીએ.પણ ગમે તેટલું બહારનું સ્થળ સારું હોય ઘેર આવીએ ત્યારે એક હાશ અનુભવીએ છીએ કે ચાલો ઘર આવી ગયું.ઘર એટલે ઘર.આવો હાશકારો દરેકે અનુભવ્યો હશે.
      *આશરે છ વર્ષે ૧૯ ફેબ્રુઆરીની સવારે જ્યારે હું વડોદરા પહોચ્યો ત્યારે આવો હાશકારો મેં અનુભવેલો કે હાશ!ચાલો ઘેર આવી ગયા.છ વર્ષથી જાણે હું મુસાફરી ઉપર ના હોઉં?છ વર્ષ અમેરિકા વસવાટ દરમ્યાન કોઈ પ્રવાસ ઉપર હોઉં તેમ લાગતું હતું અને વડોદરે પહોચ્યો કે હાશ! ઘેર આવી ગયા.

       *ત્યાર પછી એક મહિનો અને છ દિવસ ક્યાં પસાર થઈ ગયા કોઈ ખબર ના પડી.રોજ રાત્રે સુતા સુધી ફોનની રીંગ વાગ્યા કરતી.કોઈને કોઈ મળવા આવી પૂગતું.આજે સવારે નુવાર્કનાં એરપોર્ટ પર ઊતર્યો અચાનક સન્નાટો,બધું બંધ થઈ ગયું.પરમ શાંતિ,ના કોઈ અવાજ,ના કોઈ પ્રદૂષણ,ના કોઈ Heat  and  dust.ફરી એક લાંબો પ્રવાસ ચાલુ ક્યારે ઘેર પહોચીશું ખબર નથી.ક્યારે ‘હાશ ઘર આવી ગયું’એવા ઉદગાર અનાયાસે નીકળશે ખબર નથી.ક્યારે એવો હાશકારો અનુભવીશું ખબર નથી.અનંત પ્રવાસ,આપણે સહુ અનંતના પ્રવાસી છીએ.
મહિનો તો ઘણો ઓછો પડે.ઘણા બધાને વચન આપ્યા છતાં મળવાનું રહી ગયું.ફોન પર વાતો કરી પણ જાણે ધરવ થયો નહિ.’બસ ચાલો ત્યારે’ કહીને પણ કોઈ નવા મુદ્દે વાત આગળ વધ્યા કરતી.હજુ અહી તો ધ્રુજાવી નાખે તેવી ઠંડી છે.ત્યાં સતત ગરમી બહુ છે ની ફરિયાદ ચાલ્યા કરતી તે અહી આવીને ઓગળી ગઈ કે ભાઈ વતનની ગરમી પ્યારી હતી અહીંના સન્નાટા કરતા.
      *અમદાવાદનો વિકાસ ખૂબ થયો છે.જાણે સાવ બદલાઈ ગયું છે.વડોદરા પણ બદલાઈ રહ્યું છે.પણ ટ્રાફિક સેન્સ અને સમસ્યામાં કોઈ ફરક પડ્યો નથી.બધે અરાજકતા લાગે.પોલીસ પણ ચાર રસ્તે નિષ્ક્રિય ઊભી લાગી.પહેલા કરતા આ બાબતમાં વધુ બગડેલું જણાયું.ભાવ વધારામાં કોઈ નિયંત્રણ લાગ્યું નહિ.મન ફાવે તેમ ભાવ વધતા લાગ્યા.સરકારનો કોઈ કાબુ નથી.મોટાભાઈનું બેંગ્લોરમાં કહેવું હતું કે તમે છ વર્ષે આવ્યા છો એટલે અહીંનો ભાવ વધારો જાણી આંચકો લાગે તે સહજ છે પણ અમને અહી રહેતા અને ભાવ વધારાથી ટેવાતા જતા હોવા છતાં આંચકો લાગે છે.બેંગ્લોરનું નવું એરપોર્ટ શહેરથી ખૂબ દૂર આશરે ૪૫ કિલોમીટર દૂર બનાવ્યું છે.ત્યાંથી ટેક્ષી અને બસ સેવા સારી છે.ચાલો ટેક્ષી ઉપર જીવતા લોકોને સારો ધંધો મળી જાય છે.સરકારી વોલ્વો બસ સેવા પણ ચાલે છે.હું અને મારા શ્રીમતીજી બેંગ્લોર ઊતર્યા પછી ભાઈની સલાહ મુજબ લાલ રંગની વોલ્વોમાં બેઠાં.આપણાં મનમાં છ વર્ષ પહેલાની લાલબસની ઇમ્પ્રેશન.એમાં અમદાવાદની લાલબસની સેવા ખૂબ સારી અને ભાડા સસ્તા તે ઇમ્પ્રેશન વધારે.આ એ.સી.વોલ્વો બસ છે તેવી વાત યાદ ના આવી.મેં લાસ્ટ સ્ટોપેજની બે ટીકીટ માંગી.કંડક્ટર કહે થ્રી સિક્સટી,ફટ લઈને દસની નોટ ધરી દીધી.બાજુમાં બેસેલા  શ્રીમતી બોલ્યા ‘શું આબરૂ કાઢો છો’ત્રણસો સાઈઠ માંગે છે.સોરી!કહી પાંચસોની નોટ ધરી દીધી.ઉતરવાના સ્થળે તો મોટાભાઈ એમની કાર લઈને ઉભા હતા.એમને આ વાત કરીને ખૂબ હસ્યા.ઘેર જઈને બધાને મળીને ખબર અંતર પૂછીને ફરી આ વાત કરીને ખૂબ હસ્યા.હસવાનો જાણે મસાલો મળી ગયેલો.બેંગ્લોર મજાનું શહેર છે.ભીડ તો છે પણ ટ્રાફિક વ્યવસ્થા સારી છે.વડોદરામાં સાંજે વ્યસ્ત સમયે પણ સિગ્નલ લાઈટ બંધ હોય છે.બેંગ્લોરમાં હેલ્મેટ પહેર્યા વગર દ્વિચક્રી વાહન પર કોઈ ના બેસે.સ્ત્રીઓ પણ નહિ.બધાને માથે હેલ્મેટ હોય જ.લાલ બાગ,કબન પાર્ક,ટીપું સુલતાનનો મહેલ,શિવ ટૅમ્પલ અને ઇસ્કોન ટૅમ્પલ વગેરે જોવાની મજા આવી.ગરમી તો ત્યાં પણ ખૂબ લાગી.મારા વૃદ્ધ આશરે ૯૦ વર્ષે પહોચવા આવેલા ‘બા’ને મળીને ખૂબ વાતો કરીને એક સંતોષ મેળવ્યો.
     *વડોદરા આવીને પણ પેલો વોલ્વોવાળો બનાવ કહીને બધાને ખૂબ હસાવ્યા.ખરીદી,સગાઓને મળવાનું અને એકબે સામાજિક પ્રસંગો,એમાં ક્યારે મહિનો પૂરો થઈ ગયો ખબર જ ના પડી.બે દિવસ પછી ઘાંચીના બળદની જેમ કામમાં જોતરાઈ જઈશું.
ક્યારે દેશ આવીશું અને “હાશ!ઘર આવી ગયું” એવું ક્યારે કહીશું?   I do not  know.

‘એક મિરીન્ડાનો શીશો દ્યો તો’

 હમણાં હસવાનો કાર્યક્રમ ખૂબ ચાલ્યો.પહેલા શ્રી યશવંત ભાઈના ઘરે અને પછી મારા ઘેર .ઘરમાં વિરાટ રાજા  જો પધાર્યા હતા.છે તો નાના ૧૧ વર્ષના હશે.પણ એમની રમુજ સેન્સ વિરાટ છે,કોઈ મોટા માણહને શરમાવે એવી છે.શીઘ્ર કવિની જેમ શીઘ્ર ઉત્તર હાજર જ હોય.કોઈઅમેરિકન બાળક જેટલા હેલ્ધી એટલે પોતાને ભીમરાજ કહે.બીજાની મશ્કરી કરવામાં ઉસ્તાદ એટલા પોતાની પણ કરી જાણે.પોતાને બેબી અપ્પુ,કે બેબી એલીફન્ટ કહે છે.એમના ફેમીલી સાથે પધાર્યા છે.ઘણા બાળકો એમના માતાપિતાની ઓળખાણથી ઓળખાતા હોય છે.ઘણા માતાપિતા એમના તેજસ્વી બાળકોથી ઓળખાતા હોય છે.એમાં માતાપિતાનું ગૌરવ છે.એમના માતાપિતા અને બહેનો સાથે આવ્યા છે.વિરાટસિંહ  મારા ભત્રીજા છે.શરીરે વિરાટ અને બોલવામાં,હસાવવામાં અને મસ્તી કરવામાં અનંત. મારા શ્રીમતી એ આવ્યા ત્યારથી અમાપ બોલવાનું બંધ કરીને અમાપ હસ્યા કરે છે.હવે પેટમાં વળ પડી ગયા છે,દુખાવો શરુ થઇ ગયો છે.પણ હવે કોઈ ઉપાય નથી,બસ હસ્યા કરો.મારા શ્રીમતીએ એમના માસી ગુલાબ  માસીનો ઉલ્લેખ કર્યો તો તત્ક્ષણ સામો શબ્દ આવ્યો રોઝી.અમે બધા હસ્યા તો કહે કહે કેમ ગુલાબ એટલે રોઝ અને ગુલાબ માસી એટલે રોઝી.
     ઘણા માણસો હસે તો હોરીઝોન્ટલ હલતાં હોય કે ડોલતાં હોય છે,અને ઘણા વર્ટીકલ.મારા શ્રીમતી ખડખડાટ હસે તો વિરાટ  કહેશે બમ્પર નીચે આવ્યું.આ ઉપરથી સમજી જવાય કે વિરાટની નિરીક્ષણ શક્તિ અદ્ભુત છે.વિરાટની યાદ શક્તિ ખૂબ,એકજ વાર બોલો એટલે કોમ્પ્યુટરમાં સ્ટોર થઇ જાય અને એની પેરોડી શરુ.મેં વાતો વાતોમાં અને મજાકમાં કહેલું કે રીલીજન ઈઝ પોઈઝન,રીલીજીયસ માઈન્ડ એક ટ્રેકથીજ વિચારતું હોય છે.મજાકમાં એટલા માટે કે હું ભલે પોઈઝન માનતો હોઉં પણ બીજા એને મધ જેવો માનતા હોય,તો મારે શું?અમે ઘણા વર્ષે મળ્યા છીએ માટે કોઈ એક વિષય પર ટકતાં નથી.ઘણું બધું સામટું કહેવાનું અને સાંભળવાનું હોય છે.કલાક પછી વિરાટ એમના મોટા બહેનને કહે મારા અંદાઝમાં રીલીજન ઈઝ પોઈઝન.એમના બહેને પૂછ્યું કે But  why? તો વિરાટ કહે ‘રામ જાણે’.
અમે મોલમાં ગયા.સારાભાઇ કેમિકલ હવે બંધ થઇ ગયું છે.એનું નાનકડું પ્રોડક્શન યુનિટ કરખડી ખસેડાઈ ગયું છે.એની મૂળ જગ્યાએ મોલ બની ગયા છે.વિરાટને મિરીન્ડા બહુ ભાવે.સ્ટોર પર જઈને કહે ‘એક મિરીન્ડાનો શીશો દયો તો’ .પેલો ખૂબ હસે.અહી બધા બોટલ શબ્દ સંભાળવા ટેવાયેલા.મને પણ જૂની યાદ તાજી થઇ ગઈ.અમે પણ કેરોસીનની શીશી એવો શબ્દ વાપરતા.બે દિવસ હસવામાં ક્યારે પસાર થઇ ગયા સમજ ના પડી.એમની તળપદી સૌરાષ્ટ્રની ભાષા પણ મજાની મીઠી લાગે.વિદાય ટાણે બધાને વળગીને મળી,લાડ પ્યાર કરીને ગયા તો અમારા બધાના હૈયા અશ્રુઓથી ભીંજાઈ ગયા હતા.

હસતું હસાવતું વ્યક્તિત્વ.

હસતું હસાવતું વ્યક્તિત્વ.

‘બાપુ ઘોડા પલાણો’

 ‘હા!બસ હમણાં આવ્યો સમજો,પણ ટટ્ટુ ઉપર’

પ્યારા મિત્ર યશવંતભાઈનાં બે દિવસથી ફોન આવતા હતા.પણ અહી આવીને બે ત્રણ લગ્ન સમારંભ અને બીજા સામાજિક કામોમાં એવું વ્યસ્ત થઇ જવાયું કે એમને ફોન કર્યા પછી જઈ શકાતું નહોતું.કાલે સવારે એમની હસતી હસાવતી તળપદી ભાષામાં કહ્યું કે બાપુ હવે તો ઘોડા પલાણો.હોન્ડાની કે બીજી કોઈ બાઈક ઉપર જાઉં તો ઘોડો કહેવાય,પણ નાનકડા સ્કૂટીને તો ટટ્ટુ જ કહેવાય ને?એક સ્વચ્છ,સુઘડ ઘરમાં એવા જ સંસ્કારી અને મુખ પર નિર્દોષ આડંબર વિનાનું હાસ્ય ફરકાવતા એક ભારતીય સ્પર્શનો અનુભવ કરાવતા પ્રેમાળ કુટુંબને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

ખૂબ વાતો કરી.ખૂબ હસ્યા.શબ્દે શબ્દે હળવો કટાક્ષ પીરસવાની એમની આવડત અદ્ભુત છે.આ મોંઘવારીના જમાનામાં સસ્તો કટાક્ષ શ્રી યશવંતભાઈનો હોઈ શકે ખરો?માટે જ મેં એકવાર લખેલું કે ગુજરાતી સાહિત્ય જગત એક સારા હાસ્ય લેખકની કદર કરવાનું ચુકી રહ્યું છે.પણ એમને તો એમના વખાણ કરીએ તો પણ રોકે.મને તો બસ એમને સંભાળવાની મજા આવી.કવિશ્રી રમેશ પારેખ સાથેની એમની મુલાકાતોની વાતો હોય કે કહેવાતા ચિંતક શ્રી ગુણવંત શાહ સાથે અછડતી મુલાકાતની વાતો હોય,એમનો હાસ્ય રસ બસ પીધા જ કરો.બડકમદાર શ્રી ચંદ્રકાંત બક્ષી સાહેબને પણ ખૂબ યાદ કર્યા.બક્ષી સાહેબ એક કહેવાતા ચિંતકની ચિંતન કણિકાઓ વિષે શું કહેતા તે યાદ કરીને પણ ખૂબ હસ્યા કે બધા સારા સારા શબ્દો જેવા કે સત્ય,અહિંસા,પ્રેમ જેવા અનેક શબ્દો જુદી જુદી ચિઠ્ઠીઓમાં લખી એક કટોરામાં હલાવીને ભેગી કરી નાખો,એમાંથી થોડી ઉપાડીલો અને ચિંતન કણિકા બનાવી નાખો.વાહ!બક્ષી સાહેબને કોઈ ના પહોચે.ગુજરાતી સાહિત્ય જગતમાં એમના જેવો કોઈ મર્દ પાક્યો નથી.

શ્રી યશવંતભાઈની વાર્તાઓ ચાંદનીમાં આવતી હતી.સરવાણીમાં આવતા ચર્ચાપત્રોની જૂની સ્મૃતિઓ જોઈ.પ્રો.જશવંત શેખડીવાળા કોઈ કૃતિની વિવેચના કરતા ત્યારે કહેતા કે તેઓ કૃતિને નજર સમક્ષ રાખે છે,કૃતિકારને નહિ.ઘણા સમર્થ સાહીત્યકારોની કૃતિ નબળી પણ હોઈ શકે અને નવોદિતની કૃતિ સબળ હોઈ શકે.જાણીતા અધ્યાત્મનાં આફરાને વરેલા શ્રી સુંદરમની નબળી કૃતિઓ પણ એમની ઝપટમાં બચી શકી નહોતી.શ્રી યશવંતભાઈની સબળ કૃતિઓ આપણે માંણી ચુક્યા છીએ.જયારે એનું પ્રમાણ પ્રો.જશવંત શેખડીવાળા આપે ત્યારે પછી શું પૂછવાનું હોય?

મને કવિતાઓ માણવાનું ગમે,પણ જ્યારે કલ્પનાઓના તરંગમાં ઉડતી કવિતાના બદલે ધરતી સાથે જોડાયેલી કવિતા મળી જાય તો માણવાનું ખૂબ ગમે.અને એવી કવિતા કરતો કવિ એટલે શ્રી યશવંતભાઈ.એક હાસ્ય લેખક,વાર્તાકાર,ગઝલકાર અને કવિ ઘણી બધી ખૂબીઓ એકસાથે.ભવાઈ નાટકો એમની આગવી ખૂબી.

શ્રી જુગલભાઈ,શ્રી ધોળકિયા સાહેબ,શ્રી અશોકભાઈ અને બીજા બીજા મિત્રોને ખૂબ યાદ કર્યા.શ્રી હેમંતભાઈ પુણેકરને ખાસ યાદ કર્યા.રૂબરૂ મળનારા મિત્રોમાં હેમંતભાઈ પછી હું હતો.હેમંતભાઈ શુદ્ધ ગુજરાતી ઉચ્ચારે,એમના ઉચ્ચારમાં ‘શ’ અને ‘સ’નો ભેદ પણ પરખાઈ જાય.અરે અનુસ્વાર પણ પરખાઈ જાય.કોઈ ગુજરાતી પણ આટલી ચોકસાઈ ના રાખે.એક મહારાષ્ટ્રીયન મિત્ર પાસે થી ગુજરાતી મિત્રોએ શીખવા જેવું છે.મેં અગાઉ પણ કોઈ પ્રતિભાવમાં લખેલું કે આપણો કોઈ મિત્ર મરાઠીમાં કશું લખે છે ખરો?હેમંતભાઈ ગુજરાતીમાં કવિતા કરે તે ગૌરવની વાત છે.અને જયારે એમની સ્વર શુદ્ધતાની વાતો શ્રી યશવંત ભાઈના મુખે સાંભળી ત્યારે??શ્રી હેમંતભાઈને એક સલામ!!

ઘેર મહેમાન મળવા આવી ચુકેલા હતા,ફોન પર ફોન આવતા હતા.પણ અમારી વાતો ખૂટતી નહોતી.ફરી મળવાનું વચન આપી મેળવી મારા યાંત્રિક ટટ્ટુ પર બેસી,ધૂળ ફાકતો,ગરમી વેઠતો,પ્રદુષણના ઘૂંટડા ગળતો ઘેર ભાગ્યો.છતાય કોઈ ઊંઘમાંથી ઉઠાડી પૂછે તો હું કહીશ કે મારું પ્રિય શહેર વડોદરા છે,દેશ મારો ગુજરાત,ભારત મારો આત્મા અને હું છું એક ગર્વિષ્ઠ ગુજરાતી.

આતમ પ્રવેશ,સ્વદેશાગમન

topographic map of India
Image via Wikipedia

હું લખતો હોઉં છું કે ભારત મારો આત્મા છે,અને ગુજરાત મારો દેશ.પ્યારા મિત્રો ૧૯ ફેબ્રુઆરીની રાત્રે એક વાગ્યે ભારતની આર્થિક રાજધાની એવા મુંબઈ ખાતે લુફ્થાન્સા એર લાઈન દ્વારા મારા આત્મા સમાન ભારતમાં ઉતર્યો.એક પ્યારી ઉત્તેજના હતી.અંગત કારણોસર જુદા જુદા પ્લેનમાં આવવાનું થયેલું.દીકરા યુવરાજસિંહ બેત્રણ કલાક વહેલા આવીને મારી રાહ જોતા હતા.હું મ્યુનિક ઊતરીને ચાર કલાક ત્યાં સમય પસાર કરી બીજા પ્લેનમાં બેઠેલો એ બહાને મ્યુનિક (જર્મની) એક સુંદર,અતિશય સ્વચ્છ અને અત્યંત આધુનિક એરપોર્ટ જોવા મળ્યું.અત્યંત મોંઘી એવી બ્રાંડ નેઈમ વસ્તુઓના સ્ટોરમાં ફરતા ફરતા મારી નજર પડી એક સાઈન બોર્ડ ઉપર જ્યાં “ॐ” લખેલું જોયું,સાથે જોયું તો બીજા ધર્મોના ચિન્હો પણ હતા.આગળ વાચ્યું તો યોગા અને પ્રેયર રૂમ ની દિશા દર્શાવતો એરો હતો.હા!મિત્રો યોગા અને પ્રાર્થના કરવા માટે એક અલગ રૂમની વ્યવસ્થા હતી.ચાલો ભારતના યોગની કદર વિદેશીઓ તો કરે છે.આપણે યોગના નામે ભોગ કરીએ છીએ,ભોગમાં પણ કશું ખોટું નથી.પણ યોગના,સાધુતાના નામે ભોગ કરવો તે દંભ કહેવાય.મને અહી કન્ફ્યૂજન હતું કે મારી બેગ મુંબઈ જતા પ્લેનમાં બદલાઈ જશે કે નહિ?કે મારે જાતે બેગ મેળવીને ફરી જમા કરાવવી પડશે?જોકે me મ્યુનિક ઊતરીને પહેલું પૂછી લીધું તો કહે તમારે ચિંતા કરવાની જરૂર નથી.પણ એક યુ.એસ.થી આવેલા ભાઈની બેગના અનુંશન્ધાનમાં માઈક પર જાહેરાત થઇ તો હું પણ ગભરાયો.ફરી ત્યાં સર્વિસ સેન્ટર પર જઈ ને પૂછ્યું.આ લોકોનો વિવેક જોઇને ખુબ માન થાય અને આપણે ત્યાના કર્મચારીઓની તોછડાઈ જોઇને ખુબ ગુસ્સો આવે.જોકે મારે ચિંતાનું કારણ નહોતું. પહેલા વિદેશી એર લાઈનમાં ભારતીય ભોજન એમાય શાકાહારી ભોજન અલભ્ય હતું.પણ મને અગાઉથી સિલેક્ટ કર્યા મુજબ દાલ ફ્રાય અને રાઈસ સૌથી પહેલો આપી ગયો.એવી રીતે મ્યુનીકથી પણ શુદ્ધ શાકાહારી સ્વાદીસ્ટ ભોજન ભરપેટ મળી ગયું.નુવાર્કથી મ્યુનિક સુધી તો પ્લેનમાં હું એકલોજ ભારતીય હતો,પણ મ્યુનિકથી લગભગ ભારતીયો જ વધુ હતા.આગળની સીટમાં નાનો ટીવી સ્ક્રીન લગાવેલો હોય છે,ત્યાંથી તમે ફિલ્મો,મ્યુજિક અને ટીવી શો દેખી શકો છો.બાજુમાં બેઠેલા એક શ્વેત ભાઈ પંડિત રવિશંકરનું સિતારવાદન સાંભળતા હતા.પ્લેનમાં પણ વિદેશી એર હોસ્ટેસ અને દેશી એર હોસ્ટેસ વચ્ચેનો ભેદ પરખાઈ આવતો હતો.બે એર હોસ્ટેસ ભારતીય પંજાબી હતી.એમની વાણીમાં ભારતીયો પ્રત્યે તોછડાઈ અને વિદેશીઓ પ્રત્યે યંત્રવત વિવેક દેખાઈ આવતો.જ્યારે વિદેશી એર હોસ્ટેસ સદાય હસતી જણાતી.એરાઈવલ સિક્કા મરાવ્યા પછી મુંબઈમાં આગળ વધ્યો ત્યાં સફેદ(Custom) કપડામાં લુંટારા સ્વાગત કરવા તૈયાર ઉભા હતા,એમને મદદ કરવા ખાખી(Police) કપડા પહેરેલા લુંટારા મૂછમાં મલકાતા ઉભા હતા,ચાલો બકરાઓ આવી ગયા છે હલાલ કરી નાખીએ.એના પહેલા જ્યાં તમારી બેગ્સ લેવા ઉભા હોય ત્યાં એમના દલાલો આવી જતા હતા અને પૂછતાં કે બેગ બહાર કઢાવી નાખવી છે?કોઈ તકલીફ કે ચેકિંગ વગર?૫૦ ડોલર્સ થશે.બહુ રકજક કરોતો ૩૦ ડોલર્સ.તો પછી સ્કેનીગ વખતે આરામથી બેગ બહાર નીકળી જાય.પેલો ભાઈ બેગ બેલ્ટ ઉપર મુકે એટલે સમજી લેવાય કે જવા દો.પૈસા ચૂકવાઈ ગયા છે.જાતે મુકો તો આવી બન્યું,સમજાઈ જવાય કે પૈસા ચૂકવ્યા નથી.હજાર વાંધા કાઢશે.શું શું લાવ્યા છો?આટલા બધા પરફ્યુમ્સ એક સાથે લગાવશો?ચાર ઘડિયાળ એક સાથે બાંધશો?બધું ફેંદી નાખશે.નકલી જ્વેલરીને અસલી છે તેવું કહેશે,૨૦૦ રૂપિયાની ઘડિયાળના ૧૨૦૦૦ કહેશે.છેવટે તમારે પૈસા એટલે લાંચ ચુકવવા મજબુર થવું પડે તેવું વાતાવરણ ઉભું કરી નાખશે.એક ખાખી લુંટારાને બોલાવી કહેશે જાવ સામેની રૂમમાં અને આને ૫૦ ડોલર્સ આપી દો.ટૂંકમાં ૫૦ ડોલર્સ આપી દો તો RDX ભરેલી બેગ પણ નીકળી જાય.કોઈ ફિકર નહિ. હું આ બધો સિનારિયો લાઈનમાં ઉભો ઉભો જોતો હતો.મારી બેગમાં કશું હતું નહિ.જે હતું તે અગાઉથી ક્લીયર કરાવી યુવરાજસિંહ ઉભા હતા.me વાતો સાંભળેલી પણ મારો આવો પહેલો અનુભવ હતો.દીકરા અગાઉ બે વાર આવી ચુકેલા હતા.એમણે શોર્ટ કટ અપનાવી લીધેલો.તમે પહેલી વાર વિદેશથી આવો તો સગા સંબંધી અને મિત્ર મંડળ માટે કશું લાવો તો ખરાજ ને?દીકરાને ખબર કે બાપુ ઝગડી પડશે માટે મારી બેગમાં કપડા સિવાય કશું મુકેલું જ નહિ.બે દીકરાઓ મોર્ડન સંબોધન પપ્પા કહે છે જ્યારે આ વચલા યુવરાજસિંહ કાયમ ભારતીય ટચ વાળું સંબોધન બાપુ કહે છે જે મને ખુબ વહાલું લાગતું હોય છે. બરોડા આવવા માટે ડોમેસ્ટિક પર વહેલા આવી ગયેલા,સમય ઉપડવાનો ૫-૧૫ જેવો હતો.ત્યાં બેઠા હતા અને ૬ વર્ષે પહેલી વાર આવ્યો તો સૌથી પહેલું સ્વાગત કરવા એક જુનો મિત્ર આવી પહોચ્યો.કાનમાં ગણગણાટ કરી એક ચટાકો ભરી ભવ્ય સ્વાગત કરી ગયો.જતા જતા કહેતો ગયો કે વેલકમ હોમ.મારા હાથનું હલન ચલન જોઈ,દીકરા હસતા હતા.હેમખેમ વડોદરે પહોચી તો ગયા.છ વર્ષે મોટા દીકરા ધ્રુવરાજસિંહને મળ્યો.ચાર દિવસ તો સાહસ ચાલ્યું નહિ કે દ્વિચક્રી વાહન લઈને એકલા બહાર જવાનું.દાંડિયા બાઝાર અગ્નિ શાંતિ કેન્દ્ર ચાર રસ્તે ખરા બપોરે ટ્રાફિક સિગ્નલ લાઈટ બંધ જોઈ ખુબ આશ્ચર્ય થયું.આજે એક જુના પ્યારા વડોદરાના નંબર વન ફોટોગ્રાફર મિત્ર રશ્મીન શાહને મળવા ગયો.me કહ્યું આવું કેમ ટ્રાફિક સિગ્નલ બંધ કેમ હોય છે?તો કહે અહી અન્ડર સ્ટેન્ડીગ ખુબ હોય છે.ટ્રાફિક સિગ્નલ બંધ હોય તો કોઈ વાંધો ના આવે.બધા એકબીજાને સમજીને વાહન આગળ ચલાવી લે.અમે બંને ખુબ હસ્યા. ખાસ તો મારા ૮૫ વર્ષના વૃદ્ધ “બા”ને મળવા આવ્યો છું.પ્યારા મિત્રો હમણા બ્લોગ પર નિયમિત આવી નહિ શકું,લખી નહિ શકું,કોમેન્ટ્સ એપ્રુવ નહિ કરી શકું,તો ક્ષમા કરશો.

તુ..તુ..તુ ! ! તુ તુ.. તારા ! ! ____કરતા કૂતરાં સારા ! !

Silver fox
Silver fox (Photo credit: Wikipedia)

તુ..તુ..તુ!!તુતુ..તારા!!____કરતા કૂતરાં સારા!!

મિત્રો આ ખાલી જગ્યામાં કોઈ પણ સારા નેતાનું નામ લખી શકો છો. સારા એટલે ભ્રષ્ટાચાર કરવામાં સારા, કાબેલ. મહારથી કે જેમના સ્વીસ બેન્કોમાં અઢળક રૂપિયા હોય. કૂતરાં ઉપર હાલ ખૂબ રિસર્ચ ચાલી રહ્યું છે. બહુ સરસ જ્ઞાનવર્ધક ડોક્યુમેન્ટ્રી જોવા મળી. કૂતરાં એવું પ્રાણી છે જે માનવની સૌથી નજીક છે. લાગણીઓ અને ભાવનાઓથી માનવ સાથે  જોડાયેલું આ પ્રાણી બહુ ઉમદા ગુણો ધરાવે છે.

હવે અગાઉ એવું માનવામાં આવતું હતું કે કૂતરાના પૂર્વજ તરીકે કાયોટી, ફોકસ, જેકલ, આફ્રિકાના જંગલી શિકારી કૂતરાં હોવા જોઈએ. કૂતરાં એક ડોમેસ્ટિક ઘરેલું પાલતું જનાવર છે. બીજી શક્યતા એના પૂર્વજ તરીકે વરુની હતી. એન્થ્રોપોલોજીસ્ટ બધી શક્યતાઓ વિચારતા હતા, પણ જિન્સ હવે સાચું બોલી જાય છે. કૂતરાના પૂર્વજ વરુ છે, આફ્રિકાના જંગલી કૂતરા પણ નહિ. ૯૯.૮% કૂતરાના જિન્સ વરુને મળતા આવે છે. વરુના જિન્સ મ્યુટ થઈને ધીમે ધીમે કૂતરાં બન્યા છે. મ્યુટેશન એટલું બધું વિવિધ છે કે જાત જાતના કૂતરાની જાતો વિકસી છે.

ઈંગલેન્ડની લિંકન યુની, હંગેરી, સ્વીડન અને સાયબેરીયામાં થયેલા આધુનિક રિસર્ચ શું કહે છે તે જોઈએ.
માનવ ચહેરો એકદમ પરફેક્ટ સીમેટ્રીકલ હોતો નથી. ચહેરાના ડાબા અને જમણા બંને ભાગ થોડા જુદા જુદા હોય છે. આધુનિક કોમ્પ્યુટર સોફ્ટવેર વાપરી એક માનવ ચહેરાના બરોબર વચ્ચે થી બે ભાગ પાડો. હવે ડાબા ભાગને ઉલટાવી ફરી ડાબા ભાગ જોડે જોઈન્ટ કરો અને તેવી રીતે જમણા ભાગને ઉલટાવીને મૂળ જમણા ભાગ સાથે જોઈન  કરો.. હવે બે ચહેરા એકજ માનવના થશે અને તે બંને જુદા દેખાશે. જેટલો ચહેરો સીમેટ્રીકલ એટલો વધુ સુંદર દેખાય. હવે આપણે જ્યારે કોઈ ભાવ દશામાં હોઈએ જેવા કે ગુસ્સો, પ્યાર, ખુશી ત્યારે આપણાં ચહેરાનો જમણો ભાગ ભાવ વધારે સારી રીતે પ્રદર્શિત કરતો હોય છે ડાબો ભાગ જરા ઓછો.

માટે એક માનવ બીજા કોઈ માનવનો ચહેરો જોશે તો પહેલા જમણો ભાગ જોશે પછી ડાબો. અત્યંત આધુનિક વિડીયો કૅમેરા અને eye સ્કેનર સોફ્ટવેર વડે ઉપરની વાત સાબિત થઈ છે. હવે આપણી સામે કોઈ માનવ ચહેરો આવશે તો આપણે ઉપર મુજબ એના ચહેરાનો જમણો ભાગ પ્રથમ જોઈશું. એના માટે આપણે ડાબી તરફ જોવું પડશે.કારણ સામેની વ્યક્તિના ચહેરાનો જમણો ભાગ આપણી ડાબી તરફ હશે. માટે આપણે પ્રથમ ડાબી બાજુ જોવા માટે ટેવાયેલા હોઈ છીએ. હવે કોઈ માનવ ચહેરાને બદલે કોઈ ઑબ્જેક્ટ કે વસ્તુ હશે તો આવું નહિ બને કારણ વસ્તુને કોઈ ભાવ હોતો નથી. પશુઓ પ્રત્યે પણ આપણે એવા કોઈ ભાવ પ્રદર્શનની આશા રાખતા નથી.

કૂતરા માનવની સૌથી નજી કેમ છે તેનું રહસ્ય આ વાતમાં છે. વિકાસના ક્રમમાં માનવ સાથે રહીને કૂતરા માનવ ચહેરાનો જમણો ભાગ પ્રથમ જોવાનું શીખી ગયા છે. એટલે કૂતરા સામે કોઈ વ્યક્તિ આવે તો ડાબી તરફ પહેલા જુએ છે. માટે કૂતરા માનવનું ભાવ પ્રદર્શન વાચવાનું શીખી ગયા છે અને જાણે છે. બીજું ખાસ કે કૂતરા પણ કોઈ ઑબ્જેક્ટ કે વસ્તુ તરફ કે બીજા કૂતરા તરફ પણ આવી રીતે જોતા નથી. ખાલી માનવ ચહેરા પ્રત્યેજ આવી રીતે જુએ છે. માટે કૂતરા માનવની સૌથી નજીક લાગણીઓ અને ભાવનાઓ વડે જોડાયેલા છે. વૈજ્ઞાનિકોએ અસંખ્ય પ્રયોગો અને આધુનિક ટેકનોલોજી વડે આ સત્ય ઉજાગર કર્યું છે. બીજા કોઈ પ્રાણી આવી રીતે માનવ ચહેરાને જોતા નથી.

વરુના બચ્ચા પાળીને વૈજ્ઞાનિકોએ જોઈ જોયું, ચાર મહિનામાં પાછાં મોકલી દેવા પડ્યા. માનવની જેમ વરુ પણ સોશિયલ શિકારી પ્રાણી છે. જોડે શિકાર કરતા કરતા બંને એકબીજાસાથે નજીક આવ્યા. આર્કિયોલોજિસ્ટ કહે છે ૩૦,૦૦૦ વર્ષમાં વરુ પાલતું થઈને કૂતરા બન્યા, જ્યારે જેનેસેસિસ્ટ કહે છે વરુમાંથી જિન્સ મ્યુટ થઈને કૂતરા બનતા એક લાખ વર્ષ થયા હશે. એક કૂતરું ૩૪૦ શબ્દો જાણે છે. રમકડાનો ઢગલો પડ્યો હોય તમે જે નામ બોલો તે રમકડું કાઢી બતાવે. એક રૂમમાં રમકડા કે કોઈ પણ વસ્તુઓ રાખો, અને એવો બીજો સેટ બીજી રૂમમાં રાખો તમે જે વસ્તુ બતાવશો તેની કોપી બીજી રૂમમાંથી લઈ આવશે. વસ્તુનાં ત્રણ ડાયમેન્શન હોય છે જ્યારે તેજ વસ્તુના ફોટાને એકજ ડાયમેન્શન હોય છે. છતાં વસ્તુનો ફોટો બતાવો કૂતરું બીજા રૂમમાં જઈ તે વસ્તુ લઈ આવશે. ચીમ્પ કરતા પણ કૂતરા હાથનો ઇશારો જલદી સમજી જાય અને કહો તેમ કરે છે. હાથ ઠીક ખાલી આંખનો ઇશારો કરો તો પણ ચાલે.

સાયબેરીયા રશિયામાં એક ફાર્મમાં શિયાળ(Silver Fox) ઉપર પ્રયોગો કરવામાં આવેલા. હાલ પણ ચાલુ છે. શિયાળ ખૂબ અગ્રેસીવ હોય છે. એના પાંજરાને હાથ પણ લગાવી ના શકો. હવે ૧૦૦ માંથી એક શિયાળ જરા ઓછું અગ્રેસીવ હોય છે. તેવા શિયાળ ભેગાં કરી એમના બચ્ચા ઉછેરવામાં આવ્યા. પછી એમની પેઢીઓ ઉછેરવામાં આવી. ત્રીજી પેઢીએ આક્રમકતા ઓછી થવા લાગી. અને ૫૦ વર્ષ પછી સાવ નરમ સ્વભાવના તેડીને ફરી શકાય તેવા શિયાળ પેદા કરી લીધા છે. હવે જેમ આક્રમકતા ઓછી થવા લાગી અને માનવ સહવાસ વધવા લાગ્યો તેમ શિયાળના જિન્સ મ્યુટ થતા થતા એમના કલર અને સાઈજ અને શેપ પણ બદલાવા લાગ્યો છે. જે શિયાળ કાળાં કલરના હતા તેમાં સફેદ રંગના ધબ્બા અને કલર બદલાવ આવવા લાગ્યો છે.

જંગલી શિયાળની પૂંછ લાંબી અને આ પાલતું બનેલા શિયાળની પૂંછ ટૂંકી થવા લાગી છે અને સીધી રહેવાને બદલે વાંકી કૂતરાની જેમ થવા લાગી છે. વાંકી પૂંછ સારી નિશાની છે. ખાલી કૂતરા માટે…માનવ માટે નહિ,  માનવ વાંકો હોય તો ઝોખમી હોય છે. કદાચ થોડા વર્ષો પછી રશિયામાં લોકો કૂતરાની જેમ શિયાળ પાળવા લાગે તો નવાઈ નહિ.  પ્રોજેક્ટ ખૂબ લાંબો ચાલ્યો છે. હજુ ચાલુ જ છે. બસ અહી કૂતરા વિષે સમજાઈ જાય કે કૂતરાની જાતજાતની ભાતભાતની જાતો કેમ વિકસી છે.

કોઈ નાના બાળકનો ચહેરો જુઓ તો તમને પ્રેમ ઊભરાઈ આવશે. તમારા ચહેરાના ભાવ બદલાઈ જાય છે. કૂતરા બેબી ફેસ ધરાવે છે. મનમાં ડર ના હોય તો કૂતરાના ચહેરા બાળક ચહેરાની ગરજ સારે છે. બાળકને ધવડાવતી વખતે અને વહાલ કરતી વખતે માતાનાં શરીરમાં ઓક્સીટોસીન સ્ત્રાવ થાય છે જે તનાવ દુર કરે છે. હાર્ટનાં રોગ હોય તો ફાયદો થાય છે. મન શાંત થઇ જાય છે. માતા સિવાય બીજા લોકો જયારે બાળકને રમાડે ત્યારે પણ ઓક્સીટોસીન પેદા થાય છે, જે હેલ્થ માટે સારું છે. બસ એવુજ કૂતરાને રમાડતી વખતે ઓક્સીટોસીન પેદા થાય છે. સ્ત્રીઓને કદાચ આ કારણસર હાર્ટ એટેક ઓછા આવતા હશે.
તુ.. તુ.. તુ. તુ તુ.. તારા ! ! ભ્રષ્ટ નેતાઓ કરતા કૂતરા સારા ! ! !

Dr.Lyudmila Trut(સિલ્વર ફોકસ ઉપર સંશોધન કરનાર)

એક વર્ષ પૂરું થયું ગુજરાતી બ્લોગ જગતમાં!!!

એક વર્ષ પૂરું થયું ગુજરાતી બ્લોગ જગતમાં!!!

વહાલા મિત્રો,

*આજે એક વર્ષ પૂરું થયું. ૨૦૦૯ની પાંચમી ડિસેમ્બરે આ બ્લોગ શરૂ કરી ને પોસ્ટ
મુકવાનું શરૂ કરેલું. આ પહેલા બ્લોગ સ્પોટમાં એક બ્લોગ બનાવેલો. પણ અંદર શું લખવું
સમજ પડતી નહોતી. વળી ગુજરાતીમાં જ લખવું હતું તે હજુ શીખવાનું બાકી હતું. ઘણા સમય તે બ્લોગ એમ જ પડી રહ્યો. એમાં અજ્ઞાનતાવશ મંતરવામાં  બીજો બ્લોગ બની ગયો. એને ડીલીટ કર્યો. થોડા આર્ટીકલ એમાં મુક્યા. પણ કશું જામતું નહોતું. જો કે લખવામાં પણ હજુ ઘડાયો નહોતો.એવામાં વર્ડપ્રેસના બ્લોગ જોયા. એક બ્લોગ છે પછી બીજો બનાવીને શું કામ?પણ પાછું થયું ચાલો અહી અજમાવીએ.અને એક વર્ષ પહેલા અહી પગ મુક્યો. પાંચ  દિવસ તો એમજ નીકળી ગયા. પહેલો ટકોરો કોમેન્ટનો પંચમભાઈએ ૧૦મી ડિસેમ્બરે માર્યો. ચાલો કોઈને ગમ્યું ખરું. ચાર દિવસ પછી ૧૪મી ડિસેમ્બરે આવ્યા મીતાબેન. પછી આવ્યા ૧૯મીએ યશવંતભાઈ. ઉત્સાહપ્રેરક પ્રતિભાવોનો મારો ચલાવ્યો. બસ પછી એક પછી એક સુજ્ઞ વાચકો
મળતા રહ્યા અને અભિપ્રાયો પણ મળતા રહ્યા. ભજમનભાઈની કાનની બુટ ગરમ થઇ ગઈ. ઉત્સાહ વધતો ગયો અને હું ઘડાતો પણ ગયો.
*આ જગત અજ્ઞાત છે. જ્ઞાનનો  સમુદ્ર અફાટ અને અથાહ છે. નાનકડી “કુરુક્ષેત્ર” નામની નાવડી લઈને નીકળી પડ્યો છું. પહેલો ધક્કો માર્યો છે પંચમભાઈએ એમનો ખુબ આભાર. યશવંતભાઈએ તો હડી કાઢીને નાવડીને જોરદાર ધક્કો આપી દીધો. મીતાબેન તો હજુય સતત સાથ આપી રહ્યા છે. એમના સતત ઉત્સાહ આપતા વચનો, ઘણી બધી વ્યસ્તતા વચ્ચે મારા લેખોનું સંપાદન કરી મારું પુસ્તક માર્કેટમાં મૂકી દીધું.એમના વ્યસ્ત વૈજ્ઞાનિક પતિદેવ શ્રી
ભુપેન્દ્રભાઈ ભોજકનો પણ એમાં મહત્વનો ફાળો મળ્યો છે. પછી તો ઘણા બધા મિત્રોનો સાથ
અને સહકાર પ્રાપ્ત થયો છે. રશ્મીભાઈ તો વળી નરકમાં પણ સાથે આવ્યા અને લોકપડકાર
સાપ્તાહિકમાં પણ પાડોશી બન્યા.લાંબા લાંબા માહિતીપ્રદ પ્રતિભાવો આપી મારા લેખોની
કમી પૂરી કરનાર શ્રી અશોકભાઈ જેવા મિત્ર મળ્યા છે.એમના માતુશ્રીના અવસાન
નિમિત્તે એમના શોકમાં સહભાગી થઈએ.નામી અનામી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
વાચક મિત્રો, બ્લોગર મિત્રો સાથે અજ્ઞાત સમુદ્રમાં ફરીએ છીએ. આ તો
પરિવર્તનનાં નિયમ સાથે અને વિચારોના ઇંધણ વડે ચાલતી નાવ છે ભાઈ. અહી પરંપરાના
બંધિયાર ગંધાતા  કુવામાં ડૂબકાં ખાતા ફેનાટીક,લુનાટીક  લોકોનું કામ નથી.એવા મિત્રો
પીઠમાં છરી ભોકીને પાછા ભાગી પણ ગયા છે,અને દુરથી ઈર્ષ્યાના માર્યા સળગતા ઉમ્બાડીયા
ફેંકી રહ્યા છે. આતો અફાટ અનંત સમુદ્રમાં તરવાનું છે ભાઈ. અહીં તો હિંમતવાળાનું
કામ છે. પૂર્વગ્રહોનાં વાડે પુરાયેલા ઘેટાઓનું કામ નથી.
*મિત્રો ક્યારેય અસહમતી દર્શાવતી કોમેન્ટ્સ પાસ ના કરી હોય તેવું કર્યું
નથી.હા ઢંગધડા વગરની અસંગત અને ફક્ત વિવાદ કરવા પુરતી જ કરવામાં આવતી હોય
તેવી કોમેન્ટ્સ પાસ નહિ હોય.ભાઈ એટલો તો હક હોય કે નહિ દરેક પ્રતિભાવ નીચે આભાર થેંક્યું કે ઉત્તર આપવો જરૂરી તો હોતો નથી.છતાં ઉત્તર
શક્ય આપ્યા છે.ગ્રામર મારું સારું નથી.જોડણી પણ સારી નથી.હમણા
વળી સ્પેલ ચેકર મળ્યું છે તો એમાં વળી શક્ય સુધારીને મુકીએ છીએ.છતાં એમાં પણ
ભૂલો રહી જાય છે.એટલે વાંધા કાઢવા હોય તો હજાર કાઢી શકાય.શ્રી અશોકભાઈ કોઈ ભૂલ હોય
તો જણાવે છે તો એમનો આભાર માની સુધારી પણ લઉં છું.છતાં કોઈને ભૂલો દેખાય તો
માફ કરશો.

*આજ સુધી આ લખું છું ત્યાં સુધીમાં ૩૯૭૧૫  વ્યૂઅર્સ, એમાં સાચા
કેટલા? ૧૫૫ પોસ્ટ મૂકી છે બધી મારી જ લખેલી કોઈ કોપી પેસ્ટ નહિં. ૨૩૩૫  કોમેન્ટ્સ,
એમાં મારા જવાબો પણ આવી જાય. બસ હવે પાકું સરવૈયું પ્યારા મિત્રો કહેશે, કેવું
લાગ્યું ને કેવું જામ્યું?

એક અનાથ બન્યો રાજા!!!

 પ્યારા મિત્રો ધોબી પછાડ્માથી થોડો બ્રેક લઈએ,જે જરૂરી  છે!!!

He caught me!!!He caught me!!!બળવાન લાંબા હાથોમાં સખત રીતે જકડાયેલી ઓસ્કાર વિજેતા, એના ખડખડાટ મુક્ત અટ્ટહાસ્ય માટે પંકાયેલી હોલીવુડની મહાન અભિનેત્રી જુલિયા રોબર્ટ્સનાં મોમાંથી રાડ નીકળી ગઈ. “એ વિચારતો હશે હું તો જાણે એક ઢીંગલી  છું. વન સંરક્ષકોની ત્વરિત મદદ વડે  છૂટ્યા પછી મને લાગ્યું કે તે મને ઈજા પહોચાડવા માંગતો નહોતો, ખાલી રમવા માંગતો હતો.” આ શબ્દો છે જુલિયા રોબર્ટ્સનાં. એક સમયે હૃદય થડકારો ચૂકી ગયેલું,ખૂબ ગભરાઈ ગયેલી.
રેડ એપ્સ!! ઉરાંગ ઉટાંગ વિષે લોકો ખાસ જાણતાં નથી. એમના વિષે ફિલ્મો પણ બહુ બની નથી. આપણે ચિમ્પાન્ઝી અને ગોરીલા વિષે ઘણું જાણીએ છીએ. ૧૫ મિલિયન વર્ષ થી આખા એશિયા સાઉથ ઈસ્ટ એશિયાથી ચીન સુધી એક સમયે ફેલાયેલા અને જંગલોમાં મુક્ત રીતે વિહરતી આ લુપ્ત થતી જાતી હવે ખાલી ઈન્ડોનેશિયાના બોર્નીયોના જંગલોમાં સર્વાઈવલ માટે સ્ટ્રગલ કરી રહી છે. આ લુપ્ત થતી જતી જાતી  ઉરાંગ ઉટાંગ વિષે દુનિયામાં જાગૃતિ ફેલાય તે માટેની એક ડોક્યુમેન્ટ્રીનાં ઉપક્રમે અને એના હોસ્ટ તરીકે એમાં કામ કરવાનું હોવાથી આ મહાન અભિનેત્રી બોર્નીયોના જંગલોમાં ફરતા હતા. ૧૯૭૬મા શિકારીઓ અને પ્રાણીઓના ગેરકાયદે વેપાર કરનારા લોકોના હાથે માતાનું મૃત્યુ થતા બે વર્ષનો નાનો બાળ ‘કુસાસી’ (નર ઉરાંગ ઉટાંગ) અનાથ બન્યો, પણ પોલીસનાં હાથે  બચીને નેશનલ પાર્કનાં કૅમ્પ Leakey પહોચી ગયો. જાણીતા બાયોલોજીસ્ટ અને Primatologist Dr.Birute Galdikas હવે એના રખેવાળ બન્યા. એક સમયનો અનાથ આજે જંગલનો કિંગ બની રસ્તા વચ્ચે જુલીયાની નજીક બેઠો સફરજન ખાતો  હતો. જાણે બાજુમાં કોઈ છે જ નહિ. ખાવાનું સમાપ્ત કરી વધારે નજીક આવેલી જુલીયાને ૪૦૦ પાઉન્ડ વજન ધરાવતા  આ કુસાસીએ એના મજબુત હાથો વડે પકડીને નજીક ખેંચી લીધી. જરા આ રૂપકડી ઢીંગલી જોડે બે ઘડી રમી લઉં.
ઉરાંગ ઉટાંગ વૃક્ષ ઉપર  ઊંચે લગભગ ૧૦૦ ફીટ ઊચે માળો બનાવે છે. વરસાદ પડે ત્યારે ઝાડની ડાંખળીઓ તોડી છત્રી બનાવી હોય તેમ માથે રાખીને પણ ફરતા હોય કે બેઠાં હોય છે. રોજ નવા વૃક્ષ પર ડાંખળાં તોડી ભેગાં કરી પથારી બનાવી સૂઈ જવાનું. માટે કૅમેરા મેન માટે અઘરું પડે કેમ કે આ જંગલો ખૂબ ગાઢ હોય છે. જ્યાં સુર્યપ્રકાશ પણ નીચે ધરતી પર આવવા માટે ફાંફાં મારતો હોય છે. કુસાસી એક વર્ષ પછી અચાનક ગુમ થઈ ગયો. ત્રણ વર્ષના કુસાસી માટે જંગલમાં જ્યાં ઊડતા સાપ(સાપ ઊડે નહિ, પણ ઊચે ઝાડ પરથી નીચે છલાંગ મારીને નીચે પડે જમીન પર ત્યારે ઊડતા હોય તેમ લાગે), મગર અને બીજા હિંસક પ્રાણીઓ હોય, બચવું મુશ્કેલ હતું. બાળ ઉરાંગ ઉટાંગ ૬ વર્ષ સુધી એની માતાની મદદ વડે જ જીવતા રહી શકતા હોય છે. કૅમ્પમાં બધાને થયું કે આ તો હવે મરી ગયો હશે. એક દિવસ બધા ભોજન કરતા હતા અને ૧૮ મહિના પછી કુસાસી ભોજન ખંડની બારીએ ડોકાયો. કુસાસી બીજા અનાથ ઉરાંગ ઉટાંગ કરતા જરા જુદો હતો. માનવજાતની કંપની એવોઈડ કરતો. માનવજાતે એની માતાને મારેલી, પણ અહિ કૅમ્પમાં વસતા માનવો એવા નથી તે સારી રીતે સમજતો હતો માટે જ પાછો આવેલો. એની બચપણની સખી હતી ‘પ્રિન્સેસ’ ખૂબ બુદ્ધિશાળી માદા ઉરાંગ ઉટાંગ. ગેરી એનો પલક પિતા હતો. એણે પ્રિન્સેસને ૩૦ જાતની સાઇન લૅન્ગ્વેજ શિખવાડી હતી. ગેરી પોતાની પીઠ પર પ્રિન્સેસને  બેસાડી તરણકુંડમાં સ્વીમીંગ કરતો. એ કહેતો મારે બે બાળકો છે એક હ્યુમન અને એક આ ઉરાંગ ઉટાંગ. ૨૫ વર્ષ પછી પ્રિન્સેસ ત્રણ નાના ઉરાંગ ઉટાંગની માતા બન્યા પછી પણ ગેરીને એટલુજ ચાહતી હતી. એમની વચ્ચેના સંબંધોમાં કદી ઓટ આવી નહોતી. પ્રિન્સેસ લાકડામાં હથોડી વડે ખીલી ઠોકી શકતી. દરવાજાના તાળા ખોલી  ને અંદર જઈ શકતી. એના બાળ ઉરાંગ ઉટાંગને લઈ  નાવડીમાં બેસી જાતે હાથને હલેસા બનાવી ફરી શકતી.
હવે કુસાસીને બીજી એક માદા ઉરાંગ ઉટાંગ સરોગેટ મધર તરીકે મળી ગઈ હતી. એ સદાય એની પાછળ ફરતો અને જંગલના કાનૂન શીખતો જતો હતો. પણ એ માદા વળી માતા બનતા એણે કુસાસીને એવોઈડ કરવા માંડ્યો. છતાં થોડું અંતર રાખીને કુસાસી એનો સાથ છોડતો નહોતો. ૧૯૯૫માં પુષ્કળ ટેસ્ટાટોરીન ધરાવતો કુસાસી ૧૯ વર્ષનો પુખ્ત બની ચૂક્યો હતો. આ હાર્મોન્સની વિપુલતાને લીધે એના ગાલે ચીક પેડ્સ વિકસી ચૂકીને એનો દેખાવ ભવ્ય બની ગયો હતો. ધીરે ધીરે તમામ પ્રતિસ્પર્ધીઓને હરાવી હવે એકચક્રી શાસન કરવા માંડ્યો હતો.  એક સમયનો અનાથ કુસાસી હવે રાજા બની ગયો હતો. એનું વિશાલ શરીર, ૪૦૦ પાઉન્ડ વજન અને ડોમિનેન્ટ સ્વભાવ એને લોકપ્રિય બનાવી રહ્યો હતો. આલ્ફા મેલનો એક અદ્ભુત નમૂનો હતો. ૧૯૯૭ માં જુલિયા રોબર્ટ્સ પણ એને મળવા જોવા આતુર બન્યા હતા. પોતાના એરિયાનું રક્ષણ કરતો, બીજા મેલને ભગાડી મુકતો, એકલો ટ્રાવેલ કરતો આ અદ્ભુત રેડ એપ્સ ખૂબ બળવાન હતો. બીજા એક બળવાન ઉરાંગ ઉટાંગ સાથે લડાઈમાં ખૂબ ઘવાયેલો. એની નજીક જવાની કોઈની હિંમત ચાલે નહિ. છતાં ડો.રોજાની ટીમે એને દૂરથી ઇન્જેક્શન મારી બેભાન બનાવી એના ઘા ધોઈ સાફ કરી પાછો છોડી મૂક્યો. ૨૦૦૮ સુધી યથેચ્છ વિહાર કરતો, એના રાજ્યની તમામ માદાઓમાં પોતાના જીન્સ ટ્રાન્સફર કરતો, રાજ્યની સરહદનું રક્ષણ કરતો અને પોતાના બાળકોનું પાલન તથા રક્ષણ કરતો, એણે સર્વાઇવલના યુદ્ધમાં કદી હાર મેળવી નહતી, પણ હવે વૃદ્ધ થયેલો આ રાજા ૨૦૧૦ પછી ખાસ દેખાતો નથી.

૧૯૯૭ માં બનેલી આ ડોક્યુમેન્ટ્રીનાં ફૂટેજ ખાસ મળતા નથી. મેં ત્યારે ડીસ્કવરી ચેનલ પર બરોડામાં હતો ત્યારે જોએલી, ત્યારે આ સુંદર અભિનેત્રી માટે ખુબ માન ઉપજેલું. એટલા માટે કે તે સમયે આ અભિનેત્રી હોલીવુંડ્માં નંબર વન નું સ્થાન ધરાવતા હતા અને સૌથી વધારે ચાર્જ એક ફિલ્મનો કરતા હતા, છતાં એક વન્ય જીવન જે આપણ માનવજાતને લીધે ભયમાં આવી પડ્યું છે તેના વિષે જાગૃતિ ફેલાય માટે એમણે ઇન્ડોનેશિયાનાં ગાઢ જંગલોમાં ફરી ફરી, જળાશયોમાં જાતે વસ્ત્રો ધોઈ, મચ્છરોના દંશ ખાઈ ને વિનામૂલ્યે કામ કરેલું. અને સૌથી ઝોખમી કામ કુસાસીની નજદીક જવાનું સાહસ કરેલું. તેના ફૂટેજ આપ http://www.youtube.com/watch?v=I6GdRxImID8&feature=related    http://www.youtube.com/watch?v=IFACrIx5SZ0&feature=related જોઈ શકો છો.

કટ્ટર ધર્માન્ધતા, તાલીબાનીસ્તાન

 કટ્ટર ધર્માન્ધતા, તાલીબાનીસ્તાન1_61_062708_afghanistan1

સન ૧૮૯૩ માં અફઘાનિસ્તાન અને હિન્દુસ્તાન વચ્ચે બ્રિટીશ રાજે એક સીમા રેખા નક્કી કરેલી. ત્યાર પછી હિન્દુસ્તાન બે ટુકડામાં વહેંચાઈ જતા તે સીમા રેખા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની બની ગઈ. નાનીમોટી ડુંગર માળાઓ, ખીણો અને ત્યાંની ખડતલ પ્રજા કદી કોઈનાં શાસન નીચે આજ સુધી રહી નથી. બ્રીટીશરો પણ એ બાબતે ચુપ રહેતા. આ બોર્ડરની આજુબાજુનો પ્રદેશ આજે તાલીબાનીસ્તાન તરીકે ઓળખ પામી રહ્યો છે, ત્યારે જગતના તમામ શાસનકર્તાઓએ ચેતવા જેવું છે. બોર્ડરના પાકિસ્તાન બાજુના અને અફઘાનિસ્તાન બાજુના પ્રદેશમાં બંને દેશોનું કશું ચાલતું નથી, ચાલે છે ત્યાં કટ્ટર એવા તાલીબાનોનું. બ્રિટિશરોએ દોરેલી આ સરહદ આજે કોઈ અર્થ વગરની છે.
girl-betten-ghazni1

ઓસામા બિન લાદેન અહીં સંતાયો  છે એવું કહેવાય છે, આ પ્રદેશમાં 9-11 પછી પહેલીવાર નેશનલ જિયોગ્રાફીની એક ટીમ એક મહિલા સહિત ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૦ ના રોજ જીવનાં જોખમે મુલાકાત લે છે. અહીંની ભૂગોળ તાલીબાનોને રક્ષણ પૂરું પડે છે. પાક લશ્કરના મેજર શહેજાદ આ પત્રકાર અને ફોટોગ્રાફર્સની ટીમને જોખમની કોઈ જવાબદારી સ્વીકાર્યા વગરનાં પેપર્સ પર દસ્તખત કરાવીને લઈ જતી હોય છે ત્યારે અચાનક ક્યાંથી ફાયરિંગ થતું હોય કોઈને ખબર ના પડે. દૂર એક મકાનમાંથી ફાયરિંગ થતું હોવાનું જાણી વળતો હુમલો શરુ થાય છે. છેવટે  પાક સૈનિકો ત્યાં સફળ થાય છે, ત્રણ તાલીબાનો મરાય છે અને તાલીબાનનો લોગો ધરાવતા હથિયાર મળી આવે છે જે રશિયન બનાવટના હોવાની શંકા કરાય છે. સ્વાત વેલી હાલ મોસ્ટ વાયોલન્ટ ગણવામાં આવી રહી છે. અલ કાયદાએ ગ્લોબલ જિહાદ શરુ કરી છે. એમાં હાલ તો નિર્દોષ જનતાનો મરો થઈ રહ્યો છે. ૩૦૦૦ કરતા પણ વધારે પાક નાગરિકોની હત્યા થઈ ચૂકી છે. ચારેકોર સુસાઈડ બોમ્બર્સ નાના બાળકોના રૂપમાં ફરી રહ્યા છે. એક સ્કૂલનું હોય તેવા મકાનમાં આખી ટીમ આવે છે. અહીંથી ૧૧ વર્ષની આસપાસની ઉંમરના છોકરાઓ પકડાયા છે. આ મકાનમાં આ બાળકોને સુસાઈડ બોમ્બર્સ બનવા  ટ્રેનીગ આપવામાં આવતી. ત્યાં ભીંત પર મર્યા પછી કેવું સ્વર્ગ મળશે તેના વર્ણન કરતા ચિત્રો દોરેલા છે. આ બાળકોને ધાકધમકીથી આવા કામો કરાવવામાં આવતા હતા. પાક બેટલફિલ્ડના કર્નલ આમીર આ બધી માહિતી આપે છે. આ છોકરાઓની મુલાકાતમાં આ છોકરાઓને કિડનેપ કરીને આ ધંધામાં જોતરી દેવાતાં હતા તેવું જાણવા મળે છે. તેઓને  હજુ સ્કૂલમાં જવું છે. અત્યંત ગુપ્ત રીતે ટાઈટ સિક્યુરિટીમાં હાલ આ છોકરાઓને સાચવવામાં આવી રહ્યા છે. જો પાછાં તાલિબાનોના હાથમાં આવી જાય તો ડોકું કપાયે છૂટકો.images=-0987

મલિક નબીદખાન ત્યાંના પાકિસ્તાન વિસ્તારના પોલીસ વડાં છે. સલામતી ખાતર જીપમાં જતા તે એમની કેપ નીચે ઉતારી મૂકીને, સ્થાનિક ગ્રામીણ લોકો ઓઢે તેવું એક કપડું શરીરને ઢાંકી લેતા હોય છે. એમની હોદ્દા સૂચક કેપ જોઇને ક્યાંથી ગોળી છાતી વીંધી જાય ખબર ના પડે. પાક પોલીસના કેટલાય લોકો સુસાઈડ બોમ્બર્સના હાથે માર્યા ગયા છે. કેટલાય પોલીસવાળાના ડોકા તલવારથી ઉડાવી દેવામાં આવ્યા છે. ભય અને દહેશત ફેલાવવા માટે પોતાના સહધર્મી ભાઈઓના ડોકા કોળું કાપતા હોય તેમ કાપી નાખવામાં આવે છે. એની વીડીઓ ઉતારીને બઝારમાં મૂકી દેવાતી  હોય છે. જેથી લોકો જુએ ભય પામે અને એમને સાથ આપે. આ લોકોનું મુખ્ય શસ્ત્ર ભય છે. પોલીસવડાંની સાથે ફરતા ફરતા ટીમને ઘણી જગ્યાએ ફાયરિંગ અને સુસાઈડ ઍટેકના સમાચારોમાં પોલીસો માર્યા ગયાનાં સમાચારો મળતા રહે છે. પોલીસ સ્ટેશનો  પર અવારનાવર આવા ઍટેક થતા હોય છે. મીરપુર પોલીસ મથક પર તાલીબાનોના ઍટેક સમયે વળતો પ્રહાર કઈ રીતે કરવો તેની પોલીસને ટ્રેનીગ અપાતી હોય છે.

પાકિસ્તાનના ન્યુક્લિયર વેપન્સ પર કબજો જમાવી લેવાનો એમનો મકસદ છે. એ પૂરો થાય તો દુનિયાનું આવી બનવાનું. હવે પાકને હાથે કર્યા હૈયે વાગ્યા છે. આ બાજુ અફઘાનKozol_Fig1_Mahaweel વિસ્તારમાં યુ.એસ કમાંડના જનરલ ડેવિડ પેટ્રીયાસની રાહબરી હેઠળ  અમેરિકન ટ્રુપ્સ લોકલ ગવર્નમેન્ટને મદદ કરી રહી છે. યુ.એસ.મરીનની ટ્રુપ્સ સાથે આ ટીમ પણ જીવના જોખમે એક ગામમાં  જાય છે. ત્યાં નાના બાળકોને  કપડા વગેરે વહેંચાય છે. બાળકોનું રસીકરણ કરવામાં આવે છે. ગામલોકોનો વિશ્વાસ જીતવાના પ્રયત્ન રૂપેણ ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યાતો ફાયરિંગ ચાલુ. ગ્રામીણ લોકો સતત દહેશતમાં જ જીવતા હોય છે. ના તો એમને અમેરિકન ટ્રુપ્સ ઉપર વિશ્વાસ આવે, ના તાલીબાનો ઉપર. અમેરિકન ટ્રુપ્સને પણ ખબર ના પડે કે ગામ લોકોમાં કોઈ તાલીબાન તો છુપાયો નથી ને? કેટલાક પકડાયેલા આંખે પાટા બાંધેલા તાલીબાનોના ઈન્ટરવ્યું પણ સલામત  રીતે લેવાયા. સાંભળી લાગે કે એમના બ્રેઈન સદંતર વૉશ કરી નાખવામાં આવ્યા છે. આ બધા સાવ યુવાન ૨૦ કે ૨૨ વર્ષના હતા. અમેરિકા નાશ કરી નાખશે, સ્ત્રીઓ પર જુલમ થાય છે, સ્વર્ગ મળશે, ધર્મની રક્ષા કાજે આવી વાતો કરી બ્રેઈન વૉશ કરવામાં આવતા હોય છે.

પાકનો કોઈ નાગરિક, કોઈ પોલીસ, કોઈ લશ્કરનો જવાન કે કોઈ નેતા  હાલ સલામત નથી. મોત ક્યારે કોઈ પણ રસ્તે, કોઈ પણ રૂપે આવી શકે છે.

ભારતીય નૌકાદળમાં અંબિકા અને સીમા,,

ભારતીય નૌકાદળમાં અંબિકા અને સીમા,,
જાગી છે નારી શક્તિ,હવે રણે ચડી સીમા(દુર્ગા)અને અંબિકા,
દુશ્મનના ખૂનથી ખપ્પર એના ભરશે  ચંડિકા અને કાલિકા. 
    ૨૦ નવેમ્બર ના રોજ સબ લેફ્ટેનન્ટ અંબિકા હુડા અને સીમારાની શર્મા પ્રથમ વુમન ઓબ્જર્વર ઑફ મેરી ટાઈમ એરક્રાફ્ટ (airborne tacticians)  તરીકે ચાર્જ સંભાળશે ત્યારે ભારતીય નેવી ના ઇતિહાસ માં એક પાનું સુવર્ણ અક્ષરે લખાશે.અંબિકા હુડા ઉંમર ૨૨ વર્ષ,વતન રોહતક હરિયાણા.પિતા આર્મીમાં પણ નેવીમાં રહેલા અંકલ પ્રેરણા મૂર્તિ બન્યા.સીમા ઉંમર વર્ષ ૨૨, ઉત્તર પ્રદેશ ના અલીગઢ થી, પિતા નૅવીમાં હતા અને ભાઈ નૅવીમાં છે.
   નેવલ એકેડેમી મન્ડોવી,ગોવા ખાતે  ૧૬ મહિનાની સખત ટ્રેનીગ અને ૬ મહિનાનો ઓરીએન્ટેશન કોર્સ અને INS શિવાજી લોનાવાલા,INS હમલા મુંબઈ,INS સતવાહન વિશાખાપટનમ માં વધારાની ટ્રેનીગ લઈને બંને મક્કમ મનોબળ ધરાવતી યુવતીઓ  કોઇપણ પ્રકારની ફરજ બજાવવા માટે તૈયાર છે.એમની ફરજનાં ભાગરૂપ હશે,observers carry out operation of radar, electronic sensor systems, electronic warfare systems, anti-submarine warfare systems, maritime air operations for independent search and tracking, coordination with the Air Force,,,ભારતીય આર્મ્ડ ફોર્સમાં આ  પ્રથમ મહિલાઓ કોમ્બેટ રોલ ભજવશે.જયારે ઍરફોર્સ માં રહેલા કવિતા વુમન નેવીગેટર છે પણ એમના ભાગે નોનકોમ્બેટન્ટ ટ્રાન્સપૉર્ટ એરક્રાફ્ટ આવેલું છે.
http://www.youtube.com/watch?v=x_MKO7tky9Y&feature=related
     કહેવાતા દુશ્મન દેશમાં પણ મહિલાઓ આવી ફરજ બજાવી રહી છે.પાક ઍરફોર્સમાં આશરે સાત મહિલાઓ પાયલોટ તરીકે સખત ટ્રેનીગ લઈને ફરજ બજાવી રહી છે.ફ્લાઈંગ ઓફિસર હીના તાહિર,અમ્બરીન ગુલ અને નાદિયા ગુલ રમકડાની જેમ ફાઇટર પ્લેન ઉડાવી જાણે છે.
    ભારતના બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ભારત પાક વચ્ચેની બોર્ડર પર હાથમાં ભારેખમ  રાઈફલ લઈને ચોકી કરી રહેલી ૬૦૦ મજબૂત યુવતીઓ ને જોઇને કયા ભારતીય ની છાતી નહિ ફુલાય?
        ગુજરાતના વિકાસનો મજબૂત સ્તંભ રોપી એના પર હિન્દુત્વ નો ઝંડો ફરકાવી નમાલી કૉન્ગ્રેસના હાલ  બેહાલ કરી મૂકનાર મોદીના ગુજરાતમાં થી માભોમ ની રક્ષા કાજે સેનામાં જવા માટે મોટાભાગે ઉપેક્ષા કરાય છે.આગળીનાં વેંઢે ગણી શકાય તેટલી બેચાર કોમ સિવાય કોઈ મિલિટરીમાં જવા રાજી નથી.ગુજરાત રેજિમેન્ટ કે ગુજરાત રાઈફલ્સ કેમ નહિ??????
સૌજન્ય: પારુબહેને એમના બ્લોગમાં મૂકેલી લિંક પરથી આ લેખ લખ્યો  છે.એમનો આભાર. 

   

ગરવી ગુજરાતનો મોંઘેરો ગરબો

ગરવી ગુજરાતનો મોંઘેરો ગરબો
નવરાત્રી શરુ થઇ ગઈ અને પૂરી પણ થઈ જશે..ગરબો એ ગુજરાતની આગવી ઓળખ છે. પૂર્વ ભારતમાં દુર્ગા પૂજા થતી હશે ગરબા નહિ. ગુજરાતણો જેવા ગરબા ગાતા કોઈને  ના આવડે. ગુજરાતણનાં લોહીમાં ગરબો સમાયેલો છે. નવરાત્રી એટલે શક્તિની આરાધનાનો તહેવાર. શક્તિ મેળવવાનો તહેવાર. બ્રેઈનના Amygdala નામનાં વિભાગમાં કુદરતી આફત સમયે ભય પેદા થાય છે. ભય વિષે અગાઉ લખી ચૂક્યો છું. કોઈ પણ આફત સમયે ભય પેદા થાય તે સ્વાભાવિક છે. ભય આવે એટલે ભાગીને કે લડીને બચી શકીએ છીએ. લડવા ભાગવા માટે શક્તિ જોઈએ. બચવા માટે શક્તિની જરૂર પડે છે. ભય સમયે એક બીજો વિચાર પણ આવે છે કે કોઈ બચાવે મદદ કરે તો સારું. એમાંથી Amygdala માં પેદા થઈ ભગવાનની કલ્પના. નવરાશના સમયે વિચાર આવ્યો હશે કે આ બધું કોણે બનાવ્યું હશે? ભગવાન વિષે માનવ જાતે પ્રથમ સ્ત્રીને મૂકેલી કારણ સ્ત્રી પાસે નવું સર્જન(બાળક) કરવાની શક્તિ(ગર્ભ) છે. ગરબો ગર્ભનું પ્રતીક છે. ગરબાના ઘટની અંદર દીવો પ્રગટાવી મૂકીને ગરબા ગવાય છે. ગર્ભની અંદર નવું જીવન(દીપ) પ્રગટાવવાની શક્તિ સ્ત્રી પાસે છે. આ ગર્ભમાં રહેલા જીવનને  સાચવે તેવું ગર્ભાશય મજબૂત તો હોવું જોઈએને? નહિતો અકાળે જીવન મુરજાઇ જાય કે નહિ?  નવ દિવસ પગના ઠેકે  ગરબા ગાવ અને ગર્ભાશયના સ્નાયુ મજબૂત બનાવો. નવજીવનની રક્ષા મજબૂત ગર્ભાશય જ કરી શકે. નવ મહિના આ બધું વેઢાંરવા પગ પણ મજબૂત જોઈએ કે નહિ?  પ્રાચીન  ધર્મોએ ભગવાન તરીકે સ્ત્રીની પૂંજા કરી  છે. પછી સમાજ પુરુષપ્રધાન થતાં ભગવાનની જગ્યાએ પુરુષને બેસાડવાનું શરુ થયું. કોઈ શક્તિ જગત ચલાવી રહી છે તે થયા માતા અંબા કે માતા દુર્ગા.ભગવાન તરીકે માતા અંબા વધારે વ્યાજબીને ફીટ છે.

નવરાત્રી શક્તિ ભેગી કરવાનો તહેવાર શક્તિ વેડફી નાખવાનો હરગીઝ બનવો ના જોઈએ. કોઈ પણ તહેવારની ઉજવણી બીજાને પરેશાન કરે તે યોગ્ય નથી. એ હિસાબે દૂર પાર્ટી પ્લૉટ માં કે હોલમાં થતા ગરબા યોગ્ય છે. ચીલાચાલુ કંટાળાજનક ઘરેડમાં જીવતા લોકો માટે તો તહેવારો બનાવ્યા છે. તહેવારો ના હોય તો જીવન એક બોજ બની જાય. એમાં સ્ત્રીઓ માટે તો ખાસ. હવે સ્ત્રીઓ બહાર નીકળતી થઈ છે. નોકરી કરે છે, ભણે છે, બિઝનેસ કરે છે. પહેલા એવું ક્યાં હતું? પહેલા મેળા હતા. હવે મેળાનું ખાસ મહત્વ રહ્યું નથી. તરણેતર અને વૌઠાના મેળા હજુ પ્રખ્યાત છે. તહેવારો જીવનમાં ઉત્સાહ લાવે છે. એક નવું જોમ પેદા કરે છે. પણ નવ દિવસની મજા નવ મહિનાની અનિચ્છનીય સજા હવે બનવાની નથી. લોકો જાગૃત છે. ડોક્ટર્સને નવરાત્રી પછી જલસા થતા હોય છે પણ  કૉન્ડોમ વધારે વેચાય તેમાં શું વાંધો? જેટલા કૉન્ડોમ વધારે વેચાય તેટલા ડોક્ટર્સને જલસા ઓછા થાય, અને સાબિતી છે કે હવેની યુવાની વધારે સમજદાર છે. શારીરિક આવેગ કોઈ કરતા કોઈ રોકી શકતું નથી. પણ બધા એ આવેગને તાબે થઈ જાય તેવું પણ નથી. સમજદાર માતાપિતા એ બાબતે દીકરીઓને સમજ આપે, શિક્ષણ આપે. કારણ ભારતમાં દીકરાઓ કરતા દીકરીઓને વધારે શોષાવું પડે છે.

ફિલ્મી ગીતો સામે કોઈ વાંધો ના હોય પણ નવરાત્રિમાં ગરબા ગવાય તેજ યોગ્ય લાગે. ઢંગધડા વગર ફિલ્મી ગીતો ઉપર નાચવું હોય તો કોઈ ક્લબમાં જવું સારું. ગરબો તો વડોદરાનો એટલાં માટે કહેવાય છે કે ત્યાં શુદ્ધ સુગમ સંગીત  અને ઘણીવાર શાસ્ત્રીય રાગ આધારિત મનને મોહિત કરી દે તેવા ગરબા ગવાય છે. અતુલ પુરોહિત અને અચલ મહેતા ના કંઠે

“તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વહેલો આવ રે” કે પછી

“મુને એકલી જાણી ને કાને છેડી છે!!! મારો મારગડો મેલી ને હાલતો થા કે કહી દઉં જશોદાના કાનમાં!!”

જયારે સાંભળો ત્યારે કોઈ પણ મોહિત ના થઈ જાય તો સમજવું કે હવે કોઈ ચાન્સ નથી. રાજમહેલ કંપાઉંડ(નવલખી), યુનાઈટેડ વે, આર્કી, કારેલીબાગ, અમરનાથ પુરમ, મહેસાણા નગર,  વગેરે વગેરે વગેરેના ગરબા માણવાની મજા અનેરી જ છે.

‘છટકી રે તારા માખણની  મટકી,

એરે રિસાયો મારો સાહ્યબો,

હું તો હોળ રે વરહ ની હુન્દરી મને લટકો કરવાની ટેવ રે,

પેરી ના જાણ્યું ઓઢી ના જાણ્યું મીતે જાણ્યું કે જવાની અમ્મર  રહેશે.’
http://www.youtube.com/watch?v=Sz7GBsiwGsk અતુલ પુરોહિતના કંઠે ગવાયેલા ગરબા સાંભળી ગમેતેવો ઔરંગઝેબ પણ ઝૂમી ઊઠે. બરોડીયન યુવાન યુવતીઓ જે દોઢિયું રમે છે તેતો મનને અદ્ભુત શાંતિ અર્પતું સમૂહ નૃત્ય હોય છે.

“તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વહેલો આવ રે”http://www.youtube.com/watch?v=eBoi42Pojl0

આ એક જ ગરબો ગઈને અતુલ પુરોહિત વડોદરાના ઇતિહાસમાં અમર થઈ ગયા છે.

“અંગ અંગ રંગ છે અનંગ નો” એક એકથી ચડિયાતાં શબ્દો આ ગરબામાં છે. વડોદરાના ગરબામાં એક નજાકત છે. એક સુર, લય, તાલ અને સુકોમળતા  છે. એક સંસ્કારિતા છે. રંગ બેરંગી ભડકીલા ગ્રામીણ પહેરવેશમાં સજ્જ નાજુક નમણી યુવતીઓ ગરબે ઘૂમતી જુઓ તો લાગે કે સ્વર્ગની અપ્સરાઓ  પૃથ્વી પર ઊતરીને માતાજીની આરાધના કરી રહી છે. યુવાનો પણ એમજ ગ્રામીણ વેશમાં સજ્જ યુવતીઓના તાલે તાલ મિલાવતા ગરબે ઘૂમતા જોવાનો એક લહાવો હોય છે. ડિસ્કો દાંડિયામાં એક અરાજકતા હોય છે. એમાં મસ્તી ધમાલ હોય છે, એની પણ એક જુદી જાતની મજા હોઈ શકે.
સ્ટેજને તોડી નાખે તેવા પગના જોરદાર ઠેકા લઈને ગાતા મેર અને આહીર ગરબા ગ્રુપ્સના ગરબા જોઇને રુવાડાં ઉભા થઈ જતા મેં અનુભવ્યા છે. તેવું જોમ મેં બીજા કોઈના ગરબામાં જોયું નથી. એક પ્રચંડ તાકાત સાથે ગવાતા ગરબા એ સૌરાષ્ટ્રની આગવી પહેચાન છે. જયશંકર સુંદરી હોલમાં જ્યારે આ ગરબા વર્ષો પહેલા જોવા ગયેલ ત્યારે મને સતત ચિંતા થતી હતી કે  આ લાકડાનું સ્ટેજ તૂટી તો નહિ જાય ને? સામ સામે ઝિલાતી મજબૂત હાથની તાળીઓના અવાજ સાંભળીને શૂર ચડે. સૌરાષ્ટ્રની જોમવંતી  ધરાની બળુકી  મેરાણી કે આહીરાણીના તાકાતવર હાથની થાપટ ઝીલવાનું કામ કાચાપોચાનું નહિ. એ તો સામે મજબૂત આહીર કે મેર ભાઈ જ જોઈએ. આ સૌરાષ્ટ્રના ગરબા જોઈએ ત્યારે અહેસાસ થાય કે શક્તિની આરાધનાનો ખરો ગરબો તો અહિ છે. નવરાત્રી કોને કહેવાય? ગરવી ગુજરાતનો મોંઘેરો ગરબો કોને કહેવાય? નવરાત્રી નું શું મહત્વ છે?  એ ગુજરાતી સિવાય બીજા કોને સમજાય?

ઉત્તર ગુજરાતના ગામોમાં વળી દિવાળી આસપાસ ગરબા થાય છે. એને ફૂલોના ગરબા કહે છે. એક મોટું લાકડાનું ચોખટું બનાવેલું હોય, એને કાગળના ફૂલો વડે શણગારેલું હોય. ગામલોકો ભાગોળમાં ગરબા ગાતા હોય વચ્ચે એક જણ માથે આવું વજનદાર ફ્રેમ ઊચકીને ગરબા ગાતું હોય. માઇકની જરૂર ના પડે

“લાલ લાલ જોગી ભભૂત લાલ જોગી”

જેવા પ્રાચીન ગરબા ગવાતા હોય છે.  આ ગરબા બાધા આખડીના હોય છે. ગુજરાતી જ્યાં જાય ત્યાં ગરબો સાથે લઈ જવાનો. એ અમેરિકા જાય, ઓસ્ટ્રેલીયા, યુરોપ કે ન્યુઝીલેન્ડ જાય ચાર ગુજરાતી ભેગાં થાય એટલે ગરબો પણ સાથે હોવાનો જ. મરણ  સિવાય દરેક શુભ પ્રસંગે ગરબો થવાનો. ગુજરાતી આર્ક્ટિક સર્કલમાં જાય તો ત્યાં  બરફમાં ગરબા ગાય તેમાં નવાઈ નહિ. જોકે ઉત્તરધ્રુવમાં ગુજરાતી જાય નહિ તે વાત જુદી છે. કારણ ત્યાં ખાવાનો પ્રશ્ન છે. રેન્ડીયર સિવાય બીજું કોઈ ભોજન મળે નહિ. જે ખવાય નહિ. બાકી ત્યાં દુકાન સારી ચાલે તેવી હોય તો ગુજરાતી પહોચી જાય એમાં નવાઈ નહિ. જ્યાં ગુજરાતી હોય ત્યાં દુકાન અને ગરબો હોવાનો એમાં શંકા નહિ.

‘પ્રસ્તાવના’,”કુરુક્ષેત્ર મારા વિચારોનું”

 પ્રસ્તાવના
હે! પ્રિય વાચક મિત્રો,
હું જે કઈ લખું છું તે પરંપરાગત છે જ નહીં. કોઇ પૂર્વપરંપરાને અનુસરીને હું લખતો નથી. આવું હશે એમ જાણી માનશો નહીં. લૌકિક ન્યાય પણ નહીં લાગે, સુંદર લાગવાનો તો સવાલ જ નથી. શ્રદ્ધાને પોષનારું તો છે જ નહીં, ઉલટું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંનેને તોડનાર  બની રહે તેવી શક્યતા છે. ના તો હું પ્રસિદ્ધ છું, ના તો પૂજ્ય છું. બનવું પણ નથી. પણ તમારી વિવેક બુદ્ધિથી ખરું લાગે તો જ માનશો, સ્વીકારશો.  હા! મારા મનમાં વર્ષોથી ચાલતા વિચારોનું આ તુમુલ યુદ્ધ છે, તદ્દન કડવું સત્ય, મને જે લાગ્યું તે લખ્યું છે. સત્યમાં અતિશય ગળપણ નાખો તો પછી એની કોઈ અસર રહે ખરી? મારા મનમાં ચાલતા વિચારોના કુરુક્ષેત્રને મેં શબ્દ દેહ આપ્યો છે આ પુસ્તકમાં. અવૈજ્ઞાનિક માન્યતાઓ અને અંધશ્રદ્ધાથી જકડાઈ ગયા છીએ આપણે. ધર્મગુરુઓના પાળતું ઘેટાં બની ચૂક્યા છીએ આપણે. મહાત્માઓએ સદીઓથી વિચારવાની બારીઓ આપણી બંધ કરી દીધી છે. એ બારીઓ ખોલવાનો એક નમ્ર પ્રયાસ મેં કર્યો છે. એક વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટેનો પ્રયાસ માત્ર છે.
સૌથી જૂની સંસ્કૃતિ આપણી. શૂન્યની  શોધ અને એકથી નવ આંકડા આપણે આપ્યા. ગણિત ભારતની શરૂઆત. દશાંશ પધ્ધતિ આપણી શોધ. હર્બલ મેડીકલ સાયન્સ રૂપે આયુર્વેદ ભારતે આપ્યો. યોગા ભારતનો. ૪૫૦૦ વર્ષ પહેલા આધુનિક શહેર(ધોળાવીરા,કચ્છ) બનાવ્યું ભારતે, આમ વિજ્ઞાનની  શરૂઆત ભારતમાં થઇ. પણ ભૂલ ક્યા થઇ? અટકી કેમ ગયા? શું તમામ ઋષિઓ મહાન હતા ખરા? શું બધા અવતારરૂપે ભગવાનો મહાન હતા? કે અવતારો સિર્ફ મનુષ્યો જ હતા? કોઈ ઉપરથી ટપકતું નથી. શું ભગવાન કોઈ વ્યક્તિ છે? ના વેદ કે ઉપનીષદો ઉપરથી ટપક્યા છે, ના કોઈ પુરાણો. બધું આપણાં બુદ્ધિજીવી વર્ગે જ લખેલું છે. પ્રાચીન સમયમાં પ્રિન્ટીંગનું જ્ઞાન હતું નહીં. ત્યારે બધા શાસ્ત્રો કંઠસ્થ રાખેલા. એમાં ઉમેરણ થતું જ ગયું. અને નવા અર્થો પણ થતા ગયા. મનફાવે તેમ અર્થો કરીને પ્રજાનું શોષણ કરવામાં આવ્યું. ઉંચી આદર્શોની વાતો કરવામાં આવી, પણ લુખ્ખા આદર્શોથી અહંકાર સંતોષાય રોટલા ના નીકળે. શાશ્વતની શોધમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા. સ્વચ્છતા અને પવિત્રતાને સાથે જોડી જ નહીં. ગંદકી તો ગંદકી લાગતી જ નથી. ક્ષણમાં આતતાયી ને હણી નાખનાર  શ્રી કૃષ્ણ અને અણઘડ વાનરોની સેના લઇ સેતુ બાંધીને મહાબલી રાવણને હરાવી લંકા જીતનારા  શ્રી રામનાં વારસદારો કહેવડાવવાને લાયક છીએ ખરા? લગભગ આશરે ૯૦૦ વર્ષ ગુલામ રહ્યા, કેમ? કાયરતા ક્યાંથી પ્રવેશી? માનવમાં, બાળકોમાં, બાળ મજુરોમાં ભગવાન દેખાતો નથી. મિલિયન્સ ડોલર્સ  મંદિરો બાંધવામાં વપરાય છે. ભણેલા વર્ગમાં પણ વૈજ્ઞાનિક અભિગમ દેખાતો નથી. દિવસે દિવસે અંધશ્રદ્ધા ઘટવાને બદલે વધતી જાય છે. હિન્દુઇજમ, જૈનઈજમ,કેપિટાલીજમની જેમ શીપીજમ(sheepism) મતલબ ઘેટાશાહી શરૂ થઇ છે. ગુરુઓને એમના વાડામાં ઘેટાં વધારવાની જ પડી છે. ઘેટાઓના માનસિક વિકાસની પડી જ નથી. સાક્ષરો બાપુઓના બારોટો બનતા જાય છે. સંતો, સ્વામીઓ બાળક બનતા જાય છે. એમના “હું” ને સંતોષવા અબજો ડોલર્સ મંદિરોમાં નાખે જાય છે.
લગભગ આવા બધા વિષયો ઉપર મારા મનમાં જે વિચારોની યુદ્ધ ચાલતું હોય તે મેં શબ્દોમાં ઉતાર્યું છે. મારી બાયોગ્રાફી સમાન થોડા હાસ્ય લેખો પણ ઉમેર્યા છે. સૌથી કઠીન કામ હાસ્ય લેખ લખવાનું છે.ઓનલાઈન દિવ્યભાસ્કરમાં કોઈ લેખની નીચે મેં પ્રતિભાવ આપેલો. જેનું શીર્ષક”સ્ત્રીઓને ક્યા સુધી રડાવશો?” એવું હતું,જે લેખનું સ્વરૂપ પામેલો. બીજા કેટલાક પ્રતિભાવો પણ લેખનું સ્વરૂપ પામેલા. એમાંથી લખવાનું શરૂ થયું. આભાર દિવ્યભાસ્કર. એક બ્લોગ બનાવી ને લખવાનું શરુ કરેલું.  ગુજરાતી બ્લોગ જગતમાં  ઉત્સાહ પ્રેરક અભિપ્રાયો આપીને લખવા માટે ચાનક ચડાવનાર  અનેક મિત્રોનો હૃદય પૂર્વક આભાર માનું છું. આ બધા મિત્રોના સહકાર વગર લખવાનું શક્ય બન્યું ના હોત. મારા લખાણો સામે એમની સહમતી અને  અસહમતીમાં પણ એમનો પ્રેમ છલકાઈ આવતો હોય છે. ઘણા બધા વિષયો આ મિત્રો એ જ સૂચવ્યા છે. મારા આ “કુરુક્ષેત્ર” ને પુસ્તક સ્વરૂપે બહાર પાડવાનું આગ્રહપૂર્વક સુચન કરનાર તથા માર્ગદર્શન આપનાર મારા મોટાભાઈ શ્રી હરીશચંદ્રસિંહ રાઓલ, મોટાભાઈ ડો.શ્રી જીતેન્દ્રસિંહ રાઓલ(Ph.D),  લઘુ બંધુ શ્રી પ્રદીપસિંહ રાઓલ, મારા મિત્ર સમાન એવા ભત્રીજાઓ ડો. શ્રી વિરભદ્રસિંહ રાઓલ(Ph.D),ડો. શ્રી યોગેન્દ્રસિંહ રાઓલ(Ph.D) વિગેરેનો હું ખુબ જ આભારી છું. આ પુસ્તક માટે પ્રૂફ રીડીંગ, એડીટીંગ અને પ્રકાશન  વિગેરેની તમામ જવાબદારીઓ સંભાળનાર ડો. શ્રી વિરભદ્રસિંહ રાઓલ અને શ્રીમતી મીતા ભોજકનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું.
એક સવાલ કાયમ મારા મનમાં આવે છે કે પરમાત્મા કોઈ વ્યક્તિ તો છે નહીં.  છે તો એક નિયમ જે કદી કોઈ બાંધછોડ કરતો નથી. આ જગત એક નિયમથી ચાલે છે. તો પછી આ ગુરુઓ રૂપી મધ્યસ્થીઓ, દલાલોની જરૂર ખરી? શું આટલા બધા ધર્મો અને સંપ્રદાયોની જરૂર છે ખરી? ઈતિહાસ ગવાહ છે કે સૌથી વધુ માનવ હત્યાઓ ધર્મોનાં નામે થઇ છે. મિત્રો એવી નથી લાગતું કે આ પૃથ્વી ઉપર ધર્મો ના હોત તો કદાચ આ પૃથ્વી વધારે સુખી હોત?????

મિત્રો ઉપર મુજબની પ્રસ્તાવના મારી બુકની છે. મારા મનમાં કેટલાક સવાલો ઉઠેલા છે, જે મેં પ્રસ્તાવનાનાં અંતમાં લખેલા છે.

૧)પરમાત્મા કોઈ વ્યક્તિ,એક નિયમ કે એક એનર્જી કે બીજું કઈ,શું છે?
૨) આ લેભાગુ, પાખંડી  ગુરુઓ રૂપી મધ્યસ્થીઓ, દલાલોની જરૂર ખરી?
૩)શું આટલા બધા ધર્મો અને સંપ્રદાયોની જરૂર છે ખરી?
૪)આ પૃથ્વી ઉપર ધર્મો ના હોત તો કદાચ આ પૃથ્વી વધારે સુખી હોત?????કે દુખી હોત??
       પ્રશ્નો છે બધા.  જવાબો મિત્રો આપશે???