All posts by Bhupendrasinh Raol

વિચારવાની બારીઓ ખોલીને બેઠેલો સીધોસાદો માનવી.

મેરી સાંસો કો જો મહેકા રહી હૈ,યે પહેલે પ્યારકી ખુશ્બુ. Hard Truths About Human Nature.

મેરી સાંસો કો જો મહેકા રહી હૈ,
યે પહેલે પ્યારકી ખુશ્બુ.
તેરી સાંસોસે શાયદ આ રહી હૈ.
 
 
બદલતે રીશ્તેનું ઉપરનું ગીત ખૂબ કર્ણપ્રિય છે. મારું ફેવરીટ છે. રચનાકારને કદાચ ખબર નહિ હોય પણ એમાં ઈવોલ્યુશનરી સાયંસ, બાયોલોજી અને સાયકોલોજી સમાયેલી છે. Rachel Herz (Ph .D).Brown  Uni ગંધ સુગંધ જ્ઞાનની  આ મહારાણી શું કહે છે?
યુ.એસ.ગ્રેટીંગસ કાર્ડ એસોસિયેશન કહે છે કે વેલેન્ટાઇન ડે નિમિત્તે ૮૫% ટકા કાર્ડની  ખરીદી સ્ત્રીઓ દ્વારા થાય છે. એનો મતલબ એ છે કે સ્ત્રીઓ ચૂંટે છે તેમની પસંદ. સ્ત્રીઓ પસંદ કરનાર છે. એમના હાથમાં છે પુરુષોની પસંદગી. ઘણા બધા સર્વે સાબિત કરે છે કે પુરુષની પસંદનું મહત્તમ  મહત્વ  હંમેશા સુંદર, આકર્ષક અને સેક્સી ફિગર અને દેખાવ ધરાવતી સ્ત્રી હોય છે. બીજું પછી આવે. સ્ત્રીઓને મન વધારે મહત્વ હાઈ સ્ટેટસ, પાવર, રીસોર્સીસ અને પૈસો છે. પણ સાવ એવું નથી. આવનાર બાળક માટે પુરતા રીસોર્સીસ અને સલામતી જોઈએ. પણ આવનાર બાળક હેલ્ધી પણ જોઈએ, આકર્ષક પણ જોઈએ. ભૌતિક ફાયદા સારા છે, પણ તે પુરુષ હેલ્ધી બાળક આપે તે પણ જોવાનું. તે કઈ રીતે પારખવાનું? શરીર જોઇને? કૈક અંશે સત્ય.
પણ ઈવોલ્યુશનનાં ક્રમમાં  બીજું પણ રહસ્ય માનવજાતમાં છે. એ રહસ્ય છે ઈમ્યુન સિસ્ટમમાં. ઈમ્યુન સીસ્ટમનાં જિન્સનું એક અલગ જૂથ હોય છે, એને કહેવાય છે Histocompatibility complex (MHC) દરેકની આ ઈમ્યુન સીસ્ટમ યુનિક હોય છે. અને આ ઈમ્યુન સિસ્ટમની એક અલગ ગંધ હોય છે. માટે દરેકની ઈમ્યુન સિસ્ટમની સાથે દરેકની શરીરની મહેક યુનિક હોય છે. જેવી રીતે ફિંગર પ્રિન્ટ દરેકની યુનિક હોય છે. સાવ અલગ પ્રકારની ઈમ્યુન સીસ્ટમ અને ગંધ પસંદ કરવામાં આવે તો બે જુદી જુદી જાતની સીસ્ટમ ભેગી થઈને હેલ્ધી વારસો પેદા થાય. આ ગંધ સેક્સુઅલી એટ્રેક્શન પેદા કરે તેવી પણ હોવી જોઈએ. પુરુષની સ્મેલ સારી હોય તો પછી બીજી વાતોનું મહત્વ ઓછું થઇ જાય. અને સ્ત્રી બેટર ધેન  એવરેજ પસંદ કરવા ટેવાયેલી હોય છે. ચાલો થોડા ઊંડા ઉતરીએ.
૧૯૫૯ માં Peter karlson જર્મન બાયો કેમિસ્ટ અને Martin Luscher સ્વીસ Entomologist બંને એમની જતું જગતની લેબમાં કામ કરતા હતા. એમણે જોયું કે એક ઉધઈ કેમિકલ છોડે છે અને બીજી ઉધઈની વર્તણુક બદલાઈ જાય છે. આ થયું કેમિકલ કોમ્યુનીકેશન. એમણે શબ્દ શોધી કાઢ્યો Pheromones એક જાતનું કેમિકલ એટ્રેક્શન. આનો સાદો અર્થ થાય છે ઉત્તેજના વાહક. આ કેમિકલને સુગંધ હોય પણ ખરી અને ના પણ હોય છતાં કામ તો કરે જ. Pheromones પ્રજોત્પત્તિ માટે માદા પુરતી ફળદ્રુપ છે અને તૈયાર છે તે સૂચવતા હોય છે. ફળદ્રુપતાનું સિગ્નલ જો આવી રીતે Pheromones ના બતાવે તો માદા હીટમાં  હોય છતાં વાંદરાઓ એને ઇગ્નોર કરતા હોય છે. ફેરોમોનેસને ઘ્રાણેન્દ્રિય દ્વારા અને Vomeronasal Organ દ્વારા પકડી લેવાતા હોય છે. આ અંગ પશુઓમાં પુરતું વિકસેલું હોય છે, માનવ ભૃણમાં હોય છે પણ જન્મ  થયા પછી નદારદ થઇ જાય છે. અને આના ટીસ્યુ તાળવામાં ઉપર હોય છે. પશુઓ એક બીજાને ચાટીને Pheromones ની માહિતી લેતા હોય છે.
Pheromones  બે પ્રકારના હોય છે એક પ્રાથમિક હોય છે જે લોંગ ટર્મ કામ કરતા હોય છે. બીજા releaser સિગ્નલ હોય છે જે તત્ક્ષણ કામ કરતા હોય છે જેવા કે મેટિંગની ઉત્તેજના. Martha McClintock નામની એક મહિલા વૈજ્ઞાનીકે એક સર્વે કરેલો કે હોસ્ટેલમાં સાથે રહેતી છોકરીઓ લગભગ એક સમયે ઋતુચક્રમાં આવતી હોય છે. તેમાં આ Pheromones  ભાગ ભજવે છે. છોકરીઓના પરસેવામાં આ હોય છે જે એકબીજાની વસ્તુઓની આપલે વખતે અને સ્પર્શ વખતે એકબીજાને અસર કરે છે જેનાં લીધે ધીમે ધીમે છોકરીઓ એક સમયે પીરીયડમાં આવતી થઇ જતી હોય છે. Androstadionnone જે Testosterone માંથી બને છે જે પુરુષોના પસીનામાં હોય છે. સ્ત્રીઓમાં ઓછું હોય છે. આ એક હ્યુમન સેક્સ હાર્મોન છે.
Saul  miller  અને Jon  manner નો ટીશર્ટ સર્વે જાણવા જેવો છે. એક કોલેજની છોકરીઓ ઓવુલ્યેશન અન્ડ્મોચન તબક્કામાં  હોય તેમના રાત્રે પહેરેલા ટીશર્ટ લીધા, બીજી જે છોકરીઓ એવા તબક્કામાં ના હોય તેમના ટીશર્ટ લીધા અને થોડા ટીશર્ટ કોઈએ પહેર્યા ના હોય તેવા લીધા, મતલબ શરીરની ગંધ વગરના. થોડા છોકરાઓને ભેગા કર્યા. એમને કહેવામાં આવ્યું કે દરેક ટીશર્ટ છોકરીઓએ પહેરેલા છે. પહેલા આ છોકરાઓના Testosterone લેવલ ચેક કરી લેવામાં આવ્યા. પછી ૧૫ મીનીટના સેશનમાં ત્રણ વખત ખૂબ જોરથી અને લાંબા અને ઊંડા શ્વાસે આ ટીશર્ટ સુંઘવાના જણાવવામાં આવ્યું. દરેકને જુદા જુદા ટીશર્ટ આપવામાં આવ્યા. સુંઘ્યા પછી દરેકના Testosterone લેવલ ફરી ચેક કરવામાં આવ્યા. જે છોકરીઓ ઓવુલ્યેશન તબક્કામાં હતી એમના ટીશર્ટ સુંઘનારનું Testosterone લેવલ વધી ગયેલું. જે છોકરીઓ એ તબક્કામાં નહોતી એનું ટીશર્ટ સુંઘનારના અને જે ટીશર્ટ કોઈએ પહેરેલું જ નહિ તેના સુંઘનારના Testosterone લેવલ સામાન્ય હતા તે જ રહેલા. ઓવુલ્યેશન અવસ્થામાં સ્ત્રીની સુગન્ધ સૌથી વધુ આનંદદાયક હોય છે.
જુઓ મિત્રો, આપણે અત્તર, સેન્ટ, પરફ્યુમ અને ડીઓડરન્ટ વગેરેનાં અતિ ઉપયોગે આપણી ફિંગર પ્રિન્ટ જેવી યુનિક ગંધ ગુમાવી બેઠા છીએ. આ બધાનો વિવેકથી ઉપયોગ થાય તો ઈવોલ્યુશનની સેવા થશે.
શુરુ યે સીલસીલા તો ઉસી દિનસે હુઆ થા,
અચાનક તુને જીસદીન મુજે યુહી છુઆ થા.
લહેર જાગી જો ઉસ તનબદન મેં જો મનમે  આજ ભી દહેકા રહી હૈ.
યે પહલે પ્યારકી ખુશ્બુ તેરી સાંસો સે શાયદ આ રહી હૈ…..
બહોત તરસા હૈ યે દીલ તેરે સપનેયે સજાકે,
યે દીલકી બાત સુનલે મેરી બાહોમે આકે,
જગાકર અનોખી પ્યાસ મનમે યે મીઠી આગ જો દહેકા રહી હૈ.
યે પહલે પ્યારકી ખુશ્બુ તેરી સાંસો સે શાયદ આ રહી હૈ…..
યે આંખે બોલતી હૈ,જો હમ ના બોલ પાયે.
દબી વો પ્યાસ મનકી નજરમે ઝીલમીલાયે.
હોઠોપે તેરી હલકી હસી હૈ,યે મેરી ધડકન બહેકતી જા રહી હૈ.
યે પહલે પ્યારકી ખુશ્બુ તેરી સાંસો સે શાયદ આ રહી હૈ…..
 
 
 
Rachel Herz

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? વાચાળતા!!

The Wall

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? વાચાળતા.
જુઓ, મિત્રો આપણે ખૂબ વાચાળ છીએ. શબ્દોની પ્રચુરતા આપણી પાસે ખૂબ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે બકબકિયા છીએ. કામ વગર શબ્દો વેડફીએ છીએ. આપણે શબ્દોથી મોહિત થઈ જઈએ છીએ. એમાં મૂળ વિષય ચૂકી જવાય છે. ભાષણ આપવાની વાતવાતમાં ટેવ એ ભારતીયોની ખૂબી છે. આપણને આપણો અવાજ સાંભળવાની ખૂબ મજા પડે છે. માટે જ્યાં ચાન્સ મળ્યો તરત શરુ. કોઈ પૂછે કે ના પૂછે સલાહ આપવાની એટલે આપવાની. આ સલાહ આપવાની ટેવ એક રોગની કક્ષાએ પહોચી જાય છે.

મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? સાંકડું દ્રષ્ટિબિંદુ:-

Rear View of the Babri Mosque.
Image via Wikipedia

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? સાંકડું દ્રષ્ટિબિંદુ:-
જુઓ!!
આપણી મોરાલીટી, સદાચરણ ફક્ત આપણાં કુટુંબ અને મિત્રો  પૂરતું જ હોય છે, બીજા માટે નહિ. આપણે આપણો કચરો પાડોશીના વરંડામાં ફેંકી દેવા ટેવાયેલા છીએ. એક કેતન પારેખ કે હર્ષદ મહેતાને એવી પડી હોતી નથી કે મારા દેશના બાંધવને લૂંટી રહ્યો છું. આપણે નાનાં નાનાં પ્રશ્નોમાં અટવાયેલા, ગૂંચવાયેલા અને ધૂંધવાયેલા રહીએ છીએ. એક મંદિર અને એક મસ્જિદનો પ્રશ્ન જે ક્ષણમાં હલ થાય તેવો હતો તેના માટે આપણે દાયકા લગાવી દીધા.

મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

દીવાલો,જેમણે રોકી પ્રગતિ??આધુનિકતાનો વિરોધ.

Mainbuilding2
Image via Wikipedia
દીવાલો,જેમણે રોકી પ્રગતિ??આધુનિકતાનો વિરોધ:-
જુઓ!!
પ્રાચીન બધું સારું,ઘરડા અને ઘરડા વિચારો સારા યુવાનો કરતા.જુનું ઘણીવાર સારું હોય છે.જુના માણસો અનુભવી હોય છે.ઘરડા ગાડાં વાળે તે કહેવત પણ સાચી છે.પણ એનાથી એવી માનસિકતા ના ઘડાવી જોઈએ કે નવું આધુનિક બધું ખરાબ છે.મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

Mathematicsdept
Image via Wikipedia

રામાનંદ/કામાનંદ,એક કવિતા

Sadhu (holy man)
Image by CHRISTOPHER MACSURAK via Flickr

દિવસો કડકાઈના જાય છે,
એ જાશે જરૂર વૈભવ સુધી,
મારો હાથ ઝાલીને લઈ જશે,
મારો પ્રભુ અમીરના ઘર સુધી.
*ધ્યાન શું?ધારણા શું?
સમાધિ વળી છે કઈ બલા?
ફક્ત એક જ વસ્તુ જાણીએ,
મારો કામાનંદ  છે બ્રહ્માનંદ.
*ના નેતિ ધોતી ને નૌલી જાણું,
આસનની પળોજણ કેમ કરું?
કર્મયોગ એ વળી શું બલા?
મારો રાજયોગ છે કામરોગ.
*ના મોક્ષ સુધી,ના નિર્વાણ સુધી,
ના ચિંતા કે ના ચિંતન સુધી,
ફક્ત આપણે તો જવું હતું,
પેલી ભોળી બાઈના બેડરૂમ સુધી.
*કથા કરીશું,વાર્તા કરીશું,
યોગના નામે ભોગ કરીશું,
એ અમીર જ મુજને લઈ જશે,
એની પત્નીના શયનખંડ સુધી.
રચનાકાર-રામખિલાવન બાપજી.

મિત્રો જેને આ વ્યંગ કવિતા ગાવી હોય તો “દિવસો જુદાઈના જાય છે”શ્રી ગની દહીંવાલાની ગઝલના રાગમાં ગઈ શકે છે.પ્રાસ બરોબર ના બેસતા હોય તો શબ્દો બદલી નાખવાની છૂટ છે.કોપી રાઈટની ચિંતા કરશો નહિ,કારણ રામખિલાવન બાપજી અનંગના બાણ થી વીંધાઈને હાલ ભૂગર્ભમાં છે.

વિશિષ્ટ લગ્ન પુરાણ?Look!Hard Truths About Human Nature.

Jaunsari Tribe
Image by ramesh_lalwani via FlickrJaunsari Tribe,India
દરેક સજીવમાં કુદરતે એવી ભાવના મૂકેલી છે કે એના જિન્સ બીજી પેઢીમાં તબદીલ કરે,અને આ રીતે એનો વંશ ચાલુ રહે. કુદરત મજબૂત જિન્સ ટ્રાન્સફર થાય તેવું ઇચ્છતી હોય છે.ચાલો આ જિન્સ ટ્રાન્સ્ફર કરવાની સામાજિક પદ્ધતિઓ વિષે જાણીએ. લગ્ન વ્યવસ્થા બહુ પાછળથી આવી, પ્રાણીઓમાં મનુષ્ય સિવાય કોઈ લગ્ન વ્યવસ્થા વાપરતું નથી. ત્રણ પ્રકારે માનવ સમાજ સેકસુઅલ રીપ્રોડક્શન કરતો હોય છે. મનોગમી, પોલીગમી અને ગ્રૂપ મૅરેજ.
મનોગમી:- મનોગમીમાં એક સ્ત્રી અને એક પુરુષ સંસર્ગ કરતા હોય છે. લગ્ન વ્યવસ્થા દ્વારા હાલ મોટાભાગના દેશોમાં આ પ્રથા કાયદાથી અપનાવાય છે. એક પત્ની કે એક પતિ હોવો તે મનોગમી. થોડા જ સ્તનધારી, મોટાભાગના પક્ષીઓ, થોડા જીવ જંતુ, થોડી માછલીઓ મનોગમી અપનાવે છે. એમાં સોશિયલ, સેકસુઅલ, જિનેટિક અને મેરીટલ મનોગમી એવા વિભાગ પાડેલા છે. જિનેટિક મનોગમીમાં એક નર માદા ભલે કાયમ સંસર્ગ કરતા હોય પણ સંતાન પેદા કરવા એક્સ્ટ્રા પાર્ટનર ઉપર આધાર રખાતો હોય છે. સીરીયલ મનોગમી પશ્ચિમના દેશોમાં સામાન્ય છે. એક જોડી તૂટી જાય બીજી જોડી બનાવી લેવાની. પણ એક પાર્ટનર હોય ત્યાં સુધી એક જ રાખવાનો. ૯૦% બર્ડ અને ફક્ત ૭% સ્તનધારી પ્રાણીઓ મનોગમસ હોય છે. Schistosoma mansoni કીડા માનવ શરીરમાં રહેતા હોય છે તે મનોગમસ હોય છે.
મેસોપોટેમીયા અને પ્રાચીન ઈજીપ્ત સંસ્કૃતિઓ મનોગમસ હતી. પણ સંતાન ના થાય તો બીજી પત્ની કરવાની છૂટ હતી. ધ યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફર્ટીલીટી રિપોર્ટ ૨૦૦૩ પ્રમાણે ૮૯% લોકો ૪૯ વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી લેતા હોય છે. છતાં બધા લગ્નો  મનોગમસ હોતા નથી. એન્થ્રોપોલોજીકલ અભ્યાસ પ્રમાણે ૮૦ થી ૮૫ % સમાજો પોલીગમસ લગ્નો આવકારતા હોય છે.
પોલીગમી :-  એટલે બહુ પત્નીત્વ અથવા બહુ પતિત્વ. Polygyny એટલે બહુ પત્નીત્વ. એક પુરુષ ઘણી બધી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે કે લગ્નો કરે તેના માટે Polygyny શબ્દ વપરાય છે. જ્યારે Polyandry શબ્દ બહુ પતિત્વ માટે વપરાય છે. એક સ્ત્રી ઘણા બધા પતિ.દ્રૌપદી પોલીએન્ડ્રી પ્રકારનો જુનો જાણીતો દાખલો છે. એક સર્વે મુજબ ૧૨૩૧ સમાજોમાથી ૧૮૬ મનોગમસ હતા, ૪૫૩ પ્રાસંગિક polygyny એટલે જરૂર પડે ત્યારે, ૫૮૮ ફ્રીક્વન્ટલી  polygyny  અને ૪ સમાજો polyandry  હતા. જોકે આ સર્વે અધુરો જણાય છે. ઘણા સમાજમાં બહુ પત્નીત્વ મોભાનું સ્થાન ગણાતું. ૧૯૩૫ સુધી થાઈલેન્ડમાં બહુ પત્નીત્વ કાયદેસર માન્ય હતું. ભારતમાં બહુ પત્નીત્વ પ્રાચીન સમયમાં માન્ય હતું. આઝાદી સુધી લગભગ માન્ય હતું. ઇસ્લામમાં બહુ પત્નીત્વ  માન્ય છે. એક સાથે ચાર પત્ની ધરાવી શકાય છે. જોકે અઝેર્બૈજાન, બોસ્નિયા, ટુનીસીયા, ટર્કી જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં પોલીગમી કાયદેસર માન્ય નથી. લીબિયા, પાકિસ્તાન અને મોરોક્કોમાં પહેલી પત્નીની લેખિત પરવાનગી જોઈએ બીજી પત્ની કરવી હોય તો. કેન્યા, સાઉથ આફ્રિકા, સુદાન બધે પોલીગમી ચાલુ જ છે. ભારતમાં હિંદુ લો મુજબ મનાઈ છે જ્યારે મુસ્લિમ પર્સનલ લો મુજબ માન્ય છે. હોંગકોંગમાં ૧૯૭૧ થી પોલીગમી ગેરકાયદેસર છે.
polyandry – બહુ પતિત્વનો ઉત્તમ દાખલો તિબેટ છે. પ્રાચીન સુમેરિયન રાજાએ (૨૩૦૦BC)માં મનાઈ ફરમાવી દીધેલી અને જે સ્ત્રી બહુ પતિ રાખે તેને પથ્થરો મારી મોત નિપજાવવાની સજા દાખલ કરેલી. સૌથી વધારે બહુ પતિત્વની પ્રથા તિબેટમાં છે. કેનેડીયન આર્ક્ટિક, નેપાળ, નાઇજેરિયા, ભુતાન, ભારતના લડાખ અને ઝાંસ્કાર, શ્રી લંકા, થોડા પોલીનેશિયન સમાજ જ્યાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે, મોંગોલિયા,ચીનમાં મોસુઓ સમાજ, મસાઈ સમાજ કેન્યા અને તાન્ઝાનિયા, અમેરિકાના પ્રાચીન સમાજો, ઉત્તરાખંડનો  જૌન્સર વિસ્તાર ભારતમાં, થીયા અને ટોડા સમાજ દક્ષિણ ભારત, અરુણાચલ પ્રદેશ ના નિશી સમાજ આ બધા બહુપતિત્વ  રિવાજ ધરાવતા પ્રદેશોમાં આવી જાય. એમાં ફક્ત  Saskatchewan Canada ન્યાયિક રીતે કાયદેસર પોલીએન્ડ્રી ગણવામાં આવે છે. ભારતમાં પોલીગમી ગેરકાયદે છે તેથી પોલીએન્ડ્રી પણ એની વ્યાખ્યામાં આવી જાય. તિબેટમાં હાલ બહુ મોટો પ્રશ્ન છે, કારણ તિબેટ હાલ ચીને કબજે કરી લીધું છે જ્યાં પોલીગમી ગેરકાયદે છે. બ્રાઝીલના કેટલાક સમાજ પોલીએન્ડ્રી છે. ઇસ્લામ અને હિબ્રુ બાઈબલમાં પોલીએન્ડ્રી મનાઈ છે.
માનવ સિવાય, Field Cricket Gryllus bimaculatus , Orthoptera (containing crickets, grasshoppers and groundhoppers), Agile frogs, honey bee , New World monkeys ( Goeldi’s Marmoset , tamarins )આ બધા પોલીએન્ડ્રી વ્યવસ્થા ધરાવતા હોય છે.
Group  marriage :- આ શબ્દથી જ સમજી જવાય  તેવું છે. ઘણા બધા પુરુષો અને ઘણી બધી સ્ત્રીઓ, સહિયારી પત્ની અને સહિયારા પતિ. કોઈ દેશમાં ગ્રૂપ મૅરેજ માન્ય નથી. હવાઇઅન ટાપુઓ, મેલેનેસીયા, દક્ષિણ ભારત નીલગીરીમાં રહેતો ટોડા સમાજ, પ્રાચીન અમેરિકાનો ઓમાહા સમાજ , Kurnandaburi , Wakelbura , Kurnai of Australia આ બધા સમાજોમાં ગ્રૂપ મૅરેજ માન્ય હતા. યુ.એસ.એ માં Oneida Community (1879-1881), Kerista Commune  San Francisco from 1971 to 1991, ગ્રૂપ મૅરેજ કરતા હતા. જોકે કાયદેસર માન્ય હતા નહિ. વિશિષ્ટ લગ્ન પુરાણ સમાપ્ત ! !
Toda of Nilgiri

અમ્મા મેરે મામુ કો ભેજો રી!!

Water-color of Emma Darwin (1840) by George Ri...
Image via Wikipedia

**એક પરમ મિત્રે સુંદર કવિતા મોકલી હતી.કવિતા અહીં લખતો નથી.અમીર ખૂસરોની કવિતા છે.બહુ સુંદર કવિતા છે.હિંદુ અને મુસ્લિમ બે સંસ્કૃતિઓ આશરે હજાર વર્ષ જોડે રહી છે.બે સંસ્કૃતિઓ વચ્ચે વિચારોનું,આર્ટ,કલ્ચર,ગીત,સંગીત રીતી,રીવાજો નું ખૂબ આદાનપ્રદાન થયેલું છે.મુસ્લિમ સંસ્કૃતિમાં પિતરાઈઓ વચ્ચેના લગ્નો સામાન્ય છે.કવિતામાં એક નાનકડું વાક્ય ઘણું બધું કહી જતું હોય છે.જોકે હવે આ મૂળ કવિતાના નવા વર્જન આવી ચૂક્યા છે અને ભારતમાં ગવાય પણ છે.ચાલો અંગત લોહીના સંબંધોના લગ્નો વિષે થોડું જાણીએ.
**પ્રથમ પાયાનું હોમો સેપિયન માનવ જાતનું વસ્તીનું ધોરણ આશરે ૭૦૦ થી ૧૦,૦૦૦ નું હશે તેવું વૈજ્ઞાનિકો માને છે.કોઈ લગ્ન જેવી વ્યવસ્થા હોય નહિ તે સ્વાભાવિક છે.છતાં તે લોકો જોડી બનાવી પ્રજોત્પત્તિ નું કાર્ય કરતા હશે.એટલે લગભગ બધા ભાઈ બહેન જેવાં હોય તે સ્વાભાવિક છે.એ સિલસિલો હજારો વર્ષો સુધી ચાલ્યો હશે.પુનરુક્તિ વહોરીને લખું કે જૈનોના પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવ સુધી સગી બહેન સાથે જોડી બનાવી સંતાનો પેદા કરતા હતા.એમણે પણ એવું કરેલું.પણ બીજી કોઈ જોડી ખંડિત થઈ હશે તો એમણે પેલી સ્ત્રી સાથે પણ જોડી બનાવી અને આ પ્રથામાં કશું નવું જોડ્યું કે બહેન વગર પણ જોડી બનાવી શકાય.ભગવાન ઋષભદેવનો આભાર માનવો જોઈએ આજના વૈજ્ઞાનિકોએ.છતાં કોઈ લગ્ન વ્યવસ્થા જેવું હતું નહિ.મન ફાવે તેમ બધા જોડીઓ બનાવી રહેતા હતા.એમાં જે બળવાન હોય,જેની પાસે ખાવાપીવાના વિપુલ ભંડાર હોય તેને સ્ત્રીઓ ઉપલબ્ધ વધારે રહેતી.મુનિ ઉદ્દાલકનો પુત્ર શ્વેતકેતુ નાનો હતો,ત્યારે એકવાર એક વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને ઋષિ પત્નીને કહ્યું ચાલ મારી સાથે અને નાનાશ્વેતકેતુ ને છોડી માતા પેલાં વધારે સક્ષમ બ્રાહ્મણ સાથે ચાલી નીકળી.બસ મોટા થઈને શ્વેતકેતુએ લગ્ન વ્યવસ્થાનો રિવાજ શોધી કાઢ્યો અને એને પવિત્રતાના વાઘા પહેરાવી દીધા.જેથી કોઈ નાના બાળકને સહન કરવાનું આવે નહિ.ભારતમાં આવી રીતે લગ્ન વ્યવસ્થા શરુ થઈ.ચીનમાં નુવા અને ફૂક્ષીએ પ્રોપર મૅરેજ પ્રોસિજર શોધી કાઢેલો તેવું કહેવાય છે.ત્યાં એક અટક ધરાવતા લોકોમાં લગ્નો થતા નથી.તેવું અમારા રાજપૂતો પણ એક અટકમાં લગ્ન થતા નથી,પછી છોને ગમે તેટલી પેઢીઓ વીતી ગઈ હોય.ચીનમાં એરેન્જ મૅરેજ સૌથી વધારે થાય છે.પ્રાચીન ગ્રીસમાં કોઈ મૅરેજ સેરીમની જેવું હતું નહિ.પણ રોમમાં સાક્ષીઓની હાજરીમાં મૅરેજ સેરીમની થતી.
**રટગર્સ યુનિના રોબીન ફોકસ કહે છે,ઇતિહાસના ૮૦% લગ્નો બીજી પેઢીના પિતરાઈ અને નજીકની લોહીની સગાઈમાં થયા છે.ફર્સ્ટ કજિન,સેકંડ કજિન,ક્રોસ કજિન અને પૅરેલલ કજિન વચ્ચેના લગ્નો સામાન્ય હતા.પ્રથમ પેઢીના પિતરાઈ વચ્ચેના લગ્નો અમેરિકામાં સિવિલ વોર પહેલા કાયદેસર હતા.૧૯મિ સદી પછી એનો રેટ ઓછો થવા લાગ્યો.ફર્સ્ટ કજિન વચ્ચેના લગ્નોથી જે સંતતિ પેદા થાય તેમાં બહેરાપણું,અંધત્વ અને મૂઢતા વધારે જણાય છે તેવા રિપોર્ટ આવતા અમેરિકાના ઘણા બધા રાજ્યોમાં એના પર પ્રતિબંધ મુકાયો.ઑસ્ટ્રિયા,હંગેરી અને સ્પેનમાં પ્રતિબંધ વહેલો મુકાયો હતો,પણ ઈંગ્લેન્ડમાં ચાલુ હતું.ચાર્લ્સ ડાર્વિન અને એની પત્ની એમ્મા પિતરાઈ ભાઈ બહેન હતા.પ્રાચીન રોમમાં જીસસ પહેલા ફર્સ્ટ કજિન લગ્નો કાયદેસર હતા.પણ પછી સમ્રાટ Theodosius એના પર પ્રતિબંધ મૂકી દીધો.પ્રાચીન ગ્રીસમાં પણ આવા લગ્નો કાયદેસર હતા.કિંગ Leonidas 1 (સ્પાર્ટા)એ વળી એની ભત્રીજી સાથે લગ્ન કરેલા.
**મિડલ ઇસ્ટના સમગ્ર ઇતિહાસમાં આવા લગ્નો કાયદેસર હતા.અને આજે પણ છે.જોર્ડનમાં છોકરીને એના કાકાના દીકરા સાથે પરણવું ફરજિયાત છે.કાકાનો દીકરો ના હોય તોજ બીજે લગ્ન થાય.હયાત હોય છતાં કરવા હોય તો એની મંજૂરી જોઈએ.છતાં છોકરીના લગ્ન બીજે કરવામાં આવે અને એનો પતિ એને એના ઘેર લઈ જતો હોય ત્યારે કાકાનો દીકરો આવીને એને છીનવીને લઈ જઈ શકે છે.ઇરાકમાં પિતરાઈની પરમિશન વગર બીજે લગ્ન કરનાર સ્ત્રીનું ખૂન પણ થઈ જાય.આફ્રિકામાં નાઈજીરીયામાં આજે પણ બહુપત્નીત્વ કાયદેસર છે.Hausa જાતિમાં મુસ્લિમ ધર્મનું જોર વધારે છે તેમાં આવા લગ્નો સ્વાભાવિક છે.જ્યારે Yoruba જાતિમાં બહુપત્નીત્વ વધારે પ્રમાણમાં છે.એક પત્ની તો લોહીની સગાઇવાળી હોવી જરૂરી છે.એવરેજ લોકોને ત્રણ પત્નીઓ હોય છે.એમાં ભત્રીજીઓ પણ આવી જાય.Lgbo જાતિમાં સદંતર મનાઈ છે.એક ગામની સ્ત્રી સાથે પણ લગ્ન ના કરી શકાય.આ જાતી કિશ્ચિયન છે.ઇથિયોપિયામાં વળી મુસ્લિમ વધારે હોવા છતાં પુરાણાં રિવાજ ચાલુ છે છ પેઢી સુધી લોહીની સગાઈમાં લગ્નો ના થાય.
**ચીનમાં મામાની દીકરી સાથે લગ્નો થતા,પણ હવે પિત્રાઈ લગ્નો પર ૧૯૮૦ થી મનાઈ છે.ત્યાં વળી બે બહેનો સાથે લગ્નો કરવા પ્રાચીન સમયમાં સામાન્ય હતું.ભારતમાં ઘણા રાજપૂતોમાં બે બહેનો એક ઘરમાં એક જ પતિ સાથે જોવા મળતી.ઘણી વાર સાળાની દીકરી સાથે પણ લગ્નો થતા.પણ સાત પેઢી સુધી લોહીની સગાઈ અને એક જ ગોત્રમાં લગ્નો ના થાય તે ભારતમાં હતું અને છે.ઉત્તર ભારતમાં સગોત્ર લગ્નો થતા નહિ.ભારતમાં ફર્સ્ટ કજિન લગ્નો પર ૧૯૫૫ના કાયદા મુજબ મનાઈ છે,પણ પ્રાદેશિક રિવાજ હોય તો કાયદો છૂટ આપે છે.ઉત્તર ભારતમાં એક જ ગામમાં પણ લગ્નો ની છૂટ હોતી નથી.પણ દક્ષિણ ભારતમાં એવું નથી.ત્યાં ક્રોસ કજિન વચ્ચે લગ્નો બહુ મોટા પ્રમાણમાં થાય છે.કર્ણાટકમાં બેંગલોર સાથે ગણો તો ત્રીજા ભાગની વસ્તી આવા લગ્નો કરેલી છે.કર્ણાટકમાં છોકરી માટે પહેલી પસંદગી એનો મામો હોય છે.મામાશ્રી ઉપલબ્ધ ના હોય તો વાત ઠીક છે,બીજે લગ્ન કરો.જોકે હવે ત્યાં સ્ત્રીઓ જાગૃત થઈ છે તેવું જાણવા મળ્યું છે.ભારતીય મુસ્લિમોમાં તો આવા લગ્નો હોય જ તે સ્વાભાવિક છે.
**અભિમન્યુ મામા બલરામની દીકરી શશિરેખા સાથે પરણેલો હતો.એની બીજી પત્ની ઉત્તરા હતી.જયપુરના સવાઈ માનસિંહ પ્રથમવાર જોધપુરની રાજકુમારી મરુધર કુંવર સાથે પરણેલા,બીજા લગ્ન એમના સાળાની દીકરી સાથે અને ત્રીજા લગ્ન ગાયત્રીદેવી સાથે કરેલા જે પ્રેમ લગ્ન હતા.ફ્રેન્કલીન રુઝવેલ્ટ,એડગર એલાન પો અને આઈનસ્ટાઇન એમની કજિન સાથે પરણેલા હતા.
***ઇનકા,હવાઈયન અને પ્રાચીન ઈજીપ્તમાં વળી જુદું હતું.ત્યાં વળી સગી બહેનો સાથે લગ્નો સામાન્ય હતા.પ્રાચીન ઈજીપ્તના ફેરો રાજાઓ લોહી શુદ્ધતા(pure blood line ) જાળવવા બહેન સાથે લગ્નો કરતા.અને હા ક્યારેક કવચિત પોતાની દીકરી સાથે પણ લગ્ન કરતા.Pharaonic ,Ptolemaic અને Roman એમ ત્રણ યુગ સુધી ઈજીપ્તમાં બહેનો સાથે લગ્નો સામાન્ય હતા. D. Bruce McMahan, ૬૫ વર્ષના આ પિતાશ્રીએ જુન ૨૦૦૪મા વેસ્ટ મીનીસ્ટર એબેમાં કાર્ટિયર વેડિંગ રીંગ પહેરાવી,થોડી વિધિ કરી,ફોટા પડાવ્યા અને પોતાની દીકરી લીંડાને પત્ની બનાવી દીધી.બંને એકબીજાને ત્યાર પછી ઈ મેલમાં પતિ પત્ની તરીકે સંબોધન કરતા.એક જુના સમાજમાં દીકરીના લગ્ન પહેલા પિતા હાથમાં એક કપડું લઈ,એણે આંગળી પર વીંટાળી.દીકરીની યોનિમાં દાખલ કરે,ત્યાર પછી તે લોહીવાળું કપડું લગ્ન સમયે હાજર વ્યક્તિઓને બતાવે કે તેમની દીકરી વર્જીન હતી.જેથી પાછળથી એનો પતિ દાવો ના કરે કે એની પત્ની વર્જીન નહોતી.વર્જીન ના હોવું શરમજનક અને સ્ત્રીની હત્યામાં પરિણમતું.
**નજીકના લોહીના સંબંધોમાં લગ્નો કરી પ્રજા ઉત્પન્ન કરવી તે પ્રાચીન સમાજોમાં સામાન્ય હતું.પણ એનાથી વારસાગત રોગો નવી પેઢીમાં ઊતરતા હોય છે.રીસ્ક ફૅક્ટર વધી જાય છે.જોકે આ વાત પણ વિવાદાસ્પદ છે.ઘણા સમજો આ વાત કબૂલવા તૈયાર નથી.ઇતિશ્રી લગ્ન પુરાણ ભાગ-૧ સમાપ્ત:

ધર્મોની જરૂર ક્યા સુધી??

Vaishnavism
Image by Bindaas Madhavi via Flickr

ધર્મોની જરૂર ક્યાં સુધી?
**હ્યુમન ઈવોલ્યુશન બહુ લાંબો પ્રોસિજર છે. પશુ,પક્ષી, જીવ જંતુ અને વનસ્પતિ દરેક સજીવનું ઈવોલ્યુશન ચાલુ જ છે. સૌથી મોટું બ્રેઈન માનવ પાસે છે. જે કરોડો વર્ષોના ઉત્ક્રાંતિના ક્રમમાં વિકાસ થતા થતા આપણ માનવ જાતને મળ્યું છે. આપણાં પૂર્વજ ચિમ્પ જેવા એપ્સ પાસે બ્રેઈન કદમાં માનવ બ્રેઈન કરતા નાનું છે. આપણાં પૂર્વજ આદીમાનવો પાસે પણ હાલના માનવ કરતા બ્રેઈન નાનું હતું. બ્રેઈનના કદમાં વધારો થતો જાય છે, જે દેખાતો નથી પણ થાય છે. ચિમ્પ અને આદીમાનવોના કપાળ પાછળ ઢળતા હતા. નાક અને જડબા આગળ પડતા હતા. એનો મતલબ બ્રેઈનની સાઈજ થોડી નાની હતી. હાલના આપણ માનવોના કપાળ સીધા છે. ચહેરાની સરખામણીમાં સીધા છે, મતલબ માથું મોટું થયું છે, બ્રેઈન કદમાં વધ્યું છે. એક બાળકનું બ્રેઈન નાનું હોય છે જેમ ઉંમર વધતી જાય તેમ બ્રેઈનનો વિકાસ થતો જાય છે. ૨૫ વર્ષે વિકાસ પૂર્ણ થાય છે.

**માનવમન વિચારતું થયું તેમ માનવ સમાજ સુસંસ્કૃત થતો ગયો. ધર્મોનો એમાં બહુ મોટો ફાળો છે. એક નાનું બાળક જ્યારે બહુ વિચારી શકતું ના હોય સારાસારનો વિવેક ના હોય ત્યારે એને દોરવણી આપવી પડતી હોય છે. અગ્નિથી દાઝી જવાય તેવી તેને સમજ ના હોય ત્યારે તે હાથ અગ્નિમાં નાખવા જાય ત્યારે એને શીખવવું પડે છે. બાળકને પહેલો એકડો શીખવવો પડે છે, સીધા અઘરા ગણિત કે પ્રમેય શીખવી ના શકાય. માનવને સારા આચરણ અને સમાજને ઉપયોગી નીતિનિયમો શીખવવા પડે છે તે માટે ધર્મોની જરૂર પડે છે. ધર્મ પણ ઉત્ક્રાંતિના ક્રમમાં વિકાસ ના પામે તો સડી જાય છે. હવે આજે જુના વૈદિક ધર્મની વાતો કરવી નકામી છે. કોણ પાળે છે વૈદિક ધર્મ? કોણ યજ્ઞોમાં પશુ હોમે છે? હવે કોઈ જરૂર નથી પુરાણાં ધર્મોની. ધર્મો પણ ઇવોલ્વ થવા જોઈએ. ધર્મોની જરૂર છે એકડો ઘૂંટવા પૂરતી. પછી આખી જીંદગી એકડો જ ઘૂંટ્યા કરીશું તો વિકાસ થઈ રહ્યો. જ્યારે ધર્મ વિકાસ પામવાને બદલે અટકી જાય ત્યારે વિનાશ કરતો હોય છે. બ્રેઈનનો વિકાસ ધર્મ અટકાવી દેશે. જેવી રીતે બાળકને કશું ના શીખવો અને એકડો ઘૂંટયા કરે તો શું થાય? આજે એજ થઈ રહ્યું છે. જુઓ તાલિબાનો શું કરી રહ્યા છે? જુઓ ધર્મ ઝનૂની હિન્દુઓ શું કરી રહ્યા છે? પ્રયત્નપૂર્વક માનવોને ફક્ત એકડો ઘૂંટાયા કરાય છે.

**ધર્મોએ માનવને પશુમાંથી માનવ બનાવ્યો છે, હવે એજ ધર્મો માનવને માનવમાંથી પશુ બનાવવા તરફ જઈ રહ્યા હોય ત્યારે એમાંથી મુક્તિ મેળવીને જો ધર્મો વગર ચાલતું ના હોય તો એમનો વિકાસ કરવો જરૂરી છે. એકડો ઘૂંટવામાંથી મુક્તિ મેળવ્યા વગર અઘરા સમીકરણો ક્યાંથી શીખીશું? બ્રેઈનના વિકાસ માટે રોજ નવા સમીકરણો એને શીખવવા પડે છે. બ્રેઈન માહિતીનો ભંડાર હોય છે. જો કોઈ માહિતી બ્રેઈનમાં ના હોય તો એને કશી સમજ પડતી નથી. આફ્રિકાથી એક સમૂહ હજારો વર્ષ પહેલા નીકળ્યો હશે. એ સમૂહના પૂર્વજોએ પણ લાખો વર્ષથી કોઈ દરિયાઈ વહાણ જોયું નહિ હોય. આ સમૂહ એશિયા થઈને વાયા સાઈબેરિયા થઈને અમેરિકા પહોચી ગયો. હિમયુગ પૂરો થતા બાકીની દુનિયાથી કટ થઈ ગયો. બાકીની દુનિયામાં પ્રગતિ ચાલુ હતી. પહેલીવાર યુરોપના વહાણ જ્યારે અમેરિકા પહોચ્યા હશે એમને દૂરથી વહાણ દેખાયા નહોતા. દરિયામાં વહાણ માઇલો દૂરથી દેખાઈ જાય. એમના બ્રેઈનમાં વહાણ વિષે કોઈ માહિતી તત્કાલીન હતી નહિ. સાવ નજીક આવ્યા ત્યારે નવી માહિતી બ્રેઈનમાં જમા થઈ. વહાણો નજીક આવ્યા ત્યારે દેખાયા. એકલી અટુલી સંસ્કૃતિઓ નાશ પામી જાય છે. માયા, ઈન્કા, એઝટેક જેવી અમેરિકન સંસ્કૃતિઓ નાશ પામી ગઈ. એમના પણ ધર્મો હતા. ઈન્કા અને માયન સંસ્કૃતિઓમાં માનવ બલી આપવાનું સામાન્ય હતું.

**આજે જ્યારે પુરાણ કાલ કે વૈદિક કાલ જેવી પરિસ્થિતિ કે સમય સંજોગો રહ્યા નથી, ત્યારે એ સમયના ધર્મની જરૂર પણ નથી. પણ નવા તત્વજ્ઞાનીઓને ડર લાગે છે કે માનવ વધારે ને વધારે ઝનૂની થતો જાય છે પુરાણાં ધર્મોને બચાવવા માટે, જે આત્મઘાત તરફ દોરી જનારું છે.

મારો ધર્મ મહાન અને તમારો ખોટો એ ક્યારથી શરુ થયું? પાયથાગોરસ ભારત આવેલો, જીસસના બહુ સમય પહેલા. એણે જોયું કે આ લોકો તો ખૂબ વિકાસશીલ છે. અહીં ધર્મ છે, ફિલોસોફી છે. પછી તે પાછો ગયો અને શરુ કર્યું આપણો ધર્મ અને ફીલોસોફી મહાન છે, આ લોકોનો નહિ.

ત્રણ ધર્મો અબ્રહામિક, જુઇશ, કિશ્ચિયન અને મુસ્લિમ ત્રણેની ફિલોસોફી એક યા બીજી રીતે સરખી છે. અહીં જુઓ હિંદુ ધર્મ જૈન અને બૌદ્ધ ત્રણેની ફીલોસોફી મોટાભાગે સરખી. જીસસ ખુદ હિબ્રુ બોલતા હતા. અંગ્રેજી તો હમણાં આવી. અંગ્રેજી રીબેલિયન લોકોની ભાષા. ચર્ચની વિરુદ્ધ બોલવું હોય તો કોઈને સમજ ના પડે માટે અંગ્રેજી બોલાતી. અડધી ડિક્શનેરી તો શેક્સપિયરે લખી હશે. હિંદુ ધર્મમાં સડો વધી ગયો તો બુદ્ધ આવ્યા. ધર્મ વહેતો રહેવો જોઈએ. બંધિયાર કૂવામાં પાણી પણ ગંધાઈ જાય. એમ બંધિયાર ધર્મમાં માનવ પણ ગંધાઈ જાય. ધર્મમાં લાગણીનું તત્વ ઘુસાડી દેવાય છે. બ્રેઈનનો એક ભાગ ભાવનાઓ અને લાગણીનું પ્રતિનિધિત્વ કરે છે. લોકો કહેશે અમે હ્રદયથી વિચારીએ છીએ. હૃદય તો એક પંપ છે. એની પાસે વિચારવાની કોઈ શક્તિ જ નથી. બુદ્ધિ અને તર્કના ભાગને વિકસવા દેવામાં આવતો નથી. આત્મા જેવી કોઈ વસ્તુ હોતી નથી. બ્રેઈન જ આત્મા છે. અંતર આત્માનો અવાજ પણ બ્રેઈન જ બોલે છે. ચા પીવાનું યાદ આવવું કે કેળાં ખાવાની ઇચ્છા થવી તે પણ બ્રેઈનના આદેશ મુજબ જ હોય છે. જે ધર્મ બ્રેઈનના વિકાસ ને રોકે તે ધર્મનું કશું કામ નથી. નવા ધર્મો ઇવોલ્વ થવા જોઈએ.

નોંધ:-મિત્રો ઉપરનું એકેય વાક્ય મારું નથી. વિલિયમ્સ પેટરસન યુનીવર્સીટીમાં સાયકોલોજી અને ફિલોસોફી બે મેજર સબ્જેક્ટ લઈને ભણતા મારા સૌથી નાના દીકરા હરપાલસિંહને ક્રિસમસ વેકેશન પડ્યું તો લેવા ગયેલો. આવતા તેઓ ડ્રાઇવિંગ કરતા હતા અને બોલતા જતા હતા. હું સાંભળતો હતો. બસ જે યાદ રહ્યાં તે વાક્યો લખ્યા છે.

“ચલમનો ભડકો”

“ચલમનો ભડકો”
**રામખિલાવન મહારાજની ગાંજો પીવાની શૈલી અદ્ભુત હતી.ઊભી ચલમ મુખના એક ખૂણે લગાવીને સતત ગાંજાના કસ ખેંચતા રહેતા,બાજુના ખૂણે થી ધુમાડાના
ગોટે ગોટ નીકળતા રહેતા.એક શ્વાસે કસ ખેંચતા  ખેંચતા ચલમ ઉપર ભડકો થઈ જાય ત્યારે કસ ખેંચવાનું બંધ કરી,મીનીટો સુધી મુખમાંથી ધુમાડા કાઢે જતા.જોઇને આજુબાજુ બેઠેલા ભાવિક ભક્તો અહોભાવથી મંત્ર મુગ્ધ થઈ જતા.ઈડર પાસેના એક અંતરિયાળ ગામની સીમમાં જશુભાઈનું બાપીકું ખેતર હતું.ખેતરમાં એક કૂવો હતો.એમાંથી પાણી ખેંચવા એક ઇલેક્ટ્રિક મોટર મૂકેલી તેને સાચવવા ઓરડી બનાવેલી હતી.બાજુમાં એક નાનું  લીમડાનું વૃક્ષ હતું.રામખિલાવન મહારાજ આ લીમડા નીચે ક્યારે અવતર્યા કોઈને ખાસ ખબર નહોતી .આ વિસ્તારમાં ચોમાસામાં ખેતી થતી.શિયાળામાં ક્યારેક કૂવામાં પાણી સારું હોય તો થોડા ખાવા જેટલા ઘઉં પકવી લેવાતા.ઉનાળો સાવ સુક્કો ભંઠ પસાર થતો.કાળી પણ કાંકરાવાળી જમીનમાં કપાસ સારો થતો.ચોમાસામાં કઠોળ પણ સારું થતું.ઉનાળામાં કશું કામ નહિ હોય તો જશુભાઈ એકાદ અઠવાડિયું ખેતરમાં આવેલા નહિ.જ્યારે આવ્યા ત્યારે રામખિલાવન અહી લીમડા નીચે  બેઠાં બેઠાં ચલમના કસ ખેંચતા હતા.આધેડ ઉંમર,પાતળી ઊંચી દેહયષ્ટિ,કાબરચીતરી દાઢી,માથે એવીજ અંબોડી વાળેલી જટા,કાળો વાન.પહેલી નજરે બાવો આંખોને ગમે તેવો હતો નહિ.જશુભાઈ પણ વિચારતા હતા કે આ લપ અહી ક્યાં પેઠું?પણ મૂળ ધાર્મિક માણસ અને પહેરવેશનું માન જાળવવા રામ રામ બાપજી કર્યા.સામેથી પણ જવાબ મળ્યો જય રામજીકી.

‘બાપજી ક્યાંથી પધારવાનું થયું?’

‘સબ ભૂમિ ગોપાલકી,હમારે લિયે સબ જગા ભગવાનકી હૈ.’

‘બાપજી,હું તો ચાર દિવસથી આવ્યો નહોતો,આજે જ આવ્યો છું,ભોજન વગેરેનું શું  કર્યું?’

‘રામ ખિલાવે તો ખાના વરનાં ઉપવાસ સમજી લેવાના.મેરા તો નામ હી રામખિલાવન હૈ.’

**બાપજી હિન્દી મિશ્રિત ગુજરાતી બોલતા હતા.જશુભાઈને દયા આવી કે બાપજી મારા ખેતરમાં ભૂખ્યા બેઠાં છે,સારું ના કહેવાય.જોકે ગામ થી ખેતર ઘણું દૂર હતું પણ થાય શું?જશુભાઈ મારતે ઘોડે ઘેર ગયા.ભોજન લઈને પાછાં આવ્યા.ભોજન પતાવી આશીર્વાદ આપી મહારાજે ચલમ ભરી થોડા કસ ખેંચીને જશુભાઈને ધરી દીધી.જશુભાઈ આમેય બીડીના કસ તો ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય ગણાતા વ્યસનથી ટેવાયેલા હોઈ ખેંચતાં રહેતા.મહારાજની ચલમમાં કઈ જુદોજ આનંદ હતો.બસ લાગ જોઇને મહારાજે કહી દીધું કે બચ્ચા થોડે દિન યહી રહેના હૈ,બાદમે ચલા જાઉંગા.જશુભાઈએ સંમતિ આપી દીધી કે અપાઈ ગઈ કશું એમને જ સમજાયું નહિ.રાત્રે ઓરડીમાં સુવાની વ્યવસ્થા થઈ ગઈ.આખો દિવસ મહારાજ રામચરિતમાનસની ચોપાઈ ગાયા  કરતા.અને ચલમ ખેંચે રાખતા.જશુભાઈ પણ હવે નિયમિત આવતા થઈ ગયેલા.ભોજન પણ લેતા આવતા.આમેય હવે ઉનાળો પૂરો થવા આવેલો.કપાસ
વાવવાની તૈયારી કરવાની હતી.દર ઉનાળે બોરડીના જાળાં આખા ખેતરમાં વધી જતાં.તેમને
ખોદીને દુર કરવા પડતા.ખેતરમાં કામ હતું એટલે નિયમિત સવાર સાંજ આવવું પડતું.ઘણી વાર ગામથી ખેતર દૂર હોવાના કારણે સવારે આવતા તો સાંજે જ જતાં.કોઈ વાર અંધારું  પણ થઈ જતું.એવે ટાણે બપોરે જશુભાઈની દીકરી મંજુલા બપોરનું ભાતું લઈ આવતી.

**સોળ વરસની મંજુલા ભણવામાં કઈ ઉકાળી શકેલી નહિ.એસ.એસ.સી.માં નાપાસ થવાથી સ્કૂલમાંથી ઉઠાડી  મૂકેલી.ખેતરમાં અને ઘરકામમાં મદદ કરતી.કોઈ સારો વર મળી જાય તો પરણાવી ઠેકાણે પાડી દેવી એવું વિચારતા હતા.મંજુલા બહુ દેખાવડી તો નહોતી પણ શરીરે પણ દૂબળી પાતળી હતી.
**રામખિલાવન મહારાજ ધીમે ધીમે અહીં જામી પડ્યા હતા.જશુભાઈ એમના ભક્ત
બની ગયેલા.હવે બાપજીની ચલમ વગર ચાલતું નહોતું.એક અલગ ઓરડી પણ એમની બની ગઈ હતી.એના ઉપર ધજા પણ લાગી ગયેલી.ભક્તો પણ વધવા લાગેલા.મહારાજ સુંદર રીતે ચોપાઈ ગાતા,ધર્મ ધ્યાનની વાતો કરતા.કોઈના દુખ નિવારણ માટે પ્રયત્નો પણ કરતા.નાના મોટા આશીર્વાદ આપવાનું સામાન્ય હતું.એમાં અકસ્માતે કોઈનું કામ થઈ જતું તો એને બહેલાવી બહેલાવીને કહેવામાં આવતું.ભક્તોને ખાસ તો બાપુની ચલમ ફરતી ફરતી એમની પાસે ક્યારે આવે તેનું ખાસ ધ્યાન રહેતું.ઓરડી નાની પડતા બીજી મોટી ઓરડી પણ ચણાઈ ગઈ અને એની ઉપર “રામખિલાવન આશ્રમ” પણ લખાઈ ગયું.નવી ઓરડી વળી ભોંયરાની  સગવડવાળી બની ગઈ હતી.બાપજી સવારે ભોંયરામાં સાધના કરતા.ભોંયરામાં કોઈને પ્રવેશ નહોતો,ખાલી જશુભાઈ જઈ શકતા અને દીકરી મંજુલા સાફસફાઈ કરવા જતી.કોઈવાર આ લોકોના દેખાતા ઉટપટાંગ આસનો કરતા.જશુભાઈ પૂછે કુતૂહલ વશ થઈને તો કહેતા કે યોગ કરતા હું,ધ્યાન કરતા હું,સાધના કરતા હું.ભગવાન કે સાથ તાર જોડા રહા હું.
**જશુભાઈને ઓણસાલ વરસાદ સારો થવાથી કપાસ તો
સારો થયેલો,પણ શિયાળામાં કૂવામાં પાણી પણ સારું ચાલ્યું.એના કારણે ઘઉં અને થોડી
વરિયાળી પણ સારી થઈ.બધું બાપજીની સેવાને કારણે થયું એવું મન માનવા લાગેલું.બાપજીની ચલમ પીવાની અદ્ભુત આવડતથી  જશુભાઈ સંમોહિત હતા.એમના જેવો ચલમ ઉપર  ભડકો કોઈ કરી શકતું નહિ.જોકે તમાકુમાં ચરસ અને ગાંજો ઉમેરાતો તેનાથી બધાને એમની ચલમનું   વ્યસન થઈ ગયેલું.હવે બાપજીની ચલમ મફત ના પિવાય તેથી પૈસા પણ લોકો દાન તરીકે આપતા.રાત્રે શંકાસ્પદ માણસો આવતા.અને બાપજી જોડે ભોંયરામાં મંત્રણાઓ કરી ચાલ્યા જતાં.કોઈવાર રાતવાસો કરવા આવતા જશુભાઈને બાપજી ખુલાસો કરી લેતા કે મેરે ભક્તજન હૈ,દૂરસે આતે હૈ.ધીમે ધીમે જશુભાઈએ પણ રાતવાસો  કાયમનો કરી નાખેલો,એનું મૂળ પેલી ચલમ હતી.જશુભાઈને પણ ખબર તો પડી ગયેલી કે ચલમમાં ગાંજો હોય છે પણ હવે એનાથી છૂટવું નહોતું.આખો દિવસ ચમત્કારની વાતોમાં જશુભાઈ રમમાણ રહેતા.અનાયાસે બાપજીના એજન્ટ બની ચૂક્યા હતા.
**બાપજી કહેતા કે દેખ જશું થોડે દિનમેં યહાં તેરે ખેતમે પ્લેન
ઉતરેંગે.બહોત બડે નેતા લોગ આયેંગે.જશુભાઈ અહોભાવથી જોઈ રહેતા.બાપજી ફેંકવામાં નંબર એક હતા.જશુભાઈ અહોભાવથી મોહિત બની રહેવામાં નંબર એક હતા.એકવાર બાપજીએ જશુભાઈને કહ્યું અબ મંજુલા બેટીકો હમ યોગ શીખાના માંગતા હૈ.દેખના લોગ તેરી બેટીકે પાવ
પડેંગે.મુજે ઉસકા ભવિષ્ય બહોત ઉજ્જવળ દેખાઈ દેતા હૈ.લોગ ઉસે ગુરુમાઈ કહેકર
પુકારેંગે.જશુભાઈ તો ખુશ થઈ ગયા.મારા અહોભાગ્ય કે મારા ઘેર આવી દીકરી અવતરી.પહેલા
તો અભાગણી  કહેતા હતા.મંજુલાએ શરૂમાં તો કઈ શીખવું નથી કહી ના પાડી. પિતાનો
આદેશ અને મંજુલા ભોયરામાં યોગના આસનો શીખવા લાગી.દીકરી વહેલી સવારે આઠ વાગે ખેતરમાં હાજર થઈ જતી.શરૂમાં પિતાના દેખાતા બાપજી આસનો શીખવતા.પછી ધીમે ધીમે જશુભાઈને બંધ કર્યા કે હવે આગળની સાધનામાં કોઈની હાજરીથી વિક્ષેપ પડે.કલાક પછી બાપજી ઉપર આવી જતાં અને જશુભાઈને કહેતા જાવ બેટીકા દર્શન કરકે આવ કૈસા ધ્યાન લગ ગયા હૈ?ભગવાનકે સાથ તાર જૂડ ગયા હૈ.અવાજ મત કરના.જશુભાઈ નીચે જઈ આંખો બંધ કરી પદ્માસનમાં બેઠેલી બેટીને પગે લાગી આવી જતાં.અહોભાવમાં વધારો થઈ જતો.
**જેમ જેમ મંજુલાની સાધના આગળ વધતી જતી
હતી તેમ એનું રૂપ ખીલવા માંડ્યું હતું.શરીર પણ ભરાવા માંડ્યું હતું.મંજુલા હવે
શરીરનું ધ્યાન વધારે રાખતી થઈ ગઈ હતી.હોઠ પર લાલી પણ લગાવતી થઈ ગઈ હતી.જશુભાઈ વિરોધ કરતા તો બાપજી રોકતાં બચ્ચીકો મત ડાન્ટો સાક્ષાત્ જોગમાયા દીખતી હૈ.બાપજી આગળ જશુભાઈનું  કશું ના ચાલતું.પાછું સવારે સાધના પછી જશુભાઈ ધ્યાન મગ્ન દીકરીને પગે લાગી આવતા એટલે તે જે કરે બધું યોગ્ય લાગતું.સવારે હવે સાધનાનો દોર ભોંયરામાં લંબાએ જતો હતો..ઉપર આવીને બાપજી ચા પાણી કરતા.જશુભાઈ બધું તૈયાર રાખતા હતા.બાપજીની કાબરચીતરી મૂછો ને લાગેલો લાલ રંગ ચામાં ઓગળી જતો. જશુભાઈને એ રંગ દેખાતો નહિ.સીધા દોટ મૂકીને ધ્યાનસ્થ દીકરીને પગે લાગવા દોડી જતાં.
**આજે આશ્રમ ઉજ્જડ છે.રાજયોગ કે કામયોગ?વિચારતું સાક્ષી એવું ભોંયરું ખાલી પડી રહ્યું છે.”રામખિલાવન આશ્રમ” લખેલા પર કાળો કૂચડો ફેરવાય ગયો છે.જશુભાઈ વિલા મોઢે,આંખના ખૂણે એક અશ્રુ બિંદુ જાળવી એકલાં લીમડા નીચે બેઠાં હોય છે,જ્યાં પહેલીવાર બાપજી અવતરેલા.વહાલસોઈ દીકરી માટે હવે વર શોધવાની પળોજણ રહી નહોતી. રામખિલાવન મહારાજની ગાંજો પીવાની શૈલી અદ્ભુત હતી.એક શ્વાસે ચલમ ખેંચતાં ઉપર ભડકો થઈ જતો.
નોંધ:-મિત્રો સત્યઘટના ઉપર આધારિત વાર્તા છે.

પાકા કેળાનો રંગ પીળો??

Yes, we have got bananas....
Image by law_keven via Flickr

પાકા કેળાનો રંગ પીળો??
પાકું કેળું પીળા રંગનું દેખાય છે. ખરેખર તો કોઈ વસ્તુને રંગ હોતો નથી. પ્રકાશની અંદર બધા રંગોનો સમૂહ હોય છે. વસ્તુની સપાટી જે રંગને
પાછો મોકલે તે રંગ આપણને દેખાય છે. બંધ ઓરડામાં રહેલા ફર્નિચર કે વસ્તુઓને રંગ હોતો નથી. બારણું ખોલી અંદર પ્રવેશ કરીએ ત્યારે રંગનો ઉદ્ભવ થતો હોય છે. કોઈ વસ્તુ લાલ રંગની છે મતલબ તે વસ્તુની સપાટી પ્રકાશની  અંદર રહેલા લાલ રંગને સ્વીકારતી નથી જેથી
આપણને લાલ રંગ દેખાય છે. બધા રંગને ના સ્વીકારે તો વસ્તુ સફેદ દેખાય છે. સપાટી બધા રંગને પી જાય તો વસ્તુ કાળી દેખાય છે.

**ચાલો મૂળ વાત ઉપર આવીએ. પાકું કેળું પીળા રંગનું હોય છે, પણ કાયમ નહિ. સોડીયમ વેપર લાઈટમાં કેળાનો રંગ પીળો હોતો નથી. બહુ મોટા પાર્કિંગ લોટમાં જ્યાં મોટાભાગે પ્રકાશ ઓછો હોય ત્યાં પણ કેળું પીળું હોતું નથી. છતાં બધી જગ્યાએ કેળું પીળા રંગનું દેખાય છે. એનું રહસ્ય છે ઉત્ક્રાન્તિના મનોવિજ્ઞાનમાં. આપણાં પૂર્વજો આદીમાંનવો પ્રથમ વર્ષાવનોમાં વૃક્ષો ઉપર રહેતા હતા, પછી
નીચે ઊતરી સવાનાના ઘાસના મેદાનોમાં રહેવા લાગ્યા. સવાના થિયરી કહે છે કે લાખો વર્ષથી પાકા કેળાને પીળા રંગનું જોવામાં આવી રહ્યું છે. લાખો વર્ષથી સોડીયમ વેપર લાઈટ હતી નહિ. લાખો વર્ષથી આદિ માનવોના જિન્સ પેઢી દર પેઢી ઊતરતા આવ્યા છે. સાદાં સૂર્યપ્રકાશમાં પાકા કેળાને પીળું જોવાના સંસ્કાર જિન્સમાં ઊતરતા આવ્યા છે.  જિન્સમાં  આપણાં શરીરનો નકશો છુપાયેલો હોય છે.

**દરેક વખતે પાકું કેળું પીળું હોતું નથી.લાખો વર્ષથી પેઢી દર પેઢી જિન્સ દ્વારા મળેલી સૂચના મુજબ આંખોને પાકું કેળું પીળા રંગનું દેખાય છે.એટલે જ્ઞાનીઓ કહેતા હોય છે કે આ જગત દેખાય છે તેવું છે નહિ.

बुद्धं शरणं किं गच्छामि||

Buddha Tooth Relic Temple – Hundred Dragons Hall
Image by williamcho via Flickr

बुद्धं शरणं किं गच्छामि||
*બુદ્ધે ચાર આર્ય સૂત્રો આપ્યા.સંસાર દુઃખ છે, દુઃખનાં કારણો છે, દુઃખનો ઉપાય છે અને એમાંથી મુક્ત થઈ શકાય છે. જે હોય તે પણ આ દુઃખો કયા? ગરીબી હોય તે? પૈસા ના હોય તે? ખાવાપીવા પૂરતું ના મળે તે? બીમારીઓ આવે તે?વાર્ધક્ય આવે તે? મૃત્યુના હવાલે થઈ જઈએ તે? કોઈ ત્રાસ આપે તે? હજાર દુઃખો હશે સંસારમાં. ઘણા કારણો તો દુઃખ નહિ દેતા હોય પણ પૂર્વ ધારણાઓ, પૂર્વગ્રહો અને માની લીધેલાં દુઃખ હશે. એક વૃદ્ધ માણસ ને દોડાવો તો દુઃખદાયી બની જાય અને ખેલાડીઓને એમાં આનંદ આવે. ઘણા દુઃખ તો દુઃખ હોતાં નથી. બુદ્ધ મનોવૈજ્ઞાનિક હતા, એવું લાગે છે. મન અશાંત હોય સમય જવા દો, એની જાતે વમળો બેસી જશે. શાંત બનવાનો પ્રયત્ન કે કાબુ કરવાનો પ્રયત્ન ઉલટાના વધારે વમળો પેદા કરશે. શાંતિ મેળવવાના પ્રયત્નો વધારે અશાંત બનાવી શકે. બુદ્ધ આવી બધી વાતો પ્રેક્ટીકલ ઉદાહરણ આપીને સમજાવતા. બુદ્ધનો એક ઉપદેશ મેં અગાઉ લેખમાં લખેલો કે જેને સંભાળવાની કળા આવડતી નથી તેનું શરીર આખલાની જેમ વધે છે, એની પ્રજ્ઞા નહિ. સાંભળે તો બધાં છે, કળા કોને આવડે છે? એમના ૨૫૦૦ વર્ષ પછી ફ્રેંચ માનો વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિનયે ૧૯૧૨મા  જાહેર કરેલું કે માનવીની શારીરિક  અને માનસિક ઉંમર જુદી જુદી હોય છે. બાળક શીખે છે બધું સંભાળીને. શીખે છે બધું જોઇને.
*હિંદુ પરમ્પરા અલગ હતી. એમાં પહેલા આવે બ્રહ્મચર્યાશ્રમ, પછી આવે
ગૃહસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે આવે સંન્યસ્તાશ્રમ. આ એક કુદરત સાથે તાલમેલ
ધરાવતી પરમ્પરા હતી. વિદ્યા મેળવો, લગ્ન કરો, અથવા જોડી બનાવો, તમારા જિન્સ બીજી
પેઢીમાં ટ્રાન્સ્ફર કરો, જે કુદરતનો ક્રમ છે. પછી બીજી પેઢીને મુક્ત કરો, એમને એમની
લડાઈ લડવા દો. જરૂર પડે માર્ગદર્શન અને સાથ આપો. આ બે આશ્રમ સુધી આરામથી પત્ની સાથે કે સહચારિણી સાથે તંદુરસ્ત કામાનંદ મેળવો. પછી કોઈ રસકસ રહે નહિ, સંન્યસ્ત
સ્વીકારો, ચિન્તન મનન કરો. એક સુંદર વ્યવસ્થા હતી. એમાં કુદરતનું, ઇકોલોજી અને
ઈવોલ્યુશન નું બહુમાન હતું, એની સાથે તાલમેલ હતો.

*શ્રમણ પરમ્પરા અને ભિખ્ખુ પરમ્પરાએ બધું બદલી નાખ્યું
બુદ્ધે ઓચિંતાં વૃદ્ધ, બીમાર અને મૃત્યુ પામેલા માનવો જોયા અને દુઃખોમાંથી મુક્તિનો ઉપાય શોધવા ભાગી ગયા. જે કુદરતનો ક્રમ હતો, તેનાથી પિતાશ્રીએ અજાણ રાખેલા. ૬ વર્ષ ગાળી નાખ્યા. જેણે જે કીધું તે કર્યું. કેટલાય લોકોને ગુરુ બનાવ્યા હશે, કે પુચ્છ્યું હશે. કોઈએ ઉપવાસ બતાવ્યા તો શરીર ગાળી નાખીને ઉલટાના વધારે દુઃખી થયા. થાકી ગયા દોડી દોડીને. છેલ્લે એક વૃક્ષ નીચે બેસી ગયા, હવે કશું કરવું નથી. ધીમે ધીમે શાંત થતા ગયા. વમળો બેસી ગયા હશે. અને કહેવાય છે જ્ઞાન ઉપલબ્ધ
થયું. બુદ્ધે મધ્યમ માર્ગ બતાવ્યો. લોકો પાછળ ફરવા લાગ્યા હશે. બહુ શાંત માણસ દેખાય
છે. કોઈ ઉચાટ નહિ. ચહેરો દર્પણ છે. બુદ્ધ અને મહાવીરના ચહેરા પર પરમશાંતિ દેખાય
છે. આપણે તો જોયા નથી, પણ ચિત્રો એવાજ બનાવાય છે, મૂર્તિ એમની એવી બનાવાય છે. હિંદુ
ધર્મમાં ઘણો બધો સડો હશે. એક નવો સ્તંભ રોપી બેસી ગયા. લોકો યુવાનીમાં દુઃખ દૂર
કરવાના ઉપાયો શોધવા ભિખ્ખુ બનવા લાગ્યા. એક માહોલ બની ગયો હશે કે સંસાર દુઃખ છે તો
વેળાસર ઉપાય શોધી લઈએ. યુવાનીમાં, બચપણમાં બ્રહ્મચર્ય પાળવું કે સેક્સ થી દૂર થવું
અકુદરતી છે. અબજો વર્ષથી ઉત્ક્રાંતિ દ્વારા કુદરતે તમારામાં જે મૂકેલું છે તેની
વિરુદ્ધ જવું એતો કુદરતનું અપમાન છે, અવહેલના છે. ભગવાનનું અપમાન છે.
માની લીધેલાં દુઃખ થી દૂર થવા બચપણમાં સંન્યાસ સ્વીકારવો આ તો ઉલટાનું વધારે દુઃખદાયી બનવાનું હતું. ભારત એના દુષ્પરિણામ આજે પણ ભોગવી રહ્યું છે. સ્ટ્રેસ અને ચિંતામુક્ત થવા કશું કર્યા વગર બેસી રહો, ઉપાય કરશો તો વધારે સ્ટ્રેસ થશે. સાચી વાત છે. એનાથી થયું શું  કે તમામ સાધુઓ કર્મ થી મુક્ત બની ગયા. કામ કરવું જ નહિ. બેસી રહો આરામ થી,  દુઃખ મુક્તિનો ઉપાય લાખો સાધુઓને મળી ગયો. બુદ્ધની સાથે એક સમયે દસ હજાર ભિખ્ખુઓ ફરતા હતા. બુદ્ધ જ્યાં જ્યાં જાય ત્યાં બધા સાથે જતા. બુદ્ધ બહુ મોટો કાફલો લઈને ફરતા હતા. એમ લોકો જોઇને વધારે પ્રભાવિત થતા હતા. કોઈ કશું કામ કરતા નહોતા, અનપ્રોડક્ટીવ  હતા. ખાલી ધ્યાન કર્યા કરતા હતા. એ સમયે આખા ભારતની વસ્તી ખાલી એક કરોડ હતી એવું કહેવાય છે. ચાલી જાય આટલાં માણસો કામ ના કરે તે. રાજાઓ સમૃદ્ધ હતા, પ્રજા સમૃદ્ધ હતી, આ લોકોનું પૂરું કરતી હતી.

*પછી આવ્યા શંકરાચાર્ય, પ્રચ્છન્ન બુદ્ધ. એમને લાગ્યું કે આતો હિંદુ વિચારધારાનો ખાતમો થઈ જશે. બુદ્ધને નવમો અવતાર ગણાવી કાઢ્યા. વાદવિવાદમાં પંડિતોને પરાસ્ત કર્યા. લોકો પાગલ  હતા, સંન્યસ્ત પાછળ. બધાને દુઃખમાંથી મુક્તિ જોઇતી હતી, આવાગમન, જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ જોઇતી હતી. બચપણ અને યુવાનીમાં સંન્યસ્ત સ્વીકારનારો લોકોના અહોભાવનું કારણ બની જતો. વિરુદ્ધ ગુણ હમેશા આકર્ષે, તે ન્યાયે કામાનંદ મેળવનાર ને બ્રહ્મચારી મહાન લાગવાનો. ભોગીઓને ત્યાગી મહાન લાગે. માટે તો લોભિયા લોહચુંબકની જેમ ધુતારાંથી ખેંચાઈ જાય છે. ખેર આતો મજાક થઈ. લોકો પાગલ હતા કસમયે સંન્યસ્ત સ્વીકારવા. શંકરાચાર્યે ખુદ ફક્ત આઠ વર્ષની ઉંમરે સંન્યસ્ત સ્વીકારેલો. ૩૨ વર્ષે તો દેવલોક પામ્યા. હજારો ગૃહસ્થો સુંદર ગૃહસ્થ જીવન છોડીને હાલી નીકળ્યા હતા. આ કુદરત વિરુદ્ધની બચપણમાં, યુવાનીમાં સન્યાસી બનવાની પરમ્પરા શંકરાચાર્યે હિંદુ ધર્મમાં પણ જોરદાર રીતે સ્થાપિત કરી દીધી. લાખો લોકો હવે ભીખ્ખુને બદલે હિંદુ સાધુઓ બની સંસાર છોડી, જવાબદારીઓ છોડી અકર્મણ્યતાને માર્ગે ચાલી નીકળ્યા. આજે ભારતમાં ૫૦ લાખ સાધુઓ બેઠાં બેઠાં રોટલા તોડે છે, બીડી ગાંજો પીવે છે, ફલાહાર અને દુગ્ધાહાર કરે છે, ભક્તોની સ્ત્રીઓને એમની ના દબાવી શકાતી કામ ઊર્જાનો ભોગ બનાવે છે, એમના મોક્ષ અને મુક્તિ, નિર્વાણ અને કૈવલ્યના બીલ આપણે પ્રજાએ ભરવા પડે છે.

બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા. એક શ્રમણ હતા, બીજા ભિખ્ખુ હતા. બંને એ ઘણી
બધી સારી ફિલોસોફી, સિદ્ધાંતો, નીતિનિયમો આપેલા છે. બુદ્ધે અને મહાવીરે શું કહ્યું હશે
અને લોકો શું સમજયા હશે? લોકો પોતાના સંસ્કાર મુજબ સાંભળી લેતા હોય છે અને અર્થ કરી
લેતા હોય છે. બુદ્ધે એક વાર સભાના અંતે કહ્યું કે હવે લોકો જાઓ રાત્રિનું અંતિમ કામ
પતાવો. એમનો ઇરાદો બધા ધ્યાન કરે તેવો હશે. પણ સભામાં બેઠેલો ચોર ચોરી કરવા ચાલ્યો
અને વૈશ્યા ગ્રાહક શોધવા ચાલી, બુદ્ધે કહ્યું છે.

શું આપણાં પૂર્વજો Ape,જળ વાનર હતા????Aquatic ape Theory

morgan

શું આપણાં પૂર્વજો Ape,જળ વાનર હતા????Aquatic ape Theory
*ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં આગળ ધપતા ધપતા આપણે માનવ બન્યા છીએ.લાખો કરોડો વર્ષ વીતી જાય છે.જીયોલોજીકલી ટાઈમ તો એક આંખનો પલકારો ગણાય.માટે કહ્યું છે કે બ્રહ્માની આંખનો એક પલકારો અને પૃથ્વી પર કરોડો વર્ષ વીતી જાય છે.પ્રાચીન ભારતીય મનીષીઓ આ વાત જાણતા હતા.એટલે લાખો જન્મો પછી મનુષ્ય અવતાર મળ્યો છે તેમ કહેવાય છે.લખ ચોરાશી કે ૮૪ લાખ.પણ હું માનું છું કે અણસમજુ લોકોએ અવળો અર્થ કરી નાખ્યો હશે,અને પુનર્જન્મ નો ખયાલ ઊભો કરી નાખ્યો હશે.એક કોષી જીવમાંથી મનુષ્ય બનતા બનતા ઈવોલ્યુશનના ક્રમમાં કરોડો વર્ષો વીતી ગયા હશે.માટે એની કિંમત સમજો.હવે કરોડો કે લાખો વર્ષ પછી આપણી કોઈ સુધારેલી આવૃત્તિ પેદા થવાની છે.પણ એમાં ઉત્ક્રાંતિનો ક્રમ લાખો વર્ષ લેવાનો છે.
*ચિમ્પાન્ઝી અને આપણાં જિન્સ લગભગ સરખાજ છે.એટલે એક થિયરી એવી છે કે એપ્સ
આપણાં પૂર્વજો છે.નૃકપી અડધું નર અને અડધું માનવ એવું લ્યુસીનું આખું ફોસિલ મળ્યું
છે જે આશરે ૩૦ લાખ વર્ષ જુનું છે.ચીમ્પ સામાજિક પ્રાણી છે.નકલ વોકિંગ કરે છે પણ ચાર
પગે જ ચાલે છે.ચીમ્પ હાથમાં વૃક્ષની ડાળિયો અને મોટા લાકડા હાથમાં લઈને બીજા ચીમ્પ
પર હુમલા કરે છે.એમાંથી પછી આવી કીલર એપ્સ થિયરી.કે આપણાં પૂર્વજો કીલર એપ્સ
હતા.આફ્રિકાના વર્ષાવનને ભૂગર્ભીય ઊથલ પાથલ નડી.જ્વાલામુખીઓ ફાટ્યા.અને વર્ષાવન
બંજર બન્યા,રણ બન્યા.એપ્સને નીચે ઊતરવું પડ્યું.એમાંથી બનેલા અર્ધમાનવ લોકોને પણ
નીચે ઊતરવું પડ્યું.માનવ જાતના પ્રથમ પૂર્વજ ૫ લાખ વર્ષ ઝાડ પર રહ્યા હશે તેવું
માનવું છે.સવાનાના ઘાસના મેદાનમાં આપણાં પૂર્વજો ફરવા લાગ્યા.એટલે સવાના થિયરી
આવી.સવાના ખૂબ ગરમ છે.સૌથી વધુ પરસેવો માનવને થાય છે.માનવ બે  પગે ચાલનારું એકલું પ્રાણી છે.એનો ફાયદો એ થયો કે ઊર્જા ઓછી વપરાય અને લાંબો સમય સ્ટેમિના
રહે.આફ્રિકાના હાલના આખી દુનિયાના માબાપ સાન બુશમેન આદિવાસીઓ હાલ પણ કોઈ પ્રાણી પાછળ સતત ચાર કલાક દોડીને એને થકવી નાખે છે અને પછી શિકાર કરે છે.
*૧૯૩૦ મરીન બાયોલોજીસ્ટ એલિસ્ટર હાર્ડીને પહેલી વાર ખ્યાલ આવ્યો કે જે સ્તનધારી
પ્રાણીઓ વ્હેલ,શીલ અને ડોલ્ફિન પાણીમાં રહે છે એમની ત્વચા નીચે ચરબીનું પડ હોય જે
ઇન્સ્યુલીનનું કામ કરે છે.આફ્રિકાના ગ્રેટ ape જેમને આપણાં પૂર્વજો માનીએ છીએ તેમની
ત્વચા નીચે આવું હોતું નથી.બીજું બધા એપ્સ ને પુષ્કળ વાળ ધરાવતી ત્વચા હોય છે જે
માનવ પાસે નથી.માનવ તો એમની સરખામણીએ  વાળ વગરનો ગણાય.વાળ છે પણ નગણ્ય ગણાય.તો આપણાં પૂર્વજ એપ્સ પાણીમાં તો મોટાભાગનો સમય નહિ ગુજારતા હોય??  પણ એની વાત કોઈ માનશે નહિ વિચારી મૌન રાખ્યું.૧૯૪૨ માં જર્મન પેથોલોજીસ્ટ મેક્સ વેસ્ટન હોફરે એક બુક લખી તેમાં એણે પણ આવી શક્યતા ગણાવી.૫ માર્ચ ૧૯૬૦ માં એલિસ્ટર હાર્ડીએ આ એક્વેટીક એપ થિયરી જાહેરમાં મૂકી.દરિયા કિનારે વૃક્ષો પર રહેતા એપ્સ
વાનરોએ  ખોરાક માટે સખત હરીફાઈને કારણે નીચે ઊતરી દરિયામાં ખોરાક શોધવાનું ચાલુ
કર્યું હશે.માછલી,અને બીજા દરિયાઈ જીવોને ખોરાક બનાવતા હશે.દરિયાઈ સજીવ ખોરાકમાં
પુષ્કળ તત્વો હોય છે જે બ્રેઈનના વિકાસ માટે ખૂબ કામ લાગે છે.આયોડિન અને ફેટ્ટી
એસિડ ઓમેગા ૩ અને બીજા ઘણા બધા બ્રેઈન માટે ખૂબ સારા ગણાય છે.એમાંથી આ એક્વેટીક
એટલે જળમાં રહેનારાનું બ્રેઈન વિકસ્યું હશે જે આજે માનવ બ્રેઈનના વિકાસને જોતા માની
શકાય છે. આ એપ્સ સેમી એક્વેટીક હોવા જોઈએ.પણ મોટાભાગનો સમય જળમાં વિતાવતા
હશે.
*મોર્ગન એલન નામની બ્રિટીશ ગૃહિણી,એને આ થિયરીમાં રસ પડ્યો.૧૯૭૨
થી ૨૦૦૮ સુધીમાં એણે આ થિયરીને પુરસ્કૃત કરતા ૬ પુસ્તકો લખ્યા અને બહાર પાડ્યા.આજે
તે આ વિષયમાં કોઈ પણ વૈજ્ઞાનિક કરતા વધારે પ્રસિદ્ધ બની ચૂક્યા છે.આફ્રિકાની બબુન
વાનરોની એક પ્રજાતિ જે નદી કિનારે રહેતી હોય છે તે દિવસનો મોટાભાગનો સમય પાણીમાં
વિતાવે છે.ચીમ્પના ભાઈ બોનોબો હોઈ પ્રાણી સંગ્રહાલયમાં હોય અને સગવડ આપવામાં આવે તો ૯૦ ટકા સમય પાણીમાં વિતાવે છે.સ્તનધારી વ્હેલ,સીલ અને ડોલ્ફિન જેમ હાથી અને
ગેન્ડાભાઈ ત્વચા ધરાવે છે.એમાં પૂર્વજો પાણીના સ્તનધારી જીવ હતા તે હકીકત
છે.
*આ થિયરીનો એકજ પ્રૉબ્લેમ છે કે પુરાવા માટે કોઈ ફોસિલ હજુ ઉપલબ્ધ થયો
નથી.ફોસિલ જમીનમાં હોય તો સચવાય,પાણીમાં સચવાઈ જવા મુશ્કેલ છે.બરફમાં તો હજારો વર્ષ સુધી શરીર જ સચવાઈ જાય છે.૫૦૦૦ વર્ષ જુનું એક માનવ શરીર આલપ્સની પર્વતમાળા પરથી મળેલું.૧૨૦૦૦ વર્ષ પહેલા ખતમ થઈ ગયેલી મેમથ હાથીની જાતના શરીર સાઈબીરીયા થી મળેલા છે.એમાંથી એકાદ કોશ જીવતો મળી જાય તો વૈજ્ઞાનિકોને ફરીથી મેમથ પેદા કરવા છે.ઉત્તર ધ્રુવ સર્કલ પરથી હમણા આવું એક બાળ મેમથ મળેલું જે ૩૯૦૦૦ વર્ષ જુનું છે.

*મિત્રો એક્વેટીક એપ થિયરી ઉપર વધુ અને વિસ્તૃત જાણકારી માટે નીચે BBC વીડીઓ નો એક ભાગ મૂક્યો છે બીજા જોઈ લેવા. http://www.youtube.com/watch?v=VFsgtLxALac

એક વર્ષ પૂરું થયું ગુજરાતી બ્લોગ જગતમાં!!!

એક વર્ષ પૂરું થયું ગુજરાતી બ્લોગ જગતમાં!!!

વહાલા મિત્રો,

*આજે એક વર્ષ પૂરું થયું. ૨૦૦૯ની પાંચમી ડિસેમ્બરે આ બ્લોગ શરૂ કરી ને પોસ્ટ
મુકવાનું શરૂ કરેલું. આ પહેલા બ્લોગ સ્પોટમાં એક બ્લોગ બનાવેલો. પણ અંદર શું લખવું
સમજ પડતી નહોતી. વળી ગુજરાતીમાં જ લખવું હતું તે હજુ શીખવાનું બાકી હતું. ઘણા સમય તે બ્લોગ એમ જ પડી રહ્યો. એમાં અજ્ઞાનતાવશ મંતરવામાં  બીજો બ્લોગ બની ગયો. એને ડીલીટ કર્યો. થોડા આર્ટીકલ એમાં મુક્યા. પણ કશું જામતું નહોતું. જો કે લખવામાં પણ હજુ ઘડાયો નહોતો.એવામાં વર્ડપ્રેસના બ્લોગ જોયા. એક બ્લોગ છે પછી બીજો બનાવીને શું કામ?પણ પાછું થયું ચાલો અહી અજમાવીએ.અને એક વર્ષ પહેલા અહી પગ મુક્યો. પાંચ  દિવસ તો એમજ નીકળી ગયા. પહેલો ટકોરો કોમેન્ટનો પંચમભાઈએ ૧૦મી ડિસેમ્બરે માર્યો. ચાલો કોઈને ગમ્યું ખરું. ચાર દિવસ પછી ૧૪મી ડિસેમ્બરે આવ્યા મીતાબેન. પછી આવ્યા ૧૯મીએ યશવંતભાઈ. ઉત્સાહપ્રેરક પ્રતિભાવોનો મારો ચલાવ્યો. બસ પછી એક પછી એક સુજ્ઞ વાચકો
મળતા રહ્યા અને અભિપ્રાયો પણ મળતા રહ્યા. ભજમનભાઈની કાનની બુટ ગરમ થઇ ગઈ. ઉત્સાહ વધતો ગયો અને હું ઘડાતો પણ ગયો.
*આ જગત અજ્ઞાત છે. જ્ઞાનનો  સમુદ્ર અફાટ અને અથાહ છે. નાનકડી “કુરુક્ષેત્ર” નામની નાવડી લઈને નીકળી પડ્યો છું. પહેલો ધક્કો માર્યો છે પંચમભાઈએ એમનો ખુબ આભાર. યશવંતભાઈએ તો હડી કાઢીને નાવડીને જોરદાર ધક્કો આપી દીધો. મીતાબેન તો હજુય સતત સાથ આપી રહ્યા છે. એમના સતત ઉત્સાહ આપતા વચનો, ઘણી બધી વ્યસ્તતા વચ્ચે મારા લેખોનું સંપાદન કરી મારું પુસ્તક માર્કેટમાં મૂકી દીધું.એમના વ્યસ્ત વૈજ્ઞાનિક પતિદેવ શ્રી
ભુપેન્દ્રભાઈ ભોજકનો પણ એમાં મહત્વનો ફાળો મળ્યો છે. પછી તો ઘણા બધા મિત્રોનો સાથ
અને સહકાર પ્રાપ્ત થયો છે. રશ્મીભાઈ તો વળી નરકમાં પણ સાથે આવ્યા અને લોકપડકાર
સાપ્તાહિકમાં પણ પાડોશી બન્યા.લાંબા લાંબા માહિતીપ્રદ પ્રતિભાવો આપી મારા લેખોની
કમી પૂરી કરનાર શ્રી અશોકભાઈ જેવા મિત્ર મળ્યા છે.એમના માતુશ્રીના અવસાન
નિમિત્તે એમના શોકમાં સહભાગી થઈએ.નામી અનામી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
વાચક મિત્રો, બ્લોગર મિત્રો સાથે અજ્ઞાત સમુદ્રમાં ફરીએ છીએ. આ તો
પરિવર્તનનાં નિયમ સાથે અને વિચારોના ઇંધણ વડે ચાલતી નાવ છે ભાઈ. અહી પરંપરાના
બંધિયાર ગંધાતા  કુવામાં ડૂબકાં ખાતા ફેનાટીક,લુનાટીક  લોકોનું કામ નથી.એવા મિત્રો
પીઠમાં છરી ભોકીને પાછા ભાગી પણ ગયા છે,અને દુરથી ઈર્ષ્યાના માર્યા સળગતા ઉમ્બાડીયા
ફેંકી રહ્યા છે. આતો અફાટ અનંત સમુદ્રમાં તરવાનું છે ભાઈ. અહીં તો હિંમતવાળાનું
કામ છે. પૂર્વગ્રહોનાં વાડે પુરાયેલા ઘેટાઓનું કામ નથી.
*મિત્રો ક્યારેય અસહમતી દર્શાવતી કોમેન્ટ્સ પાસ ના કરી હોય તેવું કર્યું
નથી.હા ઢંગધડા વગરની અસંગત અને ફક્ત વિવાદ કરવા પુરતી જ કરવામાં આવતી હોય
તેવી કોમેન્ટ્સ પાસ નહિ હોય.ભાઈ એટલો તો હક હોય કે નહિ દરેક પ્રતિભાવ નીચે આભાર થેંક્યું કે ઉત્તર આપવો જરૂરી તો હોતો નથી.છતાં ઉત્તર
શક્ય આપ્યા છે.ગ્રામર મારું સારું નથી.જોડણી પણ સારી નથી.હમણા
વળી સ્પેલ ચેકર મળ્યું છે તો એમાં વળી શક્ય સુધારીને મુકીએ છીએ.છતાં એમાં પણ
ભૂલો રહી જાય છે.એટલે વાંધા કાઢવા હોય તો હજાર કાઢી શકાય.શ્રી અશોકભાઈ કોઈ ભૂલ હોય
તો જણાવે છે તો એમનો આભાર માની સુધારી પણ લઉં છું.છતાં કોઈને ભૂલો દેખાય તો
માફ કરશો.

*આજ સુધી આ લખું છું ત્યાં સુધીમાં ૩૯૭૧૫  વ્યૂઅર્સ, એમાં સાચા
કેટલા? ૧૫૫ પોસ્ટ મૂકી છે બધી મારી જ લખેલી કોઈ કોપી પેસ્ટ નહિં. ૨૩૩૫  કોમેન્ટ્સ,
એમાં મારા જવાબો પણ આવી જાય. બસ હવે પાકું સરવૈયું પ્યારા મિત્રો કહેશે, કેવું
લાગ્યું ને કેવું જામ્યું?

“અર્ધનારીશ્વર”Look!Hard Truths About Human Nature.

Khnumhotep and Niankhkhnum. Illustration from ...
Image via Wikipedia

અર્ધનારીશ્વર
      દરેક પુરુષ હોય કે સ્ત્રી બંનેમાં ટેસ્ટાટોરીન પુરુષ હાર્મોન્સ અને ઈસ્ટ્રોજન સ્ત્રૈણ હાર્મોન્સ હાજર હોય જ છે.ખાલી માત્રાનો ફેર હોય છે.કોઈ પુરુષ પૂર્ણ પુરુષ નથી,કોઈ સ્ત્રી પૂર્ણ સ્ત્રી નથી.માટે પ્રાચીન મનીષીઓ આ વાત જાણતાં હોવાથી એક સુંદર અર્ધનારીશ્વર અર્ધનટેશ્વર પ્રતીક શંકરનું રચ્યું હશે.પરંતુ આ પ્રતીકને સજાતીયતા સાથે કોઈ સંબંધ નથી.શંકરનું લિંગ જેની આપણે પૂજા કરીએ છીએ તંદુરસ્ત વિજાતીય સેક્સનું પ્રતીક છે.પુરુષમાં  ટેસ્ટાટોરીન લેવલ ઊંચું હોવું જોઈએ,સ્ત્રીમાં ઈસ્ટ્રોજન.સ્ત્રી અને પુરુષ ભેગાં થાય તો સર્જન થાય તેનું આ પ્રતીક છે.
    સજાતીય  સંબંધોને હોમોસેકસુઅલ,ગે અને લેસ્બિયન તરીકે ઓળખવામાં આવે છે.ઘણા લોકો બંને જાતિમાં રસ ધરાવતા હોય છે.સજાતીય વર્તણૂકને પહેલા મેન્ટલ ડીસઓર્ડર ગણવામાં આવતી  હતી. વૈજ્ઞાનિકોએ ખૂબ સંશોધન કર્યા પછી લાગ્યું કે આમાં કોઈ મેન્ટલ ડીસઓર્ડર જેવું છે નહિ.અમેરિકા,ચાઈના,બીજા દેશો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં જાહેર કરવામાં આવ્યું કે આ કોઈ મેન્ટલ ડીસઓર્ડર નથી.સજાતીયતા જેનેટિક,હાર્મોનલ અને વાતાવરણને લગતી બાબત છે.સજાતીય લોકો સાથે રહેવાથી કોઈ સજાતીય બની જતું નથી.એનો પણ અભ્યાસ કરવામાં આવ્યો.સજાતીય લોકો વડે ઉછેરાયેલ બાળકો મોટાભાગે વિજાતીય આકર્ષણ ધરાવતા માલૂમ પડ્યા.જયારે જે લોકો સજાતીય હતા તેમને મોટાભાગે વિજાતીય આકર્ષણ ધરાવતા માતા પિતાએ ઉછેરેલા હતા.
     વધારાના બિન જરૂરી વિજાતીય આકર્ષણને રોકવા માટે સહ શિક્ષણ જરૂરી છે.એકલાં છોકરાઓ વર્ગ ખંડમાં હશે તો સતત છોકરીઓના વિચારોમાં રત રહેશે.એવું  છોકરીઓનું સમજવું.વર્ગ ખંડમાં પણ બે ભાગ અલગ  હોવા ના જોઈએ.નહીતો છોકરાઓની નજર છોકરીઓ તરફ જ રહેવાની,ભણવા તરફ નહિ.આપણે ભારતીયો અભણ ગુરુઓના વાદે સેક્સને વખોડી વખોડીને સેક્સ એડીકટેડ થઈ ચૂક્યા છીએ.સજાતીય સંબંધો ઘણી વાર મજબૂરી બની જતી હોય છે.જ્યાં સ્ત્રીઓ ઉપલબ્ધ નથી ત્યાં સજાતીય સંબંધો મજબૂરી છે.આર્મી અને જ્યાં સ્ત્રીઓના મુખ જોવા પાપ ગણાતું હોય તેવી મોનેસ્ટ્રીમાં લોકો સજાતીય હોય છે.નાના બાળકોને જાતીય ધોરણે અલગ અલગ બેસાડી ભણાવવા તે તંદુરસ્ત સમાજ તરફ આગળ વધવા માટે રોકથામ જેવું છે.જુઓ આપણાં ઋષિમુનીઓ એમને સ્વર્ગમાં અપ્સરાઓ  દેખાય છે.પત્ની ધરાવતા ઋષિઓ આવી કલ્પના કરે નહિ.બીજું આ અપ્સરાઓની ઉંમર સોળ વર્ષની જ હોય.ત્રીજું અહીની સ્ત્રીઓને સ્વર્ગમાં પ્રવેશ નો  અધિકાર નહિ.પત્ની બાજુમાં ઊભી હોય અને અપ્સરા સામે નજર મંડાય ખરી?હા!હા!હા!માટે એકલાં જવાનું.અહી જ માનસિકતા પરખાઈ જાય.એક રુગ્ણ સમાજ,એક માનસિક બીમાર સમાજ  તરફ આગળ વધવું હોય તો છોકરા અને છોકરીઓની અલગ અલગ સ્કૂલો કૉલેજો ઊભી  કરો.
        સ્ત્રી પુરુષના અને પુરુષ સ્ત્રીના વિચારો કરીને ખાલી સજાતીય બની જાય તેવું માનવું અવૈજ્ઞાનિક છે.ખાલી વિચારો કરીને જાતીય પરિવર્તન થઈ ના જાય.સીતાજી રામના વિચારો કરી રામ બની જાય અને રામ સીતાજીના વિચારો કરી સીતા બની જાય તે કલ્પના કવિતા માટે સારી હશે,હકીકતમાં નહિ.કીટક ભ્રમર ન્યાય કવિઓની કલ્પના છે,તથ્ય નહિ.એક ભ્રમર મેટિંગ કરે,માદા ઈંડા મૂકે,એમાંથી લાર્વા એટલે ઇયળ નીકળે તે પછી કોશેટો બને અને એમાંથી પછી ભ્રમર નીકળે.આ બધી બાયોલોજીકલ પ્રક્રિયા છે,કોઈ કવિતા નથી.કીટક ખાલી વિચારો કરી ભ્રમર ના બને કે ભ્રમર વિચારો કરી કીટક ના બને.એટલે સજાતીયતા મોટાભાગે જેનેટિક છે.બ્રેઈનના હાઈપોથેલેમસ વિભાગમાં INAH3 ન્યુક્લિયસ હોમોસેકસુઅલ પુરુષોમાં જરા નાનો હોય છે.કાયમી સજાતીયતા માતાના ગર્ભમાં નક્કી થઈ જાય છે.સ્ત્રી ખાલી બ્રેઈનના જમણા ભાગ વડે જ વિચારે અને પુરુષ માત્ર ડાબા ભાગ વડે જ વિચારે તે ખોટું છે.બધા આખું બ્રેઈન જ વાપરતા હોય છે.હા કોઈ એક ભાગનો  ઉપયોગ વધારે કરે તે બરોબર છે.હવે કોઈ સ્ત્રી પુરુષનો વિચાર કર્યા કરે સતત અને એનું ડાબું બ્રેઈન વધારે કામ કરતું થઈ જાય તે વાત જ ખોટી છે.કવિઓ જમણું બ્રેઈન વધારે વાપરતા હોય છે તે કોઈ સ્ત્રી જેવા બની નથી જતા.પુરુષો પણ લાગણીશીલ હોય છે અને સ્ત્રીઓ પથ્થર હ્રદયની.રામાયણ કથા રચનારા તથા ગાનારા કવિ હૃદય ધરાવતા જમણું બ્રેઈન વધારે વાપરતા હોઈ શકે.શ્રી ડોંગરેજી મહારાજ ભાગવત વાંચતા વારેઘડીયે રડી પડતા.એમનું જમણું લાગણીશીલ બ્રેઈન વધારે કામ કરતું હોઈ શકે.ડાબોડી લોકોનું જમણું બ્રેઈન વધારે સક્રિય હોય છે.
     પ્રાચીન ઇજિપ્શિયન સંસ્કૃતિમાં પણ સજાતીયતા હતી તેવા ચિત્રો મળ્યા છે.અમેરિકાની પ્રાચીન સંસ્કૃતિઓ જેવીકે માયન,ઇન્કા,એજટેક,ઝેપોટેક,ઓલ્મેક અને બીજી ઘણી બધી સંસ્કૃતિઓમાં સજાતીયતા સામાન્ય હતી.કેથોલિક ચર્ચમાં સજાતીયતા ગુનો ગણાતી.માટે સ્પેનીશ લોકોએ અમેરિકા કબજે કર્યું ત્યારે નવાઈ લાગેલી અહી તો  આ બધું સાવ સામાન્ય છે.જીવતા સળગાવી ભયાનક ક્રુરતા આચરી બધું બંધ કરાવી દીધું.ચીન અને જાપાનમાં સજાતીયતા હતી.આફ્રિકામાં પણ સજાતીયતા સામાન્ય હતી.અહી આફ્રિકન  યોધ્ધાઓ યુવાન છોકરાને પત્ની તરીકે રાખતા હતા.અંગ્રેજો આવ્યા પછી બધું બંધ થઈ ગયું.સજાતીયતા કોઈ કાલે બંધ થાય નહિ,ખાલી ગુપ્ત રીતે ચાલુ રહેવાની.
      બાળક પુરુષ તરીકે  જન્મે પણ કોઈ કારણસર પુરુષના ગુણો વધુ ખીલે નહિ,કે સ્ત્રી તરીકે જન્મે પણ સ્ત્રીના ગુણ વધુ ખીલે નહિ તેવા લોકો માટે ત્રીજી જાતી,થર્ડ જેન્ડર,shemale તરીકે  ઓળખાતા હોય છે.આવા લોકો પ્રત્યે ધિક્કારની લાગણીથી જોવું જોઈએ નહિ.એમાં કોઈ માનવતા નથી.ભારતમાં પણ ફાતડા,હીજડા,ફૈબા અને માસીબા કહીને અવહેલના કરવામાં આવે છે.લોકો તિરસ્કૃત નજરે જોતા હોય છે.જેનેટીકલી મિસ્ટેક છે એમાં એમનો શું વાંક?એમાંના ઘણા લોકો ઓપરેશન કરાવી જાતી બદલી નાખતા હોય છે.
      પ્રાણીઓમાં પણ સજાતીયતા નોધાઇ છે.પેન્ગ્વીન અને બોનોબો ચીમ્પમાં ખાસ નોધાઇ છે.ઘણા કીડાઓમાં બંને પૂર્ણ વિકસિત ઑર્ગન એક જ શરીરમાં હોય છે.બે કીડા ભેગાં થઈને એકબીજાના મેલ ફીમેલ ઑર્ગન સાથે  સહયોગ કરી બંને ઈંડા મૂકી વંશ વધારવાનું કામ આગળ વધારે છે.ખરા અર્ધ નારીશ્વર અને અર્ધ નટેશ્વર તો આ કીડા છે,માનવો નહિ.

બહાદુરી!!કાયરતા!!નકારાત્મકતા!!થોડા ખુલાસા,,

 બહાદુરી!!કાયરતા!!નકારાત્મકતા!!થોડા ખુલાસા,,
મિત્રો બહાદુરી અને કાયરતા એ સ્વભાવ છે.શારીરક રીતે કમજોર માણસ પણ બહાદુર હોઈ શકે છે.તેમ શારીરક  રીતે મજબૂત અને પહેલવાન જેવો દેખાતો માણસ પણ કાયર હોઈ શકે છે.હું લખું કે બહાદુર બનવું જોઇશે નિર્માલ્યતા ત્યજવી જોઈએ એનો મતલબ  એ નથી કે આજથી બધા તલવાર લઈ ને લડવા નીકળી પડો.હું લખું કે સદાચાર બધું નથી, સફળતા પણ જરૂરી છે ત્યારે એનો મતલબ એ નથી કે બધા દુરાચારી બની જાઓ. સદાચારી પણ મજબૂત બની બહાદુર બની વધારે સારી રીતે સમાજની સેવા કરી શકે છે.
                બહાદુરી સ્વભાવમાં હોવી જોઈએ. બહાદુર છીએ તે સાબિત કરવા માટે રોજ લડવા જવાની કે કાપાકાપી કરવાની જરૂરત ના હોય. અન્યાયનો વિરોધ કરવાની તાકાત હોવી જોઈએ. એનો મતલબ એ પણ નથી કે કાયદો હાથમાં લઈ લેવો જોઈએ. મને પણ ખબર છે કે આ જંગલરાજ નથી. આ સમાજ છે. બધા બૌદ્ધિકો તલવાર લઈને લડવા જઈ ના શકે. કલમની તલવાર બનાવી શકાય. મારા વાક્યોનો અનર્થ કરવામાં આવે છે. જાણે હું જંગલરાજનો  પ્રણેતા હોઉં તેવું ચીતરવામાં આવે છે સમાજમાં સદાચાર અને સદભાવના હોવી જોઈએ. પણ જ્યારે કોઈ ત્રાસવાદી આવે ત્યારે પણ સદાચાર રાખીશું તો એતો તમને મારી નાખશે. આપણે અંદર અંદર સદાચાર સદભાવના રાખી શકતા નથી, કોઈ ત્રાસવાદીને ફાંસી પણ ચડાવી શકતા નથી. સુકલકડી મુઠ્ઠી હાડકાના ગાંધીજીની બહાદુરીયે અંગ્રજોને ભગાડ્યા હતા. નોઆખલીમાં આ એકલો માણસ ફરતો હતો કોમી હુતાશન ઠારવા માટે. કોઈ પણ માણસ એક જ મુક્કે મારી શકે તેવો આ ગાંધી મોતના  ડર વગર ફરતો હતો. અંગ્રેજો પોતે એમને વન મેન આર્મી કહેતા હતા.  જ્યાં અન્યાય થતો હોય ત્યાં અહિંસક બખેડો કરી શકાય છે.
           આપણી ભૂલોને જોવી, એને ઉજાગર કરવી તે પણ એક હકારાત્મક પાસું છે. નકારાત્મક માણસ પોતાની ભૂલો જોઈ શકતો નથી. આપણે એ ભૂલો જોઈશુ જ નહિં તો એમાંથી શું શીખવાના? ભૂલોને ભૂલો માનીશું જ નહિં તો ક્યારેય સુધારવાનો ચાન્સ નથી. આપણે હજાર વર્ષ  ગુલામ રહ્યા તે કેમ દેખાતું નથી?? અને શા માટે કઈ માનસિકતાએ ગુલામ રહ્યા તેનો અભ્યાસ કરીશું નહિં તો એમાંથી બહાર કઈ રીતે નીકળીશું?? હજુ ગુલામીમાંથી બહાર નીકળ્યા છીએ ખરા?? આપણે ડરપોક કાયર કેમ બન્યા છીએ તે જાણીશું નહિં તો?? એના ઉપાય ક્યારે શોધીશું? આજે આપણી હદમાં વાડ ફેન્સિંગ કરવા ગયા અને ચીન નારાજ થઈ ગયું અને આપણે કામ પડતું મૂક્યું. કેમ? આપણાં ઘરમાં વાડ કરતા હતાને એની સીમમાં વાડ કરવાની હિંમત આપણામાં  છે ખરી?? એતો શક્યજ નથી. છતાં કેમ ડરી ગયા?? કારણ આપણી કમજોર કાયર માનસિકતા. આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે આપણે વિફળ જઈએ છીએ કેમ?? કાયર બીકણ માનસિકતા.
           આટલો મોટો દેશ!! આટલી બધીવસ્તી? ભારત આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે બિચારું બાપડું છે. બધાને કરગરતું, રશિયાને કરગરતું, અમેરિકાને કરગરતું કે અમને ટેકો આપો. ત્રાસવાદ સામે ટેકો આપો. ટેકાની શી જરૂર છે? એક નાનું ઇઝરાયલ, સાવ નાનું, કચ્છ જેટલો વિસ્તાર અને એટલોજ એની અંદર રણ પ્રદેશ. ચારે બાજુ હાયના(ઝરખ) થી ઘેરાયેલો. પણ કોઈને  ગાંઠે છે? અહીં સામાન્ય બંગલાદેશ, આપણે જ એને સ્વતંત્રતા અપાવી. એ પણ ગોદો મારી જાય છે. આપણાં સૈનિકોને કૂતરાની  જેમ મારી નાખ્યા, પણ કોઈ ઊહાપોહ નહિં. ઉલટાના દંભી સેક્યુલારીસ્ટ અંગ્રેજી મીડિયાવાલા ભારતીય સૈનિકોને વાંક કાઢતા હતા. કાયર માનસિકતા. ખુશ રાખો બધાને. નહીં તો લોકો મારશે. મારનો ડર લાગે છે.
           હજારો વર્ષોથી થતી ભૂલોને આપણે ભૂલો માની શકતા નથી. આપણે દંભી છીએ. રીસ્પેક્ટ જુદી વસ્તુ છે અને ભૂલ જોવી જુદી વસ્તુ છે. મને ગાંધીજી પ્રત્યે ખૂબ માન  છે, પણ એમના બ્રહ્મચર્ય વિશેના ખ્યાલો મને અવૈજ્ઞાનિક લાગે છે. પણ એનાથી ગાંધીજી પ્રત્યેના માનમાં જરા પણ ઘટાડો ના થાય. પણ આપણે  પૂર્વ ધારણાઓ  બાંધીને જીવવાવાળાં  મહાદંભી  જીવડા છીએ. તમે ધર્મમાં માનતા હોય, પુનર્જન્મમાં માનતા હોય તો ગો અહેડ!! તમારી માન્યતાઓ છે. તમે શાકાહારી છો ગો અહેડ!! સારો છે શાકાહાર ઘણા બધા રોગોથી બચી જવાય છે. તમે માંસાહારી છો, ગો અહેડ!! આપણે તો સત્ય પણ જોઈ શકતા નથી એટલી બધી પૂર્વધારણાઓ વડે બાંધેલા છીએ.
            વાલ્મીકિ કહે રામ માંસ ખાતા હતા. તો પણ માની શકતા નથી. રામ પ્રત્યે પૂજ્યભાવ અને  રામાયણ પ્રત્યે આદર હોવો જુદી બાબત છે, રામ શું ખાતા હતા તે એમની ચોઈસ છે. રામ શાકભાજી ખાય તો જ એમના પ્રત્યે આદર કરાય?? તો જ રામાયણ પ્રત્યે આદર થાય?? રામ માંસ ખાય તેમાં આદર ઓછો કેમનો થઈ જાય?? એ જમાનો જ માંસાહારનો હતો. બધા કુદરતને માનતા હતા. રામે કોઈ ભૂલ કરી હોય તો એમાંથી બોધપાઠ લઈને એ ભૂલો ફરી ના થાય તેવું જોઈએ તેમાં કઈ નકારાત્મકતા આવી?? આ તો ઉલટાની હકારાત્મકતા કહેવાય. રામે એ જમાનામાં સેતુ એમ જ થોડો  બાંધી દીધો હશે?? એમની પાસે એન્જીનીયરીંગ જ્ઞાન હશે, ગણિત હશે. રાવણ જેવા બળવાન સામે ભિડાઈ જવાની હામ ઓછી ના કહેવાય. તે પણ વાંદરાઓ જેવા શિસ્ત વગરના  લોકો સાથે લઈને એની સામે લડવા નીકળી પડવું અને જીતીને પાછું આવવું, તેમાંથી શું શીખ્યા? શીખવા જેવું શીખતા નથી અને ના શીખવા જેવું શીખીએ  તે મોટી નકારાત્મકતા છે.
          અમારા એક વડીલ સાથે ચર્ચા થઈ. તે કહે વડીલોની ભૂલો જોવી નહિં, પછી આદર રહે નહિ. મેં કહ્યું, કેમ જોવી નહિ?? વડીલો પણ માનવ છે ભૂલો તો એમની પણ થાય. એમની ભૂલો  જોઈએ, ધ્યાન દોરીએ અને છતાં આદર પણ રાખીએ એમાં શું વાંધો?? તો કહે તમારી ફિલોસોફી બહુ હાઈ છે. બોલો આમાં શું હાઈ લાગ્યું? પણ આપણે ભૂલો અને આદરને સાથે જોડી દઈએ છીએ.
            સર્વાઈવલ માટે મજબૂત થવું જરૂરી નથી એડજસ્ટ થવું જરૂરી છે. ઘણી બળવાન સ્પાર્ટન જેવી પ્રજા નાશ પામી ગઈ. પણ મજબુતને એડજસ્ટ થતા વાર લાગે નહિં. જો કે વસ્તી પુષ્કળ વધારીને આપણે એડજસ્ટ થઈ જ ગયા છીએ.ઉંદરની જેમ વસ્તી વધાર્યે જઈએ છીએ.એ તો મેં અગાઉ પણ લખ્યું છે કે સર્વાઈવલનાં યુદ્ધમાં કમજોર વસ્તી વધારે જેથી ગમે તેટલા મરીએ સર્વાઈવ તો થઈ જ જવાય.અનુકુલન સધાય ત્યાં વસ્તી વધી જાય તેવું હોઈ શકે.આપણે પણ માર ખાવાનું અનુકુલન સાધી લીધું છે.આપણે ધર્મ પરિવર્તન કરીને સર્વાઈવ થઇ ચુક્યા છીએ.આ હકીકત છે.ભારતનાં મુસ્લીમ્સ અહીના મૂળ ભારતીયો જ છે.પહેલા એમના પૂર્વજો હિંદુ જ હતા.જીવવા માટે ધર્મ પરિવર્તન કરવું પડ્યું હતું,મજબૂરી હતી.ના પાડનાર કે વિરોધ કરનારાના મસ્તક બળવાન આક્રમણકારીઓ એમના ભાલા પર સીધા રોપી દેતા હતા.પ્રાણીઓ પણ પૂછડી પગ વચ્ચે દબાવી બળવાન સામે આળોટી અનુકુલન સાધી,શરણે થઇ ને બચી જતા હોય છે.આપણે આજ સુધી આ કર્યું જ છે. નબળા પ્રાણીઓ પોતાની વસ્તી ખૂબ વધારે છે તે કુદરતમાં જોઈ શકીએ છીએ.સિંહના ટોળાં થોડા હોય???

શાકાહાર v/s માંસાહાર.!!!

Miniature Food Fruit Plate
Image by PetitPlat Food Art - Stephanie Kilgast via Flickr

શાકાહાર v/s  માંસાહાર.!!!
શાકાહાર અને માંસાહાર બહુ ચર્ચાસ્પદ વિષય ગુજરાતીઓ માટે ખાસ બની જતો હોય છે.એમાં ધર્મ ભળી જતો હોય છે.ગુજરાતમાં ખાસ જૈન ધર્મના પ્રભાવમાં શાકાહારનું ચલણ વધ્યું.એમાં ધાર્મિક લોકોની શિખામણો ભળી.માંસાહાર કરીએ તો પાપ લાગે જીવ હત્યા થાય.જીવ હત્યા તો શાકાહારમાં પણ થાય જ છે.હવે આપણે ધર્મને અળગો રાખીએ.પોષણ મૂલ્ય ની દ્રષ્ટીએ જોઈએ.શુદ્ધ શાકાહારી તો દુધની બનાવટો પણ ખાય નહિ.ઘણા ઈંડા ને પણ શાકાહારમાં જ ગણે છે.
  શાકાહાર:::—શાકાહાર ઘણો સારો છે.એનાથી ચરબીનું પ્રમાણ શરીરમાં ખાસ જાય નહિ.પણ પણ અને પણ ગુજરાતીઓ કે ભારતીયો અતિશય ઘી ખાઈને માંસાહારી કરતા પણ ઘણી વાર વધારે  જાડીયા પાડીયા અને અદોદળા જોઈએ ત્યારે શાકાહારનો કોઈજ અર્થ રહેતો નથી.શાકાહારમાં વિપુલ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે.ખાસ તો ડાયેટરી ફાઇબર એની ખૂબી છે.જે માંસાહારમાં ના મળે.ઓમેગા-૬ પણ સારું મળે.વિટામિન-c ,a અને e પુષ્કળ મળી શકે.પોટૅશિયમ અને મૅગ્નેશિયમ પણ ખરા.અહી શાકાહારમાં ખામી ઊભી થાય છે,આયર્ન,ઝીંક,વિટામિન B 12 ,વિટામિન-D,ઓમેગા-૩,કૅલ્શિયમ વગેરેની.આયર્ન બે પ્રકારના હોય છે,Heme અને Non Heme …meat ,પોલ્ટ્રી અને ફિશમાં થી Heme Iron  મળે.જે સહેલાઈથી જઠરમાં શોષાઈ જાય છે.Non Heme પ્લાન્ટ અને નટ્સ માંથી મળે જે સહેલાઈથી શોષાતા નથી.આયર્ન એ હિમોગ્લોબીન નો મધ્યવર્તી ભાગ છે જે લોહીમાં ઓક્સિજન વહન નું કામ કરે છે.આની પૂર્તિ માટે આપણે ખજૂર,અંજીર,પાલખની ભાજી.સોયાબીન્સ,રાજમા,વટાણા વગેરે પુષ્કળ ખાવું જોઈએ અને આયર્ન વિટામિન-C ની હાજરીમાં થોડું જલ્દી શોષાય છે.માટે ખોરાકની સાથે ઓરેન્જ જ્યૂસ કે બીજા ખાટ્ટા ફળોના જ્યૂસ લેવા જોઈએ.અથવા એક કેપ્સીકમ મરચાંમાં ત્રણ ઓરેન્જ જેટલું વિટામિન-C હોય છે,જે ખાધે તીખાં હોતા નથી તે લેવા જોઈએ.એનેમીયાથી બચવું હોય તો આયર્ન લેવુજ પડે.
      ઝીંક માટે સોયાબીન્સ,નટ્સ ,વટાણા અને વાલ ખાવા જરૂરી છે.ઓમેગા-૩ માટે અખરોટ,ઓલિવ ઓઇલ,અવાકાડો ખાવું જોઈએ.અવાકાડો જામફળ જેવું દેખાવમાં એક જાતનું ફળ છે.B -12 કોઈ પ્લાન્ટ માંથી મળે નહિ.તેના માટે દૂધ અને ઇંડાનો વિકલ્પ રાખવો પડે.નર્વસ સીસ્ટમ અને ન્યુરોલોજીકલ ડેમેજ એની ક્ષતિ  થી થાય છે.માટે B-12 ખાસ જરૂરી છે.આપણે ઈંડા ખાસ ખાતા ના હોઈએ તો આ ખામી ઊભી થવાની.દૂધ પણ સારું છે.વિટામિન D તો દૂધ અને સૂર્ય પ્રકાશમાંથી  મળી જવાનું છે.એ એક તો હોર્મોન્સ નું કામ કરે છે અને શરીરમાં કૅલ્શિયમ અને ફોસ્ફરસ ને શોષીને હાડકા મજબૂત બનાવે છે.આયોડિન ની ઊણપ તો આયોડિન યુક્ત મીઠું ખાઈને પૂરી કરી શકાય છે.
  શાકાહાર થી ઓબેસિટી થી બચી જવાય છે,સાથે સાથે type-2 ડાયાબીટીસ થી પણ બચી જવાય છે.વૃદ્ધો માટે શાકાહાર સહેલાઈ થી ચવાય છે અને સહેલાઈથી પચી પણ જાય છે.જયારે દાંત મોટાભાગના ખરી પડ્યા હોય ત્યારે શાકાહાર ઉત્તમ પુરવાર થાય છે.
  માંસાહાર:::–માંસાહારમાં ઉત્તમ પ્રકારના લગભગ તમામ પોષક તત્વો હોય છે.વિપુલ પ્રમાણમાં પ્રોટીન,આયર્ન,કૅલ્શિયમ,વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.ખાલી ડાયેટરી ફાઈબર ની કમી હોય છે,જે સલાડ સાથે બ્રાઉન ઘઉંના લોટ ની બ્રેડ અને બ્રાઉન ચોખા ખાઈ ને પૂરી કરી શકાય છે.માંસાહાર ની ખામી તેની અંદર રહેલા પોષક દ્રવ્યોની વિપુલતા છે.એટલે જો ખાવામાં પ્રમાણભાન ના રહ્યું તો,ઓબેસિટી,હૃદય રોગ,હાઈપર ટૅન્શન,હાઈ કોલેસ્ટેરોલ અને ડાયાબીટીસ થાય છે.આમાં હાઈ બાયોલોજીકલ વેલ્યૂ ધરાવતા પ્રોટીન્સ,આયર્ન અને B-કૉમ્પ્લેક્સ B12 હોય છે.બીજું આ બધા તત્વો સહેલાઈથી જઠરમાં શોષાઈ જાય છે.જયારે શાકાહારના તત્વો પૂરતા પ્રમાણમાં સહેલાઈથી શોષતા નથી.અતિશય વજન કારણે જાતજાતના રોગ થાય છે.માટે શાકાહારી એમાંથી બચી જાય છે.માંસાહારીઓને કોલોન કેન્સરનો ભય પણ વધુ રહે છે.બીજું માંસ બરોબર કુક ના થયું હોય તો તે માંસ ની અંદર રહેલા પેરેસાઈટ તમારી અંદર શરીરમાં પ્રવેશી જવાના.
     શાકાહારમાં તમારે રોજ વ્યવસ્થિત જાત જાતના કોમ્બીનેશન કરવા પડે.આજે ભાખરી શાક ચાલશે,કે આજે ઢોકળાં સાથે ચા પી લઈશું,કે ચોખાની પાપડી કે પાપડીનો લોટ ખાઈ લઈશું તેવું કરો તો પછી પોષક દ્રવ્યોની ખામી પડવાની.ગુજરાતીઓ સાંજે લગભગ આવું એકાદ ખોરાક થી ચલાવી લેતા હોય છે.દાળ,ભાત,રોટલી,સલાડ,કઠોળ ખાસ તો સોયાબીન,દૂધ,દહીં,ખાટ્ટા ફળો કે એના જ્યૂસ,થોડા બદામ અને અખરોટ જેવા નટ્સ,કેળાં,ખજૂર,પાલકની ભાજી કે ગાજર વિગેરેના વ્યવસ્થિત કોમ્બીનેશન કરીને રોજ ખાવાનું મેનુ બનાવવું પડે.એકલી પાઉં ભાજી ખાઈ લઈએ તો ના ચાલે.અહી ઈંડા અને ફિશ શાકાહારમાં ગણાય છે.ફિશમાં ઉત્તમ ઓમેગા -૩ હોય છે,કૅલ્શિયમ,ફોસ્ફરસ અને પ્રોટીન ની તો વાત જ ના થાય.દરિયા કિનારે રહેતા માછીમાર ભાઈઓ માટે ઉત્તમ પોષક દ્રવ્યો ધરાવતી અને સસ્તી અને સહેલાઈથી મળતી માછલી ખાવાનું ધર્મના નામે બંધ કરાવવું તે પાપ જ કહેવાય.આ ભાઈઓને ઓમેગા માટે બદામ અને અખરોટ ખાવી ના પોસાય.બીજું બદામ અને અખરોટમાં  માછલી ની જેમ વિપુલ પ્રમાણમાં ઓમેગા અને પ્રોટીન કે કૅલ્શિયમ ના હોય.
  શાકાહાર ઉત્તમ કે માંસાહાર તેની ચર્ચા પોષક દ્રવ્યોની તુલના અને તેનાથી થતા રોગોની તુલના કરીને થવી જોઈએ,ધર્મ ની દ્રષ્ટીએ નહિ.આભાર અશોકભાઈ..

સર આઈઝેક ન્યુટન,No Apples After 2060 !!!!

Newtons Telescope

સર આઈઝેક ન્યુટન,No Apples After 2060 !!!!
મહાન ગણાતા વૈજ્ઞાનીકે આવું ભવિષ્ય ભાખેલું કે ૨૦૬૦ પછી આ દુનિયાનો અંત આવી જશે.કઈ રીતે શું ગણિત ધ્યાન માં લઈને કહ્યું હશે ખબર નથી.પણ કેટલીક જૂની નોંધો મળી આવી છે.૧૬૪૨મા ગેલેલીયોનું મૃત્યુ થયું.૪ જાન્યુઆરી ૧૬૪૩માં એના પિતાના મૃત્યુ બાદ ત્રણ મહીને  જન્મેલો ન્યુટનની બીજી જન્મ તારીખ છે,૨૫ ડીસેમ્બર ૧૬૪૨.એ વખતે ઇંગ્લૅન્ડ માં ગ્રેગોરીયન કેલેન્ડર માન્ય નહોતું,માટે એની જન્મ તારીખ ૨૫ ડિસેમ્બર લખેલી છે.એ ત્રણ વર્ષનો થયો અને માતા બીજા લગ્ન કરી દાદાના સહારે છોડી ને ચાલી નીકળી.ન્યુટન એની માતા અને સ્ટેપ ફાધરને ખૂબ ધિક્કારતો.બંને જણા ઘરમાં સળગીને માર્યા જાય તેવું ઇચ્છતો.ખૂબ તેજસ્વી એવો ન્યુટન કેમ્બ્રિજમાં દાખલ થયો અને ભણવામાં ખૂંપી ગયો.કદી ક્યાંય જતો નહિ બસ ભણવામાં જ એનું ધ્યાન રહેતું.પણ એવામાં બ્યુબેનીક પ્લેગ આખા યુરોપમાં ફાટી નીકળતા પાછો એના ગામ જતો રહ્યો.એક સફરજનના વૃક્ષ નીચે બેઠેલો અને ઉપરથી સફરજન નીચે પડ્યું.બસ એક વિચારનું બીજ રોપાઈ ગયું કે આ નીચે કેમ પડ્યું?ઉપર કેમ ના ગયું?આ વિચાર ભવિષ્યમાં વૃક્ષ બની ગયો. ૨૫ વર્ષનો થયો ત્યાં પ્લેગનું પુર ઓસરતા પાછો કેમ્બ્રિજ માં આવ્યો.
   આ મહાન ગણિતશાસ્ત્રી એ Calculus ગણતરી શોધેલી જે આજે પણ સ્ટોક ઍક્સ્ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ માટે ગણતરીમાં વપરાય છે.એને એક ૬ ઇંચની સાઈજનું ટેલિસ્કોપ  શોધેલું.આજે પણ મોટા જાયન્ટ ટેલિસ્કોપ એજ સિદ્ધાંતો પર રચાય છે.સતત ૧૮ મહિના રાત દિવસ એક કરીને એણે “લો ઑફ યુનિવર્સલ ગ્રેવીટેશન” શોધી કાઢ્યો જે એક ટોટલ રેવોલ્યુશન ગણાય છે.F = G \frac{m_1 m_2}{r^2}\
where:
F is the magnitude of the gravitational force between the two point masses,
G is the gravitational constant,
m1 is the mass of the first point mass,
m2 is the mass of the second point mass, and
r is the distance between the two point masses.
 સીધી સાદી ભાષામાં સમજીએ તો ધારી લો કે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર જાણે એવરેસ્ટ છે અને તેના ઉપર એક તોપ મૂકેલી છે જે યુદ્ધમાં વપરાય છે.હવે તોપમાં એક ગોળો ભરીને છોડીયે.એનો ફોર્સ બહુ ના હોય તો એ ગોળો નજીક આસપાસમાં ક્યાંક પડી જશે કેમ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચીને નીચે પાડી દેશે.હવે બીજો ગોળો ભરો અને જરા વધારે ફોર્સ આપો.હવે આ ગોળો થોડો  વધારે દૂર સાયબીરીયામાં પડશે.હવે એક પછી એક ગોળાઓ દરેક વખતે ફોર્સ વધારતા જઈને તોપમાંથી છોડો.એક પછી એક ગોળા વધારે ને વધારે દૂર પડતા જશે.જેમ ફોર્સ વધારે તેમ મૂળ સ્થાન કરતા વધારે દૂર જવાના.એમ પછી એક ગોળો જાણે રશિયામાં પડશે,પછી બીજો નીચે અફઘાનિસ્તાનમાં,ત્રીજો જાણે કે ભારતમાં,ચોથો પડશે શ્રી લંકામાં.પાંચમો  પડશે છેક નીચે ઓસ્ટ્રેલીયામાં હવે એક સમયે એવું સમીકરણ રચાશે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને નીચે પૃથ્વી પર પાડવા સક્ષમ નહિ રહે કારણ ફોર્સ અતિશય છે.તો શું થશે??એ ગોળો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ને લઈને એની બાજુબાજુ ફર્યા કરશે.જેમ આજે ચન્દ્રમા ફર્યા કરે છે.આખા યુનિવર્સ માટે આજ નિયમ કામ કરે છે.સફરજન નું નીચે પડવું સાર્થક થયું.

         આ મહાન વૈજ્ઞાનિક પાછો અલ્કેમિસ્ટ પણ હતો.અલ્કેમી એ આધુનિક રસાયણશાસ્ત્ર (કેમિસ્ટ્રી)નો પાયો છે.અલ્કેમી દૂર મધ્યપૂર્વ નાં દેશોમાં જાણીતું હતું.રહસ્યમય શોધો કરવા માટે અલ્કેમિસ્ટ રાતદિવસ એક કરતા.ભારતમાં પણ અલ્કેમિસ્ટ હતા.જાત જાતના વનસ્પતિના રસ અને અનેક  રસાયણો તથા ધાતુઓ ઓગાળી ભેગાં કરી પ્રયોગો થતા રહેતા.અમરત્વની દવા શોધવાનું કામ કરવામાં આવતું.આપણા ભારતમાં પણ આ બધું પ્રચલિત હતું.પારસમણિ ની કલ્પના પણ આવી જ હતી.ઘણા લોકો એમની પાસે પારસમણિ છે તેવું કહેતા.પારસમણિ લોખંડ ને અડાડતા લોખંડ નું સોનું બની જાય તેવી વાતો હતી.આને યુરોપમાં ફિલોસોફર સ્ટોન કહેવાતો.બુદ્ધના સમયના નાગાર્જુન આવાજ રહસ્યવાદી અલ્કેમિસ્ટ હતા,રસાયણ શાસ્ત્રી હતા.પણ ન્યુટનનાં હાથમાં કશું ઠોસ આવ્યું નહિ.

    અલ્કેમીની માયા જાળમાંથી પાછો ફરીને પ્રકાશ સાત રંગોનું મિશ્રણ છે તેનાં વિષે શોધો કરી અને એક ગ્રંથ આપ્યો,OPTICKS or A TREATISE of the Reflexions,Refractions,Inflexions,and Colours.બીજો ગ્રંથ રચ્યો -PHILOSOPHIAE Naturalis -Principia Mathematica …મેમ્બર ઑફ પાર્લામેન્ટ પણ બન્યો અને રૉયલ સોસાયટીનો પ્રમુખ પણ બન્યો.એણે બાઇબલ નો પણ ખૂબ અભ્યાસ કરેલો કે કશું રહસ્યમય એમાંથી મળી જાય,પણ નિરાશા મળેલી.માતા પિતા પ્રત્યેના ધિક્કારની લાગણીઓ એણે કંટ્રોલ કરી અભ્યાસમાં ખૂપી ગયો અને આપણને ઓલ ટાઈમ ગ્રેટ સાયન્ટિસ્ટ મળ્યો જે ૧૭૨૭મા ૮૪ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.રાજા અને રાણીઓની કબર વચ્ચે એની કબરને સ્થાન મળ્યું.

Gale christianson-Biographer of Newton

Bill Newman-Indiana University

James Force-uni of kentucky

yamada smith-Columbia uni

ઉપર લખેલા વિદ્વાન તજજ્ઞોનાં વાર્તાલાપ  અને ન્યુટન-ડાર્ક સિક્રેટ નામની  ડોક્યુમેન્ટ્રી પરથી  લેખ લખાયો છે.

એક અનાથ બન્યો રાજા!!!

 પ્યારા મિત્રો ધોબી પછાડ્માથી થોડો બ્રેક લઈએ,જે જરૂરી  છે!!!

He caught me!!!He caught me!!!બળવાન લાંબા હાથોમાં સખત રીતે જકડાયેલી ઓસ્કાર વિજેતા, એના ખડખડાટ મુક્ત અટ્ટહાસ્ય માટે પંકાયેલી હોલીવુડની મહાન અભિનેત્રી જુલિયા રોબર્ટ્સનાં મોમાંથી રાડ નીકળી ગઈ. “એ વિચારતો હશે હું તો જાણે એક ઢીંગલી  છું. વન સંરક્ષકોની ત્વરિત મદદ વડે  છૂટ્યા પછી મને લાગ્યું કે તે મને ઈજા પહોચાડવા માંગતો નહોતો, ખાલી રમવા માંગતો હતો.” આ શબ્દો છે જુલિયા રોબર્ટ્સનાં. એક સમયે હૃદય થડકારો ચૂકી ગયેલું,ખૂબ ગભરાઈ ગયેલી.
રેડ એપ્સ!! ઉરાંગ ઉટાંગ વિષે લોકો ખાસ જાણતાં નથી. એમના વિષે ફિલ્મો પણ બહુ બની નથી. આપણે ચિમ્પાન્ઝી અને ગોરીલા વિષે ઘણું જાણીએ છીએ. ૧૫ મિલિયન વર્ષ થી આખા એશિયા સાઉથ ઈસ્ટ એશિયાથી ચીન સુધી એક સમયે ફેલાયેલા અને જંગલોમાં મુક્ત રીતે વિહરતી આ લુપ્ત થતી જાતી હવે ખાલી ઈન્ડોનેશિયાના બોર્નીયોના જંગલોમાં સર્વાઈવલ માટે સ્ટ્રગલ કરી રહી છે. આ લુપ્ત થતી જતી જાતી  ઉરાંગ ઉટાંગ વિષે દુનિયામાં જાગૃતિ ફેલાય તે માટેની એક ડોક્યુમેન્ટ્રીનાં ઉપક્રમે અને એના હોસ્ટ તરીકે એમાં કામ કરવાનું હોવાથી આ મહાન અભિનેત્રી બોર્નીયોના જંગલોમાં ફરતા હતા. ૧૯૭૬મા શિકારીઓ અને પ્રાણીઓના ગેરકાયદે વેપાર કરનારા લોકોના હાથે માતાનું મૃત્યુ થતા બે વર્ષનો નાનો બાળ ‘કુસાસી’ (નર ઉરાંગ ઉટાંગ) અનાથ બન્યો, પણ પોલીસનાં હાથે  બચીને નેશનલ પાર્કનાં કૅમ્પ Leakey પહોચી ગયો. જાણીતા બાયોલોજીસ્ટ અને Primatologist Dr.Birute Galdikas હવે એના રખેવાળ બન્યા. એક સમયનો અનાથ આજે જંગલનો કિંગ બની રસ્તા વચ્ચે જુલીયાની નજીક બેઠો સફરજન ખાતો  હતો. જાણે બાજુમાં કોઈ છે જ નહિ. ખાવાનું સમાપ્ત કરી વધારે નજીક આવેલી જુલીયાને ૪૦૦ પાઉન્ડ વજન ધરાવતા  આ કુસાસીએ એના મજબુત હાથો વડે પકડીને નજીક ખેંચી લીધી. જરા આ રૂપકડી ઢીંગલી જોડે બે ઘડી રમી લઉં.
ઉરાંગ ઉટાંગ વૃક્ષ ઉપર  ઊંચે લગભગ ૧૦૦ ફીટ ઊચે માળો બનાવે છે. વરસાદ પડે ત્યારે ઝાડની ડાંખળીઓ તોડી છત્રી બનાવી હોય તેમ માથે રાખીને પણ ફરતા હોય કે બેઠાં હોય છે. રોજ નવા વૃક્ષ પર ડાંખળાં તોડી ભેગાં કરી પથારી બનાવી સૂઈ જવાનું. માટે કૅમેરા મેન માટે અઘરું પડે કેમ કે આ જંગલો ખૂબ ગાઢ હોય છે. જ્યાં સુર્યપ્રકાશ પણ નીચે ધરતી પર આવવા માટે ફાંફાં મારતો હોય છે. કુસાસી એક વર્ષ પછી અચાનક ગુમ થઈ ગયો. ત્રણ વર્ષના કુસાસી માટે જંગલમાં જ્યાં ઊડતા સાપ(સાપ ઊડે નહિ, પણ ઊચે ઝાડ પરથી નીચે છલાંગ મારીને નીચે પડે જમીન પર ત્યારે ઊડતા હોય તેમ લાગે), મગર અને બીજા હિંસક પ્રાણીઓ હોય, બચવું મુશ્કેલ હતું. બાળ ઉરાંગ ઉટાંગ ૬ વર્ષ સુધી એની માતાની મદદ વડે જ જીવતા રહી શકતા હોય છે. કૅમ્પમાં બધાને થયું કે આ તો હવે મરી ગયો હશે. એક દિવસ બધા ભોજન કરતા હતા અને ૧૮ મહિના પછી કુસાસી ભોજન ખંડની બારીએ ડોકાયો. કુસાસી બીજા અનાથ ઉરાંગ ઉટાંગ કરતા જરા જુદો હતો. માનવજાતની કંપની એવોઈડ કરતો. માનવજાતે એની માતાને મારેલી, પણ અહિ કૅમ્પમાં વસતા માનવો એવા નથી તે સારી રીતે સમજતો હતો માટે જ પાછો આવેલો. એની બચપણની સખી હતી ‘પ્રિન્સેસ’ ખૂબ બુદ્ધિશાળી માદા ઉરાંગ ઉટાંગ. ગેરી એનો પલક પિતા હતો. એણે પ્રિન્સેસને ૩૦ જાતની સાઇન લૅન્ગ્વેજ શિખવાડી હતી. ગેરી પોતાની પીઠ પર પ્રિન્સેસને  બેસાડી તરણકુંડમાં સ્વીમીંગ કરતો. એ કહેતો મારે બે બાળકો છે એક હ્યુમન અને એક આ ઉરાંગ ઉટાંગ. ૨૫ વર્ષ પછી પ્રિન્સેસ ત્રણ નાના ઉરાંગ ઉટાંગની માતા બન્યા પછી પણ ગેરીને એટલુજ ચાહતી હતી. એમની વચ્ચેના સંબંધોમાં કદી ઓટ આવી નહોતી. પ્રિન્સેસ લાકડામાં હથોડી વડે ખીલી ઠોકી શકતી. દરવાજાના તાળા ખોલી  ને અંદર જઈ શકતી. એના બાળ ઉરાંગ ઉટાંગને લઈ  નાવડીમાં બેસી જાતે હાથને હલેસા બનાવી ફરી શકતી.
હવે કુસાસીને બીજી એક માદા ઉરાંગ ઉટાંગ સરોગેટ મધર તરીકે મળી ગઈ હતી. એ સદાય એની પાછળ ફરતો અને જંગલના કાનૂન શીખતો જતો હતો. પણ એ માદા વળી માતા બનતા એણે કુસાસીને એવોઈડ કરવા માંડ્યો. છતાં થોડું અંતર રાખીને કુસાસી એનો સાથ છોડતો નહોતો. ૧૯૯૫માં પુષ્કળ ટેસ્ટાટોરીન ધરાવતો કુસાસી ૧૯ વર્ષનો પુખ્ત બની ચૂક્યો હતો. આ હાર્મોન્સની વિપુલતાને લીધે એના ગાલે ચીક પેડ્સ વિકસી ચૂકીને એનો દેખાવ ભવ્ય બની ગયો હતો. ધીરે ધીરે તમામ પ્રતિસ્પર્ધીઓને હરાવી હવે એકચક્રી શાસન કરવા માંડ્યો હતો.  એક સમયનો અનાથ કુસાસી હવે રાજા બની ગયો હતો. એનું વિશાલ શરીર, ૪૦૦ પાઉન્ડ વજન અને ડોમિનેન્ટ સ્વભાવ એને લોકપ્રિય બનાવી રહ્યો હતો. આલ્ફા મેલનો એક અદ્ભુત નમૂનો હતો. ૧૯૯૭ માં જુલિયા રોબર્ટ્સ પણ એને મળવા જોવા આતુર બન્યા હતા. પોતાના એરિયાનું રક્ષણ કરતો, બીજા મેલને ભગાડી મુકતો, એકલો ટ્રાવેલ કરતો આ અદ્ભુત રેડ એપ્સ ખૂબ બળવાન હતો. બીજા એક બળવાન ઉરાંગ ઉટાંગ સાથે લડાઈમાં ખૂબ ઘવાયેલો. એની નજીક જવાની કોઈની હિંમત ચાલે નહિ. છતાં ડો.રોજાની ટીમે એને દૂરથી ઇન્જેક્શન મારી બેભાન બનાવી એના ઘા ધોઈ સાફ કરી પાછો છોડી મૂક્યો. ૨૦૦૮ સુધી યથેચ્છ વિહાર કરતો, એના રાજ્યની તમામ માદાઓમાં પોતાના જીન્સ ટ્રાન્સફર કરતો, રાજ્યની સરહદનું રક્ષણ કરતો અને પોતાના બાળકોનું પાલન તથા રક્ષણ કરતો, એણે સર્વાઇવલના યુદ્ધમાં કદી હાર મેળવી નહતી, પણ હવે વૃદ્ધ થયેલો આ રાજા ૨૦૧૦ પછી ખાસ દેખાતો નથી.

૧૯૯૭ માં બનેલી આ ડોક્યુમેન્ટ્રીનાં ફૂટેજ ખાસ મળતા નથી. મેં ત્યારે ડીસ્કવરી ચેનલ પર બરોડામાં હતો ત્યારે જોએલી, ત્યારે આ સુંદર અભિનેત્રી માટે ખુબ માન ઉપજેલું. એટલા માટે કે તે સમયે આ અભિનેત્રી હોલીવુંડ્માં નંબર વન નું સ્થાન ધરાવતા હતા અને સૌથી વધારે ચાર્જ એક ફિલ્મનો કરતા હતા, છતાં એક વન્ય જીવન જે આપણ માનવજાતને લીધે ભયમાં આવી પડ્યું છે તેના વિષે જાગૃતિ ફેલાય માટે એમણે ઇન્ડોનેશિયાનાં ગાઢ જંગલોમાં ફરી ફરી, જળાશયોમાં જાતે વસ્ત્રો ધોઈ, મચ્છરોના દંશ ખાઈ ને વિનામૂલ્યે કામ કરેલું. અને સૌથી ઝોખમી કામ કુસાસીની નજદીક જવાનું સાહસ કરેલું. તેના ફૂટેજ આપ http://www.youtube.com/watch?v=I6GdRxImID8&feature=related    http://www.youtube.com/watch?v=IFACrIx5SZ0&feature=related જોઈ શકો છો.