યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપતાં નથી

યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપતાં નથી

યાવતચંદ્રદિવાકરો(સૂરજચંદ્ર તપે ત્યાં સુધી) રાજ કોઈના ટકતા નથી, ટક્યા નથી અને ટકવાનાં પણ નથી. જગત સતત પરિવર્તનશીલ છે. ધીમી ગતિનું મક્કમ પરિવર્તન આપણે સ્વીકારી શકતા નથી પછી ઇતિહાસને વખોડતા હોઈએ છીએ કે પહેલા આણે આમ કર્યું હોત તો આજે આમ નાં હોત. એક સમયે યુરોપમાં રોમન સામ્રાજ્યનો સૂરજ તપતો હતો છેક ઈજીપ્ત સુધી રોમન સામ્રાજ્યનો ડંકો વાગતો હતો. મોટા નગર વસાવવાનું એમણે શરૂ કરેલું એમ કહેવાય છે. એક સમયે આર્યાવર્ત પર આર્યોનો પચ્છમ લહેરાતો હતો. આર્યાવર્ત કોઈ નાનું નહોતું. ભારત અફઘાનિસ્તાન અને ઈરાન સુધી આર્યોનો ધ્વજ ફરકતો હતો. યુધિષ્ઠિરનાં બે બાહોશ ભાઈઓ ભીમ અને અર્જુન ભારતના સીમાડા બહાર એમનો ધ્વજ ફરકાવી ચૂક્યા હતા, ત્યાં પશ્ચિમ ભારતમાં કૃષ્ણ ડંકો વગાડી રહ્યા હતા. કૃષ્ણની દ્વારકાનો વેપાર રોમ સાથે પણ ચાલતો. પુરાતત્વ ખાતાના ડૉ રાવ ડૂબેલી દ્વારકાની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે એમને રોમન સ્ટાઇલનાં દારુ ભરવાના પીપ મળ્યા હતા.

ભગવાન કહેવાતા કૃષ્ણ લાચારીસહિત યાદવોને લડતા અને એમનો નાશ થતા જોઈ જ રહ્યા હતા. કૃષ્ણે આમ કર્યું હોત કે તેમ કર્યું હોત તો યાદવોનો નાશ ના થયો હોત એવું આજે આપણે કહેવું હોય કહી શકીએ છીએ. આજનું મીડિયા કહી શકે છે યાદવકુલનાં નાશ પાછળ વિદેશી તત્વોનો હાથ છે, કે ભાઈ રોમન બનાવટનાં દારૂ ભરવાના પીપ જો મળ્યા છે અને દારૂ પી છાકટા બની યાદવો અંદરોઅંદર લડીને મર્યા. પણ આ બધું કૃષ્ણ જાતે જોઈ રહ્યા હતા. કૃષ્ણે આમ કર્યું હોત કે તેમ કર્યું હોત તો મહાભારતના યુદ્ધમાં થયેલો સર્વનાશ પણ રોકાઈ શક્યો હોત કે નહિ? કૃષ્ણ ચોક્કસ રોકી શક્યા હોત એવું વિચારી જૈનો કૃષ્ણને દોષ દેતા જ હોય છે અને એટલે એમને સાતમાં નરકમાં નાખેલા છે. હું અમસ્તો નરકમાં ફરવા થોડો ગયો હોઈશ? કૃષ્ણનો ઈન્ટરવ્યું લેવા ગયેલો.

untitled-=-=કૃષ્ણ મહાભારત રોકી શક્યા હોત તેવું આજે જૈનો વિચારે છે અદ્દલ તે જ રીતે આજે આપણે પૃથ્વીરાજ ચૌહાણ વિષે વિચારીએ છીએ કે પૃથ્વીરાજ હાર્યો નાં હોત કે એણે ઘોરીને ૧૬ વાર માફ ના કર્યો હોત તો આજે ઇતિહાસ જુદો હોત. મુસલમાનો ભારતમાં ના હોત વગેરે વગેરે. ચાલો પૃથ્વીરાજ જીતી ગયો હોત તો પણ ઇતિહાસ આજે છે તે જ હોત. પહેલું તો ઘોરી ૧૬ વાર ચડાઈ કરવા આવ્યો જ નહોતો. પૃથ્વીરાજ અને ઘોરી વચ્ચે બે જ વાર લડાઈ થયેલી. પહેલીવાર તે ઓછા સૈન્યબળ સાથે આવ્યો હશે કે જે હોય તે, પૃથ્વીરાજ સામે ટક્યો નહિ અને ભાગી ગયેલો. બીજીવાર પૂરતી તૈયારી કરીને આવ્યો હશે તે પૃથ્વીરાજ હાર્યો એને પકડીને તે લઈ ગયો હતો. હારેલા પૃથ્વીરાજને ગ્લોરીફાઈ કરવા કવિઓએ બનાવટી વાર્તાઓ રચી કાઢી કે ૧૬ વાર માફ કર્યો અને અંધ બનાવેલા પૃથ્વીરાજે શબ્દવેધી બાણવિદ્યા દ્વારા ઘોરીને હણી નાખ્યો તેનું ઐતિહાસિક પ્રમાણ મળતું નથી. પૃથ્વીરાજનાં મર્યા પછી ઘણા વર્ષો બાદ ઘોરી મરાયો છે તેવું ઇતિહાસ કહે છે.

ચાલો પૃથ્વીરાજ જીતો ગયો ને ઘોરી ભાગી ગયો તે સમય પૂરતા મુસલમાનો બહાર રોકાઈ ગયા પણ પછી? ઘોરી એ મરી ગયો પણ પછી? ઘોરીની જગ્યાએ બેઠેલો બીજો કોઈ ચડી નાં આવ્યો હોત તેની ગેરંટી હતી ખરી? અને એની સામે પૃથ્વીરાજની જગ્યાએ બેઠેલો એનો પુત્ર જીત્યો હોત તેની કોઈ ગેરંટી હતી ખરી? પૃથ્વીરાજ જીત્યો હોત પણ એની જગ્યાએ બેઠેલો એનો કોઈ વંશજ પાછળથી હાર્યો હોત તો આજે આપણે પૃથ્વીરાજને બદલે એના વંશજ ને ગાળો દેત.

આપણે તો ગાળ દેવા આજે કોઈ પાત્ર જ જોઈએ ને?

સિકંદર એકવાર નહિ અવારનવાર ચડી આવ્યો છે. પણ સમ્રાટ ચંદ્રગુપ્તના હાથીઓનું લશ્કર જોઈ ભાગવું પડતું હતું. ચંદ્રગુપ્તના યુદ્ધ કૌશલ આગળ એને પાછું ફરવું પડતું હતું.

જો ચંદ્રગુપ્ત હાર્યો હોત તો આજે આપણે ચંદ્રગુપ્તને ચોપડાવતા હોત. imagesCAI4GAG2

સિકંદર અને ચંદ્રગુપ્ત તો મહમ્મદ અને ઈસુના જન્મ પહેલાના. એક સમયે દુનિયાના તમામ રસ્તા રોમ તરફ જતા હતા. ઈજીપ્ત અને ઇઝરાયલ ઉપર પણ રોમનો રાજ કરતા હતા. ઈસુને ક્રોસ પર લટકાવનાર યહૂદી નહિ રોમન હતા. જોકે યહૂદીના કહેવાથી લટકાવેલા તે વાત જુદી છે. પાછળથી આજ રોમન રાજાઓએ જીસસને અપનાવ્યા અને આખા યુરોપમાં જીસસ જીસસ થઈ ગયું. રોમમાં રાજાઓ હતા તો સેનેટ પણ હતું, પ્રજાના પ્રતિનિધિઓ પણ રાજકાજમાં ભાગ લેતા. પણ જર્મેનિક ટ્રાઈબ ગણાતા બાર્બેરિયન ટોળા રોમ પર અવારનવાર હુમલા કરતા. Frankish Tribe બહુ જોરાવર હતી તેણે રોમના અન્ડરમાં રહેલા વેસ્ટર્ન યુરોપ પર કબજો જમાવ્યો અને કાલક્રમે એકવારના જંગલી બાર્બેરિયન આજે સુસંસ્કૃત કલાપ્રેમી ફ્રાન્સના ફ્રેંચ તરીકે ઓળખાય છે. Saxon આવી જ એક Germanic Tribe હતી તે પણ રોમનોની પત્તર ઝીંકતા હતા. તે ઇંગ્લૅન્ડ અને હોલૅન્ડ બાજુ વસી ગયા. લોમ્બાર્ડ ઇટાલીમાં રહી ગયા. Hun-Nomadic વોલ્ગા નદી બાજુથી તે યુરોપ સુધી અને છેક ભારત સુધી ઘોડા પર ધરતી ધમરોળતા. Yuezhi Tribe કહેવાતા કુશાન તો ભારતમાં આવી ભારતીય જ બની ગયેલા. એક સમયનું મહાન રોમન સામ્રાજ્ય આજે યુરોપના નાના દેશોરૂપી ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે.

સાઉથઇસ્ટ યુરોપ, વેસ્ટર્ન એશિયા અને નૉર્થ આફ્રિકા સહિત પુરા બાવન લાખ ચોરસ કિલોમીટર ઉપર પૂરી છ સદીઓ રાજ કરતા ગ્રેટ Ottoman સામ્રાજ્યનાં સુલતાનો આગળ ભારતના મહાન મુઘલોના ચણામમરા એ નાં આવે. ભારતમાં મુસલમાનો પહેલા પણ જંગલી કહેવાતા ટોળા ચડી આવતા જ હતા. પણ તે સમયના સમ્રાટો રોકી રાખવા સફળ બની જતા. ગુપ્ત સમ્રાટોએ ૭૦૦ વર્ષ સીમાડા સાચવ્યા હતા. શક, હૂણ અને કુષાણ જેવા ટોળા પાસે પોતાની કોઈ ચોક્કસ ઘડેલી સંસ્કૃતિ કે વિચારધારા કે જીવન પદ્ધતિ કે ધર્મ નહિ હોય તે ભારતમાં આવવા સફળ થયા પછી અહીંની સંસ્કૃતિમાં એવા સમાઈ ગયા કે આજે ખબર જ નાં પડે. સિકંદર પાસે પણ કોઈ ધર્મ નહતો, જીસસ ત્યારે જન્મ્યા નહોતા.

પણ ત્યાર પછી ભારત પર હુમલા કરતા ટોળા પાસે મહંમદે આપેલી એક ચોક્કસ વિચારધારા હતી, સંસ્કૃતિ હતી, ધર્મ હતો. તેઓ આપણામાં ભળવા નહિ આપણને તેઓમાં ભળી જવા માટેના આદેશ લઈને આવતા હતા. ગઝની નાં આવ્યો હોત તો ઘોરી પાછળ આવવાનો જ હતો. ઘોરી નાં આવ્યો હોત તો પાછળ ખીલજી રેડી જ હતો. ખીલજી હાર્યો હોત તો પછી લોદી સાથે લડવાનું જ હતું. લોદી પછી મુઘલ તો તૈયાર જ હતો. ગ્રેટ ઓટોમન સામ્રાજ્યનું પ્રેરક બળ કોઈને ને કોઈને ભારત તરફ ધકેલ્યા જ કરવાનું હતું. મુઘલો પણ ત્રણસો વર્ષથી વધુ ક્યાં ટક્યા? તેની પાછળ જેનો સૂરજ કદી આથમે નહિ તે બ્રિટીશ સામ્રાજ્ય આવ્યું જ ને? શું મુઘલો પાસે યુદ્ધ કૌશલ્ય નહોતું? રમખાણો થાય ત્યારે ખાલી પોલીસની સાયરન વગાડતી જીપ આવે તો દોટ મૂકી ઘરમાં પેસી જતા બાહોશ જાણકાર પંડિત મિત્રો રાજપૂતોએ યુદ્ધ કૌશલ્ય ગુમાવ્યું એવું કહેતા હોય છે. તો શું બ્રીટીશરો પાસે ઓછું યુદ્ધ કૌશલ્ય હતું? કેમ ધીમે ધીમે એનો સૂરજ ફક્ત ઈંગ્લેન્ડ પૂરતો રહી ગયો?

મૂળ તો ઑથેન્ટિક બનાવવા ભગવાનના મુખે મુકાયેલ, ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણોનું સર્જન કર્યું છે; તેનો કર્તા હું છું છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ ||૪.૧૩|| શ્લોકના સ્વાર્થ માટે સમાજના ઉપલા વર્ગ દ્વારા કરાયેલા ગલત અર્થ અને અમલ સાથે ભારતીય સમાજની બ્લ્યુ પ્રિન્ટ બગડવાની શરૂઆત થઈ ચૂકી હતી. સમાજનો ફક્ત ચોથો ભાગ એક જ વર્ગ લડવા જાય એટલે તે વર્ગ ધીમે ધીમે સંખ્યામાં ઓછો થવાનો. પહેલા ૧૦૦માંથી ચોથો ભાગ ૨૫ લડવા જતા હોય પણ કાલક્રમે ૧૦૦ માંથી લડે તેવા બેત્રણ જ બચ્યા હોય. ૫૦૦૦ વર્ષથી એક જ વર્ગ લડતો હતો બાકીના ઉભા ઉભા જોયા કરતા. શૂદ્રને તો સેવા જ કરવાની હતી. જે રાજ કરે તે અમારે તો બાકીના ત્રણ વર્ગના કચરા જ ઉઠાવવાનાં છે ને?

કોઈ પણ નવા પ્રયોગના સારા અને ખોટા પરિણામો હોય છે. પ્રૉબ્લેમ એ થયો કે દરેકને પોતપોતાનું કામ વહેંચી દીધું. એટલે એક બીજાનું કામ કોઈ કરવા તૈયાર જ ના થાય. ભાઈ તું ક્ષત્રિય લડવાનું કામ, રક્ષા કરવાનું કામ ફક્ત તારું અમારું નહિ. બ્રાહ્મણ કહેશે હું તો વિદ્યા આપું લડવાનું કામ મારું નહિ. વૈશ્ય કહેશે અમે તો વાણિયા સપનામાં પણ તલવાર જોઈ ના હોય. અમે તો કીડી મરી ના જાય એનું પણ ધ્યાન રાખીએ અમે શું લડવાના હતા. તમતમારે લડો, અહિંસા પરમ ધર્મ. હવે કાયમ લડી લડી ને કાયમ યુદ્ધોમાં જઈ જઈ ને ક્ષત્રિયો ઓછા થવાના. લડવામાં જીવ પણ ખોવા પડે. એ કઈ ખો ખો રમવાનું તો છે નહિ. વસ્તી ઘટતી ગઈ, એટલે છૂટ આપી વધારે સ્ત્રીઓ રાખો, એક સાથે વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરો અને વસ્તી વધારો, પણ અમે તો યુદ્ધમાં ના જઈએ. દરેકની લીમીટ હોય. એક બાળક પેદા કરતા વર્ષ નીકળી જાય અને મોટું કરી યુદ્ધમાં જવા તૈયાર કરતા ૨૦ વરસ નીકળી જાય એટલામાં તો હજારો કપાઈ માર્યા હોય. પછી દસ બૈરાં રાખો તો પણ કઈ રીતે પહોચી શકાય.

બીજું વર્ણ વ્યવસ્થા ને લીધે કોઈ પણ બે વર્ણો વચ્ચે લોહીના સંબંધ જ ના રહ્યા, એના લીધે લાગણીજ ના રહી. અને એને લીધે કોઈ સંપ પણ ના રહ્યો. હવે આ રજપૂતો બહાદુર ખુબજ હતા પણ સંખ્યા ઓછી પડતી. એટલે જ્યારે લાગે કે હવે હારવાના જ છીએ તો ભાગતા નહિ. છુપાતા નહિ. પણ કેસરિયા કરતા. મતલબ કે દુશ્મનના સૈન્યમાં મરવા માટે કૂદી પડતા. એક તો હોય સંખ્યામાં બિલકુલ ઓછા, બધા કપાઈ મરતા, કેસરિયા એટલે સુસાઈડ, સામૂહિક આપઘાત જ કહેવાય. આ કોઈ જેવી તેવી બહાદુરી ના હતી. અને આ બાજુ એમની સ્ત્રીઓ એક મોટા કૂવામાં આગ પેટાવી એક પછી એક કૂદી પડતી, આને સામૂહિક સુસાઈડ કહેવાય. હવે સ્ત્રીઓ પણ ઓછી થતી જાય અને પુરુષો પણ, અને બીજા કોઈ લડવા નીકળે નહિ. એટલે હિંદુ ધર્મે રાજપૂતો ને મોટા ભા તો બનાવ્યા સાથે સાથે કપાઈ મરવાનો પરવાનો, દસ્તાવેજ પણ લખી આપ્યો. અને બીજા વર્ણના લોકોને લાગણી પણ ન થાય મરો  એ જ તો તમારું કામ છે. કેમ કે લોહીનો કોઈ સંબંધ જ ના હોય એટલે કોણ રડે? અતિશય સંખ્યા આગળ બહાદુરી કોઈ કામ ના લાગે.

આજે સવાલ થાય છે કે ગઝની આવ્યો ત્યારે ભીમદેવ કેમ લડ્યો નહિ ને કચ્છમાં ભાગી ગયો? પણ સંખ્યામાં ગઝની કરતા એટલો ઓછો હતો કે બધા મરવાનાં જ હતા. હમીરજી ગઝની સામે લડવા ગયા ત્યારે ૩૦૦-૪૦૦ રાજપૂતોને લઈને ગયેલા. બધા સાફ થઈ ગયા. આપણે એમની બહાદુરીના ગુણગાન ગાઈએ છીએ પણ એમનો વંશ તો ખલાસ થઈ ગયો. સામે ભીમદેવે ભાગી જઈ વંશ બચાવી ફરી રાજ કર્યું ને કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા રાજાઓ પણ આપ્યા. શાક સમારતા ચપ્પુ વાગી જાય તો રાડારાડ કરી નાખતી અને ડૉક્ટર ઇન્જેક્શન આપે તો આડું જોતી અને કોઈને લોહી નીકળે તો જોઇને ચક્કર ખાઈ પડી જતી પ્રજા આજે દુશ્મનોના માથા વધેરતા ઊડતી લોહીની પિચકારીઓ વડે રંગાઈ જતા રજપૂતો વિષે ખણખોદ કરતી જોઇને હસવું આવે છે. અંગ્રેજો આવ્યા પછી રજપૂતો ને લડવાનું રહ્યું નહિ, એટલે એશોઆરામમાં પડી ગયા એ વાત જુદી છે.

હું નાનો હતો ઈડર બાજુ અમારા સગાઓને ત્યાં જતો ત્યાં આખા ગામમાં રાજપૂતોના બેચાર ઘર જ હોય બાકી આખુ ગામ ઇતર કોમથી ભરેલું હોય. આઝાદી પછી ગણો કે અંગ્રેજો આવ્યા પછી ગણો રાજપૂતોની વસ્તી ધીમે ધીમે વધી હશે છતાં આજે પણ તમારે માર્ક કરવું હોય તો કરજો કોઈ પણ ગામમાં બીજી બધી કોમ કરતા સંખ્યામાં રાજપૂતોની વસ્તી ઓછી જ હશે.

ચતુર્વર્ણ મયા સૃષ્ટમનાં ગલત અર્થ અને અમલ જેવા બીજા અનેક એવા મૂલ્યો હતા જેણે ભારતીય સમાજની આખેઆખી બ્લ્યુ પ્રિન્ટ બગાડવાનું કામ કરેલું છે તેના પરિણામે આક્રમણકારો આવ્યા ને મહાન ભારત એક દસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ ધ્વસ્ત થઈ ગઈ, ઘૂંટણે પડી ગઈ. એક થાળીમાં ખાનારા સામે જુદી જુદી થાળીઓમાં ખાનારા હારી ગયા.

યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપ્યા નથી તપવાના પણ નથી. આર્યન હોય, પર્સિયન હોય કે રોમન, ઓટોમન હોય કે બ્રિટન, એક દિવસ સૂરજ આથમવાનો જ છે અને ક્યાંક બીજે ઊગવાનો પણ એટલો જ છે.

પૃથ્વીરાજ હાર્યો નાં હોત તો એની પછી આવેલો બીજો કોઈ હાર્યો હોત.

15 thoughts on “યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપતાં નથી”

  1. Excellent analysis Bhupendrabhai, You have presented a correct picture without fear or favour. I think this article should be read by those who believe and propagate the theory of ‘Akhand Bharat.’ They don’t want to accept and respect the current situation. They live and want to revive the ‘Glorious Bharat.’ Keep it up.

    Like

  2. વર્ણવ્યવસ્થા નો ઇતિહાસ બુમરેંગ બનીને રિઝર્વેશન ના નામે આજ પણ ન મટે તેવી પીડા સમગ્ર ભારતને આપે છે …
    .. રાજપૂતોમાં કેશરીયા વૃતિના અંશ આજે પણ દેખાં દઈ જાય છે ..

    Like

  3. DEAR BAPU,
    YOU ARE TOTALLY RIGHT, OUR SWAMIJI OF DANTALI, PETLAD SHRI SADCHIDANANDJI IS ALSO HAD WRITTEN ABOUT THIS, I AND MANY AGREE. …
    I AM NOW IN INDIA SINCE FEB.2013 AND , I AM NOT PROPERLY OR EASILY USEING ON LINE , ALSO DUE TO AGED 90, LIVING AT MUNI SEVA ASHRAM FOR MEDICAL NEEDS, SORRY I HAD NOT OPENED , BUT TO-DAY I ENJOYED YOUR ABOVE ARTICLE AND VERY GLAD AND HAPPY TO READ. THANKS
    WITH RESPECT AND LOVE …PRAFUL SHAH

    Like

  4. વર્ણ વ્યવસ્થા જ ભારતના બધા રોગોના મૂળમાં છે. તે પછી તો સ્થિતિ વધારે બગડી અને સમાજ જ્ઞાતિઓમાં વહેંચાઈ ગયો.

    Like

  5. વર્ણ વ્યવસ્થા ભારતના બધા રોગોના મૂળમાં છે. તે પછી તો સ્થિતિ બગડી અને આ વર્ણો પણ જ્ઞાતિઓમામ વહેંચાઈ ગયા.

    Like

  6. વર્ણ વ્યવસ્થા ભારતના બધા રોગોના મૂળમાં છે. તે પછી તો સ્થિતિ વધારે બગડી અને આ વર્ણો પણ જ્ઞાતિઓમાં વહેંચાઇ ગયા.

    Like

  7. Very insightfull blog-post, with a summery of ‘the rulers of the lands’. It also shows how even the rules spanning 700 years now seems a short while, when compared ven to 3000 – 4000 yrs. And how short-lived is “યાવત્ચંદ્રદિવાકરો”……… it also gives idea of the rules even when some of the faith / beliefs / religions were yet to come in to existance. – Great, as always – GP Joshipura

    Like

  8. હિન્દુઓ ને પણ બહુપત્નીત્વ નો અધિકાર મળવો જોઈએ….

    Like

  9. ભદ્રના કિલ્લાથી થોડે દૂર ત્રણ દરવાજામાં માણેકચોક જવાના દરવાજે તકતી મૂકી. જેમાં તેમણે લખાવડાવ્યું કે સંવત ૧૮૬૮ની આસો સુદ પાંચમ એટલે કે ઈ.સ.૧૮૧૨ની ૧૦મી ઓક્ટોબરે કોતરેલી તકતીમાં લખાવડાવ્યું કે, પ્રજાની તકલીફ જોઈ સરકારને દયા આવી તેથી તમણે આજ્ઞા આપી કે જેનાં સંતાનમાં ફક્ત દીકરી હોય તેવા માણસનો વારસો દીકરીના દીકરાને મળે. જો દીકરીને ત્યાં પણ પુત્ર ન હોય તો પિતાનો વારસો કોઈપણ રોકટોક વગર પુત્રીને મળવો જોઈએ. જયાં સુધી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી આ નિયમ જડબેસલાક પળાય. આ નિયમના પાલન માટે ભગવાન વિશ્વનાથના સોગંદ ખવડાવવા.

    જામે કહ્યું, “ઘેલાશા, નગરની નોકરીમાં આવે તો અત્યારે જ આ પતરા ઉપર સારામાં સારા પાંચ ગામ ‘જાવચંદર દિવાકરા’ (“યાવચ્ચન્દ્ર દિવાકરૌ”: ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી) લખી આપું.”

    એડન સાહેબ કહે, “સારું… ૯૯ વર્ષના ભાડા પેટે તમને આ જમીન આપી.” મહારાજ કહે, “અમારે તો એથી વધારે વર્ષ માટે જોઈએ છે.” એડન સાહેબ કહે, “તો ૧૯૯ વર્ષના ભાડા પેટે જમીન આપી.” મહારાજ કહે, “અમારે તો યાવદ્ચંદ્રદિવાકરૌ, સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી જમીન જોઈએ.”
    એડન સાહેબ કહે, “૨૦૦ વર્ષ ઉપરની પરમિશન લેવા માટે અમારે ઉપલા લેવલે રાણી વિક્ટોરિયાને પૂછવું પડે.” એમ કહી એડન સાહેબ સ્વામિનારાયણ ભગવાનના પક્ષમાં રહી રાણી વિક્ટોરિયાને પત્ર લખી આ જમીન યાવદ્ચંદ્રદિવાકરૌ મંદિર માટે અર્પણ કરવાની મંજૂરી મેળવી આપી અને પછી મહારાજે આ જમીન પર ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. આ હતું મહારાજનું પ્રિ-પ્લાનિંગ. આમ, સ્વામિનારાયણ સંપ્રદાયના સૌપ્રથમ મંદિરની રચના શ્રીજીમહારાજના આ પ્રિ-પ્લાનિંગથી થયેલી.
    આમ યાવતચંદ્રદિવાકરો એક પધ્ધતિ હતી. પણ આજ યાવતચંદ્રદિવાકરો પર જુદા જુદા સંદર્ભ આપી પૂણ્ય પ્રકોપ સુંદર રીતે રજુ કર્યો

    Like

  10. ખૂબ સરસ એનાલિસીસ. ધન્યવાદ. આ બધી ભૂતકાળની વાતો થઈ. અને ચોક્કસ પ્રમાણે આજના વર્તમાન સમાજ પર અતિતની અસર રહેવાની જ. પણ જો કોચલામાંથી બહાર આવી નજર કરીએ તો યુવા જગત ખૂબ ઝડપથી બદલાતું જાય છે. માત્ર આંતર જ્ઞાતી જ નહી. આંતર પ્રાદેશિક, રાષ્ટ્રિય, અને ધર્મી લગ્નો થવા માંડ્યા છે. આતો ૨૦૧૩ની વાત છે. ૨૦૦ કે ૨૦૦૦ વર્ષ પહેલા તમે અને હું ન હતા. હવે થોડી કલ્પનાનો આનંદ માણીયે….૩૦૧૩નું જગત કેવું હશે? ચાલો ગ્રાફ દોરી જૂઓ. ચતુર્વણ અને યાવત ચંદ્ર ક્યાં પહોંચ્યા હશે?

    Like

  11. વૈદિક સમયમાં દરેક વર્ણનાં લોકોને ગુરૂકુળમાં ભણવા મોકલાતા તે સમયે ગુરૂ બાળકની આંખમાં આંખ પરોવીને ધ્યાન કરતા અને બાળકની લાક્ષણિકતા પારખીને તેને તે વર્ણનું શિક્ષણ મળતું. આ રીતે ભણેલા બાળકનું ગોત્ર પણ તેના ગુરૂનું ગોત્ર જ ગણાતું. આ વિધિને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે, જેમાં માં ગાયત્રીને માતા અને ગુરૂને પિતા માનવામાં આવે છે.

    કાળક્રમે પુત્રએષ્ણાના કારણે આખી વર્ણવ્યવસ્થા જાતિ આધારીત બની ગઈ, તેમજ અંગ્રેજોના આવ્યા બાદ આખી ગુરૂકુળ વ્યવસ્થા તોડી નખાઈ તેને હું આપણી પ્રજાના પતનનું કારણ માનું છું.

    કર્મે અને ધર્મે બ્રાહ્મણ હોવાના નાતે અહીં એટલું ચોક્કસ ઉમેરૂ છું કે, ભારતમાં અંગ્રેજો એ સૌપ્રથમ જીતેલા બંગાળ પર જ્યારે કર નાખીને પ્રજાને ચુસવાનું ચાલું કર્યુ, ત્યારે ભારતનો સૌપ્રથમ વિગ્રહ સંન્યાસ વિગ્રહ હતો. તેમજ ભારતના સ્વાતંત્ર સંગ્રામની શરૂઆત કરનાર મંગલ પાંડે પણ બ્રાહ્મણ જ હતો.

    ઋગવેદના આરણ્ય કાંડથી કર્મકાંડ તરફ વળી જવાની લાલચે બ્રાહ્મણોને કરોડરજ્જુ વિનાના કરી મુક્યા છે, તેવું મારું માનવું છે.

    પરંતુ આ પણ ઈતિહાસ થઈ ગયો છે, ફરી તે જ વૈદિક મુલ્યો નવા પેકેજિંગમાં આવનારા 10 વર્ષોમાં સૌને જોવા મળશે. આ વખતે ઈન્ટર્નેટની પાંખથી તેની પહોંચ એટલી વધૂ હશે કે તેને તોડવી અતિમુશ્કેલ થઈ જશે.શ્રી અરવિંદે દ્વારા અવતરેલી અતિમનસ શક્તિની આ શરૂઆત હોય તેમ લાગે છે, કારણ કે 1990 પછી જન્મેલામાં ઉપરની પેઢીની માફક પરંપરાનો દંભ અને તેને તોડી ન શકવાની ભીરૂતા બંનેનો નાશ થયેલો છે.

    Like

  12. યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપતાં નથી…એ વાત સાચી છે. ક્ષત્રીયો કે રજપુતોની પીછેહઠમાં અહંકારે ભાગ ભજવ્યો.

    વાર તહેવાર સારા નરસા પ્રસંગે કોઈનું પણ અપમાન કરવામાં સુરા સમજતા હતા. લોકશાહી આવતાં તલવારને બદલે વોટથી સરકાર બદલવાની ખબર પડી અને ક્ષત્રીય કે રાજપુત સીવાયના અન્ય ભેગા મળી ગયા. અપમાનનો બદલો લેવા…

    પૃથ્વીરાજે જયચંદનું ઘોર અપમાન કરેલ અને બદલો લેવા શરુઆત કરી જયચંદે. મુહમદ ગોરીથી.

    Like

  13. VarnaVyavastha should generalized as LOBBING system which exist as “forever” -યાવતચંદ્રદિવાકરો based and born from our security concept.Security concept is basic instinct of human being for JIJIVISHA. We human being are using lobbing system as per our convenience. So cancelling lobbing seems not possible but utilizing as positively may possible. Being Indian or American is also lobbing system and stronger will try to dominate weaker.In past, our brahmin also did the same way and as a smart people they used religion.

    Like

  14. યાવતચંદ્રદિવાકરો E Ek Time Period Jevu J Chhe (Bhale te Anant Hoy). Khari Vaat Chhe Parivartan Ni. Parivartan Saathe Sanukulan Sadhi Shaknaar J Taki Shake Chhe Je Kudarat No Sarvmaany Vaigyanik Niyam Chhe. Saama Pravaahe Chalva Ma Mote Bhage Vinaash J Hoy, Sanjogovashaat Je Tari Jaay Tene Bahaduri No Khitaab Aapi Devano. Satta Parivartan Ni Vaat Kariye To Hamesha Moti Maachhali E Nani Machhali Ne Khai Jaay Jo Ekli Hoy to.
    Dharma Ane Varna Vyavstha E Ekadam Khota To Hata J Nahi. Pan Kaal Krame Te Vansh Vyavstha Ma Fervai Gaya, Ane Potani Mahtta Batava Bija Varna-Vansh Ne Gaalo Deta Thaya. Aaje Kyay Varna Vyavstha Dekhay Chhe? Koi Pan Jaati Na koi Pan Kaam Kari Shake Chhe, Ane Kare Chhe. Apvaad Hoi Shake Chhe.
    Hazaaro Varsh Juni Maanyata Ne Pakadi Ne Chalvu Aaje Shkya J Nathi. યાવતચંદ્રદિવાકરો Aa Varna Vyavstha Ne Yaad Kari Ne Shu Faaydo?

    Like

Leave a comment