પિતૃત્વ.
મધર્સ ડે આવે એટલે માતા વિષે ઢગલાબંધ સાહિત્ય લખાઈ જાય છે.એટલું ફાધર્સ ડે આવે ત્યારે લખાતું નથી.એનાથી પિતૃત્વનું મહત્વ બાળ ઉછેરમાં ઓછું થઈ જવાનું નથી.મધર્સ ડે અને ફાધર્સ ડે વખતે લખાતાં કાર્ડ,ફોન કોલ્સ,ગિફ્ટ બધામાં ૩:૧ રેશિયો છે.છતાં માતાપિતા બંને બાળકોના ઉછેરમાં સરખું મહત્વનું સ્થાન ધરાવે છે.સિંગલ મધર વળી પુષ્કળ જહેમત લઈને બાળકોને ઉછેરતી હોય છે.પરંતુ પિતાની ગેરહાજરી બાળકોના ઉછેરમાં ઘણી બધી ખામીઓ છોડી જતી હોય છે.
Randall Flanery, a pediatric psychologist at Saint LouisBehavioral Medicine Institute,કહે છે પિતાની હાજરીનો કોઈ વિકલ્પ નથી.બાળકોને લકઝરી સુખ સગવડ અને વૈભવ કરતા પિતાની કંપની વધારે પ્યારી અને મહત્વની હોય છે.સંતાનોને બે વસ્તુ ઓછી આપશો તો ચાલશે ,એના તે ભૂખ્યા નથી,પણ પિતાના સમયના ભૂખ્યા હોય છે.બાલ્યાવસ્થા અને પૂખ્તઅવસ્થા વચ્ચેનો ગાળો બાળકો માટે બહુ સંવેદનશીલ હોય છે.આ અવસ્થામાં આવેલા બાળકોને આપણે હવે ટીનેજર કહીએ છીએ.અહી છોકરા સાથે પિતાનું લાગણીભર્યું વર્તન એને નિરાશામાંથી બચાવે છે.આ અવસ્થા સમયે મોટાભાગે બાળકો કંટ્રોલ ગુમાવી બેસતા હોય છે દ્વિધામાં સપડાયેલા હોય છે.એમને શું કરવું સમજ હોતી નથી.નિરંકુશ બની જતા હોય છે.છોકરીઓ વળી પુખ્ત બનવા સમયે કે પ્રજનન સક્ષમ બનવા સમયે વળી બમણી ડીપ્રેશનમાં હોય છે.ત્યારે પિતાની હાજરી એને બચાવી લેતી હોય છે.અહી પિતાનું મહત્વ વળી ખૂબ વધી જતું હોય છે.પુરુષની પસંદગી વખતે તે પિતાને નજર સમક્ષ રાખતી હોય છે,પણ પિતા હાજર ના હોય તો તે ચૂકી જતી હોય છે.ભવિષ્યમાં એના પતિ સાથેના સંબંધો માટે પિતા સાથેના સંબંધો આયનો બની જતા હોય છે.ટીનેજર દીકરીઓને પિતાશ્રીઓએ ખૂબ પ્રેમભાવ અને સમય આપવો જોઈએ.જે છોકરી બાયોલોજીકલ પિતાની હાજરી વગરની હોય છે તે જલદી પુખ્ત બની જતી હોય છે.પીરિયડમાં યોગ્ય સમય કરતા વહેલી આવતી થઈ જતી હોય છે અને પ્રૅગ્નન્ટ પણ વહેલી બની જતી હોય છે.જોકે ભારતમાં સામાજિક નિયંત્રણને લીધે પ્રૅગ્નન્ટ બનવું સંભવ ના બને.પણ સેક્સ તરફ જલદી વળી જતી હોય છે.માતા પિતા વચ્ચેના ઝગડા,અથડામણ,સંઘર્ષ, ડિવોર્સ અને અલગ અલગ રહેવું આ બધાને લીધે જે માનસિક તણાવ પેદા થાય છે તે ટીનેજર છોકરીઓને વહેલા પુખ્ત બનાવી દે છે.માતા ફરી લગ્ન કરે કે સમજુતીથી બીજા પુરુષ સાથે રહેતી હોય ત્યારે છોકરીનું બ્રેઈન અને શરીર જીનેટીકલી સંબંધ ના હોય,લોહીનો સંબંધ ના હોય તેવા અજાણ્યા પુરુષની હાજરીની ભાળ લેતું હોય છે.એનું આસપાસ રહેવું સેકસુઅલ સજ્જતા,શીઘ્રતા,તૈયારી,સાબદાઈમાં પરિણમતું હોય છે.ઘરમાં સ્ટેપ ફાધર કે લોહીના સંબંધ વગરના પુરુષનું સાહચર્ય જેટલું વધારે તેટલી એની ઇફેક્ટ વધુ.સાયકોલોજીસ્ટ Bruce Ellis નું જમીનતોડ સંશોધન આવું કહે છે.આ સંશોધન
એવું પણ જણાવે છે કે જેટલી બાયોલોજીકલ પિતાની હાજરી ઘરમાં વધારે અને દીકરી સાથે તેના સંબંધો વધારે તેમ છોકરીનો પુખ્ત બનવાનો સમય વધુ હોય છે.ટૂંકમાં વધારે પડતા વહેલા શારીરિક પુખ્ત થઈ જવું તે નુકશાન કારક બની શકે.કારણ માનસિક સ્તરે,લાગણીના સ્તરે છોકરી પુખ્ત બની હોય નહિ જે સલામત sexuality માટે જરૂરી છે.પિતાનું દીકરીના જીવનમાં આવું મહત્વનું યોગદાન હોય છે તે કલ્પનાતીત છે.પહેલા કદી કોઈએ આવું
વિચાર્યું નહિ હોય.
પિતાના પ્રેમ વગર અને પિતા વગર દીકરી half done છે,એમાં હવે રીયલ બાયોલોજીકલ પિતા શબ્દ ઉમેરવો પડે.
Active involvement પિતાનું સંતાનો માટે જરૂરી છે.સંતાનો સાથે સંવાદિતા,એમના માટે કેટલા ઉપલબ્ધ છો તે અને એમની જરૂરિયાતો કેટલી પૂરી પાડો છો તે મહત્વનું છે.actively-involved પિતાના બાળકો ફીજીકલી,માનસિક અને સામાજિક સ્તરે સારા પુરવાર થતા હોય છે.જો માતા તમને પ્રેમ કરવાનું શીખવતી હોય તો પિતા તમને સફળતા પ્રાપ્ત
કરવાનું શીખવતા હોય છે.માતા મુશ્કેલી અને આફતો સમયે જાળવીને ચાલવાનું શીખવતી હોય છે ત્યારે એનો હિંમતથી સામનો કરવાનું પિતા શીખવતો હોય છે.
એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે.એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી.એક મત્સ્ય અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે.કોઈ કોઈ જાતિમાં નરપક્ષી એના બચ્ચાને ખવડાવે છે,પણ ઊડવાનું શીખ્યા પછી બચ્ચાને ભૂલી જાય છે.સ્તનધારી પ્રાણી એના નાના બચ્ચાને પ્રીડેટરથી બચાવે છે,પણ પોતાની જાતને પહેલો પ્રેફરન્સ આપે છે.સિંહ સિંહણે કરેલા શિકારને છીનવી લે છે,બચ્ચાનાં મુખમાંથી ખાવાનું છીનવી લે છે.વાનરો અને એપ્સ એમના બચ્ચા સાથે રમે છે,પણ કોઈ વાર એમને મારી નાખવાનો પ્રયત્ન પણ કરતા હોય છે.માનવ નર બાળકોના રસમાં રસ લે છે,એની સાથે રમે છે,પોતાના રસ એનામાં રેડે છે.આ એક બહુ મોટું વિશાળ ઈવોલ્યુશનરી સ્ટેપ છે.પિતા આપણને લાગણીઓ ઉપર કાબુ રાખવાનું શીખવે છે.
પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો છે.The act of fathering is the foundation of human civilization. Wikipedia — It is reportedly the most popular day of the year to
dine out in a restaurant. Every Mother’s Day sees Americans spend $2.6 billion
on flowers, $1.5 billion on gifts (including 8% of all jewelry purchases), and
$68 million on greeting cards.ફાધર્સ ડે માટે???
****Indeed, the highest volume of phone calls made every year in the US is on Mother’s Day.
Interestingly – really! – the largest volume of collect calls made every year in
the US is on Father’s Day.
Reference
Harris, K. M., Firstenburg, Jr., F. F., & Marmer, J. K. (1998). Paternal involvement with adolescents in intact families: The influence of fathers over the life course. Demography, 35, 201-216.Loretta Graziano Breuning, Ph.D.
સ્મૃતિયર્વણા-૧
આધુનિક સમાજને જ્યારે ઘણા બધા ધર્મોનાં નગારા જોરશોરથી સાંભળવાના હોય અને એમના ધર્મ ઝનૂનને વેઠવાનાં હોય ત્યારે એના વિષે વિચારવું અને મનન કરવું જરૂરી છે. હિન્દુઓની આત્મા, પુનર્જન્મ અને મુક્તિની માન્યતાઓ બીજા ધર્મો સ્વીકારતા નથી. અરે ધર્મની પોતાની જ વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ધાર્મિક સંપ્રદાય, કોઈ વ્યક્તિ કે વસ્તુ વિષે પૂજ્યભાવ -ની પૂજા, ધર્મપ્રણાલી વગેરેના અગણિત સરોવરમાંથી કયા સરોવરમાં ડૂબકી મારવી તે નક્કી કરવું મુશ્કેલ છે. મુખ્ય ધર્મો વચ્ચે મૂળભૂત સિદ્ધાંતોમાં ઘણો બધો ફરક હોય છે જેનો અભ્યાસ કરવો જોઈએ. કયો ધર્મ સાચો છે તે નક્કી કરવાનો કોઈ સચોટ રસ્તો જ નથી. પછી તો માની લેવું કે આપણને જે વારસામાં મળ્યો તે જ સાચો? ધર્મ વ્યક્તિગત માનસિક જરૂરિયાતો પૂરી કરતો હોય છે, પણ આધુનિક માનવને ખૂબ મુશ્કેલી પડતી હોય છે ધર્મોની જૂની માન્યતાઓમાં વિશ્વાસ ધરાવતા. ધર્મોએ પણ ઉત્ક્રાન્તિના, વિકાસના ક્રમમાં વિકાસ કરવો પડે, પણ ધર્મો વિકસતા નથી. એમને એમને જૂની માન્યતાઓ બહુ સારી લાગતી હોય છે. માનવી ઉત્તરોત્તર પ્રગતિ કરતો જતો હોય છે. વિજ્ઞાન પ્રગતિ કરતું જતું હોય છે. વિજ્ઞાન એની જૂની માન્યતાઓ ફેંકી દેતા વાર લગાડતું નથી. જ્યારે ધર્મો ચુસ્તપણે વળગી રહેવામાં માનતા હોય છે. આજે આધુનિક મેડિકલ સાયન્સ, ન્યુરો સયન્સ મનોવિજ્ઞાન બ્રેઈન વિષે, ચેતન અચેતન મન વિષે, સેલ્ફ અવેયરનેસ વિષે ખૂબ સંશોધન કરી રહ્યું છે.
ક્રિશ્ચિયન અને મુસ્લિમ માને છે કે ખાલી માનવને આત્મા(SOUL) છે. બીજા પ્રાણીઓને આત્મા જેવું કશું હોતું નથી, માટે એ લોકોને ખાઈ શકાય. તેઓ આત્માનો ફરી ફરી જન્મ થાય તેવું માનતા નથી. આપણે હિંદુઓ માનીએ છીએ દરેકમાં આત્મા છે અને ફરી ફરી જન્મ થાય છે. હવે આનો અર્થ એ નથી કે આ માન્યતાઓ સાચી છે કે ખોટી. કોઈ પુરાવા છે નહિ. છતાં પ્રત્યેક હિંદુ દ્રઢપણે આશરે ૨૫૦૦ વર્ષથી તો ફરી ફરી જન્મ થાય તે માને જ છે. કોઈ તર્ક વગર એક માન્યતા એટલાં લાંબા સમયથી લોકો માનતા હોય તે એક ઐતિહાસિક ઘટના છે. હવે ધર્મોએ જે રીતે ભગવાનની કલ્પના કરી છે તેવી રીતનો હોય તેવું પણ શક્ય નથી.
ધર્મ શું છે અને શું નથી તે નક્કી કરવું પણ ખૂબ નવાઈ પમાડે તેવું છે. દુનિયામાં પાંચ મુખ્ય ધર્મો છે. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, ક્રિશ્ચિયન અને યહૂદી. તે સિવાય, જૈન, શીખ, તાઓ, શિન્ટો, બહાઈ અને બીજા ઘણા બધા. આ સાથે ઘણા બધા અગણિત કહી શકાય તેટલા પંથો સંપ્રદાયો છે. અમુકને ભગવાન સાથે સીધું હોટ લાઈન જોડાણ હોય છે. જેમકે ચાર્લ્સ મેન્સન યુ.એસમાં અને ઓમ જાપાનમાં. પોતાને સનાતન હિંદુ ધર્મનો ઝંડો લહેરાવતા કહેતા ૨૫૦૦૦ કરતા વધુ કલ્ટ તો ભારતમાં જ છે. દરેકની માન્યતાઓ અલગ, આચારવિચાર અલગ. અરે એક જ કલ્ટ સ્વામીનારાયણમાં પણ ચાર ચાર ફાંટાં અને બીજા પડતા જ જાય છે તે વધારામાં. મૂળ સહજાનંદ સ્વામી બ્રહ્મચારી હતા. એમના વારસો હાલ ગાદીપતિ છે તે શાદીશુદા હોય છે. એમાંથી અલગ પડેલા સંતો વળી પાછા સ્ત્રીઓના મુખ પણ જોતા નથી. ખાનગીમાં સ્ત્રીઓના પગની પાનીઓ ચાટતા હોય તે અલગ વાત છે.
વલ્લભાચાર્યના તો દરેક વારસો પોતે શ્રી કૃષ્ણ. વિચારો હાલ કેટલા બધા શ્રી કૃષ્ણ ભારતમાં વિચરતા હશે? રાસલીલાઓ રમતા હશે? હું, અશોકભાઈ, ધવલભાઈ બધા ખોટી માથાકૂટ રાધા અને કૃષ્ણ વિષે કરતા હતા કોઈ બાવાશ્રીને પૂછી લેવાનું હતું કે સત્ય શું છે? આટલાં બધા શ્રી કૃષ્ણો અહી વિરાજમાન હોય ને વિવાદ કરવા? પ્રમુખસ્વામીના ભક્તો વળી એમને પ્રગટ બ્રહ્મ કહે છે. વૈજ્ઞાનિકો ખોટી માથાફોડ કરે છે બિંગ બેંગ વિષે અને યુનિવર્સની રચના વિષે એમને જ પૂછી લેવાય. પણ બીમાર પડે તો તેઓશ્રીએ પણ ડૉક્ટરની સેવા લેવી પડે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે નરસૈયો એમ જ તો નહિ કહી ગયો હોય ને? શું આ બધા ધર્મો છે??? કયા પાયા ઉપર? તો ધર્મ શું છે?
ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ લાંબો સમય સુષુપ્ત રહ્યા પછી પ્રકાશમાં આવ્યા. જૈન ધર્મના ફોલોઅર્સ બહુ ઓછા છે. બૌદ્ધ ધર્મ ખૂબ ઝડપથી વિકસ્યો અને ઠંડો પડી ગયો. ઘણા ધર્મો પેદા થયા પણ થોડાક બચ્યા. એક સંપ્રદાયને પુષ્કળ ફોલોઅર્સ મળે છે પછી તે ખુદ એક ધર્મ બની જતા હોય છે. ધર્મ જન્મે છે, એનો એક લાંબો જીવનકાળ હોય છે અંતે મૃતપાય થઈ જતા હોય છે. એક મસીહા વસંત ઋતુના ફૂલની જેમ ખીલે છે, પછી એને ખૂબ ભક્તો મળે છે, મસીહાની માન્યતાઓ પૂરી કરવા ઝનૂની બની લોહી રેડવા તૈયાર હોય છે. કાલાંતરે ધર્મઝનૂની બની જતા હોય છે. ત્યાં પછી બીજા ધર્મ માનનાર માટે કોઈ દયા ભાવ હોતો નથી. ઝનૂની ધર્મોની માન્યતાઓ અને ધર્મોની ઝનૂની માન્યતાઓને સમજવી જોઈએ. એક પાગલ અસંગત માન્યતા જુઓ, નૉર્થ અમેરિકાનો ક્રિશ્ચિયાનિટીનો એક Mormons પંથ જોસેફ સ્મિથે સ્થાપેલો, એને દેવદૂત Moroni જાતે મળેલા. બહુસ્ત્રીગામી, શ્વેત લોકો શ્રેષ્ઠ છે, અને ક્રાઇસ્ટનાં નામે હત્યાઓ કરવાનો હક, શું તમે માની શકો?
હિંદુ ધર્મમાં છ અલગ વિચારધારાઓ છે—-સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, અને બે મીમાંસા. આ તમામ વિચારધારાઓ પાસે ભગવાન વિષે એમનું અલગ તત્વજ્ઞાન છે. સાંખ્ય તો વળી ભગવાનનો ઇનકાર કરે છે. વળી એટલું બધો વાળનાં ભાગ કરવા જેટલો વિતંડાવાદ કે એક સુપર માઈક્રોસ્કૉપ જોઈએ એમના મતને સમજવા. ખાલી વેદાંત હાલ પ્રચલિત છે. બાકીના ખોટા છે તેવું પણ કઈ રીતે કહી શકાય? કર્તા અને ભોક્તા તરીકે આત્માની વિચારધારા પોતે વિવાદાસ્પદ છે. ખૂબ આદરણીય હિંદુ સ્કોલર એલ.એસ.જોશી કહે છે બુદ્ધિશાળી માણસ કર્મની થિયરીમાં માનતો હોય કે જેવું કર્મ કરો તેવું ફળ મળે તો પછી ૧) એક્સીડેન્ટ વિષે શું માનવું? ભોપાલમાં ગેસ દુર્ઘટના થઈ, હજારો લોકો એક સાથે મરી ગયા, શું આ તમામ લોકે સાથે પાપ કર્યા હશે? હિટલરે ૬૦ લાખ યહૂદીઓને એક સાથે મારી નાખ્યા, નાના બાળકોને પણ છોડ્યા નહોતા. એમના શું કર્મ હતા? ૨) મરણ પછી શ્રાદ્ધની શું જરૂર? ૩) પશ્ચાતાપ શું કામનો? ચાલો ફરી ભૂલ ના કરીએ પણ કર્મ માફ થઈ જાય તેવું કહેવાય છે . ૪) જો ભગવાનમાં માનતા હોય તો કર્મનો નિયમ શું કામનો? કેમકે ભગવાનની પ્રાર્થના કરો, દયા મેળવો અને નિયમમાંથી છુટકારો. આમ કર્મનો નિયમ ખુદ એક તુક્કા કે તરંગ જેવો સાબિત થાય છે. સંચિત કર્મો કઈ સંદૂકમાં કે બૅન્કમાં જમા થતા હશે?
હીરાભાઈ ઠક્કરે કર્મનો નિયમ નામની બેસ્ટ સેલર બુક લખી છે. એમાંથી એક દાખલો કહું. એક ખૂનીને સબળ પુરાવારૂપે ફાંસીની સજા ન્યાયાધીશે આપી. ન્યાયાધીશ જાણતાં હતા કે આ માણસ ખૂની નથી. કારણ જ્યારે ખૂન થયેલું તે એકાંત જગ્યાએ સવારમાં ન્યાયાધીશ પોતે લોટે જવા મતલબ સંડાસ કરવા ખુલ્લામાં ગયેલા. એમણે ખૂનીને જોયેલો. હવે પોલીસે બીજાને પકડીને સબળ પુરાવા રજૂ કરેલા એ ન્યાયે આ ન્યાયાધીશ જાણતા હોય છતાં કે આ માણસ ખૂની નથી, એને ફાંસીની સજા આપે છે. પછી ચેમ્બરમાં બોલાવી એને પૂછે છે કે હું જાણું છું તું નિર્દોષ છે છતાં પુરાવા સબળ છે માટે મારે તને ફાંસીની સજા આપવી પડે છે તે કોઈ ભૂતકાળમાં એવું કર્મ કરેલું? પેલો કહે છે એણે ભૂતકાળમાં એક ખૂન કરેલું. બસ ન્યાયાધીશને સંતોષ થઈ જાય છે. પહેલા બચી ગયેલો પણ આ વખતે જુના સંચિત કર્મનો હિસાબ મળી ગયો. મેં ટૂંકમાં મારા શબ્દોમાં હિરાભાઈની વાર્તા લખી છે. બીજા મિત્રોએ જેણે આ બુક વાંચી હોય એણે ખબર હશે. આખી વાર્તા હમ્બગ, જૂઠી લાગે છે. હીરાભાઈનાં ફળદ્રુપ ભેજાની પેદાશ લાગે છે. અમદાવાદમાં ન્યાયાધીશ સવારમાં કોતરોમાં સંડાસ જવા જાય લોટો લઈને?? પછી ત્યાં એમની રૂબરૂમાં ખૂન થાય તો લોટો લઈને પેલાંના માથામાં પછાડી શકાય. ચાલો ડરપોક હોય તો જવાદો વાત. પણ ખૂન થયા પછી પોલીસ કેમ ના બોલાવી? ગુપચુપ ચાલ્યા ગયા? પછી પોલીસ સ્ટેશને જઈને ખબર આપી કે નહિ? એક ન્યાયાધીશ થઈને ફરજ કેમ ચૂકે? પોલીસને જાણ કેમ ના કરે? એમને ખબર છે કે અસલી ખૂની બીજો છે તો કેસ બીજા ન્યાયાધીશની કોર્ટમાં ટ્રાન્સ્ફર કરી પોતે સાક્ષી કેમ ના બન્યા? નજરે જોનાર સાક્ષી હતા. એક નિયમ જે પોતાનામાં ખરો ઊતરતો નથી તેને સાચો સાબિત કરવા આપણાં ફિલસૂફ મનગડન્ત વાર્તાઓ બનાવી કાઢે છે. આ પુસ્તક વળી બેસ્ટ સેલર છે. મારા ઘરે પણ હતું. આવા તો કેટલાય પુસ્તકો હશે.
બધા ધર્મો વચ્ચે મૂળભૂત અને જેન્યુઈન ભેદભાવ હોય છે. આચરણમાં પણ ખૂબ ભેદ હોય છે. ખાલી સમાનતા હોય તો નીતિમત્તા, સદાચરણ વિષે. મોરલ કમાંડ સિવાય પ્રાણીઓ સાથે વર્તન, સેક્સ, પશ્ચાતાપનું મહત્વ અને બીજા ઘણા બધા વિષયો વચ્ચે ખૂબ ફેરફાર જોવા જોવા મળતો હોય છે. સદાચારની વાતો તો એથીક્સ કહેવાય કે નહિ? ઇસ્લામ મૂર્તિભંજક છે, હિંદુ મૂર્તિપૂજક, પરમાત્મા વિષે, આત્મા, પુનર્જન્મ, અહિંસા, એવા ઘણા બધા તદ્દન ભિન્ન માન્યતાઓ ધર્મો વચ્ચે છે. જીસસના પ્રભુ પ્રેમના દેવતા છે, અલ્લાહ શિક્ષા કરનારા તો વળી બ્રહ્મા કશું કરતા નથી ખાલી દેખરેખ રાખે. ક્રિશ્ચિયન કહેશે જીસસ પ્રભુના પુત્ર છે, જરા યહૂદીને પૂછી જુઓ. હિંદુ કહેશે બીફ ખાવું પાપ છે બીજાને પૂછી જુઓ. અરે પ્રાચીન હિંદુ બીફ ખાતા અને આજે?
બાબા અને બુલિનું બખડ જંતર.Hard Truths About Human Nature.
Bully(ધાકધમકી ને જબરદસ્તીથી કામ કરાવનાર માણસ, ગુંડો, ગુસ્તાખી કરનાર, જોરશોરથી અવાજ કરનાર, ખૂબ ઉત્સાહી).જ્યારે તમે બુલિની વિરોધમાં ઉભા થાવ તો બુલિ તમને ફેંકી દેવાનો.કારણ કે mammals હંમેશા ગ્રૂપમાં,ટોળામાં રહેવા ઇવોલ્વ થયેલા છે.તમે ટોળાં બહાર જાઓ તો કોઈ પ્રિડેટરનાં મજબૂત જડબા તમને ખાઈ જવા તૈયાર બેઠાં છે.આપણું mammal બ્રેઈન જાણતું હોય છે કે ગ્રૂપના સરદાર સામે થયા તો ગ્રૂપ આખું આપણી વિરુદ્ધમાં જવાનું.માટે લોકો સામાજિક સુરક્ષાનાં નહિ મળે તો?વિચારી ડરતા હોય છે,અને બુલિનો વિરોધ કરવાને બદલે એની સાથે જોડાઈ જતા હોય છે.માટે સત્સંગનું મહત્વ કહેલું છે.ગ્રૂપમાં સ્વીકૃતિ મેળવવા માટે છોકરાઓ સ્કૂલમાં સિગારેટ આદિ ના પીવી હોય છતાં પી લેતા હોય છે.કારણ ગ્રૂપનો મુખિયા કોઈ બદમાશ છોકરો હોય છે તે ના કરવાના કામો કરાવી લેતો હોય છે અને શીખવી દેતો હોય છે.આ વખુટા પડી જવાનો ડર એકદમ કચડી શકાતો નથી,કારણ તે રીયલ છે.જે ન્યુરોકેમીકલ શરીરમાં વહે છે તે સત્ય છે.બુલિ તમારી સામે પડ્યો છે તે રીયલ છે.મીલીયંસ ઑફ યર્સથી તમારું બ્રેઈન તમને પ્રોટેક્ટ કરવા ઇવોલ્વ થયું છે તે રીયલ છે,તે જ્યારે સામાજિક વખુટા પડી જવાનો ખતરો આવે ત્યારે ખતરાની ઘંટડી વગાડે છે ત્યારે તમારું કોર્ટેક્સ બુલિને સપોર્ટ કરવાની રીત શોધી લે છે.
આ બુલિનો વિરોધ તમે ક્યારે કરી શકો જ્યારે બીજી કોઈ સમાજિક વ્યવસ્થા તમને ટેકો આપવાની હોય તેવી ખાતરી હોય ત્યારે.લાખો વર્ષના ઈવોલ્યુશન પીરિયડમાં લો એન્ડ ઑર્ડર જેવું નહોતું.બુલિ કે ટોળાનો મુખિયા જે કહે તે સાચું.લાખો વર્ષથી mammalian બ્રેઈન આવી રીતે જ વિકાસ પામ્યું હોય છે.માનવ સામાજિક પ્રાણી છે.કોઈ પણ સમાજ કે ટોળાં વગર રહી શકે નહિ.હવે જ્યારે કોઈ બુલિનો વિરોધ કરવો હોય તો બીજી સામાજિક વ્યવસ્થા છે લો એન્ડ ઑર્ડરની.પણ નાના નાના વિસંવાદ સર્જાય ત્યારે તત્કાલીન બુલિને માની લીધા વગર છૂટકો હોતો નથી.ન્યાયતંત્ર જરા દૂરની વાત બની જતી હોય છે.ન્યાયતંત્ર એક આપણી નવી સામાજિક વ્યવસ્થા છે,જેનો ટેકો તમે મેળવી શકો છો.
હવે તમારે પોતાના રક્ષણ માટે કોઈ ગેંગ બનાવવાની જરૂર નથી કે સિવિલ સોસાયટી તમારી નવી ગેંગ છે.પણ mammalian બ્રેઈન આ જાણતું નથી.એટલે સ્કૂલમાં બાળકો ગૃપનેતાને લીધે અવળે રસ્તે ચડી ચોરી કરવી,ક્લાસ ના ભરવા એવું કરતા હોય છે.બાળકો તો ઠીક મોટેરાં પણ આવું બધું કરતા હોય છે.એમાંથી માફિયા ગેંગ ઊભી થતી હોય છે.એને માટે ખૂબ જાગૃત મન જોઈએ જે કહે કે ભાઈ આ ગ્રૂપ છોડવાથી કોઈ વાંધો નહિ આવે બીજું બહુ મોટું ગ્રૂપ તમારી રાહ જોઈ રહ્યું છે કે તું સભ્ય માનવ હોઈશ તો સભ્ય સમાજ આગળ છે જ.
ઓક્સીટોસીન ન્યુરોકેમિકલ વિશ્વાસનું જનક છે.ન્યાયતંત્રમાં લોકોને વિશ્વાસ નથી રહેતો ત્યારે ગુંડાઓમાં લોકો વિશ્વાસ રાખતા હોય છે.બાબા રામદેવ સરકાર સામે પડ્યા કે તેમને ખાતરી હતી કે દેશની જનતા મને ટેકો આપશે.અહી સરકાર પોતે બુલિનું પાત્ર ભજવી રહી છે.સર્વોપરી બનવાની હોડ mammalમાં કુદરતી હોય છે.આપણાં પૂર્વજો જ્યારે સુરક્ષિત હોય ત્યારે ખોરાક ખાતા હતા.સેરોટોનીન ન્યુરોકેમિકલ, બ્રેઈન કરતા પેટમાં વધુ હોય છે.ખાવાનું સલામત ત્યારે હોય કે જ્યારે તમે સર્વોપરી હોવ,અને ત્યારે સેરેટોનીન પણ વધારે પ્રમાણમાં સ્ત્રવે.ઘણીવાર સર્વોપરીનું ચોરીને ખાઈ લેવું પડતું. સેરેટોનીન તમે સર્વોપરી વિજયી છો તેવી લાગણી પેદા કરે છે.
આજથી બૈરાઓને કહી દેજો કે ખાતી વખતે કોઈ કકળાટ કરે નહિ.કકળાટ તમારા સેરેટોનીન સ્ત્રાવને રોકી શકે છે.
રામદેવને પણ સર્વોપરી બનવાનું મન થાય.જુઓ બાવાને કોઈ ફેમિલી નથી,પણ યેનકેન પ્રકારે ૧૧૦૦૦ કરોડ ભેગાં કરી લીધા.હાઈ સ્ટેટસ દરેક માનવની મહેચ્છા હોય છે.હાઈ સ્ટેટસ વગર સ્ત્રી સામું જુએ નહિ તે mammalian બ્રેઈન જાણતું હોય છે.બાબા ભલે બ્રહ્મચારી હોય તેમનું mammal બ્રેઈન નહિ.બ્રેઈન બાકીના શરીર સાથે શબ્દોથી વાતો કરતું નથી.ન્યુરોકેમીકલ્સ એના શબ્દો છે.જે કરોડો વર્ષોથી બ્રેઈનની આજ્ઞા પાળવા વહેતા રહેતા હોય છે.બુલિને પ્રૉબ્લેમ એ થાય કે કોઈ નવો બુલિ પેદા થઈ ટોળાનો કબજો લઈ લેશે તો?યેનકેન પ્રકારે એને હટાવવો એ એનું ધ્યેય હોય છે. કૂતરાં રોટલા સંતાડતા હોય છે,પણ જરૂર પૂરતા.આ લોકો એમના રોટલા સ્વીસ બેન્કોમાં સંતાડે છે,સમાજના બીજા સભ્યોના ભોગે.માનવ સમાજ એટલાં માટે બન્યો કે બધા સહિયારા પ્રયત્ને સર્વાઈવ થાય.એકલો માનવ તો પ્રિડેટરનાં હાથે ચવાઈ જવાનો.આપણે આપણી મહેનતના પૈસા બૅન્કમાં મૂકીએ તે વાજબી છે,પણ ભ્રષ્ટાચાર કરી આખા સમાજને ગરીબ બનાવી,રોટલા માટે ફાંફે ચડાવી સ્વીસ બેન્કોમાં મૂકીએ તેતો આખા સમાજ માટે સર્વાઈવ થવા સામે ખતરો છે.આવા લોકો આતતાયી કહેવાય,મોત સિવાય બીજી કોઈ સજા ના હોય.
બાબા રામદેવે સ્વીસ બેંકોમાં પડેલા
કાળા નાણાં પાછાં લાવવા આંદોલન શરુ કર્યું પણ ખંધી ચાલક સરકારે એનો ફિયાસ્કો કરી
નાખ્યો.આપણે જાણીએ છીએ આ બાબાઓએ જ દેશની માનસિક બ્લ્યુ પ્રિન્ટ બગાડી મૂકી છે.કામ
વગરની ચવાઈ ગયેલી કથાઓ કરી કરીને પ્રજાની માનસિકતા કમજોર કરી નાખી છે.પણ એક ઓર
ભ્રષ્ટાચારી બાબાને સહારે છોને લોકો જાગૃત થતા.બાબા રામદેવ પોતે ૧૧,૦૦૦ કરોડ ભેગાં
કરી ચૂક્યા છે.આયુર્વેદિક દવાઓ સારી છે,આડ અસર વગરની,પણ બધે કામ લાગતી નથી.આવી
દવાઓ અને યોગનો વેપાર કરી એમણે કરોડો બનાવ્યા છે.હવે એમને નેતા બનવાની ભૂખ જાગી
છે.પોલીટીક્સ એમના બસની વાત નથી.ધાર્મિક ગુરુઓને રાજ કદાપિ ના સોંપાય.આવા ધર્માંધ
લોકોનો વિચારવાનો ટ્રેક એકજ હોય છે.બહુ આયામી વિચાર કરવો, પોલિસી ઘડવી આ લોકોનું
કામ નહિ.છતાં બ્લેક મની પાછાં લાવવા માટે એક વિચારનું બીજ એમણે રોપ્યું છે.એમના
આંદોલનને ભલે સરકારે યેનકેન પ્રકારે નિષ્ફળ બનાવ્યું પણ હવે તે આગળ વધશે.બાબા ભલે
જે હોય તે આંદોલનમાં જોડાયેલી પ્રજા તો નિર્દોષ હતી,એના ઉપર અત્યાચાર કરી સરકારે
પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે.પણ આ બાબા સ્ત્રીઓનો પંજાબી ડ્રેસ પહેરી ભાગ્યા
હશે તો એમની દાઢી મૂછ ક્યાં છુપાવી હશે?
ઓશો રજનીશ તે સમયે
ધાર્મિક ભ્રષ્ટાચારની ખૂબ ટીકા કરતા અને એમાં અળખામણા બની ગયેલા.કોઈને છોડતા
નહિ.સેક્સ સપ્રેસ્ડ ભારતમાં સેક્સ વિષે વૈજ્ઞાનિક વાતો કરનારા રજનીશને લોકોએ ખૂબ
ભાંડી નાખેલા.બદનામ કરી મૂકેલા.રજનીશને તે સમયનું ભારત ઓળખી શક્યું નહોતું,પણ આજે
યુવાન મિત્રોને એમની વાતો કરતા સાંભળી આનંદ થાય છે કે હવેના વર્ષો રજનીશના છે.રજનીશ
તેમના સમય કરતા હજાર વર્ષ આગળ જીવતા હતા,કારણ ભારત તે સમયે બાકીની દુનિયા કરતા
સેંકડો વર્ષ પાછળ જીવતું હતું.ઓશો વિચારોના એટલાં બધા બીજ રોપીને ગયા છે કે ના પૂછો
વાત.એ બધા ધીરે ધીરે વૃક્ષ બની ફાલવાના છે.
ઘણા મિત્રો ફેસબુક ઉપર કહે છે કે હવે હિંસક આંદોલન થવું જોઈએ.હું પણ
માનું છુકે ફ્રાન્સમાં જે હિંસક ક્રાંતિ થઈ હતી તેવી હાલ જરૂર છે,ચાર
ભ્રષ્ટાચારીઓના માથા જુદા પાડી દો બાકીના ફફડી જશે,પણ હિંસક આંદોલનો ભારત માટે
યોગ્ય નથી.એના માટે પૂરતું આયોજન,હથિયાર,શિસ્ત અને લોહી આપવાની તૈયારી જોઈએ.લોહી
જોઈ ચક્કર ના આવે તેવી માનસિકતા જોઈએ.આપણે હિંસક છીએ પણ ટોળામાં એકલાં નહિ.આપણે કોઈ
નાનકડા તાલીમબદ્ધ જૂથ સામે પણ લડવા સક્ષમ નથી.આપણે અંદરોઅંદર હિંસક છીએ,આપણે ધર્મ
માટે હિંસક છીએ.આપણે પોતાના ભાઈઓ માટે હિંસક છીએ.જુઓ મુઠ્ઠીભર અંગ્રેજો સામે હિંસક
બની લડી શક્યા નથી,અને ભાગલા પડ્યા કે બોર્ડર ઉપર અંદરોઅંદર લડીને આશરે ૧૦ લાખ લોકો
કપાઈ મર્યા.આ દસ લાખ લોકો અંગ્રેજો સામે લડીને મર્યા હોત તો દેશની તાસીર આજે જુદી
હોત કે નહિ??જુદી હોત કે નહિ???એક કૂકડું કાપી શકવાની ક્ષમતા હોય નહિ અને હિંસક
આંદોલન કરવાની વાતો કરવી નકામી છે.
લોકશાહીમાં યથા
પ્રજા તથા રાજા કે નેતા વાંચો.કૂવામાં હોય તો હવાડામાં આવે.પ્રજા ભ્રષ્ટ હોય તો
નેતાઓ ક્યાંથી સ્વસ્થ હોવાના?પ્રજા કમજોર હોય તો નેતાઓ ક્યાંથી બહાદુર હોવાના?પહેલા
પ્રજાએ જ સુધરવું પડશે.ખોપરીના કોર્ટેક્સની અંદર થયેલું ભ્રષ્ટાચાર નૉર્મલ છે તેવું
વાયરિંગ સભાનપણે બદલવું પડશે.લગભગ બધી નકામી પરિસ્થિતિ કદાપિ ના બદલી શકાય તેવી જ
લાગતી હોય છે.એટલે બધું સ્વીકારીલો તેવી કમજોર મનોદશા બધા રાખશે તો પરિવર્તનની આશા
કઈ રીતે રાખવી?જુઓ મુસ્લિમ અને બ્રિટીશ ભેગાં થઈને આપણે આશરે હાજર વર્ષ ગુલામ રહ્યા
તો હજાર વર્ષનો ગાળો તો બહુ લાંબો કહેવાય ને?ગુલામી નિવારી શકાય તેવી હતી?હજાર
વર્ષમાં જિન્સમાં સમાઈ ગયેલી,હજુયે નીકળતી નથી.ભારતે સ્વીકારી લીધેલું કે ગુલામી
જન્મથી મળેલી જ છે.કેટલીયે પેઢીઓએ તો વિચાર્યું જ નહિ હોય કે ગુલામી સિવાય પણ કશું
સ્વતંત્રતા જેવું હોય છે અને એમને એમ જીવન વિતાવી ચાલી ગઈ હશે.૧૮૫૭મા એક પ્રયત્ન
કર્યો કે લડીને અંગ્રેજોને ભગાડી મૂકીએ.પછી ભૂલી ગયા. છતાં પાડ માનો પેલી બ્રિટીશ
મહિલાનો જેણે હોમરૂલ લીગની સ્થાપના કરી અને આપણું પોતાનું રાજ હોવું જોઈએ તેવું
વિચારનું એક બીજ ફરી રોપ્યું અને ગાંધીજીએ એને વૃક્ષ બનાવ્યું.આપણને તો વિચાર પણ ના
આવે તેવી માનસિકતા ઘડીને બેસી ગયા છીએ,આજે પણ તે જ હાલત છે.બધી પરિસ્થિતિ સ્વીકારી
લેવાની આપણી ક્ષમતા અસીમ છે.
લાખો વર્ષ પહેલા પૃથ્વી ઉપર વાનરો હતા.તેઓ કહેતા આપણે ઉભા થઈ ચાલી શકીએ
નહિ,આપણે કદી સાધનો વાપરી શકીએ નહિ,આપણે કદી વાતો કરી શકીએ નહિ,ત્યારે એક વાનરે
કહ્યું વેલ!હું હાલ વાત કરી શકું છું,એ વાનર સ્વપ્નીલ હતું,એક ડ્રીમર હતું.૫૦૦ વર્ષ
પાછળ જાઓ,રાઇટ બ્રધર્સ ફલાઈગ મશીનમાં બેસી ઉંડવા માંગતા હતા.અરે મૂરખ!અરે ડફોળ તારો
શું પ્રૉબ્લેમ છે?બધા બુમો પાડતા હતા કે પ્લાયવૂડ હવા કરતા ભારે હોય છે.શું રાઇટ
બ્રધર્સે એમને રિસ્પૉન્સ આપ્યો?ના!કેમ કે રાઇટ બ્રધર્સ Dreamers હતા.વિન્સેન્ટ વેન
ગોગ તેઓ ફક્ત એક કાન ધરાવતા હતા,લોકો કહેતા તું ક્યારે સારો ચિત્રકાર બની નહિ
શકે,વેન ગોગે જવાબ આપ્યો.શું બોલ્યા?હું તમને સાંભળી શકતો નથી.વેન ગોગ સ્વપ્ન
સેવવાના આદતી હતા.લુઇસ પેશ્ચર ચીઝને દવામાં બદલી નાખી.બેન્જામીન ફ્રેન્કલીન,લોકો
કહેતા તમે વરસાદી વાવાઝોડામાં પતંગ ચગાવી શકો નહિ.બેન્જામીન કહેતા કેમ નહિ?હા જો
તમારી પાસે ઇલેક્ટ્રિક પતંગ હોય તો ચગાવી શકો.ચીન એક ધાર્મિક અફીણી હતું.લોકો આલસ્ય
શિરોમણિ હતા.અંગ્રેજોએ વેચેલું અફીણ ખાઈ સુસ્ત પડી રહેતા હતા.દસ હજાર વર્ષ જૂની
પવિત્ર ભગવાન મનાતી પરમ્પરાગત રાજાશાહીને પૂજનારા હતા.માઓ આવ્યા એક
સ્વપ્નસેવી.ધર્મોએ ભલે માનવોને પશુમાંથી મનુષ્ય બનાવ્યા,પણ વખત જતા ઍક્સ્પાયરી ડેટ
પૂરી થતા દવા પોતે ઝેર બની જતી હોય છે.આજે ધર્મો એક ઝેર બની ચૂક્યા છે ત્યારે માઓ
રીલીજન ઈઝ પોઈઝન કહી ચીનને ઝકઝોળે છે,જગાડે છે.એક સ્વપ્નસેવીની જ્યાદતીએ આજે ચીન
અમેરિકા પછી બીજા નંબરે ઉભું છે.
મનુસ્મૃતિ,અધ્યાય-૨/૧
અહી ધર્મનું સ્વરૂપ જુઓ.
‘વેદ તથા શાસ્ત્રને જાણનારા અને નિત્ય રાગદ્વેષથી રહિત એવા ધર્મનિષ્ઠ પુરુષો જે ધર્મને પાળે છે તથા
અંતઃકરણથી જેનો કલ્યાણના સાધન તરીકે સ્વીકાર કરે છે તેનું નામ ધર્મ અને તે ધર્મ તમે
સાંભળો.’આવો બીજા અધ્યાયનો પહેલો શ્લોક છે.અહી મનુસ્મૃતિમાં કોઈ જટિલ ફિલોસોફી છે
નહિ,અહી સારો આચાર વિચાર ધર્મ છે.શું ખાવું,શું ના ખાવું,શું કરવું,શું ના કરવું
અને ભૂલોનું પ્રાયશ્ચિત છે.
બીજો શ્લોક જુઓ,ફળની ઇચ્છાનો સ્વભાવ સારો નથી;તેમ આ લોકમાં કામના વિના કર્મો
કરવામાં આવે,એ પણ સંભવિત નથી;કેમ કે વેદની જ્ઞાનપ્રાપ્તિ અને વૈદિક કર્મયોગ એ બંને
ઇચ્છાનો જ વિષય છે.અહી ઇચ્છાનો નિષેધ નથી.ફળની આશા સાથેના કર્મનો નિષેધ નથી.માણસ જે
કઈ કરે છે તે ઇચ્છાની જ ચેષ્ટા છે.ફળની આશા વગર કામ કોણ કરવાનું?ફળની આશા રાખીને
કામ કરવું તે કુદરતી છે.એટલે “કર્મણ્યે વાધીકા રસ્તે માફલેશું કદાચન”પુસ્તકમાં
સારું શોભે હકીકતમાં નહિ.સાધુઓ એમના લાભ માટે આ શિખામણ એમના ભક્તોને આપતા હોય છે,કે
કામ તમે કરો અને ફળ બધું અમને આપો.તમે ફળની આશા રાખશો નહિ.અમુક જાતનું કામ કરવાથી
મુક જાતનું પ્રત્યક્ષ ફળ મળશે તેવા વિચારને સંકલ્પ કહે છે તેવું અહી કહે છે.જો કે
અહી શાસ્ત્રો પ્રમાણે કર્મો કરવાની સલાહ છે બાકી નર્ક મળવાનું.
મનુએ બધો ધર્મ અહી વેદમાં હોય તે પ્રમાણે કહ્યો છે.મતલબ મનુસ્મૃતિ વેદનું અંગ
ગણાય.એવું પણ બને કે વેદોનું અહી ઇન્ટરપ્રિટેશન વ્યાજબી ના પણ થયું હોય.વેદોનું
સંસ્કૃત પ્રાચીન છે.એના અનર્થ થવા મુશ્કેલ નથી.અહી છઠ્ઠો શ્લોક શું કહે છે તે
જોઈએ.સમગ્ર વેદ,વેદ જાણનારાઓએ રચેલા ધર્મશાસ્ત્રો,તેમનું શીલ,સત્પુરુષોના આચાર તેમ
જ તેમના મનનો સંતોષ-એ ધર્મનું પ્રમાણ છે.આ શીલ તેર પ્રકારના કહ્યા
છે.બ્રહ્મનિષ્ઠતા,દેવો તથા પિતૃઓની ભક્તિ,કોઈ પ્રાણીને દુઃખ ના દેવું,બીજાના ગુણો
ઉપર દોષ બુદ્ધિ ના કરવી,(મતલબ અવગુણો ઉપર જરૂર કરવી),કોમલતા રાખવી,કઠોરતા ના કરવી
(જરૂર પડે કરવી પડે તો શું?),સર્વ તરફ મિત્રતા કરવી,સર્વને પ્રિય લાગે તેવું
બોલવું(આપણાથી પળાય તેમ નથી),કોઈએ કરેલો ઉપકાર ધ્યાનમાં રાખવો,શરણે આવેલાનો અનાદર
ના કરવો,સર્વ તરફ દયા રાખવી,અને ખૂબ શાંતિ જાળવવી(ગમે તેટલો ભ્રષ્ટાચાર થાય ભારતીયો
શાંતિ રાખે જ છે).
શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે ધર્મશાસ્ત્ર.આ બે ધર્મના મૂળરૂપ છે એનું અપમાન
કરે તેવા નાસ્તિકનો સત્પુરુષોએ બહિષ્કાર કરવો,એમાં ચાર્વાક ગયા અને હું પણ
જવાનો.હવે ડબલ સ્ટાન્ડર્ડ જુઓ,જ્યાં બે શ્રુતિઓ પરસ્પર વિરુદ્ધ મતની હોય,ત્યાં એ
બંને મતોને ધર્મરૂપ કહ્યા છે;કેમ કે પંડિતોએ તે બંનેને ઉત્તમ ધર્મો કહ્યા છે.એટલે
શ્રુતિ એકબીજાની વિરુદ્ધ કહી શકે આપણે નહિ.
“શ્રેષ્ઠ મહાપુરુષોના સાહસ અને ત્યાગ જોઈ જે બીજા ધર્મીઓ તેમનું અનુકરણ કરે
છે,તેઓ દુઃખી થાય છે.”સાચી વાત છે મહાપુરુષો મક્કમ મનોબળ ધરાવતા હોય છે તેમનું
અનુકરણ સમજીને ના થાય તો દુઃખી થવાય.
આ ધર્મ શસ્ત્રનો અધિકાર ખાલી બ્રાહ્મણ,ક્ષત્રિય અને વૈશ્યને જ છે,શૂદ્ર માટે
નહિ.ધર્મપાલન માટે દેશ બતાવ્યા છે.સરસ્વતી અને દષદ્વતી,એ બે દેવનદીઓની વચ્ચેનો
પ્રદેશ દેવોએ રચેલો છે તેને બ્રહ્માવર્ત કહે છે.હવે આ ભારતમાં છે કે બીજે?સરસ્વતી
ભારતમાં હતી તો દષદ્વતી ક્યાં આવી?હાલ તો સરસ્વતી પણ દેખાતી નથી.બ્રહ્માવર્ત પછી
કુરુક્ષેત્ર,મત્સ્ય,પંચાલ,અને શૂરસેન આ બ્રહ્મર્ષિઓના દેશ છે.હિમાલય અને વિંધ્યાચલ
વચ્ચે વિનશનથી પૂર્વ અને પ્રયાગથી પશ્ચિમે મધ્ય દેશ.આ બધો આર્યાવર્ત પણ કહેવાય.જે
દેશમાં ચાર વર્ણોની વ્યવસ્થા નથી તે મલેચ્છ દેશ.મતલબ મહમદ પછી મનુસ્મૃતિ લખી હશે તે
નક્કી.આવું વળી વિષ્ણુ પુરાણમાં છે તો વિષ્ણુ પુરાણ પણ ઇસ્લામનાં આવિર્ભાવ પછી
લખાયું હશે??
બસ પછી તો જાતકર્મ,ચૂડાકર્મ અને મૌંજીબંધન એટલે જનોઈ વગેરેના નિયમો બતાવ્યા
છે.જનોઈ માટે મૌંજીબંધન શબ્દ પહેલીવાર જાણ્યો.વળી આ બધા સંસ્કારો કરવાથી દ્વિજોના
બૈજિક તથા ગાર્ભિક પાપો દૂર થાય.બૈજિક એટલે પિતાના બીજ સંબંધી.અહી મને અંગ્રેજીનો
બેજીક(Basic) શબ્દ યાદ આવી ગયો.આપણા જન્મનું પાયાનું(Basic)કારણ પિતાનું બીજ હોય
છે.બીજ ઉપરથી બૈજિક અને એના ઉપરથી બેજીક.મારું તારણ ખોટું પણ હોઈ શકે.
નામ પાડવાનાં કેવાં?બ્રાહ્મણનું મંગલકારી,ક્ષત્રિયનું બલ્યુક્ત,વૈશ્યનું ધન યુક્ત
અને શૂદ્રનું તુચ્છતા દર્શક.બ્રાહ્મણ નામ પાછળ શર્મા,ક્ષત્રિય પાછળ વર્મા,વૈશ્ય
પાછળ ગુપ્ત,ભૂમિ અથવા દત્ત અને શૂદ્ર પાછળ દાસ લાગવું જોઈએ.જોકે પછી કોઈએ આ નિયમ
પાળ્યા નથી.વૈશ્યને પણ જનોઈનો અધિકાર હતો.ખાલી શૂદ્રને નહિ.હવે જનોઈનું મહત્વ
બ્રાહ્મણ સિવાય કોઈને નથી.મારા પિતાશ્રી જનોઈ પહેરતા હતા.એમના સમયમાં ધામધૂમથી જનોઈ
વિધિ કરેલી તેવું કહેતા હતા.સ્ત્રીઓ માટે વિવાહ વિધિમાં બધા સંસ્કાર આવી જાય કોઈ
અલગથી વિધિ કરવાની જરૂર નહિ.પતિસેવા એજ વેદાધ્યયન,ગૃહકાર્ય એજ અગ્નિહોમ
ક્રિયા.
ભોજનના નિયમોમાં સાંજે અને સવારે ભોજન કરવાનું કહ્યું છે,બપોરે
નહિ.એઠું કોઈને આપવું નહિ અને એઠાં ઉઠાય નહિ.અતિશય ખાવાની મનાઈ છે.
ઓમકાર અને ગાયત્રી મંત્રનું મહત્વ ખૂબ ગણાવ્યું છે.જોકે હવે ગાયત્રી માતાને બદલે
દશામાં,સંતોષીમાં જેવા નકલી માતાઓએ સ્થાન જમાવ્યું છે.પંડિત રામ શર્મા આચાર્યને
લીધે વળી પાછાં ગાયત્રી માતા લાઈટમાં આવ્યા છે.
ઇન્દ્રિય નિગ્રહનાં ગુણગાન ગયા છે અહી.એક વાત અહી બહુ સત્ય કહી છે કે વિષયભોગની
ઇચ્છા વિષય ભોગથી શમતી નથી કોઈ વાર હોમદ્રવ્ય નાખવાથી અગ્નિ વધે તેમ વધે.અને તેવી
રીતે ઇન્દ્રિયોને વિષયસેવનનાં ત્યાગથી વશ કરી શકાતી નથી.પણ જ્ઞાનથી નિત્ય વશ કરી
શકાય છે.મતલબ ત્યાગ જરૂરી બિલકુલ નથી,તેમ અતીભોગથી બચવું જરૂરી છે.સારો ઉપાય જ્ઞાન
છે.જ્ઞાન છે મુક્તિનો મારગ.એમાય શરીરને ક્ષીણ કરવાનું તો જરા પણ કહ્યું નથી.
વિદ્યા વિષે-એક તો પૂછ્યાં વિના કદી ઉપદેશ આપવો
નહિ,અન્યાયથી પૂછનારને ઉત્તર ના આપવો.જોકે હું જે બાબતમાં અજ્ઞાની હોઉં અને નકામી
મહેનત કરતો હોઉં,ત્યારે કોઈ વગર પૂછે સલાહ આપે તો મને ખૂબ ગમે છે,સલાહ આપનારની ઉંમર
ગમેતેટલી હોય કોઈ વાંધો નહિ.’બ્રહ્મવાદીએ વિદ્યા સાથે જ મરી જવું સારું પણ ઘોર
આપત્તિમાંએ એણે ખારી જમીનમાં વિધ્યારુપી બીજ વાવવું નહિ.અહી ખારી જમીન કોને
માનવી?મનફાવે તેને કુપાત્ર કહી શકાય.થોડા કુપાત્રોને લીધે સાચા અભ્યાસુ વિદ્યા વગર
રહી જવાના.અને એમજ ભારત વિદ્યાવિહીન બનતું ગયું.બ્રાહ્મણ સિવાય કોણ ભણવા
જતું?દુનિયામાં સૌ પ્રથમ યુનીવર્સીટી નાલન્દા અને તક્ષશિલા સ્થાપનારાના દેશમાં લોકો
અભણ રહેવા લાગ્યા.આજે આપણે આ બે યુનીવર્સીટી સર્વ પ્રથમ હતી તેનો ગર્વ અનુભવીએ છીએ
તે બરાબર છે,પણ આવી સેંકડો કેમ ના સ્થાપી?આખી દુનિયા અમેરિકા નહિ ભારતમાં ભણવા આવતી
હોત કે નહિ?આખી દુનિયા અંગ્રેજીના બદલે સંસ્કૃત,પ્રાકૃત કે પાલી ભણતી હોત કે નહિ??
શાહજહાં-Mammalian ટ્રેજેડી. Hard Truths About Human Nature.
શાહેજહાંનો કરુણ ઇતિહાસ આપણે જાણીએ છીએ. એના દીકરા ઔરંગઝેબે એને નજરકેદ કરી રાખેલો આગ્રાના લાલ કિલ્લામાં. ત્યાંથી સામે યમુના કિનારે દેખાતા તાજમહાલને આખો દિવસ જોયા કરતો, જ્યાં એની પ્રિય પત્ની સદાને માટે પોઢી ગઈ હતી. એના બીજા દીકરાઓને એનાં એક દીકરા ઔરંગઝેબે કતલ કરી નાખેલા અને પિતાને નજરકેદ કરી દિલ્હીની ગાદી કબજે કરી લીધી હતી. ઔરંગઝેબ આવું કેમ કરી શક્યો? અકબર સામે જહાંગીરે બળવો કરેલો, શાહજહાએ જહાંગીર સામે બળવો કરેલો. અને શાહજહાં સામે ઔરંગઝેબે બળવો કર્યો. mammals એટલેકે સ્તનધારી સર્વાઈવ સ્કીલ શીખે છે એમના બચપણ દરમ્યાન. mammals બચપણથી મળેલા અનુભવો દ્વારા જીવનમાં સર્વાઈવ થવાની કરામતો શીખતા હોય છે. એટલે જે અનુભવો નાનપણમાં થયા હોય તેનું બેજીક વાયરિંગ (cortex) કોર્ટેક્સની અંદર ગૂંથાઈ જતુ હોય છે, જે આખી જીંદગી કામ આપતું હોય છે. આ વાયરિંગ ગૂંથાતા બહુ લાંબો સમય લેતું હોય છે. માટે માનવજાતનું બાળપણ બીજા પ્રાણીઓની સરખામણીએ ખૂબ લાંબું હોય છે.
જે ન્યુરલ સર્કિટ આપણે ખૂબ લાંબો સમય લઈને બનાવી હોય તે એકદમ ફેંકી શકાતી નથી. આ સર્કિટ આખી જીંદગી સેવા કરતી હોય છે. આની જાળ બહુ જટિલ હોય છે, અને મોટાભાગના સ્તનધારી એની નિશ્રામાં મરણ પામતા હોય છે. ગમેતેટલી સલાહ આપો પણ કેટલાક માણસો ધૂમ્રપાન છોડી શકતા નથી, કે જ્યારે ભ્રષ્ટાચાર કરવાની તક પ્રાપ્ત થાય છે ત્યારે કાયદાની અવગણના કરે છે. આ બધી સર્વાઈવલ ટેકનીક્સ આપણે સખતપણે પકડી રાખીએ છીએ છો ને ઘણીવાર તે ફાયદાને બદલે નુકશાન કરતી હોય. કારણ આપણે તે બચપણમાં શીખ્યા છીએ. આપણી માનસિકતામાં જડાઈ ગઈ હોય છે.
મોટાભાગે મુઘલ બાદશાહો નાનપણથી આજ સર્વાઈવલ ટેકનીક્સ અજાણ રીતે અચેતન રૂપે શીખ્યા હતા. પિતા સામે બળવો કરો, ભાઈઓને મારી નાખો અને રાજગાદી કબજે કરો. હાલનું સરસ ઉદાહરણ બેનજીર ભુટ્ટો છે. એના પિતાએ ખૂબ ભ્રષ્ટાચાર કર્યો, એમને લટકાવી દીધા, બદલો લેવા તેણે પણ ગાદી કબજે કરી અનેકગણો ભ્રષ્ટાચાર કર્યો અને તેનું પણ મોત થયું, હવે તેમના પતિ પણ એજ માર્ગે છે, કહેવાય છે વારંવાર સ્વીત્ઝર્લેન્ડની મુલાકાત લેતા હોય છે.
આપણે ગમેતેટલી સદાચારની વાતો કરીએ, ધર્મધ્યાન કરીએ, ટીલા ટપકાં કરીએ, મંદિરો બાંધીએ, કરોડો સંતો પેદા કરીએ પણ ભ્રષ્ટાચારમાં આપણે નંબર વન કેમ છીએ? બચપણથી કોર્ટેક્સમાં જો વાયરિંગ કરીને બેઠાં હોઈએ છીએ. આપણે દુકાન ઉપર ગ્રાહકોને છેતરીએ છીએ, બાળકો જોતા હોય છે. આપણે નોકરી ઉપર ઉપરના પૈસા લીધા વગર કામ કરતા નથી, બાળકો સમજતા હોય છે. આપણે સવારની શરૂઆત ભગવાનને પ્રસાદ ધરાવી સાથે ભ્રષ્ટાચારની શરૂઆત કરતા હોઈએ છીએ, બાળકો રોજ જોતા હોય છે, એમાં જોડાતા હોય છે. આપણે સર્વાઈવ થવા જૂઠું બોલતા હોઈએ છીએ, બાળકો નિરીક્ષણ કરતા હોય છે. આપણે કોઈનો ફોન આવે તો ઘરમાં નથી એવું કહી દે તેવી આજ્ઞા બાળકોને કે પત્નીને કરીએ છીએ, તે બાળકો અચેતન મનમાં ગ્રહણ કરતા હોય છે. આપણે ધર્મની પૂંછડી બની આખો દિવસ ફરતા હોઈએ છીએ અને લોકોના લોહી ચૂસતા શરમ અનુભવતા નથી તે, બાળકો ગાંઠે બાંધી લેતા હોય છે. આપણે ડુંગળી લસણ ખાતા નથી અને બેંકો ખાઈ જઈએ છીએ તે સર્વાઈવલ સ્કીલનું વાયરિંગ બાળકો એમના કોર્ટેક્સમાં કરતા જતા હોય છે. બાળક લગભગ ૨૦ વર્ષનું થાય ત્યાં સુધી આ બધી ટેકનીક્સ શીખી ચૂક્યું હોય છે, પછી આખી જીંદગી અવશપણે એને અનુસરતું હોય છે.
આપણે સંતો સાધુઓ પેદા કરીએ છીએ તે પણ એક સર્વાઈવલ સ્કીલ છે. વગર મહેનતે રોટલા રળવાની સ્કીલ છે. આપણે વારસાગત ગાદી મેળવી વગર કષ્ટ પામ્યે સર્વાઈવ થતા ભ્રષ્ટ સંતો, સાધુઓ અને મહારાજોની એક શ્રુંખલા પેદા કરી ચૂક્યા છીએ. સંતો પોતેજ ભ્રષ્ટ છે, પ્રજાને શું શીખવશે? આજ ભ્રષ્ટ સંતોના પગ પકડી આપણે સર્વાઈવ થવું છે તેમાં બાળકોને પણ જોડીએ છીએ, સારા સંસ્કારના બહાને.કોઈક ભાગ્યેજ વીરલો એવો હોય કે યુવાનીમાં નવું વાયરિંગ કરી શકે.એના માટે મક્કમ મનોબળ જોઈએ,નવી સર્વાઈવલ સ્કીલ પેદા કરી શકે.એના માટે એને ખૂબ મહેનત કરવી પડે છે.નવો ન્યુરલ હાઈવે બનાવવો ખૂબ હાર્ડ વર્ક માંગી લેતો હોય છે.આવા લોકો તક મળે છતાં લાંચ લેતા નથી.તક મળે છતાં ભ્રષ્ટાચાર કરતા નથી.
ભારતમાં કેટલા બધાં સમાજ સુધારકો પેદા થયા?ગાંધીજી,વિવેકાનંદ,રામ મોહનરાય આવા અનેક લોકે કોર્ટેક્સમાં નવું વાયરીંગ કર્યું અને પ્રજાને નવું વાયરીંગ કરવા ખૂબ શિખામણ આપી.પણ આ લોકો દરેકના ઘરમાં જઈને તો ના રહી શકે કે નાના બાળકોનું વાયરીંગ બદલાઈ જાય?આપણી સર્વાઈવલ સ્કીલ જ એવી છે.જુઓ આશરે ૧૨ મી કે ૧૩ મી સદીથી મુસ્લિમ આક્રમણકારો ભારત ઉપર જુલમ કરવા લાગ્યા હતા તે છેક ૧૭ મી સદીમાં ઢીલા પડ્યા.આ ગાળા દરમ્યાન ભક્તિ મુવમેન્ટ ખૂબ ચાલી.સેંકડો ભક્તો ભગવાનને પોકારો કરતા પેદા થયા.ભયંકર આક્રમણો અને તકલીફોના સમયે આપણે યોદ્ધાઓ પેદા કરવાને બદલે ભક્તો પેદા કર્યા.જેના દાદા કોઈ ઘોડેસવારની રૂપિયાની પડી ગયેલી થેલી પાછી આપવા માઇલો સુધી એની પાછળ દોડ્યા હોય તેમના સંતાનો પાસેથી ભ્રષ્ટાચારની અપેક્ષા કઈ રીતે રાખી શકાય??આ સૌરાષ્ટ્રમાં બનેલી સત્ય ઘટના છે. એમના સંતાનો આજે પણ ભ્રષ્ટાચાર કરી શકતા નથી..
Ref -Dr. Loretta Graziano Breuning –આ મહિલાની સેવા ભારત સરકારે લેવા જેવી છે, ભ્રષ્ટાચાર દુર કરવા બાબતે.
ઉપરનું શીર્ષક ફિલોસોફીકલ છે, પણ મારે ફિલોસોફીકલ નહિ બીજી વાત કરવી છે. ઘણી વાર રોગનું નિદાન થઈ જાય તો રોગ લગભગ અદ્રશ્ય થઈ જતો હોય છે. કોઈ વાર દવાની જરૂર પડે અને કોઈ વાર તો દવાની જરૂર જ ના પડે. કે ભાઈ રોગ શાનાથી થયો છે તે કારણ જડી જાય તો દવા વગર મુક્તિ મળી જાય છે. માનવ સ્વભાવના જટિલ સત્યો વિષે જે લખવામાં આવે છે તે કોઈ અરાજકતા ફેલાવવા માટે નહિ. જે સંસ્કાર ઉત્ક્રાન્તિના ક્રમમાં જિન્સમાં મળ્યા છે તે હાલની સમાજવ્યવસ્થા માટે કોઈ વાર ઝોખમી બનીજતા હોય છે. તો એની સમજ હોય કે આ તો ઈવોલ્યુશનરી ફોર્સ ખેંચી રહ્યો છે તો એના દબાણથી મુક્ત થઈ શકાય. માનવસમાજ પોલીગમસ હતો, બહુપતિત્વ અને બહુપત્નીત્વ સામાન્ય હતું. હવે જ્યારે માનવસમાજ લગભગ મોટાભાગે મનોગમસ બની ચૂક્યોછે, ત્યારે સ્ત્રી અવિશ્વસનીય છે તેવું માનવાનું ટાળી શકાય .લગ્નવ્યવસ્થાને લીધેસ્ત્રી પાસે કોઈ ચોઈસ ના રહી હોય અને લગ્ન પછી કોઈ હાઈટેસ્ટાટોરીન લેવલ ધરાવતા કોઈ પુરુષના સંપર્કમાં આવી જવાય અને જો ઈવોલ્યુશનરી ફોર્સના દબાણમાં આવી લગ્નેતર સંબંધ બંધાઈ જવાની તૈયારી થઈ ગઈ હોય તેવામાં સમજ આવી જાય કે આ તો ઈવોલ્યુશનરી ફોર્સ દબાણ કરી રહ્યો છે ચેતો ભાઈ, બચો!! તો બચી શકાય અને લગ્નજીવન તૂટતું બચી જાય. સમજી લેવાય કે આવું આકર્ષણ એ ફક્ત કોપી પાછળ મૂકી જવાનું એક ઉત્ક્રાંતિનું જિન્સમાં રહેલું દબાણ માત્ર છે અને બાળકો તો છે જ અને આરામથી મોટા થઈ રહ્યા છે હવે કોઈ પ્રયોજન નથી, ઉત્ક્રાંતિનો ક્રમતો સચવાઈ ગયો છે. તો એવા કર્ષણમાં ખેંચાઈ જવાનું કોઈ કારણ નથી તો બચી શકાય. મોટા ભાગે સ્ત્રીઓ પર અવિશ્વાસ એમના ઉપર જુલમનું કારણ બનતો હોય છે. ઈવોલ્યુશનની હિસ્ટ્રીમાં સ્ત્રી માઈલ્ડ પ્રોમિસ્ક્યુઅસ રહી છે. આ અવિશ્વાસરાખવાનું હવે મનોગમસ સમાજમાં કોઈ કારણ નથી. પુરુષ તો ૧૦૦ ટકા પ્રોમિસ્ક્યુઅસ છે, સ્ત્રી માઈલ્ડ છે. આ બધા ઈવોલ્યુશનરી ફોર્સ સમજી લેવાય તો બચી શકાય, કજિયા કંકાસ, મારઝૂડ અને ઝગડાથી બચી શકાય.
જે પુરુષોમાં ટેસ્ટાટોરીન લેવલ હાઈ હોય તે આક્રમક રહેવાના. અને સ્ત્રી હાઈટેસ્ટાટોરીન લેવલ ધરાવતા પુરુષને પ્રથમ પસંદ કરતી હોય તે સ્વભાવિક છે, હવે બંને જણા આ વાત સમજતા હોય કે હાઈટેસ્ટાટોરીન લેવલ અગ્રેસિવનેસ લાવે છે તો એનાથી બચી શકાય કે નહિ? રોગનું નિદાન જ દવા બની જાય. એના માટે રમતગમત શ્રેષ્ઠ ઉપાયછે. ક્રિકેટ, હોકી, બેઝબોલ, ફૂટબોલ, વોલી બોલ વગેરે રમતો હિંસા બહાર કાઢવાનું કામ આરામથી કરી શકતી હોય છે. રોજ કલાક બે કલાક ફૂટબોલને લાતો મારી મારી ઘેર આવી બૈરીને લાત મારવાનું મન નહિ થાય. હિંસા તો માનવીની અંદર જિન્સમાં સમાયેલી છે. સંપૂર્ણ અહિંસક સમાજ અશક્ય વાત છે. સંપૂર્ણ વ્યક્તિગત અહિંસા મહાવીરની જેમ શક્ય છે. એના માટે પછી કોઈ કાનમાં ખીલા ઠોકી જાય તો ચુપ બેસવાનું. જે હાલ સંપૂર્ણ અહિંસક સમાજ દેખાય છે તે બીજા લોકોના રક્ષણ હેઠળ.. આર્મી અને પોલીસના રક્ષણ હેઠળ. બાકી એકલાં તેમનું અસ્તિત્વ જ ના રહે. એટલે એક તો સ્પર્મ કોમ્પીટીશન પુરુષોને હિંસક બનાવતી હોય છે અને બીજું હાર્ડશિપ પણ હિંસક બનાવતી હોય છે. ત્રીજું પુરુષપ્રધાન સમાજ હિંસક રહેવાના. શક્ય ઓછો હિંસક સમાજ બનાવવો હોય તો સમાજ સ્ત્રી પ્રધાન બનાવી દો. આખી પૃથ્વી પર સ્ત્રીપ્રધાન વ્યવસ્થા આવી જાય તો હિંસા નદારદ થઈ જાય.
ઓરમાન માતાપિતા દ્વારા સંતાનો ઉપર અત્યાચાર થયાની દંતકથાઓ ઘણી બધી સાંભળી હશે. બાળકોની હત્યા પણ સ્ટેપ પેરેન્ટ્સ દ્વારા થઈ જતી હોય છે. એવા સર્વે પણ છે. માટે મેં લખ્યું હતું કે સ્ટેપ પેરેન્ટ્સ બાળકો માટે ખૂબ જોખમી છે. કેમકે બીજાના જિન્સ મોટા કરવા અને પાળવા પોષવામાં ઉત્ક્રાન્તિના ક્રમનો હેતુ સરતો નથી. માટે બીમાર, કમજોર સિંહને તગેડી મૂકી કોઈ નવો સિંહ ટોળાનો કબજો લે ત્યારે પ્રથમ કામ નાના બચ્ચાને મારી નાખવાનું કરે છે. એને એના જિન્સ પોષવા છે, બીજા ના નહિ. હવે જો આ ફોર્સ સમજાઈ જાય સ્ટેપપેરેન્ટ્સ ને તો નાહક ગુસ્સાથી બચી શકાય અને બાળકો બચી જાય. કેલીફોર્નીયાના માજી ગવર્નર ,હોલીવુડના સ્ટાર, પ્રોફેશનલ બોડીબિલ્ડર એવા અર્નોલ્ડ હવે એમની સુંદર કેનેડી ફૅમિલીની મેમ્બર એવી પત્નીથી છુટા પડશે. ચાર સંતાનો હતા, એક તો ૨૧વર્ષનું છે અને ઈવોલ્યુશનરી ફોર્સમાં ખેંચાઈ ગયા. હાઉસમેડને સંતાનની ગિફ્ટ આપી બેઠાં. જેવું સંતાન થયું ને પેલીએ એના પતિથી ડિવોર્સ લઈ લીધેલાં. હવે બહુ લાંબુ લગ્નજીવન વિતાવેલ અને આદર્શ ગણાતું કપલ છૂટું પડી જશે, આ બાબતે હિલેરી ક્લીન્ટને બહુ ઊંચી સમજદારી બતાવી હતી અને એમનું લગ્નજીવન અખંડરહ્યું.
કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા,સુખ,દુખ અને ભય જેવી લાગણીઓ કુદરત સ્વાભાવિક મૂકે છે. એમાં એનો હેતુ ઉત્ક્રાંતિનો છે. પણ એના ફોર્સ સમજીએ તો એના દુષ્પરિણામથી બચી શકાય. માટે મેં સીધા દાખલા આપીને પુસ્તકનો મુખ્ય હેતુ બતાવી દીધો છે. સુખ અને દુઃખ ન્યુરોકેમિકલ્સ આધારિત હોય છે.એના ચડાવ ઉતાર સમજી શકીએ તો નાહકના ડીપ્રેશનથી બંચી શકાય. પ્રાચીન મનીષીઓએ એમના અનુભવો દ્વારા એમના ચિંતન દ્વારા તત્વજ્ઞાન ઘણું દર્શાવ્યું પણ આધુનિક ન્યુરોસાયંસ અને બાયોલોજીથી અજ્ઞાન હતા.. આ પુસ્તકને રાસાયણિક ગીતા સમજવી હોય તો સમજી શકો છો..
સૈયા ભયો જુલમી.Hard Truths About Human Nature.
મેં નાનપણમાં ઘણી સ્ત્રીઓને એમના પતિ દ્વારા માર ખાતી જોઈ છે.મોટા ભાગે પછાત અને અભણ પ્રજામાં આવું ખાસ જોવા મળતું.બલિયો રાવળ એની પત્નીના વાળ
છે હિંમત મારવાની?
પકડીને માથા ભીંતે પછાડતો,પછી નીચે પડેલી પત્નીને લાતો મારતો.નાતરિયા કોમ હતી,પણ એની પત્ની કદી એને છોડીને ગઈ નહિ.ત્યારે મને ખૂબ નવાઈ લાગતી.ડોમેસ્ટિક વાયલન્સનાં આવા બનાવો કોયડા જેવા છે.આ માર ખાતી સ્ત્રીઓમાંથી ત્રણ ભાગની તો પતિને છોડીને જતી રહેતી હોય છે.છતાં એક નાનકડો હિસ્સો આવી એબ્યુસિવ રીલેશનશીપ છોડતી નથી.અત્યાચાર સહન કરતી હોય છે.અપમાન સહન કરતી હોય છે.આ એક રહસ્ય છે,પણ આવી સ્ત્રીઓને કોઈ પૂછે તો કહેશે તેમના પતિને ખૂબ પ્રેમ કરે છે તેવો જવાબ મળતો હોય છે.ઇમોશનલ અટેચમંટ,આસક્તિ એને જોડાઈ રહેવા મજબૂર કરતી હોય છે.ઘણી વાર હિંસક પાર્ટનર દ્વારા ગંભીર શારીરિક ઈજા થવાનો ડર પણ રહેતો હોય અને ઘણી વાર મોત પણ મળી જતું હોય છે.છતાં આવા હિંસક પાર્ટનર જોડે રહેવામાં શું ફાયદો થતો હશે?
ઉત્ક્રાન્તિના ક્રમમાં જીવન કરતા પણ એક વસ્તુ મહત્વની વધારે બની જતી હોય છે તે છે રીપ્રોડક્ટીવ સકસેસ.જીવન મહત્વનું છે,સર્વાઈવ થવું તે પણ મહત્વનું છે.તેટલું જ મહત્વનું છે વંશ આગળ વધવામાં સફળતા.યુનાઈટેડ સ્ટેટ્સ અને યુનાઈટેડ કિંગડમ બંને જગ્યાનો એક સર્વે બતાવે છે કે જે સ્ત્રીઓ આવા હિંસક પાર્ટનર દ્વારા ગર્ભવતી થતી હોય છે તેમને દીકરાઓ વધુ જન્મતા હોય છે દીકરીઓ ઓછી.અથવા ઘણાને દીકરીઓ નહિવત્ હોય છે.આક્રમકતા આધાર રાખતી હોય છે testosterone લેવલ ઉપર.જેમ testosterone લેવલ હાઈ તેમ માણસ વધારે આક્રમક અને હિંસક હોય.જે ખેલાડીઓ ઓલોમ્પિક ગોલ્ડ મેડલ મેળવી જતા હોય છે તેમનું testosterone લેવલ ખૂબ જ હાઈ હોય છે.અને આ મળે છે વારસામાં પિતા તરફથી.એટલે હિંસક અને આક્રમક પિતાના દીકરાઓ પણ એવાજ આક્રમક હોય છે.અગાઉ આપણે જોઈ ગયા છીએ ટી શર્ટ સર્વે મુજબ કે હાઈ testosterone લેવલ ધરાવતા પુરુષોને સ્ત્રીઓ સેક્સ્યુઅલ પાર્ટનર તરીકે પ્રથમ પસંદ કરતી હોય છે.
હાલની સુસંસ્કૃત સમાજ વ્યવસ્થામાં ભલે હિંસક લોકો જેલોમાં વધારે રહેતા હોય,કે સમાજ એમને બહિષ્કૃત કરતો હોય પણ આપણું બ્રેઈન આ જાણતું નથી.આપણું બ્રેઈન આપણાં પૂર્વજો કઈ રીતે સર્વાઈવ થયા હતા,કઈ કંડીશનમાં જીવતા હતા તે મુજબ ઇવોલ્વ થયું હોય છે.એનો વિકાસ એ રીતે થયો હોય છે.એ સમયે હિંસક માણસો,આક્રમક માણસોને મેટિંગ તક વધારે મળતી હતી.અને એમના વંશ વારસો વધતા જતા હતા.ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં છે કે આક્રમક,હિંસક અને નિર્દયી માનવો મહાન યોદ્ધા અને સફળ રાજકર્તા બનેલા છે જે આજે પણ ચાલુ જ છે.આવા સત્તાધારી કે વર્ચસ્વ ધરાવતા પિતાઓમાં એમના સંતાનોનું રક્ષણ કરવાની કાબેલિયત પણ વધુ હોય તે સ્વાભાવિક છે.આક્રમક બાપના છોકરાને હાથ તો લગાવી જુઓ?એટલે સહન કરતી સ્ત્રીઓને પણ આવો પાર્ટનર ક્યાંથી મળવાનો જે એના સંતાનોનું રક્ષણ કોઈ પણ ભોગે કરી શકે.વળી ઓરમાન બાપ તો ઓર ખતરનાક ગણાય.સ્ટેપ ફાધરને પોતાના જિન્સ ના હોય તો કોઈ રસ ના હોય તેને મોટા કરવામાં.એમા ઉત્ક્રાંતિનો હેતુ સરે નહિ.એટલે આવા પિતા દ્વારા નાના બાળકોને વધુ ખતરો અચેતન રૂપે હોય છે.
આ બધી વાતો આદિ પૂર્વજોની છે.અને તે રીતે આપણું બ્રેઈન ઘડાયું હોય છે.અને આજે પણ હકીકત હોય છે.આમાં અપવાદ હોય.કેનેડા અને બીજા દેશોના સર્વે બતાવે છે કે સ્ટેપ પેરન્ટસ નાના બાળકો માટે ખતરનાક બની જતા હોય છે,ક્રૂર રીતે મારતા હોય છે અને કોઈ વાર જીવ લઇ લેતા હોય છે.કોઈ નવો સિંહ ટોળાંનો કબજો લે ત્યારે પહેલું કામ તે ટોળાના નાના બચ્ચાઓને મારી નાખવાનું કામ કરશે.બીમાર,કમજોર તગેડી મુકાયેલા સિંહના જિન્સ ઉછેરવામાં તેને રસ ના હોય.પેલા નાના બચ્ચોને મારી નાખ્યા વગર એમની માતા સિંહણ પણ મેટિંગ માટે તૈયાર ના થાય.
જોકે આજે સ્ત્રીઓએ હિંસક પુરુષો પસંદ કરવા જરૂરી નથી.જોબલેસ પુરુષો કરતા વળી સારી જોબ ધરાવતા પુરુષો એમની પત્નીઓને વધુ ઝૂડતા હોય તેવું પણ જોવા મળ્યું છે એક સર્વેમાં,અને તે પણ અમેરિકામાં.બીજું ખાસ કારણ તો પત્ની ઉપર અવિશ્વાસ હોય કે બીજા જોડે જતી તો નથી ને?એના વિષે અગાઉના લેખમાં ચર્ચા થઇ ચુકી છે.ઈવોલ્યુશનની હિસ્ટ્રીમાં સ્ત્રી માઈલ્ડ પ્રોમિસ્ક્યુઅસ રહી છે.જ્યારે મનોગમીમાં સાથે રહેવાનું આવે છે ત્યારે જિન્સમાં મળેલો અવિશ્વાસ દુર થાય નહિ ત્યારે અપમાન અને પજવણી સ્ત્રીઓની શરુ થતી હોય છે.પછી બહાના ભલે જુદા હોય.એમાં પણ યુવાન સ્ત્રીઓ વધુ ભોગ બનતી હોય છે.વૃદ્ધ સ્ત્રી રીપ્રોડક્ટીવ વેલ્યૂ ખાસ ધરાવતી નથી.તેમના પતિઓ એના ઉપર ત્રાસ ગુજારતા ઓછા થઈ જવાના.પણ યુવાન સ્ત્રીઓ રીપ્રોડક્ટીવ વેલ્યૂ હાઈ ધરાવતી હોય છે,તેમના પતિઓ દ્વારા ત્રાસ વધુ ફેલાવાતો હોય છે.ખાસ તો યુવાન માનવ વધુ આક્રમક હોય છે વૃદ્ધ કરતા.તો યુવાન પતિ દ્વારા વધુ સતામણી થતી હોય તે સ્વાભાવિક છે.પણ પ્રૌઢ માણસની પત્ની વધારે યુવાન હોય તો એને ત્રાસ વધુ મળવાનો.અવિશ્વાસનું પ્રમાણ વધી જવાનું. આ બધું વૈજ્ઞાનિકો દ્વારા સર્વે કરીને સાબિત કરવામાં આવ્યું છે.
ચીમ્પાઝીનું જીવન આ બાબતમાં ખૂબ ક્રૂર હોય છે,માદા ચીમ્પને નર ચીમ્પ દ્વારા રૂટીન લાઈફમાં ખૂબ માર મારવામાં આવતો હોય છે.જોકે બોનોબોમાં આવી ક્રૂરતા ઓછી જોવા મળે છે.
કહેવાતી પવિત્ર ગણાતી લગ્નવ્યવસ્થા ભારત જેવા દેશોમાં હોય ત્યાં એકવાર લગ્ન થઈ ગયા પછી ડિવોર્સ લેવાનું પાપ ગણાતું હોય,ત્યાં પડ્યું પાનું નિભાવી લેવાનું.એમાં હિંસક,નિર્દય સ્વભાવ ધરાવતો પતિ મળી ગયો તો પછી સમાજ શું કહેશે તેવું માની સ્ત્રીઓ જુલમ સહન કર્યા કરતી હોય છે.જોકે હવે તેનું પ્રમાણ ઓછું થવા લાગ્યું છે.હવે ડીવોર્સનું પ્રમાણ વધતું પણ જાય છે.
સ્ત્રીઓને સહન કરવા પડતા અપમાન અને માર વિષે હવે સામાજિક કારણો બીજા વિદ્વાન મિત્રો ઉપર છોડું છું.
સ્ત્રી mildly promiscuous.(Hard Truths About Human Nature)
મનૉગમી એક સામાજિક વ્યવસ્થા છે અને પોલીગમી બાયોલોજીકલ વ્યવસ્થા છે. મતલબ પોલીગમી આપણાં જિન્સમાં છે. એક તો સ્ત્રી મજબૂત જિન્સ ઉછેરવા માંગતી હોય છે સાથે સાથે તે જિન્સ જીવતા રહે તે પણ એટલું જરૂરી છે. માટે સ્ત્રીની પસંદગીમાં દુવિધા રહેતી હોય છે. સ્ત્રી અન્ડ્મોચન સમયે મજબૂત, રફ, ટફ હાઈ લેવલ ટેસ્ટાટોરીન ધરાવતા પુરુષ તરફ આકર્ષણ અનુભવતી હોય છે, પણ પછીના સમયે સૌમ્ય અને સહકારની ભાવના ધરાવતા પુરુષ તરફ ઢળતી જોવા મળતી હોય છે. કારણ હવે ટ્રાન્સ્ફર થયેલા જિન્સ મોટા કરવાના છે. ખેર આ બધી બાબતો ધ્યાનમાં લેવાતા ઇવોલ્યુશનના ઇતિહાસમાં સ્ત્રી mildly promiscuous રહી છે. અલ્પ પ્રમાણમાં અવિશ્વસનીય રહી છે. જ્યારે શક્ય તેટલાં જિન્સ જુદે જુદે વિકસે અથવા ફેલાય તેવી જિનેટિક પોલીગમી માનસિકતા ધરાવતો પુરુષ ૧૦૦ ટકા અવિશ્વસનીય રહ્યો છે, પ્રોમીસ્ક્યુઅસ રહ્યો છે. પુરુષ વિશ્વસનીય રહ્યો હોય તો કાયદા કાનૂન અને મજબુરીમાં વિશ્વસનીય રહ્યો હોય છે.
મનૉગમી હમણાં આવી છે, લાખો વર્ષથી માનવજાત પોલીગમી રહી છે. જે પુરુષ પાસે વિપુલ સંપદા હોય તેની પાસે એક કરતા ઘણી સ્ત્રીઓ રહેતી. ધારોકે ૫૦% પુરુષો પાસે બે સ્ત્રીઓ હોય એનો મતલબ ૫૦% પુરુષો સ્ત્રી વગર રહી જવાના, એવી રીતે ૨૫ % પુરુષો પાસે ચાર સ્ત્રીઓ હોય તો ૭૫ % પુરુષો સ્ત્રી વગર રહી જવાના. આશરે ૬૦ થી ૭૦ ટકા પુરુષો જિન્સ ટ્રાન્સ્ફર કર્યા વગર રહી જતા હતા. મનૉગમી આવી તો પુરુષોને ફાયદો થયો છે. આ રહી ગયેલા પુરુષો યેનકેન પ્રકારે જિન્સ ટ્રાન્સ્ફર કરવા પ્રયત્ન કરતા જ રહેવાના. સ્ત્રી પણ મજબૂત જિન્સ માટે લાલચ ધરાવતી રહેવાની. એમાં કહેવાતી બેવફાઈ જન્મ લેવાની. કુદરતનાં કાનૂનમાં કોઈ બેવફાઈ જેવું હોતું નથી. પણ આવું કઈ રીતે જાણવું કે સ્ત્રી અલ્પ પ્રમાણમાં અવિશ્વસનીય રહી છે? કોઈ વ્યવહારગત મેટિંગ જેવી સીસ્ટમ ફોસિલ તો છોડતી નથી.
ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ અને સાયકોલોજિસ્ટ શું વિચારે છે?
સ્ત્રીની અલ્પ અવિશ્વસનીયતાના પુરાવા આ લોકોને પુરુષના જનનાંગ પરથી દેખાય છે. પહેલો પુરાવો વૃષણ છે, જે પ્રાણી જાતિની માદા વધારે promiscuous તેના નરનાં વૃષણની સાઇઝ શરીરના વજનના પ્રમાણમાં મોટી હોય છે. કારણ આ જાતિની માદા ટૂંકા સમયમાં એક કરતા વધારે નર સાથે સંસર્ગ કરતી હોય તો તે promiscuous છે, અંડ સુધી પહોચવા માટે જુદા જુદા નરના સ્પર્મ હરીફાઈ કરતા હોય છે. આ પ્રોસેસને સ્પર્મ કોમ્પીટીશન કહેવાય છે. આનો સરળ ઉપાય ઉત્ક્રાન્તીએ શોધ્યો હોય સ્પર્મની સંખ્યામાં વધારો. સીલ્વરબેક ગોરીલાની માદાઓ એક જ મજબૂત આક્રમક નરના સખત કાબૂમાં જીવતી હોય છે અહી સ્પર્મ કોમ્પીટીશન હોતી નથી. તો ગોરીલાના વૃષણ તેના વજનના 0.૦૨% હોય છે, અને સ્પર્મ સંખ્યા એક વખતમાં ૫૦ મિલિયન હોય છે. જ્યારે ચીમ્પાન્ઝીમાં માદા અને નર વચ્ચે કોઈ ખાસ “pair-bonding “હોતું નથી. અહી માદાઓ ખૂબ promiscuous છે. તો અહી ચીમ્પના વૃષણ એના શરીરના વજનના ૦.૦૩% હોય છે. જ્યારે એક વખતના સ્પર્મની સંખ્યા ૬૦૦ મિલિયન છે. ગોરીલા કરતા ૧૫ ગણા મોટા વૃષણ અને ૧૨ ગણું સ્પર્મ ઉત્પાદન વધારે.
આ હિસાબે માનવજાત ગોરીલા અને ચીમ્પાન્ઝીની મધ્યમાં આવે છે. જુઓ અહી માનવજાતના વૃષણ શરીરના વજનના પ્રમાણમાં ૦.૦૪ થી ૦.૦૮% છે અને સ્પર્મ ઉત્પાદન એક વખતનું ૨૫૦ મિલિયન છે. એ હિસાબે માનવ સ્ત્રી ગોરીલા માદા કરતા વધુ પણ ચીમ્પની માદા કરતા ઓછી promiscuous છે.
ચાલો એક વધુ પુરાવો જોઈએ તે છે પુરુષના જનનાંગનો વિશિષ્ટ આકાર. આ શોધ્યું છે પ્રોફેસર Gordon G. Gallup, Jr (State University of New York – Albany) અને તેમના સાથી મિત્રોએ. ગોરીલા અને ચિમ્પાન્ઝી માનવજાત જેવું સક્રિય મન ધરાવે છે તેવું કૂતરા અને બિલાડા ધરાવતા નથી આવું એમણે ૪૦ વર્ષોના રિસર્ચ દરમ્યાન જાત જાતના પ્રયોગોના અંતે શોધેલું છે. ગોર્ડન હાલના બહુ મોટા ઈવોલ્યુશનરી સાયકોલોજીના નિષ્ણાત ગણાય છે. ગોર્ડન બહુ સારા વક્તા છે અને NorthEastern Evolutionary Psychological Society ની પહેલી વાર્ષિક મીટિંગમાં
એક ઐતિહાસિક ભાષણમાં એમણે જણાવ્યું કે માનવ જાતના નરની જનેન્દ્રીય બીજી જાતો કરતા વિશિષ્ટ છે હવે થોડું અંગ્રેજીમાં વાંચો. The shape of the human penis is quite distinct from that of many other primate species. In particular, the glans (“head”) of the human penis is shaped like a wedge. The diameter of the posterior glans is larger than the penis shaft itself, and the coronal ridge, which rises at the interface between the glans and the shaft, is positioned perpendicular to the shaft, In addition, the human male during copulation engages in repeated thrusting motions before he ejaculates. The combined effect of the particular shape of the penis glans and the repeated thrusting motions during intercourse is to draw foreign semen back away from the cervix. If a female copulated with more than one male within a short period of time, this would allow subsequent males to “scoop out” semen left by others before ejaculating. In other words, according to Gallup, the human penis is a “semen displacement device.” It is designed and used to remove other men’s semen from the cervix before the man ejaculates.
If women did not engage in extensive extra-pair copulations throughout human evolutionary history, then the human penis would not be shaped as it is (like a wedge or scoop), and the human male would not engage in repeated thrusting motions during intercourse before ejaculating. Clear evidence of women’s promiscuity throughout evolutionary history is in the size and shape of men’s genitals. men have testes which are larger than gorillas and orangutans (whose females are largely sexually exclusive to their mates) but smaller than bonobos and chimpanzees (whose females are highly promiscuous), and men have an unusually large penis.
હ્યુમન ઈવોલ્યુશન બહુ લાંબો પ્રોસેસ છે, લાખો વર્ષોનો. એના જટિલ કોયડા ઉકેલવાનો વૈજ્ઞાનિકો પ્રયાસ કરતા હોય છે. ગોર્ડને ખૂબ પ્રયોગો કર્યા છે, આર્ટીફીસીયલ જનેન્દ્રીયો બનાવી, અને રીયલ સ્ત્રી પુરુષોના સંસર્ગનો અભ્યાસ કરીને તારણો કાઢેલા છે. માનવું ના માનવું આપણી મરજીની વાત છે.
Joseph Lelyveld નામના એક પુલિત્ઝર પ્રાઇઝ વિનર પત્રકારે એક પુસ્તક લખ્યું છે “Great Soul” MAHATMA GANDHI AND HIS STRUGGLE WITH INDIA …આ પુસ્તક ઉપર નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રતિબંધ મૂક્યો છે. આવી રીતે જિન્નાહ વિશેના જશવંત સિંહે લખેલા પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકીને એને બહુ પ્રખ્યાત કરી દીધેલું. આનું પણ આવું જ થવાનું છે.
ગાંધીજીએ ૩૭ વર્ષની ઉંમરે છેલ્લો યજ્ઞ કહીને બ્રહ્મચર્યનું વ્રત લીધેલું. બ્રહ્મચર્યનો અર્થ એવો થાય કે બ્રહ્મમાં ચર્યા. બ્રહ્મમાં સતત રમમાણ રહેવું તે. દરેકમાં પરમ આત્માને અનુભવવો તે. પણ ગાંધીજીનો મતલબ જુદો હશે, કે ભાઈ સેક્સ કરવો નહિ. સ્ત્રી સાથે સંસર્ગ કરવો નહિ. એનું કારણ પણ બહુ જુનું હતું. ગાંધીજી ૧૩ વર્ષે ૧૪ વર્ષના કસ્તુરબા સાથે ૧૮૮૩માં પરણેલા. બાળ સહજ જાતીય વૃત્તિમાં રસ સ્વાભાવિક વધુ હશે. એમના પિતા ખૂબ બીમાર હતા. એમની સેવા તે કરતા. પણ રાત્રે એમનો રસ કસ્તુરબા સાથે વહેલી તકે પહોચી જવામાં રહેતો. એક દિવસ એ જલ્દી પહોચી ગયા અને એમનામાં રત થઈ ગયા અને આ બાજુ પિતાએ દેહ છોડ્યો. બસ એ દિવસથી ગાંધીજીને કામરસથી છુટકારો મેળવવો હતો. છેક ૩૭ વર્ષે એમણે બ્રહ્મચર્યનું વ્રત લઈ લીધું કામ વાસના ઉપર વિજય મેળવવા માટે. બસ ત્યારથી જાતજાતના પ્રયોગો કરતા રહેતા.
પ્રાચીન સમયમાં ભારતમાં બ્રહ્મચર્યનો અર્થ સેક્સ ના કરવો તેવો નહિ હોય. કારણ લગભગ તમામ ઋષિમુનીઓ પરણેલા હતા, એક કરતા વધારે પત્નીઓ પણ રાખતા. પણ ઉત્ક્રાન્તિના ઈતિહાસમાં બધા પુરુષોને સ્ત્રીઓ ઉપલબ્ધ થતી નહિ. સક્ષમ પુરુષો વધુ સ્ત્રીઓ મેળવી જતા. એટલે જે પુરુષોને સ્ત્રીઓ ઉપલબ્ધ થતી નહિ હોય તેવા છગનોએ વીર્યમાં મહાન શક્તિ છે તેને બચાવવું જોઈએ તેવી હમ્બગ વાતો ફેલાવીને બ્રહ્મચર્યનો અર્થ સેક્સ નહિ કરવો તેવું ઠસાવી દીધું હશે. એટલે અમને સ્ત્રીઓ ઉપલબ્ધ નથી કે અમને સ્ત્રીઓ પસંદ કરતી નથી તેવું નીચાજોણું દેખાવા દેવું ના હોય માટે અમે બ્રહ્મચારી છીએ કે અમે બ્રહ્મચર્યનું વ્રત લીધું છે તેવું કહેતા હશે.
ભારતીય અધ્યાત્મિક જગતમાં કહેવાતા મોક્ષ, આત્મસાક્ષાત્કાર, સમાધિ કે જ્ઞાન માટે ત્રણ રસ્તા છે. એક છે ભક્તિ જેમાં સંપૂર્ણ સમર્પણ છે, બીજો છે યોગ જેમાં ત્યાગ ત્યાગ અને ત્યાગ છે ત્રીજો છે તંત્ર જેમાં ભોગવો અને છુટકારો મેળવો. એકમાં અસહાયતા છે. બીજામાં નકારાત્મકતા છે ત્રીજામાં હકારાત્મકતા છે. તંત્રમાં બધું સ્વીકાર્ય છે. કોઈને છોડવાનું નથી. સેક્સને પણ ભોગવીને છોડવાનો છે, નફરત કરીને નહિ. પણ તંત્રના નામે ખૂબ વ્યભિચાર ચાલતા આમ પ્રજા એનો વિરોધ કરવા લાગી હશે. એકલાં ભોજ રાજાએ હજારો તાંત્રિકોને શુળીએ ચડાવી દીધા હતા. તંત્ર પછી ભૂગર્ભમાં ચાલ્યું ગયું. લોકો કહેતા હશે કે પશ્ચિમ પાસેથી આપણે કહેવાતી વિકૃત્તિઓ શીખીએ છીએ. ના એવું નથી. આપણે એ લોકને શીખવી હશે. એ લોકો તો ડાર્ક એજમાં જીવતા હતા, ત્યારે આપણે એકદમ સુસંસ્કૃત હતા. ઓરલ, એનિમલ અને ગ્રૂપ સેકસના શિલ્પ ખજુરાહોમાં કોણે બનાવ્યા હતા? યુરોપીયન્સ બનાવવા આવ્યા હતા?
વડોદરાનાં કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે આજે પણ જાઓ અને પ્રદક્ષિણા કરો અને ઉપર જરા નજર કરો. મંદિર ફરતે નાની નાની મૂર્તિઓની હારમાળા છે જાણે મીનીએચર ખાજુરાહો. જલ્દી કોઈની નજરે ચડે તેમ નથી. આ તંત્ર માર્ગ હતો. સેક્સને વગોવવાનો નથી, ભોગવીને છોડવાનો છે. એમાં રહેલી ઉત્તેજનાથી મુક્ત થવાનું હશે. તંત્રમાં એક પ્રયોગ કરવામાં આવતો. નગ્ન સ્ત્રીની પૂજા કરવામાં આવતી. નગ્નતાની કોઈ ઉત્તેજના ના રહે. અહી અમેરિકામાં નગ્ન બીચ હોય છે. જ્યાં લોકો સમુદ્રની મજા બિલકુલ નિર્વસ્ત્ર માણતા હોય છે ત્યાં કપડા એલાઉ હોતા નથી. પ્રાણીઓ નગ્ન હોય છે માટે કસમયની કોઈ ઉત્તેજના હોતી નથી. બ્રિટનમાં એક સમયે ખૂબ મલાજો હતો, સ્ત્રીઓની પગની પાની પણ ના દેખાય એટલાં લાંબા વસ્ત્રો(ગાઉન)પહેરવામાં આવતા. ત્યારે કોઈના પગની પાની દેખાઈ જાય તો સિસકારા બોલી ઊઠતા. વસ્ત્રોએ માનવોને કાયમ ઉત્તેજિત મનોદશામાં મૂકી દીધા છે. બસ ગાંધીજી આવા અજાણપણે તાંત્રિક પ્રયોગો કરતા રહેતા. સ્ત્રીઓ સાથે નગ્ન સુવાના પ્રયોગો કરતા રહેતા.
Young Dr.sushila Nayar
જેડ આડમ્સ નામના ઈતિહાસકારે જગતભરના પુસ્તકાલયો અને ૧૦૦ થી વધુ ફેંદી, ગાંધીજીના અંતેવાસીઓ અને સગાવહાલાને મળીને એક પુસ્તક લખેલું ગાંધીજીની સેક્સ લાઇફ વિષે ‘ગાંધી નેકેડ એમ્બીશન’. મોટા માણસની એબ પશ્ચિમમાં તો આડેધડ પ્રગટ થાય છે એમાં કોઈને કશું લાગતું નથી. પણ અહી ધરતીકંપ થઈ જતો હોય છે. મોનિકા પ્રકરણ થયા પછી પણ બીલ ક્લીન્ટનનું માન એટલું જ છે. મોનિકા ક્લીન્ટન સમાચાર પહેલીવાર ટીવી પર પ્રગટ થયાને એક ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ બૂમ પાડી ઊઠેલી એના ઘરમાં કે આતો થવાનું જ હતું. આતો ઉત્ક્રાંતિનો ક્રમ છે. ગાંધીજી માટે ટૂંકી પોતડી પહેરવી, સાદું જીવન જીવવું, લીમડાની કડવી ચટણી ખાવી સહેલું હતું, પણ બ્રહ્મચર્ય પાળવું અતિ કઠિન હતું. માટે અતિ ઉત્સાહમાં ઇન્ડિયન ઓપીનીયનમાં લખી ચૂકેલા કે દરેક હિન્દુસ્તાની જે આદર્શ જીવન જીવવા માંગતો હોય તેને લગ્ન કરવા નહિ અને અને કરે તો બ્રહ્મચર્ય પાળવું. અને આવી ફરજ એમના આશ્રમમાં ફરજિયાત પડાવવાની હિંસા કર્યા કરતા. બસ અહી એમણે તાંત્રિક પ્રયોગો શરુ કર્યા આશ્રમની સ્ત્રીઓ સાથે સૂવું, સ્નાન કરવું અને છતાં બ્રહ્મચર્ય પાળવું. આશ્રમમાં રહેતા સ્ત્રી પુરુષોએ પતિ પત્ની હોય છતાં અલગ સુવાનું. સેકસના વિચારો આવે તો ઠંડા પાણીથી સ્નાન અરધી રાત્રે પણ કરી લેવાનું. ગાંધીજીના સેક્રેટરી અને અંગત ડૉક્ટર યુવાન એવા સુશીલા નૈયર એમની સાથે એક બાથરૂમમાં સ્નાન કરતા તેનો વાંધો બીજા આશ્રમવાસીઓને આવતો. બીજી બહેનોને પણ આવો લહાવો લેવો હોય તેમને સુશીલા નૈયરની ઈર્ષ્યા આવતી. સુશીલા નૈયરે ઈન્ટરવ્યું લેતા પુછેલા સવાલના જવાબમાં ગાંધીજી સાથે નગ્ન સ્નાન કરતા તેનો ઇનકાર કરેલો નહિ.
આશ્રમની સ્ત્રીઓ એમના પતિ સાથે સૂતી નહિ, પણ ગાંધીજી સાથે બ્રહ્મચર્યના પ્રયોગો કરવા સુવા તૈયાર થઈ જતી. ગાંધીજી નખશિખ પ્રમાણિક હતા. કશું છુપાવતા નહિ. એમના પત્રો દ્વારા બધું જાણવા મળેલું છે પણ ઘણા બધા પત્રોનો નાશ કરવામાં આવ્યો છે. લેખક જેડ આડમ્સ લખે છે કે ગાંધીજીએ બ્રહ્મચર્યનો વિચાર નવેસરથી રજૂ કરેલો, તેઓ કહેતા કે જે વ્યક્તિ ઈશ્વરના સાંનિધ્યમાં સતત જીવે છે તે જાગરૂકતા કે અજાગ્રત અવસ્થામાં વીર્ય સ્ખલન કરે તેનો વાંધો નહિ, એવી વ્યક્તિ સ્ત્રી સાથે નગ્ન સૂઈને બ્રહ્મચર્ય પાળી શકે છે, ફક્ત એનો ઇરાદો વાસનામય ના હોવો જોઈએ. ગાંધીજીની વાતો કોઈ સમજી શક્યું નહિ. એમની સાથે નગ્ન સુવાના પ્રયોગો કરતી યુવાન મનુ અને આભાનાં કુટુંબમાં ખૂબ વિવાદ જાગ્યો. એક ભત્રીજાની દીકરી હતી અને એક ભત્રીજાના દીકરાની વહુ હતી. ઘણા બધાએ આશ્રમમાંથી રાજીનામું આપ્યું અને છુટા થયા. ગાંધીજીના આવા પ્રયોગો જવાહરને અકુદરતી અને એબ્સર્ડ લાગતા. નેતાઓને થતું કે બ્રહ્મચર્યના આવા પ્રયોગો શું કામ કરતા હશે? અને પાછા જાહેર કેમ કરતા હશે? ભારતમાં ખાનગીમાં બધું ચાલે. પણ ખાનગી રાખે તો ગાંધીજી શાના? વલ્લભભાઈએ પણ અણગમો રજૂ કરેલો. મોરારાજીદેસાઈને પણ મનુ અને આભાને ટેકવીને ગાંધીજી ચાલતા તે ના ગમતું. મહાત્મા થયા તો શું થયું, આમ નાની છોકરીઓને ખભે ટેકવીને ચલાય? આવું મોરારજી કહેતા. અહી ભારતીય મનોદશા વ્યક્ત થાય છે.
ભારતમાં પુરુષો એકબીજાને ખભે હાથ રાખીને ચાલે વળગે તો લોકોને કશું અજુગતું લાગે નહિ, પણ કોઈ સ્ત્રીને ખભે હાથ મુકીને ચાલે તો ખરાબ ગણાય. જયારે પશ્ચિમમાં ઊંધું છે. અહી પુરુષો એકબીજા પર વધારે ભાવ વ્યક્ત કરે, ખભે ટેકવીને ચાલે તો લોકો સમજે ગે હશે, સજાતીય હશે. પશ્ચિમ જગતમાં સ્ત્રી મિત્ર હોય તે કુદરતી ગણાય. સ્કુલમાં પણ કોઈ છોકરો કે છોકરી વિજાતીય મિત્રો ના રાખે અને છોકરો છોકરા સાથે જ કે છોકરી છોકરી સાથે જ મિત્રતા રાખે તો શંકાની નજરે જુએ. કોઈ ખામી હશે જરા જોજો એવી સુચના માબાપને અપાતી હોય છે. જોકે હવે તો આ સમાજ એટલો બધો સ્વતંત્ર અને છૂટછાટ વાળો બની ગયો છે કે એમાં પણ કોઈને અજુગતું લાગતું નથી.
રામાનુજ દત્ત ચૌધરીના પત્ની અને રવીન્દ્રનાથ ટાગોરના દૂરના ભત્રીજી સરલાદેવી ચૌધરી ગાંધીજી ઉપર ભરપૂર પ્રેમ વરસાવતા. કાલેન્બાશ નામના જર્મન મિત્રને ગાંધીજીએ
Saraladevi
લખેલું કે હું એમને મારી બૌદ્ધિક પત્ની માનું છું. બૌદ્ધિક સાથીદારી કસ્તુરબા આપી નહિ શક્યા હોય. ગાંધીજી અસ્વસ્થ હોય ત્યારે સરલાદેવીને ઉષ્માભર્યા પત્રો લખતા. બંને વચ્ચે આધ્યાત્મિક સાથીદારી શક્ય છે કે નહિ તેની ચર્ચા પણ થયેલી.
જર્મન જ્યું કાલેનબાશ દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી સાથે જોડાયેલો હતો. Joseph Lelyveld “Great Soul” માં કાલેન્બાશ અને ગાંધીજી વચ્ચે અતિ અંગત અને અસંદિગ્ધ સંબંધો હતા તેવું નોંધે છે. કાલેનબાશને ગાંધીજીએ ૨૫૦ પત્રો લખેલા તેનું લીલામ બ્રિટનમાં થયેલું. ગાંધીજીએ એક પત્ર કાલ્નેબાશને લખેલો. એના લીધે ખૂબ વિવાદ જાગ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલનાં રીવ્યુંઅર એન્ડ્ર્યુ રોબર્ટ અને લંડનના ડેઈલી મેલનાં લેખોએ ખૂબ વિવાદ જગાવ્યો છે અને એના લીધે આ પુસ્તક ઉપર ગાંધીના ગુજરાતમાં પ્રતિબંધ મુકાયો છે. પત્રમાં ગાંધીજીએ લખેલા વાક્યો “Your portrait(the only one)stands on my mantelpiece in the bedroom. The mantelpiece is opposite to the bed. The eternal toothpick is there. The corns, cottonwool and vaseline are a constant reminder. The pen I use in each letter it traces makes me think of you. If, therefore, I wanted to dismiss you from my thoughts, I could do it………………The point to illustrate is to show to you and me how completely you have taken possession of my body. This is slavery with a vengeance.”આ પત્રે ગાંધીજીને સજાતીય ચીતરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. કાલેન્બાશ સાથે પત્રવ્યવહાર કરતી વખતે ગાંધીજી પોતાને અપર હાઉસ અને કાલેન્બાશને લોઅર હાઉસ તરીકે સંબોધન કરતા. બે પુરુષ મિત્રો વચ્ચે ખુબ પ્રેમભાવ હોય તો ભારતમાં અજુગતું લાગે નહિ, પણ પશ્ચિમના સમાજમાં ગે હશે તેવું સમજાય તેમાં અજુગતું નથી. એવા તો કેટલાય પત્રોમાં ગાંધીજીએ અંતેવાસીઓને સલાહ આપી છે વેસેલીન કઈ રીતે અને ક્યા વાપરવું. વેસેલીન પગે લગાવવામાં અને એનિમા લેવામાં આશ્રમમાં વપરાતું.
Lelyveld નોધે છે કે ગાંધીજીની હત્યાના એક દિવસ પહેલા મનુને ગાંધીજીએ કહેલું કે કોઈ મને ગોળી મારે અને એની ગોળી મારી છાતી ઉપર વાગે ત્યારે કોઈ આહ વગર મારા મુખમાંથી રામનું નામ નીકળે તો જ મને સાચો મહાત્મા માનજો. એક સપ્તાહ પહેલા બોમ્બ નાખીને એમની હત્યાનો પ્રયાસ થઇ ચુક્યો હતો, અંતે એમને સમજ પડી ગયેલી કે કોઈ મારી હત્યા કરવાનું છે. મનુને ગોડસે એ ધક્કો મારીને હડસેલી મુકેલી. ગોળીના અવાજે મનુનાં કાનમાં ક્ષણ માટે બહેરાશ લાવી દીધેલી. મનુ હે!રામ! સાંભળવા માટે અપેક્ષિત પૂર્વનિર્ધારિત તૈયાર હતી. ગોડસે અને વિષ્ણુ કરકરે કહેતા કે ખાલી દુખ ભર્યા આહ!શબ્દો જ નીકળ્યા છે. એમની પાછળ ચાલતા શીખ વ્યાપારી ગુરુબચનસિંગે કશું પ્રાર્થના જેવું સાંભળેલું. પ્યારેલાલ કહેતા બે શબ્દો રામ રામ નીકળ્યા છે. જે હોય તે એમનું મહાત્માપણું બે શબ્દો રામ રામ માટે મોહતાજ નહોતું. ઓશો કહેતા કે ગાંધી જેવો માણસ હજાર વર્ષે પણ પેદા થાય નહિ. આઈનસ્ટાઇન કહેતા કે આવો માણસ પૃથ્વી પર ફરતો હતો તેવું ભવિષ્યમાં કોઈ માની પણ નહિ શકે. દુનિયાભરના કેટલાય સફળ ક્રાંતિકારી રાજનેતાઓએ એમનામાંથી પ્રેરણા લીધી છે.
ગાંધીજીને જીવતા હતા ત્યારેજ કોંગ્રેસીઓએ કોરાણે મૂકી દીધેલા. હવે આઝાદી મળી ગઈ હતી, હવે એમની જરૂર નહોતી. નાના બાળકની જેમ રિસાઈને જવાહરે વડાપ્રધાનપદ મેળવી લીધું હતું. દોઢસો વર્ષ દેશસેવા માટે જીવવાની ઈચ્છા ધરાવનાર ગાંધીજીની જીજીવિષા મરી પરવારી હતી. ભાગલાનું અને તેના લીધે થયેલી લાખોની હત્યાએ ગાંધીજીનું હૃદય તોડી નાખ્યું હતું. એ પારાવાર દુખી હતા. ગાંધીજીની કલ્પનાનું આદર્શ ભારત આજે બની શક્યું નથી. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું નવ સંઘરવું. ચોરી કરવી આપણો ધર્મ બની ચુક્યો છે, વણ જોઈતા ૧૫૦૦ બિલિયન ડોલર્સ ભારતના મહા ચોરોએ સ્વીસ બેન્કોમાં સંગ્રહી રાખ્યા છે. આજ ચોરો સરકારમાં બિરાજે છે. બાબા રામદેવ કે અન્ના હજારે ગમે તેટલાં ઉપવાસ કરો પૈસા પાછા આવવાના નથી. જે લોકો લાવી શકે છે તેમના જ પૈસા સ્વીસ બેન્કોમાં છે.
જેમનું જીવન એક ખુલ્લી કિતાબ હતું એવા એક સ્વપ્નીલ ભારતીયે સેવેલું આદર્શ ભારત, ક્યા છે? વિડમ્બના એ છે કે એમની હત્યા કરનારા ગોડસેના અસ્થી અખંડ હિન્દુસ્તાન બને તેની રાહ જોતા હજુ મૂકી રખાયા છે. વર્ષમાં એકવાર એની પૂજા થાય છે. બંનેનું સ્વપ્ન અખંડ હિન્દુસ્તાન હતું.
કી મૈ જૂઠ બોલના
પુરુષો જૂઠ બોલતા હોય છે અને સ્ત્રીઓ પણ.કઈ બાબતમાં?પુરુષ પ્રત્યક્ષ વાતોમાં એમની આવક અને એમની ઊંચાઈ વિષે જૂઠું બોલતા હોય છે,જ્યારે સ્ત્રીઓ એમની ઉંમર અને વજન બાબતે જૂઠું બોલતી હોય છે અને બંને પુરુષ અને સ્ત્રી એમના જીવનમાં આવેલા સેકસુઅલ પાર્ટનરની સંખ્યા વિષે જૂઠું બોલતા હોય છે.પણ બંનેના જૂઠ વિષે એક મહત્વનો ફેર હોય છે.
પુરુષ એની આવક હોય તેના કરતા વધારે બતાવતો હોય છે.તેવી રીતે પુરુષ એની ઊંચાઈ હોય તેના કરતા વધારે બતાવતો હોય છે.અને એવી જ રીતે એના જીવનમાં આવેલી સ્ત્રીઓની સંખ્યા પણ હોય તેના કરતા વધુ બતાવતો હોય છે.ઘણીવાર તો એની પત્ની સિવાય એક પણ આવી ના હોય એના જીવનમાં તો પણ ઘણી બધી આવી હોય તેવું બતાવતો હોય છે.
જ્યારે સ્ત્રી એની ઉંમર હોય તેના કરતા ઓછી બતાવતી હોય છે,તેવી રીતે એનું વજન હોય તેના કરતા ઓછું બતાવતી હોય છે.અને તેવી જ રીતે એના જીવનમાં આવેલા સેક્સ્યુઅલ પાર્ટનરની સંખ્યા હોય તેના કરતા ઓછી બતાવતી હોય છે.એમાં પણ ભારતીય સ્ત્રીઓ તો પતિ સિવાય કોઈ જ ના આવ્યું હોય તેમના જીવનમાં તેવું બતાવતી હોય છે.શક્ય છે કે ભારતીય સંસ્કારો મુજબ કોઈ આવ્યું ના પણ હોય.
હવે ઉંમર સમય સાથે વધતી હોય છે આવક પણ અનુભવ અને ઉંમર વધે તેમ વધતી હોય,વજન પણ મેટાબોલીઝમ ઉંમર વધતા ધીમું પડે તેમ વધતું જતું હોય છે.ઊંચાઈ ઉંમર વધે તેમ વધવાની નથી.અને જીવનમાં આવેલા સેકસુઅલ પાર્ટનર પણ જે થઈ ગયા હોય તે ઓછા થવાના નથી અને કદાચ ઉંમર વધે તેમ વધે,ઘટે તો નહિ.આનો અર્થ સ્ત્રીઓ ભૂતકાળમાં જેવી હોય તેવું બતાવવા માંગતી હોય છે જ્યારે પુરુષો ભવિષ્યમાં જે શક્યતા હોય તે બતાવવા માંગતા હોય છે.
પુરુષો હોય તેના કરતા વધુ ઊંચા છે તેવું બતાવતા હોય છે કારણ કે સ્ત્રીઓ જનરલી ઊંચા પુરુષો પસંદ કરતી હોય છે,તેવું જ આવકનું છે.સ્ત્રીઓને હાઈ સ્ટેટ્સ અને વિપુલ સંપદા ધરાવતા પુરુષો વધુ પસંદ પડતા હોય છે.પુરુષ પોતે જાતીય બાબતે વધારે પાવરફુલ છે તેવું બતાવતો હોય છે.કારણ માનવજાતમાં પોલીગમી બાયોલોજીકલ છે,માટે એના પાર્ટનર વધુ હતા તેવું બતાવતો ફરતો હોય છે.
સ્ત્રીઓ હોય તેના કરતા ઓછી ઉંમર અને વજન બતાવતી હોય છે કેમકે પોતે હજુ જુવાન અને સુંદર છે,જ્યારે પોતે વધુ વિશ્વસનીય તેવું બતાવવા કોઈ પાર્ટનર નથી અથવા ઓછા છે તેવું બતાવતી હોય છે.જે પુરુષને ગમતું હોય છે.ઈવોલ્યુશનના ઇતિહાસમાં સ્ત્રી mildly promiscuous રહી છે.
ગાંધીજી,અહિંસા અને આઝાદી.
ગાંધીજી અને મહાવીરની અહિંસામાં આભજમીનનો ફેર છે. ગાંધીજીની અહિંસાએ ભારતને આઝાદી અપાવી તેવું ઘણા બધા માનતા હોય છે. આઝાદી કોઈ એક વ્યક્તિના કાર્યોનું ફળ નથી. હજારો લાખો વ્યક્તિઓના સામૂહિક કાર્યનું ફળ આઝાદી છે. ગાંધીજી બહુ પાછળથી આઝાદીની લડતમાં દાખલ થયા. તે પહેલા પણ આઝાદીની ચળવળ શરુ થઈ ચૂકી હતી. અરે ઝીણા સુધ્ધા ગાંધી પહેલા આ ચળવળમાં જોડાઈ ચૂકેલા હતા. એ હિસાબે ઝીણા સીનીયર હતા. આજ અહંકાર ઝીણાને છેક સુધી નડ્યો. મોટાભાગે તૈયાર પ્લેટફોર્મ પર ગાંધીજીને બેસવા મળી ગયું હતું. પણ એકવાર ચળવળમાં દાખલ થયા પછી તમામ દોર ગાંધીજીના હાથમાં ચાલ્યો ગયો. બીજી બાજુ ભગતસિંહજી જેવા ક્રાંતિકારો એમની રીતે લડતા હતા.
ચાલો માર ખાઈને જીતવાનું મનોવિજ્ઞાન જોઈએ. ધારો કે તમારે કોઈ સાથે ઝઘડો થયો. હાથાપાઈ શરુ થઈ. સામેવાળો પ્રતિકાર કરશે તો લડવાનું ઓર શૂરાતન ચડશે. સામસામી મારવાનું થશે તો લડવાનું ઓર થવાનું, એક જોર ચડવાનું. પણ સામેવાળો નબળો હોય અને ફક્ત માર જ ખાય અને કોઈ પ્રતિકાર ના કરે તો તમારું મારવાનું જોર ઘટી જવાનું, શૂરાતન ઓછું થઈ જવાનું, કોઈ મજા નહિ આવે મારવાની. થોડીવાર આવેશમાં તમે માર્યા કરશો પછી અચાનક બધું જોર ઓસરી જશે. કોઈ શરણે થઈ જાય પછી એને મારવાનું કોઈ પ્રયોજન હોતું નથી. કોઈ ખાલી માર જ ખાધે રાખે તો તમે થાકી જવાના. સામો મારે તોજ લડવાનું મન થશે. પ્રાણી જગતમાં પણ તમે જોયું હશે. શેરીમાં બે કૂતરા લડતા જોયા જ હશે. એક કૂતરું પૂછડી દબાવી આળોટી પડે તો બીજું એને બહુ મારી નહિ શકે. તમે નિઃશસ્ત્ર માણસને મારી મારીને કેટલો મારો તમને પોતાને અપરાધભાવ પેદા થવાનો.
ઓશોએ એક રમુજભરી વાર્તા કહેલી. એક ગામમાં એક છોકરો ગામના મુખિયા જેવા માણસની છોકરીના પ્રેમમાં પડ્યો. પેલીનો બાપ કડક હતો. હવે કરવું શું? કોઈએ ઉપાય બતાવ્યો સત્યાગ્રહ ઉપર ઊતરી જા, ઉપવાસ ઉપર ઊતરી જા. પેલો તો ટેન્ટ લગાવી થોડા બૅનર ચીતરાવી ઉપવાસ પર ઊતરી ગયો કે પેલાની છોકરી સાથે લગ્ન કરવા છે નહીતો આમરણ અનશન. પેલી છોકરીનો બાપ હતો તો બહુ કડક, મારી નાખે તેવો પણ સત્યાગ્રહ આગળ શું કરે? કોઈ ડાહ્યાં માણસની સલાહ લીધી કે ભાઈ આ લડવા આવ્યો હોત કે મારી છોકરીને લઈ જવા આવ્યો હોત તો એની સામે બંદુક ખેંચત, પણ આતો ગાંધી માર્ગે અહિંસક ચળવળ ચલાવે છે શું કરું? પેલાએ કહ્યું ચિંતા ના કરો, એનો ઉપાય હું કરું છું. પેલા ડાહ્યાં માણસે એક ઘરડી વૈશ્યાને પૈસા આપી તૈયાર કરી, એને બધું સમજાવી દીધું. બીજા દિવસે પેલા છોકરાના ટેન્ટ સામે એક નવો ટેન્ટ ઊભો કરી પેલી ડોસી બેસી ગઈ, કે તું મારી સાથે લગન કર બાકી આમરણ અનશન. રાતમાં કોઈને કહ્યા વગર પેલો છોકરો ભાગી ગયો.
ગાંધીજી અજાણતાં જાણતાં હતા કે લડવું આપણી ભારતની પ્રકૃતિ રહી નથી. એના માટેનું કૌશલ્ય રહ્યું નથી, એના માટેનું જોમ રહ્યું નથી, એના માટેની શિસ્ત રહી નથી. અહી ટોળાં ભેગાથાય, કોઈ આયોજન હોય નહિ. લડવા માટે આયોજન જોઈએ. એક ખુમારી જોઈએ. એક આક્રમકતા જોઈએ. માર ખાવા માટે એક સહન શક્તિ જોઈએ જે આપણે હજારો વરસથી મેળવી ચૂક્યા છીએ. શિસ્તબદ્ધ માર ખાવાની, આયોજન બદ્ધ માર ખાવાની યોજનાઓ ગાંધીજીએ ઘડી કાઢી. અંગ્રેજો થાકી ગયા. સામસામી લડવામાં ઓછો થાક લાગે. એક તરફી લડવામાં જલદી થાકી જવાય. ઘણા બધા સામૂહિક પરિબળોએ ભારતને આઝાદ કરવામાં ફાળો આપ્યો છે. ભલે બળવાન બ્રિટન હિટલર સામે જીત્યું પણ આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યું હતું. એ રીતે નિર્બળ બની ચૂક્યું હતું. એનો પોતાનો પથારો અડધી દુનિયા પર ફેલાવીને બેઠેલું, હવે એનો ભાર ખમાતો નહોતો. સબળતા અને નિર્બળતા સાપેક્ષ છે. કોઈ ક્યારે સબળ બની જાય ક્યારે નિર્બળ, કહેવાય નહિ. બળવાન હિટલર મિત્ર દેશોના સ્વાર્થી સંગઠન આગળ નિર્બળ બન્યો. યહૂદીઓ આખી દુનિયામાં ફેલાયેલા હતા તે કોઈ એક જગ્યાએ સંગઠિત નહોતા તે એમની નિર્બળતા. વાવાઝોડા સમયે અકડું એકલું વૃક્ષ ગબડી જાય તે એની નિર્બળતા અને ઘાસ નમીને બચી જાય તે એની સબળતા. ભલ ભલી સંસ્કૃતિઓ નાશ પામી, પણ અતિશય વસ્તી વધારી સાવ નમીને આક્રમણકારો આગળ પૂછડી પટપટાવી સર્વાઈવ થઈ ગયા તે આપણી સબળતા જ ગણાય. એકલાં ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી તેવું કહેવું અને માનવું વધારે પડતું છે. અહિંસાએ આઝાદી અપાવી તેવું કહેવું પણ વધુ છે. આપણે હિંસક તો છીએ, પણ ટોળામાં. કોઈ શિસ્તબદ્ધ સૈન્ય સામે નહિ. આપણે અહીન્સકો ભાગલા પડ્યા ત્યારે એકબીજાને પોતાના ભાઈઓને સામસામી મારીને બહાદુર બની ગયા. આશરે ૧૦ લાખ લોકો માર્યા ગયા. ક્યાં ગઈ અહિંસા?
ગાંધીજીની અહિંસા અને મહાવીરની અહિંસામાં બહુ મોટો ફરક છે. સત્યનો આગ્રહ કદી હોય નહિ. દરેકના સત્યો અલગ અલગ છે. સત્ય સાપેક્ષ છે. સત્યનો આગ્રહ સૂક્ષ્મ હિંસા છે. કોઈના ઉપર દબાણ કરી પોતાની વાત મનાવવી તે પણ હિંસા જ કહેવાય. કોઈના આત્મા ઉપર હુમલો કહેવાય. મહાવીર ક્યારેય કોઈ ઉપર દબાણ ના કરી શકે કોઈના આત્માને જરા જેટલી પણ ઈજા પહોચાડી ના શકે. એમને સંન્યાસ લઈ સંસાર છોડવો હતો પણ ઘરના કોઈ ના પાડે તો એમના આત્માને દુખ ના પહોચે માટે રોકાઈ જતા. એમની હાજરી પણ જણાવા ના લાગી ઘરમાં ત્યારે બધાને થયું કે આને રોકી રાખવો નકામો છે. છતાં ગાંધીજીની અહિંસક ચળવળે ભારતને આઝાદી અપાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો તો એમનો આભાર માનવો. આપણે માર ખાઈને જીત્યા, દેશ આઝાદ થયો, બહુ મોટું પરાક્રમ કર્યું, માર ખાવાની શક્તિમાં, માર સહન કરવાની શક્તિમાં વધારો થયો. આનંદો!!!!!!
સેન્સ ઑફ હ્યુમર,Mating intelligence.(Hard Truths About Human Nature)
તમે કોઈને એમની હ્યુમર સેન્સ વિષે સવાલ પૂછશો તો ૯૦ ટકા એવું કહેવાના કે એમની પાસે સારી રમૂજ વૃત્તિ છે,અને બાકીનાને પ્રશ્ન પલ્લે નહિ પડે.વૈજ્ઞાનિકો જુદા જુદા ખૂણેથી અને જુદા જુદા ક્ષેત્ર ધ્યાનમાં લઈને હ્યુમર સેન્સ વિષે અભ્યાસ કરતા હોય છે.પણ હવે ઉત્ક્રાન્તિના કયા મૂળિયા હ્યુમર સેન્સને વળગ્યા છે તે શોધવાનું શરુ થયું છે આપણી વર્તણૂક લાખો કરોડો વર્ષોના ઉત્ક્રાંતિનાં કાલનાં અનુસંધાનમાં ઘડાઈ હોય છે.એના ફાયદા સર્વાઈવ થવામાં અને વંશવેલો વધારવામાં ઉપયોગી હોય છે,જરૂરી નથી કે તે ફાયદો આજે થતો હોય.દાખલા તરીકે લાખો વર્ષે આપણી મનોવૃત્તિ એવી ઘડાઈ હોય કે રીચ ફૂડ ખાવું.જે પુષ્કળ પ્રોટીન,ચરબી અને બીજા પોષણ મૂલ્યોથી ભરપૂર હોય,કારણ ખોરાક મેળવવો તે અઘરું કામ હતું.તો જેમ બને તેમ ખુબજ પૌષ્ટિક ખાવું જેથી ખોરાક ના મળે તો સર્વાઈવ થઈ જવાય.પણ હાલ ખોરાક મેળવવાની હાડમારી ના હોય છતાં લાખો વર્ષના ઉત્ક્રાન્તિના મૂળ પૌષ્ટિક ખાવા તરફ દોરતા હોય છે એના કારણે આજે લોકો ચરબીથી લથપથ અને ઓબેસિટી વડે પીડાતા હોય છે.એક સમયે ચાર્વાક કહેતા કે દેવું કરીને પણ ઘી પીવો.કેમકે તે સમયે ઘી પીવું જરૂરી હતું.આજે ઘી પીવાની મુદ્દલ જરૂરિયાત નથી.પણ લોકો ઘી ખાધે જ જવાના.ભલે હાર્ટ ઍટેક આવે.
હ્યુમર સેન્સ સ્ત્રી પુરુષની જોડી બનાવવામાં કેવી રીતે ભાગ ભજવે છે તેનો અભ્યાસ હાલ થઈ રહ્યો છે.સ્ત્રી પુરુષની જોડી બનવામાં અનેક પરિબળ ભાગ ભજવે છે તે મારા નિયમિત વાચકો જાણે જ છે.સામાજિક પ્રસંગોપાત બધા ભેગાં થાય ત્યારે પણ સારી રમૂજ વૃત્તિ ધરાવતા લોકો મેદાન મારી જતા હોય છે,ધ્યાનપાત્ર બની જતા હોય છે.પુરુષ અને સ્ત્રી જોડી બનાવવા માટે જુદાજુદા પરિબળો ધ્યાનમાં લેતા હોય છે.બંનેના પરિબળો જુદા જુદા હોય છે.કારણ સ્ત્રી માટે વંશવેલો આગળ વધારવો બહુ કિંમત માંગતો હોય છે પુરુષની સરખામણીએ.સ્ત્રી બહુ ઓછી સગવડ ધરાવતી હોય છે જેવું કે એક સમયે એક બાળક ઉછેરી શકે ગર્ભમાં.અપવાદ હોય તે ધ્યાનમાં લેવા નહિ.બાળક જન્મ્યા પછી તરત એને પોષણ આપવાની જવાબદારી,મોટું કરવાની જવાબદારી એને સાચવવાની જવાબદારી મોટા ભાગે સ્ત્રીની હોય છે.બીજું સ્ત્રી જન્મે ત્યારથી જ અંડ(એગ્સ)નો જથ્થો લઈને જન્મે છે.એના અંડ લીમીટેડ હોય છે.પુરુષ માટે કોઈ સવાલ નથી,અબજો સ્પર્મ કાયમ ઉત્પન્ન થયા કરતા હોય છે.માટે સ્ત્રી બહુ કડક હોય છે પુરુષની પસંદગી બાબતે.એને પાલવે જ નહિ.લગ્ન વ્યવસ્થાએ આ શ્રેષ્ઠતાની પસંદગી હવે રહેવા નથી દીધી તે વાત જુદી છે.
સ્ત્રી ઇચ્છતી હોય કે એનો જોડીદાર વંશવેલો સાચવવામાં મદદરૂપ થવો જોઈએ.માટે હાઈ સ્ટેટ્સ ધરાવતા પુરુષો પહેલી પસંદગી બની જતા હોય છે દરેક સમાજમાં.પણ હાઈ સ્ટેટ્સ સાથે બુદ્ધિ પણ જરૂરી બની જતી હોય છે.એકલું હાઈ સ્ટેટ્સ કામ ના લાગે.બુદ્ધિશાળી પુરુષો સંપદા પેદા કરવામાં અને હાઈ સ્ટેટ્સ ઊભું કરવામાં માટે વધુ કાબેલ હોય તે સ્વાભાવિક છે.જૂની શિકાર પ્રધાન પ્રજામાં પણ બુદ્ધિશાળી હોય તે વધુ જરૂરનું હતું.શિકાર કરવો પણ બુદ્ધિ માંગી લેતું કામ હોય છે.સારો શિકારી તેજ બની શકે જે વધુ બુદ્ધિશાળી હોય.
કશું હાસ્ય ઉપજાવે તેવું બોલવું તે બુદ્ધિનું ઊંચું લેવલ બતાવતું હોય છે.તમે હજારો ટુચકા ગોખીને પોતાને બુદ્ધિશાળી ના બતાવી શકો.એનાથી તમારી પાસે બહુ સારી સેન્સ ઑફ હ્યુમર છે તેવું સાબિત ના કરી શકો.હ્યુમર સેન્સ અલગ વસ્તુ છે,એના માટે યોગ્ય સમય,યોગ્ય માણસો વચ્ચે અને યોગ્ય પ્રસંગે તમે ઝડપથી કેવું ચબરાકિયું વાપરો છો લોકોને હસવા માટે મજબૂર કરી શકો તે ધ્યાનમાં લેવું જરૂરી છે.આમ હ્યુમર વ્યક્તિઓ વચ્ચે વહેંચાતી હોય છે જેને માટે જરૂરી છે ઉચ્ચ લાગણીઓ,સામાજિક સબંધો અને મેટિંગ ઈન્ટેલીજન્સ.સેન્સ ઑફ હ્યુમર એ ઉચ્ચ બુદ્ધિ પ્રતિભાનું એક ઈન્ડીકેટર છે.માનવ જાતની ઘણી બધી સ્પેશીયલ ક્ષમતાઓ જેવી કે ભાષા,ક્રિયેટીવીટી,આર્ટ,મ્યુઝિક અને હ્યુમર એ એની બુદ્ધિના તણખા હોય છે જે બતાવે છે કે આ માણસ બુદ્ધિશાળી છે.આ બધી ક્ષમતાઓ કોઈ ખોટી ઊભી કરી ના શકે.જેને ચિત્ર દોરતા ના આવડે તે ના જ આવડે.આમાં જૂઠ ચાલવાનું નથી.આ બધી ક્ષમતાઓ સેક્સુઅલી એટ્રેક્ટીવ હોય છે.આ બધી ક્ષમતાઓ આ લોકો સારા જિન્સ ધરાવે છે તેવું પણ ઈન્ડીકેટ કરતા હોય છે.
એક સર્વે એવો છે કે સ્ત્રીઓને જે પુરુષોએ સારી રીતે હસાવી હોય તેઓને ડેટ માટે જલદી આમંત્રણ મળ્યું હોય છે.થોડા વર્ષો પહેલા Eric Bressler, Sigal Balshine and Rod Martin નામના વૈજ્ઞાનિકોએ એવું શોધી કાઢ્યું હતું કે સ્ત્રીઓ એમને હસાવે તેવો પુરુષ પસંદ કરતી હોય છે અને પુરુષો એમની વાતો ઉપર ખૂબ હસે તેવી સ્ત્રીઓ પસંદ કરતા હોય છે.એટલે મેટ ક્વોલીટી માટે હ્યુમર ખાસ જરૂરિયાત છે.સામાન્ય વાતચીતમાં પુરુષોની રમુજભરી વાતોમાં મોટેથી કે હળવા સ્માઈલ આપવાનું કામ વધારે કરતી હોય છે.સ્ત્રીઓ સેન્સ ઑફ હ્યુમર બુદ્ધિના ઈન્ડીકેટર તરીકે જોતી હોય છે.
આમ સારી સેન્સ ઑફ હ્યુમર સ્ત્રીઓના હૃદય સુધી પહોચવાનો એક રાજમાર્ગ છે.જેવી રીતે પુરુષોના હૃદય સુધી પહોચવાનો રસ્તો વાયા પેટ છે.
‘માતા’ વિશેના આ અગિયાર વાક્યો માતા વિષે ઘણું બધું કહી જાય છે.માનવબાળ જન્મે તો એની પહેલી ઓળખ માતા છે. આખી જીંદગી માતા એની આસપાસ દ્રશ્ય અને અદ્રશ્યરૂપે વહેતી હોય છે.સૌ મિત્રોને હેપી મધર્સ ડે.
The moment a child is born, the mother is also born. She never existed before. The woman existed, but the mother, never. A mother is something absolutely new. ~Osho Rajneesh
God could not be everywhere and therefore he made mothers. ~Jewish Proverb
“Most of all the other beautiful things in life come by twos and threes by dozens and hundreds. Plenty of roses, stars, sunsets, rainbows, brothers, and sisters, aunts and cousins, but only one mother in the whole world.” -Kate Douglas Wiggin
“There is no way to be a perfect mother, and a million ways to be a good one” – Jill Churchill
Mother’s love is peace. It need not be acquired, it need not be deserved.- Erich Fromm, psychologist
“A mother understands what a child does not say.” -Jewish proverb
“Woman knows what man has long forgotten, that the ultimate economic and spiritual unit of any civilization is still the family. -Clare Boothe Luce
“A mother is the truest friend we have, when trials, heavy and sudden, fall upon us; when adversity takes the place of prosperity; when friends who rejoice with us in our sunshine, desert us when troubles thicken around us, still will she cling to us, and endeavor by her kind precepts and counsels to dissipate the clouds of darkness, and cause peace to return to our hearts.” -Washington Irving
“When you were small and just a touch away, I covered you with blankets against the cold night air. But now that you are tall and out of reach, I fold my hands and cover you with prayer. Dona Maddux Cooper
‘The heart of a mother is a deep abyss at the bottom of which you will always find forgiveness.’ ~ Honore de Balzac
‘A mighty power and stronger Man from his throne has hurled,For the hand that rocks the cradle Is the hand that rules the world.’~ William Ross Wallace
નિર્બલ કે બલ રામ હોય કદી?નિર્બલ માટે તો ગુલામી હોય કોઈ રામ આવે નહિ મદદ કરવા.આખો ભારતનો ઇતિહાસ તપાસો.ક્યારેય વિદેશી આક્રમણો સામે કોઈ રામે મદદ કરી છે?કોઈ હનુમાન એમની ગદા લઈને મદદ કરવા આવ્યા છે?સૌથી પહેલા આર્યો બહારથી આવ્યા કે તમને ના ગમે તો કોઈ પણ નામ આપો, સ્થાનિક પ્રજા હારી તો એને માથે ગુલામી જ આવી.વર્ણ વ્યવસ્થા શરુ થઈ કે થઈ ચૂકી હતી,હારેલી સ્થાનિક પ્રજા શૂદ્ર બની ગઈ.એને માથે આશરે ૫૦૦૦ વર્ષની ગુલામી લખાઈ ગઈ.૫૦૦૦ વર્ષ બિચારાં,નિર્બળ માટે કોઈ રામ મદદ કરવા આવ્યો નહોતો.૫૦૦૦ વર્ષ તો બહુ કહેવાય કોકે તો આવવું જોઈએ.પણ ના આવે કારણ રામ સબલનો છે.સ્વામી વિવેકાનંદે પણ લખ્યું છે કે પછાત જાતિઓ ઉપર જે અત્યાચાર ભારતમાં લાંબા સમય સુધી થયા તેવા બીજા કોઈ દેશમાં થયા નથી.આના કરતા ઓછા સમય અત્યાચાર કે ગુલામ રાખનારા મુસ્લિમો અને અંગ્રેજોને આપણે આજે ગાળો દઈએ છીએ.બે જણાએ ભેગાં થઈને આશરે ૧૦૦૦ વર્ષ ગુલામ રાખ્યા,જ્યારે આપણે કહેવાતી ઉચ્ચ જાતિઓએ ૫૦૦૦ વર્ષ એક કોમનું,એક હારેલી પ્રજાનું,શૂદ્રોનું શોષણ કરે રાખ્યું.
શોષણકર્તા કરતા વધારે દોષ શોષિત થનારી પ્રજાનો હોય છે,એવું મારું માનવું છે.કારણ કુદરતના કાનૂનમાં બળવાનનું મહત્વ વધુ હોય છે. નિર્બલનો તો જીવ જતો જ રહે.
આશરે ૯૬૦ની સાલથી ગઝનીની સેનાઓ વારંવાર ભારત ઉપર ચડી આવતી.સોમનાથ લૂંટ્યું,શિવલિંગ તોડીને એના મહેલના પગથીયે ચણી નાખ્યું જેથી રોજ એના ઉપર થઈને ચાલી શકાય,શક્ય અપમાન કરી શકાય.કોઈ શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું નહિ.કારણ શિવજી બલવાનના હતા અલ્લાહ રૂપે શિવાજી એની તરફેણ કરતા હતા.૧૧૩૭થી મહમદ ઘોરીની સેનાઓ ભારત ઉપર ચડાઈ કરતી હતી,પછી શાહબુદ્દીન ઘોરી આવ્યો.મહાન પરાક્રમી, કહેવાતા ઐયાશ પૃથ્વીરાજને હરાવી એના દેશમાં લઈ જઈને કબર ભેગો કરી દીધો.આજે પણ ત્યાં એની કબર ઉપર ત્રણ લાતો મારીને આગળ મસ્જિદમાં જવાની સુવિધા બનાવી છે.ચંદ બારોટે કલ્પનામાં ઘોરીને મારી નાખ્યાની કવિતા ઉપર આપણે ખુશ છીએ.૧૧૯૨ થી ૧૫૨૬ સુધી જુઓ,અલાઉદ્દીન,૧૧૯૨થી ૧પ૧૭ના સવા ત્રણસો વર્ષો દરમિયાન કુતુબુદ્દિન ઐબકથી માંડી ચંગીઝખાન, સુલતાન નસીરૂદ્દીન, ગ્યાસુદ્દિન બલ્બન, જલાલુદ્દિન ખિલજી ગ્યાસુદ્દિન તુઘલક, ફિરોઝશાહ અને મુહમ્મદ બિન તુઘલક આ બધાએ ભારતને લૂંટ્યું. આ જ કાળમાં (૧૩૯૮માં) તૈમૂર લંગએ ચઢાઇ કરી. સન ૧૪૧૪થી ૧૪પ૦ સુધી દિલ્હી પર સૈયદોનું રાજ્ય સ્થપાયું સન ૧૪પ૧થી૧પ૧૭ના પ૬ વર્ષ સુધી લોદીઓએ રાજ કર્યું.ત્યાર પછી મુઘલો આવ્યા.રાણા સંગાએ પ્રયત્ન કર્યો,પણ દારૂગોળા આગળ હાર્યા,એમાં મીરાબાઈના પતિદેવ પણ મરાયા હતા.
મીરાંના કોઈ કૃષ્ણ,મોરારીબાપુના કોઈ રામ ભારતને બચાવવા આગળ આવ્યા નહિ.અરે એમનું જન્મ સ્થાન તોડી બાબરી મસ્જિદ બનાવી તો પણ હનુમાન જાગ્યા નહિ.ભાઈ અલ્લાહના રૂપે કૃષ્ણ અને રામ તો એમની પડખે બેસી ગયા હતા.હુમાયુ,અકબર એક ચૌદ વર્ષે બનેલો બાદશાહ,જહાંગીર,શાહે જહાં,ઔરંગઝેબ અને બહાદુરશાહ લગી મુઘલો ચાલ્યા.વચમાં નાદિરશાહ અન અહમદશાહ લૂંટી ગયા.હવે મુઘલો નબળા પડ્યા તો રામ બેસી ગયા બ્રિટીશનાં પલ્લે.જુઓ નબળા પડ્યા કે રામ ગયો,અને રામ ગયો તો પછી કોણ બચાવે?હાર્યે જ છૂટકો.મહાન મુઘલોના વંશજ ભીખ માંગતા શેરીએ શેરીએ થઈ ગયા.હાજી હાલ પણ મહાન મુઘલોના વંશજો દિલ્હીના સ્ટેશને મજૂરી કરતા હોય છે.અને પેલાં ટીપું સુલતાનના વંશજો કલકત્તામાં પગ રીક્ષા ફેરવતા હોય છે.
મહાન ચંદ્ર ગુપ્ત પછી એકપણ ચક્રવર્તી રાજા આપણે પેદા કરી શક્યા નથી.અકબર અને ઔરંગઝેબ આશરે અડધા કરતા વધુ હિન્દુસ્તાન ઉપર કબજો જમાવી શક્યા હતા,જ્યારે મહાન શિવાજી કે રાણા પ્રતાપ વ્યક્તિગત બહાદુર હોવા છતાં આટલું કરી શક્યા નહોતા.રાણા તો રાજસ્થાનમાં પૂરો કબજો જમાવી શક્યા નહોતા,અરે ચિતોડ સુધ્ધા જીતી નહોતા શક્યા.પણ આ બે રાજાઓના લીધે મુઘલો થોડા અલ્પ કહી શકાય તેવા કાબુમાં રહ્યા.બસ આપણી પાસે ગીતડાં ગાવા આ બે રાજાઓ બચ્યા છે.મૂળ આપણે ગીતડાં ગાનારી પ્રજા છીએ.યુદ્ધ આપણું શાસ્ત્ર નથી.યોદ્ધાઓની ફસલ અહી પાકતી નથી,આતો સંતોની ભૂમિ છે.નિર્બળ કમજોર એવા ભક્તોની પુરજોશમાં ફસલ પાકે છે.સદાય રામ પાસે ભીખ માંગતા કવીતડા રચતા,રાધા બની નૃત્ય કરતા,ગરબા ગાતા,અસહાય બની પોકારો કરતા ભક્તોએ દેશની માનસિકતા સાવ સ્ત્રૈણ કરી નાખી છે.અહી યુદ્ધનું શું કામ?જાસુસી તંત્રની અનિવાર્યતા આપણને સમજાતી નથી,જરૂરી લગતી નથી.૧૯૭૧નુ યુદ્ધ અડધુ ‘રો’નામની આપની જાસુસી સંસ્થાને કારણે જીતેલા ગાંધીજીના અનુયાયી એવા મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા અને ‘રો’ને વેતરી નાખી.ચાણક્ય પાસે મજબુત જાસુસી તંત્ર હતું.એના લીધે સમ્રાટ ચંદ્ર ગુપ્ત બળવાન હતો.જાસુસો અડધી રાત્રે ચાણક્યને ઉઠાડી માહિતી આપી શકતા.
બુદ્ધને મહાવીર આવ્યા પછી રાજકીય રીતે પડતી થાય તેવી પ્રજાની માનસિકતા ઘડાવવાની શરૂઆત થઈ ચૂકી હતી.ગુલામ બનવાની તૈયારીઓ શરુ થઈ ચૂકી હતી,સવાલ હતો સમયનો.કે ક્યારે કોઈ ચડી આવે અને શરણે થઈ જઈએ.”અહિંસા પરમોધર્મ”.છેક રશિયા સુધી આંટો મારી ભારત આવેલા મહાન આર્યો,બર્બર આર્યો.જન્મજાત યોદ્ધા આર્યો હવે કાયર,કમજોર બનવાના હતા “અહિંસા પરમોધર્મ”અને “બુદ્ધમ શરણમ ગચ્છામી”નારાઓ થકી. યોદ્ધાઓની ખેતી હવે બંધ થતી ગઈ.અહિંસાના નારાઓ ચારે ઓર ગુંજી ઊઠ્યા હતા.મહાન અહિંસા વાદી ધાર્મિક સંતો અને ભક્તોની ભીડ શરુ થવાની હતી.દેશની સામાજિક બ્લ્યુ પ્રિન્ટ બગડવાની શરૂઆત થઈ ચૂકી હતી.આટલો મોટો દરિયા કિનારો અને કોઈ મહાન નાવિક યોદ્ધો પકવી ના શક્યા.કેમ કે કોઈ દૂરની દ્ગષ્ટિનો અભાવી કહી ગયો કે દરિયો ના ઓળંગાય.
નિઝામના હૈદરાબાદ કરતા ઇંગ્લૅન્ડ નાનું હતું.પણ એ શિસ્તબદ્ધ પ્રજાની પડખે રામ હતો.આજ બ્રીટીશરનાં પડખેથી રામ ખસી ગયેલો જ્યારે અમેરિકાનો સામા થયેલા.રામ રાહ જોતો હોય છે કોણ નબળો પડે અને હું એની પાસેથી ખસી જાઉં.
આપણે અહિંસક છીએ તેવા ગાણાં ગાવા હોય તો ચોઈસ આપણી છે ગુલામ રહો.વિદેશી આક્રમણકારી લૂંટારા છે આપણે તેવા નથી,આપણી સંસ્કૃતિ તેવી નથી તેવા ગીતડા ગાવા હોય તો ચોઈસ આપણી છે હારો અને ગુલામ બની રહો.જીતેલી પ્રજા હારેલાની કીમતી વસ્તુઓ સાથે લઈ જાય તે સ્વાભાવિક છે.તે લોકો પ્રેમથી ભેટવા તો આવતા નથી,લૂંટવા જ આવે છે તે સત્ય છે.આપણે લૂંટારા નથી,હિંસક નથી તેવા કવીતડા ગાવા હોય તો લૂંટાવાની,ગુલામ બની રહેવાની મજા માણો,અને તે મજા ૧૦૦૦ વરસથી માણીએ જ છીએ.જુઓ આપણો એક રાજકર્તા જગતના એક નંબરના ત્રાસવાદીને ઓસામાજી કહીને માન અર્પી રહ્યો છે.આ ત્રાસવાદીઓ માનવતાનો મલાજો તો રાખતા નથી અને આપણા ડરપોક રાજકર્તા એના મોતનો મલાજો રાખવાની શિખામણ અમેરિકાને આપે છે.આપણે એક ત્રાસવાદીને ફાંસીએ ચડાવી શકતા નથી,અસંખ્ય પુરાવા હોવા છતાં.આપણે ડંફાસ મારવામાં નિષ્ણાત છીએ.અમેરિકા જેવી સીલ ટીમ જરૂર આપણી પાસે છે,પણ આપણા રાજકર્તાઓ એને એવું કામ સોંપવા તૈયાર છે ખરા?આપણે ભારતના મોસ્ટ વોન્ટેડને ઉપાડી લાવવાનું કામ એને સોંપી શકીશું ખરા?તો પછી ડંફાસ મારવાની શું જરૂર હતી?
હવે સમય પાકી ગયો છે નિર્બલ કે બલ રામ જેવા સૂત્રો ફગાવી દેવાનો.
યોગ અને ભક્તિ વિષે ઓશોએ ખૂબ વિગતથી છણાવટ કરી છે.ભક્તિમાં એક સમર્પણ હોય છે.સંપૂર્ણ સમર્પણ.જ્યારે યોગીઓ એમના ‘હું’ ને એટલો બધો ઊંચી કક્ષાએ લઈ જ્યાં છે છેલ્લા અહં બ્રહ્માસ્મિ કહી શકે.જ્યારે ભક્તો માટે ‘તું’ મહત્વનું છે. ‘તું’ જ સર્વસ્વ છો, ‘હું’ કશું જ નથી.માટે હું કહું છું યોગ એ મક્કમ મનવાળા લોકોના હાથની વાત છે.ભક્તિ ટોટલ સબમીશન છે.યોગ મેલ બ્રેઈનની પ્રેકટીશ છે,જ્યારે ભક્તિ ફીમેલ બ્રેઈનની.ભક્તો માટે અસહાયતા પહેલું પગથિયું છે.ભારત જ્યારે વિદેશી આક્રમણકારો વડે હાર્યું અસહાય બન્યું તો ભક્તોની ભરમારખૂબ વધી પડી.મુઘલ કાળમાં અગણિત ભક્તો પેદા થયા અને ભક્તિ સમ્પ્રદાયો અસ્તિત્વમાં આવ્યા.ભારત ઓર પાયમાલ થતું ગયું.નિર્બળ કે બળ રામ જેવા બકવાસ સૂત્રો પ્રચલિત થઈ ગયા.ફીમેલ બ્રેઈનએટલે બ્રેઈનનો લાગણી વિભાગ.અને મેલ બ્રેઈન એટલે બ્રેઈનનો તર્ક અને ગણિત વિભાગ.ફીમેલ બ્રેઈન કલ્પનાઓમાં જીવતું હોય છે.એટલે ભક્તોને ભગવાન હાજરાહજૂર દેખાવા લાગે છે.ભગવાન આવીને દૂધ પી જતા હોય છે.સુરદાસ જોડે તો બાળ કૃષ્ણ રમવા પણ આવતા.એક બહુ ફેમસ ભાગવત કથાકાર બાલકૃષ્ણની કથા કરતા કરતા હંમેશા રડી પડતા.લોકો અહોભાવમાં અંજાઈ જતા.મેં પણ એમને રડતા જોયા છે.મને ખૂબ હસવું આવતું,ભલે ખૂબ નાનો હતો.પાંચ સાત હજાર વર્ષ પહેલા કોઈ મહાપુરુષ થયા હોય અને એમના બાળપણની વાતો કરતા રડી પડતા આ મહાત્માઓને કોઈ ગરીબના બાળકમાં કૃષ્ણ દેખાતો નથી,કોઈ બાળ મજૂર ચાની કીટલી પર કામ કરતો હોય તેમાં કૃષ્ણ દેખાતો નથી.અરે સ્નાન કરી લીધું હોય અને નાનકડો ભત્રીજો રડતો હોય તો તેને પણ ઊચકી લેવામાં અપવિત્ર થઈ જવાતું હોય,છોને રડતો.એવા આ ભક્તિ ઘેલા લોકોને લીધે દેશ આખાની માનસિકતા કમજોર અને કાયર બની ચૂકી છે.દેશની બ્લ્યું પ્રિન્ટ નપુંસક ચીતરવામાં આ ભક્તોનો ખૂબ મોટો હાથ છે.
યોગ એટલે ખાલી આસનોની કસરત નથી.યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન,સમાધિ એમ આઠ અંગ ભેગાં થઈને અષ્ટાંગ યોગ કહેવાય.યોગમાં કશું કરવું પડે છે,ભક્તિમાં કશું જ નહિ કરવું ખાલી હાથ જોડી આર્તનાદ કરવા તે પૂર્ણકાલીન કર્મ છે.ખેર સ્વામી વિવેકાનંદને કોણ નહિ જાણતું હોય અને એમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસને?શ્રી રામકૃષ્ણ પરમહંસને મહાકાલી માતા હાજરાહજૂર હતા તેવી વાતો છે.મહાકાલી સાથે વાતો કરતા તેવું ભક્તો કહે છે.અતિશય કલ્પનાશીલ બ્રેઈન જ મૂર્તિ સાથે જીવંત હોય તેમ વાતો કરી શકે.
હરદ્વારથી યોગીરાજ અદ્વૈતવાદી સ્વામી તોતાપુરી અહી કલકત્તા આવેલા શ્રી રામકૃષ્ણને અદ્વૈતની સાધના કરાવવા માટે.શ્રી રામકૃષ્ણ પ્રયોગશીલ હતા.જાત જાતની સાધનાઓ કરતા.પણ એમનું કલ્પનાશીલ બ્રેઈન આડે આવતું હશે.સ્વામી તોતાપુરી સફળ થતા નહોતા.અદ્વૈતની અનુભૂતિ થતી નહોતી.તોતાપુરી એક દિવસ કંટાળ્યા.એક દિવસ લાસ્ટ અલ્ટીમેટમ આપી દીધું.હવે છેલ્લો દિવસ અદ્વૈતની સાધનામાં મહાકાલી આડે આવે છે.તેને દૂર કરો.રામકૃષ્ણ કહે કઈ રીતે દૂર કરું?આ તો એમની કલ્પના જીવંત બની ચૂકી હતી.વર્ષોની સાધના પછી એક કલ્પના પણ જીવંત બની જતી હોય છે.બહુ પ્યારી કલ્પના જીવંત મહાકાલી કઈ રીતે દૂર કરવા?મહાકાલી સાથે રોજ સંવાદ ચાલતા હોય.મહાકાલી તરફથી એમનું બ્રેઈન જ જવાબ આપતું હશે,આજે હું એવું માની શકું છું.કોઈ મૂર્તિ તો બોલતી નથી.સ્વામી તોતાપુરીએ કહી દીધું કાલે સવારે ધ્યાનમાં બેસો તે વખતે કપાળમાં કાચ વડે ચીરો મૂકીશ તે જ ક્ષણે માતાનો નાશ કરી દેજે,હત્યા કરી નાખજે.પણ માતાની હત્યા કઈ રીતે કરું?શેના વડે કરું?તોતાપુરી કહે તે જે રીતે માતા ઊભી કરી છે તેમ હથિયાર પણ પેદા કર અને કલ્પનામાં માતા ઊભી કરી છે તેમ કાલ્પનિક હથિયાર વડે એમનો નાશ પણ કરી નાખ.કહેવાય છે આ સાધના સફળ રહી અને શ્રી રામકૃષ્ણ પરમહંસને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ.ચાલો અધ્યાત્મ અને સમાધિ એક અલગ વિષય છે ચર્ચવા માટે.પણ મારું કહેવું છે મક્કમ મનવાળા યોગીઓ ભગવાન વગેરેમાં માનતા નહોતા.ભગવાન એ કમજોર,નિર્બળ,અસહાય,આળસુ અને દરિદ્ર ભક્તોના કાલ્પનિક મનની પેદાશ છે.
માટે કોઈ મહાવીર કોઈ બુદ્ધ જે મક્કમ મનવાળા છે તેવા લોકો ઈશ્વરને નકારી કાઢે છે.કોઈ કૃષ્ણ જાતેજ પોતાને ઈશ્વર ઘોષિત કરી દેતા હોય છે.નરસિંહ મહેતાને કૃષ્ણની રાસલીલાના દર્શન થયેલા,મીરાંબાઈ કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયા,વિઠોબા દૂધ પી ગયા,સુરદાસ સાથે કૃષ્ણ રમતા,ગણપતિની મૂર્તિ દૂધ પીવે,સાપની પિત્તળની મૂર્તિ પણ દૂધ પી જાય આવી તો અગણિત વાર્તાઓ આપના દેશમાં રમતી થયેલી છે,અને હજુ નવી નવી વાતો ફેલાતી જાય છે.જો કે ચોક્કસ આવું બધું બનતું જ હોય છે,પણ કલ્પનામાં.હકીકતમાં નહિ. આજે પણ જુઓ સત્ય સાઈબાબાના મદરીવેડા જોઈ લોકો અભિભૂત થઇ જતા હોય છે.પહેલેથી સંતાડી રાખેલી રાખની કેપ્સ્યુલ્સ મસળી ભસ્મ પેદા કરવી અને ભક્તોને વહેચવી,અને આવા તો બીજા અનેક ખેલમાં આ મદારી નિપુણ હતો.સામાન્યજન ધાર્મિક હોય છે,કારણ ફોલ્સ પોજીટીવ એરર કરવાની વૃત્તિ અચેતન મનમાં સમાયેલી હોય છે,એનો દુરુપયોગ આવા મદારીઓ કરતા હોય છે.
આ જાદુગર સામાન્ય માનવીની જેમ મૃત્યુ પામ્યા.વીડીઓમાં એમની ટ્રીક દેખાઈ આવતી હોવા છતાં લોકો માની શકતા નથી હોતા.ભાઈ ચીરાગને ધન્યવાદ કે એમણે આ વિડીઓ કલીપીંગ્સ મારા બ્લોગ પર મુક્યા છે.એમાંથી બીજા કલીપીંગ્સ પણ જોયા નાળીયેરમાંથી ધુમાડા કાઢવાના.હસવું તો એ આવે છે કે કોઈ એન્જીનીયર અને કોઈ ડોક્ટરેટ કરેલા લોકો પણ આવા મદારીઓ વિષે ગર્વ અનુભવતા હોય છે.મહાન ક્રિકેટર સચિન જેવો મૂરખ જેની પત્ની પોતે ડોક્ટર છે તે પણ આ જાદુગરમાં આસ્થા રાખતો હતો.અહી ભણેલા પણ વિચારતા નથી.
જુઓ!! વિચારવા ઉપર એક ઓર પ્રતિબંધ.
पुराणं मानवो धर्मः साङ्गो वेद्ष्चिकित्सितम् |
आज्ञासिद्धानि चत्वारि न हन्तव्यानि हेतुभिः –પુરાણો,મનુસ્મૃતિ,અંગો સહિત વેદો અને વૈદકશાસ્ત્ર –આ ચાર (ઈશ્વરી) આજ્ઞાથી સિદ્ધ થયેલા શાસ્ત્રો છે; માટે તેઓનું કોઈ કારણો દર્શાવી ખંડન કરવું નહિ.
ઉપરનો શ્લોક મહાભારતનો છે. જુઓ વિચારવા ઉપર એક ઓર પ્રતિબંધ.પછી ભલા જ્ઞાન વિજ્ઞાન ક્યાંથી અપડેટ થાય?
માનવ ઉત્પન્ન થયો હશે ત્યારે કુદરતના બધા નિયમો સારી રીતે જાણતો નહિ હોય તે હકીકત છે. આજે પણ કુદરતના નિયમો પુરા સમજાતા નથી. કે સમજી શકતા નથી. હજુ આટલું બધું આગળ વધેલું વિજ્ઞાન પણ ઘણી વાર ગોથા ખાઈ જાય છે. વીજળી ચમકે તો ગભરાઈ જતો હશે. વરસાદ વાવાઝોડા વગેરે આવતું હશે ત્યારે એને સમજાતું નહિ હોય તે સ્વાભાવિક છે. બીકનો માર્યો ઇન્દ્રને યજ્ઞોમાં ભાગ આપતો હશે. દરેક કુદરતી પરિબળોને ભગવાન માની ડરતો હશે અને પ્રાર્થના કરતો હશે.
આજે પણ બ્રહ્માંડનાં નિયમો વિષે વિજ્ઞાન અવઢવમાં છે. ગ્રેવિટી વિશેના ખ્યાલો બદલાઈ જતા હોય છે. ન્યુટનનાં નિયમો આઈનસ્ટૈન ખોટા પાડે છે. સ્ટ્રીંગ થિયરી પૂરી સમજાતી નથી. તો પ્રાચીન માનવી કઈ રીતે બધું સમજી શકતો હશે? વિજ્ઞાનના નિયમો સમજતા વર્ષો નીકળી જાય છે. તો પ્રાચીન માનવી વિજ્ઞાન સમજતો હશે તેવું માનવું વધુ પડતું છે. કે કુદરતના નિયમો સમજી શકતો હશે તે માનવું પણ વધુ પડતું છે. શરૂઆત સમજવાની ચોક્કસ કરી હશે તેમાં કોઈ શંકા નથી. સૌથી જૂની સંસ્કૃતિ ભારતની છે. માનવી અહીં આવીને સુસંસ્કૃત થયો. થોડો સ્થિર થયો હશે, સર્વાઈવ થવાની પુષ્કળ જહેમત થોડી ઓછી થઈ હશે. તો બીજું વિચારવાનો સમય મળ્યો હશે. કુદરતના પરિબળો સમજવાની શરૂઆત કરી હશે, ત્યારે દુનિયાના બીજા ભાગો ખૂબ પછાત હશે. જ્યાં જીવવા માટે સ્ટ્રગલ હોય ત્યાં બીજું વિચારવાનો સમય જ ના મળે.
હરપ્પન લોકોએ નગરો વસાવ્યા હતા ત્યાર પછી બે હજાર વર્ષો નીકળી ગયા રોમનોને નગરો વસાવતા. મતલબ યુરોપ બે હજાર વર્ષ પાછળ હતું. ધોળાવીરામાં વેસ્ટર્ન સ્ટાઇલના સંડાસ, સુએઝ, અનાજ ભરવાના કોઠાર અને સ્ટેડીયમ મળ્યા છે. એ વેસ્ટર્ન સંડાસ આજે યુરોપ જઈને પાછાં ભારત આવી ચૂક્યા છે. એટલે અહીં સંસ્કૃતિ સ્થિર થઈ એટલે વિચારવાનો સમય મળ્યો તો વિજ્ઞાનની શરૂઆત થઈ. ખગોળનો અભ્યાસ કરતા કરતા ગણિતની શરૂઆત થઈ. નંબર શોધાયા. વનસ્પતિ આધારિત ઔષધ વિજ્ઞાન શરુ થયું. પણ આ બધી શરૂઆત કહેવાય, સંપૂર્ણ ગણવું વધારે પડતું છે. જ્ઞાન રોજ અપડેટ કરવું પડે. તેને સંપૂર્ણ સમજી બેસી રહો તો આગળ વધાય નહિ. કોમ્પ્યુટર પહેલા શોધાયું તેને જ સંપૂર્ણ સમજી લીધું હોત તો? આજે પણ સંપૂર્ણ લાગતું કોમ્પ્યુટર રોજ અપડેટ થતું હોય છે અને નવું નવું એમાં આવતું જતું હોય છે. બંધિયાર પાણીની જેમ જ્ઞાન પણ અપડેટ ના થાય તો સડી જાય છે.
વેદિક સંસ્કૃતિ સમયે જ્ઞાનની શરૂઆત થઈ હશે, વિજ્ઞાનની શરૂઆત થઈ હશે. કુદરતના નિયમો સમજવાની શરૂઆત થઈ હશે તેમાં નવાઈ નથી. ખગોળ ગણિતના ઉપક્રમે અંક ગણિત શરુ થયું. શૂન્યની શોધ થઈ. એકથી નવ અંક શોધાયા. પાઈનું માપ શોધાયું. દશાંશ પદ્ધતિ શોધાઈ. પણ પછી બધું ઠપ્પ કેમ થઈ ગયું? શું આ બધું સંપૂર્ણ ગણિત હતું? જો એવું જ હતું તો પશ્ચિમ પાસેથી ઉછીનું કેમ લેવું પડે છે? ખાલી ખર્વ અને નિખર્વમાં ગણિત પૂરું થઈ જાય છે? વાયા અરબો આપણું ગણિત પશ્ચિમમાં પહોચ્યું ત્યારે ચર્ચે મનાઈ ફરમાવી દીધેલી. કે આતો શેતાનનું કામ છે. એટલે તો અરેબીક નંબર કહેવાતા હતા. હવે જ્યારે ખબર પડી છે ત્યારે ઇન્ડો અરેબીક નંબર કહેવાય છે. પણ ત્યાર પછી એકવાર અપનાવી લીધું બસ ગણિતમાં આ લોકો જ આગળ વધ્યા. આપણે પાછળ પડી ગયા.સીવીરામન પછી કોઈ જગવિખ્યાત વૈજ્ઞાનિક પેદા કરી શક્યા નથી. શકુન્તલાદેવી જ્યોતિષમાં ખોવાઈ ગયા. જીવંત કોમ્પ્યુટર જેવી ક્ષમતા અને અમેરિકામાં જોષ જોવા બેસી ગયા. ધાર્યું હોત તો લેડી આઈનસ્ટાઇન બની શક્યા હોત. એક બ્રિજ, એક વિમાન, એક મોટું સ્કાય સ્ક્રેપર, એક મોટો નર્મદા જેવો બંધ, એક ઉપગ્રહ, એક ઉપગ્રહને ઓર્બીટમાં ગોઠવવા માટેનું રોકેટ, એક સ્કાયલેબ, એક મિસાઇલ, એક ન્યુક્લીયર બૉમ્બ, એક અણુ મથક આ બધું બનાવવા માટે જે ગહન ગણિત વપરાય છે તે શું વેદિક ગણિત વડે શક્ય છે? અને શક્ય હોય તો ભારતેતો અવશ્ય વાપરવું જોઈએ.
માટે વેદિક સંસ્કૃતિને સંપૂર્ણ વૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતી સમજી લેવું વધારે પડતું છે. ઘણા મિત્રો માને છે જે યજ્ઞોથી વરસાદ આવે છે. અથવા વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. કોઈ પણ વસ્તુ બળે એટલે કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય. અને બીજા અમુક વાયુઓ પેદા થતા હશે. લાકડા બાળીએ તો શું પેદા થાય? એ વાયુ હવામાં ઊંચે જઈને વાદળો સાથે મિક્સ થઈને શું વરસાદ લાવતો હશે? તો પછી એના કરતા અનેક ગણો કાર્બન ડાયોક્સાઇડ વાહનોના ધુમાડા દ્વારા ઉપર જતો હોય છે તો વરસાદ કેમ નથી આવતો? ધુમાડાથી પોલ્યુશન વધે કે ઘટે? તો પછી ગ્લોબલ વોર્મિંગની વ્યર્થ બુમો શું કામ પાડવી? જંગલો ઓછા થાય તો વરસાદ વધે કે ઘટે? કાર્બન ડાયોક્સાઈડની ખરાબ અસરો વિષે ચિંતિત કેમ છીએ? અહીં અમારે છાશવારે વરસાદ પડે છે વગર યજ્ઞો કરે. વરસાદનું એક વિજ્ઞાન છે. પાણીની વરાળ સૂર્યની ગરમી વડે બની ઉપર જઈને વાદળો બંધાય છે. વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે અને તેનાથી શરીર પોષણ પામે છે તે વાત તદ્દન સાચી છે. ચોમાસું ખાલી ભારતીય ઉપ મહાખંડમાં જ છે. અને તે પણ હિમાલયને લીધે. બાકી બધે ગમેત્યારે વરસાદ આવતો હોય છે. આ તો મારા મનમાં પ્રશ્નો ઊઠ્યા છે. તે મેં રજૂ કર્યા છે. બાકી જેવી જેની માન્યતા.
સર્જરી સુશ્રુત કરતા હતા તેવી વાતો સાંભળી છે અને આજે આપણે સર્જરી બહારથી શીખ્યા છીએ. પુષ્પક વિમાનની વાતો રામાયણમાં વાંચીને આપણે વિમાન ખરીદવા બહાર જવું પડે છે. પરલોકની વાતો કરતા કરતા આપણે હજુ ચાંદ પર પહોચવાનું બાકી છે. આપણે હજુ વરસાદની સાચી આગાહી કરી શકતા નથી. આપણે ફક્ત મહાનતાની વાતો કરવામાં શુરા છીએ. પશ્ચિમને ગાળો દેવામાં શુરા છીએ. મહાન વેદિક સંસ્કૃતિના વારસો આપણે દુનિયાની સૌથી ભ્રષ્ટ પ્રજા છીએ. પ્રમાણિકતા એ વળી કઈ બલા છે? પ્રશ્ન એ છે કે આપણે પીઝાને ગાળો દઈને ઇટાલિયન વેસ્પા ઉપર બેસવામાં અને ફિયાટમાં ફરવામાં ગર્વ અનુભવીએ છીએ. જોકે મેંદામાંથી બનાવેલા અને અતિશય ચીઝ નાખેલા પિઝા કરતા બાજરાના રોટલા ખાવા વધુ ફાયદાકારક છે. ટીવી, ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર, ટ્રેઇન, બસ,પ્લેન સવારથી સાંજ સુધી અને રાત્રે સુતા પણ લગભગ બધું જ આપણે પશ્ચિમે શોધેલું વાપરીએ છીએ અને ગાળો પણ એ લોકોને જ દઈએ છીએ. આ બધું વેદોમાં નહોતું? હતું તો ગયું ક્યાં? વેદોમાંથી તમને તે સમયનો ઇતિહાસ મળે, સામાજિક જીવનનો ચિતાર મળે, થોડી શરુ થયેલ ટેક્નોલૉજી કદાચ મળે, કવિતાઓ મળે, પ્રાર્થનાઓ મળે, થોડી સદાચરણની શીખ મળે. જે જે સારું મળે તેને શોધો અને એમાં કોઈ પ્રગતિ થાય તેવું હોય તો કરો, એમાં રહેલા જ્ઞાનને અપડેટ કરો. બાકી સંપૂર્ણ માની લીધું કે ગયા કામથી. કોઈ નવો વિચાર આવે નહિ કે આગળ વધાય નહિ. જ્ઞાનનો કોઈ અંત ના હોય. સ્કાય ઈઝ લીમીટ. પણ આપણે ત્યાં ભાષાંતર કરવાની છૂટ છે, શબ્દોની રમત રમી અર્થ કાઢવાની છૂટ છે પણ ડાઉટ કરવાની શંકા કરવાની છૂટ નથી.
જાપાનમાં ત્સુનામી આવ્યું તેના સંદર્ભમાં એક વડીલ વળી એવું કહેતા હતા કે આ બધો વિનાશ વિજ્ઞાનને લીધે થાય છે. મુલે આપણી વિચારધારા વિજ્ઞાન વિરોધની રહી છે ભલે આપણાં પ્રાચીન મનીષીઓએ વિજ્ઞાનની શરૂઆત કરી હોય . આપણી જેમ ચીન પણ પ્રાચીન સંસ્કૃતિ રહી છે. આપણાં કરતા ઘણી બધી શોધો એ લોકોએ વધારે કરી છે. ચીને પણ ઝીરો(o) વગર ગણિત ગણ્યા છે અને ચીનની જગવિખ્યાત દીવાલ બનાવી હતી. શૂન્ય, અંક અને દશાંશ પદ્ધતિ વગર પણ ઈજીપ્તના પીરામીડો બંધાયા જ છે. એમની પાસે દશાંશ પદ્ધતિ હતી જરા જુદી રીતની હતી. ભારતીય અંક અને શૂન્ય વડે બધું સહેલું અને સરળ થઈ ગયું તે વાત માટે ખુદ આઈનસ્ટાઇન પણ ભારતનો આભાર માનતા હતા. ચીન પણ ધાર્મિકતાનો ધાબળો ઓઢી અફીણ ખાઈને પડી રહેતું હતું, અને વસ્તી વધાર્યે જતું હતું. આપણે પણ ધાર્મિકતાનો ધાબળો ઓઢી વસ્તી વધાર્યે જઈએ છીએ.
આપણી સંસ્કૃતિ જ્યારે ઉચ્ચ કક્ષાએ હતી ત્યારે યુરોપ ડાર્ક એજમાં જીવતું હતું. આવું તે લોકો પણ કબુલ કરે છે. પણ એ લોકો સમજી ગયા કે ભાઈ હવે આગળ વધો. અને ચાલવાનું પ્રગતિના માર્ગે શરુ કર્યું. જયારે આપણે ઉભા રહી ગયા કે હવે આપણે તો શ્રેષ્ઠ બની ચુક્યા છે હવે આગળ કશું કરવાનું છે જ નહિ. બસ આપણે હજુ ઉભા જ છીએ અને આ લોકો આગળ નીકળી ગયા.
શ્રી કૃષ્ણ ગેંડી દડો રમતા હતા. હોકીનું પ્રાચીન સ્વરૂપ એ હશે. ભારતીય હોકીનો ભૂતકાળ બહુ ભવ્ય છે. ભારતની રાષ્ટ્રીય રમત હવે જાણે અળખામણી બની ચુકી છે. કોઈને હોકીમાં રસ જ નથી રહ્યો. ક્રિકેટ હવે બિન સત્તાવાર ભારતની રાષ્ટ્રીય રમત બની ચુકી છે. ખાલી સરકારી જાહેરાત જ બાકી છે. તે પણ હવે કરી દેવી જોઈએ. હોકીના મોટાભાગના ખેલાડીઓ ભારતીય સૈન્યમાંથી આવતા હતા. ફરજના ભાગરૂપે હોકી રમતા હશે કોઈ વધારાના પુરસ્કારની આશા વગર, પણ દિલોજાનથી રમતા હતા. મેજર ધ્યાનચંદનું નામ સુવર્ણ અક્ષરે ભારતીય હોકીમાં લખાયેલું છે. હોકીના જાદુગર હતા. બર્લિન ઓલોમ્પિક વખતે હિટલરે એમની હોકીને હાથમાં લઈને ફેરવી ફેરવીને જોએલી. કે કોઈ ગુંદર તો નથી લગાવ્યો કે સ્ટીકને બોલ છોડતો જ નથી.
ક્રિકેટમાં ૧૯૮૩મા વર્લ્ડ કપ જીત્યા હતા, ત્યાર પછી ૨૮ વર્ષ બાદ હમણા ફરી જીત્યા. એમાં તો કોઈ મોટી ધાડ મારી લીધી હોય તેમ આખો દેશ જાણે એક ઉન્માદમાં સરી પડ્યો. હોકીમાં સતત છ ઓલોમ્પિકમાં ગોલ્ડ કપ મેળવી ચુક્યા હતા. કુલ્લે આઠ ગોલ્ડ કપ, એક સિલ્વર અને બે બ્રોન્જ કપ જીતી લાવ્યા છે. પણ સતત અંગ્રેજોને ગાળો દેતી પ્રજાનો દંભ જુઓ. પોતાની રાષ્ટ્રીય રમતની અવગણના અને અંગ્રેજોની ક્રિકેટ પાછળ પાગલપન. અંગ્રેજોના ગુલામ રાજાઓ એની પાછળ પહેલા ગાંડા હતા. હવે પ્રજા પણ એની પાછળ ગાંડી થઇ ગઈ છે.
એક રમત તરીકે ક્રિકેટને હું વખોડતો જરાપણ નથી. બસ ભારતીય હોકીની અવહેલના મને ખુબ કઠે છે. શ્રીમંત અંગ્રેજોએ ટાઈમ પાસ કરવા પાંચ દિવસની ક્રિકેટ શોધી કાઢી. એમ રાજા મહારાજાઓએ ઘોડા ઉપર બેસી હોકી રમાય તે શોધી કાઢ્યું જેને પોલો કહેવાય છે. શિખ ત્રાસવાદનું સત્યાનાશ વાળવામાં સફળ રહેલા કુંવરપાલસિંહ ગીલ, હોકી ફેડરેશનનાં ચેરમેન બન્યા પછી ભારતીય હોકીનું સત્યાનાશ વાળવામાં પણ પુરતા સફળ રહ્યા છે. હોકીમાં ભારત અને પાકિસ્તાન બંને દેશોનું વિશ્વમાં પ્રભુત્વ રહ્યું છે. પણ આજે બંને દેશોની હાલત હોકીની બાબતમાં કફોડી છે. બીજા દેશો પણ આપણી હોકી રમે છે, તેમ આપણે પણ ક્રિકેટ રમીએ તેમાં ખોટું કશું નથી. પણ એક ક્રિકેટ સિવાય પણ દુનિયામાં ઘણું બધું છે. આપણે પર્શનલ ઇવેન્ટ રમતોમાં અબજની વસ્તી ધરાવતા હોવા છતાં કશું ઉકાળી શકતા નથી. શુટિંગમાં પહેલી વાર સિલ્વર મેડલ મળ્યો ત્યારે એ સૈન્યના રાજસ્થાની રાજપૂત જવાન પાસે સારી રાઈફલ લેવા પૈસા નહોતા. કે ટ્રેનીગ માટે ચુકવવાની પુરતી ફીસ નહોતી. અને કોઈ સ્પોન્સર કરવા તૈયાર નહોતું. જ્યારે અભિનવ બિન્દ્રા પોતે પૈસાવાળા હોવાથી ઘરના પૈસે વિદેશમાં ટ્રેનીગ લઈને સારી રાઈફલ વગેરે ખરીદી ગોલ્ડ મેડલ પહેલીવાર જીતી લાવ્યા. રમતજગત પ્રત્યે આપણે હંમેશા દુર્લક્ષ જ રાખ્યું છે. ખેલકૂદ જીવનમાં ખાસ જરૂરી છે. એનાથી શરીર સૌષ્ઠવ કેળવાય. સ્પોર્ટીંગ સ્પીરીટ આવે. ઉત્સાહ અને
સાહસવૃત્તિ કેળવાય. આદિવાસી જાતોમાંથી આપણને સારા દોડવીર અને તીરાન્દાઝ મળી રહે તેમ છે. પણ રાજકારણ અને ભ્રષ્ટાચાર તેમ કરવા દે તો ને?
નોંધ:- ઉપર મુકેલો ફોટો બર્લિન ઓલોમ્પીકમાં(૧૯૩૬) ગોલ્ડ મેડલ જીતી લાવનાર હોકી ટીમનો છે.