Category Archives: Evolutionary Psycology

સોમવારની સવાર ઉદાસી કે નામ..

imagesસોમવારની સવાર ઉદાસી કે નામ..
જો કે ઘણા બધા માટે તો રવિવારની સાંજ જ ઉદાસી વડે છવાઈ જતી હોય છે કે સાલું કાલે સોમવાર સવારે વહેલું ઊઠીને કામે જવું પડશે. સોમવારની કામ પર જવાની ચિંતા રવિવાર સાંજથી જ ચાલુ થઈ જાય. એ ચિંતામાં તો અમેરિકામાં રવિવાર સાંજે લીકર સ્ટોરો ઉપર દારૂનું વેચાણ પણ ઓછું થઈ જતું હોય છે. આમ સોમવાર મોટાભાગના લોકોને ઉદાસ લાગતો હોય છે. અમેરિકામાં તો વિકએન્ડનું ખૂબ મહત્વ. શુક્રવારથી આપણને મળતા લોકો હૅપી વિકેન્ડની દુવાઓ દેતા થઈ જતા હોય છે. શુક્રવારે બૅન્કમાં જઈને છુટા પડતા રૂપાળી ક્લાર્ક મીઠું મલપતી હૅપી વિકએન્ડ અવશ્ય બોલવાની. સોમવાર જેમ ઉદાસ લાગતો હોય છે તેમ શુક્રવાર ઉત્સાહી લાગતો હોય છે કે ચાલો આજે છેલ્લો દિવસ કાલથી બે દિવસની રજા.

મને એક ભાઈ શુક્રવારે બોલ્યા કે આજે છેલ્લો દિવસ, હું તો ચમકી ગયો. કે શું થયું? મેં પૂછ્યું કાલથી જૉબ નથી આવવાનાં? બીજે જૉબ મળી? તબિયત તો સારી છે ને? હું તો મનમાં ગભરાઈ ગયેલો કે સ્વર્ગમાં જતા એ.સી. બોગીમાં બુકિંગ કરાવી નાખ્યું છે કે શું? કે પછી સદેહે સ્વર્ગમાં લઈ જવાની ગેરંટી આપતા સ્વામી સજીવન થયા કે શું? તો કહે નાં યાર ! આજે શુક્રવાર કામનો છેલ્લો દિવસ ને? અહાહાહા

શુક્રવાર સાંજે અહીં ડોક્ટર્સ ઓફિસો વહેલી બંધ થઈ જતી હોય છે. આપણા ગુજરાતી-ભારતીય ડોક્ટર્સની વાત નથી કરતો. એ લોકો તો શનિ-રવી પણ એમના સેવાકેન્દ્રો ખુલ્લા રાખીને બેસતા હોય છે જેથી પ્રજાને કોઈ તકલીફ ના પડે. શુક્રવાર સાજ અહીં દારૂની દુકાનો ઉપર જબરદસ્ત વકરો થવાની સંભાવના લઈને આવતી હોય છે. અમેરિકન્સ એમાય સ્પેનીશ લોકો ખાસ, શુક્રવાર સાંજથી બીયર પીવાનું શરુ કરી દેતા હોય છે. એમાં ફાયદો ન્યુ જર્સીમાં તો આપણા ભારતીયોને જ છે કારણ? અરે! ન્યુ જર્સીમાં મોટાભાગના લીકર સ્ટોર આપણા ભારતીયોના એમાય ગુજરાતીઓના એમાય પટેલોના છે. હહાહાહાહા

સોમવાર સવારે સ્કૂલમાં જવાનું બાળકોને આકરું પડતું હોય છે કેમકે રવિવારે જલસા કર્યા હોય ને? ગૃહિણીઓને શનિ-રવિ સાસ-વહુની એકતા કપૂરની સીરીયલો જોઇને જે મજા લીધી હોય, મુવી જોયા હોય, ટૅલેન્ટ હન્ટ પ્રોગ્રામની ભરમાર જોઈ હોય તેમને આ સોમવાર ક્યાંથી આવ્યો એવું લાગતું હોય છે.

Sy-Miin Chow of University of Virginia નું રિસર્ચ એવું કહે છે કે સોમવારની ઉદાસી માટે કામ પર જવાની બાબતમાં નકારાત્મક વલણ કારણભૂત નથી, પણ વિકેન્ડમાં જે ઉલ્લાસ અનુભવ્યો હોય છે તે ઓછો થઈ જાય છે તે કારણભૂત છે. મતલબ કામ પર ચડવું પડશે તેની ઉદાસી હોતી નથી પણ જે આનંદ ઉલ્લાસનો પ્રચંડ ભાવાવેશ અનુભવ્યો હોય છે તે ઓછો થઈ જાય છે તેની ઉદાસી સોમવારે આવતી હોય છે. કામચોરોની વાત જુદી છે. કામચોર માટે પ્રત્યેક દિવસની સવાર ઉદાસી લઈને જ ઊગતી હોય છે. શનિ-રવિ મોજ મજા સાથે જોડાયેલા હોય છે. એક જાતનું માઈન્ડ કંડીશનિંગ થઈ જતું હોય છે. સંશોધકોના કહેવા પ્રમાણે આપણા બ્રેઈનમાં ડ્રમ પર પડતી તાલબદ્ધ થાપટોની જેમ ઉલ્લાસ અને ઉદાસીની થાપટો નિયમિત પડતી હોય છે. એ બે થાપટો વચ્ચેનો સમય ગાળો દરેક માનવીનો અલગ અલગ હોય છે. આમ ઉલ્લાસ અને ઉદાસીના તબલાં આપણી અંદર તાલબદ્ધ વાગ્યાં કરતાં હોય છે.

એક અભ્યાસ એવું પણ કહે છે કે સોમવારે આપઘાતનું પ્રમાણ વધુ હોય છે. પણ અમેરિકાનો એક અભ્યાસ એવું પણ જતાવે છે કે અમેરિકામાં બુધવાર આપઘાત કરનારાઓ માટે ફેવરીટ છે. Augustine Kposowa, a sociology professor at the University of California નું કહેવું એવું છે કે જૉબ સ્ટ્રેસ ધીમે ધીમે વધતો બુધવાર જેવા વચ્ચેના દિવસે ટોચ ઉપર એવો પહોચી જાય કે હેન્ડલ કરવો મુશ્કેલ લાગી શકે. ગુરુવારથી તો રાહત થવા લાગતી હોય કે ચાલો હવે કામ કરવા માટે એક શુક્રવાર જ આડો રહ્યો છે પછી તો આરામ જ છે. સંખ્યાબંધ સંશોધન બતાવે છે કે સોમવારે કાર્ડીઓવસ્ક્યુલર રિસ્ક વધી જતું હોય છે. મતલબ સોમવારે હાર્ટઍટેક અને સ્ટ્રોક આવવાની શક્યતા વધુ હોય છે. કામ પર પાછાં ફરવાનું ભારણ ભલભલાંને ઍટેક લાવી દે તેવું હોય છે. પણ જેને કામ કરવામાં રાહત મળતી હોય એવા કામગરા લોકોને વળી સોમવારે હાર્ટએટેકનું જોખમ ઘટી પણ જતું હોય તેવું પણ એક અભ્યાસમાં જણાયું છે. આવી સરખી શક્યતાઓ રિટાયર લોકો માટે પણ હોય રહેતી હોય છે. નિવૃત્તિ ઍટેક લાવી શકે છે અને નિવારી પણ શકે છે. એક અભ્યાસ એવું પણ બતાવે છે કે વીકેન્ડમાં ખૂબ પીધું હોય વધુ પડતા જલસા કર્યા હોય તો બી.પી. વધીને સોમવારે કાર્ડીઓવસ્ક્યુલર રિસ્ક વધી જતું હોય છે. આમ એકંદરે સોમવાર જોખમી તો ખરો.

જો તમે તમારા કામને ચાહતાં હશો તો સોમવાર ઉદાસ જરાય નહિ લાગે. જે ગૃહિણીઓ એમના બાળકોની સારસંભાળમાં કાયમ રહેતી હોય તેને સોમવારે રાહત લાગવાની.. થોડીક સેલ્ફ-અવેરનેસની જરૂર છે. આપણી અંદર વાગતા ઉલ્લાસ અને ઉદાસીના તબલાની રીધમ જાણી લેવી જરૂરી છે. આપણી વિશિષ્ટ પ્રકૃતિને લગતી રીધમ ઓળખી લેવી હિતાવહ છે.

એક બીજા સાથેની સરખામણી-comparing mind ઉદાસીમાં, દુખમાં વધારો કરતી હોય છે. પાડોશી બહુ ઉલ્લાસથી ભરેલો દેખાતો હોય પણ એના દુખ અલગ હોય છે તે આપણને દેખાતા નથી. સુખી અને સંપૂર્ણ દેખાતા જોડા પણ અંદરથી દુખી હોય કોણ જોવા જાય છે? અબજપતિના એના પોતાના દુખ અને ઉદાસી હોય છે. મુકેશ અંબાણી આપણા કરતા વધુ સુખી હશે? જરાય નહિ..બુદ્ધ કહેતા દુખ્ખ- suffering એનાથી કોઈ મુક્ત હોતું નથી. બીમારી, ઈજા, ઘડપણ, પ્રિયજનોની જુદાઈ દરેકને પીડતી હોય છે, અબજપતિ પણ એનાથી મુક્ત હોતો નથી. આપણે આપણા અનુભવો અને ભૂતકાળના માઈન્ડ કંડીશનિંગની પ્રોડક્ટ છીએ. આપણે બાળકોને કાયમ કહ્યા કરીએ કે આ બરોબર નથી તે બરોબર નથી તો એનું માઈન્ડ કંડીશનિંગ થઈ જવાનું કે તે જે પણ કરે છે તે બરોબર નથી અને તેની પ્રત્યેક સવાર એક ઉદાસી લઈને ઊગશે. આપણા વડીલોએ પણ આપણા માટે આજ કરેલું હશે..હહાહાહાહા …. ક્યારેક તો બાળકો સારું કામ કરતા જ હશે ને? કોઈવાર ભૂલ થાય તો ટોકવું અને કાયમ ટોકવું બેમાં ફરક હોય છે. વડીલોને એક વહેમ હોય છે કે પોતે કરે અને માને તે મહાન હોય છે. યુવાનો કરે તે હંમેશા ખોટું હોય તેવો વહેમ લઈને પણ કેટલાક વડીલો ફરતા હોય છે. આપણી ઉદાસીના, દુખના ઊંડા મૂળિયા આ કંડીશનિંગમાં છુપાયેલા હોય તો જાણી લેવા સારા..

દુખ અને ઉદાસીને દૂર કરવા ફોર્સ કરવો એને બળ આપવાનું કામ કરતો હોય છે. દુઃખ અને ઉદાસીને પ્રેમ કરવામાં પણ જોખમ છે, પછી જશે જ નહિ. એની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો. આવો પધારો હું ઓળખી ગયો છું તમને, બેસો અને ચા પીને રવાના થઈ જાવ. એટલાં માટે બુદ્ધે પ્રેમ શબ્દ ઉપર ભાર મૂક્યો નથી. બુદ્ધ જન્મ્યા હશે ત્યાં સુધીમાં પ્રેમ શબ્દનો અર્થ બદલાઈ ગયો હશે માટે એમણે પ્રેમના બદલે ‘કરુણા’ અને ‘મૈત્રી’ શબ્દ આપ્યો. આખી દુનિયામાં આજ સુધીમાં બે સૌથી મહાન ડાહ્યાં માણસો ભારતમાં જન્મ્યા ભલે આપણે એમની કદર ના કરી કે એમના ડહાપણનો જોઈએ તેવો લાભ લીધો નહિ. એક હતા બુદ્ધ અને બીજા હતા મહાવીર. મહાવીરે પણ રાગ નહિ વિરાગ નહિ અને ‘વિતરાગ’ શબ્દ આપ્યો. દુઃખ અને ઉદાસી વેધરની જેમ જીવનના એક ભાગ છે. ચોમાસું આવે છે થોડા મહિના રહીને જતું રહે છે. ઉદાસી મનમાં ઉદ્ભવે છે થોડી ક્ષણો ટકે છે અને પછી જતી રહે છે.

ઘણીવાર વાતાવરણ કે સ્થળ બદલાઈ જાય તો મૂડ બદલવામાં મદદરૂપ થઈ જાય તેવું પણ બનતું હોય છે. કોઈ પસંદગીની જગ્યાએ ફરી આવીએ કે કોઈ બગીચામાં લટાર મારી આવવામાં ઉદાસી ગાયબ થઈ જાય. તિબેટન બૌદ્ધિષ્ટ ટીચર Pema Chödrön કહે છે દુઃખ અને ઉદાસીનો આસ્વાદ બધા માટે સરખો જ હોય છે. એવા કોઈ સ્ટ્રગલ કરતા બીજા માનવીને મદદ કરીએ તો સમજાય કે આપણે એકલાં નથી આ જગતમાં જેને દુઃખ અને ઉદાસી પીડા આપી રહી છે. એનું દુઃખ દૂર કરવાના પ્રયત્નોમાં આપણું ક્યારે ગાયબ થઈ જાય ખબર પણ ના પડે.

ઉદાસીના સમયને આનંદ કે હળવી મજાનો સમય પણ બનાવી શકાય. ગમતા મુવી જોઈ શકાય, ચિત્ર દોરી શકાય, ચેસ રમી શકાય, ગમતું સંગીત સાંભળી શકાય, આ સોમવારની ઉદાસી ક્યાંથી ક્યાં ખેંચી ગઈ? હહાહાહાહા

Semantic મૅમરી તમે વારસામાં આપી શકો? એક તાજો પૂરાવો

શ્રી જુગલકીશોર વ્યાસ
શ્રી જુગલકીશોર વ્યાસ

‘સ્મૃતિ જનમ પહેલાની’ આવો એક લેખ હમણાં તાજો જ લખીને મૂકેલો છે. મિત્રો હજુ તેને વાગોળતા હશે. અનેક પ્રકારની મૅમરી હોય છે એમાં ત્રણ મુખ્ય પ્રકાર ૧) Episodic memory- ઍપિસૉડિક- પ્રાસંગિક કથાત્મક, કથા ઘટકોવાળું કોઈ ખાસ પ્રસંગની યાદગીરી બ્રેઈનમાં સ્ટોર થઈ જાય તેને પ્રાસંગિક સ્મૃતિ પણ કહી શકાય. દાખલા તરીકે ગઈ સાલ કોઈ બર્થડે પાર્ટીમાં ગયા હોઈએ તે ઇવેન્ટની મધુર યાદોને એપીસોડીક મૅમરી કહી શકાય. ૨) Semantic memory- કોઈ ખાસ પ્રકારની માહિતી જે સત્ય હોય તેને semantic મૅમરી કહેવાય છે. જેમકે મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન છે અને ઓબામાં અમેરિકાના પ્રૅસિડેન્ટ છે. કે ૩૧ પ્રાઈમ નંબર છે. અંતમાં ૩) Procedural memory-કાર્યપ્રણાલિ-કામ કરવાની પદ્ધતિ,કંઈક કરવું, બલ્બ બદલવો કે તરવું કઈ રીતે કે સાઈકલ કઈ રીતે ચલાવવી… procedural memory વારસામાં મળી શકતી હોય છે. હવે semantic મૅમરી તમે વારસામાં આપી શકો કે નહિ? સિમૅન્ટિક એટલે શબ્દોના ફેરફારને લગતી ભાષાશાસ્ત્રની શાખા, અર્થનિર્ધારણ શાસ્ત્ર, અભિધાશાસ્ત્ર. કેટલાં જાણીતાં તત્વચિંતકો, મનોવૈજ્ઞાનિકો અને ભાષાશાસ્ત્રીઓનું માનવું છે કે સિમૅન્ટિક મૅમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી. અમુક આવી સ્મૃતિઓ વારસાગત મળતી હોય છે. આનો એક અદ્ભુત પૂરાવો મને બ્લોગ જગતમાં વડીલ મિત્ર જુગલભાઈના લખેલા એક લેખ જે અંગત અનુભવ આધારે છે તેમાં જણાયો.

જુગલકિશોર વ્યાસ પોતે ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે એમનો બ્લોગ નેટ ગુર્જરી પોતે એક શાળા જ છે. એમણે મારો સ્મૃતિ જનમ પહેલાની કદાચિત્ વાંચ્યો હશે. બહુ વ્યસ્ત માણસ છે માટે ના પણ વાંચ્યો હોય. એમણે તે લેખમાં બચપણનાં અનુભવો લખ્યા છે. જુગલકિશોર હજુ સ્કૂલે ગયા નથી. શાળાનું પગથિયું ચડવાને હજુ વાર છે. કોઈ વડીલ સાથે શહેરના રેલવે સ્ટેશને બેઠાં હશે. ત્યાં કોઈ દુકાનનું ચીતરેલું પાટિયું એમને આકર્ષી ગયું. ઘેર આવીને કક્કો બારાખડી શીખ્યા વગરના બાળ જુગલે ‘કમલબિટરખસ’ એવું લખી બતાવેલું. કક્કો શીખ્યા વગરનું એ પહેલું લખાણ કઈ રીતે લખી શક્યા? બ્રેઈનમાં cerebral cortex ની અંદર ન્યુરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેઈન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરોન્સને ભવિષ્યમાં કૉમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મૅમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. આવો જિનેટિક કોડ જુગલભાઈને પિતા દ્વારા જિન્સમાં મળ્યો જ હોય એનું ડીકોડીંગ જુગલભાઈના બ્રેઈને કરી નાખ્યું હશે. અને કક્કો શીખ્યા વગરના બાળ જુગલે પેલાં બોર્ડમાં લખેલો શબ્દ લખી નાખ્યો. લાઇફનું પહેલું કોપી પેસ્ટ…

બીજો દાખલો.. એમના પિતાજી સાહિત્યના શોખીન હતા. શાસ્ત્રો બહુ વાંચેલા અને ‘હવેલી સંગીત’નાં જાણકાર હતા. એક તો સંગીતજ્ઞનાં બ્રેઈન બીજા કરતા થોડા મોટા હોય. મેટ્રિક થતા પહેલા જુગલભાઈને લાઇબ્રેરીમાંથી કોઈ સર્જકનું શીખરીણી છંદમાં લખેલું કાવ્ય ખુબ ભાવી ગયું હશે. તેવા જ ભાવવાળું એક કાવ્ય લખીને પિતાશ્રીને બતાવ્યું. તો પિતાશ્રીએ એને વખાણ્યું. જુગલભાઈએ વટભેર કહી દીધું શીખરીણી છંદમાં છે. પિતાશ્રીએ જવાબમાં કહ્યું ખોટી વાત છે. શીખરીણી છંદમાં નથી. ત્યાં બેઠેલા ને એમણે શીખરીણી છંદ વિશેનું જ્ઞાન તત્કાલીન આપ્યું. ફક્ત અડધો કલાકમાં જુગલભાઈ શુદ્ધ શીખરીણીમાં રચના લઈને પિતાશ્રી સમક્ષ હાજર થઇ ગયા. એમનાં પિતાશ્રીએ જો આ જગ્યાએ બેચાર કલાક બગાડીને જો મને શીખરીણી છંદ શીખવ્યો હોત તો પણ હું એ છંદમાં કવિતા રચી શક્યો ના હોત તે હકીકત છે. અહીં સિમૅન્ટિક મૅમરીનું ડીકોડીંગ થયેલું સ્પષ્ટ દેખાય છે. બધા હોશિયાર કવિતા કેમ લખી શકતા નથી? અને બધા કવિઓ છંદમાં કવિતા કેમ લખી શકતા નથી? હા તમે પૂરતો રસ લઈને મહેનત કરો તો અવશ્ય કવિતા તે પણ છંદમાં લખી શકો. પણ અડધો કલાકમાં શીખરીણી શીખી અને એમાં જ કવિતા રચી નાખવી તે પેલી સિમૅન્ટિક મૅમરીનું ડીકોડીંગ વધુ લાગે છે જે પિતાશ્રી દ્વારા જિન્સમાં મળેલી જ છે. હવે તમે જો રસ લઈ મહેનત કરી છંદમાં કવિતા કરવાનું શીખી જાવ તો શીખતી વખતે જે ન્યુરલ નેટવર્ક બનતું હશે તે સ્મૃતિઓ જિનેટિક કોડ વડે તમારા બાળકમાં જરૂર જવાની.. સિમૅન્ટિક મૅમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી તેવું વૈજ્ઞાનિકો કહેતા જ હોય છે.

મારા પિતાશ્રી વકીલ હતા ને વાંચવાના ખૂબ શોખીન હતા પણ સાહિત્ય કરતા ફિલોસોફી બહુ વાંચતા. એ જમાનામાં છોકરાઓના હાથમાં ગુલશનનંદાની વેવલી પ્રેમકથાઓની પોકેટબુક્સ રહેતી ત્યારે મારા હાથમાં સસ્તી પડે માટે ઓશોની કહેલી શબ્દોમાં ઊતારેલી પૉકેટબુક રહેતી. અમારી તો સાત પેઢીમાં કોઈએ કવિતા શું જોડકણા પણ નહિ લખ્યાં હોય. લગભગ મારા દાદાશ્રીની પેઢીથી તલવાર ચલાવવાનું બંધ થયું હશે. બાકી આગળની બધી પેઢીઓ તલવાર ચલાવવાનો મુખ્ય બિઝનેસ કરતી હતી. હહાહાહાહાહાહા!!!

ટૂંકમાં સિમૅન્ટિક મૅમરી વારસામાં મળી શકતી હોય છે તેનો પૂરાવો અહીં જુગલભાઈના દાખલા ઉપરથી મળે છે. આપણા પૂર્વજો બ્રેઈન વિષે ખાસ જાણતા નહોતા તો આવા દાખલાઓ પરથી પુનર્જન્મ વિષે ધારણા બંધી લેતા હોવા જોઈએ. હકીકતમાં આપણી હયાતીમાં જ આપણો પુનર્જન્મ આપણા બાળકો રૂપે થઈ જતો હોય છે.imagesCAQSTKHA

સ્મૃતિ જનમ પહેલાની

સ્મૃતિ જનમ પહેલાનીimages-=

હિંદુ ધર્મ કે વિચારધારામાં પુનર્જન્મની ધારણા છે, તેવી બીજા ધર્મોમાં નથી. ઘણાને એમના જુના જન્મો યાદ છે તેવો દાવો પણ કરતા હોય છે. કોઈ મજબૂત પુરાવા મળતા નથી છતાં હજારો વર્ષથી આવી માન્યતા ચાલે જ રાખતી હોય છે. પુરાણોમાં પણ આવી અનેક વાર્તાઓ આવતી હોય છે કે ફલાણા આગલાં જનમમાં આમ હતા અને બીજા જન્મમાં આવી રીતે જનમ લીધેલો. આમ આ માન્યતાને બળ મળ્યા કરતું હોય છે. કોઈ વિવેકાનંદ કે શંકરાચાર્ય જેવા ખૂબ નાની ઉંમરમાં ઘણું બધું અચીવમન્ટ કરીને મૃત્યુ પામતા હોય ત્યારે યોગભ્રષ્ટ આત્મા હશે, ગયા જનમનું બાકી કામ પૂરું કરવા આવ્યા હશે તેવું કહેવાતું હોય છે.

પુનર્જન્મ હોય છે કે નહિ તે ચર્ચા બાજુ ઉપર મૂકીએ પણ આપણા પૂર્વજોની કોઈ સ્મૃતિ વારસામાં આપણને મળે ખરી? આનો જવાબ બ્લેક ઍન્ડ વાઇટમાં નહીં મળે. મેમરી કયા અર્થમાં લઈએ છે તે ઉપર આનો ઉત્તર આધાર રાખે છે. આપણને આપણા ત્રીજી ચોથી પેઢીના પરદાદાના લગ્નપ્રસંગની યાદ આવવાની નથી. છતાં આપણા પૂર્વજોની થોડી સ્મૃતિઓ આપણને વારસામાં મળે છે તેની શક્યતા જરૂર છે.

વિવિધ પ્રકારની સ્મૃતિમાં ઉપર જોયું તેમાં ત્રણ પ્રકાર મુખ્ય છે.

૧) Episodic memory– ઍપિસૉડિક- પ્રાસંગિક કથાત્મક, કથા ઘટકોવાળું

કોઈ ખાસ પ્રસંગની યાદગીરી બ્રેનમાં સ્ટોઅર થઈ જાય તેને પ્રાસંગિક સ્મૃતિ પણ કહી શકાય.  દાખલા તરીકે ગઈ સાલ કોઈ બર્થડે પાર્ટીમાં ગયા હોઈએ તે ઇવેન્ટની મધુર યાદોને ઍપિસૉડિક મેમરી કહી શકાય.

૨) Semantic memory – કોઈ ખાસ પ્રકારની માહિતી જે સત્ય હોય તેને semantic મેમરી કહેવાય છે. જેમકે મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન છે અને ઓબામા અમેરિકાના પ્રેસિડન્ટ છે. કે ૩૧ પ્રાઇમ નંબર છે. અંતમાં

૩) Procedural memory – કાર્યપ્રણાલિ-કામ કરવાની પદ્ધતિ,કંઈક કરવું, બલ્બ બદલવો કે તરવું કઈ રીતે કે સાઇકલ કઈ રીતે ચલાવવી… Procedural memory વારસામાં મળી શકતી હોય છે.

હું એક કૅન્ગરૂ(કાંગારુ) વિષે ડૉક્યુમેન્ટરી  જોતો હતો. હવે કાંગારુના બચ્ચા અવિકસિત અધૂરાં પેદા થતા હોય છે. પછી માતાના પેટ આગળ એક કોથળી હોય છે તેમાં મોટાં થતાં હોય છે. હવે માદા કાંગારુ એક બચ્ચાને જનમ આપે છે તે અવિકસિત એકાદ આંગળીનું બચ્ચું માતાની યોનિમાંથી બહાર નીકળતા વેત તરત જ માતાની રુવાંટી પકડતું પકડતું ઉપર તરફ ગતિ કરવા લાગે છે. મને નવાઈ લાગી આ સાવ અવિકસિત માંસના લોચા જેવું હજુ આંખો જેવું કશું દેખાતું નથી સીધું ગરોળી ચડે તેમ ઉપર ચડીને પેલી કોથળીમાં ગરક થઈ ગયું. એને કોણે શિખવાડ્યું કે અહીં ઉપર એને રહેવા માટેની કોથળી તૈયાર છે? પણ એની માતા પણ આવી જ રીતે ઉપર ચડીને પેલી કોથળીને શરણે થઈ ગઈ હશે તે સ્મૃતિ આ બચ્ચાને માતાના જિન્સ દ્વારા વારસામાં મળી છે, માટે તે પણ જન્મતાવેંત ઉપર ચડીને કોથળીમાં સમાઈ ગયેલું.

માનવબાળ જન્મે છે તેને માતાનું સ્તનપાન કઈ રીતે કરવું કોણ શીખવે છે ? છતાં બલ્બ બદલવાનું બાળક પિતાને બલ્બ બદલાતાં જોઇને શીખતું હોય છે. તાજાં જન્મેલા બાળકોને તરવાનું શીખવવું પડતું નથી તેના પ્રયોગો જર્મનીમાં થયેલા છે. એટલે કામ કરવાની પદ્ધતિની કઈ સ્મૃતિઓ આપણે વારસામાં લઈને પેદા થઈએ છીએ તે સંશોધનનો વિવાદાસ્પદ વિષય છે.

હવે સવાલ એ છે કે episodic and semantic મેમરી તમે વારસામાં આપી શકો કે નહિ? સિમૅન્ટિક એટલે શબ્દોના ફેરફારને લગતી ભાષાશાસ્ત્રની શાખા, અર્થનિર્ધારણ શાસ્ત્ર, અભિધાશાસ્ત્ર. કેટલાં જાણીતાં તત્વચિંતકો, મનોવૈજ્ઞાનિકો અને ભાષાશાસ્ત્રીઓનું માનવું છે કે  સિમૅન્ટિક મેમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી. અમુક આવી સ્મૃતિઓ વારસાગત મળતી હોય છે. ન્યાય અને નૈતિકતા વિષે વગર શીખે આખી દુનિયામાં બધે એક જ જાતના સરખાં ખ્યાલો હોય છે.

સ્વિસ મનોવૈજ્ઞાનિક અને સાઇકોથેરપિસ્ટ Carl Gustav Jung,  analytical સાઇકૉલોજીનાં શરુ કરનાર એમની collective unconscious થીઅરી માટે જાણીતા છે. સરળ ભાષામાં કહીએ તો સામૂહિક અચેતન કે આખા સમૂહનું કે સામુદાયિક મનસ કહી શકાય. કલેક્ટિવ અન્કૉન્શયસ, વ્યક્તિગત અચેતન કરતા ભિન્ન એવી સ્મૃતિઓ છે જે કૉમન પૂર્વજો દ્વારા મળેલી વ્યક્તિગત પણ સર્વસામાન્ય હોય છે. દાખલા તરીકે આગમાં હાથ નાખીએ તો દાઝી જવાય તે સર્વસામાન્ય સ્મૃતિ છે જે બધાને ખબર જ હોય છે.

સામૂહિક અચેતન વિષે ભલે આપણે સભાન ના હોઈએ પણ આગ નજીક જતા દુનિયાના દરેક માનવીને એકસરખી જ લાગણી થતી હોય છે. આપણા પૂર્વજો જાણતા હતા કે આગ નજીક જવું ભયજનક છે. અને તે સ્મૃતિઓ આપણને વારસામાં મળતી હોય છે જીન દ્વારા..આધુનિક જમાનામાં Noam Chomsky નામના ભાષાશાસ્ત્રી સિમૅન્ટિક મેમરીનાં સમર્થનમાં યુનિવર્સલ ગ્રામર શબ્દ વાપરતા સમજાવે છે કે The universal grammar can be understood as an inherited network of language structures that is common to all of us. વૈશ્વિક વ્યાકરણ ભાષા ગમે તે હોય એક જ હોય છે.

બ્રેનમાં cerebral cortex ની અંદર ન્યુઅરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરૉન્સને ભવિષ્યમાં કમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મેમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. જો કે વૈજ્ઞાનિકોને આના વધુ રહસ્યો હજુ શોધવાના બાકી છે.

જન્મથી અંધ લોકોમાં દ્ગષ્ટિને લગતી કોઈ છબી એમના બ્રેનમાં હોવી ના જોઈએ તે સ્વાભાવિક છે. છતાં એવા પુરાવા મળ્યા છે કે અમુક જન્મથી અંધ લોકો ચક્ષુગમ્ય કલ્પના કરી શકતા હોય છે. કદાચ એવું બને કે એમના માતાપિતા તો દેખતાં હોય છે ત્યારે અમુક દ્ગષ્ટિ વિષયક સ્મૃતિઓ એમના અંધ સંતાનને જિનેટિક કોડ તરીકે જિન્સમાં આપી ચૂક્યાં હોય એટલે ભલે અંધ હોય પણ ચક્ષુગમ્ય અનુભૂતિ માણી શકતા હોવા જોઈએ.

એટલે આપણો પુનર્જન્મ થતો ના હોય પણ આપણા અનુભવો, ગુણો, વિશિષ્ટ શક્તિઓ કે આવડત અને મેમરી આપણે જિનેટિક કોડ તરીકે વારસદારોમાં ટ્રાન્સ્ફર કરતા હોઈએ એટલે એવું લાગે કે આપણો પુનર્જન્મ થાય છે, એમ એ ધારણા મજબૂત બનતી જાય તેમાં કોઈ નવાઈ નહિ.. ઘરમાં કોઈ દાદા વર્ષો પૂર્વે મૃત્યુ પામ્યા હોય અને એ જ ઘરમાં કોઈ નવા બાળકનો જન્મ થાય તે મોટું થાય ત્યારે એની ગતિવિધિઓમાં પેલા દાદાના વર્તન જેવું સામ્ય જોઈ ઘણા બોલી ઊઠતા હોય છે કે દાદા ફરી જન્મ્યા લાગે છે.દાદા એમની વિશિષ્ટ આવડતોની મેમરી એમના જિનેટિક કોડ દ્વારા પૌત્રમાં આપી ચૂક્યા હોય અને પૌત્રમાં એના ચમકારા દેખાતા હોય તો પછી દાદા ફરી જન્મ્યા હોય તેવું લાગે જ ને?

એવું નથી લાગતું કે અલ્લારખાં સાહેબે એમની તમામ  Procedural Memories જિનેટિક કોડ દ્વારા ઝાકીરહુસેનમાં ભરી દીધી છે? અને ઝાકીરહુસેનનાં નાના ભાઈ તો વળી તબલા શું, પ્લાસ્ટીકની ડોલ આપો, ડબ્બા આપો કે થાળી ચમચી આપો ગમે તે આપો એમનું અદ્ભુત કૌશલ્ય બતાવતા જ રહે છે.

આનો એક અદ્ભુત પૂરાવો મને બ્લૉગ જગતમાં વડીલ મિત્ર જુગલભાઈના લખેલા એક લેખ જે અંગત અનુભવ આધારે છે તેમાં જણાયો.

જુગલકિશોર વ્યાસ પોતે ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે એમનો બ્લૉગ નેટ ગુર્જરી પોતે એક શાળા જ છે. એમણે મારો સ્મૃતિ જનમ પહેલાની કદાચિત્ વાંચ્યો હશે. બહુ વ્યસ્ત માણસ છે માટે ના પણ વાંચ્યો હોય. એમણે તે લેખમાં બચપણનાં અનુભવો લખ્યા છે. જુગલકિશોર હજુ સ્કૂલે ગયા નથી. શાળાનું પગથિયું ચડવાને હજુ વાર છે. કોઈ વડીલ સાથે શહેરના રેલવે સ્ટેશને બેઠાં હશે. ત્યાં કોઈ દુકાનનું ચીતરેલું પાટિયું એમને આકર્ષી ગયું. ઘેર આવીને કક્કો બારાખડી શીખ્યા વગરના બાળ જુગલે ‘કમલબિટરખસ’ એવું લખી બતાવેલું. કક્કો શીખ્યા વગરનું એ પહેલું લખાણ કઈ રીતે લખી શક્યા?

બ્રેનમાં cerebral cortex ની અંદર ન્યુરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરૉન્સને ભવિષ્યમાં કમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મેમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. આવો જિનેટિક કોડ જુગલભાઈને પિતા દ્વારા જિન્સમાં મળ્યો જ હોય એનું ડીકોડીંગ જુગલભાઈના બ્રેને કરી નાખ્યું હશે. અને કક્કો શીખ્યા વગરના બાળ જુગલે પેલાં બૉર્ડમાં લખેલો શબ્દ લખી નાખ્યો. લાઇફનું પહેલું કૉપિ પેસ્ટ…

બીજો દાખલો.. એમના પિતાજી સાહિત્યના શોખીન હતા. શાસ્ત્રો બહુ વાંચેલા અને ‘હવેલી સંગીત’નાં જાણકાર હતા. એક તો સંગીતજ્ઞનાં બ્રેઈન બીજા કરતા થોડા મોટા હોય. મેટ્રિક થતા પહેલા જુગલભાઈને લાઇબ્રેરીમાંથી કોઈ સર્જકનું શીખરીણી છંદમાં લખેલું કાવ્ય ખુબ ભાવી ગયું હશે. તેવા જ ભાવવાળું એક કાવ્ય લખીને પિતાશ્રીને બતાવ્યું. તો પિતાશ્રીએ એને વખાણ્યું. જુગલભાઈએ વટભેર કહી દીધું શીખરીણી છંદમાં છે. પિતાશ્રીએ જવાબમાં કહ્યું ખોટી વાત છે. શીખરીણી છંદમાં નથી. ત્યાં બેઠેલા ને એમણે શીખરીણી છંદ વિશેનું જ્ઞાન તત્કાલીન આપ્યું. ફક્ત અડધો કલાકમાં જુગલભાઈ શુદ્ધ શીખરીણીમાં રચના લઈને પિતાશ્રી સમક્ષ હાજર થઇ ગયા. એમનાં પિતાશ્રીએ આ જગ્યાએ બેચાર કલાક બગાડીને જો મને શીખરીણી છંદ શીખવ્યો હોત તો પણ હું એ છંદમાં કવિતા રચી શક્યો ના હોત તે હકીકત છે. અહીં સિમૅન્ટિક મેમરીનું ડીકોડીંગ થયેલું સ્પષ્ટ દેખાય છે.

બધા  હોશિયાર કવિતા કેમ લખી શકતા નથી? અને બધા કવિઓ છંદમાં કવિતા કેમ લખી શકતા નથી ? હા તમે પૂરતો રસ લઈને મહેનત કરો તો અવશ્ય કવિતા તે પણ છંદમાં લખી શકો. પણ અડધો કલાકમાં શીખરીણી શીખી અને એમાં જ કવિતા રચી નાખવી તે પેલી સિમૅન્ટિક મેમરીનું ડીકોડીંગ વધુ લાગે છે જે પિતાશ્રી દ્વારા જિન્સમાં મળેલી જ છે. હવે તમે જો રસ લઈ મહેનત કરી છંદમાં કવિતા કરવાનું શીખી જાવ તો શીખતી વખતે જે ન્યુઅરલ નેટવર્ક બનતું હશે તે સ્મૃતિઓ જિનેટિક કોડ વડે તમારા બાળકમાં જરૂર જવાની.. સિમૅન્ટિક મેમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી તેવું વૈજ્ઞાનિકો કહેતા જ હોય છે.

મારા પિતાશ્રી વકીલ હતા ને વાંચવાના ખૂબ શોખીન હતા પણ સાહિત્ય કરતા ફિલૉસફી બહુ વાંચતા. એ જમાનામાં છોકરાઓના હાથમાં ગુલશનનંદાની વેવલી પ્રેમકથાઓની પૉકેટ-બુક રહેતી ત્યારે મારા હાથમાં સસ્તી પડે માટે ઓશોની કહેલી શબ્દોમાં ઊતારેલી પૉકેટબુક રહેતી. અમારી તો સાત પેઢીમાં કોઈએ કવિતા શું જોડકણા પણ નહિ લખ્યાં હોય. લગભગ મારા દાદાશ્રીની પેઢીથી તલવાર ચલાવવાનું બંધ થયું હશે. બાકી આગળની બધી પેઢીઓ તલવાર ચલાવવાનો મુખ્ય બિઝનેસ કરતી હતી. હહાહાહાહાહાહા!!!

ટૂંકમાં સિમૅન્ટિક મેમરી વારસામાં મળી શકતી હોય છે તેનો પૂરાવો અહીં જુગલભાઈના દાખલા ઉપરથી મળે છે. અમેરિકામાં જન્મેલાં બાળકો માટે ગુજરાતીમાં બોલવું અઘરું પડતું હોય છે. ઘરમાં બોલાતું હોય તેટલું જ ગુજરાતી આવડે. તે પણ બોલતા લખતાં નહિ. અમેરિકામાં વસતા મિત્ર ચિરાગ પટેલે એમના દીકરાને ભારતમાં વડોદરા ભણવા મૂક્યો છે. અમેરિકામાં જન્મ્યા અને ૧૧ વર્ષ ઉછર્યા છતાં આ વર્ષે વડોદરા ભણવાનું શરુ કર્યું તો ગુજરાતી વિષયમાં ૧૦૦/૧૦૦ ગુણ લાવ્યો અને હિન્દીમાં લખી/વાચી/કવિતા ગોખી શકવાની ક્ષમતા પ્રગટી વળી, આ જ ઉંમરથી qbasicમાં કમ્પ્યુટરનાં પ્રોગ્રામ લખતો થઇ ગયો છે.આપણા પૂર્વજો બ્રેન વિષે ખાસ જાણતા નહોતા તો આવા દાખલાઓ પરથી પુનર્જન્મ વિષે ધારણા બંધી લેતા હોવા જોઈએ. હકીકતમાં આપણી હયાતીમાં જ આપણો પુનર્જન્મ આપણા બાળકો રૂપે થઈ જતો હોય છે.

 

 

 

 

 

 

 

 

પ્રેમપુષ્પનું રાસાયણિક પૃથક્કરણ

images===પ્રેમપુષ્પનું રાસાયણિક પૃથક્કરણ

ચાલો પ્રેમના પુષ્પનું ડિસેક્શન કરીએ. પ્રેમ આંધળો છે કે આંધળા બન્યા વગર પ્રેમ ના થાય તેવા મહાવરા આપણે સાંભળીએ છીએ. પ્રેમ તો હ્રદયથી થાય દિમાગથી નાં થાય તેવું પણ સંભાળીએ છીએ. ખરેખર તો પ્રેમ દિમાગથી જ થાય છે. કારણ હૃદય તો માત્ર શરીરમાં લોહી ધકેલવાનો પંપ માત્ર છે. જેને આપણે પ્રેમ હ્રદયથી થાય તેવું કહીએ છીએ તે કહેવાતું હ્રદય પણ દિમાગના કેટલાક ભાગ જ છે. ગમે તે હોય પ્રેમ આ પૃથ્વી પરનું સૌથી અર્થસભર અને શક્તિમાન પરિબળ છે અને હોવું જ જોઈએ તેવું માનીને ચાલો દિમાગના દરિયામાં ડૂબકી લગાવીએ જ્યાં પ્રેમ પેદા થાય છે.

પ્રેમ અડિક્ટિવ છે, મતલબ વ્યસન જેવું છે. તમાકુ, ચા, કે કોફી પીવાની આદત પડી જાય તેવું પ્રેમનું પણ છે. ખાસ તો નવા નવા પ્રેમી પંખીડાઓ માટે પ્રેમ એક વ્યસન છે. કારણ પ્રેમ બ્રેનમાં ventral tegmentalarea (VTA) ને ઉત્તેજે છે જે dopamine નામના આનંદદાયક ન્યુરોટ્રૅનિઝ્મટરનાં ફુવારા બ્રેનમાં રહેલા રિવૉર્ડ સેન્ટરમાં છોડે છે, જે પ્રેમીઓમાં હળવી narcotic ઇફેક્ટ પેદા કરે છે. જે લોકો ભારે દુખાવામાં નર્કૉટિક પેએન કિલર ખાતા હશે તેમને ખબર હશે. આવી દવા ખાધા પછી હળવો નશો અનુભવાતો હોય છે. જે આનંદદાયક લાગતો હોય છે. અને લાંબા સમય સુધી આવી દવાનું સેવન કરવાનું મન થાય છે, તેની ટેવ પડી જાય છે. તે જ સમયે પ્રેમની અનુભૂતિ સ્ટ્રેસ હૉર્મોન norephinephrine પણ છોડે છે જે હાર્ટ રેટ અને બ્લડ-પ્રેશરમાં વધારો કરે છે જેની અસર methamphetamine જેવા અસરકારક addictive સમકક્ષ હોય છે.

પ્રેમ અબ્સેસિવ હોય છે તમારા મનનો કબજો બળજબરીથી લઈ લેતો હોય છે. જ્યારે તમારું દિમાગ મતલબ બ્રેન પ્રેમ ગ્રસિત હોય છે ત્યારે ન્યુરોટ્રૅનિઝ્મટર serotonin સ્ત્રાવમાં ઘટાડો થતો હોય છે. આ કેમિકલ તમને અચોક્કસતા અને અસ્થિરતાની મનોદશા સામે રક્ષણ આપે છે. હવે એમાં ઘટાડો થાય એટલે જ્યાં તમને ચોક્કસતા અને સ્થિરતા દેખાય ત્યાં નાના બાળકનો ઘૂઘરો રમવા બેસી જવાના. એક વ્યાખ્યા મુજબ પ્રેમ unpredictable કહેવાય છે. It’s a prime target for obsession. આપણે નથી કહેતા આનું કાઈ ઠેકાણું નહીં ગમે તે કરી નાખે. પ્રેમમાં પડેલો માણસ ગમે તે કરી નાખે. પ્રેમમાં પાગલ કે પાગલ પ્રેમી, પ્રેમાંધ કે પ્રેમ આંધળો છે જેવા શબ્દો એમાં જ ઉદ્ભવ્યા છે, જે સત્યની બિલકુલ નજીક છે.

પ્રેમ બેપરવા, અવિચારી, દુ:સાહસિક બનાવે છે. કમાન્ડ અને કંટ્રોલ કારણભૂત બ્રેનનો prefrontal cortex  વિભાગ પ્રેમમાં નીચલાં ગિઅરમાં આવી જાય છે. તે જ સમયે threat-response system એટલે જોખમ સામે ચેતવણી આપતું ચાવીરૂપ amygdala પણ નીચલાં ગિઅરમાં આવી જાય છે. બંનેની સંયુક્ત અસર હેઠળ પ્રેમમાં પડેલો માનવી ગમે તેવા જોખમ લેવા તૈયાર થઈ જતો હોય છે પેલાં તુલસીદાસની જેમ. સીધાસાદા દેખાતા માનવી પણ પ્રેમની અસરમાં મરવા મારવા પર ઊતરી જતા હોય છે.

પ્રેમ(Love) અને કામેચ્છા(Lust) બ્રેનમા સાથે રહેતા હોય છે જરૂરી નથી એક જ વ્યક્તિ તરફ બંને સાથે અનુભવાય. પ્રેમ અને કામેચ્છા બંને જુદા જુદા હોય છે પણ બ્રેનમાં એકબીજા ઉપર હાવી થઈ જતા હોય છે. એકબીજામાં ગૂંથાઈ જતા હોય છે. બંને હાઇપર બનાવતા હોય છે અને બંને અડિક્ટિવ હોય છે. બંને બ્રેનમાં એક જ વિભાગો ઉપર અસર કરતા હોય છે. એટલે શરૂમાં પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ અનુભવતા હોઈએ છીએ. પણ જરૂરી નથી કે પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ જાગે. એવું પણ બને કે પ્રેમ એક વ્યક્તિ તરફ અનુભવાય અને કામેચ્છા બીજી વ્યક્તિ માટે જાગે. લાંબા સહજીવનમાં ભેદ ઊઘડી આવતો હોય છે.

લાંબા સહજીવનમાં કામેચ્છા ઓછી થતી જતી હોય છે અને પ્રેમ વધતો જતો હોય છે, ત્યારે બ્રેનમા ventral pallidum વિભાગમાં સક્રિયતા વધી જતી હોય છે જે long-term pair-bonding and attachment માટે કારણભૂત ઑક્સિટોસિન અને vasopressin જેવા રસાયણો સ્ત્રાવ માટે જવાબદાર હોય છે. આમ લવ અને લસ્ટ જુદા જુદા છે પણ એકબીજામાં ગૂંથાઈ જતા હોવાથી એમાં ભેદ કરવો મુશ્કેલ થઈ પડે છે. જેના પ્રત્યે લવ અનુભવીએ તેના પ્રત્યે લસ્ટ પણ જાગે છે. અને જેના પ્રત્યે લસ્ટ જાગે તેના પ્રત્યે લવ પણ જાગતો હોય છે.

લવ માટે ઑક્સિટોસિન જેવા વિશ્વાસ જગાવતા ન્યુરોકેમિકલ્સનું પ્રભુત્વ મહત્વનું છે જ્યારે કામેચ્છા માટે ટૅસ્ટાસ્ટરોન જેવાં male ન્યુરોટ્રૅનિઝ્મટરનું પ્રભુત્વ જરૂરી છે. સ્ત્રીઓમાં પણ આ હૉર્મોન થોડા અંશે હોય જ છે. જે સ્ત્રીઓમાં ટૅસ્ટાસ્ટરોન હૉર્મોન થોડા વધુ હોય તો એમની કામેચ્છા પ્રબળ હોય છે. લવ અને લસ્ટ વચ્ચેનો ભેદ સરળતાથી જાણવો હોય તો સમજો દીકરી પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ. માતા પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ..

જો દીકરીઓને ખૂબ પ્રેમ કરશો તો બંનેમાં ઑક્સિટોસિનનું લેવલ વધશે. દીકરીઓ વણજોઈતા પ્રેમના ચક્કરમાં ફસાતી બચશે. લસ્ટ ઘણીબધી સ્ત્રીઓ કે પુરુષો પ્રત્યે અનુભવી શકો પ્રેમ અમુક સ્ત્રીઓ કે પુરુષો પ્રત્યે જ અનુભવી શકો. કોઈ બુદ્ધ મહાવીર તમામ લોકો પ્રત્યે પ્રેમ અને કરુણા અનુભવી શકતા હોય છે અને એટલે આપણે તેમણે ભગવાન કહીએ છીએ.

પ્રેમમાં પડેલા પુરુષના visual cortex માં સ્ત્રીની સરખામણીએ ઍક્ટિવિટિ ખૂબ વધી જતી હોય છે. ભાઈના ડોળા ચકળવકળ થયા કરતા હોય છે. ચક્ષુગમ્ય બળદ…

પ્રેમમાં પડેલી સ્ત્રીઓ બધું વિસ્તૃત વિગતવાર યાદ રાખતી હોય છે. પ્રેમમાં પડેલી સ્ત્રીના બ્રેનમાં રહેલું hippocampus ખૂબ ઍક્ટિવ થઈ જતું હોય છે જે મેમરી સાથે સંલગ્ન હોય છે. આમેય પુરુષ કરતા સ્ત્રીઓનું hippocampus વધારે જગ્યા રોકતું હોય છે. એટલે પહેલો પ્યાર પુરુષ જલદી ભૂલી જતો હશે સ્ત્રીઓ જલદી ભૂલતી નહીં હોય. એટલે પ્રેમમાં પડેલી સ્ત્રીઓ જેતે સમયની સ્મૃતિઓ વધુ સારી રીતે યાદ રાખતી હોય છે. ઝીણામાં ઝીણી વસ્તુ કે બનાવ પણ એમને યાદ રહેતો હોય છે.

નૈના મિલાકે, નયન થી નયન મળે તો જાણે જાદુ થઈ ગયો. ગોરી તુને પાગલ બનાયા, આંખોમે જો કાજલ લગાયા..નયના બરસે રીમઝીમ..નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? આંખો વિષે અઢળક કવિતાઓ લખાઈ છે. અને લખાતી રહે છે. તાજાં જન્મેલા બાળકો માટે અને પ્રેમમાં પડેલા માટે Eye contact ભાવનાત્મક જોડાણ માટે મહત્વનો હોય છે. પ્રેમીઓ એકબીજાની આંખોમાં આંખો મેળવીને જોયા કરતા હોય છે. નજરથી નજર મળે અને પછી એક ભુવનમોહિની સ્મિત ફેંકાય ખલાસ પ્રેમી ઘાયલ થઈને ઢળી પડે. નજર પછી સ્મિત અને પછી અવાજનું માધુર્ય આગળ આવે. પ્રેમીઓના અવાજની ક્વૉલિટી પણ બદલાઈ જતી હોય છે.

અવિશ્વસનીયતા અને મનૉગમી ન્યુરોકેમિકલ્સ દ્વારા પ્રભાવિત થતી હોય છે. મનૉગમી અને Promiscuity વિષે વૈજ્ઞાનિકોને voles એક જાતના ઉંદર ઉપર સંશોધન કરતા ઘણી બધી મહત્વની માહિતી ઉપલબ્ધ થઈ છે. એક જાતના voles મનોગમસ હોય છે, મતલબ નર માદા જોડી બનાવીને રહે છે, એકબીજાને આખી જિંદગી વફાદાર રહેતા હોય છે. બીજા પ્રકારના voles જોડી બનાવતા નથી. પૉલીગમસ છે. હવે જિનેટિકલી બંને ૯૯ ટકા આઇડેન્ટિકલ છે. હવે વૈજ્ઞાનિકોએ પેલાં અવિશ્વસનીય પૉલીગમસ ગણાતા voles માં ઑક્સિટોસિન અને vasopressin નામના ન્યુરોકેમિકલ્સ જે વિશ્વાસવર્ધક ગણાય છે અને માનવોમાં pair-bonding માટે જવાબદાર ગણાય છે તે ઇન્જેકટ કરતા પેલાં કહેવાતા બેવફા ઉંદરો એકદમ વફાદાર બની ગયા અને જોડી બનાવીને રહેવા લાગ્યા, ટૂંકમાં મનૉગમસ બની ગયા.

Women and men can just be friends…(well, at least women think so). સ્ત્રી અને પુરુષ ફક્ત સારા મિત્રો ના બની શકે? બની શકે તેવું એટ-લીસ્ટ સ્ત્રીઓ વિચારતી હોય છે. પુરુષો મિત્રતા કરતા કૈંક વધુ ઇચ્છતા હોય છે. સ્ત્રીઓ એમના બ્રેનમાં સાદી મિત્રતા અને રોમૅન્ટિક લાગણીઓ ભેગી કર્યા વગર અલગ અલગ રાખી શકતી હોય છે. એટલે પ્રેમની દિવ્ય અનુભૂતિ સ્ત્રીઓ પામી શકતી હોય છે ત્યાં પુરુષો એને ચૂકી જતા હોય છે. પ્લેટૉનિક પ્રેમ સ્ત્રીઓ માટે શક્ય હોય છે માટે કોઈ મીરાં એના કૃષ્ણને ભજતી આખી જિંદગી એમજ વ્યતીત કરી શકતી હોય છે.

હા! તો મિત્રો પ્રેમનું પાયથાગોરસ પ્રમેય ઉકેલવાનો શક્ય પ્રયાસ કર્યો છે. ભારતીય માનસિકતા મુજબ પ્રેમ મહાન અને લસ્ટ ખરાબ છે તેવું ગણિત ગણવું જરૂરી નથી. ઉત્ક્રાંતિ માટે લવ અને લસ્ટ બંને મહત્વનાં છે. લસ્ટ વગર જેનિસ ટ્રાન્સ્ફર કરવા મુશ્કેલ અને લવ વગર ટ્રાન્સ્ફર કરેલા જિન્સ ઉછેરવા મુશ્કેલ.

images-=-=

અમેરિકન મૂડીવાદનાં વિકાસનો ફૂટેલો ફુગ્ગો

imagesCAZZGSEU

સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે. પણ સમૂહમાં એકબીજા સાથે હરીફાઈ પણ ખૂબ હોય છે. ખોરાક મેળવવો હોય કે માદા મેળવવી હોય તો ખૂબ હરીફાઈનો સામનો કરવો પડતો હોય છે. અને આ બધું મજબૂત હોય તેને અને જે તે સમૂહમાં ઊંચું સ્થાન ભોગવતો હોય તેને જલદી ઉપલબ્ધ થાય. આમ મેમલ સ્ટેટ્સ સીકિંગ બનવા ઇવોલ્વ થયેલા જ છે. મંદિરના ઓટલે ભીખ માંગતા ભિખારીને પૂછો તો એની મહેચ્છા પણ એક દિવસ અંબાણી બનવાની હોય છે. સમાજમાં ઊંચાંમાં ઊંચું સ્થાન પામવાની મહેચ્છા કોની ના હોય? અને એના માટે જે કરવું પડે તે કરવા મેમલ સદાય તૈયાર હોય છે. જોડકણા લખતાં દરેક કવિને ઉમાશંકર જોશી કે કલાપી જેવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનું મન હોય છે. બાબા રામદેવ વૈરાગી બાવાજીને એકવાર ઝી ટીવીના લીટલ ચેમ્પ પ્રોગ્રામમાં સાંભળેલા કહેતા હતા ‘જિંદગીમે એકબાર પ્રથમ આના હૈ’ એવી ખ્વાહિશ બચપણથી જ હતી. એક સ્થાન પ્રાપ્ત થાય તો એનાથી ઊંચેની અપેક્ષા તરત થવાની. હાઈ સ્ટેટ્સ ઇચ્છવું આપણા જિન્સમાં હોય છે. એમાં રામદેવનો કોઈ વાંક જ નથી..વૈરાગીઓમાં પણ પ્રથમ આવવાની સ્પર્ધા તો ઊભી જ હોય છે. મંડલેશ્વર, મહામંડલેશ્વર, પીઠાધીશ, એમના ય આગવા રજવાડા હોય છે, વડતાલ સંસ્થાન. હું પહેલો શાહી સ્નાન કરું એમાં તો ૧૭૬૦મા કુંભ મેળામાં ૧૮૦૦૦ બાવાઓ એકબીજાને મારીને સ્વર્ગે પહોચી ગયેલા. આટલાં બાવાઓ અંગ્રેજો સામે લડ્યા અને મર્યા હોત તો આઝાદી મળી ગઈ હોત..મૂળ વાત એ છે કે આપણે સસ્તન-મેમલ પ્રાણી હાઈ સ્ટેટ્સ સીકિંગ છીએ.

બે મેમલ ભેગાં થાય એટલે કમ્પેરીજન શરુ, કોણ ઊંચું કોણ નીચું? તારી સાડી કરતા મારી વધુ સફેદ કે મોંઘી છે. એટલે સામ્યવાદ અને સમાજવાદ જેવા બધાને સરખાં એક સમાન ગણવા જેવા ઉચ્ચ આદર્શો અને અમૂર્ત વિચારણાઓનું મેમલ બ્રેઈન પ્રોસેસિંગ કરી શકતું નથી. આ બધા સુંદર સુંદર વિચારો કોર્ટેક્ષ કરતું હોય છે. તે પણ એને અન્યાય થાય એટલે કરતું હોય છે. એક મજૂરને લાગે કે હું મજૂરી કરીને કદી ઊંચો આવવાનો નથી કે મિલમાલિક જેટલાં પૈસા કમાવાનો નથી તો એને તરત સામ્યવાદ યાદ આવી જશે. રાજાશાહી ખરાબ છે એને નાબૂદ કરી નાખવી જોઈએ તેવી હાકલ કરી આંદોલનો કરનારા નેતાઓ આજે સવાયા રાજાઓ બની બેઠાં છે કે નહિ? સલીમે તો અકબર સામે ખાલી બળવો જ કરેલો, ઔરંગઝેબે ખાલી એના પિતાને કેદ કરી ને ફક્ત ભાઈઓને જ મારી નાખેલા. આપણા નેતાઓએ એમના અહંકાર પોષવા, પ્રથમ સ્થાન પામવા, ભારત અને પાકિસ્તાનની રાજગાદી પર બેસવા, શક્ય સમાધાન ના કરીને એક મહાન દસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના બે દેશમાં ભાગલા પાડી સરહદ ઉપર ૧૦ થી ૨૫ લાખ માણસોને અંદર અંદર કપાવી માર્યા હતા. આટલાં માણસો અંગ્રેજો સામે લડતા મરાયા હોત તો આ દેશ સામે આજે કોઈ આંગળી ઊંચી કરી શકવાની તાકાત ધરાવતું નાં હોત.

એટલે કેપિટાલિઝમ મેમલ બ્રેઈનને ભાવતી વસ્તુ છે. મનફાવે તેમ મુક્ત વ્યાપાર કરો, પૈસા કમાવો અને હાઈ સ્ટેટસ પ્રાપ્ત કરો..એટલે એવું તત્વજ્ઞાન ચાલે છે કે ઓછામાં ઓછી સરકારી દખલ ઉદ્યોગ વ્યાપારમાં હોવી જોઈએ. એનો મતલબ એવો પણ નથી કે સરકારના હસ્તક્ષેપ વગર જ બધું ચાલે જાય. તદ્દન અસહાય અને આર્થિક રીતે નાજુક લોકોના રક્ષણ માટે અસરકારક અને નવી પોલિસી હોવી જોઈએ. મૂડીવાદનો આત્યંતિક પ્રકાર છેલ્લા ૩૦-૪૦ વર્ષમાં આખી દુનિયામાં પ્રસરી ગયો છે, ચીન અને રશિયા પણ બાકાત નથી, અને તે ખૂબ ઊંડી મુશ્કેલી સર્જી રહ્યો છે તે વાત આપણે નકારીએ છીએ. સામ્યવાદ ફેઇલ કેમ ગયો? કારણ ૨૦૦૦ કરોડ વર્ષથી વિકસેલા મેમલ બ્રેઈન માટે અનુકૂળ નહોતો. બધાની પોજીશન સરખી હોય તો શું કામનું? ડૉક્ટર- એન્જીનીયર કરતા મજૂર વધુ કમાતો હોય તો ડૉક્ટર બનીને કામ શું છે? અને સૌ સરખાં જ હોય તો પછી મહેનત કરીને પ્રોગ્રેસ કરવો કોણે કીધું? હવે આપણા માનવીય પૂર્વજો અને પ્રાણિજ પૂર્વજોએ તો કરોડો વર્ષ લગી એકબીજા સાથે કમ્પેરીજન કરેલી જ છે. એટલે સામ્યવાદ સફળ થયો નહિ, ઊલટાનું નવાઈની વાત એ છે કે આજે સામ્યવાદી કહેવાતા ચીનમાં ૨૧૩ અબજોપતિઓ છે. રશિયામાં ૮૮ અબજોપતિઓ છે.  દબાવી રાખેલી સ્પ્રિંગ છટકી છે. ચીન કેવું સડસડાટ આર્થિક વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે? મૂડીવાદના પ્રણેતાઓ એક સિદ્ધાંતમાં માનતા હોય છે કે માનવજાત રેશનલ છે બજારની ગતિવિધિઓ (વિવેકપૂર્ણ) રેશનલ હોય છે. પણ આ સિદ્ધાંત આજે ધોવાઈ ચૂક્યો છે. ખરેખર માનવજાત અને તેનું બજાર રેશનલ હોય સમજદારીપૂર્વકનું હોય તો જ મૂડીવાદ અત્યંત સફળ થાય. પણ એવું થતું નથી. કારણ માનવ રેશનલ હોતો નથી. એક માણસ આખી જિંદગીમાં કેટલા રૂપિયા વાપરી શકે? એક સાથે કેટલાં વિમાનમાં મુસાફરી કરવાનો છે? છતાં જ્યારે અમેરિકામાં મહામંદી આવી, બળતું ઘર સંભાળવાનું ઓબામાને માથે આવ્યું તે સમયે દેશને બચાવી લેવા અહીંની જાયન્ટ કંપનીઓના સર્વેસર્વાઓ ઓબામા પાસે સરકારી સહાય લેવા ગયેલા ત્યારે આ અબજોપતિ ભિખારીઓ પોતાના વિમાનમાં ગયેલા. તમારા ઘર આગળ એક કારના ફાંફાં હોય છે અને આ ઓબામા પાસે ભીખ માંગવા ગયેલા અમુક કહેવાતાં લુચ્ચા ભિખારીઓના ઘર આગળ પ્રાઇવેટ પાંચ પાંચ પ્લેન પડેલા હતા. એવરેજ માનવ રેશનલ હોતો નથી.

મૂડીવાદની આત્યંતિક સ્વતંત્રતા રેશનલ બ્રેઈન વગર પચે નહિ. માટે મૂડીવાદનો પાયાનો સિદ્ધાંત છે Human beings are rational and markets behave rationally. મૂડીવાદ તમને કમાવાની છૂટ આપે છે તર્ક અને બુદ્ધિ સાથે. હું લખતો હોઉં છું કે માનવ પોલીગમસ છે. એમાં એક માણસ ચાર સ્ત્રીઓ રાખે મતલબ સમાજમાં રહેલા ત્રણ પુરુષો સ્ત્રી વગરના રહેવાના સ્વાભાવિક છે. એમ એક ધીરુભાઈ ૯૦,૦૦૦ કરોડ ભેગાં કરીને મરી જાય તો એનો મતલબ બાકીના ૮૯૦૦૦ લોકો પાસે એક એક કરોડ હોવાની સંભાવના હતી તે શૂન્ય થઈ ગઈ.. ત્રણે સીઝન પિયતની મતલબ પાણીની કે સિંચાઈની પૂરતી સગવડ હોય તો એક સીમિત કુટુંબને આરામથી જીવવા માટે ૨૫-૩૦ વીઘા જમીન પૂરતી છે. પણ હું ૧૦૦ વીઘા ભેગી કરીને બેસી જાઉં તો બીજા ત્રણ ખેતી પર નભતા ફેમિલી માટે જીવવાનું સમાપ્ત થઈ જાય કે નહિ? આ તો સાદા દાખલા આપું છું.

માંગ અને પુરવઠા પ્રમાણે કિંમત અંકાય તો બરોબર છે. પણ પુરવઠા અને સેવાઓની હોય તેના કરતા ઓછી કિંમત આંકીને તે પૂરી પાડી કંપનીઓ અને ઈકોનોમી સમૃદ્ધ થવા લાગે તો એક દિવસ વિકાસનો ફુગ્ગો ફૂટી જવાનો. કારણ આ પૃથ્વી ઉપર રીસોર્સીસ લિમિટેડ છે, અસીમ નથી.. દરેકને પોતાનું ઘર હોય તેવું અમેરિકન ડ્રીમ અમુક દાયકા પહેલા શરુ થયેલું. બેંકો કશું પૂછે નહિ. બેપાંચ હજાર ડોલર્સ ડાઉનપેમેન્ટ ભરો તો પણ બેંકો બેત્રણ લાખ ડોલર્સની લોન આપી દે. આવકના ઠેકાણા હોય નહિ. હપ્તા ક્યાંથી ભરાશે તેની કોઈ તપાસ કરે નહિ. ધીમે ધીમે ગોટાળા બહાર આવવા લાગ્યા. અમેરિકન ડ્રીમ બેંકો માટે કાળ બની ગયું. મારું એકાઉન્ટ છે તે વકોવિયા બેંક નાદાર થઈ ગઈ કેમકે તેણે એક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીને ટેકઓવર કરેલી. ટેકઓવર મોંઘું પડી ગયું પોતેજ વેલ્સ ફારગો બેંક પાસે વેચાઈ ગઈ. ન્યુ જર્સીમાં લાખ ડોલર્સના ઘરના ત્રણચાર લાખ ભાવ બોલતા હતા. આજે for sale લખેલા પાટિયા લાખો અમેરિકન ઘર આગળ લાગી ગયા છે. પ્રૉબ્લેમ એ છે કે મૂળ લાખનું ઘર ચાર લાખમાં લીધું હોય તેને પાછું લાખમાં કઈ રીતે વેચવું? અને બેંક પણ ચાર લાખ લોન આપી ચૂકી હોય તે પણ ક્યાં જાય? અમેરિકન વિકાસના સાપે છછુંદર ગળી લીધો છે. ઓબામા આવ્યા તેમણે લિમિટેડ સમય માટે યોજના શરુ કરેલી કે જે પહેલીવાર ઘર ખરીદે તેનો પાકો દસ્તાવેજ થઈ જાય એટલે ઓબામા સરકાર ૮૦૦૦ ડોલર્સ ટૅક્સમાં રાહત રૂપે પાછાં આપે. છતાં કોઈ ખાસ ફરક પડ્યો નહિ. આઠ હજાર ડોલર્સ લેવા પહેલા બેચાર લાખનું ઘર ખરીદવું પડે અને તેને માટે લોન લેવા ૨૦ ટકા ડાઉનપેમેન્ટ ભરવું પડે તે ક્યાંથી લાવવું? સબસિડી ભલે લોકોને સારી લાગે પણ લાંબાગાળે દેશની ઈકોનોમી માટે ઘાતક છે. દરેક યુગ તેમના સમયમાં એક દંતકથા લઈને જીવતા હોય છે, આજનો યુગ આર્થિક વિકાસનું મિથ ગળે વળગાડીને જીવતો છે. સાચો વિકાસ તો દૂર પણ વિકાસની ફક્ત વાત કરો તો પ્રજા તમને ખભે ઉપાડીને ફરવા લાગે.

છેલ્લા ૫૦ વર્ષોમાં ગ્લોબલ ઈકોનોમી પાંચ ગણી વધી ચૂકી છે, અને હાલનો વિકાસનો રેટ જાળવી રાખશે તો ૨૧૦૦ ની સાલ સુધીમાં ૮૦ ગણી વધશે. વૈશ્વિક અર્થકારણ જે એક્સ્ટ્રા ઓર્ડીનરી હરણફાળ ભરી રહ્યું છે તેવું ઇતિહાસમાં કદી બન્યું નથી, જે ગંભીર બાબત ગણાય કેમકે આપણી પૃથ્વી પરની ઇકોલોજી સાવ નાજુક છે કે જેના ઉપર આપણું સર્વાઈવલ આધાર રાખે છે. કદાચ ભવિષ્યની પેઢી માટે આપણે પૃથ્વી પર કશું જીવવા માટે બચવા નહિ દઈએ.

પશ્ચિમનો મૂડીવાદ એના વિકાસની સ્થિરતા પર વિશ્વાસ ધરાવતો હતો. ધીમી મક્કમ ગતિનો વિકાસ. પણ વિકાસ જ્યારે અસ્થિરતા જતાવે ત્યારે રાજકર્તાઓ હેબતાઈ જતા હોય છે, ગભરાઈ જતા હોય છે. ધંધોવેપાર બચવા માટે ફાંફે ચડી જતો હોય છે, લોકો નોકરીઓ ગુમાવે છે, અનેક લોકો એમના ઘર સુધ્ધા ગુમાવે છે. લોકો પાગલ બની જતા હોય છે, બહુધા અવ્યવહારુ એવા આદર્શવાદી બની જતા હોય છે અને ક્રાંતિ લાવવાની વાતો કરવા લગતા હોય છે. પણ આ આર્થિક ઉત્પાત તમને નવી દિશામાં શોચવા મજબૂર કરે છે.

અત્યારે દુનિયા પર global corporate capitalism ચાલી રહ્યું છે. નેતાઓ રાજકર્તાઓ ખાલી કાયદો વ્યવસ્થા સંભાળે છે, ખરું રાજ તો ઉદ્યોગપતિઓ કરતા હોય છે. Bob Burnett કહે છે The modern world is ruled by multinational corporations and governed by a capitalistic ideology that believes: Corporations are a special breed of people, motivated solely by self-interest. Corporations seek to maximize return on capital by leveraging productivity and paying the least possible amount for taxes and labor. આ લોકો અત્યંત લોભિયા છે. એમનો મુખ્ય સિદ્ધાંત કોઈ પણ ભોગે નફો કરવાનો જ હોય છે. પહેલા એક ઉદ્યોગગૃહને વિકસતા દાયકાઓ અને પેઢીઓ વીતી જતી. હમણાં સ્વૈચ્છિક રિટાયર થનારા રતન તાતા જમશેદજીની પાંચમી પેઢીના છે. એક માસ્તરનો દીકરો અને સાંજે નાતમાં જમણવાર હોય તો સવારે ભૂખ્યા રહેવાના આદેશ અપાઈ જાય તેવા ફૅમિલીનાં ધીરુભાઈ અંબાણી ફક્ત એમની એક જ પેઢીમાં જ્યારે મૃત્યુ પામે ત્યારે ૯૦,૦૦૦ કરોડનું સામ્રાજ્ય મૂકતા જાય મતલબ સમથીંગ રોંગ, દાલમે કુછ કાલા હૈ, કે પછી આખી દાળ જ કાળી છે.

૧) ગ્લોબલ કૉર્પોરેશન અતિશય મોટા હોય છે જેનો સરખો વહીવટ કરવો મુશ્કેલ પડી જાય. જેમ કે આખી દુનિયા પર રાજ કરનારું બ્રિટન બધે સરખો વહીવટ કરી શક્યું નહિ એના ભારથી જ તૂટી પડ્યું. ૨) ગ્લોબલ કૉર્પોરેશન સામાન્ય સમાજને ઘૃણાથી જોતા હોય છે. એમનો મુખ્ય હેતુ ભયંક સ્વાર્થનો હોય છે જે તેમને સામાન્યજનજીવન થી દૂર રાખે છે. ૩) ગ્લોબલ કૉર્પોરેશન સુપર વેલ્ધી લોકો ચલાવતા હોય છે તેઓ કાયદા કાનૂનને ગણકારતા નથી. તેઓ ઇકોનૉમીને મનફાવે તેમ મરોડી નાખતા હોય છે. ૪) ગ્લોબલ કૉર્પોરેશન કુદરતી રીસોર્સીસને લગભગ ખાલી કરી નાખતા હોય છે એનો વિનાશ કરી નાખતા હોય છે. ૫) ગ્લોબલ કૉર્પોરેશન મીડિયા પર સખત કાબુ ધરાવતા હોય છે. લોકો રૂપિયાવાળા થઈ જવાના છે તેવું ખોટું ચિત્ર ઉપસાવતા હોય છે. ખરેખર મધ્યમવર્ગની હાડમારીઓ વધતી જતી હોય છે અને ગરીબી વધુને વધુ ફેલાતી જતી હોય છે. તો પછી કરવું શું? નાનું કુટુંબ સુખી કુટુંબ સૂત્ર અહીં પણ અપનાવવું પડે. small is beautiful.. સ્થાનિક લોકો સ્થાનિક કુદરતી સંપદા ઉપયોગ કરી ધનસંપત્તિ પેદા કરે. વર્કરોને વહીવટમાં નફાનુકશાનમાં સામેલ કરવા જોઈએ. પર્યાવરણને પણ ધ્યાનમાં લેવું પડે. ગ્લોબલ કૉર્પોરેશન પર સરકારની આંખ સતત ફરતી રહેવી જોઈએ. ગવર્નમેન્ટ કંટ્રોલ જોઈએ. પણ મૂળ લોચો અહીં વાગે છે કે સરકાર ચલાવનારા ખુદ ભ્રષ્ટ હોય છે તેઓ આવા ઉદ્યોગપતિઓ પાસે વેચાઈ જતા હોય છે. જેમ કે જે તે સમયના નાણાપ્રધાન વી.પી. સિંહ અંબાણીનાં ઉદ્યોગગૃહ પાછળ પડી ગયેલા. પણ કહેવાય છે ઉચ્ચ રાજકર્તાને ધીરુભાઈએ ખરીદી લીધા અને વી.પી.સિંહને જ ભગાડી મુકાયા.

પહેલા આવા મોટા ઉદ્યોગગૃહો નહોતા ત્યારે રાજાઓ હતા. તમામ જમીન વગેરે રાજાઓનું હતું. રાજાઓ અને વેપારીઓ ત્યારે કેપિટાલિઝમ ચલાવતા હતા. રાજાઓ સર્વેસર્વા હતા. પણ એમને બકાલું કરવાનો સમય હોય નહિ. વેપાર ધંધો વાણિયા કે વેપારીવર્ગ કરતો. તે સમયે રાજાઓ અને વેપારીઓ વચ્ચે સામાન્ય પ્રજા સેન્ડવીચ બનતી, એનો મરો થતો. રાજાને વહીવટ ચલાવવા પૈસા ખૂટે તો નગરના તમામ શ્રેષ્ઠીઓને બોલાવી પૈસા લઈ લેતા. જો કોઈ આનાકાની કરે તો લાલ આંખ બતાવતા..મોરબીના સર વાઘજી તે માટે ફેમસ હતા. નગરશેઠ કોઈવાર ખોટો ખોટો ઉપકાર જતાવી રાજાને પૈસા ધરી દેતા. ખબર કે છેવટે રાજા ધમકાવીને પણ પૈસા તો પડાવી જ લેશે. કોઈ જગડુશાહ કે ભામાશા જેવા નીતિવાન વણિકો સ્વેચ્છાએ પોતાના પૈસા પ્રજા પાછળ વાપરતા..મહમદ બેગડાના રાજમાં દુકાળ પડ્યો. એણે વેપારીઓને તાકીદ કરીકે અનાજનાં સંગ્રહ કરેલા ભંડાર છુટા મૂકો પ્રજા ભૂખે મરે છે. પણ વેપારીઓ માન્યા નહિ. બેગડાને ખબર પડી કે આ વેપારીઓ માનતા નથી. એણે લશ્કર મોકલી બેચાર વેપારીઓને પકડી મંગાવ્યા અને જાહેરમાં શુળીએ ચડાવી દીધા. બીજા દિવસથી અનાજ છૂટું થઈ ગયું. ટૂંકમાં ત્યારે રાજાઓ અને વેપારીઓ મૂડીવાદ ચલાવતા હતા. તે પણ એક જાતનો ઍક્સ્ટ્રીમ મૂડીવાદ જ હતો. દુનિયાભરના લોકો એનાથી ત્રાસી ગયા અને રાજાશાહી ખતમ થઈ ગઈ. હવે નવા બની બેઠેલા રાજાઓ જે નેતાના નામે ઓળખાય છે તે અને ઉદ્યોગપતિઓ કેપિટાલિઝમ ચલાવે છે. એમાં સામાન્યજન સેન્ડવિચની જેમ પીસાય છે. નેતાઓ ઉદ્યોગગૃહો પાસેથી યેનકેન પ્રકારે ફંડ ઉઘરાવે છે. નેતાઓ અને ઉદ્યોગપતિઓની મિલીભગતથી પ્રજા પરેશાન થવાની જ છે. એટલે વચમાં સામ્યવાદ આવ્યો પણ સફળ થયો નહિ.

મુક્ત વેપારથી શું ફરક પડ્યો? પહેલા તાતા, બિરલા અને બજાજ જેવા થોડા ઉદ્યોગપતિઓ રાજ કરતા હતા, એના બદલે એમાં થોડા નવા ઉમેરાયા બીજું શું? ઊલટાંની હવે એમાં વિદેશી કંપનીઓ ઉમેરાશે સરવાળે મરો તો સામાન્ય પ્રજાનો જ છે. પહેલા ઘરના લોકો લૂંટતા હતા હવે વિદેશીઓ પણ લૂંટમાં ઉમેરાશે. મુક્ત વેપાર પણ થવો જોઈએ અને હરીફાઈ પણ વધવી જોઈએ જેથી પ્રજાને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત થાય પણ આ બધું સરકારી નિયંત્રણ હેઠળ થવું જોઈએ અને સરકારમાં પ્રમાણિક પ્રજાનું હિત ઇચ્છતા હોય તેવા નેતાઓની હાજરી હોવી જોઈએ. કુદરતી સંપદાને ક્ષતિ પહોચાડ્યા વગર એનો પ્રમાણિક અને જરૂર પૂરતો ઉપયોગ કરીને વિકાસ થવો જોઈએ. ખેતી લાયક જમીનમાં મોટા મોટા ઉદ્યોગો સ્થાપી દેવાથી કોઈ વિકાસ થઈ જતો નથી. ખેતી માટે જમીન જ નહિ બચે તો પ્રજા શું સી.એન.જી ગેસ ખાઈને જીવવાની છે? કે નિરમાનો ડીટરજન્ટ ખાઈને જીવવાની છે?

આઝાદી પછી રાજાઓ અને જમીનદારોને પૂરતું વળતર કે કિંમત ચૂકવીને એમની મિલકતો કબજે લેવાનો કાયદો હતો. સરદાર પટેલ અને મુનશી તે બાબતે સજાગ હતા. એમને રાજાઓ અને જમીનદારોની કદર હતી. પણ પછીના નેતાઓને આ ગમતું નહોતું. એમને બધું સાવ મફતમાં પડાવી લેવું હતું માટે કાયદામાં સુધારા કરી નાખ્યા. સરકાર ઇચ્છે તો પાણીના મુલે બધું પડાવી લે. એ સુધારા આજે ખેડૂતોને નડી રહ્યા છે. સરકાર ખેડૂતો પાસેથી મફતના ભાવે જમીનો એક્વાયર કરીને ઉદ્યોગપતિઓને આપતી હોય છે. સ્વાર્થી ઉદ્યોગપતિઓ અને લાંચિયા ભ્રષ્ટ નેતાઓ આગળ ખેડૂતો શું કરી લેવાના હતા? શહેરી મધ્યમવર્ગને વિકાસની વાતો કરી આંજી નાખ્યા પછી નેતાઓનું કામ સરળ થઈ જતું હોય છે. ખરું ભારત ગામડાઓમાં વસેલું છે. ખાલી ઉદ્યોગપતિઓ કે ઉધોગોનાં વિકાસને વિકાસ ના કહેવાય. વિકાસ સમગ્રતયા હોવો જોઈએ. વિકાસની ગાડી જાપાનની બુલેટ ટ્રેનની ગતિએ દોડતી ના હોવી જોઈએ. વિકાસ સ્થિર, ધીમો અને મક્કમ ગતિએ આગળ વધતો હોવો જોઈએ. મોટા મોટા ઉદ્યોગગૃહોને બદલે નાના નાના એકમોને વિકાસની તક મળવી જોઈએ. ભારતની ૭૫ ટકા ધનસંપત્તિ ગણ્યાગાંઠ્યા આશરે સોએક ફેમિલી પાસે હશે અને ૭૫ ટકા વસ્તી રોજના ૨૦ રૂપિયા કમાવા માટે ફાંફાં મારતી હશે.

અમેરિકન વિકાસનો ફુગ્ગો ભમ્મ્મ દઈને ફૂટી ચૂક્યો છે. કાલે ગુજરાતનો અને ભારતનો ફૂટી નાં જાય તો નવાઈ નહિ. મૂડીવાદ ભલે મેમલ બ્રેઈનને અનુકૂળ હોય પણ એની સફળતા માટે બજારની ગતિવિધિઓ રેશનલ હોવી જરૂરી છે. કેવો જબરદસ્ત વિરોધાભાસ? બે વિરોધાભાસ વચ્ચે જીવવું એનું નામ તો જીવન છે.

Ref- Tim Jackson, author of Prosperity without Growth – economics for a finite planet
Lock_Key_Present Economy

ચુંબન રહસ્ય (Science of Kiss)

ચુંબન રહસ્ય (Science of Kiss)136497-136496

“Kiss me and you will see how important I am,” Sylvia Plath (October 27, 1932 – February 11, 1963) was an American poet, novelist and short story writer) નામની ફક્ત ત્રીસ વર્ષની ઉંમરે દુનિયા છોડી ગયેલી એક કવિયત્રીની આ એક પ્રસિદ્ધ પંક્તિ છે. આ એક સ્ત્રીની સંવેદના છે કે એક ચુંબન કરો પછી ખયાલ આવશે કે તે કેટલી મહત્વની છે. એક ચપટી સિંદૂરની કિંમત તો હવે દંભ બનીને રહી જવાનો છે, એની શરૂઆત થઈ ચૂકી છે પણ એક ચપટી ચુંબન તો કાયમ કિંમતી રહેવાનું જ છે. સખ્યભાવ અને સૌજન્ય દર્શાવવા, માન આપવા અને માતા-પિતા દ્વારા કરાતાં ચુંબનો સિવાય કામોદ્દીપક ચુંબનો દરેક સંસ્કૃતિમાં માન્ય છે. આખી દુનિયામાં બહુમતી લોકો આવું શૃંગારિક ચુંબન કરતી વખતે ઉત્તેજના, આનંદ, અણઆવડત, કઢંગાપણું, વૈચારિક ગભરાટ મહેસૂસ કરતા હોય છે. મુખરસ(સલાઇવ) અને જમતી વખતે સલાડની આપલે જેવો અનુરાગનો આચાર ઇચ્છનીય પળો તરીકે મહત્વનો હોય છે. ચુંબન કામકેલીનું અવિભાજ્ય અંગ છે.

અમુક વિશેષજ્ઞોનું માનવું છે કે સંભવિત સેક્સ્યૂઅલ પાર્ટનરની ઇન્ફર્મેશન એકઠી કરવાના મેકનિઝમ તરીકે ચુંબન ઈવૉલ્વ થયેલું છે. ચુંબન શારીરિક સજ્જડ નિકટતા પ્રદાન કરતું હોય છે, એટલું નિકટવર્તી કે તમે સૂંઘી શકો અને સ્વાદ પણ લઈ શકો. આપણી રોગપ્રતિકારક શક્તિઓ અને જિનેટિક સંબંધિત માહિતી ધરાવતા ગૂઢ રસાયણોનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ આપણા ચહેરાની આસપાસ વધુ હોય છે. આપણી લાળ(saliva) હોર્મોનલ સંદેશાઓ ધરાવતી હોય છે. વ્યક્તિના શ્વાસની મહેક, ઓષ્ઠની લહેજત, અને દંતસ્પર્શ સંવેદના વ્યક્તિની તંદુરસ્તી અને હાઇજિન પ્રત્યે ઇશારા દર્શાવી સંતાનોત્પાદક સુયોગ્યતા જતાવતી હોય છે.

માનસિક રીતે જોઈએ તો ચુંબન વ્યક્તિ પ્રત્યેની નિકટતા, ગાઢ અંગતતા અને વિશ્વાસની અભિવ્યક્તિને બળવત્તર કરતું હોય છે. આમ ચુંબન ઘ્રાણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિયને સમીપતાનાં ઉત્સવમાં ભાગ લેવા આમંત્રિત કરી એને વધુ ઊંડાણ અર્પતું હોય છે. વધારામાં ચુંબન બીજી વ્યક્તિને આપણા નાજુક અંગત સ્થાન એવા મુખમાં પ્રવેશ આપી ચેપી રોગ પામવાનું જોખમ લેવા સંમતિ દર્શાવતું હોય છે. આવી રોગ પામવાની શક્યતા હોય છતાં ચુંબન થવા દેવા મતલબ સામેની વ્યક્તિ પર વિશ્વાસ હોય છે, એક નિકટતા હોય છે. ખાસ તો ચુંબન સ્ત્રીઓમાં રહેલી સૂગને(Disgust) દૂર રાખવા પ્રેરતું હોય છે. મતલબ માનસિક નિકટતા વગર ચુંબન શક્ય હોતું નથી. માટે માનસિક સમીપતા વગરની સેક્સ્યૂઅલ પ્રવૃત્તિઓમાં ચુંબન ખાસ સામેલ થતું નથી.

ચુંબન એટલે કામોદ્દીપક મોહક પ્રલોભન, સ્ત્રીઓના હોઠ અને ઔષ્ઠ્ય ધ્વનિને નકારવાનું બહુ મુશ્કેલ. લાલ રંગ આમેય કામોત્તેજક હોય છે. માટે સ્ત્રીઓ એને લાલ રંગે રંગતી હોય છે. પુરુષોને ભીનું ચુંબન કરવાનું ગમતું હોય છે માટે ચુંબનમાં પુરુષો જિહ્વાની સામેલગીરી સ્ત્રીઓ કરતા વધુ ઇચ્છતા હોય છે. ભીનું મુખ અને એમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતી જિહ્વા કામોત્તેજના વધારી સમાગમને વિશિષ્ટ બનાવી દે છે. પુરુષોને ભીનું ચુંબન વધુ ગમતું હોય છે કેમકે પુરુષોનાં મુખરસમાં testosterone હોય છે જે સ્ત્રી અને પુરુષ બંનેમાં કામ ઉદ્દીપન માટે જવાબદાર હોય છે જેથી ભીના ચુંબન દ્વારા પુરુષ એનું testosterone સ્ત્રીનાં મુખમાં પ્રવેશ કરાવી એની કામોત્તેજના વધારી મૂકવાનું કામ કરતો હોય છે.

ઇવલૂશનરી ઍન્થ્રપૉલજિસ્ટ હેલન ફિશર (Rutgers University, New Jersey) કહે છે ચુંબન વિકાસના ક્રમમાં સંતાનોત્પાદક વ્યૂહરચના તરીકે ત્રણ તબક્કાઓમાં કામ કરે છે. એક તો ચુંબન કામોત્તેજના વધારી બહુવિધ(મલ્ટિપલ) પાર્ટનર સાથે સંભોગ કરવા ઇચ્છા પ્રેરક બનતું હોય છે. ત્યાર પછી રોમૅન્ટિક પ્રેમની ભઠ્ઠીમાં ઈંધણ ઉમેરી એને વધારે પ્રજ્વલિત કરી બહુવિધ પાર્ટનરમાંથી એક પસંદ કરી તેના પ્રત્યે મોહ ઉત્પન્ન કરવા પ્રેરક બનતું હોય છે. અને પછી તે પાર્ટનર સાથે મજબૂત સામાજિક જોડાણ(ફેવિકોલ બૉન્ડ) વધારી બંને પાર્ટનરનાં Genes ધરાવતા સંતાનો ઉછેરવા પ્રેરકબળ બનતું હોય છે.

Robert Gallup (University of Albany, New York) અને તેમના સાથીઓએ કરેલા સંશોધન મુજબ શૉર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વ ધરાવતું હોય છે. રોમૅન્ટિક રિલેશનશીપ માટે સુંદર ચુંબન એકલું પૂરતું હોતું નથી પણ સ્ત્રીઓ પરનો અભ્યાસ બતાવે છે કે ચુંબન કરનાર પુરુષ પાત્રની ગંધ અને સ્વાદ પણ વધુ વજન ધરાવતો હોય છે જે આગળ ચુંબન કરવા દઈને સંબંધ આગળ ધપાવવા મદદરૂપ બને. આમ અસફળ ચુંબન સંભવિત સાથી ગુમાવવાનું કારણ પણ બની શકે. પુરુષને ચુમ્બનમાં અને સ્ત્રીને ચુંબનની ગુણવત્તામાં વધુ રસ હોય છે. પુરુષ ચુંબન પછી સીધો સમાગમની ઇચ્છા ધરાવતો હોય છે. અને ચુંબન સમાગમ તરફ દોરી જાય તેને good kiss સમજતો હોય છે. આમ પુરુષ ચુંબન માટે ઉતાવળો હોય છે અને ચુંબન પછી સમાગમમાં ઊતરવાનું દબાણ સ્ત્રીને કરતો હોય છે, એની ફરિયાદ સ્ત્રીઓને રહેતી હોય છે.

સ્ત્રીઓ માટે ચુંબન કીમતી હોય છે. ઓવુલ્યેશન સમયે  સંભવિત પાર્ટનરની ઇન્ફર્મેશન ભેગી કરવાનો અનકોન્શયસ તરીકો એટલે ચુંબન. જે સ્ત્રી અને પુરુષ પોતાને આકર્ષક ગણાવતા હોય તેઓ ચુંબનને વધુ મહત્વ આપતા હોય છે. જે લોકો વધુ આકર્ષક હોય છે તેઓ પાસે સેક્સૂઅલ ઑપ્શન પણ વધુ હોય તે સ્વાભાવિક છે. તો તેવા લોકો માટે પાર્ટનર પસંદ કરવા અને તેને લલચાવવા માટે ચુંબન એક ટૂલ(tool) બની જતું હોય છે. શૉર્ટ ટર્મ રિલેશનશીપ માટે સમાગમ દરમ્યાન કે સમાગમ પછી કરાતા ચુંબન કરતા સમાગમમાં ઊતરતા પહેલાનું ચુંબન વધુ મહત્વનું બની રહેતું હોય છે તેવું અભ્યાસ બતાવે છે. જ્યારે લોંગ ટર્મ રિલેશનશીપમાં સમાગમ પહેલા, સમાગમ દરમ્યાન કે સમાગમ પછીનાં ચુંબનો સરખું જ મહત્વ ધરાવતા હોય છે તેવું અભ્યાસ જણાવે છે.

ચુંબન લોંગ ટર્મ રિલેશનશીપની ક્વૉલિટી સુધારવામાં પણ મહત્વનું બની રહેતું હોય છે. Kory Floyd (Arizona State University) કરેલા સંશોધન મુજબ વધુ ચુંબન કરવાનું સૂચવ્યા પછી તે સૂચના અમલમાં મૂક્યા પછી તે લોકોના કલેસ્ટરૉલ અને સ્ટ્રેસ હૉર્મોન ઘટ્યા હતા. Wendy Hill (Lafayette College Pennsylvania) કરેલા સંશોધન મુજબ રોજનું પંદર મિનિટ ચુંબન કરનાર લોકોના stress hormone cortisol લેવલમાં ઘટાડો નોંધાયો હતો. તારણ એવું નીકળે છે કે ટૂંકા ગાળાના સંબંધમાં ચુંબન સમાગમ તરફ વધુ ઝોક ધરાવતું સંભવિત સાથીની પસંદગી અને પ્રલોભન તરીકે વપરાતું જણાય છે. જ્યારે લાંબા ગાળાના સંબંધમાં ચુંબન માનસિક સમીપતાની અભિવ્યક્તિ તરીકે અને સંબંધમાં નિકટતા વધારવામાં બહુ કામ લાગે છે. પુરુષ માટે ચુંબન સીધું સેક્સમાં ઉતારવાનો ગેટવે અને ઓવરટાઈમ ઘટાડવાનો નુસખો જ્યારે સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વનું, તંદુરસ્ત પાર્ટનરની પસંદગી અને સંબંધ લાંબો લાંબો સમય ટકાવી રાખવાનું તેને બળવત્તર બનાવવાનું મહત્વનું પ્રેરકબળ બનતું હોય છે. પુરુષને ચુંબન સાથે સેક્સમાં વધુ રસ હોય છે જ્યારે સ્ત્રીને ચુંબન વખતે સેક્સ કરતા જે તે પુરુષના સ્વાદ અને સુગંધમાં રસ વધુ હોય છે.

હમણાં વૅલન્ટાઇન ડે ઉપર એક મિત્રે ફેસબુક ઉપર ફ્રેંચ કિસ French kiss કરીને વૅલન્ટાઇન દિવસ ઊજવી મોજ કરવાનું સૂચવ્યું હતું. બંધ બાથરૂમમાં કપડાં પહેરીને સ્નાન કરતી મોટાભાગની પ્રજાને ખબર તો હોવી જોઈ ણે કે ફ્રેંચ કિસ કોને કહેવાય? અહીં તો કિસ કરવાથી ગર્ભવતી બની જવાય તેવું ભણેલી છોકરીઓ માનતી હોય ત્યાં કિસ કરવાની વાત કરવી મહાપાપ બની જાય. અમેરિકા જેવા ઍડ્વાન્સ દેશમાં પણ છોકરીઓ આવું ક્યારેક માનતી હોય છે. તો ઘણા દેશોમાં પત્નીને ચુંબન કરવા માટે પણ રાત પડે તેની રાહ જોવી પડતી હોય છે.

ચુંબન માટે અંગ્રેજીમાં જુદાજુદા શબ્દ વૈભવ છે જેવા કે smooching, necking, snogging, making out, lip locking, bussing (archaic), and osculation. પ્રેમીઓ માટે ચુંબન સૌથી વધારે કામોદ્દીપક બની રહેતું હોય છે પણ કામપ્રચૂર સાહિત્યમાં પણ ચુંબન વિષે ખાસ લખાતું નથી તે જરા વિષમ જણાય છે. ચુંબન સાહિત્યમાં ઉપેક્ષિત બનેલું છે. એનું એક કારણ એવું પણ હોઈ શકે કે ચુંબન સેક્સ સિવાય બીજા સામાન્ય પ્રસંગે પણ વપરાતું હોય છે. આપણે ત્યાં તો સગા સંબંધીઓ કે ઓળખીતાંને મળીએ ત્યારે ચુંબન કરવાનો રિવાજ નથી.

પશ્ચિમની સંસ્કૃતિમાં એકબીજાને મળતી વખતે ગાલ સાથે ગાલ અડાડી ચુંબન કરવાની રસમ છે તેમાં મોટાભાગે હોઠ ગાલને અડતા હોતા નથી. આમાં આભાર, ધન્યવાદ અને આવકારની ભાવના દર્શાવાતી હોય છે. પોપની વીંટી કે રાજાના હાથને ચુંબન કરવાનો રિવાજ હોય છે, એમાં ઊંડો આદર અને વફાદારી દર્શાવાતી હોય છે. Dice પાસાને ચુંબન કરીને ફેંકવામાં ગુડ લક ઇચ્છવામાં આવતું હોય છે. બાળક પડી જાય કે કશું વાગે તો એને ઊચકીને ચુંબન કરવામાં આવે એમાં એના આરોગ્યની કામના ભરેલી હોય છે.

એક એવું ચુંબન પણ હોય છે જેમાં નિંદા (condemnation- કૉન્ડેમ્નેશન), દગાખોરી ભરેલી હોય છે તેને Judas’ kiss કહેવામાં આવે છે. The Mafia’s kiss of death, “kiss my ass” જેવા રૂઢિપ્રયોગ પણ વપરાતા હોય છે. આમ ચુંબન વ્યાપક erotic અને non-erotic અર્થોમાં વપરાતું હોવાથી શૃંગારિક સાહિત્યમાં પણ એનો ઉપયોગ ઓછો થતો હોય છે.

કવિરાજ Percy Bysshe Shelley માટે ચુંબન એટલે “ પ્રેમીઓના હોઠ ઉપર આત્માથી આત્માનું મિલન” છે. “Soul meeting soul on lovers’ lips” ચુંબન માટે આનાથી વધુ સારી કોઈ વ્યાખ્યા હોય તો જણાવો. પ્રેમની ઊંડી અભિવ્યક્તિ માટે પ્રેમીઓ એકબીજાના હોઠ સાથે હોઠ ભીડીને ચુંબન કરતા હોય છે પણ પણ અને પણ આત્માથી આત્માના મિલન માટે પ્રેમીઓ હોઠ સાથે હોઠ ભીડીને અને જિહ્વા સાથે જિહ્વાનો સ્પર્શ કરીને આ મિલનને અલૌકિકતા અર્પતા હોય છે-open-mouth kissing with tongue contact. આને અંગ્રેજી બોલતા જગતમાં French kissing કહેવામાં આવે છે. બધા નહિ પણ મોટાભાગના લોકો જીભ સાથે જીભના સ્પર્શ વડે કરાયેલા ચુંબનને અત્યંત ગાઢ લાગણીઓની અભિવ્યક્તિ તરીકે સ્વીકારતા હોય છે. ઘણા એને સંભોગ જેવી પ્રક્રિયાનો અંશ જ માનતા હોય છે. ધંધાદારી સેક્સ વર્કર પણ ચુંબન કરવા દેતી હોતી નથી, કે ચુંબન એમના માટે વધુ પડતી લાગણી ગણાતી હોય છે.

ચુંબન વિશેના સૌથી જુના ઉલ્લેખ સંસ્કૃત સાહિત્યમાં મળે છે, છતાં ચુંબનને સૌથી વધુ ઉપેક્ષાનો સમાનો ભારતમાં જ કરવો પડે છે. પ્રાચીન યુરોપમાં લોકો ચુંબન તો કરતા હશે પણ એના ઉલ્લેખ ગ્રીક સાહિત્યમાં પણ બહુ ઓછાં જોવા મળે છે. ઓસ્ટ્રેલીયા, તાહિતી અને આફ્રિકન લોકોમાં ચુંબન પ્રચલિત કરનારા યુઅરપિઅન હતા. એશન(એશિયાનાં) દેશોમાં ચુંબન ખાનગીમાં થાય છે જાહેરમાં નહિ. જાહેરમાં ચુંબન કરવું અસભ્ય ગણાય છે. ભારતમાં પતિપત્ની જાહેરમાં ચુંબન કરતા નથી. જૂની ફિલ્મોમાં ચુંબન દ્ગશ્યો હોય તો સેન્સર બોર્ડ દ્વારા કાપી નખાતાં.

એકવાર ઐશ્વર્યા અને અભિષેક ઓપ્રાહનાં શોમાં ચુંબન વિષે ચર્ચા કરતા હતા. ચુંબન એ પ્રેમની લાગણી અભિવ્યક્ત કરવાનું પશ્ચિમના સમાજમાં સામાન્ય પણ મહત્વનું છે. પણ ભારતીય ફિલ્મ અને દર્શકો માટે ખાસ જરૂરી નથી, પણ એના બદલામાં અમારી પાસે સૉન્ગ છે, એવી ચબરાક ચર્ચા કરતા ઐશ્વર્યા, અભિષેકને કમ-ઑન બેબી કહી ચુંબન કરવા નિમંત્રણ આપે છે. અભિષેક ઐશ્વર્યાને ચુંબન કરતા દર્શકોની તાળીઓથી સ્ટુડીઓ ગાજી ઊઠે છે.

માનવી સિવાય આ રહસ્યમય ચુંબન કરનારી ફક્ત બે જ જાતો જાણવામાં આવી છે, એક છે ચિમ્પૅન્ઝી અને બીજી છે બોનોબો. સંલગ્નતા જતાવવા અને ગ્રૂપમાં ઊભું થયેલું ટૅન્શન ઓછું કરવા માટે આ બંને જાતો ચુંબન કરતી હોય છે. પરંતુ ફક્ત માનવો અને બોનોબો સંભોગ દરમ્યાન ગાઢ ચુંબન કરતા હોય છે.

ચુંબન કઈ રીતે ઉત્ક્રાંતિ પામ્યું તે વિષે વૈજ્ઞાનિકોમાં જાતજાતના ખ્યાલો પ્રવર્તે છે. ઘણા વૈજ્ઞાનિકોને ચુંબનનાં મૂળિયાં સસ્તન પ્રાણીઓના બચ્ચાંની માતાને ધાવવાની પ્રક્રિયામાં દેખાય છે. ઘણા પ્રાણીઓ ખોરાક ચાવીને પોતાના બચ્ચાના મોઢામાં મૂકે છે તેમાં ઘણાને ચુંબનના મૂળ દેખાય છે. વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે ચુંબન દરમ્યાન બે વ્યક્તિઓના નાક એકબીજાની નજીક આવે છે જેના લીધે એકબીજાના શરીરમાંથી છૂટતા pheromones ની ગંધ પામી શકાય. આ એવા કેમિકલ છે જે આકર્ષણ, આસક્તિ, અનુરાગ અને વળગણ માટે કારણભૂત હોય છે.

ચુંબન dopamine, serotonin, endorphins જેવા ન્યુરોટ્રૅનિઝ્મટર્સ કહો કે ન્યુરોકેમીકલ્સ કહો એમાં વધારો કરે છે. Dopamine કામેચ્છાને નિયંત્રિત કરતું હોય છે જ્યારે serotonin અને endorphins એને ઉન્નત કરે છે. ચુંબન લોહીમાં oxytocin હૉર્મોન વધારે છે જે વ્યક્તિઓ વચ્ચે વિશ્વાસ અને અનુરાગ વધારે છે, સાથે સાથે સ્ટ્રેસ હોર્મોન cortisol લેવલ ઘટાડે છે. આમ ચુંબન બ્લડ પ્રેશર ઓછું કરે છે અને એના લીધે અસ્વસ્થતા પણ ઘટે છે.

ચુંબન સહઅસ્તિત્વ ક્ષમતા ચકાસવામાં પણ કામ લાગે છે. એક સર્વે એવું જણાવે છે કે ૫૯ ટકા પુરુષો અને ૬૬ ટકા સ્ત્રીઓ ફક્ત એમના પાર્ટનર ચુંબન ખરાબ રીતે કરે છે માટે સંબંધ તોડી નાખવા માંગતા હતા.

પહેલા વિશ્વયુદ્ધ સુધી ખુદ ફ્રેંચ લોકો જિહ્વાસ્પર્શચુંબન(French kissing) શબ્દ વિષે જાણતા નહોતા. છે ણે મજાની વાત? અંગ્રેજ અને અમેરિકન સૈનિકો પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ફ્રાન્સમાં લડેલા. ત્યારે આ ફ્રાંસ માટે વિદેશી એવા અંગ્રેજ અને અમેરિકન સૈનિકોએ જોયું કે જીભ વડે જીભનો સ્પર્શ કરીને ચુંબન કરવા ફ્રેંચ લોકોમાં સામાન્ય છે, સહજ છે. એટલે તે લોકોએ આવા પ્રકારનાં ચુંબનને ફ્રેંચ કિસિંગ શબ્દ અર્પી દીધો. તો પછી ફ્રેંચ લોકો આવા ચુંબનને શું કહેતા હશે? ફ્રેંચ લોકો baiser amoureux (the kiss of love) or baiser avec la langue (kissing with the tongue) તરીકે ઓળખાતા હોય છે.

અભ્યાસ એવું જતાવે છે કે ચુંબન કામોદ્દીપક તરીકે પુરુષ કરતા સ્ત્રીમાં વધુ અસરકારક બનતું હોય છે. મતલબ એક સારું ચુંબન પુરુષ કરતા સ્ત્રીને વધુ વિહ્વળ બનાવી શકે છે. માટે સ્ત્રીઓ સંભોગ પહેલા, સંભોગ સમયે અને સંભોગ પછી ચુંબન વધુ ઇચ્છતી હોય છે. મનોવૈજ્ઞાનિકો કે સેકસોલોજિસ્ટ પાસે ચુંબન વિષયક ફરિયાદો સ્ત્રીઓ જ વધુ કરતી હોય છે. માટે ચુંબન સ્ત્રી માટે કેટલું અગત્યનું છે તે સમજી લો. એક સારું ચુંબન સ્ત્રીનો આખો દિવસ સુધારી શકે છે અને એક સારું ચુંબન પુરુષની આખી રાત સુધારી શકે છે.

ચુંબન આપણને પોતાના પ્રત્યે સભાન બનાવે છે. ખાસ તો તાજગીભર્યા શ્વાસોચ્છ્વાસ માટે ચુંબન તમને ખૂબ સભાન બનાવે છે. એના લીધે શ્વાસમાં દુર્ગંધ નાં મારે તે માટેના ઉપાયોની વસ્તુઓનું એક આખું બઝાર ઊભું થયેલું છે. જેવાકે breath mints, toothpaste, and dental floss વગેર વગેરે.

૧૦૪૧ પુખ્ત વયના લોકોને સારા ચુંબન વિષે પૂછતા જાણવા મળ્યું કે તાજગીભર્યા શ્વાસ, ચોખ્ખા દાંત સારા ચુંબન માટે પૂર્વપેક્ષિત છે. મોટાભાગના લોકોને પોચા અને થોડા ભીના હોઠ વધુ પસંદ હતા. સામા પાત્ર માટે લાગણી, ફિકર અને તમારી પ્રેમમાં દ્ગઢતા તમે ચુંબનમાં ચોક્કસ ઠાલવી શકો છો. છતાં સારા ચુંબનની શરૂઆત બંધ હોઠ વડે થાય છે તે હકીકત છે. આપણે બહુ સંસ્કારી પ્રજા છીએ માટે ભારતમાં ચુંબન ખૂબ ઉપેક્ષિત છે.

નાના બાળકો સિવાય કરાતા દરેક ચુમ્બનમાં આપણે સેક્સ કૉન્શ્યસ થઈ જતા હોઈએ છીએ. આપણે બંધ હોઠના હોઠ સાથેના ચુંબન ખાસ કરતા નથી. બહુ ખુશ થઈએ જોઈએ કોઈના પ્રત્યે તો ગાલ પર ચુંબન કરતા હોઈએ છીએ. જોકે બાળકોને પુષ્કળ ચૂમીઓ ભરીને વહાલ કરવાનું ભારતમાં સામાન્ય છે. દીકરીઓને કપાળમાં ચુંબન કરવાની રસમ અજાણતાં પળાતી હોય છે. પશ્ચિમના જગતમાં પતિપત્ની અને પોતાના સંતાનો દીકરી હોય કે દીકરો બંધ હોઠના હોઠ સાથેના ચુંબન કરવા સહજ છે. બાળકોને ગુડનાઈટ કિસ કરીને સુવાડાવવાનો પણ અહીં રિવાજ છે.

હા! તો મિત્રો આજથી કામ પર જતા પોત પોતાના જીવનસાથીને એક તસતસતું ચુંબન ચોટાડવાનું પાકું ને?

References:

Kirshenbaum. Sheril. The Science of Kissing: What Our Lips Tell Us. Grand Central Publishing, 2011.

Ryan, Christopher and Cacilda Jetha. Sex at Dawn: The Prehistoric Origins of Modern Sexuality. Harper-Collins, 2010.

Teifer, Lenore. “The Kiss: The Kinsey Institute 50th Anniversary Lecture,” Oct. 24, 1998.

ડિપ્રેશન ફાયદાકારક?

imagesCA42X1ZUડિપ્રેશન ફાયદાકારક?
જો હું કહું કે ડિપ્રેશન ફાયદાકારક છે તો તમે માનશો ખરા? ચાલો બીજો સવાલ કરું કે તાવ આવે તે પણ અમુક અંશે ફાયદાકારક છે તો માનશો? તાવ આવવો મતલબ શરીરનું ઉષ્ણતામાન વધવું. પણ ઉષ્ણતામાન વધે છે કેમ? આપણને તાવ આવે મતલબ શરીર એની અંદર રહેલા કોઈ ઇન્ફૅક્શન સાથે કામ પાર પડી રહ્યું છે. હવે જો તાવ ઉતારવાની દવા લઈએ એનો મતલબ શરીરના કામમાં આપણે દખલ કરી રહ્યા છીએ. તાવ દ્વારા શરીર એને લાગેલા ચેપ સામે લડતું હોય છે અથવા તે લડાઈનું પરિણામ તાવમાં જણાતું હોય છે. દવા દ્વારા તાવ ઊતારીને આપણે શરીરની ક્ષમતા ઓછી તો નથી કરી રહ્યા ને? જો કે તાવ આવે તો ડૉક્ટરની સલાહ લઈને પગલા ભરવા સારા. હદ બહારનું ટેમ્પરેચર શરીરને કે મગજને નુકશાન કરી શકે છે. ઈવોલ્યુશનરી સયાકોલોજીને ધ્યાનમાં લઈએ તો ડિપ્રેશનનો પણ કોઈ હેતુ અવશ્ય હોય છે.

ડિપ્રેશન એટલે ગુજરાતીમાં કહીએ તો ઉત્સાહભંગ, ખિન્નતા, માનસિક ઉદાસીનતા એવો અર્થ થાય. ડીપ્રેશનના પણ અમુક લોકોને સમયાંતરે હુમલા આવતા હોય છે. અમુક સમય ડિપ્રેશન રહે પછી જતું રહે. ચર્ચિલને ડીપ્રેશનના હુમલા અવારનવાર આવતા એવું કહેવાય છે. લગભગ દરેકને જીવનમાં આવા ઉત્સાહભંગ સમયનો અનુભવ થતો હોય છે, ભલે ખબર ના પડે કે આ ડિપ્રેશન છે. Paul Andrews, a clinical psychologist, અને Andrew Thompson, a psychiatrist બંને સંશોધકોનું કહેવું છે કે ડિપ્રેશન અમુક અંશે પેલાં તાવની જેમ ફાયદાકારક છે.

Depression leads to more analytical thinking. કોઈ ગંભીર પ્રશ્ન ઉદ્ભવે અને તેના ઉકેલ માટે આપણે વિચારીએ તે સ્વાભાવિક છે. પણ જો તમે ડિપ્રેશન મહેસુસ કરતા હોવ તો પેલાં પ્રશ્ન વિષે વિચારવાની દિશા બદલાઈ જતી હોય છે તેવું આ બંને વૈજ્ઞાનિકોને સંશોધન સમયે જાણવામાં આવ્યું છે. આવી વ્યક્તિ મોટી ગંભીર સમસ્યાને એક સાથે ઉકેલવાને બદલે નાના વિભાગમાં વહેંચીને એને ઝડપથી ઉકેલી શકે છે. ઘણીવાર કોઈ સમસ્યા સામટી ઉકેલવા જાઓ તો અઘરું પડે એને થોડી થોડી ઉકેલવામાં સરળ પડે. સામાજિક સમસ્યાઓ જ્યારે આપણે ડિપ્રેશન અવસ્થામાં હોઈએ તો વધુ સારી રીતે ઉકેલી શકતા હોઈએ છીએ તેવું સંશોધન કહે છે.

Depression makes us more focused. ડીપ્રેશનમાં વિચારવાયુ ઊપડતો હોય છે. એકની એક વસ્તુને વાગોળ્યા કરવાનું થતું હોય છે. કોઈ એક ચિંતા પકડાઈ જાય મનમાં તો દિશા બદલાતી નથી. એક જ વિચાર વારંવાર આવતો હોય છે. ડિપ્રેશન માટેની દવાઓ પણ આ વિચારવાયુને ટાર્ગેટ કરતી હોય છે. પણ Andrews અને Thompson આને પેલાં તાવ સાથે સરખાવે છે. તાવ કોઈવાર સારો સાબિત થતો હોય છે તેમ ડિપ્રેશન અનુભવતા લોકો એક સમસ્યા વિષે વધુ પડતા ગંભીર બની બીજી નાની નાની સમસ્યાઓ પ્રત્યે દોરવાઈ જતા નથી. વિચાર વિચાર વિચાર વિશ્લેષણ વિશ્લેષણ વિશ્લેષણ અને જ્યાં સુધી સમસ્યા હાલ નાં થાય ત્યાં સુધી વિચાર વિચાર વિચાર વિશ્લેષણ વિશ્લેષણ વિશ્લેષણ..તો દવાઓ અને આલ્કોહોલ લઈને ચિંતન, મનન, ઊંડી વિચારણા બંધ કરવાનું એવોઈડ કરવું જોઈએ. સમસ્યાનાં ચિંતનમાંથી ભાગવા માટે આપણે આલ્કોહોલ લેતા હોઈએ છીએ. અને એમ કરીને ખુદ સમસ્યાથી ભાગતા હોઈએ છીએ. દારુ પીને હળવા થવું મતલબ શાહમૃગની જમે રેતીમાં મુખ છુપાવવું. સમસ્યા કરતા એને હલ કરવાનું ચિંતન વધુ પરેશાન કરતું હોય છે. હહાહાહાહાહા….

Physical symptoms keep us on target. ડીપ્રેશનમાં એકાંત ગમતું હોય છે. એકલાં રહેવાની ઇચ્છા થતી હોય છે. લિબિડો મતલબ જાતીય સુખ ભોગવાની ઇચ્છામાં ઘટાડો થતો હોય છે. થાક વર્તાય છે. ઊંઘ પણ ઓછી થઈ જતી હોય છે. તો શરીર આવા ચિન્હો દર્શાવી તમને જાણ કરતું હોય છે કે સમસ્યાને જલદી ઉકેલો. સમસ્યાને હળવેથી લેશો નહિ. સમસ્યા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરો. શરીરને થતી પીડા, દુઃખ, દર્દ કામના છે તેના વગર ખબર ના પડે કે ક્યાં પ્રૉબ્લેમ છે.

Andrews અને Thompson ડિપ્રેશન માટે તરત દવાઓ કે દારુ લઈને તેના ચિન્હો નાશ કરવાના પક્ષમાં નથી. જૈવિક અથવા બાયોલોજીકલી બહુ થોડા લોકો ડિપ્રેશન વડે પીડાતા હોય છે. તેમના માટે દવાઓ કામની છે, હિતાવહ છે. મોટાભાગના લોકો સંજોગોવશાત ડિપ્રેશન વડે પીડાતા હોય છે, જે એક દિશાસૂચક છે કે ભાઈ સમસ્યા ગંભીર બનતી જાય છે તેના પ્રત્યે ધ્યાન દો એને હલ કરો. ઘરેલું સંબંધોમાં તણાવ આવી જાય કે બીજી કોઇપણ સામાજિક કે આર્થિક સમસ્યા હોય ત્યારે લોકો ડિપ્રેશન વડે પીડાતા હોય છે. ડિપ્રેશન પોતે રોગ નથી પણ ક્યાંક રોગ છે તેની જાણ કરતું ચિન્હ છે, તાવ પોતે સ્વતંત્ર રોગ નથી ક્યાંક ઇન્ફૅક્શન છે તેની જાણ કરતું એલાર્મ છે. વિચારો સાથે વાતો કરો, અભિવ્યક્તિને અર્થસભર લખાણમાં પરિવર્તિત કરીને ચિંતન મનન વધારી સમસ્યાના હલ તરફ આગળ વધો. ઓશો કહેતા કે ભાગો મત જાગો.
Food for thought. Give it a think. હહાહાહાહાહાહા!!!

Reference: Andrews, P. & Thompson, J.A. (2009). The bright side of being blue: Depression as an adaption for analyzing complex problems. Psychological Review, 116 (3), 620-654.

નાયક નહિ મહાનાયક હું મૈ….All Time Hero…

imagesCASVS5MKનાયક નહિ મહાનાયક હું મૈ….All Time Hero…
કોઈ વાર્તા, નાટક, કવિતા કે ફિલ્મના મુખ્ય પાત્રને આપણે નાયક કે હીરો તરીકે વર્ણવતા હોઈએ છીએ. આ એક સીધીસાદી વ્યાખ્યા છે. પણ હવે ભારતમાં તો હીરો શબ્દ ફિલ્મના મુખ્ય પાત્ર પૂરતો સીમિત બની ચૂક્યો છે. એમાય અમિતાભ બચ્ચન જેવા ખુબ સારા અભિનેયતાઓને લોકો સદીના મહાનાયક તરીકે ઓળખાતા થઈ ગયા છે. ખરેખર હીરો કોને કહેવાય? જેણે સમાજ માટે કોઈ બલિદાન આપ્યું હોય, જેણે સમાજ માટે કોઈ ઊચ્ચ આદર્શ સ્થાપ્યો હોય, જેનું સમગ્ર જીવન સમાજ માટે પ્રેરણારૂપ હોય, જે સમાજ માટે જીવ્યો હોય અને મર્યો હોય તેને હીરો કહેવાય. અહીં અમેરિકામાં હોલીવુડની ફિલ્મોના નાયકોને હીરો કહેવાનો ચાલ નથી. અમેરિકન મીડિયા પણ આ લોકોને હીરો કહેતું નથી. બહુ બહુ તો મૂવી સ્ટાર કહેતા હોય છે. અમેરિકન મીડિયા માટે એમના હીરો અહીંના સૈનિકો છે. હમણાં સુપર બોલ રમાય ગઈ. બાલ્ટીમોર અને સાનફ્રાન્સિસ્કો વચ્ચેની આ રમત જોવા આખું અમેરિકા ટીવી પર બેસી ગયું હતું. શરૂઆત સેન્ડીહુક સ્કૂલનાં બાળકોએ કોરસ ગાઈને કરી હતી. આ એ સ્કૂલનાં બાળકો હતા જે સ્કૂલમાં હમણાં ૨૦ ભૂલકાઓ સાથે ૨૬ જણની હત્યાનો દુઃખદ બનાવ બનેલો હતો. અમેરિકન ઓનર માટે ગીત ગવાતું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં લડી રહેલી અમેરિકન સૈનિકોની ટ્રૂપ બતાવવામાં આવી હતી. અહીંનું મીડિયા કે પ્રજા એમના સૈનિકોને કદી ભૂલતું નથી.
જેનું સમગ્ર જીવન એક આદર્શ હોય તેને હીરો કહીએ તે જ વધુ યોગ્ય છે કે નહિ? હીરો માટે મને ત્રણ પ્રકાર સૂજે છે. ૧) પરિસ્થિતિજન્ય (Situational Heroes), ૨) જીવનપર્યંત (Life-Long Heroes), ૩) ૨૬/૧૧ Heroes. આ પરિસ્થિતિજન્ય હીરો એવા હોય છે જે કોઈ ચોક્કસ સંજોગોમાં એમનું heroic બિહેવિયર બતાવી જતા રહેતા હોય છે અને ફરી કદી એમના વિષે સંભળાતું પણ નથી હોતું. દાખલા તરીકે કોઈ નદીમાં ડૂબી રહ્યું છે. આવો હીરો આવશે પાણીમાં કૂદી પડશે, ડૂબતાને બચાવી પાછો ભીડમાં ખોવાઈ જશે. લાઇફ લોંગ હીરો એવા હોય છે જેમનું સમગ્ર જીવન heroism માટે એક વસિયતનામા સમાન હોય છે. આમાં ગાંધીજી, સુભાષ, ભગતસિંહ, માર્ટીન લ્યુથર કિંગ, જ્યોર્જ વોશિંગ્ટન, લિંકન, નેલ્શન માંડેલા અને મધર થેરેસા જેવા અનેક આવી જાય.. ૨૬/૧૧ હીરો એવા હોય છે કે જેમણે કારકિર્દી જ એવી પસંદ કરી છે જેમાં એમણે કાયમ એમનું હેરોઈઝમ બતાવવું પડતું હોય છે. આમાં ફાયરફાઈટર, પોલીસ, મીલીટરીનાં જવાનો આવી જાય.

જીવનપર્યંત જે લોકો સામાન્ય જન માટે હીરો રહ્યા છે તેવી મહાન પ્રતિભાઓમાં નિર્ણાયક નિશ્ચયાત્મક બાબત એ રહી હોય છે કે આવા લોકો દ્રઢ મનોબળ ધરાવતા હોય છે સાથે સાથે ખુબ હિંમતવાળા હોય છે. દયાળુ, પ્રેમાળ અને ઉમદા સ્વભાવ ધરાવતા હોય છે. બુદ્ધિશાળી અને પડકારોને પહોચી વળવાની ગજબની તાકાત ધરાવતા હોય છે. મહત્વાકાંક્ષી અને જોખમ લેનારા હોય છે. અને સૌથી મહત્વની બાબત એ કે આવા લોકો પ્રમાણિક હોય છે. બધા હીરોમાં આ બધા ગુણો નાં પણ હોય પણ મોટાભાગના હીરોમાં મહત્તમ આ બધા ગુણો હોય છે. લોંગ લાઇફ હીરોને એક ખાસ રાજકીય વાતાવરણ બહુ પહેલેથી મળેલું હોય છે. મતલબ જાહેરજીવનમાં બહુ વહેલા પ્રવેશી ચૂક્યા હોય છે. માર્ટીન લ્યુથર કિંગ આવી મોટાભાગની ક્ષમતા ધરાવતા હતા. બીજા હીરો સાથે આવા હીરોની સરખામણી પણ થતી હોય છે અને એ રીતે એમના heroism ની ડેપ્થ પણ મપાય જતી હોય છે. માર્ટીન લ્યુથર કિંગને ગાંધીજી સાથે સરખાવવામાં આવતાં. ગાંધીજીને એમના માનસિક ગુરુ કહીએ તો પણ ચાલે.

હીરો પણ કાલક્રમે જુના થઈ જતા હોય છે. પછી પ્રજા નવા હીરોને પૂજવા લાગતી હોય છે. ગાંધીજી બહુ જુના નથી. એમને જોનારા ઘણા જીવતા પણ હશે. ઝાંસીની રાણી, તાત્યા ટોપે અને નાનાસાહેબ જુના થઈ ગયા. લિંકન અને જ્યોર્જ વોશિંગ્ટનની સરખાણીએ લ્યુથરકિંગ હજુ નવા કહેવાય. પ્રજામાં એના આવા હીરોની માહિતી કયા પ્રકારે અને કેટલી મળે છે તેના વિષે કેટલું જાણવા અને શીખવા મળે છે તે પણ મહત્વનું હોય છે. ગાંધી વિષે પાઠ્યપુસ્તકો કે ઐતિહાસિક પુસ્તકો દ્વારા કશું ભણાવવામાં જ નાં આવે તો નવી પેઢી ભૂલી જાય. ઇન્ટરનેટ, ટીવી, રેડીઓ, શાળાના પાઠ્યપુસ્તકો, મેન્ગેઝીન્સ વગરે દ્વારા એમની માહિતી વારંવાર લોકોમાં ફેલાતી રહે તો એમની પ્રસિદ્ધિ ટકી રહે.

ભારતમાં તો બહુ સરળ છે કે હીરોને ભગવાન બનાવી એનું મંદિર બનાવી દો હજારો વર્ષ લગી પૂજાતા રહેવાના.

અમેરિકાના સિવિલ રાઈટ્સ ઇતિહાસનું અમર પાનું એવા માર્ટીન લ્યુથર કિંગની ૩૯ વર્ષના હતા અને હત્યા થઈ ગયેલી. ગાંધીજીની પણ હત્યા થઈ ગઈ હતી. ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી તેવો રૂઢિપ્રયોગ કાયમ વાપરવામાં આવતો હોય છે. સામે દલીલ થતી હોય છે કે એકલાં ગાંધીજીએ આઝાદી નથી અપાવી, બહુ બધાનો એમાં ફાળો છે. આજે ગાંધીજી આવે અને એમને પૂછો તો તેઓ પણ એવું જ કહેશે કે ભાઈ મેં એકલાએ આઝાદી નથી અપાવી, બહુ બધા લોકોએ બલિદાન આપ્યા છે. મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે અને સમૂહનો એક નેતા હોય છે. એકલો નેતા પણ કશું કરી શકતો નથી. એના હાથ નીચે બીજી હરોળના અનેક નેતાઓ કામ કરતા હોય છે. ગાંધીજીએ આઝાદી અપાવી કહેનાર પણ જાણતો જ હોય છે કે એકલાં ગાંધીજી કશું કરી શકવાના નહોતા..આઝાદીના જંગમાં લડનારા લાખો લોકોને ગાંધીજીએ સબળ નેતૃત્વ પૂરું પાડેલું તે હકીકત છે. હવે જો એકલાં ગાંધીજીએ આઝાદી ના આપવી હોય તો આઝાદી વખતે જે કાઈ ખરાબ બને તેમાં એકલાં ગાંધીજી જવાબદાર ના હોય. ભાગલા પડ્યા, કોમી તોફાનોમાં લાખો લોકો મર્યા બધા માટે સહુ જવાબદાર હોય. કારણ સૌના સહિયારા પ્રયત્ને જ આઝાદી મળેલી. પણ આ બધા માટે એકલાં ગાંધીજીને જવાબદાર માની એમની હત્યા કરાઈ. લાગણીઓ ઉપર બુદ્ધિ અને તર્કનો કાબૂ નાં હોય ત્યારે આવી ગેરસમજ થતી હોય છે. જે ભારતની હંમેશાની નબળાઈ રહી છે.

સામાન્ય માણસમાં પણ ઘણીવાર અમુક સંજોગોમાં એમની અંદર રહેલો હીરો જાગી જતો હોય છે. મુંબઈના રેલવે સ્ટેશન પર ત્રાસવાદી મશીનગન વડે અંધાધૂંધ ગોળીઓ છોડતો હતો ત્યારે એક સામાન્ય પોલીસની અંદરનો ૨૬/૧૧ હીરો, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી જાગી ઊઠેલો. હાથમાં કશું હતું તો નહિ. ખાલી ખુરશીઓ ફેંકીને એણે પેલાંને ભગાડેલો અને પોતે ચારણી થઈને પડેલો. ત્યારે શનિવારે તેલ નાળિયેર ચડાવનારા હજારો હનુમાન ભક્તો પૂંછ દબાવીને ભાગતા હતા. અંધારાંમાંથી પસાર થવું હોય તો હનુમાન ચાલીસા ગાનારી પ્રજાને ફિલ્મોમાં બહાદુરી બતાવનારા હકીકતમાં બહાદુર હોય નહિ તેવા પાત્રોમાં એમનો હીરો જણાય તેમાં શું નવાઈ? imagesCA4DHHN5

જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે.

images જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે.
હમણાં એક દિવસ જય વસાવડાનો ઈન્ટરવ્યું જોતો હતો. એમણે પ્રાથમિક શિક્ષણ ઘરમાં લીધેલું સ્કૂલમાં ગયા વગર. એમનાં માતાપિતા બંને શિક્ષક હતા. એમનું માનવું હતું કે જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે. જય વસાવડાને મુખે બોલાયેલું આ વાક્ય મને બહુ સ્પર્શી ગયું. બાળક જન્મે પછી બધું જોઈ જોઈ અને સાંભળીને શીખતું હોય છે. બોલવાની ભાષા બાળક સાંભળીને શીખતું હોય છે. જન્મથી બહેરાં બાળકો સ્વરપેટી સારી હોવા છતાં બોલવાનું શીખી શકતાં નથી. શબ્દો સાંભળો, બ્રેઈનમાં એની માહિતી સ્ટોર થાય પછી સ્વરપેટી બોલવાનું શીખે ને? બ્રેઈનમાં શબ્દ વિષયક માહિતી ભંડાર હોય જ નહિ તો શું શીખવાનાં? કાનબહેરાંની જેમ અમુક માણસો બ્રેઈનબહેરાં પણ હોય છે. કાન તો એમનાં સાંભળે પણ એમનું બ્રેઈન સાંભળે જ નહિ. અથવા એમનું મનગમતું જ એમને સાંભળવું હોય છે.

પહેલાના જમાનામાં લખવાનું શરુ થયું નહોતું ત્યારે સાંભળીને જ બધું શિખાતું. વારંવાર એકની એક વાત સાંભળો તો વગર સમજે બ્રેઇનમા સ્ટોર થઈ જાય. એમાં રટણ આવ્યું. એકનાં એક શ્લોક વારંવાર રટવાનાં જેથી લાંબે ગાળે લોંગ ટર્મ મેમરીમાં અડ્ડો જમાવી દે. શાસ્ત્રો યાદ રાખવાનો બીજો કોઈ ઉપાય નહોતો. મને પોતાને વારંવાર રોજ સાંજે રટી રટીને ગીતાજીના બે અધ્યાય મોઢે હતા તે પણ કોઈ અર્થની સમજ વગર..બ્રેઈનની આ કમાલનો ઉપયોગ શાસ્ત્રો યાદ રાખી જાળવી રાખવામાં પેઢીઓને પેઢીઓ સુધી થયેલો. એમાં આવી ગોખણપટ્ટી. ગોખણપટ્ટી કોઈ ક્રિયેટીવ કામ નથી. આપણે કોઈ વિષય બાબતે સંભાળીએ સમજીએ એના ઉપર મનન કરીએ પછી યાદ રાખીએ તો એમાં કોઈ સર્જનાત્મકતા જણાય. બુદ્ધિ ખીલે અને સમજ પણ વધે. માટે ૨૫૦૦ વર્ષ પહેલાં બુદ્ધે કહેલું કે જેને સાંભળવાની કળા નથી આવડતી એનું શરીર તો આખલાની જેમ વધે છે પણ એની પ્રજ્ઞા નથી ખીલતી. સાંભળતાં તો બધા જ હોય છે પણ સાંભળવાની કલામાં કેટલા માહેર હોય છે? કાનબહેરાં હોવું તે કુદરતના હાથમાં છે પણ બ્રેઈનબહેરાં હોવું તે આપણી પોતાની ખામી છે. ૧૦૦ વર્ષ પહેલા ફ્રેંચ મનોવૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિનયે કહે છે કે માણસની માનસિક અને શારીરિક ઉંમરમાં ફેર હોય છે. જે બુદ્ધ જરા જુદી રીતે ૨૫૦૦ વર્ષ પૂર્વે ભારતમાં કહી ગયા હતા. ૩૨-૩૩ વર્ષે મૃત્યુ પામેલા આદિ શંકરાચાર્ય અને સ્વામી વિવેકાનંદની માનસિક ઉંમરનો અંદાજ મારી શકાય ખરો? ૩૨-૩૩ પાછળ એક મીંડું લગાવો કે બે લગાવો.

આપણે મેકોલેને કાયમ ગાળો દઈએ છીએ પણ ગોખણપટ્ટી તો આપણી પ્રાચીન ધરોહર છે. હજુએ ભારતમાં ચાલુ જ છે. જ્યારે પશ્ચિમે ખુદ મેકોલેની શિક્ષણ પદ્ધતિ ફગાવી દીધી છે તો આપણે શું કામ પકડી રાખી છે? વેપાર કરવા? આપણે તો ગોખીને બધું યાદ રાખી લેતા હતા માટે લખવાનું સુજતુ જ નહોતું. લખવાની શરૂઆત ચીનાઓએ કરી હતી. પછી આપણે પણ શરુ કર્યું ભોજપત્રો ઉપર લખવાનું. એટલે આવ્યું વાંચીને શીખવાનું. સાંભળીને શીખવાનું એક મર્યાદામાં હોય પણ વાંચીને શીખવામાં કોઈ લીમીટ નહિ. વાંચીને પણ ગોખવાનું શરુ થઈ ગયું. જૂની ટેવો ભૂલાય? આર્ટ ઑફ લીશનીંગ સાથે આર્ટ ઑફ રીડિંગ પણ એટલી જ મહત્વની છે. અત્યારે બુદ્ધ હોત તો જરૂર કહેત કે જેને વાંચવાની કલા આવડતી નથી તેમના શરીર પાડાની જેમ વધે છે પણ એમની ડીક્ષનેરીમાં પ્રજ્ઞા નામનો શબ્દ હોતો નથી.. યોગાનુયોગ જુઓ આ જ જય વસાવડાએ લીધેલાં ઇન્ટર્વ્યૂમાં બરકમદાર એવા શ્રી. ચંદ્રકાંત બક્ષી કહેતા હતા કે ગુજરાતી લેખકો અભણ છે, વાંચતા જ નથી. વિવેચકો પણ અભણ છે. લેટીન અમેરિકન દેશોના લેખકોને પણ બક્ષીબાબુ વાંચતા રહેતા. Kim Peek નામનો અમેરિકન સ્પેશીયલ ક્ષમતા ધરાવતો હતો. આપણે કોઈ પુસ્તક વાંચીએ તો સામે પુસ્તકના બે પાના હોય છે. આ ભાઈલો જમણી આંખે જમણું આને ડાબી આંખે ડાબું પાનું વાંચતો. એમાં આખું પુસ્તક વાંચતા માંડ એકાદ કલાક લાગતો અને વળી વાંચ્યા પછી આખું પુસ્તક બ્રેઇનમા કાયમ માટે સ્ટોર થઈ જાય. એનું બ્રેઈન એવેરેજ માનવી કરતા ખુબ મોટું હતું. જો કે આ તો અપવાદરૂપ કેસ કહેવાય.

એટલે સમજીને સાંભળવાનું જેટલું મહત્વનું છે તેટલું જ સમજીને વાંચવાનું પણ હવે મહત્વનું ગણાય. સાંભળવાની અવેજમાં વાંચીને પણ ચલાવી શકાય. આજકાલ અખબારોમાં નવા લેખકોના લેખો વાંચીએ તો એમનાં વાંચનના અભાવની છબી તરત જણાઈ જતી હોય છે. મેં ઓનલાઈન દિવ્યભાસ્કરમાં આર્ટિકલ નીચે પ્રતિભાવ આપવાનું શરુ કરેલું. એમાંથી બે ચાર લાંબા પ્રતિભાવો આર્ટિકલ તરીકે મુકાયા હતા. બસ એમાં જ મારું લખવાનું શરુ થયેલું. જો કે મારા પ્રતિભાવો બહુ જલદ રહેતા હોવાથી પછી તે લોકોએ પબ્લીશ કરવાનું બંધ કરેલું તે વાત જુદી છે. હહાહાહા

આખી દુનિયામાં સ્કૂલ કૉલેજોમાં શિક્ષણ પદ્ધતિ બદલાઈ ગઈ છે પણ આપણી હજુ મેકોલેના જમાનાની ચાલુ જ છે. આપણે ગોખણીયા બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ પેદા કરીએ છીએ પણ ક્રિયેટીવ ઈન્ટેલીજન્ટ નહિ. હમણાં મિત્ર નિખીલભાઈએ લીધેલાં એક ઈન્ટરવ્યુંમાં ભારતના એક જાણીતા વૈજ્ઞાનિક ડૉ જે. જે. રાવલ કહેતા હતા કે ગોખણપટ્ટીનાં જમાનામાં ભારતમાં આઇન્સ્ટાઇન ક્યાંથી પેદા થવાના? એટલે સાંભળીને, વાંચીને પછી એ બધું સમજીને શીખવાનું શીખી જઈએ તો પછી ભયો ભયો…

imagesCAEF2EL8રમવાની ઉંમરમાં રમવું જોઈએ પણ મને કદી લખોટીઓ રમતા આવડી નહિ. ભમરડો ફેરવતા પણ આવડે નહિ. પતંગ ચઢાવતા હજુએ આવડતું નથી. ક્રિકેટ પણ ભાગ્યેજ બચપણમાં રમ્યો હોઈશ. અખાડામાં અને જિમમાં જવાનો શોખ ખરો. આ બધું કેમ આવડ્યું નહિ? કે ભાઈ મને વાંચવામાંથી ટાઈમ જ નહોતો મળતો..હહાહાહાહાહા imagesCAL19NA4

એક પાતળો પડદો કૌમાર્યપટલ Hymen ઇજ્જતનો સવાલ…

એક પાતળો પડદો કૌમાર્યપટલ Hymen ઇજ્જતનો સવાલ

સ્ત્રીની ઇજ્જત થોડા સેન્ટિમીટરનાં પડદામાં કેમ છુપાઈ ગઈ હશે? ઇજ્જત, આબરૂ કોને કહેવાય? કુંવારી સ્ત્રીની ઇજ્જત ફક્ત એક પડદામાં કેમ સમાઈ ગઈ હશે જે સાવ નાનકડો અને ગમેuntitled ત્યારે તૂટી જાય તેવો હોય છે. મૂળ સવાલ Virginity નો છે. વર્જિન હોવામાં જ ઇજ્જત સમાઈ કઈ રીતે જાય? એકલાં ભારતમાં નહિ આખી દુનિયામાં સ્ત્રી વર્જિન હોય તેવું ઇચ્છાતું હતું. વર્જિન છે તેની ખાતરી મેળવવાનું સાધન પેલો કૌમાર્યપટલ Hymen હોય છે જે લગભગ ૪૩% સ્ત્રીઓમાં જ સાબૂત હોય છે. બેબી ગર્લ જેમ જેમ મોટી થતી જાય તેમ Hymen પાતળો પડતો જાય છે. ઘણી સ્ત્રીઓમાં એની ઇલૅસ્ટિસિટી ખુબ વધુ હોય છે જેથી એકાદ ઇન્ટર્કૉઅર્સમાં તૂટે પણ નહિ. જ્યારે આશરે ૫૭ % સ્ત્રીઓમાં આ નાજુક પડદો એમજ તૂટી જતો હોય છે.

બાઇસિકલ ચલાવવાથી, કસરત કરવાથી, કૂદવાથી કે બીજી રમતગમતો રમવાથી તૂટી જતો હોય છે જે પેલી છોકરીને ખબર પણ હોય નહિ તેવું પણ બની શકે. હ્યુમન ઇવલૂશનમાં સ્ત્રી આખી જ ખુબ કીમતી હોય તો પછી તેની વર્જિનિટિ કેમ કીમતી ના હોય? એટલે હ્યુમન ઇવલૂશન અને સેક્સ્યૂઅલ રીપ્રડક્ટિવ સક્સેસ માટે પણ સ્ત્રી ખુબ કીમતી છે. આ બાબતમાં સ્ત્રીની ઇજ્જત ખરેખર ખુબ છે જેની કદર પુરુષોએ કરવી પડે, એનો આભાર માનવો પડે. પણ પુરુષપ્રધાન સમાજે ઊલટા ચોર કોટવાલ કો ડાટે એવું કરીને આ ઇજ્જત સાચવવાની જવાબદારી સ્ત્રીના માથે નાખી દીધી.

લાભ એમને પોતાને લેવાનો છે અને આ લાભ મળે નહી તો દોષી સ્ત્રીને માનવાનું શરુ કરી દીધું. એમની ભૂલોનો ભોગ પણ સ્ત્રીને બનવાનું અને એમની ભૂલની સજા પણ સ્ત્રીને આપવાની. આતો કોઈ આપણા ઘરમાં ચોરી કરી જાય અને જજ સાહેબ સજા ચોરને બદલે આપણને આપે તેવું છે.
આમ સ્ત્રીની ઇજ્જત સેક્સ્યૂઅલ રીપ્રડકશન માટે છે તો ખરી જ. એના ઇવલૂશનરી કારણોમાં જરા ઊંડાં ઊતરવાની કોશિષ કરીએ. એક અંગ્રેજી ગીતના શબ્દો છે,
“Some guys have all the luck. Some guys have all the pain.”

ધારી લો કે એક સમાજમાં સ્ત્રી અને પુરુષ પચાસ પચાસ ટકા છે અને પૉલીગમી પર કાયદેસર પ્રતિબંધ છે. તો એવું હોવું જોઈએ કે ૫૦ પુરુષ પરણેલા હોવા જોઈએ અને ૫૦ સ્ત્રીઓ પણ પરણેલી હોવી જોઈએ. પણ વાસ્તવમાં એવું હોતું નથી. કદી લગ્ન કર્યા નાં હોય તેવા પુરુષોની સંખ્યા કે ટકાવારી વધુ હોય છે. સ્ત્રીઓની એવી ટકાવારી ઓછી હોય છે. લગ્નવ્યવસ્થા જ્યાં સખત મજબૂત હોય તેવા દેશોની વાત જુદી હશે. પણ અમેરિકામાં એવું જ છે, અહી કુંવારા પુરુષો વધુ હોય છે, કુંવારી સ્ત્રીઓ ઓછી.

રીપ્રડક્ટિવ સક્સેસનો આધાર એક સ્ત્રી કે પુરુષ એના લાઇફ ટાઈમમાં કેટલાં સંતાન પેદા કર્યા તેના પર હોય છે. ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ reproductive success જેમ વધુ તેમ બૅટર ગણાય. તો એવરેજ સંતાન પેદા કરી શકવાની ક્ષમતા સ્ત્રીની કેટલી અને પુરુષની કેટલી? મતલબ સ્ત્રી અને પુરુષની ઍવરિજ reproductive success કેટલી હોઈ શકે? સરખી હોઈ શકે? ધારો કે એક સામાન્ય સ્ત્રી એની લાઇફમાં વધુમાં વધુ કેટલા બાળકો પેદા કરી શકે? આશરે ગણીએ તો સ્ત્રીની લાઇફમાં ૨૫ વર્ષ એવા હોય છે યુવાનીના કે બાળકો પેદા કરી શકે. ૧૫-૪૦ વર્ષનો ગાળો કે ગણો કે થોડો આઘોપાછો ગણો. દર વર્ષે ગર્ભવતી થાય તો વધુમાં વધુ ૨૫ બાળકો થઈ શકે.

ટૂંકમાં સ્ત્રી પાસે બાળકો હોવાની મર્યાદા ૧-૨૫ હોઈ શકે. સ્ત્રી ઇચ્છે અને એને પુરુષ ના મળે તેવું બને નહિ. કોઈ પુરુષ ના પાડે તેવું બને નહિ. સાવ ગાંડી-પાગલ રખડતી ભટકતી સ્ત્રીઓને પણ પુરુષોએ ગર્ભવતી બનાવેલી છે. સામે પુરુષની બાળકો પેદા કરી શકવાની ક્ષમતા કે રેંજ જુઓ. થીઅરી પ્રમાણે  જો એક પુરુષને રોજ નવી નવી એક એક ફળદ્રુપ સ્ત્રી મળે તો વર્ષના ૩૬૫ બાળકો પેદા કરી શકે. તો ૫૦ વર્ષમાં ૧૮૨૫૦ બાળકો પેદા કરી શકે. વાસ્તવમાં આવું બનતું નથી તે વાત જુદી છે. મોરોક્કોના સમ્રાટ Moulay Ismael the Bloodthirsty(૧૬૭૨-૧૭૨૭) ૮૮૮ સંતાનો હોવાનો રિકૉર્ડ ધરાવે છે. કેટલાક ચીનના રાજાઓ એના કરતા પણ વધારે સંતાનો ધરાવતા એવું કહેવાય છે. કડવું સત્ય એવું પણ છે કે અમુક પુરુષોને સ્ત્રી નસીબ હોતી નથી. મૂર્ખાં, કુરૂપ, બીમાર, માયકાંગલા, કમજોર, નિર્ધન, દરિદ્ર એવા પુરુષોને પોતાના સંતાનના બાપ બનાવવા કોઈ સ્ત્રી તૈયાર થાય નહિ.

આમ પુરુષની રેંજ ૦ થી શરુ થઈને ખુબ હાઈ હોય છે. કેટલાક reproductive jackpot winners હોય છે. આવા માણસ જોડે એવું કયું સાઇકૉલોજીકલ અને ફિઝિકલ adaptations  હશે જેના લીધે તે અસંખ્ય સ્ત્રીઓ પામી શક્યો અને માનવજાતના માનસરોવરમાં એના પેદા કરેલા સૌથી વધુ હંસલા તરતા મૂકી શક્યો? કડવું સત્ય છે કે એવા કેટલાય પુરુષો હોય છે જેમનાં વડે સ્ત્રીઓ કદાપિ ગર્ભવતી બનવાનું ઇચ્છતી નથી.

સ્ત્રી પુરુષની રીપ્રડક્ટિવ સફળતામાં ખુબ વિસંગતિ છે. “reproductive jackpot winners” પુરુષો  સિરિઅલ મેરેજ અને મલ્ટિપલ રિલેશનશીપ દ્વારા અસંખ્ય સ્ત્રીઓ પ્રાપ્ત કરી લેતા હોય છે. પૉલીગમી ભલેને ગેરકાયદે હોય પણ ડિવૉર્સ લઈને વારંવાર મેરેજ કરતા કોણ રોકે છે? આવા પુરુષો સ્ત્રીઓને પોતાના તરફ આકર્ષવા અસફળ રહેતા હોય તેવા પુરુષો માટે કોઈ ચાન્સ રહેવા દેતા નથી.

આમ રીપ્રડક્ટિવ સફળતા બાબતે પુરુષોમાં વિસંગતિ ઊંચા પ્રમાણમાં હોય છે. ક્યારેક ખુબ સફળતા મળે અથવા ચાન્સ જ ના મળે. સ્ત્રીઓ માટે તેવું હોતું નથી. માટે પુરુષો આ બાબતે ખુબ ડેસ્પરેટ હોય છે. અને ખુબ મોટું રિસ્ક લેતા ખચકાતાં નથી. સ્ત્રીઓ માટે જેકપોટનો સવાલ નથી તો અસફળતાનો પણ સવાલ નથી. તો પુરુષોએ જાતજાતના સાઇકલૉજિકલ અને સામાજિક અનુકૂલન સાધ્યા છે. સફળતા માટે જાતજાતના મનોવૈજ્ઞાનિક અને સામાજિક રસ્તાઓ શોધી કાઢ્યા છે.

પહેલું તો મનૉગમી શોધી નાખી. મનૉગમી સામાજિક છે, પૉલીગમી બાયલૉજિકલ છે. લગ્નવ્યવસ્થા શોધી કાઢી, દરેક પુરુષ બાયલૉજિકલી એવું ઇચ્છતો હોય કે મારા જ જેનિસ સૌથી વધુ ફેલાયેલા હોવા જોઈએ બીજાના નહિ. એમાં એવું આવ્યું કે સ્ત્રીએ બીજા પુરુષ જોડે કોઈ પણ ભોગે જવું જોઈએ નહિ. તો એમાં મનોવૈજ્ઞાનિક રસ્તો એવો શોધાયો કે જો આવું થાય તો પાપ કહેવાય, ચારિત્રહીન કહેવાય, વ્યભિચાર કહેવાય. કૌમાર્યપટલ ફક્ત મારાથી જ ભેદાવો જોઈએ. બીજા કોઈએ તોડેલો હોય તો ચારિત્રહીન કહેવાય. પહેલી રાત્રે બ્લડ નાં નીકળે તો લોચો પડી ગયો ક્યાંક જઈ આવી હશે. ચારિત્રહીન નથી તેની સાબિતી જોઈએ.

યુરોપમાં અને ઘણાબધા દેશોમાં લોહીવાળી ચાદર સવારે બધાને ભેગી કરીને બતાવવામાં આવતી હતી.. હજુ લંડનના મ્યુઝિયમમાં ચૅસ્ટિટિ બેલ્ટ જોવા મળશે. પુરુષ બહાર જાય અને ઘણા દિવસો પાછો આવવાનો નાં હોય તો યોનીપ્રદેશ ફરતો બેલ્ટ બાંધી તાળું મારી ચાવી જોડે લઈ જાય. આવા બેલ્ટ મોટાભાગે લોખંડના પણ બનતા. કેટલી બધી તકેદારી???

મર્યા પછી પણ પોતાની સ્ત્રી બીજાના જેનિસ ઉછેરીલે તેવું ના બનવું જોઈએ એમાં સતીત્વનો કૉન્સેપ્ટ આવ્યો. ભારતમાં આજસુધીમાં લાખો સ્ત્રીઓને આગમાં જીવતી હોમી દીધી હશે. ખુદ સ્ત્રીઓના બ્રેનમાં ચારિત્રહીન, વ્યભિચાર, બેવફાઈ, પતિપરમેશ્વર જેવા અનેક શબ્દોનું અર્થઘટન નાનપણથી હાર્ડ વાયરિંગ કરી ભરી દેવાનું જેથી સ્ત્રી પોતેજ એની કાળજી લે.

બળાત્કાર થયેલી છોકરીનો પોતાનો કોઈ વાંક હોતો નથી છતાં સમાજ એના પ્રત્યે નફરતથી કેમ જોતો હોય છે? ઊલટા ચોર કોટવાલ કો ડાટે જેવો ન્યાય થાય છે. સીતાજીનો કોઈ વાંક નહોતો છતાં હવે શ્રી રામની મજબૂરી સમજાય છે ને કેમ અગ્નિપરીક્ષા લીધી હશે? લાકડા સળગાવી પ્રવેશ થોડો કરાવ્યો હશે? એમાં તો કોઈ પણ સળગીને મરી જાય. કડક સળગી જવાય તેવા પ્રશ્નો પૂછ્યા હશે, આશંકાઓ દર્શાવી હશે, કોઈ તજજ્ઞ જોડે શારીરિક પરીક્ષણ કરાવ્યું હશે. કોઈપણ ખુબ પ્રેમ કરતી અને વફાદાર સ્ત્રી માટે આ બધું અગ્નિપરીક્ષા જ કહેવાય.

આમ સ્ત્રી કોઈ પરપુરુષ સામે જુએ તો પણ કુલટા ગણાઈ જાય અને પુરુષ બધે ફરતો ફરે તો કૃષ્ણ કનૈયાલાલ કહી ગર્વ અનુભવે. સેક્સ્યૂઅલ રીપ્રડકશન માટે ખરેખર સ્ત્રી કીમતી છે, ભારે કીમતી છે. કારણ એક તો લિમિટેડ એગ્ઝ લઈને જન્મે છે, એની સંતાન પેદા કરવાની ક્ષમતાની રેંજ પણ લિમિટેડ છે. તો પુરુષોએ એની ઇજ્જત સાચવવાની છે. સ્ત્રીને કશું થાય તો untitled===પુરુષોએ લજ્જિત થવાનું છે. એક સ્ત્રી પર બલાત્કાર થાય તો પુરુષોએ શરમ અનુભવવાની જરૂર છે. એના બદલે પુરુષો સ્ત્રીને લજ્જિત કરે છે.

ઘણાં દેશોમાં ખાસ તો અમુક મુસ્લિમ દેશોમાં એક છોકરી પર બલાત્કાર થાય તો પેલો હરામી તો છૂટી જાય છે પણ પેલી છોકરીને પથ્થર મારી મારીને મારી નાખવામાં આવે છે. એક નાના પડદામાં સ્ત્રીની ઇજ્જત કઈ રીતે સમાઈ જાય? પણ પુરુષોએ સમાવી દીધી છે. સ્ત્રી પોતે પણ એવું માનતી થઈ ગઈ હતી..એટલે કોઈ બળજબરી કરી પેલો પડદો તોડી નાખે તો રડી ઊઠતી કે ‘ માં ઉસને મેરી ઇજ્જત લૂંટ લી’…

યુરોપના કોઈ ગામમાં એક ભાઈને દસેક દિવસ માટે બહારગામ જવાનું હશે. એણે એની પત્નીના બિકીની એરિઅમાં ચૅસ્ટિટિ બેલ્ટ બાંધ્યો તાળું માર્યું અને ચાવી એના ખાસ મિત્રને આપી કહ્યું કે ભાઈ હું દસેક દિવસ માટે બહારગામ જાઉં છું. કોઈ ઇમર્જન્સીમાં બેલ્ટ ખોલવો પડે તો તને ચાવી આપી રાખું છું. મને તારા પર વિશ્વાસ છે. આટલું કહી તેણે ઘોડો મારી મૂક્યો. એકાદ કલાક પછી એણે જોયું કે કોઈ બીજો ઘોડેસવાર માર માર કરતો એની પાછળ આવી રહ્યો છે. તે થોભી ગયો. પેલો પાછળ આવતો ઘોડેસવાર એનો ખાસ મિત્ર જ હતો જેને તે ચાવી આપીને આવેલો. એને નવાઈ લાગી કે આ કેમ પાછળ આવ્યો હશે? નજીક આવતા જ પેલાં પાછળ આવનાર મિત્રે બૂમ પાડી કહ્યું અરે તે તો ખોટી ચાવી આપી છે…

અવતાર

imagesCAJDO3OFઅવતાર

આપણે સૌ ભારતીયો કૃષ્ણને અવતારીપુરુષ ગણીએ છીએ….હું તો નથી સમજતો…કૃષ્ણને અવતારી સમજીને એની મહત્તાનું અવમૂલ્યન કરીએ છીએ. કૃષ્ણ એક માનવ હતા , મહામાનવ હતા, એક રાજા હતા, સર્વાઈવલનાં યુદ્ધના એક વીર યોદ્ધા હતા. એક ભગવાન અગણિત પરાક્રમો કરે એમાં શું નવાઈ? એ તો કરવાનો જ છે. એક માનવ અગણિત પરાક્રમો કરે તો એની મહત્તા સમજાય લોકોને પ્રેરણા મળે કે આપણે પણ આમ કરી શકીએ તેમ છીએ. અવતારવાદની ધારણાએ લોકો રાહ જોતા હોય છે કે ભગવાન અવતરશે અને બધું સારું થઈ જશે. ખાલી ભારતમાં જ કેમ અવતારો અવતરે? બીજા દેશોમાં કે બીજા ધર્મોમાં કેમ નહિ? અને જિસસ કે મોહમદ ને અવતાર માનો તો ફક્ત એક એક જ કેમ? બીજા ક્યાં છુપાઈ ગયા? શું તે લોકો ભગવાનના અળખામણા છે? ખાલી ભારત જ પુણ્યભુમી છે?

મૂળ તો અવતારો ઉપરથી અવતરે તે ધારણા જ ગલત છે. અવતારોની ધારણા રૂપક છે. રૂપકને સાચા માની લેવા મૂર્ખતા છે. પ્રાચીન મનીષીઓ પાસે વાર્તાઓ કહેવાની કળા હતી. આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પાન્ઝી છીએ. વાર્તાઓ કહીને બાળકોને સમજણ આપવાની આપણી કળા છે. મને એમાં ઈવોલ્યુશન દેખાય છે. કદાચ હું ખોટો પણ હોઈ શકું. પહેલો અવતાર મત્સ્ય અવતાર, તો પહેલો વ્યવસ્થિત સજીવ માછલી છે. પછી કૂર્મ અવતાર થયો તે માછલી કરતા વધુ વિકસેલો સજીવ છે. જમીન ઉપર પણ ફરી શકે છે અને પાણીમાં પણ ફરી શકે છે. માછલી જમીન ઉપર ફરી શકતી નથી તો કૂર્મ એટલે કાચબાને અવતારી મતલબ વિશિષ્ટ ગણવો જ રહ્યો. પછી વરાહ અવતાર આવ્યો. ધરતીને ખોદી નાખતું મેમલ પ્રાણી. કથા પણ એવી જ છે ધરતીને એના દંત ઉપર ધરીને રાક્ષસનાં પંજામાંથી છોડાવી લાવ્યું. પછી આવ્યો નૃસિંહ અડધો પશુ અડધો માનવી. ૩૦ લાખ વર્ષ જુનું લ્યુસી નામ આપેલું ફોસિલ મળ્યું છે જે અડધું પશુ અને અડધું માનવી બેપગે ચાલતું હશે તેવું છે..

પછી વામન અવતાર આવ્યો. ઇન્ડોનેશિયામાંથી એક બાળકનું ફોસિલ મળ્યું હતું. વૈજ્ઞાનિકોને એમ કે કોઈ બાળકનું હશે પણ પરીક્ષણ પછી જાણવા મળ્યું કે પુખ્ત ઉંમરની સ્ત્રીનું હતું. પૃથ્વી પર એક આવી માનવોની જાત વિકસેલી હતી જે કદમાં સાવ નાની હતી. કાળક્રમે એનો સંપૂર્ણ વિનાશ થઈ ગયો. એવું પણ બને કે પહેલા આખા ભારતમાં અનાર્યોનું રાજ હતું. આર્યો બહારથી આવ્યા અને એમના કોઈ બટકા મહાપુરુષે અનાર્યોને ખદેડી મૂક્યા હોય દક્ષિણ ભારત બાજુ એને વામન અવતાર ગણતાં હોય. આજે પણ બલિરાજાની પૂજા દક્ષિણ ભારતમાં થાય જ છે. વામન અવતાર સાથે મહામાનવોને અવતાર માનવાનું શરુ થયું. પછી આવ્યા પરશુરામ. પરશુરામે કયા દિવ્ય કાર્યો કર્યા હતા? ક્ષત્રિયાણીઓના ગર્ભ ચીરીને ગર્ભસ્થ બાળકોની હત્યા કરનાર કઈ રીતે દિવ્ય કહેવાય? સોચો જરા? એક ક્ષત્રિયનાં પાપે સમસ્ત ક્ષત્રિયોની હત્યા? તે પણ એકવીસ વખત? ક્ષત્રિયોના લોહી વડે પાંચ પાંચ તળાવ ભરેલા. અતિશયોક્તિ હશે પણ આમાં કોઈ અવતારી કાર્ય જણાતું નથી. હિંદુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, હિટલર, સ્ટાલિન, માઓ બધાએ વખતોવખત જેનોસાઈડ કરેલા જ છે. દિવ્યતાની વાતો છોડો પરશુરામ આજે પણ આપણી અંદર વસેલા ચિરંજીવ જ છે.

પછી આવ્યા રામ. એમની કથા એટલી બધી કહેવાઈ ગઈ છે કે હવે રસકસ હીન થઈ ગઈ છે. લોકો અજાગ્રત પણે એમની કથા હજારો વર્ષથી સાંભળે જ જાય છે. એમની કથા કુશળ વક્તાઓને સામે મૂર્ખ શ્રોતાઓના ટોળા મળી રહેવાથી પેટ ભરવાનું મુખ્ય સાધન બની ચૂક્યું છે. શ્રી. વર્ષા અડાલજા સંદેશમાં ચંદરવો નામની થાંભલી લખે છે, એમાં ઘણીવાર પ્રશ્ન પૂછી ચૂક્યા છે કે ભારતમાં સ્ત્રીઓની અગ્નિપરીક્ષા ક્યારે બંધ થશે? હું મજાકમાં કહેતો હોઉં છું કે જ્યાં સુધી કથાકારો રામાયણ વાંચતા રહેશે ત્યાં સુધી બંધ નહિ થાય.. હહાહાહાહા

પછી આવ્યા શ્રી.કૃષ્ણ એક મહાન ઐતિહાસિક યોદ્ધા. હા! તો મિત્રો, આપણે સૌ ભારતીયો કૃષ્ણને અવતારીપુરુષ ગણીએ છીએ….હું તો નથી સમજતો…કૃષ્ણને અવતારી સમજીને એની મહત્તાનું અવમૂલ્યન કરીએ છીએ. કૃષ્ણ એક માનવ હતા , મહામાનવ હતા, એક રાજા હતા, સર્વાઈવલનાં યુદ્ધના એક વીર યોદ્ધા હતા. એક ભગવાન અગણિત પરાક્રમો કરે એમાં શું નવાઈ? એ તો કરવાનો જ છે. એક માનવ અગણિત પરાક્રમો કરે તો એની મહત્તા સમજાય લોકોને પ્રેરણા મળે કે આપણે પણ આમ કરી શકીએ તેમ છીએ. રાજાઓને ભગવાન માનવાની આ દેશમાં પ્રથા છે. ગીતા કૃષ્ણનો મહાન સંદેશ ગણો કે વ્યાસજીએ કૃષ્ણના મુખે સર્વે ઉપનિષદનો સાર મૂકી દીધો પણ આ “સંભવામિ યુગે યુગે” મૂકીને બધા ઉપર પાણી ફેરવી નાખ્યું.. “પરિત્રાણાય સાધૂનામ, વિનાશાયચદુષ્ક્રુતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે” નિત્ય ગાનારી પ્રજા કદી ક્રાંતિ કરી શકે નહિ…ભગવાન આવશે બધું કરશે આપણે શું???

ધીમે ધીમે ભગવાન કે અવતાર પણ સુસંસ્કૃત થતા જતા હોય તેવું લાગે છે. એમાં પણ ઈવોલ્યુશન થતું લાગે છે. પરશુરામ જેટલા રામ અને કૃષ્ણ ક્રૂર નહોતા. માનવીય સંવેદનાઓથી ભરેલાં હતા. કૃષ્ણ પછી બધું ઠપ્પ થઈ ગયું. કલ્કી ભવિષ્યની કલ્પના હતી. ભૂતકાળની કલ્પનાઓમાં ક્યાંક કૃષ્ણ ઐતિહાસિક હતા તેવા પુરાવા મળે છે. બુદ્ધને હિંદુ ધર્મની ધારામાં અવતાર માનવા તે બહુ મોટો દંભ છે. કૃષ્ણ સુધીના તમામ અવતારો યુદ્ધખોર હતા. બુદ્ધ તો અહિંસક હતા. બુદ્ધ પોતાને હિંદુ માનતા હતા ખરા? બુદ્ધે ઈશ્વરનો ઇનકાર કર્યો. અલગ ધર્મ સ્થાપ્યો. હિંદુ રાજા પુષ્યમિત્ર શૃંગે એક એક બૌદ્ધ સાધુના માથા સાટે સોનામહોરના ઇનામ જાહેર કરેલા. બૌદ્ધ ધર્મને હિન્દુઓએ બહાર ખદેડી મૂક્યો અને હિંદુઓ હવે બુદ્ધને અવતાર ગણે તો નર્યો દંભ જ કહેવાય.

ઘેટાઓ માટે એમના ભરવાડ હમેશાં અવતાર જ હોય છે.

વીજળીના ચમકારે મોતીડા પરોવીએ

imagesCAPCJ2IPવીજળીના ચમકારે મોતીડા પરોવીએ

એક ઘરમાં બે ભાઈઓ હતા. મોટોભાઈ તો બરોબર હતો પણ નાનો જન્મથી થોડી ખામીઓ લઈને જન્મ્યો હતો. નાનો બહેરો હતો માટે બોબડો પણ હતો. સાથે સાથે થોડો જંગલી જેવો પણ હતો. આમ તો બે ભાઈઓ ખુબ સંપીને રહેતા હતા પણ કોઈવાર મોટાભાઈની ભાષા પેલો મૂંગો સમજી શકતો નહિ. એટલે ઘણીવાર સંઘર્ષ સર્જાતો. અને ક્યારેક વળી બોબડાની ઇશારાની સાંકેતિક ભાષા મોટાભાઈ સમજી શકતા નહિ એટલે મૂંગો ગુસ્સે ભરાઈ જતો. પણ હતા ખુબ સંપેલા. મૂંગા નાનાભાઈનાં તોફાનો કે કહેવાતી ગલત હરકતો વિષે કોઈ ફરિયાદ કરે તો મોટો તરત એનો પક્ષ લઈ એના કારણ દર્શાવી દેતો, લોકો ચુપ થઈ જતા. એ બાબતમાં મોટો બહુ હોશિયાર હતો..એકવાર નાનાભાઈએ એક અસહાય છોકરી પર બળાત્કાર કરી નાખ્યો. લોકો ફિટકાર વર્ષાવવા લાગ્યા મોટાએ તરત બચાવમાં કહી દીધું કે પેલી છોકરી એકલી શું કામ નીકળી? એણે ટૂંકા કપડાં શું કામ પહેર્યા હતા? પુરુષો પ્રત્યે નફરત ફેલાવવાનું બંધ કરો કોઈ ભવિષ્યમાં છોકરી નહિ આપે, કુંવારા મરી જશો. અસહાય હતી તો બળાત્કાર એન્જોય કરી લેવા જેવો હતો, ભાઈ કહીને કરગરી પડવા જેવું હતું. વગેરે વગેરે….લોકો છક્કડ ખાઈ ગયા કે આ મોટો શું બોલે છે? કાયમ ઉચ્ચ આદર્શોની વાતો કરનારો કેમ આવો બકવાસ કરે છે? નાનાભાઈની કહેવાતી દરેક ગલત હરકતની સુંદર વ્યાખ્યા થઈ જતી..બંને કાયમ લડતા અને સંપીને રહેતાં આ બે ભાઈઓની કહાણી દરેકના ઘરમાં હોય છે, મારા તમારા સહુના. હા ! તો આ મોટાભાઈ છે તે બોલી શકતા વિચારી શકતા મોટું મગજ છે જેને કોર્ટેક્સ કહીએ છે અને નાનાભાઈ છે તે મેમલ બ્રેઈન કે નાનું મગજ કે લીમ્બીક સીસ્ટમ કહેવાય છે. લીમ્બીક સિસ્ટમમાં વળી રેપટાઈલ બ્રેઈન પણ સમાયેલું છે. જે આપણને સરીસર્પ પાસેથી મળેલું છે.

ઉત્ક્રાંતિની શરૂઆતમાં જે આદિમ પ્રાણીઓ વિકસ્યા તેમની પાસે શબ્દોની કોઈ ભાષા નહોતી. એમની પાસે ફક્ત રસાયણો હતા. સાપ જેવા ઘણાં પ્રાણીઓએ સર્વાઈવલનાં યુદ્ધ ઝેર વિકસાવીને જીત્યા છે. આ ઝેર પાચક રસો પણ હતા. માનવ સિવાય શબ્દોની ભાષા કોઈ પ્રાણી પાસે છે નહિ. માનવ જેટલું મોટું કોર્ટેક્સ પણ કોઈ પ્રાણી પાસે છે નહિ. ચિમ્પાન્ઝી જેવા પ્રાણીઓ પાસે થોડું ઘણું કોર્ટેક્સ છે માટે બુદ્ધિશાળી ગણાતું હોય છે. તો આ બોલી નહિ શકતા ઝાઝું વિચારી નહિ શકતા પ્રાણીઓ પાસે કેમિકલ્સની ભાષા છે. સર્વાઈવલ માટે જોખમ પેદા થાય તો કોર્ટીસોલ જેવા રસાયણ બ્રેઈનમાં સ્ત્રવે તરત દુઃખ, તકલીફ, બેચેની મહેસુસ થાય તરત એનો ઉપાય થાય હવે સુખ અર્પતાં રસાયણ છૂટે અને પાછાં હતા તેવા. એક મહત્વની વાત કે મેમલ પ્રાણીઓ એટલે કે સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે. કારણ સમૂહમાં રહેવાથી સર્વાઈવલનાં ચાન્સ ખુબ વધી જાય..એકલાં પડો તો કોઈ પ્રીડેટર આવીને ચાવી જાય. દાખલા તરીકે એક ઘેટાનું બચ્ચું ટોળા બહાર નીકળી જાય ભૂલમાં અને એને ખ્યાલ આવે કે એકલું પડ્યું છે તરત એના મેમલ બ્રેઈનમાં cortisol સ્ત્રાવ થવા માંડે તરત બેચેની અનુભવાય મેં..મેં…મેં..કરવા લાગે દુખી દુઃખી થઈ જાય. એની માં આવી જાય એને ટોળામાં પાછું લઈ જાય, એને ચાટવા લાગે એટલે તરત ઓક્સીટોસીન સ્ત્રાવ થવા લાગે બંનેના બ્રેઈનમાં, જે સુખ અર્પે એક બીજા પ્રત્યે વિશ્વાસ અને સહકારની ભાવના જાગે. બચ્ચું ખુશ થઈને માં સાથે ગેલ કરવા લાગે..મારી પોસ્ટને કોઈ લાઈક આપતું નથી કે કોમેન્ટ્સ આપતું નથી એવી ફરિયાદ પેલાં બચ્ચાના મેં..મેં..મેં.. જેવું નથી લાગતું? કરોડો વર્ષોના અનુભવ લઈને આ રાસાયણિક સીધી સાદી ભાષા વિકસેલી છે. આ ઓક્સીટોસીન મેમલને સમૂહમાં રહેવાની સહકારથી રહેવાની પ્રેરણા આપે છે. સરીસર્પમાં ઓક્સીટોસીન ફક્ત સેક્સ સમયે જ સ્ત્રવે છે બાકી નહિ. માટે સેક્સ પૂરતાં જ સરીસર્પ ભેગાં થાય છે. બાકી હમેશાં એકલાં રહેતાં હોય છે.

સેરેટોનીન, ડોપામીન, ઓક્સીટોસીન, એન્ડોરફીન, કોર્ટીસોલ જેવા બીજા અનેક ન્યુરોકેમિકલ્સ મેમલ બ્રેઈનની ભાષા છે. જે આશરે ૨૦૦૦ કરોડ વર્ષ કરતા જૂની છે. ચિંતનમનન કરતું કોર્ટેક્સ તો આની આગળ બાળક કહેવાય. એટલે ૨૦૦ મીલીયંસ વર્ષથી ઇવોલ્વ થયેલું મેમલ બ્રેઈન જીતી જતું હોય છે. જે ફક્ત સર્વાઈવલ અને સેકસુઅલ રીપ્રોડક્શનની ભાષા બહુધા જાણતું હોય છે. કોર્ટેક્સની પ્રોડક્ટ એવી તમામ મોરાલીટી હમણાં આવી છે, બહુ જૂની નથી. ભારત પાસે સૌથી પહેલું બહુ સારું વિકસેલું કોર્ટેક્સ હતું માટે ભારતે દુનિયાને બહુ ઉચ્ચ આદર્શો આપ્યા છે. કેટલાક બુદ્ધિશાળી તર્ક અને હકારાત્મક લાગણીઓનો સુમેળ ધરાવતા મહાપુરુષોએ સત્ય, અહિંસા, વસુધૈવ કુટુમ્બકમ, સાંખ્ય, ઉપનિષદો, અદ્વૈતવાદ આવા અનેક કૉન્સેપ્ટ ભારતને આપ્યા જે આખી દુનિયામાં ફેલાયા. અહિંસા અને વસુધૈવ કુટુમ્બકમ પાછળ માનવતાવાદ આવ્યો. પણ મેમલ બ્રેઈન આ બધી અમૂર્ત વિચારધારાઓનું પ્રોસેસિંગ કરી શકતું નથી. તર્ક અને બુદ્ધિ કોર્ટેક્સની પેદાશ છે. મેમલ બ્રેઈનનું પ્રભુત્વ ધરાવતા આક્રમણકારીઓ ભારત પર ચડી આવ્યા અને જીત્યા પણ ખરા. સર્વાઈવલ માટેનો પહેલો રિસ્પૉન્સ હોય છે લડો અથવા ભાગો કે શરણે થઈ જાવ. ભારતે સર્વાઈવલ માટે શરણે થઈ જવાની નીતિ અપનાવી લીધી. એક મહાન સંસ્કૃતિ આજે સાવ કમજોર અને કાયર બની ચૂકી છે.

એક ગલત ધારણા છે કે બુદ્ધિજીવી જે તર્કને મહત્વ આપતો હોય તેવા લોકો હમેશાં ક્રૂર અને લાગણીવિહીન હોય છે. ઊલટાનું લાગણીશીલ માણસ જ વધુ ક્રૂર બની શકતો હોય છે. એની કાચના ટુકડા જેવી લાગણીને ક્યારે ઠેસ પહોચે કોઈને ખબર પડે નહિ. અને પછી તેને ક્રૂર બનતા જરાય વાર લાગે નહિ. વધારે પડતા ઈમોશન્સ તમને પશુ બનાવી દે તેમાં નવાઈ નહિ. કહેવાતા નાસ્તિક અને રેશનલમાં પણ ફરક હોય છે. રેશનલ વિચારશે કે આની પાછળ કોઈ તર્ક છે ખરો? સાચો રેશનલ કદી ક્રૂર બની નહિ શકે. જે સ્ટાલિન, માઓ જેવા નાસ્તિકોએ ઇતિહાસના પાનાઓ પર ક્રૂરતા આચરી છે. તે લોકો માટે નાસ્તિકતા એક ધર્મ જ હતો અને આ લોકો એ ધર્મ બાબતે ધર્માંધ હતા. ધર્મોના પાખંડ અને સમાજના ઉપલા વર્ગના નીચલાં વર્ગ પરના શોષણની પ્રતિક્રિયા સ્વરૂપે એમણે એક નવો ધર્મ વિકસાવ્યો નાસ્તિક એવો સામ્યવાદ અને એના અમલીકરણ માટે ક્રૂરતા આચરી. કાર્લ માર્ક્સ જેવા બુદ્ધિજીવીએ સામ્યવાદની અમૂર્ત વિચારધારા આપી પણ એનો અમલ કરાવવાવાળા મેમલ બ્રેઇનનુ પ્રભુત્વ ધરાવનારા હતા. અને એટલાં માટે તમામ નાસ્તિકો અને રેશનાલીસ્ટ માટે ગલત ધારણા બંધાઈ જાય છે કે આ લોકો ક્રૂર અને લાગણીવિહીન હોય તેમાં કોઈ નવાઈ નહિ. સામૂહિક હત્યા કરનારને તમે બુદ્ધીજીવી કે રેશનલ સમજો તો તમારી બહુ મોટી ભૂલ છે, અને એની સાથે કોઈ રેશનલને સરખાવી પોતાની જાતને બહુ માનવતાવાદી લાગણીશીલ સમજો તો તે મહાભુલ છે. ચાલો થોડા દાખલા આપી સમજાવું ગમશે તો નહિ પણ એટલી હિંમત તો કોઈએ કેળવવી પડશે ને?

પહેલો દાખલો ભારતના ભાગલા પડ્યા તેનો જુઓ. ભારત પાક સરહદે અને બંગાળમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા એમાં તર્ક હતો ખરો? શાસનકર્તાઓએ ભાગલા પાડ્યા હતા. કોઈ પ્રજાએ તો પાડ્યા નહોતા. જે હિંદુ મુસ્લિમ આઝાદીની લડાઈ ખભે ખભા મિલાવીને લડ્યા હતા તે જ લોકો એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા. આશરે ૧૦ લાખ માનવી કપાઈ માર્યા. અતિશય લાગણીઓમાં તણાઈ ગયેલા લોકોએ એકબીજાની હત્યા કરી. સ્ત્રીઓના સ્તન કાપી નાખેલા એમાં કોઈ તર્ક હતો? એક જ તણખો અને અહિંસાના ઉચ્ચ આદર્શની હત્યા થઈ ગઈ, એક જ તણખો અને ભાઈચારાની હોળી થઈ ગઈ. કેમ કે પ્રજાનું મેમલ બ્રેઈન જાગૃત થઈ ગયું. સર્વાઈવલ માટે ખતરો પેદા થઈ ગયો. માનવતા હણાઈ ગઈ. જો બુદ્ધિ અને તર્કનો ઉપયોગ થયો હોય તો આટલી હત્યાઓ થાય જ નહિ. ગાંધીની હત્યા તો ત્યારે જ થઈ ચૂકી હતી. ગોડસેએ તો એક લાશની હત્યા કરી હતી. ગોડસે આણી મંડળી પ્રખર રાષ્ટ્રવાદી અને અતિ સંવેદનશીલ હતી.

એક મેમલ બ્રેઈનનું પ્રભુત્વ ધરાવનારા નેતાને પ્રથમ નંબરે રહેવાનો ચસકો કાયમ હોય છે. હવે તેણે અયોધ્યામાં થોડા એવા માણસોના ટોળા ભેગાં કર્યા એમાં ઇસ્લામ ખતરેમે કઈ રીતે આવી જાય? ઇસ્લામ તો આખી દુનિયામાં ફેલાયેલો છે. પણ પોતાના સમૂહ પર ખતરો મંડાઈ ગયો હોય તેવી લાગણીઓ ઊભરાઈ ગઈ. આખા ભારતમાં અને દુનિયામાં મુસ્લિમો છે પણ થોડા મુસ્લિમો ભાવનાઓના પૂરમાં બહેકી ગયા અને નિર્દોષ લોકોથી ભરેલો ડબો સળગાવી દીધો. છતાં માનીએ તો સજા એ લોકોને થવી જોઈએ જેમણે આવું જઘન્ય કૃત્ય કર્યું હોય. તર્ક એમાં હતો કે ગોધરાના સિગ્નલ ફળિયાના મુસ્લિમોને સજા થવી જોઈએ. પણ વડોદરાના રેલવે સ્ટેશને બેઠેલા વૃદ્ધ ચાચાને તો ખબર પણ નહોતી આ બનાવની એની હત્યા કોઈએ છરી મારી કરી નાખી એમાં કોઈ તર્ક કે બુદ્ધિ દેખાય છે ખરી? બે શીખ અંગરક્ષકોએ ઇન્દિરાજીની હત્યા કરી નાખી એમાં તો કોઈ તર્ક હતો જ નહિ પણ એના લીધે બીજા બેત્રણ હજાર શીખોની કત્લેઆમ મચાવવામાં પણ કોઈ તર્ક કે બુદ્ધિ દેખાય છે ખરી? ગોધરા કે શીખ હત્યાકાંડ કરનારાઓ અતિશય ભાવનાશીલ મેમલ બ્રેઈનનું પ્રભુત્વ ધરાવનારા હતા જેમને પોતાના સમૂહ પર ખતરો દેખાયો. રેશનાલીસ્ટને વખોડવા હમેશાં હિટલરનું ઉદાહરણ આપનારા ભૂલી જાય છે કે હિટલર આદિમ મેમલ બ્રેઈન ધરાવતો હતો કોઈ રેશનલ બુદ્ધિજીવી નહોતો. એને એના જર્મનીને મિત્ર દેશની ચંગૂલમાંથી છોડાવવું હતું. જર્મન પ્રજાના સર્વાઈવલનો સવાલ હતો.

હવે જરા inclusive fitness ( આનુષાન્ગિક સુયોગ્યતા) સમજી લઈએ. Gene pool માં મારા જિન્સ સૌથી વધુ ફરતા હોવા જોઈએ. નાં સમજાયું? માનવજાતના માનસરોવરમાં મારા હંસલા સૌથી વધુ તરતાં રહેવા જોઈએ. હવે સમજાઈ જવું જોઈએ. એના માટે એક તો સૌથી વધુ મારા વારસદારો પેદા કરવા પડે. મારો સમૂહ એટલે મારા જ હંસલા ગણાય. મારા ભાઈઓ, કુટુંબીઓ, સગાવહાલાં અને મારી જાત કે કોમનું પ્રભુત્વ કે બહુમતી Gene pool માં રહેવી જોઈએ. અને મારા આ વારસદારો અને મારા જ સમૂહનું પ્રભુત્વ રહે તે માટે સહકાર, સદભાવ, પરોપકાર, અને પરમાર્થ કરવો પડે. હવે એની ડાર્ક સાઇડ જોઈએ. માનવજાતના માનસરોવરમાં મારા હંસલા સૌથી વધુ તરતાં રહેવા જોઈએ તો બીજા તરતા હંસલાઓને ખતમ કરો મારા હંસલાઓની સંખ્યા અને પ્રભુત્વ ઓટોમેટીક વધારે રહેવાનું. ગ્રૂપનો કબજો લેનારો નવો સિંહ પહેલું કામ ગ્રૂપમાં રહેલા તમામ નાના બચ્ચાને મારી નાખે છે. ચાલો હવે હિટલર તરફ વળીએ. હિટલર સમજતો હતો કે જર્મન પ્રજા શુદ્ધ આર્યન છે. એટલાં માટે એણે વેદોમાંથી સ્વસ્તિક શોધી એના મુખ્ય ચિન્હ તરીકે મૂક્યો હશે તેવું મારું માનવું છે. યહૂદી અશુદ્ધ લોહી છે એનો નાશ થવો જોઈએ. ૬૦ લાખ યહૂદી હંસલાઓને ગેસ ચેમ્બરમાં પૂરીને મારી નાખ્યા. કોઈ રેશનલ આવું કૃત્ય કરી શકે જ નહિ. મોરાલીટી રેશનલ બ્રેઈનની શોધ છે, બુદ્ધિજીવી અને તર્કમાં માનવાવાળા લોકોની શોધ છે. પોજીટીવ લાગણીઓનું પ્રભુત્વ ધરાવનારા લોકોની શોધ છે. મેમલ બ્રેઈન કોઈ મોરાલીટીમાં માનતું નથી. એની ફક્ત એક જ મોરાલીટી છે સર્વાઈવલ..સર્વાઈવલ…અને સર્વાઈવલ…

ચીનમાં રાજાઓ બસો ત્રણસો રાણીઓ રાખતા. અઢળક છોકરાં પેદા કરતા. સૌથી ક્રૂર હત્યારો ગણાતા ચંગીઝખાનના જિન્સ ૧૬ મીલીયંસ લોકોમાં છે તેવી વૈજ્ઞાનિકોની ધારણા છે. આ આદિમ મેમલ બ્રેઈન ધરાવતા મુઘલો બહુ ક્રૂર હતા. નિર્દોષ પ્રજાના માથા ભાલા પર ચડાવી એમની ક્રૂરતાનું પ્રદર્શન કરતા. તો માનવતાવાદ ફેલાવવો હશે તો મેમલ બ્રેઇન અને તેના ઈવોલ્યુશનરી ફોર્સ સમજવા પડશે. મેમલ બ્રેઈનનો માનવતાવાદ, સહકાર અને પરોપકાર ફક્ત એના સમૂહ પૂરતો હોય છે. માનવતાવાદને વૈશ્વિક બનાવવો હશે તો મેમલ બ્રેઈનને સમજ્યા વગર નહિ બને. પહેલા રોગ સમજો ઘણીવાર રોગ સમજાઈ જાય તો દવાની જરૂર પડતી નથી. રોગની સમજ ખુદ દવા બની જતી હોય છે. પહેલા તાવ આવ્યો છે તેવી ખબર તો પડવી જોઈએ ને? કે પછી તાવને જ ઉત્સવ માનવો હોય તો કોઈ ઉપાય નથી.. ૫૦૦૦ વર્ષથી ગીતા વાંચીએ છીએ કોઈ ફરક પડ્યો લાગે છે? ૨૦૦૦ વર્ષથી કુરાન અને બાઈબલ વાંચીએ છીએ કોઈ ફરક લાગે છે? સૌથી વધુ હત્યાઓ આ પોતાના ધર્મ પ્રત્યે અત્યંત લાગણીશીલ લોકોએ કરી છે.

તાર્કિક અને બુદ્ધિજીવી મેમલ બ્રેઈન સાથે જ જન્મ્યો હોય છે. એકલું કોર્ટેક્સ લઈને તો કોઈ જન્મતો નથી. એકલી લાગણીઓ જંગલી ઘોડા જેવી હોય છે. એના પર તર્ક અને બુદ્ધિની લગામ લઈને બેસો તમને ક્યાંથી ક્યા પહોચાડી દેશે. તમને બુદ્ધ, મહાવીર જિસસ બનાવી દેશે. પણ તર્ક અને બુદ્ધિની લગામ વગર એના પર બેસો તો તમને હિટલર, સ્ટાલિન, માઓ કે ઓસામા બિન લાદેન બનાવી દેશે.

હાલના પ્રખર માનવતાવાદી અને ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ Richard Dawkins કહે છે Let us try to teach generosity and altruism, because we are born selfish.

imagesCA05HRYU

નવા વર્ષે પ્રાચીન પાઠ

untitled=વૃદ્ધાવસ્થા બહુ વસમી બની જતી હોય છે જો એકલાં રહેવાનું આવે તો. પશ્ચિમના સમાજમાં આ સામાન્ય થઇ પડ્યું છે. ભારતમાં પણ હવે વૃદ્ધાશ્રમો નવાઈની વાત રહી નથી. દર બેમાંથી એક અમેરિકન વૃદ્ધ એકલતાની ભાવના વડે પીડાતો હોય છે. જાપાનમાં એકલાં મૃત્યુ પામેલા(kodokushi) વૃદ્ધોના દેહ દિવસો, અઠવાડિયા કે મહિના સુધી કોઈના ધ્યાનમાં આવતા નથી, અને નવાઈની વાત એ છે કે આવું જાપાનના ગામડાઓ કરતા શહેરોમાં વધુ બને છે જ્યાં હમેશાં પુષ્કળ ભીડ હોય છે. જેમ જેમ આપણે વૃદ્ધ થતા જઈએ તેમ આજુબાજુથી લોકો દુર થતાં જતા હોય તેમ લાગતું હોય છે. વૃદ્ધો માટે ડિપ્રેશન મોટો સીરીયસ પ્રશ્ન છે. સામાજિક વેગળાપણું અને એકલતા આપણા પૂર્વજો માટે અસંભવ હતું. હવે પૂર્વજો કહું એટલે ફક્ત રામાયણ-મહાભારતના પૌરાણિક કાળના પૂર્વજો માની લેવા નહિ. આ બધાં ૫-૧૦ હજાર વર્ષ કરતા જુના નથી. દસ-૧૫ હજાર વર્ષ પહેલા દુનિયાના બધા માનવ સમાજો હંટર-ગેધરર હતા. હવે હંટર-ગેધરર કહું એટલે ફિલ્મોમાં જોએલા અને કથાઓમાં વર્ણવેલા ભયાનક, બિહામણા માણસખાઉં જંગલી માનવસમાજ માની લેવા નહિ. હવે ચારપાંચ આંગળીને વેંઢે ગણાય તેટલાં જ હંટર-ગેધરર સમાજ બચ્યા છે અને તે પણ સાવ એકાંતમાં. આ લોકો ફક્ત પેટ ભરવા પૂરતાં શિકાર કરે છે. જે જંગલી સમાજો હિંસક છે તે પેલાં હંટર-ગેધરર કરતા થોડા સુસંસ્કૃત અને ખેતી કરતાં સમાજ છે, અને જમીન વગેરેની માલિકી અને ખેત ઉત્પાદન માટે લડતા સમાજ છે. હંટર-ગેધરર દુનિયાના સૌથી ઓછી સામાજિક, શારીરિક અને માનસિક હિંસા કરનારા સમાજો છે. જમીન માલિકીની ભાવના આવી અને માનવ સમાજો હિંસક બનતા ગયા.

જંગલમાં પ્રાણીઓ વચ્ચે સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં રહેવાના કારણે સ્વાભાવિક આ લોકોનું આયુષ્ય ઓછું હોય છે પણ અભ્યાસ મુજબ ઘણાં ૭૦-૮૦ વર્ષ પણ જીવી જતા હોય છે. Hadza હંટર-ગેધરર સમાજમાં kodokushi શક્ય જ નથી. આ સમાજનો અભ્યાસ જણાવે છે તે પ્રમાણે, આ લોકોના સામાજિક તાણાવાણા એકબીજા સાથે જબરદસ્ત ગૂંથાયેલા હોય છે. પ્રાઇવસી જેવો શબ્દ આ લોકોની ડિક્શનેરીમાં ભાગ્યેજ જોવા મળતો હોય છે. શિકાર કરવા પણ સમૂહમાં જતા હોય છે. સ્ત્રીઓ ફળફળાદિ ભેગાં કરવા સમૂહમાં ફરતી હોય છે. ખાવાનું બનાવવાનું પણ સમૂહમાં જ થતું હોય છે. પુરુષો શિકારે ના જાય તે દિવસે આખો દિવસ ભેગાં બેસી રમતા બાળકોનું ધ્યાન રાખતા હોય છે. રાત્રે નાચવાનું ગાવાનું અને સુવાનું પણ લગભગ એકબીજાની નજીકમાં. કોઈ તકલીફ થાય તો બાયાલોજીકલ સંબંધ હોય તેવા ભાઈ કે પિતાને બૂમ પાડવાની જરૂર જ નહિ. બધા એકબીજાની એક કુટુંબ હોય તેમ કાળજી રાખે. ખાવાનું પણ સરખાં ભાગે વહેંચાય. વૃદ્ધ હોય તેને જરૂર કરતા વધુ કેલેરીવાળો ખોરાક અપાય. સ્ત્રીઓ પુરુષો બહાર ગયા હોય તો બાળકોનું ધ્યાન વૃદ્ધો કૅમ્પમાં રહીને રાખે. નિર્ણયો સામૂહિક લેવાય અને વૃદ્ધોનો અવાજ પહેલો સાંભળવામાં આવે.

We didn’t evolve to be islands.

આપણે સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છીએ. સર્વાઈવલ અને રીપ્રોડકશન માટે સમૂહમાં રહેવું જ બહેતર હતું. લગભગ બધા જ મેમલ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છે. સમૂહમાં રહેવાથી ભૂખે મરવામાંથી પણ બચી જવાય અને પ્રીડેટરથી પણ બચી જવાય. એકલાં રહેવાનું નક્કી કરો એટલે લાંબું જીવાય નહિ અને વારસો પણ વધુ પેદા કરી શકો નહિ. ટૂંકમાં આપણે ટાપુ બનીને જીવવા ઉત્ક્રાંતિ પામેલા નથી. અને એટલે જ જ્યારે આપણે એકલાં પડીએ ત્યારે એકાંત ખાવા ભાસતું હોય તેમ લાગે છે, અને એક ઉદાસીનતા છવાઈ જાય છે. This is evolution’s safeguard against social isolation. આમ એકાંત અને ડિપ્રેશન એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.

હજુ આપણા ગામડાઓમાં આ હંટર-ગેધરર જીવવાની પ્રથા સચવાયેલી છે. ચાર ભાઈઓના નવા ચાર ઘર બનાવ્યા હોય પણ તે લાઇનબંધ હોય અને ચારે ઘરની પરસાળ તો લાંબી એક જ હોય. પ્રાઇવસી અને સમૂહમાં રહેવાનું બધું સચવાઈ જાય. નવરાં પડે સાંજે બધા ભેગાં બેસી મજાના ગામગપાટા મારે.

So as we ring in this New Year, let us borrow from past practices and devote some of our time to be with those most vulnerable. imagesCAU75MM6

નઘરોળ હવે નપુંસકતા તરફ

imagesCAHCANPHનઘરોળ હવે નપુંસકતા તરફ

બદઈરાદાથી સુમસામ વગડામાં મેના ગુર્જરીની પાછળ પડેલા સુલતાનને મેના કહે છે ”જીવ વહાલો હોય તો ભાગવા માંડ ..મારા સવા લાખ ગુર્જર બાંધવોને ખબર પડશે તો તને જીવતો સળગાવી દેશે ”..અને આજે કોઈ દીકરીની કૉલેજમાં, ઑફિસમાં કે કોઈ પણ જગ્યાએ સતામણીનો ભોગ બને છે ત્યારે માત્ર મારા પાંચ ભાઈઓને ખબર પડશે તો તારું આવી બનશે એવું કોઈ દીકરી વિશ્વાસ પૂર્વક કહી શકશે ખરી ..?
———હે મારા દેશની દામિનીઓ ..માફી માંગવાનો અધિકાર રહ્યો છે કે કેમ ..ખબર નહી ..પણ બની શકે તો લાચાર અને નપાણીયા પુરુષત્વને માફ કરીને હવે તમારી સુરક્ષાના રસ્તાઓ તમે જ શોધીને અપનાવી લો.—શ્રી. લવજીભાઈ નાકરાણી

ઉપરના વાક્યો કેટલા સત્ય લાગે છે. મિત્ર લવજીભાઈ નાકરાણી એમના દિલની મહાવ્યથા આ વાક્યો દ્વારા ફેસબુકમાં દર્શાવી ચૂક્યા છે. એમની આ લાચાર વ્યથા વાંચતા મારું દિલ ભરાઈ ગયેલું. શું આપણો નઘરોળ સમાજ હવે નપુંસકતા તરફ પ્રયાણ કરી રહ્યો છે કે કરી ચૂક્યો જ છે? કે પછી આપણી સંવેદનશીલતા નાશ પામી ચૂકી છે? એક મૃતપાય છોકરીનો દેહ નગ્ન હાલતમાં કલાક સુધી રોડ ઉપર પડી રહે પણ ના કોઈ એને કપડું ઓઢાડે કે ના કોઈ પોલીસ બોલાવે કે ના કોઈ ઇમર્જન્સી નંબર લગાવી એમ્બ્યુલન્સ બોલાવે. મોટાભાગે ‘આપણે શું?’ એવી માનસિકતા હોય છે અને બીજો ખયાલ પોલીસ ખોટી રીતે સંડોવી દે અથવા હજાર સવાલ કરીને સમય બરબાદ કરે અથવા ભવિષ્યમાં પોલીસ ચોકી અને કોર્ટના ચક્કરમાં પડવું પડે તેવા સવાલો ઊભા થતા લોકો કોઈ નક્કર પગલા ભરવાના બદલે તમાશો જોતા હોય છે. આ કોઈ એકની વાત નથી, મારા, તમારા સહુની વાત છે. શાસનવ્યવસ્થા હવે રક્ષણ કરી શકે તેમ રહી નથી. તો શું કાયદો આપણે હાથમાં લઈ લેવો? સ્વરક્ષણ કરવાની તો સહુને છૂટ હોય છે. તો સ્ત્રીઓએ એમનું રક્ષણ જાતે જ કરી લેવાનું? આપણે હવે રક્ષાબંધન ઊજવવાનું બંધ કરી દેવું જોઈએ, આ તહેવાર હવે કામનો રહ્યો નથી. નપુંસક સમાજમાંથી ચૂંટાતા રાજનેતાઓ તમારું રક્ષણ કરી શકે તેવી વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ગયા છે. છતાં આપણે અસભ્ય બનવું નથી, કોઈ ખૂનામરકી કરવી નથી પણ અસભ્ય બનતા જતા લોકોને સભ્યતાના પાઠ એમના જડબા તોડીને શીખવવાના જરૂર છે.

દરેક માબાપે એમની દીકરીઓને સારા ચમ્પુઓ મળે તેની આશામાં ગૌરી વ્રત કરાવવાને બદલે કરાટે ક્લાસમાં મૂકી સ્વરક્ષણનાં દાવપેચ શીખવાનું ફરજિયાત કરી દેવું જોઈએ. દીકરીઓને કેવાં કપડાં પહેરીને નીકળવાની આચારસંહિતા બતાવવાને બદલે સ્વરક્ષણ કરવાની તાલીમ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. લાલુ યાદવ અડધિયા બંડી પહેરી ૧૫૦ દેશો દેખતા હોય તેમ ટીવી પર આવી શકે અને આપણે સ્ત્રીઓને કેવાં કપડાં પહેરવા તેની શિખામણો આપીએ છીએ. બધી શિખામણો ફક્ત સ્ત્રીઓ માટે જ કેમ? એકલાં ભારતની વાત નથી આખી દુનિયામાં બચપણથી સ્ત્રીઓને કોઈ પણ રીતે દબાવી રાખવાની પ્રવૃત્તિ સદીઓથી ચાલતી આવી છે. પુરુષોને ડર હોય છે કે સ્ત્રીઓને દબાવી નહિ દઈએ તો તે આપણને દબાવી દેશે. ચીનમાં સ્ત્રીઓને બાળકી હોય ત્યારથી જ લોખંડના જૂતા પહેરાવતા, જેથી એના પગ સાવ અવિકસિત અને નાના નાજુક રહી જાય જેથી તે દોડી ના શકે, કોઈના સહારા વગર ચાલી પણ ના શકે. વળી જેટલા નાના નાજુક પગના પંજા તેટલા રૂપાળા તેવી વ્યાખ્યા પણ રચાઈ ગઈ જેથી સ્ત્રી વિરોધ ના કરે. પ્રકૃતિએ સ્ત્રીને બાળકને જન્મ આપવાની જવાબદારી સોંપી છે અને આ જવાબદારી જે શક્તિશાળી હોય તેને જ સોંપાય..માટે જ દુનિયાના પ્રાચીનતમ ધર્મોએ પુરુષના રૂપમાં નહિ પણ સ્ત્રીના રૂપમાં પરમાત્માની કલ્પના કરી છે. સર્જનહાર સ્ત્રી હોવી જોઈએ તે સમજમાં એક ઊંડાણ હતું. ગોડ ધ ફાધર નવો કૉન્સેપ્ટ છે. ગોડ ધ મધર બહુ પ્રાચીન કૉન્સેપ્ટ છે. પ્રાણી હોય કે પક્ષી માતા નિશ્ચિત હોય છે, પિતા કોઈ પણ હોઈ શકે. બાળકના જન્મ માટે પ્રકૃતિ પિતાનું કામ બહુ ગહેરાઈથી નથી લેતી. એક સ્પર્મ ઈન્જેકટ થઈ ગયું પિતાનું કામ પૂરું. ઊંડું અને સૃજનાત્મક કામ તો માતાનું છે. પ્રકૃતિએ સ્ત્રીને સૃજનના સ્ત્રોત્ર તરીકે પસંદ કરી છે. પ્રૉબ્લેમ એ છે કે સ્ત્રીને બાળક મોટું કરવાનું હોય છે માટે તે રિસ્ક ટેકર ઓછી હોય છે અને તેથી તેને કમજોર સમજવાની ભૂલ કરીએ છીએ. એક સ્ત્રી ૨૦ બાળકોને જન્મ આપે છતાં પુરુષ કરતા પાચ વરસ વધારે જીવવાની ક્ષમતા ધરાવે છે. સ્ત્રી બીમાર ઓછી પડે છે. આજે જે બીમારીઓ સ્ત્રીઓને લાગી છે એ સ્ત્રીઓની નથી. પુરુષોએ જે સમાજ બનાવ્યો છે એની શોધ છે. મેલ ડોમીનેટેડ સમાજમાં એને એડજસ્ટ થવું પડે છે. સ્ત્રીઓને આવતા હિસ્ટીરિયા પુરુષપ્રધાન સમાજમાં એડજસ્ટ થવા ને લીધે આવે છે.

બીજા દેશોની સરખામણીએ ભારતમાં બળાત્કાર ઓછા થાય છે તેવું કહેવાય છે. નોંધાય તો દેખાયને એક જમાનાનો બહાદુર સમાજ ભય વખતે જોખમ વખતે સર્વાઈવલ માટે ફાઈટને બદલે ફ્લાઇટ અપનાવતો થઈ ગયો ત્યારથી જ નપુંસકતા તરફ આગળ વધવા માંડેલો છે. અમે તો બધાને અપનાવી લીધાંની ડંફાશ મારતો સમાજ જે આવ્યા તેની સામે ઝૂકી પડ્યો. શક, હૂણ, કુષાણ, મુસ્લિમ, અંગ્રેજ જે આવ્યા બધા સામે ઝૂકી ગયો. જે લડ્યા તે ગયા. સમર્પણ આ દેશના લોહીમાં સમાઈ ગયું. કાલ્પનિક ભગવાન આગળ સમર્પણ તો પછી બધા સામે સમર્પણ. તમે સમર્પણની માનસિકતા કેળવો તો કોઈની સામે લડી ના શકો. હૂણ સામે સમર્પણ અને અંગ્રેજ સામે નહિ તેવું બને ખરું? ગુરુ સામે સમર્પણ અને નેતા સામે નહિ તેવું બને ખરું? કાચ પાછળ મઢેલા ભગવાનને પગે લાગી, કરગરીને ઘર બહાર નીકળતો કોઈ ઑફિસમાં ક્લાર્ક આગળ કામ કઢાવવા કરગરી જ પડવાનો કે થોડો પ્રસાદ ધરાવીશ ટેબલ નીચેથી પણ મારું આટલું કામ થઈ જાય. નપુંસક સમાજ એની માનસિક નપુંસકતા છુપાવવા છોકરાં ખુબ પેદા કરવાનો, વસ્તી ખુબ વધારવાનો. જુઓ અમે કેટલાં બહાદુર છીએ, અમે કેટલા મર્દ છીએ? મૃતપાય બળાત્કારીઓએ પીંખી નાખેલી નગ્ન બાળાને ફક્ત જોઈ રહેલા સેંકડો નમાલાં પેદા કરવા એના કરતા એક ફોન કરીને પોલીસ કે એમ્બ્યુલન્સ બોલાવતો અને તેને કપડું ઢાંકતો મર્દ પેદા કરવો શું ખોટો? જેવો સમાજ એવા સમાજમાંથી આવતા તેમના નેતાઓ. દંભી સમાજમાંથી દંભ વગરના નેતાઓ ક્યાંથી લાવશો? કમજોર સમાજમાંથી ગુન્હેગારોને સખત દંડ આપે તેવા બહાદુર નેતાઓ ક્યાંથી લાવશો? એટલે થોડા ગણ્યાગાંઠ્યા ગુંડાઓ આખા સમાજ પર એમની ધાક જમાવતા હોય છે. થોડા ભ્રષ્ટ નેતાઓ આખા દેશને બાનમાં લઈ લેતા હોય છે.

હે! આ દેશની સ્ત્રીઓ અમે ભારતની જનતા યુધિષ્ઠિરનો કૉલર પકડી જવાબ માંગી શક્યા નથી કે સ્ત્રી શું જુગારમાં મૂકવા સમાન વસ્તુ હતી? અમે ભારતની પ્રજા રાજાઓને ભગવાન સમજતી માટે રામની સામે મીણબત્તી સરઘસ કાઢી પૂછી શક્યા નથી કે સીતાજીની શું ભૂલ હતી? એમને કેમ ભૂગર્ભમાં જતા રહેવું પડ્યું? આ દેશની દીકરીઓ આજ સુધી અમે નઘરોળ હતા હવે નપુંસક બની ચૂક્યા છીએ હવે અમે તમારું રક્ષણ કરી શકીએ તેવા સક્ષમ રહ્યા નથી તમે તમારી વ્યવસ્થા જાતે જ કરી લો, તમારું રક્ષણ જાતે જ કરી લો. અમે ભલે થોડા દિવસ બુમો પાડીશું પણ પછી હતા તેના તે જ રહેવાના છીએ…તેના તે જ રહેવાના છીએ..

સામૂહિક હત્યા માનવ સ્વભાવનું જટિલ અનુકૂલન

 

imagesCA9Q43HE સામૂહિક હત્યા માનવ સ્વભાવનું જટિલ અનુકૂલન

 

ડિસેમ્બર ૧૪, ૨૦૧૨ નો દિવસ અમેરિકન ઇતિહાસમાં કાળા કલંક તરીકે આલેખાઈ ગયો. કનેક્ટીકટ રાજ્યની ફેરફિલ્ડ કાઉન્ટીના ન્યુટાઉન ગામની સેન્ડી હુક એલીમેન્ટરી સ્કૂલમાં ૨૦ વર્ષના Adam Peter Lanza નામના ડાહ્યાં ડમરા દેખાતા ભાઈએ ઘૂસી જઈને રૂમે રૂમે ફરીને ૬-૭ વર્ષની વયના ૨૦ ફૂલોને ગોળીઓ મારી મસળી નાખ્યા. અને તેમને બચાવવા પ્રયત્ન કરતી ૬ શિક્ષિકાઓને પણ હણી નાખી, પછી પોતે પણ ગોળી ખાઈને દેવલોક પામ્યા. ૨૦૦૭મા વર્જીનીયા એન્જીનીયર કૉલેજમાં પણ આવું બનેલું. લાન્ઝાભાઈ ઘરથી નીકળ્યા આવું પરાક્રમ કરવા તે પહેલા એમના માતુશ્રીને દેવલોક પહોચાડીને નીકળ્યા હતા જેથી માતાને પાછળથી પસ્તાવું નાં પડે કે આ પાગલને શું કામ જણ્યો? Bushmaster XM-15 પ્રકારની રાઈફલ લઈને ભાઈએ મોટું પરાક્રમ કરી નાખ્યું હતું. માતુશ્રીને વળી અલગ ગન વડે ઢાળી નાખ્યા હતા. મૂળ માતુશ્રી પોતે અનેક જાતની રાઈફલો રાખવાના શોખીન હતા. લગભગ એક ડઝન આવા ઘાતક હથિયાર એમની પાસે હતા. લાન્ઝાને ઓળખનારા એને ઈન્ટેલીજન્ટ, બેચેન અને નર્વસ વ્યક્તિ તરીકે જાણતાં હતા. કદાચ ઓટીઝમ વડે પણ પીડાતો હોય. એનો કોઈ ખાસ મિત્ર હતો નહિ. માનસિક સ્વસ્થતા માટે મિત્રો જરૂરી છે. લગભગ એકલવાયો હતો. એની માતા સિંગલ મધર હતી. એનો એક્સ હસબન્ડ ખાધાખોરાકીના પૈસા આપતો હતો.

 

ફુલ જેવા, લગભગ ગુલાબના ગોટા જેવા આ નાનકડાં બાળકોને શું કામ રહેંસી નાખ્યા હશે? આખું અમેરિકા શોકગ્રસ્ત બની ગયું હતું. ૨૮,૦૦૦ વસ્તી ધરાવતું આ ટાઉન ખુબ શાંત કૌટુંબિક વાતાવરણ ધરાવતું ગણાતું હતું. છેલ્લા દસ વર્ષમાં ફક્ત એક જ ખૂનનો બનાવ બનેલો હતો. બે દિવસમાં સંવેદનશીલ પ્રમુખ ઓબામાં અહીં આવી પહોચ્યા હતા. ત્રાસવાદીઓ સામે સખત પગલા લેનાર આવા પ્રસંગે એમના આંસુ રોકી શકતા નથી. વાણીસ્વાતંત્ર્ય, કોઈ પણ ધર્મ પાળવાની છૂટ અને નાં પાળવાની છૂટ અને એવા બીજા બંધારણીય મૂળભૂત હકોમાં હથિયાર રાખવાની છૂટ પણ અમેરિકાના બંધારણમાં છે. ગન મેળવવા લાઇસન્સ તો બધે લેવું પડતું હોય છે, પણ અમુક રાજ્યોમાં બહુ સહેલાઈથી આવા લાઇસન્સ મળી જતા હોય છે અને છૂટથી ગન ખરીદી શકાતી હોય છે. ન્યુયોર્ક, ન્યુ જર્સી અને કેલીફોર્નીયા જેવા અમુક જ સ્ટેટમાં સખત કાયદા છે જેથી ગન સહેલાઈથી રાખી શકો નહિ. અમુક રાજ્યોમાં ચણામમરાની જેમ હથિયારો વેચતા હોય છે. ઓબામાં ગન કંટ્રોલ એક્ટ મજબૂત બનાવવાની ફિરાકમાં જ હતા. આ બનાવ પછી એમને સારો એવો સપોર્ટ મળશે. ૧૦૦,૦૦૦ માણસોએ તો સહી કરીને આવેદનપત્ર આપી દીધું છે. છતાં અહીંના રૂઢિચુસ્ત લોકો આપણી ખાપ પંચાયતને શરમાવે તેવા છે.images

 

Spree killing કરતાં લોકો મોટાભાગે પુરુષો જ હોય છે અને તે પણ સાવ યુવાન ૨૦ વર્ષની આસપાસના કે ટીનેજર. અને છેલ્લે પોતે જાતે જ આત્મહત્યા કરતા હોય છે કે પછી પોલીસની ગોળી ખાઈ મરતા હોય છે. ૧૪ વર્ષ પછી કશુંક એવું છોકરાઓમાં બને છે જે છોકરીઓમાં નથી બનતું, આ સમયમાં છોકરાઓ વધુ હિંસક બની જતા હોય છે. ૧૪ થી ૨૦ વર્ષના છોકરાઓ આમાં વધુ સંડોવાયેલા હોય છે. અભ્યાસ બતાવે છે ૧૪ થી ૨૦ વર્ષનો ગાળો છોકરાઓ માટે ખુબ ક્રીટીકલ હોય છે. છોકરાઓ શારીરિક હિંસા પર વધુ દોરવાતા હોય છે. એકલાં અમેરિકા નહિ આખી દુનિયામાં આવું જોવા મળે છે.

 

પોતાના વંશ માટે સ્વાર્થ અને પરોપકાર, બીજા વંશ પ્રત્યે આદાનપ્રદાન અને સહકાર વડે તમારા જિન્સ બીજી પેઢીમાં વધુ સારી રીતે ટ્રાન્સ્ફર કરી શકો છો તે સમજી શકાય તેવું હોય છે અને આમ કરીને તમારી inclusive fitness ( આનુષાન્ગિક સુયોગ્યતા) વધારી શકાય છે. બીજા સાથેના વ્યવહારમાં નુકશાન જાય ત્યારે વેરભાવના ઊભી થતી હોય છે. વેર વાળવામાં તો બીજા સાથે પોતાને પણ નુકશાન થાય છે. Spree killing વેરનો ભયાનક દાખલો બની જતો હોય છે. દરેકના જીવનમાં ક્યાંક વેર વાળવાનું બનતું હોય છે. પોતાને થયેલા અન્યાયનો બદલો લેવાની ઇચ્છા દરેકને થતી હોય છે. એમાં પોતાને પણ નુકશાન થઈ જતું હોય જ છે. માટે સુજ્ઞજનો વેર વેરથી શમે નહિ એમ કહેતા હોય છે.

 

The Dark Side of Human Nature: The Relativity of Inclusive Fitness

 

ઈવોલ્યુશન ઇચ્છતું હોય છે કે તમારા જિન્સની બને એટલી કોપી પાછળ બીજી પેઢીમાં મૂકતા જાવ. એનો સરળ ઉપાય ઘણા બધા સંતાનો હોય એમાં છે. વ્યાપક આનુષાન્ગિક સુયોગ્યતા(Inclusive Fitness) સાપેક્ષ છે કોઈ ઍબ્સલૂટ સત્ય તો છે નહિ. નેચર absolute inclusive fitness એવું કહેતું નથી. ભાઈ બે છોકરાં થઈ ગયા કે ચાર ભાઈ બહેનોને ખુબ મદદ કરી ગુડ જોબ, બહુ સરસ જિનેટિક ડ્યુટી બજાવી, હવે ઝાડ પડ્યું ને જગ્યા થઈ કે ફુલ ગયુંને ફોરમ રહી એવું કહી શકાય તેવું કરો. કુદરતના કાનૂનમાં relative inclusive fitness શબ્દ છે. તો આપણું સાયકોલોજીકલ એડપ્ટેશન જે છે એમાં સ્થિત રહેવાનું છે નહિ, Do better. એક કદમ આગળ વધો. ઇન્કલૂસીવ ફિટનેશ સ્કોર ચાર હોય તો પાંચ તરફ આગળ વધો. અહીં માનવ સ્વભાવ સાથે નેચરનો અધમ nasty પાર્ટ શરુ થાય છે. કમનસીબે અનુષંગી સિદ્ધાંત પ્રમાણે સાપેક્ષ આનુષાન્ગિક સુયોગ્યતા relativity of inclusive fitness એટલે સજીવો પોતાની ઇન્કલૂસીવ ફિટનેશ બીજાની ઇન્કલૂસીવ ફિટનેશ રીડ્યુસ કરીને વધારી શકે છે. Gene Pool માં બીજા વંશના જિન્સ ઘટાડી તમારા જિન્સનો ભાગ વધારી શકો છો. Reducing the proportion of others’ (non-kin) genes in the gene pool will increase the proportion of yours. બસ અહીં અધમતા શરુ થાય છે. સમૂળું વંશ નિકંદન, હત્યા, સામૂહિક હત્યાઓ, યુદ્ધ, મહાયુદ્ધ અને spree killing એક અધમ મનોવૈજ્ઞાનિક અનુકૂલન છે. એકલાં અમેરિકામાં આવી હત્યાઓ થાય છે તેવું પણ નથી. યુદ્ધોનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. મૂળ અમેરિકન ઇન્ડિયન્સનું જેનોસાઇડ કોણ નથી જાણતું? માયન, ઇન્કા, એઝટેક જેવી સંસ્કૃતિઓનું સમૂળું નિકંદન યુરોપિયન લોકોએ કાઢી નાખ્યું. પુષ્યમિત્ર શૃંગે બૌદ્ધ સાધુના માથા સાટે સોનામહોરો જાહેર કરીને બૌદ્ધ ધર્મને ભારત બહાર તગેડી મૂક્યો. હિટલરે ૬૦ લાખ યહૂદીઓને નાના બાળકો સાથે જીવતા ભૂંજી નાખ્યા. ભારતના ભાગલા પડ્યા ત્યારે ૧૦-૨૫ લાખ માણસો માર્યા ગયા. બે વિશ્વયુદ્ધમાં થઈને લાખો માણસો માર્યા ગયા હશે. ભારતમાં ઠગ લોકો છદ્યવેષે સામટાં પાંચ, પચીસ કે સો ને ગળે રેશમી રૂમાલ ભેરવી બેરહમીથી મારી નાખતા. મુસ્લિમો ધર્મના બહાને  આખી દુનિયામાં જેનોસાઈડ કરવા નીકળી પડ્યા હતા. ઇસ્લામ એટલે શાંતિ પણ આખી દુનિયા મુસ્લિમ બની જાય પછી. નવા ગ્રુપનો કબજો લઇ સિંહ તરત એમાં રહેલા નાના બચ્ચાં મારી નાખે છે. કૂતરા પણ નાના બચ્ચાને મારી નાખતા મેં જોયા છે, અમે દોટ મુકીને છોડાવવા બચપણમાં જતા.

 

તો આ inclusive fitness પુષ્કળ બાળકો પેદા કરીને વધારો અથવા બીજા લોકોની સામૂહિક હત્યાઓ કરીને વધારો. ચંગીઝખાન સૌથી ક્રૂર રાજા કહેવાતો એના નામે  અનેક સામૂહિક હત્યાઓ ચડેલી છે પણ વૈજ્ઞાનિકો માને છે કે આજે સૌથી વધુ જિન્સ દુનિયામાં ફેલાયેલા હોય તો તે ચંગીઝખાનનાં છે. હ્યુમન નેચરની આ અંધારી બાજુ, આ અધમ ઈવોલ્યુશનરી અનુકૂલન જો નેતાઓ, રાજાઓ  સમજી શકે તો ભયાનક હત્યાકાંડો નિવારી શકાય તેમ છે. સમાજશાસ્ત્રીઓએ આના પર વિચાર કરવા જેવો છે. બાકી નીતિમત્તાની અઢળક વાતો કરે કશું વળશે નહિ, ઉચ્ચ આદર્શોની બુમો પાડે કશું વળશે નહિ. આજ સુધી તો નથી વળ્યું.

 

સ્ત્રીઓ કરતા પુરુષો આવો ખૂનામરકી કરવાવાળો સ્વભાવ વધુ ધરાવતા હોય છે કેમકે પુરુષો વધુ હતોત્સાહ હોય છે. પ્રકૃતિએ સ્ત્રીને બાળકનો જન્મ આપવાનું કામ સોંપેલું છે જે જન્મ આપે તે જલદી જીવ કઈ રીતે લઈ શકે?

 

વધુ પછી…….imagesCAJQA47L

ગુજરાતમાં મોદીનો વાવટો ફરી લહેરાશે?

imagesCAGCZLG6ગુજરાતમાં મોદીનો વાવટો ફરી લહેરાશે?

 

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગીને બંધ થઇ ગયા છે.  વર્ષોથી હિન્દુત્વનો ઝંડો પકડીને સત્તા પર આવી ગયેલ ભાજપા ગુજરાતના સિંહાસન પરથી ઊતરવા તૈયાર નથી કે ગુજરાતની ભીરુ પ્રજા એને ઊતરવા દેવા માંગતી નથી. દાયકો વીતી ગયો કોંગ્રેસને સત્તાનો સ્વાદ ચાખે. હવે આ વખતની ચૂંટણીમાં સત્તાનો ભૂલાયેલો સ્વાદ ચાખવા કોંગ્રસ ભુરાઈ થવાની છે. એના માટે ગમે તે હદે નીચે ઊતરવા તૈયાર થઈ જાય તો નવાઈ નહિ. સત્તા ચલાવવાનું કોને ના ગમે? સર્વોપરી બનવાનું કોને ના ગમે? સ્તનધારી પ્રાણીઓ એકબીજા ઉપર સત્તા જમાવ્યા કરતા હોય છે. નેતા પ્રજા ઉપર સત્તા જમાવતા હોય છે. એમાં જે પ્રથમ આવે તે મુખ્ય મંત્રી કે વડાપ્રધાન કે પ્રમુખ કે રાજા બની જતા હોય છે. જેટલો નેતા જોહુકમી, ડૉમિનન્ટ કે વર્ચસ્વ ધરાવે તેટલો સફળ વધુ થાય. આવું વર્તન જરૂરી પણ છે. ઘણાને લાગશે બીજા લોકોને પણ આત્મા હોય કે હક હોય. બહુ સત્તા જમાવનાર કે જોહુકમી કરનાર નેતા કે ઘરના વડીલ ગમતા નથી હોતા. કેમકે જેને ના ગમતું હોય તેને પણ સત્તા જમાવવી હોય છે. મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે અને દરેક સમૂહને એક નેતાની જરૂર હોય છે. નેતા જેટલો ડોમીનન્ટ તેટલો તેનો સમૂહ સીધો ચાલવાનો. બળવાન નેતાની જરૂર દરેક સમૂહને હોય છે. કારણ બળવાન નેતા જ સમૂહને પ્રિડેટરથી બચાવતો હોય છે. દરેક mammals ની સર્વાઈવલની તકનીક કે પધ્ધતિ બેજીકલી સરખીજ હોય છે. Dominant ની હાજરીમાં બાકીના કૂતરાં શાંત ફરતા હોય છે અને એની ગેરહાજરીમાં એકબીજા સાથે લડવાનું ચાલુ. સર્વોપરી કે જોહુકમીની હાજરી માત્ર બાકીનાને શાંત પાડી દેતી હોય છે. mammals ગ્રૂપમાં રહેવા ટેવાયેલા હોય છે, પ્રિડેટરથી બચવા માટે, અને નબળા હોય તે મજબૂતને શરણે થઈને ચાલવા ટેવાયેલા હોય છે. ઉત્ક્રાંતિવાદના મનોવિજ્ઞાનનું  આ કડવું સત્ય છે.

કેશુભાઈ પટેલ ચૂંટાયેલા બધા ધારાસભ્યોને ખુશ રાખવા મથી રહ્યાં હતા એમાં જમ્બો પ્રધાન મંડળ બનાવી નાખ્યું હતું. નબળો આલ્ફા નેતા પોતાના સાથીદારોને કાબુમાં રાખી શકતો નથી, છેવટે ગબડી પડ્યા. આવા ઉત્તમ આલ્ફા નેતાનું ઉદાહરણ છે નરેન્દ્ર મોદી. કોઈ લોબીને તે ગાંઠ્યા નથી. એમના હાથ નીચે કામ કરતા પ્રધાનોને પણ એમની કેબીનમાં જતા ડર લાગતો હશે .ઢીલાં કેશુભાઈએ મોટાભાગના ધારાસભ્યોને પ્રધાન અને બીજા મહત્વના પદ સોંપીને રાજી રાખવાનો પ્રયત્ન કરેલો. પણ દરેકને મુખ્ય પ્રધાન બનવું હોય છે. છેવટે સરકાર તૂટી પડી હતી. મોદીએ ૧૫ પ્રધાનોથી શરુ કરેલું. આજે પણ ધારે તો ફક્ત પાંચ પ્રધાનો વડે ચલાવે તેવા છે. આપખુદ  ગૃપનેતાની ગેરહાજરીમાં ગ્રૂપના બાકીના બધા સભ્યો અંદરો અંદર લડવા માંડતા હોય છે. એમાં સરકારો અને ફેમિલી ભાગી પડતા હોય છે. પોતે સર્વોપરી છે તેવું બતાવવા ચિમ્પાન્ઝી અને વાનરો એકબીજા સામે ખૂબ બુમો પાડતાં હોય છે, કિકિયારી કરી મૂકતા હોય છે, વન ગજવી નાખતા હોય છે. કશું કામ ના હોય છતાં સિંહ ગર્જના કર્યા કરતો હોય છે, વાઘ અમથી અમથી ત્રાડો પાડ્યા કરતો હોય છે. Shouting પણ સર્વોપરી છીએ તેવું બતાવવાનો એક સહજ સરળ ઉપાય છે. મોદી પણ એમના ભાષણો માટે પ્રખ્યાત અને કાબેલ છે. બુમો પાડવામાં શુરા છે. નેતા માટે ભાષણ આપવાની કળા સફળતાનું મુખ્ય કારણ હોય છે. નબળો નેતા કોઈને ના  ગમે. જે પોતે બચવા માટે ફાંફે ચડ્યો હોય તેવો નેતા તમને પ્રીડેટરથી કઈ રીતે બચાવશે?

ગુજરાતની પ્રજા પહેલેથી ભીરુ રહી છે. હિન્દુત્વનો ઝંડો પકડીને સત્તા પર આવી ગયેલા ભાજપાના નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસની ચાદર ઓઢી લીધી છે. ધર્મની ધાબળી પર વિકાસની ચાદરનું મુલાયમ કવર મોદી ચડાવી ચૂક્યા છે. મોદી પ્રચારશુરા છે. નવી ટેક્નોલૉજી વાપરવામાં પણ શુરા છે. બોલવામાં એમને કોઈ પહોચે તેવું હાલ ગુજરાત કોંગ્રેસમાં છે નહિ. સત્તા મેળવવાની લાલસામાં પટેલ લોબી મોદી સામે પડી ચૂકી હતી પણ મોદી કોઈ લોબીને ગાંઠ્યા નહિ તેનું કારણ ધર્મભીરુ પ્રજા એમની સાથે છે તેવું મોદી જાણતા હતા. પટેલ નેતાઓ ભલે મોદી સામે હશે પણ પટેલ કોમ મોદી સાથે હશે તેવું માનવું અઘરું નથી. કેશુભાઈ પટેલ મરણિયો પ્રયાસ કરીને જુદા પડી ગયા. એમની મોદી સામેની ફરિયાદોનો દોર કેન્દ્રના ભાજપના વડીલ નેતાઓ સાથે ચાલતો હતો ત્યારે ઘણા મિત્રોનું સાદું ગણિત હતું કે કેશુભાઈ ગુજરાત ભાજપના પાયાના પથ્થર છે માટે એમનું ભાજપમાં ચાલશે અને મોદી પ્રાદેશિક પક્ષ બનાવી સત્તા ટકાવી રાખશે. ત્યારે મારું સાદું ગણિત કહેતું હતું કે ભાજપા મોદી નામના પ્રકાશમાન સૂર્યને નહિ છોડે, નિસ્તેજ બની ચૂકેલા ગ્રહને વિદાય આપી દેશે અથવા જતા રોકશે નહિ, અને એવું જ થયું કેશુભાઈએ પક્ષ છોડ્યો. પાયાના પથ્થર શંકરસિંહ વાઘેલાને પણ ભારે ઉપેક્ષા પછી બળવો કરીને વાગોવાઈને ગદ્દાર જેવા વિશેષણો મેળવીને વિદાય થઈ જવું પડેલું. ભાજપાની આ રીતિનીતિ કાયમી થઈ ગઈ છે. યુ.પી.ના કલ્યાણસિંહ, મદનલાલ ખુરાના, ગોવિન્દાચાર્ય, જસવંતસિંહ, ઉમાભારતી બધા આવી ઉપેક્ષા અને અવહેલના વેઠી ચૂક્યા છે.

ગુજરાતમાં તો કૉંગ્રેસ લાંબો સમય સત્તા વિહોણી રહી છે એટલે આર્થિક કૌભાંડો કરવાનો ચાન્સ ગુજરાતમાં મળ્યો નથી તે પૂરતી તેની આબરૂ સારી ગણી શકાય. પણ કેન્દ્રમાં નિતનવા લાખો કરોડોના આર્થિક કૌભાંડો રોજ કોંગ્રેસના રાજમાં બહાર હજુ પણ પડે જાય છે તેની અસર ગુજરાત કોંગ્રેસને પડવાની જ છે. કૌભાંડ શબ્દ કોંગ્રેસનો પર્યાય બની ચૂક્યો છે. વિકાસની લાહ્યમાં મોદી ઉદ્યોગપતિઓના આંધળા તરફદાર બની ચૂક્યા છે, અને એનો લાભ શઠ ઉદ્યોગપતિઓ લીધા વગર રહે તે વાતમાં માલ નથી. મહુવામાં ખેડૂતોનું આંદોલન આવા શઠ ઉદ્યોગપતિઓની અંધ તરફદારીનું કારણ છે. ઉદ્યોગપતિઓ સીધા ખેડૂતો પાસે જમીન લેવા જાય તો પોસાય નહિ. સરકાર જમીન સંપાદન કરીને આપે તો જ સસ્તી પડે. બાળકોના અપહરણ, ખેડૂતોની આત્મહત્યાઓ, સરકારી ખર્ચે મહાઉત્સવોમાં થતા બેફામ ખર્ચાઓ અને એવા બીજા અનેક મુદ્દાઓ મોદી વિરુદ્ધ જતા હોય છે. પણ કોંગ્રેસે કેન્દ્રમાં કૌભાંડો બાબતે જે મહા વિકાસ કર્યો છે તેનો લાભ ગુજરાતમાં ભાજપા લઈ જશે તેની કોઈ નવાઈ નથી. ગુજરાતમાં જે વિકાસ દેખાય છે તેની અવગણના પણ કરી શકાય તેમ નથી. સાત વર્ષે મેં અમદાવાદ જોયું તો એની કાયાપલટ તરત જ ઊડીને આંખે વળગી હતી.

૭ ઑક્ટોબર ૨૦૦૧ના દિવસે ગાદીનશીન થયેલા નરેન્દ્ર મોદી જુલાઈ ૨૦૦૭માં ૨૦૬૩ દિવસ સળંગ સત્તા પર રહીને લાંબો સમય ગુજરાત ખાતે સત્તા પર રહેવાનો રેકૉર્ડ બનાવી ચૂક્યા હતા. ડિસેમ્બર ૨૦૦૭મા પ્રજાએ ફરી ગાદી પર બેસાડી દીધા હતા. ગુજરાતની શાંતિ ઇચ્છતી મોજીલી ભીરુ પ્રજા નરેન્દ્ર મોદીને આગામી ડિસેમ્બરમાં ફરી ગાદી સોંપી દે તો નવાઈ નહિ..

એક બેવફાને બેવફાસે પ્યાર કિયા..Human Evolution in Male Genital

 

imagesCAD90S4Aએક બેવફાને બેવફાસે પ્યાર કિયા..Human Evolution in Male Genital

 

 

 

બાયોલોજીકલી માનવજાત પોલીગમસ એટલે બહુગામી છે. એમાં એવું ના હોય કે એક જ માનવજાતમાં નર પોલીગમસ હોય અને નારી મનોગમસ હોય..હોય તો બંને મનોગમસ હોય અથવા બંને પોલીગમસ હોય. કુદરત એવો પક્ષપાત રાખે નહિ કે નરને છૂટ આપે કે તું ગમેતેટલી નારીઓને ભોગવ અને નારીઓને બાંધી દે કે તમારે ફક્ત એક જ પુરુષને ભોગવવાનો. ભારતીય મનોવૈજ્ઞાનિક ડોક્ટર્સ લેખકો આવા ગપ્પાં મારતા હોય છે અને લોજિક વગરની વાતો લખતા હોય છે કે સ્ત્રી નેચરલી મનોગમસ છે અને પુરુષો નેચરલી પોલીગમસ. લગ્નસંસ્થા દ્વારા આવેલી મનોગમી એક સામાજિક વ્યવસ્થા છે અને પોલીગમી બાયોલોજીકલ કુદરતી વ્યવસ્થા છે. લગ્નસંસ્થા આવી, મનોગમી આવી પછી વફાદારી, બેવફાઈ, લગ્નેતર સંબંધો, અવિશ્વસનીયતા જેવી અમૂર્ત વિચારણાઓ અને શબ્દો સંબંધોમાં આવ્યા. બ્રહ્મચર્ય, અહિંસા, વિશ્વબંધુત્વ, ચારિત્ર્ય આવી અનેક અમૂર્ત વિચારણાઓ (abstractions) મેમલ બ્રેઈન સમજી શકતું નથી. એને ફક્ત સર્વાઈવલની ભાષા સમજમાં આવતી હોય છે, અને તે પણ શબ્દો વગરની.. માનવોનું મોટું મગજ-કોર્ટેક્સ જાતજાતની વ્યાખ્યાઓ કરી લેતું હોય છે, અને શબ્દોમાં બાંધી લેતું હોય છે. આમ પુરુષ બહુસ્ત્રી ગામી હોય એટલે ૧૦૦% promiscuous અવિશ્વસનીય રહ્યો છે તો સ્ત્રી પણ promiscuous રહી છે. એક તો સ્ત્રી મજબૂત જિન્સ ઉછેરવા માંગતી હોય છે સાથે સાથે તે જિન્સ જીવતા રહે તે પણ એટલું જરૂરી છે. માટે સ્ત્રીની પસંદગીમાં દુવિધા રહેતી હોય છે. સ્ત્રી અન્ડ્મોચન સમયે મજબૂત, રફ, ટફ હાઈ લેવલ ટેસ્ટાટોરીન ધરાવતા પુરુષ તરફ આકર્ષણ અનુભવતી હોય છે, પણ પછીના સમયે સૌમ્ય અને સહકારની ભાવના ધરાવતા પુરુષ તરફ ઢળતી જોવા મળતી હોય છે. કારણ હવે ટ્રાન્સ્ફર થયેલા જિન્સ મોટા કરવાના છે. ખેર આ બધી બાબતો ધ્યાનમાં લેવાતા ઇવોલ્યુશનના ઇતિહાસમાં સ્ત્રી mildly promiscuous રહી છે. અલ્પ પ્રમાણમાં અવિશ્વસનીય રહી છે. જ્યારે શક્ય તેટલાં જિન્સ જુદે જુદે વિકસે અથવા ફેલાય તેવી જિનેટિક પોલીગમી માનસિકતા ધરાવતો પુરુષ ૧૦૦ ટકા અવિશ્વસનીય રહ્યો છે, પ્રોમીસ્ક્યુઅસ રહ્યો છે. પુરુષ વિશ્વસનીય રહ્યો હોય તો કાયદા કાનૂન અને મજબૂરીમાં વિશ્વસનીય રહ્યો હોય છે. સ્ત્રીને વિશ્વસનીય રહેવા માટે કાયદા કાનૂનની જરૂરત પડતી નથી.

 

ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ અને સાયકોલોજિસ્ટ વગેરેને સ્ત્રીની અલ્પ અવિશ્વસનીયતાના પુરાવા  પુરુષના જનનાંગ પરથી દેખાય છે. પહેલો પુરાવો વૃષણ છે, જે પ્રાણી જાતિની માદા વધારે promiscuous તેના નરનાં વૃષણની સાઇઝ શરીરના વજનના પ્રમાણમાં મોટી હોય છે. કારણ આ જાતિની માદા ટૂંકા સમયમાં એક કરતા વધારે નર સાથે સંસર્ગ કરતી હોય તો તે promiscuous  છે, અંડ સુધી પહોચવા માટે જુદા જુદા નરના સ્પર્મ હરીફાઈ કરતા હોય છે. આ પ્રોસેસને સ્પર્મ કોમ્પીટીશન કહેવાય છે. આનો સરળ ઉપાય ઉત્ક્રાન્તીએ શોધ્યો હોય છે અને તે છે સ્પર્મની સંખ્યામાં વધારો. સીલ્વરબેક ગોરીલાની માદાઓ એક જ મજબૂત આક્રમક નરના સખત કાબૂમાં જીવતી હોય છે અહી સ્પર્મ કોમ્પીટીશન હોતી નથી. તો ગોરીલાના વૃષણ તેના વજનના 0.૦૨% હોય છે, અને સ્પર્મ  સંખ્યા એક વખતમાં ૫૦ મિલિયન હોય છે. જ્યારે ચીમ્પાન્ઝીમાં માદા અને નર વચ્ચે કોઈ ખાસ “pair-bonding “હોતું નથી. અહી માદાઓ ખૂબ promiscuous  છે. તો અહી ચીમ્પના વૃષણ એના શરીરના વજનના ૦.૦૩% હોય છે. જ્યારે એક વખતના સ્પર્મની સંખ્યા ૬૦૦ મિલિયન છે. ગોરીલા કરતા ૧૫ ગણા મોટા વૃષણ અને ૧૨ ગણું સ્પર્મ ઉત્પાદન વધારે. આ હિસાબે માનવજાત  ગોરીલા અને ચીમ્પાન્ઝીની મધ્યમાં આવે છે. જુઓ અહી માનવજાતના વૃષણ શરીરના વજનના પ્રમાણમાં  ૦.૦૪ થી ૦.૦૮% છે અને સ્પર્મ ઉત્પાદન એક વખતનું ૨૫૦ મિલિયન છે. એ હિસાબે માનવ સ્ત્રી ગોરીલા માદા કરતા વધુ પણ ચીમ્પની માદા કરતા ઓછી promiscuous  છે.

 

પ્રોફેસર Gordon G. Gallup, Jr (State University of New York – Albany) અને તેમના સાથી વૈજ્ઞાનિકોએ અસંખ્ય પ્રયોગો પછી શોધી કાઢ્યું કે પુરુષનું જનનાંગ બીજી જાતો કરતા વિશિષ્ટ છે. પુરુષના શિશ્નનો આકાર બીજી primate species કરતા અલગ જ છે. એનો ઉપરનો ભાગ glans (“head”) મોટો હોય છે. બાકીના લાંબા ભાગ shaft અને head વચ્ચે ખાંચો પેદા થતો હોય છે જે head અને shaft ને જુદા પડતો હોય છે. બીજું સંભોગ દરમ્યાન ejaculation પહેલા શિશ્ન અસંખ્ય વાર અંદરબહાર થતું હોય છે. shaft અને મોટા head વચ્ચેના ખાંચા જેવી વિશિષ્ટ ડીઝાઈન અને અસંખ્યવાર અંદરબહાર થવું આ બંનેની કમ્બાઈન્ડ ઇફેક્ટ એ હોય છે કે આ સંભોગના થોડીવાર પહેલા કોઈ બીજા નરે એના સ્પર્મ અંદર છોડ્યા હોય તેને બહાર કાઢી નાખવા. In other words, according to Gallup, the human penis is a “semen displacement device.” It is designed and used to remove other men’s semen from the cervix before the man ejaculates. If women did not engage in extensive extra-pair copulations throughout human evolutionary history, then the human penis would not be shaped as it is (like a wedge or scoop), and the human male would not engage in repeated thrusting motions during intercourse before ejaculating. ડૉ ગૅલપ હાલના બહુ મોટા ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ અબે બાયોલોજીસ્ટ છે. તેમણે આર્ટીફીશીયલ અને રીયલ માણસો પર અસંખ્ય પ્રયોગો કરીને આ તારણ કાઢેલા છે.

 

એક નવો અભ્યાસ (Richard Lynn ) પુરુષ જનનાંગની સાઇઝ ઉપર પણ થયો છે. ભલે માનવજાત એક જ ગણાય પણ વિવિધ વિસ્તાર, વિવિધ આબોહવા અને વાતાવરણમાં અનુકૂલન અપનાવવાથી અને જીનેટીકલી મ્યુટેશન થવાથી દરેક જગ્યાએ માનવો રંગ, રૂપ, કદ, અને કાઠીએ જુદા જુદા વિકાસ પામ્યા  હોય છે. આમ મૂળભૂત માનવો Negroids, Caucasoids,અને Mongoloids એમ ત્રણ પ્રકારે વિકસ્યા છે. અને આ ત્રણેના મિશ્રણ રૂપ માનવ જાતો પણ ખુબ વિકસી છે. જુદી જુદી જાતોમાં શિશ્નની લંબાઈમાં ઘણો ફેરફાર જોવા મળે છે તે હકીકત છે. મૂળ આફ્રિકન લોકોના શિશ્ન મોટા અને લાંબા હોય છે એની સરખામણીએ એશિયન લોકોના નાના હોય છે. હવે દરેક વખતે બધામાં અપવાદ હોય છે અને આ બધી બાબતો એવરેજ ગણવી તેવું વારંવાર લખવાનું હોય નહિ.  late J. Philippe Rushton નામના વૈજ્ઞાનિકની  r-K life history theory પ્રમાણે બે જાતની રીપ્રોડકટીવ સ્ટ્રેટેજી હોય છે. The r-strategy involves large numbers of offspring with minimal investment, whereas the K-strategy involves fewer offspring and greater investment. Rushton પ્રમાણે આફ્રિકન લોકો r-strategy અપનાવતા હોય છે મોટાભાગના એશિયન લોકો K-strategy અપનાવતા હોય છે અને યુરોપિયન આ બેની વચમાં ક્યાંક રહેલા છે. ચીન અને ભારત ક્યાં રહેલું છે તે આપણે સમજી લેવાનું..Rushton માને છે કે આ બંને સ્ટ્રેટેજીનો સંબંધ માનસિક, શારીરિક, બ્રેઈન સાઇઝ, બુદ્ધિમત્તા અને શિશ્નની લંબાઈ સાથે પણ છે. આ પ્રમાણે African men have the smallest brains and the largest penises, whereas Asian men are the opposite. Goldilocks થિયરી પ્રમાણે યુરોપીયંસ બ્રેઈન અને શિશ્ન લંબાઈમાં સપ્રમાણ રહ્યાં છે. જો કે ઘણા વૈજ્ઞાનિકો આ થિયરીને બહુ માનતા નથી. આ થિયરી ભલે સંપૂર્ણ ના હોય પણ એમાં ક્યાંક વજૂદ ચોક્કસ  છે.

 

Lynn માને છે કે આફ્રિકન કરતા એશિયન અને યુરોપિયનાં  testosterone લેવલ થોડું ઓછું હોય છે તેના કારણે તેમના શિશ્નની સાઇઝ થોડી નાની બની છે. Rushton (૨૦૦૦) રિપોર્ટ પ્રમાણે લેન્થ અને ડાયામીટર પ્રમાણે જોઈએ તો Negroids સૌથી મોટા લિંગ ધરાવે છે, Caucasoids માધ્યમ અને Mongoloids સૌથી નાના લિંગ ધરાવે છે. સૌથી નાના લિંગ ચાઇનીઝ લોકો ધરાવે છે.  ઉત્તેજિત અવસ્થામાં Mongoloids એવરેજ 4-5.5 લંબાઈ અને 1.25 ડાયામીટર ધરાવે છે, Caucasoids 5.5-6 ઇંચ લંબાઈ અને 1.5 ડાયામીટર ધરાવે છે જ્યારે Negroids 6.25-8 ઇંચ લંબાઈ અને 2 ઇંચ ડાયામીટર ધરાવતા હોય છે. અમેરિકામાં પણ આફ્રિકનઅમેરિકન  શ્વેત લોકો કરતા મોટા શિશ્ન ધરાવે છે તે હકીકત છે. સ્ટાન્ડર્ડ સાઇઝ 52 mm કૉન્ડોમ Caucasoids માટે ફીટ, Negroids માટે ખુબ નાના અને  Mongoloids માટે ખુબ મોટા લાગતા હોય છે. અમેરિકામાં લાર્જ કૉન્ડોમ વેચાતા હોય છે. ગ્રીક ફીજીશીયન Galen (AD 130–201) સૌથી પહેલા નોંધેલું કે Negroids લિંગ કોકેશિયન લિંગ કરતા મોટા હોય છે. ૧૯મી સદીમાં British Arabist Richard Burton (1885–1888), One Thousand and One Nights નામની ૯મી સદીની મૂળ પર્શિયન વાર્તાઓના સંગ્રહનું ભાષાંતર કરતા નોંધે છે કે પર્શિયન સ્ત્રીઓ એમના ખુબ મોટા લિંગ ધરાવતા અશ્વેત ગુલામો પાસે સેક્સ માણી ખુબ સંતોષ મેળવતી.

 

નૉર્થ આફ્રિકા, મિડલ ઇસ્ટ, યુરોપ, સાઉથ એશિયા, નોર્થઇસ્ટ એશિયા વગેરે ઠંડા પ્રદેશોમાં આવેલા માનવ સમૂહ Caucasoids and Mongoloids તરીકે ઇવોલ્વ થયેલા છે. જ્યાં ઠંડા વાતાવરણને લીધે સર્વાઈવ થવું મુશ્કેલ હોય ત્યાં સામાજિક સંબંધો વધુ રાખવા પડે, એકબીજા સાથે સહકાર વધુ રાખવો પડે. શિકાર માટે પણ સમૂહમાં જવું પડે. અહી આક્રમકતા અને સેકસુઅલ કોમ્પીટીશન નિવારવી પડે. ઇક્વેટોરિયલ પ્રદેશોમાં બારેમાસ ફળફળાદિ, જીવજંતુઓ ખાવા માટે પુષ્કળ મળી રહેતા હોય ત્યાં સમૂહમાં કે બહુ મોટા ગ્રૂપમાં શિકાર કરવા જવાની જરૂર પડે નહિ. સહકારની બહુ જરૂર પડે નહિ. રીપ્રોડકટીવ સકસેસ માટે અહી આક્રમકતા વધુ વિકસી. સર્વાંગે જોઈએ તો આફ્રિકન કરતા ઠંડા પ્રદેશોમાં સહકારની ભાવના વધુ, સ્ત્રી પુરુષ વચ્ચે બોન્ડીંગ પણ વધુ, લગ્ન સંસ્થા પણ મજબૂત, પુરુષો વચ્ચે  aggression ઓછું, બ્રેઈન પણ મોટા,  testosterone લેવલ ઓછું પણ એના પોજીટીવ ફાયદા ઘણા…

 

ઘણીબધી જાતો Caucasoids ,  Mongoloids અને  Negroids  ત્રણેના મિશ્રણ જેવી હોય છે. આ પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. દક્ષિણ અમેરિકાના પેરુ, ઉરુગ્વે, ગ્વાટેમાલા, મેક્સિકો, બ્રાઝીલ જેવા દેશોમાં ત્રણેના મિશ્રણ હોય તેવી પ્રજા જોવા મળે છે. આવી પ્રજાઓના લિંગ સાઇઝમાં વિવિધતા જોવા મળવાની જ છે. સેકસુઅલ સંતોષ માટે મોટા લિંગ હોવા જરૂરી નથી તેવું સેક્સોલોજીસ્ટ માનતા હોય છે, પણ સ્પર્મ કોમ્પીટીશન માટે જરૂરી હોઈ શકે છે. માટે જ્યાં સ્ત્રી પુરુષ વચ્ચે જબરદસ્ત બોન્ડીંગ હોય, લગ્નસંસ્થા ખુબ મજબૂત હોય અને પુરુષો વચ્ચે સ્ત્રી માટે હરીફાઈ ના હોય ત્યાં લિંગ સાઇઝ નાની હોય તે માની શકાય તેવી વાત છે. તો પછી મોટા લિંગનું જે આકર્ષણ હોય છે તેનું શું? અહી શ્વેત છોકરીઓને હું લગભગ અશ્વેત છોકરાઓ સાથે ફરતી જોઉં છું. એક વાત એવી પણ હોઈ શકે કે હાઈ testosterone લેવલ ધરાવતા અશ્વેતનું આકર્ષણ થાય કે જેના લિંગ સ્વાભાવિક મોટા હોય. બીજું હાઈ testosterone લેવલ ધરાવતો વધુ આક્રમક અને dominant હોય જે સેકસુઅલ પ્લેઝર વધુ આપી શકતો હોય તેવું પણ બને અને ત્રીજું મોટો ડાયામીટર ધરાવતા લિંગ ઇન્ટરકોર્સ સમયે ક્લીટરીસને પણ યોગ્ય ઘર્ષણ આપી શકતું  હોય જે G સ્પોટ સાથે સાથે ક્લીટરીસ સાથે ઘર્ષણ કરી સેકસુઅલ પ્લેઝરમાં ડબલ વધારો કરી શકે છે. જે સ્ત્રીઓના યોનિમુખ અને ક્લીટરીસ વચ્ચે વધુ અંતર હોય તેઓને ઇન્ટરકોર્સ સમયે ક્લીટરીસનું મર્દન લિંગ દ્વારા બરોબર થઈ શકતું નથી, અને અતૃપ્તિ અનુભવાય છે. આવા સમયે મોટા ડાયામીટર ધરાવતા લિંગ વડે જરૂર ફાયદો થવાનો છે.

 

એક અભ્યાસ હાથની આંગળીઓની લંબાઈ વિષે પણ થયો છે તેના દ્વારા  testosterone લેવલ વધુ હશે કે ઓછું તે જાણી શકાય છે, તેને 2D:4D ratio કહે છે (index finger length ÷ ring finger length). તર્જનીની લંબાઈ ભાગ્યા અનામિકાની લંબાઈ..એવરેજ પુખ્ત વયના પુરુષનો  2D:4D ratio ૦.95 હોય છે તેમ એવરેજ પુખ્ત વયની સ્ત્રીનો 2D:4D ratio ૦.97 હોય છે. તફાવત ૦.03 હોય છે. જો કે આ રેશિયો જુદી જુદી જાત અને સંસ્કૃતિ પ્રમાણે જુદો જુદો હોઈ શકે. આ રેશિયો જેટલો ઓછો તેમ testosterone લેવલ વધુ અને testosterone લેવલ વધુ તેમ માણસ આક્રમક વધુ હોય તે સ્વાભાવિક છે. આવી વ્યક્તિઓમાં સ્પોર્ટ્સ રીલેટેડ મેન્ટલ ટફનેસ, એપ્ટીટ્યુડ અને એચીવમેન્ટ વધુ હોય છે. આવી વ્યક્તિઓ પોલીટીક્સમાં પણ વધુ આક્રમક બની આગળ નીકળી જતા હોય છે. તર્જની કરતા વધુ પડતી લંબાઈ ધરાવતી અનામિકા હોય તેવા ખેલાડીઓ વધુ ઓલોમ્પિક ગોલ્ડ મેડલ જીતી જતા હોય છે.

 

આમ સારા મજબૂત જિન્સની શોધમાં સ્ત્રી માઈલ્ડ પ્રોમિસક્યુઅસ રહી છે તો પોતાના જ જિન્સ જેટલા ફેલાય તેટલાં ફેલાવવાની આશામાં પુરુષ ૧૦૦ ટકા પ્રોમિસક્યુઅસ રહ્યો છે અને તે રીતે એમનું  શારીરિક અને માનસિક ઈવોલ્યુશન થયેલું છે.

 

Ref–http://www.everyoneweb.com/worldpenissize/

http://ethnicmuse.wordpress.com/2012/03/03/the-penile-economics-of-ethnicity/

હાઈલાઈટ થયેલા શબ્દોમાં લીંક સમાયેલી હોય છે.  imagesCA1VHRMO

બે પ્રકારની ચરમસીમા “surface” and “deep” orgasms

imagesCAWOKKBG બે પ્રકારની ચરમસીમા “surface” and “deep” orgasms

લગભગ તો સ્ત્રીઓને સંભોગમાં મળતી પરાકાષ્ઠા કે ચરમસીમાની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. છતાં વૈજ્ઞાનિકો એનો અભ્યાસ જારી રાખતા હોય છે. સંસ્કારી ભારતમાં આવા સ્ટડી કરવા મુશ્કેલ છે, સાચા જવાબો મળે પણ નહિ, લગભગ તો જવાબ જ ના મળે કે કોઈ સ્ત્રી આવા સ્ટડીમાં ભાગ જ ના લે. અસંખ્ય સ્ત્રીઓના અનુભવોના વર્ણન પરથી વૈજ્ઞાનિકો બે પ્રકાર પાડે છે, એક ઉપરછલ્લું ‘surface’ અને બીજું ‘deep’ orgasms. આમ તો દરેક સ્ત્રીનો પોતાનો અનુભવ યુનિક હોઈ શકે, એને શબ્દોમાં વર્ણવો મુશ્કેલ છે. vaginal અને clitoral એવા પ્રકાર પણ પાડતા હોય છે જે આપણે અગાઉ જોઈ ચુક્યા છે. King અને Belsky  નવા રિસર્ચ પ્રમાણે “surface” and “deep” orgasms એવા બે પ્રકાર પાડે છે. આ રિસર્ચનો મુખ્ય આધાર ઈવોલ્યુશનરી છે. આ બંને પ્રકારમાં કયું સુપીરીયર એવું નક્કી કરી લેબલ મારવું અઘરું છે.

 

ચરમસીમા જે ઈવોલ્યુશન માટે ખરી સાબિત થતી હોય છે તેને “orgasmic insuck” કહેવામાં આવે છે. અંદર કશુંક ચુસાતું હોય તેવી અનુભૂતિ કે હલનચલન થતું હોય તેને insuck કહેવામાં આવે છે. vagina અને uterus વચ્ચેનું પ્રેશર ચેઇન્જ થતું હોય જે પાર્ટનરનાં સ્પર્મ સિલેક્ટ કરીને જાણે ખેંચતું હોય તેવું થતું હોય છે. Insuck ખાલી માનવમાં થાય તેવું નથી. ઉંદર, ગાય, કૂતરાં, ઘોડા, સસલા, માંકડા જેવા બીજા મેમલમાં પણ Insuck થતું હોય છે. આવી internal sucking sensations અનુભૂતિ જુદી જુદી સ્ત્રીઓ જુદા જુદા પ્રકારે વર્ણવતી હોય છે. Deep orgasm વખતે આવી internal sucking sensations અનુભૂતિ સ્ત્રીઓને થતી હોય છે અને તે સમયે એમના પાર્ટનર dominant, એમની સ્મેલ ખુબ એટ્રેકટીવ અને firm penetration કરતા જાણવામાં આવ્યા. આમ ડીપ ઓર્ગેઝમ ઉત્ક્રાંતિનો હેતુ સારતું હોય તે નક્કી સમજવું. જો કે deep ચરમસીમા વિષે પણ દરેકના અનુભવ જુદા જુદા હોઈ શકે. કહેવાની રીત કે સમજવાની રીત પણ જુદી હોઈ શકે છે. એટલે મૂળ મુદ્દો સ્ત્રીનો ચરમસીમા અવ્યાખ્યેય અગાઉ કહી હતી તે પણ એટલું જ સાચું છે.

 

મોટાભાગે એવું તારણ નીકળે કે ક્લિટોરલ ઓર્ગેઝમને ઉપરછલ્લું કહેવું તેના કરતા internal sucking sensations ના થાય તેને સરફેસ ઓર્ગેઝમ કહેવું વધુ યોગ્ય છે.

 

વધુ અભ્યાસ માટે મિત્રોએ બ્લ્યુ કલરમાં હાઈલાઈટ શબ્દો પરની લીંક ખોલીને જોઈ લેવી હિતાવહ છે.