
Corruption, મજૂરથી મંત્રી સુધી.
માનવજાત કોઈને કોઈ નેતાને લીડરને અનુસરવા ઈવૉલ્વ થયેલી છે. એ નેતા પછી ધાર્મિક હોય કે રાજકારણી હોય, ગામનો સરપંચ હોય કે પછી સમાજનો આગેવાન. ટોળાનો મુખિયા હોય કે પછી ઘરના વડીલ હોય, પિતાશ્રી હોય કે પછી માતુશ્રી હોય. લતીફ પણ હોઈ શકે અને અન્ના હજારે પણ હોઈ શકે. સજીવ જગતમાં સસ્તન પ્રાણીઓ સમૂહમાં કોઈ ઍલ્ફા નેતાના કાબૂ નીચે જીવવા ટેવાયેલા હોય છે. આ નેતા સમૂહના બીજા લોકોનું અમુક સમયે રક્ષણ કરતા હોય છે, પણ એમના અંગત રસને પ્રથમ પ્રાધાન્ય અર્પતા હોય છે. રિસોઅર્સિસ અને રીપ્રૉડક્ટિવ(સંતાન પેદા કરવા) તક ઉપર પણ એમનો પહેલો કાબૂ ધરાવતા હોય છે.
સિંહ એના ટોળાનો નેતા હોય તો શિકાર ઉપર પહેલો હક તેનો હોય છે, સમૂહના બીજા સભ્યોને તગેડી મૂકશે, ધરાઈ ગયા પછી બીજાને ભાગ મળશે. મોટાભાગે શિકાર સિંહણ સમૂહ કરતો હોય છે. છતાં સિંહ દોટ મૂકીને ખાવા આવી જશે. ઍલ્ફા ચિમ્પ પણ ખોરાક અને માદા ચિમ્પ પર પહેલો હક ધરાવશે. જેવી રીતે પ્રજા કમાય છે, મહેનત કરે છે અને ટૅક્સ ભરે છે તેમાંથી નેતાઓ સ્વિસ બૅન્કમાં મૂકી આવે છે.
સસ્તન પ્રાણીનો મહત્વનો ગુણધર્મ છે કે બની શકે તેટલા વિખવાદ નિવારવા, ઝગડા નિવારવા. કારણ વિખવાદમાં જીવ જાય તેવી ઈજાઓ ઍલ્ફા દ્વારા મળતી હોય છે. એટલે જીતવાની શક્યતા ન હોયતો વિખવાદમાં પડવું નહિ અને સમર્પણ કરી લેવું તેવી રીતનું બ્રેન ઇવલૂશનનાં ક્રમમાં વિકસ્યું છે. એમના DNA જીવતા રાખવા માટે આવું જરૂરી છે. કુદરતનો આ નજરિયો લોકોને અપસેટ કરી નાખવા પૂરતો છે. શાંતિપૂર્ણ સહકાર વડે જીવવામાં ખૂબ સલામતી છે.
સહકાર પણ સર્વાઇવલની એક તરકીબ છે. આમ શાંતિપૂર્ણ સહકાર વડે જીવવાની ભાવના આવી એટલે નેતાને અનુસરવાની ભાવના ચાલુ થઈ, અને એમ mammal ઈવૉલ્વ થયા, એમ એમનું બ્રેન ઈવૉલ્વ થયું. પરંતુ તક મળે નેતા બનવાની કોશિશ જારી રાખવી તે પણ એટલું જ સાચું. એટલે મૅમલ જાણતા હોય છે કે નેતાને ગૃપનાં વડાને એના પોતાના અંગત ફાયદામાં વધારે રસ છે છતાં એની રાહબરી હેઠળ જીવતા હોય છે.
પ્રાણીઓ સમય પૂરતાં સહકાર કરતા હોય છે. પણ મોટા બ્રેન ધરાવતા સસ્તન સમાજ ઊભો કરતા હોય છે. સામાજિક સહકાર ધરાવતું જોડાણ ઊભું કરતા હોય છે. એક મજબૂત માણસ એનાથી થોડા નબળા માનવ સાથે સામાજિક જોડાણ ઊભું કરે છે કે જેથી કોઈ ત્રીજાને પછાડી શકાય, કોઈ ત્રીજા ઉપર કાબૂ કરી શકાય. એમાં નબળાનો સાથ અને સહકાર અને સંમતિ હોય છે.તમે સામાજિક જોડાણ કરો છો જેથી તમને એક્સ્ટ્રા રિસોઅર્સિસ મળે, રીપ્રૉડક્ટિવ તક મળે અને તમારા બાળકોને સલામતી મળે.
પરંતુ ઍલ્ફા લગભગ તમામ બેનિફિટ એકલો હડપ કરી જતો હોય છે. અને તમને જ્યારે કોઈ વિખવાદ થાય તો એકલાં ભોગવવા છોડી દેતો હોય છે. એટલે ઘણીવાર તમામ પસંદગી ખરાબ હોય છે, કોઈ ચૉઇસ રહેતી નથી છતાં એમાંથી શક્ય સારી ચૉઇસ કરવી પડતી હોય છે. કારણ સામાજિક સહકારના માળખા વગર તમે જીવી શકો નહિ. સમૂહ વગર પ્રિડેટરનાં જડબામાં ચવાઈ જવાનું સરળ બની જતું હોય છે. સસ્તનનું બ્રેન સામાજિક જોડાણ દ્વારા સર્વાઇવ થવા માટે ઈવૉલ્વ થયેલું છે. બધા જ ચોર હોય ત્યાં શક્ય ઓછો ચોર નેતા પસંદ કરવો પડતો હોય છે.
મૅમલ ઘણી વાર એકબીજાને સહકાર આપતા હોય છે લીડરને પછાડવા. એમાં જીવલેણ ઈજાનો ભય હોય જ છે, અને નવો નેતા એમ કઈ ઝડપથી સર્વોચ્ચ બની જતો નથી. આમાં ઘણીવાર બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે, આ બહુ સરળ નથી. અને શક્ય ત્યાં મૅમલ સમાધાન કરવા ઈવૉલ્વ થયેલા છે. ધીમે ધીમે સામાજિક જોડાણ દ્વારા ગ્રૂપ નેતા દ્વારા આપણે બેનિફિટ વધુને વધુ મેળવતા થતા જતા હોઈએ છીએ. પરંતુ આ પ્રોસિજર ખૂબ ધીમો હોય છે જલદી નજરમાં આવતો નથી.
પહેલાના ગૃપનેતાઓ(રાજાઓ) લગભગ તમામ ફાયદા લઈ જતા હતા. રાજાશાહી જુઓ લોકોને બહુ બેનિફિટ મળતા નહોતા. તમારા રોસોઅર્સિસ એ લોકો હડપ કરી જતા અને ગમે ત્યા ગમે તે રીતે વાપરી શકતા. આજે લીડર પાસે એક ફૉર્મ્યૂલા હોય છે તમારા ટૅક્સ લઈને એમાંથી તમારા ફાયદા માટે એને વાપરવા પડે છે. પહેલાના ગૃપનેતાને કશું કહી શકાતું નહિ, કહો એની સજા મળતી. જ્યારે આજે તમે લીડરને જાહેરમાં ખુલ્લા પાડી શકો છો.
નવા નેતા બનવાની ઇચ્છા ધરાવનારે જુના નેતા કરતા વધારે બેનિફિટ આપવાની બાંહેધરી આપવી પડતી હોય છે. નેતાઓ એમની તરફથી ખૂબ લાભ મળશે તેવું વધારી વધારીને કહેતા હોય છે. લોકો ઉપરછલ્લું મૂલ્યાંકન કરતા હોય છે. બ્રેન ન્યુઅરલ સર્કિટ વડે માહિતી ફિલ્ટર કરતું હોય છે, કે શું નૉર્મલ છે. આપણે ઊંડું મૂલ્યાંકન કરવા ટેવાયેલા નથી હોતા. સામાજિક જોડાણના સભ્ય બનાવવાનો મતલબ સલામતી. મૅમલ સામાજિક જોડાણ દ્વારા ઘણી બધી જાતની સલામતી ઇચ્છતા હોય છે. સામાજિક જોડાણ છૂટી જાય તો મૅમલ બ્રેન સર્વાઇવ થવામાં તકલીફ અનુભવતું હોય છે. એટલે લીડર કે ઍલ્ફાના સત્યો વિષે બખાળા કરો તો સમાજ બહાર ધકેલાઈ જવાનો ડર સતાવતો હોય છે.
પહેલા પણ આવા લોકો નાત બહાર મુકાઈ જતા. એટલે મોટાભાગના લોકો આવી લીડર વિરુદ્ધની માહિતી ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે. અને લીડરે જે માહિતી આપી હોય તેના ઉપર વિશ્વાસ કરી લેતા હોય છે. અથવા જે લોકો જાણતા હોય છે કે અમુક નેતાઓ ખૂબ ભ્રષ્ટ છે પણ એમનું મૅમલ બ્રેન ઇગ્નોર કરતું હોય છે. જ્યાં સુધી કોઈ નવો નેતા પોતાના સમર્થકો વધારવા જુના નેતાના કૌભાંડ બહાર ના લાવે. છેવટે નવા નેતાને પણ એના અંગત ફાયદામાં જ રસ હોય છે.
નેતાઓ કરપ્ટ હોય છે કારણ એમને એમના અંગત ફાયદામાં જ રસ હોય છે. ઘણીવાર સાવ સામાન્ય ગરીબ ફેમિલીમાંથી આવેલા હોય છે. હાઈ-સ્ટૅટસ વગર પડેલી તકલીફો એમનું બ્રેન જાણતું હોય છે. ધન વગર પડેલી તકલીફો એમનું બ્રેન જાણતું હોય છે, માટે અમર્યાદ ધન ભેગું કરી લેવા મથતાં હોય છે. નેતાઓ કરપ્ટ હોય છે કારણ નેતાઓ કરપ્ટ પ્રજામાંથી ચૂંટાઈ આવતા હોય છે. નેતાઓ કરપ્ટ હોય છે કે જે તે સમાજને કરપ્શન ખરાબ છે તેવું માનસિક રીતે લાગતું નથી. નેતાઓ કરપ્ટ છે કેમકે આખો સમાજ કરપ્ટ છે.
અમારા પરમ મિત્ર સુનીલ અમીન ઉવાચ “મજૂરથી માંડીને મંત્રી સુધી બધા કરપ્ટ છે.” આપણે માહિતીનું સાચું મૂલ્યાંકન કરવાનું શીખવું જોઈએ. આપણાં ન્યુરૉન્સને કામે લગાડવા જોઈએ. કરપ્શન ખરાબ છે તેવું નવું વાયરિંગ (cortex) બ્રેનમાં કરવું પડશે. એના માટે નાળિયેર વધેરવાનું સૌ પહેલા બંધ કરવું પડશે.
સૌજન્ય અને Ref :-Loretta Graziano Breuning, Ph.D., (speaks internationally on![images10[1]](https://raolji.com/wp-content/uploads/2011/07/images101.jpg?w=220&h=154)
corrupt practices and their mammalian roots as Professor Emerita of
International Management at California State University, East Bay, and a Docent
at the Oakland Zoo.).




Dr. Loretta Graziano Breuning is
અજ્ઞાન છે બંધન, અને જ્ઞાન છે મુક્તિનો માર્ગ.




![images[4]](https://raolji.com/wp-content/uploads/2011/04/images4.jpg?w=150&h=103)

![gaurangi_pic[1]](https://raolji.com/wp-content/uploads/2011/04/gaurangi_pic1.jpg?w=474)





![55479-46629[1]](https://raolji.com/wp-content/uploads/2011/02/55479-466291.jpg?w=474)
![55479-46630[1]](https://raolji.com/wp-content/uploads/2011/02/55479-466301.jpg?w=474)
![thomas-plante_2[1]](https://raolji.com/wp-content/uploads/2011/02/thomas-plante_21.jpg?w=474)