
પાપ તારું પરકાશ જાડેજા!!!
પાપ તારું પરકાશ જાડેજા!!!
આપણાં પૂર્વજો(લુસી અને ટર્કાના બોય)???


અમેરિકા,અમેરિકા,અમેરિકા!!!!!!
અમેરિકા શબ્દ સાંભળીયે એટલે મનમાં પહેલી આકૃતિ યુ.એસ.એ ની જ ઉભી થવાની.ઘણાને ખબર હોય અને ના પણ હોય, કે અમેરિકા બે ભાગ માં વહેચાયેલો એક ખુબ મોટો ખંડ છે,અને એમાં કેટલાય સ્વતંત્ર દેશો છે.યુ.એસ.એ.પણ એમાંનો જ એક દેશ છે.પણ નાં અમેરિકા શબ્દ સાંભળી ને પહેલો વિચાર યુ.એસ.એ. નો જ આવે છે,કેમ કે આ એક દુનિયાનો સૌથી મોટો પાવરફુલ દેશ છે.ઉત્તર અમેરિકા ખંડ માં કેનેડા.યુ.એસ.એ. એમ બે મહત્વ નાં દેશો છે.એમાજ નીચે મેક્સિકો નામનો દેશ છે.જેને સેન્ટ્રલ અમેરિકામાં ગણવામાં આવે છે.દક્ષીણ અમેરિકા ખંડ અને ઉત્તર અમેરિકા ખંડ ને વચ્ચે એક નાની પટ્ટી રૂપ જોડાણ છે જેમાં નાના દેશો આવેલા છે.આ નાની પટ્ટી માં હોન્ડુરાસ,નિકારાગુઆ,અલ સાલ્વાડોર,ગ્વાટેમાલા,કોસ્ટારિકા,પનામા જેવા દેશો આવેલા છે.જયારે નીચે દક્ષીણ અમેરિકા ખંડ માં વેનેઝુએલા,ગુયાના,સુરીનામ,કોલમ્બિયા,ઇક્વાડોર,પેરુ,બ્રાઝીલ,બોલિવિયા,પેરુગ્વે,ઉરુગ્વે,ચીલી,આર્જેન્ટીના વિગેરે સ્વતંત્ર દેશો છે.વચ્ચે નાના નાના ટાપુઓ રૂપ ઘણા બધા દેશો છે જેવા ક્યુબા,ડોમોનીકન રિપબ્લિક.આ બધા માં બ્રાઝીલ અને આર્જેન્ટીના ખૂબ મોટા દેશો છે.જ્યારે પણ ગ્લોબલ ઈકોનોમી વિષે ચર્ચા ચાલે ત્યારે ભારત,ચીન ની સાથે આ બ્રાઝીલ ની પણ ચર્ચા અવશ્ય કરવી પડે છે.
આશરે ૧૭ હજાર વર્ષ પહેલા વાયા સાયબીરીયા થી માનવો ધીમે ધીમે આ અમેરિકા ખંડ માં અલાસ્કા થી પ્રવેશ કરવા લાગેલા.એમાં જુદી જુદી સંસ્કૃતિઓ અહી વિકસેલી જેવી કે Mesoamerica(the Olmec, the Toltec, the Teotihuacano, the Zapotec, the Mixtec, the Aztec, and the Maya) and the Andes (Inca, Moche, Chibcha, Cañaris).આમાં માયા સંસ્કૃતિના એમના પોતાના લેખિત રેકોર્ડ મળે છે.આ બધી સંસ્કૃતિઓ ઘણી વિકસેલી હતી.ખેતીવાડી બાંધકામ બધામાં નિષ્ણાંત હતી. એઝટેક લોકોએ એક ભવ્ય શહેર બનાવેલું Tenochtitlan ,જે પુરાણું મેક્સિકો હતું.ત્યાં લગભગ ૨૦૦,૦૦૦ લોકો રહેતા હશે.તે લોકો ખગોળીય અને ગણિતશાસ્ત્ર જ્ઞાન માં માહિર હતા.૧૪૯૨ માં કોલંબસ ની સફર પછી યુરોપિયન લોકો નાં ધાડા આવવાનું અહી ચાલુ થયું.એ લોકો ગુલામ તરીકે ખેતી કરવા માટે આફ્રિકન લોકો ને લઇ ને આવ્યા.અને સાથે સાથે જાત જાત નાં મૂળ અહીના લોકો માટે નવા એવા રોગો લઇ ને આવ્યા.એમાં અહીની સ્થાનિક પ્રજા મરવા માંડી,બંને વચ્ચે યુદ્ધો થવા લાગ્યા.રીતસર નું જેનોસાઈડ શરુ થયું અને અહીની પ્રાચીન સંસ્કૃતિઓ નાશ પામી.માયા અને ઇનકા સંસ્કૃતિઓ ખુબ વિકસેલી હતી.માયા લોકો માં માનવ બલી ની પ્રથા પણ હતી.ભગવાન ને રીઝવવા માનવ બલી?
ધાર્મિક સ્વતંત્રતા અને આર્થિક હિતો માટે યુરોપ નાં જુદા જુદા દેશો માંથી લોકો અહી આવવા લાગ્યા.સ્પેનીશ,બ્રિટીશ,આઈરીશ,ઇટાલિયન,પોર્ટુગીઝ,જર્મન,ડચ અને સ્કેન્ડીવિયન લોકો અહી વસવા લાગ્યા.સાથે મજુરી કરવા આફ્રિકન લોકો ને લાવવામાં આવ્યા.દક્ષીણ અમેરિકા ખંડ નાં દેશો માં સ્પેનીશ લોકો એ અડ્ડો જમાવ્યો.બ્રાઝીલમાં પોર્ટુગીઝ લોકોએ કબજો કર્યો.કેટલા નાના નાના યુરોપ નાં આ દેશો એ કેટલા મોટા સાહસો કર્યા.અને મોટા મોટા દેશો બથાવ્યા.આપણે તો એક ઋષીએ બકવાસ કર્યો કે દરિયો નાં ઓળંગાય બસ પતી ગયું.થોડા સાહસિક કચ્છ નાં ભાટિયા લોકો વહાણવટુ કરતા,આફ્રિકા જતા.એમાંના જ કોઈએ વાસ્કોડીગામાં ને ભારત નો રસ્તો બતાવેલો.
હાલ નાં યુ.એસ.એ. માં નાની નાની કોલોનીયો હતી.પણ રાજ્યવ્યવસ્થા બ્રિટન થી ચાલતી હતી.નાં કોઈ પ્રતિનિધિત્વ હતું.ટેક્સ ખુબ ઊંચા અને બ્રિટીશ લશ્કર ગમેતેના ઘર માં રાતવાસો કરતુ.બસ અહી વિરોધ શરુ થયો.જ્યોર્જ વોશીન્ગ્ટન આગેવાન બન્યો.થોમસ જેફરસન,બેન્જામીન ફ્રેન્કલીન અને જોન એડમ્સ જેવા આગેવાનો મળ્યા અને લડાઈ સ્વતંત્રતા ની શરુ થઇ.અંગ્રેજો એ ઘણી લડાઈઓ પછી હાર માની.૪ જુલાઈ ૧૭૭૬ નાં રોજ સ્વતંત્રતા નું ઘોષણા પત્ર લખાયું.અને વંચાયું કે ગ્રેટ બ્રિટન થી હવે સ્વતંત્ર છીએ.આ બધું ખાલી યુ.એસ.એ માટે છે.શરૂમાં બંધારણ ૧૭૮૭ માં લખાયું.અને ફક્ત ૧૩ રાજ્યો એમાં જોડાયેલા.માટે આજે પણ તેર ઓરીજોનલ રાજ્યો ના માનમાં રાષ્ટ્રધ્વજ માં તેર પટ્ટા છે.ધીમે ધીમે બીજા રાજ્યો જોડવા લાગ્યા એમ કુલ ૫૦ રાજ્યો થયા માટે અહીના રાષ્ટ્રધ્વજ માં ૫૦ તારાઓ ના ચિન્હો છે.અહી કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે અને કોઈ પણ ધર્મ નાં પાળવો હોય તેની પણ છૂટ છે.અહીની ઈકોનોમી કેપીટાલીસ્ટ અને મુક્ત બઝાર ની કહેવાય.
રાજ્યવ્યવસ્થા માં કોંગ્રેસ અને હાઉસ મુખ્ય છે.કોંગ્રેસ માં દરેક રાજ્ય દીઠ બે સેનેટ નાં સભ્યો ચૂંટાય.અને હાઉસ માં રાજ્ય ની વસ્તી નાં પ્રમાણ માં સભ્યો ચૂંટાય.બધાના ઉપરી રાષ્ટ્રપતિ ચાર વર્ષ માટે ચૂંટાય.બે વાર ચૂંટાઈ શકે ત્રીજી વાર નહિ.પ્રથમ રાષ્ટ્રપતિ અહીના રાષ્ટ્રપિતા ગણાતા જ્યોર્જ વોશીન્ગ્ટન જ બન્યાં.જે ખાસ મહત્વ નું બન્યું હતું.આપણે ભૂલ કરી મહાન બનવાના ચક્કર માં,અને પોતાને રાજ્ય કરવાની કે હોદ્દો ભોગવવાની કોઈ ઈચ્છા નથી તેવું બતાવવાના ચક્કર માં ગાંધીજી વડાપ્રધાન ના બન્યા.જે મહાન ભૂલ મારે હિસાબે હતી.અને સત્તા પર નાં હોવાથી એમનું પાછળ થી કોઈ સાંભળતું ના હતું.અહીના જેટલા ફાઉન્ડર ફાધર હતા તે બધા વારાફરતી રાષ્ટ્રપતિ બનેલા.એમણે યુદ્ધો લડેલા બલિદાનો આપેલા અને એક મહાન દેશ રચવાનું સ્વપ્ન સેવેલું જે પૂરું કર્યું.અહી ભારત માં સ્વતંત્રતા નાં લડવૈયા ધીમે ધીમે બાજુ પર ધકેલાઈ ગયા.નહેરુ ઊંચા આદર્શવાદી હશે કદાચ પણ દીર્ઘ દ્રષ્ટા નહિ હોય.આદર્શો થી અહંકાર સંતોષાય,રોટલા નાં નીકળે.અહી ધર્મો પાળવાની છૂટ છે,ધર્મો ને રાજકારણ માં ડખલ કરવાની છૂટ નથી.સેનેટર ૬ વર્ષ માટે,હાઉસ નાં ધારાસભ્ય ૨ વર્ષ માટે અને રાષ્ટ્રપતિ ૪ વર્ષ માટે ચૂંટાય છે.હાઉસ માં ૪૩૫ સભ્યો હોય.સેનેટ માં ૧૦૦ સેનેટર હોય.રાષ્ટ્રપતિ માટે વોટીંગ નવેમબર માં જ થાય.હાલ નાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાં ૪૪ માં પ્રમુખ છે,પ્રથમ આફ્રિકન અમેરિકન,મીલીટરી નાં કમાન્ડર ઇન ચીફ,૪ ઓગસ્ટ ૧૯૬૧ માં Hawaiiમાં જન્મેલા,કોલમ્બિયા યુની નાં સ્નાતક,હાવર્ડ નાં કાયદા નાં સ્નાતક અને વર્ષો થી ઈલીનોઈ નાં સેનેટર તરીકે સેવા આપતા હિસ્ટ્રી મેકર પ્રેસિડેન્ટ કહેવાય,એમના પત્ની મિશેલ “the first lady “કહેવાય.અહીના વાઈસ પ્રેસિડેન્ટ Biden ૪૭ માં ઉપરાષ્ટ્રપતિ,૨૦ નવેમ્બર ૧૯૪૨ માં જન્મેલા,યુ.એસ સેનેટ નાં પ્રેસિડેન્ટ અને રાષ્ટ્રપતિ નાં ઉચ્ચ સલાહકાર કહેવાય.બંને ડેમોક્રેટિક પાર્ટી ના છે.
૧૮ મી સદી માં અહી ઉત્તર અને દક્ષીણ નાં રાજ્યો વચ્ચે સિવિલ વોર થયા.તે વખતે અબ્રાહમ લિંકન પ્રમુખ હતા.દક્ષીણ નાં રાજ્યો ખેતી પ્રધાન હતા એમણે ગુલામો ની જરૂર હતી.જયારે ઉત્તર નાં રાજ્યો ઔદ્યોગિક હતા.ગુલામી નાબુદી એક મહત્વની જરૂરિયાત હતી જે દક્ષીણ નાં રાજ્યો ને મંજુર નાં હતી.પણ છેવટે એમણે હાર માની.લીન્કને ગુલામી પ્રથા નાબુદ કરી અને પોતાના જીવ નું બલિદાન પણ આપ્યું,ફોર્ડ થીયેટર માં જોહન બુથ નામના માણસે એમની હત્યા કરી.અત્યાર સુધી માં યુ.એસ.એ.ના મોટા યુદ્ધો ગણો તો
પરમેશ્વર માટે ના કોઈ શત્રુ છે ના કોઈ મિત્ર. પરમેશ્વર તો ન્યુટ્રલ ગીયર છે. પરમેશ્વર ના તો નિર્બળ છે, ના સબળ. પરમેશ્વર ના તો ક્રૂર છે , ના દયાળુ. પરમેશ્વર તો એક નિયમ છે. નિયમ તોડો તો એના પરિણામો ભોગવો. એમાં કોઈ વહાલા દવલાની નીતિ ચાલે નહિ. આપણે મનુષ્યો છીએ માટે એને વહાલા છીએ અને બીજા પ્રાણીઓ કે જીવો દવલા છે તેવું નથી. એક નાનામાં નાનો જીવ એને માટે સરખો જ છે. મનુષ્યો મહત્વના અને બીજા નહિ, તેવું કુદરત આગળ ના હોય. મનુષ્યોમાં પણ હિંદુ વહાલા કે ખ્રિસ્તી વહાલા અને બીજા ના હોય તેવું પણ નથી. બ્રીટીશર ખરાબ અને ભારતીયો જ સારા એવું પણ કુદરત આગળ ના હોય. એવું હોત તો બસો વર્ષ રાજ કરી ગયા ના હોત. ઘોરી ખરાબ અને પૃથ્વીરાજ સારો તેવું પણ નહોય. એવું હોત તો પૃથ્વીરાજ હાર્યો જ ના હોત. કુદરત આગળ સૌ સરખાજ છે. જે ભેદ ભાવ બનાવ્યા કે ઘડ્યા તે આપણે ઘડ્યા છે.
ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતીમાં એના વિષે લખવા માટે કોઈ બંધી નથી. છતાં કોઈને શરાબ વિષે પ્રાથમિક માહિતી ના વાંચવી હોય તો છૂટ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કદાચ છાનોમાનો વધારે પીવાઈ જતો હશે. દારૂબંધીના લીધે પોલીસ ખાતાને પ્રધાનોને બખમ બખ્ખા છે, ખાસ તો ગૃહ પ્રધાનને. આપણે ત્યાં દેશી દારૂ પીવાય છે. જે મહુડા, સડેલો ગોળ વિગેરેનો બને છે. લઠ્ઠો પીને પણ લોકો મરી જાય ત્યારે થોડા દિવસ લોકો ચમકે છે, પછી ભૂલાઈ જાય છે. મહુડાનો શુદ્ધ દારૂ કોઈ વિદેશી શરાબને ટક્કર મારે તેવો હોય છે. આથો લાવવા માટે એને અમુક દિવસ પાણીમાં પલાળીને માટલામાં રાખવામાં આવે છે. યીસ્ટ નામના બેક્ટેરિયા આથો લાવે અને એમાં રહેલી સુગરનું આલ્કોહોલમાં રૂપાંતર કરે. પછી ડીસ્ટીલેશન દ્વારા આલ્કોહોલ જુદો પાડી લેવાય.
હાર્ડ લીકરમાં વ્હીસ્કી, બ્રાન્ડી, રમ, વોડકા, ટકીલા અને જીન આવે છે. રમ શેરડી અને મોલાસીસમાંથી બને છે. રમની શરૂઆત ભારતમાં થયેલી તેવું કહેવાય છે. જયારે બ્રાંડી દ્રાક્ષ અને કેટલાક ફ્રુટમાંથી બને છે. જ્યારે વ્હીસ્કી, વોડકા અનાજ જેવા કે ઘઉં, જવ, રાયમાંથી બને છે. કેટલાક વોડકા પોટેટો માંથી બનાવવામાં આવે છે. આમાં ૩૫ થી ૪૦% આલ્કોહોલ હોય છે. ઘણી બ્રાંડમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે પણ રાખવામાં આવે છે. ટકીલા અગેવ નામના પ્લાન્ટમાંથી બને છે. અગેવ પ્લાન્ટમાં જે કીડા પડે તે પણ કોઈ કોઈ ટકીલાની બ્રાંડના શરાબની બોટલ માં નાખેલો જોવા મળે છે. ટકીલા પી ને લોકો મીઠું અને લીંબુ ચૂસતા હોય છે.

અને શરાબ પછી નશો ઓછો આપે એટલે એનું લેવાનું પ્રમાણ વધતું જાય છે. આ દુષ્ચક્રમાંથી છૂટવું અઘરું છે. જેમ ટોલરેન્સ વધતું જાય તેમ શરાબ લેવાનું પ્રમાણ વધતું જવાનું. પીનારને એમાં બહાદુરીનો અનુભવ થાય કે મને તો નશો થતો નથી. એમ પીવાનું પણ વધતું જાય. શરાબીનું લીવર બીજા કરતા પ્રમાણમાં કદમાં મોટું હોય છે. ડોક્ટર ને ખબર પડી જ જાય કે ભાઈ શરાબી છે. પછી એક દિવસ લીવર કકડભૂસ થઇને તૂટી પડે છે. લીવરનો સોરાયસીસ થઇ જાય છે. લાંબો સમય શરાબ પીવાથી અનિન્દ્રા નો રોગ લાગે છે. શરાબ પીવો તોજ ઊંઘ આવે અને નશો ઉતરી જાય અને શરીરમાંથી શરાબના લીધે પાણીનું પ્રમાણ ઓછું થઇ જવાથી ઊંઘ પણ ઉડી જાય.
નર્કાવરોહણ (Back To Home)
હવે નર્કારોહણ તો લખી નાં શકાય કે નાં સ્વર્ગારોહણ લખી શકાય. ચિત્રગુપ્તે બધી પોલ બહાર પાડી દીધી હતી. લોકોનાં અચેતન મન જ સ્વર્ગ અને નર્કનાં જનક છે. દરેકનાં નર્ક અને સ્વર્ગ જુદા જુદા છે. તિબેટમાં કાયમ પુષ્કળ ઠંડી પડે છે. તો એમના સ્વર્ગમાં ગરમ પાણીનાં ફુવારા અને જળાશયો છે. ભારતમાં ગરમી પડે તો અહીં શીતલ જળનાં જળાશયો છે. ભારતનાં સાધુઓ સેક્સને દબાવીને સાધના કરતા હોય છે માટે એમને સ્વર્ગમાં ફક્ત ૧૬ વર્ષ થી આગળ ઉંમર વધે જ નહિ તેવી સુંદર અપ્સરાઓનો સહવાસ જોઈએ છે.
એક તો પહેલા મજબૂત નરને જ નારી મળે તેવી કુદરતી વ્યવસ્થા હતી. કોઈ લગ્ન વ્યવસ્થા હતી નહિ. ઉદાલક મુનિનો પુત્ર શ્વેતકેતુ ખૂબ નાનો હતો. પણ બુદ્ધિશાળી હતો. એ સમયે લગ્નના પવિત્ર બંધન હતા જ નહિ. એક ઉદાલક કરતા વધારે વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને ઉદાલકની સ્ત્રીને કહે ચાલ મારી સાથે. સ્ત્રી એટલાં માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા આવી પછી પત્ની શબ્દ આવ્યો. બ્રાહ્મણોમાં મજબૂત કોણ કહેવાય? જે વધારે વિદ્વાન હોય તે. પેલી નાના શ્વેતકેતુને અને ઉદાલકને મૂકી ને ધરાર ચાલી ગઈ. બસ નાના શ્વેતકેતુનાં મનમાં થયું કે આ કેવું? એણે મોટા થઈને લગ્નવ્યવસ્થાની રચના કરી. અને પવિત્રતાનાં વાઘા પહેરાવી દીધા.
આ પહેલા જે ભિખારી જેવા કમજોર અને આળસુ લોકો હતા તેઓને સ્ત્રી મળતી નાં હતી. એ લોકો એ અમે તો તપસ્વી છીએ, અમે તો સ્વર્ગમાં સુંદર કન્યાઓ ભોગવવાના છીએ. બસ અને કમજોર લોકોએ જેમ લગ્નવ્યવસ્થા શોધી કાઢી તેના પૂર્વે આ આળસુ ભારતીય લોકોએ સ્વર્ગમાં અપ્સરાઓની કલ્પના કરી લીધી. સાથે સાથે આ આલસ્ય શિરોમણિ લોકોએ કલ્પવૃક્ષની રચના પણ કરી લીધી. જેથી ખાલી મનમાં વિચાર જ કરો ને વસ્તુ હાજર. કોઈ હાથ પગ હલાવવાના નહિ, નાં કોઈ મહેનત, નાં કોઈ મજૂરી, નાં કોઈ ઉદ્યમ. ખાલી ફક્ત વિચાર જ કરવાનો. બોલો આને શું કહેશો? કલ્પવૃક્ષ એટલે ભયંકર આળસુ લોકોનો કૉન્સેપ્ટ. આજે એજ થઈ રહ્યું છે. ભારતની મૂર્ખ પ્રજા કલ્પવૃક્ષ છે આ બાવાઓ માટે. જરા જેટલો ઇશારો અને વસ્તુ હાજર.
બાપજી કહેશે મારે વિમાનમાં રામાયણ ગાવી છે. કલ્પવૃક્ષ(મૂરખ ઘેટાં) હાજર. બાપજી કહેશે મારે હવે પાણીમાં કથા કરવી છે તો જહાજ હાજર કરી દેવાનું આ કલ્પવૃક્ષ. હવે જ્યારે કોઈ ને કામ કરવું જ નથી ત્યારે નવરો બેઠો નખ્ખોદ વાળે તેમ છોકરાં પેદા કરે જાય છે. કશું તો કામ જોઈએ ને? જે પ્રજા ખૂબ જ પ્રવૃત્તિશીલ છે ત્યાં બાળકો ઓછા પેદા થવાના. સમય જ ક્યાં છે? બે જૂનામાં જૂની સંસ્કૃતિઓ આલસ્ય શિરોમણિ હતી. ચીન અને ભારત, અને બંને જગ્યાએ ખૂબ વસ્તી વધી ગઈ. હવે ડ્રેગન તો કામે વળી ગયો છે, પણ ભારત?
અમુક લોકોના સ્વર્ગમાં તો સુંદર છોકરાઓ મળે છે અપ્સરાઓની જગ્યાએ. આ બધી આપણાં મનની અતૃપ્ત ઇચ્છાઓ જ છે. અચેતન મનની અતૃપ્ત વાસનાઓ. પહેલા મનોવૈજ્ઞાનિકો એને અનકોન્સયશ માઈન્ડ કહેતા હતા હવેના મનોવૈજ્ઞાનિકો એને સબકોન્સયશ માઈન્ડ કહે છે. એને ગુપ્ત ચિત્ત કે ચિત્રગુપ્ત કહી શકો. હિસાબમાં કોઈ ભૂલ જ નહિ. આ ધર્મગુરુઓનો નાર્કો એનાલિસીસ ટેસ્ટ કરવો જોઈએ, જો કેવો કાદવ નીકળે છે પછી. બૌદ્ધ લોકોના સ્વર્ગ અને નર્ક જુદા છે તેમ જૈન લોકોના પણ જુદા જુદા છે. મહાભારતનાં યુદ્ધના કારણે વળી જૈનો એ શ્રી કૃષ્ણને સાતમાં નર્કમાં નાખી રાખ્યા છે. હવે હિંદુઓ જેને ભગવાન ગણે છે તે જૈનો માટે પાપીઓ છે. પાછો જેવો તેવો પાપ કર્તા નહિ છેક નીચે સાતમાં નર્કમાં.
ત્યાં અમે બે ઋષિઓ અમને જોઈ ને છટકવા માંગતા હોય તેવું જોયું, પણ અમે એ લોકોને ઝડપી લીધા. આ તો ઋષિ પરાશર અને એમના દીકરા વ્યાસજી હતા. પરાશરને નદી પાર કરાવતી સુંદર માછીની કન્યા જોઈ ને કામાવેગ પીડવા લાગ્યો. એટલે બહાનું કાઢ્યું કે ઉપર તારાઓ અને નક્ષત્રો સુંદર રીતે ગોઠવાયા છે. આજે પુત્ર દાન કરીશ તો બહુ બુદ્ધિશાળી, જ્ઞાની પુત્ર પેદા થશે. એમ ફોસલાવી ને સ્પર્મદાન કરી દીધું. વાર્તાઓ ઊભી કરવાનાં નિષ્ણાત આ ઋષિને પાછી જવાબદારી તો ગમે નહિ. કામ પૂરું કે ભાગી જવાનું ભારતનાં લોહીમાં મૂકતા ગયા. એ મત્સ્ય કન્યાની કુખે પુત્ર થયો તે વેદવ્યાસ. એમને તો શું પૂછીએ? પણ વ્યાસજી ને પૂછ્યું કે,
‘મહર્ષિ, આપે ખૂબ શાસ્ત્રો રચ્યા, લગભગ બધાં પુરાણો અને ઘણું બધું. શું બધું ગણપતિએ લખેલું?’ મેં પુચ્છ્યું.
‘ભાઈ, એમાં એવું છે કે એ વખતે લખવું શેમાં? એવું કોઈ જ્ઞાન હતું નહિ, કાગળ પણ હતા નહિ. એટલે ગણપતિ એટલે મોટા માથાવાળો મતલબ મોટા બ્રેન અને યાદ શક્તિવાળાને બધું કહ્યું, તેણે સ્મરણમાં રાખ્યું અને પેઢી દર પેઢી એકનું એક રટણ કરાવીને યાદ રાખ્યું. બાકી કોઈ માનવનાં માથે હાથીનું મસ્તક ચોટે નહિ.’ વ્યાસજીએ ઉત્તર આપ્યો.
‘પણ આપે કૃષ્ણનાં નામે ખૂબ ચડાવી દીધું કેમ?’
‘ભાઈ, બધું જ મારું લખેલું હતું, મહાભારત અને ગીતા પણ, પણ કૃષ્ણે કહ્યું એટલે ભગવાને કહ્યું કે એના ઉપર એક સ્ટેમ્પ વાગી ગયો. લોકો ઊંધું ઘાલી ને માની લેવાનાં. ખલાસ ભગવાને કહ્યું છે, કોઈ શંકા જ નાં કરે.’
‘એમ કરીને આપે આપની ફિલસૂફી ને એક સ્ટાન્ડર્ડ રૂપ આપી દીધું. આપે નહિ પણ ભગવાને કહ્યું છે તેમ જ લોકો માને છે અને અંધ બનીને દોરવાય છે. આ તો બિઝનેસ પોલિસી કહેવાય.’
‘સાચી વાત છે. એમાં બધું જ મારું પણ નથી. કારણ કંઠસ્થ રાખેલું એમાં દરેક પોતાનું ઉમેરતા પણ જતા. બધા પુરાણો પણ મેં નથી રચ્યા, લોકોએ મારી જ પોલિસી વાપરી ને પછી મારા નામે ચડાવી દીધું છે.’
‘પણ, આપ લોકો છટકતા કેમ હતા?’ મેં હસતાં હસતાં પૂછ્યું.
‘ભાઈ, હવેના રિપોર્ટરોથી ખૂબ બીક લાગે છે. અવ નવા સવાલો કરીને ગૂંચવી નાખે છે. અને એમાં આપ લોકો બહુ માહેર છો. માટે અમે ભાગતા ફરતા હતા, પણ આજે ઝડપાઈ ગયા.’
‘તો આપ આકાશમાં ગોઠવાયેલા ગ્રહો ને લીધે જ્ઞાની બન્યા હતા?’
‘ના ભાઈ નાં, એના માટે મેં ખૂબ અભ્યાસ કરેલો. એમ તારાઓની ગોઠવણી અહીં કામ નાં લાગે. અભ્યાસ નાં કરો તો કશું કામનું નહિ. બાકી મેં અભ્યાસ ના કર્યો હોત તો હું પણ રામાયણ ગાતો ફરતો હોત.’ વ્યાસજી હસી પડ્યા.
‘આપે રચેલા અને બીજા શાસ્ત્રો માટે આપ શું કહો છો?’
‘જુઓ, સાચી વાત એ છે કે એ સમયે સ્થિતિ જુદી હતી. હવે જમાનો બદલાયો છે. એમાંથી સારું રાખીને બીજા બધા ને દરિયામાં ફેંકી ને નવા શાસ્ત્રો રચવા જોઈએ, નવો એક જ ધર્મ રચાય તો સારું. અથવા તો ધર્મની જ જરૂર નથી. શાસ્ત્રોને ધર્મનું સ્વરૂપ આપવાની શું જરૂર છે? જ્ઞાનને ફક્ત શુદ્ધ જ્ઞાન રાખો, જ્ઞાનને વળી ધર્મોનાં લેબલની જરૂર હોય ખરી? જેમ આજે નવું કોઈ વિજ્ઞાન પેદા થાય છે તે આખી દુનિયા વાપરે છે કોઈ એકની માલિકીનું રહેતું નથી તેમ શાસ્ત્રો પણ કોઈ એકની માલિકીના નાં રાખવા જોઈએ. સારું હોય તે બધાનું અને ખોટું હોય તે ફેંકી દેવાનું.’ વ્યાસજીએ લાંબો ઉત્તર આપ્યો.
વ્યાસજીને ખાસ કશું પૂછવાનું યાદ આવતું નહોતું. હું અને રશ્મીભાઈ હવે છટકવાની વેતરણમાં હતા. હવે સમજાઈ ગયું હતું કે શરુમાં જ્યારે હું સવાલ કરતો કે પ્રભુ આપણ અહીં? ભગવાન આપ પણ અહીં? અને બધા મોઘમમાં હસતા કેમ હતા. હું અહીં નર્ક સમજીને આવેલો પણ અહીં તો?
પ્રેસિડન્ટ સ્વામી ભલે એમના સ્વર્ગમાં રાચે. આવું તો પેલાં વિશ્વામિત્રે પણ કરેલું. ત્રિશંકુને સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે લટકાવી રાખ્યો હતો. બસ આજે પણ ભારતની પ્રજાને સાવ ત્રિશંકુ જ બનાવી દીધી છે, અધવચાળે લટકી રહેલી.
અમે ભગવાન રામજી, કૃષ્ણજી અને બીજા બધાને મળી ને કંઈક આડું અવળું પુછાઈ ગયું હોય તો ક્ષમા માંગી લીધી. બધા એ જ્યારે જરૂર પડે કોઈ સવાલ ઊઠે તો બેધડક આવી ને પૂછી લેવાનું જણાવ્યું. ફક્ત એક વ્યક્તિને લઈને આ જગ્યા છોડવાનું મને મન થતું નહોતું. એમના સુંદરતમ પવિત્ર મુખારવિંદ અને એમના નયનમાંથી સદાયે વહેતું પ્રેમાળ હૃદય માણ્યાં કરવાનું મન થયા કરતું હતું. એમની રગે રગ અને રોમરોમમાંથી પ્રેમ જ નીતરતો હતો, એવા સીતા મૈયાને છેલ્લો સવાલ કરી ને ઉત્તરની રાહ જોયા વગર અમે પ્રસ્થાન કર્યું કે,
‘હે, સીતામૈયા આપને પૃથ્વીલોકમાં બીજા કોઈ નહિ ને ફક્ત રામ જ મળ્યા?’

નર્કારોહણ-૯
હવે અમારી ઇચ્છા બાજુમાં આવેલા સ્વર્ગમાં ઘૂશ મારવાની હતી. અને ત્યાંથી કશું જાણવા મળે તો રિપોર્ટ લખવો હતો. પણ ત્યાં જવું કઈ રીતે? ત્યાં તો ઠેર ઠેર ઓરેન્જધારીઓ ચોકી કરતાં ઉભા હતા. ત્યાં અમને ચિત્રગુપ્ત(ગુપ્ત ચિત્ત, અચેતન મન) મળી ગયા. બહુ હોશિયાર, બધો હિસાબ રાખે. જે કર્યું હોય છાનું છપનું બધું એમના એકાઉન્ટમાં જમા, કોઈ ભૂલ નાં થાય. એમણે અમને વચન આપેલું કે પેલાં સ્વર્ગમાં લઈ જવાની ગોઠવણ કરીશું, કશું બોફોર્સ જેવું આપવું પડશે. પણ આ કશી કામના વગરનાં અને કામ વગરનાં સાધુઓને શું આપીશું બોફોર્સમાં?
ચિત્રગુપ્ત કહે, ‘વેરી સિમ્પલ હમણાં પેલાં કર્ણાટકવાળા નિત્યાનંદ અને રન્જીથાની સીડી ૧૦૦૦ રૂપિયામાં મળે છે તે કોઈ ચોકી કરતા ઓરેન્જ્ધારીને આપી દેશું. આપણને છાનામાના ઘુસાડી દેશે.’
‘પણ અહીં તો બધાં ઓરેન્જધારીઓ વચ્ચે પકડાઈ જઈશું, મેં કહ્યું.
ચિત્રગુપ્ત કહે, ‘તેની ચિંતા નાં કરો. હું એવી કરામત કરીશ કે આપણે એ લોકોને ઓરેન્જ્ધારીઓ જ દેખાઈશું.’
આમેય ચિત્રગુપ્ત અમારી સાથે માર્ગદર્શન માટે સાથે જ આવવાનાં હતા. પૃથ્વી લોકમાં અમે સીડી માટે એજન્ટને કહ્યું, ‘તો કહે આવી એક શું હજાર સીડીઓ આપી દઉં. બોલો કયા સંપ્રદાય અને કયા ધર્મની જોઈએ છે? દુનિયાનાં તમામ સંપ્રદાયોનો માલ અમે રાખીએ છીએ. ઈમ્પોર્ટેડ માલ પણ રાખીએ છીએ.’
નિત્યાનંદ વાળી લેટેસ્ટ હતી, માટે તેજ મંગાવી લીધી. બસ અમે ચિત્રગુપ્તની કૃપાથી એમની સાથે સ્વર્ગનાં દરવાજે જઈ ને ઊભા. સીડી હાથમાં જોતા વેત દરવાજા ખુલી ગયા અને પેલાં ચોકીદાર જોવામાં મશગૂલ પણ થઈ ગયા. ભાઈ કહેવું પડે સ્વર્ગ તો એકદમ અફલાતૂન છે. સુંદર વન ઉપવન, થિયેટર સ્લાઈડ શો માટેના. મ્યુઝિયમ અને ઘણું બધું. સંપૂર્ણ વાતાનુકૂલિત. ચિત્રગુપ્ત કહે આ બધી વૈજ્ઞાનિકોની મહેનત છે. કેટલી બધી સગવડ અહીં છે ખરું ને?
મેં ચિત્રગુપ્તને પૂછ્યું કે, ‘આપણે ત્યાં નરકમાં તો સુંદર નારીઓ વિહરતી હતી, રામ સીતા, પત્નીઓ સાથે કૃષ્ણ, ઋષિઓ સાથે ઋષિ પત્નીઓ. અહીં તો કોઈ સ્ત્રી દેખાતી નથી.’
‘ભાઈ હિન્દુઓના સ્વર્ગમાં સ્ત્રીઓને જગ્યા નથી. પણ હવે તમને ફોરડી(થ્રીડી કરતા વધારે પાવર ફુલ) ગ્લાસ પહેરાવીશ. એટલે અહીં વસેલાં લોકોના મનમાં રહેલું બધું પ્રત્યક્ષ દેખાશે.’ ચિત્રગુપ્ત બોલ્યા.
એક સુંદર ફુવારા આગળ અમે ગયા. ત્યાં લગભગ ૧૫ સોળ વર્ષ સુધીના નાના બાળકોની પ્રતિમાઓ હતી. થોડા ભગવાધારીઓ ત્યાં ઉભા હતા. એમના મુખ ઉપર ભયંકર અગ્નિમાં સળગતા હોય તેવી પીડાનાં ભાવ હતા. શીતલ જળનાં ફુવારા અને એમાંથી મંદ મંદ વહેતો શીતલ પવન અને આ લોકો જાણે લાખો સેલ્સિયશ ગરમીની પીડા કેમ પામતા હશે? જાણે નર્કનાં પેલાં તાવડામાં શેકાતાં નાં હોય?
અમે જટ દઈ ને ફોર ડી ગ્લાસ ચડાવી દીધા. ઓહ! માય ગોડ !!! તરત જ ગ્લાસ કાઢી નાખવા પડ્યા. દ્રશ્યો જોવાય તેવા નહોતા. ચિત્રગુપ્ત પૂછે શું થયું?
‘હવે સમજ પડી, આ અગ્નિ તો કામાગ્નિ છે. ભલે આ લોકો પીડાય પણ પેલાં નાના બાળકોની મહા વ્યથા દેખવી અઘરી છે. આ તો બધા ચાઈલ્ડ અબ્યુઝર લોકો છે.’ મેં કહ્યું.
બાળકોના મુખ પર વસેલી પારાવાર પીડા જોઈ મારી આંખમાંથી અશ્રુ ટપકી પડ્યા. શું આટલાં માટે બાળકોને દીક્ષા આપતા હતા? અબુધ બાળકો અને મૂરખ એમના માબાપ.
ત્યાં થોડે દુર થોડા ભગવાધારીઓ વળી પીઠ ઉપર લેબલ લગાવી ને ફરતા હતા. એમાં લખેલું કે અમે મહાન બ્રહ્મચારી છીએ સ્ત્રીના મુખ કદી દીઠાં નથી. પણ ગ્લાસ ચડાવીએ એટલે એમની અંદર વસેલી કામાગ્નિ ની પીડા દેખાઈ આવે. સતત સ્ત્રીઓ સાથે સહવાસ માણતાં જ દેખાય છે. જાણે ખીલા ભોંકાતા હોય તેવી પીડાઓ પામતા આ બધાને જોઈ ને થયું કે ખરું નર્ક તો અહીં છે. અસલી સુખ કરતાં નકલી સુખ વધુ પીડા દાયક હોય છે. કોઈ કોઈ તો વળી સોનાચાંદીનાં ઢગલા ઉપર બેસીને જાણે ઊકળતા પાણીમાં નાંખ્યાં હોય તેમ તરફડતા હતા. થોડા ત્રાસવાદીઓ પણ જોયા. ચિત્રગુપ્ત કહે મંદિરમાં આ તો પોલીસના હાથે મરેલા. પણ અહીં કેમ? વસુધૈવ કુટુમ્બકમ, મંદિરમાં મર્યા ને અહીં બધા ભક્તો સાથે લાવી દેવાયા, કોઈ પક્ષપાત નહિ. સહુ સરખાં.
હવે અહીં વધુ ફરવામાં સાર હતો નહિ. નર્કની પીડાઓ તો અહીં હતી. આ જ તો નર્ક હતું. તો પેલું શું હતું? જ્યાં અમે ફરતા હતા?
ચિત્રગુપ્ત બોલ્યા, ‘સાઇન બોર્ડ બદલવાનું કામ મારું છે. સ્વર્ગની જગ્યાએ નર્ક અને નર્કની જગ્યાએ સ્વર્ગનાં પાટિયા બદલી નાખું છું સમય સમય પ્રમાણે.’
‘તો પછી સાચું સ્વર્ગ અને સાચું નર્ક કયું?’ મેં પુચ્છ્યું.
‘એકેય નહિ, નાં કોઈ સ્વર્ગ છે, નાં કોઈ નર્ક, બધું તમારા ગુપ્ત ચિત્તમાં જ છે. તમે સ્વર્ગમાં છો તેમ માનીને પણ નર્કની પીડા ભોગવી શકો છો. તેમ ભલે લોકો માને કે તમે નર્કમાં છો પણ સ્વર્ગનો આનંદ પામી શકો છો.’ ચિત્રગુપ્ત બોલ્યા.
‘તો પછી આ મહાપુરુષો જેવા કે મહાવીર અને બુદ્ધ તો નાસ્તિક હતા એ લોકોનું શું માનવું?’ મેં શંકા દર્શાવી.
‘એ લોકો સ્વર્ગનાં મોહતાજ નથી હોતા, સ્વર્ગ એ લોકોનું મોહતાજ હોય છે. એવા લોકો જ્યાં હોય ત્યાં સ્વર્ગ હોય.’ ચિત્રગુપ્તે જોરદાર વાત કરી.
અમે તો પાછાં અમારા જાણીતા નર્કમાં આવવા ભાગ્યા. બહાર આવતા ચિત્રગુપ્તે પેલાં બોર્ડ સામે નજર કરવા કહ્યું.
અરે, આ તો ‘આલ્ફાબેટધામ’ ! ! ! ! !

નર્કારોહણ-૮
હતો નર્કારોહણનો આજે આઠમો દિવસ. થોડા જટાઝૂંટ ધારી ઋષિઓને મળવાની ઇચ્છા હતી. કહેવાતા મહાન ઋષિઓએ પણ ખૂબ અન્યાય કરેલા હતા. એમનો ઊધડો લેવો હતો. પ્રથમ તો આપણે આ લોકોને એટલાં બધા મહાન સમજી બેઠાં છીએ કે એમની ભૂલો નજરઅંદાજ થઈ જાય છે. અથવા બહાના કાઢીએ છીએ કે સમાજ સુધારા કે દાખલા બેસાડવા આવું કર્યું હશે. એવામાં નાની નાની કુટીરો જેવું એક સોસાયટી જેવું દેખાણું. અમને થયું કે નક્કી ઋષિઓ અહીં જ રહેતા હોવા જોઈએ. એક વટવૃક્ષ નીચે ગેટ ટુ ગેધરીંગની જેમ કેટલાક જટાધારી ફરતા હતા. અમે પણ ત્યાં પહોંચી ગયા. ત્યાં વિશ્વામિત્ર, વસિષ્ઠ,પરશુરામ, દ્રોણ, યાજ્ઞવલ્ક્ય, કણ્વ જેવા અનેક ઋષિઓ ફરતા હતા. ખાસ તો આ ઋષિઓને કશું પૂછવું ના હતું, ફક્ત અમારો બળાપો કાઢવો હતો. પૂછવાનું ક્યાં હોય જ્યાં ખુલાસો મળે તેવો હોય ત્યાં ને?
અમે પહેલાં તો વચ્ચે જઈને ઊભા રહ્યા અને નમસ્કાર કર્યા. લગભગ બધા ઓળખી ગયેલા કે આ લોકો એક નવા મીડિયા બ્લોગ મિડિયાવાળા છે. બધાને એમ કે એમના સમાચારો બ્લોગમાં લખીશું તો સારી પ્રસિદ્ધિ મળશે. અમે એક ફરફરિયું કાઢ્યું ખીસામાંથી. એમાં કોઈ દેવેશ મહેતાએ અમારા દિવ્યભાસ્કર ઓનલાઈનમાં છપાયેલા એક લેખના અનુસંધાનમાં મૂકેલા પ્રતિભાવનું અવતરણ હતું.
એમાં થોડા ઋગ્વેદ અને બીજા શાસ્ત્રોમાં ઋષિઓ માંસાહાર કરતા હતા તેના પુરાવા હતા. જેના લીધે પ્રેસિડન્ટ સ્વામીએ આ લોકોની અહીં બદલી કરી નાંખેલ. થોડા બીફ ઇટીંગ વિષે પણ હતા. કોઈ ઋષિને એમાં નવું ના લાગ્યું. બધાના મોઢા પર ‘ઇટ્સ ઓકે’ એવા ભાવ રમતાં હતા. અમને પણ થયું કે નકામું અહીં વાંચ્યું.
જો કે વસિષ્ઠ મુનિએ કહ્યું, ‘શાકાહારનું મહત્વ સમજતાં હોય તેવા કોઈ રેર થિયરી જેવા કોઈ મુનિએ શાકાહાર વિષેના શ્લોક રચેલા હતા. એ વખતે ખેતી એક નવી શરૂઆત હતી. એ પહેલા તો બધાજ માંસાહારી જ હતા. ખેતી શરૂ થયા પછી શાકાહારની અગત્યતા વધી હતી.’
મેં કહ્યું, ‘અમારા એક પૃથ્વી ઉપર લટાર મારવા આવેલા આધુનિક મુનિ ઓશો રજનીશ કહેતા હતા કે માણસ માણસને ખાય તે ચાલે પણ ગાયને તો ના જ ખવાય, કારણ પ્રેમના પહેલા પાઠ માણસ ગાય પાસેથી શીખ્યો છે.
ખેર અમે વિશ્વામિત્ર સામે જોઈને કહેવા માંડ્યું, “જ્યારે જ્યારે આપનું નામ સાંભળીયે ત્યારે કોઈ ત્રાસવાદીની યાદ આવી જાય છે. વિના વાંકે હરિશ્ચન્દ્ર અને તારામતીની એટલી બધી સતામણી કરી છે કે ના પૂછો વાત. મૃત્યુલોકમાં કોઈ સારી રીતે રાજ્ય ચલાવે તેમાં ઇન્દ્રને શેની બીક? અને એના માટે આપને લાઇસન્સ આપ્યું કે કડક પરીક્ષા લો? એક રાજાને ભિખારીની જેમ ભટકતો કરી નાખ્યો? આવી પરીક્ષાઓ લેવાનો આપને અધિકાર કોણે આપ્યો? એક તો મેનકાની કૂખે શકુન્તલાની ભેટ તો આપી પણ બંને જણા જવાબદારીમાં થી છટક્યા. અરે એને આજુબાજુ કણ્વનો આશ્રમ તો હતો, એમને નાની ફૂલ જેવી બાળકી સોંપી તો દેવી હતી? બંને જણા જંગલમાં હિંસક પ્રાણીઓનાં સહારે છોડીને ભાગી ગયા. પેલીને એની કારકિર્દીની પડી હતી, અને તમને તપ, મોક્ષની પડી હતી. એક નાની બાળકીને મોટી કરવી તે શું તપ નથી? એને સારું એજ્યુકેશન આપવું, સારા સંસ્કાર આપવા, સારો વર શોધી આપવો એ તો કોઈ મોક્ષની સાધના કરતા પણ અઘરું છે. એ તો સારું થયું કે આ કણ્વ મુનિ ખરા સમયે આવી ગયા, બાકી ભારતનું નામ આજે કશું જુદું જ હોત, ભારત તો ના જ હોત. તમારું શીખી ને આજે પણ મેનકાઓ અને વિશ્વામિત્રો નાના જન્મેલા બાળકોને રસ્તામાં ઉકરડામાં કે કચરાપેટીમાં છોડીને ભાગી જાય છે.”
રશ્મીભાઈ પણ ઉત્તેજિત હતા. એમને પણ પારાવાર ગુસ્સો આ કહેવાતા પૂજ્ય ઋષિઓ ઉપર હતો.
એમણે પણ પહેલીવાર પોતાની વાણીનો સદુપયોગ કર્યો કે, “નવજાત બાળકીને રઝળતી છોડનાર માનવતાવિહીન, હરિશ્ચન્દ્રને પારાવાર પજવનાર ત્રાસવાદી, વસિષ્ઠના સો પુત્રોને મારનાર હત્યારા અને તેમને ડુબાડી દેવાનો પ્રયાસ કરનાર કાવતરાખોર વિશ્વામિત્રને જો ‘બ્રહ્મર્ષિ’ કહી શકાતાં હોય તો તે ‘બ્રહ્મ’ નો ભ્રમ મને મંજૂર નથી. ભૂલ સુધારવા જતી માતાને યુક્તિ પૂર્વક રોકીને નાના ભાઈની પત્નીમાં ભાગ પડાવનાર અને ભાઈઓ તથા તેમની સહિયારી પત્નીને જુગારના દાવ પર મૂકનારને જો સ્વર્ગમાં સદેહે પ્રવેશ મળતો હોય તો તેવા સ્વર્ગમાં મારે નથી જવું અને જો તે વ્યક્તિ ‘ધર્મરાજ’ ગણાતી હોય તો તેવો ધર્મ પણ મને નથી ખપતો.”
અમે વસિષ્ઠ મુનિને પૂછ્યું કે ‘આમને બ્રહ્મર્ષિ કેમ કહ્યા?’
‘અરે, સાચું કહું મૂળ ક્ષત્રિય અને માથાભારે માણસ એક બ્રહ્મર્ષિ કહી દીધું કે ત્રાસમાંથી છૂટ્યા.’ વસિષ્ઠ બોલ્યા.
વિશ્વામિત્ર પાસે કોઈ જવાબ ના હતો, અને અમારે જોઈતો પણ ના હતો.
અમે પરશુરામ તરફ ફર્યા, “એક તો એક ક્ષત્રિય ને કારણે એકવીસ વાર બધા ક્ષત્રિયોનો સંહાર? અરે ક્ષત્રિયાણી ગર્ભવતી હોય તો એના ગર્ભમાં રહેલા નાના બાળ ક્ષત્રિયનો પણ સંહાર? પિતા જમદગ્નિ ખાલી ક્રોધિત નજરથી એમના મોટા દીકરાને બાળી શકતા હોય તો પેલાં સહસ્ત્રાર્જુનને કેમ નજરથી ભસ્મ કરી ના શક્યા? અરે માતાને મારવાની આજ્ઞા દીકરાઓને આપવી જ શું કામ પડે? એક ખાલી નજર ફેરવી હોત તો પણ સળગી જાત. ટેરરની કોઈ લીમીટ જ નહિ?”
અમે ઉદ્દીગ્ન થઈને બોલે જતા હતા. હવે દ્રોણનો વારો આવ્યો. “એક તો આશ્રમને બદલે મહેલના વૈભવી વાતાવરણને મહત્વ આપ્યું. ભલે એકલવ્યનો અંગૂઠો કાપ્યો પણ આજે જુઓ કહેવાતા શૂદ્રોને અમારા ગાંધીએ હરિનાં જન એમ નામ આપ્યું છે ને? એક શિષ્યને મહાન અને વિધ્યાવિશારદ જાહેર કરવા માટે એકનો અંગૂઠો માંગી લીધો. અને ભીષ્મની જેમ ચુપ રહ્યા દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે. પણ એ બાબતે અમે પણ માનીએ છીએ કે અન્ન ખાધું હોય તે બોલી નથી શકતા. આજે પણ અન્ન ખાઈને સાક્ષરો પણ બાપુની ચમચાગીરી કરવામાં પડી જ ગયા છે.”
ઋષિ પરંપરા મહાન છે. હવેની ગુરુ પરંપરા ખરાબ થઈ ગઈ છે તેવું ઘણા મિત્રો માને છે.
હતા! ઘણા ઋષિઓ સારા હતા. ઘણાએ વિજ્ઞાનની શરૂઆત કરેલી. ચરક અને વાત્સ્યાયન જેવા વિજ્ઞાનીઓ પણ હતા. પણ ઊંડા જઈ ને અભ્યાસ કરો તો બધા આદરને પાત્ર નહોતા.
બધા મુનિઓ નીચા મોઢે સાંભળી રહ્યા હતા. એક ખાલી કણ્વ પોરસાતા હતા કે એમણે બચાવેલી અને એક અનાથ મરવા માટે છોડી દેવાયેલી શકુન્તલાને એમણે દીકરી માની પાળી પોષી હતી. બધી જવાબદારીઓ નિભાવી હતી, અને એની કૂખે મહાન ભરતનો જન્મ થયેલો. જે સાવ નાનો બાળ હતો ને સિંહને કહેતો કે તારું મોઢું ખોલ મારે તારા દાંત ગણવા છે. એના નામ પરથી આજે પણ હિન્દુસ્તાન ભારત તરીકે ઓળખાય છે. આજે પણ આપણે “મેરા ભારત મહાન” ના નારા લગાવી શકીએ છીએ, એ આ કણ્વ ઋષિની પાસે દીકરીના બાપનું હૃદય હતું તેના કારણે!!!!!!

નર્કારોહણ-૭
આજે નરકમાં સાતમો દિવસ હતો. એક પછી એક મહાનુભવોના ઇન્ટરવ્યૂ લેવાય રહ્યા હતા. એના અહેવાલ ધરતી ઉપર મોકલાઈ રહ્યા હતા. મિત્રોની ફરમાયશ વધતી જતી. આને મળો પેલાં ને મળો. હરતા ફરતા જે કોઈ ઝપટે ચડી જાય તેને પકડી લેતા. ત્યાં એક વૃદ્ધ સફેદ દાઢી વાળા લગભગ છ ફૂટયા પડછંદ વ્યક્તિને જોઈ. મેં રશ્મીભાઈને પૂછ્યું કે આ પેલાં મુકેશ ખન્ના જેવા વડીલ દેખાય તે કોણ છે? રશ્મીભાઈ કહે આ તો પેલાં ભીષ્મ પિતામહ છે. ચાલો ચાલો મળીયે એમને. અમે તો ગયા વૃદ્ધ વડીલને નમન કરવામાં શું વાંધો? ભીષ્મ પિતામહ અમને ઓળખી ગયા. લગભગ દરેકને ખબર પડી ગઈ છે કે અમે નવા સવા પત્રકાર, કોર્સ કર્યા વગરના અહીં ઘૂસણ મારી છે.
‘નમસ્કાર પિતામહ, આપ અહીં?’ મેં કહ્યું.
‘અરે વત્સ, અમે અનુશાસન પર્વ મહાભારતમાં છે તેમાં જણાવેલું યુધિષ્ઠિરને થોડું માંસાહાર વિષે એની યુ ટ્યૂબ ઉપર જાહેરાત થઈ ગઈ છે માટે અમારી પણ પ્રેસિડન્ટ સ્વામીએ અહીં બદલી કરી નાખી છે.’ પિતામહ બોલ્યા.
‘પિતામહ, સમજ ના પડી એમાં જરા વિગતથી કહેવાની કૃપા કરશો?’ મેં કહ્યું.
‘વત્સ, હવે ભારતમાં શાકાહારનો વાયરો ચાલ્યો છે. એટલે માંસાહારીઓ અમે પુરાણ પાત્રો માંસાહારી હતા એવું સાબિત કરવા અમારા બોલેલા વાક્યો શ્લોકોને યુ ટ્યૂબ ઉપર જણાવી ને માંસાહાર શ્રેષ્ઠ છે તેવું સાબિત કર્યા કરે છે.’
‘પિતામહ, હવે સમજ પડી. પણ આપે એવું શું કહેલું યુધિષ્ઠિર ને?’ મેં જિજ્ઞાસા દર્શાવી.
‘વત્સ, અમે બાણશય્યા ઉપર હતા. શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને અમારી પાસેથી જ્ઞાન લેવા સમજાવેલો, કે ડોસો ચાર પાંચ પેઢીથી ખસ્યો નથી. દિવાળીઓ બધા કરતા વધારે જોયેલી છે, એટલે એની અનુભવ વાણી જાણી લો જરા. એટલે તે નાદાન મને પૂછતો હતો કે મૃત પિતૃઓ ને શું તર્પણ કરીએ તો તૃપ્ત રહે અને કેટલો સમય તૃપ્ત રહે જેથી અહીં લોકોને મર્યા પછી હેરાન ના કરે.’
‘પિતામહ, એમ વાત છે. અહીં અમારા બ્લોગ જગતમાં પણ એક જ્ઞાતા બહેનશ્રી અનુભવ વાણી લખતા હોય છે. તો આપે કાપુરુષને શું ઉત્તર આપેલો?’
‘વત્સ, અમે કહેલું કે પિતૃઓને શ્રાદ્ધ વખતે જવ તલ અને ફલાહાર તર્પણ કરો તો એક મહિનો તૃપ્ત રહે, પછી હેરાનગતિ ચાલુ. માછલી આપો તો બે મહિના, હરણ પાંચ મહિના, કોઈ પક્ષી ધરાવો તો ૭ મહિના, ભેંસ ચાલે ૧૧ મહિના, મોટો આખલો ૧૨ વર્ષ અને લાલ બકરો અને ગેંડો ધરાવો તો કાયમની શાંતિ. આમાં કદાચ થોડો ફેરફાર હશે. કારણ બહુ વર્ષ થઈ ગયા આ વાત કરે, હવે અમારી યાદ શક્તિ પણ કમજોર થઈ ગઈ છે.’ પિતામહે લાંબું ચલાવ્યું.
‘પિતામહ, આ શાકાહાર અને માંસાહાર વિષે કોણ શ્રેષ્ઠ એનો બહુ મોટો વિવાદ ચાલી રહ્યો છે, આપની અનુભવ વાણી શું કહે છે?’ મેં સવાલ કર્યો.
‘વત્સ, કુદરતે સજીવોની આખી એક ફૂડ ચેનલ ઊભી કરી છે. હર્બીવોરસ પ્રાણીઓ છે જેવાં કે ગાય, ભેંસ, બકરા ઘેંટા અને પાન્ડા જેવા રીંછ વનસ્પતિ ખાય. એમને સીધા ખાવા માટે કાર્નીવોરસ પ્રાણીઓ બનાવ્યા જેવા કે વાઘ સિંહ, પોલર રીંછ, ગરુડ જેવા પક્ષીઓ જે ફક્ત માંસ જ ખાય. અને ઓમનીવોરસ એટલે બધું ઝાપટી જનારા સજીવો ફળફળાદિ, વનસ્પતિ અને બીજા પ્રાણીઓ કે પક્ષીઓ બધું એમનો ખોરાક. એમાં માણસો, રીંછ, વાંદરા બીજા અનેક આવી જાય. આમાં કોઈ હિંસા નથી કે કોઈ પાપ નથી. ઊલટાનું વાઘ ઘાસ ખાય તો કુદરત નો ગુનેગાર બને. અને ગાય જો માંસ ખાય તો તે કુદરત ઉપર ક્રાઇમ કહેવાય. એમ માણસ પણ એકલી શાકભાજી કે એકલું માંસ ખાય તો ક્રાઇમ ઓન નેચર.’ પિતામહે નાનકડું ભાષણ આપ્યું.
‘પિતામહ, આ થિયરી હવે ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટો સમજાવે છે, પણ અહીં ભારતમાં કોઈ માને તેમ નથી. પણ આપે લગ્ન નહિ કરવાનું વચન કેમ આપ્યું અને પાળ્યું?’
‘વત્સ, શું કરવાનું? કામાંધ પિતાશ્રીઓ પુત્રોના બલિદાનો લેતા હોય છે, દશરથે રામનું લીધેલું તેમ અમે પણ બલિદાન આપેલું. હવે કોઈ દશરથ કે શાન્તનું પેદા ના થાજો ધરતી ઉપર એટલું પ્રભુ પાસે માંગીએ છીએ.’
‘પિતામહ, સાચી વાત છે. હજારો વર્ષથી ભારત આના લીધે દુખી થયા કર્યું છે, હવે No more દશરથ!! No more શાન્તનું! પણ પિતામહ, સ્ત્રીઓના કીડનેપીંગ કરેલા?’
‘વત્સ, અમારા ભાઈ માટે એવું કરવું પડેલું. એ જમાનામાં એ બધું સામાન્ય હતું.’
‘પિતામહ, હવે અહીં ધરતી પર વિવાદ ચાલે છે કે આપ નપુંસક હતા’
‘વત્સ, નો કૉમેન્ટ પ્લીઝ !’
‘પણ પિતામહ બીજા વારસદારોનું પણ એવું હતું શું?’
‘વત્સ, એમાં જૂઠ બોલી શકાય તેમ નથી, વ્યાસજીએ પુત્રદાન કરેલું અને કુંતીએ પણ એમ જ વારસદારો મેળવેલા. એમાં કોઈ પાપ ના ગણાય.’
‘પિતામહ, આપ દ્રૌપદીને સભામાં નગ્ન કરતી વખતે કેમ ના બોલ્યાં?’
‘વત્સ, અમે વૃદ્ધ થઈ ચૂક્યા હતા, સ્વભાવથી નરમ થઈ ચૂક્યા હતા. અને નાગાની પાંચ શેરી ભારે, અમારે બોલવું જોઈતું હતું. બીજું અમારું કોઈ સાંભળે તેમ હતું પણ નહિ. અમે દુર્યોધનનું અન્ન પણ ખાધેલું.’
‘તો પછી આપ યુદ્ધમાં તો કૂદી કૂદીને લડતા હતા. ત્યારે કમજોરી ક્યાં ગઈ હતી? એક વિકર્ણ વિરોધ કરી સભા છોડી ગયો હતો. પણ આપ?’ મેં જરા ગુસ્સામાં કહ્યું.
‘વત્સ, વિકર્ણ બહાદુર હતો. મૂળ એક વાત એ છે કે જ્યારે તમે કોઈના રોટલા ખાધા હોય તેના આધારિત રહ્યા હોય ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે એની વિરુદ્ધ બોલી શકતા નથી. એક અહેસાન, પેટમાં પડેલું અન્ન બોલવા દેતું નથી. અહેસાનનો ભાર સાચું દેખાતું હોવા છતાં બોલવા દેતો નથી. માટે બને ત્યાં સુધી સ્વનિર્ભર રહેવું જ સારું. ઇમર્જન્સી વગર કોઈનું અન્ન ખાવું નહિ.’
‘પિતામહ, આખી જીંદગી કામને દબાવ્યો તો એવું પણ બને કે અચેતન રૂપે સ્ત્રીને નગ્ન જોવાની ઈચ્છાએ બોલવા દીધા ના હોય.’
‘વત્સ, ગૂંચવી નાખ્યો તમે. મારે ફ્રોઈડ ની સલાહ લેવી પડશે. હાલ નો કૉમેન્ટ પ્લીઝ!
‘પિતામહ, ફ્રોઇડ તો બીજા ધર્મનો, એ કોઇ બીજા નર્ક કે સ્વર્ગમાં હશે. એવું કરો પેલાં ઓશો રજનીશ ક્યાંક ફરતા ફરતા આવી ચડે તો એમની પાસેથી ખુલાસો મળી જશે. એ બહુ મોટા મનોવૈજ્ઞાનીક હતા. અચેતન મનની દરેક કરામતના જાણકાર ખેલાડી હતા.’
‘વત્સ, પણ એ તો હાલ કયા ગ્રહની મુલાકાત કરતો હશે? લટારમારુ અહીં આવશે તો ચોક્કસ પૂછી લઇશ.’
હવે વધારે પૂછી ને વડીલને શરમ માં નાખવાનો કોઈ હેતુ હતો નહિ. રશ્મિ ભાઈ અને મેં ત્યાંથી ચાલતી પકડી. રશ્મિભાઈ ને મે કહ્યું કે આ એક મહાભારતનું પાત્ર આખી જીંદગી એકલતાની અસીમ વેદના વેઠીને રહ્યું. એક કામી પિતાની અયોગ્ય માંગ ને સંતોષવા જતા એક તો મોત આવે નહિ ને ખુબ લાંબી જીંદગી જીવવી કેટલું અસહ્ય?????
અવિસ્મરણીય મુલાકાત,,(શ્રી સુબોધ શાહ સાથે)
આજે સદનસીબે “કલ્ચર કેન કિલ” ના લેખકશ્રી સુબોધ શાહને મળવાનો મોકો મળ્યો. બ્લોગર મિત્ર શ્રી રશ્મીકાંત દેસાઈને ઘેર મુલાકાત ગોઠવાઈ હતી. હું અને શ્રી સુબોધ શાહ બંને સાથે જ ત્યાં પહોચ્યા હતા.કેન્ડલ પાર્કમાં આવેલા રશ્મીભાઈનાં ઘર આગળ અમારા બંનેની કાર સાથે જ પહોચી હતી. પહેલા કદી મળેલા નહિ. પણ ખ્યાલ આવી ગયો કે આજ સુબોધ શાહ છે, એમ તેઓશ્રી ને પણ ખ્યાલ આવી ગયેલો કે આ ભુપેન્દ્રસિંહ છે. રશ્મીભાઈએ ઉમળકાભેર સ્વાગત કર્યું. બંને વડીલો આગળ હું તો ઘણો નાનો કહેવાઉં. ખૂબ વાતો કરી. ભારતીય સંસ્કૃતિમાં રહેલી ગરબડો વિષે વધારે હોય તે સ્વાભાવિક છે. બની બેઠેલા ભગવાન ગણાતા ગુરુઓની બાલીશ વાતો પર ખૂબ હસ્યા. કોઈ ગુરુના પગ ચરણ સ્પર્શ કરાવવાના આદતી થઇ ચૂક્યા હોય તે મૂરખ ચેલાનો પડછાયો જોતાવેંત પેલા પગના તળિયા ઓટોમેટીક અચેતન રૂપે ખૂલી જતાં તે જોઈ મને ખૂબ હસવું આવતું. તે વાત કરતા અમે બધા હસ્યા. તો કોઈ ગુરુ એમના ચરણનો અંગુઠો ચેલાના કપાળે અડાડી પ્લગઇન કરી એમની અંદર રહેલો જ્ઞાનનો કરંટ પેલા અજ્ઞાનીના શરીરમાં વહેતો કરે તેની વાત કરીને પણ ખૂબ હસ્યા. આ ભગવાનો એક્સીડેન્ટમાં કેમ ગુજરી જતાં હશે? અને આ ભાગવાનો ને હાર્ટ એટેક આવે કે બીમાર થતા હોય ત્યારે ડોક્ટર્સ ની સેવા કેમ લેતા હશે?અને આ ભગવાન ભારતમાં જાય એવા થઇ ગયા હોય ત્યારે અમેરિકામાં મંદિરમાં મુકેલા ભગવાન આગળ પ્રાર્થનાઓ કેમ થતી હશે? કે હે પથ્થર કે ભગવાન અમારા પ્રગટ બ્રહ્મ ને બચાવો!!!પણ એ વખતે ખુલાશો શું કરવાનો ખબર છે?અભરાઈએ ચડાવી દીધેલો કર્મનો નિયમ પાછો ધૂળ ચડેલો ખંખેરીને કોફી ટેબલ ઉપર મૂકી દેવાનો.
રશ્મીકાંત દેસાઈ સિવિલ એન્જીનીયર. ગુજરાતમાં ઈરીગેશન વિભાગમાં હતા નાયબ ઈજનેર તરીકે, અને પાછા ક્વોલીટી કંટ્રોલમાં હતા. ત્યાં સરકારનો સરક્યુલર આવ્યો હશે કે દરેકના નામના અને હોદ્દાના સિક્કા ગુજરાતીમાં પણ બનાવો. રશ્મીભાઈ એ સજેસ્ટ કર્યું કે એમના હોદ્દામાં ના ઈ એટલે કેશ કર્તન કળા માહિર?(નાયબ ઈજનેર) લખો. અને વિભાગમાં ખણખોદીયો(ક્વોલીટી કંટ્રોલ) કામમાં ખોટું શું થયું છે તે પહેલું શોધવાનું. હજુ પણ એ જ ચાલે છે, ખાલી ક્ષેત્ર બદલાયું છે. ન્યુ યોર્કના સબવે(ભૂગર્ભ રેલ્વે)માં કન્સ્ટ્રક્સન વિભાગમાં ઈજનેરની લાંબી નોકરીમાંથી હવે રીટાયર થયા છે.
સુબોધ શાહ સાહેબ બી.ટેક થયેલા ટેક્ષટાઇલમાં રીસર્ચની જોબ, અમદાવાદ અને મુંબઈમાં ઉછરેલા. ન્યુ જર્સી અને ટેક્સાસ થઇને હવે રીટાયર થઇને મીજોરીમાં વસવાટ. સંસ્કૃતનાં ખાં, એમાં કવિતાઓ પણ લખે. બંને વડીલોનું સંસ્કૃતનું જ્ઞાન સારું. આપણને સંસ્કૃત ફાવે નહિ. ચબરાકિયા ફેંકવામાં બંને વડીલો માહિર. ખૂબ હસાવે. અમારા ત્રણેની સોચ લગભગ સરખી.સંસ્કૃત વિષે રશ્મીભાઈ નું કહેવું એવું કે લોકભોગ્ય ના રહી માટે ના ચાલી. સુબોધભાઈનું કહેવું કે અતિપ્રાચીન ભાષા છે.પણ બહુ મજાની છે.દેવોની ભાષા છે એ વિષે મજાનો ટુચકો કહ્યો.એક વાર કાકા કાલેલકર અને આચાર્ય કૃપલાની બંને સાથે જતા હતા.કાકા કાલેલકર ને સંસ્કૃત બહુ પ્રિય,અને પેલા સિંધમાંથી આવેલા.કાકા કાલેલકર કોઈ સંસ્કૃતનો શ્લોક બોલવા લાગ્યા.તો કૃપલાની કહે,
નર્કારોહણ-૬
નર્કમાંથી અમને એમ હતું કે જલદી ભાગી જઈશું, પણ ધરતી પરના મિત્રો હવે અમને અહીં જ રાખવા માંગતા હોય તેમ લાગે છે. પાછાં અહીં આવીને માથું ખાશે. અમે પણ રોજ મિત્રોને અહીંનો અહેવાલ મોકલીએ છીએ તો મિત્રોને પણ મજા પડી ગઈ છે. એટલે મારા બેટા કહે છે ત્યાં જ રહો ને નવા ઈન્ટર્વ્યુ લઈ અને અમને મોકલતાં રહો. અમને પણ કોઈ વાંધો નથી. અહીં નરક જેવું લાગતું પણ નથી. અહીં તો મોટા મોટા ફેમસ મહાનુભવો ભેગાં થયા છે. શીતલ જળનાં ફુવારાથી શોભતી વાટીકાઓ, કલ કલ કરતા ખળ ખળ વહેતા ઝરણાં, મજા છે અહીં તો. ત્યાં દૂર એક શ્વેત વસ્ત્રધારી વૃદ્ધ માતુશ્રી જોયા.
રશ્મીભાઈ કહે, ‘આ તો માતા કુંતી! ચાલો એમની પણ મુલાકાત લઈને પૂછી લઈએ.’
અમે પાસે ગયા ને, પાયે લાગુ માતુશ્રી કહીને એમની પાસે બેસી ગયા.
‘આવો વત્સ, અમારા મોટા દીકરાની સારી ઝાટકણી કરી લીધી. હવે અમારો વારો લાગે છે કેમ?’
‘માતુશ્રી, મહત્વનો એક સવાલ એ છે કે આપે મંત્રોથી પુત્રો પ્રાપ્ત કર્યા તે ગળે ઊતરતું નથી.’
‘વત્સ, સાચી વાત છે નર નારીનાં સંસર્ગ વગર કોઈ સંતાન ના થાય.’
‘આપે, ટીનેજર હતા ને કુંવારા હતા અને ભૂલ કરેલી કોઈ સૂર્ય નામના પ્રતાપી નર પાસેથી પુત્ર પ્રાપ્ત કરેલો કેમ?’
‘વત્સ અમે તો મુગ્ધાવસ્થામાં હતા, પણ એ ભાઈની પણ ભૂલ તો ખરી ને કે અમને સાચો રાહ બતાવે.’
‘સાચી વાત છે, આજે અમેરિકામાં ટીનએજરની સંમતિને પણ કોર્ટ સંમતિ નથી માનતી, અને પુખ્ત માણસની ભૂલ સમજીને સજા કરે છે.’
‘આપે દરેક પુત્રો એવી રીતે જ પ્રાપ્ત કરેલા, કેમ?’
‘વત્સ! શું કરીએ, આ ફેમિલીમાં નપુંસકતાનો શ્રાપ હતો. પહેલા પણ આગલી પેઢીમાં વ્યાસજી આવીને પુત્રો આપી ગયેલા.’
‘માતુશ્રી આ મંત્રની વાતનું શું રહસ્ય હશે?’
‘વત્સ, જુઓ મંત્ર તો એક કોડવર્ડ જેવું જે તે માણસ હાજર થઈ જાય. બાકી એમ મંત્રોથી સંતાનો થઈ જતા હોય તો જોઈતું તું શું? પણ એક વસ્તુ હતી કે એમાં અમારી કોઈ સ્વચ્છંદતા જરાય ના હતી, એક મજબૂરી હતી સંતાનો પ્રાપ્ત કરવાની.’
‘પણ એમાં ભૂલ થઈ ગઈ હતી કે કર્ણનો જન્મ થઈ ગયો.’
‘વત્સ, એ વખતે અમને નાની ઉંમરના કારણે ભાન હતું નહિ, કુતુહલ વશ પણ હતા. સમાજનાં ડર અને નીતિનિયમના કારણે અમારે કર્ણને છોડી દેવો પડેલો.’
‘માતુશ્રી આજે પણ એવું જ છે હજુ ભારતની હાલત બહુ સુધરી નથી. પણ મેડિકલના જ્ઞાનને લીધે મુગ્ધાઓની ભૂલો ઢંકાઈ જાય છે. કર્ણને જન્મ આપતા પહેલા મ્રત્યુને હવાલે કરી દેવામાં આવે છે. જેથી આખી જીંદગીની અવહેલાનાઓથી કર્ણો બચી જાય છે.’
‘વત્સ, હજુ આજે પણ સૂર્યો છે ભારતમાં?’ માતાએ સવાલ પૂછ્યો.
‘હા! માતુશ્રી આપના જમાનામાં એક સૂર્ય હશે. અહીં તો લાખો છે. સ્કૂલના શિક્ષકો, કૉલેજના ગુરુઓ, ઓફીસના ઉપરી અધિકારીઓ, સંતો, સાધુઓ, ધાર્મિક ગુરુજનો, નાના મોટા બિઝનેસનાં માલિકો કોઈ જગ્યા બાકી નથી. દરેક જગ્યાએ મુગ્ધાઓને એમની અવસ્થાનો ગેરલાભ લઈને કર્ણની ભેટ આપી દેવા માટે યુવાનોથી માંડીને કબરમાં પગ લટકાવીને બેઠેલા વૃદ્ધો સુધ્ધા ટાંપીને બેઠેલા છે. પછી આ કર્ણો જન્મતા પહેલા ઉકરડા ભેગાં થઈ જાય છે.’ મેં કહ્યું.
‘અમે પણ ખૂબ પસ્તાતા હતા, પણ કશું કરી શકતા નહોતા.’ માતા બોલ્યા.
‘પણ આપે એને ખાબ અન્યાય કરેલો, છેક સુધી જાણતાં હોવા છતાં, અને બીજા પુત્રોને બચાવવા માટે પાછાં એને મળવા ગયેલ.’ મેં કહ્યું.
‘અમે પણ સામાન્ય સ્ત્રી હતા. ભલે લોકો જે કહે તે પણ અમારી દુન્યવી ભાવનાઓ યથાવત હતી. એ દુશ્મન દળમાં ભળેલો હતો. અમને અમારા બીજા પુત્રો જે અમારી સાથે વધારે રહેલા હોય તેમની પ્રત્યે માયા વધારે હોય તે સ્વાભાવિક છે.’ કુન્તા માતા બોલ્યા.
‘આ દ્રૌપદીને વસ્તુ હોય તેમ બધાને વહેંચી ખાવા માટે આપે સોંપી દીધી તે પણ આપણી ભૂલ નહોતી શું?’
‘હા એમાં અમે અણ જાણ હતા અને બોલાઈ ગયેલું તે આ લોકોએ પકડી લીધું. મૂળ બધા જેલસ થતા હશે તે અમારી વાત પકડી લીધી. અને અમને પણ થયું કે બધા ભાઈ લડી મરે એક સ્ત્રી માટે અને સંપ ના રહે એના કરતા છોને વહેંચીને ખાય. અર્જુનને તો બીજી મળી જશે પ્રેમ કરવાવાળી.’
‘માતુશ્રી ભારતમાં કોઈ દુઃખી વ્યક્તિને પૂછીએ કે કેમ દુઃખી છો? તો કહેશે માતા કુંતીએ પણ ભગવાન પાસે દુઃખ માંગેલું કે જેથી પ્રભુનું સ્મરણ રહે.’
‘વત્સ, અમે તો જન્મથી દુઃખી જ હતા. અમે શું દુઃખ માંગવાનાં હતા? કુંવારા માતા બન્યા, પુત્રને છોડવો પડ્યો, પતિ નપુંસક, બીજા પુરુષોના સહારો લેવો પડે, કુટુંબીઓ પરેશાન કરે. એમાં વળી સ્ત્રી તરીકે ભારતમાં જન્મ, દુઃખ શોધવા થોડું જવું પડે?’ માતાની આંખોમાં આંસુ તગતગી રહ્યાં હતાં.
‘માતુશ્રી અમને પણ આપના પ્રત્યે સહાનુભૂતિ થઈ આવી છે, પણ અમારું મંતવ્ય જરા જુદું છે. દુઃખમાં તો સહુ ભગવાનનું સ્મરણ કરે, એમાંથી છૂટવા માટે એક સ્વાર્થ છે, પણ સુખમાં પ્રભુને સ્મરે તેને વીરલો કહેવાય. બીજું એ કે સુખ વહેંચવાથી વધે છે. એમ દુઃખ પણ વહેંચવાથી વધે. લોકો ખોટું સમજે છે કે દુઃખ વહેંચવાથી ઘટે. એક દુઃખી માણસ એનું દુઃખ બીજાને કહે કે વહેંચે તો પેલો પણ દુઃખી થવાનો. પોતે તો દુઃખી છે જ, બીજાને પણ એનું દુઃખ વહેંચીને દુઃખી કરવાનો. તમે સુખી થયા કે આનંદિત થયા તો એ આનંદ કે સુખ વહેંચો તો બીજા પણ તમારા આનંદમાં ભાગીદાર થઈને સુખી થવાના. માટે સુખ વહેંચો અને દુઃખ પોતે એકલાં જ વેઠી લેવું સારું. સુખમાં ભાગીદાર શોધો, દુઃખમાં નહિ. આપણા દુઃખે બીજાને દુઃખી શું કામ કરવા?’ મેં જરા લાંબું ભાષણ ઠોક્યું.
‘વત્સ, સાચી વાત છે તમારી, આપણાં દુઃખે બીજાને દુઃખી શું કામ કરવા?’
માતા કુંતીને છોડી અમે આગળ વધી ગયા. અમે એમને વધારે મહેણાં મારી દુઃખી કરવા નહોતા ઇચ્છતા. એ પોતે દુઃખનો પર્યાય હતા. પહેલી વાર અમે થોડા ઢીલા પડ્યા. કે પછી જગતની તમામ માતાઓ પ્રત્યેની કૂણી લાગણી હશે. ભગવાનને ક્યાં જોયો છે? અને માનીએ પણ ક્યાં છીએ? પણ માતા તો જોઈ છે. એક નહિ બે; બબ્બે માતાના પ્રેમ થકી પોરસાયેલા છીએ ત્યારે તો આજે ભગવાન સામે પણ બાથ ભીડી શકીએ છીએ.
ગુરુ દેવો ભવઃ
ભાષાની સરળતા…
ઘણા બધા મિત્રો લખે છે કે તમારી ભાષા સરળ છે. તમારી શૈલી સરળ છે. જો કે મને મારી શૈલી કેવી છે તે ખબર જ ના હતી. અને હોય પણ નહિ. પણ મિત્રો અભિપ્રાય આપે ત્યારે લાગે કે ચાલો હવે જાણવા મળ્યું કે બધું ઠીક ઠીક ચાલે જાય છે. પણ વધુ પડતાં વખાણ થયા કે બહુ સરળ શબ્દોમાં લખો છો ત્યારે થયું કે કોઈને પુછવા દે. એક પરમ મિત્રને પૂછ્યું કે ભાઈ મારી શૈલી લોકો કહે છે સરળ છે આપ પણ મારો બ્લોગ વાચો છો અને આપ પણ કાયમ કહો છો કે સરળ છે શૈલી મારી, તો જણાવો કે હું કેવું ખરેખર લખું છું?
મિત્ર કહે તમારા શબ્દો બહુ સીધા સાદા સરળ હોય છે. મેં કહ્યું સાચું કહો છાતી ઉપર હાથ મુકીને. તો કહે આમ તો બધું સારું લખો છો પણ જરા ભાષાનું જ્ઞાન ઓછું હોય તેવું લાગે.
હું તો ચમક્યો. એક મિત્રનો બ્લોગ યાદ રહ્યો નથી, પણ એમના બ્લોગમાં મેં કોમેન્ટ આપેલી જવાબમાં એમણે લખેલું કે મારું શબ્દભંડોળ સમૃદ્ધ છે. આ તો ઊંધું થયું. મારું એ વખતે ચડેલું લોહી આજે સડસડાટ ઉતરી ગયું.
મેં એ મિત્રને કહ્યું કે આપ ઉપાલંભ સારો મારો છો. તો મને પૂછે કે ઉપાલંભ એટલે શું?
મેં કહ્યું હટાક્ષ. મને કહે કટાક્ષ સાભળ્યું છે પણ હટાક્ષ નથી સાભળ્યું.
મેં પૂછ્યું કે ગઝલ ખબર છે? કહે હા ! તો હઝલ ખબર છે? હા થોડી થોડી !
બસ તો ગઝલ ને હઝલ જેવું કટાક્ષ અને હટાક્ષ.
પણ સવાલ પાછો આવ્યો કે ઉપાલંભ એટલે? મેં કહ્યું કટાક્ષ સમજો ચાલશે.
મારા એક બીજા સગા અહી નજીકમાં રહે છે, તે ભાષાના નિષ્ણાત માને છે પોતાને. મેં એમને થોડા આર્ટીકલ પ્રિન્ટ કરી ને આપેલા. મેં કહેલું કે બહુ વર્ષ થઇ ગયા છે માટે જોડણીની ભૂલો હશે, જરા સુધારજો મારે બુક છપાવવી છે. મને થોડા દિવસ પછી કહે જોડણી તો અસંખ્ય ભૂલો છે, અને વાક્ય રચનામાં પણ ભૂલો છે. મેં કહ્યું કે જોડણીની ભૂલો હોય તે વાત સાચી પણ વાક્ય રચનાની ભૂલો જરા બતાવજો. મને કહે તમે એક જગ્યા લખ્યું છે કે
“આ છે તમારા બ્રહ્મચર્યના ફાયદા !” એને બદલે એવું હોવું જોઈએ કે,
“આ તમારા બ્રહ્મચર્યના ફાયદા છે !”
આ વાક્ય મેં બિપાશા બસુના ઉન્નત પયોધર જોઈ ઘાયલ થઇને કોઈએ એના ઉપર ભીડનો લાભ લઇને હાથ ફેરવી લીધેલો તેના સંદર્ભમાં લખેલું. કે ભાઈ સપ્રેસ્ડ કામરસ આવા અસભ્ય કામ કરાવે છે.
મેં એ ભાઈ ને જણાવ્યું કે, આ તો મારી આગવી શૈલી છે. વાક્યની પાછળ કે અંતમાં ‘છે’ બધા લખે, પણ અંતના બદલે વચમાં ‘છે’ ખાલી લખે છે એક માત્ર ભુપેન્દ્રસિંહ જ. જુઓ અહી પણ ‘છે’ વચ્ચે જ લખાઈ ગયો છે, આદત જો પડી છે.
જેમ કે કોઈ લેખમાં કારગીલ કંપની હરામજાદી છે એક નહિ સાડી સત્તરવાર હરામજાદી એવું વાંચવા મળે તો સમજી જવાનું કે શ્રી કાંતિ ભટ્ટનો જ લેખ છે.
મારા બીજા એક મિત્ર વૈજ્ઞાનિક છે. હમણાં ભારત ગયા હશે. તો કોઈએ એમને શ્રી ગુણવંત શાહની બુક્સ આપી હશે. મને ફોનમાં કહે આમાં તો ચાર વાર એક વાક્ય વાચું તો પણ સમજ પડતી નથી. મેં કહ્યું બધા નોટ કરી રાખવાના અને સમય મળે મને પૂછી લેજો. મને સમજાય તેવું તો લખે જ છે આપણા ગુણવંત શાહ. કહે કે મોહમદ માંકડનું સમજાઈ જાય છે આમનું નથી સમજાતું. મેં કહ્યું કે આમ તો શાહ સાહેબ સરળ ભાષામાં લખવાના હિમાયતી છે. કદાચ બીજા માટે. મને કહે એમના એક આર્ટીકલમાં વાચ્યું કે રામ માનવતાના વિવેકચુડામણી છે તે ના સમજાયું.
મેં કહ્યું ચૂડો એટલે ખબર છે?
‘કઈક બંગડી જેવું?’
‘મણી એટલે?’
‘હા ! એતો સમજ પડી સમથીંગ લાઈક જ્વેલ.’
‘અને વિવેક તો ખબર જ છે?’
‘હા ! સાચા ખોટાની સમજ.’
‘તો હવે સમજ પડી ગઈ? સ્ત્રીના ચૂડલામાં એક મણી કેવો શોભતો હોય કે કીમતી હોય તેમ રામની સમજ બહુ સારી હતી.’
‘તો રામ સારા સમજદાર કે વિવેકી હતા એટલું કહ્યું હોત તો શું ખોટું હતું? જો કે હતાં તો નહિ, પણ આ તો મગજનું દહીં થઇ જાય છે.’
ઘણીવાર હું આર્ટીકલ લખતો ત્યારે બાજુમાં બેઠેલા મારા દીકરાને કોઈ શબ્દનો અર્થ પૂછી લઉં છું. એને સમજ ના પડે તો બીજો સરળ શબ્દ શોધી ને પૂછું, એને સમજ પડી જાય તો તે શબ્દ વાપરવો સારો એવું લાગે. ખુબ અઘરો શબ્દો હોય તો એ મને કહેશે કે એવો શબ્દ વાપરશો તો યંગ લોકોને નહિ સમજાય. અને દરેક લેખમાં ભારે શબ્દો વાપરી શબ્દોના અર્થ લખશો તો લેખ, લેખ કરતા ડીક્ષનેરી વધારે લાગશે. પેલા જે મિત્રે મને ભાષા જ્ઞાન ઓછું તેવું કહેલું મને એમ કે એમનું ભાષા જ્ઞાન વધારે હશે. મને થયું મજાકમાં લાવ પરીક્ષા કરવા દે. એમને મેં પૂછ્યું કે હું એક વાક્ય કહું તેનો જરા અર્થ કહેશો ?
‘મેઘારંભે વિરહિણી દોડતી પાદ પંકમાં પખાળતી, પંક થી ખરડાતી જઈ બેઠી પ્રિયતમના અંકમાં.’
મને કહે, ‘આમાં કોઈક દોડતું જાય છે અને ક્યાંક જઈને બેસી જાય છે એટલી જ સમજ પડી.
મેં મેઘારંભેનો અર્થ સમજાવ્યો તો કહે પહેલો વરસાદ કહો ને. વિરહિણીનો અર્થ જરા વિસ્તારથી સમજાવવો પડ્યો. તો કહે કોઈ miss કરે તેવું ને? મેં કહ્યું ‘માર ગઈ તેરી જુદાઈ’ જેવો અનુભવ થતો હોય તેવી સ્ત્રી.
પાદના અર્થમાં પહેલું તો નાક સીકોડાઈ ગયું. મેં કહ્યું સિમ્પલ છે એમાં કોઈ આદેશાત્મક વાસ મારે તેવું લેવાનું નથી. પાદ પગ માટે વપરાય છે. મેં પૂછ્યું,
‘પંકજ ખબર છે?’
‘એ તો આજના કોઈ પંકજ નામધારીને પણ ખબર નહિ હોય.’
‘ઓ કે,ચરણકમળ ખબર છે?’
‘સાવ સહેલું, કમળ જેવા પગ.’
‘ના, કાદવથી ખરડાયેલા પગ ને ચરણકમળ કહેવાય.’
‘એવું કેવી રીતે? આપણે તો કોઈ ગુરુજીને વંદન કરીએ ને પગમાં પડીએ તો એમના પગને માનથી ચરણકમળ કહીએ છીએ.’
‘જુઓ કમળ ફક્ત કાદવમાં ખીલે માટે આ કહેવાતા કમળ જેવા ગુરુના પગ કાદવમાં છે તેથી એમના પગ યાને ચરણકમળ એટલે કાદવથી ખરડાયેલા પગ.’
‘સાચી વાત છે, આમેય લગભગ હાલના દરેક ગુરુના પગ કાદવથી જ ખરડાયેલા હોય છે.’
‘બસ તો આ પંક એટલે કાદવ, અને પંકજ એટલે કમળ.’
‘હવે સમજાયું, પહેલા વરસાદના કાદવમાં દોડતી જતી હતી, પણ એમાં અંક ગણિત ક્યા આવ્યું?’
મને થયું હવે ખેંચવામાં મજા નથી. મેં કહ્યું અંક એટલે ખોળો. મને કહે છી હાઈજીનનું કોઈ ભાન જ નહિ કાદવવાળા પગ લઈને ખોળાંમાં બેસી ગઈ?
હમણા અમારે મિત્રો વચ્ચે ચર્ચા ચાલેલી કે અમેરિકામાં ભારતીય છોકરાઓના પાર્થ નામ વધારે હોય છે. એક ભાઈ કહે બધા પાર્થ ધનુષબાણ લઈને ફરશે તો ઓબામાંનું શું થશે? મેં કહ્યું આ મોટાભાગના પાર્થને ખબર નહિ હોય કે એમના નામનો અર્થ અર્જુન થાય છે.
અમારા સાલી સાહેબનાં ઘરે બધાના નામ ‘પ’થી શરુ થાય છે. પંકજ, પ્રજ્ઞા, પૃથ્વી અને પાર્થ. વળી પાછું પાર્થ? હું મજાકમાં કહેતો હોઉં છું કે પ્રજ્ઞાનો પાર્થ હાથમાં પંકજ લઇ પૃથ્વી ઉપર ફરે છે. આ પંકજ અને પ્રજ્ઞા પ્રેમ સમાધિમાં ઉતરે એના ફળ સ્વરૂપે પૃથ્વી અને પાર્થ આ જગતને નસીબ થયા છે.
ઘરમાં કોઈ રોજની ભાષામાં અલંકારિક શબ્દો વાપરાતું નથી. કે આજે પિતાશ્રી ઘણા પ્રકોપિત થયેલા કે એમને બહુ મન્યુ ચડેલો. જો કે લખવામાં વપરાય તો સારું લાગે છે. પણ આજની પેઢીને અઘરા શબ્દોમાં જલ્દી સમજાય નહિ તો વાચવાનું જ છોડી દે તેવું પણ બની શકે. એટલે મેં પેલા મિત્ર ને જણાવ્યું કે હું લોકભોગ્ય ભાષામાં વધુ લખું છું જેથી જલ્દી ગળા સોંસરવી ઉતરી જાય કે બ્રેઈનમાં જઈને સીધી હૃદયમાં ઉતરી જાય. તો એમણે મને પૂછ્યું કે આ લોકભોગ્ય એટલે શું ????????
નર્કારોહણ-5
આજે નર્કારોહણનો પાંચમો દિવસ હતો. રશ્મિભાઈ કહે, ‘આજે તો કોઈ દેખાતું નથી અહીં ઉપવનમાં ક્યારના આંટા મારીએ છીએ.’
અમે થોડા વધારે દૂર ગયા. તો એક ઝાડ નીચે બેત્રણ ભાઈઓ જેવા બેઠેલા. જરા નજીક ગયા તો એક જાડિયો ખુબ બળવાન લાગતો હતો. અહીં પેલી સ્ટ્રોન્ગેસ્ટ મેન ઇન વર્લ્ડની હરીફાઈના કોઈ સ્પર્ધક જેવો. બીજો એક સોહામણો મજબૂત ઉંચો ને એક સાવ ઢીલાં પોદળા જેવા ચહેરા વાળો હતો.
રશ્મિભાઈ કહે, ‘આ તો ભીમ, અર્જુન અને યુધિષ્ઠિર લાગે છે.’
મેં કહ્યું, ‘નક્કી પેલો ઢીલાં પોદળા જેવો દેખાય છે તે જ આપણો અધર્મરાજા હોવો જોઈએ.’
રશ્મીભાઈ કહે, ‘એવું ના બોલો એ તો આખા હિન્દુસ્તાન માટે ધર્મરાજા છે.’
મેં કહ્યું, ‘જુઓ આજે આખો દેશ યુધિષ્ઠિર મેનીયાથી પીડાઈ રહ્યો છે. ઢીલાં પોદળા જેવું બની રહેવામાં ગર્વ અનુભવી રહ્યો છે. ધર્મરાજા કહેવડાવવાની લ્હાયમાં માર ખાધે જ જાય છે. આ માણસનું અનુકરણ કરવામાં દેશ પાયમાલ અને કાયર બની રહ્યો છે. નેતાઓને ધર્મરાજા બનવું છે. માટે ના તો કોઈ ગુનેગારને સજા કરી શકે છે. બસ અમે તો ક્ષમા આપવાવાળાં. શાંતિ રાખોના ગાણાં ગાયે જવાના. મને ઇતિહાસનાં આ પાત્ર ઉપર સખત નફરત.’
પણ આવ્યા છીએ તો બે બોલા મળી લઈએ.
અમને જોઈને ખુદ કાપુરુષ ઉભા થઈ ગયા ને બોલ્યા, ‘આવો! ભગવાન શ્રી કૃષ્ણે અમને જણાવી દીધેલું કે તમે લોકો અમારી ખેંચવા આવ્યા છો.’
‘હું તો આપને ધર્મરાજા નહિ કહી શકું, જ્યાં જ્યાં ધર્મરાજા આપને માટે લખ્યું હોય છે ત્યાં ત્યાં આગળ “અ” લગાવીને જ વાચું છું.’
‘તમારી મરજી, અમને કોઈ વાંધો નથી. પણ એકલાં તમારા કહેવાથી ભારતના લોકો માનવાના નથી. કારણ દેશમાં મારા જેવાની બહુમતી છે.’
‘એક તો પહેલું એ કે મોટાભાઈનાં નાતે આપે નાના ભાઈઓને ખોટી રીતે વશમાં રાખ્યા અને કાયમ કદ પ્રમાણે વેતરતા રહ્યા.’
‘એ તો હજુ આજે પણ એવું જ ચાલે છે. મોટાભાઈઓ એમનું મહત્વ બતાવવા એવું જ કરે, તમારા અડવાણી કાયમ એવું જ કરે છે ને? નાના ભાઈઓ બલિદાનો આપવા માટે જ હોય છે.’
‘દ્રૌપદીના કેસમાં પણ આપ લુચ્ચાઈ રમી ગયા, અને વગર મહેનતે એ જમાનાની સુંદરતમ સ્ત્રી ઉપર હક જમાવી લીધો.’
‘જુઓ ભાઈ, એ જમાનામાં શ્રેષ્ઠતા સાબિત કર્યા વગર આવી સ્ત્રી મળે નહિ. જે અમારો એક અર્જુન જ કરી શકે તેમ હતો.’
‘પણ એમાં આપ રમત રમી ગયા, અર્જુનની મહેનત કૌશલ્ય અને ફાયદો બધાએ લીધો.’
‘જુઓ એ જમાનામાં બહુ પતિત્વનો રિવાજ હતો, અને અમે જાણતા હતા કે અમારા માતુશ્રી દરેક વસ્તુ સ્વાભાવિક બધા ભાઈઓ વહેંચીને ખાઓ એવું જ હંમેશા કહે છે. એનો અમે લાભ લઈ લીધો. માતાશ્રીને એવું કહ્યું જ નહિ કે સ્ત્રી લાવ્યા છીએ.’
‘એટલે સ્ત્રીને વસ્તુ સમજવી આસાન હતું કેમ?’
‘લગભગ એવું જ, અને માતાશ્રીની આજ્ઞાનું પાલન કરવું પડે તેવું સમજાવી અર્જુનને આગળ બોલવા જ ના દીધો, અને અમારું કામ થઈ ગયું.’
‘આપને લોકો ધર્મરાજા કેમ કહેતા હશે તેની જ નવાઈ લાગે છે, એક પત્નીને જુગારમાં કઈ રીતે મૂકી શકો?’
‘જુઓ ભાઈ, એ જમાનામાં પત્નીને વસ્તુ સમજતા ને પથારીમાં રમવા રમકડું જોઈએ, બસ પૈસા ને મિલકત ખૂટ્યા તો એને મૂકી દીધી.’
મેં કહ્યું, ‘અધર્મરાજ હું તો આગળ કશા સવાલ કરવા માંગતો નથી. મને તો આપના ઉપર બહુ ગુસ્સો આવે છે. આપે એક તો ભાઈઓને ધર્મના નીતિનિયમોના નામે કશું કરવા દીધું નહિ. જ્યાં લડવાનું આવ્યું ત્યાં ભાઈઓને આગળ કર્યા. અને બાકીની જગ્યાએ આગળ રહીને માન ખાટ્યે જ રાખ્યું. પાંચમાંથી ફક્ત બે જ ભાઈ ભીમ અને અર્જુન જ શક્તિશાળી હતા. એમનો ખુબ ઉપયોગ કર્યો ને જરૂર પ્રમાણે ધર્મના નામે; નીતિના નામે કદ પ્રમાણે વેતરે રાખ્યા. જે કીલર આક્રમકતા જોઈએ સર્વાઈવલ થવા માટે તે તમારામાં હતી નહિ અને બે ભાઈઓમાં હતી તેને ઠંડી પાડતાં રહ્યા. બિનજરૂરી આજ્ઞાપાલન કરાવતા રહ્યા. એટલે જ આજે આખો દેશ આજ્ઞાપાલક બની ગયો છે.’
રશ્મિકાંત બોલ્યા, ‘નેતાઓ ઇચ્છે કે પ્રજા અમારી આજ્ઞાનું પાલન કરે. અને નીચેની કેડરના નેતાઓનો ભોગ લીધા કરે. આજ નેતાઓ પાછાં બીજાની આજ્ઞા પાળે, ખાસ તો અમેરિકાના નેતાઓ કે પ્રમુખની આજ્ઞા પાળવામાં ગર્વ અનુભવે. આપણી જ સરહદમાં વાડ કરવા ગયા ને ચીની ભાઈ નારાજ થયા તો બંધ કરી દીધું. હિન્દી ચીની ભાઈ ભાઈ, ભાઈ નારાજ ના થવો જોઈએ. પછી ભલે ઘરમાં આવીને મારી જાય. ઘણી વાર તો એવું લાગે કે દુર્યોધન તમારાથી સારો. નપુંસક તો ના લાગે. અને મહાભારતકારે પણ લખ્યું છે કે એક રાજા તરીકે દુર્યોધન શ્રેષ્ઠ રાજા હતો.’
મેં કહ્યું, ‘એક તો દ્રૌપદીને પણ જીભ ઉપર કાબુ રાખવા સમજાવી ના શક્યા. એક પોતાની પત્નીને ભરી સભામાં જ્યારે નાલાયકો નગ્ન કરી રહ્યા હોય ત્યારે નીચું ઘાલીને જોઈ રહ્યા હતા. ભીમ કે અર્જુન જેવાને પણ બકવાસ નીતિનિયમોની આડમાં ઉભા થવા ના દીધા. એટલે જ આજે જ્યારે કોઈ અફજલ કે કસાબ નામનું મચ્છર ભારત માતાના ચીર આખી દુનિયાની સભા વચ્ચે ખેંચીને નગ્ન કરી નાખે છે ત્યારે ધર્મરાજાઓ(નેતાઓ) નીચું મો ઘાલી બેસી રહે છે. કૃષ્ણ ક્યારે આવે તેની રાહ જોવામાં ભારત માતાને નગ્ન થતી અટકાવવાનું એક પગલું જાતે ભરતા નથી. કાયમ અમેરિકા સામે લાચાર નજરે જોઈ રહે છે. અમને મદદ કરો.’
અધર્મરાજ નીચું ઘાલી ને ટેવ પ્રમાણે સાંભળી રહ્યા હતા. ભીમ અને અર્જુન પણ મોટાભાઈ સામે નારાજગી ભરી નજરથી જોઈ રહ્યા હતા. પણ વર્ષો જૂની આદત શું બોલે? ઊંઘમાં પણ આજ્ઞા પળાઈ જાય એટલી હદે ભારતીયોના મન કુંઠિત થઈ ગયેલા છે. ઢીલાં પોચા અને નબળા લોકોને આપણે ધર્મરાજ કહીને બિરદાવીએ તો લોકો તો એવા બનાવામાં ગૌરવ જ અનુભવે.
અમારે માતા કુંતીને મળવું હતું; પણ ક્યાંય દેખાયા નહિ. મારું મન જરા ધર્મરાજ સાથે વાતો કર્યા પછી ઉદ્દીગ્ન થઈ ગયું હતું. માતુશ્રી ક્યાંય દેખાય તો એમને પણ થોડા સવાલો કરી લઈએ. ખેર કાલે જોઈશું વિચારી અમે ભીમ અને અર્જુનને વિચારમાં મૂકીને ચાલતી પકડી.
રશ્મીભાઈ કહે, ‘તમે તો જબરું ભાષણ ઠોકી દીધું. મને તો બીક લાગતી હતી.
મેં પૂછયું કેમ? ‘તમે પણ ગુસ્સો ઉતાર્યો જ હતો ને?’
તો રશ્મીભાઈ કહે, ‘આ ધર્મરાજને ખોટું લાગી જાય ને પેલાં ભીમને આજ્ઞા આપે કે માર આ લોકોને, પછાડી ને પટકી નાખ, તો ભીમ કાયમની ટેવ પ્રમાણે અચેતન રૂપે આજ્ઞા પાળી લે તો આપણે તો મરી જઈએ. આપણું મિશન અધૂરું રહે.’
મને પણ થયું કે વાત તો સાચી. એ વખતે ખ્યાલ ના રહ્યો. પણ હવે ઝડપ કરો ચાલો ભાગો. અમે તો ભાગ્યા. સાચી જ વાત છે ને આજે પણ ધર્મરાજાઓની આજ્ઞા પાળીને લોકો નથી તૂટી પડતાં? વિચારે જ ક્યાં છે?
મંદિર તોડો, મસ્જિદ તોડો, તોડો ગુરુદ્વાર,
બંધના એલાનો આપો દેશ કરો ખુવાર.

નર્કારોહણ-૪
આજે ચોથો દિવસ હતો. હું અને રશ્મીભાઈ નર્કમાં ફરતા હતા. ત્યાં સુંદર વાટિકામાં એક દેખીતો મહાબળવાન પ્રભાવશાળી પુરુષ દેખાયો. રશ્મીભાઈ કહે જુઓ આ તો ઇન્દ્ર દેવાધિદેવ છે. મહાપ્રતાપી અને શરીર સૌષ્ઠવ પણ સમૃદ્ધ. અમે તો પહોચી ગયા. વંદન કરવા એ ભારતીય પ્રણાલી છે. હા અમે કોઈ ને ઝુકી ને ચરણ સ્પર્શ કદી કરતા નથી, પછી તે ગમે તે હોય. એ નિયમ અહી પણ જાળવી રાખ્યો છે. અમે કહ્યું,
‘જય હો દેવાધિદેવ, ભગવાન આપને સીધો જ સવાલ કરી લઈએ, આપનું પ્રિય ભોજન શું હશે?’
‘વત્સ, ઋગ્વેદમાં અમારા ભોજન વિષે જણાવેલું જ છે. અમને પ્રોટીન થી ભરપુર સમૃદ્ધ આહાર જોઈએ, અમારે કાયમ યુદ્ધોમાં જવાનું રહેતું.’
‘પ્રભુ, તો પણ થોડી માહિતી આપો તો સારું. અમને ખબર છે, આપ સદાય યુદ્ધોમાં રત રહેતા હતા.’
‘વત્સ, અશ્વ, ભેંસો, આખલા વિગેરે અમારું પ્રિય ભોજન હતા. જો અમે દાળભાત ખાઈએ તો દુબળા રહી ને બળવાન રાક્ષસો ને હણી નાં શકીએ. અમારી એક થપાટે તો આખલાને પણ ભોમ ભેગો કરી દઈએ.’
‘સાચી વાત છે પ્રભો, પણ આપનું ઇન્દ્રાસન કાયમ ડોલી ઉઠતું અહી પૃથ્વુંલોકમાં કોઈ માળાઓ કરવા બેસી જતું ત્યારે, એ વાત સમજાતી નથી, અને આપ એને અપ્સરાઓ મોકલી રોકી દેતા.’
‘અરે વત્સ, કોઈ હાડપિંજર ત્યાં માળા કરવા બેસી જાય એમાં અમને શું ફરક પડે? એના ઘરની ખુરશી ઉચકવાની ત્રેવડ ના હોય તે મારા ઇન્દ્રાસન ને કઈ રીતે ડોલાવી શકવાનો હતો?’
‘તો પછી પ્રભુ લોકો આવા ડીંગ કેમ મારતા હશે?’
‘વત્સ, એમાં એવું છે ને કે અજ્ઞાની પ્રજાને સમજાવે કે મારા તપ થી ઇન્દ્ર ગભરાઈ ગયો છે, એનું આસન ડોલવા લાગ્યું છે, આવું કહે એટલે લોકો એનાથી ડરે કે આતો મહાન તપસ્વી છે.’
‘અને પ્રભો, આપને ત્યાં થી અપ્સરાઓ મોકલો એમનું તપોભંગ કરવા, એ સાચું?’
‘વત્સ, મારે શું ગરજ હોય? અરે આતો એનો પોતાનો વણ સંતોષયેલો કામરસ એના ગુપ્ત ચિત્ત(સબ કોન્સીયાશ) માં રમતો હોય તે ધોળે દિવસે અપ્સરાઓ દેખાય, ઇલ્યુઝન જેવું, માનસિક બીમારી.’
‘પ્રભુ, આ આપના ત્યાં અપ્સરાઓની ઉમર ૧૬ વર્ષ થી વધેજ નહિ એવું સાભળ્યું છે.’
‘વત્સ, એ પણ ગુપ્ત ચિત્તની કમાલ છે. આ મૂરખ આળસુઓને પૃથ્વી લોકમાં કોઈ સ્ત્રી મળે નહિ, સ્ત્રી મેળવવા માટે એક જાતની કેપેસીટી જોઈએ જે હોય નહિ. એટલે આ લોકો એવું કહે કે અમે તો તપ કરવાના અને સ્વર્ગ માં સુંદર અતિ સુંદર સ્ત્રીઓ ભોગવવાના.’
‘ભગવાન, પણ ઉંમર ના વધે તેવું કેમ કહેતા હશે?’
‘વત્સ, આ બુઢ્ઢા ખુસટોની માનસિક વિકૃતિનો એક પ્રકાર છે. એમને ટીનેજર દીકરીની ઉંમરની સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છાઓ હોય માટે એટલે આવી કલ્પનાઓમાં રાચતા હોય છે. બાકી કોઈની ઉંમર ના વધે તેવું હોય ખરું? વત્સ સેક્સને દબાવો એટલે આવુજ થાય.’
‘ભગવાન, સાભળ્યું છે કે આપના સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે, જે ની ઈચ્છા કરો તે હાજર થઇ જાય.’
‘વત્સ, આ પણ જેને મહેનત કરવી નથી, આલસ્ય શિરોમણી છે જે લોકો તેમને જ આવી બધી કલ્પનાઓ સુજે છે, એક વૃક્ષમાંથી એનાં ફળ સિવાય કશું નાં મળે ખાવા માટે, અને ખાસ ઓક્સીજન મળે. પણ કપડા લત્તા કે બીજી કોઈ વસ્તુઓ ક્યા થઇ ટપકે?’
‘ભગવાન, સાચી વાત છે. ભારતનાં લોકો આલસ્ય શિરોમણી થઇ ચુક્યા છે. આ ભોપાલ કાંડનો ચુકાદો ૨૫ વર્ષે આપ્યો, જે ન્યાયાધીશો બુદ્ધિજીવીઓની પરાકાષ્ઠા સમાન ગણાય તે જ આટલા બધા આલસ્ય શિરોમણી છે.’
‘વત્સ, હવે અફસોસ ના કરો એમજ ચાલવાનું છે તમારે ત્યાં કારણ હજારો વર્ષો થી શિક્ષણ જ એવું મળ્યું છે.’
‘ભગવાન, આ આપ વારે ઘડીએ અસુરોથી હારી જતા એટલે કોઈ ઋષીએ હાડકા આપ્યા ને શસ્ત્ર બનાવ્યું. એના વડે આપ યુદ્ધ જીતી ગયા.’
‘વત્સ, વિચારો જરા કોઈ હાડકામાં શું હોય? કેલ્શિયમ હોય.કોઈ હાડકું ધાતુ જેટલું મજબુત હોઈ શકે ખરું? અને પોતાની જાતને ભૂખે મારતાં લોકોના હાડકા તો કેલ્શિયમ વગરના સાવ જ નબળા હોય. એનાથી કોઈ યુદ્ધ જીતાય ખરું? આતો આ લોકોએ એમનું મહત્વ બતાવવા આવી મનઘડંત વાર્તાઓ બનાવી કાઢી. જેથી સામાન્યજન એમનું માનપાન સાચવે અને ડર્યા કરે. અને વૃદ્ધ લોકોના હાડકા તો સાવ નબળા હોય. આતો તપની બકવાસ વાતોનું મહત્વ બતાવી બતાવીને પ્રજાને ઉદ્યમ વગરની કરી નાખી, આળસુ કરી નાખી. શારીરિક બળની દ્રષ્ટીએ દુનિયાની તમામ જાતિઓમાં એવરેજ ભારતીયો નબળા પડે છે. કોઈ અપવાદ હોઈ શકે. એમાય તમારા ગુજરાતીઓ તો ખાસ.’
‘ભગવાન, એમાં અમારા ધર્મગુરુઓનો ખાસ વાંક છે. ઉચ્ચ આદર્શોની વાતો કરી કરી ને પ્રજાને સાવ નિર્માલ્ય કરી નાખી છે, ઘરમાં આવીને કોઈ મારી જાય છે છતાં ગર્વ અનુભવે કે અમે કોઈ ને મારતાં નથી, અમે તો મહાન છીએ. કોઈ કૃષ્ણ આવશે અને પાપીઓનો નાશ કરશે, ત્યાં સુધી માર ખાયા કરીશું.’
‘વત્સ, અમે તો આખી જીંદગી લડ્યા છીએ, હારી ને ભાગ્યા પણ છીએ, વળી પાછા ઓર મજબુત થઇ ને ફરી લડ્યા છીએ. અરે તમે કાયર બનીને માર ખાયા કરો એમાંથી બચાવવાની જવાબદારી પણ કૃષ્ણ ની? ‘અમે તો યુદ્ધ જીતવા બધુજ કરી છૂટતા. કૂડ, કપટ બધુજ વળી. પ્રેમ અને યુદ્ધમાં બધું જ ચાલે. બસ જીતો એજ મહામંત્ર. જીતો તો જીવો અને હારો તો મરો.’
હવે ખાસ કશું પુછવા જેવું લાગ્યું નહિ. અમને મહામંત્ર મળી ચુક્યો હતો. “જીતો તો જીવો અને હારો તો મરો” ..હાડકાની કે લાકડાની તલવાર થી યુદ્ધો નાં જીતાય. પ્રેમ અને યુદ્ધમાં બધું જાયજ છે, એ શીખવા જેવું ભગવાન ઇન્દ્ર પાસે થી હતું. પણ ના શીખ્યા. “ઉદ્યમો ભૈરવ” નું સૂત્ર અમને સુજ્યું છે, નહિ તો કાલ ભૈરવ તમને ભરખી જશે. બીજા કોઈ ને આ સૂત્ર સુજ્યું હોય તો અમને વાંધો નથી. તપના બહાને નિષ્ક્રિય બની ને બેસી રહેશો નહિ, બીજા ને બેસવા દેશો નહિ. જે બેસી રહેતા હોય તેને ટેકો આપશો નહિ, મદદ કરશો નહિ. એમને ટેવ પડી ગઈ છે, કશું કર્યા વગર ખાવાની. તપના બહાને બેસી રહેવાની વૃત્તિના લીધે ભારતે મહાન વૈજ્ઞાનિકો ખોયા છે. વિજ્ઞાન શરુ થયું ભારતમાં, અને ભારત એમાજ પાછળ પડ્યું. એકંદરે વિકાસ તો થતો જ હોય છે, પાછા ફરવા ની કોઈ જોગવાઈ નેચરમાં કુદરતના નિયમમાં છે જ નહિ. પણ જે પથ્થર યુગમાં જીવતા તે આજે ચાંદ ઉપર પહોચી ગયા, અને તેજ સમયે જેમણે વિજ્ઞાનની શરૂઆત કરી હતી તે કેટલા આગળ વધ્યા છે તે આપણે સહુ કોઈ જાણીએ છીએ. શાશ્વતની ખોજમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા. ભૂતકાળની ગાથાઓમાં વર્તમાનને બગાડી રહ્યા છીએ.
હવે જોઈએ કોણ ઝપટમાં આવે છે? એકાદ વાર ચાન્સ મળે તો થોડું કરપ્શન આપીને સ્વર્ગની મુલાકાત લેવાનું અમે અને રશ્મીભાઈએ વિચાર્યું છે. આમ તો બાજુ માં જ છે. પણ અંદર જવું કાઠું કામ છે. ચોકી પહેરો ખુબ છે. બધે ઓરેન્જ ધારીઓ માળાઓ લઈને ઉભા છે. જોઈએ હવે શું થાય છે?
![images[4]](https://raolji.com/wp-content/uploads/2010/07/images4.jpg?w=474)
નર્કારોહણ-૩
ત્રીજો દિવસ થયો આજે નર્કમાં આવ્યે. દેસાઈ સાહેબ લિસ્ટ લઈને બેઠાં હતાં. મારા પહેલાં આવીને બધું ચેક કરીને બેઠેલા. કોના ઇન્ટર્વ્યૂ લેવાના, કોઈ રહી ના જાય એ માટે લિસ્ટ બનાવેલું.
‘ચાલો આજે દુનિયાના સૌ પ્રથમ રેશનલ માણસને મેળવી દઉં, દેસાઈ સાહેબ બોલ્યા.
‘એ કોણ? રેશનલીઝમ તો હમણાં ચાલુ થયું છે.’
‘ચાલો તો ખરા! એ માણસ સૌ પ્રથમ હતો જેણે ઇશ્વરભાઇમાં માનવાનું બંધ કરેલું.’
અમે તો ચાલ્યા. ત્યાં તો દૂર દૂરથી “બુદ્ધમ શરણમ ગચ્છામિ”નો નારો મધુર અવાજમાં સંભળાવા લાગ્યો. એક ઝાડ નીચે ભગવાન બુદ્ધ બેઠેલા જોયા એમની જગપ્રસિદ્ધ મુદ્રામાં. બાજુમાં દલાઇ લામા પણ જોયા.
મેં કહ્યું, ‘દેસાઈ સાહેબ, આ લામા હજુ જીવતાં છે ને અહીં શું કરે છે?’
‘અરે! એતો ત્યાં સૂતાં હોય ત્યારે અહીં આંટો મારી જાય છે, એ બહાને ચેક થઈ જાય ભવિષ્યમાં અહીં જ આવવાનું છે.’
‘એવું કેમ? એ તો બહુ મોટા ધાર્મિક ગુરુ છે, એમને અહીં શું કામ આવવું પડે?”
‘જુઓ, પૃથ્વી પર હમણાં કોઈ પ્રેસિડન્ટ નવા આવ્યા છે, એમનો હુકમ છે કે જે કોઈ માંસાહારી હોય તે બધા ને નર્કમાં મોકલી આપવા.’
‘કોણ? પ્રેસિડન્ટ સ્વામીની વાત કરો છો? હવે સમજ્યો, આ દલાઇ લામા અહીં કેમ આંટા મારે છે, અમેરિકા જાય ત્યારે સદાય હસતા નિર્દોષ દેખાતા આ ડોસા આરામથી દરિયાઈ વાનગી ખાતાં હોય છે.’
અમે તો ભગવાન બુદ્ધની પાસે જઈ વંદન કરી ને બેઠાં. આ બધા ભગવાન મૂળ અંતર્યામી એટલે અગાઉથી જાણી જાય કે આપણે શું કામ આવ્યા છીએ. મારો પહેલો સવાલ હંમેશની જેમ,
‘ભગવાન આપ પણ અહીં?’
‘વત્સ,મૂળ અમે નાસ્તિક એટલે આના સિવાય બીજે ક્યાં જગ્યા હોય?’ વળી અમારાંથી પણ એક ભૂલ થઈ ગયેલી.’
‘ભૂલ? અને તે પણ ભગવાન આપનાથી?’
‘વત્સ, એકવાર એક અમારો ભિક્ષુ ભિક્ષા પાત્રમાં માંસનો એક ટુકડો લઈને આવ્યો, અને પૂછે કે કોઈ ભિક્ષામાં માંસ આપે તો શું કરવું? ફેંકી દેવું કે ખાઈ લેવું? અમે વિચાર્યું કે ભિક્ષાનું અપમાન ના થાય. અને ના પાડીશ તો આ લોકોના મનમાં ચોઈસ ઘૂસી જશે. માટે અમે હા પાડી કે ભિક્ષામાં આપે તો ખાઈ લેવું. એમાં અમારી ભૂલ આમતો નથી, પણ ભિક્ષુઓએ અવળો અર્થ લઈ લીધો.
‘ભગવાન જરા વધુ ફોડ પાડો.’
‘વત્સ, લોકો એમના મનમાં જે ચાલતું હોય તેવી રીતે જ સમજતા હોય છે. એમની જ દીધે રાખતા હોય છે અને મન ફાવતા અર્થ કરી લેતા હોય છે. એટલે મારા આદેશનો અવળો અર્થ લઈને મારા ભિક્ષુઓએ માંસ ખાવાનું ચાલુ રાખ્યું. એ માટે ભક્તોને અગાઉથી જ કહી દે કે આજે આનું માંસ ભિક્ષામાં આપજો. અરે ઘણા તો પોતે જે પક્ષી ખાવું હોય તે વેચાતું લઈ ને ભક્તોના ઘરે મોકલી આપે, એટલે પેલો એને ભોજનમાં પરિવર્તિત કરી ભિક્ષામાં આપે.’
‘ભગવાન,સાચી વાત છે. લોકો મનગમતાં અર્થ કરી લેતા હોય છે. બાકી આપ તો કરુણાના અવતાર છો આપ આવી હિંસામાં ના માનો.’
‘વત્સ, બીજો દાખલો આપું હું પોતે ઈશ્વરનો ઇનકાર કરી ચૂકેલો, છતાં મને માનનારા મને જ ઈશ્વર બનાવી બેઠાં છે.’
‘સાચી વાત ભગવાન, માટે તો આપ જગતના પ્રથમ રેશનલ ગણાવ, પણ આપના ભક્તો નહિ.’
‘વત્સ, વિરોધાભાસ જુઓ મેં દુનિયાને અહિંસાનાં ખયાલ આપ્યા, પણ મને માનવાવાળા દેશો જેવા કે ચીન અને જાપાન અને બીજા ઘણા બધા કોઈ જીવ જંતુ, પશુ પક્ષી કે સરીસર્પ ખાવા માટે બાકી રાખતાં નથી. સજીવો ઉપર સૌથી વધુ જુલમ, હિંસા, ક્રૂરતા આ લોકો જ કરે છે.’
‘સાચી વાત છે ભગવાન, સાપ, દેડકા, ઉંદરથી માંડીને કૂતરાં સુદ્ધાં ખાઈ જાય છે, હવે આમાં આપની કરુણા તો હવાઈ જ ગયી છે.’
‘વત્સ, એક વાર સભા પૂરી થઈ એટલે અમે કહ્યું કે હવે સૌ પોતાનું નિત્ય કર્મ કરો, મારો આશય હતો કે ધ્યાન કરો, પણ સભામાં આવેલો ચોર ચોરી કરવા ગયો, વૈશ્યા એના ગ્રાહકો જોડે ગઈ, લૂંટારો લૂંટ કરવા ગયો. બધા કહે ભગવાને કહ્યું છે. બોલો જગતનું આવું છે ભાઈ.’
‘ભગવાન એક સવાલ કે આપે જ્ઞાન મેળવવા ઘર, સુંદર પત્ની અને કુટુંબ છોડી દીધું એ જ્ઞાન ઘરમાં રહી ને ના મેળવી શકાય તેવું હતું? આ હિંદુઓના તો દરેક ઋષિ મુનિઓ પરણેલાં અને બાળ બચ્ચાંવાળા હતાં.’
‘વત્સ, તમારી વાત સાચી છે. ઘરમાં રહીને પણ મેળવી શક્યા હોત. તમારા જેવો સવાલ અમે જ્ઞાન મેળવીને પ્રથમ વાર પાછાં આવ્યા ત્યારે યશોધરાએ પણ કરેલો. ત્યારે અમે ડિપ્લોમેટીક જવાબ આપેલો કે મેળવી શક્યા હોત પણ એ વખતે લાગતું હતું કે સંસારમાં રહીને જ્ઞાન નહિ મળે માટે ભાગી ગયેલા. મૂળ અમે રાજકુંવર હતા, અમે કદી જીવનની વિષમતાઓ જોયેલી નહિ.પહેલીવાર જોઇને ગભરાઈ ગયેલા, ડીપ્રેશનમાં આવી ગયેલા માટે સંસાર અસાર છે સમજી ભાગી ગયેલા, પણ એ ખોટું હતું તે સમજ્યા ત્યારે મોડું થઈ ચૂક્યું હતું.’
મૂળ કરુણાના અવતાર ગણાતા ભગવાન બુદ્ધની આંખોમાં આટલું બોલતા બોલતા આંસુ તગતગવા લાગ્યા એટલે હું દલાઈ લામાજી તરફ વળી ગયો. એ એમનું સદાયનું લાક્ષણિક ખી ખી કરતું હાસ્ય કરતા મારી સામે જોઈ રહેલાં.
મેં એમને નમસ્કાર કરીને પૂછવાનું ચાલુ કર્યું, ‘લામાજી આપ ખાલી આંટો મારવા આવ્યા લાગો છો?’
‘હા ભાઈ, આમેય હવે ત્યાં પ્રેસિડન્ટ સ્વામી જ ભગવાન છે, પ્રગટ બ્રહ્મ છે માટે એમના આદેશ મુજબ અમારે અહીં જ વાસ કરવાનો છે. માટે જરા જોવા આવી જાઉં છું. એ બહાને અમારા ભગવાન જોડે મુલાકાત પણ થઈ જાય છે.’
‘આપ પણ મોટાભાગે અમેરિકામાં ફરતા હોવ છો, ત્યારે સીફૂડ ઝાપટતાં હો છો, એ ખોટું ના કહેવાય?’
‘ભાઈલા, એ વાંક આમનો છે,’ લામાજીએ ભગવાન બુદ્ધ તરફ ઇશારો કર્યો. ‘તેઓશ્રીએ મહાવીર સ્વામિની જેમ કડક થઈને સ્પષ્ટ ના પાડવી જોઇતી હતી.’
‘લામાજી આપની વાત સાચી છે, પણ હવે તો અમેરિકા અને ભારત સુધ્ધા માને છે કે તિબેટ આપનું નથી. ધર્મગુરુઓનાં હાથમાં રાજકારણ અને દેશની ધુરા સોંપી ના દેવાય.’
‘ભાઈ, હવે એવું છે કે આખી દુનિયા જાણે છે કે તિબેટ અમારું જ છે, પણ ચીન હવે સુપર પાવર બનવા જઈ રહ્યું છે એને કોણ કહે?’
‘લામાજી ખોટું ના લગાડતા પણ કુદરતનો નિયમ છે કે સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ, કુદરત માટે બધા સરખાં જ છે કોઈ વિશેષ નથી.’
લામાજી પાસે કોઈ જવાબ નહિ હોય તે નિરુત્તર થઈ ગયા.
હું અને દેસાઈ સાહેબ આગળ વધ્યા. મેં દેસાઈ સાહેબને પૂછ્યું કે હવે કોને મળીશું?
દેસાઈ સાહેબે પ્રેમભરી સ્પષ્ટ સૂચના આપી કે મને દેસાઈ સાહેબ ના કહેશો. ખાલી રશ્મિકાંત કહેજો. મારે પણ રશ્મિ નામ સાથે સારું લેણું છે. મારા વડોદરા નિવાસ દરમ્યાન ખાસ મિત્ર વડોદરાના વન ઑફ ધ બેસ્ટ ફોટોગ્રાફર રશ્મિન શાહ મારા ખાસ મિત્ર હતા. આજે પણ છે જ. એમનો સ્ટુડીઓ પાણીગેટ બહાર વામા સ્ક્વેરમાં છે. મેં રશ્મિકાંતને કહ્યું કે આ મારા મિત્ર રશ્મિન શાહની નાની દીકરી આકાશમાં જ્યારે પણ કોઈ પ્લેન જુએ કે તરત એના પપ્પાને કહેશે પાપા ચાલોને એક વાર તો રાઓલજી અંકલ પાસે અમેરિકા લઈ જાઓ. જ્યારે જ્યારે રશ્મિનભાઈ મને ફોન ઉપર આ વાત કરે ત્યારે મને કથાકાર બાપુ યાદ આવી જાય. પેલી દીકરી તો ચાઈલ્ડ જ છે, બાપુ પણ?
ચાલો વિમાનમાં કથા કરવા જઈએ. જો કે દરેક પુખ્ત માણસમાં પણ એક બાળક ક્યાંક તો એના અવચેતનમાં છુપાઈ ને બેઠેલું તો હોય જ છે. મારા, તમારા અને બધામાં. એટલામાં ભગવાન શ્રી રામ ફરતાં ફરતાં અમારી નજીક આવી ગયા. અમે પણ સાઈડવોકમાં એમની સાથે થઈ ગયા. હવે તો ભગવાન અમને સારી રીતે ઓળખી ગયા છે.
મને કહે, ‘અમારું નામ સૌથી વધારે વટાવી ખાનાર હમણાં તમારા ન્યુ જર્સીમાં છે કેમ?’
‘હા ભગવાન એડીશનમાં કોઈ મહોત્સવના નામે કથા આપની ચાલી રહી છે. બહુ મોટા મોટા સાક્ષરો પણ પધાર્યા છે.’
‘વત્સ,આ સાક્ષરોને કોઈ કામ ધંધો છે નહિ? વાક્ચાતુર્ય પણ બહુ અસર કરતું હોય છે.’
‘કેમ ભગવાન એવું બોલવું પડ્યું? હમણાં તો એ બહુ ફેમસ મોટી હસ્તિ બની ગયા છે, લોકો એમને વૈશ્વિક ઘટના કહે છે.’
‘વત્સ, સાંભળ્યું છે કે એ કોઈ પર્વો યોજે છે?’
‘હા! ભગવાન, અસ્મિતાપર્વ, સંસ્કૃતપર્વ, હમણાં સદભાવનાપર્વ યોજાઈ ગયું.’
‘વત્સ, મને બધી ખબર છે. આ સદભાવના પર્વ ક્યાં યોજેલું?’
‘ભગવાન, મહુવામાં એમના બધા પર્વો ત્યાં કોઈ સ્કૂલમાં યોજાય છે.’
‘વત્સ, મહુવામાં સદભાવના પર્વની શી જરૂર? ત્યાં કેટલા લોકો સાંભળવા આવે? ૧૦૦૦ કે ૨૦૦૦? એટલાં પણ કદાચ નહિ આવતા હોય, અને સાક્ષરો પણ એના એજ કાયમ આવતા હોય.’
‘તો ભગવાન સદભાવના પર્વની ક્યાં જરૂર છે વધારે?’
‘અરે વત્સ! એની જરૂર છે જ્યાં સદભાવના ના રહી હોય તેવા વિસ્તારોમાં, જ્યાં કોમી કે બીજા કોઈ તોફાનો થતા હોય ત્યાં?’ મહુવાની સ્કૂલના પટાંગણમાં નહિ.’
‘ભગવાન, આપ એવા કેટલા વિસ્તારો જાણો છો કે જ્યાં આની જરૂર હોય?’
‘વત્સ, એક તો ખાસ ગોધરા અને અમદાવાદમાં, એમાંય કાલુપુર, દરિયાપુર, ડબગરવાડ ,શાહપુર અને જુહાપુરા, નરોડા પાટીયા અને ગુલબર્ગ સોસાયટી. વડોદરામાં ખાસ તો મચ્છીપીઠ ,વાડી, મોગલ રેસ્ટોરેન્ટ, બેસ્ટ બેકરી. ગોંડલ એરિયામાં જ્યાં દરબારો અને પટેલો કાયમ રાજકારણના લીધે લડી મરે છે. પોરબંદરમાં જ્યાં મેર અને ખારવા વચ્ચે સિવિલ વોર જેવું ચાલ્યા કરે છે. આ બધી જગ્યાએ જ્યાં લોકો વચ્ચે સદભાવના રહી જ નથી ત્યાં આવા પર્વો યોજતાં હોય તો સારું. પણ આ હોશિયાર એવે ઠેકાણે કદી દેખાતો પણ નથી. અને મૂરખો એમને વૈશ્વિક ઘટના તરીકે ઓળખાવે છે ત્યારે જ્યાં વૈશ્વિક ઘટના થાય છે ત્યાં સદભાવના પર્વ યોજવા વર્લ્ડ ટ્રેડ સેન્ટર, બૈરુત, ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇઝરાયલ અને પેલેસ્ટાઇનમાં કેમ નથી જતો?’
‘ભગવાન, મારાથી ના બોલાય લોકો નારાજ થઈ જાય છે, માર્દવભાઈ તો લડવા આવે છે. એમને સપના ના આવે એમાં તમારે શું? એ ધંધો કરે કથાનો અને કરોડો કમાય તો તમારે શું? તમને કોઈ એક રૂપિયો એ બોલવાનો આપવાનું છે? આવું કહી ને રોજ ઠપકો આપે છે. એટલે તો અહીં સાવ નજીક એડીશનમાં જ કથા ચાલે છતાં હું જતો નથી ભગવાન લોકો મને માર મારે તો? આ ઉંમરે હાડકા પાછાં સંધાય નહિ.’
‘વત્સ, સાચી વાત છે તમારી, તમારો ભય સાચો છે, પેલાં અમેરિકન પંકજ ત્રિવેદીનું આવાજ ધર્માંધ લોકોએ ખૂન કરી નાખેલું. એમણે પોતે આ કહેવાતા ધાર્મિક પરિવારને એક કરોડનું દાન આપેલું તેવું કહેવાય છે, છતાં મારી નાખતા જરાપણ શરમ આવી નહિ.’
‘ભગવાન, એમાં પણ એમના એક ભક્ત કહે કે દાદા કે દીદી કોઈનું ખૂન ના કરાવે પણ એમના કોઈ ભક્ત ને ખુન્નસ ચડી જાય ને મારી નાખે એમાં દાદા અને દીદી નો શું વાંક?’
‘વત્સ, સાચવજો હવે સાચી વાતો કહેવા જતાં જાનનું જોખમ હોય છે, અને આ ધાર્મિક લોકોનો કદી વિશ્વાસ ના રાખતા. એમના જેટલા ભયાવહ તો વાઘ અને સિંહ પણ નથી.’
‘ભગવાન, અમે પણ તમારા રઘુકુલના છીએ એમ ડરી જઈએ તેવા નથી.’
‘વત્સ, અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે તમને કશું ના થાય.’
ચાલો અમને તો ભગવાન રામજીના શુભ વચનોનો સાથ મળી ગયો છે. રશ્મિકાંત દેસાઈ અને હું કાલે પાછાં કોનું દિમાગ ચાટીશું એની ચિંતામાં પડ્યા હતા. જો કે રશ્મીભાઈ પાસે લાંબું લિસ્ટ છે એટલે જે વહેલો તે પહેલો. ફરતા ફરતા જે હાથ ચડી જાય તેનું દિમાગ ચાટી લેવાનું. ભાઈ અહીં નર્કમાં ખૂબ ઠંડક છે. કોઈ શેકવાના તવા કે શૂળી કે કરવત કે કશું સજા કરે યાતનાઓ કરે તેવું દેખાતું નથી. પણ આ બધા સારા માણસો અહીં ફક્ત માંસાહારને લીધે અહીં તગેડી મૂકવામાં આવે તે મને પ્રૅસિડેન્ટ સ્વામી અને વૈદ્ય સ્વામીની જ્યાદતી લાગી. પણ હમણાં કશું બોલાય તેમ નથી. પ્રગટ બ્રહ્મ છે ભાઈ!!!!!
કાવ્યગોષ્ઠી, મોરારીબાપુના સાનિધ્યમાં, ન્યુ જર્સીમાં…હું તો ખાસ ચિનુ મોદી, રઘુવીર ચૌધરીને સાંભળવા બેસી રહેલો. આયોજકો હોશિયાર આ બેને છેક છેલ્લે બોલાવ્યા. ચિનુ મોદી એમની લાક્ષણિક શૈલીમાં બોલ્યા. ખુબ મજા આવી. થોડા હસાવ્યા પણ ખરા. રઘુવીર ચૌધરી તો મારા ગામ માણસાની બાજુના ગામ બાપુપુરાનાં. એમને તો હું ઘણી વાર મારા અભેસિંહનાં માઢ આગળ ઉભો હોઉં ત્યારે બજારમાં જતા આવતા જોતો. ઉંચી પાતળી દેહયષ્ટિ, પાતળું લાંબુ રોમન નાક, લાંબા વાળ કોઈ રોમન યોદ્ધો ઝબ્ભો અને લેંઘો પહેરીને જતો હોય તેવા લાગે. એમણે તો કવિતા કરી જાણે હૃદય પર પીંછું ફરી ગયું, “મેં તો મને કહ્યું હતું પણ તમે સાંભળી લીધું” વાહ ભાઈ વાહ!! રાજસ્થાન વિષે સરસ કવિતા એમણે કહી, પણ બધા સમજ્યા હોય તો સારું. એક ભાઈ એ અમદાવાદ વિષે કવિતા કહી.
છેલ્લે આવ્યા પાછા સુરેશ દલાલ. અહીના ગુજરાતીઓ કેવું ગુજરાતી અંગ્રેજી મિક્સ ગુજરેજી બોલે છે તેની કવિતા કહી બધાને ડોલાવી દીધા. અહીના કોઈ કવિને કવિ શ્રી રમેશ પારેખ એવોર્ડ અપાયો. દિવંગત કવિશ્રી ગઝલકાર આદીલ મન્સૂરી વગરના સંમેલનમાં એમનો ખાલીપો બધાયે અનુભવ્યો. એમના પત્ની અને સુપુત્ર બંને સ્ટેજ ઉપર આવ્યા અને કવિશ્રી આદીલ મન્સૂરીના નામનો એવોર્ડ હવેથી આપશે તેમ જાહેર કરી ને પહેલો એવોર્ડ ચિનુ મોદી ને આપ્યો. ચિનુ મોદીએ વાતાવરણ ને શોકમગ્ન બનાવ્યા વગર પરમ મિત્ર આદીલ સહેબ ને શ્રદ્ધાંજલિ અર્પી. અને આમજ સંમેલન પૂરું થયું. ખુબ મજા આવી. મને થયુકે મારા વાચકોને પણ મારા આનંદમાં ભાગીદાર બનાવું. એટલે આ લખ્યું છે. મને કોઈ અંદાઝ હતો નહિ કે આવી ને આના ઉપર લખીશ માટે કોઈ નોંધ કરેલી નહિ, બાકી સારી સારી પંક્તિઓની મજા પણ માણવાં મળત. જેટલું યાદ રહ્યું તેટલું લખ્યું છે.
નર્કારોહણ-૨
અમે અને દેસાઇ સાહેબ ચાલતાં ચાલતાં આગળ વધ્યાં. ત્યાં સુંદર બગીચામાં માથે મોરપંખ બાંધેલા ભગવાન શ્રી ક્રુષ્ણ બેઠેલા જોયા સુંદર રમણીય નારીઓ વચ્ચે. હું તો ઝટ દઇને દોડ્યો આ તો મારા ખાસ.મેં કહ્યું,
‘ભગવાન આપ પણ અહીં?’
‘અમારી વૈકુંઠમાંથી અહી બદલી થઇ ગયી છે, ખબર નહીં હમણાં શું ટ્રેન્ડ આવ્યો છે કે ઘણા બધાંની અહી ટ્રાન્સ્ફર થઇ ગઇ છે.’
‘તો ભગવાન આપ અહીંથી ભારત(કુરુક્ષેત્ર)માં પધારો છો? મને તો એમ હતુ કે આપ સ્વર્ગમાંથી આવતા હશો.’
‘ના વત્સ, હું અહીં નર્કમાં ફરું કે ત્યાં ફરુ શું ફેર પડે છે? હવે લગભગ બધે સરખું જ વાતાવરણ થઇ ગયું છે.’
‘ભગવાન સાવ એવુ ના બોલો મેરા ભારત તો મહાન છે, સોને કી ચીડિયા છે.’
‘વત્સ હતું ત્યારે હતું અત્યારે નથી, જુઓ અમે તો ક્ષણમાં આતતાયીને હણી નાખતા હતા, તમને એક કસાબ હરાવી જાય છે, અમારા વારસદારો શું આવા હોય?’
‘પણ ભગવાન શુ કરીએ! નેતાઓ એવાં છે કે દેશને નર્ક બનાવી દીધો છે, પ્રજા શું કરે બીચારી?’
‘સાવ ખોટી વાત છે વત્સ! પ્રજા જ દેશને મહાન અને સ્વર્ગ બનાવી શકે અને પ્રજા જ દેશને પામર અને નર્ક બનાવી શકે. આ નેતાઓ ઉપર થી ટપકે છે?
‘ના ભગવાન એ તો પ્રજા જ ચુંટે છે, પ્રજામાંથી જ આવે છે.’
‘વત્સ, હવે સમજાયું? કુવામાં હોય તો હવાડામાં આવે.’
‘સમજાયુ ભગવાન વાંક બધો જનતાનો જ છે.’
‘વત્સ, ભારત મા બીજાને દોષ દેવાની બહુ બુરી આદત પડી ગઇ છે.’
‘ભગવાન દવે સાહેબ એવુ ક્યાંક થી શોધી લાવેલા હતાં કે રાધાજી તો આપના મામી હતા, એમને કામવાસના એ સતાવ્યા તો આપ બાળકમાંથી રાતોરાત પુખ્ત થઇ ગયા અને રાસલીલાઓ તથા કામલીલા કરી.’
‘અરે વત્સ, તમારા કોઇ મહરાજશ્રીને એમની કોઇ યુવાન મામી ગમી ગઇ હશે, એટલે મારા નામે ચડાવી દીધું લાગે છે.’
‘એટલે, સમજ્યો નહીં ભગવાન.’
‘અરે નાદાન, એમની યુવાન મામીને ભોગવવી હશે, પેલી માનતી નહી હોય, નીતિમત્તાની વાતો કરતી હશે, એટલે મારી આવી વાતો કરી હશે કે ભગવાન પણ આવુ કરતા હતાં.પછી પેલીને પટાવી લીધી હશે.’
‘પણ ભગવાન, આપ અહીં નર્ક મા કેમ? આપ તો માખણ ખાતાં હતાં.’
‘કેમ ભુલી ગયાં? રાજસુય યજ્ઞ વખતે એંઠી પતરાળીઓ અમે ઉઠાવેલી એમાં સમાજના કહેવાતા ઉચ્ચ વર્ગે હરણના માંસનો આહાર કરેલો એ પતરાળીઓ અમે ઉચકેલી એના માટે અહીં આવી ગયા.’
‘અને ભગવાન મહાભારતના યુદ્ધના લીધે પણ લોકો માને છે કે આપે ખોટું કરાવેલું.’
‘વત્સ, ભલે લોકો માને ખોટું પણ સ્ત્રી ને ભરી સભામાં નગ્ન કરે તેવી સડેલી વ્યવસ્થાનો નાશ જરૂરી હતો, એના માટે થઇને જૈનોએ પણ મને એમના નર્કમાં નાખેલો જ છે.’
‘પણ ભગવાન એમના એક તીર્થંકર નેમિનાથ તો આપના કાકાના દીકરા ભાઇ હતા, તો એમણે પણ લાગવગ ના કરી?’
‘ના એમાં લાગવગ ના ચાલે, કદાચ એમણે પણ સજેસ્ટ કર્યું હોય કે બહુ ફાટ્યો છે નાખો નર્કમાં, જુઓ ભાઇ જેવો મિત્ર નહીં ને ભાઇ જેવો કોઇ દુશ્મન પણ નહીં.’
‘હા ભગવાન એ વાત સાચી,પાંડવો પણ કૌરવોના ભાઇઓ જ હતાં ને?’
‘વત્સ, હવે તમે અહીં જ રહેવાના છો જ્યારે ઇચ્છા થાય ત્યારે મળી શકો છો, હવે હું જરા મારી સુર સાધના કરી લઉં.
ભગવાન હવે વાંસળી વગાડવા લાગ્યા. એમની ક્લાસીકલ ધુનો શરુ થઇ તો લોકો ડોલવા લાગ્યા. અમે ત્યાંથી આગળ વધ્યા. જ્યારે જ્યારે હું પૂછું કે આપ લોક નર્કમાં કેમ? ત્યારે દેસાઇ સાહેબ મૂંછ મા હસે. મને તેનું રહસ્ય સમજાય નહીં. મને તો આ નર્કમાં કોઇ પાપી માણસો ને શેકવાનાં તવા વિગેરે દેખાયું નહીં. બચપણમાં મેં નર્કમાં શી યાતનાઓ વેઠવી પડે તેના ફોટા જોયેલા. એ વખતે હું ડરીજ ગયેલો. કે કદી પાપના કરવું. પણ પછી સમજ પડી ગયેલી કે આ તો તમારી અંદર રહેલા ડરનો ઉપયોગ કરીને રોટલા શેકવાનો ધંધો ચાલે છે. આમેય ભયની વ્રુત્તિ દરેકમાં મુકેલી જ હોય છે કુદરતે. હિંસક પશુ પ્રાણીઓથી ના ડરો અને ભાગો નહીં તો એ લોકો તમને મારી નાખે. અને ડરી ને ભાગી જાવ તો બચી જવાય. એ બહાને સર્વાઇવ થઇ જવાય.
સમયથી પહેલાં કુદરત તમને મારી નાખવા નથી ઇચ્છતી માટે આવી ડર અને ભય જેવી ભાવનાઓ મુકેલી છે. છતા કાયમ ભાગ્યા કરો તો પણ ના ચાલે. કાયમ ડર્યા કરો તો પણ ના ચાલે. ઉલટાનું લોકો ડરાવી ડરાવીને મારી નાખે. માટે અભયની ભાવના પણ મુકી. સર્વાઇવ થવા મજબૂત પણ બનવું પડે. માટે સાહસ મૂક્યું.કપરી પરિસ્થિતીમાં લડવાનુ બળ આપ્યું. માટે ઉપનીષદો એ અભયના વચનો વદ્યા અને ભગવાન મહાવીરે પ્રથમ સુત્ર અભયનું આપ્યું. માણસ એકબીજાને મદદ કરે છે. કેમ? એકબીજાને મદદ કરી ને કોઇ ઉપકાર કરતો નથી. એક બીજા ને બચાવીને કોઇ ઉપકાર કરતો નથી. આ તો બંનેનો સહીયારો પ્રયાસ છે સર્વાઇવ થવાનો. આ બધું સમજવા જેવુ છે. વાઘ અને સિંહ સામે આવે અને તમે ભાગી જાવ તો ડરપોક ના કહેવાઓ. એ કુદરતી છે. પણ મુઠ્ઠીભર અંગ્રેજોના ગુલામ રહેવું તે કાયરતા છે. કાયમ બહાદુરીના બણગાં ફૂંકીને હજાર વર્ષ ગુલામ રહેવું તે નરી કાયરતા જ છે. ગાંધીજી પાકા વણીયા હતા, બુધ્ધિશાળી હતા. એમને ખબર હતી કે આ કાયર પ્રજા લડીને આ લોકોને ભગાડી નહીં શકે. માટે મારવાનો નહીં માર ખાવાનો કોન્સેપ્ટ લઇ આવ્યા. મારી મારી ને કેટલા ને મારશો? કરોડો છીએ. થાકીને ભાગી ગયા.
બસ હવે તો અહી નર્કમાં જ રહેવાનું છે. અહીં તો બહુ બધા મહાનુભવો છે. બધાને મળીશું અને વાતો કરતાં રહીશું.