All posts by Bhupendrasinh Raol

વિચારવાની બારીઓ ખોલીને બેઠેલો સીધોસાદો માનવી.

દ્વારિકાના કૃષ્ણ!!!ઐતિહાસિક મહાપુરુષ ! ! ! !

 
imagesQEP7Z10M     દ્વારીકાના કૃષ્ણ
    કૃષ્ણ એક ઐતિહાસિક મહાપુરુષ હતા એમા કોઇ શંકા ના કરી શકે. એમને ભગવાન માનવા એ આપણી મજબુરી છે. ભયમાથી જે ઉગારે તેને ભગવાન માનવા માટે મન લલચાય છે, તે સ્વાભાવિક છે. કૃષ્ણે ઘણા બધા લોકોને બચાવેલા.ઋગવેદમા એમનો કોઇ ઉલ્લેખ નથી, પણ રામક્રુષ્ણ ગોપાલ ભંડારકર, ઋગ્વેદ ૮.૯૬.૧૩ દ્રપ્સા… ક્રુષ્ણા (Black ડ્રોપ) ને કૃષ્ણ  સાથે જોડે છે. કૃષ્ણનો એક અર્થ કાળો(Black) પણ થાય છે. સ્પીરીટ ઓફ ડાર્કનેસ.. કે પછી ડાર્ક મેટર ???? કૃષ્ણ  શ્યામ હતા. શ્યામ રંગમા એક ડેપ્થ હોય છે. પાણી છીછરૂ હોય તો ? અને ઉંડુ હોય તો  ? કૃષ્ણ  શબ્દમા કર્ષણ પણ છે. આકર્ષક ! ! કૃષ્ણ  બધાને આકર્ષે છે. કૃષ્ણને માથે મોરપંખ છે. એમા બધા રંગો છે. કૃષ્ણમાં  તમને બધા રંગ જોવા મળશે. કૃષ્ણ  તો એક ઇન્દ્રધનુષ છે. મહાવીર એક જ રંગ, વિતરાગ, ફક્ત ત્યાગ ત્યાગ અને ત્યાગ, સ્પષ્ટ રંગ. બુદ્ધ એક રંગ ધ્યાન અને ધ્યાન. રામ એક જ રંગ ઉંચા આદર્શો. કહેવાય છે જિસસ ગંભીર, કદી હસતા નહી.

કૃષ્ણના અનેક રંગ, અનંત રંગ, અટ્પટા રંગ. કૃષ્ણ  કદી હીમાલય ભાગ્યા નથી, કદી સંસાર ત્યાગ્યો નથી. સંસાર અને પરમાત્મા વચ્ચે એક સેતુ બન્યા છે. જિવન સંગીત હતા કૃષ્ણ , રસસરોબર, જીવનના અનેક રંગ કૃષ્ણમા સમાયેલા છે. કૃષ્ણમા બધુ જ છે, જેને જે ગમે તે લઈ  લો. સુરદાસે સુંદર સ્ત્રી જોઇ આંખો ફોડી નાખી, ક્યાક કામવાસના પકડી ના લે. એને ગોપીયોના વસ્ત્રો હરણ કરતા કૃષ્ણ ના ફાવે. એણે તો બાલકૃષ્ણના પદો જ રચ્યા. જયદેવના ગીતગોવીંદને અને મધ્યયુગના બીજા કવિઓને શ્રુંગારીક કૃષ્ણ જ ભાવે.
  

ડો.નરહરી આચર, (પ્રોફેસર ઓફ ફીજીક્સ, યુનિવર્સિટી ઓફ મેમ્ફિસ, ટેનેસી) પ્લેનેટેરિયમ સોફ્ટવેર વાપરી રીસર્ચ કરી કૃષ્ણના જન્મની સાલ ૩૧૧૨BC અને મહાભારત્ના યુદ્ધની સાલ કાઢે છે ૩૦૬૭BC. મહાભારત અને હરીવંશ પુરાણમા લખેલા ગ્રહોના ગણિતને ચકાસીને ઉપરોક્ત તારણ કાઢવામા આવ્યુ છે.

મહાભારતમાં મોસાળપર્વમા દ્વારીકા ડુબી ગઈ એનુ વર્ણન અર્જુન મુખે છે. ડો.એસ.આર રાવ જાણીતા આર્કીયોલોજિસ્ટ છે. એમની રાહ્બરી હેઠળ હાલની  દ્વારીક અને બેટદ્વારીકાનાં  સમુદ્ર્મા ડૂબકી મારો મોકલીને પુરાવા એકઠા કર્યા છે. કોઈ ગ્રેટ સુનામી કે ICE  AGE નો   બરફ પીગળવાથી કોઈ મહાપુર આવ્યું હોય તે સંભવ છે. જાપાનમાં સમુદ્રમાં એવા સ્થાપત્યો મળ્યા છે. હરિવંશ પુરાણમાં લખ્યા પ્રમાણે દ્વારિકાનાં દરેક રહેવાસીએ ખાસ પ્રકારની મુદ્રા ઓળખપત્ર તરીકે રાખવી પડતી. એને બતાવ્યા પછી જ દ્વારિકામાં પ્રવેશ મળતો. આ મુદ્રાઓ seal ડો.રાવ ને હાથ લાગ્યા છે.  આજના આઈ.ડી એ કૃષ્ણની શોધ છે.  એસ્ટ્રોનોમીકલ, આર્કિયોલોજીકલ અને લીન્ગ્વાસ્ટીક પુરાવા સાબિત કરે છે કે કૃષ્ણ ઐતિહાસિક મહાપુરુષ હતા. એમને ભગવાન માની એમના જીવનમાંથી શીખવાના તત્વોમાંથી આપણે દુર જઈ રહ્યા છીએ.

   બે ગંધર્વો શ્રાપથી વૃક્ષ બની ગયેલા.બાળ કૃષ્ણ એમનો ઉદ્ધાર કરે છે તેવી વાર્તા(યમલાર્જુન) છે. એક યુવાન અને પાસે વૃક્ષ અને માનવનું મિશ્રણ એવું એક સ્થાપત્ય મોહેંજો ડેરોમાંથી મળેલ છે. આશરે સાતમી સદી માં ભક્તિ ટ્રેડીશન જોર પકડવા લાગ્યો. ૧૨ મી સદીમાં જયદેવે ગીત ગોવિંદ રચ્યા પછી એમાં જબરદસ્ત ઉછાળ આવ્યો અને એક ઐતિહાસિક મહાપુરુષ ભગવાન બની ગયા.ગૌડીય વૈષ્ણવ,વલ્લભ સંપ્રદાય અને નિમ્બાર્ક સંપ્રદાય આ ત્રણે એના આધારસ્તંભ બન્યા.

     જૈનધર્મમાં બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એમ ત્રિપુટી છે. અહી વાસુદેવ એટલે કૃષ્ણ અને પ્રતીવાસુદેવ એટલે જરાસંધ સમજવો. બાવીસમાં તીર્થંકર નેમીનાથના પિતરાઈ ભાઈ એટલે શ્રી કૃષ્ણ. કૃષ્ણ અહી શલાકાપુરુષ છે. જગતને બચાવી લેવા પ્રતીવાસુદેવને કૃષ્ણ હણે છે. હવે જગતને બચાવ્યું તે પુણ્ય અહી ના મળ્યું, પણ હિંસા કરી તેની સજા મળી. કૃષ્ણને જૈનોએ સાતમાં નરકમાં નાખ્યા છે. પણ એમેને અવગણવા ભારે છે, માટે સજા પૂરી થયે તીર્થંકર બની શકાય છે.

     બુદ્ધધર્મમાં કૃષ્ણ વાસુદેવ, કાન્હા, કેશવ છે. એમના ભાઈ બલરામ નાનાભાઈ છે, મોટા નહિ. બહેન અંજના છે. જાતક કથાઓમાં એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવા જન્મે તેઓ સારીપુત્ર છે અને બુદ્ધના જમણા હાથ સમા ધર્મસેનાપતી છે. A.D 752 Nara, જાપાન, સમ્રાટ સોમુના આદેશથી બંધાયેલા તોડાઇ-જી ટેમ્પલના ગ્રેટ બુદ્ધા હોલમાં કૃષ્ણનું એક સુંદર શિલ્પ છે. જેનો ફોટો અહી મુક્યો છે.

    કૃષ્ણ મહામાનવ હતા. સર્વાઈવલના યુદ્ધના અપ્રતિમ યોદ્ધા હતા. આખી જીંદગી એમની લડવામાં ગઈ છે, પણ કદી હાર માની નથી. જ્યાં જે કરવું પડે તે કર્યું છે. કપટ પણ કર્યું છે. જરૂર પડે યુદ્ધના મેદાનમાંથી ભાગી પણ ગયા છે. પૃથ્વીરાજ ચૌહાણ ભાગીને સર્વાઈવ થઇ ગયો હોત તો ઈતિહાસ આજે જુદો હોત. જરૂર પડે દ્વારિકા મુવ પણ થઇ ગયા. આપણે તો નોકરીમાંથી બદલી થાય તો રાજીનામું મૂકી દઈએ. દુષ્ટોને માર્યા પણ છે, ધમકાવ્યા પણ છે. હદ બહારની ક્ષમા કદી આપી નથી. ભોગ ભોગવ્યા છે. સુંદર સ્ત્રીઓ સાથે રમ્યા પણ છે. જીવનના કોઈ રંગને છોડ્યો નથી. છતાં તમે એમને વિલાસી કદી કહી ના શકો. કૃષ્ણ કદી કોઈને ગાંઠ્યા નથી. આપણાં ભયમાંથી બચાવનાર કાલ્પનિક ભગવાનની મૂર્તિમાં કૃષ્ણ જેવા મહામાનવ ફીટ થઇ ગયા. અને એટલેજ વેદ વ્યાસને ફાવતું જડી  ગયું. કૃષ્ણના નામે ઘણું બધું અસંદિગ્ધ કહીને ભારતના માથે મારી દીધું. સંશયાત્મા વિનશ્યતિ કે ચાતુર વર્ણ્ય મયા સૃષ્ટમ જેવું….. 

Krishna in Japan

દીપોત્સવી શુભહાસ્ય કામના!!!!

સર્વે મિત્રોને  દીપાવલી પર્વ નિમિત્તે શુભકામના.
વડોદરાથી ભણીને માણસા ગયો ત્યારે મારી બોલચાલની ભાષામાં વડોદરાનો ટચ આવી ગયેલો. ઘણા મિત્રો અને સગાઓ તમે તો શે’ર ના આવું કહીને ટોણાં મારી લેતા. મને પણ સાવ છેવાડાની ગ્રામ્ય  ભાષાના શબ્દો ઘણીવાર સમજાતાં નહિ ત્યારે ઘણી રમૂજ પેદા થતી. મૂળે ગણોતધારામાં મોટાભાગની જમીન જતી રહેલી, થોડી બચાવી લેવા હું ગામમાં રોકાઈ ગયેલો. ખેતરમાં જતા શેઢા પર ચાલતાં ફાવતું નહિ.ઘણીવાર ગબડી ગયો હોઈશ. કોઈ જોતું નથી ને એવું ચેક કરી પાછો ઊભો થઈ જતો. પછી તો ટેવાઈ ગયેલો.

અમારા શેઢા પાડોશીના દીકરાનું નામ કનું હતું. બધા કનિયો કે કનું કહેતા. સ્વભાવનો બહુ સરસ માણસ. મજાકિયો પણ ઘણો. કામ ના હોય તો એના ટ્યૂબવેલ પર પાણી પીવા કે બેસવા જતો. એની સવારનું વર્ણન કરે તો કહે, ‘આજે તો હવારે ઊઠ્યો, બુરાશ કર્યો, ચા પીધો.”  આવી શરૂઆત કરે. ઉત્તર ગુજરાતના  ગામોમાં ચા પુંલ્લિંગ છે. મને સમજ ના પડે કે આ બુરાશ શું હશે. હું મનમાં ગૂંચવાયા કરું, પણ કોઈને પૂછીને મારી અજ્ઞાનતા બતાવું નહિ. એકવાર કંટાળીને મારા ભાગિયા કચરાને પૂછ્યું કે
‘આ કનું કહે છે બુરાશ કર્યો તે શું હશે?’
‘બાપુ, તમે શે’ર ના એટલે હમજ ના પડી, ઇ ના વાદે હું એ બુરાશ લાયોતો, પણ માળું હાળું દોંત મોથી લોઈ આયુ તે અવ નહિ વાપરતો.’
‘પણ, આ બુરાશ ની વાત કરને?’
‘બાપુ, બુરાશ એટ્લ પ્લાસ્ટિકનું દાતણ, ઇ ના ટોપચા પર પ્લાસ્ટિકના વાળ હોય દોંતે ઘહવાનું.’
ધત તેરેકી, આ તો ટુથ બ્રશ ની વાત કરતો હતો. હવે સમજ પડી કે કનું બ્રશ ને બુરાશ કહેતો હતો. બુરાશ પાછો પુંલ્લિંગ હો કે! ! કચરાભાઈ પણ કનુભાઈના વાદે ટુથ બ્રશ લાવેલા. વધારે પૂછતાં ખબર પડી કે બ્રશ પર ટુથ પેસ્ટ નહિ પણ મીઠું લગાવીને બ્રશ કરતા. જોર જોરથી ઘસતા દાંતમાંથી લોહી નીકળવા લાગતું એટલે પછી બંધ કરેલું.

હું પહેલા જ્યાં સ્ટોરમાં જોબ કરતો એ અશોકભાઈ શરૂમાં મને કહે બટાકાની ભાખરી લાવ્યો છું ખાજો. મને સમજ ના પડે કે આ બટાકાની ભાખરી કેમની બનાવતા હશે. બટાકા સુકવીને એનો લોટ બનાવીને ભાખરી બનાવતા હશે કે કેમ?  ચારેક કલાક રજિસ્ટર પર કામ કરતા કરતા  વિચાર્યા પછી અંદર ખાવા ગયો અને જોયું ત્યારે સમજ પડી કે આ તો આલુ પરોઠાં છે. મોટા ભાગે તો એ બહારનું ખાવાનુ જ ખાતા.બધું અમેરિકન ફૂડ જ હોય. એકવાર એમનું ખાવાનું લઈને સ્પેનીશ કર્મચારી આવ્યો, તો મને અશોકભાઈ કહે ભુન્ડીયું ખાવું છે? હું તો ચમકી ગયો. પછી કહે પોર્ક મંગાવ્યું છે. મેં કહ્યું ના ભાઈ મારે નથી ખાવું. જોયું? માણસા થી અમેરિકા પહોચી ગયો. મન એવું ચંચલ છે ગમે ત્યાં ઘડીકમાં પહોચી જાય.
અમારા ગામના ધમુભા બાપુ કાયમ ધર્મેન્દ્રનો વહેમ મારે. આમેય નામ ધર્મેન્દ્રસિંહ તો હતુજ. બધા ધમુભા કે ધમ્મ્ભા પણ કહેતા. બે હાથ ઊંચા કરી ગોટલા ફુલાવી ડાયલૉગ મારે, ‘કુત્તે કમીને મૈ તેરા ખૂન પી જાઉંગા.’ એકવાર હું નટવરભાઈની દુધની દુકાને ઊભેલો. નાનું ગામ હોય એટલે બધી દુકાનોવાળા મિત્ર જેવા હોય. અમે વાતો કરતા હતા, ત્યાં ધમુભા આવ્યા. નટુભાઈ કહે ધમુભા બાપુ આવ્યા ચોક્કસ પેલો ડાયલૉગ મારવાના. ખબર નહિ ધમુભા એકદમ કહે કુત્તે કમીને મૈ તેરા દૂધ પી જાઉંગા. બધા જોરથી હસી પડ્યા. તો કહે આ નટુભાઈ  તો આપણાં મિત્ર છે એમનું ખૂન થોડું પીવાય? એમની દુકાનમાં દૂધના તપેલા ભરેલા પડ્યા છે તે દુધ જ પિવાય ને? નટુભાઈ પણ ખુશ થઈ ગયા કે મિત્રોના ખૂન ના પિવાય. મજાકમાં બહુ મોટી વાત થઈ ગઈ. દૂધ સાથે માવાનો અને પેંડાનો  પણ વેપાર કરતા નટુભાઈ એ દિવસે અમને પેંડા ખવડાવ્યા. મિત્રો હવે દિવાળી આવે છે તો મીઠાઈ જ ખવાય ને?????

પરમેશ્વરી,,ભુવનેશ્વરી.. કાલી !!કાલી!!મહાકાલી!!

પરમેશ્વરી..ભુવનેશ્વરી..કાલી !!કાલી !!મહાકાલી !!imagesFDNYF7S6

 સેન્ટ્રલ આફ્રિકાની બોશોન્ગો(Boshongo) જાતિમાં યુનિવર્સની ઉત્પત્તિ વિષે એક વાર્તા છે. શરૂઆતમાં ખાલી ગહન અંધકાર, પાણી અને મહાન ભગવાન બમ્બા(BUMBA)જ હતાં. બમ્બાનાં પેટમાં દુખાવો થયો. એમણે ઊલટી કરી. ઊલટીમાં પ્રથમ નીકળ્યો સૂર્ય, એણે થોડું પાણી સૂકવીને રહેવાય તેવી જમીન ખાલી કરી આપી. હજુ દુખાવો ચાલુ હતો. ફરી વોમિટ કરતા ચંદ્ર પેટમાંથી બહાર નીકળ્યો, પછી થોડા પ્રાણીઓ જેવાકે દીપડા, મગર, કાચબા અને ફાઈનલી માણસ બહાર નીકળ્યા. માનવ પ્રથમ પેદા થયો આફ્રિકામાં. ત્યાંથી પછી મિડલ ઈસ્ટ થઈને ભારતમાં પ્રવેશ્યો. સીધો પહોચ્યો દક્ષિણ ભારત. તામીલનાડુના ભાઈ વિરુમાંન્ડીના જિન્સમાં માનવ જાતમાં પચાસ હજાર વર્ષ પહેલા થયેલ માર્કર(મ્યુટેશન) મળ્યો છે. જુના આદિમ  સમાજો માતૃપ્રધાન હતાં. આ બમ્બા તો આપણી અંબા નહિ હોય ને? પછી પુરુષપ્રધાન સમાજ રચાતા બમ્બા!!અંબા!!બમ્બા!! બ્રહ્મા?????શું માનવું છે?
મહાકાલી, એક તો બહુજ કાળી(ડાર્ક) અને કાલ એટલે સમય. ડાર્ક મૅટર વિષે વૈજ્ઞાનિકો શું કહે છે? Dark matter—Matter in galaxies, clusters, and possibily between clusters, that cannot be observed directly but can be detected by its gravitational effect. As much as 90% of the mass of the universe may be in the form of Dark matter. આપણી આંખો બહુ કમજોર છે. આપણી ઇન્દ્રિયો કમજોર છે. ગરુડ અને સમડીને અલ્ટ્રાવાયોલેટ દેખાય છે, આપણને નહિ. શાર્કને અને વ્હેલને મૅગ્નેટિક વેવ્સ દેખાય છે, આપણને નહિ.
અંધકાર શાશ્વત છે. મહાકાલી સર્વવ્યાપી છે.

આપણે પ્રતીકો પકડીને બેસી જઈએ છીએ. રોડ રસ્તા ખૂણે ખાંચરે બધે પ્રતીકો સ્થાપીને ભજનિયા ગાવા બેસી જઈએ છીએ. એ પ્રાચીન સમયમાં ગણિતના ભારેખમ સમીકરણો હતા નહિ. આર્યભટ્ટ અને વરાહમિહિર બહુ પાછળથી થયા. માતૃપ્રધાન સમાજોએ સુંદર અને ભયાનક વાસ્તવિકતા દર્શાવતા પ્રતીકો રચ્યા હતા. દસ મહાદેવીઓની કલ્પના કરવામાં આવી. બધાજ પાર્વતીના રૂપ છે.
૧)કાલી–અનંત રાત્રી
૨)તારા-દયાની દેવી
૩)ષોડશી-૧૬ વર્ષની સુંદર માતા
૪)ભુવનેશ્વરી-જગત રચયિતા
૫)છિન્નમસ્તા(છિન્નમસ્તીકા)-પોતાનું મસ્તક ઉતારનાર
૬)ભૈરવી-રીસાયકલ
૭)ધુમાવતી-વિધવા
૮)બગલામુખી-મૌનનું મહત્વ
૯)માતંગી-નિમ્ન વર્ગ અને વસ્તુમાં પણ બ્રહ્મ છે.
૧૦)કમલા-પાલનહાર.
untitled-0=9કાલી એ અનંત રાત્રી છે. રાત્રી ના હોય તો??  પશુ, પક્ષી, જીવ જંતુ અને માનવ બધા રાત્રે પોતાના માળામાં પાછાં ફરી તરોતાજા  થઈ સવારે સર્વાઈવલનાં યુધ્ધે ચડવા તૈયાર. રાત્રી સુખદાયી છે, ફળદાયી છે.  રાત્રે શરીરના ઘસાયેલા કોષ નવું સ્વરૂપ ધારણ કરે છે.

તારા દયાળુ છે. શિવજીએ ઝેર પીધું તો પોતાનું દૂધ પિવડાવી બચાવી લીધા એવી વાર્તા છે. ભગવાનને પણ માતૃશક્તિ જોઈએ. પણ બંનેનો દેખાવ ભયાનક છે. સર્જન  અને વિસર્જન સાથે જ હોય ને?

ષોડશી ૧૬ વર્ષની સુંદર માતા છે.  સોળ વર્ષે સ્ત્રી સંપૂર્ણ સુંદર હોય. અમાસથી સોળ દીવસે ચન્દ્ર્મા પૂર્ણ રૂપ ધારણ કરે છે. ષોડશી ત્રણે ભૂવનમા સૌથી સુંદર ત્રિપુરા સુંદરી છે. ષોડશીની ક્રુપા અને શક્તિ વડે સુર્યે ત્રણ ભુવન રચ્યા. દુનિયાની રચના કરી એ બની ભુવનેશ્વરી.

પાછળથી બ્રહ્માજીએ એનું સ્થાન પડાવી લીધું લાગે છે. ભુવનેશ્વરી જગતની સુંદરતમ માતા છે. પાર્વતી એક્વાર સ્નાન કરવા જતા હોય છે. એમની બે દાસીઓ જયા અને વિજયા ભૂખી થાય છે. માતા પોતાનું જ મસ્તક ઉતારી ને હાથમાં લઈ લે છે. ધડમાંથી ત્રણ ધારા લોહીની થાય છે. એક જયાના, બીજી વિજયના અને ત્રીજી માતાના પોતના હાથમાં પકડી રાખેલા મુખમાં પડે છે. આ થઈ માતા છિન્નમસ્તા(છિન્નમસ્તીકા). કમળ ઉપર એક યુવાન સ્ત્રી અને પુરુષની જોડી મૈથુનમાં રત છે. એની ઉપર માતા છિન્નમસ્તા બેઠી છે. કામ(સેક્સ) ઊર્જા છે. કામ શક્તિ છે. નવજીવન અને નવસર્જન, એક્નુ મ્રુત્યુ બીજાનું જીવન છે. એકની ખતમ થઈ રહેલી જીવન  ઊર્જા બીજાનું જીવન બની શકે છે. છિન્નમસ્તાનું પ્રતીક ભયાનક છે, પણ ખૂબ સમજ માગી લે તેવું છે. છિન્નમસ્તા વાસ્તવીકતાની મૂર્તિ છે.

કામ(સેક્સ), મૃત્યુ, સર્જન, વિસર્જન, નવસર્જનનુ પ્રતીક છિન્નમસ્તા છે. માતા કાલીનું વિધ્વંસાત્મક રૂપ ભૈરવી, નકરાત્મક લાગણીઓનું પ્રતીક છે. ક્રોધ, ઈર્ષ્યા, નપુંસકતા, સ્વાર્થ બધે ભૈરવી હાજર છે. સર્જન અને વિસર્જન બન્ને એકબીજા પર આધારિત છે. ભૈરવી સર્વવ્યાપી છે. પ્રલયની દેવી ભૈરવી મૃત્યુ તરફ ધસી રહેલા જીવનમાં સદા હાજર છે.

ધુમાવતી કદ્રૂપી, ક્રોધન્વિત, અસ્વચ્છ, ગંદા વસ્રોમાં સજ્જ છે. શીવ પત્ની સતી એક્વાર ખૂબ ભુખ્યા થયા. શીવ પાસે ભોજન માગ્યું. શીવે ઇન્કાર કર્યો તો સતી પોતે પતીને જ ગળી ગયા ને જાતેજ વિધવા બન્યા. સદાય તરસ્યા અને ભુખ્યા ધુમાવતી કદી ત્રુપ્ત ના થતી ઇચ્છાઓનું પ્રતીક છે.

વાક્સિદ્ધિ મેળવેલ દાનવની જીભને પકડી રાખનાર બગલામુખી જે સ્વાદ અને બોલવાની શકિત ધરાવનાર જીભ પર કાબૂ રાખવાનું પ્રતીક માત્ર છે.

ચાંડાલની પુત્રી રુપે શીવ સાથે પ્રેમમાં ઊતરનાર પાર્વતીને નામ મળ્યું ઉચ્છિષ્ઠા માતંગી. દેવીએ વધેલો એંઠો ઉચ્છીષ્ઠ ખોરાક ગ્રહણ કરેલો. કોઈનું એઠું કોઈનો ખોરાક બને છે. પછાત કોમો રોજ સાંજે માંગી ને ખાતી હતી. ચાંડાલ એટલે સાવ છેવાડાની જાતી. દેવી એના પુત્રી બન્યા, એવું રૂપ ધારણ કર્યું. પરમેશ્વરી માટે કોઈ નીચું નથી, કોઈ ઉન્ચુ નથી. કોઈ શૂદ્ર નથી, કોઈ બ્રાહ્મણ નથી. કોઈ જાતી જ નથી. ખાલી બધા માનવો છે. પરમેશ્વરી માટે એક જંતુ અને માનવ પણ સરખાં મહત્વના છે.

કમલા એ લક્ષ્મીનું રૂપ છે. વૈભવ, ફળદ્રુપતા અને ભાગ્યની આ દેવી સૌથી વધારે પ્રચલિત છે. પણ પાછળથી આ દેવીને વિષ્ણુની પત્ની બનાવી દીધી લાગે છે. નવું વર્ષ એટલે દિવાળી લક્ષ્મીનો તહેવાર છે, કમલાનો તહેવાર. પણ આપણે શું કર્યું? પ્રદૂષણનો તહેવાર બનાવી બેઠાં છીએ. દરેક દેવી પાસેથી લગભગ સર્જન, પાલન અને વિસર્જનનો સંદેશ મળે છે. મોટાભાગની દેવી પુરુષ પર વિરાજમાન છે. અમુક દેવીઓ મૈથુન મગ્ન જોડી ઉપર વિરાજમાન છે.
આ સુંદર પ્રતીકોને સમજવાના છે. એમની પાછળ અંધ બની એમને પકડી રાખી એમાં રચ્યાપચ્યા રહેવાની જરૂર નથી. મહાકાલીનાં ભક્ત ઠગોએ ભારતમાં એક સમયે આતંક ફેલાવી દીધેલો. પીળા રૂમાલની રેશમી ગાંઠે અસંખ્ય લોકોના પ્રાણ  હરી લીધા. તમામ હત્યાઓ મહાકાલીને અર્પણ ગણાતી. અંગ્રેજોના ધ્યાનમાં આવતા આ હજારો સીરીયલ કીલર્સને સામટાં લટકાવી દીધા હતાં. એના માટે સ્થાપેલી સ્પેશિયલ બ્રાંચ હજુયે ભારતમાં સી,આઈ.ડી ક્રાઇમ બ્રાંચ તરીકે ઓળખાય છે.  આ બધી ચિત્ર ભાષા છે. યુગે યુગે ભગવાન બદલાઈ જતા હોય છે. પહેલા આ દેવીઓની પૂંજા થતી હતી. પછી વૈદિક ધર્મ આવ્યો. વાવાઝોડા અને નેચરલ ડીઝાસ્ટરનાં દેવો આવ્યા, જેવાકે ઇન્દ્ર, વરુણ. હવે બ્રહ્માને કોઈ પુછતુ નથી. પુષ્કરમાં એકજ મંદિર છે. સૂર્યના મંદિર પણ ખાસ હોતા નથી. મોઢેરામાં અને વડોદરામાં સુર્યનારાયણ બાગમાં સૂર્ય મંદિર છે. વિષ્ણુએ રામ અને ક્રુષ્ણ રુપે નવો અવતાર લઈ લીધો છે. હવે જીવતા માનવ ભગવાનોની બોલબાલા છે. બ્રેઇનમા રહેલુ એક નાનકડું કેન્દ્ર Amygdala જાત જાતના ખેલ કરાવે છે.

સાવજ ડણકયો!!!!

 (ભારતીય નૌકાદળમાં અંબિકા અને સીમા,,  — લેખ પર શ્રી અશોક મોઢવડીયાની  કૉમેન્ટ)
———————————————————————
શ્રી ભુપેન્દ્રસિંહજી, સરસ માહિતી આપી.
BSF ની મહિલાપાંખ બાબતે ઘણા સમય પહેલાં અમુક પાકિસ્તાની અખબારોએ જાત
બતાવી હતી અને ત્યારે ઘણી સટાસટી બોલેલી પણ ખરી. ફેસબુક પર પણ બહુ ચર્ચાઓ
થયેલી. ખેર, એ તો દુશ્મન દેશ છે એટલે તે આવા કરતૂતો કર્યે રાખે તેમાં
નવાઈ નહીં. અહીં આપણા લશ્કરમાં (અને હવે ખાસ તો નૌસેના અને વાયુસેનામાં
પણ) સ્ત્રીઓને યોગ્ય સ્થાન મળવાનું શરૂ થયું છે તે એક સારા સમાચાર છે.
મારી જાણકારી મુજબ હજુ BSFની મહિલા પાંખને બોર્ડર પર પ્રથમ હરોળમાં નહીં
પરંતુ દ્વિતીય હરોળમાં, જેમાં બોર્ડરના ગામોમાં સર્ચ કે રેસ્ક્યુ
ઓપરેશન્સ હોય કે બોર્ડર પર ખેતકાર્ય માટે આવાગમન કરતી ગ્રામ્ય મહિલાઓની
ચકાસણી જેવા નોન કોમ્બેટ કાર્યો કરવાનું સોંપ્યું છે. આગળ ઉપર વધુ તાલિમ
ઉપલબ્ધ થતી જશે તેમ કદાચ મહિલાઓ પ્રથમ હરોળમાં કોમ્બેટ ડ્યુટી પણ કરશે.
(ત્યારે તે ખરેખરી રણચંડી કહેવાશે) અમુક મહિલાઓ વાઘા બોર્ડર પર બિટિંગ
રીટ્રીટ સેરમનીમાં પણ ભાગ લે છે. આ રણચંડીઓને શતઃશતઃ સલામ.
થોડું તો શ્રી રશ્મિકાંતભાઇએ કહ્યું થોડું હું ઉમેરીશ. જો કે ગુજરાતીઓ
તેમના સંતાનોને માત્ર માંસ, દારૂ વગેરે ખાતા પીતા થશે તે બીકે લશ્કરમાં
જતા રોકતા હોય તે માનવામાં આવતું નથી, કોઇપણ નાના એવા કસબામાં એકાદ
વિસ્તાર એવો મળશે જ જ્યાં બે-ચાર આંટા મારવાથી પણ આ ’જોખમ’ તો વધી જાય !!
મૂળભૂત રીતે આપણા યુવાનોને જ પૈસામાં કે મોજશોખમાં જેટલો રસ પડે છે તેટલો
શૂરવિરતામાં નથી પડતો. (હા, ટોળું મોટું હોય તો હો..હો.. કરી અને બે-ચાર
પથ્થર ઉલાળી શૌર્ય બતાવી કાઢે ખરા !!) આગળ મેં કોઈક પ્રતિભાવમાં લખેલું
કે જ્યાં બે બદામના કમર હલાવવાવાળાઓ યુથ આઇકોન્સ હોય ત્યાં શૌર્યની આશા
રાખવી નકામી છે. આપણે એક ઊંદરને પણ લાકડી ફટકારી નથી શકતા, જ્યાં ડાહી
ડાહી વાતો કરનારાઓજ માત્ર, (હિન્દીમેં બોલે તો ચિકને !!) સજ્જન ગણાય અને
શૌર્યવાનોને કે ભડાકે વાત કરનારને વંઠેલ, ગમાર, મેનરલેસ કે ક્યાંક ક્યાંક
તો ગુંડા સમજવામાં આવે છે ત્યાં સૈન્યમાં ગુજરાત રેજીમેન્ટની આશા રાખવી
નકામી છે. જ્યાં મહિલાઓની લાચારીનો ગેરલાભ લેનાર સફેદપોશ સમાજમાં સજ્જન
અને પ્રતિષ્ઠિત ગણાય, સફળ ગણાય, અને સ્ત્રીઓના શિયળ બચાવવા કાજે રણમાં
ખપી જનારો મૂરખો ગણાય, જય રણછોડ કરનાર બુદ્ધિવાન ગણાય અને કેશરિયા
કરનારને મૂર્ખશિરોમણીઓના શરપાવ હવેના કહેવાતા ઈતિહાસકારો અને આપણા જેવા
ડાહ્યા ગણાતા લોકો આપે છે ત્યાં ગુજરાત બટાલિયનની આશા રાખવી વધુ પડતું
છે.
અન્ય એક વાત એ પણ છે કે ગુજરાત કે ગુજરાતી એટલે માત્ર વેપારીપ્રજા !! જે
તે સમયે સાહિત્ય કે કલાના વખતોવખતના ધૂરંધરોએ આવું ચિત્ર બનાવી કાઢ્યું
હશે, અને વિશ્વભરમાં આ છાપ રૂઢ થઈ ગઈ છે. ગુજરાતી પ્રજાના કેટલા ટકા
વેપારીઓ છે ? કદાચ અમુક લોકોએ પોતાના સ્વાર્થ માટે ગુજરાતી એટલે બસ અમારા
જેવા ગભરુ અને બિકણ અને ડરપોક (ટુંકમાં શાંતપ્રજા !!) તેવું સ્થાપિત કરી
દીધું હશે. અરે ભાઇ એક જમાનામાં પોરબંદરને સૂપરકોપ જે.એફ.રીબેરોએ શિકાગો
નામ આપેલું !!! એ પોરબંદર પણ ગુજરાતમાં જ છે, ગુંડાઓનું ગામ ગણાય છે ! પણ
રાત્રે બે વાગે પણ સૂંડલો એક ઘરેણા પહેરીને બહેન દીકરી ત્યાં એકલી વયી
જાય તો તેના પેટનું પાણી પણ હલતું નથી. (અહીં ગુંડાગીરીના વખાણ નથી કરતો
પરંતુ શૌર્યવાન પ્રજાની એક અલગ તરેહની રહેણી કહેણી હોય છે જે આપણા અમુક
ચાગલા ચુગલા અને માત્ર વદવામાં શૂરા એવા સમાજના કહેવાતા દોરવણીકારોને
પસંદ ન હોય તેથી તેને હિંસક કે મધ્યયુગીન કે કજિયાખોર રહેણી કહેણી જેવાં
નામ આપી દેવાય છે)  દાળભાત ખાનારા કેટલા ટકા ગુજરાતીઓ છે ?? માત્ર બે-ચાર
શહેરો કે તેની કહેવાતી સંસ્કૃતિ એટલે ગુજરાત નહીં, ખાવાપીવાની વાતમાં
અમારે ગામડામાં કહે છે કે ’ખરીયા સોતો ખાઈ જાય તેવો જોધમલ જુવાન છે’
અર્થાત શિકારની પગની ખરીઓ પણ બટકાવી જાય તેવો જણ !! (આ જોધમલનો અર્થ જ
’યુદ્ધવિર’ થાય છે)
હું ન ભુલતો હોઉં તો જે તે સમયે ગુજરાતનાં રજવાડાઓની લશ્કરી ટુકડીઓનું
રજપુતાના રાઇફલ્સ અને રાજપુત રેજિમેન્ટમાં પરિવર્તન કરાયું હતું અને આજે
પણ ગુજરાતના જવાનોને રજપુતાના રાઇફલ્સ કે રાજપુત રેજિમેન્ટમાં નિમણૂક
અપાય છે. ગુજરાતમાં લડાયક ગણાતો બહુ મોટો વર્ગ છે, (સમાજિક રીતે કદાચ
ઊંચા નીચા ગણાતા ઘણાં સમાજો પણ લડાયકતાની બાબતે સમાન લાયકાત ધરાવતા
જણાશે) ભારતનાં લશ્કરમાં ગુજરાતની દરેક જાતિ,કોમના લોકો જોવા મળશે જ.
પરંતુ સમસ્યા ફરી એ જ, અમુક લોકોની શાંતિપ્રિય (કે સંપતિપ્રિય !) નપુંસક
મનોવૃતિની છે. બહુ લોહી ઊકળ્યું તેથી આટલો આક્રોશ વ્યક્ત કર્યો, કોઇ ખરા
શાંતિપ્રિય માણસ માઠું ન લગાડે તેવી વિનંતી શાથે છેલ્લે એક અફઘાન ઉક્તિ
ઉમેરું; કહે છે કે, અફઘાનો યુદ્ધના મેદાનમાં જ સાચી શાંતિ અનુભવી શકે છે.
અહીં અફઘાનોની જગ્યાએ ગુજરાતીઓ કલ્પી શકો તો ગુજરાત રેજિમેન્ટ માનો કે
તૈયાર જ પડી છે. આભાર.
(અહીં એક આડવાત કરી દઉં, આ લખનાર આપના મિત્રના કુટુંબના ત્રણ સભ્ય
ભૂમિદળમાં સેવા બજાવી ચુક્યા છે, અને આપનો મિત્ર કમભાગ્યે એકાદ
યોગ્યતામાં ખરો ન ઉતર્યો તેથી ભરતીદળના વડાની સુચના અનુસાર હોમગાર્ડમાં
દાખલ થઈ સેવા આપી ચુક્યો અને શાથે જરૂરી સૈન્ય તાલિમ પણ પામ્યો. આથી
આટલું ભાષણ લખવાને યોગ્ય ગણશો તેવી આશા છે)
(આ સંદર્ભે માત્ર જાણકારી ખાતર વાંચવા જેવા લેખ :
* http://armedforces.nic.in/airforce/afkargil/arguj.htm (કારગીલ
યુદ્ધમાં શહીદ ગુજરાતીઓ)
* http://en.wikipedia.org/wiki/Rajendrasinhji_Jadeja (ઇન્ડિયન આર્મીના
પ્રથમ વડા, ચીફ ઑફ આર્મીસ્ટાફ, ભારતીય સૈન્યનાં દ્વિતીય કમાન્ડર ઇન ચીફ,
જામનગરના રાજવી રાજેન્દ્રસિંહજી જાડેજા)
* http://www.chowk.com/articles/11105 (ગુજરાતીઓની લડાયકતા બાબતે કેટલીક વાયકાઓ)
નોંધ:-કોઈ તકનીકી કારણોસર શ્રી અશોકભાઈની કૉમેન્ટ બ્લોગ પર આવી શકી નથી.માટે પોસ્ટ રૂપે મૂકી છે.
==========================================

કટ્ટર ધર્માન્ધતા, તાલીબાનીસ્તાન

 કટ્ટર ધર્માન્ધતા, તાલીબાનીસ્તાન1_61_062708_afghanistan1

સન ૧૮૯૩ માં અફઘાનિસ્તાન અને હિન્દુસ્તાન વચ્ચે બ્રિટીશ રાજે એક સીમા રેખા નક્કી કરેલી. ત્યાર પછી હિન્દુસ્તાન બે ટુકડામાં વહેંચાઈ જતા તે સીમા રેખા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની બની ગઈ. નાનીમોટી ડુંગર માળાઓ, ખીણો અને ત્યાંની ખડતલ પ્રજા કદી કોઈનાં શાસન નીચે આજ સુધી રહી નથી. બ્રીટીશરો પણ એ બાબતે ચુપ રહેતા. આ બોર્ડરની આજુબાજુનો પ્રદેશ આજે તાલીબાનીસ્તાન તરીકે ઓળખ પામી રહ્યો છે, ત્યારે જગતના તમામ શાસનકર્તાઓએ ચેતવા જેવું છે. બોર્ડરના પાકિસ્તાન બાજુના અને અફઘાનિસ્તાન બાજુના પ્રદેશમાં બંને દેશોનું કશું ચાલતું નથી, ચાલે છે ત્યાં કટ્ટર એવા તાલીબાનોનું. બ્રિટિશરોએ દોરેલી આ સરહદ આજે કોઈ અર્થ વગરની છે.
girl-betten-ghazni1

ઓસામા બિન લાદેન અહીં સંતાયો  છે એવું કહેવાય છે, આ પ્રદેશમાં 9-11 પછી પહેલીવાર નેશનલ જિયોગ્રાફીની એક ટીમ એક મહિલા સહિત ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૦ ના રોજ જીવનાં જોખમે મુલાકાત લે છે. અહીંની ભૂગોળ તાલીબાનોને રક્ષણ પૂરું પડે છે. પાક લશ્કરના મેજર શહેજાદ આ પત્રકાર અને ફોટોગ્રાફર્સની ટીમને જોખમની કોઈ જવાબદારી સ્વીકાર્યા વગરનાં પેપર્સ પર દસ્તખત કરાવીને લઈ જતી હોય છે ત્યારે અચાનક ક્યાંથી ફાયરિંગ થતું હોય કોઈને ખબર ના પડે. દૂર એક મકાનમાંથી ફાયરિંગ થતું હોવાનું જાણી વળતો હુમલો શરુ થાય છે. છેવટે  પાક સૈનિકો ત્યાં સફળ થાય છે, ત્રણ તાલીબાનો મરાય છે અને તાલીબાનનો લોગો ધરાવતા હથિયાર મળી આવે છે જે રશિયન બનાવટના હોવાની શંકા કરાય છે. સ્વાત વેલી હાલ મોસ્ટ વાયોલન્ટ ગણવામાં આવી રહી છે. અલ કાયદાએ ગ્લોબલ જિહાદ શરુ કરી છે. એમાં હાલ તો નિર્દોષ જનતાનો મરો થઈ રહ્યો છે. ૩૦૦૦ કરતા પણ વધારે પાક નાગરિકોની હત્યા થઈ ચૂકી છે. ચારેકોર સુસાઈડ બોમ્બર્સ નાના બાળકોના રૂપમાં ફરી રહ્યા છે. એક સ્કૂલનું હોય તેવા મકાનમાં આખી ટીમ આવે છે. અહીંથી ૧૧ વર્ષની આસપાસની ઉંમરના છોકરાઓ પકડાયા છે. આ મકાનમાં આ બાળકોને સુસાઈડ બોમ્બર્સ બનવા  ટ્રેનીગ આપવામાં આવતી. ત્યાં ભીંત પર મર્યા પછી કેવું સ્વર્ગ મળશે તેના વર્ણન કરતા ચિત્રો દોરેલા છે. આ બાળકોને ધાકધમકીથી આવા કામો કરાવવામાં આવતા હતા. પાક બેટલફિલ્ડના કર્નલ આમીર આ બધી માહિતી આપે છે. આ છોકરાઓની મુલાકાતમાં આ છોકરાઓને કિડનેપ કરીને આ ધંધામાં જોતરી દેવાતાં હતા તેવું જાણવા મળે છે. તેઓને  હજુ સ્કૂલમાં જવું છે. અત્યંત ગુપ્ત રીતે ટાઈટ સિક્યુરિટીમાં હાલ આ છોકરાઓને સાચવવામાં આવી રહ્યા છે. જો પાછાં તાલિબાનોના હાથમાં આવી જાય તો ડોકું કપાયે છૂટકો.images=-0987

મલિક નબીદખાન ત્યાંના પાકિસ્તાન વિસ્તારના પોલીસ વડાં છે. સલામતી ખાતર જીપમાં જતા તે એમની કેપ નીચે ઉતારી મૂકીને, સ્થાનિક ગ્રામીણ લોકો ઓઢે તેવું એક કપડું શરીરને ઢાંકી લેતા હોય છે. એમની હોદ્દા સૂચક કેપ જોઇને ક્યાંથી ગોળી છાતી વીંધી જાય ખબર ના પડે. પાક પોલીસના કેટલાય લોકો સુસાઈડ બોમ્બર્સના હાથે માર્યા ગયા છે. કેટલાય પોલીસવાળાના ડોકા તલવારથી ઉડાવી દેવામાં આવ્યા છે. ભય અને દહેશત ફેલાવવા માટે પોતાના સહધર્મી ભાઈઓના ડોકા કોળું કાપતા હોય તેમ કાપી નાખવામાં આવે છે. એની વીડીઓ ઉતારીને બઝારમાં મૂકી દેવાતી  હોય છે. જેથી લોકો જુએ ભય પામે અને એમને સાથ આપે. આ લોકોનું મુખ્ય શસ્ત્ર ભય છે. પોલીસવડાંની સાથે ફરતા ફરતા ટીમને ઘણી જગ્યાએ ફાયરિંગ અને સુસાઈડ ઍટેકના સમાચારોમાં પોલીસો માર્યા ગયાનાં સમાચારો મળતા રહે છે. પોલીસ સ્ટેશનો  પર અવારનાવર આવા ઍટેક થતા હોય છે. મીરપુર પોલીસ મથક પર તાલીબાનોના ઍટેક સમયે વળતો પ્રહાર કઈ રીતે કરવો તેની પોલીસને ટ્રેનીગ અપાતી હોય છે.

પાકિસ્તાનના ન્યુક્લિયર વેપન્સ પર કબજો જમાવી લેવાનો એમનો મકસદ છે. એ પૂરો થાય તો દુનિયાનું આવી બનવાનું. હવે પાકને હાથે કર્યા હૈયે વાગ્યા છે. આ બાજુ અફઘાનKozol_Fig1_Mahaweel વિસ્તારમાં યુ.એસ કમાંડના જનરલ ડેવિડ પેટ્રીયાસની રાહબરી હેઠળ  અમેરિકન ટ્રુપ્સ લોકલ ગવર્નમેન્ટને મદદ કરી રહી છે. યુ.એસ.મરીનની ટ્રુપ્સ સાથે આ ટીમ પણ જીવના જોખમે એક ગામમાં  જાય છે. ત્યાં નાના બાળકોને  કપડા વગેરે વહેંચાય છે. બાળકોનું રસીકરણ કરવામાં આવે છે. ગામલોકોનો વિશ્વાસ જીતવાના પ્રયત્ન રૂપેણ ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યાતો ફાયરિંગ ચાલુ. ગ્રામીણ લોકો સતત દહેશતમાં જ જીવતા હોય છે. ના તો એમને અમેરિકન ટ્રુપ્સ ઉપર વિશ્વાસ આવે, ના તાલીબાનો ઉપર. અમેરિકન ટ્રુપ્સને પણ ખબર ના પડે કે ગામ લોકોમાં કોઈ તાલીબાન તો છુપાયો નથી ને? કેટલાક પકડાયેલા આંખે પાટા બાંધેલા તાલીબાનોના ઈન્ટરવ્યું પણ સલામત  રીતે લેવાયા. સાંભળી લાગે કે એમના બ્રેઈન સદંતર વૉશ કરી નાખવામાં આવ્યા છે. આ બધા સાવ યુવાન ૨૦ કે ૨૨ વર્ષના હતા. અમેરિકા નાશ કરી નાખશે, સ્ત્રીઓ પર જુલમ થાય છે, સ્વર્ગ મળશે, ધર્મની રક્ષા કાજે આવી વાતો કરી બ્રેઈન વૉશ કરવામાં આવતા હોય છે.

પાકનો કોઈ નાગરિક, કોઈ પોલીસ, કોઈ લશ્કરનો જવાન કે કોઈ નેતા  હાલ સલામત નથી. મોત ક્યારે કોઈ પણ રસ્તે, કોઈ પણ રૂપે આવી શકે છે.

ભારતીય નૌકાદળમાં અંબિકા અને સીમા,,

ભારતીય નૌકાદળમાં અંબિકા અને સીમા,,
જાગી છે નારી શક્તિ,હવે રણે ચડી સીમા(દુર્ગા)અને અંબિકા,
દુશ્મનના ખૂનથી ખપ્પર એના ભરશે  ચંડિકા અને કાલિકા. 
    ૨૦ નવેમ્બર ના રોજ સબ લેફ્ટેનન્ટ અંબિકા હુડા અને સીમારાની શર્મા પ્રથમ વુમન ઓબ્જર્વર ઑફ મેરી ટાઈમ એરક્રાફ્ટ (airborne tacticians)  તરીકે ચાર્જ સંભાળશે ત્યારે ભારતીય નેવી ના ઇતિહાસ માં એક પાનું સુવર્ણ અક્ષરે લખાશે.અંબિકા હુડા ઉંમર ૨૨ વર્ષ,વતન રોહતક હરિયાણા.પિતા આર્મીમાં પણ નેવીમાં રહેલા અંકલ પ્રેરણા મૂર્તિ બન્યા.સીમા ઉંમર વર્ષ ૨૨, ઉત્તર પ્રદેશ ના અલીગઢ થી, પિતા નૅવીમાં હતા અને ભાઈ નૅવીમાં છે.
   નેવલ એકેડેમી મન્ડોવી,ગોવા ખાતે  ૧૬ મહિનાની સખત ટ્રેનીગ અને ૬ મહિનાનો ઓરીએન્ટેશન કોર્સ અને INS શિવાજી લોનાવાલા,INS હમલા મુંબઈ,INS સતવાહન વિશાખાપટનમ માં વધારાની ટ્રેનીગ લઈને બંને મક્કમ મનોબળ ધરાવતી યુવતીઓ  કોઇપણ પ્રકારની ફરજ બજાવવા માટે તૈયાર છે.એમની ફરજનાં ભાગરૂપ હશે,observers carry out operation of radar, electronic sensor systems, electronic warfare systems, anti-submarine warfare systems, maritime air operations for independent search and tracking, coordination with the Air Force,,,ભારતીય આર્મ્ડ ફોર્સમાં આ  પ્રથમ મહિલાઓ કોમ્બેટ રોલ ભજવશે.જયારે ઍરફોર્સ માં રહેલા કવિતા વુમન નેવીગેટર છે પણ એમના ભાગે નોનકોમ્બેટન્ટ ટ્રાન્સપૉર્ટ એરક્રાફ્ટ આવેલું છે.
http://www.youtube.com/watch?v=x_MKO7tky9Y&feature=related
     કહેવાતા દુશ્મન દેશમાં પણ મહિલાઓ આવી ફરજ બજાવી રહી છે.પાક ઍરફોર્સમાં આશરે સાત મહિલાઓ પાયલોટ તરીકે સખત ટ્રેનીગ લઈને ફરજ બજાવી રહી છે.ફ્લાઈંગ ઓફિસર હીના તાહિર,અમ્બરીન ગુલ અને નાદિયા ગુલ રમકડાની જેમ ફાઇટર પ્લેન ઉડાવી જાણે છે.
    ભારતના બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ભારત પાક વચ્ચેની બોર્ડર પર હાથમાં ભારેખમ  રાઈફલ લઈને ચોકી કરી રહેલી ૬૦૦ મજબૂત યુવતીઓ ને જોઇને કયા ભારતીય ની છાતી નહિ ફુલાય?
        ગુજરાતના વિકાસનો મજબૂત સ્તંભ રોપી એના પર હિન્દુત્વ નો ઝંડો ફરકાવી નમાલી કૉન્ગ્રેસના હાલ  બેહાલ કરી મૂકનાર મોદીના ગુજરાતમાં થી માભોમ ની રક્ષા કાજે સેનામાં જવા માટે મોટાભાગે ઉપેક્ષા કરાય છે.આગળીનાં વેંઢે ગણી શકાય તેટલી બેચાર કોમ સિવાય કોઈ મિલિટરીમાં જવા રાજી નથી.ગુજરાત રેજિમેન્ટ કે ગુજરાત રાઈફલ્સ કેમ નહિ??????
સૌજન્ય: પારુબહેને એમના બ્લોગમાં મૂકેલી લિંક પરથી આ લેખ લખ્યો  છે.એમનો આભાર. 

   

ગરવી ગુજરાતનો મોંઘેરો ગરબો

ગરવી ગુજરાતનો મોંઘેરો ગરબો
નવરાત્રી શરુ થઇ ગઈ અને પૂરી પણ થઈ જશે..ગરબો એ ગુજરાતની આગવી ઓળખ છે. પૂર્વ ભારતમાં દુર્ગા પૂજા થતી હશે ગરબા નહિ. ગુજરાતણો જેવા ગરબા ગાતા કોઈને  ના આવડે. ગુજરાતણનાં લોહીમાં ગરબો સમાયેલો છે. નવરાત્રી એટલે શક્તિની આરાધનાનો તહેવાર. શક્તિ મેળવવાનો તહેવાર. બ્રેઈનના Amygdala નામનાં વિભાગમાં કુદરતી આફત સમયે ભય પેદા થાય છે. ભય વિષે અગાઉ લખી ચૂક્યો છું. કોઈ પણ આફત સમયે ભય પેદા થાય તે સ્વાભાવિક છે. ભય આવે એટલે ભાગીને કે લડીને બચી શકીએ છીએ. લડવા ભાગવા માટે શક્તિ જોઈએ. બચવા માટે શક્તિની જરૂર પડે છે. ભય સમયે એક બીજો વિચાર પણ આવે છે કે કોઈ બચાવે મદદ કરે તો સારું. એમાંથી Amygdala માં પેદા થઈ ભગવાનની કલ્પના. નવરાશના સમયે વિચાર આવ્યો હશે કે આ બધું કોણે બનાવ્યું હશે? ભગવાન વિષે માનવ જાતે પ્રથમ સ્ત્રીને મૂકેલી કારણ સ્ત્રી પાસે નવું સર્જન(બાળક) કરવાની શક્તિ(ગર્ભ) છે. ગરબો ગર્ભનું પ્રતીક છે. ગરબાના ઘટની અંદર દીવો પ્રગટાવી મૂકીને ગરબા ગવાય છે. ગર્ભની અંદર નવું જીવન(દીપ) પ્રગટાવવાની શક્તિ સ્ત્રી પાસે છે. આ ગર્ભમાં રહેલા જીવનને  સાચવે તેવું ગર્ભાશય મજબૂત તો હોવું જોઈએને? નહિતો અકાળે જીવન મુરજાઇ જાય કે નહિ?  નવ દિવસ પગના ઠેકે  ગરબા ગાવ અને ગર્ભાશયના સ્નાયુ મજબૂત બનાવો. નવજીવનની રક્ષા મજબૂત ગર્ભાશય જ કરી શકે. નવ મહિના આ બધું વેઢાંરવા પગ પણ મજબૂત જોઈએ કે નહિ?  પ્રાચીન  ધર્મોએ ભગવાન તરીકે સ્ત્રીની પૂંજા કરી  છે. પછી સમાજ પુરુષપ્રધાન થતાં ભગવાનની જગ્યાએ પુરુષને બેસાડવાનું શરુ થયું. કોઈ શક્તિ જગત ચલાવી રહી છે તે થયા માતા અંબા કે માતા દુર્ગા.ભગવાન તરીકે માતા અંબા વધારે વ્યાજબીને ફીટ છે.

નવરાત્રી શક્તિ ભેગી કરવાનો તહેવાર શક્તિ વેડફી નાખવાનો હરગીઝ બનવો ના જોઈએ. કોઈ પણ તહેવારની ઉજવણી બીજાને પરેશાન કરે તે યોગ્ય નથી. એ હિસાબે દૂર પાર્ટી પ્લૉટ માં કે હોલમાં થતા ગરબા યોગ્ય છે. ચીલાચાલુ કંટાળાજનક ઘરેડમાં જીવતા લોકો માટે તો તહેવારો બનાવ્યા છે. તહેવારો ના હોય તો જીવન એક બોજ બની જાય. એમાં સ્ત્રીઓ માટે તો ખાસ. હવે સ્ત્રીઓ બહાર નીકળતી થઈ છે. નોકરી કરે છે, ભણે છે, બિઝનેસ કરે છે. પહેલા એવું ક્યાં હતું? પહેલા મેળા હતા. હવે મેળાનું ખાસ મહત્વ રહ્યું નથી. તરણેતર અને વૌઠાના મેળા હજુ પ્રખ્યાત છે. તહેવારો જીવનમાં ઉત્સાહ લાવે છે. એક નવું જોમ પેદા કરે છે. પણ નવ દિવસની મજા નવ મહિનાની અનિચ્છનીય સજા હવે બનવાની નથી. લોકો જાગૃત છે. ડોક્ટર્સને નવરાત્રી પછી જલસા થતા હોય છે પણ  કૉન્ડોમ વધારે વેચાય તેમાં શું વાંધો? જેટલા કૉન્ડોમ વધારે વેચાય તેટલા ડોક્ટર્સને જલસા ઓછા થાય, અને સાબિતી છે કે હવેની યુવાની વધારે સમજદાર છે. શારીરિક આવેગ કોઈ કરતા કોઈ રોકી શકતું નથી. પણ બધા એ આવેગને તાબે થઈ જાય તેવું પણ નથી. સમજદાર માતાપિતા એ બાબતે દીકરીઓને સમજ આપે, શિક્ષણ આપે. કારણ ભારતમાં દીકરાઓ કરતા દીકરીઓને વધારે શોષાવું પડે છે.

ફિલ્મી ગીતો સામે કોઈ વાંધો ના હોય પણ નવરાત્રિમાં ગરબા ગવાય તેજ યોગ્ય લાગે. ઢંગધડા વગર ફિલ્મી ગીતો ઉપર નાચવું હોય તો કોઈ ક્લબમાં જવું સારું. ગરબો તો વડોદરાનો એટલાં માટે કહેવાય છે કે ત્યાં શુદ્ધ સુગમ સંગીત  અને ઘણીવાર શાસ્ત્રીય રાગ આધારિત મનને મોહિત કરી દે તેવા ગરબા ગવાય છે. અતુલ પુરોહિત અને અચલ મહેતા ના કંઠે

“તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વહેલો આવ રે” કે પછી

“મુને એકલી જાણી ને કાને છેડી છે!!! મારો મારગડો મેલી ને હાલતો થા કે કહી દઉં જશોદાના કાનમાં!!”

જયારે સાંભળો ત્યારે કોઈ પણ મોહિત ના થઈ જાય તો સમજવું કે હવે કોઈ ચાન્સ નથી. રાજમહેલ કંપાઉંડ(નવલખી), યુનાઈટેડ વે, આર્કી, કારેલીબાગ, અમરનાથ પુરમ, મહેસાણા નગર,  વગેરે વગેરે વગેરેના ગરબા માણવાની મજા અનેરી જ છે.

‘છટકી રે તારા માખણની  મટકી,

એરે રિસાયો મારો સાહ્યબો,

હું તો હોળ રે વરહ ની હુન્દરી મને લટકો કરવાની ટેવ રે,

પેરી ના જાણ્યું ઓઢી ના જાણ્યું મીતે જાણ્યું કે જવાની અમ્મર  રહેશે.’
http://www.youtube.com/watch?v=Sz7GBsiwGsk અતુલ પુરોહિતના કંઠે ગવાયેલા ગરબા સાંભળી ગમેતેવો ઔરંગઝેબ પણ ઝૂમી ઊઠે. બરોડીયન યુવાન યુવતીઓ જે દોઢિયું રમે છે તેતો મનને અદ્ભુત શાંતિ અર્પતું સમૂહ નૃત્ય હોય છે.

“તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વહેલો આવ રે”http://www.youtube.com/watch?v=eBoi42Pojl0

આ એક જ ગરબો ગઈને અતુલ પુરોહિત વડોદરાના ઇતિહાસમાં અમર થઈ ગયા છે.

“અંગ અંગ રંગ છે અનંગ નો” એક એકથી ચડિયાતાં શબ્દો આ ગરબામાં છે. વડોદરાના ગરબામાં એક નજાકત છે. એક સુર, લય, તાલ અને સુકોમળતા  છે. એક સંસ્કારિતા છે. રંગ બેરંગી ભડકીલા ગ્રામીણ પહેરવેશમાં સજ્જ નાજુક નમણી યુવતીઓ ગરબે ઘૂમતી જુઓ તો લાગે કે સ્વર્ગની અપ્સરાઓ  પૃથ્વી પર ઊતરીને માતાજીની આરાધના કરી રહી છે. યુવાનો પણ એમજ ગ્રામીણ વેશમાં સજ્જ યુવતીઓના તાલે તાલ મિલાવતા ગરબે ઘૂમતા જોવાનો એક લહાવો હોય છે. ડિસ્કો દાંડિયામાં એક અરાજકતા હોય છે. એમાં મસ્તી ધમાલ હોય છે, એની પણ એક જુદી જાતની મજા હોઈ શકે.
સ્ટેજને તોડી નાખે તેવા પગના જોરદાર ઠેકા લઈને ગાતા મેર અને આહીર ગરબા ગ્રુપ્સના ગરબા જોઇને રુવાડાં ઉભા થઈ જતા મેં અનુભવ્યા છે. તેવું જોમ મેં બીજા કોઈના ગરબામાં જોયું નથી. એક પ્રચંડ તાકાત સાથે ગવાતા ગરબા એ સૌરાષ્ટ્રની આગવી પહેચાન છે. જયશંકર સુંદરી હોલમાં જ્યારે આ ગરબા વર્ષો પહેલા જોવા ગયેલ ત્યારે મને સતત ચિંતા થતી હતી કે  આ લાકડાનું સ્ટેજ તૂટી તો નહિ જાય ને? સામ સામે ઝિલાતી મજબૂત હાથની તાળીઓના અવાજ સાંભળીને શૂર ચડે. સૌરાષ્ટ્રની જોમવંતી  ધરાની બળુકી  મેરાણી કે આહીરાણીના તાકાતવર હાથની થાપટ ઝીલવાનું કામ કાચાપોચાનું નહિ. એ તો સામે મજબૂત આહીર કે મેર ભાઈ જ જોઈએ. આ સૌરાષ્ટ્રના ગરબા જોઈએ ત્યારે અહેસાસ થાય કે શક્તિની આરાધનાનો ખરો ગરબો તો અહિ છે. નવરાત્રી કોને કહેવાય? ગરવી ગુજરાતનો મોંઘેરો ગરબો કોને કહેવાય? નવરાત્રી નું શું મહત્વ છે?  એ ગુજરાતી સિવાય બીજા કોને સમજાય?

ઉત્તર ગુજરાતના ગામોમાં વળી દિવાળી આસપાસ ગરબા થાય છે. એને ફૂલોના ગરબા કહે છે. એક મોટું લાકડાનું ચોખટું બનાવેલું હોય, એને કાગળના ફૂલો વડે શણગારેલું હોય. ગામલોકો ભાગોળમાં ગરબા ગાતા હોય વચ્ચે એક જણ માથે આવું વજનદાર ફ્રેમ ઊચકીને ગરબા ગાતું હોય. માઇકની જરૂર ના પડે

“લાલ લાલ જોગી ભભૂત લાલ જોગી”

જેવા પ્રાચીન ગરબા ગવાતા હોય છે.  આ ગરબા બાધા આખડીના હોય છે. ગુજરાતી જ્યાં જાય ત્યાં ગરબો સાથે લઈ જવાનો. એ અમેરિકા જાય, ઓસ્ટ્રેલીયા, યુરોપ કે ન્યુઝીલેન્ડ જાય ચાર ગુજરાતી ભેગાં થાય એટલે ગરબો પણ સાથે હોવાનો જ. મરણ  સિવાય દરેક શુભ પ્રસંગે ગરબો થવાનો. ગુજરાતી આર્ક્ટિક સર્કલમાં જાય તો ત્યાં  બરફમાં ગરબા ગાય તેમાં નવાઈ નહિ. જોકે ઉત્તરધ્રુવમાં ગુજરાતી જાય નહિ તે વાત જુદી છે. કારણ ત્યાં ખાવાનો પ્રશ્ન છે. રેન્ડીયર સિવાય બીજું કોઈ ભોજન મળે નહિ. જે ખવાય નહિ. બાકી ત્યાં દુકાન સારી ચાલે તેવી હોય તો ગુજરાતી પહોચી જાય એમાં નવાઈ નહિ. જ્યાં ગુજરાતી હોય ત્યાં દુકાન અને ગરબો હોવાનો એમાં શંકા નહિ.

‘પ્રસ્તાવના’,”કુરુક્ષેત્ર મારા વિચારોનું”

 પ્રસ્તાવના
હે! પ્રિય વાચક મિત્રો,
હું જે કઈ લખું છું તે પરંપરાગત છે જ નહીં. કોઇ પૂર્વપરંપરાને અનુસરીને હું લખતો નથી. આવું હશે એમ જાણી માનશો નહીં. લૌકિક ન્યાય પણ નહીં લાગે, સુંદર લાગવાનો તો સવાલ જ નથી. શ્રદ્ધાને પોષનારું તો છે જ નહીં, ઉલટું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંનેને તોડનાર  બની રહે તેવી શક્યતા છે. ના તો હું પ્રસિદ્ધ છું, ના તો પૂજ્ય છું. બનવું પણ નથી. પણ તમારી વિવેક બુદ્ધિથી ખરું લાગે તો જ માનશો, સ્વીકારશો.  હા! મારા મનમાં વર્ષોથી ચાલતા વિચારોનું આ તુમુલ યુદ્ધ છે, તદ્દન કડવું સત્ય, મને જે લાગ્યું તે લખ્યું છે. સત્યમાં અતિશય ગળપણ નાખો તો પછી એની કોઈ અસર રહે ખરી? મારા મનમાં ચાલતા વિચારોના કુરુક્ષેત્રને મેં શબ્દ દેહ આપ્યો છે આ પુસ્તકમાં. અવૈજ્ઞાનિક માન્યતાઓ અને અંધશ્રદ્ધાથી જકડાઈ ગયા છીએ આપણે. ધર્મગુરુઓના પાળતું ઘેટાં બની ચૂક્યા છીએ આપણે. મહાત્માઓએ સદીઓથી વિચારવાની બારીઓ આપણી બંધ કરી દીધી છે. એ બારીઓ ખોલવાનો એક નમ્ર પ્રયાસ મેં કર્યો છે. એક વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટેનો પ્રયાસ માત્ર છે.
સૌથી જૂની સંસ્કૃતિ આપણી. શૂન્યની  શોધ અને એકથી નવ આંકડા આપણે આપ્યા. ગણિત ભારતની શરૂઆત. દશાંશ પધ્ધતિ આપણી શોધ. હર્બલ મેડીકલ સાયન્સ રૂપે આયુર્વેદ ભારતે આપ્યો. યોગા ભારતનો. ૪૫૦૦ વર્ષ પહેલા આધુનિક શહેર(ધોળાવીરા,કચ્છ) બનાવ્યું ભારતે, આમ વિજ્ઞાનની  શરૂઆત ભારતમાં થઇ. પણ ભૂલ ક્યા થઇ? અટકી કેમ ગયા? શું તમામ ઋષિઓ મહાન હતા ખરા? શું બધા અવતારરૂપે ભગવાનો મહાન હતા? કે અવતારો સિર્ફ મનુષ્યો જ હતા? કોઈ ઉપરથી ટપકતું નથી. શું ભગવાન કોઈ વ્યક્તિ છે? ના વેદ કે ઉપનીષદો ઉપરથી ટપક્યા છે, ના કોઈ પુરાણો. બધું આપણાં બુદ્ધિજીવી વર્ગે જ લખેલું છે. પ્રાચીન સમયમાં પ્રિન્ટીંગનું જ્ઞાન હતું નહીં. ત્યારે બધા શાસ્ત્રો કંઠસ્થ રાખેલા. એમાં ઉમેરણ થતું જ ગયું. અને નવા અર્થો પણ થતા ગયા. મનફાવે તેમ અર્થો કરીને પ્રજાનું શોષણ કરવામાં આવ્યું. ઉંચી આદર્શોની વાતો કરવામાં આવી, પણ લુખ્ખા આદર્શોથી અહંકાર સંતોષાય રોટલા ના નીકળે. શાશ્વતની શોધમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા. સ્વચ્છતા અને પવિત્રતાને સાથે જોડી જ નહીં. ગંદકી તો ગંદકી લાગતી જ નથી. ક્ષણમાં આતતાયી ને હણી નાખનાર  શ્રી કૃષ્ણ અને અણઘડ વાનરોની સેના લઇ સેતુ બાંધીને મહાબલી રાવણને હરાવી લંકા જીતનારા  શ્રી રામનાં વારસદારો કહેવડાવવાને લાયક છીએ ખરા? લગભગ આશરે ૯૦૦ વર્ષ ગુલામ રહ્યા, કેમ? કાયરતા ક્યાંથી પ્રવેશી? માનવમાં, બાળકોમાં, બાળ મજુરોમાં ભગવાન દેખાતો નથી. મિલિયન્સ ડોલર્સ  મંદિરો બાંધવામાં વપરાય છે. ભણેલા વર્ગમાં પણ વૈજ્ઞાનિક અભિગમ દેખાતો નથી. દિવસે દિવસે અંધશ્રદ્ધા ઘટવાને બદલે વધતી જાય છે. હિન્દુઇજમ, જૈનઈજમ,કેપિટાલીજમની જેમ શીપીજમ(sheepism) મતલબ ઘેટાશાહી શરૂ થઇ છે. ગુરુઓને એમના વાડામાં ઘેટાં વધારવાની જ પડી છે. ઘેટાઓના માનસિક વિકાસની પડી જ નથી. સાક્ષરો બાપુઓના બારોટો બનતા જાય છે. સંતો, સ્વામીઓ બાળક બનતા જાય છે. એમના “હું” ને સંતોષવા અબજો ડોલર્સ મંદિરોમાં નાખે જાય છે.
લગભગ આવા બધા વિષયો ઉપર મારા મનમાં જે વિચારોની યુદ્ધ ચાલતું હોય તે મેં શબ્દોમાં ઉતાર્યું છે. મારી બાયોગ્રાફી સમાન થોડા હાસ્ય લેખો પણ ઉમેર્યા છે. સૌથી કઠીન કામ હાસ્ય લેખ લખવાનું છે.ઓનલાઈન દિવ્યભાસ્કરમાં કોઈ લેખની નીચે મેં પ્રતિભાવ આપેલો. જેનું શીર્ષક”સ્ત્રીઓને ક્યા સુધી રડાવશો?” એવું હતું,જે લેખનું સ્વરૂપ પામેલો. બીજા કેટલાક પ્રતિભાવો પણ લેખનું સ્વરૂપ પામેલા. એમાંથી લખવાનું શરૂ થયું. આભાર દિવ્યભાસ્કર. એક બ્લોગ બનાવી ને લખવાનું શરુ કરેલું.  ગુજરાતી બ્લોગ જગતમાં  ઉત્સાહ પ્રેરક અભિપ્રાયો આપીને લખવા માટે ચાનક ચડાવનાર  અનેક મિત્રોનો હૃદય પૂર્વક આભાર માનું છું. આ બધા મિત્રોના સહકાર વગર લખવાનું શક્ય બન્યું ના હોત. મારા લખાણો સામે એમની સહમતી અને  અસહમતીમાં પણ એમનો પ્રેમ છલકાઈ આવતો હોય છે. ઘણા બધા વિષયો આ મિત્રો એ જ સૂચવ્યા છે. મારા આ “કુરુક્ષેત્ર” ને પુસ્તક સ્વરૂપે બહાર પાડવાનું આગ્રહપૂર્વક સુચન કરનાર તથા માર્ગદર્શન આપનાર મારા મોટાભાઈ શ્રી હરીશચંદ્રસિંહ રાઓલ, મોટાભાઈ ડો.શ્રી જીતેન્દ્રસિંહ રાઓલ(Ph.D),  લઘુ બંધુ શ્રી પ્રદીપસિંહ રાઓલ, મારા મિત્ર સમાન એવા ભત્રીજાઓ ડો. શ્રી વિરભદ્રસિંહ રાઓલ(Ph.D),ડો. શ્રી યોગેન્દ્રસિંહ રાઓલ(Ph.D) વિગેરેનો હું ખુબ જ આભારી છું. આ પુસ્તક માટે પ્રૂફ રીડીંગ, એડીટીંગ અને પ્રકાશન  વિગેરેની તમામ જવાબદારીઓ સંભાળનાર ડો. શ્રી વિરભદ્રસિંહ રાઓલ અને શ્રીમતી મીતા ભોજકનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું.
એક સવાલ કાયમ મારા મનમાં આવે છે કે પરમાત્મા કોઈ વ્યક્તિ તો છે નહીં.  છે તો એક નિયમ જે કદી કોઈ બાંધછોડ કરતો નથી. આ જગત એક નિયમથી ચાલે છે. તો પછી આ ગુરુઓ રૂપી મધ્યસ્થીઓ, દલાલોની જરૂર ખરી? શું આટલા બધા ધર્મો અને સંપ્રદાયોની જરૂર છે ખરી? ઈતિહાસ ગવાહ છે કે સૌથી વધુ માનવ હત્યાઓ ધર્મોનાં નામે થઇ છે. મિત્રો એવી નથી લાગતું કે આ પૃથ્વી ઉપર ધર્મો ના હોત તો કદાચ આ પૃથ્વી વધારે સુખી હોત?????

મિત્રો ઉપર મુજબની પ્રસ્તાવના મારી બુકની છે. મારા મનમાં કેટલાક સવાલો ઉઠેલા છે, જે મેં પ્રસ્તાવનાનાં અંતમાં લખેલા છે.

૧)પરમાત્મા કોઈ વ્યક્તિ,એક નિયમ કે એક એનર્જી કે બીજું કઈ,શું છે?
૨) આ લેભાગુ, પાખંડી  ગુરુઓ રૂપી મધ્યસ્થીઓ, દલાલોની જરૂર ખરી?
૩)શું આટલા બધા ધર્મો અને સંપ્રદાયોની જરૂર છે ખરી?
૪)આ પૃથ્વી ઉપર ધર્મો ના હોત તો કદાચ આ પૃથ્વી વધારે સુખી હોત?????કે દુખી હોત??
       પ્રશ્નો છે બધા.  જવાબો મિત્રો આપશે???

‘અઈ યો યો બેલ ઈરીન્ગે!’????

‘અઈ યો યો બેલ ઈરીન્ગે!’
એકવાર અમે સાઉથ ઇન્ડિયાની જાત્રાએ ગયેલા. ધર્મસ્થાનોએ જઈએ તોજ જાત્રા કહેવાય? વાત એવી હતી કે એક મિત્ર પુત્રને કોઝીખોડે કે કોઝીકોડે(Kozhikode) માં આર.ઈ.સી કૉલેજમાં એડમીશન મળેલું. ટકા થોડા ઓછા પડ્યા. અને જવું હતું એન્જીનીયરીંગમાં. ગુજરાતમાં કોઈ ચાન્સ હતો નહિ. રીજીયોનલ એન્જીનીયરીંગ કૉલેજનું એક ભારતવ્યાપી બોર્ડ છે. દરેક રાજ્યમાં એક કૉલેજ આવેલી  હોય છે. ગુજરાતમાં સુરતમાં છે. તેમાં જે તે રાજ્યના ૫૦% અને ૫૦% બીજા રાજ્યોના વસ્તીના ધોરણે સીટો ભરવાની હોય છે. એમાં ચાન્સ લાગી ગયો અને કેરાલાના કાલીકટ(કોઝીખોડે)માં આવેલી આર.ઈ.સી માં આ મિત્ર પુત્રને પ્રવેશ મળી ગયેલો. આ મિત્ર કદી દક્ષિણ ભારત ગયેલા નહિ. એમને ખબર કે મારા મોટાભાઈ બેંગ્લોરમાં છે અને હું ચારવાર ત્યાં જઈ આવ્યો છું. એટલે મને ઑફર કરી કે તમે સાથે આવો એ બહાને ફરતા અવાશે. હું તૈયાર થઈ ગયો પણ સાથે અમારા મિત્ર અરવિંદભાઈ ને પણ તૈયાર કર્યા. આમ અમે ચાર જણા દક્ષિણ ભારતની જાત્રાએ ઊપડ્યા. અગાઉના મારા હાસ્ય લેખોમાં અરવિંદભાઈનો  ઉલ્લેખ કરેલો છે.
બેંગ્લોર પહોચી ને પછી બસ પકડવાનું નક્કી કરેલું. સવારે અમારી બસ કાલીકટ પહોચી.  ત્યાં એ દિવસમાં કોઈ રાજકીય બંધનું એલાન હશે. એટલે બઝાર બધું બંધ હતું. પ્રાઇવેટ લકઝરી બસમાં ગયેલા એટલે બસ સ્ટેન્ડે ઉતરેલા નહિ. અરવિંદભાઈ થોડા નીચા અને જે તે પ્રદેશના માણસો સાથે ભળી જાય તેવી કદ, કલર અને કાઠી ધરાવતા. સામાન ઘણો હતો. એટલે એમને ત્યાં ઉભા રાખીને અમે હોટેલમાં કોઈ રૂમ મળી જાય તેની તપાસમાં ઊપડ્યા. એ સમયે સુરતમાં પ્લેગ ફાટી નીકળેલો. હોટેલમાં કહીએ  કે ગુજરાત થી આવ્યા છીએ તો રૂમ ખાલી નથી એવું કહી દે. શરુમાં સમજ ના પડી કે બધે રૂમો ખાલી નથી એવું કેમ બને? પાછાં જ્યાં સામાન સાથે અરવિંદભાઈ ઉભા હતા ત્યાં આવ્યા, ને શું કરવું તેના વિચારમાં પડી ગયેલા. અમારા જેવા અટવાઈ ગયેલા ઘણા મુસાફરો હતા. એમાંના કોઈ અરવિંદભાઈ પાસે આવીને દક્ષિણ ભારતીય ભાષામાં કશું પૂછે. હવે અમને કોઈને દક્ષિણ ભારતની એક પણ ભાષા આવડે નહિ. પણ અરવિંદભાઈમાં એક ખૂબી હતી. એમને એક પણ શબ્દ ના આવડતો હોવા છતાં દક્ષિણ ભારતની ભાષાનો ટોન આવડે. મતલબ શૈલી અને લહેકાની ખૂબ સરસ નકલ કરતા આવડે. શબ્દો જાતે બનાવી કાઢે. જેનો કોઈ અર્થ જ ના હોય.

કોઈ પૂછવા આવે એટલે એની સાથે એવા ટોનમાં ચાલુ પડી જાય. પેલા ને સમજ ના પડે કે આ માણસ કઈ ભાષામાં વાત કરે છે? અમે બાજુમાં ઉભા હસતા હોઈએ. પેલો થાકી ને જતો રહે. પછી એમનું અટ્ટહાસ્ય ગુંજી ઊઠે. મારા મિત્ર જે ડૉક્ટર હતા તે ખૂબ હસે..બીજો કોઈ માણસ નજીક કશું પૂછવા આવતો જણાય તો કહે હસતા નહિ હો, એને ભગાડી મુકું છું. પેલો એની ભાષામાં પૂછવા લાગે એટલે અમારી સામું જોતા જાય અને ફેંકવા લાગે, અમારું હસવું માય નહિ. પણ એ જરાય હસે નહિ, એકદમ સીરીયસ અભિનય કરતા પેલા જોડે એવાજ ટોનમાં બોલે જાય. ડૉક્ટરને હસીને પેટમાં દુખવા લાગેલું. પેલો થાકીને સમજ ના પડવાથી જતો રહે. અરવિંદભાઈ ને કહ્યું કે કોઈ રૂમ આપતું નથી. તો કહે સુરતમાં પ્લેગ ફાટેલો છે એના લીધે નહિ આપતાં હોય. હવે અમને સમજ પડી કે રૂમો અમારા માટે ખાલી કેમ નથી.
ફરી પાછા એક હોટેલમાં ગયા અને કહ્યું કે ભાઈ પ્લેગ સુરતમાં છે બરોડામાં નહિ અને અમે બરોડાથી આવીએ છીએ..તો કહે પ્લેગને સુરતથી બરોડા પહોચતા વાર કેટલી? પછી ડૉક્ટર આગળ આવ્યા અને કહ્યું કે ભાઈ હું ડૉક્ટર છું અમને કોઈને પ્લેગ નથી. માંડમાંડ રૂમ મળી. અરવિન્દભાઈ કહે એક તો મને બઝારમાં વચ્ચે ઊભો રાખીને જતા રહો છો બધા મને પૂછવા આવે અને ભગાડું છું તો હસો છો. બીજા દિવસે કૉલેજ કેમ્પસમાં જવાનું હતું. તે જરા કાલીકટ શહેરથી દૂર હતું. સિટીબસમાં જવા નીકળેલા. એક  તો અજાણ્યા અને ભાષા આવડે નહિ. થોડું હિન્દીમાં ચાલી જાય. અમારા ઉતરવાના સ્થળે બસ ઊભી રહી અમે ત્રણ જણા પાછળ જ હતા તે ઊતરી ગયા. ઊતર્યા પછી ખબર પડી કે અરવિંદ ભાઈ જરા આગળ ઊભેલા તે રહી ગયા છે અને બસ તો ઊપડી. ત્યાં બસ ડ્રાઈવર બસ બહુ ફાસ્ટ ચલાવતા હતા. અમે કશું બોલીએ તે પહેલા તો બસ આગળ નીકળી ગઈ. મેં કહ્યું હવે આ ચતુર ક્યાં ઊતરશે? ભાષા આવડતી નથી ને આતો લોચો માર્યો. પણ અમારા આશ્ચર્ય વચ્ચે બસ જરા આગળ જઈ ને ઊભી રહી ને હસતા હસતા અરવિંદભાઈ નીચે ઊતર્યા. મેં પૂછ્યું  કંડકટર ને શું કહેલું, તે બસ ઊભી રાખી. તો કહે જોર થી બૂમ પાડી ને બેલ ખેંચવાનો  ઇશારો કરતા કહ્યું કે
‘અઈ યો યો નાર્ગીલ્લો પોર્ગીલ્લો બેલ ઈરીન્ગે!’

પેલો સાઇન ભાષા સમજી ગયો ને બસ ઊભી રાખેલી. ઉપરના વાક્ય નો કોઈ અર્થ થતો જ નહોતો. પણ એમનો ટોન લાજવાબ હતો. તમને લાગે નહિ કે એમને સાઉથની કોઈ ભાષા આવડતી નથી. કૉલેજ કૅમ્પસમાં અમે પહોચ્યા. ત્યાં રૂમ મળી જાય પછી સામાન, બેગ,  બિસ્તરા  લઈ ને જઈએ. એટલે પાછાં અરવિંદભાઈ ને કેન્ટીન આગળ સામાન સાથે ઉભા રાખી ને અમે ઓફીસમાં ગયા. બધી વિધિ પતાવી ને પાછાં આવ્યા તો અરવિંદભાઈ કોઈ આંદામાન નિકોબારના છોકરા સાથે  હિન્દીમાં વાતો કરતા હતા. મને કહે આ ભાઈલો પહેલા તેની ભાષામાં વાત કરતો હતો મેં પણ એવીજ આલવા માંડી એટલે ધીમે રહી ને હિન્દીમાં આવી ગયો. કેન્ટીનમાં જમવા બેઠાં. તો રોટલી તો હોય નહિ. એક મોટા તગારાંમાંથી ડિશ ભરીને ભાત થાળીમાં નાખ્યા અને દૂધ માપવાનું જે લીટરીયુ આવે છે તેનાથી સંભાર નાખ્યો. થાળી ટેબલ પર લાવ્યા પછી અરવિંદભાઈ કહે મહિનો ચાલે તેટલો ભાત આજે આરોગી લો. ડૉક્ટરને જૂની વાત યાદ આવે ખૂબ હસવું ચડે. મને કહે આટલું આખી જીંદગીમાં હસ્યો નથી. આટલાં બધા ભાત એકલાં ખાવાના? પેટમાં સમાય કે નહિ? આજુબાજુ બીજા સ્થાનિક લોકો બેઠાં હોય તે આરામથી દાળભાત ખાતા હોય. આખી હથેળીમાં ભાત લેવાનો, મિક્ષીંગ પ્રક્રિયા હાથ ધરવાની, આંગળીઓ વચ્ચેની તિરાડમાંથી દાળ ડોકિયાં કરતી હોય, ક્યાંક રેલાતી પણ હોય પછી કોળિયો ખાવાનો. જેવા જેના રિવાજ. અરવિંદભાઈની વાતો ચાલુ હોય. તેમાં ડૉક્ટરને વધારે પડતું હસવાથી ખાંસી ચડી. આંખોમાંથી પાણી વહેલા લાગ્યું. પૂરો ભાત ખવાણો  પણ નહિ. કદી આટલાં પ્રમાણમાં ખાધેલો જ નહિ.
મિત્ર પુત્રને ત્યાં મૂકીને અમે બેંગ્લોર આવ્યા. મોટાભાઈ ને ત્યાં રોકાયેલા. બીજા દિવસે બેંગ્લોર દર્શનની બસમાં સીટી ની મુલાકાતે નીકળ્યા. અહીં કોફીનું વધારે ચલણ. ચા પણ મળે. અરવિંદભાઈને કોફી પીવાનો બહુ શોખ. બરોડા કેનેરા કોફી હાઉસમાં કોફી પીવા જઈએ તો ઑર્ડર આપશે, ‘એક સ્ટ્રોંગ કમ સક્કર કોફી આવવા દેજે’. થોડી કડવી લાગે તેવી કોફી પીવાની મજા આવે. બેંગ્લોરમાં કોફી પીવાની એમને મજા પડી ગઈ. જ્યાં બસ ઊભી રહે ત્યાં કોફી જ પીવે.
આમ મુસાફરી પૂરી કરી ગુજરાત પાછાં આવી ગયા. બેચાર દિવસ પછી અરવિંદભાઈ મળ્યા તો કહે હવે આખી જીંદગી કોફી નહિ પીવું. મેં પુચ્છ્યું કે શું થયું? તો કહે
‘અરે સાલું આ અતિશય કોફી પી ને નીચેનો વાલ્વ જામ થઈ ગયેલો, લગભગ બંધ જ થઈ ગયેલો.’
મને સમજ ના પડી. તો કહે ચામાં એરંડિયું પીધું ત્યારે ખુલાસો થયો. હવે સમજ પડી કે અતિશય કોફી પીવાથી કબજિયાત થઈ ગયેલી. પણ ત્યાર પછી કોઈ દિવસ કેનેરા કોફી હાઉસનું નામ ના લે.
વડોદરા કૉર્પોરેશનની ચૂંટણીની મત ગણતરી પોલીટેકનીક કૉલેજમાં હતી. ત્યાં એમાંના વૉર્ડના  વિજેતા ઉમેદવારને હાથ મિલાવી ને ઘેર આવ્યા ત્યાં સુધી કોઈ ને ખબર નહોતી કે હવે સમય થઈ ગયો છે અરવિંદભાઈની આખરી વિદાય નો. આજે સવારે સમાચાર મળ્યા કે સીવીઅર હાર્ટ ઍટેકમાં સાજાસમા હસતા હસાવતા અરવિંદભાઈ અચાનક ભૂતકાળ બની ગયા છે. મેં એક પરમ મિત્ર ગુમાવ્યો છે. મન બહુ ઉદાસ હતું. આ અરવિંદભાઈને શ્રદ્ધાંજલિ આપવી હતી. થયું કે જેમણે કાયમ મને હસાવ્યો જ છે તેમને એક લેખ લખીને, જુના સંસ્મરણ વાગોળીને શ્રદ્ધાંજલિ અર્પશું.
नैनं  छिन्दन्ति  शस्त्राणि  नैनं  दहति  पावकः
नचैनं  क्लेदयं  त्यपो  न  शोषयति  मरुतः
શસ્ત્રો છેદી શકતા અને અગ્નિ બાળી શકતો નથી, ભલે ગીતા એવું કહે પણ જે શરીરમાં આ કહેવાતો આત્મા હોય છે તે શરીરને તો બાળી શકાય છે. હવે શ્રી અરવિન્દભાઈ કે એમનો અમર આત્મા ફરી કદી હસાવી શકવાના નથી.

Dear Lila,(Chile mine accident)..

                                                             વહાલી લીલા,
હું સલામત છું,ધીરજ અને વિશ્વાસ થી હું જલદી બહાર આવી જઈશ.
   લીલા ખાલી ભારત અને ગુજરાતમાં હોય તેવું નથી.ચીલી માં પણ વસેલી છે.ઉપર ના શબ્દો છે સાનહોસે ચીલી માં આવેલી તાંબા ની ખાણમાં જીવતા ધરબાઈ ગયેલા પણ જીવતા રહેલા એક ખાણિયા ના છે જે એની પત્ની ને લખીને મોકલાયા હતા.
     પાંચમી ઓગસ્ટ ના દિવસ ચીલી માં આવેલી સાનહોસે કોપર ની ખાણ ધસી પડી.મુખ્ય પ્રવેશ માર્ગ નજીક કામ કરતા ખાણિયા તો જલદી  બહાર ભાગી ને બચી ગયા પણ ખૂબ ઊડે કામ કરતા ૩૩ ખાણિયા ની જીંદગી પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું.જીવતા દટાઈ જવાના ભય ને અનુભવતા ખાણિયા ખૂબ મક્કમ મનોબળવાળાં હતા.પુઅર સેફ્ટી રેકૉર્ડ ધરાવતી પ્રાઇવેટ કંપની માં કામ કરતા આ ખાણીયાઓ ને ખૂબ સારો પગાર મળતો હતો લગભગ ૨૦% વધારે બીજા કરતા.ચીલી કોપર ના ઉત્પાદન માં ટોપ ઉપર છે. વર્ષે આશરે ૩૪ ખાણિયા ચીલી માં જીવ ગુમાવે છે.૫ ઓગસ્ટ ની સત્તાવાર જાહેરાત મુજબ ૩૩ ખાણિયા સપડાઈ ગયા હતા.એમાં એક ફ્રેન્કલીન રામીરેઝ હતો જે ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી હતો એક ખાણિયો બોલિવિયન  હતો,બાકી બધા ચીલીયન હતા.શરુ માં તો છટકવાના પ્રયત્નો થયા પણ સફળતા મળી નહિ.૭ ઓગષ્ટે ફરી બીજો ભાગ ધસી પડતા રહ્યોસહ્યો માર્ગ પણ બંધ થઈ ગયો.ચીલીના પ્રમુખ સબાસ્ટીન પીએરા મારતે ઘોડે બધી પ્રવુત્તિઓ બંધ કરી ને વોટરપ્રૂફ વર્ક કોટ અને સેફ્ટી હેલ્મેટ પહેરી ને હાજર થઈ ગયા.સ્થળ પર ની કટોકટી નો સીધો હવાલો પોતાના હસ્તક લઈ લીધો.કટોકટી સમયે આશ્રયસ્થાન સ્વરૂપ એક શેલ્ટર કેબીન માં આશ્રય લઈ રહેલા ખાણિયા સુધી પહોચવા માટે સાડા પાંચ ઈચ ના હોલ બનાવવામાં આવ્યા.તેના દ્વારા પહોચેલી પાઈપ  દ્વારા ખાણિયા દ્વારા લખેલી બે નોંધ ૨૨ ઓગસ્ટ ના દિવસે પ્રમુખે જાહેર માં વાંચી બતાવી ત્યારે આખી ચીલી આનંદ  નું માર્યું નાચી ઊઠ્યું કે ૩૩ ખાણિયા અંદર જીવતા છે.કલાક પછી બોર હોલ દ્વારા વીડીઓ કૅમેરા મોકલવામાં આવ્યા.તેનાથી ખબર પડી કે ૫૦ સ્ક્વેર મીટર ના શેલ્ટર માં બે બેસવાની બેંચ સાથે ખાણિયા આશ્રય લઈ રહ્યા છે.
     બહાર સ્થળ પર ખાણિયા ના સગાઓ એ કૅમ્પ હોપ નામનું નાનકડું ગામ બનાવી કાઢેલું જ્યાં સતત રહી ને રેસ્ક્યુ ઓપરેશન નો હવાલો મેળવી શકાય.ધસી પડેલી જગ્યાએ થી ડ્રિલ કરી ને રસ્તો બનાવવો જોખમ નું કામ હતું.૭૦૦ મીટર આશરે ૨૩૦૦ ફૂટ નીચે ખાણિયા હતા.અડધા માઈલ નો સખત પથ્થર ને કોરી ને ત્યાં પહોચવામાં ત્રણ મહિના લાગી જાય તેવું હતું.બોર હોલ દ્વારા ખોરાક,પાણી,એનર્જી જેલ ના પેકેટ,દવાઓ,સમય પસાર કરવા પ્લેયિંગ કાર્ડ,ડોમિનો પાસા વગેરે મોકલવામાં આવી રહ્યું હતું.સગાઓ ને પત્રો મોકલવાની છૂટ હતી પણ જીવવાની  પ્રેરણા મળે તેવા લખાણો લખવાની જ છૂટ હતી.એક યુવતીએ એના પતિ ને મોકલેલ પત્ર ના જવાબ માં પતિએ વળતા જવાબ માં  લખેલું કે You know that the words that you sent me made me cry,well I don’t know how to tell you that they’re always with me.God left us alive by miracle and with purpose.,,,સાયકીયાટ્રીસ્ટ અને બીજા હેલ્થ કેર નિષ્ણાતો ની સેવાઓ અવિરત પણે બોર હોલ દ્વારા મળતી હતી.
           છેવટે ફિનિક્ષ નામની રેસ્ક્યુ કેપ્સ્યુલ નીચે ઉતારવા માં આવી અને છ રેસ્ક્યુ ટીમ ના સભ્યો વારાફરતી નીચે ગયા,અને ૧૩ ઓક્ટોમ્બર ના દિવસે ૩૩ ખાણીયાઓ ને ઉપર ખેંચી લેવામાં આવ્યા.પુરા ૬૯ દિવસ નું દોઝખભર્યું જીવન ખાણ માં વિતાવી જીવતા દટાઈ જવાના ભય માંથી મુક્ત થયા.આ ભય જ માણસ ને બચવાનો સહારો પણ પૂરો પડે છે.બચવા માટે પ્રેરણા આપે છે.ઈશ્વર આપણી સાથે છે આપણે બચી જઈશું એવી કલ્પના કરવા પ્રેરે છે.કલ્પના એક માનસિક સહારો બને છે.બે મહિના અને નવ દિવસ નીચે ખાણ માં જીવતા રહેવું તે કોઈ નાનીસુની ઘટના નહોતી.પણ ખાણીયાઓ ને વિશ્વાસ હતો કે આધુનિક ટેકનોલોજી અને આખો ચીલી દેશ એમની પડખે છે.ભારત માં આવું કશું બન્યું હોત તો?કચ્છ અને અમદાવાદ માં થયેલી ભૂકંપ હોનારત સહુને યાદ હશે જ.રાષ્ટ્રપતિ ને તો સમય જ નહોતો મળ્યો સ્થળ પર આવવાનો.વડાં પ્રધાન ક્યારે આવેલા?એક સાંકડી શેરી ના બે બાજુના મકાનો ની હારમાળા ધસી જવાથી તેમાંથી પસાર થતા ૨૬ જાન્યુઆરી ની પરેડ માં નીકળેલા પ્રાથમિક સ્કૂલ ના નાનકડા તમામ ભૂલકાઓ માર્યા ગયેલા,ત્યાં ઉભા રહી ને બીલ ક્લીન્ટને આંસુ વહાવેલા.કેન્દ્ર સરકારે રૂપિયા કેટલા મંજૂર કરેલા?કૂતરા ને  બચકું નાખતા હોય તેટલા.ગુજરાત પ્રત્યે કેન્દ્ર નું કાયમ  નું ઓરમાયું વર્તન આવા સમયે શોભા દેતું હશે?
         સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન પ્રમુખ અને એમના પત્ની હાજર રહ્યા.બહાર આવેલા ખાણિયાને ભેટી ને બોલ્યા કે જાઓ તમારી પત્ની અને દીકરીઓને ભેટો.જે દેશોના વડાઓ એ શુભેચ્છા વ્યક્ત કરેલી તે તમામ નો આભાર માન્યો.ચીલી ની માઈનિંગ રેગ્યુલેટરી એજન્સી નાં ટોપ ઓફિસરો ને ડીસમીસ કરવામાં આવ્યા.૧૮ ખાણો બંધ કરી દેવામાં આવી.ખાણ કંપની ની ૨ મિલિયન ડોલર અસ્કયામતો ને ફ્રીઝ કરી દેવામાં આવી.ચીલીમાં માનવતા નો વિજય થયો.

ભારત ચાર આંધળા નો હાથી

Photograph taken by me at Dholavira. ja:画像:A w...
Image via Wikipedia

          ભારત ચાર આંધળા નો હાથી છે.એવું ધોળકિયા સાહેબ નું કહેવું છે.વાચક મિત્રો આપણે સહુ એ અંધ વ્યક્તિઓ માં આવી જઈએ.કોઈ કહેશે  ‘મેરા ભારત  મહાન.’કોઈ કહેશે એ તો કાંટાળું વન છે.’હું કહીશ મહાન હતું હવે નથી રહ્યું,ચાલો એને ફરી મહાન બનાવીએ.મિત્રો પ્રાચીન ભારતે દુનિયા ને શું શું આપ્યું છે?આપણ ને તો યાદ પણ નથી.એક ગોરાએ એના વિષે એક ડોક્યુમેન્ટ્રી બનાવેલી તેના આધારે મેં શરૂઆત માં એક પોસ્ટ મૂકેલી આજે ફરી વાંચો. 
પ્રાચીન ભારતે દુનિયા ને આપેલી ભેટો…………………………….
       ૧*વોટર ક્લૉક,,,પાણી ની ઘડિયાળ,શું કહીશું પાણી વડે,જેમાં પાણી વપરાતું હોય એવી ઘડિયાળ.લગભગ જૂની દરેક સંસ્કૃતિ માં પાણી વડે ચાલતી ઘડિયાળો નો ઉલ્લેખ છે.ચીન કોરિયા,ગ્રીક ,રોમન અને ઈજીપ્ત તથા ભારત માં પ્રાચીન કાલ માં પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી.અથર્વ વેદ(ઈસુના ૨૦૦૦ વર્ષ પહેલા) માં પણ એનો ઉલ્લેખ છે.હરપ્પા અને મોહન્જોડેરો વખતે પણ આ પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી.તાંબા ના કુંભ માં ચોક્કસ માત્રા માં પાણી ભરી લટકાવવામાં આવતો તળિયે કાણું હોય.શિવજી ના લિંગ પર જે અભિષેક માટે હજુ પણ તાંબાનો કુંભ લટકાવવામાં આવે છે અને પાણી ધીરે ધીરે ટપક્યા કરે,ખાલી થાય એટલે અમુક સમય પૂરો થયો ,એવો કૉન્સેપ્ટ હતો.નાલંદા બૌદ્ધ યુની,માં તાંબા ના એક ચોક્કસ માપના વાટકાને પાણી ભરેલા કુંડ માં મૂકવાનો નીચે કાણું હોય એ દ્વારા પાણી અન્દર ભરાય,પૂરો ભરાય જાય એટલે ડૂબી જાય એટલે નગારા પર ટકોરો મારવાનો,એક પ્રહર પૂરો થયો.ચાર દિવસના ને ચાર રાતના પ્રહર ની આ રીતે ગણતરી થતી,અને આ આખી વ્યવસ્થા સંભાળવાની  જવાબદારી હતી વિદ્યાર્થી ઓના માથે.વરાહ મિહિર અને બ્રહ્મગુપ્ત નામના ગણિત શાસ્ત્રીઓએ આનો ઉલ્લેખ કરેલો છે. આવી ઘડિયાળ હજુ એક જૈન મંદિર માં છે.
     ૨*અઢારમી સદી ની શરૂઆત માં જયપુરના રાજા સવાઈ જયસિંહે જયપુર માં જંતર(instrument),મંતર(ફૉર્મ્યુલા) નીજ્યોતિષ ના અને સૂર્ય ની ગતિવિધિઓ ના અભ્યાસ માટે સ્થાપના કરી.સૂર્ય ની પોજીસન ઉપર થી સમય માપવા માટે સન ડાયલ ની રચના કરી.અને તમે સૂર્ય ઘડિયાળ કહી શકો.
    ૩*ધોળાવીરા,,,,,,કચ્છ માંથી મળેલું ૪૫૦૦ વર્ષ જુનું આ શહેર એક કિલોમીટર ના ઘેરાવામાં ફેલાયેલું સ્પોર્ટ સ્ટેડીયમ ધરાવતું હતું.ગટર વ્યવસ્થા,બઝાર,અનાજ ભરવાના ગોદામ,સુએઝ વ્યવસ્થા,બાથરૂમ અને અમેરિકન સ્ટાઇલ વાળા સંડાસ ધરાવતા એ શહેર માં આશરે ૧૦૦૦૦ હજાર માણસો રહેતા હતા.આના ૨૦૦૦ વર્ષ પછી રોમનોએ શહેર બનાવ્યા.
     ૪*0,,,zero,,,The mystical idea of nothingness,,શૂન્ય એટલે કશું નહિ.શૂન્ય ની શોધ એ દુનિયા ને આપેલી મોટામાં મોટી ભેટ છે.આનો લેખિત પુરાવો ૯ મી સદીમાં રાજા મીહીરભોજે બનાવેલા ચતુર્ભુજ વિષ્ણુ મંદિર,ગ્વાલિયર ના શિલાલેખ માં આજે પણ છે.એક થી નવ નંબર અને ગણિત,દશાંશ પધ્ધતિ એ ભારતની બહુમૂલ્ય ભેટ છે.આરબ વેપારીઓ આ ગણિત યુરોપ માં લઈ ગયા.૧૩ મી સદીમાં રોમન ચર્ચ ડેવિલ નું કામ છે એવું કહીને આ ગણિત પર પ્રતિબંધ મૂકે છે,પણ પછી સહેલાઈ થી ગણી શકાતું હોવાથી ધીરે ધીરે સમગ્ર યુરોપે આને સ્વીકારી લીધું.
      ૫*હ્યુજ મેટલ વર્ક,,,,,,,,કુતુબ મીનાર ના સંકુલ માં આવેલો ૧૭૦૦ વર્ષ જુનો સ્તંભ  સ્ટીલ માંથી બનાવેલો છે.લાકડામાંનો કાર્બન લોખંડ માં ઉમેરીને કાટ નાઆવે એવું  સ્ટીલ બનાવવાની પધ્ધતિ ભારતીયોને આવડતી હતી.
     ૬*કપાસ માંથી કાપડ બનાવવાની ભારતની હાથસાળો ની ટેક્નોલૉજી અપનાવી ૧૮ મી સદીમાં અંગ્રેજોએ મોટા મશીનો બનાવી કાપડ નું ઉત્પાદન કરવા માંડ્યું,એનું શ્રેય ભારત ને ફાળે જાય છે.અને આજ કોટન કપડાને ભડકેલા રંગ ચડાવવાનું કામ પણ દુનિયા ભારતીયો પાસે થીજ શીખી છે.
    ૭*લગભગ ૪૦૦૦ વર્ષ જુનો યોગ આખી દુનિયા માં ડંકો વગાડે છે.જોકે પરદેશ માં યોગ ના કલાસીસ માં આસનો શીખવવામાં આવે છે.યોગ ના આઠ અંગો માનું આસનો એકજ અંગ છે.યોગ વિષે વધારે લખવાની જરૂર નથી.
    ૮*ચરકે આયુર્વેદ(હર્બલ મેડીસીન) ઈશુ ના ૪૦૦ વર્ષ પહેલા લખ્યો,જે ફીજીશ્યન હતા.સુશ્રુત સર્જન હતા,૨૫૦૦ વર્ષ પહેલા એમણે લખેલું સર્જન મૅન્યુઅલ આજે પણ સર્જનો જાણે અજાણે વાપરે છે.કપાળ માંથી ચામડી લઈ યુદ્ધ માં ઘવાએલા નાક વાળા સૈનિકોના નાક ઠીક કરવાની પ્લાસ્ટિક સર્જરી એ ભારતના સુશ્રુત ની શોધ છે.
   ૯*ચેસ,,,,,,,,,,,,,,ચતુરંગ ની રમત જેને આપણે ચેસ તરીકે ઓળખીએ છીએ એ ભારતના રાજાઓની નવરાશ ના સમયે રમવાની રમત હતી.
   ૧૦*વેક્સીનેસન,,,,,,,,શીતળા ના દર્દી ના શીતળા માંથી થોડું પસ સાજા માણસ ને થોડો ઘા કરી એમાં દાખલ કરી એને વૈદ્યો ના સતત નિરીક્ષણ હેઠળ રાખી,એને તાવ આવે ત્યારે  એના પર સતત ઠંડું પાણી રેડી એને તાવ માંથી મુક્ત કરી સાજા કરવાની પધ્ધતિ આપનાવેલી,પછી એ માણસ ને ક્યારેય શીતળા નાં થાય.
   ૧૧*મીણ નો ઉપયોગ કરી ધાતુ(મેટલ)ના પૂતળા બનાવવાની વિદ્યા ભારતની શોધ છે.
    ૧૨*આજે આખી દુનિયામાં એક પત્ની ઉપર બીજી પત્ની ના કરી શકાય એવા કાયદા છે.એ કૉન્સેપ્ટ ભગવાન શ્રી રામે આપેલો છે.
    ૧૩*કામસૂત્ર,,,,,,પહેલ વહેલું સેક્સ ના શિક્ષણ  ઉપર વ્યવસ્થિત રીતે લખેલું પુસ્તક એ વાત્સ્યાયન ની રચના છે.શિવજી ના લિંગ(મેલ જેનેટલ)અને જલાધારી(માતા પાર્વતીની યોની,ફીમેલ જેનેટલ)સર્જન ના પ્રતીક ની પૂજા કરી નૉર્મલ સેક્સ નું બહુમાન કરવા નું શ્રેય ભારતીયો ને ફાળે જાય છે.જાપાન માં આવા લાકડાના લિંગ બનાવી એની પૂજા થાય છે.
    આવું તો બીજું ઘણું બધું છે.આશરે ૯૦૦૦ વર્ષ પહેલા ખેતી ની શરૂઆત પણ એક વિજ્ઞાન તરફ નું કદમ હતું.તો મિત્ર આપ સર્વે નું શું કહેવું છે?અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસે ભારત ને પામર બનાવી દીધું છે.હવે સ્વતંત્ર વિચારસરણી અપનાવી નકલખોરી માંથી બહાર નીકળી આગળ કદમ ક્યારે ભરીશું???

“છે કોઈ અપ્સરા?છે કોઈ કોઠી?”

Kothi Kacheri

બરોડા મારું પ્રિય સીટી. સંસ્કારી નગરી તરીકે ઓળખાતા આ સીટીમાં રહ્યા પછી એવું થાય કે આના જેવું બીજું એકેય શહેર નહિ. જો કે દરેકને પોતાના શહેર પ્રત્યે આવી જ ભાવના હોય છે. હું ૧૯૭૧માં ત્યાં ૧૧માં ધોરણમાં ભણવા ગયેલો. ત્યાર પછી પ્રી કૉમર્સમાં ભણવા દાખલ થયેલો. પ્રી યુનિટ અલગ બિલ્ડિંગ હતું. કૉમર્સ ફૅકલ્ટી વળી કમાટી બાગ નજીક જુદી હતી. એફ.વાય થી પછી તેમાં જવાનું હતું. હવે અમારે પ્રી કૉમર્સમાં પાછો એક વિષય ગુજરાતીનો પણ હતો. એમાં કવિતાઓ આવે તે ભણાવવા માટે શ્રી સુરેશ જોશી સાહેબ પણ આવતા. અને એક બીજા અધ્યાપિકા જે અકાળે મોટી  ઉંમરનાં લાગતાં તે પણ આવતા હતા. શરીરે સાવ કમજોર દુબળા પાતળા હતા. એમને આર્ટ્સ ફૅકલ્ટીમાંથી બે પગે ચાલીને પ્રી યુનિટ માં આવતા વાર લાગી જતી. ત્યાં સુધીમાં બીજા કલાસીસ ચાલુ થઇ ગયા હોય. અમારા ક્લાસનાં બધા બહાર ઉભા હોય. સ્કૂલના શિસ્ત ભર્યા વાતાવરણમાંથી પહેલી વાર મુક્ત થયેલા વિદ્યાર્થીઓ અશિસ્ત આચરવામાં કોઈ લીમીટ ના રાખતા. હવે પેલા મહિલા લેકચરરને આવતા વાર લાગતી પણ જેવા દુર થી ધીરી ચાલે આવતા જોઈ ને કોઈ એકાદ છોકરો બુમ પાડતો કે હે!બા આવ્યા!! ખલાસ ચારે બાજુ થી બુમરાણ મચી જતુ, બા આવ્યા!! બા આવ્યા!!એક બાજુ હાસ્યની છોળો ઉડતી. પણ હું આ બધાથી ટેવાયેલો નહોતો. અવાચક બની ને જોતો રહેતો. ‘બા’ પણ તોફાની છોકરાઓને ઇગ્નોર કરવા ટેવાયેલા હતા. સ્થિતપ્રજ્ઞ બની ક્લાસમાં દાખલ થઇ યંત્રવત ભણાવી જતા રહેતા. એ જાય ત્યારે પણ બુમો ઉઠતી કે બા ગયા!!બા ગયા!!ફરી હાસ્યની છોળો ઉઠતી.
સુરેશ જોશી(સાહિત્યકાર) સાહેબ ખુબ કડક હતા. એમના ક્લાસમાં કોઈ ચું નાં કરી શકતું. મને એ ખુબ ગમતું. બીજા એક લેકચરરનું નામ પોપટલાલ હતું. એ આવે તે પહેલા બ્લેક બોર્ડ પર લખાઈ જતું કે “પોપટ આજે નથી આવ્યો”. બધા વાંચી ને હસતા રહેતા. પોપટલાલ સાહેબ આવતા બોલ્યા વગર પેલું વાક્ય ભુંસીને ક્લાસ લઈ ને ચાલતી પકડતા. બરોડામાં થિયેટરનાં નામ સ્ત્રીઓના નામ પરથી બહુ સુંદર સુંદર હતા. જેવા કે શારદા, સાધના, અલ્પના, અપ્સરા, સપના. શારદા ટૉકીઝ હવે સિંગાપુર માર્કેટ બની ગઈ છે. સપના વળી ખુબ દુર હતી. જલ્દી હાથમાં નાં આવે તેવી. સપનામાં ફિલ્મ જોઉં તે પહેલા જ બંધ થઇ ગયેલી. ન્યાય મંદિર વિસ્તારમાં હરતાં ફરતાં મન થાય ને  ટીકીટ બારી ચાલુ હોય તો સાધના, પ્રતાપ, કલામંદિર, શારદા ગમે ત્યાં ઘુસી જવાનું ત્રણેક કલાક જે ઓછા થયા તે. મારી સ્કૂલની બાજુમાં જ નવરંગ ટૉકીઝ હતી. સ્કૂલ કરતા વધારે કલાક એમાં ગાળ્યા હશે. ત્રણ કલાક લાઈનમાં ઉભા રહી ને ત્રણ કલાકનું મુવી જોવાનું. આજે તો એ યાદ કરીએ તો પાગલપન લાગે .
એ વખતે  ડબલ ડેકર બસો ફરતી હતી. જુબિલી બાગ પાસે હું રહેતો. અમદાવાદી પોળથી બસમાં બેસીએ કૉલેજ જવા. બધા  વિદ્યાર્થીઓ પાસે વિદ્યાર્થી પાસ હોય. સૌથી આગળના ભાગે બધા બેઠા હોય. કન્ડક્ટર પાસ ચેક કરવા આવે એટલે શરુ ”  કન્ડક્ટર ની જય!કન્ડક્ટર ની જય!!.પેલો હસતો હસતો પાછો વળી જાય, કોઈ ના પાસ ચેક કરે જ નહિ. આગળ ગાયકવાડ જમાનાની કચેરીઓનું સંકુલ જે કોઠી કચેરી કહેવાતું તેનું બસ સ્ટોપ આવે. કન્ડક્ટર બુમ પાડે,  ‘છે કોઈ કોઠી?’. એનો મતલબ હોય કે કોઠી પાસે કોઈ ઉતરનાર છે? હવે કોઈ ભારે શરીરે ભાઈ કે બહેન ઉભા થાય ઉતરવા માટે તો આવી બન્યું. બધા જોર જોર થી એવા હશે કે પેલો ઉતરનાર ખાસિયાણો પડી જાય. પણ આ વેજાં ને કોણ બોલે? પેલો છેક નીચે ઊતરવા પહોચે ત્યારે કોઈ ટીખળી બોલે પણ ખરો કે ‘એ કોઠી આવજે!’
પ્રતાપનગર રોડ પર ત્રણ સિનેમાઘર એકબીજાની સાવ નજીક. પહેલું આવે વિહાર, પછી અપ્સરા અને અલ્પના સામ સામે. ત્યાં પણ સીટી બસનો કન્ડક્ટર સ્ટોપ આવતા એવું જ બોલે કે ‘છે કોઈ અપ્સરા?’ કે પછી ‘છે કોઈ અલ્પના?’ એમાયે કોઈ બહેન ઉભા થાય તો કોઈ ટીખળી હસી પણ પડે. કોઈ હોશિયાર હોય તો સારો જવાબ પણ મળી જાય. મને યાદ છે એક બહેન કન્ડક્ટર ને એવું કહી ને હસતા હસતા ઊતરેલાં કે ‘મારું નામ અલ્પના નહિ કલ્પના છે. ‘એમની રમૂજ વૃત્તિ ની કદર રૂપે બીજા મુસાફરો પણ હસી પડેલા. ‘છે કોઈ અપ્સરા?’ નાં જવાબમાં સુંદરતા ની વ્યાખ્યામાં ફીટ નાં થતા હોય તેવા કોઈ માનુની ઊતરે તો??? પણ એકવાર એક સુંદર યુવતી “છે કોઈ અપ્સરા?” નાં જવાબ માં ઊભી થઈ ને ઊતરવા લાગી ત્યારે કોઈ જુવાનિયો બોલેલો કે હાય અપ્સરા!! ત્યારે પેલી એ સણસણતો ઉત્તર આપેલો કે “હું તો અપ્સરા જ છું પણ તું ઘેર જઈ ને આયનામાં મો જોઈ લેજે!” આ સાંભળી બીજા મુસાફરો પેલાંની સામે એટલું હસેલા કે પેલાંનું હસવાનું ખસવું થઈ ગયું, અને કેટલાક  મુસાફરો ને વધારે હસીને ખાંસવાનું થઈ ગયેલું.
હરણી રોડ પર રૂપમ થિયેટર આવેલું છે. ત્યાં મોટાભાગે અંગ્રેજી મુવી જ ચાલતા હોય. અમારા એક મિત્ર અંગ્રેજી મુવી જોવાના ખુબ શોખીન. મને પણ ઘસડી જતા.હું મ.સ.યુની.માં ભણેલો પણ અંદર ગયા પછી હોલીવુડનું  ‘નાંગ્રેજી’  સમજવાનું મારું ગજું નહિ. આખી ફિલ્મ પત્યા પછી જ વાર્તાની ખબર પડે, તે પણ અધુરીપધુરી. જો કે મહત્તમ ઍક્શન ફિલ્મો જ જોવા જતા માટે વાર્તાની ખાસ જરૂર નહિ.  ફિલ્મના સંવાદ જરાય સમજાય નહિ છતાં લોકો હસતા હોય. હું તો બાઘાંની જેમ ચુપ હોઉં. સમજ્યા વગરનું શું હસવું? કદી કૉલેજનું પગથિયું પણ ચડેલા નહિ  તે  મારા મિત્ર પણ હસતા હોય. પછી મેં માર્ક કર્યું કે બીજા લોકો હસવાનું શરુ કરે ત્યાર પછી આ મિત્ર હસતા. પાછાં મારી સામું એવી રીતે  જુએ કે આને ડફોળ ને સમજ પડી નથી માટે હસતો નથી. જો કે એમને પણ સમજ પડતી નહોતી એ વાત હું કળી ગયો હતો. એ રાહ જોતા કે કોઈ હસે છે? લોકો હસવાનું શરુ કરે પછી તો ખલાસ બિન જરૂરી જોર જોરથી હસતા. જો કે મને આ જોઈ ને હસવું આવી જતું, અને સંવાદની સમજણમાં ખપી જતું. પછી તો રૂપમમાં અર્ધપોર્નો જેવા જ મુવી આવતા. ત્યાંથી પસાર થતા દર્શકો ને જોઈ ને પણ હસવું આવતું કે બીડીના ધુમાડા કાઢતા મજૂર વર્ગને પણ અંગ્રેજી મુવી જોવાનો  સારો એવો શોખ છે.
સપના થિયેટર તો સપના હોલ બની ગયો છે. નંબર વન ગણાતું અલંકાર થિયેટર બિઝનેસ સંકુલ બની ગયું છે. ઐતિહાસિક શાંતાદેવી થિયેટર પણ બહુ ના ચાલતું તેવું શોપિંગ સેન્ટર બની  ચૂક્યું છે. કલામંદિરનાં માંકણીયા  ત્યાં દુકાનો બની જતા બીજે આજુબાજુ  મુવ થઈ ગયા છે. કૃષ્ણ ટૉકીઝનાં હાલ બેહાલ થઇ ગયા છે. ન્યાય મંદિર આગળ પહેલા ગ્રામ્ય વિસ્તારમાં જવાનું બસ સ્ટેન્ડ હતું, તે હવે ત્યાંથી ખસેડી લેવામાં આવ્યું છે. માટે સાધના ટૉકીઝ પણ ગ્રામ્ય વિસ્તારનાં મુસાફરો ની અહોભાવ ભરી દ્રષ્ટિ થી વંચિત સુનુંમુન છે. વિહાર, અલ્પના અને અપ્સરા બંધ થવાની હાલતમાંથી મુક્ત બની અણી ચૂક્યો સો વર્ષ જીવે ન્યાયે હવે સારા ચાલી રહ્યા છે. અહીં આવ્યા પછી પાંચ વર્ષમાં કોઈ થિયેટરમાં પગ જ મૂક્યો નથી. વડોદરા મારા આત્મામાં સમાઈ ગયેલું છે. ભલે દુનિયાના મોસ્ટ ઍડ્વાન્સ અને ફ્રી કન્ટ્રીનો હું સિટીઝન હોઉં પણ ભારત, ગુજરાત, વિજાપુર, માણસા અને વડોદરાને મારા આત્માથી વખુટા પાડવાનું આ જન્મે તો શક્ય નથી. દેશ છોડ્યાનો અજંપો હૃદયનાં કોઈ ખૂણે બેસીને સતત મૃત્યુના હવાલે થતાં સુધી  પીડા દેતો જ રહેવાનો છે.

ઘણી વાર વિચારું છું કે કોઈ ટીખળી કન્ડક્ટર ખબર નથી હજુયે બુમ પાડતો હસે કે નહિ “છે કોઈ અપ્સરા?છે કોઈ કોઠી?”

મસ્જીદે જન્મસ્થાન અને બંધુત્વ,,,

Sri Ram's return to Ayodhya by Pushpak Vimaan
 મસ્જીદે જન્મસ્થાન અને બંધુત્વ,,, 

     શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને ઐતિહાસિક પાત્રો હતા.આપણે ભગવાન બનાવી દીધા છે.રામે એ જમાના માં વાનર જાતના માનવો ની સહાય લઈને રાવણ જેવા મહાબલી સામે યુદ્ધ કર્યું અને પત્ની ને પાછી લઇ આવ્યા તે કામ બહુ મોટું હતું.એટલે આપણી કલ્પનાના ભગવાન સાથે રામ ની બહાદુરી મેચ થઇ ગઈ અને આપણે એમને ભગવાન સમજી લીધા.અથવા ભગવાન પોતે નીચે ઉતર્યા અવતર્યા માની લીધું.જે હોય તે પણ રામ ને ભગવાન નાં સમજો તો પણ એ ઐતિહાસિક પુરુષ નું મહત્વ ઐતિહાસિક  રીતે ઓછું નાં અંકાય.એવીજ રીતે કૃષ્ણ પણ ઐતિહાસિક પુરુષ જ હતા.આપણી કલ્પનાના ભગવાન સાથે એપણ મેચ થઇ ગયા.દ્વારિકા હિમયુગ પૂરો થવા સાથે ડૂબી ગઈ હશે.એના પુરાવા પણ મળ્યા જ છે.આ કલ્પું(કલ્પના) બહુ હેરાન કરતી હોય છે.સાચા ખોટા નો ભેદ કરવા દેતી નથી.હવે કદાચ ગાંધીજી પણ ઐતિહાસિક પાત્ર માંથી ભગવાન બની જાય તો નવાઈ નહિ.ભવિષ્ય માં એમના પણ મંદિરો ઉપર મંદિરો બની શકે છે.પ્રસાદ માં કડવા લીમડા ની ચટણી રાખવી પડશે.પંચામૃત માં બકરી નું દૂધ જ ચાલે બીજું નહિ.કદાચ ગાય ની જગ્યાએ બકરીઓ પાળવાનું ભારત માં મહત્વ વધી જાય તો નવાઈ નહિ.આમેય વહાલા ડોસા ચોરેચૌટે ,રોડ રસ્તાઓ પર, ચાર રસ્તે અને અનેક ભવનો માં પેસતા એમની પ્રસિદ્ધ લાકડી સાથે ઉભાજ હોય છે.તો ભવિષ્ય માં આધુનિક ભવ્ય મંદિરો માં વિરાજમાન થશે.ગાંધી ચાલીસા પણ કદાચ રચાઈ જશે.લોકો ભય લાગે ત્યારે ગાંધી ચાલીસા ગાઈ શકશે.એના થી માર ખાઈ શકવાનું શરીર માં જોમ ઉભરાશે.ડર ગાયબ થઇ જશે.સત્ય નાં પ્રયોગો પર હાથ મૂકી ને કોર્ટ માં ખોટા સોગંધ લેવા ની અનુકુળતા રહેશે.આવું બની શકે છે,શક્યતા ૧૦૦% છે,કારણ આપણે સદીઓ થી આમજ કરતા આવ્યા છીએ.
      અયોધ્યા નો ચુકાદો આવી ગયો છે.કોઈ તોફાન થયા નથી.દંભી સેક્યુંલરીસ્ટો નાં પેટ માં તેલ રેડાયું હશે કે આતો શાંત જ રહ્યા બધા તોફાનો કેમ થયા નહિ?તોફાનો થયા હોત તો ચુકાદા વિરુદ્ધ કાગારોળ કરતા ફાવત.આ દમ્ભીઓ ધર્મ પરિવર્તન કેમ કરી લેતા નહિ હોય?આના વિરુદ્ધ માં પાકિસ્તાન માં રેલીઓ નીકળી.અલ્યા ભાઈ તમારું બળતું ઘર સંભાળો.ભારત માં શું થાય છે તેની ચિંતા શા માટે કરો છો?ભારત નો મુસ્લિમ ભારતમાં પાકિસ્તાનમાં રહેલા પાકિસ્તાની મુસ્લિમ કરતા વધારે સલામત છે.અમેરિકા થી પાકિસ્તાન જઈ ને પરત આવેલા મુસ્લિમો ની વાતો પરથી આવું લાગે છે.એક તો ન્યાયાધીશોને પુરાવા ની શું જરૂર?જગજાહેર છે કે જયારે મુસલમાન શાસકો  હતા ત્યારે ઠેર ઠેર મંદિરો તોડી ને મસ્જીદો બનાવેલી જ છે એવા હજારો પુરાવા છે.અથવા જ્યાં મંદિર હોય ત્યાં બાજુમાં કે એની ઉપર મસ્જીદ કે દરગાહ બનાવેલી છે.પાવાગઢ ના મહાકાલી ના મંદિર ઉપર મસ્જીદ હાલ ઉભી જ છે.છતાં ચાલો  કોર્ટ પુરાવા માંગે.તે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ખોદકામ કરીને આપી દીધા .૫૭૪ પાના નો અહેવાલ આપ્યો છે.જેના ઉપરથી ત્રણે જજે  ચુકાદા માં એની નોધ લીધી છે.  ૧૯૯૦ માં પુરાતત્વશાસ્ત્રી બી.બી લાલે  ખોદકામ કરી ને જણાવેલ કે નીચે મંદિર હતું.એમને કોમવાદી કહી ને બદલી કરી નાખવામાં આવેલી. બીજા ટોચ નાં આઠ પુરાતત્વ શાસ્ત્રીઓ ને પુરતા પુરાવા મળેલા કે નીચે મંદિર હતું.પણ જે તે સમયે અર્જુનસિંહે ભૂંડી ભૂમિકા ભજવી હતી.મીયાં અર્જુન અને મુલ્લાં મુલાયમો નો વિરોધ મુસ્લિમોએ જ કરવો જોઈએ.આવા લોકો ને જ શાંતિ જોઈતી નથી.
  એક સદી માં એક ફૂટ ધૂળ ચડે .એ હિસાબે ૨૦ ફૂટ નીચે થી સંસ્કૃત માં હિંદુ દેવતા નું નામ લખેલો પથ્થર મળ્યો છે જે ૧૫૦૦ થી ૨૦૦૦ વર્ષ પહેલા મંદિર હતું તેનો પુરાવો છે.બાબર ને આવ્યે ૫૦૦ વર્ષ જ થયા છે.પક્ષી ની આકૃતિ ધરાવતો કાળા પથ્થર નો સ્થંભ,૩૦ સ્થંભ  ની હારમાળા,અષ્ટકોણીય હવનકુંડ,દીવાલો માં સુરખી નો ઉપયોગ જે ભારત માં બે હજાર વર્ષ થી થાય છે,વિશિષ્ટ આકાર ની ઇંટો જે ભારત સિવાય બીજે મળતી જ નથી,ભંડાર ગૃહ આ બધા પુરાવા ૧૪ જગ્યાએથી ખોદકામ કરતા મળ્યા છે જે  મસ્જીદ નાં ગુંબજ ની નીચે જ મંદિર હતું તેના છે.મસ્જીદે જન્મસ્થાન તરીકે તો ઓળખાતી હતી આ મસ્જીદ.૨૭૪ પુસ્તકો,૭૯૮ ચુકાદાઓ,૫૭૪ પાનાનો પુરાતત્વ ખાતા નો અહેવાલ,અનેક દસ્તાવેજો અને ધાર્મિક ધર્મગ્રંથો ના આધારે ન્યાયાધીશોએ ચુકાદો આપ્યો છે.જે સર્વે ને માન્ય હોવો જ જોઈએ.
        રામ ભગવાન હતા તે વાત બાજુ પર મુકો.પણ ભારત માં જ ભારતીય છીએ તેના પુરાવા આપવા પડે તેવી સ્થિતિ છે આજે તેનું શું કરવું?આ તો નરી કાયરતા છે.અહિંસા,ભાઈચારો,અસહિષ્ણુતા,બિનસાંપ્રદાયીક્તા બધા ખોખલા શબ્દો બની ચુક્યા છે.બે ધર્મો વચ્હે કોઈ ભાઈચારો હોતો નથી.ઊંચા આદર્શો ની વાતો છે.વાસ્તવિક નહિ.જે ભાઈચારો હોય છે તે મજબુરી છે.એક જ દેશ માં રહેવું પડે છે તે મજબુરી છે.વ્યક્તિગત ભાઈચારો શક્ય છે પણ સામુહિક  તો શક્ય લાગતો નથી.મારે નુસરત ફતેહઅલી,રાહત અલી,મહેંદી હસન સાથે ભાઈચારો છે,જેઓને મેં કદી જોયા પણ નથી.સ્ક્રીન પર જ જોયા છે.મહેંદી હસન અને જગજીતસિંગ વચ્ચે ખુબ ભાઈચારો છે.મહમદ રફી સાથે કોને ભાઈચારો નહિ  હોય?આ બધા વ્યક્તિગત ભાઈચારા છે. હિંદુ ગણાતા બે સંપ્રદાયો વચ્ચે પણ ભાઈચારો નથી,ત્યાં બે જુદા જુદા ધર્મો વચ્ચે તો ક્યાંથી હોય?અરે એકજ હિંદુ ગણાતા બે જુદા જુદા સંપ્રદાયો ના વ્યક્તિઓ એક બીજા નાં મંદિર માં જવા તૈયાર નથી ભલે ભગવાન એક જ હોય.અરે એકજ સંપ્રદાય માં પણ અનેક ફાંટા હોય છે.સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયો માં અનેક ફાંટાઓ હોય છે,જે એક બીજા ના અંદર થી દુશમન હોય છે.પછી મિત્રો કહેશે સત્ય એકજ છે પણ જુદા જુદા લોકો એ અનેક રીતે કહ્યું છે.આ તો એક રોગ છે.બીમારી છે.પછી હિંદુઓ એકતા ની વાતો કરશે.હિંદુ એકસંપ નથી,એનું મુખ્ય કારણ ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે. ભાઈચારા ની વ્યર્થ વાતો કરશે.ભાઈચારો ત્યારે શક્ય બને કે એકબીજા ના સંપૂર્ણ આધારિત હોવ ત્યારે.એક મજબુરી છે જે સાથે રહેવા પ્રેરે છે.અયોધ્યા માં હિંદુઓ અને મુસ્લિમો વિના લડે સાથે જ રહે છે.એકબીજા નાં ધંધા નાં પુરક છે.પુજાના ફૂલ અને સામગ્રી ની દુકાનો મુસલમાનો ની હોય છે.જે લડાઈ ઝઘડા છે તે બહાર છે.રાજકારણ ના છે.ધાર્મિક ગુરુઓ અને પક્ષો ના છે.સામાન્ય પ્રજા તો એકબીજા સ્વાર્થ વડે જોડાયેલી જ છે.એમને લડાઈ માં રસ હોતો જ નથી.લડે તો એકબીજા ને નુકશાન થાય.એકબીજા ના સ્વાર્થ ને નુકશાન થાય છે.સ્વાર્થ નો ભાઈચારો હોય છે તેમાં ખોટું  શું છે?સર્વાઈવ થવા એકબીજા નો સહકાર લેવો તે તો નિયમ છે.વ્યક્તિગત મિત્રતા ભાઈ સમાન હોય છે..જયારે ધાર્મિક વાતાવરણ ઉગ્ર બની જાય છે ત્યારે ભાઈચારો હવાઈ જાય છે.ધાર્મિક વાતાવરણ ને યોજના પૂર્વક ઉગ્ર બનાવી દેવામાં આવતું હોય છે.આ તો મારા વિચારો છે,હું ખોટો પણ હોઈ શકું.મિત્રો ના વિચારો અને સૂચનો પણ આવકાર્ય છે.આ ભાઈચારો શક્ય બને તે માટે શું કરવું જોઈએ?મિત્રો સૂચનો કરશો જરા? 
   ચાલો ચંદ્રકાંત બક્ષી  બાબુ સાચા પડ્યા કે ભાજપા કે બીજા લોકો નું કામ નહિ,આ લોકો માં ત્રેવડ નથી,ખાલી વાતો જ કરવાના.સોનિયા ગાંધી નાં રાજ માં જ ચુકાદો આવશે કે રામ મંદિર બનશે.એમના શબ્દો સાંભળવા છે?તો આ રહી લીંક જે “એક ઘા અને બે કટકા”માં મુકેલી છે.http://www.youtube.com/watch?v=VlqZPV0pVqo&feature=player_embedded

જય હનુમંત જ્ઞાન ગુણ સાગર!!!

હનુમંત જ્ઞાન ગુણ સાગર!!!
ચાલો આપણે હનુમાનજીને વાનર નહિ નર સમજીએ અને દેવતા કે ભગવાન નહિ એક માનવ કે મહામાનવ સમજીને એમનું બહુમાન કરીએ. આપણે એક ઇલ્યુજનમા ફસાઇ ચુક્યા છીયે.બસ એમાથી દુર થવાનો પ્રયત્ન માત્ર છે.પ્રાચીન મનીષીઓએ જે પ્રતીકો રચ્યા છે તેનુ હાર્દ સમજીયે.એને સાચા માનવા ને બદલે એમાથી કશુ શીખીયે.પ્રાચીન બધુ સાચુ જ હોય તેમ માનવુ પણ વધારે પડતુ છે.અને અર્વાચીન બધુ ખરાબ હોય તેમ માનવુ પણ ખોટુ છે.આપણી ભુલો દેખાય તેમા ઇગો ઘવાય છે.ચાલો ત્યારે આજે હનુમાનજી વિષે મારુ શુ માનવુ છે તે જાણીયે.જ્યારે હુ નાનો હતો અને અખાડામા જતો ત્યારે હનુમાનજીની છબીને નમસ્કાર કરી ને દંડ બેઠક શરુ કરતો.પછી જ્યારે બરોડામાં મિસેકો જીમ્નેશીયમમાં જતો ત્યા પણ હનુમાનજીની છબીને નમન કરીને ડંબેલ્સ હાથમા લેતો.આખો શીયાળો તલ અથવા સરસિયાના તેલ ની માલિશ કરવાનો મારો નિયમ હતો.અમારે કોફી બ્રેકમાં ઘણી બધી ચર્ચાઓ ચાલતી હોય છે.ભારતનાં સમાચારોથી મોટા ભાગનાં મિત્રો સતત વાકેફ હોય છે.પેલા મિત્રે મને ફરી એક વાર પૂછ્યું કે હનુમાનજી વિષે શું માનો છો?
આપણી  નરી કલ્પના જ હોવી જોઈએ.પુરાણોમાંથી થોડો ઘણો ઈતિહાસ મળી શકે પણ એમાં કલ્પનાનું તત્વ ઘણું બધું ઉમેરાયેલું  છે તે બાદ કરતા આવડવું જોઈએ.પણ આપણને આપણી કલ્પનાઓ ઘણી વહાલી છે.વાસ્તવિકતા દુઃખદાયી હોય છે કલ્પનામાં મજા છે.દવે સાહેબ સુચવતા હતા કે વાનર નામની કોઈ જાતી કે આદિવાસી સમૂહ હોવો જોઈએ.કદાચ એ લોકોમાં  પાછળ નકલી પૂછડી રાખવાની આદત પણ હોઈ શકે એ લોકોની મદદ વડે શ્રી રામે રાવણ સાથે યુદ્ધ કરેલું.બાકી કોઈ પૂંછડીવાળો વાનર બે પગે ચાલતો જોવા મળ્યો નથી.ટેમ્પરરી ચાલ્યો હોય.કે કોઈ પૂંછડી વાળો વાનર બોલ્યો હોય કે રામના ભજન ગાયા હોય તેવું શક્ય નથી.બધા પશુઓ ચાર પગે ચાલે છે તેમ વાનરો પણ ચાર પગે જ ચાલે છે.પછી પૂંછડી વાપરવાનું બંધ કરતા તે ગુમ થઇ ગઈ હોવી જોઈએ અમુક જાતોમાં.હવે કુદરતનો પ્લાન હશે કે ભવિષ્યમાં માનવ ની ઉત્પત્તિ કરવી છે.માટે ક્રમે ક્રમે આગળ વધવું પડે.નિયમમાં બાંધછોડ કુદરત કરતી નથી.કે પછી ઉત્ક્રાંતિનાં ક્રમમાં લાખો વર્ષે ફેરફાર થતા આવ્યા છે તેમ જાતો બદલાતી જતી હોય છે.એટલે બે પગે ઉભા થઇ જવાની તૈયારી રૂપે પહેલા આવ્યા પૂંછડી વગરના એપ્સ.હવે બે પગે ઉભા થવાની તૈયારી રૂપે એપ્સ લોકોએ ચાર પગે પૂર્ણતઃ ચાલવાને બદલે શરુ કર્યું નકલ વોકિંગ.ખાલી એપ્સ જ નકલ વોકિંગ કરતા હોય છે, પૂંછડીવાળા વાનરો તો હરગીજ નહિ.નકલ વોકિંગ કરતા કરતા ઉભા થવાનું શરુ થયું હશે.અને મેં અગાઉના લેખોમાં જણાવ્યું છે તેમ બે પગે ઉભા થનાર એપ્સનો જન્મ થયો.સહારાના એરિયામાંથી વૈજ્ઞાનિકોને ફક્ત બે પગે ઉભા થઇ ચાલનાર એપ્સનાં ફોસિલ મળ્યા જ છે.ત્યાર પછી અર્ધું એપ્સ અને અર્ધું માનવ એવું લુસી મળ્યું છે.કપીમાનવ શબ્દ મિત્રોએ સારો સુચવેલો છે.ત્યાર પછીની સ્ટોરી મારા મિત્રો જાણે છે.એટલે બે પગે પૂછડી વાળો વાનર ચાલતો હોય અને હાથમાં ગદા લઇ યુદ્ધ કરતો હોય સંસ્કૃતમાં બોલતો હોય કે ગાતો હોય તે શક્ય નથી.લેન્ગવેજનો અધિકાર ભાષાનું જ્ઞાન કે કેપેસીટી પણ ફક્ત માનવ પાસે જ છે.બીજા પ્રાણીઓનાં બ્રેનમાં નથી.હા એમની ભાષા સુરની છે.શબ્દોની નહિ.

કેરાલામાં એક ખાસ બ્રાહ્મણો નો સમૂહ વર્ષનાં ખાસ દિવસોએ આ કુદરતી સુરની સાધના ખાસ જગ્યાએ કરતો હોય છે જે કોઈને સમજાય તેમ નથી.બસ જાત જાતનાં સુરનાં રાગડા તણાતા હોય છે.પરમ્પરાગત આ વિધિ ચાલતી હોય છે.એમના વારસોને પણ આ શીખવવામાં આવે છે.એમાં કોઈ શબ્દો હોતા નથી,ફક્ત પક્ષીઓ ગાતા હોય તેમ ગવાતું હોય છે જેનો કોઈ અર્થ હોતો નથી.પણ બધું લયબદ્ધ અને તાલ સાથેનું હોય છે.દિવસો એના પુરા થયા પછી એ જે કુટીરમાં ગવાયું હોય છે તેને પણ બાળી નાખવામાં આવે છે.આશરે ૫૦,૦૦૦ વર્ષ પહેલા માનવ આફ્રિકા થી દક્ષીણ ભારતમાં આવેલો હતો.ત્યાર વખતે કદાચ કોઈ ચોક્કસ ભાષાકીય શબ્દો નહિ હોય. માનવ સુર ની ભાષામાં વાતો કરતો હશે.એની પ્રેક્ટીસમાં આ વિધિ કેરાલામાં ચાલતી હશે જેથી બાળકોને વારસામાં એ સુર જ્ઞાન આપી જવાય.મારું ચોક્કસ માનવું છે કે ભાષાની શરૂઆત ભારતનાં કેરાલામાં થઇ હોવી જોઈએ.હજુ પણ એ સાધના ચાલુ છે.આના વિષે વધુ સંશોધન થાય તે જરૂરી છે.માટે હનુમાનજી વાનરને બદલે એવી કોઇ માનવ જાતના હશે તે વધારે તથ્ય છે.
એટલે હનુમાનજીની મોહક કલ્પના શરુ થઇ હશે જે આજ સુધી ચાલુ જ છે.ત્યાર પછી હનુમાનજી અમર છે તેવી મનઘડંત વાતો આવી ગઈ.કથાકારોએ એમની કથામાં વધારે શ્રોતાઓ આવે માટે આવી વાતો ફેલાવી હોવી જોઈએ કે રામની કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજર હોય.પાત્ર તરીકે હનુમાનજી અમર છે તે વાત ચોક્કસ છે.બાકી બાબરે રામ મંદિર તોડીને મસ્જીદ બનાવી ત્યારે હનુમાનજીને કોણે રોકી રાખેલા?જ્યાં જ્યાં મંદિરો હતા ત્યાં ત્યાં મુસલમાન શાસકોએ તેને તોડીને ત્યાં મસ્જીદો બનાવેલી છે તે હકીકત છે.એટલે બાબરી મસ્જીદ નીચે મંદિર હોય જ તેમાં પુરાવા  માંગવાની શું જરૂર હોય?છતાં પુરાત્વખાતાએ પુરાવા આપ્યા જ છે કે નીચે મંદિર હતું.મૂળ વાત એ છે કે કલ્પનાઓમાં જીવતા આપણે ભારતીયો કાયર બની ચુક્યા છીએ.કોઈ હનુમાન આવશે ભૂત પ્રેત ભાગી જશે,બધું સમુસુતરું થઇ જશે.કરો હનુમાન ચાલીસા જે તુલસીએ બનાવી છે અને ભૂતડા ભાગી જશે એ શક્ય નથી.હનુમાન ચાલીસા તમને લડવાની હિંમત આપવાને બદલે ભાગેડુ બનાવે છે.આપણે તો હનુમાન ચાલીસા ગઈ લીધી હવે રક્ષણ કરવાનું કામ એમનું,આપણું નહિ.આપણું રક્ષણ આપણે જ કરવાનું છે,કોઈ હનુમાને ઠેકો નથી લીધો.એમનો કાલ પૂરો થઈ ગયો,ગયા તે હવે પાછા કોઈ નથી આવવાના.હા જે ભૂત પ્રેત છે જ નહિ તેમાંથી માનસિક રીતે ડરપોક લોકોને રાહત મળતી હશે એના ગાવા થકી.

આજે ઠેર ઠેર આ કાલ્પનિક પાત્રનાં નામે ખુબ મોટો ધંધો ચાલી રહ્યો છે.ખૂણે ખાંચરે,રોડ રસ્તા પર એના નામે નાની દેરીઓને મંદિર બનાવી દેવામાં આવે છે.જ્યાં જમીન સરકાર કે રોડમાં જતી હોય ત્યાં ચાલાક લોકો નાની દેરી બનાવી એમાં હનુમાનને બેસાડી દેતા હોય છે.હવે ધાર્મિક લાગણી દુભાઈ ના જવી જોઈએ.એનો દુરુપયોગ કરી ને ત્યાં પછી કોઈ પોલીસ કે સરકાર પગલા લેતા નથી.અને રોડ વચ્ચે શનિવારે લાંબી લાઈનો લાગે છે હજારો મુરખો તેલ ચડાવા આવી જાય છે.અલ્યા એક મૂર્તિને તેલ ચડાવી ને તને શું ફાયદો થવાનો છે?તેલ જવાનું ગટરમાં, પછી એ ગંદી કુંડીમાં સંગ્રહાયેલું તેલ પાછું જવાનું ફરસાણનાં વેપારી પાસે.જેના વડે તળાયેલા ભજીયા ફાફડા આપણાં પેટમાં.દરગાહો અને કબરો નું પણ આવુજ છે.
હનુમાનજી અખાડાના દેવ છે.કસરતના દેવ છે.હનુમાનજી એક અતીબલવાન યોદ્ધા છે.પવન પુત્ર છે,મતલબ એમની યુદ્ધમા ઝડપ અપ્રતીમ છે,કાતીલ છે.પવન વેગી છે.યુદ્ધમા ઝડપનુ ખુબજ મહત્વ છે.તેલ માલીશ  કરવાથી શરીર મજબુત થાય છે.શિયાળામાં તેલ માલીશ અવશ્ય કરવું જોઈએ.પહેલવાનો તેલ માલીશ કાયમ કરતા કરાવતા હોય છે.ઠંડા પ્રદેશોમાં લગભગ કાયમ બોડી લોશન લગાવવા પડતા હોય છે.દરેક દેશી અખાડામાં હનુમાનજની છબી હોય છે.કુસ્તીના દાવપેચ અને ગદા યુદ્ધ માં માહિર એવા હનુમાન  પહેલવાનોના માનસિક  ગુરુ ગણાતા હોય છે.બસ એટલે જ હનુમાનને તેલ ચડાવાય છે.એ તેલ હનુમાનને નહિ આપણે આપણાં શરીરે ચડાવવાનું હોય છે.પણ આપણે તેલનો દુર્વ્યય કરીએ છીએ.લાંબી લાઇનો ઉભા રહી તેલ ચડાવવુ એ કોઇ ભક્તી નથી.આવી આસ્થા પણ વ્યાજબી નથી.આતો પાગલપન છે.એક મુર્ખામી છે.આવી મુર્ખ આસ્થાઓ ભલે કરોડો લોકોની હોય તેનાથી શુ ફેર પડે છે?કરોડો લોકો મુર્ખામી કરતા હોય તેટલે એ શુ સત્ય બની જવાનુ?  સિંદુરનો રંગ કેસરી જે આક્રમકતાનો રંગ છે.આવા લાલ રંગ સમકક્ષ રંગ યુદ્ધનાં રંગ છે.જે જોઈએ ને ઉગ્રતા આવે,આવા રંગ સામાને ભય પમાડે.લીલો રંગ જોઈને શાંત થવાય.લોહી જોઈને ઘણા બધાને ભય લાગી જતા ચક્કર આવી જાય છે.લોહી જોવાની ખાસ ક્ષમતા કેળવવી પડે.જેને યુદ્ધોમાં લડવાનું છે તેણે આ લોહી જોવાની ક્ષમતા કેળવવી જ પડે.નહિ તો લડી રહ્યા.

અહિંસક બન્યા પછી ભારતીયો લડી શકતા નથી.એનું આજ કારણ છે.એટલે હનુમાનજી ને સિંદુર ચડાવાય છે. દર શનિવારે હનુમાનને તેલ ચડાવ્યા કરતા તે તેલ તમારા શરીરે ચડાવો,થોડા દંડ બેઠક કરો,શરીર તગડું ને મજબુત બનાવો,હનુમાનની જેમ નીડર બનો,દરિયો કુદી જવાની હૈયા માં હામ ભરો.આપણે એમને તેલ ચડવીયે છીયે અને કોઇ ત્રાસવાદી આવે ત્યારે ઉભી પુંછ્ડીયે ભાગીયે છીયે.મુંબઇમા જોયેલુ ને?રેલ્વે સ્ટેશને એક ત્રાસ્વાદી ગોળીઓ છોડતો હતો ત્યારે હજારો હનુમાન ભક્તો ભાગતા હતા.અને એક સાચો હનુમાન ભક્ત જમાદાર ખાલી ખુરશીઓ ફેંકીને પેલા ત્રાસવાદી ને ભગાડતો હતો. રાવણ જેવા બળવાન સામે ટકરાઈ જવાની આક્રમકતા કેળવો તેજ હનુમાનની સાચી  ભક્તિ કહેવાય.બાકી કોઈ હનુમાન ભારતને બચાવી નહિ શકે.

गणानांत्वा गणपति|

 
એક મિત્રે કોફી બ્રેક માં પુછ્યુ કે ગણપતિ વિષે શુ માનો છો?
નરી કલ્પના અથવા કોઈ ટ્રાઈબલ ગ્રુપ કે ગણના વડા હોઈ શકે અથવા તેવી કલ્પના. કોઇ પ્રતીક રુપે કોઇએ વાર્તા બનાવી કાઢી હશે. આપણે પુરાણો લખ્યા છે, ઇતિહાસ નહી. પુરાણો પરથી ઇતિહાસના સંદર્ભ શોધીયે છીયે. પુરાણોમા કવિતાઓ જ છે. કવિઓની કલ્પનાના ઘોડાને કોઇ લગામ હોતી નથી. એ પ્રતિકો આજે વાસ્તવીક બનીને દેશને ખર્ચના ખાડામા ઉતારી રહ્યા છે. દેશની જનતાની મહેનતના રુપિયા આડેધડ વપરાય છે. જનતા પણ મુર્ખ બનીને એમા જોડાય છે. પાર્વતી સ્નાન કરવા બેઠા અને નાના દીકરાને કહી ને બેઠા કે ધ્યાન રાખજે. કોઇ આવીના જાય. પિતાને ખબર ના હોય કે મારે એક દીકરો છે તે અસગંત લાગે છે. નાનુ બાળક રોકે તો એમા ગુસ્સો શેનો આવી જાય? વહાલ કરવાનુ મન થાય તેવા બાળકનુ માથુ ઉડાવી દો તેવો ગુસ્સો? કોઇ ક્રેઝી છો કે શુ? ઉપરથી ખુશ થવુ જોઇએ કે બાલક એની ફરજ સારી રીતે બજાવી રહ્યુ છે.
ખેર માથુ તો ગયુ. હવે કોઇ ડોક્ટરને પુછી લઇ યે કે એક નાના બાળકની ગરદનની સાઇઝ શુ હોય? એના ઉપર હાથીની ગરદનની સાઇઝ ફિટ થાય ખરી? નાનાંમાં નાનાં મદનીયાની ગરદન પણ ફીટ ના થાય. અને મેડિકલ સાયન્સ રીતે જોઇન્ટ થાય ખરી? હવે આ વાર્તાનો મોરલ સંદેશો શુ હશે? કે બાળકે પિતાની આજ્ઞાનુ પાલન કરવુ જ. પણ ખબર જ નહોતી કે આ મારો બાપ છે તો? માથુ ગયુ. આમા શીખવા જેવુ છે શુ? આવી જ વાર્તા દક્ષ રાજાની છે. શકંર ભગવાનના સસરા થાય. શંકરજી કાયમ માથા વાઢી નાખવા માટે જાણીતા છે. દક્ષનું  માથુ પણ ગયેલુ પછી કોઇ સર્જનની જેમ બકરાનુ માથુ લગાવી દીધું. પશુઓના અંગ ખાસ તો માથુ લગાવી શકાય તે અશક્ય છે. હા એમના અદંરના કોઈક જ  પાર્ટ્સ વપરાય છે. પણ પશુઓના હાથ, પગ, નાક કે બીજા બાહ્ય અંગો વાપરી શકો તે હાલ તો અશક્ય જ છે. વળી પહેલા ક્યા આટલુ બધુ મેડીકલ સાયન્સ આગળ વધેલુ હતુ? અને એવુ માનીયે તો આપણો દંભ જ છે. ચરક ફીજીશિયન હતા, અને શુશ્રુત સર્જન હતા. આ લોકો ભારતના કે દુનિયાનાં પણ પહેલા ડોક્ટર્સ કહેવાય. પણ આ લોકો એ પણ કોઇ પ્રાણીનુ માથુ માનવના ધડ ઉપર લગાવ્યુ હોય તેવુ ક્યાય નથી.
મુલ વાર્તા જ કાલ્પનીક છે. આપણે જે બ્રહ્માસ્ત્ર અને અગ્ન્યાસ્ત્ર કે બીજા શસ્ત્રોની વાતો કરીએ છે તે નરી સાયન્સ ફિક્શન જેવી કલ્પનાઓ જ હતી, જે દુર ભવિષ્યમાં સાચી પડે. જે આજે સાચી પડી છે જેતે સમયે નહિ. હવે આજે તમે જે કોઈ નવું સાયન્સ ફિક્શન રચો છો તે આજે કલ્પના છે ભવિષ્યમાં સાચી પાડી શકાય. જેમ વિકાસ થાય તેમ સાચું પડે તરત ના પડે. જો એ વખતે સાયન્સ એટલું બધું આગળ હતું તો ક્યા ગયું? એ વખતે પશુઓના માથા માનવ ધડ ઉપર લગાવી શકતા હતા તો એ વિદ્યા ગઈ ક્યા? આજે વિદ્યા કોઈ ભૂલી જતું નથી ઉલટાનું નવું સંશોધન થઇ ને આગળ વધતી જાય છે. પુષ્પક વિમાનની કલ્પના કરી હતી તો વર્ષો પછી પછી વિમાન શોધ્યા. હવામાં કોઈ વાહન દ્વારા ઉડી શકાય તેવી કલ્પનાજ ના આવી હોત તો એવા સાધન કે વાહન શોધવાનો પ્રયત્ન જ કોઈ ના કરે. પહેલા કલ્પના આવે છે પછી શક્ય બનતી હોય છે.

        ગણપતિ એટલે ગણ એટલે લોકોના પતિ એટલે કોઈ લીડર હોઈ શકે. એક લીડરના કેવા ગુણો હોવા જોઈએ તે દર્શાવતું કાલ્પનિક પાત્ર કોઈ બુદ્ધિના મહાસાગરે રચેલું હોવું જોઈએ. મોટું માથું બુદ્ધિશાળી, નાની આંખો તીક્ષ્ણ દ્રષ્ટિ, મોટું પેટ બધું પેટમાં રાખવાની આવડત માને સિક્રેટ રાખી શકવાની ક્ષમતા, હાથમાં હથિયાર યાને દંડ દેવાની પણ તાકાત હોવી જોઈએ. લાંબુ નાક, આવનાર ભયને અગાઉથી સુંઘીને જાણી લેવાની આવડત. હાથીની સુંઘવાની શક્તિ ગજબની છે. પવન અનુકુળ હોય તો બે માઈલ દુર થી એને ખબર પડે કે કોણ આવી રહ્યું છે. માટે હાથી અવારનવાર સુંઢ હવામાં ઉંચી કરતા હોય છે. કુતરા કરતા અનેક ઘણી એની સુંઘવાની ક્ષમતા છે. બસ એક પ્રજાનો  લીડર કેવો હોવો એટલું કહેવા માટે આ કલ્પના કરવામાં આવી છે.

પહેલા ગણપતિ સારા નહોતા. વિઘ્નકર્તા હતા. આ ટ્રાઈબ નેતા આર્યોને હેરાન કરતો હોવો જોઈએ. પછી પ્રથમ તારી પૂજા કરવામાં આવશે તને પ્રસાદ-ભાગ બધું મળશે કહી શાંત પાડ્યા હોવા જોઈએ. પછી ગણપતિ વિઘ્નહર્તા બન્યા. મૂળે શંકર દ્રવિડીયન ભગવાન હતા તેમને સ્વીકારતા પહેલા ભૂતડાના ભગવાન કહીને ખૂબ મજાક કરાઈ છે. ના છુટકે અપનાવી લેવાયા હશે. એમના ચિરંજીવીને પણ આમ અપનાવી લીધા હશે. માતાપિતાને સર્વસ્વ સમજનારા ગણપતિની પૂજા કરનારા માબાપને અનાથ આશ્રમમાં ધકેલી દેતા હોય છે. મૂળ ગણેશોત્સવ લોકમાન્ય તિલકે શરુ કરેલો. ત્યાર પહેલા આવા ધૂમધડાકાભેર ગણેશોત્સવ યોજાતા નહોતા. લોકો એમના ઘરોમાં સ્થાપના કરતા અને પધરાવી આવતા. મને યાદ છે વડોદરા સિવાય બાકીના ગુજરાતમાં ગણેશોત્સવનો આવો ક્રેઝ હતો જ નહિ. વડોદરામાં મરાઠી ભાઈ લોગન ખૂબ માટે ત્યાં ગણેશોત્સવ ધામધુમથી ઉજવાતો. હવે દેખાદેખી બધે આ પાગલપન છવાઈ ગયું છે. બાકી ગણપતિ ચોથ આવે અને જતી રહે ખબર પણ નહોતી પડતી. એક અંગત ઉત્સવને મૂળ રાજકીય હેતુ માટે ઉભો કરાયેલો મહાઉત્સવ કહી શકાય. ઉત્સવો ઉજવવા સારી વાત છે. પણ એનાથી નાહક બીજા લોકોને અડચણ થવી ના જોઈએ.

આપણ મુરખોને ખબર હોવી જોઈએ કે જે ગણેશોત્સવ થાય છે તે બધા નહિ પણ મોટાભાગે બુટલેગરો યોજતા હોય છે, કે કરોડો રૂપિયા તમે લાલબાગનાં ગણેશોત્સવમાં ચડાવો છો તે કોના ગજવા ભરે છે? એટલા રૂપિયા કોઈ સમાજ સેવામાં વપરાયા હોય તો લેખે લાગે અને ગણની સેવા થાય તો ગણપતિ રાજી થાય. આપણી શ્રદ્ધા એ આપણું પાગલપન છે એમાં બુદ્ધિનું કોઈ તત્વ નથી.

જિંદગીના તાણાવાણા અને બ્લ્યું રંગ નું બ્લડ..

Red knot

 

horseshoe

 

જિંદગીના તાણાવાણા અને બ્લ્યું રંગ નું બ્લડ..  

જુઓ અહી કેવા ગુંથાયા છે તાણાવાણા જિંદગીના,
કોઈ આપેછે જિંદગી અને બને છે કોઈ ની જિંદગી,
કોઈ લે છે જિંદગી અને બનાવે છે પોતાની જિંદગી.
      હાજી!!આ પ્લાનેટ ઉપર ધબકતું જીવન એટલે એક મોટી કાપડ ની ચાદર છે.એમાં ગૂંથાયેલા તાર એ અહી વસતો દરેક સજીવ છે.દરેક સજીવ ની જિંદગી છે.આ બધા તાર એક બીજા સાથે ગૂંથાયેલા છે.આ તાર એટલે માનવ,પશુ,પક્ષી,સરીસુર્પ,જીવ જંતુ અને વનસ્પતિ છે.બધા ની જિંદગી એકબીજા સાથે ગૂંથાયેલી છે.
      ૩૫૦ મિલિયન વર્ષ થી ચંદ્રમાં નાં હરેક સંકેત નો ઉત્તર આપતો છીછરાં અને હુંફાળા સમુદ્ર કિનારે અને સમુદ્રી ખાડીઓ માં વસતો જીવ એટલે હોર્સશું ક્રેબ.કાચબા ની જેમ મજબુત કવચ ધરાવતો એક કરચલો.આપણું આયુષ્ય તો માંડ ૨.૫ મિલિયન વર્ષ નું છે.એક મિલિયન એટલે દસ લાખ ગણી લેવાના.કોઈ પણ ધર્મ,જ્ઞાતિ જાતિ અને કહેવાતી પવિત્ર લગ્ન વ્યવસ્થા વગર આટલા બધા પુરા ૩૫૦ મિલિયન વર્ષો થી પોતાનું અસ્તિત્વ ટકાવી રહેલો એક સામાન્ય ગણાતો આ કરચલો આજે સુપર બ્રેઈન પાવર ધરાવતા માનવ ને કારણે ભય માં આવી પડ્યો છે.કુદરતે ગોઠવેલા બેલેન્સ ચક્ર ને પ્રાણીઓ કે બીજા સજીવો ક્યારેય તોડતા નથી.તોડે છે ફક્ત માનવી.કેમ કે કુદરતે એને બ્રેઈન આપવાની ભૂલ કરી લાગે છે.કદાચ હું ખોટો પણ હોઈ શકું.
   આપણાં અને મોટાભાગ ના સજીવો ના લોહી માં આયર્ન હોય છે,હિમોગ્લોબીન હોય છે અને લોહી નો રંગ લાલ હોય છે.જયારે કરોળિયા અને વીંછી ની નજીક ની જાતનો  આ ભાઈ કોપર વાપરે છે,અને એના લોહીનો રંગ બ્લ્યું છે.કુદરતી એન્ટી બાયોટીક્સ નું કામ આપતું આ બ્લ્યું બ્લડ દવાઓ બનાવતી કંપનીઓ માટે અમુલ્ય છે.લાલ રંગ હિંસા,ક્રોધ,આક્રમકતા અને યુદ્ધ નો રંગ ગણાય છે.લાલ લોહી જોઈ ને ઘણા ને ચક્કર આવી જાય છે.હોર્સ શું ક્રેબ ની માદા કદ માં  નર કરતા મોટી હોય છે.આ માદા એક સમયે લગભગ ૮૦,૦૦૦ થી લાખ ઈંડા મુકે છે.એમાંથી ભાગ્યેજ દસ વિરલા જીવતા હશે.બીજા ઈંડા નાં પોષક તત્વો કોઈની જિંદગી બનાવે છે.એ કોઈ છે રેડનોટ નામનું ઉત્તર ધ્રુવ નું નાનકડું નાજુક નહિ પણ ખુબ મજબુત પક્ષી.આમ તો આ પક્ષી ની વિવિધ પ્રજાતિઓ છે.ઉત્તર ધ્રુવ ના કાતિલ શિયાળા થી બચવા આ પક્ષી છેક ઓસ્ટ્રેલીયા,સાઉથ આફ્રિકા અને ભારત માં પણ લાંબી મજલ ઉડીને આવે છે.પણ એની એક પ્રજાતિ દક્ષીણ અમેરિકા ના દેશો માં ખાસ ચીલી માં મુકામ કરે છે.
      રેડનોટ ની આ  પ્રજાતિ હોર્સશું ક્રેબ સાથે કનેક્ટેડ છે.ફેબ્રુઆરી માં શિયાળા ની કાતિલ ધાર ઓછી થવા લાગે એટલે આ પક્ષી એની પહેલી ઉડાન બેક ટુ હોમ ની ચાલુ કરે છે.સાઉથ બ્રાઝીલ માં પહેલો મુકામ થાય ત્યાં સુધી સતત ઉડતા રહેવાનું.છેલ્લા સાત વર્ષ માં એની વસ્તી ૭૦% ઘટી ગયેલી જીવ વિજ્ઞાનીઓ ના ધ્યાન  માં આવી.થોડા ખોરાક પાણી લઇ બ્રાઝીલ થી પાછી ઉડાન શરુ.સાઉથ  કેરોલીના થી ડેલાવર સુધી ઠેક ઠેકાણે જ્યાં હોર્સશું ક્રેબ વસતા હોય ત્યાં મુકામ શરુ થાય ત્યાં સુધી સતત ઉડતા રહેવાનું.કારણ ઉત્તર ધ્રુવ સુધી પુરા ૧૦,૦૦૦ માઈલ  ની લાંબી મજલ કાપવાની હોય છે.ખુબ એનર્જી વપરાઈ જાય.વજન પણ ઓછું થઇ જાય.હજુ ઉત્તર ધ્રુવ પહોંચવાનું છે.થોડી બોડી અને મસલ્સ પણ બનાવવા પડે.હોર્સશું ક્રેબ નાં ઈંડા એમનો આહાર છે.ભરપુર પ્રોટીન અને પચવામાં હલકા એવા ઈંડા બે ચાર અઠવાડિયા ખાઈ ને તાજા માજા થઇ ને પછી ઉડવાનું શરુ કે  આવે હવે ઉત્તર ધ્રુવ ઢુંકડું.જીવ વિજ્ઞાનીઓ ની ટીમો રાતદિવસ મહેનત કરી ને અભ્યાસ કરે છે.ઉત્તર ધ્રુવ થી પાછા ઉત્તર ધ્રુવ ની રાઉન્ડ ટ્રીપ ગણો તો ૨૦,૦૦૦ માઈલ આ પક્ષી એક વર્ષ  માં ઉડે છે.કુલ્લે ૬ દેશો પસાર કરે છે.ઉત્તર ધ્રુવ પહોચ્યા પછી એમની મેટિંગ સીજન શરુ થાય.માળાં બંધાય,ઈંડા મુકાય.મોનોગોમસ એવું આ પક્ષી જયારે ઉત્તર ધ્રુવ માં એના સમયે ખાસ દેખાતું નથી ત્યારે સ્ત્રી જીવ વૈજ્ઞાનિક ની આંખ માંથી આશુંઓ ટપકી પડે છે.વાત કરતા કરતા હૈયું ભરાઈ જાય છે એનું….
       હોર્સશું ક્રેબ ની વસ્તી ૭૫% ઓછી થઇ ગઈ છે.સાઉથ કેરોલીના ની સ્ટેટ ગવર્નમેન્ટે ૧૫ વર્ષ હોર્સશું ક્રેબ ને પકડવા માટે મનાઈ ફરમાવી દીધી છે.આ ક્રેબ ની વસ્તી ઘટે એટલે રેડ નોટ ની વસ્તી પણ ઘટે.દેખાવે ભલે વિચિત્ર લાગતો આ હોર્સશું ક્રેબ પકડો તો જરાય ઈજા ના પહોચાડે.એના પગ બીક લાગે તેવા હોય પણ સાવ નાજુક હોય.આ ક્રેબ ને પકડવા માટે ખાસ લોકો ને લાયસન્સ અપાયા છે.એ લોકો મેડીકલ કંપનીઓ ને ક્રેબ પુરા પાડે,એનું વાદળી રંગ નું અમુલ્ય લોહી કાઢયા પછી પાછા એમના સ્થાને છોડી દેવાય છે.પણ એમાંથી થોડા માર્યા જાય છે.જોકે હવે આ ક્રેબ ની વસ્તી સાવ ઘટી નાં જાય માટે એની ખેતી પણ કરવામાં આવે છે.મતલબ એની વસ્તી વધારવા નાં પ્રયત્નો કરવામાં આવે છે.પણ હાલ તો ક્રેબ અને રેડ નોટ પક્ષી ની સંખ્યા એકદમ ઘટી ગઈ છે એને મૂળ લેવલે પહોચતા કેટલો સમય લાગશે તે ખબર નથી.દરિયા કિનારા નો વિકાસ વધે તે ક્રેબ નાં વિકાસ અને વસ્તી ને નુકશાન કારક બનતો જાય છે.ચાર દિવસ માં ૪૦૦૦ માઈલ કાપી નાખતું આ પક્ષી અને ૩૫૦ મિલિયન વર્ષો થી અસ્તિત્વ ટકાવી રહેલા શાર્ક સિવાય કોઈ ને નાં ગાંઠતા  હોર્સશું ક્રેબ ઈવોલ્યુશન નાં ક્રમ નાં અદ્ભુત ઉદાહરણો છે.   

ભયાવહ(Fight or Flight)!!!!!

Dante and Virgil in Hell
Image via Wikipedia
Great fire London

ભયાવહ(Fight  or Flight)!!!!!

મિત્રો ભયની લાગણી એ સામાન્ય લાગણી છે.ભયની લાગણી આપણા જીન્સમાં હોય છે.ભયની લાગણી સર્વાઈવ થવા માટેની જરૂરી મજબુત લાગણી છે.સર્વાઈવલ ઇન્સ્ટીકટ છે.ભયની લાગણી નાં હોત તો માનવ જાત આજે પૃથ્વી પર ફરતી નાં હોત.ભય લાગે છે માટે બચવા માટે ભાગીયે છીએ,અથવા પ્રતિકાર કરીને લડીને બચીએ છીએ.સૌથી મોટો ભય એ મૃત્યુ નો ભય  છે.ચાલો થોડા પ્રાથમિક અને આદીમ ભય વિષે જાણીએ.આ તમામ ભય આપણને વારસામાં જીન્સમાં આપણા પૂર્વજો આદી માનવો પાસેથી મળેલા છે.ભલે તમે આજે  ભયનાં આ પ્રકારના અનુભવ ના કરતા હોવ પણ આ ભયોની ભૂતાવળ તમારા અચેતન મનમાં સમાયેલી છે.
૧) Eat alive –આપણે કોઈ જંગલી પ્રાણીને જોઇને ભાગીયે છીએ.કેમ?જીવતા ખવાઈ જવાનો ભય છે.આપણા પૂર્વજો જંગલો માં રહેતા હતા.મેન ઈટર પ્રાણીઓ ચારેકોર વસતા હતા.ખાસ તો આજના સિંહ કે વાઘ કરતા બમણું મોટું કેટ વર્ગનું એક પ્રાણી હતું જે માનવ ભક્ષી હતું.હાલ તો એ સમાપ્ત થઇ ગયું છે.આ ભય તમને નિર્ણય લેવામાં મદદ કરે છે કે હવે ઉભા રહેવું કે ભાગવું?ભય તમારા લોહીને વધારે પગ તરફ ધકેલે છે.જેથી તમે ભાગી શકો.
૨) Snake –સર્પનો ભય પણ આદીમ ભય છે.માનવ જંગલો અને ગુફાઓમાં રહેતો હતો.સર્પ પણ લગભગ દરેક જગ્યાએ હોય છે.દક્ષીણ ધ્રુવ સિવાય સર્પ દરેક જગ્યાએ હોય છે.બીજા પ્રાણીઓ વચ્ચે ટકી રહેવા સર્પે એક મહા ભયાનક કેમિકલ ટેકનીક વિકસાવી છે.ઝેર!!કાતિલ ઝેર એનું શસ્ત્ર છે.જો કે બધા સર્પ ઝેરી હોતા નથી.આદી માનવો અવારનવાર સર્પ દંશથી મરી જતા હશે.માટે સર્પનો ભય આપણા અચેતન મનમાં સમાયેલો છે.પણ આજ ભય સર્પ સાથે દોસ્તી કરવા માટે પણ પ્રેરણા આપે છે.અને એ દોસ્તી ઘણીવાર જીવલેણ પણ નીવડી છે.
૩)Burried  alive —જીવતા દટાઈ જવાનો ભય.આ પણ એક આદીમ ભય છે.ગુફામાં રહેતા આદી માનવો જીવતા દટાઈ જતા હશે.જમીન ધસી જવાથી કે ભૂકંપ અને એવી કુદરતી ઘટનાઓમાં જીવતા દટાઈ જવાતું હોય છે.આજે પણ ગુજરાતમાં માટી ખોદવા જતા ઘણા લોકો જીવતા દટાઈ ગયાના સમાચાર આપણે વાંચીએ છીએ.જે દેશોમાં મૃત્યુ પામેલા લોકોને ભૂમીગત નિકાલ કરવામાં આવતા હોય છે ત્યાં આ ભય ખાસ હોય છે.ઘણી વાર કોમામાં પડેલા જીવતા માણસને કોફીનમાં મૂકી ને દાટી દેવાતો હતો.એના પુરાવા પણ મળ્યા છે.જોકે ભાનમાં આવીને ભાઈ પાછા મૃત્યુ ને શરણ જ થવાના હોય.પણ બહાર નીકળવા પ્રયત્ન તો કરેલા હોય એના પુરાવા મળ્યા પછી ખાસ પ્રકારના કોફીન બનાવવામાં આવતા હતા.મૃતકના પગના અંગુઠે દોરી બાંધવામાં આવતી જે બહાર એક ઘંટ સાથે બાંધેલી રહેતી.અને કોફીનમાં પ્રાણવાયું જઈ શકે તેવી એક પાતળી પાઈપ રાખવામાં આવતી.જેથી કોઈ જીવતું થાય અને બચવા માટે પગ હલાવે તો બહાર ઘંટ સંભળાય.એટલે જીવતા દટાઈ જવાનો ભય પણ એક પ્રાથમિક ભય છે.
૪) Hell –નર્કનો ભય.મર્યાં પછી નર્કનો ભય એ શીખવેલો ભય ગણાય.જનતા ઉપર કંટ્રોલ રાખવા આ પ્રકારનો ભય મંદિરો અને ચર્ચ અને ધર્મો દ્વારા ઉભો કરવામાં આવેલો.દરેક ધર્મનાં નર્ક અલગ અલગ હોય છે.એમાં મળતી સજાઓ ના પ્રકાર થોડા જુદા જુદા પણ ભયાનક હોવાના જ.ભગવાનનો ડર રાખો ભાઈ એવું આપણે ઘણા મુખે સાંભળીયે છીએ.એટલે લોકો થોડા સખણા રહે અને નર્કનાં ભયના કારણે સીધા ચાલે એવો આશય હતો.પણ પછી એ ભય બતાવી બતાવીને લોકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.બીજું આ એક બદલાની ભાવના છે કે સારું નથી કર્યું હેરાન કર્યા છે તો નર્કમાં જવાના અને બદલો મળી જશે.આ એક કાલ્પનિક ભય છે જે શીખવેલો છે.
૫)Monsters —દૈત્ય અને રાક્ષસનો ભય.આ પણ એક કાલ્પનિક શીખવેલો ભય છે.આને આપણે બકાસુર ભય પણ કહી શકીએ.આમાં જાત જાતનાં કાલ્પનિક પાત્રોની કલ્પના કરવામાં આવેલી છે.આપણા મહાભારતમાં બકાસુર નું પાત્ર એનું ઉત્તમ ઉદાહરણ છે.આવા મોન્સ્ટર ને માથે શીંગડા હોય,માથાની જગ્યા એ સાપ હોય,અર્ધું અંગ સિંહનું અને અર્ધું માણસનું હોય.આમ પશુ અને માણસનું કોમ્બીનેશન હોય છે.વળી આવા મોન્સ્ટરને મારીને કોઈ વીરલો હીરો બની જતો હોય.આમાં એક બહાદુરીની ભાવના પણ હોય છે.જેમ કે બકાસુરને મારી ને ભીમ હીરો કહેવાતો.દરેક દેશોમાં અને પ્રાચીન સંસ્કૃતિમાં આવી વાતો હોય છે.અત્યારે વેમ્પાયરના મુવી બહુ ચાલે છે.લોહી ચુસતા ડ્રેકુલા અને વેમ્પાયર અને વરુ બધા આવી જાતના ભય છે.આમાં ભય સાચો પણ કલ્પના ખોટી હોય છે.ભૂત પ્રેત,ચુડેલ,ડાકણ,જંડ વિગેરેનો ભય એ આવો કાલ્પનિક ભય જ છે.એક દંતકથા મુજબ મહુડી નાં ઘંટાકર્ણ વીર એક શિકારી કોમનાં હતા.હાલ પણ એમની મૂર્તિ જુઓ કાનમાં ઘંટનાં આકારનાં કર્ણ ફૂલ અને હાથમાં તીર અને કામઠું છે.અને મર્યાં પછી આવા મોન્સ્ટર બની ત્યાના જંગલો ને ધ્રુજાવતા હતા.એમને જૈન મુની બુદ્ધિસાગર મહારાજે સાધના કરી સાધી ને ત્યાં બેસાડી દીધા.હવે લોકો એમને સુખડી ધરાવે છે.અને એ લોકોના કામ કરી આપે છે.લોકો સુખડીની બધા રાખે છે.જે સુખડી મહુડી ગામ બહાર લઇ ના જવાય તેવી માન્યતા છે.ભયમાંથી ભગવાન પેદા થાય.ભય વિના પ્રીત નહિ.ભયના લીધે ભગવાન પેદા થાય અને ભગવાનનાં ભયને લીધે લોકો વધારે ભયભીત થાય.આમ દુષ્ચક્ર ચાલે જ જાય છે.
૬)Drowning —પાણીમાં ડૂબીને મરવાનો ભય.આપણા પૂર્વજો નદી નાળાં,સમુદ્ર અને પાણીનાં પુરમાં ડૂબી ને મર્યાં હશેજ.આજે પણ લોકો આવી ઘટનાઓમાં મરે છે.આ એક બેઝીક કુદરતી કંડીશનિંગ ભય છે.નેચરલ ડીઝાસ્ટર ને કારણે ડૂબી ને મરી જવાનું સામાન્ય હતું.સુનામીમાં કેટલા બધા લોકો મરી ગયેલા?આ એક બહુ પ્રાચીન અને પ્રાથમિક ભય છે.પ્રલયનો ભય મૂળ તો ડૂબી જવાનો ભય જ છે.હિમયુગો પુરા થયા હશે ત્યારે ગ્રેટ ફલડમાં મોટાભાગની માનવ જાત ખતમ થઇ ગઈ હશે.આ ભય પાણી નો પાવર પણ બતાવે છે.
૭)Burned alive —-જીવતા સળગી મરવાનો ભય.આ પણ ઉપર મુજબનો જ ભય છે.જ્વાળામુખી,જંગલોમાં લગતા દવ આ ભયનાં કારણ રૂપ છે.સપ્ટેમ્બર ૨,૧૬૬૬માં ગ્રેટ ફાયર લંડનમાં લાગેલી.પાંચ દિવસ ચાલેલી એક જ  મહાજ્યોત આગમાં પુરા દસ હજાર ઘર સળગી રહ્યા હતા.એક બેકરીમાંથી શરુ થયેલી આગ માં કુલ ૧૩૨૦૦ ઘર અને ૮૭ ચર્ચ નો સફાયો બોલી ગયેલો.૮૦,૦૦૦ લોકો નિરાધાર થઇ ગયેલા.
૮)Terrorism —-આદી માનવોમાં પણ એક બીજાનાં સમૂહ એક બીજા ઉપર ટેરર ફેલાવતા.રાત્રે ઓચિંતા હુમલા કરી એક બીજા પર ત્રાસવાદ ફેલાવવામાં આવતો.એટલે આ ભય પણ પ્રાથમિક જ છે.પણ ટેરર  શબ્દ ફ્રાંસથી આવ્યો છે.ફ્રેંચ રીવોલ્યુશન વખતે પેરીસમાં હજારો લોકો ને Guillotine વડે કતલ કરી નાખવામાં આવેલા.વિકટીમને બાંધી ને સુવડાવી દેવામાં આવતો એક ચોકઠા પર અને ઉપર થી મોટી લોખંડ ની બ્લેડ છોડવામાં આવતી એક ઝાટકે માથું જુદું.અજાણ્યા ભય ઓળખવાની અદ્ભુત શક્તિ માનવમાં હોય છે.ભારત તો વર્ષો થી ટેરરીઝમનાં ભય થી પીડાય છે.૯-૧૧ પછી ટેરરીઝમનાં એક નવા યુગ માં પ્રવેશ્યા છીએ.
૯)Rat —ફીયર ઓફ રેટ,, ઉંદર ભાઈ વર્ષોથી આદીમ યુગ વખતથી માનવ જાત પર  ટેરર ફેલાવતા આવ્યા છે.ગુફાઓમાં માનવ રાત્રે સુતો હશે ત્યારે પગ અને હાથ મો પર કરડી ને ટેરર ફેલાવતા ઉંદરનો ભય પણ પ્રાથમિક છે.ભાઈ મગર કરતા વધારે મજબુત ઝડબા ધરાવે છે.૭૦૦૦ પાઉન્ડ પ્રેશર પર સ્ક્વેર ઇંચ પર કરી શકતા આ ભાઈનાં હાથમાંથી કોઈ પણ વસ્તુનું છટકવું મુશ્કેલ છે.આજ સુધી પ્લેગ ફેલાવી ને લાખો લોકો નેમારી ચુક્યા છે.એક સમયે યુરોપમાં થી ત્રીજા ભાગના પોપ્યુલેશનને પ્લેગ વડે નદારદ કરી દીધેલું.
                    નુકશાનમાંથી બચવા માટે ઘણા બધા ફીયર શીખવેલા હોય છે,અને ઘણા બધા કંડીશનિંગ થી મેળવેલા હોય છે.ભય થી શું થાય?
૧)હાર્ટ રેટ વધી જાય.હૃદય ઝડપથી ધબકતું થાય.જેથી જેતે અંગોને લોહીની જરૂર વધારે હોય તેને પુરવઠો મળી રહે.
૨)બ્લડ પ્રેશર ઊંચું જાય.
૩)મસલ્સ ટાઈટ થાય.જેથી વધારે મજબૂતાઈથી કામ કરી શકે.
૪)જ્ઞાનેન્દ્રિયો તેજ થાય.જેથી સેન્સની સમજ આવે.શું કરવું તે સમજ આવે.
૫) આંખની કીકીઓ મોટી થાય જેથી વધારે પ્રકાશ અંદર પ્રેવશી શકે.
૬) શરીર નાં તાપમાન ને જાળવવા પરસેવો થાય.
       બીજા જાતજાતનાં ભય હોય છે.એ વિષે ફરી ક્યારેક જણાવીશું.ભય એ કોઈ ખરાબ લાગણી નથી.હીણપત ભરી લાગણી નથી.સર્વાઈવલ થવા માટેની મજબુત લાગણી માત્ર છે.

ઉત્સવ પ્રિય પ્રજા સોમવાર ની રજા!!!!!!

  ઉત્સવ પ્રિય પ્રજા સોમવાર ની રજા!!!!!!  
    ગઈકાલે ફોન પર વાત દ્વારા જાણવા મળ્યું કે ગુજરાત માં જ્યારે શ્રાવણ મહિનો હોય ત્યારે દરેક સોમવારે સ્કૂલો બે પીરીયડ જવા દઈ ને વહેલી છોડવામાં આવે છે.આવો કોઈ ગુજરાત નાં શિક્ષણ ખાતાએ સર્ક્યુલર બહાર પાડ્યો છે કે નહિ તે તો મને ખબર નથી.પણ સ્વેચ્છાએ દરેક સ્કૂલો આવો નિયમ પાળે છે.લગભગ સવાર ની પાળી ની સ્કૂલો તો ખાસ.થોડી નવી અંગ્રેજી મીડીયમ ની સ્કૂલો આવું કરતી નથી.એનો મતલબ સરકાર તરફ થી આવો કોઈ રૂલ્સ હોય નહિ.સોમવારે સ્કુલ નાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો શંકર ના મંદિરે જઈ ભક્તિ કરી શકે માટે શું આવો સ્વયંભુ નિયમ પળાતો હશે?બે પીરીયડ વહેલા છૂટી ને કેટલા વિદ્યાર્થીઓ મંદિરે જતા હશે? અને શિક્ષકો પણ મંદિરે જતા હશે ખરા?બે પીરીયડ અભ્યાસ બગાડી ને મંદિરે જવું યોગ્ય છે ખરું?કે પછી મોરારીબાપુ નો ચીપ સસ્તો સંદેશો,વન લાઈનર ચબરાકિયું જે આપકી આદાલત માં એમના પવિત્ર મુખે કહેવાયેલું કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા” એની અસર હશે?મહાપુરુષો ની વાતો માનવી પડે?
   કેટલાક  વર્ષો થી આ ધારો સોમવારે સ્કુલો વહેલી છોડી દેવાનો ચાલે છે.દાંતા(અંબાજી) હાઈસ્કુલ નાં પ્રિન્સીપાલ સાહેબ ને આ યોગ્ય નાં લાગ્યું.એમને થયું કે કોઈ ભક્તિ કરવા જવાના નથી,નાં વિદ્યાર્થીઓ કે નાં શિક્ષકો.બધા બે પીરીયડ વહેલી રજા ધર્મ નાં બહાને ખોટી રીતે પાડે છે.એમણે ત્યાં આ ધારો બંધ કરાવ્યો.નાનું ગામ એટલે કોઈ ખાસ ઉહાપોહ થયો નહિ.એમને થયું કે ચાલો એક સ્તુત્ય પ્રયાસ સફળ થયો.હવે આ પ્રિન્સીપાલ અમદાવાદ ની મણીનગર ની જીવકોરબા હાઈસ્કુલનાં ગુજરાતી મીડીયમ ના પ્રિન્સીપાલ બન્યા.એમને થયું કે આ ખોટું છે કે સોમવારે બે પીરીયડ વહેલા છોડી દેવાનું.સ્કુલ માં આ ધારો બંધ કરવાનું નક્કી કર્યું.શિક્ષકોએ અનિચ્છાએ સંમતિ આપી હશે.અંગ્રેજી મીડીયમ નાં પ્રિન્સીપાલ તો છટકી ગયા.એમણે તો ધારો ચાલુ રાખ્યો.ગુજરાતી મીડીયમ ની સવાર ની પાળી એક સોમવાર વહેલી બે પીરીયડ છૂટી નહિ.વાલીઓ,વિધાર્થીઓ માં ઉહાપોહ થઇ ગયો.આતો ખોટું થયું ધર્મ નો નાશ થઇ રહ્યો છે.હિંદુ વિરોધી પગલા લેવાઈ રહ્યા છે.પ્રિન્સીપાલ હિંદુ ધર્મ વિરોધી લાગે છે.આ પ્રિન્સીપાલ  હિંદુ જ છે.એમના ઘર માં રોજ ધ્યાન,મેડીટેશન પૂજા બધું નિયમિત થાય જ છે.
    શિક્ષકોએ પ્રિન્સીપાલ ને સમજાવ્યા કે આપનો વિચાર ઉત્તમ છે,પણ લોકો માં વિવાદ ઉભો થઇ ગયો છે.આમેય શિક્ષકો પણ આ પગલા થી નારાજ હતા જ.એમને પણ બે પીરીયડ વહેલું  છૂટવા  મળતું હતું તે બંધ થાય તો કોને ગમે?અને એમાય આજ સ્કુલ નાં અંગ્રેજી માધ્યમ નાં પ્રિન્સીપાલ તો સાથ આપવા તૈયાર નથી.પ્રિન્સીપાલે દુખ સાથે કે મારા શિક્ષકો જ મને સાથ આપવા તૈયાર નથી,આ નિર્ણય પાછો ખેચી લીધો.
      મેં ફોન ઉપર કહ્યું કે તમે આ નિર્ણય પાછો નાં ખેંચ્યો હોત તો થોડા દિવસ માં છાપાઓ અને ટીવી માં આવી જાત કે તમે હિંદુ વિરોધી છો.વિશ્વ હિંદુ પરિષદ નાં ડો.પ્રવીણ તોગડીયા કે અશોક સિંઘલ નો સંદેશો આવી જાત કે ચર્ચ નાં ઈશારે તમે કામ કરી રહ્યા છો.કોઈ વિધર્મી તત્વો નાં હાથે તમે ખેલી રહ્યા છો.કોઈ મુલ્લાજી સરકાર માં રજૂઆત કરત કે હવે દર શુક્રવારે સ્કૂલો વહેલી છોડી દો.તમારા ઘર આગળ કોઈ ઉપવાસ પર ઉતરી જાત.તમારા વિરદ્ધ સરઘસ નીકળત કે હટાવો આ પ્રિન્સીપાલ.અને કોઈ તમારા ઉપર હુમલો પણ કરી શકે.જેવો NRI પંકજ ત્રિવેદી ઉપર થયેલો અને મોત ને ઘાટ ઉતારી દેવાયા હતા. અમદાવાદ બંધ નું એલાન પણ અપાઈ  જાત.સારું થયું કે નિર્ણય પાછો ખેંચ્યો.બચી ગયા.
   આ માનસિકતા છે લોકોની ત્યાં સુધી પ્રગતિ ક્યાંથી થવાની?આશારામ નાં પ્રકરણ વખતે અશોક સિંઘલ એવું કહેતા હતા કે ગુજરાત  સરકાર ચર્ચ નાં ઈશારે કામ કરી રહી છે.હવે ફરી મહાન બાપુ સ્ટીંગ ઓપરેશન દ્વારા ચર્ચા માં ચગ્યા છે.મુખ્ય મંત્રી એમના પગે માથું ટેકવે છે.આશ્રમ ગુનેગારો નાં રક્ષણ માટે તો નથી બનાવ્યો ને?ઘણા બધા મૂરખ અને પ્રજાને મૂરખ બનાવતા બાવાઓ છાપાઓ માં ચગ્યા છે.પણ ભક્તો કહેશે આતો એમને નીચા પડવાનું કાવતરું છે.વિદેશી અને વિધર્મીઓ નો આમાં હાથ છે.ચાલો આશારામ ખરાબ છે પણ મગન મહારાજ તો સારા છે,એમના શરણે જઈએ.પાછું વળી મગન મહારાજ નું પોલ પકડાયું તો કહેશે ચાલો મગન મહારાજ ખરાબ છે પણ છગન મહારાજ મહાન છે એમના શરણે જઈએ.કોઈ ને  કોઈનું શરણું તો જોઈએ જ જીવવા માટે.
    શ્રાવણ આવે એટલે ભક્તિ ભાવ નાં પુર આવે.અરે અહી તો બારે માસ કોઈ ને કોઈ પુર ચાલુ જ હોય.સંતોષીમા નું પુર હમણાં ઓસર્યું છે.તો દશામાં નું ચાલુ છે.વડોદરામાં અપ્સરા સિનેમા માં જય સંતોષી માં મુવી આવેલું.એણે થીયેટર નાં પ્રાંગણ માં જ મંદિર બનાવી દીધેલું.વળી કોઈએ મજાક માં વૈભવ લક્ષ્મી ની બનાવટી વાર્તા લખી નાખેલી તે એના પુરા ચાલ્યા.એની નાની પુસ્તિકાનું જબરદસ્ત વેચાણ ચાલતું.દરેક નાં ઘર માં એ નાની પુસ્તિકા હોય જ.ભાદરવો શરુ થાય એટલે ગણપતિ નું પુર આવે.લોકો પાછા ભક્તિ ના માહોલ માં ડૂબી જાય.મૂર્તિ નો ઝેરી કલર ખાઈ ને છો માછલાં મરી જતા અને નદીઓ ને તળાવો ગંધાઈ ઉઠતા. જૈનો પર્યુષણ નાં પુર માં ડુબકીયાં ખાય.’મિચ્છામી દુક્કડમ’.ડુંગળી કે લસણ ખાતા કે આદું ખાતા પાપ લાગે પણ વેપાર માં કોઈ નું ગળું કાપતા પાપ નાં લાગે.આર્થિક કૌભાંડો કરી ગરીબ લોકો ને રાતે પાણીએ રોતા કરતા પાપ નાં લાગે.દેશની ઈકોનોમી બગાડતા પાપ નાં લાગે.કોઈ એક ની વાત નથી.બધાની વાત છે.અંબાજી ચાલતા જવાના પુર હવે ચાલુ થવાના.અલ્યા આટલી બધી બસો છે,વાહન વ્યવહાર નાં સાધનો છે? પણ મુરખો ચાલતા જઈને સ્વર્ગ ની ટીકીટો બુક કરાવી લેવાના.જો સાહસ કરવા કોઈ હિલ પર ટ્રેકિંગ કરવા જવાનું કહીએ તો થોડાજ શોખીનો તૈયાર થવાના.હા ડુંગર પર કોઈ ધજા ફરફરતી હોય તો જુદી વાત છે. ભાદરવી પૂનમે લાખો મુરખો અંબાજી માં પ્રવેશ પણ પામી શકતા નથી.દુર થી મંદિર ની ધજા ના દર્શન કરી પાછા વળી જાય છે.હમણાં સાઈબાબા નું પુર બહુ જોર માં છે.અહી ઇઝલીન માં એક ફોટો મૂકી ને મંદિર ચાલુ થયેલું.હવે ખુબ લાઈનો લાગે છે.બરોડા માં ગુરુવારે જલારામ મંદિર અને જ્યાં સાઈબાબા નાં મંદિરો હોય ત્યાં ટ્રાફિક જામ.જલાબાપા કે સાઈબાબા કોઈએ આવું વિચાર્યું નહિ હોય.
     પછી નવરાત્રી ની વાત જ નાં થાય.નવ દિવસ જલસા.નવરાત્રી પછી ડોક્ટર્સ ને જલસા એવી કહેવત પડી ગઈ છે.દિવાળી ની વાત થાય?પછી આવે ભૂતિયો કારતક મહિનો.પૂર્વજો  જમાડો,શ્રાદ્ધ કરો.પૂર્વજો ને જીવતે તો નર્ક દેખાડી દીધું હોય પણ મર્યા પછી? પછી આવે ઉતરાણ,શિવરાત્રી,બમ બમ ભોલે,હોળી ધૂળેટી,રામનવમી,હનુમાન જયંતી,લગ્નગાળો,રથયાત્રા બસ એક પછી એક ચાલુ જ હોય.અમદાવાદ કે બરોડા ની પોળ માં રહેતા હોય તેને ખબર પડે કે સતત બારે માસ આવા પુર નાં લીધે વાગતા માઈક નાં અવાજો બીમાર અને વિદ્યાર્થીઓ માટે કેટલા નુકશાન કારક છે.આપણે ઉત્સવ પ્રિય પ્રજા છીએ.રીસર્ચ પ્રિય,અભ્યાસ પ્રિય,ક્રિકેટ સિવાય બીજી રમત પ્રિય,સાહસ પ્રિય ક્યારે બનીશું?????