Dear Lila,(Chile mine accident)..

                                                             વહાલી લીલા,
હું સલામત છું,ધીરજ અને વિશ્વાસ થી હું જલદી બહાર આવી જઈશ.
   લીલા ખાલી ભારત અને ગુજરાતમાં હોય તેવું નથી.ચીલી માં પણ વસેલી છે.ઉપર ના શબ્દો છે સાનહોસે ચીલી માં આવેલી તાંબા ની ખાણમાં જીવતા ધરબાઈ ગયેલા પણ જીવતા રહેલા એક ખાણિયા ના છે જે એની પત્ની ને લખીને મોકલાયા હતા.
     પાંચમી ઓગસ્ટ ના દિવસ ચીલી માં આવેલી સાનહોસે કોપર ની ખાણ ધસી પડી.મુખ્ય પ્રવેશ માર્ગ નજીક કામ કરતા ખાણિયા તો જલદી  બહાર ભાગી ને બચી ગયા પણ ખૂબ ઊડે કામ કરતા ૩૩ ખાણિયા ની જીંદગી પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું.જીવતા દટાઈ જવાના ભય ને અનુભવતા ખાણિયા ખૂબ મક્કમ મનોબળવાળાં હતા.પુઅર સેફ્ટી રેકૉર્ડ ધરાવતી પ્રાઇવેટ કંપની માં કામ કરતા આ ખાણીયાઓ ને ખૂબ સારો પગાર મળતો હતો લગભગ ૨૦% વધારે બીજા કરતા.ચીલી કોપર ના ઉત્પાદન માં ટોપ ઉપર છે. વર્ષે આશરે ૩૪ ખાણિયા ચીલી માં જીવ ગુમાવે છે.૫ ઓગસ્ટ ની સત્તાવાર જાહેરાત મુજબ ૩૩ ખાણિયા સપડાઈ ગયા હતા.એમાં એક ફ્રેન્કલીન રામીરેઝ હતો જે ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી હતો એક ખાણિયો બોલિવિયન  હતો,બાકી બધા ચીલીયન હતા.શરુ માં તો છટકવાના પ્રયત્નો થયા પણ સફળતા મળી નહિ.૭ ઓગષ્ટે ફરી બીજો ભાગ ધસી પડતા રહ્યોસહ્યો માર્ગ પણ બંધ થઈ ગયો.ચીલીના પ્રમુખ સબાસ્ટીન પીએરા મારતે ઘોડે બધી પ્રવુત્તિઓ બંધ કરી ને વોટરપ્રૂફ વર્ક કોટ અને સેફ્ટી હેલ્મેટ પહેરી ને હાજર થઈ ગયા.સ્થળ પર ની કટોકટી નો સીધો હવાલો પોતાના હસ્તક લઈ લીધો.કટોકટી સમયે આશ્રયસ્થાન સ્વરૂપ એક શેલ્ટર કેબીન માં આશ્રય લઈ રહેલા ખાણિયા સુધી પહોચવા માટે સાડા પાંચ ઈચ ના હોલ બનાવવામાં આવ્યા.તેના દ્વારા પહોચેલી પાઈપ  દ્વારા ખાણિયા દ્વારા લખેલી બે નોંધ ૨૨ ઓગસ્ટ ના દિવસે પ્રમુખે જાહેર માં વાંચી બતાવી ત્યારે આખી ચીલી આનંદ  નું માર્યું નાચી ઊઠ્યું કે ૩૩ ખાણિયા અંદર જીવતા છે.કલાક પછી બોર હોલ દ્વારા વીડીઓ કૅમેરા મોકલવામાં આવ્યા.તેનાથી ખબર પડી કે ૫૦ સ્ક્વેર મીટર ના શેલ્ટર માં બે બેસવાની બેંચ સાથે ખાણિયા આશ્રય લઈ રહ્યા છે.
     બહાર સ્થળ પર ખાણિયા ના સગાઓ એ કૅમ્પ હોપ નામનું નાનકડું ગામ બનાવી કાઢેલું જ્યાં સતત રહી ને રેસ્ક્યુ ઓપરેશન નો હવાલો મેળવી શકાય.ધસી પડેલી જગ્યાએ થી ડ્રિલ કરી ને રસ્તો બનાવવો જોખમ નું કામ હતું.૭૦૦ મીટર આશરે ૨૩૦૦ ફૂટ નીચે ખાણિયા હતા.અડધા માઈલ નો સખત પથ્થર ને કોરી ને ત્યાં પહોચવામાં ત્રણ મહિના લાગી જાય તેવું હતું.બોર હોલ દ્વારા ખોરાક,પાણી,એનર્જી જેલ ના પેકેટ,દવાઓ,સમય પસાર કરવા પ્લેયિંગ કાર્ડ,ડોમિનો પાસા વગેરે મોકલવામાં આવી રહ્યું હતું.સગાઓ ને પત્રો મોકલવાની છૂટ હતી પણ જીવવાની  પ્રેરણા મળે તેવા લખાણો લખવાની જ છૂટ હતી.એક યુવતીએ એના પતિ ને મોકલેલ પત્ર ના જવાબ માં પતિએ વળતા જવાબ માં  લખેલું કે You know that the words that you sent me made me cry,well I don’t know how to tell you that they’re always with me.God left us alive by miracle and with purpose.,,,સાયકીયાટ્રીસ્ટ અને બીજા હેલ્થ કેર નિષ્ણાતો ની સેવાઓ અવિરત પણે બોર હોલ દ્વારા મળતી હતી.
           છેવટે ફિનિક્ષ નામની રેસ્ક્યુ કેપ્સ્યુલ નીચે ઉતારવા માં આવી અને છ રેસ્ક્યુ ટીમ ના સભ્યો વારાફરતી નીચે ગયા,અને ૧૩ ઓક્ટોમ્બર ના દિવસે ૩૩ ખાણીયાઓ ને ઉપર ખેંચી લેવામાં આવ્યા.પુરા ૬૯ દિવસ નું દોઝખભર્યું જીવન ખાણ માં વિતાવી જીવતા દટાઈ જવાના ભય માંથી મુક્ત થયા.આ ભય જ માણસ ને બચવાનો સહારો પણ પૂરો પડે છે.બચવા માટે પ્રેરણા આપે છે.ઈશ્વર આપણી સાથે છે આપણે બચી જઈશું એવી કલ્પના કરવા પ્રેરે છે.કલ્પના એક માનસિક સહારો બને છે.બે મહિના અને નવ દિવસ નીચે ખાણ માં જીવતા રહેવું તે કોઈ નાનીસુની ઘટના નહોતી.પણ ખાણીયાઓ ને વિશ્વાસ હતો કે આધુનિક ટેકનોલોજી અને આખો ચીલી દેશ એમની પડખે છે.ભારત માં આવું કશું બન્યું હોત તો?કચ્છ અને અમદાવાદ માં થયેલી ભૂકંપ હોનારત સહુને યાદ હશે જ.રાષ્ટ્રપતિ ને તો સમય જ નહોતો મળ્યો સ્થળ પર આવવાનો.વડાં પ્રધાન ક્યારે આવેલા?એક સાંકડી શેરી ના બે બાજુના મકાનો ની હારમાળા ધસી જવાથી તેમાંથી પસાર થતા ૨૬ જાન્યુઆરી ની પરેડ માં નીકળેલા પ્રાથમિક સ્કૂલ ના નાનકડા તમામ ભૂલકાઓ માર્યા ગયેલા,ત્યાં ઉભા રહી ને બીલ ક્લીન્ટને આંસુ વહાવેલા.કેન્દ્ર સરકારે રૂપિયા કેટલા મંજૂર કરેલા?કૂતરા ને  બચકું નાખતા હોય તેટલા.ગુજરાત પ્રત્યે કેન્દ્ર નું કાયમ  નું ઓરમાયું વર્તન આવા સમયે શોભા દેતું હશે?
         સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન પ્રમુખ અને એમના પત્ની હાજર રહ્યા.બહાર આવેલા ખાણિયાને ભેટી ને બોલ્યા કે જાઓ તમારી પત્ની અને દીકરીઓને ભેટો.જે દેશોના વડાઓ એ શુભેચ્છા વ્યક્ત કરેલી તે તમામ નો આભાર માન્યો.ચીલી ની માઈનિંગ રેગ્યુલેટરી એજન્સી નાં ટોપ ઓફિસરો ને ડીસમીસ કરવામાં આવ્યા.૧૮ ખાણો બંધ કરી દેવામાં આવી.ખાણ કંપની ની ૨ મિલિયન ડોલર અસ્કયામતો ને ફ્રીઝ કરી દેવામાં આવી.ચીલીમાં માનવતા નો વિજય થયો.

4 thoughts on “Dear Lila,(Chile mine accident)..”

  1. આ સમગ્ર ઘટનાક્રમમાં એક અગત્યની વાત એ બની હતી કે ૩૩ જણમાંથી એકે નીચે લેમ્પનો પ્રકાશ મળે અને એની સ્વીચ પણ આપવામાં આવે એવો પ્રસ્તાવ મુક્યો હતો. તે વ્યક્તિએ સવાર અને રાત પડે એમ એ લેમ્પ ચાલુ બંધ કરતા રહેવાની સગવડ કરી. આમ કરવાથી ફસાયેલા દરેક વ્યક્તિની દેહધાર્મિક ક્રિયાઓ નિયમિત પણે ચાલુ રહી શકી. તેથી જ ઉપર આવ્યા બાદ દરેકની માનસિક અને શારીરિક હાલત સંતુલિત રહી શકી. આ વિચાર આપનાર વ્યક્તિને લાખ-લાખ સલામ.

    Like

  2. અગત્યની વાત એ છે કે ચીલેના પ્રમુખે દોર જાતે સંભાળી લીધો, ખાણ કંપની પર આધાર ન રાખ્યો અને છેવટ સુધી આશા ન છોડી. ખાણીયાઓના ફોરમેને પણ બધાને ધીરજ અને શિસ્તથી સાચવ્યા, સૌથી છેલ્લે બહાર નીકળ્યો. ભારતમાં તો અંદર અંદર જીભાજોડી જ ચાલી હોત, બહારવાળાઓ યજ્ઞો, પૂજાઓ, પ્રાર્થનાઓ કર્યા કરત. કેટલાક વળી તેમના પૂર્વભવના કર્મોને દોષ દઈને બેસી રહ્યા હોત.

    Like

    1. આપ ભૂલ્યા કોઈ બચ્ચન બીમાર પડ્યા હોય તો યજ્ઞો,હવન અને મંદિરો માં પ્રાર્થના થાય.ખાણિયા માટે નાં થાય.આપણાં પ્રમુખ તો કચ્છ માં ડોકાણાં જ નહોતા.અને વડાંપ્રધાન ક્યારે આવેલા ખબર નથી.રાહતકાર્યો માં ભ્રષ્ટાચાર ની જય થઇ ગયેલી.

      Like

  3. ગુજરાતમાં આવેલ ભૂકંપે સમગ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાત પંથકને સુપડાની જેમ ઝાટકી નાખ્યા હતા.આજની તારીખમાં પણ નાના-મોટા ભૂકંપના ઝાટકા અનુભવાય છે.પણ આજ સુધી કહેવાતા દેશના વડાપ્રાધાને કે ચૂંટાયને જતા સાંસદોએ કહ્યુ નથી કે કચ્છ પંથકમાં મકાનો કેવા બાંધવા જોઇએ.ભૂકંપ તો કુદરતી આપત્તિ છે ક્યાંરે ઝાટકી નાખે ખબર ન પડે.પણ મોટા ઉપાડે વોટ માંગવા આવનારની ફરજ છે કે તે પથંકમાં ભૂકંપથી સુરક્ષીત રહે તથા જાનહાની ન થાય તેવા વૈજ્ઞાનિક પદ્ધતિથી મકાનો બાંધવાની જાણકારી આપવી જોઇએ.પણ અહ્યાં તો ‘રામ રાખે એને કોણ ચાખે’ની કલ્પનાઓમાં જીવનારાઓ છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s