સામૂહિક હત્યા માનવ સ્વભાવનું જટિલ અનુકૂલન
ડિસેમ્બર ૧૪, ૨૦૧૨ નો દિવસ અમેરિકન ઇતિહાસમાં કાળા કલંક તરીકે આલેખાઈ ગયો. કનેક્ટીકટ રાજ્યની ફેરફિલ્ડ કાઉન્ટીના ન્યુટાઉન ગામની સેન્ડી હુક એલીમેન્ટરી સ્કૂલમાં ૨૦ વર્ષના Adam Peter Lanza નામના ડાહ્યાં ડમરા દેખાતા ભાઈએ ઘૂસી જઈને રૂમે રૂમે ફરીને ૬-૭ વર્ષની વયના ૨૦ ફૂલોને ગોળીઓ મારી મસળી નાખ્યા. અને તેમને બચાવવા પ્રયત્ન કરતી ૬ શિક્ષિકાઓને પણ હણી નાખી, પછી પોતે પણ ગોળી ખાઈને દેવલોક પામ્યા. ૨૦૦૭મા વર્જીનીયા એન્જીનીયર કૉલેજમાં પણ આવું બનેલું. લાન્ઝાભાઈ ઘરથી નીકળ્યા આવું પરાક્રમ કરવા તે પહેલા એમના માતુશ્રીને દેવલોક પહોચાડીને નીકળ્યા હતા જેથી માતાને પાછળથી પસ્તાવું નાં પડે કે આ પાગલને શું કામ જણ્યો? Bushmaster XM-15 પ્રકારની રાઈફલ લઈને ભાઈએ મોટું પરાક્રમ કરી નાખ્યું હતું. માતુશ્રીને વળી અલગ ગન વડે ઢાળી નાખ્યા હતા. મૂળ માતુશ્રી પોતે અનેક જાતની રાઈફલો રાખવાના શોખીન હતા. લગભગ એક ડઝન આવા ઘાતક હથિયાર એમની પાસે હતા. લાન્ઝાને ઓળખનારા એને ઈન્ટેલીજન્ટ, બેચેન અને નર્વસ વ્યક્તિ તરીકે જાણતાં હતા. કદાચ ઓટીઝમ વડે પણ પીડાતો હોય. એનો કોઈ ખાસ મિત્ર હતો નહિ. માનસિક સ્વસ્થતા માટે મિત્રો જરૂરી છે. લગભગ એકલવાયો હતો. એની માતા સિંગલ મધર હતી. એનો એક્સ હસબન્ડ ખાધાખોરાકીના પૈસા આપતો હતો.
ફુલ જેવા, લગભગ ગુલાબના ગોટા જેવા આ નાનકડાં બાળકોને શું કામ રહેંસી નાખ્યા હશે? આખું અમેરિકા શોકગ્રસ્ત બની ગયું હતું. ૨૮,૦૦૦ વસ્તી ધરાવતું આ ટાઉન ખુબ શાંત કૌટુંબિક વાતાવરણ ધરાવતું ગણાતું હતું. છેલ્લા દસ વર્ષમાં ફક્ત એક જ ખૂનનો બનાવ બનેલો હતો. બે દિવસમાં સંવેદનશીલ પ્રમુખ ઓબામાં અહીં આવી પહોચ્યા હતા. ત્રાસવાદીઓ સામે સખત પગલા લેનાર આવા પ્રસંગે એમના આંસુ રોકી શકતા નથી. વાણીસ્વાતંત્ર્ય, કોઈ પણ ધર્મ પાળવાની છૂટ અને નાં પાળવાની છૂટ અને એવા બીજા બંધારણીય મૂળભૂત હકોમાં હથિયાર રાખવાની છૂટ પણ અમેરિકાના બંધારણમાં છે. ગન મેળવવા લાઇસન્સ તો બધે લેવું પડતું હોય છે, પણ અમુક રાજ્યોમાં બહુ સહેલાઈથી આવા લાઇસન્સ મળી જતા હોય છે અને છૂટથી ગન ખરીદી શકાતી હોય છે. ન્યુયોર્ક, ન્યુ જર્સી અને કેલીફોર્નીયા જેવા અમુક જ સ્ટેટમાં સખત કાયદા છે જેથી ગન સહેલાઈથી રાખી શકો નહિ. અમુક રાજ્યોમાં ચણામમરાની જેમ હથિયારો વેચતા હોય છે. ઓબામાં ગન કંટ્રોલ એક્ટ મજબૂત બનાવવાની ફિરાકમાં જ હતા. આ બનાવ પછી એમને સારો એવો સપોર્ટ મળશે. ૧૦૦,૦૦૦ માણસોએ તો સહી કરીને આવેદનપત્ર આપી દીધું છે. છતાં અહીંના રૂઢિચુસ્ત લોકો આપણી ખાપ પંચાયતને શરમાવે તેવા છે.
Spree killing કરતાં લોકો મોટાભાગે પુરુષો જ હોય છે અને તે પણ સાવ યુવાન ૨૦ વર્ષની આસપાસના કે ટીનેજર. અને છેલ્લે પોતે જાતે જ આત્મહત્યા કરતા હોય છે કે પછી પોલીસની ગોળી ખાઈ મરતા હોય છે. ૧૪ વર્ષ પછી કશુંક એવું છોકરાઓમાં બને છે જે છોકરીઓમાં નથી બનતું, આ સમયમાં છોકરાઓ વધુ હિંસક બની જતા હોય છે. ૧૪ થી ૨૦ વર્ષના છોકરાઓ આમાં વધુ સંડોવાયેલા હોય છે. અભ્યાસ બતાવે છે ૧૪ થી ૨૦ વર્ષનો ગાળો છોકરાઓ માટે ખુબ ક્રીટીકલ હોય છે. છોકરાઓ શારીરિક હિંસા પર વધુ દોરવાતા હોય છે. એકલાં અમેરિકા નહિ આખી દુનિયામાં આવું જોવા મળે છે.
પોતાના વંશ માટે સ્વાર્થ અને પરોપકાર, બીજા વંશ પ્રત્યે આદાનપ્રદાન અને સહકાર વડે તમારા જિન્સ બીજી પેઢીમાં વધુ સારી રીતે ટ્રાન્સ્ફર કરી શકો છો તે સમજી શકાય તેવું હોય છે અને આમ કરીને તમારી inclusive fitness ( આનુષાન્ગિક સુયોગ્યતા) વધારી શકાય છે. બીજા સાથેના વ્યવહારમાં નુકશાન જાય ત્યારે વેરભાવના ઊભી થતી હોય છે. વેર વાળવામાં તો બીજા સાથે પોતાને પણ નુકશાન થાય છે. Spree killing વેરનો ભયાનક દાખલો બની જતો હોય છે. દરેકના જીવનમાં ક્યાંક વેર વાળવાનું બનતું હોય છે. પોતાને થયેલા અન્યાયનો બદલો લેવાની ઇચ્છા દરેકને થતી હોય છે. એમાં પોતાને પણ નુકશાન થઈ જતું હોય જ છે. માટે સુજ્ઞજનો વેર વેરથી શમે નહિ એમ કહેતા હોય છે.
The Dark Side of Human Nature: The Relativity of Inclusive Fitness
ઈવોલ્યુશન ઇચ્છતું હોય છે કે તમારા જિન્સની બને એટલી કોપી પાછળ બીજી પેઢીમાં મૂકતા જાવ. એનો સરળ ઉપાય ઘણા બધા સંતાનો હોય એમાં છે. વ્યાપક આનુષાન્ગિક સુયોગ્યતા(Inclusive Fitness) સાપેક્ષ છે કોઈ ઍબ્સલૂટ સત્ય તો છે નહિ. નેચર absolute inclusive fitness એવું કહેતું નથી. ભાઈ બે છોકરાં થઈ ગયા કે ચાર ભાઈ બહેનોને ખુબ મદદ કરી ગુડ જોબ, બહુ સરસ જિનેટિક ડ્યુટી બજાવી, હવે ઝાડ પડ્યું ને જગ્યા થઈ કે ફુલ ગયુંને ફોરમ રહી એવું કહી શકાય તેવું કરો. કુદરતના કાનૂનમાં relative inclusive fitness શબ્દ છે. તો આપણું સાયકોલોજીકલ એડપ્ટેશન જે છે એમાં સ્થિત રહેવાનું છે નહિ, Do better. એક કદમ આગળ વધો. ઇન્કલૂસીવ ફિટનેશ સ્કોર ચાર હોય તો પાંચ તરફ આગળ વધો. અહીં માનવ સ્વભાવ સાથે નેચરનો અધમ nasty પાર્ટ શરુ થાય છે. કમનસીબે અનુષંગી સિદ્ધાંત પ્રમાણે સાપેક્ષ આનુષાન્ગિક સુયોગ્યતા relativity of inclusive fitness એટલે સજીવો પોતાની ઇન્કલૂસીવ ફિટનેશ બીજાની ઇન્કલૂસીવ ફિટનેશ રીડ્યુસ કરીને વધારી શકે છે. Gene Pool માં બીજા વંશના જિન્સ ઘટાડી તમારા જિન્સનો ભાગ વધારી શકો છો. Reducing the proportion of others’ (non-kin) genes in the gene pool will increase the proportion of yours. બસ અહીં અધમતા શરુ થાય છે. સમૂળું વંશ નિકંદન, હત્યા, સામૂહિક હત્યાઓ, યુદ્ધ, મહાયુદ્ધ અને spree killing એક અધમ મનોવૈજ્ઞાનિક અનુકૂલન છે. એકલાં અમેરિકામાં આવી હત્યાઓ થાય છે તેવું પણ નથી. યુદ્ધોનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. મૂળ અમેરિકન ઇન્ડિયન્સનું જેનોસાઇડ કોણ નથી જાણતું? માયન, ઇન્કા, એઝટેક જેવી સંસ્કૃતિઓનું સમૂળું નિકંદન યુરોપિયન લોકોએ કાઢી નાખ્યું. પુષ્યમિત્ર શૃંગે બૌદ્ધ સાધુના માથા સાટે સોનામહોરો જાહેર કરીને બૌદ્ધ ધર્મને ભારત બહાર તગેડી મૂક્યો. હિટલરે ૬૦ લાખ યહૂદીઓને નાના બાળકો સાથે જીવતા ભૂંજી નાખ્યા. ભારતના ભાગલા પડ્યા ત્યારે ૧૦-૨૫ લાખ માણસો માર્યા ગયા. બે વિશ્વયુદ્ધમાં થઈને લાખો માણસો માર્યા ગયા હશે. ભારતમાં ઠગ લોકો છદ્યવેષે સામટાં પાંચ, પચીસ કે સો ને ગળે રેશમી રૂમાલ ભેરવી બેરહમીથી મારી નાખતા. મુસ્લિમો ધર્મના બહાને આખી દુનિયામાં જેનોસાઈડ કરવા નીકળી પડ્યા હતા. ઇસ્લામ એટલે શાંતિ પણ આખી દુનિયા મુસ્લિમ બની જાય પછી. નવા ગ્રુપનો કબજો લઇ સિંહ તરત એમાં રહેલા નાના બચ્ચાં મારી નાખે છે. કૂતરા પણ નાના બચ્ચાને મારી નાખતા મેં જોયા છે, અમે દોટ મુકીને છોડાવવા બચપણમાં જતા.
તો આ inclusive fitness પુષ્કળ બાળકો પેદા કરીને વધારો અથવા બીજા લોકોની સામૂહિક હત્યાઓ કરીને વધારો. ચંગીઝખાન સૌથી ક્રૂર રાજા કહેવાતો એના નામે અનેક સામૂહિક હત્યાઓ ચડેલી છે પણ વૈજ્ઞાનિકો માને છે કે આજે સૌથી વધુ જિન્સ દુનિયામાં ફેલાયેલા હોય તો તે ચંગીઝખાનનાં છે. હ્યુમન નેચરની આ અંધારી બાજુ, આ અધમ ઈવોલ્યુશનરી અનુકૂલન જો નેતાઓ, રાજાઓ સમજી શકે તો ભયાનક હત્યાકાંડો નિવારી શકાય તેમ છે. સમાજશાસ્ત્રીઓએ આના પર વિચાર કરવા જેવો છે. બાકી નીતિમત્તાની અઢળક વાતો કરે કશું વળશે નહિ, ઉચ્ચ આદર્શોની બુમો પાડે કશું વળશે નહિ. આજ સુધી તો નથી વળ્યું.
સ્ત્રીઓ કરતા પુરુષો આવો ખૂનામરકી કરવાવાળો સ્વભાવ વધુ ધરાવતા હોય છે કેમકે પુરુષો વધુ હતોત્સાહ હોય છે. પ્રકૃતિએ સ્ત્રીને બાળકનો જન્મ આપવાનું કામ સોંપેલું છે જે જન્મ આપે તે જલદી જીવ કઈ રીતે લઈ શકે?
વધુ પછી…….
જે જન્મ આપે તે જલદી જીવ કઈ રીતે લઈ શકે?… mudda no prashna ???
kadach male mate hinsak thai gaya pachi ver bhaav ocho nathi thato….
LikeLike
૨૦ જણાંને ગોળીથી માર્યાથી શરુ કરીને છેવટે અશોક, ચંગીઝખાન, મુહમ્મદ ગઝની, મુહમ્મદ ગોર, ઔરંગઝેબ, સીંહ, કુતરા બીલાડા સુધીની લડાઈ વાંચ્યા પછી કોણ હીન્દુ અને કોણ મુસલમાન?
હીન્દુઓના ટોળાએ બાબરી મસ્જીદના ઢાંચાને તોડ્યા પછી ભારતમાં થયેલી હીંસાને કારણે લાગે છે કે હીન્દુઓ પણ એટલા જ હીંસક છે.
છેવટે માણસ પણ જંગલી પ્રાણી બને છે….
LikeLike
આ જગત મા કદાચ માનવ જ એવુ પ્રાણી છે કે જે કારણ વિના પણ બિજાનો જિવ લઈ લે છે. અને જ્યા સુધી અમેરીકા ની વાત છે ત્યારે તો એમ જ કહી શકાય કે જે દેશ નુ અર્થ શાસ્ત્ર જ શસ્ત્રો ઉપર ચાલતુ હોય તો આ તો થવાનુ જ છે અને આના પરથી અમેરીકાએ ઘણુ શીખવાની જરુર છે.
LikeLike
શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ કોઈ પણ વ્યક્તિ સાચી ઈચ્છા સાથે પર્યાપ્ત પ્રયત્ન કરે તો તેના માટે આર્ય મૌન સહિત, વિપશ્યના સાધના કઠીન નથી. જો તમે નિર્દેશોનું નિષ્ઠા અને ધૈર્યપૂર્વક પાલન કરશો તો સારા પરિણામ જરૂરથી આવશે. યદ્યપિ દિનચર્યાના વર્ણન પરથી સાધના કઠીન હશે તેમ લાગતું હોય છે પણ વાસ્તવમાં એ નથી બહુ કઠોર કે નથી તો બહુ આરામપ્રદ. તદુપરાંત અન્ય સાધકો કે જે શાંતિપૂર્વક વાતાવરણમાં ગંભીરતાથી ધ્યાન કરતા હોય છે, તેમની ઉપસ્થિતિ પણ તમને તમારા પોતાના પ્રયત્નમાં મદદરૂપ થતી હોય છે.
LikeLike