પશ્ચિમના જગતમાં છોકરીઓ જલદી પુખ્ત બની જતી જોવા મળતી હોય છે. જાતીય રીતે ઘણી વહેલી પુખ્ત બની જતી હોય છે. ઘણા સંશોધકો એવું માનતા હોય છે કે એનું કારણ અતિ પૌષ્ટિક ખોરાક છે. શારીરિક વિકાસ જલદી થઈ જાય તેમાં આવું બનતું હશે. પણ છોકરીઓને વહેલા પુખ્ત બનાવી દેવા માટે આ એક કારણ પૂરતું નથી. આ છોકરીઓ સેકસુઅલ મેચ્યોરીટી વહેલી કેમ મેળવી લેતી હશે? એમનો ઋતુચક્ર સમય પણ વહેલો શરુ થઈ જતો હોય છે. ૧૧ વર્ષની છોકરી પીરિયડમાં બેસતી થઈ જતી હોય છે. એનો મતલબ છઠ્ઠાં ધોરણમાં ભણતી છોકરી ગર્ભ ધારણ કરવા સક્ષમ છે. છોકરીઓમાં પીરિયડ શરુ થવાની અહીંની નેશનલ એવરેજ ઉંમર ૧૨ વર્ષ છે. અને ઘણી છોકરીઓ ૮ વર્ષની ઉંમરે પીરિયડમાં બેસતી જોવા મળતી હોય તેવા પણ દાખલા છે. ૧૦-૧૧ વર્ષે પીરિયડમાં બેસતી છોકરીઓનો કોઈ પાર નહિ હોય. એમાં કોઈ શક નથી કે આટલી નાની ઉંમરની છોકરીઓ માનસિક રીતે એક બાળક ઉછેરવા સક્ષમ હોય નહિ. તો શા માટે પ્રજનન ક્ષમતા પૂરતી ફીમેલ બાયોલોજી એમની સાયકોલોજી કરતા આગળ નીકળી જતી હશે?
નવું ઇવોલ્યુશનરી રિસર્ચ કહે છે આના મૂળિયા માબાપની બાળ ઉછેરની કાળજીમાં, પદ્ધતિમાં સમાયેલા છે. એમાં ખાસ તો પિતા મહત્વનું કારણ હોય છે. menarche વિષે ઈવોલ્યુશન થિયરી કહે છે કે માતાપિતાની બાળ ઉછેર પદ્ધતિ અને ભાવનાત્મક જોડાણ ઘણો મોટો ભાગ ભજવી જાય છે. જે બાળકોને માતાપિતા તરફથી સતત કાળજીનો અનુભવ થતો નાં હોય, સાથે સાથે માતાપિતા તરફથી નકારાત્મક લાગણીઓ અનુભવાતી હોય તો આવા બાળકોનો વિકાસ અસલામતી સાથે મેટિંગ સ્ટ્રેટેજી પ્રત્યે આશાવાદી તરીકે થતો હોય છે.
માતાપિતાએ ડિવોર્સ લઈ લીધા હોય. ખાસ તો પિતાની ગેરહાજરી હોય, ત્યારે Menarche એટલે માસિકચક્ર શરુ થયાનો પ્રથમ દિવસ એના શરીરને Bio-signals તરીકે કહેતો હોય છે કે “This is an unstable environment,” or ” There is a shortage of males in the population .” આવા સમયે ઈવોલ્યુશનરી બ્રેઈન વિચારતું હોય કે સર્વાઈવલ માટે પરિસ્થિતિ અનુકૂળ છે નહિ. તો જાતીય રીતે પુખ્ત બનવા માટે ઝડપ કરો અને મૃત્યુ પહેલા સાથી શોધી લો અને મોડું થાય તે પહેલા પોતાના જિન્સ નવી પેઢીમાં પાસ કરી દો. બાયોલોજીકલ પિતાની પ્રેમાળ હાજરીમાં, દેખરેખમાં છોકરી સમયસર જાતીય રીતે પુખ્ત થતી હોય છે, વહેલી નહિ. સ્ટેપ ફાધરની હાજરી પણ બાયો સિગ્નલ્સ જણાવી દેતા હોય છે કે લોહીનો સંબંધ છે નહિ ત્યાં ઉલટાની છોકરી વહેલી પુખ્ત બનીને વહેલું ઋતુ ચક્ર શરુ થઈ જતું હોય છે. The presence of an unrelated male should signal a reproductive opportunity , and thus accelerate menarche ( Barkow, 1986 ) .
હવે જ્યારે માતા સાથે પણ જો પુત્રીનું સલામત ભાવનાત્મક જોડાણ હોય નહિ, માતા તરફથી પણ અસલામતી અનુભવાતી હોય તેવી છોકરીઓ પણ વહેલી પુખ્ત બની જતી હોય છે. માતા જો પુત્રી પ્રત્યે નિષ્ઠુર હોય તો આવું બનવું સ્વભાવિક છે. This may be reflective of harsher maternal responses in the early environment, which influences future reproductive strategy (Belsky, Steinberg, Houts, & Halpern-Felsher, 2010). Meaning, if Mom is harsh, then it would be in a girl’s evolutionary interest to mature faster. This way, she could find a mate that would take care of her.
આજે ભૂતકાળમાં ક્યારેય નહોતું બનતું એટલી ઝડપે છોકરીઓ વહેલી જાતીય રીતે પુખ્ત (Puberty ) બની જતી જોવા મળે છે. કારણ સામાજિક પરિસ્થિતિ બદલાવા માંડી છે. ડિવોર્સ અને સ્ટેપ ફેમિલી વધવા માંડ્યા છે. ત્યારે બાળકો સાથે લાગણીભર્યા સહકારની વધારે જરૂર છે એવું નથી લાગતું?