Category Archives: Evolutionary Psycology

સુખ દુખ મનમાં ના આણીએ રે ઘટ સાથે ઘડિયા રે.Hard Truths About Human Nature.

સુખ દુખ મનમાં ના આણીએ રે ઘટ સાથે ઘડિયા રેuntitled-=-=-=-

માનવ શરીર અદ્ભુત રસાયણોનું એક સંયોજન છે. આ હાલતા ચાલતા રસાયણોના સુંદર સરોવરમાં આત્મા કઈ બાજુ વિચરતો હશે તે ખબર નથી.  હવેના નવા આધુનિક ફિલૉસફર કોઈ ધર્મ ગુરુની જગ્યાએ બાયોલોજિસ્ટ, સાઇકૉલાજિસ્ટ અને ન્યુઅરોલોજિસ્ટ હોય છે.આ લોકોના કહેવા પ્રમાણે બ્રેન જ આત્મા છે. ચાર્વાકનાં દિવસો પાછાં આવશે.

 સુખ દુખની લાગણી પણ બ્રેન કેવાં રસાયણો છોડે છે તેના ઉપર આધારિત છે.

Endorphin happiness: – શારીરિક ક્ષતિ સમયે આ રસાયણ લેપનું કામ કરે છે. પ્રિડેટરથી બચવા ઈજા થઈ હોય છતાં ભાગવું પડતું હોય છે. તે સમયે આ રસાયણ ઈજાનો અહેસાસ કરવા દેતું નથી, અને ભાગેલા પગે પણ તમે દોડી શકો છો.પણ સતત એનો સ્ત્રાવ યોગ્ય નથી. બાકી તમને ઈજાનો અહેસાસ થાય જ નહી તો એની સારવાર કરો નહિ. માટે ઇમર્જન્સી માટે આ રસાયણ ઉપલબ્ધ હોય તે જ સારું. જો બ્રેન સતત આને છોડ્યા કરે તો તમે ભાગેલા પગે દોડ્યા જ કરવાના, પછી સાવ ભાગી પડવાના, થઈ જવાના મૃત્યુને હવાલે.  

“endorphin high ” વિષે સાંભળ્યું હશે. એન્ડોરફીન નળ ખોલોને આનંદ મેળવો, પણ એન્ડોરફીન શા માટે ઉત્ક્રાંતિ પામ્યું છે તે સમજી લઈએ તો ખ્યાલ આવશે કે એન્ડોરફીન હાઈ જીવન માટે કાયમ વાસ્તવિક નથી. એન્ડોરફીન દુઃખાવાને બ્લૉક કરે છે. પેએન ના થાય તે રણકાર સારો છે, પણ કાયમ જો એન્ડોરફીન હાઈ રહે તો  સળગતા સ્ટવ ઉપરથી તમે હાથ હટાવશો ક્યારે? તમે ભાંગેલા પગે ચાલ્યાં કરશો. લાંબા સમયે સ્થિતિ ખરાબ થવાની. જ્યારે સર્વાઇવલ માટે ત્વરિત ગંભીર સ્થિતિ ઊભી થાય ત્યારે જ ભાગ્યેજ એન્ડોરફીન રિલીસ થતું હોય છે.

દાખલા તરીકે મૅમલ પર કોઈ હુમલો કરે તેવા સમયે એના ઘાને પંપાળવા ઊભું રહે તો માર્યું જાય, માટે ઘાનો દુઃખાવો એન્ડોરફીન રિલીસ કરે તો ઘા હોવા છતાં, પગ ભાંગેલો કે ઈજા ગ્રસ્ત હોવા છતાં ભાગી જવામાં આવે. હવે ભાગવામાં સફળ થઈ ગયા કે એન્ડોરફીન ગાયબ અને દુઃખાવો શરુ. હવે દુઃખાવો જરૂરી છે કેમ કે થયેલ ઈજા માટે હવે ધ્યાન આપવું પડશે. હવે દુઃખાવાને ઇગ્નોર  કરવો સર્વાઇવલ માટે નુકશાન છે. અને સર્વાઇવલ થયેલા જ એમના જીન પાસ કરી શકે છે. ભયજનક પરિસ્થિતિમાંથી ભાગી છૂટવા માટે એન્ડોરફીન સિસ્ટમ વિકસેલી છે નહિ કે એમાં કાયમ હાઈપર રહેવા.

હ્યુમન બ્રેન શારીરિક પેએન સિગ્નલ મળતા એન્ડોરફીન મુક્ત કરે છે. પણ જાતે જ ઈજા કરીને એન્ડોરફીન અનુભવવું લાંબા સમયે ફાયદાકારક નથી. દોડવીર માટે જો યોગ્ય પ્રમાણમાં દોડે તો પૂરતો દુઃખાવો એન્ડોરફીન સ્ત્રાવ માટે પૂરતો હોય છે, પણ એટલો બધો ના હોય કે શરીરને ઈજા પહોચે. એન્ડોરફીન સ્ત્રાવ માટે સલામત રસ્તા ભાગ્યેજ હોય છે. વધારે પડતા ઉપવાસ, ભૂખે મરવું, શરીરને ઈજા પહોચાડવી, અમુક ધાર્મિક જુલૂસ વખતે શરીરને જાત જાતની રીતે ઈજા પહોચાડવામાં આવતી હોય છે, આમ અનેક પ્રકારે લોકો euphoria અનુભવતા હોય છે.

એન્ડોરફીન ઇમોશનલ પેએન વખતે મુક્ત થતા નથી. કોઈનું હૃદય પ્રેમમાં નિષ્ફળતા મળતા ભાગી પડે તો એન્ડોરફીન મુક્ત થાય નહિ. દુઃખાવો એક જાતની માહિતી છે કે શરીરમાં ગરબડ છે હવે એને સુધારો. આમ દુખાવામાંથી દરેક વખતે શીખવાનું છે, એને અવગણવાને બદલે. આમ euphoria લલચાવે છે. અફીણ અને એમાંથી બનતાં ડ્રગ રાસાયણિક રીતે એન્ડોરફીન જેવા છે. ઇમોશનલ પેએન માટે દરેક કલ્ચરમાં આવા ડ્રગ લેવાતા હોવાનું સામાન્ય છે.

દુઃખાવો, દર્દ બ્રેનનું અદ્ભુત નજરાણું છે. ભયજનક સ્થિતિમાં જાગૃત કરે છે. દર્દ મૂળભૂત પાયો છે સર્વાવલ માટેનો. મૅમલ પ્રાણીઓ કરતા પહેલા સરીસર્પે વિકસાવેલ અદ્ભુત પૅટર્ન છે. દર્દ ઉપર ધ્યાન આપીને એને સમજીને દૂર કરવાનું છે નહી કે એના ઉપર સુખનો લેપ લગાવીને ભૂલવાનું.

કાચિંડો ઠંડા લોહીનું પ્રાણી છે. તડકામાં પડી રહેલો જોઈને લાગે કે ભાઈ આનંદમાં છે. પણ એવું નથી, અહી તો ખતરો છે કોઈ હુમલાખોરનો. ભાઈ ખડક નીચે હોય તો હાઇપથર્મિઅ વડે મરી જાય. માટે ઠંડી લાગે પેએન થાય ભાઈ તડકામાં આવે છે, અને દર્દ દૂર થાય કે પાછાં ખડક નીચે છુપાઈ જવાના. લો બૉડિ ટેમ્પરેચર કાચિંડામાં ન્યુરો કેમિકલ મુક્ત  કરે છે જે હ્યુમન માટે દર્દનું કારણ હોય છે. આ દર્દ દૂર ના થાય ત્યાં સુધી કાચિંડો તડકો ખાય છે.

આપણાં સરીસર્પ પૂર્વજો પાસેથી દરેક મૅમલે આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મેળવેલી છે. રેપ્ટાઈલ પાસે હેપીનેસ અનુભવ કરવાની શક્તિ હોતી નથી. ફક્ત પેએન વખતે આખું શરીર હટાવી લેવું તે જાણતું હોય છે. સરીસર્પ ગ્રેટ સર્વાઇવર છે, કેમકે પેએન અવૉઇડ કરવાનું એમનું બ્રેન બખૂબી જાણે છે. દર્દમાંથી મુક્ત થયા પછી તેઓ કોઈ સુખ અનુભવતા નથી, બસ દર્દ પહેલાની સ્થિતિમાં પાછાં ફરી જાય છે. ડેન્જર સ્થિતિમાં કાચિંડો કે મગર કદી હતાશ થતા નથી કે આ દુનિયાને શું થયું છે, તેમની પાસે પૂરતાં ન્યુરૉન્સ નથી આવું બધું વિચારવા માટે.

માનવ પાસે પુષ્કળ ન્યુરૉન્સ છે. સંભવિત, કાલ્પનિક  દર્દ ઊભું કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સામાજિક અપેક્ષાભંગ સમયે આપણે લાગણીઓના દર્દ ઉભા કરીએ છીએ, જાણે સર્વાઇવલ માટે ખતરો. એન્ડોરફીન એમાં કોઈ રાહત આપે નહિ.

એન્ડોરફીન સુખાનુબોધ પામવા માટે પોતાના શરીરને પીડા આપનારા સ્વપીડક લોકો દુનિયાના દરેક ખૂણે, દેશ, વિદેશમાં મળી આવશે. કોઈપણ જાતી હોય કે કોઈ પણ ધર્મ પાળતા હોય સ્વપીડન સુખાનુબોધ પામનારા મળી આવશે. શરીરને કષ્ટ આપવાનાં જાતજાતના નુસખા શોધી કાઢશે. કોઈ ધર્મના નામે તો કોઈ રિવાજના નામે, કોઈ ફૅશનના નામે. ખડેશ્વરી બાબા બેસવાનું નામ નહિ લે, ભલે પગ સૂજીને થાંભલો થઈ ગયા હોય. કોઈ શરીરને ચાબુક ફટકારશે, કોઈ અતિ આકરાં ઉપવાસ કરશે. કોઈ ભાદરવા પૂનમે સેંકડો માઈલ ચાલીને અંબાજી જશે, તો કોઈ ગિરનારની પ્રદક્ષિણા કરશે, કોઈ પાવાગઢ ઉપર ચડશે. કોઈ ધાર્મિક જુલૂસ વખતે શરીરને મારી મારીને લોહીલુહાણ કરી નાખશે.

નકલી એન્ડોરફીન સુખાનુબોધ પામવા માટે સતત તંબાકુ મોઢામાં ભરી નાખનારા પણ હોય છે. કોકેન, હેરોઈન, અફીણ અને તેની બનાવટો નકલી એન્ડોરફીન આનંદ આપતા હોય છે. ગાંજો ચરસ પીને ભગવાન જોડે તાર મેળવી બેસી રહેનારા પણ હોય છે.

Dopamine happiness: – જ્યારે તમે કોઈ નક્કી કરેલા ધ્યેયની પ્રાપ્ત થવાની અણી ઉપર પહોચી જાઓ ત્યારે બ્રેન આ રસાયણ છોડે છે જે તમને ખૂબ આનંદ સાથે ધ્યેયની ફિનિશ લાઈન પસાર કરવા એક્સ્ટ્રા એનર્જી અર્પે છે. આ એક રિઝર્વ ટાંકી છે શક્તિની.જે અણીના સમયે કામ લાગે છે. જો સતત આ રસાયણ છૂટ્યા કરે તો અણીના સમયે ગરબડ થઈ જાય. એટલે મહત્વના ધ્યેય પ્રાપ્તિ માટે આ રસાયણ છેલ્લા સમયે ઉપલબ્ધ ત્થાય તે જ સારું.

રમત જગતમાં દોડવીરો ફિનિશ લાઈન આવતા છેલ્લું જોર લગાવતા હોય છે. એક દાખલો યાદ આવે છે ફ્લાઈંગ શીખ મિલ્ખાસિંઘ ઑલિમ્પિકમાં ૪૦૦ મીટરની દોડમાં ભાગ લઈ રહ્યા હતા. ૩૦૦ મીટર સુધી તેઓ સૌથી આગળ હતા. એક ભૂલ થઈ ગઈ, એમણે પાછળ વળીને જોયું તો બાકીના બધા હરીફો  ખૂબ પાછળ હતા. બસ ખુશ થઈ ગયા હવે મને કોઈ પાછળ પાડી નહિ શકે, હવે ફક્ત ૧૦૦ મીટર જ બાકી રહ્યું હતું. બસ મારું માનવું છે કે Dopamine સ્ત્રાવ વહેલો થઈ ગયો હશે. છેલ્લા ૧૦૦ મીટરમાં તે ધીમાં પડી ગયા ખૂબ જોર લગાવ્યું પણ ફક્ત ૧૦૦ મીટરમાંબીજા લોકો આગળ નીકળી ગયા અને તેઓ ચોથા નંબરે આવ્યા. ફરી કદી ઑલિમ્પિક જીતી શક્યા નહિ.

Oxytocin happiness: – આપણી આસપાસના લોકો ઉપર વિશ્વાસ આવતો જાય ત્યારે આ રસાયણ સ્ત્રવે છે. એક માતા બાળકને સ્તનપાન કરાવે ત્યારે બંને Oxytocin વડે મળતા આનંદથી ભરાઈ જતા હોય છે. બંને વચ્ચે એક આત્મીય સંબંધ રચાય છે. જ્યારે સમાન વિચારસરણી ધરાવતા માનવો એકબીજાને મળે છે ત્યારે જે આનંદ અને તૃપ્તિ મળે છે તેનું કારણ આ રસાયણ છે. કોઈ વહાલાનો સંદેશો મળે છે અને મન જે આનંદની અનુભૂતિથી ભરાઈ જાય છે તે આ રસાયણ છે. કોઈ વહાલી વ્યક્તિ ઘરે આવે આવે ને હરખપદુડા થઈ મન નાચી ઊઠે છે તેનું કારણ આ રસાયણ છે. પણ તમે સતત આ આનંદ અનુભવી ના શકો કારણ બધા વિશ્વાસ કરવા લાયક હોતા નથી. બધા ઉપર વિશ્વાસ મૂકવો સર્વાઇવલ માટે ખતરનાક છે.

Serotonin happiness: – જ્યારે તમને પોતાની જાતનું મહત્વ લાગે ત્યારે જે આનંદ મળતો હોય છે તે આ રસાયણનું કારણ છે. જ્યારે તમે પોતાની જાતને સર્વોપરી સમજો ત્યારે ખૂબ આનંદ મળતો હોય છે. આ સુખની લાગણી માટે મૅમલ કાયમ પ્રયત્ન કરતા હોય છે. Mammals વર્ચસ્વ ઇચ્છતા હોય છે કે Serotonin નો સ્ત્રાવ બહુ આનંદ પમાડતો હોય છે. Dominant પ્રાણીઓ વધુ ખોરાક મેળવી શકતા હોય છે જે એમની શારીરિક ક્ષમતા અને મજબૂતાઈ વધારે છે. એનાથી દુશ્મનોને અને હરીફોને ભગાડી મૂકી સેક્સમાં સફળતા મેળવી એમને એમના DNA જીવતા રાખવા માટે મદદકર્તા બનતી હોય છે.

Dominant માદા પણ એક્સ્ટ્રા ખોરાક મેળવી શકતી હોય છે. જે એના બચ્ચા માટે પોષણક્ષમ ખોરાકની વ્યવસ્થા હોય છે. એ હુમલાખોરને ભગાડી શકે છે. એની પાછળ ફરતા અનેક નરથી દૂર ભાગીને મજબૂત નરો વચ્ચે લડાઈ પછી જે જીતે તેના મજબૂત જીન મેળવી શકે છે.

સર્વોપરિતા ખાલી સેક્સ પૂરતી હોતી નથી, તે સર્વાવલનો એક ઉપાય છે, અને સેક્સ પણ સર્વાવલનું એક અગત્યનું પાસું છે. પણ સર્વોપરી બનવાના પ્રયત્નમાં બાધા આવે તો અને એમાં ઈજા થવાનો ભય જણાય તો આ રસાયણ છૂટવાનું ઓછું થઈ જાય છે. બ્રેન સતત આનું સંચાલન કરતું હોય છે કે સુપિરિઅર બનવામાં કોઈ જોખમ તો નથી ને?

દરેક રસાયણ ખુશી આનંદ આપતું  હોય છે. એનાથી ભવિષ્યમાં સુખ મેળવાની ચાવી પ્રાપ્ત થતી હોય છે. દરેક રસાયણ એનું કામ કરતું નિષ્ઠા પૂર્વક કરતું હોય છે. જે તમને પ્રોત્સાહિત કરતું હોય છે, જેના વડે તમારા DNA  જીવતા રાખીશ શકો છો. એક સસ્તન પ્રાણીને કોઈ વૃક્ષ ઉપરથી ફળ ખાવા માટે મળી ગયું તો dopamine રિલીસ થશે. ભલે પ્રયત્ન કરીને મળ્યું કે વિના પ્રયત્ને. જે એની મૅમરીમાં જોડાઈ જશે. એનાથી ફરીથી તે ફળ મેળવામાં સહાયતા થવાની.

આ સુખ અર્પતા રસાયણો એટલો બધો આનંદ આપતા હોય છે કે આપણું મોટું Cortex સતત એને કઈ રીતે મેળવી શકાય તેની ખોજ કર્યા કરતું હોય છે. એપ્સ સતત એકબીજાના શરીર પરના વાળ સવારતા  હોય છે એનાથી Oxytocin દ્વારા મળતો વિશ્વાસનો જનક આનંદ મળતો હોય છે.

માતા બાળકને સ્તનપાન કરાવતી વખતે એના માથા ઉપર હાથ ફેરવ્યા કરતી હોય છે. મિત્રો એકબીજાને ફોન પર મૅસેજ મોકલ્યા કરતા હોય છે. પ્રેમીઓ એકબીજાનું સતત સાંનિધ્ય ઇચ્છતા હોય છે, કારણ છે Oxytocin. પતિ પત્ની એકબીજા ઉપર હાવી થવાનો પ્રયત્ન કર્યા કરતા હોય છે, પિતા સંતાન ઉપર રૉફ જમાવ્યા કરતા હોય છે, સગા સંબંધી એકબીજાને નીચા પાડવાનો પ્રયત્ન કરતા હોય છે. કારણ છે Serotonin. એપ્સ Endorphin માટે પોતાના શરીરને ઈજા પહોચાડતા નથી, પણ માનવો એવું કરી શકે છે. પોતાના શરીર ઉપર સાટકા મારીને માંગનારા લોકોનો આખો એક વર્ગ ફરતો હોય છે. પોતાના શરીરને પીડા આપનારા સ્વપીડ્ન વૃત્તિ ધરાવનારા લોકો પણ હોય છે, કારણ છે Endorphin.

આ બધા હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ બ્રેન અમુક ચોક્કસ લિમિટેડ માત્રામાં અને ચોક્કસ કારણો વશ જ કરતું હોય છે. એનો સતત સ્ત્રાવ થાય તો એ કામ કરે નહિ. ઉત્ક્રાંન્તિના ક્રમમાં વિકાસના ક્રમમાં એવી રીતે જ બ્રેન ઇવોલ્વ થયેલું છે. તમે સતત દુખ અને સતત સુખની લાગણીમાં જીવી શકો નહિ. આ રસાયણો વધ ઘટ થયા કરતા હોય છે, એમાં તમે સમજો કે કશું ખોટું થઈ રહ્યું છે તો તમે દુખી થઈ જવાના કે સુખ હંમેશા સતત સાથ કેમ આપતું નથી. બ્રેન એના પુરાવા અને કારણો શોધવા માંડશે. સતત સુખ પામવાની ચિંતામાં દુખી થયા કરશો. માટે નરસિંહ કહેતા કે સુખ દુખ મનમાં ના આણીએ રે ઘટ સાથે રે ઘડિયા રે.

જ્યારે તમે કોઈની ઉપર ટ્રસ્ટ મૂકો છો, તેનો વિશ્વાસ કરો છો ત્યારે Oxytocin  સ્ત્રાવ થતો હોય છે જે તમને સુખ અર્પે છે. અને એના લીધે બ્રેનમાં વધારે વિશ્વાસ મૂકીને સલામતી મેળવવાનું  વાયરિંગ થતું જતું હોય છે. પણ જ્યારે કોઈ તમારો વિશ્વાસ તોડે છે, તમને દગો આપે છે ત્યારે બ્રેન Cortisol નો સ્ત્રાવ કરતું હોય છે, અને તે દુખ અને પીડાનો અહેસાસ કરાવે છે જેનાથી વાયરિંગ થાય છે કે એના કારણો દૂર કરો. એના કારણો થી દૂર રહો. વિશ્વાસ નહિ મૂકીને Oxytocin નાં આનંદથી વંચિત રહેવાનું થતું હોય છે. અને વિશ્વાસ મૂક્યા પછી વિશ્વાસઘાત થાય તો ? એટલે બ્રેન પસંદગી કરવા ટેવાયેલું હોય છે. કોઈની ઉપર વિશ્વાસ મૂકવાનો હોય ત્યારે આપણાં ત્રણ બ્રેન એક સાથે કામ કરતા હોય છે, Reptile (સરિસર્પ) બ્રેન, Mammal  બ્રેન અને Cortex.

સરીસર્પ બ્રેન હંમેશા પેએનને અવૉઇડ કરવા માટે ઈવૉલ્વ થયેલું હોય છે.  કાચિંડા અને ગરોળી ત્રણ સામાન્ય નિયમ જાણે છે. એક તો મોટી ગરોળી સામે આવે તો ભાગો, નાની આવે તો ખાઈ જાવ અને સરખી સાઇઝની આવે તો સંસર્ગ કરો. ઈંડામાંથી બહાર આવતા જ કાચિંડા ભાગવા માંડે છે, નહી તો એમના માબાપ એમને ખાઈ જવા તૈયાર હોય છે. નબળાને બીજો કોઈ ખાઈ જાય તે પહેલા માબાપ જ ખાઈ જઈને રીસાઇકલીંગ કરી નાખતા હોય છે.

સરીસર્પ સામાજિક રીતે એકબીજા સાથે જોડાઈને સર્વાઇવ થતા નથી, તે Oxytocin કાયમ બનાવતા નથી, ફક્ત સેક્સ પૂરતાં ઑક્સિટોસિન બનાવતા હોય છે. એટલે ફક્ત સેક્સ પૂરતાં જ બે સરીસર્પ ભેગાં થતાં હોય છે. મેમલિઅન બ્રેન ટોળામાં રહીને સલામતી શોધતા હોય છે. મૅમલ જન્મતાની સાથે પુષ્કળ Oxytocin ઉત્પન્ન કરતા હોય છે જેથી માતા સાથે સામાજિક બંધન બાંધી શકાય અને જેનાથી સર્વાઇવ થઈ શકાય, ધીમે ધીમે Mammal આખા ટોળા સાથે સામાજિક રીતે બંધાઈ જાય છે, માતા દૂર થતી જાય છે. ટોળાનું એક પણ સભ્ય ના દેખાય તો એનું બ્રેન Cortisol  સ્ત્રાવ કરતું હોય છે. ટોળાથી દૂર રહેવું ખતરનાક છે.

સાવ નબળાને ટોળું હુમલાખોર સામે જાણી જોઇને ધકેલી પણ દેતું હોય છે, જેથી બાકીનાને બચાવી શકાય. પરંતુ મોટા Mammal  બ્રેન Cortex માં સતત વિશ્લેષણ કર્યા કરતા હોય છે કે કોનો વિશ્વાસ કરવો અને કોનો નહિ. ગિબન વાનર સાથીદાર ઉપર વિશ્વાસ મૂકે છે, પણ ઇમર્જન્સી વખતે સાદ પાડવા છતાં સાથીદાર ના આવે તો સંબંધ ખલાસ થઈ જાય છે. બીજો સાથીદાર તરત શોધી લેવામાં આવે છે.

સ્વાભાવિક છે કે સિંહની બાજુમાં ઘેટું મૂકો તો ચવાઈ જવાનું. માટે કુદરત એને છોડી દે છે કે તું જાતે જ નિર્ણય લેતા શીખ કે સિંહ જોડે ઉભા રહેવાય ખરું ? બસ  એમજ વિશ્વાસ મૂકવા જેવો છે કે નહિ તે નિર્ણય આપણે જાતે લેવાનું શીખવાનું છે. અને આ રીતે જ આપણે ઇવોલ્વ થયા હોઈએ છીએ. અને આ ગુણ વારસામાં સંતાનોને આપતા જઈએ છીએ.

Corruption, મજૂરથી મંત્રી સુધી.root causes.(Hard Truths About Human Nature)

      Corruption, મજૂરથી મંત્રી સુધી.

         માનવજાત કોઈને કોઈ નેતાને લીડરને અનુસરવા ઈવૉલ્વ થયેલી છે. એ નેતા પછી ધાર્મિક હોય કે રાજકારણી હોય, ગામનો સરપંચ હોય કે પછી સમાજનો આગેવાન. ટોળાનો મુખિયા હોય કે પછી ઘરના વડીલ હોય,  પિતાશ્રી હોય કે પછી માતુશ્રી હોય. લતીફ પણ હોઈ શકે અને અન્ના હજારે પણ હોઈ શકે. સજીવ જગતમાં સસ્તન પ્રાણીઓ સમૂહમાં કોઈ ઍલ્ફા નેતાના કાબૂ નીચે જીવવા ટેવાયેલા હોય છે. આ નેતા સમૂહના બીજા લોકોનું અમુક સમયે રક્ષણ કરતા હોય છે, પણ એમના અંગત રસને પ્રથમ પ્રાધાન્ય અર્પતા હોય છે. રિસોઅર્સિસ અને રીપ્રૉડક્ટિવ(સંતાન પેદા કરવા)  તક ઉપર પણ એમનો પહેલો કાબૂ ધરાવતા હોય છે.

                 સિંહ એના ટોળાનો નેતા હોય તો શિકાર ઉપર પહેલો હક તેનો હોય છે, સમૂહના બીજા સભ્યોને તગેડી મૂકશે, ધરાઈ ગયા પછી બીજાને ભાગ મળશે. મોટાભાગે શિકાર સિંહણ સમૂહ કરતો હોય છે. છતાં સિંહ દોટ મૂકીને ખાવા આવી જશે. ઍલ્ફા ચિમ્પ પણ ખોરાક અને માદા ચિમ્પ પર પહેલો હક ધરાવશે. જેવી રીતે પ્રજા કમાય છે, મહેનત કરે છે અને ટૅક્સ ભરે છે તેમાંથી નેતાઓ સ્વિસ બૅન્કમાં મૂકી આવે છે.

                  સસ્તન પ્રાણીનો મહત્વનો ગુણધર્મ છે કે બની શકે તેટલા વિખવાદ નિવારવા, ઝગડા નિવારવા. કારણ વિખવાદમાં જીવ જાય તેવી ઈજાઓ ઍલ્ફા દ્વારા મળતી હોય છે. એટલે જીતવાની શક્યતા ન હોયતો વિખવાદમાં પડવું નહિ અને સમર્પણ કરી લેવું તેવી રીતનું બ્રેન ઇવલૂશનનાં ક્રમમાં વિકસ્યું છે. એમના DNA જીવતા રાખવા માટે આવું જરૂરી છે. કુદરતનો આ નજરિયો લોકોને અપસેટ કરી નાખવા પૂરતો છે. શાંતિપૂર્ણ સહકાર વડે જીવવામાં ખૂબ સલામતી છે.

સહકાર પણ સર્વાઇવલની એક તરકીબ છે. આમ શાંતિપૂર્ણ સહકાર વડે જીવવાની ભાવના આવી એટલે નેતાને અનુસરવાની ભાવના ચાલુ થઈ, અને એમ mammal ઈવૉલ્વ થયા, એમ એમનું બ્રેન ઈવૉલ્વ થયું. પરંતુ તક મળે નેતા બનવાની કોશિશ જારી રાખવી તે પણ એટલું જ સાચું. એટલે મૅમલ જાણતા હોય છે કે નેતાને ગૃપનાં વડાને એના પોતાના અંગત ફાયદામાં વધારે રસ છે છતાં એની રાહબરી હેઠળ જીવતા હોય છે.

         પ્રાણીઓ સમય પૂરતાં સહકાર કરતા હોય છે. પણ મોટા બ્રેન ધરાવતા સસ્તન સમાજ ઊભો કરતા હોય છે. સામાજિક સહકાર ધરાવતું જોડાણ ઊભું કરતા હોય છે. એક મજબૂત માણસ એનાથી થોડા નબળા માનવ સાથે સામાજિક જોડાણ ઊભું કરે છે કે જેથી કોઈ ત્રીજાને પછાડી શકાય, કોઈ ત્રીજા ઉપર કાબૂ કરી શકાય. એમાં નબળાનો સાથ અને સહકાર અને સંમતિ હોય છે.તમે સામાજિક જોડાણ કરો છો જેથી તમને એક્સ્ટ્રા રિસોઅર્સિસ મળે, રીપ્રૉડક્ટિવ તક મળે અને તમારા બાળકોને સલામતી મળે.

પરંતુ ઍલ્ફા લગભગ તમામ બેનિફિટ એકલો હડપ કરી જતો હોય છે. અને તમને જ્યારે કોઈ વિખવાદ થાય તો એકલાં ભોગવવા છોડી દેતો હોય છે. એટલે ઘણીવાર તમામ પસંદગી ખરાબ હોય છે, કોઈ ચૉઇસ રહેતી નથી છતાં એમાંથી શક્ય સારી ચૉઇસ કરવી પડતી હોય છે. કારણ સામાજિક સહકારના માળખા વગર તમે જીવી શકો નહિ. સમૂહ વગર પ્રિડેટરનાં જડબામાં ચવાઈ જવાનું સરળ બની જતું હોય છે. સસ્તનનું બ્રેન સામાજિક જોડાણ દ્વારા સર્વાઇવ થવા માટે ઈવૉલ્વ થયેલું છે. બધા જ ચોર હોય ત્યાં શક્ય ઓછો ચોર નેતા પસંદ કરવો પડતો હોય છે.

 મૅમલ ઘણી વાર એકબીજાને સહકાર આપતા હોય છે લીડરને પછાડવા. એમાં જીવલેણ ઈજાનો ભય હોય જ છે, અને નવો નેતા એમ કઈ ઝડપથી સર્વોચ્ચ બની જતો નથી. આમાં ઘણીવાર બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે, આ બહુ સરળ નથી. અને શક્ય ત્યાં મૅમલ સમાધાન કરવા ઈવૉલ્વ થયેલા છે. ધીમે ધીમે સામાજિક જોડાણ દ્વારા ગ્રૂપ નેતા દ્વારા આપણે બેનિફિટ વધુને વધુ મેળવતા થતા જતા હોઈએ છીએ. પરંતુ આ પ્રોસિજર ખૂબ ધીમો હોય છે જલદી નજરમાં આવતો નથી.

પહેલાના ગૃપનેતાઓ(રાજાઓ) લગભગ તમામ ફાયદા લઈ જતા હતા. રાજાશાહી જુઓ લોકોને બહુ બેનિફિટ મળતા નહોતા. તમારા રોસોઅર્સિસ એ લોકો હડપ કરી જતા અને ગમે ત્યા ગમે તે રીતે વાપરી શકતા. આજે લીડર પાસે એક ફૉર્મ્યૂલા હોય છે તમારા ટૅક્સ લઈને એમાંથી તમારા ફાયદા માટે એને વાપરવા પડે છે. પહેલાના ગૃપનેતાને કશું કહી શકાતું નહિ, કહો એની સજા મળતી. જ્યારે આજે તમે લીડરને જાહેરમાં ખુલ્લા પાડી શકો છો.

       નવા નેતા બનવાની ઇચ્છા ધરાવનારે જુના નેતા કરતા વધારે બેનિફિટ આપવાની બાંહેધરી આપવી પડતી હોય છે. નેતાઓ એમની તરફથી ખૂબ લાભ મળશે તેવું વધારી વધારીને કહેતા હોય છે. લોકો ઉપરછલ્લું મૂલ્યાંકન કરતા હોય છે. બ્રેન ન્યુઅરલ સર્કિટ વડે માહિતી ફિલ્ટર કરતું હોય છે, કે શું નૉર્મલ છે. આપણે ઊંડું મૂલ્યાંકન કરવા ટેવાયેલા નથી હોતા. સામાજિક જોડાણના સભ્ય બનાવવાનો મતલબ સલામતી. મૅમલ સામાજિક જોડાણ દ્વારા ઘણી બધી જાતની સલામતી ઇચ્છતા હોય છે. સામાજિક જોડાણ છૂટી જાય તો મૅમલ  બ્રેન સર્વાઇવ થવામાં તકલીફ અનુભવતું હોય છે. એટલે લીડર કે ઍલ્ફાના સત્યો વિષે બખાળા કરો તો સમાજ બહાર ધકેલાઈ જવાનો ડર સતાવતો હોય છે.

પહેલા પણ આવા લોકો નાત બહાર મુકાઈ જતા. એટલે મોટાભાગના લોકો આવી લીડર વિરુદ્ધની માહિતી ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે. અને લીડરે જે માહિતી આપી હોય તેના ઉપર વિશ્વાસ કરી લેતા હોય છે. અથવા જે લોકો જાણતા હોય છે કે અમુક નેતાઓ ખૂબ ભ્રષ્ટ છે પણ એમનું મૅમલ બ્રેન ઇગ્નોર કરતું હોય છે. જ્યાં સુધી કોઈ નવો નેતા પોતાના સમર્થકો વધારવા જુના નેતાના કૌભાંડ બહાર ના લાવે. છેવટે નવા નેતાને પણ એના અંગત ફાયદામાં જ રસ હોય છે.

          નેતાઓ કરપ્ટ હોય છે કારણ એમને એમના અંગત ફાયદામાં જ રસ હોય છે. ઘણીવાર સાવ સામાન્ય ગરીબ ફેમિલીમાંથી આવેલા હોય છે. હાઈ-સ્ટૅટસ વગર પડેલી તકલીફો એમનું બ્રેન જાણતું હોય છે. ધન વગર પડેલી તકલીફો એમનું બ્રેન જાણતું હોય છે, માટે અમર્યાદ ધન ભેગું કરી લેવા મથતાં હોય છે. નેતાઓ કરપ્ટ હોય છે કારણ નેતાઓ કરપ્ટ પ્રજામાંથી ચૂંટાઈ આવતા હોય છે. નેતાઓ કરપ્ટ હોય છે કે જે તે સમાજને કરપ્શન ખરાબ છે તેવું માનસિક રીતે લાગતું નથી. નેતાઓ કરપ્ટ છે કેમકે આખો સમાજ કરપ્ટ છે.

                અમારા પરમ મિત્ર સુનીલ અમીન ઉવાચ “મજૂરથી માંડીને મંત્રી સુધી બધા કરપ્ટ છે.” આપણે માહિતીનું સાચું મૂલ્યાંકન કરવાનું શીખવું જોઈએ. આપણાં ન્યુરૉન્સને કામે લગાડવા જોઈએ. કરપ્શન ખરાબ છે તેવું નવું વાયરિંગ (cortex) બ્રેનમાં કરવું પડશે. એના માટે નાળિયેર વધેરવાનું સૌ પહેલા બંધ કરવું પડશે.

સૌજન્ય અને Ref :-Loretta Graziano Breuning, Ph.D., (speaks internationally on
corrupt practices and their mammalian roots as Professor Emerita of
International Management at California State University, East Bay, and a Docent
at the Oakland Zoo.).

 

 

 

 

 

 

 

 

 

 

સભ્ય સર્વોપરિતા..

untitledસર્વોપરી બનવાનું સૌને ગમતું હોય છે, ભલે બની શકતા ના હોય.એના માટે ચાન્સ મળે પ્રયાસ કરતા રહેવું તે મૅમલનો ગુણધર્મ છે. તક ના મળે તો સર્વોપરીની આણ નીચે રહીને સર્વાઇવ થઈ રહેવું તે પણ ગુણધર્મ છે. તક મળે તો ઝડપી લેવી. એટલે બધા પ્રાણીઓ આવું કરતા રહેતા હોય છે. સર્વોપરી હોય તેને ખોરાક વધારે મળે જે વળી પાછો વધારાની શક્તિ મેળવવામાં મદદરૂપ થાય અને સર્વોપરી બની રહેવાની લડાઈમાં તે શક્તિ કામ લાગે. એટલે કહેવાય છે સર્વોપરીના સુખની અનુભૂતિ કરાવતું સિરોટોનિન ન્યુરો કેમિકલ્સ બ્રેન કરતા પેટમાં વધુ હોય છે.

સર્વોપરીને સેકસુઅલ રીપ્રૉડક્શન માટે તક વધારે મળે. જેથી એના DNA જીવતા રહે. પ્રાણીઓ સર્વોપરી બની રહેવા માટે હાથો હાથની લડાઈ લડી લેતા હોય છે. બીજું એમને આવડે પણ નહિ. એના માટે તમામ સજીવ જગતના નર ભયાનક જોખમ ખેડતાં હોય છે. એક તો શારીરિક ઈજા બહુ મોટા પ્રમાણમાં થતી હોય છે. એમાં મોત પણ મળી જતું હોય છે અને મરણતોલ માર ખાઈને જીત્યા હોય પણ પછી શક્તિ ગુમાવીને બેહાલ થઈ ગયા હોય ત્યારે પ્રિડેટરનાં જડબા એમને ચાવી જવા તૈયાર હોય છે.

આપણે માનવો ચોપગાં પશુઓ નથી. કુદરતે ઉત્ક્રાંન્તિના ક્રમમાં મોટું વિકસેલું બ્રેન આપ્યું છે. માટે આપણે સર્વોપરી બની રહેવાની જાતજાતની ટેકનિક્સ શોધી કાઢી છે. પહેલા માનવો જ્યારે વિકસિત નહિ હોય, જંગલમાં આદિ માનવ તરીકે રહેતા હશે ત્યારે લગભગ ચોપગાં પ્રાણીઓ અને એપ્સ જેવી સીધી લડાઈ લડી લેતા હશે સર્વોપરી બની રહેવા માટે તે હકીકત છે. પણ માનવ વિકસતા જતા બ્રેન સાથે સભ્ય બનતો ગયો. એમ એમ એની સર્વોપરી બની રહેવાની અને સેકસુઅલ રીપ્રૉડક્શન માટેની નવી નવી ટેકનિક્સ શોધતો ગયો.

          ૨૦૦૫ અને ફરીવાર ૨૦૦૮માં ઍન્થ્રપૉલજિસ્ટનું એક ગ્રૂપ બોલોવિયાના જંગલોમાં રહેતા Tsimane જાતિના લોકોનો અભ્યાસ કરવા ગયેલું. Christopher von Rueden અને તેના સાથીદારોએ ગામના ૮૮ પુરુષોના ઇન્ટરવ્યૂ લીધેલાં. પછી આ લોકોની પત્નીઓના ઇન્ટરવ્યૂ લીધેલાં. બિનઔદ્યોગિક સંસ્કૃતિઓની જેમ Tsimane are mildly polygynous, ૫% પુરુષોને એક કરતા વધુ પત્ની હતી અને ૧૫% પાસે પત્ની જ નહોતી. સભ્ય સમાજ શું કરશે ? સભ્ય સમાજનો માનવ લગ્ન કરશે, પછી થોડા વર્ષો પછી ડિવોર્સ લેશે, ફરી લગ્ન કરશે આમ કહેવાશે મનૉગમી પણ વારંવાર લગ્નો કરી મનૉગમી આચરીને પૉલીગમીની નવી ટેકનિક અપનાવશે.

સર્વોપરીતાની હોડ અને સેકસુઅલ રીપ્રૉડક્શન બંને સાથે જ ચાલે છે. બંને માટે સભ્ય ટેક્નિક શોધાતી હોય છે. એવું નથી સર્વોપરી બનવું એટલે એકદમ સર્વોચ્ચ સ્થાને પહોચી જવું કે વડાપ્રધાન કે પ્રમુખ જ બની જવું. નાના નાના પાયે mammal બ્રેન સર્વોપરી સાબિત કરવાની કોશિશ કર્યાજ કરતું હોય છે. ઘરમાં ફર્નિચર નવું આવે, ભારતમાં તો અતીથીદેવો ભવઃ છે, આમજ લોકોને ખબર પડી જાય. પણ અમેરિકામાં કોઈ કામ વગર આવે નહિ હવે શું કરવું ? સત્યનારાયણની કથા રાખો કે કોઈ બહાનું કાઢી પાર્ટી રાખવાની.

થોડા દિવસ પહેલા જૉબ પર એક ભાઈ હાથમાં લિસ્ટ લઈને મારી પાસે આવ્યા. આટલા ડૉલર્સની બૅન્કમાં સીસી, આટલાં લૉકરમાં, બહુ લાંબું લિસ્ટ હતું મને તો યાદ પણ નથી રહ્યું. હવે મારે એમની મિલકતનું શું કામ, મેં કદી હિસાબ માંગ્યો પણ નથી. એ કમાય એમાં મારે શું ? તમારો સહ કર્મચારી કોઈ રીતે પ્રમોશન મેળવી ઉપલા લેવલે પહોચી જશે તો પછી ખલાસ એનો મિજાજ વળી ઓર વધી જવાનો.

ઘરના આગેવાન પ્રયત્ન કરશે સમાજમાં આગેવાન બનવાનો. પછી ગામના પછી તાલુકા અને પછી એમ આગળ આગળ નેતા બનવાની હોડ જારી. ભાઈ નેતા બનવા હવે ચૂંટણી લડવી પડે છે. આ કઈ હાથોહાથની લડાઈ તો છે નહિ. તો એમની નમ્રતા, એમનું પગે પડવું, વોટ માટે આજીજી કરવી બધું સભ્ય સમાજની ટેક્નિક છે. એમની આસપાસ જેટલા બૉડીગાર્ડ વધુ એટલાં તે હાઈ સ્ટૅટસ વધુ દેખાવાના કે નહિ ?

સરકારી નેતાઓ એસ.પી.જી સુરક્ષા કર્મચારી રાખે તો ભાઈ લોગ પોતાના અંગત બૉડી ગાર્ડ રાખવાના. ભાઈ લોગ પણ પોતાના અંગત વર્તુળમાં ઍલ્ફા નરનું સ્ટૅટ્સ ભોગવતા જ હોય છે, ભલે લોકો એમને રાજ્યના નેતા તરીકે માન્ય ના રાખે. ભાઈ લોગ અને આજના નેતાઓમાં કોઈ ફરક દેખાય છે ખરો ?  પહેલા પણ ઘણા નેતા કોઈને કોઈ ભાઈ લોગના શરણે જઈને એમની મદદ વડે ચૂંટણી લડતા.

આજે ભાઈ લોગ જાતે ચૂંટણીમાં ઉભા થઈ જાય છે. હાલના નેતાઓ જરા ઊંચા પ્રકારના ભાઈ લોગ જ છે. ભાઈ લોગ કરતા તો આ લોકો જનતાને વધારે અને વિવિધ પ્રકારે લૂંટતા હોય છે. પ્રાણીઓના ઍલ્ફા નર અને માનવ ઍલ્ફા વચ્ચે ફરક હોય છે. પ્રાણી ઍલ્ફા નર જીવ સટોસટની લડાઈ જીતીને આગેવાન નેતા બને છે. માનવ ઍલ્ફા જાત જાતની તરકીબો વડે નેતા બને છે. પછી એકવાર નેતા બની જાય પછી મળવા જાઓ તો સમજ પડે. જે એકવાર હાથ જોડતો હતો હવે સામું જોવા તૈયાર નહિ થાય. કમજોરમાં કમજોર પ્રાણી કે માનવની અંદર ઍલ્ફા બની રહેવાની તીવ્ર ઇચ્છા હોય જ છે. ભલે બની ના શકે તે વાત અલગ છે. કારણ એને એના DNA જીવતા રાખવા છે. એને માટે એને ફીમેલ જોઈએ.

સાચી વાત છે કે સિંહ ત્રાડ પાડીને પોતે ઍલ્ફા હોવાનું સૂચવે છે, શિયાળ લારી કરીને પોતે સુપિરિઅર છે તેવું બતાવવાનો પ્રયત્ન કરતું હોય છે અને કૂતરાં ભસીને બતાવતા હોય છે કે અમને પણ હક છે, અમને પણ મોકો મળવો જોઈએ, ના મળે તો એમનું નસીબ. માનવોમાં ભાઈ લોગ બૂમો પાડતાં હોય, કોઈ હોકાટા કરે, કોઈ વોટની ભીખ માંગે, કોઈ કથા કરે, કોઈ રાગડા તાણે. દરેકની પોતાની અલગ જગ્યા હોય છે. રિઝર્વ બૅન્કનો સર્વોચ્ચ નેતા વડાપ્રધાન બની સર્વોચ્ચ બનવા જતા સફળ ના પણ થાય.

આજના નેતાઓ શારીરિક રીતે ઍલ્ફા બનવા લાયક ક્યાં હોય છે ? સાચા શારીરિક ઍલ્ફાઓ તો બચારા મજૂરી કરતા હોય છે. એ રીતે આજનો કોઈ નેતા ઍલ્ફાની શ્રેણીમાં આવી ના શકે. હાલ તો એક જ ઍલ્ફા નેતા જે શારીરિક અને રાજકીય રીતે મને દેખાય છે તે છે કૅલિફોર્નિઆના માજી ગવર્નર અર્નૉલ્ડ Arnold Schwarzenegger, પણ હવે તે રિટાયર થઈ ગયા છે.

          ઘણી વાર પોતે સર્વોપરી છે કે સમથિંગ અલગ છે તેવું બતાવવા ઘણા લોકો હાસ્યાસ્પદ ચેષ્ટા કરતા જોવા મળતા હોય છે. ભપ્પી લહેરી એનો ઉત્તમ નમૂનો છે. એમનો ગેટપ જુઓ, અઢળક સોનું શરીર ઉપર ધારણ કરશે. એક આમંત્રણ છે એના ગેટપમાં કે આવો મારી પાસે ખૂબ સંપતિ છે. એક ભાઈ લોગ વળી શરીર પર પાંચ કિલો સોનું પહેરતો હતો તેવો વિડીઓ પણ જોએલો. પોતે વિશિષ્ટ છે તેવું બતાવવા લોકો જાતજાતના નુસખા કરતા જ હોય છે, કોઈ જટા વધારશે તો કોઈ સફાચટ. કોઈ સારી ડિગ્રી મેળવી ડૉક્ટર એન્જીનીઅર બનશે, જ્ઞાન મેળવશે. કોઈ કરશે ગુંડાગર્દી. કોઈ લેખક બનશે તો કોઈ કવિ. અને કશું નહીં આવડે તે નેતા બની જશે. સુપિરિઅર બનવાની હોડમાં મારા, તમારા સાથે બધાજ સામેલ હોઈએ છીએ. અહી દાખલાઓ આપી કોઈની લાગણી દુભાવવાનો યત્ન નથી ફક્ત વિષયની સમજ માટે આપ્યા છે.

          ઍલ્ફા નર બન્યા વગર સ્ત્રી મળે નહીં. પણ જુઓ સભ્ય સમાજે કેવી સરસ ટેક્નિક શોધી કાઢી ? લગ્ન વ્યવસ્થા અને મનૉગમી ઍલ્ફા નર બન્યા વગર, કોઈ લડાઈ લડ્યા વગર, કોઈ હરીફાઈ વગર સ્ત્રી મેળવવાની જીન ટ્રાન્સ્ફર કરવાની સહેલી પદ્ધતિ છે. એમાં ફાયદો પુરુષોને જ છે. સ્ત્રીઓને ખાસ નથી. સ્ત્રીઓને એના કારણે માયકાંગલા, નબળા, કમજોર, દરિદ્ર, બીમાર, માનસિક બીમાર લોકના જીન પણ ઉછેરવા પડતા હોય છે. વળી પૂરતી હેલ્થ વેલ્થ ના હોય તેવા લોકો પોતાના વારસોની સારી સારવાર કે ઉછેર કરી શકવા સક્ષમ ના હોય છતાં એમના જીન ઉછેરવા પડતા હોય છે. ભારતની અતિશય ગરીબીનું મૂળ કારણ આ પણ છે. વળી દરિદ્ર લોકો પાસે મનોરંજનનું કોઈ બીજું સારું સાધન ઉપલબ્ધ હોતું નથી, માટે સેક્સ એમનું સસ્તું હાથવગું મનોરંજનનું સાધન બની જાય છે આમ વસ્તી પણ દરિદ્રોની વધતી જવાની. ગરીબના ઘેર છોકરાં વધારે.

          ૨૦૦૩નો એક અભ્યાસ બતાવે છે કે મધ્ય એશિયાના ૮% માણસોમાં એક જ પ્રકારના વિશિષ્ટ Y ક્રોમસોમ ધરાવે છે અને તે ચંગિઝખાનના છે. મૉંગોલ અને ચાઇનીઝ રાજાઓ ઢગલા બંધ રાણીઓ રાખતા. ચીનમાં તો રિવાજ જ હતો કે રાજા પહેલી વાર બે સ્ત્રીઓ સાથે એક સાથે જ પરણે. આ બતાવે છે જેટલું સ્ટૅટસ હાઈ તેટલા જેનિસ વધારે ફેલાવાના. ઇવલૂશનના ઇતિહાસમાં ત્રણ ભાગના પુરુષોએ એમના જેનિસ ટ્રાન્સ્ફર કર્યા નથી. ચંગિઝખાન જેવા સમ્રાટો ખૂબ બળવાન હતા.

ભારતના ઐતિહાસિક રાજાઓ કે પાત્રો જુઓ ખરેખર શારીરિક રીતે બળવાન અને સક્ષમ ઍલ્ફા નર હતા. આખું મહાભારત ભીમ અને દુર્યોધન વચ્ચેની સર્વોપરીતાની હરીફાઈ છે. બીજા પાત્રો તો આ બંનેની આજુબાજુ ફરતા છે. બંને ખૂબ બળવાન હતા. ભારે લડવૈયા હતા. દુર્યોધનની નજર પણ એ જમાનાની સર્વશ્રેષ્ઠ સ્ત્રી રત્ન દ્રૌપદી પર હતી. ભીમ એમાં આડે આવતો હતો. બાકી બીજા ભાઈઓને તો એ ઘોળીને પી ગયો હોત. દ્રૌપદીના બે પ્રિય પતિ અર્જુન અને ભીમ જ હતા. ઇમર્જન્સી વખતે તે ભીમની મદદ લેવા જતી, કીચકવધ યાદ હશે. ઑવુલ્યેશન સમયે નક્કી તેને ભીમ જ પ્રિય લાગતો હશે, પણ આ સમય શૉર્ટ હોય છે. બાકીના સમયે સહૃદયી અર્જુનનો સાથ ગમતો હશે, જે લાંબો હોય છે માટે લોકોને લાગ્યું કે તેને અર્જુન પ્રત્યે વિશેષ ભાવ રહ્યો છે.untitled78

          કૃષ્ણ જુઓ બાળપણથી જ શારીરિક બળવાન રહ્યા છે. કૃષ્ણને યાદ કરતા મને ચંગિઝખાનની વાત યાદ આવે છે કે આશરે ૧૬ મિલ્યન લોકોમાં ચંગિઝખાનના જીન છે, એ હિસાબે રામ કરતા શ્રીકૃષ્ણના જેનિસ ભારતમાં સૌથી વધારે ફેલાયેલા હશે. ૮ પટરાણીઓ અને ૧૬૦૦૦ રાણીઓ. જરાસંધને યાદ કરો લગભગ તમામ રાજાઓ બાહુબળીયા હતા. રામાયણ શું છે ? શ્રેષ્ઠતમ સુંદરતમ સ્ત્રી પામવાની બે ઍલ્ફા વચ્ચેની લડાઈ માત્ર. એકે મેળવેલી હતી, બીજાને છીનવવી હતી.

            અરે આપણાં મધ્યયુગીન રાજપૂત રાજાઓ પણ બાહુબળીયા હતા. રાણા સાંગા જુઓ, શરીર ઉપર ૮૦ ઘા હતા. એક આંખ લડાઈમાં જતી રહેલી. કોઈને કોઈ અંગ ક્ષતિ ગ્રસ્ત હતું. મહારાણા પ્રતાપને યાદ કરો. એમનું અતિશય વજન, ચેતક સિવાય બીજો કોઈ ઘોડો એમની છલાંગ વેઠી શકતો નહોતો. મુસલમાન સરદારને ઘોડા સમેત વાઢી નાખેલો. પૃથ્વીરાજ ચૌહાણ બે હાથે તલવાર ફેરવી શકતો હતો. એના આ કૌશલ માટે તે વિખ્યાત હતો. એમાજ એ ઓળખાઈ ગયો કે આજ પૃથ્વીરાજ છે અને મુસલમાન સૈનિકો વચ્ચે ઘેરાઈ ગયેલો. ડુંગરના ઉંદર શિવાજીને યાદ કરો. આજના નેતાઓ આ લોકોની વ્યાખ્યામાં ક્યારેય ન આવી શકે.

ચાલો થોડો ધર્મને આમાં સંડોવીએ. ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધર્મ પણ એમાં ભાગ ભજવે છે. ગુરુ બનવું કે ધાર્મિક પરિવાર સ્થાપવો, સંપ્રદાય ઊભો કરી ઍલ્ફા નર બનવું ધાર્મિક દેશમાં સરળ બની જાય. ધર્મ પણ એક સભ્ય સમાજની સભ્ય ટેક્નિક છે ઍલ્ફા બનવાની, સર્વોપરી બનવાની. રાજા બનો કે ગુરુ બનો, સર્વોપરી તો બનવાના જ. ઊંડા ઊતરી અભ્યાસ કરો, વિચારો.

એક આચાર્યે ૫૦૦ વર્ષ પહેલા સંપ્રદાય સ્થાપ્યો. સર્વોપરી બની ગયા. એક આગવું ગ્રૂપ બનાવી લીધું. જુઓ એમના વારસો આરામથી ગુરુગાદીના અધિપતિ બની,  ગૃપનેતા બની જતા હોય છે. કેટલી સરસ બુદ્ધિશાળી ટેક્નિક, ભક્તોએ બધું કૃષ્ણાર્પણ કરીને વાપરવાનું એ ન્યાયે એમની સ્ત્રીઓ પણ અર્પણ કરી દેવાની, આમ ફીમેલ પણ સરળતાથી ઉપલબ્ધ, એમ સેકસુઅલ રીપ્રૉડક્શન પણ સાવ સરળ બની ગયું. કોઈ મારામારી નહિ, લડાઈ નહિ. ફક્ત થોડું બ્રેન વૉશિંગ જરૂરી જે ધર્મના નામે સરળ બની જાય. એમના મૂળ આચાર્ય પુરુષની બુદ્ધિ જુઓ ૫૦૦ વર્ષથી એમના વારસદારો સરળતાથી ધાર્મિક ઍલ્ફા બની સરળતાથી એમના જીન અનેક સ્ત્રીઓમાં ટ્રાન્સફર કરે રાખે છે.

લગભગ બધા ધાર્મિક નેતાઓ સર્વોચ્ચ સ્થાને પહોચ્યા પછી સ્ત્રીઓમાં કેમ ફસાતા હોય છે? Mammal બ્રેન, ઇવલૂશનરી ફોર્સ આવું કરવા પ્રેરતા હોય છે. રામાયણની કથાએ કેટલાં બાપુઓને ભીખારીમાથી સર્વોચ્ચ સ્થાને પહોચાડી દીધા છે ? સભ્ય સમાજની આ એક સભ્ય વત્તા ધાર્મિક આવડત છે. મહાવીર, બુદ્ધ, વિવેકાનંદની વાત જુદી છે. આવા લોકોને mammal બ્રેનથી છુટકારો મેળવવો છે. ૨૦૦૦ લાખ વર્ષોથી વારસામાં મળેલા Mammalian બ્રેન, જેને ભારતીય પ્રાચીન મનીષીઓ જન્મોજન્મના સંસ્કાર કહેતા હતા તેમાંથી છુટકારો મેળવવો તેનું જ નામ મોક્ષ હશે કે આત્મસાક્ષાત્કાર હશે.

 

 

 

 

ઍલ્ફા નેતા(Hard Truths about Human Nature)

લ્ફા નેતા
સત્તા ચલાવવાનું કોને ના ગમે? સર્વોપરી બનવાનું કોને ના ગમે? સ્તનધારી પ્રાણીઓ એકબીજા ઉપર સત્તા જમાવ્યા કરતા હોય છે. નેતા પ્રજા ઉપર સત્તા જમાવતા હોય છે.એમાં જે પ્રથમ આવે તે મુખ્ય મંત્રી કે વડાપ્રધાન કે પ્રમુખ કે રાજા બની જતા હોય છે.જેટલો નેતા જોહુકમી, ડૉમિનન્ટ કે વર્ચસ્વ ધરાવે તેટલો સફળ વધુ થાય.આવું વર્તન જરૂરી પણ છે. ઘણાને લાગશે બીજા લોકોને પણ આત્મા હોય કે હક હોય બહુ સત્તા જમાવનાર કે જોહુકમી કરનાર નેતા કે ઘરના વડીલ ગમતા નથી હોતા. કેમકે જેને ના ગમતું હોય તેને પણ સત્તા જમાવવી હોય છે.ચાલો ઇવલૂશનરી સાઇકૉલોજી અને બાયોલોજિ શું કહે છે તે માણીએ.untitled0-=

માદા ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે ગરમીમાં આવે છે. કેમ ? અરે ભાઈ આ હાલની માનવ માદા નથી. બચ્ચાને પાંચ વર્ષ પોતાનું દૂધ આપતી ચિમ્પ માદાની ફળદ્રુપતા સ્થગિત થઈ ગઈ હોય છે. નર ચિમ્પ હવામાં માદાની ફલદ્રુપતાના,  હિટનાં હૉર્મોન્સ ફેલાય ત્યારે જ સેક્સમાં રસ ધરાવતા હોય છે. પણ સામાજિક સર્વોપરીતામાં હંમેશા રસ ધરાવતા હોય છે.પાંચ વર્ષે આવતી માદાની પ્રજોત્પત્તિની તૈયારીની બહુમૂલ્ય ક્ષણની રાહ જોતા લાઈનમાં પ્રથમ ઉભા રહેવા નર ચિમ્પ સદા લડ્યા કરતા હોય છે. કારણ જે પ્રથમ છે તેને ચાન્સ મળવાનો, એના  DNA  સર્વાઈવ થવાના. જે સર્વોપરી છે તેના જીન જીવતા રહેવાના. જે ટોળાનો બૉસ છે તે બીજારોપણ કરી શકવાનો.

સેક્સ, આક્રમકતા અને સર્વોપરિતા, જુદા જુદા ન્યુરો કેમિકલ્સ વડે પ્રેરાતા હોય છે. Testosterone and oxytocin સેક્સ માટે કારણભૂત બનતા હોય છે. serotonin  સર્વોપરિતાનું મહાસુખ અર્પતા હોય છે. જ્યારે આક્રમકતાનું કારણ બધાનો સુભગ સમન્વય છે. Mammals વર્ચસ્વ ઇચ્છતા હોય છે કે Serotonin નો સ્ત્રાવ બહુ આનંદ પમાડતો હોય છે. Dominant  પ્રાણીઓ વધુ ખોરાક મેળવી શકતા હોય છે જે એમની શારીરિક ક્ષમતા અને મજબૂતાઈ વધારે છે. એનાથી દુશ્મનોને અને હરીફોને ભગાડી મૂકી સેક્સમાં સફળતા મેળવી એમને એમના DNA જીવતા રાખવા માટે મદદકર્તા બનતી હોય છે. Dominant માદા પણ એક્સ્ટ્રા ખોરાક મેળવી શકતી હોય છે. જે એના બચ્ચા માટે પોષણક્ષમ ખોરાકની વ્યવસ્થા હોય છે. એ હુમલાખોરને ભગાડી શકે છે. એની પાછળ ફરતા અનેક નરથી દૂર ભાગીને મજબૂત નરો વચ્ચે લડાઈ પછી જે જીતે તેના મજબૂત જેનિસ મેળવી શકે છે.

સર્વોપરિતા ખાલી સેક્સ પૂરતી હોતી નથી, તે સર્વાવલનો એક ઉપાય છે, અને સેક્સ પણ સર્વાવલનું એક અગત્યનું પાસું છે. દરેક mammals ની સર્વાઇવલની તકનીક કે પધ્ધતિ બેસિકલી સરખીજ હોય છે. Dominant ની હાજરીમાં બાકીના કૂતરાં શાંત ફરતા હોય છે અને એની ગેરહાજરીમાં એકબીજા સાથે લડવાનું ચાલુ. સર્વોપરી કે જોહુકમીની હાજરી માત્ર બાકીનાને શાંત પાડી દેતી હોય છે.

મૅમલ્સ ગૃપમાં રહેવા ટેવાયેલા હોય છે, પ્રિડેટરથી બચવા માટે. નબળા હોય તે મજબૂતને શરણે થઈને ચાલવા ટેવાયેલા હોય છે. એનાથી એક તો પેલાં મજબૂતનાં મારમાંથી બચાય અને શરીરના અંગો લડાઈમાં વ્યર્થ ગુમાવવા ના પડે. મોટાભાગના ચિમ્પની  એકાદ આંગળી અને કાનની બૂટ ગેરહાજર હોય છે. પરંતુ  mammal  બ્રેન સર્વોપરી બનવાની તક ઝડપી લેવા હંમેશા આતુર હોય છે. એટલે ઍલ્ફા નરની ગેરહાજરીમાં જાણે કે હવે ઈજા પમાય તેવું નથી તો આક્રમક બની લડવાનું શરુ.

બે મૅમલ્સ ભેગાં થાય તરત એમનું બ્રેન નક્કી કરવા માંડશે કે એકબીજા ઉપર Dominant બની શકાશે કે કેમ ? સર્વાઇવલ એના ઉપર આધાર રાખે છે. Mammal બ્રેન પહેલું એજ વિચારશે કે માર ખાધા સિવાય ઘવાયા વગર રોટલીનો ટુકડો મળશે કે કેમ ? અને કોઈ બળવાન એના ઉપર નજર રાખતો હશે તે તરત ઈજા કરશે. આ દુઃખદ અનુભવ શરણે થવા પ્રેરશે. સાચી વાત છે કે આપણે ચોપગાં પશુઓ નથી, માનવી છીએ, પણ જે મૅમલ  ગૃપમાં સમૂહમાં રહેવા ટેવાયેલા છે, સમૂહમાં રહીને સર્વાઇવ થવા ઈવૉલ્વ થયેલા છે તે તમામના પૂર્વજો તરફથી આપણને  Limbic  system  વારસામાં મળેલી છે. જે ન્યુરોકેમીકલ્સ આપણી સારી અને ખરાબ લાગણીઓ માટે કારણભૂત છે તેને કંટ્રોલ કરવાનું  કામ આ લિમ્બિક સિસ્ટમ કરતી હોય છે. જ્યારે તમે પોતાની જાતને સુપિરિઅર અનુભવો ત્યારે mammal  બ્રેઈન  serotonin  સ્ત્રવે છે. આ સ્ત્રાવ સુખનો અનુભવ કરાવે છે. જે તમને સર્વોચ્ચ  પદે રહેવા માટે સદા પ્રેરે છે.

આધુનિક સંવેદનશીલ સમાજ માટે આ ભલે અમાનવીય કૃત્ય ગણાતા હોય પણ આ લાખો કરોડો વર્ષોથી વારસામાં મળેલું ઇવલૂશન છે. માટે આપણી સભ્ય સમજે સર્વોચ્ચ બની રહેવાની સામાજિક પદ્ધતિઓ શોધી કાઢી છે, જેવી કે સમાજસેવા કરવી, નેતૃત્વ કરવું, સારા રમૂજી ટુચકા કહેવા, ચાદર કરતા પગ વધારે બહાર લંબાવવા. સભ્ય Coretx નીચે આપણું mammal બ્રેન સર્વોપરી સુખની અનુભૂતિ ઇચ્છતું હોય છે. પ્યારાં મિત્રો mammal  બ્રેન આ બધું આશરે ૨૦૦ મિલ્યન વર્ષોથી કરી રહ્યું છે. એક મિલ્યન એટલે ૧૦ લાખ, એ હિસાબે ૨૦૦૦ લાખ વર્ષ થયા. આપણે આપણાં પૂર્વજોના જીવંત fossil છીએ.

ડૉમિનન્ટ  ગૃપનેતાની ગેરહાજરીમાં ગૃપના બાકીના બધા સભ્યો અંદરો અંદર લડવા માંડતા હોય છે. એમાં સરકારો અને ફેમિલી ભાગી પડતા હોય છે. પોતે સર્વોપરી છે તેવું બતાવવા ચિમ્પૅન્ઝી અને વાનરો એકબીજા સામે ખૂબ બુમો પાડતાં હોય છે, કિકિયારી કરી મૂકતા હોય છે, વન ગજવી નાખતા હોય છે. કશું કામ ના હોય છતાં સિંહ ગર્જના કર્યા કરતો હોય છે, વાઘ અમથી અમથી ત્રાડો પાડ્યા કરતો હોય છે. Shouting પણ સર્વોપરી છીએ તેવું બતાવવાનો એક સહજ સરળ ઉપાય છે. નેતા માટે ભાષણ આપવાની કળા સફળતાનું મુખ્ય કારણ હોય છે. નબળો નેતા કોઈને ના  ગમે. જે પોતે બચવા માટે ફાંફે ચડ્યો હોય તેવો નેતા તમને પ્રિડેટરથી કઈ રીતે બચાવશે ?

હવેના નેતાઓ ગૃપનું, સમાજનું, દેશનું રક્ષણ કરનારા નેતા બની રહેવાને બદલે પ્રિડેટર બની ચૂક્યા છે. પોતેજ પોતાના દેશવાસીઓને, દેશને  લૂંટી રહ્યા છે. ભારતને હવે આવા એક સર્વોપરી સખત વલણ ધરાવતા dominant વડાપ્રધાનની જરૂર છે. ભારતે હવે બ્રિટિશ પાર્લમેન્ટરિ પધ્ધતિ ફગાવી દઈને દેશની જનતા સીધા વડાપ્રધાન કે પ્રમુખ ચૂંટે તેવી પધ્ધતિ અખત્યાર કરવાનો સમય હવે પાકી ગયો છે. ભારતને હવે એક સાચા લ્ફા નેતાની જરૂર છે.

પિતૃત્વ.Hard Truths About Human Nature.

પિતૃત્વ.
મધર્સ ડે આવે એટલે માતા વિષે ઢગલાબંધ સાહિત્ય લખાઈ જાય છે.એટલું ફાધર્સ ડે આવે ત્યારે લખાતું નથી.એનાથી પિતૃત્વનું મહત્વ બાળ ઉછેરમાં ઓછું થઈ જવાનું નથી.મધર્સ ડે અને ફાધર્સ ડે વખતે લખાતાં કાર્ડ,ફોન કોલ્સ,ગિફ્ટ બધામાં ૩:૧ રેશિયો છે.છતાં માતાપિતા બંને બાળકોના ઉછેરમાં સરખું મહત્વનું સ્થાન ધરાવે છે.સિંગલ મધર વળી પુષ્કળ જહેમત લઈને બાળકોને ઉછેરતી હોય છે.પરંતુ પિતાની ગેરહાજરી બાળકોના ઉછેરમાં ઘણી બધી ખામીઓ છોડી જતી હોય છે.

 Randall Flanery, a pediatric psychologist at Saint LouisBehavioral Medicine Institute,કહે છે પિતાની હાજરીનો કોઈ વિકલ્પ નથી.બાળકોને લકઝરી સુખ સગવડ અને વૈભવ કરતા પિતાની કંપની વધારે પ્યારી અને મહત્વની હોય છે.સંતાનોને બે વસ્તુ ઓછી આપશો તો ચાલશે ,એના તે ભૂખ્યા નથી,પણ પિતાના સમયના ભૂખ્યા હોય છે.બાલ્યાવસ્થા અને પૂખ્તઅવસ્થા વચ્ચેનો ગાળો બાળકો માટે બહુ સંવેદનશીલ હોય છે.આ અવસ્થામાં આવેલા બાળકોને આપણે હવે ટીનેજર કહીએ છીએ.અહી છોકરા સાથે પિતાનું લાગણીભર્યું વર્તન એને નિરાશામાંથી બચાવે છે.આ અવસ્થા સમયે મોટાભાગે બાળકો કંટ્રોલ ગુમાવી બેસતા હોય છે દ્વિધામાં સપડાયેલા હોય છે.એમને શું કરવું સમજ હોતી નથી.નિરંકુશ બની જતા હોય છે.છોકરીઓ વળી પુખ્ત બનવા સમયે કે પ્રજનન સક્ષમ બનવા સમયે વળી બમણી ડીપ્રેશનમાં હોય છે.ત્યારે પિતાની હાજરી એને બચાવી લેતી હોય છે.અહી પિતાનું મહત્વ વળી ખૂબ વધી જતું હોય છે.પુરુષની પસંદગી વખતે તે પિતાને નજર સમક્ષ રાખતી હોય છે,પણ પિતા હાજર ના હોય તો તે ચૂકી જતી હોય છે.ભવિષ્યમાં એના પતિ સાથેના સંબંધો માટે પિતા સાથેના સંબંધો આયનો બની જતા હોય છે.ટીનેજર દીકરીઓને પિતાશ્રીઓએ ખૂબ પ્રેમભાવ અને સમય આપવો જોઈએ.જે છોકરી બાયોલોજીકલ પિતાની હાજરી વગરની હોય છે તે જલદી પુખ્ત બની જતી હોય છે.પીરિયડમાં યોગ્ય સમય કરતા વહેલી આવતી થઈ જતી હોય છે અને  પ્રૅગ્નન્ટ પણ વહેલી બની જતી હોય છે.જોકે ભારતમાં સામાજિક નિયંત્રણને લીધે પ્રૅગ્નન્ટ બનવું સંભવ ના બને.પણ સેક્સ તરફ જલદી વળી જતી હોય છે.માતા પિતા વચ્ચેના ઝગડા,અથડામણ,સંઘર્ષ, ડિવોર્સ અને અલગ અલગ રહેવું આ બધાને લીધે જે માનસિક તણાવ પેદા થાય છે તે ટીનેજર છોકરીઓને વહેલા પુખ્ત બનાવી દે છે.માતા ફરી લગ્ન કરે કે સમજુતીથી બીજા પુરુષ સાથે રહેતી હોય ત્યારે છોકરીનું બ્રેઈન અને શરીર જીનેટીકલી સંબંધ ના હોય,લોહીનો સંબંધ ના હોય તેવા અજાણ્યા પુરુષની હાજરીની ભાળ લેતું હોય છે.એનું આસપાસ રહેવું સેકસુઅલ સજ્જતા,શીઘ્રતા,તૈયારી,સાબદાઈમાં પરિણમતું હોય છે.ઘરમાં સ્ટેપ ફાધર કે લોહીના સંબંધ વગરના પુરુષનું સાહચર્ય જેટલું વધારે તેટલી એની ઇફેક્ટ વધુ.સાયકોલોજીસ્ટ Bruce Ellis નું જમીનતોડ સંશોધન આવું કહે છે.આ સંશોધન
એવું પણ જણાવે છે કે જેટલી બાયોલોજીકલ પિતાની હાજરી ઘરમાં વધારે અને દીકરી સાથે તેના સંબંધો વધારે તેમ છોકરીનો પુખ્ત બનવાનો સમય વધુ હોય છે.ટૂંકમાં વધારે પડતા વહેલા શારીરિક પુખ્ત થઈ જવું તે નુકશાન કારક બની શકે.કારણ માનસિક સ્તરે,લાગણીના સ્તરે છોકરી પુખ્ત બની હોય નહિ જે સલામત sexuality માટે જરૂરી છે.પિતાનું દીકરીના જીવનમાં આવું મહત્વનું યોગદાન હોય છે તે કલ્પનાતીત છે.પહેલા કદી કોઈએ આવું
વિચાર્યું નહિ હોય.

પિતાના પ્રેમ વગર અને પિતા વગર દીકરી half done  છે,એમાં હવે રીયલ બાયોલોજીકલ પિતા શબ્દ ઉમેરવો પડે.

Active involvement પિતાનું સંતાનો માટે જરૂરી છે.સંતાનો સાથે સંવાદિતા,એમના માટે કેટલા ઉપલબ્ધ છો તે અને એમની જરૂરિયાતો કેટલી પૂરી પાડો છો તે મહત્વનું છે.actively-involved પિતાના બાળકો ફીજીકલી,માનસિક અને સામાજિક સ્તરે સારા પુરવાર થતા હોય છે.જો માતા તમને પ્રેમ કરવાનું શીખવતી હોય તો પિતા તમને સફળતા પ્રાપ્ત
કરવાનું શીખવતા હોય છે.માતા મુશ્કેલી અને આફતો સમયે જાળવીને ચાલવાનું શીખવતી હોય છે ત્યારે એનો હિંમતથી સામનો કરવાનું પિતા શીખવતો હોય છે.

એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે.એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી.એક મત્સ્ય અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે.કોઈ કોઈ જાતિમાં નરપક્ષી એના બચ્ચાને ખવડાવે છે,પણ ઊડવાનું શીખ્યા પછી બચ્ચાને ભૂલી જાય છે.સ્તનધારી પ્રાણી એના નાના બચ્ચાને પ્રીડેટરથી બચાવે છે,પણ પોતાની જાતને પહેલો પ્રેફરન્સ આપે છે.સિંહ સિંહણે કરેલા શિકારને છીનવી લે છે,બચ્ચાનાં મુખમાંથી ખાવાનું છીનવી લે છે.વાનરો અને એપ્સ એમના બચ્ચા સાથે રમે છે,પણ કોઈ વાર એમને મારી નાખવાનો પ્રયત્ન પણ કરતા હોય છે.માનવ નર બાળકોના રસમાં રસ લે છે,એની સાથે રમે છે,પોતાના રસ એનામાં રેડે છે.આ એક બહુ મોટું વિશાળ ઈવોલ્યુશનરી સ્ટેપ છે.પિતા આપણને લાગણીઓ ઉપર કાબુ રાખવાનું શીખવે છે.

પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો છે.The act of fathering is the foundation of human civilization.
Wikipedia — It is reportedly the most popular day of the year to
dine out in a restaurant. Every Mother’s Day sees Americans spend $2.6 billion
on flowers, $1.5 billion on gifts (including 8% of all jewelry purchases), and
$68 million on greeting cards.ફાધર્સ ડે માટે???
****Indeed, the highest volume of phone calls made every year in the US is on Mother’s Day.
Interestingly – really! – the largest volume of collect calls made every year in
the US is on Father’s Day.

Reference

Harris, K. M., Firstenburg, Jr., F. F., & Marmer, J. K. (1998). Paternal involvement with adolescents in intact families: The influence of fathers over the life course. Demography, 35, 201-216.Loretta Graziano Breuning, Ph.D.

બાબા અને બુલિનું બખડ જંતર.Hard Truths About Human Nature.

બાબા અને બુલિનું બખડ જંતર.Hard Truths About Human Nature.

Bully(ધાકધમકી ને જબરદસ્તીથી કામ કરાવનાર માણસ, ગુંડો, ગુસ્તાખી કરનાર, જોરશોરથી અવાજ કરનાર, ખૂબ ઉત્સાહી).જ્યારે તમે બુલિની વિરોધમાં ઉભા થાવ તો બુલિ તમને ફેંકી દેવાનો.કારણ કે mammals હંમેશા ગ્રૂપમાં,ટોળામાં રહેવા ઇવોલ્વ થયેલા છે.તમે ટોળાં બહાર જાઓ તો કોઈ પ્રિડેટરનાં મજબૂત જડબા તમને ખાઈ જવા તૈયાર બેઠાં છે.આપણું mammal બ્રેઈન જાણતું હોય છે કે ગ્રૂપના સરદાર સામે થયા તો ગ્રૂપ આખું આપણી વિરુદ્ધમાં જવાનું.માટે લોકો સામાજિક સુરક્ષાનાં નહિ મળે તો?વિચારી ડરતા હોય છે,અને બુલિનો વિરોધ કરવાને બદલે એની સાથે જોડાઈ જતા હોય છે.માટે સત્સંગનું મહત્વ કહેલું છે.ગ્રૂપમાં સ્વીકૃતિ મેળવવા માટે છોકરાઓ સ્કૂલમાં સિગારેટ આદિ ના પીવી હોય છતાં પી લેતા હોય છે.કારણ ગ્રૂપનો મુખિયા કોઈ બદમાશ છોકરો હોય છે તે ના કરવાના કામો કરાવી લેતો હોય છે અને શીખવી દેતો હોય છે.આ વખુટા પડી જવાનો ડર એકદમ કચડી શકાતો નથી,કારણ તે રીયલ છે.જે ન્યુરોકેમીકલ શરીરમાં વહે છે તે સત્ય છે.બુલિ તમારી સામે પડ્યો છે તે રીયલ છે.મીલીયંસ ઑફ યર્સથી તમારું બ્રેઈન તમને પ્રોટેક્ટ કરવા ઇવોલ્વ થયું છે તે રીયલ છે,તે જ્યારે સામાજિક વખુટા પડી જવાનો ખતરો આવે ત્યારે ખતરાની ઘંટડી વગાડે છે ત્યારે તમારું કોર્ટેક્સ બુલિને સપોર્ટ કરવાની રીત શોધી લે છે.

આ બુલિનો વિરોધ તમે ક્યારે કરી શકો જ્યારે બીજી કોઈ સમાજિક વ્યવસ્થા તમને ટેકો આપવાની હોય તેવી ખાતરી હોય ત્યારે.લાખો વર્ષના ઈવોલ્યુશન પીરિયડમાં લો એન્ડ ઑર્ડર જેવું નહોતું.બુલિ કે ટોળાનો મુખિયા જે કહે તે સાચું.લાખો વર્ષથી mammalian બ્રેઈન આવી રીતે જ વિકાસ પામ્યું હોય છે.માનવ સામાજિક પ્રાણી છે.કોઈ પણ સમાજ કે ટોળાં વગર રહી શકે નહિ.હવે જ્યારે કોઈ બુલિનો વિરોધ કરવો હોય તો બીજી સામાજિક વ્યવસ્થા છે લો એન્ડ ઑર્ડરની.પણ નાના નાના વિસંવાદ સર્જાય ત્યારે તત્કાલીન બુલિને માની લીધા વગર છૂટકો હોતો નથી.ન્યાયતંત્ર જરા દૂરની વાત બની જતી હોય છે.ન્યાયતંત્ર એક આપણી નવી સામાજિક વ્યવસ્થા છે,જેનો ટેકો તમે મેળવી શકો છો.
હવે તમારે પોતાના રક્ષણ માટે કોઈ ગેંગ બનાવવાની જરૂર નથી કે સિવિલ સોસાયટી તમારી નવી ગેંગ છે.પણ mammalian બ્રેઈન આ જાણતું નથી.એટલે સ્કૂલમાં બાળકો ગૃપનેતાને લીધે અવળે રસ્તે ચડી ચોરી કરવી,ક્લાસ ના ભરવા એવું કરતા હોય છે.બાળકો તો ઠીક મોટેરાં પણ આવું બધું કરતા હોય છે.એમાંથી માફિયા ગેંગ ઊભી થતી હોય છે.એને માટે ખૂબ જાગૃત મન જોઈએ જે કહે કે ભાઈ આ ગ્રૂપ છોડવાથી કોઈ વાંધો નહિ આવે બીજું બહુ મોટું ગ્રૂપ તમારી રાહ જોઈ રહ્યું છે કે તું સભ્ય માનવ હોઈશ તો સભ્ય સમાજ આગળ છે જ.

ઓક્સીટોસીન ન્યુરોકેમિકલ વિશ્વાસનું જનક છે.ન્યાયતંત્રમાં લોકોને વિશ્વાસ નથી રહેતો ત્યારે ગુંડાઓમાં લોકો વિશ્વાસ રાખતા હોય છે.બાબા રામદેવ સરકાર સામે પડ્યા કે તેમને ખાતરી હતી કે દેશની જનતા મને ટેકો આપશે.અહી સરકાર પોતે બુલિનું પાત્ર ભજવી રહી છે.સર્વોપરી બનવાની હોડ mammalમાં કુદરતી હોય છે.આપણાં પૂર્વજો જ્યારે સુરક્ષિત હોય ત્યારે ખોરાક ખાતા હતા.સેરોટોનીન ન્યુરોકેમિકલ, બ્રેઈન કરતા પેટમાં વધુ હોય છે.ખાવાનું સલામત ત્યારે હોય કે જ્યારે તમે સર્વોપરી હોવ,અને ત્યારે સેરેટોનીન પણ વધારે પ્રમાણમાં સ્ત્રવે.ઘણીવાર સર્વોપરીનું ચોરીને ખાઈ લેવું પડતું. સેરેટોનીન તમે સર્વોપરી વિજયી છો તેવી લાગણી પેદા કરે છે.

આજથી બૈરાઓને કહી દેજો કે ખાતી વખતે કોઈ કકળાટ કરે નહિ.કકળાટ તમારા સેરેટોનીન સ્ત્રાવને રોકી શકે છે.

રામદેવને પણ સર્વોપરી બનવાનું મન થાય.જુઓ બાવાને કોઈ ફેમિલી નથી,પણ યેનકેન પ્રકારે ૧૧૦૦૦ કરોડ ભેગાં કરી લીધા.હાઈ સ્ટેટસ દરેક માનવની મહેચ્છા હોય છે.હાઈ સ્ટેટસ વગર સ્ત્રી સામું જુએ નહિ તે mammalian બ્રેઈન જાણતું હોય છે.બાબા ભલે બ્રહ્મચારી હોય તેમનું mammal બ્રેઈન નહિ.બ્રેઈન બાકીના શરીર સાથે શબ્દોથી વાતો કરતું નથી.ન્યુરોકેમીકલ્સ એના શબ્દો છે.જે કરોડો વર્ષોથી બ્રેઈનની આજ્ઞા પાળવા વહેતા રહેતા હોય છે.બુલિને પ્રૉબ્લેમ એ થાય કે કોઈ નવો બુલિ પેદા થઈ ટોળાનો કબજો લઈ લેશે તો?યેનકેન પ્રકારે એને હટાવવો એ એનું ધ્યેય હોય છે. કૂતરાં રોટલા સંતાડતા હોય છે,પણ જરૂર પૂરતા.આ લોકો એમના રોટલા સ્વીસ બેન્કોમાં સંતાડે છે,સમાજના બીજા સભ્યોના ભોગે.માનવ સમાજ એટલાં માટે બન્યો કે બધા સહિયારા પ્રયત્ને સર્વાઈવ થાય.એકલો માનવ તો પ્રિડેટરનાં હાથે ચવાઈ જવાનો.આપણે આપણી મહેનતના પૈસા બૅન્કમાં મૂકીએ તે વાજબી છે,પણ ભ્રષ્ટાચાર કરી આખા સમાજને ગરીબ બનાવી,રોટલા માટે ફાંફે ચડાવી સ્વીસ બેન્કોમાં મૂકીએ તેતો આખા સમાજ માટે સર્વાઈવ થવા સામે ખતરો છે.આવા લોકો આતતાયી કહેવાય,મોત સિવાય બીજી કોઈ સજા ના હોય.

શાહજહાં-Mammalian ટ્રેજેડી. Hard Truths About Human Nature.

શાહજહાં-Mammalian ટ્રેજેડી. Hard Truths About Human Nature.

શાહેજહાંનો કરુણ ઇતિહાસ આપણે જાણીએ છીએ. એના દીકરા ઔરંગઝેબે એને નજરકેદ કરી  રાખેલો આગ્રાના લાલ કિલ્લામાં. ત્યાંથી સામે યમુના કિનારે દેખાતા તાજમહાલને આખો દિવસ  જોયા કરતો, જ્યાં એની પ્રિય પત્ની સદાને માટે પોઢી ગઈ હતી. એના બીજા દીકરાઓને એનાં એક  દીકરા ઔરંગઝેબે કતલ કરી નાખેલા અને પિતાને નજરકેદ કરી દિલ્હીની ગાદી કબજે કરી લીધી  હતી. ઔરંગઝેબ આવું કેમ કરી શક્યો? અકબર સામે જહાંગીરે બળવો કરેલો, શાહજહાએ જહાંગીર  સામે બળવો કરેલો. અને શાહજહાં સામે ઔરંગઝેબે બળવો કર્યો. mammals  એટલેકે સ્તનધારી સર્વાઈવ સ્કીલ શીખે છે એમના બચપણ દરમ્યાન. mammals બચપણથી મળેલા અનુભવો દ્વારા જીવનમાં સર્વાઈવ થવાની  કરામતો શીખતા હોય છે. એટલે જે અનુભવો નાનપણમાં થયા હોય તેનું  બેજીક વાયરિંગ (cortex) કોર્ટેક્સની અંદર ગૂંથાઈ  જતુ હોય છે, જે આખી જીંદગી કામ આપતું હોય છે. આ  વાયરિંગ ગૂંથાતા બહુ લાંબો સમય લેતું હોય છે. માટે માનવજાતનું બાળપણ બીજા પ્રાણીઓની  સરખામણીએ ખૂબ લાંબું હોય છે.
જે ન્યુરલ સર્કિટ આપણે ખૂબ લાંબો સમય લઈને બનાવી હોય તે  એકદમ ફેંકી શકાતી નથી. આ સર્કિટ આખી જીંદગી સેવા કરતી હોય છે. આની જાળ બહુ જટિલ હોય  છે, અને મોટાભાગના સ્તનધારી એની નિશ્રામાં મરણ પામતા હોય છે. ગમેતેટલી સલાહ આપો પણ  કેટલાક માણસો ધૂમ્રપાન છોડી શકતા નથી, કે જ્યારે ભ્રષ્ટાચાર કરવાની તક પ્રાપ્ત થાય  છે ત્યારે કાયદાની અવગણના કરે છે. આ બધી સર્વાઈવલ ટેકનીક્સ આપણે સખતપણે પકડી રાખીએ  છીએ છો ને ઘણીવાર તે ફાયદાને બદલે નુકશાન કરતી હોય.  કારણ આપણે તે બચપણમાં શીખ્યા  છીએ. આપણી માનસિકતામાં જડાઈ ગઈ હોય છે.
મોટાભાગે મુઘલ બાદશાહો  નાનપણથી આજ સર્વાઈવલ ટેકનીક્સ અજાણ રીતે અચેતન રૂપે શીખ્યા હતા. પિતા સામે બળવો  કરો, ભાઈઓને મારી નાખો અને રાજગાદી કબજે કરો. હાલનું સરસ ઉદાહરણ બેનજીર ભુટ્ટો છે. એના  પિતાએ ખૂબ ભ્રષ્ટાચાર કર્યો, એમને લટકાવી દીધા, બદલો લેવા તેણે પણ ગાદી કબજે કરી  અનેકગણો ભ્રષ્ટાચાર કર્યો અને તેનું પણ મોત થયું, હવે તેમના પતિ પણ એજ માર્ગે  છે, કહેવાય છે વારંવાર સ્વીત્ઝર્લેન્ડની મુલાકાત લેતા હોય છે.
આપણે ગમેતેટલી સદાચારની વાતો કરીએ, ધર્મધ્યાન કરીએ, ટીલા ટપકાં કરીએ, મંદિરો  બાંધીએ, કરોડો સંતો પેદા કરીએ પણ ભ્રષ્ટાચારમાં આપણે નંબર વન કેમ છીએ? બચપણથી  કોર્ટેક્સમાં જો વાયરિંગ કરીને બેઠાં હોઈએ છીએ. આપણે દુકાન ઉપર ગ્રાહકોને છેતરીએ  છીએ, બાળકો જોતા હોય છે. આપણે નોકરી ઉપર ઉપરના પૈસા લીધા વગર કામ કરતા નથી, બાળકો  સમજતા હોય છે. આપણે સવારની શરૂઆત ભગવાનને પ્રસાદ ધરાવી સાથે ભ્રષ્ટાચારની શરૂઆત કરતા  હોઈએ છીએ, બાળકો રોજ જોતા હોય છે, એમાં જોડાતા હોય છે. આપણે સર્વાઈવ થવા જૂઠું બોલતા  હોઈએ છીએ, બાળકો નિરીક્ષણ કરતા હોય છે. આપણે કોઈનો ફોન આવે તો ઘરમાં નથી એવું કહી દે  તેવી આજ્ઞા બાળકોને કે પત્નીને કરીએ છીએ, તે બાળકો અચેતન મનમાં ગ્રહણ કરતા હોય  છે. આપણે ધર્મની પૂંછડી બની આખો દિવસ ફરતા હોઈએ છીએ અને લોકોના લોહી ચૂસતા શરમ  અનુભવતા નથી તે, બાળકો ગાંઠે બાંધી લેતા હોય છે. આપણે ડુંગળી લસણ ખાતા નથી અને બેંકો  ખાઈ જઈએ છીએ તે સર્વાઈવલ સ્કીલનું વાયરિંગ બાળકો એમના કોર્ટેક્સમાં કરતા જતા હોય  છે. બાળક લગભગ ૨૦ વર્ષનું થાય ત્યાં સુધી આ બધી ટેકનીક્સ શીખી ચૂક્યું હોય છે, પછી  આખી જીંદગી અવશપણે એને અનુસરતું હોય છે.
આપણે સંતો સાધુઓ પેદા કરીએ છીએ તે પણ એક  સર્વાઈવલ સ્કીલ છે. વગર મહેનતે રોટલા રળવાની સ્કીલ છે. આપણે વારસાગત ગાદી મેળવી વગર  કષ્ટ પામ્યે સર્વાઈવ થતા ભ્રષ્ટ સંતો, સાધુઓ અને મહારાજોની એક શ્રુંખલા પેદા કરી  ચૂક્યા છીએ. સંતો પોતેજ ભ્રષ્ટ છે, પ્રજાને શું શીખવશે? આજ ભ્રષ્ટ સંતોના પગ પકડી આપણે  સર્વાઈવ થવું છે તેમાં બાળકોને પણ જોડીએ છીએ, સારા સંસ્કારના બહાને.કોઈક ભાગ્યેજ વીરલો એવો હોય કે યુવાનીમાં નવું વાયરિંગ કરી  શકે.એના માટે મક્કમ મનોબળ જોઈએ,નવી સર્વાઈવલ સ્કીલ પેદા કરી શકે.એના માટે એને ખૂબ  મહેનત કરવી પડે છે.નવો ન્યુરલ હાઈવે બનાવવો ખૂબ હાર્ડ વર્ક માંગી લેતો હોય છે.આવા  લોકો તક મળે છતાં લાંચ લેતા નથી.તક મળે છતાં ભ્રષ્ટાચાર કરતા નથી.
ભારતમાં કેટલા બધાં સમાજ સુધારકો પેદા થયા?ગાંધીજી,વિવેકાનંદ,રામ મોહનરાય આવા અનેક લોકે કોર્ટેક્સમાં નવું વાયરીંગ કર્યું અને પ્રજાને નવું વાયરીંગ કરવા ખૂબ શિખામણ આપી.પણ આ લોકો દરેકના ઘરમાં જઈને તો ના રહી શકે કે નાના બાળકોનું વાયરીંગ બદલાઈ જાય?આપણી સર્વાઈવલ સ્કીલ જ એવી છે.જુઓ આશરે ૧૨ મી કે ૧૩ મી સદીથી મુસ્લિમ આક્રમણકારો ભારત ઉપર જુલમ કરવા લાગ્યા હતા તે છેક ૧૭ મી સદીમાં ઢીલા પડ્યા.આ ગાળા દરમ્યાન ભક્તિ મુવમેન્ટ ખૂબ ચાલી.સેંકડો ભક્તો ભગવાનને પોકારો કરતા પેદા થયા.ભયંકર આક્રમણો અને તકલીફોના સમયે આપણે યોદ્ધાઓ પેદા કરવાને બદલે ભક્તો પેદા કર્યા.જેના દાદા કોઈ ઘોડેસવારની  રૂપિયાની પડી ગયેલી થેલી પાછી આપવા માઇલો સુધી એની પાછળ દોડ્યા  હોય તેમના સંતાનો પાસેથી ભ્રષ્ટાચારની અપેક્ષા કઈ રીતે રાખી શકાય??આ સૌરાષ્ટ્રમાં બનેલી સત્ય ઘટના છે. એમના સંતાનો આજે પણ ભ્રષ્ટાચાર કરી શકતા નથી..
Ref -Dr. Loretta Graziano Breuning –આ મહિલાની સેવા ભારત સરકારે લેવા જેવી છે, ભ્રષ્ટાચાર દુર કરવા બાબતે.

Dr. Loretta Graziano Breuning is Professor Emerita  of International Business at California State University, East Bay, where she  taught for 20 years. She specializes in bribery practices around the globe, and  has consulted with the U.S. State Department and the Department of Commerce.

અજ્ઞાન છે બંધન,અને જ્ઞાન છે મુક્તિનો માર્ગ.

imagesCAAA2GKCઅજ્ઞાન છે બંધન, અને જ્ઞાન છે મુક્તિનો માર્ગ.

ઉપરનું શીર્ષક ફિલોસોફીકલ છે, પણ મારે ફિલોસોફીકલ નહિ બીજી વાત કરવી છે. ઘણી વાર રોગનું નિદાન થઈ જાય તો રોગ લગભગ અદ્રશ્ય થઈ જતો હોય છે. કોઈ વાર દવાની જરૂર પડે અને કોઈ વાર તો દવાની જરૂર જ ના પડે. કે ભાઈ રોગ શાનાથી થયો છે તે કારણ જડી જાય તો દવા વગર મુક્તિ મળી જાય છે. માનવ સ્વભાવના જટિલ સત્યો વિષે જે લખવામાં આવે છે તે કોઈ અરાજકતા ફેલાવવા માટે નહિ. જે સંસ્કાર ઉત્ક્રાન્તિના ક્રમમાં જિન્સમાં મળ્યા છે તે હાલની સમાજવ્યવસ્થા માટે કોઈ વાર ઝોખમી બનીજતા હોય છે. તો એની સમજ હોય કે આ તો ઈવોલ્યુશનરી ફોર્સ ખેંચી રહ્યો છે તો એના દબાણથી મુક્ત થઈ શકાય. માનવસમાજ પોલીગમસ હતો,  બહુપતિત્વ અને બહુપત્નીત્વ સામાન્ય હતું. હવે જ્યારે માનવસમાજ લગભગ મોટાભાગે મનોગમસ બની ચૂક્યોછે,  ત્યારે સ્ત્રી અવિશ્વસનીય છે તેવું માનવાનું ટાળી શકાય .લગ્નવ્યવસ્થાને લીધેસ્ત્રી પાસે કોઈ ચોઈસ ના રહી હોય અને લગ્ન પછી કોઈ હાઈટેસ્ટાટોરીન લેવલ ધરાવતા કોઈ પુરુષના સંપર્કમાં આવી જવાય અને જો ઈવોલ્યુશનરી ફોર્સના દબાણમાં આવી લગ્નેતર સંબંધ બંધાઈ જવાની તૈયારી થઈ ગઈ હોય તેવામાં સમજ આવી જાય કે આ તો ઈવોલ્યુશનરી ફોર્સ દબાણ કરી રહ્યો છે ચેતો ભાઈ, બચો!! તો બચી શકાય અને લગ્નજીવન તૂટતું બચી જાય. સમજી લેવાય કે આવું આકર્ષણ એ ફક્ત કોપી પાછળ મૂકી જવાનું એક ઉત્ક્રાંતિનું જિન્સમાં રહેલું દબાણ માત્ર છે અને બાળકો તો છે જ અને આરામથી મોટા થઈ રહ્યા છે હવે કોઈ પ્રયોજન નથી, ઉત્ક્રાંતિનો ક્રમતો સચવાઈ ગયો છે. તો એવા  કર્ષણમાં ખેંચાઈ જવાનું કોઈ કારણ નથી તો બચી શકાય. મોટા ભાગે સ્ત્રીઓ પર અવિશ્વાસ એમના ઉપર જુલમનું કારણ બનતો હોય છે. ઈવોલ્યુશનની હિસ્ટ્રીમાં સ્ત્રી માઈલ્ડ પ્રોમિસ્ક્યુઅસ રહી છે. આ અવિશ્વાસરાખવાનું હવે મનોગમસ સમાજમાં કોઈ કારણ નથી. પુરુષ તો ૧૦૦ ટકા પ્રોમિસ્ક્યુઅસ છે,  સ્ત્રી માઈલ્ડ છે. આ બધા ઈવોલ્યુશનરી ફોર્સ સમજી લેવાય તો બચી શકાય,  કજિયા કંકાસ,  મારઝૂડ અને ઝગડાથી બચી શકાય.

જે પુરુષોમાં ટેસ્ટાટોરીન લેવલ હાઈ હોય તે આક્રમક રહેવાના. અને સ્ત્રી હાઈટેસ્ટાટોરીન લેવલ ધરાવતા પુરુષને પ્રથમ પસંદ કરતી હોય તે સ્વભાવિક છે, હવે બંને જણા આ વાત સમજતા હોય કે હાઈટેસ્ટાટોરીન લેવલ અગ્રેસિવનેસ લાવે છે તો એનાથી બચી શકાય કે નહિ? રોગનું નિદાન જ દવા બની જાય. એના માટે રમતગમત શ્રેષ્ઠ ઉપાયછે. ક્રિકેટ,  હોકી,  બેઝબોલ, ફૂટબોલ, વોલી બોલ વગેરે રમતો હિંસા બહાર કાઢવાનું કામ આરામથી કરી શકતી હોય છે. રોજ કલાક બે કલાક ફૂટબોલને લાતો મારી મારી ઘેર આવી બૈરીને લાત મારવાનું મન નહિ થાય. હિંસા તો માનવીની અંદર જિન્સમાં સમાયેલી છે. સંપૂર્ણ અહિંસક સમાજ અશક્ય વાત છે. સંપૂર્ણ વ્યક્તિગત અહિંસા મહાવીરની જેમ શક્ય છે. એના માટે પછી કોઈ કાનમાં ખીલા ઠોકી જાય તો ચુપ બેસવાનું. જે હાલ સંપૂર્ણ અહિંસક સમાજ દેખાય છે તે બીજા લોકોના રક્ષણ હેઠળ.. આર્મી અને પોલીસના રક્ષણ હેઠળ. બાકી એકલાં તેમનું અસ્તિત્વ જ ના રહે. એટલે એક તો સ્પર્મ કોમ્પીટીશન પુરુષોને હિંસક બનાવતી હોય છે અને બીજું હાર્ડશિપ પણ હિંસક બનાવતી હોય છે. ત્રીજું પુરુષપ્રધાન સમાજ હિંસક રહેવાના. શક્ય ઓછો હિંસક સમાજ બનાવવો હોય તો સમાજ સ્ત્રી પ્રધાન બનાવી દો. આખી પૃથ્વી પર સ્ત્રીપ્રધાન વ્યવસ્થા આવી જાય તો હિંસા નદારદ થઈ જાય.

ઓરમાન માતાપિતા દ્વારા સંતાનો ઉપર અત્યાચાર થયાની દંતકથાઓ ઘણી બધી સાંભળી હશે. બાળકોની હત્યા પણ સ્ટેપ પેરેન્ટ્સ દ્વારા થઈ જતી હોય છે. એવા સર્વે પણ છે. માટે મેં લખ્યું હતું કે સ્ટેપ પેરેન્ટ્સ બાળકો માટે ખૂબ જોખમી છે. કેમકે બીજાના જિન્સ મોટા કરવા અને પાળવા પોષવામાં ઉત્ક્રાન્તિના ક્રમનો હેતુ સરતો નથી. માટે બીમાર, કમજોર સિંહને તગેડી મૂકી કોઈ નવો સિંહ ટોળાનો કબજો લે ત્યારે પ્રથમ કામ નાના બચ્ચાને મારી નાખવાનું કરે છે. એને એના જિન્સ પોષવા છે, બીજા ના નહિ. હવે જો આ ફોર્સ સમજાઈ જાય સ્ટેપપેરેન્ટ્સ ને તો નાહક ગુસ્સાથી બચી શકાય અને બાળકો બચી જાય.  કેલીફોર્નીયાના માજી ગવર્નર ,હોલીવુડના સ્ટાર, પ્રોફેશનલ બોડીબિલ્ડર એવા અર્નોલ્ડ હવે એમની સુંદર કેનેડી ફૅમિલીની મેમ્બર એવી પત્નીથી છુટા પડશે. ચાર સંતાનો હતા, એક તો ૨૧વર્ષનું છે અને ઈવોલ્યુશનરી ફોર્સમાં  ખેંચાઈ ગયા. હાઉસમેડને સંતાનની ગિફ્ટ આપી બેઠાં. જેવું સંતાન થયું ને પેલીએ એના પતિથી ડિવોર્સ લઈ લીધેલાં. હવે બહુ લાંબુ લગ્નજીવન વિતાવેલ અને આદર્શ ગણાતું કપલ છૂટું પડી જશે, આ બાબતે હિલેરી ક્લીન્ટને બહુ ઊંચી સમજદારી બતાવી હતી અને એમનું લગ્નજીવન અખંડરહ્યું.

કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા,સુખ,દુખ અને ભય જેવી લાગણીઓ કુદરત સ્વાભાવિક મૂકે છે. એમાં એનો હેતુ ઉત્ક્રાંતિનો છે. પણ એના ફોર્સ સમજીએ તો એના દુષ્પરિણામથી બચી શકાય. માટે મેં સીધા દાખલા આપીને પુસ્તકનો મુખ્ય હેતુ બતાવી દીધો છે. સુખ અને દુઃખ ન્યુરોકેમિકલ્સ આધારિત હોય છે.એના ચડાવ ઉતાર સમજી શકીએ તો નાહકના ડીપ્રેશનથી બંચી શકાય. પ્રાચીન મનીષીઓએ એમના અનુભવો દ્વારા એમના ચિંતન દ્વારા તત્વજ્ઞાન ઘણું દર્શાવ્યું પણ આધુનિક ન્યુરોસાયંસ અને બાયોલોજીથી અજ્ઞાન હતા.. આ પુસ્તકને રાસાયણિક ગીતા સમજવી હોય તો સમજી શકો છો..

 

 

 

સૈયા ભયો જુલમી, (ડોમેસ્ટિક વાયલન્સ) Hard Truths About Human Nature.

 સૈયા ભયો જુલમી.Hard Truths About Human Nature.
મેં નાનપણમાં ઘણી સ્ત્રીઓને એમના પતિ દ્વારા માર ખાતી જોઈ છે.મોટા ભાગે પછાત અને અભણ પ્રજામાં આવું ખાસ જોવા મળતું.બલિયો રાવળ એની પત્નીના વાળ

છે હિંમત મારવાની?

પકડીને માથા ભીંતે પછાડતો,પછી નીચે પડેલી પત્નીને લાતો મારતો.નાતરિયા કોમ હતી,પણ એની પત્ની કદી એને છોડીને ગઈ નહિ.ત્યારે મને ખૂબ નવાઈ લાગતી.ડોમેસ્ટિક વાયલન્સનાં આવા બનાવો કોયડા જેવા છે.આ માર ખાતી સ્ત્રીઓમાંથી ત્રણ ભાગની તો પતિને છોડીને જતી રહેતી હોય છે.છતાં એક નાનકડો હિસ્સો આવી એબ્યુસિવ રીલેશનશીપ છોડતી નથી.અત્યાચાર સહન કરતી હોય છે.અપમાન સહન કરતી હોય છે.આ એક રહસ્ય છે,પણ આવી સ્ત્રીઓને કોઈ પૂછે તો કહેશે તેમના પતિને ખૂબ પ્રેમ કરે છે તેવો જવાબ મળતો હોય છે.ઇમોશનલ અટેચમંટ,આસક્તિ એને જોડાઈ  રહેવા મજબૂર કરતી હોય છે.ઘણી વાર હિંસક પાર્ટનર દ્વારા ગંભીર શારીરિક ઈજા થવાનો ડર પણ રહેતો હોય અને ઘણી વાર મોત પણ મળી જતું હોય છે.છતાં આવા હિંસક પાર્ટનર જોડે રહેવામાં શું ફાયદો થતો હશે?

ઉત્ક્રાન્તિના ક્રમમાં જીવન કરતા પણ એક વસ્તુ મહત્વની વધારે બની જતી હોય છે તે છે રીપ્રોડક્ટીવ સકસેસ.જીવન મહત્વનું છે,સર્વાઈવ થવું તે પણ મહત્વનું છે.તેટલું જ મહત્વનું છે વંશ આગળ  વધવામાં સફળતા.યુનાઈટેડ સ્ટેટ્સ અને યુનાઈટેડ કિંગડમ બંને જગ્યાનો એક સર્વે બતાવે છે કે જે સ્ત્રીઓ આવા હિંસક પાર્ટનર દ્વારા ગર્ભવતી થતી હોય છે તેમને દીકરાઓ વધુ જન્મતા હોય છે દીકરીઓ ઓછી.અથવા ઘણાને દીકરીઓ નહિવત્ હોય છે.આક્રમકતા આધાર રાખતી હોય છે testosterone લેવલ ઉપર.જેમ testosterone લેવલ હાઈ તેમ માણસ વધારે આક્રમક અને હિંસક હોય.જે ખેલાડીઓ ઓલોમ્પિક ગોલ્ડ મેડલ મેળવી જતા હોય છે તેમનું   testosterone લેવલ ખૂબ જ હાઈ હોય છે.અને આ મળે છે વારસામાં પિતા તરફથી.એટલે હિંસક અને આક્રમક પિતાના દીકરાઓ પણ એવાજ આક્રમક હોય છે.અગાઉ આપણે જોઈ ગયા છીએ ટી શર્ટ સર્વે મુજબ કે હાઈ testosterone લેવલ ધરાવતા પુરુષોને સ્ત્રીઓ સેક્સ્યુઅલ પાર્ટનર તરીકે પ્રથમ પસંદ કરતી હોય છે.

           હાલની સુસંસ્કૃત સમાજ વ્યવસ્થામાં ભલે હિંસક લોકો જેલોમાં વધારે રહેતા હોય,કે સમાજ એમને બહિષ્કૃત કરતો હોય પણ આપણું બ્રેઈન આ જાણતું નથી.આપણું બ્રેઈન આપણાં પૂર્વજો કઈ રીતે સર્વાઈવ થયા હતા,કઈ કંડીશનમાં જીવતા હતા તે મુજબ ઇવોલ્વ થયું હોય છે.એનો વિકાસ એ રીતે થયો હોય છે.એ સમયે હિંસક માણસો,આક્રમક માણસોને મેટિંગ તક વધારે મળતી હતી.અને એમના વંશ વારસો વધતા જતા હતા.ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં છે કે આક્રમક,હિંસક અને નિર્દયી માનવો મહાન યોદ્ધા અને સફળ રાજકર્તા બનેલા છે જે આજે પણ ચાલુ જ છે.આવા સત્તાધારી કે વર્ચસ્વ ધરાવતા પિતાઓમાં એમના સંતાનોનું રક્ષણ કરવાની કાબેલિયત પણ વધુ હોય તે સ્વાભાવિક છે.આક્રમક બાપના છોકરાને હાથ તો લગાવી જુઓ?એટલે સહન કરતી સ્ત્રીઓને પણ આવો પાર્ટનર ક્યાંથી મળવાનો જે એના સંતાનોનું રક્ષણ કોઈ પણ ભોગે કરી શકે.વળી ઓરમાન બાપ તો ઓર ખતરનાક ગણાય.સ્ટેપ ફાધરને પોતાના જિન્સ ના હોય તો કોઈ રસ ના હોય તેને મોટા કરવામાં.એમા ઉત્ક્રાંતિનો  હેતુ સરે નહિ.એટલે આવા પિતા દ્વારા નાના બાળકોને વધુ ખતરો અચેતન રૂપે હોય છે.
              આ બધી વાતો આદિ પૂર્વજોની છે.અને તે રીતે આપણું બ્રેઈન ઘડાયું હોય છે.અને આજે પણ હકીકત હોય છે.આમાં અપવાદ હોય.કેનેડા અને બીજા દેશોના સર્વે બતાવે છે કે સ્ટેપ પેરન્ટસ નાના બાળકો માટે ખતરનાક બની જતા હોય છે,ક્રૂર રીતે મારતા હોય છે અને કોઈ વાર જીવ લઇ લેતા હોય છે.કોઈ નવો સિંહ ટોળાંનો કબજો લે ત્યારે પહેલું કામ તે ટોળાના નાના બચ્ચાઓને મારી નાખવાનું કામ કરશે.બીમાર,કમજોર તગેડી મુકાયેલા સિંહના જિન્સ ઉછેરવામાં તેને રસ ના હોય.પેલા નાના બચ્ચોને મારી નાખ્યા વગર એમની માતા સિંહણ પણ મેટિંગ માટે તૈયાર ના થાય.

જોકે આજે સ્ત્રીઓએ હિંસક પુરુષો પસંદ કરવા જરૂરી નથી.જોબલેસ પુરુષો કરતા વળી સારી જોબ ધરાવતા પુરુષો એમની પત્નીઓને વધુ ઝૂડતા હોય તેવું પણ જોવા મળ્યું છે એક સર્વેમાં,અને તે પણ અમેરિકામાં.બીજું ખાસ કારણ તો પત્ની ઉપર અવિશ્વાસ હોય કે બીજા જોડે જતી તો નથી ને?એના વિષે અગાઉના લેખમાં ચર્ચા થઇ ચુકી છે.ઈવોલ્યુશનની હિસ્ટ્રીમાં સ્ત્રી માઈલ્ડ પ્રોમિસ્ક્યુઅસ રહી છે.જ્યારે મનોગમીમાં સાથે રહેવાનું આવે છે ત્યારે જિન્સમાં મળેલો અવિશ્વાસ દુર થાય નહિ ત્યારે અપમાન અને પજવણી સ્ત્રીઓની શરુ થતી હોય છે.પછી બહાના ભલે જુદા હોય.એમાં પણ યુવાન સ્ત્રીઓ વધુ ભોગ બનતી હોય છે.વૃદ્ધ સ્ત્રી રીપ્રોડક્ટીવ વેલ્યૂ ખાસ ધરાવતી નથી.તેમના પતિઓ એના ઉપર ત્રાસ ગુજારતા ઓછા થઈ જવાના.પણ યુવાન સ્ત્રીઓ રીપ્રોડક્ટીવ વેલ્યૂ હાઈ ધરાવતી હોય છે,તેમના પતિઓ દ્વારા ત્રાસ વધુ ફેલાવાતો હોય છે.ખાસ તો યુવાન માનવ વધુ આક્રમક હોય છે વૃદ્ધ કરતા.તો યુવાન પતિ દ્વારા વધુ સતામણી થતી હોય તે સ્વાભાવિક છે.પણ પ્રૌઢ માણસની પત્ની વધારે યુવાન હોય તો એને ત્રાસ વધુ મળવાનો.અવિશ્વાસનું પ્રમાણ વધી જવાનું. આ બધું વૈજ્ઞાનિકો દ્વારા સર્વે કરીને સાબિત કરવામાં આવ્યું છે.

  ચીમ્પાઝીનું જીવન આ બાબતમાં ખૂબ ક્રૂર હોય છે,માદા ચીમ્પને નર ચીમ્પ  દ્વારા રૂટીન લાઈફમાં ખૂબ માર મારવામાં આવતો હોય છે.જોકે બોનોબોમાં આવી ક્રૂરતા ઓછી જોવા મળે છે.

કહેવાતી પવિત્ર ગણાતી લગ્નવ્યવસ્થા ભારત જેવા દેશોમાં હોય ત્યાં એકવાર લગ્ન થઈ ગયા પછી ડિવોર્સ લેવાનું પાપ ગણાતું હોય,ત્યાં પડ્યું પાનું નિભાવી લેવાનું.એમાં હિંસક,નિર્દય સ્વભાવ ધરાવતો પતિ મળી ગયો તો પછી સમાજ શું કહેશે તેવું માની સ્ત્રીઓ જુલમ સહન કર્યા કરતી હોય છે.જોકે હવે તેનું પ્રમાણ ઓછું થવા લાગ્યું છે.હવે ડીવોર્સનું પ્રમાણ વધતું પણ જાય છે.

 સ્ત્રીઓને સહન કરવા પડતા અપમાન અને માર વિષે હવે સામાજિક કારણો બીજા વિદ્વાન મિત્રો ઉપર છોડું છું.

સ્ત્રી mildly promiscuous.(Hard Truths About Human Nature)

સ્ત્રી mildly promiscuous.(Hard Truths About Human Nature)
મનૉગમી  એક સામાજિક વ્યવસ્થા છે અને પોલીગમી બાયોલોજીકલ વ્યવસ્થા છે. મતલબ પોલીગમી આપણાં જિન્સમાં છે. એક તો સ્ત્રી મજબૂત જિન્સ ઉછેરવા માંગતી હોય છે સાથે સાથે તે જિન્સ જીવતા રહે તે પણ એટલું જરૂરી છે. માટે સ્ત્રીની પસંદગીમાં દુવિધા રહેતી હોય છે. સ્ત્રી અન્ડ્મોચન સમયે મજબૂત, રફ, ટફ હાઈ લેવલ ટેસ્ટાટોરીન ધરાવતા પુરુષ તરફ આકર્ષણ અનુભવતી હોય છે, પણ પછીના સમયે સૌમ્ય અને સહકારની ભાવના ધરાવતા પુરુષ તરફ ઢળતી જોવા મળતી હોય છે. કારણ હવે ટ્રાન્સ્ફર થયેલા જિન્સ મોટા કરવાના છે. ખેર આ બધી બાબતો ધ્યાનમાં લેવાતા ઇવોલ્યુશનના ઇતિહાસમાં સ્ત્રી mildly promiscuous રહી છે. અલ્પ પ્રમાણમાં અવિશ્વસનીય રહી છે. જ્યારે શક્ય તેટલાં જિન્સ જુદે જુદે વિકસે અથવા ફેલાય તેવી જિનેટિક પોલીગમી માનસિકતા ધરાવતો પુરુષ ૧૦૦ ટકા અવિશ્વસનીય રહ્યો છે, પ્રોમીસ્ક્યુઅસ રહ્યો છે. પુરુષ વિશ્વસનીય રહ્યો હોય તો કાયદા કાનૂન અને મજબુરીમાં વિશ્વસનીય રહ્યો હોય છે.

મનૉગમી હમણાં આવી છે, લાખો વર્ષથી માનવજાત પોલીગમી રહી છે. જે પુરુષ પાસે વિપુલ સંપદા હોય તેની પાસે એક કરતા ઘણી સ્ત્રીઓ રહેતી. ધારોકે ૫૦% પુરુષો પાસે બે સ્ત્રીઓ હોય એનો મતલબ ૫૦% પુરુષો સ્ત્રી વગર રહી જવાના, એવી રીતે ૨૫ % પુરુષો પાસે ચાર સ્ત્રીઓ હોય તો ૭૫ % પુરુષો સ્ત્રી વગર રહી જવાના. આશરે ૬૦ થી ૭૦ ટકા પુરુષો જિન્સ ટ્રાન્સ્ફર કર્યા વગર રહી જતા હતા. મનૉગમી આવી તો પુરુષોને ફાયદો થયો છે. આ રહી ગયેલા પુરુષો યેનકેન પ્રકારે જિન્સ ટ્રાન્સ્ફર કરવા પ્રયત્ન કરતા જ રહેવાના. સ્ત્રી પણ મજબૂત જિન્સ માટે લાલચ ધરાવતી રહેવાની. એમાં કહેવાતી બેવફાઈ જન્મ લેવાની. કુદરતનાં કાનૂનમાં કોઈ બેવફાઈ જેવું હોતું નથી. પણ આવું  કઈ રીતે જાણવું કે સ્ત્રી અલ્પ પ્રમાણમાં અવિશ્વસનીય રહી છે? કોઈ વ્યવહારગત મેટિંગ જેવી સીસ્ટમ ફોસિલ તો છોડતી નથી.

ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ અને સાયકોલોજિસ્ટ શું વિચારે છે?

સ્ત્રીની અલ્પ અવિશ્વસનીયતાના પુરાવા આ લોકોને પુરુષના જનનાંગ પરથી દેખાય છે. પહેલો પુરાવો વૃષણ છે, જે પ્રાણી જાતિની માદા વધારે promiscuous તેના નરનાં વૃષણની સાઇઝ શરીરના વજનના પ્રમાણમાં મોટી હોય છે. કારણ આ જાતિની માદા ટૂંકા સમયમાં એક કરતા વધારે નર સાથે સંસર્ગ કરતી હોય તો તે promiscuous  છે, અંડ સુધી પહોચવા માટે જુદા જુદા નરના સ્પર્મ હરીફાઈ કરતા હોય છે. આ પ્રોસેસને સ્પર્મ કોમ્પીટીશન કહેવાય છે. આનો સરળ ઉપાય ઉત્ક્રાન્તીએ શોધ્યો હોય સ્પર્મની સંખ્યામાં વધારો. સીલ્વરબેક ગોરીલાની માદાઓ એક જ મજબૂત આક્રમક નરના સખત કાબૂમાં જીવતી હોય છે અહી સ્પર્મ કોમ્પીટીશન હોતી નથી. તો ગોરીલાના વૃષણ તેના વજનના 0.૦૨% હોય છે, અને સ્પર્મ  સંખ્યા એક વખતમાં ૫૦ મિલિયન હોય છે. જ્યારે ચીમ્પાન્ઝીમાં માદા અને નર વચ્ચે કોઈ ખાસ “pair-bonding “હોતું નથી. અહી માદાઓ ખૂબ promiscuous  છે. તો અહી ચીમ્પના વૃષણ એના શરીરના વજનના ૦.૦૩% હોય છે. જ્યારે એક વખતના સ્પર્મની સંખ્યા ૬૦૦ મિલિયન છે. ગોરીલા કરતા ૧૫ ગણા મોટા વૃષણ અને ૧૨ ગણું સ્પર્મ ઉત્પાદન વધારે.

આ હિસાબે માનવજાત  ગોરીલા અને ચીમ્પાન્ઝીની મધ્યમાં આવે છે. જુઓ અહી માનવજાતના વૃષણ શરીરના વજનના પ્રમાણમાં  ૦.૦૪ થી ૦.૦૮% છે અને સ્પર્મ ઉત્પાદન એક વખતનું ૨૫૦ મિલિયન છે. એ હિસાબે માનવ સ્ત્રી ગોરીલા માદા કરતા વધુ પણ ચીમ્પની માદા કરતા ઓછી promiscuous  છે.

ચાલો એક વધુ પુરાવો જોઈએ તે છે પુરુષના જનનાંગનો વિશિષ્ટ આકાર. આ શોધ્યું છે પ્રોફેસર Gordon G. Gallup, Jr (State University of New York – Albany) અને તેમના  સાથી મિત્રોએ. ગોરીલા અને ચિમ્પાન્ઝી માનવજાત જેવું સક્રિય મન ધરાવે છે તેવું કૂતરા અને બિલાડા ધરાવતા નથી આવું એમણે ૪૦ વર્ષોના રિસર્ચ દરમ્યાન જાત જાતના પ્રયોગોના અંતે શોધેલું છે. ગોર્ડન હાલના બહુ મોટા ઈવોલ્યુશનરી સાયકોલોજીના નિષ્ણાત ગણાય છે. ગોર્ડન બહુ સારા વક્તા છે અને  NorthEastern Evolutionary Psychological Society ની પહેલી વાર્ષિક મીટિંગમાં

એક ઐતિહાસિક ભાષણમાં એમણે જણાવ્યું કે માનવ જાતના નરની જનેન્દ્રીય બીજી જાતો કરતા વિશિષ્ટ છે હવે થોડું અંગ્રેજીમાં વાંચો. The shape of the human penis is quite distinct from that of many other primate species.  In particular, the glans (“head”) of the human penis is shaped like a wedge. The diameter of the posterior glans is larger than the penis shaft itself, and the coronal ridge, which rises at the interface between the glans and the shaft, is positioned perpendicular to the shaft, In addition, the human male during copulation engages in repeated thrusting motions before he ejaculates. The combined effect of the particular shape of the penis glans and the repeated thrusting motions during intercourse is to draw foreign semen back away from the cervix. If a female copulated with more than one male within a short period of time, this would allow subsequent males to “scoop out” semen left by others before ejaculating. In other words, according to Gallup, the human penis is a “semen displacement device.” It is designed and used to remove other men’s semen from the cervix before the man ejaculates.
If women did not engage in extensive extra-pair copulations throughout human evolutionary history, then the human penis would not be shaped as it is (like a wedge or scoop), and the human male would not engage in repeated thrusting motions during intercourse before ejaculating. Clear evidence of women’s promiscuity throughout evolutionary history is in the size and shape of men’s genitals. men have testes which are larger than gorillas and orangutans (whose females are largely sexually exclusive to their mates) but smaller than bonobos and chimpanzees (whose females are highly promiscuous), and men have an unusually large penis.

હ્યુમન ઈવોલ્યુશન બહુ લાંબો પ્રોસેસ છે, લાખો વર્ષોનો. એના જટિલ કોયડા ઉકેલવાનો વૈજ્ઞાનિકો પ્રયાસ કરતા હોય છે. ગોર્ડને ખૂબ પ્રયોગો કર્યા છે, આર્ટીફીસીયલ જનેન્દ્રીયો બનાવી, અને રીયલ સ્ત્રી પુરુષોના સંસર્ગનો અભ્યાસ કરીને તારણો કાઢેલા છે. માનવું ના માનવું આપણી મરજીની વાત છે.

કી મૈ જૂઠ બોલના.(Hard Truths About Human Nature)

 કી મૈ જૂઠ બોલના
     પુરુષો જૂઠ બોલતા હોય છે અને સ્ત્રીઓ પણ.કઈ બાબતમાં?પુરુષ પ્રત્યક્ષ વાતોમાં એમની આવક અને એમની ઊંચાઈ વિષે જૂઠું બોલતા હોય છે,જ્યારે સ્ત્રીઓ એમની ઉંમર અને વજન  બાબતે જૂઠું બોલતી હોય છે અને બંને પુરુષ અને સ્ત્રી એમના જીવનમાં આવેલા સેકસુઅલ પાર્ટનરની સંખ્યા  વિષે જૂઠું બોલતા હોય છે.પણ બંનેના જૂઠ વિષે એક મહત્વનો ફેર હોય છે.
      પુરુષ એની આવક હોય તેના કરતા વધારે બતાવતો હોય છે.તેવી રીતે પુરુષ એની ઊંચાઈ હોય તેના કરતા વધારે બતાવતો હોય છે.અને એવી જ રીતે એના જીવનમાં આવેલી સ્ત્રીઓની સંખ્યા પણ હોય તેના કરતા વધુ બતાવતો હોય છે.ઘણીવાર તો એની પત્ની સિવાય એક પણ આવી ના હોય એના જીવનમાં તો પણ ઘણી બધી આવી હોય તેવું બતાવતો હોય છે.
    જ્યારે સ્ત્રી એની ઉંમર હોય તેના કરતા ઓછી બતાવતી હોય છે,તેવી રીતે એનું વજન હોય તેના કરતા ઓછું બતાવતી હોય છે.અને તેવી જ રીતે એના જીવનમાં આવેલા સેક્સ્યુઅલ પાર્ટનરની સંખ્યા હોય તેના કરતા ઓછી બતાવતી હોય છે.એમાં પણ ભારતીય સ્ત્રીઓ તો પતિ સિવાય કોઈ જ ના  આવ્યું હોય તેમના જીવનમાં તેવું બતાવતી હોય છે.શક્ય છે કે ભારતીય સંસ્કારો મુજબ કોઈ આવ્યું ના પણ હોય.
   હવે ઉંમર સમય સાથે વધતી હોય છે આવક પણ અનુભવ અને ઉંમર વધે તેમ વધતી હોય,વજન પણ મેટાબોલીઝમ ઉંમર વધતા ધીમું પડે તેમ વધતું જતું હોય છે.ઊંચાઈ ઉંમર વધે તેમ વધવાની નથી.અને જીવનમાં આવેલા સેકસુઅલ પાર્ટનર પણ જે થઈ ગયા હોય તે ઓછા થવાના નથી અને કદાચ ઉંમર વધે તેમ વધે,ઘટે તો નહિ.આનો અર્થ સ્ત્રીઓ ભૂતકાળમાં જેવી હોય તેવું બતાવવા માંગતી હોય છે જ્યારે પુરુષો ભવિષ્યમાં જે શક્યતા હોય તે બતાવવા માંગતા હોય છે.
      પુરુષો હોય તેના કરતા વધુ ઊંચા છે તેવું બતાવતા હોય છે કારણ કે સ્ત્રીઓ જનરલી ઊંચા પુરુષો પસંદ કરતી હોય છે,તેવું જ આવકનું છે.સ્ત્રીઓને હાઈ સ્ટેટ્સ અને વિપુલ સંપદા ધરાવતા પુરુષો વધુ પસંદ પડતા હોય છે.પુરુષ પોતે જાતીય બાબતે વધારે પાવરફુલ છે તેવું બતાવતો હોય છે.કારણ માનવજાતમાં પોલીગમી બાયોલોજીકલ છે,માટે એના પાર્ટનર વધુ હતા તેવું બતાવતો ફરતો હોય છે.
     સ્ત્રીઓ હોય તેના કરતા ઓછી ઉંમર અને વજન બતાવતી હોય છે કેમકે પોતે હજુ જુવાન અને સુંદર છે,જ્યારે પોતે વધુ વિશ્વસનીય તેવું બતાવવા કોઈ પાર્ટનર નથી અથવા ઓછા છે તેવું બતાવતી હોય છે.જે પુરુષને ગમતું હોય છે.ઈવોલ્યુશનના ઇતિહાસમાં સ્ત્રી  mildly promiscuous રહી છે.

સેન્સ ઑફ હ્યુમર,Mating intelligence.(Hard Truths About Human Nature)

Senses
Image by kk+ via Flickr

 સેન્સ ઑફ હ્યુમર,Mating intelligence.(Hard Truths About Human Nature)        
       તમે કોઈને એમની હ્યુમર સેન્સ વિષે સવાલ પૂછશો તો ૯૦ ટકા એવું કહેવાના કે એમની પાસે સારી રમૂજ વૃત્તિ છે,અને બાકીનાને પ્રશ્ન પલ્લે નહિ પડે.વૈજ્ઞાનિકો જુદા જુદા ખૂણેથી અને જુદા જુદા ક્ષેત્ર ધ્યાનમાં લઈને હ્યુમર સેન્સ વિષે અભ્યાસ કરતા હોય છે.પણ હવે ઉત્ક્રાન્તિના કયા મૂળિયા હ્યુમર સેન્સને વળગ્યા છે તે શોધવાનું શરુ થયું છે  આપણી વર્તણૂક લાખો કરોડો વર્ષોના ઉત્ક્રાંતિનાં કાલનાં અનુસંધાનમાં ઘડાઈ હોય છે.એના ફાયદા સર્વાઈવ થવામાં અને વંશવેલો વધારવામાં ઉપયોગી હોય છે,જરૂરી નથી કે તે ફાયદો આજે થતો હોય.દાખલા તરીકે લાખો વર્ષે આપણી મનોવૃત્તિ એવી ઘડાઈ હોય કે રીચ ફૂડ ખાવું.જે પુષ્કળ પ્રોટીન,ચરબી અને બીજા પોષણ મૂલ્યોથી ભરપૂર હોય,કારણ ખોરાક મેળવવો તે અઘરું કામ હતું.તો  જેમ બને તેમ ખુબજ પૌષ્ટિક ખાવું જેથી ખોરાક ના મળે તો સર્વાઈવ થઈ જવાય.પણ હાલ ખોરાક મેળવવાની હાડમારી ના હોય છતાં લાખો વર્ષના ઉત્ક્રાન્તિના મૂળ પૌષ્ટિક ખાવા તરફ દોરતા હોય છે એના કારણે આજે લોકો ચરબીથી લથપથ અને ઓબેસિટી વડે પીડાતા હોય છે.એક સમયે ચાર્વાક કહેતા કે દેવું કરીને પણ ઘી પીવો.કેમકે તે સમયે ઘી પીવું જરૂરી હતું.આજે ઘી પીવાની મુદ્દલ જરૂરિયાત નથી.પણ લોકો ઘી ખાધે જ જવાના.ભલે હાર્ટ ઍટેક આવે. 
      હ્યુમર સેન્સ સ્ત્રી પુરુષની જોડી બનાવવામાં કેવી રીતે ભાગ ભજવે છે તેનો અભ્યાસ હાલ થઈ રહ્યો છે.સ્ત્રી પુરુષની જોડી બનવામાં અનેક પરિબળ ભાગ ભજવે છે તે મારા નિયમિત વાચકો જાણે જ છે.સામાજિક પ્રસંગોપાત બધા ભેગાં થાય ત્યારે પણ સારી રમૂજ વૃત્તિ ધરાવતા લોકો મેદાન મારી જતા હોય છે,ધ્યાનપાત્ર બની જતા હોય છે.પુરુષ અને સ્ત્રી જોડી બનાવવા માટે જુદાજુદા પરિબળો ધ્યાનમાં લેતા હોય છે.બંનેના પરિબળો જુદા જુદા હોય છે.કારણ સ્ત્રી માટે વંશવેલો આગળ વધારવો બહુ કિંમત માંગતો હોય છે પુરુષની સરખામણીએ.સ્ત્રી બહુ ઓછી સગવડ ધરાવતી હોય છે જેવું કે એક સમયે એક બાળક ઉછેરી શકે ગર્ભમાં.અપવાદ હોય તે ધ્યાનમાં લેવા નહિ.બાળક જન્મ્યા પછી તરત એને પોષણ આપવાની જવાબદારી,મોટું કરવાની જવાબદારી એને સાચવવાની જવાબદારી મોટા ભાગે સ્ત્રીની હોય છે.બીજું સ્ત્રી જન્મે ત્યારથી જ અંડ(એગ્સ)નો જથ્થો લઈને જન્મે છે.એના અંડ લીમીટેડ હોય છે.પુરુષ માટે કોઈ સવાલ નથી,અબજો સ્પર્મ કાયમ ઉત્પન્ન થયા કરતા હોય છે.માટે સ્ત્રી બહુ કડક હોય છે પુરુષની પસંદગી બાબતે.એને પાલવે જ નહિ.લગ્ન વ્યવસ્થાએ આ શ્રેષ્ઠતાની પસંદગી હવે રહેવા નથી દીધી તે વાત જુદી છે.
       સ્ત્રી ઇચ્છતી હોય કે એનો જોડીદાર વંશવેલો સાચવવામાં મદદરૂપ થવો જોઈએ.માટે હાઈ સ્ટેટ્સ ધરાવતા પુરુષો પહેલી પસંદગી બની જતા હોય છે દરેક સમાજમાં.પણ હાઈ સ્ટેટ્સ સાથે બુદ્ધિ પણ જરૂરી બની જતી હોય છે.એકલું હાઈ સ્ટેટ્સ કામ ના લાગે.બુદ્ધિશાળી પુરુષો સંપદા પેદા કરવામાં અને હાઈ સ્ટેટ્સ ઊભું કરવામાં માટે વધુ કાબેલ હોય તે સ્વાભાવિક છે.જૂની શિકાર પ્રધાન પ્રજામાં પણ બુદ્ધિશાળી હોય તે વધુ જરૂરનું હતું.શિકાર કરવો પણ બુદ્ધિ માંગી લેતું કામ હોય છે.સારો શિકારી તેજ બની શકે જે વધુ બુદ્ધિશાળી હોય.
   કશું હાસ્ય ઉપજાવે તેવું બોલવું તે બુદ્ધિનું ઊંચું લેવલ બતાવતું હોય છે.તમે હજારો ટુચકા ગોખીને પોતાને બુદ્ધિશાળી ના બતાવી શકો.એનાથી તમારી પાસે બહુ સારી સેન્સ ઑફ હ્યુમર છે તેવું સાબિત ના કરી શકો.હ્યુમર સેન્સ અલગ વસ્તુ છે,એના માટે યોગ્ય સમય,યોગ્ય માણસો વચ્ચે  અને યોગ્ય પ્રસંગે તમે ઝડપથી કેવું ચબરાકિયું વાપરો છો લોકોને હસવા માટે મજબૂર કરી શકો તે ધ્યાનમાં લેવું જરૂરી છે.આમ હ્યુમર વ્યક્તિઓ વચ્ચે વહેંચાતી હોય છે જેને માટે જરૂરી છે ઉચ્ચ લાગણીઓ,સામાજિક સબંધો અને મેટિંગ ઈન્ટેલીજન્સ.સેન્સ ઑફ હ્યુમર એ ઉચ્ચ બુદ્ધિ પ્રતિભાનું એક ઈન્ડીકેટર છે.માનવ જાતની ઘણી બધી સ્પેશીયલ ક્ષમતાઓ જેવી કે ભાષા,ક્રિયેટીવીટી,આર્ટ,મ્યુઝિક અને હ્યુમર એ એની બુદ્ધિના તણખા હોય છે જે બતાવે છે કે આ માણસ બુદ્ધિશાળી છે.આ બધી ક્ષમતાઓ કોઈ ખોટી ઊભી કરી ના શકે.જેને ચિત્ર દોરતા ના આવડે તે ના જ આવડે.આમાં જૂઠ ચાલવાનું નથી.આ બધી ક્ષમતાઓ સેક્સુઅલી એટ્રેક્ટીવ હોય છે.આ બધી ક્ષમતાઓ આ લોકો સારા જિન્સ ધરાવે છે તેવું પણ ઈન્ડીકેટ કરતા હોય છે.
      એક સર્વે એવો છે કે સ્ત્રીઓને જે પુરુષોએ સારી રીતે હસાવી હોય તેઓને ડેટ માટે જલદી આમંત્રણ મળ્યું હોય છે.થોડા વર્ષો પહેલા Eric Bressler, Sigal Balshine and Rod Martin નામના વૈજ્ઞાનિકોએ એવું શોધી કાઢ્યું હતું કે સ્ત્રીઓ એમને હસાવે તેવો પુરુષ પસંદ કરતી હોય છે અને પુરુષો એમની વાતો ઉપર ખૂબ હસે તેવી સ્ત્રીઓ પસંદ કરતા હોય છે.એટલે મેટ ક્વોલીટી માટે હ્યુમર ખાસ જરૂરિયાત છે.સામાન્ય વાતચીતમાં પુરુષોની  રમુજભરી વાતોમાં મોટેથી કે હળવા સ્માઈલ આપવાનું કામ વધારે કરતી હોય છે.સ્ત્રીઓ સેન્સ ઑફ હ્યુમર બુદ્ધિના ઈન્ડીકેટર તરીકે જોતી હોય છે.
    આમ સારી સેન્સ ઑફ હ્યુમર સ્ત્રીઓના હૃદય સુધી પહોચવાનો એક રાજમાર્ગ છે.જેવી રીતે પુરુષોના હૃદય સુધી પહોચવાનો રસ્તો વાયા પેટ છે.

“ભગવાન એ કમજોર ભક્તોના ભેજાની કાલ્પનિક પેદાશ છે મક્કમ મનવાળા યોગીઓની નહિ.”

  “ભગવાન એ કમજોર ભક્તોના ભેજાની કાલ્પનિક  પેદાશ છે મક્કમ મનવાળા યોગીઓની નહિ.”
અગાઉના લેખમાં લખેલું ઉપરનું મારું વાક્ય શ્રી દર્શિતભાઈએ એમના ફેસબુકમાં મૂકીને એને એક નવો આયામ આપી દીધો છે.
      યોગ અને ભક્તિ વિષે ઓશોએ ખૂબ વિગતથી છણાવટ કરી છે.ભક્તિમાં એક સમર્પણ હોય છે.સંપૂર્ણ સમર્પણ.જ્યારે યોગીઓ એમના ‘હું’ ને એટલો બધો ઊંચી કક્ષાએ લઈ જ્યાં છે છેલ્લા અહં બ્રહ્માસ્મિ કહી શકે.જ્યારે ભક્તો માટે ‘તું’ મહત્વનું છે. ‘તું’ જ સર્વસ્વ છો,  ‘હું’ કશું જ નથી.માટે હું કહું છું યોગ એ મક્કમ મનવાળા લોકોના હાથની વાત છે.ભક્તિ ટોટલ સબમીશન છે.યોગ મેલ બ્રેઈનની પ્રેકટીશ છે,જ્યારે ભક્તિ ફીમેલ બ્રેઈનની.ભક્તો માટે અસહાયતા પહેલું પગથિયું છે.ભારત જ્યારે વિદેશી આક્રમણકારો વડે હાર્યું અસહાય બન્યું તો ભક્તોની ભરમાર ખૂબ વધી પડી.મુઘલ કાળમાં અગણિત ભક્તો પેદા થયા અને ભક્તિ સમ્પ્રદાયો અસ્તિત્વમાં આવ્યા.ભારત ઓર પાયમાલ થતું ગયું.નિર્બળ કે બળ રામ જેવા બકવાસ સૂત્રો પ્રચલિત થઈ ગયા.ફીમેલ  બ્રેઈન એટલે બ્રેઈનનો લાગણી વિભાગ.અને મેલ બ્રેઈન એટલે બ્રેઈનનો તર્ક અને ગણિત વિભાગ.ફીમેલ બ્રેઈન કલ્પનાઓમાં જીવતું હોય છે.એટલે ભક્તોને ભગવાન હાજરાહજૂર દેખાવા લાગે છે.ભગવાન આવીને દૂધ પી જતા હોય છે.સુરદાસ જોડે તો બાળ કૃષ્ણ રમવા પણ આવતા.એક બહુ ફેમસ ભાગવત કથાકાર બાલકૃષ્ણની કથા કરતા કરતા હંમેશા રડી પડતા.લોકો અહોભાવમાં અંજાઈ જતા.મેં પણ એમને રડતા જોયા છે.મને ખૂબ હસવું આવતું,ભલે ખૂબ નાનો હતો.પાંચ સાત હજાર વર્ષ પહેલા કોઈ મહાપુરુષ થયા હોય અને એમના બાળપણની વાતો કરતા રડી પડતા આ મહાત્માઓને કોઈ ગરીબના બાળકમાં કૃષ્ણ દેખાતો નથી,કોઈ બાળ મજૂર ચાની કીટલી પર કામ કરતો હોય તેમાં કૃષ્ણ દેખાતો નથી.અરે સ્નાન કરી લીધું હોય અને નાનકડો ભત્રીજો રડતો હોય તો તેને પણ ઊચકી લેવામાં અપવિત્ર થઈ જવાતું હોય,છોને રડતો.એવા આ ભક્તિ ઘેલા લોકોને લીધે દેશ આખાની માનસિકતા કમજોર અને કાયર બની ચૂકી છે.દેશની બ્લ્યું પ્રિન્ટ નપુંસક ચીતરવામાં આ ભક્તોનો ખૂબ મોટો હાથ છે.
  યોગ એટલે ખાલી આસનોની કસરત નથી.યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન,સમાધિ એમ આઠ અંગ ભેગાં થઈને અષ્ટાંગ  યોગ કહેવાય.યોગમાં કશું કરવું પડે છે,ભક્તિમાં કશું જ નહિ કરવું ખાલી હાથ જોડી આર્તનાદ કરવા તે પૂર્ણકાલીન કર્મ છે.ખેર સ્વામી વિવેકાનંદને  કોણ નહિ જાણતું હોય અને એમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસને?શ્રી રામકૃષ્ણ પરમહંસને મહાકાલી માતા હાજરાહજૂર હતા તેવી વાતો છે.મહાકાલી સાથે વાતો કરતા તેવું ભક્તો કહે છે.અતિશય કલ્પનાશીલ બ્રેઈન જ મૂર્તિ સાથે જીવંત હોય તેમ વાતો કરી શકે.
   હરદ્વારથી યોગીરાજ અદ્વૈતવાદી સ્વામી તોતાપુરી અહી કલકત્તા આવેલા શ્રી રામકૃષ્ણને અદ્વૈતની સાધના કરાવવા માટે.શ્રી રામકૃષ્ણ પ્રયોગશીલ હતા.જાત જાતની સાધનાઓ કરતા.પણ એમનું કલ્પનાશીલ બ્રેઈન આડે આવતું હશે.સ્વામી તોતાપુરી સફળ થતા નહોતા.અદ્વૈતની અનુભૂતિ થતી નહોતી.તોતાપુરી એક દિવસ કંટાળ્યા.એક દિવસ લાસ્ટ અલ્ટીમેટમ આપી દીધું.હવે છેલ્લો દિવસ અદ્વૈતની સાધનામાં મહાકાલી આડે આવે છે.તેને દૂર કરો.રામકૃષ્ણ કહે કઈ રીતે દૂર કરું?આ તો એમની કલ્પના જીવંત બની ચૂકી હતી.વર્ષોની સાધના પછી એક કલ્પના પણ જીવંત બની જતી હોય છે.બહુ પ્યારી કલ્પના જીવંત મહાકાલી કઈ રીતે દૂર કરવા?મહાકાલી સાથે રોજ સંવાદ ચાલતા હોય.મહાકાલી તરફથી એમનું બ્રેઈન જ જવાબ આપતું હશે,આજે હું એવું માની શકું છું.કોઈ મૂર્તિ તો બોલતી નથી.સ્વામી તોતાપુરીએ કહી દીધું કાલે સવારે ધ્યાનમાં બેસો તે વખતે કપાળમાં કાચ વડે ચીરો મૂકીશ તે જ ક્ષણે માતાનો નાશ કરી દેજે,હત્યા કરી નાખજે.પણ માતાની હત્યા કઈ રીતે કરું?શેના વડે કરું?તોતાપુરી કહે તે જે રીતે માતા ઊભી કરી છે તેમ હથિયાર પણ પેદા કર અને કલ્પનામાં માતા ઊભી કરી છે તેમ કાલ્પનિક હથિયાર વડે એમનો નાશ પણ કરી નાખ.કહેવાય છે આ સાધના સફળ રહી અને શ્રી રામકૃષ્ણ પરમહંસને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ.ચાલો અધ્યાત્મ અને સમાધિ એક અલગ વિષય છે ચર્ચવા માટે.પણ મારું કહેવું છે મક્કમ મનવાળા યોગીઓ ભગવાન વગેરેમાં માનતા નહોતા.ભગવાન એ કમજોર,નિર્બળ,અસહાય,આળસુ અને દરિદ્ર ભક્તોના કાલ્પનિક મનની પેદાશ છે.
  માટે કોઈ મહાવીર કોઈ બુદ્ધ જે મક્કમ મનવાળા છે તેવા લોકો ઈશ્વરને નકારી કાઢે છે.કોઈ કૃષ્ણ જાતેજ પોતાને ઈશ્વર ઘોષિત કરી દેતા હોય છે.નરસિંહ મહેતાને કૃષ્ણની રાસલીલાના દર્શન થયેલા,મીરાંબાઈ કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયા,વિઠોબા દૂધ પી ગયા,સુરદાસ સાથે કૃષ્ણ રમતા,ગણપતિની મૂર્તિ દૂધ પીવે,સાપની પિત્તળની મૂર્તિ પણ દૂધ પી જાય આવી તો અગણિત વાર્તાઓ આપના દેશમાં રમતી થયેલી છે,અને હજુ નવી નવી વાતો ફેલાતી જાય છે.જો કે ચોક્કસ આવું બધું બનતું જ હોય છે,પણ કલ્પનામાં.હકીકતમાં નહિ. આજે પણ જુઓ સત્ય સાઈબાબાના મદરીવેડા જોઈ લોકો અભિભૂત થઇ જતા હોય છે.પહેલેથી સંતાડી રાખેલી રાખની કેપ્સ્યુલ્સ મસળી ભસ્મ પેદા કરવી અને ભક્તોને વહેચવી,અને આવા તો બીજા અનેક ખેલમાં આ મદારી નિપુણ હતો.સામાન્યજન ધાર્મિક હોય છે,કારણ ફોલ્સ પોજીટીવ એરર કરવાની વૃત્તિ અચેતન મનમાં સમાયેલી હોય છે,એનો દુરુપયોગ આવા મદારીઓ કરતા હોય છે.
     આ જાદુગર સામાન્ય માનવીની જેમ મૃત્યુ પામ્યા.વીડીઓમાં એમની ટ્રીક દેખાઈ આવતી હોવા છતાં લોકો માની શકતા નથી હોતા.ભાઈ ચીરાગને ધન્યવાદ કે એમણે આ વિડીઓ કલીપીંગ્સ મારા બ્લોગ પર મુક્યા છે.એમાંથી બીજા કલીપીંગ્સ પણ જોયા નાળીયેરમાંથી ધુમાડા કાઢવાના.હસવું તો એ આવે છે કે કોઈ એન્જીનીયર અને કોઈ ડોક્ટરેટ કરેલા લોકો પણ આવા મદારીઓ વિષે ગર્વ અનુભવતા હોય છે.મહાન ક્રિકેટર સચિન જેવો મૂરખ જેની પત્ની પોતે ડોક્ટર છે તે પણ આ જાદુગરમાં આસ્થા રાખતો હતો.અહી ભણેલા પણ વિચારતા નથી.
      અભણને સમજાવી શકાય પણ ભણેલા અભણને કઈ રીતે સમજાવાય?

વેશ્યાવૃત્તિ.Look!Hard Truths About Human Nature.

Prostitute in Tijuana, Mexico.
Image via Wikipedia
વેશ્યાવૃત્તિ
  M. Keith Chen અને Laurie R. Santos દ્વારા કરાયેલા એક રસપ્રદ સંશોધન  ઉપર,  “Monkeys are people too,”  પુસ્તકમાં Levitt અને Dubner નામના મહાનુભાવો ચર્ચા કરે છે
આ સંશોધન કરાયું છે capuchin  જાતના વાનરો ઉપર. એક નાનકડા કેપુચીન વાનરોના જૂથ આગળ પૈસાના થોડા સિક્કા રજુ કર્યા. આ વાનરોને ધીરે ધીરે પૈસાનું મહત્વ શીખવ્યું. અને આ સિક્કા કઈ રીતે વાપરવા તે શીખવ્યું. કોઈ વસ્તુની લેવડદેવડ પૈસા દ્વારા કરી શકાય, એમ એની ખરીદ શક્તિ સમજાવાઈ. બહુ ધીરજ અને ચીવટથી બધું શીખવાડ્યું કે સિક્કાની એક કિંમત છે અને એનાથી ખોરાક, ફળો વગેરે ખરીદી શકાય. જેવું સિક્કાનું પૈસાનું મહત્વ સમજાઇ ગયું કે એની કિંમત છે, એક નર વાનરે માદા વાનરને સિક્કો આપ્યો. શેના માટે? નવાઈ લાગશે સેક્સ માટે ભાઈએ સિક્કો આપેલો.
હા! મિત્રો કેપુચીન વાનરોમાં વેશ્યાવૃત્તિ સહજ છે. માનવ સિવાયની પ્રાણીઓની જાતો વેશ્યાવૃત્તિ આચરતી હોય છે તે નવું સંશોધન નથી.   Frans de Waal અને બીજા (primatologists)વૈજ્ઞાનિકોએ નોધેલું છે કે માનવજાતની લગભગ સમકક્ષ એવો બોનોબો જાતના એપ્સ વેશ્યાવૃત્તિ આચરતા હોય છે. તેઓ ખોરાક કે ફળો માદા વાનરોને આપે છે સેક્સના બદલે. હવે વાનરો અને એપ્સ  વેશ્યાવૃત્તિ સહજ રીતે નિયમિત આચરતા હોય તો વેશ્યાગીરી અને સેકસના વેપારનું મૂળ બહુ જુનું ઉત્ક્રાન્તિના ક્રમમાં જ છુપાયેલું છે. ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં આપણે માનવ ઉદભવ્યા તે પહેલા  વેશ્યાવૃત્તિ ચાલતી હતી એનો મતલબ  વેશ્યાવૃત્તિ પ્રોસ્ટીટ્યુશન સૌથી જુનો વેપાર છે.
આપણે માનીએ છીએ કે વેશ્યાવૃત્તિ ના હોવી જોઈએ. એમાં સ્ત્રીઓનું શોષણ જ છે. છતાં આ ચાલતું જ હોય છે. મેં પણ વાચેલું કે શ્રી રામ લંકા વિજય કરી પાછા આવ્યા ત્યારે ભરતજી સામે સ્વાગત કરવા ગયેલા ત્યારે શ્રી રામની સેનાનો થાક ઉતારવા વેશ્યાઓ સાથે લઇ ગયેલા. આપણને આજે આ વાંચવું યોગ્ય નહિ લાગે. બાપુઓ પણ આ વાત છુપાવતા  હોય છે. મોટાભાગે રામ કથા તુલસીની વંચાય છે, વાલ્મિકીની નહિ. એ સમયે કદાચ યોગ્ય મનાતું હશે. અથવા સહજ મનાતું હશે.
સેક્સનો મુખ્ય હેતુ પ્રાણીઓમાં તો એમના જિન્સ ટ્રાન્સફર કરવાનો અને વંશ આગળ વધારવાનો જ હોય છે. એના માટે માદાને ફોસલાવવા માટે ફળ અને ખોરાક આપીને ખુશ કરવાનો હોઈ શકે. સેક્સ વેપારના મૂળ અહી શરુ થતા હશે. એવું પણ હોય કે બળવાન નર પાસેથી માદા મેળવવી તે લોઢાનાં ચણા ચાવવા જેવું હોય. ત્યારે ફળ અને ખોરાક આપી બદલામાં સહજ રીતે વિના કોઈ લડાઈ સેક્સ માણી લઇ વંશ આગળ વધારી શકાય. અને એમાંથી વેપાર શરુ થઇ ગયો હોઈ શકે. અને આ વેપાર ઉત્ક્રાન્તિના ક્રમમાં માનવજાતને પણ વારસામાં મળ્યો. ગમે તેટલી બુમો પાડો લોહીનો વેપાર નકામો છે, માનીએ પણ છીએ કે લોહીનો વેપાર મતલબ વેશ્યાગીરી ના હોવી જોઈએ. પણ તે બંધ કેમ નથી થતું????

“વેલેંટાઈન” પ્રેમીઓનું પર્વ Hard Truths About Human Nature.

 
સર્વ મિત્રોને સંત વેલેંટાઈનની યાદમાં ઊજવાતા પ્રેમીજનોના પર્વ નિમિત્તે શુભકામના.
આપણે પ્રેમની મૂર્તિની પૂજા કરીએ છીએ, શરૂમાં પ્રેમ કરીએ છીએ, અંતમાં રડીએ છીએ અને વચમાં મોટા બગાસાં ખાઈએ છીએ. સંબંધની શરૂઆતમાં પ્રેમની તીવ્રતા ખૂબ હોય છે, જુસ્સો આવેગ પુષ્કળ હોય છે, પણ પછી બધું ધીમે ધીમે હોલવાતું જાય છે. આધેડ અને વૃદ્ધ દંપતી સરવૈયું કાઢવામાંથી ઊંચા આવતા નથી. અને નવા પરણેલાનો જુસ્સો ઓછો થતો જતો હોય છે.તો શું કરીશું કે પ્રેમનો આવેગ અને રસ તીવ્રતા જુસ્સો જળવાઈ રહે? નવું રિસર્ચ કહે છે કે,

૧)સ્પર્શ:—ઘણા બધા પુરાવાઓએ ઓક્સીટોસીન(“cuddle hormone”)નું રોમૅન્ટિક મહત્વ સાબિત કર્યું છે. જ્યારે આપણે આપણાં ચાહિતા લોકોને સ્પર્શ કરીએ છીએ ત્યારે ઓક્સીટોસીન ખૂબ વિપુલ પ્રમાણમાં સ્ત્રવે છે.  જેટલું સ્પર્શનું પુનરાવર્તન એટલું ઓક્સીટોસીન પણ વધુ છૂટે છે. એનાથી સંબંધોમાં નજદીક જવાય છે અને વિશ્વાસ વધે છે. જે ફરીથી સ્પર્શ કરવા માટે પ્રેરે છે. આમ એક શુભચક્ર ચાલુ થાય છે. આ એક હકારાત્મક લાગણીઓનું આત્મિક જોડાણ છે. આવુજ સત્ય સેક્સ વિષયક પણ છે. જેટલા સેક્સમાં વધારે ઊતરો, વધારે સારું બ્રેઈન કેમિકલ ડોપામીન છૂટે છે. જેનાથી સેક્સમાં ઊતરવાનું વધુ મન થાય. હવે જો સમય ના મળે તો તમે પ્રેમીજનોને શક્ય વધુ આલિંગન આપો, કિસ કરો અને ત્વચા સાથે સ્પર્શ કરો. સ્કીન ટુ સ્કીન કૉન્ટેક્ટ વધારો.

૨)અખિયા મિલાકે:– નજરનું અનુસંધાન પણ ખૂબ મહત્વનું છે. આંખોમાં આંખો મિલાવીને જુઓ, અહી પણ ઓક્સીટોસીન કામ કરી જાય છે. એકબીજા પ્રત્યે આકર્ષણ વધે છે. પાર્ટનરનો હાથ હાથમાં લઈને બેસો નજરથી નજર મિલાવો એનાથી ઓક્સીટોસીન લેવલ વધશે. અને ઓક્સીટોસીન લેવલ વધતા ફરી હાથમાં હાથ લઈને બેસી નજર મિલાવી વાતો કરવાનું વધુ મન થશે. આખા દિવસની ચઢાવ ઉતારની વાતો શેર કરો. પણ નજરસે નજર મીલાકે

૩)સાંભળો:–એકબીજાની વાતો સાંભળો. એકબીજાના અનુભવો. લાગણીઓ, ભય, ઉદાસી, ખુશી અને પ્રસન્નતા બધી વાતો કરો. પણ સાંભળવું જરૂરી છે. એનાથી પાર્ટનરને લાગશે કે તમે એનું ધ્યાન રાખો છો. ખાલી સાંભળવાથી પણ ઘણા પ્રશ્નો હાલ થઈ જતા હોય છે. તણાવ દુર થઈ જતો હોય છે.

૪)હસો ભાઈ હસો:—હસવું પણ ખૂબ અગત્યનું છે. એકબીજા સાથે મજાક કરો, સારી હ્યુમર સેન્સ વિકસાવો, હાસ્ય ટુચકા કહો. હાસ્યરસ શ્રેષ્ઠ રસ છે. એનાથી ડોપામીન વધુ છૂટશે, ટેસ્ટોટેરોન લેવલ ઊંચું આવશે જે સ્ત્રી અને પુરુષમાં સેક્સ સેટીસફેક્શન માટે ઈંધણ સમાન છે.

૫)અન્વેષક બનો:–નિત્ય નવીનતા આકર્ષણ વધારે છે. એકની એક વાતથી બોર થઈ જવાય અને કંટાળી જવાય છે. નિત્ય નવા ઉપાયો અજમાવો. પર્સ અને કોટમાં પ્રેમભર્યા ચબરાકિયાં લખી મૂકો, નવા રેસ્ટોરેન્ટમાં જાવ,  હીલ પર ફરવા જાઓ, પર્વતારોહણ કરવા જાઓ. ઉત્સાહપ્રેરક નવું અજમાવો. ચોકલેટ અને ફૂલ આપો. ડોપામીન લેવલ આવી રીતે વધવાનું છે.

વેલેંટાઈન દિવસના પ્રેમીજનોના પર્વ નિમિત્તે આનાથી સારી ટીપ્સ બીજી કઈ આપું???

Sexual satisfaction tends to play a role in a happier marriage, and happier marriages play a role in greater sexual satisfaction. And we know that people in stable, fulfilling marriages tend to be healthier. At the moment, we can simply say that a sexually satisfying and happy marriage is a very good predictor of future health and long life. By:-Dr. Howard Friedman’s ::-For more information on The Longevity Project see http://www.howardsfriedman.com/longevityproject/

તુ..તુ..તુ ! ! તુ તુ.. તારા ! ! ____કરતા કૂતરાં સારા ! !

Silver fox
Silver fox (Photo credit: Wikipedia)

તુ..તુ..તુ!!તુતુ..તારા!!____કરતા કૂતરાં સારા!!

મિત્રો આ ખાલી જગ્યામાં કોઈ પણ સારા નેતાનું નામ લખી શકો છો. સારા એટલે ભ્રષ્ટાચાર કરવામાં સારા, કાબેલ. મહારથી કે જેમના સ્વીસ બેન્કોમાં અઢળક રૂપિયા હોય. કૂતરાં ઉપર હાલ ખૂબ રિસર્ચ ચાલી રહ્યું છે. બહુ સરસ જ્ઞાનવર્ધક ડોક્યુમેન્ટ્રી જોવા મળી. કૂતરાં એવું પ્રાણી છે જે માનવની સૌથી નજીક છે. લાગણીઓ અને ભાવનાઓથી માનવ સાથે  જોડાયેલું આ પ્રાણી બહુ ઉમદા ગુણો ધરાવે છે.

હવે અગાઉ એવું માનવામાં આવતું હતું કે કૂતરાના પૂર્વજ તરીકે કાયોટી, ફોકસ, જેકલ, આફ્રિકાના જંગલી શિકારી કૂતરાં હોવા જોઈએ. કૂતરાં એક ડોમેસ્ટિક ઘરેલું પાલતું જનાવર છે. બીજી શક્યતા એના પૂર્વજ તરીકે વરુની હતી. એન્થ્રોપોલોજીસ્ટ બધી શક્યતાઓ વિચારતા હતા, પણ જિન્સ હવે સાચું બોલી જાય છે. કૂતરાના પૂર્વજ વરુ છે, આફ્રિકાના જંગલી કૂતરા પણ નહિ. ૯૯.૮% કૂતરાના જિન્સ વરુને મળતા આવે છે. વરુના જિન્સ મ્યુટ થઈને ધીમે ધીમે કૂતરાં બન્યા છે. મ્યુટેશન એટલું બધું વિવિધ છે કે જાત જાતના કૂતરાની જાતો વિકસી છે.

ઈંગલેન્ડની લિંકન યુની, હંગેરી, સ્વીડન અને સાયબેરીયામાં થયેલા આધુનિક રિસર્ચ શું કહે છે તે જોઈએ.
માનવ ચહેરો એકદમ પરફેક્ટ સીમેટ્રીકલ હોતો નથી. ચહેરાના ડાબા અને જમણા બંને ભાગ થોડા જુદા જુદા હોય છે. આધુનિક કોમ્પ્યુટર સોફ્ટવેર વાપરી એક માનવ ચહેરાના બરોબર વચ્ચે થી બે ભાગ પાડો. હવે ડાબા ભાગને ઉલટાવી ફરી ડાબા ભાગ જોડે જોઈન્ટ કરો અને તેવી રીતે જમણા ભાગને ઉલટાવીને મૂળ જમણા ભાગ સાથે જોઈન  કરો.. હવે બે ચહેરા એકજ માનવના થશે અને તે બંને જુદા દેખાશે. જેટલો ચહેરો સીમેટ્રીકલ એટલો વધુ સુંદર દેખાય. હવે આપણે જ્યારે કોઈ ભાવ દશામાં હોઈએ જેવા કે ગુસ્સો, પ્યાર, ખુશી ત્યારે આપણાં ચહેરાનો જમણો ભાગ ભાવ વધારે સારી રીતે પ્રદર્શિત કરતો હોય છે ડાબો ભાગ જરા ઓછો.

માટે એક માનવ બીજા કોઈ માનવનો ચહેરો જોશે તો પહેલા જમણો ભાગ જોશે પછી ડાબો. અત્યંત આધુનિક વિડીયો કૅમેરા અને eye સ્કેનર સોફ્ટવેર વડે ઉપરની વાત સાબિત થઈ છે. હવે આપણી સામે કોઈ માનવ ચહેરો આવશે તો આપણે ઉપર મુજબ એના ચહેરાનો જમણો ભાગ પ્રથમ જોઈશું. એના માટે આપણે ડાબી તરફ જોવું પડશે.કારણ સામેની વ્યક્તિના ચહેરાનો જમણો ભાગ આપણી ડાબી તરફ હશે. માટે આપણે પ્રથમ ડાબી બાજુ જોવા માટે ટેવાયેલા હોઈ છીએ. હવે કોઈ માનવ ચહેરાને બદલે કોઈ ઑબ્જેક્ટ કે વસ્તુ હશે તો આવું નહિ બને કારણ વસ્તુને કોઈ ભાવ હોતો નથી. પશુઓ પ્રત્યે પણ આપણે એવા કોઈ ભાવ પ્રદર્શનની આશા રાખતા નથી.

કૂતરા માનવની સૌથી નજી કેમ છે તેનું રહસ્ય આ વાતમાં છે. વિકાસના ક્રમમાં માનવ સાથે રહીને કૂતરા માનવ ચહેરાનો જમણો ભાગ પ્રથમ જોવાનું શીખી ગયા છે. એટલે કૂતરા સામે કોઈ વ્યક્તિ આવે તો ડાબી તરફ પહેલા જુએ છે. માટે કૂતરા માનવનું ભાવ પ્રદર્શન વાચવાનું શીખી ગયા છે અને જાણે છે. બીજું ખાસ કે કૂતરા પણ કોઈ ઑબ્જેક્ટ કે વસ્તુ તરફ કે બીજા કૂતરા તરફ પણ આવી રીતે જોતા નથી. ખાલી માનવ ચહેરા પ્રત્યેજ આવી રીતે જુએ છે. માટે કૂતરા માનવની સૌથી નજીક લાગણીઓ અને ભાવનાઓ વડે જોડાયેલા છે. વૈજ્ઞાનિકોએ અસંખ્ય પ્રયોગો અને આધુનિક ટેકનોલોજી વડે આ સત્ય ઉજાગર કર્યું છે. બીજા કોઈ પ્રાણી આવી રીતે માનવ ચહેરાને જોતા નથી.

વરુના બચ્ચા પાળીને વૈજ્ઞાનિકોએ જોઈ જોયું, ચાર મહિનામાં પાછાં મોકલી દેવા પડ્યા. માનવની જેમ વરુ પણ સોશિયલ શિકારી પ્રાણી છે. જોડે શિકાર કરતા કરતા બંને એકબીજાસાથે નજીક આવ્યા. આર્કિયોલોજિસ્ટ કહે છે ૩૦,૦૦૦ વર્ષમાં વરુ પાલતું થઈને કૂતરા બન્યા, જ્યારે જેનેસેસિસ્ટ કહે છે વરુમાંથી જિન્સ મ્યુટ થઈને કૂતરા બનતા એક લાખ વર્ષ થયા હશે. એક કૂતરું ૩૪૦ શબ્દો જાણે છે. રમકડાનો ઢગલો પડ્યો હોય તમે જે નામ બોલો તે રમકડું કાઢી બતાવે. એક રૂમમાં રમકડા કે કોઈ પણ વસ્તુઓ રાખો, અને એવો બીજો સેટ બીજી રૂમમાં રાખો તમે જે વસ્તુ બતાવશો તેની કોપી બીજી રૂમમાંથી લઈ આવશે. વસ્તુનાં ત્રણ ડાયમેન્શન હોય છે જ્યારે તેજ વસ્તુના ફોટાને એકજ ડાયમેન્શન હોય છે. છતાં વસ્તુનો ફોટો બતાવો કૂતરું બીજા રૂમમાં જઈ તે વસ્તુ લઈ આવશે. ચીમ્પ કરતા પણ કૂતરા હાથનો ઇશારો જલદી સમજી જાય અને કહો તેમ કરે છે. હાથ ઠીક ખાલી આંખનો ઇશારો કરો તો પણ ચાલે.

સાયબેરીયા રશિયામાં એક ફાર્મમાં શિયાળ(Silver Fox) ઉપર પ્રયોગો કરવામાં આવેલા. હાલ પણ ચાલુ છે. શિયાળ ખૂબ અગ્રેસીવ હોય છે. એના પાંજરાને હાથ પણ લગાવી ના શકો. હવે ૧૦૦ માંથી એક શિયાળ જરા ઓછું અગ્રેસીવ હોય છે. તેવા શિયાળ ભેગાં કરી એમના બચ્ચા ઉછેરવામાં આવ્યા. પછી એમની પેઢીઓ ઉછેરવામાં આવી. ત્રીજી પેઢીએ આક્રમકતા ઓછી થવા લાગી. અને ૫૦ વર્ષ પછી સાવ નરમ સ્વભાવના તેડીને ફરી શકાય તેવા શિયાળ પેદા કરી લીધા છે. હવે જેમ આક્રમકતા ઓછી થવા લાગી અને માનવ સહવાસ વધવા લાગ્યો તેમ શિયાળના જિન્સ મ્યુટ થતા થતા એમના કલર અને સાઈજ અને શેપ પણ બદલાવા લાગ્યો છે. જે શિયાળ કાળાં કલરના હતા તેમાં સફેદ રંગના ધબ્બા અને કલર બદલાવ આવવા લાગ્યો છે.

જંગલી શિયાળની પૂંછ લાંબી અને આ પાલતું બનેલા શિયાળની પૂંછ ટૂંકી થવા લાગી છે અને સીધી રહેવાને બદલે વાંકી કૂતરાની જેમ થવા લાગી છે. વાંકી પૂંછ સારી નિશાની છે. ખાલી કૂતરા માટે…માનવ માટે નહિ,  માનવ વાંકો હોય તો ઝોખમી હોય છે. કદાચ થોડા વર્ષો પછી રશિયામાં લોકો કૂતરાની જેમ શિયાળ પાળવા લાગે તો નવાઈ નહિ.  પ્રોજેક્ટ ખૂબ લાંબો ચાલ્યો છે. હજુ ચાલુ જ છે. બસ અહી કૂતરા વિષે સમજાઈ જાય કે કૂતરાની જાતજાતની ભાતભાતની જાતો કેમ વિકસી છે.

કોઈ નાના બાળકનો ચહેરો જુઓ તો તમને પ્રેમ ઊભરાઈ આવશે. તમારા ચહેરાના ભાવ બદલાઈ જાય છે. કૂતરા બેબી ફેસ ધરાવે છે. મનમાં ડર ના હોય તો કૂતરાના ચહેરા બાળક ચહેરાની ગરજ સારે છે. બાળકને ધવડાવતી વખતે અને વહાલ કરતી વખતે માતાનાં શરીરમાં ઓક્સીટોસીન સ્ત્રાવ થાય છે જે તનાવ દુર કરે છે. હાર્ટનાં રોગ હોય તો ફાયદો થાય છે. મન શાંત થઇ જાય છે. માતા સિવાય બીજા લોકો જયારે બાળકને રમાડે ત્યારે પણ ઓક્સીટોસીન પેદા થાય છે, જે હેલ્થ માટે સારું છે. બસ એવુજ કૂતરાને રમાડતી વખતે ઓક્સીટોસીન પેદા થાય છે. સ્ત્રીઓને કદાચ આ કારણસર હાર્ટ એટેક ઓછા આવતા હશે.
તુ.. તુ.. તુ. તુ તુ.. તારા ! ! ભ્રષ્ટ નેતાઓ કરતા કૂતરા સારા ! ! !

Dr.Lyudmila Trut(સિલ્વર ફોકસ ઉપર સંશોધન કરનાર)

બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.

બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.

કોણ નહિ ઇચ્છતું હોય કે એમનું બાળક બુદ્ધિશાળી બને? બધાને એમનું બાળક બુદ્ધિશાળી અને સ્માર્ટ હોય તેવી ખેવના હોય છે. નવા બનેલા માતાપિતા એમના બાળકની નાનીનાની સ્માર્ટ વર્તણૂકને મિત્રોમાં ગાઈ વગાડીને કહેતા હોય છે, ગર્વ અનુભવતા હોય છે. આધુનિક મનોવિજ્ઞાન, બાયોલોજી અને ઇવોલ્યુશનરી સાયન્સ થોડી નાની નાની બાબતો કહે છે જે તમારા બાળકને વધુ સ્માર્ટ બનાવી શકે છે, વધુ બુદ્ધિશાળી બનાવી શકે છે.

રિસર્ચ કહે છે કે બાળકની માથાની સાઇઝ જન્મના પહેલા વર્ષમાં વિકાસ પામે, વધે તે પાછળથી એની બુદ્ધિમત્તા ઉપર અસર કરે છે. જન્મ સમયે બાળકના બ્રેઈનની સાઇઝ ગમે તેટલી હોય તેની કોઈ ચિંતા કરવાની નથી. પ્રથમ વર્ષમાં કેટલી વધે તે મહત્વનું છે. એટલે બાળક જન્મે અને પહેલા વર્ષમાં એના માથાની, બ્રેઈનની સાઇઝ જેટલી વિકસે તેટલું સારું. જે પાછળથી બાળક મોટું થાય તો એની બુદ્ધિમત્તા ઉપર અસર થવાની છે. એટલે જન્મ પછીનું એક વર્ષ ખૂબ મહત્વનું છે, સાંભળો છો? નવા બનેલા કે બનવાના છો તેવા માતાપિતા?

ડીએનએ સિન્થેસિસ અને જ્ઞાનતંતુઓના  વિકાસમાં ચાવી રૂપ હાર્મોન જન્મના પ્રથમ વર્ષમાં ખૂબ ઝડપથી વિકાસ પામે છે. અને આ વિકાસની ઝડપને ખૂબ બળ આપે છે સ્પર્શ. જયારે એક માતા બાળકને સ્પર્શ કરવાનું બંધ કરે છે ત્યારે ડીએનએ સિન્થેસિસ રોકાઈ જાય છે. અને ગ્રોથ હાર્મોનનો સ્ત્રાવ ઘટી જાય છે. મનોવૈજ્ઞાનિક રીતે બાળક સર્વાઈવ મોડ તરફ જતું રહે છે. આપણાં પૂર્વજ આદિમાનવ બાળકને આખો દિવસ સતત ઊચકીને ફરતા રહેતા. અને બાળકને સાથે જ સુવાડતા. આજે પણ આપણે સાથે જ સુવાડીયે છીએ. એક વર્ષનું થાય ત્યાં સુધી બાળકને સતત સ્પર્શ આપતા રહો. માતૃત્વની કેડીએ બ્લોગમાં જઈને કાંગારું પદ્ધતિ વિષે વધુ માહિતી મેળવી લેવા વિનંતી છે.

માતાનું ધાવણ ખૂબ મહત્વનું છે. માતાના ધાવણ જેવી કોઈ ફૉર્મ્યુલા શ્રેષ્ઠ નથી. બાળકો માટે મળતા તૈયાર ખોરાકના ડબલાં ખૂબ રિસ્કી છે. બાળકની ઈમ્યુન સીસ્ટમ અને ન્યુરો ટ્રાન્સમીટર્સનાં વિકાસ માટે માતાનું ધાવણ મહત્વનું છે, તૈયાર ડબલાં જોઈએ તેવો વિકાસ કરી શકતા નથી. ફૉર્મ્યુલા ફીડીંગ ડાયાબીટીસ અને બીજા રોગોનું કારણ બની શકે છે. બ્રેસ્ટ ફીડીંગ બ્રેઈનના વિકાસને ખૂબ ગતિ આપે છે, સાથે સાથે માતા સાથે લાગણીભર્યા સામાજિક સંબંધો અને વાસ્તવિક બુદ્ધિમત્તાનાં વિકાસને વેગ આપે છે. માતાના ધાવણનો કોઈ અપવાદ શોધાયો નથી. એની તુલનામાં બીજું કોઈ આવી શકે નહિ. આપણાં પૂર્વજો બાળકને ૨ થી ૫ વર્ષ સુધી માતાનું ધાવણ આપતા હતા. બે, ત્રણ કે પાંચ  વર્ષ માતાને ધાવેલું બાળક ભવિષ્યમાં ક્યારેય માતાની અવહેલના કરી શકે નહિ. માંડ છ મહિના ધાવેલું બાળક ભવિષ્યમાં માતાની અવહેલના કરે તો ફરિયાદ કરવી નહિ.

બાળકને બને તેટલું તનાવમુક્ત રાખો. જેટલું ઓછું રડે તેટલું સારું. એનાથી ન્યુરોન્સ નાશ પામતા હોય છે. માટે બાળકના હલનચલન ઉપરથી એની જરૂરિયાતો સમજી લો. એક વર્ષ સુધી આટલું ધ્યાનમાં લેવું જરૂરી છે. બાળક બોલી શકાતું નથી માટે એની જરૂરિયાતો સમજવી મહત્વની છે.

દરેક સ્તનધારી પ્રાણીઓ આ બાળ ઉછેરની પ્રાથમિક પદ્ધતિ ૩૦ મિલિયન વર્ષથી અપનાવે છે. આપના પૂર્વજો પણ અપનાવતા હતા. પણ આધુનિક જમાનામાં આપણે ભૂલતા જઈએ છીએ. આપણે બાળકને પૂરતું માતાનું ધાવણ આપતાં નથી. તો હવે યાદ રાખો,
૧)સતત સ્પર્શ આપો. નીચે મૂકશો નહિ.

૨)શાંત રાખો. તનાવમુક્ત રાખો.

૩)ઓછામાં ઓછું એક વર્ષ તો ધવડાવો. માતાના ધાવણ ઉપર જ રાખો.

REFERENCES
Darcia Narvaez, Ph.D.,Catharine R. Gale, PhD, Finbar J. O’Callaghan, PhD, Maria Bredow, MBChB, Christopher N. Martyn, DPhil and the Avon Longitudinal Study of Parents and Children Study Team (October 4, 2006). “The Influence of Head Growth in Fetal Life, Infancy, and Childhood on Intelligence at the Ages of 4 and 8 Years”. PEDIATRICS Vol. 118 No. 4 October 2006, pp. 1486-1492. http://pediatrics.aappublications.org/cgi/content/short/118/4/1486.
Hewlett, B., & Lamb, M. (2005). Hunter-gatherer childhoods.New York: Aldine.
Schanberg, S. (1995). The genetic basis for touch effects. In T. Field (Ed.), Touch and Early Experience (pp. 67-80). Mahwah, NJ: Erlbaum

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

ProcesionMercedes
Image via Wikipedia

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ પણ સમાજને ફંફોસો, કોઈને કોઈ પ્રકારનો ધર્મ લોકો પાળતા હશે. ભલે એમાં વિવિધતા હોય, માન્યતાઓ અને નીતિનિયમો જુદા જુદા હોય પણ ધર્મ અને ધાર્મિકતા બધે જોવા મળશે. માટે એવું વિચારાય છે કે માનવ ધાર્મિક બનવા ઇવોલ્વ થયો છે. શું તે સાચું છે? ચાલો ઇવોલ્યુશનરી સાયકોલોજી શું કહે છે જોઈએ.

વિકાસના ક્રમમાં માનવને જિન્સમાં મળેલું છે એક માનવ વંશનું ઝરણું વહેતું રાખવું, બીજું જીવતા રહેવા કોઈ પણ ઉપાય શક્ય કરતા રહેવું, કોઈ પણ હિસાબે સર્વાઈવ થવું. સર્વાઈવ થવાનો એક લાંબો પ્રોસિજર છે માનવ વંશનું ઝરણું વહેતું રાખવું. માનવ પોતાના જિન્સ બીજી પેઢી એટલે પોતાના સંતાનોમાં ટ્રાન્સ્ફર કરી, એક રીતે પોતે જીવતો રહે છે. હાલનું શરીર ભલે કુદરતના નિયમ આધારિત નાશ પામે તે જીવતો છે એના ટ્રાન્સ્ફર કરેલા જિન્સને લઈને. ઉલટાની એમાં પેઢી દર પેઢી પ્રગતિ થાય છે, વિકાસ થાય છે માટે વિકાસ પામતો જતો જીવંત છે. હજારો વર્ષ પછી પણ હું જીવતો જ હોઈશ અને તે પણ વધુ વિકાસ પામેલો.
આના માટે માનવ નર હંમેશા આતુર હોય છે એનું બીજ સ્ત્રીમાં રોપી દેવા. કોઈ પણ સારી સ્ત્રી જોઈ, એની સુગન્ધ ભાવી ગઈ કે તે ઉતાવળો થવાનો એનું બીજ પ્રત્યારોપણ કરી દેવા. એના માટે સ્ત્રીની હા છે તેવી ધારણા બાંધી સાંનિધ્ય કેળવવા દોડી જવાનો. હવે દર વખતે સ્ત્રીની હા ના હોય. સ્ત્રી ખાલી સામાન્ય મિત્રાચારી પણ ઇચ્છતી હોય. આગળ વધવા તૈયાર ના હોય. એમાં ભાઈની ઑફરના જવાબમાં લાફો પણ મળે, ચપ્પલ પણ મળી જાય. હવે ભૂલ તો થઈ ગઈ. કોઈ વાંધો નહિ, ફરી બીજે ટ્રાય ચાલુ. ફરી લાફો મળે પણ વારંવાર ટ્રાય ચાલુ જ રહેવાના. વારંવાર ભૂલ થાય પણ ટ્રાય ચાલુ કેમ રહેતા હોય છે? હવે ચાલો ભાઈ સમજી ગયા કે કોઈ સ્વીકારતું નથી, અને કોઈ સ્ત્રી સંપર્કમાં આવી છતાં ભાઈ તરફથી અગાઉની કરેલી ભૂલોના લીધે, મળેલા ઇન્કારને લીધે પ્રયત્ન થયો નહિ. તે જ સમયે આ સ્ત્રી ખરેખર તૈયાર હતી રીપ્રોડક્શન માટે. હવે ચાન્સ ગુમાવ્યો. કિંમત ચૂકવવી પડી બહુ મોટી કે ચાન્સ ગુમાવ્યો. આ થઇ ફોલ્સ નેગેટીવ એરર. કુદરત કોઈ ચાન્સ લેવા માંગતી નથી. ભૂલોના લીધે બહુ મોટી કિંમત ચૂકવવી પડે તે માન્ય નથી. એટલે એક પણ ચાન્સ ગુમાવવો ના હોય તો વારંવાર ભૂલ થાય છતાં પ્રયત્ન કરતા રહેવો તે માટે માનવ ઇવોલ્વ થયેલો છે. એટલે વારંવાર ઇનકાર મળશે પણ કોઈ વાર તો હકાર મળશે આવું વિચારવું, આ થઇ ફોલ્સ પોજીટીવ એરર. ચાન્સ ગુમાવવો પાલવે નહિ માટે માનવ ભૂલો વારંવાર કરશે પણ એની મોટી કિંમત ચૂકવવી ના પડે તે પહેલું જોવાનું માનવ શીખ્યો છે ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં. આને એરર મૅનેજમેન્ટ કહેવાય. એરર ભલે થાય કોસ્ટ ચૂકવવી ના પાલવે. માટે માનવ વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો છે, Overinfer.

હવે બીજો દાખલો વિચારીએ. આપણો કોઈ પૂર્વજ આફ્રિકાના ગાઢ જંગલમાં ફરી રહ્યો છે. એવામાં કોઈ વિચિત્ર અવાજો આવે છે અને એક મોટું ફળ વૃક્ષ ઉપરથી એના માથે પડે છે. બે ધારણાઓ છે. એક તો પવનના સુસવાટાનો અવાજ છે અને ગુરુત્વાકર્ષણને લીધે ફળ વૃક્ષ પરથી નીચે એના માથા ઉપર પડ્યું છે. બીજી ધારણા છે કોઈ હુમલાખોર એનો શિકાર કરવા ચેતવણી રૂપ અવાજો કરી રહ્યો છે અને કોઈ બીજો કોઈ હુમલાખોર વૃક્ષ પર છુપાયો છે અને તે કશું મારી નાખવા ફેંકી રહ્યો છે. હવે ખરેખર પવનનો સુસવાટાનો અવાજ નથી અને સાચે જ કોઈ હુમલાખોરો મારી નાખવા તૈયાર છે અને એણે ધાર્યું કે આતો પવનનો અવાજ છે તો એ માર્યો જવાનો. જીવ જવાનો. આ થઈ ફોલ્સ નેગેટિવ એરર. આવું તો પાલવે નહિ. માટે જ્યારે જ્યારે આવી અણધારી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે તે પહેલો વિચાર હુમલાખોર જીવ લેવા આવ્યો છે તેવું જ વિચારશે. હવે હુમલાખોર નહિ હોય તો કોઈ નુકશાન નથી. ભલે ધારણા બાંધી લીધી ભૂલ કરી. પણ ખરેખર હુમલાખોર હોય તો બાંધેલી ધારણા કામ લાગી જાય અને સામો હુમલો કરી કે ભાગી જઈને બચી  જવાય. માટે ધારણા બાંધી લેવામાં ભૂલ વારંવાર થાય તો ચાલે પણ જીવ ગુમાવવો ના પાલવે. આ થઈ ફોલ્સ પોજીટીવ એરર. એટલે પાછળ કોઈ કાવતરું છે, કોઈ નુકશાન પહોચાડવા પ્રયત્નશીલ છે તેવું માની લેવા માનવ અવિશ્વાસુ બનવા પેરનાઈડ(Paranoid)બનવા વિકસ્યો છે.

પ્રથમ માનવ Overinfer બનવા વિકસ્યો, વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો. શેના વિષે? જે વસ્તુ ના હોય, જે સંજોગ કદી ઉભા થવાના ના હોય, જેનું અસ્તિત્વ જ ના હોય તેના વિષે વધુ પડતી ધારણાઓ બાંધી એમાં પ્રાણ ફૂંકવા માટે ઉત્સાહિત બનવાનું શીખ્યો છે, એવી રીતે એનું બ્રેઈન વિકસ્યું છે. એટલે પવનના સુસવાટા પણ એણે કોઈ જીવંત વ્યક્તિ લાગવાના. વીજળીના ચમકારા પણ જીવંત. બધામાં જીવ પૂરવાનું શીખ્યો. જે વસ્તુ સમજમાં આવે નહિ તેમાં પણ જીવંત દેખાવા લાગ્યું. સતત મનન અને પૂર્વગ્રહ યુક્ત ચિંતન એને સુપર નેચરલ વસ્તુઓમાં માનતો કરી દીધો. એમાંથી ભગવાન પેદા થયો. પહેલા ભગવાન વાવાઝોડા, ભૂકંપ અને ડીઝાસ્ટર મોકલનાર લાગતો હશે. પછી એને ખુશ કરવા પ્રયત્નો કરવા લાગ્યો. યજ્ઞો કરવા, ભાગ આપવો. એમાંથી ધર્મ પેદા થવા લાગ્યો. વીજળીના ચમકારે આકાશવાણી કરી ભગવાન સંવાદ કરવા લાગ્યો. એટલે ધર્મ એ બાય પ્રોડક્ટ છે. એટલે માનવ ધાર્મિક બનવા સર્જાયો નથી, પણ આતંકિત બનવા સર્જાયો છે, પેરનાઈડ બનવા સર્જાયો છે. માનવ ધાર્મિક છે કારણ આતંકિત છે, પેરનાઈડ છે.ધોળકિયા સાહેબ સાચું કહે છે કે“માણસ ધાર્મિક બનવા સર્જાયો છે એવું નથી. એ માત્ર મગજની પ્રવૃત્તિ છે. ધર્મ અને ભગવાન માણસની શોધ છે.”

માનવ ધાર્મિક છે કેમકે માનવ ભયભીત છે. આ ભયનો ઉપયોગ કરી સાધુબાવા, ગુરુઓ માનવને વધારે ભયભીત કરે છે, પછી એમાંથી બચવાના ઉપાય તરીકે એમના રોટલા પાણી કાઢ્યા કરતા હોય છે.