Category Archives: વિવાદ
ઉર્જા,,કામઉર્જા..
*ઉર્જા એનર્જી ને આપણે શક્તિ કહીએ છીએ.જીવન ઉર્જા,પ્રાણ ઉર્જા ગમેતે નામ આપો.ઉર્જા એકજ છે.પરંતુ જેતે ઇન્દ્રિય દ્વારા વપરાય તેવું કામ આપે છે.મૂળ ઉર્જા એકજ છે પણ એના કામ જુદા જુદા છે.વૈજ્ઞાનિક પરિભાષા માં વિદ્યુત ઉર્જા પણ કહેવાય.દરેક વ્યક્તિ ની અંદર વિદ્યુત ઉર્જા હોય છે.પણ માત્રા ઓછી હોવાથી અડનાર ને કરંટ લાગતો નથી.તમે સાગર માં તરતા હોવ તો તમારા હાથપગ ના સાંધાઓમાં થી ઇલેક્ટ્રિક ડીસ્ચાર્જ થાય છે તે શાર્ક ને દેખાય છે,અનુભવાય છે.અને એ તમારો શિકાર કરવા દોડી આવે છે.તમે ચાલો ત્યારે ઈલેક્ટ્રીસીટી પેદા થાય છે.માટે જનરલ ઇલેક્ટ્રિક કંપની માં તમે જોવા જાવ તો તમારે ખાસ પ્રકાર ના કપડા પહેરવા પડે,જેથી તમારા શરીર માંથી પેદા થયેલી ઈલેક્ટ્રી સીટી ના કારણે એમના નાજુક યંત્રો ને નુકશાન ના પહોચે.આ ઉર્જા આંખો દ્વારા વપરાય તો જોવાનું કામ કરે છે,કાન દ્વારા સાંભળવાનું,નાક દ્વારા સુન્ઘવાનું.આજ ઉર્જા બાળક પર પ્રેમ વરસાવે છે,ને દુશ્મન પર ઘૃણા.નાની ઉંમરે સન્યાસ અકુદરતી.
ગુલામી માફક આવી ગઈ છે.
એકવાર બ્લોગ જગતમાં લટાર મારતા મારતાથાનકી સાહેબ ના બ્લોગ માં ઘુસી ગયો.ત્યાં કોઈ વિદેશી લેખક નું વાક્ય વાચ્યું.संशयात्मा विनश्यति । ….. Most Misused.
વેદવ્યાસ દ્વારા સંશયાત્મા વિનશ્યતિ એવું શ્રીકૃષ્ણનાં મુખે ગીતામાં મુકાયું છે. શ્રી કૃષ્ણ આજે ઉપરથી કદાચ જોઈ રહ્યા હશે તો પસ્તાતા હશે. મેં કયા સંદર્ભમાં કહેલું ને આપણે ભારતીયો મનફાવતાં અર્થો કરી લેવાના નિષ્ણાત, કયો અર્થ કરી બેઠા છે? દુનિયામાં સૌથી વધારે દુર ઉપયોગ જેનો થયો હોય તેવું આ વાક્ય છે. જો આજે કૃષ્ણ આવે તો પહેલું કામ આ વાક્ય ને ગીતામાંથી ડીલીટ કરવાનું કરે. સાદો અર્થ એ છે કે શંકા કરીશ નહિ, શંકા કરનારનો નાશ થાય. શંકા કર્યા વગર વિજ્ઞાનનો જન્મ થાય ખરો? એટલે ભારતમાં વિજ્ઞાન જન્મવાનું ભૂલી ગયું. જે વિજ્ઞાન જન્મ્યું હશે તે કદાચ કૃષ્ણ પહેલા કે કોઈ આ વાક્યમાં ના માનનાર બળવાખોરે થોડું ઘણું કદાચ પેદા કર્યું હોય…વિજ્ઞાનનો મુખ્ય આધાર જ શંકા છે.
અર્જુન ક્ષત્રિય હતો. લડવું એનો ધર્મ એટલે સ્વભાવ હતો. લડાયક વૃત્તિને લીડરશીપ એ ક્ષત્રિયનો સ્વભાવ કહેવાય. સ્વ ધર્મે નિધનમ શ્રેય, એટલે હિંદુ, મુસ્લિમ, શીખ કે જૈન, બુદ્ધ, સ્વામીનારાયણ કે વૈષ્ણવ નહિ. તમારા સ્વભાવ પ્રમાણે કામ કરો. અર્જુન આખી જિંદગી લડ્યા કરતો હતો. ઘણા બધા રાજાઓને હરાવી યુધીષ્ઠીરની આણ નીચે એણે અને ભીમે લાવી દીધેલા. પાંચ પાંડવોમાં આ બે ભાઈઓ મહાન લડવૈયા હતા. બાકી બીજા ઠીક હતા. કૌરવો સિવાય લગભગ તમામ રાજાઓ આ લોકોની આણ નીચે હતા. જો કે બંને કૌરવો અને પાંડવો પિત્રાઈ ભાઈઓ હતા, એટલે બંનેના સગાઓ એક જ હોય તે પણ સ્વાભાવિક જ હતું.
બંને સેનાઓ વચ્ચે રથ ઉભો રહ્યો ને અર્જુનને સામે સગાઓ જોઇને પસીનો વળી ગયો. યુદ્ધમાંથી છટકવાના બહાના શોધવાનું ચાલુ થયું ને એમાંથી ગીતાનો ઉદભવ થયો. સામે સગાઓ ના હોત તો? ક્યારનો કૃષ્ણને પૂછ્યા વગર લડવા માંડ્યો હોત. બે સેનાઓ વચ્ચે રથને લઇ જવાનું પણ ના કહેત. એ વખતે અહિંસાની વાતો ના કરત. બસ લડવા જ માંડ્યો હોત, ને આખી જીંદગી એજ કામ તો કરેલું. સ્મશાન વૈરાગ્ય આવી ગયેલો. પણ જરા જ્ઞાની, પંડિત એટલે કૃષ્ણ ને પણ વાર લાગી સમજાવતા. અઢાર અધ્યાય સુધી લાંબા થવું પડ્યું. કોઈ અજ્ઞાનીને સમજાવવો સહેલો પણ પંડિતને અઘરો.
કૃષ્ણને વાંધો આજ હતો કે સગાઓ સામે ના હોત તો પુછવા પણ ના રહેત. પોકળ અહિંસા હતી. દુવિધામાં પડી ગયેલો. નિર્ણય લેવામાં અટકી ગયેલો. દ્વિધામાં સપડાઈ ગયો. જેઓ દ્વિધામાં સપડાય ને નિર્ણય ના લઇ શકે એનો નાશ અવશ્ય થાય. એ સંશયમાં પડી ગયો કે શું નિર્ણય લેવો. એક બાજુ સર્વાઈવ થવા લડવું જરૂરી હતું. કારણ કૌરવો નાશ કરવા તૈયાર જ હતા. અને સામે સગાઓ જોઇને પ્રેમ ઉભરાઈ આવ્યો હતો. બસ આ દ્વિધા દુર કરવામાં ગીતા રચાઈ. શંકા કુશંકા કર્યા વગર લડવાનું શરુ કર ભાઈ આજ કૃષ્ણનું સમજાવવાનું હતું. કારણ મૂળ સ્વભાવ તો લડવાનો જ હતો. તો તારા સ્વધર્મ નું પાલન કર ને લડવા માંડ નહીં તો કોઈ જીવવા નહિ દે.
બસ જૈનો એ કૃષ્ણને સાતમાં નર્કમાં નાખી દીધા. અર્જુન તો ના પાડતો હતો, અહિંસાનો પુંજારી બની ચુક્યો હતો. અને કૃષ્ણે ખોટું શીખવાડી યુદ્ધમાં દોર્યો ને હિંસા કરાવી, જાઓ સાતમાં નર્કમાં. જે માણસ અહિંસક બનવા રાજી હોય તેને યુદ્ધ માં કઈ રીતે ધકેલી દેવાય? અને જો તમે સ્વધર્મનો અર્થ હિંદુ ધર્મ કરતા હોવ, તો કૃષ્ણના સમયમાં સનાતન હિંદુ અને જૈન સિવાય બીજા કોઈ ધર્મો હતા નહિ. કોઈ સંપ્રદાયો હતા નહિ. તો મૂળ સનાતન હિંદુ ધર્મ ને માનો. આટલા બધા ધર્મો ને કેમ માનો છો? આ હજાર વાડાઓ તો કૃષ્ણ પછી ઉભા કર્યા છે ને કયા મોઢે સ્વધર્મની વાતો કરો છો? રોજ નવા વાડાઓ ઉભા કરો ને સ્વધર્મની વાતો કરો એવું તો કૃષ્ણ શીખવાડી નથી ગયા.
ચાલો શ્રી કૃષ્ણ એ કહ્યું હશે કે મારામાં શંકા ના કરીશ. તો એટલા માટે કે હવે અર્જુન મોહ માયાના ચક્કરમા ફસાઈને લડવાનો ધર્મ ભૂલી રહ્યો છે. બીજું કૃષ્ણ એના ખાસ મિત્ર પણ છે. અને જીવનની ઘણી બધી મહત્વની પળોમાં સાથે રહ્યા છે. અર્જુનનો મૂળભૂત સ્વભાવ ધર્મ એમના સિવાય બીજો કોણ સારી રીતે જાણી શકે? પોતાની બહેન સુભદ્રા પણ મોટાભાઈની નામરજી હોવા છતાં પરણાવી છે એ પરમ મિત્ર જોડે. એટલે કહ્યું હશે કે હવે મારામાં શંકા ના કરીશ, હું કહું તેમ કર, મારી શરણમાં આવ. કારણ હવે જયારે તું નિર્ણય લેવા અક્ષમ જ બન્યો છે, અને સૌથી વધારે હું તને જાણું છું તો મારામાં વિશ્વાસ રાખ ને મારું કહ્યું કર. ઘણી વાર સંતાનો નિર્ણય લેવામાં દ્વિધા અનુભવતા હોય ત્યારે માબાપે એમને એમનું કહ્યું કરવા મજબુર કરવા પડતા હોય છે. આખી ગીતા અર્જુનને યુદ્ધમાં ભાગ લેવા સમજાવવા માટે રચાઈ છે. છેવટે જયારે નથી માનતો ત્યારે કહેવું પડે છે કે હવે તું શંકા ના કરીશ ને મારી શરણમાં આવ મતલબ મારું કહ્યું કર. કાવ્યાત્મક ભાષા છે. સંતાન ખાડામાં પડવા જતું હોય ત્યારે માબાપે ઘણીવાર દબાણ પૂર્વક ફરજ પાડવી પડતી હોય છે. આખી ગીતા કાવ્યાત્મક ભાષામાં રચાઈ છે, કવિતાઓના ધારો તેટલા અર્થ કાઢી શકો એટલા ગદ્ય ના કાઢી શકો જયારે એકાદ વાક્ય ને પકડી ને મહાત્માઓ ભોળા લોકો ને છેતરતા હોય ત્યારે હું કેમ એક વાક્ય ઉપર મારા મંતવ્યો રજુ ના કરી શકું? અને આપણે ક્યાં જ્ઞાન નો દાવો કરવો છે?
બસ ગુરુઓએ, મહાત્માઓએ શરુ કરી દીધું શંકા ના કરશો અમારામાં. અમે જે કહીએ તે બોલ્યા ચાલ્યા વગર માની લો. ગીતામાં કૃષ્ણ કહી ગયા છે. ભારતીય ધર્મ ગુરુઓના મોઢે સૌથી વધારે વપરાતું વાક્ય બનવાનું માન આ વાક્ય લઇ જાય છે. એનો મૂળ હેતુ ભુલાઈ ગયો. અર્જુન તો નિર્ણય લેવામાં સફળ થઇ ગયો. પણ આપણે ભારતીયો હજુ આજે પણ નિર્ણય લઇ શકતા નથી. અને દ્વિધામાં સપડાએલા રહે એમાં ગુરુઓને ફાયદો છે. ગુરુઓએ ધન ભેગું કરવા, મંદિરો બનાવવા, ભક્તો વધારવા, ભક્તોની સ્ત્રીઓ ભોગવવા ને બીજી ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરવા આ વાક્યનો દુરુપયોગ કરવાનું ચાલુ કરી દીધું. લગભગ બ્રેન જ વોશ કરી દીધું. બસ અમે જે કહીએ તે સાચું, જરા પણ શંકા ના કરતા નહીં તો તમારો નાશ થશે. બસ આ નાશ ના થઇ જાય માટે આપણે ભારતીયો તમામ અઘટિત વાતો માની લેવા માંડ્યા. એના માટે લોહી પણ વહાવવું પડે તો ચાલે. આ ચક્કરમાં તો બધા જ પડેલા છે, ભણેલા, ગણેલા, પૈસાપાત્ર, ગરીબ, નોકરિયાત, ઉદ્યોગપતિ બધા જ. આ મહા ઠગોએ વિચારવાની બારીઓ બંધ કરી દીધી છે. કશું વિચારવાનું નહિ, શંકા ના કરવાની. જો કોઈ જરા પણ આડો ફાટે તો આ વાક્ય કહી દેવાનું, ભગવાન કહી ગયા છે.
ભારત સિવાય કોઈ બીજા દેશોમાં ગીતા વાંચતું નથી. છતાં આ લોકો પ્રગતિ કરતા જ હોય છે. આ લોકોનો નાશ પણ થયો નથી. આ લોકો આપણાં કરતા પણ વધારે મજબુત છે. ચીનમાં કોણ ગીતા વાંચે છે? ચીનાઓ આપણાં કરતા વધારે મજબુત છે. ચીનાઓને આપણે ના હરાવી શકીએ જો યુદ્ધ થાય તો. પાકિસ્તાન પાસે આપણાં કરતા વધારે બોમ્બ છે. ઘણા બધા દેશો આપણાં કરતા પછાત ને કમજોર પણ છે. પણ એ લોકો ગીતા વાચતા નથી માટે નહિ. આપણે સદાય ગીતા પાઠ કરનારા કેટલા સુખી છીએ તે તો આપણે જ જાણીએ છીએ.
ગીતા યુદ્ધના મેદાનમાં રચાએલું મહાન પુસ્તક છે તેવું પહેલા માનતો હતો, પણ શક્ય લાગતું નથી. એની મહાન ફોલોસોફીને આપણે કદી માની નથી કે સર્વાઈવ થવા, જીવવા લડવું પડે. અને કોઈ પણ હિસાબે જીવવું એ આપણો ધર્મ છે. એને માટે આતતાયીની હત્યા કરો પાપ નહિ લાગે. પોકળ અહિંસા ને ત્યજી દેવાની કૃષ્ણની સલાહને આપણે માનતા નથી. દ્વિધા ત્યજીને યુદ્ધ કરવાની સલાહ આપણે માનતા નથી. કોર્ટોમાં ન્યાયાધીશો નિર્ણય લેતા નથી. મારા પિતાશ્રી વકીલ હતા પંદર પંદર વર્ષો લગી એકના એક અસીલો ને મારા ઘરે આવતા જોયા છે. નેતાઓ નિર્ણય લેતા નથી. અને લે છે તો પોકળ અહિંસા ને શાંતિપ્રિય છીએ તેવું બતાવવામાં આર્મીએ જીતેલા યુદ્ધને ટેબલ પર હારી જવામાં ગૌરવ અનુભવે છે. સૈનિકોએ આપેલા બલિદાનો વ્યર્થ જાય છે. બહાદુર પોલીસ અફસરોએ આપેલા જાનની કોઈ કીમત રહેતી નથી. સવારે ઉઠ્યા ગીતા ખોલી બેચાર શ્લોકો વાંચી લીધા. ખલાસ પતી ગયું. હવે રાહ જુવો કૃષ્ણ આવશે ને બધું સારું થઇ જશે. ગીતાનું અપમાન આપણે ભારતીયો કરતા હશે એટલું કોઈ કરતુ નહિ. કોર્ટમાં તોડવા માટે ગીતા પર હાથ મૂકી સોગંધ લેવાય છે. ગીતા પર હાથ મૂકી પછી તત્ક્ષણ જુઠું બોલતા ના શરમાતા ભારતીયોથી વધારે કોણ ગીતાનું આપમાન કરી શકે?
વગર ગીતા વાંચે ચીનાઓ કૃષ્ણની સલાહ માને છે. તમે બળવાન નહિ હોય તો કોઈ પૂછવાનું નથી. ચીન હવે અમેરિકાને પણ દબાવશે. ગીતાને રોજ વાંચવાની જરૂર જ નથી. એના ઉપદેશોને અમલમાં મુકવાની જરૂર છે. નેતાઓ કહેશે અમે જે કરીએ તેમાં શંકા કરશો નહિ, સાધુઓ કહેશે અમે જે કહીએ તે કરો, શંકા કરશો નહિ. સાક્ષરો કહેશે અમે જે લખીએ તે માનો, શંકા કરશો નહિ. બસ આ શંકા ના કરશો એ વાક્યે ભારતનું નુકશાન કર્યું છે એટલું બીજા કોઈ વાક્યે નહિ કર્યું હોય.
દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..
બોલતા પુરાવા,પણ ભારત બન્યું બહેરું.The Forgotten Heroes.,5
Indian Army POWs: Major SPS Warraich, Major Kanwaljit Sandhu, Major Jaskiran Singh Malik, Major SC Guleri, Major AK Ghosh, Major Ashok Suri, Captain Ravinder Kaura, Captain Kalyan Singh Rathod, Captain Giri Raj Singh, Captain OP Dalal, Captain Kamal Bakshi, Captain Vashisht Nath, 2nd Lieutenant Sudhir Mohan Sabharwal, 2nd Lieutenant Paras Ram Shama, 2nd Lieutenant Vijay Kumar Azad, Corporal Pal Singh, Subedar Kali Das, Subedar Assa Singh, L/Hav Krishan Lal Sharma, L/Naik Hazoora Singh, L/Naik Balbir Singh, Sepoy S Chauhan, Sepoy Dilar Singh, Sepoy Jagir Singh, Sepoy Jagdish Lal, Gnr Madan Mohan, Gnr Sujan Singh, Gnr Gyan Chand and Gnr Shyam Singh.
Lt Cdr Ashok Roy from Indian Navy and other possible POWs are Flight Lieutenant Sudhesh Kumar Chibber and Captain Dalgir Singh Jamwal.
અમે જીવીએ છીએ,The Forgotten Heroes.,4


દર્દનાક ચીસો પાડવા જેઓને છોડી દેવાયા,The Forgotten Heroes.,3


દર્દનાક ચીસો પાડવા જેઓને છોડી દેવાયા,They lived for India,died defending India.
અસીમ યાતનાઓ વેઠવા જેઓને છોડી દેવાયા.,The Forgotten Heroes.,2


અસીમ યાતનાઓ વેઠવા જેઓને છોડી દેવાયા., They lived for India,died defending India.The forgotten Heroes of 1971 war. *સુમન પુરોહિત લગ્નના ફક્ત અઢાર જ મહિના વીત્યા છે,અને વહાલસોયો પુત્ર ફક્ત ત્રણ જ મહિનાનો થયો છે,એમના પતિ ભારતીય વાયુ સેનાના ફ્લાઈટ લેફ્ટેનેન્ટ મનોહર પુરોહિત ૯, ડીસેમ્બર ૧૯૭૧ ના રોજ રાજસ્થાન સેક્ટર થી પાકિસ્તાન તરફ ઉડાન ભરે છે.ફરી પાછા ક્યારેય આવતા નથી. જેઓને પાકિસ્તાન ની જેલોમાં અસીમ યાતનાઓ ઝેલવા છોડી દેવાયા ભારત સરકાર દ્વારા,એ ૧૯૭૧ ના યુદ્ધ ના હીરોસ માના મનોહર પુરોહિત ના પત્ની સુમન પુરોહિત ત્યારે ફક્ત ૨૩ વર્ષ ના યુવાન હતા,અત્યારે ૬૨ વર્ષના થઇ ચુક્યા છે.આ તમામ ૫૪ જણાં ને મિસિંગ ઇન એક્શન તરીકે નોધી દીધા છે.ના તો ભારત સરકાર ના તો પાકિસ્તાન સરકાર કોઈએ યુદ્ધ કેદી તરીકે નોધ્યાજ નથી.
જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા,The Forgotten Heroes.,1
સત્ય નો ઘાંટો શું કામ??થપ્પડ કેમ નહિ?
શેતાનો ભારતમાં હીરો,,
પરિવાર અને લગ્ન વ્યવસ્થા,,,
“શું ધર્માંતરણ સહેલું છે?જૈન,બુદ્ધ,અને હિંદુ ધર્મ ના સંદર્ભ માં”…..
“કટૅસ્ટ્રફિ, તાંડવનૃત્ય, સર્જન વિસર્જન, શિવજી” Catastrophe.
ગંગા કદી અશુદ્ધ ના થાય! શું વાત છે મારા ભાઈ??હહાહાહાહહાહાહાહા..હા..હા.

*
ફેબ્રુ ૪,૧૯૫૪ કુંભમેળામાં મહાનિર્વાણી અખાડાના નાગા સાધુઓ સ્નાન કરી પાછા આવતા હતા, એમના સુંદર નગ્ન દેહો જોઇને સ્વર્ગમાં ટીકીટ બુક કરાવવાની લાલચમાં દોડાદોડી થઇ અને ભીડમાં ૫૦૦ કરતા વધારે લોકો કચડાઈ ને તરત દાન મહાપુણ્યના ન્યાયે સ્વર્ગે સિધાવ્યા. ટીકીટ શું બુક કરાવવાની સીધુ જ સ્વર્ગ. સારું કહેવાય ને? ઈ.સ. ૧૭૬૦ કુંભ મેળામાં વૈરાગી સાધુઓ વચ્ચે ઝઘડો થયો. મોટા ભાગે પહેલું કોણ સ્નાન કરે તે બાબત ઝગડા થતા હોય છે. સંસારીઓ તો ઝઘડે માની શકાય પણ વૈરાગી સાધુઓ ઝઘડે? પતિપત્ની ઝઘડે, એ તો ઝઘડવા માટે જ ભેગા થયા હોય છે. હહાહાહા, કેટલા મરાયા? પુરા ૧૮૦૦૦ કરતા પણ વધારે. નો પ્રોબ્લેમો અબજ કરતા પણ વધારે થવાના છીએ. છતાં કુંભ મેળાનું મહત્વ ઓછું થયું નથી, શ્રી કાંતિ ભટ્ટ ઉવાચ.. આવા તો કાયમ મર્યા કરે છે. તો તો ધોરાજીમાં કચડાઈ મર્યા તે બાબત આ લેખક દાદાને જરાય દુખ નહિ થયું હોય. ક્યાંથી થાય મોહમાયાથી પર જો થઇ ચુક્યા હોય.
શ્રી કાંતિ ભટ્ટ ઉવાચ ભારતમાં કેટલા સાધુઓ છે? જોઈ આવો જરા કુંભ મેળામાં, સવાલાખથી કદી ઓછા ના હોય. જોયું મારું ભારત કેટલું મહાન છે? અને કેટલું બધું ધાર્મિક છે? જેટલી સાધુઓની સંખ્યા વધારે તેટલું ભારતનું ગૌરવ. અને એટલે જ રૌરવ નરક ભોગવી રહ્યું છે. એ આ સાધુ બાવાઓની હમેશા ચમચાગીરી કરનાર લેખકશ્રીને ખબર નથી. લાખો અનપ્રોડકટીવ સાધુઓ, ના તો આત્મજ્ઞાનની પળોજણ કરે છે, ના તો સમાજના કોઈ કલ્યાણનું કામ. ના તો કોઈ ઉત્પાદન કરે છે, ના તો કોઈ સેવા. સંસારની જવાબદારીઓમાંથી છટકેલા આ ભીખારીઓ લાખો ભારતીયોની મહેનતની કમાણી મફતમાં ખાઈ જાય છે. ના તો કોઈ ટેક્ષ ભરવાની ચિંતા, ના કમાવાની. એમના ગુરુઓ પ્રજાનું બ્રેન વોશ કરે રાખે ને લોકો એમના ભરણપોષણ કરે રાખે. સાધુ તો ચલતા ભલા, સાધુનું કુળ ના પુછાય. બ્રેન વોશિંગના એટલા બધા ઉત્તમ નમુના તમને ભારતમાં જોવા મળશે કે વાત ના પૂછો. અગાઉથી બધી જ પૂરી તૈયારી હોય. તમે એનો ઈતિહાસ પૂછો જ નહિ. ના તો પોલીસ પણ તપાસ કરે. પાપ લાગે . કેટલાય ક્રિમિનલ્સ આનો લાભ લઇ ખાસ તો ગુજરાતમાં સાક્ષરશ્રીઓના પ્રણામ ઝીલતા હશે? થોડા હિન્દી બોલનેકા, થોડી ચોપાઈ ગોખ લેને કી.
કશું પણ કામ ના કરનારા આ સાધુઓનું પોષણ ભારતના ગરીબ, તવંગર અને મધ્યમ વર્ગના માથે છે. જાણીતા કથાકાર મોરારીબાપુ ૨૦ વર્ષ પહેલા કુંભ ગયેલા ત્યારે ગુજરાતીઓ ગાંડા થઇ, કુંભમાં સંખ્યા વધારવાનું પુણ્ય કમાવા દોડી ગયેલા. ૨૦ વર્ષ પહેલા ૧૫ લાખના ખર્ચે ભવ્ય વ્યાસપીઠ વાળો મંડપ બાંધેલો. ને એમને ટાઢ, તડકા ને વરસાદની અસર ના થાય માટે એક લાખનો એમનો પર્સનલ તંબુ વોટરપ્રૂફ બાંધવામાં આવેલો. કોના પૈસા? જેણે આપ્યા હશે, ગરીબ, તવંગર કે કાળા બજારીયાયે, કમાવા મહેનત તો કરીજ હશે ને?
*ગંગા કદી પ્રદુષિત થવાની નથી, ભલે કરોડો લોકો સ્નાન કરે, ને હાજતે જાય. કાંતિ ભટ્ટ શ્રી ઉવાચ, ગંગાના પ્રદુષિત પાણીની વાત વારંવાર કરનારે કુંભ સ્નાન જોવા જવું, તેના પર્યાવરણના પ્રદુષિત જ્ઞાનની શુદ્ધિ થશે. બોલો બાકી રહ્યું કાઈ? પથ્થર પર પાણી.
નોધ:-ઉપરનો આર્ટીકલ “ગંગા કદી અશુદ્ધ ના થાય” એવા શ્રી કાંતિ ભટ્ટના ઓનલાઈન દિવ્યભાસ્કરમાં આવેલા આર્ટીકલની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.
રૂપાળા શબ્દો ની માયાજાળ, “સીતા માનવતાની વિમલ વેદના”……
નોધ:–ઉપરનો આર્ટીકલ શ્રી ગુણવંત શાહ ના ઓન લાઈન દિવ્યભાસ્કરમાં આવેલ “રામ કથા જગ મંગલ કરની”આર્ટીકલ ની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.
![1JaiShreeRam5B15D-medium;init_[1]](https://raolji.com/wp-content/uploads/2010/02/1jaishreeram5b15d-mediuminit_1.jpg?w=96&h=150)







![major_ghosh_time_magazine_185_20070129[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/major_ghosh_time_magazine_185_200701291.jpg?w=102&h=150)

![164537_f260[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/164537_f2601.jpg?w=144&h=150)


![100445824_288ebe0950[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/100445824_288ebe09501.jpg?w=110&h=150)
![f1a01ba622e71b66[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/f1a01ba622e71b661.jpg?w=103&h=150)
![b99508bcb01347b4[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/b99508bcb01347b41.jpg?w=474)
![cb043d423942fcd6[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/cb043d423942fcd61.jpg?w=474)