Category Archives: અહેવાલ

શરાબ…થોડી થોડી પીયા કરો.(નહિ પીવો તો ચાલશે).

શરાબ..થોડી થોડી પીયા કરો.(નહિ પીવો તો ચાલશે).
imagesca31i5o0ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતીમાં એના વિષે લખવા માટે કોઈ બંધી નથી. છતાં કોઈને શરાબ વિષે પ્રાથમિક માહિતી ના વાંચવી હોય તો છૂટ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કદાચ છાનોમાનો વધારે પીવાઈ જતો હશે. દારૂબંધીના લીધે પોલીસ  ખાતાને પ્રધાનોને બખમ બખ્ખા છે, ખાસ તો ગૃહ પ્રધાનને. આપણે ત્યાં દેશી દારૂ પીવાય છે. જે મહુડા, સડેલો ગોળ વિગેરેનો બને છે. લઠ્ઠો પીને પણ લોકો મરી જાય ત્યારે થોડા દિવસ લોકો ચમકે છે, પછી ભૂલાઈ  જાય છે. મહુડાનો શુદ્ધ દારૂ કોઈ વિદેશી શરાબને ટક્કર મારે તેવો હોય છે. આથો લાવવા માટે એને અમુક દિવસ પાણીમાં પલાળીને માટલામાં રાખવામાં આવે છે. યીસ્ટ નામના બેક્ટેરિયા આથો લાવે અને એમાં રહેલી સુગરનું આલ્કોહોલમાં રૂપાંતર કરે. પછી ડીસ્ટીલેશન દ્વારા આલ્કોહોલ જુદો પાડી લેવાય.
ગુજરાતમાં દરેક વિદેશી શરાબને લોકો વાઈન કહે છે. પણ વાઈન અને લીકર જુદી વસ્તુ છે. વાઈન ગુજરાતમાં ખાસ મળતો નથી. ગુજરાતમાં જે વિદેશી દારૂ  મળે છે તે  લગભગ નકલી જ છે, બીજું બોટલ ઉપર બ્રાંડ ભલે જુદી જુદી વ્હીસ્કી, કે વોડકા લખેલું હોય અંદર બધું એક જ હોય છે. છતાં  સારો દારુ પણ મળતો જ હશે. વાઈન દ્રાક્ષમાંથી બને છે. છતાં એમાં જુદા જુદા ફ્રુટ પણ વપરાય છે. આર્કિયોલોજીકલ પુરાવા મુજબ ૮ હજાર વર્ષ પહેલા જ્યોર્જીયા અને ઈરાનમાં વાઈન બનતો તેવું જાણવા મળ્યું છે. એના પહેલા પણ ચીનમાં વાઈન બનતો હતો. પણ ગ્રીસમાં લગભગ સાડા છ હજાર વર્ષ પહેલા વાઈન બનતો હતો. વાઈનનાં જુદા જુદા પ્રકાર નો આધાર જેતે દ્રાક્ષ ઉપર છે. જેવાકે Pinot  noir , chardonnay , cabernet sauvignon , Gamay અને Merlot છે. રેડ વાઈન લાલ અને કાળી દ્રાક્ષમાંથી બને ,અને વાઇટ વાઈન લીલી દ્રાક્ષ માંથી બને છે.  દ્રાક્ષને છુંદીને તેના રગડાને અમુક દિવસ પલાળવામાં આવે એમાં પણ દ્રાક્ષમાં રહેલી કુદરતી શર્કરાને યીસ્ટ આલ્કોહોલમાં પરિવર્તિત કરે છે. વાઈનમાં ૧૦ થી ૧૪ % આલ્કોહોલ હોય છે. કોઈ કોઈમાં થોડો વધારે હોય. પણ લીકર જેટલો આલ્કોહોલ એમાં ના હોય. ઝંડુનો દ્રાક્ષાસવ પણ એક જાતનો વાઈન જ કહેવાય.images6
રેડ વાઈનમાં એન્ટી ઓક્સીડેન્ટ ખૂબ  હોય છે. પ્રમાણસર પીવાથી હૃદય રોગમાં ફાયદો કરે છે. વધારે પીવાથી નુકશાન કરે તે સ્વાભાવિક છે. સ્પાર્કલિંગ  વાઈનમાં ગેસ ઉમેરવામાં આવે છે સોડાંની જેમ. શેમ્પેન સ્પાર્કલિંગ  વાઈન જ કહેવાય. એના પરથી લાકડાનો દાટો ઉડાડો અને હલાવો એટલે જોરથી પિચકારીઓ ઉડે. રેડ વાઈન રૂમ ટેમ્પરેચરમાં પીવાય છે, જયારે વાઈટ વાઈન અને શેમ્પેન ફ્રીજ માં  ઠંડા કરેલા પીવાય છે. રેડ વાઈનને પીતાં પહેલા થોડો સમય ખુલ્લો રખાતો હોય છે, જેથી હવામાંનો ઓક્સીજન એમાં ભળે આને બ્રીધીંગ માટે રાખેલો કહેવાય છે. અથવા મેચ્યોર થાય તેવું પણ કહેવાય છે. વાઈનની બોટલના ડાટા કે બુચ પોચા લાકડાના હોય છે. જેને ખોલવા ખાસ પ્રકારના વાઈન ઓપનર રાખવા પડે. આ ખાસ પ્રકારના લાકડાના બુચને બોટલની અંદરનો વાઈન સ્પર્શ પામી શકે માટે બોટલને વાઈન શોપમાં આડી મુકવામાં આવતી હોય છે, જેથી લાકડામાંની અરોમા વાઈનમાં જાય. જો કે હવે ઘણી બોટલોને પ્લાસ્ટિકના બુચ પણ મારવામાં આવે છે. ભોજન કરતા કરતા વાઈન પીવાની મજા કૈક ઓર જ હોય છે.
images7હાર્ડ લીકરમાં વ્હીસ્કી,  બ્રાન્ડી,  રમ,  વોડકા, ટકીલા અને જીન આવે છે. રમ શેરડી અને મોલાસીસમાંથી બને છે. રમની શરૂઆત ભારતમાં થયેલી તેવું કહેવાય છે. જયારે બ્રાંડી દ્રાક્ષ અને કેટલાક  ફ્રુટમાંથી બને છે. જ્યારે વ્હીસ્કી, વોડકા અનાજ જેવા કે ઘઉં, જવ, રાયમાંથી બને છે. કેટલાક વોડકા પોટેટો માંથી બનાવવામાં આવે છે. આમાં ૩૫ થી ૪૦% આલ્કોહોલ હોય છે. ઘણી બ્રાંડમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે પણ રાખવામાં આવે છે. ટકીલા અગેવ નામના પ્લાન્ટમાંથી બને છે. અગેવ પ્લાન્ટમાં જે કીડા પડે તે પણ કોઈ કોઈ ટકીલાની બ્રાંડના શરાબની બોટલ માં નાખેલો જોવા મળે છે. ટકીલા પી ને લોકો મીઠું અને લીંબુ ચૂસતા હોય છે.
‘નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ’પણ બોટલ શરાબ પીતી નથી. જુનો શરાબ સારો માટે કાચની બોટલમાં નાં રખાય કારણ બોટલ શરાબ પીતી નથી કે શરાબ કાચ ને પીતો નથી. માટે દરેક વાઈન અને હાર્ડ લીકર ને જૂનો  કરવા માટે બનાવીને ઓકટ્રીના લાકડાના પીપમાં ભરી રાખવામાં આવે છે. આને એજિંગ કહેવાય છે. જાણીતી બ્રાંડ જોની વોકર સ્કોચ વ્હીસ્કી  રેડ લેબલ જૂનો ના હોય, બ્લેક લેબલ ૧૨ વર્ષ જૂનો  હોય, ગ્રીન લેબલ ૧૫ વર્ષ જૂનો, ગોલ્ડ લેબલ ૧૮ વર્ષ જૂનો  અને બ્લ્યુ લેબલ ૨૧ વર્ષ જૂનો  હોય. એવીજ રીતે શિવાજ(chivas) રીગલ સ્કોચ  ૧૨ વર્ષ,  શિવાજ ગોલ્ડ ૧૮ વર્ષ અને રોયલ સેલ્યુટ ૨૧ વર્ષ જૂનો  હોય છે.  આ ૨૧ વર્ષ સ્કોચ વ્હીસ્કીની એક ૭૫૦ ml ની બોટલ આશરે ૧૭૫ થી ૨૦૦ ડોલરમાં વેચાય છે.  લંડનમાં બનતા એક  જિનનું બ્રાંડ નેઈમ બોમ્બે શેફાયર છે. અને બીજા એક જિન નું નામ(Tanqueray) માં રંગપુરનું નામ ઉમેરેલું છે. આ રંગપુર બાંગ્લાદેશમાં આવેલું છે. રંગપુર લાઈમ એક ઓરેન્જ અને લીંબુની વચ્ચે નું ખૂબ  ખાટું ફળ છે.  જિન મૂળભૂત રીતે Juniper berries  માંથી બને છે.  જિનને બનાવતી વખતે તેમાં લીંબુ અને કડવી મોસંબીનો ઉપયોગ થતો હોય છે.images1-3
ફ્રાંસનાં cognec એરિયામાં બનેલી બ્રાન્ડી ઉંચી જાતની ગણાય છે. એમાં રેમી માર્ટીન અને હેનેસી પ્રખ્યાત છે. ૩૦ વર્ષ જૂની રેમી માર્ટીનની લુઈ નામની બ્રાંડ ની એક ૭૫૦ ml ની બોટલ આશરે ૧૨૦૦ થી ૧૫૦૦ ડોલરમાં મળે છે.  ‘હુઈ કિતની મહેંઘી શરાબ કે થોડી થોડી પીયા કરો’.  નેપોલિયન બ્રાન્ડી ચાર વર્ષ જૂની હોય છે. વોડકાની શરૂઆત રશિયામાં થયેલી. રશિયાની નજીકના યુરોપના દેશોમાં વોડકા વધારે લોકપ્રિય ગણાય છે. જર્મન લોકો બીયર વધારે પીતા હોય છે. બીયર જવમાંથી બને છે. એમાં પાણી વધુ હોય અલોકોહોલ ઓછો. બેલ્જીયમ અને જર્મન બનાવટના બીયર વધારે વખણાતા હોય છે. બધી ઉંચી  જાતના શરાબ,વાઈન કે લીકર ને જુના કરવા માટે સેલારમાં મૂકી રખાતા હોય છે.
અહી અમેરિકામાં ભારતીય બનાવટના ઓલ્ડ મન્ક રમ, અને બેંગ્લોરની અમૃત ડીસ્ટીલરીની અમૃત બ્રાંડની વ્હીસ્કી પણ મળે છે. અમૃત વ્હીસ્કી આમ તો મોંઘી છે. ટીપીકલ ઇન્ડિયન ટેસ્ટ ધરાવતી આ વ્હીસ્કી થોડી સ્વિટ પણ લાગે છે. અમૃત વ્હીસ્કીના લગભગ દસેક પ્રકાર છે. ૭૫૦ ML નાં ૫૬ ડોલરથી માંડીને ૧૪૦ ડોલર સુધીનો એનો ભાવ છે. બ્લેક લેબલ વ્હીસ્કીનો સ્વાદ એકવાર ભાવી જાય તો પછી બીજી બ્રાંડ જલદી ભાવે નહિ. એનો અસલી સ્વાદ પામવો હોય તો ઓન રોક પીવાની મજા આવે. પાણી કે સોડા ઉમેરવાથી સ્વાદ હળવો થઈ જાય. અહી સોડા એટલે પેપ્સી અને કોક ને લોકો સોડા કહેતા હોય છે. આપણે ભારતમાં જે સોડા કહીએ છીએ એને અહી ક્લબ સોડા કહેવાય છે. મારું પ્રિય ડ્રીંક બ્લેક લેબલ ઓન રોક, રોક એટલે બરફના ટુકડા પાણી વગેરે કશું ઉમેરવાનું નહિ. ઓછું પીવાનું પણ ક્લાસિક પીવાનું.. વોડકા ફળોના જ્યુસ સાથે પીવાય. ઓરેન્જ જ્યુસ, ક્રેન્બેરી જ્યુસ વગેરેમાં ઉમેરીને વોડકા પીવાય. ટલ્લી થવું હોય તો ૫૦ ML નાં શોટ નીટ મારી લેવાના.  images=-=-
શરાબ વિષે થોથા ભરાય તેટલું બધું જાણવાનું હોય છે, પણ બધું જરૂરી નથી. વાઈન, વોડકા, બ્રાન્ડી બધું રસોઈ બનાવતી વખતે અને ખાસ પ્રકારની કેકમાં પણ ઉમેરવામાં છે. યુરોપિયન સ્ટાઈલની રસોઈ વાઈન વાપર્યા વગરની ભાગ્યેજ હોય છે. જુઇશ અને ક્રિશ્ચિયન ધાર્મિક અવસરે પણ વાઈન વાપરવાનું મહત્વ છે. વધારે પડતા પાકા ફળો ખાઈને વાનરો ખૂબ  હાઈપર થઇ જતા હશે તેવું નિરીક્ષણમાં આવ્યા પછી માનવ જાતે શરાબ બનાવવાનું શીખી ને પીવાનું શરૂ  કર્યું હશે તેવું મનાય છે. ભલે પુરાવા નાં મળે પણ શરાબની શોધ ભારતમાં જ થઇ હોવી જોઈએ. એટલે શરાબ પીવો તે વાંદરાને નિસરણી આપ્યા જેવું કહેવાય.
એકવાર પીવાનું શરૂ કરો એટલે પછી તેનાથી ટેવાતા જવાય છે. કોઈ પણ ઝેર શરીરમાં નાખો તેનો નાશ કરવાનું કામ લીવર કરે છે. એટલે શરાબીનું લીવર વધારે કામ કરતું થાય છે.imagescaa3hyuv અને શરાબ પછી નશો ઓછો આપે એટલે એનું લેવાનું  પ્રમાણ વધતું જાય છે. આ દુષ્ચક્રમાંથી છૂટવું અઘરું છે. જેમ ટોલરેન્સ વધતું જાય તેમ શરાબ લેવાનું  પ્રમાણ વધતું જવાનું. પીનારને એમાં બહાદુરીનો અનુભવ થાય કે મને તો નશો થતો નથી. એમ પીવાનું પણ વધતું જાય. શરાબીનું લીવર બીજા કરતા પ્રમાણમાં કદમાં મોટું હોય છે. ડોક્ટર ને ખબર પડી જ જાય કે ભાઈ શરાબી છે. પછી એક દિવસ લીવર કકડભૂસ થઇને તૂટી પડે છે.  લીવરનો સોરાયસીસ થઇ જાય છે. લાંબો સમય શરાબ પીવાથી અનિન્દ્રા નો રોગ લાગે છે. શરાબ પીવો તોજ ઊંઘ આવે અને નશો ઉતરી જાય અને શરીરમાંથી શરાબના લીધે પાણીનું પ્રમાણ ઓછું થઇ જવાથી  ઊંઘ પણ ઉડી જાય.
હુઈ ઇતની મહેંઘી શરાબ કે થોડી થોડી પીયા કરો…અથવા નહિ પીવો તો ચાલશે..

અવિસ્મરણીય મુલાકાત,,(શ્રી સુબોધ શાહ સાથે)

અવિસ્મરણીય મુલાકાત,,(શ્રી સુબોધ શાહ સાથે)
આજે સદનસીબે “કલ્ચર કેન કિલ” ના લેખકશ્રી સુબોધ શાહને મળવાનો મોકો મળ્યો. બ્લોગર મિત્ર શ્રી રશ્મીકાંત દેસાઈને  ઘેર મુલાકાત ગોઠવાઈ હતી. હું અને શ્રી સુબોધ શાહ બંને સાથે જ ત્યાં પહોચ્યા હતા.કેન્ડલ પાર્કમાં આવેલા રશ્મીભાઈનાં ઘર આગળ અમારા બંનેની કાર સાથે જ પહોચી હતી. પહેલા કદી મળેલા નહિ. પણ ખ્યાલ આવી ગયો કે આજ સુબોધ શાહ છે, એમ તેઓશ્રી ને પણ ખ્યાલ આવી ગયેલો કે આ ભુપેન્દ્રસિંહ છે. રશ્મીભાઈએ ઉમળકાભેર સ્વાગત કર્યું. બંને વડીલો આગળ હું તો ઘણો નાનો કહેવાઉં. ખૂબ વાતો કરી. ભારતીય સંસ્કૃતિમાં રહેલી ગરબડો વિષે વધારે હોય તે સ્વાભાવિક છે. બની બેઠેલા ભગવાન ગણાતા ગુરુઓની બાલીશ વાતો પર ખૂબ હસ્યા. કોઈ ગુરુના પગ ચરણ સ્પર્શ કરાવવાના આદતી થઇ ચૂક્યા હોય તે મૂરખ ચેલાનો પડછાયો જોતાવેંત પેલા પગના તળિયા ઓટોમેટીક અચેતન રૂપે ખૂલી જતાં તે જોઈ મને ખૂબ હસવું આવતું. તે વાત કરતા અમે બધા હસ્યા. તો કોઈ ગુરુ એમના ચરણનો અંગુઠો ચેલાના કપાળે અડાડી પ્લગઇન  કરી એમની અંદર રહેલો જ્ઞાનનો કરંટ પેલા અજ્ઞાનીના શરીરમાં વહેતો કરે તેની વાત કરીને પણ ખૂબ હસ્યા. આ ભગવાનો એક્સીડેન્ટમાં કેમ ગુજરી જતાં હશે? અને આ ભાગવાનો ને હાર્ટ એટેક આવે કે બીમાર થતા હોય ત્યારે ડોક્ટર્સ ની સેવા કેમ લેતા હશે?અને આ ભગવાન ભારતમાં જાય એવા થઇ ગયા હોય ત્યારે અમેરિકામાં મંદિરમાં મુકેલા ભગવાન આગળ પ્રાર્થનાઓ કેમ થતી હશે? કે  હે પથ્થર કે ભગવાન અમારા પ્રગટ બ્રહ્મ ને બચાવો!!!પણ એ વખતે ખુલાશો શું કરવાનો ખબર છે?અભરાઈએ ચડાવી દીધેલો કર્મનો નિયમ પાછો ધૂળ ચડેલો ખંખેરીને કોફી ટેબલ ઉપર મૂકી દેવાનો.
રશ્મીકાંત દેસાઈ સિવિલ એન્જીનીયર. ગુજરાતમાં ઈરીગેશન વિભાગમાં હતા નાયબ ઈજનેર તરીકે, અને પાછા ક્વોલીટી કંટ્રોલમાં હતા. ત્યાં સરકારનો  સરક્યુલર આવ્યો હશે કે દરેકના નામના અને હોદ્દાના સિક્કા ગુજરાતીમાં પણ બનાવો. રશ્મીભાઈ એ સજેસ્ટ કર્યું કે એમના હોદ્દામાં ના ઈ એટલે કેશ કર્તન કળા માહિર?(નાયબ ઈજનેર) લખો. અને વિભાગમાં ખણખોદીયો(ક્વોલીટી કંટ્રોલ) કામમાં ખોટું શું થયું છે તે પહેલું શોધવાનું.  હજુ પણ એ જ ચાલે છે, ખાલી ક્ષેત્ર બદલાયું છે. ન્યુ યોર્કના સબવે(ભૂગર્ભ રેલ્વે)માં કન્સ્ટ્રક્સન વિભાગમાં  ઈજનેરની લાંબી નોકરીમાંથી હવે રીટાયર થયા છે.
સુબોધ શાહ સાહેબ બી.ટેક થયેલા ટેક્ષટાઇલમાં રીસર્ચની જોબ, અમદાવાદ અને મુંબઈમાં ઉછરેલા. ન્યુ જર્સી અને ટેક્સાસ થઇને હવે રીટાયર થઇને મીજોરીમાં વસવાટ. સંસ્કૃતનાં ખાં, એમાં કવિતાઓ પણ લખે. બંને વડીલોનું સંસ્કૃતનું જ્ઞાન સારું. આપણને સંસ્કૃત ફાવે નહિ. ચબરાકિયા ફેંકવામાં બંને વડીલો માહિર. ખૂબ હસાવે. અમારા ત્રણેની સોચ લગભગ સરખી.સંસ્કૃત વિષે રશ્મીભાઈ નું કહેવું એવું કે લોકભોગ્ય ના રહી માટે ના ચાલી. સુબોધભાઈનું કહેવું કે અતિપ્રાચીન ભાષા છે.પણ બહુ મજાની છે.દેવોની ભાષા છે એ વિષે મજાનો ટુચકો કહ્યો.એક વાર કાકા કાલેલકર અને આચાર્ય કૃપલાની બંને સાથે જતા હતા.કાકા કાલેલકર ને સંસ્કૃત બહુ પ્રિય,અને પેલા સિંધમાંથી આવેલા.કાકા કાલેલકર કોઈ સંસ્કૃતનો શ્લોક બોલવા લાગ્યા.તો કૃપલાની કહે,

“આ શું વાનરો ભાષા બોલવા લાગ્યા.” કાકા કાલેલકરે જવાબ આપ્યો કે
“આ દેવોની ભાષા છે તમારી નહિ.”
 રશ્મીભાઈ કહે કે દેવો સંસ્કૃત કેમ બોલતા હતા ખબર છે?કારણ કે એમને ગુજરાતી નહોતું આવડતું.સાંભળીને સુબોધભાઈ ઝૂમી ઉઠ્યા કે શાબાશ!પાકા ગુજરાતી અને ગુજરાતી પ્રેમી.
       હું કાયમ કહેતો હોઉં છું કે શાશ્વતની શોધમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા, તેમ સુબોધ ભાઈ કહે છે કે આધ્યાત્મિકતાની શોધમાં પોતાનું યુનિક વ્યકતિત્વ ખોયું હોય તેવા એક હતા શ્રી અરવિંદ, પોંડીચેરી જઈને બેઠાં અને ભારતે એક પરિશુદ્ધ પી.એમ ખોયો, અને બીજા હતા સુન્દરમ જે પોંડીચેરી જઈને બેઠાં અને કવિતાની ધાર ખોઈ. ઓશોનું  એક વાક્ય મને પણ આ લખતા યાદ આવે છે કે જવાહર રાજકારણમાં પડ્યા અને ભારતે એક ઉચ્ચ કોટીનો સાહિત્યકાર ખોયો. ખયાલ અપના અપના..અને મને પણ મજાક કરવાનું મન થાય છે કે હું કોમર્સ માં ગયો અને ગુજરાતી સાહિત્ય જગતે એક મહાન લેખક ગુમાવ્યો.હા!હા!હા!હાઆઆ!!!!
મને પણ બંને વડીલો તરફથી ખૂબ સરાહના મળી. અને સારી એવી ઉપયોગી હિંટ્સ પણ મળી. જે મારા માટે ખુશનસીબની વાત હતી. આ રશ્મીભાઈને એક રોગ છે અંજાઈનાં, એટલે પેલો હૃદયનો નહિ. અંજાઈ  ના, કોઈથી અંજાઈ ના જાય તેવો રોગ. સમજ્યા પછી ખૂબ હસ્યા. જોકે અમને ત્રણે જણ ને આ રોગ કોમન છે. એ બાબતે ત્રણેમાં સામ્ય છે.
જો કોઈના પ્રભાવમાં અંજાઈ ગયા તો ગયાં,
કોઈનાં ઘેંટા બનતા વાર ના લાગે ભાયા.
સુબોધભાઈએ મોરારીબાપુનો એક દાખલો કહ્યો કે બાપુ કહે શ્રી રામના સમયમાં ભારતમાં લોકશાહી હતી. એની સાબિતી માટે એવો દાખલો આપ્યો કે રામને કશું કામ હોય તે મંત્રી સુમંતને પૂછીને કરતા. કેટલા નાદાન છે આ કહેવાતા મહાત્માઓ?અને એમની વાતો???
છેલ્લે એક રશ્મીભાઈનો સ્વાનુભવ લખું. રશ્મીભાઈ પાલીતાણામાં જોબ કરતા હતા. રોજ સાંજે કોઈ મેડીકલ સ્ટોર આગળ અલ્પ પરિચયે ઉભા રહેતા હશે. ત્યાં એક જૈન યુવાન  સાધ્વીજી આવ્યા. થોડી કંઈક દવા લીધી. સ્ટોરવાળા ભાઈએ પૈસા માંગ્યા. તો કહે મારી પાસે તો નથી. રશ્મીભાઈ તરફ ઈશારો કરીને કહ્યું કે આ ભાઈ આપી દેશે. રશ્મીભાઈ ભાવનાશીલ માણસ એમણે બીલ ચૂકવી દીધું. બે ત્રણવાર આવું બન્યું. પેલા મેડીકલ સ્ટોરવાલાને એમ કે આ ભાઈ યાત્રાળુ હશે. પણ બે ત્રણવાર આવું થયું અને રશ્મીભાઈએ સાધ્વીજીઓના પૈસા ચૂકવ્યા તો પેલો કહે તમે અહીં જ રહો છો? ક્યાં સુધી પૈસા આપશો? રશ્મીભાઈ કહે હું કોઈ યાત્રાળુ નથી, જોબ છે. બદલી ના થાય ત્યાં સુધી અહીં જ રહેવાનો છું. પેલા સ્ટોરવાલા ભાઈએ કહ્યું કે હવે તમે આવી રીતે આ સાધ્વીજીઓ માટે પૈસા ના ચૂકવશો, આ તો રોજનું રહ્યું. અને આ યુવાન સાધ્વીજી સાંજે દુકાન બંધ કરતા સમયે આવી ને રોજ તમારા પૈસે ખરીદેલી દવા પછી આપી જાય છે. કાયમ આવું જ થતું હોય છે. રશ્મીભાઈને એમકે દવા રીટર્ન કરીને પૈસા લઇ જતી હશે. પણ પેલો કહે ના, આ દવા રીટર્ન કરીને આ સાધ્વીઓ લઇ જાય છે કોન્ડોમ!!!!!!!
Book Information
Book title:Culture Can Kill(How Beliefs Blocked India’s Advancement)
Publisher; Author House,USA
To give comments:ssubodh@yahoo.com
To Order:
1-phone-1-888-519-5121 or 1-800-839-8640
2-Go to autorhouse.com–Bookstore–Type book title
price–$11.90+shipping

કાવ્યગોષ્ઠી, મોરારીબાપુ અને સુરેશ દલાલના સાનિધ્યમાં.

કાવ્યગોષ્ઠી, મોરારીબાપુના સાનિધ્યમાં, ન્યુ જર્સીમાં…
હમણા અહી ન્યુ જર્સીના એક્સ્પો હોલ, રેરીટન સેન્ટર, એડીસનમાં મોરારીબાપુની કથા ચાલે છે. ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા એ આ બધું આયોજન કરેલું છે. કથામાં તો મને રસ પડે નહિ. કથાનું  ધૂમ એફ. એમ રેડિયો પર લાઈવ પ્રસારણ થાય છે. આજે શુક્રવારે બાલકાંડ પૂરો થયો. અને હવે શનિ અને રવિ બે દિવસ રહ્યા. બે દિવસમાં તો બાલકાંડથી લંકા પણ જીતાઈ જવાની. બાપુની એ કાબેલિયત છે. સાંજે આજે કવિ સંમેલન હતું. તો હું પણ પહોચી ગયો. સ્થાનિક અમેરીકાના કવિઓ સાથે સુરેશ દલાલ અને રઘુવીર ચૌધરી પણ હતા. ચિનુ મોદી પણ હતા. શ્રોતાઓમાં ભાગ્યેજ કોઈ યુવાન શ્રોતાઓ હતા. જે હતા એ માતાપિતા સાથે આવેલા હોય તેવું લાગ્યું. મૂળ તો આખા અમેરિકામાંથી લોકો કથા સાંભળવા આવેલા છે. એના લીધે નજીકની હોટેલો માં કન્સેશન થી રૂમો ભાડે મળે તેવું પણ ગોઠવાયેલું છે. હવે આ કથાઓમાં વૃદ્ધો સિવાય ખાસ કોઈ હોતું નથી. એટલે કવિ સંમેલનમાં  ગયો ત્યારે કોઈ વૃદ્ધાશ્રમમા આવી ગયો હોઉં તેવું લાગ્યું.
કથાની અસરનો એક દાખલો જોયો. એક યુવાન સ્ત્રી ખાદીની સફેદ સાડીમાં સજ્જ ઉઘાડા પગે ત્યાં ફરતી જોઈ. એના હાથમાં રામ નામ લખેલું કપડું ઢાંકીને માળા રાખી રામ નામ જપતી હશે તેવું  લાગ્યું. મને તો કોઈ ઓબ્સેશન જેવો દાખલો લાગ્યો. લોકો અભિભૂત થઇ જાય આવું જોઇને. મને રુગ્ણતા લાગે.
ખેર પોણો કલાક તો ઊંચા અવાજે માઈક બુમો પાડતું હતું કે ગમે તેટલું પણ ડોનેશન આપો અને પુણ્ય કમાવો. છેવટે સાત ને બદલે સાડા સાતે બાપુ પધાર્યા એટલે પ્રાથમિક વિધિ બાદ સંમેલન ચાલુ થયું.
સંમેલનની શરૂઆત કરી શ્રી સુરેશ દલાલે. ખુબ હસાવ્યા બધાને. ચાલતા કોઈનો સહારો લેવો પડે છે, પણ એક વાર માઈક આગળ આવે તો કોઈ ના કહે વૃદ્ધ હશે. એજ જોશથી બોલે. કદાચ લખવામાં એટલા હસાવતા નહિ હોય વાચકોને, એટલા બોલવામાં હસાવે. સ્ત્રીઓ વિષેના એમના અનુભવો કહીને હસાવવામાં બહુજ ખીલી ઉઠે. દલાલ સાહેબ ને કોઈ સ્ત્રીએ પૂછ્યું કે તમે કવિતા કઈ રીતે લખો છો? દલાલ સાહેબ કહે હું તો સુરેશ દલાલ છું, તરલા દલાલ નથી કે કવિતાની રેસીપી કહું? છતાં કહ્યું કે ગુલાબી કાગળ લો, લીલા રંગની શાહી લો અને કાગળ ને લમણે ટકરાવો કદાચ દિમાગમાંથી કવિતા ફૂટી નીકળે. બધા ખુબ હસ્યા. એક વાત બહુ સરસ કહી. તમને તારાઓની બારાખડી વાચતા આવડે છે? હા હોય તો લખો. આંખોમાં ધસી આવેલાં વાદળને ના વરસાવીને રોકતા આવડે છે? હા હોય તો લખો કવિતા. તમને ભીડમાં પોતાની જાત સાથે રહેતા આવડે છે? તમને મેઘધનુષના રંગ ને સુક્કી ધરતી  પર ઉતારતા આવડે છે? જો હા હોય તો લખો કવિતા. એમને સાભંળવાની મજા આવી. એક વસ્તુ બહુ મહ્ત્વની કહી કે કવિતા સંમેલનોમાં કવિતા એવી રીતે કહો કે સાભંળનારને એવુ લાગે કે કાનમા પીંછુ ફરી ગયુ છે.
જોકે સંમેલનના સંચાલકનુ ગળુ બેસી ગયુ હશે. જેથી કાનમા અપ્રિય  લાગતુ હતુ. અને કાનમા જાણે બોમ્બ ફોડતા હોય તેવુ લાગતુ હતુ. શીકાગોથી આવેલ કવિયત્રી બહેને સુરેશ દલાલે કહેલુ તેમ કાનમા પીંછુ ફરી જતુ હોય તેમ એમની રચનઓ બોલી બતાવી. સ્ટેજ ઉપર ચાર તો કવિયત્રી બહેનો હતી. બે  નામ યાદ છે, એક હતા જાણીતા પન્ના નાયક અને બીજા હતા પ્રિતી સેન્ગુપ્તા. પન્ના નાયક પહેલી વાર ભારતથી આવ્યા હશે ત્યારનો અનુભવ કહેતા હતા. ન્યુયોર્ક એરપોર્ટ પર સાડી પહેરી ને ઉભા હશે, ભાલ મધ્યે મોટો ચાંદલો કંકુનો લગાવેલો હશે. એક નાનો અમેરિકન બાળક એ જોઇને એની મોમને કહેતો હશે કે મોમ જો આના કપાળમાંથી લોહી નીકળે છે. ત્યારે પન્ના બહેનને લાગેલું કે અરે આ તો ભારત પાછળ છૂટી ગયું. એ વિષય પર એમણે વાર્તા પણ લખેલી છે, અને આજે કવિતા પણ કહી. કોઈ પણ કવિ એની કવિતા સંમેલનમાં વાંચે તો કવિતા કઈ રીતે સ્ફૂરી, એના મનમાં એના વિષે બે શબ્દો કહે પણ ખરો. પણ આયોજક અને સંચાલકને કવિ સમય બગાડતો હોય તેમ લાગે છે. એમ પન્ના બહેનને સંચાલક કવિશ્રી ચંદ્રકાંત ટોકે કે બહેન કવિતા વાચો ત્યારે ખરેખર સારું નાં લાગે. મને તો ના ગમ્યું. અને પોતે દરેક વખતે બે કવિઓ બદલાય એમની કવિતા રજુ કરતા ત્યારે વચ્ચે વચ્ચે ‘મરીજ’ના શેર કહ્યા વગર રહી શકતા નાં હતા. એકાદ ‘મરીજ’ નો શેર નાં કહ્યો હોત અને પન્ના નાયક જેવા વડીલ ઘડાએલા  કવિયત્રી ને બે શબ્દો વધારે બોલવા દીધા હોત તો એમનું માન જળવાત અને એમની લાગણીયો સાભળવા મળત. એમણે પોતે બ્લ્યું જીન્સ અને બહેચરભાઈ પટેલની કવિતા કરી ને લોકો ને હસાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે કોઈ કવિએ વ્યર્થ  પિષ્ટપેષણ કરીને સમય બગાડ્યો હોય તેવું લાગ્યું નહિ. એક ભાઈએ એમની કવિતા સાજ વિના(તરન્નુમ) ગાઈને સંભળાવી એમાં એમણે એક કવિતા કહેવાની છોડી દીધી. જેથી સમય બગાડ્યાનું કોઈ કહી ના જાય .

હું તો ખાસ ચિનુ મોદી, રઘુવીર ચૌધરીને સાંભળવા બેસી રહેલો. આયોજકો હોશિયાર આ બેને છેક છેલ્લે બોલાવ્યા. ચિનુ મોદી એમની લાક્ષણિક શૈલીમાં બોલ્યા. ખુબ મજા આવી. થોડા હસાવ્યા પણ ખરા. રઘુવીર ચૌધરી તો મારા ગામ માણસાની બાજુના ગામ બાપુપુરાનાં. એમને તો હું ઘણી વાર મારા અભેસિંહનાં માઢ આગળ ઉભો હોઉં ત્યારે બજારમાં જતા આવતા જોતો. ઉંચી પાતળી દેહયષ્ટિ, પાતળું લાંબુ રોમન નાક, લાંબા વાળ કોઈ રોમન યોદ્ધો ઝબ્ભો અને લેંઘો પહેરીને જતો હોય તેવા લાગે. એમણે તો કવિતા કરી જાણે હૃદય પર પીંછું ફરી ગયું, “મેં તો મને કહ્યું હતું પણ તમે સાંભળી લીધું” વાહ ભાઈ વાહ!! રાજસ્થાન વિષે સરસ કવિતા એમણે કહી, પણ બધા સમજ્યા હોય તો સારું. એક ભાઈ એ અમદાવાદ વિષે કવિતા કહી.

છેલ્લે આવ્યા પાછા સુરેશ દલાલ. અહીના ગુજરાતીઓ કેવું ગુજરાતી અંગ્રેજી મિક્સ ગુજરેજી બોલે છે તેની કવિતા કહી બધાને ડોલાવી દીધા. અહીના કોઈ કવિને  કવિ શ્રી રમેશ પારેખ એવોર્ડ અપાયો. દિવંગત કવિશ્રી ગઝલકાર  આદીલ મન્સૂરી વગરના સંમેલનમાં એમનો ખાલીપો બધાયે અનુભવ્યો. એમના પત્ની અને સુપુત્ર બંને સ્ટેજ ઉપર આવ્યા અને કવિશ્રી આદીલ મન્સૂરીના નામનો એવોર્ડ હવેથી આપશે તેમ જાહેર કરી ને પહેલો એવોર્ડ ચિનુ મોદી ને આપ્યો. ચિનુ મોદીએ વાતાવરણ ને શોકમગ્ન બનાવ્યા વગર પરમ મિત્ર આદીલ સહેબ ને શ્રદ્ધાંજલિ અર્પી. અને આમજ સંમેલન પૂરું થયું. ખુબ મજા આવી. મને થયુકે મારા વાચકોને પણ મારા આનંદમાં ભાગીદાર બનાવું. એટલે આ લખ્યું છે. મને કોઈ અંદાઝ હતો નહિ કે આવી ને આના ઉપર લખીશ માટે કોઈ નોંધ કરેલી નહિ, બાકી સારી સારી પંક્તિઓની મજા પણ માણવાં મળત. જેટલું યાદ રહ્યું તેટલું લખ્યું છે.

માનવ જાતનું મહાભિનીષક્રમણ કોયડા ઉકેલે છે “Genes”!!!!!

Dr spencer wells

                                                                                                                                                                                                   The great migration
       આ પૃથ્વી પર જાત જાતના માનવ સમૂહો વસે છે. રંગ રૂપ જુદા જુદા છે. ભાષાઓ પણ જુદી જુદી છે. કોઈ એકદમ કાળા તો કોઈ એકદમ ધોળા. દરેક માને છે કે તેઓ વિશિષ્ટ પ્રજા છે. હિટલર જર્મન પ્રજાને શુદ્ધ આર્યન સમજતો હતો. આપણે ભારતીયો પણ મહાન પૂર્વજોના સંતાનો છીએ તેવું માનીએ છીએ. લગભગ દેવોના દીકરાઓ. યુરોપનાં ગોરા લોકો પોતે પોતાને મહાન સમજે છે. કાળા લોકો નીચા છે એમના માટે. સફેદ ચામડી જોઈ આપણે પણ પ્રભાવિત થઇ જઈએ છીએ. અને એમાંજ ટચુકડા ઇંગ્લેન્ડના મુઠ્ઠીભર અંગ્રેજોના ગુલામ બની રહ્યા. લોહીનું એક ટીપું તમામ કોયડા ઉકેલે છે. કોણ હતા આપણાં પૂર્વજો?કાળા, ગોરા, યુરોપિયન, રશિયન, જર્મન, બ્રીટીશર, ચાઇનીઝ હોય કે મહાન ભારતીયો દરેકના પૂર્વજો એક જ છે. “સાન બુશ મેન” હાજી દક્ષીણ આફ્રિકાના કલહારી રણપ્રદેશના રહેવાસી આખી દુનિયાના વંશ વૃક્ષનું મોટું થડ છે.
      
માંનવ લોહીના એક ટીપામાં છુપાયો છે દુનિયાનો સૌથી મોટો ઈતિહાસ. સ્ટેનફોર્ડ યુની કેલીફોર્નીયાના પ્રોફેસર લુકા વર્ષોથી દુનિયાના લોકોની ફેમીલી હિસ્ટ્રી જાણવા રીસર્ચ કરી રહ્યા હતા. છ મહાખંડના લગભગ છ અબજ લોકોમાંથી મોટાભાગે દરેક માનવ સમૂહના જીન્સનો અભ્યાસ કરવામાં આવ્યો. પ્રોફેસર લુકાના વડપણ હેઠળ જેનેસિસ્ટ ડો સ્પેન્સર વેલ્સની ટીમે વારંવાર ચકાસી ને આફ્રિકા થી શરુ થયેલી માનવ જાતની મહામુસાફરીના રહસ્યો શોધી કાઢ્યા. સાન બુશમેન લોકોએ એમના લોહીમાં છુપાવી રાખેલા ઈતિહાસના છુપા રહસ્યોનો તાગ મેળવી લીધો.
         *
આપણે હોમો ઈરેક્ટસના સીધા વારસદાર હોમોસેપિયન માનવ જાત છીએ. આશરે એક લાખ વર્ષથી હોમોસેપિયનના સીધા વારસદાર છે આ સાન બુશમેન. આખી દુનિયા થી અલિપ્ત રહેતા આ સાન બુશમેન બેસ્ટ શિકારી છે. અને શિકારી જીવન હજુ આજે પણ જીવે છે. કોઈ પણ પ્રાણીના પગલા ઓળખવામાં એમના જેવી કાબેલિયત બીજી કોઈ જાતમાં નથી. ભાષા બહુ અટપટી ચીજ છે. દુનિયાની લગભગ દરેક ભાષાઓ એક બીજા સાથે સંલગ્ન હોય છે. સંસ્કૃતના શબ્દો લેટીનમાં પણ જોવા મળે. પીટર એટલે પિતર, માતર એટલે મધર, ભ્રાતા એટલે બ્રધર. પણ આ સાન બુશમેન સૌથી અલગ ભાષા બોલો છે, એને ક્લિક લેન્ગવેજ કહેવામાં આવે છે. આપણે જીભને તાળવા સાથે ચોટાડીને જે અવાજ કાઢીએ તેવી.
      
*ડી.એન.એ.વિષે આપણે સહુ હવે જાણી ચુક્યા છીએ. Y અને X ક્રોમોસોમ વિષે પણ જાણીએ છીએ. X સાથે Y મળે તો છોકરો પેદા થાય ને X સાથે X મળે તો છોકરી પેદા થાય. હવે આ સત્ય થી કોઈ અજાણ્યું નથી. આ Y અને X  દરેક સંતાનને એના માતા  પિતા તરફ થી ફેરફાર વગર વારસામાં મળે છે. કોઈ કારણસર  આ જીન્સમાં નજીવો ફેર થાય છે એને મ્યુટેશન કહેવામાં આવે છે. મોટો ફેરફાર થાય તો ગર્ભ રહે નહિ, પણ નજીવો ફેર ચાલી જાય. આ જે નજીવો ફેર થયો છે એને માર્કર કહે છે વિજ્ઞાનની ભાષામાં. હવે મૂળ જીન્સ સાથે આ ફેરફાર, માર્કર પણ દરેક પાછળ પેદા થતી પેઢીમાં વિના ફેરફાર સાથે ટ્રાન્સફર થાય છે. હવે આગળની પેઢીમાંના જીન્સમાં પાછો કોઈ માર્કર થયો તો એ જીન્સમાં બે માર્કર થયા. તો પાછળની દરેક પેઢીમાં આ બે માર્કર તો હોવાના જ. એમ સમયે સમયે જીન્સ માં માર્કર વધતા જાય છે. અને દરેકે દરેક માર્કર સાથે નવી પેઢીઓ પેદા થતી જાય છે. અને એમજ માનવ જાત રંગે રૂપે જુદી પડતી જાય છે. હવે સમજ્યા લોકો જુદા જુદા કેમ દેખાય છે? વૈજ્ઞાનિક પરિભાષામાં કહીએ તો જીન્સ માં રહેલી  A.C.G.T.સિક્વન્સનો અભ્યાસ કરવામાં આવે છે. માર્કર થતા આ સિક્વન્સમાં ફેરફાર થાય છે. બસ આ જીન્સમાં રહેલા માર્કરના રિસર્ચે બધા રહસ્યો ખોલી નાખ્યા છે. ડો સ્પેનસર વેલ્સે માર્કરની રીવર્સ મુસાફરી કરી અને પહોચી ગયા છેક કલ્હારીના રણ વિસ્તારમાં રહેતા સાન બુશ મેનના જીન્સ પાસે. આ હતું માનવજાતના વંશવૃક્ષનું મેઈન થડિયું.
        
*આશરે ૫૦ થી ૬૦ હજાર વર્ષ પહેલા આફ્રિકાના આ બુશ મેનના પરદાદાઓએ મુસાફરી શરુ કરી અને આખી દુનિયામાં ફેલાઈ ગયા. અને એમના રંગરૂપ પણ બદલાઈ ગયા. કોઈ થયા ગોરા કોઈ થયા બુચિયા(ચીનાઓ), કોઈ થયા કાળા તો કોઈ થયા ઘઉંવર્ણનાં. પણ આ લોકો અહીંથી નીકળ્યા કેમ?૭૦ થી ૫૦ હજાર વર્ષ પહેલા હિમયુગ ચાલતો હતો. એના લીધે ખોરાકની તકલીફ પડવા લાગી ને સર્વાઈવ થવા એક નાનકડી ટોળકી નીકળી પડી. દરિયાના લેવલ નીચા જતા રહેલા. એટલે યમનના દરિયા કીનારે થી માનવસમૂહ પહોચ્યો મિડલ ઇસ્ટમાં. એક બ્રાંચ સીધી દક્ષીણ ભારત થઇ વાયા ઇન્ડોનેશિયા સીધી ઓસ્ટ્રેલીયા પહોચી ગઈ. યુરોપ કરતા પહેલા માનવો ઓસ્ટ્રેલીયા પહોચી ગયેલા. કોઈ અર્કીયોલોજીકલ પુરાવા મળતા નહોતા કે માનવ આફ્રિકાથી ૬૦૦૦ માઈલ દુર સીધો સમુદ્ર વાટે ઓસ્ટ્રેલીયા કઈ રીતે પહોચી ગયો? અને તે પણ ૪૫ કે ૫૦ હજાર વર્ષ પહેલા? વચ્હે કોઈ કડી મળતી ના હતી. બુશમેનના જીન્સમાં થયેલો માર્કર સીધો ઓસ્ટ્રેલીયાના  આદીવાસીમાં? વચ્ચે ની કોઈ પ્રજાના જીન્સ માં આવો કોઈ માર્કર મળવો તો જોઈએ ને?
       
*ડો સ્પેન્સર આવ્યા મદ્રાસ. તામીલનાડુમાં મદુરાઈ યુનીના પ્રોફેસરના સહયોગમાં રીસર્ચ શરુ થયું. મદુરાઈ જીલ્લાના એક અંતરિયાળ ગામના ૭૦૦ લોકોના લોહીના નમુના ચેક કરવામાં આવ્યા. ૫૦ હજાર વર્ષ પહેલા જીન્સમાં થયેલા માર્કરની શોધ ચાલી રહી હતી. બીજા ૩૦૦ લોકોના લોહીના સેમ્પલ ચેક કરવામાં આવ્યા. અને ડો સ્પેન્સરને મિસિંગ લીંક મળી ગઈ. ૫૦ હજાર વર્ષ પહેલા આફ્રિકન બુશમેનના જીન્સમાં થયેલો અકસ્માત ફેરફાર જે ઓસ્ટ્રેલીયન આદિવાસીમાં હતો તે માર્કર(C to T) ભાઈ વિરુમાંડીના જીન્સમાં મળ્યો. હા તો આફ્રિકાથી મુસાફરી શરુ થઇ પહોચ્યા ઓસ્ટ્રેલીયા વાયા દક્ષીણ ભારત. દક્ષીણ ભારતીયો મૂળ ભારતીયો કહેવાય. અને રંગે રૂપે કેમ ઉત્તર ભારતીયો થી જુદા પડે છે? પછી સમજાશે. થોડી ધીરજ રાખો.
          
*માનવ સમૂહની એક શાખા મિડલ ઇસ્ટથી ભારત થઇ ઓસ્ટ્રેલીયા પહોચી ગઈ, આ થઇ દરિયા કિનારાની મુસાફરી. તો બીજી શાખા મિડલ ઇસ્ટ થઇ વાયા મધ્ય એશિયાથી ચીન બાજુ ગઈ. એક ચીનની ઉત્તરે ગઈ તો બીજી ચીનની દક્ષીણે થઇ ને જાપાન સુધી ગઈ. દુનિયાની બાકીની તમામ માનવ શાખાઓ મધ્ય એશિયાથી ફેલાઈ છે. એ હિસાબે મધ્ય એશિયા એ માનવજાતના ઉછેરની નર્સરી કહેવાય. અફઘાનિસ્તાન થી ઉત્તરમાં રહેલા કાઝાખીસ્તાન થઇ ને માનવ પહોચ્યો યુરોપ. ફ્રાંસમાં પહેલવહેલી એક ગુફા મળી તેમાં ચિત્રો દોરેલા હતા જે લગભગ ૪૦ હજાર વર્ષ જુના છે. જેમાં મેમથ જાતના હાથી, બાયસન અને જંગલી ઘોડા દોરેલા છે. આમાંનું કોઈ પ્રાણી આફ્રિકન નથી કે નથી મિડલ ઇસ્ટનું રહેવાસી. આ બધા ઠંડા પ્રદેશોના પ્રાણી છે. બરફ વર્ષામાં ટેવાએલા. આફ્રિકાના વિશાલ સહારાના રણે માનવો ને સીધા યુરોપમાં જતા રોક્યા. તો યુરોપ પહોચતા માનવોને ઓસ્ટ્રેલીયા કરતા ૧૦ હજાર વર્ષ મોડું થયું.
          
*ટ્રોપિકલ પ્રદેશના લોકો વધારે ડાર્ક છે. કુદરતી સનક્રીમ ભગવાને એમની ચામડી પર લગાવ્યું છે, એ છે મેલેનીન. મેલેનીન ચામડી પર વધારે તેમ ચામડી વધારે કાળી. એનાથી સૂર્યના હાનીકારક કિરણો થી બચી જવાય. ઉત્તર ગોળાર્ધમાં રહેતા લોકો ઠડીમાં રહેતા હોવાથી ચામડી સીધી સૂર્ય કિરણોની અસરમાં આવતી નથી. કારણ ઠડીથી બચવા કપડા વધારે ને પુરા પહેરવા પડે છે. અને ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના સીધા કિરણો ઓછા પડે. એટલે ધીરે ધીરે ચામડીનો કલર પણ બદલાઈ જાય. જોકે કલર બદલાતા ૫૦૦૦ વર્ષ તો લાગે. જોકે નવા ગ્લોબલ જમાનામાં તો શ્વેત અશ્વેત લગ્ન કરે તો કલર બદલાતા વાર ના લાગે.
         *
કાઝાખીસ્તાનના ૨૦૦૦ લોકોના લોહીના સેમ્પલ ચેક કરવામાં આવ્યા. શોધવો હતો માર્કર જે યુરોપની પ્રજામાં હતો, જે ૪૦ હાજર વર્ષ પહેલા થયો હતો. નીયાજો કે નિયાજી નામના માણસમાં આ માર્કર મળ્યો જે યુરોપિયન તો ઠીક રશિયન, અમેરિકન, ચાઇનીઝ અને એશિયન સાથે ભારતીય લોકોના જીન્સમાં રહેલા માર્કર પણ આ ભાઈના જીન્સમાં મળ્યા. માટે આ ભાઈલો જેનેટિક જાયન્ટ છે. હવે વૈજ્ઞાનિકોને સમજાઈ ગયું કે મધ્ય એશિયા માનવખેતીની નર્સરી છે.
         
*આર્યો પણ મધ્ય એશિયાથી ભારતમાં આવેલા. ભારતીય લોકોના જીન્સમાં રહેલો માર્કર પેલા નીયાજોમાં મળે છે. તે પહેલા માનવો દક્ષીણ ભારતમાં પહોચી ચુકેલા હતા. એટલે ઉત્તર ભારતીયો થી દક્ષીણ ભારતીયો જુદા પડે છે. પાતળાં લાંબા નાક ને મોટા કપાળ ને વાન જરા ગોરો એવા ઉત્તર ભારતના લોકો ને અથડામણો થઇ દક્ષીણ ભારતના ડાર્ક કલરની ચામડી ધરાવતા લોકો સાથે. આ થયો દેવાસુર, સુર અસુર  સંગ્રામ. કાલ ક્રમે સંગ્રામ બંધ થયા ને બંને પ્રજા એક થઇ ગઈ. મંદિરો ની અને આશ્રમો ની સંસ્કૃતિ એક થઇ ગઈ. દક્ષિણમાં ધકેલી દેવાયેલા અને રાજ કરતા બલિરાજા પાતાળમાં રાજ કરતા કહેવાયા. એક બીજાના ધર્મ પણ એક થઇ ગયા. એક બીજાના દેવો ને ભગવાન પણ એક થઇ ગયા. યજ્ઞો ઓછા થયા ને મંદિરો વધતા ગયા. દક્ષીણ ભારતમાં ગરમી વધારે પડે ત્યાં લાકડા સળગાવી યજ્ઞો કોણ કરતુ હોય ભલા? ત્યાં તો ભગવાન મંદિરમાં એ.સી માં રહેતો હોય. મધ્ય એશિયાની ઠંડીમાં આર્યો ને લાકડા સળગાવી રાખવા પડે. એટલે દરેકના ઘરમાં યજ્ઞ કુંડી રાખવી પડે. એમાં શેકીને ખોરાક ખાવાનો તે થયો હવન. એમાં પશુ પણ હોય ને અનાજ પણ હોઈ શકે. હવે મધ્ય ભારતની સખત ગરમીમાં પણ મુરખો લાકડા સળગાવી ભરઉનાળે ને ભર બપોરે પરસેવે રેબઝેબ થઇ, યજ્ઞો કરી, પ્રદુષણ વધારી, મોંઘા ભાવનું ઘી વેડફી, પુરાણી સંસ્કૃતિ સાચવવા દુખ વેઠી રહેલા જોઈ હસવું કે રડવું?
           
*હવે ડો સ્પેન્સર પહોચ્યા મોસ્કોથી ૫૦૦૦ માઈલ દુર ઉત્તરે આર્કટીક સર્કલની નજીકના ગામમાં. હવામાન સારું થયું પછી હજુ તો બીજા ૪૦૦ માઈલ ઉત્તર ધ્રુવ પ્રદેશ માં પહોચવાનું હતું. આર્કટીક સર્કલની અંદર ૧૨૦ માઈલ ચુ ચી લોકોનો એક નવ માણસોનો કેમ્પ હતો. એમાં રહેતો માણસ નેટીવ અમેરીક્ન્સના જીન્સમાં રહેલો માર્કર ધરાવતો હતો. ચુ ચી લોકોના હાથપગ ટૂંકા, ધડ પણ ટૂંકું. કેમ કે જેટલું બોડી સરફેસ ઓછું તેમ શરીરની ગરમી બહાર જવાના ચાન્સ ઓછા. આ હતા નેટીવ અમેરિકન, બ્રાઝીલીયન, માયન અને ઇન્કા લોકોના પૂર્વજો. રેન્ડીયર નામનું પ્રાણી આ લોકોનું જીવન. એનું માંસ ખાવાનું ને એના ચામડાના કપડા પહેરવાના. ઠંડી થી બચવા આખો દિવસ એક્ટીવ રહેવાનું. આખો દિવસ કઈને કઈ ખાયા કરવાનું ને પાણી કે કોફી કે પ્રવાહી પણ પીતાં રહેવાનું. હિમયુગ વખતે દરિયાના લેવલ નીચા જતા રહેતા જમીન ખુલ્લી થતા. સાયબેરીયાં ને ઉત્તર ધ્રુવ પ્રદેશ ને અલાસ્કા વચ્ચે રસ્તો ખુલ્લો થતા આ ચુ ચી લોકોના પૂર્વજો અલાસ્કા થઇ અમેરિકામાં આવી ગયા ફક્ત ૧૫૦૦૦ વર્ષ પહેલા. અને નોર્થ અમેરિકા થી સાઉથ અમેરિકા જતા થયા ૮૦૦ વર્ષ.
        
*તો આ હતું માનવ જાતનું મહાભિનીષક્રમણ, ગ્રેટ માઈગ્રેશન. છતાં આ હોમોસેપિયન માનવ સમૂહ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં પહોચે તે પહેલા યુરોપના ઠંડા પ્રદેશોમાં નીનેન્ડરથલ નામના આપણાં પિતરાઈઓ રહેતા હતા. પણ હોમોસેપિયન વધારે હોશિયાર ને બ્રેન વાપરવાવાળા જીતી ગયા ને પેલા લોકોનો નાશ થઇ ગયો.
     
*તો ભાઈઓ હવે કોની સામે લડવાનું?
       છેતો બધા આપણાં ભાઈઓ જ.
       તો પછી લડીશું કોની સામે?
       હવે બીજા કોઈ છે જ નહિ, તો ભાઈઓ સામે જ લડવાનું ને?      

San Bushmen

ઉત્ક્રાંતિનું હૃદય છે સેક્સ, “Sex is the heart of Evolution”!!!!!

“ઉત્ક્રાંતિનું હૃદય છે સેક્સ”
      “Sex is the heart of Evolution”!!!!!
                       *ઉત્ક્રાંતિ નું મહત્વનું પરિબળ છે સેક્સ. એટલા માટે પ્રાચીન ધર્મોએ કદી સેક્સ ને વખોડ્યો નથી. ઉલટાની એની પૂજા કરી છે. તમારા જીન્સ બીજી પેઢીમાં દાખલ કરો, એ પેઢી પછી એની બીજી પેઢીમાં જીન્સ ટ્રાન્સફર કરે આજ તો અમરત્વ છે એવું વૈજ્ઞાનિક રોબર્ટ કહે છે. આ વૈજ્ઞાનીકે વર્ષો સુધી રીસર્ચ કર્યું છે કે શા માટે સેક્સની જરૂરિયાત છે. જેરી જોનશન નામના વૈજ્ઞાનીકે ગરોળી વર્ગના એક જીવનો અભ્યાસ કર્યો. આ જાતમાં બધી જ ફીમેલ હોય છે. કોઈ મેલ હોતો નથી. છતાં આ જાત ઈંડા મુકે છે. અને એની માતા જેવો જ બીજો જીવ પેદા થાય છે. હા! આ જાતને વૈજ્ઞાનિકો ક્લોનીંગ માસ્ટર કહે છે. ક્લોનીંગમાં પ્રોબ્લેમ એ છે કે જેનું ક્લોનીંગ થાય એ બંને જીવો જરાય ફેરફાર વગરના હોય છે. ૧૦૦% સરખા. વૈજ્ઞાનિક રોબર્ટે વર્ષો સુધી માછલીઓ ઉપર રીસર્ચ કર્યું. અને તારણ કાઢ્યું કે ઈવોલ્યુશન એ રેસ છે, હરીફાઈ છે. એકજ જીવનું ક્લોનીંગ થયા કરે તો વિવિધતા આવે નહિ. વાયરસ, બેક્ટેરિયા ને બીજા પેરેસાઈટ સામે લડવાની શક્તિ આવે નહિ. જે સર્વાઈવલ માટે જરૂરી છે.
                        *
મોટા ભાગના સજીવો સેકસુઅલ રીપ્રોડક્શન પધ્ધતિ અજમાવે છે, ક્લોનીંગ નહિ. એક નરની પાસે  અબજો સ્પર્મ હોય છે. અને એક માદા પાસે એગ્સ(અંડ)લીમીટેડ હોય છે. એક સ્ત્રી જન્મે છે ત્યારે એના ઋતુચક્ર શરુ થવાથી માંડીને મોનોપોઝ સુધી  છોડવામાં આવતા અંડનો તમામ જથ્થો લઈને જન્મે છે. અને દરેક અંડ ફલિત થઇને ગર્ભ રહે તેવી શક્યતાઓ પણ હોતી નથી. માટે માદા પાસે એકદમ લીમીટેડ અંડનો જથ્થો છે. જયારે નર પાસે અમર્યાદિત સ્પર્મનો જથ્થો છે. એટલા માટે સંખ્યા વિરુદ્ધ ગુણવત્તાનો મામલો બની જાય છે. એટલા માટે માદા એ ખાસ પસંદગી કરવી પડે કે પોતાના જીન્સ સાથે  કોના જીન્સ દાખલ થવા દઈને ઉછેરવા. સજીવ જગતમાં માદા જેના તેના જીન્સ ઉછેરી સાથે પોતાના જીન્સ ને વેડફી શકે નહિ. માટે નર માટે કોમ્પીટીશન છે અને માદા માટે ચોઈસ. માટે માદામાં  પોતાના જીન્સ દાખલ કરવા માટે બે નર વચ્ચે લડાઈ થાય છે. એનાથી એમની મજબૂતાઈ ની પરીક્ષા પણ થઇ જાય. નબળા બીટા(સેવાભાવી) નરો તો પહેલેથીજ બાજુ પર ખસી ગયા હોય છે. આલ્ફા નરો લડે છે.જે જીતે તે ભોગવે.
                         *
મોર પાસે ખુબ લાંબા પીંછા હોય છે. જે ખરેખર નડતર રૂપ છે. એક તો શિકારી પ્રાણીઓની નજરમાં ને  ઝપટમાં જલ્દી આવી જવાય છે. અને ઉડવામાં પણ તકલીફ. ડાર્વિનને પણ થતું હતું કે આ મોર નામના પક્ષીએ ભૂલ કરી છે.  પણ સવાલ છે ઢેલબાઈનો. આ ઢેલબાઈ ખુબ પસંદગી વાળા છે. જેવા તેવાને હાથ મુકવા દે તેવા નથી. મેરીઓન પેસ્ટ્રી નામના વૈજ્ઞાનિક બહેને ઢગલા બંધ મોર અને ઢેલ વચ્ચે રહીને અભ્યાસ કર્યો. જે મોરના પીંછા ની લંબાઈ ટૂંકી  હોય ને એની વચ્ચેના મનમોહક ચાંદલા ઓછા હોય એને ઢેલબાઈ નસીબમાં હોતા નથી. સેકસુઅલ સિલેકશન નું બેસ્ટ ઉદાહરણ મોર છે.
                        *
ચિમ્પાન્ઝી અને માનવીના પૂર્વજો આશરે ૭૦ લાખ વર્ષ પહેલા એક જ હતા. ગોરિલા, ચિમ્પાન્ઝી, ઉરાંગ ઉતાંગ અને માણસ બધા Hominidae Family કહેવાય. માણસ અને ચીમ્પના જીન્સ ૯૯% આઈડેનટીકલ છે. ચિમ્પાન્ઝીની બે જાત છે. એક તો કોમન ચિમ્પાન્ઝી અને બીજી છે બોનોબો. દસ લાખ વર્ષ પહેલા આ બંને જાતો એક જ પૂર્વજમાંથી છૂટી પડેલી. આફ્રિકાની કોન્ગો નદીના ઉત્તર બાજુના વિસ્તારમાં ચીમ્પ રહે ને દક્ષીણ કિનારે બોનોબો રહે. પણ બંનેની વર્તણુકમાં ખુબજ ભેદ જોવા મળે છે. બોનોબોમાં માદાનું વર્ચસ્વ છે. એકદમ શાંત, સેકસુઅલ વહેવાર પણ બિલકુલ માણસો જેવો. ખજુરાહોના શિલ્પો જોઈ નીતીવાદીઓ ને ચક્કર આવે છે, બસ એવીજ કહેવાતી તમામ વિશિષ્ટતાઓ કે વિકૃતિઓ આ બોનોબો સેક્સમાં અપનાવે છે. જયારે ચીમ્પ એકદમ આક્રમક છે. બીટા નરો સાથે બોસ શિકાર કરવા, મારજુડ  કરવા નીકળી પડે. ગ્રુપની માદાઓને નિયમિત રોજ ફટકારવાની ત્રાસ આપવાનો.  તુલસીદાસનું નારી તાડન કી અધિકારીનું અક્ષરસઃ પાલન કરવાનું. રીચાર્ડ નામના હાવર્ડ યુનીના બાયોલોજીસ્ટ ૨૦ વર્ષ આફ્રિકાના આ જંગલો માં ભટકી ને ચીમ્પનો અભ્યાસ કરતા હતા. આહાર મેળવવાની તકલીફો એ ચીમ્પને ખુબજ આક્રમક બનાવ્યા છે, જયારે આહાર મેળવવાની સહેલાઈએ બોનોબો ને શાંત ને પ્રેમાળ  બનાવ્યા  છે. હાર્ડશીપ માણસ ને પણ મજબુત, આક્રમક બનાવે છે.
                           *
એકવાર માદામાં  તમારા જીન્સ દાખલ કરીને બચ્ચા પેદા તો કરી દીધા પણ એ બચ્ચા ના જીવે તો ઉત્ક્રાંતિનો હેતુ તો સરે નહિ. અને જો માદા એકલી બચ્ચા મોટા કરવા સક્ષમ ના હોય તો નરે સાથ અપાવો જ પડે. નહીતો એના ટ્રાન્સફર કરેલા જીન્સ પણ ફેઈલ જાય. આમાંથી પેદા થઇ મોનોગેમી. પક્ષીઓ મોનોગેમી અપનાવતા હોય છે, પશુઓમાં મોનોગેમી જોવા ના મળે. એક જોડી ભેગા મળી ને સાથે જ બચ્ચા ઉછેરે છે. સિંહ ફેમીલી પોલીગેમી છે. એક નર વધારે માદાઓ. મોનોગેમી એટલે શારીરિક જરૂરિયાતો નું સામાજિક સમાધાન. નર અને માદા બંને સાથે હળીમળી ને બચ્ચાઓ નું લાલનપાલન કરે, વિકાસ નો ક્રમ આગળ ધપતો જાય. સેક્સ માંથી બંને આનંદ મેળવે અને લાલનપાલન કરી સંતોષ મેળવે. માનવ જગતમાં આમાંથી જ આગળ વધી હશે કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા.
                    *
ઉત્ક્રાંતિ માટે નું મહત્વ નું પરિબળ છે માદા ઓ નું મજબુત નર વિષે નું સિલેકશન. કારણ એમની પાસે લીમીટેડ જથ્થો છે અંડનો.  પ્રાણી, જંતુ અને પક્ષી જગતની જેમ માનવ જગતની માદાઓ પણ સિલેકશન કરતી જ હશે. હશે એટલા માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા ને લીધે નારીઓ પાસે સિલેકશન કરવાની ચોઈસ રહી નથી. સિલેકશન માતા પિતા કરે છે. મજબુત નરની સાથે સાથે લાંબો સમય સાથે હળીમળી ટેકો આપી મદદ કરી ટ્રાન્સફર કરેલા જીન્સ ને ઉછેરેવામાં મદદ કરે તેવા નરનું પણ સિલેકશન કરવું પડે. ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ એક નવી શાખા છે. આમાંના એક જોનશન નામના વૈજ્ઞાનીકે પ્રયોગ કર્યો. જુવાન પુરુષોના એક ગ્રુપને રોજ એકની એક ટીશર્ટ પહેરીને અમુક દિવસ સુવાનું, પછી એ ટીશર્ટ પ્લાસ્ટિક બેગમાં મૂકી ને આપવાની. આવી ભેગી કરેલી ટીશર્ટ સ્ત્રીએ  સુંઘી ને બતાવવાનું હતું કે કઈ  ટીશર્ટ પહેરેલો પુરુષ એને પસંદ આવે. જુદી જુદી સ્ત્રીઓને આ બધી ટીશર્ટ આપીને પસંદગી કરવાનું કહેવામાં આવેલ. સ્ત્રીઓમાં સુંઘવાની સારી શક્તિ હોય છે. ખાલી પસીનો સુંઘીને સ્ત્રીઓએ એવા પુરુષોને પસંદ કરેલા જેમના શરીર માં ટેસ્ટાટોરીન વધારે હોય. આ એક પુરુષ હાર્મોન છે. આનો જથ્થો જેટલો વધારે તેટલો પુરુષ વધારે મજબુત, મોટા ઝડબા ને મજબુત શરીર. નાજુક ચોકલેટી પુરુષોમાં આ હાર્મોન્સ ઓછા હોય છે. સ્ત્રીઓ સુંઘીને તથા  જોઇને પામી જાય છે. એમાંથી પ્રાચીન હિંદુઓમાં સ્વયંવરની પ્રથા આવી હશે. સ્ત્રી પોતે સિલેકશન કરે કયો નર એના લાયક છે, જે એના અંડને ફેઈલ નહિ કરે.
                      *
માનવ જગતમાં  આ કુદરતી નારી માટેની સિલેકશનની પ્રક્રિયામાં મેલ ડોમીનેન્ટ સમાજે ગરબડ કરી નાખી. કમજોરનું તો સિલેકશન થાય નહિ. માટે લગ્ન વ્યવસ્થા શોધી કાઢી. હવે દરેક માટે નારી ઉપલબ્ધ થવા લાગી. હાલીમવાલી , માયકાંગલા, કમજોર, કાયર બધાને નારી ઉપલબ્ધ થવા લાગી. જ્યાં લગ્ન વ્યવસ્થા પવિત્ર ને અતુટ છે ત્યાં પ્રજા કમજોર પેદા થવાની જ.  પક્ષી જગતના ઘણા બધા પક્ષીઓ મોનોગેમી, એકજ જોડીની પ્રથા અપનાવે  છે, પણ એમાં સિલેકશન તો માદા કરેજ છે. ઘણા બધા નાચ નખરા કર્યા પછી માદા જોડી બનાવે છે. ભગવાન શ્રી રામ કદાચિત પહેલા મોનોગેમસ હશે. પણ એમનું સિલેકશન પણ સીતાજીએ શિવજીનું  ધનુષ તોડાવીને કરેલું. ધનુષ ઉચકવું જ અશક્ય હતું. સ્ત્રીઓના અપહરણ કરવા આજે નીતીવાદીઓને ખરાબ લાગે પણ એ નરની મજબૂતાઈના પ્રમાણ હતા, જે પ્રાચીન ભારતમાં સામાન્ય હતું. અપહરણ કર્તા પુરુષ સાથે હોંશે હોંશે નારીઓ પરણી જતી. ભારતની પ્રજાને બહાદુર, મજબુત ને બળવાન બનાવવી હોય તો નારીઓને  સિલેકશન કરવા દો, સ્વયંવરની પ્રથા પાછી લાવો. પુરુષોને સુંદર નાજુક નારીઓ ગમે છે. જેટલા સ્ત્રૈણ એસ્ટ્રોજન હાર્મોન્સ વધારે એટલી નારી સુંદર લાગે. અને એટલીજ એની ફળદ્રુપતા વધારે. જેથી એમણે રોપેલા સ્પર્મ ફેઈલ ના જાય. જેટલા નારીના સ્તન મોટા એટલી શક્યતા બાળક માટે વિપુલ  ખોરાકની. પુરુષ ને મોટા સ્તન ગમે છેએની પાછળ ઈવોલ્યુશનરી ફોર્સ જવાબદાર છે.
                         *
મને પહેલા ખુબ નવાઈ લાગતી કે પરણેલી સ્ત્રીઓ પણ લગ્નેતર સંબંધો કેમ રાખતી હશે? પુરુષના તો જીન્સમાં જ છે જ્યાં ચાન્સ મળે પોતાનું બીજ આરોપિત કરી દેવું. મને કાયમ પ્રશ્ન ઉઠતો કે કયું પરિબળ સ્ત્રીઓને કહેવાતી બેવફાઈ કરાવતું હશે? પણ આજે સમજાય છે કે ઈવોલ્યુશનરી ફોર્સ આમ કરવા પ્રેરતો હશે. એક તો લગ્ન કરી નર(પતિ)નું  નેચરલ સેકસુઅલ સિલેકશન તો થયું ના હોય, એમાં હાઈ ટેસ્ટાસ્ટોરીન રેટ ધરાવતો પુરુષ પરિચયમાં આવ્યો હોય, જે એની સિક્સ્થ સેન્સે(છઠ્ઠી ઇન્દ્રિય)અચેતન રૂપે ઓળખી કાઢ્યો હોય. અને એ એના પ્રેમમાં પડી જઈને એના લીમીટેડ એગ્સ માટે સબળ ઉમેદવાર શોધી કાઢતી હોઈ શકે. ભલે નીતિશાસ્ત્રીઓ  ને ખરાબ લાગતું હોય. ચરિત્રહીન કહેતા હોય. લગ્ન પહેલા કે પછી લગભગ દરેક સ્ત્રીઓમાં આ શક્તિ હોય છે સ્વયંવર(હાઈ ટેસ્ટાસ્ટોરીન રેટ ધરાવતો પુરુષ)  શોધી કાઢવાની.  કિન્તુ પરન્તું સમાજના ડરના કારણે કોઈ પગલું ભરતી નથી.
                                             *
સંસ્કૃતિ સારી ને સેક્સ ખરાબ એવું નથી. રમત ગમત, કળા, સંગીત,  નૃત્ય આ બધું પાર્ટનરને શોધવા માટે મદદરૂપ થાય છે.  હાઈ ટેસ્ટાસ્ટોરીન ધરાવતા પુરુષો રમગમતની  ફાયનલમાં ગમેતેમ કરીને મરણીયા પ્રયાસ કરીને જીતી જાય છે. કળા , સંગીત, નૃત્યમાં પ્રવીણ સ્ત્રીઓ વધારે સ્ત્રીત્વ ધરાવતી સ્ત્રીઓ હોય છે. સેક્સ ખરાબ નથી. સેક્સ એ ઈવોલ્યુશનનું હાર્ટ છે.
Bonobo
Gorrila
Orang Utan
Chimpanzi

દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..

દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..
       *આપણે દંભી  લોકો હમેશા એવું બતાવવા માંગીએ છીએ કે અમે બહુ ઉદાર દીલના અને માનવતાવાદી અને પાકિસ્તાનીઓ પ્રત્યે કોઈ દ્વેષભાવ વગરના છીએ, અને એવું બતાવવામાં હદ પણ વટાવી જઈએ છીએ. અમે બહુ નીતીવાદી છીએ. આ તો બે દેશોની સરકારોના ઝઘડા છે, પ્રજા તો એક બીજાને ચાહે છે. લેખકો પણ અવારનવાર એવુ જ સાબિત કરવા માંગતા હોય છે. પાકિસ્તાનના કલાકારોને આપણે માથા ઉપર બેસાડીયે છીએ. સારી વાત છે. એમાં કશું ખોટું નથી. હું પણ મહેદી હસન, ગુલામઅલી, નુસરત ફતેહઅલી અને રાહતઅલીનો ફેન છું. જગજીતસિંહ મારા પ્રિય ગઝલ ગાયક છે. મહેંદી હસન બીમાર પડે છે ત્યારે એમની  દવા કે સારવાર કરવાના પૈસા નથી, ત્યારે આ જગજીતસિંહ અહી ભારતથી લાખો રૂપિયા  મોકલી આપે છે. સારી વાત છે. પણ જગજીતસિંહ ને ૫૪ યુદ્ધ કેદીઓમાંના કોઈ પંજાબીને ઘેર જવાનો કે એમના તકલીફ ભોગવી રહેલા કુટુંબીઓની ખબર કાઢવાનો સમય નથી. આ બધા કોઈ રીચ, પૈસાપાત્ર નથી. જયારે એમનો મુખ્ય કમાનાર પાકિસ્તાનની જેલમાં સબડતો હોય ત્યારે એમના નાના બાળકોને મોટા કરતા કેટલી તકલીફ પડી હશે? કોઈ વરસ, કોઈ બે વરસ, કોઈ વળી ત્રણ મહિનાના એવા નાના નાના બાળકો હતા ને યુદ્ધમાં ગયેલા એમના વહાલસોયા પિતાઓ  ફરી કદી પાછા ના ફર્યા. મહેંદી હસનની ચિંતા કરનારા જગજીતસિંહે કદી આ લોકોની ચિંતા કરી છે ખરી?
     *શફાકતઅલી સારા ગાયક છે, એમને રેડીઓ પર સાંભળી શંકર મહાદેવન ગાંડા થઇ જાય છે. અને તાત્કાલિક ભારત બોલાવી ફિલ્મમાં ગવડાવે છે, અને અહોભાવથી જાણે બે દેશો વચ્ચેની દીવાલો તો આ ગાયકો હમણા મિટાવી દેશે એવા દંભી ખયાલોમાં અડધા અડધા થઇ જાય છે. પછી ક્યાંથી એ દેશ સામે લડેલા ભારતીય સૈનિકો યાદ આવે? એ તો પાકિસ્તાનના દુશ્મનો હતા. અમે તો પાકિસ્તાનના પ્રેમી છીએ. અમે તો કલાકારો, કલાને રાજકારણમાં વચ્ચે ના લવાય. આ સૈનિકોની  સ્ત્રીઓએ સ્વેચ્છાએ વિધવા જેવી જિંદગી વિતાવી છે. અને એમના બાળકોને આજે મોટા કરી લીધા છે કોઈની મદદ વગર. દિલીપકુમારનો પાક પ્રેમ વિખ્યાત છે. આપણાં નેતાઓને પાકિસ્તાન જઈને મેડલો લઇ આવતા જરાય શરમ આવી નથી. જે દેશે માનવાધિકારની ધરાર અવગણના કરી આપણા સૈનિકોને ત્યાં રાખી ત્રાસ આપ્યો છે, એ દેશના રત્નોના ખિતાબો? શરમ કરો શરમ. પાકિસ્તાન અને ત્યાંના મુસલમાનોની સહાનુભુતિ જીતવાના હમેશા પ્રયત્નો આ કાયર કલાકારો ને નેતાઓ તથા લેખકો કર્યા કરતા હોય છે. એમાં આપણાં દેશના સાચા સેક્યુલર મુસલમાનોની અવગણના કરવા સુધી પહોચી જાય છે.
             *૧૯૭૧નું યુદ્ધ જીત્યાંના નશામાં ઈન્દિરાજી અને એમના ચમચાઓ ભૂલી ગયા કે પાકની દાનત ખોરી છે. બધા ૯૩૦૦૦ યુદ્ધ કેદીઓને સોપી દીધા, સોપવાજ પડે એની ના નહિ પણ તપાસ તો કરો ત્યાં આપણાં કેટલા રહી ગયા છે? આપણાં પુરા સૈનિકો પાછા સોપાય તોજ એમના પુરા  સૈનિકો સોપાય. ના કોઈ તપાસ ના કોઈ છાનબીન. પાકનો રેડીઓ બોલે કે પાંચ પાયલોટો પકડાયા છે, છતાં અહી કીલ્ડ ઇન એક્શન લખાઈ જાય. કેટલી બેદરકારી? કે પછી માણસની કોઈ કીમત નહિ? પાકને હરાવ્યું, બંગલા દેશનું સર્જન કર્યું અને અમરિકાને પારકી રશિયાની મદદનો કરાર કરી નીચાજોણું કરી આપ્યું. બસ છકી ગયા, ને ૫૪ બહાદુરોની જીંદગી રોળી બેઠા. સાથે સાથે એમના કુટુંબોને બરબાદીની ગર્તામાં ફેકી દીધા. રે ભારત તારી પોકળ મહાનતા.
            *આના વિષે બે ફિલ્મો બની ચુકી છે સત્ય થી સદંતર દુર. બચ્ચન સાહેબ  અને અક્ષય ખન્નાને લઈને દીવાર ફિલ્મ બનેલી. અશક્ય ને શક્ય દર્શાવી કાયરો સપનામાં વિજય મેળવી લે છે. પાકિસ્તાનમાં એમજ ઘુસવા થોડું  મળે છે? દમયંતી તાંબે ને પૂછી જુવો કે પાછા ફરેલા કેદીઓને પૂછી જુવો. મીસીસ તાંબે પાકની જેલોમાં ગયા હતા ત્યારે ભારતીય માછીમારો ને બીજા કેદીઓને પીલરો સાથે લોખંડની સાંકળો વડે  બાંધેલા જોયા હતા. એમજ સહેલું હોત તો ૫૪ વિરલા ક્યારના પાછા આવી ગયા હોત. આ તો અક્ષય ખન્ના વગર વિસા એ ગયો. જઇ તો જુવો? ખાલી પ્રયત્ન તો કરી જુવો. અને બચ્ચન સાહેબ અક્ષયની મદદ લઇ  બધાને છોડાવી લાવ્યા. શું મુરખો જેવી વાતો કરો છો?  એટલું સહેલું હોત ૪૦ વરસની લાંબી લડાઈ એમના કુટુંબીઓએ લડવી ના પડી હોત, અને છતાય પરિણામ શૂન્ય છે. પણ લોકો મુવી જોઈ ખુશ થઇ ગયા. અને ભૂલી ગયા કે હજુ આ વીરો ત્યાં સડે છે. જુઠા સપનાઓ જોવાની ભારતને આદત પડી ગયી છે. બીજી મનોજ બાજપેઈ ને લઈને બનેલી ફિલ્મ હતી ૧૯૭૧. એમાં આ વીરોએ પ્રયત્ન કર્યો પણ પાછા આવી ના શક્યા. એવું બતાવ્યું છે. આ વીરો પ્રયત્ન પણ કરી શક્યાં નથી. જોકે બધા કહેશે ફિલ્મોમાં તો એવુજ હોય, સાચી વાત છે. પણ ખોટી  ફિલ્મો જોઇને સત્ય વિસરાઈ જાય છે. પ્રજા જુવે તેનેજ સાચું માનતી હોય છે. ઈતિહાસ ભણ્યા હોવા છતાં કે પીંડારી લુટારા હતા, છતાં વીર ફિલ્મનો રીવ્યુ લખનારા  પીંડારી વિષે બહાદુર આઝાદીના લડવૈયા એવું લખતા અચકાતા નથી.
                   *હવે મારી વાત ધ્યાનથી વાંચજો. આ પ્રકારની માનસિકતામાંથી ભારતમાં નેતાગીરી અને પ્રજામાં પણ એક વર્ગ એવો ઉભો થયો છે જે પોતાને ખુબજ સેક્યુલર દર્શાવી હમેશા મુસલમાનોને ખુશ કરવા મથી રહ્યો છે. એમની સહાનુભુતિ જીતવા પ્રયત્ન કરી રહ્યો છે. એમાં હિન્દુઓને નારાજ કરવાની હદ સુધી પહોચી જાય છે. આમાં કોંગ્રેસ, મુલાયમ, અમરસિંહ જેવા સમાજવાદીઓ આવી જાય. અને સ્વાભાવિક છે હિન્દુઓની અવગણના થાય એટલે હિંદુ નારાજ થવાના. એટલે એની પ્રતિક્રિયામાં બીજો એવો વર્ગ નેતાગીરી અને પ્રજામાં ઉભો થયો છે, જે પોતાને અમે એવા દંભી સેક્યુલર નથી એવું દર્શાવી હિન્દુઓની લાગણીઓનું શોષણ કરી એમની સહાનુભુતિ જીતી લેવા માંગે છે. આમાં ભાજપ, આર.એસ.એસ, વિશ્વહિન્દુ પરિષદ વિગેરે આવી જાય. આ લોકો પ્રજામાં જે ડરપોકપણું છે એનો સરસ ઉપયોગ કરે છે. અમને વોટ આપો નહી તો આ મુસલમાનો તમને મારી નાખશે, જીવવા નહી દે, અને જુવો કોંગ્રેસ તો આ લોકો સાથે છે, તમારું અમારા  સિવાય કોઈ નથી. એમાં મોદી અને બાળ ઠાકરે  જેવા આવી જાય, અને ફાવી પણ જાય. સ્વાભાવિક છે. ગુજરાતમાં કેમ વધારે ફાવે છે? અહીની પ્રજા બીજા રાજ્યો કરતા વધારે ડરપોક છે અને અહી કોમી રમખાણો પણ વધારે થાય છે. એટલે આમ પ્રજાને શાંતિ જોઈએ. રોજ રોજના રમખાણો ના ફાવે. અને કોંગ્રેસના સહકારે અહીના ગુજરાતના રમખાણપ્રિય મુસલમાનો પણ ફાટીને ધુમાડે થઇ ગયા હતા. રોજ કોમી રમખાણો કરી હિંદુઓને ડરાવતા હતા. બધાં મુસલમાનોને રમખાણ કરવામાં રસ્ ના હોય તે સમજી લેવાનું. આઝાદી પહેલાથી અહી પોપાબાઈનું રાજ આ રમખાણપ્રિય મુસલમાનો ભાળી ગયા હતા. આઝાદી પહેલાથી અમદાવાદમાં કોમી તોફાનો થતા હતા.  ગોધરાકાંડ થયા પછી જે તોફાનો થયા એમાં પહેલી વાર ગુજરાતના આ રમખાણપ્રિય મુસલમાનોમાં ડર પેઠો છે. એટલે મોદી ફાવી ગયા છે. આમાં સાચા સેક્યુલર હિંદુઓ અને મુસલમાનો ખોવાઈ જવાના. મારી સાચી વાત ના તો હિન્દુઓને ગમશે ના તો મુસલમાનોને. સૌથી સલામત મુસલમાન હોય તો એ ભારતનો મુસલમાન છે. એટલો તો પાકિસ્તાનમાં પણ નથી. કઈ રીતે તમે ભારત ક્રિકેટમાં હારે અને પાકિસ્તાન જીતે તો ફટાકડા ફોડી શકો? કઈ રીતે તમે પાકનો ઝંડો ફરકાવી શકો? તમો ભારતમાં રહો છો ને ફટાકડા ભારતની હારમાં ફોડો છો. પછી કહો છો હિંદુ નારાજ થાય છે, ના થાય તો શું કરે? તમે રહો છો અહી ને તમારા મુખ પાક તરફ છે. જરા પાક માં જઇ તો જુવો? જે બિહારમાથી ભાગલા વખતે ત્યાં ગયા છે એ લોકો ને પૂછી જુઓ. મુહાજીર છે એ લોકો પાક મુસલમાન નથી, મારે છે પંજાબી મુસલમાનો એ લોકોને. એમના નેતાને ઇંગ્લેન્ડથી મુહાજીર  કોમી મુવમેન્ટ  ચલાવવી પડે છે. તમે વારંવાર તોફાનો કરી હદ વટાવી દીધી એટલે ગુજરાતીઓ કંટાળ્યા હતા. હવે તો કોઈ પણ સરકાર આવશે ગુજરાતી ડરશે નહિ. અને હું  પણ સાચી વાત લખતા ડરવાનો નથી જ. હિંદુ નારાજ થાય તોયે ને મુસલમાન નારાજ થાય તોપણ.
                       *ખેર બ્લોગ જગતના  ખુબ બધા મિત્રોએ મારી આ ૧૯૭૧ના યુદ્ધ સમયે પાકિસ્તનની જેલોમાં ભારત સરકારની અક્ષમ્ય ભૂલના કારણે રહી ગયેલા બહાદુર અફસરોની અને એમને ત્યાંથી છોડાવી લાવવામાં માટેના એમના કુટુંબીઓએ કરેલા વ્યર્થ પ્રયત્નોની  સ્ટોરી હૃદય પૂર્વક વાચી છે. ઘણા બધાએ અભિપ્રાય આપ્યા છે. બધાનો ખુબ જ આભાર. ઘણા બધા મિત્રો આ હૃદયદ્રાવક વાતો વાચી હતપ્રભ થઇ ગયા હશે, એમને અભિપ્રાયમાં શું લખવું? શબ્દો જ જડ્યા નહિ હોય. વડીલ  શ્રી અરવિંદ અડલજાના શબ્દોમાં કહીએ તો હૃદય હચમચાવી મુકે તેવી વાત છે. સ્તબ્ધ થઇ ગયા હશે બ્લોગ જગતના મિત્રો. દેશના વિરુદ્ધનું કામ કોઈ કરે તો આપણે એને દેશદ્રોહી કહીએ છીએ. પણ આને શું કહીશું? આ તો દેશે પોતે એના નાગરિકોનો દ્રોહ કર્યો છે. કોઈ શબ્દોના કારીગર કે ખેરખાંને આના માટે કોઈ શબ્દ સુજે તો જણાવશો.

રૂપાળા શબ્દો ની માયાજાળ, “સીતા માનવતાની વિમલ વેદના”……

*આ સાક્ષરો ને કોઈ સબ્જેક્ટ ના મળે લખવા માટે તો રામાયણ તૈયાર જ હોય છે. શ્રી ગુણવંત શાહ સાહેબ હજાર વાર રામાયણ અને શ્રી રામ વિષે લખી ચુક્યા હશે. એક ગ્રંથ પણ લખી ચુક્યા છે. છતાં આજે ઓનલાઈન દિવ્યભાસ્કરમાં એમનો લેખ વાંચ્યો. હું પણ ઘણી વાર મારા વિચારો ધાર્મિક લોકોને ગળે ના ઉતરે એવા લખી ચુક્યો છું. છતાં જયારે આવા પ્રતિષ્ઠિત સાક્ષરો વારંવાર એકના એક વિષય પર લખી ને જનતાને બોર કરી જ રહ્યા છે, તો મારા વહાલા સુજ્ઞ વાચકો રીપીટેશન બદલ મને પણ માફ કરી દેશે. મારો આશય ફક્ત એટલો જ છે કે રૂપાળા શબ્દો પ્રયોજીને ભોળી જનતા ને કેટલી આસાનીથી ભોળવી શકાય છે, એ બતાવવાનો જ છે. બીજું આપણી હિન્દુસ્તાન ની પ્રજા મોટા લોકો જે કહે તે બ્રહ્મ વાક્ય માની જ લેવાનું એવી માનસિકતા ધરાવે છે. જરાય વાસ્તવિકતા ની ધરતી ઉપર  વિચાર કરતી જ નથી. આ લોકોના નામ એટલા મોટા અને પૂજ્ય હોય છે કે એમની ભૂલો કોઈને દેખાય જ નહિ, અને દેખાય તો માનવા મન ના કબુલ કરે. આજ્ઞાપાલન.
*થોડી મનોવૈજ્ઞાનિક ચર્ચા કરી લઈએ. એક બાળક જન્મે છે, ત્યારે એની હાર્ડ ડિસ્ક કોરી હોય છે. એ જુએ છે,  સાભળે છે,ચાટે છે, સ્પર્શ કરે છે, નકલ કરે છે અને ધીરે ધીરે એની હાર્ડ ડિસ્ક ભરાયા છે, માહિતી બ્રેનમાં ભેગી થાય છે અને એ રીતે એનું ઘડતર થાય છે. એવી રીતે એક સમાજ નું ઘડતર થાય છે, મોટા મહામાનવોના અચાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, આદેશો, ઉપદેશો થકી. અચેતન રૂપે બાળક જેમ વડીલો પાસેથી બધું શીખે છે તેમ સમાજના લોકોના અચેતન મનમાં મહાપુરુષોની અસર હોય છે. દેશના રાજા, મહાન નેતાઓ, મોટા સ્થાપિત ધર્મગુરુ ઓના અચાર વિચાર, વાણી, વર્તન, ઉપદેશો થી દેશનું, પ્રજાનું, સમાજનું ઘડતર થાય છે. યથા રાજા તથા પ્રજા, પ્રજા એમના પગલે ચાલવા આતુર હોય છે. એક નાનો માણસ ભૂલ કરે છે, ત્યારે એના ખરાબ પરિણામો એના ફેમીલી, અને ઘરના સભ્યોએ ભોગવવા પડે છે. જયારે મોટા માણસો ભૂલ કરે છે ત્યારે એના પરિણામો આખા સમાજ, આખા દેશ ને ભોગવવા પડે છે.
*બીજું શ્રી રામ ને ભગવાન માની ને આ બધું વાંચશો તો ગળે નહિ ઉતરે, એમને માનવ, એક રાજા, એક મહામાનવ, એક સેલીબ્રીટી માનસો તો જ મજા આવશે. જુના જમાનામાં રાજા ને ભગવાન માનવાનો પ્રાચીન સંસ્કૃતિઓ  ભારત અને ચીનમાં રીવાજ હતો.
*હવે શ્રી ગુણવંત શાહના રૂપાળા શબ્દો ની માયાજાળ જુઓ.
               
 (૧)..રામાયણ માનવતાનું મહાકાવ્ય……….. (૨) રામ માનવતાના વિવેક ચુડામણી..
 
શ્રી રામ ખુબજ આજ્ઞાપાલક હતા.ઘણી વાર આંધળું આજ્ઞાપાલન દુખદાઈ હોય છે. આજ્ઞા પાલકો કોઈ ક્રાંતિકારી વિચારો ધરાવતા હોતા નથી. ધરાવતા હોય તો આજ્ઞાપાલનની આદતમાં મૂકી શકતા નથી. જેણે સાંપ્રત સમાજની આજ્ઞા ઓ પાળી નથી, માની નથી એવા લોકોએ જ ક્રાંતિ કરી છે. શ્રી કૃષ્ણ આજ્ઞા પાલક હતા નહિ. મોટાભાઈ બલરામ ને ચતુરાઈ પૃવક સમજાવી એમની આજ્ઞાઓ પાળતા નહિ. પણ આજ્ઞા પાલન કોને ના ગમે? બધાને ગમે. સાચી ને સારી આજ્ઞાઓ પાળવામાં કોઈ જ વાંધો નથી. પણ ગેરવ્યાજબી આજ્ઞાઓ વડીલોની હોય તો પણ દુખ જ આપતી હોય છે. દરેક બાપ ઈચ્છતો હોય કે મારો દીકરો રામ જેવો આજ્ઞા પાલક હોય તો સારું. પછી અમે એને બનવું હોય ફોટોગ્રાફર ને મોકલી દઈએ એન્જીનીયરીંગ માં. મને ખુદ ને સાયંસ અને સાહિત્યમાં રસ પણ કોમર્સમાં ફક્ત ફી ભરી દીધી હતી માટે કોમર્સમાં જવું પડ્યું. ના તો હું સારું કોમર્સ ભણી શક્યો ના સાયંસ અને સાહિત્યની ખંજવાળ હવે (52) વર્ષે પૂરી કરી રહ્યો છું. નેતાઓ પણ રામના જ રથ કાઢશે. એમને પણ પ્રજા રામની જેમ આજ્ઞાપાલક જોઈએ છીએ. જેથી મરે તો પારકા છોકરા મરે ને એમના છોકરા પરદેશમાં ભણતા હોય કે લહેર કરતા હોય. ગુરુઓ પણ રામની કથા વધારે પસંદ કરશે. જેથી ભોળી પ્રજા આજ્ઞાપાલનના ચક્કરમાં એમના રોટલા શેકી આપે. શ્રી કૃષ્ણ ની ખાલી બાલ અવસ્થાની(ભાગવત) કથાઓ જ કહેવાતી હોય છે. મહાભારત ની કોઈ કથાઓ થતી નથી. પૂરું ના વંચાય નહી તો  નાશ થાય એવું પણ ગુરુઓએ ભરાવેલું  છે. આ તો બી.આર.ચોપરાએ સાહસ કર્યું,તે પણ રામાનંદ સાગર કમાઈ જાય ને હું કેમ રહી જાઉં?
 
ચુડામણી એટલે ચૂડલામાનો  મણી. વિવેક એટલે સાચા ખોટાની પરખ. રામ ને શુદ્રો પ્રત્યે માંન કે પ્રેમ  હતો  માટે એમણે શબરીના એંઠા બોર ખાધા. પણ એક શુદ્ર જયારે ભણવા(તપ) બેઠો તો ઋષીઓ એ ફરિયાદ કરી તો શુદ્ર ને સમજાવી ને તપ કરતો બધ કરી શક્યા હોત. રાજા હતા થોડી ધમકી આપી હોત તો પણ માંની જાત પણ બાણ મારી હણી નાખ્યો. ક્યા ગયો વિવેક ને માનવતા? ફક્ત આજ્ઞાપાલન. આગે સોચનેકા નહિ.ટૂંકમાં વાલી નો ઝાડ પાછળ છુપાઈને વધ, વાલી ની પત્ની સુગ્રીવના ભોગવિલાસ નું સાધન બને, રામ સહીત લક્ષ્મણ ને સુગ્રીવ ઉપર કોપાયમાન થવું પડે, અસહાય અંગદની નારાજગી, સીતાજીની અગ્નિપરિક્ષા(ચેસ્ટીટી બેલ્ટ), ધોબી ભાઈના મેણાંથી સીતાજીનો ત્યાગ, ધોબીભાઈ ને ફટકારી સમાજ ઉપર સ્ત્રીઓ પર વિનાકારણ શંકા નહિ કરવાનો દાખલો બેસાડવાનો ચાન્સ ગુમાવી ભવિષ્યમાં ભારતમાં જન્મ લેનારી સ્ત્રીઓને કાયમ અગ્નિપરિક્ષાઓ(ચેસ્ટીટી બેલ્ટ) માં ધકેલી દેવી. ક્યાં ગઈ માનવતા ને ક્યાં ગયો વિવેક?
હવે શ્રી ગુણવંત શાહ સાહેબ કહે છે (૩) સીતા માનવતાની વિમલ વેદના
સીતાજી ને થયેલા બધા અન્યાય ભુલાઈ જાય ને આવા મનમોહક શબ્દો થી. ભૂલી જાવ સીતાજીની પીડા એ તો માનવતાની વિમલ વેદના છે. એટલે શ્રી કાંતિ ભટ્ટ પણ કહેતા હતા કે રામ કથામાં સ્ત્રીઓ વધારે આવે છે. અને સીતાજીની વાર્તાની રાહ જોતી હોય છે. ને એવું પણ કહેતા હતા કે સ્ત્રીઓને સીતાજી ની જેમ સફર થવું, પીડાવું, દુખી થવું ગમે છે. એના પર હું એક આર્ટીકલ લખી ચુક્યો છું. ધરતીમાં કોઈ બાળક પેદા થતા નથી. કોઈએ બાળ સીતાજી ને ત્યજી દીધા હશે જન્મ થતા જ. જનક રાજા જેવો કોઈ જ્ઞાની રાજા થયો નથી, એમણે પોતાની પુત્રી તરીકે મોટા કર્યાં. ફરી પાછા રૂપાળા શબ્દોની માયાજાળ પણ એ વાલ્મીકી ની. સીતાજી ધરતીમાં સમાઈ ગયા કે સુસાઈડ?
 સીતાજી ને પણ સ્વમાન હતું, એમણે રામ ને માફ નથી કર્યા, ફરી પાછા અયોધ્યા નથી ગયા. શ્રી શાહ સાહેબ પહેલા પ્રેમનું મહાકાવ્ય કહેતા હતા. સાચી વાત છે પણ અંતમાં શોકનું મહાકાવ્ય બની ગયેલું.,
*(૪)લક્ષમણ માનવતા નો પુણ્ય પ્રકોપ
(૫)ભરત માનવતાનો તપોનીધી
(૬)હનુમાનજી માનવતાના પ્રાણમય કોશ
આ ત્રણે આજ્ઞાપાલનના મહારથીઓ, રામના સબમીસીવ  ભક્તો હતા. આ ત્રણેના ચરિત્રો મહાન હતા. આ લોકોના આપેલા બલિદાન મહાન હતા. શ્રી રામ અને સીતાજી નું ચરિત્ર પણ મહાન હતું. પણ રામે આજ્ઞાપાલનના ચક્કરમાં કરેલી  ભૂલો પણ મહાન હતી.
*રામ કથા જગ મંગલ કરની
જગનું ઠીક,ભારતનું પણ મંગલ થયું હોત તો આજે ભારત સુપર પાવર હોત. ભારત આજે બિચારું , ગરીબડું બની ચુક્યું છે. ભારતનું મંગલ થયું હોત તો ૧૦૦૦ વરસ ગુલામી ના વેઠી હોત. રામનું આજ્ઞા પાલન ભારતની રગેરગમાં ફેલાઈ ચુક્યું છે. આજ્ઞા પાલક પ્રજામાંથી ચૂંટાતા નેતાઓ પણ ભયંકર આજ્ઞા પાલક છે. અંગ્રેજોએ કીધું ભાગલા પાડો , નો પ્રોબ્લેમ , જી હુકુમ. જે અંગ્રેજ કદી ભારત આવેલો નહિ, ભારતની ભૂગોળ ખબર નહિ એણે નકશા પર ભાગલા પડ્યા, જી હુકુમ. અલ્યા  એટલું તો કહેવાય ને કે કોઈ જાણકાર ને મુકો આ કામ માટે. પેલા છગને એક જ ગામ વચ્ચે  પણ લીટી દોરેલી છે. હાલ નો ભારત નો જે નકશો જોઈએ છીએ તે ખોટો છે. ડાબી બાજુનું ઉપરનું ટોપચું પાકિસ્તાન પાસે છે. આપણી જ હદમાં વાડ કરવા ગયા ને ચીન નારાજ થયું ને આજ્ઞાપાલન તરત જ બંધ થઇ ગયા. વૃદ્ધ, શક્તિહીન, કામી રાજા ને જુવાન ખણખણતી પત્ની રામ જેવા સીધા પુત્ર ને કેવી ભયંકર આજ્ઞા કરી બેઠા ને આખી જીંદગી બગાડી નાખી. હજુ આજેય દશરથો એના એજ છે. પહેલી વાર અમીરખાન જાહેરમાં સંદેશો લઇ આવ્યો છે કે દશરથો સુધરો. આ મુવીમાં મને કોઈ ખરાબ મેસેજ દેખાયો નથી. પણ ના તો પછી આજ્ઞા પાલન નું શું થાય? પ્રજા બગડી જાય, નેતાઓ ની આજ્ઞા પાળે નહિ, એટલે એનો વિરોધ થયો ને પોસ્ટરો ફાડ્યા. “તારે જમીનપર” ને “થ્રી ઇડીએટ” બનાવીને આમીરે બહુ મોટી છલાંગ લગાવી દીધી છે.
* હા મંગલ થયું છે .બાપુઓનું. રામ કથાઓ  ગાવાની આવડત ના હોત તો કોઈ, મોદીની ભાષામાં  ક્લાર્કમાં પણ ના રાખે. રામનું નામ પવિત્ર તો ખરું જ. રામના નામે પથરા(ભીખારીઓ,અભણો,ક્રીમીનલ્સ) તરી ગયા. રામના રથ કાઢી નેતાઓ નું ભલું ચોક્કસ થયું છે.
*વધારામાં શ્રી ગુણવંત શાહ કહે છે બાપુની રામ કથા થી ભરતીય સંસ્કાર જળવાયા. સાચી વાત છે. સંસ્કારો ચોક્કસ જળવાયા છે, સાથે સાથે શંકા કરવાના
(ચેસ્ટીટી બેલ્ટ), બાળી મુકવાના, કાઢી મુકવાનાં પણ. બીજું એમનું કહેવું છે વ્યસનો અને માંસાહાર  ત્યજવાની પ્રેરણા મળી છે. સાચી વાત છે. પણ એ બાપુની પોતાની સલાહો હશે. રામની નહિ કારણ રામ તો હરણના શિકાર કરતા હતા ને એના ચર્મના વસ્ત્રો સીતાજી ને પ્રિય હતા. એના માંસનું ભોજન કરવું એ જમાનામાં સામાન્ય હતું. વાલ્મીકી રામાયણમાં આનો ઉલ્લેખ છે જ. શ્રી સ્વર્ગસ્થ ચંદ્રકાંત બક્ષી એ પણ એમની કોલમ “વાતાયન” માં આનો ઉલ્લેખ પણ કરેલો. પ્રાચીનકાલના આર્યો તદ્દન માંસાહારી હતા. લોકો માને કે ના માને. અને એના લીધે અત્યારે માંસાહાર ની તરફેણ ના કરી શકાય. શું ખાવું એ પોતાની ચોઈસ છે.
*હવે શ્રી ગુણવંત શાહ  બાપુ ને રામાયણ યુનિવર્સીટીના કુલપતિ કહે છે. હવે બાપુ પોતે આપકી અદાલત નામના પ્રોગ્રામમાં રજત શર્મા ને એક ભણતર વિષેના સવાલના જવાબમાં ગર્વતા થી જવાબ આપે છે કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા”. લાખો  સાભળનારના અચેતન માઈન્ડમાં આ સંદેશો ઘુસી જવાનો કે ભણતર ની ખાસ જરૂર નથી, ભજન કરો. એક સત્ય ઘટના, ગોંડલ કોલેજની એક વિદ્યાર્થીની ચાલુ કલાસે સંતાડી રાખેલી માળા ફેરવીને રામ રામ ભજતી હોય છે, આ શ્રી કાંતિ ભટ્ટ જણાવે છે. સુજ્ઞ વાચકો વિચારે કે મહાન આત્માઓના વચનો લોકો કેટલા  સહેલાઇ થી અમલમાં મૂકી દેતા હોય છે. નક્કી આ છોકરી બાપુઓના રવાડે ચડી ને ભણતર ને મહત્વ આપતી નથી. જેને મન ભણતર નું મહત્વ ના હોય તેને કુલપતિ ની પદવી?
*બાપુના કોઈ ભક્ત કહેતા હતા કે ધનપતિઓ પાણી ગાળી ને પીવે છે પણ લોકો નું લોહી ગાળ્યાં વગર પી જાય છે. એ હવે વિચારવાનું વાચકો ઉપર. પણ મારું માનવું છે કે આ બાપુઓ તો લોકોનું બ્રેન જ ગાળ્યાં વગર પી જાય છે, એનું શું?
*વચમાં વાચેલું કે મોરારીબાપુ એ એક મંચ પર જુદા જુદા ધર્મોના વડા(નેતાઓ) ઓને ભેગા કરેલા. સારું કહેવાય. પણ એક જ મંચ પર ભેગા થઇ કોઈ નિર્ણય લીધો કે જુદા જુદા વાડાઓમાં વહેચાએલો હિંદુ ધર્મ એક ભગવાન  કે એક સનાતન હિંદુ ધર્મ ને માની પોતે એક થાય ને પ્રજા ને એક કરે?  ના..તો પછી? ખાધું પીધું ને છુટા પડ્યા.
* શ્રી શાહ સાહેબ પાઘડીનો વળ છેડે…એવું લખી કોઈ કવિતા જેવું કરતા હોય છે. આ તુલસીદાસ ને થયે ૫૦૦ વરસ થયા હશે. એ સમયે શ્રી રામની હાજરી હોય તેવી શક્યતા નથી. છતાં ભક્તિ ને અહોભાવના માર્યા લોકો ગાતા હોય કે તુલસીદાસના ભક્તો ગવડાવતા હોય છે કે “ચિત્રકૂટ(કે અયોધ્યા) કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર.
વર્ષો પછી લોકો અહી પણ ગાવાના છે ચિત્રકૂટ(મહુવા)કે ઘાટ પર ભઈ સાક્ષરાન(અસ્મિતા પર્વ) કી ભીડ, મોરારિદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર”
*આશરે ૫૦૦ વર્ષ પછી ઈ.સ. ૨૫૦૦ માં વળી કોઈ મારા જેવો બુદ્ધીસાગર(મૂરખ) વિચારશે કે આ રામ ને થયે ૫૦૦૦ કરતા વધારે વર્ષ  થયા ને આ બાપુ તો ઈ.સ.૨૦૦૦ ની આસપાસ થયા હતા, ને લોકો આવું કેમ ગાતા હશે? કે મોરારિદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. શું રામ અને બાપુ સમકાલીન હશે? આવું બનવાની શક્યતા ૧૦૦% છે. જેવું તુલસીનું થયું એવું બાપુનું કેમ ના થાય? ભારત તો આખરે ભારત જ છે ને?
 *કોઈએ ખોટું લગાડવું નહિ, મેં પોતે શ્રી ગુણવંત શાહ અને શ્રી કાન્તીભટ્ટ ને વર્ષો સુધી વાંચ્યા છે. અને હજુ વાંચું છું. મહાત્માઓએ વિચારવાની બંધ કરેલી બારીઓ ખોલવાનો નમ્ર પ્રયાસ માત્ર છે.

નોધ:–ઉપરનો આર્ટીકલ શ્રી ગુણવંત શાહ ના ઓન લાઈન દિવ્યભાસ્કરમાં આવેલ “રામ કથા જગ મંગલ કરની”આર્ટીકલ ની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.

ભારતે વિશ્વને આપેલી મોંઘેરી ભેંટો………..

Khajuraho7

ચતુર્ભુજ વિષ્ણુ મંદિર ગ્વાલિયરનો એક શિલાલેખ..*વોટર કલોક,,,પાણીની ઘડિયાળ,શું કહીશું?  પાણી વડે, જેમાં પાણી વપરાતું હોય એવી ઘડિયાળ. લગભગ જૂની દરેક સંસ્કૃતિમાં પાણી વડે ચાલતી ઘડિયાળોનો ઉલ્લેખ છે. ચીન કોરિયા, ગ્રીક , રોમન અને ઈજીપ્ત તથા ભારતમાં પ્રાચીન કાલમાં પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી. અથર્વ વેદ(ઈસુના ૨૦૦૦ વર્ષ પહેલા) માં પણ એનો ઉલ્લેખ છે. હરપ્પા અને મોહન્જોડેરો વખતે પણ આ પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી. તાંબાના કુંભમાં ચોક્કસ માત્રામાં પાણી ભરી લટકાવવામાં આવતો તળિયે કાણું હોય. શિવજીના લિંગ પર જે અભિષેક માટે હજુ પણ તાંબાનો કુંભ લટકાવવામાં આવે છે અને પાણી ધીરે ધીરે ટપક્યા કરે, ખાલી થાય એટલે અમુક સમય પૂરો થયો, એવો કોન્સેપ્ટ હતો. નાલંદા બૌદ્ધ યુનીમાં તાંબાના એક ચોક્કસ માપના વાટકાને પાણી ભરેલા કુંડમાં મુકવાનો નીચે કાણું હોય એ દ્વારા પાણી અન્દર ભરાય, પૂરો ભરાય જાય એટલે ડૂબી જાય એટલે નગારા પર ટકોરો મારવાનો, એક પ્રહર પૂરો થયો. ચાર દિવસના ને ચાર રાતના પ્રહરની આ રીતે ગણતરી થતી, અને આ આખી વ્યવસ્થા સંભાળવાની  જવાબદારી હતી વિદ્યાર્થીઓના માથે.વરાહ મિહિર અને બ્રહ્મગુપ્ત નામના ગણિત શાસ્ત્રીઓએ આનો ઉલ્લેખ કરેલો છે. આવી ઘડિયાળ હજુ એક જૈન મંદિરમાં છે.
        *અઢારમી સદીની શરૂઆતમાં જયપુરના રાજા સવાઈ જયસિંહે જયપુરમાં જંતર(instrument), મંતર(ફોર્મ્યુલા) ની જ્યોતિષના અને સૂર્યની ગતિવિધિઓના અભ્યાસ માટે સ્થાપના કરી. સૂર્યની પોજીસન ઉપરથી સમય માપવા માટે સન ડાયલની રચના કરી. એને તમે સૂર્ય ઘડિયાળ કહી શકો.
      *ધોળાવીરા………કચ્છમાંથી મળેલું ૪૫૦૦ વર્ષ જુનું આ શહેર એક કિલોમીટરના ઘેરાવામાં ફેલાયેલું સ્પોર્ટ સ્ટેડીયમ ધરાવતું હતું. ગટર વ્યવસ્થા, સુએઝ વ્યવસ્થા, બાથરૂમ અને અમેરિકન સ્ટાઈલવાળા સંડાશ ધરાવતા એ શહેરમાં આશરે ૧૦૦૦૦ હજાર માણસો રહેતા હતા. આના ૨૦૦૦ વર્ષ પછી રોમનોએ શહેર બનાવ્યા.
        *0…..zerઓ……The mystical idea of nothingness, શૂન્ય એટલે કશું નહિ. શૂન્યની શોધએ દુનિયાને આપેલી મોટામાં મોટી ભેટ છે. આનો લેખિત પુરાવો ૯મી સદીમાં રાજા મીહીરભોજે બનાવેલા ચતુરભુજ વિષ્ણુ મંદિર, ગ્વાલિઅરના શિલાલેખમાં આજે પણ છે. એક થી નવ નંબર અને ગણિત, દશાંશ પધ્ધતિ એ ભારતની બહુમુલ્ય ભેટ છે. આરબ વેપારીઓ આ ગણિત યુરોપમાં લઇ ગયા. ૧૩મી સદીમાં રોમન ચર્ચ ડેવિલનું કામ છે એવું કહીને આ ગણિત પર પ્રતિબધ મુકે છે, પણ પછી સહેલાયથી ગણી શકાતું હોવાથી ધીરે ધીરે સમગ્ર યુરોપે આને સ્વીકારી લીધું.
     *હ્યુજ મેટલ વર્ક…………કુતુબ મીનારના સંકુલમાં આવેલો ૧૭૦૦ વર્ષ જુનો થંભ સ્ટીલમાંથી બનાવેલો છે. લાકડામાંનો કાર્બન લોખંડમાં ઉમેરીને કાટ ના આવે આવું સ્ટીલ બનાવવાની પધ્ધતિ ભારતીયોને આવડતી હતી.
     *કપાસમાંથી કાપડ બનાવવાની ભારતની હાથશાળોની ટેકનોલોજી અપનાવી ૧૮મી સદીમાં અંગ્રેજોએ મોટા મશીનો બનાવી કાપડનું ઉત્પાદન કરવા માંડ્યું, એનું શ્રેય ભારતને ફાળે જાય છે. અને આજ કોટન કપડાને ભડકીલા રંગ ચડાવવાનું કામ પણ દુનિયા ભારતીયો પાસે થીજ શીખી છે.
        *લગભગ ૪૦૦૦ વર્ષ જુનો યોગા આખી દુનિયામાં ડંકો વગાડે છે. જોકે પરદેશમાં યોગાના કલાસીસમાં આસનો શીખવવામાં આવે છે. યોગના આઠ અંગોમાનું આસનો એક જ અંગ છે. યોગા વિષે વધારે લખવાની જરૂર નથી. આજે યોગાના સૌથી વધારે પેટન્ટ અમેરિકા આપશે છે ભારત પાસે નહિ.
        *ચરકે આયુર્વેદ(હર્બલ મેડીસીન) ઈશુના ૪૦૦ વર્ષ પહેલા લખ્યો, જે ફીજીશ્યન હતા. શુશ્રુત સર્જન હતા, ૨૫૦૦ વર્ષ પહેલા એમણે લખેલું સર્જન મેન્યુઅલ આજે પણ સર્જનો જાણે અજાણે વાપરે છે. કપાળમાંથી ચામડી લઇ યુદ્ધમાં ઘવાએલા નાક વાળા સૈનિકોના નાક ઠીક કરવાની પ્લાસ્ટિક સર્જરી એ ભારતના શુશ્રુતની શોધ છે.
   *ચેસ………..ચતુરંગની રમત જેને આપણે ચેસ તરીકે ઓળખીએ છીએ એ ભારતના રાજાઓની નવરાશના સમયે રમવાની રમત હતી. પોલો પણ ભારતનાં રાજાઓની રમત હતી.
     *વેક્સીનેસન…….શીતળાના દર્દીના શીતળામાંથી થોડું પસ સાજા માણસને થોડો ઘા કરી એમાં દાખલ કરી એને વૈદ્યોના સતત નિરીક્ષણ હેઠળ રાખી, એને તાવ આવે ત્યારે  એના પર સતત ઠંડુ પાણી રેડી એને તાવમાંથી મુક્ત કરી સાજા કરવાની પધ્ધતિ આપનાવેલી, પછી એ માણસને ક્યારેય શીતળા નાં થાય.
   *મીણનો ઉપયોગ કરી ધાતુ(મેટલ)ના પુતળા બનાવવાની વિદ્યા ભારતની શોધ છે.
     *કામસૂત્ર……….પહેલ વહેલું સેક્સના શિક્ષણ  ઉપર વ્યવસ્થિત રીતે લખેલું પુસ્તક એ વાત્સ્યાયનની રચના છે.  શિવજીના લિંગ(મેલ જેનેટલ)અને જલાધારી(માતા પાર્વતીની યોની, ફીમેલ જેનેટલ)સર્જનના પ્રતિકની પૂજા કરી નોર્મલ સેક્સનું બહુમાન કરવાનું શ્રેય ભારતીયોને ફાળે જાય છે. જાપાનમાં આવાજ લાકડાના લિંગ બનાવી એની પૂજા થાય છે. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચર્યા , ચર્યા એટલે ફરવું અથવા સતત એમાં રમમાણ રહેવું એવો અર્થ કરી શકાય. સેક્સ  ના કરવો એવો સ્ટુપીડ અર્થ કોણે ઘુસાડ્યો ખબર નથી.
     *અત્યારે આટલું બસ છે.    ધોળાવીરા.