|
All posts by Bhupendrasinh Raol
ક્રીકેટોન્માદ
ભારતીય સંસ્કૃતિના રક્ષકોએ જાણી લેવું જોઈએ કે ક્રિકેટ ભારતની રમત નથી.વેલેન્ટાઇન ડે જેવા પરદેશી તહેવારોની ઉજવણી વિરુદ્ધમાં સ્ત્રીઓને મારનારા સંસ્કૃતિના રક્ષકોને શું ખબર નથીકે આ શ્રીમંત અંગ્રેજોની ટાઈમ પાસ રમત છે?રમતને રમતની રીતે જોવી જોઈએ.ઘણા લોકોએ તો ક્રિકેટ નામના ધર્મની કલ્પના પણ માંણી લીધી.હું કોઈ ક્રિકેટને એક રમત તરીકે વખોડતો જરાપણ નથી.પણ એની પાછળના ગાંડપણને જરૂર વખોડું છું.હું કોઈ ક્રિકેટર્સને જરાપણ વખોડતો નથી.એમની પાછળ પ્રજા પાગલ બને છે તે પાગલપનને ધિક્કારું છું.
હવે ક્રિકેટર્સ ઉપર ઇનામોની ધોધમાર વર્ષા થશે.કોના બાપની દિવાળી?BCCI એક એક કરોડ આપશે.દિલ્હીના શીલા દીક્ષિતે કેપ્ટન માટે બે કરોડ જાહેર કર્યા.પ્રજાના પૈસા છે.ટેક્સ ભરે છે પ્રજા.શીલાદીક્ષીતે એના ખીસામાંથી બે કરોડ આપવા જોઈએ.પ્રજાના પૈસા પ્રજાના હિતમાં વાપરવા જોઈએ કે નહિ?પણ જ્યાં પ્રજા જ ગાંડી બનતી હોય ત્યાં સોચે કોણ?કોઈ પણ ગવર્નમેન્ટને પ્રજાના પૈસા આવી રીતે કોઈ એક પાછળ વેડફવાનો હક કોણે આપ્યો?ગુજરાત સરકારે એકલવ્ય એવોર્ડ જાહેર કર્યો ગુજરાતના ક્રિકેટર્સ માટે,બહુ સારું કર્યું.ગુજરાતનું નામ રોશન કર્યું છે,આપવો જોઈએ.પણ એક લાખ આપ્યા તો મૂરખ પ્રજાને એમાં ખેલાડીઓનું અપમાન દેખાયું.કારણ બીજાની સરખામણીએ નીચાજોણું દેખાય છે.
એકલવ્ય એવોર્ડનું ધારાધોરણ લાખ રૂપિયાનું હોય તો લાખ જ આપાય ને?કરોડ થોડા અપાય?નહીતો પછી બીજી રમતના કે કબ્બડીના ખેલાડીને પણ કરોડ આપવા પડે.એકલવ્ય એવોર્ડ વિજેતા ક્રિકેટરને કરોડ અને એકલવ્ય વિજેતા કબ્બડીના ખેલાડીને એક લાખ એવો ભેદભાવ કરાય ખરો? આ ક્રિકેટર્સ એમના હિત અને રૂપિયા માટે રમે છે.આ લોકો ખૂબ પૈસા ઉતારે છે.એમની પાછળ પ્રજાના પૈસા કોઈ ગવર્નમેન્ટને ભેટ આપી દેવાનો હક કોણે આપ્યો?પ્રજા ટેક્સ ભરે છે અને આ કરોડપતિઓને ઉપરથી પ્રજાને પૂછ્યા વગર કરોડ ગીફ્ટ કરવાના?લાખો ગરીબ બાળકોને ભણવાનું નસીબ નથી.બાળ મજૂરોથી ભારત ઉભરાય છે.ટેક્સના નાણા એવા કામોમાં વાપરો.સચીન દસ ફરારીના ટેક્સ ભરી શકે તેવો છે એને માફી??ક્રિકેટ સિવાય ભારતમાં કરવા જેવા અનેક કામ છે.ક્રિકેટર્સના ફોટા મુકાય,દીવા થાય,યજ્ઞો પૂજા થાય,ક્રિકેટનો કોઈ ઉન્માદ,કોઈ પાગલપન ઉભું થાય.સાલું આ પ્રજામાં કોઈ બુદ્ધિ છે કે નહિ?ક્રિકેટને રમત તરીકે જ સમજવી જોઈએ.સારી રમત છે.મેં પણ ભારતની જીતનો આનંદ માન્યો છે.મેં પણ ધોનીના વખાણ કર્યા છે.૨૮ વર્ષે માંડ માંડ કપ જીત્યા તેનો આનંદ મેં પણ લીધો છે.
હવે ૧૫ ખેલાડીઓ આજીવન બાલબચ્ચા સાથે ટ્રેનમાં અને પ્લેનમાં મફત મુસાફરી કરશે.અને પેલા ત્રાસવાદીઓની ગોળીઓ ખાઈ મરેલા પોલીસવાળા અને સૈનિકોની વિધવાઓ પેન્શન માટે ધક્કા ખાશે,હરખ તું હિન્દુસ્તાન.
હું છું દ્રવિડિયન,હરપ્પન અને આર્યન કે માનવ?
હું છું દ્રવિડિયન,હરપ્પન અને આર્યન કે માનવ?
પ્યારા મિત્રો અગાઉનો લેખ વાંચી ઘણા બધા મિત્રોને ખ્યાલ તો આવી ગયો હશે કે આખી દુનિયામાં માનવજાત મૂળ આફ્રિકાથી ફેલાઈ છે. સમયની બાબતમાં થોડો ફેરફાર હશે પણ માનવજાતનું માઈગ્રેશન આફ્રિકાથી શરુ થયું તે બાબતમાં કોઈ શક નથી, અને સૌથી પહેલો માનવ ભારત આવીને સુસંસ્કૃત થયો તેમાં પણ મતભેદ હોઈ ના શકે. સૌથી પહેલી સંસ્કૃતિ અહી વિકસી તેમાં પણ મતભેદ હોઈ ના શકે. જુદા જુદા સમયે જુદા જુદા જિન્સ માર્કર ધરાવતા લોકસમૂહ ભારત આવ્યા, પણ બધાનું મૂળ તો એકજ હતું. લડી ઝઘડી ભેગા થઈને એક મહાન સંસ્કૃતિ ઉભી થઇ હતી. હા! તો મિત્રો મારો માર્કર છે M17 અને તેના વિષે નેશનલ જિયોગ્રાફીનો જિનોગ્રાફ પ્રોજેક્ટનો રીપોર્ટ શું કહે છે તે વાંચો, Your Y-chromosome results identify you as a member of haplogroup R1a1 (M198).The genetic markers that define your ancestral history reach back roughly 60,000 years to the first common marker of all non-African men, M168, and follow your lineage to present day, ending with M17, the defining marker of haplogroup R1a1 (M198).If you look at the map highlighting your ancestors’ route, you will see that members of haplogroup R1a1 (M198) carry the following Y-chromosome markers: M168 > P143 > M89 > L15 > M9 > M45 > M207 > M173 > SRY10831.2 > M17 Your genetic trail ends with a marker that arose between 10,000 to 15,000 years ago when a man of European origin was born on the grassy steppes in the region of present-day Ukraine or southern Russia.His descendents became the nomadic steppe dwellers who eventually spread as far afield as India and Iceland. Archaeologists speculate that these people were the first to domesticate the horse,which would have eased their distant migrations.In addition to genetic and archaeological evidence, the spread of languages can also be used to trace prehistoric migration patterns. Your ancestors, descendants of the Indo-European clan, may be responsible for the birth and spread of Indo-European languages. The world’s most widely spoken language family, Indo-European tongues include English, French, German, Russian, Spanish,several Indian languages such as Bengali and Hindi, and numerous others. Many of the Indo-European languages share similar words for animals, plants, tools, and weapons.Some linguists believe that the Kurgans, nomadic horsemen roaming the steppes of southern Russia and the Ukraine, were the first to speak and spread a Proto-Indo-European language, some 5,000 to10,000 years ago. Genetic data and the distribution of Indo-European speakers suggest the Kurgans, named after their distinctive burial mounds, may have been descendents of M17.Today a large concentration—around 40 percent—of the men living from the Czech Republic across the steppes to Siberia, and south throughout Central Asia are descendants of this clan. In India around 35 percent of the men in Hindi-speaking populations carry the M17 marker, whereas the frequency in neighboring communities of Dravidian speakers is only about ten percent. This distribution adds weight to linguistic and archaeological evidence suggesting that a large migration from the Asian steppes into India occurred within the last 10,000 years.
ઈરાનના પશ્ચિમ ભાગમાં ભાગ્યેજ જોવા મળતો આ માર્કર પૂર્વ ઈરાનમાં ૩૫ ટકા લોકોમાં જોવા મળે છે. શ્રી દીપકભાઈ ધોળકીયાને કોણ નહિ ઓળખાતું હોય? મને તો હજુ એમનો ઘેઘુર અવાજ આકાશવાણીનાં સમાચાર વાચતા તે કાનમાં ગુંજે છે.સૌમ્ય પણ સ્પષ્ટ એમના જેવું કોણ લખે છે? એમનું શુ કહેવું છે તે હવે વાંચો.
પ્રિય
ભૂપેન્દ્રસિંહભાઈ, તમારો genetic history વાંચ્યો. Fascinating and Fantastic! મઝા આવી. આનો અર્થ એ થાય છે કે યુરોપ બાજુથી પણ અહીં સ્થળાંતર થયું છે. એટલું જ નહીં, વેસ્ટ એશિયા (મિડલ-ઈસ્ટ) નું પણ કનેક્શન છે. છેલ્લે Steppesનાં જંગલો સાથે ઇતિહાસ વધારે સ્પષ્ટ થવા લાગે છે. એ તો આર્યો જ! અને શક્ય છે કે અહીં આવેલા ’આર્યો’ આ કુર્ગાન ઘોડેસવારો જ હશે. હીરોડોટસને ઇતિહાસકારો માન્યતા નથી આપતા પણ એના ’ઇતિહાસ’નો એક ભાગ ઇંટરનેટ પર ખાંખાખોળા કરતાં વાંચવા મળ્યો. એના અનુસાર રશિયા-યૂક્રેન અને બાયલોરશિયા આ ત્રિપુટિ ઘોડા માટે જાણીતી હતી. ઋગ્વેદમાં પણ એક સ્થળે કહ્યું છે કે “રુશમ દેશના રાજાએ અમને ઘોડા આપ્યા”. આ રીતે લોકમાન્ય તિલકનું અનુમાન પણ સાચું હોવાનું તમારા જેનેટિક પ્રવાસ પરથી પ્રત્યક્ષ રીતે સાબીત થાય છે કે આર્યો ઉત્તર ધ્રુવ તરફથી આવ્યા.તમારા પૂર્વજો પશ્ચિમ એશિયા જઈ, યુરોપ ગયા ત્યાંથી ફરી મધ્ય એશિયા આવ્યા. પશ્ચિમ એશિયા સાથેનું કનેક્શન પહેલીવાર સામે આવ્યું. ઇતિહાસ કે પુરાતત્વમાં at least મારા વાંચવામાં નથી આવ્યું. આમાં ઇરાનનું સ્થાન મહત્વનું છે. પારસીઓનો ઇતિહાસ પણ દક્ષિણ ઇરાનમાં એમની વસ્તી હોવાનું દેખાડે છે અને મને યાદ આવે છે ત્યાં સુધી ઝોરોસ્ટર (અષો જરથુષ્ટ્ર) ઉત્તરથી દક્ષિણ તરફ આવ્યા હતા. (ફરી જોવું પડશે બધું) અહીં સર્વોચ્ચ દેવતા ’અસુ્ર’ (અહુર – અહુરમઝ્દ) હતો. ઋગ્વેદનાં શરૂઆતનાં મંડળોમાં ’અસુર’ ખરાબ શબ્દ નથી. આ ગ્રુપમાં બે ફાંટા પડ્યા અને તમારૂં ગ્રુપ ભારત તરફ આવ્યું, જે ઇન્દ્રપૂજક હતું. ઇન્દ્રના મિત્રો અને શત્રુઓ વચ્ચે સંઘર્ષ હતો. આ તો વિભાજનનાં કારણો થયાં પણ વિભાજન પછી ભારત તરફ જવાનો પુરાવો તમારા જેનેટિક હિસ્ટરીમાંથી મળે છે. જાણે આ ઇતિહાસને સહારે હું પણ ચાલતો ભારત આવ્યો એવું મને લાગ્યું. ખરેખર પહેલી વાર મુંબઈ ગયો ત્યારે સમુદ્ર જોઈને મને અહેસાસ થયો જે આજ સુધી કાયમ છે. મને એક તરફથી ક્ષુદ્રતાની લાગણી થઈ અને બીજી બાજુ લાગ્યું કે આ સમુદ્ર મને કેટલાય દેશો સાથે જોડી દે છે. શરીરમાંથી એક રોમાંચની લહેર પસાર થઈ ગઈ હતી. એવો જ અનુભવ તમારો જેનેટિક હિસ્ટરી વાંચીને થયો. આપણે કોણ, ક્યાંથી આવ્યા… આવતી પેઢીઓ ક્યાં જશે, કોઈ જાણતું નથી અને તેમ છતાં…! આર્યો બહારથી આવ્યા અને હિંદુકુશ પાંર કરીને આવ્યા એના પુરાવા ઋગ્વેદમાં જ છે (અને તમારાં જેનેટિક ચાર્ટમાં પણ). ઋગ્વેદ કહે છે કે સોમની વેલ મુંજ ઘાસથી છવાયેલા પર્વતમાં થાય છે જે ઉભા ઉભા હાથેથી તોડી શકાય એવી છે. એટલે કે સોમ લતા સહેલાઈથી મળતી હતી. આ વાત સાત નદીઓના પ્રદેશમાં થાય છે. તે પછી આર્યો મધ્ય ભાગમાં આગળ વધે છે અને સપ્તસિંધુમાં પણ આજુબાજુ ફેલાય છે. હવે એકવીસ નદીઓનાં નામ મળે છે. આમાં કુભા(કાબુલ) નદી અને ગંગાનાં નામ પણ છે. આ સમયે સોમની કથા બદલાય છે. હવે કહે છે કે સોમને શ્યેન (બાજ) પક્ષી સ્વર્ગમાંથી લાવ્યું! તે પછી, યઞ્જ તો થતા જ. અને કહેવાતો સોમ-રસ પણ બનતો જ. પણ હવે ઋગ્વેદ કબુલ કરે છે કે ’ગૃહિણીઓ કોઈ પણ ફળનો રસ બનાવે છે અને એને સોમ-રસ કહે છે. ામ, મધ્ય ભારતમાં સોમ લતા નહોતી મળતી. હરપ્પન લોકો Negroid હતા એ તો મોહેં-જો-દડોમાંથી મળેલી મૂર્તિઓ પરથી જ સાબિત થઈ જાય છે. ઋગ્વેદ પણ કૃષ્ણ -કાળા-લોકોનો ઉલ્લેખ કરે છે. RSSની મુખ્ય દલીલ એ છે કે મુસલમાનો બહારથી આવ્યા. હવે, આર્યો પણ બહારથી આવ્યા એમ કહીએ તો એમ નક્કી થાય કે બધા જ વિદેશી છે, એટલે એમનું કહેવું છે કે આર્યો અહીંના જ હતા. પછી ઇતિહાસ, પુરાતત્વ, બધાનું ભલે કાટલું નીકળી જાય. આભીરો (સ્વયં કૃષ્ણ ભગવાન) બહારથી આવ્યા, બાલ્હિકો (પંજાબી-બહેલ) બૅક્ટ્રિયાથી આવ્યા, શક, કુષાણ, હુણ બધા બહારથી આવ્યા પણ એમનાં લોહી હિન્દુ સમાજમાં ભળી ગયાં. અમે નાગરો ગ્રીસ (મેસિડોનિયા)થી સિકંદરના સૈન્ય સાથે આવ્યા અને સેલ્યૂકસે તો અહીં (ગાંધારમાં) રાજ્ય બનાવ્યું. કોણ બહારનો નથી? મહાભારતમાં તો મ્લેચ્છોનો પણ ઉલ્લેખ છે. આરબોએ કેરળમાં પહેલી મસ્જિદ બાંધી ત્યારે આદિ શંકરાચાર્ય જન્મ પણ નહોતો થયો. સેન્ટ થોમસ (?) ઇસુના મૃત્યુ પછી તરત જ કેરળ આવ્યા. કોચીનમાં આજે પણ યહૂદીઓ રહે છે. ભારતીયો કંબોડિયા ગયા અને ત્યાં રાજ પણ કર્યું. કોણ બહારનો કોણ અહીંનો, એ લડવાના મુદ્દા છે. મોટાભાગના લોકો એ પણ જાણતા નથી હોતા કે એમના પરદાદાના પરદાદાનું નામ શું, તો પણ “અમારું લોહી શુદ્ધ” એવો દાવો કરતા હોય છે, જાણે નામ જાણ્યા વગર જ એણે શું શું કર્યું તે ઇતિહાસ જાણતા હોય!
“દીપકધોળકિયા.”
જર્મન હિટલર સમજતો કે જર્મન પ્રજા શુદ્ધ આર્યન છે.માટે તો એને સ્વસ્તિકને થોડો ત્રાંસો કરીને જરા ઉન્ધો ફેરવીને રાજચિહ્ન બનાવેલું. જુઇશ લોકો નું અશુદ્ધ લોહી નાશ કરવા ૬૦ લાખ યહુદીઓને જીવતા શેકી નાખ્યા.એ જાણતો નહોતો કે બધાનો બાપ એક જ છે. શું કહેવું છે મોંઘેરા મિત્રો?
વસુધૈવ કુટુમ્બકમ.
વસુધૈવ કુટુમ્બકમ.
“આખી પૃથ્વી મારું કુટુંબ છે”કહેનારા કોઈ પ્રાચીન મનીષી શાયદ જાણતાં હોવા જોઈએ કે આખી પૃથ્વી ઉપર માનવજાત ફેલાઈ છે તેના જિન્સ એક જ છે.એક જ Y અને X ક્રોમોજોમનો વ્યાપ સમસ્ત પૃથ્વી ઉપર છે.કહેવાતા ધર્મોએ ઉચ્ચ આદર્શની વાતો કરી અને પોતાના ભાઈઓના ખૂન વહાવ્યા.આખી પૃથ્વી મારું કુટુંબ છે તે સાબિત કરી રહ્યા છે આજે જેનેસેસિસ્ટ વૈજ્ઞાનિકો,કહેવાતા ધર્મો નહિ.સ્ટેનફોર્ડ યુનીવર્સીટીના ડૉ લુકાએ આના વિષે રિસર્ચ શરુ કરેલું.આખી દુનિયાના તમામ માનવ સમૂહો અને ખાસ આદિવાસી જાતિઓના જિન્સ એકઠા કરીને વર્ષો સુધી સંશોધન કર્યું.
Y X પુરુષમાં હોય છે,જ્યારે સ્ત્રીમાં ફક્ત X X ની જોડી હોય છે.એનો મતલબ Y ફક્ત પુરુષમાં જ હોય છે.આ Y,પિતા પોતાના પુત્રમાં ટ્રાન્સ્ફર કરે છે.સાથે પોતાની માતા પાસેથી મળેલો X પણ ટ્રાન્સ્ફર થાય છે.Y દ્વારા પિતાની જિનેટિક ટ્રેઈલ જાની શકાય છે.તેવી રીતે X દ્વારા માતાની.નેશનલ જિયોગ્રાફી એક જિનોગ્રાફ નામનો પ્રોજેક્ટ ચલાવે છે.એના વડાછે ડૉ અલ સ્પેન્સર.વર્ષોના રિસર્ચ પછી માલૂમ પડ્યું છે કે આખી પૃથ્વીની માનવજાતનું ઉદગમ સ્થાન આફ્રિકા છે.આશરે ૬૦,૦૦૦ વર્ષ પહેલા એક નાનકડો હોમોસેપિયન માનવ સમૂહ આફ્રિકા છોડી મધ્યપૂર્વ(મિડલ ઇષ્ટ) થઈને આખી દુનિયામાં ફેલાયો.ધીમે ધીમે સુસંસ્કૃત થતો થતો આગળ અને આગળ વધતો ગયો.Y ક્રોમોઝોમ કોઈ પણ ફેરફાર થયા વગર પુત્રને વારસામાં પિતા તરફથી મળતો હોય છે.એમાં કોઈ મોટો ફેરફાર થતો નથી પણ નજીવો જે ફેરફાર મ્યુટેશન થાય છે તેને માર્કર કહે છે.આ માર્કર પણ પાછળની પેઢીઓમાં ચેઇન્જ થયા વગર આગળ વધતો જાય છે.આવી રીતે માર્કર વધતા જાય છે,તેનો અભ્યાસ કરવાથી માનવ વંશની જુદી જુદી શાખાઓ જાણી શકાય છે.
માનવ જાતને પેદા થયા પછી જે સૌથી પહેલો માર્કર થયો હોય તે દુનિયાની તમામ જાતમાં મળી આવે છે તેનાથી સાબિત થાય કે આપણે એક વૃક્ષના થડ ઉપર રચાયેલી વિવિધ શાખાઓ છીએ.જોકે દેવોની ભાષા બોલવાવાળા આપણને આ બધી વાતો જલદી ગળે નહિ ઊતરે.ઊતરતી હોવા છતાં દંભી મન સ્વીકારવા તૈયાર ના થાય કે માનવજાત આફ્રિકાથી પેદા થઈને બધે ફેલાઈ છે.પણ જીન્સ કોયડા ઉકેલે છે.ભારતમાં એક વખત માનવજાતનું આગમન થયું નથી,અનેક વખત થયું છે.સૌથી પહેલો માનવ આફ્રિકાથી મિડલ ઇષ્ટ થઈને ભારત પહેલો આવેલો.ત્યાંથી પછી છેક ઓસ્ટ્રેલીયા સુધી પહોચી ગયો હતો.પણ ત્યાર પછી પણ માનવ અનેકવાર ભારતમાં આવ્યો છે.પ્રાચીન દ્રવિડિયન દક્ષિણ ભારત અને શ્રી લંકા સૌથી પહેલા પહોચેલા.ત્યાર પછી હરપ્પન આવ્યા.છેલ્લું મોટું આગમન આર્યોનું થયું જે ઘોડા ઉપર આવ્યા તેવું વેદો અને પુરાણો દ્વારા જાણવા મળે છે.એના પુરાવા જિન્સ આપી શકે છે.ચાલો નીચેની વિગત તપાસીએ.
૧) સૌથી પહેલો માનવ જે આફ્રિકાથી બહાર નીકળ્યો તેના જિન્સનો માર્કર હતો M168.આ માર્કર આફ્રિકા સિવાયના બાકીની દુનિયાના માનવોમાંથી મળે છે.એમાં શ્વેત,અશ્વેત અને બ્રાઉન તમામ આવી જાય.તમામ નોનઆફ્રિકન માનવોનો આદમ આને કહેવાય છે.M168 પછી M130 અને M89 માર્કર થયેલો છે.M89 ઉત્તર તરફ આગળ વધ્યો એમાં M9 માર્કર થયેલો છે.
૨) ભારતમાં પહેલું આગમન થયું તેનો માર્કર છે M130 .આ માર્કર M168 પછીનો તરતનો બીજો જ થયેલો માર્કર છે.આ માર્કર શ્રી લંકા,દક્ષિણ ભારત અને છેક ઓસ્ટ્રેલીયન આદિવાસીઓમાં મળે છે.આ બહુ જુનો આશરે ૫૦,૦૦૦ વર્ષ જુનો માર્કર છે.તામિલનાડુના ભાઈ વિરુમાંડીનાં જિન્સમાં આ માર્કર મળ્યો છે.આ લોકો પહેલા ભારત આવેલા દ્રવિડિયન લોકો હોવા જોઈએ કે આના પછી આવેલા,,
૨) ગ્રૂપ L માર્કર(M20) –આ ગ્રૂપ બીજા નંબરનું સૌથી મોટું પ્રવેશેલું અને આ માર્કર આશરે ૩૦,૦૦૦ વર્ષ જુનો છે આને ઇન્ડિયન Clan પણ કહે છે.દક્ષિણ ભારતમાં વ્યાપક પ્રમાણમાં આ માર્કર છે.આ ગ્રૂપ મને લાગે છે દ્રવિડિયન હોવું જોઈએ.M9 માર્કર ૪૦,૦૦૦ જુનો છે,આનો પછીનો માર્કર M20 છે.એટલે M9 આગળ ઉત્તર તરફ વધ્યો પણ એક બ્રાંચ M20 થઈને ભારતમાં આવ્યો.હવે આને હરપ્પન કહેવું કે આના પછી પ્રવેશેલું ગ્રૂપને?
૩) ગ્રૂપ H માર્કર છે M69 ૩૦,૦૦૦ વર્ષ જુનો માર્કર.આ ગ્રૂપ ભારતમાં આવ્યું અને પછી માર્કર બન્યો M52
૪)ગ્રૂપ H1 અને માર્કર છે M52 ૨૫૦૦૦ વર્ષ જુનો આ માર્કર ભારતમાં વ્યાપક છે.૨૫% લોકો આ માર્કર ધરાવે છે. ગ્રૂપ L (M20) અથવા ગ્રૂપ H(M69) અથવા ગ્રૂપ H1(M52)આ ત્રણમાંથી કોઈ એક હરપ્પન હોવા જોઈએ.
૫)એક જુનો માર્કર M174 ગ્રૂપ D પણ ભારતમાં થઈને શ્રી લંકા અને આગળ સાઉથ ઈસ્ટ એશિયા તરફ ગયેલો છે.
૬) ગ્રૂપ Q -M242 તમામ નેટીવ અમેરિકન્સ અને સાયબેરીયન અને ભારતમાં પણ આ માર્કર મળે છે.કદાચ હિમાલયની તળેટીના લોકોમાં આવા ફીચર્સ મળે છે.સાવ નાના બુચિયા નાક ટૂંકા હાથપગ આ લોકોની ખાસિયત છે.આ ગ્રૂપ મૂળ સાયાબેરીયન લોકોનું છે.ભારત અને નેપાળના ગુરખા આ જાતના રંગરૂપ ધરાવે છે.
૭) ગ્રૂપ R2 -M124 ૨૫૦૦૦ વર્ષ જુનો આ માર્કર ધરાવતું ગ્રૂપ ચીપિયા આકારે માર્ગ બનાવી ભારતમાં પ્રવેશેલું.આ પણ એક બહુ મોટું ગ્રૂપ ગણાય છે.ભારત,પાક અને સાઉથ એશિયામાં આ માર્કર વ્યાપક છે.યુરોપના જિપ્સી લોકોમાં આ માર્કર મળી આવે છે.યુરોપિયન જિપ્સીના પૂર્વજ ભારતીય વણજારા છે તેની સાબિતી છે.
૮) સૌથી નવું ગ્રૂપ M17 ૧૦,૦૦૦ થી ૧૫૦૦૦ વર્ષ જુનો આ માર્કર ભારત અને આઈસ લેન્ડમાં મળે છે.આ લોકો આર્યો હોવા જોઈએ.કારણ આ ગ્રૂપ સૌથી પહેલું ઘોડાઓને પાલતું બનાવનારાઓનું ગણાય છે.
પ્યારા મિત્રો જિનેટિક માર્કરનો અભ્યાસ કરવાથી જાણી શકાય છે કે આખું વિશ્વ એક કુટુંબ છે.જેણે કહ્યું હશે કે આખું વિશ્વ મારું કુટુંબ છે તેને હાલના કહેવાતા ધર્મો સાથે કોઈ લેવાદેવા નહિ હોય.કારણ આજે ધર્મો કહો કે સંપ્રદાયો,માનવને માનવથી વખુટા પડવાનું કામ કરી રહ્યા છે.
હાશ!ઘર આવી ગયું.
હાશ!ઘર આવી ગયું.
*એક કહેવત છે કે ધરતીનો છેડો ઘર.આપણ દરેકને ઘણી વાર ઘર છોડી બહાર જવાનું થતું હોય છે.કોઈ સારા માઠા પ્રસંગે કે રજાઓમાં કોઈ પ્રવાસનું આયોજન કર્યું હોય ત્યારે રૂટિન જિંદગીથી કંટાળી ગયા હોઈએ ત્યારે ચેઇન્જ માટે બહાર જઈએ છીએ.ફરવાની ખૂબ મજા આવતી હોય છે.આનંદ પણ ખૂબ મેળવતા હોઈએ છીએ.પણ ગમે તેટલું બહારનું સ્થળ સારું હોય ઘેર આવીએ ત્યારે એક હાશ અનુભવીએ છીએ કે ચાલો ઘર આવી ગયું.ઘર એટલે ઘર.આવો હાશકારો દરેકે અનુભવ્યો હશે.
*આશરે છ વર્ષે ૧૯ ફેબ્રુઆરીની સવારે જ્યારે હું વડોદરા પહોચ્યો ત્યારે આવો હાશકારો મેં અનુભવેલો કે હાશ!ચાલો ઘેર આવી ગયા.છ વર્ષથી જાણે હું મુસાફરી ઉપર ના હોઉં?છ વર્ષ અમેરિકા વસવાટ દરમ્યાન કોઈ પ્રવાસ ઉપર હોઉં તેમ લાગતું હતું અને વડોદરે પહોચ્યો કે હાશ! ઘેર આવી ગયા.
*ત્યાર પછી એક મહિનો અને છ દિવસ ક્યાં પસાર થઈ ગયા કોઈ ખબર ના પડી.રોજ રાત્રે સુતા સુધી ફોનની રીંગ વાગ્યા કરતી.કોઈને કોઈ મળવા આવી પૂગતું.આજે સવારે નુવાર્કનાં એરપોર્ટ પર ઊતર્યો અચાનક સન્નાટો,બધું બંધ થઈ ગયું.પરમ શાંતિ,ના કોઈ અવાજ,ના કોઈ પ્રદૂષણ,ના કોઈ Heat and dust.ફરી એક લાંબો પ્રવાસ ચાલુ ક્યારે ઘેર પહોચીશું ખબર નથી.ક્યારે ‘હાશ ઘર આવી ગયું’એવા ઉદગાર અનાયાસે નીકળશે ખબર નથી.ક્યારે એવો હાશકારો અનુભવીશું ખબર નથી.અનંત પ્રવાસ,આપણે સહુ અનંતના પ્રવાસી છીએ.
મહિનો તો ઘણો ઓછો પડે.ઘણા બધાને વચન આપ્યા છતાં મળવાનું રહી ગયું.ફોન પર વાતો કરી પણ જાણે ધરવ થયો નહિ.’બસ ચાલો ત્યારે’ કહીને પણ કોઈ નવા મુદ્દે વાત આગળ વધ્યા કરતી.હજુ અહી તો ધ્રુજાવી નાખે તેવી ઠંડી છે.ત્યાં સતત ગરમી બહુ છે ની ફરિયાદ ચાલ્યા કરતી તે અહી આવીને ઓગળી ગઈ કે ભાઈ વતનની ગરમી પ્યારી હતી અહીંના સન્નાટા કરતા.
*અમદાવાદનો વિકાસ ખૂબ થયો છે.જાણે સાવ બદલાઈ ગયું છે.વડોદરા પણ બદલાઈ રહ્યું છે.પણ ટ્રાફિક સેન્સ અને સમસ્યામાં કોઈ ફરક પડ્યો નથી.બધે અરાજકતા લાગે.પોલીસ પણ ચાર રસ્તે નિષ્ક્રિય ઊભી લાગી.પહેલા કરતા આ બાબતમાં વધુ બગડેલું જણાયું.ભાવ વધારામાં કોઈ નિયંત્રણ લાગ્યું નહિ.મન ફાવે તેમ ભાવ વધતા લાગ્યા.સરકારનો કોઈ કાબુ નથી.મોટાભાઈનું બેંગ્લોરમાં કહેવું હતું કે તમે છ વર્ષે આવ્યા છો એટલે અહીંનો ભાવ વધારો જાણી આંચકો લાગે તે સહજ છે પણ અમને અહી રહેતા અને ભાવ વધારાથી ટેવાતા જતા હોવા છતાં આંચકો લાગે છે.બેંગ્લોરનું નવું એરપોર્ટ શહેરથી ખૂબ દૂર આશરે ૪૫ કિલોમીટર દૂર બનાવ્યું છે.ત્યાંથી ટેક્ષી અને બસ સેવા સારી છે.ચાલો ટેક્ષી ઉપર જીવતા લોકોને સારો ધંધો મળી જાય છે.સરકારી વોલ્વો બસ સેવા પણ ચાલે છે.હું અને મારા શ્રીમતીજી બેંગ્લોર ઊતર્યા પછી ભાઈની સલાહ મુજબ લાલ રંગની વોલ્વોમાં બેઠાં.આપણાં મનમાં છ વર્ષ પહેલાની લાલબસની ઇમ્પ્રેશન.એમાં અમદાવાદની લાલબસની સેવા ખૂબ સારી અને ભાડા સસ્તા તે ઇમ્પ્રેશન વધારે.આ એ.સી.વોલ્વો બસ છે તેવી વાત યાદ ના આવી.મેં લાસ્ટ સ્ટોપેજની બે ટીકીટ માંગી.કંડક્ટર કહે થ્રી સિક્સટી,ફટ લઈને દસની નોટ ધરી દીધી.બાજુમાં બેસેલા શ્રીમતી બોલ્યા ‘શું આબરૂ કાઢો છો’ત્રણસો સાઈઠ માંગે છે.સોરી!કહી પાંચસોની નોટ ધરી દીધી.ઉતરવાના સ્થળે તો મોટાભાઈ એમની કાર લઈને ઉભા હતા.એમને આ વાત કરીને ખૂબ હસ્યા.ઘેર જઈને બધાને મળીને ખબર અંતર પૂછીને ફરી આ વાત કરીને ખૂબ હસ્યા.હસવાનો જાણે મસાલો મળી ગયેલો.બેંગ્લોર મજાનું શહેર છે.ભીડ તો છે પણ ટ્રાફિક વ્યવસ્થા સારી છે.વડોદરામાં સાંજે વ્યસ્ત સમયે પણ સિગ્નલ લાઈટ બંધ હોય છે.બેંગ્લોરમાં હેલ્મેટ પહેર્યા વગર દ્વિચક્રી વાહન પર કોઈ ના બેસે.સ્ત્રીઓ પણ નહિ.બધાને માથે હેલ્મેટ હોય જ.લાલ બાગ,કબન પાર્ક,ટીપું સુલતાનનો મહેલ,શિવ ટૅમ્પલ અને ઇસ્કોન ટૅમ્પલ વગેરે જોવાની મજા આવી.ગરમી તો ત્યાં પણ ખૂબ લાગી.મારા વૃદ્ધ આશરે ૯૦ વર્ષે પહોચવા આવેલા ‘બા’ને મળીને ખૂબ વાતો કરીને એક સંતોષ મેળવ્યો.
*વડોદરા આવીને પણ પેલો વોલ્વોવાળો બનાવ કહીને બધાને ખૂબ હસાવ્યા.ખરીદી,સગાઓને મળવાનું અને એકબે સામાજિક પ્રસંગો,એમાં ક્યારે મહિનો પૂરો થઈ ગયો ખબર જ ના પડી.બે દિવસ પછી ઘાંચીના બળદની જેમ કામમાં જોતરાઈ જઈશું.
ક્યારે દેશ આવીશું અને “હાશ!ઘર આવી ગયું” એવું ક્યારે કહીશું? I do not know.
ખંડનમહારાજ.
અમારા મોટાભાઈ શ્રી હરીશચંદ્રસિંહજીએ મારું નામ ખંડનમહારાજ પાડ્યું છે.તેઓ નાના હશે ત્યારે કોઈ ખડેશ્વરી મહારાજના દર્શન કરવા ગયેલા.એ મહારાજ ઉભા જ રહેતા બેસતા નહિ.માટે લોકો એમને ખડેશ્વરી મહારાજ કહેતા.એમના જણાવ્યા પ્રમાણે ખડેશ્વરી એક ખાડો ખોદી અંદર ઉભા રહેલા.હવે ઊંઘ આવે તો ગબડી જવાય અને તપોભંગ થઇ જાય માટે ખાડો એક વૃક્ષ નીચે ખોદેલો અને તે વૃક્ષની મજબુત ડાળ સાથે એક દોરડું બાંધી એક પાટિયું લટકાવેલ તે પાટીયા ઉપર માથું ટેકવી ઉભા ઉભા રાતની નીંદર અને બપોરની નેપ ખેંચી લેતા જે ધ્યાનમાં ખપી જતી હશે.સતત ઉભા રહેલા હોવાથી પગ એમના સૂજીને થાંભલા જેવા થઇ ગયેલા.હવે સહન નહિ થયું હોય તે એક દિવસ રાત્રે મહારાજ છૂમંતર થઇ ગયેલા.ફરી દેખાયા નહિ.મોટાભાઈશ્રી મારા સદનસીબે મારા વિચારોથી પરિચિત છે.નેટ પર તો વાચતા નથી પણ મારું પુસ્તક સંતાડીને વાંચતા હશે.એમના કહ્યા પ્રમાણે મારી વાતો લગભગ ખંડનાત્મક હોય છે માટે તેઓ પ્યારથી મને ખંડનમહારાજ કહે છે.અમને બધા ભાઈઓને અતિશય વાંચવાની બીમારી છે.એનો ત્રાસ વાચકમિત્રોને હવે સહન કરવાનો આવ્યો છે.
મોટાભાઈના સર્કલમાં એક નવી હવા એવી ચાલી છે કે કુબેર ભંડારીના મંદિરે પાંચ અમાસ ભરવાથી મનોકામના પૂર્ણ થાય,એવી અફવા ફેલાવાઈ છે એ બહાને મંદિરની આવકમાં વધારો થાય તેવી કોઈ યોજના ટ્રસ્ટીઓની હશે.હવે ૨૯ દિવસ શંકર લિંગ બહાર રહેતા હશે ખાલી અમાસના દિવસે અંદર પ્રવેશી જતા હશે.ખેર ભક્તોની ભીડ અને મંદિરની આવકમાં વધારો થતો જાય છે.મનોકામનાઓ તો અનંત છે એકાદ એમજ મહેનત કરવાથી કે રૂટીન મુજબ પૂરી થતી હોય એટલે પત્યું.ભાઈના મિત્રની દીકરીને દીકરો જન્મ્યો તો કહે પેલી પાંચ અમાસ ભરવાથી આવું સારું બન્યું.ભાઈએ સવાલ કર્યો કે દીકરીને ગર્ભ તો તમે અમાસ ભરવાની શરુ કરેલી તે પહેલાનો રહેલો છે અને ગર્ભમાં નક્કી થઇ જાય કે દીકરો છે કે દીકરી.પેલા મિત્ર પાસે એનો કોઈ જવાબ હતો નહિ.
ભાઈએ હસવાની એક વાત એવી કરી કે એક બહુ ચર્ચિત બાપુ હમેશાં પ્રવચન આપે ત્યારે આત્મા અમર છે અને નિર્ભય બનો તેવી વાતો કરતા હોય છે.એમના સાબરમતી તીરે આવેલા આશ્રમની અંદર એમના પ્રવચન સ્થળે બુલેટપ્રૂફ કાચની કેબીનમાં બેસીને આત્માની અમરતાની અને નિર્ભયતાની સલાહ આપતા હોય છે.તાંત્રિક ગતીવિધીઓમાં ગવાઈ ગયેલા આ બાપુ એમની મોંઘી એવી કારમાં ડ્રાઈવરની બાજુમાં જ બેસતા હોય છે અને પાછળ ત્રણ સિક્યોરીટીના ગાર્ડ હથિયાર સમેત બેસતા હોય છે.હાલ આ બુલેટપ્રૂફ કાચનું કેબીન બાપુની યાદમાં ઝૂરી રહ્યું છે.છ સાત વર્ષ પહેલા ભાઈના એક મિત્ર જેમનો પોતાનો મેડીકલ સ્ટોર છે તેમના ઘરે એક સંપ્રદાયના ગાદીપતિની પધરામણી હતી.અતિશય સમૃદ્ધ એવા આ પંથના મૂળ સ્થાપક તો બ્રહ્મચારી હતા.અને ઉત્તરપ્રદેશથી એમના ભાઈઓના દીકરાઓને ગાદીપતિ તરીકે સ્થાપી દીધા અને એમના વંશજો માટે રોટલાની વ્યવસ્થા કાયમની કરી નાખી.આજે નવમી પેઢી જલસા કરે છે વગર મહેનતે.સાતમી પેઢીના આ ગાદીપતિને પાણીનો ગ્લાસ ધરવામાં આવ્યો જેમાંથી એક ઘૂંટ ભરી પાછો આપ્યો,એ એઠું પાણી પીવા માટે તે પ્યાલાનો કબજો લેવા પડાપડી થઇ ગઈ.
ગાંધીનગરમાં ગેરકાયદેસર મંદિરોનો રાફડો ફાટી નીકળેલો.મોદી સરકારે આવા ગેરકાયદે મંદિરો તોડવાનું શરુ કરેલું.એક મંદિરનું ઉદઘાટન તો કોઈ પ્રધાને જ કરેલું.મંદિર તોડવાનું શરુ થાય તે પહેલા પુજારી કે માલિક પૈસાની પેટી લઇ રવાના,સાઈબાબાની મૂર્તિઓની ચિંતા કર્યા વગર પુજારી ભાગી ગયો.આવી ઉભી કરેલી ઘણી બધી દુકાનો તોડી પડાયા પછી ધર્માંધ નેતાઓની ધાર્મિક લાગણી દુભાઈ અને સરકારે એની ગઝની પ્રવૃત્તિ બંધ કરી.
ભાઈ સોમનાથ મહાદેવ ગયેલા.એટલે મને કહે કે ત્યાં વાચેલું કે નવ વખત સોમનાથ મહાદેવનું લિંગ અને મંદિર તોડી પડાયેલું.મેં કહ્યું સાચી વાત છે.વધારામાં ગઝનીએ તે લિંગને એના મહેલના પગથીયે ચણી નાખેલું જેથી એના ઉપર ચાલી શકાય અને જેટલું થાય તેટલું અપમાન કરી શકાય.તો ભાઈનો સવાલ આવ્યો કે આ લિંગ તો સ્વયંભુ જ્યોતિર્લિંગ છે તે જો ગઝની તોડી ગયો હોય તો આજે છે તે કઈ રીતે સ્વયંભુ કહેવાય?
અમારા ભાઈશ્રી આવી બધી વાતોનો મસાલો પુરો પાડી જતા રહ્યા સ્નાન કરવા અને હવે હું લખીશ તો મને કહેવાના ખંડન મહારાજને ખંડન કરવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નથી.
હોલિકા દહન એક મૂરખ પરમ્પરા.
વેશ્યાવૃત્તિ.Look!Hard Truths About Human Nature.

‘એક મિરીન્ડાનો શીશો દ્યો તો’

હમણાં હસવાનો કાર્યક્રમ ખૂબ ચાલ્યો.પહેલા શ્રી યશવંત ભાઈના ઘરે અને પછી મારા ઘેર .ઘરમાં વિરાટ રાજા જો પધાર્યા હતા.છે તો નાના ૧૧ વર્ષના હશે.પણ એમની રમુજ સેન્સ વિરાટ છે,કોઈ મોટા માણહને શરમાવે એવી છે.શીઘ્ર કવિની જેમ શીઘ્ર ઉત્તર હાજર જ હોય.કોઈઅમેરિકન બાળક જેટલા હેલ્ધી એટલે પોતાને ભીમરાજ કહે.બીજાની મશ્કરી કરવામાં ઉસ્તાદ એટલા પોતાની પણ કરી જાણે.પોતાને બેબી અપ્પુ,કે બેબી એલીફન્ટ કહે છે.એમના ફેમીલી સાથે પધાર્યા છે.ઘણા બાળકો એમના માતાપિતાની ઓળખાણથી ઓળખાતા હોય છે.ઘણા માતાપિતા એમના તેજસ્વી બાળકોથી ઓળખાતા હોય છે.એમાં માતાપિતાનું ગૌરવ છે.એમના માતાપિતા અને બહેનો સાથે આવ્યા છે.વિરાટસિંહ મારા ભત્રીજા છે.શરીરે વિરાટ અને બોલવામાં,હસાવવામાં અને મસ્તી કરવામાં અનંત. મારા શ્રીમતી એ આવ્યા ત્યારથી અમાપ બોલવાનું બંધ કરીને અમાપ હસ્યા કરે છે.હવે પેટમાં વળ પડી ગયા છે,દુખાવો શરુ થઇ ગયો છે.પણ હવે કોઈ ઉપાય નથી,બસ હસ્યા કરો.મારા શ્રીમતીએ એમના માસી ગુલાબ માસીનો ઉલ્લેખ કર્યો તો તત્ક્ષણ સામો શબ્દ આવ્યો રોઝી.અમે બધા હસ્યા તો કહે કહે કેમ ગુલાબ એટલે રોઝ અને ગુલાબ માસી એટલે રોઝી.હસતું હસાવતું વ્યક્તિત્વ.
હસતું હસાવતું વ્યક્તિત્વ.
‘બાપુ ઘોડા પલાણો’
‘હા!બસ હમણાં આવ્યો સમજો,પણ ટટ્ટુ ઉપર’
પ્યારા મિત્ર યશવંતભાઈનાં બે દિવસથી ફોન આવતા હતા.પણ અહી આવીને બે ત્રણ લગ્ન સમારંભ અને બીજા સામાજિક કામોમાં એવું વ્યસ્ત થઇ જવાયું કે એમને ફોન કર્યા પછી જઈ શકાતું નહોતું.કાલે સવારે એમની હસતી હસાવતી તળપદી ભાષામાં કહ્યું કે બાપુ હવે તો ઘોડા પલાણો.હોન્ડાની કે બીજી કોઈ બાઈક ઉપર જાઉં તો ઘોડો કહેવાય,પણ નાનકડા સ્કૂટીને તો ટટ્ટુ જ કહેવાય ને?એક સ્વચ્છ,સુઘડ ઘરમાં એવા જ સંસ્કારી અને મુખ પર નિર્દોષ આડંબર વિનાનું હાસ્ય ફરકાવતા એક ભારતીય સ્પર્શનો અનુભવ કરાવતા પ્રેમાળ કુટુંબને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
ખૂબ વાતો કરી.ખૂબ હસ્યા.શબ્દે શબ્દે હળવો કટાક્ષ પીરસવાની એમની આવડત અદ્ભુત છે.આ મોંઘવારીના જમાનામાં સસ્તો કટાક્ષ શ્રી યશવંતભાઈનો હોઈ શકે ખરો?માટે જ મેં એકવાર લખેલું કે ગુજરાતી સાહિત્ય જગત એક સારા હાસ્ય લેખકની કદર કરવાનું ચુકી રહ્યું છે.પણ એમને તો એમના વખાણ કરીએ તો પણ રોકે.મને તો બસ એમને સંભાળવાની મજા આવી.કવિશ્રી રમેશ પારેખ સાથેની એમની મુલાકાતોની વાતો હોય કે કહેવાતા ચિંતક શ્રી ગુણવંત શાહ સાથે અછડતી મુલાકાતની વાતો હોય,એમનો હાસ્ય રસ બસ પીધા જ કરો.બડકમદાર શ્રી ચંદ્રકાંત બક્ષી સાહેબને પણ ખૂબ યાદ કર્યા.બક્ષી સાહેબ એક કહેવાતા ચિંતકની ચિંતન કણિકાઓ વિષે શું કહેતા તે યાદ કરીને પણ ખૂબ હસ્યા કે બધા સારા સારા શબ્દો જેવા કે સત્ય,અહિંસા,પ્રેમ જેવા અનેક શબ્દો જુદી જુદી ચિઠ્ઠીઓમાં લખી એક કટોરામાં હલાવીને ભેગી કરી નાખો,એમાંથી થોડી ઉપાડીલો અને ચિંતન કણિકા બનાવી નાખો.વાહ!બક્ષી સાહેબને કોઈ ના પહોચે.ગુજરાતી સાહિત્ય જગતમાં એમના જેવો કોઈ મર્દ પાક્યો નથી.
શ્રી યશવંતભાઈની વાર્તાઓ ચાંદનીમાં આવતી હતી.સરવાણીમાં આવતા ચર્ચાપત્રોની જૂની સ્મૃતિઓ જોઈ.પ્રો.જશવંત શેખડીવાળા કોઈ કૃતિની વિવેચના કરતા ત્યારે કહેતા કે તેઓ કૃતિને નજર સમક્ષ રાખે છે,કૃતિકારને નહિ.ઘણા સમર્થ સાહીત્યકારોની કૃતિ નબળી પણ હોઈ શકે અને નવોદિતની કૃતિ સબળ હોઈ શકે.જાણીતા અધ્યાત્મનાં આફરાને વરેલા શ્રી સુંદરમની નબળી કૃતિઓ પણ એમની ઝપટમાં બચી શકી નહોતી.શ્રી યશવંતભાઈની સબળ કૃતિઓ આપણે માંણી ચુક્યા છીએ.જયારે એનું પ્રમાણ પ્રો.જશવંત શેખડીવાળા આપે ત્યારે પછી શું પૂછવાનું હોય?
મને કવિતાઓ માણવાનું ગમે,પણ જ્યારે કલ્પનાઓના તરંગમાં ઉડતી કવિતાના બદલે ધરતી સાથે જોડાયેલી કવિતા મળી જાય તો માણવાનું ખૂબ ગમે.અને એવી કવિતા કરતો કવિ એટલે શ્રી યશવંતભાઈ.એક હાસ્ય લેખક,વાર્તાકાર,ગઝલકાર અને કવિ ઘણી બધી ખૂબીઓ એકસાથે.ભવાઈ નાટકો એમની આગવી ખૂબી.
શ્રી જુગલભાઈ,શ્રી ધોળકિયા સાહેબ,શ્રી અશોકભાઈ અને બીજા બીજા મિત્રોને ખૂબ યાદ કર્યા.શ્રી હેમંતભાઈ પુણેકરને ખાસ યાદ કર્યા.રૂબરૂ મળનારા મિત્રોમાં હેમંતભાઈ પછી હું હતો.હેમંતભાઈ શુદ્ધ ગુજરાતી ઉચ્ચારે,એમના ઉચ્ચારમાં ‘શ’ અને ‘સ’નો ભેદ પણ પરખાઈ જાય.અરે અનુસ્વાર પણ પરખાઈ જાય.કોઈ ગુજરાતી પણ આટલી ચોકસાઈ ના રાખે.એક મહારાષ્ટ્રીયન મિત્ર પાસે થી ગુજરાતી મિત્રોએ શીખવા જેવું છે.મેં અગાઉ પણ કોઈ પ્રતિભાવમાં લખેલું કે આપણો કોઈ મિત્ર મરાઠીમાં કશું લખે છે ખરો?હેમંતભાઈ ગુજરાતીમાં કવિતા કરે તે ગૌરવની વાત છે.અને જયારે એમની સ્વર શુદ્ધતાની વાતો શ્રી યશવંત ભાઈના મુખે સાંભળી ત્યારે??શ્રી હેમંતભાઈને એક સલામ!!
ઘેર મહેમાન મળવા આવી ચુકેલા હતા,ફોન પર ફોન આવતા હતા.પણ અમારી વાતો ખૂટતી નહોતી.ફરી મળવાનું વચન આપી મેળવી મારા યાંત્રિક ટટ્ટુ પર બેસી,ધૂળ ફાકતો,ગરમી વેઠતો,પ્રદુષણના ઘૂંટડા ગળતો ઘેર ભાગ્યો.છતાય કોઈ ઊંઘમાંથી ઉઠાડી પૂછે તો હું કહીશ કે મારું પ્રિય શહેર વડોદરા છે,દેશ મારો ગુજરાત,ભારત મારો આત્મા અને હું છું એક ગર્વિષ્ઠ ગુજરાતી.
આતમ પ્રવેશ,સ્વદેશાગમન
હું લખતો હોઉં છું કે ભારત મારો આત્મા છે,અને ગુજરાત મારો દેશ.પ્યારા મિત્રો ૧૯ ફેબ્રુઆરીની રાત્રે એક વાગ્યે ભારતની આર્થિક રાજધાની એવા મુંબઈ ખાતે લુફ્થાન્સા એર લાઈન દ્વારા મારા આત્મા સમાન ભારતમાં ઉતર્યો.એક પ્યારી ઉત્તેજના હતી.અંગત કારણોસર જુદા જુદા પ્લેનમાં આવવાનું થયેલું.દીકરા યુવરાજસિંહ બેત્રણ કલાક વહેલા આવીને મારી રાહ જોતા હતા.હું મ્યુનિક ઊતરીને ચાર કલાક ત્યાં સમય પસાર કરી બીજા પ્લેનમાં બેઠેલો એ બહાને મ્યુનિક (જર્મની) એક સુંદર,અતિશય સ્વચ્છ અને અત્યંત આધુનિક એરપોર્ટ જોવા મળ્યું.અત્યંત મોંઘી એવી બ્રાંડ નેઈમ વસ્તુઓના સ્ટોરમાં ફરતા ફરતા મારી નજર પડી એક સાઈન બોર્ડ ઉપર જ્યાં “ॐ” લખેલું જોયું,સાથે જોયું તો બીજા ધર્મોના ચિન્હો પણ હતા.આગળ વાચ્યું તો યોગા અને પ્રેયર રૂમ ની દિશા દર્શાવતો એરો હતો.હા!મિત્રો યોગા અને પ્રાર્થના કરવા માટે એક અલગ રૂમની વ્યવસ્થા હતી.ચાલો ભારતના યોગની કદર વિદેશીઓ તો કરે છે.આપણે યોગના નામે ભોગ કરીએ છીએ,ભોગમાં પણ કશું ખોટું નથી.પણ યોગના,સાધુતાના નામે ભોગ કરવો તે દંભ કહેવાય.મને અહી કન્ફ્યૂજન હતું કે મારી બેગ મુંબઈ જતા પ્લેનમાં બદલાઈ જશે કે નહિ?કે મારે જાતે બેગ મેળવીને ફરી જમા કરાવવી પડશે?જોકે me મ્યુનિક ઊતરીને પહેલું પૂછી લીધું તો કહે તમારે ચિંતા કરવાની જરૂર નથી.પણ એક યુ.એસ.થી આવેલા ભાઈની બેગના અનુંશન્ધાનમાં માઈક પર જાહેરાત થઇ તો હું પણ ગભરાયો.ફરી ત્યાં સર્વિસ સેન્ટર પર જઈ ને પૂછ્યું.આ લોકોનો વિવેક જોઇને ખુબ માન થાય અને આપણે ત્યાના કર્મચારીઓની તોછડાઈ જોઇને ખુબ ગુસ્સો આવે.જોકે મારે ચિંતાનું કારણ નહોતું. પહેલા વિદેશી એર લાઈનમાં ભારતીય ભોજન એમાય શાકાહારી ભોજન અલભ્ય હતું.પણ મને અગાઉથી સિલેક્ટ કર્યા મુજબ દાલ ફ્રાય અને રાઈસ સૌથી પહેલો આપી ગયો.એવી રીતે મ્યુનીકથી પણ શુદ્ધ શાકાહારી સ્વાદીસ્ટ ભોજન ભરપેટ મળી ગયું.નુવાર્કથી મ્યુનિક સુધી તો પ્લેનમાં હું એકલોજ ભારતીય હતો,પણ મ્યુનિકથી લગભગ ભારતીયો જ વધુ હતા.આગળની સીટમાં નાનો ટીવી સ્ક્રીન લગાવેલો હોય છે,ત્યાંથી તમે ફિલ્મો,મ્યુજિક અને ટીવી શો દેખી શકો છો.બાજુમાં બેઠેલા એક શ્વેત ભાઈ પંડિત રવિશંકરનું સિતારવાદન સાંભળતા હતા.પ્લેનમાં પણ વિદેશી એર હોસ્ટેસ અને દેશી એર હોસ્ટેસ વચ્ચેનો ભેદ પરખાઈ આવતો હતો.બે એર હોસ્ટેસ ભારતીય પંજાબી હતી.એમની વાણીમાં ભારતીયો પ્રત્યે તોછડાઈ અને વિદેશીઓ પ્રત્યે યંત્રવત વિવેક દેખાઈ આવતો.જ્યારે વિદેશી એર હોસ્ટેસ સદાય હસતી જણાતી.એરાઈવલ સિક્કા મરાવ્યા પછી મુંબઈમાં આગળ વધ્યો ત્યાં સફેદ(Custom) કપડામાં લુંટારા સ્વાગત કરવા તૈયાર ઉભા હતા,એમને મદદ કરવા ખાખી(Police) કપડા પહેરેલા લુંટારા મૂછમાં મલકાતા ઉભા હતા,ચાલો બકરાઓ આવી ગયા છે હલાલ કરી નાખીએ.એના પહેલા જ્યાં તમારી બેગ્સ લેવા ઉભા હોય ત્યાં એમના દલાલો આવી જતા હતા અને પૂછતાં કે બેગ બહાર કઢાવી નાખવી છે?કોઈ તકલીફ કે ચેકિંગ વગર?૫૦ ડોલર્સ થશે.બહુ રકજક કરોતો ૩૦ ડોલર્સ.તો પછી સ્કેનીગ વખતે આરામથી બેગ બહાર નીકળી જાય.પેલો ભાઈ બેગ બેલ્ટ ઉપર મુકે એટલે સમજી લેવાય કે જવા દો.પૈસા ચૂકવાઈ ગયા છે.જાતે મુકો તો આવી બન્યું,સમજાઈ જવાય કે પૈસા ચૂકવ્યા નથી.હજાર વાંધા કાઢશે.શું શું લાવ્યા છો?આટલા બધા પરફ્યુમ્સ એક સાથે લગાવશો?ચાર ઘડિયાળ એક સાથે બાંધશો?બધું ફેંદી નાખશે.નકલી જ્વેલરીને અસલી છે તેવું કહેશે,૨૦૦ રૂપિયાની ઘડિયાળના ૧૨૦૦૦ કહેશે.છેવટે તમારે પૈસા એટલે લાંચ ચુકવવા મજબુર થવું પડે તેવું વાતાવરણ ઉભું કરી નાખશે.એક ખાખી લુંટારાને બોલાવી કહેશે જાવ સામેની રૂમમાં અને આને ૫૦ ડોલર્સ આપી દો.ટૂંકમાં ૫૦ ડોલર્સ આપી દો તો RDX ભરેલી બેગ પણ નીકળી જાય.કોઈ ફિકર નહિ. હું આ બધો સિનારિયો લાઈનમાં ઉભો ઉભો જોતો હતો.મારી બેગમાં કશું હતું નહિ.જે હતું તે અગાઉથી ક્લીયર કરાવી યુવરાજસિંહ ઉભા હતા.me વાતો સાંભળેલી પણ મારો આવો પહેલો અનુભવ હતો.દીકરા અગાઉ બે વાર આવી ચુકેલા હતા.એમણે શોર્ટ કટ અપનાવી લીધેલો.તમે પહેલી વાર વિદેશથી આવો તો સગા સંબંધી અને મિત્ર મંડળ માટે કશું લાવો તો ખરાજ ને?દીકરાને ખબર કે બાપુ ઝગડી પડશે માટે મારી બેગમાં કપડા સિવાય કશું મુકેલું જ નહિ.બે દીકરાઓ મોર્ડન સંબોધન પપ્પા કહે છે જ્યારે આ વચલા યુવરાજસિંહ કાયમ ભારતીય ટચ વાળું સંબોધન બાપુ કહે છે જે મને ખુબ વહાલું લાગતું હોય છે. બરોડા આવવા માટે ડોમેસ્ટિક પર વહેલા આવી ગયેલા,સમય ઉપડવાનો ૫-૧૫ જેવો હતો.ત્યાં બેઠા હતા અને ૬ વર્ષે પહેલી વાર આવ્યો તો સૌથી પહેલું સ્વાગત કરવા એક જુનો મિત્ર આવી પહોચ્યો.કાનમાં ગણગણાટ કરી એક ચટાકો ભરી ભવ્ય સ્વાગત કરી ગયો.જતા જતા કહેતો ગયો કે વેલકમ હોમ.મારા હાથનું હલન ચલન જોઈ,દીકરા હસતા હતા.હેમખેમ વડોદરે પહોચી તો ગયા.છ વર્ષે મોટા દીકરા ધ્રુવરાજસિંહને મળ્યો.ચાર દિવસ તો સાહસ ચાલ્યું નહિ કે દ્વિચક્રી વાહન લઈને એકલા બહાર જવાનું.દાંડિયા બાઝાર અગ્નિ શાંતિ કેન્દ્ર ચાર રસ્તે ખરા બપોરે ટ્રાફિક સિગ્નલ લાઈટ બંધ જોઈ ખુબ આશ્ચર્ય થયું.આજે એક જુના પ્યારા વડોદરાના નંબર વન ફોટોગ્રાફર મિત્ર રશ્મીન શાહને મળવા ગયો.me કહ્યું આવું કેમ ટ્રાફિક સિગ્નલ બંધ કેમ હોય છે?તો કહે અહી અન્ડર સ્ટેન્ડીગ ખુબ હોય છે.ટ્રાફિક સિગ્નલ બંધ હોય તો કોઈ વાંધો ના આવે.બધા એકબીજાને સમજીને વાહન આગળ ચલાવી લે.અમે બંને ખુબ હસ્યા. ખાસ તો મારા ૮૫ વર્ષના વૃદ્ધ “બા”ને મળવા આવ્યો છું.પ્યારા મિત્રો હમણા બ્લોગ પર નિયમિત આવી નહિ શકું,લખી નહિ શકું,કોમેન્ટ્સ એપ્રુવ નહિ કરી શકું,તો ક્ષમા કરશો.
વ્યાયામ,ધ્યાન અને લાંબુ નીરોગી જીવન,Telomeres વધારો.

![55479-46629[1]](https://raolji.com/wp-content/uploads/2011/02/55479-466291.jpg?w=474)
વ્યાયામ,ધ્યાન અને લાંબુ નીરોગી જીવન,Telomeres વધારો.
યુનીવર્સીટી ઑફ કેલીફોર્નીયા(સાન ફ્રાંસીસ્કો)નાં મહિલા પ્રોફેસર એલીઝાબેથ બ્લેકબર્ન,નોબલ પ્રાઇઝ વિનર ૨૦૦૯(મેડીસીન),એમણે ક્રોમોઝોમના અંતિમ છેડાઓ(telomeres) વિષે જબરદસ્ત સંશોધન કર્યું છે.આ છેડા જેટલા વધારે લાંબા હોય તેટલું આરોગ્ય વધારે સારું,ઉચ્ચ ગુણવત્તા ધરાવતું અને જીવન પણ નીરોગી અને લાંબું હોય.પણ આ telomeres વધારવા શું કરવું પડે?એમના કહ્યા પ્રમાણે એકસરસાઈઝ કરો.કસરત નિયમિત કરો.વ્યાયામના ખૂબ ફાયદા છે તેમાં આ એક નવું સંશોધન ઉમેરાયું.બીજું મેડીટેશન પણ telomeres ને વધારે છે.ફિશ ઓઇલ પણ એમાં ખૂબ ફાયદાકારક છે.હવે આ telomeres ટૂંકા હોય તો જીવન ટૂંકું અને આરોગ્ય સારું ના હોય તે સ્વાભાવિક છે.એને માટે સ્ટ્રેસથી દૂર રહેવું. બચપણમાં કોઈ માનસિક આઘાત કે ઈજા થઈ હોય તો આ telomeres ટૂંકા રહી જાય છે.
આપણે જાણીએ છીએ કે લાંબું અને નીરોગી જીવન જીવવા માટે બીજા ઘણા બધા પરિબળ આધાર રાખતા હોય છે.પણ આ નવા રિસર્ચને અવગણી શકાય તેમ નથી.કારણ મેડીટેશન,યોગ અને પ્રાણાયામ દ્વારા ભારતમાં લોકો લાંબું નીરોગી જીવ્યા છે.મૂળ વાત એ છે કે ભારતમાં જ યોગની કદર નથી.યોગના સૌથી વધારે ૧૫૦ કરતા વધારે પેટન્ટ અમેરીકનો પાસે છે.યોગના આસનો સ્ટ્રેસ ઓછો કરે છે.યોગ સ્ટ્રેસ મૅનેજમેન્ટ માટે ખૂબ વપરાય છે.આપણે એટલાં બધા અકર્મણ્ય બની ચૂક્યા છીએ કે યોગામાં કશું તો કરવું પડે છે તેટલું પણ કરવા તૈયાર નથી.કોઈ ફાન્દાળો સાધુ જોઈ મને કાયમ થાય કે બાપુ ખાલી ખાઈપીને તગડા થવામાં સમજ્યા છે.નૌલી કરનારનું પેટ કદી વધે નહિ.યોગના નામે બેસી રહેવા પેધેલા સાધુઓ ભારતનું કલંક છે.ધ્યાન કરો પણ એનો સમય હોય છે.ચોવીસે કલાક ધ્યાનના નામે આળસુઓ બેસી રહેવા પેધેલા છે.જાપાન જેવા દેશો જુઓ યોગા કરી બેસી રહેતા નથી,ખૂબ કામ કરે છે.જાપાનમાં કોઈ અનપ્રોડક્ટીવ નથી.ભારતમાં સાધુઓ અનપ્રોડક્ટીવ છે,બીજાની મહેનતનું ખાઈ જાય છે.જ્યારે આપણે બીજા દેશોમાં આપણો યોગા બહુ ચાલે છે તેના બણગાં ફૂન્કીયે ત્યારે ભૂલી જઈએ છીએ કે ભારતમાં યોગા બહુ પ્રચલિત નથી.ખાલી બુક્સમાં પ્રચલિત છે,પ્રેકટીસમાં નહિ.અમેરિકા અને બીજા દેશો એનો હકારાત્મક ઉપયોગ કરી કામની ક્ષમતા વધારે છે,જ્યારે આપણે એનો નકારાત્મક ઉપયોગ કરી બેસી રહેવા કામચોરી કરવા પેધેલા છીએ.
યોગના આસનો હળવી કસરત છે.આ બધી સ્ટ્રેચિંગ કસરત છે.એનાથી સ્નાયુઓ ખેંચાય છે લચીલા બને છે.જે લોકો ભારે કસરતમાં રસ ના ધરાવતા હોય તેમણે આસનો કરવા જોઈએ.સવારે યોગના આસનો અને કલાક ધ્યાન કરી નોકરી કરવા જવાય.એના માટે ભગવા પહેરી બેસી રહેવાની જરૂર નથી.
કસરત કરો,ધ્યાન કરો,આસનો કરો,સ્ટ્રેસ ઓછો થાય તેવા પ્રયત્ન કરો,બાળકોને કોઈ માનસિક આઘાત લાગે તેવું ના થવા દો,બાળકોને કોઈ ભારે ઈજામાંથી બચાવો.ક્રોમોઝોમના છેડા(Telomeres)ને લાંબા કરો,સુખી,નીરોગી અને લાંબું આયુષ્ય ભોગવો.
રેફરન્સ–Thomas Plante, PhD., ABPP is Professor of Psychology and Director of the Spirituality and Health Institute at Santa Clara University
![thomas-plante_2[1]](https://raolji.com/wp-content/uploads/2011/02/thomas-plante_21.jpg?w=474)
“વેલેંટાઈન” પ્રેમીઓનું પર્વ Hard Truths About Human Nature.
![images[5]](https://raolji.com/wp-content/uploads/2011/02/images51.jpg?w=474)
સર્વ મિત્રોને સંત વેલેંટાઈનની યાદમાં ઊજવાતા પ્રેમીજનોના પર્વ નિમિત્તે શુભકામના.
આપણે પ્રેમની મૂર્તિની પૂજા કરીએ છીએ, શરૂમાં પ્રેમ કરીએ છીએ, અંતમાં રડીએ છીએ અને વચમાં મોટા બગાસાં ખાઈએ છીએ. સંબંધની શરૂઆતમાં પ્રેમની તીવ્રતા ખૂબ હોય છે, જુસ્સો આવેગ પુષ્કળ હોય છે, પણ પછી બધું ધીમે ધીમે હોલવાતું જાય છે. આધેડ અને વૃદ્ધ દંપતી સરવૈયું કાઢવામાંથી ઊંચા આવતા નથી. અને નવા પરણેલાનો જુસ્સો ઓછો થતો જતો હોય છે.તો શું કરીશું કે પ્રેમનો આવેગ અને રસ તીવ્રતા જુસ્સો જળવાઈ રહે? નવું રિસર્ચ કહે છે કે,
૧)સ્પર્શ:—ઘણા બધા પુરાવાઓએ ઓક્સીટોસીન(“cuddle hormone”)નું રોમૅન્ટિક મહત્વ સાબિત કર્યું છે. જ્યારે આપણે આપણાં ચાહિતા લોકોને સ્પર્શ કરીએ છીએ ત્યારે ઓક્સીટોસીન ખૂબ વિપુલ પ્રમાણમાં સ્ત્રવે છે. જેટલું સ્પર્શનું પુનરાવર્તન એટલું ઓક્સીટોસીન પણ વધુ છૂટે છે. એનાથી સંબંધોમાં નજદીક જવાય છે અને વિશ્વાસ વધે છે. જે ફરીથી સ્પર્શ કરવા માટે પ્રેરે છે. આમ એક શુભચક્ર ચાલુ થાય છે. આ એક હકારાત્મક લાગણીઓનું આત્મિક જોડાણ છે. આવુજ સત્ય સેક્સ વિષયક પણ છે. જેટલા સેક્સમાં વધારે ઊતરો, વધારે સારું બ્રેઈન કેમિકલ ડોપામીન છૂટે છે. જેનાથી સેક્સમાં ઊતરવાનું વધુ મન થાય. હવે જો સમય ના મળે તો તમે પ્રેમીજનોને શક્ય વધુ આલિંગન આપો, કિસ કરો અને ત્વચા સાથે સ્પર્શ કરો. સ્કીન ટુ સ્કીન કૉન્ટેક્ટ વધારો.
૨)અખિયા મિલાકે:– નજરનું અનુસંધાન પણ ખૂબ મહત્વનું છે. આંખોમાં આંખો મિલાવીને જુઓ, અહી પણ ઓક્સીટોસીન કામ કરી જાય છે. એકબીજા પ્રત્યે આકર્ષણ વધે છે. પાર્ટનરનો હાથ હાથમાં લઈને બેસો નજરથી નજર મિલાવો એનાથી ઓક્સીટોસીન લેવલ વધશે. અને ઓક્સીટોસીન લેવલ વધતા ફરી હાથમાં હાથ લઈને બેસી નજર મિલાવી વાતો કરવાનું વધુ મન થશે. આખા દિવસની ચઢાવ ઉતારની વાતો શેર કરો. પણ નજરસે નજર મીલાકે
૩)સાંભળો:–એકબીજાની વાતો સાંભળો. એકબીજાના અનુભવો. લાગણીઓ, ભય, ઉદાસી, ખુશી અને પ્રસન્નતા બધી વાતો કરો. પણ સાંભળવું જરૂરી છે. એનાથી પાર્ટનરને લાગશે કે તમે એનું ધ્યાન રાખો છો. ખાલી સાંભળવાથી પણ ઘણા પ્રશ્નો હાલ થઈ જતા હોય છે. તણાવ દુર થઈ જતો હોય છે.
૪)હસો ભાઈ હસો:—હસવું પણ ખૂબ અગત્યનું છે. એકબીજા સાથે મજાક કરો, સારી હ્યુમર સેન્સ વિકસાવો, હાસ્ય ટુચકા કહો. હાસ્યરસ શ્રેષ્ઠ રસ છે. એનાથી ડોપામીન વધુ છૂટશે, ટેસ્ટોટેરોન લેવલ ઊંચું આવશે જે સ્ત્રી અને પુરુષમાં સેક્સ સેટીસફેક્શન માટે ઈંધણ સમાન છે.
૫)અન્વેષક બનો:–નિત્ય નવીનતા આકર્ષણ વધારે છે. એકની એક વાતથી બોર થઈ જવાય અને કંટાળી જવાય છે. નિત્ય નવા ઉપાયો અજમાવો. પર્સ અને કોટમાં પ્રેમભર્યા ચબરાકિયાં લખી મૂકો, નવા રેસ્ટોરેન્ટમાં જાવ, હીલ પર ફરવા જાઓ, પર્વતારોહણ કરવા જાઓ. ઉત્સાહપ્રેરક નવું અજમાવો. ચોકલેટ અને ફૂલ આપો. ડોપામીન લેવલ આવી રીતે વધવાનું છે.
વેલેંટાઈન દિવસના પ્રેમીજનોના પર્વ નિમિત્તે આનાથી સારી ટીપ્સ બીજી કઈ આપું???
Sexual satisfaction tends to play a role in a happier marriage, and happier marriages play a role in greater sexual satisfaction. And we know that people in stable, fulfilling marriages tend to be healthier. At the moment, we can simply say that a sexually satisfying and happy marriage is a very good predictor of future health and long life. By:-Dr. Howard Friedman’s ::-For more information on The Longevity Project see http://www.howardsfriedman.com/longevityproject/
દ્રષ્ટિકોણ.
દ્રષ્ટિકોણ.
જેનો પોતાનો આગવો કોઈ દ્રષ્ટિકોણ ના હોય તે બીજાના દ્રષ્ટિકોણથી વિચારે અને લખે.મારો પોતાનો એક દ્રષ્ટિકોણ છે.દરેકનો હોય છે અને ઘણાને હોતોજ નથી.હું બીજાના દ્રષ્ટિકોણથી વિચારું મતલબ એની વાત સાથે સંમત છું.કે હું કોઈ બીજાની આંખે જોઉં તો એની દ્ગષ્ટિ સાથે સહમત છું.પણ મારી પાસે પોતાની આંખ છે.કોઈ વાર બીજાનો દ્રષ્ટિકોણ ભાવી જાય કે અનુરૂપ આવી પણ જાય.કોઈ વાર એનો નજરિયો અને આપણો એક પણ હોઈ શકે.મને ગાંધીજી પ્રિય છે માટે હું એમની વિવેચના કરું છું.ગાંધીજીની પ્રમાણિકતા મને ભાવે છે.સામાન્ય માનવોમાં વિશ્વાસ,એમની સેવા કરવી બધું ભારતીય નહોતું. અહી તો કર્મનો નિયમ લાગે છે.જેવા જેના કરમ.દુખી હોય તો એના કરમ.સેવા માય ફૂટ.પણ ગાંધીજીની દરેક વાત હું માની ના શકું.હવે એમના બ્રહ્મચર્ય વિશેના ખયાલ ટીપીકલ હિંદુ કે ભારતીય એવા અવૈજ્ઞાનિક હતા.હવે એમના નજરિયાથી જોઉં તો મારે એમના આ અવૈજ્ઞાનિક ખ્યાલોને માન્યતા આપવી પડે કે ગાંધીજી સાચું કહેતા હતા.ગાંધીજી ૪૦ વર્ષ પછી બ્રહ્મચર્યનું વ્રત લેતા હતા,અને બીજા યુવાનોને વ્રત લેવાનું દબાણ કરતા.આ એક અકુદરતી હતું.અહી મારે દ્રષ્ટિકોણ બદલાય છે.એમની વાત સાથે સંમત થઈ નથી શકતો.ગાંધીજી સેક્સ ને જીતી લેવા આખી જીંદગી મથ્યા.ટીપીકલ હિંદુ કે જૈન વિચારો કે ઇન્દ્રિયોને અને સેક્સ ને જીતી લો.ગાંધીજી ગ્રેટ હતા.વિથ રીસ્પેક્ટ એમના બ્રહ્મચર્ય વિશેના ખયાલો સાથે સંમત ના થવાય.અહી એમની આંખે જોઈ ના શકાય.પણ ડિયર ડોસા પ્રમાણિક હતા,કહેતા કે સેક્સ ને દિવસે તો જીતી લીધો છે પણ ૭૦ વર્ષે રાત્રે સ્વપ્નમાં સ્ખલન થઈ જાય છે.આવું કહેવાની હિંમત કોની ચાલે?જૈન મુનીઓ સેક્સ ને જીતી લેતા હશે,બીજા પણ જીતી લેતા હશે,એનર્જીના અભાવે.સેક્સ માટે પણ શરીરમાં એનર્જી તો જોઈએ કે નહિ?સાવ હાડ પિંજર સેક્સ ને જીતી લેવા સમર્થ બની શકે.અથવા તો જીતી લીધાના બણગાં ફૂંકતા હશે.ગાંધીજી જેવા બધા પ્રમાણિક ના હોય.મૂળ હિંદુ ધર્મમાં ૭૫ વર્ષ પછી સંન્યાસ હતો.
હું શું કામ બીજાના દ્રષ્ટિકોણથી વિચારું?હા મારો અને બીજાનો દ્રષ્ટિકોણ એક થઈ જાય અકસ્માતે તો બહુ સારી વાત છે.વિચારોમાં સામ્યતા હોય તો એક આંખ થઈ જાય.તે પણ બધી બાબતે ના પણ થાય.પણ ઘણી વાર મારો દ્રષ્ટિકોણ સારો લાગતો હોય પણ મન માનવા તૈયાર થતું હોતું નથી.કોઈ સાધુ મહારાજનો સિક્કો વાગવો જોઈએ.કંડીશનિંગ!!સાધુ કહે તે સાચું,સંસારી મારા જેવો કહે તો ખોટું.ઘણાને શરૂઆતમાં મારો દ્રષ્ટિકોણ બહુ ભાવે પછી નથી ભાવતો.હું તો એનો એજ છું.એનું એજ લખું છું.જુના પૂર્વગ્રહો આડે આવી જતા હોય છે.પોથી પંડિતો ભાગી જવાના.પોથીમાંથી જોઈ જોઇને લખવું સહેલું છે અને લોકોને બહુ સારું લાગતું હોય છે.આદર્શ વાતો હોય છે.એટલે શરૂમાં મારું લખાણ નવું લાગે,પણ જુના સંસ્કાર આડે આવે અને મેરા ભારત મહાનનો ખયાલ પણ આડે આવી જાય.આપણે કડવું સત્ય પચાવી શકતા નથી.અને ગળપણ મને ભાવતું નથી.મને ડાયાબિટીસ છે નહિ.જેને ડાયાબિટીસ હોય તેને નકલી ફોલ્સ સ્વીટનરની જરૂર પડે.નેચરલ શુગર પચાવી શકતા ના હોય,ઇન્સ્યુલિન ઓછું પડતું હોય કે બોડી એની સામે રેજિસ્ટ કરતું હોય ,અને શુગર વધી જાય તો પણ નુકશાન અને ઘટી જાય તો પણ નુકશાન.નકલી સ્વીટનર ખાવા પડે.ડાયેટ કોક પીવી પડે.મારે નકલી સ્વીટનર જરૂર પડતા નથી.અમારા વંશવેલામાં હાર્ટના પ્રૉબ્લેમ છે.ડાયાબિટીઝના નહિ.
શ્રી ગુણવંત શાહના એક દ્રષ્ટિકોણ સાથે મારો દ્રષ્ટિકોણ મેચ થઈ ગયો કે સાધુ તો પરણેલો સારો,પણ તરત બીજા દ્રષ્ટિકોણ સાથે મેચ ના થવાયું કે સ્ત્રીઓ સાધુઓને ચળાવે છે.છેવટે એમણે વાંક સ્ત્રીઓનો કાઢ્યો.આપણે ગ્રેટ માનતા હોઈએ એમનો વાંક દેખી શકતા નથી.રીડ ગુજરાતીમાં દક્ષાબહેન પટણીનું વક્તવ્ય વાંચ્યું કે શ્રી રામ,શૂદ્રનો વધ કરવા ધનુષ પર બાણ ચડાવ્યું ત્યારે મનમાં દુખી હતા.ભાઈ દુખી હતા અને માનતા હતા કે ખોટું થાય છે તો જાતને રોકોને?બાણ ચલાવ્યું શું કામ?રાજા હતા,બ્રાહ્મણોને કહી શક્યા હોત કે તમારો પુત્ર મૃત્યુ પામે તેમાં કોઈ શૂદ્ર તપ કરતો હોય તેના કારણે આવું થયું તેવું ના માનો.કાર્ય અને કારણનો કોઈ સંબંધ અહી નથી બેસતો.ઘેર જાવ હું કોઈને વિના વાંકે મારી નાખવાનું કૃત્ય નહિ કરું.પણ મન માનવા તૈયાર થતું નથી કે રામને પૂજ્ય માનીએ છીએ.તે ખોટું કરતા હશે?અને કર્યું તો મજબૂરી હતી,અને દિલમાં દયા હતી અને દુખી હતા.રામના અપકૃત્યના ગુણ અહી ગવાઈ ગયા કે દુખી હતા.આવા દંભ સાથે મારા દ્રષ્ટિકોણનો મેળ ના પડે.ના તો રામના નજરિયાથી જોઈ શકું ના દક્ષાબહેન પટનીના.મોરારીબાપુ બેઠાં હોય અને રામ વિરુદ્ધ બોલાય ખરું?એક મહાન રાજા મજબૂર હોય તો એની સત્તાનો શું અર્થ?
અમારે કંપનીમાં એક ગોવીન્દ્કાકા કોઈ ચર્ચા ચાલતી હોય આવી તો ખૂબ ઉગ્ર બની જતા.અમે બીજા મિત્રો સાથે અગાઉથી બ્રેક સમય પહેલા નક્કી કરી લેતા કે ગોવિંદ કાકાને આજે ખૂબ ઉકસાવવા છે.અમે પોઇન્ટ પણ અગાઉથી નક્કી કરી લેતા.એટલે એક મિત્ર પોઇન્ટ મૂકી દેતા અને ચર્ચા ખૂબ ઉગ્ર બની જતી.એક દિવસ અગાઉથી નક્કી થયા મુજબ એક મિત્રે પોઇન્ટ મૂક્યો કે આ રામે સીતાજીને ત્યાગી દીધા તે ખોટું કહેવાય.બસ એક જ વાક્ય અને ગોવિંદ કાકા ચાલુ.પેલાં મિત્ર મને કહેતા કે હું પોઇન્ટ મુકું બાકી મને એમની સાથે ચર્ચા નહિ ફાવે,આપણું કામ નહિ,એ તમે સાંભળી લેજો.ગોવિંદ કાકા કહે આતો દુનિયાનો બેસ્ટ દાખલો છે,હું કહેતો દુનિયાનો વર્સ્ટ દાખલો છે.બહુ મજા આવતી.કાકા ઉગ્ર બની લાલચોળ બની રહેતા.અમે મનમાં હસ્યા કરતા.છેવટે કાકા થાકી જતા,હું કોઈ દલીલ બચવા ના દેતો.થાકીને કહેતા કે તને સમજણ નહિ પડે.હું કહેતો કે તમને નહિ સમજાય.બધા હસતા હસતા બ્રેક પતાવી અંદર જતા.અમારા સુપર્વાઈજર કહેતા આવું ના કરો,કાકાને ઍટેક આવી જશે.
હવે શ્રી ગુણવંત શાહ કહે છે રામાયણ પ્રેમનું મહાકાવ્ય,શરૂમાં ખરું પછી નહિ.પછી શોક,દુખ,દર્દ અને એક મજબૂર સ્ત્રીની અવહેલનાનું મહાકાવ્ય.પત્ની પ્રિય હતી તો અગ્નિપરીક્ષા શું કામ.યુરોપના કોઈ મ્યુજીયમમાં ચેસ્ટીટી બેલ્ટ જોવા મળી જતા હોય છે.અગ્નિ પરીક્ષા અને ત્યાગ બધું ચેસ્ટીટી બેલ્ટ જ કહેવાય,અવિશ્વાસ.અહી રામની આંખે શું કામ જોવું.જોઉં તો અરુંધતીની આંખે જોઉં કે “રામ વડે ત્યજાયેલી સીતા વગરની અયોધ્યામાં પગ નહિ મુકું”.આખા ભારતવર્ષમાં ફક્ત એક જ હ્યુમન સીતાજીની પડખે.તે પણ અસહાય.અહી મારો દ્રષ્ટિકોણ રામ સાથે નહિ અરુંધતી સાથે મેચ થાય છે.
ગાંધીજી વ્યાયામના વિરોધી હતા,કોઈ માનશે?વ્યાયામ ગુંડા મવાલીનું કામ છે,તેવું કહેતા.અહી મારો સખત વિરોધ થાય.અહી એમના નજરિયાથી કઈ રીતે જોઈ શકું?શું શરીર સૌષ્ઠવ જાળવવું તે ગુંડાઓનું કામ છે?જે ધર્મોમાં ઉપવાસ કરી ભૂખે મરવાનું શીખવતું હોય ત્યાં વ્યાયામનું અને શરીરનું મહત્વ ના હોય.શરીરના દુશ્મન,શરીરને તપાવો,પીડા આપો.આતો હિંસા કહેવાય.એક છે બીજાને પીડા આપે છે,પરપીડન.અને બીજો પોતાને પીડા આપે સ્વપીડન બંને હિંસક.બીજાને પીડા આપવામાં સામે વિરોધ પણ થાય પોતાને આપવામાં કોણ બોલે?મારા એક જૈન મિત્રને સાવ નાની ૩૦ વર્ષની ઉંમરે પેટ ખૂબ વધી ગયેલું અને હાઈ બીપી ની તકલીફ.મેં કહ્યું ચાલો મારી સાથે જીમમાં કસરત કરી પેટ ઉતારો.ખૂબ સમજાવ્યા પણ કદી આવ્યા નહિ.મને ખબર નહિ એમના ધર્મમાં જ નથી.આપણો અભિગમ શરીર વિરોધનો રહ્યો છે.શરીર પ્રત્યે સાવ બેદરકાર.એમાયે ગુજરાતમાં તો ખાસ.કસરતનું મહત્વ જરા પણ નહિ.અમુક હિંદુ સાધુઓ અખાડીયન ખરા,પણ સ્વચ્છતાના ઠેકાણા નહિ.વિડમ્બના જુઓ જૈનોના ચોવીસે તીર્થંકર ક્ષત્રિયો હતા,રાજાઓ હતા,યોદ્ધાઓ હતા.મતલબ હિંસા શું છે તે જાણતાં હતા.ધર્મ કોણે અપનાવ્યો?
દ્રષ્ટિકોણ આગવો જોઈએ,પોતાનો જોઈએ.કોઈની સાથે મેચ થાય તો ભલે ના થાય તો ભલે.
તુ..તુ..તુ ! ! તુ તુ.. તારા ! ! ____કરતા કૂતરાં સારા ! !

તુ..તુ..તુ!!તુતુ..તારા!!____કરતા કૂતરાં સારા!!
મિત્રો આ ખાલી જગ્યામાં કોઈ પણ સારા નેતાનું નામ લખી શકો છો. સારા એટલે ભ્રષ્ટાચાર કરવામાં સારા, કાબેલ. મહારથી કે જેમના સ્વીસ બેન્કોમાં અઢળક રૂપિયા હોય. કૂતરાં ઉપર હાલ ખૂબ રિસર્ચ ચાલી રહ્યું છે. બહુ સરસ જ્ઞાનવર્ધક ડોક્યુમેન્ટ્રી જોવા મળી. કૂતરાં એવું પ્રાણી છે જે માનવની સૌથી નજીક છે. લાગણીઓ અને ભાવનાઓથી માનવ સાથે જોડાયેલું આ પ્રાણી બહુ ઉમદા ગુણો ધરાવે છે.
હવે અગાઉ એવું માનવામાં આવતું હતું કે કૂતરાના પૂર્વજ તરીકે કાયોટી, ફોકસ, જેકલ, આફ્રિકાના જંગલી શિકારી કૂતરાં હોવા જોઈએ. કૂતરાં એક ડોમેસ્ટિક ઘરેલું પાલતું જનાવર છે. બીજી શક્યતા એના પૂર્વજ તરીકે વરુની હતી. એન્થ્રોપોલોજીસ્ટ બધી શક્યતાઓ વિચારતા હતા, પણ જિન્સ હવે સાચું બોલી જાય છે. કૂતરાના પૂર્વજ વરુ છે, આફ્રિકાના જંગલી કૂતરા પણ નહિ. ૯૯.૮% કૂતરાના જિન્સ વરુને મળતા આવે છે. વરુના જિન્સ મ્યુટ થઈને ધીમે ધીમે કૂતરાં બન્યા છે. મ્યુટેશન એટલું બધું વિવિધ છે કે જાત જાતના કૂતરાની જાતો વિકસી છે.
ઈંગલેન્ડની લિંકન યુની, હંગેરી, સ્વીડન અને સાયબેરીયામાં થયેલા આધુનિક રિસર્ચ શું કહે છે તે જોઈએ.
માનવ ચહેરો એકદમ પરફેક્ટ સીમેટ્રીકલ હોતો નથી. ચહેરાના ડાબા અને જમણા બંને ભાગ થોડા જુદા જુદા હોય છે. આધુનિક કોમ્પ્યુટર સોફ્ટવેર વાપરી એક માનવ ચહેરાના બરોબર વચ્ચે થી બે ભાગ પાડો. હવે ડાબા ભાગને ઉલટાવી ફરી ડાબા ભાગ જોડે જોઈન્ટ કરો અને તેવી રીતે જમણા ભાગને ઉલટાવીને મૂળ જમણા ભાગ સાથે જોઈન કરો.. હવે બે ચહેરા એકજ માનવના થશે અને તે બંને જુદા દેખાશે. જેટલો ચહેરો સીમેટ્રીકલ એટલો વધુ સુંદર દેખાય. હવે આપણે જ્યારે કોઈ ભાવ દશામાં હોઈએ જેવા કે ગુસ્સો, પ્યાર, ખુશી ત્યારે આપણાં ચહેરાનો જમણો ભાગ ભાવ વધારે સારી રીતે પ્રદર્શિત કરતો હોય છે ડાબો ભાગ જરા ઓછો.
માટે એક માનવ બીજા કોઈ માનવનો ચહેરો જોશે તો પહેલા જમણો ભાગ જોશે પછી ડાબો. અત્યંત આધુનિક વિડીયો કૅમેરા અને eye સ્કેનર સોફ્ટવેર વડે ઉપરની વાત સાબિત થઈ છે. હવે આપણી સામે કોઈ માનવ ચહેરો આવશે તો આપણે ઉપર મુજબ એના ચહેરાનો જમણો ભાગ પ્રથમ જોઈશું. એના માટે આપણે ડાબી તરફ જોવું પડશે.કારણ સામેની વ્યક્તિના ચહેરાનો જમણો ભાગ આપણી ડાબી તરફ હશે. માટે આપણે પ્રથમ ડાબી બાજુ જોવા માટે ટેવાયેલા હોઈ છીએ. હવે કોઈ માનવ ચહેરાને બદલે કોઈ ઑબ્જેક્ટ કે વસ્તુ હશે તો આવું નહિ બને કારણ વસ્તુને કોઈ ભાવ હોતો નથી. પશુઓ પ્રત્યે પણ આપણે એવા કોઈ ભાવ પ્રદર્શનની આશા રાખતા નથી.
કૂતરા માનવની સૌથી નજી કેમ છે તેનું રહસ્ય આ વાતમાં છે. વિકાસના ક્રમમાં માનવ સાથે રહીને કૂતરા માનવ ચહેરાનો જમણો ભાગ પ્રથમ જોવાનું શીખી ગયા છે. એટલે કૂતરા સામે કોઈ વ્યક્તિ આવે તો ડાબી તરફ પહેલા જુએ છે. માટે કૂતરા માનવનું ભાવ પ્રદર્શન વાચવાનું શીખી ગયા છે અને જાણે છે. બીજું ખાસ કે કૂતરા પણ કોઈ ઑબ્જેક્ટ કે વસ્તુ તરફ કે બીજા કૂતરા તરફ પણ આવી રીતે જોતા નથી. ખાલી માનવ ચહેરા પ્રત્યેજ આવી રીતે જુએ છે. માટે કૂતરા માનવની સૌથી નજીક લાગણીઓ અને ભાવનાઓ વડે જોડાયેલા છે. વૈજ્ઞાનિકોએ અસંખ્ય પ્રયોગો અને આધુનિક ટેકનોલોજી વડે આ સત્ય ઉજાગર કર્યું છે. બીજા કોઈ પ્રાણી આવી રીતે માનવ ચહેરાને જોતા નથી.
વરુના બચ્ચા પાળીને વૈજ્ઞાનિકોએ જોઈ જોયું, ચાર મહિનામાં પાછાં મોકલી દેવા પડ્યા. માનવની જેમ વરુ પણ સોશિયલ શિકારી પ્રાણી છે. જોડે શિકાર કરતા કરતા બંને એકબીજાસાથે નજીક આવ્યા. આર્કિયોલોજિસ્ટ કહે છે ૩૦,૦૦૦ વર્ષમાં વરુ પાલતું થઈને કૂતરા બન્યા, જ્યારે જેનેસેસિસ્ટ કહે છે વરુમાંથી જિન્સ મ્યુટ થઈને કૂતરા બનતા એક લાખ વર્ષ થયા હશે. એક કૂતરું ૩૪૦ શબ્દો જાણે છે. રમકડાનો ઢગલો પડ્યો હોય તમે જે નામ બોલો તે રમકડું કાઢી બતાવે. એક રૂમમાં રમકડા કે કોઈ પણ વસ્તુઓ રાખો, અને એવો બીજો સેટ બીજી રૂમમાં રાખો તમે જે વસ્તુ બતાવશો તેની કોપી બીજી રૂમમાંથી લઈ આવશે. વસ્તુનાં ત્રણ ડાયમેન્શન હોય છે જ્યારે તેજ વસ્તુના ફોટાને એકજ ડાયમેન્શન હોય છે. છતાં વસ્તુનો ફોટો બતાવો કૂતરું બીજા રૂમમાં જઈ તે વસ્તુ લઈ આવશે. ચીમ્પ કરતા પણ કૂતરા હાથનો ઇશારો જલદી સમજી જાય અને કહો તેમ કરે છે. હાથ ઠીક ખાલી આંખનો ઇશારો કરો તો પણ ચાલે.
સાયબેરીયા રશિયામાં એક ફાર્મમાં શિયાળ(Silver Fox) ઉપર પ્રયોગો કરવામાં આવેલા. હાલ પણ ચાલુ છે. શિયાળ ખૂબ અગ્રેસીવ હોય છે. એના પાંજરાને હાથ પણ લગાવી ના શકો. હવે ૧૦૦ માંથી એક શિયાળ જરા ઓછું અગ્રેસીવ હોય છે. તેવા શિયાળ ભેગાં કરી એમના બચ્ચા ઉછેરવામાં આવ્યા. પછી એમની પેઢીઓ ઉછેરવામાં આવી. ત્રીજી પેઢીએ આક્રમકતા ઓછી થવા લાગી. અને ૫૦ વર્ષ પછી સાવ નરમ સ્વભાવના તેડીને ફરી શકાય તેવા શિયાળ પેદા કરી લીધા છે. હવે જેમ આક્રમકતા ઓછી થવા લાગી અને માનવ સહવાસ વધવા લાગ્યો તેમ શિયાળના જિન્સ મ્યુટ થતા થતા એમના કલર અને સાઈજ અને શેપ પણ બદલાવા લાગ્યો છે. જે શિયાળ કાળાં કલરના હતા તેમાં સફેદ રંગના ધબ્બા અને કલર બદલાવ આવવા લાગ્યો છે.
જંગલી શિયાળની પૂંછ લાંબી અને આ પાલતું બનેલા શિયાળની પૂંછ ટૂંકી થવા લાગી છે અને સીધી રહેવાને બદલે વાંકી કૂતરાની જેમ થવા લાગી છે. વાંકી પૂંછ સારી નિશાની છે. ખાલી કૂતરા માટે…માનવ માટે નહિ, માનવ વાંકો હોય તો ઝોખમી હોય છે. કદાચ થોડા વર્ષો પછી રશિયામાં લોકો કૂતરાની જેમ શિયાળ પાળવા લાગે તો નવાઈ નહિ. પ્રોજેક્ટ ખૂબ લાંબો ચાલ્યો છે. હજુ ચાલુ જ છે. બસ અહી કૂતરા વિષે સમજાઈ જાય કે કૂતરાની જાતજાતની ભાતભાતની જાતો કેમ વિકસી છે.
કોઈ નાના બાળકનો ચહેરો જુઓ તો તમને પ્રેમ ઊભરાઈ આવશે. તમારા ચહેરાના ભાવ બદલાઈ જાય છે. કૂતરા બેબી ફેસ ધરાવે છે. મનમાં ડર ના હોય તો કૂતરાના ચહેરા બાળક ચહેરાની ગરજ સારે છે. બાળકને ધવડાવતી વખતે અને વહાલ કરતી વખતે માતાનાં શરીરમાં ઓક્સીટોસીન સ્ત્રાવ થાય છે જે તનાવ દુર કરે છે. હાર્ટનાં રોગ હોય તો ફાયદો થાય છે. મન શાંત થઇ જાય છે. માતા સિવાય બીજા લોકો જયારે બાળકને રમાડે ત્યારે પણ ઓક્સીટોસીન પેદા થાય છે, જે હેલ્થ માટે સારું છે. બસ એવુજ કૂતરાને રમાડતી વખતે ઓક્સીટોસીન પેદા થાય છે. સ્ત્રીઓને કદાચ આ કારણસર હાર્ટ એટેક ઓછા આવતા હશે.
તુ.. તુ.. તુ. તુ તુ.. તારા ! ! ભ્રષ્ટ નેતાઓ કરતા કૂતરા સારા ! ! !
![images[4]](https://raolji.com/wp-content/uploads/2011/02/images4.jpg?w=474)
બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.
બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.
કોણ નહિ ઇચ્છતું હોય કે એમનું બાળક બુદ્ધિશાળી બને? બધાને એમનું બાળક બુદ્ધિશાળી અને સ્માર્ટ હોય તેવી ખેવના હોય છે. નવા બનેલા માતાપિતા એમના બાળકની નાનીનાની સ્માર્ટ વર્તણૂકને મિત્રોમાં ગાઈ વગાડીને કહેતા હોય છે, ગર્વ અનુભવતા હોય છે. આધુનિક મનોવિજ્ઞાન, બાયોલોજી અને ઇવોલ્યુશનરી સાયન્સ થોડી નાની નાની બાબતો કહે છે જે તમારા બાળકને વધુ સ્માર્ટ બનાવી શકે છે, વધુ બુદ્ધિશાળી બનાવી શકે છે.
રિસર્ચ કહે છે કે બાળકની માથાની સાઇઝ જન્મના પહેલા વર્ષમાં વિકાસ પામે, વધે તે પાછળથી એની બુદ્ધિમત્તા ઉપર અસર કરે છે. જન્મ સમયે બાળકના બ્રેઈનની સાઇઝ ગમે તેટલી હોય તેની કોઈ ચિંતા કરવાની નથી. પ્રથમ વર્ષમાં કેટલી વધે તે મહત્વનું છે. એટલે બાળક જન્મે અને પહેલા વર્ષમાં એના માથાની, બ્રેઈનની સાઇઝ જેટલી વિકસે તેટલું સારું. જે પાછળથી બાળક મોટું થાય તો એની બુદ્ધિમત્તા ઉપર અસર થવાની છે. એટલે જન્મ પછીનું એક વર્ષ ખૂબ મહત્વનું છે, સાંભળો છો? નવા બનેલા કે બનવાના છો તેવા માતાપિતા?
ડીએનએ સિન્થેસિસ અને જ્ઞાનતંતુઓના વિકાસમાં ચાવી રૂપ હાર્મોન જન્મના પ્રથમ વર્ષમાં ખૂબ ઝડપથી વિકાસ પામે છે. અને આ વિકાસની ઝડપને ખૂબ બળ આપે છે સ્પર્શ. જયારે એક માતા બાળકને સ્પર્શ કરવાનું બંધ કરે છે ત્યારે ડીએનએ સિન્થેસિસ રોકાઈ જાય છે. અને ગ્રોથ હાર્મોનનો સ્ત્રાવ ઘટી જાય છે. મનોવૈજ્ઞાનિક રીતે બાળક સર્વાઈવ મોડ તરફ જતું રહે છે. આપણાં પૂર્વજ આદિમાનવ બાળકને આખો દિવસ સતત ઊચકીને ફરતા રહેતા. અને બાળકને સાથે જ સુવાડતા. આજે પણ આપણે સાથે જ સુવાડીયે છીએ. એક વર્ષનું થાય ત્યાં સુધી બાળકને સતત સ્પર્શ આપતા રહો. માતૃત્વની કેડીએ બ્લોગમાં જઈને કાંગારું પદ્ધતિ વિષે વધુ માહિતી મેળવી લેવા વિનંતી છે.
માતાનું ધાવણ ખૂબ મહત્વનું છે. માતાના ધાવણ જેવી કોઈ ફૉર્મ્યુલા શ્રેષ્ઠ નથી. બાળકો માટે મળતા તૈયાર ખોરાકના ડબલાં ખૂબ રિસ્કી છે. બાળકની ઈમ્યુન સીસ્ટમ અને ન્યુરો ટ્રાન્સમીટર્સનાં વિકાસ માટે માતાનું ધાવણ મહત્વનું છે, તૈયાર ડબલાં જોઈએ તેવો વિકાસ કરી શકતા નથી. ફૉર્મ્યુલા ફીડીંગ ડાયાબીટીસ અને બીજા રોગોનું કારણ બની શકે છે. બ્રેસ્ટ ફીડીંગ બ્રેઈનના વિકાસને ખૂબ ગતિ આપે છે, સાથે સાથે માતા સાથે લાગણીભર્યા સામાજિક સંબંધો અને વાસ્તવિક બુદ્ધિમત્તાનાં વિકાસને વેગ આપે છે. માતાના ધાવણનો કોઈ અપવાદ શોધાયો નથી. એની તુલનામાં બીજું કોઈ આવી શકે નહિ. આપણાં પૂર્વજો બાળકને ૨ થી ૫ વર્ષ સુધી માતાનું ધાવણ આપતા હતા. બે, ત્રણ કે પાંચ વર્ષ માતાને ધાવેલું બાળક ભવિષ્યમાં ક્યારેય માતાની અવહેલના કરી શકે નહિ. માંડ છ મહિના ધાવેલું બાળક ભવિષ્યમાં માતાની અવહેલના કરે તો ફરિયાદ કરવી નહિ.
બાળકને બને તેટલું તનાવમુક્ત રાખો. જેટલું ઓછું રડે તેટલું સારું. એનાથી ન્યુરોન્સ નાશ પામતા હોય છે. માટે બાળકના હલનચલન ઉપરથી એની જરૂરિયાતો સમજી લો. એક વર્ષ સુધી આટલું ધ્યાનમાં લેવું જરૂરી છે. બાળક બોલી શકાતું નથી માટે એની જરૂરિયાતો સમજવી મહત્વની છે.
દરેક સ્તનધારી પ્રાણીઓ આ બાળ ઉછેરની પ્રાથમિક પદ્ધતિ ૩૦ મિલિયન વર્ષથી અપનાવે છે. આપના પૂર્વજો પણ અપનાવતા હતા. પણ આધુનિક જમાનામાં આપણે ભૂલતા જઈએ છીએ. આપણે બાળકને પૂરતું માતાનું ધાવણ આપતાં નથી. તો હવે યાદ રાખો,
૧)સતત સ્પર્શ આપો. નીચે મૂકશો નહિ.
૨)શાંત રાખો. તનાવમુક્ત રાખો.
૩)ઓછામાં ઓછું એક વર્ષ તો ધવડાવો. માતાના ધાવણ ઉપર જ રાખો.
REFERENCES
Darcia Narvaez, Ph.D.,Catharine R. Gale, PhD, Finbar J. O’Callaghan, PhD, Maria Bredow, MBChB, Christopher N. Martyn, DPhil and the Avon Longitudinal Study of Parents and Children Study Team (October 4, 2006). “The Influence of Head Growth in Fetal Life, Infancy, and Childhood on Intelligence at the Ages of 4 and 8 Years”. PEDIATRICS Vol. 118 No. 4 October 2006, pp. 1486-1492. http://pediatrics.aappublications.org/cgi/content/short/118/4/1486.
Hewlett, B., & Lamb, M. (2005). Hunter-gatherer childhoods.New York: Aldine.
Schanberg, S. (1995). The genetic basis for touch effects. In T. Field (Ed.), Touch and Early Experience (pp. 67-80). Mahwah, NJ: Erlbaum
શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.
દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ પણ સમાજને ફંફોસો, કોઈને કોઈ પ્રકારનો ધર્મ લોકો પાળતા હશે. ભલે એમાં વિવિધતા હોય, માન્યતાઓ અને નીતિનિયમો જુદા જુદા હોય પણ ધર્મ અને ધાર્મિકતા બધે જોવા મળશે. માટે એવું વિચારાય છે કે માનવ ધાર્મિક બનવા ઇવોલ્વ થયો છે. શું તે સાચું છે? ચાલો ઇવોલ્યુશનરી સાયકોલોજી શું કહે છે જોઈએ.
વિકાસના ક્રમમાં માનવને જિન્સમાં મળેલું છે એક માનવ વંશનું ઝરણું વહેતું રાખવું, બીજું જીવતા રહેવા કોઈ પણ ઉપાય શક્ય કરતા રહેવું, કોઈ પણ હિસાબે સર્વાઈવ થવું. સર્વાઈવ થવાનો એક લાંબો પ્રોસિજર છે માનવ વંશનું ઝરણું વહેતું રાખવું. માનવ પોતાના જિન્સ બીજી પેઢી એટલે પોતાના સંતાનોમાં ટ્રાન્સ્ફર કરી, એક રીતે પોતે જીવતો રહે છે. હાલનું શરીર ભલે કુદરતના નિયમ આધારિત નાશ પામે તે જીવતો છે એના ટ્રાન્સ્ફર કરેલા જિન્સને લઈને. ઉલટાની એમાં પેઢી દર પેઢી પ્રગતિ થાય છે, વિકાસ થાય છે માટે વિકાસ પામતો જતો જીવંત છે. હજારો વર્ષ પછી પણ હું જીવતો જ હોઈશ અને તે પણ વધુ વિકાસ પામેલો.
આના માટે માનવ નર હંમેશા આતુર હોય છે એનું બીજ સ્ત્રીમાં રોપી દેવા. કોઈ પણ સારી સ્ત્રી જોઈ, એની સુગન્ધ ભાવી ગઈ કે તે ઉતાવળો થવાનો એનું બીજ પ્રત્યારોપણ કરી દેવા. એના માટે સ્ત્રીની હા છે તેવી ધારણા બાંધી સાંનિધ્ય કેળવવા દોડી જવાનો. હવે દર વખતે સ્ત્રીની હા ના હોય. સ્ત્રી ખાલી સામાન્ય મિત્રાચારી પણ ઇચ્છતી હોય. આગળ વધવા તૈયાર ના હોય. એમાં ભાઈની ઑફરના જવાબમાં લાફો પણ મળે, ચપ્પલ પણ મળી જાય. હવે ભૂલ તો થઈ ગઈ. કોઈ વાંધો નહિ, ફરી બીજે ટ્રાય ચાલુ. ફરી લાફો મળે પણ વારંવાર ટ્રાય ચાલુ જ રહેવાના. વારંવાર ભૂલ થાય પણ ટ્રાય ચાલુ કેમ રહેતા હોય છે? હવે ચાલો ભાઈ સમજી ગયા કે કોઈ સ્વીકારતું નથી, અને કોઈ સ્ત્રી સંપર્કમાં આવી છતાં ભાઈ તરફથી અગાઉની કરેલી ભૂલોના લીધે, મળેલા ઇન્કારને લીધે પ્રયત્ન થયો નહિ. તે જ સમયે આ સ્ત્રી ખરેખર તૈયાર હતી રીપ્રોડક્શન માટે. હવે ચાન્સ ગુમાવ્યો. કિંમત ચૂકવવી પડી બહુ મોટી કે ચાન્સ ગુમાવ્યો. આ થઇ ફોલ્સ નેગેટીવ એરર. કુદરત કોઈ ચાન્સ લેવા માંગતી નથી. ભૂલોના લીધે બહુ મોટી કિંમત ચૂકવવી પડે તે માન્ય નથી. એટલે એક પણ ચાન્સ ગુમાવવો ના હોય તો વારંવાર ભૂલ થાય છતાં પ્રયત્ન કરતા રહેવો તે માટે માનવ ઇવોલ્વ થયેલો છે. એટલે વારંવાર ઇનકાર મળશે પણ કોઈ વાર તો હકાર મળશે આવું વિચારવું, આ થઇ ફોલ્સ પોજીટીવ એરર. ચાન્સ ગુમાવવો પાલવે નહિ માટે માનવ ભૂલો વારંવાર કરશે પણ એની મોટી કિંમત ચૂકવવી ના પડે તે પહેલું જોવાનું માનવ શીખ્યો છે ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં. આને એરર મૅનેજમેન્ટ કહેવાય. એરર ભલે થાય કોસ્ટ ચૂકવવી ના પાલવે. માટે માનવ વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો છે, Overinfer.
હવે બીજો દાખલો વિચારીએ. આપણો કોઈ પૂર્વજ આફ્રિકાના ગાઢ જંગલમાં ફરી રહ્યો છે. એવામાં કોઈ વિચિત્ર અવાજો આવે છે અને એક મોટું ફળ વૃક્ષ ઉપરથી એના માથે પડે છે. બે ધારણાઓ છે. એક તો પવનના સુસવાટાનો અવાજ છે અને ગુરુત્વાકર્ષણને લીધે ફળ વૃક્ષ પરથી નીચે એના માથા ઉપર પડ્યું છે. બીજી ધારણા છે કોઈ હુમલાખોર એનો શિકાર કરવા ચેતવણી રૂપ અવાજો કરી રહ્યો છે અને કોઈ બીજો કોઈ હુમલાખોર વૃક્ષ પર છુપાયો છે અને તે કશું મારી નાખવા ફેંકી રહ્યો છે. હવે ખરેખર પવનનો સુસવાટાનો અવાજ નથી અને સાચે જ કોઈ હુમલાખોરો મારી નાખવા તૈયાર છે અને એણે ધાર્યું કે આતો પવનનો અવાજ છે તો એ માર્યો જવાનો. જીવ જવાનો. આ થઈ ફોલ્સ નેગેટિવ એરર. આવું તો પાલવે નહિ. માટે જ્યારે જ્યારે આવી અણધારી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે તે પહેલો વિચાર હુમલાખોર જીવ લેવા આવ્યો છે તેવું જ વિચારશે. હવે હુમલાખોર નહિ હોય તો કોઈ નુકશાન નથી. ભલે ધારણા બાંધી લીધી ભૂલ કરી. પણ ખરેખર હુમલાખોર હોય તો બાંધેલી ધારણા કામ લાગી જાય અને સામો હુમલો કરી કે ભાગી જઈને બચી જવાય. માટે ધારણા બાંધી લેવામાં ભૂલ વારંવાર થાય તો ચાલે પણ જીવ ગુમાવવો ના પાલવે. આ થઈ ફોલ્સ પોજીટીવ એરર. એટલે પાછળ કોઈ કાવતરું છે, કોઈ નુકશાન પહોચાડવા પ્રયત્નશીલ છે તેવું માની લેવા માનવ અવિશ્વાસુ બનવા પેરનાઈડ(Paranoid)બનવા વિકસ્યો છે.
પ્રથમ માનવ Overinfer બનવા વિકસ્યો, વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો. શેના વિષે? જે વસ્તુ ના હોય, જે સંજોગ કદી ઉભા થવાના ના હોય, જેનું અસ્તિત્વ જ ના હોય તેના વિષે વધુ પડતી ધારણાઓ બાંધી એમાં પ્રાણ ફૂંકવા માટે ઉત્સાહિત બનવાનું શીખ્યો છે, એવી રીતે એનું બ્રેઈન વિકસ્યું છે. એટલે પવનના સુસવાટા પણ એણે કોઈ જીવંત વ્યક્તિ લાગવાના. વીજળીના ચમકારા પણ જીવંત. બધામાં જીવ પૂરવાનું શીખ્યો. જે વસ્તુ સમજમાં આવે નહિ તેમાં પણ જીવંત દેખાવા લાગ્યું. સતત મનન અને પૂર્વગ્રહ યુક્ત ચિંતન એને સુપર નેચરલ વસ્તુઓમાં માનતો કરી દીધો. એમાંથી ભગવાન પેદા થયો. પહેલા ભગવાન વાવાઝોડા, ભૂકંપ અને ડીઝાસ્ટર મોકલનાર લાગતો હશે. પછી એને ખુશ કરવા પ્રયત્નો કરવા લાગ્યો. યજ્ઞો કરવા, ભાગ આપવો. એમાંથી ધર્મ પેદા થવા લાગ્યો. વીજળીના ચમકારે આકાશવાણી કરી ભગવાન સંવાદ કરવા લાગ્યો. એટલે ધર્મ એ બાય પ્રોડક્ટ છે. એટલે માનવ ધાર્મિક બનવા સર્જાયો નથી, પણ આતંકિત બનવા સર્જાયો છે, પેરનાઈડ બનવા સર્જાયો છે. માનવ ધાર્મિક છે કારણ આતંકિત છે, પેરનાઈડ છે.ધોળકિયા સાહેબ સાચું કહે છે કે“માણસ ધાર્મિક બનવા સર્જાયો છે એવું નથી. એ માત્ર મગજની પ્રવૃત્તિ છે. ધર્મ અને ભગવાન માણસની શોધ છે.”
માનવ ધાર્મિક છે કેમકે માનવ ભયભીત છે. આ ભયનો ઉપયોગ કરી સાધુબાવા, ગુરુઓ માનવને વધારે ભયભીત કરે છે, પછી એમાંથી બચવાના ઉપાય તરીકે એમના રોટલા પાણી કાઢ્યા કરતા હોય છે.
ભક્તોની ભરમાર.
ભક્તોની ભરમાર.
મિત્રો અગાઉના લેખમાં મેં એક વાક્ય સારરૂપ લખેલું લાલ અક્ષરે કે પુરુષનો સ્વભાવ વસ્તુલક્ષી અને સ્ત્રીનો સ્વભાવ માનવીય વધુ સમજવો.હવે આગળ વાંચો.
ભારતમાં આટલાં બધા ભક્તો કેમ પાક્યા?આટલાં બધા સંતો,મહંતો,સંપ્રદાયો,ભક્તો બીજા કોઈ દેશમાં નહિ હોય.અહી કેમ?છતાં કોઈ પ્રગતિ,કોઈ સુધારણા કેમ થતી નથી?કોઈ નૈતિકતા કેમ અમલમાં મુકાતી નથી.સરેરાશ ભારતીય પુરુષ ફીમેલ બ્રેઈનથી વધુ વિચારતો હોય છે.કોઈતર્ક,ગણિત કે લોજિક એમાં દેખાતું નથી.બધી વાતો હવામાં અદ્ધર,જમીન પર પગ હોતા નથી.દરેક વાતમાં ફક્ત અને ફક્ત ભગવાન જ દેખાય છે.જે કશું ભારત માટે વિશેષ કરવાનો નથી કે કરતો નથી,કારણ ભગવાન માટે આખી દુનિયાના દરેક માણસો,પ્રાણીઓ,દેશ અને જાતી સમાન છે.ભારત માટે વિશેષ પ્રેમ હોય કે પક્ષપાત હોય તેવું કદાપિ ના હોય,જો ભગવાન હોય તો.અને જો પક્ષપાત રાખે તો એ ભગવાન ના કહેવાય.
એક તત્વજ્ઞાનનાં અધ્યાપક શું કહે છે,તે જુઓ.એમના કહેવા પ્રમાણે ભારતને આઝાદી ભગવાને અપાવી.ભલે ગાંધીજી અને બીજા ફ્રીડમ ફાઇટર લડ્યા કે મહેનત કરી,પણ ખરેખર ભારતને આઝાદી ભગવાને અપાવી છે.તો ગાંધીજીએ મહેનત નકામી કરી,અને ગોળીઓ ખાધી.ચાલો એમનો તર્ક માણીએ.એમનું કહેવું છે કે ભારત આઝાદ થયું ત્યારે બ્રિટનનો વડાપ્રધાન એટલી હતો,જે મજૂર પક્ષનો હતો.એના પહેલા બીજા વિશ્વયુદ્ધ વખતે ચર્ચિલ વડાપ્રધાન હતો જે ભારતને આઝાદી આપવાનાં સમર્થનમાં ના હતો.બીજા વિશ્વયુદ્ધમાં જીતવા છતાં પછીની ચૂંટણી ચર્ચિલ હારી ગયો.હવે મજૂર પક્ષના વડાપ્રધાન એટલી આવ્યા અને ભારતને આઝાદી આપી દીધી.ત્યાર પછી વર્ષો લગી મજૂર પક્ષ સત્તા પર આવ્યો નહિ.એટલે ભગવાને આયોજન કર્યું,ચર્ચિલ હાર્યો,એટલી આવ્યા.આઝાદી અપાઈ ગયા પછી વર્ષો લગી મજૂર પક્ષ સત્તા પર આવ્યો નહિ.આ બધું આયોજન ભગવાને કર્યું અને ગાંધીજીએ નફામાં ગોળીઓ ખાધી.ના કોઈ લોજિક ના કોઈ ગણિત.જુઓ ભારતના એક તત્વજ્ઞાનનાં અધ્યાપકની શોચ.તો પછી ભારતને ૮૦૦ કે ૯૦૦ વર્ષની ગુલામી કોણે આપી? ત્યારે ભગવાન ક્યાં હતા?ભગવાને આવા નાટક શું કામ કરવા પડે કે પહેલા ગુલામી આપો,પછી ચર્ચીલને હરાવો પછી આઝાદી અપાવો.
શ્રી કૃષ્ણનાં માથે મોરપંખ કેમ?બીજું કશું કેમ નહિ?ચાલો એક ભારતીય વિધાર્થીની શોચ જોઈએ.એણે ઘણા મહિના વિચાર કર્યા,મગજનું દહીં કર્યું પછી એને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું કે મોર શારીરિક સંસર્ગ ઢેલ સાથે કરતો નથી,મોરના આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે,માટે રીયલ બ્રહ્મચારી છે.કૃષ્ણ પણ બાલબ્રહ્મચારી ગણાય છે માટે મોરપંખ માથે લગાવે છે.ના કોઈ તર્ક ના કોઈ જ્ઞાન ના કોઈ વિજ્ઞાન.એવરેજ ભારતીય ધાર્મિક વધારે હોય છે.રોજ પૂજા પાઠમાં સમય વ્યતીત વધારે કરતો હોય છે.પૂજા પહેલી કામ પછી.ઇવન ડૉક્ટર,સાયન્સ ગ્રૅજ્યુએટ,તર્ક શાસ્ત્રનો નિષ્ણાત,એન્જીનીયર કોઈ પણ હોય ધાર્મિક પૂજાપાઠમાં સમય વ્યતીત કરતો હોય અને અતાર્કિક વાતોમાં બીલીવ કરતો હોય છે.ભણતર ખાલી ટેક્નિકલ માહિતી બની જતું હોય છે.
અતાર્કિક વાતોમાં લાગણીનું તત્વ વધુ હોય છે.અતાર્કિક વાતો ફીમેલ બ્રેઈન વધુ કરી શકે,મેલ બ્રેઈન નહિ.ભારતીય સમાજ ઉપર ભક્તોની ખૂબ મોટી અસર છે.ભક્તો એટલાં બધા થઈ ગયા છે કે યાદ પણ ના રહે.નારદે ભક્તિ સૂત્રો લખ્યા છે.મીરાં,દયા,સહજોબાઈ,કબીર,ચૈતન્ય,વલ્લભાચાર્ય,સુરદાસ,અષ્ટસખા,એકનાથ,તુકારામ,નરસિંહ,જીવણ,ગંગાસતી ભરમાર એટલી બધી છે કે યાદ કરવું મુશ્કેલ.ભારતનો કોઈ ભાગ,પ્રાંત,જિલ્લો કે તાલુકો બાકી નહિ હોય જ્યાં કોઈ મહાન ભક્ત પેદા થયો ના હોય.આશરે ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે,બધા ભક્તિ સંપ્રદાયો છે.કોઈ યોગ માર્ગના કે અદ્વૈત માર્ગના હોય તેવું બહુ ઓછું હશે.યોગ,રાજયોગ એ મેલ બ્રેઈનનું ઉત્પાદન છે.ભક્તિ ફીમેલ બ્રેઈનનું ઉત્પાદન છે.યોગમાં એક પધ્ધતિ છે,નિયમસર છે.પુરુષ જયારે ભક્ત બને ત્યારે વધારે પડતી કલ્પનાઓ કરતો હોય છે.કોઈને વિઠોબા દેખાય છે,કોઈ બાળકૃષ્ણ સાથે રમે છે.કોઈ મહાકાળી સાથે વાતો કરે છે.કોઈનું ધરાવેલું દૂધ કૃષ્ણ આવીને પી જાય છે.કોઈને રાસલીલાના પ્રત્યક્ષ દર્શન થાય છે.૫૦૦૦ વર્ષ પહેલા થયેલો એક ઐતિહાસિક પુરુષ આજે નવરો હશે?મેં જાતે એક ભાગવત કથાકારને રડતા જોયા છે વ્યાસપીઠ ઉપર.હવે ૫૦૦૦ વર્ષ પહેલા થયેલા બાળક વિષે કોઈ આધારભૂત માહિતી હોય કે ના હોય પણ એને યાદ કરીને આજે રડવું તે ફીમેલ બ્રેઈન જ કરી શકે.જે વસ્તુ હાજર ના હોય છતાં એને જોવી એક્ષ્ટ્રીમ ફીમેલ બ્રેઈન નું કામ છે.જેને પેરનાઈડ સ્કીજોફ્રેનીયા કહેવાય.બસ આ ભક્તોની ભરમારે આખા દેશને સ્કીજોફ્રેનીક મનોદશાના પ્રવાહમાં તરતો કરી દીધો.બધાને જ્યાં અને ત્યાં ફક્ત ભગવાન જ દેખાય છે.ભારતને આઝાદી ભગવાને અપાવી ને ગુલામી કોણે અપાવી?આઝાદી અપાવવી હતી માટે ગુલામી અપાવી? આટલાં બધા સોશિયલ રીફોર્મર પેદા થયા પણ કોઈ વ્યવસ્થિત સોસાયટી ઊભી થઈ નહિ.કોઈ શિસ્તબદ્ધ સમાજ પેદા થયો નહિ.મેલ બ્રેઈન ટાઈમ કોન્શિયસ હોય છે.શિસ્ત,આયોજન,એક ચોક્કસ પધ્ધતિ,તર્ક અને ગણિત એ મેલ બ્રેઈનનો સ્વભાવ છે.સ્ત્રીઓ ટાઈમ કોન્શિયસ હોતી નથી તે સહુ જાણે છે.ભારતમાં કોઈ કામ નિયમસર અને ચોક્કસ સમય મર્યાદામાં થતું નથી.એવરેજ ભારતીયોની વાત છે બધાની નહિ.ભારતમાં મેલ બ્રેઈન અને ફીમેલ બ્રેઈનનું બેલેન્સ જળવાયું નહિ.અને મેઈલ બ્રેઈન ધરાવતા આક્રમણકારીઓ જીતી ગયા.વધારામાં આક્રમણકારીઓના ભારે દબાણ હેઠળ જીવતી પ્રજા લડવાને બદલે,સામનો કરવાને બદલે વધારે ને વધારે ભગવાન તરફ ઢળતી ચાલી.વધારે ને વધારે કમજોર બનતી ચાલી.દુષ્ચક્રનો કોઈ અંત જ નહિ.મુસ્લિમ આક્રાન્તાઓ આવ્યા પછી ભક્તિ મુવમેન્ટ ખૂબ જોર પકડવા લાગી.લોકો નિસહાય બની ભગવાનને પોકારવા લાગ્યા.પ્રજા એક ભ્રાંત દિલાસામાં રાચવા લાગી.ભગવાન આવશે,સબ ઠીક હો જાયેગા.મોટાભાગના ભક્તો આ સમયગાળામાં થયા છે.
કોઈ પણ વિષય કે બાબત હોય લાગણી,ભાવનાઓનું પાગલપન હોવું તે ભારતની ઓળખ બની ગઈ છે.ક્રિકેટ હોય કે રામ મંદિર,બાબરી મસ્જિદ હોય કે ગણેશોત્સવ,ઉત્તરાયણ હોય કે દશામાં,હોળી હોય કે સાંઈબાબા.પાગલપન સિવાય કશું દેખાતું નથી.ક્રિકેટ સારું છે પણ એનું પાગલપન ખોટું.તહેવારો સારા છે પણ એનું પાગલપન ખોટું.સાંઈબાબા,ગણપતિ,હનુમાનજી બધા સારા પણ એમનું પાગલપન ખોટું.ઉત્તરાયણ પહેલા એક દિવસની મેં જોઈ છે,હવે બે દિવસની થઈ ગઈ છે.ક્રિકેટ મેચના દિવસે કચેરીઓમાં સ્વૈચ્છિક હડતાલ જેવું હોય છે.૯૯% ભારતીયો ભાવનાઓના પ્રવાહમાં તણાઈ જતા હોય છે.અરે એક નારો એક સિમ્બોલ એક ચિત્ર ભારતને લાગણીના પ્રવાહમાં તાણી જઈ શકે છે.’ગરીબી હટાવો’ એક નારો અને કોંગ્રેસ જીતી જાય છે,એની પાછળ કોઈ તર્ક છે કે નહિ ?કોઈ નહિ વિચારે કે ભાઈ ગરીબી રાતોરાત ના હટે.ગાય વાછરડું ચિન્હ રાખો અને ચુંટણી જીતી જાઓ.આપણે શિસ્તબદ્ધ પ્રજા નથી તેવું કહેવું જરાય ખોટું નથી.માટેજ એક નાનકડા દેશની શિસ્તબદ્ધ પ્રજા આપણા ઉપર ૨૦૦ વર્ષ રાજ કરી ગઈ.એક આક્રમક સ્વભાવનું નાનકડું જૂથ ૭૦૦ વર્ષ રાજ કરી ગયું.પાગલપન ના તર્કનું હોવું જોઈએ,ના લાગણીઓના પાગલ પ્રવાહમાં ડુબકા ખાવા જોઈએ.
શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે?ઇવોલ્યુશનરી મનોવિજ્ઞાન શું કહે છે?આવતા અંકમાં જોઈશું.

![gaurangi_pic[1]](https://raolji.com/wp-content/uploads/2011/04/gaurangi_pic1.jpg?w=474)





