ભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૧

 imagesCANE1PHGભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૧

ખાવાની ઇચ્છા ઘણીવાર કાબૂ બહાર જતી રહેતી હોય છે. વજન વધી ગયું હોય, કોલેસ્ટેરોલ વધી ગયું હોય, શુગર વધી જતી હોય છતાં ખાવાની ઇચ્છા કાબૂમાં રહેતી નથી. એનાં ઘણાં કારણો હોઈ શકે. સ્ત્રીઓને ગળ્યું ખાવાની ઇચ્છા પુરુષો કરતાં ઍવરિજ વધુ થતી હોય છે. સ્ત્રીઓમાં મેન્સ્ટ્રુઅલ સાઇકલ વખતે હોર્મોનલ બૅલન્સ ખોરવાઈ જતું હોય છે. એની અસર ઍપિટાઇટ અને ઇટિંગ બિહેવ્યર ઉપર પડતી હોય છે. ઑવ્યુલેશન અને પિરિઅડ પ્રથમ દિવસ વચ્ચે સ્ત્રીઓને વધારે એનર્જી ની જરૂર પડતી હોય છે. તેવા સમયે ગળ્યું ખાવાની તીવ્ર ઇચ્છા થતી હોય છે એનું કારણ એ કે શર્કરા સીધી લોહીમાં ભળીને એનર્જી આપતી હોય છે. આવા સમયે ઘણી સ્ત્રીઓને કઠોળ ખાવાની ઇચ્છા પણ જાગતી હોય છે. કારણ છે તે સમયે લીન પ્રોટીન પણ વધુ જોઈએ. ટૂંકમાં આ બધું સભાનપણે થાય નહીં અને શરીરને ચોક્કસ શું જોઇએ છે તે સમજ પડે નહીં પણ વધુ ખાવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે.

એક બીજુ કારણ એ પણ છે કે ઑવ્યુલેશન પછી “feel good” hormone (serotonin) લેવલ ઓછું થઈ જતું હોય છે જે સ્ત્રીઓમાં ડિપ્રેશન લાવતું હોય છે. તેવા સમયે કાર્બોહાઇડ્રેટ ખાવા મતલબ ગળ્યું ખાવું સિરોટોનિન લેવલ વધારતું હોય છે. પહેલા સ્ત્રીઓ લાપસી, શીરો, સુખડી ખાવામાં રસ વધુ ધરાવતી તો આજની આધુનિક  યુવતીઓ ચોકલેટ આઇસક્રીમ ખાવામાં વધુ રસ ધરાવતી હોય છે. આમ વધુ ખાવાની ઇચ્છા તે ડિપ્રેશન દૂર કરવાની દવા છે જે શરીર જાતે જ કરતું હોય છે. મતલબ સિરોટોનિન લેવલ વધારવા અને એક્સ્ટ્રા એનર્જી મેળવવા ખાવાની ઇચ્છા વધી જતી હોય છે અને ખાસ તો ગળ્યું ખાવાની. છે ને ઇન્ટરેસ્ટિંગ?

હૉર્મોનની વાત કરીએ છે તો સ્ટ્રેસ હૉર્મોન cortisol ને ભૂલાય નહીં. જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવીએ ત્યારે cortisol પેદા થતું હોય છે. કોઈ જોખમ ઊભું થવાની સંભાવના ઊભી થાય ત્યારે બ્રેન Cortisol and adrenaline સ્ત્રાવ કરતું હોય છે જે લોહીમાં ભળીને આવનારા જોખમ સામે લડવા તૈયાર કરી દે. આપણા હાથ અને પગ તરફ લોહી ધસી જતું હોય છે જેથી આપણે લડી શકીએ અથવા ભાગી શકીએ. દા.ત. રાતનો સમય હોય ને કોઈ ભયાનક ચહેરાવાળો માનવી આગળ આવી જાય તો આપણે જોખમ અનુભવીએ ત્યારે  Cortisol and adrenaline તમને લડવાની કે ભાગવાની ઍકસ્ટ્રા શક્તિ આપે.

પણ અહીં એક પ્રૉબ્લેમ છે, ભયાનક ચહેરો ધરાવતો માનવી આગળ આવી જાય અને તમે મહત્વની મિટિંગ છે અને ઑફિસ જવામાં લેટ પડ્યા હોવ તે બે વચ્ચેનો તફાવત શરીર સમજતું નથી. A stressor is a stressor. ઑફિસ જવામાં લેટ પડો ત્યારે પણ સ્ટ્રેસ પેદા થવાનો અને Cortisol and adrenaline સ્ત્રાવ બ્રેન કરવાનું જ છે. અહિ તો તમે લડી પણ ના શકો અને ભાગી પણ ના શકો. આ હૉર્મોન્સ અનહૅપી કેમિકલ તરીકે ભલે ઓળખીએ પણ છે તો કામના. પ્રૉબ્લેમ એ થાય કે આના કારણે ભાગવા અથવા લડવા વધારાની તાકાત જોઈએ તે માટે શરીરને લાગે એક્સ્ટ્રા કેલરીની જરૂર છે તો પછી શું કરવાનું, ખાઓ વધારે. આજે અકુદરતી લાઈફસ્ટાઈલ જીવતો માનવી સતત સ્ટ્રેસમાં જ રહેતો હોય છે. ખોરાકની તીવ્ર ભૂખ અને ઇમોશનલ ઇટિંગ્ એ મોટી સમસ્યા છે.

તો શું કરીશું? એક તો નક્કી કરીએ કે સ્ટ્રેસ ભોગવવો નથી. નથી ભોગવવો તો શોચો ઑફિસે લેટ પડાશે તો કોઈ મારી નાખવાનું છે? ના તો પછી એના માટે શક્ય વધુમાં વધુ શુ કરી શકાય? ઑફિસમાં એક ફોન કરી લેવાય કે આજે જરા મોડું થયું છે. આ તો દાખલો આપું છું રોજ ઑફિસે મોડા જતા નહીં. બૉસ કાઢી મૂકશે. બૉસને ફોન કરી બે ઊંડા શ્વાસ લો. બીજો દાખલો આપું કોઈ પાર્ટી કે લગ્નમાં જવાનું હોય કે ફિલમ જોવા જવાનું હોય ત્યારે આપણે તૈયાર થઈને બહાર ઊભા રાહ જોતા હોઈએ પણ શ્રીમતી અંદર શું કરતાં હોય સમજ પડે નહી. ત્યારે સ્ટ્રેસ ઊભો થઈ જતો હોય છે. પાર્ટી પતી જાય પછી પહોચવાનું છે? કન્યાવિદાય થઈ જશે પછી પહોંચવાના, ફિલમ અડધી પતી જવાની એમ બુમો પાડતા હોઈએ છીએ. મને પોતાને આવો સ્ટ્રેસ થતો હોય છે. હાહાહાહાહાહા . આનો કોઈ ઉપાય નથી. જે વસ્તુ આપણાં હાથમાં ના હોય તેની ફિકર છોડી દેવી સારી..

2 thoughts on “ભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૧”

  1. બુધ્ધિ માટે આધુનિક વિજ્ઞાન પ્રમાણે સીરોટીનીન ગણે તો તે વધુ મૉટા આંતરડામા અને વેદ પ્રમાણે મુલાધાર ચક્રમા જે બુધ્ધિદાતા ગણેશનું સ્થન ! જે સંશોધનનો વિષય રહ્યો છે.

    Like

  2.                           શું એ સમય હતો. શું એ માતૃત્વ નો સમય હતો એક બાજુ દેવકી બીજી બાજુ માં યશોદા હતા  તું તારા લાલ ને ના ઓળખી શકી માં  નહિ તો એજ સૃષ્ટિ ના પાલનહાર હતા 

    શું એ મિલન નો સમય હતો  એક બાજુ રુકમણી અને બીજી બાજુ રાધારાણી હતા  રાધા તું લગ્ન ના કરી શ્યામ સાથે  નહિ તો એ જ સાત જન્મ ના જોડનાર હતા 

    શું એ મિત્રો નો સમય હતો   એક બાજુ દરિદ્ર સુદામા સામે દ્વારકા નાથ હતા  એક મહેલ ના માંગી શક્યા તમે સુદામા નહિ તો તમારો જ મિત્ર ત્રણે લોક ના નાથ હતા 

    શું એ માં દીકરા નો સમય હતો એક બાજુ કુંતી સામે પુત્ર કર્ણ હતો  તમે બન્ને ને મળાવી ના શક્યા કૃષ્ણ  તમે જનતા હતા યુદ્ધ નો કરુણ અંજામ હતો 

    શું એ કુરુક્ષેત્ર નો સમય હતો એક બાજુ પાંડવો સામે પિતામહ ભીષ્મ હતા  તું એક વરદાન ના માંગી શક્યો અર્જુન  નહિ તો તારાજ સારથી શ્રી કૃષ્ણ ભગવાન હતા.        by; vijay parmar.

    ________________________________

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s