અભિમન્યુ બાળક.

બાળક ગર્ભમાં માતાના હૃદયના ધબકારા નિયમિત સાંભળતું હોય છે. એટલે જન્મ્યા પછી બાળક રડતું હોય તો એને માતા હૃદયથી લગાવે એટલે પેલાં ધબકારાનું લયબદ્ધ સંગીત એના સ્મૃતિપટલ ઉપર ઊપસી આવે છે અને શાંત થઈ જાય છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે તાજાં જન્મેલા બાળકોમાં ધ્વનિ અને દ્ગશ્ય વિષે સાથે એની પ્રતિક્રિયા વિષે જાણકારી ઓછી હોય છે. પણ ૧૯૮૦મા શરુ થયેલા નવા અભ્યાસ અગાઉની માન્યતાને પડકારે છે. પાંચ મહિનાનું બાળક પડદા પાછળ રહેલી વસ્તુને ઓળખી શકે છે.

મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન કે ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને ઘણા બધા ગુજરાતી સાહિત્ય સાથે આ લેખ પણ વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

15 thoughts on “અભિમન્યુ બાળક.”

  1. હવે – તમે જબ્બરદસ્ત લખો છો એ સમાચાર નથી રહ્યા. જ્યારે નબળું લખશો ત્યારે એ ન્યૂઝ બની જશે!
    આંકડા તો બિલાડી પણ જાણતી હોય છે. અમારા ઘરમાં એક બિલાડી આવી. બધું જોઈ ગઈ અને પાછી ગઈ. એક બચ્ચાને લઈ આવી. આમ ત્રણ વાર ગઈ અને ત્રણ બચ્ચાંને લઈ આવી તે પછી જ નિરાંતે બેઠી! ગણતાં આવડતું હશે ત્યારે ને!
    બાળક બે ભાષા સહેલાઇથી શીખી શકે એ તો મારા ઘરનો અનુભવ છે.

    Like

  2. ભુપેન્દ્રસિન્હ્જી, આપના લખાણ અને જ્ઞાનનુ ક્ષ્રેત્ર એટલુ વિકસિત છેકે આપ જે વિષયને સ્પર્શો તે વાચકને અસરકર્તા નિવડે જ નિવડે. આપની રજૂઆતની ક્ષમતા જ એવી છે.વિજ્ઞાન તરફથી મનોવિજ્ઞાન તરફની આપની સમજાવવાની રીત અદભુત છે અને તેમાય સત્યતો જળવાઇજ રહેછે જે વધુ અસરકારક હોયછે
    બાળક અનુકરણથી શીખેછે એ સાયકોલોજીકલ—-લર્નિંગ મેથડ ના પગથિયામા આવેછે અને એનેસ્પર્શથેરાપીની ખાસ અનિવાર્યતા હોય એકેટલુ સ્વાભાવિક રીતે આપે આલેખમા સમજાવ્યુ છે.
    બાળકની ભાષા શિખાવાની પધ્ધતિ વિષે પણ દ્રષ્ટાંત સાથે સરસ સમજાવ્યુ છે.
    ખરેખર આપના જ્ઞાનને દાદ દેવી ઘટે.

    Like

  3. ……….. કાલીઘેલી તમામ વાતો કરો એનું શબ્દ ભંડોળ આમ જ વધશે. વિષય કોઈ પણ હોય તેનો સવાલ નથી, સવાલ છે ભાષાનો

    Like

  4. રાઓલ બાપુ ઘણા સમય પછી આ વોલ પર એક scienetific આર્ટીકલ ના દર્શન થયા !! આપે જે અંકગણિત ની વાત કરી એના પર રીસર્ચ કરનાર Karen Wynn ના મજુબ નવ મહિના માં બાળક આ શીખી જાય છે ઠીક છે. થોડું ઘણું આશ્ચર્ય થતું હોઈ તો હજી માણો એ આર્ટીકલ ૨૦૦૨ માં હતો ને એના થી પણ ઘણા સમય પેલા ૧૯૯૮ માં એવું સાબિત થયું કે ૩-૪ મહિના ના બાળક માં એટલી સમજણ શક્તિ હોઈ છે કે સખ્ત પદાર્થ માં થી બીજું કઈ પસાર ના થાઈ, આડી ઢાળ પર કોઈ વાસ્તુ મુકો તો એ ચડે નહિ પણ પડે!!! બોલો હેરત પામે એવું આ વાત છે ને!!

    એક બાબત એ થોડું અહિયા અલગ પડાય છે ને બની સકે કે હું ખોટો હોઈ શકું!! હમણા થી એવું માનવા માં આવે છે કે અંતરજ્ઞાતિ કે પછી Interstate ને ઇવન Interracial માં લગ્ન થયા હોઈ એવા કપલ ના બાળકો ઘણા જ્ઞાની હોઈ!! ને બીજા બધા કરતા ભણવા માં, તેજસ્વીતા માં , extra circular activity માં વધારે પડતા આગળ હોઈ!!! હું કઈ એવા લગ્ન નો વિરોધી નહિ પણ એ માન્યતા ના વિરોધી છુ કે એવું કેમ બને!! કોઈ પણ વૈજ્ઞાનિક કારણ કે પરિબળ ખરું કે જે આ સાબિત કરી આપે!!! Genetics ભણું છું ને એમાં ક્યે છે કે કોઈ પણ બાળક માં માતા ને પિતા ના ગુણ કોઈ પણ combination માં હોઈ પણ એ વાત ની કોઈ સાબિતી નથી કે માતા પિતા ના ૫૦-૫૦ ગુણ હોઈ ને એ unique હોઈ સકે!!આપનો શું અભિપ્રાય છે….

    Like

    1. મને તમારો તર્ક બરાબર લાગે છે. કારણ કે જ્ઞાતિને બાજુએ રાખો તો દરેક વ્યક્તિ પોતાનાં માતાપિતા પાસેથી જીન્સ મેળવે છે. એટલે એના ગુણો પણ એના પ્રમાણે વિકસે છે.

      આમ છતાં અહીં એ વાત ધ્યાનમાં લેવા જેવી ખરી કે જ્ઞાતિ એ ભારતની ખાસિયત છે અને જ્ઞાતિનો જેનેટિક આધાર નથી. Race અને Caste એક વસ્તુ નથી. બીજું, માનવ્જાતિનો આદિ પુરુષ અથવા આદિ સ્ત્રી તો મૂળમાં આફ્રિકન છે!

      Like

    2. divyaji namskar, bapuno mat j hoy te bapu jane. pan hu marijatne na roki shakyo etale…. to ajugatu lage to mafi echchhu chhu. intercaste – interstate marriages athava to vadhu virodhio same lidhel nirnaythi dar ane asalamati anubhavata hoy chhe. jethi a loko potanamaj (balako,mitro) vadhare kalji, prem aapavani ane melavani jankhana rakhata hoy chhe. jethi te lokona balko vadhare smart hoy shake. ane agal upar aap mano chho tevu ane bapu janave chhe tevu.

      Like

  5. First of all, very good article, Now just sharing one recent observation.

    અમારા પડોશમાં એક સાઉથ ઇન્ડીયન ફેમીલી રહે છે. એ બાળકી જયારે સવા વરસની હતી, ત્યારથી અમારું ગુજરાતી, એક તમિલ ફેમિલીનું તમિલ/અંગ્રેજી અને એમના ઘરનું તેલુગુ દરેક ભાષાના સંવાદનો રિસ્પોન્સ ખુબ સરસ રીતે કરતી. એને તેલુગુમાં નાક માટેનો શબ્દપ્રયોગ ‘મુક્કુ’ એટલો બધો પસંદ હતો કે અંગ્રેજીમાં ‘નોઝ’ પૂછીએ તો બહુ ધ્યાન ના આપે પણ, મુક્કુ પૂછીએ તો નાકનું ટેરવું ઊંચું કરીને એક્શન સાથે નાક બતાવે. (એની મમ્મી કહે, અમે એને મુક્કુ શીખવ્યું નથી, ખબર નઈ કેવી રીતે એને જાતે ખબર છે અથવા ઘરમાં કોઈ બીજી વ્યકિતએ રમત રમતમાં નાકનું ટેરવું ચઢાવીને શીખવ્યું હશે.)

    લેપટોપ ચાલુ બંધ કરવાનું એને દોઢ/પોણા બે વરસની થતા સુધીમાં આવડી ગયેલું. (બે જુદી જાતના લેપટોપમાં એને જાતે પાવર ઓફ શબ્દપ્રયોગ સાંભળતાની સાથે બરાબર જગ્યાએ આંગળી ચીંધીને બતાવેલું. (એનું ઓબ્ઝર્વેશન જ, બીજું શું?), એક દિવસ, રમકડાનો નાનો સ્ટીલનો પ્યાલો મોઢે એ રીતે શ્વાસ રોકીને મુકીને બતાવ્યો જેથી ગ્લાસ ચોંટી જાય. અને આવી કરતબો કરીને ખીલ ખીલ ચહેરાથી વ્યક્ત કરે, અને પછી મેં એની સામે બે ત્રણ વાર કંઈક નવું કરે એટલે તાળીઓ પાડી ત્યારથી કંઈ પણ નવું કરે એટલે તાળીઓ પાડીને આપણું ધ્યાન દોરે. ટીવીમાં પ્રીટી ઝીંટા સ્ટેજ પર ચડી અને પછી ડાન્સ કર્યો તો એ પણ ખુરશી પર ચઢી અને પછી સ્ટેપ્સ કરવાની કોશીશ કરે, (પણ એ પહેલા આપણને તાળીઓ પડાવે , નહિ તો આપણને ખબર કેમ પડે કે બેનબા સ્ટેજ પર ચઢ્યા છે ડાન્સ કરવા?) બીજું, એને પોતાની તરફ જ ધ્યાન આપે એ જ ગમે, એટલી હદ સુધી કે જો ભૂલથી ડાયરેક્ટ એના મમ્મી કે પપ્પા જોડે વાત કરી તો આપણાં કપડા ખેંચે અને ચીસો પાડીને ધ્યાન દોરે કે એની સાથે વાત કરો.

    હમણાં જ એને બે વરસ થયા, અને આ બધી યાદો આજથી ૪, ૬ મહિના પહેલાની છે.

    Like

  6. ગયા વરસે એક પાંચ વરસના છોકરા સાથે આ જ રીતે પરિચય થયેલો. એ હિન્દી, ઈંગ્લીશ, તેલુગુ, તમિલ સરસ બોલી શકતો, પણ એક ગુજરાતી (અમે) અને મરાઠી ફેમીલી આસપાસમાં પરિચયમાં આવવાથી ઘણું ખરું ગુજરાતી અને મરાઠીમાં અમારી સાથે વાત કરતો થઇ ગયેલો.

    Like

  7. પહેલાં પણ આ લેખ વાંચેલો, ઘણો ગમેલો. આજે ફરીથી વાંચ્યો તો મને મારા પર ગર્વ થયો પણ સાથે સાથે સંજોગો વસાત સામાજિક અનુકુળ વાતાવરણ મારી બાળકીને મળે છે કે નંઇ? તે વિશે મનમાં ઘણાં સવાલો ઉભા છે.

    Like

Leave a comment