પિતૃત્વ.Hard Truths About Human Nature.

પિતૃત્વ.
મધર્સ ડે આવે એટલે માતા વિષે ઢગલાબંધ સાહિત્ય લખાઈ જાય છે.એટલું ફાધર્સ ડે આવે ત્યારે લખાતું નથી.એનાથી પિતૃત્વનું મહત્વ બાળ ઉછેરમાં ઓછું થઈ જવાનું નથી.મધર્સ ડે અને ફાધર્સ ડે વખતે લખાતાં કાર્ડ,ફોન કોલ્સ,ગિફ્ટ બધામાં ૩:૧ રેશિયો છે.છતાં માતાપિતા બંને બાળકોના ઉછેરમાં સરખું મહત્વનું સ્થાન ધરાવે છે.સિંગલ મધર વળી પુષ્કળ જહેમત લઈને બાળકોને ઉછેરતી હોય છે.પરંતુ પિતાની ગેરહાજરી બાળકોના ઉછેરમાં ઘણી બધી ખામીઓ છોડી જતી હોય છે.

 Randall Flanery, a pediatric psychologist at Saint LouisBehavioral Medicine Institute,કહે છે પિતાની હાજરીનો કોઈ વિકલ્પ નથી.બાળકોને લકઝરી સુખ સગવડ અને વૈભવ કરતા પિતાની કંપની વધારે પ્યારી અને મહત્વની હોય છે.સંતાનોને બે વસ્તુ ઓછી આપશો તો ચાલશે ,એના તે ભૂખ્યા નથી,પણ પિતાના સમયના ભૂખ્યા હોય છે.બાલ્યાવસ્થા અને પૂખ્તઅવસ્થા વચ્ચેનો ગાળો બાળકો માટે બહુ સંવેદનશીલ હોય છે.આ અવસ્થામાં આવેલા બાળકોને આપણે હવે ટીનેજર કહીએ છીએ.અહી છોકરા સાથે પિતાનું લાગણીભર્યું વર્તન એને નિરાશામાંથી બચાવે છે.આ અવસ્થા સમયે મોટાભાગે બાળકો કંટ્રોલ ગુમાવી બેસતા હોય છે દ્વિધામાં સપડાયેલા હોય છે.એમને શું કરવું સમજ હોતી નથી.નિરંકુશ બની જતા હોય છે.છોકરીઓ વળી પુખ્ત બનવા સમયે કે પ્રજનન સક્ષમ બનવા સમયે વળી બમણી ડીપ્રેશનમાં હોય છે.ત્યારે પિતાની હાજરી એને બચાવી લેતી હોય છે.અહી પિતાનું મહત્વ વળી ખૂબ વધી જતું હોય છે.પુરુષની પસંદગી વખતે તે પિતાને નજર સમક્ષ રાખતી હોય છે,પણ પિતા હાજર ના હોય તો તે ચૂકી જતી હોય છે.ભવિષ્યમાં એના પતિ સાથેના સંબંધો માટે પિતા સાથેના સંબંધો આયનો બની જતા હોય છે.ટીનેજર દીકરીઓને પિતાશ્રીઓએ ખૂબ પ્રેમભાવ અને સમય આપવો જોઈએ.જે છોકરી બાયોલોજીકલ પિતાની હાજરી વગરની હોય છે તે જલદી પુખ્ત બની જતી હોય છે.પીરિયડમાં યોગ્ય સમય કરતા વહેલી આવતી થઈ જતી હોય છે અને  પ્રૅગ્નન્ટ પણ વહેલી બની જતી હોય છે.જોકે ભારતમાં સામાજિક નિયંત્રણને લીધે પ્રૅગ્નન્ટ બનવું સંભવ ના બને.પણ સેક્સ તરફ જલદી વળી જતી હોય છે.માતા પિતા વચ્ચેના ઝગડા,અથડામણ,સંઘર્ષ, ડિવોર્સ અને અલગ અલગ રહેવું આ બધાને લીધે જે માનસિક તણાવ પેદા થાય છે તે ટીનેજર છોકરીઓને વહેલા પુખ્ત બનાવી દે છે.માતા ફરી લગ્ન કરે કે સમજુતીથી બીજા પુરુષ સાથે રહેતી હોય ત્યારે છોકરીનું બ્રેઈન અને શરીર જીનેટીકલી સંબંધ ના હોય,લોહીનો સંબંધ ના હોય તેવા અજાણ્યા પુરુષની હાજરીની ભાળ લેતું હોય છે.એનું આસપાસ રહેવું સેકસુઅલ સજ્જતા,શીઘ્રતા,તૈયારી,સાબદાઈમાં પરિણમતું હોય છે.ઘરમાં સ્ટેપ ફાધર કે લોહીના સંબંધ વગરના પુરુષનું સાહચર્ય જેટલું વધારે તેટલી એની ઇફેક્ટ વધુ.સાયકોલોજીસ્ટ Bruce Ellis નું જમીનતોડ સંશોધન આવું કહે છે.આ સંશોધન
એવું પણ જણાવે છે કે જેટલી બાયોલોજીકલ પિતાની હાજરી ઘરમાં વધારે અને દીકરી સાથે તેના સંબંધો વધારે તેમ છોકરીનો પુખ્ત બનવાનો સમય વધુ હોય છે.ટૂંકમાં વધારે પડતા વહેલા શારીરિક પુખ્ત થઈ જવું તે નુકશાન કારક બની શકે.કારણ માનસિક સ્તરે,લાગણીના સ્તરે છોકરી પુખ્ત બની હોય નહિ જે સલામત sexuality માટે જરૂરી છે.પિતાનું દીકરીના જીવનમાં આવું મહત્વનું યોગદાન હોય છે તે કલ્પનાતીત છે.પહેલા કદી કોઈએ આવું
વિચાર્યું નહિ હોય.

પિતાના પ્રેમ વગર અને પિતા વગર દીકરી half done  છે,એમાં હવે રીયલ બાયોલોજીકલ પિતા શબ્દ ઉમેરવો પડે.

Active involvement પિતાનું સંતાનો માટે જરૂરી છે.સંતાનો સાથે સંવાદિતા,એમના માટે કેટલા ઉપલબ્ધ છો તે અને એમની જરૂરિયાતો કેટલી પૂરી પાડો છો તે મહત્વનું છે.actively-involved પિતાના બાળકો ફીજીકલી,માનસિક અને સામાજિક સ્તરે સારા પુરવાર થતા હોય છે.જો માતા તમને પ્રેમ કરવાનું શીખવતી હોય તો પિતા તમને સફળતા પ્રાપ્ત
કરવાનું શીખવતા હોય છે.માતા મુશ્કેલી અને આફતો સમયે જાળવીને ચાલવાનું શીખવતી હોય છે ત્યારે એનો હિંમતથી સામનો કરવાનું પિતા શીખવતો હોય છે.

એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે.એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી.એક મત્સ્ય અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે.કોઈ કોઈ જાતિમાં નરપક્ષી એના બચ્ચાને ખવડાવે છે,પણ ઊડવાનું શીખ્યા પછી બચ્ચાને ભૂલી જાય છે.સ્તનધારી પ્રાણી એના નાના બચ્ચાને પ્રીડેટરથી બચાવે છે,પણ પોતાની જાતને પહેલો પ્રેફરન્સ આપે છે.સિંહ સિંહણે કરેલા શિકારને છીનવી લે છે,બચ્ચાનાં મુખમાંથી ખાવાનું છીનવી લે છે.વાનરો અને એપ્સ એમના બચ્ચા સાથે રમે છે,પણ કોઈ વાર એમને મારી નાખવાનો પ્રયત્ન પણ કરતા હોય છે.માનવ નર બાળકોના રસમાં રસ લે છે,એની સાથે રમે છે,પોતાના રસ એનામાં રેડે છે.આ એક બહુ મોટું વિશાળ ઈવોલ્યુશનરી સ્ટેપ છે.પિતા આપણને લાગણીઓ ઉપર કાબુ રાખવાનું શીખવે છે.

પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો છે.The act of fathering is the foundation of human civilization.
Wikipedia — It is reportedly the most popular day of the year to
dine out in a restaurant. Every Mother’s Day sees Americans spend $2.6 billion
on flowers, $1.5 billion on gifts (including 8% of all jewelry purchases), and
$68 million on greeting cards.ફાધર્સ ડે માટે???
****Indeed, the highest volume of phone calls made every year in the US is on Mother’s Day.
Interestingly – really! – the largest volume of collect calls made every year in
the US is on Father’s Day.

Reference

Harris, K. M., Firstenburg, Jr., F. F., & Marmer, J. K. (1998). Paternal involvement with adolescents in intact families: The influence of fathers over the life course. Demography, 35, 201-216.Loretta Graziano Breuning, Ph.D.

19 thoughts on “પિતૃત્વ.Hard Truths About Human Nature.”

  1. ભૂપેન્દ્રસિંહજી પિતૃત્વ વિશે ખૂબ ખૂબ સરસ લેખ. એક્સેલન્ટ લેખ. પિતા-પુત્ર અને પિતા પુત્રીના સંબંધો વિશે મારા અંગત અમૂલય અનુભવો તો અગણિત છે. મારા દીકરાના પ્રિય ગીતની લિંક મૂકું છું

    Like

  2. Bravo Bhupendrasinhji!

    આજે તમે આ સારૂં કામ નથી કર્યું. ભલા માણસ તમારી દરેક પોસ્ટમાં કાંઈકને કાંઈક લખવા માટે ટેવાઈ ગયો છું, આજે આટલો બધો માહિતીસભર અને રેફરન્સિસ વાળો લેખ વાંછીને કોઈપણ મુદ્દા પર ટિપ્પણી કે ‘આદત સે મજબૂર’ વિરોધ કરવાનો મોકો જ તમે નથી આપ્યો. આવું જરા પણ નહી સાંખી લેવાય.

    Like

    1. હું પણ નહિ સાંખી લઉં હું પણ તમારી ટીપ્પણીઓનો આદતી થઇ ગયો છું.ક્યાંક તો વિરોધ કરવો હતો?

      Like

      1. લો ત્યારે! ઉપર જે કહ્યું છે તે કદાચ ભારતમાં રહીને ના સમજી શકીએ, કેમકે આપણે ત્યાં મોટેભાગે બાળકોના ઉછેર દરમ્યાન એક ફાધર ફિગર ઉપસ્થિત હોય જ છે. છુટાછેડા લીધેલા દંપતિઓના સંતાનો કે પછી નાની ઉંમરમાં વિધવા થયેલી સ્ત્રીના સંતાનો કે જેમને ઓરમાન બાપ ના મળ્યો હોય તેમને દાદા, મામા કે કાકા કોઈકને કોઈક સ્વરૂપે મહદંશે બાપનો પડછાયો પ્રાપ્ત થતો જ હોય છે. પરંતુ અહીં પાશ્ચાત્ય જગતમાં કે જ્યાં સ્વચ્છંદી વ્યવહાર છે, સ્ત્રી-પુરુષ વચ્ચે સંબંધોની કોઈ મર્યાદા નથી ત્યાં અનેક કુટુંબો ‘લોન પેરેન્ટ્સ’ એટલે કે માતા-પિતામાંથી ફક્ત એક જ હોય તેવા કુટુંબો છે, જે મોટેભાગે એકલવાયી માતા અને સંતાનોના બનેલા હોય છે. આવા પિતા વિહોણા વાતાવરણમાં ઉછરતા સંતાનો પર શિક્ષકો, ડોક્ટરો, મનોવૈજ્ઞાનિકો અને સરકાર ખુબ ધ્યાન આપવાનું કહે છે, કેમકે આ સમાજ છેલ્લી બે ૨ક પેઢીઓથી આવો થઈ રહ્યો છે, અને તેના દુષ્પરિણામો આજે જોવા મળે છે. વધતો જતો ટિનએજ પ્રેગન્નસી રેટ, ડ્રગ અબ્યુઝ, જાતિય સમાગમથી ફેલાતા રોગો, ક્રાઈમ, વગેરે સમસ્યાઓ આવા કુટુંબમાં ઉછરેલા સંતાનોમાં વધુ જોવા મળે છે. આશા રાખીએ કે તમારી આ મહેનત ભારતના વધુને વધુ લોકો સુધી પહોંચે અને આ પેઢી અને આવનારી પેઢીઓ પશ્ચિમના દેશોકે કરેલી ભૂલોનું પરિણામ જે આજે આપણને ખબર છે, તે આપણે તેમનું આંધળુ અનુકરણ કરવા અને મિડિયા દ્વારા ગેરમાર્ગે દોરવાઈ રહેલા, સ્વચ્છંદી જીવન તરફ આકર્ષાતા આપણા યુવાવર્ગને કાંઈક શિખવી ચેતવી જાય.

        Like

        1. યે હુઈ ના બાત?બહુ સરસ.એક બીજી વાત દાદા,કાકા,મામા બધા લોહીના સંબંધી,જીનેટીકલી સંબંધી કહેવાય.માટે ટીન એજ છોકરી એવા પુરુષોની હાજરીમાં જલ્દી પૂખ્ત ના બને.એવું મારું માનવું છે.અહીં અમેરિકામાં દાદા,કાકા,મામા કોઈ સાથે રહેતા ના હોવાથી લેખમાં લખેલા સંશોધનમાં આવી કોઈ માહિતી નથી.પણ હું અનુમાન કરું છું.પણ ઓરમાન બાપ લોહીનો સંબંધી ના હોય તેની હાજરી છોકરીનું બ્રેઈન ડિટેક્ટ કરતુ હોવાથી એનું સતત સહચર્ય એને સેક્સુઅલી જલ્દી પૂખ્ત બનાવી દેતું હોય છે.એમાં ઓરમાન બાપ મોરલ વગરનો હોય તો પેલી છોકરીનો જાતીય ઉપયોગ કરી લેતો હોય છે.એવા બનાવો અહીં સામાન્ય બનતા હોય છે અને એવા મુવી પણ અહીં બનેલા છે જે મેં જોયા છે.આભાર.

          Like

      2. ફરી હું અને ધવલભાઈ એક જ તર્કવૃત્ત પર છીએ. આવા ભલાભોળા લેખ પર ટિપ્પણી શું કરવી? ‘લાઇક’ કરીને મૂકી દીધું’તું!

        Like

        1. છતાં ધવલભાઈએ ફરી ટીપ્પણી મુકેલી.આપને બધા અહીં લગભગ એક તર્કવૃત્ત ઉપર જ ફરીયે છીએ.થોડા મતભેદ છે જે હોવા જોઈએ તેવું લાગે છે.

          Like

  3. ધન્યવાદ……ધન્યવાદ…….ધન્યવાદ.
    (૧) – આટલો ઉમદા લેખ આપવા માટે.
    (૨) – મારા પિતા તરફથી
    (૩) – મારા સંતાનો તરફથી.

    કહે છે જીવનમાં બાપનું મહત્વ બાપ બન્યા પછી સમજાય છે. ક્યારેક રાત્રે મોડો ઘરે આવું અને બાપુજીને મારી ચિંતામાં જાગતા જોઉં અને પછી સમયસર આવવા બાબતે ઠપકો સાંભળું ત્યારે એ બાપ જવાન સંતાનની નાહક ચિંતા કરતો વેદિયો લાગતો !! આજે હું પણ એ જ કરૂં છું !!! ત્યારે બાપની એ લાગણી સમજાય છે !

    મને હું બહુ ભાગ્યશાળી લાગુ છું, કારણ, હજુ પણ હું બાપુજીની સાથે જ રહું છું !!

    Like

      1. સંજોગવશ સૌને વર્તવું પડે છે. મારો કહેવાનો અર્થ જરા હટકે છે. અમે બે ભાઇઓ, ક્યારેક બહુ સંપર્કમાં નહીં તેવા કોઇ સગા-સ્નેહી મળે તો વ્યાજબી ધોરણે જ પૃચ્છા કરે કે; બાપુજી કોની સાથે રહે છે ?! ત્યારે મને આ જવાબ જ સુઝે છે કે; હજુ તો બાપુજીને કોઇ જોડે રહેવાની ગરજ પડી નથી ! હા, હું હજુ બાપુજી જોડે રહું છું !!

        મને લાગે છે સાથે રહી વડિલોની સંભાળ લેતા સંતાનો તો વંદનિય છે જ પણ એક જ ઘરમાં રહેતા, છાતી સુધી ઘુંઘટ કાઢતી પણ ડોસાને ભારરૂપ સમજી આખો દહાડો હડ્ય હડ્ય કરતા દિકરા-વહુઆરૂ કરતા તો હજારો માઇલ દૂર વસતા છતાં માત-પિતાને પ્રેમે યાદ કરતા અને ફોન દ્વારાએ બે મીઠી વાત કરતા સંતાનો પણ વંદનિય જ છે. સાથે સ્થુળરૂપે માવતર ન રહ્યા હોય પણ તેમના દ્વારા સિંચાયેલા આદર્શ સંસ્કારનું નિર્વહન કરનારા સંતાનો પણ વંદનિય છે. હું તો મારી સામાન્ય સમજથી આને જ પિતૃતર્પણ કહું છું.

        શ્રી દીપકભાઇનો “ભલાભોળા લેખ” શબ્દ બહુ ગમ્યો. કહે છે, રાંધતી વખતે રાંધનારીના મનમાં જેવા ભાવ હોય છે તે રસોઇમાં સ્વાદ બનીને આવે છે, તેમ લખનારના હૃદયમાં જેવો ભાવ હોય તે આંગળાઓ મારફત કિબોર્ડે થઇ શબ્દોમાં ઉતરતો હોય ખરો ! આભાર.

        Like

  4. શ્રી ભુપેન્દ્રભાઈ,
    ઘણો સરસ લેખ લખવા બદલ આભાર,
    પિતૃત્વ, કદાચ આપને હમેશા માં ને વધારે માની છે એટલે કદાચ અપને પિતા ને ભૂલી જઈએ છે કે તેમનો અપના જીવનમાં શું ફાળો રહ્યો છે.આજે તમે અ લેખ લખ્યો તો તમારી જેમ મને પણ પિતા વિષે કઈ કેહ્વાનું મન થયું.
    કોઈ પણ વ્યક્તિ ના જીવનમાં માતાનો જેટલો ફાળો હોત છે એટલો પિતાનો પણ હોય છે જ .આજે મને ગર્વ છે મારા પિતા ઉપર ..તેમને કેટલીય મુશ્કેલીનો samno કરીને પણ મને ભણાવ્યો. મને હજી યાદ છે કે જયારે હું ભણતો હતો ત્યારે જયારે હું રોજ ઘરે મોડો જતો તો માતાજી મને બોલતા પણ મારા પિતાજી મને કડી પણ ના બોલતા ….અપના ભારતમાં આજે પણ આપને લોકો માતા પિતા નો આદર કરતા હોય છે જયારે વિદેશની તો વાત જ ના કરાય ભાઈ …આપનો દેશ કઈ એમ જ મહાન નથી કહેવતો…આપના દેશ ની પરંપરા ના લીથે અપના દેશ નું નામ છે…
    એક એવો દેશ જ્યાં મહેમાનને પણ ભગવાન માંને છે તો પછી અપના પિતાજી ની તો વાત જ ના કરાય,,જયારે હું ઘરડા ઘરમાં માતા પિતા ને જોવું ચુ તો દુખ થાય છે ..તમારો લેખ આજની યુવા પેઢી ને સમજવો જરૂરી છે કે પિતા વિનાનું સંસાર શું છે ?

    ઘણા લોકો તમના માબાપ ને કાઢી મુકે છે..એ લોકો ને તમારા જેવા વડીલ પાસેથી શીખવું જરૂરી છે કે તેઓ શું કરી રહ્યા છે ?
    છેલ્લે આપને તે પિતૃત્વ પર પ્રકાશ પડ્યો એ બદલ આપનો આભાર…
    નવી પેઢી ને હજી ઘણું શીખવાનું બાકી છે આશા છે કે આવા લેખ તેમના વિચારો ને બદલવા કામ આવશે …

    Like

  5. Dear brother,
    Good article, One philosopher has said that a child inherits intelligence from his mother and will power from his father. so both of them are equally important. we all know their roles. The problems are arising in this modern times because mothers are becoming fathers and fathers are becoming mothers. The moulding of children is always done by a father. He teaches to fly in this world. mothers give emotional support and care, always there to forgive your misdeeds. while the father will punish you. love and diciplene must be in right proportions according to the requirement in child rearing. otherwise the development of a child will not be proper. Too much love can make a child useless for the world. Father knows what is the best medicene for you. The mothers donot know this. because she honestly believes that her child is the best in the world .
    while attainment of early or late sexuality may have other physical factors also, like poor health, some dease, religious mindset. however medically or biologically for both the genders the age is well known. good research.

    Like

  6. સેવા કરો મા – બાપ ની, – તો સંતાન સુખ સૌ આપશે,
    અનાદર કર્યો હશે એમનો, આદર તને કોણ આપશે…

    ભુખ્યા પિતા છે પ્રેમના, માતા ઝંખે નિજ બાળ ને
    સન્માન નો એક શબ્દ બસ, એને અતિ સુખ આપશે..

    કરતાં અહર્નિશ પ્રાર્થના, આપો બધું સુખ બાળને
    નિજ કાજ ના ક’દિ માંગતાં, એ ઉપાસના તને તારશે…

    ભટક્યો અગર તુજ કર્મ થી, કે અવર અવગણના કરી
    અંતર બળ્યું જો એમનું, તુજ વેદના કોણ ઠારશે…

    “કેદાર” એકજ પ્રાર્થના, આપો મતી શુભ સર્વ ને
    જેણે બતાવ્યું જગત છે, એ જ્ઞાનને ના વિસારશે..

    પુનિત મહારાજના પાવન અંતરમાંથી ઉદભવેલ “મા- બાપ ને ભૂલશો નહીં” વારંવાર સાંભળતા સાંભળતા મારા મનમાં પણ એક રચના આકાર પામી, એ રચના સાથે સરખામણી કરવા નો તો કોઇ સવાલ જ ન હોય, હા એમની પ્રેરણા જરૂર ગણાય, તેથી મેં પણ બાળકો ને પણ પ્રેરણા મળે એવી આશા સાથે આ રચના અહિં પ્રસ્તુત કરેલ છે.

    રચયિતા
    કેદારસિંહજી મે જાડેજા

    http://www.das.desais.net/

    Like

    1. શ્રી અશોકભાઈ
      ખ્બુબ ખૂબ આભાર.શ્રી કેદારસિંહ જાડેજાએ ખૂબ સુંદર હ્રદયસ્પર્શી કવિતા રચી છે.અહીં મુકવા બદલ આભાર.

      Like

  7. પ્રિય બાપુ,

    આ વખતે ગમ્યુ પણ ખરુ પણ કોણ જાણે કેમ કંઇક બાપુની સ્ટાઇલ ખૂટતી હોય એવું લાગ્યું…

    સેમ

    Like

  8. ભૂપેન્દ્રભાઈ,
    આ લેખ વાંચીને કાંઈક લખવાની ઇચ્છા રોકી નથી શકતો.
    માનવ નર બાળકોના રસમાં રસ લે છે, એની સાથે રમે છે, પોતાના રસ એનામાં રેડે છે. આ એક બહુ મોટું વિશાળ ઈવોલ્યુશનરી સ્ટેપ છે.
    પિતાએ પુત્ર સાથે વિતાવેલા સમયની એક અણમોલ યાદ હોય છે.
    નીચેની બે રચનાઓ cut and paste કરવા વિનંતી.

    પટેલ બચ્ચો

    ‘ફાધર્સ ડે’

    Like

Leave a comment