Category Archives: 1

જંબુદ્વિપનાં વિહારમાં ગજેન્દ્ર મોક્ષ

untitledજંબુદ્વિપનાં વડાપ્રધાન ગજેન્દ્ર મોદી આજે જરા અપસેટ દેખાતા હતા. ગમાર ખોખામાં (ઈડીયટ બૉક્સ-ટીવી) જાતજાતના સમાચાર જોઈ એમનું મન જરા બગડેલા દહીં જેવું ખાટું થઈ ગયું હતું. સવારે બ્રાહ્મ મુહૂર્તમાં જાગીને સાહેબના ઉપનામથી જાણીતા વડાપ્રધાન કલાક યોગા કરતા. આખો દિવસ ખૂબ બોલવાનું ભાગે આવતું એટલે એના માટે એનર્જી ભેગી કરવા બે કલાક મૌન પાળતા એવું અફવા ફેલાવનારાઓનું કહેવું છે. એમણે યોગામાથી પરવારી, આસનસ્થ ફોટા વગેરે પડાવી તરત એમના અંગત સમિત શાહને બોલાવ્યા.

અલ્યા સમિતભાઈ, ‘ આ શું સાંભળું છું? આ ત્રાસવાદીઓના બાતમીદારો આપણા તેલના ટાંકા જ્યાં આવેલા છે તેની રેકી કરી ગયા?’

સાહેબ આ રેકી કરવાનું રોકી શકાય તેવી કોઈ વ્યવસ્થા આપણી પાસે છે નહિ. થોડા થોડા દિવસે અને ક્યારેક બે દિવસમાં બે વાર ત્રાસવાદીઓના હુમલા થાય છે. હવે આપણે એમની સામે લડવા કમાન્ડોબળ વધારવું પડશે.’ સમિત શાહે જવાબ આપ્યો.

સાહેબ ઉવાચ, ‘એના માટે જન્મજાત કમાન્ડો જેવા કરતબ કરતા લોકો હમણાં ટીવીમાં જોયા. વિહારના મુખ્ય મંત્રીનો સંપર્ક સાધો. અને ત્યાં ચાલતી પરિક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને એમની વિદ્યાની અર્થી ઉઠાવવામાં મદદ કરવા જીવન જોખમે કમાન્ડો જેવા સાહસ કરતા વિરલાઓનું સન્માન કરો. એમને સીધા કમાન્ડો તરીકે ભરતી કરી દો. સંભવિત ત્રાસવાદી હુમલા સામે લડવા આવા જન્મજાત ખેલાડીઓની બહુ જરૂર પડશે. બીજું એમને ટ્રેનીગ આપવાનો સમય અને ખર્ચ પણ બચી જશે અને તે ખર્ચમાંથી હું બે દેશ વધારે ફરી શકીશ.’

હા સાહેબ, ‘એ કામ તો ચપટીમાં થઈ જશે. પણ વિહારના એ વીરલાઓના સાહસના ફોટા સમાચારસહ અમેરિકાના છાપામાં આવી ગયા એમાં કેટલાક પત્રકાર કમ લેખક લોકોની અદ્ભુત લાગણીઓ દુભાઈ ગઈ છે તેનો વિરોધ પ્રદર્શિત કરવા આપને મળવા આવ્યા છે.’

‘આ પત્રકારો લેખક પણ હોય છે?’ સાહેબને નવાઈ લાગી.

‘અમુક હોય છે. એમાંય મુંબઈમાં રહેતા લેખકો બહુ મોટા લેખક કહેવાય, આઈ મીન પૉપ્યુલર કહેવાય એવો એમને વહેમ હોય છે. સેળભેળભાઈ આવા ગ્રેટ લેખક છે એમની અંગત લાગણી દુભાઈ ગઈ છે, કે અમારા એક રાજ્યમાં વિદ્યાની અર્થી ઉઠાવવામાં કેટલું મોટું સાહસ કરવું પડતું હોય છે, એના ફોટા અમેરિકાવાળા કેમ છાપે?’ સમિતભાઈએ જરા લાબું ખેંચ્યું.

‘પણ એમાં મને મળવા શું કામ?’ સાહેબે શંકા કરી.

‘હવે ઓબામાજી આપના અંગત મિત્ર બની ગયા છે તેવી એમને શંકા છે, માટે આપ ઓબામાજીને ભલામણ કરો કે ફરી આવું થવું નાં જોઈએ,’ સમિતભાઈ બોલ્યા.

‘આ ઓબામા કોઈનો થયો નથી ને થવાનો નથી એ એના દેશનો જ રહેવાનો,’ સાહેબે ઉચ્ચાર્યું.

‘આપણે ય ક્યાં કોઈના થઈએ છીએ?’ સમિતભાઈ કોઈ સરખું સાંભળે નહિ તેમ બોલ્યા.

સાહેબ ઉવાચ, ‘આપણા સાહસોને વિદેશમાં જેટલી પ્રસિદ્ધિ મળે તેટલું સારું ત્યાં આ લેખકોના પેટમાં શું દુખતું હશે? હમણાં પેલી લેસ્લીબુન ફિલમ ઉતારી ગઈ હતી એમાં પણ આ લેખકો વિરોધ કરતા હતા.’

‘આપણા સાહસનાં સિક્રેટ બીજો કોઈ જાણી જવો નાં જોઈએ તેવી આપણા લોકોની અંગત લાગણી હોય છે, અને એ લાગણી ભડકાવવામાં રોટલા-પાણી હોય પછી?’ સમિતભાઈ કોઈવાર કટાક્ષ મારી લેતા.

‘એ લા સમિતભાઈ, આ વિહારમાં બીજું તિકડમ વિદ્યાની અર્થી ઉઠાવવાનું જોયું હમણાં, કે સામાન્ય જ્ઞાન વિષયનો શિક્ષક વિજ્ઞાનની ઉત્તરવહી તપાસતો હતો? મતલબ જે તે વિષયના નહિ અને બીજા વિષયના શિક્ષકો ઉત્તરવહીઓ તપાસતા હતા?’ સાહેબ બોલ્યા.

‘આ કાઈ નવું નથી, આપણા ગુર્જર દેશના વટપદ્ર(વડોદરા) નામના શહેરની એક જાણીતી અંગ્રેજી માધ્યમની સ્કૂલના શિક્ષકે આશરે ૧૫ વર્ષ પહેલા જાતે જોએલું કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ગુજરાતી માધ્યમના શિક્ષકો તપાસતા હતા. તે પણ પોતાનો વિષય નાં હોય તેવા વિષયની. તેમણે તે સમયે શિક્ષણ ખાતા અને મંત્રીશ્રીઓ ઉપર પત્રો લખેલા. આ બધું લોકો આપણા જોડેથી શીખે છે, આપણે પ્રધાનમંડળ રચીએ છીએ એમાં એવું જ હોય છે ને? સાધુના કુળ, સ્ત્રીની ઉંમર અને પ્રધાનની ડિગ્રી કદી પૂછવી નહિ’ સમિતભાઈ બરોબર ખીલ્યા.

‘આ શિક્ષકો ખરેખર રાજકારણમાં હોવા જોઈતા હતા બહુ કામ લાગે એવા છે, જે વિષયનું જ્ઞાન નાં હોય તે વિષયના પેપર તપાસવા બહુ સાહસનું કામ કહેવાય બેન વિસ્મૃતિને કહીને એમને આપણા પક્ષમાં ભરતી કરી દો, સાહેબે આદેશ આપ્યો.

‘સાહેબ, પેલાં લેખક મહાશયનું શું કરવું છે? બોલાવું એમને કે કોઈ બહાનું કાઢી રવાના કરી દઉં?’

‘તમારી નાતના જ છે ને? એમને ખીચડી કઢી જમાડી રવાના કરી દો મને ટાઈમ નથી, મારે જીતુભાઈ અને મુકેશભાઈ સાથે મહત્વની મિટીંગમાં જવું છે. મીતા ભાભીસાહેબ પણ આવવાનાં છે.’ સાહેબ આટલું કહી ગરુડ વેગે ભાગ્યા. જતા જતા સાહેબ સમિતભાઈ સામે જોરથી હસતા હસતા બોલ્યા.

સાધુના કુળ, સ્ત્રીની ઉંમર અને પ્રધાનની ડિગ્રી પૂછવી નહિ. સમિતભાઈએ પણ સૂરમાં સુર પુરાવ્યો.

 

નકલી ચરમસીમા (Fake Orgasm)

નકલી ચરમસીમા (Fake Org

untitled

સંભોગમાં સ્ત્રીઓને પ્રાપ્ય થતી ચરમસીમા બહુ મોટો પૉપ્યુલર ટૉપિક ગણાતો હતો, આજે પણ ગણાય છે. અમુક આફ્રિકન સમાજોમાં તો બચપણ થી જ સ્ત્રીઓના ક્લિટરિસ કાપી નાખવામાં આવે છે જેથી સંસર્ગનો આનંદ મેળવી શકે નહિ અને તે આનંદ કદી જાણ્યો જ નાં હોય તો ભવિષ્યમાં તે આનંદ વધુને વધુ પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગે જ નહિ. એટલે એના પતિદેવને એક જાતની સલામતી કે એની સ્ત્રીને આનંદ આપવાની જવાબદારીમાંથી મુક્તિ. તો સામે એના વફાદાર રહેવાના ચાન્સ પણ વધી જાય.

સ્ત્રીઓની કામુકતા (ફીમેલ સેકસ્યુએલિટી) કે સ્ત્રીઓની કામુક પ્રવૃત્તિનાં સ્વીકાર બાબતે પશ્ચિમના સમાજ તો ખૂબ પ્રગતિશીલ છે. છતાં ત્યાં પણ નકલી ચરમસીમા હજુ પણ કૉમન છે તો બીજા રૂઢિચુસ્ત દેશોની તો શું વાત કરવી? હાજી પશ્ચિમના સમાજમાં પણ મોટાભાગની આશરે ૭૦ ટકા સ્ત્રીઓને સંભોગ દરમ્યાન ચરમસીમા પ્રાપ્ત થતી નથી તો સામે ૯૦ ટકા પુરુષોને તે સહજ મળે છે. એમાંય યુવાન સ્ત્રીઓ પાછી વધુ કમનસીબ હોય છે. કારણ સ્ત્રીને ઉત્તેજિત કરવાની મેજિક ફૉર્મ્યુલા શોધતાં એના પાર્ટનરને થોડીવાર લાગતી હોય છે સમય માંગી લે તેવું કામ છે. જ્યારે મોટા લોકો એમાં અનુભવ મેળવું ચૂક્યા હોય છે. આમ તો જે તે સંસર્ગ દરમ્યાન તો બરોબર પણ એક જ સમયે બંનેને ઑર્ગેઝમ પ્રાપ્ત થાય તો સારું એવું મનાતું હોય છે. અને એમાંય સ્ત્રી વહેલી અંત લાવી દે કે વહેલી તૃપ્ત થઈ જાય પુરુષ કરતા તો ભયો ભયો, આનંદ આનંદ. જરૂરી ફોરપ્લેનાં અભાવે કે કોઈ પણ કારણ હોય સ્ત્રીને ઑર્ગેઝમ પર પહોંચતાં વાર લાગતી હોય છે. અથવા તો પશ્ચિમના સમાજના આંકડા મુજબ આશરે ૭૦ ટકાને ચરમસીમા પ્રાપ્ત થતી નથી તો શું કરશે? ઑર્ગેઝમ પર પહોંચી ગઈ છે તેવો ઢોંગ કરશે. ચરમસીમા પ્રાપ્ત થતા ભૂતકાળમાં જે વર્તન થઈ ગયું હશે તેની નકલ કરશે.

અમુક લોકોનું માનવું એવું પણ છે કે પુરુષ તો સ્ત્રીને ઉત્તેજિત કરવા જે જે રમત રમતો હોય એમાં માનસિક રીતે સ્ત્રી જોડાય નહિ, એના પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે નહિ (lack of emotional commitment) તો પછી ઑર્ગેઝમ પર પહોચવું મુશ્કેલ. ઘણા એવું માને છે કે ચાલો સ્ત્રી-પુરુષ બંને ચરમસીમાએ પહોંચી ગયા તો પુરુષ માટે તો નૉર્મલ છે પણ સ્ત્રી માટે બોનસ કહેવાય. પણ જરૂરી નથી કે સેક્સ દરમ્યાન સ્ત્રી સંતોષ દર વખતે મેળવી જ લે. મહત્વની વાત હવે આવે છે. આ પશ્ચિમના સમાજની વાત છે, કે સ્ત્રીને સંભોગ દરમ્યાન સ્ત્રીના પોતાના પ્રયત્ને ઑર્ગેઝમ પ્રાપ્ત થાય એના બદલે પુરુષના પ્રયત્ને ઑર્ગેઝમ પ્રાપ્ત થાય તે વધુ લાભદાયી ગણાય છે. કારણ આમાં પુરુષનો અહં સંતોષાય છે કે મારા પ્રયત્નો વડે મારી પાર્ટનર ચરમસીમા ઉપર પહોંચી. અને એનો પોતાનો આનંદ બેવડાય છે. આવા સમયે જો સ્ત્રીને ઑર્ગેઝમ પ્રાપ્ત નો થાય તો પુરુષનો અહં ઘવાય છે. એને એવું થાય કે પોતે પોતાની સ્ત્રીને સંતોષ આપી શકવા સમર્થ નથી. તો સ્ત્રી પોતાના આનંદની ચિંતા કર્યા વગર પોતાના પુરુષના અહંને સંતોષવા ચરમસીમા મળી ગઈ છે તેવું બતાવવા ઢોંગ કરશે. પોતાના પ્રિયતમને અપસેટ કરવા ઇચ્છતી હોતી નથી. સ્ત્રી પોતાનો પાર્ટનર ફેઇલ ગયો છે તેવું તેને જણાવવા માંગતી હોતી નથી. ટૂંકમાં ઑર્ગેઝમ પ્રાપ્ત થઈ ગયું છે તેવી નકલ કરવામાં પણ સ્ત્રીનો હેતુ ઉમદા હોય છે તેના પુરુષનો અહંકાર સંતોષવાનો અને એમ કરીને એને ખુશ રાખવાનો.

સિંગમડ ફ્રોઈડ કહેતો ‘ woman’s basic fear is that she will lose love.’ એટલે સ્ત્રી પોતાના સંતોષ કરતા પોતાના પાર્ટનરનાં સંતોષની વધુ ફિકર કરતી હોય છે. જો કે પશ્ચિમના પુરુષો પોતે જ સ્ત્રીના ઑર્ગેઝમ બાબતે વધુ ચિંતિત હોય છે તે જાણી સ્ત્રીઓ ખુશ થતી હોય છે.

રૂઢિવાદી, ચુસ્ત, સ્ત્રીઓની જ્યાં બહુ કદર નાં હોય તેવા દેશોના સમાજોમાં ચિત્ર ઊલટું હોઈ શકે, ભારત પણ એમાં આવી જાય. અહીં સ્ત્રીને ઑર્ગેઝમ પ્રાપ્ત થતું હોય ત્યારે પણ આનંદના અતિરેકમાં તેને વ્યક્ત કરવું અસભ્ય ગણાતું હોઈ શકે. ઊલટાનું ઑર્ગેઝમ પ્રાપ્ત થતું હોય ત્યારે પણ એને શારીરિક રીતે બતાવ્યા વગર ચુપચાપ પડી રહેવું ખાનદાની ગણાતી હોઈ શકે. એવું લાગવું નાં જોઈએ કે સેક્સમાં ખૂબ મજા છે. નહિ તો સાલી વંઠેલ છે તેવું પતિદેવ સમજી લે તો પછી હમેશાં પતિદેવની શંકાશીલ નજરનો સામનો કરવો પડે. સેક્સ એક પાપ છે તમારે જે કરવું હોય તે કરો, હું તો આ ચુપચાપ પડી.. સેક્સમાં જરા રસ લેવો કે આજે સેક્સની ઇચ્છા થઈ છે તેવું બતાવવું પણ ચારિત્ર્ય હીનતા ગણાય જાય. અહીં તો અસલી મળેલું ઑર્ગેઝમ પણ છુપાવવું પડે તેવી હાલત છે, તે પણ દુનિયાને સૌથી પહેલું ‘કામસૂત્ર’ આપનારા દેશમાં. છે ને કરુણતા?

સંસ્કાર : તારક કે મારક? ભારતની પ્રગતિ કેમ અટકી? લેખક: સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહે ‘Culture Can Kill’ નામનું અંગ્રેજીમાં બહુ સરસ આપણને વિચારતા કરી દે તેવું પુસ્તક લખ્યું છે. આ જગત સતત પરિવર્તનશીલ છે. સંસ્કૃતિઓ પણ પરિવર્તનશીલ નાં બને તો ઘાતક પુરવાર થતી હોય છે, અને જો આ પરિવર્તન પ્રોસેસ એટલો બધો ધીમો હોય લગભગ સ્થિર જેવો તો બીજી સંસ્કૃતિઓની સરખામણીએ આપણે વિકાસના ક્રમમાં બહુ પાછળ પડી જતા હોઈએ છીએ. શ્રી. સુબોધ શાહે આપણી ખુદની સંસ્કૃતિ, પરમ્પરા અને માન્યતાઓ આપણા માટે કઈ રીતે ઘાતક પુરવાર થાય છે અને આપણને કઈ રીતે વિકસતા અટકાવે છે તે બહુ સરસ રીતે સમજાવ્યું છે. આ પુસ્તકની ચિત્રાત્મક રજૂઆત અગાઉ અંગ્રેજીમાં કરી હતી. ત્યારે ઘણા મિત્રોની ફરમાઈશ આવેલી કે આ રજૂઆત ગુજરાતીમાં પણ હોય તો ઉત્તમ. ફક્ત આ ચિત્રો જુઓ, વાંચો અને પુસ્તકનો સાર ગ્રહણ કરો. પ્રથમ ચિત્ર ઉપર ક્લિક કરીને આખો  સ્લાઈડ શો જુઓ. આ પુસ્તકની પ્રિન્ટેડ કોપી જોઈતી હોય તો અહી ક્લિક કરો Culture Can Kill

ભારતની દીકરી જોખમમાં

ભારતની દીકરી જોખમમાં230px-Tizian_094

લેસ્લી ઉડવીન, ૧૯૫૭મા ઇઝરાયલમાં જન્મેલી યહૂદી બાઈ. Eldorado નામના ટીવી શોમાં અભિનય કરતી કરતી ફિલ્મ મેકર બની ગઈ. India’s Daughter નામની ડોક્યુમેન્ટરી બનાવીને ભારતમાં વિવાદાસ્પદ બની ગઈ છે. નિર્ભયારૅપ તરીકે પંકાઈ ગયેલા કાંડ ઉપર એણે દસ્તાવેજી ફિલ્મ બનાવી છે. પોતાના ગુમડાં જોવાની હિંમત ગુમાવી બેઠેલી દંભી પ્રજાએ કાગારોળ મચાવી દીધી. એ પ્રજા ભૂલી ગઈ કે આજના આધુનિક શહેરોમાં રહેતી ભણેલી ગણેલી સ્ત્રીઓ પણ ક્યાં સેફ છે? હજુ સ્ત્રીઓની દશા એવી જ છે. દિલ્હી જેવા મહાનગરમાં રોજ બળાત્કાર થાય છે. રોજ એક જ્યોતિ બલાત્કાર સહન કરીને એની બોલવાની જ્યોત બુઝાવતી હોય છે. હરામીઓએ એક જ્યોતિના તો બસમાં આંતરડા પણ બહાર કાઢી નાખ્યા. સાલું આ લાંબું લાંબું હાથમાં શું આવ્યું? આંતરડા જ હોવા જોઈએ. જગજાહેર બીબીસી પર કહેતા શરમ પણ નો આવી? લાખો લોકોની વિચારસરણી એક રૅપીસ્ટ, એક બળાત્કારી જેવી છે તે ઉજાગર થઈ ગયું. અને તે આખી દુનિયા જાણી જાય તો આબરૂ જાય.

‘આ આબરૂ જાય’ માનસિકતાએ લાખો છોકરીઓ બચપણથી બળાત્કાર સહન કરવાની ટેવ પાડી દેતી હોય છે. તમને ખબર નહિ હોય કાયદેસર સૌથી ઓછા બળાત્કાર ભારતમાં નોંધાયા છે. એકલી સ્ત્રીઓ નહિ પણ પુરુષો ઉપર પણ બળાત્કાર થતા હોય છે. ખાલી અમેરિકામાં ૨૦૦૮માં આશરે ૪૦,૦૦૦ પુરુષો ઉપર અને ૧૬૪૦૦૦ સ્ત્રીઓ ઉપર બળાત્કાર થયા છે એવું કહેવાય છે. ફ્રાન્સમાં ૨૦૧૨માં ૭૫,૦૦૦ રૅપ કેસ નોંધાયેલા. ટૂંકમાં યુરોપના દેશમાં કેસ વધુ નોંધાય તે સ્વાભાવિક છે કે જ્યાં વર્જિનિટીનું બહુ મહત્વ હોય નહિ. જે દેશોમાં વર્જિનિટીનું મહત્વ અતિશય હોય ત્યાં રૅપ થયા પછી સ્ત્રીઓ ઉપર બહુ મોટું જોખમ હોય છે. સંબંધીઓ દ્વારા જ મારી નખાય તેવું બને. ભારતમાં શરમના માર્યા અને આબરૂ જવાની બીકે કેસ નોંધાતા નહિ હોય તે વાત જુદી છે. Date rape, gang rape, marital rape, incestual rape, child sexual abuse, prison rape, acquaintance rape, war rape and statutory rape વગેરે વગેરે રૅપની કૅટેગરી છે. રોમન કિંગડમનું રોમન રિપબ્લિકમાં રૂપાંતર થયું એની પાછળ ઉમરાવ પત્ની Lucretia ઉપર થયેલો રૅપ કારણભૂત હતો. Lucretia એ પછી આત્મહત્યા કરેલી.

રૅપ એકલાં ભારતમાં જ થાય છે તેવું તો હોય નહિ. આખી દુનિયામાં રૅપ થતા જ હોય છે. હવે એક ભારતમાં બનેલા રૅપ ઉપર બનેલી ડોક્યુમેન્ટરી જોઈ આખી દુનિયામાં ભારતની આબરૂ જશે, આખી દુનિયાના લોકો ફિટકાર વરસાવશે તેવું માની લેવું વધુ પડતું છે. કારણ દરેક દેશમાં રૅપ થતા જ હોય છે. એક રૅપીસ્ટનો ઈન્ટરવ્યું જોઈ ભારતના તમામ યુવાનો આવા જ હશે તેવું માની લે તેવા બાકીની દુનિયાના લોકો મૂરખ તો હોય નહિ. પણ લેસ્લી ઉડવીન અને BBC એ બનાવેલી ડોક્યુમેન્ટરીનો વિરોધ કરવા આવા બધા બહાના ભારતની મૂરખ-દંભી પ્રજા દ્વારા અને મીડિયા દ્વારા કરવામાં આવે છે. વિરોધનું મૂળ કારણ ભારતની આબરૂ જાય છે અને આબરૂની ચિંતા સૌથી વધુ આપણને હોય છે.

એક રૅપ આખા રોમન કિંગડમને રોમન રિપબ્લિકમાં બદલી નાખે તેમાં પ્રજાની જાગૃતિને જ સલામ કરવી પડે. રોમન Lucretia પછી કદાચ જ્યોતિસિંઘ પર દિલ્હીમાં થયેલો બળાત્કાર પહેલો એવો હશે જેમાં પ્રજાએ પ્રચંડ વિરોધ દર્શાવ્યો હશે. બાકી દુનિયામાં એક રૅપ થાય વિકટીમ અને વિકટીમનાં સગાઓ સિવાય કોઈને કાઈ પડી હોતી નથી. બસ આ પ્રચંડ વિરોધ જોઇને લેસ્લી ઉડવીનને ભારતની જાગૃત પ્રજા માટે એક માન પેદા થયું અને એને વિચાર આવ્યો કે આના પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવીએ તો દુનિયા આમાંથી બોધપાઠ લે. એણે આ ગેંગ રૅપનાં એક સભ્યનો ઈન્ટરવ્યું લીધો. ડિફેન્સ વકીલોના ઈન્ટરવ્યું લીધા. ડિફેન્સ વકીલોની માનસિકતા જાણીને મને તો ખરેખર ચક્કર આવી ગયા. પણ ડીફેન્સનાં એક વકીલે નગ્ન સત્ય કહ્યું કે બળાત્કારના આરોપો જેમના માથે હોય એવા કેટલાય ચૂંટાયેલા સભ્યો સંસદમાં બેઠાં છે તેમનું શું? બળાત્કારીઓ અને બળાત્કાર કરવાની માનસિકતા ધરાવતા લોકો જ સંસદમાં બેસીને રાજ કરતા હોય ત્યાં કોને કહેવાનું? બસ લાખો લોકોએ જોયું કે આ તો આપણી જ માનસિકતા છે. અને દુનિયા હવે આપણી ચીપ માનસિકતા જાણી જશે, બસ કાગારોળ મચી ગઈ. જાતજાતની બાલીશ, અર્થ વગરની દલીલો થવા લાગી. અરે આ વિરોધમાં સ્ત્રીઓ અને તે પણ બુદ્ધિશાળી ગણાતી સ્ત્રીઓ પણ જોડાઈ ગઈ. છે ને કરુણતા? ગોરા ત્રિવેદી સાચું જ કહે છે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન પહેલી હોય છે.

મહાન કટાર લેખકો એમનો શબ્દ વૈભવ વાપરવા લાગ્યા કે લેસ્લીએ બ્રિટનમાં ૨૦૧૨માં મૂળ પાકિસ્તાનીઓ દ્વારા આચરેલા સેક્સ સ્કેન્ડલ વિષે કેમ ફિલ્મ નાં બનાવી? બનેલી છે ભાઈ જરા ગુગલ વાપરો. તો કહે પણ લેસ્લીએ જ કેમ નાં બનાવી? હહાહાહાહાહ આ ઈમેચ્યોર ગુજરાતી કટાર લેખકોને શું કહેવું? BBC ની બધી ડોક્યુમેન્ટરીઓ લેસ્લીએ જ બનાવવી પડે તેવું થોડું હોય? BBC આખી દુનિયામાં ફરીને જુદા જુદા ફિલ્મ મેકર્સ દ્વારા ડોક્યુમેન્ટરીઓ બનાવે છે. આપણા ફિલ્મ મેકર્સ પણ એમાં જોડાઈ શકે. દુનિયાનો કોઈ ખૂણો બાકી નહિ હોય જ્યાં BBC અને નેશનલ જિયોગ્રાફી પહોચીને દસ્તાવેજી ફિલ્મો નાં બનાવતું હોય. આપણું ભાંડ મીડિયા પોલિટિકલ પ્રોસ્ટીટ્યુશન કરવાથી ક્યાં કદી ઊંચું આવે છે? તે સમાજની આંખ ઉઘાડે તેવી ફિલ્મો બનાવે? યુરોપ અમેરિકામાં કોઈ પણ સ્કેન્ડલ થાય તરત એનું દસ્તાવેજીકરણ થઈ જતું હોય છે. પાપી પશ્ચિમ એ બાબતમાં દંભી નથી.

લેસ્લી ઉડવીન
લેસ્લી ઉડવીન

દ્રૌપદીની તાર્કિક બુમોનાં જવાબ આ સમાજે આપ્યા નથી. સીતાના મુક ચિત્કાર આ સમાજે સાંભળ્યા નથી, ખુદ એના પતિએ સાંભળ્યા નહોતા. એમાં સીતા ધરતીમાં સમાઈ ગઈ( સુસાઈડ કે ભૂગર્ભ)..અહલ્યા ઇન્દ્રની નાલાયકી અને ગૌતમની અન્યાયી રસમને લીધે પથ્થર જેવી બની ગઈ.. છેતરામણી ઇન્દ્રે કરી સજા એક સ્ત્રીને પડી.. કરુણતા એ જુઓ કે અહલ્યાનો ઉદ્ધાર કરનાર(રામ) એની ખુદની પત્નીનો ઉદ્ધાર ના કરી શક્યા. મમતાની ફરિયાદ આ સમાજે સાંભળી નથી. અહલ્યાની વેદના આ સમાજે જાણી નથી. બુમો પાડ્યા વગર આ સમાજ સાંભળે એવો છે ખરો? સદીઓથી સ્ત્રીઓના હક બાબતે સૂતો આ સમાજ ધમાલ કર્યા વગર સંભાળે છે ખરો? બૃહસ્પતિએ ભાઈની ગર્ભવતી પત્ની મમતા પર બળાત્કાર કરેલો, મમતાએ વિરોધ કર્યો તો દેવતાઓએ મમતાને ગાળો દીધેલી. આ દસ્તાવેજી ફિલ્મનો વિરોધ કરનારા તરીકે આજે પણ પેલાં દેવતાઓ હાજર છે.

આબરૂ નાં જતી હોય અને લોકો જાણી જતા નાં હોય તો છો ને રોજ એક જ્યોતિ મરતી? છો ને રોજ એક જ્યોતિના આંતરડા એની યોનિમાં હાથ નાખીને બળાત્કારીઓ કાઢી નાખતા? આ આપણું અસલી ચિત્ર છે. લેસ્લીની ડોક્યુમેન્ટરીનો વિરોધ કરનારા લોકોમાં બે જાતની માનસિકતા ધરાવતા લોકો છે ૧) પુરેપુરા પુરુષપ્રધાન માનસિકતાના પ્રતિનિધિ, સ્ત્રીઓને વસ્તુ સમજનારા, સ્ત્રીમાં કોઈ આત્મા છે તેવું નહિ માનનારા, બિલકુલ પેલા રેપિસ્ટ અને તેના વકીલ જેવી માનસિકતા ધરાવનારા, ૨) પેલા રેપિસ્ટ જેવી માનસિકતા નહિ ધરાવનારા પણ કાયર, કમજોર, પોતાની દીકરી ઉપર રેપ થયો હોય તો પણ કહેશે ચુપ મર સાલી સમાજમાં મારી આબરૂ જશે, છાની રહે..

વધુ ધાર્મિક, ઓછાં બુદ્ધિશાળી?

વધુ ધાર્મિક, ઓછાં બુદ્ધિશાળી?imagesGLLQ8HR8

આપણે કેટલા ધાર્મિક છીએ? આપણે કેટલા બુદ્ધિશાળી છીએ? એક નવો અભ્યાસ કહે છે જો ધાર્મિક વધુ હોઈશું તો બુદ્ધિશાળી ઓછા અને બુદ્ધિશાળી વધુ હોઈશું તો ધાર્મિક ઓછા. હવે ધર્મની હજારો વ્યાખ્યા થઈ શકે તો એ પ્રમાણે ધાર્મિકની હજારો વ્યાખ્યા થઈ શકે. તે પ્રમાણે બુદ્ધિશાળી કોને કહેવો તેની પણ હજારો વ્યાખ્યા થઈ શકે. એટલે વિવેકાનંદ, ઓશો અને ગાંધી જેવા ઈન્ટેલીજન્ટ થિંકર વધુ ધાર્મિક, વધુ બુદ્ધિશાળી હોઈ શકે છે. એટલે મારે એવા અપવાદોની વાત કરવી નથી. હું અહીં પ્રચલિત અર્થમાં ધાર્મિક એટલે ટીલા-ટપકાં કરી રોજ મંદિરોમાં અને કહેવાતા ગુરુઓ પાછળ દોટો મૂકતાં કહેવાતા ધાર્મિકોની વાત કરું છું. આવા ધાર્મિકો જેટલા વધુ ધાર્મિક એટલાં ઓછા બુદ્ધિશાળી. અથવા જેટલા વધુ બુદ્ધિશાળી એટલાં ઓછા ધાર્મિક. એટલે જેમ જેમ આપણા જીવનમાં બુદ્ધિનું તત્ત્વ-મહત્વ વધતું જાય તેમ તેમ આપણા જીવનમાં કહેવાતી ધાર્મિક માન્યતાઓનું મતલબ ધર્મનું મહત્વ ઓછું થતું જવાનું. ઘણા વધુ બુદ્ધિશાળી મિત્રોને ખાલી એક સુપ્રીમ ગોડ કે પરમ તત્ત્વ સિવાય બીજી ધાર્મિક ઇરેશનલ માન્યતાઓમાં રસ હોતો નથી. આમ કહેવાતા આસ્તિક ઓછા હોય છે તો એવા લોકોમાં સ્વાભાવિક બુદ્ધિનું તત્ત્વ વધુ જ હોવાનું.

આમેય ધાર્મિક માન્યતાઓ ઇરેશનલ હોય છે તે હકીકત છે. કોઈ પણ વાત કાર્યકારણનાં સંબંધ વગર કે કોઈ સાબિતી વગર માની લેવાનું ધાર્મિક મનમાં વધુ હોય છે, નાં તો એની પ્રયોગાત્મક કોઈ ચકાસણી થઈ હોય એટલે બુદ્ધિશાળી વ્યક્તિને તે માનવું અઘરું થઈ પડે. કોઈ બાપુ કે બાબાએ કહ્યું છે એટલે કહેવાતો ધાર્મિક તરત માની લે પણ બુદ્ધિશાળી માટે માનવું મુશ્કેલ થઈ પડે. ઇન્ટેલિજન્ટ લોકો પૃથક્કરણાત્મક વિશ્લેષણાત્મક હોય છે. સામે રિલિજસ લોકો સાયન્સ અને સાયન્ટિફિક એવિડન્સ બંનેના સીધા વિરોધમાં જ ઉભા હોય છે. બીજી રીતે જોઈએ તો ઊંચો IQ ધરાવતા લોકોને વિજ્ઞાનમાં વધુ શ્રદ્ધા હોય છે, કે વિજ્ઞાન ધર્મનો બેસ્ટ ફ્રૅન્ડ નથી જ.

મોટાભાગના સમાજોમાં નિરીશ્વરવાદી અને અજ્ઞેયવાદીઓ બહુ ઓછા હોવાના. રૅશનલિસ્ટ નો સીધોસાદો અર્થ સમજદાર, વિવેકી અને સૂઝ ધરાવનાર એવો થાય છે. કોઈ પણ વસ્તુ વિષય સમજ્યા પછી એમાં માનવું, એકદમ કોઈ કહે એટલે તરત અંધની જેમ મની લેવું નહિ. આમાં ખોટું શું છે? રૅશનલિસ્ટ, નિરીશ્વરવાદી અને અજ્ઞેયવાદી બહુ ઓછા હોય છે દરેક સમાજમાં. હવે સમજદાર, વિવેકી હોવું અને થોડી ઘણી બુદ્ધિગમ્ય વાત કરવી જે સમાજમાં પાપ ગણાતું હોય તે સમાજની ઉન્નતિ અને બૌદ્ધિક વિકાસ માટે કેટલી આશા રાખી શકાય? રૅશનલિસ્ટ, નિરીશ્વરવાદી કે અજ્ઞેયવાદીને આવા લોકો ગાળ દેવામાં પોતાની મહાનતા સમજતા હોય છે. મૂળ તો લોકોના ઇરેશનલ, સૂઝ સમજ વગરના હોવા ઉપર જ જેમનો ધંધોપાણી અને રોટલા ચાલતા હોય તેવા લોકોને સમાજ વિવેકબુદ્ધિ વાપરે તો એમના ધંધા પર ખતરો જણાતો હોય છે. માટે લોકો જેટલા બુદ્ધિ ઓછી વાપરે એમની સૂઝ સમજ ઓછી વાપરે તેટલું સારું. એટલે આવા ધર્મના ધંધાદારીઓ રૅશનલિસ્ટને ખાસ ગાળો દેવાના. પાપી પેટનો સવાલ છે. એટલે જો કોઈ મૂર્ખશિરોમણી રૅશનલિસ્ટ વિષે જાહેરમાં બકવાસ કરે ત્યારે એ અને એના સમર્થક ઉપર દયા ઉપજે છે.

બુદ્ધિશાળી લોકો સ્વતંત્ર વિચારક હોય છે. જો કે રિલિજસ અને ઇન્ટેલિજન્ટ બંનેની ગાડી જુદા જુદા પાટા ઉપર પણ એક દિશામાં અમુક બાબતોમાં સાથે જતી હોય છે. રિલિજસ માનતો હોય છે કે જગત એક સુપ્રીમ ફોર્સનાં કંટ્રોલ હેઠળ વ્યવસ્થિત ચાલે છે તો ઇન્ટેલિજન્સ અને સાયન્સમાં વિશ્વાસ તેવો જ સંતોષ આપે છે કે ભાઈ ફિઝિક્સનાં નિયમો વડે જગત વ્યવસ્થિત ચાલે છે. ધાર્મિક માનતો હોય કે સારા કર્મ કરીશું તો સારા ફળ મળશે નહિ તો પાપોની સજા ભોગવવી પડશે. આમ બીકનો માર્યો સીધો ચાલવા પ્રયત્ન કરતો હોય છે જ્યારે ઇન્ટેલિજન્સ આંતરિક મેન્ટલ પાવર વધારી સેલ્ફ કંટ્રોલ વધારે છે. રિલિજસ માનતો હોય કે હું બહુ સારો માનવી છું કારણ હું વધુ રિલિજસ છું. તો સામે ઇન્ટેલિજન્ટ પણ એવું જ માનતો હોય છે કે હું બેટર છું કારણ હું સ્માર્ટ છું. છેલ્લે સામાજિક પ્રાણી હોવાને લીધે ધાર્મિકોને એમના જેવા ટોળામાં વધુ સલામતી અને વધુ સામાજિકતા લાગે તે સ્વાભાવિક છે. તો સામે ઇન્ટેલિજન્ટ ને પણ સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે વધુ ફાવે તે હકીકત છે.

આપણે ત્યાં તો ભણતર કે ડિગ્રી ઉપર પણ જવાય તેવું નથી. ડિગ્રી ફક્ત એક ટેકનિકલ સ્કિલ્ડ લેબર સિવાય કશું વધારે હોતી નથી. હું અમદાવાદimagesPHRCBQQ5 એક કૉલેજના પ્રિન્સિપાલની ઑફિસમાં ગયેલો મારા એક સંબંધી જોડે. પહેલું તો અમારે અમારા શૂઝ કાઢવા પડેલા ઑફિસમાં એન્ટર થતા. પ્રિન્સિપાલની ઓફિસ કરતા જાણે મંદિરમાં જતા હોઈએ તેવું વધુ લાગેલું. ઑફિસમાં જ એમણે મંદિર બનાવી દીધેલું. હવે આ કહેવાતા Intellectual મિત્ર જેને હું તો બુદ્ધુ જ માનું છું, સાથે વાતો થઈ તો એમણે પૂછ્યું, ‘અત્યાર સુધી શું કર્યું જીવનમાં? એનો હિસાબ સ્વર્ગ કે નર્કમાં માગે તો શું જવાબ હશે તમારો? આ ભગવાને સર્જન કર્યું છે માનવજાતનું. તો કેટલો સમય લઈને માનવ ઘડ્યો હશે? ને કંઈક વિચારીને જ આપણને જગતમાં મોકલ્યા હશે ને? એક ઉદ્દેશને લઈને? શું એ પરિપૂર્ણ થયો છે ખરા? કે થશે ખરા?’

મારી સાથે આવેલા સંબંધી વિચારતા થઈ ગયા. એક અપરાધભાવ અનુભવવા લાગેલા, જાણે પોતે દીનહીન. સામે મહાન ધર્માત્મા જો બેઠેલા હતા. મારો પિત્તો હટી ગયેલો.

મેં કહ્યું, ‘સાહેબ ભગવાન સર્વજ્ઞ અને સમર્થ છે બરોબર?’

તો કહે,  ‘હા ભગવાન તો સર્વજ્ઞ અને સમર્થ જ હોય ને?’

તો પછી એણે જે કરવું હોય તે જાતે જ કરી લે ને? આપણને ઘડે પછી પૃથ્વી ઉપર મોકલે એવા બધા નાટક કરવાની એને ક્યાં જરૂર છે?’ મેં કહ્યું.

મારા સંબંધી થોડા ગભરાઈ ગયેલા કે, આમણે ક્યાં સામે મોરચો માંડ્યો?

મેં કહ્યું, ‘ભગવાન તો સર્વજ્ઞ છે તેને તો ખબર જ હોય કે આ હિટલરને ઘડીને મોકલીશ તો મારા જ ઘડેલા ૬૦ લાખ નાના બાળકો સાથેના યહૂદીઓને જીવતા ગેસ ચેમ્બરમાં શેકી નાખશે. શું ભગવાને એને ૬૦ લાખ યહૂદીઓને શેકી નાખવા મોકલ્યો હતો? ચાલો એવા કામ કરવા નહોતો મોકલ્યો અને હિટલરે એવા ખરાબ કરી નાખ્યા તો એનો મતલબ તમારો ભગવાન સર્વજ્ઞ છે જ નહિ. એને ખબર હોતી જ નથી કે હું જેમને ઘડીને મોકલું છું તે ત્યાં પૃથ્વી પર જઈને શું કરશે? અથવા તો હિટલરનો અને યહૂદીઓનો ભગવાન જુદો જુદો છે. કારણ હિટલર તો માનતો જ હતો કે એ સ્પેશલ યહૂદીઓનો નાશ કરવા જ જન્મ્યો છે. ભગવાનની મરજી વગર પાંદડું પણ હાલતું નથી મતલબ ભગવાનની મરજી જ હતી કે ૬૦ લાખ યહૂદીઓ મરે કે ભોપાલમાં ૧૦ હજાર માનવીઓ ઝેરી ગેસથી મરે.’

મારી વાતોનો એમની પાસે કોઈ જવાબ હતો જ નહિ. તરત બીજી વાતોએ વળગી ગયા. અમે એમના મંદિર કમ ઑફિસમાંથી બહાર નીકળ્યા. મારા સંબંધી કહે પહેલા તો હું એમની વાત સાંભળી પોતાને ગિલ્ટી માનતો થઈ ગયેલો પણ તમારી વાત સાંભળી તે ગિલ્ટ નીકળી ગયો.

મેં કહ્યું, આવા લોકો ભોળી પ્રજાને ગભરાવે છે. પોતે મહાન હોય તેમ સવાલ પૂછે છે. સવાલ પૂછીને પોતાને એક પગથિયું ઊંચે મૂકીને તમને નીચા સાબિત કરતા હોય છે. આ ભલે ડિગ્રીધારી પ્રિન્સિપાલ હોય પણ ઈન્ટેલેકચ્યુઅલ છે જ નહિ. એક સ્કિલ્ડ મજૂર અને આમાં કોઈ ફરક નથી. કુદરતે અચાનક માનવી પેદા કર્યો જ નથી. એક કોશી જીવથી માંડીને આજના માનવી સુધી ઉત્ક્રાંતિ થતા કરોડો વર્ષો નીકળી ગયા છે. રિચાર્ડ ડોકિન્સ કહે છે આપણા પૂર્વજ માછલી હતા અને પ્રાચીન ભારતીયો કહે છે ભગવાનનો પહેલો અવતાર માછલી રૂપે આ બે વાતમાં કેટલું બધું સામ્ય છે. આ રૂપક આપણે સમજ્યા નહિ અને કહેવાતા બુદ્ધિશાળી વેપારીઓએ સમજવા દીધું નહિ. ભગવાન ગણો કે કુદરત ગણો તેના માટે એક કીડી, એક હાથી અને એક માનવી સરખાં મહત્વના છે. હા ઉત્ક્રાંતિનાં ક્રમમાં વિકાસના ક્રમમાં તમે વધુ બુદ્ધિશાળી છો તેટલા પૂરતા સ્પેશલ છો બાકી કાઈ નહિ.

પેક(pack) થિંકર અને ઇન્ટેલિજન્ટ થિંકરમાં બહુ ફરક હોય છે.

Culture Can Kill :- Shri Subodh Shah

શ્રી. સુબોધ શાહે ‘Culture Can Kill’ નામનું અંગ્રેજીમાં બહુ સરસ આપણને વિચારતા કરી દે તેવું પુસ્તક લખ્યું છે. આ જગત સતત પરિવર્તનશીલ છે. સંસ્કૃતિઓ પણ પરિવર્તનશીલ નાં બને તો ઘાતક પુરવાર થતી હોય છે, અને જો આ પરિવર્તન પ્રોસેસ એટલો બધો ધીમો હોય લગભગ સ્થિર જેવો તો બીજી સંસ્કૃતિઓની સરખામણીએ આપણે વિકાસના ક્રમમાં બહુ પાછળ પડી જતા હોઈએ છીએ. શ્રી. સુબોધ શાહે આપણી ખુદની સંસ્કૃતિ, પરમ્પરા અને માન્યતાઓ આપણા માટે કઈ રીતે ઘાતક પુરવાર થાય છે અને આપણને કઈ રીતે વિકસતા અટકાવે છે તે બહુ સરસ રીતે સમજાવ્યું છે. હવે આ પુસ્તકને વાંચવું સમય માંગી લે તેવું છે; તો શ્રી. સુબોધ શાહે ‘તેજીને ટકોરો’ ન્યાયે એની ચિત્રાત્મક રજૂઆત ખુબ મહેનત લઈને કરી છે. ફક્ત આ ચિત્રો જુઓ, વાંચો અને પુસ્તકનો સાર ગ્રહણ કરો. આ પુસ્તકની પ્રિન્ટેડ કોપી જોઈતી હોય તો અહી ક્લિક કરો Culture Can Killculture can kill new.1culture can kill new.2culture can kill new.3culture can kill new.4culture can kill new.5culture can kill new.6culture can kill new.7culture can kill new.8culture can kill new.9culture can kill new.10culture can kill new.11culture can kill new.12culture can kill new.13culture can kill new.14culture can kill new.15culture can kill new.16culture can kill new.17culture can kill new.18culture can kill new.19culture can kill new.20culture can kill new.21culture can kill new.22culture can kill new.23culture can kill new.24culture can kill new.25culture can kill new.26culture can kill new.27આ ચિત્રાત્મક રજૂઆત અહીં કરવા દેવાની મંજૂરી આપવા

આપણા અસુરક્ષિત વૈજ્ઞાનિકો

bhabha

મુંબઈ  હાઈકોર્ટમાં ચેતન કોઠારી નામના એક એક્ટિવિસ્ટે એમના વકીલ આશિષ મહેતા દ્વારા RTI ની રૂએ એક જાહેર હિતની અરજી કરી છે. એમની અરજી મુજબ ભારતીય પરમાણુ સંસ્થાનમાં કામ કરતા મહત્વના વૈજ્ઞાનિકોના રહસ્મય મોતની તપાસ કરવા એક તપાસ ટીમનું ગઠન થવું જોઈએ.

૧૯૬૬માં ભારતના મહત્વના અણુવૈજ્ઞાનિક ડૉ હોમી જહાંગીર ભાભાનું પ્લેન ક્રેશ થવાથી મોત થયેલું. એમણે એમના મૃત્યુ પહેલા જાહેરમાં કહેલું કે ટૂંક સમયમાં ભારત ન્યુક્લિયર ડીવાઈસ બનાવવા સક્ષમ થશે. માઉન્ટ બ્લાન્ક નજીક સ્વિસની આલ્પ્સ પર્વતમાળામાં એમનું વિમાન તૂટી પડેલું નવાઈની વાત એ કે તૂટી પડેલા પ્લેનનો ભંગાર પણ અદ્રશ્ય હતો. ચાલો તે મૃત્યુ કદાચ અકસ્માત હશે પણ ૨૦૦૯ થી ૨૦૧૩ સુધીમાં DAE (Department of atomic energy) માં કામ કરતા દસ વૈજ્ઞાનિકોના રહસ્યમય મોત થયા છે.

લોકનાથન મહાલીન્ગમ નામના ૪૭ વર્ષના, કર્ણાટકમાં આવેલા એટોમિક પાવર સ્ટેશનનાં(Kaiga atomic power station) સિનીયર સાયન્ટીફીક ઓફિસર, ૮ જુન ૨૦૦૯ ની વહેલી સવારે મોર્નિંગ વોક કરવા નીકળ્યા કદી પાછા ફર્યા નહિ. પાંચ દિવસ પછી એમની વિક્ષત લાશ કાલી નદી નજીકથી મળી. પોલીસે આત્મહત્યાનો કેસ બનાવી દીધો જે એમના કુટુંબીઓને કદી મંજુર નહોતો. ભારતીય મીડીયાએ આ સમાચારને હેડલાઈન સમાચાર બનાવવાનું મુનાસીબ સમજ્યું નહિ. દસ દિવસ પછી ટૂંકા સમાચાર પ્રગટ થયા કે આ એક આત્મહત્યા હતી અને વૈજ્ઞાનિક કોઈ મહત્વના દસ્તાવેજ સાથે ધરાવતા નહોતા.

BARC ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરમાં કામ કરતા બે યુવાન વૈજ્ઞાનિકો ઉમંગસિંઘ અને પાર્થ બાગનું લેબમાં જ કામ કરતા સળગી જવાથી મોત થયું, કે લેબમાં જ્વલનશીલ પદાર્થોની ગેરહાજરી હતી. ડીફેન્સ મીનીસ્ટ્રી આને રૂટીન અકસ્માત ગણાવે છે અને સામાન્ય પોલીસ ઓફિસર જ એની તપાસ કરતો હોય છે.

BARC માં કામ કરતા મિકેનીકલ એન્જિનિયર મહાદેવન પદ્મનાભન ઐયરનું સાઉથ મુંબઈના એમના ફ્લેટમાં ફેબ્રુઆરી ૨૦૧૦મા મોત થાય છે, થોડા લોહીના ડાઘા સિવાય આખું ઘર વ્યવસ્થિત જ હતું, મર્ડર મિસ્ટ્રી હજુ ઉકેલાઈ નથી.

ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રીસર્ચ સંસ્થામાં કામ કરતા ૨૪ વર્ષના યુવાન વૈજ્ઞાનિક મોહમ્મદ મુસ્તુફા નામના વૈજ્ઞાનિકની લાશ એમના ક્વાટરમાંથી મળે છે પોલીસને ડેથ નોટ એમના હાથે લખેલી મળે છે પણ આત્મહત્યા કરવા માટેનું કોઈ કારણ જડતું નથી.

ન્યુક્લિયર પાવર કોર્પોરેશનમાં કામ કરતા રવિ મુલે અને ઉમા રાવનું મોત પણ રહસ્યમય છે. પરમાણુ શક્તિ વડે ચાલતી INS અરીહંત સબમરીનનાં બે એન્જિનિયર કે.કે.જોશ અને અભિષ શિવમ વિશાખાપટ્ટનમમાં એક રેલવે ટ્રેક પર મૃત્યુ પામેલા ઓક્ટોબર ૨૦૧૩મા મળી આવેલા છે. એમના દેહ પર કોઈ રહસ્યમય ચિન્હો  દેખાતા નથી કે ટ્રેન દ્વારા એમના મૃતદેહો કચડાયેલા પણ નથી. એમના કુટુંબીઓનો આક્ષેપ છે કે બીજે ક્યાંક મારી નાખીને અહીં ફેંકી દેવાયા હોવા જોઈએ.

ભારત સરકારે જાતે કબુલ્યું છે કે ફક્ત ત્રણ વર્ષના સમયમાં BARC અને KAIGA માં કામ કરતા વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સનાં થઈ ને કૂલ નવ જણાનાં મોત રહસ્યમય છે જેમાં ફક્ત બે આત્મહત્યા જણાઈ છે બાકીની ખબર નથી પડતી.

બીજા કોઈ દેશમાં આવા વૈજ્ઞાનીકોના મોત થયા હોય તો કલશોર મચી જાય પણ અહીં ચાલી જાય. અહિ શાહરુખને તાવ આવે કે સોનમને સ્વાઈન ફ્લ્યુ થઈ જાય તો ચોક્કસ કલશોર મચી જાય. એક મિત્રે બહુ કડવું સત્ય કહેલું કે ભારતની પ્રજા ડેવલપમેન્ટ ચાહક નહિ એન્ટરટેઈનમેન્ટ ચાહક છે. વિકાસ નહિ મનોરંજન જોઈએ. એટલે જ મનોરંજન આપતા લોકો અહીં તરત હીરો બની જતા હોય છે. લોકોને માનસિક દિલાસા જોઈએ એટલે ઠગ ધર્મગુરુઓ તરત હીરો બની જતા હોય છે. નેતાઓ તો છાશવારે ગમે તેમ બકવાસ કરી મનોરંજન પૂરું પાડતા જ હોય છે. હહાહાહાહાહાહાહ

મનોરંજન જીવનમાં બહુ અગત્યનું છે. એના લીધે આપણે રૂટીન લાઈફના કંટાળાજનક તણાવમાંથી મુક્ત થઈ જતા હોઈએ છીએ. પણ મનોરંજન પૂરું પાડનારાઓને હળવાશથી લેવા જોઈએ. એમને હીરો બનાવી એમની પૂજામાં રત રહેવું કોણે કીધું? અને આ લોકો મફતમાં મનોરંજન તો પૂરું પાડતા નથી અઢળક પૈસા વસુલે છે, અઢળક કમાય છે.

જે દેશ માટે જીવ આપે છે, દેશના વિકાસ માટે રાતદિવસ રીસર્ચ કરીને અને એનો સ્ટ્રેસ વેઠીને પણ કામ કરે છે તેમનો પગાર કેટલો? તેમનું દેશમાં માનપાન કેટલું? તેમની સુરક્ષા કેટલી?

અને જે લોકો પોતાના ફાયદા માટે રમે છે, પોતાના ફાયદા માટે મનોરંજન પૂરું પાડે છે, જેઓ પ્રજાનું હમેશાં શોષણ કરે છે, જેઓ નકલી દિલાસા આપવાની અઢળક કિંમત વસુલે છે તેમનું માનપાન કેટલું બધું હોય છે? એમની આવક પણ કેટલી બધી હોય છે?

આપણા હીરો લુચ્ચા ક્રિકેટર્સ, લફંગા ફિલ્મી ભવાયા, ભ્રષ્ટ નેતાઓ અને ગીધ જેવા ધર્મગુરુઓ છે.

માહિતીસ્ત્રોત: સન્ડે ગાર્ડિયન, ટ્રુથ આઉટ, ધ ન્યુઝ મિનીટ

પ્રીત કિયે સુખ હોય, હમેશાં નહિ…

પ્રીત કિયે સુખ હોય, હમેશાં નહિ…imagesXZNYX2E5

પ્રેમ સુખ આપતી બહુ સુંદર લાગણી છે. તો સાથે સાથે દુઃખ પણ આપે છે તે હકીકત છે. પ્રેમ સુખ આપે છે એનું મુખ્ય કારણ પ્રેમ સામાજિક સુરક્ષા આપે છે. કોઈના પ્રેમમાં હોઈએ કે પ્રેમી જન સાથે બેઠાં હોઈએ ત્યારે તેના ઉપરના વિશ્વાસને લીધે સુરક્ષા અનુભવાય છે ત્યારે બ્રેનમાં પ્રેમ અને વિશ્વાસનું જનક ન્યુરોકેમિકલ ઓક્સિટોસીન સ્રાવ થતાં અનહદ આનંદ અનુભવાય છે. આ જીવનમાં ખૂબ સંઘર્ષ હમેશાં હોય છે. એટલે આપણે તેની સામે લડવા આપણા હથિયાર(માનસિક) હમેશાં સજાવેલા રાખવા પડતાં હોય છે. એટલે જ્યારે પ્રેમમાં હોઈએ ત્યારે ઓક્સિટોસીનને લીધે જે સલામતી અને સુરક્ષિત આપણી જાતને અનુભવીએ છીએ ત્યારે સંઘર્ષ સામે સજાવેલા હથિયાર જરા હેઠાં મૂકી દેવાતા હોય છે કે ચાલો હમણાં સલામતી છે માનસિક-બંદૂક હવે જરા ખૂણે મૂકો. તો સાથે સાથે આપણે જ્યારે હથિયાર હેઠાં મૂકીને બેઠાં હોઈએ ત્યારે બ્રેન જરા વધુ સંવેદનશીલ હોય તે સ્વાભાવિક છે. તો આવા સમયે જરાપણ અણસાર આવે જોખમનો, બ્રેન તરત આપણને સચેત કરતું દુઃખ આપતું કે સંભવિત દુઃખનો અણસાર આપતું કોર્ટીસોલ(cortisol) નામનું ન્યુરોકેમિકલ સ્રાવ કરે છે. આવા સમયે પ્રેમીને કે સાથીદારને બ્લેમ કરવા માંડીએ તો પરિસ્થિતિ ખરાબથી વધુ ખરાબ તરફ ગતિ કરવા માંડે છે. મતલબ પ્રેમ વધુને વધુ દુઃખદાયી બનવા લાગે છે.

દાખલા તરીકે એક હરણ એના ટોળામાં આરામથી ઘાસ ચરતું હોય છે. એને ખબર હોય છે કે કોઈ જોખમ આવશે; કોઈ શિકારી પ્રાણી આવશે તો બીજા હરણ તરત ચેતવશે. એટલે તે આરામથી બેફીકર થઈ ઘાસ ચરવાની મજા માણતું હોય છે. સલામત અને સુરક્ષિત હોવાની લાગણી ઓક્સિટોસીનને લીધે અનુભવાય છે. આમ કાયમ ઓક્સિટોસીનની મજા મારવાનું કોને નાં ગમે? પણ મેમલિયન બ્રેન તે માટે ડિઝાઇન પામેલું નથી. અચાનક પેલાં બેફીકર હરણને ચરતું છોડી એને જોખમમાં મૂકી બીજા હરણ આગળ વધી જતાં હોય છે. ટોળું આગળ વધી જતા એકલું પડેલું હરણ કોર્ટીસોલ સ્રાવ વધતાં થોડું ચિંતાતુર થઈ જશે પણ એની આ દુઃખદાયી લાગણી બદલ એના સાથી હરણોને બ્લેમ કર્યા વગર તરત પોતાના થોડીવાર માટે હેઠાં મૂકેલા હથિયાર ઊચકી લેશે મતલબ એલર્ટ થઈ જશે અને ફરી હથિયાર હેઠાં મૂકવાની પળો મળે તેની રાહ જોશે.

ધારી લો કે આપણે વાનર છીએ. વાનરોની એક બહુ મોટી ખાસિયત હોય છે બે ભેગાં થાય એટલે વિશ્વાસ સંપાદન કરવા ગૃમીંગ કરવાનું શરુ. એકબીજાના વાળ ફંફોસીને પરોપજીવી શોધી સીધા મોઢામાં. આમાં પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરવાનો મુખ્ય હેતુ હોય છે. આ પ્રેમ દર્શાવવાની એમની આગવી રીત છે. હવે ટોળાનો કોઈ આપખુદ આવીને આપણને ધમકાવે ત્યારે આપણે વિચારીએ કે આપણો સાથી આપણને મદદ કરે આપણી પડખે ઊભો રહે તેવી આશા રાખીએ. પણ દર વખતે એવું બને નહિ. આપણે જેનું ગૃમીંગ કરતા હોઈએ તે મેદાન છોડી ભાગી પણ જાય આપણને એકલાં મૂકીને અને આપણે પેલાં આપખુદ સામે જાતે જ પોતાનું રક્ષણ કરવું પડે. ત્યાર પછી આપણે હવે શું કરીશું? વાનર હોઈશું તો નવો સાથીદાર શોધી લઈશું.

પણ આપણે માનવો બીજા મેમલ્સની કમ્પેરીજનમાં બહુ કૉમ્પ્લેક્સ સામાજિક વ્યવસ્થા ધરાવીએ છીએ કેમકે આપણી પાસે બીજા મેમલ્સની સરખામણીએ બહુ મોટું વિચારશીલ મગજ છે. મોટાભાગના ચિમ્પેન્ઝી એકાદ આંગળી કે અંગૂઠા ગુમાવી ચૂકેલા હોય છે કારણ આસપાસ ફરતા ખોટાનો વિશ્વાસ રાખી પેલાં એલર્ટ-હથિયાર હેઠાં મૂકીને ફરતા હોય. એટલે ઘણી વખત આપણો પાર્ટનર મુશ્કેલીમાં મદદ કરવા બાજુમાં ઊભો હોય; ઘણી વખત નાં પણ ઊભો હોય. એટલે આપણે ઓક્સિટોસીન આનંદ કાયમ માણવા મળે તેવું ઇચ્છતા હોઈએ છીએ પણ અચાનક હકીકતનું ભાન થાય છે કે આપણો સાથીદાર એની પોતાની અંગત જરૂરિયાતો સહિત કંઈક અલગ વ્યક્તિ છે. ત્યારે ઓક્સિટોસીન લેવલ નીચે જાય છે અને કોર્ટીસોલ લેવલ ઉંચે જાય છે; અહીં પ્રેમ પીડા આપે છે. અને પ્રેમ પીડાદાયક બને ત્યારે આપણે શું કરીશું?

આપણે બચપણ કે યુવાનીમાં આસપાસ જે જોયું હશે, બીજા લોકોને આવા સમયે જે રીતે વર્તણૂક કરતા જોયા હશે તે જાણે અજાણે નિરીક્ષણ કર્યું હશે અને તે નિરીક્ષણ બ્રેનમાં મિરર ન્યુરોન્સ એક્ટીવેટ કરીને બ્રેનમાં એક નાની નાની પગદંડીઓ બનાવતું હોય છે તે પ્રમાણે આપણે આવા સમયે વર્તન કરતા હોઈએ છીએ. દાખલા તરીકે પ્રેમ પીડા આપે ત્યારે પતિ-પત્ની જે એકબીજા ઉપર બ્લેમ કરતા હોય તે ઘરમાં નાના બાળકો જાણે અજાણે જોતા હોય અને તે પ્રમાણે એમના બ્રેનમાં પાથવે બનતા જતા હોય છે. જ્યારે પ્રેમ તેમને પીડા આપે ત્યારે તેઓ પણ તે રીતે જ વર્તન કરતા હોય છે. છતાં જરૂરી નથી કે તેવું જ વર્તન રીપીટ થાય. આપણે ઘણું બધું આસપાસનું નિરીક્ષણ કરીને કંઈક નવું ભણીને, શીખીને, નવું વિચારીને નવા ન્યુરલ રસ્તા બનાવી શકીએ છીએ.

કોર્ટીસોલને મેનેજ કરવાનું અઘરું પડતું હોય છે એના બદલે સાથીદાર હમેશાં આપણે ખુશ રાખે તેવું ઇચ્છવું વધુ સહેલું છે. પણ આ અપેક્ષા કાયમ પૂરી થાય તે જરૂરી નથી એટલે અસ્વસ્થ બની જવાતું હોય છે. એકબીજામાં સમાઈ જવાની મહેચ્છા ન્યુરોકેમિકલ ધક્કો, પ્રેરણા, લાગણીનો આવેગ, આવેશ, ઓચિંતો હડસેલો છે, એ સિદ્ધ નાં થાય, એમાં સફળતા ના મળે તો કશું સમાપ્ત થઈ જતું નથી.

कहा चला ए मेरे जोगी, जीवन से तू भाग केimages0AE20KD0

किसी एक दिल के कारण, यूँ सारी दुनिया त्याग के

छोड़ दे सारी दुनिया किसी के लिए

ये मुनासिब नहीं आदमी के लिए

प्यार से भी जरूरी कई काम हैं

प्यार सब कुछ नहीं जिन्दगी के लिए

तन से तन का मिलन हो न पाया तो क्या

मन से मन का मिलन कोई कम तो नहीं

खुशबू आती रहे दूर ही से सही

सामने हो चमन कोई कम तो नहीं

चाँद मिलता नहीं, सब को संसार में

है दिया ही बहोत रोशनी के लिए

कितनी हसरत से तकती है कलियाँ तुम्हें

क्यों बहारों को फिर से बुलाते नहीं

एक दुनियाँ उजड़ ही गई है तो क्या

दूसरा तुम जहाँ क्यों बसते नहीं

दिल ना चाहे भी तो साथ संसार के

चलाना पड़ता है सब की ख़ुशी के लिए

પ્રેમીજનનાં સાથ સહકાર, સોબત, સાન્નિધ્ય, સમીપતા વડે મળતી સલામતીનો આનંદ ઉઠાવતી વખતે આપણા આંતરિક જોખમ સૂચક વ્યવસ્થા(internal threat-detector) પ્રત્યે જવાબદાર રહેવું કે જેના માટે આપણું બ્રેન આકૃતિ પામેલું છે.

પ્રીત કિયે સુખ હોય, પ્રીત કિયે દુઃખ પણ હોય.

ઠંડી કાતિલાના

ઠંડી કાતિલાના15488_10203735031228965_8331100254368700496_n

ઠંડી જુવાનીમાં ઓછી લાગે ઘડપણમાં વધુ લાગે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ તરફ જેમ જેમ આગળ વધતા જાઓ તેમ શિયાળામાં ઠંડી વધુ ને વધુ લાગતી જાય. એટલે વડોદરા કરતાં અમદાવાદમાં ઠંડી વધુ લાગે અને ડીસામાં એનાથી પણ વધુ લાગે. અમારે અહિ ન્યુ જર્સી કરતા ફક્ત ૪૫ માઈલ ઉપર ન્યુયોર્ક શહેર હશે પણ ન્યુ જર્સી કરતાં ન્યુયોર્કમાં ઠંડી વધુ હોય. ઠંડી વધુ અને ઓછી લાગવાનાં અનેક ભૌતિક, ભૌગોલિક અને શારીરિક કારણો હોઈ શકે છે. માનવ શરીરમાં અનુકૂલનની અદ્ભુત ક્ષમતા હોય છે. માનવી અતિશય ગરમીમાં અને અતિશય ઉત્તર ધ્રુવની ઠંડીમાં પણ રહી શકે છે. બીજા પ્રાણીઓ આવું અનુકૂલન કરી શકતાં નથી. બીજાં પ્રાણીઓ તો એમનો ભૌગોલિક વિસ્તાર ગુમાવે તો પણ સર્વાઈવ થઈ શકતાં નથી, જ્યારે માનવી ઉત્તર ધ્રુવ થી માંડી દક્ષિણ ધ્રુવ સુધી વસી ચૂક્યો છે.

મારું ગામ માણસા અમદાવાદ થી ઉત્તરમાં ૬૦ કિલોમીટર દૂર હતું તો વડોદરાથી માણસા શિયાળામાં આવતા સંબંધીને ઠંડી વધુ લાગતી. તે સમયે મને નવાઈ લાગતી. શરીરની અનુકૂલન ક્ષમતા અદ્ભુત છે માટે તમે જેટલું વાતાવરણથી ટેવાઈ જવાની હિંમત ધરાવો તેટલું શરીર અનુકૂળ થઈ જતું હોય છે. છતાં ઉંમર વધતાં એમાં ગરબડ થઈ જાય છતાં મને એક પ્રશ્ન થાય છે કે ઉત્તર ધ્રુવમાં રહેતાં લોકો ઘડપણમાં ક્યાં જતાં હશે?

શ્વેત કરતાં અશ્વેત લોકોને ઠંડી વધુ લાગતી હોય તેવું પણ જોયું છે. અનુકૂલન પણ બે પ્રકારનું હોઈ શકે એક તત્કાલીન અને બીજું જિનેટિક. એટલે અશ્વેત લોકો જિનેટિકલી ઠંડી માટે ઓછાં ટેવાયા હોય તેવું લાગે છે. એટલે અહિ શિયાળામાં અને બરફ વર્ષા વખતે શ્વેત લોકો આરામથી થોડા ઓછા કપડાંમાં ફરતાં હોય ત્યારે અશ્વેત લોકો અઢળક કપડાં ચડાવીને ફરતાં જોવા મળે છે.

10687089_10203729129361422_3646938033259253686_nપૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં રહેતાં યુરોપ, ચાઈના અને નૉર્થ અમેરિકન લોકો વધુ ગોરા હોય છે જેમ વિષુવવૃત તરફ જતાં જાઓ તેમ લોકો વધુ ને વધુ અશ્વેત જોવા મળે છે. એટલે સામાન્યતઃ ગોરા લોકોને ઠંડી ઓછી ગરમી વધુ લાગે તો અશ્વેત લોકોને ઠંડી વધુ અને ગરમી ઓછી લાગે. મૂળ ઠંડા પ્રદેશોમાં રહેતાં લોકો ગોરાં વધુ હોય અને ગરમ પ્રદેશોમાં રહેતાં લોકો કાળા વધુ હોય. ગરમ પ્રદેશોમાં સૂરજ મહારાજની ઉપસ્થિતિ વધુ હોય છે જ્યારે ઠંડા પ્રદેશોમાં સૂરજ મહારાજની હાજરી ઓછી હોય છે. એટલે જ્યાં સૂરજ મહારાજ વધુ પડતા રહેતા હોય ત્યાં સૂરજ મહારાજ ચામડી દ્વારા શરીરમાં વધુ ઘૂસી કેન્સર જેવું જીવલેણ નુકશાન નાં કરે માટે મેલેનીન કલર-પીગમેન્ટ ચામડી ઉપર વધુ વિકસ્યા હોય એટલે માનવી કાળો દેખાય. તો ઠંડા પ્રદેશોમાં આમેય સૂરજદાદા વધુ રહેતા નાં હોય ત્યાં લોકોમાં ચામડી ઉપર કલર પીગમેન્ટ ઓછાં વિકસે જેથી દાદા શરીરમાં વધુ ઘૂસ મારી શકે અને વિટામિન ડી ની ઊણપ પૂરી કરી શકે, તો આવા લોકો ગોરા વધુ દેખાય. એટલે કાળા લોકો કદરૂપાં અને ગોરા લોકો રૂપાળા તેવી આપણી સરેરાશ માન્યતા સરસર ગલત છે.

હવે કલર પીગમેન્ટ ઓછા ધરાવતા ગોરા સ્વાભાવિક ગરમ પ્રદેશમાં આવી જાય તો એના શરીરમાં સૂરજદાદા વધુ ઘૂસી જાય તો એને ગરમી વધુ લાગવાની જ છે. વિટામિન ડી ની ઊણપ પૂરી કરવા ઠંડા પ્રદેશોમાં રહેતા ગોરા લોકો ઉનાળામાં સૂર્ય જેટલો શરીરમાં ચામડી દ્વારા વધુ ઘૂસે તેટલો વધુ સારો માની નહિવત્ કપડા પહેરીને ફરતાં હોય છે જે આપણને નિર્લજ(લાજ-શરમ વગરનાં) લાગતાં હોય છે. ઉનાળામાં ગોરા લોકો દરિયા કિનારે બીચ પર ઓછામાં ઓછાં કપડા પહેરી પડી રહેતાં હોય તેનું મુખ્ય કારણ સૂર્યના કિરણો વધુ ને વધુ શરીરમાં અંદર લેવાની માનસિકતા હોય છે. એમાં કોઈ શરીર પ્રદર્શન કે સેક્સુઅલ વૃત્તિ હોતી નથી. બાર મહિનામાં માંડ બે મહિના સૂર્ય દેખાયો હોય એટલે વધુ ને વધુ એનો ઉપયોગ કરી લેવો તે માનસિકતા હોય છે. પણ આપણને શિયાળામાં આશરે છ મહિના પગની પાની પણ નાં દેખાય તેવા સંપૂર્ણ કપડા પહેરી ફરતી ગોરી પશ્ચિમની નારી દેખાતી નથી પણ બેત્રણ મહિના ઓછાં કપડાં પહેરી ફરતી નિર્લજ નારી જ દેખાતી હોય છે. આપણે ત્યાં તડકો નીકળે ત્રાસી જવાય છે જ્યારે અહીં તડકો નીકળે વેધર ઉત્તમ છે તેવું માની લોકો ખુશ થઈ જતાં હોય છે અને ઓછાં કપડાંમાં દોડવા માંડતા હોય છે.10361329_10203735031668976_3186288211284170245_n

આપણે ત્યાં ૧૫ ડિગ્રી તાપમાને ઠંડી લાગવા માંડતી હોય છે ૯ ડિગ્રી તાપમાને એનો કાતિલ અનુભવ થવા લાગતો હોય છે. અહિ અમે માઈનસ ૧૫ ડિગ્રી સુધી આરામથી સહન કરી લેતાં હોઈએ છીએ એમાં કોઈ ધાડ મારતા નથી. એનું મુખ્ય કારણ એ હોય છે કે રોજનું રહ્યું તો એની તૈયારી પણ રોજની હોય છે. આપણે ત્યાં આટલી ઠંડી પડે નહિ તો આપણે ત્યાં એનો સામનો કરવાની તૈયારી પણ સ્વાભાવિક હોય નહિ. હું ગુજરાતમાં હતો ત્યારે શિયાળામાં બાઈક ઉપર જવું હોય ત્યારે જ સ્વેટર વગેરે પહેરતો. બાકી એક સારું સ્વેટર કે ગરમ જૅકેટ ખરીદવાનું પણ યાદ આવતું નહિ. જ્યારે અહિ એના માટે પૂરતી તૈયારી હોય છે. ઉનાળા માટે અલગ કપડાં અને શિયાળા માટે અલગ કપડાં. જરૂરિયાત બધું શીખવી દેતી હોય છે. તો ડીઝાસ્ટર મૅનેજમેન્ટ પણ એટલું જ સજ્જ હોય તે સ્વાભાવિક છે. બરફ વર્ષા થવાની હોય તે પહેલા એની સચોટ કલાક મિનિટ સાથેની આગાહી મુજબ એનો સામનો કરવાની તૈયારી પણ એટલી જ હોય છે. રોડરસ્તા પર મીઠું છંટાઈ જાય. બરફ પડતો હોય અને અમુક જગ્યાએ એને ઉલેચવાનાં વાહનો ફરતાં થઈ જાય. સરકારી તંત્ર અને લોકો પણ એટલાં જ સજ્જ હોય એટલે જનજીવન જરાય ખોરવાય નહિ. લોકો આરામથી કામ પર જતાં રહે. અમેરિકા તો એનું એજ છે પણ નૉર્થ અમેરિકાના રાજ્યો બરફ વર્ષા સામે નીપટાવી લેવા સજ્જ હોય તેટલાં સાઉથ અમેરિકાના ફ્લોરીડા કે ટેક્સાસ જેવા રાજ્યો સજ્જ નથી હોતાં. કારણ સાઉથનાં આવા રાજ્યોમાં ભાગ્યેજ બરફ પડતો હોય.

એક જાડું સ્વેટર જેવું કપડું પહેરવું તેના કરતાં બે પાતળા કપડાં ઠંડીને વધુ રોકી શકે. ઠંડીથી બચવા શરીર ઉપર કપડાના પડ વધારે એટલી ઠંડી વધુ સારી રીતે રોકી શકીએ. શિયાળામાં મારી સાથે જૉબ કરતા હતા તે અમદાવાદના જ્યોતિન્દ્ર્કાકા કમરથી નીચે ઉપરાઉપરી પાંચ કપડાના લેયર ચડાવે અને કમરથી ઉપર પણ એટલાં જ લેયર હોય. પૂછીએ એટલે પાછા ગર્વથી ગણી પણ બતાવે. અમે બધા ખૂબ હસતા. કમરથી નીચે એટલાં બધા લેયરની ખાસ જરૂર પડે નહિ.

1604874_10203729129801433_7339034711271673677_nઅહીંના મકાનોની બાંધણી પણ ઠંડીને બહાર જ રોકી રાખે તેવી હોય છે. પ્લિન્થ લેવલ પછી આખું મકાન લાકડાનું જ હોય છે. દીવાલો પણ લાકડાની. લાકડું પણ આર્ટીફીસીયલ દેશી ભાષામાં કહીએ તો ભુસાનું બનાવેલું હોય. કંકાસીયો પતિ દીવાલમાં મુક્કો મારે કે કજીયાળી પત્ની ગુસ્સામાં દીવાલમાં માથુ પછાડે તો ભુસમાથી બનેલા પાટિયાની દીવાલમાં ગોબો પડી જાય. પણ અહીંના ઘર પેટીપૅક કોમ્પેક્ટ હોય છે. બારી બારણાં એકદમ સજ્જડ બંધ રહી શકે. છતાંય આપણા ગુજરાતીઓ બારીઓની ફ્રેમ અને દીવાલ જોડે સાંધો હોય ત્યાં તમામ જગ્યાએ લાંબી લાંબી ટેપ મારી દેતા હોય છે. મકાન લગભગ સેન્ટ્રલ ઓટોમેટીક હિટીંગ સિસ્ટિમ ધરાવતાં હોય. તમારે ફક્ત તાપમાન કેટલું જોઈએ તે સેટ કરી દેવાનું. ઘર બંધ કરીને જઈએ ત્યારે પણ પાણીની પાઈપોમાં પાણી થીજી નાં જાય તેટલું તાપમાન તો સેટ કરીને જ જવું સારું.

અહિ હજુ તાપમાન ફેરનહીટમાં મપાય છે. ૩૨ ફેરનહીટ એટલે ૦ સેલ્સિયસ. એટલાં તાપમાને પાણી બરફ બની જાય. હવે ૦ ફેરનહીટ એટલે -૧૭.૭૭ સેલ્સિયસ. દેશમાંથી પહેલીવાર આવો ત્યારે પ્રથમ શિયાળો ખૂબ ઠંડી લાગે પછી ટેવાઈ જવાય. બરફ વર્ષા પહેલીવાર જોઇને ખૂબ આનંદ સાથે અચરજ પણ થાય. બરફમાં ચાલવામાં અને કાર ચલાવતા ખૂબ ધ્યાન રાખવું પડે. તાજાં પડેલા બરફમાં તમે ચાલો તો ગબડી નાં જાઓ. પણ બરફ થોડો ઓગળે રોડ રસ્તા પર એનું પાણી રેલાય અને પછી પાછું થીજી જાય તેમાં ચાલ્યા તો ગયા સમજો. કારણ આ રેલાયેલું પાણી થીજી જાય એટલે રોડ રસ્તા પર કાચ જેવું પારદર્શક પડ બની જાય નીચે રોડ રસ્તો સરસ દેખાય. આપણને લાગે સારો રસ્તો છે પણ ઉપરનું કાચ જેવું લીસું પડ તમને ગબડાવી દે. હું નવ વર્ષનો અનુભવી હતો છતાં ગબડી ગયેલો ને હાથે ફ્રેક્ચર થઈ ગયેલું. સવારે જે.એફ.કે. હોસ્પિટલમાં ગયા ત્યારે નર્સ કહે બે કલાકમાં આ નવમો કેસ છે.

ઘડપણમાં ઠંડી વધુ લાગે તેનું મુખ્ય કારણ ઉંમર વધતાં આપણી ચયાપચય ક્રિયા મંદ પડી જવાથી પોષક તત્વોનું દહન બરોબર થઈ શકતું નથી જેથી જરૂરી એનર્જી-ગરમી મળે નહિ. એમાં ચયાપચય માટે થાઈરોઈડ હૉર્મોન બહુ મોટો ભાગ ભજવતું હોય છે. થાયરોઇડની તકલીફ હોય એને ઠંડી બહુ લાગે તો ગરમી પણ બહુ લાગે. ઉંમર વધતાં થાઈરોઈડની તકલીફ પણ થતી હોય છે. અકારણ ઠંડી વધુ લાગતી હોય તો થાઈરોઈડ ચેક કરાવી લેવું સારું. એટલે અહીં વૃદ્ધ થતા જતા લોકો દક્ષિણનાં ફ્લોરીડા તરફ મુવ થઈ જતાં હોય છે. ફ્લોરીડા રિટાયર લોકોના સ્ટેટ તરીકે જાણીતું છે.

ટૂંકમાં માનવ શરીરની વાતાવરણ મુજબ અનુકૂળ થઈ જવાની ક્ષમતા અદ્ભુત છે માટે અમે અહીંના માઈનસમાં તાપમાનના આંકડા મૂકી અમે કેટલા મજબૂત સહન શક્તિ ધરાવીએ છીએ તેવી ડંફાસો મારીએ તો બહુ મન પર લેવું નહિ, તમે ભારતમાં રહેતા મિત્રો અહીં આવો તો તમે પણ જરૂર ટેવાઈ જાઓ આવી કાતિલાના ઠંડીમાં..

નરકારોહણ ઈ-પુસ્તક રૂપે..

10933775_10152489611987271_5595720294995445322_n   પ્યારા મિત્રો,

૨૦૧૦માં લખેલી નર્કારોહણ સિરીઝને ઈ-બુક તરીકે મૂકી રહ્યો છું. ગુજરાતી પ્રાઈડ(ગુજરાતી ઈ-બુક) નામની એપ્લીકેશનમાં આ પુસ્તક વાંચવા અને ડાઉનલોડ કરવા નિશુલ્ક મળશે. તમારા આઈફોન, આઈપેડ અને એન્ડ્રોઇડ ઉપકરણોમાં આરામથી આ એપ ડાઉનલોડ કરી વાંચી શકશો. આ એપમાં એના સંચાલક શ્રી. મહેન્દ્ર શર્મા દ્વારા ઘણા બધા પુસ્તકો મુકેલા છે. એમાં કરણઘેલો, સરસ્વતીચંદ્ર, પૃથ્વીવલ્લભ, સત્યના પ્રયોગો સાથે બીજા અનેક કીમતી પુસ્તકો છે.

Android Link : http://goo.gl/Cq1LgQ …… iPhone Link : http://goo.gl/5ZGSjG

ખાસ તો આ પુસ્તક વડીલ મિત્રો જેમણે મને નવું વિચારતાં શીખવ્યું છે તેવા શ્રી રશ્મિકાંત દેસાઈ, શ્રી સુબોધ શાહ, ડૉ શ્રી દિનેશ પટેલ તથા ડૉ શ્રી અમૃત હઝારી સર્વને સાદર સમર્પિત કરેલું છે.

એની ટૂંકી.

પ્રસ્તાવના

પ્યારા વાચક મિત્રો

પહેલું તો શરૂમાં જ કહી દઉં કે આ એક કટાક્ષ કથા માત્ર છે. કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો એમાં લેશમાત્ર હેતુ છે નહિ. બીજું આખી કથા વાંચ્યા પછી ખ્યાલ આવશે કે આ પુસ્તકનું નામ નરકારોહણ પણ કટાક્ષમાં જ લખાયેલું છે, એટલે નરકારોહણ ટાયટલ વાંચી એકદમ ઉત્તેજિત થઈ જવું નહિ.

મૂળ તો મેં નરકારોહણ નામની દસેક ભાગની સિરીઝ મારા બ્લોગમાં ૨૦૧૦માં લખીને મૂકી હતી. તે સમયે નેટ પર વાંચતા મિત્રોમાં આ સિરીઝ ખૂબ લોકપ્રિય પણ થયેલી. મૂળ આ પુસ્તકની થીમ કઈ રીતે ઉદભવી અને આ સિરીઝ લખવાનું મન કઈ રીતે થયું તે કહું. હું એકવાર મારી ફીજીયોથેરાપિસ્ટ ને ત્યાં ઊભો હતો મારી પછીની મુલાકાતનો દિવસ નક્કી કરવા. ત્યાં એક યુવાન ટીલાટપકાં વાળો પણ ઊભો હતો. રીસેપ્શન પર બેઠેલી છોકરીએ મને પૂછ્યું કે કયા દિવસની અપોઇન્ટમન્ટ આપું સંડે કે મન્ડેની? મેં હસતાં હસતાં કહ્યું સન્ડે હો યા મંડે રોજ ખાઓ અંડે. હું ખાલી મજાકમાં જ બોલ્યો હતો. પણ પેલાં કપાળમાં ટીલાટપકાં કરેલા ભાઈ બોલ્યાં તમારાં જેવાને લીધે અમને શાકભાજી સસ્તાં મળે છે. એમના કહેવામાં ઈંડા ખાવા અને ખાનાર પ્રત્યે એમનો જબરો તિરસ્કાર જણાઈ આવતો હતો. મેં એમની સાથે ચર્ચા કરવાનું ટાળ્યું હતું. એમના કહેવા મુજબ માંસાહારીઓ બધા નરકમાં જવાના.

મને પછી વિચાર આવ્યો કે માંસાહારીઓ બધા નરકમાં જવાના હોય તો ભારતમાં પ્રાચીન સમયમાં લગભગ બધા માંસાહારી જ હતા. આપણા પુરાણ પાત્રો પણ માંસાહારી હતા. વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામ પણ હરણનાં શિકાર કરતા અને ભોજન રૂપે આરોગતા એવું સ્પષ્ટ લખેલું જ છે. માંસાહાર નોર્મલ હતો એવા તો અનેક પુરાવા વેદોમાં, પુરાણોમાં, મહાભારતમાં, મનુસ્મૃતિમાં અને બીજા ગ્રંથોમાં છે. એટલે મને વિચાર આવ્યો કે માંસાહારી એવા પુરાણ પાત્રોની મુલાકાત કહેવાતા નરકમાં લઈએ અને એમના ઈન્ટરવ્યું લઈએ અને એને એક કટાક્ષ કથાનું રૂપ આપી એક નવા સંદર્ભમાં કશું લખીએ. મૂળ તો રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જેવા મહાન પુરુષો સ્વર્ગ-નર્ક વગેરેના મોહતાજ હોતા નથી. આવા પુરુષો જ્યાં ઊભા હોય ત્યાં સ્વર્ગ રચાઈ જતું હતું હોય છે. અરે નરકમાં ઊભા હોય તો ત્યાંથી નરક દૂર ભાગી જાય અને સ્વર્ગ રચાઈ જાય.

એટલે પ્રસ્તાવનામાં વધુ કશું લખ્યા વગર તમામ નેટ ઉપર વાંચતા મિત્રોનો ખુબ આભાર માની મને નરકમાં સાથ આપનાર વડીલ મિત્ર રશ્મિકાંત દેસાઈનો આભાર માની વિરમું છું.

: ભૂપેન્દ્રસિંહ રાઓલ. સ્ક્રેન્ટન, પેન્સિલ્વેનિયા. યુ.એસ.એ. brsinh11@gmail.com  phone +1 732 406 6937

નર્કારોહણ-દ્રૌપદી

નર્કારોહણ-દ્રૌપદી Raja_Ravi_Varma,_Pleasing નરકમાં અમે મસ્તીથી ફરતાં હતાં. અહીં તો વાતાવરણ લગભગ સ્વર્ગ જેવું જ હતું. ગરુડ પુરાણમાં વાંચેલું એવું અહિ કશું હતું નહિ. ગરુડ પુરાણમાં કેવાં ભયાનક વર્ણન હતાં પાપોની સજા ભોગવવાનાં. એવામાં અચાનક મને હવામાં વાદળી રંગના કમળ ફૂલની સુગંધ પ્રસરી રહી હોય એવો ભાસ થવા લાગ્યો.

મેં રશ્મિભાઈને પૂછ્યું, ‘આટલી સરસ મહેક ક્યાંથી આવતી હશે? આસપાસમાં કોઈ સુંદર સરોવરમાં બ્લ્યુ કમળ હોવા જોઈએ.’

રશ્મિભાઈ કહે, ‘ સરોવર તો નજીકમાં દેખાતું નથી, નક્કી આસપાસમાં યજ્ઞસેની હોવાં જોઈએ. એમનાં સિવાય કોઈના શરીરમાંથી આવી સુગંધ આવે નહિ.’

હું તો ખુશ થઈ ગયો કે નક્કી આજે પાંચાલીના દર્શન થઈ જવાના. તે સમયના મોસ્ટ બ્યુટીફૂલ વુમન એવાં કૃષ્ણા નજીકમાં જ ક્યાંક હશે. થોડા આગળ વધ્યા ત્યાં એક સુંદર પર્ણકુટિ આગળ ફૂલછોડને પાણી પિવડાવતાં એક જાજરમાન મહિલા જોયાં. જાણે અગ્નિકુંડમાંથી હાલ પ્રગટ થયાં હોય તેવાં તામ્રવર્ણ ધરાવતાં, સામાન્ય માણસને તો નજીક જતાં ડર લાગે તેવાં પ્રતિભાશાળી. દેહમાંથી પ્રસરતી કમળની અદ્ભુત સુગંધ, કમળ જેવા લોચન અને ઘેરા વાદળી રંગના વાદળોના સમૂહ જેવા અદ્ભુત કેશ.

રશ્મિકાંતભાઈ કહે આ તો નિત્યયૌવની, યજ્ઞસેની, કૃષ્ણ સખી, પંચાલ રાજાની યુદ્ધકુંવરી દ્રૌપદી જ છે, ચાલો આજે એમનો પણ ઇન્ટર્વ્યૂ લઈ જ લઈએ. અમે તો પહોંચ્યા એમની પાસે પ્રણામ કરી

રશ્મીભાઈએ અમારી ઓળખાણ આપી. જો કે તેઓને અમારી ખબર પડી ગયેલી હતી. કારણ અમે પાંડવ બ્રધર્સ અને માતા કુંતીને મળી ચૂક્યા હતાં.

‘મને થતું હતું કે આ લોકો મારો ઈન્ટરવ્યું લેવા કેમ હજુ આવ્યા નથી,’ દ્રૌપદી બોલ્યાં.

મેં કહ્યું, ‘આપનો ઈન્ટરવ્યું લીધાં વગર અમારું નર્કારોહણ અધૂરું જ રહે.’

દ્રૌપદી હસી પડ્યાં. એમનાં હાસ્યમાં પણ એક કાતિલ ઠંડક હતી. મને પોતાને બહુ ઔપચારિકતા દાખવવાનું ફાવતું નથી. એટલે સીધા સવાલો કરવા માડું છું.

‘પ્રથમ તો આપના અદ્ભુત સૌન્દર્યને પ્રણામ,’ મેં કહ્યું.

દ્રૌપદી હસીને બોલ્યાં, ‘પ્રણામ !, તમારા વેધક સવાલોના જવાબ સરખાં આપી શકીશ કે નહિ તે કહેવું મુશ્કેલ છે.’

મારું પ્રથમ પૂછવું એ છે કે, ‘આપે આપના સ્વયંવરમાં કર્ણને માછલીની આંખ વીંધવાની હરીફાઈમાં ભાગ લેવાની ના કેમ પાડી દીધેલી એ ભેદભાવ ના કહેવાય?’

દ્રૌપદી બોલ્યાં, ‘સ્વયંવરનો મતલબ જ એ કે મારે મારી ઇચ્છા મુજબ વર પસંદ કરવાનો હતો. એમાં કોણે ભાગ લેવો કોણે નાં લેવો તે મારી મરજી મુજબ જ હોય ને? હું હા પાડું તેને જ પિતાશ્રી એમાં ભાગ લેવાની મંજૂરી આપે. અને મને અર્જુન પ્રત્યે થોડો પહેલથી જ લગાવ હતો. એટલે મને ખબર હતી હરીફાઈમાં કર્ણ ભાગ લેશે તો અવશ્ય જીતી જશે. મારા સખા કૃષ્ણે પણ ઇશારો કરીને ચેતવી દીધેલી. અને મૂળ તો પાંડવો મૃત્યુ પામ્યા છે તેવી અફવા હતી એટલે આવી પાણીમાં પ્રતિબિંબ જોઈ માછલીની આંખ વીંધવાની સ્પર્ધા અર્જુનની શોધ માટે જ હતી કે અમને વિશ્વાસ હતો કે અર્જુન જીવતો હશે તો તે બહાર આવશે જ અને કર્ણ સિવાય બીજો કોઈ આ મત્સ્યવેધ કરવાની હિંમત કરશે તો તે ફક્ત ને ફક્ત અર્જુન જ હશે.’

મેં કહ્યું, ‘ઉત્તમ આઇડિયા, પણ માતા કુંતીએ અજાણતાં કહી દીધું વહેંચીને લઈ લો એમાં આ પાંચ ભાઈઓને પતિ તરીકે સ્વીકારી લેવા સમજાયું નહિ.’

‘શરૂમાં તો મેં વિરોધ કરેલો,’ દ્રૌપદી બોલ્યાં. વધુ ઉમેરતાં દ્રૌપદી બોલ્યાં, ‘આ માતાઓ અને પિતાઓ પણ સામાન્ય માનવી જ હોય છે. બધાં કાંઈ ભગવાન હોતા નથી. આપણે એમનું રીસ્પેક્ટ રાખીએ જન્મદાતા તરીકે તે અલગ વાત છે. પણ આ બધા એબ્સોલ્યુટ રાઈટ જ હોય તેવું માનવું વધું પડતું છે. શાન્તનું અને દશરથે ભીષ્મ અને રામનાં કેવાં બલિદાન લીધાં છે તે આપણે જાણીએ છીએ તેમ કુંતીએ અજાણતાં મારું બલિદાન લઈ લીધું હતું. માતાપિતા અને વડીલોની અયોગ્ય માગણીઓને નકારવાનું શીખવું પડશે. વડીલો અને પેઅરન્ટ ને એમના ગુણ દુર્ગુણ સાથે સ્વીકારી પ્રેમ કરીએ તે મહત્વનું છે. પણ તે સમયે માતાનાં વચનને બહાને સખા કૃષ્ણે અને ખુદ અર્જુને મને સમજાવી એટલે માની ગઈ અને પાંચે ભાઈઓને પતિ તરીકે સ્વીકારી લીધા.

મેં કહ્યું, ‘આખા બનાવ વિષે વધુ પ્રકાશ પાડશો?’

‘મૂળે મને આમાં કોનો દોષ છે તે હજુ સમજાયું નથી. માનવજાત બહુગમન કરનારી છે તેમાં કાંઈ નવું નથી. અને માતાએ તેમના અજાણતાં બોલાયેલ બોલ પાળવા જ તેવો આગ્રહ રાખ્યો નહોતો, ઉલટાનો આવા લગ્ન ભૂતકાળમાં થયેલા છે કે નહિ તેના પુરાવા માંગેલા. ત્યારે યુધિષ્ઠિરે ગૌતમ વંશના જટિલા દેવીનો દાખલો આપેલો કે જેઓ સાત સપ્તર્ષિ સાથે પરણેલાં હતાં અને બીજો દાખલો હિરણ્યાક્ષની બહેના પ્રચેતીનો આપેલો જે દસ ભાઈઓ સાથે પરણેલી હતી.’ દ્રૌપદીએ લાંબું ચલાવ્યું.

હું બોલ્યો, ‘ હું તો મોટાભાઈ યુધિષ્ઠિર ઉપર આમાં કપટ રમવાનો આક્ષેપ કરીને આવ્યો છું, પણ આપે વાત સ્વીકારી લીધી એમાં ઊંડે ઊંડે પાંચ શ્રેષ્ઠ પુરુષોને પામી લેવાની મનોદશા પણ વંચાય છે.’

‘દરેક સ્ત્રીમાં ખૂબ ઊંડે ઊંડે એક દ્રૌપદી વસતી હોય છે. મને મૉરલ વેલ્યુઝ ધરાવતો પતિ જોઈતો હતો, મને શારીરિક બલિષ્ઠ પતિ જોઈતો હતો, મને હિંમતવાન ધનુર્ધારી બાહુબલિ પતિ જોઈતો હતો, મને ખૂબ રૂપાળો અને બુદ્ધિશાળી પુરુષ પણ પતિ તરીકે જોઈતો હતો, હવે આ બધું એકમાં તો હોય નહિ. એટલે કદાચ મેં આ જુદા જુદા ગુણ ધરાવતા પાંચે ભાઈઓને પતિ તરીકે સ્વીકારી લીધાં હોય એવું પણ બને.’ દ્રૌપદી આજે ખુલ્લા મને બોલી ઊઠ્યાં.

‘પણ આ બધું આપ મેનેજ કઈ રીતે કરતાં?’ મેં જરા શરમ છોડી પૂછી લીધું.

‘અરે ! એમાં કોઈ મોટી વાત નહોતી. પહેલું તો આમાં કોઈ વિલાસિતા નહોતી. એક આખું વર્ષ એક જ પતિ સાથે વિતાવતી તે સમયે બીજાનો વિચાર પણ નહિ કરવાનો. એટલે હું વર્ષ પૂરું થાય અને બીજા પતિ પાસે રહેવા જાઉં ત્યારે માનસિક રીતે વર્જિન બનીને જ જતી. આપણે હમેશાં કોઈની સાથે મનોમન કમ્પેરીજન કર્યા જ કરતા હોઈએ છીએ. અને એ કમ્પેરીજન અપેક્ષાઓ વધારી દેતી હોય છે અને આપણે દુઃખી થતા હોઈએ છીએ. એટલે જે સામે અને સાથે હોય તેની ખૂબીઓ દેખાતી નથી અને એના સહવાસનું સૌન્દર્ય ગુમાવી બેસતા હોઈએ છીએ.’ દ્રૌપદીએ કહ્યું.

મેં કહ્યું, ‘ આજ અઘરી વાત છે. જરા વધુ પ્રકાશ પાડશો અમારા વાચકો માટે?’

દ્રૌપદી બોલ્યાં, ‘દાખલા તરીકે જુઓ હું ભીમ સાથે એક વર્ષ વિતાવું અને પછી બીજા વર્ષે સહદેવ પાસે જાઉં અને બંને વચ્ચે સરખામણી કર્યા કરું તો સાવ નકામું. ભીમ બલિષ્ઠ અને આક્રમક મને શયનખંડમાં સૌથી વધુ સુખ આપે પણ સહદેવ બુદ્ધિશાળી અને પ્રેમાળ માનસિક રીતે સૌથી વધુ સુખ આપે. હવે બંનેની ક્વૉલિટી જ અલગ બંને સાથે સહચર્યમાં મને અલગ અલગ સુખ મળે. હવે હું જ્યારે સહદેવ સાથે હોઉં ત્યારે ભીમને યાદ કર્યા કરું તો ભીમ તો પાસે હોવાનો નથી અને સહદેવને પણ ગુમાવું કે નહિ?’

‘હવે બરોબર સમજાયું. એટલે શાસ્ત્રોએ આપને નિત્ય કુંવારાની ઉપાધિ આપી છે તે બરોબર છે. વર્જિન એટલે શારીરિક નહિ પણ માનસિક વર્જિન.

આજના પુરુષો શારીરિક વર્જિન સ્ત્રીની અપેક્ષા રાખતા હોય છે ખરેખર સ્ત્રી શારીરિક વર્જિન હોય કે નાં હોય શું ફરક પડે છે? સ્ત્રી માનસિક વર્જિન હોવી જોઈએ જ્યારે આપણી પાસે આવે ત્યારે. માની ગયા બોસ સલામ આપને. અને એટલે જ આપને નિત્યયૌવના પણ કહ્યા છે.’ મેં કહ્યું.

હવે દ્રૌપદીનો વારો હતો તે બોલ્યાં, ‘બહુપતિત્વ ભારતમાં માન્ય હતું પણ ધીમે ધીમે લુપ્ત થતો રિવાજ હતો. તિબેટ આખું બહુપતિત્વ ધરાવતું હતું તો નેપાળમાં પણ એવા રિવાજ હતા. હજુ ઝારખંડમાં અમુક કોમોમાં એવા રિવાજ ચાલુ જ છે. બહુપતિત્વમાં પણ અલગ અલગ કુટુંબ કે વંશના પતિઓ હોય તેવું હોતું નથી પણ એક જ ઘરના ભાઈઓ જ બહુ પતિ તરીકે હોય છે. આ એક સામાજિક વ્યવસ્થા છે. પુરુષને પોતાના જિનેટિક વંશ માટે ખૂબ પ્રેમભાવ હોય છે. ભત્રીજા કે ભત્રીજી પોતાના સંતાનો હોય તેવું જ લાગતું હોય છે.’

મેં કહ્યું, ‘સાચી વાત છે. મારે દીકરી નહોતી પણ મારી ભત્રીજીઓ મને મારી જ દીકરીઓ હોય તેમ જ લાગતું હતું, અને મારા ભત્રીજાઓ સામે કોઈ આંખ ઉઠાવે તો મારી નાખું એવું આજે પણ થાય છે.’

સીતાજીની જેમ દ્રૌપદી મારું પ્રિય પાત્ર હતાં. પાંચ પાંચ શ્રેષ્ઠ પતિઓ પડખે ઊભા હોવા છતાં સ્ત્રીઓને વસ્તુ સમજવાની માનસિકતાએ એમણે ખૂબ અપમાન વેઠ્યાં હતાં. યુધિષ્ઠિરનું કૌરવો સાથે જૂગટું રમવું અને એમાં દ્રૌપદીને મૂકીને હારી જવું વગરે મને યાદ આવી રહ્યું હતું. મને તે પ્રસંગ દ્રૌપદી સાથે ચર્ચવો ગમતો નહોતો. મને તે વિષે સવાલો પૂછવાનું પણ ગમતું નહોતું. એ પ્રસંગ જાણે મારી આંખોમાં અશ્રુ બનીને તગતગી રહ્યો હતો. હું પોતે જાણે તે ભારતના ઇતિહાસની સૌથી મોટી કલંકિત ઘટના દુઃશાસન દ્વારા દ્રૌપદીનું વસ્ત્રહરણ કરતી સમગ્ર સભામાં અસહાય વિકર્ણ કે અસહાય વિદુર હોઉં તેવું અનુભવતો હતો. દ્રૌપદીની હાજરી જ અમને લાગણીશીલ બનાવી રહી હતી. અમે બધાં મૌન હતાં. શું બોલવું કશી ખબર પડતી નહોતી. સ્ત્રીઓની છઠ્ઠી ઇન્દ્રિય બહુ તેજ હોય છે.

Draupadi_s_presented_to_a_pachisi_gameમારી આંખોમાં અશ્રુ જોઈ દ્રૌપદી બોલી ઊઠ્યાં, ‘ હું સમજી શકું છું તમારી મનોવ્યથા. સ્ત્રીઓ પ્રત્યે વિશેષ સન્માન ધરાવતા વ્યક્તિઓ છો. પણ હું કહું તો તે સમય જ્યારે યુધિષ્ઠિર મને જુગારમાં મૂકીને હારી ગયા મારી જીંદગીનો સૌથી મોટો અપમાનિત દિવસ હતો એવું નહિ સમગ્ર માનવજાતની સ્ત્રીઓ માટે સૌથી મોટો અપમાનિત દિવસ હતો. મારો મુખ્ય સવાલ સમગ્ર સભા માટે હતો કે યુધિષ્ઠિર પહેલા પોતાને હારી ગયા પછી મને જુગારમાં મૂકવાનો એમનો હક કઈ રીતે બને? વાસ્તવમાં ઉત્તર બધા જાણતા જ હતાં પણ કોઈને આપવો નહોતો. વિકર્ણ અને વિદુર અસહાય હતા. ભવિષ્યમાં ભીમ અને અર્જુન મહાવિનાશ વેરવાના હતા તે પણ મને ખબર હતી છતાં હાલ અસહાય હતા. સારું થયું મારા સખા કૃષ્ણ તે સમયે આસપાસમાં ક્યાંક વિરામ કરતા હશે અને એમનું જાસૂસી તંત્ર હમેશની જેમ સતર્ક કે કૃષ્ણને સમયસર જાણ થઈ ગઈ તે સત્વરે આવી પહોચ્યા. એમનો પ્રભાવ જ એવો હતો કે એમની હાજરી જ આવા કામ રોકવા સક્ષમ હતી. એમનું ઓઢાડેલું વસ્ત્ર ઉતારવાની હિંમત તે સમયે સમગ્ર ભારતવર્ષમાં કોઈની નહોતી. ગોવિંદ કોઈને વસ્ત્ર ઓઢાડે પછી એને કોઈ નિર્વસ્ત્ર કરી શકે ખરું? આખી સભાને પળમાં બાળી નાખવાનો પ્રચંડ ક્રોધ એમની આંખોમાં સળગતો જોઈ અંધ મહારાજ અને દેખતાં અંધ બનેલાં મહારાણી ગાંધારી ચેતી ગયા કે હવે કૌરવોનો વિનાશ નક્કી છે. એમણે ત્રણ વરદાન માંગવાનું કહ્યું. એમાં મારા પતિઓને દાસત્વમાંથી મુક્ત કરાવ્યા કે એમના સંતાનો દાસના સંતાનો તરીકે ઓળખાય નહિ. અને બીજા વરદાનમાં બધું ગુમાવેલું પાછું મેળવ્યું. ત્રીજા વરદાનનો લોભ મેં રાખ્યો નહિ. છતાં જુઓ કે જુગારની લત કેટલી ખરાબ હોય છે ? છેલ્લી ગેમમાં ૧૨ વર્ષનો વનવાસ અને એક વરસ ગુપ્તવાસ મળ્યો ત્યારે જ યુધિષ્ઠિર જંપ્યા..’

દ્રૌપદીએ ખાસું લાંબું વક્તવ્ય આપ્યું હતું. એમની આંખોમાં પણ ભીનાશ તગતગી રહી હતી. અમે તો કશું પૂછવાની હામ ગુમાવી બેઠાં હતાં. હવે તો તેઓ જાતે જે બોલે તે જ સાંભળવું હતું. અથવા રશ્મિભાઈ પૂછે તો બરોબર, અને તેઓ પણ સમજી ગયા હતા મારી મનોદશા.

એમણે પૂછ્યું કે આપે પણ દુર્યોધનને મહેણું મારેલું કે અંધના અંધ હોય એવું?

દ્રૌપદી બોલ્યાં, ‘એમાં ખોટું શું હતું? એક તો પિતા ખાલી આંખોથી અંધ હતા એવું તો હતું નહિ? પુત્રોને મોહવશ સાચું કહેવા બાબતે પણ અંધ હતા. ચાલો આંખો કામ કરતી નાં હોય અને અંધ હોય તેને તો માફ કરી શકાય પણ દેખતાં હોય અને અંધ હોય તે સૌથી મોટા ખતરનાક. સંતાનો માટે સૌથી પહેલો શિક્ષક માતા હોય છે, જ્યારે માતા જ અંધ હોય અને તે પણ દેખતી માતા જાણી જોઈને અંધ બને તેનાં સંતાનો દરેક બાબતે અંધ જ પાકે. પિતા અંધ હોય તો માતાએ તો આંખો વધું ખુલ્લી રાખવી પડે, નહિ તો પછી મહાભારત જ સર્જાય.’

હું તરત બોલી ઊઠ્યો, ‘તદ્દન સાચી વાત છે. આંધળાની લાકડી બનવાને બદલે જાતે જ દેખતાં અંધ બની ગાંધારી કૌરવોના વિનાશનું એકાદું કારણ અવશ્ય બન્યાં છે.’

‘ભણેલાં અભણ અને દેખતાં અંધ બંને ચક્ષુઅંધ અને રિઅલ અભણ કરતાં સમાજ માટે વધુ ખતરનાક અને નુકશાન કારક હોય છે,’ દ્રૌપદી બોલ્યાં.

અદ્વિતીય સૌન્દર્ય ધરાવતાં કૃષ્ણાને મારે હવે કશું પૂછવું નહોતું. હું તો વ્યથિત હૃદયે ત્યાંથી ભાગી છૂટવા માંગતો હતો. અમે કમલગંધાને પ્રણામ કરી વિદાય માંગી. એમણે પણ જ્યારે આવવાની ઇચ્છા થાય આવી ને વાર્તાલાપ કરવાની છૂટ આપી અમને વિદાય આપી. હું મૌન હતો. હજુ મારી આંખો સમક્ષ ભીષ્મ અને દ્રોણ જેવા સભાજનોની સમક્ષ આક્રંદ અને આક્રોશ સાથે પ્રશ્નો પૂછતાં દ્રૌપદી તરી આવતાં હતાં. એમની હાજરીમાં મારી આંખોમાં અટકી રહેલી અશ્રુધારા જરા દૂર જતાં હું રોકી શક્યો નહિ.

રશ્મિભાઈ મારા ખભે હાથ ફેરવતા મને માહિતી આપી રહ્યા હતાં. દ્રૌપદી આગલાં જન્મમાં ભગવાન આગળ ભૂલમાં પાંચ વાર પતિ માંગી ચૂક્યાં હતાં એવી વાર્તા છે. એમને યુધિષ્ઠિર દ્વારા પ્રતિવિન્ધ્ય, ભીમ દ્વારા સુતસોમા, અર્જુન દ્વારા સુતકર્મા, નકુલ દ્વારા સતાનિક અને સહદેવ દ્વારા શ્રુતસેન એમ પાંચ પુત્રો હતા. નાના બાળકોને મારી નાખનારા તાલીબાનો ત્યારે પણ હતાં. કશું ચાલ્યું નહિ ત્યારે અશ્વસ્થામાંએ દ્રૌપદીના પાંચે પુત્રોને મારી નાખેલા. છતાં એક માતાનું ઉમદા હૃદય ધરાવતાં દ્રૌપદીએ દ્રોણ પત્ની અને અશ્વસ્થામાંની માતા  કૃપીનાં માતૃ હૃદયનો ખ્યાલ કરીને અર્જુન અને ભીમના હાથમાંથી અશ્વત્થામાને બચાવેલો. આ એમના હ્રદયની દયા અને પવિત્રતાની પરાકાષ્ઠા હતી.

અમે હવે કોનો ઈન્ટરવ્યું લઈશું તે વિચારતા ત્યાંથી આગળ વધ્યાં.

નોંધ: — મિત્રો ‘નર્કારોહણ સિરીઝ બહુ પહેલા લખેલી છે. એમાં અમે ઊંઘમાં કહેવાતા નરકમાં પહોંચી ગયેલા અને જુદાજુદા મહાનુભાવોના ઈન્ટરવ્યું લીધેલા. એમાં ત્યારે દ્રૌપદી મળેલા નહિ. આ એક કટાક્ષ કથા છે. આ કહેવાતું નર્ક જ્યાં અમે ગયેલા તે ખરેખર નર્ક નહોતું તે આખી સિરીઝ વાંચો ત્યારે જ ખયાલ આવશે માટે કોઈએ ધાર્મિક લાગણી દુભવ્યા વગર લખાણ વાંચવું અને પ્રતિભાવ આપવા વિનંતી છે.’

અઢળક ઢળિયો શામળિયો, ધમાકેદાર સરવૈયું ૨૦૧૪ના વર્ષનું…. 2014 in review

બ્લોગર, ફેસબુક, ટ્વીટર તથા અન્ય સર્વે વાચક મિત્રોનો ખુબ ખુબ આભાર. ૨૦૧૪માં આપ સર્વેનો અઢળક પ્રેમ સંપાદન થયો છે. નવા ૨૦૧૫ના વર્ષમાં પણ મળવાનો જ છે તેની મને ખાતરી છે. The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 72,000 times in 2014. If it were an exhibit at the Louvre Museum, it would take about 3 days for that many people to see it.

Click here to see the complete report.

યુદ્ધસ્ય કથા નેવર રમ્યા… પાયમાલ પેશાવરની પાછળ

યુદ્ધસ્ય કથા નેવર રમ્યા… પાયમાલ પેશાવરની પાછળuntitlednah

હૃદય હચમચાવી દે તેવી કરુણ, તાલીબાનો દ્વારા ૧૩૨ બાળકો સાથે કેટલાક શિક્ષકોને નિર્દયતાથી રહેંસી નાખવાની ઘટના પેશાવરમાં બની તેનાં મૂળિયા બહુ ઊંડા છે. પેશાવર સાથે આખું પાકિસ્તાન પોતાને પાયમાલ થઈ ગયાનું મહેસૂસ કરતું હશે. પાકિસ્તનમાં વસેલા તાલીબાનો મૂળ અફઘાન રેફ્યુજી છે. સાપોને દૂધ પિવડાવી ઉછેરીએ તો શું પરિણામ આવે? આપણે વિચારતાં હોઈશું કે આ સાપોને દૂધ પિવડાવી ઉછેરવાનું પાપ પાકિસ્તાન અને અમેરિકાએ એકલાએ જ  કર્યું હશે. પણ એવું નથી, આ પાપમાં બહુ બધા ભાગીદાર છે. પાકિસ્તાન સાથે ચીન, અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, સાઉદી અરેબિયા, ઈરાન સાથે આડકતરી રીતે બીજા ૩૪ ઈસ્લામિક દેશો પણ ભાગીદાર છે. સાથે સૌથી મોટું આ પાપમાં ભાગીદાર હોય તો અફઘાનિસ્તાન પોતે અને એને લશ્કરી મદદ કરનાર રશિયા પણ છે. મામા શકુનિ થી માંડી ગઝની, ઘોરી, તૈમુર લંગ, બાબર, અબ્દાલી સુધી જુઓ આ પ્રજાના જિન્સમાં જ હિંસા, ખૂનામરકી, ભારોભાર પડેલી છે. આપણી આસપાસ અમુક કજીયાળા લોકોનો અનુભવ સહુને હશે. આવા લોકોને કજીયો કરવા જોઈએ એટલે જોઈએ જ. લડ કાંતો લડનાર દે એવી માનસિકતા ઘણા લોકોની હોય છે. એકવાર ભૂલી જાઓ કે પાકિસ્તાન અલગ છે, તે આપણા હિન્દુસ્તાનનો ભાગ જ છે એવું ધારી લો, અને વિચારો કે ગઝની, ઘોરી, તૈમુર અને અબ્દાલી જેવાઓએ આ હાલની પાકિસ્તાની પ્રજા ઉપર જુલમ ગુજારેલા જ છે. ખાઈ પીને મજા કરી લો નહીં તો અબ્દાલી આવીને લુંટી જશે એવા મતલબનું એક સુફી ફકીરનું કાવ્યાત્મક વાક્ય પાકિસ્તાનમાં પ્રચલિત હતું. હવે વટલાઈને મુસલમાન બન્યા પછી પાકિસ્તાની પ્રજા એમના પૂર્વજો ઉપર ભૂતકાળમાં અફઘાનો દ્વારા ગુજારેલા જુલમ ભૂલી જાય તેવું બની શકે. નિસાર જેવા પાકિસ્તાની પત્રકારને આ બધું હજુ યાદ છે માટે તે સરેઆમ કહે છે કે તૈમુર-બાબર જેવા કોઈ મહાન નહિ પણ જુલમી માનવ ખોપરીઓનાં મિનારા ચણવાવાળા જુલમી શાસકો માત્ર હતા.

‘નવી પેઢીના મિત્રોને બહુ ખબર હોય નહિ એટલે લખવાનું મન થાય છે.’

૧૯૭૩ સુધી અફઘાનિસ્તાનમાં રાજાશાહી હતી, ૧૯૩૩ થી  કિંગ મોહમ્મદ ઝાહિર શાહ અહીંના રાજા હતા જે અમેરિકાના માનિતા હતાં. કિંગના

કિંગ ઝહિર શાહ
કિંગ ઝહિર શાહ

પિતરાઈ ભાઈ મોહમ્મદ દાઉદ ખાન ૧૯૫૪ થી ૧૯૬૩ સુધી કિંગના પ્રાઈમ મિનિસ્ટર હતાં. આ વર્ષો દરમ્યાન અહીં માર્કસિસ્ટ પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ઑફ અફઘાનિસ્તાનનું જોર વધવા લાગ્યું હતું. આ PDPA ૧૯૬૭માં બે ભાગમાં વહેંચાઈ ગયેલું નૂર મોહમ્મદ તરકી અને હફીઝુલ્લાહ અમીનની આગેવાની હેઠળ ‘ખલ્ક’ અને બબ્રાક કરમાલની આગેવાની હેઠળ ‘પરચમ’(ફ્લેગ).

કિંગ શાહ કોઈ સારવાર કરાવવા ઇટાલી ગયા હતા ને એમની સામે પુઅર ઇકોનોમિક કંડિશન અને કરપ્શનનાં આક્ષેપો મૂકી ભૂતપૂર્વ પ્રાઈમ મિનિસ્ટર દાઉદ જે કિંગના કઝન હતા તેમણે મિલિટરી પાવર હસ્તગત કરી લીધો ને રાજાશાહીનો અંત આણી દીધો. ભૂતપૂર્વ કિંગ ૨૯ વર્ષ ઈટાલીમાં ગોલ્ફ અને ચેસ રમતા રહ્યા.  તે સમયે દાઉદ સામાન્ય પ્રજામાં પૉપ્યુલર હતા પણ PDPAનાં સપોર્ટરમાં અપ્રિય હતા. એવામાં PDPAનાં બહુ મોટા આગેવાન મીર અકબર ખૈબરની રહસ્યમય હત્યા થઈ, એની પાછળ મોહમ્મદ દાઉદનો હાથ હશે માની કાબુલમાં એમના વિરુદ્ધ જબરદસ્ત પ્રદર્શન ભરાયાં હતાં. એના પરિણામે PDPAનાં બહુ બધા નેતાઓની ધરપકડ થઈ.

એપ્રિલ ૨૭, ૧૯૭૮ અફઘાન આર્મી જે PDPA તરફ સહાનૂભુતિ ધરાવતું હતું તેનાં દ્વારા એક ષડ્યંત્ર રચાયું મોહમ્મદ દાઉદની એમના આખા કુટુંબ સાથે હત્યા કરવામાં આવી અને નૂર મોહમ્મદ તરકી PDPAનાં જનરલ સેક્રેટરી હતા તે ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ અફઘાનિસ્તાનનાં વડાપ્રધાન બન્યા સાથે સાથે રેવલ્યૂશનરી કાઉન્સિલનાં પ્રમુખ પણ. નૂર મોહમ્મદ તરકી PDPAનાં પ્રમુખ, જનરલ સેક્રેટરી અને દેશના પ્રધાનમંત્રી એમ ત્રણ હોદ્દે હતાં અને નાયબ વડાપ્રધાન તરીકે હફીઝુલ્લાહ અમીન હતા. પહેલા ૧૮ મહિના તો આ નવા શાસકોએ સોવિયેટ સ્ટાઇલ આધુનિકરણ પ્રોગ્રામ અમલમાં મૂકવાનું શરુ કરી દીધેલું. જે રૂઢિવાદી મુસ્લિમોને ઇસ્લામ વિરુદ્ધનું લાગવા માંડ્યું હતું. લગ્ન વિષયક રિવાજોમાં ફેરફાર, પાવરફુલ જમીનદારોએ ખેડૂતોના માથે ઠોકેલા અતિશય દેવા માફી વગેરે નવા ફેરફાર ૧૯૭૮ના મધ્યમાં નુરીસ્તાન પ્રદેશમાં બળવો શરુ થવાના કારણ બન્યાં. સપ્ટેમ્બર ૧૯૭૯માં પ્રમુખ તરકીની પહેલા ધરપકડ કરી પછી એમની હત્યા કરીને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર હફીઝુલ્લાહ અમીને સત્તા હસ્તગત કરી લીધી. આમ સરકારોની અસ્થિરતા સાથે એની સામે બળવો પણ વધી રહ્યો હતો. હું ૧૯૭૧માં બરોડા અભ્યાસ કરવા આવી ચૂક્યો હતો. પહેલા સ્કૂલમાં અને પછી કૉમર્સ ફેકલ્ટીમાં મારો અભ્યાસ ચાલતો હતો. સ્વ. વાસુદેવ મહેતા જેવા ધરખમ રાજકીય સમિક્ષકને વાંચવાની મને આદત હતી.

અફઘાન રાજકારણમાં સોવિયેટ રશિયાની અસર બહુ મોટી હતી. ૧૯૪૭ થી અફઘાનિસ્તાન આર્થિક સહાય, લશ્કરી સાધન સામગ્રી, લશ્કરી તાલીમ વગેરે મેળવી રહ્યું હતું. ૧૯૧૯માં એન્ગલો-અફઘાન વોર સમયે પણ રશિયા અફઘાનિસ્તાનને મદદ કરી ચૂક્યું હતું. રશિયા અને અફઘાનિસ્તાન વચ્ચે લશ્કરી મદદના કરાર ૧૯૫૬ અને ફરી ૧૯૭૦માં થયા હતાં. ભારતે પણ એવા મૈત્રી કરાર ૧૯૭૧માં રશિયા સાથે કરેલા હતાં. રશિયાએ અફઘાનિસ્તાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખડું કરવા ખુબ મદદ કરી હતી. કાબુલ યુનિવર્સિટી, પોલિટેકનીકલ ઇન્સ્ટીટયુટ, હોસ્પિટલ્સ, પાવર પ્લાન્ટ્સ, લોકલ સ્કૂલ્સ, બધું રશિયાની મદદ વડે ખડુ થયું હતું. ૧૯૮૦ની સાલ દરમ્યાન Blakhe, Herate, Takhar, Nangarhar અને  Fariyab પ્રાંતોમાં રશિયાએ યુનિવર્સિટીઓ ખડી કરી આપી હતી અને અફઘાન વિદ્યાર્થીઓને ભણાવવા રશિયન વિદ્વાનો સેવા પણ આપતા હતા. અફઘાન વિદ્યાર્થીઓને  રશિયન ભાષામાં નિષ્ણાત બનાવવામાં આવી રહ્યાં હતાં. રશિયા અફઘાનીસ્તાનનું રશીયાકીકરણ કરવા માંગતું હતું જે રૂઢીવાદી મુસ્લિમોને મંજુર નહોતું.

untitledlkmnબળવાખોરો સામે ટક્કર લેવા પ્રમુખ તરકીએ રશિયાના ચેરમેન કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સ કોસીજીનને લશ્કરી સહાયની વિનંતી કરેલી પણ કોસીજીન તેયાર નહોતા. તેઓએ પ્રેસિડન્ટ બ્રેઝનેવને વિનંતી કરી શરૂમાં તેઓ પણ તૈયાર નહોતા. તરકી અને અમીન બંને પરચમનાં નેતાઓની હત્યાઓ કરે રાખતા હતા. ગમેતેમ કરીને તરકી બ્રેઝનેવને મદદ કરવા સમજાવી શક્યા હતા. બળવો ધીમે ધીમે જોર પકડી રહ્યો હતો. આ બે પ્રમુખોએ ૧૧૦૦૦ જેટલા પરચમ નેતાઓ અને સપોર્ટરને પતાવી દીધેલા તેવું કહેવાય છે. જે રશિયાને ગમેલું નહિ.

૧૯૭૯માં અમેરિકાને સંડોવતો એક દુઃખદ બનાવ બન્યો. સામ્યવાદી વિચાધારા ધરાવતા કેટલાક આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં અમેરિકન એમ્બેસેડર Adolph Dubs નું અપહરણ કર્યું. આ અપહરણ દ્વારા એમનો ઇરાદો એમના નેતા બદરુદ્દીનને છોડાવવાનો હતો. અમેરિકન સરકારે રશિયા અને અફઘાન સરકારને અપહરણકર્તાઓ સાથે શાંતિથી વાટાઘાટો કરવા વિનંતી કરેલી જેથી એમના એમ્બેસેડર પર જીવનું જોખમ ઊભું થાય નહિ. અપહરણકર્તાઓએ અમેરિકન એમ્બેસેડર Dubs ને કાબુલ હોટેલની રૂમ નંબર ૧૧૭માં રાખેલા. અમેરિકાએ એની એમ્બેસીના ડિપ્લોમેટિક સ્ટાફને વાટાઘાટો કરવા કાબુલ હોટેલ મોકલી આપેલો. અપહરણકર્તા સાથે વાટાઘાટ શરુ થઈ તે દરમ્યાન રશિયન એડવાઈઝરનાં કહેવાથી અફઘાન સિક્યોરિટી ફોર્સે અપહરણકર્તાઓ સામે હુમલો શરુ કરી દીધો એ દરમ્યાન યુ.એસ. એમ્બેસેડર માર્યા ગયા. રશિયા અને અમેરિકા વચ્ચે આ પ્રસંગે તણાવ ખુબ વધારી દીધેલો. આ સાથે ૧૯૮૦નાં અંત સુધીમાં સ્ટ્રોંગ અફઘાન આર્મીના ૮૦,૦૦૦ સૈનિકોમાંથી અડધા કરતા વધુ લશ્કર છોડી ગયા અને કહેવાય છે મુજાહિદ્દીન બળવાખોરો સાથે મળી ગયા.

આ બળવાખોરોનું જૂથ એટલે મુજાહિદ્દીન. મુજાહિદ્દીન ‘પેશાવર સેવન’ અને તેહરાન એઈટ’ એમ મુખ્ય બે જૂથનું સમન્વય હતું. સુન્ની એવા પેશાવર સેવનનાં સભ્યો પાકિસ્તાન અને ચાઇનામાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા. એમને આર્થિક સહાય અમેરિકા, બ્રિટન, અને સાઉદી અરેબિયા કરી રહ્યા હતા. જ્યારે શિયા એવું તેહરાન એઈટ ગૃપ ઈરાન જોડેથી મદદ મેળવી રહ્યું હતું. સુન્નીના સાત ગૃપ અને શિયાના આઠ ગૃપ બધા ભેગાં મળીને અને જુદા જુદા અફઘાન સરકારો સામે લડતા હતા.

શિયા અને સુન્ની રૂઢિવાદી જૂથો એકબીજાના મતભેદ બાજુ પર રાખી રાજાશાહી પછી આવેલી કહેવાતી સેક્યુલર સરકારો સામે લડતા હતા. બીજો પ્રૉબ્લેમ એ હતો કે સત્તા પર રહેવા સરકાર બનાવવા આ સુધારાવાદી સામ્યવાદી વિચારો ધરાવનારા પણ અંદરોઅંદર કાવાદાવા અને હત્યાઓ કરી લડે રાખતા હતા. આ બાજુ અફઘાનિસ્તાનનાં પાડોશી પાકિસ્તાનનાં ભુટ્ટો જેવા નેતાઓએ પણ અફઘાનિસ્તાનની સેક્યુલર સરકારોને દબાણમાં રાખવા ચાલ રમવા માંડી હતી, ખાસ તો જમિયતે ઇસ્લામી સંસ્થાના સભ્યોને ત્રાસવાદ માટે સખત તાલીમ આપવાનું કામ ભુટ્ટોએ શરુ કરેલું. પ્રમુખ તરકીએ અફઘાનિસ્તાનને મૉર્ડન બનાવવા પુરાણી સામંતશાહી નાબૂદ કરવાનું કામ શરુ કરેલું, જુના રિવાજો કાયદા બદલવાનું શરુ કરેલું, એના માટે આધુનિકરણના વિરોધી એવા મુલ્લાઓ અને મુખિયાની હત્યાઓ પણ કરવામાં આવી હતી. પ્રમુખ તરકીએ લગભગ ૨૭૦૦૦ જેટલા રાજકીય વિરોધીઓને પુલ એ ચરખી જેલમાં હણી નાખેલા તેવું કહેવાય છે.

1024px-BMD-1_in_Afganistanએપ્રિલ ૧૯૭૯ થી થોડી થોડી રશિયન લશ્કરી સહાય તો મળવા માંડી હતી મિલિટન્ટ ગૃપો સામે લડવા. પ્રમુખ તરકીની હત્યા કરાવી પ્રમુખ બનેલા અમીન રશિયાના અફઘાન વફદારોની હત્યા કરાવે છે અને પાકિસ્તાન અને ચીન સાથે સારા સંબંધો બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે તેવો એક રિપોર્ટ કે.જી.બી. એ રશિયાના માંધાતાઓને આપ્યો. અમીનની અમેરિકાના કોઈ નેતા જોડે સિક્રેટ મીટિંગ થઈ છે તેવું પણ રશિયાની જાણમાં આવ્યું. બહુ મોટી મિલિટરી હલચલ થશે તેવું ધ્યાનમાં આવી જતા પ્રમુખ અમીને એમની ઓફીસ તાજબેગ પૅલેસમાં બદલી નાખેલી. ૨૭ ડિસેમ્બર ૧૯૭૯ સાંજે ૭ વાગે ૭૦૦ સોવિયેટ ટ્રુપ્સ અફઘાન યુનિફૉર્મમાં સજ્જ થઈ, ત્રાસવાદીઓ સામે લડતા સ્પેશલ આલ્ફા અને ઝેનીથ ગ્રૂપ તથા કે.જી.બી. સાથે મળીને અફઘાનિસ્તાનની મહત્વની સરકારી, લશ્કરી અને સંદેશા વ્યવહાર, મીડિયા ઈમારતો કબજે કરી ઓપરેશન શરુ કરે છે. ૭:૧૫ તાજબેગ પેલેસ પર હુમલો કરી પ્રમુખ હફીજુલ્લાહ અમીનનો અંત આણી  ૨૮ ડિસેમ્બર ૧૯૭૯ ની વહેલી સવારે ઓપરેશન પૂરું. સવારે રેડીઓ કાબુલ પરથી અગત્યની જાહેરાત કે અમીનના જુલમી શાસનમાંથી અફઘાનિસ્તાન મુક્ત, તેમના ગુનાઓ સબબ અફઘાન રેવલૂશનરી સેન્ટ્રલ કમિટી દ્વારા એમનો અંત આણવામાં આવે છે અને કમિટી સરકારના વડા તરીકે બબ્રાક કરમાલની નિમણૂક કરવામાં આવે છે અને સોવિયેટ સરકાર મૈત્રી કરાર મુજબ અફઘાનિસ્તાનમાં લશ્કરી સહાય આપશે. ૧૮૦૦ ટેંક, ૮૦,૦૦૦ સૈનિકો, ૨૦૦૦ હથિયારબંધ લશ્કરી વાહનો સાથે રશિયા હવે અફઘાનિસ્તાનમાં પ્રવેશી ચૂક્યું હતું.

untitlednhj
પ્રમુખ રીગન સાથે

૩૪ ઈસ્લામિક દેશો મુસ્લિમ દેશ અફઘાનિસ્તાનમાંથી રશિયા બિનશરતી તાત્કાલિક હટી જાય તેવી માગણી સાથે રશિયાના પ્રવેશને વખોડી કાઢતા ઠરાવો કરે છે યુ.એન. જનરલ એસેમ્બલી ૧૦૪ વિરુદ્ધ ૧૮ વોટે તેને પાસ કરે છે. ભારતે રશિયા જોડે ૧૯૭૧નાં યુદ્ધ વખતે મૈત્રી કરાર કરેલા હતા માટે આપણે રશિયાની વિરુદ્ધમાં વોટ આપીએ તેવું બને નહિ. ખાશોગી, ગદ્દાફી અને એવા બીજા શસ્ત્રોના સોદાગરોને હવે જલસા પડી જવાના હતા. ઇઝરાયેલે અરબો સામે લડતા જે રશિયન બનાવટનાં શસ્ત્રો કબજે કરેલા તે અમેરિકા ખરીદીને મુજાહિદ્દીનને આપવા માંડે છે, ઈજીપ્ત એના લશ્કરમાં અપગ્રેડ કરેલા શસ્ત્રો દાખલ કરી જુના સડેલા શસ્ત્રો મિલીટન્ટની સપ્લાય કરવા માંડે છે. તુર્કી એના બીજા વિશ્વયુદ્ધ વખતનો સ્ટોક બહાર કાઢે છે. બ્રિટન અને સ્વિસ બ્લોપાઈપ મિસાઇલ સપ્લાય કરે છે. ચાઈના પણ શું કામ બાકી રહે? રશિયા સામે આડકતરી રીતે મુજાહિદ્દીનોને મદદ કરી આ બધા દેશો પરોક્ષ રીતે લડાઈમાં ઊતરે છે. બબ્રાક કરમાલ વધુને વધુ મદદ રશિયા જોડે માંગવાનાં જ હતા અને આમ આશરે ૧૦ વર્ષ રશિયા અફઘાનિસ્તાનને ધમરોળવાનું હતું. સામે મુજાહિદ્દીનો એક લાંબું ગેરીલા વોર લડવાના હતા. એક આધુનિક રાષ્ટ્ર નિર્માણ કરવાનું સ્વપ્ન સેવતી સરકારોની રીતરસમો ગલત હતી તો સામે રૂઢિવાદીઓને એમની પ્રાચીન માન્યતાઓ અને સામંતશાહી છોડવી નહોતી.

રશિયાએ મુખ્ય શહેરો કબજે કરી લીધા હતાં તો મુજાહિદ્દીન નાના નાના ગૃપ બનાવી ગેરીલા યુદ્ધ કરી રહ્યાં હતા. દેશનો ૮૦ ટકા ભાગ સરકારના કંટ્રોલ વગરનો હતો. પાકિસ્તાન બાજુના પ્રાંતોમાં રશિયા અને મુજાહિદ્દીન વચ્ચે ભયાનક વોર ચાલી રહ્યું હતું. રશિયન આર્મી અફઘાન આર્મીને મુજાહિદ્દીન સામે લડવા ઊંટની જેમ વાપરતું હતું. અફઘાન આર્મીને ખાલી પગારના ચેક સાથે વધુ મતલબ રહેતો તે પણ હકીકત હતી. રશિયાની ટાર્ગેટ ગામડાના લોકો પણ રહેતા જેથી તે લોકોનો સપોર્ટ મુજાહિદ્દીનને મળે નહિ. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ભાગો અથવા મોતની ચાદર ઓઢી લો એમ બે જ વિકલ્પ રહેતા. મુજાહિદ્દીનને ઓપરેશન સાયક્લોન હેઠળ અમેરિકા, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુનાઈટેડ કિંગડમ, ઈજીપ્ત, ચાઈના ખુબ મદદ કરી રહ્યા હતા. તો મૂળ અફઘાનિસ્તાનનાં નાં હોય તેવા ફોરીન ફાઈટર પણ આ યુદ્ધમાં જોડાયા તેમાં મુખ્ય હતો આરબ ઓસામા બિન લાદેન, ભવિષ્યમાં તેનું  ગૃપ ‘અલકાયદા’ તરીકે દુનિયામાં તબાહી મચાવવાનું હતું ખાસ તો એના જન્મદાતા અમેરિકામાં ખુદનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડીને..

220px-Charliewilsonwarposterટોમ હેન્ક અને જુલિયા રોબર્ટનું ‘ચાર્લી વિલ્સન વોર’ નામનું એક મુવી આવેલું તે જોવાથી અફઘાન સિવિલ વોર ઉપર ખુબ જાણવા મળશે. સ્ટીંગર મિસાઇલ જે ખભા ઉપર રાખી છોડી શકાય તે મુજાહિદ્દીનને સપ્લાય કરવા માટે ચાર્લી વિલ્સન નામના અમેરિકન કોંગેસમેનની મહત્વની ભૂમિકા હતી. મેં પોતે આ ફિલ્મ જોઈ છે. અમેરિકન સરકારે આના માટે ૭૦ મિલયન ડોલર્સ ફાળવેલા પણ ચાર્લી વિલ્સન ભાઈની મહેરબાની અને જોરદાર રજૂઆતને લીધે તે બજેટ ૭૦ મિલયનને બદલે ૭૦૦ મિલયન મંજૂર થઈ ગયેલું. આ મિસાઇલ દ્વારા રશિયાના હેલીકોપ્ટરનો ખુડદો બોલી ગયેલો. રશિયાને અફઘાનિસ્તાનમાંથી ભગાડી મૂકવામાં આ સ્ટીંગર મિસાઈલનો મહત્વનો ફાળો હતો.

અફઘાન ડ્રેસમાં અસલી ચાર્લી વિલ્સન.
અફઘાન ડ્રેસમાં અસલી ચાર્લી વિલ્સન.

પ્રમુખ કરમાલ ફેઇલ થયા લાગવાથી રશિયાની મહેરબાની થી ૧૯૮૬મા મોહમ્મદ નજીબુલ્લાહ પ્રમુખ બન્યા. ગ્લાસનોસ્ત અને પેરેસ્ત્રોઇકાનાં પ્રણેતા ગોર્બાચોવ રશિયામાં પ્રમુખ બન્યા અને રશિયાએ અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરવા માંડી. ‘યુદ્ધસ્ય કથા નેવર રમ્યા…’ ૧૫ ફેબ્રુઆરી ૧૯૮૯માં રશિયાની છેલ્લી લશ્કરી ટુકડીએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી ત્યાં સુધીમાં અત્યંત ખુવારી થઈ ચૂકી હતી. રશિયાના ટોટલ ૬૨૦,૦૦૦ સૈનિકોએ આમાં સેવા આપી હતી. આશરે ૧૪,૦૦૦ સૈનિકોએ જીવ ગુમાવ્યા હશે. બીજા નુકશાનની વાત જ જવા દો. લગભગ ૧૫ લાખ અફઘાન નાગરીકોએ જીવ ગુમાવ્યા હશે. ૭૫ થી ૯૦ હજાર મુજહીદ્દીનોએ જીવ ગુમાવ્યા હશે. અને એટલાં જ ઘાયલ થયા હશે. ૫૦ લાખ અફઘાનો પાકિસ્તાન અને ઈરાનમાં શરણાર્થી તરીકે ઘૂસી ગયા હશે. ૨૦ લાખ અફઘાનો તો આખી દુનિયામાં રેફ્યુજી તરીકે વસેલા છે.

ડિસેમ્બર ૨૪, ૧૯૭૯ થી ફેબ્રુઆરી ૧૫, ૧૯૮૯, (૯ વરસ, ૧ મહિનો, ૩ અઠવાડિયા અને ૧ દિવસ) રશિયાનું લશ્કર અફઘાનિસ્તાનમાં તબાહી મચાવતું રહ્યું હતું, પણ પછી પોતાનું નુકશાન વધવા લાગતા ભાગ્યું. બંને પક્ષે કોણ સાચું હતું કહેવું મુશ્કેલ છે. પહેલેથી ગરીબ પ્રજા વધુને વધુ ગરીબ બની હતી. જ્યાં પુષ્કળ ગરીબી હોય ત્યાં ધર્મનું જોર વધારે હોય છે, જે છેવટે ધાર્મિક ઝનૂનમાં પરિણમતું હોય છે. પોતાના સર્વાઈવલ માટે આ પ્રજા કશું જુએ નહિ કોઈ નીતિનિયમ પાળે નહિ. નાના નાના બાળકોને હણી નાંખતા પણ વિચારે નહિ. સર્વાઈવલ માટેની આ બેસિક એનિમલ ઇન્સ્ટીન્કટ છે. પહેલાથી જ પશુ જેવી આ પ્રજાને વધુ પશુ બનાવી દેવામાં આવી છે કહેવું મુશ્કેલ છે. રશિયા ભાગી ગયા પછી બીજા દેશોને અફઘાનિસ્તાનમાં કોઈ રસ હતો નહિ. અમેરિકાએ મદદ કરવાનું ક્લિન્ટન સરકારમાં બંધ કરી દીધેલું. આપણે રોજંદા અનુભવમાં જોઈએ છીએ કે કોઈ સગા કે મિત્રને આખી જીંદગી મદદ કરો પણ એક દિવસ મદદ કરવામાં ચૂક થાય તો તે આપણો દુશ્મન બનતા વાર કરે નહિ. બસ એજ માનસિકતાએ આજે મુજાહિદ્દીનો એમને મદદ કરતા મિત્ર દેશોના દુશ્મન બન્યા છે. પાયમાલ થઈ ચુકેલી પ્રજા બીજાને પાયમાલ કરવામાં વધુ રસ ધરાવતી હોય છે. ઉપકાર ઉપર અપકાર કરવો તે આપણા માનવોમાં સહજ હોય છે. જે મુજાહિદ્દીનોને રશિયાના મારમાંથી બચાવવા અમેરિકા અને પાકિસ્તાન પુષ્કળ મદદ કરતા હતા તે મુજાહિદ્દીનો હવે અમેરિકા અને પાકિસ્તાનના દુશ્મન બન્યા છે. એમાં પાકિસ્તાન અને અમેરિકાનો પણ બહુ મોટો વાંક તો હતો જ. કર્યા ભોગવવા પડે તે ન્યાયે નુકશાન તો વેઠવાનું જ હતું. આપણો દંભ એ છે કે રશિયા જોડે લીવ ઇન રિલેશનશીપ હતી એટલે એનો વાંક દેખાતો જ નથી. અમેરિકાના વિસા મળે તો એક મિનીટ દેશમાં ઉભા નાં રહે તેવા દંભીડાઓ સતત અમેરિકાને એક તરફી ભાંડે રાખતા હોય છે. છતાં ફરી લખું કે અમેરિકા આ ગુનામાં ભાગીદાર તો છે જ અને એનાં પરિણામ ભોગવી રહ્યું છે.

‘લડ અથવા લડનાર દે’ એવા આ મુજાહિદ્દીનોને હવે રશિયા સામે લડવાનું રહ્યું નથી અને ત્યાં રશિયામાં લડવા જાય તો ભૂકા બોલાવી નાખે. તોimagesklo લડવું ક્યાં? એટલે એક હુમલો અમેરિકા સામે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડી કરી નાખ્યો. અને અમેરિકા પણ વધુ પડતા આત્મવિશ્વાસે માર ખાઈ ગયું. પણ હવે ચેતી ગયું છે ફરી હુમલો કરી શકાય તેવું છે નહિ તો બાકી બચ્યું પાડોશી પાકિસ્તાન.. અને પાકિસ્તાનમાં તો અફઘાનો રેફ્યુજી તરીકે લાખોની સંખ્યામાં છે જ. ભારત તો થોડું દૂર પડે છે બાકી આ તાલીબાનો તરફથી સૌથી વધુ જોખમ અને નુકશાન પાકિસ્તાનને પોતાને જ છે. પાકિસ્તાન માટે હાથના કર્યા હૈયે વાગ્યા છે. આ પશુઓને સખત ટ્રેનીગ પણ પાકિસ્તાને જ આપી છે. મેરી બિલ્લી મુજસે મ્યાઉં જેવું થયું છે. પાકિસ્તાન પોલીસ કે આર્મીના માણસો આ તાલીબાનના હાથમાં આવી જાય તો એના પીઠ પાછળ હાથ બાંધી તલવાર વડે બેધડક એનું ડોકું ઉડાવી દેવામાં આવે છે અને તેનો વીડીઓ ઉતારી તેની સીડી પાકિસ્તાનમાં મફતમાં ફરતી કરી દેવામાં આવે છે જેથી પાકિસ્તાન પ્રજા, પોલીસ અને આર્મીના માણસોમાં દહેશત ફેલાઈ જાય. અમારે તો બસ લડવા જોઈએ પછી સામે રશિયા હોય, પાકિસ્તાન હોય, ભારત હોય કે અમેરિકા જ કેમ નાં હોય? તાલીબાનોથી ભારત કરતા બહુ મોટું જોખમ હાલ પાકિસ્તાન સામે છે. પાકિસ્તાને હવે એમની સામે જંગ માંડ્યો છે જે એક સમયે મિત્રો હતા. અને એના બદલા રૂપે પેશાવરમાં આર્મી સ્કૂલ ઉપર આત્મઘાતી હુમલો કરી ૧૩૨ બાળકોની કરપીણ હત્યા કરવામાં આવી.

આપણે બહુ દંભી માનવજાત છીએ ભલે પાકિસ્તાની હોઈએ કે ભારતીય. મુંબઈમાં ટૅરર ઍટેક કરાવતા પાકિસ્તાન જરાય શરમાતું નથી. અને તેનાં માસ્ટર માઈન્ડ પાકિસ્તાનમાં જલસા કરે. પોતાના નીચે રેલો આવે ત્યારે દુઃખ લાગતું હોય છે. સઈદ હાફિજ જેવા દહેશતગીરો એને વહાલા લાગે છે અને તાલીબાની દહેશતગીરોને ફાંસીએ ચડાવવાનું શરુ કરી દીધું છે. આપણો દંભ જુઓ બોડો ઉગ્રવાદીઓએ ૭૮ લોકોને મારી નાખ્યા સાથે. એક પાંચ મહિનાની ફૂલ જેવી બાળકીના મોઢામાં બન્દુકનું નાળચું ખોસી ગોળી ધરબી દીધી ત્યારે આપણી આંખમાંથી આંસુનું એક ટીપું પડતું નથી અને પેશાવર દુર્ઘટના સમયે બજારમાં મીણબત્તીઓ ખૂટી પડે એટલી દંભી સહાનૂભુતિ દર્શાવી દીધી.

પેશાવરની દુઃખદ ઘટનાના ન્યૂઝ જોતો હતો. પોતાના બાળકોના મૃત્યુ પર અને તે પણ આવા હિંસક કારનામે કોણ દુઃખી નાં હોય? ત્યારે એક ભાઈલો બહુ દુઃખી હ્રદયે ભારે આક્રોશ સહ બોલતો હતો એમાં બે વાક્યો એવા આવ્યા કે મને આંચકો લાગી ગયો. એ કહેતો હતો, ” હમારે બચ્ચે ક્યું? અમરિકા પર હુમલા કરો, કાફીરો કો મારો.” મતલબ શું થાય? કે અમેરિકન બાળકો માર્યા હોત તો વાંધો નહોતો. શું અમેરિકન બાળકો આપણા બાળકો કરતા જુદા છે? શું અમેરિકન માબાપને એમના બાળકો મરે તો દુખ નહિ થાય? શું એક બાળક તરીકે આખી દુનિયાના બાળકો અને એક માબાપ તરીકે આખી દુનિયાના માબાપ સરખાં નથી હોતા?  મારા બાળક મરે તો દુખ અને બીજાનું બાળક મરે તો વાંધો નહિ? મૂળ સવાલ આપણી માનસિકતાનો છે. આપણી નીચે રેલો આવે ત્યારે દુખ થતું હોય છે અને બીજા નીચે જતો હોય ત્યારે ખુશી અનુભવીએ તે માનસિકતા હું કે તમે બધા માટે ખોટી છે. આ સોચ જ ગલત છે. આવી સોચ વિરુદ્ધ તમામ લોકોએ અવાજ ઉઠાવવો પડશે. સારા સાચા મુસલમાનોની ચુપ્પી આવા ભયાનક કામોમાં આડકતરી રીતે સંમતિ ગણાય એમાં જ આ જંગલી હિંસક લોકો વકરી ગયા અને ૧૩૨ ફૂલ જેવા બાળકોએ જીવ ગુમાવ્યા.. અને હજુ આ સોચ નહિ બદલાય તો આનાથી વધુ ખરાબ દિવસો સહુએ જેવા પડશે. આજે મુંબઈ તો કાલે કરાચી, આજે પેશાવરની સ્કૂલ તો કાલે દિલ્હીની… યુદ્ધસ્ય કથા કદાપિ ન રમ્યા..untitled';

ગંદકીમાં ગર્વ ને સફાઈમાં શરમ

imagespoગંદકીમાં ગર્વ ને સફાઈમાં શરમ

વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારતનું અભિયાન શરુ કર્યું એનો એક મતલબ એ થાય કે ભારત અસ્વચ્છ છે તેવું એમણે કબૂલ કર્યું. આપણે અસ્વચ્છ છીએ તેવો સ્વીકાર સ્વચ્છતા તરફનું પહેલું કદમ છે, જે મોદીએ ભર્યું છે સાથે સાથે અમેરિકા પ્રવાસ દરમ્યાન એની જાહેરાત પણ કરી દીધી ગર્વથી. સારું છે ધોળીયાઓને હિન્દી બહુ આવડે નહિ..

મેં લખ્યું કે સ્વચ્છતાને સ્વભાવ નહિ બનાવીએ ત્યાં સુધી કોઈ અભિયાન સફળ નહિ થાય. એમાં ઘણા મિત્રો નારાજ પણ થઈ ગયેલા, પણ જય વસાવડા જેવા મિત્રએ એની વાસ્તવિકતા સમજી એનો ઉલ્લેખ એમની કોલમમાં મારા નામ જોગ કરી દીધો હતો. મૂળ વાત છે સ્વચ્છતા આપણા સ્વભાવમાં નથી. બાકી આવા અભિયાન ચલાવવાં પડે ખરાં? ચાલો આના મૂળમાં મુસાફરી કરીએ.

એક દાખલો આપું એનાથી ખ્યાલ આવશે. મોદીના હાર્ડકોર સપોર્ટર એવા એક મિત્ર સ્વાભાવિક હોય કે મોદીના આ સફાઈ અભિયાનને જબરદસ્ત ટેકો આપતા જ હોય. હવે એમણે એક વીડીઓ ક્લિપ મૂકી હતી, વીડીઓ ક્લિપમાં એક યુવાન અમેરિકામાં કોઈ દુકાનમાં મોપ એટલે કે પોતું મારતો હતો. અહીં લાકડાના મોટા દંડે પોતું લગાવેલું હોય છે જેથી ઊભા ઊભા મારી શકાય. હવે આ ભાઈલો વીડીઓ ક્લિપિંગમાં બોલતો હતો કે જુઓ અહિ તો આવા કામ કરવાં પડે છે, અમેરિકામાં કોઈ લહેર નથી. બીજું આ ક્લિપ શેઅર કરનાર મિત્રે ઉપર લખેલું કે એન.આર.આઈ મિત્રોને મરચાં લાગશે.. મૂળ આ ક્લિપ મૂકવાનો એમનો હેતુ એ હતો કે અમેરિકામાં ભારતીયો આવા હલકા સાફ સફાઈ કરવાનાં અને દેશી ભાષામાં કહું તો કચરોપોતા કરવાના કામ કરે છે. એમાં તે મિત્રનો જરાય દોષ નથી કે લગભગ દેશમાં રહેતા બધા ભારતીયો એમના વિદેશમાં રહેતા ભાઈઓ માટે આવું જ વિચારે છે. એક બીજા મિત્ર હમણાં ભારતથી અમેરિકા આવેલા તેમની સાથે વાતચીત દરમ્યાન લાગ્યું કે આ મિત્ર પણ આવી જ માનસિકતા લઈને આવેલા કે અહિ આપણા ગુજરાતીઓ કચરાપોતા જ કરતા હશે બીજું કોઈ કામ કરતા જ નહિ હોય. મને એમનો પણ કોઈ દેખીતો વાંક લાગતો નથી.

હવે મારી વાત ધ્યાનથી સમજો. કચરાપોતા કરવા સાફસફાઈ કરવી એ હલકું કામ કહેવાય તેવી આપણી માનસિકતા ઉપરના બંને દાખલામાં કામ કરે છે, અને આવું હલકું કામ કરનારની કોઈ ઇજ્જત આપણા સમાજમાં છે નહિ. અકસ્માત એ છે કે ઉપર મેં ઉલ્લેખ કર્યો તે વીડીઓ ક્લિપ ઉપર ઉલ્લેખ કરેલા આ બંને મિત્રોએ વારાફરતી શેઅર કરેલી. હવે આ વીડીઓ ક્લિપિંગમાં જે ભારતીય છોકરો આવા હલકા કામ કરવા પડે છે તેવું બોલતો હતો તે પણ આવી જ માનસિકતા ભારતથી સાથે લઈને આવેલો છે કે સાફસફાઈ કરવી આપણું કામ નહિ, હલકું કામ કહેવાય અને અહિ અમેરિકામાં કરવું પડે છે તે કમનસીબી છે.

હવે તમે મિત્રો વિચારો કે સાફ સફાઈ કરવી હલકું કામ હોય તો કોણ કરે? એનાથી સમાજમાં કોઈ ઇજ્જત રહે નહિ તો કોણ કરે? દેશ કેમ અતિશય ગંદો છે તે હવે સમજાય છે? ગંદકી કરવી કોઈ હલકું કામ નથી પણ ગંદકી દૂર કરવી હલકું કામ ગણાતું હોય ત્યાં દેશ કઈ રીતે સ્વચ્છ રહે? અને એમાં પણ જો આવી માનસિકતા આશરે ૫૦૦૦ વર્ષ થી સંસ્કૃતિ સમજીને પાળી રાખી હોય તો દેશ કઈ રીતે સ્વચ્છ બનવાનો?untitledlk

એટલે મેં એક ઝાડુ પકડેલા બાળકનો ફોટો મૂકીને લખેલું કે ‘સ્વચ્છતાને સ્વભાવ નહીં બનાવીએ તો કોઈ સ્વચ્છતા અભિયાન કામ નહિ લાગે’. આ સ્વભાવ બનાવવાનું હાર્ડ વાયરિંગ બચપણથી જ બ્રેઈનમાં કરવું પડે માટે બાળકનો ફોટો પસંદ કરેલો.

મિત્ર પૃથ્વીરાજસિંહ રાણાએ સરસ લખેલું કે આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા પ્રમાણે સાફ સફાઈ કરવાનું કામ શૂદ્રોનું છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય દ્વારા જે કચરો ઉત્પન્ન થાય તે ઉઠાવવાનું કામ ફક્ત શૂદ્રોનું છે. એમના શબ્દોમાં જ જોઈએ તો ‘મોદી સાહેબે લોકો ને સ્વચ્છતા વિષે દોડતા કરી દીધા એ સારી બાબત છે પણ લોકશાહીમાં સ્વચ્છતા એ સ્વયંભુ હોવું જોઈ, કચરો સાફ કરવા કરતા કચરો ના કરવો જોઈ કે જ્યાં નિકાલની વ્યવસ્થા હોય ત્યાં જ કરવો જોઈ એવો પ્રયાસ પણ વર્ષોથી સામાજિક ક્ષેત્રે અનેક લોકો કરે જ છે પણ નિષ્ફળતા મળે છે એનું કારણ એક જ છે કે વર્ણ વ્યવસ્થા આધારિત પદ્ધતિના કારણે કચરો કે ગંદકી સાફ કરવાનું કામ તો શૂદ્રોનું છે આપડે થોડો કચરો સાફ કરીએ? એવો જબરજસ્ત પરાણે ઊંડે સુધી ઘૂસી ગયેલો વિચાર છે ગાંધીએ પણ બહુ સારી રીતે સ્વચ્છતા અભિયાન હાથમાં લીધું હતું અને એને જોર શોરથી ટેકો પણ મળેલો પણ જે લોકો ગાંધી રાજકારણથી અમીર થયા એ બધા પણ જાતિગત કરતા મજદૂરી કે નોકરી કરતા લોકો પાસે જ ગંદકી સાફ કરાવા લાગ્યા. આજે પણ જનમાનસમાં એવી જ વિચારધારા છે કે આપડે અમીર છીએ તો સ્વચ્છતાના ચાહક હોવા જોઈ પણ આપણી કરેલી ગંદકી આપણે પૈસાથી રાખેલો નોકર જ સાફ કરે, નીતાબેન અંબાણી કે સચિન ભાઈ એના ઘરે સ્વચ્છતા રાખવા નોકરોની ફોજ રાખે છે. આમ જનમાનસને લોકશાહીમાં સ્વચ્છતાની અપીલ કરી શકાય પણ એજ પ્રમાણે લોકો કરશે એવું માનવું ભૂલ ભરેલું છે.’

images8U0XKYJDત્રણ ત્રણ વર્ણ કચરો કરે અને એક જ વર્ણ એને ઉઠાવે તો ક્યાંથી પાર આવે? અને ઉઠાવનાર ઉઠાવે પણ ખરા કે યોગ્ય જગ્યાએ નાખેલો હોય તો ને? હવે ત્રણ વર્ણ ગંદકી કરી ને પણ સ્વચ્છ રહે અને એક જ વર્ણ આખો દિવસ ગંદકી ઊઠાવી ઊઠાવીને સ્વાભાવિક અસ્વચ્છ રહે જેથી તેને અડાય ખરું? કરુણતા એ છે કે અસ્પૃશ્યતા પાછળ ખયાલ તો પાછો સ્વચ્છતાનો જ છે. વળી ગંદકી ઊઠાવવું પાછું હલકું નીચ કામ કહેવાય એટલે એવાં કામ કરનારને પણ અડાય નહિ. સ્વચ્છતા અભિયાનને ટેકો આપનારની માનસિકતા પણ કચરો સાફ કરવો હલકું કામ ગણાય તેવી જ હોય ત્યાં આ અભિયાન કેટલું સફળ થવાનું?

હવે ફરી પેલાં વીડીઓ ક્લિપિંગ વિષે કહું અહીંની સિસ્ટમ પ્રમાણે તો, એમાં પેલો યુવાન દુકાનમાં પોતું મારે છે તે આખો દિવસ કાયમ પોતું નહિ મારતો હોય. એની જૉબ નાનો સ્ટોર હશે તો રજિસ્ટર ઉપર પણ હોઈ શકે. રજિસ્ટર એટલે આપણે ગલ્લો-કૅશિયર કહીએ છીએ તે. નાના સ્ટોર એકલો માણસ સંભાળતો હોય છે અને સવારે કે સાંજે અથવા બંને ટાઈમ સ્ટોરમાં ફટાફટ ઝાડુ મારી પોતું પણ જાતે જ મારી દેતા હોય છે. બહુ મોટા જાયન્ટ વોલમાર્ટ જેવા સ્ટોર હોય તો સફાઈ કરનાર અલગ માણસ પણ હોઈ શકે છે. થોડો મોટો સ્ટોર હોય તો એક કૅશિયર રજિસ્ટર સંભાળે તે દરમ્યાન બીજો કૅશિયર સફાઈ કરી નાખે તેવું પણ થતું હોય છે. અમુક પ્રાઇવેટ ઓફિસોમાં સાંજ પડે સફાઈ કંપનીનાં માણસો એમના આધુનિક સાધનો સાથે આવે અને ફટાફટ બધું સાફ કરી રવાના થઈ જાય. આવી સફાઈ કંપની ઘરમેળે ચાલતી હોય મતલબ પતિપત્ની કે એમના ભાઈબહેન બધા ભેગાં મળીને કામ કરતા હોય. વળી આવી જૉબ સાંજની હોય દિવસે પાછાં બીજું કામ કરતા હોય. મૂળ સાફસફાઈ કરવું અમેરિકામાં કોઈ હલકું કામ ગણતું જ નથી.untitledpo

હું કૅશિયર એટલે મારાથી પોતું નાં મરાય એવું અહીં કોઈ માનતું નથી. હું માલિક એટલે મારાથી કચરો સાફ નાં કરાય તેવું પણ અહીં નથી. હું મૅનેજર કે સુપરવાઇઝર એટલે મારાથી ઝાડુ નાં મરાય તેવું પણ અહિ હોતું નથી. આપણે ત્યાં ઘરમાં કચરા પોતા કોણ કરે છે? એંઠાં વાસણો કોણ સાફ કરે? લગભગ ઘરની સ્ત્રીઓ જ આવું કામ કરતી હોય છે. સરેરાશ પુરુષો ભાગ્યે જ આવું કામ કરતા હશે. ઘરમાં દીકરી કે વહુ હોય તે ઝાડુ મારે પોતું મારે રાજકુમાર ભલે નવરાં બેઠાં હોય ટીવી જોતા હોય કે ગપાટા મારતા હોય એમનાથી આવું કામ થાય નહિ. એટલે આવી માનસિકતા લઈને પધારેલા રાજકુમારોને અહિ આવી સ્ટોરમાં કચરો સાફ કરવો પડે એટલે એવું થાય કે હું કૅશિયર અને કચરો પણ વાળું? હવે અહીંની સિસ્ટમ પ્રમાણે મને કમને કરવું પડે એટલે એવું કહે કે અહીં તો આવા નીચા કામ કરવાં પડે છે કોઈ લીલાલહેર નથી. અને એવી જ માનસિકતા ધરાવતા આપણા દેશમાં રહેતા ભાઈઓ પણ આવું જોઈ ખુશ થાય કે લેતા જાઓ કેવાં કામ કરવા પડે છે?

આ લેખના વિષય વસ્તુ બહારની વાત કરું કે ગુજરાતીઓ ભલે શરૂમાં ગમે તે કામ કરી લે પણ છેવટે માલિક બનીને જીવવા ટેવાયેલા છે. ન્યુ જર્સીના સરેરાશ ૮૦-૯૦ ટકા નાના નાના કન્વિનીયંશ સ્ટોરોનાં માલિક ગુજરાતીઓ છે, અને એટલાં જ લિકર સ્ટોરોનાં અને ગેસ(પેટ્રોલ) સ્ટેશનોનાં માલિક પણ ગુજરાતીઓ છે, અને મોટેલ એટલે પટેલ તો બહુ કૉમન છે. જ્યાં જ્યાં ગુજરાતીઓની બહુમતી હોય ત્યાં ત્યાં આવી જ સ્થિતિ હોય છે. હશે ક્યાંક કશું જ આવડે નહિ તો સાફસફાઈનું કામ કરતા હશે પણ સાફસફાઈના કામમાં એવરેજ દક્ષિણ અમેરિકન સ્પેનીશ પ્રજા વધુ જોડાયેલી હોય તેવું મેં જોયું છે. મૂળ વાત છે અહીં સાફસફાઈના કામને હલકું કોઈ ગણતું નથી.

ગંગા સફાઈ માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરશે. હવે ગંગાની સફાઈ કરવાને બદલે ખાલી એમાં ગંદકી ઠાલવવાનું કે એને ગંદી કરવાનું ખાલી સરકાર રોકી શકે તો આ વહેતી ગંગા તો ઓટોમેટીક ચોખ્ખી થઈ જશે. કારણ ગંગા ગંદી રહેવા થોડી ટેવાયેલી હોય? ગંગા તો પવિત્ર રહેવા સર્જાયેલી છે અને એટલે તો સદાય વહેતી રહે છે જેથી એની અંદર કોઈ ગંદકી ટકે નહિ વહી જાય. પણ આપણે ગંગામાં ગંદકી ઠાલવે જ રાખીએ છીએ અને બીજી બાજુ એને સ્વચ્છ કરવા પ્રોજેક્ટ બનાવતા રહીએ છીએ. ગંદકી હોય ત્યાં પવિત્રતા કઈ રીતે હોઈ શકે? સંસ્કૃતિની નદી પણ સદાય વહેતી રહે તો સંસ્કૃતિ સુગંધ મારે બાકી બંધિયાર પાણીના ખાબોચિયાંની જેમ સંસ્કૃતિ પણ ગંધાઈ ઊઠતી હોય છે. ગંગાને ગંદી બનાવતા શરમ આવતી નથી આપણને, પણ કોઈ ગંગાને ગંદી કહે તો આપણને બહુ ખોટું લાગી જાય છે.

imagesG5PN6ZIQઆપણને એવું લાગતું હશે કે પશ્ચિમના દેશો સ્વચ્છતા જાળવવા ભયંકર મહેનત કરતા હશે. કારણ આપણે સ્વચ્છતા જાળવવા ભયંકર મહેનત કરવી પડે છે છતાં સ્વચ્છતા જળવાતી નથી. પશ્ચિમના દેશોને સ્વચ્છતા જાળવવા કોઈ ખાસ મહેનત કરવી પડતી નથી કારણ સ્વચ્છતા જાળવવી અહીં લોકોએ સ્વભાવ બનાવી દીધો છે. દરેક દુકાનમાં, ઑફિસમાં, મોલમાં મોટા મોટા ગાર્બેજ કેન મૂકેલા હોય છે. દરેકના ઘેર એક રિસાયકલ વસ્તુઓનું અને બીજું કૉમન એમ બે મોટા ગાર્બેજ કેન મૂકેલા જ હોય છે. જાહેર સ્થળોએ મોટા મોટા ડમ્પર મૂકેલા હોય છે. આ બધું એકવાર મૂકવું પડે. દરેક દુકાન અને ઓફીસના કર્મચારી પ્લાસ્ટિકની બેગોમાં એકઠું થયેલું ગાર્બેજ પેલાં મોટા ડમ્પરમાં સાંજે ઠાલવીને જ જાય. જે નિયમિતપણે ગાર્બેજ કંપની કે વેસ્ટ કંપની ઉઠાવી જાય. ઘર આગળ અઠવાડીએ બે વાર કૉમન કચરો ઉઠાવી લેવા મોટી ટ્રક આવે અને રિસાયકલ લેવા પંદર દિવસે આવે. આ નક્કી દિવસની આગલી રાતે બધા પોતપોતાના ગાર્બેજ કેન ઘર આગળ રસ્તા નજીક લાવીને મૂકી દે, વેસ્ટ કંપનીની ટ્રકો વહેલી સવારે જાગીએ તે પહેલા તો આવીને કચરો ઠાલવી ને લઈ જાય. આપણી સ્વચ્છતા આપણે જ જાળવવાની એટલે સરકારને બહુ કામ રહે નહિ, એણે ફક્ત વ્યવસ્થિત નાખેલો કચરો ઉઠાવવાનું કામ કરવું પડે. આ કોઈ અઘરું કામ નથી. જ્યાં ને ત્યાં કચરો નહિ નાખવો એટલી ટેવ પાડીએ તો પણ બહુ મોટું કામ થઈ જાય. બાકી સરકારી તંત્ર કરી કરી ને કેટલું કરે?

મેં તો વડોદરામાં રહેતા જાતે જોયું છે કે મહાનગરપાલિકાની સફાઈ કામદાર એવી સવિતા અને એની વહુ પોળમાં આવતા, બે હાથમાં બે ઝાડુ લઈ untitledlkpઆખી પોળ વાળે. એની કચરા ગાડીમાં અમે આખા દિવસનો ઘરમાં ભેગો કરેલો કચરો નાખી આવતા. બિચારી કમરના મણકા વહેલા નાશ પામી જાય તે રીતે વાંકી વળીને કચરો વાળી આગળ જાય એટલામાં કોઈ ઘરમાંથી આવીને કોઈ બહેન રાતની વધેલી વાસી ખીચડી રોડ ઉપર જ ઠાલવી જાય, તો વળી કોઈના ઘરના ત્રીજા માળેથી પ્લાસ્ટિક બેગમાં ભરેલો એઠવાડો ધબાક કરતો રોડ પર ફેંકવામાં આવે, જે કોથળી ફાટી જતા આખા વાળેલા રોડ પર ફેલાઈ જાય. સવિતા ગુસ્સે થાય, ‘ અલી બોન જરા તો શરમ રાખ? હાલ વાળ્યું છે અને તે એઠવાડો નાખ્યો?’ પણ આ તો રોજનું રહ્યું એટલે સવિતા બબડતી બબડતી આગળ વધી જાય. હું મારી બારીમાં બેઠો બેઠો છાપું વાંચતો વાંચતો વર્ષો સુધી આ બધું જોતો હતો. પોળ ચોક્ખી રાખવા કરવાનું શું હતું? ફક્ત સવિતા એની કચરા ગાડી લઈને આવે ત્યારે આખા દિવસનો ભેગો કરેલો કચરો એમાં નાખી દેવાનો હતો. જે અમે બેચાર ઘરવાળા જ કરતા હતા. બાકી પોળ તો રોજ સવારે તે ચોખ્ખી ચણાક કરી જતી જ હતી. પણ ઘરમાં એકઠો કરવાને બદલે અને સવિતા આવે ત્યારે એની કચરાગાડીમાં નાખવાને બદલે તે જાય પછી આખો દિવસ પોળમાં રસ્તા પર ઠાલવી દેવામાં આવે તો પોળ ક્યાંથી સાફ રહે?

ઘર, પોળ, ગામ, શહેર કે દેશ સ્વચ્છ રાખવા કોઈ બહુ મહેનતની જરૂર જ નથી. જરૂર છે ફક્ત થોડી ટેવો બદલવાની અને સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની. સફાઈ કરવી કોઈ હલકું કામ છે તેવી માનસિકતા બદલવાની. સફાઈ કરવી નીચ કામ છે તેવી માનસિકતા જ્યાં સુધી નહિ બદલીએ ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત કોઈ અભિયાન દેશને સ્વચ્છ નહિ કરી શકે અને જો આવી માનસિકતા બદલી નાખીશું તો દુનિયાની કોઈ તાકાત દેશને સ્વચ્છ બનતો નહિ રોકી શકે.    15803_10203605971362549_3161244342268610956_n

આદતે શ્રદ્ધાંજલિ

42637802
હમીરજી ગોહિલ

આદતે શ્રદ્ધાંજલિ

સન ૧૦૨૪માં સોમનાથ મંદિર ઉપર જબરદસ્ત ટૅરર ઍટેક થયેલો. ટૅરરિસ્ટ બહુ મોટું લશ્કર લઈને આવી રહ્યો છે તેવી જાણ ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા થઈ ગઈ હોવાથી તે સમયના રાજકર્તા હતાશ થઈ કોઈ પગલા લેવા અસમર્થ હતા તો ક્યાંક ચુપ થઈને બેસી ગયેલા. આજે ૨૦૧૪માં પણ કોઈ ફરક પડ્યો નથી. ૯૯૦ વર્ષ વીતી ચૂક્યા છે સોમનાથ પર ટૅરર ઍટેક થયે પણ હજુ એની એજ પરિસ્થિતિ છે. આજે પણ રાજકર્તાઓ એટલાં જ મજબૂર છે કે પછી ટૅરર ઍટેકમાં જે જીવ જાય છે તેનું કોઈ મહત્વ નાં હોય, ભાજીપાલો સમજતા હોય.

હવે બહુ મોટું જબરદસ્ત લશ્કર લઈને થરનાં રણમાં પસાર થઈને દુનિયાનો એક સમયનો ગ્રેટ ટૅરરિસ્ટ આવી રહ્યો છે તે જાણી એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડનાં કાઠિયાવાડના વડા હમીરજી ગોહિલે એમના ચુનંદા અફસરો ભેગા કરવા માંડ્યા. એ વખતે આજની જેમ ૬ કરોડ ગુજરાતીઓ તો નહિ હોય પણ ૫૦-૬૦ લાખ તો હશે તેવું ધારી લઈએ. ધારવામાં આપણા બાપનું શું જાય છે? ખેર પ્રજાએ તો સદીઓથી નિષ્ક્રિય રહેવાનું ઠાણી લીધેલું જ હતું. લાઇફ સ્ટાઇલ જ એવી અપનાવેલી હતી એટલે શું થાય? જેના ભાગમાં મરવાનું હોય એ મરે આપણે શું? ખેર, એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડનાં વડા હમીરજી ગોહિલને ખબર હતી કે આ આત્મહત્યા જ છે પણ એ બહાદુર, પ્રજા આશરે ૯૮૦-૯૯૦ વર્ષ લગી એમના માટે શ્રદ્ધાંજલિનો ‘શ’ પણ બોલવાની નહોતી છતાં એમના ચુનંદા અફસરોને લઈને રીતસર આત્મહત્યા કરવા મુંબઈના એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડના પોલીસ ચીફ હેમંત કરકરેની જેમ ધસી ગયા. હમીરજી એમના ચુનંદા ૩૦૦-૪૦૦ અફસરો સાથે વીરગતિ પામ્યા જેવી રીતે અદ્દલ ૯૮૪ વર્ષ પછી હેમંત કરકરે એમના સાથીઓ, વિજય સાલસ્કર, અશોક કામટે, તુકારામ ઓમ્બ્લે જેવા બીજા અનેક સહિત વીરગતિ પામવાના જ હતા.

૧૯૫૧માં આઝાદી પછી સરદાર વલ્લભભાઈએ સોમનાથ મંદિર બનાવ્યું, તે પહેલા તે અનેક વાર જુદાજુદા મુસ્લિમ શાસકો દ્વારા તૂટી ચૂક્યું હતું અને વારંવાર બંધાઈ ચૂક્યું હતું. ૨૦૦૪માં હું સોમનાથ ફરવા ગયેલો ત્યાર સુધી હમીરજીનું કોઈ સ્ટેચ્યુ ત્યાં હતું નહિ. હવે થોડા વર્ષોથી એમનું અપ્રતિમ બલિદાન યાદ કરીને એમની સુંદર પ્રતિમા મૂકવામાં આવી છે. ભારતમાં ટૅરરિઝમ બહુ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. એટલે ટૅરર ઍટેક ગમે તેટલા થાય પ્રજા અને શાસનકર્તાઓ એટલાં બધા ટેવાઈ ગયા છે કે એમના માટે મરનારા મરે આપણે બહુ જીવ બાળવાની જરૂર નહિ. જેમ અકસ્માતમાં કોઈ મરે તો જેના અંગત હોય એને લાગે બીજાને શું? એવું જ ટૅરર એટેકમાં મરે તો એના અંગત સગા હોય તે આંસુ વહાવી લે બીજા ને શું? બહુ બહુ તો શ્રદ્ધાંજલિ આપી દેવાની, તે પણ ઘણા તો હસતા હસતા આપતા હોય છે.

“શ્રદ્ધાંજલિઓ આપવાનું આદત બની ચૂક્યું છે.”

શ્રદ્ધાંજલિ આપી દીધી આપણી ફરજ પૂરી થઈ ગઈ, રાષ્ટ્રપ્રેમી છીએ તેવું બતાવવાનો એક વધુ મોકો મળી ગયો, વાર્તા પૂરી. રાષ્ટ્ર માટે શહીદ થવું શહીદ માટે ગૌરવની વાત છે પણ જે તે રાષ્ટ્ર માટે એના કોઈ નાગરિકને વારંવાર શહીદ થવું પડે તે સમગ્ર રાષ્ટ્ર માટે શરમની વાત છે. આ વાત જે રાષ્ટ્રના શાસકો અને નાગરિકો સમજે છે ત્યાં ફરી ટૅરર ઍટેક થવા કે કરવા મુશ્કેલ છે. ખાલી મુંબઈનો ઇતિહાસ જોઈએ.images

  • ૧૨ માર્ચ ૧૯૯૩ – ૧૩ બૉમ્બ, મર્યા ૨૫૭
  • ૬ ડિસેમ્બર ૨૦૦૨ – બસ બૉમ્બ, ઘાટકોપર, મર્યા ૨.
  • ૨૭ જાન્યુઆરી ૨૦૦૩ – સાઈકલ બૉમ્બ, વિલેપાર્લે, મર્યો ૧.
  • ૧૪ માર્ચ ૨૦૦૩ – ટ્રેન બૉમ્બ મુલુંડ, મર્યા ૧૦.
  • ૨૮ જુલાઈ ૨૦૦૩- બસ બૉમ્બ ઘાટકોપર, મર્યા ૪.
  • ૨૫ ઓગસ્ટ ૨૦૦૩ – બે બૉમ્બ ગેટ વે ઑફ ઇન્ડિયા અને ઝવેરી બઝાર, મર્યા ૫૦.
  • ૧૧ જુલાઈ ૨૦૦૬ – સાત ટ્રેન બૉમ્બ મર્યા ૨૦૯.
  • ૨૬ નવેમ્બર ૨૦૦૮ થી ૨૯ નવેમ્બર ૨૦૦૮- સિરીઅલ ઍટેક મર્યા ૧૭૨.
  • ૧૩ જુલાઈ ૨૦૧૧- ત્રણ સ્થળે બૉમ્બ ધડાકા, મર્યા ૨૬.

આ તો ખાલી મુંબઈના આંકડા છે. દેશમાં બીજે થયેલા તેના આંકડા તો અલગ છે. આઝાદી પહેલાના જુના ઐતિહાસિક ટૅરર એટેકની વાત જવા દો. આઝાદી પછી પણ અસંખ્ય ઍટેક વારંવાર થયા છે. ટૅરર ઍટેક દેશની અંદરના દુશ્મનો સાથે મળીને બહારના દુશ્મનો કરતા હોય છે. ૨૬/૧૧ ઍટેક વધુ એટલાં માટે ગાજે છે કે કદાચ પહેલીવાર પાકિસ્તાનમાંથી બોટ દ્વારા મુંબઈના દરિયા કિનારે ઊતરીને ઍટેક કરવામાં આવ્યો. આટઆટલાં ઍટેક થયા પછી પણ જો બહારથી આવી ને હરામખોરો ઍટેક કરી જાય તો સરકારી તંત્રની તદ્દન નિષ્ફળતા કહેવાય અને જે શહીદ થયા છે તેમને આપણે તો શહીદ કહીને બિરદાવશું પણ આપણી સરકાર દ્વારા તેમના મર્ડર થયા છે તેવું કહેવું વધુ યોગ્ય લાગશે.

કહેવાય છે કે કોઈ મોટું કાવતરું રચાઈ રહ્યું છે અને તે પણ ભારતની આર્થિક રાજધાની મુંબઈ પર ઍટેક થશે તેવી માહિતી CIA દ્વારા ભારતની ઈન્ટેલીજન્સ એજન્સી ‘રો’ ને આપવામાં આવે છે. હવે આ માહિતી ‘રો’ મુંબઈ પોલીસને આપે છે, જવાબદારી પૂરી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચાયેલ ‘પ્રધાન ઇન્ક્વાયરી કમિશન’ એના રીપોર્ટમાં કહે છે કે war-like ઍટેક ખાળવો કોઈ પોલીસ ફોર્સની કેપેસીટી બહારની વાત છે. અને મુંબઈ પોલીસ કમિશનર હસન ગફુર આવી કપરી પરિસ્થિતિમાં નેતૃત્વ પૂરું પાળવામાં અસફળ રહેલા. હવે યુદ્ધ જેવા ઍટેક સમયે મુંબઈ પોલીસ ઉપર કેટલો આધાર રાખી શકાય? શું ભારત સરકારને સમજ નહોતી કે ‘રો’ ને મળેલી માહિતીનું સાચું મૂલ્યાંકન કરે? મુંબઈ પોલીસને માહિતી ટ્રાન્સ્ફર કરીને ફરજ પૂરી? વિચારેલું કે મુંબઈ પોલીસ ઍટેક ખાળી શકશે કે નહિ? આ કોઈ પહેલો ઍટેક તો હતો નહિ. ૧૯૯૩ થી માંડીને ૨૦૧૧ સુધીમાં નવ વખત બૉમ્બ ધડાકા એકલાં મુંબઈમાં થઈ ચૂક્યા છે. દેશના બાકીના ભાગોની વાત જુદી જ છે. એમાં નક્સલવાદીઓ, માઓવાદીઓ, ઉલ્ફા ને બોડો જેવા અનેક આંતરિક સંગઠનો ત્રાસ ફેલાવે આવા ધડાકાઓ કરીને તે વાત વળી પાછી જુદી છે. દર વખતે સામાન્ય જનતા મરતી હોય છે અને પોલીસ-આર્મીના માણસો શહીદ થતા હોય છે. આજ સુધીમાં એટલાં બધા જવાન શહીદ થયા હશે કે શહીદ શબ્દનું કોઈ વજૂદ જ રહ્યું નથી. શહીદ બનવાનું જોબ બની ગયું છે. શું નવાઈ કરી? આ તો તમારી જોબ છે.

untitledp0૧૯૯૩માં જુદી જુદી જગ્યાએ બૉમ્બ ધકાડા થયેલા તેમાં ૨૫૭ લોકો માર્યા ગયેલા. હવે જે માર્યા જાય છે તે હંમેશા નિર્દોષ જ હોય છે. તે વખતે આખા કાવતરાની તપાસ રાકેશ મારિઆ સાહેબે કરી હતી. નવાઈની વાત એ હતી કે કેટલાક કસ્ટમ ઓફિસર જાણતા હતા કે આ વખતે જે લેન્ડીગ થવાનું છે તે કોઈ સામાન્ય નથી એમાં હથિયાર હશે અને બીજું કોઈ સ્ફોટક ભયાનક પણ હશે. છતાં ફક્ત પૈસા ખાતર લાંચ લઈને બધું થવા દીધેલું, એમાં પોલીસના માણસો પણ સંડોવાયેલા જ હતા. ૨૬/૧૧ ઍટેક વખતે પણ તપાસનીસ અધિકારી રાકેશ મારિઆ જ હતા. દેશના અંદરના લોકોની મદદ વગર આટલું મોટું કાવતરું સફળ થાય જ નહિ. એક કસાબને ફાંસીએ ચડાવતા પણ કેટલા વર્ષો કાઢી નાંખ્યાં? હદ તો એ થાય છે કે ક્ષણમાં સેકડો નિર્દોષ લોકોને વીંધી નાખનાર કસાબને ફાંસી નાં આપશો તેવી મતલબની અરજી પણ ભારતમાં જ અને કેટલાક મહાન ભારતીયોની સહી સાથે થાય છે. આ સહીઓ કરનારનો એક સગો ફક્ત એક સગો કસાબની ગોળીએ વીંધાયો હોય તો?

ગઝની આવે ઘોરી આવે ખીલજી હોય કે મુઘલ દેશના ક્ષત્રિયોએ હંમેશા બલિદાન આપ્યા છે, હવે આર્મી અને પોલીસના જવાનો આપે છે. બલિદાન કે શહીદ શબ્દ સાંભળીને પ્રજાના દિલમાં કોઈ સંવેદના જાગે છે ખરી? કે પછી હોંશે હોંશે શ્રદ્ધાંજલિ સમારંભો માણવાની તાલાવેલી જાગે છે? ૯/૧૧ પછી અમેરિકા ઉપર આવો ઍટેક હજુ સુધી શક્ય બન્યો નથી. એવું નથી કે પ્રયત્ન નથી થયા, પણ કાવતરા પકડાઈ જાય છે. આપણો પ્રાચીન અને લાંબો શહાદતોનો ઇતિહાસ જોઈ વિચાર આવે છે ખરો કે કેમ આવું?

“સૈનિકને દુશ્મન સામે લડવામાં લેશમાત્ર ડર નથી, તે જ સૈનિક હું શહીદ થઈશ તો મારા પરિવારને સરકાર ટલ્લે ચડાવશે તે વિચાર માત્રથી ધ્રૂજી જાય છે !” આ શબ્દો છે કમાન્ડોની સફળ ટ્રેનિંગ લઈ ચૂકેલા ઇન્ડિયન આર્મીના એક જુવાનના.  ટેરર-૧

કડવી ફાકી –૨ સંસ્કૃતિના સમુદ્રમાં

કડવી ફાકી –૨ સંસ્કૃતિના સમુદ્રમાંimages3AFR92SB

નંદ સામ્રાજયનાં ધનનંદ વખતથી ગ્રીક વિદેશીઓએ ભારતના દ્વાર ખખડાવવાનું શરુ કરી જ દીધું હતું. ઈસુના ત્રણસો વર્ષ પહેલા ખોબલા જેવડા ગ્રીસનો એલેકઝાન્ડર સિકંદર ભારતના કમાડની સાંકળ ખખડાવી જ ગયો હતો પણ આપણે ચેત્યા નહિ. નંદ સામ્રાજયનો નાશ કરનાર મહાન મૌર્ય ચંદ્રગુપ્ત આપણી પાસે અડીખમ હતો. એના પછી આવેલા શૃંગ સામ્રાજ્ય અને પછી આવેલા મહાન ગુપ્ત સમ્રાટોએ ઈ.સ. ૫૫૦ સુધી સીમાડા સજ્જડ રીતે સાચવ્યા હતા. મૌર્ય સમ્રાટોને મુસ્લિમ વિસ્તારવાદનો સામનો કરવો પડ્યો નહોતો, ગ્રીક લોકો સાથે એમને સારા અને કૌટુંબિક સંબંધો હતા. મૌર્યો પછી આવેલા પુષ્યમિત્રશૃંગ બૌદ્ધોનો કાળ બન્યો. શૃંગોનો શાસનકાલ બૌદ્ધધર્મને ભારતમાંથી ખદેડવામાં લગભગ સફળ થઈ ચૂક્યો હતો. ત્યાર પછી આવેલા ગુપ્ત સામ્રાજ્ય સમયે ભારતનો સુવર્ણકાલ હતો. કળા અને સાહિત્યનો સુવર્ણકાલ હતો. ગુપ્ત વંશના મહાન પરાક્રમી શ્રીગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત, વિક્રમાદિત્ય(ચંદ્રગુપ્ત બીજો), કુમારગુપ્ત, સ્કંદગુપ્ત એક આખી મહાન ગુપ્ત રાજાઓની શ્રુંખલા સમયે ભારત સોને કિ ચીડિયાં હતું. એક મૌર્ય અને બે ગુપ્ત એમ ત્રણ ત્રણ મહાન ચંદ્રગુપ્ત આપણી પાસે હતા. મુસ્લિમ વિસ્તારવાદનાં પડઘા દૂર દૂર થી સંભળાઈ રહ્યા હતા. ગુપ્તોના પતન પછી એ સુવર્ણકાલ ફરી કદી આવવાનો નહોતો. આપણી માન્યતાઓની દીવાલો આપણી પ્રગતિ રોકીને બેસી ગઈ હતી. આપણી માન્યતાઓ આપણને જ ધોબી પછાડ આપવાની હતી. આપણે રચેલા મહાન સંસ્કૃતિના સમુદ્રમાં આપણી નૈયા બેફામ હંકારતા હતા તે સમુદ્ર જ આપણી નૈયાને ડુબાડવા તૈયાર થવાનો હતો તેની આપણને સમજ નહોતી.

મુસ્લિમોનાં અરબી ઘોડા ભારતના દ્વાર ખખડાવે તેટલી જ વાર હતી. પૃથ્વીરાજ ચૌહાણ તો એક નિમિત્ત માત્ર હતો, એના બદલે બીજો કોઈ હોત તે પણ હારવાનો જ હતો. પૃથ્વીરાજ કદાચ હાર્યો નાં હોત તો એની પાછળ આવનાર એનો વારસદાર હારત. ભારતીય સંસ્કૃતિની ભવ્ય ઈમારત અંદર થી ઉધઈ વડે ખવાઈને ખોખલી થઈ ચુકેલી જ હતી. ઉપરથી અકબંધ દેખાતી ઈમારત ને ફક્ત એક જ ધક્કા એક જ ટકોરાની ની જરૂર હતી કકડભૂસ થઇ તૂટી પડવાને.  સમયનો તકાજો હતો. આવનાર સમય એક મહાન મિથ્યાભિમાની સંસ્કૃતિને ૮૦૦ વર્ષ લાંબી ગુલામીમાં સડતા જોઈ રહેવાનો હતો તેની પૃષ્ઠભૂમિકા રચાઈ ચૂકી હતી. એક નાનકડું તાઈવાન અને ઇઝરાયલ આધુનિક જગતમાં મહત્વનું સ્થાન બની શકે અને આપણે કેમ નહિ ? શા માટે આપણે બાકીની દુનિયાની સરખામણીએ ગરીબ અને પછાત રહ્યા ? શા માટે આપણે કમજોર હતા ને એના લીધે ગુલામ રહ્યાં ? શા માટે આટલી જૂની સભ્યતા હતી છતાં ગણિત વિજ્ઞાનની શરૂઆત કરીને શરૂમાં જ અટકી ગયા?

આવા વિસ્તીર્ણ બૃહદ પ્રશ્નોના સીધા સાદા, સરળ અને ટૂંકા ઉત્તર શક્ય નથી. આના કારણો બહુઆયામી આનુષંગિક, ગૂંચવાડાભર્યા અને ગંભીર છે. વધુ જોખમકારક તો એ છે કે આપણા બુદ્ધિશાળી, મિથ્યાભિમાની, વિચાર્યા વગર માની લેવાની ટેવ વાળા, વિનમ્ર, આત્મ સંતુષ્ટ, સમાધાની ભારતીયો પણ આવા પ્રશ્નો પૂછવાનું અને ઉત્તર મેળવાનું ટાળે છે. તેઓ બધું જ જાણે છે, પરમજ્ઞાની છે. મજબૂત અણવિશ્વાસ સાથે કહેવાના કે તમારે વળી નવું  શું કહેવાનું છે ? અમુક કહેવાતા બુદ્ધિશાળીઓ ફક્ત એમના પૂર્વગ્રહો જ બરાડ્યા કરતા હોય છે. ચોક્કસપણે ભારત પાસે બ્રેન છે, ઉત્તમ કરકસરિયા વૈજ્ઞાનિકો છે, મેનેજમેન્ટ ગુરુઓ છે જે દુનિયાની બડી બડી કંપનીઓ સંભાળે છે, ખૂબ બુદ્ધિશાળી પ્રતિભાઓ પેદા થયેલી જ છે, પણ સત્યની લગોલગ પહોચીને ચૂકી જવાતું હોય છે.

imagesiuoઆપણે ખૂબ બેદરકાર, અનિયમિત છીએ સત્યને પામવાની ઉતાવળી ઉત્કંઠા ધરાવીએ છીએ. આવા બૃહદ પ્રશ્નોનું સમાધાન ટૂંકમાં ઇચ્છવું જોખમી છે. છતાં આ ખૂબ ઉતાવળિયા ને વ્યસ્ત જગતમાં કંઈક તો કરવું જ પડશે ને ? હું તમને કહેવા માંગુ છું કે આપણા સત્યાનાશ માટે કોઈ પરદેશી કે કોઈ પ્રારબ્ધની અધિષ્ઠાત્રી દેવી જવાબદાર નથી, ના તો કોઈ પાપનું ફળ છે. ક્યા સુધી અંગ્રેજોનો વાંક કાઢીશું ? ક્યા સુધી મુસલમાનોનો વાંક કાઢીશું ? આ લોકો આપણને પાટલે બેસાડી આપણી પૂજા કરવા તો આવ્યા નહોતા ? એ તો લુંટવા જ આવ્યા હતા તે લુંટી ગયા. આપણે લુંટાયા શું કામ ? આપણે પણ કાંઈ જાણી જોઇને લુટાયા તો છીએ નહિ. લુટાઈ જવાનું કોને ગમે ? પણ આપણી પોતાની કેટલીક નબળાઈઓ હતી કે પ્રતિકાર કરી શક્યા નહિ. પણ આપણે શું કર્યું કે આપણી નબળાઈઓને નૈતિકતાની એક મહાન ચાદર ઓઢાડી દીધી કે અમે તો અહિંસક અમે તો દયાળુ, અમે તો માનવીય સંવેદનાઓ વડે ભરાયેલા, અમે અતીથીદેવો ભવઃ માં માનવાવાળા. આપણી નિષ્ફળતા માટે આપણે પોતે જ જવાબદાર છીયે, આપણે ઉભા કરેલા મૂલ્યો જ જવાબદાર છે. આપણા સાંસ્કૃતિક મુલ્યોએ જ આપણને મારી નાંખ્યાં છે. સંસ્કૃતિ આપણા ધર્મનો એક ભાગ કે ધર્મ સાથે જોડાયેલી હોય છે, સંસ્કૃતિ આપણી પરમ્પરાગત માન્યતાઓ, મૂલ્યો અને વલણ વડે ઘેરાયેલી હોય છે. વળી પાછી આપણી માન્યતાઓ, મૂલ્યો ને વલણ પાછું ધર્મની અસર તળે હોય છે. ટૂંકમાં કહેવું હોય તો પ્રારબ્ધવાદ, સંતુષ્ટવાદ, તર્કઅસંગતતા, વિવેકબુદ્ધિનો અભાવ, અધ્યાત્મ સાથે  સ્થિર પૂર્વગ્રહ, ગુરુ એટલે ભગવાન, ઈચ્છવાયોગ્યનો પરિત્યાગ, ગરીબીને અકારણ મહત્વ, આવું અનેક આડકતરી રીતે આપણને પતનને માર્ગે દોરી લઈ ગયું છે. તમે ધર્મની આલોચના કરી શકો એનાથી મુક્ત થઈ શકો નહિ. ધર્મ મોટાભાગના લોકો માટે પ્રભાવક અને અનિવાર્ય હોય છે. તો શું કરશું ?

હવે ધર્મ અને સંસ્કૃતિનું વાસ્તવિક મનોવિશ્લેષણ કરવું પડશે. એમનો એક જમાનો હતો, એમના દિવસો હતા, હવે ધર્મ અંતરાય બને છે. ધર્મ imagesTGEZU7AQઆધારિત મૂલ્યો વાળી સમાજવ્યવસ્થામાં આપણે ક્રાંતિકારી ફેરફાર કરવા પડશે. પ્રલોભન વડે વિજ્ઞાપિત મૂલ્યોની ઉપેક્ષા કરવી પડશે. નવા મૂલ્યો ઉભા કરવા પડશે. ધર્મ વગર ચાલતું નાં હોય તો જુના ધર્મમાં ક્રાંતિકારી અર્થઘટન કરી નવા માળખા ઉભા કરવા પડશે. આપણે એક સ્પષ્ટતા તરફ આગળ વધવું પડશે, ચોખટા(આઉટ ઑફ બૉક્સ) બહાર વિચારવાનું શીખવું પડશે, સુધારાવાદી બનવું પડશે અને આવું બધું કરવા માટે આપણે રૂઢિવાદીઓ પ્રસિદ્ધ નથી. તમને ખબર નહિ હોય સોક્રેટિસ, પ્લેટો સુધી પશ્ચિમ પણ આપણા જેવું જ હતું. એમની ફિલોસોફી પણ જીવન વિરોધી, સુખ વિરોધી લાઈફ આફ્ટર ડેથ ને વધુ મહત્વ આપનારી હતી. પછી એરીસ્ટૉટલ(૩૮૪-૩૨૨ BCE) આવ્યો. એણે આ જીવનમાં પણ હેપિનેસ મેળવી શકાય તેનો સંદેશો આપ્યો. સુખ, ધન વગેરેનું મહત્વ સમજાવ્યું. જીવન વિરોધને બદલે આનંદિત જીવનનો સંદેશો આપ્યો. પણ આપણે જેમ ચાર્વાક ને ભુલાવી દીધો તેમ આપણી જેમ રૂઢીવાદી પશ્ચિમના લોકોએ એને ભુલાવી દીધો. ૧૨મી સદી સુધી યુરોપ એક અંધકાર યુગમાં જીવતું હતું. લગભગ ૧૬૦૦ વર્ષ એરીસ્ટૉટલ ભુલાઈ ગયેલો પણ એક ઇટાલિયન પાદરી Thomas of Aquin or Aquino (1225 – 7 March 1274) પાક્યો એણે પાછો એરીસ્ટૉટલને જીવતો કર્યો, સાંપ્રત ધર્મોમાં નવા અર્થઘટન કર્યા અને તે યુરોપમાં Renaissance નવયુગના મંડાણનું કારણ બન્યા. અચાનક અંધકાર યુગમાં જીવતું સાવ પછાત જંગલી જેવું યુરોપ વિકાસના માર્ગે સડસડાટ આગળ ધપવા લાગ્યું. ઔદ્યોગિક ક્રાંતિ તરફ દોડવા લાગ્યું. આપણે પણ બહુ સારી ગાંધી જેવી સુધારાવાદી અનેક પ્રતિભાઓ પેદા કરી જ છે પણ અધ્યાત્મના આફરાને વરેલી આવી મહાન પ્રતિભાઓ જીવન વિરોધી સુખ વિરોધી આનંદ વિરોધી જ રહી છે. આપણે હજુ એક Thomas of Aquino પકવી શક્યા નથી.     

આજે આપણે આધુનિક દુનિયામાંથી આવતા પ્રગતીસુચક સંદેશાઓ વારંવાર જેને અથડાતા હોય તેવી અસમતલ ભૂમિ ઉપર ઊભેલા સંક્રાતિકાલમાંથી પસાર થઈ રહ્યાં છીએ. પ્રાચીન રૂઢિઓનાં સખત ખડક ઉપર અથડાતું પશ્ચિમી સંસ્કૃતિનું ભારણ એક મૂળ વગરના ચુનંદા વર્ગનું નિર્માણ કરે છે. આ વર્ગ છે બુદ્ધિશાળી પણ મૂળ વગરના મહાત્મા જેવો છે. આ વર્ગને કઈ દિશામાં જવું તેની સમજ પડતી નથી. એમની પાસે હોકાયંત્ર છે ખરું પણ એની સોય સતત પૂર્વ અને પશ્ચિમ એમ દિશા બદલે જ જાય છે. આવું જ નવી જનરેશન માટે છે. દિશાવિહીન છે નવી પેઢી, ધોતિયું પહેરી શકતી નથી ને પૅન્ટનાં ગુણ ગાઈ શકતી નથી. સવારે ઊઠીને હાથમાં દાતણને બદલે ટૂથબ્રશ પકડે તે રાત્રે સૂઈ જાય ત્યારે માથે પંખા ફરતા હોય ત્યાં સુધી આખો દિવસ પશ્ચિમે શોધેલી વસ્તુઓ વાપરતા વાપરતા સતત પશ્ચિમની સંસ્કૃતિને ભાંડતો નગુણો આપણે સમાજ છીએ. ભૌતિકવાદને સતત ભાંડતા ધર્મ ધુરંધર પરમ પૂજ્યો પહેરે છે મલમલની પરમસુખ ધોતી પણ ફરે છે મર્સિડીઝમાં.

જરૂર છે આખીય વસ્તીના મૂળભૂત વલણ અને માન્યતાઓમાં ધરખમ ફેરફારની. ધરમૂળથી બદલાવની પ્રક્રિયા શરુ થાય તેની તાતી જરૂર છે. આખી સંસ્કૃતિને ક્રાંતિકારી ફેરફારની જરૂર છે. આ સહેલું નથી, ઊલટાનું દુઃખદાયી છે. દઝાડે તેવું છે પણ આવો એક પ્રયત્ન અબજો લોકોના જીવનમાં એક આશાનો પ્રકાશ પાથરવા જરૂર સક્ષમ થશે

વધુ આવતા અંકે———

કડવી ફાકી-૧

કડવી ફાકી-૧ untitledpoi

કડું, કરિયાતું, કાળી જીરી, લીમડાની અંતરછાલ બધું ભેગું કરીને બનાવેલી આ આયુર્વેદીક દવા જીર્ણજ્વર ઉતારવા ઉકાળીને પવાય છે. બહુ કડવું હોય છે ઝેર જેવું. ઝંડુ ફાર્મસીના મહાસુદર્શન ચૂર્ણમાં પણ આ બધી દવાઓ હોય છે. મહાસુદર્શન મારું પ્રિય ચૂર્ણ, સિઝન બદલાય અને તાવ જેવું લાગે અઠવાડિયું રોજ રાત્રે ફાકડો મારી જ લેવાનો. સ્વાસ્થ્ય માટે અમુક અમુક દિવસે આવી કડવી ફાકી મારવી જરૂરી છે. આયુર્વેદ પ્રમાણે જીર્ણજ્વર એક્ ક્રોનિક ફીવર જેવું કહેવાય. આવા તાવ જલદી ઉતરતા નથી. મેરા ભારત મહાન આવો જ એક જીર્ણજ્વર છે. લગભગ આપણ દરેક ભારતીયને હોય છે. મને પણ ખુબ ઉગ્ર રીતે વળગેલો હતો. જોકે આ તાવ હજારો વર્ષથી વળગેલો છે અને એટલે જ આપણે પલાંઠી મારીને બેસી ગયા છીએ કે આપણે તો મહાન હતા અને સર્વજ્ઞ હોવાનો દાવો તો પાછો ઉભો જ છે માટે હવે કશું કરવાનું છે નહિ. હું પણ આવો તાવ લઈને જ અમેરિકા પધારેલો હતો આપણા લેખકો અને પત્રકાર લેખકોએ અમેરિકાને જોયા વગર જ મારેલાં ગપ્પ સાચાં માની અમેરિકા એટલે સાવ રાક્ષસ હોય, સંસ્કાર અને સંસ્કૃતિવિહીન હોય તેવી છાપ લઈને ફક્ત ડોલરના ઝાડ ખંખેરવા મળશે તે આશામાં જ આવેલો. પણ અહી આવીને જુદું જ જોયું અનુભવ્યું વિચાર્યું કે મેરા ભારત મહાન ૧૦૦ ટકા હતું પણ હવે રહ્યું નથી. નથી રહ્યું તો કેમ પાછળ ગગડ્યું ? ફરી મહાનતા તરફ ગતિ કરવા એની દવા કરતા પહેલા બીમારી તો જાણવી પડશે કે નહિ ? બીમારી જાણ્યા વગર દવા શેની કરીશું ? એટલે મને મારી અલ્પમતિ જે દેખાય છે તે લખું છું. એમાં મારો કોઈ ઈરાદો નથી કે હું મારા દેશને વખોડું કે મારા દેશના બાંધવોની લાગણીઓ દુભવું. એક સમયે સૌથી જુની સંસ્કૃતિને નાતે અવ્વલ નંબરે આ દેશ હતો પણ હવે રહ્યો નથી. ફરી મારે અવ્વલ નંબરે એને જોવો છે. હવે નંબર વન હતો નંબર વન હતો એવા ગાણા ગાવાથી ફરી નંબર વન થઈ જવાતું નથી. ફરી નંબર વન બનવાની પહેલી શરત એ છે કે હાલ નંબર વન નથી તે પહેલા સ્વીકારવું પડશે. પછી હકારાત્મક બનો સારી બાજુઓ જુઓ એવા દંભી ગાણા ગાવાનું બંધ કરી બીમારીઓ જોવાનું શીખવું પડશે.   

કે ભારત શા માટે ગરીબ પછાત, વિકસિત નહિ પણ ધીમી ગતિએ વિકાસ તરફ આગળ વધતો દેશ છે ? નેતાઓને ફક્ત વિકાસની વાતો કરે એટલામાં ઢગલાબંધ વોટ મળે છે. હજુ તો વિકાસની વાતો કરવી પડે છે. છે ને કરુણતા ? શા માટે ૧૯૪૭ પહેલા સળંગ આઠસો વર્ષ ગુલામી કે ગુલામી જેવી દશા ભોગવવી પડેલી ? કેમ પરદેશી આક્રમણકારીઓ મનફાવે ત્યારે આવીને જીતી જતા હતા અને ભારતીયોને ગુલામી તરફ ઢસડી જતા હતા ? આ બધા અઘરા પ્રશ્નોના ઉત્તર મેળવવાનું બહુ કઠિન છે. ઉપર છલ્લા જવાબો સહુ આપશે પણ એના ઊંડા મૂળ સુધી જવાનું અઘરું કામ કોઈ નહિ કરે અને કોઈ ઉત્તર શોધવાનું કામ કરતા કદાચ આકરું કહી બેસે તો હજારો લાખો દેશભક્ત આત્માઓ તૂટી પડશે. તમને ખબર નથી કેટલો મહાન આપણો દેશ હતો ? સૌથી જૂની સંસ્કૃતિ અને આજે તો નુક્લિઅર પાવર અને સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે આપણો તે શું ખબર નથી ? એમાંય રિક્ષા ભાડા કરતા ઓછા ખર્ચે મંગળ ઉપર પણ ચડાઈ કરી આવ્યા. બહુ સારી વાત છે.    

અહીં કોઈને ક્રિટિસિઝમ ગમતું નથી, ગુણદોષવિવેચન કરીએ તો અહંકાર ઘવાય છે, લાગણીઓ વાતવાતમાં દુભાઈ જાય છે. જે પણ કહો તેનો તમારી સામે જ ઉપયોગ કરવામાં કાબેલ. આપણી ભૂલો કોઈ બતાવે તો એના જેવો કોઈ વેરી નહિ. ભારત સમજવા માટે સંપૂર્ણપણે મુશ્કેલ દેશ છે. હેમિંગ્વે કહે છે શું તમારે લેખક બનવું છે ? ક્યાં છે તમારા જખમ ? મેં કદી લેખક બનવાનું આયોજન કર્યું નહોતું પણ મારી પાસે મારા જખમ છે. મારી માતા, મારી ભારત માતા પાસે ઊંડા ઘાવ છે, ઘણા ગંભીર અને દૂઝતા ઘાવ. લોહી નીંગળતી ભારત માતા જોઈ એનો કયો પુત્ર કશું બોલ્યા વગર અમસ્તો જોઈ રહે ? જિંદગીની લાંબી મેરેથોન હરીફાઈમાં દુનિયાના અમુક સમાજ ઍડ્વાન્સ બની ગયા છે અને અમુક સાવ પછાત રહી ગયા. શું આની પાછળ કોઈ સ્પષ્ટ શકાય તેવી પૅટર્ન હશે ? આ મુદ્દો ઇતિહાસ, મનોવિજ્ઞાન, આસપાસનું વાતાવરણ, સમાજશાસ્ત્ર અને સંસ્કૃતિ વગેરેનું એક નાં સમજાય તેવું તદ્દન જટિલ જાળું છે. આવા લાક્ષણિક પ્રકરણનું પૃથક્કરણ કરવા તીવ્ર દ્ગષ્ટિ જોઈએ, ભારત એનો ઉત્તમ નમૂનો છે.

એક અબજ માણસોની મજબૂત સંખ્યા સાથેની આ પ્રાચીન મહાન સંસ્કૃતિ વિપુલ કુદરતી સાધન સંપત્તિ ધરાવતી હોવા છતાં બીજા માનવવંશ કરતા પ્રગતિની દોડમાં શા માટે પાછળ પડી ? આના ઉત્તર સહેલાઈથી નહિ મળે, છતાં પૂછવા પડશે, એની ચર્ચા કરવી પડશે, એને શોધવા ઊંડાણમાં જવું પડશે, મૂળિયા તપાસવા પડશે. છેલ્લો હિંદુ રાજા પૃથ્વીરાજ ચૌહાણ ઈ.સ. ૧૧૯૮મા હાર્યો ત્યારથી માંડીને ઈ.સ. ૧૯૪૭ સુધી પહેલા મધ્ય એશિયા અને પછી યુરોપથી આવેલા પરદેશી આક્રમણકારીઓ રાજ કરી ગયા. દુનિયાના કોઈ દેશનો આટલો લાંબો ૮૦૦ વર્ષનો પરદેશી શાસકોના તાબામાં રહેવાનો ઇતિહાસ નહિ હોય. આક્રમણકારીઓની એક લાંબી શ્રુંખલા જુઓ, ગઝની, તૈમુર, ખિલજી, બાબર, નાદિર દિલ્હીને કાયમ આગ લગાડી દેતા, મંદિરો તોડતા અને લૂટતા. હિંદુ પંડિતો ગઝનીનાં બજારમાં લીલામ થતા. શા માટે આપણે એટલાં બધા કમજોર હતા અને હજુ પણ છીએ ? કુદરતી સંપદાનો અભાવ ધરાવતા યુરોપના ટચૂકડા દેશો અને ટચૂકડું જાપાન પણ આર્થિક રીતે આપણાથી ઘણું આગળ નીકળી ગયું અને વિપુલ કુદરતી સંપત્તિ હોવા છતાં આપણે ગરીબ દેશોની હરોળમાં અવ્વલ નંબરે ખડા છીએ. શા માટે આપણે આટલાં ગરીબ અને પછાત રહ્યા અને હજુ પણ છીએ ? મારો જીવ કકળે છે.

imagesnjસવારે ઊઠીને છાપું ખોલો વાંચીને જો જરા વિચારશીલ અને માનવીય સંવેદનાઓથી ભરેલા હો તો જીવ બળી ને ખાક થઈ જાય એટલાં બધા કૌભાંડો વાંચવા મળે. કરપ્શન તો જાણે જીવનરસ બની આપણી નસોમાં વહે છે. કરપ્શન કોઈને કરપ્શન લાગતું નથી એક વહેવાર લાગતું હોય છે. ભ્રષ્ટાચાર, પૉલ્યુશન, સરકારીતંત્રની નિષ્ફળતા, અધમ પ્રકારે સ્ત્રીઓ પર થતા બળાત્કાર અને અંધશ્રદ્ધામાં ડૂબેલી પ્રજાના સમાચારો વાંચી હૃદય હલબલી જાય. આવા બનાવોની પ્રખર ટીકા થાય તો સામે એના બચાવમાં સ્વાભિમાન ઘવાયેલાના ટોળા ઊમટી પડે. આપણે કમજોર કેમ હતા ને રહ્યા છીએ, આપણે પછાત અને ગરીબ કેમ હતા ને રહ્યા છીએ તેની ફક્ત ફરિયાદ કરવી કે એનો દોષ બીજાને માથે નાખવાને બદલે હવે આપણે એના કારણો વિષે તપાસ કરવી પડશે. આપણે આપણા દોષ જોવાનું શીખવું પડશે અને પછી એની દવા શોધવાનો ઉપાય કરવો પડશે. મહાન સંસ્કૃતિઓ નાશ પામી જતી હોય છે તેનું કારણ ભૌગોલિક પરિસ્થિતિ કે કુદરતી સંપદાનો અભાવ બહુ મહત્વનો નથી હોતો પણ નિયતિ જે પડકાર તમારી સામે મૂકે છે તેને કઈ રીતે ઝીલો છો તેના ઉપર આધાર રાખે છે. યુરોપના ટચૂકડા દેશો વખત જતા આખી દુનિયા ઉપર પ્રભાવી બન્યા તો સૌથી જૂની કહેવાતી સંસ્કૃતિઓ ભારત અને ચીન કેમ નહિ? મૂડીવાદ, ઉદ્યોગીકરણ, નિર્ણાયક પ્રયોગાત્મક સંશોધન જેવા પ્રગતિકારક પરિબળો યુરોપમાં જ કેમ વિકસ્યા એશિયામાં કેમ નહિ ? વાસ્કો-ડી-ગામાનાં વહાણે ભારતના બંદરે લંગર નાખ્યા, જગડુ શાહના વહાણો માટે યુરોપના બંદરો કેમ અજાણ્યા જ રહ્યાં ?

—-વધુ આવતા અંકે—-

પ્રણયત્રિકોણીય ભાવાવેશ

પ્રણયત્રિકોણીય ભાવાવેશimages7EMEQRPC

વર્ષો પહેલા રાજકપૂરે બનાવેલું, પ્રણય ત્રિકોણ આધારિત, રાજકપૂર, રાજેન્દ્રકુમાર અને વૈજયંતીમાલા અભિનીત સંગમ મૂવી જોએલું. એના ગીતો આજે પણ ફેમસ છે. ‘યે મેરા પ્રેમ પત્ર પઢકર તુમ નારાજ નાં હોના’, ‘દોસ્ત દોસ્ત નાં રહા’, મૈ ક્યા કરું રામ મુજે બુઢા મિલ ગયા’, વગેરે ગીતો આજે પણ કાનમાં ગુંજે છે. Casablanca મુવી પણ આવું જ હતું, એમાં પણ બે પુરુષો એક સ્ત્રીને ચાહતા હોય અને સ્ત્રી પણ બંને પુરુષોને ચાહતી હોય તેવી વાર્તા હતી. રાજકપૂરે Casablanca પરથી પ્રેરણા લઈને સંગમ બનાવ્યું હોય તેવું પણ બને. જો કે ભારતીય સંસ્કૃતિનો આદર્શવાદી ટચ ઉમેરી દીધો હોય રાજકપૂરે તે સ્વાભાવિક છે. એકંદરે આખી દુનિયામાં પુરુષો એવું માનતા હોય છે કે એમની સ્ત્રી ફક્ત ને ફક્ત એમને જ પ્રેમ કરે, જો કે એમાં કશું ખોટું છે તેવું નથી કહેતો. પણ ક્યારેક હકીકતમાં એવું હોતું નથી. એક સ્ત્રી બે પુરુષોને ચાહતી હોય તેવું પણ શક્ય છે, શક્ય નહિ હકીકત હોય છે. પ્રણયત્રિકોણના બે જાતના પ્રકાર હોય છે.

એક તો બે સ્ત્રીઓ એક જ પુરુષને પ્રેમ કરતી હોય. એમાં પણ પેટા પ્રકાર જોઈએ તો એક પુરુષ બંને સ્ત્રીઓને સરખો પ્રેમ કરતો હોય અથવા એક ને પ્રેમ કરતો હોય પણ બીજી સ્ત્રી એક તરફી પેલાં પુરુષને પ્રેમ કરતી હોય. ગુપ્ત ફિલ્મમાં આવું જ હતું.

બીજા પ્રકારમાં બે પુરુષો એક જ સ્ત્રીને પ્રેમ કરતા હોય અને સ્ત્રી બંને પુરુષોને સરખો પ્રેમ કરતી હોય કે એકાદ પુરુષ પરાણે પાછળ પડ્યો હોય. ઘણી વખત સ્ત્રી કન્ફ્યુજ પણ હોય કે કોને પ્રેમ કરવો ? ઘણીવખત એને બંને પુરુષને સરખો પ્રેમ કરવો હોય પણ પાછાં પેલાં પુરુષો માનવા જોઈએ ને ? પુરુષ થોડો જોહુકમી વાળો વધુ હોય એને એની સ્ત્રીને બીજો કોઈ પ્રેમ કરે તે નાં ગમે.

ફિલ્મો બનાવનારા અને નવલકથાઓ લખનારા લેખકો માટે પ્રણય ત્રિકોણ ગરમાગરમ વિષય હોય છે, એમાં એક જ સ્ત્રીને બે પુરુષો પ્રેમ કરતા હોય તેવો પ્લૉટ કૉમન હોય છે, હોટ ફેવરીટ હોય છે. સ્ત્રી પુરુષ પ્રેમમાં પડે છે, ઇચ્છે છે, અને સિલેક્શન કરે છે. ઇચ્છવું અને સિલેક્શન કરવું બંને જુદું હોઈ શકે છે.

images789કહેવાય છે કે પુરુષો માટે બે સ્ત્રીઓ સાથે એક પુરુષ યુનિવર્સલ સેકસુઅલ ફૅન્ટસી છે. પણ હકીકતમાં પોર્નોગ્રાફી રેકૉર્ડ કંઈક જુદું જ કહે છે. હકીકતમાં એક જ સ્ત્રી પર બે કે વધુ પુરુષો આધિપત્ય જમાવતા હોય તેવી પોર્નો વધુ જોવાય છે. પુરુષનું મન બે કે વધુ સ્ત્રીઓ ઇચ્છતું હોય છે તે સામાન્ય છે, પણ પુરુષનું શરીર સ્પર્મ કોમ્પીટીશન ને લીધે સેક્સુઅલી એક સ્ત્રી સાથે વધુ પુરુષો જોઈ ને શારીરિક રીતે જાતીય રીતે વધુ ઉત્તેજિત થતો હોય છે. એનું કારણ કદાચ આપણો ઉત્ક્રાંતિનો ઇતિહાસ હોઈ શકે કે જ્યાં જાતીય વર્તણૂક અને જાતીય રિસ્પૉન્સ બહુગામી સમાજમાં વિકાસ પામેલા હતા.

આપણે હ્યુમન જીનેટીકલી પોલીગમસ છીએ, મનોગમી ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં નવી વાત છે. આપણો પ્રાચીનતમ સમાજ બહુગામી હતો જ્યાં સ્ત્રીપુરુષને એકબીજાને પામવા સખત હરીફાઈનો સામનો જાણતા કે અજાણતાં કરવો પડતો હતો ફક્ત સેક્સ માટે નહિ ગર્ભધારણ ઉપર પોતાનો કાબૂ મેળવવા માટે પણ. આજે મનોગમસ સમાજમાં પુરુષને ચિંતા હોય નહિ, એની સ્ત્રી એના દ્વારા જ ગર્ભધારણ કરવાની છે. સ્ત્રીને પણ ખબર હોય કે તે કોના દ્વારા ગર્ભવતી બનવાની છે. પણ લાખો વર્ષ સુધી આવું હતું નહિ. એટલે પુરુષો અચેતનરૂપે(unconsciously) આવા જાતીય સંકેતો ને અનુસરતા હોય છે તેમ સ્ત્રીઓ પણ.

એટલે જ્યારે એક સ્ત્રી ઉપર બે પુરુષો આધિપત્ય જમાવતા હોય કે એવો પ્રયત્ન કરતા હોય ત્યારે પુરુષો unconsciously પોતાને વધુ ઉત્તેજિત અનુભવ કરતા હોય છે કે કોણ આ હરીફાઈમાં જીતી સ્ત્રીને ગર્ભવતી બનાવે. એક આકર્ષક સંશોધન એવું કહે છે કે મનોગમસ રિલેશનશીપમાં ઓવુલ્યેશન (અંડમોચન) સમયે સ્ત્રી કહેવાતી બેવફા બનવા આકૃષ્ટ થઈ શકે છે નાં બને તે વાત જુદી છે. વધુમાં શંકાસ્પદ સ્ત્રી પ્રાથમિક પાર્ટનર સિવાય બીજા પુરુષ સાથે વધુ કામાવેશની પરાકાષ્ઠા અનુભવી શકે છે, ખાસ તો જો બીજો પુરુષ “cad” ટાઈપનો હોય તો. Cad એટલે એમના હાઈ લેવલ testosterone ની અસરને લીધે સ્વમતાગ્રહી, દુરાગ્રહી, અડગ, ઉદ્ધત, તોફાની, કૃત નિશ્ચયી, ઝીણી આંખો, મજબૂત જડબા, પાતળા હોઠ સાથે પથારીએ પથારીએ કુદકા મારનારા. એના વિરુદ્ધમાં “dad” ટાઈપ એટલે દયાળુ, હુંફાળા, વિશ્વાસુ, કાળજી રાખનારા, સાંજ પડે ઘર ભેગાં, બાળકો અને સ્ત્રીને સાચવનારા. શંકાસ્પદ સ્ત્રી ઘેર આવે ત્યારે એનો પ્રાથમિક dad ટાઈપ પાર્ટનર પણ સેક્સમાં વધુ જોશીલો અને રફ બની શકે છે ખાસ તો બેવફાઈ દ્વારા ફળદ્રુપ બની ચૂકેલા અંડને સ્થાનભ્રષ્ટ કરવા. જો કે રસપ્રદ સંશોધન એવું પણ કહે છે કે આવી શંકાસ્પદ સ્ત્રી પ્રાયમરી પાર્ટનર જોડે સંસર્ગ કરવા ૨૪ કલાક રાહ જુએ છે. મતલબ બીજા પુરુષ દ્વારા ગર્ભધારણનાં ચાન્સ વધારવા સ્ત્રી ૨૪ કલાક માટે કાયમી પાર્ટનર જોડે સંસર્ગના સંજોગો નિવારી લેતી હોય છે. આ બધું unconsciously થતું હોય છે, અને પ્રણય ત્રિકોણમાં બે પુરુષો વચ્ચે અટવાતી સ્ત્રીઓ બાબતે ખાસ બનતું હોય છે. એક ને વફાદાર કહેવાતા સ્ત્રીપુરુષોએ ચિંતા કરવાની જરૂર નથી. untitled478

પુરુષો એમના genes દૂર દૂર અને વિસ્તૃત ફેલાય તેમ ઇચ્છતા હોય છે તો સામે સ્ત્રીઓ લિમિટેડ એગ્સ ધરાવતી હોવાથી વધુ સિલેક્ટીવ હોય છે. બે પુરુષોના પ્રણયમાં અટવાતી સ્ત્રીની મુખ્ય આશા તો વધુ સારા genes ની હોય છે, બે પુરુષો એના માટે કોમ્પીટીશનમાં ઊતરી જે જીતે સ્ત્રીને તો ગેરંટી છે જ વધુ સારા genes મળવાની. એક કરતા વધુ પુરુષો ચાહતા હોય ત્યારે સ્ત્રીને પણ એની પોતાની કિંમત વધુ સમજાય છે. એને લાગે છે તે વધુ કિંમતી છે, વધુ પાવરફુલ છે તો એનો આત્મવિશ્વાસ પણ વધે છે.

સંખ્યાબંધ અભ્યાસ બતાવે છે menstrual cycle પ્રમાણે સ્ત્રીઓની પસંદ બદલાતી હોય છે. ફલદ્રુપતાની ટોચ પર હોય ત્યારે સ્ત્રી  masculine અને સામાજિક રીતે આપખુદ પુરુષ પસંદ કરતી હોય છે જેને સાહિત્યની ભાષામાં “cads” કહેતા હોય છે, પણ આવા પુરુષો શૉર્ટ-ટર્મ રિલેશનશિપ માટે જ પસંદગી મેળવાતા જોવા મળ્યા હોય છે.  જ્યારે less fertile phases વખતે સ્ત્રીઓ થોડા દયાળુ,  થોડા સહ્રદયી જેને સાહિત્યની ભાષામાં  “dads” કહેવાય તેવા હુંફાળા,  વિશ્વાસુ પુરુષો પસંદ કરતી હોય છે. આવા પુરુષો લૉન્ગ-ટર્મ રિલેશનશિપ માટે વધુ યોગ્ય ગણાતા હોય છે.

‘સંગમ’ ફિલ્મમાં રાજકપૂર cad ટાઈપ બતાવેલા અને જીતેલા પણ ખરા. તો ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં અજયભાઈ dad ટાઈપ બતાવેલા અને જીતેલા તો સલમાનભાઈ cad ટાઈપ હારેલા બતાવેલા. આ સલમાનભાઈ હકીકતમાં cad ટાઈપ તો નથી ને ? કોઈ લોંગ ટર્મ રિલેશનશીપ બાંધવા તૈયાર જ થતું નથી ? જસ્ટ મજાક કરું છું. ધડકન ફિલ્મ પણ આવી પ્રણય ત્રિકોણ વાળી હતી. જો કે આપણી બે પુરુષો વચ્ચે અટવાતી એક સ્ત્રીનાં પ્રણય ત્રિકોણ ધરાવતી ફિલ્મોમાં ભારતીય સંસ્કાર પ્રમાણે છેવટે સ્ત્રી એના પતિ ને વફાદાર બતાવવામાં જ આવે છે ભલે તે dad હોય કે cad પતિ હોવો જોઈએ. સ્ત્રી પતિ ને છોડી પ્રેમી સાથે ગઈ હોય તેવી હિન્દી ફિલ્મો હશે પણ મેં જોઈ નથી. imagesJ9MRY8EA

Tyra Banks નો શો આવતો હતો અહીં. એમાં આમ તો ઈલીગલ કહેવાય છતાં એક સ્ત્રી બે પતિઓ સાથે રહેતી હતી તેની સાથેની વાતચીત બતાવેલ. આમ તો અમેરિકામાં પોલીગમી ગેરકાયદે છે એટલે એણે એક પુરુષ સાથે લગ્ન કરેલા અને બીજો એમની સાથે એમજ રહેતો હતો. એને એક બાળક પણ હતું. એના કહેવા પ્રમાણે દુનિયાની સૌથી સુખી સ્ત્રી હતી. એના બાળકને બે પિતાઓનો પ્રેમ મળતો હતો. એ જોબ ઉપર હોય ત્યારે એને કોઈ ચિંતા નાં હોય એક પિતા તો એના બાળકની કાળજી રાખવા ઘેર હોય જ. બીજું એને બે પુરુષો સરખું જ ચાહતા હતા અને તે પણ બંને પુરુષોને સરખો જ પ્રેમ કરતી આમ દુનિયાની તે સૌથી સુખી સ્ત્રી હતી.