Category Archives: વિવાદ

“જુનું એટલું સોનું, ખરેખર? આધુનિક જીવન અને શિક્ષણ પધ્ધતિના સંદર્ભમાં.”

           *આપણે જૂની વસ્તુ થી ટેવાઈ અને પરિચિત થઇ ગયા હોઈએ છીએ. કોઈ પણ નવી વસ્તુ, પધ્ધતિ કે ચાલ શરુ થાય એટલે એના વિરુદ્ધ હોબાળો શરુ થઇ જાય છે. જુનું એટલું સોનું અને નવું નવ દહાડા એવી કહેવતો ઉચ્ચારનારના મનમાં નવી વસ્તુ પ્રત્યેનો એક ફોબિયા, ભય હોય છે. દરેકના મનમાં હોય છે પણ સાહસિક લોકો પ્રયોગો કરવા માટે તૈયાર હોય છે. દરેક વસ્તુના ફાયદા ને ગેરફાયદા હોય છે. ગેરફાયદા દુર કરીને સુધારા કરી એજ નવી વસ્તુનો વિકાસ કરી શકાય. આવી રીતેજ સંસાર ચાલ્યા કરતો હોય છે. દા:ત.કોમ્પ્યુટરમાં રોજ અપડેટ થતું હોય છે. વિન્ડોઝ એક્સ પી માંથી, સુધારા કરી વિસ્ટા આવ્યું. એમાં પણ સુધારા કરતા નવા વર્જન આવ્યા. અને હવે વિન્ડોઝ સેવન આવી ગયું. આ બધા જુનું એટલું સોનું એમાં માનતા નથી, એટલે તમને એટલી સગવડો મળે છે. જીવન પધ્ધતિને શિક્ષણ પદ્ધતિઓમાં કાળે કાળે નવા સુધારા થતા જ આવ્યા છે. અને એમજ સમાજની પ્રગતિ થાય છે. જુનું એટલું સોનુંમાં માનનારા સમાજ ને ઠપ્પ કરી દેનારા છે. જુનામાં જૂની ચીન અને ભારતની સંસ્કૃતિઓના પ્રાચીન સાહિત્યનો  અભ્યાસ કરો એ લોકો પણ એમના વીતી ગયેલા કાળ કે જમાનાને જ સારો ગણતાં. એમના ચાલુ  કાળને વગોવતા જ જણાય છે. આવા લોકોએ જ સતયુગ પહેલા થઇ ગયો છે એવી ખોટી કલ્પનાઓ કરેલી છે. ગાંધીજીને પણ રામ રાજ્ય ગમતું હતું. રામના રાજ્યમાં એક શુદ્ર એ ભણવાની(તપ) હિંમત કરેલી, અને રામે એને આવી હિંમત કરવા બદલ બાણ મારી હણી નાખેલો. ૫૦૦૦ વર્ષ થી વધારે લાંબા કાળમાં કોઈ શુદ્રે ફરી આવી હિંમત ના કરી. આટલા લાંબા કાળ પછી પ્રથમ વાર શુદ્રમાં એક બ્રાહ્મણ પાક્યો, ડો બાબાસાહેબ આંબેડકર. હવે રામાયણ કાળ કે રામરાજ્યને પાછું લાવવાની વાતો કરનારા મહામુરખો છે.
        *સર્વાઇવલના નિયમ પ્રમાણે જે સારું ને ફીટ હશે એનો નાશ થવાનો નથી.  આયુર્વેદમાં જે સારું છે તે ટક્યું જ છે ભલે ૪૫૦૦ વરસ થયા. એટલોજ જુનો યોગા કામનો છે એટલેજ ટક્યો છે. નહીતો ક્યારનોય ભુંસાઈ ગયો હોત. સુશ્રુત પ્લાસ્ટિક સર્જન પણ હતા, યુધ્ધમાં કપાયેલા નાક ને કપાળની ચામડી લગાડી ઠીક કરતા હતા. પણ જુનું એટલું સોનુંમાં માનનારાઓએ સુશ્રુતની વિદ્યા આગળ ના વધારી.
              એક બ્લોગમાં વાચ્યું કે ગોખણપટ્ટી અંગ્રેજોની દેન છે.અંગ્રેજો  અને ધોળી ચામડી પ્રત્યે અહોભાવની વાતો લખી છે. પણ મેં તો દરેક ભારતીયને અંગ્રેજો આપણને લુંટી ગયા કહી હમેશા ગાળ દેતાજ જોયા છે. ગોખણપટ્ટી અહી અમેરિકાના કલ્ચરમાં ક્યાય જોઈ નથી. ગોખણપટ્ટી એ ભારતની શોધ છે, નહી કે બીજા કોઈ પણ દેશની. કોઈ પણ એકની એક વાત કે વસ્તુ  સતત રટ્યા કરવાથી એ તમારા સબ કોન્શીયાશ માઈન્ડ(અચેતન મન) માં સ્ટોર થઇ જાય ,ભલે એનો કશો પણ અર્થ ખબર ના હોય. મને પોતાને નાનપણમાં કોઈ પણ અર્થની ખબર વગર ગીતાજીના પ્રથમ બે અધ્યાય મોઢે હતા. આ બ્રેઈનની કારીગરીનો ઉપયોગ કરી પ્રાચીન ભારતના પંડિતોએ તમામ શાસ્ત્રોને ગ્રંથો મોઢે મતલબ  કંઠસ્થ કરી સાચવેલા. કાગળની શોધ ચીનાઓએ કરી છે. ઝાડના પાન પર લખવાનું પણ બહુ પાછળ થી આવ્યું. એટલે ગોખણપટ્ટી માટે અંગ્રેજોને ગાળ દેવી ખરેખર ખોટું છે. ઉલટાનું અંગ્રેજી પધ્ધતિમાં ગોખ્યા વગર સમજીને યાદ રાખવાનું શીખવાય છે. એમ કહોકે અંગ્રેજી પધ્ધતિ આવ્યા પછી ગોખણપટ્ટી બંધ થઇ છે.
       *એકાદ વરસ પહેલા ગુજરાત ભાષા પરિષદે ગુજરાતી બચાવો અભિયાન શરુ કરેલું  એવું વાંચ્યું, એમાં સુરેશ દલાલ, ગુણવંત શાહ, રઘુવીર ચૌધરી જેવા સાહિત્યકારો  ભાષણો આપવાના હતા. કઈ જાતની ગુજરાતી ભાષા બચાવવાની છે? અને ગુજરાતમાં જ ગુજરાતી બચાવવાની? હસવા જેવી વાત છે. ગુજરાતમાં રહેતા કયા અને કેટલા ગુજરાતીને ગુજરાતી નથી આવડતી? ગુજરાતમાં જ દરેક જીલ્લામાં અલગ અલગ ગુજરાતી બોલાય છે. શુદ્ધ ગુજરાતી કોણ બોલે છે? ગુજરાતમાં અંગ્રેજી માધ્યમમાં ભણનારા કયા વિદ્યાર્થીને ગુજરાતી બોલતા નથી આવડતું? લખવામાં આવ્યું છે કે ગુજરાતીને તળિયા સુધી પહોચાડવી પડશે. કયા તળિયા સુધી? તળિયામાં તો ગુજરાતી વસેલી જ છે. કયા ગામડાના લોકો ગુજરાતી નથી બોલતા?કયા ગામડાના લોકો ફક્ત અંગ્રેજી જ બોલે છે? તળિયું કયું સમજ ના પડી. પાંચ કરોડ ગુજરાતીઓમાંથી કેટલા અંગ્રેજી માધ્યમમાં ભણે છે? સૌથી વધારે લોકો ગામડામાં રહે છે. કેટલા ગામડામાં અંગ્રેજી સ્કૂલો  છે? બે બિનગુજરાતી પર પ્રાંતના લોકો એકબીજાને મળે ત્યારે એમની માતૃભાષામાં વાત કરે છે. સાચી વાત છે. પણ આજ પરપ્રાન્તીયોનું અંગ્રેજી ગુજરાતીઓ કરતા પણ સારું હોય છે એ વાત કેમ  ભુલાઈ ગઈ  છે?  અંગ્રેજી કડકડાટ બોલતા તમીલીઓ, કેરાલીયનો, કન્ન્ડો શું એમની માતૃભાષા ભૂલી ગયા છે?એટલા માટે પૂછું છું કે ગુજરાતીની સાથે સાથે સારું અંગ્રેજી કેમ ના શીખી શકાય?  શું બે ભાષાઓ સાથે શીખવામાં કોઈ વાંધો આવે છે?  અંગ્રેજી બોલે એવા ગુજરાતી કઈ રીતે ગુજરાતી ભૂલી જાય? તો કઈ ગુજરાતી બચાવવાની? અમારા ગુજરાતી સગા આખી જીંદગી બેંગ્લોર રહ્યા. એમના છોકરા બેંગ્લોરમાં જ જન્મેલા ને ત્યાની સ્કુલોમાં જ ભણેલા. આ છોકરા હિન્દી,અંગ્રેજી,કન્નડ અને ગુજરાતી કડકડાટ બોલે છે. કારણ ઘરમાં ગુજરાતી બોલતા હોવાથી ગુજરાતી પણ એટલુજ સરસ બોલે છે. એક ભાષા શીખવાથી બીજી ભાષા શીખવામાં ક્યાં અડચણ આવે તે સમજાતું નથી.
        *માતૃભાષા અમેરિકામાં આવ્યા પછી પણ નથી ભુલતુ કોઈ. જીવતી રહે છે, માટે અહી સરકારી કામોમાં ફોન પર અંગ્રેજી બોલતા ના આવડે તો ન્યુ જર્સીમાંતો ઇન્ટરપ્રિટર મળે છે. એક ભાઈની વાત સાચી છે કે ગુજરાતી બચાવો અભિયાન કરતા અંગ્રેજી ભગાવો અભિયાન વધારે લાગે છે. પણ આવું કરી ગુજરાતને પછાત રાખવામાં આ લોકો ભૂંડી ભૂમિકા ભજવશે. મેકોલે એ શિક્ષણ પધ્ધતિ શરુ કરી એ પહેલા મહાન ગુરુકુળોમાં કેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા? બ્રાહ્મણ વર્ગમાં પણ ઉચ્ચ ક્રીમી લેયર કરતા કોને સંસ્કૃત આવડતું હતું? નાનામાં નાનો ને ગરીબ વર્ગ  પણ ભણતો થયો કોના પ્રતાપે? આધુનિક પધ્ધતિના પ્રતાપે કે મહાન ગુરુકુળ પધ્ધતીના પ્રતાપે? ગુરુકુળોમાં શું ભણાવતા હતા? વિજ્ઞાન, ટેકનોલોજી? એન્જીનીયરીંગ? હું કોઈ મેકોલેની વકીલાત કરું છું તેવું સમજાતા નહિ, કારણ મેકોલેને અંગ્રેજી હકુમત માટે કારકુન જોઈતા હતા. પણ મેકોલે જેવીતેવી પણ શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી તે પહેલા ભણવા કોણ જતું હતું? પ્રાચીન ગુરુકુળોમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાય કોણ ભણવા જતું? એમાં પણ રાજઘરાના સિવાયના સામાન્ય ક્ષત્રિયો  ભણવા જઈ શકતા ખરા?
         *આધુનિક જીવન પધ્ધતિ અપનાવતા લોકો કેટલા? કીટી પાર્ટી , જીમ અને ક્લબોમાં કેટલી માતાઓ જઈને એમના નાના બાળકોનું ધ્યાન નહિ રાખતી હોય? આવું ક્રીમ લેયર ગુજરાતમાં કેટલું છે? કોઈ માધ્યમ વર્ગના માણસને આવું પોસાય ખરું?  આયાઓ કેટલા માણસો રાખી શકતા હશે? એક કામવાળી બાઈ લોકોને પોસાતી નથી. જે આધુનિક જીવન પધ્ધતિથી થતા અતિશય નુકશાન વર્ણવામાં આવે છે એવી આધુનિક જીવન પધ્ધતિ અતિ શ્રીમંત વર્ગ સિવાય કોને પોસાય છે. ધીરુભાઈ અંબાણી તો અતિશય શ્રીમંત હતા. એમના છોકરાઓને એક અઠવાડિયામાં બહારનો નાસ્તો અને સોફ્ટ ડ્રીંક એક વાર જ મળતું. જો  બે નાસ્તા કરવા હોય તો પીણું જતું કરવું પડતું. અને બે પીણાં પીવા હોય તો નાસ્તો જતો કરવો પડતો. આ બધું વીકમાં એક જ વાર રોજ નહિ. આવું કરતા દરેક માબાપને કોણ રોકે છે? ત્યારે આ બંને ભાઈઓ એમના સામ્રાજ્યને ચલાવે નહિ બલકે વધારી રહ્યા છે.
        *એક રીયલ અનુભવ. વડોદરામાં પ્રતાપનગર રોડ પર ગીતામંદિરની સામે ડો રાજેશ લીંબડ(જનરલ સર્જન)ની હોસ્પિટલ છે. મારા વાઈફને જોન્ડીસ થયેલો, ત્યાં દાખલ કરેલા. બાજુમાં એક વૃદ્ધ બીમાર હતા તેમનો પલંગ હતો. ગરીબ વર્ગના હતા. એક એમનો દીકરો એમની પાસે રહેતો. એક યુવાન સ્ત્રી પણ સેવા કરતી. એટલી બધી લાગણીથી આ લોકો દેખભાળ કરતા કે નવાઈ લાગે. હું તો પેલી સ્ત્રીને એમની દીકરી સમજેલો. પણ પછી ખબર પડી એ એમના દીકરાની પત્ની હતી. બંને પતિ પત્ની ખુબ કાળજી રાખતા. વૃદ્ધ ગરમ મિજાજના હતા પણ બંનેના ચહેરા પર નારાજગી જરાય ના દેખાય. વાતવાતમાં પેલી સ્ત્રીએ કહ્યું કે મારા સાસુની પણ તબિયત સારી રહેતી નથી એટલે અમે દવાખાને આવવાની ના પડી છે, બાપાને તો અમે જાળવી લઈશું. ડોકટર પોતે પણ આ લોકોને અહોભાવ થી જોઈ રહેતા. મને ડોકટરે એમની કેબીનમાં મને કહેલું કે ભુપેન્દ્રસિંહ આ ગરીબ લોકો પાસે થી આપણે ઘણું શીખવાનું છે. અતિ ઉચ્ચ ધનિક વર્ગની રહેણી કરણી અને આધુનિક જીવન પદ્ધતિને આખા સમાજનો માપદંડ શું કામ બનાવો છો?  એના ગેરફાયદાથી આખા સમાજનું સત્યાનાશ વળી જશે એવું શું કામ માનવું?
       *સંયુક્ત કુટુંબો તુટતા જાય છે, એમાં સંજોગો પણ એટલાજ દોષી છે. ફાયદા ગેરફાયદા બંને બાજુ છે. જમાના સાથે કદમના મીલાવોને સંયુક્ત કુટુંબ સાચવવા ક્યાં સુધી તમે બેસી રહી શકો. ભણવાનું દુર હોય,નોકરી બીજે ઠેકાણે મળી  હોય, પિતા ક્યાંક બીજે કે ગામમાં નોકરી ધંધો કરતા હોય, બહેન પરણાવી દીધી હોય, ભાઈ ને પછી બીજે દુર નોકરી મળી હોય તો શું કરવાનું?ઓટોમેટીક સંયુક્ત કુટુંબ તૂટવાનું છે. સંયુક્ત કુટુંબની પ્રથાને સાચવવાની વાતો કરનારા પોતે કેટલા સંયુક્ત કુટુંબમાં રહે છે? હાથ ઊંચા કરોતો? હું જરા ગણી લઉં. મારા ત્રણે ભાઈઓ માતાપિતાને ખુબ પ્રેમ કરતા હોવા છતાં નોકરી અર્થે દુર દુર રહેતા હતા. હું પણ બહુ વરસ સાથે ના રહી શક્યો. પણ રહ્યો ત્યાં સુધી રોજ મારા વકીલ પિતાશ્રી મને કહેતા બેટા તારું ભવિષ્ય શું કામ બગાડે છે?  સંયુક્ત કુટુંબના ઘણા બધા ફાયદા હોવા છતાં સંજોગો મજબુર કરી નાખતા હોય છે વિભક્ત કરતા. એકજ ગામમાં એક ખેતરમાં આખું કુટુંબ કામ કરે તોજ સંયુક્ત કુટુંબ પ્રથા સચવાય, બાકી નહિ.
        *કોઈ વસ્તુમાં પોતાનામાં ખરાબી નથી. ખરાબી છે તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો એમાં. અણુ વિજ્ઞાનથી વીજળી પેદા કરી દુનિયાને ઉજાળી શકાય છે, અને અણુબોમ્બ બનાવી દુનિયાનો નાશ પણ કરી શકાય છે. એમાં અણુવિજ્ઞાન ખરાબ છે એવું કહેનારા ખોટા છે. ઇન્ટરનેટથી દુનિયા ભરનું જ્ઞાન એક રૂમમાં બેસી ને મેળવી શકાય છે, અને રૂમ બંધ કરી પોર્નો પણ જોઈ શકાય છે. એમાં ઇન્ટરનેટનો શું વાંક. આધુનિક જીવન પધ્ધતિ અપનાવી વિકાસ પણ કરી શકાય ને પોતાનો નાશ પણ કરી શકાય. માતૃભાષા સાથે સારું અંગ્રેજી શીખી સારી કોલેજમાં એડમીશન મેળવી શકાય, સારો ઉચ્ચ હોદ્દો કલેકટર જેવો મેળવી શકાય, માતૃભાષા સાથે નાતો પણ જોડી રાખી શકાય, અને બંનેમાં ઠોઠ નીશાળીઓ રહી બધું ગુમાવી શકાય.
      *જેને ભણવું જ છે એને કોઈ બંધન નડતા નથી. ઓલ્ડ ઈઝ ગોલ્ડ કમજોર લોકો કહે છે. નવી વસ્તુના ખરાબ પરિણામોમાંથી પસાર થઇ એમાંથી બોધ લઇ સુધારા કરવાવાળા થી જ  જગતનો વિકાસ થાય છે. જે ઓલ્ડ ઈઝ ગોલ્ડ છે એ કદી મટવાનું  નથી, અને જે ઓલ્ડ ઈઝ ગોલ્ડ નથી એ કદી ટકવાનું નથી.

             *પ્રવિણા બેનનો બ્લોગ વાંચ્યો.  શૈશવ  નામની ભાવનગરની સંસ્થાની મુલાકાતના એમના અનુભવો એમની સક્ષમ કલમ વડે લખાયેલા વાંચીને થોડું અહી ઉમેરવાનું મન થયું.  લાખો બાળકોને જ્યાં ભણવાનું નસીબ નથી, ત્યાં અતિ ઉચ્ચ ધનિકવર્ગની અત્યંત આધુનિક જીવન પધ્ધતિથી આખાં સમાજનું સત્યાનાશ વળી જવાની વાતો કરવામાં આવે છે. લાખો બાળકોને જ્યાં ભણવાનું નસીબ નથી ત્યાં અંગ્રેજી માધ્યમની સ્કૂલો થકી ગુજરાતી ભાષાનો નાશ થઇ જશે, માટે તેને બચાવવી જોઈએ તેવી પરિષદો ભરવામાં આવે છે સાક્ષરોની હાજરીમાં, ને તળિયા સુધી ગુજરાતી પહોચાડવી જોઈએ એવી વાતો કરવામાં આવે છે. જ્યાં સ્કુલમાં જવાના  ફાંફા  છે ત્યાં અંગ્રેજી કઈ રીતે ઘુસી જવાની છે? અને કઈ ગુજરાતીનો નાશ થઇ જવાનો છે. નાના બાળકો ભણવાને બદલે કામ પર જાય છે અને મહેનતાણું મળે છે ફક્ત દસ રૂપિયા.  આવા લોકોથી જ ગુજરાતી બચી જવાની છે કોઈ એનું કશું નહિ બગાડી શકે. આધુનિક જીવન પધ્ધતિ આ લોકોનું કશું બગાડી શકવાની નથી…….

અંગ્રેજી કે ગુજરાતી? ગુજરાતી કે અંગ્રેજી ?

Dr Annie Besant

    આપણી માતૃભાષા આપણાં અચેતન મનમાં ઘુસેલી હોય છે. ગુજરાતની સ્કૂલોનું માધ્યમ ગુજરાતી હોવું જોઈએ કે અંગ્રેજી એનો સારો એવો વિવાદ ચાલી રહ્યો છે. બીજા રાજ્યો કરતા ગુજરાતીઓ અંગ્રેજી સારું જાણતા નથી કે બોલી નથી શકતા. એટલે કોર્પોરેટ નોકરીઓમાં પાછળ પડી જાય છે એ પણ હકીકત છે. સારી એવી ઉંચી પોસ્ટો પર દક્ષીણ ભારતીયો કે બંગાળીઓ કે પછાત ગણાતા બિહારના લોકો ગુજરાતમાં મેદાન મારી જાય છે. કલેકટર કે આઈ.પી.એસ કે આઈ.એ.એસ ઓફિસરોમાં ગુજરાતીઓ નહીવત છે. અંગ્રેજી વૈશ્વિક ભાષા બની રહી હોય ત્યારે એને વખોડીને એને નકારવી એ મેરા ભારત મહાનનો એક ઓર મહાદંભ કહી શકાય. માધ્યમ ભલે ગુજરાતી હોય પણ એ સ્કુલમાં અંગ્રેજી બરાબર શીખવવું જોઈએ. અને માધ્યમ અંગ્રેજી હોય પણ એના વિદ્યાર્થીઓને અંગ્રેજી બરોબર આવડતું ના હોય તો શું કામનું? એટલે માધ્યમ ગમેતે રાખો અંગ્રેજી સારું શીખવો તો બાકી દુનિયા થી ગુજરાતી વિદ્યાર્થીઓ પાછળ ના પડી જાય. સ્વદેશીના મોહમાં અને અંગ્રેજી પ્રત્યે દ્વેષ રાખી ગુજરાતની સરકારોએ અંગ્રેજીને મહત્વ આપ્યું નથી. એના ખરાબ પરિણામો જગ જાહેર છે. અંગ્રેજોનું બધારણ, કપડા, શિક્ષણ પધ્ધતિ, રહેણી કરણી બધું વહાલું લાગ્યું ને અંગ્રેજીનો દ્વેષ? અંગ્રેજીને ગાળો દેવાવાળા શર્ટપેન્ટ શું કામ પહેરતા હશે? ૧૮૫૭ ના બળવા પછી આઝાદીની વાતો બધ થઇ ગઈ હતી. આપણાં લોકો ઇંગ્લેન્ડ ગયા, કાયદા કાનુન ભણ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આપણું પોતાનું રાજ હોવું જોઈએ. બધાજ આઝાદીના લડવૈયાઓ બેરિસ્ટર હતા. છતાય આપણું પોતાનું રાજ હોવું જોઈએ એવી ચળવળ સૌથી પહેલા કોણે શરુ કરેલી? ગોખલે, તિલક કે ગાંધીજીએ? ના એક અંગ્રેજ બાઈ એ “એનીબેસન્ટ” હતા, હોમરુલ લીગની સ્થાપના સાથે આઝાદી ની ચળવળ શરુ થએલી. આપણાં ગુલામી માનસ ને આઝાદ થવું જોઈએ એવી શરૂઆત પણ અંગ્રેજ બાઈ એ કરાવેલ. ઈ.સ.૧૯૧૪ માં ડો. એનીબેસંટે  હોમરુલ લીગની સ્થાપના કરી ને ૧૯૧૭માં ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

                 *હવે દુનિયાની ભાષા અંગ્રેજી થઇ ચુકી છે. એટલે અંગ્રેજી મીડીયમની સ્કૂલો કરતા સારું અંગ્રેજી શીખે એની જરૂર છે. વડોદરાની ઘણી બધી અંગ્રેજી મીડીયમની સ્કુલોના વિદ્યાર્થીઓ સારું અંગ્રેજી પણ બોલી શકતા નથી. જયારે ગુજરાતી મીડીયમની એલેમ્બિક વિદ્યાલયના મારા મિત્રો આજથી ૩૫ વરસ પહેલા ખુબજ સરસ અંગ્રેજી બોલતા હતા. અને ગુજરાતી નો તો સવાલ જ ન હતો. એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં ભણેલા એન્જીનીયરો ને અંગ્રેજી બોલતા ના આવડતું હોય એવું પણ મેં જોએલુ છે. આપણાં ગુજરાતના જિલ્લાઓનો વહીવટ કરતા હોય એમાં ગુજરાતી પોતે કેટલા? આપણાં ગુજરાતના જિલ્લાઓની મહત્વની કાયદા કાનુન ને રક્ષણ ની જવાબદારી નિભાવતા પોલીસ વડાઓમાં ગુજરાતી કેટલા?
              *અહી અમેરિકામાં પણ સારી નોકરીઓ પર બીજા રાજ્યના લોકો વધારે આગળ હોય છે. ખાસ તો દક્ષીણ ભારતીયો ને મુંબઈ થી આવેલા ને અહી અમેરિકામાં કોઈ ખાસ તકલીફ પડતી નથી. જયારે ગુજરાતીઓ કાતો ધંધો કે મજુરી જ  કરતા હોય છે. ગુજરાતીઓ ધંધાની બાબતમાં સાહસિક હોય છે, એટલે ગમે તે કરીને આગળ નીકળી જાય છે. એ માટે એમની તારીફ કરીએ એટલી ઓછી છે. પણ સામાન્ય કોમ્પુટર પર ડ્રાઈવિંગ માટે જરૂરી નોલેજ ટેસ્ટ પાસ કરતા ગુજરાતીઓને આંખે પાણી આવી જાય છે. એમના કાચા લાયસન્સ પર ૧૨ વખત ટ્રાયલ મારેલાં સિક્કા મેં જોયા છે. હું અમેરિકા આવ્યો ને પહેલા ટ્રાયલે પાસ થયો ને મારા ગુજરાતના વર્ષો જુના લાયસન્સ ને દેખીને ન્યુ જર્સીમાં તરત જ લાયસન્સ આપી દીધું, તે વાત મારા અહીના કોઈ સગા માનવા તૈયાર જ ન હતા. પહેલા ટ્રાયલે પાસ થયા એ વાત જ ની નવાઈ લાગેલી. જોકે હું અંગ્રેજીમાં ઘણો કાચો છું. ગોખણપટ્ટી  મારીને પાસ થઇ ગયેલો. દક્ષીણ ભારતમાં હું મારા સગા રહેતા હોવાથી ઘણી વાર જઇ આવ્યો છું. ત્યાં અંગ્રેજી લોકો ખુબ સરસ બોલતા હોય છે. કેરાલામાં ૧૦૦% એજુકેશન રેટ છે. એ લોકો એમની માતૃભાષા  ભૂલી ગયાનું જાણ્યું નથી. મારા સગાનાં દીકરા દીકરી બેંગલોરમાં ભણેલા છે અંગ્રેજી માધ્યમમાં. એ લોકો અંગ્રેજીની સાથે કન્નડ ભાષા પણ ખુબ સારી રીતે કન્નડ લોકોને શરમાવે એ રીતે બોલતા મેં જોયા છે. માતૃભાષા કોઈ ભૂલી જવાનું નથી. કારણ જન્મ થતાની સાથે બાળક ગુજરાતી સાંભળતો હોય તો એ ભાષા એના બ્રેનની કોરી હાર્ડડિસ્કમાં એક વાર સ્ટોર થઇ જાય, મતલબ એના અચેતન માઈન્ડમાં ઘુસી જાય પછી દુનિયાની કોઈ તાકાત એને ભૂસી ના શકે. આ વિજ્ઞાન ના જાણતા લોકો ખોટો હોબાળો કરે છે.
            દેખા દેખીથી અને ફક્ત કમાણી કરવાના આશયથી ખોલેલી અંગ્રેજી માધ્યમની સ્કુલો કરતા તો સારું અંગ્રેજી શીખવતી ગુજરાતી માધ્યમની એલેમ્બિક વિદ્યાલય જેવી સ્કુલો હજાર દરજ્જે સારી. નામ હોય ગુરુકુળ ને માધ્યમ હોય અંગ્રેજી આના કરતા મોટી વિડમ્બના કઈ?  બીજું દસ અને બાર ધોરણ ની બોર્ડની પરીક્ષાઓમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના  ટકા ઓછા આવે છે. એનું ગુજરાતમાં રહસ્યમય કારણ છે કે અંગ્રેજી મીડીયમના દસમાં બારમાના પેપરો ગુજરાતી મીડીયમના શિક્ષકો તપાસે છે. અને તે પણ પૂર્વગ્રહ થી ભરાઇને. બીજું આ શિક્ષકોનું અંગ્રેજી સારું ન હોય તે સ્વાભાવિક છે. એમાં ઘણા બધા ખુબજ હોશિયાર અંગ્રેજી મીડીયમના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાઈ ચુક્યું છે. મારા એક મિત્ર વડોદરાની અંગ્રેજી મીડીયમની હાઇસ્કુલ બરોડા હાઇસ્કુલ, અલકાપુરીમાં દસ અને બારમાં ધોરણમાં અંગ્રેજી ભણાવતા હતા. એ પેપર તપાસવા ગયેલા ત્યારે એમને નવાઇ લાગેલી કે અહી તો સાવ ઉંધુ જ ચાલી રહ્યું છે. અંગ્રેજી મીડીયમના પેપરો ગુજરાતી મીડીયમના ટીચર્સ તપાસતા હતા. ઈતિહાસનો ટીચર સાયન્સના પેપર તપાસતો હતો. એમણે પાછા આવી લાંબી લાંબી અરજીઓ શિક્ષણ ખાતામાં અને ગુજરાત સરકારમાં કરેલી પણ કોઈ રિસ્પોન્સ ના મળ્યો. જવાબ મળ્યો કે અમારી પાસે કોઈ તપાસવા માટે પુરતા શિક્ષકો નથી. અત્યારે  શું ચાલી રહ્યું છે તે ખબર નથી. એ  મિત્ર ૧૧માં ધોરણમાં અંગ્રેજીમાં નાપાસ થએલા. અંગ્રેજીમાં બી.એ અને એમ.એ કરી બી.એડ કરી આખી જીંદગી અંગ્રેજી ભણાવતા હવે રીટાયર થશે.
              *પહેલા કોઈ ભાષા નહોતી ત્યારે પણ માણસ જીવતો જ હતો. સંસ્કૃત હવે પુસ્તકોમાં રહી ગયી છે. એની અવેજીમાં આવેલી પ્રાકૃત જૈન અને પાલી બુદ્ધ સાહિત્ય પુરતી રહી હશે. જૂની અસલ ગુજરાતી કોઈ ને યાદ છે? એના માટે કોઈ જુના સાહિત્યકાર ખોળવા પડે. ગુજરાતી પણ સુરતની જુદી, સૌરાષ્ટ્રની જુદી. ચરોતરની ચમ સો? મહેસાણાની લેબુ, મેઠું ને પોણી. અમારા ઉત્તર ગુજરાતના રાજપૂતોમાં નાના છોકરાને પણ તુંકારે ના બોલાવાય. મેર લોકો તો રાજાને ય તું કહીને બોલાવે. અમે રજપૂતો આપ પધારો, બિરાજો, ફૂવાસા, કાકાસા, કાકીસા, જી હુકુમ બોલાવામાંથી ઊંચા જ ના આવીએ. દક્ષીણ ગુજરાતના રાજપૂતોની વાત જુદી છે. હું નવો નવો વડોદરા ભણવા આવ્યો. હોસ્ટેલમાં એક સુરતી છોકરો હતો. એણે એક દિવસ મને ગાળ દીધી. હું તો એના ઉપર ચડી બેઠો ને માંડ્યો મારવા. બધાએ છોડાવ્યા ને કારણ પૂછ્યું . પેલો સુરતી કહે હું તો ગાળ બોલ્યો જ નથી. એ જમાનામાં ઉત્તર ગુજરાતમાં કોઈ ગાળ દે તો મારામારી થઇ જાય. પછી મને પહેલી વાર ખબર પડી કે સુરતીને ખબર ના હોય કે શબ્દે શબ્દે ગાળ બોલે છે. પછીતો એ મારો પરમ મિત્ર બની ગયો, ને હું પણ શીખી ગયો…શું?
         *આ સતત પરિવર્તન શીલ સંસાર માં સંસ્કૃત જેવી દેવ ભાષા પણ અજ્ઞાતમાં સરી ગયી છે. કશું આ સંસારમાં સ્થાયી નથી. અંગ્રેજી પણ જૂની હવે ટકવાની નથી. દર ત્રણ મીનીટે એક નવો શબ્દ અંગ્રેજીમાં ઘુસતો જાય છે. જગન્નાથ મંદિરની રથયાત્રા જોઇને ખુબ વિશાલ, પ્રચંડ ને ભવ્ય હોય તેના માટે  જેગર્નોટ શબ્દ અંગ્રેજો એ બનાવેલો છે. લગભગ દરેક ભાષામાંથી શબ્દો અંગ્રેજીમાં ઘુસતા જાય છે. એમાય પછી ચેટીંગ માટે એકદમ શોર્ટ અંગ્રેજી પ્રસ્થાપિત થઇ ચુકી છે. થેન્ક્સના બદલે Thx.  હવે પછી એક નવી ગ્લોબલ ભાષા આવવાનીજ  છે. કોઈના કહેવાથી કશું અટકવાનું નથી. જરૂરિયાત પ્રમાણે બધું જ બદલાઈ જવાનું છે,  ભાષા પણ.
             *માતૃભાષા દરેક ને સારી રીતે આવડવી જોઈએ. એનું ધ્યાન અહીની કોલેજો સારું રાખતી હોય છે. એના માટે જો તમે ભારતમાં અંગ્રેજીમાં સ્નાતક હોવ અને તમને ગુજરાતી પણ સારું ભણાવતા આવડતું હોય તો તમને અમેરિકાની કોલેજોમાં ગુજરાતીના શિક્ષક તરીકે નોકરી ને વિઝા મળી શકે છે. એના માટે મેં અકિલા ન્યુજ પેપરમાં એની માહિતી અને વેબનું એડ્રેસ વાચેલું. અને તે હકીકત છે. કોઈ ખોટી વાત નથી. ખાલી ગુજરાતી નહિ પણ ભારતની બીજી ભાષાઓ પણ આ યોજનામાં સામેલ કરેલી છે.દા:ત.  હિન્દી,પંજાબી અને બીજી દક્ષીણ ભારતની.
       *માધ્યમ કયા રાખવા એના કરતા માતૃભાષા અને સાથે સાથે અંગ્રેજી સારી રીતે શીખાય તે મહત્વનું છે.

દ્રૌપદીને ૯૯૯ સાડીઓ, મૂર્તિએ દૂધ પીધું….

     *અમારા ન્યુ જર્સીમાં “તિરંગા ઇન ન્યુ જર્સી” નામનું એક સાપ્તાહિક ફ્રીમાં મળે છે. એમાં એક લેખ વાચ્યો. આમાં હું કોઈ તિરંગાની ટીકા કરવા નથી માંગતો. લેખમાં વાચ્યું કે નામદેવ વિઠ્ઠલને દૂધ પીવડાવે છે. વિઠ્ઠલની મૂર્તિ દૂધ પીવે ને પછી એ મૂર્તિ નામદેવને પણ દૂધ પીવડાવે છે. આજના જમાનામાં અને તે પણ અમેરિકામાં આવું બધું લખવાનું, મતલબ અહી આવ્યા પછી પણ ભારતીયોની માનસિકતા હજુ  બદલાઈ નથી. વર્ષો પહેલા અહી આવેલા ભારતીયો તો હાલના ભારતમાં રહેલા ભારતના લોકો કરતા પણ પછાત છે. ખાલી પૈસો વધ્યો છે. હાલના ભારતીયોને શરમ આવે એટલી હદે અહીના અમરીકન ભારતીયો અંધ શ્રદ્ધાળુ છે. એટલે તો બધા જ ધર્મોનાં કહેવાતા ઠેકેદારો   અહી દોટ મુકે છે. અહી મંદિરો બનાવી મબલખ કમાણી કરે છે.
      *બીજું આ લેખમાં વાંચ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને વાગ્યું તો બધી રાણીઓ પાટા માટે દોડા દોડી કરવા લાગી પણ દ્રૌપદીએ સાડીનો છેડો ફાડી પાટો બાંધી દીધો. ભગવાને પછી પાટો ખોલી એના તાર ગણ્યા તો ૯૯૯ થયા. ભગવાન ત્યારથી જ ચિંતામાં હતા કે આ ઋણ ક્યારે ચુકવવું. આટલી બધી સાડીઓની વ્યવસ્થા માટે ક્યાં જઈશું? હવે પાછું અમદાવાદમાં મિલો પણ બંધ થઇ ગઈ છે. પેલો નારદ કહેતો હતો કે હવે સુરત સાડીઓ માટે ફેમસ થઇ ગયું છે. સુરત જ જવું પડશે. કોઈ હોલસેલના વેપારીને પકડીશું તો ઓછા ભાવે મળી જશે. અને ભગવાનની ચિંતા દુ:સાશને દુર કરી દીધી. ભગવાને ૯૯૯ સાડીઓ પહેરાવી દીધીને. દ્રૌપદીએ આભાર માન્યો તો કહ્યું કે એમાં શું થયું, આતો ઋણમાંથી મુક્ત થયો. હસવું એ વાતનું આવ્યું કે હું પોતે પણ નાનપણમાં જોએલા મુવીની અસરમાં લાંબો સમય એવું જ માનતો હતો કે ભગવાને સાડીઓ પહેરાવી હશે. ખોટી વાર્તાઓની અસર કેટલી બધી હોય છે. એમાય બાળકોના કુમળા મન ઉપર તો આ બધી વાતો જડાઈ જાય છે.
       *ફિલ્મોને ટીવીમાં દેખાડતા રેશમના જરિયન જામા ત્યારે ક્યાંથી હશે? રેશમની શોધ તો ચીનમાં થએલી. ભારતે કોટન કપડા બનાવી એને ભડકીલા રંગ ચડાવવાનું દુનિયા માં સૌ પ્રથમ શરુ કરેલું પણ ક્યારે? રામાયણ અને મહાભારત કાલમાં ચર્મના અને કંતાનના કપડા પહેરાતાં હતા. હરણના શિકાર થતા ને એના ચામડાના વસ્ત્રો પહેરતા. માંસ ખાવામાં વપરાતું ને ચામડું પહેરવામાં વપરાતું. સીતાજીને પણ સોનેરી ટપકા ધરાવતા હરણના ચર્મના વસ્ત્રો પ્રિય હતા.
       *બીજું ભગવાનને જાણે ઋણ માંથી મુક્ત થવાની ચિંતા વધારે લાગી. હવે એ ૯૯૯ સાડીઓ કયા જથ્થાબંધ માર્કેટમાંથી લાવ્યા હશે? બીજું સાડીઓ ખેંચતો હશે દુશાસન ત્યારે ક્લોક્વાઈજ ફરતા દ્રૌપદીને એન્ટી ક્લોક્વાઈજ સાડીઓ ભગવાને કઈ રીતે પહેરાવી હશે? ઘણા મહાભારત કાલ ને કલ્પના ગણાવે છે. એ પણ સત્ય નથી. માઈકલ વુડની સ્ટોરી ઓફ ઇન્ડિયા જુવો તો હસ્તિનાપુરના બાધકામના અતિ પ્રાચીન અવશેષો બતાવે છે, જમુના નદીએ વહેણ બદલાતા હસ્તિનાપુર નાશ પામ્યું હતું. બીજો પુરાવો દ્વારકાનો છે. અસલ દ્વારકા હિમયુગ પૂરો થતા દરિયાના પાણી ઊંચા આવતા દરિયામાં ડૂબી ગઈ છે. પુરાતત્વ ખાતું એ જમાનાની વસ્તુઓ ઊંડા દરિયામાંથી ખોળી લાવ્યું છે. શ્રી કૃષ્ણને  થયે ૫૦૦૦ વર્ષ થયા. ધોળાવીરા પણ એટલું જ જુનું છે. આખું સીટી કચ્છમાંથી મળ્યું છે.
         *વાર્તાઓ સ્થળને કાલ પ્રમાણે કહેવાય તો સારું. કાલ કૃષ્ણનો ને સાડીઓ સુરતની જરા અજુગતું લાગે છે. થયું એવું હશે કે કૃષ્ણ દ્રૌપદીને બહેન માનતા હતા. બહેનનું રક્ષણ કરવું ભાઈની ફરજ છે. જયારે દ્રૌપદીના વસ્ત્રાહરણનો કારસો રચાયો હશે ત્યારે કૃષ્ણ હસ્તિનાપુરમાં બીજે ક્યાંક બેઠા હશે. ગમે તેના દ્વારા એમને આ સમાચાર મળી ગયા હશે. અને એ દોડતા સભામાં આવી પહોચ્યા હશે. કૃષ્ણ રહસ્યમય વ્યક્તિત્વ ધરાવતા બળવાન પુરુષ હતા. એમનો ખુબ પ્રભાવ હતો. લોકો ડરતા પણ હશે. એમની પાસે એમની પોતાની શોધ એવું એક કાતિલ શસ્ત્ર હતું સુદર્શન ચક્ર. અને બધાને આ ક્ષણમાં હણી નાખતા રહસ્યમય ચક્રની બહુજ બીક લગતી હશે. એટલે સભામાં આવી બધાને ખુબ ખખડાવ્યા હશે. ધમકી પણ આપી હશે. ખાલી કૃષ્ણની હાજરી જ વસ્ત્રાહરણ બંધ કરવા પુરતી હ્તી. કૃષ્ણની હાજરીમાં એમની માનેલી બહેનનું વસ્ત્ર હરણ કરવાની હિંમત કોઈ કરે ખરું? એમાંના સભામાં પગલા પડ્યા હશે ને બધા બકરી બે થઇ ગયા  હશે.
          વાર્તાઓ કરવામાં કવિઓને કોઈ ના પહોચે.
         *પ્રોબ્લેમ એ થાય છેકે હમેશા કાલ્પનિક કથાઓ વાર્તાઓ સાંભળી સાંભળી ને પ્રજા કલ્પનાઓ માંથી વાસ્તવિક ધરતી પર આવતી જ નથી. કશું પણ થાય તો વિચારશે કે કોઈ કૃષ્ણ આવીને ચીર પૂરી જશે. જાતે સામનો કરવાની હિંમત જુટાવસે જ નહિ.

“કામદેવની જય હો” એડીક્શન…….

*માતબર ગુજરાતી દૈનિક દિવ્યભાસ્કરમાં સેક્સ એડીક્શન વિષે એક આર્ટીકલ આવ્યો છે. લેખકશ્રીએ મન ભરીને પરદેશીઓને વખોડ્યા છે. ભારતમાં ધર્મોને લીધે હજુ સેક્સ એડીક્શન કાબુમાં છે. એવું માનવું છે એમનું. આપણે કોઈ પંથ કે ધર્મને વખોડવો નથી. પરંતુ થોડી મનોવૈજ્ઞાનિક કડવી વાતોનો સામનો કરવો છે. હિંદુ ધર્મમાં બચપણમાં સન્યાસ આપવાનો કોઈ રીવાજ પહેલા ન હતો. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે સન્યાસ. આ એકદમ કુદરતી સાયકલ હતી. ગરબડ થવાનો સંભવ લગભગ નહીવત થઇ જાય. આમાં પ્રકૃતિના નિયમોનું પાલન અને રીસ્પેક્ટ હતું. આટલા બધા એડવાન્સ મેડીકલ સાયંસ વચ્ચે પણ માણસ ૧૦૦ વર્ષ થતા પહેલા ઉકલી જાય છે.  તો પહેલા મનેતો સંભવ લાગતું નથી, કે માણસ ૧૦૦ વર્ષ જીવતો હશે. છતાં માનીલો તો દરેક આશ્રમ પાસે ૨૫ વર્ષ ભાગે આવે. ૨૫ વર્ષ મોટા થવાનું, વિદ્યા મેળવવાની. ૨૫ વર્ષ લગ્ન કરી ફેમીલી વસાવવાનું, ને એનું પાલન કરવાનું. અને બીજા ૨૫ વર્ષ સંતાનોને આગળ કરી રીટાયર થવાનું. મતલબ ૫૦ વર્ષ તો પત્ની જોડે રહી ને સેક્સ ભોગવવાની છૂટ. પછી કોઈ રસકસ, રોમાન્સ કે ઉમંગ ના રહે એટલે સન્યાસ. જો આ પુરાના  હિંદુ ધર્મનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો સેક્સ એડીક્શન લગભગ ના થાય.
*હવે હિંદુ ધર્મના ફાંટામાંથી કે વિરોધમાં થી છુટા પડેલા ધર્મોને લઇ ને બચપણમાંથી જ સન્યાસ લેવાનો કુરિવાજ દાખલ થયો. જે ૭૫ વર્ષ પછી કરવાનું હતું એ જ પહેલા કરી નાખવાનું. અપવાદ રૂપ કોઈ વિરલા એમાંથી પાસ થઇ જાય. પણ સામાન્ય જનનું કામ નહિ. એના માટે એક્સ્ટ્રાઓર્ડીનરી માનસિકતા જોઈએ. હવે ગરબડ શરુ થઇ. કરોડો વર્ષથી ચાલ્યા આવતા ઉત્ક્રાંતિના નિયમો જે જીન્સમાં ઘુસી ગયેલા હોય એતો કોઈને છોડે નહિ. એટલે સેકસુઅલ સ્કેન્ડલ ચાલુ થયા. સૌથી વધારે બ્રહ્મચર્યની વાતો કરવાવાળા, સૌથી વધારે સેક્સને ગાળો દેવાવાલા ભારતમાં સેક્સ સપ્રેસ્ડ થઇ ગયો. લોકોની નસેનસમાં સેક્સ વ્યાપી ગયો. આંખો, હાથ, જીભ, કાન બધામાં સેક્સ વહેવા માંડ્યો.
*કોઈએ ભીડમાં બિપાશા બસુના સ્તન પર હાથ ફેરવી લીધાના સમાચાર હજુ સુકાયા નહિ હોય. આ છે બ્રહ્મચર્યના ફાયદા. બસ કે ટ્રેનમાં મુસાફરી વખતે પુરુષની બાજુમાં બેસવા મળ્યું હોય તેવી છોકરીઓ કે સ્ત્રીઓના એમના અનુભવ વિષેના ઇન્ટરવ્યું લઇ જુવો. દરેક દેશમાં આવું રીસર્ચ કરી જુવો. પછી ખબર પડશે કે ભારતમાં કેટલું સેક્સ એડીક્શન છે. પરદેશીઓને ગાળો દઈને આપણી ભૂલોને ઢાંકવાના પ્રયાશો મહાદંભ છે. નાના બાળકોને બ્રહ્મચર્યના રવાડે ચડાવી સન્યાસ આપતા પંથોના સંતો એકાદ વર્ષની નાની બાળકીની હાજરી પણ સહન કરી શકતા નથી, આના સિવાય કોઈ મોટું સેક્સ એડીક્શન બીજું હોય ખરું? તિવારી તો રાજકારણી છે. કામના બદલામાં સેક્સના સોદેબાજોને માફ ના કરી શકીએ, પણ અમે પોતે કૃષ્ણ સ્વરૂપ કે કૃષ્ણ જ છીએ એવું ભરાવી ભક્તોની સ્ત્રીઓ ને દીકરીઓ સુધ્ધાનું સેકસુઅલ શોષણ કરતા બાવાશ્રીઓને મહારાજ્શ્રીઓની લુચ્ચાઈને સેક્સ એડીક્શન શું ઓછું કહેવાય?
*ભગવાન શ્રી કૃષ્ણ બચપણમાં ગોપીઓના વસ્ત્રો લઇ ઝાડ પર ચડી ગયેલા. આ વાર્તા તો બધાજ જાણે છે. ગોપીઓ નગ્ન બહાર આવી વસ્રો લઇ જાય તો નગ્ન ગોપીઓના સુંદર દેહ જોવા મળે. ના છુટકે ગોપીઓ બહાર આવવા લાગી. પણ ગુપ્ત અંગ પર હાથ ઢાંકીને. આ તો લોચો થયો. જે જોવું હતું તે જોવા ના મળે આવું કઈ ચાલે? કૃષ્ણે પાછી શરત કરી કે આમ તો વસ્ત્રો નહિ આપું. બે હાથ માથે મુકીને બહાર આવો તોજ વસ્ત્રો આપું. કથાકારો મોટે ભાગે આ છેલ્લી માથે હાથ મુકવાવાળી વાત ખાઈ જતા હોય છે. ભગવાને સાચે જ આવું કર્યું હશે તે તો ખબર નથી. પણ બાવાશ્રીઓ આવા ખેલ પાડતા હોય છે. એમાં જાહેર જનતાને પ્રવેશ હોતો નથી. ખાસ ઇનર સર્કલમાં આબધુ ભજવાતું હોય છે. આ થયું સેક્સ એડીક્શનનું ધર્મીકીકરણ.
*વચ્ચે અહી અમેરિકામાં એક ગુજરાતી માસિક ગુજરાત દર્પણ જે હમેશા મફતમાં જ મળે છે, એના તંત્રી સુભાષ શાહે પ્રશ્ન એમાં ઉઠાવેલો કે વૈષ્ણવ મહારાજો બ્રહ્મ સંબંધ આપે છે એમાં બધું કૃષ્ણને અર્પણ કરવાનું પછી વાપરવાનું, એમાં સ્ત્રી શબ્દ પાછળથી ઉમેર્યો લાગે છે. આના વિષે એમણે ઘણી બધી શાસ્ત્રોક્ત ચર્ચા કરેલી. એમાં કૃષ્ણ એટલે પેલા ઘરમાં નાના પિત્તળના કૃષ્ણ સાથે બાવાશ્રીઓ પણ સાથે આવી જાય. એટલે પેલા નાના પિત્તળના કૃષ્ણ પાછળ એમને નવડાવવા, ખવડાવવું, ઊંઘાડવા, ઉઠાડવા એમાંથી તમારે મોટા થવાનું જ નહિ. તમારો માનસિક વિકાસ ઠપ્પ. સાથે સાથે કૃષ્ણના સ્વરૂપો એવા બાવાશ્રીઓને રોજીરોટીની કોઈ ચિંતા નહિ. સુભાષ ભાઈનું કહેવું હતું કે સ્ત્રીઓ તો ભોગવેલી હોય તો એંઠું તો ભગવાનને થોડું ધરાવાય. મતલબ સ્ત્રી વસ્તુ થઇ ગઈ, ખાવાની એક ચીજ. મતલબ સ્ત્રી કાચી કુવારી કન્યા હોય ત્યારે જ ભગવાન એટલે બાવાશ્રીને ધરાવી દેવાની. પછી કૃષ્ણાર્પણ થઇ ચુકી હોય તો વાંધો નહિ. મેં સુભાષ ભાઈને પત્ર લખેલો કે મહારાજ્શ્રીઓને તમારી શાસ્ત્રોક્ત ચર્ચાથી કોઈ મતલબ નથી. એ લોકોને બધી ખબર જ છે. તમારી સ્ત્રીઓ ભોગવવા મળે માટે એમણે સ્ત્રી શબ્દ ઉમેર્યો છે. કડવી વાતો કોને ગમે? મને કોઈ જવાબ ના મળ્યો, નાતો મારો પ્રતિભાવ એમણે છાપ્યો. બીજો સવાલ મને એ થાય છે કે કૃષ્ણ તો ક્ષત્રીય હતા, યાદવ હતા. અને આ બધા વ્રજવાસી બ્રાહ્મણો એમના વંશજ કઈ રીતે થઇ ગયા? કે કૃષ્ણ સ્વરૂપ થઇ ગયા? હવે વિચારો જે ભારતીય પુરુષ પોતાની સ્ત્રીની સામે નજર કરનારની આંખો કાઢી નાખવા સુધી તૈયાર થઇ જતો હોય, પોતાની સ્ત્રી, બેન કે દીકરીની છેડતી કરનારનું ખૂન કરવા સુધી પહોચી જતો હોય, એજ ભારતીય માનસિકતા ધરાવતો પુરુષ ધાર્મિક બ્રેન વોશિંગના પુણ્ય પ્રતાપે પોતાની સ્ત્રી, બેન કે દીકરીને જાતેજ ગુરુશ્રીના ચરણમાં કે પથારીમાં મૂકી આવતો હોય છે. આ ધાર્મિક બ્રેન વોશિંગનો કેટલો બધો જબરદસ્ત પ્રભાવ હોય છે. તમારી વિચારવાની બારીઓ તમામ બંધ કરવી એ જ બ્રેન વોશિંગ.
*કોઈ વૈષ્ણવ ધર્મીએ ખોટું લગાડવું નહિ. આ બધી વાતો જગજાહેર છે, માટે ચર્ચા કરીછે. બધા બાવાશ્રીઓ આવું ના પણ કરતા હોય. અને જે કરતા હોય છે તે ખુબજ અંગત સર્કલમાં કરતા હોય છે માટે લોકોને ખબર ના પણ હોય. ખબર હોય તો કોઈ આવી વાત કઈ રીતે કરે? આતો પેલા લેખક્શ્રીએ ધર્મોને શાબાશી આપી છે માટે ચર્ચા કરી છે. આ બધા કોઈ સનાતન ધર્મો નથી. આશરે ૫૦૦ વર્ષ પહેલા ફૂટી નીકળેલા ભારતીયોને કાયર બનાવતાને માનસિકતા વિકૃત કરી નાખનારા વાડાઓ માત્ર જ છે. જોકે એમના મૂળ સ્થાપકોની દાનત સારી  હશે. પાછળ થનારી ગરબડોનો એમને કદાચ અંદાઝ પણ નહિ હોય. એટલે જ ગુરુ ગોવિંદસિંહે ગ્રંથ સાહેબને ગુરુ બનાવી પોતાના જાતેજ ગુરુપ્રથાનો અંત આણી દીધો. અને શુદ્ધ ગૃહસ્થ જીવન જીવવાનો આદેશ આપી અકુદરતી બ્રહ્મચર્યના કોન્સેપ્ટ ને જ રદ કરી દીધો.
*સેક્સ શિક્ષણ વિષય ઉપર વિશ્વમાં સૌ પ્રથમ પુસ્તક “કામસૂત્ર”રચનાર ઋષિ વાત્સ્યાયનના દેશમાં કોઈ પણ સ્ત્રી બસ કે ટ્રેનમાં બેસતા પહેલા નજર દોડાવે છે કે કોઈ સ્ત્રીની બાજુની સીટ ખાલી હોય તો સારું. ના છુટકે બેસવું પડે તો એને મુસાફરી દરમ્યાન થયેલા ગુપ્ત અનુભવોને કાયમ માટે મનના કોઈ ઊંડા ખૂણામાં એવા ધરબી દે છે કે કોઈને કદી ખબર જ ના પડે. એક છોડ ઉપર ફૂલ આવે ને પરાગનયન થઇ ફળ બેસે એને પણ સેક્સ જ કહેવાય હો કે !

“ભગવાન છે? ભગવાન કોઈ વ્યક્તિ છે?કોણ છે આ ભગવાન”?

“ભગવાન છે? ભગવાન કોઈ વ્યક્તિ છે?કોણ છે આ ભગવાન”?
        * કોઈ ધનસુખભાઈ ભગવાન માં બિલકુલ માનતા નથી.ને ભગવાન ના મંદિરમાં ઘરમાંથી કોઈને કદાચ ભૂલથી જવું પડે તો અવળા ફરી ઉભા થઇ જાય છે.કેમ?ભગવાન છે એવી માન્યતા ની બિલકુલ વિરુદ્ધમાં ઉભા થઇ ગયા છે.પહેલા ભગવાન માં માનતા હતા.પણ પત્ની જોડે અણબનાવ થયો ને છુટા પડવાનું થયું એટલે માનતા બંધ થઇ ગયા.ભગવાન પ્રત્યેની એમની નારાજગી માં ઘરના બધાને પ્રયત્ન પૂર્વક જોડી દીધા છે.અને હવે ઘરના બધા સ્વેચ્છાએ ભગવાન ને માનતા નથી.કોમ્પ્લીકેટેડ કેસ છે.પત્રકારોને તો પ્રસિદ્ધિ જોઈતી હોય છે.કોઈને એમના અંતરમનમાં ઝાંખવાની જરૂર જણાતી નથી.
          *કોઈ નાનું બાળક રિસાઈ જાય એને ચોકલેટ ના આપીએ તો.એના માબાપ ને કહે કે જા તારી કિટ્ટા.ક્યાંક એવું તો નથીને?જો તમે ભગવાન માં માનતા જ ના હોવ તો મંદિર માં જઈને નારાજગી થી અવળા ફરવાની જરૂર મને તો જણાતી નથી.તમે નારાજગી થી અવળા ફરો છો,મતલબ એમાં ભગવાન છે.જો એ પથ્થર ની મૂર્તિ ભગવાન નહોય તો અવળા ફરવાની જરૂર જ શી છે.અઘરું છે સમજવું.એક દાખલો,એક સંત અને એમની પત્ની જંગલ માં જતા હતા.સંત આગળ હતા જરા.પત્ની જરા પાછળ હતા.રસ્તામાં સંતે જોયું કે સોનાનો કોઈ હાર પડ્યો હતો.સંત ને થયું સોનાનો હાર જોઈ સ્ત્રી સહજ સોના પ્રત્યેની પ્રીતિ ને લીધે પત્ની નું મન ચળી જશે ને,હાર લઇ લેવા દબાણ કરશે.એટલે સંતે એના ઉપર ધૂળ ઢાંકી દીધી નીચા નમીને.બધાને સંત નું કામ સારું લાગશે.ખરુંને?પણ ના મનોવિજ્ઞાન કઈ જુદું કહે છે.હવે સંત ના પત્નીએ આ જોયું,બહુ દુર નહતા.નજીક આવીને જોયું ને પુછ્યું કે શું કરો છો?ધૂળ ઉપર ધૂળ શું કામ નાખો છો?ગાંડા થયા છોકે શું?સમજાયું હવે?સંત સોના ને સોનું સમજતા હતા.અને એમના જ્ઞાની પત્ની સોનાને ધૂળ જ સમજતા હતા.તો ધૂળ ઉપર ધૂળ નાખવાનું કામ કેમ કરવાનું?સંત સમજતા હતા કે પત્ની ચળી જશે.પણ પત્ની તો સોનાને ધૂળ જ સમજતા હતા.સંત એમના પત્નીને નમી પડ્યા ને કહે તારી વાત સાચી છે,તે આજે મારી આંખો ઉઘાડી નાખી.
         *ક્યાંક ઊંડે ઊંડે ધનસુખભાઈ ને પથ્થરની મૂર્તિ માં ભગવાન દેખાય છે એટલે અવળા ફરી જાય છે અથવા મંદિર માં જતા નથી.પહેલા મનોવૈજ્ઞાનિકો અનકોન્સીયાશ માઈન્ડ કહેતા હતા હવે સબકોન્શીયાશ માઈન્ડ કહે છે.એને અચેતન મન કહી શકાય.ક્યાંક ઊંડે અચેતન મન માં ભગવાન છુપેલો છે.જે વસ્તુ ને તમે માનતા ના હોય તેને નથી એવું સાબિત કરવાનો પ્રયત્ન પણ શું કામ?
        *હું હમેશા કહું છુકે ભગવાન કોઈ વ્યક્તિ નથી. ભગવાન કોઈ વ્યક્તિ નથી જ.મેં વારંવાર મારા લેખોમાં લખેલું છે.”ધોરાજીમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ” વાળા લેખ માં લખેલ છે.કોઈ ગધેડા ને બ્રેન મળે ને ભગવાન ની કલ્પના કરે તો જરા સાઈજ માં મોટા ગધેડા ની કલ્પના કરી લે.કુદરત ને તમે ભગવાન કહી શકો.કુદરત ના અફર નિયમો છે,એને ભગવાન કે કુદરત કે કોઈ એક શક્તિ છે જેના વડે આખું જગત ચાલી રહ્યું છે,એવું કહી શકાય છે.કોઈ ભગવાન માણસ નુ રૂપ લઇ ઉપર બેઠો બેઠો મેનેજમેન્ટ કરતો હોય એવું લોકોને લાગી રહ્યું છે.તે તદ્દન ખોટું જ છે.હું એવા કોઈ ભગવાન માં માનતો નથી.જે અવતારોની વાતો છે,એ લોકો કદાચ સેલીબ્રીટી કહી શકાય એમના જમાનાના.ભગવાન મનાવીને એ લોકોની ભૂલો પ્રત્યે કોઈનું ધ્યાન જ જતું નથી.ભગવાન ના નામે મોટો ભયંકર ધંધો ચાલી રહ્યો છે.લોકો કચડાઈને મરી પણ જાય છે.
          *દરેક વસ્તુ સજીવ કે નિર્જીવ દરેક અણુ,પરમાણું થી બનેલી છે.ફક્ત માત્રા નો ફેર છે.ઈલેક્ટ્રોન,ન્યુટ્રોન,પોઝીટ્રોન કે પ્રોટોન થી બનેલી છે.એક પ્લસ છે,એક માઈનસ છે અને ત્રીજો ન્યુટ્રલ છે.આ ત્રણ વડે આખા વિશ્વ ની રચના થઇ છે.નાતો કોઈ નો નાશ થાય છે.ફક્ત રૂપાંતર થાય છે.એનર્જીનું પદાર્થ માં અને પદાર્થ નું એનર્જી માં.આ ત્રણ જ દરેક માં છે.પથ્થર માં પણ આ ત્રણ જ છે.કણ કણ માં આજ ત્રણ છે.દેખાતા પણ નથી નરી આંખે.અને છતાં છે.આ ત્રણ જ હિન્દુઓના  બ્રહ્મા,વિષ્ણુ ને મહેશ છે.અને ખ્રિસ્તી લોકોના ગોડ,હોલી ઘોસ્ટ અને જીસસ (પયગંબર) છે.આ જ નિરંજન નિરાકાર છે.તો આકાર આવ્યો ક્યાંથી?સાયન્સ હવે લો ઓફ સીગ્યુંલારીટી ની વાત કરે છે.બધું એકજ વસ્તુ માંથી બનેલું છે.આજ શંકરાચાર્ય નો અદ્વૈતવાદ છે.દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એકજ.એટલે જ શંકરાચાર્ય અહમ બ્રહ્માસ્મિ કહી શક્યા.એટલે જ નરસિંહ મહેતા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે,નામ રૂપ જુજવા અંતે તો હેમ નું હેમ હોયે,આવું કહી શક્યા.એટલેજ મીરાં બાઈ કહી શક્યા કે પ્રેમ ગલી અતિ સંકરી જિનમેં દો ના સમાય.
         *હું એ ભગવાન માં નથી માનતો જે રીતે ગુરુઓ મનાવે છે.ના તો કદી દીવો કરતો કે ના તો ઉપવાસ,મને ક્યારેય યાદ નથી આવતું કે મેં શીતળા સાતમે ઠંડુ ખાધું હોય,કે આઠમ કરી હોય.ક્યારેય મારા છોકરાઓ નાના હતા ત્યારે કદી મેશ આંજી છે કે સાજા કરવા કોઈ બધા રાખી છે.પિતાજી મને એક વાર હરદ્વાર લઇ ગયેલા ગાયત્રી આશ્રમ માં.એ વખતે હું યુવાન હતો.માતા ભગવતી દેવી રોજ બેસતા ફિક્સ ટાઈમે એક હોલ માં.બધા ભક્તો ત્યાં આવે અને માતાજી આગળ સંસારિક દુઃખોમાં થી મુક્ત થવા જાતજાત ની માંગણીયો  કરે.કોઈને નોકરી જોઈતી હોય,કોઈનું છોકરું ભાગી ગયું હોય,કોઈને ધંધા ની તકલીફ હોય.બધા વારાફરતી આગળ આવે ને માતાજી આગળ ફરિયાદ કરે.માતાજી આશ્વાસન આપે.પાછળ વાળા ધીરે ધીરે આગળ જાય નંબર આવે તેમ. હું તો પાછળ થી આગળ જ ના આવું.આરામ થી બેઠો બેઠો જોયા કરું ને લોકોની મુર્ખામી પર મનોમન હસ્યાં કરું.માતાજીના ધ્યાન માં આવ્યું કે આ છોકરો આગળ વધતો નથી.મને પુછ્યુકે બચ્ચા તેરે કો કોઈ તકલીફ નહિ હૈ?મેં વિવેક થી કહ્યું ના મુજે કોઈ તકલીફ નહિ હૈ,મુજે કુછ નહિ ચાહિયે.ઘણા બધાએ મને કોસ્યો કે આવો ચાન્સ જવા દેવાય?હું તો ઉભો થઇ ભાગવા જતો હતો પણ માતાજીના ઇશારાથી બેસી રહ્યો.બધા ગયા પછી માતાજી એ કહ્યું ઇતને સારે લોગો મેં એક તું હી સમજદાર હૈ.ઘર ના કોઈ વડીલ દાદી ને પગે ના લાગીએ?એક રીસ્પેક્ટ,હું પણ પગે લાગી બહાર આવી ગયો.
            *મંદિર માં શિલ્પકાર ની કળા કે સ્થાપત્ય જોવા હું જાઉં છું.જૈનો ના દેરાસર ખાસ તો આબુ ના,એની કોતરણી જોવાની મજા આવે.શિવ ના લીગ ને નહિ પણ પ્રાચીન હિંદુ ઓ ની સમજદારી ને વંદન કરું છું.કે આ તો નોર્મલ સેક્સ નું બહુમાન છે.સર્જન નું પ્રતિક છે.ઘણા ને એપણ ખબર નથી કે શિવ નું લિંગ એ મેલ જેનેટલ,પુરુષ નું પ્રજનન અંગ છે.અને જલાધારી એ પાર્વતીની યોની,ફીમેલ જેનેટલ છે.મહાદેવ ની કોઈ મૂર્તિ હતીજ નહિ.પાછળ થી આવી.પુરુષ નું લિંગ સ્ત્રીની યોનીમાં આ આખાય પ્રતિક ની તો પૂજા રોજ કરીએ છીએ.ને સેક્સ ને ગાળો દઈએ છીએ.બ્રહ્મચર્ય નો અર્થ બ્રહ્મ માં ચર્યા,સેક્સ ના કરવો એવો અર્થ કોઈ નપુંસક ગુરુજીએ ઘુસાડ્યો લાગે છે.શિવ સંહાર ના દેવ ને પ્રતિક સર્જન નું.સર્જન વિસર્જન સંસાર નો નિયમ છે.પછી આ શિવજી આગળ હું એવી આશા ના રાખું કે મહમદ ગજનીને ત્રીજું નેત્ર ખોલી ભસ્મ કરીદે. 
            *હમણા એક ભાઈ એ ફોન પર વાત કરી કે આપણાં એક બાહોશ નેતા રોજ યોગ કરે છે,બે કલાક મૌન પાળે છે.પછી એ ભાઈ એજ કહ્યું કે સમજણ પૂર્વકનું બોલવું એનેજ મૌન કહેવાય.આ નેતા બે કલાક મૌન પાળે ને પછી બોલે ત્યારે એકદમ કડવી વાણી.એમની બે કલાક મૌન પાળીને ભેગી કરેલી એનર્જી કડવી વાણી રૂપે બહાર આવે એને શું કહેવું?એમનો તકિયા કલમ છે પાંચ કરોડ ગુજરાતની જનતા.સમજણ પૂર્વક ની નાસ્તિકતા દિવ્ય હોય છે.ધનસુખભાઈ સારી વાત છે કે અંધશ્રદ્ધા ને અંધવિશ્વાસ થી દુર છે.ખોટી ધાર્મિક માન્યતાઓ માં માનતા નથી.અવૈજ્ઞાનિક વાતોમાં માનતા નથી ખુબજ સારી વાત છે.અને આ બધું ના માનવાથી કોઈ દુખી જરાય થવાના નથીજ.જે દુખી થઈએ તે આપણી ભૂલોને લીધેજ થઈએ.બીજા નો દોષ જોવો એના કરતા આપણો દોષ જોવો સારો.અને જગત નિયમ થી ચાલે છે.નિયમ નો ભંગ કરે એને સજા થાય જ છે.કોઈ ના બચાવે.કોઈ ગુરુ,મહાત્મા કે ભગવાન ના બચાવે.ભીડ માં જઈએ ને દોડ દોડી થાય ને લોકો ઉપર પડે તો મરી જવાય એ સામાન્ય નિયમ છે.એમાં અંદર બેઠેલો ભગવાન પણ ના બચાવી શકે.એવું હોત તો આઠ લોકો મરી ના ગયા હોત,ધોરાજીમાં.
           *૩૩ કરોડ દેવો છે ને ભારતની વસ્તી છે એક અબજ.દર ત્રણ માણસે એક દેવ છે.છતાય ભારત દુખી છે.બધા ચમત્કાર ની રાહ જુવે છે.કોઈ કૃષ્ણ કહી ગયા છે આવતા કેમ નથી?કોઈ અવતાર ની રાહ જોવાઈ રહી છે.પછી બધું સારું થઇ જશે.એ ગીતા ના કૃષ્ણ કોઈ ઉપર થી નહોતા ટપક્યા.સર્વાઇવલ ના યુદ્ધ માં ટકવાની મથામણ માં થી આપણાં જેવા કોઈ સામાન્ય નર માંથી રૂપાંતરિત થયેલા હતા.જન્મથી તરતજ મોત પાછળ ઉભું હતું.ડગલે ને પગલે મોત એમનો પીછો કરતુ હતું.લડ્યા ટક્યા તો કૃષ્ણ બન્યા,નહીતો ક્યાય ખોવાઈ ગયા હોત.અને કહી પણ એવુજ ગયા છે કે જયારે જયારે આવી ક્રીટીકલ પરિસ્થિતિ આવશે ત્યારે તમારા માં થી કોઈમાં મારું અવતરણ થશે.મતલબ મારા જેવો કોઈ બનશે,પેદા થશે.બાવાઓને સમજાવતા જ ક્યાં આવડે છે?અને લોકો સમજી જાય તો ધંધાનું શું? 
                        *એક બીજો કિસ્સો લખું?એક સંત મહારાષ્ટ્ર ના હતા.નામ ભૂલી ગયો છું.કદાચ નામદેવ હોય કે તુકારામ.કોઈ ગુરુએ એના શિષ્ય ને બ્રહ્મજ્ઞાન ના વધારે પાઠ ભણાવવા માટે આ સંત જોડે મોકલ્યો.જુવાન શિષ્ય આમને મળવા આવ્યો ત્યારે આ સંત તો મંદિર માં મહાદેવના લિંગ ઉપર પગ ટેકવીને આરામ થી સુતા હતા.પેલા ને થયું આ માણસ મને શું શીખ આપશે?આતો ભગવાન નું અપમાન કહેવાય.ભગવાન પર પગ મુકાય?એણે સંત ને કહ્યું આવું ના ચાલે તમે ભગવાન ઉપર પગ મૂકી સુતા છો?પેલા સંતે કહ્યું તો તારી જાતે જ્યાં ભગવાન ના હોય ત્યાં મારા પગ મૂકી દે.વાર્તા એવી છે કે પેલા શિષ્યે જ્યાં પગ ઉચકીને મુક્યા ત્યાં શિવલિંગ પ્રગટ થયું.હું પોતે ચમત્કાર માં માનતો નથી.શિવ લિંગ પ્રગટ થયાની વાર્તા ખોટીજ છે.પણ એનું હાર્દ સરસ છે.કે કઈ જગ્યાએ ભગવાન નથી?બધેજ છે તો પગ ક્યાં મુકું?હવે આ બંને ઘેર ગયા.સંત રોટલા બનાવવા માંડ્યા ખાવા માટે.અને એક કુતરું આવ્યું રોટલો લઇ ભાગ્યું.સંત પાછળ ઘીની કટોરી લઇ કુતરાની પાછળ ભાગ્યાં,અરે મારા રામ ઉભા રહો કોરો રોટલો તમારા પેટ માં ખુંચસે.જરા ઘી લગાવી દઉં,પેટમાં દુખશે.પેલા શિષ્ય ને અચાનક ભાન થયું.જેને કુતરામાં ભગવાન દેખાય છે એજ મંદિર માં શિવ ના લિંગ પર પગ મૂકી શકે.બાકી નહિ.

              *આ ધનસુખભાઈ ની નિંદા કરવાનો મારો આશય જરાપણ નથી.એમના પ્રથમ પત્ની જો છુટા ના પડ્યા હોત તો?કદાચ એ બીજા કોઈ કરતા વધારે ધાર્મિક હોત એવું મને સમજાય છે.કદાચ હું ખોટો પણ હોઈ શકું.ધનસુખ ભાઈ બીજા અંધ શ્રદ્ધાળુઓ કરતા ઘણા આગળ છે.એ વાત સો ટકા સાચી છે.પણ મન એવું છે કે એક અતિ પરથી બીજી અતિ તરફ લોલક ની જેમ ઘૂમ્યા કરતુ હોય છે.મધ્યમાં કદી રહેતું નથી.કાતો ભોગ માં પડી જશે ને ઉબાઈ જાય એટલે ત્યાગ માં સરી પડશે.કાં તો ખુબ આસ્તિક બની જશે ને ધાર્યું ના થાય તો અતિશય નાસ્તિક બની જશે.માનસિકતામાં કોઈ ફેર નહિ પડે.કાતો અતિશય પ્રેમ કરશે ,કાતો ઘૃણા કરશે.કાંતો અતિશય કામી હશે,કામ થી કંટાળી જશે કે પસ્તાવો થશે તો બ્રહ્મચર્ય ના વ્રત લેશે.દા:ત ગાંધીજી બચપણ માં નાના હતા ને લગ્ન થઇ ગયા.એમણે જ કબુલેલું છે કે કામી હતા.એમના પિતા મરણ પથારી પર હતા.રોજ રાતે ગાંધીજી એમના પગ દબાવતા.એમનું મન તો એ રાતે કસ્તુરબા માં જ ભમતું હતું.ચાન્સ મળ્યો,પિતાજી જરા જંપી ગયા કે ભાગ્યાં કસ્તુરબા જોડે,કામક્રીડા માં મગ્ન હતા ને આ બાજુ પિતાજીએ દેહ છોડ્યો.એક જરા કાબુ રાખ્યો હોત તો પિતાજીની છેલ્લી ઘડીએ એમની હાજરી હોત.પછી ખુબ પસ્તાયાં.એ પસ્તાવો આખી જીંદગી રહ્યો,ને કામ ને જીતવા હમેશા બ્રહ્મચર્ય ના વ્રત લીધે રાખ્યા.ચાલીસ વર્ષ પછી તો એમણે સંપૂર્ણ બ્રહ્મચર્ય ની વ્રત લઇ લીધું.પસ્તાવો તો એટલો બધોકે બીજા લોકોને પણ પરાણે બ્રહ્મચર્યનું વ્રત લેવડાવે.નાના છોકરાઓને પણ આ વ્રત લેવા સમજાવે.એક અતિ પરથી બીજી પર.પણ ક્યારેય કામ ને જીતી ના શક્યા.૭૦ વર્ષે પણ રાતે સ્વપ્ન દોષ થાય છે,દિવસે કામ ને જીત્યો છે પણ રાતે નહિ,એવું કબુલતા એ સાચા બોલા પ્રમાણિક હતા. છેલ્લે તો બે જુવાન નગ્ન છોકરીઓ જોડે સુવાનો પણ પ્રયોગ કરેલો.બધા કોંગ્રેસી નેતાઓ ને લાગેલું કે ડોસા ની બુદ્ધી બગડી છે.ખાલી આચાર્ય કૃપલાણીએ કહેલું કે ના મને ડોસા પર વિશ્વાસ છે એ કદી ખોટું ના કરે.એટલે ભગવાન બુદ્ધ મધ્યમાં રહેવાનું કહેતા હતા.મધ્યમ માર્ગ.કોઈ પણ અતીના છેડા પર રહો તે ખોટું છે.
         
             * મારો કોઈ ઈરાદો કોઈ ધનસુખભાઈ ની લાગણી દુભાવવાનો નથી.કારણ હું પોતેજ સાધુબાવાઓની ફાલતુ વાતો માં માનતો નથી.પ્રજાએ હવે જાગવું જોઈએ.ફક્ત કોઈ પૂર્વગ્રહ થી પીડાયા વગર સમજણ પૂર્વક નાસ્તિક બનીએ અને ધર્મ માં કોઈ વિજ્ઞાન હોય તો તેને આવકારીએ તો અસ્થાને નહિ ગણાય.અને પેલા સંત પત્ની ની જેમ ધૂળ ઉપર વળી શું ધૂળ ઢાંકવાની?   
         

“તિલક(અંધ માન્યતાઓ) વખોડતા ત્રેપન થયા”….

                 *તિલક કરતા ત્રેપન થયા,જપમાળા ના નાકા ગયા.એક મૂરખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ.પાણી દેખી કરે સ્નાન.આશરે ઈ.સ.૧૬૦૦ થી ૧૬૫૫ ના ગાળામાં ખાડિયા,અમદાવાદ ની કોઈ પોળ માં બેઠા બેઠા એક સોની એ બ્રહ્મજ્ઞાન ની વાતો લખી.એ હતા ભક્ત કવિ અખેરાજ.છપ્પા તો અખા ના,એવી છાપ પડી ગયેલી.આજે લગભગ ચારસો વર્ષ વીતી ગયા.તોય ના તો સમાજ સુધર્યો કે ના અંધમાંન્યતાઓ દુર થઇ.કેમ?લોકો વધારે ને વધારે ઉલટાના ડૂબતા ગયા.

       *હવે વાંચો શ્રી ગુરુઓ મુખેથી,
               *એક ઓરડા માં બેઠા બેઠા કવિતાઓ કરો તો કોણ ધ્યાન માં લે?એને માટે મોટી મોટી સભાઓ ભરવી પડે.થોડી દાઢી ટ્રીમ કરેલી વધારવી પડે.કાતો ઓરેન્જ કલરના કપડા પહેરવા પડે,કાં તો ખભે ભર ઉનાળા માં પણ કાળો નાનો બ્લેન્કેટ નાખવો પડે.ઘણી બધી બીઝનેસ પોલીસીઓ,ને જાહેરાતોનું વિજ્ઞાન અમલમાં મુકવું પડે.થોડા ડ્રામા કરવા પડે.ચાલો ભાઈ આજે મને એક સરસ તુક્કો સુજ્યો છે.પેલા ફલાણા ભાઈ નો નાનો છોકરો આકાશ માં વિમાન જોઈ ને કહેતો હતો,મારે એમાં બેસવું છે,તો આપણે પણ વિમાન માં કથા ગોઠવીએ.કેમ લોકો ક્લબો માં જઈને પૈસા નથી વેડફતા?આમેય આડા ધંધા કરીને કમાયેલા પૈસા ભક્તો વાપરશે તો,એમના પાપ ઓછા થશે.અહી તો સરવાળા બાદબાકી ચાલે.ધંધો છે થોડું આડું અવળું કરવું પડે પછી મંદિર કે ધર્માદા માં આપી દેવાનું,એટલે છૂટ્યા.અને આમેય થોડું વધારે મંદિર માં લખાવ્યું હોય તો આગળની ખુરશીમાં બેસવા મળે.નહીતો પાછળ નીચે બેસવું પડે.થોડું શ્રોતા ઓને રડાવવા પણ પડે.માસ સાયકોલોજી વાપરવી પડે.જોડે આપણે પણ રડવું પડે તોજ શ્રોતાઓ પર અસર પડે ને ભાઈ!
               *આવી રીતે આ અખા ભાઈ ની જેમ સાચી વાતો કહી દઈએ તો ધંધાનું સત્યાનાશ થઇ જાય.વર્ષે લાખો રૂપિયાની માળાઓ ને મૂર્તિઓ વેંચાય છે,એનું શું થાય?એની પાછળ પુસ્તકો,કેસેટો,સીડી અને દવાઓ ભૂલી ગયા?આ અખાભાઈ નું ચાલે તો ભારતની ઈકોનોમી નું શું થાય?આ ધીરુભાઈ અંબાણી બચાડા આખી જીંદગી મહેનત કરી,પેટ્રોલપંપ પર નોકરી કરતા ત્યારથી મનમાં ઘુસી ગયેલું કે મારા પોતાના પંપ કેમ ના હોય?એમાંને એમાં ખોટો સ્ટ્રેસ વેઠી સ્વર્ગસ્થ થઇ ગયા.આ જો આપણે થોડી ગીતા વાચી લીધી,થોડી રામાયણ ની ચોપાઈઓ મોઢે કરી લીધી.તુલસીદાસ આપણા માટે તો કવિતા લખી ગયા છે.કૃષ્ણ તો કાયમ ની શાંતિ કરીનેજ ગયા છે.મફતનું ખાઈસ નહિ,મફતનું લઈશ નહિ એવી સારીસારી વાતો કરીને,જુઓ કોઈ ખર્ચો જ નહિ,લોકો એમના થેલા માંજ ખાવાનું લઈને આવે ને ગાંઠના ખર્ચે આપણો પ્રચાર કરે.ખોટા ધીરુભાઈ એ નકામી મહેનત કરી.વિચારો વેચીને જ્યાં રૂપિયા બનતા હોય ત્યાં વસ્તુનું ઉત્પાદન કરવું,ને વેચવું?આ ધીરુભાઈ ના છોકરા આપણા પગે પડે,એમના ઘેર આપણને બોલાવે.વડોદરાની પોળો ને ગલીઓ માંથી ધીરુભાઈ ના ઘર સુધી ની સિદ્ધિઓ ઓછી ગણાય?
                 *થોડી કોઈ ધંધા ના ગુરુ ની નકલ પણ કરવી પડે ભાઈ.ગુરુ વિના જ્ઞાન નહિ.ગુરુ ભર ઉનાળા માં ખભે ઉનનો બ્લેન્કેટ નાખેતો આપણે પણ નાખવાનો.પહેલા સામાન્ય ગરબા નવરાત્રીમાં ગાતા હતા.કોઈવાર અમેરિકા પણ ગાવા જતા.થોડું તો આઘું પાછું કરવું પડે.એમ કઈ તારા વિના શ્યામ ના રાગડા કાઢે થોડા ખર્ચા નીકળે?લોકો તો કહે,લોકોને તો ટેવ પડી ગઈ છે,કબુતરબાજી કરી એ સાબિત થોડું થયું છે?સાલું હવે ધંધા માં હરીફાઈ પણ વધી ગઈ છે,નવા નવા ગાયકો આ સારેગામા વાળા બહાર પાડે,કઈ વાંધો નહિ સુંદરકાંડ શેના માટે છે.બહુ ફિલોસોફી ની ઊંડી વાતો માં પડવાનું  જ નહિ,આમેય ગળું તો સારું છેજ,સુંદરકાંડ ગાયે રાખવાનો.ગુરુ છોને આખું રામાયણ ગાય.એકાદ કાંડ થી પતતું હોય,તો આખાં રામાયણ નું શું કામ?અને હવે તો ગુરુજી પણ આખું રામાયણ ગાતા નથી.મોટા માણસો મોટા ખેલ પાડે,આપણે તો ચાલે એમના વાદે એમ કઈ એટલી ઠંડીમાં હિમાલય માં સુંદરકાંડ ગાવા ના જવાય.ગળું બેસી જાય.હવે તો આ ધંધા માં પણ હરીફાઈ નડે છે.આપણી સીડીઓ અમેરિકા પણ પહોચી ગઈ છે.
               *આ અખાભાઈ વળી ઘણા પરમેશ્વર એ કયાની વાત?એવું કહે છે.૩૩ કરોડ દેવતા છે અને વસ્તી છે એક અબજ.દર ત્રણ માણસે એક દેવ છે.પછી ખોટી ચિંતા કરવાની?લોકો જેટલા વધારે દેવ ને પૂજે,એટલા એમના કેટલા બધા પરવાનેદાર એજન્ટોને રોજીરોટી મળે.આ અખાભાઈ નું શું જતું હશે?મૂળે સોની ખરાને ઇકોનોમિકસ ની સમજ ના પડે.
              *આ અખાભાઈ થી તો તોબા.કહે છે,”દેહાભિમાન હતું પાશેર,વિદ્યા ભણતા થયો શેર,ચર્ચા વધતા તોલું થયો,ગુરુ થયો ત્યાં મણમાં ગયો.અખા અમે હલકા થી ભારે હોય,આત્મ જ્ઞાન તે મૂળગું ખોય.”જોકે વાત તો સાચી છે.પહેલા બેત્રણ માણસો આવતા સાંભળવા,ત્રણ માણસો થી ત્રણ લાખ માણસો સુધી હવે તો પહોચી જવાયું છે.આમેય આત્મજ્ઞાન જે ને થયું છે એતો કશું કહેતા જ નથી કે એમાં શું થાય છે?હૃદયમાં કે બ્રેન માં કોઈ સળવળાટ થતો હશે?ભગવાન જાણે શું થતું હશે.એક કહે છે કૈવલ્ય થયું,બીજો કહે છે શૂન્ય,નિર્વાણ,ત્રીજો વળી પૂર્ણમિદમ ની વાતો કહે છે.પૂર્ણ માંથી પૂર્ણ જાય તોય પૂર્ણ બાકી રહે આ ગણિત સાલું સમજાતું નથી.કોઈ કહેશે જ્ઞાન,આત્મજ્ઞાન,સાક્ષાત્કાર,મોક્ષ કેટકેટલા નામ એકજ વસ્તુ ના?એમાય પાછુ કેહેસે કે જાતે અનુભવો તોજ ખબર પડે.એમ કહેવાથી ના સમજાય.આમાં એક વાર્તા યાદ આવે છે ટૂંક માં કહું?એક રાજા ને એક ખેલાડી ગુરુજી ભટકાયા.કહે ભગવાન પ્રસન્ન  થયા છે અમુક દિવસે દૈવી અલૌકિક કપડા આપશે તે તમારે પહેરવાના છે.પણ આખું નગર ભેગું કરવું પડે જોવા માટે.જે તે દિવસે આખું નગર ભેગું થયું જોવા માટે.જાહેર માં ગુરુજી કહે હવે કપડા કાઢો અને આ પેટી માં દિવ્ય કપડા છે એ પહેરો,પણ ફક્ત જે બે બાપ નો ના હોય એનેજ દેખાશે.બાકી નહિ દેખાય.હવે અંદર કશું જ ના હતું પણ બે બાપ નો કોણ થાય?રાજાને પણ કશું દેખાતું ના હતું પણ કહે તો બે બાપ નો સાબિત થાય.આખાં નગરના પ્રજાજનો વચ્ચે રાજા ને દૈવી કપડા પહેરાવ્યા.લોકો પણ જયજયકાર કરવા લાગ્યા શું સુંદર કપડા છે.રાજા ને થયું મારી માએ બાપ ને છેતર્યો તો છે,પણ હવે કહેવું શી રીતે?તેરી બી ચુપ મેરી બી ચુપ.એક સામાન્ય નગર જન ના ખભે બેઠેલો નાનો છોકરો એના બાપ ને કહે પિતાજી આ રાજા નાગો કેમ ઉભો છે?પેલો બાપ કહે ચુપ મર.મને પણ દેખાય છે.પણ અત્યારે સમય નથી બોલવાનો.આત્મજ્ઞાન નું આવું છે ભાઈ શું થાય છે કોઈ કહેતું જ નથી.પણ આ બધામાં પેલા આપણા જેટલી જૂની સંસ્કૃતિ ધરાવતા ચીન ના લાઓત્સે(Laozi,Lao Tzu,Old master) બહુ ઉસ્તાદ,ભારે ખેલાડી.કહે છે સત્ય શબ્દોમાં ના વર્ણાય.અને શબ્દોમાં વર્ણવીએ તો સત્ય સત્ય જ ના રહે.એટલે કશું લખવાની ઝંઝટ જ નહિ.ખોટા વેદો,પુરાણો,ગીતા,ઉપનીષદો લખવા?પણ આ ચીન નો સમ્રાટ પાછળ પડ્યો કશું ક તો લખોજ.એટલે લાઓત્સે ભાગ્યાં.જકાત નાકા પર પકડાય ગયા.જકાત ભરો,પણ પૈસા નથી.રાજા ની સુચના હતીજ કે જકાત ના બદલામાં કશું લખાવી લેજો.હવે છૂટકો નહતો.”તાઓ તેહ કિંગ”(Tao te Ching,Dao De Jing) લખવું પડ્યું.
              *અખા ભાઈ ની વાતો સાચી માનીએ તો સર્વાઈવ થઇ રહ્યા.નોકરી ધંધા માં કેટલી બધી મહેનત કરવી પડે છે.આ આરામ નો બિજનેસ થોડો છોડી દેવાય?આમારું ગ્રુપ બહુ મોટું છે.આમ ભલે અમે જુદા જુદા હોઈએ પણ અંદરખાને બધા સરખાજ,અને એક પણ છીએ.કોઈ એક ના માથે તવાઈ આવી તો બધા એક મંચ પર ઉભા થઇ જઈએ.એવો હોબાળો મચાવી દઈએ કે સરકાર પણ ગભરાઈ જાય.પછી આવા અનેક અખાભાઈ આવે અમારું કશું બગાડી ના શકે.સારા સારા લેખકો પણ અમે કબજે કરી લીધા છે,બહુ કામ લાગે.આ કોઈ કોઈ વાર પેલા નવા ફૂટી નીકળેલા અરવિંદ અડલજા,અને એમના જેવા બીજા અનેક અશ્રદ્ધાળુ બ્લોગીયાઓ એમની હોશિયારી છોને બતાવ્યા કરતા,એમની તતુડી કોણ સાભળે છે?જુઓ ભાઈ આપણે તો મેટ્રિક માં ત્રણ વાર નાપાસ થયા પણ ડો ગુણવંત શાહ અને શ્રી કાંતિ ભટ્ટ જેવા વિદ્વાનો આપણી તરફેણ કરે છેને?આપણે તો ચોખ્ખુજ કહી દીધું એકવાર પેલા રજત શર્મા ને વટ કે સાથ  “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા.”શું લોકોએ તાળીઓ પાડી  છે,તમે જોયા કરો.મૂરખ ઓડીયન્સ ને ખબર નહિ કે આપણી તો મજબૂરી હતી,અને બધા પાસે આપણાં જેવી બોલવાની કળા ના હોય.છતાં લોકોને સિક્સર મારી,ગઝલ,કવિતા,દુહા,છંદ,છેવટે ફિલ્મી ગીતો ગાઈને ખુશ કરવાની આવડત જોઈએ.પછી ભલેને પેલી ગોંડલ ની કોલેજ કન્યા ચાલુ કલાસે માળા સંતાડી રામ રામ કર્યાં કરતી.ભણવાનું ગયું ભાડ માં.શ્રી કાંતિભટ્ટે માતબર ગુજરાતી દૈનિક માં લખી પણ દીધું કે આ કોલેજ કન્યા પર કોઈ કટાક્ષ ના કરી શકે.પત્યું?પણ આ મૂર્ખી કોલેજ શું કામ જતી હશે?ઘેર બેસીને માળાઓ કરતી હોય તો શું થાય?આમેય ભણી ને કોનું ભલું થયું છે.સાચી વાત ને?

         *અમારામાં ય ઘણા અતિ કરી નાખતા હોય છે.अति सर्वत्र वर्जयेत પણ માને નહિ.પણ વિશ્વહિંદુપરિષદ શેના માટે બનાવી છે?જોયું મોદી સરકાર ને પણ ખખડાવી નાખીને?ચર્ચ ના ઈશારે સંતોને પરેશાન ના કરો.હવે આમાં ચર્ચ કઈ રીતે ઘુસ્યું ખબર ના પડી,આમેય કોણ તપાસ કરવાનું હતું?જોકે કશું પણ થાય તો પરધર્મ ને વિદેશી પરિબળો નો હાથ છે એવું બોલી નાખતા વાર કેટલી?જોકે સરકારો માં અમારી એટલી બધી પક્કડ હોય કે કોઈ કશું ના કરી શકે.જયલલિતા જેવી ભારેખમ(વજનમાં)બાઈ એ શું કરી લીધું?બધા મંચ પર એક થઇ ગયા.અમારા પેલા ગુજરાત માં અતિ કરવાવાળા તો રડી પડ્યા,ધર્મ નો નાશ થઇ રહ્યો છે,હે ભગવાન ક્યાં છો તમે?હવે તમારે અવતરવું જ પડશે.નાટકબાજી માં એમને કોઈ ના પહોચે.અમારામાં ના બીજા એ ગુજરાતી ચેનલ પર ઇન્ટરવ્યું માં સલુકાઇ થી જવાબ આપી દીધો કે કાયદો કાયદાનું કામ કરે પણ ધર્મ ના આટલા ઉચ્ચ વડા ઉપર આટલી કડકાઈ ના કરવી જોઈએ.ભાઈ ક્યારે આપણો વારો આવી જાય,અગાઉ થી કહી રાખ્યું હોય તો સારું.
            *જોકે અમારામાય ફાટફૂટ તો ચાલી આવે છે.ધંધાકીય હરીફાઈ બીજું શું હોય?કોઈ પ્રમાણિક પણ હોય.પણ એવા દંતાલી વાળા જેવાઓને અમે નાતબહાર જ મૂકી દઈએ.વર્ષો પહેલા એક ખેલાડી એવા નીકળેલા,નુસખા બધા અમારા જેવા વાપર્યા ને ફેમસ થયા પછી આમારી જ વિરુદ્ધ પડ્યા.શું નામ હતું?કોઈ ઓશો જેવું.મુક્યા સીધા નાતબહાર.કોઈ દેશે ના સંઘર્યા,રીબાઈ ને અકાળે વૃદ્ધ થઇ દેવલોક થઇ ગયા.જતા જતા લખતા ગયા કે હું તો આ પૃથ્વી નામના પ્લાનેટ (ગ્રહ) ની મુલાકાતે આવેલો.ભારે ભરાડી.
            *આ સ્કીજોફ્રેનીયા શું છે વળી?આ મનો વૈજ્ઞાનિકો કહે છે,કે તમે નાં હોય તેવી માની લીધેલી વ્યક્તિઓ સાથે રમો,હસો,વાતો કરો,ઝગડા કરો,હિંસક બની જાવ,સગાસંબધી ઓને મારો,તોફાનો કરો આવું બધું કરો તો તમને સ્કીજોફ્રેનીયા થયો કહેવાય.મતલબ એક જાતનું ગાંડપણ.જોકે અમેતો ડ્રામાં કરતા હોઈએ છીએ.હજારો વર્ષ પહેલા થઇ ગયેલા કે પછી માની લીધેલા લોકોને યાદ કરી રડવું ને લોકોને રડાવવા એતો અમારે માટે સામાન્ય છે.એના માટે તોફાનો એ થઇ જાય ને લોહીની નદીઓ પણ વહી જાય.આ હજારો વર્ષ પહેલા થઇ ગયેલાઓ ને લીધે તો એક આખા ધંધાનું સાધન ઉભું થઇ ગયું છે.ટૂંક માં અમે આખા દેશ ને સામુહિક સ્કીજોફ્રેનીયા ગ્રસ્ત જ બનાવી દીધો છે.કોઈ ઝંઝટ જ નહિ.પાંચ હાજર વર્ષ પહેલા થઇ ગયેલા ને હજુ લોકો નવરાવે છે,ઊંઘાડે,ઉઠાડે,ખવડાવે,અરે એમને જોવા ભીડ માં કચડાઈ ને મરી પણ જાય.અરે એમના બહાને સુંદર સુંદર નારીઓ સાથે રમવા પણ મળે. હવે આનાથી બીજો કોઈ મોટો સ્કીજોફ્રેનીયા બતાવો તો ખરા.જે છે એની ચિંતા નહિ ને જે નથી એની ચિંતા તે આનું નામ. 
                      *પેલી અમેરિકાની ટોક શો વાળી એલન એકવાર ડંફાસો મારતી હતી કે હું કદી કોલેજ કે યુનીવર્સીટી માં ગઈ નથી છતાં હ્યુજ સેલીબ્રીટી છું.એને શું ખબર અહી ભારત માં તો એવા અભણીયા લાખોમાં હશે કે જેમના પગે ખુબ ભણેલા પડતા હશે.ભણતર નું આમાં ખાસ કશું કામ નથી.એક નવાઈ ની જાણવા જેવી વાત,એ  એલન છે તો બાઈ માણસ પણ લગન કર્યા છે પાછી બીજી બાઈ જોડે.પાછી કહે છે હું હસબંડ છું ને બીજી બાઈ મારી વાઈફ છે.શું કળજુગ આવ્યો છે?અમારા માં ઘણા એવા છે ઉંધી ખોપરીના કેહેશે બાઈ માણસ જોઈ સાલું ચળી જવાય છે,એટલે નિયમ જ કરી દીધો કે બાઈ માણસ છોને એકાદ વરસ નું જ ના હોય દેખવુંય નહીને દાઝવુંય નહિ.એટલે પાછા વળી બીજા કહેશે એમાં શું થયું આ બાઈ માણસ આપણા માટે તો બનાવ્યું છે.એક ના જુવે ને બીજા વધારે જુવે,એમ બેલેન્સ જળવાઈ જાય. 
                *આ થોડા મહિના પહેલા અમારા એક ન્યાતીલા(સમ્પ્રદાય ના વડા) ની સભા હતી.કોઈ ભાઈ આગળ ખુરશી બેસી ગયેલા.અમારા એક સંતે(ઓરેન્જ કલર ધારી) ઉભા થવા કીધું કે ભાઈ આ ખુરશી વધારે દાન આપ્યું હોય તેના માટે છે.પેલા ભાઈ કહે તું મને ઓળખે છે?સંતે કીધું જે હોય તે ખુરશી ખાલી કરો.પેલા ભાઈએ ધરાર સંત ને ખેંચી ને થપ્પડ મારી દીધી.સંત બિચારા ગબડી ગયા.પછી ખબર પડી એ ભાઈ કાયમ એમની જીપ મફતમાં મદિર ના કામ માટે આપતા હતા,ને પાછા રાજપૂત હતા.રાજપૂત નું લોહી આવું ગરમ હોય,પેલા સંતે જરા સમજવું જોઈતું હતું.ખોટી ધંધા પર અસર પડેને.(ગાંધીનગર માં બનેલી સત્ય ઘટના) 
             *તિલક કરતા ત્રેપન થયા,મને(ભુપેન્દ્રસિંહ રાઓલ ને) પણ પહેલી જાન્યુઆરીએ તિલક(અંધ માન્યતાઓ) ને વખોડતા વખોડતા ત્રેપન પુરા થયા.બ્લોગ જગત ના ખેરખાંઓ એ મારા બ્લોગ(કુરુક્ષેત્ર) ને “બ્લોગ ઓફ ધ ડે” જાહેર કરી મને અહોભાગી બનાવ્યો છે,સાથે સાથે મારા જન્મદિવસ નિમિત્તે અમુલ્ય ભેટ પણ આપી દીધી છે.ગુજરાતી બ્લોગ જગત નો ખુબ ખુબ આભાર.પણ ઉપર નું લખાણ વાચી કોઈ ખોટું ના લગાડતા.મહાત્માઓ એ બંધ કરેલી વિચારવાની બારીઓ ખોલવાનો એક નમ્ર પ્રયાસ માત્ર છે.  
                           

“રામ તેરી ગંગા મૈલી હો ગઈ”…..પાપીઓ કે પાપ ધોતે ધોતે…….

Ganga Avtaran

 

                            * ઈ.સ.૧૮૬૪ની આસપાસ,આજથી આશરે ૧૪૬ વર્ષ પહેલા અદ્વૈતવાદી યોગીરાજ સ્વામી તોતાપુરીના પવિત્ર મુખે થી શબ્દો નીકળેલા રામ તેરી ગંગા તો બહોત મૈલી હો ગઈ હૈ. હરદ્વારથી કલકત્તા આવતા સુધીમાં ગંગા કેટલી બધી મેલી થઇ ગઈ હતી એનો પુરાવો ૧૪૬ વર્ષ પહેલા બોલાએલા આ વાક્યમાં હતો. આ તોતાપૂરી સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ(સ્વામી વિવેકાનંદ ના ગુરુ)ના અદ્વૈત ની સાધના દરમ્યાન ગુરુ હતા. આજ ગુરુના પ્રતાપે ને એમની દોરવણી હેઠળ શ્રી રામકૃષ્ણ પરમહંસ ને  નિર્વિકલ્પ સમાધિ ની અનુભૂતિ થએલી.ત્યાં સુધી એઓશ્રી અધુરપ અનુભવતા હતા.આવા પ્રતાપી ગુરુ ના મુખે થી નીકળેલા શબ્દો ને ટાઈટલ બનાવી મહાન શો મેન રાજકપૂરે એક હિન્દી મુવી બનાવેલું એ કેટલું બધું સફળ થએલું,એ સૌ કોઈ જાણે છે.આપણે એ જુના મુવી વિષે નો લેખ નથી લખવો, એ કામ સન્માનીય રાજુલ બેન માટે રાખીએ.એઓશ્રી જ પુરતો ન્યાય આપી શકે.
                      *કોઈ હિન્દુસ્તાની લેખક શ્રી અંગ્રેજીમાં વાર્તાઓ લખે છે,અને ગંગા નદીમાં લોકો કુદરતી હાજતે જાય છે,એવું લખીને ભારત ની સંસ્કૃતિ ની વગોવણી કરે છે.આનાથી ઘણા બધા નો આત્મા દુભાય છે.મારો પણ દુભાય છે.સૌ કોઈ ભારતીય નો પણ દુભાશે જ.પરદેશ ના ઘણા બધા જાણીતા વ્યક્તિઓ ગંગા માટે માન,ભક્તિ,શ્રદ્ધા,અને પ્રેમ ધરાવે છે.અને એની શુદ્ધતા માટે આપણાં ભારતીયો કરતા વધારે ચિંતિત છે.છતાં કોઈ કોઈ પરદેશી અને દેશી સુદ્ધાં ગંગા નદી ની ગંદકી ની વાતો કરી ને હંસે છે,ત્યારે આપણે કૃદ્ધ થઇ જઈએ છીએ,અને એને વખોડવા લાગીએ છીએ.સ્વાભાવિક છે આ બધું.
                     *  પ્રથમ ભૂલ આપણી જ છે.બીજા કોઈ નો દોષ જોવો એના કરતા આપણો દોષ પહેલો જોવો જોઈએ.ગંગા દુષિત થઇ જ ગયી છે,એતો માનવું જ પડે.આપણે ત્યાં સ્વચ્છતા અને પવિત્રતા સાથે જોઈન્ટ નથી કરી,બંનેના માપદંડો જુદા જુદા છે.એનું સર્વ પાપ ગુરુઓને લાગે છે.ગુરુઓએ પવિત્રતાની સાથે સ્વચ્છતા પણ જોડી દેવી જોઈતી હતી.જે વસ્તુ ને તમે પવિત્ર માનતા હોવ એમાં મળ વિસર્જન કઈ રીતે કરી શકો?આ તો પાપ જ કહેવાય.અને આના વિષે આપણો હિન્દુસ્તાની લેખક જ વધારે કહી શકે.કારણ ધોળિયા લેખક ને તો વિચાર જ ના આવે કે લોકો નદી માં હાજતે જતા હશે.દુખ એ વાત નું થાય છે કે પરદેશ માં લોકો આપણી ગંદી આદતો વિષે જાણી જાય છે.અને આબરૂ ના ધજાગરા થાય છે,આત્મા એટલા માટે દુભાય છે કે આપણા મહાનતા ના ખ્યાલો માં કોઈ ઘા કરે છે.મને પણ દુખ થાય છે જયારે કોઈ લેખક અને તે પણ આપણો ગંગા વિષે ખરાબ લખેતો.પણ વધારે ગુસ્સો આપણા ધર્મ ગુરુઓ પર આવેછે કે આ લોકોએ પ્રજા ને એવું કેમ ના શીખવ્યું કે અસ્વચ્છ વસ્તુ કદી પણ પવિત્ર ના હોઈ શકે.કારણ વસ્તુ પવિત્ર છે એવું પણ ધાર્મિક મહા પુરુષો જ ઘુસાડે છે.તો સ્વચ્છતા પણ એમણે જ શીખવાડવી  જોઈએ.ગંગા આજની ગંદી નથી.ગંગા કોઈ કાળે શુદ્ધ નહિ થાય.પ્રજા ના મનમાં,બ્રેન માં,અચેતન માનસમાં,સબ કોન્સીયાશ માઈન્ડ માં ઘુસેલું જ નથી કે સ્વચ્છતા હોય ત્યાજ પવિત્રતા હોય.ગંદા હાથે વહેચેલી કે નીચે પડેલી પ્રસાદી લોકો ખાઈ જાય છે.કારણ પવિત્ર છે.મને ઉબકા આવે છે જોઇને.કોઈને ખોટું ના લાગે એનું ધ્યાન રાખી હું તો ફેકી દઉં છું.સરકાર ગમેતેટલા પ્રયત્નો કરે,ગમે તેટલા આંદોલનો ચલાવે કોઈ ફેર ના પડે.એકજ ઉપાય છે મોર ધેન ૨૫૦૦૦ હજાર સંપ્રદાયો ના ધાર્મિક વડાઓ જાહેર કરે કે સ્વચ્છતા હોય ત્યાજ પવિત્રતા હોય બાકી નાં હોય તો એકજ અઠવાડિયા માં ગંગા શુદ્ધ થઇ જાય.
                  *આના માટે આપણા બ્લોગ જગત ના શ્રી અરવિંદ અડલજા એ પ્રમાણિક પ્રયત્ન કરી જોએલો.શક્ય એટલા ધર્મગુરુઓને એમણે આ બાબત પત્રો લખેલા.પણ એક સ્વામી સચ્ચીદા નંદજી(દંતાલી)સિવાય કોઈએ જવાબ આપવાની તસ્દી લીધી નહતી. 
                  *એકવાર અમે થોડા પડોશીઓ ભેગા થઇ ચાણોદ ગયેલા નર્મદા કિનારે.હવે ઘાટ પર ગયા બધા નહાવા,પુણ્ય કમાવા.મેં જોયું તો બધા એકજ જગ્યાએ નહાતા હતા.એમાં વધારે પવિત્ર થવા ઘણા તો સાબુ લગાવી ને સ્નાન કરતા હતા.થોડે દુર એક નાનું ટોળું ભેંસો નું નદી માં ઉભું ઉભું બંને જાતની શૌચ ક્રિયા ઓ કરી નર્મદાની પવિત્રતા માં વધારો કરતી હતી,અને એ બાજુ થી પાણી નો પ્રવાહ આમારી તરફ આવતો જોઈ મેં તો સ્નાન કરી સ્વર્ગ માં ટીકીટ બુક કરાવવાનું માંડી જ વાળ્યું.બધાને જરા હું સનકી લાગ્યો.કે છેક નદી એ પણ પવિત્ર નદી કિનારે આવીને નહાયા વગર જાય.એવા માં મારા આશ્ચર્ય વચ્ચે મારા પાડોશી બહેને નદી માંથી પાણી હાથ માં લઇ પી લીધું.બધાની વચ્ચે હું ઉબકો પણ ખાઈ ના શક્યો.
               *હોલીવુડ ના મુવી ૩૦૦(સ્પાર્ટા) નો ડેશિંગ અભિનેતા કોઈ કારણસર ગંગા નદી ઉપર આવેલો.લોકોને નહાતા અને પાણી લઇ આચમન કરતા જોઈ ઘીંસ ખાઈ ગયેલો.અહી જયલેનો ના ટોક શો માં આવેલો.ત્યારે એના ગંગા ના અનુભવ ની વાત નીકળી.લોકો એને પણ આગ્રહ કરતા હતા ગંગાનું પાણી પીવા માટે,આચમન કરી સ્વર્ગ માં સીટ બુક કરાવવા.બધા એકજ જગ્યાએ નહાતા હોય ત્યાં થી હું કઈ રીતે પાણી પી શકું?એવા એના શબ્દો હતા,હોસ્ટ અને આ અભિનેતા બંને હસતા હતા.મને ખુદ ને આ જોઈ આ લોકો ઉપર નહિ પણ આપણા ભારતીયો ની મુર્ખામી પર ખુબ ગુસ્સો આવ્યો.
              *આપણે ગંદા હોઈએ અને કોઈ ગંદા કહે તો એમાં ખોટું શું લગાડવાનું?ઉભા થઇ ને નાહીને ચોખ્ખા થતા કોણ રોકે છે?પછી કહીએ કે આતો આપણી મહાન સંસ્કૃતિ ને વગોવે છે,બદબોઈ કરેછે.બધાને આપણી પવિત્રતા નથી દેખાતી ને ખાલી ગંદકી  જ દેખાય છે.આ ક્યાંનો ન્યાય?કોઈ કહેશે લોકોમાં એજ્યુકેશન વધારો,એજ્યુકેશન ના હોય એટલે આવું થાય છે.તો હું જણાવું કે જે બહેને મારી હાજરી માં નર્મદાનું ગંદુ પાણી પી(આચમન) સ્વર્ગ માં ટીકીટ બુક કરાવેલી એ બહેન વડોદરા ની મ.સ.યુની. ના કેમેસ્ટ્રી સાયંસ ગ્રેજ્યુએટ છે.પણ પવિત્રતા નો સવાલ આવે તો ભણતર જાય ભાડ માં.
            *ખાલી ગંગા જ નહિ દરેક નદી પવિત્ર છે.દરેક દેશ ની નદીઓ પવિત્ર જ છે.કારણ નદીઓ કિનારે જ જૂની સંસ્કૃતિઓ વિકસેલી છે.આપણા માટે જેટલી ગંગા પવિત્ર છે એટલી જ પવિત્ર નાઇલ ઈજીપ્ત માટે,એમેઝોન અમેરિકા માટે,હડસન ન્યુયોર્ક ને જર્સી સીટી માટે,સિધું પાકિસ્તાન માટે,ગોદાવરી દક્ષિણ ભારત માટે,ભરૂચ માટે નર્મદા,તાપી સુરત માટે,સાબરમતી અમદાવાદ માટે,મહીસાગર વડોદરા માટે.નાનામાં નાની નદી પણ એને કાંઠે વસેલા ગામ માટે પવિત્ર જ છે.ફક્ત એને ચોખ્ખી,સ્વચ્છ રાખવાની જવાબદારી એને કાંઠે વસેલા ગામ લોકોની પવિત્ર ફરજ છે.            
 
Garbage
Ganga snan
Aarati Gangajini

અસ્તિત્વ માટેની મથામણ..The Ultimate Warrior Guru.

 

અસ્તિત્વ માટેની મથામણ વોરિયર ગુરુ …
તમે અત્યારના  કોઈ સ્વામી,બાપુ ,ગુરુ,બાવાશ્રી,મહારાજશ્રીને હાથમાં બંદુક કે હથિયાર લઇ ત્રાસવાદ સામે લડતા કલ્પી શકો ખરા? ના. બરોબર ને ? ભગવાન શ્રી કૃષ્ણને ભારતના અધ્યાત્મીક્જગતના મહાગુરુ કહી શકાય. એમણે હથિયાર ઉપાડેલા. ત્યાર પછી કોઈ ગુરુ એ પાચ હજાર વર્ષ સુધી હથિયાર ઉપાડ્યા હોય એવું જાણ્યું નથી. અને ઉપાડ્યા હોય તો મને ખબર નથી. પણ એક ધાર્મિક ગુરુ થએલા ૧૭ મી સદીમાં, જેમણે એમના ૪૨ વર્ષના જીવનકાળ માં ૨૦ યુદ્ધો લડેલા. અને એક આખી કોમને બહાદુર બનાવી દીધી. આ હતું અસ્તિત્વ ટકાવવા માટેનું સામુહિક સમૂળગું પરિવર્તન. ડીસેમ્બર ૨૨, ૧૬૬૬ ના દિવસે  પટનામાં જન્મેલા ગોવિંદરાય, શીખ ધર્મના નવમાં ગુરુ તેગબહાદુરના પુત્ર હતા. પાંચ વર્ષ સુધી પટના માં નાનપણમાંથી વોરગેમ રમતા આવેલા ગોવિંદ રાયને પટનાના રાજા અને રાણી પણ ખુબ માન આપતા. રાણી તો એમને બાલા પ્રીતમ એટલે બાળપ્રભુ જ કહેતા.
                *
ઈ.સ.૧૬૬૫ માં ગુરુ તેગબહાદુરે શિવાલિકના પર્વતોમાં થોડી જમીન વેચાતી લઇ આનંદપુર સાહિબ ગામ વસાવ્યું હતુંગોવીન્દરાય પંજાબી, હિન્દી, વ્રજ, સંસ્કૃત, પર્શિયન અને અરબી આટલી ભાષાઓના નિષ્ણાત હતા. પર્શિયન અને અરબી કાજી પીર મહમદ પાસે થી શીખેલા. કોઈ રાજ ઘરાનાના રાજપૂત યોદ્ધા પાસે થી યુદ્ધ તથા ઘોડેસવારીની તમામ તાલીમ લીધેલી. એ વખતે દિલ્હીમાં ઔરંગઝેબનું રાજ્ય હતું ને હિંદુ મુસ્લિમના કાયદા અલગ હતા. લગભગ હિંદુઓના હિતના કોઈ કાયદા જ નહતા. એટલે થોડા કાશ્મીરી પંડિતોનું એક જૂથ ગુરુ તેગ બહાદુર પાસે આવ્યું, ને ઔરંગઝેબને સમજાવવા જવા માટે તૈયાર કર્યા. ઔરંગઝેબ દ્વારા તેગબહાદુરને કેદ કરવામાં આવ્યા, ને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું. ગુરુ ના માન્યાં. ૧૧ નવે, ૧૬૭૫ના દિવસે ગુરુ તેગ બહાદુરનો શિરચ્છેદ કરવામાં આવ્યો. અને ચાંદની ચોકમાં પ્રદર્શન માટે માથું મુકવાનું નક્કી કરવામાં આવ્યું. પણ આ યોજના સફળ ના થવા દઈ કોઈ પણ હિસાબે ભાઈ જીવણ માથું લઇ આનાદ્પુર સાહિબ ભાગી આવ્યા. દિલ્હીમાં ગુરુ સાથે ગયેલા અનુયાયીઓ મોતના ડર થી ગભરાયા અને ખુદ ગુરુ ને ઓળખવાનો ઇનકાર કરવા લાગ્યા. આ બાજુ ગોવિંદરાયને દસમાં ગુરુ જાહેર કરાયા. હિંદુ રાજાઓ અને મુસ્લિમ નવાબો સાથે પોતાના તથા અનુયાયીઓના અસ્તિત્વ માટે સતત યુદ્ધો ને સંતાકુકડી રમતા આ ગુરુ  સારા કવિ પણ હતા. પ્રેમ, વિશ્વ બંધુત્વ ને એક જ ઈશ્વર ને ભજવા બાબતના ઘણા કાવ્યો રચેલા. એમણે સૈનિકોને પ્રોત્સાહિત કરવા રણજીત નગારા (વોર ડ્રમ)ની સ્થાપના કરી. એમના સૈન્યમાં પઠાણ સૈનિકો પણ કામ કરતા.
              
*સતત ભાગદોડ, અને યુદ્ધો ગુરુને લાગ્યું કે હવે આ વૈશ્ય જેવા સ્વભાવના અનુયાયીઓથી મેળ નહિ પડે. કોઈ સામુહિક અને સમૂળગા પરિવર્તનનો સમય આવી ચુક્યો છે. ઈતિહાસ ગવાહ છે કે કોઈ ઠેકાણે આવો પ્રયોગ થયો નહિ હોય. ગુરુએ એમના અનુયાયીઓને ભેગા થવાનું હુકમનામું મોકલ્યું. એક નાના ટેન્ટમાં બધા ભેગા થયા. ગુરુએ પૂછ્યું
          *હું કોણ છું તમારા માટે?  જવાબ મળ્યો, અમારા ગુરુ.
          *તમે કોણ છો? જવાબ મળ્યો, અમે તમારા શીખ છીએ.
          *ગુરુ એમના શીખો પાસેથી કશું ક ઈચ્છે  છે, જવાબ મળ્યો હુકમ કરો સચ્ચે પાદશાહ.
          *ગુરુ એ કમરમાંથી તલવાર ખેંચી ને બોલ્યા કોણ બલિદાન આપે છે? મારે માથું જોઈએ. કોઈ જવાબ નહિ. એક વાર, બેવાર કોઈ જવાબ નહિ. ત્રીજી વાર બોલ્યા ને ભાઈ દયારામ ઉભા થયા. ગુરુ એમને અંદર લઇ ગયા. અંદર છુપી રીતે રાખેલા બકરાનું માથું કાપી નાખ્યું, ને લોહીથી રંગાયેલી તલવાર લઇ પાછા બહાર લોકો વચ્ચે આવ્યા. હજુ બલિદાન જોઈએ, સભામાંથી ધરમદાસ ઉભા થયા. ગુરુ અંદર લઇ ગયા. પાછા લોહી થી ખરડાએલી  તલવાર   લઇ બહાર આવ્યા. હવે એક મનોવૈજ્ઞાનિક દબાણ ઉભું થઇ ચુક્યું હતું ને લોકોમાં હિંમત પણ આવી ગઈ હતી. એક પછી એક પાંચ જણા ને ગુરુ અંદર લઇ ગયા. થોડીવાર પછી પાંચેય અનુયાયીઓ સાથે નવા વસ્ત્રોમાં ગુરુ બહાર આવ્યા. જાહેર કર્યું કે આ છે મારા પંજ પ્યારે, ખાલસા પંથના પ્રથમ દિક્ષિતો. અને આમ ૩૦ માર્ચ ૧૬૯૯ માં ખાલસા પંથની સ્થાપના કરી. ખાલસા એટલે પ્યોર શુદ્ધ. ખાલસા પંથના પહેલા પાચ દિક્ષિતો હતા, (૧)દયારામ (દયાસિંહ) (૨)ધરમદાસ(ધરમસિંહ) (૩)હિંમતરાય(હિંમતસિંહ) (૪)મોહ્કમચંદ(મોહકમસિંહ) (૫)સાહિબચંદ(સાહિબસિંહ)..ગુરુએ આદેશ આપ્યા કે હવે દરેક શીખના નામ પાછળ આજથી હવે સિંહ લાગશે. રામ, દાસ, ચંદ, રાય આ બધા હવે સિંહ બન્યા. આ હતું એક વૈશ્ય કોમનું સામુહિક અને સમૂળગું સાયકોલોજીકલ પરિવર્તન. અસ્તિત્વ ટકાવવાની એક અદમ્ય મહેચ્છા એ એક આખી વૈશ્ય કોમને એના મહાન ગુરુએ ધરમૂળ થી બદલી ક્ષત્રિય બનાવી દીધી. અને બધા ની સાથે પોતે પણ એમના જેવા જ છે, ગુરુ પોતે પેલા પ્રથમ પાચ ખાલસા જોડે જોડાય છે અને ગોવિંદરાયમાંથી ગુરુ ગોવિંદસિંહ બને છે.
           
*ગુરુ ગોવિંદસિંહ કેટલાક નવા આદેશો જાહેર કરે છે. સ્ત્રીઓ પણ સરખી જ ભાગીદાર ગણવાની. અને સ્ત્રીઓના નામની પાછળ કૌર એટલે રાજકુમારીઓ લગાવવાનું, આજથી બધાજ શીખ એકજ કોમના નાતજાત કશુજ નહિ. કોઈ ઊંચ નહિ કોઈ નીચ નહિ. આખી વર્ણ વ્યવસ્થા એક જ ઝાટકે દુર. કોઈ હિંદુ કે મુસલમાન ધર્મના રીતિરિવાજ પાળવાની જરૂર નહિ. શુદ્ધ ગૃહસ્થ જીવન જીવવાનું. ના કોઈ સન્યાસ ના કોઈ ખોટા બ્રહ્મચર્યો પાળવાના. સ્ત્રીઓ માટે પરદા પ્રથા બંધ, સતી થવાનો રીવાજ બંધ, બાળકીઓને મારનાર સાથે કોઈ સંબંધ નહિ, એટલે નાની બાળકીઓને જન્મ થતા દૂધપીતી કરી મારી નાખવાનો રીવાજ બંધ, ધર્મ માટે બલિદાન આપવા હમેશ તૈયાર રહેવાનું. ધુમ્રપાન બંધ, નાતજાત, રંગ ના ભેદભાવ વગર ગરીબોને જરૂરિયાતમંદોની સેવા અને રક્ષા. તેગ એટલે તલવાર ની સાથે દેગ એટલે ધર્માદા ભોજન પણ મહત્વનું, દરેક શીખે પાચ  ક(કેશ,કંગ,કડા,કચ્છ,કિરપાણ) ધારણ કરવાના. હાથમાં કડું પહેરવાનું, કડું એ એક જ ભગવાન, યુનિવર્સલ ગોડનું પ્રતિક છે. હથિયારોને પ્રેમ કરવાનો અને ઘોડેસવારી દરેકે શીખવાની. કોઈ અંધવિશ્વાસમાં માનવાનું નહિ ને ના કોઈ ધર્મ પરિવર્તનમાં વિશ્વાસ રાખવાનો, મતલબ શીખ ધર્મ પાળવા માટે કોઈને આગ્રહ ના કરાય. 
                

 એક નરમ ગણાતી કોમને બહાદુર બનાવનાર ગુરુ ગોવીદસિંહ જેવો કોઈ ધાર્મિક નેતા આજસુધી પાક્યો નથી. ઔરંગઝેબને પણ હવે આ ગુરુ નું મહત્વ સમજાઈ ચુક્યું હતું, એણે ગુરુ જોડે મૈત્રીના સબંધો રચવા ગુરુને મળવા માટે બોલાવ્યા, ગુરુ ઔરંગઝેબ ને મળવા દક્ષીણ જવા રવાના થયા પણ રસ્તામાં સમાચાર મળ્યા કે ઔરંગઝેબનો દેહાંત થયો છે. ૨૩ જુલાઈ ૧૭૦૭ માં બહાદુર શાહે આગ્રા બોલાવી હિન્દ કા પીરનો ખિતાબ આપ્યો. સરહિન્દના નવાબ વઝીરખાનને આ મૈત્રી ખટકી, એણે બે ભાડુતી પઠાણો ને મોકલ્યા, જમશેદખાન અને વસીલબેગ બંને ચોરી છુપી થી ગુરુના તંબુ માં ઘુસ્યા ગુરુ આરામ કરતા હતા ને જમશેદખાને વાર કર્યો, ગુરુની કીર્પાણે એણે રહેસી તો નાખ્યો પણ એણે હૃદય ની નીચે કરેલો વાર ભારે નીકળ્યો. વસીલબેગ ને તો ભારે અવાજોથી દોડી આવેલા શીખોએ પૂરો કરી નાખ્યો. સુલતાને મોકલેલ અંગ્રેજ ડોકટરે ટાંકા લીધા, પણ હથિયાર પ્રિય ગુરુ એમના ધનુષ ને કશું કરવા જતા જોર પડવાથી ટાંકા ખુલી ગયા ને પુષ્કળ લોહી વહી જવાથી ગુરુને ખ્યાલ આવી ગયો કે હવે અંત નજીક છે. ગુરુએ જાહેર કર્યું કે હવે કોઈ ગુરુ નહિ, ગુરુ ગ્રંથ સાહેબ એજ હવે શીખોના કાયમી ગુરુ. મહાન ગુરુએ એમની જાતે જ ગુરુપ્રથાનો પણ અંત આણી દીધો, ૧૦મિ ઓક્ટોબર ૧૭૦૮ના દિવસે મહારાષ્ટ્રના નાંદેડ ખાતે આ મહાન ગુરુએ દેહ છોડ્યો,ઉમર હતી ફક્ત ૪૨ વર્ષ.

                *

ગુરુ ગોવિંદસિંહ સ્ત્રીઓનું મહત્વ સમજતા હતા, માટે સ્ત્રીઓને પુરુષો જેટલાજ અધિકાર આપેલા. ગુરુ ને ખબર હતી પાછળની પેઢીમાં કોઈ સારો ગુરુ નાં પણ પાકે કે ગુરુપ્રથા નો દુરુપયોગ પણ થાય, એટલે ગુરુપ્રથા જ ગ્રંથસાહેબ ને ગુરુ બનાવી બધ કરી દીધી, કેટલી દૂરદર્શિતા. આખી જીંદગી મુસલમાન નવાબો ને સુલતાન સાથે લડેલા ગુરુના લશ્કરમાં મુસલમાન સૈનિકો કામ કરતા હતા, ગુરુ માટે લડતા હતા. ગુરુ જરાય કોમવાદી ના હતા. આજના નેતાઓએ આના પરથી ધડો લેવા જેવો છે. અને છતાય જો કોઈ મુસલમાન લડવા આવે તો એને જરાપણ વાર કર્યા વગર ગુરુ રહેંસી નાખતા. આજની સરકારોએ ત્રાસવાદ સામે લડવા માટે અના પરથી શીખવા જેવું છે.

               *

આજે ભારતને અને હિંદુ ધર્મ ને જરૂર નથી સ્વામીઓની જેઓ સ્ત્રીઓના દુશ્મન છે, નથી જરૂર એવા બાવાશ્રીઓની જેઓ સ્ત્રીઓને ભોગ વિલાસની ફક્ત વસ્તુ સમજે છે. નથી જરૂર પોતાને હિંદુ ધર્મના રખેવાળો તરીકે ઓળખાવતા પક્ષોની, પરિષદ કે સંઘની. નથી જરૂર તુલસીદાસની કવિતાઓ ગાઈ શ્રોતાઓને રડાવતા બાપુઓની. નથી જરૂર થોડી ઘણી ચેરીટી કરી, સ્કુલ કોલેજ ને ધર્મના, પંથના ફેલાવાનું સાધન બનાવી, રોજ નિત નવા મંદિરો બનાવી પ્રજાના પૈસા વેડફતા સંતોની. નથી જરૂર નાના બાળકોને ધર્મના રવાડે ચડાવી બચપણમાં અકુદરતી બ્રહ્મચર્યના પાઠ ભણાવતા, દિક્ષા આપી દેતા મહાત્માઓની.

                     
*ભારતને અને હિંદુ ધર્મને જરૂર છે ફક્ત એકજ ગુરુ ગોવિંદસિંહની, જે કહેતા હતા બાજ સે મૈ ચીડિયા લડાઉં, તબ ગુરુ ગોવિંદસિંહ કહેલાઉં. વાહે ગુરુજીકા ખાલસા(Khalsa belongs to god), વાહે ગુરુજી કી ફતેહ(Victory belongs to god). આ હતા અસ્તિત્વ ટકાવવા માટેના યુદ્ધમાંથી ઉત્પન થયેલા મહાન ગુરુ The Ultimate Warrior Guru Govindsinh..A Poet,,A philosopher..     
 
 
 
 
 
 
 
 
         નોધ:–ઉપરનો આર્ટીકલ ગુરુ ગોવિંદ સિંહ વિષે   ઓન લાઈન દિવ્યભાસ્કર આવેલા માં આર્ટીકલ ની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.

શું ભગવાન ઉંઘે છે?,,,,ધોરાજી માં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ.

 www.adelaide-flowers.net/images/flowers-in-box.jpg      *ભગવાન કદી ઉંઘે ખરો?ભગવાન ઉંઘે તો જગત ચાલે  ખરું?શું ભગવાન કોઈ વ્યક્તિ છે?માણસે ભગવાન વિષે કલ્પના કરી સુંદર માણસ જેવા ભગવાન બનાવી  દીધા.જરા વધારે સુંદર ,વધારે બળવાન.માણસ જે જે નકરી શકે,શારીરિક મર્યાદા ના લીધે કે બીજા કોઈ કારણ સર એ બધું આ કાલ્પનિક ભગવાન જોડે કરાવી લે.માનો કોઈ પશુ ને કુદરતે બ્રેન આપ્યું હોત અને એ એના ભગવાન ની કલ્પના કરે તો?ભગવાન ઘાસ ચરવા જાય.વાગોળે,અને ?કોઈ સિંહ ને બુદ્ધી આવી જાય ને ભગવાન ની રચના કરેતો?ડબલ સાઈઝ  નો સિંહ હોય,ને હાથી એને ભગાડી મુકે છે એવું આ સિંહ ભગવાન આગળ ના થાય.બસ હવે વધારે કલ્પના નથી કરવા જેવી ખરુંને!સારું છે કે ગધેડા ને આવો વિચાર ના આવે.
                                    *ભગવાન એક ક્ષણ ઉંઘે તો જગત ચાલે જ નહિ.તો પછી આ ભગવાન ને જગાડવા,ઊંઘાડવા,જમાડવા,નવરાવવા,કપડા પહેરાવવા?એક બાજુ આપણે કહીએ છીએ કે ભગવાન કણ કણ માં છે.દરેક જગ્યાએ છે.તો પછી આ મંદિર માં લાંબી લાઈનો અને ભીડ માં કચડાઈ ને મરવું ? એક ભાઈ મને કટાક્ષ માં પુછાતા હતા કે પથ્થર ને ભગવાન માનીને પૂજો છો ને?પથ્થર માં પણ ભગવાન તો છેજ.એટલે પૂજવામાં શું વાંધો?પણ પછી કોઈ ત્રાસવાદી મારવા આવે તો એ ભગવાન પાસે આશા ના રખાય કે ત્રીજું નેત્ર ખોલી એને ભસ્મ કરીદે.મંદિર ની અંદર રહેલા પથ્થર માં અને મંદિર ના ઓટલા કે પગથીયા ના પત્થર માં પણ ભગવાન તો સરખોજ છે.બહુ ભીડ હોય તો લાઈન માં ઉભા રહીને હું તો કદી દર્શન કરવા જતો નથી.હા ભીડ ના હોય તો શિલ્પકાર ની કળા ના દર્શન કરવા કે પછી દરજીભાઇ નું પ્રાચીન ફેશન ડીઝાઇનીગ જોવા ચોક્કસ જાઉં.કારણ ભગવાન શ્રી કૃષ્ણે જે તે સમયે કઈ આવા કપડા કે શણગાર કર્યાં નહિ જ હોય.કારણ રેશમ ની શોધ તો ચીનાઓ ની છે.રેશમી જરિયન ,જામા એ જમાના માં તો ખબર નહિ.બહુ મારી નાખે એવી ભીડ હોય તો ઓટલાના કે શિખરના દર્શન કરી પાછા વળી જવું બહેતર.ભાદરવી પૂનમે અંબાજી માં પણ આવું જ થાય છે.મારા ઘણા મિત્રો દુર થી ધજા ના દર્શન કરી ને પાછા આવેલા છે.અંબાજી ગામ માં ઘુસવા જ ના મળે.
                            *નિરંજન ,નિરાકાર ભગવાન માં આકાર આવ્યો ક્યાંથી?એક બાળક નાના ઢીંગલા ઢીંગલી ને રમાડે,નવરાવે,ખવડાવે,ઊંઘાડે,ઉઠાડે,મારે પણ ખરા.તો પછી મોટા ક્યારે થવાનું?બાળક તો ઉંમર થાય એટલે બધું ભૂલી જાય કે આતો નાનપણ ની વાતો હવે ભૂલી જવાનું.પણ આતો મોટા જ ના થાય.મોટા થયા પછી બુદ્ધી બાળક બની જાય.જોકે ઉંમર ને અને બુદ્ધી ને શું લાગે વળગે?આમેય ઘડપણ માં બુદ્ધી તો નાસવાની જ છે ને,સાઠે બુદ્ધી નાઠે,આજરા વહેલી નાઠે.પણ હતીજ ક્યાં તે નાઠે?પણ તમને પુખ્ત થવા દે તો એમનો ધંધો કઈ રીતે ચાલે?ના સમજ્યા?ગુરુઓનો ધંધો,આપણામાં બુદ્ધી હોય તો લાઈન માં ને ભીડ માં મરવા શું કામ જઈએ? 
                             *બધા કહેશે આપણો ધર્મ વૈદિક ધર્મ,અમે વૈદિક ધર્મ નો ડંકો દુનિયા માં વગાડીએ છીએ.એક વૈદિક ધર્મ કહેશે અમે તો સ્ત્રીઓનું મોઢું પણ નજોઈએ,નર્ક માં જવાય.અને બીજો વૈદિક ધર્મ કહેશે અમે તો સ્ત્રીઓ જોડે જલસા કરવાના.અરે અમે જ તો કૃષ્ણ છીએ,મુરખો બધું કૃષ્ણ(અમને) ને અર્પણ કરી ને ખાવ કે વાપરો,એમાં તમારી સ્ત્રીઓ પણ આવી ગયી.અરે ભૂલ્યા દીકરીઓ પણ આવી ગઈ.એકજ ગુરુ ના બે ચેલા ,એક સ્ત્રીનું મોઢું ના જુવે ,બીજો સ્ત્રીઓને દીક્ષા આપે.ગુરુ ને કોણ પૂછે છે?ગુરુ પણ મૂળ ધર્મ ના સ્થાપક ની વાત જ ના માનતા હોય.ધર્મ શેના?ભૂલ્યો આ તો બધા વાડાઓ.પેલા કુવાના દેડકાની કવિતા કે વાર્તા હમણાતો વાંચી હતી.
                           *ચાલો બહુ ભોળા થવું એને ગામડાં માં મૂરખા કહે છે.અને ભોળા થવું પણ ભોટ ના થવું,એવું પણ ડાહ્યા લોકો કહે છે.તો ધોરાજી માં મંદિર ની ભીડ માં માર્યા ગયેલા બહુ ભોળા આત્માઓ ને પ્રભુ શાંતિ અર્પે,એવી ર્હદય પૂર્વક ની શ્રદ્ધાંજલિ અને એમના બહુ ભોળા સબંધીઓને પ્રભુ સદબુદ્ધી અર્પે.ફરી જરા વધારે ભોળા ના બને એવી આશા રાખીએ.
                         જીવ ને બહુ ચચરે છે,આવું બધું લખતા.આંખમાં આંશુ સાથે ગુસ્સો તો એવો આવે છે કે અલ્યા ક્યાં ગઈ મારી તલવાર?મૂળ રાજપૂત નું લોહી ને. 
તો વળી અમારો જુનો સાથી કચરો દોડતો આવ્યો,કહે બાપુ કાલે જ માળિયા માં ચડ્યો હતો બધું સાફ કરવા તો તલવાર હાથ માં આવી ,બાપુ બહુ કાટ ચડી ગયો છે.મેં કહ્યું એવું છે?હા હવે શું થાય વસ્તુ વપરાય ના તો કાટ જ ચડેને?સારું તો હવે લાવ કલમ. 

અસ્તિત્વ માટેની મથામણ ,,,,,,,,,,,,,,,,,,,,,,પ્રેરણા-શ્રી યશવંત ઠક્કર.

                                                *એક વખત ભગવાન શિવજી ને માતા પાર્વતીએ પૂછ્યું કે ભગવાન આ જગત નું રહસ્ય શું છે?આપનું અને મારું રહસ્ય શું છે?આ જગત ની ઉત્તપતી ક્યારે થઇ?એનો અંત ક્યારે થશે?એક સામટા ડઝન બંધ સવાલો પૂછી નાખ્યા.ભગવાન શંકરે કોઈ પણ પ્રકાર નું તત્વ ચિન્તન કે  ફિલોસોફી ઝાડ્યા વગર શરૂઆત કરીકે ,તમારા અંદર જતા અને બહાર આવતા શ્વાસ ના કેન્દ્ર માં સ્થિત થઇ  જાવ,શ્વાસ અને ઉચ્છશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો,બે આંખોની વચ્ચે આવેલા આજ્ઞાચક્ર ઉપર સ્થિત થઇ જાવ.આવી રીતે ભગવાન બોલતા ગયા.ના કોઈ ફિલોસોફી ના કોઈ તત્વ જ્ઞાન.સીધા રસ્તા જ બતાવી દીધા.પરિણામ ની પણ કોઈ ચર્ચા નહિ.બસ આમ કરો,તેમ કરો.વિધિ બતાવી દીધી જગત નું રહસ્ય પામવાની.એક નહિ ૧૧૨ વિધિઓ બતાવી.એમાંની એક વિધિ બતાવી કે આ જગત,સંસાર સતત પરિવર્તનશીલ છે,પરિવર્તન ને પરિવર્તન થી જાણો.
,                      * કુદરત ના કેટલાક સામાન્ય નિયમો માં અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ પણ મહત્વ ની છે.સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ ની સાથે સ્ટ્રગલ ફોર એકઝીસસ્ટન્સ પણ એટલુજ  જરૂરી છે.૪૦ વર્ષ પહેલા બે કાઠી દરબારોને શાળા માં શિક્ષક તરકે જોઈ ને શ્રી યશવંત ઠક્કર સાહેબ ને નવાઈ લાગેલી.કારણ કે કાઠી દરબારો ને એમણે ફક્ત ઘોડા ખેલવતા અને એકાદ હથિયાર સમેત જ જોએલા.હવે જાગીરી તો ગઈ.ભારત આઝાદ થયું ને બધું એકદમ બદલાઈ ગયું.રાજ ગયા,ગામ ગિરાસ પણ ગયા.અસ્તિત્વ ટકાવવું હોય તો કશું બીજું વિચારવું જ પડે.નહીતો પછી ગયા.કુદરત તો કોઈને છોડતી જ નથી.ના તો હવે પહેલા ના જેવી વર્ણ વ્યવસ્થા રહી છે.જે ને જે ફાવે તે કામ કરવાની છૂટ છે.એટલે મોટા ભાગ ના દરબારો કાતો પોલીસ કે મીલીટરી કે પછી જે ફાવે તે કામ માં જોતરાઈ ગયા.ખેતી પણ વાવે તેનું ખેતર એ કાયદે ખેડૂતો પાસે જતી રહી.સૌથી વધારે તકલીફ થઇ હોય તો ક્ષત્રિયો ને.કારણ બ્રાહ્મણો પાસે તો એમનો કર્મકાંડ ને શાળાઓ હતી.ખેડૂતો ને જમીનો મળી ગઈ ને પછાત વર્ગ ને સ્પેશીયલ  કાયદાનું રક્ષણ મળ્યું.છતાં એમની પણ હાલત ખરાબ તો હતીજ.એક તો ક્ષત્રિઓ ને કશું બીજું  આવડે નહિ.સત્તા એકદમ છીનવાઈ ગઈ.છતાં અસ્તિત્વ જાળવવું હોય તો જે આવડે તે કરવું જ પડે.નહીતો પાયમાલ થઇ જવાય.
               *સતત પરિવર્તનશીલ જગત માં જે બદલાય તે જ જીવે.ઝેન ધર્મગુરુઓ કહે છે કે એકજ નદીમાં તમે ફરી પગ કદી મૂકી શકો નહિ.કેમ કે તમે પગ ઉઠાવી ને નદી માં આગળ મુકો ત્યાં સુધીમાં નીચે કેટલુંય પાણી વહી ગયું હોય છે.એટલે કે આજગત સતત ચાલતુજ આવ્યું છે.હા કદાચ કોઈ ની ઝડપ ધીરી હોય તો તમને થોડી વાર સ્થિર લાગે.પણ કશું સ્થિર હોતું  નથી.એટલે જો તમે પણ આ જગત ની સાથે ચાલો નહિ તો? પાછળ પડી જવાના. જેતે સમયે જરૂરત મુજબ રીવાજો બન્યા હોય છે.હવે જયારે સમય બદલાય તેમ જુના રીવાજો ની જરૂરત ના રહે એટલે બદલાવાનાં.પહેલા ખેતી ઉત્તમ,મધ્યમ વેપાર અને કનિષ્ટ નોકરી એવું કહેવાતું.હવે નોકરી ઉત્તમ થઇ ગયી.કોઈ જોખમ તો નહિ.ખેતી માં જોખમ છે.સરખું પાકે તો પાકે નહિ તો કાઈ નહિ.જયારે વેપાર માં સાહસ અને મૂડી જોઈએ.નોકરી માટે થોડી કાબેલિયત અને સારું ભણતર હોય એટલે પત્યું.હવે ઘોડા ની જગ્યાએ મોટર બાઈક આવી ગયી,હવે કાઠી તો ઠીક બધાજ આ મોર્ડન ઘોડા ખેલવતા થઇ ગયા છે.પ્રજા માં સાહસ વૃત્તિ ઓછી થઇ ગયી છે એટલે સલામત લાગતી નોકરી પાછળ બધા દોડે છે.અને એમાં પણ ભારતમાં નોકરી માં ખુબજ સલામતી છે.બધા ને સહેલું જોઈએ છે.તકલીફ કે ટેન્સન કોઈને વેઠવું નથી.એક ભજીયા ની લારી ધરાવતા ને પણ થોડું કમાય તો એના છોકરા ને સારું ભણાવી નોકરીમાં જોતરી દેવો છે.
         *આ બધી અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ છે.એમાં કશું જ ખોટું નથી.ડો,બાબાસાહેબ આંબેડકર હતા તો કહેવાતા શુદ્ર વર્ણ ના પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમનામાં રહેલું હીર જોયું.ને બનાવ્યા વડોદરા ના કલેકટર.હવે બુદ્ધિમત્તા નો ઈજારો બ્રાહ્મણો પાસે તો રહ્યો નથી.હવે એમનો બ્રાહ્મણ પટાવાળો જયારે એમની પાસે થી કોઈ કાગળ કે બીજું કઈ લઇ જવાનું હોય તો પ્રથમ પાણી છાંટી ને હાથ માં લે.જતે દિવસે આજ બાબાસાહેબ ભારતના બંધારણ ના ઘડવૈયા બન્યા.ટૂંક માં કામ ધંધા ની બાબત માં વર્ણ વ્યવસ્થા રહી નથી.કે બ્રાહ્મણ જ વિદ્યા આપે કે ક્ષત્રિય જ લડવા જાય.આખી મહાર રેજીમેન્ટ છે.જે કહેવાતા મહારાષ્ટ્ર ના  શુદ્રો ની છે.હવે તો પોલીસ ખાતા માં પણ ક્ષત્રિયો નો ઈજારો રહ્યો નથી.
                 *એક વાર એક વહોરાજી મળ્યા વડોદરામાં.થોડી ચર્ચા ચાલી,એ કહે ખીલજી ના જમાનામાં ગુજરાત ના બ્રાહ્મણો વટલઈને  વહોરા થએલા ત્યારે એક સામુહિક ધર્મ પરિવર્તન ના પ્રસંગે જે જનોઈ બધા બ્રાહ્મણોએ ઉતારેલી એનું વજન એક હજાર મણ થએલું.વહોરા કોમ વેપારી અને મૃદુ હોય છે.અસ્તિત્વ માટેની મથામણ નો એક સહેલો પણ કાયર ઉપાય.પાકિસ્તાન ના સ્થાપક મહમદ અલી જિન્નાહ ના વડવાઓ વૈષ્ણવ હતા,જિન્નાહ ના દાદી છાનામાના ઘરમાં શ્રીનાથજી ની પુંજા કરતા હતા.
                 *આપણે અંગ્રેજોના ગુલામ થયા એ સદીમાં  અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુકેલા,યુરોપ ના બધા દેશો એક થઇ ને કૃઝેડ્સ(ધર્મ યુદ્ધો) લડેલા ને યુરોપ ને મુસ્લીમોના હુમલાઓ થી બચાવેલું.અસ્તિત્વ માટેની મથામણ નો ડેન્જરસ ઉપાય.
                *ઈરાન થી થોડા પારસીઓ ભરેલું વહાણ સંજાણ બંદરે આવે છે,અને વર્ષો પછી આજે પણ પારસીઓ સવાયા ગુજરાતી બની એમની ઓળખ જાળવી રાખે છે.અસ્તિત્વ માટેની મથામણ નો ડહાપણ ભર્યો પણ બહાદુર ઉપાય.
              *વાઈલ્ડ બીસ્ટ ના ટોળે ટોળાં પણ એકાદ સિંહ કે દીપડા થી પોતાનો બચાવ કરી સકતા નથી,ત્યારે એમની વસ્તી ખુબજ વધે છે,જેથી આ જાત ખતમ ના થઇ જાય.એ અસ્તિત્વ માટેની મથામણ નો કુદરતે ગોઠવેલો સહેલો ઉપાય,એમાં ભારત પણ આવી જાય.    
                   *     દેશ,સમાજ,સંસ્કૃતિ,ભાષા બધું સમયાંતરે બદલાતું જતું હોય છે.મૂળ તો આર્યો મધ્ય એશિયા થી આવ્યા.તુર્ક્મેનીન્સ્તાન માં એના પુરાવા મળ્યા છે.પ્રથમ સ્વાત(સુવાસ્તુ) ખીણ એમનું રહેઠાણ બની જે હવે આપણી નથી રહી.તાલીબાનો  નો  ગઢ બની ગઈ છે. સીધું નદીની સંસ્કૃતિ પરથી હિંદુ બન્યું,એ નદી હવે પાકિસ્તાન માં ગઈ.સોમ રસ પીતા આર્યો,એ હોમાં વનસ્પતિ ભારતનો છોડ નથી.ભગવાન વિષ્ણુનું  વાહન ગરુડ(ઈગલ) ભારતમાં નથી.સંસ્કૃત ભાષા પણ હવે પુસ્તકોમાં રહી ગઈ છે.જૂની ગુજરાતી પણ નવી પેઢીએ વાચી નહિ હોય.મ્હને,તેમ્હને,જેમ્હાણે ખાસ કોઈને યાદ નહિ હોય.જુનો હિંદુ ધર્મ પણ રહ્યો નથી.મોટા ભાગે લોકો માનવા પણ તૈયાર ના થાય.વાત કરીએ તો મૂરખા સમજે.ગાયોની પૂજા કરનારા આ દેશના પૂજ્ય ગણાતા ઋષિ મુનીઓ બીફ ખાતા એ વાત શ્લોકો સાથે લખો તોપણ લોકો માને નહિ.
                    *સમય સાથે તમે પણ બદલાવ.તોજ તમારું અસ્તિત્વ ટકી શકે.એને માટે જે કરવું પડે તે કરો.પરિવર્તન ને પરિવર્તન થી જાણો.અંદર જતા અને બહાર આવતા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો,બે આંખોની વચ્ચે રહેલા આજ્ઞાચક્ર માં સ્થિત થઇ જાવ,આ જગત નું રહસ્ય તમારા હાથ માં જ છે.અપ્પ દીપો ભવ:,તમારા દીવા પોતે જ બનો.    

સિંહોના ટોળા ના હોય,,,,,,, Survival At The Fittest.

સર્વાઇવલના યુદ્ધમાં કમજોર વસ્તી વધારે,,,,,,,,,
*આજે દિવ્યભાસ્કરમાં ગુજરાતના પનોતા પુત્ર સામ પિત્રોડાનો વિઝન વિભાગમાં વસ્તીનો અંત:સ્ફોટ નામનો લેખ વાચ્યો.ઘણી બધી ટેકનીકલ ચર્ચા કરી છે.ખુબ સરસ લેખ છે.વસ્તી ઘટાડવા માટે સ્ત્રી શિક્ષણ જરૂરી છે,લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્નો કરવા પડે,અતિશય વસ્તીથી આરોગ્ય અને સુખાકારીના સાધનો પર અસર પડે વિગેરે વિગેરે ચર્ચા કરી છે.હવે હું તમને નવા કોન્સેપ્ટ તરફ લઇ જાઉં.ઉત્ક્રાન્તીવાદ,ઇકોલોજી અને ઈવોલ્યુશન તરફ લઇ જાઉં.ભારતની વસ્તી એક અબજ કરતા વધી ગઈ છે.અને હવે ચીન કરતા પણ આપણે આગળ નીકળી જઈશું.એની ચિંતા આપણા કરતા બીજા દેશો વધારે કરે છે.ચાલો કુદરત(ભગવાન)ના કેટલાક સિમ્પલ નિયમો જાણીએ.
         *સર્વાઇવલના યુધ્ધમાં જે મજબુત હોય તે જીવે,નબળો,કમજોર હોય તે મરે.”સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ” એવું ડાર્વિન  કહી ગયો ખુબજ અભ્યાસ પછી. કમજોરનું આ દુનિયામાં કામ નથી.
          *દરેક પ્રાણી,એમાં આપણે પણ આવી ગયા, ભગવાને કે કુદરતે એવી વૃત્તિ મુકેલી છે કે પોતાની એક પ્રતિકૃતિ પાછળ મુકતા જવું.નહીતો પછી દુનિયા આગળ ચાલે નહિ.અને એના માટે કુદરતે દરેક પ્રાણી,પક્ષી,વનસ્પતિ,જીવ,જંતુ અને બીજા તમામ સજીવોમાં સેક્સ મુક્યો.એક છોડ કે વનસ્પતિ પર ફૂલ આવે ને પરાગનયન થઇ ફળ આવે એમાં બીજ હોય એના વડે પછી બીજી વનસ્પતિ પેદા થાય આ સેક્સ જ કહેવાય.દરેકના પ્રજનન તંત્રો જુદા જુદા હોય પણ કામ તો એકજ કરવાનું કે પોતાના જેવું બીજું કૈક પાછળ મુકતા જવાનું.
         *એટલે એક તો ખુબજ મજબુત થવાનું,અને બીજું પાછળ એવોજ મજબુત વંશ મુકતા જવાનું.આ બે કામ ચોક્કસ પણે કરવાના એ દરેક પ્રાણી માત્રનો ધર્મ જ કહેવાય.
        *પહેલા વસ્તી ઓછી હતી માટે ઋષીઓ એવા આશીર્વાદ આપતા કે અષ્ટપુત્રાભવ:,હવે ભારતમાં  તો ના જ અપાય.બીજી ધાર્મિક માન્યતા હતી કે પાછળ પુત્ર હોવો જોઈએ નહિ તો નરકમાં જવાય.પુરુષ પ્રધાન સમાજમાં દીકરાથી વંશ ચાલે.બીજું કારણ પુરુષના જીન્સ Y ક્રોમોઝોમ દ્વારા દીકરામાં ટ્રાન્સફર થાય,દીકરીમાં ન થાય કેમ કે દીકરીમાં Y હોતા નથી ફક્ત X જ હોય છે.તમે ગર્ભ પરીક્ષણ કરી દીકરીઓને જન્મતા પહેલા મારી ના નાખો તો કુદરત તો દીકરા અને દીકરીના જન્મનું પ્રમાણ લગભગ સરખું જાળવી જ રાખે છે.ભારતમાં સરખું નથી,એનું કારણ ભ્રુણ હત્યા છે.
          *કુદરતે એક ફૂડ ચેઈન બનાવી છે.એમાં એક જીવ બીજા ને ખાય છે.વનસ્પતિ પણ જીવ જ છે.વનસ્પતિ જમીન માંથી પોષણ મેળવે.આ વનસ્પતિ ખાઈને ઘાસાહારી પ્રાણીઓ મોટા થાય.અને આ પ્રાણીયોને ખાઈ માંસાહારી પ્રાણીઓ જીવે.”જીવો જીવસ્ય ભોજનમ”.સૌ સૌના જઠર પ્રમાણે ખાય છે.સિંહ કે વાઘ હિંસક નથી ફક્ત એમની પાસે ઘાસ પચાવે એવું જઠર જ નથી.ઘાસ પચાવવા માટે જઠરમાં ખાસ પ્રકારના બેક્ટેરિયા જોઈએ.જે ઘાસને ખાઈ તોડી નાખે.મતલબ તમને ખાવા માટે કોઈ ટાંપીને બેઠું છેજ.એમાં કોઈ હિસા કે પાપ નથી.ફક્ત તમારે જીવવું હોય તો સામનો કરો કે ભાગો કે કોઈપણ ઉપાય અજમાવો.એ તમારે વિચારવાનું છે.નહિ તો પછી મરો અને કોઈના આહાર બની એને જીવવા દો.
          *પાછળ જે પેઢી તમે મુકતા જાવ એમાં શ્રેષ્ઠ જીન્સ ટ્રાન્સફર કરતા જાવ,નબળા ,કમજોર નહિ.નહીતો કાળક્રમે પેઢી ખલાસ થઇ જાય.કેટલાક જાણવા જેવા દાખલા.સિંહ નું એક ફેમીલી હોય છે.એમાં બધી સિંહણો જ હોય,એમના નાના બચ્ચા,કબ હોય છે.કોઈ બીજા મોટા સિંહને રહેવા દેવામાં ના આવે મારીને કાઢી મુકાય છે.બીજા સિંહ જે એકલા ફરતા હોય એ અવારનવાર પ્રયત્નો કરતા હોય છે આં ટોળાનો કબજો લેવા,પણ ટોળાનો બોસ લડીને કાઢી મૂકતો હોય છે. હવે આ સિંહ ઘરડો થાય કે કમજોર પડે એટલે પેલા જુવાન સિંહ પાછા હુમલો કરે અને કમજોર નરને  ભગાડી મારી તગેડી મુકે.હવે કબજો જમાવ્યા પછી પહેલું કામ શું કરશે?તમને નવાઇ લાગશે,ક્રુરતા લાગશે,પહેલું કામ ટોળામાં રહેલા નાના નાના બચ્ચાને મારી નાખશે.કેમ?કેમકે આ બચ્ચાઓના કમજોર બાપને મારી કાઢી મુક્યો હવે એના જીન્સ ના જોઈએ,અને બીજું પારકા જીન્સ હું ના ઉછેરું મારા પોતાના મજબુત જીન્સ કેમ ના ઉછેરું?બીજું જ્યાં સુધી બચ્ચા માંને ધાવતા હોય ત્યાં સુધી એ સિંહણ હીટ માં નાઆવે.ગર્ભવતી ના થાય.હવે જે બચ્ચાઓને બચાવવા જીવના જોખમે પેલા સિંહ જોડે લડી હોય છે એજ સિંહણ બચ્ચા મરી જતા ગરમીમાં આવી એજ સિંહ જોડે પ્રેમાલાપ કરી ગર્ભવતી બને છે.
           * બીજો દાખલો સિંહોના ટોળા અને જંગલી ભેસોના ટોળા આફ્રિકામાં એક સાથેજ રહે છે.સર્વાઇવલનું યુદ્ધ રોજ ચાલે છે.આ ભેસો હમેશા એક ટોળામાં રહે.એ લોકોએ સર્વાઇવલ થવા માટે તરકીબો શોધી કાઢી છે.નાના બચ્ચા હમેશાં વચ્ચે જ રહે.અને ભાગતી વખતે કોઈ પાછળ રહી જાય અને સિંહની જપટમાં આવી જાય તો આખું ટોળું જે ભાગતું હતું તે અચાનક પાછું વળી સિંહો પર હુમલો કરી,પડી ગયેલી ભેસને શીંગ મારી ઉઠાડી એમની સાથે ફરી ભાગવા મજબુર કરે.એક કે બે સિંહનું કામ જ નહિ કે આ ભેસનો શિકાર કરે.કમસેકમ સાત થી આઠ સિંહ વળગે તોજ શિકાર થાય.હવે ઘાયલ ભેસને વારવાર બચાવવા છતાં જો એ ભાગી ના શકે તો તમને નવાઇ લાગશે ભેસોના ટોળાનો બોસ જાતેજ પેલી ઘાયલ ભેસને શીંગ મારી મારીને પાડી દેશે.અને બધા ભાગી જશે.ખોટો સમય અને એનર્જીનો વ્યય કરવો.
           *બીજો એક ઉપાય સર્વાઇવલ થવાનો જો તમે મજબુત ના બની શકો તો ખુબજ વસ્તી વધારો.મારી મારીને કેટલા મારશે?આફ્રિકામાં ભેસોની વસ્તી પ્રમાણ માં ઓછી ગણાય કેમ કે સિંહોની વચ્ચે એ લોકો સર્વાઈવ થઇ જાય છે,પણ વાઈલ્ડ બીસ્ટ પ્રમાણમાં નબળા પડે.ના તો એલોકો સામો હુમલો કરે.ના તો ટોળામાંના કોઈને બચાવે ઉભા ઉભા જોયા કરે.તો એમની વસ્તી એટલી બધી છે કે ખતમ જ ના થાય.જે જે પ્રાણીઓ કમજોર છે એમની વસ્તી ખુબ હોય,પ્રજનન ક્ષમતા ખુબ જ હોય.ઘણા દર છ મહીને બચ્ચા પેદા કરતા હોય છે.
           *તમારી પાછળ કોઈને મુકતા જવાની ચિંતા કુદરત ખુબજ કરતી હોય છે માટે પુરુષના એક ટીપા Seminal fluid માં અબજો સ્પર્મ મુકે છે,ચાન્સ લેવા માગતી નથી.વનસ્પતિના બીજ એકજ જગ્યાએ નહિ પણ જુદી જુદી જગ્યાએ ફેલાય એવી વ્યવસ્થા કુદરતે ખૂબી થી કરેલી હોય છે.પ્રાણીઓમાં પણ એવુજ છે.કુદરત ચાન્સ લેવા નથી માગતી માટે એક નર જુદી જુદી માદા ઓમાં પોતાના બીજ રોપતો હોય છે.માદા પણ મજબુત નરના જ બીજ ઉછેરવા માગતી હોય છે.માટે એક માદા માટે બે નર યુદ્ધ કરે છે,માદા રાહ જુવે છે,જે જીતે એ ભોગવે ને બીજ રોપે.માણસ જાત પણ કુદરતની નજરમાં પ્રાણી જ છે.એટલે માણસ જાતના નરમાં જુદી જુદી સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છા સામાન્ય હોય છે,પણ કાયદા,સંસ્કાર,નિયમો,ધર્મ ને બીજી અનેક બાબતો ને લઇ ને આવું કરતા નથી.બહુપત્નીની પ્રથા હતીજ.
             *તમામ પ્રાણીઓમાં માણસ જાત કમજોર ગણાય.બધા પ્રાણીઓના બચ્ચા બે કલાકમાં ઉભાથાઈ જાય.દોડવા માડે.એટલે માણસ જાતે ફેમીલી બનાવ્યું.વધારામાં કુદરતે બ્રેન આપ્યું.પણ છતાં સામાન્યનિયમો તો લાગેજ.કુદરતના સામાન્ય નિયમ પ્રમાણે માનવ જાતમાં પણ મજબુત નરના ભાગમાં જ નારી આવતી હશે.કમજોરના ભાગમાં નારી આવતી નહિ હોય.પણ બીજા પ્રાણીઓ સાથે સર્વાઈવલ થવા માટે સંખ્યા વધારવી જ પડે.એટલે રોજ નારી માટે ઝગડવાનું પોસાય નહિ.એટલે કોઈ કમજોર પણ બુદ્ધિશાળી માનવ સમુહે દરેકના ભાગે નારી આવે એવું વિચારી લગ્નસંસ્થા,લગ્ન વ્યવસ્થાની શોધ કરી હશે.મજબુતના મનમાં આનો વિચાર જ ક્યાંથી આવે?એને તો એની શક્તિ પર વિશ્વાસ જ હોય.પણ લગ્ન વ્યવસ્થાને લીધે  લીધે મજબુત અને કમજોર બધા જ બચ્ચા પેદા કરવા માંડ્યા,વસ્તી ઝડપથી વધવા માંડી.લગભગ બધાજ પ્રાણીઓથી કમજોર માનવ જાત નામનું પ્રાણી સર્વાઇવ થઇ ગયું.લગ્ન વ્યવસ્થા એ અસ્તિત્વ ટકાવવાની મથામણ માંથી નીપજેલો એક બુદ્ધિશાળી ઉપાય માત્ર જ છે.એ કોઈ ઉપરથી ફેકેલી યોજના નથી.આપણે એને પવિત્રતાનો દરજ્જો આપી આજ સુધી ટકાવી રાખી.પણ હવે પશ્ચિમના દેશોમાં લગભગ તૂટી ચુકી છે.ત્યાં હવે જેવાતેવાના ભાગમાં નારી આવતી નથી.  
                      
                        *મહાભારતના યુદ્ધ માં લગભગ સર્વ નાશ થઇ ચુક્યો હતો.પ્રજા યુધ્ધોથી ગભરાઈ ગઈ હતી.યજ્ઞોમાં પશુઓના બલિદાન અને કર્મકાંડો વધી ગયા હતા.એમાં આવ્યા ભગવાન બુદ્ધ અહિંસાનો સંદેશ લઇ.લોકો કંટાળી ગયા હતા.પ્રજાને કશું નવું,નવો સિદ્ધાંત જોઈતો હતો.દસ હજાર શિષ્યોનો કાફલો લઇ બુદ્ધ ફરતા હતા.હિંદુ ધર્મ ઉપર ખતરો છવાઈ ગયો હતો.એ વખતના હિંદુ મહાપુરુષોએ રટવાનું ચાલુ કર્યું અમે પણ અહિંસક છીએ.ગાયો,ભેશો,બકરા,ઘોડા વધેરવાનું બધ થયું,એની જગ્યાએ નાળીએર ને કોળા વધેરવાનું ચાલુ થયું.અહિંસાનો નારો એટલો બધો ગુંજી ઉઠ્યો કે પ્રજા સાવ જ ડરપોક અને કાયર બની ચુકી.અહિંસા પરમ ધર્મ.દુશ્મનોના ધાડેધાડા આવવા માંડ્યા.પણ શું થાય હવે તો અહિંસા પરમોધર્મ.તો કુદરત શું કરશે?ચાલો ભાઈ વસ્તી વધારો.મારી મારી ને કેટલાને મારશે?સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ.
               *આ ત્રાસવાદીઓને કુદરતના નિયમની ખબર નથી,એક અબજ છીએ.અમારો નાશ કદી ના થાય.ચીનમાં પણ આજ હતું.ત્યાં પણ બુદ્ધ ધર્મ અસર કરી ગયો.માંન્ગોલ્યા થી રોજ ધાડે ધાડા આવે અને ચીન અંગ્રેજોનું વેચેલું અફીણ ખાઈ ને નમાલું થઇ ગયું હતું.હવે એની વસ્તીનો દર ચોક્કસ ઘટવાનો,કારણ હવે મજબુત થઇ ચુક્યું છે.બાકી ચીનમાં તો ગરમી નથી પડતી,એતો તિબેટ ની પેલે પાર આવ્યું છે.જયારે આફ્રિકાના ગરમ પ્રદેશોમાં પણ ભારત જેટલી વસ્તી નથી.કારણ ઘણા એવું માનતા હોય છેકે ભારત ગરમ દેશ છે માટે વસ્તી વધારે છે.શું આપણે ભારતીઓ બળવાન છીએ,ગરમ પ્રદેશના છીએ,ચોખ્ખા ઘી દૂધ ખાઈ ને,કામ ઉર્જાની બાબતમાં વધારે તાકાતવર છીએ એટલે બાળકો વધારે પેદા કરીને વસ્તી વધારીએ છીએ?એવો ગર્વ ઘણા બધા કરે છે.પણ ના એવું નથી.કુદરતના નિયમ પ્રમાણે આપણે ખુબજ કમજોર છીએ અને મહેસુસ કરીએ છીએ એટલે વસ્તી વધારીએ છીએ.આ સત્ય ખુબજ કડવું છે.એટલે ગળે ઉતરવું મુશકેલ છે. અહંકાર પણ આડે આવેજ.આપણે આફ્રિકાની ભેસો જેવા નથી રહ્યા,આપણે એ બહાદુર ભેસો જે એમના ભાઈ પર હુમલો થાય ત્યારે જીવના જોખમે પાછા વળી સિંહ જેવા મોસ્ટ ડેન્જરસ પ્રાણી પર હુમલો કરે છે,એવા નથી રહ્યા.આપણે કોઈ ત્રાસવાદી હુમલો કરે ત્યારે ફક્ત પેલા ડરપોક વાઈલ્ડ બીસ્ટ ની જેમ ભાગવા માંડીએ છીએ.અને આપણો કોઈ ભાઈ સામનો કરતો હોય તો મદદ પણ કરતા નથી ને એને મરવા દઈએ છીએ.એક જમાદાર ખાલી ખુરશીઓ ફેકી ત્રાસવાદીની સામે ટક્કર લેતો હોય ત્યારે હજારો બહાદુરીના બણગા ફૂકતાં કાયર  ભાગતા હોય છે.ઝરખડાઓને ખબર છે કે આ ઘેટાઓ ઉભા રહેવાના નથી.એટલે તો છાસ વારે હુમલા થાય છે.આપણી માનસિકતા બદલાઈ ચુકી છે,એટલે પેલા આફ્રિકન વાઈલ્ડ બીસ્ટોની જેમ આપણા પ્રજનન તંત્રો વધારે સક્રિય થઇ ચુક્યા છે.અને વસ્તીનો  વિસ્ફોટ વધતો જાય છે.હવે એજ્યુકેશન વધી ગયું છે.બે બાળકો બસના નારા પણ ગવાઈ ચુક્યા છે.પ્રજા જાગૃત બની ચુકી છે,છતાં કેમ વસ્તી ઓછી થતી નથી?દિવસે દિવસે વધતી જાય છે.અને ચીનથી પણ આગળ નીકળવાની હોડ જામી છે.આપણી માનસિકતા નહિ બદલાય,સર્વાઇવલ ના યુદ્ધમાં સામનો કરવાની હિંમત નહિ આવે,આપણા પ્રજનન તંત્રો વધારે પડતા સક્રિય બન્યા છે તે અટકે નહિ ત્યાં સુધી વસ્તી વિસ્ફોટ અટકવાનો નથી. આપણા વૈજ્ઞાનિકોએ,સમાજશાસ્ત્રીઓએ,સાયકોલોજીસ્ટોએ અને નેતાઓએ આનો અભ્યાસ કરવો પડશે.ઉત્ક્રાન્તીવાદના સામાન્ય નિયમોને તમે અવગણી શકો નહિ.
        *ભારતની વસ્તી ઘટાડવા માટે પ્રજાની માનસિકતામાંથી નમાલાપણું,કાયરતા,કમજોરી કાઢી,એને બહાદુરી અને મજબૂતાઈના પાઠ ભણાવો,એના માટે કઈ રોજ લડવા જવાનું નથી,ફક્ત માનસિકતા બદલવાની છે.કુદરત એનું કામ કરશે.બાકી કોઈ નહિ.
          *મારા વિચારો કદાચ કોઈની સમજમાં ના પણ આવે,માનવામાં ના પણ આવે,યોગ્ય ના પણ લાગે,પણ સર્વાઇવલ,ઇકોલોજી,ઈવોલ્યુશન,સાયકોલોજીના નિયમો વિષે આંગળી ચીન્ધવું લગભગ અશક્ય છે.ભારતમાં પણ ક્ષત્રિયોની વસ્તી ખુબજ ઓછી છે,ભલે સમાજે કે ધર્મોએ વધારે લગ્નો કરવાની છૂટ આપી હતી.સિંહોના ટોળા ના હોય વાઈલ્ડ બીસ્ટના જ હોય.   નોધ:–ઉપરનો આર્ટીકલ શ્રી સામ પિત્રોડા ના  “વસ્તી નો અંત:સ્ફોટ” ઓન લાઈન દિવ્યભાસ્કર આવેલા માં આર્ટીકલ ની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.

અમેરિકાનો ગંદવાડ ભારતમાં,,,,,,પેપ્સી ને કોલા…

આપણા આ બ્લોગ જગત માં ક્યાંક વાચેલું કોઈના અભિપ્રાય માં કે અમેરિકાથી રોજ ગંદવાડ ભારતમાં ઠલવાય છે.વાત તો સો ટકા સાચી છે.એના માટે જવાબદાર કોણ?એના માટે અમેરિકા જવાબદાર છે?હશે મારી ના નથી પણ આ ગ્લોબલ વર્લ્ડ ના વ્યાપાર જગત માં કેટલાને ના પડી શકશો?પેપ્સી,કોલા અને ફેંટા ને કાઢી મૂકી છતાં પાછી આવી.એના માટે આપણે પણ એટલાજ દોશી છીએ.બરોડા માં હું રહેતો એ પોળમાં ખાલી મારા ઘર આગળ કોઈ કચરોકે એઠવાડ ફેકે તો તરતજ હું ઝગડી પડતો,ઘર આગળ ઘરમાં નહિ.એ કચરો મેં બીજા કોઈ કામ માં વાપર્યો હોત તો?તો રોજ લોકો નાખી જાત.અને એ કચરો વાપરવાના બદલામાં મેં નાખવા વાળાને પૈસા આપ્યા હોત તો એને તો મજાજ પડી જાય.તો એ બીજી જગ્યાએથી ભેગો કરી કરીને મને વેચી જાત અને રૂપિયા બનાવત.હવે એજ કચરાને સચિન તેંદુલકર કે બચ્ચન સાહેબ પ્રમોટ કરત તો હું વધારે ને વધારે લેત અને મારો એ પાડોશી અને તેંદુલકર અને બચ્ચન બધા કેટલા ખુશ થાત અને પૈસા પણ ખુબ બનાવત.અને મારું શું થાય? નુકશાન.હવે  આખી વાત સમજો એમાં મારો વાંક વધારે કે પડોશીનો?કે પછી કચરાને કચરો ના માની સારી વસ્તુ છે એવી જાહેરાત કે પ્રમોટ કરી પોતાના સ્વાર્થ માટે પૈસા બનાવનારા તેંદુલકર કે બચ્ચન  નો વાંક?અને પછી હું બહાર જઈ બુમો પાડું કે અમેરિકા થી રોજ ગંદવાડ ભારતમાં ઠલવાય છે એનો શું અર્થ?ગંદવાડ વાપરો છો શું કરવા?ભારત ની પ્રજા પોતાને સૌથી વધારે બુદ્ધિશાળી સમજે છે.તો પછી એ ગંદવાડ ને પ્રમોટ કરનારાઓને હીરો માની પૂજા કેમ કરે છે?બચ્ચનસાહેબ બીમાર પડે તો આખું ભારત જાણે એમના વગર ભારતનો ઉદ્ધાર જ ના થવાનો હોય તેમ મંદિરોમાં જઈને પુંજા,પ્રાર્થના કરેછે.કોઈ સૈનિક કે ત્રાસવાદ સામે લડતા વીરગતિ પામેલાને કોઈ યાદ કરે છે?સંસદ પર હુમલો થયો એમાં માર્યા ગયેલા ની આઠમી વરસી વખતે કોઈને સમય મળ્યો કે એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ કે એમના કુટુંબીજનો શું કરે છે એની કોઈએ દરકાર કરી છે?એમના શ્રદ્ધાંજલિ ના પ્રસંગે હાજર રહેવાનો પણ કોઈ મહત્વના નેતા ને સમય મળ્યો નથી,નથી સમય મળ્યો બચ્ચન સાબ ને કે નથી મળ્યો તેંદુલકર ને.જે ખરા હીરો છે એ લોકોમાટે કોઈની પાસે સમય નથી.
 *પેપ્સી કે કોક થી સંડાશ કે બાથરૂમ સારું સાફ થાય હો!જરા ટ્રાય કરી જોજો.કેમ?એનો પી.એચ. ઉંચો છે.અમેરિકા માં રહેતા મારા છોકરાઓ હું સોડા હાથમાં લઉં તો આંખો કાઢે છે.અહી કોઈ કોકા કોલા કે પેપ્સી એવું ખાસ બોલતું નથી,બધા સોડા કહે.અહી ક્રિકેટ રમતો મારો દીકરો કદી પેપ્સી કે કોક પીતો નથી.અને મને પણ પીવા દેતો નથી.પેપ્સીના એક એકઘૂંટડે તમારા દાંત પરથી એનેમલ નું પડ થોડું થોડું ઓગળતું જાય છે.તો તમારા હોજરી ને આંતરડાની શું દશા થતી હશે?હવે કોઈ ગમેતેટલું પ્રચાર કરે. શું ખાવું ના ખાવું તમારે જોવાનું છે.કોઈ ઝેર વેચે કોઈ લાડવા શું ખરીદવું એ તમારે વિચારવાનું.
*ફક્ત એક દિવસ બધા સમજીને પેપ્સી ના પીવે તો?બીજા દિવસે પેપ્સી કંપની બિસ્તરા બાંધવા માંડે.અને એકજ અઠવાડિયું ના પીવે તો?કંપની એની જાતે કોઈને કહ્યા વગર ભાગી જાય.અને કોઈ હીરો સામેથી પૈસા આપેકે મને તમારી એડ માં લો તો પણ ના પાડી ભાગી જાય.પણ એવું તો થાય નહિ આપણાં ભગવાન જાહેરાતો માંથી પૈસા બનાવતા હોય એમનું શું થાય?આપણે ગાંડા થઇ ને ક્રિકેટ જોઈએ,ફિલ્મો જોઈએ,અને એની જાહેરાતો માંથી પ્રેરણા લઇ કચરો ખાઈએ પીએ.એટલે તો આ લોકો પૈસા બનાવે છે.એટલે તો એડ કંપનીઓ એમને કરોડો રૂપિયા આપે છે.એટલે તો એ લોકો રમત માં ધ્યાન આપ્યા વગર ફિક્ષિન્ગ માં પડી જાય અને વધારે રૂપિયા બનાવે છે.તમે જોવાનું બંધ કરો કોઈ એમને એક કાણીયો પૈસો પણ ના આપે. અહી તમે મેચ જોતા તમારું બીપી વધારો કે હમણા ભારત જીતી જશે બસ એક ચોક્કો કે છકો. અને આ લોકો તમારી લાગણીયોની પરવા કર્યા વગર ફિક્ષિન્ગ કરી બેઠા હોય અને વિકેટ ફેંકી હારી જતા હોય. 
*જંક ફૂડ ને ગાળો દઈએ છીએ પણ તમને કોણ કહે છે ખાવા જાવ?કોઈ ઘેર થી પોલીસ ની જેમ પકડીને તો મેક ડોનાલ્ડ માં નથી લઇ જતું ને?તમે ખાવા નહિ જાવ તો એ લોકો થોડી રાહ જોઈ તરતજ ઉચાળા ભરી જશે.કોઈ એક પૈસાનું નુકશાન વેઠવાના નથી.
*શ્રી કાંતિ ભટ્ટ પરદેશી કંપની કારગીલ અને મોન્સાટો ની વાત કાયમ કરતા હોય છે કે આ લોકોએ ભારતમાં હાઈબ્રીડ બિયારણો ઘુસાડ્યા ને વંઠેલા રીગણ ની વાત કરે છે કે એમાં કોઈ ગુણવત્તા કે સ્વાદ નથી.સાચી વાત છે પણ મારું એવું કહેવું છે કે લોકો એ રીંગણ ખરીદેજ નહિ કે ખાય નહિ,એના વગર એકાદ સીજન કઈ મરી ના જવાય.તો તરતજ એની અસર પડશે.ખેડૂત ને એના રીંગણ વેચાશે નહિ તો ફરી વાવશે નહિ.અને પેલી કંપનીના બિયારણ ખરીદવા જશે નહિ.આ બધી કંપનીઓને ઉચાળા  ભરાવા માટે એકજ સીઝન પુરતી છે.પણ શક્ય નથી કેમ કે બધા ને સમજાવા કોણ જાય?કોઈ ધર્મગુરુ જાહેર કરેકે રીંગણ ખાવા પાપ છે તોજ શક્ય બને.પણ પેલી કંપની પાછી ગુરુજીને રૂપિયા આપી દેતો?ગુરુજી કહેશે રીંગણ ખાવ સ્વર્ગ મળશે તો પત્યું. શ્રી કાન્તીભટ્ટ નો કકળાટ ખોટો નથી.પણ લોકો સમજે તોને.ઘણી બાબતોમાં હું એમનો કડક આલોચક પણ છું.
*હવે એક સ્પસ્ટતા કરી લઉં કે અહી તેન્દુલકર કે બચ્ચન સાહેબ ના નામ વાચી કોઈએ પોતાની લાગણી દુભાવવી નહિ.આ તો દાખલા તરીકે છે.બધા ના નામ ક્યાં લખું?તેંદુલકર એના ક્ષેત્ર માં અને બચ્ચન સાહેબ એમના ક્ષેત્ર માં મહાન છે.પણ આ બધા કરતા મારા માટે વધારે મહાન શ્રી અનિલકપુર છે,કારણ એ આવી કચરાની જાહેરાત માંથી કરોડો રૂપિયા બનાવી શકતા હતા પણ બનાવ્યા નથી.કદાચ એ કોઈ ખાસ એડ માં આવ્યા હોય એવું જાણ્યું નથી.
*સાર એ છે કે કચરો તમે ઉપયોગ માં લોછો એટલે જ આ લોકો વેચે છે.ઉપયોગ માં લેવાનું બધ કરશો તો વેચવાનું બધ થશે ,તો પછી અમેરિકા થી આવતો ગંદવાડ બધ થઇ જશે.
*જાણ ખાતર અમેરિકામાં  પેપ્સી કંપનીના સી.ઈ.ઓ Indra Nooyi ભારતના છે. એમનો ૨૦૦૮ ની સાલ નો કુલ પગાર કે આવક ૧,૩૩,૮૨,૦૩૫.૦૦ ડોલર હતો.હવે આજનો ભાવ એક ડોલરના આશરે ૪૬ રૂપિયા છે તો રૂપિયામાં ૬૧,૫૫,૭૩,૬૧૦.૦૦ રૂપિયા થાય છે.તમારા આંતરડા અને હોજરી ને દાંત બગાડવાની આટલી કિંમત એમને ચૂકવાય છે.અને દુનિયા ના ત્રીજા નંબર ના પાવરફુલ સ્ત્રીઓમાં ગણાય છે. પણ એમાં હું એમનો જરાપણ દોષ જોતો નથી,દોષ આપણો છે.અને આપણે એમને જોઇને ગર્વ અનુભવીએ છીએ. હવે એમનો ફોટો પણ જોઈલેજો.   

પાવાગઢ ના રાજા પતાઈ,,,,,,,,,,,,માતાજીનો છેડો.

પાવાગઢ ના રાજા પતાઈ વિષે પણ લોકોમાં ગેરમાન્યતા હજુ આજે પણ છે.પતાઈ રાજા એ પૃથ્વીરાજ ચૌહાણ ના વંશ નો પાવાગઢ નો લોકપ્રિય રાજા હતો.માતાજીનો પરમ ભક્ત,મહાકાળીના મંદિરમાં દશન કર્યાં વગર પાણી પણ ના પીવે.હવે સમજો મહમદ બેગડા એ પાવાગઢ ના કિલ્લા ને જીતવા ખુબ પ્રયત્નો કર્યાં,પણ પાવાગઢ નો અજેય કિલ્લો જીતવા સફળ વારંવાર પ્રયત્નો છતાં ના થયો.પાવાગઢ નું ભૌગોલિક સ્થાન જ એવું હતું.કિલ્લા માં પેસવાના ગુપ્ત માર્ગ મળે તોજ જીતાય માટે કોઈને ફોડવો પડે અને જયારે પ્રજા માં પ્રિય હોય તો કોઈ ખૂટલ થાય નહિ.
*હવે સમજો માતાજી કોઈ વ્યક્તિ નથી.શક્તિનું અને સ્ત્રીતત્વ નું એક પ્રતિક માત્ર છે.એની પૂજા કરવી એ એનું બહુમાન આભાર વ્યક્ત કરવાની રીત છે.એનર્જી નો સદુપયોગ થાય એજ માતાજી ની ભક્તિ કહેવાય.હવે મહમદ બેગડાએ રાજ રમત રમી,શીઘ્ર કવિઓ જોડે કવિતાઓ બનાવડાવી,ગરબા રચાવ્યા કે માતાજી ગરબો રમવા પધાર્યા ને પતાઈ રાજા એ માતાજીનો છેડો પકડ્યો.હવે જે માતાજી નો પરમ ભક્ત હોય,માતાજીના દર્શન કર્યાં વગર પાણી પણ ના પીતો હોય એ આવું કરે ખરો?અને પહેલી વાત કે માતાજી વ્યક્તિ બની ગરબા રમવા આવે ખરા?માતાજીએ શ્રાપ આપ્યો,એવી અંધ માન્યતા કવિઓ અને વાર્તાકારોએ ફેલાવી અને પતાઈ રાજાને ખરાબ ચરિત્રહીન સાબિત કરી દીધો.લોકો વિરુદ્ધ માં ગયા,અને હવે તો અનો નાશ થવો જોઈએ એવું માની ગુપ્ત રસ્તા બતાવી દીધા અને પાવાગઢ નું પતન થયું.એના વારસદારો  ભાગ્યાં.અને આજુબાજુ છુપાઈ ગયા પછી ચાન્સ મળતા પછી પોતાની ગાદીઓ સ્થાપી.દેવગઢબારિયા પતાઈ રાજાના વારસદારોએ સ્થાપેલું.ત્યાંના મહારાજા જયદીપસિંહ લોકસભા ના સભ્ય હતા,સ્પોર્ટ ઓથોરીટીના ચેરમેન હતા,જયપુર ના રાજકુંવરી જોડે એમના લગ્ન થએલા.
*     આવીજ એક બીજી અંધ માન્યતાની વાત કરું તો જયારે મહમદ ગજની સોમનાથ પર ચડી આવ્યો ત્યારે બ્રાહ્મણો કહેતા હતા આમારા શિવજી ત્રીજું નેત્ર ખોલશે એટલે બધા ભસ્મ થઇ જશે.બધા લિંગ ને બચાવવા લપેટાઈ લપેટાઈ ને કપાઈ મર્યા પણ કોઈએ તલવાર નાં ખેચી.પથ્થર ને ભગવાન માનીએ એમાં ખોટું નથી.પણ એ પથ્થરનું લિંગ જે મેલ જેનેટલ અંગ અને જલાધારીએ પાર્વતી ની યોની છે,આ સર્જન નું પ્રતિક માત્ર છે એની પાસે બધાને ભસ્મ કરી નાખવાની આશા રાખવી મુર્ખામી છે.આવી અંધ માન્યતાઓ ફેલાવવા વાળા કરતા એને માનવાવાળા મોટા ગુનેગાર છે.
*લોકોને જાણે અંધશ્રદ્ધા વગર ચાલતું જ નથી એવું લાગે છે.જાણે જીવવામાટે કોઈ સહારો જોઈતો હોય.જાણે કોઈના સહારે જ જીવાય બાકી મરી જવાય.અને પાછો દરેકનો વારા પછી વારો આવતો હોય છે.કોઈ વાર સંતોષી માતાનું ચાલે કોઈ વાર દશામાનું.હવે સંતોષીમાતા ને કોઈ ખાસ યાદ કરતુ નથી.ક્યાં ગયા?વાતો પણ કેવી વ્રત કે કથા ના કરી તો બારે વહાણ ડૂબી ગયા સમુદ્રમાં.અને કથા કે વ્રત કર્યાં તો ડૂબેલા જહાજ પાછા આવી ગયા.ટાયટેનીક ને જરા પુછોતો કે દરિયો કોઈને છોડતો નથી ડૂબ્યા તો ગયા.
*સર્વાઈવલ ના યુદ્ધ માં નબળા પડ્યા તો ગયા.કોઈ ભગવાન પણ બચાવવા ના આવે કારણ એ નિયમ એણે બનાવ્યો છે.અને ભગવાન માટે પૃથ્વી પરના તમામ જીવો સરખાજ છે.ભારતીયો એને વહાલા હોય અને બીજા ના હોય એવું ના હોય.માણસ વહાલો હોય અને બીજા પ્રાણી ના હોય એવું નહોય.કુદરત માટે બધા સરખાજ છે.એવું જ હોત તો ગજની જીત્યો ના હોત.મુસલમાનોએ હજાર વરસ રાજ ના કર્યું હોત કે અંગ્રેજોએ ૨૦૦ વર્ષ રાજ ના કર્યું હોત જો તમે મહાન ધાર્મિક લોકો પ્રભુને વધારે વહાલા હોત તો.   

ભારતમાં વૈજ્ઞાનિકોની કદર થતી નથી.

ભારતમાં વૈજ્ઞાનિકોની કદર થતી નથી. આપણે ભારતીયો જ વૈજ્ઞાનિકો ની કદર કરતા નથી,તો બીજા શું કરવાના હતા? સાચુજ કહ્યું કે આપણે નેતાઓ અને અભીનેતાઓ ની જ કદર કરીએ છીએ.છાપાઓ પણ અભિનેતાઓ ની ખુશામત માં તૂટી પડે છે.આતો વેન્કી પરદેશ માં હતા બાકી અહી રહ્યા હોત કોઈ ઓળખતું પણ ના હોત.અને આવા કેટલાય વૈજ્ઞાનિકો છે જેઓની કોઈએ કદર કરી નથી.આતો અબ્દુલ કલામ ભાગ્યશાળી છે,કે લોકો જાણે છે.જેઓ ખરા અર્થ માં હીરો છે એમને આપણે હીરો કહેતા નથી .આ બીગ બી સારા માણસ છે,પણ એમની ખુશામત માં બધા તૂટી પડ્યાછે.બધું પ્રેસ અને છાપાવાળાઓના હાથમાં છે.આ પત્રકારો જેને હીરો બનાવશો એનેજ લોકો માનશે.પત્રકારો જ ફિલ્મી ટટુ ઓની ખુશામત કર્યા કરશે,નેતાઓની ખુશામત કર્યા કરશે તો લોકો આ લોકોને જ હીરો માનશે.પણ વૈજ્ઞાનિકો તો એટલા પૈસા વાળા હોતા નથી,પછી એમની વાત જ કોણ કરે?આપણે અણુ ધડાકા કર્યા પછી બધા દેશોએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટોમાં આપણ ને મદદ કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો.ઘણા તો સંયુક્ત પ્રોજેક્ટો હતા.એલ.સી.એ. નો પ્રોજેક્ટ  સંયુક્ત હતો,એ આપણાં વૈજ્ઞાનિકોએ જાતે પૂરો કર્યો. આપણાં વૈજ્ઞાનિકોએ જાતે જ શંશોધનો કરી બધા પાર પડેલા કોઈ ની મદદ વગર.આપણાં સરકારી લેબો માં કામ કરતા વૈજ્ઞાનિકો નો પગાર પણ કેટલો ટૂંકો હોય છે?એની કોઈ પ્રેસ વાળાને ખબર છે?અરે એક સામાન્ય પી.એસ.આઈ.આ લોકો થી વધારે કમાતો હોય છે.પહેલા તો નેતાઓ અને અભિનેતાઓને હીરો કહેવાનું બંધ કરો,એ લોકોની ખુશામત થી છાપાઓ ભરવાનું બંધ કરો. બીગ બી ના માનમાં  એમના જન્મ દિવસ નિમિત્તે લાબીલાબી કેક કે પેસ્ટ્રી બનાવીને બહુમાન કરવાવાળા છાપાંઓને કોઈ વૈજ્ઞાનિક નો જન્મ દિવસ યાદ છે?અણુ ધડાકા કોઈ એકલા અબ્દુલ કલામ થી થોડા શક્ય બને છે?સેકડો વૈજ્ઞાનિકોનો સહિયારો પ્રયાસ હોય છે.એતો ડીફેન્સ લેબ ના વડા હતા.કે એક મિસાઈલ એમના એકલા થી થોડું સફળ થાય છે?એમનો મોટો ફાળો ગણાય,છતાં બીજા સેકડો અનામી,અજાણ્યા વૈજ્ઞાનિકો એ એમાં મહત્વનું કામ કરેલું હોય છે.પણ આ લોકો તો એક મામલતદાર કે સબ ઇન્સ્પેક્ટર જેટલું પણ કમાતા હોતા નથી.દંભી પત્રકારો નેતાઓ અને અભિનેતાઓ ના જ ગુણ ગાન ગાવામાં પડેલા છે.જોકે વૈજ્ઞાનિકોને પણ પડી જ હોતી નથી કે કોઈ એમના ગુણગાન ગાય અને પ્રસિદ્ધી આપે.એ લોકોતો એમના કામ માં મસ્ત હોય છે.એ લોકો ક્યારેય ફરિયાદ પણ નથી કરતા.કરુણતા એ છે કે જે છાપાવાળા એમને પ્રસિદ્ધી આપવામાં રસ નથી ધરાવતા એજ છાપાવાળા ફરિયાદ કરે છે કે ભારતમાં વૈજ્ઞાનિકોની કદર થતી નથી.આતો ભાજપ ને થોડી સદબુદ્ધી સુજી કે અબ્દુલકલામ ને રાષ્ટ્રપતિ બનાવ્યા.પણ કોઈ સાયંસ કે એવા કોઈ ખાતા ના કેબીનેટ પ્રધાન બનાવ્યા હોત તો વધારે ફાયદો થાત.એમનો કોઈ રાજકીય હેતુ હશે એટલે રબર સ્ટેમ્પ જેવું પદ આપી દીધું .કદર ની કદર અને ડખલ તો ના કરે.ગુજરાત ના પનોતા પુત્ર એવા સામ પિત્રોડા એ ફક્ત એક રૂપિયો પગાર લઈને રાજીવ ગાંધીનું ઘેર ઘેર ટેલીફોન અને ગામે ગામ એસ.ટી.ડી.,પી.સી.ઓ. અને ટીવી નેટવર્ક નું સપનું પૂરું કર્યું.પણ પછીની સરકારોએ એમને ખાલી બેસાડી રાખ્યા.ઇન્ફોટેક ની ક્રાંતિ ની ભારતમાં શરૂઆત થઇ ગુજરાત થી અને આગળ નીકળી ગયું બેંગલોર.પછી આવે નંબર હૈદરાબાદઅને પુના નો ગુજરાત ખોવાઈ ગયું.અસલ હિંદુ ધર્મ સાયન્ટીફીક હતો.પણ પછીના ધાર્મિકવડા ઓએ એમના રોટલા શેકી ખાવા સાયન્સ દુર કરી દીધું.શુન્ય,ગણિત,આયુર્વેદ,યોગા,પ્લાસ્ટિક સર્જરી,જ્યોતિષ ના કારણે ખગોળ નું જ્ઞાન,વૈદિક ગણિત,કામસૂત્ર  આ બધું સાયંસ નથી તો શું છે?નેતા,અભિનેતાઓ ની કદર કરો.વૈજ્ઞાનિકો પ્રસિદ્ધિના ભૂખ્યા નથી.એમને ખાલી શંશોધનો કરી શકે કોઈ તકલીફ વગર એટલી ખાલી સગવડ આપો એટલે બહુ થયું.
           આ આર્ટીકલ ની ઉપર લેફ્ટ માં જે ફોટો છે,તે એવાજ એક અનામી વૈજ્ઞાનિક નો છે.એઓશ્રીએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુની. માંથી બી.ઈ.પછી એમ.ઈ અને કેનેડા થી પી.એચડી. ની ડીગ્રી મેળવ્યા પછી ભારત સરકારની રીસર્ચ લેબ માં જોડાઈ,મોટાભાગ ના મિસાઈલ પ્રોજેક્ટો માં તથા એલ.સી.એ ના પ્રોજેક્ટ માં પણ મહત્વનું કામ કરી ને એમના વિભાગ ને  નેશનલ એવોર્ડ આપાવ્યો હતો.એમની ત્રણ બુક્સ પબ્લીશ થયેલી છે.એક બ્રિટન થી બે અમેરિકા થી.એમના ૧૫૦ જેટલા રીસર્ચ પેપર પબ્લીશ થયેલા છે. કવિ હૃદય ધરાવતા આ વૈજ્ઞાનિક ની અંગ્રેજી કવિતાઓની એક બુક કેનેડા થી અને એક ભારતમાંથી પબ્લીશ થઇ છે.સાઉથ આફ્રિકાની સરકારે ત્યાના વૈજ્ઞાનિકોને ગાયડંસ આપવા દોઢ વરસ આ વૈજ્ઞાનિક ની સેવા લીધી છે.આ અનામી વૈજ્ઞાનિક ગુજરાતી છે.   

      

એમનો પરિચય જે એમની કવિતા ની બુક્સ”Sandybonds”માં આ પ્રમાણે છે.

He was born in 1947 in India. He has BE and ME degrees from MS University of Baroda, Vadodara and PhD from McMaster University, Canada. He worked as a scientist in well known lab of GOVT of India, Bangalore for nearly three decades. He has been fellow/senior member/member of many professional societies/bodies and has served on many administrative/ technical/ examination committees. He has reviewed technical papers for several International Journals and visited several countries on deputation. He has guided several Master/Doctoral level students. He has authored (jointly) three technical books (one published by IEE/IET, London, UK, 2004; two by CRC Press, USA, 2008/2009) in the area of his work and specialization and has also published 150 papers/reports. He has also authored a book ‘Poetry of Life’ (Trafford Publishing, USA, Sept. 2009) containing 110 poems. His research interests are modeling, parameter estimation, data fusion, flight mechanics modeling & analysis, fuzzy systems, genetic algorithms, neural networks and robotics. His reading interests are science, evolution and philosophy.
 Read his poems here,,www.thepoetscientist.blogspot.com

 

ભારતમાં અભિનેતાઓને હીરો કેમ કહેતા હશે?

અભિનેતાઓ ને ભારતમાં હીરો કેમ કહેતા હશે? ભારતમાં એક ખુબ ખોટો રીવાજ ચાલી રહ્યો છે.ફિલ્મી અભિનેતાઓને હીરો કહેવાનો.અને અભિનેત્રીઓને હિરોઈન કહેવાનો.આખી દુનિયામાં બીજે ક્યાય આવો રીવાજ નથી.હીરો કોને કહેવાય?જેણે દેશ માટે સમાજ માટે કશું કર્યું હોય,બલિદાન આપ્યું હોય.જેને લોકો પોતાનો આદર્શ ગણે.દા.ત. ગાંધીજી,સુભાષ બાબુ,ઝાંસીની રાણી,મંગલ પાંડે,અબ્દુલ કલામ,ઈન્દિરાજી,રાજીવ ગાંધી,જમશેદજી તાતા,રાણા પ્રતાપ,શિવાજી,ગુરુ ગોવિંદસિંહ,અને આવા બીજા અનેક હજારો લોકો માટે પ્રેરણાદાયી હોય તેવા મહાપુરુષોને હીરો કહેવાય.અરે યુદ્ધ માં પોતાનો જીવ આપી દેતો એક સૈનિક પણ હીરો કહેવાય,પણ આ ફિલ્મી  લોકોને હીરો કઈ રીતે કહેવાય?ફિલ્મી અભિનેતાઓનો ક્રેજ બધે હોય છે,પણ બહુબહુ તો મુવી સ્ટાર કહે.પણ કોઈ હીરો ના કહે,એક ભારત સિવાય.પત્રકારો પણ હીરો ના કહે.ના તો કોઈ મેગેજીન કે નાતો કોઈ છાપા આ લોકોને હીરો કહે.ભારત માં છાપા અને પત્રકારોની ફરજ બને છે આવી ભૂલો સુધારવાની.કોઈ ગાંધીજી માટે કહે કે એ મારા હીરો છે એ વ્યાજબી છે.કોઈ અભિનેતા માટે કોઈ માણસ પર્સનલી કહે એના પુરતો હીરો તો ઠીક,પણ આખાદેશ માટે હીરો કહેવો એ ખોટું છે.આ લોકો દેશ ના હીરો નથીજ.

અગ્નિપરીક્ષા.


……એક બાળક જન્મે છે,ત્યારે એની હાર્ડ ડિસ્ક કોરી હોય છે. એ જુએ છે, સાભળે છે, ચાટે છે, સ્પર્શ કરેછે, નકલ કરે છે અને ધીરે ધીરે એની હાર્ડ ડિસ્ક ભરાય છે, માહિતી બ્રેનમાં ભેગી થાય છે અને એ રીતે એનું ઘડતર થાય છે. એવી રીતે એક સમાજનું ઘડતર થાય છે, મોટા મહામાનવોના અચાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, આદેશો, ઉપદેશો થકી. અચેતન રૂપે બાળક જેમ વડીલો પાસેથી બધું શીખે છે તેમ સમાજના લોકોના અચેતન મનમાં મહાપુરુષોની અસર હોય છે. બધી મનોવૈજ્ઞાનિક બાબતો છે.

એક હંમેશનો સળગતો સવાલ છે ભારતમાં સ્ત્રીઓની અગ્નિપરિક્ષા લેવાતી ક્યારે બધ થશે? આપણાં પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓને એક વસ્તુ સમજવાથી વિશેષ કશું નથી. દ્રૌપદીને એક વસ્તુ ની જેમ બધા ભાઈઓએ વહેચી ને ભોગવી, શું માતાશ્રી ને એવું ના કહી શકાય કે આ વસ્તુ નથી એક સ્ત્રી છે? શું માતુશ્રી એટલા નાદાન હતા કે નારાજ થઇ જાય? કે પછી માતુશ્રીએ પોતે જુદા જુદા પુરુષો થકી પુત્રો પ્રાપ્ત કરેલા એટલે એમાં કશું અયોગ્ય નહિ લાગ્યું હોય? કે પછી રીવાજ હશે? પણ સ્ત્રીને વસ્તુ થી મોટો દરરજો નહોતો. એટલે જુગારમાં બધું ખૂટ્યું તો વસ્તુની જગ્યાએ પોતાની પત્નીને મૂકી શક્યાં. એક કૃષ્ણ સિવાય આખા પૌરાણિક કાલમાં કોઈએ સ્ત્રીઓનું સન્માન કર્યું નથી. રામે પણ નહિ.

પોતાના એરિયામાં એક અસહાય, શારીરિક રીતે પોતાનાથી ઓછી શક્તિ ધરાવનાર સ્ત્રી ઉપર બળાત્કાર ના કરીને ફક્ત સમજાવટથી પોતાને તાબે કરવાના પ્રયત્નો કરનાર રાવણ આજકાલના ગેંગ રેપ કરનારા લોકો કરતા સારો હતો. પ્રિય પત્નીની અગ્નિપરિક્ષા લેવાય ગઈ હોવા છતાં ધોબી ભાઈના ટોણા થી તેને ઠપકો, કે સજા કરી સમાજમાં એક સારો સ્ત્રી સનમાનનો દાખલો બેસાડવાનો ચાન્સ ગુમાવી, તેના પેટમાં ટ્વીન્સ અને વાલ્મીકિને કદાચ ગાયનેક સુવાવડ શાસ્ત્રનું જ્ઞાન ના હોય તેના ભરોસે જંગલમાં છોડી, ભારત વર્ષની ભવિષ્યમાં જન્મ લેનારી તમામ સ્ત્રીઓને સદાય લેવાતી અગ્નિપરિક્ષાઓમા હોમી દેનાર મહાપુરુષ રામની કથાઓ  હજારો વરસો થી ભારતની પ્રજાના બ્રેન પર હથોડાની જેમ ઠોકાતી હોય અને એને વ્યાજબી ઠરાવવાના પ્રયત્નોમાં રોજ નવા બહાના શોધતા હોય, કે સીતાજી તો પતિનું ખરાબ નાદેખાય એટલે જાતે ગયેલા, એમનો પડછાયો હતો, આવી બાપુઓ અને ફિલ્મકારોની વ્યર્થ વાતો સમાજમાં ચાલતી હોય ત્યાં સ્ત્રીઓની અવદશા થવાનીજ.

લેટેસ્ટ સમાચારોમાં સ્ત્રીને શંકા થી જલાવી દીધાના, બળાત્કારોના, ગેંગ રેપના સમાચાર થી છાપાઓ ભરેલા હોય છે. રોજ નવા ફૂટી નીકળતા બાપુઓ, રોજ નવા રામાયણો, કોઈ કહે પ્રેમનું મહાકાવ્ય, અરે આતો શોકનું મહાકાવ્ય બની ગયું  છે. ધરતીમાં સમાય જવું , સરયુંમાં જળ સમાધિ આ બધા ફક્ત અને ફક્ત રૂપાળા શબ્દો જ છે આત્મહત્યા થી વિશેષ કશું નથી. નવા પરિક્ષેપ્માં કથાઓ કહેવાનો વખત છે, કે આ  બધી ભૂલો છે અને ફરી સમાજ દોહરાવે નહિ. ઈતિહાસના આ વર્સ્ટ દાખલાઓ છે. એને બેસ્ટ મનાવવાનું બંધ કરો. બાપુઓ, ગુરુઓ, અને મહારાજ્શ્રીઓ થી સમાજ ચેતે,  એમની વ્યર્થ, અવૈજ્ઞાનિક, વહેમોથી ભરેલી ખોટી દંભી વાતો ના માને  એવું થાય, અને આ બધી કથાઓ સમાજના લોકોના બ્રેન પર હથોડા મારવાનું બંધ નહિ કરે ત્યાં સુધી સ્ત્રીઓની અગ્નિપરિક્ષા લેવાનું બધ નહિ થાય.

તિલક કરે રઘુવીર

               તુલસીદાસજી મહાન કવિ હતા.એ વાતમાં કોઈ શંકા નથી. રામચરિતમાનસ એ એમની મહાન કવિતા છે. કવિઓની કલ્પનાના ઘોડાઓનો કોઈ અંત હોતો નથી. આ એક મહાકાવ્ય છે. જે લોકભોગ્ય ભાષામાં લોકોને જલ્દીથી સમજાય એ રીતે લખાયેલું હોય.એમાં મૂળ વાલ્મીકી રામાયણ જેવુંજ હોય એતો શક્ય નથી. થોડી ઘણી કવિની કલ્પનાઓ પણ ઉમેરેલી હોયજ.બીજું એપણ હકીકત છે કે જયારે તુલસીદાસે આ મહા કાવ્ય લખેલું ત્યારે એને એ જમાનાના પ્રકાંડ પંડિતોએ સંમતી કે માન્યતા આપીજ ના હતી. એ પંડિતો એને માન્યતા આપવા તૈયાર જ નહોતા. કારણ પછી મૂળ વાલ્મીકી રામાયણ લોકો વાચેજ નહિ ને,અને ઘણો બધો માહિતી દોષ રહી જાય. છેવટે એવું જ થયું છે.
              આજે કોઈ વાલ્મીકી રામાયણ વાચતુજ નથી.માંડ માંડ કોઈ પંડિતે તુલસીદાસજીની ફેવર કરી અને ભાષા તો લોકભોગ્ય હતી જ જોત જોતામાં એ લોકપ્રિય રામાયણ તરીકે સ્થાપિત થઇ ગયું.મૂળ વાલ્મીકી રામાયણ ભુલાઈ જ  ગયું. એ જમાના પ્રમાણે તુલસીદાસે લખી નાખ્યું ઢોલ,ગંવાર,શુદ્ર,પશુ નારી સબ તાડન(મારના,ધોકાના) અધિકારી. મૂળ રામાયણની ઘણી બધી વાતો આમાં નહિજ હોય,અને એવી રીતે મૂળ રામાયણમાં નહોય એવી વાતો પણ કવિની કલ્પનાએ ઉમેરી હોય. જેવું કે હવે મોરારીબાપુ રામાયણના સ્થાપિત કથાકાર થઇ ચુક્યા છે. હવે એમની કથા સાંભળો એટલે બાપુ કહે તે જ સાભળવાનું.એમાં બાપુના વિચારો ઉમેરવાનું ખુબજ સ્વાભાવિક છે. હવે બાપુને એક વાર આસ્થા ટીવી પર સાભળીને છક થઇ જવાયું, બાપુ કહે મારો રામ વાલીનો વધ કરેજ નહિ. શ્રી રામે તાડના ઝાડ પાછળથી છુપાઈને વાલીને સુગ્રીવ લડતા હતા ત્યારે તીર મારીને વધ કરેલો. હવે બાપુની રામ પ્રત્યેની અથાગ ભક્તિએ શંકા કરી હોય કે રામ આવું છુપાઈને મારવાનું કામ ના કરે. જરૂર કઈ બીજું તથ્ય હોવું જોઈએ. હવે આ વાત રોજ થાય અને બાપુની કથા જ લોકો સાંભળતાં હોય તો ધીરે ધીરે સાબિત થઇ જાય કે રામે વાલીનો વધ નથી કર્યો. પછી મૂળ  વાલ્મીકી અને તુલસીદાસ પણ ખોટા થઇ જાય. અને આવું બધું સમયાંતરે થતું જ આવ્યું છે.
             શ્રી રામે એક શુદ્ર તપ કરતો હતો,બ્રાહ્મણોની ફરિયાદના આધારે એનો પણ વધ કરેલો.હવે આજે  યોગ્ય ના લાગે.તો કથાકાર એ સાચી વાત ને છુપાવી શકે અથવા કહેજ નહિ. પછી કોઈ કહેશે સાચા શ્લોકો જ ખોટા છે કોઈ ના કહેવાથી ઉમેરાયા છે. શ્રી રામે સીતાજીનો ત્યાગ કરેલો એ હકીકત ને જ કથાકારો અને ટીવી સીરીયલ મેકરોએ સુંદર રીતે મરોડી નાખીજ છે ને. પતિનું ખોટું ના દેખાય એટલે જાતે જ જતા રહેલા, સીતાજી નહિ એમનો પડછાયો હતો. લોકો તો સીરીયલ જ જુવે ને વાલ્મીકિને કોણ પૂછે છે? સોનાનું હરણ હોય કદી? હોય તો શો કેસમાં હોય, સોનેરી ટપકા ધરાવતા હરણ હતા, એના ચર્મના વસ્ત્રો સીતાજીને પ્રિય હતા. એ જમાનામાં ક્યાં કપડાની મિલો હતી કે વણકરોની હાથશાળ હતી?  શ્રી રામ ક્ષત્રીય હતા.મનુસ્મૃતિમાં લખેલ છે કે ક્ષત્રિયોને શિકાર કરવાનો હક છે. જો એક રાજા કે ક્ષત્રીય એક હરણ કે બકરું પણ ના મારી શકે તો યુદ્ધમાં માણસોને કઈ રીતે મારી શકે? વાલ્મીકી રામાયણનો આધાર ટાંકીને એક જાણીતા લેખકે લખેલું કે રામસીતાને હરણનું માંસ પણ પ્રિય હતું.૧૪ વરસ જંગલમાં શું ખાધું?  ખાલી ફાળોથી પેટ ના ભરાયને રાક્ષશો સામે લડાય પણ નહિ. હવે એ જમાનામાં ક્યાં હાથ શાળો હતી કે રેશમના કીમતી વસ્ત્રો પહેરી શકાય.રેશમની શોધ તો ચીનમાં થએલી.એ લોકો મૃગ ચર્મના વસ્ત્રોજ પહેરતા. લોકો તો જુવે એજ માને. સાચી વાતો ભૂલી જાય. ખોટી વાતો સાચી થઇ જાય.એ જમાનાના પંડિતો  પણ તુલસીદાસના રામાયણને સાચું માનતા ના હતા.  પણ ધીરે ધીરે એસ્ટાબ્લીશ થઇ ગયું.
        તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર,  શું તુલસીદાસ અને શ્રી રામ સમકાલીન હતા.તુલસીદાસને થયે  ૫૦૦ વરસ થયા હશે. શ્રી રામને થયે કેટલો સમય થયો? બીજા પાંચસો વર્ષ પછી લોકો ગાશે કે ચિત્રકૂટ(મહુવા) કે ધામ્ પે  ભઈ સંતનકી ભીડ મોરારીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. આજ સુધી એજ થતું આવ્યું છે ને? અને હવે કોને ટાઈમ છે કે વાલ્મીકિનું રામાયણ ખોલીને વાચે. વચ્ચે કોઈએ રામચરિતમાનસમાં ઘણી બધી ભૂલો કાઢેલી. ગ્રામરની વાત જવાદો પંડિતો અને શાસ્ત્રીઓ એને સાચું જ નહોતા માનતા. વાલ્મિકીએ એક મહાકાવ્ય લખ્યું, બીજું તુલસીદાસે લખ્યું, ત્રીજું મોરારીબાપુએ રટયુ એમાં વાલ્મીકી તો ક્યારનાયે ખોવાઈ ગયા છે.

મારો રામ વાલીને ના મારે,ભણતર હાર્યુ ને ભજન જીત્યું.

મોરારિદાસ પ્રભુદાસ હરીયાણી ની ઓફિસિયલ વેબ્સાઈટ ખોલી “આપકી અદાલત” રજત શર્મા નો પ્રોગ્રામ જોયો.બાપુને સવાલ પૂછવામાં આવ્યો કે બાપુ તમે ભજન ના ચક્કર માં ભણતર બગાડ્યું.પ્રોગ્રામ હિન્દી માં છે.બાપુ ગર્વ થી જવાબ આપેકે ના એવું નહિ ભણતર હારી ગયું ભજન આગળ.હવે બાપુ જેવા મોટા માણસ સમાજ ને આવો સંદેશો આપે તે કેટલું વ્યાજબી છે?તો પછી ભણશે કોણ?બધા કઈ કાબેલ ના હોય ભજન કરી જીવન નિર્વાહ ચલાવવા.જયારે આખો સમાજ તમને આદર્શ માની અનુસરવા આંધળો બની ઉભો હોય ત્યારે આવું ના બોલાય.અને મુર્ખ ઓડીયન્સ તાળીઓ પાડે.બાપુએ એવું કહેવું જોઈએ કે ભાઈ મારે તો રોજીરોટીનો સવાલ હતો એટલે ભજન રામકથા કરવી પડી પણ તમે બધા ભણજો.ભણ્યા વગર ઉદ્ધાર નથી.બાપુ પોતે એમાં કબુલ કરે છે કે રોજીરોટી માટે એમણે રામકથા ત્રણ માણસો આગળ શરુ કરેલી.. હવે એક વાર આસ્થા ટીવી પર બાપુ બોલતા હતા કે મારો રામ વાલી ને નાં મારે,રામે તાડ ના ઝાડ પાછળથી છુપાઈને વાલીને મારેલો.વાલ્મીકી ખોટા,તુલસીદાસ ખોટા.એક ગુજરાતી ચેનલ પર બાપુનો ઇન્ટરવ્યું છે.શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી મર્ડર ના કેસ માં ફસેલા અને જયલલિતાએ જેલમાં પુરાવેલા એની વાત નીકળી બાપુ કહે કાયદો કાયદાનું કામ કરે પણ એક ધરમ ગુરુ પર એટલી  બધી કડકાઈ ના રાખવી જોઈએ.શંકરાચાર્ય નિર્દોષ હોય કે દોષી એ વાત બાજુ પર મુકીએ પણ મારા મતે સામાન્ય માણસ માટે કડકાઈ ના કરો તો ઠીક પણ ધરમ ગુરુ માટે તો કડક માં કડક સજા હોવી જોઈએ.કેમ કે આખો સમાજ એમનું અનુકરણ  કરવા અંધ બની ને ઉભો હોય છે.એમના દોષ તો જરા પણ ચલાવી લેવા ના જોઈએ.પૂજ્ય મોરારી બાપુ સારા માણસ છે.અસ્મિતા અને બીજા પર્વો યોજે છે.સર્વધર્મ સમભાવ માટે કામ કરે છે..ત્રણ શ્રોતાઓથી આજે બાપુ ત્રણ લાખ શ્રોતાઓ સુધી પહોચી ગયા છે,એનો અહંકાર બાપુ ની નમ્રતામાં પળે પળે છલકાય છેવાલ્મિકીએ રામાયણ રચ્યું,તુલસીદાસે કવિતા કરી,મોરારીબાપુએ રટયુ એમાં વાલ્મીકીતો ભુલાઈ જ ગયા છે.નમ્રતામાં અહંકાર,અહંકારમાં નમ્રતા કે નમ્ર અહંકાર જોવો હોય,માણવો હોય તો મોરારીબાપુના ટીવી ઇન્ટરવ્યું જોઈ લેવા.