તિલક કરે રઘુવીર

               તુલસીદાસજી મહાન કવિ હતા.એ વાતમાં કોઈ શંકા નથી. રામચરિતમાનસ એ એમની મહાન કવિતા છે. કવિઓની કલ્પનાના ઘોડાઓનો કોઈ અંત હોતો નથી. આ એક મહાકાવ્ય છે. જે લોકભોગ્ય ભાષામાં લોકોને જલ્દીથી સમજાય એ રીતે લખાયેલું હોય.એમાં મૂળ વાલ્મીકી રામાયણ જેવુંજ હોય એતો શક્ય નથી. થોડી ઘણી કવિની કલ્પનાઓ પણ ઉમેરેલી હોયજ.બીજું એપણ હકીકત છે કે જયારે તુલસીદાસે આ મહા કાવ્ય લખેલું ત્યારે એને એ જમાનાના પ્રકાંડ પંડિતોએ સંમતી કે માન્યતા આપીજ ના હતી. એ પંડિતો એને માન્યતા આપવા તૈયાર જ નહોતા. કારણ પછી મૂળ વાલ્મીકી રામાયણ લોકો વાચેજ નહિ ને,અને ઘણો બધો માહિતી દોષ રહી જાય. છેવટે એવું જ થયું છે.
              આજે કોઈ વાલ્મીકી રામાયણ વાચતુજ નથી.માંડ માંડ કોઈ પંડિતે તુલસીદાસજીની ફેવર કરી અને ભાષા તો લોકભોગ્ય હતી જ જોત જોતામાં એ લોકપ્રિય રામાયણ તરીકે સ્થાપિત થઇ ગયું.મૂળ વાલ્મીકી રામાયણ ભુલાઈ જ  ગયું. એ જમાના પ્રમાણે તુલસીદાસે લખી નાખ્યું ઢોલ,ગંવાર,શુદ્ર,પશુ નારી સબ તાડન(મારના,ધોકાના) અધિકારી. મૂળ રામાયણની ઘણી બધી વાતો આમાં નહિજ હોય,અને એવી રીતે મૂળ રામાયણમાં નહોય એવી વાતો પણ કવિની કલ્પનાએ ઉમેરી હોય. જેવું કે હવે મોરારીબાપુ રામાયણના સ્થાપિત કથાકાર થઇ ચુક્યા છે. હવે એમની કથા સાંભળો એટલે બાપુ કહે તે જ સાભળવાનું.એમાં બાપુના વિચારો ઉમેરવાનું ખુબજ સ્વાભાવિક છે. હવે બાપુને એક વાર આસ્થા ટીવી પર સાભળીને છક થઇ જવાયું, બાપુ કહે મારો રામ વાલીનો વધ કરેજ નહિ. શ્રી રામે તાડના ઝાડ પાછળથી છુપાઈને વાલીને સુગ્રીવ લડતા હતા ત્યારે તીર મારીને વધ કરેલો. હવે બાપુની રામ પ્રત્યેની અથાગ ભક્તિએ શંકા કરી હોય કે રામ આવું છુપાઈને મારવાનું કામ ના કરે. જરૂર કઈ બીજું તથ્ય હોવું જોઈએ. હવે આ વાત રોજ થાય અને બાપુની કથા જ લોકો સાંભળતાં હોય તો ધીરે ધીરે સાબિત થઇ જાય કે રામે વાલીનો વધ નથી કર્યો. પછી મૂળ  વાલ્મીકી અને તુલસીદાસ પણ ખોટા થઇ જાય. અને આવું બધું સમયાંતરે થતું જ આવ્યું છે.
             શ્રી રામે એક શુદ્ર તપ કરતો હતો,બ્રાહ્મણોની ફરિયાદના આધારે એનો પણ વધ કરેલો.હવે આજે  યોગ્ય ના લાગે.તો કથાકાર એ સાચી વાત ને છુપાવી શકે અથવા કહેજ નહિ. પછી કોઈ કહેશે સાચા શ્લોકો જ ખોટા છે કોઈ ના કહેવાથી ઉમેરાયા છે. શ્રી રામે સીતાજીનો ત્યાગ કરેલો એ હકીકત ને જ કથાકારો અને ટીવી સીરીયલ મેકરોએ સુંદર રીતે મરોડી નાખીજ છે ને. પતિનું ખોટું ના દેખાય એટલે જાતે જ જતા રહેલા, સીતાજી નહિ એમનો પડછાયો હતો. લોકો તો સીરીયલ જ જુવે ને વાલ્મીકિને કોણ પૂછે છે? સોનાનું હરણ હોય કદી? હોય તો શો કેસમાં હોય, સોનેરી ટપકા ધરાવતા હરણ હતા, એના ચર્મના વસ્ત્રો સીતાજીને પ્રિય હતા. એ જમાનામાં ક્યાં કપડાની મિલો હતી કે વણકરોની હાથશાળ હતી?  શ્રી રામ ક્ષત્રીય હતા.મનુસ્મૃતિમાં લખેલ છે કે ક્ષત્રિયોને શિકાર કરવાનો હક છે. જો એક રાજા કે ક્ષત્રીય એક હરણ કે બકરું પણ ના મારી શકે તો યુદ્ધમાં માણસોને કઈ રીતે મારી શકે? વાલ્મીકી રામાયણનો આધાર ટાંકીને એક જાણીતા લેખકે લખેલું કે રામસીતાને હરણનું માંસ પણ પ્રિય હતું.૧૪ વરસ જંગલમાં શું ખાધું?  ખાલી ફાળોથી પેટ ના ભરાયને રાક્ષશો સામે લડાય પણ નહિ. હવે એ જમાનામાં ક્યાં હાથ શાળો હતી કે રેશમના કીમતી વસ્ત્રો પહેરી શકાય.રેશમની શોધ તો ચીનમાં થએલી.એ લોકો મૃગ ચર્મના વસ્ત્રોજ પહેરતા. લોકો તો જુવે એજ માને. સાચી વાતો ભૂલી જાય. ખોટી વાતો સાચી થઇ જાય.એ જમાનાના પંડિતો  પણ તુલસીદાસના રામાયણને સાચું માનતા ના હતા.  પણ ધીરે ધીરે એસ્ટાબ્લીશ થઇ ગયું.
        તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર,  શું તુલસીદાસ અને શ્રી રામ સમકાલીન હતા.તુલસીદાસને થયે  ૫૦૦ વરસ થયા હશે. શ્રી રામને થયે કેટલો સમય થયો? બીજા પાંચસો વર્ષ પછી લોકો ગાશે કે ચિત્રકૂટ(મહુવા) કે ધામ્ પે  ભઈ સંતનકી ભીડ મોરારીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. આજ સુધી એજ થતું આવ્યું છે ને? અને હવે કોને ટાઈમ છે કે વાલ્મીકિનું રામાયણ ખોલીને વાચે. વચ્ચે કોઈએ રામચરિતમાનસમાં ઘણી બધી ભૂલો કાઢેલી. ગ્રામરની વાત જવાદો પંડિતો અને શાસ્ત્રીઓ એને સાચું જ નહોતા માનતા. વાલ્મિકીએ એક મહાકાવ્ય લખ્યું, બીજું તુલસીદાસે લખ્યું, ત્રીજું મોરારીબાપુએ રટયુ એમાં વાલ્મીકી તો ક્યારનાયે ખોવાઈ ગયા છે.

5 thoughts on “તિલક કરે રઘુવીર”

  1. રાઓલ બાપુ!! મને સુખાદાશ્ચાર્ય થયું કે આપે તો મારા મન ની વાત જાણી લીધી અહાહાહા શું લખ્યું છે ડીટ્ટો મે જે અનુભવ્યું મોરારી બાપુ ને સાંભળી તેજ. પેલા હિટલર ના મીનીસ્ટરની જેમ એક ની એક વાત વારે વારે કહો એટલે એ હકીકત થઇ જાય!!. મને ધર્મ સામે કઈ વીરોધ નથી પણ એમાં રહેલી અતાર્કિક એટલે કે લોજીક વગર ની વાત માં છે . અહિયા એક વાર્તા શેર કરવા માગું છુ જે એકદમ relevant છે. એક ઉંચી તળેટી પર એક મંદિર આવેલું(કોનું એ પૂછતા નહિ ધરવા ની permission છે!!). એ મંદિર માં રોજ પ્રસાદ માં ખીચડી ભગવાન ને ધરી ને ભક્ત ને વેચવા માં આવતી. હવે મંદિર ના પુજારી ને તમાકુ ની આદત (એવા તો કેટલાય વ્યસની લોકો મદિર માં હોય તો પણ લોકો પુજે એમેને !!!), ઘણી વખત લોકો એ કીધું કે આ સારું નથી તમે તો મદિર ના પુજારી વગરે, પણ એ ભાઈ એ બીજો રસ્તો કાઢ્યો એ જયારે તમાકુ ખાઈ લ્યે એટલે તરત દાતણ ચાવી ને મોઢું સ્વચ્છ કરે!!!. એક વાર બરોબર આરતી નો સમય હતો ને ત્યારે એ દાતણ કરતા હતા. ત્યાં કોઈ આવી ને કહે કે મંદિર ના ટ્રસ્ટી શ્રી આપણે બોલાવે છે. એ ભાઈ ને થયું કે હવે શું કરવું આ દાતણ નું? એમને એવુ વિચાર્યું કે અત્યારે ખીચડી પડી છે ત્યાં રાખું પછી આવી ને લઇ જાયસ. ને એવું એઠું દાતણ એને ખીચડી માં ખોસી દીધું!!! દરમિયાન એ ભૂલી ગયા ને આરતી વખતે લોકો આવ્યા એમને એક આવું દાતણ જોયું ને લોકો એમ સમજ્યા કે નવી પ્રથા પડી છે મહારાજ એ ને બધાય એક એક કરી ને નવા દાતણ લઇ ને ચાવી ને ત્યાં ખોસવા મંડ્યા !! પુજારી જયારે આરતી કરી ને બહાર આવ્યા ને એને જોયું તો ના કેહવાય ને ના સેહવાય એવી પરીશીથી થઇ ગય ને એમને એ વધાવી લીધું. ટુક માં ધર્મ માં નિયમો આવી રીતે બને છે ને પછી એનું અંધલું અનુકરણ થાય છે!! આપે ટેગ કર્યો ને એ પણ અનુરૂપ લખાણ માં એના બદલ ખુબ અભાર

    Like

  2. હા હા હા હા હા હા …..બીજી પણ એક વાર્તા છે …..એક ઋષિ યજ્ઞ કરવાના હતા….એમને ત્યાં એક પાડેલી બિલાડી….એક બાજુ યજ્ઞ ની તૈયારી ચાલે….અને આ બિલાડી દોડાદોડ કરી ને બધી તૈયારી બગાડી નાખે….ઋષિ એ શિષ્યો ને કહ્યું બિલાડી બાંધી દો….અને પછી બધી તૈયારી કરી….અને યજ્ઞ શાંતિ થી પતિ ગયો…બીજી વાર કોઈ યજ્ઞ કરવાનો હશે,ઋષિ એ પાછુ પૂછયું કે પેલી બિલાડી ને બાંધી?….ના બાંધી હોય તો બાંધી દો…..હવે થયું એવું કે એનાશિષ્યો ત્યારથી કોઈ પણ સારું કામ કરવાનું હોય ત્યરે ગમે ત્યાં થી બિલાડી શોધી લાવે એને બાંધે અને પછી જ કામ શરુ કરે….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s