
ભયાવહ(Fight or Flight)!!!!!

ભયાવહ(Fight or Flight)!!!!!
આપણાં પૂર્વજો(લુસી અને ટર્કાના બોય)???


અમેરિકા,અમેરિકા,અમેરિકા!!!!!!
અમેરિકા શબ્દ સાંભળીયે એટલે મનમાં પહેલી આકૃતિ યુ.એસ.એ ની જ ઉભી થવાની.ઘણાને ખબર હોય અને ના પણ હોય, કે અમેરિકા બે ભાગ માં વહેચાયેલો એક ખુબ મોટો ખંડ છે,અને એમાં કેટલાય સ્વતંત્ર દેશો છે.યુ.એસ.એ.પણ એમાંનો જ એક દેશ છે.પણ નાં અમેરિકા શબ્દ સાંભળી ને પહેલો વિચાર યુ.એસ.એ. નો જ આવે છે,કેમ કે આ એક દુનિયાનો સૌથી મોટો પાવરફુલ દેશ છે.ઉત્તર અમેરિકા ખંડ માં કેનેડા.યુ.એસ.એ. એમ બે મહત્વ નાં દેશો છે.એમાજ નીચે મેક્સિકો નામનો દેશ છે.જેને સેન્ટ્રલ અમેરિકામાં ગણવામાં આવે છે.દક્ષીણ અમેરિકા ખંડ અને ઉત્તર અમેરિકા ખંડ ને વચ્ચે એક નાની પટ્ટી રૂપ જોડાણ છે જેમાં નાના દેશો આવેલા છે.આ નાની પટ્ટી માં હોન્ડુરાસ,નિકારાગુઆ,અલ સાલ્વાડોર,ગ્વાટેમાલા,કોસ્ટારિકા,પનામા જેવા દેશો આવેલા છે.જયારે નીચે દક્ષીણ અમેરિકા ખંડ માં વેનેઝુએલા,ગુયાના,સુરીનામ,કોલમ્બિયા,ઇક્વાડોર,પેરુ,બ્રાઝીલ,બોલિવિયા,પેરુગ્વે,ઉરુગ્વે,ચીલી,આર્જેન્ટીના વિગેરે સ્વતંત્ર દેશો છે.વચ્ચે નાના નાના ટાપુઓ રૂપ ઘણા બધા દેશો છે જેવા ક્યુબા,ડોમોનીકન રિપબ્લિક.આ બધા માં બ્રાઝીલ અને આર્જેન્ટીના ખૂબ મોટા દેશો છે.જ્યારે પણ ગ્લોબલ ઈકોનોમી વિષે ચર્ચા ચાલે ત્યારે ભારત,ચીન ની સાથે આ બ્રાઝીલ ની પણ ચર્ચા અવશ્ય કરવી પડે છે.
આશરે ૧૭ હજાર વર્ષ પહેલા વાયા સાયબીરીયા થી માનવો ધીમે ધીમે આ અમેરિકા ખંડ માં અલાસ્કા થી પ્રવેશ કરવા લાગેલા.એમાં જુદી જુદી સંસ્કૃતિઓ અહી વિકસેલી જેવી કે Mesoamerica(the Olmec, the Toltec, the Teotihuacano, the Zapotec, the Mixtec, the Aztec, and the Maya) and the Andes (Inca, Moche, Chibcha, Cañaris).આમાં માયા સંસ્કૃતિના એમના પોતાના લેખિત રેકોર્ડ મળે છે.આ બધી સંસ્કૃતિઓ ઘણી વિકસેલી હતી.ખેતીવાડી બાંધકામ બધામાં નિષ્ણાંત હતી. એઝટેક લોકોએ એક ભવ્ય શહેર બનાવેલું Tenochtitlan ,જે પુરાણું મેક્સિકો હતું.ત્યાં લગભગ ૨૦૦,૦૦૦ લોકો રહેતા હશે.તે લોકો ખગોળીય અને ગણિતશાસ્ત્ર જ્ઞાન માં માહિર હતા.૧૪૯૨ માં કોલંબસ ની સફર પછી યુરોપિયન લોકો નાં ધાડા આવવાનું અહી ચાલુ થયું.એ લોકો ગુલામ તરીકે ખેતી કરવા માટે આફ્રિકન લોકો ને લઇ ને આવ્યા.અને સાથે સાથે જાત જાત નાં મૂળ અહીના લોકો માટે નવા એવા રોગો લઇ ને આવ્યા.એમાં અહીની સ્થાનિક પ્રજા મરવા માંડી,બંને વચ્ચે યુદ્ધો થવા લાગ્યા.રીતસર નું જેનોસાઈડ શરુ થયું અને અહીની પ્રાચીન સંસ્કૃતિઓ નાશ પામી.માયા અને ઇનકા સંસ્કૃતિઓ ખુબ વિકસેલી હતી.માયા લોકો માં માનવ બલી ની પ્રથા પણ હતી.ભગવાન ને રીઝવવા માનવ બલી?
ધાર્મિક સ્વતંત્રતા અને આર્થિક હિતો માટે યુરોપ નાં જુદા જુદા દેશો માંથી લોકો અહી આવવા લાગ્યા.સ્પેનીશ,બ્રિટીશ,આઈરીશ,ઇટાલિયન,પોર્ટુગીઝ,જર્મન,ડચ અને સ્કેન્ડીવિયન લોકો અહી વસવા લાગ્યા.સાથે મજુરી કરવા આફ્રિકન લોકો ને લાવવામાં આવ્યા.દક્ષીણ અમેરિકા ખંડ નાં દેશો માં સ્પેનીશ લોકો એ અડ્ડો જમાવ્યો.બ્રાઝીલમાં પોર્ટુગીઝ લોકોએ કબજો કર્યો.કેટલા નાના નાના યુરોપ નાં આ દેશો એ કેટલા મોટા સાહસો કર્યા.અને મોટા મોટા દેશો બથાવ્યા.આપણે તો એક ઋષીએ બકવાસ કર્યો કે દરિયો નાં ઓળંગાય બસ પતી ગયું.થોડા સાહસિક કચ્છ નાં ભાટિયા લોકો વહાણવટુ કરતા,આફ્રિકા જતા.એમાંના જ કોઈએ વાસ્કોડીગામાં ને ભારત નો રસ્તો બતાવેલો.
હાલ નાં યુ.એસ.એ. માં નાની નાની કોલોનીયો હતી.પણ રાજ્યવ્યવસ્થા બ્રિટન થી ચાલતી હતી.નાં કોઈ પ્રતિનિધિત્વ હતું.ટેક્સ ખુબ ઊંચા અને બ્રિટીશ લશ્કર ગમેતેના ઘર માં રાતવાસો કરતુ.બસ અહી વિરોધ શરુ થયો.જ્યોર્જ વોશીન્ગ્ટન આગેવાન બન્યો.થોમસ જેફરસન,બેન્જામીન ફ્રેન્કલીન અને જોન એડમ્સ જેવા આગેવાનો મળ્યા અને લડાઈ સ્વતંત્રતા ની શરુ થઇ.અંગ્રેજો એ ઘણી લડાઈઓ પછી હાર માની.૪ જુલાઈ ૧૭૭૬ નાં રોજ સ્વતંત્રતા નું ઘોષણા પત્ર લખાયું.અને વંચાયું કે ગ્રેટ બ્રિટન થી હવે સ્વતંત્ર છીએ.આ બધું ખાલી યુ.એસ.એ માટે છે.શરૂમાં બંધારણ ૧૭૮૭ માં લખાયું.અને ફક્ત ૧૩ રાજ્યો એમાં જોડાયેલા.માટે આજે પણ તેર ઓરીજોનલ રાજ્યો ના માનમાં રાષ્ટ્રધ્વજ માં તેર પટ્ટા છે.ધીમે ધીમે બીજા રાજ્યો જોડવા લાગ્યા એમ કુલ ૫૦ રાજ્યો થયા માટે અહીના રાષ્ટ્રધ્વજ માં ૫૦ તારાઓ ના ચિન્હો છે.અહી કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે અને કોઈ પણ ધર્મ નાં પાળવો હોય તેની પણ છૂટ છે.અહીની ઈકોનોમી કેપીટાલીસ્ટ અને મુક્ત બઝાર ની કહેવાય.
રાજ્યવ્યવસ્થા માં કોંગ્રેસ અને હાઉસ મુખ્ય છે.કોંગ્રેસ માં દરેક રાજ્ય દીઠ બે સેનેટ નાં સભ્યો ચૂંટાય.અને હાઉસ માં રાજ્ય ની વસ્તી નાં પ્રમાણ માં સભ્યો ચૂંટાય.બધાના ઉપરી રાષ્ટ્રપતિ ચાર વર્ષ માટે ચૂંટાય.બે વાર ચૂંટાઈ શકે ત્રીજી વાર નહિ.પ્રથમ રાષ્ટ્રપતિ અહીના રાષ્ટ્રપિતા ગણાતા જ્યોર્જ વોશીન્ગ્ટન જ બન્યાં.જે ખાસ મહત્વ નું બન્યું હતું.આપણે ભૂલ કરી મહાન બનવાના ચક્કર માં,અને પોતાને રાજ્ય કરવાની કે હોદ્દો ભોગવવાની કોઈ ઈચ્છા નથી તેવું બતાવવાના ચક્કર માં ગાંધીજી વડાપ્રધાન ના બન્યા.જે મહાન ભૂલ મારે હિસાબે હતી.અને સત્તા પર નાં હોવાથી એમનું પાછળ થી કોઈ સાંભળતું ના હતું.અહીના જેટલા ફાઉન્ડર ફાધર હતા તે બધા વારાફરતી રાષ્ટ્રપતિ બનેલા.એમણે યુદ્ધો લડેલા બલિદાનો આપેલા અને એક મહાન દેશ રચવાનું સ્વપ્ન સેવેલું જે પૂરું કર્યું.અહી ભારત માં સ્વતંત્રતા નાં લડવૈયા ધીમે ધીમે બાજુ પર ધકેલાઈ ગયા.નહેરુ ઊંચા આદર્શવાદી હશે કદાચ પણ દીર્ઘ દ્રષ્ટા નહિ હોય.આદર્શો થી અહંકાર સંતોષાય,રોટલા નાં નીકળે.અહી ધર્મો પાળવાની છૂટ છે,ધર્મો ને રાજકારણ માં ડખલ કરવાની છૂટ નથી.સેનેટર ૬ વર્ષ માટે,હાઉસ નાં ધારાસભ્ય ૨ વર્ષ માટે અને રાષ્ટ્રપતિ ૪ વર્ષ માટે ચૂંટાય છે.હાઉસ માં ૪૩૫ સભ્યો હોય.સેનેટ માં ૧૦૦ સેનેટર હોય.રાષ્ટ્રપતિ માટે વોટીંગ નવેમબર માં જ થાય.હાલ નાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાં ૪૪ માં પ્રમુખ છે,પ્રથમ આફ્રિકન અમેરિકન,મીલીટરી નાં કમાન્ડર ઇન ચીફ,૪ ઓગસ્ટ ૧૯૬૧ માં Hawaiiમાં જન્મેલા,કોલમ્બિયા યુની નાં સ્નાતક,હાવર્ડ નાં કાયદા નાં સ્નાતક અને વર્ષો થી ઈલીનોઈ નાં સેનેટર તરીકે સેવા આપતા હિસ્ટ્રી મેકર પ્રેસિડેન્ટ કહેવાય,એમના પત્ની મિશેલ “the first lady “કહેવાય.અહીના વાઈસ પ્રેસિડેન્ટ Biden ૪૭ માં ઉપરાષ્ટ્રપતિ,૨૦ નવેમ્બર ૧૯૪૨ માં જન્મેલા,યુ.એસ સેનેટ નાં પ્રેસિડેન્ટ અને રાષ્ટ્રપતિ નાં ઉચ્ચ સલાહકાર કહેવાય.બંને ડેમોક્રેટિક પાર્ટી ના છે.
૧૮ મી સદી માં અહી ઉત્તર અને દક્ષીણ નાં રાજ્યો વચ્ચે સિવિલ વોર થયા.તે વખતે અબ્રાહમ લિંકન પ્રમુખ હતા.દક્ષીણ નાં રાજ્યો ખેતી પ્રધાન હતા એમણે ગુલામો ની જરૂર હતી.જયારે ઉત્તર નાં રાજ્યો ઔદ્યોગિક હતા.ગુલામી નાબુદી એક મહત્વની જરૂરિયાત હતી જે દક્ષીણ નાં રાજ્યો ને મંજુર નાં હતી.પણ છેવટે એમણે હાર માની.લીન્કને ગુલામી પ્રથા નાબુદ કરી અને પોતાના જીવ નું બલિદાન પણ આપ્યું,ફોર્ડ થીયેટર માં જોહન બુથ નામના માણસે એમની હત્યા કરી.અત્યાર સુધી માં યુ.એસ.એ.ના મોટા યુદ્ધો ગણો તો
ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતીમાં એના વિષે લખવા માટે કોઈ બંધી નથી. છતાં કોઈને શરાબ વિષે પ્રાથમિક માહિતી ના વાંચવી હોય તો છૂટ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કદાચ છાનોમાનો વધારે પીવાઈ જતો હશે. દારૂબંધીના લીધે પોલીસ ખાતાને પ્રધાનોને બખમ બખ્ખા છે, ખાસ તો ગૃહ પ્રધાનને. આપણે ત્યાં દેશી દારૂ પીવાય છે. જે મહુડા, સડેલો ગોળ વિગેરેનો બને છે. લઠ્ઠો પીને પણ લોકો મરી જાય ત્યારે થોડા દિવસ લોકો ચમકે છે, પછી ભૂલાઈ જાય છે. મહુડાનો શુદ્ધ દારૂ કોઈ વિદેશી શરાબને ટક્કર મારે તેવો હોય છે. આથો લાવવા માટે એને અમુક દિવસ પાણીમાં પલાળીને માટલામાં રાખવામાં આવે છે. યીસ્ટ નામના બેક્ટેરિયા આથો લાવે અને એમાં રહેલી સુગરનું આલ્કોહોલમાં રૂપાંતર કરે. પછી ડીસ્ટીલેશન દ્વારા આલ્કોહોલ જુદો પાડી લેવાય.
હાર્ડ લીકરમાં વ્હીસ્કી, બ્રાન્ડી, રમ, વોડકા, ટકીલા અને જીન આવે છે. રમ શેરડી અને મોલાસીસમાંથી બને છે. રમની શરૂઆત ભારતમાં થયેલી તેવું કહેવાય છે. જયારે બ્રાંડી દ્રાક્ષ અને કેટલાક ફ્રુટમાંથી બને છે. જ્યારે વ્હીસ્કી, વોડકા અનાજ જેવા કે ઘઉં, જવ, રાયમાંથી બને છે. કેટલાક વોડકા પોટેટો માંથી બનાવવામાં આવે છે. આમાં ૩૫ થી ૪૦% આલ્કોહોલ હોય છે. ઘણી બ્રાંડમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે પણ રાખવામાં આવે છે. ટકીલા અગેવ નામના પ્લાન્ટમાંથી બને છે. અગેવ પ્લાન્ટમાં જે કીડા પડે તે પણ કોઈ કોઈ ટકીલાની બ્રાંડના શરાબની બોટલ માં નાખેલો જોવા મળે છે. ટકીલા પી ને લોકો મીઠું અને લીંબુ ચૂસતા હોય છે.

અને શરાબ પછી નશો ઓછો આપે એટલે એનું લેવાનું પ્રમાણ વધતું જાય છે. આ દુષ્ચક્રમાંથી છૂટવું અઘરું છે. જેમ ટોલરેન્સ વધતું જાય તેમ શરાબ લેવાનું પ્રમાણ વધતું જવાનું. પીનારને એમાં બહાદુરીનો અનુભવ થાય કે મને તો નશો થતો નથી. એમ પીવાનું પણ વધતું જાય. શરાબીનું લીવર બીજા કરતા પ્રમાણમાં કદમાં મોટું હોય છે. ડોક્ટર ને ખબર પડી જ જાય કે ભાઈ શરાબી છે. પછી એક દિવસ લીવર કકડભૂસ થઇને તૂટી પડે છે. લીવરનો સોરાયસીસ થઇ જાય છે. લાંબો સમય શરાબ પીવાથી અનિન્દ્રા નો રોગ લાગે છે. શરાબ પીવો તોજ ઊંઘ આવે અને નશો ઉતરી જાય અને શરીરમાંથી શરાબના લીધે પાણીનું પ્રમાણ ઓછું થઇ જવાથી ઊંઘ પણ ઉડી જાય.
નર્કારોહણ-૪
આજે ચોથો દિવસ હતો. હું અને રશ્મીભાઈ નર્કમાં ફરતા હતા. ત્યાં સુંદર વાટિકામાં એક દેખીતો મહાબળવાન પ્રભાવશાળી પુરુષ દેખાયો. રશ્મીભાઈ કહે જુઓ આ તો ઇન્દ્ર દેવાધિદેવ છે. મહાપ્રતાપી અને શરીર સૌષ્ઠવ પણ સમૃદ્ધ. અમે તો પહોચી ગયા. વંદન કરવા એ ભારતીય પ્રણાલી છે. હા અમે કોઈ ને ઝુકી ને ચરણ સ્પર્શ કદી કરતા નથી, પછી તે ગમે તે હોય. એ નિયમ અહી પણ જાળવી રાખ્યો છે. અમે કહ્યું,
‘જય હો દેવાધિદેવ, ભગવાન આપને સીધો જ સવાલ કરી લઈએ, આપનું પ્રિય ભોજન શું હશે?’
‘વત્સ, ઋગ્વેદમાં અમારા ભોજન વિષે જણાવેલું જ છે. અમને પ્રોટીન થી ભરપુર સમૃદ્ધ આહાર જોઈએ, અમારે કાયમ યુદ્ધોમાં જવાનું રહેતું.’
‘પ્રભુ, તો પણ થોડી માહિતી આપો તો સારું. અમને ખબર છે, આપ સદાય યુદ્ધોમાં રત રહેતા હતા.’
‘વત્સ, અશ્વ, ભેંસો, આખલા વિગેરે અમારું પ્રિય ભોજન હતા. જો અમે દાળભાત ખાઈએ તો દુબળા રહી ને બળવાન રાક્ષસો ને હણી નાં શકીએ. અમારી એક થપાટે તો આખલાને પણ ભોમ ભેગો કરી દઈએ.’
‘સાચી વાત છે પ્રભો, પણ આપનું ઇન્દ્રાસન કાયમ ડોલી ઉઠતું અહી પૃથ્વુંલોકમાં કોઈ માળાઓ કરવા બેસી જતું ત્યારે, એ વાત સમજાતી નથી, અને આપ એને અપ્સરાઓ મોકલી રોકી દેતા.’
‘અરે વત્સ, કોઈ હાડપિંજર ત્યાં માળા કરવા બેસી જાય એમાં અમને શું ફરક પડે? એના ઘરની ખુરશી ઉચકવાની ત્રેવડ ના હોય તે મારા ઇન્દ્રાસન ને કઈ રીતે ડોલાવી શકવાનો હતો?’
‘તો પછી પ્રભુ લોકો આવા ડીંગ કેમ મારતા હશે?’
‘વત્સ, એમાં એવું છે ને કે અજ્ઞાની પ્રજાને સમજાવે કે મારા તપ થી ઇન્દ્ર ગભરાઈ ગયો છે, એનું આસન ડોલવા લાગ્યું છે, આવું કહે એટલે લોકો એનાથી ડરે કે આતો મહાન તપસ્વી છે.’
‘અને પ્રભો, આપને ત્યાં થી અપ્સરાઓ મોકલો એમનું તપોભંગ કરવા, એ સાચું?’
‘વત્સ, મારે શું ગરજ હોય? અરે આતો એનો પોતાનો વણ સંતોષયેલો કામરસ એના ગુપ્ત ચિત્ત(સબ કોન્સીયાશ) માં રમતો હોય તે ધોળે દિવસે અપ્સરાઓ દેખાય, ઇલ્યુઝન જેવું, માનસિક બીમારી.’
‘પ્રભુ, આ આપના ત્યાં અપ્સરાઓની ઉમર ૧૬ વર્ષ થી વધેજ નહિ એવું સાભળ્યું છે.’
‘વત્સ, એ પણ ગુપ્ત ચિત્તની કમાલ છે. આ મૂરખ આળસુઓને પૃથ્વી લોકમાં કોઈ સ્ત્રી મળે નહિ, સ્ત્રી મેળવવા માટે એક જાતની કેપેસીટી જોઈએ જે હોય નહિ. એટલે આ લોકો એવું કહે કે અમે તો તપ કરવાના અને સ્વર્ગ માં સુંદર અતિ સુંદર સ્ત્રીઓ ભોગવવાના.’
‘ભગવાન, પણ ઉંમર ના વધે તેવું કેમ કહેતા હશે?’
‘વત્સ, આ બુઢ્ઢા ખુસટોની માનસિક વિકૃતિનો એક પ્રકાર છે. એમને ટીનેજર દીકરીની ઉંમરની સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છાઓ હોય માટે એટલે આવી કલ્પનાઓમાં રાચતા હોય છે. બાકી કોઈની ઉંમર ના વધે તેવું હોય ખરું? વત્સ સેક્સને દબાવો એટલે આવુજ થાય.’
‘ભગવાન, સાભળ્યું છે કે આપના સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે, જે ની ઈચ્છા કરો તે હાજર થઇ જાય.’
‘વત્સ, આ પણ જેને મહેનત કરવી નથી, આલસ્ય શિરોમણી છે જે લોકો તેમને જ આવી બધી કલ્પનાઓ સુજે છે, એક વૃક્ષમાંથી એનાં ફળ સિવાય કશું નાં મળે ખાવા માટે, અને ખાસ ઓક્સીજન મળે. પણ કપડા લત્તા કે બીજી કોઈ વસ્તુઓ ક્યા થઇ ટપકે?’
‘ભગવાન, સાચી વાત છે. ભારતનાં લોકો આલસ્ય શિરોમણી થઇ ચુક્યા છે. આ ભોપાલ કાંડનો ચુકાદો ૨૫ વર્ષે આપ્યો, જે ન્યાયાધીશો બુદ્ધિજીવીઓની પરાકાષ્ઠા સમાન ગણાય તે જ આટલા બધા આલસ્ય શિરોમણી છે.’
‘વત્સ, હવે અફસોસ ના કરો એમજ ચાલવાનું છે તમારે ત્યાં કારણ હજારો વર્ષો થી શિક્ષણ જ એવું મળ્યું છે.’
‘ભગવાન, આ આપ વારે ઘડીએ અસુરોથી હારી જતા એટલે કોઈ ઋષીએ હાડકા આપ્યા ને શસ્ત્ર બનાવ્યું. એના વડે આપ યુદ્ધ જીતી ગયા.’
‘વત્સ, વિચારો જરા કોઈ હાડકામાં શું હોય? કેલ્શિયમ હોય.કોઈ હાડકું ધાતુ જેટલું મજબુત હોઈ શકે ખરું? અને પોતાની જાતને ભૂખે મારતાં લોકોના હાડકા તો કેલ્શિયમ વગરના સાવ જ નબળા હોય. એનાથી કોઈ યુદ્ધ જીતાય ખરું? આતો આ લોકોએ એમનું મહત્વ બતાવવા આવી મનઘડંત વાર્તાઓ બનાવી કાઢી. જેથી સામાન્યજન એમનું માનપાન સાચવે અને ડર્યા કરે. અને વૃદ્ધ લોકોના હાડકા તો સાવ નબળા હોય. આતો તપની બકવાસ વાતોનું મહત્વ બતાવી બતાવીને પ્રજાને ઉદ્યમ વગરની કરી નાખી, આળસુ કરી નાખી. શારીરિક બળની દ્રષ્ટીએ દુનિયાની તમામ જાતિઓમાં એવરેજ ભારતીયો નબળા પડે છે. કોઈ અપવાદ હોઈ શકે. એમાય તમારા ગુજરાતીઓ તો ખાસ.’
‘ભગવાન, એમાં અમારા ધર્મગુરુઓનો ખાસ વાંક છે. ઉચ્ચ આદર્શોની વાતો કરી કરી ને પ્રજાને સાવ નિર્માલ્ય કરી નાખી છે, ઘરમાં આવીને કોઈ મારી જાય છે છતાં ગર્વ અનુભવે કે અમે કોઈ ને મારતાં નથી, અમે તો મહાન છીએ. કોઈ કૃષ્ણ આવશે અને પાપીઓનો નાશ કરશે, ત્યાં સુધી માર ખાયા કરીશું.’
‘વત્સ, અમે તો આખી જીંદગી લડ્યા છીએ, હારી ને ભાગ્યા પણ છીએ, વળી પાછા ઓર મજબુત થઇ ને ફરી લડ્યા છીએ. અરે તમે કાયર બનીને માર ખાયા કરો એમાંથી બચાવવાની જવાબદારી પણ કૃષ્ણ ની? ‘અમે તો યુદ્ધ જીતવા બધુજ કરી છૂટતા. કૂડ, કપટ બધુજ વળી. પ્રેમ અને યુદ્ધમાં બધું જ ચાલે. બસ જીતો એજ મહામંત્ર. જીતો તો જીવો અને હારો તો મરો.’
હવે ખાસ કશું પુછવા જેવું લાગ્યું નહિ. અમને મહામંત્ર મળી ચુક્યો હતો. “જીતો તો જીવો અને હારો તો મરો” ..હાડકાની કે લાકડાની તલવાર થી યુદ્ધો નાં જીતાય. પ્રેમ અને યુદ્ધમાં બધું જાયજ છે, એ શીખવા જેવું ભગવાન ઇન્દ્ર પાસે થી હતું. પણ ના શીખ્યા. “ઉદ્યમો ભૈરવ” નું સૂત્ર અમને સુજ્યું છે, નહિ તો કાલ ભૈરવ તમને ભરખી જશે. બીજા કોઈ ને આ સૂત્ર સુજ્યું હોય તો અમને વાંધો નથી. તપના બહાને નિષ્ક્રિય બની ને બેસી રહેશો નહિ, બીજા ને બેસવા દેશો નહિ. જે બેસી રહેતા હોય તેને ટેકો આપશો નહિ, મદદ કરશો નહિ. એમને ટેવ પડી ગઈ છે, કશું કર્યા વગર ખાવાની. તપના બહાને બેસી રહેવાની વૃત્તિના લીધે ભારતે મહાન વૈજ્ઞાનિકો ખોયા છે. વિજ્ઞાન શરુ થયું ભારતમાં, અને ભારત એમાજ પાછળ પડ્યું. એકંદરે વિકાસ તો થતો જ હોય છે, પાછા ફરવા ની કોઈ જોગવાઈ નેચરમાં કુદરતના નિયમમાં છે જ નહિ. પણ જે પથ્થર યુગમાં જીવતા તે આજે ચાંદ ઉપર પહોચી ગયા, અને તેજ સમયે જેમણે વિજ્ઞાનની શરૂઆત કરી હતી તે કેટલા આગળ વધ્યા છે તે આપણે સહુ કોઈ જાણીએ છીએ. શાશ્વતની ખોજમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા. ભૂતકાળની ગાથાઓમાં વર્તમાનને બગાડી રહ્યા છીએ.
હવે જોઈએ કોણ ઝપટમાં આવે છે? એકાદ વાર ચાન્સ મળે તો થોડું કરપ્શન આપીને સ્વર્ગની મુલાકાત લેવાનું અમે અને રશ્મીભાઈએ વિચાર્યું છે. આમ તો બાજુ માં જ છે. પણ અંદર જવું કાઠું કામ છે. ચોકી પહેરો ખુબ છે. બધે ઓરેન્જ ધારીઓ માળાઓ લઈને ઉભા છે. જોઈએ હવે શું થાય છે?

ભારતીય સંસ્કૃતિ નો અડીખમ થાંભલો ને ઉધઈના રાફડા,
ભારતીય સંસ્કૃતિ સૌથી જુનો સંસ્કૃતિ સ્થંભ. ચીનનો પણ લગભગ એટલો જ જુનો. ઘણી બધી લાંબી મજલ કાપીને ઘડાયેલો આ થાંભલો કોરી ખાવા ઉધઈના રાફડાઓ વળગ્યા છે. જાત જાતનાં રાફડાને ભાત ભાતના રાફડા. જેટલું લાકડું જુનું એટલી ઉધઈ પણ વધારે વળગેલી હોય. પણ પાછું બહુ જુનું લાકડું ઉધઈ ને ગાંઠે નહિ. એમાય વળી શીશમનું હોય તો જરાય ના ગાંઠે.
અહી અમેરિકાના કેલીફોર્નીયામાં એક ઝાડ છે, ૫૦૦૦ વર્ષ જુનું. કદાચ કૃષ્ણની મોરલીના સુર એણે સાંભળ્યા હશે. કદાચ એણે મહાભારતના યુદ્ધમાં થયેલો વિનાશ જોયો હશે. કદાચ એણે દ્રૌપદીના હીબકા સાંભળ્યા હશે.
“મને આટલા બધા જણાંની વચ્ચે નગ્ન ના કરશો ! મને શરમ આવે છે ! !”
અરવિંદ કાકા(અરવિંદ અડલજા) બુમાબુમ કરે કે અલ્યા ગંદકી નાબુદીની કથાઓ કરો, મંદિરો માં પૈસા ના વેડફો, ઘોંઘાટ વિરુધની કથાઓ કરો. પણ કોણ સાંભળે. મને થયું અરવિંદ કાકાના અભિયાનમાં હું પણ તૂટી પડું. મિત્રો નારાજ થાય. સંસ્કૃતિ ઉપર ઘા કરો છો? રિસાઈ જાય. અલ્યા ભાઈ મૂળ થાંભલી ખોવાઈ ગયી છે એને શોધું છું. હવે આ રાફડા હટાવ્યા વગર પહોચું કઈ રીતે? સંસ્કૃતિ સ્થંભ તો અડીખમ ઉભો છે પણ નજીક જવું કઈ રીતે?
સિંહ વિષે બધી લોકોક્તિઓ સાચી હોતી નથી. મેં નેશનલ જીયોગ્રાફી અને ડીસ્કવરી ચેનલ્સ પર સિંહોના ફેમીલી લાઈફ અને જીવન વિષે ઘણું જોયું છે. ગીરમાં એક લોકવાયકા છે કે ગોવિંદો નામનો સિંહ એની જોડીદાર સિંહણ મરી જતા માથા પછાડી ને મરી ગયેલો. ગપ્પા મારવામાં શું કામ પાછળ રહેવું? લોકકવિઓ સિંહોને પણ છોડતા નથી.![jm8n[1]](https://raolji.com/wp-content/uploads/2010/03/jm8n1.jpg?w=112&h=150)
![jm2n[1]](https://raolji.com/wp-content/uploads/2010/03/jm2n1.jpg?w=150&h=98)
The great migration
આ પૃથ્વી પર જાત જાતના માનવ સમૂહો વસે છે. રંગ રૂપ જુદા જુદા છે. ભાષાઓ પણ જુદી જુદી છે. કોઈ એકદમ કાળા તો કોઈ એકદમ ધોળા. દરેક માને છે કે તેઓ વિશિષ્ટ પ્રજા છે. હિટલર જર્મન પ્રજાને શુદ્ધ આર્યન સમજતો હતો. આપણે ભારતીયો પણ મહાન પૂર્વજોના સંતાનો છીએ તેવું માનીએ છીએ. લગભગ દેવોના દીકરાઓ. યુરોપનાં ગોરા લોકો પોતે પોતાને મહાન સમજે છે. કાળા લોકો નીચા છે એમના માટે. સફેદ ચામડી જોઈ આપણે પણ પ્રભાવિત થઇ જઈએ છીએ. અને એમાંજ ટચુકડા ઇંગ્લેન્ડના મુઠ્ઠીભર અંગ્રેજોના ગુલામ બની રહ્યા. લોહીનું એક ટીપું તમામ કોયડા ઉકેલે છે. કોણ હતા આપણાં પૂર્વજો?કાળા, ગોરા, યુરોપિયન, રશિયન, જર્મન, બ્રીટીશર, ચાઇનીઝ હોય કે મહાન ભારતીયો દરેકના પૂર્વજો એક જ છે. “સાન બુશ મેન” હાજી દક્ષીણ આફ્રિકાના કલહારી રણપ્રદેશના રહેવાસી આખી દુનિયાના વંશ વૃક્ષનું મોટું થડ છે.
માંનવ લોહીના એક ટીપામાં છુપાયો છે દુનિયાનો સૌથી મોટો ઈતિહાસ. સ્ટેનફોર્ડ યુની કેલીફોર્નીયાના પ્રોફેસર લુકા વર્ષોથી દુનિયાના લોકોની ફેમીલી હિસ્ટ્રી જાણવા રીસર્ચ કરી રહ્યા હતા. છ મહાખંડના લગભગ છ અબજ લોકોમાંથી મોટાભાગે દરેક માનવ સમૂહના જીન્સનો અભ્યાસ કરવામાં આવ્યો. પ્રોફેસર લુકાના વડપણ હેઠળ જેનેસિસ્ટ ડો સ્પેન્સર વેલ્સની ટીમે વારંવાર ચકાસી ને આફ્રિકા થી શરુ થયેલી માનવ જાતની મહામુસાફરીના રહસ્યો શોધી કાઢ્યા. સાન બુશમેન લોકોએ એમના લોહીમાં છુપાવી રાખેલા ઈતિહાસના છુપા રહસ્યોનો તાગ મેળવી લીધો.
*
આપણે હોમો ઈરેક્ટસના સીધા વારસદાર હોમોસેપિયન માનવ જાત છીએ. આશરે એક લાખ વર્ષથી હોમોસેપિયનના સીધા વારસદાર છે આ સાન બુશમેન. આખી દુનિયા થી અલિપ્ત રહેતા આ સાન બુશમેન બેસ્ટ શિકારી છે. અને શિકારી જીવન હજુ આજે પણ જીવે છે. કોઈ પણ પ્રાણીના પગલા ઓળખવામાં એમના જેવી કાબેલિયત બીજી કોઈ જાતમાં નથી. ભાષા બહુ અટપટી ચીજ છે. દુનિયાની લગભગ દરેક ભાષાઓ એક બીજા સાથે સંલગ્ન હોય છે. સંસ્કૃતના શબ્દો લેટીનમાં પણ જોવા મળે. પીટર એટલે પિતર, માતર એટલે મધર, ભ્રાતા એટલે બ્રધર. પણ આ સાન બુશમેન સૌથી અલગ ભાષા બોલો છે, એને ક્લિક લેન્ગવેજ કહેવામાં આવે છે. આપણે જીભને તાળવા સાથે ચોટાડીને જે અવાજ કાઢીએ તેવી.
*ડી.એન.એ.વિષે આપણે સહુ હવે જાણી ચુક્યા છીએ. Y અને X ક્રોમોસોમ વિષે પણ જાણીએ છીએ. X સાથે Y મળે તો છોકરો પેદા થાય ને X સાથે X મળે તો છોકરી પેદા થાય. હવે આ સત્ય થી કોઈ અજાણ્યું નથી. આ Y અને X દરેક સંતાનને એના માતા પિતા તરફ થી ફેરફાર વગર વારસામાં મળે છે. કોઈ કારણસર આ જીન્સમાં નજીવો ફેર થાય છે એને મ્યુટેશન કહેવામાં આવે છે. મોટો ફેરફાર થાય તો ગર્ભ રહે નહિ, પણ નજીવો ફેર ચાલી જાય. આ જે નજીવો ફેર થયો છે એને માર્કર કહે છે વિજ્ઞાનની ભાષામાં. હવે મૂળ જીન્સ સાથે આ ફેરફાર, માર્કર પણ દરેક પાછળ પેદા થતી પેઢીમાં વિના ફેરફાર સાથે ટ્રાન્સફર થાય છે. હવે આગળની પેઢીમાંના જીન્સમાં પાછો કોઈ માર્કર થયો તો એ જીન્સમાં બે માર્કર થયા. તો પાછળની દરેક પેઢીમાં આ બે માર્કર તો હોવાના જ. એમ સમયે સમયે જીન્સ માં માર્કર વધતા જાય છે. અને દરેકે દરેક માર્કર સાથે નવી પેઢીઓ પેદા થતી જાય છે. અને એમજ માનવ જાત રંગે રૂપે જુદી પડતી જાય છે. હવે સમજ્યા લોકો જુદા જુદા કેમ દેખાય છે? વૈજ્ઞાનિક પરિભાષામાં કહીએ તો જીન્સ માં રહેલી A.C.G.T.સિક્વન્સનો અભ્યાસ કરવામાં આવે છે. માર્કર થતા આ સિક્વન્સમાં ફેરફાર થાય છે. બસ આ જીન્સમાં રહેલા માર્કરના રિસર્ચે બધા રહસ્યો ખોલી નાખ્યા છે. ડો સ્પેનસર વેલ્સે માર્કરની રીવર્સ મુસાફરી કરી અને પહોચી ગયા છેક કલ્હારીના રણ વિસ્તારમાં રહેતા સાન બુશ મેનના જીન્સ પાસે. આ હતું માનવજાતના વંશવૃક્ષનું મેઈન થડિયું.
*આશરે ૫૦ થી ૬૦ હજાર વર્ષ પહેલા આફ્રિકાના આ બુશ મેનના પરદાદાઓએ મુસાફરી શરુ કરી અને આખી દુનિયામાં ફેલાઈ ગયા. અને એમના રંગરૂપ પણ બદલાઈ ગયા. કોઈ થયા ગોરા કોઈ થયા બુચિયા(ચીનાઓ), કોઈ થયા કાળા તો કોઈ થયા ઘઉંવર્ણનાં. પણ આ લોકો અહીંથી નીકળ્યા કેમ?૭૦ થી ૫૦ હજાર વર્ષ પહેલા હિમયુગ ચાલતો હતો. એના લીધે ખોરાકની તકલીફ પડવા લાગી ને સર્વાઈવ થવા એક નાનકડી ટોળકી નીકળી પડી. દરિયાના લેવલ નીચા જતા રહેલા. એટલે યમનના દરિયા કીનારે થી માનવસમૂહ પહોચ્યો મિડલ ઇસ્ટમાં. એક બ્રાંચ સીધી દક્ષીણ ભારત થઇ વાયા ઇન્ડોનેશિયા સીધી ઓસ્ટ્રેલીયા પહોચી ગઈ. યુરોપ કરતા પહેલા માનવો ઓસ્ટ્રેલીયા પહોચી ગયેલા. કોઈ અર્કીયોલોજીકલ પુરાવા મળતા નહોતા કે માનવ આફ્રિકાથી ૬૦૦૦ માઈલ દુર સીધો સમુદ્ર વાટે ઓસ્ટ્રેલીયા કઈ રીતે પહોચી ગયો? અને તે પણ ૪૫ કે ૫૦ હજાર વર્ષ પહેલા? વચ્હે કોઈ કડી મળતી ના હતી. બુશમેનના જીન્સમાં થયેલો માર્કર સીધો ઓસ્ટ્રેલીયાના આદીવાસીમાં? વચ્ચે ની કોઈ પ્રજાના જીન્સ માં આવો કોઈ માર્કર મળવો તો જોઈએ ને?
*ડો સ્પેન્સર આવ્યા મદ્રાસ. તામીલનાડુમાં મદુરાઈ યુનીના પ્રોફેસરના સહયોગમાં રીસર્ચ શરુ થયું. મદુરાઈ જીલ્લાના એક અંતરિયાળ ગામના ૭૦૦ લોકોના લોહીના નમુના ચેક કરવામાં આવ્યા. ૫૦ હજાર વર્ષ પહેલા જીન્સમાં થયેલા માર્કરની શોધ ચાલી રહી હતી. બીજા ૩૦૦ લોકોના લોહીના સેમ્પલ ચેક કરવામાં આવ્યા. અને ડો સ્પેન્સરને મિસિંગ લીંક મળી ગઈ. ૫૦ હજાર વર્ષ પહેલા આફ્રિકન બુશમેનના જીન્સમાં થયેલો અકસ્માત ફેરફાર જે ઓસ્ટ્રેલીયન આદિવાસીમાં હતો તે માર્કર(C to T) ભાઈ વિરુમાંડીના જીન્સમાં મળ્યો. હા તો આફ્રિકાથી મુસાફરી શરુ થઇ પહોચ્યા ઓસ્ટ્રેલીયા વાયા દક્ષીણ ભારત. દક્ષીણ ભારતીયો મૂળ ભારતીયો કહેવાય. અને રંગે રૂપે કેમ ઉત્તર ભારતીયો થી જુદા પડે છે? પછી સમજાશે. થોડી ધીરજ રાખો.
*માનવ સમૂહની એક શાખા મિડલ ઇસ્ટથી ભારત થઇ ઓસ્ટ્રેલીયા પહોચી ગઈ, આ થઇ દરિયા કિનારાની મુસાફરી. તો બીજી શાખા મિડલ ઇસ્ટ થઇ વાયા મધ્ય એશિયાથી ચીન બાજુ ગઈ. એક ચીનની ઉત્તરે ગઈ તો બીજી ચીનની દક્ષીણે થઇ ને જાપાન સુધી ગઈ. દુનિયાની બાકીની તમામ માનવ શાખાઓ મધ્ય એશિયાથી ફેલાઈ છે. એ હિસાબે મધ્ય એશિયા એ માનવજાતના ઉછેરની નર્સરી કહેવાય. અફઘાનિસ્તાન થી ઉત્તરમાં રહેલા કાઝાખીસ્તાન થઇ ને માનવ પહોચ્યો યુરોપ. ફ્રાંસમાં પહેલવહેલી એક ગુફા મળી તેમાં ચિત્રો દોરેલા હતા જે લગભગ ૪૦ હજાર વર્ષ જુના છે. જેમાં મેમથ જાતના હાથી, બાયસન અને જંગલી ઘોડા દોરેલા છે. આમાંનું કોઈ પ્રાણી આફ્રિકન નથી કે નથી મિડલ ઇસ્ટનું રહેવાસી. આ બધા ઠંડા પ્રદેશોના પ્રાણી છે. બરફ વર્ષામાં ટેવાએલા. આફ્રિકાના વિશાલ સહારાના રણે માનવો ને સીધા યુરોપમાં જતા રોક્યા. તો યુરોપ પહોચતા માનવોને ઓસ્ટ્રેલીયા કરતા ૧૦ હજાર વર્ષ મોડું થયું.
*ટ્રોપિકલ પ્રદેશના લોકો વધારે ડાર્ક છે. કુદરતી સનક્રીમ ભગવાને એમની ચામડી પર લગાવ્યું છે, એ છે મેલેનીન. મેલેનીન ચામડી પર વધારે તેમ ચામડી વધારે કાળી. એનાથી સૂર્યના હાનીકારક કિરણો થી બચી જવાય. ઉત્તર ગોળાર્ધમાં રહેતા લોકો ઠડીમાં રહેતા હોવાથી ચામડી સીધી સૂર્ય કિરણોની અસરમાં આવતી નથી. કારણ ઠડીથી બચવા કપડા વધારે ને પુરા પહેરવા પડે છે. અને ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના સીધા કિરણો ઓછા પડે. એટલે ધીરે ધીરે ચામડીનો કલર પણ બદલાઈ જાય. જોકે કલર બદલાતા ૫૦૦૦ વર્ષ તો લાગે. જોકે નવા ગ્લોબલ જમાનામાં તો શ્વેત અશ્વેત લગ્ન કરે તો કલર બદલાતા વાર ના લાગે.
*
કાઝાખીસ્તાનના ૨૦૦૦ લોકોના લોહીના સેમ્પલ ચેક કરવામાં આવ્યા. શોધવો હતો માર્કર જે યુરોપની પ્રજામાં હતો, જે ૪૦ હાજર વર્ષ પહેલા થયો હતો. નીયાજો કે નિયાજી નામના માણસમાં આ માર્કર મળ્યો જે યુરોપિયન તો ઠીક રશિયન, અમેરિકન, ચાઇનીઝ અને એશિયન સાથે ભારતીય લોકોના જીન્સમાં રહેલા માર્કર પણ આ ભાઈના જીન્સમાં મળ્યા. માટે આ ભાઈલો જેનેટિક જાયન્ટ છે. હવે વૈજ્ઞાનિકોને સમજાઈ ગયું કે મધ્ય એશિયા માનવખેતીની નર્સરી છે.
*આર્યો પણ મધ્ય એશિયાથી ભારતમાં આવેલા. ભારતીય લોકોના જીન્સમાં રહેલો માર્કર પેલા નીયાજોમાં મળે છે. તે પહેલા માનવો દક્ષીણ ભારતમાં પહોચી ચુકેલા હતા. એટલે ઉત્તર ભારતીયો થી દક્ષીણ ભારતીયો જુદા પડે છે. પાતળાં લાંબા નાક ને મોટા કપાળ ને વાન જરા ગોરો એવા ઉત્તર ભારતના લોકો ને અથડામણો થઇ દક્ષીણ ભારતના ડાર્ક કલરની ચામડી ધરાવતા લોકો સાથે. આ થયો દેવાસુર, સુર અસુર સંગ્રામ. કાલ ક્રમે સંગ્રામ બંધ થયા ને બંને પ્રજા એક થઇ ગઈ. મંદિરો ની અને આશ્રમો ની સંસ્કૃતિ એક થઇ ગઈ. દક્ષિણમાં ધકેલી દેવાયેલા અને રાજ કરતા બલિરાજા પાતાળમાં રાજ કરતા કહેવાયા. એક બીજાના ધર્મ પણ એક થઇ ગયા. એક બીજાના દેવો ને ભગવાન પણ એક થઇ ગયા. યજ્ઞો ઓછા થયા ને મંદિરો વધતા ગયા. દક્ષીણ ભારતમાં ગરમી વધારે પડે ત્યાં લાકડા સળગાવી યજ્ઞો કોણ કરતુ હોય ભલા? ત્યાં તો ભગવાન મંદિરમાં એ.સી માં રહેતો હોય. મધ્ય એશિયાની ઠંડીમાં આર્યો ને લાકડા સળગાવી રાખવા પડે. એટલે દરેકના ઘરમાં યજ્ઞ કુંડી રાખવી પડે. એમાં શેકીને ખોરાક ખાવાનો તે થયો હવન. એમાં પશુ પણ હોય ને અનાજ પણ હોઈ શકે. હવે મધ્ય ભારતની સખત ગરમીમાં પણ મુરખો લાકડા સળગાવી ભરઉનાળે ને ભર બપોરે પરસેવે રેબઝેબ થઇ, યજ્ઞો કરી, પ્રદુષણ વધારી, મોંઘા ભાવનું ઘી વેડફી, પુરાણી સંસ્કૃતિ સાચવવા દુખ વેઠી રહેલા જોઈ હસવું કે રડવું?
*હવે ડો સ્પેન્સર પહોચ્યા મોસ્કોથી ૫૦૦૦ માઈલ દુર ઉત્તરે આર્કટીક સર્કલની નજીકના ગામમાં. હવામાન સારું થયું પછી હજુ તો બીજા ૪૦૦ માઈલ ઉત્તર ધ્રુવ પ્રદેશ માં પહોચવાનું હતું. આર્કટીક સર્કલની અંદર ૧૨૦ માઈલ ચુ ચી લોકોનો એક નવ માણસોનો કેમ્પ હતો. એમાં રહેતો માણસ નેટીવ અમેરીક્ન્સના જીન્સમાં રહેલો માર્કર ધરાવતો હતો. ચુ ચી લોકોના હાથપગ ટૂંકા, ધડ પણ ટૂંકું. કેમ કે જેટલું બોડી સરફેસ ઓછું તેમ શરીરની ગરમી બહાર જવાના ચાન્સ ઓછા. આ હતા નેટીવ અમેરિકન, બ્રાઝીલીયન, માયન અને ઇન્કા લોકોના પૂર્વજો. રેન્ડીયર નામનું પ્રાણી આ લોકોનું જીવન. એનું માંસ ખાવાનું ને એના ચામડાના કપડા પહેરવાના. ઠંડી થી બચવા આખો દિવસ એક્ટીવ રહેવાનું. આખો દિવસ કઈને કઈ ખાયા કરવાનું ને પાણી કે કોફી કે પ્રવાહી પણ પીતાં રહેવાનું. હિમયુગ વખતે દરિયાના લેવલ નીચા જતા રહેતા જમીન ખુલ્લી થતા. સાયબેરીયાં ને ઉત્તર ધ્રુવ પ્રદેશ ને અલાસ્કા વચ્ચે રસ્તો ખુલ્લો થતા આ ચુ ચી લોકોના પૂર્વજો અલાસ્કા થઇ અમેરિકામાં આવી ગયા ફક્ત ૧૫૦૦૦ વર્ષ પહેલા. અને નોર્થ અમેરિકા થી સાઉથ અમેરિકા જતા થયા ૮૦૦ વર્ષ.
*તો આ હતું માનવ જાતનું મહાભિનીષક્રમણ, ગ્રેટ માઈગ્રેશન. છતાં આ હોમોસેપિયન માનવ સમૂહ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં પહોચે તે પહેલા યુરોપના ઠંડા પ્રદેશોમાં નીનેન્ડરથલ નામના આપણાં પિતરાઈઓ રહેતા હતા. પણ હોમોસેપિયન વધારે હોશિયાર ને બ્રેન વાપરવાવાળા જીતી ગયા ને પેલા લોકોનો નાશ થઇ ગયો.
*તો ભાઈઓ હવે કોની સામે લડવાનું?
છેતો બધા આપણાં ભાઈઓ જ.
તો પછી લડીશું કોની સામે?
હવે બીજા કોઈ છે જ નહિ, તો ભાઈઓ સામે જ લડવાનું ને?
![jm1n[1]](https://raolji.com/wp-content/uploads/2010/03/jm1n1.jpg?w=150&h=126)
![jellyfish_1247566c[1]](https://raolji.com/wp-content/uploads/2010/03/jellyfish_1247566c1.jpg?w=150&h=93)
![images[1]](https://raolji.com/wp-content/uploads/2010/03/images1.jpg?w=474)
![images[7]](https://raolji.com/wp-content/uploads/2010/03/images7.jpg?w=474)
અમર છે “Turritopsis Nutricula”જેલીફિશ…
* અમર પરશુરામ ભગવાન રામજી વખતે અને એમના પહેલાથી હતા. મહાભારત કાલમાં પણ હતા. ભીષ્મ જોડે યુદ્ધ પણ કરેલું. તો પછી મહમદ ગજની એ સોમનાથ ભાગ્યું ત્યારે બહાર કેમ ના આવ્યા? અને હનુમાનજી પણ શ્રી રામના સમયથી મહાભારત કાલ સુધીની વાતોમાં અમર હતા. અને હાલ પણ બોગસ કથાકારો માને છે કે જ્યાં રામ કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજર રહે છે ગુપ્ત વેશે. હવે ભારત જેવા અતીધાર્મિક દેશમાં એક સમયે ઘણા બધા સ્થળોએ રામકથા ચાલતી હોય છે. માટે અમરત્વની સાથે સાથે બહુશરીરી વિદ્યા પણ હોવી જોઈએ.જેથી એકી સાથે અનેક સ્થળોએ રામકથામાં હાજરી આપી શકાય. તો પછી રામ જન્મ ભૂમિ પર બાબરે મંદિર તોડી મસ્જીદ બનાવી તો હનુમાનજી ક્યાં હતા? આ બંને પાછા મહાન યોદ્ધાઓ હતા. ખેર આ બંને યોદ્ધાઓ આ બંને પ્રસંગોએ હાજર નહોતા. હાજર હોત તો એમની હાજરી છતી થઇ ગઈ હોત. મૂળ એમના અમરત્વની વાતો ખોટી છે.
*હાઈડ્રોઝોઅન પ્રકારની જેલીફિશ એવી વિદ્યા જાણે છે, જે એને અમરત્વ બક્ષે છે. મૂળ કેરેબિયન સમુદ્રની રહેવાસી પણ દરેક સમુદ્રમાં મળતી આ જેલીફિશ યુનિક એબિલીટી ધરાવે છે. એવું સ્મિથ સોનીયન ટ્રોપિકલ મરીન ઇન્સ્ટીટ્યુટના Dr Mariya Miglietta કહે છે. આ તરકીબ છે પાછા જુવાન બની જવાની. એક પતંગીયાની જીવનયાત્રા જોઈએ તો ઈંડામાંથી ઈયળ નીકળે, પછી એ ઈયળનો કોશેટો બને, અને એમાંથી પછી પતંગીયું બહાર નીકળે. પણ પતંગીયું પાછું કોશેટો ના બની શકે.
*ટ્રાન્સડીફરંશીએશન(Trasdifferentiation)પધ્ધતિ વડે એક જાતના સેલ(કોશ)ને બીજી જાતના સેલમાં બદલી શકવાની આ જેલીફિશમાં ક્ષમતા છે. બીજા પ્રાણીઓમાં આ ક્ષમતા ઓછી અથવા લીમીટેડ હોય છે. આવી રીતે શરીરના દરેક અંગો ને રીજનરેટ કરી શકે છે. અને આમ આખું શરીર રીજનરેટ કરી ને પાછું યંગ બનાવી શકે છે. ઘણા જીવોમાં એમનું ખોવાએલું કે કપાઈ ગયેલું અંગ ફરી થી ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. આપણ ને કોઈ જગ્યા એ વાગે કે છોલાય તો એ નાશ પામેલા કોશો ની જગ્યાએ બીજા નવા કોશો શરીર બનાવી ને ઘા રુજાવી દે છેપણ મસલ્સના કોશોને નર્વના કોશોમાં બદલી શકીએ નહિ.
*આ જેલીફિશ કોઈ પણ જાતના કોશ ને બીજા કોઈ પણ જાતના કોશમાં બદલી શકે છે. મસલ્સના કોશો ને નર્વ કે સ્પર્મ કે એગના કોષોમાં પણ બદલી શકે છે. બધી જેલીફિશ આવી નથી. લગભગ મોટા ભાગની જેલીફિશ એમની જાત પ્રમાણે થોડા કલાકો થી થોડા મહિના જ જીવે છે. બાયોલોજીકલ ઈમ્મોર્ટલ એવી આ જેલીફિશ મોટા ભાગે બીજા જીવોનો ખોરાક બની જાય છે.
*તો મિત્રો કીડીબાઈ પાંચ કરોડ વર્ષથી ફૂગની ખેતી કરીને સાથે સાથે બીજા બેક્ટેરિયાથી રક્ષણ મેળવવા એન્ટી બાયોટીક્સ પણ વાપરે છે. આ જેલીફિશ અમરત્વની વિદ્યા જાણે છે, ભલે બીજા જીવો એને ખાઈ જતાં. તો ફરીથી આપની મૂછો નીચી કરો. આપણે શ્રી પરશુરામ, અશ્વસ્થામા અને હનુમાનજીની અમરત્વ વિષે ની ખોટી ડંફાસો મારવાની બંધ કરીએ.



![images[3]](https://raolji.com/wp-content/uploads/2010/03/images3.jpg?w=474)
![images[9]](https://raolji.com/wp-content/uploads/2010/03/images9.jpg?w=474)
“વિના સહકાર નહિ ઉદ્ધાર”કીડીબાઈ કરે ખેતી.!!
*”જીવો જીવસ્ય ભોજનમ” અને “વિના સહકાર નહિ ઉદ્ધાર”બંને ઈવોલ્યુશન વિકાસ ના ક્રમ માટે જરૂરી પરિબળો છે.એટલે જીવો જીવસ્ય ભોજનમ એ થઇ “હિંસા” અને વિના સહકાર નહિ ઉદ્ધાર(કો ઓપરેશન) એ થઇ “અહિંસા”.આમ ઈવોલ્યુશન માટે હિંસા અને અહિંસા બંને જરૂરી છે.એક જીવ બીજા જીવ ને ખાવા માટે મારે છે.અને એ જીવ બચવા માટે જાત જાત ના કીમિયા અખત્યાર કરે છે,નવી નવી તરકીબો શોધે,નવી સીસ્ટમ વિકસાવે છે.અને આમ વિકાસ નો ક્રમ આગળ ધપતો જાય છે.નાના માઈક્રોબ્સ થી શરૂઆત કરીએ.રશિયન કેદીઓ ને થયેલા ટી.બી.નો અભ્યાસ કરતા જણાયું કે એમના ટી.બી. ના બેક્ટેરિયા પાંચ જાતના એન્ટી બાયોટીક્સ થી પ્રૂફ હતા.ટી.બી. નો કોર્સ પૂરો ના કરો તો,એના બેક્ટેરિયા તમે લીધેલી દવા વિરુદ્ધ ઈમ્યુન સીસ્ટમ વિકસાવે છે.અને નવી પેઢીના બેક્ટેરિયા ને વારસા માં એ ઈમ્યુન સીસ્ટમ આપતા જાય છે.પછી એ દવા ની અસર થતી નથી.જેમ જેમ રોગોના જીવાણું એન્ટી બાયોટીક્સ થી પ્રૂફ થતા જાય છે,તેમ નવા એન્ટી બાયોટીક્સ રોજ શોધવા પડે છે.
* મિત્રો ના તો વાઘ હિંસક છે ના સિંહ.હાથી પણ અહિંસક નથી.એને ડર લાગે કે તમે નુકશાન પહોચાડશો તો,તત્ક્ષણ સૂંઢ માં લપેટી પછાડી નાખશે.એક જાપાનીઝ ફોટોગ્રાફર ને આફ્રિકાના હાથી ના એક્સક્લુસિવ ફોટા લેવા હતા,વધારે ને વધારે નજીક જતો ગયો.હાથી ફુંફાડા મારી ચેતવે છે.છતાં ના માન્યો કે સમજ ના પડી હાથીએ તરતજ પૂરો કરી નાખેલો.સિંહ ધરએલો હોય તો ભાગ્યેજ હુમલો કરે.કહેવાતા હિંસક પ્રાણીઓ ફક્ત પેટ ભરવા પુરતા જ કોઈને મારી ને ખાય છે.બાકી એમના કોઈ શોખ પોષવા હિંસા કરતા નથી.
*આપણી સુંદર સવાર અબોલ પ્રાણીઓ ની હિંસા સાથે સારું થાય છે.દરેક ની મારી,તમારી,જૈનો ની ને સાધુબાવાઓની પણ.જે લોકો સવારે ઉઠીને દાતણ કરતા હોય તેમની એક પગથીયા પછી શરુ થાય છે.સૌથી પહેલા આપણે ટૂથબ્રશ કરીએ છીએ.ટુથપેસ્ટ માં કેલ્સિયમ ના ભૂકા ભરેલા હોય છે જે નો મેળવવાનો સસ્તો ને સહેલો ઉપાય હાડકા છે.પછી આપણે સફેદ ખાંડ નાખી ચા પીએ છીએ.ખાંડ ને સફેદ બનાવવા માટે હાડકાનો ભૂકો પાવડર વપરાય છે.બ્રાઉન ખાંડ પણ વાપરી શકાય.પણ આપણાં શોખ માટે પ્રાણીઓની હત્યા માં નિમિત બનીએ છીએ.જૈનોએ ને ગૌહત્યા ના વિરોધ માં આંદોલનો કરનારે પહેલા સફેદ ખાંડ ખાવાની બંધ કરવી જોઈએ.આ દમ્ભીઓ ખાંડ ખાવાનું બંધ કરતા નથી.પછી આપણે સ્નાન કરવા જઈએ છીએ.કુદરતી તેલ એટલું મોંઘુ છે કે સાબુ ની બનાવટોમાં ભાગ્યેજ વપરાય.એમાં કતલખાના માંથી મેળવાયેલી ચરબીજ વપરાય છે.બોડી લોશનો માં પણ ચરબીજ વપરાય છે.
*ડર્ટી જોબ નામનો એક પ્રોગ્રામ જોએલો.કેલીફોર્નીયા માં એક ફેક્ટરી છે.ત્યાં મરેલી ને સડેલી,કીડા પડી ગયેલી ગાયો લાવવામાં આવે છે.પછી એનું ચામડું ઉતારી આખી ને આખી મશીન માં ભરડી નાખવામાં આવે છે.એમાંથી નીકળેલી ચરબી કોસ્મેટીક કંપનીઓ ને વેચવામાં આવે છે,જે કોસ્મેટીક્સ માં વપરાય છે,એવું તે ભાઈલો બોલતો હતો.વધેલો ભૂકો મરઘા ફાર્મ માં ખોરાક તરીકે વપરાય છે.વાઘ સિંહ ને બોડી લોશન ની જરૂર નથી.વાપરે છે ફક્ત માનવ.તલ નું તેલ પણ વાપરી શકાય.આવી અનેક બિન જરૂરી હિંસા માનવજાત કરે છે.વાઘ ચા પીતો નથી ને આખો દિવસ સફેદ ખાંડ ખાતો નથી.ગાય ની ચરબી માંથી બનાવેલા નકલી ઘી ગુજરાતીઓ હોંશે હોંશે ખાય છે.એમાં હિંસા નડતી નથી.આવી નકલી ઘી ની ફેકટરીઓ ખાનગી માં ધમધમતી હોય છે.
*માંસાહારીઓ ને દેવનાર ના કતલખાના જોવા જવાનું કહેનારા સફેદ ખાંડ ખાવાનું કેમ બધ કરતા નથી?મોટા ભાગના કતલખાના અહીન્સકો ની જરૂરિયાતો પણ પૂરી કરવામાં ભાગ ભજવે છે.ફક્ત પેટ ભરવા પુરતી માનવ હિંસા કરે ને માંસ ખાય તે માફ કરી શકાય.પણ પોતાના શોખ પોષવા નિર્દોષ પ્રાણીઓ ની હત્યા કરે તે કેમ કરીને માફ કરાય?ફર વાળા કોટ ને પર્સ માટે આપણે એટલા બધા વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓ નો નાશ કરીએ છીએ કે લગભગ એ પ્રાણીઓ અદ્રશ્ય થવા લાગ્યા છે.આ વાઘ ના શરીર ના તમામ ભાગો ખાવામાં ઔષધ રૂપે વપરાય છે.બોલો કોણ હિંસક વાઘ કે માનવી?વિયેતનામ માં એક બાઈ ફૂટપાથ પર બેઠી છે.તમે જાવ ને ભાવ તાલ કરો પછી એની થેલી માંથી ખાસ પ્રકાર ના પાતળા સાપ કાઢશે.નીચે દેશી બનાવટ નો દારૂ નો ગ્લાસ મુકશે.પછી એની મજબુત ચપટી માં સાપ ને પૂંછડી થી દબાવતી દબાવતી નીચે આવશે.સાપ ના મોઢામાંથી લોહીની ધાર થશે દારૂના ગ્લાસ માં.એ દારૂ પીને બળવાન બની ગયેલો મનુષ્ય ચાલતી પકડશે.કિંગ કોબ્રા ને બરોબર છંછેડી ગુસ્સે કરવામાં આવે જેથી ગુસ્સા માં પેદા થયેલા રસાયણો એના લોહીમાં ભળે.પછી એની જીવતે જ ચામડી ઉતેરાય.એના લોહીને રેસ્ટોરાં માં બેઠેલો બુચીઓ પીવે.ને એના માંસ ની વાનગી ખાઈ શક્તિ મેળવી એની ગર્લફ્રેન્ડ પર શુરાતન બતાવી એને ખુશ કરશે.આ બુચિયા એટલે કે નાના નાક વળી પીળી પ્રજા ભયાનક માંસાહારી છે.કોઈ જીવડું ખાવા માંથી બાકાત રાખતા નથી.એટલા ક્રૂર તો અમેરીકનો પણ નથી.જે ભાઈઓ હમેશા માંસાહાર બાબતે હમેશા અમેરિકાને જ ગાળો દે છે એ લોકોને ચીનાઓ,જાપાનીઓ,કોરીયનો કેમ યાદ આવતા નથી?
*કોરિયા સીઓલ માં ઓલોમ્પિક રમાંએલું એ તો યાદ હશે.હવે ત્યાં રમતો જોવા દુનિયાભર માંથી લોકો જવાના.અમેરિકાનો ને યુરોપીયનો પણ જવાના.અમેરિકાના પ્રમુખે ને બ્રિટીશ વડાપ્રધાને કોરિયન સરકાર ને ખાસ વિનંતી કરી કે જ્યાં સુધી ઓલોમ્પિક રમાય ત્યાં સુધી ઓલોમ્પિક વિલેજ ની આસપાસ ના બજારોમાં કુતરા ના લટકાવે. કારણ અમારી પ્રજા કુતરાને બહુ પ્રેમ કરે છે ને ખાવા માટે વેચવાને લટકાવેલા કુતરા જોઈ નહિ શકે. હા અમેરિકાને ભાંડવાવાળા ને કહું કે કોરીયનો કુતરા ખાય છે રોજ ના આહારમાં.અને હા ભૈલા પંચમહાલ ના આદિવાસીઓ જયારે બીજું કશું ના મળે ખાવા માટે તો વાંદરા ને કુતરા પણ ખાય છે.જો તમે ખરા અહિંસક હોવ તો ચામડાના પટ્ટા કેમ પહેરો છો?વાલેટ કેમ રાખો છો ખિસ્સામાં?કોસ્મેટીક્સ કેમ વાપરો છો?ખાંડ કેમ ખાવ છો?દાતણ કરો ને ભાઈ.
*શ્રી કુમારપાળ દેસાઈ ને બીજા મિત્રો દાખલા આપે છે કે એક કિલો માંસ માટે સેંકડો કિલો વનસ્પતિ ને પાણી વપરાય જાય છે.માટે માંસ ના ખાવું. તો એ વનસ્પતિ ને પાણી બચાવવા માટે એ પશુ ને ખાઈ જવું શું ખોટું?તમે એ પશુ ને ખાઈ નહિ જાવ તો એ પુષ્કળ વનસ્પતિ ખાઈ ને લીલા જંગલો નો નાશ કરશેજ.આવી વાહિયાત દલીલો શ્રી કુમારપાળ દેસાઈ જેવા પ્રતિષ્ઠિત લેખકો કરે છે.પ્રાણીઓ જે વનસ્પતિ ખાય છે એમાંથી ફક્ત ૨૦% જ એમના શરીર ના પોષણ માટે વપરાય છે.બાકીની વનસ્પતિ વેસ્ટ જાય છે.હાથી ૧૦૦ કિલો વનસ્પતિ ખાય છે એમાંથી ૨૦ કીલોજ એના શરીર માં વપરાય છે,બાકીનું ૮૦ કિલો નું છાણ બને છે.આ વનસ્પતિ જગત નો નાશ ઘસાહારી પ્રાણીઓ ના કરી નાખે માટે કુદરતે,ભગવાને માંસાહારી પ્રાણીઓ પેદા કર્યાં છે.જંગલો બચાવવા હોય તો શાકાહારી પ્રાણીઓ ઓછા હોય તેમ સારું.જંગલો બચશે તો બીજી જીવસૃષ્ટિ બચશે.કારણ વાઘ સિંહ બધી જીવસૃષ્ટિ નો નાશ કરતા નથી.શ્રી કુમારપાળ દેસાઈ જેવા જૈન જગત ના પ્રતિષ્ઠિત લેખકો ગુજરાત ની ભોળી પ્રજાને એમના વાહિયાત દાખલા દલીલો થી ભરમાવે છે,છેતરે છે.પ્રોબ્લેમ એ છે કે પ્રજાની વિચારવાની વિન્ડોજ-૭ આ લોકોએ બંધ કરી દીધી છે.અને આ લોકો એટલા બધા પૂજ્ય હોય કે લોકો અંધ બની એમની વાતો માની લે જરાપણ વિચારે નહિ.
*તો મિત્રો પ્રાણીજગત માં કોઈ હિંસક નથી.બધા એમના જઠર પ્રમાણે ખાય છે.હિંસક છે ફક્ત માનવી.જે વિના કારણ હિંસા કરે છે.એના શોખ પોષવા નિર્દોષ પશુઓને મારે છે.અરે બાળકોના બલી પણ ચડાવી દે છે.ફક્ત પેટ ભરવા માંસાહાર કરતો માનવી માફીને લાયક છે પણ ચામડાના પટ્ટા પહેરતો,પર્સ રાખતો,ફર ના કોટ પહેરતો,ટુથપેસ્ટ વપરાતો,સફેદ ખાંડ ખાતો માનવી માફીને લાયક જરાપણ નથી.પછી ભલે તે કતલખાના બંધ કરવા નારા લગાવતો હોય.