સ્મૃતિ જનમ પહેલાનીimages-=

હિંદુ ધર્મ કે વિચારધારામાં પુનર્જન્મની ધારણા છે, તેવી બીજા ધર્મોમાં નથી. ઘણાને એમના જુના જન્મો યાદ છે તેવો દાવો પણ કરતા હોય છે. કોઈ મજબૂત પુરાવા મળતા નથી છતાં હજારો વર્ષથી આવી માન્યતા ચાલે જ રાખતી હોય છે. પુરાણોમાં પણ આવી અનેક વાર્તાઓ આવતી હોય છે કે ફલાણા આગલાં જનમમાં આમ હતા અને બીજા જન્મમાં આવી રીતે જનમ લીધેલો. આમ આ માન્યતાને બળ મળ્યા કરતું હોય છે. કોઈ વિવેકાનંદ કે શંકરાચાર્ય જેવા ખૂબ નાની ઉંમરમાં ઘણું બધું અચીવમન્ટ કરીને મૃત્યુ પામતા હોય ત્યારે યોગભ્રષ્ટ આત્મા હશે, ગયા જનમનું બાકી કામ પૂરું કરવા આવ્યા હશે તેવું કહેવાતું હોય છે.

પુનર્જન્મ હોય છે કે નહિ તે ચર્ચા બાજુ ઉપર મૂકીએ પણ આપણા પૂર્વજોની કોઈ સ્મૃતિ વારસામાં આપણને મળે ખરી? આનો જવાબ બ્લેક ઍન્ડ વાઇટમાં નહીં મળે. મેમરી કયા અર્થમાં લઈએ છે તે ઉપર આનો ઉત્તર આધાર રાખે છે. આપણને આપણા ત્રીજી ચોથી પેઢીના પરદાદાના લગ્નપ્રસંગની યાદ આવવાની નથી. છતાં આપણા પૂર્વજોની થોડી સ્મૃતિઓ આપણને વારસામાં મળે છે તેની શક્યતા જરૂર છે.

વિવિધ પ્રકારની સ્મૃતિમાં ઉપર જોયું તેમાં ત્રણ પ્રકાર મુખ્ય છે.

૧) Episodic memory– ઍપિસૉડિક- પ્રાસંગિક કથાત્મક, કથા ઘટકોવાળું

કોઈ ખાસ પ્રસંગની યાદગીરી બ્રેનમાં સ્ટોઅર થઈ જાય તેને પ્રાસંગિક સ્મૃતિ પણ કહી શકાય.  દાખલા તરીકે ગઈ સાલ કોઈ બર્થડે પાર્ટીમાં ગયા હોઈએ તે ઇવેન્ટની મધુર યાદોને ઍપિસૉડિક મેમરી કહી શકાય.

૨) Semantic memory – કોઈ ખાસ પ્રકારની માહિતી જે સત્ય હોય તેને semantic મેમરી કહેવાય છે. જેમકે મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન છે અને ઓબામા અમેરિકાના પ્રેસિડન્ટ છે. કે ૩૧ પ્રાઇમ નંબર છે. અંતમાં

૩) Procedural memory – કાર્યપ્રણાલિ-કામ કરવાની પદ્ધતિ,કંઈક કરવું, બલ્બ બદલવો કે તરવું કઈ રીતે કે સાઇકલ કઈ રીતે ચલાવવી… Procedural memory વારસામાં મળી શકતી હોય છે.

હું એક કૅન્ગરૂ(કાંગારુ) વિષે ડૉક્યુમેન્ટરી  જોતો હતો. હવે કાંગારુના બચ્ચા અવિકસિત અધૂરાં પેદા થતા હોય છે. પછી માતાના પેટ આગળ એક કોથળી હોય છે તેમાં મોટાં થતાં હોય છે. હવે માદા કાંગારુ એક બચ્ચાને જનમ આપે છે તે અવિકસિત એકાદ આંગળીનું બચ્ચું માતાની યોનિમાંથી બહાર નીકળતા વેત તરત જ માતાની રુવાંટી પકડતું પકડતું ઉપર તરફ ગતિ કરવા લાગે છે. મને નવાઈ લાગી આ સાવ અવિકસિત માંસના લોચા જેવું હજુ આંખો જેવું કશું દેખાતું નથી સીધું ગરોળી ચડે તેમ ઉપર ચડીને પેલી કોથળીમાં ગરક થઈ ગયું. એને કોણે શિખવાડ્યું કે અહીં ઉપર એને રહેવા માટેની કોથળી તૈયાર છે? પણ એની માતા પણ આવી જ રીતે ઉપર ચડીને પેલી કોથળીને શરણે થઈ ગઈ હશે તે સ્મૃતિ આ બચ્ચાને માતાના જિન્સ દ્વારા વારસામાં મળી છે, માટે તે પણ જન્મતાવેંત ઉપર ચડીને કોથળીમાં સમાઈ ગયેલું.

માનવબાળ જન્મે છે તેને માતાનું સ્તનપાન કઈ રીતે કરવું કોણ શીખવે છે ? છતાં બલ્બ બદલવાનું બાળક પિતાને બલ્બ બદલાતાં જોઇને શીખતું હોય છે. તાજાં જન્મેલા બાળકોને તરવાનું શીખવવું પડતું નથી તેના પ્રયોગો જર્મનીમાં થયેલા છે. એટલે કામ કરવાની પદ્ધતિની કઈ સ્મૃતિઓ આપણે વારસામાં લઈને પેદા થઈએ છીએ તે સંશોધનનો વિવાદાસ્પદ વિષય છે.

હવે સવાલ એ છે કે episodic and semantic મેમરી તમે વારસામાં આપી શકો કે નહિ? સિમૅન્ટિક એટલે શબ્દોના ફેરફારને લગતી ભાષાશાસ્ત્રની શાખા, અર્થનિર્ધારણ શાસ્ત્ર, અભિધાશાસ્ત્ર. કેટલાં જાણીતાં તત્વચિંતકો, મનોવૈજ્ઞાનિકો અને ભાષાશાસ્ત્રીઓનું માનવું છે કે  સિમૅન્ટિક મેમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી. અમુક આવી સ્મૃતિઓ વારસાગત મળતી હોય છે. ન્યાય અને નૈતિકતા વિષે વગર શીખે આખી દુનિયામાં બધે એક જ જાતના સરખાં ખ્યાલો હોય છે.

સ્વિસ મનોવૈજ્ઞાનિક અને સાઇકોથેરપિસ્ટ Carl Gustav Jung,  analytical સાઇકૉલોજીનાં શરુ કરનાર એમની collective unconscious થીઅરી માટે જાણીતા છે. સરળ ભાષામાં કહીએ તો સામૂહિક અચેતન કે આખા સમૂહનું કે સામુદાયિક મનસ કહી શકાય. કલેક્ટિવ અન્કૉન્શયસ, વ્યક્તિગત અચેતન કરતા ભિન્ન એવી સ્મૃતિઓ છે જે કૉમન પૂર્વજો દ્વારા મળેલી વ્યક્તિગત પણ સર્વસામાન્ય હોય છે. દાખલા તરીકે આગમાં હાથ નાખીએ તો દાઝી જવાય તે સર્વસામાન્ય સ્મૃતિ છે જે બધાને ખબર જ હોય છે.

સામૂહિક અચેતન વિષે ભલે આપણે સભાન ના હોઈએ પણ આગ નજીક જતા દુનિયાના દરેક માનવીને એકસરખી જ લાગણી થતી હોય છે. આપણા પૂર્વજો જાણતા હતા કે આગ નજીક જવું ભયજનક છે. અને તે સ્મૃતિઓ આપણને વારસામાં મળતી હોય છે જીન દ્વારા..આધુનિક જમાનામાં Noam Chomsky નામના ભાષાશાસ્ત્રી સિમૅન્ટિક મેમરીનાં સમર્થનમાં યુનિવર્સલ ગ્રામર શબ્દ વાપરતા સમજાવે છે કે The universal grammar can be understood as an inherited network of language structures that is common to all of us. વૈશ્વિક વ્યાકરણ ભાષા ગમે તે હોય એક જ હોય છે.

બ્રેનમાં cerebral cortex ની અંદર ન્યુઅરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરૉન્સને ભવિષ્યમાં કમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મેમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. જો કે વૈજ્ઞાનિકોને આના વધુ રહસ્યો હજુ શોધવાના બાકી છે.

જન્મથી અંધ લોકોમાં દ્ગષ્ટિને લગતી કોઈ છબી એમના બ્રેનમાં હોવી ના જોઈએ તે સ્વાભાવિક છે. છતાં એવા પુરાવા મળ્યા છે કે અમુક જન્મથી અંધ લોકો ચક્ષુગમ્ય કલ્પના કરી શકતા હોય છે. કદાચ એવું બને કે એમના માતાપિતા તો દેખતાં હોય છે ત્યારે અમુક દ્ગષ્ટિ વિષયક સ્મૃતિઓ એમના અંધ સંતાનને જિનેટિક કોડ તરીકે જિન્સમાં આપી ચૂક્યાં હોય એટલે ભલે અંધ હોય પણ ચક્ષુગમ્ય અનુભૂતિ માણી શકતા હોવા જોઈએ.

એટલે આપણો પુનર્જન્મ થતો ના હોય પણ આપણા અનુભવો, ગુણો, વિશિષ્ટ શક્તિઓ કે આવડત અને મેમરી આપણે જિનેટિક કોડ તરીકે વારસદારોમાં ટ્રાન્સ્ફર કરતા હોઈએ એટલે એવું લાગે કે આપણો પુનર્જન્મ થાય છે, એમ એ ધારણા મજબૂત બનતી જાય તેમાં કોઈ નવાઈ નહિ.. ઘરમાં કોઈ દાદા વર્ષો પૂર્વે મૃત્યુ પામ્યા હોય અને એ જ ઘરમાં કોઈ નવા બાળકનો જન્મ થાય તે મોટું થાય ત્યારે એની ગતિવિધિઓમાં પેલા દાદાના વર્તન જેવું સામ્ય જોઈ ઘણા બોલી ઊઠતા હોય છે કે દાદા ફરી જન્મ્યા લાગે છે.દાદા એમની વિશિષ્ટ આવડતોની મેમરી એમના જિનેટિક કોડ દ્વારા પૌત્રમાં આપી ચૂક્યા હોય અને પૌત્રમાં એના ચમકારા દેખાતા હોય તો પછી દાદા ફરી જન્મ્યા હોય તેવું લાગે જ ને?

એવું નથી લાગતું કે અલ્લારખાં સાહેબે એમની તમામ  Procedural Memories જિનેટિક કોડ દ્વારા ઝાકીરહુસેનમાં ભરી દીધી છે? અને ઝાકીરહુસેનનાં નાના ભાઈ તો વળી તબલા શું, પ્લાસ્ટીકની ડોલ આપો, ડબ્બા આપો કે થાળી ચમચી આપો ગમે તે આપો એમનું અદ્ભુત કૌશલ્ય બતાવતા જ રહે છે.

આનો એક અદ્ભુત પૂરાવો મને બ્લૉગ જગતમાં વડીલ મિત્ર જુગલભાઈના લખેલા એક લેખ જે અંગત અનુભવ આધારે છે તેમાં જણાયો.

જુગલકિશોર વ્યાસ પોતે ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે એમનો બ્લૉગ નેટ ગુર્જરી પોતે એક શાળા જ છે. એમણે મારો સ્મૃતિ જનમ પહેલાની કદાચિત્ વાંચ્યો હશે. બહુ વ્યસ્ત માણસ છે માટે ના પણ વાંચ્યો હોય. એમણે તે લેખમાં બચપણનાં અનુભવો લખ્યા છે. જુગલકિશોર હજુ સ્કૂલે ગયા નથી. શાળાનું પગથિયું ચડવાને હજુ વાર છે. કોઈ વડીલ સાથે શહેરના રેલવે સ્ટેશને બેઠાં હશે. ત્યાં કોઈ દુકાનનું ચીતરેલું પાટિયું એમને આકર્ષી ગયું. ઘેર આવીને કક્કો બારાખડી શીખ્યા વગરના બાળ જુગલે ‘કમલબિટરખસ’ એવું લખી બતાવેલું. કક્કો શીખ્યા વગરનું એ પહેલું લખાણ કઈ રીતે લખી શક્યા?

બ્રેનમાં cerebral cortex ની અંદર ન્યુરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરૉન્સને ભવિષ્યમાં કમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મેમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. આવો જિનેટિક કોડ જુગલભાઈને પિતા દ્વારા જિન્સમાં મળ્યો જ હોય એનું ડીકોડીંગ જુગલભાઈના બ્રેને કરી નાખ્યું હશે. અને કક્કો શીખ્યા વગરના બાળ જુગલે પેલાં બૉર્ડમાં લખેલો શબ્દ લખી નાખ્યો. લાઇફનું પહેલું કૉપિ પેસ્ટ…

બીજો દાખલો.. એમના પિતાજી સાહિત્યના શોખીન હતા. શાસ્ત્રો બહુ વાંચેલા અને ‘હવેલી સંગીત’નાં જાણકાર હતા. એક તો સંગીતજ્ઞનાં બ્રેઈન બીજા કરતા થોડા મોટા હોય. મેટ્રિક થતા પહેલા જુગલભાઈને લાઇબ્રેરીમાંથી કોઈ સર્જકનું શીખરીણી છંદમાં લખેલું કાવ્ય ખુબ ભાવી ગયું હશે. તેવા જ ભાવવાળું એક કાવ્ય લખીને પિતાશ્રીને બતાવ્યું. તો પિતાશ્રીએ એને વખાણ્યું. જુગલભાઈએ વટભેર કહી દીધું શીખરીણી છંદમાં છે. પિતાશ્રીએ જવાબમાં કહ્યું ખોટી વાત છે. શીખરીણી છંદમાં નથી. ત્યાં બેઠેલા ને એમણે શીખરીણી છંદ વિશેનું જ્ઞાન તત્કાલીન આપ્યું. ફક્ત અડધો કલાકમાં જુગલભાઈ શુદ્ધ શીખરીણીમાં રચના લઈને પિતાશ્રી સમક્ષ હાજર થઇ ગયા. એમનાં પિતાશ્રીએ આ જગ્યાએ બેચાર કલાક બગાડીને જો મને શીખરીણી છંદ શીખવ્યો હોત તો પણ હું એ છંદમાં કવિતા રચી શક્યો ના હોત તે હકીકત છે. અહીં સિમૅન્ટિક મેમરીનું ડીકોડીંગ થયેલું સ્પષ્ટ દેખાય છે.

બધા  હોશિયાર કવિતા કેમ લખી શકતા નથી? અને બધા કવિઓ છંદમાં કવિતા કેમ લખી શકતા નથી ? હા તમે પૂરતો રસ લઈને મહેનત કરો તો અવશ્ય કવિતા તે પણ છંદમાં લખી શકો. પણ અડધો કલાકમાં શીખરીણી શીખી અને એમાં જ કવિતા રચી નાખવી તે પેલી સિમૅન્ટિક મેમરીનું ડીકોડીંગ વધુ લાગે છે જે પિતાશ્રી દ્વારા જિન્સમાં મળેલી જ છે. હવે તમે જો રસ લઈ મહેનત કરી છંદમાં કવિતા કરવાનું શીખી જાવ તો શીખતી વખતે જે ન્યુઅરલ નેટવર્ક બનતું હશે તે સ્મૃતિઓ જિનેટિક કોડ વડે તમારા બાળકમાં જરૂર જવાની.. સિમૅન્ટિક મેમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી તેવું વૈજ્ઞાનિકો કહેતા જ હોય છે.

મારા પિતાશ્રી વકીલ હતા ને વાંચવાના ખૂબ શોખીન હતા પણ સાહિત્ય કરતા ફિલૉસફી બહુ વાંચતા. એ જમાનામાં છોકરાઓના હાથમાં ગુલશનનંદાની વેવલી પ્રેમકથાઓની પૉકેટ-બુક રહેતી ત્યારે મારા હાથમાં સસ્તી પડે માટે ઓશોની કહેલી શબ્દોમાં ઊતારેલી પૉકેટબુક રહેતી. અમારી તો સાત પેઢીમાં કોઈએ કવિતા શું જોડકણા પણ નહિ લખ્યાં હોય. લગભગ મારા દાદાશ્રીની પેઢીથી તલવાર ચલાવવાનું બંધ થયું હશે. બાકી આગળની બધી પેઢીઓ તલવાર ચલાવવાનો મુખ્ય બિઝનેસ કરતી હતી. હહાહાહાહાહાહા!!!

ટૂંકમાં સિમૅન્ટિક મેમરી વારસામાં મળી શકતી હોય છે તેનો પૂરાવો અહીં જુગલભાઈના દાખલા ઉપરથી મળે છે. અમેરિકામાં જન્મેલાં બાળકો માટે ગુજરાતીમાં બોલવું અઘરું પડતું હોય છે. ઘરમાં બોલાતું હોય તેટલું જ ગુજરાતી આવડે. તે પણ બોલતા લખતાં નહિ. અમેરિકામાં વસતા મિત્ર ચિરાગ પટેલે એમના દીકરાને ભારતમાં વડોદરા ભણવા મૂક્યો છે. અમેરિકામાં જન્મ્યા અને ૧૧ વર્ષ ઉછર્યા છતાં આ વર્ષે વડોદરા ભણવાનું શરુ કર્યું તો ગુજરાતી વિષયમાં ૧૦૦/૧૦૦ ગુણ લાવ્યો અને હિન્દીમાં લખી/વાચી/કવિતા ગોખી શકવાની ક્ષમતા પ્રગટી વળી, આ જ ઉંમરથી qbasicમાં કમ્પ્યુટરનાં પ્રોગ્રામ લખતો થઇ ગયો છે.આપણા પૂર્વજો બ્રેન વિષે ખાસ જાણતા નહોતા તો આવા દાખલાઓ પરથી પુનર્જન્મ વિષે ધારણા બંધી લેતા હોવા જોઈએ. હકીકતમાં આપણી હયાતીમાં જ આપણો પુનર્જન્મ આપણા બાળકો રૂપે થઈ જતો હોય છે.

 

 

 

 

 

 

 

 

Advertisements

12 thoughts on “સ્મૃતિ જનમ પહેલાની

  1. શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરતાં ઘણા બાળકોની અદ્વિતીય અને બુદ્ધિગમ્ય ન હોય તેવી ક્ષમતાનો અનુભવ થયેલ છે , ત્યારે એવું લાગે છે કે જાણે તેઓ શીખી ને જ જન્મ્યા છે.

    Like

  2. વાહ બાપુ !!!!! મસ્ત લેખ.

    ઘણા સમય થી એક સવાલ મનમાં હતો, ઘણાને પુછ્યો, પણ સૌએ પોતપોતાના જ્ઞાન પ્રમાણે જવાબ આપ્યો પણ મને સંતોષ થતો નહતો, આજે આ લેખથી મને જવાબ મળી ગયો.
    હું સૌને એ પુછતો કે જે પાલતુ ગાય કે ભેંસ, જે ક્યારેય જંગલમાં નથી ગઇ કે કોઇ પણ હિંસક પ્રાણી ને જોયેલ નથી કે તેની ગંધ થી પરિચીત નથી. તે પ્રાણી ની બાજુમાં ( લગભગ એક કીલોમીટર ના ઘેરાવામાં ) જો કોઇ સિંહ આવે તો તે પ્રાણી તેની ગંધ થી અને તેની હુંકાર થી ડરવા લાગે છે.
    આપના લેખથી મારા સવાલનૉ જવાબ મળી ગયો.

    આભાર.

    Like

  3. કાંગારું જેવું જ ઉદાહરણ , સામન માછલીઓનું પણ કહી શકાય . . . [ ઈંડા દુર જઈને આપે અને જન્મેલા બાળકો પોતાના મૂળ સ્થાને પરત ફરે ] પણ , ઓછે વધતે અંશે તેને સ્મૃતિ કહેવા કરતા વર્તણુકનું ક્ષેત્ર ન કહી શકાય ?

    Like

  4. પુનઃજન્મની વાત સ્મૃતિ સાથે સાંકળી શકાય તેમ નથી કારણ કે વૈજ્ઞાનિકોએ સંશોધન માટે એવી વ્યક્તિઓને પણ શોધી છે કે તેઓ બીજા દેશની પણ હોય. જીન્સમાં સ્મૃતિના વહનની વાત દાદા-પરદાદાની ટેવોની વાત સાથે તાર્કીક છે. હિન્દુ ધર્મ સિવાય અન્ય ધર્મોમાં પણ પુનઃજન્મની વાતો છે.

    Like

  5. ખુબ માહિતીપ્રદ લેખ. વરશાગત લક્ષણો કે અનુભવો પણ જીન્સ માં આવી શકે છે. અને તો જ સર્વાઈવ થવાના ચાન્સ વધુ ઉજાલા બને. સામુહિક ચેતના જે તે પ્રાણીજાતીએ ઉત્ક્રાંતિમાં કરેલા અનુભવોનો સરવાળો હોએ શકે.

    Like

  6. આપણને સત્ય જાણવામાં રસ હોતો જ નથી. પણ હું જે માનુ છું કે કહું છું તે જ સત્ય છે તે સાબિત કરવામાં વધુ રસ હોય છે.આપણે જે માનીયે છીએ તેને સમર્થન કરતું બધું શોધી કાઢીએ છીએ અને તે જ આપણે શોધતા ફરતા હોઈએ છીએ.અને તેથી જ આપણે ક્યારે સત્ય સુધી પહોંચી નથી શકતા.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s