પ્રેમપુષ્પનું રાસાયણિક પૃથક્કરણ
ચાલો પ્રેમના પુષ્પનું ડિસેક્શન કરીએ. પ્રેમ આંધળો છે કે આંધળા બન્યા વગર પ્રેમ ના થાય તેવા મહાવરા આપણે સાંભળીએ છીએ. પ્રેમ તો હ્રદયથી થાય દિમાગથી નાં થાય તેવું પણ સંભાળીએ છીએ. ખરેખર તો પ્રેમ દિમાગથી જ થાય છે. કારણ હૃદય તો માત્ર શરીરમાં લોહી ધકેલવાનો પંપ માત્ર છે. જેને આપણે પ્રેમ હ્રદયથી થાય તેવું કહીએ છીએ તે કહેવાતું હ્રદય પણ દિમાગના કેટલાક ભાગ જ છે. ગમે તે હોય પ્રેમ આ પૃથ્વી પરનું સૌથી અર્થસભર અને શક્તિમાન પરિબળ છે અને હોવું જ જોઈએ તેવું માનીને ચાલો દિમાગના દરિયામાં ડૂબકી લગાવીએ જ્યાં પ્રેમ પેદા થાય છે.
પ્રેમ અડિક્ટિવ છે, મતલબ વ્યસન જેવું છે. તમાકુ, ચા, કે કોફી પીવાની આદત પડી જાય તેવું પ્રેમનું પણ છે. ખાસ તો નવા નવા પ્રેમી પંખીડાઓ માટે પ્રેમ એક વ્યસન છે. કારણ પ્રેમ બ્રેનમાં ventral tegmentalarea (VTA) ને ઉત્તેજે છે જે dopamine નામના આનંદદાયક ન્યુરોટ્રૅનિઝ્મટરનાં ફુવારા બ્રેનમાં રહેલા રિવૉર્ડ સેન્ટરમાં છોડે છે, જે પ્રેમીઓમાં હળવી narcotic ઇફેક્ટ પેદા કરે છે. જે લોકો ભારે દુખાવામાં નર્કૉટિક પેએન કિલર ખાતા હશે તેમને ખબર હશે. આવી દવા ખાધા પછી હળવો નશો અનુભવાતો હોય છે. જે આનંદદાયક લાગતો હોય છે. અને લાંબા સમય સુધી આવી દવાનું સેવન કરવાનું મન થાય છે, તેની ટેવ પડી જાય છે. તે જ સમયે પ્રેમની અનુભૂતિ સ્ટ્રેસ હૉર્મોન norephinephrine પણ છોડે છે જે હાર્ટ રેટ અને બ્લડ-પ્રેશરમાં વધારો કરે છે જેની અસર methamphetamine જેવા અસરકારક addictive સમકક્ષ હોય છે.
પ્રેમ અબ્સેસિવ હોય છે તમારા મનનો કબજો બળજબરીથી લઈ લેતો હોય છે. જ્યારે તમારું દિમાગ મતલબ બ્રેન પ્રેમ ગ્રસિત હોય છે ત્યારે ન્યુરોટ્રૅનિઝ્મટર serotonin સ્ત્રાવમાં ઘટાડો થતો હોય છે. આ કેમિકલ તમને અચોક્કસતા અને અસ્થિરતાની મનોદશા સામે રક્ષણ આપે છે. હવે એમાં ઘટાડો થાય એટલે જ્યાં તમને ચોક્કસતા અને સ્થિરતા દેખાય ત્યાં નાના બાળકનો ઘૂઘરો રમવા બેસી જવાના. એક વ્યાખ્યા મુજબ પ્રેમ unpredictable કહેવાય છે. It’s a prime target for obsession. આપણે નથી કહેતા આનું કાઈ ઠેકાણું નહીં ગમે તે કરી નાખે. પ્રેમમાં પડેલો માણસ ગમે તે કરી નાખે. પ્રેમમાં પાગલ કે પાગલ પ્રેમી, પ્રેમાંધ કે પ્રેમ આંધળો છે જેવા શબ્દો એમાં જ ઉદ્ભવ્યા છે, જે સત્યની બિલકુલ નજીક છે.
પ્રેમ બેપરવા, અવિચારી, દુ:સાહસિક બનાવે છે. કમાન્ડ અને કંટ્રોલ કારણભૂત બ્રેનનો prefrontal cortex વિભાગ પ્રેમમાં નીચલાં ગિઅરમાં આવી જાય છે. તે જ સમયે threat-response system એટલે જોખમ સામે ચેતવણી આપતું ચાવીરૂપ amygdala પણ નીચલાં ગિઅરમાં આવી જાય છે. બંનેની સંયુક્ત અસર હેઠળ પ્રેમમાં પડેલો માનવી ગમે તેવા જોખમ લેવા તૈયાર થઈ જતો હોય છે પેલાં તુલસીદાસની જેમ. સીધાસાદા દેખાતા માનવી પણ પ્રેમની અસરમાં મરવા મારવા પર ઊતરી જતા હોય છે.
પ્રેમ(Love) અને કામેચ્છા(Lust) બ્રેનમા સાથે રહેતા હોય છે જરૂરી નથી એક જ વ્યક્તિ તરફ બંને સાથે અનુભવાય. પ્રેમ અને કામેચ્છા બંને જુદા જુદા હોય છે પણ બ્રેનમાં એકબીજા ઉપર હાવી થઈ જતા હોય છે. એકબીજામાં ગૂંથાઈ જતા હોય છે. બંને હાઇપર બનાવતા હોય છે અને બંને અડિક્ટિવ હોય છે. બંને બ્રેનમાં એક જ વિભાગો ઉપર અસર કરતા હોય છે. એટલે શરૂમાં પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ અનુભવતા હોઈએ છીએ. પણ જરૂરી નથી કે પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ જાગે. એવું પણ બને કે પ્રેમ એક વ્યક્તિ તરફ અનુભવાય અને કામેચ્છા બીજી વ્યક્તિ માટે જાગે. લાંબા સહજીવનમાં ભેદ ઊઘડી આવતો હોય છે.
લાંબા સહજીવનમાં કામેચ્છા ઓછી થતી જતી હોય છે અને પ્રેમ વધતો જતો હોય છે, ત્યારે બ્રેનમા ventral pallidum વિભાગમાં સક્રિયતા વધી જતી હોય છે જે long-term pair-bonding and attachment માટે કારણભૂત ઑક્સિટોસિન અને vasopressin જેવા રસાયણો સ્ત્રાવ માટે જવાબદાર હોય છે. આમ લવ અને લસ્ટ જુદા જુદા છે પણ એકબીજામાં ગૂંથાઈ જતા હોવાથી એમાં ભેદ કરવો મુશ્કેલ થઈ પડે છે. જેના પ્રત્યે લવ અનુભવીએ તેના પ્રત્યે લસ્ટ પણ જાગે છે. અને જેના પ્રત્યે લસ્ટ જાગે તેના પ્રત્યે લવ પણ જાગતો હોય છે.
લવ માટે ઑક્સિટોસિન જેવા વિશ્વાસ જગાવતા ન્યુરોકેમિકલ્સનું પ્રભુત્વ મહત્વનું છે જ્યારે કામેચ્છા માટે ટૅસ્ટાસ્ટરોન જેવાં male ન્યુરોટ્રૅનિઝ્મટરનું પ્રભુત્વ જરૂરી છે. સ્ત્રીઓમાં પણ આ હૉર્મોન થોડા અંશે હોય જ છે. જે સ્ત્રીઓમાં ટૅસ્ટાસ્ટરોન હૉર્મોન થોડા વધુ હોય તો એમની કામેચ્છા પ્રબળ હોય છે. લવ અને લસ્ટ વચ્ચેનો ભેદ સરળતાથી જાણવો હોય તો સમજો દીકરી પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ. માતા પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ..
જો દીકરીઓને ખૂબ પ્રેમ કરશો તો બંનેમાં ઑક્સિટોસિનનું લેવલ વધશે. દીકરીઓ વણજોઈતા પ્રેમના ચક્કરમાં ફસાતી બચશે. લસ્ટ ઘણીબધી સ્ત્રીઓ કે પુરુષો પ્રત્યે અનુભવી શકો પ્રેમ અમુક સ્ત્રીઓ કે પુરુષો પ્રત્યે જ અનુભવી શકો. કોઈ બુદ્ધ મહાવીર તમામ લોકો પ્રત્યે પ્રેમ અને કરુણા અનુભવી શકતા હોય છે અને એટલે આપણે તેમણે ભગવાન કહીએ છીએ.
પ્રેમમાં પડેલા પુરુષના visual cortex માં સ્ત્રીની સરખામણીએ ઍક્ટિવિટિ ખૂબ વધી જતી હોય છે. ભાઈના ડોળા ચકળવકળ થયા કરતા હોય છે. ચક્ષુગમ્ય બળદ…
પ્રેમમાં પડેલી સ્ત્રીઓ બધું વિસ્તૃત વિગતવાર યાદ રાખતી હોય છે. પ્રેમમાં પડેલી સ્ત્રીના બ્રેનમાં રહેલું hippocampus ખૂબ ઍક્ટિવ થઈ જતું હોય છે જે મેમરી સાથે સંલગ્ન હોય છે. આમેય પુરુષ કરતા સ્ત્રીઓનું hippocampus વધારે જગ્યા રોકતું હોય છે. એટલે પહેલો પ્યાર પુરુષ જલદી ભૂલી જતો હશે સ્ત્રીઓ જલદી ભૂલતી નહીં હોય. એટલે પ્રેમમાં પડેલી સ્ત્રીઓ જેતે સમયની સ્મૃતિઓ વધુ સારી રીતે યાદ રાખતી હોય છે. ઝીણામાં ઝીણી વસ્તુ કે બનાવ પણ એમને યાદ રહેતો હોય છે.
નૈના મિલાકે, નયન થી નયન મળે તો જાણે જાદુ થઈ ગયો. ગોરી તુને પાગલ બનાયા, આંખોમે જો કાજલ લગાયા..નયના બરસે રીમઝીમ..નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? આંખો વિષે અઢળક કવિતાઓ લખાઈ છે. અને લખાતી રહે છે. તાજાં જન્મેલા બાળકો માટે અને પ્રેમમાં પડેલા માટે Eye contact ભાવનાત્મક જોડાણ માટે મહત્વનો હોય છે. પ્રેમીઓ એકબીજાની આંખોમાં આંખો મેળવીને જોયા કરતા હોય છે. નજરથી નજર મળે અને પછી એક ભુવનમોહિની સ્મિત ફેંકાય ખલાસ પ્રેમી ઘાયલ થઈને ઢળી પડે. નજર પછી સ્મિત અને પછી અવાજનું માધુર્ય આગળ આવે. પ્રેમીઓના અવાજની ક્વૉલિટી પણ બદલાઈ જતી હોય છે.
અવિશ્વસનીયતા અને મનૉગમી ન્યુરોકેમિકલ્સ દ્વારા પ્રભાવિત થતી હોય છે. મનૉગમી અને Promiscuity વિષે વૈજ્ઞાનિકોને voles એક જાતના ઉંદર ઉપર સંશોધન કરતા ઘણી બધી મહત્વની માહિતી ઉપલબ્ધ થઈ છે. એક જાતના voles મનોગમસ હોય છે, મતલબ નર માદા જોડી બનાવીને રહે છે, એકબીજાને આખી જિંદગી વફાદાર રહેતા હોય છે. બીજા પ્રકારના voles જોડી બનાવતા નથી. પૉલીગમસ છે. હવે જિનેટિકલી બંને ૯૯ ટકા આઇડેન્ટિકલ છે. હવે વૈજ્ઞાનિકોએ પેલાં અવિશ્વસનીય પૉલીગમસ ગણાતા voles માં ઑક્સિટોસિન અને vasopressin નામના ન્યુરોકેમિકલ્સ જે વિશ્વાસવર્ધક ગણાય છે અને માનવોમાં pair-bonding માટે જવાબદાર ગણાય છે તે ઇન્જેકટ કરતા પેલાં કહેવાતા બેવફા ઉંદરો એકદમ વફાદાર બની ગયા અને જોડી બનાવીને રહેવા લાગ્યા, ટૂંકમાં મનૉગમસ બની ગયા.
Women and men can just be friends…(well, at least women think so). સ્ત્રી અને પુરુષ ફક્ત સારા મિત્રો ના બની શકે? બની શકે તેવું એટ-લીસ્ટ સ્ત્રીઓ વિચારતી હોય છે. પુરુષો મિત્રતા કરતા કૈંક વધુ ઇચ્છતા હોય છે. સ્ત્રીઓ એમના બ્રેનમાં સાદી મિત્રતા અને રોમૅન્ટિક લાગણીઓ ભેગી કર્યા વગર અલગ અલગ રાખી શકતી હોય છે. એટલે પ્રેમની દિવ્ય અનુભૂતિ સ્ત્રીઓ પામી શકતી હોય છે ત્યાં પુરુષો એને ચૂકી જતા હોય છે. પ્લેટૉનિક પ્રેમ સ્ત્રીઓ માટે શક્ય હોય છે માટે કોઈ મીરાં એના કૃષ્ણને ભજતી આખી જિંદગી એમજ વ્યતીત કરી શકતી હોય છે.
હા! તો મિત્રો પ્રેમનું પાયથાગોરસ પ્રમેય ઉકેલવાનો શક્ય પ્રયાસ કર્યો છે. ભારતીય માનસિકતા મુજબ પ્રેમ મહાન અને લસ્ટ ખરાબ છે તેવું ગણિત ગણવું જરૂરી નથી. ઉત્ક્રાંતિ માટે લવ અને લસ્ટ બંને મહત્વનાં છે. લસ્ટ વગર જેનિસ ટ્રાન્સ્ફર કરવા મુશ્કેલ અને લવ વગર ટ્રાન્સ્ફર કરેલા જિન્સ ઉછેરવા મુશ્કેલ.
સરળ સુંદર સમજુતી
સાથે 3D Brain Anatomy with Animation |
મૂકવા વિનંતિ
LikeLike
એકદમ સરસ લેખ! …આપની શબ્દયાત્રા યશસ્વી,પથદર્શક બની રહો..મને એક વાત આપની કાયમ ગમી છે તમારી લેખનની નિયમિતતા…હું માનું છું ગુજરાતીમાં વૈજ્ઞાનિક વિષયે લેખકો આંગળીના વેઢે ગણી શકાય એટલા માંડ છે…ત્યારે વાંચકોએ પણ વિજ્ઞાનીક લેખો તરફ રૂચિ દર્શાવવી જોઈએ….ક્યારેક શક્ય બને તો અન્ય વિષયે વૈજ્ઞાનિક લેખો તરફ પણ પ્રયાસ કરશો તો વાંચકોને વધુ લાભ મળશે..ઘણીવાર ગુજરાતી વાંચકો તેની ભાષામર્યાદાના લીધે (શ્રેષ્ઠ વૈજ્ઞાનિક માહિતી-સંશોધન અંગ્રેજી ભાષામાં હોય !) વિજ્ઞાનવિષયે નવું વાંચી શકતા હોતા નથી….આપની લેખનનિષ્ઠા,મહેનત અને સાતત્યને સલામ!!!
LikeLike
રોમેન્ટિક + સાયન્ટીફીક = ધીસ પોસ્ટ!!
પ્રેમ માં પડેલા માણસ ની ક્રિએટીવીટી માં પણ ફરક પડતો હશે?
કોઈ દિવસ વાંચન ન કર્યું હોય તેવા ઘણા પ્રેમીઓ ‘કવિતાઓ અને પ્રેમ-પત્રો’ પણ લખતા થઇ જતા હોય છે…. એનું રીઝન પણ જાણવાનો રસ છે….
LikeLike
શારીરિક આધાર વિના પ્રેમ ન થઈ શકે. શારીરિક આકર્ષણ સજાતીય હોય કે વિજાતીય. પ્રેમનો આધાર એ જ છે. મીરા જેવા કિસ્સા કેટલા?
LikeLike
Nice article with good references.
LikeLike
Raol saheb,
Eldum simple bhasha ma vistrut chhanavat chhe aa yo. Ane e pan Prem par – wah
Br
Gpj
Sent from BlackBerry®
LikeLike
સુંદર ફુલનું સૌંદર્ય શોધવા વિજ્ઞાનિકો લેબોરેટરીમાં તેનૂ ડિસેક્શન કરે તો ફુલોના રસાયણ તો સમજાય પણ સૌંદર્ય નહી. ગમેતેવા અને ગમે તેટલા રસાયણો ભેગા કરી ફુલનુ સૌંદર્ય ઊચામાં ઊચા વૈજ્ઞાનિકો પેદા નથી કરી શકતા. અને કદાચ એટલે જ ઈશ્વરનુ અસ્તિત્વ સ્વિકારાયું હશે.
LikeLike
very good article, very informative plus has carried out not before content. it seems look like swimming into sea of knowledge and capturing diamonds one by one…
LikeLike
વાહ વાહ !!!! મિત્રો પ્રેમનું પાયથાગોરસ પ્રમેય ઉકેલવાનો પ્રયાસ !!!!!!
LikeLike
🙂
LikeLike
રાઓલ સાહેબે હંમેશની જેમ ખૂબજ કોમ્પ્લેક્ષ વિષય સરળ ભાષામાં આગવી રીતે આપણા સૌ માટે રજુ કર્યો છે. માહિતી પ્રધાન લેખો માટે ખૂબ જ સંશોધન કરવું પડે અને યોગ્ય રીતે સંકલન કરીને લોક ભોગ્ય શૈલીમાં રજુ કરવું પડે. જય વસાવડા, ગુણવંત શાહ અને ભુપેન્દ્રસિંહ રાઓલ જેવી ક્ષમતા ભાગ્યેજ કોઈ ગુજરાતી લેખકમાં હશે. જો હોય તો મને ખબર નથી.
આજ વિષયમાં જો રસ હોય તો નીચેની લિન્ક પણ વાંચવા જેવી છે. ફરી એક વાર બાપુને ધન્યવાદ.
http://www.positscience.com/brain-resources/brain-facts-myths/brain-in-love
LikeLike
Women and men can just be friends…(well, at least women think so). સ્ત્રી અને પુરુષ ફક્ત સારા મિત્રો ના બની શકે? બની શકે તેવું એટ-લીસ્ટ સ્ત્રીઓ વિચારતી હોય છે. પુરુષો મિત્રતા કરતા કૈંક વધુ ઇચ્છતા હોય છે. સ્ત્રીઓ એમના બ્રેનમાં સાદી મિત્રતા અને રોમૅન્ટિક લાગણીઓ ભેગી કર્યા વગર અલગ અલગ રાખી શકતી હોય છે. એટલે પ્રેમની દિવ્ય અનુભૂતિ સ્ત્રીઓ પામી શકતી હોય છે ત્યાં પુરુષો એને ચૂકી જતા હોય છે. પ્લેટૉનિક પ્રેમ સ્ત્રીઓ માટે શક્ય હોય છે માટે કોઈ મીરાં એના કૃષ્ણને ભજતી આખી જિંદગી એમજ વ્યતીત કરી શકતી હોય છે.
LikeLike
ઉપરોક્ત રસાયણો ની તીવ્ર સક્રિયતા વાળા જ માનવો દુનિયાને કંઇક નોંધપાત્ર પ્રદાન કરતાં હોય છે .. બાકીના ખાલી જીવી જતાં હોય છે .
LikeLike
Premnu prutthakaran to aap jevaj kari shake. Aape kahyu tem—ghana basha kaikne kaik lakhe chhe pan sidhi sadi, gale utare evi bhashato aapanij. Saras ane asarkarak lekh.
LikeLike
…
લવ અને લસ્ટ વિષે ઘણું કહી શકાય ….
પરંતુ એનું બેસિક છે –
“લવ-પ્રેમની કાયમતા માટે એકબીજા પ્રત્યે “દિલમાં-માન” જોઈએ … જે પ્રેમને કાયમી બનાવે છે …
લસ્ટ માટે મન-ભાવન આકર્ષક શરીર જરૂરી છે … નહીતો પછી સંભોગ-સમયે પણ આંખો બંધ કરી બીજા-વ્યક્તિના સુડોળ કે સશક્ત શરીર સંભોગ-સાથીની કલ્પનાએ સ્ત્રી/પુરુષ ચરમ-સીમા સ્ખલન પામતાં હોય છે …”
LikeLike
આ લવ લસ્ટ બહુ અઘરો વિષય છે,દરેક વ્યક્તિએ વ્યક્તિએ એની વ્યાખ્યા અને એની અનુભૂતિ અલગ અલગ હશે.આ જીવન બહુ કિંમતી છે, કોઈ આપણને લવ કરે છે કે લસ્ટ છે એ પોસ્ટમોર્ટમ કરવા જઈએ તો સરવાળે લવ હોય કે લસ્ટ એને ગુમાવવું જ પડે.બીજુ, મને લાગે છે આપણી અપેક્ષા પ્રમાણે સામેની વયક્તિ પ્રેમ નથી કરી શક્તી એજ રીતે સામેની વ્યક્તિની અપેક્ષાએ આપણે ઉંણા ઉતરીએ છીએ…પ્રેમ અને અપેક્ષાની ખાઈમાંથી લસ્ટ આવતું હશે..(આ વાતે હું ખોટી જ છુ મને ખબર છે તો પણ લખ્યુ)
બાપુ…તમારો આ લેખ એકવરસ પહેલાં વાંચેલો એના કરતાં આજે વાંચવાની કઈક વધુ જ મઝા આવી હોં.
LikeLike