નાયક નહિ મહાનાયક હું મૈ….All Time Hero…

imagesCASVS5MKનાયક નહિ મહાનાયક હું મૈ….All Time Hero…
કોઈ વાર્તા, નાટક, કવિતા કે ફિલ્મના મુખ્ય પાત્રને આપણે નાયક કે હીરો તરીકે વર્ણવતા હોઈએ છીએ. આ એક સીધીસાદી વ્યાખ્યા છે. પણ હવે ભારતમાં તો હીરો શબ્દ ફિલ્મના મુખ્ય પાત્ર પૂરતો સીમિત બની ચૂક્યો છે. એમાય અમિતાભ બચ્ચન જેવા ખુબ સારા અભિનેયતાઓને લોકો સદીના મહાનાયક તરીકે ઓળખાતા થઈ ગયા છે. ખરેખર હીરો કોને કહેવાય? જેણે સમાજ માટે કોઈ બલિદાન આપ્યું હોય, જેણે સમાજ માટે કોઈ ઊચ્ચ આદર્શ સ્થાપ્યો હોય, જેનું સમગ્ર જીવન સમાજ માટે પ્રેરણારૂપ હોય, જે સમાજ માટે જીવ્યો હોય અને મર્યો હોય તેને હીરો કહેવાય. અહીં અમેરિકામાં હોલીવુડની ફિલ્મોના નાયકોને હીરો કહેવાનો ચાલ નથી. અમેરિકન મીડિયા પણ આ લોકોને હીરો કહેતું નથી. બહુ બહુ તો મૂવી સ્ટાર કહેતા હોય છે. અમેરિકન મીડિયા માટે એમના હીરો અહીંના સૈનિકો છે. હમણાં સુપર બોલ રમાય ગઈ. બાલ્ટીમોર અને સાનફ્રાન્સિસ્કો વચ્ચેની આ રમત જોવા આખું અમેરિકા ટીવી પર બેસી ગયું હતું. શરૂઆત સેન્ડીહુક સ્કૂલનાં બાળકોએ કોરસ ગાઈને કરી હતી. આ એ સ્કૂલનાં બાળકો હતા જે સ્કૂલમાં હમણાં ૨૦ ભૂલકાઓ સાથે ૨૬ જણની હત્યાનો દુઃખદ બનાવ બનેલો હતો. અમેરિકન ઓનર માટે ગીત ગવાતું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં લડી રહેલી અમેરિકન સૈનિકોની ટ્રૂપ બતાવવામાં આવી હતી. અહીંનું મીડિયા કે પ્રજા એમના સૈનિકોને કદી ભૂલતું નથી.
જેનું સમગ્ર જીવન એક આદર્શ હોય તેને હીરો કહીએ તે જ વધુ યોગ્ય છે કે નહિ? હીરો માટે મને ત્રણ પ્રકાર સૂજે છે. ૧) પરિસ્થિતિજન્ય (Situational Heroes), ૨) જીવનપર્યંત (Life-Long Heroes), ૩) ૨૬/૧૧ Heroes. આ પરિસ્થિતિજન્ય હીરો એવા હોય છે જે કોઈ ચોક્કસ સંજોગોમાં એમનું heroic બિહેવિયર બતાવી જતા રહેતા હોય છે અને ફરી કદી એમના વિષે સંભળાતું પણ નથી હોતું. દાખલા તરીકે કોઈ નદીમાં ડૂબી રહ્યું છે. આવો હીરો આવશે પાણીમાં કૂદી પડશે, ડૂબતાને બચાવી પાછો ભીડમાં ખોવાઈ જશે. લાઇફ લોંગ હીરો એવા હોય છે જેમનું સમગ્ર જીવન heroism માટે એક વસિયતનામા સમાન હોય છે. આમાં ગાંધીજી, સુભાષ, ભગતસિંહ, માર્ટીન લ્યુથર કિંગ, જ્યોર્જ વોશિંગ્ટન, લિંકન, નેલ્શન માંડેલા અને મધર થેરેસા જેવા અનેક આવી જાય.. ૨૬/૧૧ હીરો એવા હોય છે કે જેમણે કારકિર્દી જ એવી પસંદ કરી છે જેમાં એમણે કાયમ એમનું હેરોઈઝમ બતાવવું પડતું હોય છે. આમાં ફાયરફાઈટર, પોલીસ, મીલીટરીનાં જવાનો આવી જાય.

જીવનપર્યંત જે લોકો સામાન્ય જન માટે હીરો રહ્યા છે તેવી મહાન પ્રતિભાઓમાં નિર્ણાયક નિશ્ચયાત્મક બાબત એ રહી હોય છે કે આવા લોકો દ્રઢ મનોબળ ધરાવતા હોય છે સાથે સાથે ખુબ હિંમતવાળા હોય છે. દયાળુ, પ્રેમાળ અને ઉમદા સ્વભાવ ધરાવતા હોય છે. બુદ્ધિશાળી અને પડકારોને પહોચી વળવાની ગજબની તાકાત ધરાવતા હોય છે. મહત્વાકાંક્ષી અને જોખમ લેનારા હોય છે. અને સૌથી મહત્વની બાબત એ કે આવા લોકો પ્રમાણિક હોય છે. બધા હીરોમાં આ બધા ગુણો નાં પણ હોય પણ મોટાભાગના હીરોમાં મહત્તમ આ બધા ગુણો હોય છે. લોંગ લાઇફ હીરોને એક ખાસ રાજકીય વાતાવરણ બહુ પહેલેથી મળેલું હોય છે. મતલબ જાહેરજીવનમાં બહુ વહેલા પ્રવેશી ચૂક્યા હોય છે. માર્ટીન લ્યુથર કિંગ આવી મોટાભાગની ક્ષમતા ધરાવતા હતા. બીજા હીરો સાથે આવા હીરોની સરખામણી પણ થતી હોય છે અને એ રીતે એમના heroism ની ડેપ્થ પણ મપાય જતી હોય છે. માર્ટીન લ્યુથર કિંગને ગાંધીજી સાથે સરખાવવામાં આવતાં. ગાંધીજીને એમના માનસિક ગુરુ કહીએ તો પણ ચાલે.

હીરો પણ કાલક્રમે જુના થઈ જતા હોય છે. પછી પ્રજા નવા હીરોને પૂજવા લાગતી હોય છે. ગાંધીજી બહુ જુના નથી. એમને જોનારા ઘણા જીવતા પણ હશે. ઝાંસીની રાણી, તાત્યા ટોપે અને નાનાસાહેબ જુના થઈ ગયા. લિંકન અને જ્યોર્જ વોશિંગ્ટનની સરખાણીએ લ્યુથરકિંગ હજુ નવા કહેવાય. પ્રજામાં એના આવા હીરોની માહિતી કયા પ્રકારે અને કેટલી મળે છે તેના વિષે કેટલું જાણવા અને શીખવા મળે છે તે પણ મહત્વનું હોય છે. ગાંધી વિષે પાઠ્યપુસ્તકો કે ઐતિહાસિક પુસ્તકો દ્વારા કશું ભણાવવામાં જ નાં આવે તો નવી પેઢી ભૂલી જાય. ઇન્ટરનેટ, ટીવી, રેડીઓ, શાળાના પાઠ્યપુસ્તકો, મેન્ગેઝીન્સ વગરે દ્વારા એમની માહિતી વારંવાર લોકોમાં ફેલાતી રહે તો એમની પ્રસિદ્ધિ ટકી રહે.

ભારતમાં તો બહુ સરળ છે કે હીરોને ભગવાન બનાવી એનું મંદિર બનાવી દો હજારો વર્ષ લગી પૂજાતા રહેવાના.

અમેરિકાના સિવિલ રાઈટ્સ ઇતિહાસનું અમર પાનું એવા માર્ટીન લ્યુથર કિંગની ૩૯ વર્ષના હતા અને હત્યા થઈ ગયેલી. ગાંધીજીની પણ હત્યા થઈ ગઈ હતી. ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી તેવો રૂઢિપ્રયોગ કાયમ વાપરવામાં આવતો હોય છે. સામે દલીલ થતી હોય છે કે એકલાં ગાંધીજીએ આઝાદી નથી અપાવી, બહુ બધાનો એમાં ફાળો છે. આજે ગાંધીજી આવે અને એમને પૂછો તો તેઓ પણ એવું જ કહેશે કે ભાઈ મેં એકલાએ આઝાદી નથી અપાવી, બહુ બધા લોકોએ બલિદાન આપ્યા છે. મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે અને સમૂહનો એક નેતા હોય છે. એકલો નેતા પણ કશું કરી શકતો નથી. એના હાથ નીચે બીજી હરોળના અનેક નેતાઓ કામ કરતા હોય છે. ગાંધીજીએ આઝાદી અપાવી કહેનાર પણ જાણતો જ હોય છે કે એકલાં ગાંધીજી કશું કરી શકવાના નહોતા..આઝાદીના જંગમાં લડનારા લાખો લોકોને ગાંધીજીએ સબળ નેતૃત્વ પૂરું પાડેલું તે હકીકત છે. હવે જો એકલાં ગાંધીજીએ આઝાદી ના આપવી હોય તો આઝાદી વખતે જે કાઈ ખરાબ બને તેમાં એકલાં ગાંધીજી જવાબદાર ના હોય. ભાગલા પડ્યા, કોમી તોફાનોમાં લાખો લોકો મર્યા બધા માટે સહુ જવાબદાર હોય. કારણ સૌના સહિયારા પ્રયત્ને જ આઝાદી મળેલી. પણ આ બધા માટે એકલાં ગાંધીજીને જવાબદાર માની એમની હત્યા કરાઈ. લાગણીઓ ઉપર બુદ્ધિ અને તર્કનો કાબૂ નાં હોય ત્યારે આવી ગેરસમજ થતી હોય છે. જે ભારતની હંમેશાની નબળાઈ રહી છે.

સામાન્ય માણસમાં પણ ઘણીવાર અમુક સંજોગોમાં એમની અંદર રહેલો હીરો જાગી જતો હોય છે. મુંબઈના રેલવે સ્ટેશન પર ત્રાસવાદી મશીનગન વડે અંધાધૂંધ ગોળીઓ છોડતો હતો ત્યારે એક સામાન્ય પોલીસની અંદરનો ૨૬/૧૧ હીરો, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી જાગી ઊઠેલો. હાથમાં કશું હતું તો નહિ. ખાલી ખુરશીઓ ફેંકીને એણે પેલાંને ભગાડેલો અને પોતે ચારણી થઈને પડેલો. ત્યારે શનિવારે તેલ નાળિયેર ચડાવનારા હજારો હનુમાન ભક્તો પૂંછ દબાવીને ભાગતા હતા. અંધારાંમાંથી પસાર થવું હોય તો હનુમાન ચાલીસા ગાનારી પ્રજાને ફિલ્મોમાં બહાદુરી બતાવનારા હકીકતમાં બહાદુર હોય નહિ તેવા પાત્રોમાં એમનો હીરો જણાય તેમાં શું નવાઈ? imagesCA4DHHN5

6 thoughts on “નાયક નહિ મહાનાયક હું મૈ….All Time Hero…”

  1. સાચી વાત છે
    અમેરિકા માં રીયલ લાઈફ ના બહાદુરો ને હીરો માનવા નું ચલણ છે આપણે અહી એથી ઉલટું છે રીલ લાઈફ ના એકટરો ને હીરો માનીએ છીએ
    એટલું જ નહિ ગાંધી જેવા રીયલ લાઈફ ના હીરો ને ફક્ત કોંગ્રેસ પ્રત્યે ના દુર્ભાવ ના કારણે વિલન ચીતરવા ના પ્રયાસો થઇ રહ્યા છે
    ભૂલો કાઢવા બેસીએ તો કૃષ્ણ ની પણ નીકળે પણ એ ભૂલો કાઢ્યા પછી પણ એમના સારા કામો ને માન આપવું જોઈએ
    * બીજું આપણા ત્યાં સૈનિકો ને પહેલા પાળિયા બનાવી ને મહાન બનાવી દેવાતા હવે એમને પેટ્રોલ પંપ અને ૨૫/૫૦ લાખ આપી ને એમની શહીદી નું ઋણ ચુકવવા ના પ્રયાસો ચાલુ થયા છે ખરેખર એમની વીરતા અને બહાદુરી થી સામાન્ય વ્યક્તિઓ ને પરિચિત કરાવવા જોઈએ

    Like

  2. ———-
    દરેકે દરેક સ્ત્રી-પુરુષ હીરો-જ હોય છે … દરેક વ્યક્તિ કોઈને અંને-કોઈને જીવનમાં અસામાન્ય મદદ કરી જતો હોય છે અને ક્ષણિક હીરો પણ બની જતો હોય છે … જેમકે માતા-પિતા હંમેશા પોતાના સંતાનોને અસામન્ય રીતે પોતાના વ્યક્તિત્વ થી પણ ઘાને ઉપર જઈને તેનું જીવ-ઉજાળવા નો પ્રયત્ન કરતા હોય છે અને સંતાનો માટે તેઓ એક સાક્ષાત ‘હીરો’ તરીકે જીવન ભાર રહે છે … અને .. આ હિરોઈસમ સીમિત હોઈ શકે છે … પણ … જયારે એક વ્યક્તિ સમાજ કે દેશ માટે ‘કાઠું’ કાઢે છે ત્યારે-જ તે સમાજ કે દેશ દ્વારા હીરો તરીકે ની સ્વીકૃતિ પામે છે …
    ‘હીરો’ હંમેશા એક અસામાન્ય લક્ષને ભેદે છે અને હકારાત્મક પરિણામ કે વાતાવરણ સર્જે છે … દરેક વ્યક્તિ હીરો બની શકે જો તેઓ પોતાની તાકાય-વિચાર ને અમાપ-શક્તિશાળી સમજે અને અખૂટ આત્મ-વિશ્વાસ કેળવે … હિરોઈસમ કાયમ વિપરીત સંજોગો માં વધારે ઉજાગર થાય છે …
    ઉદાહરણ: 1.મણીનગરના સવિતાબેન કપડા ધોતા હતા અને અચાનક તેમની બાજુમાં રમી રહેલા 2-વર્ષીય પુત્ર ઉપર એક ખૂંખાર જંગલી-દીપડા એ હુમલો કર્યો અને મોમાં લઇ લીધો … અ જોઈને સવૈત્બેનમાં રહેલી માતાનું સંતાનને બચાવવાનું ઝનુન જાગ્યું … અને તમને તેમના હાથમાં રહેલા ધોકા વડે તે જંગલી-દીપડાની ધુલાઈ કરી નાખી અને દીપડો ગભરાઈને ઘરની અંદર ભાગ્યો અને એ સાથે-જ સવિતાબેને ઘરનો દરવાજો બંધ કરીને દીપડાને ઘરમાં પૂર્યો અને તે ‘માતા’ અસામાન્ય સંજોગોમાં અસામાન્ય બહાદુરી બતાવી એક ‘હીરો’ બની ગઈ … અને કેટલાય લોકોની પ્પ્રેરણા-મૂર્તિ બની રહ્યી … આ હતું વ્યક્તિગત અને સમય પુરતું હિરોઈસમ …
    2. જુજ રશિયન સૈનિકોએ જર્મનનીનાં તાકતવર 6ઠ્ઠા લશ્કરને કરારી હાર આપી આખા લશ્કરને બંદી બનાવ્યું … તેમાં તેમને જર્મન-લશ્કરનો પુરવઠો કાપ્યો અને પછી સ્તાલીનગાર્ડ-વેલીને ચારે તરફથી ઘેરી અને જર્મન-લશ્કર ઉપર માનસિક દબાવ પેદા કરી અને તેમને હરાવ્યા … આ હતું દેશ માટે ફરજ-નું હિરોઈસમ … જેની આપણા દેશના લોકો અને નેતાઓને કોઈ કીમતી નથી …
    મને હવે ચિંતા એ છે કે આપણા દેશને કોઈ હીરો મળશે ખરો?
    અને જો ‘હીરો’ મળશે તો તે હિંદુ હશે કે મુસલમાન હશે કે તે દલિત હશે કે સવર્ણ હશે?
    …. ‘હીરો’ જે પણ હશે … તેને મીડિયા પહેલા ચડાવશે … પછી તેને આક્ષેપોથી કલંકિત કરશે અને રાજ્કારનીયો પાસેથી પૈસા-ખાઈને ભારતીય-નાગરીકોની લાશો ઉપર જલસા કરશે!!!
    દોસ્તો … હવે જ્યારે પણ તમને દેશ માટે-મજબુત-હીરો દેખાય તો તેને જાત-ધરમ-પ્રાંત-ભાષાનો ‘ના’ સમજતા તેને તમારો આદર્શ સમજજો …નહીતો … હજી પણ રામલીલા-મેદાનમાં પોલીસ તમારું મનોબળ તોડશે અને અન્ના-ની-ટીમ પૈસા-સત્તાની લાલચે તોડશે … અને તમને મુર્ખ બનાવી તમારા હીરોને ફાંસીએ લટકાવશે …
    અને છેલ્લે – “પહેલા તમે જાતવાદ-ધરમ-પ્રાંતવાદ-ભાષાવાદ છોડી માનવ બનો … જો એમ કરી શકો તો હીરો તો તમે-જ છો …

    Liked by 1 person

  3. આ તો સ્વપ્નશીલ(ડ્રિમવાળો) મહાનાયક છે અને હતો,આપણી પાસે તો ડ્રિમ વગરના અન્નાનયકો છે પાઘડીદાર અને કેસરી ધોતીયાધારી યોગાસન કરતાં.ગમ્યો લેખ.

    Like

  4. બાપુએ સરસ લખ્યું. અમે ધ્યાનથી વાંચ્યું. ઘણું ગમ્યું. લાઈકમલાઈક પણ કર્યું. બાપુ આપભી હમારે હીરો હૈ હીરો.

    Like

Leave a comment