કિંગ જ્યોર્જ ત્રીજાએ એના અમેરિકન ચિત્રકાર બેન્જામીન વેસ્ટને પૂછ્યું કે આ જ્યોર્જ વોશિંગટન અમેરિકાની સ્વતંત્રતાની લડાઈ માનો કે જીતી જાય પછી શું કરશે? વેસ્ટે જવાબ આપ્યો કે “He will return to his farm.” બ્રિટનનો શહેનશાહ આશ્ચર્ય સાથે પોકારી ઊઠ્યો કે જો તે આવું કરશે તો દુનિયાનો સૌથી મહાન પુરુષ હશે. ડિસેમ્બર ૨૩, ૧૭૮૩ જ્યોર્જ વોશીન્ગ્ટન માઉન્ટ વેરનોન તરફ રવાના થઈ ગયા. એમની લડાઈમાં સાથ આપનારા ઘણા બધાએ એમને સત્તા ઉપર રહેવા જણાવ્યું, અને અમેરિકાના રાજા બનાવવા પણ તૈયાર થઈ ગયા હતા. સ્વતંત્રતા મળી ચૂકી હતી, હેતુ પૂર્ણ થઈ ચૂકયો હતો. ૧૩ વર્ષ પછી ફરી એમણે આ વાત દોહરાવી હતી. ૧૭૮૭મા એમને ફીલાડેલ્ફીયામાં ભરાનારા કોનસ્ટીટ્યુશનલ કન્વેન્શનમાં હાજરી આપવા મનાવી લેવાયા. નવું બંધારણ ઘડવાનું હતું. ૧૭૮૯મા તેઓ અમેરિકાના પહેલા પ્રમુખ તરીકે ચૂંટાયા. ૧૭૯૨મા ફરી પ્રમુખ બન્યા. ત્રીજી વાર એમણે પ્રમુખ બનવાનું નકાર્યું અને એમના ખેતરો તરફ પાછાં વળી ગયા. અબ્રાહમ લિંકન કહેતા કે તમારે કોઈ માણસના ચારિત્ર્યની પરીક્ષા કરવી હોય તો એને સત્તા આપી જુઓ, પાવર આપી જુવો. બે વાર જ્યોર્જ વોશિંગટન સત્તા અને વર્ચસ્વ છોડીને મહાન પુરુષોની હરોળમાં આજે પણ અડીખમ ઉભા છે.
મહાત્મા ગાંધીજીએ પણ આજ કર્યું હતું. ફરક એટલો છે કે વોશિંગટને જરૂર પડે સત્તા સંભાળી, દેશને સ્થિર કર્યો અને પાછાં વળી ગયા. સફળ નેતૃત્વના આ બે અજોડ દાખલા છે. નેતૃત્વ અને સત્તાનો ફરક અહીં દેખાય છે?
૧૭૯૯મા વોશિંગટન મૃત્યુ પામ્યા, જે વર્ષે નેપોલિયન બોર્નાપાર્ટ ફ્રાન્સના શહેનશાહ બન્યા. સત્તા મેળવવાનું પાગલપન એમને આખા યુરોપ ઉપર ચડાઈ કરવા પ્રેરી ગયું. તે કહેતા કે “Power is my mistress .” કોઈ એને મારી પાસેથી છીનવી નહિ શકે. પછીનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. સત્તાનો દુરુપયોગ ખાલી રાજકારણીઓ કે વિજેતાઓ કરતા હોય છે તેવું પણ નથી, સત્તાનો દુરુપયોગ મેનેજર્સ, પતિપત્ની, માતાપિતા સાથે લિસ્ટ ઘણું લાંબું બનશે. નેતૃત્વ ટકાવી રાખવાની લાલચ આ દુરુપયોગ કરાવતી હોય છે. સત્તા મેળવવાની લાલચ ભ્રષ્ટ બનાવતી હોય છે. ક્યારેક લઘુતાગ્રંથિનું પરિણામ પણ હોય છે. આને નેપોલિયન કૉમ્પ્લેક્સ પણ કહેતા હોય છે, જે કોઈને કોઈના ઉપર કંટ્રોલ કરવા માટે દોરતો હોય છે, આજે એને Control Freak કહેતા હોય છે. થોમસ જેફરસન કહેતા કે સાચા નેતાને એના સાથી નાગરિકો ઉપર સત્તાની કસરત કરવામાં આનંદ આવતો નથી. સાચા નેતાનું એક લક્ષ્ય હોય છે. પોતાના વિષે ઉંચો ખ્યાલ અને આત્મવિશ્વાસ ધરાવતો સાચો નેતા પોતાના સ્વાર્થ માટે બીજાને હાની પહોચાડતો નથી. સાચા નેતાનું લક્ષ્ય એના સમૂહનું લક્ષ્ય હોય છે, ભલે પછી સમૂહ કંપની હોય, જ્ઞાતિનું મંડળ કે પછી દેશ હોય. જો તમને નેતા બનવાની ઇચ્છા જાગી હોય તો પહેલા ચકાસી લો કે તમારે કોઈ ધ્યેય હાંસિલ કરવું છે જે તમારા સમૂહનું હોય કે ખાલી પાવર અને પોજીશન જોઈએ છે?
સત્તા, પાવર અને પોજીશન સાથે સેક્સનું કનેક્શન આપણે જાણીએ છીએ કે સહજ છે. ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન આનો જવાબ આપી ચૂક્યું છે. સમાજના આધાર સ્તંભ ગણાતા લોકો સેક્સ સ્કેન્ડલમાં કેમ સપડાતા હશે? સત્તા, સેક્સ અને પૈસા આ ત્રણનું ગઠબંધન અજબ છે. અમેરિકાના રાજકારણમાં જુઓ. Congressmen Weiner, Gingrich, અને Foley, Senators Edwards, Vitter, Ensign, અને Craig, Governors Sanford, Spitzer, Blagojevich, અને Schwarzenegger આતો થોડા નમૂના છે. Wall Street તપાસો Bernie Madoff અને Ken Lay, Arthur Anderson, Dominque Strauss-Kahn , Hollywood તપાસો Mel Gibson, Charlie Sheen, OJ Simpson, Jesse James. ખેલ જગતમાં ટાઈગર વુડ અને ભારતના દાખલા આપણે જાણીએ છીએ.
જે લોકો પબ્લિક ફિગર હોય છે તેને અહં પ્રેમી બનવું કે આત્મશ્લાઘામાં રાચવું પોસાય નહિ. છતાં આવી પ્રસિદ્ધ વ્યક્તિઓ Narcissistic mindset ડેવલપ કરી લેતા હોય છે. એક તો પબ્લિક ફિગર બનવું એટલે કોઈનું ધ્યાન એમની તરફ સતત ખેંચાય તેવી ઇચ્છા હોય. એકવાર પબ્લિક ફિગર બની ગયા પછી લોકોથી બચવા નોકરચાકર અને રક્ષકો વડે ઘેરાયેલા રહેવું. આમ narcissistic bubble માં ઘૂસી ગયા. બીજું રોજંદા લાઇફના તણાવમાંથી મુક્ત, તે કામ બીજા નોકર વર્ગ કરી લે. ત્રીજું મીડીયાનું સતત એમની તરફ ધ્યાન. મીડિયા આખો દિવસ એમની પાછળ લાગેલું હોય. એટલે એવું લાગે કે હું ખૂબ મહત્વનો છું. ચોથું ખુશામત કરનારાઓનો પાર રહે નહિ. પાંચમું સફળ સેલીબ્રીટી, ખેલાડીઓ, અને રાજકારણીઓ ખૂબ ધન રળતા હોય છે. અને પૈસા વડે કશું પણ અને ક્યારે પણ ખરીદી શકાય છે. આમ સત્તા બને ભ્રષ્ટ અને પછી સેક્સ સ્કેન્ડલ શરુ.
ઓસ્કાર વિનર ફિલ્મ ડાયરેક્ટર Roman Polanski આજે ૭૬ વર્ષનો છે, ત્રીસ વર્ષ પહેલા ૧૩ વર્ષની મોડેલ પર રેપ કરેલો તે બદલ પકડાયો હતો. ૬૮ વર્ષનો લેજન્ડરી રોક મ્યુઝિક પ્રોડ્યૂસર Phil Spector, Lana Clarkson નામની અભિનેત્રીનું ખૂન કરવાનાં ગુનામાં સપડાયો હતો.
સત્તા જ્યારે ભ્રષ્ટ બને ભલે પછી ઘરમાં હોય, બહાર હોય કે ગામ કે દેશમાં હોય સરમુખત્યારશાહી આવે ત્રાસવાદ ઊભો થવાનો અને ઘરેલું હિંસા પણ ઊભી થવાની. ગ્લોબલ ટેરરીઝમ એટલે ડોમેસ્ટિક વાયોલન્સનો મોટો પ્રકાર. ત્રાસવાદીઓ લોકોને એવી રીતે જ ત્રાસ આપતા હોય છે જેમ કે ઘરમાં કોઈ હિંસક પતિ એની પત્ની કે બાળકો પર જુલમ કરતો હોય. રાજકીય જેહાદીઓની ત્રાસ આપવાની મેન્ટાલીટી નિર્દોષ લોકોના ખૂન કરાવતી જોવા મળે છે. ડિક્ટેટર વળી એના દેશના નાગરિકો ઉપર ત્રાસ વર્તાવતો હોય છે. મૂળ એમનો હેતુ બીજા લોકો પર કંટ્રોલ કરવાનો હોય છે. એમના રસ્તા સાચા અને એમનું નિશાના પર હોય તેનો રસ્તો ખોટો છે તેવું માનતા હોય છે. ધીમે ધીમે ફીજીકલી હિંસા ઉપર ઊતરી આવવું. અને પછી હત્યા ઉપર આવી જવું. આવી માનસિકતા બચપણથી શરુ થઈ જતી હોય છે. એક તો ઘરમાં હિંસાનું વાતાવરણ હોય. માતાપિતા દ્વારા બાળકો ઉપર ત્રાસ થતો હોય. બાળકો જે પીડા ભોગવી હોય તે પીડા બીજાને આપવાનું શીખતા હોય છે. ત્રાસ વેઠનાર ભવિષ્યમાં ત્રાસ આપનાર બની જતો હોય છે. ઘરમાં રોજ જે દેખાતું હોય તે નૉર્મલ છે તેવું જણાતું હોય છે. પતિ રોજ પત્નીને ઝૂડતો હોય તો રોજ જોનારા બાળકોને આ ઘટના સહજ લગાવી સંભવ છે.
પાકિસ્તાન, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં ઘરેલું હિંસા સામે કોઈ સખત કાયદા છે નહિ. ધાર્મિક સ્કૂલમાં જિહાદના નામે હિંસા શીખવતી હોય છે. ઘરમાં પ્રેમ, સહકાર, વિશ્વાસ અને અહિંસાનું વાતાવરણ હોય તો બાળકો પણ એજ શીખશે. સેક્સ અને પાવર હિસ્ટેરીયા અને ટેરરીઝમનાં મૂળ છે.
વિક્ટોરિયન યુગમાં બ્રિટનમાં ખૂબ મર્યાદા પાલવમાં આવતી. સ્ત્રીઓને ખાલી વસ્તુ કે રમકડું સમજવામાં આવતી. સ્ત્રીઓ પાસે ખાસ લીગલ પ્રૉપર્ટી રાઈટ્સ હતા નહિ. સ્ત્રીઓને માનવ નહિ પણ સુંદર ડ્રેસમાં સજ્જ ઢીંગલી વધુ ગણવામાં આવતી. સ્ત્રીઓને થોડું આપો, ક્યારેક જ આપો અને પરાણે આપો. બસ અહીં હિસ્ટેરીયા શરુ થયો. Sigmund Freud આના ઇલાજ માટે એક નવી ટેક્નિક શોધી કાઢેલી “talking cure” .બચપણમાં વેઠેલી પીડાઓ વાતો કરીને બહાર કાઢવી. જે સ્ત્રીઓએ બચપણમાં જાતીય સતામણી ભોગવી હોય તેને એક તો પાવરલેસનેસ વર્તાય અને બીજું પોતે સાવ નિર્બળ છે નાજુક છે તેવું અનુભવતી હોય છે. એનાથી સેક્સ પ્રત્યે પ્રતિકૂળ વલણ પેદા થાય અથવા સેક્સ પ્રત્યે વધારે પડતું ધ્યાન પેદા થાય. હવે છોકરાઓમાં જો બચપણમાં જાતીય સતામણી ભોગવી હોય તો આખી જીંદગી ક્રોધ મનમાં રહે, અને સત્તાધારી સામે એક બદલો લેવાની ભાવના પેદા થાય. અને એવું નક્કી કરવા માંગતા હોય જાણે કે તેઓ પણ ડોમિનન્ટ બની શકે છે. ઇસ્લામિક દેશોમાં સ્ત્રીઓનું સ્ટેટ્સ નીચું છે. બચપણમાં જાતીય સતામણીનો ભોગ છોકરા છોકરી બંને બનતા હોય છે અને જાતીય આનંદને દબાવી રાખવાનું વલણ આ બધું ભેગું થઈને ત્રાસવાદનાં વૃક્ષ માટે ફળદ્રુપ જમીન છે. સ્ત્રીઓને મારવાનું સહજ છે, કોઈ સવાલ ના જોઈએ. વેસ્ટર્ન વર્લ્ડમાં ક્રાઇમ અને પીડોફીલીયા કહેવાય છે ત્યાં પૂર્વ અને મધ્ય પૂર્વના દેશોમાં કોઈ ગણકારતું પણ નથી.
Dr. Tawfik Hamid નામના એક ડોકટરે બે પુસ્તકો લખ્યા છે The Roots of Jihad and Inside Jihad તેઓ ઈજીપ્તમાં મેડિકલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે ટેરરીસ્ટ ઑર્ગનિઝેશન સાથે જોડાયેલા હતા. આજે તેઓ ઇસ્લામિક સ્કોલર તરીકે વોશિંગટનમાં ટેરરીઝમ પોલિસી કન્સલટન્ટ છે. ટેરરીસ્ટ મુવમેન્ટ માટે કઈ રીતે યુવાનોને કન્વીન્સ કરવામાં આવે છે તે તેઓએ જાતે અનુભવેલું છે. ઍક્સ્ટ્રીમ સેકસુઅલ ફ્રસ્ટ્રેશન ભોગવતા યુવાનો જલદી શિકાર બની જતા હોય છે. એક તો લગ્ન વગર સેક્સ ભોગવવા નાં મળે અને આર્થિક અસમર્થ ૪૦ વર્ષ સુધી લગ્ન થયા ના હોય. મૃત્યુ પછી ૭૨ સુંદર કુંવારી છોકરીઓ એમની રાહ જોતી હોય.

આમ કરપ્ટ સત્તા, પાવર અને પૈસો સેક્સ તરફ ઢસડી જાય છે અને વિકૃત સેક્સ ત્રાસવાદ તરફ ઢસડી જાય છે. બ્રેઈન પાછલાં અનુભવોનું ભવિષ્યની યોજનામાં નિરૂપણ કરતું હોય છે. એક ઉંદરને ખોટા રસ્તે પનીરનો ટુકડો લેવા જતા કરન્ટ આપીએ તો તે શીખી જાય છે કે હવે તે રસ્તે જવું નહિ. નેતાઓ પણ આવી રીતે શીખી શકે છે કે જો કાયદો તોડીશું તો મુશ્કેલીમાં મુકાઈ જાશું.
“Absolute power corrupts absolutely.”
એક ઉંદરને ખોટા રસ્તે પનીરનો ટુકડો લેવા જતા કરન્ટ આપીએ તો તે શીખી જાય છે કે હવે તે રસ્તે જવું નહિ. નેતાઓ પણ આવી રીતે શીખી શકે છે કે જો કાયદો તોડીશું તો મુશ્કેલીમાં મુકાઈ જાશું.
વાહ બાપુ !! મજા આવી,
નેતૃત્વ, સડેલી સત્તા, સેક્સ અને ત્રાસવાદ. આ બધુ સમાનાર્થી ( એક બીજા સાથે જોડાયેલું ) જ હોય છે. ( અપવાદ અલગ બાબત છે ).
LikeLike
દેવદત્ત ભાઈ આતો મનોવૈજ્ઞાનિકો ઉંદરો ઉપર પ્રયોગો કરતા હોય છે. આપણે આવા પ્રયોગો નેતાઓ ઉપર કરવા જોઈએ. કરન્ટ આપવો જોઈએ. આભાર.
LikeLike
i am too small to comment on your blogs.how everi enjoy it.
LikeLike
સુરેશભાઈ એવું સમજશો નહિ, આપણે બધા સરખા જ છીએ. આપની સહમતી અને અસહમતીમાં પણ પ્યાર છલકાતો જોઈ શકું છું. આભાર ભાઈ.
LikeLike
મનોવિજ્ઞા્ન અને ઇતિહાસના અભ્યાસપૂર્ણ દ્રુષ્ટાંતો સાથે રાજકારણ નેતૃત્વ અંગે સ રસ લેખ.
કેટલીક વિગતો બે ત્રણવાર વાંચી ત્યારે ખ્યાલ આવ્યો!
મનોવિજ્ઞાને નેતાનાં લક્ષણો અનેક આપ્યાં છે. જેમાં બહિમુર્ખતા, અંદરનો ધક્કો, ચુંબકીય વ્યક્તિત્વ, વકતા, સંગઠક, વર્તન થકી ઉદાહરણરૂપ બનનાર, ઊંડી સમજશક્તિ, પહેલવૃત્તિ, માર્ગદર્શન આપવાની ક્ષમતા, વિકટ સ્થિતિમાં હિંમત રાખનાર, પ્રજાને સધિયારો આપનાર , પ્રજાની લાગણીને વાચા આપનાર એવા લગભગ એંસી લક્ષણો ગણાવ્યાં છે.
કેટલાક એચીવમેન્ટ મોટિવેશન અને આંત્રપ્રિન્યોરશિપથી નેતા બની સંતાનને વારસામાં આપે તે ઈતિહાસ જોઇએ તો ચોથી પેઢીએ નાશ પામે…અમેરિકા અંગે પરીક્ષા પુરતા અભ્યાસમા ન જાણેલી વિગતો જાણી અનિચ્છનિય.
સત્યો અંગે નવી દ્રુષ્ટિ મળી.
LikeLike
બહેનજી ખૂબ ખૂબ આભાર. આ ચોથી પેઢીએ નાશ પામે વાળી વાત ભારતીય રાજકારણમાં લગાવી શકાય તેમ છે કે નહિ? ગાંધીવાદી પેઢી હવે રહી નથી રાજકારણમાં, સારા લોકો રાજકારણને ડર્ટી સમજે છે અને ડર્ટી લોકોએ રાજકારણ કબજે કરી લીધું છે.
LikeLike
The best one on your blog!
અબ્રાહમ લિંકન કહેતા કે તમારે કોઈ માણસના ચારિત્ર્યની પરીક્ષા કરવી હોય તો એને સત્તા આપી જુઓ, પાવર આપી જુવો. —.Awesome and so meaningful.
જો તમને નેતા બનવાની ઇચ્છા જાગી હોય તો પહેલા ચકાસી લો કે તમારે કોઈ ધ્યેય હાંસિલ કરવું છે જે તમારા સમૂહનું હોય કે ખાલી પાવર અને પોજીશન જોઈએ છે?—— kaash, Bharat naa thoda pan rajkaranio aavu vichari ne amal maa muki shake!!!
Raolji…. really liked your blog’s background and flurries of snow… too good!!
LikeLike
મીનલ,
ખૂબ ખૂબ આભાર બ્લોગની મુલાકાત બદલ. ભારતનું રાજકારણ સાવ સડી ચૂક્યું છે. દેશનો અહીં પણ અંગત સ્વાર્થ અને રસ્ હોય છે. ગાંધીજી સમયની પેઢી હવે કાળના અતલ અંધકારમાં ગરક થઇ ચૂકી છે, પછી કોઈ નેતા લાયક રહ્યો નથી. પોલીટીક્સ ડર્ટી નથી, પણ સારા માણસોને એમાં જવું નથી, અને ડર્ટી લોકોની ગેઇમ બની ચૂક્યું છે.
LikeLike
“નેતૃત્વ, સડેલી સત્તા, સેક્સ અને ત્રાસવાદ.” ખૂબ જ સુંદર વિશ્લેષણ કર્યુ છે. અભિનંદન !
LikeLike
આભાર ભાઈ.
LikeLike
દરેક રાજપુરુષોએ કયાં અટકવું એ શીખી લેવું જોઇએ. અને સમય આવ્યે પોતાના જૂના ખેતરો તરફ વળી જવું જોઇએ. મહાત્માઓ મૌન રહે એ પાપ છે. એની ભૂલ યુગીન શ્રાપ બને છે. આખી પેઢી જ નહી, લાંબો સમય એના કોઢ ના પ્રકોપ નો શિકાર બને છે. …….નેતૃત્વ ભમિબંધુત્વની દાઝ માંથી પેદા થાય. તેમાં અસમાનતા એ સડો છે. જે સેકસની ભૂંડાપણાથીયે ખૂબ બૂરુ છે. વહીવટ કરવા માંથી પલાયન કરતો શાસક હીજડો હોય છે, જે બધી સાવઁજનિકતાને ખાનગી કરવા તરફ ફંટાઇ છે. એને કેવળ સતા ગમે છે, એ સડેલા ઇંડાની ત્રીજી કિસ્મતનું અનૌરસ બીજ સમાન છે. વહીવટ કરવા માંથી પલાયન કરતો શાસક સતાને સડવે છે……રાજઅનૈતિકતાની ભ્રષ્ટતા, ધમઁઅનૈતિકતાની ભ્રષ્ટતા, સમાનબંધુતાની અનૈતિકતાની ભ્રષ્ટતા, આથિઁક અનૈતિકતાની ભ્રષ્ટતા……શરીરની ભૂખની અનૈતિકતાની ભ્રષ્ટતા ક્યાંય ઓછી છે. કારણ કે પુરુષનાં જીન્સ જ એને બેવફા બનાવે છે. જે ખૂબ લાંબો ઇતિહાસ પણ ધરાવે છે, જેની સામે કોઇ નપુંસક તકઁ હારી જવાનો. કારણ કે ઉગવું એ ક્યા બીજ માટે અનૈતિકતાની ભ્રષ્ટતા હોય? સેકસ થી હારેલો ધમઁ નહી પણ ડરેલો ધમઁ, સેકસ થી હારેલો ધમઁ નહી પણગુમરાહ થયેલો ધમઁ ત્રાસવાદને સંડાસની ઓરડીમાં જણે છે.કારણ કે ખાનગીબંધુત્વ એ શેતાનનો મળ છે. ખૂલ્લું અને સમ્યક બંધુત્વ પરમ તત્વનું ઓઝોન છે, કારણકે એ તમામ સ્વ-અહંકાર કેન્દ્રો અને તમામ સ્પંદન શકિતપાતોનું શૂન્યવકાશ છે. મારો આ મત તમામ અંતિમ સત્યોનાં ગભઁદ્રવારને ચૂમે છે. અને એ ચૂમવા જશે અને એ જશેજ!!
LikeLike
અભિગમ મોરી સાહેબ ખૂબ ખૂબ આભાર, ભાઈ પ્રતિભાવ વાંચી મજા આવી ગઈ.
LikeLike
સારૂં અને જાણવા જેવું મળ્યું. જ્યોર્જ વૉશિંગ્ટન સત્તાને ઠોકરે ચડાવતા રહ્યા તે ખબર નહોતી. આવું બીજું કોઈ ઉદાહરણ હોય તો ડૉ. નેલસન મંડેલા.
LikeLike
મોર્ગન ફ્રીમેન ના અભિનય વાળું નેલ્શન માંડેલા વાળું મુવી જોવા જેવું છે. આવા નેતાઓ બહુ ઓછા હોય છે.
LikeLike
you may read this articles.
http://en.wikipedia.org/wiki/Khajuraho_Group_of_Monuments
http://en.wikipedia.org/wiki/Religion_and_sexuality
http://articles.moneycentral.msn.com/CollegeAndFamily/LoveAndMoney/MoreMoneyBetterSex.aspx
http://www.webmd.com/sex-relationships/features/sex-and-happiness
LikeLike
wah!! great!! haji 3-4 vaar vanchvu padse!!
LikeLike
Bhupendra bhai,
Enjoyed reading the “નેતૃત્વ, સડેલી સત્તા, સેક્સ અને ત્રાસવાદ.”
થોમસ જેફરસન કહેતા કે સાચા નેતાને એના સાથી નાગરિકો ઉપર સત્તાની કસરત કરવામાં આનંદ આવતો નથી. સાચા નેતાનું એક લક્ષ્ય હોય છે. પોતાના વિષે ઉંચો ખ્યાલ અને આત્મવિશ્વાસ ધરાવતો સાચો નેતા પોતાના સ્વાર્થ માટે બીજાને હાની પહોચાડતો નથી. સાચા નેતાનું લક્ષ્ય એના સમૂહનું લક્ષ્ય હોય છે, … I like this. It needs to grow on Indian Politicians.
Thank you for sharing it
LikeLike
વાહ !
જો કે એક વાત છે, ઉંદર પાસે તો બુદ્ધિ ના હોય ને ! એટલે એ અનુભવને આધારે ફરી ખોટા માર્ગે ના જાય. કુછંદે ચઢેલા રાજકારણીઓ (આમ તો ન્યાય ખાતર કહેવું જોઈએ કે માણસો) પાસે તો વળી બુદ્ધિ પણ હોય ! એક વખત કરંટ લાગશે છતાં ફરી ફરીને એ માર્ગે (ખોટા) જશે જ, હા હવે તેઓ રબ્બરનાં મોજાં વગેરે જેવાં સલામતીના સાધનો સાથે લઈને જશે !!
એક જ્ઞાનિએ ગામડાના અબૂધ (પ્રમાણમાં અબૂધ, પણ માણસ તો ખરા જ !) અને વ્યસનોથી ઘેરાયેલા લોકોને ભેળા કરી એક બાલદીમાં શરાબ ભરાવ્યો અને એક ગધેડા સામે બાલદી મુકી. ગધેડામાં તો કંઈ અક્કલ મળે નહીં, તેથી મોં બગાડી ચાલતો થયો !! હવે પેલા જ્ઞાનિજને લોકોને સવાલ કર્યો કે; આ પરથી તમે શું શિખ્યા ? લોકોએ (એ તો હજુ અબૂધ લોકો હતા હોં !) કહ્યું કે, મહારાજ માત્ર ગધેડા હોય તે જ આ શરાબ ન પીએ !!!!
અહીં લાંચ, રુશ્વત, ભ્રષ્ટાચાર, કૌભાંડ એવું ઘણું ઘણું શરાબની જગ્યાએ મુકી શકો છો, પરંતુ યાદ રાખો, સામે અબૂધ લોકો નહીં બુદ્ધિશાળી વર્ગ હશે !! થપ્પડનો રસ્તો સિક્યુરીટી વધારીને (આપણે જ પૈસે !) શોધી કાઢશે. 🙂
ઘણો જ મજેદાર, પરંતુ બે-ચાર વખત વાંચ્યે સમજવો સરળ થાય તેવો લેખ. આભાર.
LikeLike
આભાર અશોકભાઈ. સરળતમ લખવા પ્રયત્નો કરતો હોઉં છું.
LikeLike
શ્રી અશોકભાઈ એ સાચી વાત કહી. હજારો વરસોથી આપખુદ સત્તાધારીઓ નિષ્ફળ ગયા છે છતાં કોઈ તેમાંથી પાઠ શીખતા નથી. નવા નવા સરમુખત્યારો પેદા થયા જ કરે છે. શિક્ષાના ભયથી પણ કોઈ અટકતા નથી.
LikeLike
યથા રાજા તથા પ્રજા તે મુજબજ આજે અમેરિકા મહાન દેશ છે
આપણને કાયમ સારા નેતાઓની ખોટ છે તથાકથિત ધર્મના દમ્ભમાંથી
બહાર આવીને વાસ્તવમાં સાચા ધર્મ પ્રમાણે જીવવાનું વેસ્ટર્ન નેતાઓજ
જાણે છે બહુ સરસ લેખ લખતા રહો દરિયાને સાકરના ગાંગડે મીઠો કરવાનો
પ્રયત્ન સાચેજ બિરદાવવા જેવો છે
LikeLike
ભરતભાઈ ખૂબ ખૂબ આભાર. સાચી વાત છે આપણી પાસે કોઈ ઇન્ટરનેશનલ કક્ષાનો કોઈ નેતા છે નહિ.
LikeLike
Jordar bhai .. Khoob maja avi mane vanchva ma. hun kyare k j koi blog vanchu 6u. but this article was indeed intellectual and informative in many ways. keep it up good work!
LikeLike
namaskar,kharkhar sundar lakhan,
LikeLike
મિસ્ટર રાઓલજી ધન્યવાદ ….બહુ જ રસપ્રદ મુદ્દા બ્લોગ ઉપ્પર રાખો છો…મેં આખો લેખ પુરેપુરો વાચ્યો અને માણ્યો …પણ એક વાત જે આપે લખી કે ” મહાત્મા ગાંધીજીએ પણ આજ કર્યું હતું. ફરક એટલો છે કે વોશિંગટને જરૂર પડે સત્તા સંભાળી, દેશને સ્થિર કર્યો અને પાછાં વળી ગયા. સફળ નેતૃત્વના આ બે અજોડ દાખલા છે. નેતૃત્વ અને સત્તાનો ફરક અહીં દેખાય છે?”…………….કયા સંદર્ભ માં આ વાત લખી તે સમજી શક્યો નથી સ્પસ્ટતા કરવા વિનંતી….. કોમ્મેન્તો વાચી ને પણ કાઈ સ્પસ્ટતા નાં થયી….
LikeLike
ગાંધીજી સત્તા મેળવી શક્યા હોત, પણ સફળ નેતૃત્વ કરીને સત્તાની લાલચથી દૂર રહી શક્યા. વોશિંગ્ટન જરૂર પડી ત્યારે સત્તા સ્વીકારી અને છોડી પણ ખરી.
LikeLike
SAHEB,PRATHAM VAR MALIA CHIA ,MANE GUJARATI LAKHATA FAVTU NATHI.HU AM KAHU CHU K APNE BHARATIY LOKO NI KHASIAT A CHE K APNE BADHU BHULI JAIA CHHIA,ELECTION AVE ATLE NETIAV NA KARTUTO NE BHULINE MAT APIA CHHIA ,AMA PRAJA PAN SHU KAREBADHA CANDIDATE HARAMI HOY CHHE , OCHHA HARAMI NE J MAT APVO PADTO HOY PACHHI OCHHO HARAMI FARI SATA AVTA VADHU HARAMI THAI JAY PACHHI SEX ,SATTA ANE PAISO.
LikeLike
Bhupendrasinh – Superb detail and the reasoning…
સતા
ધન
સેક્સ …
ત્રણે તો માણવા ની સ્થાન / વસ્તુ / ક્રિયા છે. અને ફક્ત ધન કે સત્તા હોય તો તરતજ સ્ત્રી પોતાની કુદરતી સમજ પ્રમાણે તે પુરુષ ને આલ્ફા-મેલ સમજે અને પોતાનું સ્થાન ઊંચું કરવા કે ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવા પોતાની જાત ને અર્પણ કરે છે… તે સાવ કુદરતી છે. એટલે સત્તા અને ધન હોય તો સેક્સ કે લગ્નેતર-સંબંધ થી દુર રહેવું મુશ્કેલ છે… અને ખાસ ત્યારે જયારે તમે અમેરિકા નાં પ્રમુખપદે હોવ અને માનસિક-તણાવ માં હોવ ત્યારે મોનિકા-લેવેન્સ્કી તમને “head -offer’ કરે, તેને નકારવું મુશ્કેલ થઇ જાય … શું કહો છો?
બાળપણ માં યૌન શોષણ કે યુવાની માં સેક્સ-વિહોણા… આ બંને સ્થિતિ તે માનવ-મશ્તીષ્ક માં ગજબ ની ખાલી-જગ્યા પેદા કરે છે જે કોઈપણ વ્યક્તિ ને આત્મઘાતી કે આતંકવાદી બનાવી શકે છે. અને… જે સમાજ માં સ્ત્રી નું શોષણ-જ થતું હોય તે સમાજ નું શું થાય જયારે એક સર્વ-સામાન્ય-કુદરતી-હકીકત છે કે સ્ત્રી તે સમાજ નો પહેલો ગુરુ છે…. જયાં ગુરુ નું જડમૂળ થી અપમાન થાય ત્યાં માનવતા જીવી શકે?…. આતંકવાદ-આત્મઘાત … ભાઈ-ભાઈ ને કાપે અને બોમ્બ થી ઉડાવે અને બની બેઠેલા ધર્મ-ગુરુઓ આ લાચાર દિશા-વિહીનોનો ફાયદો ઉઠાવે અને દેશ-સમાજનો નાશ કરે… ધન્ય છે એક “મલાલા” ને કે આટલા તાલીબાનો ને એકલા હાથે પહોંચી વળવા તેને ‘શિક્ષણ નું બીડું’ ઉઠાવ્યું છે અને તાલીબાનો ની “ફાટી-ગયી-છે”…
સૌથી અઘરું છે સત્તા નો નશો ઉતરાવો… મને વસંત સાઠે (પૂર્વ-કેન્દ્રીય-મંત્રી-કોગ્રેસ) નું મંતવ્ય યાદ આવે છે – “તમે એક વખત સતા ભોગવી જુઓ… પછી સત્તા તમને ખાઈ જશે અને તમારા માથા ઉપર હશે… અને સત્તા નહિ હોય તો તમે ‘પગલ-જેવા’ થઇ જશો.” તેનું તાજું ઉદાહરણ કોંગ્રેસ નાં MLA રાદડીયા છે જેમને તાજેતર માં ‘ટોલ-ટેક્સ’ બાબતે રાઈફલ બતાવી અને ધમાલ કરી.
હવે જોવાનું એ છે કે – ‘કેજરીવાલ’ ને સતા નો નશો કેવો ચડે છે?…
LikeLike
જયેન્દ્રભાઈ એક સ્ટોરી એવી વાંચેલી કે રશિયા અને અમેરિકા વચ્ચે કોલ્ડવોર ચાલતું હતું. ત્યારે કેનેડી પ્રમુખ હતા. એક દિવસ એવો ક્રિટીકલ આવ્યો કે રીયલ વોર શરુ કરવાનો નિર્ણય પ્રમુખે લઇ લીધો હતો, ખૂબ ટેન્શ હતા. એક પળની જ વાર હતી અને કેનેડીએ એમના પ્રેસીડન્ટ હાઉસમાં એક સુંદર સ્ત્રી કર્મચારી જોઈ. એમણે એમના સેક્રેટરીને કશું કહ્યું, પેલાએ પેલી મહિલાને કહ્યું, તેણે સંમતિ આપી અને બંને થોડીવાર માટે એકાંતમાં જઈ આવ્યા. પ્રમુખ રીલેક્સ થઇ ગયા અને વોર શરુ કરવાનો જે ટેન્શનમાં નિર્ણય લીધેલો તે ટેન્શન જતું રહેવાથી નિર્ણય રોકી દીધો. એક મોટું વોર રોકાઈ ગયું કહેવાય છે પેલી મહિલાના કારણે પણ આ વાત ખાસ કોઈ જાણતું નથી.
LikeLike
ઉપરોક્ત બાબતે ઇદી અમીન , ચંગીઝખાન જેવા અનેક ઉદાહરણો જાણીતા છે ..
અને એ પણ જાણીતું છે કે સત્તા પાસે શાણપણ નકામું છે ..
LikeLike
કેનેડી વાળી વાત બની નહી હોય કારણકે અમેરિકન પત્રકારિત્વ જાગૃત છે અને બની હોય તો બહાર આવ્યા વગર રહે નહી
LikeLike