તુ..તુ..તુ ! ! તુ તુ.. તારા ! ! ____કરતા કૂતરાં સારા ! !

Silver fox
Silver fox (Photo credit: Wikipedia)

તુ..તુ..તુ!!તુતુ..તારા!!____કરતા કૂતરાં સારા!!

મિત્રો આ ખાલી જગ્યામાં કોઈ પણ સારા નેતાનું નામ લખી શકો છો. સારા એટલે ભ્રષ્ટાચાર કરવામાં સારા, કાબેલ. મહારથી કે જેમના સ્વીસ બેન્કોમાં અઢળક રૂપિયા હોય. કૂતરાં ઉપર હાલ ખૂબ રિસર્ચ ચાલી રહ્યું છે. બહુ સરસ જ્ઞાનવર્ધક ડોક્યુમેન્ટ્રી જોવા મળી. કૂતરાં એવું પ્રાણી છે જે માનવની સૌથી નજીક છે. લાગણીઓ અને ભાવનાઓથી માનવ સાથે  જોડાયેલું આ પ્રાણી બહુ ઉમદા ગુણો ધરાવે છે.

હવે અગાઉ એવું માનવામાં આવતું હતું કે કૂતરાના પૂર્વજ તરીકે કાયોટી, ફોકસ, જેકલ, આફ્રિકાના જંગલી શિકારી કૂતરાં હોવા જોઈએ. કૂતરાં એક ડોમેસ્ટિક ઘરેલું પાલતું જનાવર છે. બીજી શક્યતા એના પૂર્વજ તરીકે વરુની હતી. એન્થ્રોપોલોજીસ્ટ બધી શક્યતાઓ વિચારતા હતા, પણ જિન્સ હવે સાચું બોલી જાય છે. કૂતરાના પૂર્વજ વરુ છે, આફ્રિકાના જંગલી કૂતરા પણ નહિ. ૯૯.૮% કૂતરાના જિન્સ વરુને મળતા આવે છે. વરુના જિન્સ મ્યુટ થઈને ધીમે ધીમે કૂતરાં બન્યા છે. મ્યુટેશન એટલું બધું વિવિધ છે કે જાત જાતના કૂતરાની જાતો વિકસી છે.

ઈંગલેન્ડની લિંકન યુની, હંગેરી, સ્વીડન અને સાયબેરીયામાં થયેલા આધુનિક રિસર્ચ શું કહે છે તે જોઈએ.
માનવ ચહેરો એકદમ પરફેક્ટ સીમેટ્રીકલ હોતો નથી. ચહેરાના ડાબા અને જમણા બંને ભાગ થોડા જુદા જુદા હોય છે. આધુનિક કોમ્પ્યુટર સોફ્ટવેર વાપરી એક માનવ ચહેરાના બરોબર વચ્ચે થી બે ભાગ પાડો. હવે ડાબા ભાગને ઉલટાવી ફરી ડાબા ભાગ જોડે જોઈન્ટ કરો અને તેવી રીતે જમણા ભાગને ઉલટાવીને મૂળ જમણા ભાગ સાથે જોઈન  કરો.. હવે બે ચહેરા એકજ માનવના થશે અને તે બંને જુદા દેખાશે. જેટલો ચહેરો સીમેટ્રીકલ એટલો વધુ સુંદર દેખાય. હવે આપણે જ્યારે કોઈ ભાવ દશામાં હોઈએ જેવા કે ગુસ્સો, પ્યાર, ખુશી ત્યારે આપણાં ચહેરાનો જમણો ભાગ ભાવ વધારે સારી રીતે પ્રદર્શિત કરતો હોય છે ડાબો ભાગ જરા ઓછો.

માટે એક માનવ બીજા કોઈ માનવનો ચહેરો જોશે તો પહેલા જમણો ભાગ જોશે પછી ડાબો. અત્યંત આધુનિક વિડીયો કૅમેરા અને eye સ્કેનર સોફ્ટવેર વડે ઉપરની વાત સાબિત થઈ છે. હવે આપણી સામે કોઈ માનવ ચહેરો આવશે તો આપણે ઉપર મુજબ એના ચહેરાનો જમણો ભાગ પ્રથમ જોઈશું. એના માટે આપણે ડાબી તરફ જોવું પડશે.કારણ સામેની વ્યક્તિના ચહેરાનો જમણો ભાગ આપણી ડાબી તરફ હશે. માટે આપણે પ્રથમ ડાબી બાજુ જોવા માટે ટેવાયેલા હોઈ છીએ. હવે કોઈ માનવ ચહેરાને બદલે કોઈ ઑબ્જેક્ટ કે વસ્તુ હશે તો આવું નહિ બને કારણ વસ્તુને કોઈ ભાવ હોતો નથી. પશુઓ પ્રત્યે પણ આપણે એવા કોઈ ભાવ પ્રદર્શનની આશા રાખતા નથી.

કૂતરા માનવની સૌથી નજી કેમ છે તેનું રહસ્ય આ વાતમાં છે. વિકાસના ક્રમમાં માનવ સાથે રહીને કૂતરા માનવ ચહેરાનો જમણો ભાગ પ્રથમ જોવાનું શીખી ગયા છે. એટલે કૂતરા સામે કોઈ વ્યક્તિ આવે તો ડાબી તરફ પહેલા જુએ છે. માટે કૂતરા માનવનું ભાવ પ્રદર્શન વાચવાનું શીખી ગયા છે અને જાણે છે. બીજું ખાસ કે કૂતરા પણ કોઈ ઑબ્જેક્ટ કે વસ્તુ તરફ કે બીજા કૂતરા તરફ પણ આવી રીતે જોતા નથી. ખાલી માનવ ચહેરા પ્રત્યેજ આવી રીતે જુએ છે. માટે કૂતરા માનવની સૌથી નજીક લાગણીઓ અને ભાવનાઓ વડે જોડાયેલા છે. વૈજ્ઞાનિકોએ અસંખ્ય પ્રયોગો અને આધુનિક ટેકનોલોજી વડે આ સત્ય ઉજાગર કર્યું છે. બીજા કોઈ પ્રાણી આવી રીતે માનવ ચહેરાને જોતા નથી.

વરુના બચ્ચા પાળીને વૈજ્ઞાનિકોએ જોઈ જોયું, ચાર મહિનામાં પાછાં મોકલી દેવા પડ્યા. માનવની જેમ વરુ પણ સોશિયલ શિકારી પ્રાણી છે. જોડે શિકાર કરતા કરતા બંને એકબીજાસાથે નજીક આવ્યા. આર્કિયોલોજિસ્ટ કહે છે ૩૦,૦૦૦ વર્ષમાં વરુ પાલતું થઈને કૂતરા બન્યા, જ્યારે જેનેસેસિસ્ટ કહે છે વરુમાંથી જિન્સ મ્યુટ થઈને કૂતરા બનતા એક લાખ વર્ષ થયા હશે. એક કૂતરું ૩૪૦ શબ્દો જાણે છે. રમકડાનો ઢગલો પડ્યો હોય તમે જે નામ બોલો તે રમકડું કાઢી બતાવે. એક રૂમમાં રમકડા કે કોઈ પણ વસ્તુઓ રાખો, અને એવો બીજો સેટ બીજી રૂમમાં રાખો તમે જે વસ્તુ બતાવશો તેની કોપી બીજી રૂમમાંથી લઈ આવશે. વસ્તુનાં ત્રણ ડાયમેન્શન હોય છે જ્યારે તેજ વસ્તુના ફોટાને એકજ ડાયમેન્શન હોય છે. છતાં વસ્તુનો ફોટો બતાવો કૂતરું બીજા રૂમમાં જઈ તે વસ્તુ લઈ આવશે. ચીમ્પ કરતા પણ કૂતરા હાથનો ઇશારો જલદી સમજી જાય અને કહો તેમ કરે છે. હાથ ઠીક ખાલી આંખનો ઇશારો કરો તો પણ ચાલે.

સાયબેરીયા રશિયામાં એક ફાર્મમાં શિયાળ(Silver Fox) ઉપર પ્રયોગો કરવામાં આવેલા. હાલ પણ ચાલુ છે. શિયાળ ખૂબ અગ્રેસીવ હોય છે. એના પાંજરાને હાથ પણ લગાવી ના શકો. હવે ૧૦૦ માંથી એક શિયાળ જરા ઓછું અગ્રેસીવ હોય છે. તેવા શિયાળ ભેગાં કરી એમના બચ્ચા ઉછેરવામાં આવ્યા. પછી એમની પેઢીઓ ઉછેરવામાં આવી. ત્રીજી પેઢીએ આક્રમકતા ઓછી થવા લાગી. અને ૫૦ વર્ષ પછી સાવ નરમ સ્વભાવના તેડીને ફરી શકાય તેવા શિયાળ પેદા કરી લીધા છે. હવે જેમ આક્રમકતા ઓછી થવા લાગી અને માનવ સહવાસ વધવા લાગ્યો તેમ શિયાળના જિન્સ મ્યુટ થતા થતા એમના કલર અને સાઈજ અને શેપ પણ બદલાવા લાગ્યો છે. જે શિયાળ કાળાં કલરના હતા તેમાં સફેદ રંગના ધબ્બા અને કલર બદલાવ આવવા લાગ્યો છે.

જંગલી શિયાળની પૂંછ લાંબી અને આ પાલતું બનેલા શિયાળની પૂંછ ટૂંકી થવા લાગી છે અને સીધી રહેવાને બદલે વાંકી કૂતરાની જેમ થવા લાગી છે. વાંકી પૂંછ સારી નિશાની છે. ખાલી કૂતરા માટે…માનવ માટે નહિ,  માનવ વાંકો હોય તો ઝોખમી હોય છે. કદાચ થોડા વર્ષો પછી રશિયામાં લોકો કૂતરાની જેમ શિયાળ પાળવા લાગે તો નવાઈ નહિ.  પ્રોજેક્ટ ખૂબ લાંબો ચાલ્યો છે. હજુ ચાલુ જ છે. બસ અહી કૂતરા વિષે સમજાઈ જાય કે કૂતરાની જાતજાતની ભાતભાતની જાતો કેમ વિકસી છે.

કોઈ નાના બાળકનો ચહેરો જુઓ તો તમને પ્રેમ ઊભરાઈ આવશે. તમારા ચહેરાના ભાવ બદલાઈ જાય છે. કૂતરા બેબી ફેસ ધરાવે છે. મનમાં ડર ના હોય તો કૂતરાના ચહેરા બાળક ચહેરાની ગરજ સારે છે. બાળકને ધવડાવતી વખતે અને વહાલ કરતી વખતે માતાનાં શરીરમાં ઓક્સીટોસીન સ્ત્રાવ થાય છે જે તનાવ દુર કરે છે. હાર્ટનાં રોગ હોય તો ફાયદો થાય છે. મન શાંત થઇ જાય છે. માતા સિવાય બીજા લોકો જયારે બાળકને રમાડે ત્યારે પણ ઓક્સીટોસીન પેદા થાય છે, જે હેલ્થ માટે સારું છે. બસ એવુજ કૂતરાને રમાડતી વખતે ઓક્સીટોસીન પેદા થાય છે. સ્ત્રીઓને કદાચ આ કારણસર હાર્ટ એટેક ઓછા આવતા હશે.
તુ.. તુ.. તુ. તુ તુ.. તારા ! ! ભ્રષ્ટ નેતાઓ કરતા કૂતરા સારા ! ! !

Dr.Lyudmila Trut(સિલ્વર ફોકસ ઉપર સંશોધન કરનાર)
Advertisements

21 thoughts on “તુ..તુ..તુ ! ! તુ તુ.. તારા ! ! ____કરતા કૂતરાં સારા ! !

 1. ઘણું જાણવા મળ્યું, માનવ ચહેરા વિશે તો ખાસ.
  પૂંછડી વિનાના વાંકા માણસોની વાત જ ન કરો.
  સારૂં છે, માણસને પૂંછડી નથી. કૉલેજમાં મારા એક મિત્ર આને આશીર્વાદ રૂપ માનતા, એમનું કહેવું હતું કે કોઈ છોકરીને જોતાંવેંત પૂંછડી પટપટવા લાગે તો બીજી છોકરીઓને પણ ખબર પડી જાય અને આપણા રસ્તા બંધ! પરણેલાનાં તો ઘર ભાંગે!

  Like

  1. બહુ હસવું આવ્યું.બીજી છોકરીઓને ખબર પડવી ના જોઈએ.જેથી બીજીને પણ પટાવી શકાય.પુંછડી હોય તો હેતુ સારે નહિ.જોયું આ સાબિતી છે કે માનવ પોલીગમસ છે,મનોગમી મજબુરી છે.

   Like

 2. સરસ લેખ , અભિનંદન ,
  બહુજ સરસ , નેતાની જાતને કુતરા સાથે સરખાવી ,કુતરાને હલકું પડાય નહી, કુતરામો માલિકને વફાદારીનો ગુણ હોય છે , નેતામો કયો ?
  કુતરું પાલતું પ્રાણી છે , નેતા કયો ?,કુતરાને ધત્કારવાથી, ભાગી પણ જાય છે , નેતા કયો ? કુતરું નેતા કરતો ઘણું ઊંચું પ્રાણી છે ,

  Like

 3. અહ્યાં એક જોક્સ યાદ આવ્યો.
  એક વ્યક્તિ કૂતરાની પૂંછડીમાં પર પાઈપ ચડાવતો હતો.બીજા વ્યક્તિએ તેને શિખામણ આપી.’કૂતરાની પૂંછડી વાંકી જ રહે ક્યાંરેય સીધી ન થાય !’ પેલાએ જવાબ આપ્યો ,’હું તો પાઈપ વાંકો કરુ છું !’ 🙂

  Like

 4. ભુપેન્દ્રસિંહજી… આપનો લેખ ગમ્યો…
  .. આપણે ત્યાં લગભગ પાલતુ કુતરાના નામો અંગ્રેજી કેમ રાખતા હશે? શું આપણને દેશી કરતા અંગ્રેજી નામ વધુ ગમતા હશે ?કે પછી દેશી કરતા અંગ્રેજી નામમા વધુ વફાદારી હશે ! !!!!!

  આપ હજુ વધુ લખો તેવી અપેક્શા……

  Like

 5. ગાંધીજી, સરદારશ્રી, વગેરે બધા પણ નેતા જ હતા ને? બધા નેતાઓ ખરાબ જ હોય એમ માનવું યોગ્ય નથી. આપણામાં જ એવી કશી ખામી છે કે આપણે સારા નેતાઓ પેદા કરતા બંધ થઇ ગયા છીએ.

  Like

 6. પહેલા ચિમ્પાંઝી અને હવે કૂતરા પર સંશોધન શરુ કર્યુ કે શુ? સશોધનમા તમારો નમ્બર આવે એમ છે. ખરેખર તમે જે વિષયને હાથ્ પર લો છો તેનુ તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરીનેજ નહી એ જ્ઞાનને વહેચીને જ રહોછો. રાજવંશી ખરાને? ઉદારતા વારસામા મળેલી છે. આપના જ્ઞનનો લાભ અમને મળેછે એજ બહુ મોટી વાત છે અમારા માટે. તમે ખરેખર સખત મહેનત કરો છો.
  અમારે ત્યા ગયા અઠવાડિયેજ જર્મનશેફર્ડ કૂતરી લવ્યા .પાળવા માટે નહી ,સ્વાર્થથી; બાજુમા મહિનાપહેલા ચોરી થઇ એટલે.પાછુ ઓપરેશન કરાવીને લાવ્યા,બચ્ચા ન થાય માટે.
  હવે મને તમારો આલેખ બહુ ઉપયોગી થઇ પડશે. બહુ ધમાલ કરે છે.મનેતો સાચવવાનુ અઘરુ પડે છે.બહાર ગેરેજમા બાધી રાખ્વાની એલોકો સાજે આવે ત્યરે ઘરમા લવવાની. આપણુ ઘર સાચવવા એને કેટલો ત્રાસ આપવાનો? એની દયાએ આવેછેને એની બીક પણ લાગે છે.
  આપે ખરેખર વૈજ્ઞાનિક જ થવાની જરુર હતી. સંશોધન ક્ષેત્રે આપનુ નામ થઇ જાત.

  Like

  1. આતો એક ડોક્યુમેન્ટરી જોઈ તો થયું મિત્રોને જોએલું વહેચું. આખો દિવસ બંધી રાખશો તો તે કંટાળી જશે. પેટ સાયકોલોજી અગત્યની છે જો જાણતા નાં હોવ તો કુતરા પાળવા નહિ. એને માટે સીઝર મિલાનના ડોગ વ્હીસ્પરર શો નાટ્જીઓ પર આવે છે તે જોઈ લેવા. સીઝર પેટ સાયકોલોજીમાં માસ્ટર છે. કુતરાને બહાર ફરવા લઇ જાવ ત્યારે તમારી પોતાની બોડી લેન્ગ્વેજ એકદમ ડોમીનન્ટ હોવી જોઈએ. તો કુતરું સીધુ ચાલશે. બાકી તમે ઢીલા ઢીલા બીતાબીતા ચાલશો તો કુતરું તોફાન કરતુ તમારા પર હાવી થઇ જશે.

   Like

 7. કુતરાનું તો ઠીક સાલું હવે તો પુરુષોનું પણ એવું-જ થવા માંડ્યું છે … મર્દાનગી દેખાતી બંધ થઇ ગઈ છે … મર્દો હવે સ્વામી-બાવાજી સામે તાબોટા પાડતા અને તેમની સ્ત્રી અને છોકરાની ચિંતામાં નપુંસક થતા જાય છે … છોકરાની જવાબદારી જ્યાં સ્ત્રીઓ સંભાળે છે ત્યાં તેઓ સરહદ પર કે ક્રાંતિ કરતા જણાય છે …
  ………
  જે લગ્ન નથી કરતા તેઓ રાજકારણ-કળા-લેખનનાં ક્ષેત્રો ગજવે છે … અથવા તો સ્વકેન્દ્રી હોવો જરૂરી છે …
  એટલેકે લગ્ન કરવાથી પાલતું થઇ જાય છે પુરુષો કે શું?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s