બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.

બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.

કોણ નહિ ઇચ્છતું હોય કે એમનું બાળક બુદ્ધિશાળી બને? બધાને એમનું બાળક બુદ્ધિશાળી અને સ્માર્ટ હોય તેવી ખેવના હોય છે. નવા બનેલા માતાપિતા એમના બાળકની નાનીનાની સ્માર્ટ વર્તણૂકને મિત્રોમાં ગાઈ વગાડીને કહેતા હોય છે, ગર્વ અનુભવતા હોય છે. આધુનિક મનોવિજ્ઞાન, બાયોલોજી અને ઇવોલ્યુશનરી સાયન્સ થોડી નાની નાની બાબતો કહે છે જે તમારા બાળકને વધુ સ્માર્ટ બનાવી શકે છે, વધુ બુદ્ધિશાળી બનાવી શકે છે.

રિસર્ચ કહે છે કે બાળકની માથાની સાઇઝ જન્મના પહેલા વર્ષમાં વિકાસ પામે, વધે તે પાછળથી એની બુદ્ધિમત્તા ઉપર અસર કરે છે. જન્મ સમયે બાળકના બ્રેઈનની સાઇઝ ગમે તેટલી હોય તેની કોઈ ચિંતા કરવાની નથી. પ્રથમ વર્ષમાં કેટલી વધે તે મહત્વનું છે. એટલે બાળક જન્મે અને પહેલા વર્ષમાં એના માથાની, બ્રેઈનની સાઇઝ જેટલી વિકસે તેટલું સારું. જે પાછળથી બાળક મોટું થાય તો એની બુદ્ધિમત્તા ઉપર અસર થવાની છે. એટલે જન્મ પછીનું એક વર્ષ ખૂબ મહત્વનું છે, સાંભળો છો? નવા બનેલા કે બનવાના છો તેવા માતાપિતા?

ડીએનએ સિન્થેસિસ અને જ્ઞાનતંતુઓના  વિકાસમાં ચાવી રૂપ હાર્મોન જન્મના પ્રથમ વર્ષમાં ખૂબ ઝડપથી વિકાસ પામે છે. અને આ વિકાસની ઝડપને ખૂબ બળ આપે છે સ્પર્શ. જયારે એક માતા બાળકને સ્પર્શ કરવાનું બંધ કરે છે ત્યારે ડીએનએ સિન્થેસિસ રોકાઈ જાય છે. અને ગ્રોથ હાર્મોનનો સ્ત્રાવ ઘટી જાય છે. મનોવૈજ્ઞાનિક રીતે બાળક સર્વાઈવ મોડ તરફ જતું રહે છે. આપણાં પૂર્વજ આદિમાનવ બાળકને આખો દિવસ સતત ઊચકીને ફરતા રહેતા. અને બાળકને સાથે જ સુવાડતા. આજે પણ આપણે સાથે જ સુવાડીયે છીએ. એક વર્ષનું થાય ત્યાં સુધી બાળકને સતત સ્પર્શ આપતા રહો. માતૃત્વની કેડીએ બ્લોગમાં જઈને કાંગારું પદ્ધતિ વિષે વધુ માહિતી મેળવી લેવા વિનંતી છે.

માતાનું ધાવણ ખૂબ મહત્વનું છે. માતાના ધાવણ જેવી કોઈ ફૉર્મ્યુલા શ્રેષ્ઠ નથી. બાળકો માટે મળતા તૈયાર ખોરાકના ડબલાં ખૂબ રિસ્કી છે. બાળકની ઈમ્યુન સીસ્ટમ અને ન્યુરો ટ્રાન્સમીટર્સનાં વિકાસ માટે માતાનું ધાવણ મહત્વનું છે, તૈયાર ડબલાં જોઈએ તેવો વિકાસ કરી શકતા નથી. ફૉર્મ્યુલા ફીડીંગ ડાયાબીટીસ અને બીજા રોગોનું કારણ બની શકે છે. બ્રેસ્ટ ફીડીંગ બ્રેઈનના વિકાસને ખૂબ ગતિ આપે છે, સાથે સાથે માતા સાથે લાગણીભર્યા સામાજિક સંબંધો અને વાસ્તવિક બુદ્ધિમત્તાનાં વિકાસને વેગ આપે છે. માતાના ધાવણનો કોઈ અપવાદ શોધાયો નથી. એની તુલનામાં બીજું કોઈ આવી શકે નહિ. આપણાં પૂર્વજો બાળકને ૨ થી ૫ વર્ષ સુધી માતાનું ધાવણ આપતા હતા. બે, ત્રણ કે પાંચ  વર્ષ માતાને ધાવેલું બાળક ભવિષ્યમાં ક્યારેય માતાની અવહેલના કરી શકે નહિ. માંડ છ મહિના ધાવેલું બાળક ભવિષ્યમાં માતાની અવહેલના કરે તો ફરિયાદ કરવી નહિ.

બાળકને બને તેટલું તનાવમુક્ત રાખો. જેટલું ઓછું રડે તેટલું સારું. એનાથી ન્યુરોન્સ નાશ પામતા હોય છે. માટે બાળકના હલનચલન ઉપરથી એની જરૂરિયાતો સમજી લો. એક વર્ષ સુધી આટલું ધ્યાનમાં લેવું જરૂરી છે. બાળક બોલી શકાતું નથી માટે એની જરૂરિયાતો સમજવી મહત્વની છે.

દરેક સ્તનધારી પ્રાણીઓ આ બાળ ઉછેરની પ્રાથમિક પદ્ધતિ ૩૦ મિલિયન વર્ષથી અપનાવે છે. આપના પૂર્વજો પણ અપનાવતા હતા. પણ આધુનિક જમાનામાં આપણે ભૂલતા જઈએ છીએ. આપણે બાળકને પૂરતું માતાનું ધાવણ આપતાં નથી. તો હવે યાદ રાખો,
૧)સતત સ્પર્શ આપો. નીચે મૂકશો નહિ.

૨)શાંત રાખો. તનાવમુક્ત રાખો.

૩)ઓછામાં ઓછું એક વર્ષ તો ધવડાવો. માતાના ધાવણ ઉપર જ રાખો.

REFERENCES
Darcia Narvaez, Ph.D.,Catharine R. Gale, PhD, Finbar J. O’Callaghan, PhD, Maria Bredow, MBChB, Christopher N. Martyn, DPhil and the Avon Longitudinal Study of Parents and Children Study Team (October 4, 2006). “The Influence of Head Growth in Fetal Life, Infancy, and Childhood on Intelligence at the Ages of 4 and 8 Years”. PEDIATRICS Vol. 118 No. 4 October 2006, pp. 1486-1492. http://pediatrics.aappublications.org/cgi/content/short/118/4/1486.
Hewlett, B., & Lamb, M. (2005). Hunter-gatherer childhoods.New York: Aldine.
Schanberg, S. (1995). The genetic basis for touch effects. In T. Field (Ed.), Touch and Early Experience (pp. 67-80). Mahwah, NJ: Erlbaum

20 thoughts on “બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.”

  1. આદરણિય ભુપેન્દ્રસિંહજિ ..
    રસ સભર લેખ ,…
    આપના નવા લેખ નો કાયમ ઇંતજાર રહે છે

    Like

  2. ભુપેન્દ્રસિંહજી ઉત્તમ વિષય પર લેખ.

    ડૉ. થોમસ વર્નીએ ‘ટુ મોરોઝ બેબી’ નામના પુસ્તકમાં મહત્વની વાત સ્તનપાનની લખી છે. આજની આધુનિક માતા તેના સ્તનના ઘાટ કે બીજા અન્ય કારણોસર સ્તનપાન કરાવતી નથી કે ઓછો સમય સ્તનપાન કરાવે છે. તેમણે એક દાખલો લખ્યો છે તાજા જન્મેલા બાળકને સુવડાવી માતા થોડી દૂર જાય તો બાળક તુરંત રડવા લાગે છે આનો અર્થ એ કે સ્ત્રીનું શરીર અને સ્તન બંને બાળક સાથે કનેક્ટેડ છે. એ કનેક્શનને માન આપી બાળકને સ્તનપાન કરાવવું જોઇએ બોટલનું દૂધ ના આપવું જોઇએ.

    ઘણાં વર્ષો પહેલાં ૧૯૭૬માં ડૉ. માર્શલ ક્લોસ અને ડૉ. જોન કેનલે તેમના પુસ્તક ‘મેટરનલ ઇનફન્ટ બોન્ડિંગ’માં લખેલું કે માતા અને બાળક વચ્ચે બોન્ડીંગ-સ્નેહગાંઠ હોય છે તે માનવજાતમાં વધુ હોય છે. અને આ સ્નેહગાંઠ પરસ્પર સ્પર્શ, માતાના વક્ષઃસ્થળની ઉષ્મા, માતાએ બાળકની આંખોમાં આંખ મેળવવાની ક્રિયા(ખાસ સ્તનપાન વખતે) વખતે ગાઢ પ્રમાણમાં વિકસે છે. નવજાત બાળક તો માતાની ગંધ પારખે છે. સ્તનપાન કરાવવાથી બાળકમાં રોગપ્રતિકારક શક્તિ વિકસે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ માતાના દૂધમાથી ૧૯ જાતના જુદા જુદા હોર્મોન મળે છે. જેમાં કોલેસ્મિસ્ટો કિનીન અને ગેસ્ટ્રીન નામના હોર્મોન બાળકનો વિકાસ જલ્દી કરે છે. બાળક વધુ કૅલરી પચાવી શકે છે.

    સ્તનપાન જેટલું બાળકના વિકાસ માટે જરૂરી છે તેટલું જ માતાના આરોગ્ય માટે પણ જરૂરી છે. ઓછું સ્તનપાન કરાવવાને કારણે સ્ત્રીઓમાં બ્રેસ્ટ કૅન્સરની સંભાવના વધી જાય છે.

    બીજું પહેલાંની કેળવણીમાં મહાનુભાવોના વિચારો વિદ્યાર્થી પર લદાતા અને અત્યારની આધુનિક સ્કૂલોમાં કડક શિસ્ત અને હુકમોથી બાળક હોશિયાર થાય છે પરંતુ બુદ્ધિશાળી ભાગ્યેજ થાય છે. ઈરવિન એડમેન નામના કેળવણીકારે કહેલું કે કૉલેજ એવી જગ્યા છે જ્યાં કાંકરાને પૉલિશ કરાય છે પરંતુ પરંતુ ત્યાં ઘણી વખત હીરાના તેજને વધુ પડતું પૉલિશ કરવામાં તેનું તેજ ઝાંખું કરાય છે. અત્યારનું શિક્ષણ એવી પ્રક્રિયા છે જેમાં ખોટા મોતી સાચા હંસોને ચરવા માટે અપાય છે એટલે બાળકો સાચા હંસ છે તેમને કેળવણી ખોટી અપાય છે. શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે પણ બાળકોનાં સ્વભાવને અનુકૂળ શિક્ષણ અપાય છે ખરું?

    બેન્જામીન ફ્રેંકલીને ૨૭૬ વર્ષ પહેલાં કહેલું, ‘હું કોઇ સ્પેશ્યલાઇઝડ કૉલેજના ભણેલા માણસને જોઊં છું ત્યારે મને લાગે છે કે એક અજ્ઞાની ઠોઠ, માત્ર ભણેલો ઠોઠ દેખાય છે. પરંતુ જો તે તેજસ્વી વિદ્યાર્થી હોય તો માતાપિતાની વધુ કાળજી કે મનગઢત કેળવણીને કારણે નહીં પણ થોડી કાળજી પછી તેને તેની વિવેકબુદ્ધિ પર છોડવામાં આવે તો બાળક વધુ તેજસ્વી બને છે.

    Like

    1. અતિ સુંદર,એક માતા આના વિષે વધારે જાણતી હોય.આપે પુરક માહિતી આપી લેખને શણગારી નાખ્યો.માતા તાજા જન્મેલા બાળકને દૂર કરે ત્યારે બાળક સર્વાઈવ મોડ પર ચાલ્યું જાય તે યોગ્ય ના ગણાય.ધન્યવાદ.

      Like

  3. ખૂબ જ શિક્ષાપ્રદ લેખ. અહીં ભારતમાં મુશ્કેલી એ છે કે ડૉક્ટરો પણ આવી વાતો જાણતા નથી હોતા અથવા માત્ર ધંધા માટે કઈં પણ સાચી સલાહ નથી આપતા. મારો પુત્ર જન્મ્યો ત્યારે પ્રાઇવેટ નર્સિંગ હોમમાં મને નર્સે અમુક વસ્તુઓ લઈ આવવાનું લિસ્ટ આપ્યું. એમાં એક બૅબી ફૂડનો ડબો પણ હતો. મેં કહ્યું કે માતાના પહેલા દૂધમાં કૉલોસ્ટ્રોમ હોય છે; બાળક્ને સીધું જ સ્તનપાન પર મૂકો. નર્સ પહેલાં તો ડઘાઈ ગઈ અને કહે કે આ તો પ્રિકૉશન માટે છે, ધારો કે દૂધ ન આવે તો? મેં કહ્યું કે એવું બને જ નહીં.
    હું ડબો લાવ્યો પણ એનો ઉપયોગ ન થયો! અને થવાનો હતો પણ નહીં. મૂળ તો દુકાનદાર સાથેની ધંધાદારી ગોઠવણ જ એવી હતી કે એનો માલ વેચાય તેમાં નર્સિંગ હોમનો સ્ટાફ મદદ કરે. હું તો ખુલ્લી આંખે ઠગાયો પણ જે ન સમજે તે એમ જ માને કે ડૉક્ટરે ફોર્મ્યૂલા ફીડ મંગાવ્યું એટલે એ સ્તનપાન કરતાં પણ ઉત્તમ વસ્તુ હશે. આમ, ડૉક્ટરો પણ આમાં ભળેલા હોય છે.
    જ્યાં સુધી અવેયરનેસ લેવલ ઊંચે ન આવે ત્યાં સુધી ગરબડ રહેવાની જ. આ લેખ આવા અંધારામાં ટૉર્ચનું કામ કરશે એવી આશા છે.

    Like

    1. સાચી વાત છે.ડોક્ટર્સ અને દુકાનવાળાની સાઠગાંઠ હોય છે.એમને વર્ષે ફાર્માસિસ્ટ અને કંપનીઓ તરફથી તગડું મળતું હોય છે.માટે અમુક દવાઓ તો વણજોઈતી લખી આપતા હોય છે.બધા એવા ના હોય.બેબી ફૂડ એક ધંધો છે.બાળકને વર્ષ ધવડવો,પછી મોળા દાળભાત,ખીચડી,રોજ એકાદ કેળું,બાફેલું સફરજન મસળી એમાં થોડી સુગર નાખી ખવડાવો.ઈંડા ખાતા હોય તો તે પણ સારું.કોઈ જરૂર નથી બેબી ફૂડના ડબલા ખરીદવાની.મારા દીકરા ને ખૂબ ડાયેરિયા થઇ ગયેલો ત્યારે બરોડાના નવાઝ્બેન ભેસાણીયા નામના પારસી ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ઉપર મુજબ ખવડાવવાનું કહેલું.એમના કહ્યા મુજબ છ મહિનાનું બાળક આખું કેળું ખાઈ શકે.અમદાવાદા નાં દુધિયા ડોક્ટર પણ આવુંજ કહેતા.હું બંને ડોક્ટર પાસે મારા બાળકોને લઇ ગયો છું.

      Like

  4. ઉમદા સલાહ આપી. સરાહનીય લેખ. મિત્રોને વધુ અભ્યાસ કરવા માટે નીચે બે‘ક લિંક આપું તો આપને ગમશે.
    * http://en.wikipedia.org/wiki/Breastfeeding (બ્રેસ્ટ ફીડીંગ વિશે વિકિ પરનો લેખ)

    * http://www.kangaroomothercare.com/whatis01.htm (કાંગારૂ કેર એટલે શું ?)

    * http://en.wikipedia.org/wiki/Kangaroo_care (કાંગારૂ કેર, વિકિ પરનો લેખ)

    * http://www.prematurity.org/baby/kangaroo.html (કાંગારૂ કેર, ફાયદાઓ)

    * http://matrutvanikediae.blogspot.com/2009/09/kangaroo-mother-care.html (માતૃત્વની કેડીએ : કાંગારૂ માતૃસુરક્ષા)

    Like

    1. કાંગારૂની જેમ બાળકને ત્વચા સાથે સ્પર્શ જોઈએ.માટે માતા અને બાળકની ત્વચા એક બીજાને સ્પર્શવી જોઈએ.કપડા આડે હોય તે ના ચાલે.આમાં અધૂરા મહિને જન્મેલું અને અવિકસિત બાળક સાવ સાજું થઇ જાય છે,આમાં કોઈ દવાની જરૂર નથી.પિતાનો સ્પર્શ પણ ચાલે.આપે બહુ સારું કર્યું કે વધારાની લિન્ક્સ મૂકી જેથી મિત્રોને અભ્યાસ કરતા ફાવે.હવે આજનો લેખ પણ ઇવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ લોકોનો જ છે.

      Like

  5. Dear brother,
    good information,
    The child inherits intelligence from its mother and will power from its father. Today’s modern women(not all) in order to maintain figure are just reluctant to breast feeding for longer period suggested by you.

    Like

  6. Jay mataji Bapu!

    Mane gujarati avade chhe pan, english ma translate karelu hoi to janavjo bija vachi sake.

    Ati sundar lekh chhe.

    Vah bapu vah!

    Bhavesh
    Sweden

    Like

  7. જે માતા બાળકને સ્તનપાન નથી કરાવતી તેને ખબર નથી કે તે જીંદગીનો અમૂલ્ય લહાવો
    ગુમાવે છે. ‘માતાનું દુધ’ એ બાળક તથા માતા બંને માટે હિતાવહ છે. સ્તનપાન કરાવતી વખતે
    માતાના મનમા ચાલી રહેલા ઉત્તમ વિચારો અને સંસ્કારનું પણ બાલમાં સિંચન થાય છે.
    માતાનું દુધ
    તેનું જાણ વજુદ
    છે દેવોને દુર્લભ
    માત્ર બાળને સુલભ

    Like

    1. સ્તન પાન કરાવતી વખતે બાળકને તો ફાયદો છે પણ માતાને પણ ફાયદો છે,સ્તનપાન કરાવતી વખતે માતાના શરીરમાં ઓકસીટોસીન નામનું કેમિકલ્સ છૂટે છે જે માતાને હેલ્થ માટે સારું છે એનાથી સ્ટ્રેસ ઓછો થાય અને હાર્ટ એટેક ના આવે.

      Like

  8. સ્પર્શેન્દ્રીયનું મહત્ત્વ કેટલું છે તેનો ઈશારો તમારી વાતમાં છે.

    હૈયે ચાંપવામાં લાગણીવેડા નથી. ભેટવાની વાત બહુ મજાની છે. પંપાળવું તે હીલીંગનો જ એક પ્રકાર છે.

    હોઠ સૌથી સેન્સીટીવ ઈન્દ્રીયોમાંની એક છે. સ્તનપાનમાં હોઠ, માતાના શરીરમાંનું – બાળક માટેનું –પ્રાણતત્ત્વ અને એ વખતની માતાબાળક બન્નેની એક બીજા પ્રત્યેની એકાગ્રતા…એ બધું જ સ્તનપાન સાથે જોડાયું હોય છે.

    આપણે કેટકેટલું છોડી દીધું છે !! તમારા લેખનું મહત્ત્વ બહુ છે. ધન્યવાદ.

    Like

    1. ગરમ લોહીના પ્રાણીઓ માટે સ્પર્શ વૈજ્ઞાનિક બાયોલોજીકલ જરૂરીયાત છે.માટે હું લખતો હોઉં છું કે માતાને ભગવાન બનાવી દીધી પણ એંશી વરસની માતાને માથે પણ હાથ ફેરવવો એટલોજ જરૂરી છે.

      Like

  9. ketalik var mata ne dudh na aavana karane mata balak ne dudh nathi pivadavi sakti …aenu kayi solution batavava mate vinati….

    Like

  10. balak 3 mahina ma tena magaj no vikas thayi jay ? jem ke chalak ,tarat sambhalto,hasto ke aapdi same joto bolaviye tyare….Please aam na karto hoy to tenu solution batava mate request karu chhu….

    Like

Leave a reply to jjugalkishor Cancel reply