શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

ProcesionMercedes
Image via Wikipedia

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ પણ સમાજને ફંફોસો, કોઈને કોઈ પ્રકારનો ધર્મ લોકો પાળતા હશે. ભલે એમાં વિવિધતા હોય, માન્યતાઓ અને નીતિનિયમો જુદા જુદા હોય પણ ધર્મ અને ધાર્મિકતા બધે જોવા મળશે. માટે એવું વિચારાય છે કે માનવ ધાર્મિક બનવા ઇવોલ્વ થયો છે. શું તે સાચું છે? ચાલો ઇવોલ્યુશનરી સાયકોલોજી શું કહે છે જોઈએ.

વિકાસના ક્રમમાં માનવને જિન્સમાં મળેલું છે એક માનવ વંશનું ઝરણું વહેતું રાખવું, બીજું જીવતા રહેવા કોઈ પણ ઉપાય શક્ય કરતા રહેવું, કોઈ પણ હિસાબે સર્વાઈવ થવું. સર્વાઈવ થવાનો એક લાંબો પ્રોસિજર છે માનવ વંશનું ઝરણું વહેતું રાખવું. માનવ પોતાના જિન્સ બીજી પેઢી એટલે પોતાના સંતાનોમાં ટ્રાન્સ્ફર કરી, એક રીતે પોતે જીવતો રહે છે. હાલનું શરીર ભલે કુદરતના નિયમ આધારિત નાશ પામે તે જીવતો છે એના ટ્રાન્સ્ફર કરેલા જિન્સને લઈને. ઉલટાની એમાં પેઢી દર પેઢી પ્રગતિ થાય છે, વિકાસ થાય છે માટે વિકાસ પામતો જતો જીવંત છે. હજારો વર્ષ પછી પણ હું જીવતો જ હોઈશ અને તે પણ વધુ વિકાસ પામેલો.
આના માટે માનવ નર હંમેશા આતુર હોય છે એનું બીજ સ્ત્રીમાં રોપી દેવા. કોઈ પણ સારી સ્ત્રી જોઈ, એની સુગન્ધ ભાવી ગઈ કે તે ઉતાવળો થવાનો એનું બીજ પ્રત્યારોપણ કરી દેવા. એના માટે સ્ત્રીની હા છે તેવી ધારણા બાંધી સાંનિધ્ય કેળવવા દોડી જવાનો. હવે દર વખતે સ્ત્રીની હા ના હોય. સ્ત્રી ખાલી સામાન્ય મિત્રાચારી પણ ઇચ્છતી હોય. આગળ વધવા તૈયાર ના હોય. એમાં ભાઈની ઑફરના જવાબમાં લાફો પણ મળે, ચપ્પલ પણ મળી જાય. હવે ભૂલ તો થઈ ગઈ. કોઈ વાંધો નહિ, ફરી બીજે ટ્રાય ચાલુ. ફરી લાફો મળે પણ વારંવાર ટ્રાય ચાલુ જ રહેવાના. વારંવાર ભૂલ થાય પણ ટ્રાય ચાલુ કેમ રહેતા હોય છે? હવે ચાલો ભાઈ સમજી ગયા કે કોઈ સ્વીકારતું નથી, અને કોઈ સ્ત્રી સંપર્કમાં આવી છતાં ભાઈ તરફથી અગાઉની કરેલી ભૂલોના લીધે, મળેલા ઇન્કારને લીધે પ્રયત્ન થયો નહિ. તે જ સમયે આ સ્ત્રી ખરેખર તૈયાર હતી રીપ્રોડક્શન માટે. હવે ચાન્સ ગુમાવ્યો. કિંમત ચૂકવવી પડી બહુ મોટી કે ચાન્સ ગુમાવ્યો. આ થઇ ફોલ્સ નેગેટીવ એરર. કુદરત કોઈ ચાન્સ લેવા માંગતી નથી. ભૂલોના લીધે બહુ મોટી કિંમત ચૂકવવી પડે તે માન્ય નથી. એટલે એક પણ ચાન્સ ગુમાવવો ના હોય તો વારંવાર ભૂલ થાય છતાં પ્રયત્ન કરતા રહેવો તે માટે માનવ ઇવોલ્વ થયેલો છે. એટલે વારંવાર ઇનકાર મળશે પણ કોઈ વાર તો હકાર મળશે આવું વિચારવું, આ થઇ ફોલ્સ પોજીટીવ એરર. ચાન્સ ગુમાવવો પાલવે નહિ માટે માનવ ભૂલો વારંવાર કરશે પણ એની મોટી કિંમત ચૂકવવી ના પડે તે પહેલું જોવાનું માનવ શીખ્યો છે ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં. આને એરર મૅનેજમેન્ટ કહેવાય. એરર ભલે થાય કોસ્ટ ચૂકવવી ના પાલવે. માટે માનવ વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો છે, Overinfer.

હવે બીજો દાખલો વિચારીએ. આપણો કોઈ પૂર્વજ આફ્રિકાના ગાઢ જંગલમાં ફરી રહ્યો છે. એવામાં કોઈ વિચિત્ર અવાજો આવે છે અને એક મોટું ફળ વૃક્ષ ઉપરથી એના માથે પડે છે. બે ધારણાઓ છે. એક તો પવનના સુસવાટાનો અવાજ છે અને ગુરુત્વાકર્ષણને લીધે ફળ વૃક્ષ પરથી નીચે એના માથા ઉપર પડ્યું છે. બીજી ધારણા છે કોઈ હુમલાખોર એનો શિકાર કરવા ચેતવણી રૂપ અવાજો કરી રહ્યો છે અને કોઈ બીજો કોઈ હુમલાખોર વૃક્ષ પર છુપાયો છે અને તે કશું મારી નાખવા ફેંકી રહ્યો છે. હવે ખરેખર પવનનો સુસવાટાનો અવાજ નથી અને સાચે જ કોઈ હુમલાખોરો મારી નાખવા તૈયાર છે અને એણે ધાર્યું કે આતો પવનનો અવાજ છે તો એ માર્યો જવાનો. જીવ જવાનો. આ થઈ ફોલ્સ નેગેટિવ એરર. આવું તો પાલવે નહિ. માટે જ્યારે જ્યારે આવી અણધારી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે તે પહેલો વિચાર હુમલાખોર જીવ લેવા આવ્યો છે તેવું જ વિચારશે. હવે હુમલાખોર નહિ હોય તો કોઈ નુકશાન નથી. ભલે ધારણા બાંધી લીધી ભૂલ કરી. પણ ખરેખર હુમલાખોર હોય તો બાંધેલી ધારણા કામ લાગી જાય અને સામો હુમલો કરી કે ભાગી જઈને બચી  જવાય. માટે ધારણા બાંધી લેવામાં ભૂલ વારંવાર થાય તો ચાલે પણ જીવ ગુમાવવો ના પાલવે. આ થઈ ફોલ્સ પોજીટીવ એરર. એટલે પાછળ કોઈ કાવતરું છે, કોઈ નુકશાન પહોચાડવા પ્રયત્નશીલ છે તેવું માની લેવા માનવ અવિશ્વાસુ બનવા પેરનાઈડ(Paranoid)બનવા વિકસ્યો છે.

પ્રથમ માનવ Overinfer બનવા વિકસ્યો, વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો. શેના વિષે? જે વસ્તુ ના હોય, જે સંજોગ કદી ઉભા થવાના ના હોય, જેનું અસ્તિત્વ જ ના હોય તેના વિષે વધુ પડતી ધારણાઓ બાંધી એમાં પ્રાણ ફૂંકવા માટે ઉત્સાહિત બનવાનું શીખ્યો છે, એવી રીતે એનું બ્રેઈન વિકસ્યું છે. એટલે પવનના સુસવાટા પણ એણે કોઈ જીવંત વ્યક્તિ લાગવાના. વીજળીના ચમકારા પણ જીવંત. બધામાં જીવ પૂરવાનું શીખ્યો. જે વસ્તુ સમજમાં આવે નહિ તેમાં પણ જીવંત દેખાવા લાગ્યું. સતત મનન અને પૂર્વગ્રહ યુક્ત ચિંતન એને સુપર નેચરલ વસ્તુઓમાં માનતો કરી દીધો. એમાંથી ભગવાન પેદા થયો. પહેલા ભગવાન વાવાઝોડા, ભૂકંપ અને ડીઝાસ્ટર મોકલનાર લાગતો હશે. પછી એને ખુશ કરવા પ્રયત્નો કરવા લાગ્યો. યજ્ઞો કરવા, ભાગ આપવો. એમાંથી ધર્મ પેદા થવા લાગ્યો. વીજળીના ચમકારે આકાશવાણી કરી ભગવાન સંવાદ કરવા લાગ્યો. એટલે ધર્મ એ બાય પ્રોડક્ટ છે. એટલે માનવ ધાર્મિક બનવા સર્જાયો નથી, પણ આતંકિત બનવા સર્જાયો છે, પેરનાઈડ બનવા સર્જાયો છે. માનવ ધાર્મિક છે કારણ આતંકિત છે, પેરનાઈડ છે.ધોળકિયા સાહેબ સાચું કહે છે કે“માણસ ધાર્મિક બનવા સર્જાયો છે એવું નથી. એ માત્ર મગજની પ્રવૃત્તિ છે. ધર્મ અને ભગવાન માણસની શોધ છે.”

માનવ ધાર્મિક છે કેમકે માનવ ભયભીત છે. આ ભયનો ઉપયોગ કરી સાધુબાવા, ગુરુઓ માનવને વધારે ભયભીત કરે છે, પછી એમાંથી બચવાના ઉપાય તરીકે એમના રોટલા પાણી કાઢ્યા કરતા હોય છે.

48 thoughts on “શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.”

 1. Dear brother,
  Religion was invented for smooth functioning of society. Also to understand the power of natural forces. Basically all religion literatures say what to do and what not to do. religions were first to teach the “human- animal” the ‘ reality principle’ By learning to implement the “reality principle he slowly freed himself from the “pleasure principle” which was very necessary for other human efforts. Vvvery good article.

  Like

  1. ભાઈ,
   સમાજ વ્યવસ્થિત ચાલે તે માટે નીતિનિયમો આવ્યા છે.ધર્મ નહિ.ધર્મ વગર પણ નીતિનિયમો પાળી શકાય છે.નાસ્તિકો સૌથી વધુ નીતીનીયમોમાં માનતા હોય છે,ધાર્મિકો નહિ.ધર્મીકોને વળી કોઈ નીતિનિયમો લગતા નથી,ભારતમાં તો નહિ જ.ભારતમાં નીતિ અને ધર્મ અલગ અલગ છે.ગમે તેટલા પાપ કરો નામસ્મરણથી મુક્ત.પાપ કરોલોકોને છેતરો અને મંદિરમાં જઈ ઘંટડી વગાડો મુક્ત.માટે સોસાયટી સ્મુધ ચાલે માટે ધર્મ આવ્યો નથી.એના માટે નીતિમત્તા જોઈએ.ધર્મ નહિ.બીજું નેચરલ ફોર્સનો પાવર સમજવા પણ ધર્મ આવ્યો નથી.ધર્મ આવ્યો છે નેચરલ ફોર્સ સમજાતો નથી એની બીક લાગે છે માટે.નેચરલ ફોર્સનો પાવર અને એનું જ્ઞાન સમજવા આવ્યું છે વિજ્ઞાન,ધર્મ નહિ. ધર્મ વડે નેચરલ ફોર્સની બીક વધતી જાય છે અને વિજ્ઞાન વડે ઘટતી જાય છે.કોઈ ધાર્મિક મહાત્માએ વીજળીની શોધ કે બલ્બની શોધ કરી નથી.ઉલટાના લોકોને બીવડાવી દીધા હતા.આકાશવાણી થઇ છે એવું કહી દેવકીના છોકરા સગા મામા હાથે મરાવી નાખ્યા.એની જગ્યાએ કોઈ ફીજીક્સનો માસ્તર હોત તો કહેત કે ભાઈ આતો વીજળી છે.નાના છોકરાનો જીવ લઈશ નહિ.ફિરસે સોચો મેરે ભાઈ.

   Like

 2. શ્રી ભુપેન્દ્રસિંહજી.
  ” અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
  સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ? ” — કૈલાશ પંડિત
  મનુષ્યે પોતાના માંહેના ડરને ઈશ્વરનું નામ આપી દીધું.
  સાવ સાચી વાત.
  આ ફોલ્સ પોઝિટિવ અને નેગેટિવ એરર બાબતે સારૂં જાણવા મળ્યું.

  જો કે માત્ર માનવ જ નહીં પરંતુ સમગ્ર જીવજગત આતંકિત બનવા સર્જાયું છે, (અમને મોબ કંટ્રોલના લેસનમાં આવું સમજાવાતું કે ટોળાને વિખેરવા માટે ટોળાનાં કેન્દ્રમાં પ્રહાર કરો એટલે ટોળાની પ્રથમ પ્રતિક્રિયા કેન્દ્રથી દુર ભાગવાની રહેશે. ત્યાર બાદ કુતુહલવશ ફરી એકત્રીકરણ થાય તે પહેલાં મોરચો સંભાળી લેવો !) પરંતુ મનુષ્યે પોતાની બુદ્ધિ વડે એ ભયને કંટ્રોલ કરવા ભગવાન બનાવી કાઢ્યો હોય ખરો. (ધર્મના લાભાલાભમાં આ મુદ્દો પણ ગણી શકાય)

  એ પણ સમજાયુ કે માણસને કેમ “નથી”માં “છે” નો આભાસ થાય છે. કદાચ આ કારણે ક્યારેક દિવાલ પરનાં ભેજમાં કે કોઇ ફળ-શાકનાં બીજરચનામાં લોકો કશુંક અલૌકિક જુએ છે. (અને ટી.વી. અખબાર અને લાલચુડાઓ તેની પ્રસિધ્ધી દ્વારા પોતાનો રોટલો રળે છે !)

  ટુંકમાં એ વાત તો જાણે બરાબર કે ’મનુષ્યે ઈશ્વરને બનાવ્યો છે’ વિવિધ ધર્મો પણ મનુષ્યની જ દેણ છે. અને આ ઈશ્વર તથા ધર્મો પણ જરૂરીયાત ઉભી થવાને કારણે જ બન્યા છે. તો હવે તેની જરૂરીયાત નથી રહી તેવું કશું પ્રતિપાદિત થયેલું છે ખરૂં ? અર્થાત જ્યાં સુધી જરૂરીયાત રહેશે ત્યાં સુધી ધર્મ અને ઈશ્વર પણ રહેશે. “માનવ ધાર્મિક છે કેમકે માનવ ભયભીત છે” સાવ સાચું, જે સમાજમાં કે જે સમયે અસલામતીની ભાવના પ્રબળ હોય ત્યારે ધાર્મિકતા પણ વધે છે. જુઓને પેલો ભૂકંપ આવ્યો ત્યારે મેં કેટલાયે નાસ્તિકોને પણ ’રામ-રામ’ કરતા થયેલા જોયા છે. એવું પણ જોયું છે કે ધમધોકાર ધંધો ચાલતો હોય તે વેપારી દુકાનમાં એકાદ વખત ધુપદિપ કરશે અને હજુ થાળે ન પડેલો દિવસમાં ચાર વખત અગરબત્તી સળગાવીને બેઠો હોય !! (હવે સમજાય છે કે વાંક તેનો નથી ! ઇવોલ્યુશનરી સાયકોલોજીના કારણોનો છે !)

  ટુંકમાં, ઉપયોગી તારણ એ નીકળે કે, વ્યક્તિ કે સમાજ (આ એવરેજ વાત છે) ત્યારે જ ધર્માંધતાથી બચશે જ્યારે તે સમગ્રતયા સલામતી અનુભવે (આર્થિક, સામાજીક, રાજકિય વગેરે વગેરે). આવો સમગ્રતયા સલામત સમાજ બને તો તો બહુ ઉત્તમ, પણ તેવું લાગતું તો નથી.

  એટલે, સાચું કારણ તો આપે બતાવી આપ્યું, ઉકેલ કોણ બતાવશે ? ………. બહુ જ ઉપયોગી અને વિચારપ્રેરક લેખ. આગળ કંઇક વધુ ચર્ચાઓ દ્વારા પણ આશા છે આ વિષયે વધુ પ્રકાશ પડશે. અને આપ આટલી મહેનતે, આટલું જબ્બર વિચાર વલોણું ફેરવો છો તો કંઇક માખણ જેવું પણ જરૂર નીકળશે ! આભાર.

  Like

  1. ઉપાય આપે બતાવ્યો છે કે સમાજ સમગ્રતયા સલામતી અનુભવે અને તે માટે જરૂર છે જ્ઞાનની.લોકોનો વાંક નથી,પણ વાંક છે મહાત્માઓ જે નેચરલ ફોર્સ સમજાવા ને બદલે એની બીક બતાવી લોકોને વધારે ભયભીત કરે છે.નેચરલ ફોર્સ સમજાતો નથી એની બીક ધાર્મિક બનાવે છે.તો જરૂર છે વિજ્ઞાનની.પહેલા આકાશવાણી થતી હતી હવે કેમ થતી નથી?હવે લોકો સમજી ગયા છે કે આતો વીજળી ઝબકે છે.આમને આમ કંસને ખોટું ભરાવી બહેન દેવકીના છોકરા તાજા જન્મેલા મરાવી નાખ્યા.કોઈ વિજ્ઞાન હોત એ સમયે તો સમજાત કે આતો વીજળી થઇ છે.પહેલા અરે ખાલી ૨૦૦ વર્ષ પહેલા દૈવી વિમાન આવી ભક્તોને સદેહે સ્વર્ગમાં લઇ જતા હતા,હવે કેમ યોજના બંધ થઇ ગઈ?.સૌરાષ્ટ્રના કોઈ કુવા ખોદી જુઓ હજુ રીયલ હાડકા મળી આવશે.હજુ તો ફોસીલાઈઝ પણ થયા નહિ હોય.હવે ભારતમાં વિજ્ઞાન તો આવી ગયું છે,પણ માનસિકતા હજુ જૂની સડેલી જ છે.વૈજ્ઞાનિક અભિગમ આવ્યો નથી,એની મોકાણ છે.જેમ જેમ લોકો નેચરલ ફોર્સ સમજતા જશે તેમ તેમ ધર્મની પકડ ઓછી થતી જવાની છે.

   Like

 3. I think you do not understand science as well. Good to hear about your assumptions. Please do write at the end of the post that this is your opinion only. Intelligent person such as yourself should complete this research and provide proof for this matter rather than write about logic. Food for thought!!!

  Like

  1. આવું તો હું પણ કહી શકું કે આપ સાયન્સ સમજતા નથી.બીજું આ મારો ઓપીનીયન નથી.ઇવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ એકબે નહિ કેટલાય બધાનો મત છે.હું એમને વાચું છું.હું તો સ્ટુડન્ટ કહેવાઉં.સેંકડો બાયોલોજીસ્ટ અને સાયકોલોજીસ્ટ રીસર્ચ કરી રહ્યા છે.અગાઉની સ્મેલ વિશેની પોસ્ટમાં રચેલ હર્ઝ નું નામ અને ફોટો પણ મુક્યો છે.મારું અલ્પમતિ જ્ઞાન ઉમેરું છું.અને તે પણ માનવા યોગ્ય લાગે તો જ માનો.બાકી હું કોઈ ઉપર થોપતો નથી.કોમેન્ટસમાં પ્યારા મિત્રો વિરોધ નોધાવે જ છે.અને તે સ્વીકાર્ય હોય છે.દરેકનો મત અલગ હોય.મને આ લોકોનું લોજીક,સાયન્સ અને સાયકોલોજી માનવા જેવી લાગે છે તો જ રજુ કરું છું.હવે ની પોસ્ટ આવશે કે બાળકને સ્માર્ટ બનાવવું છે?તે લેખ તૈયાર જ છે એમાં નીચે મળ્યા તે રેફરન્સ લીંક મુકેલું જ છે.હજુ લેખ બ્લોગમાં મુકવાનો બાકી છે.આ મનોવૈજ્ઞાનિકો પણ એકબીજાના તારણો મુકતા હોય છે.એટલે આ મારો ઓપીનીયન ફક્ત હોતો નથી.મને એમના ઓપીનીયન માનવા યોગ્ય લાગતા હોય છે તેમાં મારા પણ ઉમેરાઈ જાય છે.પ્રતિભાવો આપતા રહેશો.આપણે બધા અભ્યાસુ વિદ્યાર્થીઓ જ છીએ.સુચનો આવકાર્ય છે.આભાર.

   Like

 4. ધર્મ માણસને

  ૧) કુદરતી આફતો વચ્ચે ‘આત્મશ્રધ્ધા’થી ટકી રહેવાનું બળ આપે છે. નિર્ભયતા શીખવે છે. ગાંધીજી ‘રામ રામ’ બોલતાં હતાં. બાળપણમાં બધાને આવો કોઇને કોઇ મંત્ર શીખવવામાં આવે છે. આ ‘સામર્થ્યવાન’ને પ્રાર્થીને સામર્થ્યવાન થવાનું મનોવિજ્ઞાન છે.

  ૨) સામાન્ય સંજોગોમાં ‘પશુ’ જેવું આચરણ નહિં કરતાં, બીજાં જીવો માટે વિચાર કરીને સંસ્કારી, સભ્ય જીવન શીખવે છે. જેને ‘સંસ્કૃતિ’ કહી શકાય.

  ૩) ધર્મ એકજુથ રહીને સદ્કાર્યો માટે બનાવાય છે. પણ અનુકરણ કરનારાં બધાં ‘નિઃસ્વાર્થી’ થઇ નથી શકતાં. બધાં એકસરખો સાચો બોધ ગ્રહણ કરીને આત્મિક વિકાસ, સામાજિક વિકાસ (ગાંધીજી કે શ્રીકૃષ્ણની જેમ) કરી નથી શકતાં.

  બધાં ભગવાન બાળપણથી જ ખૂબ ‘વિદ્વાન અને બળવાન’ બતાવ્યાં છે. કોઇપણ સંસ્કૃતિ જોશો. અને દરેકનાં ભગવાને ‘સમાજકલ્યાણ, દયા, કરુણા, નીતિમત્તા’ સભ્ય સંસ્કૃતિની જ ભેટ આપી છે.’

  માણસ મન માત્ર ‘તાર્કિક’ જ નથી હોતું. અહિં કુણી લાગણીઓ ધરાવતા હ્રદયવાળાઓ પણ વસે છે. જે લોકો વિજ્ઞાન નથી સમજી શકતાં, તેઓ ધર્મની રીતે, લાગણીથી કોઇ નિયમ સમજી શકે છે.

  દા.ત. વૃક્ષની પૂજા કરવી. (વિજ્ઞાનની રીતે વૃક્ષ કેટલાં ઉપયોગી છે કોઇપણ શિક્ષિતને ખબર છે જ) પણ જ્યારે શિક્ષણ નહોતું, ત્યારે ‘વૃક્ષની પૂજા’ ને ધર્મ સાથે જોડીને મનુષ્યનો નાતો નેચર સાથે જોડવામાં આવ્યો.

  આવું બીજું પણ ઘણું છે.

  Like

  1. ધર્મની વ્યાખ્યા દરેકની અલગ અલગ છે.વૃક્ષની પૂજા કરવી તે ધર્મ છે.એની મહત્તા સમજાવાય તે સારું જ છે.વૃક્ષની પૂજા કરનારાનાં દેશમાં જંગલો સાફ થઇ ગયા છે.જ્યાં વૃક્ષની પૂજા નથી થતી ત્યાં હજુ બચ્યા છે.નદીઓના નામ નહાતી વખતે બોલી જવાય છે અને નદીઓ જુઓ અહીની?જ્યાં નદી પવિત્ર નથી ગણાતી ત્યાં જુઓ?કેટલી સાફ છે.મહાવીર અને બુદ્ધ જેવા મહાપુરુષોએ નવો ચીલો ચાતરી ઈશ્વરને નકારી અભયના પાઠ શીખવ્યા જેથી માનવી ખોટી રીતે કાયમ ભયભીત ના રહે,પણ આપણે તો એમને ભગવાન બનાવી મંદિરમાં બેસાડી દીધા.આપણે પૂજા એક વૃક્ષની કરીને બીજા હજારો કાપી નાખીએ તે ધર્મ નથી.ભયભીત મનનો ભગવાન બળવાન જ હોય ને??તમે જે રીતે ધર્મને માનો છો તેવી રીતે બધા માનતા નથી,ત્યાજ મારો વિરોધ શરુ થાય છે.એટલે હું જે ધર્મને વખોડું તે તમારો તો નથી જ.

   Like

   1. નદી ‘પવિત્ર’ છે. એ ધર્મનાં નામે નેચરલ રીસોર્સીસ માટે લાગણી અને કાળજીની અભિવ્યક્તિ છે.

    હવે એ માણસની લાગણીઓની આત્યાંતિકતા છે કે ‘પવિત્ર’ નદીમાં નહાવાથી પોતે ‘પવિત્ર’ બનશે. આ અંધશ્રધ્ધા છે. અજ્ઞાનતા છે.

    બધે બહુ પાતળી રેખા છે. ટૂંકમાં જ્યાં કશું ખોટું થશે ત્યાં કુદરત જવાબ માંગશે. લાઠી પડશે અને ખબર પણ નહિં પડે.

    ધર્મ આપણી જે તે ‘લીમીટ’ છે એને સહર્ષ સ્વીકારવાની શક્તિ સ્વરુપ પણ છે. આ પણ એક મનોવિજ્ઞાન છે.

    જેમ કે, કોઇ અપંગ વ્યક્તિ છે. એને એની નિર્બળતા માટે કોને પૂછવું?

    એવી જ રીતે માણસનાં મનની પણ ઘણી નિર્બળતાઓ છે. ગાંધીજીએ એ નિર્બળતાને યોગ્ય ખોરાક પૂરો પાડવા ‘સર્વધર્મ પ્રાર્થના’ શોધી.

    તમે પણ કશુંક નવું શોધો. તમારું ચિંતન-મનન તમને યોગ્ય દિશામાં લઇ જાય એવી અંતરની શુભેચ્છા.

    Like

 5. જ્યાં સુધી ‘લાગણીઓ’ ની ભેટ છે આ પૃથ્વી ઉપર ત્યાં સુધી ‘ધર્મ’ રહેશે જ. અહિં કોઇ એકજ માણસની માન્યતાઓ – સમજશક્તિ, વિચારશક્તિની વાત નથી. અહિં સબળા અને નબળા દરેકને એકજુથ બનાવીને સમાજકલ્યાણની ભાવનાથી, સભ્ય સંસ્કૃતિના વિચારથી ‘ધર્મ’ અસ્તિત્વમાં આવ્યો છે.

  જેમ ‘સફેદ’ એક જ રંગ સાચો છે. છતાં ભિન્ન ભિન્ન રંગો અસ્તિત્વમાં છે તેમ, ‘આત્મા’ કે ‘ચેતન’ એક જ વાત સાચી હોવાં છતાં, જુદા જુદા ધર્મોનું અસ્તિત્વ અને વર્ચસ્વ હંમેશા રહેશે.

  Like

 6. સૉરી પણ, આ વખતે તમારો ‘મુદ્દો’ બહુ વિચારપ્રેરક નહોતો.

  જેમ ભૂપેન્દ્રભાઇ માત્ર પતિ કે માત્ર પિતા બનવા સર્જાયા નથી. એ ‘મિત્ર, ભાતૃ, પુત્ર,સ્નેહી,સંબંધી,…..વ્યવસાય લક્ષી વિશેષણો’ માં રહીને જીવે છે (કેમ? એ તો તમને પણ ખબર નંઇ હોય) પણ દરેક રોલ માટે જરુરી દરેક વિશેષતાઓ/ગુણો કેળવે છે.

  તેમ સર્વાઇવલમાં (આ કંઇ મત્સ્ય સંસ્કૃતિ – જેમાં મોટી માછલી નાની માછલીને ખાઇને જીવે નથી) એટલે, સંસ્કૃતિ તરીકેનાં વિકાસ માટે, માનવ જાત તરીકેનાં વિકાસ માટે ઃ માણસ => ‘ધર્મ, વિજ્ઞાન, તર્કશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, રાજનીતિ, સત્યાગ્રહ……બધું જ કરશે જ.’

  ટુંકમાં આજે ફરીથી એકવાર ‘તમારો લેખ’ ખાસ યોગ્ય નહોતો.

  રાવણને મારવો હશે તો ‘રામ’ને વિજયી થવું જ પડશે. તમારે ભારતમાં ‘ધર્મ’ને મારવો છે તો એની અવેજીમાં ‘જનકલ્યાણ’ માટે ખરેખર યોગ્ય પહેલાં કંઇક મૂકવું પડશે. ‘સત્ય’ થોડું કડવું લાગશે. પણ તમે ખોટી દિશામાં જઇ રહ્યાં છો. અંધશ્રધ્ધા વિરુધ્ધ વિજ્ઞાનની સમજ છે તેમ તમારે અહિં પણ કંઇક નવું પહેલાં લાવવું જોઇતું હતું. પણ નહિં મળે. કારણકે ભૂપેન્દ્રભાઇ માત્ર એક જ રોલમાં ના હોઇ શકે એમ માનવ સમાજ માત્ર ‘વિજ્ઞાન….કે માત્ર…..કોઇ એક વસ્તુ માટે ના હોઇ શકે.

  Like

  1. ભારતમાં ધર્મોએ આજ સુધી ખાસ કોઈ જનકલ્યાણ કર્યું હોય તેવું જણાતું નથી.એવું હોત તો ભારત હજાર વર્ષ ગુલામ રહીને પાયમાલ ના થઇ ગયું હોત.ખાલી ગુરુઓનું કલ્યાણ થયું છે.૮૦ ટકા પ્રજા પાસે ૨૦ રૂપિયા ખર્ચવાની તાકાત નથી.અને મંદિરો ધનના ઢગલા પર શોભે છે એવા ધર્મો નાશ થશે તો ઓટોમેટિક કલ્યાણ થશે.આ લોકો એટલું બધું જનતાનું અકલ્યાણ કરે છે બંધ થઇ જશે.અકલ્યાણ થતું અટકશે તો કલ્યાણ થવાનું છે.તમે જે ધર્મ માનો છો તે જુદો છે.અને હું જે ધર્મોનો નાશ ઈચ્છું છું તે જુદો છે.આટલું સમજશો તો આપણાં બંનેનું કલ્યાણ થશે.

   Like

 7. બહુ જ સચોટ અવલોકન, ભુપેંદ્રભાઈ. મેં લગભગ 17 વર્ષ પહેલા (12મા ધોરણમા) મારા મિત્રના અઠવાડીક માટે “ધર્મના ઉદ્ભવ માટેનુ કારણ” લેખ લખ્યો હતો. હુ પોતે ધાર્મિક છુ કારણ કે એ રીતે મારો ઉછેર થયો છે. પરંતુ હુ વિચારશીલ પણ છુ એટલે દરેક ક્રિયા કે પરિણામ માટે કારણ શોધતો થયો છુ. મને સાઈકોલોજીનો અભ્યાસ નથી. પરંતુ, પેલા લેખમા મે આ રીતનુ જ તારણ કાઢ્યુ હતુ કે ધર્મ એ માનવીના ડરની નિપજ છે. તમે એ વિચાર બહુ જ ટેકનિકલી સમજાવ્યો છે અને વાચતા – વાચતા મને મારો એ પુરાણો લેખ યાદ આવી ગયો.

  Like

  1. મારો અને લગભગ દરેકનો ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયો છે.મારા પિતાશ્રી થિયોસોફીકલ સોસાયટીના અંતરંગ વર્તુળમાં હતા.ખૂબ ધાર્મિક હતા.મેં પણ ખૂબ ધાર્મિક સાહિત્ય વાચ્યું છે.ઓશોના લગભગ દરેક પુસ્તકો વાંચ્યા છે.૧૧ધોરણથી એમના લેક્ચર સાભળવા બરોડામાં જતો.વિચારશીલ હોવું એજ જરૂરનું છે.

   Like

 8. ચાલો ઇવોલ્યુશનરી સાયકોલોજી શું કહે છે જોઈએ …… ની ગાડી બીજા પાટા પર ચડી ગઈ અને હું કન્ફયુઝ થઇ ગયો છું.

  Like

 9. માનવ ધાર્મિક છે કેમકે માનવ ભયભીત છે.આ ભયનો ઉપયોગ કરી સાધુબાવા,ગુરુઓ માનવને વધારે ભયભીત કરે છે,પછી એમાંથી બચવાના ઉપાય તરીકે એમના રોટલા પાણી કાઢ્યા કરતા હોય છે,

  આ બાવાઓ અને ગુરુઓ (ચાલો ઇવોલ્યુશનરી સાયકોલોજી શું કહે છે જોઈએ) ઈવોલ્યુશન ની કઈ કેટેગરી માં આવે . અને ભય ભીત માનવો કઈ કેટેગરી માં ?
  આ સાધુ બાવા, ગુરુ ………..પણ માનવ છે …………અને માનવો ને ભયભીત કરે છે ,પછી એમાંથી બચવાના ઉપાય તરીકે એમના રોટલા પાણી કાઢ્યા કરતા હોય છે,

  Like

 10. Clear Cut, ” Common Sensical” analysis!!
  I agree strongly, with your views!
  If I declare;”I believe in humananity”, if it, you may call it MY religion…”
  People do not understand this: They feel I am antagonist to them, personally, as well as I do not ‘belong’ to their society…
  Also, Why do I not light ‘diya’ evertyday? I should..if not, I am not a pious gruhini.
  For that matter, I am too allergic to ‘dhup-deep’ etc…
  But THEY are at times, NOT ready to accept it…So what? Why can’t I tolerate it for few hrs? ..It goes endless.BUT, gd thing is, MY husband is with ME.I fight each event/persons, at my level, with sweet + blunt way…I have to!!

  Like

  1. you must do what you feel right about even if nobody is with you for supporting. for small things no use argumenting. we are living in a society and sometimes we are required to respect elder’s sentiments . Tolerence will always pay good returns, it is a great virtue. In a traffic jam or otherwise some drivers make loud horn noice unnecessarily, same way in the society many are in the habit of cluttering, cribing , whine etc. tolerate the out side noice, Also tolerate the inside noice of mine.

   Like

 11. Long back, esp after earthquake that killed 100s of people ATTENDING wedding ceremonies on 26th…more so in A’bad; I argue; EACH one of them MUST have checked with the Mahurat n all….What went wrong then? Along with the pandit, everybody went down there…So, where did the ‘shubh muhurat’ go?
  I argue with logic…then, “THEY” become silent:)
  I may have strayed, but I just wanted to share:)

  Like

 12. ભુપેન્દ્રસિંહ તમે જે ધર્મ ની વાત કરો છો એ દંભ અને લુચ્ચાઈ નો છે અને તેને દુર કરવાની જરૂર તાતી છે , અને હિરલ જે વાત કરે છે એ ધર્મ ના રિઅલ essence ની વાત કરે છે .
  આ દંભ એ લોકો માં પેઠો છે જે લોકો ને વિચારવા ની આદત નથી કે પછી આંખ મીચી ને એ લોકો એ વિચાર્વુજ નથી . વાંચવું નથી અને સમજ્વુંજ નથી .ભેજા માં કચરો ભરી રાખવો છે.
  મારી જ વાત કરું તો મેં કેટલાય મિત્રો ને થોડા વિચારપ્રેરક બ્લોગ્સ ના નામ આપ્યા કે આ વાંચો તો દિમાગ ના દરવાજા ખુલશે અને વિચારવા પ્રેરાસો પણ કોઈને વાંચવું નથી , મને કહે કે તું કઈ દે ને સુ લખ્યું છે (આ કથા અને સપ્તાહ નું બીજ છે , બાપુ તમે કહી દો ને કે રામાયણ માં સુ લખ્યું છે,, કેમ કોઈ દિવસ gravitational force સમજવા માં નથી પ્રોબ્લેમ થતો because અપને જાતે ભણેલા છીએ એ ના વિષે વાંચેલું છે અને વિચારેલું છે !!!)ફિલ્મી ગપસપ અને રાખીસવંત માં ઇન્તેર્સ્ત પડશે પણ કોઈને સ્વામી વિવેકાનાદ ના આત્મશ્રદ્ધા ના વિચારો માં રસ નહી પડે.

  Like

  1. હીરાલનો ધર્મ મોરાલીટી,સદાચાર અને પ્રેમભાવનો છે.એના વિરુદ્ધ કઈ રીતે બોલી શકાય?કદાપી નહિ.બીજું વાંચે ગુજરાત મોદી સાહેબનો એજન્ડા ખૂબ મહત્વનો છે.પછી મેં લખ્યું કે વિચારે ગુજરાત.પહેલા વાંચો અને પછી વિચારો.પછી કહીશું હવે સમજો.અમારા દરબારો હવે બાય,ગુડબાય અબે જેએમજી લખવાના.હું તો હજુ પણ વાંચ્યા કરું છું.પહેલા પુસ્તકો વાંચતો હવે લેપટોપમાં વાચું છું.કે પછી કોઈ ડોક્યુમેન્ટરી જોઉં છું.અમે અહી અમેરિકામાં પણ હિન્દી ચેનલ્સ લીધી નથી.અહી પણ ભારતીય લોકો હિન્દી ચેનલ્સ ખૂબ જોતા હોય છે.અમેરિકાના ન્યુજ ખબર ના હોય પણ ભારતમાં રાખી સાવંત ક્યારે પી કરવા જાય તે બધી ખબર હોય.

   Like

 13. Dear brother,
  religion is opium of masses and will remain so for long long times to come. without it men would have been savages. In a family children observe decipline due to fear of father. Big boys remain in order due to fear of God or wife. Spoon feeding is needed for children and babies, they can not eat “Samosas,”
  You are taking us back to the ages when mankind was just forming societies and ‘samaj.” They were barbarians then, you know the history well. They did not know what is ” Palak Panir ” then ,probably they would have thrown it away if it was offered to them. Even today few are able to understand “GITA” . I think you donot understand the reality principle and pleasure principle, i mentioned it in my first comment for this article. “Dharma was and is needed very much in its proper sense. If people just donot want to implement it rightly nothing can be done. Even today thousands are being enlightened by reading your blog but think of millions who are born every day . Even highly educated people accros the world fear God. So invention of religion was not bad but its adulteration was bad.

  Like

  1. अब जाके कुछ ठीक सोचा|अब चूँकि सारा धर्म adulteration की चुन्गल में कही फंस गया है तो इसकी जरुरत नहीं है|कोई नया धर्म सोचो|बच्चे समोसा नहीं खा सकते,पर यहाँ तो बूढ़े चमच्च से दूध पि रहे है|अब चूँकि आगे ले जानेकी सोच रहा हूँ आप पीछे क्यों चले जाते हों?अब गीता खुद कही फंस गई है उसे बाहर निकालो तो अच्छा हैं|ये गीता कौन है?घरपे मालूम हैं सबको?

   Like

   1. अब फिरसे तुम अग्रिम मुदा भूल गए । आप जो कह रहे हो इससे एक और धर्म खड़ा हो जाएगा। जिस तलाबमे कोई डूब जाता है उसको सुखाया नहीं जाता। धर्ममे मिलावट हुई है या गलत तरीकेसे सिखाया जाता है इसलिए धर्म मिटाया नहीं जाता। बुधभी चमच से दूध पी रहा है तो वोह गलती उसकी है।
    नासमजीके इस सैलाब मे हजारो धर्म और सचे इंसान डूब गए । बड़े बड़े फिलसूफ़ खो गए। हर नए धर्म का यही हाल होता है। लिकन तुम नीरास मत होना। क्या कमनसिबी है की सरकार चलाने के लिए और जीवन की राह दिखानेके दो महत्वपूर्ण कार्यो के लिए कोईभि लायकत , कूयालीफ़िकेसन की जरूरत नहीं है । आपकी सोचको बदलने की जरूरत है । शायद गीता बगलमे रहती होगी हमे नहीं पता। मै भी पता ढूंढ रहाहू।

    Like

 14. ભૂપેન્દ્રસિંહજી લેખ જેટલો સરસ તેટલા દરેકના પ્રતિભાવો પણ સરસ. ચિરાગભાઇ, ગૌરાંગીબહેન, નવનીતભાઇના પ્રતિભાવો વિચારપ્રેરક.

  Like

 15. ધર્મ માત્ર ‘ભય’માંથી ઉત્તપન્ન નથી થયો. એ ‘આંતર’ અને ‘બહિર’ જગતનાં જે પણ ચમત્કારો અથવા જે સક્ષમતા છે (આપણને કે સામાન્ય જનને અભિભૂત કરતી) એનાં પ્રત્યે કૃતજ્ઞતા (Gratitude) નો ભાવ બતાવવા માટે પણ છે.

  જેમ કે સવારે ઉઠીએ ત્યારે એક નવચેતન મળે છે. બધાને સરખો સમય મળે છે. એ વાત માટે આપણે આ સમષ્ટિનો આભાર માનીએ છીએ. આ વાત ‘વિજ્ઞાન’ ની ચોપડીથી ના શીખવી શકાય.

  ૨) જો ધર્મ હોય જ નહિં અને માત્ર ‘નિયમો’ થી જ જીવવાનું હોય તો એમાં નાના-મોટાનો ભેદ (વૈચારિક રીતે) બહુ પડે. જેમ શાળા કે કૉલેજમાં આપણે ‘સરખે સરખાં’ લોકો જ ગ્રુપ બનાવીએ તેમ. (બીજાંને આપણે એટલો સહકાર કદાચ ‘ના’ પણ આપીએ જેટલો આપણાં ‘મિત્ર’ને. ધાર્મિક સ્થળોમાં જો સમજપૂર્વક કૃતજ્ઞતાના ભાવથી જાવ ત્યારે સમૂહમાં તમે આવી સદભાવનાથી ઘણાં સારા કાર્ય પણ કરી શકો છો (એમાં વૈચારીકભેદ વાળું વાતાવરણ બને ત્યાં સુધી નથી આવતું). આવાં કામ (નિઃસ્વાર્થ) હંમેશા આપણે એકલ-દોકલ ‘ના’ કરી શકીએ. સહકાર જોઇએ.

  ૩) શિયાળામાં અમારા દહેરાસરમાં ‘જૂના-સારા, ગરમ કપડાં’ એકઠાં કરવાનું આયોજન થતું. અને પછી ટીમ બનાવીને સંસ્થાઓને કે બીજા જરુરિયાતમંદોને વહેંચવામાં આવતાં.

  ૪) હમણાં ઉત્તરાયણમાં ‘જીવદયા અભિયાન’ હેઠળ ‘પક્ષીઓની’ રક્ષા માટે એક ટીમ બનાવવામાં આવી. લગભગ ૫૦૦ પક્ષીઓને સારવાર અપાઇ. (ડૉકટરસ, નર્સથી લઇને સમાજનાં દરેક માણસને એમાં સહકારથી દરેક કોલ વખતે દોડી જતાં લોકોને સલામ. (માત્ર જૈનો નહોતાં)

  હવે, વિચારીએ તો શું ‘ભગવાનમાં નહિં માનનારાં’ બધાં જ આવી નિઃસ્વાર્થ સેવા માટે કટિબધ્ધ છે?

  આપણે મૂર્તિમાં માનીએ કે ના માનીએ (સ્થાનકવાસીમાં દહેરાસર, મૂર્તિ કશું જ નથી હોતું). એનાંથી કશો ફરક નથી. આપણું વ્યક્તિત્વ જ એવું હોવું જોઇએ (અથવા આંતર જગત) કે એનો પ્રભાવ આપણી સાથે સંપર્કમાં આવતા દરેક ઉપર પડે. અને આપણે કશી પણ દલીલ વગર એની સાથે એકરુપતા (માણસની માણસ સાથેની) સાધી શકીએ.
  ધર્મ આવું શીખવાડવા માટે બનાવાય છે. અમુક લોકો માત્ર ‘ક્રિયા લક્ષી’ બની જાય અને દેશને કે સમાજને નુકશાન કર્તા બને ત્યારે ચોક્કસ પગલાં લઇ શકાય. ‘દયાનંદ સરસ્વતી’ અને ‘ગાંધીજી’ આ પગલાં લેવાની દિશામાં ઘણાં કામ કર્યાં.

  માટે આ બધી દલીલ નહિં કરતાં આપણે બીજી કઇ કઇ રીતે સમાજને ઉપયોગી થઇ શકીએ? આવનારી પેઢીને ઉપયોગી થઇ શકીએ એ વિશે વધારે વિચારીશું તો વધુ યોગ્ય કામ કરી શકીશું. એવું મને લાગે છે. ‘ધર્મ’માં માનીએ કે ‘ના માનીએ’, જનકલ્યાણ માટે આપણે કેટલાં નિઃસ્વાર્થી કે ધીરજવાળાં થઇ શકીએ છીએ એ વધારે અગત્યનું છે એવું મને લાગે છે.

  હું જૈન છું. અરિહંત પરમાત્મામાં માનું છું પણ મુસલમાનનાં ઘરમાં પ્રેમથી જમી શકું છું.

  Like

  1. સૌ પ્રથમ હું ‘માણસ’ છું. પછી ‘ભારતીય’, પછી ‘ગુજરાતી’ અને પછી ધર્મની રીતે ‘જૈન’. મારી સમજ મુજબ મેં અહિં જે પણ કંઇ કીધું અને કોઇનાં પણ વિચારોને સૂક્ષ્મ હિંસા થઇ હોય તો માફી માંગુ છું. પણ મને ‘ધર્મ’ નાં નામે વિવાદ બિલકુલ પસંદ નથી. (GOD is a subject of faith not fight. ( અહિં શરુઆતમાં ‘અંધશ્રધ્ધા’ વિરુધ્ધ લખાતું એ ગમતું હતું. પણ હવે ઘણીવાર, વિચારોને સમગ્રતાથી મુલવ્યા વગર એકતરફી લેખ વાંચવામાં આવ્યા ત્યારે થોડી બીજી બાજુ જોવાનો પ્રયત્ન કર્યો.
   બસ એટલું જ.

   Like

  2. “આપણે મૂર્તિમાં માનીએ કે ના માનીએ એનાંથી કશો ફરક નથી.”
   ” આ બધી દલીલ નહિં કરતાં આપણે બીજી કઇ કઇ રીતે સમાજને ઉપયોગી થઇ શકીએ? ”
   “‘ધર્મ’માં માનીએ કે ‘ના માનીએ’, જનકલ્યાણ માટે આપણે કેટલાં નિઃસ્વાર્થી કે ધીરજવાળાં થઇ શકીએ છીએ એ વધારે અગત્યનું છે”…..

   વાહ ! વાહ !! આ થયા ખરા હૃદયના ભાવ. ઉત્તમ વાત કહી. જો કે લાગે છે કે ક્યારેક ધર્મમાં ’ન માનતા’ હોવાનો દાવો કરનાર લોકો જ ધર્મનું સૌથી વધુ ચિંતન કરતા હોય છે !!! આપના આ ઉમદા વિચારો અનુકરણીય છે. આભાર.

   Like

   1. ગાડી આડે પાટે ચડાવી દેવામાં હિરલ ની ઉસ્તાદી ને કોઈ ના પહોચે.બ્રિલિયન્ટ.આખો લેખ ઇવોલ્યુંશનરી સાયકોલોજી ઉપર લખાયો છે.કોઈ ધર્મની ચર્ચા કરવા નહિ.પણ આપણે બાયસ છીએ.મૂળ મુદ્દો ક્યાય બાજુ પર જતો રહે છે.મારી આ આખી સીરીઝ જુદી જ છે.એમાં ધર્મ વિશેનો લેખ બહુ પાછળથી આવ્યો,તે પહેલા વિવિધ વિષયો લગતા લેખ મુક્યા છે.મારો આ લેખ વિચારપ્રેરકના લાગે તેનો મતલબ ઈવોલ્યુશન ને નકારો છો.સાયકોલોજીને નકારો છો,સાયન્સ ને નકારો છો.ઘણા નકારે છે.ક્રિશ્ચિયાનીટી પણ નકારે છે.માનવો સીધા આસમાનમાંથી ટપક્યા છે.અહી મે ધર્મ ક્યાંથી,કાઈ રીતે માનવ દિમાગમાં આવ્યો તેની સાયકોલોજી ઇવોલ્યુંશનને ધ્યાનમાં રાખી બતાવી છે.હવે દરેકના ધર્મ જુદા છે.હિરલ એના પર્શનલ ધર્મની વાતો કરે છે જે માનવતાવાદી છે.એણે કોણ વખોડે છે?પણ હું જાણે માનવતાનો વિરોધી હોઉં તેવું લાગે છે.હવે અન્ધ શ્રદ્ધા વિરુદ્ધ લખતો હતો ત્યાં સુધી સારું હતું,અને હવે ઈવોલ્યુશન અને સાયકોલોજી વિષે કડવા સત્યો ગળે ઉતારવા અઘરાં લાગે છે.

    Like

    1. શાંત બાપુ શાંત !!
     હિરલબહેન ગાડીને આડે પાટે ચઢાવે છે તેમ સાવ તો નહીં જ કહું. બીજું, ચર્ચાનું પાનું એકંદરે અલગ નજરથી જોઇએ તો લેખના અનુસંધાનમાં રિસર્ચકાર્ય જેવું લાગે છે. ભલે ગાડી આડે પાટે ચઢતી લાગે પરંતુ એકંદરે આપની એ વાત સાબીત તો થાય જ છે કે આપણે ફરી ફરીને ધર્મની આસપાસ આપણું જીવન, વિચાર અને વર્તન ગોઠવવાના આદી બની ગયા છીએ ! આપણે આને પણ “ફોલ્સ પોઝિટિવ એરર”ના ઉદાહરણરૂપે પણ ગણી શકીએ કે નહીં ?
     ફરી આપ કહેશો કે વિષયથી ભટક્યા !! પરંતુ એક દાખલો આપું તો હું જ્યારે બે-ચાર મહિને એકાદ વખત એમ કહું કે આજે રસોઇમાં કશો ભલીવાર ન લાગ્યો ! તો તેનો એક અર્થ એ થયો કે બાકીના દિવસોમાં તેમણે (જે મેક્ષીમમ છે) ઉત્તમ રસોઇ જ બનાવી ! એમ પણ બને કે વાંક રસોઇનો નહીં પણ મને બે-ચાર મહીને એક વખત થતી શરદીનો પણ હોય !! અર્થાત ક્યારેક વખોડનાર જ આપણું સર્વશ્રેષ્ઠ પ્રસંશક હોય છે. બસ ઓળખવાની નજરનો સવાલ છે.
     હિરલબહેનની એ વાત ધ્યાને લીધા જોગ તો ખરી જ ને કે; કોઇપણ વિચારને સમગ્રતયા મુલવવો જોઇએ. અને ધર્મ સાથે સંકળાયેલા વિષયવાળા લેખની ચર્ચામાં પણ ધર્મનો વિષય, યોગ્ય સંદર્ભંમાં, આવે તો તેમાં મને કશું ખોટું લાગતું નથી. ઉલ્ટાનું સારું ગણાય, થોડા બાવાઝાળાઓ દુર થાય, થોડી સમજણ પણ વધે.
     અને ઉપરનું મારું ’ધર્મમાં ન માનતા હોવાનો…’ વાળું વાક્ય હવે જરા ફેરવીને લખું તો “ક્યારેક રસોઇને વખોડનારો જ સૌથી વધુ રોટલી દાબી જાય છે !!!” (હિરલ બહેનની સાત અને મારી આ ત્રીજી છે !!) આ પણ સાઇકોલોજીનું જ ઉદાહરણ નથી ?

     Like

     1. આપ જુદું સમજ્યા.ફરી વાંચો મેં હીરલના વખાણ કર્યા છે.ઉસ્તાદ,કોઈ પહોચે નહિ અને બ્રિલિયન્ટ.”ફોલ્સ પોજીટીવ એરર” જ કહેવાય.મારું કહેવું એ છે કે હું કોઈ સદાચાર,વર્ચ્યુ કે એથીક્સ ને માનતા હોય તેને કદી વખોડું નહિ.હું ધર્મ ને વખોડું એટલે મિત્રો સમજે કે હું સદાચાર,અને નીતિમત્તા ને વખોડું છું.અહી સમજ ફેર થાય છે.ભારતમાં સદાચાર,એથીક્સ અને ધર્મને હવે કશું લાગે વળગતું હોય તેમ લાગે છે?તમે જ જવાબ આપો.જે મહાપુરુષોએ ધર્મનાં નીતિનિયમો રચ્યા તેને કોઈ માને છે?મહાવીરે જૈન ધર્મ સ્થાપ્યો.જીવ માત્રની હિંસા થવી ના જોઈએ.ઉતરાણ વખતે પક્ષીઓને બચાવો બહુ સારું છે ઉત્તમ છે.પાંજરાપોળ સૌથી વધુ જૈનો ચલાવે છે.સારું છે,જીવ દયા છે,પણ એજ જૈન માનવી પ્રત્યે એટલી દયા નહિ ખાય.વેપારમાં કોઈ ગરીબનું પણ ખુન ચૂસી જશે.કોઈ પ્રમાણીકતા નહિ રાખે.કીડીયારા પૂરશે અને બેંક આખી ખાઈ જશે.કેતન પારેખ,સી.આર.બી ભણશાળી,ભરત શાહ(ગુંડાઓનો દલાલ) જુઓ.મહાવીરે કદી પૂજા પાઠ,દીવો બત્તી કે કોઈની પ્રાર્થના સુદ્ધાં નથી કરી.જૈનો જુઓ મંજીરા લઇ ભક્તિ કરે છે.હિંદુ જુઓ.કપાળે લાલ મોટું લાંબુ તિલક,ગળામાં રુદ્રાક્ષની માળા,હાથમાં પણ માળા ધારણ કરી કોઈ મહા બુટલેગર બેઠેલો જોઈ મને એવા ધર્મ પ્રત્યે નફરત થાય છે.મને વિવેકાનંદ,મહાવીર,બુદ્ધ,થેરેસા,દયાનંદનાં ધર્મ પ્રત્યે કોઈ વિરોધ કે નફરત કઈ રીતે હોઈ શકે?ધર્મ વિષે અઢળક ચર્ચા આપણે આ બ્લોગમાં કરી છે અને કરી પણ રહ્યા છીએ.આ લેખ ખાલી ઇવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ કઈ રીતે ધર્મ માનવના દિમાગમાં આવ્યો તે સૂચવે છે તેટલા પુરતો હતો.એક વાત તો ચોક્કસ છે કે ધર્મ આવ્યો છે ભય અને બીક થી.પછી બન્યો વ્યવસ્થા.ગાડી અવળે પાટે ચડીને કોઈ નુકશાન ક્યા છે?ઉલટાની મજા આવે,પણ મૂળ વિષયથી ભટકી જવાય ના તે જોવાનું છે.

      Like

 16. In all Religious Guru who so ever I came to know till the date. I like “Mother terasa” a lot.
  How she could built an Institution for Nobel cause (for needy ppl) in poor Calcutta. She could gather around 4000 nuns for un-selfish call for poor patients on the name of Jesus says our duty.

  As we all know Vikram Sarabhai, C.V Raman, Dr. Homi Bhabha etc…as a gr8 scientist.
  Chanakya etc..as a gr8 teacher and politician,
  Arya Bhatt as a gr8 Mathmaticion,
  It is important to know ppl like “Mother Terasa”, “Swami Vivekananda” who has served our nation for poorest of the poor 


  We should ask our self, why they could reach in their highest ability? I think, then we will get many answers of our many problems within our own and about our thought patterns.
  I think, then we will be in a better shape to serve for our mother India. we will be in a better shape to think and understand our contribution for an “Aam Adami”.

  Like

  1. Hiral,
   I have read all your comments and lots of praise for that and also the maturity of mind. some times we do get carried away when we get to read oppsing to our views. i also do not favor generalisatins of a particular idea or hypotheses. There are good gurus and good dharmas. We must absorb the gist of an article and just not get invoved in endless arguments. In this world nobody listens to any body.

   Like

 17. લેખનું મથાળું

  “શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે?”

  અને લેખનાં અંતે કન્ક્લુઝન જુઓ,

  “જે વસ્તુ સમજમાં આવે નહિ તેમાં પણ જીવંત દેખાવા લાગ્યું.સતત મનન અને પૂર્વગ્રહ યુક્ત ચિંતન એને સુપર નેચરલ વસ્તુઓમાં માનતો કરી દીધો.એમાંથી ભગવાન પેદા થયો.પહેલા ભગવાન વાવાઝોડા,ભૂકંપ અને ડીઝાસ્ટર મોકલનાર લાગતો હશે.પછી એને ખુશ કરવા પ્રયત્નો કરવા લાગ્યો.યજ્ઞો કરવા,ભાગ આપવો.એમાંથી ધર્મ પેદા થવા લાગ્યો.”

  “માનવ ધાર્મિક છે કેમકે માનવ ભયભીત છે”.

  —-
  શું મારાં મુદ્દા ગાડીને આડે પાટે ચઢાવતા હતા?

  સૂર્યનું ઉગવું ને આથમવું, ચંદ્રની કળાઓ, શિયાળો, ઉનાળો, ચોમાસુ, પ્રજનન, ફળ-ફુલ,અપંગતા, મૃત્યુ, શારિરીક બળ વિગેરે આદિમાનવો માટે ચમત્કાર હશે. માત્ર ‘ભય’ની લાગણીથી જ ધર્મ નથી બન્યો કે આગળ વધ્યો. મેં એ બધા મુદ્દા તરફ ધ્યાન દોર્યું. એટલે કે લેખ ‘સમગ્રતાથી વિચાર્યા વગર’ પોતાના એકતરફી વલણથી લખાયેલો લાગ્યો છે એટલે આટલું બધું લખ્યું.

  આમાં, મેં શું કોઇ ઇવોલ્યુશન થીયરી કે સાયન્સને નકાર્યું કહેવાય? કે ગાડીને આડે પાટે ચઢાઇ કહેવાય?

  હંમેશા યાદ રાખવું જોઇએ કે આપણે જે કંઇ વિચારીએ, કે અમલમાં મુકીએ એની બીજા ઉપર અને પછી સમાજ ઉપર અસર થાય છે એટલે ક્યારેય પણ આવા કનક્લુઝન એકતરફી આપી ના શકાય. બધી બાજુઓ જોવી અને સમજવી પડે ભાઇ.


  @Ashokbhai, & @Pradipbhai,
  Thanks for yr comments/suggessions

  Like

  1. આપણે બીકના માર્યા દોરડાને સાપ માનીએ છીએ,અને પડછાયાને ભૂત માનીએ છીએ.જડ વસ્તુમાં ચેતન દેખાય છે.આ બધું હું નથી કહેતો ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ કહે છે.આ લોકોએ આજ મુદ્દો ઉપાડ્યો છે કે માનવ ધાર્મિક કેમ છે?માનવ ભગવાનમાં કેમ માને છે?બસ મેં એનું ભાષાંતર કર્યું.ભય વિના પ્રીત નહિ.માનવ ભગવાનને પ્રેમ પણ ડરનો માર્યો કરતો હોય છે.હમણા કોઈ તકલીફ ના હોય તો ભગવાનને કોણ પૂછે છે?આજે ખબર પડી કે ગાડીનો પાટો સરક્યુલર ફરે છે,આડો નહિ.ભયમાં કોઈને ભુત દેખાય અને કોઈને ભગવાન.મહાવીર ને ભય ના હોય માટે ના ભૂત દેખાય, ના ભગવાન.સાચું કે નહિ???સાચું કે નહિ??

   Like

 18. ચાલો ઇવોલ્યુશનરી સાયકોલોજી શું કહે છે જોઈએ …… ની ગાડી બીજા પાટા પર ચડી ગઈ અને હું કન્ફયુઝ થઇ ગયો છું આજ વાત મેં પહેલા પણ કહી અને હજી પણ તેજ કહું છું , ઘણા મિત્રો કોમેન્ટ કરે છે (પરંતુ મને એમ લાગે છે કે લેખ ની શરૂઆત જ ગાડી પાટા ની બહાર દોડતી હોઈ એવું લાગે છે ) મારો પ્રશ્ન ફક્ત સાધુ બાવા કઈ કેટેગરી માં આવે તેજ નથી કહેવાતા ભયભીત માનવો પણ કઈ કેટેગીરી માં આવે છે તે છે.

  Like

  1. સાધુ બાવા કાર્નીવોરસ એટલે શિકારી પ્રાણીઓ,લોહી ચુસનારા પ્રાણીઓ અને ભયભીત માનવી હર્બી વોરસ એટલે ઘાસાહારી પ્રાણીઓ જેવા કે ઘેટા.શિકારી પ્રાણીઓ ઘાસાહારી ઘેટાંનો શિકાર કરે.

   Like

 19. અમરત્વની પ્રાપ્તિમાં અધ્યાત્મનો જન્મ થયો છે. આધિ+ આત્મા = અધ્યામ આટલી સમજ મને મારા પિતાશ્રી તરફ થી મળેલ છે. બાકી અભ્યાસ થી થોડુ ઘણુ મુલ્યાંકન કર્યુ.આ બાબતે યયાતિ અને નચિકેતાનો સંવાદ વાંચવા જેવો છે.

  Like

  1. ધર્મ જુદિ જ વસ્તુ છે. અને તે ચર્ચાતીત છે.જનમાનસ માં જે સમજણ છે. એ ધર્મ નથી.કારણ ધર્મની ચર્ચા જ શક્ય નથી ખાલી એનો અનુભવ જ હોય છે..બાકી બધું મન ને મનાવવા ટાઇમપાસ છે.

   Like

 20. જેમ કેરીને વધારે ગરમી માં પકવીએ અથવા વધારે દિવસ એમ જ રાખી મુકીએ તો એમાં સડો થઇ જાય એમ જ , …જગત ને પ્રારમ્ભિક યુગ માં વેપાર અને ગણિત-ત્રિકોણમિતિ નું અને આયુર્વેદ તથા અન્ય નોલેજ ભારતે ધર્મ નામની કેપ્સ્યુલ માં ભરીને આપ્યું હતું ….એ સમય માં દરેક ને પોતપોતાની રીતે ધર્મ નું આચરણ કરવાની છૂટ હતી, કોઈ સમૃદ્ધ એવા વિષ્ણુ ની પૂજા કરતુ, તો કોઈ સમાજ થી અલગારી એવા મહાદેવ ની …પણ ધીરે ધીરે ધર્મ ના નામે ધંધો થવા લાગ્યો અને લોકો ને ધર્મ નો ડર બતાવી લુંટવા લાગ્યા …સડો વધી ગયો છે ….અનેક પંથો, જરૂરિયાત વગર ના દાન-ધર્મ, એકસો એક દાન કરો એટલે પાછલા દસ વર્ષ ના પાપ માંથી મુક્તિ, હજાર દાન કરો તો પચાસ વર્ષ ની યોજના, દસ હજાર માં તો આગલા-પાછલા ત્રણ-ચાર જન્મ ના પાપ ધોવાઈ જાય ….

  Like

 21. અવાર નવાર બ્લોગની મુલાકાત લઉં છું. છે..છે..છે…છે..નથી….નથી…નથી…નથી…નથી ને નથી જ. ની સાઠ્મારીમાં મજા આવે છે. હું પોતે ફ્લીપ ફ્લોપ – અડુકિયો દડુકિયો છું. પાટલી બદલું છું. ધાર્મિક અને નાસ્તિક બ્ન્ને તરફથી માર ખાવાની મજા આવે છે. થર્ડ ક્લાસ બી. એસ. સી છું. સાયટિસ્ટ નથી. હું કોઈક વાર મંદિરમાં જાઉં છું. પ્રસાદની ફી મુકીને મહાપ્રસાદની મજા માણું છું. કર્મકાંડ ખોટા અને અર્થવગરના છે એ જાણવા છતાં ઉત્સવ તરીકે કોઈક વાર ધર્મપ્રસંગ ઉજવું પણ છું. ભુપેન્દ્રભાઈ તમારી જગ્યામાં ઘૂસ એટલા માટે મારી કે મારા જેવા કઈ કેટલા હશે. થોડા આંગળી ઉંચી કર તો મને ગમશે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s