ભારત ચાર આંધળા નો હાથી

Photograph taken by me at Dholavira. ja:画像:A w...
Image via Wikipedia

          ભારત ચાર આંધળા નો હાથી છે.એવું ધોળકિયા સાહેબ નું કહેવું છે.વાચક મિત્રો આપણે સહુ એ અંધ વ્યક્તિઓ માં આવી જઈએ.કોઈ કહેશે  ‘મેરા ભારત  મહાન.’કોઈ કહેશે એ તો કાંટાળું વન છે.’હું કહીશ મહાન હતું હવે નથી રહ્યું,ચાલો એને ફરી મહાન બનાવીએ.મિત્રો પ્રાચીન ભારતે દુનિયા ને શું શું આપ્યું છે?આપણ ને તો યાદ પણ નથી.એક ગોરાએ એના વિષે એક ડોક્યુમેન્ટ્રી બનાવેલી તેના આધારે મેં શરૂઆત માં એક પોસ્ટ મૂકેલી આજે ફરી વાંચો. 
પ્રાચીન ભારતે દુનિયા ને આપેલી ભેટો…………………………….
       ૧*વોટર ક્લૉક,,,પાણી ની ઘડિયાળ,શું કહીશું પાણી વડે,જેમાં પાણી વપરાતું હોય એવી ઘડિયાળ.લગભગ જૂની દરેક સંસ્કૃતિ માં પાણી વડે ચાલતી ઘડિયાળો નો ઉલ્લેખ છે.ચીન કોરિયા,ગ્રીક ,રોમન અને ઈજીપ્ત તથા ભારત માં પ્રાચીન કાલ માં પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી.અથર્વ વેદ(ઈસુના ૨૦૦૦ વર્ષ પહેલા) માં પણ એનો ઉલ્લેખ છે.હરપ્પા અને મોહન્જોડેરો વખતે પણ આ પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી.તાંબા ના કુંભ માં ચોક્કસ માત્રા માં પાણી ભરી લટકાવવામાં આવતો તળિયે કાણું હોય.શિવજી ના લિંગ પર જે અભિષેક માટે હજુ પણ તાંબાનો કુંભ લટકાવવામાં આવે છે અને પાણી ધીરે ધીરે ટપક્યા કરે,ખાલી થાય એટલે અમુક સમય પૂરો થયો ,એવો કૉન્સેપ્ટ હતો.નાલંદા બૌદ્ધ યુની,માં તાંબા ના એક ચોક્કસ માપના વાટકાને પાણી ભરેલા કુંડ માં મૂકવાનો નીચે કાણું હોય એ દ્વારા પાણી અન્દર ભરાય,પૂરો ભરાય જાય એટલે ડૂબી જાય એટલે નગારા પર ટકોરો મારવાનો,એક પ્રહર પૂરો થયો.ચાર દિવસના ને ચાર રાતના પ્રહર ની આ રીતે ગણતરી થતી,અને આ આખી વ્યવસ્થા સંભાળવાની  જવાબદારી હતી વિદ્યાર્થી ઓના માથે.વરાહ મિહિર અને બ્રહ્મગુપ્ત નામના ગણિત શાસ્ત્રીઓએ આનો ઉલ્લેખ કરેલો છે. આવી ઘડિયાળ હજુ એક જૈન મંદિર માં છે.
     ૨*અઢારમી સદી ની શરૂઆત માં જયપુરના રાજા સવાઈ જયસિંહે જયપુર માં જંતર(instrument),મંતર(ફૉર્મ્યુલા) નીજ્યોતિષ ના અને સૂર્ય ની ગતિવિધિઓ ના અભ્યાસ માટે સ્થાપના કરી.સૂર્ય ની પોજીસન ઉપર થી સમય માપવા માટે સન ડાયલ ની રચના કરી.અને તમે સૂર્ય ઘડિયાળ કહી શકો.
    ૩*ધોળાવીરા,,,,,,કચ્છ માંથી મળેલું ૪૫૦૦ વર્ષ જુનું આ શહેર એક કિલોમીટર ના ઘેરાવામાં ફેલાયેલું સ્પોર્ટ સ્ટેડીયમ ધરાવતું હતું.ગટર વ્યવસ્થા,બઝાર,અનાજ ભરવાના ગોદામ,સુએઝ વ્યવસ્થા,બાથરૂમ અને અમેરિકન સ્ટાઇલ વાળા સંડાસ ધરાવતા એ શહેર માં આશરે ૧૦૦૦૦ હજાર માણસો રહેતા હતા.આના ૨૦૦૦ વર્ષ પછી રોમનોએ શહેર બનાવ્યા.
     ૪*0,,,zero,,,The mystical idea of nothingness,,શૂન્ય એટલે કશું નહિ.શૂન્ય ની શોધ એ દુનિયા ને આપેલી મોટામાં મોટી ભેટ છે.આનો લેખિત પુરાવો ૯ મી સદીમાં રાજા મીહીરભોજે બનાવેલા ચતુર્ભુજ વિષ્ણુ મંદિર,ગ્વાલિયર ના શિલાલેખ માં આજે પણ છે.એક થી નવ નંબર અને ગણિત,દશાંશ પધ્ધતિ એ ભારતની બહુમૂલ્ય ભેટ છે.આરબ વેપારીઓ આ ગણિત યુરોપ માં લઈ ગયા.૧૩ મી સદીમાં રોમન ચર્ચ ડેવિલ નું કામ છે એવું કહીને આ ગણિત પર પ્રતિબંધ મૂકે છે,પણ પછી સહેલાઈ થી ગણી શકાતું હોવાથી ધીરે ધીરે સમગ્ર યુરોપે આને સ્વીકારી લીધું.
      ૫*હ્યુજ મેટલ વર્ક,,,,,,,,કુતુબ મીનાર ના સંકુલ માં આવેલો ૧૭૦૦ વર્ષ જુનો સ્તંભ  સ્ટીલ માંથી બનાવેલો છે.લાકડામાંનો કાર્બન લોખંડ માં ઉમેરીને કાટ નાઆવે એવું  સ્ટીલ બનાવવાની પધ્ધતિ ભારતીયોને આવડતી હતી.
     ૬*કપાસ માંથી કાપડ બનાવવાની ભારતની હાથસાળો ની ટેક્નોલૉજી અપનાવી ૧૮ મી સદીમાં અંગ્રેજોએ મોટા મશીનો બનાવી કાપડ નું ઉત્પાદન કરવા માંડ્યું,એનું શ્રેય ભારત ને ફાળે જાય છે.અને આજ કોટન કપડાને ભડકેલા રંગ ચડાવવાનું કામ પણ દુનિયા ભારતીયો પાસે થીજ શીખી છે.
    ૭*લગભગ ૪૦૦૦ વર્ષ જુનો યોગ આખી દુનિયા માં ડંકો વગાડે છે.જોકે પરદેશ માં યોગ ના કલાસીસ માં આસનો શીખવવામાં આવે છે.યોગ ના આઠ અંગો માનું આસનો એકજ અંગ છે.યોગ વિષે વધારે લખવાની જરૂર નથી.
    ૮*ચરકે આયુર્વેદ(હર્બલ મેડીસીન) ઈશુ ના ૪૦૦ વર્ષ પહેલા લખ્યો,જે ફીજીશ્યન હતા.સુશ્રુત સર્જન હતા,૨૫૦૦ વર્ષ પહેલા એમણે લખેલું સર્જન મૅન્યુઅલ આજે પણ સર્જનો જાણે અજાણે વાપરે છે.કપાળ માંથી ચામડી લઈ યુદ્ધ માં ઘવાએલા નાક વાળા સૈનિકોના નાક ઠીક કરવાની પ્લાસ્ટિક સર્જરી એ ભારતના સુશ્રુત ની શોધ છે.
   ૯*ચેસ,,,,,,,,,,,,,,ચતુરંગ ની રમત જેને આપણે ચેસ તરીકે ઓળખીએ છીએ એ ભારતના રાજાઓની નવરાશ ના સમયે રમવાની રમત હતી.
   ૧૦*વેક્સીનેસન,,,,,,,,શીતળા ના દર્દી ના શીતળા માંથી થોડું પસ સાજા માણસ ને થોડો ઘા કરી એમાં દાખલ કરી એને વૈદ્યો ના સતત નિરીક્ષણ હેઠળ રાખી,એને તાવ આવે ત્યારે  એના પર સતત ઠંડું પાણી રેડી એને તાવ માંથી મુક્ત કરી સાજા કરવાની પધ્ધતિ આપનાવેલી,પછી એ માણસ ને ક્યારેય શીતળા નાં થાય.
   ૧૧*મીણ નો ઉપયોગ કરી ધાતુ(મેટલ)ના પૂતળા બનાવવાની વિદ્યા ભારતની શોધ છે.
    ૧૨*આજે આખી દુનિયામાં એક પત્ની ઉપર બીજી પત્ની ના કરી શકાય એવા કાયદા છે.એ કૉન્સેપ્ટ ભગવાન શ્રી રામે આપેલો છે.
    ૧૩*કામસૂત્ર,,,,,,પહેલ વહેલું સેક્સ ના શિક્ષણ  ઉપર વ્યવસ્થિત રીતે લખેલું પુસ્તક એ વાત્સ્યાયન ની રચના છે.શિવજી ના લિંગ(મેલ જેનેટલ)અને જલાધારી(માતા પાર્વતીની યોની,ફીમેલ જેનેટલ)સર્જન ના પ્રતીક ની પૂજા કરી નૉર્મલ સેક્સ નું બહુમાન કરવા નું શ્રેય ભારતીયો ને ફાળે જાય છે.જાપાન માં આવા લાકડાના લિંગ બનાવી એની પૂજા થાય છે.
    આવું તો બીજું ઘણું બધું છે.આશરે ૯૦૦૦ વર્ષ પહેલા ખેતી ની શરૂઆત પણ એક વિજ્ઞાન તરફ નું કદમ હતું.તો મિત્ર આપ સર્વે નું શું કહેવું છે?અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસે ભારત ને પામર બનાવી દીધું છે.હવે સ્વતંત્ર વિચારસરણી અપનાવી નકલખોરી માંથી બહાર નીકળી આગળ કદમ ક્યારે ભરીશું???

23 thoughts on “ભારત ચાર આંધળા નો હાથી”

  1. બહુ સારો લેખ. હું ૧૩મા મુદ્દા વિશે કઈંક કહેવા માગું છું. નૉર્મલ સેક્સનું જીવનમાં મહત્વનું સ્થાન છે. સમયના કોઇક વળાંકે આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાંથી, ‘કામ’નો મુખ્ય અર્થ હટાવીને ગૌણ અર્થ પ્રચારમાં લઈ આવ્યા.પરિણામે ચારેયના સમતોલ સંબંધો પર અસર પડી અને ચારેયના અર્થ પણ વિકૃત થઈ ગયા. કામને અપ્રતિષ્ઠિત કરી દેવાતાં એ ધર્મ વિરોધી ગણાવા લાગ્યો. આમ ખરેખર તો ધર્મ પોતે જ વાસ્તવિક જીવનથી વિમુખ થઈ ગયો. પરિણામે સ્વાભાવિક જીવન અને ધર્મ વચ્ચે ખાઈ પેદા થઈ. એક બાજુથી આપણે મંદિરોમાં દાન પણ કરતા રહ્યા અને બીજી બાજુ, ભ્રષ્ટાચાર (સેક્સ, ધન, નૈતિકતાના ભ્રષ્ટાચાર)ને પણ ધર્મથી અલગ, સામાન્ય જીવનના ભાગ તરીકે સહન કરતા થઈ ગયા. ધીમે ધીમે આ જ્હેર બધે ફેલાયું અને સામાન્ય માણસની સામાન્ય આકાંક્ષાઓ પણ ધર્મની વિરુદ્ધની બની ગઈ. બસ, સ્થિતપ્રજ્ઞ બનીને બેઠા ્રહો, કોઈ સાથે કશી લેવાદેવા જ નહીં.

    Like

  2. ધર્મ પોતે ધર્મ થી વિમુખ બની ગયો.કામ ને વખોડનારા પોતે ખાનગી માં કામ માં રમમાણ રહેવા લાગ્યા.કામ વગર ક્યારેય ચાલ્યું છે ખરું?આભાર.

    Like

  3. ૫૦૦૦ વરસના ગાળામાં ઓછામાં ઓછી ૫૦૦ સિધ્ધિઓ મેળવવી જોઈતી હતી તેને બદલે પંદરેક સિધ્ધિઓ મળી તેને વાગોળ્યા કરીએ છીએ. પ્રશ્ન એ છે કે જૂની શોધોને આગળ કેમ ન ધપાવી? દા. ત. ૫ નંબરની સિદ્ધી એક જ સ્તંભ બનાવીને ભૂલાઈ કેમ ગઈ? ૧૦ નંબરની સિદ્ધિનો પ્રજામાં વ્યાપક ઉપયોગ કરવાને બદલે શીતળા મા અને બળિયા બાપજીના મંદિરો કેમ બંધાયા? કારણ આપણી આધ્યાત્મિકતા. સુપાત્ર શિષ્ય ન મળવાથી વિદ્યા કોઈને આપી નહિ એમ કહેવાય છે. પણ આપણો સમાજ એવો કેવો હતો કે કોઈ સુપાત્ર શિષ્યો પાક્યા જ નહિ? સમાજ વ્યવસ્થામાં ખરેખર ખામી હતી ને તે જ્ઞાતિ પ્રથા. બ્રાહ્મણો સિવાયની પ્રજાની બુદ્ધિ શક્તિ નો ઉપયોગ જ ન થવા દીધો.

    Like

    1. ૫૦૦૦ વર્ષ ના ગળા માં ૫૦૦૦ સિદ્ધિઓ મળી શકી હોત.પણ શક્ય ના થયું યહી તો કમાલ હૈ.પણ જયારે આજે હું કહું કે મેરા ભારત મહાન હતું અત્યારે નથી તો મિત્રો ને ખોટું લાગી જાય છે.કહેવાતા ધર્મોએ દાટ વાળ્યો છે,એ કબુલ કરવા કોઈ નું મન કબુલ જ કરતુ નથી.અને હજુયે દાટ વાળી રહ્યા છે.૩૦૦ મિલિયન ડોલર ન્યુ જર્સી માં પથ્થરો માં વપરાઈ જશે પણ કોઈ રીસર્ચ સંસ્થા નહિ સ્થાપે.પછી પરલોક નું શું?પરલોક ની ગેરંટી લેવાવાળાઓ એ પ્રજા નાં બ્રેન નું સત્યાનાશ કરી નાખ્યું છે.મુરખો પાઉન્ડ નાં બ્લેન્ક ચેક મુકે છે.બંધાવો તમ તમારે મંદિરો.

      Like

  4. Dear brother,
    India gave many of the importants inventions to the world and we all are proud of it.However it is high time that we should wake up and move ahead and not give too much importance to the past glory.There is a need for a change in our thinking pattern.Revolution is required in this direction.I have not lost hopes yet, even after great thinkers like Ghandhiji, Raadhakrishnan,Vivekananda,Osho,J.Krishnamurthy, Buddha,Mahavira, Ram, Krishana, Shankracharya, Ashtavakra, Kabir, Guru Nanak—have gone.Some of them were and are Gods,some of them are God like.What profound thoughts and principles they gave to us. just to recite and read ,no implimentation.I ask ,what is going wrong? The reply is:most of us are not honest with ourselves.We are runing after dummy gods, babas, big bosses, politician fools and follow other cultures blindly.No thinking of our own. Nevertheless, India is still a great country and when the lion comes other animals run away.

    Like

    1. રશ્મિકાન્તભાઇ અને પ્રદીપસિંહભાઈ,
      પ્રગતિ ન થવાનું કારણ એ કે સમાજમાં આર્થિક પ્રવૃત્તિઓ વધી ગઈ હતી અને વર્ણ વ્યવસ્થાની પકડ ચાલુ હતી. બ્રાહ્મણો અને ક્ષત્રિયોનાં કાર્યોમાં તો બહુ મોટાં પરિવર્તનો આવી શકે એમ નહોતાં અને એ એમને સ્વીકાર્ય પણ નહોતાં. આથી એ બધાં નવાં કાર્યોને શૂદ્ર કર્મો ગણવામાં આવ્યાં! જે કઈં હાથથી થાય એ કામો તો પહેલેથી જ શૂદ્રોનાં ગણાતાં, એટલે નવાં કામો્ને પણ શૂદ્ર કર્મનો દરજ્જો મળ્યો. પરિણામે જે કઈં નવી ટેકનોલૉજી વિકસતી હતી એને પ્રતિષ્ઠા ન મળી, ઉલ્ટું, લઘુતા ગ્રંથિથી પિડાતા ઉચ્ચ વર્ણોએ એનું મહત્વ ઓછું કરવા માટે નવા નવા ‘આધ્યાત્મિક’ પ્રયોગો શોધી કાઢ્યા. ધર્મ વધારે ને વધારે અમૂર્ત અને પાલન માટે અઘરો બનતો ગયો.
      સમાજ ઉપર બ્રાહ્મણોનો વૈચારિક પ્રભાવ હતો અને રાજસત્તા ક્ષત્રિયોના હાથમાં હતી. આ બન્ને વર્ગો વચ્ચે એક જાતની સમજણ હતી. ક્ષત્રિયો બ્રાહ્મણોને બચાવે અને ક્ષત્રિયો જે કઈં કરે તેને બ્રાહ્મણ વાજબી ઠરાવે, (ક્યાંક ક્ષત્રિયો પણ ઉપદેશ આપવા બેસી જતા. જનક રાજા પણ ઉપનિષદમાં ઋષિઓ જેવું જ જ્ઞાન આપે છે. બ્રાહ્મણોએ એમને તો સાંખી લીધા કારણ કે રાજાને શું કહી શકાય? પરંતુ, સામાન્ય રીતે,) બન્નેએ એકબીજાના ક્ષેત્રમાં માથું ન માર્યું. એટલે જ રાજાઓ “ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ” કહેવાયા! બ્રાહ્મણોની રક્ષા કરવી એ એમનું આંતરિક વ્યવસ્થામાં મુખ્ય કામ હતું, બાકી તો લડવું અને પ્રદેશો જીતવા, એ જ કામ હતું.
      આ બધાનું પરિણામ એ આવ્યું કે ટેકનોલૉજીનો વિકાસ ખોરવાઈ ગયો, શબ્દજાળનું મહત્વ વધ્યું, એક જ વર્ગના હાથમાં રક્ષાનો ભાર હોવાથી વિદેશી આક્રમણખોરો સામે લડવા મોટી સંખ્યામાં સૈનિકો ન મળ્યા.એક આખા વર્ગે સતા સંભાળી હોય અને એના લાભ લીધા હોય અને એ સાથે મરવા પણ તૈયાર હોય અને બીજા કોઇને એની મનાઇ હોય તો બીજો કઈ રીતે મરવા જાય અને શા માટે? અને બ્રાહ્મણોને તો કઈં નહાવા-નિચોવવાનું નહોતું. જે કોઈ વિજેતા બને એ “ગૌ રાહ્મણ પ્રતિપાળ’ જ બની જતો! જે દેશમાં ટેકનોલોજીના માલિકને નીચો ગણવામાં આવે એ દેશનો વિકાસ કેમ થઈ શકે? આજે પણ ભારત દેશમાં સૌથી વધારે પગાર અને સગવડો આઇ.એ. એસ. ઑફિસરને મળે છે, વૈજ્ઞાનિકને કે ટેકનોક્રૅટને નહીં!

      Like

      1. દીપકભાઈ,
        બહુ સરસ છણાવટ.પણ એક વાત કહું કે મરવું સહેલું નથી,મરવાનું કોને ગમે?મરવા માટે ઘણું મોટું સાહસ જોઈએ.એક જ કોમ ને મરવા અને મારવા નું લાયસન્સ આપી દીધું તો બીજા ને તો લહેર થઇ જાય.મનાઈ નો સવાલ નથી.મરવાનું નાં ગમ્યું માટે તો મુસલમાન થઇ જતા.ચાલો લડાઈ માં મરવા જવાની મનાઈ હતી પણ ધર્મ બદલતી વખતે મરવાની મનાઈ તો હતી નહિ.ધર્મ બદલ્યા પણ મરવાનું ગમ્યું નહિ.દરેક ની વાત છે.જેજે હિન્દુઓએ ધર્મપરિવર્તન કર્યા છે તે તમામ લોકો ને મરવાનું ગમ્યું નથી.જે લોકો જીવ આપતા તે સત્તા નો લાભ અને ગેરલાભ બંને લેતા થઇ જતા.એક સત્ય છે કે જેનામાં મારવાનું પ્રબળ સાહસ હોય તેનામાં જ મરવાનું પણ પ્રબળ સાહસ હોય છે.આજે જુઓ જેહાદી લોકો સુસાઈડ બોમ્બર બને છે ને?ટેકનોલોજી જેના હાથ માં હતી તે શુદ્ર હતા.હાથસાળ વડે કાપડ વણવાની ટેકનોલોજી ને ભારે મશીનો નું સ્વરૂપ આપી ને ઇંગ્લેન્ડ ખુબ કમાયું.અને ઔદ્યોગિક ક્રાંતિ માં કદમ રાખ્યા.એ ટેકનોલોજી અહી કોના હાથ માં હતી?વણકર નામ પણ પડી ગયું હતું.આ દેશ ના લોહીમાં જ વૈજ્ઞાનિકો ની કદર કરવાનું લખ્યું નથી.શબ્દજાળ નું મહત્વ ખરે ખર ખુબ વધ્યું હતું,એમાજ તો કામ વગર નાં શાસ્ત્રો રચાયા.અને એની ગૂંથણીમાં માહિર મહત્વ ના ગણાય છે.એક ની એક રામ કથા કહી ને કે ગીતા પર પ્રવચનો આપી ને અહી કરોડો કમાઈ શકો છો.રીસર્ચ કરી ને નહિ.ધન્યવાદ ખુબ આભાર પ્રેરક પ્રતિભાવ બદલ.

        Like

  5. શ્રી દીપકભાઈની વાત સાવ સાચી છે. બધી સમાજવ્યવસ્થાઓમાં કશી ને કશી ખામી હોવાથી તેમની પડતી થાય છે. પણ આપણી તો “ચાતુર્વાર્ન્યમ મયા સ્રુષટમ” કહેનાર (કાલ્પનિક હોય કે હકીકત) ‘પરમેશ્વર’નું સર્જન છે. તેનામાં એટલી દીર્ઘદૃષ્ટિ નહોતી કે તેની બનાવેલી વ્યવસ્થાનો દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખે. આપણા પ્રાચીન પૂર્વજોએ આપણા અંતરિયાળ પૂર્વજોને એવું શિક્ષણ ન આપ્યું કે તેમની ‘મહાનતા’ ને સાચવી શકે.

    અત્યંત કડવું સત્ય એ છે કે આપણા જે પંડિતો બદમાશ નહોતા તે એવા બેવકૂફ હતા કે બદમાશોની બદમાશીને સમજીને તેને અટકાવી ન શક્યા.

    એક રસપ્રદ આડવાત. સંખ્યાલેખનની આપણી પદ્ધતિને પશ્ચિમમાં ‘અરેબીક’ પધ્ધતિ કહે છે. gmail પર હવે તો અરેબીકમાં પણ લખી શકાય છે. તે કરી જોઈએ તો જણાય છે કે આખી ભાષા ભલે જમણેથી ડાબે લખાય પણ સંખ્યાઓ તો ડાબેથી જમણે જ લખાય છે. ગુગલમાં તેને માટે ખાસ વ્યવસ્થા કરી છે.

    Like

  6. “જેજે હિન્દુઓએ ધર્મપરિવર્તન કર્યા છે તે તમામ લોકો ને મરવાનું ગમ્યું નથી.” આ વિધાન મોટે ભાગે સાચું હોય તો પણ બધા કિસ્સામાં નહોતું. સિદ્ધપુરના એક મિત્રના તેમના સ્વમુખે સાંભળ્યું હતું કે તેમના પૂર્વજોને ત્યાંના સુબાએ છળથી મુસલમાન બનાવ્યા હતા. આવા બધા હિંદુ બ્રાહ્મણો પ્રાયશ્ચિત્ત કરીને ફરીથી હિંદુ બનવા ઈચ્છતા હતા પણ બીજા હિન્દુઓએ તેમને સ્વીકાર્યા નહિ તેથી અનિચ્છાએ, મરણનો ભય ન હોવા છતાં મુસ્લિમ રહેવું પડ્યું હતું. આમ આપણી સંકુચિતતાને લીધે પણ ઘણા નહિ તો થોડા હિન્દુઓને ગુમાવ્યા હતા.

    Like

    1. એવું જાણવા મળ્યું હતું કે, થોડા વર્ષો પહેલાં કેટલાક ખોજાઓ ફરીથી હિંદુ લોહાણા બન્યા. પણ જોઈએ તેટલી સ્વીકૃતી ન મળી.

      Like

      1. મહમદ અલી જિન્નાહ નાં દાદા લોહાણા હતા.ભૂલ માં માછલી નો વેપાર કરી બેઠા.જે હિંદુઓ પહેલા બીફ સુદ્ધા ખાતા હતા,પણ હવે સુધરી ગયા હતા તે હવે માછલા નાં વેપાર થી ગુસ્સે થયા.એમને નાત બહાર મુકાયા.જિન્નાહ નાં દાદી ઘર માં છાનામાના શ્રીનાથજી ની પૂજા કરતા હતા.ખાલી કોઈ નાં ઘર નું પાણી પી જવાય તો પણ વટલાઈ જવાતું હતું.એના માઠાં પરિણામો ૯૦૦ વર્ષ ની ગુલામી તરીકે ભોગવ્યા પણ હજુ સુધરવાનું નામ લેવાતું નથી.

        Like

  7. પ્રિય ભૂપેન્દ્રસિંહભાઇ અને રશ્મિકાન્તભાઇ,

    મરવાનું સહેલું નથી જ, હું જે કહેવા માગું છું તે એ કે લડાઈઓ થતી જ અને લોકો મરતા, આમાંથી સત્તાનો જન્મ થયો. ઋગ્વેદ દેખાડે છે કે એ કાળમાં મુખ્ય કામ યુદ્ધનું હતું અને એના સમર્થનમાં મંત્રો રચાયા. ગીતા કહે છે કે ‘હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં, જિત્વા ભોક્ષ્ય્સે મહીમ’ મરીશ તો સ્વર્ગમાં જઈશ અને જીતીશ તો પૃથ્વીને (રાજ્યને) ભોગવીશ. આમ મરણ પછી સ્વર્ગ સુખ મળતું અને જીવતા રહો તો રાજ્યસુખ મળતું. શેર બજાર જેવું છે; લાભની લાલચ હોય તો નુકસાન માટે પણ તૈયાર રહેવું પડે. નુકસાનની બીક હોય તે માત્ર બૅન્કમાં પૈસા રોકશે!
    રાજ્યસુખના લાભમાં બધાને કોણ ભાગીદાર બનાવે?આ કારણસર યુદ્ધમાં જોડાવું એ પણ એક વિશેષાધિકાર બની ગયો. મધ્યકાળમાં આવશો તો વૈશ્યો લડાઈમાં ન જતા પણ લડાઈ વખતે રાજાઓને ધન આપતા, એ જોવા મળશે (રાણા પ્રતાપ અને ભામાશાહ). પરંતુ જનતાનો એક વિશાળ વર્ગ શોષિત હતો. એને કોણ રાજ કરે છે એ વાતથી કઈં જ ફેર નહોતો પડતો. આને વેસ્ટેડ ઇંટરેસ્ટ કહી શકો. એ લોકોને પણ વિદેશી હુમલાખોરો સામે લડવામાં એમનું હિત દેખાતું હોત તો લડ્યા હોત. એમને તો સત્તા મળવાની નહોતી. સામાજિક દરજ્જો સુધારવાની શરૂઆત થઈ હોત તો આખી જનતા લડવા તૈયાર થઈ હોત.રાષ્ટ્રનો ખ્યાલ આજે છે તેનો વિકાસ થવામાં હજી યુગોની વાર હતી!આજે આ વર્ગ સતામાં ભાગીદારી માગે છે.મંડલ કમિશન એનું ઉદાહરણ છે.
    ધર્મ પરિવર્તન કરીને જે લોકો મુસલમાન થયા એની પાછળ હિંદુ સમાજવ્યવસ્થાનાં નકારાત્મક લક્ષણોની ઉપેક્ષા ન કરી શકાય. બીજી બાજુ, ઇસ્લામે સમાનતાની ઑફર કરી.જો કે સમાનતા ન મળી અને ધર્મ પરિવર્તન પછી પણ જાતિ પ્રથા ન તૂટી. ગરીબ અને શોષિત હતા એમને મુસલમાન થયા પછી પણ આરબો અને શેખોનો દરજ્જો ન મળ્યો. ઊંચી જાત, નીચી જાત ચાલુ રહ્યાં. અનુલોમ-પ્રતિલોમ લગ્નોને પણ હિંદુ સમાજ જેવું જ માન મળ્યું.
    રશ્મિકાન્તભાઇનો સવાલ સાચો છે કે જે ભગવાને ચાર વર્ણની રચના કરી એ એની ખામીઓ ન જોઈ શક્યો? હકીકત એ છે કે આ વ્યવસ્થા માણસે બનાવી હતી અને શોષિતોને દબાવી રાખવા માટે એમણે ભગવાનનું નામ આપી દીધું.
    આ સાથે, હું સૌ મિત્રોને મનુસ્મૃતિનો દસમો અધ્યાય વાંચવા વિનંતિ કરૂં છું. એના પરથી ખ્યાલ આવશે કે આખી જાતિ પ્રથા માત્ર વ્યભિચારનું પરિણામ છે. એમાં વ્યભિચારીને નહીં પણ વ્યભિચારના પરિણામને આજીવન યાતનામય જીવનની સજા કરવામાં આવી છે.

    Like

    1. બધા શાસ્ત્રો અને વ્યવસ્થા માનવોએ જ રચી છે,પણ ભગવાન ના નામે ચરી ખાધું છે.ગીતા પણ વ્યાસજી ની રચના કહેવાય,પણ ભગવાન ને કીધી એટલે કોઈ અવિશ્વાસ કરે જ નહિ.કૃષ્ણ કોઈ ભગવાન નહોતા.એક ઐતિહાસિક પાત્ર હતા.વેદ તો ભગવાને ઉપરથી ફેંક્યા.વર્ણ વ્યવસ્થા તો મયાં સૃષ્ટમ.આ ભગવાન અહી ભારત માજ બધું કહેવા નવરો હતો કે શું?બીજા દેશો માં કેમ કશું કહ્યું નહિ?જો ભગવાન એક હોય તો દરેક દેશ માં અને સમગ્ર માનવ જાત માટે એક જ આદેશો કેમ આપ્યા નહિ?

      Like

  8. ભૂપેન્દ્રસિંહભાઇ,
    તમારી એક કૉમેન્ટ નો ઉલ્લેખ જ રહી ગયો. તમે કહો છોઃ”શબ્દજાળ નું મહત્વ ખરે ખર ખુબ વધ્યું હતું,એમાજ તો કામ વગર નાં શાસ્ત્રો રચાયા.અને એની ગૂંથણીમાં માહિર મહત્વ ના ગણાય છે.”
    સાચું છે. મને એક મિત્રે પૂછયું – “કામસૂત્ર ગ્રંથ કોણે રચ્યો?” મેં કહ્યું કે “વાત્સાયને”. એમણે બીજો સવાલ કર્યોઃ ” ખાજુરાહો બનાવનાર સ્થપતિ કોણ હતો?” મને જવાબ આવડતો નહોતો, એટલે મેં એમને જ કહ્યું કે “તમે જ કહી દો”. એ બોલ્યા- ખબર નથી. પણ એક ચોપડી લખનારો બ્રાહ્મણ હતો એટલે એનું નામ તો રહ્યું પણ મંદિર બનાવનારો શૂદ્ર હતો એટલે એનું નામ કોઇ જાણતું નથી!”
    આપણે ત્યાં શબ્દજાળનું જ મહત્વ વધારે રહ્યું છે.

    Like

  9. “હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં, જિત્વા ભોક્ષ્ય્સે મહીમ”
    અર્જુન બિચારો ભલો માણસ તે તેણે જવાબ ન આપ્યો કે “તું કોને મૂર્ખ બનાવે છે? સ્વર્ગમાં તો હું સદેહે જઈ આવ્યો છું અને ઉર્વશી જેવી અપ્સરાને નકારી આવ્યો છું. મને ક્યાં સ્વર્ગનો લોભ બતાવે છે? ને જીવતો રહીશ તો મોટાભાઈ ફરીથી જુગારના દાવ પર મુકીને બીજા કોઈનો દાસ બનાવી દેશે. આમેય નાનો ભાઈ મોટા ભાઈની સંપત્તિ જ ગણાય છે ને!”

    “હું સૌ મિત્રોને મનુસ્મૃતિનો દસમો અધ્યાય વાંચવા વિનંતિ કરૂં છું.” અમે વળી ક્યાં આ બધું વાંચવા જઈએ? તમે જ સારાંશ જણાવો ને! એનો લખનાર શું એ જ મનુ હતો જેને સૂર્ય એ યોગ કહ્યો હતો? (ભગવદ્ગીતા ૪:૧) ક્યાંક anachronism તો નથી થતું ને?

    Like

  10. રાઉલજી,
    ઘણું જાણવા મળ્યું. દીપકભાઈ, રશ્મિકાંતભાઈ તેમ જ પ્રદિપસિંહ વગેરે મિત્રોના મંતવ્યો
    વ્યવસ્થિત રીતે રજૂ થયાં છે.
    ઘણું બદલાઈ રહ્યું છે. ઘણાંને બદલાવું પડે છે. એ પણ આપ સહુ જોઈ શક્તા હશો. જે વાર્યા નહોતા વળતા તેમને હારીને પણ વળવું પડે છે. ધીમાં પણ પરિવર્તન આવ્યાં છે.

    Like

  11. “चतुर्वन्यं मया सृष्टं” નો અર્થ “ચારે વર્ણના લોકોને મેં ઉત્પન્ન કર્યા છે” એવો ના હોઈ શકે? આ કથનમાં એ વખતની દરેક જાતિના દરેક વ્યક્તિનો સમાવેશ થઇ જાય એ દ્રષ્ટીએ કહેવાયું હોઈ શકે.

    Like

    1. “ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટમ”એમ ‘ભગવાન’ના મોઢામાં મૂકીને ચાર વર્ણની વ્યવસ્થાને અકાટ્ય બનાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમારી વાત સાચી કે એ દરેક વ્યક્તિને લાગુ પડે છે, પરંતુ, દરેક વ્યક્તિ વર્ણ વ્યવસ્થાને અધી ન છે. આ વાત પર ભાર મૂકવા માટે જ ‘ભગવાન’ના મુખે એ વાત ચડાવવામાં આવી છે.

      Like

    2. જે અર્થ થતો હોય તે ભારતે એની બહુ મોટી સજા ભોગવી છે.૯૦૦ વર્ષ ની ગુલામી અને કાયમ ની માનસિક ગુલામી.

      Like

  12. ભૂપેન્દ્રસિંહજી, લેખ તો આપનો સરસ છે જ અને એમાં દીપકભાઇ, પ્રદીપભાઇ અને રશ્મિકાંતભાઇના પ્રતિભાવો પણ ખૂબ ખૂબ સરસ. વાંચીને ઘણું જાણવા મળ્યું.

    Like

Leave a reply to Gauri USA Cancel reply