આક્રમકતા શું અનિવાર્ય છે?

English: Konrad Lorenz Français : Konrad Lorenz

Image via Wikipedia

આક્રમકતા શું અનિવાર્ય છે??

ઓસ્ટ્રીયન ethologist Konrad Lorenz (1903 -1989 ), કહે છે કે આક્રમક રવૈયો માનવ સ્વભાવમાં જન્મજાત હોય છે. આક્રમકતા પૂર્વક વર્તન કરવું આપણાં શરીરમાં ઇન બિલ્ટ હોય છે. એક ટાંકીમાં પાણી ઊભરાઈ જાય તે પહેલા થોડું વહાવી દેવું જરૂરનું છે તેમ ગુસ્સો પણ થોડો નિષ્કાષિત થઈ જાય તે જરૂર છે. એના અહિંસક રસ્તા શોધી શકાય છે, જેમ કે ટેનિસ રમીને , કે ફૂટબોલને લાતો મારી મારીને તમે નાઈસ વ્યક્તિ બની શકો છો. લગભગ મોટાભાગના ખેલાડીઓ શાંત અને નમ્ર હોય છે.
      આક્રમકતા, હિંસા અને ગુસ્સો માનવ સ્વભાવમાં સામાન્ય છે. માનવ જાતને સૌથી વધુ ખતરો માનવ જાતથી જ છે. આ પૃથ્વી ઉપર માનવ જાતે એના જાતિ બંધુઓની સૌથી વધુ હત્યાઓ કરી છે, બીજા પ્રાણીઓ એવું કરતા નથી. સર્વાઈવલ માટે દરેક પ્રાણીને લડવું પડતું હોય છે, તે વાત જરા જુદી છે. હિંસક પ્રાણીઓ પણ એના જાતી બંધુની હત્યા ભાગ્યેજ કરતા હોય છે. વાઘ કે સિંહ બીજા વાઘ કે સિંહ સાથે એમના અસ્તિત્વની લડાઈ લડતા હોય છે, પણ એમાં હત્યા ભાગ્યેજ કરાતી હોય છે, બહુ બહુ તો મારીને ભગાડી મૂકવાનો.
    ઘણા પ્રાણી સમાજ એવા છે કે ત્યાં આક્રમકતા બહુ ઓછી જોવા મળે. અથવા સાવ નહિવત્ હોય છે. એ બાબતમાં ગાય બહુ શાંત પ્રાણી છે. દરિયાઈ કાચબા પણ ખૂબ શાંત હોય છે. માઉન્ટેન ગોરીલા પણ બહુ જેન્ટલ જાયન્ટ્સ  ગણાય છે. એની સામે spotted Hyena ખૂબ ખૂંખાર હોય છે. અરે એમના બચ્ચા જેમની હજુ આંખો પણ ઊઘડી હોતી નથી, એમના સાથે રહેતા ભાઈઓને મારી નાખવાનો પ્રયત્ન કરતા હોય છે. Hyena કબ્સ તીક્ષ્ણ કેનાઇન દાંત સાથે હત્યા કરવા પ્રીપ્રોગ્રામ્ડ જન્મ લેતા હોય છે. માનવ જાત ક્યાંક ગાય અને હાયના વચ્ચે બિરાજમાન છે. લાગે છે ગાય કરતા દૂર અને હાયના કરતા નજીક.
   આ આક્રમકતા અને હુમલો કરવાની વૃત્તિ સાથે ક્યાંક ઇકોનોમિકસ પણ જોડાયેલું છે. મધર નેચર બહુ સારી રીતે જાણે છે કે ક્યાં અને કઈ રીતે એની વિપુલ સંપદા વાપરવી. એટલે પ્રાણી જગતમાં aggression ત્યાં જોવા મળે છે જ્યાં ફાયદો વધારે હોય અને ચૂકવવી પડતી કિંમત ઓછી હોય. ઘણી પ્રાણીઓની જાતમાં હિંસક સ્વભાવ કે આક્રમકતા ખાસ જોવા મળતી નથી, કેમકે ત્યાં એવા વલણનો કોઈ ફાયદો હોતો નથી. ઘણા પ્રાણીઓમાં વ્યક્તિગત આક્રમકતા ઓછી જોવા મળે કે ત્યાં ફાયદા કરતા કિંમત વધુ ચૂકવવી પડે.પણ જે જાતોમાં aggression માટે બેનીફીટ મોટા પ્રમાણમાં હોય અને ચૂકવવી પડતી કિંમત બહુ ઓછી હોય ત્યાં આક્રમક રવૈયો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે. આ બેનીફીટ અને કોસ્ટ છે શું??
     હરીફાઈ આક્રમકતાની જનની છે. એક જ વસ્તુ માટેની  જરૂરિયાત અને ઇચ્છા બે કે વધારે વ્યક્તિઓ વચ્ચે ટકરાય ત્યાં આક્રમકતા આવવાની. આપણે શું ઇચ્છીએ છીએ તેની સાથે આક્રમકતાનો ફાયદો જોડાયેલો છે. બધા સજીવો ખોરાક, mates અને વિસ્તાર કે જગ્યા માટે હરીફાઈ કરતા હોય છે. ખોરાકની જરૂરિયાત અને તેના માટે લડવું કોઈ પ્રાણી માટે કીમતી હોય છે. જ્યારે બીજા પ્રાણી માટે એટલું મહત્વનું હોતું નથી. એક વૃક્ષ ઉપરના ફળો માટે એક વાનર બીજા તમામને ખદેડી મૂકે તો એના માટે ખોરાકની શક્યતા ખૂબ વધી જાય. કારણ અહીં જે જીતે તે આખા વૃક્ષનાં ફળ મેળવી શકે. અહીં આક્રમકતાનો ફાયદો બહુ મોટો છે. પણ એક મોટા મેદાનમાં ચરતી ગાય માટે આક્રમક બનીને બીજી બધી ગાયોને તગેડી મૂકવું અઘરું છે. કારણ ઘાસ બધી જગ્યાએ છે અને બહુ મોટા વિસ્તારમાં હોય છે. એના કરતા શક્ય તેટલું પેટમાં ઓરી લેવું બીજી ગાયો શું કરે છે તેની ચિંતા કર્યા વગર. અને ગાયો આખો દિવસ આજ કરતી હોય છે. દરેક પ્રાણીઓનો પોતાનો એક વિસ્તાર કે એરિયા હોય છે. તેના રક્ષણ માટે જીવ સટોસટની લડાઈ જામતી હોય છે. આ વિસ્તાર એમનો છે તેવું બીજા પ્રાણીઓને જણાવી રાખવા માટે ઠેક ઠેકાણે મૂત્ર વિસર્જન કરીને એની ગંધ મૂકતાં હોય છે. હવે શહેરમાં વૃક્ષ રહ્યા ના હોય તો ઇલેક્ટ્રિક પોલ ઉપર કૂતરા મૂત્ર વિસર્જન કરીને બીજા કૂતરાને ચેતવતા હોય છે કે ભાઈ આ મારો વિસ્તાર છે, અનધિકૃત પ્રવેશ બંધ છે. Mates માટેની લડાઈઓ આપણે જાણીએ છીએ. એક આમ્રપાલી માટે આખું વૈશાલી અજાતશત્રુએ ભસ્મીભૂત કરી નાખેલું.
      આક્રમક બનીને લડવામાં ચૂકવવી પડતી કિંમતમાં એક તો પોતાને શારીરિક ઈજા થાય, અને ફેમિલી મેમ્બરને પણ એમાં નુકશાન થાય. ફાયદો નુકશાન કઈ રીતે લડાઈ લડવામાં આવે છે તેનાં ઉપર આધાર રાખે છે. પ્રાણીઓ પાસે મોટા ધારદાર દાંત, ફાડી નાખે તેવા જડબા, અને મોટા શિંગડા હોય છે. જો આવા હથિયાર તેઓની પાસે ના હોય તો એમને આક્રમક બનીને હુમલો કરવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડે. પણ પોતાની જાતનાં બીજા પ્રાણી સામે લડવામાં આનો ઉચિત ઉપયોગ ના થાય તો?? સિંહ જબરદસ્ત શિકારી છે, પણ બીજા સિંહને મારી નાખે તેવું ભાગ્યેજ સંભાળવા મળે.
    માનવા જાતમાં સમ્પદા માટે આક્રમક બનીને તેને monopolized કરી શકાય છે. જીતેલો બધું રાખીલે. અહીં આક્રમકતાનો ફાયદો બહુ મોટો છે. વળી માનવો બીજા પ્રાણીઓની જેમ ડેન્જરસ શાર્પ દાંત, શિંગડા કે મજબૂત જડબા વડે સજ્જ હોતા નથી. એમાં વળી માનવ જાતે દૂરથી ફેંકી શકાય તેવા હથિયાર બનાવ્યા, જેથી દૂરથી હથિયાર ફેંકીને કોઈને પણ મારી શકાય. આમાં હિંસા સામે ચૂકવવી પડતી કિંમત ઓછી થઈ ગઈ. હાથોહાથની લડાઈમાં કિંમત ઘણી ચૂકવવી પડે. હાથમાં ચાકૂ લઈને મારવા જવું તેના કરતા બંદુકનો ભડકો કર્યો હોય તો વળી રિસ્ક બહુ ઓછું. અમેરિકામાં કહેવાય છે કે કોઈ બંદુક કોઈને મારતી નથી, લોકો બીજા લોકોને મારે છે. સાદું સત્ય એ છે કે હાથમાં બંદુક લઈને કોઈને મારવાની કિંમત ઓછી ચૂકવવી પડે જ્યારે બંદુક વગર કોઈને મારવા જાવ તો કિંમત બહુ મોટી ચૂકવવી પડે. આમ બંદુક વગરના લોકો કરતા બંદુકધારીઓએ બહુ મોટી હત્યાઓ કરી છે.
   આમ માનવ જાત આક્રમક છે કેમકે આક્રમકતા એક કીમતી સાધન છે જે ઓછી  કીમતે પ્રાપ્ત છે. છતાં આ આક્રમકતા ઓછી કરી શકાય છે. Homo sapiens પાસે આક્રમક બનવા માટેની ક્ષમતા  ખૂબ મોટી હોય છે. ભલે આપણે તે જાણતા હોઈએ કે નહિ, ભલે આપણે આક્રમક કે પછી નમ્ર બનીને હરીફાઈ કરીએ, બધું આધાર રાખે છે આસપાસના વાતાવરણ ઉપર. આપણે આક્રમકતાના ફાયદા ઓછા કરીને ચૂકવવી પડતી કિંમત વધારીને આક્રમકતા ઓછી કરી શકીએ છીએ. સજા કરીને કે કરેલી  હિંસા માટે કોઈ રીવોર્ડ ચૂકવાનું બંધ કરીને કે નીતિમત્તા કે મોરાલીટી શીખવીને પણ હિંસક વલણ ઓછું કરી શકાય છે. ધર્મોનું શિક્ષણ ખરેખર માનવજાતમાં રહેલી હિંસક વૃત્તિ ઓછી કરવા માટે હતું, એના બદલે ધર્મોને જ આડ બનાવીને માનવોએ સૌથી મોટા હત્યાકાંડ કર્યા છે
 
About these ads

પ્રેમનાં પુષ્પો એક રાસાયણિક સંયોજન. (Hard Truths About Human Nature ).

પ્રેમના પુષ્પો એક રસાયણિક સંયોજન. (Hard Truths About Human Nature ).

Love Love Love

Image by Gregory Jordan via Flickr

પ્રેમની જૈવિક  પરિભાષા જોઈશું?
 પ્રેમ સ્પષ્ટ રૂપે સેક્સ સાથે જોડાયેલો હોય છે, હેપીનેસ સાથે પણ જોડાયેલો હોય છે. સાથે સાથે પ્રેમ સ્ટૅટ્સ સાથે પણ જોડાયેલો હોય છે, આ માનવામાં આવે નહિ, અને કોઈનો એવો હેતુ પણ દેખીતી રીતે હોતો નથી. કિન્તુ પરંતુ ટિપિકલી જે વ્યક્તિ સ્ટૅટ્સ વધારવામાં મદદકર્તા હોય તેના પ્રેમમાં લોકો પડતા હોય છે. સ્ટૅટ્સ વિષે અગાઉના લેખોમાં ઘણું બધું કહેવાયું છે અહી પુનરાવર્તન કરતો નથી. હાઈ-સ્ટૅટ્સ ધરાવતી વ્યક્તિ કોઈ લો સ્ટૅટ્સ ધરાવતી વ્યક્તિના પ્રેમમાં પડે ત્યારે આ રૉમૅન્સ તેના ફેમિલીના આધિપત્ય સામે બળવો કરીને પોતાનું આગવું સ્ટૅટ્સ અને આધિપત્ય ઉભું કરતો હોય છે.પ્રેમ એક મોટો હૅપી કેમિકલ્સનો ડૉસ માત્ર છે. એક મોટો ન્યુરો કેમિકલ્સનો ફુવારો છે જે જિનેટિક સર્વાઈવલનાં હેતુ માટે મૅમલ બ્રેને આપેલો રિસ્પૉન્સ છે. જિનેટિક સર્વાવલનાં હેતુ માટે જે વ્યક્તિ મદદકર્તા લાગે, અર્થપૂર્ણ લાગે તેના પ્રેમમાં પડી જવું સહજ છે. આમ ન્યુરો કેમિકલ્સ દ્વારા બ્રેન બહુ મોટું મૂડી રોકાણ કરતુ હોય છે જે જિનેટિકલી સર્વાઇવ થવામાં મદદ કરે.

પ્રેમ એ કોઈ એક હૅપી કેમિકલ નથી, અનેક હેપી કેમિકલ્સનું કૉકટેલ છે. પ્રેમ એ  બ્રેનની  સમૃદ્ધ બક્ષિશ છે, એના માટે જે પણ કઈ કરો તે રીપ્રૉડક્ટિવ સફળતા તરફ દોરી જાય છે. Sex is the small part of the story. પ્રેમ એક સાથી શોધવા માટે તમને પ્રેરણા આપે છે જે તમારો વારસદાર મૂકી જવામાં મદદ કરે. વારસા માટે તમે જે વિચારતા હોવ તેના પ્રત્યે મૅમલ બ્રેન ધ્યાન કેન્દ્રિત કરતુ હોય છે, અને તે રીતે અનુકુળ  સાથી શોધવાની તૈયારી કરતુ હોય છે. અને જયારે કોઈ સ્પેશલ દેખાઈ જાય તો મૅમલ બ્રેનને એમાં એક્સ્ટ્રા લાર્જ boost વારસદાર માટે દેખાય છે અને એક એક્સ્ટ્રા લાર્જ  હૅપી કેમિકલ્સનો ડોસ આપતું હોય છે. Love is an extra-large link between status and happiness.

પ્રેમ ક્યાંક છે સિરોટોનિન આધિપત્ય. તો વળી ક્યાંક છે મંજિલ પામવા જોઈતો વધારાની શક્તિનો ડોપમીન સ્ત્રોત. એમાં ભળે છે અટલ વિશ્વાસનું ઑક્સિટોસિન. તો વળી એમાં સામેલ થાય છે ઇસ્ટ્રોજન આમંત્રણ, કેસરિયા !!! કેસરિયા બાલમ આવો ને પધારો મારે દેશ રે !! અને એમાં ભળે છે ઍસ્ટ્રોજન આલાપ,

આજ  જાને કી જીદ ના કરો,

યુ હી પહેલું મેં બૈઠે રહો,

આજ જાને કી જીદ ના કરો.

હાય મર જાયેંગે,

હમ તો લુટ જાયેંગે ઐસી બાતે કિયાના કરો,

આજ જાને કી જીદ ના કરો.

અંતે બની જાય છે પોતાનું સત્વ રોપવાની ટૅસ્ટાસ્ટરોન મથામણ. પરિણામ સ્વરૂપ ગોદમાં રમે છે સુંદર સંતાનો, પ્રેમની નૌકામાં સહજીવનની મધુર યાત્રા શરુ થઇ ચૂકી છે.

એલિવેટર બિહેવિયર.(Hard Truths About Human Nature)

English: Rhesus Macaques (Macaca mulatta) in A...

Image via Wikipedia

એલિવેટર બિહેવિયર.

ફિલ્મોમાં એવું બતાવવામાં આવતું હોય છે કે કોઈ બંધ જગ્યાએ મર્ડર થતું હોય તેમાં એલિવેટર સૌથી વધુ માર્ક્સ લઈ જાય છે. મતલબ એલીવેટરમાં વધુ મર્ડર થતા હોય તેમ બતાવવામાં આવતું હોય છે, પણ વાસ્તવિકતા જુદી છે. કાતિલાના હુમલાની શક્યતા વર્ચ્યુઅલિ ઝીરો હોય છે. છતાં તે પણ હકીકત છે કે લિફ્ટમાં થોડાક ક્ષણોની મુસાફરી પણ લોકો સલામતીના ધોરણે ગંભીર વર્તણૂક સાથે પૂરી કરતા હોય છે. જો લિફ્ટમાં એકલાં જવાનું આવે તો બિહેવિયર નૉર્મલ હોય છે, પણ બીજા સાથે હોય તો વાત જુદી બની જાય છે. જો એલિવેટરમાં ખૂબ ભીડ હોય તો લોકો ચુપચાપ ઉભા હશે, ઉપરની છત તાકતા હશે, નીચે ફ્લોર પર દ્ગષ્ટિ કરીને ઉભા હશે, કેટલાક લોકો એમની ઘડિયાળ વારંવાર જોતા હશે, અને કેટલાક લોકો સામે બટન પૅનલ જોઈ રહ્યા હશે જાણે જિંદગીમાં પહેલીવાર  જોઈ હોય. બે અજાણ્યા લિફ્ટમાં ભેગાં થઈ જશે તો જેટલા દૂર ઉભા રહેવાય તેટલા ઉભા રહેવાના, સીધું એકબીજા સામે જોવાનું ટાળશે, આંખોમાં આંખો મેળવવાનું પણ ટાળવાના, ઓચિંતી હલચલન અને ઓચિંતો અવાજ કરવાનું પણ ટાળશે.
     આપણે વિચારશું કે લિફ્ટમાં ઑક્વર્ડ પરિસ્થિતિમાં લોકો નમ્ર બનવાનો પ્રયત્ન કરતા હશે. આપણી એલિવેટર બિહેવિયર કોઈ રેશનલ થીંકીંગનું પરિણામ હોતી નથી. સત્ય જુદું છે આવી બિહેવિયર સ્વયમચલિત હોય છે. અચેતન રૂપે કરવામાં આવતી વર્તણૂક છે. આને સ્થિતિને અનુરૂપ જન્મજાત વૃત્તિ કે સહજવૃત્તિ કહી શકાય. મૂળ તો આવી વર્તણૂક આક્રમકતા ઓછી કરવાના પરિણામ સ્વરૂપ હોય છે. અકારણ વિખવાદ ટાળવાની વૃત્તિ છે, સલામતીના ધોરણે કરવામાં આવતી વર્તણૂક છે. એલિવેટર તો હમણાં શોધાયા, પણ માનવ ઇતિહાસમાં આવી સ્થિતિ કાયમ આવતી હશે. ચાલો,
      કલ્પના કરો કે બે  Paleolithic cavemen કોઈ મોટા શિકારની પાછળ પડ્યા છે. અને આમ કરતા કરતા કોઈ નાની અંધારી ગુફામાં પહોચી ગયા છે. હવે અહી શિકાર હાથ નથી આવતો પણ એમના જેવો બીજો કોઈ ભૂખ્યો કેવમેન હાથમાં દંડા સાથે ભટકાઈ જાય છે, તો પહેલી હિલચાલ તો છટકવાની રહેવાની.  Paleolithic યુગમાં હત્યા કરવી socially awkward situations બહાર નીકળવા માટે સહજ હતું, જેટલું  આજે આપણે સાંજે કોઈ પ્રસંગમાં  કે પાર્ટીમાં હાજરી આપવી ના હોય તો ડૉક્ટરની એપોઇન્ટમેંટ છે તેવું બહાનું કાઢીએ છીએ. ગુફામાં ગુફાવાસીનો એક દંડો માથામાં પડે તો પાર્ટી ઇજ ઓવર. પણ કોઈ વાર કેવમેનને કોઈ કેવવુમન ભટકાઈ જવાના ચાન્સ પણ પ્રાપ્ત થઈ જાય તો રીપ્રોડક્શન માટે તક ઊભી થઈ જાય. પણ મેલ કેવમેન સાથે મેલ કેવમેનનો સામનો થઈ જાય તો ખરાબ ન્યૂઝ. આજ પ્રકારે યુગાન્ડામાં એક ચિમ્પાન્ઝીનો ભેટો બીજા સમૂહના ચિમ્પાન્ઝી સાથે થઈ જાય તો તે પેલાં ચિમ્પાન્ઝીના ગળા ઉપર વાર કરશે અને એના વૃષણ તોડી નાખશે જેથી સર્વાઇવ થઈ જવાય તો ભવિષ્યમાં રીપ્રોડક્શન માટે ચાન્સ વધી જાય.
     એપ્સ માઈન્ડ વિકસતું વિકસતું એપ્સ જેવા માનવી સુધી પહોચ્યું, અને પછી કેવમેન અને આજે આપણે માનવો સુધી પહોચ્યું છે. ભયજનક સામાજિક સ્થિતિમાં કે શરીરને ઈજા થાય ત્યારે આપણું મન જે રિસ્પૉન્સ આપતું હોય છે તેમાં કરોડો વર્ષથી કોઈ ફેરફાર થયો નથી. Primate minds જેવી રીતે સામાજિક જોખમો સામે જે રીતે પ્રતિક્રિયા કરતા તેમાં કોઈ ખાસ ફરક આજે પણ થયો નથી. ઊલટાનું ઉત્ક્રાંતિ અને વિકાસનો ક્રમ અમુક બાબતોમાં એટલો બધો ચુસ્ત હોય છે કે માનવ, ચિમ્પાન્ઝી અને macaque monkey દરેકની વર્તણૂક અમુક વખતે સાવ સરખી લગતી હોય છે, એમાં કોઈ ફેરફાર ૨૫ મિલિયન વર્ષથી થયો હોય તેવું લાગતું નથી.
     એલિવેટર બિહેવિયર વૈજ્ઞાનિક રિસર્ચ માટે કોઈ પ્રખ્યાત કે જાણીતું મહત્વનું ટૉપિક નથી. ૧૯૬૦મા આના વિષે વિચારવિમર્શ શરુ થયો હતો. એન્થ્રોપોલોજીસ્ટ Edward T . Hall નામના લેખકે ૧૯૬૬મા Hidden Dimension નામની એક બુક લખેલી. આ લેખકનો દાવો હતો કે તમે કોઈના પર્સનલ સ્પેસમાં દાખલ થાવ એટલે બધી ગરબડો ઊભી થતી હોય છે. એમના કહેવા પ્રમાણે પર્સનલ સ્પેસ એટલે એક અદ્રશ્ય ફુગ્ગો જે લોકો પોતાની સાથે લઈને ફરતા હોય છે. આ અદ્રશ્ય ફુગ્ગાની ત્રિજ્યા નાની મોટી હોઈ શકે, એનો આધાર પોતના વિચારો, માન્યતાઓ, જે સંસ્કૃતિમાં રહેતા હોય તેના સંસ્કાર, અને સમાજ જેમાં તે લોકો રહેતા હોય તેના ઉપર આધાર રાખે  છે. Human personal space એટલે પ્રાણીઓની ટેરીટરી સમજી લો. પોતાના એરિયાને સાચવવા માટેનું  આક્રમક વલણ ક્યારેક ગંભીર પરિણામો લાવી શકે.
      પ્રાણીઓની ટેરીટરી અને માનવ પર્સનલ સ્પેસ સાવ એક સરખાં હોતા નથી. પ્રાણીઓને એમના વિસ્તાર બહાર લઈ જાઓ તો લગભગ સર્વાઈવ થતા નથી. અને પોતાના એરિયાનું રક્ષણ કરવા જીવ પણ આપી દેતા હોય છે. માનવોમાં એવું આક્રમક સખત વલણ એરિયા બાબત હોતું નથી. અને માનવો એમના એરિયાનું રક્ષણ પ્રાણીઓ એમના એરિયાનું રક્ષણ કરતા હોય તે રીતે આક્રમકતાથી  કરતા પણ નથી હોતા. બહુ દૂરનાં માનવ સમૂહ માટે આક્રમક રક્ષણ પદ્ધતિ અપનાવતા હોય છે, બાકી નહિ. એટલે તો આવડા મોટા દેશમાં બધા સાથે રહેતા હોય છે. પણ પછી સરહદો ઉપર કોઈ ઘૂસ મારે તો લડાઈ કરવી પડતી હોય છે. માનવ એની આસપાસ રચેલા એના અદ્રશ્ય ફુગ્ગાનું રક્ષણ પણ પ્રાણીઓની જેમ કરતો નથી. છતાં કોઈ અજાણ્યો પાસે આવે એટલે અગ્રેશન શક્યતા વધી જવાની. પોતાની ટેરીટરીનાં રક્ષણ માટે બહુ લડતા ના હોય તેવા Baboon અને macaque વાનરોની બિહેવિયરનો અભ્યાસ સમજવા માટે ખૂબ કામ લાગેલો છે.
     બે Rhesus macaques એક પિંજરમાં ભેગાં કરવામાં આવતા તે લોકો શક્ય તેટલો ના ઝગડવાનો પ્રયાસ કરશે. લડવાનું એવોઈડ કરશે. જુદી રીતે વર્તન કરશે. હુમલા માટે ઉત્તેજિત થવાય તેવી તમામ વર્તણૂક દબાવશે. એક બીજાથી દૂર બેસશે. એક આ ખૂણામાં બીજું પેલાં ખૂણામાં જેનાથી સામાન્ય સ્પર્શ પણ ટાળી શકાય, કારણ સામાન્ય સ્પર્શ પણ લડાઈમાં પરિણમે તેવી શકયતા વધુ હોય. આંખોથી આંખો મિલાવવાનું એવોઈડ કરશે, કારણ વાનરોની ભાષામાં એકબીજા સામે આંખો મિલાવીને જોવું એટલે ધમકી ગણાય. આ વાનરો  ઉપર જોશે હવામાં, નીચે જમીન પર જોશે અને પીંજરા બહાર કોઈ કાલ્પનિક પોઇન્ટ તરફ જોશે. જેમ જેમ સમય પસાર થતો જશે તેમ ટૅન્શન વધતું જશે, વહેલા કે મોડા એકાદ વાનર એનું ટેમ્પરેચર ગુમાવી બેસે તે ઘડી નજીક આવશે. એટલે ત્વરિત હુમલો નિવારવા અને સ્ટ્રેસ ઓછો કરવા અને બીજા વાનરને જણાવવા કે હુમલો અનિવાર્ય નથી, અને ઇચ્છા પણ હુમલો કરવાની નથી વાનર એવું વર્તન શરુ કરશે, મૌનનો બરફ ભાગવો પડશે. એક બીજા સામે દાંતિયા શરુ કરશે. દાંત બતાવવાને તમે હ્યુમન સ્માઈલ સાથે સરખાવી શકો છો. કોમ્યુનીકેશન જરૂરી છે.  સમય વધુ વીતતા નજીક આવીને એક મંકી બીજાના વાળ ફેન્દવાનું શરુ કરશે, એમાંથી જે નાના જીવજંતુ મળે તે ખાવાનું શરુ. આમ બંને જણાં રીલેક્સ થઈ જવાના. જો તમે macaque હોવ અને બીજા macaque સાથે કોઈ પાંજરામાં ટ્રેપ થઈ જાવ તો શું કરવાનું? bare your teeth and start grooming. અને જો તમે માનવ હોવ અને  એલિવેટરમાં  કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે જતા હોવ તો I recommend you do the same: smile and make polite conversation.
   હ્યુમન નેચરની સુંદરતા એ છે કે એની સામાન્ય વર્તણૂક વિષે વૈજ્ઞાનિક રીતે અનુમાન લગાવી શકાય છે. છતાં એવી કેટલીય બાબતો હોય છે કે એમાં વિવિધતા આવતી જણાય છે. હવે એલિવેટરમાં એક સ્ત્રી સાથે એક પુરુષ ભેગાં થઈ જાય તો બિહેવિયર બદલાઈ જતી હોય છે. વીસ પચ્ચીસ માળ સાથે ઊતરવાનાં હોય તો છેલ્લા પેલો પુરુષ પેલી સ્ત્રીનો ફોન નંબર લઈને પણ બહાર નીકળી શકે છે. People’s responses to potential mating opportunities are just as predictable as their responses to potentially dangerous situations.