મસ્જીદે જન્મસ્થાન અને બંધુત્વ,,,
શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને ઐતિહાસિક પાત્રો હતા.આપણે ભગવાન બનાવી દીધા છે.રામે એ જમાના માં વાનર જાતના માનવો ની સહાય લઈને રાવણ જેવા મહાબલી સામે યુદ્ધ કર્યું અને પત્ની ને પાછી લઇ આવ્યા તે કામ બહુ મોટું હતું.એટલે આપણી કલ્પનાના ભગવાન સાથે રામ ની બહાદુરી મેચ થઇ ગઈ અને આપણે એમને ભગવાન સમજી લીધા.અથવા ભગવાન પોતે નીચે ઉતર્યા અવતર્યા માની લીધું.જે હોય તે પણ રામ ને ભગવાન નાં સમજો તો પણ એ ઐતિહાસિક પુરુષ નું મહત્વ ઐતિહાસિક રીતે ઓછું નાં અંકાય.એવીજ રીતે કૃષ્ણ પણ ઐતિહાસિક પુરુષ જ હતા.આપણી કલ્પનાના ભગવાન સાથે એપણ મેચ થઇ ગયા.દ્વારિકા હિમયુગ પૂરો થવા સાથે ડૂબી ગઈ હશે.એના પુરાવા પણ મળ્યા જ છે.આ કલ્પું(કલ્પના) બહુ હેરાન કરતી હોય છે.સાચા ખોટા નો ભેદ કરવા દેતી નથી.હવે કદાચ ગાંધીજી પણ ઐતિહાસિક પાત્ર માંથી ભગવાન બની જાય તો નવાઈ નહિ.ભવિષ્ય માં એમના પણ મંદિરો ઉપર મંદિરો બની શકે છે.પ્રસાદ માં કડવા લીમડા ની ચટણી રાખવી પડશે.પંચામૃત માં બકરી નું દૂધ જ ચાલે બીજું નહિ.કદાચ ગાય ની જગ્યાએ બકરીઓ પાળવાનું ભારત માં મહત્વ વધી જાય તો નવાઈ નહિ.આમેય વહાલા ડોસા ચોરેચૌટે ,રોડ રસ્તાઓ પર, ચાર રસ્તે અને અનેક ભવનો માં પેસતા એમની પ્રસિદ્ધ લાકડી સાથે ઉભાજ હોય છે.તો ભવિષ્ય માં આધુનિક ભવ્ય મંદિરો માં વિરાજમાન થશે.ગાંધી ચાલીસા પણ કદાચ રચાઈ જશે.લોકો ભય લાગે ત્યારે ગાંધી ચાલીસા ગાઈ શકશે.એના થી માર ખાઈ શકવાનું શરીર માં જોમ ઉભરાશે.ડર ગાયબ થઇ જશે.સત્ય નાં પ્રયોગો પર હાથ મૂકી ને કોર્ટ માં ખોટા સોગંધ લેવા ની અનુકુળતા રહેશે.આવું બની શકે છે,શક્યતા ૧૦૦% છે,કારણ આપણે સદીઓ થી આમજ કરતા આવ્યા છીએ.
અયોધ્યા નો ચુકાદો આવી ગયો છે.કોઈ તોફાન થયા નથી.દંભી સેક્યુંલરીસ્ટો નાં પેટ માં તેલ રેડાયું હશે કે આતો શાંત જ રહ્યા બધા તોફાનો કેમ થયા નહિ?તોફાનો થયા હોત તો ચુકાદા વિરુદ્ધ કાગારોળ કરતા ફાવત.આ દમ્ભીઓ ધર્મ પરિવર્તન કેમ કરી લેતા નહિ હોય?આના વિરુદ્ધ માં પાકિસ્તાન માં રેલીઓ નીકળી.અલ્યા ભાઈ તમારું બળતું ઘર સંભાળો.ભારત માં શું થાય છે તેની ચિંતા શા માટે કરો છો?ભારત નો મુસ્લિમ ભારતમાં પાકિસ્તાનમાં રહેલા પાકિસ્તાની મુસ્લિમ કરતા વધારે સલામત છે.અમેરિકા થી પાકિસ્તાન જઈ ને પરત આવેલા મુસ્લિમો ની વાતો પરથી આવું લાગે છે.એક તો ન્યાયાધીશોને પુરાવા ની શું જરૂર?જગજાહેર છે કે જયારે મુસલમાન શાસકો હતા ત્યારે ઠેર ઠેર મંદિરો તોડી ને મસ્જીદો બનાવેલી જ છે એવા હજારો પુરાવા છે.અથવા જ્યાં મંદિર હોય ત્યાં બાજુમાં કે એની ઉપર મસ્જીદ કે દરગાહ બનાવેલી છે.પાવાગઢ ના મહાકાલી ના મંદિર ઉપર મસ્જીદ હાલ ઉભી જ છે.છતાં ચાલો કોર્ટ પુરાવા માંગે.તે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ખોદકામ કરીને આપી દીધા .૫૭૪ પાના નો અહેવાલ આપ્યો છે.જેના ઉપરથી ત્રણે જજે ચુકાદા માં એની નોધ લીધી છે. ૧૯૯૦ માં પુરાતત્વશાસ્ત્રી બી.બી લાલે ખોદકામ કરી ને જણાવેલ કે નીચે મંદિર હતું.એમને કોમવાદી કહી ને બદલી કરી નાખવામાં આવેલી. બીજા ટોચ નાં આઠ પુરાતત્વ શાસ્ત્રીઓ ને પુરતા પુરાવા મળેલા કે નીચે મંદિર હતું.પણ જે તે સમયે અર્જુનસિંહે ભૂંડી ભૂમિકા ભજવી હતી.મીયાં અર્જુન અને મુલ્લાં મુલાયમો નો વિરોધ મુસ્લિમોએ જ કરવો જોઈએ.આવા લોકો ને જ શાંતિ જોઈતી નથી.
એક સદી માં એક ફૂટ ધૂળ ચડે .એ હિસાબે ૨૦ ફૂટ નીચે થી સંસ્કૃત માં હિંદુ દેવતા નું નામ લખેલો પથ્થર મળ્યો છે જે ૧૫૦૦ થી ૨૦૦૦ વર્ષ પહેલા મંદિર હતું તેનો પુરાવો છે.બાબર ને આવ્યે ૫૦૦ વર્ષ જ થયા છે.પક્ષી ની આકૃતિ ધરાવતો કાળા પથ્થર નો સ્થંભ,૩૦ સ્થંભ ની હારમાળા,અષ્ટકોણીય હવનકુંડ,દીવાલો માં સુરખી નો ઉપયોગ જે ભારત માં બે હજાર વર્ષ થી થાય છે,વિશિષ્ટ આકાર ની ઇંટો જે ભારત સિવાય બીજે મળતી જ નથી,ભંડાર ગૃહ આ બધા પુરાવા ૧૪ જગ્યાએથી ખોદકામ કરતા મળ્યા છે જે મસ્જીદ નાં ગુંબજ ની નીચે જ મંદિર હતું તેના છે.મસ્જીદે જન્મસ્થાન તરીકે તો ઓળખાતી હતી આ મસ્જીદ.૨૭૪ પુસ્તકો,૭૯૮ ચુકાદાઓ,૫૭૪ પાનાનો પુરાતત્વ ખાતા નો અહેવાલ,અનેક દસ્તાવેજો અને ધાર્મિક ધર્મગ્રંથો ના આધારે ન્યાયાધીશોએ ચુકાદો આપ્યો છે.જે સર્વે ને માન્ય હોવો જ જોઈએ.
રામ ભગવાન હતા તે વાત બાજુ પર મુકો.પણ ભારત માં જ ભારતીય છીએ તેના પુરાવા આપવા પડે તેવી સ્થિતિ છે આજે તેનું શું કરવું?આ તો નરી કાયરતા છે.અહિંસા,ભાઈચારો,અસહિષ્ણુતા,બિનસાંપ્રદાયીક્તા બધા ખોખલા શબ્દો બની ચુક્યા છે.બે ધર્મો વચ્હે કોઈ ભાઈચારો હોતો નથી.ઊંચા આદર્શો ની વાતો છે.વાસ્તવિક નહિ.જે ભાઈચારો હોય છે તે મજબુરી છે.એક જ દેશ માં રહેવું પડે છે તે મજબુરી છે.વ્યક્તિગત ભાઈચારો શક્ય છે પણ સામુહિક તો શક્ય લાગતો નથી.મારે નુસરત ફતેહઅલી,રાહત અલી,મહેંદી હસન સાથે ભાઈચારો છે,જેઓને મેં કદી જોયા પણ નથી.સ્ક્રીન પર જ જોયા છે.મહેંદી હસન અને જગજીતસિંગ વચ્ચે ખુબ ભાઈચારો છે.મહમદ રફી સાથે કોને ભાઈચારો નહિ હોય?આ બધા વ્યક્તિગત ભાઈચારા છે. હિંદુ ગણાતા બે સંપ્રદાયો વચ્ચે પણ ભાઈચારો નથી,ત્યાં બે જુદા જુદા ધર્મો વચ્ચે તો ક્યાંથી હોય?અરે એકજ હિંદુ ગણાતા બે જુદા જુદા સંપ્રદાયો ના વ્યક્તિઓ એક બીજા નાં મંદિર માં જવા તૈયાર નથી ભલે ભગવાન એક જ હોય.અરે એકજ સંપ્રદાય માં પણ અનેક ફાંટા હોય છે.સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયો માં અનેક ફાંટાઓ હોય છે,જે એક બીજા ના અંદર થી દુશમન હોય છે.પછી મિત્રો કહેશે સત્ય એકજ છે પણ જુદા જુદા લોકો એ અનેક રીતે કહ્યું છે.આ તો એક રોગ છે.બીમારી છે.પછી હિંદુઓ એકતા ની વાતો કરશે.હિંદુ એકસંપ નથી,એનું મુખ્ય કારણ ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે. ભાઈચારા ની વ્યર્થ વાતો કરશે.ભાઈચારો ત્યારે શક્ય બને કે એકબીજા ના સંપૂર્ણ આધારિત હોવ ત્યારે.એક મજબુરી છે જે સાથે રહેવા પ્રેરે છે.અયોધ્યા માં હિંદુઓ અને મુસ્લિમો વિના લડે સાથે જ રહે છે.એકબીજા નાં ધંધા નાં પુરક છે.પુજાના ફૂલ અને સામગ્રી ની દુકાનો મુસલમાનો ની હોય છે.જે લડાઈ ઝઘડા છે તે બહાર છે.રાજકારણ ના છે.ધાર્મિક ગુરુઓ અને પક્ષો ના છે.સામાન્ય પ્રજા તો એકબીજા સ્વાર્થ વડે જોડાયેલી જ છે.એમને લડાઈ માં રસ હોતો જ નથી.લડે તો એકબીજા ને નુકશાન થાય.એકબીજા ના સ્વાર્થ ને નુકશાન થાય છે.સ્વાર્થ નો ભાઈચારો હોય છે તેમાં ખોટું શું છે?સર્વાઈવ થવા એકબીજા નો સહકાર લેવો તે તો નિયમ છે.વ્યક્તિગત મિત્રતા ભાઈ સમાન હોય છે..જયારે ધાર્મિક વાતાવરણ ઉગ્ર બની જાય છે ત્યારે ભાઈચારો હવાઈ જાય છે.ધાર્મિક વાતાવરણ ને યોજના પૂર્વક ઉગ્ર બનાવી દેવામાં આવતું હોય છે.આ તો મારા વિચારો છે,હું ખોટો પણ હોઈ શકું.મિત્રો ના વિચારો અને સૂચનો પણ આવકાર્ય છે.આ ભાઈચારો શક્ય બને તે માટે શું કરવું જોઈએ?મિત્રો સૂચનો કરશો જરા?
ચાલો ચંદ્રકાંત બક્ષી બાબુ સાચા પડ્યા કે ભાજપા કે બીજા લોકો નું કામ નહિ,આ લોકો માં ત્રેવડ નથી,ખાલી વાતો જ કરવાના.સોનિયા ગાંધી નાં રાજ માં જ ચુકાદો આવશે કે રામ મંદિર બનશે.એમના શબ્દો સાંભળવા છે?તો આ રહી લીંક જે “એક ઘા અને બે કટકા”માં મુકેલી છે.http://www.youtube.com/watch?v=VlqZPV0pVqo&feature=player_embedded
