![OAAAAC7bn4P-MA_Np1dXyWOYxfwK91RTE5ZOqnYUFXMXtoqyJnLA76hqWBfo6nu8rBzF4V0Wv5QDzyEPcLrG8i7mBQQAm1T1UFEI0C28aVVKjv0C77x_2b2qAE-f[1]](https://brsinh.files.wordpress.com/2009/12/oaaaac7bn4p-ma_np1dxywoyxfwk91rte5zoqnyufxmxtoqyjnla76hqwbfo6nu8rbzf4v0wv5qdzyepclrg8i7mbqqam1t1ufei0c28avvkjv0c77x_2b2qae-f1.jpg?w=150&h=100)
એમનો પરિચય જે એમની કવિતા ની બુક્સ”Sandybonds”માં આ પ્રમાણે છે.
એમનો પરિચય જે એમની કવિતા ની બુક્સ”Sandybonds”માં આ પ્રમાણે છે.
અભિનેતાઓ ને ભારતમાં હીરો કેમ કહેતા હશે? ભારતમાં એક ખુબ ખોટો રીવાજ ચાલી રહ્યો છે.ફિલ્મી અભિનેતાઓને હીરો કહેવાનો.અને અભિનેત્રીઓને હિરોઈન કહેવાનો.આખી દુનિયામાં બીજે ક્યાય આવો રીવાજ નથી.હીરો કોને કહેવાય?જેણે દેશ માટે સમાજ માટે કશું કર્યું હોય,બલિદાન આપ્યું હોય.જેને લોકો પોતાનો આદર્શ ગણે.દા.ત. ગાંધીજી,સુભાષ બાબુ,ઝાંસીની રાણી,મંગલ પાંડે,અબ્દુલ કલામ,ઈન્દિરાજી,રાજીવ ગાંધી,જમશેદજી તાતા,રાણા પ્રતાપ,શિવાજી,ગુરુ ગોવિંદસિંહ,અને આવા બીજા અનેક હજારો લોકો માટે પ્રેરણાદાયી હોય તેવા મહાપુરુષોને હીરો કહેવાય.અરે યુદ્ધ માં પોતાનો જીવ આપી દેતો એક સૈનિક પણ હીરો કહેવાય,પણ આ ફિલ્મી લોકોને હીરો કઈ રીતે કહેવાય?ફિલ્મી અભિનેતાઓનો ક્રેજ બધે હોય છે,પણ બહુબહુ તો મુવી સ્ટાર કહે.પણ કોઈ હીરો ના કહે,એક ભારત સિવાય.પત્રકારો પણ હીરો ના કહે.ના તો કોઈ મેગેજીન કે નાતો કોઈ છાપા આ લોકોને હીરો કહે.ભારત માં છાપા અને પત્રકારોની ફરજ બને છે આવી ભૂલો સુધારવાની.કોઈ ગાંધીજી માટે કહે કે એ મારા હીરો છે એ વ્યાજબી છે.કોઈ અભિનેતા માટે કોઈ માણસ પર્સનલી કહે એના પુરતો હીરો તો ઠીક,પણ આખાદેશ માટે હીરો કહેવો એ ખોટું છે.આ લોકો દેશ ના હીરો નથીજ.
વરસો પહેલા ચીન સાવ કંગાળ હતું. આપણે એક બીજાને સામે મળીએ ત્યારે કેમ છો? મજામાં છો ? એમ પૂછીએ છીએ. જયારે ચીનમાં લોકો એકબીજાની સામે મળે ત્યારે ચોખા ખાધા? એમ પૂછતાં હતા. ચોખા ખાવાના નસીબ પણ નહોતા. ચોખા ખાવા મળે તો ભગવાન મળ્યા. વાયા હોગકોગ બ્રિટીશરોએ ચીનમાં અફીણનો જબરદસ્ત વેપાર શરુ કરેલો. આખું ચીન અફીણ ખાઈ ને મસ્ત રહેતું હતું, ચીન અફીણીયુ એમ કહેવાતું. લોકો આળસુ બની ચુક્યા હતા. કોઈ ઝેર વેચે, કોઈ લાડવા, શું ખરીદવું એ તમારે પસંદ કરવાનું છે. બે ચાર વરસના બાળક ને રાજા, સમ્રાટ બનાવેલો રાજવંશનો હતો માટે. એના સંડાશને સોનાની વાટકીમાં લઈને સુંઘીને રાજાના દરબારીઓ સ્વર્ગનો આનંદ માણતાં. એવું આ ચીન આપણા થી પણ ગયેલું હતું. બાળક રાજા જુવાન થયો ને એકી સાથે બે સ્ત્રીઓ સાથે પરણાવ્યો, રીવાજ હતો. એમાં આપણને વાંધો નથી. હહાહાહા.. પછી ક્રાંતિ થઇ રાજા ભાગ્યો પરદેશ. જાપાનની સહાય લઇ પ્રયત્ન કરી જોયો પણ જાપાન ખુદ વિશ્વયુદ્ધમાં હારી ગયું. રાજા ગયો દેશદ્રોહના આરોપમાં જેલમાં. માઓ આવ્યા ને ચીન જાગ્યું. માઓ એ સુત્ર આપ્યું રીલીજન ઇજ પોઈજન. ધર્મ એક અફીણ છે. આજે ચીન ક્યાં છે?અમેરિકાનો પણ પનો ટૂંકો પડે છે. રાજકારણમાં કોઈ પણ ધર્મોની ડખલ ના જોઈએ. બધા પોતપોતાના ધર્મો પાળે પણ કાયદા કાનુન ને વહીવટીય ક્ષેત્રોમાં ધર્મની ડખલ ના હોવી જોઈએ. જે ધર્મ તમને બહાદુર બનાવે એની સરાહના કરો. કોઈ કહેશે પાછો ધર્મ ક્યાં આવ્યો વચમાં?
૧૭ મી સદીમાં આપણે અંગ્રેજોના ગુલામ બન્યા, અને એ જ ૧૭ મી સદીમાં અમેરિકા એ અંગ્રેજોની ગુલામી ફગાવી દીધી હતી. આપણે ફક્ત ગાંધીજીને જ રાષ્ટ્રપિતા માન્યા. બીજા જે લોકોએ બલિદાનો આપ્યા એ બધા ગયા ભાડમાં. અમેરિકા એ એક નહિ ઘણા બધાને ફાઉન્ડર ફાધર માન્યા, જ્યોર્જ વોશીન્ગ્ટન, જોહન એડમ્સ, બેન્જામીન ફ્રેન્કલીન. આ બધા એ નક્કી કરેલું કે આ દેશનું ભલું ચાહવું હોય તો રાજકીય બાબતોમાં ધર્મની , ચર્ચની ડખલ ના જોઈએ. એક સમયનું સાવ કંગાળ અને જાતજાતની અંધ માન્યતાઓથી ઘેરાયેલું ચીન આજે ક્યાં પહોચી ગયું છે? અહીતો વાતવાતમાં લોકોની ધાર્મિક લાગણીયો દુભાઈ જાય છે. નાતો તમે કોઈ રસ્તા વચ્ચેનું મંદિર કે મસ્જીદ હટાવી શકો, ના તો તમે કોઈ ગુનેગાર ને ફાંસી કે સજા આપી શકો, ના તો તમે કોઈ ગેરવાજબી ફતવા જાહેર કરવાવાળાને પકડી શકો, ના તો તમે કોઈ બાળકોના બલી ચડાવનારા ગુરુ ને સજા કરી શકો. લોકો રસ્તા પર ઉતરી આવે, પોલીસ સુધ્ધાને ઝૂડી નાખે. આજ બહાદુરો કોઈ આંતકવાદી કે કોમવાદી આંતક ફેલાવવા આવે ત્યારે પૂંછડી દબાવીને ભાગી જાય. પાછો દોષ બીજાને દેવાનો, કે ચીન નાલાયક છે, પાકિસ્તાન આંતકવાદીઓ મોકલે છે, અમેરિકા નકામું છે આપણ ને મદદ કરતુ નથી ને પાકિસ્તાનને પૈસા આપે છે. આભાર માનો અમેરિકાનો કે હેડલી ને રાણાને એફ બી આઈ એ પકડી લીધા. નહીતો ૨૬/૧૧ ની વરસીએ બીજા કેટલાય નિર્દોષો માર્યા ગયા હોત. જર્મની એ રાજ રમત રમીને મ્યુનિક ઓલોમ્પિકમાં ઈઝરાઈલના ખેલાડીઓને મારનારા અરબ ત્રાસવાદીઓને છોડી દીધેલા. એ બધા પોતાના દેશમાં હીરો બની ગયેલા. મોસાદે(જાસુસી સંસ્થા) કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફરિયાદ કર્યા વગર ગુપચુપ દરેકે દરેક કવાત્રાબજોને અને એમાં સંડોવાયેલા ત્રાસવાદીને વીણી વીણી ને આફ્રિકા ને સાઉથ અમેરિકાના નાના નાના દેશોમાં છુપાઈ ને રહેતા હતા ત્યાંથી શોધી શોધીને મારી નાખ્યા. એવી ખુમારી જોઈએ. આ ઈઝરાઈલનો પ્રદેશ કેટલો?ફક્ત આપણા કચ્છ જેટલો
આપણે હમેશા બીજા ને દોષ દેવામાં ચબરાક છીએ. આપણ ને આપણા દોષ દેખાતા નથી. બીજા ને દોષ દઈને આપણી નબળાઈઓ ઢાંકવાની આદત પડી ગઈ છે. યુદ્ધ થાય તો ચીન ને આપણે ના હરાવી શકીએ એ કડવી હકીકત છે. પાકિસ્તાન પાસે આપણા કરતા વધારે પરમાણુ બોમ્બ છે. ઓબામાં ચીન ને વધારે મહત્વ આપે ને મનમોહન ને કે ભારત ને ના આપે એમાં ઓબામાં નો શું દોષ? જે વધારે કામનો હોય ને મજબુત હોય એની પાસે સૌકોઈ જાય એ સીધીસાદી વાત છે. તમારામાં પાણી ના હોય તો કોઈ શું કરે? એમાં ઓબામાને ખરાબ ચીતરીને ભારતની કમજોરી ઢાંકવાનો પ્રયાસ બેવકૂફી જ છે. તમને મજબુત બળવાન થતા કોણે રોક્યા છે? ચીન સમજી ગયું કોઈને કગરવા નથી ગયું ને આપબળે બધી રીતે મજબુત થવા લાગ્યું તો સૌકોઈ એના ભણી જોવાના જ છે. સમર્થ કો નહિ દોષ ગુસાઇ. ચીન નબળું હોત તો તિબેટ ચીનનો ભાગ છે એવું ઓબામાં કે કોઈ ના કહેત. તમે બળવાન હોત તો સૌ કોઈ કાશ્મીર તમારું જ છે એમ કહેત. તમે જાતે મજબુત થવા લાગો ઓબમાતો શું ચીન પણ તમને મદદ કરવા દોડી આવશે. ઢીલા માણસ ને બધા પજવે બળવાન ને પજવવા થી સૌ દુર ભાગે અને ઉલટાનું મસ્કા મારે. આપણે ફક્ત ડહાપણ ની વાતો કરવામાં મશહુર છીએ. શરુ થી જ આ ચાલતું આવ્યું છે. મુસલમાનો આપણાં પર ચડી આવ્યા. તો તમને સામનો કરતા કોણે રોક્યા હતા? અંગ્રેજો રાજ કરી ગયા તો તમને કોઈએ ના પડી હતી કે સામા ના થસો. ગુજરાત જેવડું ઇંગ્લેન્ડ અને મુઠ્ઠી ભર અંગ્રેજો રાજ કરી ગયા એમાં અંગ્રેજોનો શું વાંક? તમે તો દુનિયા ની સૌથી ડાહ્યી પ્રજા છો. સર્વઇવલના યુદ્ધમાં જે મજબુત હોય તે રાજ કરે નબળો હોય તે મરે એ કુદરતનો નિયમ ભારત માટે જુદો થોડો હોય? કુદરત માટે બધા સરખા છે. આપણે અંગ્રેજોના ગુલામ બન્યા એ સદીમાં તો અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુક્યા હતા. એતો અંગ્રેજોનો પથારો બહુ લાંબો થઇ ગયો હતો, લગભગ આખી દુનિયામાં, ને અંગ્રેજોનું રાજ એના જ ભાર થી તુટવા લાગ્યું હતું એટલે તમારા સત્યાગ્રહ ને અહિંસા કામ કરી ગઈ. મક્કા મદીનાથી આખી દુનિયા ને મુસલમાન બનાવવાની જેહાદ શરુ થઇ, ઈરાન, તુર્કી નબળા હતા તે ગયા. બધા યુરોપના દેશો એક થઈને ધર્મયુધ્ધો કૃઝેડસ લડ્યા ને વિયેના માં ૯/૧૧ ના દિવસે પ્રથમ હાર થઇ. જેહાદ અટકી. લોકો સમજે છે કે અમરિકાનો ઈમરજન્સી નંબર ૯/૧૧ છે, એટલે લાદેને એ દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો ને તોડ્યા. એવું નથી જ વિયેનામાં એ દિવસે હારેલા ને અટકી ગયેલી જેહાદ ફરી એ દિવસે શરુ થઇ છે. તમે નબળા પડ્યા તો ગયા, એ કુદરતનો નિયમ છે.
ચીન બળવાન ને મુઘલોના ધાડા રોકવા મશહુર દીવાલ બનાવી દીધી, ને બચી ગયું.. મહંમદ ગઝની કેટલી વાર સોમનાથ લુટી ગયો? હજારો બ્રાહ્મણો શિવજીનું ત્રીજું નેત્ર ખુલવાની રાહ જોતા લિંગ ને લપેટાઈ ને મરી ગયા પણ કોઈએ તલવાર ના ખેચી. શિવજી કોઈ વ્યક્તિ નથી ને એમનું લિંગ એ મેલ જેનેટલ સર્જનનું પ્રતિક માત્ર છે. એ કઈ રીતે લડવાનું હતું કે ત્રીજું નેત્ર ખોલવાનું હતું? પણ આવા મુર્ખ ખયાલો ને અહીન્સકો ની આજ્ઞા પાળતા કમજોર નબળા સોલંકી રાજાઓ કોઈ એ પ્રતિકાર ના કર્યો. થોડા બહાદુર રાજપૂતોને લઈને ફક્ત ને ફક્ત મરવા માટે જ લાઠીના કુંવર હમીરજી નીકળ્યા ને બધા માર્યા ગયા. હજુ આપણી મેંનટાલીટી એની એજ છે. હજુ આપણે કોઈ સાથ આપે એની જ રાહ જોઈએ છીએ. અમરિકા સહારો આપે કે રશિયા સહારો આપે તો ઉંધા વળી જઈશું, ને બધાને ચીન કે પાકિસ્તાન ને ચપટીમાં ચોળી નાખીશું ની ડમફાસો મારીએ છીએ. પણ જાતે મજબુત કે બળવાન થવાનો વિચાર સુધ્ધા નથી આવતો. પ્રજા ના ટેક્ષ ના નાણાં માંથી ૩૧ કરોડ ખર્ચી જે દેશ આખાનો ગુનેગાર છે જેણે નિર્દોષ પ્રજાને બહાદુર અફસરોને માર્યા છે,એ કસાબ ને સાચવી રાખવામાં કઈ વિદેશનીતિ કે દુરન્દેશી સરકાર રાખતી હશે? એક અફજલ કે કસાબ ને સજા કરતા કોણ ના પડે છે? પાકિસ્તાન, અમેરિકા કે ચીન? કમજોર ને કોણ ભાઈબાપલા કરે? ચીન આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કહેવાયું. ભારત આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કરતા કોઈએ રોકી રાખ્યા છે? તમે ચીન ની જેમ બળવાન થસો તો એવું પણ લખી શકશો.ચીન, પાકિસ્તાન કે અમેરિકા કોઈને દોષ દીધા વગર તમારું ઘર મજબુત કરો તો બધા તમારી આગળ પૂછડી પટપટાવસે, નહીતો બચકાં ભરશે.
પ્રથમ તો આવી આવી અંધ શ્રદ્ધાઓ ફેલાવે છે કોણ?ગુરુઓ.ભણેલા ગણેલા લોકોના ગુરુઓ જરા વધારે સોફેસ્ટીકેટેડ,વધારે ચાલક,ભપકાવાળા,હોશિયાર અને ભણેલા હોય છે.જયારે આ ભૂવાઓ,જંતર મંતર કરવાવાળા અભણ લોકોના ગુરુઓ હોય છે.અજ્ઞાત ભવિષ્ય વિશે દરેક ના મનમાં એક ભય,એક ફોબિયા હોય છે.જેનો આ ચાલક ગુરુઓ પુરેપુરો લાભ ઉઠાવે છે.અમારી કૃપા થી,અમે કહીએ તેમ કરો તો જ તમારું સારું થશે.કશું ખોટું થાય તો કર્મ નો નિયમ આગળ કરતા વાર કેટલી?કર્મ તો તમારે ભોગવવું પડે.આ ચક્કર માં બધાજ પડેલા છે.આ ગરીબ ના અચેતન મનમાં આવું ઘુસેલું હસેજ.ભગવાન કે માતાજી કોઈ વ્યક્તિ નથીજ કે થોડા પ્રસાદ કે જીભ ચડાવવાથી પ્રસન્ન થાય.આ ગુરુઓની કથાઓ જ અંધશ્રદ્ધા થી ભરેલી હોય છે.એમાં કશીજ વૈજ્ઞાનિકતા હોતી નથી.જો તમારી અંદર વૈજ્ઞાનિક એપ્રોચ અભિગમ જ ના હોય તો તમારા ઉચ્ચ ભણતર,ડીગ્રી નો કશોજ અર્થ નથી.એક મોટા સંત હમણા ના છાપાઓમાં ખુબ ચગેલા છે,રેડીઓ પરની એમની કથા માં મેં જાતે સાભળેલું કે એક મહાન સંત નું ગળું બાદશાહે કપાવ્યું તો ગળામાંથી એક નસ માંથી દૂધ અને બીજી નસ માંથી લોહી નીકળ્યું,અરે ભૈલા ગળું કપાય તો લોહી જ નીકળે દ્દુધ ના નીકળે પણ સ્ટુપીડ લોકો તાળીઓ પાડે.હવે બીજા એક મોટા કથાકાર ખુબજ પ્રતિષ્ઠા ધરાવતા,એક ટીવી ટોક શો માં હોસ્ટ નો સવાલ કે બાપુ તમે મેટ્રિક માં ત્રણ વાર નાપાસ થયેલા અને ભજનના ચક્કર માં ભણતર બગડ્યું તો બાપુ નો જવાબ ગર્વ થીકે ભણતર ઉપર ભજન ની જીત થઇ,અને સ્ટુપીડ શ્રોતાઓ તાળીઓ પાડવા લાગ્યા.બાળકો પહેલા માબાપ ની નકલ કરેછે,અને સમાજ,લોકો ગુરુઓની વાત માને છે.મોટા માણસોએ એક શબ્દ પણ બોલતા પહેલા વિચારવું પડે જયારે આખો સમાજ એમને પૂજ્ય માની અનુસરવા અંધ બનીને ઉભો હોય.જો બધા ભજન જ કરશે તો ભણશે કોણ?બાપુ તો રોજીરોટી માટે કથા કરે ને એમાં એમની માસ્ટરી હોય,બીજા કાઈ ભજન કરી રોટલા ના રળી શકે.આને તો ખાલી જીભ ચડાવી.અભણ છે બિચારો.પણ ખુબજ ડાહી,પૈસાવાળી,હોશિયાર કહેવાતી કોમ ના ગુરુઓ અમેજ કૃષ્ણ સ્વરૂપ છીએ એવું બ્રેન વોશ કરી,એમને બધુજ અર્પણ કરો એવું ઠસાવી,ભક્તોની સ્ત્રીઓ,દીકરીઓ સુધ્ધાનું સેકસુઅલ શોષણ કરે છેજ.મારો જાતનો અનુભવ લખું,એક મિત્ર સાથે અમદાવામાં ઘરેણા ને લગતું કામ હતું તો અમે એક સોનીભાઇ ને ત્યાં ગયેલા.ત્યાં એમના મહારાજશ્રીનો ફોન આવ્યો.મહારાજશ્રીને બહાર જવાનું હશે તો કંપની માટે સોની ની દીકરી જે સ્કુલ માં ૧૧કે ૧૨ માં ધોરણમાં ભણતી હશે એને મોકલી આપવા માટે હુકમ ફોન પર કરતા હતા.સોનીભાઈએ સ્કૂલમાંથી એમ રજા નહિ મળે એવા બહાના કાઢ્યા પણ મહારાજશ્રી નાં માન્યાં,સોનીભાઈ નું મોઢું તો બગડી ગયેલું કે આજે દીકરીનો આ મહારાજશ્રી ઉપયોગ કરી લેશે,પણ શું કરે?મહારાજ શ્રીની કૃપા નો ભંગ થઇ જાય.મારી જોડેના મિત્ર અને પેલા સોની ભાઈ ના ગુરુ એકજ હતા.એટલે એ લોકોની વાતો પરથી હું બધું સમજી ગયો.રે હિંદુ તારી લાચારી…હોંશે હોંશે પોતાની પત્નીઓ અને દીકરીઓને ગુરુઓને ધરાવનારા આ દંભી ભક્તો એમના થુન્કેલા પાન પણ ચાટી જાય છે,એમની એંઠી પતરાળી માંથી પ્રસાદ ખાવા પડાપડી કરે છે આને શું કહેશો?આવું તો બધેજ ચાલી રહ્યું છે.આતો જીભ કાપી ને લોહી નીકળ્યું એટલે તમને લાગી આવ્યું ,પેલા ભણેલા લોકો ની સ્ત્રીઓના આત્માનું હનન થાય છે ત્યારે?કેમ કે આની જેમ એ પ્રકાશ માં નથી આવતું.ભવિષ્ય સારું કે ખોટું તમારેજ ભોગવવાનું છે અને એમાંથી રસ્તો પણ તમારેજ કાઢવાનો છે.મહેનત પણ તમારેજ કરવાની છે.એકલા ભારત ની વાત નથી,આખી દુનિયામાં ચાલે છેજ.પણ એનાથી ભારતમાં ચાલે છે એને વ્યાજબી ના ઠરાવાય.આ બધું ક્યારે દુર થાય? એકલા એજ્યુકેશન થી ના દુર થાય.એજ્યુકેશન ની સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમ,એપ્રોચ આવે તો જ દુર થાય.એને માટે કોઈ પણ મુરખો ગુરુ જયારે,જ્યારે અવૈજ્ઞાનિક વાત કરે,ત્યારે ત્યારે લોકોએ તો ખરોજ પણ મીડિયા અને પ્રેસે પણ સમાજ પ્રત્યે ફરજ સમજી વિરોધ નોધાવી એ મૂરખ ગુરુનો જવાબ માંગવો જોઈએ.
રાજનેતાઓ કોઈ પણ પક્ષ ના હોય ભગવા ઝંડા ધારી હોય કે બીજા કોઈએ કશું ઉકાળ્યું નથી.બધા સરખાજ છે.કારગીલ માં આપણી હદ માં ત્રણ ત્રણ માળની બંકરો બની ચુકી હતી.અને પાકિસ્તાની સેના આપણા ઘરમાં જ ઘુસેલી હતી,સંસદ પર હુમલો અને કંદહાર માં સામે જઈને મૂકી આવનારા આ જ ભગવા ધારીઓ નેતા પદે હતા.બધાને થતું હશે હું વારેઘડીયે ધર્મ ને કેમ વચમાં લાવું છું?સવાર થી તે સાજ સુધી તમારા દરેક વર્તન પર ધર્મ ની અસર હોય છે.તમારું ઘડતર અને સાયકોલોજી ધર્મ થકી જ ઘડાય છે.ગીતાજી મારું ઓલ ટાઈમ ફેવરીટ પુસ્તક છે. સમજો એ યુધ્ધના મેદાન માં રચાયું છે.કોઈ ઘર માં કે જંગલ કે આશ્રમ માં નહિ.અને જયારે અર્જુન નમાલો થઇ ને ઘેલા કાઢવા માંડ્યો અને અહિંસા ના બકવાસ ગાણાં ગાવા લાગ્યો ત્યારે ગીતાજી ની રચના થઇ છે.આજનો હિંદુ નમાલો કાયર થઇ ચુક્યો છે એનો હું જરૂર વિરોધી છું.રાજસૂય યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞો કરી દુનિયા જીતવા નીકળતા એ હિંદુઓ નો હું સમર્થક છું.અહિંસા ફક્ત નિર્દોષ માટે હોય દોશી ને આતતાયી માટે કે ત્રાસવાદી માટે ના હોય.હિદુ કોણ હતા?જેમના ધનુષબાણ અને સુદર્શન ચક્ર અને પરશુ દોશી લોકોને સજા કરવા હમેશા તત્પર હતા,એમના આ હિદુ અનુયાયીઓને આ શું થયું છું. ?કેમ નમાલા થઇ ગયા છે?.આપણાં દરેક અવતાર કે ભગવાન ના હાથ માં કાતિલ વેપન્સ છે,ભલે તે સ્ત્રી(માં અંબા,માં દુર્ગા) હોય.સ્ત્રીઓ પણ નમાલી કે કાયર ના હતી.જો તમે નમાલી અહિંસા ને કાયરતા ના પાઠ ભણાવતા ૨૨૦૦૦ સંપ્રદાયોને હિંદુ ધર્મ માનતા હોવ તો એ હિંદુ વિષે જ હું વિરુધ લખું છું.આપણે તો અહિંસક આપણે તો અહિંસક ના જ ગાણા હમેશા ધર્મગુરુ ઓ દ્વારા ગવાતા હોય ત્યારે તમે પ્રજા પર એની અસર પડવાનીજ.પ્રજા કાયર બની ચુકી છે.એજ કાયર પ્રજામાંથી નેતાઓ ચૂંટાતા હોય છે એમના માં બહાદુરી ક્યાંથી આવે?કુવા(પ્રજા) માં હોય તો હવાડા(નેતા) માં આવેને?.એક કસાબ ને સાચવવાનો ખર્ચ પણ કેટલો બધો?શહીદ ભગત સિંહજી ને ફાંસી આપી લાહોર માં ત્યારે એક પણ પત્થર ફેકાયો નહોતો.એ દિવસ થી ભારતની જવાની ખતમ થઇ ગઈ એવું એક ભારે વિવાદાસ્પદ ગણાતા સંતે કહેલું. કોઈ માનવ સાકળ કે વિરોધ નોધાયો ના હતો કેમ?.ઉત્તર માં ગુરુ ગોવીન્દ્સીન્હેં,મધ્યમાં રાણા પ્રતાપે અને દક્ષીણ માં શિવાજી મહારાજે આ ત્રણ જણે સમયે સમયે તલવારો ના ખેંચી હોત તો આપણાં બધા સાથે અહીન્સકો પણ નમાજ પઢતા હોત.આપણ ને કાયર તા ના પાઠ કોણ ભણાવે છે?બોર્ડર પર લશ્કર હમેશા યુદ્ધ(હિંસા) કરવા તૈયાર છે ત્યારે આપણે અહિંસા ના ગાણા ગાઈ શકીએ છીએ.એક જમાદાર પ્લેટફોર્મ પર મુંબઈ માં ખાલી ખુરશીઓ ફેંકી ને ત્રાસવાદીને ભગાડતા જીવ આપી દે છે,અને હજારો કાયરો ભાગતા હોય.કેટલા બહાદુર અફસરોએ જીવ આપ્યા છે અને તમે એક કસાબ ને ફાંસી ના આપીને પેલા દિવંગત અફસરો ની શું કીમત કરી?ફરી કોઈ અફસર કે પોલીસ આવી રીતે વ્યર્થ જીવ આપવા તૈયાર નહિ થાય.સરકાર અને તેપણ નમાલી કાયર સરકાર ક્યાં સુધી તમારું રક્ષણ કરશે?સ્વરક્ષણ માટેના પણ કાયદા છે.એમ કોઈ ફાંસી નથી ચડાવી દેતું.જોકે આ સરકારોનું ઠેકાણું નહિ કોઈ ત્રાસવાદીને મારો તો બહાદુરીનું પ્રમાણપત્ર આપવાને બદલે મર્ડર ના ચાર્જ માં જેલ માં પણ ધકેલી દે.મુંબઈ માં મરાયા કે બીજા ત્રાસવાદી હુમલામાં મરાયા,એ કોઈ પણ હોય એ દરેક મારા પોતાના મરાયા એવી લાગણી બીજા લોકોને કેમ થતી નથી?ભારતના કોઈ પણ ખૂણા માં ત્રાસવાદ કે બીજા કોઈ વાદ માં મરાય એ બધા મારા પોતાના જ મરાયા એવી લાગણી દરેક ભારતીય ને થવી જોઈએ.હવે જયારે પણ ત્રાસવાદી હુમલો થાય ત્યારે પ્રજા ભાગવાને બદલે સામી થાય અને પીઠ ને બદલે છાતીમાં ગોળી ખાય.ત્યારે જ બહાદુરી પૂર્વક માર્યા ગયેલા મુંબઈ પોલીસ ના જવાનો,અફસરો અને નિર્દોષ નાગરિકોને ને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.
……એક બાળક જન્મે છે,ત્યારે એની હાર્ડ ડિસ્ક કોરી હોય છે. એ જુએ છે, સાભળે છે, ચાટે છે, સ્પર્શ કરેછે, નકલ કરે છે અને ધીરે ધીરે એની હાર્ડ ડિસ્ક ભરાય છે, માહિતી બ્રેનમાં ભેગી થાય છે અને એ રીતે એનું ઘડતર થાય છે. એવી રીતે એક સમાજનું ઘડતર થાય છે, મોટા મહામાનવોના અચાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, આદેશો, ઉપદેશો થકી. અચેતન રૂપે બાળક જેમ વડીલો પાસેથી બધું શીખે છે તેમ સમાજના લોકોના અચેતન મનમાં મહાપુરુષોની અસર હોય છે. બધી મનોવૈજ્ઞાનિક બાબતો છે.
એક હંમેશનો સળગતો સવાલ છે ભારતમાં સ્ત્રીઓની અગ્નિપરિક્ષા લેવાતી ક્યારે બધ થશે? આપણાં પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓને એક વસ્તુ સમજવાથી વિશેષ કશું નથી. દ્રૌપદીને એક વસ્તુ ની જેમ બધા ભાઈઓએ વહેચી ને ભોગવી, શું માતાશ્રી ને એવું ના કહી શકાય કે આ વસ્તુ નથી એક સ્ત્રી છે? શું માતુશ્રી એટલા નાદાન હતા કે નારાજ થઇ જાય? કે પછી માતુશ્રીએ પોતે જુદા જુદા પુરુષો થકી પુત્રો પ્રાપ્ત કરેલા એટલે એમાં કશું અયોગ્ય નહિ લાગ્યું હોય? કે પછી રીવાજ હશે? પણ સ્ત્રીને વસ્તુ થી મોટો દરરજો નહોતો. એટલે જુગારમાં બધું ખૂટ્યું તો વસ્તુની જગ્યાએ પોતાની પત્નીને મૂકી શક્યાં. એક કૃષ્ણ સિવાય આખા પૌરાણિક કાલમાં કોઈએ સ્ત્રીઓનું સન્માન કર્યું નથી. રામે પણ નહિ.
પોતાના એરિયામાં એક અસહાય, શારીરિક રીતે પોતાનાથી ઓછી શક્તિ ધરાવનાર સ્ત્રી ઉપર બળાત્કાર ના કરીને ફક્ત સમજાવટથી પોતાને તાબે કરવાના પ્રયત્નો કરનાર રાવણ આજકાલના ગેંગ રેપ કરનારા લોકો કરતા સારો હતો. પ્રિય પત્નીની અગ્નિપરિક્ષા લેવાય ગઈ હોવા છતાં ધોબી ભાઈના ટોણા થી તેને ઠપકો, કે સજા કરી સમાજમાં એક સારો સ્ત્રી સનમાનનો દાખલો બેસાડવાનો ચાન્સ ગુમાવી, તેના પેટમાં ટ્વીન્સ અને વાલ્મીકિને કદાચ ગાયનેક સુવાવડ શાસ્ત્રનું જ્ઞાન ના હોય તેના ભરોસે જંગલમાં છોડી, ભારત વર્ષની ભવિષ્યમાં જન્મ લેનારી તમામ સ્ત્રીઓને સદાય લેવાતી અગ્નિપરિક્ષાઓમા હોમી દેનાર મહાપુરુષ રામની કથાઓ હજારો વરસો થી ભારતની પ્રજાના બ્રેન પર હથોડાની જેમ ઠોકાતી હોય અને એને વ્યાજબી ઠરાવવાના પ્રયત્નોમાં રોજ નવા બહાના શોધતા હોય, કે સીતાજી તો પતિનું ખરાબ નાદેખાય એટલે જાતે ગયેલા, એમનો પડછાયો હતો, આવી બાપુઓ અને ફિલ્મકારોની વ્યર્થ વાતો સમાજમાં ચાલતી હોય ત્યાં સ્ત્રીઓની અવદશા થવાનીજ.
લેટેસ્ટ સમાચારોમાં સ્ત્રીને શંકા થી જલાવી દીધાના, બળાત્કારોના, ગેંગ રેપના સમાચાર થી છાપાઓ ભરેલા હોય છે. રોજ નવા ફૂટી નીકળતા બાપુઓ, રોજ નવા રામાયણો, કોઈ કહે પ્રેમનું મહાકાવ્ય, અરે આતો શોકનું મહાકાવ્ય બની ગયું છે. ધરતીમાં સમાય જવું , સરયુંમાં જળ સમાધિ આ બધા ફક્ત અને ફક્ત રૂપાળા શબ્દો જ છે આત્મહત્યા થી વિશેષ કશું નથી. નવા પરિક્ષેપ્માં કથાઓ કહેવાનો વખત છે, કે આ બધી ભૂલો છે અને ફરી સમાજ દોહરાવે નહિ. ઈતિહાસના આ વર્સ્ટ દાખલાઓ છે. એને બેસ્ટ મનાવવાનું બંધ કરો. બાપુઓ, ગુરુઓ, અને મહારાજ્શ્રીઓ થી સમાજ ચેતે, એમની વ્યર્થ, અવૈજ્ઞાનિક, વહેમોથી ભરેલી ખોટી દંભી વાતો ના માને એવું થાય, અને આ બધી કથાઓ સમાજના લોકોના બ્રેન પર હથોડા મારવાનું બંધ નહિ કરે ત્યાં સુધી સ્ત્રીઓની અગ્નિપરિક્ષા લેવાનું બધ નહિ થાય.
મોરારિદાસ પ્રભુદાસ હરીયાણી ની ઓફિસિયલ વેબ્સાઈટ ખોલી “આપકી અદાલત” રજત શર્મા નો પ્રોગ્રામ જોયો.બાપુને સવાલ પૂછવામાં આવ્યો કે બાપુ તમે ભજન ના ચક્કર માં ભણતર બગાડ્યું.પ્રોગ્રામ હિન્દી માં છે.બાપુ ગર્વ થી જવાબ આપેકે ના એવું નહિ ભણતર હારી ગયું ભજન આગળ.હવે બાપુ જેવા મોટા માણસ સમાજ ને આવો સંદેશો આપે તે કેટલું વ્યાજબી છે?તો પછી ભણશે કોણ?બધા કઈ કાબેલ ના હોય ભજન કરી જીવન નિર્વાહ ચલાવવા.જયારે આખો સમાજ તમને આદર્શ માની અનુસરવા આંધળો બની ઉભો હોય ત્યારે આવું ના બોલાય.અને મુર્ખ ઓડીયન્સ તાળીઓ પાડે.બાપુએ એવું કહેવું જોઈએ કે ભાઈ મારે તો રોજીરોટીનો સવાલ હતો એટલે ભજન રામકથા કરવી પડી પણ તમે બધા ભણજો.ભણ્યા વગર ઉદ્ધાર નથી.બાપુ પોતે એમાં કબુલ કરે છે કે રોજીરોટી માટે એમણે રામકથા ત્રણ માણસો આગળ શરુ કરેલી.. હવે એક વાર આસ્થા ટીવી પર બાપુ બોલતા હતા કે મારો રામ વાલી ને નાં મારે,રામે તાડ ના ઝાડ પાછળથી છુપાઈને વાલીને મારેલો.વાલ્મીકી ખોટા,તુલસીદાસ ખોટા.એક ગુજરાતી ચેનલ પર બાપુનો ઇન્ટરવ્યું છે.શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી મર્ડર ના કેસ માં ફસેલા અને જયલલિતાએ જેલમાં પુરાવેલા એની વાત નીકળી બાપુ કહે કાયદો કાયદાનું કામ કરે પણ એક ધરમ ગુરુ પર એટલી બધી કડકાઈ ના રાખવી જોઈએ.શંકરાચાર્ય નિર્દોષ હોય કે દોષી એ વાત બાજુ પર મુકીએ પણ મારા મતે સામાન્ય માણસ માટે કડકાઈ ના કરો તો ઠીક પણ ધરમ ગુરુ માટે તો કડક માં કડક સજા હોવી જોઈએ.કેમ કે આખો સમાજ એમનું અનુકરણ કરવા અંધ બની ને ઉભો હોય છે.એમના દોષ તો જરા પણ ચલાવી લેવા ના જોઈએ.પૂજ્ય મોરારી બાપુ સારા માણસ છે.અસ્મિતા અને બીજા પર્વો યોજે છે.સર્વધર્મ સમભાવ માટે કામ કરે છે..ત્રણ શ્રોતાઓથી આજે બાપુ ત્રણ લાખ શ્રોતાઓ સુધી પહોચી ગયા છે,એનો અહંકાર બાપુ ની નમ્રતામાં પળે પળે છલકાય છેવાલ્મિકીએ રામાયણ રચ્યું,તુલસીદાસે કવિતા કરી,મોરારીબાપુએ રટયુ એમાં વાલ્મીકીતો ભુલાઈ જ ગયા છે.નમ્રતામાં અહંકાર,અહંકારમાં નમ્રતા કે નમ્ર અહંકાર જોવો હોય,માણવો હોય તો મોરારીબાપુના ટીવી ઇન્ટરવ્યું જોઈ લેવા.
ભારત થી એક સબંધી એન્જીનીઅર આવેલા.તેમની સાથે બ્રીજવોટર માં આવેલ બાલાજી મંદિર જઈ ને પાછા ફરતા કાર માં ચર્ચા ચાલી.તેઓ કહે મહાભારત ના યુદ્ધ પછી કુરુક્ષેત્ર ના મેદાન માં મરેલા હાથી ઓ પડેલા.એટલા બધા હાથીઓના મૃતદેહો નો નિકાલ ક્યાં કરવો એવી સમસ્યા ઉભી થઇ.તો ભીમે બધા હાથીઓને સુંઢ પકડી આકાશ માં ફેકી દીધા તે હજુ પાછા પૃથ્વી પર આવ્યા નથી.પહેલા કદાચ માનવામાં નહતું આવતું પણ હવે વિજ્ઞાન કહેછે કે સ્પેસ માં ગુરુત્વ આકર્ષણ ના હોય તો સ્પેસ માં થી હાથીઓ ક્યાંથી પાછા આવે?મેં કહ્યું સ્પેસ માં ગુરુત્વાકર્ષણ ના હોય તેથી કોઈ વસ્તુ પછી પૃથ્વી પર ના આવે ત વાત સાચી,પણ તમે વિચારો કે પૃથ્વી ના ગુરુત્વા કર્ષણ માં થી સ્પેસ માં જવા માટે કેટલો ફોર્સ જોઈએ?કેટલી સ્પીડ જોઈએ?એક રોકેટ ને કેટલું બધું બળતણ જોઈએ?ત્યારે પૃથ્વી ના ગુરત્વાકર્ષણ માં થી છટકી ને સ્પેસ માં જવાય.એક ગમે તેટલા બળવાન માણસ થી એક હાથી ને ઉચકી સ્પેસ સુધી પહોચી જાય એ રીતે ફેકવાનું શક્ય નથી.થોડું પણ ફીઝીક્સ નું જ્ઞાન હોય તો વિચારો,એટલી બધી સ્પીડ માણસ કઈ રીતે મેળવી શકે?અને તે પણ હાથી જેવા ભારે પ્રાણી ઉચકી ને?ઈમ્પોસીબલ છે.મેં વર્લ્ડ ના સ્ટ્રોંગઇસ્ટ માણસો ની સ્પર્ધા જોઈ છે ટીવી માં.એ લોકો ટ્રક ,નાનકડું પ્લેન પણ ખેચી જાય છે.કદાચ હાથી ને ધક્કો મારી પડી દે કે પછી પાટિયું મૂકી છાતી પર હાથી ને ચલાવે પણ ખરા પણ હાથી તો શું એક નાનકડો પથ્થર પણ સ્પેસ માં ના ફેકી શકે.મેં પોતે પણ નાનપણ માં આવાત સાંભળેલી.અને હજુ પણ લોકો સાચી માને છે આવી બકવાસ વાતોને.આપણે ચમત્કારો ની વાતો ને સાંભળી અભિભૂત થઇ જઈએ છીએ,પણ હકીકત માં આવું શક્ય નથી આવું વિચારતા પણ નથી. ધાર્મિક મહા પુરુષોએ અમે કહીએ તેજ સાચું અમારામાં શંકા કરાવી નહિ,અને શંકા કરોતો પાપ લાગે.લોકો ના બ્રેન વોશ કરી દીધા.કે હજુ પણ એક એન્જીનીઅર એવી વાતો માં માને કે માથું કપાય છતાં ધડ લડે ને ભીમ ના હાથી ની વાત સાંભળી હસવું કે રડવું?પાછી ચર્ચા ચાલી કે અમારા સૌરાષ્ટ્રમાં એક રાજપૂત નું માથું કપાઈ ગયેલું છતાં ધડ ૧૨ ગાઉ ચાલતું લડેલું. કોઈ યુદ્ધ માં રાજપૂત યોદ્ધા નું માથું કપાયા પછી પણ ધડ લડતું રહ્યું એવી વાતો સાભળી કોઈ પણ રાજપૂત બચ્ચો પોરસાઈ જાય એ સ્વાભાવિક છે.પણ જરા વિચારો માથું કપાયા પછી લોહી એટલું બધું વહી જતું હોય છે કે બાકીનું શરીર એક ડગલું પણ ચાલવા અસમર્થ બને.બીજું આખા શરીર નો કંટ્રોલ બ્રેન કરતુ હોય છે.એટલે જયારે માથું કપાય ને દુર પડ્યું હોય ત્યારે બ્રેન ના મેસેજ મળ્યા વગર બાકીનું શરીર કઈ રીતે ચાલે?કોઈ કહે ગુસ્સો મનમાં હોય એટલે આવું થાય પણ ગુસ્સો તો બ્રેન માં હોય એ તો દુર પડ્યું હોય.બ્રેન માં સેરેબ્રલ નામનો વિભાગ છે એને જરા પણ તકલીફ થાય તો બ્રેન બાકીના શરીર ને કંટ્રોલ કરી શકાતું નથી.એક પેઈન કીલર ગોળી ખાવ તો માથું દુખતું હોવા છતાં તમને દુખાવાની અસર થતી નથી કેમ કે પેલી ગોળીએ બ્રેન ને મળતા મેસેજ રોકી દીધા.આવી મોમાંથા વગર ની વાતો લોકોએ કરીને રજપૂતો ને તમે વધારે બહાદુર છો,એવું ભરાવીને એમના રોટલા શેકી ખાધા.દરેક રાજપૂત ના કુળ માં ,વંશ માં આવી કથાઓ ગોઠવેલી છે.આમ તો હવે આવું બધું થવાનું નથી પણ એક વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એ માટે આ ચર્ચા કરી છે.
એક લેખ આવ્યો છે જાણીતા ન્યુજ પેપરમાં, ધાર્મિક કથાઓ સ્ત્રીઓ માટે આશું ઉપચાર કથાઓ છે તેવું લેખકનું કહેવું છે.
સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો? ક્યાં સુધી મૂર્ખી બનાવતા રહેશો? આજ તો ચાલાકી છે,પુરુષ પ્રધાન સમાજ ની.સ્ત્રીઓના સબ કોન્શિયસ બ્રેનમાં નાનપણ થીજ ભરવી દેવાનું, કે અમે તમને ગમે તેટલું હેરાન કરીએ તમારે અમને જ પ્રેમ કરવાનો. અમે તમને તમારો વાંક ના હોય છતાં , વનમાં મોકલીએ ભલે તમારા પેટમાં અમારા બાળકો હોય, પાડોશીના કહેવાથી અમે તમારા પર શંકા કરીએ ને ઘરમાંથી કાઢી મુકીએ, અથવા ગુસ્સો આવે તો બાળી પણ મુકીએ, અમે તમને પૈસા ખૂટે તો જુગારમાં પણ મૂકી દઈએ, છતાં તમારે અમને જ પ્રેમ કરવાનો કેમ સીતાજી કરતા હતા તો તમારું શું જાય છે? પાછા લેખક શ્રી જાણે હજારો સ્ત્રીઓને પૂછીને આવ્યા હોય તેમ લખે છે કે સ્ત્રીઓને સીતાજી ની જેમ સફર(પીડાવું) થવું છે, કે પિયર વાસ કે વન વાસ ભોગવવો છે, સ્ત્રીઓ સીતાજીની કથાની રાહ જુએ છે . બાવાઓ ને કથાકારોએ બ્રેન વોશ કરવાનું ભારતમાં ચાલુ જ રાખેલું છે. હવે તેમાં આ પણ ઉમેરાયા. સ્ત્રીઓના સરળ હૃદયનો ક્યાં સુધી લાભ લેશો? સીતાજીએ આપણા રામજી ને માફ નથી કર્યાં. એટલે તો લવકુશ સાથે યુદ્ધ કર્યાં પછી ઓળખાણ પડ્યા પછી સીતાજી પાછા અયોધ્યા નથી ગયા. અને એમ કોઈના કહેવાથી ધરતી ફાટી પણ નથી જતી. હજારો, સેકડો વરસ ધરતીમાં એનર્જી ભેગી થાય પછી ધરતીકંપ થાય, અને એમાં ભાગ્યેજ ફાટે. સીતાજી ધરતીમાં સમાય ગયા એવી સ્ત્રીઓને ભરમાંવવાની વાતો બધ કરવી જોઈએ. એવા રૂપાળા શબ્દો વાપરવાનું બધ કરવું જોઈએ, આ બધા રૂપાળા શબ્દો છે, આત્મહત્યાથી કે ભૂગર્ભમાં ઉતરી ગયા વિશેષ કશું નથી. ટીવી સીરીયલ મેકરો ને કથાકારો પાછા આખી વાર્તા ને સુંદર રીતે મરોડી નાખે કે એતો સીતાજી પતિનું ખરાબ ના દેખાય માટે જાતે વન માં ગયેલા, અથવા સીતાજીનો પડછાયો હતો વિગેરે વિગેરે.
કથાકારો રડીને ઈમોશનલ બ્લેકમેલ કરે છે. હું નાનો હતો ત્યારે કોઈની કથા હતી, કથા કરતા કરતા કથાકાર રડવા લાગ્યા, આમેય રડવા માટે જાણીતા જ હતા. બાલકૃષ્ણની વાતો આવે એટલે લાલો..લાલો કરીને કાયમ રડતા..મને થયું આ માણસ આવા ઘેલા કેમ કાઢતો હશે? કૃષ્ણને થયે ૫૦૦૦ વરસ થયા. હમણા કોઈ બગીચામાં ઉભો ઉભો કોઈ માણસ એના માની લીધેલા મિત્ર જોડે વાતો કરે, ઘેલા કાઢે તો આપણે એને સ્કીજોફ્રેનીક કહીશું. હમણા મેં ઓપ્રાહના શો માં આવી એક નાની બાળકી ને જોઈ એ એના માની લીધેલા રેટ, કેટ અને બીજી એક ફ્રેન્ડની સાથે આખો દિવસ રમતી હોય છે અને વાતો કરતી હોય છે. વાસ્તવમાં એની જોડે કોઈ જ હોતું નથી. કાલ્પનિક મિત્રો હોય છે. હવે થાય છે કે આ બધું ઈમોશનલ બ્લેકમેલ જ છે. જોયું બાપુ જેવા મહાત્મા કેવા રડી પડ્યા કેટલા સરળ હૃદયના છે. એમાંય સ્ત્રીઓને ભોળવવી સહેલું છે. એટલેજ સ્ત્રીઓ કથામાં વધારે હોય છે. વધારે પડતી સરળતા મુર્ખામી છે. ભવિષ્ય અજ્ઞાત હોય છે, એનો ડર ફોબિયા દરેકના મનમાં હોય એનો આ બાવાઓ ભરપુર ફાયદો ઉઠાવે છે.
ચમત્કારથી વગર મહેનતે કશું મળી જતું હોય તો કોને ના ગમે? એટલેજ તો હિમાલય થી આવેલા બાપુઓ સુપર બાપુ બની જાય. રોગો માટે કંઠી, બદલી માટે કંઠી, સંતાનો માટે કંઠી, આ બધી મુર્ખામી છે. એમાં ગર્વ લેવા જેવું શું છે. ગોંડલ કોલેજની કન્યા ચાલુ લેકચરે બાપુએ આપેલી માળા સંતાડી રામ રામ કરે છે, લેખક કહે છે તમે એના પર કટાક્ષ ના કરી શકો બોલો આ સવાયા બાપુ ને શું કહેવું? એ મૂર્ખી છે, એનું બ્રેન કોઈ બાપુએ વોશ કરી નાખ્યું છે કે ભજન કરતા ભણતર નીચું છે. ભજનની જીત થાય છે ભણતર ઉપર. એક જાણીતા કથાકાર બાપુનો ટીવીમાં શો જોયો, હોસ્ટ પૂછે કે બાપુ તમે ભજનના ચક્કરમાં ભણતર બગાડ્યું, બાપુ ગર્વ થી કહે નાં એમ નહિ ભજનની જીત થઇ ભણતરની હાર થઇ. મુર્ખ શ્રોતાઓ તાળીઓ પાડવા લાગ્યા. બોલો હવે આવા મહાત્મા ઓ જ જયારે આવો સંદેશો આપે તો ભણશે કોણ? પછી પેલી કોલેજ કન્યા ચાલુ લેકચરે માળા જ ફેરવેને? જે બાપુઓ વધારે લોકોને ગમે છે એ લોકો વધારે ચાલક છે, એ લોકો માસ સાયકોલોજી જાણે છે, પોતે રડે છે, બીજાને રડાવે છે અને ભોળા લોકોના દિલ જીતી લે છે. ધાર્મિક કથાઓ આંસુ ઉપચાર કે બ્રેન વોશિંગ?
Published in Divyabhaskar.co.in/oct 14. 2009.