* કોઈ ધનસુખભાઈ ભગવાન માં બિલકુલ માનતા નથી.ને ભગવાન ના મંદિરમાં ઘરમાંથી કોઈને કદાચ ભૂલથી જવું પડે તો અવળા ફરી ઉભા થઇ જાય છે.કેમ?ભગવાન છે એવી માન્યતા ની બિલકુલ વિરુદ્ધમાં ઉભા થઇ ગયા છે.પહેલા ભગવાન માં માનતા હતા.પણ પત્ની જોડે અણબનાવ થયો ને છુટા પડવાનું થયું એટલે માનતા બંધ થઇ ગયા.ભગવાન પ્રત્યેની એમની નારાજગી માં ઘરના બધાને પ્રયત્ન પૂર્વક જોડી દીધા છે.અને હવે ઘરના બધા સ્વેચ્છાએ ભગવાન ને માનતા નથી.કોમ્પ્લીકેટેડ કેસ છે.પત્રકારોને તો પ્રસિદ્ધિ જોઈતી હોય છે.કોઈને એમના અંતરમનમાં ઝાંખવાની જરૂર જણાતી નથી.
*કોઈ નાનું બાળક રિસાઈ જાય એને ચોકલેટ ના આપીએ તો.એના માબાપ ને કહે કે જા તારી કિટ્ટા.ક્યાંક એવું તો નથીને?જો તમે ભગવાન માં માનતા જ ના હોવ તો મંદિર માં જઈને નારાજગી થી અવળા ફરવાની જરૂર મને તો જણાતી નથી.તમે નારાજગી થી અવળા ફરો છો,મતલબ એમાં ભગવાન છે.જો એ પથ્થર ની મૂર્તિ ભગવાન નહોય તો અવળા ફરવાની જરૂર જ શી છે.અઘરું છે સમજવું.એક દાખલો,એક સંત અને એમની પત્ની જંગલ માં જતા હતા.સંત આગળ હતા જરા.પત્ની જરા પાછળ હતા.રસ્તામાં સંતે જોયું કે સોનાનો કોઈ હાર પડ્યો હતો.સંત ને થયું સોનાનો હાર જોઈ સ્ત્રી સહજ સોના પ્રત્યેની પ્રીતિ ને લીધે પત્ની નું મન ચળી જશે ને,હાર લઇ લેવા દબાણ કરશે.એટલે સંતે એના ઉપર ધૂળ ઢાંકી દીધી નીચા નમીને.બધાને સંત નું કામ સારું લાગશે.ખરુંને?પણ ના મનોવિજ્ઞાન કઈ જુદું કહે છે.હવે સંત ના પત્નીએ આ જોયું,બહુ દુર નહતા.નજીક આવીને જોયું ને પુછ્યું કે શું કરો છો?ધૂળ ઉપર ધૂળ શું કામ નાખો છો?ગાંડા થયા છોકે શું?સમજાયું હવે?સંત સોના ને સોનું સમજતા હતા.અને એમના જ્ઞાની પત્ની સોનાને ધૂળ જ સમજતા હતા.તો ધૂળ ઉપર ધૂળ નાખવાનું કામ કેમ કરવાનું?સંત સમજતા હતા કે પત્ની ચળી જશે.પણ પત્ની તો સોનાને ધૂળ જ સમજતા હતા.સંત એમના પત્નીને નમી પડ્યા ને કહે તારી વાત સાચી છે,તે આજે મારી આંખો ઉઘાડી નાખી.
*ક્યાંક ઊંડે ઊંડે ધનસુખભાઈ ને પથ્થરની મૂર્તિ માં ભગવાન દેખાય છે એટલે અવળા ફરી જાય છે અથવા મંદિર માં જતા નથી.પહેલા મનોવૈજ્ઞાનિકો અનકોન્સીયાશ માઈન્ડ કહેતા હતા હવે સબકોન્શીયાશ માઈન્ડ કહે છે.એને અચેતન મન કહી શકાય.ક્યાંક ઊંડે અચેતન મન માં ભગવાન છુપેલો છે.જે વસ્તુ ને તમે માનતા ના હોય તેને નથી એવું સાબિત કરવાનો પ્રયત્ન પણ શું કામ?
*હું હમેશા કહું છુકે ભગવાન કોઈ વ્યક્તિ નથી. ભગવાન કોઈ વ્યક્તિ નથી જ.મેં વારંવાર મારા લેખોમાં લખેલું છે.”ધોરાજીમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ” વાળા લેખ માં લખેલ છે.કોઈ ગધેડા ને બ્રેન મળે ને ભગવાન ની કલ્પના કરે તો જરા સાઈજ માં મોટા ગધેડા ની કલ્પના કરી લે.કુદરત ને તમે ભગવાન કહી શકો.કુદરત ના અફર નિયમો છે,એને ભગવાન કે કુદરત કે કોઈ એક શક્તિ છે જેના વડે આખું જગત ચાલી રહ્યું છે,એવું કહી શકાય છે.કોઈ ભગવાન માણસ નુ રૂપ લઇ ઉપર બેઠો બેઠો મેનેજમેન્ટ કરતો હોય એવું લોકોને લાગી રહ્યું છે.તે તદ્દન ખોટું જ છે.હું એવા કોઈ ભગવાન માં માનતો નથી.જે અવતારોની વાતો છે,એ લોકો કદાચ સેલીબ્રીટી કહી શકાય એમના જમાનાના.ભગવાન મનાવીને એ લોકોની ભૂલો પ્રત્યે કોઈનું ધ્યાન જ જતું નથી.ભગવાન ના નામે મોટો ભયંકર ધંધો ચાલી રહ્યો છે.લોકો કચડાઈને મરી પણ જાય છે.
*દરેક વસ્તુ સજીવ કે નિર્જીવ દરેક અણુ,પરમાણું થી બનેલી છે.ફક્ત માત્રા નો ફેર છે.ઈલેક્ટ્રોન,ન્યુટ્રોન,પોઝીટ્રોન કે પ્રોટોન થી બનેલી છે.એક પ્લસ છે,એક માઈનસ છે અને ત્રીજો ન્યુટ્રલ છે.આ ત્રણ વડે આખા વિશ્વ ની રચના થઇ છે.નાતો કોઈ નો નાશ થાય છે.ફક્ત રૂપાંતર થાય છે.એનર્જીનું પદાર્થ માં અને પદાર્થ નું એનર્જી માં.આ ત્રણ જ દરેક માં છે.પથ્થર માં પણ આ ત્રણ જ છે.કણ કણ માં આજ ત્રણ છે.દેખાતા પણ નથી નરી આંખે.અને છતાં છે.આ ત્રણ જ હિન્દુઓના બ્રહ્મા,વિષ્ણુ ને મહેશ છે.અને ખ્રિસ્તી લોકોના ગોડ,હોલી ઘોસ્ટ અને જીસસ (પયગંબર) છે.આ જ નિરંજન નિરાકાર છે.તો આકાર આવ્યો ક્યાંથી?સાયન્સ હવે લો ઓફ સીગ્યુંલારીટી ની વાત કરે છે.બધું એકજ વસ્તુ માંથી બનેલું છે.આજ શંકરાચાર્ય નો અદ્વૈતવાદ છે.દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એકજ.એટલે જ શંકરાચાર્ય અહમ બ્રહ્માસ્મિ કહી શક્યા.એટલે જ નરસિંહ મહેતા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે,નામ રૂપ જુજવા અંતે તો હેમ નું હેમ હોયે,આવું કહી શક્યા.એટલેજ મીરાં બાઈ કહી શક્યા કે પ્રેમ ગલી અતિ સંકરી જિનમેં દો ના સમાય.
*હું એ ભગવાન માં નથી માનતો જે રીતે ગુરુઓ મનાવે છે.ના તો કદી દીવો કરતો કે ના તો ઉપવાસ,મને ક્યારેય યાદ નથી આવતું કે મેં શીતળા સાતમે ઠંડુ ખાધું હોય,કે આઠમ કરી હોય.ક્યારેય મારા છોકરાઓ નાના હતા ત્યારે કદી મેશ આંજી છે કે સાજા કરવા કોઈ બધા રાખી છે.પિતાજી મને એક વાર હરદ્વાર લઇ ગયેલા ગાયત્રી આશ્રમ માં.એ વખતે હું યુવાન હતો.માતા ભગવતી દેવી રોજ બેસતા ફિક્સ ટાઈમે એક હોલ માં.બધા ભક્તો ત્યાં આવે અને માતાજી આગળ સંસારિક દુઃખોમાં થી મુક્ત થવા જાતજાત ની માંગણીયો કરે.કોઈને નોકરી જોઈતી હોય,કોઈનું છોકરું ભાગી ગયું હોય,કોઈને ધંધા ની તકલીફ હોય.બધા વારાફરતી આગળ આવે ને માતાજી આગળ ફરિયાદ કરે.માતાજી આશ્વાસન આપે.પાછળ વાળા ધીરે ધીરે આગળ જાય નંબર આવે તેમ. હું તો પાછળ થી આગળ જ ના આવું.આરામ થી બેઠો બેઠો જોયા કરું ને લોકોની મુર્ખામી પર મનોમન હસ્યાં કરું.માતાજીના ધ્યાન માં આવ્યું કે આ છોકરો આગળ વધતો નથી.મને પુછ્યુકે બચ્ચા તેરે કો કોઈ તકલીફ નહિ હૈ?મેં વિવેક થી કહ્યું ના મુજે કોઈ તકલીફ નહિ હૈ,મુજે કુછ નહિ ચાહિયે.ઘણા બધાએ મને કોસ્યો કે આવો ચાન્સ જવા દેવાય?હું તો ઉભો થઇ ભાગવા જતો હતો પણ માતાજીના ઇશારાથી બેસી રહ્યો.બધા ગયા પછી માતાજી એ કહ્યું ઇતને સારે લોગો મેં એક તું હી સમજદાર હૈ.ઘર ના કોઈ વડીલ દાદી ને પગે ના લાગીએ?એક રીસ્પેક્ટ,હું પણ પગે લાગી બહાર આવી ગયો.
*મંદિર માં શિલ્પકાર ની કળા કે સ્થાપત્ય જોવા હું જાઉં છું.જૈનો ના દેરાસર ખાસ તો આબુ ના,એની કોતરણી જોવાની મજા આવે.શિવ ના લીગ ને નહિ પણ પ્રાચીન હિંદુ ઓ ની સમજદારી ને વંદન કરું છું.કે આ તો નોર્મલ સેક્સ નું બહુમાન છે.સર્જન નું પ્રતિક છે.ઘણા ને એપણ ખબર નથી કે શિવ નું લિંગ એ મેલ જેનેટલ,પુરુષ નું પ્રજનન અંગ છે.અને જલાધારી એ પાર્વતીની યોની,ફીમેલ જેનેટલ છે.મહાદેવ ની કોઈ મૂર્તિ હતીજ નહિ.પાછળ થી આવી.પુરુષ નું લિંગ સ્ત્રીની યોનીમાં આ આખાય પ્રતિક ની તો પૂજા રોજ કરીએ છીએ.ને સેક્સ ને ગાળો દઈએ છીએ.બ્રહ્મચર્ય નો અર્થ બ્રહ્મ માં ચર્યા,સેક્સ ના કરવો એવો અર્થ કોઈ નપુંસક ગુરુજીએ ઘુસાડ્યો લાગે છે.શિવ સંહાર ના દેવ ને પ્રતિક સર્જન નું.સર્જન વિસર્જન સંસાર નો નિયમ છે.પછી આ શિવજી આગળ હું એવી આશા ના રાખું કે મહમદ ગજનીને ત્રીજું નેત્ર ખોલી ભસ્મ કરીદે.
*હમણા એક ભાઈ એ ફોન પર વાત કરી કે આપણાં એક બાહોશ નેતા રોજ યોગ કરે છે,બે કલાક મૌન પાળે છે.પછી એ ભાઈ એજ કહ્યું કે સમજણ પૂર્વકનું બોલવું એનેજ મૌન કહેવાય.આ નેતા બે કલાક મૌન પાળે ને પછી બોલે ત્યારે એકદમ કડવી વાણી.એમની બે કલાક મૌન પાળીને ભેગી કરેલી એનર્જી કડવી વાણી રૂપે બહાર આવે એને શું કહેવું?એમનો તકિયા કલમ છે પાંચ કરોડ ગુજરાતની જનતા.સમજણ પૂર્વક ની નાસ્તિકતા દિવ્ય હોય છે.ધનસુખભાઈ સારી વાત છે કે અંધશ્રદ્ધા ને અંધવિશ્વાસ થી દુર છે.ખોટી ધાર્મિક માન્યતાઓ માં માનતા નથી.અવૈજ્ઞાનિક વાતોમાં માનતા નથી ખુબજ સારી વાત છે.અને આ બધું ના માનવાથી કોઈ દુખી જરાય થવાના નથીજ.જે દુખી થઈએ તે આપણી ભૂલોને લીધેજ થઈએ.બીજા નો દોષ જોવો એના કરતા આપણો દોષ જોવો સારો.અને જગત નિયમ થી ચાલે છે.નિયમ નો ભંગ કરે એને સજા થાય જ છે.કોઈ ના બચાવે.કોઈ ગુરુ,મહાત્મા કે ભગવાન ના બચાવે.ભીડ માં જઈએ ને દોડ દોડી થાય ને લોકો ઉપર પડે તો મરી જવાય એ સામાન્ય નિયમ છે.એમાં અંદર બેઠેલો ભગવાન પણ ના બચાવી શકે.એવું હોત તો આઠ લોકો મરી ના ગયા હોત,ધોરાજીમાં.
*૩૩ કરોડ દેવો છે ને ભારતની વસ્તી છે એક અબજ.દર ત્રણ માણસે એક દેવ છે.છતાય ભારત દુખી છે.બધા ચમત્કાર ની રાહ જુવે છે.કોઈ કૃષ્ણ કહી ગયા છે આવતા કેમ નથી?કોઈ અવતાર ની રાહ જોવાઈ રહી છે.પછી બધું સારું થઇ જશે.એ ગીતા ના કૃષ્ણ કોઈ ઉપર થી નહોતા ટપક્યા.સર્વાઇવલ ના યુદ્ધ માં ટકવાની મથામણ માં થી આપણાં જેવા કોઈ સામાન્ય નર માંથી રૂપાંતરિત થયેલા હતા.જન્મથી તરતજ મોત પાછળ ઉભું હતું.ડગલે ને પગલે મોત એમનો પીછો કરતુ હતું.લડ્યા ટક્યા તો કૃષ્ણ બન્યા,નહીતો ક્યાય ખોવાઈ ગયા હોત.અને કહી પણ એવુજ ગયા છે કે જયારે જયારે આવી ક્રીટીકલ પરિસ્થિતિ આવશે ત્યારે તમારા માં થી કોઈમાં મારું અવતરણ થશે.મતલબ મારા જેવો કોઈ બનશે,પેદા થશે.બાવાઓને સમજાવતા જ ક્યાં આવડે છે?અને લોકો સમજી જાય તો ધંધાનું શું?
*એક બીજો કિસ્સો લખું?એક સંત મહારાષ્ટ્ર ના હતા.નામ ભૂલી ગયો છું.કદાચ નામદેવ હોય કે તુકારામ.કોઈ ગુરુએ એના શિષ્ય ને બ્રહ્મજ્ઞાન ના વધારે પાઠ ભણાવવા માટે આ સંત જોડે મોકલ્યો.જુવાન શિષ્ય આમને મળવા આવ્યો ત્યારે આ સંત તો મંદિર માં મહાદેવના લિંગ ઉપર પગ ટેકવીને આરામ થી સુતા હતા.પેલા ને થયું આ માણસ મને શું શીખ આપશે?આતો ભગવાન નું અપમાન કહેવાય.ભગવાન પર પગ મુકાય?એણે સંત ને કહ્યું આવું ના ચાલે તમે ભગવાન ઉપર પગ મૂકી સુતા છો?પેલા સંતે કહ્યું તો તારી જાતે જ્યાં ભગવાન ના હોય ત્યાં મારા પગ મૂકી દે.વાર્તા એવી છે કે પેલા શિષ્યે જ્યાં પગ ઉચકીને મુક્યા ત્યાં શિવલિંગ પ્રગટ થયું.હું પોતે ચમત્કાર માં માનતો નથી.શિવ લિંગ પ્રગટ થયાની વાર્તા ખોટીજ છે.પણ એનું હાર્દ સરસ છે.કે કઈ જગ્યાએ ભગવાન નથી?બધેજ છે તો પગ ક્યાં મુકું?હવે આ બંને ઘેર ગયા.સંત રોટલા બનાવવા માંડ્યા ખાવા માટે.અને એક કુતરું આવ્યું રોટલો લઇ ભાગ્યું.સંત પાછળ ઘીની કટોરી લઇ કુતરાની પાછળ ભાગ્યાં,અરે મારા રામ ઉભા રહો કોરો રોટલો તમારા પેટ માં ખુંચસે.જરા ઘી લગાવી દઉં,પેટમાં દુખશે.પેલા શિષ્ય ને અચાનક ભાન થયું.જેને કુતરામાં ભગવાન દેખાય છે એજ મંદિર માં શિવ ના લિંગ પર પગ મૂકી શકે.બાકી નહિ.
*આ ધનસુખભાઈ ની નિંદા કરવાનો મારો આશય જરાપણ નથી.એમના પ્રથમ પત્ની જો છુટા ના પડ્યા હોત તો?કદાચ એ બીજા કોઈ કરતા વધારે ધાર્મિક હોત એવું મને સમજાય છે.કદાચ હું ખોટો પણ હોઈ શકું.ધનસુખ ભાઈ બીજા અંધ શ્રદ્ધાળુઓ કરતા ઘણા આગળ છે.એ વાત સો ટકા સાચી છે.પણ મન એવું છે કે એક અતિ પરથી બીજી અતિ તરફ લોલક ની જેમ ઘૂમ્યા કરતુ હોય છે.મધ્યમાં કદી રહેતું નથી.કાતો ભોગ માં પડી જશે ને ઉબાઈ જાય એટલે ત્યાગ માં સરી પડશે.કાં તો ખુબ આસ્તિક બની જશે ને ધાર્યું ના થાય તો અતિશય નાસ્તિક બની જશે.માનસિકતામાં કોઈ ફેર નહિ પડે.કાતો અતિશય પ્રેમ કરશે ,કાતો ઘૃણા કરશે.કાંતો અતિશય કામી હશે,કામ થી કંટાળી જશે કે પસ્તાવો થશે તો બ્રહ્મચર્ય ના વ્રત લેશે.દા:ત ગાંધીજી બચપણ માં નાના હતા ને લગ્ન થઇ ગયા.એમણે જ કબુલેલું છે કે કામી હતા.એમના પિતા મરણ પથારી પર હતા.રોજ રાતે ગાંધીજી એમના પગ દબાવતા.એમનું મન તો એ રાતે કસ્તુરબા માં જ ભમતું હતું.ચાન્સ મળ્યો,પિતાજી જરા જંપી ગયા કે ભાગ્યાં કસ્તુરબા જોડે,કામક્રીડા માં મગ્ન હતા ને આ બાજુ પિતાજીએ દેહ છોડ્યો.એક જરા કાબુ રાખ્યો હોત તો પિતાજીની છેલ્લી ઘડીએ એમની હાજરી હોત.પછી ખુબ પસ્તાયાં.એ પસ્તાવો આખી જીંદગી રહ્યો,ને કામ ને જીતવા હમેશા બ્રહ્મચર્ય ના વ્રત લીધે રાખ્યા.ચાલીસ વર્ષ પછી તો એમણે સંપૂર્ણ બ્રહ્મચર્ય ની વ્રત લઇ લીધું.પસ્તાવો તો એટલો બધોકે બીજા લોકોને પણ પરાણે બ્રહ્મચર્યનું વ્રત લેવડાવે.નાના છોકરાઓને પણ આ વ્રત લેવા સમજાવે.એક અતિ પરથી બીજી પર.પણ ક્યારેય કામ ને જીતી ના શક્યા.૭૦ વર્ષે પણ રાતે સ્વપ્ન દોષ થાય છે,દિવસે કામ ને જીત્યો છે પણ રાતે નહિ,એવું કબુલતા એ સાચા બોલા પ્રમાણિક હતા. છેલ્લે તો બે જુવાન નગ્ન છોકરીઓ જોડે સુવાનો પણ પ્રયોગ કરેલો.બધા કોંગ્રેસી નેતાઓ ને લાગેલું કે ડોસા ની બુદ્ધી બગડી છે.ખાલી આચાર્ય કૃપલાણીએ કહેલું કે ના મને ડોસા પર વિશ્વાસ છે એ કદી ખોટું ના કરે.એટલે ભગવાન બુદ્ધ મધ્યમાં રહેવાનું કહેતા હતા.મધ્યમ માર્ગ.કોઈ પણ અતીના છેડા પર રહો તે ખોટું છે.
* મારો કોઈ ઈરાદો કોઈ ધનસુખભાઈ ની લાગણી દુભાવવાનો નથી.કારણ હું પોતેજ સાધુબાવાઓની ફાલતુ વાતો માં માનતો નથી.પ્રજાએ હવે જાગવું જોઈએ.ફક્ત કોઈ પૂર્વગ્રહ થી પીડાયા વગર સમજણ પૂર્વક નાસ્તિક બનીએ અને ધર્મ માં કોઈ વિજ્ઞાન હોય તો તેને આવકારીએ તો અસ્થાને નહિ ગણાય.અને પેલા સંત પત્ની ની જેમ ધૂળ ઉપર વળી શું ધૂળ ઢાંકવાની?
![f1a01ba622e71b66[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/f1a01ba622e71b661.jpg?w=103&h=150)
![Z1ifftcl[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/z1ifftcl1.jpg?w=112&h=150)
![Z19fowjs[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/z19fowjs1.jpg?w=112&h=150)
![Zdjoixg[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/zdjoixg1.jpg?w=112&h=150)
![Zwp54ie[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/zwp54ie1.jpg?w=112&h=150)
![Z1b15wcv[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/z1b15wcv1.jpg?w=112&h=150)
![Z60cebe[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/z60cebe1.jpg?w=112&h=150)
![Zpvw1d1[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/zpvw1d111.jpg?w=112&h=150)

![M_Id_129382_S_P_S_Rathore[1]](https://raolji.com/wp-content/uploads/2010/01/m_id_129382_s_p_s_rathore1.jpg?w=150&h=100)