Category Archives: રાજકારણ

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? સાંકડું દ્રષ્ટિબિંદુ:-

Rear View of the Babri Mosque.
Image via Wikipedia

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? સાંકડું દ્રષ્ટિબિંદુ:-
જુઓ!!
આપણી મોરાલીટી, સદાચરણ ફક્ત આપણાં કુટુંબ અને મિત્રો  પૂરતું જ હોય છે, બીજા માટે નહિ. આપણે આપણો કચરો પાડોશીના વરંડામાં ફેંકી દેવા ટેવાયેલા છીએ. એક કેતન પારેખ કે હર્ષદ મહેતાને એવી પડી હોતી નથી કે મારા દેશના બાંધવને લૂંટી રહ્યો છું. આપણે નાનાં નાનાં પ્રશ્નોમાં અટવાયેલા, ગૂંચવાયેલા અને ધૂંધવાયેલા રહીએ છીએ. એક મંદિર અને એક મસ્જિદનો પ્રશ્ન જે ક્ષણમાં હલ થાય તેવો હતો તેના માટે આપણે દાયકા લગાવી દીધા.

મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

કટ્ટર ધર્માન્ધતા, તાલીબાનીસ્તાન

 કટ્ટર ધર્માન્ધતા, તાલીબાનીસ્તાન1_61_062708_afghanistan1

સન ૧૮૯૩ માં અફઘાનિસ્તાન અને હિન્દુસ્તાન વચ્ચે બ્રિટીશ રાજે એક સીમા રેખા નક્કી કરેલી. ત્યાર પછી હિન્દુસ્તાન બે ટુકડામાં વહેંચાઈ જતા તે સીમા રેખા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની બની ગઈ. નાનીમોટી ડુંગર માળાઓ, ખીણો અને ત્યાંની ખડતલ પ્રજા કદી કોઈનાં શાસન નીચે આજ સુધી રહી નથી. બ્રીટીશરો પણ એ બાબતે ચુપ રહેતા. આ બોર્ડરની આજુબાજુનો પ્રદેશ આજે તાલીબાનીસ્તાન તરીકે ઓળખ પામી રહ્યો છે, ત્યારે જગતના તમામ શાસનકર્તાઓએ ચેતવા જેવું છે. બોર્ડરના પાકિસ્તાન બાજુના અને અફઘાનિસ્તાન બાજુના પ્રદેશમાં બંને દેશોનું કશું ચાલતું નથી, ચાલે છે ત્યાં કટ્ટર એવા તાલીબાનોનું. બ્રિટિશરોએ દોરેલી આ સરહદ આજે કોઈ અર્થ વગરની છે.
girl-betten-ghazni1

ઓસામા બિન લાદેન અહીં સંતાયો  છે એવું કહેવાય છે, આ પ્રદેશમાં 9-11 પછી પહેલીવાર નેશનલ જિયોગ્રાફીની એક ટીમ એક મહિલા સહિત ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૦ ના રોજ જીવનાં જોખમે મુલાકાત લે છે. અહીંની ભૂગોળ તાલીબાનોને રક્ષણ પૂરું પડે છે. પાક લશ્કરના મેજર શહેજાદ આ પત્રકાર અને ફોટોગ્રાફર્સની ટીમને જોખમની કોઈ જવાબદારી સ્વીકાર્યા વગરનાં પેપર્સ પર દસ્તખત કરાવીને લઈ જતી હોય છે ત્યારે અચાનક ક્યાંથી ફાયરિંગ થતું હોય કોઈને ખબર ના પડે. દૂર એક મકાનમાંથી ફાયરિંગ થતું હોવાનું જાણી વળતો હુમલો શરુ થાય છે. છેવટે  પાક સૈનિકો ત્યાં સફળ થાય છે, ત્રણ તાલીબાનો મરાય છે અને તાલીબાનનો લોગો ધરાવતા હથિયાર મળી આવે છે જે રશિયન બનાવટના હોવાની શંકા કરાય છે. સ્વાત વેલી હાલ મોસ્ટ વાયોલન્ટ ગણવામાં આવી રહી છે. અલ કાયદાએ ગ્લોબલ જિહાદ શરુ કરી છે. એમાં હાલ તો નિર્દોષ જનતાનો મરો થઈ રહ્યો છે. ૩૦૦૦ કરતા પણ વધારે પાક નાગરિકોની હત્યા થઈ ચૂકી છે. ચારેકોર સુસાઈડ બોમ્બર્સ નાના બાળકોના રૂપમાં ફરી રહ્યા છે. એક સ્કૂલનું હોય તેવા મકાનમાં આખી ટીમ આવે છે. અહીંથી ૧૧ વર્ષની આસપાસની ઉંમરના છોકરાઓ પકડાયા છે. આ મકાનમાં આ બાળકોને સુસાઈડ બોમ્બર્સ બનવા  ટ્રેનીગ આપવામાં આવતી. ત્યાં ભીંત પર મર્યા પછી કેવું સ્વર્ગ મળશે તેના વર્ણન કરતા ચિત્રો દોરેલા છે. આ બાળકોને ધાકધમકીથી આવા કામો કરાવવામાં આવતા હતા. પાક બેટલફિલ્ડના કર્નલ આમીર આ બધી માહિતી આપે છે. આ છોકરાઓની મુલાકાતમાં આ છોકરાઓને કિડનેપ કરીને આ ધંધામાં જોતરી દેવાતાં હતા તેવું જાણવા મળે છે. તેઓને  હજુ સ્કૂલમાં જવું છે. અત્યંત ગુપ્ત રીતે ટાઈટ સિક્યુરિટીમાં હાલ આ છોકરાઓને સાચવવામાં આવી રહ્યા છે. જો પાછાં તાલિબાનોના હાથમાં આવી જાય તો ડોકું કપાયે છૂટકો.images=-0987

મલિક નબીદખાન ત્યાંના પાકિસ્તાન વિસ્તારના પોલીસ વડાં છે. સલામતી ખાતર જીપમાં જતા તે એમની કેપ નીચે ઉતારી મૂકીને, સ્થાનિક ગ્રામીણ લોકો ઓઢે તેવું એક કપડું શરીરને ઢાંકી લેતા હોય છે. એમની હોદ્દા સૂચક કેપ જોઇને ક્યાંથી ગોળી છાતી વીંધી જાય ખબર ના પડે. પાક પોલીસના કેટલાય લોકો સુસાઈડ બોમ્બર્સના હાથે માર્યા ગયા છે. કેટલાય પોલીસવાળાના ડોકા તલવારથી ઉડાવી દેવામાં આવ્યા છે. ભય અને દહેશત ફેલાવવા માટે પોતાના સહધર્મી ભાઈઓના ડોકા કોળું કાપતા હોય તેમ કાપી નાખવામાં આવે છે. એની વીડીઓ ઉતારીને બઝારમાં મૂકી દેવાતી  હોય છે. જેથી લોકો જુએ ભય પામે અને એમને સાથ આપે. આ લોકોનું મુખ્ય શસ્ત્ર ભય છે. પોલીસવડાંની સાથે ફરતા ફરતા ટીમને ઘણી જગ્યાએ ફાયરિંગ અને સુસાઈડ ઍટેકના સમાચારોમાં પોલીસો માર્યા ગયાનાં સમાચારો મળતા રહે છે. પોલીસ સ્ટેશનો  પર અવારનાવર આવા ઍટેક થતા હોય છે. મીરપુર પોલીસ મથક પર તાલીબાનોના ઍટેક સમયે વળતો પ્રહાર કઈ રીતે કરવો તેની પોલીસને ટ્રેનીગ અપાતી હોય છે.

પાકિસ્તાનના ન્યુક્લિયર વેપન્સ પર કબજો જમાવી લેવાનો એમનો મકસદ છે. એ પૂરો થાય તો દુનિયાનું આવી બનવાનું. હવે પાકને હાથે કર્યા હૈયે વાગ્યા છે. આ બાજુ અફઘાનKozol_Fig1_Mahaweel વિસ્તારમાં યુ.એસ કમાંડના જનરલ ડેવિડ પેટ્રીયાસની રાહબરી હેઠળ  અમેરિકન ટ્રુપ્સ લોકલ ગવર્નમેન્ટને મદદ કરી રહી છે. યુ.એસ.મરીનની ટ્રુપ્સ સાથે આ ટીમ પણ જીવના જોખમે એક ગામમાં  જાય છે. ત્યાં નાના બાળકોને  કપડા વગેરે વહેંચાય છે. બાળકોનું રસીકરણ કરવામાં આવે છે. ગામલોકોનો વિશ્વાસ જીતવાના પ્રયત્ન રૂપેણ ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યાતો ફાયરિંગ ચાલુ. ગ્રામીણ લોકો સતત દહેશતમાં જ જીવતા હોય છે. ના તો એમને અમેરિકન ટ્રુપ્સ ઉપર વિશ્વાસ આવે, ના તાલીબાનો ઉપર. અમેરિકન ટ્રુપ્સને પણ ખબર ના પડે કે ગામ લોકોમાં કોઈ તાલીબાન તો છુપાયો નથી ને? કેટલાક પકડાયેલા આંખે પાટા બાંધેલા તાલીબાનોના ઈન્ટરવ્યું પણ સલામત  રીતે લેવાયા. સાંભળી લાગે કે એમના બ્રેઈન સદંતર વૉશ કરી નાખવામાં આવ્યા છે. આ બધા સાવ યુવાન ૨૦ કે ૨૨ વર્ષના હતા. અમેરિકા નાશ કરી નાખશે, સ્ત્રીઓ પર જુલમ થાય છે, સ્વર્ગ મળશે, ધર્મની રક્ષા કાજે આવી વાતો કરી બ્રેઈન વૉશ કરવામાં આવતા હોય છે.

પાકનો કોઈ નાગરિક, કોઈ પોલીસ, કોઈ લશ્કરનો જવાન કે કોઈ નેતા  હાલ સલામત નથી. મોત ક્યારે કોઈ પણ રસ્તે, કોઈ પણ રૂપે આવી શકે છે.

મસ્જીદે જન્મસ્થાન અને બંધુત્વ,,,

Sri Ram's return to Ayodhya by Pushpak Vimaan
 મસ્જીદે જન્મસ્થાન અને બંધુત્વ,,, 

     શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને ઐતિહાસિક પાત્રો હતા.આપણે ભગવાન બનાવી દીધા છે.રામે એ જમાના માં વાનર જાતના માનવો ની સહાય લઈને રાવણ જેવા મહાબલી સામે યુદ્ધ કર્યું અને પત્ની ને પાછી લઇ આવ્યા તે કામ બહુ મોટું હતું.એટલે આપણી કલ્પનાના ભગવાન સાથે રામ ની બહાદુરી મેચ થઇ ગઈ અને આપણે એમને ભગવાન સમજી લીધા.અથવા ભગવાન પોતે નીચે ઉતર્યા અવતર્યા માની લીધું.જે હોય તે પણ રામ ને ભગવાન નાં સમજો તો પણ એ ઐતિહાસિક પુરુષ નું મહત્વ ઐતિહાસિક  રીતે ઓછું નાં અંકાય.એવીજ રીતે કૃષ્ણ પણ ઐતિહાસિક પુરુષ જ હતા.આપણી કલ્પનાના ભગવાન સાથે એપણ મેચ થઇ ગયા.દ્વારિકા હિમયુગ પૂરો થવા સાથે ડૂબી ગઈ હશે.એના પુરાવા પણ મળ્યા જ છે.આ કલ્પું(કલ્પના) બહુ હેરાન કરતી હોય છે.સાચા ખોટા નો ભેદ કરવા દેતી નથી.હવે કદાચ ગાંધીજી પણ ઐતિહાસિક પાત્ર માંથી ભગવાન બની જાય તો નવાઈ નહિ.ભવિષ્ય માં એમના પણ મંદિરો ઉપર મંદિરો બની શકે છે.પ્રસાદ માં કડવા લીમડા ની ચટણી રાખવી પડશે.પંચામૃત માં બકરી નું દૂધ જ ચાલે બીજું નહિ.કદાચ ગાય ની જગ્યાએ બકરીઓ પાળવાનું ભારત માં મહત્વ વધી જાય તો નવાઈ નહિ.આમેય વહાલા ડોસા ચોરેચૌટે ,રોડ રસ્તાઓ પર, ચાર રસ્તે અને અનેક ભવનો માં પેસતા એમની પ્રસિદ્ધ લાકડી સાથે ઉભાજ હોય છે.તો ભવિષ્ય માં આધુનિક ભવ્ય મંદિરો માં વિરાજમાન થશે.ગાંધી ચાલીસા પણ કદાચ રચાઈ જશે.લોકો ભય લાગે ત્યારે ગાંધી ચાલીસા ગાઈ શકશે.એના થી માર ખાઈ શકવાનું શરીર માં જોમ ઉભરાશે.ડર ગાયબ થઇ જશે.સત્ય નાં પ્રયોગો પર હાથ મૂકી ને કોર્ટ માં ખોટા સોગંધ લેવા ની અનુકુળતા રહેશે.આવું બની શકે છે,શક્યતા ૧૦૦% છે,કારણ આપણે સદીઓ થી આમજ કરતા આવ્યા છીએ.
      અયોધ્યા નો ચુકાદો આવી ગયો છે.કોઈ તોફાન થયા નથી.દંભી સેક્યુંલરીસ્ટો નાં પેટ માં તેલ રેડાયું હશે કે આતો શાંત જ રહ્યા બધા તોફાનો કેમ થયા નહિ?તોફાનો થયા હોત તો ચુકાદા વિરુદ્ધ કાગારોળ કરતા ફાવત.આ દમ્ભીઓ ધર્મ પરિવર્તન કેમ કરી લેતા નહિ હોય?આના વિરુદ્ધ માં પાકિસ્તાન માં રેલીઓ નીકળી.અલ્યા ભાઈ તમારું બળતું ઘર સંભાળો.ભારત માં શું થાય છે તેની ચિંતા શા માટે કરો છો?ભારત નો મુસ્લિમ ભારતમાં પાકિસ્તાનમાં રહેલા પાકિસ્તાની મુસ્લિમ કરતા વધારે સલામત છે.અમેરિકા થી પાકિસ્તાન જઈ ને પરત આવેલા મુસ્લિમો ની વાતો પરથી આવું લાગે છે.એક તો ન્યાયાધીશોને પુરાવા ની શું જરૂર?જગજાહેર છે કે જયારે મુસલમાન શાસકો  હતા ત્યારે ઠેર ઠેર મંદિરો તોડી ને મસ્જીદો બનાવેલી જ છે એવા હજારો પુરાવા છે.અથવા જ્યાં મંદિર હોય ત્યાં બાજુમાં કે એની ઉપર મસ્જીદ કે દરગાહ બનાવેલી છે.પાવાગઢ ના મહાકાલી ના મંદિર ઉપર મસ્જીદ હાલ ઉભી જ છે.છતાં ચાલો  કોર્ટ પુરાવા માંગે.તે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ખોદકામ કરીને આપી દીધા .૫૭૪ પાના નો અહેવાલ આપ્યો છે.જેના ઉપરથી ત્રણે જજે  ચુકાદા માં એની નોધ લીધી છે.  ૧૯૯૦ માં પુરાતત્વશાસ્ત્રી બી.બી લાલે  ખોદકામ કરી ને જણાવેલ કે નીચે મંદિર હતું.એમને કોમવાદી કહી ને બદલી કરી નાખવામાં આવેલી. બીજા ટોચ નાં આઠ પુરાતત્વ શાસ્ત્રીઓ ને પુરતા પુરાવા મળેલા કે નીચે મંદિર હતું.પણ જે તે સમયે અર્જુનસિંહે ભૂંડી ભૂમિકા ભજવી હતી.મીયાં અર્જુન અને મુલ્લાં મુલાયમો નો વિરોધ મુસ્લિમોએ જ કરવો જોઈએ.આવા લોકો ને જ શાંતિ જોઈતી નથી.
  એક સદી માં એક ફૂટ ધૂળ ચડે .એ હિસાબે ૨૦ ફૂટ નીચે થી સંસ્કૃત માં હિંદુ દેવતા નું નામ લખેલો પથ્થર મળ્યો છે જે ૧૫૦૦ થી ૨૦૦૦ વર્ષ પહેલા મંદિર હતું તેનો પુરાવો છે.બાબર ને આવ્યે ૫૦૦ વર્ષ જ થયા છે.પક્ષી ની આકૃતિ ધરાવતો કાળા પથ્થર નો સ્થંભ,૩૦ સ્થંભ  ની હારમાળા,અષ્ટકોણીય હવનકુંડ,દીવાલો માં સુરખી નો ઉપયોગ જે ભારત માં બે હજાર વર્ષ થી થાય છે,વિશિષ્ટ આકાર ની ઇંટો જે ભારત સિવાય બીજે મળતી જ નથી,ભંડાર ગૃહ આ બધા પુરાવા ૧૪ જગ્યાએથી ખોદકામ કરતા મળ્યા છે જે  મસ્જીદ નાં ગુંબજ ની નીચે જ મંદિર હતું તેના છે.મસ્જીદે જન્મસ્થાન તરીકે તો ઓળખાતી હતી આ મસ્જીદ.૨૭૪ પુસ્તકો,૭૯૮ ચુકાદાઓ,૫૭૪ પાનાનો પુરાતત્વ ખાતા નો અહેવાલ,અનેક દસ્તાવેજો અને ધાર્મિક ધર્મગ્રંથો ના આધારે ન્યાયાધીશોએ ચુકાદો આપ્યો છે.જે સર્વે ને માન્ય હોવો જ જોઈએ.
        રામ ભગવાન હતા તે વાત બાજુ પર મુકો.પણ ભારત માં જ ભારતીય છીએ તેના પુરાવા આપવા પડે તેવી સ્થિતિ છે આજે તેનું શું કરવું?આ તો નરી કાયરતા છે.અહિંસા,ભાઈચારો,અસહિષ્ણુતા,બિનસાંપ્રદાયીક્તા બધા ખોખલા શબ્દો બની ચુક્યા છે.બે ધર્મો વચ્હે કોઈ ભાઈચારો હોતો નથી.ઊંચા આદર્શો ની વાતો છે.વાસ્તવિક નહિ.જે ભાઈચારો હોય છે તે મજબુરી છે.એક જ દેશ માં રહેવું પડે છે તે મજબુરી છે.વ્યક્તિગત ભાઈચારો શક્ય છે પણ સામુહિક  તો શક્ય લાગતો નથી.મારે નુસરત ફતેહઅલી,રાહત અલી,મહેંદી હસન સાથે ભાઈચારો છે,જેઓને મેં કદી જોયા પણ નથી.સ્ક્રીન પર જ જોયા છે.મહેંદી હસન અને જગજીતસિંગ વચ્ચે ખુબ ભાઈચારો છે.મહમદ રફી સાથે કોને ભાઈચારો નહિ  હોય?આ બધા વ્યક્તિગત ભાઈચારા છે. હિંદુ ગણાતા બે સંપ્રદાયો વચ્ચે પણ ભાઈચારો નથી,ત્યાં બે જુદા જુદા ધર્મો વચ્ચે તો ક્યાંથી હોય?અરે એકજ હિંદુ ગણાતા બે જુદા જુદા સંપ્રદાયો ના વ્યક્તિઓ એક બીજા નાં મંદિર માં જવા તૈયાર નથી ભલે ભગવાન એક જ હોય.અરે એકજ સંપ્રદાય માં પણ અનેક ફાંટા હોય છે.સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયો માં અનેક ફાંટાઓ હોય છે,જે એક બીજા ના અંદર થી દુશમન હોય છે.પછી મિત્રો કહેશે સત્ય એકજ છે પણ જુદા જુદા લોકો એ અનેક રીતે કહ્યું છે.આ તો એક રોગ છે.બીમારી છે.પછી હિંદુઓ એકતા ની વાતો કરશે.હિંદુ એકસંપ નથી,એનું મુખ્ય કારણ ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે. ભાઈચારા ની વ્યર્થ વાતો કરશે.ભાઈચારો ત્યારે શક્ય બને કે એકબીજા ના સંપૂર્ણ આધારિત હોવ ત્યારે.એક મજબુરી છે જે સાથે રહેવા પ્રેરે છે.અયોધ્યા માં હિંદુઓ અને મુસ્લિમો વિના લડે સાથે જ રહે છે.એકબીજા નાં ધંધા નાં પુરક છે.પુજાના ફૂલ અને સામગ્રી ની દુકાનો મુસલમાનો ની હોય છે.જે લડાઈ ઝઘડા છે તે બહાર છે.રાજકારણ ના છે.ધાર્મિક ગુરુઓ અને પક્ષો ના છે.સામાન્ય પ્રજા તો એકબીજા સ્વાર્થ વડે જોડાયેલી જ છે.એમને લડાઈ માં રસ હોતો જ નથી.લડે તો એકબીજા ને નુકશાન થાય.એકબીજા ના સ્વાર્થ ને નુકશાન થાય છે.સ્વાર્થ નો ભાઈચારો હોય છે તેમાં ખોટું  શું છે?સર્વાઈવ થવા એકબીજા નો સહકાર લેવો તે તો નિયમ છે.વ્યક્તિગત મિત્રતા ભાઈ સમાન હોય છે..જયારે ધાર્મિક વાતાવરણ ઉગ્ર બની જાય છે ત્યારે ભાઈચારો હવાઈ જાય છે.ધાર્મિક વાતાવરણ ને યોજના પૂર્વક ઉગ્ર બનાવી દેવામાં આવતું હોય છે.આ તો મારા વિચારો છે,હું ખોટો પણ હોઈ શકું.મિત્રો ના વિચારો અને સૂચનો પણ આવકાર્ય છે.આ ભાઈચારો શક્ય બને તે માટે શું કરવું જોઈએ?મિત્રો સૂચનો કરશો જરા? 
   ચાલો ચંદ્રકાંત બક્ષી  બાબુ સાચા પડ્યા કે ભાજપા કે બીજા લોકો નું કામ નહિ,આ લોકો માં ત્રેવડ નથી,ખાલી વાતો જ કરવાના.સોનિયા ગાંધી નાં રાજ માં જ ચુકાદો આવશે કે રામ મંદિર બનશે.એમના શબ્દો સાંભળવા છે?તો આ રહી લીંક જે “એક ઘા અને બે કટકા”માં મુકેલી છે.http://www.youtube.com/watch?v=VlqZPV0pVqo&feature=player_embedded

गणानांत्वा गणपति|

 
એક મિત્રે કોફી બ્રેક માં પુછ્યુ કે ગણપતિ વિષે શુ માનો છો?
નરી કલ્પના અથવા કોઈ ટ્રાઈબલ ગ્રુપ કે ગણના વડા હોઈ શકે અથવા તેવી કલ્પના. કોઇ પ્રતીક રુપે કોઇએ વાર્તા બનાવી કાઢી હશે. આપણે પુરાણો લખ્યા છે, ઇતિહાસ નહી. પુરાણો પરથી ઇતિહાસના સંદર્ભ શોધીયે છીયે. પુરાણોમા કવિતાઓ જ છે. કવિઓની કલ્પનાના ઘોડાને કોઇ લગામ હોતી નથી. એ પ્રતિકો આજે વાસ્તવીક બનીને દેશને ખર્ચના ખાડામા ઉતારી રહ્યા છે. દેશની જનતાની મહેનતના રુપિયા આડેધડ વપરાય છે. જનતા પણ મુર્ખ બનીને એમા જોડાય છે. પાર્વતી સ્નાન કરવા બેઠા અને નાના દીકરાને કહી ને બેઠા કે ધ્યાન રાખજે. કોઇ આવીના જાય. પિતાને ખબર ના હોય કે મારે એક દીકરો છે તે અસગંત લાગે છે. નાનુ બાળક રોકે તો એમા ગુસ્સો શેનો આવી જાય? વહાલ કરવાનુ મન થાય તેવા બાળકનુ માથુ ઉડાવી દો તેવો ગુસ્સો? કોઇ ક્રેઝી છો કે શુ? ઉપરથી ખુશ થવુ જોઇએ કે બાલક એની ફરજ સારી રીતે બજાવી રહ્યુ છે.
ખેર માથુ તો ગયુ. હવે કોઇ ડોક્ટરને પુછી લઇ યે કે એક નાના બાળકની ગરદનની સાઇઝ શુ હોય? એના ઉપર હાથીની ગરદનની સાઇઝ ફિટ થાય ખરી? નાનાંમાં નાનાં મદનીયાની ગરદન પણ ફીટ ના થાય. અને મેડિકલ સાયન્સ રીતે જોઇન્ટ થાય ખરી? હવે આ વાર્તાનો મોરલ સંદેશો શુ હશે? કે બાળકે પિતાની આજ્ઞાનુ પાલન કરવુ જ. પણ ખબર જ નહોતી કે આ મારો બાપ છે તો? માથુ ગયુ. આમા શીખવા જેવુ છે શુ? આવી જ વાર્તા દક્ષ રાજાની છે. શકંર ભગવાનના સસરા થાય. શંકરજી કાયમ માથા વાઢી નાખવા માટે જાણીતા છે. દક્ષનું  માથુ પણ ગયેલુ પછી કોઇ સર્જનની જેમ બકરાનુ માથુ લગાવી દીધું. પશુઓના અંગ ખાસ તો માથુ લગાવી શકાય તે અશક્ય છે. હા એમના અદંરના કોઈક જ  પાર્ટ્સ વપરાય છે. પણ પશુઓના હાથ, પગ, નાક કે બીજા બાહ્ય અંગો વાપરી શકો તે હાલ તો અશક્ય જ છે. વળી પહેલા ક્યા આટલુ બધુ મેડીકલ સાયન્સ આગળ વધેલુ હતુ? અને એવુ માનીયે તો આપણો દંભ જ છે. ચરક ફીજીશિયન હતા, અને શુશ્રુત સર્જન હતા. આ લોકો ભારતના કે દુનિયાનાં પણ પહેલા ડોક્ટર્સ કહેવાય. પણ આ લોકો એ પણ કોઇ પ્રાણીનુ માથુ માનવના ધડ ઉપર લગાવ્યુ હોય તેવુ ક્યાય નથી.
મુલ વાર્તા જ કાલ્પનીક છે. આપણે જે બ્રહ્માસ્ત્ર અને અગ્ન્યાસ્ત્ર કે બીજા શસ્ત્રોની વાતો કરીએ છે તે નરી સાયન્સ ફિક્શન જેવી કલ્પનાઓ જ હતી, જે દુર ભવિષ્યમાં સાચી પડે. જે આજે સાચી પડી છે જેતે સમયે નહિ. હવે આજે તમે જે કોઈ નવું સાયન્સ ફિક્શન રચો છો તે આજે કલ્પના છે ભવિષ્યમાં સાચી પાડી શકાય. જેમ વિકાસ થાય તેમ સાચું પડે તરત ના પડે. જો એ વખતે સાયન્સ એટલું બધું આગળ હતું તો ક્યા ગયું? એ વખતે પશુઓના માથા માનવ ધડ ઉપર લગાવી શકતા હતા તો એ વિદ્યા ગઈ ક્યા? આજે વિદ્યા કોઈ ભૂલી જતું નથી ઉલટાનું નવું સંશોધન થઇ ને આગળ વધતી જાય છે. પુષ્પક વિમાનની કલ્પના કરી હતી તો વર્ષો પછી પછી વિમાન શોધ્યા. હવામાં કોઈ વાહન દ્વારા ઉડી શકાય તેવી કલ્પનાજ ના આવી હોત તો એવા સાધન કે વાહન શોધવાનો પ્રયત્ન જ કોઈ ના કરે. પહેલા કલ્પના આવે છે પછી શક્ય બનતી હોય છે.

        ગણપતિ એટલે ગણ એટલે લોકોના પતિ એટલે કોઈ લીડર હોઈ શકે. એક લીડરના કેવા ગુણો હોવા જોઈએ તે દર્શાવતું કાલ્પનિક પાત્ર કોઈ બુદ્ધિના મહાસાગરે રચેલું હોવું જોઈએ. મોટું માથું બુદ્ધિશાળી, નાની આંખો તીક્ષ્ણ દ્રષ્ટિ, મોટું પેટ બધું પેટમાં રાખવાની આવડત માને સિક્રેટ રાખી શકવાની ક્ષમતા, હાથમાં હથિયાર યાને દંડ દેવાની પણ તાકાત હોવી જોઈએ. લાંબુ નાક, આવનાર ભયને અગાઉથી સુંઘીને જાણી લેવાની આવડત. હાથીની સુંઘવાની શક્તિ ગજબની છે. પવન અનુકુળ હોય તો બે માઈલ દુર થી એને ખબર પડે કે કોણ આવી રહ્યું છે. માટે હાથી અવારનવાર સુંઢ હવામાં ઉંચી કરતા હોય છે. કુતરા કરતા અનેક ઘણી એની સુંઘવાની ક્ષમતા છે. બસ એક પ્રજાનો  લીડર કેવો હોવો એટલું કહેવા માટે આ કલ્પના કરવામાં આવી છે.

પહેલા ગણપતિ સારા નહોતા. વિઘ્નકર્તા હતા. આ ટ્રાઈબ નેતા આર્યોને હેરાન કરતો હોવો જોઈએ. પછી પ્રથમ તારી પૂજા કરવામાં આવશે તને પ્રસાદ-ભાગ બધું મળશે કહી શાંત પાડ્યા હોવા જોઈએ. પછી ગણપતિ વિઘ્નહર્તા બન્યા. મૂળે શંકર દ્રવિડીયન ભગવાન હતા તેમને સ્વીકારતા પહેલા ભૂતડાના ભગવાન કહીને ખૂબ મજાક કરાઈ છે. ના છુટકે અપનાવી લેવાયા હશે. એમના ચિરંજીવીને પણ આમ અપનાવી લીધા હશે. માતાપિતાને સર્વસ્વ સમજનારા ગણપતિની પૂજા કરનારા માબાપને અનાથ આશ્રમમાં ધકેલી દેતા હોય છે. મૂળ ગણેશોત્સવ લોકમાન્ય તિલકે શરુ કરેલો. ત્યાર પહેલા આવા ધૂમધડાકાભેર ગણેશોત્સવ યોજાતા નહોતા. લોકો એમના ઘરોમાં સ્થાપના કરતા અને પધરાવી આવતા. મને યાદ છે વડોદરા સિવાય બાકીના ગુજરાતમાં ગણેશોત્સવનો આવો ક્રેઝ હતો જ નહિ. વડોદરામાં મરાઠી ભાઈ લોગન ખૂબ માટે ત્યાં ગણેશોત્સવ ધામધુમથી ઉજવાતો. હવે દેખાદેખી બધે આ પાગલપન છવાઈ ગયું છે. બાકી ગણપતિ ચોથ આવે અને જતી રહે ખબર પણ નહોતી પડતી. એક અંગત ઉત્સવને મૂળ રાજકીય હેતુ માટે ઉભો કરાયેલો મહાઉત્સવ કહી શકાય. ઉત્સવો ઉજવવા સારી વાત છે. પણ એનાથી નાહક બીજા લોકોને અડચણ થવી ના જોઈએ.

આપણ મુરખોને ખબર હોવી જોઈએ કે જે ગણેશોત્સવ થાય છે તે બધા નહિ પણ મોટાભાગે બુટલેગરો યોજતા હોય છે, કે કરોડો રૂપિયા તમે લાલબાગનાં ગણેશોત્સવમાં ચડાવો છો તે કોના ગજવા ભરે છે? એટલા રૂપિયા કોઈ સમાજ સેવામાં વપરાયા હોય તો લેખે લાગે અને ગણની સેવા થાય તો ગણપતિ રાજી થાય. આપણી શ્રદ્ધા એ આપણું પાગલપન છે એમાં બુદ્ધિનું કોઈ તત્વ નથી.

संभवामि युगे युगे॥ ,,પ્રેરક::–દિશા ગોહિલ,,ફ્લોરીડા…

 संभवामि युगे युगे॥           ,,પ્રેરક::–દિશા ગોહિલ,,ફ્લોરીડા…
           ભગવાન શ્રી કૃષ્ણ અદ્વૈત વાદી હતા,એવું લાગે છે.હુજ ભગવાન છું!મારી શરણ માં આવ!અને પછી મો ખોલી ને આખું વિશ્વ બતાવી દીધું.અહં બ્રહ્માસ્મિ!એટલે જ એવું બોલ્યા હશે કે ‘સંભવામિ યુગે યુગે’.મતલબ જે પણ જન્મે ને સડેલી રાજ્યવ્યવસ્થા કે સડેલા કાનુન કે સમાજ વ્યવસ્થા ને સુધારવાનું કામ કરશે તેનો આત્માં  ને મારા આત્મા માં શું ફરક હોય?સર્વ ખલુ ઇદમ બ્રહ્મ.માટે હું યુગે યુગે જન્મ લઈશ એવું બોલ્યા હશે.અને આપણે એમના અવતરવાની રાહ જોઈ રહ્યા છીએ.એ દિવસ કદી આવવાનો નથી.
           અવતાર ઉપરથી કોઈ મોકલતું નથી કે ટપકાવતું નથી.આપણાં માંથી જ કોઈ સાહસિક વિરલો અન્યાય ને અંધકાર વિરુદ્ધ ઝંડો ઉઠાવે છે.એને પછી આપણે અવતાર માનીએ છીએ.આપણે મુરખો એવું માનીજ શકતા નથી કે આ બધી શક્તિઓ કુદરતે આપણાં માજ મુકેલી છે.એટલે કાળક્રમે દૈવી શક્તિ નું કામ છે એવું માની લઈએ છીએ.કોઈ માની શકશે?એક ડરપોક વાણીયો  હાથ માં લાકડી લઈને અને તે પણ કોઈને માર્યા વગર અંગ્રેજ મહાસત્તા ને ભારત માંથી તગેડી મૂકી શકે?
  
           હરેક યુગે યુગે સડેલી સમાજ વ્યવસ્થા ને ઉખેડી ને ફેંકી દેવા માટે એક મહાક્ષત્રીય(શ્રી કૃષ્ણ) ની જરૂર પડે છે.એક લડાયક રાજનેતા ની જરૂર પડે છે.અગાઉના લેખ માં મેં આ વાત લખેલી જ છે.પણ બુદ્ધિજીવી(બ્રાહ્મણ) ને રાજ્ય કરવા માં રસ ના હોય.એ તમને સુજ આપે સમજ આપે ક્રાંતિકારી વિચારો ને યોજના આપે.પણ અમલ માં મુકવાનું કામ લીડરશીપ (ક્ષત્રીય) જ કરી શકે.કારણ મૂળભૂત રીતે બ્રાહ્મણ અંતરમુખી છે,ઇનટ્રોવર્ટ છે.કાર્લ માર્ક્સ નામનો એક જર્મન બ્રાહ્મણ સામ્યવાદ ના વિચારો લઇ આવ્યો પણ અમલ માં મુકવા ના જઈ શકે.એને માટે લેનિન કે માઓ જેવા ક્ષત્રિયો જ જોઈએ.ભલે ફેઈલ ગયો,પણ હતો ક્રાંતિકારી.એક વખત ની બગડેલી સીસ્ટમ ને ફેંકી દેવા માટે કામ લાગેલો જ ને.
            દરેક સારી સીસ્ટમ સમય જતા સડતી જતી હોય છે.સફરજન ગમે તેટલું ગુણકારી હોય,કાયમ ફ્રીજ માં મૂકી રાખીએ તો પણ સમય જતા બગડી જાય છે,માટે ફેંકી દઈ ને નવું લેવું પડે,ને ખાવું  પડે.રાજાશાહી સારી જ હતી.આખી દુનિયા માં હતી.ચીન માં પણ ભારત ની જેમ પવિત્ર હતી.એક રાજા સારો પાકે ને એનો વારસદાર સારો ના પણ પાકે તો ગરબડ થઇ જાય.સમય જતા રાજાશાહી બગડતી ગઈ.સીસ્ટમ સડતી ગઈ.આખી દુનિયા માંથી ઉખડી ગઈ.
           લોકશાહી આજની નથી ભાઈ.ભારત માં સૌથી પહેલી આવેલી છે ભાઈ.વર્ષો પહેલા,૨૫૦૦ વર્ષ પહેલા હતી.બુદ્ધ ના સમયે શરુ થયેલી.ગણ રાજ્યો કહેવાતા.વૈશાલી નગરી ને રાજ્ય એનું ઉત્તમ ઉદાહરણ હતા.પણ એ જમાના પ્રમાણે યોગ્ય નહિ હોય કે પ્રજા એને લાયક નહિ હોય કે સીસ્ટમ ના ચાલી.પ્રજાનું માનસિક સ્તર બહુ ઊંચું હોય ત્યાજ લોકશાહી ચાલે.હજુ ભારત એના લાયક નથી થયું.પ્રજા એની ફરજો પૂરી રીતે સમજવા ને પાળવા સક્ષમ હોય ત્યાજ લોકશાહી ચાલે.પ્રજામાં એક સ્વયંભુ શિસ્ત હોય ત્યાજ લોકશાહી ચાલે.ભારત એના માટે લાયક જ નથી ને મળી ગઈ છે.ડીટેકટરશીપ પણ એક જાતની રાજાશાહી જ છે.જાતે બની બેઠેલા રાજા,વારસા માં મેળવેલ નહિ.
         સામ્યવાદ ના વિચારો ખોટા નહતા.પણ પ્રજા માં એના માટે પણ બહુ ઉંચી સમજદારી જોઈએ.પણ એનાથી પ્રજામાં કોઈ મહત્વાકાંક્ષા જ ના રહે.બધું સરકારી  હોય તો મહેનત કોણ કરે?વધારે મહેનત કરે એને વધારે જોઈએને?મૂડીવાદ પણ ખોટો નથી.પણ એનાય ગેરફાયદા છે.માઈકલ મુર ની “કેપીટાલીઝમ એ લવસ્ટોરી” નામની ડોક્યુમેન્ટ્રી જોઈ લેજો.એના ગેરફાયદા લઈને આજે અમેરિકા મંદીમાં સપડાયું છે.રોજ બેંકો ઉઠી નથી જતી,ઉઠાડી દેવા માં આવે છે.
  
                યુગે યુગે સડેલી,બગડેલી નકામી થઇ ગયેલી સીસ્ટમ ને ફેંકી દેવા કોઈ ને કોઈએ રાજ્યકર્તા ની જરૂર પડે છે ને એવા વિચારો દેવા ને નવી સીસ્ટમ ની દિશા આપવા માટે,નવી સીસ્ટમ ની સુઝબુઝ દેવા માટે એક મહા બુદ્ધિજીવી ની જરૂર પડે છે.પછી આપણે એમને અવતાર તરીકે ઓળખીએ છીએ.નાના નાના નાયકો ને લોકો ભૂલી જાય છે.પણ કૃષ્ણ જેવા મહા નાયક અમીટ છાપ છોડી જાય છે,ભગવાન બની જાય છે,અવતાર કે મહાવતાર બની  જાય છે.સડેલા રાજ્યકર્તાઓને અને એમની માનસિકતા ને કોઈ મહાક્ષત્રીય વધારે સારી રીતે સમજી શકે એ વાત પણ એટલીજ સાચી છે.એમના કાવાદાવા એમની અંદર નો માણસ વધારે સમજી શકે.માટે  શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા રાજાઓ એ સમયાન્તરે એ કામ કરેલું છે.નિરંકુશ અભિમાની રાવણ ની સીસ્ટમ ને રામે ખતમ કરી. એમણે એક પત્નીનો એક મહાન કોન્સેપ્ટ એ જમાના માં આપેલો.એ સમયે કોઈએ માન્યો નહિ હોય.કદાચ એ જમાના કરતા વધારે સૈકાઓ આગળ નો કોન્સેપ્ટ લોકો ને સમજ માં નહિ આવ્યો હોય.પણ અત્યારે જુઓ આખી દુનિયા માં કાયદો એનો અમલ કરાવે છે.એના ફાયદા રામે હજ્જારો વર્ષ પહેલા જોયા હશે.રામ પૃથ્વી પરના પહેલા મોનોગેમસ હતા. એમના પછી આવેલા મહાનાયક શ્રી કૃષ્ણ પણ પોલીગેમસ હતા.૧૬,ooo  રાણીઓ,ઓછી કહેવાય?
             શ્રી કૃષ્ણ વખતે પણ રાજકર્તાઓની એક આખી ચેનલ બગડેલી હતી.કંસ જરાસંધ અને ઘણા બીજા બધા.એને નાબુદ કરવાનું કૃષ્ણે બીડું ઝડપ્યું.કોઈ લેભાગુ જ્યોતિષીએ કંસ ને ભરમાવી દીધો હશે કે તારી બહેન નો છોકરો જ તને મારી નાખશે.કદાચ દેવકી જોડે કોઈ ખાનગી વેર હશે.એટલે એ સમયે અંધ શ્રદ્ધા ના વાદળો બહુ ઘેરાયેલા હશે.બાકી બહેન ના ભાણીયા  ને કોઈ મારી નાખે ખરા?જરાસંધે એ વખતના ભારત ના લગભગ મોટા ભાગ ના નાના નાના રાજાઓને  કેદ કરી રાખેલા કે મારી નાખેલા.સોળ હજાર સ્ત્રીઓ એ હારેલા રાજાઓ ની પત્નીઓ હતી.એમને યથેચ્છ ભોગવતો હતો.કૃષ્ણે ભીમ ની મદદ વડે એને મરાવ્યો ને પેલી સ્ત્રીઓને મુક્ત કરી.હવે આ  જરાસંધ વડે ભોગવેલ સ્ત્રીઓ ને એમના પતિદેવો ખુદ સ્વીકારવા તૈયાર  નહતા.બધીને કૃષ્ણે સ્વીકારીને સન્માન આપ્યું.તો મુરખો કહેશે કૃષ્ણ ને તો સોળ હજાર રાણીઓ હતી.તો અમે પણ બેચાર રાખીએ તો શું ગુનો?
            મહાભારત વખતે રાજાઓ ખુબજ સ્વછંદી હતા.સ્ત્રીનું  કોઈ માન સન્માન  હતું નહિ,એમનો કોઈ આત્મા જ હતો નહિ..એક વસ્તુ થી વધારે કોઈ મહત્વ જ નાં હતું.ખાલી માતા તરીકે થોડું ઘણું હશે.બાકી કોઈ મુલ્ય નાં હતું.દ્રૌપદી શ્રી કૃષ્ણ ની માનેલી બહેન હતી.છતાં દુ;શાશન એને ભરી સભામાં નગ્ન કરવા  તૈયાર થઈને બેઠો હતો.વડીલો ની હાજરી માં દુર્યોધન એને પોતાની જંઘા પર નગ્ન કરીને બેસાડવા માટે તૈયારી કરી ચુક્યો હતો.કોઈ રોકી શકે તેમ ના હતું.ભીષ્મ જેવા મહારથીઓ પણ નિર્માલ્ય બની ચુક્યા હતા કે પછી દ્રૌપદીને  નગ્ન જોવા ઘરડા વડીલો ઉત્સુક હતા? અન્ન ખાધું છે?તો  દુર્યોધન ને   વધારે ઠપકો આપી શકાય.જેનું અન્ન ખાધું હોય તેનું જો સારું ઈચ્છતા હોય તો વધારે ઠપકો આપી શકાય.એક દુર્યોધન નો ભાઈ વિકર્ણ એણે એકલા એ વિરોધ કર્યો.એણે પણ અન્ન ખાધું  હતું  આ વડીલો ના મોઢામાં મગ ભરેલા હતા?સભાત્યાગ પણ કરી શક્યા હોત.તો બેસી કેમ રહ્યા હતા?ત્યાર પછી થયેલા મહાભારત માં તો ઉછળી ઉછળી ને લડતા હતા.એટલી શક્તિ નહોતી કે ઉભા થઈને વિરોધ માં સભા નો ત્યાગ કરી શકાય? પતિઓ પણ સાવ નિર્માલ્ય હતા.પોતાની પ્રિય પત્ની ને જુગાર માં મૂકી જ કેમ શકાય?ધર્મરાજા અધર્મ ના અવતાર બની ચુક્યા હતા.સ્ત્રી ખાલી ભોગ ભોગવવાનું સાધન માત્ર જ હતી.માટે યુગે યુગે સંભવામિ  ની જરૂર હતી.એક બળવાન  રાજનેતા ની જરૂર હતી.આ સ્વચ્છંદી ઓ ને પાઠ ભણાવવાની  જરૂર હતી.આ લોકો ને નેસ્તો નાબુદ કરવાની જરૂર હતી.ઉખાડી ને ફેંકી દેવાની જરૂર હતી.સારા પણ નીર્માલ્યો  ના કાળજા માં હિંમત ભરવાની જરૂર હતી.એમને પણ પાઠ ભણાવાની જરૂર હતી.આ બુઢ્ઢા થઇ ગયેલા અને નીરંકુશો ને અંકુશ માં રાખી નહિ શકતા વડીલો ને હવે મૃત્યુ ની જરૂર હતી.એમનું હવે કોઈ કામ નાં હતું.ખોટા ભાર વધારી રહ્યા હતા.શ્રી કૃષ્ણ એકલા હાથે બધું ના કરી શકે માટે પાંડવો ના સાથ ની જરૂર હતી.એક મહાભારત ને આખી સડેલી ચેનલ નાબુદ.
            શ્રી કૃષ્ણ મહાક્ષત્રીય હતા.પણ મહા બ્રાહ્મણ જેટલા સક્ષમ પણ હતા.બ્રાહ્મણત્વ અને ક્ષાત્રત્વ નો મહા સંગમ એટલે ભગવાન શ્રી કૃષ્ણ.એટલે આપણે એવું સમજીએ છીએ કે કોઈ દૈવી શક્તિ ઉપરથી ઉતરી હશે.માટે એમને ભગવાન સમજીએ છીએ.ના પણ એ મહામાનવ હતા,મહાનાયક હતા.ભગવાન બરોબર હતા.અદ્વૈત વાદી હતા.માટે એમના વ્યક્તવ્યો માં પોતે ભગવાન હોય તેવી વાતો ની સુગંધ આવતી હતી.પોતે સર્વશક્તિમાન ઈશ્વર છે,”માંમેક્મ શરણમ વ્રજ” એવા અહંકારી વ્યક્તવ્યો એ એમના અદ્વૈત વાદી હોવાનું પ્રમાણ માત્ર હશે.
            સડેલા ને નિર્માલ્ય થઇ ચુકેલા રાજાઓ ને બ્રિટીશરોએ કાબુમાં લઇ લીધા હતા.પરદેશીઓ રાજ  કરવા લાગ્યા હતા.ભારત ની પ્રજા નું કોઈ વજૂદ જ રહ્યું નાં હતું.માટે એક ડરપોક વાણીયો ભણવા ગયો ઇંગ્લેન્ડ અને પછી બન્યો બહાદુર,પછી ક્ષત્રીય.બન્યો રાજનેતા અને નવા આઈડિયા ને નવા વિચારો લઈને આવ્યો.વગર લડાઈ એ વગર મહાભારતે હાંકી કાઢ્યા અંગ્રેજોને.એ કોઈ ઓછી સિદ્ધી ના કહેવાય.૨૫૦૦ વર્ષ પહેલા વપરાયેલી લોકશાહી ને પુનર્જીવિત કરી.પણ પ્રજા માં શિસ્ત નથી.પ્રજામાં દેશ માટે બલિદાન ની ભાવના નથી.પ્રજા ધર્મ માટે બલિદાનો આપશે,પણ દેશ ની કોઈ પડી નથી.લોકશાહી માં પ્રોબ્લેમ છે.કોઈ ને કશું કહેવાય નહિ.૨૫૦૦૦ કરતા પણ વધારે સાંપ્રદાયિક ઉધઈ ભારત ને કોરી ખાઈ રહી છે.એક મહાન સૌથી પુરાણી સંસ્કૃતિ ને કોરી રહી છે.૫૦ લાખ સાધુઓ!!!અધધ!!!૫૦ લાખ ભીખારીઓ દેશ ને વધારે ભિખારી બનાવી રહ્યા છે.અનપ્રોડક્ટીવ ૫૦ લાખ દેશ ની ઈકોનોમી બગાડી રહ્યા છે.એમના ભોજન,ચરસ,ગાંજા  ને બીડી નો ખર્ચ પ્રજા ને માથે છે.પ્રજા કાયર બની ચુકી છે.સર્વાંઇવલ ના નિયમ મુજબ કમજોર સજીવ એની વસ્તી ખુબ વધારે માટે સર્વાઈવ થઇ જવાય.ભારતીય લોકો ના પ્રજનન તંત્રો આ કુદરત ના નિયમ મુજબ અતિ સક્રિય થઇ ગયા છે.વસ્તી કુદકે ને ભૂસકે  વધી રહી છે.કોઈ કાબુ નથી.રોજ લોકો મરી રહ્યા છે. માઓવાદીઓ આવી રહ્યા છે.રાજકર્તાઓ કમજોર ને કાયર પ્રજા માંથી જ ચૂંટાતા હોવાથી એમનામાં કોઈ પાણી નથી.ગમેતે લોકો ચૂંટાઈ આવે છે.અસલ  ક્ષત્રિયો જેવી સખ્તાઈ નથી.દંડ દઈ શકવાની હિંમત નથી.
            હવે ખાસ જરૂર છે એક શ્રી કૃષ્ણ ની,એક મહા ક્ષત્રીય ની,એક દંડ દઈ શકે એવા દંડ નાયક ની.ભગવાં કપડા માં છુપાએલા નિત્યાનંદો ને સજા આપે અને નિષ્ક્રિય થઇ થઇ ને દેશ ને માથે,પ્રજા ને માથે બોજ બની બેઠેલા સાધુઓની જમાત ને ઉખેડી નાખે તેવા ક્રાંતિકારી ની.એક નવી સીસ્ટમ ને શોધી ને સ્થાપિત કરે તેવા અવતાર ની. ગયા તે કદી પાછા આવતા નથી.એ કોઈ આપણાં માનો જ હશે.એને જ કહેવાય સજ્જન પ્રજાની રક્ષા માટે,સાચા ધર્મ ની સ્થાપના માટે સંભવામિ યુગે યુગે.
      નોંધ-મારા લેખોમાં પ્રેરક કે પ્રેરણા આપનાર નું નામ લખું છું કે એ વ્યક્તિઓ એ મને કોઈ વિષય સૂચવ્યો હોય છે.એમના પ્રત્યે આભાર ની લાગણી દર્શાવું છું.લેખ મારો લખેલો હોય જે હમેશ ની જેમ વિવાદાસ્પદ વિધાનો થી ભરેલો હોય છે.એમાં પ્રેરક નું કોઈ યોગદાન હોતું નથી,માટે મારા વિવાદાસ્પદ લખાણો માટે પ્રેરણા આપનાર ને દોષી માનવા નહિ કે દોષ દેવો નહિ.એટલી અમારી વિનંતી છે. 

દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..

દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..
       *આપણે દંભી  લોકો હમેશા એવું બતાવવા માંગીએ છીએ કે અમે બહુ ઉદાર દીલના અને માનવતાવાદી અને પાકિસ્તાનીઓ પ્રત્યે કોઈ દ્વેષભાવ વગરના છીએ, અને એવું બતાવવામાં હદ પણ વટાવી જઈએ છીએ. અમે બહુ નીતીવાદી છીએ. આ તો બે દેશોની સરકારોના ઝઘડા છે, પ્રજા તો એક બીજાને ચાહે છે. લેખકો પણ અવારનવાર એવુ જ સાબિત કરવા માંગતા હોય છે. પાકિસ્તાનના કલાકારોને આપણે માથા ઉપર બેસાડીયે છીએ. સારી વાત છે. એમાં કશું ખોટું નથી. હું પણ મહેદી હસન, ગુલામઅલી, નુસરત ફતેહઅલી અને રાહતઅલીનો ફેન છું. જગજીતસિંહ મારા પ્રિય ગઝલ ગાયક છે. મહેંદી હસન બીમાર પડે છે ત્યારે એમની  દવા કે સારવાર કરવાના પૈસા નથી, ત્યારે આ જગજીતસિંહ અહી ભારતથી લાખો રૂપિયા  મોકલી આપે છે. સારી વાત છે. પણ જગજીતસિંહ ને ૫૪ યુદ્ધ કેદીઓમાંના કોઈ પંજાબીને ઘેર જવાનો કે એમના તકલીફ ભોગવી રહેલા કુટુંબીઓની ખબર કાઢવાનો સમય નથી. આ બધા કોઈ રીચ, પૈસાપાત્ર નથી. જયારે એમનો મુખ્ય કમાનાર પાકિસ્તાનની જેલમાં સબડતો હોય ત્યારે એમના નાના બાળકોને મોટા કરતા કેટલી તકલીફ પડી હશે? કોઈ વરસ, કોઈ બે વરસ, કોઈ વળી ત્રણ મહિનાના એવા નાના નાના બાળકો હતા ને યુદ્ધમાં ગયેલા એમના વહાલસોયા પિતાઓ  ફરી કદી પાછા ના ફર્યા. મહેંદી હસનની ચિંતા કરનારા જગજીતસિંહે કદી આ લોકોની ચિંતા કરી છે ખરી?
     *શફાકતઅલી સારા ગાયક છે, એમને રેડીઓ પર સાંભળી શંકર મહાદેવન ગાંડા થઇ જાય છે. અને તાત્કાલિક ભારત બોલાવી ફિલ્મમાં ગવડાવે છે, અને અહોભાવથી જાણે બે દેશો વચ્ચેની દીવાલો તો આ ગાયકો હમણા મિટાવી દેશે એવા દંભી ખયાલોમાં અડધા અડધા થઇ જાય છે. પછી ક્યાંથી એ દેશ સામે લડેલા ભારતીય સૈનિકો યાદ આવે? એ તો પાકિસ્તાનના દુશ્મનો હતા. અમે તો પાકિસ્તાનના પ્રેમી છીએ. અમે તો કલાકારો, કલાને રાજકારણમાં વચ્ચે ના લવાય. આ સૈનિકોની  સ્ત્રીઓએ સ્વેચ્છાએ વિધવા જેવી જિંદગી વિતાવી છે. અને એમના બાળકોને આજે મોટા કરી લીધા છે કોઈની મદદ વગર. દિલીપકુમારનો પાક પ્રેમ વિખ્યાત છે. આપણાં નેતાઓને પાકિસ્તાન જઈને મેડલો લઇ આવતા જરાય શરમ આવી નથી. જે દેશે માનવાધિકારની ધરાર અવગણના કરી આપણા સૈનિકોને ત્યાં રાખી ત્રાસ આપ્યો છે, એ દેશના રત્નોના ખિતાબો? શરમ કરો શરમ. પાકિસ્તાન અને ત્યાંના મુસલમાનોની સહાનુભુતિ જીતવાના હમેશા પ્રયત્નો આ કાયર કલાકારો ને નેતાઓ તથા લેખકો કર્યા કરતા હોય છે. એમાં આપણાં દેશના સાચા સેક્યુલર મુસલમાનોની અવગણના કરવા સુધી પહોચી જાય છે.
             *૧૯૭૧નું યુદ્ધ જીત્યાંના નશામાં ઈન્દિરાજી અને એમના ચમચાઓ ભૂલી ગયા કે પાકની દાનત ખોરી છે. બધા ૯૩૦૦૦ યુદ્ધ કેદીઓને સોપી દીધા, સોપવાજ પડે એની ના નહિ પણ તપાસ તો કરો ત્યાં આપણાં કેટલા રહી ગયા છે? આપણાં પુરા સૈનિકો પાછા સોપાય તોજ એમના પુરા  સૈનિકો સોપાય. ના કોઈ તપાસ ના કોઈ છાનબીન. પાકનો રેડીઓ બોલે કે પાંચ પાયલોટો પકડાયા છે, છતાં અહી કીલ્ડ ઇન એક્શન લખાઈ જાય. કેટલી બેદરકારી? કે પછી માણસની કોઈ કીમત નહિ? પાકને હરાવ્યું, બંગલા દેશનું સર્જન કર્યું અને અમરિકાને પારકી રશિયાની મદદનો કરાર કરી નીચાજોણું કરી આપ્યું. બસ છકી ગયા, ને ૫૪ બહાદુરોની જીંદગી રોળી બેઠા. સાથે સાથે એમના કુટુંબોને બરબાદીની ગર્તામાં ફેકી દીધા. રે ભારત તારી પોકળ મહાનતા.
            *આના વિષે બે ફિલ્મો બની ચુકી છે સત્ય થી સદંતર દુર. બચ્ચન સાહેબ  અને અક્ષય ખન્નાને લઈને દીવાર ફિલ્મ બનેલી. અશક્ય ને શક્ય દર્શાવી કાયરો સપનામાં વિજય મેળવી લે છે. પાકિસ્તાનમાં એમજ ઘુસવા થોડું  મળે છે? દમયંતી તાંબે ને પૂછી જુવો કે પાછા ફરેલા કેદીઓને પૂછી જુવો. મીસીસ તાંબે પાકની જેલોમાં ગયા હતા ત્યારે ભારતીય માછીમારો ને બીજા કેદીઓને પીલરો સાથે લોખંડની સાંકળો વડે  બાંધેલા જોયા હતા. એમજ સહેલું હોત તો ૫૪ વિરલા ક્યારના પાછા આવી ગયા હોત. આ તો અક્ષય ખન્ના વગર વિસા એ ગયો. જઇ તો જુવો? ખાલી પ્રયત્ન તો કરી જુવો. અને બચ્ચન સાહેબ અક્ષયની મદદ લઇ  બધાને છોડાવી લાવ્યા. શું મુરખો જેવી વાતો કરો છો?  એટલું સહેલું હોત ૪૦ વરસની લાંબી લડાઈ એમના કુટુંબીઓએ લડવી ના પડી હોત, અને છતાય પરિણામ શૂન્ય છે. પણ લોકો મુવી જોઈ ખુશ થઇ ગયા. અને ભૂલી ગયા કે હજુ આ વીરો ત્યાં સડે છે. જુઠા સપનાઓ જોવાની ભારતને આદત પડી ગયી છે. બીજી મનોજ બાજપેઈ ને લઈને બનેલી ફિલ્મ હતી ૧૯૭૧. એમાં આ વીરોએ પ્રયત્ન કર્યો પણ પાછા આવી ના શક્યા. એવું બતાવ્યું છે. આ વીરો પ્રયત્ન પણ કરી શક્યાં નથી. જોકે બધા કહેશે ફિલ્મોમાં તો એવુજ હોય, સાચી વાત છે. પણ ખોટી  ફિલ્મો જોઇને સત્ય વિસરાઈ જાય છે. પ્રજા જુવે તેનેજ સાચું માનતી હોય છે. ઈતિહાસ ભણ્યા હોવા છતાં કે પીંડારી લુટારા હતા, છતાં વીર ફિલ્મનો રીવ્યુ લખનારા  પીંડારી વિષે બહાદુર આઝાદીના લડવૈયા એવું લખતા અચકાતા નથી.
                   *હવે મારી વાત ધ્યાનથી વાંચજો. આ પ્રકારની માનસિકતામાંથી ભારતમાં નેતાગીરી અને પ્રજામાં પણ એક વર્ગ એવો ઉભો થયો છે જે પોતાને ખુબજ સેક્યુલર દર્શાવી હમેશા મુસલમાનોને ખુશ કરવા મથી રહ્યો છે. એમની સહાનુભુતિ જીતવા પ્રયત્ન કરી રહ્યો છે. એમાં હિન્દુઓને નારાજ કરવાની હદ સુધી પહોચી જાય છે. આમાં કોંગ્રેસ, મુલાયમ, અમરસિંહ જેવા સમાજવાદીઓ આવી જાય. અને સ્વાભાવિક છે હિન્દુઓની અવગણના થાય એટલે હિંદુ નારાજ થવાના. એટલે એની પ્રતિક્રિયામાં બીજો એવો વર્ગ નેતાગીરી અને પ્રજામાં ઉભો થયો છે, જે પોતાને અમે એવા દંભી સેક્યુલર નથી એવું દર્શાવી હિન્દુઓની લાગણીઓનું શોષણ કરી એમની સહાનુભુતિ જીતી લેવા માંગે છે. આમાં ભાજપ, આર.એસ.એસ, વિશ્વહિન્દુ પરિષદ વિગેરે આવી જાય. આ લોકો પ્રજામાં જે ડરપોકપણું છે એનો સરસ ઉપયોગ કરે છે. અમને વોટ આપો નહી તો આ મુસલમાનો તમને મારી નાખશે, જીવવા નહી દે, અને જુવો કોંગ્રેસ તો આ લોકો સાથે છે, તમારું અમારા  સિવાય કોઈ નથી. એમાં મોદી અને બાળ ઠાકરે  જેવા આવી જાય, અને ફાવી પણ જાય. સ્વાભાવિક છે. ગુજરાતમાં કેમ વધારે ફાવે છે? અહીની પ્રજા બીજા રાજ્યો કરતા વધારે ડરપોક છે અને અહી કોમી રમખાણો પણ વધારે થાય છે. એટલે આમ પ્રજાને શાંતિ જોઈએ. રોજ રોજના રમખાણો ના ફાવે. અને કોંગ્રેસના સહકારે અહીના ગુજરાતના રમખાણપ્રિય મુસલમાનો પણ ફાટીને ધુમાડે થઇ ગયા હતા. રોજ કોમી રમખાણો કરી હિંદુઓને ડરાવતા હતા. બધાં મુસલમાનોને રમખાણ કરવામાં રસ્ ના હોય તે સમજી લેવાનું. આઝાદી પહેલાથી અહી પોપાબાઈનું રાજ આ રમખાણપ્રિય મુસલમાનો ભાળી ગયા હતા. આઝાદી પહેલાથી અમદાવાદમાં કોમી તોફાનો થતા હતા.  ગોધરાકાંડ થયા પછી જે તોફાનો થયા એમાં પહેલી વાર ગુજરાતના આ રમખાણપ્રિય મુસલમાનોમાં ડર પેઠો છે. એટલે મોદી ફાવી ગયા છે. આમાં સાચા સેક્યુલર હિંદુઓ અને મુસલમાનો ખોવાઈ જવાના. મારી સાચી વાત ના તો હિન્દુઓને ગમશે ના તો મુસલમાનોને. સૌથી સલામત મુસલમાન હોય તો એ ભારતનો મુસલમાન છે. એટલો તો પાકિસ્તાનમાં પણ નથી. કઈ રીતે તમે ભારત ક્રિકેટમાં હારે અને પાકિસ્તાન જીતે તો ફટાકડા ફોડી શકો? કઈ રીતે તમે પાકનો ઝંડો ફરકાવી શકો? તમો ભારતમાં રહો છો ને ફટાકડા ભારતની હારમાં ફોડો છો. પછી કહો છો હિંદુ નારાજ થાય છે, ના થાય તો શું કરે? તમે રહો છો અહી ને તમારા મુખ પાક તરફ છે. જરા પાક માં જઇ તો જુવો? જે બિહારમાથી ભાગલા વખતે ત્યાં ગયા છે એ લોકો ને પૂછી જુઓ. મુહાજીર છે એ લોકો પાક મુસલમાન નથી, મારે છે પંજાબી મુસલમાનો એ લોકોને. એમના નેતાને ઇંગ્લેન્ડથી મુહાજીર  કોમી મુવમેન્ટ  ચલાવવી પડે છે. તમે વારંવાર તોફાનો કરી હદ વટાવી દીધી એટલે ગુજરાતીઓ કંટાળ્યા હતા. હવે તો કોઈ પણ સરકાર આવશે ગુજરાતી ડરશે નહિ. અને હું  પણ સાચી વાત લખતા ડરવાનો નથી જ. હિંદુ નારાજ થાય તોયે ને મુસલમાન નારાજ થાય તોપણ.
                       *ખેર બ્લોગ જગતના  ખુબ બધા મિત્રોએ મારી આ ૧૯૭૧ના યુદ્ધ સમયે પાકિસ્તનની જેલોમાં ભારત સરકારની અક્ષમ્ય ભૂલના કારણે રહી ગયેલા બહાદુર અફસરોની અને એમને ત્યાંથી છોડાવી લાવવામાં માટેના એમના કુટુંબીઓએ કરેલા વ્યર્થ પ્રયત્નોની  સ્ટોરી હૃદય પૂર્વક વાચી છે. ઘણા બધાએ અભિપ્રાય આપ્યા છે. બધાનો ખુબ જ આભાર. ઘણા બધા મિત્રો આ હૃદયદ્રાવક વાતો વાચી હતપ્રભ થઇ ગયા હશે, એમને અભિપ્રાયમાં શું લખવું? શબ્દો જ જડ્યા નહિ હોય. વડીલ  શ્રી અરવિંદ અડલજાના શબ્દોમાં કહીએ તો હૃદય હચમચાવી મુકે તેવી વાત છે. સ્તબ્ધ થઇ ગયા હશે બ્લોગ જગતના મિત્રો. દેશના વિરુદ્ધનું કામ કોઈ કરે તો આપણે એને દેશદ્રોહી કહીએ છીએ. પણ આને શું કહીશું? આ તો દેશે પોતે એના નાગરિકોનો દ્રોહ કર્યો છે. કોઈ શબ્દોના કારીગર કે ખેરખાંને આના માટે કોઈ શબ્દ સુજે તો જણાવશો.

અફીણીયુ ચીન, ચોખા ખાધા?

imagesવરસો પહેલા ચીન સાવ કંગાળ હતું. આપણે એક બીજાને સામે મળીએ ત્યારે કેમ છો? મજામાં છો ? એમ પૂછીએ છીએ. જયારે ચીનમાં લોકો એકબીજાની સામે મળે ત્યારે ચોખા ખાધા? એમ પૂછતાં હતા. ચોખા ખાવાના નસીબ પણ નહોતા. ચોખા ખાવા મળે તો ભગવાન મળ્યા. વાયા હોગકોગ બ્રિટીશરોએ ચીનમાં અફીણનો જબરદસ્ત વેપાર શરુ કરેલો. આખું ચીન અફીણ ખાઈ ને મસ્ત રહેતું હતું, ચીન અફીણીયુ એમ કહેવાતું. લોકો આળસુ બની ચુક્યા હતા. કોઈ ઝેર વેચે, કોઈ લાડવા, શું ખરીદવું એ તમારે પસંદ કરવાનું છે. બે ચાર વરસના બાળક ને રાજા, સમ્રાટ બનાવેલો રાજવંશનો હતો માટે. એના સંડાશને સોનાની વાટકીમાં લઈને સુંઘીને રાજાના દરબારીઓ સ્વર્ગનો આનંદ માણતાં. એવું આ ચીન આપણા થી પણ ગયેલું હતું. બાળક રાજા જુવાન થયો ને એકી સાથે બે સ્ત્રીઓ સાથે પરણાવ્યો, રીવાજ હતો. એમાં આપણને વાંધો નથી. હહાહાહા.. પછી ક્રાંતિ થઇ રાજા ભાગ્યો પરદેશ. જાપાનની સહાય લઇ પ્રયત્ન કરી જોયો પણ જાપાન ખુદ વિશ્વયુદ્ધમાં હારી ગયું. રાજા ગયો દેશદ્રોહના આરોપમાં જેલમાં. માઓ આવ્યા ને ચીન જાગ્યું. માઓ એ સુત્ર આપ્યું રીલીજન ઇજ પોઈજન. ધર્મ એક અફીણ છે. આજે ચીન ક્યાં છે?અમેરિકાનો પણ પનો ટૂંકો પડે છે. રાજકારણમાં કોઈ પણ ધર્મોની ડખલ ના જોઈએ. બધા પોતપોતાના ધર્મો પાળે પણ કાયદા કાનુન ને વહીવટીય ક્ષેત્રોમાં ધર્મની ડખલ ના હોવી જોઈએ. જે ધર્મ તમને બહાદુર બનાવે એની સરાહના કરો. કોઈ કહેશે પાછો ધર્મ ક્યાં આવ્યો વચમાં?

૧૭ મી સદીમાં આપણે અંગ્રેજોના ગુલામ બન્યા, અને એ જ ૧૭ મી સદીમાં અમેરિકા એ અંગ્રેજોની ગુલામી ફગાવી દીધી હતી. આપણે ફક્ત ગાંધીજીને જ રાષ્ટ્રપિતા માન્યા. બીજા જેimagesCAAM4DQQ લોકોએ બલિદાનો આપ્યા એ બધા ગયા ભાડમાં. અમેરિકા એ એક નહિ ઘણા બધાને ફાઉન્ડર ફાધર માન્યા, જ્યોર્જ વોશીન્ગ્ટન, જોહન એડમ્સ, બેન્જામીન ફ્રેન્કલીન. આ બધા એ નક્કી કરેલું કે આ દેશનું ભલું ચાહવું હોય તો રાજકીય બાબતોમાં ધર્મની , ચર્ચની ડખલ ના જોઈએ. એક સમયનું સાવ કંગાળ અને જાતજાતની અંધ માન્યતાઓથી ઘેરાયેલું ચીન આજે ક્યાં પહોચી ગયું છે? અહીતો વાતવાતમાં લોકોની ધાર્મિક લાગણીયો દુભાઈ જાય છે. નાતો તમે કોઈ રસ્તા વચ્ચેનું મંદિર કે મસ્જીદ હટાવી શકો, ના તો તમે કોઈ ગુનેગાર ને ફાંસી કે સજા આપી શકો, ના તો તમે કોઈ ગેરવાજબી ફતવા જાહેર કરવાવાળાને પકડી શકો, ના તો તમે કોઈ બાળકોના બલી ચડાવનારા ગુરુ ને સજા કરી શકો. લોકો રસ્તા પર ઉતરી આવે, પોલીસ સુધ્ધાને ઝૂડી નાખે. આજ બહાદુરો કોઈ આંતકવાદી કે કોમવાદી આંતક ફેલાવવા આવે ત્યારે પૂંછડી દબાવીને ભાગી જાય. પાછો દોષ બીજાને દેવાનો, કે ચીન નાલાયક છે, પાકિસ્તાન આંતકવાદીઓ મોકલે છે, અમેરિકા નકામું છે આપણ ને મદદ કરતુ નથી ને પાકિસ્તાનને પૈસા આપે છે. આભાર માનો અમેરિકાનો કે હેડલી ને રાણાને એફ બી આઈ એ પકડી લીધા. નહીતો ૨૬/૧૧ ની વરસીએ બીજા કેટલાય નિર્દોષો માર્યા ગયા હોત. જર્મની એ રાજ રમત રમીને મ્યુનિક ઓલોમ્પિકમાં ઈઝરાઈલના ખેલાડીઓને મારનારા અરબ ત્રાસવાદીઓને છોડી દીધેલા. એ બધા પોતાના દેશમાં હીરો બની ગયેલા. મોસાદે(જાસુસી સંસ્થા) કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફરિયાદ કર્યા વગર ગુપચુપ દરેકે દરેક કવાત્રાબજોને અને એમાં સંડોવાયેલા ત્રાસવાદીને વીણી વીણી ને આફ્રિકા ને સાઉથ અમેરિકાના નાના નાના દેશોમાં છુપાઈ ને રહેતા હતા ત્યાંથી શોધી શોધીને મારી નાખ્યા. એવી ખુમારી જોઈએ. આ ઈઝરાઈલનો પ્રદેશ કેટલો?ફક્ત આપણા કચ્છ જેટલો

આપણે હમેશા બીજા ને દોષ દેવામાં ચબરાક છીએ. આપણ ને આપણા દોષ દેખાતા નથી. બીજા ને દોષ દઈને આપણી નબળાઈઓ ઢાંકવાની આદત પડી ગઈ છે. યુદ્ધ થાય તો ચીન ને આપણે ના હરાવી શકીએ એ કડવી હકીકત છે. પાકિસ્તાન પાસે આપણા કરતા વધારે પરમાણુ બોમ્બ છે. ઓબામાં ચીન ને વધારે મહત્વ આપે ને મનમોહન ને કે ભારત ને ના આપે એમાં ઓબામાં નો શું દોષ? જે વધારે કામનો હોય ને મજબુત હોય એની પાસે સૌકોઈ જાય એ સીધીસાદી વાત છે. તમારામાં પાણી ના હોય તો કોઈ શું કરે? એમાં ઓબામાને ખરાબ ચીતરીને ભારતની કમજોરી ઢાંકવાનો પ્રયાસ બેવકૂફી જ છે. તમને મજબુત બળવાન થતા કોણે રોક્યા છે? ચીન સમજી ગયું કોઈને કગરવા નથી ગયું ને આપબળે બધી રીતે મજબુત થવા લાગ્યું તો સૌકોઈ એના ભણી જોવાના જ છે. સમર્થ કો નહિ દોષ ગુસાઇ. ચીન નબળું હોત તો તિબેટ ચીનનો ભાગ છે એવું ઓબામાં કે કોઈ ના કહેત. તમે બળવાન હોત તો સૌ કોઈ કાશ્મીર તમારું જ છે એમ કહેત. તમે જાતે મજબુત થવા લાગો ઓબમાતો શું ચીન પણ તમને મદદ કરવા દોડી આવશે. ઢીલા માણસ ને બધા પજવે બળવાન ને પજવવા થી સૌ દુર ભાગે અને ઉલટાનું મસ્કા મારે. આપણે ફક્ત ડહાપણ ની વાતો કરવામાં મશહુર છીએ. શરુ થી જ આ ચાલતું આવ્યું છે. મુસલમાનો આપણાં પર ચડી આવ્યા. તો તમને સામનો કરતા કોણે રોક્યા હતા? અંગ્રેજો રાજ કરી ગયા તો તમને કોઈએ ના પડી હતી કે સામા ના થસો. ગુજરાત જેવડું ઇંગ્લેન્ડ અને મુઠ્ઠી ભર અંગ્રેજો રાજ કરી ગયા એમાં અંગ્રેજોનો શું વાંક? તમે તો દુનિયા ની સૌથી ડાહ્યી પ્રજા છો. સર્વઇવલના યુદ્ધમાં જે મજબુત હોય તે રાજ કરે નબળો હોય તે મરે એ કુદરતનો નિયમ ભારત માટે જુદો થોડો હોય? કુદરત માટે બધા સરખા છે. આપણે અંગ્રેજોના ગુલામ બન્યા એ સદીમાં તો અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુક્યા હતા. એતો અંગ્રેજોનો પથારો બહુ લાંબો થઇ ગયો હતો, લગભગ આખી દુનિયામાં, ને અંગ્રેજોનું રાજ એના જ ભાર થી તુટવા લાગ્યું હતું એટલે તમારા સત્યાગ્રહ ને અહિંસા કામ કરી ગઈ. મક્કા મદીનાથી આખી દુનિયા ને મુસલમાન બનાવવાની જેહાદ શરુ થઇ, ઈરાન, તુર્કી નબળા હતા તે ગયા. બધા યુરોપના દેશો એક થઈને ધર્મયુધ્ધો કૃઝેડસ લડ્યા ને વિયેના માં ૯/૧૧ ના દિવસે પ્રથમ હાર થઇ. જેહાદ અટકી. લોકો સમજે છે કે અમરિકાનો ઈમરજન્સી નંબર ૯/૧૧ છે, એટલે લાદેને એ દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો ને તોડ્યા. એવું નથી જ વિયેનામાં એ દિવસે હારેલા ને અટકી ગયેલી જેહાદ ફરી એ દિવસે શરુ થઇ છે. તમે નબળા પડ્યા તો ગયા, એ કુદરતનો નિયમ છે.

ચીન બળવાન ને મુઘલોના ધાડા રોકવા મશહુર દીવાલ બનાવી દીધી, ને બચી ગયું.. મહંમદ ગઝની કેટલી વાર સોમનાથ લુટી ગયો? હજારો બ્રાહ્મણો શિવજીનું ત્રીજું નેત્ર ખુલવાની રાહ જોતા લિંગ ને લપેટાઈ ને મરી ગયા પણ કોઈએ તલવાર ના ખેચી. શિવજી કોઈ વ્યક્તિ નથી ને એમનું લિંગ એ મેલ જેનેટલ સર્જનનું પ્રતિક માત્ર છે. એ કઈ રીતે લડવાનું હતું કે ત્રીજું નેત્ર ખોલવાનું હતું? પણ આવા મુર્ખ ખયાલો ને અહીન્સકો ની આજ્ઞા પાળતા કમજોર નબળા સોલંકી રાજાઓ કોઈ એ પ્રતિકાર ના કર્યો. થોડા બહાદુર રાજપૂતોને લઈને ફક્ત ને ફક્ત મરવા માટે જ લાઠીના કુંવર હમીરજી નીકળ્યા ને બધા માર્યા ગયા. હજુ આપણી મેંનટાલીટી એની એજ છે. હજુ આપણે કોઈ સાથ આપે એની જ રાહ જોઈએ છીએ. અમરિકા સહારો આપે કે રશિયા સહારો આપે તો ઉંધા વળી જઈશું, ને બધાને ચીન કે પાકિસ્તાન ને ચપટીમાં ચોળી નાખીશું ની ડમફાસો મારીએ છીએ. પણ જાતે મજબુત કે બળવાન થવાનો વિચાર સુધ્ધા નથી આવતો. પ્રજા ના ટેક્ષ ના નાણાં માંથી ૩૧ કરોડ ખર્ચી જે દેશ આખાનો ગુનેગાર છે જેણે નિર્દોષ પ્રજાને બહાદુર અફસરોને માર્યા છે,એ કસાબ ને સાચવી રાખવામાં કઈ વિદેશનીતિ કે દુરન્દેશી સરકાર રાખતી હશે? એક અફજલ કે કસાબ ને સજા કરતા કોણ ના પડે છે? પાકિસ્તાન, અમેરિકા કે ચીન? કમજોર ને કોણ ભાઈબાપલા કરે? ચીન આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કહેવાયું. ભારત આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કરતા કોઈએ રોકી રાખ્યા છે? તમે ચીન ની જેમ બળવાન થસો તો એવું પણ લખી શકશો.ચીન, પાકિસ્તાન કે અમેરિકા કોઈને દોષ દીધા વગર તમારું ઘર મજબુત કરો તો બધા તમારી આગળ પૂછડી પટપટાવસે, નહીતો બચકાં ભરશે.imagesCAGBCRTL

નમાલી સરકાર અને ત્રાસવાદ

                                          રાજનેતાઓ કોઈ પણ પક્ષ ના હોય ભગવા ઝંડા ધારી  હોય કે બીજા કોઈએ કશું ઉકાળ્યું નથી.બધા સરખાજ છે.કારગીલ માં આપણી હદ માં ત્રણ ત્રણ માળની બંકરો બની ચુકી હતી.અને પાકિસ્તાની સેના આપણા ઘરમાં જ ઘુસેલી હતી,સંસદ પર હુમલો અને કંદહાર માં સામે જઈને મૂકી આવનારા આ જ ભગવા ધારીઓ નેતા પદે હતા.બધાને થતું હશે હું વારેઘડીયે ધર્મ ને કેમ વચમાં લાવું છું?સવાર થી તે સાજ સુધી તમારા દરેક વર્તન પર ધર્મ ની અસર હોય છે.તમારું ઘડતર અને સાયકોલોજી ધર્મ થકી જ ઘડાય છે.ગીતાજી મારું ઓલ ટાઈમ ફેવરીટ પુસ્તક છે. સમજો એ યુધ્ધના મેદાન માં રચાયું છે.કોઈ ઘર માં કે જંગલ કે આશ્રમ માં નહિ.અને જયારે અર્જુન નમાલો થઇ ને ઘેલા કાઢવા માંડ્યો અને અહિંસા ના બકવાસ ગાણાં ગાવા લાગ્યો ત્યારે ગીતાજી ની રચના થઇ છે.આજનો હિંદુ નમાલો કાયર થઇ ચુક્યો છે એનો હું જરૂર વિરોધી છું.રાજસૂય યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞો કરી દુનિયા જીતવા નીકળતા એ હિંદુઓ નો હું સમર્થક છું.અહિંસા ફક્ત નિર્દોષ માટે હોય દોશી ને આતતાયી માટે કે ત્રાસવાદી માટે ના હોય.હિદુ કોણ હતા?જેમના ધનુષબાણ અને સુદર્શન ચક્ર અને પરશુ દોશી લોકોને સજા કરવા હમેશા તત્પર હતા,એમના આ હિદુ અનુયાયીઓને આ શું થયું છું. ?કેમ નમાલા થઇ ગયા છે?.આપણાં દરેક અવતાર કે ભગવાન ના હાથ માં કાતિલ વેપન્સ છે,ભલે તે સ્ત્રી(માં અંબા,માં દુર્ગા) હોય.સ્ત્રીઓ પણ નમાલી કે કાયર ના હતી.જો તમે નમાલી અહિંસા ને કાયરતા ના પાઠ ભણાવતા ૨૨૦૦૦ સંપ્રદાયોને હિંદુ ધર્મ માનતા હોવ તો એ હિંદુ વિષે જ હું વિરુધ લખું છું.આપણે તો અહિંસક આપણે તો અહિંસક ના જ ગાણા હમેશા ધર્મગુરુ ઓ દ્વારા ગવાતા હોય ત્યારે તમે પ્રજા પર એની અસર પડવાનીજ.પ્રજા કાયર બની ચુકી છે.એજ કાયર પ્રજામાંથી નેતાઓ ચૂંટાતા હોય છે એમના માં બહાદુરી ક્યાંથી આવે?કુવા(પ્રજા) માં હોય તો હવાડા(નેતા) માં આવેને?.એક કસાબ ને સાચવવાનો ખર્ચ પણ કેટલો બધો?શહીદ ભગત સિંહજી ને ફાંસી આપી લાહોર માં ત્યારે એક પણ પત્થર ફેકાયો નહોતો.એ દિવસ થી ભારતની જવાની ખતમ થઇ ગઈ એવું એક ભારે વિવાદાસ્પદ ગણાતા સંતે કહેલું. કોઈ માનવ સાકળ કે વિરોધ નોધાયો ના હતો કેમ?.ઉત્તર માં ગુરુ ગોવીન્દ્સીન્હેં,મધ્યમાં રાણા પ્રતાપે અને દક્ષીણ માં શિવાજી મહારાજે આ ત્રણ જણે સમયે સમયે તલવારો ના ખેંચી હોત તો આપણાં બધા સાથે અહીન્સકો પણ નમાજ પઢતા હોત.આપણ ને કાયર તા ના પાઠ કોણ ભણાવે છે?બોર્ડર પર લશ્કર હમેશા યુદ્ધ(હિંસા) કરવા તૈયાર છે ત્યારે આપણે અહિંસા ના ગાણા ગાઈ શકીએ છીએ.એક જમાદાર પ્લેટફોર્મ પર મુંબઈ માં ખાલી ખુરશીઓ ફેંકી ને ત્રાસવાદીને ભગાડતા જીવ આપી દે છે,અને હજારો કાયરો ભાગતા હોય.કેટલા બહાદુર અફસરોએ જીવ આપ્યા છે અને તમે એક કસાબ ને ફાંસી ના આપીને પેલા દિવંગત અફસરો ની શું કીમત કરી?ફરી કોઈ અફસર કે પોલીસ આવી રીતે વ્યર્થ જીવ આપવા તૈયાર નહિ થાય.સરકાર અને તેપણ નમાલી કાયર સરકાર ક્યાં સુધી તમારું રક્ષણ કરશે?સ્વરક્ષણ માટેના પણ કાયદા છે.એમ કોઈ ફાંસી નથી ચડાવી દેતું.જોકે આ સરકારોનું ઠેકાણું નહિ કોઈ ત્રાસવાદીને મારો તો બહાદુરીનું પ્રમાણપત્ર આપવાને બદલે મર્ડર ના ચાર્જ માં જેલ માં પણ ધકેલી દે.મુંબઈ માં મરાયા કે બીજા ત્રાસવાદી હુમલામાં મરાયા,એ કોઈ પણ હોય એ દરેક મારા પોતાના મરાયા એવી લાગણી બીજા લોકોને કેમ થતી નથી?ભારતના કોઈ પણ ખૂણા માં ત્રાસવાદ કે બીજા કોઈ વાદ માં મરાય એ બધા મારા પોતાના જ મરાયા એવી લાગણી દરેક ભારતીય ને થવી જોઈએ.હવે જયારે પણ ત્રાસવાદી હુમલો થાય ત્યારે પ્રજા ભાગવાને બદલે સામી થાય અને પીઠ ને બદલે છાતીમાં ગોળી ખાય.ત્યારે જ બહાદુરી પૂર્વક માર્યા ગયેલા મુંબઈ પોલીસ ના જવાનો,અફસરો અને નિર્દોષ નાગરિકોને ને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.