વરસો પહેલા ચીન સાવ કંગાળ હતું. આપણે એક બીજાને સામે મળીએ ત્યારે કેમ છો? મજામાં છો ? એમ પૂછીએ છીએ. જયારે ચીનમાં લોકો એકબીજાની સામે મળે ત્યારે ચોખા ખાધા? એમ પૂછતાં હતા. ચોખા ખાવાના નસીબ પણ નહોતા. ચોખા ખાવા મળે તો ભગવાન મળ્યા. વાયા હોગકોગ બ્રિટીશરોએ ચીનમાં અફીણનો જબરદસ્ત વેપાર શરુ કરેલો. આખું ચીન અફીણ ખાઈ ને મસ્ત રહેતું હતું, ચીન અફીણીયુ એમ કહેવાતું. લોકો આળસુ બની ચુક્યા હતા. કોઈ ઝેર વેચે, કોઈ લાડવા, શું ખરીદવું એ તમારે પસંદ કરવાનું છે. બે ચાર વરસના બાળક ને રાજા, સમ્રાટ બનાવેલો રાજવંશનો હતો માટે. એના સંડાશને સોનાની વાટકીમાં લઈને સુંઘીને રાજાના દરબારીઓ સ્વર્ગનો આનંદ માણતાં. એવું આ ચીન આપણા થી પણ ગયેલું હતું. બાળક રાજા જુવાન થયો ને એકી સાથે બે સ્ત્રીઓ સાથે પરણાવ્યો, રીવાજ હતો. એમાં આપણને વાંધો નથી. હહાહાહા.. પછી ક્રાંતિ થઇ રાજા ભાગ્યો પરદેશ. જાપાનની સહાય લઇ પ્રયત્ન કરી જોયો પણ જાપાન ખુદ વિશ્વયુદ્ધમાં હારી ગયું. રાજા ગયો દેશદ્રોહના આરોપમાં જેલમાં. માઓ આવ્યા ને ચીન જાગ્યું. માઓ એ સુત્ર આપ્યું રીલીજન ઇજ પોઈજન. ધર્મ એક અફીણ છે. આજે ચીન ક્યાં છે?અમેરિકાનો પણ પનો ટૂંકો પડે છે. રાજકારણમાં કોઈ પણ ધર્મોની ડખલ ના જોઈએ. બધા પોતપોતાના ધર્મો પાળે પણ કાયદા કાનુન ને વહીવટીય ક્ષેત્રોમાં ધર્મની ડખલ ના હોવી જોઈએ. જે ધર્મ તમને બહાદુર બનાવે એની સરાહના કરો. કોઈ કહેશે પાછો ધર્મ ક્યાં આવ્યો વચમાં?
૧૭ મી સદીમાં આપણે અંગ્રેજોના ગુલામ બન્યા, અને એ જ ૧૭ મી સદીમાં અમેરિકા એ અંગ્રેજોની ગુલામી ફગાવી દીધી હતી. આપણે ફક્ત ગાંધીજીને જ રાષ્ટ્રપિતા માન્યા. બીજા જે
લોકોએ બલિદાનો આપ્યા એ બધા ગયા ભાડમાં. અમેરિકા એ એક નહિ ઘણા બધાને ફાઉન્ડર ફાધર માન્યા, જ્યોર્જ વોશીન્ગ્ટન, જોહન એડમ્સ, બેન્જામીન ફ્રેન્કલીન. આ બધા એ નક્કી કરેલું કે આ દેશનું ભલું ચાહવું હોય તો રાજકીય બાબતોમાં ધર્મની , ચર્ચની ડખલ ના જોઈએ. એક સમયનું સાવ કંગાળ અને જાતજાતની અંધ માન્યતાઓથી ઘેરાયેલું ચીન આજે ક્યાં પહોચી ગયું છે? અહીતો વાતવાતમાં લોકોની ધાર્મિક લાગણીયો દુભાઈ જાય છે. નાતો તમે કોઈ રસ્તા વચ્ચેનું મંદિર કે મસ્જીદ હટાવી શકો, ના તો તમે કોઈ ગુનેગાર ને ફાંસી કે સજા આપી શકો, ના તો તમે કોઈ ગેરવાજબી ફતવા જાહેર કરવાવાળાને પકડી શકો, ના તો તમે કોઈ બાળકોના બલી ચડાવનારા ગુરુ ને સજા કરી શકો. લોકો રસ્તા પર ઉતરી આવે, પોલીસ સુધ્ધાને ઝૂડી નાખે. આજ બહાદુરો કોઈ આંતકવાદી કે કોમવાદી આંતક ફેલાવવા આવે ત્યારે પૂંછડી દબાવીને ભાગી જાય. પાછો દોષ બીજાને દેવાનો, કે ચીન નાલાયક છે, પાકિસ્તાન આંતકવાદીઓ મોકલે છે, અમેરિકા નકામું છે આપણ ને મદદ કરતુ નથી ને પાકિસ્તાનને પૈસા આપે છે. આભાર માનો અમેરિકાનો કે હેડલી ને રાણાને એફ બી આઈ એ પકડી લીધા. નહીતો ૨૬/૧૧ ની વરસીએ બીજા કેટલાય નિર્દોષો માર્યા ગયા હોત. જર્મની એ રાજ રમત રમીને મ્યુનિક ઓલોમ્પિકમાં ઈઝરાઈલના ખેલાડીઓને મારનારા અરબ ત્રાસવાદીઓને છોડી દીધેલા. એ બધા પોતાના દેશમાં હીરો બની ગયેલા. મોસાદે(જાસુસી સંસ્થા) કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફરિયાદ કર્યા વગર ગુપચુપ દરેકે દરેક કવાત્રાબજોને અને એમાં સંડોવાયેલા ત્રાસવાદીને વીણી વીણી ને આફ્રિકા ને સાઉથ અમેરિકાના નાના નાના દેશોમાં છુપાઈ ને રહેતા હતા ત્યાંથી શોધી શોધીને મારી નાખ્યા. એવી ખુમારી જોઈએ. આ ઈઝરાઈલનો પ્રદેશ કેટલો?ફક્ત આપણા કચ્છ જેટલો
આપણે હમેશા બીજા ને દોષ દેવામાં ચબરાક છીએ. આપણ ને આપણા દોષ દેખાતા નથી. બીજા ને દોષ દઈને આપણી નબળાઈઓ ઢાંકવાની આદત પડી ગઈ છે. યુદ્ધ થાય તો ચીન ને આપણે ના હરાવી શકીએ એ કડવી હકીકત છે. પાકિસ્તાન પાસે આપણા કરતા વધારે પરમાણુ બોમ્બ છે. ઓબામાં ચીન ને વધારે મહત્વ આપે ને મનમોહન ને કે ભારત ને ના આપે એમાં ઓબામાં નો શું દોષ? જે વધારે કામનો હોય ને મજબુત હોય એની પાસે સૌકોઈ જાય એ સીધીસાદી વાત છે. તમારામાં પાણી ના હોય તો કોઈ શું કરે? એમાં ઓબામાને ખરાબ ચીતરીને ભારતની કમજોરી ઢાંકવાનો પ્રયાસ બેવકૂફી જ છે. તમને મજબુત બળવાન થતા કોણે રોક્યા છે? ચીન સમજી ગયું કોઈને કગરવા નથી ગયું ને આપબળે બધી રીતે મજબુત થવા લાગ્યું તો સૌકોઈ એના ભણી જોવાના જ છે. સમર્થ કો નહિ દોષ ગુસાઇ. ચીન નબળું હોત તો તિબેટ ચીનનો ભાગ છે એવું ઓબામાં કે કોઈ ના કહેત. તમે બળવાન હોત તો સૌ કોઈ કાશ્મીર તમારું જ છે એમ કહેત. તમે જાતે મજબુત થવા લાગો ઓબમાતો શું ચીન પણ તમને મદદ કરવા દોડી આવશે. ઢીલા માણસ ને બધા પજવે બળવાન ને પજવવા થી સૌ દુર ભાગે અને ઉલટાનું મસ્કા મારે. આપણે ફક્ત ડહાપણ ની વાતો કરવામાં મશહુર છીએ. શરુ થી જ આ ચાલતું આવ્યું છે. મુસલમાનો આપણાં પર ચડી આવ્યા. તો તમને સામનો કરતા કોણે રોક્યા હતા? અંગ્રેજો રાજ કરી ગયા તો તમને કોઈએ ના પડી હતી કે સામા ના થસો. ગુજરાત જેવડું ઇંગ્લેન્ડ અને મુઠ્ઠી ભર અંગ્રેજો રાજ કરી ગયા એમાં અંગ્રેજોનો શું વાંક? તમે તો દુનિયા ની સૌથી ડાહ્યી પ્રજા છો. સર્વઇવલના યુદ્ધમાં જે મજબુત હોય તે રાજ કરે નબળો હોય તે મરે એ કુદરતનો નિયમ ભારત માટે જુદો થોડો હોય? કુદરત માટે બધા સરખા છે. આપણે અંગ્રેજોના ગુલામ બન્યા એ સદીમાં તો અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુક્યા હતા. એતો અંગ્રેજોનો પથારો બહુ લાંબો થઇ ગયો હતો, લગભગ આખી દુનિયામાં, ને અંગ્રેજોનું રાજ એના જ ભાર થી તુટવા લાગ્યું હતું એટલે તમારા સત્યાગ્રહ ને અહિંસા કામ કરી ગઈ. મક્કા મદીનાથી આખી દુનિયા ને મુસલમાન બનાવવાની જેહાદ શરુ થઇ, ઈરાન, તુર્કી નબળા હતા તે ગયા. બધા યુરોપના દેશો એક થઈને ધર્મયુધ્ધો કૃઝેડસ લડ્યા ને વિયેના માં ૯/૧૧ ના દિવસે પ્રથમ હાર થઇ. જેહાદ અટકી. લોકો સમજે છે કે અમરિકાનો ઈમરજન્સી નંબર ૯/૧૧ છે, એટલે લાદેને એ દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો ને તોડ્યા. એવું નથી જ વિયેનામાં એ દિવસે હારેલા ને અટકી ગયેલી જેહાદ ફરી એ દિવસે શરુ થઇ છે. તમે નબળા પડ્યા તો ગયા, એ કુદરતનો નિયમ છે.
ચીન બળવાન ને મુઘલોના ધાડા રોકવા મશહુર દીવાલ બનાવી દીધી, ને બચી ગયું.. મહંમદ ગઝની કેટલી વાર સોમનાથ લુટી ગયો? હજારો બ્રાહ્મણો શિવજીનું ત્રીજું નેત્ર ખુલવાની રાહ જોતા લિંગ ને લપેટાઈ ને મરી ગયા પણ કોઈએ તલવાર ના ખેચી. શિવજી કોઈ વ્યક્તિ નથી ને એમનું લિંગ એ મેલ જેનેટલ સર્જનનું પ્રતિક માત્ર છે. એ કઈ રીતે લડવાનું હતું કે ત્રીજું નેત્ર ખોલવાનું હતું? પણ આવા મુર્ખ ખયાલો ને અહીન્સકો ની આજ્ઞા પાળતા કમજોર નબળા સોલંકી રાજાઓ કોઈ એ પ્રતિકાર ના કર્યો. થોડા બહાદુર રાજપૂતોને લઈને ફક્ત ને ફક્ત મરવા માટે જ લાઠીના કુંવર હમીરજી નીકળ્યા ને બધા માર્યા ગયા. હજુ આપણી મેંનટાલીટી એની એજ છે. હજુ આપણે કોઈ સાથ આપે એની જ રાહ જોઈએ છીએ. અમરિકા સહારો આપે કે રશિયા સહારો આપે તો ઉંધા વળી જઈશું, ને બધાને ચીન કે પાકિસ્તાન ને ચપટીમાં ચોળી નાખીશું ની ડમફાસો મારીએ છીએ. પણ જાતે મજબુત કે બળવાન થવાનો વિચાર સુધ્ધા નથી આવતો. પ્રજા ના ટેક્ષ ના નાણાં માંથી ૩૧ કરોડ ખર્ચી જે દેશ આખાનો ગુનેગાર છે જેણે નિર્દોષ પ્રજાને બહાદુર અફસરોને માર્યા છે,એ કસાબ ને સાચવી રાખવામાં કઈ વિદેશનીતિ કે દુરન્દેશી સરકાર રાખતી હશે? એક અફજલ કે કસાબ ને સજા કરતા કોણ ના પડે છે? પાકિસ્તાન, અમેરિકા કે ચીન? કમજોર ને કોણ ભાઈબાપલા કરે? ચીન આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કહેવાયું. ભારત આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કરતા કોઈએ રોકી રાખ્યા છે? તમે ચીન ની જેમ બળવાન થસો તો એવું પણ લખી શકશો.ચીન, પાકિસ્તાન કે અમેરિકા કોઈને દોષ દીધા વગર તમારું ઘર મજબુત કરો તો બધા તમારી આગળ પૂછડી પટપટાવસે, નહીતો બચકાં ભરશે.