મંગલ મંદિર ના ખોલો

મંગલ મંદિર ના ખોલો

લગભગ બે મહિનાથી મંદિરો ખુલ્યા નથી તો એના વગર લોકો શું મરી ગયા? અને દરેક હિંદુના ઘરમાં લાકડાનું કે ઓક્સોડાઈઝનું મંદિર તો હોવાનું જ, અને ના હોય તો છેવટે ઘરના એકાદ ગોખલામાં ભગવાન તો બેસાડેલા હોય જ. મંદિરો, મસ્જિદો, ચર્ચોમાં જ ભગવાન રહેતો હોય એ વાત આમેય ખોટી જ છે અને કોરોનાયુગમાં સદંતર ખોટી જ પડી છે.

કવિ ચંદ્રેશ નારાજની એક કવિતાની પંક્તિઓ,
“ગંભીર ઘાવ પડ્યો છે જલદી ઈલાજ કરજે,
અંધાર આભડ્યો છે જલદી ઈલાજ કરજે”, વાંચતા મોરારીબાપુ કહે છે હે પરમાત્મા બહુ મોટી મહામારી ફેલાણી છે જલદી ઈલાજ કરજે. કોરોનાનો ઈલાજ પરમાત્મા કરજે. હાહાહા અરે રુગ્ણ માનસિકતા ધરાવનાર માનવીનો ઈલાજ કરવા તો તમારા પરમાત્માએ કોરોના મોકલ્યો છે. ખરેખર બાપુએ પરમાત્મા જો એમનું સાંભળતા હોય તો કહેવું જોઈએ કે હે પરમાત્મા આ બિમાર માનવીનો ઈલાજ કરજે જેને એકેય જીવડું ખાવામાં બાકી રાખવું નથી. આ બિમાર માનવીનો ઈલાજ કરજે જેને એના જ ગરીબ, મજદૂર અને મજબૂર ભાઈઓ પ્રત્યે જરાય સંવેદના રહી નથી. આ બિમાર માનવીનો ઈલાજ કરજે જે હર યુગમાં બદલાતા અસ્થાયી ધર્મોના નામે મહત્તમ હત્યાઓ એના જ ભાઈઓની કરે છે. હે પરમાત્મા હજુ બીજા બેચાર કોરોના જેવા ચાબુક ફટકારજે જેથી કુદરતના અણમોલ સર્જન જેવા બીજા જીવજંતુઓ અને પ્રાણીઓનું સમુળગું નિકંદન થતું અટકે અને એની શાન ઠેકાણે આવે. મોરારીબાપુ પણ ખોટી પ્રાર્થના કરે છે માનવીનો ઈલાજ કરવાને બદલે કોરોનાનો ઈલાજ કરવાનું કહે છે.

હવે તમને ખબર પડી ગઈને કે તમારી આસ્થા ટકાવવા એકેય મુલ્લા, પાદરી કે પુજારી જેવા વચેટીયાની જરૂર નથી? તમારી આસ્થા તમારી છે એને ટકાવવા બીજા કોઈને પૈસા આપવાની જરૂર નથી? મંદિર, મસ્જિદ અને ચર્ચોમાં દોટો મૂક્યા વગર પણ તમારી આસ્થા ટકી રહી છે એ ખબર પડી ગઈ ને? અને આ બધા પાછળ લખલૂટ પૈસા વાપર્યા વગર પણ ચાલ્યું જ ને? 😃😃😃

ખરેખર તો તમામ ધર્મોના ધર્મસ્થાનો ફરી ખોલવાની જરૂર નથી સરકારે એના હસ્તક કરી લેવાં જોઈએ, અને આ લોકો પાસે લખલૂટ સંપત્તિ છે એમાંથી એ જગ્યાઓ ઉપર ખોલેલા શૈક્ષણિક સંકુલો વિનામૂલ્યે વિદ્યા આપી શકશે. આ ધર્મસ્થાનો ઉપર જીવતી તમામ પ્રજાને સફાઈ કામદારો તરીકે નોકરી આપી દેવી જોઈએ જેથી સ્વચ્છતા અભિયાનને સફળતા મળવામાં ઝડપ આવે.
શું કહેવું છે મિત્રો? – ભૂપેન્દ્રસિંહ રાઓલ

5 thoughts on “મંગલ મંદિર ના ખોલો”

  1. વાહ ખૂબ જ સરસ, તમે એકદમ સચોટ લખ્યું છે. ભારતની ભોળી પ્રજા અધ્યાતમાવાદ અને તેના એજન્ટો માં એટલી બધી ફસાયેલ છે કે જેને આમાંથી બહાર આવતા હજી કેટલો સમય લાગશે. ભારતની પ્રજા અધ્યાત્મને લીધે અનહદ આળસુ પણ થઈ ગઈ છે. બધું તેને વગર મહેનતે જોઈએ છે. એ રોજ મંદિરમાં ભગવાન પાસે ભિખારી બની ને માગ્યા જ કરે છે.કામ તો કરવું જ નથી. અને કરે તો પૂરી નિષ્ઠથી તો નહી જ.
    ખૂબ આભાર,
    Nitinkumar Bharadia
    Khambhalia.

    Like

  2. એવા પણ કેટલાક મંદિરો છે કે જે ખુલ્યા કે તરત તેમની બહાર લાંબી લાઈનો લાગી ગઈ.  તે છે કેશ કર્તન કલામંદિરો!  કોવીડ 19 થી એક વાત સિદ્ધ થઇ કે કે જીવનમાં સૌથી વધુ જરૂર વાળંદોની પડે છે, દેવ-દેવીઓની નહિ.

    Like

  3. ઉપરોક્ત મારી કોમેન્ટમાં ફક્ત હિન્દુઓના મંદિરો જ નહીં પણ ભારતમાં દરેક ધર્મ-સ્થાનો બાબતે લાગુ પડે છે.

    Like

  4. mangal mandir na kholo. salamat se loko no paiso. kholva ni jarur nathi. parantu a gandu bharat navu ram mandir banava ma padyu che. loko pan ganda ni mafak sona-chani ni ito maokle che. pan trusties pase te rakhvani sagvad nathi, loko ne shikshan mandir/ health mandir (hospi) ma ito apvi nathi pan ito mari te mandiro todva che. wah jagat wah bharat wah tara manso. waha tara ministro.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s