વધુ ધાર્મિક, ઓછાં બુદ્ધિશાળી?

વધુ ધાર્મિક, ઓછાં બુદ્ધિશાળી?imagesGLLQ8HR8

આપણે કેટલા ધાર્મિક છીએ? આપણે કેટલા બુદ્ધિશાળી છીએ? એક નવો અભ્યાસ કહે છે જો ધાર્મિક વધુ હોઈશું તો બુદ્ધિશાળી ઓછા અને બુદ્ધિશાળી વધુ હોઈશું તો ધાર્મિક ઓછા. હવે ધર્મની હજારો વ્યાખ્યા થઈ શકે તો એ પ્રમાણે ધાર્મિકની હજારો વ્યાખ્યા થઈ શકે. તે પ્રમાણે બુદ્ધિશાળી કોને કહેવો તેની પણ હજારો વ્યાખ્યા થઈ શકે. એટલે વિવેકાનંદ, ઓશો અને ગાંધી જેવા ઈન્ટેલીજન્ટ થિંકર વધુ ધાર્મિક, વધુ બુદ્ધિશાળી હોઈ શકે છે. એટલે મારે એવા અપવાદોની વાત કરવી નથી. હું અહીં પ્રચલિત અર્થમાં ધાર્મિક એટલે ટીલા-ટપકાં કરી રોજ મંદિરોમાં અને કહેવાતા ગુરુઓ પાછળ દોટો મૂકતાં કહેવાતા ધાર્મિકોની વાત કરું છું. આવા ધાર્મિકો જેટલા વધુ ધાર્મિક એટલાં ઓછા બુદ્ધિશાળી. અથવા જેટલા વધુ બુદ્ધિશાળી એટલાં ઓછા ધાર્મિક. એટલે જેમ જેમ આપણા જીવનમાં બુદ્ધિનું તત્ત્વ-મહત્વ વધતું જાય તેમ તેમ આપણા જીવનમાં કહેવાતી ધાર્મિક માન્યતાઓનું મતલબ ધર્મનું મહત્વ ઓછું થતું જવાનું. ઘણા વધુ બુદ્ધિશાળી મિત્રોને ખાલી એક સુપ્રીમ ગોડ કે પરમ તત્ત્વ સિવાય બીજી ધાર્મિક ઇરેશનલ માન્યતાઓમાં રસ હોતો નથી. આમ કહેવાતા આસ્તિક ઓછા હોય છે તો એવા લોકોમાં સ્વાભાવિક બુદ્ધિનું તત્ત્વ વધુ જ હોવાનું.

આમેય ધાર્મિક માન્યતાઓ ઇરેશનલ હોય છે તે હકીકત છે. કોઈ પણ વાત કાર્યકારણનાં સંબંધ વગર કે કોઈ સાબિતી વગર માની લેવાનું ધાર્મિક મનમાં વધુ હોય છે, નાં તો એની પ્રયોગાત્મક કોઈ ચકાસણી થઈ હોય એટલે બુદ્ધિશાળી વ્યક્તિને તે માનવું અઘરું થઈ પડે. કોઈ બાપુ કે બાબાએ કહ્યું છે એટલે કહેવાતો ધાર્મિક તરત માની લે પણ બુદ્ધિશાળી માટે માનવું મુશ્કેલ થઈ પડે. ઇન્ટેલિજન્ટ લોકો પૃથક્કરણાત્મક વિશ્લેષણાત્મક હોય છે. સામે રિલિજસ લોકો સાયન્સ અને સાયન્ટિફિક એવિડન્સ બંનેના સીધા વિરોધમાં જ ઉભા હોય છે. બીજી રીતે જોઈએ તો ઊંચો IQ ધરાવતા લોકોને વિજ્ઞાનમાં વધુ શ્રદ્ધા હોય છે, કે વિજ્ઞાન ધર્મનો બેસ્ટ ફ્રૅન્ડ નથી જ.

મોટાભાગના સમાજોમાં નિરીશ્વરવાદી અને અજ્ઞેયવાદીઓ બહુ ઓછા હોવાના. રૅશનલિસ્ટ નો સીધોસાદો અર્થ સમજદાર, વિવેકી અને સૂઝ ધરાવનાર એવો થાય છે. કોઈ પણ વસ્તુ વિષય સમજ્યા પછી એમાં માનવું, એકદમ કોઈ કહે એટલે તરત અંધની જેમ મની લેવું નહિ. આમાં ખોટું શું છે? રૅશનલિસ્ટ, નિરીશ્વરવાદી અને અજ્ઞેયવાદી બહુ ઓછા હોય છે દરેક સમાજમાં. હવે સમજદાર, વિવેકી હોવું અને થોડી ઘણી બુદ્ધિગમ્ય વાત કરવી જે સમાજમાં પાપ ગણાતું હોય તે સમાજની ઉન્નતિ અને બૌદ્ધિક વિકાસ માટે કેટલી આશા રાખી શકાય? રૅશનલિસ્ટ, નિરીશ્વરવાદી કે અજ્ઞેયવાદીને આવા લોકો ગાળ દેવામાં પોતાની મહાનતા સમજતા હોય છે. મૂળ તો લોકોના ઇરેશનલ, સૂઝ સમજ વગરના હોવા ઉપર જ જેમનો ધંધોપાણી અને રોટલા ચાલતા હોય તેવા લોકોને સમાજ વિવેકબુદ્ધિ વાપરે તો એમના ધંધા પર ખતરો જણાતો હોય છે. માટે લોકો જેટલા બુદ્ધિ ઓછી વાપરે એમની સૂઝ સમજ ઓછી વાપરે તેટલું સારું. એટલે આવા ધર્મના ધંધાદારીઓ રૅશનલિસ્ટને ખાસ ગાળો દેવાના. પાપી પેટનો સવાલ છે. એટલે જો કોઈ મૂર્ખશિરોમણી રૅશનલિસ્ટ વિષે જાહેરમાં બકવાસ કરે ત્યારે એ અને એના સમર્થક ઉપર દયા ઉપજે છે.

બુદ્ધિશાળી લોકો સ્વતંત્ર વિચારક હોય છે. જો કે રિલિજસ અને ઇન્ટેલિજન્ટ બંનેની ગાડી જુદા જુદા પાટા ઉપર પણ એક દિશામાં અમુક બાબતોમાં સાથે જતી હોય છે. રિલિજસ માનતો હોય છે કે જગત એક સુપ્રીમ ફોર્સનાં કંટ્રોલ હેઠળ વ્યવસ્થિત ચાલે છે તો ઇન્ટેલિજન્સ અને સાયન્સમાં વિશ્વાસ તેવો જ સંતોષ આપે છે કે ભાઈ ફિઝિક્સનાં નિયમો વડે જગત વ્યવસ્થિત ચાલે છે. ધાર્મિક માનતો હોય કે સારા કર્મ કરીશું તો સારા ફળ મળશે નહિ તો પાપોની સજા ભોગવવી પડશે. આમ બીકનો માર્યો સીધો ચાલવા પ્રયત્ન કરતો હોય છે જ્યારે ઇન્ટેલિજન્સ આંતરિક મેન્ટલ પાવર વધારી સેલ્ફ કંટ્રોલ વધારે છે. રિલિજસ માનતો હોય કે હું બહુ સારો માનવી છું કારણ હું વધુ રિલિજસ છું. તો સામે ઇન્ટેલિજન્ટ પણ એવું જ માનતો હોય છે કે હું બેટર છું કારણ હું સ્માર્ટ છું. છેલ્લે સામાજિક પ્રાણી હોવાને લીધે ધાર્મિકોને એમના જેવા ટોળામાં વધુ સલામતી અને વધુ સામાજિકતા લાગે તે સ્વાભાવિક છે. તો સામે ઇન્ટેલિજન્ટ ને પણ સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે વધુ ફાવે તે હકીકત છે.

આપણે ત્યાં તો ભણતર કે ડિગ્રી ઉપર પણ જવાય તેવું નથી. ડિગ્રી ફક્ત એક ટેકનિકલ સ્કિલ્ડ લેબર સિવાય કશું વધારે હોતી નથી. હું અમદાવાદimagesPHRCBQQ5 એક કૉલેજના પ્રિન્સિપાલની ઑફિસમાં ગયેલો મારા એક સંબંધી જોડે. પહેલું તો અમારે અમારા શૂઝ કાઢવા પડેલા ઑફિસમાં એન્ટર થતા. પ્રિન્સિપાલની ઓફિસ કરતા જાણે મંદિરમાં જતા હોઈએ તેવું વધુ લાગેલું. ઑફિસમાં જ એમણે મંદિર બનાવી દીધેલું. હવે આ કહેવાતા Intellectual મિત્ર જેને હું તો બુદ્ધુ જ માનું છું, સાથે વાતો થઈ તો એમણે પૂછ્યું, ‘અત્યાર સુધી શું કર્યું જીવનમાં? એનો હિસાબ સ્વર્ગ કે નર્કમાં માગે તો શું જવાબ હશે તમારો? આ ભગવાને સર્જન કર્યું છે માનવજાતનું. તો કેટલો સમય લઈને માનવ ઘડ્યો હશે? ને કંઈક વિચારીને જ આપણને જગતમાં મોકલ્યા હશે ને? એક ઉદ્દેશને લઈને? શું એ પરિપૂર્ણ થયો છે ખરા? કે થશે ખરા?’

મારી સાથે આવેલા સંબંધી વિચારતા થઈ ગયા. એક અપરાધભાવ અનુભવવા લાગેલા, જાણે પોતે દીનહીન. સામે મહાન ધર્માત્મા જો બેઠેલા હતા. મારો પિત્તો હટી ગયેલો.

મેં કહ્યું, ‘સાહેબ ભગવાન સર્વજ્ઞ અને સમર્થ છે બરોબર?’

તો કહે,  ‘હા ભગવાન તો સર્વજ્ઞ અને સમર્થ જ હોય ને?’

તો પછી એણે જે કરવું હોય તે જાતે જ કરી લે ને? આપણને ઘડે પછી પૃથ્વી ઉપર મોકલે એવા બધા નાટક કરવાની એને ક્યાં જરૂર છે?’ મેં કહ્યું.

મારા સંબંધી થોડા ગભરાઈ ગયેલા કે, આમણે ક્યાં સામે મોરચો માંડ્યો?

મેં કહ્યું, ‘ભગવાન તો સર્વજ્ઞ છે તેને તો ખબર જ હોય કે આ હિટલરને ઘડીને મોકલીશ તો મારા જ ઘડેલા ૬૦ લાખ નાના બાળકો સાથેના યહૂદીઓને જીવતા ગેસ ચેમ્બરમાં શેકી નાખશે. શું ભગવાને એને ૬૦ લાખ યહૂદીઓને શેકી નાખવા મોકલ્યો હતો? ચાલો એવા કામ કરવા નહોતો મોકલ્યો અને હિટલરે એવા ખરાબ કરી નાખ્યા તો એનો મતલબ તમારો ભગવાન સર્વજ્ઞ છે જ નહિ. એને ખબર હોતી જ નથી કે હું જેમને ઘડીને મોકલું છું તે ત્યાં પૃથ્વી પર જઈને શું કરશે? અથવા તો હિટલરનો અને યહૂદીઓનો ભગવાન જુદો જુદો છે. કારણ હિટલર તો માનતો જ હતો કે એ સ્પેશલ યહૂદીઓનો નાશ કરવા જ જન્મ્યો છે. ભગવાનની મરજી વગર પાંદડું પણ હાલતું નથી મતલબ ભગવાનની મરજી જ હતી કે ૬૦ લાખ યહૂદીઓ મરે કે ભોપાલમાં ૧૦ હજાર માનવીઓ ઝેરી ગેસથી મરે.’

મારી વાતોનો એમની પાસે કોઈ જવાબ હતો જ નહિ. તરત બીજી વાતોએ વળગી ગયા. અમે એમના મંદિર કમ ઑફિસમાંથી બહાર નીકળ્યા. મારા સંબંધી કહે પહેલા તો હું એમની વાત સાંભળી પોતાને ગિલ્ટી માનતો થઈ ગયેલો પણ તમારી વાત સાંભળી તે ગિલ્ટ નીકળી ગયો.

મેં કહ્યું, આવા લોકો ભોળી પ્રજાને ગભરાવે છે. પોતે મહાન હોય તેમ સવાલ પૂછે છે. સવાલ પૂછીને પોતાને એક પગથિયું ઊંચે મૂકીને તમને નીચા સાબિત કરતા હોય છે. આ ભલે ડિગ્રીધારી પ્રિન્સિપાલ હોય પણ ઈન્ટેલેકચ્યુઅલ છે જ નહિ. એક સ્કિલ્ડ મજૂર અને આમાં કોઈ ફરક નથી. કુદરતે અચાનક માનવી પેદા કર્યો જ નથી. એક કોશી જીવથી માંડીને આજના માનવી સુધી ઉત્ક્રાંતિ થતા કરોડો વર્ષો નીકળી ગયા છે. રિચાર્ડ ડોકિન્સ કહે છે આપણા પૂર્વજ માછલી હતા અને પ્રાચીન ભારતીયો કહે છે ભગવાનનો પહેલો અવતાર માછલી રૂપે આ બે વાતમાં કેટલું બધું સામ્ય છે. આ રૂપક આપણે સમજ્યા નહિ અને કહેવાતા બુદ્ધિશાળી વેપારીઓએ સમજવા દીધું નહિ. ભગવાન ગણો કે કુદરત ગણો તેના માટે એક કીડી, એક હાથી અને એક માનવી સરખાં મહત્વના છે. હા ઉત્ક્રાંતિનાં ક્રમમાં વિકાસના ક્રમમાં તમે વધુ બુદ્ધિશાળી છો તેટલા પૂરતા સ્પેશલ છો બાકી કાઈ નહિ.

પેક(pack) થિંકર અને ઇન્ટેલિજન્ટ થિંકરમાં બહુ ફરક હોય છે.

26 thoughts on “વધુ ધાર્મિક, ઓછાં બુદ્ધિશાળી?”

 1. વાહ રાઓલ બાપુ, સાચી વાત કહી પણ વિજ્ઞાન ધર્મનો બેસ્ટ ફ્રરેન્ડ નથી ને બદલે ટીલા ટપકા વાળા ધર્મનો બેસ્ટ ફ્રેન્ડ નથી એ વધારે યોગ્ય છે.

  Like

 2. બચપણ થી બાળક ને ટાટા કેહતા આવડે ને તરત બીજું સ્ટેપ એના માટે બે હાથ જોડી ભગવાન ને પગે લાગતા શીખવાનું થઇ ગયું છે એટલે એક તો આપડે જે કઈ પણ છીએ એ એનેજ આભારી છીએ જેતે ભગવાન કુળદેવી કે કોઈ બાબા ના આશીર્વાદ થીજ તમે દુનિયામાં આવ્યા એ હાલ પણ ઠસાવી દેવામાં આવેજ છે પછી એ બાળક મોટો થાય ત્યાં સુધી તો મહા ધાર્મિક ને જીવ ની એક એક ક્ષણ કોઈ ના થીજ ચાલે છે એમ માની લે તો થીજ જાય છે અરે અબ્દુલ કલમ સાહેબ ને પણ પ્રમુખ સ્વામીના પગ પાસે નીચે પથર્નામાં બેઠેલા જોયાજ છે ને… બાપુ સૌથી વધી ધર્મ માં અંધ તો લોકો બીક થીજ બને છે ની માનીએ તો આમ થઇ જશે ને તેમ થઇ જશે. ભગવાન માટે ના પ્રેમ ભાવ કરતા એમના નામ ની બીક એમના વિરોધ માં બોલ્વાનીતો ઠીક સાંભળવાની પણ હિંમત નથી લોકો ની…..

  Liked by 1 person

 3. Tamari vat sachi chhe.Degree fakt technical skilled Labourer nu certificate j matra chhe.Eloko hoy chhe to buddhishali j, pan dharmikata ne bap dada ane guruo e samjavya pramane shraddha nu j kshetra mane chhe ane tat
  hakathit manyatao ma rache chhe.
  EMNI AA NABALAI NO LABH DHARMIK SAMPRADAYO UTHAVE CHHE ANE AMARE TYAN TO AATLA BADHA DOCTORS,ENGINEERS ANE LAWYERS SEVA AAPE CHHE,EVO PRACHAR KARI ABUDH LOKONA TOLE TOLA POTANA SAMPRADAYMA BHEGA KARE CHHE!

  Liked by 1 person

  1. મેં ગપોડી લેખકો વિષે સીરીઝ લખી છે. ગુજરાતી છાપાઓના કટાર લેખકો અને મારા ફરક છે. હવે નેટના જમાનામાં ગુગલમાં ટાઈપ કરો તરત ખબર પડી જાય. સંદર્ભ માંગવાના હોય નહિ શોધી લેવાના. મને જે વિષયમાં સમજ નાં પડે ત્યાં હું ચાંચ મારતો નથી. ગુગલમાં મોર રીલીજસ લેસ ઇન્ટેલિજન્ટ એટલું ટાઈપ કરશો તો પણ સંદર્ભ મળી જશે.

   Like

 4. મેં કહ્યું, આવા લોકો ભોળી પ્રજાને ગભરાવે છે. પોતે મહાન હોય તેમ સવાલ પૂછે છે. સવાલ પૂછીને પોતાને એક પગથિયું ઊંચે મૂકીને તમને નીચા સાબિત કરતા હોય છે. આ ભલે ડિગ્રીધારી પ્રિન્સિપાલ હોય પણ ઈન્ટેલેકચ્યુઅલ છે જ નહિ. એક સ્કિલ્ડ મજૂર અને આમાં કોઈ ફરક નથી. કુદરતે અચાનક માનવી પેદા કર્યો જ નથી. એક કોશી જીવથી માંડીને આજના માનવી સુધી ઉત્ક્રાંતિ થતા કરોડો વર્ષો નીકળી ગયા છે. રિચાર્ડ ડોકિન્સ કહે છે આપણા પૂર્વજ માછલી હતા અને પ્રાચીન ભારતીયો કહે છે ભગવાનનો પહેલો અવતાર માછલી રૂપે આ બે વાતમાં કેટલું બધું સામ્ય છે.

  Like

 5. Someone progressive in his thinking said, ” You can’t reach for anything new, if, your hands are still full with yesterday’s junk.”

  Like

 6. બુદ્ધિશાળી કોને કહેવો તેની પણ હજારો વ્યાખ્યા થઈ શકે. એટલે વિવેકાનંદ, ઓશો અને ગાંધી જેવા ઈન્ટેલીજન્ટ થિંકર વધુ ધાર્મિક, વધુ બુદ્ધિશાળી હોઈ શકે છે. એટલે મારે એવા અપવાદોની વાત કરવી નથી.
  બાપુ, તમારી વાત સો ટકા સાચી અને મુદ્દાની છે.No argument.
  પણ મારું નામ ઉપરના અપવાદમાં ભૂલ્યા વગર મૂકી દેજો.’

  Liked by 1 person

   1. ના બાપુ, જરાયે કન્ફ્યુઝ નહીં.. આનું નામ બે વિચાર જગતનું અનોખું ફ્યુઝન….નથી માનતો કે બધા જ વનટ્રેક માઈન્ડ એ સમજી શકે. માણી શકે.

    Like

 7. -ve Mera Bharat Mahan!!!

  dar varshe navratri k bija koi mahina ni punam na divse hajaro loko page chaline ambaji jay che.
  shivratri vakhate hajaro loko girnar ni parikrama kare che. bahu j sari vat che. dhanya che emni shraddha ne.

  jyare koi road par accident ke murder thay ke koi abla nari par (hamna hamna to 3-4 varsh ni balki par) balatkar thay che tyare aava hajaro loko kem bhega nathi thata ?
  tyare mahadev ni ke mataji ni aagyan nathi hoti?

  Like

 8. અતિધાર્મિક અને વિવેક-પંથીઓમાં ફર્ક તો રહેવાનો …Bhupendrasinh …
  વિવેક-બુદ્ધિથી ચાલવા વાળાં સવાલ-શંકા-રીસર્ચ-એપલિકેશનના સ્વધર્મ-પથ પર ચાલવાવાળાં …એટલે તેઓ તેમના મુર્ખ-બનાવવાના ધંધામાંઅડચણ-અળખમણાં અને ધાર્મિક એટલે – “શ્રધ્ધામાં સવાલ ન’ હોય” એમ માનવાવાળાં કે જો સ્વામીજી કહે કે – “આજ થી તમે પતિ-પત્ની તે સંબંધે ભાઈ-બહેન” અને પછી તેમની પત્ની તે સ્વામીજીની “દાસી-સેવિકા-સહશયન ભોગીકા … અને ભાઈ તે સેવક-નોકર-નપુંસક…. હરીઓહ્મ … હરીઓહ્મ …
  .
  આ દેશમાં ધર્મના નામે “અંધ-શ્રધ્ધા”નું જેટલું માર્કેટિંગ થયું છે …એટલું જો વિજ્ઞાન અને સાબીતીઓનું થયું હોત … તો વિચારો કે 125-કરોડનો દેશ શું કરી શકે …શું નું શું નાં-કરી શકે!!! ..

  Like

  1. સાચું કીધું.. ૧૨૫ કરોડના દેશ જોડે ખુબ ટેલેન્ટ છે પણ બધી ટેલેન્ટ ધર્મની ધાબળી હેઠળ દટાઈ જાય છે.

   Like

 9. માફ કરજો પણ મારે અસંમત થવું પડે છે.

  ગુરુ બનીને લોકોના પૈસે નિરાંતે જીવવા માટે પણ બુદ્ધિ તો જોઈએ જ ને? બુદ્ધિનો સદુપયોગ કરી શકાય અને દુરુપયોગ પણ. બુદ્ધિ ના વાપરવાથી પણ દુરુપયોગ થાય.

  બુદ્ધિ અને ડહાપણ વચ્ચે ફેર છે. સાવ અભણ લોકોમાં પણ કોઈ વાર સારું ડહાપણ હોય છે, ખુબ બુદ્ધિશાળીમાં ડહાપણનો સાવ અભાવ હોઈ શકે છે. તેથી પ્રસ્તુત સરખામણી અનુચિત છે.

  અત્યંત બુદ્ધિશાળી રેશનાલીસ્ટ મિત્રો જે રીતે ઈશ્વરના અસ્તિત્વને નકારે છે તે પણ તેમને ઉપરોક્ત બીજી કક્ષામાં મુકે છે.

  ચાલવા માટે બંને પગ સરખી લંબાઈ અને મજબુતાઈના હોવા જોઈએ. તેવી રીતે માનવજાતની ઉન્નતી માટે વિજ્ઞાન અને ધર્મ બંને સરખા મહત્વના છે. બેમાંથી એકેયનો દુરુપયોગ ના કરવો જોઈએ કે થવા દેવો જોઈએ. ધર્મમાં નબળાઈ આવી ગઈ છે તેનો અર્થ એમ નથી કે તેને સાવ જ ત્યજી દેવો.

  Like

  1. આપણે ગુરુઓની વાત નથી કરતા એમની પાછળ દોડનારાની વાત કરીએ છીએ. ગુરુઓ તો હોશિયાર છે. ધર્મ એમના માટે બિજનેસ છે. તે લોકો ધાર્મિક નથી ધાર્મિક હોવાનો ડોળ કરે છે. ધર્મમાં નબળાઈ આવી નથી એનો પાયો જ નબળો હોય છે.

   Like

   1. ધર્મ એ બુધ્ધિ કે તર્કનો વિષય નથી. વિશ્વાસને શ્રધ્ધાનો છે. આપણને પેદા કરનાર આ સુષ્ટિમાં લાવનાર મા-બાપ જો છે તો આ સૃષ્ટિનો સર્જનહાર પણ છે જ. આટલા બધા અભ્યાસને સગવડતા હોવા છતાં આજનું વિજ્ઞાન આપણા ભ્રમાંડ નો ફકત 3% તાગ મેળવી શકયા છે. બસ આપણી નબળાઈ એ છે કે અંગ્રેજો કહે ત્યારેજ સાચું માનીએ છીએ.

    Like

 10. Agree with u to an extent … Pan ek prashna thay Che ke purnatah science par bharoso rakhi shakay?? Karan science pan kyan purna Che?? Roj roj navi shodho thatij rahega Che…bijo prashna e pan ke shradhha nu mahatva ketlu?? Karan karma jeva ketlak siddhanto no satisfactory jawab science through malto nathi…

  Like

  1. કર્મ જેવા સિદ્ધાંતો મૂળમાં ઠેકાણા વગરના છે. બહુ છીંડા છે એમાં, મહજ ધારણા જ છે. માટે એનો સેટિસફેક્ટરી જવાબ સાયંસ પાસે ક્યાંથી હોય? સાયન્સમાં રોજ નવી શોધો થાય છે નોલેજ અપડેટ થાય છે માટે તો એના પર ભરોસો રખાય ને?

   Like

   1. Bharoso toh rakhayaj pan me PURNTH bharso puchyo che coz in science knowledge updation process still in continuance that only proves that there are still some things which are beyond the reach of science……… Jyare bulb nahoto shodhayo tyare intelligent loko ne e vichar pan thekana vagar noj lagto hato…… Tame maro prashna samjya nathi…. Ketlak eva prashno jeno karma siddhant thi satisfactory jawab male che eva prashno aagal science haji niruttar Che like….ketlik situations jema prashna thay ke aavu Mari sathej kem bane Che?? For eg. Kem maro janma ek khup wealthy parivar ma nahi?? Sha mate fakta ek var joeli koi ek vyakti pratye vishesh anurag and bija pratye vair(dvesh)? Awaiting scientific answers to this questions which are very commonly asked by many people.

    Like

    1. સિદ્ધિ એવા હજારો સવાલ છે કે જેનો ઉત્તર કર્મનો સિદ્ધાંત આપી શકતો નથી તે ખબર નહિ હોય.. એટલે પહેલું તો કર્મનો સિદ્ધાંત અફર છે તે ગલત ધારણા બાજુ ઉપર મૂકી દીધા સિવાય તમને મારી વાત પણ નહિ સમજાય. વિજ્ઞાન ક્યારે એમ નથી કહેતું કે બધા સવાલના જવાબ એની પાસે છે. જ્યારે ધર્મો એવું કહેતા હોય છે.

     Like

 11. kadach aapano samaj be vaat par nabhe chhe : 1. loko shun kaheshe ??? 2. bas aandhalu anukaran karo loko jya jaay chhe te jagya e chalo … aa beu vastuma budhdhino upyog nahivat hoy chhe . aakhi prakurtine jo dhyanthi joie to e shudhdh vigyan j chhe .ane ene aatli choksai thi chalavnar shakti e bhagvan chhe evu maru manvu chhe ..lekh khub gamyo .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s