સ્વતંત્રતા શીખવાની-૧ Hard Truths About Human Nature.

સ્વતંત્રતા શીખવાની-૧ Hard Truths About Human Nature.
જ્યારે જ્યારે શિક્ષણ ક્ષેત્રે પરીક્ષા અને પરિણામનો માહોલ સર્જાય છે ત્યારે વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો વધી જતા હોય છે. સમાચાર પત્રોમાં વાંચીને ઘણું દુઃખ સૌને થતું હોય છે. ક્યારેક સામટાં એક કરતા વધુ વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો બનતા આપણે શોકમાં ઘેરાઈ જતા હોઈએ છીએ. હમણાં કોઈ તેજસ્વી વિદ્યાર્થીની ચાર્મીએ આત્મહત્યા કરવા ચાલુ પરીક્ષાએ ભૂસકો મારેલો, કેમકે તે ચોરી કરે છે તેવું માની સુપર્વાઇઝર પુરવણીમાં લાલ અક્ષરથી ૩૦ માર્ક્સ માઈનસ લખી દે છે. તેના સમાચાર ફેસબુક પર કોરિયાથી મિત્ર નરેન્દ્રભાઈએ મૂક્યા ત્યારે એમના શબ્દોમાં વ્યક્ત થતો આજના શિક્ષણ શાસ્ત્રીઓ પ્રત્યેનો રોષ ખરેખર શોચવા જેવો હતો. આજની પુરાણી માર્ક્સ પધ્ધતિ બદલવાનો સમય હવે આવી ચૂક્યો છે.

    એક વ્યક્તિ(વિદ્યાર્થી) કશું શીખે તે માટે મદદરૂપ થવા બીજી વ્યક્તિ(શિક્ષક) કોઈ ખાસ વર્તણૂક કરે, આ થઈ શીખવવાની સાદી વ્યાખ્યા. આમાં મૂળ શીખવાનું તો હોય છે શીખનારે, શીખવનારે શીખવાની પ્રક્રિયામાં ફક્ત મદદ કરવાની હોય છે. હવે ઘરમાં કોઈ તમને પધ્ધતિસર ચા બનાવવાનું શીખવે તો પેલી વ્યાખ્યા મુજબ શીખવ્યું કહેવાય, પણ તમે ઘરમાં કોઈને ચા બનાવતા ફક્ત જોઇને શીખી જાવ તો ચા બનાવનારે તમને કશું શીખવ્યું નથી. તો એને શિક્ષક કઈ રીતે કહેવાય ? વગર શીખવ્યે શીખવનાર આપણો પહેલો શિક્ષક હોય છે આપણી માતા અને પિતા.

શિક્ષણ બે પ્રકારનું હોય છે એક છે સ્કિલ મતલબ કુશળતા, પ્રાવીણ્ય, કળા કારીગરી. અને બીજું છે માહિતીપ્રદ. પ્રાણીઓ પણ એમના બચ્ચાઓને કૌશલ શીખવતા હોય છે. સસ્તન પ્રાણીઓ ખાસ તો શિકારી પ્રાણીઓ એમના Cubs ને સારી એવી માત્રામાં તાલીમ આપતા હોય છે. સર્વાઇવ થવા શિકાર કરવાનું કૌશલ્ય ખાસ શીખવું પડે. એના માટે આ બચ્ચા આખો દિવસ દોડધામ અને રમત એકબીજા સાથે કરતા હોય છે. પણ છતાં એમને શિકાર કરવાની ખાસ તાલીમ આપતા નોંધાયું છે.

Timothy Caro નામના પ્રોફેસરે ચિતા ફેમિલીનાં જીવન કવનને ફિલ્મમાં ઊતારતા ખાસ જોયું કે Cheetah  માતા પહેલા એના કબ આગળ મારેલું નાનું સસલું કે હરણ લાવીને મૂકે છે. કબ આની ઉપર હુમલો કરતા હોય છે અને પછી ખાતા હોય છે. પછી જેમ બચ્ચા મોટા થાય તેમ માતા જીવતા સસલા કે નાના હરણ લાવીને ધરે છે. કબ આતુરતા પૂર્વક  એમની પાછળ પડે છે પકડવા માટે. આમાં ઘણીવાર મોંઘું પડી જતું હોય છે. કબ અનુભવી હોતા નથી અને પેલું જીવતું હરણ દોડીને છટકી પણ જતું હોય છે અને ભૂખ્યા રહેવું પડતું હોય છે. ઘણીવાર શિકાર છટકી જાય તો માતા પોતે દોડીને પકડી લાવે છે અને ફરી કબ આગળ છોડી દે છે.

આમ બચ્ચા શિકારને પકડતા શીખી જતા હોય છે. માતા એમને વારંવાર આ બધી પ્રૅક્ટિસ કરાવતી હોય છે. આમ કબ મોટા થતા જાતે શિકાર કરવાનું શીખી જતા હોય છે. અકસ્માતે પ્રાણીઓની વર્તણૂકને ડૉક્યુમેન્ટરીમાં ઉતારતાં પ્રાણીવિદ છક થઈ ગયા કે ચિતા માતા જાણી જોઇને હેતુપૂર્વક પરિસ્થિતિ ઊભી કરતી હતી. પહેલા મરેલા શિકાર લાવતી હતી, પછી જીવતા શિકાર લાવતી હતી, શિકાર છટકી જાય તો પોતે દોડીને પકડી લાવી ફરી જીવતું કબ આગળ છોડી દેતી. આમ ભરપૂર પ્રૅક્ટિસ કરાવતી હતી. Caro એ નોંધ્યું કે ઘણીવાર શિકાર કબ અને માતા બધા પાસેથી છટકી જતો તો ભૂખે રહેવાનો પણ વારો આવી જતો. પણ વળતરમાં કબ સ્કિલ શીખતા જતા હતા.

આવીજ વર્તણૂક બીજા શિકારી પ્રાણોમાં પણ જોવા મળેલી છે. Meerkats માતા પણ એના pups ને ભયાનક ડંખ મારતા વીંછી ખાવાની કુશળતા શીખવતી હોય છે. પ્રથમ તે મરેલા વીંછી લાવીને બચ્ચા આગળ મૂકતી હોય છે. બચ્ચા એની પર હુમલો કરતા હોય છે પછી ખાતા હોય છે. પછી માતા જીવતા વીંછી લાવતી હોય છે પણ એમના ભયાનક ડંખ પહેલેથી ઊખેડી લેતી હોય છે જેથી બિન અનુભવી બચ્ચાને જોખમ ના રહે. બચ્ચા કુશળ થઈ જાય પછી માતા જીવતા ડંખ સહિત વીંછી લાવવાનું શરુ કરે છે. આમ બચ્ચા ભયાનક વીંછી મારીને ખાતા શીખી જતા હોય છે.

આપણે બાળકોને શીખવવા માટે થઈને પ્રૅક્ટિસ કરવા મોટાભાગે મટિરિયલ ઉપલબ્ધ કરવાનું વિચારતા નથી. પણ આ એક બહુ કીમતી રસ્તો છે બાળકોને શીખવવાનો. ચિતા અને મરકેટ માતાની જેમ આપણે બાળકોને વસ્તુઓ, સાધનો, ટૂલ્સ, રમકડા પૂરું પાડીને શીખવવાની શરૂઆત કરાવી જોઈએ.

આપણ માનવોની કેટલીક મર્યાદાઓ હોય છે. બધું પ્રેક્ટીકલ શીખવી શકતા નથી. આપણે મોટાભાગે બધું જોઇને શીખતા હોઈએ છીએ. આપણાં બાળકો બધું જોઈ જોઇને શીખતા હોય છે. મોટાભાગનું  એમને શીખવવું પડતું હોતું નથી. બાળકો ગુડ ઑબ્ઝર્વર હોય છે. જે વસ્તુ કે વર્તણૂક તમને ગમતી ના હોય તે બાળકોના દેખાતા કરશો નહિ. છતાં ઘણી વસ્તુઓ નિદર્શન કરીને શીખવી શકાતી હોય છે.

માનવ સિવાયના પ્રાણીઓમાં નિદર્શન કરીને કોઈ શીખવતું નથી, પણ ચિમ્પૅન્ઝીમાં માતા એના બચ્ચાને કવચ કોટલાવાળાં ફળો કઈ રીતે તોડવા તેનું નિદર્શન કરીને શીખવતી હોય છે. દા.ત. નાળિયેર જેવા ફળ પથ્થર પર ગોઠવવા એના પર બીજા પથ્થર કે લાકડા વડે તોડવા બધું બચ્ચાને શીખવવામાં આવતું હોય છે. નાના ચિમ્પૅન્ઝીને આ બધું શીખવતા વર્ષો લાગી જતા હોય છે. Cristopher અને Hedwige નામના બે સંશોધકોએ આ બધું દસ્તાવેજી ચિત્રોમાં કંડારેલું છે.

આમ શીખવવાની પ્રક્રિયા એક વ્યક્તિની (The teacher) એવી વર્તણૂક છે જે બીજા વ્યક્તિને (The pupil ) શીખવામાં મદદરૂપ થતી હોય છે. આવી બિહેવ્યર non-human પ્રાણીઓમાં પણ હોય છે. ખેતીની શરૂઆત થયે આશરે ૧૦,૦૦૦ વર્ષ થયા છે. આમ ૧૦,૦૦૦ વર્ષ પહેલાં આખી દુનિયાના તમામ લોકો  Hunter-Gatherers  હતા. આપણી શીખવાની અને શીખવવાની પ્રક્રિયા હન્ટર ગેધરર જીવન શૈલીની જરૂરિયાતો મુજબ વિકાસ પામેલી છે.

વધુ આવતા અંકે…..

13 thoughts on “સ્વતંત્રતા શીખવાની-૧ Hard Truths About Human Nature.”

  1. વાહ બાપુ, ખુબ જ સારો લેખ છે, લગભગ દરેક સંતાનો ના રોલ-મોડેલ તેમના માં-બાપ જ હોય છે, હોવા પણ જોઈએ..માં-બાપ જે રીતે વર્તે-બોલે-ચાલે તે જોઇને જ સંતાનો શીખે છે……

    Like

    1. ભાઈ બાળકોના રોલમોડેલ માબાપ હોય તે હકીકત છે. માબાપ એમના અધૂરા સપના બાળકો પર બોજપુર્વક લાદી દે ત્યારે પ્રોબ્લેમ થતો હોય છે.

      Like

  2. Nice article.. raolji.. everyone of us are frustrated with this “mark getting” education system.. but we r not doing anything to change it and make it better.. children are forced to study at the age of 5, for the sake of parents.. every year more and more students are force to choose the path of suicide just because they didnt complete their parents expectation.. these scenario must be change..

    Like

    1. પારસભાઈ આ આત્મહત્યા કરતા બાળકો માબાપના સપના પુરા કરી શકવા અસમર્થ અનુભવી આત્મહત્યા કરી લેતા હોય છે. માબાપે એમના અધૂરા સપનાઓના બોજ બાળકો ઉપર શું કામ લાદવા જોઈએ?

      Like

  3. એ વાત તો ખરી જ છે….જે જુએ તે શીખે…. પછી એ બાળક મોટું થાય તો પણ એ પ્રક્રિયા તો ચાલુ જ રહેવાની છે…. નોકરી શરુ થાય ત્યારે પણ લોકો ની કામ કરવાની રીત જોઇને પોતે પણ તે રીતે કામ કરવા લગતા હોય છે…. એટલે ફક્ત માં-બાપ જ નહિ પણ આજુ બાજુ માં જે કઈ પણ ચાલતું હોય છે તે બધું જ ઓબ્સર્વ કરવાની અને તેનું અનુસરણ કરવાની ટેવ હોય જ છે…. પણ પેલી છોડ અને ઝાડ વાળી વાત પણ સાચી જ છે…મોટા થાય ત્યારે પોતાના કેટલાક સિદ્ધાંત( જે મોટા ભાગે પોતાના માતા-પિતા ના સિદ્ધાંત હોય છે) તો પકડી જ રાખે છે… આખરે સૌથી વધારે સમય તો માતા પિતા સાથે જ ગાળ્યો હોય…. પણ ઘણી જગ્યાએ જોયું તેમ બોર્ડીંગ સ્કુલ્સ માં મોકલી દેતા બાળકોતો સ્કુલ માં જે બીજા બાળકો કરે તે અને જે શીખવાડવા માં આવે તે જ કરે છે, પણ ત્યારે પણ જે જીન્સ હોય તે તો પોતાનું કામ કરતા જ હોય છે…..

    Like

    1. ભાઈ આ સબ્જેક્ટ આપે જ આપ્યો છે. એ બદલ આપનો ખૂબ આભાર. આપનું “માર્કસની મેરેથોન મુકો” વાક્ય ચોટદાર હતું.આપનો આક્રોશ પણ જલદ હતો, લાગ્યું કે ચાર્મીની પુરવણીમાં સામટાં ૩૦ માર્ક્સ અગાઉથી માઈનસ કરનારા સુપરવાઈઝર મળી જાય તો આપ બે લાફા ઝીંકી દેવાના.

      Like

  4. આમ શીખવવાની પ્રક્રિયા એક વ્યક્તિની(The teacher) એવી વર્તણૂક છે જે બીજા વ્યક્તિને(The pupil ) શીખવામાં મદદરૂપ થતી હોય છે.

    ખુબ સરળ સમજુતિ

    માનવકુટુંબના દરેક સભ્યની પરંપરા-પ્રાપ્ત પ્રતિષ્ઠાને અને સમાન અને અસંકામ્ય અધિકારોને માન્યતા આપવી એ જગતની સ્વતંત્રતા, ન્યાય અને શાંતિનો પાયા છે,કેમ કે માનવ અધિકારોની ઉપેક્ષા અને અપમાન કરવાથી એવાં જંગલી કત્યો પરિણમ્યાં છે કે જેણે માનવજાતના અંતઃકરણમાં બળવો જગવ્યો છે અને સામાન્ય લોકોની ઊંચામાં ઊંચી મહત્ત્વાકાંક્ષા તરીકે એવી દુનિયાના આગમનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં માનવો વાણી અને વિચારની સ્વતંત્રતા ભોગવશે અને ભય તથા અછતમાંથી મુકિત મેળવશે,કેમ કે જો માણસને આખરી ઉપાય તરીકે જુલમ અને અત્યાચાર સામે બળવો પોકારવાનો આશ્રય લેવાનું દબાણ કરાવવું ન હોય તો કાયદાની સત્તા દ્વારા માનવ અધિકારોને રક્ષણ આપવું જોઇએ,

    Like

    1. માનવ અધિકારી ની ઓફીસ કયા છે તે વેદેસો મો માનવ અધિકાર ને લોકો સમજે છે
      આપણે તો આપણો અધિકાર પણ સમજતા નથી માનવ જો પોતાનો અધિકાર સમજે
      તો રાજકીય પ્રણાલી મો થી બહાર આવી પોતાનો અધિકાર વ્યકત કરે તો તે માનસ
      પોતે જ સારો વહેર્વારકરે તો આ મોઠી બહાર આવી નવી સવ્તતા પ્રાપ્ત કરી ગણી સકાય
      મારું માનવું છે

      Like

  5. આઈનસ્ટાઇને મુક્ત સમાજની શિક્ષણની ફિલસુફી વિષેના પોતાના વિચારો વ્યક્ત કરેલા. વિદ્યાર્થીને મુક્ત રાખો પણ તેના વિચારોને શિસ્તમય બનાવીને તેના મુક્ત વિચારો અને શિસ્તનું સંયોજન થવું જોઈએ. આ સંયોજનને તેઓ “શિક્ષણની લોકશાહી” તરીકે ઓળખાવતા .

    ૧. કોઈ નિયત ધોરણ પ્રમાણેની વ્યક્તિ ઘડવાથી સમાજનું કઈ વળે નહિ. યુવક કે યુવતીની મૌલિક શક્તિઓ અને તેમના વ્યક્તિગત ધ્યેયને મહત્વ આપવું જોઈએ. બીબાઢાળ વિદ્યાર્થીઓ તૈયાર થવાથી કંગાળ સમાજ પેદા થાય અને તેનો વિકાસ શક્ય ના બને.

    ૨.શાળાનું ધ્યેય એવું હોવું જોઈએ કે વિદ્યાર્થી એક તાલબદ્ધ અને વિવિધ શક્તિશાળી વ્યક્તિ બનીને બહાર નીકળે નહિ કે એક સ્પેશીયાલીસ્ટ બનીને.

    ૩.સ્વતંત્ર રીતે વિચારી શકતા વિદ્યાર્થીના જીવનના ઉચ્ચ ધ્યેય અને સમસ્યાઓને સમાજના વિકાસ અને સેવા સાથે વાણી લેવા જોઈએ.

    Like

Leave a comment